Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 165 of 210

 

PDF/HTML Page 3281 of 4199
single page version

ભાવકર્મનો અકર્તા જ છે, કર્મપ્રકૃતિનો ઉદય જ ભાવકર્મને કરે છે; અજ્ઞાન, જ્ઞાન, સૂવું, જાગવું, સુખ, દુઃખ, મિથ્યાત્વ, અસંયમ, ચારગતિઓમાં ભ્રમણ-એ બધાંને, તથા જે કાંઈ શુભ-અશુભ ભાવો છે તે બધાયને કર્મ જ કરે છે; જીવ તો અકર્તા છે.” ......’

શું કહે છે? આ આત્મા જે વસ્તુ છે તેમાં જે શુભાશુભ વિકાર અને અલ્પજ્ઞદશા થાય છે તે કોઈ કર્મનું કાર્ય નથી. મિથ્યાત્વાદિ ભાવ મોહનીય કર્મને લઈને નથી; તથા અલ્પજ્ઞદશા જ્ઞાનાવરણીય કર્મને લઈને નથી. તો કેવી રીતે છે? તો કહે છે-અજ્ઞાનવશ જીવ પોતે જ તેનો કર્તા છે. અહીં પ્રથમ જીવનો પર્યાયસ્વભાવ સ્વતંત્ર સત્ હોવાનું સિદ્ધ કરે છે. વિકાર, અલ્પજ્ઞતા આદિ જીવને કર્મના કારણે થાય છે એ માન્યતા તદ્ન વિપરીત છે.

જુઓ, કોઈ અન્યમતવાળા ઈશ્વરને કર્તા માને, ઈશ્વરને લઈને બધું થાય છે એમ માને અને કોઈ જૈન (-જૈનાભાસી) મુનિઓ કર્મને લઈને બધું થાય છે, અલ્પજ્ઞતા આદિ કર્મ જ કરે છે એમ માને- ત્યાં એ બન્ને મિથ્યાદ્રષ્ટિ છે. અહા! જૈન મુનિઓ પણ સ્યાદ્વાદને સમજ્યા વિના એકાંત અભિપ્રાય કરે કે- ‘આત્મા ભાવકર્મનો અકર્તા જ છે, કર્મપ્રકૃતિ જ ભાવકર્મને કરે છે’ -એ મિથ્યાદર્શન છે.

પ્રત્યેક જીવ દ્રવ્યે શુદ્ધ છે, જ્ઞાનસ્વરૂપ અકર્તા છે. આ લીમડો છે ને? એ લીમડાના પાંદડામાં અસંખ્ય શરીર છે અને એકેક શરીરમાં એકેક જીવ છે. તે પ્રત્યેક જીવ શુદ્ધ ચૈતન્યસ્વભાવમય અકર્તા છે. આમ હોવા છતાં તેની પર્યાયમાં જે અલ્પજ્ઞતા ને વિકારની દશા થાય છે તે પોતાથી થાય છે, જડ કર્મને લઈને તે દશા થાય છે એમ નથી. તે વિકારની દશા તે તે પર્યાયનો સ્વભાવ છે. (તેને પ્રકૃતિસ્વભાવ કહીએ એ તો નિમિત્તનું કથન છે).

અહા! વિકારની દશા મને મારાથી મારામાં થઈ છે, છતાં મારી શુદ્ધ ચૈતન્યસ્વભાવમય વસ્તુમાં વિકાર નથી એવી જે પુરુષને અંતર્દ્રષ્ટિ પ્રગટ થઈ છે તેને ધર્મી પુરુષ કહીએ. ભાઈ! જૈનધર્મ એટલે શું? કે હું તો અખંડ એક જ્ઞાયકસ્વભાવી ચૈતન્યજ્યોતિમાત્ર વસ્તુ આત્મા છું-આવી નિર્વિકાર નિર્મળ અંતઃદ્રષ્ટિ થવી તે જૈન ધર્મ છે. જૈનધર્મ એ કોઈ વાડો કે સંપ્રદાય નથી; જૈનધર્મ તો વસ્તુનું સ્વરૂપ છે.

ભાઈ! આ ન્યાયથી સમજે તો સમજાય એવું છે. આત્મા શરીર, મન, વાણી, ઇન્દ્રિય ઇત્યાદિથી ત્રિકાળ ભિન્ન છે, કેમકે એ બધાં અત્યંત જડ છે; તેનો કર્તાહર્તા આત્મા નથી. પરંતુ એની પર્યાયમાં જે પુણ્ય-પાપ આદિ ભાવ અને અલ્પજ્ઞ દશા છે તે દશા પોતાનું જ કાર્ય છે, તે દશા કર્મનું કાર્ય નથી. અહા! પર્યાયની આવી સ્વતંત્રતા સ્વીકારે તે પર્યાયબુદ્ધિ છોડીને સ્વભાવદ્રષ્ટિ કરે-કરી શકે.


PDF/HTML Page 3282 of 4199
single page version

જે પર્યાયને પરાધીન-કર્મને લઈને થવી માને છે તે સ્વભાવદ્રષ્ટિ-સ્વાધીનતાની દ્રષ્ટિ કેવી રીતે કરે? પરાધીનદ્રષ્ટિવાળાને સ્વાધીનદ્રષ્ટિ થવી સંભવિત નથી. ન્યાય સમજાય છે કે નહિ? જે વિકારી કે નિર્વિકારી પરિણામને પોતે સ્વતંત્રપણે કરે છે એમ સ્વીકારે તે જ પરનું લક્ષ છોડી સ્વના લક્ષે સ્વરૂપમાં જઈ શકે છે. આ ન્યાય છે.

જૈનધર્મનું સ્વરૂપ બહુ ઝીણું છે ભાઈ! અહીં દિગંબર સંતો-કેવળીના કેડાયતીઓ જગતને જાહેર કરે છે કે -કોઈ જૈન મુનિઓ (-જૈનાભાસીઓ) કર્મનો ઉદય ભાવકર્મને કરે છે એમ માને છે, પરંતુ તેમની એ માન્યતા જૈનમતથી તદ્ન વિપરીત છે, કેમકે જીવને વિકારની દશા સ્વતંત્ર પોતાથી થાય છે. અહા! આવું એક સમયની પર્યાયનું સત્ સ્વતંત્ર હોવાનું જેને અંતરમાં બેઠું તે અંદર ત્રિકાળી સત્ સહજ દ્રવ્યસ્વભાવ-નિર્મળ નિરાવરણ પૂરણ સ્વભાવ-જે પોતાની સ્વતંત્ર ચીજ છે તેમાં દ્રષ્ટિ દે છે અને ત્યારે તેને ધર્મનું પહેલું પગથિયું એવું સમ્યગ્દર્શન પ્રગટ થાય છે.

આત્મા પરને કરે એ વાત તો છે નહિ; આત્મા પરને જાણે એમ કહેવું એય વ્યવહાર છે. વળી આત્મા આત્માને જાણે એટલો ભેદ પાડવો એ પણ વ્યવહાર છે. સમયસાર ગાથા ૩પ૬ થી ૩૬પ ની ટીકામાં આવે છે કે-આત્મા પરદ્રવ્યને જાણે છે-એ વ્યવહાર કથન છે; આત્મા પોતાને જાણે છે-એમ કહેવામાં પણ સ્વસ્વામીઅંશરૂપ વ્યવહાર છે; ‘જ્ઞાયક જ્ઞાયક જ છે’-એ નિશ્ચય છે. અહાહા....! દ્રષ્ટિનો વિષય ચૈતન્યમૂર્તિ પ્રભુ જ્ઞાયક જ્ઞાયક જ છે. -આ પરમાર્થ છે. અહાહા....! પોતે પોતાને જાણે-એવો ભેદ પણ જેમાં નથી એ જ્ઞાયક પ્રભુ જ્ઞાયક જ છે અને તે સમ્યગ્દર્શનનો વિષય છે, અર્થાત્ એક જ્ઞાયકના આશ્રયે જ સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. આ ધર્મ પામવાની રીત છે. બાકી રાગ થાય તેનો કર્તા એકાંત જડ કર્મ જ છે એવી જેની પરાધીનદ્રષ્ટિ છે તે ભલે બહારમાં જૈન મુનિ હોય તોપણ તે મિથ્યાદ્રષ્ટિ જ છે, કેમકે તેને અંદર રહેલા ત્રિકાળી સ્વાધીન સ્વરૂપની દ્રષ્ટિ થઈ નથી. સમજાણું કાંઈ....?

અરે ભાઈ! આ તો દેવાધિદેવ ત્રિલોકીનાથ પરમાત્માનાં કહેણ છે. અંતરમાં પ્રમોદ લાવીને તેનો સ્વીકાર કર. લૌકિકમાં પણ કોઈ મોટા ઘરનું કહેણ આવ્યું હોય તો, કન્યા બહુ મોટો લાખોનો કરિયાવર લઈને આવશે એમ સમજીને તેને સ્વીકારી લે છે. તો આ તો ત્રિલોકીનાથ સર્વજ્ઞ પરમેશ્વરનાં કહેણ! ભગવાન! તું જ્ઞાનાનંદસ્વભાવી એક જ્ઞાયકભાવમય પરમાત્મદ્રવ્ય છો-અહા! આવું ભગવાનનું કહેણ તને આવ્યું છે તે સ્વીકારી લે; તેથી નિર્મળ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રયની તેને પ્રાપ્તિ થશે. તું માલામાલ થઈ જઈશ પ્રભુ!

અહો! ભગવાનનો મારગ કોઈ અદ્ભુત અલૌકિક છે. તેને સમજવામાંય ઘણો


PDF/HTML Page 3283 of 4199
single page version

પુરુષાર્થ જોઈએ. કોઈ વિરલ પુરુષો જ તેને પ્રાપ્ત કરે છે. આવે છે ને (યોગસારમાં) કે-

વિરલા જાણે તત્ત્વને, વળી સાંભળે કોઈ;
વિરલા ધ્યાવે તત્ત્વને, વિરલા ધારે કોઈ.

અહા! શુદ્ધ અંતઃતત્ત્વની આવી વાત સાંભળનારાય આજે તો અતિ દુર્લભ છે. અહો! સર્વજ્ઞ પરમાત્મા ફરમાવે છે કે-તું પણ અંદર મારા જેવો પરમાત્મા છો. એક સમયની પર્યાયમાં ભૂલ છે; તે સ્વાધીન દ્રષ્ટિ થતાં નીકળી જવા યોગ્ય છે.

અહા! આઠ વર્ષનો બાળક પણ સમજણ કરીને કેવળ લે એવી તેની શક્તિ છે. આઠ વર્ષનો રાજકુમાર હોય તે ગુરુ પાસે જઈ અતિ વિનયવંત થઈને સાંભળે ને તેને અંતરમાં બેસી જાય કે-અહો! હું તો પૂર્ણાનંદનો નાથ એકલી શાંતિનો પિંડ છું, મને બીજા કોઈની અપેક્ષા-જરૂર નથી. અહા! આવું ભાન થયા પછી એને અંદર એવું વૈરાગ્યનું દબાણ ઊભું થાય કે તે સ્વરૂપમાં વિશેષ રમવા માટે દીક્ષિત થવા ઈચ્છે અને ત્યારે તે માતાની પાસે જઈને કહે કે-

હે માતા! આ શરીરને ઉત્પન્ન કરનારી તું જનેતા છો; તું મારા આત્માની જનેતા નથી. મેં મારા આત્માને જાણ્યો-અનુભવ્યો છે, ને હવે હું પૂર્ણ સાધના કરવા જંગલમાં જાઉં છું. હે માતા! હવે હું બીજી માતા કરવાનો નથી, માટે માતા! મને રજા આપ. અહાહા....! મણિમય રતનથી જડેલા જેના રાજમહેલ છે એવા રાજાનો પુત્ર-રાજકુમાર માતાની આજ્ઞા લઈને પરિપૂર્ણ આનંદને સાધવા જંગલમાં ચાલ્યો જાય છે! અહો! ધન્ય એ વૈરાગ્યનો પ્રસંગ! ધન્ય એ મુનિદશા! !

અહા! જેમ દ્રવ્યદ્રષ્ટિવંત પુરુષ તીવ્ર વૈરાગ્યને પ્રાપ્ત થતાં સાધનાની પૂર્ણતા કરવા માટે ગૃહવાસ છોડી જંગલમાં ચાલ્યો જાય છે તેમ, વર્તમાન પર્યાયમાં જે વિકાર ને અલ્પજ્ઞતા છે તે પોતાની દશા છે, કર્મને લઈને નથી-એમ પર્યાયની સ્વતંત્રતા અંતરમાં બેસતાં, તે દ્રવ્યની સ્વતંત્રતા નક્કી કરવા માટે પર્યાયનું લક્ષ છોડી સીધો ત્રિકાળી દ્રવ્યમાં ચાલ્યો જાય છે. અહો! આવો અલૌકિક મારગ છે!

અમે તો ૭૩ ની સાલમાં વાત બહાર મૂકી હતી કે કર્મને લઈને વિકાર થાય છે કે કર્મને લઈને એને અલ્પજ્ઞતા થાય છે વા કર્મ ખસી જાય તો એને જ્ઞાન થાય એમ બધું કર્મ જ કરે છે એ માન્યતા જૈનદર્શન નથી; એ તો અજ્ઞાનીઓની વિપરીત માન્યતા છે. ત્યારે ખળભળાટ મચી ગયેલો, પણ વસ્તુસ્વરૂપ બીજી રીતે કેમ થાય?

‘વળી તે મુનિઓ શાસ્ત્રનો પણ એવો અર્થ કરે છે કે- “ વેદના ઉદયથી


PDF/HTML Page 3284 of 4199
single page version

સ્ત્રી-પુરુષનો વિકાર થાય છે અને ઉપઘાત તથા પરઘાત પ્રકૃતિના ઉદયથી પરસ્પર ઘાત પ્રવર્તે છે.” આ પ્રમાણે, જેમ સાંખ્યમતી બધુંય પ્રકૃતિનું જ કાર્ય માને છે અને પુરુષને અકર્તા માને છે તેમ, પોતાની બુદ્ધિના દોષથી આ મુનિઓનું પણ એવું જ એકાંતિક માનવું થયું.’

જોયું? શાસ્ત્ર ભણીને પણ તેઓ આવો વિપરીત આશય કાઢે છે કે-પુરુષને સ્ત્રી સાથે રમવાનો ભાવ થાય વા સ્ત્રીને પુરુષ સાથે રમવાનો ભાવ થાય તે વેદકર્મનું કાર્ય છે. એમ કે આત્મા તો અકર્તા છે, નિર્દોષ છે અને વેદકર્મ જ સ્ત્રી-પુરુષનો વિકાર કરે છે, પણ આ તો સાંખ્યમતનો અભિપ્રાય છે અને તે મિથ્યા જ છેે. પરસ્પર ઘાત થાય છે તે ઉપઘાત તથા પરઘાત પ્રકૃતિનું કાર્ય છે એવો અભિપ્રાય પણ મિથ્યા જ છે. પોતાની બુદ્ધિના દોષથી અર્થાત્ ભ્રમપૂર્ણ બુદ્ધિના કારણે તેઓ (-મુનિઓ) એકાંતિક માને છે.

‘માટે, જિનવાણી તો સ્યાદ્વાદરૂપ હોવાથી, સર્વથા એકાંત માનનારા તે મુનિઓ પર જિનવાણીનો કોપ અવશ્ય થાય છે, જિનવાણીના કોપના ભયથી જો તેઓ વિવક્ષા પલટીને એમ કહે કે- “ભાવકર્મનો કર્તા કર્મ છે અને પોતાના આત્માનો (અર્થાત્ પોતાનો) કર્તા આત્મા છે; એ રીતે અમે આત્માને કથંચિત્ કર્તા કહીએ છીએ, તેથી વાણીનો કોપ થતો નથી;” તો આ તેમનું કહેવું પણ મિથ્યા જ છે.

જુઓ, જિનવાણી તો સ્યાદ્વાદરૂપ છે. એટલે શું? તે વિકારભાવનો અજ્ઞાનદશામાં જીવ કર્તા છે, અને સ્વભાવના લક્ષે જ્ઞાનભાવ પ્રગટ થતાં તે વિકારનો કર્તા નથી, અકર્તા છે. આમ જિનવાણી સ્યાદ્વાદરૂપ છે. તેથી સર્વથા આત્મા અકર્તા છે (કર્મ જ કર્તા છે) એમ એકાંત માનનારા તે મુનિઓ પર જિનવાણીનો કોપ અવશ્ય થાય છે. તેઓ અવશ્ય જિનવાણીના વિરાધક થાય છે.

હવે જિનવાણીના કોપના ભયથી તેઓ વિવક્ષા પલટીને કહે છે કે -“ભાવકર્મનો કર્તા કર્મ છે, અને પોતાના આત્માનો કર્તા આત્મા છે; એ રીતે અમે આત્માને કથંચિત્ કર્તા કહીએ છીએ, તેથી વાણીનો કોપ થતો નથી;” -આ તેમનું કથન પણ મિથ્યા જ છે. કેમ? તો કહે છે-

‘આત્મા દ્રવ્યે નિત્ય છે, અસંખ્યાત પ્રદેશવાળો છે, લોકપરિમાણ છે, તેથી તેમાં તો કાંઈ નવીન કરવાનું છે નહિ; અને જે ભાવકર્મરૂપ પર્યાયો છે તેમનો કર્તા તો તે મુનિઓ કર્મને જ કહે છે; માટે આત્મા તો અકર્તા જ રહ્યો! તો પછી વાણીનો કોપ કઈ રીતે મટયો?’

શું કીધું? આત્મા દ્રવ્યે નિત્ય છે અને ક્ષેત્રે નિયત લોકપ્રમાણ અસંખ્યાત


PDF/HTML Page 3285 of 4199
single page version

પ્રદેશી છે. તેમાં કાંઈ પલટવું તો છે નહિ. તો પછી આત્મા આત્માનો કર્તા ક્યાં રહ્યો? તેમાં કાંઈ નવીન કરવાપણું નહિ હોવાથી આત્મા અકર્તા જ ઠયોેર્. તેથી જિનવાણીનો કોપ કેવી રીતે મટયો? તારી વિવક્ષા જ અસત્ય છે ત્યાં જિનવાણીનો કોપ કેવી રીતે મટે? ન મટે. જેમ ખોટો રૂપિયો હોય ને શાહુકારને હાથ આવે તો તે પાછો ન આપે, પણ ઘરના ઉંબરામાં જડી દે, જેથી તેનું ચલણ બંધ પડી જાય. તેમ તું ખોટી વિવક્ષા કહે પણ તે ભગવાનના મારગમાં કેમ ચાલે? સંત ધર્મી પુરુષો હોય તે તેનો નિષેધ જ કરે.

‘માટે આત્માના કર્તાપણા અને અકર્તાપણાની વિવક્ષા યથાર્થ માનવી તે જ સ્યાદ્વાદનું સાચું માનવું છે. આત્માના કર્તાપણા-અકર્તાપણા વિષે સત્યાર્થ સ્યાદ્વાદ-પ્રરૂપણ આ પ્રમાણે છે-

આત્મા સામાન્ય અપેક્ષાએ તો જ્ઞાનસ્વભાવે જ સ્થિત છે; પરંતુ મિથ્યાત્વાદિ ભાવોને જાણતી વખતે. અનાદિકાળથી જ્ઞેય અને જ્ઞાનના ભેદવિજ્ઞાનના અભાવને લીધે, જ્ઞેયરૂપ મિથ્યાત્વાદિ ભાવોને આત્મા તરીકે જાણે છે, તેથી એ રીતે વિશેષ અપેક્ષાએ અજ્ઞાનરૂપ જ્ઞાનપરિણામને કરતો હોવાથી કર્તા છે; અને જ્યારે ભેદવિજ્ઞાન થવાથી આત્માને જ આત્મા તરીકે જાણે છે ત્યારે વિશેષ અપેક્ષાએ પણ જ્ઞાનરૂપ જ્ઞાનપરિણામે જ પરિણમતો થકો કેવળ જ્ઞાતા રહેવાથી સાક્ષાત્ અકર્તા છે.’

આત્મા સામાન્ય અપેક્ષાએ તો જ્ઞાનસ્વભાવે જ સ્થિત છે. અહાહા...! આત્મા જે સામાન્ય... સામાન્ય એકરૂપ, ભગવાન સર્વજ્ઞદેવે જોયો તે અનંતગુણનો એક અભેદ પિંડ પ્રભુ સદા જ્ઞાનસ્વભાવે જ સ્થિત છે. ઝીણી વાત છે પ્રભુ! ચૈતન્ય.... ચૈતન્ય... ચૈતન્યના સદ્રશ પ્રવાહરૂપ વસ્તુ આત્મા સદા એક જ્ઞાનસ્વભાવે જ સ્થિત છે. પરંતુ મિથ્યાત્વાદિ ભાવોને જાણવાના કાળે... , જાણવું એ તો એનો સ્વભાવ છે ને? તો જે રાગાદિ ભાવો થાય તેને તે જાણે છે. અહા! તે રાગાદિ ભાવોને જાણવાના કાળે... , છે તો માત્ર જાણવાનો જ કાળ, પણ અનાદિકાળથી તેને જ્ઞેય અને જ્ઞાનના ભેદજ્ઞાનનો અભાવ હોવાને લીધે, જ્ઞેયરૂપ એવા જે રાગાદિ ભાવો છે તેને આત્મા તરીકે જાણે છે. ભારે ગજબ!

શું કીધું? આ દયા, દાન, વ્રત આદિના જે ભાવ થાય તે પરજ્ઞેય છે ને જાણગસ્વભાવી ભગવાન આત્મા એથી ભિન્ન છે -આવું ભેદજ્ઞાન અનાદિકાળથી નહિ હોવાથી વ્રતાદિ રાગના ભાવને જાણવાના કાળે તે ભાવ હું આત્મા છું એમ તે જાણે છે. તેથી એ રીતે વિશેષ અપેક્ષાએ અર્થાત્ પર્યાય અપેક્ષાએ અજ્ઞાનરૂપ જ્ઞાન-પરિણામને કરતો હોવાથી તે રાગનો કર્તા થાય છે. સામાન્ય અપેક્ષાએ તો તે જ્ઞાન-સ્વભાવે સ્થિત એવો અકર્તાસ્વભાવી છે, પણ વર્તમાન પર્યાય અપેક્ષાએ, રાગને


PDF/HTML Page 3286 of 4199
single page version

પોતાનો માનીને જ્ઞાનપરિણામને અજ્ઞાનરૂપ કરતો થકો તે રાગનો કર્તા થાય છે. આ પ્રમાણે તે કથંચિત્ કર્તા છે. સમજાણું કાંઈ....?

અને જ્યારે ભેદજ્ઞાન થવાથી અર્થાત્ રાગથી ભિન્ન હું એક જ્ઞાયકસ્વભાવી સચ્ચિદાનંદ પ્રભુ આત્મા છું એમ ભાન થવાથી આત્માને જ આત્મા તરીકે જાણે છે- અનુભવે છે ત્યારે વિશેષ અપેક્ષાએ અર્થાત્ પર્યાય અપેક્ષાએ જ્ઞાનરૂપ જ્ઞાનપરિણામે જ પરિણમતો થકો, કેવળ જ્ઞાતા રહેવાથી, સાક્ષાત્ અકર્તા છે.

જોયું? ધર્મીને દયા, દાન, વ્રત આદિનો રાગ હોય છે, પણ તે કાળેય રાગથી ભિન્ન હું જ્ઞાનાનંદસ્વભાવી આત્મા છું એવું અંતરમાં એને ભેદજ્ઞાન વર્તે છે; અને તેથી તે રાગ મારો છે એમ રાગ સાથે એકમેક થતો નથી. પણ તેને પૃથક્ જ જાણે છે; કેવળ જ્ઞાતા જ રહે છે. આ પ્રમાણે જ્ઞાની જ્ઞાનરૂપ જ્ઞાનપરિણામે જ પરિણમતો થકો, કેવળ જ્ઞાતા રહેવાથી સાક્ષાત્ અકર્તા છે. લ્યો, આનું નામ સમકિત અને આ ધર્મ. બાપુ! આ તો વીરનો માર્ગ પ્રભુ!

વીરનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જો ને.

એ શુભરાગ મારો-એમ શુભરાગનો કર્તા થાય એ તો કાયર નપુંસક છે; તેને વીરનો માર્ગ મળતો નથી. જુઓ, છ ખંડના સ્વામી ભરત ચક્રવર્તી ક્ષાયિક સમકિતી હતા. તેના વૈભવનું શું કહેવું? જેને ઘેર ૯૬ હજાર રાણી, ને સોળ હજાર દેવતા જેની સેવા કરે, ઇન્દ્ર તો જેના મિત્ર અને હીરાજડિત સિંહાસન પર જે બેસે તે ભરત ચક્રવર્તીનો બહારમાં અપાર વૈભવ હતો. પણ આ બહારનો વૈભવ હું નહિ અને જે આ શુભાશુભ રાગ થાય તે મારી ચીજ નહિ; હું તો એ સર્વથી ભિન્ન ચિન્માત્ર-જ્ઞાયકમાત્ર પરમાત્મદ્રવ્ય છું એમ તે અંદર અનુભવતા હતા. જુઓ આ મારગ! તે વડે તે એ જ ભવે મુક્તિ પામ્યા.

આ પ્રમાણે ભેદવિજ્ઞાન થતાં જ્ઞાની વર્તમાન પર્યાયમાં જ્ઞાનરૂપ જ્ઞાનપરિણામને જ કરતો થકો કેવળ જ્ઞાતા રહેવાથી, સાક્ષાત્ અકર્તા છે. આવી વાત છે. આ સ્યાદ્વાદ છે.

*

હવે આ અર્થના કળશરૂપ કાવ્ય કહે છેઃ-

* કળશ ૨૦પઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘अमी आर्हताः अपि’ આ અર્હંતના મતના અનુયાયીઓ અર્થાત્ જૈનો પણ ‘पुरुषं’ આત્માને, ‘सांख्याः इव’ સાંખ્યમતીઓની જેમ, ‘अकर्तारम् मा स्पृशन्तु’ (સર્વથા) અકર્તા ન માનો;..........


PDF/HTML Page 3287 of 4199
single page version

અહાહા....! શું કહે છે? કે સાંખ્યમતીઓ તો આત્મા સર્વથા અકર્તા છે, જીવને પર્યાયમાં જે રાગ ને પુણ્ય-પાપ આદિ ભાવો થાય છે તેનો કર્તા આત્મા નથી, કર્મ જ તેનો કર્તા છે-એમ માને છે. અહીં કહે છે-ભગવાન અર્હંતદેવને અનુસરનાર જૈનો પણ સાંખ્યોની જેમ આત્માને સર્વથા અકર્તા ન માનો. કેમ? કેમકે એવું વસ્તુસ્વરૂપ નથી.

આ શરીર, મન, વાણી, ઈન્દ્રિય ઇત્યાદિ બધા જડ પદાર્થો પર પદાર્થ છે. તેનો કર્તા આત્મા નથી; કેમકે દરેક પદાર્થ પોતપોતાનું સમય સમયનું કાર્ય સ્વયં કર્યા જ કરે છે. કોઈ પણ પદાર્થ કાર્ય વિનાનો ખાલી-નકામો નથી. તેથી બીજો બીજાનું કામ કરે એ સંભવિત જ નથી. કોઈ જ નવરું નથી ત્યાં બીજાનું કેમ કરે? તેથી આત્મા શરીરાદિનું કાર્ય કરે, વા શરીરાદિ આત્માનું કાર્ય કરે એમ બનવાયોગ્ય જ નથી. , એમ છે જ નહિ.

હવે એની પર્યાયમાં જે શુભાશુભ રાગના-દયા, દાન, વ્રત, ભક્તિ આદિ તથા હિંસા, જૂઠ, ચોરી આદિના પરિણામ થાય છે તેનો કર્તા કોણ? શું કર્મ તેનો કર્તા છે કે જીવ પોતે તેનો કર્તા છે? તો કહે છે-

‘भेदावबोधात् अधः’ ભેદજ્ઞાન થયા પહેલાં ‘तं किल’ તેને ‘सदा’ નિરન્તર ‘कर्तारम् कलयन्तु’ કર્તા માનો,.....

જુઓ, કહે છે કે- જ્ઞાનાનંદસ્વભાવી શુદ્ધ ચૈતન્યમાત્ર આત્મા ભિન્ન ને રાગાદિ વિકારના ભાવ ભિન્ન-એમ બેનું ભેદવિજ્ઞાન થયું નથી ત્યાં સુધી પર્યાયમાં જે રાગ-દ્વેષ- મોહના ભાવો નિરંતર થાય છે તેનો આત્મા કર્તા છે એમ માનો. અહા! ભેદજ્ઞાનરહિત અજ્ઞાનદશામાં આત્મા કર્તા છે એમ માનો.

આ શેઠિયા બધા ઝવેરાત વગેરેનો વેપાર કરીને ખૂબ પૈસા કમાય ને? અહીં કહે છે-એ ધૂળેય કમાય નહિ સાંભળને. એ પૈસા-ધૂળ આવે ને જાય તેનો આત્મા (અજ્ઞાની પણ) કદીય કર્તા નથી; પણ તત્સંબંધી જે લોભના ને માયાના પરિણામ થાય તેનો તે અવશ્ય કર્તા છે એમ માનો -એમ કહે છે. સમજાય છે કાંઈ...? અહાહા....! જ્યાં સુધી વિકારથી ભિન્ન નિર્મળ નિર્વિકાર શુદ્ધ ચિદાનંદઘનસ્વરૂપ હું આત્મા છું એવું ભાન થયું નથી ત્યાં સુધી, કહે છે, આત્મા કર્તા છે એમ માનો. લ્યો, આવી વાત! હવે કહે છે-

‘तु’ અને ‘उर्ध्वम्’ ભેદજ્ઞાન થયા પછી ‘उद्धत–बोध–धाम–नियतं स्वयं प्रत्यक्षम् एनम्’ ઉદ્ધત જ્ઞાનધામમાં નિશ્ચિત એવા આ સ્વયં પ્રત્યક્ષ આત્માને ‘च्युत– कर्तृभावम् अचलं एकम् परम् ज्ञातारम्’ કર્તાપણા વિનાનો, અચળ, એક પરમ જ્ઞાતા જ ‘पश्यन्तु’ દેખો.


PDF/HTML Page 3288 of 4199
single page version

અહાહા...! આત્મા જ્ઞાનધામ-વિજ્ઞાનઘનમંદિર પ્રભુ અંદર નિત્ય વિરાજી રહ્યો છે. અહાહા...! અનાદિ અનંત ધ્રુવ નિત્યાનંદ-સચ્ચિદાનંદ પ્રભુ અંદર શાશ્વત વિરાજી રહ્યો છે. જ્યાં પર્યાયમાં થતા વિભાવનું લક્ષ છોડી અંદર ધ્રુવધામ નિજ ચૈતન્યધામમાં દ્રષ્ટિ જોડી દે કે તત્કાલ તે કર્તાપણાથી રહિત થઈ જ્ઞાતાપણે પ્રગટ થાય છે. ઝીણી વાત છે પ્રભુ!

આ દરિયામાં વહાણ ચાલે છે ને? તે ધ્રુવ તારાનું લક્ષ રાખીને રાત્રે ચાલે છે. તેમ અહીં પરમાત્મા કહે છે-ચૈતન્યધાતુને ધરનાર ધ્રુવ ધ્યેયરૂપ ધ્રુવધામ અંદર નિત્ય બિરાજે છે તેના ધ્યાનની ધૂણી ધગશથી ધખાવ, જેથી સમ્યગ્દર્શન આદિ ધર્મ તને પ્રગટ થશે. એક સમયની પર્યાય છે તેમાં દ્રષ્ટિ ન જોડ, પણ ધ્રુવ ધ્યેયની ધૂન લગાવી તેનું ધ્યાન કર. આ ધર્મ પામવાની રીત છે.

કોઈને થાય કે વ્રત, તપ, ભક્તિ, દયા, દાન ઇત્યાદિ તો તમે કરવાનું કહેતા જ નથી!

અરે ભાઈ! વ્રત, તપ, ભક્તિ, દયા, દાન ઇત્યાદિ કરવાનો જ્યાંસુધી અભિપ્રાય છે ત્યાંસુધી ભેદજ્ઞાન થતું નથી અને તેથી અજ્ઞાનપણે તે રાગનો કર્તા જ થાય છે. વિના ભેદજ્ઞાન એ વ્રત અને તપને ભગવાને બાળવ્રત ને બાળતપ કહ્યાં છે. પરંતુ ત્યાંથી (કરવાના અભિપ્રાયથી) ખસીને દ્રષ્ટિ જ્યાં ઉદ્ધત જ્ઞાનધામમાં જઈ ચોંટે છે ત્યાં વસ્તુ- આત્મા-પ્રત્યક્ષ થતાં તે સાક્ષાત્ અકર્તા નામ જ્ઞાતા જ થાય છે. અહો! ધ્રુવધામમાં ધ્યેયની ધખતી ધૂણી ધખાવી ધીરજથી ધ્યાનરૂપ ધર્મનો ધારક ધર્મી જીવ ધન્ય છે.

અરે પ્રભુ! તારા સ્વભાવમાં અંદર પૂરણ પ્રભુતા ભરેલી છે. લ્યો, હવે સરખી બીડી પીવા ન મળે તો ટાંટિયા (પગ) ઘસે એને આ બેસે કેમ? બેસે કે ન બેેસે, આ સત્યાર્થ છે. જેમ દરિયો જળથી ભરેલો છે તેમ ભગવાન આત્મા પ્રભુતાના સ્વભાવનો પૂરણ દરિયો છે. અંદર પ્રભુતા ન હોય તો આવે ક્યાંથી? આ લીંડીપીપર હોય છે ને! પીપર-પીપર; તે કદમાં નાની, રંગે કાળી ને શક્તિપણે ૬૪ પહોરી તીખાશના રસથી ભરેલી હોય છે. તેને ઘૂંટવાથી તે પ્રગટ થાય છે. માંહી છે તે પ્રગટ થાય છે હોં, એ તો પ્રાપ્તની પ્રાપ્તિ છે. કોલસાને ઘૂંટે તો પ્રગટ ન થાય. તેમ તેમ ભગવાન આત્મા પૂરણ જ્ઞાન ને આનંદની પ્રભુતાથી ભરેલો છે, તેમાં એકાગ્રતાને ઘૂંટવાથી (એકાગ્રતારૂપ ધ્યાનનો મહાવરો કરવાથી) કેવળજ્ઞાન ને પૂરણ આનંદ પર્યાયમાં પ્રગટ થાય છે. આવો મારગ છે.

આત્મા જ્ઞાનમાં સ્વયં પ્રત્યક્ષ થાય એવો એનો સ્વભાવ છે. શું કીધું? જ્ઞાનની દશામાં, સ્વયં એટલે નિમિત્તની કે રાગની અપેક્ષા વિના, સીધો આત્મા જણાય એવો


PDF/HTML Page 3289 of 4199
single page version

એનો સ્વભાવ છે. સ્વયં પ્રકાશમાન વિશદ (-સ્પષ્ટ) એવા સ્વસંવેદનમયી એવી પ્રકાશ નામની શક્તિ આત્મામાં છે જેથી સ્વસંવેદનમાં આત્મા જણાવાયોગ્ય છે. અહીં કહે છે- પ્રભુ! તું મોટા મહેલ ને મંદિર જોવા જાય છે તો એકવાર પરમ આશ્ચર્યકારી નિધાન એવા તારા જ્ઞાનધામને જોવા અંદર દ્રષ્ટિ તો કર. અહાહા...! એ પરમ જ્ઞાનાનંદની લક્ષ્મીથી ભરેલો ભંડાર છે. એને દ્રષ્ટિમાં લેતાં તને પરમ આનંદ પ્રગટ થશે અને કર્તાપણું મટી જશે. ભાઈ! રાગથી ભિન્ન પડીને ચૈતન્ય-ધ્રુવધામની દ્રષ્ટિ કરવી- બસ આ એક જ કરવાયોગ્ય કર્તવ્ય છે; બાકી તો બધું ધૂળધાણી છે.

આત્મા ઉદ્ધત બોધધામ છે. એટલે શું? આ ચૈતન્યવસ્તુ એવી ઉદ્ધત છે કે કોઈને ગણે નહિ-નિમિત્તને ગણે નહિ, રાગનેય ગણે નહિ ને પર્યાયનેય ગણે નહિ-બધાને ગૌણ કરી દે. અહા! આવો ઉદ્ધત બોધધામ પ્રભુ આત્મા છે. તેને વર્તમાન જ્ઞાનની પર્યાય અંતર્મુખ કરી પ્રત્યક્ષ જાણી લેવો એ કરવાયોગ્ય કામ છે.

જુઓ, એક દરબારનાં રાણી સાહેબા બહુ રૂપાળાં ને ઓઝલમાં રહેતાં. એક વાર રાણી સાહેબા ઓઝલમાંથી બહાર નીકળ્‌યાં. તો તેમને જોવા માટે લોકોનાં ટોળેટોળાં ઉમટી પડયાં. એમ અહીં કહે છે-આ ભગવાન આત્મા-ઉદ્ધત બોધધામ સુંદર આનંદરૂપ પ્રભુ- રાગની એકતાના ઓઝલમાં પડયો છે. અહા! તે ઓઝલને દૂર કરી તારી દ્રષ્ટિને અંદર ધ્રુવધામમાં લઈ જા પ્રભુ! તારી જ્ઞાનની દશાને વાળીને અંતર્મુખ કર; તને જ્ઞાન ને આનંદનો અનુપમ સ્વાદ આવશે. અહા! સ્વસંવેદનજ્ઞાનમાં આત્મા પ્રત્યક્ષ થતાં એની જે નિર્મળ પ્રતીતિ થાય એનું નામ સમ્યગ્દર્શન છે. હજુ આ ધર્મનું પહેલું પગથિયું હોં, શ્રાવકદશાની તો તે પછીની વાત છે.

ભાઈ! ધર્મ કોઈ અલૌકિક ચીજ છે. સમ્યગ્દર્શન થયા પછી શ્રાવકધર્મ પ્રગટે ને મુનિધર્મ પ્રગટે એ તો મહા અલૌકિક વસ્તુ છે. પણ લોકોએ એને ક્રિયાકાંડમાં કેદ કર્યો છે. જેમ કરીઆતાની કોથળી પર સાકરનું નામ કોઈ લખે તેમ સામાયિક ને પોસા ને વ્રત આદિ રાગની ક્રિયામાં લોકો ધર્મ માનવા લાગ્યા છે, ને પોતાને જૈન શ્રાવક ને જૈન સાધુ માને છે. પણ બાપુ! જ્યાં રાગનું કરવાપણું ઊભું છે. ત્યાં શ્રાવકધર્મ ને મુનિધર્મ તો શું, સમકિત હોવું પણ સંભવિત નથી. રાગ મારું કર્તવ્ય છે એમ જેણે માન્યું છે તે તો અજ્ઞાની કર્તા થયો છે, એ ક્યાં જૈન થયો છે? કર્તાપણું મટયા વિના જૈનપણું પ્રગટતું જ નથી. આવી વાતુ છે.

ભાઈ! તેં અનંતકાળમાં પર-નિમિત્તને ને રાગને જ મોટપ આપી છે. અંદર મહાન મહિમાવંત પ્રભુતાનો સ્વામી એવો તું છો એને તેં કદીય મોટપ આપી નથી. ભગવાન! તું એકવાર અંદર જો, ને જ્ઞાનાનંદની લક્ષ્મીનો ભંડાર તું છો તે


PDF/HTML Page 3290 of 4199
single page version

તને અનુભવાશે; ને ત્યારે કર્તાપણું તત્કાલ નાશ પામી જશે; કેમકે કર્તાપણું ભગવાન આત્માનો સ્વભાવ નથી.

તો શું સમકિતીને રાગ થતો જ નથી?

ના, એમ નથી. સમ્યગ્દર્શન થયા પછી પણ સમકિતીને રાગ થઈ આવે છે, પણ તેનો તે પોતાના જ્ઞાનમાં રહીને જાણનાર જ રહે છે. સમ્યગ્દર્શન થયા પછી ઉદ્ધત જ્ઞાનધામ પ્રભુ આત્મા કર્તાપણા વિનાનો, અચળ, એક પરમ જ્ઞાતા જ છે. અહા! જગતના કોઈ પદાર્થની અવસ્થાની વ્યવસ્થાનો કર્તા આત્મા નથી- એ તો છે, પણ નિજ જ્ઞાતાદ્રષ્ટા સ્વરૂપની અંર્તદ્રષ્ટિ થયા પછી તેને પર્યાયમાં કિંચિત્ રાગ થાય તેનોય એ કર્તા નથી, કેવળ જ્ઞાતા જ છે. અહા! આમ રાગથી ખસવું ને ચિદાનંદ સ્વરૂપમાં વસવું એનું નામ સંવર ને એનું નામ નિર્જરા છે, તપ પણ એ જ છે ને ઉપવાસ પણ એ જ છે.

આ લોકો હઠ કરીને ઉપવાસ કરે છે તે ઉપવાસ નહિ. એ તો અપવાસ નામ માઠો વાસ છે. આ તો ‘ઉપવસતિ ઈતિ ઉપવાસ;’ આત્માની-ચિદાનંદસ્વરૂપ ભગવાનની સમીપ વસવું તે ઉપવાસ છે અને તે તપ ને નિર્જરા છે. આવી વાતુ! અજ્ઞાનીની આમ વાતે વાતે ફેર છે. આવે છે ને કે-

આનંદા કહે પરમાનંદા, માણસે માણસે ફેર;
એક લાખે તો ના મળે, એક તાંબિયાના તેર.

બહુ ફેર બાપા! સંતો કહે છે-તારે ને મારે શ્રદ્ધામાં બહુ ફેર છે.

હે ભાઈ! ભેદજ્ઞાન થયા પહેલાં આત્માને અજ્ઞાનપણે રાગનો કર્તા દેખો, પરંતુ ભેદજ્ઞાન થયા પછી ઉદ્ધત જ્ઞાનધામમાં નિશ્ચિત એવા આ સ્વયં પ્રત્યક્ષ આત્માને કર્તાપણા વિનાનો, અચળ, એક પરમ જ્ઞાતા જ દેખો. લ્યો, આવો સ્યાદ્ધાદ સંતોએ પ્રસિદ્ધ કર્યો છે.

* કળશ ૨૦પઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘સાંખ્યમતીઓ પુરુષને સર્વથા એકાંતથી અકર્તા, શુદ્ધ ઉદાસીન ચૈતન્યમાત્ર માને છે. આવું માનવાથી પુરુષને સંસારના અભાવનો પ્રસંગ આવે છે; અને જો પ્રકૃતિને સંસાર માનવામાં આવે તો તે પણ ઘટતું નથી, કારણ કે પ્રકૃતિ તો જડ છે, તેને સુખદુઃખ આદિનું સંવેદન નથી, તેને સંસાર કેવો? આવા અનેક દોષો એકાંત માન્યતામાં આવે છે.


PDF/HTML Page 3291 of 4199
single page version

સર્વથા એકાંત વસ્તુનું સ્વરૂપ જ નથી. માટે સાંખ્યમતીઓ મિથ્યાદ્રષ્ટિ છે; અને જો જૈનો પણ એવું માને તો તેઓ પણ મિથ્યાદ્રષ્ટિ છે’

જુઓ, અન્યમતોમાં એક સાંખ્યમત છે. તે પુરુષ એટલે આત્માને સર્વથા અકર્તા, શુદ્ધ ઉદાસીન ચૈતન્યમાત્ર માને છે. એટલે શું? કે આ જે પુણ્ય-પાપ આદિ વિકારના ભાવ થાય તે પુરુષ કરતો નથી, તે પ્રકૃતિનો દોષ છે. અહીં કહે છે-હવે જો આવું માનવામાં આવે તો પુરુષ નામ આત્માને સંસારનો અભાવ ઠરશે; અને પ્રકૃતિને સંસાર હોવાનું ઘટતું નથી, કેમકે પ્રકૃતિ તો જડ છે, એને ક્યાં સુખદુઃખ, હરખ-શોક આદિનું સંવેદન છે? માટે પ્રકૃતિને સંસાર નથી.

આ પ્રમાણે પુરુષને એકાંતે સર્વથા અકર્તા માનવાથી દોષ આવે છે. માટે સાંખ્યમતીની માન્યતા મિથ્યા છે માટે તે મિથ્યાદ્રષ્ટિ છે. જેવી વસ્તુ નથી તેવું તેઓ માને છે ને? માટે તેઓ મિથ્યાદ્રષ્ટિ છે.

હવે કહે છે- જૈનો પણ, સાંખ્યોની જેમ, આત્માને સર્વથા એકાંતે અકર્તા માને તો તેઓ પણ મિથ્યાદ્રષ્ટિ છે. જીવને વિકાર થાય છે તે કર્મના ઉદયથી થાય છે એવું માનનારા જૈનો પણ મિથ્યાદ્રષ્ટિ છે.

પ્રશ્નઃ– તો આગમમાં મોહનીય કર્મના ઉદયના નિમિત્તથી જીવને મિથ્યાત્વાદિ છે એમ આવે છે ને?

સમાધાનઃ– હા, આવે છે. પણ બાપુ! ત્યાં આગમમાં તો નિમિત્તની મુખ્યતાથી એવું કથન કરવામાં આવેલું હોય છે; બાકી જે વિકાર થાય છે તે પોતાથી જ થાય છે, કર્મને લઈને નહિ. મોહનીય કર્મ નિમિત્ત હો, પણ તે જીવમાં વિકાર કરે-કરાવે છે એમ છે જ નહિ.

અમે તો એકવાર ઈસરીમાં ચર્ચા થયેલી ત્યારે મોટેથી પોકારીને ઘોષણા કરી હતી કે જીવને વિકાર થાય છે તે પોતાથી થાય છે, કર્મને લઈને બીલકુલ નહિ. વિકારના કાળે કર્મનો ઉદય નિમિત્ત નથી એમ વાત નથી, પણ કર્મનો ઉદય જીવને વિકાર કરે છે એમ પણ કદીય નથી. વિકાર તે તે સમયથી પર્યાયનું સત્ છે, સહજ છે. આવી વાતુ! અમે તો આ ‘૭૧ની સાલથી કહીએ છીએ, સંપ્રદાયમાં હતા ત્યારે પણ કહેતા- આ હિંસાદિ પાપના પરિણામ જીવને થાય છે તે પોતે પોતાના સ્વરૂપને ભૂલીને કરે છે, એને કર્મ કરે છે એ બીલકુલ યથાર્થ નથી.

પણ અરે! એને આ સમજવાની ક્યાં પડી છે? આખો દિ’ રળવું-કમાવું બાયડી- છોકરાં સાચવવાં ને ખાવું-પીવું-એમ પાપ, પાપ ને પાપની પ્રવૃત્તિમાં જાય અને કદાચિત્ ભગવાનનાં દર્શન પૂજા કરે ને શાસ્ત્ર સાંભળે તો માની લે કે થઈ


PDF/HTML Page 3292 of 4199
single page version

ગયો ધર્મ. પણ ધૂ્રળમાંય ધર્મ થતો નથી સાંભળને. એ તો બધો રાગ છે ને તેનો તું કર્તા થાય તે મિથ્યાત્વ છે, મૂઢપણું છે. બાપુ! તને ખબર નથી પણ આવા મિથ્યાત્વના સેવનના ફળમાં તો તું ક્યાંય કાગડા, કૂતરા, કંથવાના ને નરકાદિના ભવ કરી કરીને રઝળી મર્યો છો.

ભાઈ! આત્મા શરીર, મન, વાણીની ક્રિયાને કે બૈરાં-છોકરાં સાચવવાની ક્રિયાને કે દેશનું ભલું કરવું, સમાજનું ભલું કરવું ઇત્યાદિ અનેક પરદ્રવ્યની ક્રિયાને કરે એ સંભવિત નથી, કેમકે એ પરદ્રવ્યો ક્યાં એના દ્રવ્ય-ગુણ-પર્યાયમાં છે કે એને કરે? પરનું કરું એમ માને એ તો મૂઢપણું છે. એ તો છે; પણ અહીં કહે છે-એ મૂઢપણાના ને વિકારના શુભાશુભભાવ આને જે થાય તે પર-કર્મ કરે છે એમ માને એ ભલે જૈન હો તોપણ, મિથ્યાદ્રષ્ટિ જ છે. અરે! જૈનમાં હોવા છતાં વીતરાગ જૈન પરમેશ્વર શું કહે છે એની એને ખબર નથી. અરે! લોકોએ મારગ વીંખી નાખ્યો છે.

‘તેથી આચાર્યદેવ ઉપદેશ કરે છે કે- સાંખ્યમતીઓની માફક જૈનો આત્માને સર્વથા અકર્તા ન માનો; જ્યાંસુધી સ્વ-પરનું ભેદવિજ્ઞાન ન હોય ત્યાંસુધી તો તેને રાગાદિકનો-પોતાનાં ચેતનરૂપ ભાવકર્મોનો-કર્તા માનો, અને ભેદવિજ્ઞાન થયા પછી શુદ્ધ વિજ્ઞાનઘન, સમસ્ત કર્તાપણાના ભાવથી રહિત, એક જ્ઞાતા જ માનો.’

અહાહા......! આચાર્ય કહે છે-આત્મા સર્વથા અકર્તા છે ને રાગાદિવિભાવનો કર્તા કર્મ-પ્રકૃતિ છે એમ, સાંખ્યોની જેમ, જૈનો ન માનો. તો કેવી રીતે છે? તો કહે છે- ‘જ્યાં સુધી સ્વપરનું ભેદવિજ્ઞાન ન હોય...’ , એટલે શું? કે જડ માટી-ધૂળ એવું આ શરીર અને આત્માની અવસ્થામાં થતા પુણ્ય-પાપરૂપ આસ્રવ-બંધના પરિણામ-એ સમસ્ત પરથી પોતાનું સ્વ-ચૈતન્યબિંબ એવું જ્ઞાયકતત્ત્વ ભિન્ન છે એવું અંતર-અવલંબને ભાવભાસન ન થાય ત્યાંસુધી તેને (આત્માને) રાગાદિનો એટલે કે પોતાના ચેતનરૂપ ભાવકર્મોનો કર્તા માનો.

આ ભગવાનની સ્તુતિ, ભક્તિ, પૂજા ઇત્યાદિ કરે છે ને? ણમો અરિહંતાણં, ણમો સિદ્ધાણં-એમ ભગવાનનું નામસ્મરણ કરે છે ને? એ બધો રાગ છે, શુભ રાગ છે. એ રાગ છે તે પર છે અને પોતે શુદ્ધ ચૈતન્યજ્યોતિસ્વરૂપ -અહાહા...! એકલા ચૈતન્ય... ચૈતન્ય... ચૈતન્યના પ્રકાશનું પૂર પ્રભુ આત્મા તે સ્વ છે. આ સ્વ અને પરનું ભિન્નપણું જ્યાંસુધી અંતરમાં ભાસ્યું નથી ત્યાંસુધી તે અજ્ઞાની છે; અને અજ્ઞાની હોતો થકો તે પુણ્ય-પાપ આદિ ભાવોનો કર્તા છે. અહા! જેને સ્વરૂપની રુચિ નથી પણ રાગની ને પરની રુચિ છે તે રાગાદિ વિકાર થાય તેનો કર્તા છે. કોઈ બીજું-કર્મ કર્તા છે એમ છે જ નહિ.


PDF/HTML Page 3293 of 4199
single page version

જુઓ, હરણિયાની નાભિમાં કસ્તૂરી છે. પણ એને ખબર નથી. આ સુગંધ ક્યાંથી આવે છે એનું એને ભાન નહિ હોવાથી તે બહારમાં દોડાદોડ કરી મૂકે છે. તેમ મૂઢ જીવોને સુખ પોતાના સ્વભાવમાં ભર્યું છે એનું ભાન નથી. તેથી સુખપ્રાપ્તિ માટે બહારમાં ઝાવાં નાખે છે, અનેક વિકલ્પોની ધમાધમ કરી મૂકે છે. અહીં કહે છે-તે હરણિયા જેવા મૂઢ અજ્ઞાની જીવો તે વિકલ્પોના કર્તા છે, બહારના પદાર્થ-કર્મ આદિ તેના કર્તા નથી. સમજાય છે કાંઈ...?

ક્યાં સુધી આત્મા કર્તા છે? સ્વપરનું ભેદવિજ્ઞાન ન થાય ત્યાં સુધી. અને ભેદવિજ્ઞાન થયા પછી શુદ્ધ વિજ્ઞાનઘન, સમસ્ત કર્તાપણાના ભાવથી રહિત, એક જ્ઞાતા જ માનો. જુઓ, ભગવાનના શ્રીમુખેથી નીકળેલી આ વાણી છે. વિકારથી ભિન્ન સ્વસ્વરૂપ શુદ્ધ ચૈતન્યસ્વભાવમય આત્માનું ભાન થતાં તે રાગનો અકર્તા છે, જ્ઞાતા જ છે- એમ કહે છે. જુઓ આ સ્વભાવની રુચિનું જોર! સમ્યગ્દ્રષ્ટિને કિંચિત્ અસ્થિરતાનો રાગ થતો હોય છે, પણ તેનું તેને સ્વામિત્વ નહિ હોવાથી, તેનો એ કર્તા નથી, જ્ઞાતા જ છે. આવો ભગવાનનો માર્ગ ભાઈ! ન્યાયથી કસોટી કરીને સમજવો જોઈએ.

‘આમ એક જ આત્માનું કર્તાપણું તથા અકર્તાપણું-એ બન્ને ભાવો વિવક્ષાવશ સિદ્ધ થાય છે. અજ્ઞાનપણે વિકારનો કર્તા અને ભેદવિજ્ઞાન થતાં અકર્તા સિદ્ધ થાય છે.

‘આવો સ્યાદ્વાદમત જૈનોનો છે; અને વસ્તુસ્વભાવ પણ એવો જ છે, કલ્પના નથી.’ જુઓ, આ કલ્પનાની વાત નથી, પણ જેવો વસ્તુસ્વભાવ છે એવો જૈન પરમેશ્વરની વાણીમાં સ્યાદ્વાદયુક્ત શૈલીથી કહેવામાં આવ્યો છે.

‘આવું (સ્યાદ્વાદ અનુસાર) માનવાથી પુરુષને સંસાર-મોક્ષ આદિની સિદ્ધિ થાય છે; એકાંત માનવાથી સર્વ નિશ્ચય-વ્યવહારનો લોપ થાય છે.’

અજ્ઞાનભાવે વિકારનો કર્તા માનતાં એને સંસાર સિદ્ધ થાય છે, ને જ્ઞાનભાવ પ્રગટતાં અકર્તા થવાથી કેવળ જ્ઞાતાપણું અને મોક્ષદશા સિદ્ધ થાય છે. અજ્ઞાનપણે પણ જો અકર્તા માને, કર્મને જ કર્તા માને તો સંસાર-મોક્ષ કાંઈપણ સિદ્ધ ન થાય, ને નિશ્ચય- વ્યવહાર પણ સિદ્ધ ન થાય, આવી વાત!

*

હવેની ગાથાઓમાં, “કર્તા અન્ય છે અને ભોક્તા અન્ય છે” એવું માનનારા ક્ષણિકવાદી બૌદ્ધમતીઓને તેમની સર્વથા એકાંત માન્યતામાં દૂષણ બતાવશે અને સ્યાદ્વાદ અનુસાર જે રીતે વસ્તુસ્વરૂપ અર્થાત્ કર્તા-ભોક્તાપણું છે તે રીતે કહેશે. તે ગાથાઓની સૂચનાનું કાવ્ય પ્રથમ કહે છેઃ-


PDF/HTML Page 3294 of 4199
single page version

* કળશ ૨૦૬ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘इह’ આ જગતમાં ‘एकः’ કોઈ એક તો (અર્થાત્ ક્ષણિકવાદી બૌદ્ધમતી તો) ‘इदम् आत्मतत्त्वम् क्षणिकम् कल्पयित्वा’ આત્મતત્ત્વને ક્ષણિક કલ્પીને ‘निज मनसि’ પોતાના મનમાં ‘कर्तृ–भोक्त्रोः विभेदं विधत्ते’ કર્તા અને ભોક્તાનો ભેદ કરે છે (-અન્ય કર્તા અને અન્ય ભોક્તા છે એવું માને છે);......

અહાહા....! આ લોકમાં કોઈ ક્ષણિકવાદી બૌદ્ધમતી તો આત્માને ક્ષણિક માને છે. આત્મા વસ્તુએ તો નિત્ય છે, ક્ષણે ક્ષણે તેની અવસ્થા બદલે છે. અહા! ક્ષણેક્ષણે તે બદલતી અવસ્થાનું છળ પામીને ક્ષણિકવાદી આત્માને ક્ષણિક કહે છે.

જુઓ આ માન્યતા! કોઈને અસાધ્ય કેન્સર થયું હોય તો કહે છે ને! કે હવે હું નહિ રહું, હવે હું જરૂર મરી જઈશ. અરે ભાઈ! તું નહિ રહે તો ક્યાં નહિ રહે? શરીરમાં કે તારા આત્મામાં? હવે નહિ રહે એવો તું કોણ છો? કાંઈ ભાન ન મળે. બાપુ! એ તો શરીર નહિ રહે; તું તો ત્રિકાળ ઊભો છે ને પ્રભુ! આ પહેરણ-અંગરખું, અંગરખુ બદલાય એટલે શું અંદર વસ્તુ (શરીરાદિ) બદલાઈ જાય છે? પહેરણ જીર્ણ થાય તો શું શરીર જીર્ણ થઈ જાય છે? (ના); આ તો સમજવા દાખલો કીધો. તેમ શરીર બદલતાં વસ્તુ-આત્મા ક્યાં બદલાય છે? શરીર નાશ પામતાં આત્મા ક્યાં નાશ પામે છે? એ તો શાશ્વત ઊભો છે ને પ્રભુ! ભાઈ! હવે હું નહિ રહું એ તારી માન્યતા જૂઠી છે. તેમ કોઈ ક્ષણિકવાદીઓ આત્માને ક્ષણિક માને છે તે જૂઠા છે. સમજાય છે કાંઈ....?

તેઓ (-ક્ષણિકવાદીઓ) બદલતી અવસ્થાને દેખી આત્મતત્ત્વને સર્વથા ક્ષણિક કલ્પીને પોતાના મનમાં કર્તા-ભોક્તાનો ભેદ કરે છે. એટલે શું? કે વર્તમાનમાં કાર્ય કોઈએ કર્યું ને તેનું ફળ બીજો આત્મા ભોગવશે એમ તેઓ માને છે. જેણે વર્તમાનમાં પાપના ભાવ કર્યા તે આત્માનો નાશ થઈ જશે, અને ભવિષ્યમાં બીજો આત્મા થશે જે એનું ફળ ભોગવશે; અન્ય કર્તા છે ને અન્ય ભોક્તા છે એમ તેઓ માને છે. અર્થાત્ વ્યય પામતી પર્યાય સાથે આત્મા વ્યય પામી ગયો, ને ઉત્પાદ થતી પર્યાયમાં બીજો નવો આત્મા ઉત્પન્ન થયો-એમ તેઓ માને છે. લ્યો, આવી માન્યતા! ક્ષણે ક્ષણે આત્મા બીજો ને બીજો ઉત્પન્ન થતો જાય છે-એમ આત્મા ક્ષણિક હોવાનું તેઓ માને છે.

પણ ભાઈ! તારી માન્યતા મિથ્યા છે, કેમકે વસ્તુ નામ આત્માનું એવું એકાંત ક્ષણિક સ્વરૂપ નથી. વાસ્તવમાં પર્યાયસ્વરૂપથી પલટવા છતાં આત્મા દ્રવ્યસ્વરૂપથી શાશ્વત નિત્ય છે. એ જ કહે છે-


PDF/HTML Page 3295 of 4199
single page version

‘तस्य विमोहं’ તેના મોહને (અજ્ઞાનને) ‘अयम् चित्चमत्कारः एव स्वयम्’ ચૈતન્યચમત્કાર જ પોતે ‘नित्य–अमृत–ओधैः’ નિત્યતારૂપ અમૃતના ઓઘ (-સમૂહો) વડે ‘अभिषिन्चन्’ અભિસિંચન કરતો થકો, ‘अपहरति’ દૂર કરે છે.

અહાહા...! કહે છે-ચૈતન્યપ્રકાશના નૂરનું પુર ચૈતન્યચમત્કાર પ્રભુ આત્મા તેના મોહને-અજ્ઞાનને દૂર કરે છે. કેવી રીતે? તો કહે છે- નિત્યતારૂપ અમૃતના ઓઘ વડે અભિસિંચન કરીને. એટલે શું? ક્ષણિક પર્યાયથી હઠી અંદર આનંદકંદ નિત્યાનંદ પ્રભુ આત્મા બિરાજે છે તેની દ્રષ્ટિ કરતાં તે નિત્યતાના અમૃતનો સાગર પ્રભુ ઉછળીને પર્યાયમાં પ્રગટ થાય છે, અને ત્યારે આત્મા ક્ષણિક છે એવા અજ્ઞાનનો નાશ થાય છે. આવી વાત!

અહાહા...! અંદર અનાદિ-અનંત નિત્યાનંદસ્વરૂપ છો ને પ્રભુ! અનંત ગુણનો પિંડ નિત્ય જિનસ્વરૂપ પરમાત્મસ્વરૂપ છો ને! ભાઈ! જેટલા પરમાત્મા થયા તે બધા અંદર શક્તિ હતી તે પ્રગટ કરીને થયા છે. તું પણ શક્તિએ નિત્ય જિનસ્વરૂપ પરમાત્મસ્વરૂપ છે. અહાહા...! તારા સ્વરૂપમાં ત્રિકાળ અતીન્દ્રિય ચૈતન્યમય અમૃત ભર્યું છે. હવે આવી વાત એને કેમ બેસે? એનાં માપ બધાં ટૂંકાં (-પર્યાયરૂપ) અને વસ્તુ અંદર મોટી-મહાન (નિત્ય દ્રવ્યરૂપ). તે ટૂંકાં માપે તે કેમ મપાય? બાપુ! ક્ષણિકની દ્રષ્ટિ છોડી દે અને અંદર અમૃતનો નાથ ચિત્ચમત્કાર પ્રભુ નિત્ય બિરાજે છે તેની દ્રષ્ટિ કર; તેને આનંદનો- અમૃતનો સ્વાદ આવશે, ને ક્ષણિક છું એવી ભ્રાન્તિ મટી જશે. અહાહા...! પુણ્ય-પાપના ક્ષણિક ભાવોથી ભિન્ન અંદર નિત્ય આનંદકંદ પ્રભુ આત્મા બિરાજે છે તેનો જ્ઞાનજળ વડે અભિષેક કર જેથી અમૃતની ધારા ઉછળશે. લ્યો, આનું નામ ધર્મ.

અંદર વસ્તુ-પોતે ચૈતન્યચમત્કારસ્વરૂપ નિત્ય અમૃતના ઓઘથી ભરેલી છે. તેનો દ્રષ્ટિમાં સ્વીકાર કરી સત્કાર કરતાં અંદર અતીન્દ્રિય આનંદની ધારા ઉલસે તે ધર્મ છે.

* કળશ ૨૦૬ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘ક્ષણિકવાદી કર્તા-ભોક્તામાં ભેદ માને છે, અર્થાત્ પહેલી ક્ષણે જે આત્મા હતો તે બીજી ક્ષણે નથી-એમ માને છે. આચાર્યદેવ કહે છે કે-અમે તેને શું સમજાવીએ? આ ચૈતન્ય જ તેનું અજ્ઞાન દૂર કરશે-કે જે (ચૈતન્ય) અનુભવગોચર નિત્ય છે.’

જુઓ, અજ્ઞાનીને પોતાના ત્રિકાળી સ્વરૂપની ખબર નથી. તેથી તે વર્તમાન પર્યાયને જ આત્મા માને છે. ક્ષણેક્ષણે જે પર્યાય બદલાય છે તેને જ તે આત્મા માને છે. વર્તમાન જે આત્મા છે તે બીજે સમયે નથી, બીજે સમયે બીજો ને ત્રીજે સમયે ત્રીજો આત્મા-એમ ક્ષણિકવાદી બૌદ્ધમતી કર્તા-ભોક્તાનો ભેદ માને છે.


PDF/HTML Page 3296 of 4199
single page version

આચાર્યદેવ કહે છે-તેને અમે શું સમજાવીએ? આ ચૈતન્ય જ તેનું અજ્ઞાન દૂર કરશે-કે જે ચૈતન્ય અનુભવગોચર નિત્ય છે. અહાહા....! પ્રતિસમય પલટતું હોવા છતાં, આચાર્ય કહે છે, સ્વાનુભવમાં જે આ ચૈતન્ય નિત્ય અનુભવાય છે તે જ એનું અજ્ઞાન મટાડશે અર્થાત્ નિત્ય ચૈતન્યમાત્ર વસ્તુનો અનુભવ થયે એની ભ્રાન્તિ દૂર થશે. લ્યો, આવી વાત. અહા! નિત્ય-અનિત્યના વિભાગની અજ્ઞાનીને ખબર નથી. તેનું અજ્ઞાન આ ચૈતન્ય જ દૂર કરશે-કે જે ચૈતન્ય અનુભવગોચર નિત્ય છે.

‘પહેલી ક્ષણે જે આત્મા હતો તે જ બીજી ક્ષણે કહે છે કે “હું પહેલાં હતો તે જ છું;” આવું સ્મરણપૂર્વક પ્રત્યભિજ્ઞાન આત્માની નિત્યતા બતાવે છે.’

કાલની વાત આજે યાદ આવે છે ને? માટે યાદ કરનાર દ્રવ્ય (-આત્મા) નિત્ય છે. ક્ષણવારમાં તે યાદ કરે છે કે-કાલ હતો તે જ આજે આ હું છું. આ રીતે જાણનારું દ્રવ્ય-ભગવાન આત્મા નિત્ય હોવાનું સિદ્ધ થાય છે. ભાઈ! ત્રિકાળી દ્રવ્યની સિદ્ધિ વિના અને ત્રિકાળી દ્રવ્યની દ્રષ્ટિ વિના એનું વર્તમાન -સમ્યગ્દર્શન સિદ્ધ થતું નથી. સ્મરણપૂર્વકનું પ્રત્યભિજ્ઞાન આત્માની નિત્યતા સિદ્ધ કરે છે. કાલે જોયું હતું તે જ આ ગામ હું આજે જોઉં છું-એવું જે પ્રત્યભિજ્ઞાન તે આત્માની નિત્યતા બતાવે છે.

‘અહીં બૌદ્ધમતી કહે છે કે-“જે પહેલી ક્ષણે હતો તે જ હું બીજી ક્ષણે છું” એવું માનવું તે તો અનાદિ અવિદ્યાથી ભ્રમ છે; એ ભ્રમ મટે ત્યારે તત્ત્વ સિદ્ધ થાય, સમસ્ત કલેશ મટે.’

જુઓ, બૌદ્ધમતી સ્મરણપૂર્વકના પ્રત્યભિજ્ઞાનને અવિદ્યાજનિત ભ્રમ ઠરાવે છે, અને તે ભ્રમ મટે તો તત્ત્વ સિદ્ધ થાય ને કલેશ મટે એમ કહે છે. પણ એમ વસ્તુ નથી.

વાસ્તવમાં ક્ષણેક્ષણે પલટતી અવસ્થા જેટલો હું નથી; હું તો ત્રિકાળ નિત્ય વિજ્ઞાનઘન છું એવી દ્રષ્ટિ થાય ત્યારે એનું અજ્ઞાન મટે અને કલેશ દૂર થાય. ભાઈ! પ્રથમ સાચો નિર્ણય કરવો પડશે. શ્રીમદ્દે કહ્યું છે ને કે-

આત્મા દ્રવ્યે નિત્ય છે, પર્યાયે પલટાય;
બાળાદિ વય ત્રણ્યનું, જ્ઞાન એકને થાય.

પૂર્વ બાળક-અવસ્થા હતી, વર્તમાન યૌવનાવસ્થા છે અને ભવિષ્યમાં વૃદ્ધ અવસ્થા થશે. આમ દેહની ત્રણ અવસ્થાનું જ્ઞાન જે ત્રિકાળી એક છે તેને થાય છે. આ ત્રિકાળીની દ્રષ્ટિ કરતાં સમ્યગ્દર્શન થાય છે, ભ્રાન્તિ ટળે છે. ત્રિકાળીની દ્રષ્ટિ


PDF/HTML Page 3297 of 4199
single page version

કરનાર તો પર્યાય છે, પણ તે દ્રષ્ટિની પર્યાયનો વિષય ત્રિકાળી નિત્ય પ્રભુ આત્મા છે. ભાઈ! ત્રિકાળી ધ્રુવ નિત્યની દ્રષ્ટિ થયા વિના બધું થોથેથોથાં છે.

બૌદ્ધમતી શિષ્યના તર્કનો ઉત્તર આપવામાં આવે છેઃ- ‘હે બૌદ્ધ! તું આ જે દલીલ કરે છે તે આખી દલીલ કરનાર એક જ આત્મા છે કે અનેક આત્માઓ છે? વળી તારી આખી દલીલ એક જ આત્મા સાંભળે છે એમ માનીને તું દલીલ કરે છે કે આખી દલીલ પૂરી થતાં સુધીમાં અનેક આત્માઓ પલટાઈ જાય છે એમ માનીને દલીલ કરે છે? જો અનેક આત્માઓ પલટાઈ જતા હોય તો તારી આખી દલીલ તો કોઈ આત્મા સાંભળતો નથી; તો પછી દલીલ કરવાનું પ્રયોજન શું? આમ અનેક રીતે વિચારી જોતાં તને જણાશે કે આત્માને ક્ષણિક માનીને પ્રત્યભિજ્ઞાનને ભ્રમ કહી દેવો તે યથાર્થ નથી.’

જુઓ, શું કહે છે? આ આખી દલીલ કરનાર એક જ આત્મા છે કે અનેક આત્માઓ છે? જો અનેક છે તો દલીલ કરનારો તો કોઈ ઠરતો નથી. તથા જો એક જ હોય તો એમ કહીએ છીએ તેમ આત્માનું નિત્યપણું સિદ્ધ થઈ જાય છે.

વળી આખી દલીલ સાંભળનારો કોઈ એક આત્મા છે કે ક્ષણેક્ષણે પલટાઈ જતાં અનેક આત્માઓ છે? જો અનેક આત્માઓ છે તો તારી પૂરી દલીલ તો કોઈ સાંભળતું નથી; તો પછી; દલીલ કરવાનું પ્રયોજન શું? વળી તું જો એમ કહે કે ક્ષણેક્ષણે આત્મા તો નાશ પામી જાય છે પણ તે સંસ્કાર મૂકતો જાય છે તો તે પણ યથાર્થ નથી; કેમકે આત્મા નાશ પામે તો આધાર વિના સંસ્કાર કેમ રહી શકે? વળી કદાચિત્ એક આત્મા સંસ્કાર મૂકતો જાય, તોપણ તે આત્માના સંસ્કાર બીજા આત્મામાં પેસી જાય એવો નિયમ ન્યાયસંગત નથી.

બાપુ! તું પર્યાયમાત્ર ક્ષણિક આત્માને માને છે પણ જૈનમતમાં તો તેને પર્યાયમૂઢ કહ્યો છે. પર્યાયમાત્ર આત્મા માને તે મૂઢ છે, મિથ્યાદ્રષ્ટિ છે. અહા! આ શરીર, મન, વાણી ઇત્યાદિ તો આત્મા નહિ, પુણ્ય-પાપના ભાવ થાય તેય આત્મા નહિ અને વર્તમાન જ્ઞાનની જે દશા છે તેવડોય આત્મા નહિ. વર્તમાન જ્ઞાનની દશામાં રુચિ કરીને જે રહ્યો છે તે પર્યાયમૂઢ મિથ્યાદ્રષ્ટિ છે. જે એક સમયની દશાઓની પાછળ આખો નિત્યાનંદ-ચિદાનંદ પ્રભુ આત્મા રહેલો છે તેની દ્રષ્ટિ કર્યા વિના પર્યાયની રુચિમાં જે પડયો છે તે મૂઢ મિથ્યાદ્રષ્ટિ છે.

માટે વિચાર કર; આત્માને ક્ષણિક માનીને તું પ્રત્યભિજ્ઞાનને ભ્રમ કહે છે પણ તે યથાર્થ નથી. કાલે જેને જોયો હતો તે આ જ છે એવું જે જ્ઞાન તે પ્રત્યભિજ્ઞાન છે અને તે જ્ઞાન કરનાર દ્રવ્યને નિત્ય સિદ્ધ કરે છે.


PDF/HTML Page 3298 of 4199
single page version

પ્રવચનસારની ગાથા ૧૭૨ ની ટીકામાં ૨૦ મો બોલ છે; તેમાં કહ્યું છે કે- “લિંગ એટલે પ્રત્યભિજ્ઞાનનું કારણ એવું જે ગ્રહણ એટલે કે અર્થાવબોધસામાન્ય તે જેને નથી તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા દ્રવ્યથી નહિ આલિંગિત એવો શુદ્ધ પર્યાય છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે.”

પર્યાયમાત્ર વસ્તુ આત્મા-એમ વાત નથી અહીં. બહુ ઝીણી વાત પ્રભુ! આત્મા ત્રિકાળી ધ્રુવ નિત્ય દ્રવ્ય છે. એક સમયની શુદ્ધ પર્યાય (સમ્યગ્દર્શન) તેની દ્રષ્ટિ કરે છે છતાં તે પર્યાય દ્રવ્યને સ્પર્શતી નથી અને જે દ્રવ્ય છે તે પર્યાયને સ્પર્શતું નથી. મતલબ કે દ્રવ્યપર્યાય આખી વસ્તુ છે તેમાં ત્રિકાળી નિત્યદ્રવ્ય ને વર્તમાન પર્યાય પરસ્પર ભળીને એક થઈ જતાં નથી. આવી સૂક્ષ્મ વાત ભાઈ! આ તો પર્યાયદ્રષ્ટિ મટાડવાની વાત છે ભાઈ! આ શરીરાદિ તો દ્રવ્યને સ્પર્શે નહિ, કેમકે એ તો જડ માટી-ધૂળ છે, ને વિકાર- શુભાશુભભાવ પણ દ્રવ્યને સ્પર્શે નહિ કેમકે એય જડ છે, તથા એક સમયની નિર્મળ પર્યાય પણ નિત્ય એવા દ્રવ્યને સ્પર્શતી નથી. અહા! આવો નિત્ય-અનિત્યનો વિભાગ છે તે યથાર્થ જાણી દ્રવ્યદ્રષ્ટિ કરવી જોઈએ. સમજાય છે કાંઈ....?

‘માટે એમ સમજવું કે-આત્માને એકાંતે નિત્ય કે એકાંતે અનિત્ય માનવો તે બન્ને ભ્રમ છે, વસ્તુસ્વરૂપ નથી; અમે (જૈનો) કથંચિત્ નિત્યાનિત્યાત્મક વસ્તુસ્વરૂપ કહીએ છીએ તે જ સત્યાર્થ છે.’

આત્મા એકાંતે નિત્ય જ છે, અને પર્યાય છે જ નહિ એમ માનવું એ મિથ્યા ભ્રમ છે; અને એક સમયની પર્યાય છે અને ત્રિકાળી નિત્ય દ્રવ્ય નથી એમ માને એય મિથ્યા ભ્રમ છે.

અહા! પોતે ત્રિકાળી ધ્રુવ ચિત્ચમત્કારસ્વરૂપ નિત્ય દ્રવ્ય છે અને એની પલટતી અવસ્થા અનિત્ય પર્યાય છે. હવે એ અવસ્થામાં જે નિત્ય, ધ્રુવ એવા દ્રવ્યને દ્રષ્ટિમાં લેતો નથી તે મૂઢ અજ્ઞાની છે. તે બહારની ચીજ-શરીરાદિ જે અનિત્ય નાશવંત છે તેને ટકાવી રાખવા માગે છે પણ એ વૃથા છે; તેથી માત્ર ખેદ જ થાય છે. માટે દ્રવ્યસ્વરૂપથી નિત્ય અને પર્યાયસ્વરૂપથી અનિત્ય-એમ કથંચિત્ નિત્યાનિત્યાત્મક વસ્તુસ્વરૂપને જાણી નિત્યમાં દ્રષ્ટિ કરી સમકિતવંત થવું. આ ન્યાય છે.

સાંખ્યમતવાળા વસ્તુને ત્રિકાળી નિત્ય માને છે, પલટતી પર્યાયને માનતા નથી; જ્યારે બૌદ્ધમતવાળા પલટતી પર્યાયને માને છે, ત્રિકાળી નિત્યને માનતા નથી. બન્ને વસ્તુને એકાંતસ્વરૂપ માનતા હોવાથી મિથ્યાદ્રષ્ટિ છે. આચાર્યદેવ કહે છે- અમે જૈનો તો વસ્તુ જેમ છે તેમ દ્રવ્યસ્વરૂપથી નિત્ય અને પર્યાયરૂપથી પલટતી અનિત્ય માનીએ છીએ અને તે જ સત્યાર્થ છે. આવી વાતુ!


PDF/HTML Page 3299 of 4199
single page version

હવે, ફરી ક્ષણિકવાદને યુક્તિ વડે નિષેધતું, આગળની ગાથાઓની સૂચનારૂપ કાવ્ય કહે છેઃ-

* કળશ ૨૦૭ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘वृत्ति–अंश–भेदतः’ વૃત્ત્યંશોના અર્થાત્ પર્યાયોના ભેદને લીધે ‘अत्यंन्तं वृत्तिमत्–नाश–कल्पनात्’ વૃત્તિમાન અર્થાત્ દ્રવ્ય અત્યંત (સર્વથા) નાશ પામે છે-એવી કલ્પના દ્વારા ‘अन्य करोति’ અન્ય કરે છે અને ‘अन्य भुंक्ते’ અન્ય ભોગવે છે ‘इति एकान्तः मा चकास्तु’ એવો એકાન્ત ન પ્રકાશો.

વૃત્તિ-અંશો એટલે પર્યાયના ભેદો; વૃત્તિ એટલે પર્યાય-અવસ્થા. આ સોનું-સુવર્ણ હોય છે ને! તેમાં સોનું છે તો સોનાપણે નિત્ય-કાયમ છે, તેના પીળાશ, ચીકાશ, વજન ઇત્યાદિ ગુણ છે તે નિત્ય-કાયમ છે, અને તેની કડા, કુંડળ, સાંકળી ઇત્યાદિ પલટતી અવસ્થાઓ છે તે પર્યાય છે. તેમ ભગવાન આત્મા ચૈતન્યચમત્કાર પ્રભુ અંદર છે તે ધ્રુવ ત્રિકાળી નિત્ય દ્રવ્ય છે, તેના જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ ગુણ છે તેય નિત્ય છે, અને તેની પલટતી અવસ્થા (ગતિ આદિ) છે તે પર્યાય છે. હવે આમાં બૌદ્ધમતી છે તે એકાંતે પર્યાયને જ આત્મા કહે છે. અજ્ઞાનીની પણ અનાદિથી પર્યાય ઉપર જ દ્રષ્ટિ છે, તેથી બૌદ્ધમતીની જેમ તે પણ મૂઢ મિથ્યાદ્રષ્ટિ છે.

પણ આમાં ધર્મ શું આવ્યો? અરે ભાઈ! તું કોણ છો ને કેવડો છો તથા આ તારી અવસ્થાઓ કેવી રીતે છે તેને યથાર્થ જાણી નિત્યાનંદ-ચિદાનંદ સ્વરૂપનો પર્યાયમાં સ્વીકાર કરવો એનું નામ ધર્મ છે. ધર્મ બીજી શું ચીજ છે. આ વ્રત, તપ ને ભક્તિ આદિ તું કરે છે એ કાંઈ ધર્મ નથી; એ તો બધો રાગ છે, આસ્રવ છે અને એને ધર્મ માને એ તો મિથ્યાત્વ છે, મહાપાપ છે. સમજાણું કાંઈ....?

આચાર્યદેવ અહીં કહે છે-પર્યાયોના ભેદને લીધે વૃત્તિમાન દ્રવ્ય અત્યંત નાશ પામે છે એવી કલ્પના દ્વારા “અન્ય કરે છે અને અન્ય ભોગવે છે”-એવો એકાંત ન પ્રકાશો એટલે શું? કે અંદર વસ્તુ-ભગવાન આત્મા પોતે સચ્ચિદાનંદ પ્રભુ ત્રિકાળ નિત્ય છે; પણ પલટતી પર્યાયોના ભેદ-ભિન્નતાને લીધે અજ્ઞાની-બૌદ્ધમતી, વૃત્તિમાન દ્રવ્ય નાશ પામે છે. અને ક્ષણેક્ષણે અન્ય-અન્ય આત્મા ઉપજે છે એમ કલ્પના કરે છે. વર્તમાન વિકારી પરિણામ અનેરો-અન્ય આત્મા કરે છે અને પછીનો અનેરો-અન્ય આત્મા તેનું ફળ ભોગવે છે-એમ અજ્ઞાની માને છે. તેને અહીં કહે છે-અન્ય કરે છે ને અન્ય ભોગવે છે- એવું એકાંત ન પ્રકાશો; અર્થાત્ એવું એકાંત વસ્તુ-સ્વરૂપ નથી.


PDF/HTML Page 3300 of 4199
single page version

તો કેવી રીતે છે? જે જીવ વર્તમાન પર્યાયમાં રાગદ્વેષ કરે છે તે જ જીવ ભવિષ્યમાં તેનું ફળ ભોગવે છે. પાપના પરિણામ કરનારી એક અવસ્થા છે અને તેનું ફળ ભોગવનારી પર્યાય બીજી છે પણ તે બન્ને પર્યાયોમાં રહેલું દ્રવ્ય-આત્મા તો એનું એ જ છે. પર્યાય અનેરી અનેરી છે, પણ દ્રવ્ય તો એનું એ જ છે, જેણે પાપ કર્યું તે જ આત્મા તેનું ફળ જે દુઃખ તે ભોગવે છે. ભાઈ! વૃત્તિમાન એવું જે દ્રવ્ય તે ત્રિકાળ નિત્ય છે. તેથી આત્મા જે વર્તમાન પર્યાયમાં પાપ કરે છે તે જ તેનું ફળ આગામી બીજી પર્યાયમાં ભોગવે છે. વર્તમાનમાં મનુષ્યની પર્યાયમાં કોઈ તીવ્ર પાપ ઉપજાવે, સાતે વ્યસન સેવે તે મરીને જાય નરકમાં એને ત્યાં એના ફળમાં તીવ્ર દુઃખ ભોગવે. પણ ત્યાં અવસ્થા પલટવા છતાં આત્મા તો એનો એ જ છે, આત્મા કરે એ જુદો ને વળી ભોગવે એ જુદો-એવી માન્યતા અજ્ઞાન છે, મિથ્યાત્વ છે. આવી વાતુ!

પણ અરે! એને નવરાશ ક્યાં છે આવું સમજવાની. બિચારો દૂર દેશાવર જાય ને ધંધામાં મશગુલ રહે; બહુ ધન કમાય એટલે સમજે કે ફાવ્યા. ધૂળમાંય ફાવ્યા નથી સાંભળને. એ ધનના ઢગલા તો બાપુ! બધા ધૂળના ઢગલા છે. એમાં ક્યાં સુખ છે? એ તો એના કારણે આવે છે ને એના કારણે જાય છે. તું શું કમાય? એની મમતા કરીને તો ભગવાન! તું દુઃખના ઢગલા કમાઈ રહ્યો છે. અહીં કહે છે-એ ધનની (વર્તમાનમાં) મમતા કરનારો ને ભવિષ્યમાં તેના ફળમાં દુઃખનો ભોગવનારો આત્મા એનો એ જ છે.

ભગવાન! ધન-સંપતિ મારાં સુખનાં સાધન છે એમ માની એની મમતા કરે એ તો મૂઢ મહા-મૂરખ છે. મહામૂરખ હોં.

તો નાનો મૂરખ કોણ? સમકિત થયા પછી કિંચિત્ ચારિત્રનો દોષ રહે તે નાનો મૂરખ. જેને મિથ્યાશ્રદ્ધાનો દોષ છે તે મૂઢ મહામૂરખ. ભાઈ! ચારિત્રનો કિંચિત્ દોષ છે એય પોતાની મૂર્ખાઈ છે ને? તેથી તે નાનો મૂરખ. એ સમાધિશતકમાં પૂજ્યપાદ સ્વામીએ કહ્યું છે ભાઈ! કે -આ હું બીજાને ઉપદેશ આપી સમજાવું એવો જે મને વિકલ્પ છે તે મારી ઉન્મત્તપણાની ચેષ્ઠા છે. એમ કે- હું તો -આત્મા નિત્ય નિર્વિકલ્પ છું, અને મારે અંદર નિર્વિકલ્પ રહેવું જોઈએ; છતાં આવો બીજાને સમજાવવાનો વિકલ્પ આવ્યો! એ ઉન્મત્તતા છે. લ્યો, આવી વાત! મુનિરાજને ઉપદેશનો (સમજાવવાનો કે સાંભળવાનો) વિકલ્પ આવે તે અસ્થિરતાનો ચારિત્રદોષ હોવાથી તે ઉન્મત્તતા છે એમ ત્યાં કહ્યું છે. (સમાધિશતક શ્લોક ૧૯). બાપુ! આ તો વીતરાગના કાયદા ભાઈ!

અહીં કહે છે-પર્યાયનો નાશ થતાં દ્રવ્ય જ સર્વથા નાશ પામે છે એમ મત