PDF/HTML Page 2061 of 4199
single page version
તેનો જાણનાર માત્ર છું-એમ જ્ઞાની જાણે અને માને છે. અજ્ઞાની અનાદિથી શુભાશુભભાવના ચક્રમાં હેરાન-હેરાન થઈ રહ્યો છે. તેને કહે છે-ભાઈ! તે અસ્થાયી ભાવ સ્થાયીપણે રહેનારનું સ્થાન નથી, તે અપદભૂત છે. રહેઠાણ નાખવા યોગ્ય સ્થાન તો એક નિત્યાનંદ પ્રભુ આત્મા છે.
આ અપદભૂતની વ્યાખ્યા ચાલે છે. કહે છે-પુણ્ય-પાપના ભાવ અસ્થાયી હોવાને લીધે રહેનારનું રહેઠાણ નહિ થઈ શકવા યોગ્ય છે અને તેથી તેઓ અપદભૂત છે. વ્યવહારરત્નત્રયનો જે વિકલ્પ છે, દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો જે વિકલ્પ છે, પંચમહાવ્રતાદિનો જે વિકલ્પ છે અને શાસ્ત્ર ભણવાનો જે વિકલ્પ છે તે બધાય અસ્થાયી છે, અતત્સ્વભાવે છે માટે તે સ્થાતાનું સ્થાન થવા યોગ્ય નહિ હોવાથી અપદભૂત છે. આવી આકરી વાત બાપા!
હવે કહે છે-‘અને જે તત્સ્વભાવે અનુભવાતો, નિયત અવસ્થાવાળો, એક, નિત્ય, અવ્યભિચારી ભાવ છે, તે એક જ પોતે સ્થાયી હોવાને લીધે સ્થાતાનું સ્થાન અર્થાત્ રહેનારનું રહેઠાણ થઈ શકવા યોગ્ય હોવાથી પદભૂત છે.’
શું કહ્યું? કે જે તત્સ્વભાવે અનુભવાતો અર્થાત્ ભગવાન જ્ઞાનાનંદસ્વભાવે અનુભવાતો એવો ભાવ-આત્મા પદભૂત છે. વળી નિજ સ્વભાવભાવે-ચૈતન્યસ્વભાવે અનુભવાતો આત્મા નિયત અવસ્થાવાળો છે. વળી તે એક છે. પુણ્ય-પાપના વિકલ્પ તો અસંખ્ય પ્રકારના અનેક છે, જ્યારે ભગવાન આત્મા અંદર એકરૂપે છે. અહાહા...! ચૈતન્યમૂર્તિ આનંદકંદ પ્રભુ અંદર સદા એકરૂપે બિરાજમાન છે. વળી તે નિત્ય છે. નિત્યાનંદ પ્રભુ આત્મા નિત્ય છે; અને તે અવ્યભિચારી ભાવ છે. ચૈતન્યમાત્ર-જ્ઞાનમાત્ર ભાવ છે તે સંયોગજનિત નથી તેથી તે અવ્યભિચારી ભાવ છે, અકૃત્રિમ સ્વભાવભાવ છે. હવે આવો આત્મા કદી સાંભળ્યોય ન હોય તે બિચારો શ્રદ્ધાનમાં લાવે કયાંથી? શું થાય? તે બિચારો ચારગતિમાં રઝળી મરે.
અહીં પાંચ બોલથી જ્ઞાનભાવ-સ્વભાવભાવ કહ્યો. કે જ્ઞાનમાત્રભાવ- ૧. તત્સ્વભાવે-આત્મસ્વભાવરૂપ છે, ૨. નિયત છે, ૩. એકરૂપ છે, ૪. નિત્ય છે, અને પ. અવ્યભિચારી ભાવ છે અને તેથી તે સ્થાયી ભાવ છે. તેથી કહે છે તે એક જ સ્થાયીભાવ હોવાને લીધે સ્થાતાનું સ્થાન થઈ શકવા યોગ્ય હોવાથી પદભૂત છે. અહાહા...! નિત્યાનંદ ચૈતન્યમાત્ર પ્રભુ આત્મા ત્રિકાળ સ્થાયી-ધ્રુવ હોવાથી રહેનારનું
PDF/HTML Page 2062 of 4199
single page version
સ્થિર રહેઠાણ છે, માટે તે પદભૂત છે, અને બધાય રાગાદિ ભાવ અસ્થાયી-અધ્રુવ હોવાને લીધે અપદભૂત છે. લ્યો, આવી વ્યાખ્યા પદ-અપદની.
હવે કહે છે-‘તેથી સમસ્ત અસ્થાયી ભાવોને છોડી, જે સ્થાયીભાવરૂપ છે એવું પરમાર્થરસપણે સ્વાદમાં આવતું આ જ્ઞાન એક જ આસ્વાદવા-યોગ્ય છે.’
અહા... હા... હા...! કહે છે-દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિના અસ્થાયી ભાવોને છોડી દઈ... જુઓ, છે અંદર? તે સમસ્ત અસ્થાયી ભાવોને છોડી દઈ અર્થાત્ તેનો દ્રષ્ટિમાંથી આશ્રય છોડી દઈ પરમાર્થરસપણે સ્વાદમાં આવતું જે સ્થાયીભાવરૂપ આ જ્ઞાન તે એક જ આસ્વાદવાયોગ્ય છે. અહા! રાગનો જે સ્વાદ છે તે તો ઝેરનો સ્વાદ છે. રાગનો રસ જ ઝેર છે, દુઃખ છે; જ્યારે પરમાર્થરસપણે સ્વાદમાં આવતું જ્ઞાન ચિદાનંદમય અમૃતરસનો સાગર છે. અહીં કહે છે-રાગને છોડી તે એક જ્ઞાન જ આસ્વાદવાયોગ્ય છે. જન્મ-મરણરહિત થવાનો આવો વીતરાગનો માર્ગ બાપા! બાકી તો બધું જે કરે તે રખડવા માટે છે.
અહા! કહે છે-તે પરમાર્થરસપણે સ્વાદમાં આવે છે. કોણ? કે આ જ્ઞાન; જ્ઞાન એટલે જ્ઞાનમાત્રભાવરૂપ આત્મા. કેવો છે તે? ચિદાનંદરસના અમૃતથી ભરેલો છે અને તેથી તે એક જ આસ્વાદવાયોગ્ય છે.
ત્યારે કોઈકહે છે-રસગુલ્લાંનો, મૈસૂબનો જે સ્વાદ આવે છે તે તો ખબર છે, પણ આ સ્વાદ વળી કેવો?
ભાઈ! મૈસૂબનો અને રસગુલ્લાંનો જે સ્વાદ તું કહે છે એ તો જડનો સ્વાદ છે અને તેને આત્મા કદી ભોગવતો નથી-ભોગવી શકતો નથી. આ હાડ-માંસના બનેલા સ્ત્રીના શરીરને આત્મા ભોગવે છે એમ ત્રણકાળમાં નથી. એ તો એ તરફનું લક્ષ જતાં ‘આ મૈસૂબાદિ ઠીક છે, સ્ત્રીનો સ્પર્શ ઠીક છે’ એવો જે રાગ તું ઉત્પન્ન કરે છે તે રાગને- ઝેરને-દુઃખને તું ભોગવે છે. અજ્ઞાની રાગનો સ્વાદ લે છે અને માને છે કે હું પર પદાર્થોને ભોગવું છું. કેવી વિપરીતતા! અહીં કહે છે-રાગનો જે સ્વાદ (બેસ્વાદ) છે તેને છોડી દઈને આ જ્ઞાન એક જ આસ્વાદવાયોગ્ય છે કેમકે તેનો સ્વાદ અતીન્દ્રિય આનંદમય અમૃતનો સ્વાદ છે. આવો સ્વાદ-અતીન્દ્રિય આનંદનો સ્વાદ જેમાં આવે તેનું નામ સમ્યગ્દર્શન અને ધર્મ છે.
શું કહે છે? જરી સૂક્ષ્મ વાત છે ભાઈ! આ આત્મા જે છે તેમાં પુણ્ય-પાપના- વ્રત-અવ્રતના ઈત્યાદિ જે પરિણામ થાય છે તે બધાય ક્ષણિક, અનિત્ય અસ્થાયી હોવાથી રહેનારનું રહેઠાણ બનવા યોગ્ય નથી માટે અપદભૂત છે; એક વાત. પરંતુ આત્મા ત્રિકાળ સ્થાયી એક ચૈતન્યમાત્રપણે હોવાથી રહેવાનું રહેઠાણ બનવા યોગ્ય છે માટે તે પદભૂત છે, માટે સમસ્ત અસ્થાયી ભાવોને છોડીને, આ અતીન્દ્રિય આનંદના રસપણે અનુભવમાં
PDF/HTML Page 2063 of 4199
single page version
આવતો એક આત્મા જ આસ્વાદવાયોગ્ય છે એમ તું જાણ. ભાઈ! જેને ધર્મ કરવો હોય અને જન્મ-મરણરહિત પરમાનંદ દશાને પ્રાપ્ત થવું હોય તેણે વ્રત-અવ્રતના વિકલ્પો છોડીને એક આત્મામાં જ દ્રષ્ટિ લગાવવી જોઈએ, કેમકે એક આત્મા જ ત્રિકાળી ધ્રુવ આનંદનું ધામ છે; વ્રતાદિના વિકલ્પો તો અસ્થાયી છે અને તેથી સ્થાતાનું સ્થાન બનવા યોગ્ય નથી.
આ શરીર, મન, વાણી, ઇન્દ્રિય ઇત્યાદિ તો જડ પુદ્ગલ છે, માટી છે. અને લક્ષ્મી, સ્ત્રી-કુટુંબ આદિ બધાંય પર વસ્તુ છે. માટે તેની સાથે આત્માને કાંઈ સંબંધ નથી; અર્થાત્ તેઓ આત્માને રહેવાનું સ્થાન નથી. અહીં તો વિશેષ આ વાત છે કે-આત્માની પર્યાયમાં જે વ્રત-અવ્રતના અનેક વિકલ્પ ઉઠે છે, હિંસા-અહિંસાદિના પરિણામ થાય છે વા ગુણસ્થાનના ભેદ પડે છે તે સર્વ ક્ષણિક, અનિત્ય અને અસ્થાયી છે અને તેથી તે ધર્મીને રહેવાનું સ્થાન થઈ શકવા યોગ્ય નથી. અર્થાત્ તેઓ અપદભૂત છે, અશરણ છે. જ્યારે જે સદા એક સ્થાયીભાવરૂપ છે તે નિત્યાનંદ પ્રભુ આત્મા જ પદભૂત છે. માટે સર્વ અસ્થાયી ભાવોને છોડીને એક આત્માનો જ-શાંતરસના સમુદ્ર એવા નિજ સ્વરૂપનો જ આસ્વાદ કરો એમ કહે છે, કેમકે તે એક જ આસ્વાદવા યોગ્ય છે.
પંડિતપ્રવર શ્રી ટોડરમલજીએ ‘રહસ્યપૂર્ણ ચિટ્ઠી’ લખી છે. તેમાં પહેલાં મંગળમાં જ લખ્યું છે કે-‘तं बुद्धा भजत शान्तरसेन्द्रम्’ હે બુદ્ધિમાન પુરુષો! તે શાન્તરસેન્દ્રના અનુભવને તમે સેવો. કેવો છે તે અનુભવ? અહાહા...! જે અનુભવ હૃદયમાં પ્રાપ્ત થવાથી અનુપમ સુખની પ્રાપ્ત થાય છે અને મુક્તિ લક્ષ્મી શીઘ્ર વશમાં આવે છે તે સંપૂર્ણ મંગળોના સમુદ્રસ્વરૂપ શાન્તરસેન્દ્રના અનુભવને તમે સેવો. લ્યો, આવું તો બીજા ગૃહસ્થો પર ચિટ્ઠીમાં લખ્યું છે-કે સંપૂર્ણ મંગળોના સમુદ્રસ્વરૂપ શાન્તરસેન્દ્રના અનુભવને સેવો- આસ્વાદો. હવે આવી વાત જગતને સમજવી કઠણ પડે. તેમાં (ચિટ્ઠીમાં) કહે છે-ભાઈ! પુણ્ય-પાપનો રસ તો કષાયલો દુઃખનો રસ છે તેનો સ્વાદ છોડી દે અને અકષાયસ્વભાવી શાન્તરસેન્દ્ર પ્રભુ આત્માનો આસ્વાદ કર. વ્યવહાર-રત્નત્રયનો વિકલ્પ પણ પ્રભુ! કષાયરસ-અશાંતરસરૂપ છે. માટે તેનો પણ સ્વાદ છોડીને શાંતરસના સમુદ્ર એવા ભગવાન આત્માનો આસ્વાદ કર; તે એક જ આસ્વાદવાયોગ્ય છે. આવો વીતરાગનો માર્ગ લૌકિકથી સાવ વિરુદ્ધ ભાઈ! લૌકિકમાં તો વ્રત કરો ને તપ કરો ને ભક્તિ કરો ને જાત્રા કરો એટલે સમજે કે થઈ ગયો ધર્મ. પણ બાપુ! જેમાં આત્માનો અનુભવ નથી, આસ્વાદ નથી એવી કોઈ ક્રિયા ધર્મ નથી. એટલે તો કહ્યું છે કે-
PDF/HTML Page 2064 of 4199
single page version
આ તો ત્રણલોકના નાથનો પોકાર છે ભાઈ! જુઓ, મહાવિદેહક્ષેત્રમાં સીમંધર પરમાત્મા સાક્ષાત્ અરિહંતપદે બિરાજે છે. ત્યાં ભગવાન કુંદકુંદાચાર્ય ૨૦૦૦ વર્ષ પહેલાં સં. ૪૯ માં ગયા હતા. કહે છે-તેમનો આ પોકાર છે કે-તારું ચૈતન્ય પદ તો ધ્રુવ સ્થાયી પદ છે પ્રભુ! તે સિવાય પર્યાયમાં જે કાંઈ રાગાદિ છે તે બધાંય અસ્થાયી અપદ છે. અજ્ઞાની જીવ જેને પોતાના માને છે તે પૈસા આદિ તો કયાંય દૂર રહી ગયા; કેમકે પૈસા આદિ કે દિ’ જીવના છે? એ તો જીવના દ્રવ્ય-ગુણમાં નહિ અને પર્યાયમાં પણ નહિ; સાવ ભિન્ન છે. એ તો ધૂળ છે. પરંતુ અહીં વિશેષ એમ કહે છે કે અંદર તારી પર્યાયમાં જે શુભાશુભ વિકલ્પ ઊઠે છે, દયા, દાન, ભક્તિ આદિ વિકલ્પ ઊઠે છે તે બધાય અસ્થાયી હોવાથી અપદ છે; તારું રહેવાનું તે સ્થાન નથી. હવે પછીના કળશમાં ‘अन्यानि पदानि’ એમ પાઠ આવે છે. પરમ અધ્યાત્મ તરંગિણીમાં તેનો અર્થ એવો કર્યો છે કે-વ્રતાદિ અપદ છે. અહો! દિગંબર સંતો- મુનિવરોએ કેવળીનાં પેટ ખોલીને મૂકયાં છે. જેનાં ભાગ્ય હોય તેને આ વાણી મળે. કહે છે-એક આત્મા જ તારું રહેવાનું સ્થાન છે; તે એક જ આસ્વાદવાયોગ્ય છે. માટે જેમાં કોઈ ભેદ નથી એવો અખંડ એકરૂપ જે ત્રિકાળસ્થાયી જ્ઞાયકભાવ છે તેનો આશ્રય કર, તેનો આસ્વાદ કર.
અહા... હા... હા...! ભગવાન! તું પરમાર્થરસરૂપ આનંદરસનો-શાન્તરસનો- અકષાયરસનો સમુદ્ર છો. તેમાં અતંર્મગ્ન થતાં શાંતરસનો-આનંદરસનો (પરમ આહ્લાદકારી) સ્વાદ આવે છે. કહ્યું છે ને કે-
લ્યો, આ આત્માનુભવની દશા છે અને તે સમ્યક્ત્વ અને ધર્મ છે. ભાઈ! જન્મ- મરણ મટાડવાની આ જ રીત છે. આ સિવાય વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય પ્રગટે એમ કોઈ માને તો તે વ્યવહારમૂઢ છે. અહીં કહે છે-એ સઘળો વ્યવહારક્રિયાકાંડ અપદ છે, એનાથી (વ્યવહારથી) ત્રણકાળમાં જન્મ-મરણ મટશે નહિ.
આ પૈસાવાળા કરોડપતિ ને અબજપતિ બધા પૈસા વડે એમ માને કે અમે બધા સુખી છીએ પણ તેઓ ધૂળમાંય સુખી નથી સાંભળને. પૈસાની તૃષ્ણા વડે તેઓ બિચારા દુઃખી જ દુઃખી છે. પૈસાની-ધૂળની તો અહીં વાતેય નથી.
હા, મુનિવરોને કયાં પૈસા હોય છે? (તે વાત કરે?) અહા! મુનિને તો પૈસા (પરિગ્રહ) ન હોય, પણ વસ્તુમાં-આત્મામાં પણ તે નથી. સૂક્ષ્મ વાત છે ભાઈ! પૈસા તો જડ છે, અને આ શરીર પણ જડ માટી-પુદ્ગલ છે. તેઓ આત્મામાં કયાં છે? (નથી). અહીં તો એમ વાત છે કે આ પૈસા ને
PDF/HTML Page 2065 of 4199
single page version
શરીર આદિ સંબંધી જે પાપના ભાવ અને ભગવાનની ભક્તિ, પૂજા ઇત્યાદિ સંબંધી જે પુણ્યના ભાવ તે પણ ભગવાન! તારામાં-આત્મામાં નથી, અને આત્મા તેમાં નથી; આત્માનું તે સ્થાન નથી. આ નિર્જરા અધિકાર છે ને! તો કર્મની-અશુદ્ધતાની નિર્જરા કોને થાય? કે જેને પરમાનંદસ્વરૂપ પ્રભુ આત્માના આનંદનો સ્વાદ આવે છે તેને અશુદ્ધતા નિર્જરી જાય છે.
હા, પણ ઉપવાસ આદિ તપ વડે નિર્જરા થાય કે નહિ? ધૂળેય થાય નહિ સાંભળને. ઝીણી વાત છે ભાઈ! જેને તું ઉપવાસ કહે છે એ તો વિકલ્પ છે, રાગ છે; એ વડે કાંઈ નિર્જરા ન થાય, અશુદ્ધતા ન ઝરી જાય. ઉપવાસ નામ નિર્મળાનંદના નાથ ભગવાન આત્માની ઉપ નામ સમીપમાં વસવું, તેનો આસ્વાદ લેવો, તેમાં રમવું તે વાસ્તવિક ઉપવાસ છે અને તે વડે નિર્જરા થાય છે. કોઈને થાય કે આ તો નિશ્ચયની વાતો છે, પણ ભાઈ! નિશ્ચય એટલે જ સત્ય. ભાઈ! મારગ તો આ છે બાપા! અહીં (સમયસારમાં) તો વ્યવહારને અપદ કહી ઉથાપી નાખે છે. જુઓને! આ શું કહે છે? કે વ્યવહાર હોય છે પણ તે દુઃખરૂપ છે, અસ્થાયી છે; તે તારું પદ-સ્થાન બનવા યોગ્ય નથી, તે તારું સ્વધામ નથી. તારું ધામ એક ભગવાન આત્મા જ છે અને તે જ અનુભવવાયોગ્ય-આસ્વાદવાયોગ્ય છે.
‘પૂર્વે વર્ણાદિક ગુણસ્થાનપર્યંત ભાવો કહ્યા હતા તે બધાય, આત્મામાં અનિયત, અનેક, ક્ષણિક, વ્યભિચારી ભાવો છે.’
શું કહ્યું? કે પહેલાં વર્ણાદિક એટલે રંગ, ગંધ આદિથી ગુણસ્થાન પર્યંત જે ભાવો કહ્યા હતા તે આત્મામાં અનિયત છે અર્થાત્ કાયમ રહેવાવાળા નથી. ભાઈ! આ છટ્ઠું, તેરમું અને ચૌદમું ગુણસ્થાન આત્મામાં અનિયત છે. વળી તેઓ અનેક છે, ક્ષણિક છે અને વ્યભિચારી છે. ભગવાનની ભક્તિ કરતાં કરતાં અને વ્રતાદિ કરતાં કરતાં મોક્ષ થઈ જશે એમ માનનારને આકરું લાગે છે, પણ શું થાય? અહીં તો સ્પષ્ટ કહ્યું છે કે તે બધા અનિયત, ક્ષણિક, વ્યભિચારી ભાવો છે. છે કે નહિ અંદર? લોકોને સત્ય નામ સત્સ્વભાવ સાંભળવા મળ્યો જ નથી એટલે ‘નિશ્ચય છે નિશ્ચય છે’-એમ કહીને તેને ટાળે છે; પણ ભાઈ! નિશ્ચય એટલે જ સત્ય અને વ્યવહાર એટલે ઉપચાર.
હવે કહે છે-‘આત્મા સ્થાયી છે અને તે બધા ભાવો અસ્થાયી છે, તેથી તેઓ આત્માનું સ્થાન-રહેઠાણ-થઈ શકતા નથી અર્થાત્ તેઓ આત્માનું પદ નથી.’
જોયું? નિત્યાનંદસ્વરૂપ પ્રભુ આત્મા સ્થાયી છે અને તે ગુણસ્થાન આદિ બધા ભાવો અસ્થાયી છે એમ કહે છે. ભાઈ! જે ભાવ વડે તીર્થંકર ગોત્ર બંધાય
PDF/HTML Page 2066 of 4199
single page version
તે ભાવ પણ વ્યભિચારી અને અસ્થાયી ભાવ છે, તે ભાવ ધર્મ નથી કેમકે ધર્મથી કાંઈ બંધ ન થાય અને જે ભાવે બંધ પડે તે ધર્મ ન હોય. આ પ્રમાણે આત્મા સિવાયના બીજા બધા ભાવ અસ્થાયી છે માટે તેઓ આત્માનું સ્થાન થઈ શકતા નથી. શુભાશુભ વિકલ્પ, દયા, દાન આદિના વિકલ્પ ને ગુણસ્થાનના ભેદ આત્માનું સ્થાન થઈ શકતા નથી; અર્થાત્ તેઓ આત્માનું પદ નથી.
‘જે આ સ્વસંવેદનરૂપ જ્ઞાન છે તે નિયત છે, એક છે, નિત્ય છે, અવ્યભિચારી છે. આત્મા સ્થાયી છે અને આ જ્ઞાન પણ સ્થાયી ભાવ છે તેથી તે આત્માનું પદ છે.’
અહાહા...! કહે છે-જ્ઞાનાનંદસ્વરૂપ આત્માનું સ્વસંવેદનરૂપ જ્ઞાન અથવા સ્વનું- આત્માનું પ્રત્યક્ષવેદનરૂપ જ્ઞાન નિયત છે, કાયમી ચીજ છે, એક છે, અવ્યભિચારી છે અને નિત્ય છે. અહાહા...! જેમ જાણગસ્વભાવી પ્રભુ આત્મા શાશ્વત સ્થાયી ચીજ છે તેમ તેનું જ્ઞાન પણ સ્થાયીભાવરૂપ છે, સ્થિર છે, અક્ષય છે. તેથી તે આત્માનું પદ છે. તેથી કહે છે-
‘તે એક જ જ્ઞાનીઓ વડે આસ્વાદ લેવા યોગ્ય છે.’ જોયું? ધર્મી પુરુષો દ્વારા તે એક જ આસ્વાદવાયોગ્ય છે. અહાહા...! ધર્માત્માને તે એક જ અનુભવવા લાયક છે; એક આત્માને નિરાકુલ આનંદ જ આસ્વાદવા લાયક છે. હવે આવી વાત શુભભાવના પક્ષવાળાને આકરી લાગે, પણ બાપુ! શુભભાવ કરી કરીને તું અનંતકાળથી રખડી મર્યો છે પણ ભવભ્રમણ મટયું નથી. ભવરહિત થવાની ચીજ તો આત્માનો અનુભવ કરવો તે એક જ છે.
આ માર્ગ ભલે હો, પણ તેનું કાંઈ સાધન તો હશે ને? અહિંસા પાળવી ઇત્યાદિ સાધન છે કે નહિ?
ઉત્તરઃ– અરે ભગવાન! તને ખબર નથી બાપા! ભગવાન આત્મા અતીન્દ્રિય જ્ઞાન ને આનંદનું નિધાન છે. તેનું સ્વસંવેદન એટલે પોતાથી પોતાનામાં પ્રત્યક્ષ આનંદનું વેદન થવું તે ધર્મ છે. ‘અહિંસા પરમો ધર્મઃ’ કહ્યું છે ને? પણ તે અહિંસા કઈ? કે દયા, દાન, વ્રતના વિકલ્પ જેમાં ન થાય તેવા વીતરાગી પરિણામની ઉત્પત્તિને ભગવાને અહિંસા કહી છે અને તે પરમ ધર્મ છે, અને તે મોક્ષનું સાધન છે, દયાના વિકલ્પ કાંઈ સાધન નથી; એ તો અપદ છે એમ અહીં કહે છે. સમજાણું કાંઈ...?
આકરું લાગે કે નહિ, ત્રિલોકનાથ વીતરાગ પરમેશ્વરનો આ હુકમ છે કે-રાગથી ભિન્ન પડીને સચ્ચિદાનંદમય ભગવાન આત્માનો સ્વાદ-અનુભવ લેવામાં આવે ત્યારે ધર્મ થાય છે. આ જ માર્ગ છે, આ જ સાધન છે. આ સિવાય બહારના ક્રિયાકાંડમાં
PDF/HTML Page 2067 of 4199
single page version
જે ધર્મ માને છે તે નરક-નિગોદાદિ ચારગતિમાં રઝળશે. ખરેખર નિશ્ચય તે જ વસ્તુ છે. વ્યવહાર હોય છે પણ તે અવસ્તુ છે અર્થાત્ અપદ છે. આત્માનો નિરાકુલ સ્વાદ આવ્યા પછી પણ વ્યવહાર હોય છે પણ તે અપદ છે, ધર્મીને રહેવાનું સ્થાન નથી. માટે આસ્વાદવાયોગ્ય એક આત્માના નિરાકુલ આનંદનો જ અનુભવ કરો એમ શ્રી જયચંદજીએ ખુલાસો કર્યો છે.
હવે આ અર્થનો કળશરૂપ શ્લોક કહે છેઃ-
‘तत् एकम् एव हि पदम् स्वाद्यम्’ તે એક જ પદ આસ્વાદવાયોગ્ય છે.
આચાર્ય અમૃતચંદ્રે આખી ટીકાનો આ ટૂંકો કલશ કર્યો છે. શું કહે છે એમાં? કે પરમાનંદમય ભગવાન આત્મા જ એક આસ્વાદવાયોગ્ય-અનુભવ કરવા લાયક છે; રાગાદિ બીજું કાંઈ અનુભવવા યોગ્ય નથી. જુઓ, સ્ત્રીના ભોગ વખતે કાંઈ સ્ત્રીના શરીરનો જીવને સ્વાદ નથી. સ્ત્રીનું શરીર તો હાડ-માંસ ને ચામનું બનેલું અજીવ છે, જડ માટી છે. ધૂળ છે. અરૂપી એવો ભગવાન આત્મા તો એને કયારેય સ્પર્શતો પણ નથી. તે શરીરનો- જડનો સ્વાદ કેવી રીતે કરે? પરંતુ તે કાળે ‘આ ઠીક છે, સ્ત્રીનું શરીર સુંદર માખણ જેવું છે’-એવો જે રાગ થાય છે તે રાગને અજ્ઞાની ભોગવે છે. અજ્ઞાની રાગને અનુભવે છે. તેને નથી સ્ત્રીના શરીરનો અનુભવ કે નથી આત્માનો અનુભવ; માત્ર રાગનો-ઝેરનો તેને સ્વાદ છે. અહીં કહે છે-તે ‘एकम् एव’ એક જ પદ સ્વાદ કરવા યોગ્ય છે. અહાહા...! જ્ઞાનાનંદનો સાગર પ્રભુ આત્મા છે; તે એક જ આસ્વાદવાયોગ્ય છે.
કેવું છે તે પદ? તો કહે છે-‘विपदाम् अपदम्’ વિપત્તિઓનું અપદ છે. અહા... હા... હા...! અતીન્દ્રિય આનંદની મૂર્તિ પ્રભુ આત્મા વિપત્તિઓનું અપદ છે અર્થાત્ આપદાઓ તેમાં સ્થાન પામી શકતી નથી. તેના સ્વાદમાં રાગની વિપદાનો અભાવ છે. આવી વાત છે તો કહે છે-આ તો બધું સોનગઢનું નિશ્ચય છે. પણ સોનગઢનું કયાં છે ભાઈ? આ તો કુંદકુંદાચાર્ય અને અમૃતચંદ્રાચાર્યનું કથન છે. ઘણા વખતથી લુપ્ત થઈ ગયું એટલે તને નવું લાગે છે પણ આ સત્ય છે. જો તેં સત્યને જોવાની આંખો મીંચી દીધી છે અને રાગને જ અનુભવે છે તો તું અંધ છે.
જુઓ, અમૃતચંદ્રાચાર્ય દિગંબર સંત મહા મુનિવર અંદર અતીન્દ્રિય આનંદમાં રમતા હતા. તેમાં વિકલ્પ આવ્યો અને આ ટીકા થઈ ગઈ. તેમાં તેઓ આ કહે છે કે તે ટીકાનો વિકલ્પ મારું-આત્માનું પદ નથી. મારા પદમાં તો વિકલ્પરૂપ વિપદાનો અભાવ છે, કેમકે તે વિપદાનું અપદ છે, અસ્થાન છે. અહા... હા... હા...! આનંદધામ-
PDF/HTML Page 2068 of 4199
single page version
ચૈતન્યધામ પ્રભુ આત્મામાં રાગની વિપદાનો અભાવ છે. ‘विपदां अपदम्’ વિપદાનું તે અપદ છે અર્થાત્ રાગનું અપદ છે કેમકે રાગ વિપદા જ છે. આવો વીતરાગનો મારગ શૂરાઓનો મારગ છે પ્રભુ! કાયરોનું ત્યાં કામ નથી.
અહા! ભાષા તો બહુ ટૂંકી કરી છે કે-એક જ પદ અર્થાત્ આનંદકંદ પ્રભુ આત્મા એક જ આસ્વાદ કરવા લાયક છે, કે જે વિપદાઓનું અપદ છે. આ વિકલ્પ-રાગાદિ જે છે તે વિપદા છે. પંચમહાવ્રતના વિકલ્પ કે શાસ્ત્ર ભણવાનો વિકલ્પ વિપદા છે અને ભગવાન આત્મા તે વિપદાનું અપદ છે, અર્થાત્ આત્મામાં તે વિપદા નથી. આવું સાંભળીને રાગના પક્ષવાળા રાડ નાખે છે, પણ શું થાય! સ્વરૂપ જ એવું છે. અવ્રતના પરિણામ છે તે પાપ છે ને વ્રતના પરિણામ છે તે પુણ્ય છે. તે બન્ને વિપદા છે અને ભગવાન આત્મા તે સર્વ વિપદાનું અપદ છે, અસ્થાન છે. લ્યો, આવું સ્પષ્ટ છે તોય લોકો પુણ્યને ધર્મ માને છે! પણ બાપુ! સર્વજ્ઞ પરમેશ્વરનો શું હુકમ છે અને તું શું માને છે એ જરી મેળવ તો ખરો.
કોઈ તો આ સોનગઢનું એકલું નિશ્ચય છે, નિશ્ચય છે-એમ કહી વિરોધ કરે છે. પણ કોનો વિરોધ? અહીંનો વિરોધ નથી; ભાઈ! તને ખબર નથી બાપા! કે તું તારો જ વિરોધ કરે છે. અરે પ્રભુ! તું શું કરે છે? તું ભગવાન છો ને પ્રભુ! તું તને ભૂલી ગયો! કેવળી પરમાત્માએ તો એમ જોયું ને કહ્યું છે કે એક દ્રવ્યમાં અન્યદ્રવ્યનો બહિષ્કાર છે. અરે! તારા જ્ઞાયકસ્વભાવમાં રાગનોય બહિષ્કાર છે. કળશમાં છે ને કે-‘विपदाम् अपदम्’–જ્ઞાયક પ્રભુ આત્મા વિપદાઓનું-રાગાદિનું અપદ છે. અહા... હા... હા...! શું કળશ મૂકયો છે! કહે છે-રાગાદિ રહિત તારું આનંદમય પદ છે તે એકનો જ અનુભવ કરવા યોગ્ય છે, માટે તેનો આસ્વાદ કર, અનુભવ કર.
હવે કહે છે-‘यत् पुरः’ જેની આગળ ‘अन्यानि पदानि’ અન્ય (સર્વ) પદો ‘अपदानि एव भासन्ते’ અપદ જ ભાસે છે.
અહા... હા... હા...! એકલા જ્ઞાન ને આનંદનો પિંડ પ્રભુ આત્મા ભગવાન છે. ભગ નામ અનંત જ્ઞાન અને આનંદની લક્ષ્મી અને વાન નામ સ્વરૂપ. આમ અનંત જ્ઞાનાનંદની લક્ષ્મીસ્વરૂપે જ ભગવાન આત્મા છે. તે એક જ આસ્વાદવાયોગ્ય નિજ પદ છે. અહીં કહે છે-તેની આગળ બીજાં સર્વ શુભાશુભ રાગનાં પદો અપદ જ ભાસે છે, દુઃખનાં પદ જ ભાસે છે. ભગવાન! તારા નિરાકુલ આનંદના સ્વાદ આગળ વ્રત, ભક્તિ આદિના વિકલ્પ અપદ જ ભાસે છે, દુઃખરૂપ જ ભાસે છે. ભાઈ! જે વડે તીર્થંકર નામકર્મ બંધાય તે ભાવ પણ અપદ એટલે દુઃખ-વિપદા જ ભાસે છે. આવી ઝીણી વાત છે.
હા, પણ લક્ષ્મી અને સ્ત્રીમાં તો સુખ છે ને?
PDF/HTML Page 2069 of 4199
single page version
ધૂળમાંય સુખ નથી સાંભળને! પાંચ-પચાસ લાખ કે કરોડ-બે કરોડ મળે એટલે અજ્ઞાનીને એમ થઈ જાય કે ‘હું પહોળો ને શેરી સાંકડી;’ પણ બાપુ! એ માનમાં ને માનમાં તું અનંતકાળ મરી ગયો છે-રખડી મર્યો છે. સાંભળને-એ પૈસા આદિ કયાં તારામાં છે? જે તારામાં નથી એમાં તારું સુખ કેમ હોય? અહીં તો આ કહ્યું કે-શુદ્ધ ચૈતન્યના આનંદપદ આગળ રાગનો-વ્રત, તપ, ભક્તિ આદિનો વિકલ્પ પણ અપદ અર્થાત્ વિપદા ભાસે છે. અહો! દિગંબર મુનિવરોએ એકલું અમૃત રેડયું છે! આવી વાત બીજે કયાંય મળે એમ નથી.
તો દાન કરીએ તો ધર્મ થાય કે નહિ? ધૂળેય ત્યાં ધર્મ ન થાય. શાનું દાન? શું પૈસા આદિ પરદ્રવ્યનું તું દાન કરી શકે છે? બીલકુલ નહિ. તથાપિ એમાં જો રાગની મંદતા કરી હોય તો પુણ્ય થાય છે, પણ એ તો વિપદા જ છે. કહ્યું ને કે-શુદ્ધ ચૈતન્યના આનંદપદ આગળ રાગાદિ સર્વ અપદ એટલે દુઃખનાં જ સ્થાન છે. ભાઈ! આ અરિહંતદેવ સર્વજ્ઞ પરમાત્માનો હુકમ છે. ભાઈ! તેં નિજપદને છોડીને પરપદમાં બધું (સુખ) માન્યું છે પણ એ માન્યતા જ સર્વ દુઃખનું મૂળ છે.
તો સમ્મેદશિખરજીની જાત્રા કરો તો પાપ ધોવાઈ જાય છે એ તો બરાબર છે કે નહિ?
શું બરાબર છે? અરે! સાંભળને બાપા! એ જાત્રા તો શુભભાવ છે અને શુભભાવ બધોય વિપદા જ છે. હવે આવી વાત સંપ્રદાયમાં કરે તો બહાર કાઢે; પણ અહીં તો સંપ્રદાયની બહાર એકકોર જંગલમાં બેઠા છીએ. અહાહા...! મારગ તો વીતરાગનો આ જ છે પ્રભુ! કે આનંદકંદ પ્રભુ આત્મામાં જા તો તને પાપ ધોવાઈ જાય તેવી અંતરમાં જાત્રા થશે; બાકી જાત્રાના વિકલ્પ કોઈ ચીજ નથી, અપદ છે. ત્રણે કાળ પ્રભુ! પરમાર્થનો આ જ પંથ છે. શ્રીમદે કહ્યું છે ને કે-‘એક હોય ત્રણકાળમાં પરમારથનો પંથ.’ બાપુ! સ્વપદ સિવાયનાં અન્ય સર્વ પદ વિપદાનાં જ પદ છે.
‘એક જ્ઞાન જ આત્માનું પદ છે.’ જુઓ, છે અંદર? અહાહા...! જે જાણગ-જાણગ-જાણગસ્વભાવ અંદર ત્રિકાળ શાશ્વત છે તે આત્માનું પદ છે. ‘એક જ્ઞાન જ’-એમ કહ્યું ને? મતલબ કે જ્ઞાન જે અખંડ અભેદ એકરૂપ વસ્તુ છે તે જ આત્માનું પદ છે. અહા... હા... હા...! અભેદ એકરૂપ જે જ્ઞાયકભાવ છે તે જ સ્વપદ છે એમ કહેવું છે. અહો! દિગંબર સંતોએ
PDF/HTML Page 2070 of 4199
single page version
કેવળીનાં પેટ ખોલીને જગતને ન્યાલ કરી નાખ્યું છે. પરંતુ વારસો સંભાળે તેને ને? ભાઈ! આ તો ભગવાનનો વારસો સંતો મૂકતા ગયા છે; તેને સંભાળ; તું ન્યાલ થઈ જઈશ. અરેરે! અજ્ઞાનીને તેની દરકાર નથી!
કહે છે-‘એક જ્ઞાન જ આત્માનું પદ છે. તેમાં કોઈ પણ આપદા પ્રવેશી શકતી નથી. અને તેની આગળ અન્ય સર્વ પદો અપદસ્વરૂપ ભાસે છે.’
લ્યો, સ્વપદમાં-ચિદાનંદઘનસ્વરૂપ પ્રભુ આત્મામાં કોઈ પણ આપદા પ્રવેશી શકતી નથી. અહાહા...! આત્મા એકલો ચિદ્ઘન-ચૈતન્યનો ઘન પ્રભુ છે. તેમાં રાગાદિ આપદા કેમ પ્રવેશે? પ્રવેશી શકે જ નહિ. અને તેની આગળ અન્ય સર્વ પદો અપદસ્વરૂપ જ ભાસે છે કેમકે તેઓ આકુળતામય જ છે. આ વ્રત, તપ, ભક્તિ, પૂજા, જાત્રા ઇત્યાદિના વિકલ્પ આકુળતામય જ છે. લ્યો, આવું! પણ એને બેસે કેમ? ભગવાનની ભક્તિ આકુળતામય છે, દુઃખરૂપ છે, આપત્તિરૂપ છે એવું એને બેસે કેમ? ભાઈ! અશુભથી બચવા ભગવાનની ભક્તિ આદિનો શુભરાગ જ્ઞાનીને પણ આવે છે, પણ છે એ આકુળતામય. ક્રિયાકાંડવાળાને આકરું લાગે ને રાડ નાખે; એમ કે-ભગવાનની ભક્તિથી મુક્તિ ન થાય? એમ બિચારો વલોપાત કરે, દુઃખ કરે. પણ ભાઈ! શું થાય? (જ્યાં માર્ગ જ આવો છે ત્યાં શું થાય?)
દિગંબર સંત પદ્મનંદી મુનિવરે ‘પદ્મનંદી પંચવિંશતિમાં બ્રહ્મચર્યની બહુ વ્યાખ્યા કરી છે. બ્રહ્મચર્ય કહેવું કોને? બ્રહ્મ નામ આનંદસ્વરૂપ આત્મા તેમાં ચરવું તે બ્રહ્મચર્ય છે. એની વ્યાખ્યા કરતાં છેલ્લે કહ્યું કે-હે યુવાનો! મારી આ વ્યાખ્યા તમને ન બેસે તો માફ કરજો. અહા! પ્રચુર આનંદની મસ્તીમાં ઝૂલનારા દિગંબર સંત આમ કહે છે કે હે યુવાનો! તમને આ વાત ન ગોઠે તો માફ કરજો, કેમકે અમે મુનિ છીએ. (મતલબ કે અમારી પાસે બીજી શી વાત હોય?) તેમ અહીં સંતો કહે છે કે-ભાઈ! અમે આ વાત કહીએ છીએ તે તને ન રુચે, ન ગોઠે તો માફ કરજે ભાઈ! પણ ભગવાનનો કહેલો મારગ તો આ જ છે. બાપા! ક્રિયાકાંડ કોઈ મારગ નથી.
પદ્મનંદીસ્વામી નગ્ન દિગંબર સંત આત્માના આનંદમાં રમનારા આત્મજ્ઞાની- ધ્યાની મુનિવર હતા. તેમણે બ્રહ્મચર્યનું વ્યાખ્યાન કરતાં એવી વ્યાખ્યા કરી કે-આ શરીર કેળના ગર્ભ જેવું તું માને છે પણ આ તો હાડ-માંસ અને ચામડું છે. અરે! તેને તું ચુંથવામાં આનંદ માને છે? મૂરખ છો, પાગલ છો? શું થયું છે તેને! અહા! જાણે શરીરને ભોગવતાં એમાંથી શું લઈ લઉં? હાડ-માંસમાંથી શું લઈ લઉં? એવી પાગલની ચેષ્ટા કરે છે? છેલ્લે કહે છે-તને આવી વ્યાખ્યા ઠીક ન પડે-એમ કે યુવાન અવસ્થા હોય, ફુટડું શરીર હોય, ઇન્દ્રિયો પૃષ્ટ હોય ને સ્ત્રી પણ રૂપાળી હોય, ભોગની રુચિ હોય ને પૈસા પણ કરોડ-બે કરોડ હોય એટલે તને મારી વાત
PDF/HTML Page 2071 of 4199
single page version
ન રુચે તો માફ કરજે ભાઈ! હું તો મુનિ છું. તેમ જેને પુણ્યની રુચિ છે, વ્યવહારરત્નત્રયને ધર્મ માને છે તેને આ વાત ઠીક ન પડે તો કહે છે-માફ કરજે ભાઈ! (અમે તો નિશ્ચયમાં લીન છીએ). માર્ગ તો આ જ છે.
વળી કહે છે કે આત્મા જ્ઞાનનો અનુભવ કરે છે ત્યારે આમ કરે છેઃ-
‘एक–ज्ञायकभाव–निर्भर–महास्वादं समासादयन्’ એક જ્ઞાયકભાવથી ભરેલા મહાસ્વાદને લેતો,..’
અ... હા... હા... હા...! શું કહે છે? કે ભગવાન આત્મા એક જ્ઞાયકસ્વભાવથી - ધ્રુવસ્વભાવથી ભરેલો છે. તેના ‘મહાસ્વાદને લેતો’... છે અંદર? એટલે કે રાગ ઉપરથી, નિમિત્ત ઉપરથી અને ભેદ ઉપરથી પણ દ્રષ્ટિ ઉઠાવીને ધર્માત્મા અભેદ એક જ્ઞાયકભાવ, ધ્રુવસ્વભાવભાવ, જ્ઞાનાનંદભાવનો આસ્વાદ લે છે. ‘એક જ્ઞાયકભાવ’-એમ કહ્યું ને? એટલે કે એકલી જ્ઞાન-જ્ઞાન-જ્ઞાનમાત્ર વસ્તુ-જે દેહ-મન-વાણીથી ભિન્ન, કર્મથી ભિન્ન, પુણ્ય-પાપના વિકલ્પોથી ભિન્ન અને (વિકારી-નિર્વિકારી) પર્યાયના ભેદથી પણ ભિન્ન છે- તેનો સમ્યગ્દ્રષ્ટિ આસ્વાદ લે છે અને તે મહાસ્વાદ છે. ગજબ વાત છે ભાઈ! જ્ઞાની મહાસ્વાદને લે છે-એટલે શું? એટલે કે તે નિરુપમ અતીન્દ્રિય આનંદના સ્વાદને આસ્વાદે છે. અહા! જ્ઞાની, શુદ્ધ જાણગ-જાણગ-જાણગસ્વભાવી જે આત્મા છે તેમાં એકાગ્ર થઈને અતીન્દ્રિય આનંદના મહાસ્વાદને અનુભવે છે-માણે છે.
ભગવાન આત્મા ત્રિકાળી એકરૂપ પરમાનંદમૂર્તિ પ્રભુ એક જ્ઞાયકભાવથી ભરેલો છે. આવા નિજસ્વરૂપમાં એકાગ્ર થતાં જ્ઞાનીને જે સ્વાદ આવે છે તે મહાસ્વાદ છે અર્થાત્ તેમાં કોઈ બીજો સ્વાદ આવતો નથી. શું કહ્યું એ? કે અતીન્દ્રિય આનંદના સ્વાદિયા જ્ઞાનીને તે સ્વાદના કાળે બીજે કોઈ ભેદનો, રાગનો કે વ્યવહારના વિકલ્પનો સ્વાદ આવતો નથી. અહા! અજ્ઞાની તો આ વ્રત કરો, ને તપ કરો ને ભક્તિ કરો -એમ રાગના સ્વાદમાં-ઝેરના સ્વાદમાં સંતુષ્ટ થઈ જાય છે. અહીં કહે છે-આત્માના અતીન્દ્રિય આનંદના સ્વાદમાં બીજો સ્વાદ છે નહિ. આનું નામ ધર્મ અને આ વીતરાગનો માર્ગ છે. એકાન્ત છે, એકાન્ત છે-એમ રાગમાં જ હરખાઈ જતા અજ્ઞાનીઓ રાડો પાડે પણ ભાઈ! આ સમ્યક્ એકાંત છે અને વસ્તુનો સ્વભાવ જ આવો (સમ્યક્ એકાન્ત) છે. ભાઈ! ધર્મ એને કહીએ કે જેવો પોતાનો એક જ્ઞાનાનંદસ્વભાવ છે તેવો તેનો પર્યાયમાં અનુભવ કરવો-આસ્વાદ કરવો. આ સિવાય બીજો-રાગનો અનુભવ-ધર્મ છે નહિ. સમજાણું કાંઈ...?
કહે છે-પોતાના સ્વરૂપનો સ્વાદ લેતાં બીજો સ્વાદ આવતો નથી અર્થાત્
PDF/HTML Page 2072 of 4199
single page version
નિર્મળાનંદનો નાથ શુદ્ધ ચિદ્રૂપસ્વરૂપ પ્રભુ આત્માની સન્મુખ થઈને સ્વાદ લેતાં અતીન્દ્રિય આનંદના વેદન સિવાય બીજો સ્વાદ આવતો નથી. માટે ‘द्वन्द्वमयं स्वादं विधातुम् असहः’ દ્વંદ્વમય સ્વાદને લેવા અસમર્થ છે. દ્વંદ્વમય સ્વાદ એટલે શું? કે જે રંગ- ગંધ આદિ છે તે, જે દયા-દાન આદિનો રાગ છે તે અને ક્ષયોપશમ આદિ જે ભેદ છે તે-એ બધાનો સ્વાદ છે તે દ્વંદ્વમય સ્વાદ છે; જ્ઞાની તે દ્વંદ્વમય સ્વાદને લેવા અસમર્થ છે અર્થાત્ શુદ્ધ નિત્યાનંદસ્વરૂપના અતીન્દ્રિય સ્વાદને અનુભવતાં તેને દ્વંદ્વમય (ઇન્દ્રિયજન્ય) સ્વાદ હોતો નથી.
કોઈને વળી થાય કે-આ તે વળી (અતીન્દ્રિય) સ્વાદ કેવો હશે? એમ કે- મૈસૂબનો, સાકરનો, રસગુલ્લાંનો, સ્ત્રીના દેહના ભોગનો તો સ્વાદ હોય છે પણ આ સ્વાદ કેવો હશે?
સમાધાનઃ– ભાઈ! સાંભળ બાપા! એ મૈસૂબ, રસગુલ્લાં અને સ્ત્રીના દેહાદિનો સ્વાદ તો ભગવાન આત્માને હોતો જ નથી કારણ કે એ તો બધા જડ રૂપી પદાર્થો છે. અરૂપી ચૈતન્યમય પ્રભુ આત્માને જડ રૂપીનો સ્વાદ કેમ હોય? એ જડનો સ્વાદ તો જડમાં રહ્યો; આત્મા તો એ જડ પદાર્થોને અડતોય નથી. સમજાણું કાંઈ...? હા, એ જડ પદાર્થો પ્રત્યે લક્ષ કરીને જીવ રાગ કરે છે કે ‘આ ઠીક છે’ અને એવા રાગનો સ્વાદ અજ્ઞાનીને હોય છે. પોતાના ચિદાનંદમય ભગવાનને છોડીને પર પદાર્થ પ્રત્યે વલણ કરીને અજ્ઞાની જીવ રાગાદિ કરે છે અને તે રાગાદિનો કષાયલો દુઃખમય સ્વાદ તેને આવે છે. અહીં કહે છે-રાગથી ભિન્ન પડીને આનંદકંદ પ્રભુ આત્મામાં જઈને જેણે અતીન્દ્રિય આનંદનો સ્વાદ લીધો છે તેને બીજો સ્વાદ-રાગનો ને ભેદનો સ્વાદ-આવતો નથી. આવો સ્વાનુભવનો સ્વાદ રાગના સ્વાદથી ભિન્ન અલૌકિક છે. અનુપમ છે.
જુઓ, આમાં દ્રવ્ય-ગુણ-પર્યાય એમ ત્રણે બોલ આવી ગયા. ૧. પોતે એક જ્ઞાયકભાવથી ભરેલો છે, કોણ? કે આત્મા-દ્રવ્ય. ૨. પોતે એક જ્ઞાયકભાવથી ભરેલો છે-તેમાં જે જ્ઞાયકસ્વભાવ છે તે ગુણ છે અને ૩. જ્ઞાયકભાવમાં એકાગ્ર થઈને અતીન્દ્રિય મહાસ્વાદ લેવો તે પર્યાય છે. આ પ્રમાણે ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ એક જ્ઞાયકભાવથી ભરેલો છે તેનો અંતરએકાગ્રતા કરી અનુભવ કરતાં-તેનો આસ્વાદ લેતાં દ્રવ્ય-ગુણ અને પર્યાય ત્રણે નિર્મળ સિદ્ધ થઈ જાય છે અને ત્યાં બીજા સ્વાદનો-વિપદામય સ્વાદનો અભાવ છે. દયા, દાન, ભક્તિ, પૂજા ઇત્યાદિના વિકલ્પનો સ્વાદ વિપદાનો સ્વાદ છે અને તેનો અતીન્દ્રિય મહાસ્વાદમાં અભાવ છે. દયા, દાન આદિ વિપદાનો સ્વાદ તો મિથ્યાદ્રષ્ટિપણામાં આવે છે જ્યારે શુદ્ધ એક જ્ઞાયકને અનુભવતા સમકિતીને તો અતીન્દ્રિય આનંદનો મહાસ્વાદ હોય છે અને તેમાં બીજો કષાયલો સ્વાદ હોતો નથી. અહો! ગજબ વ્યાખ્યા છે.
PDF/HTML Page 2073 of 4199
single page version
જેમ સાકર એક મીઠાશના સ્વભાવથી ભરેલી છે, જેમ મીઠું એકલા ખારાપણાના સ્વભાવથી ભરેલું છે તેમ ભગવાન આત્મા એક જ્ઞાયક-જ્ઞાયક-જ્ઞાયકસ્વભાવથી ભરેલો છે. તેમાં અંતર્દ્રષ્ટિ કરતાં અને તેમાં જ સ્થિર થતાં અતીન્દ્રિય આનંદનો મહાસ્વાદ આવે છે; જ્ઞાની તે મહાસ્વાદને અનુભવે છે. આવું લોકોએ કોઈ દિ’ સાંભળ્યુંય ન હોય, પ્રભુ! તું કોણ છો તેની તને ખબર નથી બાપુ! પણ તું અતીન્દ્રિય જ્ઞાન અને આનંદથી ભરેલો શુદ્ધ ચૈતન્યસ્વભાવમય પદાર્થ છો. તેનો પર્યાયમાં સ્વીકાર કરતાં અતીન્દ્રિય આનંદનો મહાસ્વાદ આવે છે જેની આગળ ઇન્દ્રનાં ઇન્દ્રાસન અને હજારો-ક્રોડો અપ્સરાઓના ભોગ સડેલાં મીંદડાં જેમ દુર્ગંધ મારે તેવા દુર્ગંધમય લાગે છે. અહો! આવો ચૈતન્યમહાપ્રભુનો આસ્વાદ અદ્ભુત અલૌકિક છે!
કહે છે-અતીન્દ્રિય આનંદ રસનો રસિયો એવો જ્ઞાની દ્વંદ્વમય સ્વાદ લેવામાં અસમર્થ છે; એટલે કે ત્રણ બોલનો એને સ્વાદ નથી.
૧. રંગ, રસ, ગંધ, સ્પર્શનો સ્વાદ લેવામાં અર્થાત્ રૂપાળો સુંદર દેહ હોય વા અન્ય ભોજનાદિરૂપી પદાર્થો હોય તેનો સ્વાદ લેવામાં તે અસમર્થ છે એટલે કે અયોગ્ય છે. જડનો-ધૂળનો સ્વાદ તેને હોઈ શકતો નથી.
૨. રાગનો-પુણ્ય-પાપના શુભાશુભભાવોનો જે કષાયલો દુઃખમય સ્વાદ છે તે સ્વાદ લેવા તે અસમર્થ છે અર્થાત્ તેવો સ્વાદ તેને આવતો નથી.
૩. ક્ષયોપશમાદિ જ્ઞાનના જે ભેદો તે ભેદનો પણ સ્વાદ તેને હોતો નથી. પર્યાયમાં જે જ્ઞાનનો વિકાસ છે તે ભેદ છે અને તે ભેદનો સ્વાદ જ્ઞાનીને આવતો નથી. અહા... હા... હા...! જેને અરસ, અરૂપ, અગંધ, અરાગ, અભેદ એવા ચૈતન્યમહાપ્રભુનો સ્વાદ પ્રગટ હોય તેને રસ-રૂપ, ગંધ, ભેદ અને રાગનો દ્વંદ્વમય સ્વાદ કેમ હોય? ન હોય. અહા! મારગ બાપુ! આવો છે. અરે! આ અવસરે મારગનું જ્ઞાનેય ન કરે ને શ્રદ્ધાનેય ન કરે તો કયાં જઈશ પ્રભુ! કયાંય સંસારસમુદ્રમાં ખોવાઈ જઈશ હોં. (પછી અનંતકાળે અવસર નહિ આવે).
તો રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં સવિકલ્પદ્વાર વડે નિર્વિકલ્પ અનુભવ થવાનું વિધાન છે તે કેવી રીતે છે?
સમાધાનઃ– સ્વાનુભવની નિર્વિકલ્પ દશા થવા પહેલાં સ્વ-પરના ભેદજ્ઞાન-સંબંધી વિકલ્પ ઉઠતા હોય છે તથા એના વિચાર પણ છૂટી ‘હું શુદ્ધ છું, એકરૂપ ચિદ્રૂપસ્વરૂપ છું’ એવા સ્વરૂપ સંબંધી સૂક્ષ્મ વિકલ્પ થતા હોય છે અને પછી તે વિકલ્પ પણ છૂટી પરિણામ સ્વરૂપમાં મગ્ન થઈને સ્વરૂપ કેવળ ચિન્માત્ર ભાસવા લાગે છે. આવી સ્વાનુભવની અતીન્દ્રિય આનંદની દશા જે પ્રગટે તેમાં કાંઈ વિકલ્પનો સ્વાદ
PDF/HTML Page 2074 of 4199
single page version
હોતો નથી, તેનો તો ત્યાં અભાવ હોય છે. સવિકલ્પદ્વાર વડે નિર્વિકલ્પ અનુભવ થવાનું કહેવું એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવા માટેનું ઉપચાર કથન છે. સમજાણું કાંઈ...?
હવે કહે છે-દ્વંદ્વમય સ્વાદ લેવાને અસમર્થ તે ‘आत्म–अनुभव–अनुभाव–विवशः स्वां वस्तुवृत्तिं विदन्’ આત્માના અનુભવના-સ્વાદના પ્રભાવને આધીન થયો હોવાથી નિજ વસ્તુવૃત્તિને જાણતો-આસ્વાદતો...
અતીન્દ્રિય આનંદનો સ્વાદ અનુભવતાં તે તેના પ્રભાવને આધીન થઈ જાય છે. એટલે શું? કે આત્માના અતીન્દ્રિય આનંદના સ્વાદના અનુભવનમાંથી તે બહાર આવતો નથી. અહાહા...! આત્માના અનુભવના અનુભાવ એટલે પ્રભાવથી વિવશ-આધીન થયો હોવાથી તે નિજ વસ્તુવૃત્તિને-ચૈતન્યની શુદ્ધ પરિણતિને જાણે છે-આસ્વાદે છે. પ્રભુ! આ તારો મારગ તો જો! આ મારગ વિના તારા ભવના નિવેડા નહિ આવે ભાઈ!
આ શરીર તો હાડ-માંસ ને ચામડાં છે. તેનું જેને આકર્ષણ થયું છે તેને આત્માના નિરાકુલ આનંદનો અભાવ છે. અને જ્યાં આત્માના અનુભવનો પ્રભાવ આવ્યો ત્યાં પરનું આકર્ષણ છૂટી જાય છે અને એનું નામ સમ્યગ્દર્શન અને ધર્મ છે. અજ્ઞાની તો દાન-શીલ- તપ-ભક્તિમાં ધર્મ માને છે. પણ ભાઈ દાન દેવું, શરીરથી બ્રહ્મચર્ય પાળવું, ઉપવાસ આદિ કરવા અને ભગવાનની ભક્તિ કરવી-એ તો બધો રાગ છે. અરે ભાઈ! સાંભળ તો ખરો! મારગ તો નાથ! તારો કોઈ બીજો અલૌકિક માર્ગ છે. રાગમાં ધર્મ માનનારા તો બાપુ! લુંટાઈ જશે, અરે! લુંટાઈ જ રહ્યા છે.
અહાહા...! પ્રભુ! તું કોણ છો? કે આત્માનો-નિરાકુળ આનંદનો સ્વાદ-આસ્વાદ લેતો થકો આત્માના નિરુપમ સ્વાદના અનુભવનમાંથી બહાર ન નીકળે તેવો આ આત્મા છો. ‘एषः आत्मा’ એમ કહ્યું છે ને? ‘આ આત્મા છો;’ મતલબ કે સ્વાનુભવના સ્વાદમાં જે પ્રત્યક્ષ થયો છે તે આ આત્મા છો-એમ કહે છે. વળી જ્યારે આત્મા પ્રત્યક્ષ થયો ત્યારે તે ‘विशेष–उदयं भ्रश्यत्’ જ્ઞાનના વિશેષોના ઉદયને ગૌણ કરતો, ‘सामान्यं कलयत् किल’ સામાન્યમાત્ર જ્ઞાનને અભ્યાસતો, ‘सकलं ज्ञानं’ સકળ જ્ઞાનને ‘एकतां नयति’ એકપણામાં લાવે છે-એકરૂપે પ્રાપ્ત કરે છે.
જુઓ, આત્મા સ્વાનુભવના કાળે જ્ઞાનની જે પર્યાય-અવસ્થા છે તે અવસ્થાના ભેદને ગૌણ કરે છે; અભાવ કરે છે એમ નહિ પણ ગૌણ કરે છે, અને ત્રિકાળી જ્ઞાયકભાવને મુખ્ય કરે છે. -નિર્મળ જ્ઞાનના ભેદોને પણ લક્ષમાં-દ્રષ્ટિમાં લેતો નથી તો પછી દેવ-ગુરુની ભક્તિ કરો તો કલ્યાણ થઈ જશે એ વાત તો કયાંય રહી ગઈ. ભાઈ! દેવેય તું ને. ગુરુય તું અને ધર્મ પણ તું જ છો. દેવનો દેવ પ્રભુ! તું આત્મા પૂર્ણાનંદનો નાથ છો, ગુરુ પણ ભગવાન! તારો તું જ છો અને વીતરાગતામય ધર્મ
PDF/HTML Page 2075 of 4199
single page version
પણ તું જ છો. અહા! રાગની ઉત્પત્તિ ન થવી અને આત્માના આનંદની ઉત્પત્તિ થવી તે અહિંસામય-વીતરાગતામય ધર્મ છે, અને તે તારાથી ભિન્ન નથી, અભિન્ન છે. આવી વ્યાખ્યા અભ્યાસ નહિ એટલે લોકોને આકરી લાગે. વળી બહાર બીજે આવી પ્રરૂપણા પણ બંધ થઈ ગઈ છે. બહાર બીજે તો દાન કરો, ઉપવાસ કરો ઇત્યાદિ કરો-કરોની પ્રરૂપણા ચાલે છે. પણ ભાઈ! આવું સ્વરૂપનું ભાન કર્યા વિના બીજી રીતે ધર્મ નહિ થાય.
પ્રભુ! એક વાર સાંભળ તો ખરો! તારી ચીજ છે કે નહિ અંદર? છે; છે તો પરિપૂર્ણ સ્વભાવથી છે કે અપૂર્ણ સ્વભાવથી? પરિપૂર્ણ સ્વભાવથી છે તો અભેદ છે કે ભેદરૂપ? અહાહાહા...! ભગવાન! તું અભેદ એકરૂપ પરિપૂર્ણ જ્ઞાયકભાવથી ભરેલો આત્મા છો. અહાહાહા...! તેની સમીપ જતાં જે મહાસ્વાદ આવે છે-નિરાકુલ આનંદનો આસ્વાદ આવે છે તે વસ્તુવૃત્તિ અર્થાત્ વસ્તુની પરિણતિ છે. છે અંદર? આત્માની તે શુદ્ધ પરિણતિ છે. ‘નિજ વસ્તુવૃત્તિને આસ્વાદતો’-અહાહાહા...! શું ભાષા છે! અને ભાવ! ભાવ મહા ગંભીર છે. પોતાની શુદ્ધ પરિણતિ અર્થાત્ અંતરમાં આનંદના સ્વાદની દશા તે પોતાની વસ્તુની વૃત્તિ છે; વ્યવહારરત્નત્રયનો રાગ તે વસ્તુની વૃત્તિ નથી, પોતાની વૃત્તિ નથી. લોકોને આ આકરું લાગે છે પણ શું થાય? પ્રભુ! મારગ તો આ જ છે. તને એકાંત લાગે, નિશ્ચયાભાસ લાગે ને વ્યવહારનો લોપ થાય છે એમ લાગે તોય મારગ તો આ જ (સત્ય) છે. દયા, દાન, વ્રત, આદિ વિકલ્પના રાગમાં તો બાપુ! તારી ત્રિકાળ આનંદની શક્તિનો સ્વભાવ હણાઈ જાય છે. પુણ્યના પ્રેમમાં જેમ ઘાણીમાં તલ પીલાઈ જાય તેમ તું ચોરાસીના ચક્કરમાં પીલાઈ ગયો છે એ જો તો ખરો પ્રભુ!
અહા! સ્વરૂપનો સ્વાદ લેવામાં જે વીતરાગી આનંદની પરિણતિ ઉત્પન્ન થાય છે તે, વસ્તુની વૃત્તિ છે, આત્માની પરિણતિ છે. અહાહાહા...! નિજ આનંદરસના રસિયા એ પચીસ-પચીસ વર્ષના જુવાનજોધ રાજકુમારો-ચક્રવર્તી ને તીર્થંકરના પુત્રો માત-પિતા ને પત્નીનો ત્યાગ કરીને એક મોરપીંછી અને એક કમંડળ લઈને જંગલમાં ચાલી નીકળે એ કેવી અદ્ભુત અંતરદશા! કેવો વૈરાગ્ય! તેઓ માતાને કહે છે-હે માતા! અમે રાગનો ત્યાગ કરીને હવે અંદર ચૈતન્યમાં જવા માગીએ છીએ. અહા! આનંદનો નાથ તો અનુભવમાં આવ્યો છે પણ અમારે હવે અંદરમાં વિશેષ-વિશેષ રમણતા કરવી છે; અંદરમાં ઠરી જવું છે; માતા રજા દે. આ અંદરમાં-આનંદના સ્વાદમાં ઉગ્રપણે રમવું અને ઠરવું એનું નામ ચારિત્ર છે. વ્રતાદિનો રાગ કાંઈ ચારિત્ર નથી.
માતા! એક વાર રોવું હોય તો રોઈ લે, પણ બા! અમે હવે ફરીને મા નહીં કરીએ, જનેતા નહિ કરીએ; અમે તો અમારા આનંદમાં ઘૂસી જઈશું, એવા ઘૂસી જઈશું કે ફરીને અવતાર નહિ હોય. આવા ચિદાનંદરસના રસિયાઓને નિજાનંદરસમાં
PDF/HTML Page 2076 of 4199
single page version
ઘૂસી જાય ત્યારે જગત આખું બેસ્વાદ-ઝેર જેવું લાગે છે. વ્રતાદિ રાગના સ્વાદ તેમને ઝેર જેવા લાગે છે. આવો વીતરાગનો માર્ગ પ્રભુ! વીતરાગતા વડે જ પ્રગટ થાય છે.
અહાહાહા...! શું કહે છે? કે સ્વરૂપના સ્વાદના અનુભવમાંથી બહાર ન આવતો આ આત્મા આત્માના વિશેષોના ઉદયને ગૌણ કરે છે. આ દયા પાળો ને વ્રત કરો ને તપ કરો ઇત્યાદિ રાગની વાત તો કયાંય રહી, અહીં તો આનંદકંદ પ્રભુ આત્માની પર્યાયમાં જે ભેદરૂપ વિશેષો છે તે વિશેષોને ગૌણ કરે છે અર્થાત્ વિશેષનું લક્ષ છોડીને ત્રિકાળી એકરૂપ સામાન્યમાં ઘૂસે છે. ઓહોહોહો...! આ તો ગજબનો કળશ છે! આચાર્ય અમૃતચંદ્રદેવે એકલો અમૃતનો રસ રેડયો છે! કહે છે-પ્રભુ! તું અમૃતનો સાગર છો ને! તેમાં નિમગ્ન થતાં એકલા અમૃતનો સ્વાદ આવે છે, રાગ અને ભેદનો સ્વાદ ત્યાં ભિન્ન પડી જાય છે, ગૌણ થઈ જાય છે. એકરૂપ ત્રિકાળી ધ્રુવ ચૈતન્યસામાન્ય અભેદ આનંદસ્વરૂપનો-અમૃતનો સ્વાદ લેતાં ભેદનો સ્વાદ ગૌણ થઈ જાય છે. હવે આમાં રાગની વાત કયાં રહી? વ્યવહારરત્નત્રયના રાગથી પોતાને લાભ છે એમ માનનારે તો ભાઈ! મારગ ઘણો વિપરીત કરી નાખ્યો છે.
ચિત્સામાન્ય પ્રભુ આત્મામાં ઝુકતાં સ્વાદ અભેદનો આવે છે; જ્ઞાન જ્યાં અભેદનું થયું તો સ્વાદ પણ અભેદનો આવે છે. ઝીણી વાત છે ભાઈ! આ દિગંબર ધર્મ -સનાતન વીતરાગનો મારગ છે બાપા! એ તો સાંભળવાય મહાભાગ્ય હોય તો મળે છે. કહે છે- જ્ઞાની જ્ઞાનનો અભ્યાસ કરે છે અર્થાત્ અભ્યાસમાં લેવા માટે તે સામાન્યમાત્ર જ્ઞાનનો અનુભવ કરે છે. અહાહાહા...! સામાન્ય એકરૂપ જે જ્ઞાયકભાવ તેનો અભ્યાસ નામ વેદન જ્ઞાની કરતો હોય છે. આબાલ-ગોપાલ સૌને માટે મારગ તો આ છે. ૧૭-૧૮ મી ગાથામાં આવે છે ને કે-ભગવાન! તારી વર્તમાન જ્ઞાનની પર્યાય જે છે તેમાં જ્ઞાયકભાવ જાણવામાં આવે છે કેમકે જ્ઞાનની જે પર્યાય છે તેનો સ્વભાવ તો સ્વપરપ્રકાશક છે. બાપુ! જ્ઞાયક જ તારા જ્ઞાનમાં આવે છે પણ દ્રષ્ટિ તારી જ્ઞાયક પર નથી, પર્યાય પર છે. અજ્ઞાનીની દ્રષ્ટિ જ્ઞાયક પર નથી પણ પર્યાય પર છે. તેથી તે નિજ સ્વરૂપને ભૂલી જઈ પર્યાય જ પોતાનું સર્વસ્વરૂપ છે એમ માને છે. પરંતુ જ્ઞાનીની દ્રષ્ટિ શુદ્ધ જ્ઞાયક પર છે, પર્યાય પર નથી; તેથી તે સામાન્યમાત્ર જ્ઞાયકભાવનો અભ્યાસ નામ અનુભવ કરતો હોય છે. અહા! આવો મારગ કોઈ વિરલ પુરુષો જ ધારણ કરે છે. યોગસારમાં આવે છે ને કે-
કોઈ વિરલ શૂર પુરુષો જ આ માર્ગને સાંભળે છે અને એમાંય કોઈક વિરલ જ માર્ગને પામે છે. બાપુ! આ તો સર્વજ્ઞદેવનો-વીતરાગ પરમેશ્વરનો માર્ગ છે, એમાં કાયરનું કાંઈ કામ નથી. શ્રીમદે કહ્યું છે ને કે-
PDF/HTML Page 2077 of 4199
single page version
અહા! ભગવાનની વાણી હિજડા જેવા કાયરોને પ્રતિકૂળ લાગે છે. ભાઈ! જેને પુણ્યની-શુભરાગની રુચિ છે તે કાયર ને નપુંસક છે; શાસ્ત્રમાં રાગની રુચિવાળાને નપુંસક કહ્યો છે કેમકે તેને આત્માના અંતર-પુરુષાર્થની ખબર નથી. તેણે રાગની રુચિમાં આખું વીર્ય રોકી દીધું છે. જેમ નપુંસકને પ્રજા ન થાય તેમ રાગની રુચિવાળાને ધર્મની પ્રજા થતી નથી.
આત્મા અતીન્દ્રિય અનાકુળ આનંદરસથી ભરેલો ચિદાનંદમય ભગવાન છે. જ્ઞાની તેનો આસ્વાદ લેતો, સામાન્યમાત્ર જ્ઞાનનો અભ્યાસ-અનુભવ કરતો સકલ જ્ઞાનને એકપણામાં લાવે છે અર્થાત્ પર્યાયના ભેદને છોડીને એકરૂપ જ્ઞાનમાં એકાગ્ર થાય છે, એક જ્ઞાનમાત્ર ભાવને પ્રાપ્ત કરે છે; જેવો એકરૂપ સામાન્ય જ્ઞાયકસ્વભાવ છે તેવો પર્યાયમાં એકરૂપે પ્રાપ્ત કરે છે, અનુભવે છે. વ્યવહારની રુચિવાળાને આવું આકરું લાગે તેવું છે. પરમાર્થવચનિકામાં આવે છે ને કે-આગમપદ્ધતિ જગતને સુલભ છે, અર્થાત્ દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ ક્રિયાકાંડનો વ્યવહાર આગમપદ્ધતિ છે તે જગતને સુલભ છે. પણ અધ્યાત્મનો વ્યવહારેય તેઓ જાણતા નથી. શુદ્ધ ચૈતન્યસ્વરૂપના આશ્રયે ઉત્પન્ન વીતરાગી પરિણતિ તે અધ્યાત્મનો વ્યવહાર છે; આનંદનો સ્વાદ આવે તે અધ્યાત્મનો વ્યવહાર છે અને આનંદસ્વરૂપી આત્મદ્રવ્ય તે નિશ્ચય છે. નિશ્ચય સ્વરૂપના અનુભવ વિના અજ્ઞાની અધ્યાત્મના વ્યવહારને જાણતો નથી. તેથી બાહ્ય ક્રિયા કરતો થકો મૂઢ જીવ મોક્ષમાર્ગ સાધી શકતો નથી.
કોઈને વળી થાય કે કરવું-ધરવું કાંઈ નહિ ને આત્મા-આત્મા-આત્મા, બસ આત્માનો અનુભવ-આ તે શું માંડયું છે? આમ દુનિયાના લોકોને આત્માનુભવની વાત કહેનારા ધર્મી જીવો પાગલ જેવા લાગે છે. પણ શું થાય? પરમાત્મ પ્રકાશમાં આવે છે કે- દુનિયાના પાગલ લોકો ધર્માત્માને પાગલ કહે છે. હા, પાગલોની સર્વત્ર આવી જ ચેષ્ટા હોય છે. બાપુ! પાગલપણાથી છૂટવાનો આ એક જ માર્ગ છે. સમજાણું કાંઈ...?
કહે છે-સકળ જ્ઞાનને જ્ઞાની એકત્વમાં લાવે છે. એટલે કે ભેદનું લક્ષ છોડીને નિજ એકત્વને જ્ઞાની ધ્યાવે છે અર્થાત્ એકરૂપ શુદ્ધ ચિદ્રૂપ સ્વરૂપની જ્ઞાની પ્રાપ્તિ કરે છે. આનું નામ તે આત્માનો સ્વાદ, સમ્યગ્દર્શન અને ધર્મ છે. આનું નામ સમ્યગ્દર્શન-જ્ઞાન- ચારિત્રરૂપ મોક્ષમાર્ગ છે.
‘આ એક સ્વરૂપજ્ઞાનના રસીલા સ્વાદ આગળ અન્ય રસ ફિક્કા છે.’ જોયું? સ્વરૂપજ્ઞાનનો સ્વાદ રસીલો છે, રસમય-આનંદમય છે. ભગવાન આત્મા ત્રિકાળ
PDF/HTML Page 2078 of 4199
single page version
જ્ઞાનાનંદસ્વરૂપ છે. આવા પોતાના સ્વરૂપમાં લીન થઈ પ્રવર્તતાં આનંદનો-નિરાકુળ આનંદનો રસમય સ્વાદ આવે છે. અહા! આવા નિજરસના રસીલા સ્વાદ આગળ અન્ય રસ ફિક્કા છે એમ કહે છે. આ સ્ત્રી આદિના શરીર તો ધાનનાં ઢીંગલાં છે. જો બે દિન ધાન ન મળે તો ફિક્કાં ફચ પડી જાય છે; કોઈ સામુંય ન જુએ હેં! પરંતુ ઇન્દ્રાણીઓ જેને હજારો વર્ષે આહારમાં કંઠમાંથી અમૃત ઝરે છે તેમના ભોગ પણ જ્ઞાનીને દુઃખરૂપ લાગે છે, વિરસ લાગે છે-એમ કહે છે. કહ્યું છે ને કે-
અહાહાહા...! કહે છે અન્ય રસ ફિક્કા લાગે છે. એક સ્વરૂપજ્ઞાનના રસીલા સ્વાદ આગળ-અતીન્દ્રિય આનંદના સ્વાદ આગળ-વીતરાગી સ્વાદની આગળ જગતના ભોગના, વિષયના ને આબરૂના સ્વાદ ફિક્કા લાગે છે. ‘તમે તો મહાન છે, બહુ ઉદાર છો’ ઇત્યાદિ બહુ પ્રકારે પ્રશંસા કરવામાં આવતાં અજ્ઞાની રાજી-રાજી થઈ જાય છે; તેમા તેને રાગનો (હોંશનો) રસ આવે છે. પરંતુ જ્ઞાનીને તે રસ ફિક્કો લાગે છે. અજ્ઞાની રાગના રસમાં રસબોળ થઈ જાય છે. જ્યારે જ્ઞાનીને સ્વરૂપના સ્વાદ આગળ બીજા બધા સ્વાદ ફિક્કા- બેસ્વાદ લાગે છે. ભાઈ! જ્ઞાની ને અજ્ઞાનીની રુચિમાં બહુ ફેર છે. (એકને સ્વરૂપની રુચિ છે, બીજાને રાગની).
હવે કહે છે-‘વળી સ્વરૂપજ્ઞાનને અનુભવતાં સર્વ ભેદભાવો મટી જાય છે.’ અહાહાહા...! જ્ઞાન ને આનંદ જેનું રૂપ નામ સ્વરૂપ છે એવા ભગવાન આત્માનો અનુભવ કરતાં સર્વ ભેદભાવો મટી જાય છે. એટલે શું? એટલે કે આ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન ઇત્યાદિ જ્ઞાનની પર્યાયના ભેદ દ્રષ્ટિમાં આવતા નથી; એક માત્ર ચિન્માત્ર સ્વરૂપનો અનુભવ રહે છે. વળી કહે છે-
‘જ્ઞાનના વિશેષો જ્ઞેયના નિમિત્તે થાય છે. જ્યારે જ્ઞાન સામાન્યનો સ્વાદ લેવામાં આવે ત્યારે જ્ઞાનના સર્વ ભેદો પણ ગૌણ થઈ જાય છે, એક જ્ઞાન જ જ્ઞેયરૂપ થાય છે.’
શું કહે છે? કે પોતાની જ્ઞાનની પર્યાયમાં જે વિશેષો-ભેદ પડે છે તે ભિન્ન-ભિન્ન જ્ઞેયના નિમિત્તે પડે છે. પરંતુ જ્યારે જ્ઞાનસામાન્યનો અર્થાત્ અખંડ એકરૂપ ત્રિકાળી શુદ્ધ જ્ઞાયકભાવનો સ્વાદ લેવામાં આવે છે ત્યારે બધા ભેદભાવ ગૌણ થઈ જાય છે; એક જ્ઞાન જ જ્ઞેયરૂપ થાય છે; પોતાનું ત્રિકાળી સ્વરૂપ જ પર્યાયમાં જ્ઞેયરૂપ થાય છે. અહાહાહા...! સ્વરૂપનો સ્વાદ લેવામાં આવતાં પરનું જાણવું જે અનેક પ્રકારે છે તે બધુ ગૌણ થઈ જાય છે અને એક શુદ્ધ ચિન્માત્ર સ્વરૂપ જ જ્ઞેયરૂપ થાય છે. અહો! ગજબનો કળશ છે!
PDF/HTML Page 2079 of 4199
single page version
પ્રશ્નઃ– સામાન્યનો સ્વાદ શું? ભોગવટો તો પર્યાયમાં થાય છે? સમાધાનઃ– ભાઈ! સામાન્યનો સ્વાદ ન આવે કેમકે સ્વાદ છે એ તો પર્યાય છે. પરંતુ ત્રિકાળી અભેદના લક્ષે પર્યાયમાં સ્વાદ આવ્યો તો સામાન્યનો સ્વાદ છે એમ અભેદ કરીને કહેવાય છે.
તો શું ત્રિકાળીનું જ્ઞાન ને સ્વાદ પર્યાયનો? હા, ત્રિકાળીનો સ્વાદ ન હોય; પણ સામાન્યનું લક્ષ કરીને જે પર્યાયનો સ્વાદ આવ્યો તેને સામાન્યનો સ્વાદ છે એમ કહેવાય છે, બાકી સામાન્યના સ્વાદમાં સામાન્યનો અનુભવ નથી. વળી વિશેષનો (પર્યાયનો) એટલે વિશેષના લક્ષે જે સ્વાદ છે તે રાગનો આકુળતામય સ્વાદ છે અને સામાન્યનો સ્વાદ અરાગી નિરાકુલ આનંદનો સ્વાદ છે. સ્વાદ છે તો પર્યાય અને સામાન્ય કાંઈ પર્યાયમાં આવતું નથી, સામાન્ય જે ત્રિકાળી એકરૂપ ધ્રુવ છે તે પર્યાયમાં ન આવે પણ સામાન્યનું જેટલું ને જેવું સ્વરૂપ છે તેટલું ને તેવું પર્યાયમાં જ્ઞાનમાં આવે છે અને તેને સામાન્યનો સ્વાદ આવ્યો એમ કહેવાય છે. આવી વાત છે.
અહાહાહા...! કહે છે-એક જ્ઞાન જ જ્ઞેયરૂપ થાય છે, અર્થાત્ જ્ઞાન નામ આત્મા જે ત્રિકાળી, એકરૂપ છે તે એક જ જ્ઞાનની પર્યાયમાં જ્ઞેયરૂપ થાય છે; મતલબ કે બીજા જ્ઞેય તે કાળે જ્ઞાનમાં આવતા નથી. શું કહ્યું આ? કે વર્તમાન જ્ઞાનની પર્યાયમાં આખો જ્ઞાનસ્વરૂપી આત્મા જ્ઞેયરૂપ થઈ જાય છે અને જ્ઞાનમાં જે પરજ્ઞેય-રાગાદિ હતા તે છૂટી જાય છે. પ્રવચનસારમાં (ગાથા ૧૭૨ માં) અલિંગગ્રહણના ૨૦ મા બોલમાં ન આવ્યું કે- પ્રત્યભિજ્ઞાનનું કારણ એવું જે સામાન્ય દ્રવ્ય તેને આલિંગન કર્યા વિના શુદ્ધ પર્યાય તે આત્મા છે. એટલે કે આનંદની પર્યાય તે આત્મા છે, કેમકે સ્વાદમાં પર્યાયનો સ્વાદ આવે છે. છતાં સામાન્યના લક્ષે જે સ્વાદ આવ્યો તેને સામાન્યનો સ્વાદ કહેવામાં આવે છે. અને ભેદના લક્ષે જે સ્વાદ આવે તેને ભેદનો-વિકારનો સ્વાદ કહેવામાં આવે છે.
કોઈને થાય કે આવી વાત ને આવો ઉપદેશ? પણ બાપુ! આ તો તારા માટે ભગવાન કેવળીનાં રામબાણ વચન છે. માટે પરનો મહિમા મટાડી અંદર જા જ્યાં ત્રણલોકનો નાથ ભગવાન આત્મા વિરાજે છે.
હવે કહે છે-‘અહીં પ્રશ્ન થાય છે કે છદ્મસ્થને પૂર્ણરૂપ કેવળજ્ઞાનનો સ્વાદ કઈ રીતે આવે?’ એમ કે તમે તો આત્માનો સ્વાદ-આત્માનો સ્વાદ-પૂર્ણજ્ઞાનનો સ્વાદ આત્માને આવે છે એમ ખૂબ કહો છો. પરંતુ જે હજી છદ્મસ્થ છે, જેને હજી આવરણ છે, જે હજી અલ્પજ્ઞ છે તેને પૂર્ણરૂપ એવા કેવળજ્ઞાનનો સ્વાદ કેવી રીતે આવે છે?
ઉત્તરઃ– ‘આ પ્રશ્નનો ઉત્તર પહેલાં શુદ્ધનયનું કથન કરતાં દેવાઈ ગયો છે’ તે
PDF/HTML Page 2080 of 4199
single page version
શું ઉત્તર હતો? ‘કે શુદ્ધનય આત્માનું શુદ્ધ પૂર્ણ સ્વરૂપ જણાવતો હોવાથી શુદ્ધનય દ્વારા પૂર્ણરૂપ કેવળજ્ઞાનનો પરોક્ષ સ્વાદ આવે છે.’
શું કહ્યું? કે સમ્યગ્જ્ઞાનનો અંશ જે શુદ્ધનય તે આત્માનું શુદ્ધ પૂર્ણસ્વરૂપ બતાવે છે. એટલા માટે શુદ્ધનય દ્વારા પૂર્ણરૂપ કેવળજ્ઞાનનો પરોક્ષ સ્વાદ આવે છે; પરોક્ષ સ્વાદ આવે છે કેમકે હજી કેવળજ્ઞાનની પર્યાય પ્રગટ થઈ નથી. પરંતુ કેવળજ્ઞાનની પર્યાય કેવી છે તે પ્રતીતિમાં આવી ગયું છે, માટે કેવળજ્ઞાનનો પરોક્ષ સ્વાદ આવે છે. શાસ્ત્રમાં (ધવલમાં) એવો પાઠ આવે છે કે મતિ-શ્રુતજ્ઞાન કેવળજ્ઞાનને બોલાવે છે. જેમ રસ્તે ચાલનારને કોઈ બીજો બોલાવે કે-અહીં આવો, અહીં આવો-એમ મતિ-શ્રુતજ્ઞાન કે જેની સાથે નિરાકુલ આનંદનો સ્વાદ ભેગો છે તે કેવળજ્ઞાનને બોલાવે છે. દિગંબરનું જૂનું-પુરાણું શાસ્ત્ર ષટ્ખંડાગમ છે તેમાં આ વાત લીધી છે. એનો અર્થ શું? કે મતિજ્ઞાનમાં જ્યાં આત્માનો સ્વાદ આવ્યો તો તે મતિજ્ઞાનનો પૂર્ણ સ્વાદ કેવળજ્ઞાનના પૂર્ણ સ્વાદને બોલાવે છે અર્થાત્ કેવળજ્ઞાનના પૂર્ણ સ્વાદનું એમાં ભાન થઈ ગયું છે. કેવળજ્ઞાનનો એમાં પ્રત્યક્ષ સ્વાદ નથી પણ એના સ્વાદની પ્રતીતિ થઈ ગઈ છે; અને તે મતિ-શ્રુતનો સ્વાદ વધતો વધતો સ્વરૂપસ્થિરતાની પૂર્ણતા દ્વારા કેવળજ્ઞાનના સ્વાદને પ્રાપ્ત થઈ જશે. કોઈને આમાં એકાન્ત લાગે પણ આ સમ્યક્ એકાન્ત છે ભાઈ! બાપુ! તું પરને-જડને પરખવામાં રોકાઈ ગયો છો પણ આ ચૈતન્યહીરલાને પરખ્યા વિના ભવના નિવેડા નહિ આવે હોં.
જુઓ, એક મોટો ઝવેરી હતો. હીરા-માણેકનો મહા પારખુ. એક દિવસ રાજા પાસે થોડા હીરા આવ્યા તો નગરના હીરા-પારખુ ઝવેરીઓને બોલાવ્યા. આ મોટો ઝવેરી પણ ગયો. તેણે હીરાની બરાબર પરીક્ષા કરીને કહ્યું કે-હીરાના પાસામાં જરી ડાઘ છે, નહિતર તો આ હીરા અબજો રૂપિયાની કિંમતના થાય. રાજા તેના પર ખુશ થયો અને કહ્યું, જાઓ, તમને બક્ષીશ આપીએ છીએ. ત્યાં વિલક્ષણ દિવાને વચ્ચે પડીને કહ્યું-આજે નહિ, કાલે વાત.
પછી મોડે દિવાન પેલા ઝવેરીના ઘેર ગયા અને ઝવેરીને પૂછયું-વાહ! તમે મહાન હીરા-પારખુ છો પણ અંદર ઘટમાં ચૈતન્ય હીરો શોભી રહ્યો છે તેની પરખ કરી કે નહિ? ઝવેરી કહે-ચૈતન્યહીરો વળી કેવો? એની તો મને ખબર જ નથી.
બીજે દિવસે ઓલો ઝવેરી બક્ષીસ લેવા રાજદરબારમાં ગયો. રાજા કહે-બક્ષીસ આપો. ત્યારે દિવાન કહે-તેને સાત જુતાં મારો. મૂરખ! તેં પોતાની કિંમત કરી નહિ અને જડની કિંમત કરવા નીકળ્યો છો? રાજા કહે-શું વાત છે? દિવાન કહે-રાજાજી! હું ઝવેરીને ઘેર ગયો હતો અને પૂછયું કે અંદર ચૈતન્યહીરો છે તેની કિંમત શું? તો કહે છે- ચૈતન્યહીરો વળી કેવો? એની તો મને ખબર નથી. માટે તે મૂર્ખ