PDF/HTML Page 3301 of 4199
single page version
માનો. વાસ્તવમાં આત્માની વર્તમાન પર્યાયનો નાશ થઈ એની નવી અવસ્થા ઉત્પન્ન થાય છે, આત્મા તો ત્યાં ત્રિકાળ નિત્ય જ રહે છે. અહા! આવા નિત્ય ચિદાનંદસ્વરૂપ આત્માની દ્રષ્ટિ કરવી તે સમ્યગ્દર્શન છે અને તે પ્રથમ ધર્મ છે. ભાઈ! પ્રથમ વસ્તુસ્વરૂપનું યથાર્થ જ્ઞાન કરવું પડશે; યથાર્થ જાણ્યા વિના દ્રષ્ટિ સાચી નહીં થાય.
‘દ્રવ્યની અવસ્થાઓ ક્ષણેક્ષણે નાશ પામતી હોવાથી બૌદ્ધમતી એમ માને છે કે “ દ્રવ્ય જ સર્વથા નાશ પામે છે.” આવી એકાંત માન્યતા મિથ્યા છે. જો અવસ્થાવાન પદાર્થનો નાશ થાય તો અવસ્થા કોના આશ્રયે થાય? એ રીતે બન્નેના નાશનો પ્રસંગ આવવાથી શૂન્યનો પ્રસંગ આવે છે.’
જુઓ, પર્યાયનો-અવસ્થાનો નાશ થતાં આત્માનો-દ્રવ્યનો નાશ માને એ તો અજ્ઞાનીની-બૌદ્ધમતીની જૂઠી કલ્પના છે; કેમકે અવસ્થાવાન દ્રવ્યનો નાશ થાય તો અવસ્થા કોના આશ્રયે થાય? નવી નવી અવસ્થા જે ક્ષણેક્ષણે થાય છે તેનો આધાર તો નિત્ય દ્રવ્ય છે. હવે દ્રવ્ય જ નાશ પામી જાય તો આધાર નાશ પામતાં પર્યાય પણ કોના આશ્રયે ઉત્પન્ન થાય? આ રીતે બન્નેના નાશનો પ્રસંગ આવે, શૂન્યપણાનો પ્રસંગ આવે. પણ એમ છે નહિ. જુઓ, સોનાની સાંકળી પલટીને કંકણ થાય છે; ત્યાં શું સોનું નાશ પામી જાય છે? કદીય નહિ. તેમ અવસ્થા ભલે પલટે, પણ અવસ્થાવાન એવું દ્રવ્ય તો નિત્ય જ રહે છે.
હવે ધ્યાન કરો, ધ્યાન કરો એમ કેટલાક રાડો પાડે છે, ધ્યાનની શિબિરો પણ લગાવે છે પણ કોનું ધ્યાન કરવું? વસ્તુ જ પોતાની જ્યાં દ્રષ્ટિમાં આવી નથી ત્યાં કોનું ધ્યાન કરે? ધ્યાનનો વિષય તો ભાઈ! અંદર રહેલું ત્રિકાળી ધ્રુવ નિત્ય પરમાત્મદ્રવ્ય છે. હવે દ્રવ્યના સ્વીકાર વિના એ કોનું ધ્યાન કરે? એ રાગનું ધ્યાન કરશે; (એને આર્ત્ત-રૌદ્ર ધ્યાન થયા કરશે).
અહા! રાગને-પુણ્યને ને પર્યાયને જ એ આત્મા માને છે એ એની ભૂલ છે. પણ એ ભૂલ પર્યાયમાં થઈ છે, વસ્તુમાં નથી. ત્રિકાળી દ્રવ્યસ્વભાવ તો એવો ને એવો નિત્ય જ્ઞાયકભાવપણે રહ્યો છે. અહા! એની દ્રષ્ટિ કરતાં એની વર્તમાન ભૂલ છૂટી જાય છે અને આ જ એક કર્તવ્ય છે, ધર્મ છે. આવી વાતુ છે.
PDF/HTML Page 3302 of 4199
single page version
जम्हा तम्हा कुव्वदि सो वा अण्णो व णेयंतो।। ३४५।।
केहिंचि दु पज्जएहिं विणस्सए णेव केहिंचि दु जीवो।
जम्हा तम्हा वेददि सो वा अण्णो व णेयंतो।। ३४६।।
जो चेव कुणदि सो चिय ण वेदए जस्स एस सिद्धंतो।
सो जीवो णादव्वो मिच्छादिट्ठी अणारिहदो।।
सो जीवो णादव्वो मिच्छादिट्ठी अणारिहदो।। ३४८।।
यस्मात्तस्मात्करोति स वा अन्यो वा नैकान्तः।। ३४५।।
હવે ગાથાઓમાં અનેકાંતને પ્રગટ કરીને ક્ષણિકવાદને સ્પષ્ટ રીતે નિષેધે છેઃ-
તેથી કરે છે તે જ કે બીજો–નહીં એકાંત છે. ૩૪પ.
પર્યાય કંઈકથી વિણસે જીવ, કંઈકથી નહિ વિણસે,
જીવ તેથી વેદે તે જ કે બીજો–નહીં એકાંત છે. ૩૪૬.
જીવ જે કરે તે ભોગવે નહિ–જેહનો સિદ્ધાંત એ,
તે જીવ મિથ્યાદ્રષ્ટિ છે, અર્હંતના મતનો નથી. ૩૪૭.
જીવ અન્ય કરતો, અન્ય વેદે–જેહનો સિદ્ધાંત એ,
તે જીવ મિથ્યાદ્રષ્ટિ છે, અર્હંતના મતનો નથી. ૩૪૮.
ગાથાર્થઃ– [यस्मात्] કારણ કે [जीवः] જીવ [कैश्चित् पर्यायैः तु] કેટલાક પર્યાયોથી [विनश्यति] નાશ પામે છે [तु] અને [कैश्चित्] કેટલાક પર્યાયોથી
PDF/HTML Page 3303 of 4199
single page version
यस्मात्तस्माद्वेदयते स वा अन्यो वा नैकान्तः।।३४६।।
यश्चैव करोति य चैव न वेदयते यस्य एष सिद्धान्तः।
स जीवो ज्ञातव्यो मिथ्याद्रष्टिरनार्हतः।।३४७।।
अन्यः करोत्यन्यः परिभुंक्ते यस्य एष सिद्धान्तः।
स जीवो ज्ञातव्यो मिथ्याद्रष्टिरनार्हतः।।३४८।।
[न एव] નથી નાશ પામતો, [तस्मात्] તેથી [सः वा करोति] ‘(જે ભોગવે છે) તે જ કરે છે’ [अन्यः वा] અથવા ‘બીજો જ કરે છે’ [न एकान्तः] એવો એકાંત નથી (- સ્યાદ્વાદ છે).
[यस्मात्] કારણ કે [जीवः] જીવ [कैश्चित् पर्यायैः तु] કેટલાક પર્યાયોથી [विनश्यति] નાશ પામે છે [तु] અને [कैश्चित्] કેટલાક પર્યાયોથી [न एव] નથી નાશ પામતો, [तस्मात्] તેથી [सः वा वेदयते] ‘(જે કરે છે) તે જ ભોગવે છે’ [अन्यः वा] અથવા ‘બીજો જ ભોગવે છે’ [न एकान्तः] એવો એકાંત નથી (- સ્યાદ્વાદ છે).
‘[यः च एव करोति] જે કરે છે [सः च एव न वेदयते] તે જ નથી ભોગવતો’ [एषः यस्य सिद्धान्तः] એવો જેનો સિદ્ધાંત છે, [सः जीवः] તે જીવ [मिथ्याद्रष्टिः] મિથ્યાદ્રષ્ટિ, [अनार्हतः] અનાર્હત (-અર્હત્ના મતને નહિ માનનારો) [ज्ञातव्यः] જાણવો.
‘[अन्यः करोति] બીજો કરે છે [अन्यः परिभुंक्ते] અને બીજો ભોગવે છે’ [एषः यस्य सिद्धान्तः] એવો જેનો સિદ્ધાંત છે, [सः जीवः] તે જીવ [मिथ्याद्रष्टिः] મિથ્યાદ્રષ્ટિ, [अनार्हतः] અનાર્હત (-અજૈન) [सज्ञातव्यः] જાણવો.
ટીકાઃ– જીવ, પ્રતિસમયે સંભવતા (-દરેક સમયે થતા) અગુરુલઘુગુણના પરિણામ દ્વારા ક્ષણિક હોવાથી અને અચલિત ચૈતન્યના અન્વયરૂપ ગુણ દ્વારા નિત્ય હોવાથી, કેટલાક પર્યાયોથી વિનાશ પામે છે અને કેટલાક પર્યાયોથી નથી વિનાશ પામતો-એમ બે સ્વભાવવાળો જીવસ્વભાવ છે; તેથી ‘જે કરે છે તે જ ભોગવે છે’ અથવા ‘બીજો જ ભોગવે છે’ , ‘જે ભોગવે છે તે જ કરે છે’ અથવા ‘બીજો જ કરે છે’ -એવો એકાંત નથી. આમ અનેકાંત હોવા છતાં, ‘જે (પર્યાય) તે ક્ષણે વર્તે છે, તેને જ પરમાર્થ સત્પણું હોવાથી, તે જ વસ્તુ છે’ એમ વસ્તુના અંશમાં વસ્તુપણાનો અધ્યાસ કરીને શુદ્ધનયના લોભથી ઋજુસૂત્રનયના એકાંતમાં રહીને જે એમ
PDF/HTML Page 3304 of 4199
single page version
कालोपाधिबलादशुद्धिमधिकां तत्रापि मत्वा परैः।
चैतन्यं क्षणिकं प्रकल्प्य पृथुकैः शुद्धर्जुसूत्रे रतै–
रात्मा व्युज्झित एष हारवदहो निःसूत्रमुक्तेक्षिभिः।। २०८।।
દેખે-માને છે કે “જે કરે છે તે જ નથી ભોગવતો, બીજો કરે છે અને બીજો ભોગવે છે”, તે જીવ મિથ્યાદ્રષ્ટિ જ દેખવો-માનવો; કારણ કે, વૃત્ત્યંશોનું (પર્યાયોનું) ક્ષણિકપણું હોવા છતાં, વૃત્તિમાન (પર્યાયી) જે ચૈતન્યચમત્કાર (આત્મા) તે તો ટંકોત્કીર્ણ (નિત્ય) જ અંતરંગમાં પ્રતિભાસે છે.
ભાવાર્થઃ– વસ્તુનો સ્વભાવ જિનવાણીમાં દ્રવ્યપર્યાયસ્વરૂપ કહ્યા છે; માટે સ્યાદ્વાદથી એવો અનેકાંત સિદ્ધ થાય છે કે પર્યાય-અપેક્ષાએ તો વસ્તુ ક્ષણિક છે અને દ્રવ્ય-અપેક્ષાએ નિત્ય છે. જીવ પણ વસ્તુ હોવાથી દ્રવ્યપર્યાયસ્વરૂપ છે. તેથી, પર્યાયદ્રષ્ટિએ જોવામાં આવે તો કાર્યને કરે છે એક પર્યાય, અને ભોગવે છે અન્ય પર્યાય; જેમ કે- મનુષ્યપર્યાયે શુભાશુભ કર્મ કર્યાં અને તેનું ફળ દેવાદિપર્યાયે ભોગવ્યું. દ્રવ્યદ્રષ્ટિએ જોવામાં આવે તો, જે કરે છે તે જ ભોગવે છે; જેમ કે-મનુષ્યપર્યાયમાં જે જીવદ્રવ્યે શુભાશુભ કર્મ કર્યાં, તે જ જીવદ્રવ્યે દેવાદિ પર્યાયમાં પોતે કરેલાં કર્મનું ફળ ભોગવ્યું.
આ રીતે વસ્તુનું સ્વરૂપ અનેકાંતરૂપ સિદ્ધ હોવા છતાં, જે જીવ શુદ્ધનયને સમજ્યા વિના શુદ્ધનયના લોભથી વસ્તુના એક અંશને (-વર્તમાન કાળમાં વર્તતા પર્યાયને) જ વસ્તુ માની ઋજુસૂત્રનયના વિષયનો એકાંત પકડી એમ માને છે કે ‘જે કરે છે તે જ ભોગવતો નથી-અન્ય ભોગવે છે, અને જે ભોગવે છે તે જ કરતો નથી-અન્ય કરે છે’ , તે જીવ મિથ્યાદ્રષ્ટિ છે, અર્હંતના મતનો નથી; કારણ કે, પર્યાયોનું ક્ષણિકપણું હોવા છતાં, દ્રવ્યરૂપ ચૈતન્યચમત્કાર તો અનુભવગોચર નિત્ય છે; પ્રત્યભિજ્ઞાનથી જણાય છે કે ‘બાળક અવસ્થામાં જે હું હતો તે જ હું તરુણ અવસ્થામાં હતો અને તે જ હું વૃદ્ધ અવસ્થામાં છું’ . આ રીતે જે કથંચિત્ નિત્યરૂપે અનુભવગોચર છે-સ્વસંવેદનમાં આવે છે અને જેને જિનવાણી પણ એવો જ ગાય છે, તેને જે ન માને તે મિથ્યાદ્રષ્ટિ છે એમ જાણવું.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ- શ્લોકાર્થઃ– [आत्मानं परिशुद्धम् ईप्सुभिः परैः अन्धकैः] આત્માને સમસ્તપણે શુદ્ધ ઇચ્છનારા બીજા કોઈ અંધોએ- [पृथुकैः] બાલિશ જનોએ (બૌદ્ધોએ) - [काल– उपाधि–बलात् अपि तत्र अधिकाम् अशुद्धिम् मत्वा] કાળની ઉપાધિના કારણે પણ
PDF/HTML Page 3305 of 4199
single page version
कर्ता वेदयिता च मा भवतु वा वस्त्वेव सञ्चिन्त्यताम्।
प्रोता सूत्र इवात्मनीह निपुणैर्भेत्तुं न शक्या क्वचि–
च्चिच्चिन्तामणिमालिकेयमभितोऽप्येका चकास्त्वेव नः।। २०९।।
આત્મામાં અધિક અશુદ્ધિ માનીને [अतिव्याप्तिं प्रपद्य] અતિવ્યાપ્તિને પામીને, [शुद्ध– ऋजुसूत्रे रतैः] શુદ્ધ ઋજુસૂત્રનયમાં રત થયા થકા [चैतन्यं क्षणिकं प्रकल्प्य] ચૈતન્યને ક્ષણિક કલ્પીને, [अहो एषः आत्मा व्युज्झितः] આ આત્માને છોડી દીધો; [निःसूत्र– मुक्ता–ईक्षिभिः हारवत्] જેમ હારમાંનો દોરો નહિ જોતાં કેવળ મોતીને જ જોનારાઓ હારને છોડી દે છે તેમ.
ભાવાર્થઃ– આત્માને સમસ્તપણે શુદ્ધ માનવાના ઇચ્છક એવા બૌદ્ધોએ વિચાર્યું કે-“ આત્માને નિત્ય માનવામાં આવે તો નિત્યમાં કાળની અપેક્ષા આવે છે તેથી ઉપાધિ લાગી જશે; એમ કાળની ઉપાધિ લાગવાથી આત્માને મોટી અશુદ્ધતા આવશે અને તેથી અતિવ્યાપ્તિ દોષ લાગશે.” આ દોષના ભયથી તેઓએ શુદ્ધ ઋજુસૂત્રનયનો વિષય જે વર્તમાન સમય તેટલો જ માત્ર (-ક્ષણિક જ-) આત્માને માન્યો અને નિત્યાનિત્યસ્વરૂપ આત્માને ન માન્યો. આમ આત્માને સર્વથા ક્ષણિક માનવાથી તેમને નિત્યાનિત્યસ્વરૂપ- દ્રવ્યપર્યાયસ્વરૂપ સત્યાર્થ આત્માની પ્રાપ્તિ ન થઈ; માત્ર ક્ષણિક પર્યાયમાં આત્માની કલ્પના થઈ; પરંતુ તે આત્મા સત્યાર્થ નથી.
મોતીના હારમાં, દોરામાં અનેક મોતી પરોવેલાં હોય છે; જે માણસ તે હાર નામની વસ્તુને મોતી તેમ જ દોરા સહિત દેખતો નથી-માત્ર મોતીને જ જુએ છે, તે છૂટા છૂટા મોતીને જ ગ્રહણ કરે છે, હારને છોડી દે છે; અર્થાત્ તેને હારની પ્રાપ્તિ થતી નથી. તેવી રીતે જે જીવો આત્માના એક ચૈતન્યભાવને ગ્રહણ કરતા નથી અને સમયે સમયે વર્તનાપરિણામરૂપ ઉપયોગની પ્રવૃત્તિને દેખી આત્માને અનિત્ય કલ્પીને, ઋજુસૂત્રનયનો વિષય જે વર્તમાન-સમયમાત્ર ક્ષણિકપણું તેટલો જ માત્ર આત્માને માને છે (અર્થાત્ જે જીવો આત્માને દ્રવ્યપર્યાયરૂપ માનતા નથી-માત્ર ક્ષણિક પર્યાયરૂપ જ માને છે), તેઓ આત્માને છોડી દે છે; અર્થાત્ તેમને આત્માની પ્રાપ્તિ થતી નથી. ૨૦૮.
હવેના કાવ્યમાં આત્માનો અનુભવ કરવાનું કહે છેઃ- શ્લોકાર્થઃ– [कर्तुः च वेदयितुः युक्तिवशतः भेदः अस्तु वा अभेदः अपि] કર્તાનો અને ભોક્તાનો યુક્તિના વશે ભેદ હો અથવા અભેદ હો, [वा कर्ता च वेदयिता मा
PDF/HTML Page 3306 of 4199
single page version
कर्तृ कर्म च विभिन्नमिष्यते।
निश्चयेन यदि वस्तु चिन्त्यते
कर्त कर्म च सदैकमिष्यते।। २१०।।
भवतु] અથવા કર્તા અને ભોક્તા બન્ને ન હો; [वस्तु एव सञ्चिन्त्यताम्] વસ્તુને જ અનુભવો. [निपुणैः सूत्रे इव इह आत्मनि प्रोता चित्–चिन्तामणि–मालिका क्वचित् भेत्तुं न शक्या] જેમ ચતુર પુરુષોએ દોરામાં પરોવેલી મણિઓની માળા ભેદી શકાતી નથી, તેમ આત્મામાં પરોવેલી ચૈતન્યરૂપ ચિંતામણિની માળા પણ કદી કોઈથી ભેદી શકાતી નથી; [इयम् एका] એવી આ આત્મારૂપી માળા એક જ, [नः अभितः अपि चकास्तु एव] અમને સમસ્તપણે પ્રકાશમાન હો (અર્થાત્ નિત્યત્વ, અનિત્યત્વ આદિના વિકલ્પો છૂટી આત્માનો નિર્વિકલ્પ અનુભવ અમને હો).
ભાવાર્થઃ– આત્મા વસ્તુ હોવાથી દ્રવ્યપર્યાયાત્મક છે; તેથી તેમાં ચૈતન્યના પરિણમનરૂપ પર્યાયના ભેદોની અપેક્ષાએ તો કર્તા-ભોક્તાનો ભેદ છે અને ચિન્માત્ર દ્રવ્યની અપેક્ષાએ ભેદ નથી; એમ ભેદ-અભેદ હો. અથવા ચિન્માત્ર અનુભવનમાં ભેદ- અભેદ શા માટે કહેવો? (આત્માને) કર્તા-ભોક્તા જ ન કહેવો, વસ્તુમાત્ર અનુભવ કરવો. જેમ મણિઓની માળામાં મણિઓની અને દોરાની વિવક્ષાથી ભેદ-અભેદ છે પરંતુ માળામાત્ર ગ્રહણ કરતાં ભેદાભેદ-વિકલ્પ નથી, તેમ આત્મામાં પર્યાયોની અને દ્રવ્યની વિવક્ષાથી ભેદ-અભેદ છે પરંતુ આત્મવસ્તુમાત્ર અનુભવ કરતાં વિકલ્પ નથી. આચાર્ય મહારાજ કહે છે કે-એવો નિર્વિકલ્પ આત્માનો અનુભવ અમને પ્રકાશમાન હો. ૨૦૯.
હવે આગળની ગાથાઓની સૂચનારૂપ કાવ્ય કહે છેઃ- શ્લોકાર્થઃ– [केवलं व्यावहारिकद्रशा एव कर्तृ च कर्म विभिन्नम् इष्यते] કેવળ વ્યાવહારિક દ્રષ્ટિથી જ કર્તા અને કર્મ ભિન્ન ગણવામાં આવે છે; [निश्चयेन यदि वस्तु चिन्त्यते] નિશ્ચયથી જો વસ્તુને વિચારવામાં આવે, [कर्तृ च कर्म सदा एकम् इष्यते] તો કર્તા અને કર્મ સદા એક ગણવામાં આવે છે.
ભાવાર્થઃ– કેવળ વ્યવહાર-દ્રષ્ટિથી જ ભિન્ન દ્રવ્યોમાં કર્તા-કર્મપણું ગણવામાં આવે છે; નિશ્ચય-દ્રષ્ટિથી તો એક જ દ્રવ્યમાં કર્તા-કર્મપણું ઘટે છે. ૨૧૦.
PDF/HTML Page 3307 of 4199
single page version
હવે ગાથાઓમાં અનેકાન્તને પ્રગટ કરીને ક્ષણિકવાદને સ્પષ્ટ રીતે નિષેધે છેઃ-
‘જીવ, પ્રતિસમયે સંભવતા (-દરેક સમયે થતા) અગુરુલઘુગુણના પરિણામ દ્વારા ક્ષણિક હોવાથી અને અચલિત ચૈતન્યના અન્વયરૂપ ગુણ દ્વારા નિત્ય હોવાથી, કેટલાક પર્યાયોથી વિનાશ પામે છે અને કેટલાક પર્યાયોથી નથી વિનાશ પામતો- એમ બે સ્વભાવવાળો જીવસ્વભાવ છે;...’
‘જીવ, પ્રતિસમયે સંભવતા...’ , પ્રત્યેક સમયે સંભવતા... અહાહા.....! ભાષા દેખો; એમ કે પ્રતિસમય જે પર્યાય (નિશ્ચિત) સંભવિત છે તે સંભવે છે, થાય છે-એમ કહે છે. સમજાણું કાંઈ...? આ વિકારી ભાવ કર્મને લઈને થાય છે, વા કર્મ વિકારને કરે છે ને કર્મ ખસી જાય તો ધર્મ થાય એમ જે માને છે તે પર્યાય સત્ છે ને તે પોતાથી થાય છે એમ માનતો નથી. તેને પર્યાય ને દ્રવ્યની સ્વતંત્રતાની ખબર નથી. વાસ્તવમાં દરેક સમયે જે પર્યાય થવાની હોય તે જ થાય છે. વસ્તુ ત્રિકાળ નિત્ય છે ને તેની પ્રતિસમય થનારી પર્યાય જે થવાની હોય તે થાય છે. પરને લઈને કે કર્મને લઈને તે થતી નથી. બદલતી નથી. આવી વસ્તુસ્થિતિ છે.
જેમ મોતીનો હાર હોય છે તેમાં હાર છે તે દ્રવ્ય, દોરો તે ગુણ અને જે મોતી છે તે પર્યાયના સ્થાને છે. તેમાં હાર ને દોરો તો કાયમી ચીજ છે, ને મોતીના દાણા તેમાં દરેક ક્રમસર છે. પોતપોતાના નિશ્ચિત સ્થાનમાં રહેલા ક્રમસર છે. પહેલું મોતી, પછી બીજું, પછી ત્રીજું -એમ પ્રત્યેક મોતી નિયત સ્થાનમાં રહેલું ક્રમબદ્ધ છે. તેમ આત્મા ત્રિકાળી નિત્ય દ્રવ્ય છે, તેના જ્ઞાનાદિ ગુણ નામ શક્તિઓ ત્રિકાળ નિત્ય છે અને તેમાં જે પર્યાયો થાય છે તે પ્રત્યેક સમયેસમયે નિયત ક્રમમાં જે થવાની હોય તે જ થાય છે; કોઈ પર્યાય આગળ-પાછળ થતી નથી. ઝીણી વાત છે. દ્રવ્યમાં જે પર્યાય જે કાળે થવાની હોય તે કાળે તે જ ત્યાં થાય છે. ‘પ્રતિસમયે સંભવતા...’ , એમ ટીકામાં છે ને? એ ‘સંભવતા’ શબ્દનો આ આશય છે. પ્રતિસમય જે પર્યાય થવાની હોય તે જ ક્રમબદ્ધ થાય, તેમાં કોઈ અન્ય ફેરફાર કરી શકે નહિ. આ પ્રમાણે આત્મા પરનો અકર્તા અર્થાત્ કેવળ જ્ઞાતાદ્રષ્ટા જ છે એમ સિદ્ધ થાય છે.
ભગવાનના જ્ઞાનમાં ત્રણલોક ત્રણકાળ જણાયા છે. પ્રત્યેક, દ્રવ્યની અનાદિ-અનંત ત્રણકાળની ધારાવાહી પ્રગટ થનારી પર્યાયો ભગવાનના કેવળજ્ઞાનમાં જણાઈ છે. એનો અર્થ શું? કે આ શરીર, મન, વાણી, ઈન્દ્રિયો ઇત્યાદિ સમસ્ત પરદ્રવ્યની
PDF/HTML Page 3308 of 4199
single page version
પર્યાયોનો કર્તા આત્મા નથી. પ્રથમ આવી સાચી શ્રદ્ધા સહિત દ્રવ્યદ્રષ્ટિ પ્રગટ કરે એનું નામ સમ્યગ્દર્શન છે. ભાઈ! ત્રિકાળી દ્રવ્યની દ્રષ્ટિ થયા વિના પર્યાયનું સાચું જ્ઞાન થતું નથી. દ્રવ્ય-દ્રષ્ટિ અને સમ્યગ્દર્શન એ તો ધર્મની પહેલી સીઢી છે. ચારિત્ર તો એ પછીની વાત છે.
અહીં બીજી વાત સિદ્ધ કરવી છે. અહીં કહે છે-આત્મામાં એક અગુરુલઘુ નામનો ગુણ છે, તે ત્રિકાળ છે પણ તેનું વર્તમાન પરિણામ ક્ષણિક છે, તો તે ક્ષણિક પરિણામ દ્વારા, કહે છે, જીવ ક્ષણિક છે અને અચલિત ચૈતન્યના અન્વયરૂપ ગુણદ્વારા જીવ નિત્ય છે. અહાહા...! ચૈતન્ય... ચૈતન્ય... ચૈતન્ય... એમ ચૈતન્યના સદ્રશ પ્રવાહરૂપ જે અચલિત ચૈતન્ય તેના દ્વારા, કહે છે, જીવ નિત્ય છે. લ્યો, આવી વસ્તુ! કેટલાક પર્યાયોથી વિનાશ પામે છે ને કેટલાક પર્યાયોથી નથી વિનાશ પામતો-એમ બે સ્વભાવવાળો જીવસ્વભાવ છે. એટલે શું? કે પ્રતિસમય પલટતી ને નવી નવી થતી પર્યાયની અપેક્ષાએ જીવ વિનાશ પામે છે અને કેટલીક પર્યાયોથી એટલે અચલિત નિત્ય રહેતા ચૈતન્યની અપેક્ષાએ-નિત્ય ગુણની અપેક્ષાએ જીવ વિનાશ પામતો નથી. આમાં પર્યાય શબ્દે ગુણ સમજવા. ભેદ પડયો ને? માટે તેને અહીં પર્યાય કહેલ છે. જીવદ્રવ્ય પોતાના ચૈતન્યગુણથી વિનાશ પામતું નથી, શાશ્વત અવિનાશી છે. આમ પર્યાયસ્વભાવ અને ગુણસ્વભાવ -એમ બે સ્વભાવવાળું દ્રવ્ય છે. તેને પર સાથે કાંઈ સંબંધ નથી.
હવે કહે છે- ‘તેથી “ જે કરે છે તે જ ભોગવે છે” અથવા “બીજો જ ભોગવે છે,” “જે ભોગવે છે તે જ કરે છે” અથવા “બીજો જ કરે છે” -એવો એકાંત નથી.’
શું કીધું? જીવ દ્રવ્યપર્યાયરૂપ નિત્યસ્વભાવ અને અનિત્યસ્વભાવ -એમ બે સ્વભાવવાળો છે. તેથી-
જે કરે છે તે જ ભોગવે છે અથવા બીજો જ ભોગવે છે-એવો એકાંત નથી. તથા- જે ભોગવે છે તે જ કરે છે અથવા બીજો જ કરે છે-એવો એકાંત નથી. ભાઈ! આ તો હજુ તત્ત્વ કેવું છે તેનો નિર્ણય કરવાની વાત છે; તેનો અનુભવ કરવો એ તો પછીની વાત છે. કહે છે-જે કરે છે તે જ ભોગવે છે-એમ એકાંત નથી; અથવા બીજો જ ભોગવે છે એવો એકાંત નથી, કેમકે પર્યાય અપેક્ષાએ કાર્ય કરે છે એક પર્યાય, અને ભોગવે છે અન્ય પર્યાય, તથા દ્રવ્ય અપેક્ષાએ જે (દ્રવ્ય) કરે છે તે જ ભોગવે છે. આમ અનેકાન્ત છે. સમજાય છે કાંઈ...?
જે ભોગવે છે તે જ કરે છે-એમ એકાંત નથી, અથવા બીજો જ કરે છે એવો એકાંત નથી; કેમકે ભોગવે છે અન્ય પર્યાય અને કરે છે અન્ય પર્યાય, તથા દ્રવ્ય અપેક્ષાએ જે (દ્રવ્ય) ભોગવે છે તે જ કરે છે. આમ અનેકાન્ત છે. આવી વાતુ બહુ ઝીણી!
PDF/HTML Page 3309 of 4199
single page version
પણ અરે! એને ક્યાં નવરાશ છે? પણ બાપુ! તત્ત્વનો નિર્ણય કર્યા વિના ચોરાસીના અવતારમાં ક્યાંય ઢોરમાં ને નરક-નિગોદમાં અવતાર કરી કરીને મરી ગયો તું. કદાચિત્ સાધુ થયો ને મહાવ્રતાદિ પાળ્યાં તોય રાગથી અંદર મારી ચીજ ભિન્ન છે એવું ભાન કર્યા વિના મિથ્યાત્વવશ ચારગતિમાં રઝળી મર્યો ને દુઃખી જ થયો. ભાઈ! આ અવસર છે હોં. (એમ કે આ ભવમાં તત્ત્વનિર્ણય કરી લે).
હવે કહે છે- ‘આમ અનેકાન્ત હોવા છતાં, “ જે (પર્યાય) તે ક્ષણે વર્તે છે, તેને જ પરમાર્થ સત્પણું હોવાથી, તે જ વસ્તુ છે” એમ વસ્તુના અંશમાં વસ્તુપણાનો અધ્યાસ કરીને શુદ્ધનયના લોભથી ઋજુસૂત્રનયના એકાંતમાં રહીને જે એમ દેખે-માને છે કે “જે કરે છે તે જ નથી ભોગવતો, બીજો કરે છે અને બીજો ભોગવે છે,” તે જીવ મિથ્યાદ્રષ્ટિ જ દેખવો-માનવો; કારણ કે વૃત્ત્યંશોનું (પર્યાયોનું) ક્ષણિકપણું હોવા છતાં, વૃત્તિમાન (પર્યાયી) જે ચૈતન્ય-ચમત્કાર (આત્મા) તે તો ટંકોત્કીર્ણ (નિત્ય) જ અંતરંગમાં પ્રતિભાસે છે.’
અહા! આ શરીર, મન, વાણી ઇત્યાદિ તો પર છે. તે પોતાના કારણે ટકે છે ને પોતાના કારણે બદલે છે; તેમાં આત્મા બીલકુલ કારણ નથી. છતાં એની સંભાળ હું કરું એમ જે માને છે તે મૂઢ મિથ્યાદ્રષ્ટિ છે. અહીં વિશેષ વાત છે. આત્મા-દ્રવ્ય પર્યાયરૂપથી અનિત્ય અને દ્રવ્યરૂપથી નિત્ય -એમ અનેકાન્તમય છે. છતાં જે ક્ષણિક પર્યાયને જ પરમાર્થ સત્ય આત્મા માને છે, ત્રિકાળી નિત્ય દ્રવ્યને માનતો નથી તે મૂઢ છે, મિથ્યાદ્રષ્ટિ છે. એક સમયની પર્યાયમાં આખું તત્ત્વ માને છે તે મૂઢ છે. અહા! વસ્તુના એક અંશમાં વસ્તુપણાનો અધ્યાસ કરીને એક સમયની અવસ્થામાં જે આખો ત્રિકાળી આત્મા માને છે તે મૂઢ છે, અજ્ઞાની છે.
અહા! શુદ્ધનયના લોભથી ઋજુસૂત્રનયના એકાંતમાં રહીને જે માને છે કે- “જે કરે છે તે જ નથી ભોગવતો, બીજો કરે છે અને બીજો ભોગવે છે” -તે જીવ મિથ્યાદ્રષ્ટિ જ છે. શું કીધું? એક સમયની અવસ્થા (અવસ્થાગત દ્રવ્ય) બીજે સમયે રહે તો શુદ્ધનયનો નાશ થઈ જાય, તેમાં કાળની ઉપાધિ આવતાં અશુદ્ધિ આવી જાય-એમ માનીને એક સમયના અંશમાં જ આખી ચીજ (દ્રવ્ય) માને છે તે જીવ, કહે છે, મિથ્યાદ્રષ્ટિ છે.
અહા! અજ્ઞાનીની એક સમયની પર્યાયમાં જ અનાદિથી રમત છે-એક સમયની પર્યાય પાછળ આખું ધ્રુવ નિત્ય ચૈતન્યતત્ત્વ પડયું છે એની એને ખબર નથી. અરે! એ મોટો ત્યાગી થયો, સાધુ થયો પણ પર્યાયમૂઢ જ રહ્યો. અહા! એણે મહાવ્રતાદિના રાગની રુચિમાં રહીને અંદર રહેલા પોતાના નિત્યાનંદ-ચિદાનંદસ્વરૂપ અંતઃતત્ત્વને વિસારી દીધું; દ્રષ્ટિમાં લીધું નહિ.
PDF/HTML Page 3310 of 4199
single page version
જેમ આંખની કીકી સામે નાનકડું તણખલું આવે તો સામે રહેલો મોટો પહાડ પણ દેખાય નહિ; તેમ અરે! એક સમયની પર્યાયની રુચિ-દ્રષ્ટિની આડમાં એણે મહાન પોતાના ચિદાનંદ ચૈતન્ય ભગવાનને દેખ્યો નહિ!
આ દેહ તો ક્ષણિક નાશવંત છે. તેના છૂટવાના કાળે તે અવશ્ય છૂટી જશે. તેની સ્થિતિ પૂરી થયે જીવ બીજે ચાલ્યો જશે. શું કીધું? આ શરીર તો ફૂ થઈ ઉડી જશે ને જીવ બીજે ચાલ્યો જશે. અરે! પણ એ ક્યાં જશે? અરે! એણે આ ભવમાં તીવ્ર લોભ ને માયાના-આડોડાઈના ભાવ કર્યા હશે તો ઢોરમાં-તિર્યંચમાં જશે. આડોડાઈના ભાવના ફળમાં શરીર પણ આડાં તિર્યંચના મળે છે. શું થાય? આવા આવા તો અનંત ભવ એણે કર્યા છે. એક સમયની પર્યાય જેટલો આત્મા નથી, તે ત્રિકાળ નિત્ય વસ્તુ છે-આમ યથાર્થ માન્યું નહિ તેથી મિથ્યાત્વના ભાવ સેવીને તેના ફળમાં તે નરકાદિ ચારગતિમાં રઝળ્યો જ છે. અહા! એક સમયની પર્યાયથી અધિક એવા નિત્યાનંદ સ્વભાવની દ્રષ્ટિ કર્યા વિના તે ચારગતિનાં ઘોરાતિઘોર દુઃખ પામ્યો છે. તેના દુઃખનું કેમ કરીને કથન કરીએ? એ અકથ્ય છે.
અહીં કહે છે-એક સમયની પર્યાયમાં આખી (ત્રિકાળી) ચીજ છે એવું માનીને શુદ્ધનયના લોભથી ઋજુસૂત્રનયના એકાંતમાં રહીને જે એમ માને છે કે-“જે કરે છે તે જ નથી ભોગવતો, બીજો કરે છે અને બીજો ભોગવે છે”- તે જીવ મિથ્યાદ્રષ્ટિ જ માનવો. ઝીણી વાત ભાઈ! આત્મા બીજે સમયે રહે તો કાળની ઉપાધિના કારણે અશુદ્ધતા આવી જશે એમ માનીને, વર્તમાન સમય જેટલો આત્મા છે એમ જેઓ કલ્પના કરે છે. તેઓ મિથ્યાદ્રષ્ટિ જ છે એમ માનવું. ભાઈ! આ વીતરાગ પરમેશ્વરે કહેલું તત્ત્વ આવું છે. પરને-શરીર, મન, વાણી, સ્ત્રી-પુત્ર-પરિવાર, ધન-સંપત્તિ આદિને-પોતાનું માને એ તો મૂઢ જ છે, પણ એક સમયની પર્યાય જ હું આખો આત્મા છું એમ એકાંતે માને એય મૂઢ છે, મિથ્યાદ્રષ્ટિ છે; કારણ કે પર્યાયોનું ક્ષણિકપણું હોવા છતાં, પર્યાયવાન જે ચિત્ચમત્કાર આત્મા છે તે તો નિત્ય શાશ્વત જ અંતરંગમાં પ્રતિભાસે છે. અહાહા...! વસ્તુ તો અંદર નિત્ય જ પ્રકાશી રહી છે.
કરનારી પર્યાય ને ભોગવનારી પર્યાય બીજી-બીજી છે, પણ દ્રવ્ય બીજું નથી. પર્યાયમાં જે આત્માએ રાગ કર્યો તે જ આત્મા તેનું ફળ-દુઃખ ભોગવે છે; બીજી પર્યાયમાં ફળ-દુઃખ ભોગવનારો તે જ આત્મા છે. માટે બીજો કરે છે ને બીજો ભોગવે છે એવી એકાંત માન્યતા જૂઠી છે, મિથ્યા છે.
ભાઈ! સમ્યગ્દર્શનની પર્યાય એક સમયની છે તે ક્ષણિક છે, પરંતુ તેનો જે
PDF/HTML Page 3311 of 4199
single page version
વિષય છે તે ત્રિકાળી ધ્રુવ નિત્યાનંદ પ્રભુ છે. હવે જે નિત્ય ધ્રુવ ચૈતન્ય-તત્ત્વને સ્વીકારતો નથી તેને સમકિત કેમ થાય? તેનો સંસાર કેમ મટે?
એક બારોટ કહેતા-સંપ્રદાયના આ વર્તમાન સાધુઓમાં એવું થઈ ગયું છે કે-સવારે ચા-પાણી, બપોરે માલ-પાણી, બે વાગે ઊંઘ તાણી, અને સાંજે ધૂળ ધાણી; (આ સરવાળો!) અરે! અજ્ઞાની જીવો આમ શરીરની સંભાળમાં રોકાઈ ગયા છે. અંદર પોતાનું શુદ્ધ તત્ત્વ શું છે એની એમને કાંઈ પડી નથી. પરંતુ ભાઈ! આ જિંદગી ચાલી જાય છે હોં. ત્રિલોકીનાથ અરિહંત પરમેશ્વર તો એમ ફરમાવે છે કે- શરીરાદિ પરચીજ તું નહિ; તું એમાં નહિ ને એ તારામાં નહિ. અરે! આ તારી અવસ્થા જે ક્ષણેક્ષણે બદલાય છે તે પણ તું નહિ એવો આનંદનો નાથ સચ્ચિદાનંદસ્વરૂપ તું ભગવાન છો. તેને દ્રષ્ટિમાં લઈ તેમાં જ લીન થઈ રહેતાં જે આનંદ અને શાંતિ પ્રગટે તે સદ્આચરણ છે. અંદર સત્ ત્રિકાળી પ્રભુ છે તેનું આચરણ તે સદ્આચરણ છે. બાકી તો બધું સંસાર ખાતે છે.
અહાહા...! જેના જ્ઞાનસ્વભાવમાં ત્રણકાળ-ત્રણલોકને જાણવાની શક્તિ છે એવો ચિત્ચમત્કાર પ્રભુ તું આત્મા છો. આચાર્ય કહે છે-આવો આત્મા અંતરંગમાં નિત્ય ધ્રુવ પ્રતિભાસે છે. અહા! આવી પોતાની ચીજને ન દેખતાં એક સમયની પર્યાયને આખી ચીજ માની તું ત્યાં રોકાઈ ગયો ભગવાન! પણ એ તો તારી મૂઢતા છે, અજ્ઞાનતા છે.
‘વસ્તુનો સ્વભાવ જિનવાણીમાં દ્રવ્યપર્યાયસ્વરૂપ કહ્યો છે; માટે સ્યાદ્વાદથી એવો અનેકાન્ત સિદ્ધ થાય છે કે પર્યાય-અપેક્ષાએ તો વસ્તુ ક્ષણિક છે અને દ્રવ્યઅપેક્ષાએ નિત્ય છે.
જીવ પણ વસ્તુ હોવાથી દ્રવ્યપર્યાયસ્વરૂપ છે. તેથી, પર્યાયદ્રષ્ટિએ જોવામાં આવે તો કાર્યને કરે છે એક પર્યાય, અને ભોગવે છે અન્ય પર્યાય; જેમકે -મનુષ્યપર્યાયે શુભાશુભ કર્મ કર્યા અને તેનું ફળ દેવાદિ પર્યાયે ભોગવ્યું. દ્રવ્યદ્રષ્ટિએ જોવામાં આવે તો, જે કરે છે તે જ ભોગવે છે; જેમકે-મનુષ્યપર્યાયમાં જે જીવદ્રવ્યે શુભાશુભ કર્મ કર્યાં, તે જ જીવદ્રવ્યે દેવાદિ પર્યાયમાં પોતે કરેલાં કર્મનું ફળ ભોગવ્યું.’
જુઓ, શું કહે છે? કે દેવાધિદેવ જિનેન્દ્રદેવની વાણીમાં વસ્તુનો સ્વભાવ દ્રવ્યપર્યાયસ્વભાવ નિરૂપ્યો છે. ત્યાં દ્રવ્ય છે તે ત્રિકાળ નિત્ય છે અને જે પર્યાય છે તે ક્ષણિક છે. પર્યાય છે તે ક્ષણેક્ષણે બદલતી હોવાથી ક્ષણિક છે, અને દ્રવ્ય તો ઉત્પાદ- વ્યયરહિત ત્રિકાળ શાશ્વત નિત્ય છે. આવું વસ્તુનું અનેકાન્ત સ્વરૂપ છે જે
PDF/HTML Page 3312 of 4199
single page version
સ્યાદ્વાદથી સિદ્ધ થાય છે. તે આ રીતે; કે પર્યાય અપેક્ષાએ વસ્તુ ક્ષણિક છે અને દ્રવ્ય- અપેક્ષાએ તે નિત્ય છે. ટકીને પલટવું ને પલટીને ટકી રહેવું-એ દ્રવ્ય નામ વસ્તુનો સ્વભાવ છે.
ત્યાં કોઈ વળી કહે-મહારાજ! આ દ્રવ્ય વળી શું છે? સ્વાધ્યાય મંદિરમાં દિવાલ પર લખેલું છે ને કે-“દ્રવ્યદ્રષ્ટિ તે સમ્યગ્દ્રષ્ટિ” આ જોઈને તે કહે -આ દ્રવ્ય એટલે આ પૈસાવાળા જે બધા આવે છે તે સમ્યગ્દ્રષ્ટિ છે એમ ને? લ્યો, આવું પૂછેલ!
ત્યારે કહ્યું- ભાઈ! દ્રવ્ય એટલે તમારા પૈસાની આ વાત નથી. બાપુ! અહીં પૈસાનું શું કામ છે? પૈસા તો જડ માટી-ધૂળ છે. અહીં તો દ્રવ્ય એટલે અંતરંગ વસ્તુ જે ત્રિકાળી ચિન્માત્ર ચીજ એની દ્રષ્ટિ કરવી તે સમ્યગ્દર્શન છે અને એનું નામ “દ્રવ્યદ્રષ્ટિ તે સમ્યગ્દ્રષ્ટિ” છે. બાકી પૈસાની-ધૂળની દ્રષ્ટિવાળા તો બધાય પાપી મૂઢ મિથ્યાદ્રષ્ટિ છે. સમજાણું કાંઈ....?
જીવ પણ વસ્તુ હોવાથી દ્રવ્યપર્યાયસ્વરૂપ છે. પર્યાયની અપેક્ષાએ તે ક્ષણિક છે, અને દ્રવ્યની અપેક્ષાએ ધ્રુવ નિત્ય છે. આમ હોવાથી, પર્યાયદ્રષ્ટિએ જોતાં કાર્ય કરે છે એક પર્યાય, અને ભોગવે છે અન્ય પર્યાય. જેમકે કોઈ મોટો રાજા હોય તે અધિકાર-સત્તાના નશામાં આવીને અનેક ઘોર પાપ ઉપજાવે તો મરીને જાય નરકમાં; ત્યાં ઘોર દુઃખ ભોગવે. મનુષ્ય પર્યાયમાં કરેલાં પાપનું ફળ નરકની પર્યાયમાં ભોગવે. વળી કોઈ શ્રદ્ધાવાન દયાળુ સદ્ગૃહસ્થ હોય તે અનેક પ્રકારે દાનાદિ પુણ્ય કાર્ય કરે ને મરીને સ્વર્ગમાં જાય; ત્યાં અનેક પ્રકારના ભોગ ભોગવે. આમ મનુષ્યપર્યાયમાં કરેલા પુણ્યકાર્યનું ફળ દેવની પર્યાયમાં ભોગવે. આ પ્રમાણે પર્યાયથી જોઈએ તો કાર્યને કરે છે એક પર્યાય ને ભોગવે છે બીજી પર્યાય.
પરંતુ દ્રવ્યદ્રષ્ટિથી જોવામાં આવે તો, જે કરે છે તે જ ભોગવે છે. મનુષ્ય પર્યાયમાં જે જીવદ્રવ્ય શુભ કે અશુભ કાર્ય કરે છે તે જ જીવદ્રવ્ય દેવ કે નારકીની પર્યાયમાં પોતે કરેલા કર્મનું ફળ ભોગવે છે. દ્રવ્યની અપેક્ષા તો જે કરનાર આત્મા છે તે જ ભોગવનાર છે. પર્યાય તરીકે અનેરી અનેરી પર્યાય છે, પણ દ્રવ્ય તરીકે તો એનું એ જ દ્રવ્ય કરવા- ભોગવવાપણે છે. આવો અનેકાંત છે. હવે કહે છે-
‘આ રીતે વસ્તુનું સ્વરૂપ અનેકાન્તરૂપ સિદ્ધ હોવા છતાં, જે જીવ શુદ્ધનયને સમજ્યા વિના શુદ્ધનયના લોભથી વસ્તુના એક અંશને (-વર્તમાન કાળમાં વર્તતા પર્યાયને) જ વસ્તુ માની ઋજુસૂત્રનયના વિષયનો એકાંત પકડી એમ માને છે કે “જે કરે છે તે જ ભોગવતો નથી-અન્ય ભોગવે છે, અને જે ભોગવે છે તે જ કરતો
PDF/HTML Page 3313 of 4199
single page version
-અન્ય કરે છે,” તે જીવ મિથ્યાદ્રષ્ટિ છે. અર્હંતના મતનો નથી; કારણ કે પર્યાયોનું ક્ષણિકપણું હોવા છતાં, દ્રવ્યરૂપ ચૈતન્યચમત્કાર તો અનુભવગોચર નિત્ય છે;.....’
શું કીધું? વસ્તુ તો અનેકાન્તમય જ છે. વર્તમાન પર્યાય જે ભાવ કરે તેનું ફળ બીજી ભવિષ્યની પર્યાય ભોગવે છે તેથી કરીને કાંઈ આત્મદ્રવ્ય બદલાઈ જતું નથી કે નષ્ટ થઈ જતું નથી, આત્મા તો તે પર્યાયોમાં તેનો તે જ રહે છે. દ્રવ્યની અપેક્ષાએ તો જે દ્રવ્યે વર્તમાન પર્યાયમાં કાર્ય કર્યું છે તે જ દ્રવ્ય બીજી ક્ષણે તેના ફળને ભોગવે છે.
પ્રશ્નઃ– દ્રવ્ય તો ભોગવતું નથી ને? ઉત્તરઃ– પર્યાયને દ્રવ્ય કરતું નથી અને દ્રવ્ય ભોગવતું નથી એ વાત અહીં અત્યારે નથી; અહીં બીજી વાત છે. અહીં તો પર્યાયોમાં દ્રવ્ય અન્વયરૂપ રહેલું છે એમ દ્રવ્ય ને પર્યાય બન્નેને સિદ્ધ કરવાં છે. તેથી કહ્યું કે પર્યાય અપેક્ષા જે પર્યાય કરે છે તે ભોગવતી નથી, પછીની બીજી પર્યાય ભોગવે છે તથાપિ દ્રવ્ય અપેક્ષાએ તો જે કરે છે તે જ ભોગવે છે. અહીં તો એક પર્યાયમાં જ (આત્મા જાણીને) રમતુ માંડી છે તેને તેથી અધિક આત્મદ્રવ્ય ત્રિકાળસ્વરૂપે નિત્ય રહેલું છે તેનું ભાન કરાવવું છે. સમજાણું કાંઈ....? તેને પર્યાયબુદ્ધિ છોડાવીને દ્રવ્યદ્રષ્ટિ કરાવવી છે.
અરે ભાઈ! ત્રિકાળી નિત્ય નિજ દ્રવ્યની દ્રષ્ટિ કર્યા વિના જ તું અનંતકાળથી ચતુર્ગતિ સંસારમાં રઝળી રહ્યો છો. અહાહા....! જુઓને! કંદમૂળની એક નાનકડી કટકીમાં અસંખ્ય ઔદારિક શરીર છે અને તે દરેક શરીરમાં અનંત અનંત નિગોદના જીવ છે. જે અનંત સિદ્ધ થયા ને હવે થશે એનાથી અનંતગુણા જીવ તે દરેક શરીરમાં છે, તે દરેક અંદર દ્રવ્યસ્વરૂપથી ભગવાનસ્વરૂપ છે; પણ અરે! એને ક્યાં ખબર છે? એને ક્યાં ભાન છે? અરેરે! આવી હીન દશા! ભાઈ! નિગોદમાંથી નીકળી અનંતકાળેય ત્રસ થવું મુશ્કેલ છે. તેમાંય વળી મનુષ્યપણું ને જૈનકુળ અને જિનવાણીનો સમાગમ મળવાં મહા દુષ્કર- દુર્લભ છે, તને આવી સાચી વાત સાંભળવા મળી ને હવે તારે કોને રાજી રાખવા છે? તારે કોનાથી રાજી થવું છે? (એમ કે તું અંદર પોતે પરમાનંદમય ભગવાનસ્વરૂપ છો તેને જ રાજી કર ને તેમાં જ રાજી થા).
અહીં પર્યાયબુદ્ધિવાળા ક્ષણિકવાદી જીવોને જાગ્રત કરીને કહે છે-ભાઈ! તું તો અંદર ત્રિકાળી તત્ત્વ છો ને પ્રભુ! અહાહા....! જેનો આશ્રય કરવો છે એવો નિત્ય ચૈતન્યપરમેશ્વર તું છો ને નાથ! આશ્રય કરનારી તો પર્યાય છે, પણ તેનું આશ્રયસ્થાન એવો આત્મા ચૈતન્યચમત્કાર પ્રભુ ત્રિકાળી નિત્ય છે. તે એકના આશ્રયે જ સમકિત આદિ ધર્મ થાય છે. આશ્રયભૂત નિત્ય દ્રવ્ય ને આશ્રય કરનારી પર્યાય -એમ બન્ને મળીને વસ્તુ પૂર્ણ છે અને આવું વસ્તુનું અનેકાન્તસ્વરૂપ છે.
PDF/HTML Page 3314 of 4199
single page version
અહીં કહે છે-વસ્તુ આવી અનેકાંતમય હોવા છતાં, શુદ્ધનયને સમજ્યા વિના, વસ્તુને જો ત્રિકાળી માનશું તો તેને કાળની ઉપાધિ આવી જશે એમ વિચારી એકાંતે એક સમયની પર્યાયને જ આત્મા માનીને, “ જે કરે છે તે જ ભોગવતો નથી, -અન્ય ભોગવે છે અને જે ભોગવે છે તે જ કરતો નથી, -અન્ય કરે છે”-એમ જેઓ માને છે તેઓ મિથ્યાદ્રષ્ટિ છે, તેઓ અર્હંતના મતના નથી. ભાઈ! શુદ્ધનયના લોભથી વસ્તુના એક અંશને જ આખી વસ્તુ માને છે તેઓ મિથ્યાદ્રષ્ટિ જ છે પછી બહારમાં ભલે તે જૈનો જેવા દેખાતા હોય.
અરે ભગવાન! અનંતકાળમાં અનંત વાર તું જૈનનો નગ્ન દિગંબર સાધુ થયો, હજારો રાણીઓ છોડીને બ્રહ્મચર્યનું પાલન કર્યું, છ છ માસનાં આકરાં ઉપવાસાદિ તપ કર્યાં, પણ અંદર આનંદનો નાથ નિત્યાનંદ પ્રભુ આત્મા છે તેની દ્રષ્ટિ કરી નહિ! અહાહા...! વર્તમાન વર્તમાન વર્તતી પર્યાયની પાછળ અંદર ચિદાનંદ સ્વભાવથી ભરેલો ભગવાન આખો પડયો છે પણ અરેરે! પર્યાયની રમતુમાં મૂર્છાઈને તેને જોયો નહિ!
પર્યાયમાં દયા, દાન, વ્રત આદિના જે ભાવ થાય તે ક્ષણિક વિકારના પરિણામ છે. તેને ધર્મ માનનારા પણ પર્યાયદ્રષ્ટિ જ છે, કેમકે તેમને અંદર ત્રિકાળી નિત્ય ચૈતન્યદ્રવ્યનો સ્વીકાર થયો નથી. અહાહા...! આત્મા આનંદનો નાથ અંદર ચૈતન્યચમત્કાર પ્રભુ અનુભવગોચર નિત્ય એક જ્ઞાયકપણે રહેલો છે. છટ્ઠી ગાથામાં એક શુદ્ધ જ્ઞાયકભાવ કહ્યો છે ને! અહા! આવા નિજ નિત્ય દ્રવ્યની દ્રષ્ટિ કર્યા વિના પર્યાયમાં રમતુ માંડીને તેમાં (-શુભરાગમાં) સંતુષ્ટ થયો છે તે, કહે છે, મિથ્યાદ્રષ્ટિ છે. ભાઈ! નિજ ચૈતન્યચમત્કાર- વસ્તુનું ભાન કર્યા વિના જીવ મિથ્યાદ્રષ્ટિ જ છે. આવી વાત!
વર્તમાન (-પર્યાય) જ વસ્તુનું સર્વસ્વ છે; ત્રિકાળ માનીએ તો ઉપાધિ આવી જાય, અશુદ્ધતા થઈ જાય એમ વિચારીને ‘જે કરે છે તે જ ભોગવતો નથી, અન્ય ભોગવે છે, અને જે ભોગવે છે તે કરતો નથી, અન્ય કરે છે’ -એમ જે જીવ માને છે તે મિથ્યાદ્રષ્ટિ છે, અર્હંતના મતની બહાર છે; કેમ? કેમકે પર્યાયોનું ક્ષણિકપણું હોવા છતાં, દ્રવ્યરૂપ ચૈતન્યચમત્કાર તો અનુભવગોચર નિત્ય છે.
એ જ સિદ્ધ કરે છે- ‘પ્રત્યભિજ્ઞાનથી જણાય છે કે “બાળક અવસ્થામાં જે હું હતો તે જ હું તરુણ અવસ્થામાં હતો અને તે જ હું વૃદ્ધ અવસ્થામાં છું.” આ રીતે જે કથંચિત્ નિત્યરૂપે અનુભવગોચર છે-સ્વસંવેદનમાં આવે છે અને જેને જિનવાણી પણ એવો જ ગાય છે, તેને જે ન માને તે મિથ્યાદ્રષ્ટિ છે એમ જાણવું.’
PDF/HTML Page 3315 of 4199
single page version
આત્મા કથંચિત્ એટલે દ્રવ્યસ્વભાવે નિત્ય અનુભવગોચર છે. તો પછી પર્યાયનું શું? પર્યાય છે ને; પર્યાય છે અને વર્તમાન વર્તતી જે પર્યાય દ્રવ્યની દ્રષ્ટિ કરીને પ્રગટ થાય છે તેમાં ‘આ હું નિત્ય ચિદાનંદસ્વરૂપ ધ્રુવ છું’ -એમ જણાય છે. ભાઈ! ત્રિકાળી ધ્રુવ નિત્ય દ્રવ્ય જે છે તે જ સમ્યગ્દર્શનનો વિષય છે. સમ્યગ્દર્શનનો વિષય ભૂતાર્થ, સત્યાર્થ ત્રિકાળી નિત્ય ચૈતન્યચમત્કાર છે. હવે તેને ન જુએ, તેને ન પરખે તે, કહે છે, બૌદ્ધમતીની જેમ મિથ્યાદ્રષ્ટિ છે એમ જાણવું.
વસ્તુ-આત્મા તો પ્રત્યક્ષ સ્વસંવેદનમાં જણાય એવી ચીજ છે, સ્વસંવેદન છે તે પર્યાય છે, પણ તે ત્રિકાળી ધ્રુવ નિત્યાનંદસ્વરૂપને નજરમાં લે છે અને ત્યારે તે પર્યાયમાં ‘આ હું નિત્યાનંદ પ્રભુ છું’ -એમ ભાન થઈને નિરાકુળ આનંદનું વેદન થાય છે. આવી સૂક્ષ્મ વાત છે પ્રભુ!
અરે ભાઈ! બાળપણમાં હતો તે જ આ તું વર્તમાન છે. ભગવાન! એક ક્ષણમાં આ દેહ છૂટી જશે, મસાણમાં રાખના ઢગલા થઈ જશે; બધુંય ફરી જશે, ને તું ક્યાંય (ભવસમુદ્રમાં) જઈને પડીશ. માટે અંદર ત્રિકાળ નિત્ય આનંદનો ઢગલો પડયો છે તેની ઉપર નજર નાખ; તેનો વિશ્વાસ કર, તેનો જ સત્કાર કર. જિનવાણીમાં પણ આ જ કહ્યું છે. અહા! જિનવાણી પણ એમ જ ગાય છે કે- આત્મા સ્વસંવેદનમાં જણાય એવો નિત્યાનંદ જ્ઞાનાનંદ પ્રભુ છે.
પહેલાં ‘અનસૂયા’ નું નાટક ભજવાતું તે જોયેલું. અનસૂયાને બાળક થાય છે; તેને તે પારણામાં હુલરાવે છે ત્યારે ગાય છે-બેટા! શુદ્ધોઽસિ, બુદ્ધોઽસિ, ઉદાસીનોઽસિ, નિર્વિકલ્પોઽસિ! બેટા! તું શુદ્ધ છો, બુદ્ધ છો, ઉદાસીન છો, નિર્વિકલ્પ છો! લ્યો, એ વખતે નાટકમાં પણ આવું આવતું! અત્યારે તો બધું બગડી ગયું; અત્યારે તો બસ શૃંગાર જ શૃંગાર; નફટાઈની કોઈ હદ નહિ. ત્યારે તો વૈરાગ્યરસથી ભરેલાં નાટક ભજવાતાં. અહીં પણ કહે છે-બધી પર્યાયોથી ખસીને અંદર નિત્ય દ્રવ્યમાં રહે એવો ભગવાન આત્મા અંદર નિર્વિકલ્પ છે, શુદ્ધ છે, બુદ્ધ છે. જિનવાણી પણ એને એવો જ ગાય છે.
અહા! પર્યાયના પ્રેમમાં પડીને આવા મહિમાવંત નિત્ય શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપને જે માનતો નથી તે, કહે છે, મિથ્યાદ્રષ્ટિ છે -એમ જાણવું. સમજાણું કાંઈ....?
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
‘आत्मानम् परिशुद्धम् ईप्सुभिः परैः अन्धकैः’ આત્માને સમસ્તપણે શુદ્ધ ઈચ્છનારા
PDF/HTML Page 3316 of 4199
single page version
બીજા કોઈ અંધોએ– ‘पृथकैः’ બાલિશ જનોએ (બૌદ્ધોએ) – ‘काल–उपाधि–बलात् अपि तत्र अधिकाम् अशुद्धिम् मत्वा’ કાળની ઉપાધિના કારણે પણ આત્મામાં અધિક અશુદ્ધિ માનીને ‘अतिव्याप्तिं प्रपद्य’ અતિવ્યાપ્તિને પામીને, ‘शुद्ध–ऋजुसूत्रे रतैः’ શુદ્ધ ઋજુસૂત્રનયમાં રત થયા થકા ‘चैतन्यं क्षणिकं प्रकल्प्य’ ચૈતન્યને ક્ષણિક કલ્પીને, ‘अहो एषः आत्मा व्युज्झितः’ આ આત્માને છોડી દીધો; ‘निःसूत्र–मुक्ता–ईक्षिभः हारवत्’ જેમ હારમાંનો દોરો નહિ જોતાં કેવળ મોતીને જ જોનારાઓ હારને છોડી દે છે તેમ.
શું કહે છે? કે કોઈ બાલીશ જનો-અજ્ઞાનીઓ, આત્મા વર્તમાન ક્ષણિક છે તે શુદ્ધ છે, તેને નિત્ય માનીએ તો અશુદ્ધ થઈ જાય-એમ માને છે. કાળની ઉપાધિના કારણે આત્માને નિત્ય માનીએ તો અશુદ્ધતા આવી પડે એમ વિચારીને, ચૈતન્યને ક્ષણિક કલ્પીને તેમણે આ (ત્રિકાળી ધ્રુવ) આત્માને છોડી દીધો છે.
ખરેખર તો વસ્તુ જે નિત્ય છે તે શુદ્ધ છે. ભગવાન સર્વજ્ઞદેવે જે નિત્ય એકરૂપ વસ્તુ (-આત્મા) જોઈ છે તે અત્યંત શુદ્ધ છે, અને તેનો આશ્રય પામીને વર્તમાન પર્યાય પણ સમકિત આદિ શુદ્ધતાને પ્રાપ્ત થાય છે. આ વાસ્તવિક વસ્તુસ્વરૂપ છે. પણ આ કોઈ અંધો-બૌદ્ધમતીઓ એમ કહે છે કે -આત્માને નિત્ય માનીએ તો કાળની ઉપાધિ આવી પડતાં આત્મા અશુદ્ધ થઈ જાય, કેમકે એમ માનવાથી અતિવ્યાપ્તિ દોષ આવી જાય છે. આત્માને એક સમય પૂરતો ક્ષણિક કલ્પ્યો છે ને? તેથી બીજે સમયે તે આત્મા છે એમ માનતાં અતિવ્યાપ્તિ દોષ આવી જાય-એમ (તે અજ્ઞાનીઓ) કહે છે. આમ આ દોષના ભયથી શુદ્ધ ઋજુસૂત્રનયમાં રત થયા થકા તેઓએ આ આત્માને છોડી દીધો છે. લ્યો, આવી વાતુ છે.
બહારથી બાયડી-છોકરાં, દુકાન ને ધંધા-વેપાર ઇત્યાદિ છોડી દીધાં પણ એણે પર્યાયબુદ્ધિ છોડી નહિ! જે છોડવાનું છે તે છોડયું નહિ ને જે છોડવાનું નથી (છૂટું જ છે.) તે તેને રહ્યું નહિ (કેમકે સંયોગ તો સંયોગના કારણે છૂટી ગયા છે). ભાઈ પરદ્રવ્યને-સંયોગી પદાર્થોને આત્મા ક્યાં છોડે છે? આત્મામાં એક ત્યાગ ઉપાદાનશૂન્યત્વ નામની શક્તિ છે. આ શક્તિના કારણે આત્માને પરનાં ત્યાગ-ગ્રહણ છે જ નહિ. તથાપિ પરનો ત્યાગ કરું તો મને ધર્મ થાય એમ જો કોઈ માને છે તો તે માન્યતા મિથ્યાત્વ છે, કેમકે પરને ગ્રહવું-છોડવું આત્મામાં છે જ નહિ. રાગને એક સમયની પર્યાયમાં અજ્ઞાનીએ પકડયો છે, તેથી રાગને છોડે છે એમ કહીએ; તે પણ કથનમાત્ર હોં, કેમકે ત્રિકાળી શુદ્ધ ચૈતન્યચમત્કાર પ્રભુ આત્માને ગ્રહતાં રાગાદિ અશુદ્ધતા ઉત્પન્ન થતી નથી તો એણે રાગને છોડયો એમ કહીએ છીએ, વાસ્તવમાં તો એણે પોતાના ચૈતન્યસ્વરૂપનું ગ્રહણ જ કર્યું છે. પહેલાં રાગ હતો, ચૈતન્યની દ્રષ્ટિ થતાં રાગ ઉત્પન્ન થયો નહિ તો રાગ છોડી દીધો એમ કહેવાય છે.
PDF/HTML Page 3317 of 4199
single page version
અહો! જૈન પરમેશ્વરે આવો નિત્ય શુદ્ધ ચૈતન્યસ્વરૂપ પ્રભુ આત્મા ગાયો છે કે જેના લક્ષે પર્યાયમાં શુદ્ધતા પ્રગટ થાય છે. અજ્ઞાનીની ત્યાં નજર જતી નથી કેમકે એક સમયની પર્યાયમાં જ તેની નજર રમી રહી છે. પરંતુ ધર્મી સમ્યગ્દ્રષ્ટિ પુરુષ છે તેને પર્યાયબુદ્ધિ હોતી નથી. સમયસાર નાટકમાં આવે છે ને કે - ‘કાહુકે વિરુદ્ધિ નાહિ, પરજાય બુદ્ધિ નાહિ’; એ તો આખો છંદ છે લ્યો, -
સાચે સાચે બૈન કહૈં સાચે જૈનમતી હૈં;
કાહુકે વિરુદ્ધિ નાહિ પરજાય બુદ્ધિ નાહિ.
આતમગવેષી ન ગૃહસ્થ હૈં ન જતી હૈં;
સિદ્ધિ રિદ્ધિ વૃદ્ધિ દીસે ઘટમૈં પ્રગટ સદા;
અંતરકી લચ્છીસોં, અજાચી લચ્છપતી હૈં;
દાસ ભગવંતકે ઉદાસ રહૈં જગતસૌં.
સુખિયા સદૈવ ઐસે જીવ સમકિતી હૈં.
અહા! સમ્યગ્દ્રષ્ટિ જીવને પર્યાયરૂપ અંશની રુચિ નથી. અંદર આનંદનો નાથ ચૈતન્યલક્ષ્મીનો ભંડાર ભાળ્યોં પછી તે ક્યાં યાચે? શું યાચે?
અહાહા...! સ્વસ્વરૂપનું-સ્વરૂપલક્ષ્મીનું અંતરમાં લક્ષ થયું તે હવે અજાચી લક્ષપતિ છે. તે ક્યાં યાચે? તે તો જગતથી ઉદાસીન થયેલો અંતરમાં આનંદના અમૃતને પીએ છે. લ્યો, હવે આવું ઓલા (-બીજા) નિશ્ચય કહીને કાઢી નાખે, પણ ભાઈ! ભગવાને કહેલું વસ્તુસ્વરૂપ તો આવું જ છે.
અરે! વ્યવહારની-પર્યાયની રુચિમાં અજ્ઞાનીઓ લૂટાંઈ રહ્યા છે, અને વળી ત્યાં જ ખુસી થાય છે. પણ ભાઈ! ભગવાનનો મારગ તો નિવૃત્તિસ્વરૂપ છે. પરથી તો ભગવાન આત્મા નિવૃત્ત જ છે; પરવસ્તુ ક્યાં એમાં ગરી ગઈ છે? પણ પુણ્ય-પાપના ભાવથી રહિત થવું તેનું નામ નિવૃત્તિ છે. ભાઈ! ભવસિંધુ તરવાનો આ એક જ ઉપાય છે. નિત્યાનંદ-ચિદાનંદ પ્રભુ આત્માનો આશ્રય કરીને પુણ્ય-પાપથી નિવૃત્ત થવું એ એક જ સંસાર પાર થવાનો ઉપાય છે.
પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત.
અહીં કહે છે- એક સમયની પર્યાય જેટલો જ આત્મા માનીને અજ્ઞાનીએ ત્રિકાળી નિત્યાનંદ પ્રભુ ધ્રુવને છોડી દીધો છે. છોડવાની તો પર્યાયબુદ્ધિ હતી, પણ તેને
PDF/HTML Page 3318 of 4199
single page version
બદલે એણે વર્તમાન પર્યાયની રુચિમાં ત્રિકાળી ભગવાનને-નિજ પરમાત્માને છોડી દીધો છે.
પરવસ્તુ તો આત્માથી ભિન્ન છે. તેમાં આત્મા રમી શકતો નથી પરંતુ પરનું લક્ષ કરીને તે વર્તમાન પર્યાયમાં જે રાગ-દ્વેષ-મોહ ઉપજે છે. તેમાં અજ્ઞાની રમે છે. અહા! ત્યાં એક સમયની પર્યાય સાથે એકત્વ કરીને, તેને જ આખો આત્મા કલ્પીને, અજ્ઞાનીએ અંદર સચ્ચિદાનંદ પ્રભુ આત્મા નિત્ય વિરાજી રહ્યો છે તેને છોડી દીધો છે, તેનો અનાદર- તિરસ્કાર કર્યો છે. કોની જેમ? તો કહે છે-જેમ હારમાંનો દોરો નહિ જોતાં કેવળ મોતીને ન જોનારાઓ હારને છોડી દે છે તેમ.
અહાહા...! હારમાં દરેક મોતમાં સળંગ રહેનારો દોરો તો કાયમ છે. પણ દોરો નહિ જોનારા ને કેવળ મોતીને જ જોનારા આખા હારને છોડી દે છે અર્થાત્ તેમને હારની ઉપલબ્ધિ થતી નથી. તેમ એક ક્ષણની પર્યાયને જ આત્મા જોનારા અને સળંગ દોરા સમાન નિત્ય ધ્રુવ ચૈતન્યપ્રભુ વિરાજે છે તેને નહિ જોનારા, આખા આત્માને છોડી દે છે; અર્થાત્ તેમને આત્માની ઉપલબ્ધિ થતી નથી; તેઓ મિથ્યાદ્રષ્ટિ જ રહે છે.
આત્મા પરચીજને તો અડતો નથી કેમકે આત્મને ને પરચીજને પરસ્પર અત્યંતાભાવ છે. પોતાની એક સમયની અવસ્થાને આત્મા ચુંબે છે, તથાપિ એક સમયની પર્યાયને જ આખો આત્મા માને છે તેણે આનંદકંદ નિત્ય ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્માને દ્રષ્ટિમાંથી છોડી દીધો છે. પર્યાયને જ જોનારો તેના જ લક્ષમાં રહીને, તેમાં જ રત રહ્યા થકો, પોતાના ધ્રુવ નિત્ય ચિદાનંદ ભગવાનને છોડી દે છે. અહા! તે જીવ મૂઢ મિથ્યાદ્રષ્ટિ જ છે; તેને આત્મોપલબ્ધિ થતી નથી.
‘આત્માને સમસ્તપણે શુદ્ધ માનવાના ઈચ્છક એવા બૌદ્ધોએ વિચાર્યું કે “આત્માને નિત્ય માનવામાં આવે તો નિત્યમાં કાળની અપેક્ષા આવે છે તેથી ઉપાધિ લાગી જશે; એમ કાળની ઉપાધિ લાગવાથી આત્માને મોટી અશુદ્ધતા આવશે અને તેથી અતિવ્યાપ્તિ દોષ લાગશે.”
જુઓ, આ બૌદ્ધોએ એમ વિચાર્યું છે કે આત્માને નિત્ય માનીએ તો તેને કાળની ઉપાધિ લાગી જાય અને તેને અશુદ્ધતા આવી જાય, વળી તેને નિત્ય માનતાં અતિવ્યાપ્તિ દોષ આવી પડે, એટલે શું? કે આત્મા એક સમય પૂરતો ક્ષણિક છે તે બરાબર છે, પણ તેને નિત્ય માનતાં તે બીજા સમયોમાં પણ રહે અને તેથી અતિવ્યાપ્તિ દોષ આવી જાય. જેમ આત્મા અમૂર્ત્ત છે એમ અમૂર્ત્તપણાથી આત્માને ઓળખતાં અતિવ્યાપ્તિ દોષ આવે છે ને? કેમકે આત્મા સિવાય
PDF/HTML Page 3319 of 4199
single page version
આકાશાદિ અન્ય દ્રવ્યોમાં પણ અમૂર્ત્તપણું છે. તેમ આ બૌદ્ધો કહે છે- એક સમયમાં વિદ્યમાન આત્માને બીજા સમયમાં માનીએ તો અતિવ્યાપ્તિ દોષ લાગી જાય. આ તો ક્ષણિક માને છે ને? તેની આ યુક્તિ-તર્ક છે. સમજાય છે કાંઈ....!
પણ ભાઈ! આત્મા નિત્યાનંદ-ચિદાનંદ પ્રભુ નિત્ય શુદ્ધ છે. પર્યાય નાશ થવા છતાં તેનો કયાં નાશ થાય છે? નિયમસારમાં કહ્યું છે કે-સંવર, નિર્જરા ને મોક્ષની પર્યાય નાશવંત છે, કેવળજ્ઞાનની પર્યાય પણ નાશવંત છે અને અંદર આત્મા તો અવિનાશી નિત્ય ધ્રુવ પ્રભુ છે. કેવળજ્ઞાનની પર્યાય પણ એક સમય રહે છે, બીજે સમયે બીજી થાય પણ તે રહે એક સમયમાત્ર; જ્યારે દ્રવ્ય તો ત્રિકાળી નિત્ય અને શાશ્વત છે, શુદ્ધ છે.
પણ એક સમયની પર્યાયમાં રોકાઈને જેની બુદ્ધિ અંધ થઈ છે તે આ ત્રિકાળી ધ્રુવ દ્રવ્યને સ્વીકારતો નથી. એમ કે એક સમયની પર્યાયથી દેખવા-જાણવાનું કામ ચાલે છે, તો પછી તેને નિત્ય માનવાથી શું પ્રયોજન છે? આ પ્રમાણે અજ્ઞાની જીવ ત્રિકાળી ધ્રુવ ચૈતન્યતત્ત્વને છોડી દે છે.
રાજાના સેવક-હજુરિયા હોય ને? તે રાજવલ્લભ હોય છે. રાજાની ખુશામત કરીને તેની પાસેથી ઈનામ મેળવે છે. તેમ અજ્ઞાની જીવ જગતને રાજી કરી, રાગની ખુશામત કરી, જાણે બહારથી સુખ લેવા માગે છે અને અંદર સુખનો ભંડાર ચૈતન્યમૂર્તિ ભગવાન બિરાજે છે તેને છોડી દે છે.
આત્મા નિત્યાનંદસ્વરૂપ ત્રિકાળ ધ્રુવ પ્રભુ છે. તેનો વર્તમાન પર્યાયમાં સ્વીકાર કરવો તે નીતિ છે. પણ એને બદલે એક સમયની પર્યાય જેટલો માની, દયા, દાન આદિ શુભમાં તું ખુશી થઈ જાય તે ખુશામતખોરી છે, અનીતિ છે. તું અતિવ્યાપ્તિદોષ બતાવે છે પણ વસ્તુ જ જ્યાં સર્વથા ક્ષણિક નથી ત્યાં એ દોષ ક્યાં રહ્યો? એ તો તારો કુતર્ક છે, કાલ્પનિક તર્ક છે.
‘આ દોષના ભયથી તેઓએ શુદ્ધ ઋજુસૂત્રનયનો વિષય જે વર્તમાન સમય તેટલો જ માત્ર (-ક્ષણિક જ-) આત્માને માન્યો અને નિત્યાનિત્યસ્વરૂપ આત્માને ન માન્યો. આમ આત્માને સર્વથા ક્ષણિક માનવાથી તેમને નિત્યાનિત્યસ્વરૂપ-દ્રવ્યપર્યાયસ્વરૂપ સત્યાર્થ આત્માની પ્રાપ્તિ ન થઈ; માત્ર ક્ષણિક પર્યાયમાં આત્માની કલ્પના થઈ; પરંતુ તે આત્મા સત્યાર્થ નથી.’
જોયું આત્માને સર્વથા ક્ષણિક માનવાથી સત્યાર્થ આત્માની પ્રાપ્તિ થતી નથી, કેમકે વસ્તુ સર્વથા ક્ષણિક નથી. વસ્તુ તો દ્રવ્યપર્યાયસ્વરૂપ નિત્યાનિત્યસ્વરૂપ છે. હવે તેનું દ્રષ્ટાંત કહે છે-
PDF/HTML Page 3320 of 4199
single page version
‘મોતીના હારમાં, દોરામાં અનેક મોતી પરોવેલાં હોય છે; જે માણસ તે હાર નામની વસ્તુને મોતી તેમ જ દોરા સહિત દેખતો નથી-માત્ર મોતીને જ જુએ છે, તે છૂટા છૂટા મોતીને જ ગ્રહણ કરે છે, હારને છોડી દે છે; અર્થાત્ તેને હારની પ્રાપ્તિ થતી નથી. તેવી રીતે જે જીવો આત્માના એક ચૈતન્યભાવને ગ્રહણ કરતા નથી અને સમયે સમયે વર્તનાપરિણામરૂપ ઉપયોગની પ્રવૃત્તિને દેખી આત્માને અનિત્ય કલ્પીને, ઋજુસૂત્રનયનો વિષય જે વર્તમાન-સમયમાત્ર ક્ષણિકપણું તેટલો જ માત્ર આત્માને માને છે (અર્થાત્ જે જીવો આત્માને દ્રવ્યપર્યાયસ્વરૂપ માનતા નથી-માત્ર ક્ષણિક પર્યાયરૂપ જ માને છે), તેઓ આત્માને છોડી દે છે; અર્થાત્ તેમને આત્માની પ્રાપ્તિ થતી નથી.’
જેઓ આત્માને દ્રવ્યપર્યાયસ્વરૂપ દેખતા નથી, માત્ર ક્ષણિક જ માને છે તેઓને આત્માની પ્રાપ્તિ થતી નથી, અર્થાત્ તેમને કદીય ધર્મ થતો નથી. આવી વાત છે.
હવેના કાવ્યમાં આત્માનો અનુભવ કરવાનું કહે છેઃ-
‘कर्तृः च वेदयितुः युक्तिवशतः भेदः अस्तु वा अभेदः अपि’ કર્તાનો અને ભોક્તાનો યુક્તિના વશે ભેદ હો અથવા અભેદ હો, ‘वा कर्ता च वेदयिता मा भवतु’ અથવા કર્તા અને ભોક્તા બન્ને ન હો; ‘वस्तु एव सञ्चिन्त्यताम्’ વસ્તુને જ અનુભવો.
‘કર્તાનો અને ભોક્તાનો યુક્તિના વશે ભેદ હો અથવા અભેદ હો’ -એટલે શું? કે વર્તમાન જે પર્યાય કર્તા છે તે પર્યાય બીજી ક્ષણે ભોક્તા નથી, કેમકે બીજી ક્ષણે બીજી જ પર્યાય છે. આત્માની જે પર્યાય વિકાર કરે છે તે પર્યાય તેના ફળની ભોક્તા નથી, બીજી પર્યાય તેને ભોગવે છે. આમ પર્યાય અપેક્ષા કર્તા-ભોક્તાનો ભેદ છે. તથા જે આત્મા વર્તમાન પર્યાયને કરે છે તે જ આત્મા પર્યાયને બીજી ક્ષણે ભોગવે છે-આમ દ્રવ્ય અપેક્ષાએ કર્તા-ભોક્તાનો અભેદ છે. અહીં કહે છે-યુક્તિના વશે કર્તા-ભોક્તાનો ભેદ હો કે અભેદ હો અથવા કર્તા અને ભોક્તા બન્ને ન હો; વસ્તુને જ અનુભવો.
ઝીણી વાત છે ભાઈ! કહે છે-અથવા કર્તા અને ભોક્તા બન્ને ન હો;’ એટલે શું? કે પરમાર્થે ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યમૂર્તિ પ્રભુ છે. તે રાગને કરે, ને રાગને ભોગવે એ એનું સ્વરૂપ નથી. શુદ્ધ ચૈતન્યદ્રવ્યમાં રાગનું કરવું ને ભોગવવું છે નહિ. પર્યાય અપેક્ષા આત્માને કર્તા-ભોક્તા કહીએ એ બીજી વાત છે; વાસ્તવમાં આત્માને-શુદ્ધ ચૈતન્યદ્રવ્યને રાગનું કરવા-ભોગવવાપણું નથી. આમ કહે છે-યુક્તિના