Pravachan Ratnakar (Gujarati). Gatha: 349-355 ; Kalash: 211-214.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 167 of 210

 

PDF/HTML Page 3321 of 4199
single page version

વશે કર્તાનો અને ભોક્તાનો ભેદ હો કે ન હો, અથવા કર્તા અને ભોક્તા બન્ને ન હો; વસ્તુને જ અનુભવો. એમ કે શુદ્ધ ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્માને જ ચેતવાથી-અનુભવવાથી ધર્મ થાય છે. અહાહા...! કર્તા-ભોક્તાના સર્વ વિકલ્પ છોડીને, કહે છે, સ્વાભિમુખ થઈ એક સ્વને-શુદ્ધ ચૈતન્યમય આત્માને જ અનુભવો. લ્યો, આનું નામ ધર્મ છે. છે ને અંદર? છે કે નહિ? કે ‘वस्तु एव सञ्चिन्त्यताम्’ અહાહા....! વસ્તુને જ અનુભવો; અંતર્મુખ થઈ સ્વદ્રવ્યને જ અનુભવો. આવો અનુભવ-સ્વાનુભવ કરવો એનું નામ જૈનધર્મ છે. બાકી બધું (વ્રત, ભક્તિ આદિ) થોથાં છે. સમજાણું કાંઈ....?

હવે કહે છે– ‘निपुणैः सूत्रे इव इह आत्मनि प्रोता चित्–चिंतामणि–मालिका

क्वचित् भेत्तुं न शक्या’ જેમ ચતુર પુરુષોએ દોરામાં પરોવેલી મણિઓની માળા ભેદી શકાતી નથી, તેમ આત્મામાં પરોવેલી ચૈતન્યરૂપ ચિંતામણિની માળા પણ કદી કોઈથી ભેદી શકાતી નથી.

અહાહા....! શું કહે છે? જેમ ચતુર પુરુષોએ દોરો પરોવીને ગૂંથેલી મણિરત્નની માળા ભેદી શકાતી નથી તેમ નિત્ય ચૈતન્યસ્વભાવરૂપ દોરાથી પરોવેલી સહજ અકૃત્રિમ ચૈતન્યચિંતામણિરૂપ માળા ભગવાન આત્મા છે તેને ભેદી શકાતી નથી. એટલે શું? કે ચૈતન્યચિંતામણિ પ્રભુ આત્મા નિત્ય ધ્રુવ રહેનારી ચીજ છે, તેની નિત્યતાને કોઈ ભેદી શકતું નથી. વળી પર્યાયમાં ભલે રાગ હો, પણ ત્રિકાળી શુદ્ધ ચૈતન્યવસ્તુને રાગમય કરી શકાતી નથી. આ શરીર આદિ તો કયાંય દૂર રહી ગયાં. સમજાય છે કાંઈ.....?

ભાઈ! આ શરીર તો મૃતક-કલેવર-મડદું છે. અત્યારે પણ મડદું છે. એમાં ક્યાં ચૈતન્ય છે? ચૈતન્ય તો એનાથી તદ્ન ભિન્ન ચીજ છે. પણ અરે! મૃતક કલેવરમાં ચૈતન્યમહાપ્રભુ-અમૃતનો નાથ મૂર્છાઈ ગયો છે; જાણે એમાંથી સુખ આવે છે એમ મૂઢ થઈ એ મૂર્છાઈ ગયો છે; પણ એ તો આપદા છે, દુઃખ છે. અહીં કહે છે-અંદર શુદ્ધ ચૈતન્યચિંતામણિ પ્રભુ આત્મા નિત્ય અભેદ એક ચૈતન્યસ્વભાવથી ભરેલો ભગવાન છે તેનો જ અનુભવ કરો. ભાઈ! દુનિયામાં વર્તમાન ચાલતી પદ્ધતિથી આ તદ્ન જુદી વાત છે, પણ આ સત્યાર્થ છે, પ્રયોજનવાન છે.

જેમ મણિરત્નની માળામાં ધારાવાહી સળંગ દોરો પરોવાએલ છે, તેને તોડી શકાય નહિ; તેમ ભગવાન આત્મા ચૈતન્યચિંતામણિરૂપ માળા છે, તેમાં નિત્ય ચૈતન્યસ્વભાવમય દોરો પરોવાએલ છે, તેને ભેદી શકાય નહિ. અહીં કહે છે-અહાહા....! ‘इयम् एका’ એવી આ આત્મારૂપી માળા એક જ, ‘नः अभितः अपि चकास्तु एव’


PDF/HTML Page 3322 of 4199
single page version

અમને સમસ્તપણે પ્રકાશમાન હો (અર્થાત્ નિત્યત્વ, અનિત્યત્વ આદિના વિકલ્પો છૂટી આત્માનો નિર્વિકલ્પ અનુભવ અમને હો).

અહા! કર્તા-ભોક્તાના વિકલ્પ ઉઠે એ કાંઈ (-પ્રયોજનભૂત) વસ્તુ નથી; એ વિકલ્પ તો રાગ છે, દુઃખ છે. આચાર્ય મહારાજ આદેશ કરીને કહે છે- ‘વસ્તુને જ અનુભવો.’ જો તમારે ધર્મનું પ્રયોજન છે તો શુદ્ધ ચૈતન્યસ્વરૂપ વસ્તુ અંદર નિત્ય શાશ્વત છે તેને જ અનુભવો. વળી પોતાના માટે કહે છે- અમને સમસ્તપણે આત્મા એક જ પ્રકાશમાન હો. અહાહા...! ચૈતન્ય... ચૈતન્ય.... ચૈતન્યના ધ્રુવ નિત્ય પ્રવાહરૂપ એવો જે એક જ્ઞાયકભાવ તે એક જ અમને પ્રકાશમાન હો-એમ ભાવના ભાવે છે.

જેમ દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિના વિકલ્પો આવે તે રાગ છે તેમ કર્તા- ભોક્તાના જે વિકલ્પ છે તે રાગ છે; અને રાગ છે તે હિંસા છે (જુઓ, પુરુષાર્થ- સિદ્ધયુપાય છંદ ૪૪), તે રાગમાં આત્માનું મૃત્યુ થાય છે, રાગ છે તે આત્માનો ઘાતક છે. તેથી કહે છે-કર્તા-ભોક્તા આત્મા હો કે ન હો; તે વિકલ્પોનું અમારે શું કામ છે? અમને તો અંદર અનંત ગુણ-સ્વભાવના રસથી ભરેલો ચૈતન્યચિંતામણિ ભગવાન આત્મા છે તે એકનો જ અનુભવ હો. તે એક જ અમને પ્રકાશમાન હો; કેમકે જન્મમરણના અંતનો આ એક જ ઉપાય છે, બાકી કોઈ ઉપાય નથી.

અહાહા...! પ્રચુર અતીન્દ્રિય આનંદમાં ઝૂલતા આચાર્ય ભગવાન કહે છે- અમને ‘अभितः’ એટલે સમસ્તપણે એક ચૈતન્યચિંતામણિ પ્રભુ એક આત્મા જ પ્રકાશમાન હો. જુઓ, આ ભાવના!

હવે અત્યારે તો કેટલાક કહે છે- અત્યારે મોક્ષ તો છે નહિ, તો મોક્ષનાં કારણ સેવવાં એના કરતાં પુણ્ય ઉપજાવીએ તો પુણ્ય કરતાં કરતાં વળી ધર્મ-પ્રાપ્તિ થઈ જાય. એમ કે પુણ્ય ઉપજાવીને સ્વર્ગમાં જવાય અને પછી ત્યાંથી સાક્ષાત્ ભગવાનની પાસે જવાય ઇત્યાદિ.

અરે ભગવાન! તું શું કહે છે આ! અંદર ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા છે તેનો અનુભવ કરતાં શુદ્ધોપયોગ થાય છે. જેમ ચિંતામણિ રત્ન જે ચિંતવો તે આપે તેમ ચૈતન્યચિંતામણિ પ્રભુ આત્મા પોતે છે તેમાં એકાગ્ર થતાં જ તે અતીન્દ્રિય આનંદ આપે છે. ચિત્ચમત્કારમય વસ્તુ તો આવી છે નાથ! તે એકની જ ભાવના કર; અમને તે એકની જ ભાવના છે. કહ્યું ને કે-અમને સમસ્તપણે એક આત્મા જ પ્રકાશમાન હો.

કોઈ બીજા ગમે તે કહે, પુણ્યની ભાવના છે તે મિથ્યાત્વ છે અને તે વડે


PDF/HTML Page 3323 of 4199
single page version

જીવને સંસાર ને દુઃખ જ પ્રાપ્ત થાય છે. અહીં આનંદના બાગમાં કેલિ કરનાર ભગવાન આચાર્ય અમૃતચંદ્ર કહે છે-ભગવાન! તું ચૈતન્યચિંતામણિ રત્ન છો; તેમાં જ એકાગ્ર થા, તેમાં જ લીન થા અને તેમાં જ ઠરીને નિવાસ કર; તેથી તને આનંદ થશે.

-આત્મા વસ્તુ છે તે દ્રવ્ય છે. (ચૈતન્યચિંતામણિ માળા)

-તેના ચૈતન્યસ્વભાવમય ગુણો છે તે દોરા સમાન કાયમ નિત્ય છે.

-તે ગુણોના ધરનારગુણી એવા આત્માનો, બધા વિકલ્પોને મટાડી દઈ, અંતર્મુખ

થઈ અનુભવ કરવો તે પર્યાય છે, તે નિર્મળ પર્યાયને મોક્ષનો માર્ગ કહીએ છીએ.

બાકી વર્તમાનમાં થતા પુણ્ય-પાપના અનુભવની ભાવના તે મિથ્યાત્વ છે. હવે દ્રવ્ય શું? ગુણ શું? પર્યાય શું? -કાંઈ ખબર ન મળે અને કહે- અમે જૈન. પણ બાપુ! વાડાના જૈન તે જૈન નહિ, જૈન તો દ્રવ્યદ્રષ્ટિ વડે સમકિત પ્રગટતાં થવાય છે. આવી વાતુ છે. સમજાણું કાંઈ...?

* કળશ ૨૦૯ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘આત્મા વસ્તુ હોવાથી દ્રવ્યપર્યાયાત્મક છે; તેથી તેમાં ચૈતન્યના પરિણમનરૂપ પર્યાયના ભેદોની અપેક્ષાએ તો કર્તા-ભોક્તાનો ભેદ છે અને ચિન્માત્ર દ્રવ્યની અપેક્ષાએ ભેદ નથી; એમ ભેદ-અભેદ હો. અથવા ચિન્માત્ર અનુભવનમાં ભેદ-અભેદ શા માટે કહેવો? (આત્માને) કર્તા-ભોક્તા જ ન કહેવો, વસ્તુમાત્ર અનુભવ કરવો.’

આત્મા દ્રવ્ય-પર્યાયનું જોડકું છે. શું કીધું? દ્રવ્ય અને પર્યાય-બે મળીને આખી વસ્તુ આત્મા છે. ત્રિકાળ નિત્ય રહેનારી ચીજને દ્રવ્ય કહે છે, અને તેની પલટતી અવસ્થાને પર્યાય કહે છે. આવી દ્રવ્યપર્યાયસ્વરૂપ વસ્તુ આત્મા છે. દ્રવ્યરૂપે નિત્ય રહેવું અને પર્યાયરૂપે પલટવું -એ બન્ને તેનું સ્વરૂપ છે. તેથી તેમાં ચૈતન્યના પરિણમનરૂપ પર્યાયના ભેદોની અપેક્ષાએ કર્તા-ભોક્તાનો ભેદ છે. જે પર્યાય કરે છે તે ભોગવતી નથી, અન્ય ભોગવે છે-એમ ભેદ છે. અને ચિન્માત્ર દ્રવ્યની અપેક્ષાએ ભેદ નથી, અભેદ છે. દ્રવ્ય જે એક પર્યાયમાં કરે છે તે જ બીજી પર્યાયમાં ભોગવે છે-એમ અભેદ છે.

અહીં કહે છે-આમ ભેદ-અભેદ હો; ચિન્માત્ર અનુભવનમાં ભેદ-અભેદ ક્યાં છે? ત્યાં તો વસ્તુનો અનુભવ છે. એ જ કહે છે-આત્માને કર્તા-ભોક્તા જ ન કહેવો, વસ્તુમાત્ર અનુભવ કરવો. સમયસાર ગાથા ૧૪૩ માં આવી ગયું કે-આત્મા અબદ્ધ


PDF/HTML Page 3324 of 4199
single page version

છે, શુદ્ધ છે, એક છે, ધ્રુવ છે ઇત્યાદિ નયપક્ષના વિકલ્પથી શું સાધ્ય છે? દ્રવ્યસ્વભાવ જે નિત્ય ત્રિકાળી એક ધ્રુવભાવ છે તેનો જ આશ્રય કરવો; કેમકે તે વડે સાધ્યની સિદ્ધિ છે. લ્યો, આવી વાત.

ભાઈ! વ્યવહાર નય છે, એનો વિષય પણ છે. વ્યવહારનય શ્રુતજ્ઞાનનો એક અંશ-ભેદ છે. પરંતુ તે પર્યાય અને રાગને વિષય કરનારો નય છે, તેથી તે નય જાણીને તેને હેય કરી દેવો; અને ત્રિકાળી ભૂતાર્થ ભગવાન આત્માને જાણીને તેને ઉપાદેય કરવો, તેનો આશ્રય કરવો. અહાહા.....! આત્મા સચ્ચિદાનંદ પ્રભુ શાશ્વત જ્ઞાન અને આનંદનું દળ છે. તેની સન્મુખ થઈ, તેમાં એકાગ્ર થઈ, તેનો અનુભવ કરવો તે સમ્યગ્દર્શન અને ધર્મ છે.

આ દેહ છે એ તો માટી-ધૂળ જગતની (બીજી) ચીજ છે; એ કાંઈ તારી ચીજ નથી. આ સાડાત્રણ મણની કાયા છે તે છૂટી જશે એટલે બળશે મસાણમાં, અને એનો રાખનો ઢગલો થશે અને પવનથી ફૂ થઈને ઉડી જશે. બાપુ! એ તારી ચીજ કયાં છે? અને તારે લઈને એ કયાં રહી છે? તારામાં થતી પર્યાય પણ ક્ષણભંગુર છે ને! એક ત્રિકાળી આનંદનો નાથ નિત્યાનંદ પ્રભુ ધ્રુવ છે. અહીં કહે છે-તેનો આશ્રય કર તો તારા ભવના દુઃખનો અંત આવશે.

અહા! તું જન્મ્યો ત્યારે માતાના ગર્ભમાં નવ માસ ઊંધે માથે રહ્યો. વળી કોઈ કોઈ વાર તો બાર વર્ષ ગર્ભમાં રહીને મરીને ફરી પાછો ત્યાં જ બાર વર્ષ ગર્ભમાં રહ્યો. આ પ્રમાણે ગર્ભની સ્થિતિ ભગવાનના આગમમાં ૨૪ વર્ષની વર્ણવી છે. અહા! ત્યાં ગર્ભમાં અંધારિયા બંધ મલિન સ્થાનમાં રહ્યો! માતાએ ખાધું તેનો એંઠો રસ ત્યાં ખાઈને રહ્યો. આવા આવા તો ભગવાન! તેં અનંતા ભવ કર્યા. ગર્ભમાંથી બહાર આવ્યો ત્યાં બધું ભૂલી ગયો, પણ ભાઈ! તારા દુઃખની કથની શું કહીએ? તારે જો એ દુઃખથી છૂટવું હોય તો આચાર્યદેવ અહીં કહે છે-અંદર ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ આનંદનું દળ પડયું છે તેની સમીપ જઈ તેનો અનુભવ કર, તને અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિ સહિત ચૈતન્યનો પ્રકાશ પ્રગટ થશે.

‘જેમ મણિઓની માળામાં મણિઓની અને દોરાની વિવક્ષાથી ભેદ-અભેદ છે પરંતુ માળામાત્ર ગ્રહણ કરતાં ભેદાભેદ-વિકલ્પ નથી, તેમ આત્મામાં પર્યાયોની અને દ્રવ્યની વિવક્ષાથી ભેદ-અભેદ છે પરંતુ આત્મવસ્તુ માત્ર અનુભવ કરતાં વિકલ્પ નથી. આચાર્ય મહારાજ કહે છે કે-એવો નિર્વિકલ્પ આત્માનો અનુભવ અમને પ્રકાશમાન હો.’

જુઓ, આચાર્ય મહારાજ કહે છે કે-કેવળ નિર્વિકલ્પ આત્માનો અનુભવ


PDF/HTML Page 3325 of 4199
single page version

અમને પ્રકાશમાન હો. એમ કે વચ્ચે જરી આ સમયસાર શાસ્ત્રની ટીકા કરવાનો વિકલ્પ થઈ આવ્યો છે, પણ એ અમને પોસાતો નથી. બંધનું કારણ છે ને? તેથી કહે છે -એ વિકલ્પથી રહિત નિર્વિકલ્પ શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપનો જ અનુભવ અમને પ્રકાશમાન હો. અહો! ધર્માત્મા પુરુષોની આવી કોઈ અલૌકિક ભાવના હોય છે. અમે સ્વર્ગમાં જઈએ અને ત્યાંના વૈભવ ભોગવીએ એવી ભાવના તેમને હોતી નથી.

*

હવે આગળની ગાથાઓની સૂચનારૂપ કાવ્ય કહે છેઃ-

* કળશ ૨૧૦ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘केवलं व्यवहारिकदशा एव कर्तृ च कर्म विभिन्नम् इष्यते’ કેવળ વ્યવહારિક દ્રષ્ટિથી જ કર્તા અને કર્મ ભિન્ન ગણવામાં આવે છે; ‘निश्चयेन यदि वस्तु चिन्त्यते’ નિશ્ચયથી જો વસ્તુને વિચારવામાં આવે, ‘कर्तृ च कर्म सदा एकम् इष्यते’ તો કર્તા અને કર્મ સદા એક ગણવામાં આવે છે.

જુઓ, આ શું કીધું? કે વ્યવહારિક દ્રષ્ટિથી જ એટલે કે અસત્ દ્રષ્ટિથી જ કર્તા અને કર્મ ભિન્ન કહેવામાં આવે છે. આત્મા કર્તા અને શરીરમાં કામ થાય તે એનું કર્મ - એમ ભિન્ન કર્તા-કર્મ અસત્યાર્થ નામ જૂઠી દ્રષ્ટિથી જ કહેવામાં આવે છે. આ બધા એડવોકેટ દલીલ કરે ને કોર્ટમાં? અહીં કહે છે (એડવોકેટનો) આત્મા કર્તા ને દલીલ એનું કાર્ય -એમ અસત્ દ્રષ્ટિથી જ કહેવામાં આવે છે, એટલે શું? કે એમ છે નહિ, ભિન્ન કર્તા- કર્મ વાસ્તવિક છે નહિ, પણ નિમિત્તની મુખ્યતાથી એમ કહેવામાં આવે છે. ભાઈ! મેં બીજાને સમજાવી દીધા કે દુકાનની વ્યવસ્થા મેં કરી ઇત્યાદિ કહેવું તે વ્યવહારિક દ્રષ્ટિથી- અસદ્ભૂત વ્યવહારથી છે.

નિશ્ચયથી એટલે પરમાર્થ દ્રષ્ટિથી જો વસ્તુને વિચારવામાં આવે તો કર્તા અને કર્મ સદા એક ગણવામાં આવે છે. આત્મા કર્તા અને એના જે પરિણામ થાય તે એનું કર્મ એમ નિશ્ચયે અભિન્ન કર્તા-કર્મ છે. ભાઈ! આ સર્વજ્ઞ પરમાત્માની દિવ્યધ્વનિમાં આવેલી વાત અહીં સંતોએ જાહેર કરી છે.

અહાહા....! ઇચ્છા વિના જ ભગવાન કેવળીને વાણી છૂટે છે. તે સાંભળી ભગવાન ગણધરદેવ બાર અંગની રચના કરે છે. તે વાણી અનુસાર આ શાસ્ત્ર રચાયું છે. અધુરી દશામાં આચાર્યવરને વિકલ્પ ઉઠયો કે જગતના દુઃખી જીવો આવો (સત્યાર્થ) ધર્મ પામીને સુખી થાય, અને આ શાસ્ત્ર રચાઈ ગયું છે. તેમાં આ કહે છે કે-નિશ્ચયથી અર્થાત્ સત્યાર્થ દ્રષ્ટિથી કર્તા-કર્મ સદા એક ગણવામાં આવે છે, આત્મા કર્તા ને તેનું પરિણામ તે એનું કર્મ છે- આ સત્યાર્થ છે. પણ આત્મા કર્તા


PDF/HTML Page 3326 of 4199
single page version

ને જે વાણી નીકળે તે એનું કર્મ -એ અસત્યાર્થ છે. ભગવાનની વાણી-એમ વ્યવહારિક દ્રષ્ટિથી કહીએ, પણ વસ્તુસ્થિતિ એમ નથી. સમજાય છે કાંઈ....?

* કળશ ૨૧૦ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘કેવળ વ્યવહારદ્રષ્ટિથી જ ભિન્ન દ્રવ્યોમાં કર્તા-કર્મપણું ગણવામાં આવે છે; નિશ્ચય-દ્રષ્ટિથી તો એક જ દ્રવ્યમાં કર્તા-કર્મપણું ઘટે છે.’

આત્માને શરીર, મન, વાણી ઇત્યાદિ પરના કાર્યનો કર્તા કહેવો એ કેવળ વ્યવહારદ્રષ્ટિથી જ છે. એને રાગનો કર્તા કહીએ એ પણ વ્યવહારનયથી છે. અજ્ઞાનભાવે આત્મા રાગનો કર્તા તો છે, પણ પરનો કર્તા તો અજ્ઞાનભાવેય જીવ નથી. તથાપિ જેને શુદ્ધ એક જ્ઞાયકસ્વભાવની અંતર્દ્રષ્ટિ થઈ નથી તે પરનાં કાર્ય કરે-એમ વ્યવહારિક દ્રષ્ટિથી કહેવામાં આવે છે. પરનાં કાર્ય જીવ કરે છે- કરી શકે છે એમ નહિ, પણ તે કાળે તે પર્યાયમાં ‘આ હું કરું’ - એમ રાગને કરે છે તેથી અસત્દ્રષ્ટિથી તેને કર્તા કહેવામાં આવે છે. બાકી સમ્યગ્દ્રષ્ટિ ધર્મી જીવ તો રાગનોય કર્તા નથી ને પરનોય કર્તા નથી; એ તો એને જે શુભાશુભ રાગ થાય તેનો જ્ઞાતા-દ્રષ્ટાપણે જાણનારમાત્ર છે. ઝીણી વાત છે ભાઈ! જેને શુદ્ધ એક ચૈતન્યસ્વભાવની દ્રષ્ટિ થઈ તે વિકારને કેમ કરે? ન કરે; અને તો પછી પરનાં કાર્ય કરવાનો વ્યવહાર પણ એને કેમ હોય? ન હોય. ધર્મી તો બધાનો જ્ઞાતા-દ્રષ્ટાપણે જાણનાર જ છે. આવી વાત!

નિશ્ચયદ્રષ્ટિથી તો એક જ દ્રવ્યમાં કર્તાકર્મપણું ઘટે છે. નિશ્ચયથી આત્મા કર્તા અને તેના નિર્મળ ચૈતન્યના પરિણામ થાય તે એનું કર્મ-એમ કર્તાકર્મપણું ઘટે છે; પણ પરની દયા પળાય ત્યાં આત્મા કર્તા ને પરની દયા થઈ તે એનું કાર્ય-એમ કર્તાકર્મપણું વાસ્તવિક છે નહિ; વ્યવહારદ્રષ્ટિથી કહેવામાં આવે છે. આવું ઝીણું છે બધું. સમજાણું કાંઈ....?

(પ્રવચન નં. ૩૮૯ (શેષ) થી ૪૦૧ * દિનાંક ૨૬-૭-૭૭ થી ૨૯-૭-૭૭)

PDF/HTML Page 3327 of 4199
single page version

जह सिप्पिओ दु कम्मं कुव्वदि ण य सो दु तम्मओ होदि।
तह जीवो वि य कम्मं कुव्वदि ण य तम्मओ होदि।। ३४९।।
जह सिप्पिओ दु करणेहिं कुव्वदि ण सो दु तम्मओ होदि।
तह जीवो करणेहिं कुव्वदि ण य तम्मओ होदि।।
३५०।।
जह सिप्पिओ दु करणाणि गिण्हदि ण सो दु तम्मओ होदि।
तह जीवो करणाणि दु गिण्हदि ण य तम्मओ होदि।। ३५१।।
जह सिप्पि दु कम्मफलं भुंजदि ण य सो दु तम्मओ होदि।
तह जीवो कम्मफलं भुंजदि ण य तम्मओ होदि।। ३५२।।
एवं ववहारस्स दु वत्तव्वं दरिसणं समासेण।
सुणु णिच्छयस्स वयणं परिणामकदं तु जं होदि।।
३५३।।

હવે આ કથનને દ્રષ્ટાંત દ્વારા ગાથામાં કહે છેઃ-

જ્યમ શિલ્પી કર્મ કરે પરંતુ તે નહીં તન્મય બને,
ત્યમ જીવ પણ કર્મો કરે પણ તે નહીં તન્મય બને. ૩૪૯.
જ્યમ શિલ્પી કરણ વડે કરે પણ તે નહીં તન્મય બને,
ત્યમ જીવ કરણ વડે કરે પણ તે નહીં તન્યમ બને. ૩પ૦.
જ્યમ શિલ્પી કરણ ગ્રહે પરંતુ તે નહીં તન્મય બને,
ત્યમ જીવ પણ કરણો ગ્રહે પણ તે નહીં તન્મય બને. ૩પ૧.
શિલ્પી કરમફળ ભોગવે પણ તે નહીં તન્મય બને,
ત્યમ જીવ કરમફળ ભોગવે પણ તે નહીં તન્મય બને. ૩પ૨.
–એ રીત મત વ્યવહારનો સંક્ષેપથી વક્તવ્ય છે;
સાંભળ વચન નિશ્ચય તણું પરિણામવિષયક જેહ છે. ૩પ૩.

PDF/HTML Page 3328 of 4199
single page version

जह सिप्पिओ दु चेट्ठं कुव्वदि हवदि य तहा अणण्णो से।
तह जीवो वि य कम्मं कुवदि हवदि य अणण्णो से।। ३५४।।
जह चेट्ठं कुव्वंतो दु सिप्पिओ णिच्चदुक्खिओ होदि।
तत्तो सिया अणण्णो तह चेट्ठतो दुही जीवो।।
३५५।।
यथा शिल्पिकस्तु कर्म करोति न च स तु तन्मयो भवति।
तथा जीवोऽपि च कर्म करोति न च तन्मयो भवति।।३४९।।
यथा शिल्पिकस्तु करणैः करोति न च स तु तन्मयो भवति।
तथा जीवः करणैः करोति न च तन्मयो भवति।।३५०।।
यथा शिल्पिकस्तु करणानि गृह्णाति न च स तु तन्मयो भवति।
तथा जीवः करणानि तु गृह्णाति न च तन्मयो भवति।।३५१।।

ગાથાર્થઃ– [यथा] જેમ [शिल्पिकः तु] શિલ્પી (-સોની આદિ કારીગર) [कर्म] કુંડળ આદિ કર્મ [करोति] કરે છે [सः तु] પરંતુ તે [तन्मयः न च भवति] તન્મય (તે-મય, કુંડળાદિમય) થતો નથી, [तथा] તેમ [जीवः अपि च] જીવ પણ [कर्म] પુણ્યપાપ આદિ પુદ્ગલકર્મ [करोति] કરે છે [न च तन्मयः भवति] પરંતુ તન્મય (પુદ્ગલકર્મમય) થતો નથી. [यथा] જેમ [शिल्पिकः तु] શિલ્પી [करणैः] હથોડા આદિ કરણો વડે [करोति] (કર્મ) કરે છે [सः तु] પરંતુ તે [तन्मयः न च भवति] તન્મય (હથોડા આદિ કરણોમય) થતો નથી, [तथा] તેમ [जीवः] જીવ [करणैः] (મન-વચન-કાયરૂપ) કરણો વડે [करोति] (કર્મ) કરે છે [न च तन्मयः भवति] પરંતુ તન્મય (મન-વચન-કાયરૂપ કરણોમય) થતો નથી. [यथा] જેમ [शिल्पिकः तु] શિલ્પી [करणानि] કરણોને [गृह्णाति] ગ્રહણ કરે છે [सः तु] પરંતુ તે [तन्मयः न च भवति] તન્મય થતો નથી, [तथा] તેમ [जीवः] જીવ [करणानि तु] કરણોને [गृह्णाति] ગ્રહણ કરે છે [न च तन्मयः भवति] પરંતુ તન્મય (કરણોમય) થતો નથી. [यथा] જેમ [शिल्पी तु] શિલ્પી [कर्मफलं] કુંડળ આદિ

શિલ્પી કરે ચેષ્ટા અને તેનાથી તેહ અનન્ય છે,
ત્યમ જીવ કર્મ કરે અને તેનાથી તેહ અનન્ય છે. ૩પ૪.
ચેષ્ટા કરંતો શિલ્પી જેમ દુખિત થાય નિરંતરે.
ને દુખથી તેહ અનન્ય, ત્યમ જીવ ચેષ્ટમાન દુખી બને. ૩પપ.

PDF/HTML Page 3329 of 4199
single page version

यथा शिल्पी तु कर्मफलं भुंक्ते न च स तु तन्मयो भवति।
तथा जीवः कर्मफलं भुंक्त न च तन्मयो भवति।।
३५२।।
एवं व्यवहारस्य तु वक्तव्यं दर्शनं समासेन।
शृणु निश्चयस्य वचनं परिणामकृतं तु यद्भवति।।
३५३।।
यथा शिल्पिकस्तु चेष्टां करोति भवति च तथानन्यस्तस्याः।
तथा जीवोऽपि च कर्म करोति भवति चानन्यस्तस्मात्।। ३५४।।
यथा चेष्टां कुर्वाणस्तु शिल्पिको नित्यदुःखितो भवति।
तस्माच्च स्यादनन्यस्तथा चेष्टमानो दुःखी जीवः।।
३५५।।

કર્મના ફળને (ખાનપાન આદિને) [भुंक्ते] ભોગવે છે [सः तु] પરંતુ તે [तन्मयः न च भवति] તન્મય (ખાનપાનાદિમય) થતો નથી, [तथा] તેમ [जीवः] જીવ [कर्मफलं] પુણ્યપાપાદિ પુદ્ગલકર્મના ફળને (પુદ્ગલપરિણામરૂપ સુખદુઃખાદિને) [भुंक्ते] ભોગવે છે [न च तन्मयः भवति] પરંતુ તન્મય (પુદ્ગલપરિણામરૂપ સુખદુઃખાદિમય) થતો નથી.

[एवं तु] એ રીતે તો [व्यवहारस्य दर्शनं] વ્યવહારનો મત [समासेन] સંક્ષેપથી [वक्तव्यम्] કહેવાયોગ્ય છે. [निश्चयस्य वचनं] (હવે) નિશ્ચયનું વચન [शृण] સાંભળ [यत्] કે જે [परिणामकृतं तु भवति] પરિણામવિષયક છે.

[यथा] જેમ [शिल्पिकः तु] શિલ્પી [चेष्टां करोति] ચેષ્ટારૂપ કર્મને (પોતાના પરિણામરૂપ કર્મને) કરે છે [तथा च] અને [तस्याः अनन्यः भवति] તેનાથી અનન્ય છે, [तथा] તેમ [जीवः अपि च] જીવ પણ [कर्म करोति] (પોતાના પરિણામરૂપ) કર્મને કરે છે [च] અને [तस्मात् अनन्यः भवति] તેનાથી અનન્ય છે. [यथा] જેમ [चेष्टां कुर्वाणः] ચેષ્ટારૂપ કર્મ કરતો [शिल्पिकः तु] શિલ્પી [नित्यदुःखितः भवति] નિત્ય દુઃખી થાય છે [तस्मात् च] અને તેનાથી (દુઃખથી) [अनन्यः स्यात्] અનન્ય છે, [तथा] તેમ [चेष्टमानः] ચેષ્ટા કરતો (પોતાના પરિણામરૂપ કર્મને કરતો) [जीवः] જીવ [दुःखी] દુઃખી થાય છે (અને દુઃખથી અનન્ય છે).

ટીકાઃ– જેવી રીતે-શિલ્પી અર્થાત્ સોની આદિ કારીગર કુંડળ આદિ જે પરદ્રવ્યપરિણામાત્મક (-પરદ્રવ્યના પરિણામસ્વરૂપ) કર્મ તેને કરે છે, હથોડા આદિ જે પરદ્રવ્યપરિણામાત્મક કરણો તેમના વડે કરે છે, હથોડા આદિ જે પરદ્રવ્યપરિણામાત્મક કરણો તેમને ગ્રહણ કરે છે અને કુંડળ આદિ કર્મનું જે ગામ આદિ પરદ્રવ્યપરિણામા-


PDF/HTML Page 3330 of 4199
single page version

(नर्दटक)
ननु परिणाम एव किल कर्म विनिश्चयतः
स भवति नापरस्य परिणामिन एव भवेत्।
न भवति कर्तृशून्यमिह कर्म न चैकतया
स्थितिरिह वस्तुनो भवतु कर्तृ तदेव ततः।। २११।।

ત્મક ફળ તેને ભોગવે છે, પરંતુ અનેકદ્રવ્યપણાને લીધે તેમનાથી (કર્મ, કરણ આદિથી) અન્ય હોવાથી તન્મય (કર્મકરણાદિમય) થતો નથી; માટે નિમિત્તનૈમિત્તિકભાવમાત્રથી જ ત્યાં કર્તા-કર્મપણાનો અને ભોક્તા-ભોગ્યપણાનો વ્યવહાર છે; તેવી રીતે-આત્મા પણ પુણ્યપાપ આદિ જે પુદ્ગલદ્રવ્યપરિણામાત્મક (-પુદ્ગલદ્રવ્યના પરિણામસ્વરૂપ) કર્મ તેને કરે છે, કાય-વચન-મન એવાં જે પુદ્ગલદ્રવ્યપરિણામાત્મક કરણો તેમના વડે કરે છે, કાય-વચન-મન એવાં જે પુદ્ગલદ્રવ્યપરિણામાત્મક કરણો તેમને ગ્રહણ કરે છે અને પુણ્યપાપ આદિ કર્મનું જે સુખદુઃખ આદિ પુદ્ગલદ્રવ્યપરિણામાત્મક ફળ તેને ભોગવે છે, પરંતુ અનેકદ્રવ્યપણાને લીધે તેમનાથી અન્ય હોવાથી તન્મય (તે-મય) થતો નથી; માટે નિમિત્ત-નૈમિત્તિકભાવમાત્રથી જ ત્યાં કર્તા-કર્મપણાનો અને ભોક્તા-ભોગ્યપણાનો વ્યવહાર છે.

વળી જેવી રીતે-તે જ શિલ્પી, કરવાનો ઇચ્છક વર્તતો થકો, ચેષ્ટારૂપ (અર્થાત્ કુંડળ આદિ કરવાના પોતાના પરિણામરૂપ અને હસ્ત આદિના વ્યાપારરૂપ) એવું જે સ્વપરિણામાત્મક કર્મ તેને કરે છે તથા દુઃખસ્વરૂપ એવું જે ચેષ્ટારૂપ કર્મનું સ્વપરિણામાત્મક ફળ તેને ભોગવે છે, અને એકદ્રવ્યપણાને લીધે તેમનાથી (કર્મ અને કર્મફળથી) અનન્ય હોવાથી તન્મય (કર્મમય ને કર્મફળમય) છે; માટે પરિણામ- પરિણામીભાવથી ત્યાં જ કર્તા-કર્મપણાનો અને ભોક્તા-ભોગ્યપણાનો નિશ્ચય છે; તેવી રીતે-આત્મા પણ, કરવાનો ઇચ્છક વર્તતો થકો, ચેષ્ટારૂપ (-રાગાદિપરિણામરૂપ અને પ્રદેશોના વ્યાપારરૂપ) એવું જે આત્મપરિણામાત્મક કર્મ તેને કરે છે તથા દુઃખસ્વરૂપ એવું જે ચેષ્ટારૂપ કર્મનું આત્મપરિણામાત્મક ફળ તેને ભોગવે છે, અને એકદ્રવ્યપણાને લીધે તેમનાથી અનન્ય હોવાથી તન્મય (તે-મય) છે; માટે પરિણામ-પરિણામીભાવથી ત્યાં જ કર્તા-કર્મપણાનો અને ભોક્તા-ભોગ્યપણાનો નિશ્ચય છે.

હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ- શ્લોકાર્થઃ– [ननु परिणामः एव किल विनिश्चयतः कर्म] ખરેખર પરિણામ છે તે જ નિશ્ચયથી કર્મ છે, અને [सः परिणामिनः एव भवेत्, अपरस्य न भवति] પરિણામ પોતાના આશ્રયભૂત પરિણામીનું જ હોય છે, અન્યનું નહિ (કારણ કે પરિણામો પોતપોતાના દ્રવ્યના આશ્રયે છે, અન્યના પરિણામનો અન્ય આશ્રય નથી


PDF/HTML Page 3331 of 4199
single page version

(पृथ्वी)
बहिर्लुठति यद्यपि स्फुटदनन्तशक्तिः स्वयं
तथाप्यपरवस्तुनो विशति नान्यवस्त्वन्तरम्।
स्वभावनियतं यतः सकलमेव वस्त्विष्यते
स्वभावचलनाकुलः किमिह मोहितः किॢश्यते।। २१२।।
(रथोद्धता)
वस्तु चैकमिह नान्यवस्तुनो
येन तेन खलु वस्तु वस्तु तत्।
निश्चयोऽयमपरोऽपरस्य कः
किं करोति हि बहिर्लुठन्नपि ।। २१३।।

હોતો); [इह कर्म कर्तृशून्यम् न भवति] વળી કર્મ કર્તા વિના હોતું નથી, [च वस्तुनः एकतया स्थितिः इह न] તેમ જ વસ્તુની એકરૂપે સ્થિતિ (અર્થાત્ કૂટસ્થ સ્થિતિ) હોતી નથી (કારણ કે વસ્તુ દ્રવ્યપર્યાયસ્વરૂપ હોવાથી સર્વથા નિત્યપણું બાધાસહિત છે); [ततः तद् एव कर्तृ भवतु] માટે વસ્તુ પોતે જ પોતાના પરિણામરૂપ કર્મની કર્તા છે (-એ નિશ્ચય-સિદ્ધાંત છે). ૨૧૧.

હવે આગળની ગાથાઓની સૂચનારૂપે કાવ્ય કહે છેઃ- શ્લોકાર્થઃ– [स्वयं स्फुटत्–अनंत–शक्तिः] જેને પોતાને અનંત શક્તિ પ્રકાશમાન છે એવી વસ્તુ [बहिः यद्यपि लुठति] અન્ય વસ્તુની બહાર જોકે લોટે છે [तथापि अन्य–वस्तु अपरवस्तुनः अन्तरम् न विशति] તોપણ અન્ય વસ્તુ અન્ય વસ્તુની અંદર પ્રવેશતી નથી, [यतः सकलम् एव वस्तु स्वभाव–नियतम् इष्यते] કારણ કે સમસ્ત વસ્તુઓ પોતપોતાના સ્વભાવમાં નિશ્ચિત છે એમ માનવામાં આવે છે. (આચાર્યદેવ કહે છે કે-) [इह] આમ હોવા છતાં, [मोहितः] મોહિત જીવ, [स्वभाव–चलन–आकुलः] પોતાના સ્વભાવથી ચલિત થઈને આકુળ થતો થકો, [किम् क्लिश्यते] શા માટે કલેશ પામે છે?

ભાવાર્થઃ– વસ્તુસ્વભાવ તો નિયમરૂપે એવો છે કે કોઈ વસ્તુમાં કોઈ વસ્તુ મળે નહિ. આમ હોવા છતાં, આ મોહી પ્રાણી, ‘પરજ્ઞેયો સાથે પોતાને પારમાર્થિક સંબંધ છે’ એમ માનીને, કલેશ પામે છે, તે મોટું અજ્ઞાન છે. ૨૧૨.

ફરી આગળની ગાથાઓની સૂચનારૂપે બીજું કાવ્ય કહે છેઃ- શ્લોકાર્થઃ– [इह च] આ લોકમાં [येन एकम् वस्तु अन्यवस्तुनः न] એક


PDF/HTML Page 3332 of 4199
single page version

(रथोद्धता)
यत्तु वस्तु कुरुतेऽन्यवस्तुनः
किञ्चनापि परिणामिनः स्वयम् ।
व्यावहारिकद्रशैव तन्मतं
नान्यदस्ति किमपीह निश्चयात् ।। २१४।।

વસ્તુ અન્ય વસ્તુની નથી, [तेन खलु वस्तु तत् वस्तु] તેથી ખરેખર વસ્તુ છે તે વસ્તુ જ છે- [अयम् निश्चयः] એ નિશ્ચય છે. [कः अपरः] આમ હોવાથી કોઈ અન્ય વસ્તુ [अपरस्य बहिः लुठन् अपि हि] અન્ય વસ્તુની બહાર લોટતાં છતાં [किं करोति] તેને શું કરી શકે?

ભાવાર્થઃ– વસ્તુનો સ્વભાવ તો એવો છે કે એક વસ્તુ અન્ય વસ્તુને પલટાવી ન શકે. જો એમ ન હોય તો વસ્તુનું વસ્તુપણું જ ન ઠરે. આમ જ્યાં એક વસ્તુ અન્યને પરિણમાવી શક્તી નથી ત્યાં એક વસ્તુએ અન્યને શું કર્યું? કાંઈ ન કર્યું. ચેતન-વસ્તુ સાથે એકક્ષેત્રાવગાહરૂપે પુદ્ગલો રહેલાં છે તોપણ ચેતનને જડ કરીને પોતારૂપે તો પરિણમાવી શક્યાં નહિ; તો પછી પુદ્ગલે ચેતનને શું કર્યંું? કાંઈ ન કર્યું.

આ ઉપરથી એમ સમજવું કે-વ્યવહારે પરદ્રવ્યોને અને આત્માને જ્ઞેયજ્ઞાયક સંબંધ હોવા છતાં પરદ્રવ્યો જ્ઞાયકને કાંઈ કરતાં નથી અને જ્ઞાયક પરદ્રવ્યોને કાંઈ કરતો નથી. ૨૧૩.

હવે, એ જ અર્થને દ્રઢ કરતું ત્રીજું કાવ્ય કહે છેઃ-

શ્લોકાર્થઃ– [वस्तु] એક વસ્તુ [स्वयम् परिणामिनः अन्य–वस्तुनः] સ્વયં પરિણમતી અન્ય વસ્તુને [किञ्चन अपि कुरुते] કાંઈ પણ કરી શકે છે- [यत् तु] એમ જે માનવામાં આવે છે, [तत् व्यावहारिक–द्रशा एव मतम्] તે વ્યવહારદ્રષ્ટિથી જ માનવામાં આવે છે. [निश्चयात्] નિશ્ચયથી [इह अन्यत् किम् अपि न अस्ति] લોકમાં અન્ય વસ્તુને અન્ય વસ્તુ કાંઈ પણ નથી (અર્થાત્ એક વસ્તુને અન્ય વસ્તુ સાથે કાંઈ પણ સંબંધ નથી).

ભાવાર્થઃ– એક દ્રવ્યના પરિણમનમાં અન્ય દ્રવ્ય નિમિત્ત દેખીને એમ કહેવું કે ‘અન્ય દ્રવ્યે આ કર્યું’ , તે વ્યવહારનયની દ્રષ્ટિથી જ છે; નિશ્ચયથી તો તે દ્રવ્યમાં અન્ય દ્રવ્યે કાંઈ કર્યું નથી. વસ્તુના પર્યાયસ્વભાવને લીધે વસ્તુનું પોતાનું જ એક અવસ્થાથી બીજી અવસ્થારૂપ પરિણમન થાય છે; તેમાં અન્ય વસ્તુ પોતાનું કાંઈ ભેળવી શક્તી નથી.


PDF/HTML Page 3333 of 4199
single page version

આ ઉપરથી એમ સમજવું કે-પરદ્રવ્યરૂપ જ્ઞેય પદાર્થો તેમના ભાવે પરિણમે છે અને જ્ઞાયક આત્મા પોતાના ભાવે પરિણમે છે; તેઓ એકબીજાને પરસ્પર કાંઈ કરી શક્તા નથી. માટે ‘જ્ઞાયક પરદ્રવ્યોને જાણે છે’ એમ વ્યવહારથી જ માનવામાં આવે છે; નિશ્ચયથી જ્ઞાયક તો બસ જ્ઞાયક જ છે. ૨૧૪.

*
સમયસાર ગાથા ૩૪૯ થી ૩પપઃ મથાળું

હવે આ કથનને દ્રષ્ટાંત દ્વારા ગાથામાં કહે છેઃ-

* ગાથા ૩૪૯ થી ૩પપઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘જેવી રીતે-શિલ્પી અર્થાત્ સોની આદિ કારીગર કુંડળ આદિ જે પરદ્રવ્ય- પરિણામાત્મક (પરદ્રવ્યના પરિણામસ્વરૂપ) કર્મ તેને કરે છે, હથોડા આદિ જે પરદ્રવ્યપરિણામાત્મક કરણો તેમના વડે કરે છે, હથોડા આદિ જે પરદ્રવ્યપરિણામાત્મક કરણો તેમને ગ્રહણ કરે છે અને કુંડળ આદિ કર્મનું જે ગામ આદિ પરદ્રવ્ય-પરિણામાત્મક ફળ તેને ભોગવે છે, પરંતુ અનેકદ્રવ્યપણાને લીધે તેમનાથી (કર્મ, કરણ આદિથી) અન્ય હોવાથી તન્મય (કર્મકરણાદિમય) થતો નથી; માટે નિમિત્ત-નૈમિત્તિકભાવમાત્રથી જ ત્યાં કર્તા-કર્મપણાનો અને ભોક્તા-ભોગ્યપણાનો વ્યવહાર છે.’

‘જેવી રીતે શિલ્પી અર્થાત્ સોની આદિ કારીગર કુંડળ આદિ જે પરદ્રવ્યા- પરિણામાત્મક કર્મ તેને કરે છે,....’ અહાહા.....! જોયું? કુંડળ આદિ જે કર્મ નામ કાર્ય છે તે પરદ્રવ્ય પરિણામાત્મક છે. હવે આમાં બધા વાંધાઃ એમ કે શિલ્પી-સોની આદિ કરે છે એમ કહ્યું છે ને?

બાપુ! ‘કરે છે’ -એમ કહ્યું એ તો વ્યવહાર દર્શાવ્યો છે, બાકી સોની આદિ ક્યાં એમાં તન્મય છે?

પણ કરી શકે તો ‘કરે છે’ -એમ કહે ને?

એમ નથી ભાઈ! કરી શકતો નથી, પણ નિમિત્તની મુખ્યતાથી ‘કરે છે’ -એમ કહેવાનો વ્યવહાર છે એમ અહીં કહેવું છે. સમજાણું કાંઈ.....? સોની કુંડળને કરી શકે છે એમ નહિ, પણ તે કુંડળને કરે છે એમ વ્યવહારથી કહેવાય છે, બોલાય છે. લ્યો, હવે આવી ઝીણી વાત!

આત્મા પરની દયા પાળી શકે, શરીરને હલાવી-ચલાવી શકે, વાણી બોલી શકે,


PDF/HTML Page 3334 of 4199
single page version

ખાન-પાન આદિ કામ કરી શકે -એમ ત્રણકાળમાં નથી; પણ નિમિત્તની મુખ્યતા કરીને તે (-આત્મા) કરે છે એમ વ્યવહારથી કહેવામાં આવે છે; સત્યાર્થપણે તે પરદ્રવ્યનાં કાર્યનો કર્તા નથી. જુઓ, અહીં કહ્યું ને આ કે-શિલ્પી એટલે સોની આદિ કારીગર કુંડળ આદિ જે પરદ્રવ્યના પરિણામસ્વરૂપ કર્મ તેને કરે છે પણ અનેકદ્રવ્યપણાને લીધે તેમનાથી અન્ય હોવાથી તન્મય થતો નથી તેથી નિમિત્તનૈમિત્તિકભાવમાત્રથી જ ત્યાં કર્તા-કર્મપણાનો વ્યવહાર છે. ભાઈ! આ તો ભગવાનના ઘરની પ્રસાદી -એકલું અમૃત છે બાપા!

સોનીએ કુંડળ કર્યું, સુથારે ગાડું બનાવ્યું, રંગરેજે રંગનું ચિતરામણ કાઢયું, ગુમાસ્તાએ નામું લખ્યું ને ભગવાને ઉપદેશ દીધો ઇત્યાદિ બધું વ્યવહારથી કહેવાય ભલે, પણ એમ છે નહિ. ભારે ગજબની વાત છે ભાઈ! દુનિયાથી સાવ જુદી છે ને? એમ કહેવાય એ તો બધાં નિમિત્તનાં કથન બાપા! બાકી જીવ પરદ્રવ્યનાં કાર્ય (-પરિણામ) કરે એ ત્રણકાળમાં સંભવિત નથી, કેમ કે પરદ્રવ્યમાં એ તન્મય થતો નથી. અન્ય દ્રવ્યમાં અન્ય દ્રવ્ય તન્મય થતું જ નથી, થઈ શકતું જ નથી-આ નિયમ છે, સિદ્ધાંત છે.

આ રોટલી થાય, સેવ, પાપડ ને વડીઓ થાય, ભરત-ગુંથણનું કામ થાય એ બધાં પરદ્રવ્યના પરિણામસ્વરૂપ કર્મ છે; તેને બાઈયું કરી શકતી નથી. આ કાચના આભલા સરખા ગોઠવીને ટાંકે છે ને? અહીં કહે છે-એ બધું બાઈયું કરી શકતી નથી; કરે છે એમ કહેવું એ વ્યવહારનું નિમિત્તનું કથન છે, બસ; કરે છે એમ નહિ; કેમકે તેમાં તે તન્મય નથી. આવું ગંભીર તત્ત્વ છે.

કહે છે- આત્મા પરના કાર્યમાં તન્મય થતો નથી. એટલે શું? કે તેમાં પ્રવેશ કરતો નથી, તેને સ્પર્શ સુદ્ધાં કરતો નથી. હવે આવું છે જ્યાં ત્યાં એ પરનાં કાર્યોનો કર્તા કેમ થઈ શકે? જે અડેય નહિ એ પરનું શું કરે? કાંઈ નહિ. ભાઈ! પરનાં-જડનાં કાર્યનો કર્તા પર-જડ છે; તથાપિ તે (જડનું કાર્ય) જીવે કર્યું એમ કહેવું એ વ્યવહારનું કથન છે.

અહાહા....! પરદ્રવ્યના પરિણામ હું કરું -એવી જે ઇચ્છા થાય તે ઇચ્છાનો જીવ કર્તા અને તે ઇચ્છા એનું કર્મ -એમ તો કોઈ પ્રકારે છે. પણ પરદ્રવ્યના પરિણામ જે થાય તેનો કર્તા તો જીવ કોઈ પ્રકારે નથી, કદીય નથી. અહા! નિજ જ્ઞાનાનંદસ્વરૂપથી ભ્રષ્ટ એવો પર્યાયબુદ્ધિવાળો જીવ, પરને હું કરું એવી ઇચ્છાનો કર્તા તો છે, પણ પરનો તે કદીય કર્તા નથી કેમકે પરમાં તે તન્મય થતો નથી.

આ ખટારાનો અકસ્માત થતાં કઈકના દેહ છૂટી જાય છે ને! ત્યાં આયુના


PDF/HTML Page 3335 of 4199
single page version

પરમાણુ કર્તા અને દેહ છૂટી જાય તે એનું કર્મ એમ છે નહિ. એ તો દેહમાં જીવને તેટલો જ કાળ રહેવાની યોગ્યતા છે એમ યથાર્થ સમજવું; જે સમયે દેહ છૂટવાયોગ્ય હોય તે જ સમયે દેહ છૂટી જાય છે, ખટારાના પરમાણુ અને આયુકર્મના પુદ્ગલો તો એમાં નિમિત્તમાત્ર છે. આયુના કારણે જીવ દેહમાં રહ્યો છે એમ કહેવું એ નિમિત્તનું કથન છે, બાકી આયુ કર્મ કે ખટારાના પરમાણુ ક્યાં એમાં (-જીવમાં) તન્મય છે? નથી જ. તેઓ જીવ સાથે કદીય તન્મય-એકમેક થતાં નથી.

સોની હથોડાં આદિ સાધન વડે કુંડળનો ઘાટ ઘડે છે એમ કહેવું એ વ્યવહાર છે અને તેથી અસત્યાર્થ છે. ભાઈ! આમ હથોડો ઊંચો થાય તે કાર્યનો કર્તા આત્મા નથી. અહાહા....! હથોડો ગ્રહે તે આત્મા નહિ, આમ હથોડો ઊંચો થાય તે કાર્ય આત્માનું નહિ અને કુંડળાદિનો ઘાટ બને તેય આત્માનું કાર્ય નહિ. બહુ ઝીણી વાત! આત્મા પરદ્રવ્યને ગ્રહે-પકડે જ નહિ ત્યાં પછી એને કરણ નામ સાધન બનાવી તે વડે કુંડળ આદિ કરે એ વાત ક્યાં રહે છે?

પણ લોકો એમ કહે છે ને? એ તો વ્યવહાર-અસદ્ભૂત વ્યવહાર છે ને એમ કોઈ માને તો એ એનું અજ્ઞાન છે. વાસ્તવમાં જીવ અજ્ઞાનપણે પોતાના રાગાદિ પરિણામને કરે ને એને ભોગવે બસ એટલું છે, પણ પરદ્રવ્યને તે ગ્રહે કે તેને સાધન બનાવી પરદ્રવ્યની ક્રિયા તે કરે એમ ત્રણકાળમાં સત્યાર્થ નથી. સમજાણું કાંઈ....?

અહાહા....! અંદર આત્મા સચ્ચિદાનંદ પ્રભુ સદા એક જ્ઞાયકસ્વભાવે બિરાજે છે. અહાહા...! તેનું જેને અંતરમાં ભાન થયું તે જ્ઞાની પુરુષ ધર્માત્મા છે. અહા! તે ધર્મી પુરુષ, પરનો કર્તા છે એ તો દૂર રહો, તે પરના કાર્યકાળે પર્યાયમાં જે રાગ થાય તેનોય કર્તા નથી. કોઈ સોની ધર્માત્મા હોય તે, હથોડા આદિ કરણો વડે કુંડળ કરે છે એમ તો નહિ, પણ કુંડળ થવાના કાળે તેની પર્યાયમાં જે રાગ થાય તેનોય તે કર્તા નથી. આવી સૂક્ષ્મ વાત! સમજાય છે કાંઈ...? બાપુ! હથોડો ગ્રહે ને હથોડો ઊેચો કરે ને આમ કુંડળ ઘડે ઇત્યાદિ બધું ઉપચરિત અસદ્ભૂત વ્યવહારનયનું કથન છે. અહીં તો અજ્ઞાની જીવ પણ પરદ્રવ્યનું કાંઈ (-પરિણામ) ન કરે એમ સિદ્ધ કરવું છે.

ધર્મી જીવ કદાચિત્ લડાઈમાં ઊભો હોય તો ત્યાં હથિયારને હું આમ ગ્રહી શકું છું ને તે વડે દુશ્મનને હું ઠાર કરી શકું છું -એમ કદીય માનતો નથી. અહા! તે કાળે તેને જે અસ્થિરતાના રાગ-દ્વેષ થાય તેનો પણ તે કર્તા નથી; તે તો તે કાળે થઈ આવતા વિકલ્પનોય જ્ઞાતા જ છે. પરંતુ અજ્ઞાનીની ચાલ જુદી છે.


PDF/HTML Page 3336 of 4199
single page version

એ તો પરદ્રવ્યને હું કરું-એમ માનીને રાગાદિ વિકારનો કર્તા થાય છે; પરદ્રવ્યની ક્રિયા તો જેમ થવી હોય તેમ જે તે કાળે થાય છે, અજ્ઞાની પણ તે કરી શકતો નથી, પણ તે મફતમાં હું કરું એવો અહંકાર કરી રાગાદિ વિકારનો કર્તા થાય છે.

અહીં કહે છે-શિલ્પી-સોની આદિ કુંડળ આદિ કરે છે અને કુંડળ આદિ કર્મનું જે ગામ આદિ પરદ્રવ્ય પરિણામસ્વરૂપ ફળ તેને ભોગવે છે એમ કહેવું તે અસદ્ભૂત વ્યવહારનય છે શું કીધું? કે સોનીએ રાણી સાહેબા માટે ઘરેણાં બનાવ્યાં હોય તેથી પ્રસન્ન થઈ તેની ખુશાલીમાં તેને રાજા દશહજારની ઉપજવાળું ગામ સોનીને ભેટ આપે તો સોની એને ભોગવે છે એમ કહેવું એ વ્યવહાર છે; એટલે કે એમ છે નહિ. પરદ્રવ્યની અવસ્થાને આત્મા કરે ને ભોગવે એમ ત્રણકાળમાં છે નહિ. આ લાંબો કુટુંબ-પરિવાર ને ધન-સંપત્તિ આદિ વૈભવને આત્મા ભોગવે એમ છે નહિ; એમ માને તો તે મિથ્યાત્વ છે. ભાઈ! અન્ય-અન્ય દ્રવ્યોમાં નિમિત્તનૈમિત્તિકભાવમાત્રથી જ કર્તા-કર્મપણાનો અને ભોક્તા-ભોગ્યપણાનો વ્યવહાર છે.

સંવત ૭૨ની સાલની વાત છે. લોકો બહુ માગણી કરે કે કાનજીસ્વામી વાંચો. ત્યારે ગુરુએ કહ્યું, ભાઈ! આ લોકો બહુ કહે છે અને હવે તને વાંચતાં સારું આવડે છે, એમ કે તેં ઘણું બધું વાંચ્યું છે ને તને વાંચતાં સારું આવડે છે તો તારે વાંચવું જોઈએ. ત્યારે બહુ વિનયથી કહ્યું -મહારાજ! હું વાંચવા નીકળ્‌યો નથી હોં... હું તો મારું કામ (- આત્મજ્ઞાન) કરવા નીકળ્‌યો છું. વાંચવાનું એ કાંઈ મારું કામ નહિ, આ તો એ વખતે આમ કહેલું હોં. અહીં કહે છે-પરદ્રવ્યના પરિણામને આત્મા કરે કે ભોગવે એમ કહેવું એ વ્યવહારનયનું એટલે અસત્યાર્થનયનું કથન છે. હવે આવી વાત લોકોને બહુ આકરી પડે પણ શું થાય? આ તો વસ્તુસ્થિતિ છે.

આ લોકમાં અનંત દ્રવ્યો છેઃ અનંત જીવ, અનંતા અનંત પુદ્ગલ, અસંખ્યાત કાલાણુ ને ધર્મ, અધર્મ અને આકાશ એકેક એમ અનંત દ્રવ્યો છે.’ હવે તે અનંત ક્યારે રહે? કે પ્રત્યેક પોતાનું કાર્ય કરે પણ પરનું કાર્ય ન કરે ત્યારે. જો એક દ્રવ્ય બીજાનું કાર્ય કરે તો બન્ને એક થઈ જાય, એમ અનંતા દ્રવ્યો બધાં એક થઈ જાય અને અનંત દ્રવ્યો અનંતપણે સ્વતંત્ર ન રહે. આમ ન્યાયથી સિદ્ધ થાય છે કે કોઈ દ્રવ્ય બીજાનું કર્તા નથી. એકને બીજાનો કર્તા કહેવો એ તો માત્ર નિમિત્તનું કથન છે. આ દાખલો કીધો; હવે કહે છે-

‘તેવી રીતે-આત્મા પણ પુણ્ય-પાપ આદિ જે પુદ્ગલદ્રવ્યપરિણામાત્મક (- પુદ્ગલદ્રવ્યના પરિણામસ્વરૂપ) કર્મ તેને કરે છે, કાય-વચન-મન એવાં જે પુદ્ગલદ્રવ્યપરિણાત્મક કરણો તેમને ગ્રહણ કરે છે અને પુણ્યપાપ આદિ કર્મનું જે


PDF/HTML Page 3337 of 4199
single page version

સુખદુઃખ આદિ પુદ્ગલદ્રવ્યપરિણામાત્મક ફળ તેને ભોગવે છે, પરંતુ અનેકદ્રવ્યપણાને લીધે તેમનાથી અન્ય હોવાથી તન્મય (તે-મય) થતો નથી; માટે નિમિત્ત-નૈમિત્તિકભાવમાત્રથી જ ત્યાં કર્તાકર્મપણાનો અને ભોક્તા-ભોગ્યપણાનો વ્યવહાર છે.’

શું કીધું? આને (-જીવને-) જે શુભાશુભભાવ થાય તેના નિમિત્તે પુણ્ય-પાપરૂપ પુદ્ગલદ્રવ્યના પરિણામરૂપ જડ કર્મ બંધાય છે; આ (-જીવ) દયા, દાન, આદિનો શુભરાગ કરે ત્યારે પુણ્યકર્મ બંધાય છે. ત્યાં જીવના પરિણામ નિમિત્ત છે તો જીવ પુણ્ય- પાપ આદિ કર્મ કરે છે એમ વ્યવહારથી કહેવાય છે. એમ છે નહિ હોં; જીવ કર્તા ને પુણ્ય- પાપરૂપ જડ કર્મ એનું કાર્ય એમ છે નહિ, આ તો નિમિત્ત-નૈમિત્તિકભાવમાત્રથી જ તેમને કર્તા-કર્મપણાનો વ્યવહાર છે. આવી ઝીણી વાત છે. જેમ સોની કુંડળાદિ કરે છે એમ કહેવાનો વ્યવહાર છે તેમ જીવ જડ કર્મને કરે છે એમ કથનમાત્ર વ્યવહાર છે.

ત્યારે કોઈ પંડિત વળી કહે છે-જીવ પરદ્રવ્યને કરતો નથી એમ જે માને તે દિગંબર નથી.

અરે પ્રભુ! તું શું કહે છે આ? અહીં દિગંબરાચાર્ય સંત મુનિવર શું કહે છે એ તો જો. અહાહા.....! આત્મા પરદ્રવ્યરૂપ જડકર્મને કરે છે એમ કહેવું એ કથનમાત્ર વ્યવહાર છે; કેમકે આત્મા જડકર્મમાં તન્મય થતો નથી, જડકર્મને સ્પર્શતો નથી. તેથી જડકર્મનો એ વાસ્તવિક કર્તા નથી. આવી વાત! સમજાણું કાંઈ....?

કાય-વચન-મન એવાં જે પુદ્ગલપરિણામસ્વરૂપ કરણો તે વડે તે કર્મને કરે છે એમ કહીએ તેય વ્યવહાર છે. ભાઈ! મન-વચન-કાય એ તો પરદ્રવ્યના-પુદ્ગલના પરિણામ છે. તેને આત્મા ક્યાં ગ્રહે છે? જેને અડે પણ નહિ તેને (મન-વચન-કાયને) આત્મા કેવી રીતે ગ્રહે? અને ગ્રહે નહિ તો તે વડે જડકર્મને કરે છે એ વાત ક્યાં રહે છે? (રહેતી નથી). આ તો બાહ્ય નિમિત્ત છે તો નિમિત્તની મુખ્યતાથી ઉપચારથી કહેવાય છે કે મન-વચન-કાયરૂપ કરણો વડે આત્મા કર્મને કરે છે. બાકી આત્મા મન-વચન-કાયને ગ્રહેય નહિ ને તે વડે જડકર્મને કરેય નહિ. આવી વસ્તુસ્થિતિ છે.

વળી પુણ્ય-પાપ આદિ કર્મનું સુખદુઃખ આદિ પુદ્ગલદ્રવ્યના પરિણામસ્વરૂપ જે ફળ તેને જીવ વાસ્તવમાં ભોગવતો નથી. જુઓ, અહીં જડકર્મનું ફળ જે બહારના સંયોગો છે તેને જીવ ભોગવતો નથી-એમ કહેવું છે; છતાં ભોગવે છે એમ કહેવામાં આવે તે વ્યવહારનું કથન છે. ભાઈ! કર્મનું ફળ તો આ શરીર, મન, વાણી, ઈન્દ્રિયો ને ધનાદિ બહારની સંપત્તિ છે. એ તો બધાં જડ માટી-ધૂળ છે. એને શું જીવ


PDF/HTML Page 3338 of 4199
single page version

ભોગવે? આ શરીર-હાડ, માંસ ને ચામડાં-એને શું જીવ ભોગવે? કદીય ન ભોગવે. પરદ્રવ્યને હું ભોગવું છું એમ માને એ તો મિથ્યાદ્રષ્ટિ છે. આવું બધું (મિથ્યા) માનેલું બહુ ફેરવવું પડે ભાઈ! જીવ પરદ્રવ્યને ભોગવતો નથી-ભોગવી શકતો નથી કેમકે પરદ્રવ્યમાં તે તન્મય થતો નથી. માટે નિમિત્ત-નૈમિત્તિકભાવમાત્રથી જ એને પરદ્રવ્ય સાથે કર્તાકર્મપણાનો અને ભોક્તા-ભોગ્યપણાનો વ્યવહાર છે.

આ વ્યવહાર કહ્યો; હવે નિશ્ચય કહે છેઃ-

‘વળી જેવી રીતે-તે જ શિલ્પી, કરવાનો ઈચ્છક વર્તતો થકો, ચેષ્ટારૂપ

(અર્થાત્ કુંડળ આદિ કરવાના પોતાના પરિણામરૂપ અને હસ્ત આદિના વ્યાપારરૂપ) એવું જે સ્વપરિણામાત્મક કર્મ તેને કરે છે તથા દુઃખસ્વરૂપ એવું જે ચેષ્ટારૂપ કર્મનું સ્વપરિણામાત્મક ફળ તેને ભોગવે છે, અને એકદ્રવ્યપણાને લીધે તેમનાથી (કર્મ અને કર્મફળથી) અનન્ય હોવાથી તન્મય (કર્મમય અને કર્મફળમય) છે; માટે પરિણામ- પરિણામીભાવથી ત્યાં જ કર્તા-કર્મપણાનો અને ભોક્તા-ભોગ્યપણાનો નિશ્ચય છે;.....’

જોયું? ‘હું કુંડળાદિ કરું’ એવી શિલ્પી-સોની આદિની ઇચ્છારૂપ ચેષ્ટાને-રાગ આદિ ભાવને-અહીં સ્વપરિણામાત્મક કર્મ કહ્યું છે. અહીં જીવ પરથી ભિન્ન છે અને પરદ્રવ્યનું કાર્ય કરી શકે નહિ, એમ સિદ્ધ કરવું છે; તેથી જીવે જે રાગ કર્યો તે એનું સ્વપરિણામરૂપી કાર્ય છે એમ કહ્યું છે. અહીં રાગના પરિણામ તે એનું કર્તવ્ય-કરવાયોગ્ય કર્મ છે એ વાત નથી લેવી. અત્યારે તો જે સોની આદિને કુંડળાદિ કરવાના રાગ આદિ ભાવ થયા તે એનું-સ્વભાવથી જે ભ્રષ્ટ છે એવા અજ્ઞાનીનું સ્વપરિણામરૂપ કર્મ છે એમ લેવું છે. સમજાય છે કાંઈ...? અહા! જેને પોતાના ચૈતન્યસ્વભાવનું ભાન નથી, જેને સમ્યક્ત્વાદિ નિર્મળ રત્નત્રયની પ્રાપ્તિ થઈ નથી એવો અજ્ઞાની જીવ સ્વપરિણામસ્વરૂપ રાગ-દ્વેષ આદિ પરિણામને કરે છે-એ નિશ્ચય છે એમ અહીં કહે છે.

મેં આટલા મંદિર કરાવ્યાં ને આટલાં પુસ્તક છપાવ્યાં ને આટલા શિષ્ય કર્યા-એમ બહારનાં કામ કર્યાનું અજ્ઞાની અભિમાન કરે છે ને? અહીં કહે છે-ભાઈ! જરા સાંભળ. એ પરિણામ જે જડમાં ને પરદ્રવ્યમાં થાય છે તેમાં તું તન્મય નથી. એને (-મંદિરાદિને) તું શું કરે? તન્મય થયા વિના કેવી રીતે કરે? પરંતુ એના થવાના કાળે તને જે ઇચ્છા થઈ તેનો ભગવાન! તું અજ્ઞાનભાવે કર્તા છે. જડનો ને પરનો કર્તા નથી. , પણ રાગાદિરૂપ સ્વપરિણામાત્મક જે કર્મ તેનો તું અજ્ઞાનપણે અવશ્ય કર્તા છે. આવી વાત!

અજ્ઞાની જીવ સ્વપરિણામાત્મક કર્મને કરે છે અને દુઃખસ્વરૂપ એવું જે ચેષ્ટારૂપ


PDF/HTML Page 3339 of 4199
single page version

કર્મનું સ્વપરિણામાત્મક ફળ તેને ભોગવે છે. શું કીધું? અજ્ઞાની જીવ રાગનો કર્તા અને રાગનું ફળ જે દુઃખ તેનો તે ભોક્તા છે. એમ તો છે પણ સંયોગી ચીજ જે પૈસા, બાયડી- છોકરાં આબરૂ ઇત્યાદિને તે ભોગવતો નથી. અહીં પોતાના રાગાદિ કર્મને અજ્ઞાની કરે અને તેનું ફળ જે હરખ આદિ તેને ભોગવે, પણ પૈસા, મકાન, સ્ત્રી, ઇત્યાદિ પરદ્રવ્યને ત્રણકાળમાં ભોગવી શકે નહિ-એ મૂળ વાત સિદ્ધ કરવી છે.

જીવ ક્યાંસુધી રાગને કરે છે અને એના ફળને ભોગવે છે? કે જ્યાંસુધી ‘હું એક જ્ઞાનાનંદસ્વભાવી આત્મા છું’ -એવી દ્રષ્ટિનો અભાવ છે ત્યાંસુધી તે રાગાદિનો કર્તા અને તેના ફળ-દુઃખનો ભોક્તા છે. નિજ ચિદાનંદસ્વરૂપની અંતરમાં દ્રષ્ટિ થતાં તે રાગાદિનો અકર્તા છે અને અભોક્તા છે. આમાં ત્રણ પ્રકારે વાત છે.

૧. અજ્ઞાની જીવ પરમાં જે હરખ-શોકના ભાવ કરે છે તેને ભોગવે છે, પણ

પરદ્રવ્યને-સ્ત્રી, ધન, મકાન ઇત્યાદિને ભોગવતો નથી.

૨. જ્ઞાની જીવને અંતરંગમાં સ્વભાવનું-શુદ્ધ એક જ્ઞાયકભાવનું ભાન થયું છે તેથી

તે સ્વભાવદ્રષ્ટિએ રાગાદિનું કર્તા નથી અને તેનું ફળ જે દુઃખ તેનો ભોક્તા
નથી.

૩. તોપણ જ્ઞાનીને જેટલું રાગનું પરિણમન છે તેટલું પરિણમનની અપેક્ષાએ

કર્તાપણું છે અને ભોક્તાપણુંય છે. આવું બધું ઝીણું છે. જ્ઞાની સ્વભાવની
દ્રષ્ટિની અપેક્ષાએ રાગને કરતો નથી, દુઃખને ભોગવતો નથી. પણ એથી કોઈ
એકાંત પકડીને માને કે જ્ઞાનીને સર્વથા દુઃખ જ નથી તો એમ વાત નથી.
જ્ઞાનીને યત્કિંચિત્ જે રાગ છે તેટલું તે વખતે દુઃખ છે અને તેટલો તે ભોક્તા
પણ છે.

અહીં અત્યારે અજ્ઞાનીની વાત ચાલે છે કે જીવ સ્વપરિણામાત્મક રાગના પરિણામનો કર્તા છે અને તેના ફળરૂપે જે હરખ-શોકના પરિણામ થાય તેનો તે ભોક્તા છે; પણ પરદ્રવ્યનો કર્તા-ભોક્તા નથી.

પણ પુણ્ય-પાપ આદિ ભાવને પુદ્ગલસ્વભાવ કહ્યા છે ને? સમાધાનઃ– હા, કહ્યા છે. સ્વભાવદ્રષ્ટિવંત પુરુષ દ્રષ્ટિની પ્રધાનતામાં તેને (- પુણ્ય-પાપ આદિ ભાવોને) પુદ્ગલસ્વભાવ જાણે છે કેમકે તેઓ સ્વભાવમાં નથી અને સ્વભાવની દ્રષ્ટિમાં-સ્વાનુભૂતિમાં સમાતા નથી, ભિન્ન જ રહી જાય છે. વળી તેઓ પુદ્ગલના-કર્મના ઉદયના લક્ષે પર્યાયમાં થાય છે અને સ્વભાવનું લક્ષ કરતાં નીકળી જાય છે માટે તેમને પુદ્ગલસ્વભાવ કહ્યા છે. પણ અહીં બીજી વાત છે. અહીં તો અજ્ઞાની જીવ પોતે રાગના પરિણામને કરે છે અને તેનું ફળ જે દુઃખ તેને ભોગવે છે કેમકે અજ્ઞાની જીવ પોતાના પરિણામથી તન્મય છે. પરંતુ પરદ્રવ્યની જે પર્યાય


PDF/HTML Page 3340 of 4199
single page version

થાય તેનો તે કર્તા-ભોક્તા નથી કેમકે તેમાં એ તન્મય નથી. ભાઈ! આ શરીર, મન, વાણી, કર્મ, ધન્ય-ધાન્ય, ઝવેરાત, મકાન, લાડુ, ગુલાબજાંબુ ઇત્યાદિ જે બધા પરદ્રવ્યના પરિણામ છે તેને જીવ કરેય નહિ ને ભોગવેય નહિ.

અહાહા....! આને પર્યાયમાં જે શુભાશુભભાવ થાય તે પરિણામ છે અને પોતાનું દ્રવ્ય તે પરિણામી છે. તે પરિણામ પરિણામીથી અનન્ય છે એમ અહીં કહેલ છે. આ સ્વરૂપથી ચ્યુત એવા અજ્ઞાની જીવની વાત છે. શુભાશુભભાવથી જીવ અનન્ય છે, તન્મય છે. માટે, કહે છે, પરિણામ-પરિણામી ભાવથી ત્યાં કર્તા-કર્મપણું છે અને ભોક્તા- ભોગ્યપણું છે એમ નિશ્ચય છે.

અહા! શુભાશુભ રાગના પરિણામ થાય તે પરિણામી એવા જીવના પરિણામ છે, પણ પરદ્રવ્યના પરિણામ થાય તે સ્વપરિણામીના (-જીવના) પરિણામ નથી, પરના પરિણામ થાય તેનું પરદ્રવ્ય પરિણામી છે. ભાઈ! લોજીકથી-ન્યાયથી વાત છે. જેમ પોતાના પરિણામથી તન્મય છે તેમ પરના પરિણામ સાથે આત્મા તન્મય નથી. માટે આત્મા પોતાના પરિણામનો કર્તા-ભોક્તા હો, પણ પરના પરિણામનો કદીય કર્તા-ભોક્તા નથી. કુંભાર, ‘હું ઘડો કરું’ -એવા પોતાના રાગનો કર્તા હો, પણ ઘડાનો કદીય કર્તા નથી. આવી વાત, બહુ ઝીણી! અહીં તો અજ્ઞાની જીવ પરના પરિણામનો કર્તા થઈને ઊભો છે તેની તે મિથ્યા માન્યતાને છોડાવે છે. સમજાણું કાંઈ....?

આખું જગત માને છે એનાથી આ જુદી વાત છે. સોનાના હાર વગેરે ઘાટ ઘડાઈને તૈયાર થાય તે, કહે છે, સોનીનું કાર્ય નથી, કાપડમાંથી કોટ, પહેરણ વગેરે સીવાઈને તૈયાર થાય તે દરજીનું કાર્ય નથી, માટીનો ઘડો થાય તે કુંભારનું કાર્ય નથી. ગજબની વાત છે ભાઈ! સોની, દરજી, કુંભાર આદિ કારીગર સ્વપરિણામના-રાગના કર્તા છે પણ તેઓ પરદ્રવ્યના પરિણામના કર્તા નથી; કેમકે પરિણામ પરિણામીથી અભિન્ન એક હોય છે અને ત્યાં જ કર્તા-કર્મપણું સંભવે છે.

પ્રશ્નઃ– પણ દાગીના, કપડાં, ઘડો વગેરે કાર્યો કર્તા વિના તો હોઈ શકે નહિ? (એમ કે સોની આદિ ન કરે તો કેમ હોય?).

સમાધાનઃ– અરે ભાઈ! દ્રવ્યમાં જે પ્રતિસમય પર્યાય-કાર્ય થાય તે પરિણામ છે અને તેનો કર્તા પરિણામી એવું તે દ્રવ્ય છે. જેમ જીવ દ્રવ્ય છે તેમ પુદ્ગલ એક દ્રવ્ય છે અને તેના પ્રત્યેક સમયે થતા પરિણામનો કર્તા પરિણામી પુદ્ગલ દ્રવ્ય છે પણ બીજું નથી. આ દાગીના આદિ કાર્ય છે તે પરિણામ છે અને તેનો કર્તા પરિણામી તે તે (સુવર્ણ આદિના) પુદ્ગલ પરમાણુ છે પણ સોની આદિ (જીવ) નથી. સોની આદિ તો તેને તે કાળે જે રાગ થાય તેનો કર્તા છે, પણ દાગીના આદિનો તે કર્તા નથી.