PDF/HTML Page 2081 of 4199
single page version
છે, જુતાંને યોગ્ય છે. જડની પરીક્ષામાં રોકાઈને ભાઈ! શું તારે નરકમાં જવું છે?
આવી વાત છે ભાઈ! પોતાના શુદ્ધ ચૈતન્યહીરાની જેણે કિંમત કરી નથી તેઓ આ અવસર પૂરો થતાં કયાંય નરક-નિગોદમાં ચાલ્યા જશે. (અનંતકાળે પણ આવો અવસર નહિ આવે).
PDF/HTML Page 2082 of 4199
single page version
तथाहि–
सो एसो परमट्ठो जं लहिदुं णिव्वुदिं जादि।। २०४।।
स एष परमार्थो यं लब्ध्वा निर्वृतिं याति।।
હવે, ‘કર્મના ક્ષયોપશમના નિમિત્તે જ્ઞાનમાં ભેદ હોવા છતાં તેનું સ્વરૂપ વિચારવામાં આવે તો જ્ઞાન એક જ છે અને તે જ્ઞાન જ મોક્ષનો ઉપાય છે’ એવા અર્થની ગાથા કહે છેઃ-
આ જ્ઞાનપદ પરમાર્થ છે જે પામી જીવ મુક્તિ લહે. ૨૦૪.
ગાથાર્થઃ– [आभिनिबोधिकश्रुतावधिमनःपर्ययकेवलं च] મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃપર્યયજ્ઞાન અને કેવળજ્ઞાન- [तत्] તે [एकम् एव] એક જ [पदम् भवति] પદ છે (કારણ કે જ્ઞાનના સર્વ ભેદો જ્ઞાન જ છે); [सः एषः परमार्थः] તે આ પરમાર્થ છે (-શુદ્ધનયના વિષયભૂત જ્ઞાનસામાન્ય જ આ પરમાર્થ છે-) [यं लब्ध्वा] કે જેને પામીને [निर्वृतिं याति] આત્મા નિર્વાણને પ્રાપ્ત થાય છે.
ટીકાઃ– આત્મા ખરેખર પરમાર્થ (પરમ પદાર્થ) છે અને તે (આત્મા) જ્ઞાન છે; વળી આત્મા એક જ પદાર્થ છે; તેથી જ્ઞાન પણ એક જ પદ છે. જે આ જ્ઞાન નામનું એક પદ છે તે આ પરમાર્થસ્વરૂપ સાક્ષાત્ મોક્ષ-ઉપાય છે. અહીં, મતિજ્ઞાન આદિ (જ્ઞાનના) ભેદો આ એક પદને ભેદતા નથી પરંતુ તેઓ પણ આ જ એક પદને અભિનંદે છે (-ટેકો આપે છે). તે દ્રષ્ટાંતથી સમજાવવામાં આવે છેઃ- જેવી રીતે આ જગતમાં વાદળાંના પટલથી ઢંકાયેલો સૂર્ય કે જે વાદળાંના *વિઘટન અનુસારે પ્રગટપણું પામે છે. તેના (અર્થાત્ સૂર્યના) પ્રકાશનની (પ્રકાશવાની) હીનાધિકતારૂપ ભેદો તેના (સામાન્ય) પ્રકાશસ્વભાવને ભેદતા નથી, તેવી રીતે કર્મપટલના ઉદયથી ઢંકાયેલો આત્મા કે જે કર્મના વિઘટન (ક્ષયોપશમ) અનુસારે પ્રગટપણું પામે છે, તેના જ્ઞાનની હીનાધિકતારૂપ ભેદો તેના (સામાન્ય) જ્ઞાનસ્વભાવને ભેદતા નથી પરંતુ ઊલટા તેને અભિનંદે છે. માટે જેમાં સમસ્ત ભેદ દૂર થયા છે એવા આત્મસ્વભાવભૂત જ્ઞાનનું જ _________________________________________________________________ * વિઘટન = છૂટું પડવું તે; વિખરાઈ જવું તે; નાશ.
PDF/HTML Page 2083 of 4199
single page version
निष्पीताखिलभावमण्डलरसप्राग्भारमत्ता इव।
यस्माभिन्नरसः स एष भगवानेकोऽप्यनेकीभवन्
वल्गत्युत्कलिकाभिरद्भुतनिधिश्चैतन्यरत्नाकरः ।।
એકનું આલંબન કરવું. તેના આલંબનથી જ (નિજ) પદની પ્રાપ્તિ થાય છે, ભ્રાંતિનો નાશ થાય છે, આત્માનો લાભ થાય છે, અનાત્માનો પરિહાર સિદ્ધ થાય છે, (એમ થવાથી) કર્મ જોરાવર થઈ શકતું નથી, રાગદ્વેષમોહ ઉત્પન્ન થતા નથી, (રાગદ્વેષમોહ વિના) ફરી કર્મ આસ્રવતું નથી, (આસ્રવ વિના) ફરી કર્મ બંધાતું નથી, પૂર્વે બંધાયેલું કર્મ ભોગવાયું થકું નિર્જરી જાય છે, સમસ્ત કર્મનો અભાવ થવાથી સાક્ષાત્ મોક્ષ થાય છે. (આવું જ્ઞાનના આલંબનનું માહાત્મ્ય છે.)
ભાવાર્થઃ– કર્મના ક્ષયોપશમ અનુસાર જ્ઞાનમાં જે ભેદો થયા છે તે કાંઈ જ્ઞાનસામાન્યને અજ્ઞાનરૂપ નથી કરતા, ઊલટા જ્ઞાનને પ્રગટ કરે છે; માટે ભેદોને ગૌણ કરી, એક જ્ઞાનસામાન્યનું આલંબન લઈ આત્માનું ધ્યાન ધરવું; તેનાથી સર્વ સિદ્ધિ થાય છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ- શ્લોકાર્થઃ–
જવામાં આવેલો જે સમસ્ત પદાર્થોના સમૂહરૂપી રસ તેની અતિશયતાથી જાણે કે મત્ત થઈ ગઈ હોય એવી [यस्य इमाः अच्छ–अच्छाः संवेदनव्यक्तयः] જેની આ નિર્મળથી પણ નિર્મળ સંવેદનવ્યક્તિઓ (-જ્ઞાનપર્યાયો, અનુભવમાં આવતા જ્ઞાનના ભેદો) [यद् स्वयम् अच्छलन्ति] આપોઆપ ઊછળે છે, [सः एषः भगवान् अद्भुतनिधिः चैतन्यरत्नाकरः] તે આ ભગવાન અદ્ભુત નિધિવાળો ચૈતન્યરત્નાકર, [अभिन्नरसः] જ્ઞાનપર્યાયોરૂપી તરંગો સાથે જેનો રસ અભિન્ન છે એવો, [एकः अपि अनेकीभवन्] એક હોવા છતાં અનેક થતો, [उत्कलिकाभिः] જ્ઞાનપર્યાયોરૂપી તરંગો વડે [वल्गति] દોલાયમાન થાય છે-ઊછળે છે.
ભાવાર્થઃ– જેમ ઘણાં રત્નોવાળો સમુદ્ર એક જળથી જ ભરેલો છે અને તેમાં નાના મોટા અનેક તરંગો ઊછળે છે તે એક જળરૂપ જ છે, તેમ ઘણા ગુણોનો ભંડાર આ જ્ઞાનસમુદ્ર આત્મા એક જ્ઞાનજળથી જ ભરેલો છે અને કર્મના નિમિત્તથી જ્ઞાનના અનેક ભેદો-વ્યક્તિઓ આપોઆપ પ્રગટ થાય છે તે વ્યક્તિઓ એક જ્ઞાનરૂપ જ જાણવી, ખંડખંડરૂપે ન અનુભવવી. ૧૪૧.
PDF/HTML Page 2084 of 4199
single page version
किञ्च–
किॢश्यन्तां च परे महाव्रततपोभारेण भग्नाश्चिरम्।
साक्षान्मोक्ष इदं निरामयपदं संवेद्यमानं स्वयं
ज्ञानं ज्ञानगुणं विना कथमपि प्राप्तुं क्षमन्ते न हि।। १४२।।
હવે વળી વિશેષ કહે છેઃ- શ્લોકાર્થઃ– [दुष्करतरैः] કોઈ જીવો તો અતિ દુષ્કર (મહા દુઃખે કરી શકાય એવાં) અને [मोक्ष–उन्मुखैः] મોક્ષથી પરાઙ્મુખ એવાં [कर्मभिः] કર્મો વડે [स्वयमेव] સ્વયમેવ (અર્થાત્ જિનાજ્ઞા વિના) [क्लिश्यन्तां] કલેશ પામે તો પામો [च] અને [परे] બીજા કોઈ જીવો [महाव्रत–तपः– भारेण] (મોક્ષની સંમુખ અર્થાત્ કથંચિત્ જિનાજ્ઞામાં કહેલાં) મહાવ્રત અને તપના ભારથી [चिरम्] ઘણા વખત સુધી [भग्नाः] ભગ્ન થયા થકા (-તૂટી મરતા થકા) [क्लिश्यन्तां] કલેશ પામે તો પામો; (પરંતુ) [साक्षात् मोक्षः] જે સાક્ષાત્ મોક્ષસ્વરૂપ છે, [निरामयपदं] નિરામય (રોગાદિ સમસ્ત કલેશ વિનાનું) પદ છે અને [स्वयं संवेद्यमानं] સ્વયં સંવેદ્યમાન છે (અર્થાત્ પોતાની મેળે પોતે વેદવામાં આવે છે) એવું [इदं ज्ञानं] આ જ્ઞાન તો [ज्ञानगुणं विना] જ્ઞાનગુણ વિના [कथम् अपि] કોઈ પણ રીતે [प्राप्तुं न हि क्षमन्ते] તેઓ પ્રાપ્ત કરી શક્તા જ નથી.
ભાવાર્થઃ– જ્ઞાન છે તે સાક્ષાત્ મોક્ષ છે; તે જ્ઞાનથી જ મળે છે, અન્ય કોઈ ક્રિયાકાંડથી તેની પ્રાપ્તિ થતી નથી. ૧૪૨.
હવે, ‘કર્મના ક્ષયોપશમના નિમિત્તે જ્ઞાનમાં ભેદ હોવા છતાં તેનું સ્વરૂપ વિચારવામાં આવે તો જ્ઞાન એક જ છે અને તે જ્ઞાન જ મોક્ષનો ઉપાય છે’ એવા અર્થની ગાથા કહે છેઃ-
જુઓ, એકલું એકરૂપ જે જ્ઞાન તે આત્મસ્વભાવ છે અને તેમાં એકાગ્રતા એ એક જ મોક્ષનો ઉપાય છે, બાહ્ય ક્રિયાકાંડ કોઈ ઉપાય નથી એમ કહે છેઃ-
PDF/HTML Page 2085 of 4199
single page version
‘આત્મા ખરેખર પરમાર્થ છે અને તે જ્ઞાન છે.’ શું કહ્યું? આ દેહમાં જે આત્મા છે તે પરમાર્થ એટલે પરમ પદાર્થ છે, સર્વોત્કૃષ્ટ પદાર્થ છે, પરમાત્મસ્વરૂપ છે. અહીં તેને જ્ઞાન સાથે મેળવીને કહે છે-તે જ્ઞાન છે. એટલે શું? કે આત્મા જાણગ-જાણગસ્વભાવી એવો ત્રિકાળ જ્ઞાનસ્વરૂપ છે. અહાહાહા...! આત્મા જે ખરેખર પરમ પદાર્થ છે તે નિત્ય જ્ઞાનસ્વરૂપ છે. જ્ઞાન તેનો ત્રિકાળી સ્વભાવ હોવાથી તે જ્ઞાનસ્વરૂપી છે.
હવે કહે છે-‘વળી આત્મા એક જ પદાર્થ છે; તેથી જ્ઞાન પણ એક જ પદ છે.’ જુઓ, પહેલાં સામાન્ય વાત કરી કે આત્મા ખરેખર પરમ પદાર્થ-મહાપદાર્થ છે અને તે જ્ઞાન કહેતાં જ્ઞાનસ્વરૂપ છે. હવે વિશેષ કહે છે કે-આત્મા એક જ પદાર્થ છે. એટલે શું? કે અનંત ગુણનો પિંડ પ્રભુ આત્મા એક જ પદાર્થ છે, એકસ્વરૂપ જ છે. સૂક્ષ્મ વાત છે પ્રભુ! આત્મા અનેકરૂપ-ભેદરૂપ થઈ ગયો નથી પણ અખંડ એકરૂપ જ છે, એક જ પદાર્થ છે. અને તેથી જ્ઞાન પણ એક જ પદ છે. જાણગ સ્વભાવ એવું જ્ઞાન પણ એક જ પદ છે અર્થાત્ અભેદ એકરૂપ જ છે. અહાહાહા...! આત્મા મહાપ્રભુ-મહાપદાર્થ છે. વળી જેમ અગ્નિ ઉષ્ણસ્વરૂપ છે તેમ આત્મા જ્ઞાનસ્વરૂપ છે. અગ્નિ જેમ એકસ્વરૂપ છે તેમ આત્મા એકરૂપ જ છે. વળી જેમ અગ્નિનું ઉષ્ણપણું એક જ છે તેમ જ્ઞાનપદ પણ એક જ છે, તેમાં ભેદ નથી, ત્રિકાળ અભેદ છે. જન્મ-મરણરહિત થવાનો વીતરાગનો મારગ બહુ સૂક્ષ્મ બાપુ!
કહે છે-‘તેથી જ્ઞાન પણ એક જ પદ છે.’ અહાહાહા...! આત્મા જેમ એક વસ્તુ છે, એક જ પદાર્થ છે તેમ જ્ઞાન પણ એક જ પદ છે. જેમ આત્મા અખંડ એકરૂપ છે તેમ તેનો જ્ઞાનસ્વભાવ પણ અખંડ એકરૂપ છે.
હવે કહે છે-‘જે આ જ્ઞાન નામનું એક પદ છે તે આ પરમાર્થસ્વરૂપ સાક્ષાત્ મોક્ષ-ઉપાય છે.’
અનંત ધર્મોનો પિંડ પ્રભુ આત્મા વસ્તુ-ધર્મી છે; તથા તે એક છે. તેથી તેનો જ્ઞાનસ્વભાવ-ધર્મ પણ એકરૂપ ત્રિકાળ છે. હવે જેને ધર્મ કરવો છે તેણે શું કરવું? તો કહે છે-જે આ જ્ઞાનસ્વભાવમય એક પદ છે તે આ પરમાર્થસ્વરૂપ સાક્ષાત્ મોક્ષનો ઉપાય છે. એટલે શું? એટલે કે જે એક જ્ઞાનસ્વભાવ વસ્તુ છે તેમાં એકાગ્રતા કરવી તે મોક્ષનો ઉપાય છે. આવો માર્ગ છે! લોકોને અભ્યાસ નહિ અને એ તરફની રુચિ નહિ એટલે આકરો લાગે, પણ શું થાય? આકરો લાગે એટલે આ (વ્રત, તપ આદિ) બીજો માર્ગ છે એમ માને પણ બાપુ! માર્ગ તો આ એક જ છે. અરે! તું જો તો
PDF/HTML Page 2086 of 4199
single page version
ખરો કે રાગની, ભેદની ને નિમિત્તની દ્રષ્ટિને આધીન થઈને ભગવાન! તું ૮૪ ના ચક્કરમાં રખડી રહ્યો છે!
અહા! ભગવાન આત્મા ચૈતન્યમહાપ્રભુ સદા જ્ઞાનસ્વભાવી વસ્તુ એક છે. અને તેનું જ્ઞાનપદ-ભગવાન જ્ઞાનસ્વભાવ-પણ ત્રિકાળ અખંડ એકરૂપ છે. હવે કહે છે આ જે એક-અભેદ જ્ઞાનસ્વભાવ છે અર્થાત્ એકલા જ્ઞાનરસથી ભરેલો જ્ઞાયકભાવ છે તેમાં એકાગ્રતા કરવી, તેમાં તદ્રુપ થઈ પ્રવર્તવું-તે સાક્ષાત્ મોક્ષ નામ પૂર્ણ સુખની પ્રાપ્તિનો ઉપાય છે. સમજાણું કાંઈ...? આ પૈસા-બૈસા આદિમાં સુખ નથી એમ કહે છે. પૈસા આદિ તો ભાઈ! ધૂળ-માટી છે; એમાં સુખ કયાં છે? બહારમાં કયાંય-ધૂળમાંય-સુખ નથી. અહીં તો આ દયા, દાન આદિ પુણ્યભાવ થાય એમાંય સુખ નથી અને ભેદના વિકલ્પમાંય સુખ નથી એમ કહે છે; ગજબ વાત છે ભાઈ!
કહે છે-તું પણ ભગવાન છો; ભગ નામ જ્ઞાન અને આનંદની લક્ષ્મીથી પરિપૂર્ણ ભરેલો એવો તું ભગવાન આત્મા છો. છતાં તને જાણે બીડી પીવે ત્યારે હોશ-મસ્તી- આનંદ આવે છે એમ તને થઈ જાય છે! અરે પ્રભુ! શું થયું છે તને આ? ભાઈ! બીડી તો જડ છે; એમાં કયાં આનંદ છે? અને તેના તરફનું લક્ષ જે છે એ તો રાગ છે. એ રાગનો સ્વાદ-ઝેરનો સ્વાદ તને આવે અને તું આનંદ માને છે? સર્વજ્ઞ પરમેશ્વરે તો આ કહ્યું છે કે પૂર્ણ આનંદનો નાથ તો પૂર્ણ જ્ઞાનસ્વરૂપ-એકલા જ્ઞાનનો પિંડ પ્રભુ તું આત્મા છો; અને તેમાં એકાગ્ર થઈ પ્રવર્તે તે મોક્ષનો-પરમ સુખનો ઉપાય છે.
અહા! અંદર ભગવાન આત્મા વસ્તુ છે કે નહિ? પદાર્થ છે કે નહિ? (છે); પદાર્થ છે તો તે એક છે કે અનેક? વસ્તુ તરીકે તે એક અભેદ પદાર્થ જ છે. તેથી તેનો જ્ઞાનસ્વભાવ પણ એક જ પદ છે. જ્ઞાન-જ્ઞાન-જ્ઞાન એવો ત્રિકાળ એકરૂપ જ્ઞાનસ્વભાવ છે. અહીં કહે છે-આ જ્ઞાનસ્વભાવની સન્મુખ થઈને તેમાં એકાગ્ર થવું તે મોક્ષનો ઉપાય છે અર્થાત્ તેમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણે આવી જાય છે. જ્ઞાનસ્વભાવની અંતર- એકાગ્રતા કરતાં જે નિર્વિકલ્પ અનુભવ થયો તેમાં-આત્માની પ્રતીતિ થઈ તે સમ્યગ્દર્શન છે, જ્ઞાનનું જ્ઞાન થયું તે સમ્યગ્જ્ઞાન છે અને જ્ઞાનની જ્ઞાનમાં જ રમણતા થઈ તે સમ્યક્ ચારિત્ર છે અને આ ધર્મ છે, અર્થાત્ મોક્ષનો ઉપાય છે. આખો દિ’ પૈસા રળવામાં અને સ્ત્રી-પુત્ર-પરિવારને સાચવવામાં ગુંચાયેલો રહે તેને આવું કઠણ પડે. પરંતુ ભાઈ! આ સમજ્યા વિના તારા ભવના નિવેડા નહિ આવે. વીતરાગ સર્વજ્ઞ પરમાત્માએ ધર્મસભામાં (સમવશરણમાં) આ જ માર્ગ કહ્યો છે અને તે જ અહીં કુંદકુંદાદિ મુનિવરો જગતને જાહેર કરે છે.
ભાઈ! તું અનાદિથી રાગમાં એકાગ્ર છે. પણ રાગમાં એકાગ્રતા એ દુઃખનો અર્થાત્ ચાર ગતિના પરિભ્રમણના કલેશનો રસ્તો છે. એ પારાવાર કલેશ-દુઃખથી છૂટી
PDF/HTML Page 2087 of 4199
single page version
સુખ કેમ થાય, આત્મલાભ વા પરમ આનંદની પ્રાપ્તિ કેમ થાય તેનો ઉપાય અહીં સંતો બતાવે છે. કહે છે-ભગવાન! તું અતીન્દ્રિય મહાપદાર્થ છે અને વસ્તુપણે એક જ છે, અભેદ છે. વળી તું જ્ઞાનસ્વરૂપ છે અને તારો જ્ઞાનસ્વભાવ અભેદ એક જ છે. આવો એક સામાન્ય જે જ્ઞાનસ્વભાવ તેમાં એકાગ્ર થઈ અંતર્લીન થવું તે મોક્ષનો એટલે પરમ આનંદની પ્રાપ્તિનો ઉપાય છે. અહાહાહા...! જ્ઞાન જ્ઞાનમાં જ એકાગ્ર થઈ તેમાં જ રમણતા કરે તે દુઃખથી છૂટવાનો ઉપાય છે.
હવે કહે છે-‘અહીં, મતિજ્ઞાન આદિ (જ્ઞાનના) ભેદો આ એક પદને ભેદતા નથી પરંતુ તેઓ પણ આ જ એક પદને અભિનંદે છે.’
શું કહ્યું આ? કે આત્માનો જ્ઞાનસ્વભાવ સામાન્ય-સામાન્ય ત્રિકાળ એકરૂપ છે. તેમાં એકાગ્રતા થતાં શુદ્ધતાના-મતિશ્રુતજ્ઞાન આદિના અનેક પર્યાયો પ્રગટે છે; પરંતુ જે અનેક પર્યાયો પ્રગટે છે તેઓ, આ એક જ્ઞાનપદને ભેદતા નથી, પણ એક જ્ઞાનસામાન્યને જ અભિનંદે છે અર્થાત્ તેઓ જ્ઞાનસ્વભાવના એકપણાની જ પુષ્ટિ કરે છે. જે મતિ- શ્રુતજ્ઞાન આદિ ભેદો પ્રગટયા તે બધા સામાન્યમાં અભેદ થાય છે; તેથી અનેકપણું ત્યાં રહેતું નથી.
અહા! ભગવાન આત્મા સદા આનંદસ્વરૂપ છે. પરંતુ અહીં તો જ્ઞાનથી લેવું છે ને? કેમકે જ્ઞાનનો અંશ પ્રગટ છે. આનંદ પ્રગટ નથી, તો તે વડે જ્ઞાનમાં-જ્ઞાન કે જે એક પદ છે તેમાં-એકાગ્ર થાય તો આનંદ પ્રગટે. અહીં કહે છે-જ્ઞાનમાં એકાગ્ર થતાં જે મતિજ્ઞાન આદિ શુદ્ધતાના ભેદો પ્રગટે છે તે બધા જ્ઞાનપદને ભેદતા નથી, ખરેખર તો તેઓ સામાન્ય એક જ્ઞાનસ્વભાવમાં જ અભેદપણાને પામે છે. ભાઈ! આ અખંડ એકરૂપ જે જ્ઞાયકભાવ તેની પરિણતિના જે ભેદો છે તે જ્ઞાયકને ભેદતા નથી પરંતુ તેઓ આ જ એક પદને અભિનંદે છે, ટેકો આપે છે. -શું કહ્યું? વસ્તુ-ભગવાન આત્મા-ત્રિકાળ એકસ્વરૂપે છે; અને તેનું જ્ઞાન-ત્રિકાળી જ્ઞાનસ્વભાવ-પણ અભેદ એકસ્વરૂપે છે. હવે એમાં એકાગ્રતાથી શુદ્ધતાના જે અનેક ભેદો ઉત્પન્ન થાય છે તેઓ જ્ઞાનસામાન્યને ભેદતા નથી પણ સામાન્યની જ પુષ્ટિ કરે છે; પુષ્ટિ કરે છે એટલે શું? કે અભેદમાં જ તે ભેદો એકાગ્ર છે. ભલે વિશેષ (પર્યાયની શુદ્ધતા) વધે, તો પણ એ છે અભેદની એકાગ્રતામાં. એ ભેદો અભેદને ભેદરૂપ કરતા નથી પણ અભેદમાં એકાગ્ર તેઓ એક અભેદને જ અભિનંદે છે, પ્રસિદ્ધ કરે છે. આવી વાત! અહો! અનંતકાળથી દુઃખના પંથે દોરાઈ ગયેલા જીવોને આ સુખનો પંથ આચાર્ય ભગવાન બતાવે છે.
અહીં શું કહે છે? કે સામાન્ય અભેદ એક જ્ઞાયકભાવમાત્ર સચ્ચિદાનંદ પ્રભુ આત્મા છે. ત્યાં એક જ્ઞાયકભાવમાં એકાગ્રતા થતાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન મનઃપર્યયજ્ઞાન, કેવલજ્ઞાન-એમ જ્ઞાનની નિર્મળ-નિર્મળ પર્યાયો અનેકપણે થાય છે.
PDF/HTML Page 2088 of 4199
single page version
છતાં તે બધી એક જ્ઞાનસામાન્યમાં જ એકાગ્ર છે, લીન છે. અર્થાત્ ત્યાં બધું અભેદપણે જ ભાસે છે, ભેદ ભાસતો નથી. અહા! અનેકપણે થયેલી તે પર્યાયો એક જ્ઞાનસામાન્યને જ અભિનંદે છે, પુષ્ટ કરે છે, સમર્થન આપે છે. આવો મારગ! દુનિયાથી સાવ જુદો; અભ્યાસ નહિ એટલે સૂક્ષ્મ લાગે અને એટલે બિચારા લોકોને એમ થાય કે અમે આ વ્રત, તપ, ભક્તિ કરીએ છીએ ને? એમ કે એનાથી ધર્મ થશે. પણ વ્રત, તપ આદિ ભાવ તો રાગ છે, તે કાંઈ આત્માનો ધર્મ નથી. આત્માનો ધર્મ તો ત્રિકાળી જ્ઞાનસ્વભાવમાં એકાગ્ર થવાથી પ્રગટ થાય છે. ગાથા ૯૬ માં ન આવ્યું કે-અમૃતનો સાગર પ્રભુ આત્મા મૃતક કલેવરમાં મૂર્ચ્છાયો છે. ભાઈ! આ દેહ તો મૃતક કલેવર અર્થાત્ મડદું છે અને અંદરમાં જે શુભાશુભ રાગ થાય છે તે પણ જડ, અચેતન મડદું જ છે, કેમકે તેમાં ચૈતન્યનો અંશ નથી.
અ... હા... હા... હા...! કહે છે-જ્ઞાનના ભેદો આ એક પદને ભેદતા નથી પણ તેઓ આ જ એક પદને અભિનંદે છે, પુષ્ટિ આપે છે. આ વાત હવે દ્રષ્ટાંતથી સમજાવવામાં આવે છેઃ-
‘જેવી રીતે આ જગતમાં વાદળાંના પટલથી ઢંકાયેલો સૂર્ય કે જે વાદળાંના વિઘટન અનુસારે પ્રગટપણું પામે છે, તેના પ્રકાશનની હીનાધિકતારૂપ ભેદો તેના પ્રકાશસ્વભાવને ભેદતા નથી,...
જુઓ, વાદળાંના પટલથી એટલે ગાઢ વાદળોથી ઢંકાયેલો સૂર્ય વાદળાંના વિઘટન અનુસારે પ્રગટપણું પામે છે. વિઘટન એટલે વિખરાઈ જવું. જેટલાં જેટલાં વાદળો વિખરાઈ જાય છે તેટલો તેટલો સૂર્ય પ્રગટ થાય છે અર્થાત્ તેટલો સૂર્ય પ્રકાશપણાને પામે છે. ત્યાં સૂર્યના પ્રકાશનના હીનાધિકતારૂપ ભેદો જે પ્રગટ થયા તે ભેદો તેના પ્રકાશસ્વભાવને ભેદતા નથી, ખંડિત કરતા નથી પણ તેના પ્રકાશસ્વભાવનું એકપણું પ્રગટ કરે છે. થોડું પ્રકાશપણું, વિશેષ પ્રકાશપણું-એવા પ્રકાશના ભેદો સૂર્યના સામાન્ય પ્રકાશસ્વભાવને ભેદતા નથી પણ તેનું એકપણું પ્રસિદ્ધ કરે છે. આ દ્રષ્ટાંત થયું. હવે કહે છે-
‘તેવી રીતે કર્મપટલના ઉદયથી ઢંકાયેલો આત્મા કે જે કર્મના વિઘટન (ક્ષયોપશમ) અનુસારે પ્રગટપણું પામે છે, તેના જ્ઞાનની હીનાધિકતારૂપ ભેદો તેના (સામાન્ય) જ્ઞાનસ્વભાવને ભેદતા નથી પરંતુ ઉલટા તેને અભિનંદે છે.’
જુઓ, આત્મા ઢંકાયેલો છે તો પોતે પોતાની યોગ્યતાથી, કાંઈ કર્મના ઉદયથી ઢંકાઈ ગયો છે એમ નથી. તો ‘કર્મપટલના ઉદયથી ઢંકાયેલો આત્મા’-એમ તો ચોખ્ખું લખ્યું છે? હા, પણ એ તો નિમિત્તની મુખ્યતાથી વ્યવહારનું કથન છે.
પ્રશ્નઃ– આવી ભાષા સીધી છે છતાં તમે અર્થને ફેરવી નાખો છો?
PDF/HTML Page 2089 of 4199
single page version
સમાધાનઃ– ભગવાન! કર્મ તો જડ અચેતન છે. તે ચૈતન્યમય આત્માને શી રીતે ઢાંકે? પરંતુ જ્યારે જીવની પર્યાયમાં હીણી અવસ્થા થવારૂપ યોગ્યતા હોય ત્યારે જડકર્મનો ઉદય તેમાં નિમિત્ત હોય છે. બસ આટલું. જડ કર્મ હીન અવસ્થાપણે જીવને કરી દે છે એમ છે નહિ. ભાઈ! આ તો સમજાય એવી રીતે સીધો દાખલો આપ્યો છે કે કર્મના વિઘટન (ક્ષયોપશમ) અનુસારે જ્ઞાન પ્રગટપણું પામે છે. ત્યાં અજ્ઞાની કહે છે-
જુઓ! કર્મ જેમ ઘટતું જાય છે, ખસતું જાય છે તેમ જ્ઞાન પ્રગટ થતું જાય છે. છે કે નહિ?
ભાઈ! એનો એવો અર્થ નથી બાપા! ભાઈ! તેનો અર્થ તો એ છે કે તેનું ભાવ આવરણ જે હીણીદશારૂપ છે તે જેમ ટળતું જાય છે તે અનુસારે જ્ઞાન પ્રગટપણું પામે છે અને તેમાં જડકર્મનો ક્ષયોપશમ નિમિત્ત છે. સમજાણું કાંઈ...?
ચૈતન્યના પ્રકાશના નૂરનું પુર પ્રભુ આત્મા છે. તેને આવરણના ક્ષયોપશમથી ને પોતાની દશાના ક્ષયોપશમની લાયકાતથી જ્ઞાન પ્રગટ થાય છે. અહીં કહે છે-તે જ્ઞાનની હીનાધિકતાના ભેદો, તેના સામાન્ય જ્ઞાનસ્વભાવને ભેદતા નથી; પરંતુ ઉલટા તેને અભિનંદે છે, અર્થાત્ એકરૂપ જ્ઞાનસ્વભાવને પુષ્ટ કરે છે. અહાહાહા...! જ્ઞાનના તે ભેદો સામાન્ય-સામાન્ય જ્ઞાનમાં એકપણાને પામે છે, સામાન્યપણાને પામે છે. તે ભેદો છે તો પર્યાય, (સામાન્ય નથી) પણ ત્રિકાળી એક જ્ઞાનમાં એકાગ્ર થયેલા તેઓ જ્ઞાનમાં એકપણાને પામે છે, વિશેષ-વિશેષ નિર્મળતાના ભેદો સ્વભાવની એકતાને પામે છે. આવી વાત છે!
હવે કહે છે-‘માટે જેમાં સમસ્ત ભેદ દૂર થયા છે એવા આત્મસ્વભાવભૂત જ્ઞાનનું જ એકનું આલંબન કરવું.’
જુઓ, શું કહે છે? કે જ્ઞાનનું જ એકનું આલંબન કરવું. દેવ-ગુરુ-શાસ્ત્રનું આલંબન કરવું એમ નહિ, કેમકે એથી તો રાગ જ થાય છે. વળી પર્યાયના આલંબનથી પણ રાગ-વિકલ્પ જ ઊઠે છે. માટે કહે છે-આત્મસ્વભાવભૂત જ્ઞાનનું જ એકનું આલંબન લેવું. ભાઈ! તું આ બધાં હાડકાં ને ચામડાંના પ્રેમમાં અને પુણ્ય-પાપરૂપ રાગના પ્રેમમાં ભ્રષ્ટ થઈને ચાર ગતિમાં રખડી મર્યો છો. તારા દુઃખની શું કથા કહીએ? અહીં આ તારા હિતનો મારગ છે નાથ! ભાઈ! તારો જ્ઞાનસ્વભાવ અચિંત્ય અલૌકિક છે. તો એકવાર તારો જે જ્ઞાનસ્વભાવ છે તેનું પોસાણ કર ને! તેનો પ્રેમ કર ને! તારી રુચિને ત્યાં લઈ જા ને! ભાઈ! તને અભૂતપૂર્વ અલૌકિક આનંદ થશે.
કહે છે-આત્મસ્વભાવભૂત જ્ઞાનનું જ એકનું આલંબન કરવું. ગજબ ભાષા છે! આત્મા સ્વભાવવાન છે અને જ્ઞાન તેનો સ્વભાવ છે. આ આત્મસ્વભાવભૂત જ્ઞાન ત્રિકાળ
PDF/HTML Page 2090 of 4199
single page version
એકરૂપ છે. કહે છે-તે એકનું જ આલંબન લેવું, તે એકનો જ આશ્રય કરવો; મતલબ કે રાગનો નહિ, નિમિત્તનો નહિ ને ભેદનો પણ આશ્રય કરવો નહિ. અહા! આ મારગ અને આ સમ્યગ્દર્શન પામવાની રીત છે. અરે! પણ એને (સાંભળવાની પણ) કયાં નવરાશ છે? અને એ પ્રભુ આનંદનો નાથ (બીજે) કયાં ગોત્યો મળે એમ છે? શું તે બહારમાં કયાંય મળે એમ છે? (ના). ભાઈ! જ્યાં છે ત્યાં અંદરમાં જાય નહિ તો તે મળે શી રીતે? આ એક જ રીત છે.
‘તે જ્ઞાનનું જ એકનું આલંબન કરવું’-આમ કહીને વ્યવહારરત્નત્રયના જે વિકલ્પો છે તે આલંબન લેવા યોગ્ય નથી એમ કહે છે, કેમકે એ વિકલ્પના આશ્રયે આત્મ-એકાગ્રતા પ્રગટ થાય છે એમ નથી. અરે, આમાં તો પર્યાયના ભેદનું પણ આલંબન કરવાનો નિષેધ છે કેમકે ભેદના આશ્રયે પણ રાગ થાય છે પણ આત્મ- એકાગ્રતા થતી નથી. ભાઈ! તું જ્ઞાનસ્વભાવથી ભરેલો ભગવાન છો. પણ અરે! તું કોણ છે? કયાં છો? કેવડો છો? તેની બાપુ! તને ખબર નથી. અહા! જેનો આદર કરવો છે, જેનું આલંબન લેવું છે તે તું કોણ છો? તેની તને ખબર નથી! અહીં કહે છે-ભગવાન! તું જ્ઞાનનું ને સુખનું નિધાન છો. તું ત્યાં અંદરમાં જા; તને નિધાન મળશે.
અરે ભગવાન! તું સાંભળને ભાઈ! આ તારી જુવાની ઝોલાં ખાતી ચાલી જશે અને વૃદ્ધાવસ્થા આવીને ઊભી રહી જશે. પ્રભુ! તું ત્યારે કોનું શરણ લઈશ? તેથી કહે છે-અંદર ત્રણ લોકનો નાથ આત્મા જ્ઞાનસ્વરૂપે બિરાજે છે ત્યાં જા ને! ભાઈ! તને યુવાની પ્રગટશે. જો રાગનું શરણ લેવા જઈશ તો ત્યાં અજ્ઞાન પ્રગટશે; અને એ તો બાળદશા છે. એક જ્ઞાનસ્વભાવનું શરણ લઈશ તો તને યુવાની પ્રગટશે-અંતરાત્મારૂપ યુવાની પ્રગટશે અને ક્રમે કરીને પૂર્ણ કેવળજ્ઞાન થતાં વૃદ્ધાવસ્થા થઈ જશે. આ અવસ્થાઓ પ્રભુ! તારા (-જ્ઞાનના) આશ્રયે પ્રગટ થયેલી તારી છે. બાકી આ શરીરની બાળ અવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા તો જડની જડરૂપ છે.
અહો! આ તો બહુ સરસ ગાથા છે. કહે છે-એક જ્ઞાનનું જ-ત્રિકાળી જ્ઞાયકસ્વભાવનું એકનું જ આલંબન લેવું.
પ્રશ્નઃ– શું આ એકાન્ત નથી થતું? સમાધાનઃ– ભાઈ! આ એકાન્ત એટલે સમ્યક્ એકાન્ત છે. ભાઈ! તું એને એકાન્ત કહીને જ્ઞાનના આશ્રયથી પણ લાભ થાય અને રાગના આશ્રયથી પણ લાભ થાય-એમ અનેકાન્ત કહે છે પણ એમ અનેકાન્ત છે જ નહિ; એ તો ફુદડીવાદ છે.
પ્રશ્નઃ– તો જયધવલમાં એમ કહ્યું છે કે કર્મનો ક્ષય શુભભાવ અને શુદ્ધભાવ-તે બન્નેથી જ થાય છે. આ કેવી રીતે છે?
PDF/HTML Page 2091 of 4199
single page version
સમાધાનઃ– ભાઈ! તે કઈ અપેક્ષાએ છે? અરે, (જ્ઞાનીનો) શુભભાવ અશુભભાવને નિર્જરે છે જ્યારે શુદ્ધભાવ તો બધાને-શુભ તેમ જ અશુભને-નિર્જરે છે. આવી અપેક્ષા ત્યાં છે. પણ શું થાય? (જ્યાં અપેક્ષા જ ન સમજે ત્યાં?)
અહીં તો ભગવાન કુંદકુંદાચાર્યની આ ગાથાનો ભાવ આચાર્ય અમૃતચંદ્રદેવ ટીકામાં દોહી-દોહીને બહાર કાઢે છે. જેમ કોઈ બળુકી બાઈ ગાયના-ભેંસના આળુમાં જે દૂધ છે-જે અંદર છે-તેને દોહીને-ખેંચીને બહાર કાઢે છે તેમ આચાર્યદેવ તર્કની ભીંસ દઈને ગાથામાં જે અંદરમાં ભાવ ભર્યા છે તે બહાર કાઢે છે. કહે છે-એક જ્ઞાનનું એકનું જ આલંબન લેવું કેમકે તે વડે જ મુક્તિ છે. ગાથા જ છે ને! જુઓને!
सो एसो परमट्ठो जं लहिदुं णिव्वुदिं जादि।।
આત્મા તે એક પરમાર્થરૂપ જ્ઞાનપદને પામીને મુક્તિ પામે છે; વ્યવહારને પામીને મુક્તિ પામે છે એમ છે જ નહિ. ભાઈ! આ તો જે છે તેનું સ્પષ્ટીકરણ છે.
અહાહાહા...! કહે છે-ત્રિકાળી એકરૂપ જ્ઞાયકભાવ અર્થાત્ જાણગશક્તિનું સત્ત્વ એવું જે જ્ઞાન તે જ્ઞાનનું જ એકનું આલંબન લેવું. અહીં બે વાત કરી ને!
૧. જ્ઞાનનું જ, અને તે પણ ૨. એકનું આલંબન લેવું. અહાહાહા...! વસ્તુ-આત્મા અંદર એકલા જ્ઞાનનું નિધાન સ્વચ્છતાના-નિર્મળતાના ભાવથી પરિપૂર્ણ ભરેલું પડયું છે; તે મહાપ્રભુ છે, માટે તેનું આલંબન લે, શરણ લે; મોટાનું શરણ લે. તે મોટો પ્રભુ! તું જ અંદરમાં છો. અહાહાહા...! જાણવું-જાણવું-જાણવું એવો સહજ જેનો સ્વભાવ છે એવા જ્ઞાનનો એકરૂપ દરિયો પ્રભુ તું જ છો. તું ત્યાં જા, તેમાં આશ્રય પામ, તેનું આલંબન લે. લ્યો, આ તો એકલું નિશ્ચયનું જ આલંબન લેવું એમ કહે છે. ભાઈ! મારગ જ આ રીતે છે તેમાં બીજું શું થાય? શ્રીમદ્ રાજચંદ્રે પણ કહ્યું છે કે-‘‘અનેકાન્ત પણ સમ્યક્ એકાન્ત એવા નિજપદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુએ ઉપકારી નથી.’’ માટે જે સમ્યક્ એકાન્ત છે એવા નિજ જ્ઞાનસ્વભાવનું જ એકનું આલંબન લેવું.
ભાઈ! જેમ ત્રિકાળી દ્રવ્ય છે તેમ વર્તમાન વર્તમાન વર્તતી તેની પર્યાય પણ છે; આવું અનેકાન્ત છે. છતાં સમ્યક્ એકાન્ત એવા નિજપદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુએ અનેકાન્ત ઉપયોગી નથી. એથી એ નક્કી થયું કે દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિ આદિના રાગથી જીવને લાભ થાય એમ છે નહિ. એક શુદ્ધ ત્રિકાળી દ્રવ્યનું આલંબન લઈ
PDF/HTML Page 2092 of 4199
single page version
તેમાં જ એકાગ્રતા કરવી એ કર્તવ્ય છે કેમકે તેના આલંબનથી જ નિજપદની પ્રાપ્તિ થાય છે. અહીં એ જ કહે છે કે-
‘આત્મસ્વભાવભૂત જ્ઞાનનું જ એકનું આલંબન કરવું; તેના આલંબનથી જ (નિજ) પદની પ્રાપ્તિ થાય છે.’ આત્મા સદા એકરૂપ જ્ઞાનાનંદસ્વભાવી વસ્તુ છે. તે એકના આલંબનથી જ નિજપદની પ્રાપ્તિ થાય છે.
પ્રશ્નઃ– આમાં તો ‘જ’... ‘જ’... એમ આવે છે; ત્યારે ‘શ્રીમદ્ રાજચંદ્ર’માં એક પત્રમાં મારો ભગવાન ‘જ’ ન કહે, મારો મહાવીર ‘જ’ ન કહે-એમ આવે છે ને?
સમાધાનઃ– ભાઈ! ત્યાં તો વસ્તુ દ્રવ્યે નિત્ય છે, પર્યાયે અનિત્ય પણ છે એમ અપેક્ષાથી વાત છે. આત્મા નિત્ય જ છે, વા અનિત્ય જ છે એમ નહિ; આત્મા એક જ છે, વા અનેક જ છે એમ નહિ. પરંતુ દ્રવ્યે એક છે તો પર્યાય અપેક્ષાએ અનેક પણ છે; દ્રવ્ય ત્રિકાળ રહે છે એ અપેક્ષાએ નિત્ય છે તો પર્યાય અપેક્ષાએ અનિત્ય પણ છે-એમ વસ્તુના દ્રવ્ય-પર્યાયસ્વરૂપનું કથન છે. જ્યારે અહીં તો આલંબન કોનું લેવું એની વાત છે. તો કહે છે-ત્રિકાળી દ્રવ્યનો જે એકરૂપ જ્ઞાનસ્વભાવ તે એકનું જ આલંબન લેવું કેમકે તે એકના આલંબનથી જ નિજપદની પ્રાપ્તિ થાય છે.
પ્રશ્નઃ– તમે તો નિશ્ચયની જ વાત કરો છો પણ તેનું કાંઈ સાધન છે કે નહિ? સમાધાનઃ– ભાઈ! આ (આત્મા) જ સાધન છે, કેમકે આત્મામાં કરણ નામનો ગુણ છે. આત્મામાં જેમ જ્ઞાનસ્વભાવ ત્રિકાળ છે તેમ કરણ નામનો ગુણ પણ ત્રિકાળ છે. તેનું (ગુણથી અભેદ આત્માનું) આલંબન લેતાં સાધનદશા પ્રગટ થાય છે. કોઈને એમ થાય કે-શું સાધનની આવી વ્યાખ્યા? પણ ભાઈ! આ જ તારા હિતનો પંથ છે. ભગવાન! તું રાગના પંથે તો અનાદિથી પડેલો છે, પણ બાપુ! એ તો અહિતનો દુઃખનો પંથ છે. અહીં કહે છે-શુદ્ધ ચૈતન્યસ્વભાવમય ત્રિકાળી ભગવાન આત્માનું જ એકનું વર્તમાન જ્ઞાનની પર્યાયમાં આલંબન લેવું કેમકે તેના આલંબનથી જ નિજપદની પ્રાપ્તિ છે.
પ્રશ્નઃ– એક આત્માના આલંબનથી જ મુક્તિ થાય-એમ આપ એકાન્ત કરો છો. એને બદલે કાંઈક નિશ્ચયથી થાય અને કાંઈક વ્યવહારથી-વ્રતાદિથી પણ થાય એમ કહો તો?
ઉત્તરઃ– ભાઈ! કદીય ત્રણકાળમાં કોઈનેય વ્યવહારથી (ધર્મ, મુક્તિ) ન થાય. અહીં તો આ એક જ વાત છે. જુઓને! પાઠમાં આ જ છે કે નહિ? ભાઈ! આ તો આચાર્ય અમૃતચંદ્રસ્વામી આમ પોકારે છે. અહા! તેઓ તો ભાવલિંગી સંત
PDF/HTML Page 2093 of 4199
single page version
નિર્ગ્રંથ દિગંબર મુનિવર હતા. ત્રણ કષાયના અભાવસહિત તેમને વીતરાગી શાન્તિ પ્રગટ હતી. અહો! તેઓ અતીન્દ્રિય આનંદના પ્રચુર સ્વસંવેદનમાં ઊભા હતા. કાંઈક વિકલ્પ આવતાં તેઓ આ કહે છે કે-ભાઈ! તારે ધર્મ કરવો છે ને? તો ચૈતન્યનું નિધાન પ્રભુ આત્મા એકનું જ આલંબન લે; તેના આલંબનથી જ નિજપદની પ્રાપ્તિ થાય છે. દેવ-ગુરુ- શાસ્ત્ર, પંચ પરમેષ્ઠી ઇત્યાદિનું (પરનું) આલંબન તો, વચ્ચે શુભરાગ આવે છે એટલા પુરતું નિમિત્તથી કહ્યું છે. (વાસ્તવમાં તેઓ આલંબન છે નહિ).
અહાહાહા...! જ્ઞાનાનંદસ્વભાવના એકના આલંબનથી જ જ્ઞાનસ્વભાવમય જે નિજપદ તેની પ્રાપ્તિ થાય છે. આ અસ્તિથી વાત કરી. હવે કહે છે-તેના આલંબનથી જ ‘ભ્રાંતિનો નાશ થાય છે,’ -આ નાસ્તિથી કહ્યું. નિજપદના આલંબનથી જ નિજપદની પ્રાપ્તિ થાય છે અને ભ્રાન્તિનો નાશ થાય છે. ભાઈ! બીજી કોઈ રીતે મિથ્યાત્વનો નાશ થતો નથી એમ કહે છે. ભાઈ! તું રાગ ને વિકલ્પને આત્મામાં મિલાવટ કરીને માને છે પણ એ તો મિથ્યાબુદ્ધિ છે. અહીં તો આ કહે છે કે-આત્મા ચંદ્રમાની જેમ શીતળ-શીતળ- શીતળ વીતરાગી શીતળતાના સ્વભાવથી ભરેલો એકરૂપ જિનચંદ્ર પ્રભુ છે. તે તેના આલંબનથી જ પ્રાપ્ત થાય છે.
ત્યારે કેટલાક કહે છે-અમને આ મોંઘું (કઠણ) પડે છે, કોઈ સોંઘો (સહેલો) મારગ છે કે નહિ?
અરે ભાઈ! જેમ શીરો કરે છે ત્યારે પહેલાં લોટને ઘીમાં શેકે છે અને પછી અંદર સાકરનું પાણી નાખે છે. પણ આ રીત મોંઘી પડે છે એમ જાણી કોઈ લોટને સાકરના પાણીમાં પહેલાં શેકે અને પછી ઘી નાખે તો? તો શીરો તો શું લોપરીય ના થાય. સમજાણું કાંઈ...? તેમ ભગવાનનો આ મારગ મોંઘો (કઠણ) પડે છે એમ જાણી અજ્ઞાની પહેલાં વ્રત, તપ, આદિ કરવા મંડી પડે છે. પણ અરે ભગવાન! જેને તું સોંઘો (સહેલો) મારગ માને છે તે સોંઘો મારગ નથી બાપા! તે મારગ જ નથી. એનાથી નિજપદની પ્રાપ્તિ નહિ થાય, મિથ્યાત્વનો નાશ નહિ થાય. રાગના આલંબનથી તો રાગની-દુઃખની- ચારગતિના કલેશની જ પ્રાપ્તિ થશે. આવી વાત છે.
ભાઈ! તું ત્રિકાળી એકરૂપ જે જ્ઞાયકભાવ છે તેનું આલંબન લઈશ તો તને જ્ઞાયકભાવની પ્રાપ્તિ થશે. નિજસત્ત્વરૂપ જે જ્ઞાયકભાવ તેની પ્રાપ્તિ થતાં ‘હું રાગવાળો છું ને હું પર્યાય જેટલો છું’-ઇત્યાદિ જે પરમાં ભ્રાન્તિ છે તેનો અર્થાત્ મિથ્યાત્વનો નાશ થશે. મિથ્યાત્વના નાશ થવાનો આ એક જ ઉપાય છે.
કહે છે-‘તેના (જ્ઞાયકભાવના) આલંબનથી જ ભ્રાન્તિનો નાશ થાય છે, આત્માનો લાભ થાય છે, અનાત્માનો પરિહાર સિદ્ધ થાય છે,...’
PDF/HTML Page 2094 of 4199
single page version
શું કહ્યું? કે એક જ્ઞાયકભાવના આશ્રયે જ આત્માનો લાભ થાય છે અર્થાત્ આત્મા જે પરમ પવિત્ર પદાર્થ છે તેનો પર્યાયમાં લાભ થાય છે. પહેલાં નિજપદની પ્રાપ્તિ કહી હતી ને? આ એનો જ વિશેષ ખુલાસો કર્યો કે-આત્મલાભ થાય છે. આ વાણીયા નવું વરસ બેસે ત્યારે લખે છે ને કે-‘‘લાભ સવાયા.’’ હવે ત્યાં તો ધૂળમાંય લાભ સવાયા નથી સાંભળને! એ તો બધી કષાયની હોળી છે. લાભ તો આ (આત્મલાભ થાય તે) છે, જેમાં ભ્રાન્તિનો નાશ થઈ અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિ થાય છે.
કોઈએ હમણાં કહ્યું છે કે સોનગઢ હવે હજારોની આવ-જાનું કેન્દ્રસ્થાન છે. અરે ભાઈ! તારું કેન્દ્રસ્થાન તો અંદર ભગવાન આત્મા છે કે જેમાં નજર જતાં તને તારા ચૈતન્યનિધાનની પ્રાપ્તિ થાય છે, આત્માનો લાભ થાય છે. ભાઈ! આ પૈસાનો લાભ થાય વા રાગનો લાભ થાય તો તેથી શું? એ તો બધાં ખરેખર દુઃખનાં જ કારણ છે.
હા, પણ પૈસાનો લાભ હોય તો અહીં સાંભળવા રહી શકાય ને? ધૂળેય રહેવાય નહિ, સાંભળને! પૈસાનો લાભ તો ઘણાયને છે, પણ રહે છે કયાં? અરે! પૈસાવાળાને તો ઘણાં લાકડાં (શલ્ય) હોય છે. આ છાપરું હોય છે તેમાં એક એક વળીને એક-એક ખીલો હોય છે પણ મોભને? મોભને અનેક ખીલા હોય છે. તેમ મોટો શેઠ થાય તેને ઘણા ખીલા વાગે છે; એક સ્ત્રીનો ખીલો, એક પુત્રનો ખીલો, એક વેપાર- ઉદ્યોગનો ખીલો-એવા બીજા પારાવાર ખીલા એને વાગે છે. બિચારો શું કરે? એને સાંભળવા રહેવાની કયાં નવરાશ છે? પણ બાપુ! અવસર તો ચાલ્યો જશે અને સંસાર (દુઃખ) ઊભો રહેશે હોં.
માટે કહે છે-નિર્મળાનંદનો નાથ પ્રભુ તું અંદર છે તેનું આલંબન લે. તેમ કરતાં જ તને આત્મલાભ થશે. ભાઈ! પૈસામાં ધૂળેય લાભ નથી અને દયા, દાન, વ્રત આદિ શુભરાગના પરિણામમાંય લાભ નથી. એ સર્વમાં (બહારમાં) લાભ માનીને તો અનંતકાળ દુઃખમાં મરી ગયો છે. હવે દ્રષ્ટિ ફેરવી દે અને જ્યાં અતીન્દ્રિય મહાપદાર્થ પ્રભુ તું અંદર પડયો છે ત્યાં દ્રષ્ટિ કર અને તેનો જ આશ્રય કર, તેમાં જ એકાગ્ર થા. તેથી તને આત્મલાભ થશે અને અનાત્માનો પરિહાર થઈ જશે.
શું કહ્યું? કે અંતરસ્વરૂપમાં એકાગ્ર થતાં અર્થાત્ તેનું આલંબન લેતાં આત્મલાભ થાય છે, આત્માની નિરાકુળ શાન્તિનો લાભ થાય છે અને અનાત્માની અર્થાત્ રાગાદિનો પરિહાર સિદ્ધ થઈ જાય છે. અહા! આ સ્વભાવનું ગ્રહણ થતાં અનાત્માનો-રાગાદિનો ત્યાગ સિદ્ધ થઈ જાય છે એમ કહે છે. કેવી સરસ વાત! જાણે એકલું અમૃત!
હા; એનો (અમૃતનો) પ્રચાર થવો જોઈએ. અરે ભાઈ! આત્મા અંદરમાં પ્રચાર કરે કે બહાર? અહીં તો અંદરના પ્રચારની વાત છે. બહારમાં તો એ કરે જ શું? (કાંઈ નહિ). ભાષા તો જુઓ! કે અંતરના
PDF/HTML Page 2095 of 4199
single page version
આલંબનથી જ આત્માનો લાભ થાય છે અને અનાત્માનો અભાવ થાય છે. જુઓ, આનું નામ ત્યાગ છે. બહારનો ત્યાગ કેવો? બહારની ચીજ કયાં અંદર પેસી ગઈ છે કે તેનો ત્યાગ કરે? આ તો તારી પર્યાયમાં જે (અશુદ્ધતા) છે તેના ત્યાગની વાત છે. અહાહાહા...! ‘અનાત્માનો પરિહાર સિદ્ધ થાય છે.’ એટલે શું? એટલે કે જેટલા અંશે અંદરના આલંબનમાં ગયો તેટલા અંશે અનાત્માનો-રાગનો પરિહાર-ત્યાગ સિદ્ધ થાય છે. આ આત્માનું ગ્રહણ થાય છે ત્યારે અનાત્માનો ત્યાગ સિદ્ધ થાય છે. લ્યો, આ ગ્રહણ ને ત્યાગ છે.
પહેલાં આવ્યું ને કે-‘જેમાં સમસ્ત ભેદ દૂર થયા છે એવા આત્મસ્વભાવભૂત જ્ઞાનનું જ એકનું આલંબન કરવું.’ તેનો અર્થ એમ છે કે પર્યાયને દ્રવ્ય ભણી વાળવી, અને પર્યાયમાં ત્રિકાળી દ્રવ્યનાં જ્ઞાન ને શ્રદ્ધાન કરવાં. પર્યાય છે તો એક સમયની પણ તે આખા ત્રિકાળીને જાણે છે, શ્રદ્ધે છે. અહો! એક સમયની પર્યાયનું એવું અદ્ભુત સામર્થ્ય છે કે તે અંતર એકાગ્ર થતાં આખા દ્રવ્યને જાણે છે. સમજાણું કાંઈ...? અજ્ઞાનીને આ વાત બેસતી નથી તેથી ‘એકાન્ત છે એકાન્ત છે’-એમ રાડો નાખે છે; પણ શું થાય? (અંતર- એકાગ્ર થયા વિના કાંઈ જ બેસે એમ નથી)
અહાહાહા...! એકરૂપ-એકરસરૂપ જ્ઞાન છે, એકરસરૂપ આનંદ છે, એકરસરૂપ શ્રદ્ધા છે. એમ બધું (અનંત ગુણથી ભરેલું) એકરસરૂપ-એકરૂપ ત્રિકાળ છે. તેથી આ એકનું જ આલંબન લેવું જેથી ભેદ દૂર થઈ જાય. તેના આલંબનથી જ આત્મલાભ થાય છે અને અનાત્માનો ત્યાગ થઈ જાય છે. આ વસ્તુસ્થિતિ છે. છતાં અજ્ઞાની વ્યવહાર... વ્યવહાર... વ્યવહાર-એમ પક્ષ કર્યા કરે છે. અરે ભાઈ! વ્યવહાર છે ખરો; પૂર્ણ વીતરાગતા ન થાય ત્યાં સુધી જ્ઞાનીને વ્યવહાર હોય છે પરંતુ તે હેય છે. અહાહા...! જેને અંદર આત્માનું ભાન વર્તે છે એ અંતરાત્માને વ્યવહાર હોય છે, આવે છે પણ તે હેયસ્વરૂપે છે. ગજબ વાત ભાઈ!
પરમાર્થ વચનિકામાં કહ્યું છે કે-‘‘હેય-ત્યાગરૂપ તો પોતાના દ્રવ્યની અશુદ્ધતા, જ્ઞેય-વિચારરૂપ અન્ય ષટ્દ્રવ્યસ્વરૂપ, ઉપાદેય-આચરણરૂપ પોતાના દ્રવ્યની શુદ્ધતા.’’ આચરણરૂપ શુદ્ધતાને ઉપાદેય કહી છે; કેમકે ભાસભાન તો શુદ્ધતામાં થાય છે, માટે શુદ્ધતાને અહીં ઉપાદેય ગણી છે. અશુદ્ધતાને હેય-ત્યાગરૂપ કહી છે. જ્યાં સુધી પૂર્ણ વીતરાગ-સર્વજ્ઞ ન થાય ત્યાં સુધી સાધકને પર્યાયમાં અશુદ્ધતા તો છે, પણ છે તે હેય. અજ્ઞાનીને આ આકરું પડે છે, પણ શું થાય? ભાઈ! વ્યવહાર વ્યવહારના સ્થાનમાં છે. પૂર્ણ વીતરાગ ન હોય ત્યારે, સ્વભાવનો જેટલો આશ્રય વર્તે છે તેટલી તો નિર્મળતા છે, પરંતુ પૂર્ણ આશ્રય નથી એટલે તેટલો વ્યવહારનો આશ્રય તેને આવ્યા વિના રહે નહિ, પણ છે તે બંધનું કારણ, છે તે હેયરૂપ જ.
PDF/HTML Page 2096 of 4199
single page version
અહીં કહે છે-અંતરસ્વરૂપની એકાગ્રતા થતાં આત્મલાભ થાય છે અને અનાત્માનો પરિહાર સિદ્ધ થાય છે. પર્યાયમાં જે અશુદ્ધતા છે તે અનાત્મા છે અને તેનો ત્યાગ સ્વરૂપના ગ્રહણ વડે સિદ્ધ થાય છે. ભાઈ! વસ્તુ તો આમ જ છે. દુનિયા માને કે ન માને; એકાંત કહે કે ગમે તે કહે; જન્મ-મરણથી રહિત થવાનો મારગ તો આ જ છે. બાપા! ચાર ગતિમાં તો બધેય દુઃખ છે. મોટું શેઠપદ કે રાજપદ હો તોપણ એમાં આકુળતા ને દુઃખ જ છે. સ્વર્ગમાંય આકુળતા જ છે. સંસારી પ્રાણીઓ જ્યાં હો ત્યાં બધે જ આકુળતાની ભટ્ઠીમાં શેકાઈ રહ્યા છે. નિરાકુળ આનંદ અને શાન્તિનું ધામ તો એક પ્રભુ આત્મા છે. તેને છોડીને કોઈ મંદ કષાય કરો તો કરો, પણ તેનાથી આત્માની શાંતિ અને આનંદ તો દાઝે જ છે. સમજાણું કાંઈ...?
પદ્મનંદી પંચવિંશતિમાં દાનોપદેશના અધિકારમાં આવે છે કે-હે જીવ! તને જે આ બે-પાંચ કરોડની સંપત્તિ મળી છે તે, જેના વડે આત્માની શાંતિ દાઝેલી તે પુણ્યનું ફળ- ઉકડિયા છે. જેમ માણસ માલ-માલ ખાઈ લે અને પછી ઉકડિયાને બહાર ફેંકી દે છે. અને ત્યારે કાગડો કા, કા, કા,... એમ અવાજ કરીને બીજા કાગડાઓને બોલાવીને તે ખાય છે, એકલો ખાતો નથી. તેમ આચાર્ય કહે છે-હે આત્મા! તને જે આ સંપત્તિ-ધૂળ મળી છે તે તારી દાઝેલી શાન્તિનું ફળ ઉકડિયા છે. જો તું તે એકલો ખાઈશ તો કાગડામાંથી પણ જઈશ. કાગડો ઉકડિયા મળે તો એકલો ન ખાય, તેમ જો તું આ સંપત્તિ એકલો ભોગવીશ અને દયા, દાન, ભક્તિ ઇત્યાદિમાં વાપરીશ નહિ તો તું કાગડામાંથી પણ જઈશ. અહા! જ્યારે શુભભાવનો અધિકાર હોય ત્યારે ધર્મીને કેવા શુભભાવ આવે છે તે તો બતાવે ને? જોકે તે શુભભાવ છે હેય, છતાં તે ધર્માત્માને હોય છે, આવે છે એની વાત છે. દ્રવ્યદ્રષ્ટિએ તો પરમાત્મા ચોથે ગુણસ્થાને પ્રાપ્ત થયો છે. પણ ચારિત્રની પર્યાયમાં જ્યાં સુધી પૂર્ણ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સ્વના આશ્રયમાં અધુરાશ છે તેથી, પૂર્ણ થયો નથી, સ્વના આશ્રયની અધુરાશમાં પરનો વ્યવહાર આવ્યા વિના રહે નહિ અને ત્યારે દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ શુભભાવ તેને આવે છે. પણ તે છે સ્વદ્રવ્યની અશુદ્ધતા- હેય, હેય, હેય.
પ્રશ્નઃ– જો તે (-શુભભાવ) હેય છે તો શા માટે કરવા? સમાધાનઃ– તે કરવાની તો વાત જ કયાં છે? જ્ઞાનીને તે કરવાનો અભિપ્રાય કયાં છે? એ તો કહ્યું ને કે જ્યાં સુધી સ્વનો પૂર્ણ આશ્રય થયો નથી ત્યાંસુધી સ્વના આશ્રયની અધુરાશમાં તેને પરનો વ્યવહાર-દયા, દાન, ભક્તિ આદિનો શુભભાવ આવે છે, આવ્યા વિના રહેતો નથી. પણ એ છે હેય એમ જાણવું. આવી વાત છે.
PDF/HTML Page 2097 of 4199
single page version
અહીં કહે છે-‘અનાત્માનો પરિહાર સિદ્ધ થાય છે.’ એટલે શું? એટલે કે પોતાનું સ્વ જે એક શુદ્ધ ચૈતન્યસ્વરૂપ તેનો અંદર આશ્રય કરતાં તેની પર્યાયમાં પ્રાપ્તિ થાય છે અને અશુદ્ધતાનો પરિહાર-ત્યાગ થાય છે. જુઓ, પરદ્રવ્યનો ત્યાગ થાય છે એમ વાત નથી, કેમકે પરદ્રવ્યનાં ગ્રહણ-ત્યાગ આત્મામાં છે જ નહિ. પરંતુ આત્માની પર્યાયમાં અશુદ્ધતા છે, દુઃખરૂપ મલિન પરિણતિ છે તેનો, સ્વરૂપનું ગ્રહણ થતાં ત્યાગ થાય છે. અહા! એક શુદ્ધનો આશ્રય લેતાં શુદ્ધતાની પ્રાપ્તિ થાય છે અને અશુદ્ધતાનો પરિહાર થાય છે. આવો મારગ છે!
અરે!! ભગવાનના વિરહ પડયા ને અજ્ઞાનીઓએ કાંઈકનું કાંઈક માની રહ્યા છે. અહા! સાક્ષાત્ ભગવાન બિરાજે છે તેમને પણ ઉડાડે છે! આ વાણી, મહાવિદેહક્ષેત્રમાં સાક્ષાત્ પરમાત્મા બિરાજે છે ત્યાંથી આવી છે પણ અરે! અજ્ઞાની તેને માનતો નથી અને રાગને-થોથાંને માને છે. અને પોતાની માન્યતામાં ન આવે એટલે આને (સત્યને) ઉડાડે છે. અરે ભાઈ! આ તને શું થયું? ભગવાન! તું સાંભળ, ધીરજથી સાંભળ. ભગવાન સર્વજ્ઞદેવ સીમંધર પરમાત્મા સાક્ષાત્ મહાવિદેહક્ષેત્રમાં બિરાજે છે. ત્યાંથી આ વાણી આચાર્ય કુંદકુંદ લઈ આવ્યા છે. તેઓ તો આત્માનુભવી જ્ઞાની-ધ્યાની સંત હતા. ખાસ વિશેષતાથી ભગવાન પાસે ગયા હતા. ત્યાં તેમનું જ્ઞાન સાતિશય નિર્મળ થયું હતું. આઠ દિવસ ત્યાં સાંભળ્યું અને શ્રુતકેવળીઓથી પણ ચર્ચા કરી અને પછી અહીં આવ્યા હતા. અહીં આવીને આ સમયસારની ગાથાઓ રચી છે.
તેઓ કહે છે-ભાઈ! સુખનું નિધાન ભગવાન આત્મા છે, જો તારે સુખી થવું હોય તો તેનું જ એકનું આલંબન લે. અહાહાહા...! સ્વભાવથી જ જે સુખ છે, જ્ઞાન છે તેમાં દુઃખ કેમ હોય? તે વિકૃત કેમ હોય? તે અપૂર્ણ કેમ હોય? ભાઈ! તને આ બેસતું કેમ નથી? વસ્તુ જે આ આત્મા છે તે પરિપૂર્ણ છે, શુદ્ધ છે, જ્ઞાન અને સુખનું નિધાન છે. આવા સ્વસ્વરૂપમાં અંતર એકાગ્ર થવાથી નિજપદની પ્રાપ્તિ થાય છે. પહેલાં ‘પદ’ કેમ લીધું? કેમકે અગાઉ જ્ઞાનપદને આત્મપદ કહ્યું હતું ને? તેથી ‘નિજપદની પ્રાપ્તિ થાય છે’ એમ પહેલાં લીધું અને ‘આત્મલાભ થાય છે’ એમ પછી કહ્યું. આત્મા એક પદાર્થ છે તેથી જ્ઞાન પણ એક પદ છે એમ પહેલાં કહ્યું હતું ને? જુઓ, છે ને અંદર? કે “ આત્મા ખરેખર પરમ પદાર્થ છે અને તે જ્ઞાન છે; વળી આત્મા એક જ પદાર્થ છે; તેથી જ્ઞાન પણ એક જ પદ છે.” માટે આત્મસ્વભાવભૂત જ્ઞાનનું જ એકનું આલંબન કરવું, કેમકે તેના આલંબનથી જ નિજપદની અર્થાત્ જે એક જ્ઞાનપદ છે તેની પ્રાપ્તિ થાય છે અને ભ્રાન્તિનો નાશ થાય છે, આત્માનો લાભ થાય છે અને અનાત્માનો પરિહાર સિદ્ધ થાય છે. અહા! ગજબ વાત છે! આચાર્યદેવે ટીકામાં એકલું અમૃત રેડયું છે! અહો! દિગંબર સંતો આવો મહાન્
PDF/HTML Page 2098 of 4199
single page version
અદ્ભુત વારસો મૂકી ગયા છે. ભાઈ! તેનો મહિમા લાવી સ્વહિત માટે સ્વાધ્યાય કરવો જોઈએ.
કહે છે-‘આત્માનો લાભ થાય છે, અનાત્માનો પરિહાર સિદ્ધ થાય છે.’ અહાહાહા...! એક શુદ્ધના અવલંબને શુદ્ધતાની પ્રાપ્તિ થાય છે અને અશુદ્ધતાનો પરિહાર થાય છે. અર્થાત્ અશુદ્ધતાનો પરિહાર તે વ્યય અને શુદ્ધતાની પ્રાપ્તિ તે ઉત્પાદ છે અને આલંબનયોગ્ય જે એક શુદ્ધ ત્રિકાળ વસ્તુ તે ધ્રુવ છે. અહા! આવાં ઉત્પાદ-વ્યય-ધ્રુવ! ભાઈ! આ તો ધીરાનું કામ બાપા! આ કાંઈ પુણ્યની ક્રિયા કરતાં કરતાં મળી જાય એમ નથી. અજ્ઞાનીને એમ થાય છે કે આમાં વ્યવહાર તો ન આવ્યો? ભાઈ! નિશ્ચય પ્રગટે તેને વ્યવહાર હોય છે. નિશ્ચય વિનાનો વ્યવહાર વ્યવહાર જ નથી, એ તો વ્યવહારાભાસ છે.
ભગવાન! તું ચૈતન્યનિધાન છો. તારામાં અનંતી સ્વરૂપસંપદા ભરેલી છે. ‘ભગવાન્’-એમ કળશ ૧૪૧ માં આવે છે ને? ભગ નામ લક્ષ્મી અને વાન્ એટલે વાળો. અહાહા...! અનંત અનંત જ્ઞાન અને આનંદની લક્ષ્મીથી ભરેલો તું ભગવાન છો. પરમ અધ્યાત્મતરંગિણીમાં भगं–लक्ष्मी विद्यते यस्य सः भगवान्–એમ ભગવાનનો અર્થ કર્યા છે. ‘भग’ નામ શ્રી, જ્ઞાન, વીર્ય, પ્રયત્ન, કીર્તિ, માહાત્મ્ય -એવા અર્થ પણ થાય છે. પણ અહીં ‘ભગ’નો અર્થ લક્ષ્મી-જ્ઞાન અને આનંદની લક્ષ્મી કર્યો છે કેમકે આત્મા જ્ઞાન અને આનંદ જેનું સ્વરૂપ છે એવી સ્વરૂપલક્ષ્મીનો અખૂટ ભંડાર છે. કેવળજ્ઞાનાદિ પર્યાયો અનંતી પ્રગટે તોય અનંતકાળે ન ખૂટે એવું અખૂટ નિધાન છે. અહાહા...! જેનો સ્વભાવ જ જ્ઞાન છે તેની વાત શું? આવા ભગવાન આત્માનું આલંબન લેતાં ભ્રાન્તિનો નાશ થઈ આત્મલાભ થાય છે. જો ખેતરમાં દટાયેલો ચરુ નીકળે તો તેમાં ક્રોડો મણિ-રત્ન ભાળીને ‘ઓહોહોહો...’ એમ થઈ જાય છે. પણ અહીં આત્મામાં ક્રોડો તો શું અનંત-અનંત-અનંત ક્રોડો રતન ભર્યાં છે. ભાઈ! તું એમાં અંતર્દ્રષ્ટિ કર, તને ભગવાનના ભેટા થશે, અતીન્દ્રિય આનંદ પ્રગટશે અને અશુદ્ધતાનો પરિહાર થશે.
આમ થવાથી કહે છે કે-‘કર્મ જોરાવર થઈ શકતું નથી.’ કર્મ તરફનું વશપણું હતું તેને કર્મનું જોરાવરપણું કહેવાય છે. કર્મને વશ પોતે થઈ પરિણમે ત્યારે કર્મ જોરાવર છે એમ કહેવામાં આવે છે. હવે જ્યાં વસ્તુસ્વભાવને વશ થઈ પરિણમ્યો ત્યાં નિમિત્તને વશે જે જોર હતું તે જોર નીકળી જાય છે. હવે તે પરને વશ ન થતાં સ્વને વશ થાય છે. ‘કર્મ જોરાવર થઈ શકતું નથી’-એ કહેવાનું તાત્પર્ય એ છે કે સ્વવશે અશુદ્ધતા જ્યારે નીકળી જાય છે ત્યારે અશુદ્ધતાનું જોર જે નિમિત્તને વશે હતું તે રહેતું નથી.
PDF/HTML Page 2099 of 4199
single page version
કહે છે-એક જ્ઞાનસ્વરૂપ આત્માના આલંબનથી કર્મ જોરાવર થઈ શકતું નથી. એટલે શું? એટલે કે અજ્ઞાની પરને વશ થતો હતો તે કર્મનું જોર હતું, પરંતુ હવે સ્વને વશ થયો તો કર્મના વશે જે જોર હતું તે છૂટી જાય છે. આવી વાત છે! ભાઈ! કર્મ તો પરદ્રવ્ય છે અને તેનો સ્વદ્રવ્યમાં તો અભાવ છે. હવે જેમાં કર્મનો અભાવ છે તેને કર્મ શું કરે? તેને નુકશાન શી રીતે કરે? કર્મનો તો આત્મામાં ત્રિકાળ અભાવ છે માટે તે આત્માને નુકશાન કરી શકે નહિ. પણ જે અશુદ્ધતાનો સદ્ભાવ છે તે તેને નુકશાન કરે છે. પ્રવચનસાર ગાથા ૧૬ માં ભાવઘાતી કર્મની વાત કરી છે. ત્યાં કહ્યું છે-ઘાતીકર્મ બે પ્રકારના છેઃ-
૧. નિમિત્તરૂપ દ્રવ્યકર્મ અને ૨. ઉપાદાનરૂપ ભાવકર્મ (જે પોતાનો ઘાત પોતે કરે છે). આ પ્રમાણે દ્રવ્યકર્મ અને ભાવકર્મ એમ બે પ્રકારે ઘાતી કર્મ છે. અહો! આચાર્ય ભગવંતોએ ગજબનાં કામ કર્યાં છે! અહો! ગાથા-ગાથાએ અને પદે-પદે જાણે દરિયા ભર્યા છે!
હવે કહે છે-નિમિત્તને વશ નહિ થતાં ‘રાગદ્વેષમોહ ઉત્પન્ન થતા નથી, (અને રાગદ્વેષમોહ વિના) ફરી કર્મ આસ્રવતું નથી, (આસ્રવ વિના) ફરી કર્મ બંધાતું નથી; પૂર્વે બંધાયેલું કર્મ ભોગવાયું થકું નિર્જરી જાય છે.’
જુઓ, ક્રમસર મોક્ષ સુધી લઈ જશે. કહે છે-રાગદ્વેષમોહ વિના ફરી કર્મ આસ્રવતું નથી અને આસ્રવ વિના ફરી કર્મ બંધાતું નથી તથા પૂર્વે બંધાયેલું કર્મ ભોગવાયું થકું નિર્જરી જાય છે. જુઓ, સ્વભાવના આશ્રયે-અવલંબે જે પડયો છે તેને પરાશ્રયનો ભાવ છૂટતો જાય છે, કર્મ છૂટી જાય છે. કર્મ છૂટી જાય છે એટલે કે અસ્થિરતા છૂટી જાય છે. ‘કર્મ છૂટી જાય છે’ એમ કહેવું તે (આગમનો) અસદ્ભૂત વ્યવહાર છે અને ‘અસ્થિરતા છૂટી જાય છે’ તે અધ્યાત્મના અસદ્ભૂત વ્યવહારનું કથન છે.
કહે છે-‘પૂર્વે બંધાયેલું કર્મ ભોગવાયું થકું નિર્જરી જાય છે.’ અહા! જુઓ તો ખરા ક્રમ! ઉદય આવતાં સુખ-દુઃખ થાય છે પણ પછી તે નિર્જરી જાય છે. પહેલાં આ (૧૯૪) ગાથામાં આવી ગયું છે. ૧૯૩ મી ગાથામાં દ્રવ્યકર્મની નિર્જરાની વાત હતી અને ૧૯૪ મી ગાથામાં અશુદ્ધતાના નિર્જરવાની-ભાવનિર્જરાની વાત હતી. અહાહાહા...! શુદ્ધ સ્વભાવના અવલંબને જ્યાં અંતઃસ્થિરતા-અંતર-રમણતા થઈ, આનંદમાં જમાવટ થઈ ત્યાં પૂર્વનું કર્મ જરાક (ઉદયમાં) આવ્યું હોય તે નિર્જરી જાય છે, ખરી જાય છે; અસ્થિરતા-અશુદ્ધતા ઝરી જાય છે અને ‘સમસ્ત કર્મનો અભાવ થવાથી સાક્ષાત્ મોક્ષ થાય છે.’ અહા! જુઓ આ ક્રમ! બાપુ! આ જ માર્ગ છે.
PDF/HTML Page 2100 of 4199
single page version
‘સાક્ષાત્’ કેમ કહ્યું? વસ્તુ તો પોતે મોક્ષસ્વરૂપ જ છે. તેનું સામર્થ્ય-તેની શક્તિ- તેનું સત્ત્વ સદા મુક્તસ્વરૂપ જ છે. પણ આ તો પર્યાયમાં મુક્તિ થાય છે-અનુભવાય છે તેની વાત છે. ભગવાન આત્મા અબદ્ધસ્પૃષ્ટ છે એમ ગાથા ૧૪-૧પ માં આવે છે ને? અહા! જેણે આત્માને અબદ્ધસ્પૃષ્ટ જાણ્યો તેણે જૈનશાસન જાણ્યું છે. ભગવાન આત્માને રાગ ને કર્મના બંધથી રહિત જાણનારી જે શુદ્ધોપયોગની પરિણતિ છે તે જૈનશાસન છે. અશુદ્ધોપયોગની-રાગની પરિણતિ કાંઈ જૈનશાસન નથી. જેણે, હું મુક્તસ્વરૂપ જ છું-એમ અનુભવ્યું તેણે ચારે અનુયોગના સારરૂપ જૈનશાસન જાણી લીધું. ચારે અનુયોગનો સાર વીતરાગતા છે અને તે વીતરાગસ્વરૂપી-મુક્તસ્વરૂપી એવા ભગવાન આત્માનો આશ્રય લે તો પ્રગટ થાય છે. આવો માર્ગ છે!
પ્રશ્નઃ– શ્રી સમયસારજીમાં નિશ્ચયની વાત છે, જ્યારે મોક્ષશાસ્ત્ર (તત્ત્વાર્થસૂત્ર)માં વ્યવહારની વાત છે. પરંતુ એ બન્ને સાથે જોઈએ ને?
સમાધાનઃ– ભાઈ! બન્ને સાથે જોઈએ એટલે શું? એટલે કે બન્નેનું જ્ઞાન સાથે જોઈએ-હોય છે. પરંતુ નિશ્ચયથી પણ (ધર્મ) થાય અને વ્યવહારથી પણ થાય એમ અર્થ નથી. બન્નેનું જ્ઞાન સાથે હોય છે અને તે જ્ઞાન પણ સ્વનો આશ્રય થતાં યથાર્થ થઇ જાય છે. અહાહા....! અબદ્ધસ્પૃષ્ટ પ્રભુ આત્માને જ્યાં જાણ્યો ત્યાં, રાગ જે બાકી રહે છે તેનું જ્ઞાન પણ થઈ જાય છે. તેના માટે બીજું જ્ઞાન કરવું પડે છે એમ નથી. આવી વાત છે ભાઈ!
અહીં કહે છે-સમસ્ત કર્મનો અભાવ થવાથી સાક્ષાત્ મોક્ષ થાય છે. એટલે શું? કે આત્મા શક્તિસ્વરૂપે-સ્વભાવરૂપે-સામર્થ્યરૂપે તો મુક્ત જ છે; પણ આ તો પર્યાયમાં મુક્ત થાય છે-અનુભવાય છે ત્યારે સાક્ષાત્ મોક્ષ થાય છે એમ કહ્યું છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે કે-‘દિગંબરના આચાર્યે એમ સ્વીકાર્યું છે કે-જીવનો મોક્ષ થતો નથી, પરંતુ મોક્ષ સમજાય છે.’ રાગ તે હું-એમ જે માન્યું હતું તે માન્યતા છૂટી ગઈ તેને મોક્ષ કહે છે. અહા! રાગમાં આત્મા નથી અને આત્માને રાગનો બંધ કે સંબંધ પણ નથી એવા સ્વસ્વરૂપની પર્યાયમાં પ્રાપ્તિ થવી તે સાક્ષાત્ મોક્ષ છે.
ભાઈ! જન્મ-મરણના ફેરા, ૮૪ નું ભવચક્ર જેને ટાળવું હોય તેને માટે મારગ આ છે. શાસ્ત્રમાં લખાણ છે કે માતાના ઉદરમાં મનુષ્યપણે ૧૨ વર્ષ વધારેમાં વધારે રહે. સવાનવ મહિના તો સાધારણ-સામાન્ય કાયસ્થિતિ છે, પણ કોઈ તો ૧૨ વર્ષ સુધી રહે છે. અરે! ઉંધા માથે કફમાં, લોહીમાં ને એંઠામાં બાર બાર વર્ષ ભાઈ! તું રહ્યો છો! એ દુઃખની શી વાત! અને અહીં જરીક કાંઈક થાય ત્યાં...? બાપુ! આવાં જન્મ-મરણનાં દુઃખ ટાળવાં હોય તો આ ઉપાય છે. જેમાં જન્મ-મરણ નથી, જન્મ-મરણના ભાવ નથી એવી પરિપૂર્ણ જ્ઞાન અને આનંદથી ભરેલી પોતાની ચીજ