Pravachan Ratnakar (Gujarati). Kalash: 207.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 164 of 210

 

PDF/HTML Page 3261 of 4199
single page version

(अनुष्टुभ्)
वृत्त्यंशभेदतोऽत्यन्त्तं वृत्तिमन्नाशकल्पनात्।
अन्यः करोति भुंक्तेऽन्य इत्येकान्तश्चकास्तु मा।। २०७।।
શ્લોકાર્થઃ– [वृति–अंश–भेदतः] વૃત્ત્યંશોના અર્થાત્ પર્યાયોના ભેદને લીધે

[अत्यन्तं वृत्तिमत्–नाश–कल्पनात्] ‘વૃત્તિમાન અર્થાત્ દ્રવ્ય અત્યંત (સર્વથા) નાશ પામે છે’ એવી કલ્પના દ્વારા [अन्यः करोति] ‘અન્ય કરે છે અને [अन्यः भुंक्ते] અન્ય ભોગવે છે’ [इति एकान्तः मा चकास्तु] એવો એકાંત ન પ્રકાશો.

ભાવાર્થઃ– દ્રવ્યની અવસ્થાઓ ક્ષણે ક્ષણે નાશ પામતી હોવાથી બૌદ્ધમતી એમ માને

છે કે ‘દ્રવ્ય જ સર્વથા નાશ પામે છે’ . આવી એકાંત માન્યતા મિથ્યા છે. જો અવસ્થાવાન પદાર્થનો નાશ થાય તો અવસ્થા કોના આશ્રયે થાય? એ રીતે બન્નેના નાશનો પ્રસંગ આવવાથી શૂન્યનો પ્રસંગ આવે છે. ૨૦૭.

*
સમયસાર ગાથા ૩૩૨ થી ૩૪૪ઃ મથાળું

આત્મા સર્વથા અકર્તા નથી, કથંચિત્ કર્તા પણ છે-એવા અર્થની ગાથાઓ હવે કહે છેઃ-

* ગાથા ૩૩૨ થી ૩૪૪ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘(અહીં પૂર્વપક્ષ આ પ્રમાણે છેઃ) -કર્મ જ આત્માને અજ્ઞાની કરે છે, કારણ કે જ્ઞાનાવરણ નામના કર્મના ઉદય વિના તેની (-અજ્ઞાનની) અનુપપત્તિ છે; કર્મ જ (આત્માને) જ્ઞાની કરે છે, કારણ કે જ્ઞાનાવરણ નામના કર્મના ક્ષયોપશમ વિના તેની અનુપપત્તિ છે;.......’

જુઓ, આ અજ્ઞાની પક્ષ કરે છે કે-કર્મ જ આત્માને અજ્ઞાની કરે છે. અહાહા...! આત્મા તો પરિપૂર્ણ જ્ઞાનસ્વભાવી વસ્તુ છે; પણ પર્યાયમાં એને જે ઓછું જ્ઞાન દેખાય છે તે કર્મના ઉદયને લઈને ઓછું છે એમ અજ્ઞાનીનો પક્ષ છે; કારણ કે જ્ઞાનાવરણ કર્મના ઉદય વિના અજ્ઞાનની અનુપપત્તિ છે-આ એની દલીલ છે. વળી એને જ્ઞાનનો જે વિકાસ થાય છે તે જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી થાય છે; જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમ વિના જ્ઞાનનો ઉઘાડ નથી-એમ અજ્ઞાની પોતાની દલીલ રજૂ કરે છે.

લ્યો, આમ કર્મ જ બધું કરે છે; કર્મ હેરાન કરે છે, કર્મ રખડાવે છે એમ જ્યાં હોય


PDF/HTML Page 3262 of 4199
single page version

ત્યાંથી જૈનમાં (જૈનાભાસોમાં) કર્મનું લાકડું બહુ ગરી ગયું છે. પણ ભાઈ! એ જિનમત નથી, ભગવાનની વાણીમાં આવેલી આ વાત નથી.

આ મેઘ ગર્જના કરે છે ને? તેમ સમોસરણમાં ભગવાનની વાણીની ગર્જના થાય છે. હોઠ અને મોં બંધ હોય છે, શરીરના સર્વાંગેથી ગર્જના- ૐધ્વનિ ઉઠે છે, ભગવાનની વાણીને શાસ્ત્રમાં મેઘગર્જનાની ઉપમા આપી છે. એ વાણી સાંભળીને ભગવાન ગણધરદેવ એનો અર્થ વિચારે છે ને તદનુસાર સંતો-મુનિવરો આગમની રચના કરે છે. અહાહા...! એમાંનું આ એક પરમાગમ શાસ્ત્ર છે. તેમાં કહે છે- કર્મ જીવને અજ્ઞાની કરે છે એવી માન્યતા જિનમત નથી, પણ અજ્ઞાનીનો પક્ષ છે.

શ્વેતાંબરના શાસ્ત્રો તો કલ્પિત બનાવેલાં છે. બે હજાર વર્ષ પર દિગંબરમાંથી છૂટા પડીને શ્વેતાંબર પંથ નવો નીકળ્‌યો છે. તેઓએ વસ્ત્રનોે કટકો રાખીને મુનિપણું મનાવ્યું ને અર્ધફાલક તરીકે તેઓ ઓળખાયા. તેમાંથી પછી સ્થાનકવાસી આદિ બીજા સંપ્રદાયો નીકળ્‌યા છે. તે બધા કલ્પિત મતો છે ને તેમનાં શાસ્ત્રો પણ કલ્પિત બનાવેલાં છે.

હા, પણ તેમનું ખોટું હોય તે કાઢી નાખો, પણ સાચું હોય તે તો સાચું માનો?

શું સાચું? જેમાં ભેળસેળથી વાત હોય તેમાં શું સાચું હોય? કશુંય સાચું ન હોય; બધું જ કલ્પિત ખોટું છે. એમ તો એના લાખો શ્લોકો જોયા છે; બધું જ કલ્પિત છે.

અહીં કહે છે- કર્મ જ આત્માને અજ્ઞાની કરે છે એવો અજ્ઞાનીનો પક્ષ છે પણ એ મિથ્યા છે. વાસ્તવમાં જ્ઞાનની જે હીણી દશા થાય છે તે પોતાના કારણે થાય છે અને ત્યારે એમાં જ્ઞાનાવરણ કર્મનો ઉદય નિમિત્તમાત્ર છે. કર્મ નિમિત્ત છે, બસ એટલું.

હવે દર્શનાવરણની વાત કરે છે.

‘કર્મ જ સુવાડે છે, કારણ કે નિદ્રા નામના કર્મના ઉદય વિના તેની અનુપપત્તિ છે; કર્મ જ જગાડે છે, કારણ કે નિદ્રા નામના કર્મના ક્ષયોપશમ વિના તેની અનુપપત્તિ છે;’

જુઓ, અજ્ઞાની કહે છે કે નિદ્રા નામનું દર્શનાવરણીય કર્મ છે, તેનો ઉદય આવે તો જીવને સુવું પડે. નિદ્રા નામનું કર્મ જ જીવને સુવાડે છે. આમ અજ્ઞાની માને છે. વાસ્તવમાં તો જીવ પોતાના કારણે સુવાની અવસ્થાપણે પરિણમે છે;


PDF/HTML Page 3263 of 4199
single page version

કર્મનો ઉદય તો જડ પુદ્ગલરૂપ છે; એ ક્યાં જીવને અડેય છે? એ તો તે કાળે નિમિત્તમાત્ર છે.

વળી જેને વસ્તુના યર્થાથ સ્વરૂપનું ભાન નથી તે અજ્ઞાની કહે છે કર્મ જ જગાડે છે, કેમકે નિદ્રા નામના કર્મના ક્ષયોપશમ વિના તેની અનુપપત્તિ છે. આમ બધું કર્મ જ કરે છે એમ અજ્ઞાની ભ્રમથી માને છે. કર્મનો ક્ષયોપશમ નિમિત્ત છે ને? તેથી કર્મ જગાડે છે એવો તેને ભ્રમ થઈ ગયો છે; વાસ્તવમાં એમ છે નહિ.

હવે ત્રીજા વેદનીય કર્મની વાત કરે છે. ‘કર્મ જ સુખી કરે છે, કારણ કે શાતાવેદનીય નામના કર્મના ઉદય વિના તેની અનુપપત્તિ છે; કર્મ જ દુઃખી કરે છે, કારણ કે અશાતાવેદનીય નામના કર્મના ઉદય વિના તેની અનુપપત્તિ છે,....’

જીવને શરીર, કુટુંબ-પરિવાર, ધન-સંપત્તિ ઇત્યાદિ અનુકુળ સામગ્રી મળે છે તેમાં શાતાવેદનીય કર્મનો ઉદય નિમિત્ત છે. હવે તે સામગ્રીમાં તેને જે સુખબુદ્ધિ થાય છે તે કાંઈ શાતાવેદનીયનું કાર્ય નથી; પણ અજ્ઞાની એવું જૂઠું માને છે કે શાતાવેદનીયના ઉદય વિના જીવ સુખી ન થાય. બાહ્ય અનુકૂળ સાધનો મળે છે તે શાતાવેદનીયના ઉદય અનુસાર મળે છે એ વાત તો સાચી છે, પણ એમાં સુખની કલ્પના તો પોતે ઊભી કરી છે, એ કાંઈ શાતાવેદનીયના કારણે છે એમ નથી.

અનુકુળ સામગ્રી સુખનું કારણ નથી, ને પ્રતિકૂળ સામગ્રી દુઃખનું કારણ નથી; પણ અજ્ઞાની તેમાં પોતાને સુખી-દુઃખી થવાનું માને છે. રે અજ્ઞાન!

શરીરમાં રોગ આવે, નિર્ધનપણું આવે, વાંઝીયાપણું આવે ઇત્યાદિ બધું અશાતા કર્મના ઉદય અનુસાર હોય છે એ તો સાચું છે, પણ એમાં જે દુઃખની કલ્પના થાય છે તેમાં અશાતાકર્મનું કારણપણું નથી. અશાતા કર્મ એને દુઃખી કરે છે એ વાત તદ્ન ખોટી છે. અજ્ઞાનીએ બધું (સુખદુખ) કર્મથી થાય છે એમ ઊંધું માન્યું છે. આમ ત્રણ કર્મની વાત થઈ. હવે ચોથી મોહનીય પ્રકૃતિની વાત કરે છે.

‘કર્મ જ મિથ્યાદ્રષ્ટિ કરે છે, કારણ કે મિથ્યાત્વકર્મના ઉદય વિના તેની અનુપપત્તિ છે;’

દર્શનમોહનીયનો ઉદય આવે ત્યારે જીવ મિથ્યાદ્રષ્ટિ થાય કારણ કે મિથ્યાત્વકર્મના ઉદય વિના તેની અનુપપત્તિ છે, - આમ અજ્ઞાનીની દલીલ છે. પરંતુ આ વાત બરાબર નથી. પોતે ઊંધા પુરુષાર્થથી વસ્તુસ્વરૂપથી ઉલટી માન્યતા કરે છે તે પોતાનો જ અપરાધ છે, કર્મનું તેમાં કાંઈ જ કામ નથી.


PDF/HTML Page 3264 of 4199
single page version

જુઓ, ભગવાન કુંદકુંદાચાર્યદેવ દિગંબર મહાસંત હતા. મંગલાચરણમાં ભગવાન શ્રી મહાવીર અને ગણધરદેવ શ્રી ગૌતમસ્વામી પછી મંગળપણે તરત જ તેમનું નામ આવે છે. અહા! એ આચાર્યનો આ પોકાર છે કે કર્મના ઉદયના કારણે જીવને વિકાર થાય છે એમ અજ્ઞાનીઓ માને છે પણ તે યથાર્થ નથી, સત્યાર્થ નથી.

વળી કોઈ કહે છે- ચોથે ગુણસ્થાને નિશ્ચયસમકિત ન હોય. અરે! સમકિત કોને કહેવું એની એને ખબર જ નથી. અહા! અંદર વસ્તુ નિત્યાનંદ જ્ઞાનાનંદપ્રભુ પોતે છે તેની સન્મુખ થતાં સ્વાનુભવની દશામાં ‘હું આ છું’ એવી પ્રતીતિ થાય એનું નામ સમકિત છે અને તે નિશ્ચય સમકિત છે; તે વીતરાગી દશા છે. સમકિતના સરાગ અને વીતરાગ એવા બે ભેદ તો ચારિત્રની અપેક્ષાએ કહ્યા છે, બાકી સમકિત-નિશ્ચય સમકિત તો સ્વયં રાગરહિત વીતરાગી નિર્મળ દશા જ છે. તે પોતાના અંતઃપુરુષાર્થથી પ્રગટ થાય છે.

જેને સમકિત પોતાના અંતઃપુરુષાર્થથી થાય છે તેમ મિથ્યાત્વ પોતાના ઊંધા- વિપરીત પુરુષાર્થથી થાય છે, તેમાં કર્મ કાંઈ કારણ છે એમ છે જ નહિ.

પણ નિમિત્ત તો છે ને? નિમિત્ત છે એટલે શું? એટલે જ એમ અર્થ છે કે મોહનીય કર્મ કાંઈ (મિથ્યાત્વ) જીવમાં કરે છે એમ છે નહિ. નિમિત્ત તો પરવસ્તુ છે, એ જીવમાં શું કરે? (અડેય નહિ ત્યાં શું કરે?)

વળી અજ્ઞાની કહે છે- ‘કર્મ જ અસંયમી કરે છે, કારણ કે ચારિત્રમોહ નામના કર્મના ઉદય વિના તેની અનુપપત્તિ છે;’

જુઓ, ઋષભદેવ ભગવાન જન્મથી જ ત્રણ જ્ઞાનના ધણી ક્ષાયિક સમકિતી હતા. ૮૩ લાખ પૂર્વ સુધી તેમને ચારિત્ર ન આવ્યું, ગૃહસ્થાશ્રમમાં રહ્યા. ત્યાં અજ્ઞાની કહે છે કે ચારિત્રમોહકર્મના ઉદયના કારણે તેમને ચારિત્ર પ્રગટ ન થયું. પણ ભાઈ! એ અભિપ્રાય સત્યાર્થ નથી. પોતાની (પુરુષાર્થની) નબળાઈને લઈને તેમને ચારિત્ર ન આવ્યું એ સત્યાર્થ છે. કર્મના ઉદયના નિમિત્તે તેમને ચારિત્રનો અભાવ હતો એમ કહેવું એ તો ઉપચાર છે, વાસ્તવિક નથી. આવી વાત છે. સમજાણું કાંઈ....?

વળી કોઈ બહારની (વ્રતાદિ રાગની) ક્રિયાને ચારિત્ર કહે છે, પણ ચારિત્રનું એ વાસ્તવિક સ્વરૂપ નથી. અહાહા....! અંદર વસ્તુ પોતે શુદ્ધ ચિદાનંદઘન ચૈતન્યમૂર્તિ પ્રભુ સદા વિરાજી રહેલ છે. તેની એકાગ્રતાપૂર્વક તલ્લીન થઈ પ્રચુર આનંદમાં રમતાં રમતાં તેમાં જ ઠરીને રહેવું તે ચારિત્ર છે અને તે ધર્મ છે. નિજાનંદસ્વરૂપમાં ચરવું તે ચારિત્ર છે, રાગની ક્રિયા કાંઈ ચારિત્ર નથી.

અહા! કર્મના નામે અત્યારે મોટો ગોટો ઉઠયો છે; એમ કે કર્મ જ જીવને


PDF/HTML Page 3265 of 4199
single page version

અસંયમી, વિકારી કરે છે. અરે ભાઈ! કર્મ તો જડ છે, એને લઈને જીવને વિકાર કેમ થાય? કર્મ નિમિત્ત હો, પણ જીવને વિકાર થાય છે એ તો પોતાને પોતાથી જ થાય છે. જીવને વિકાર થાય એ પર્યાયગત પોતાનો જ અપરાધ છે, કર્મનું એમાં કાંઈ કાર્ય નથી.

વાસુદેવના અવસાન થતાં બળદેવ એના શબને છ માસ સુધી ખભે ફેરવે છે તે કર્મના-ચારિત્રમોહના ઉદયને લઈને જ છે ને?

ના, એમ નથી. ચારિત્રમોહનો તે કાળે ઉદય હો ભલે, પણ બળદેવને જે અસંયમનો ભાવ આવે છે તે એની પુરુષાર્થની નબળાઈ છે અને તે તેનો પોતાનો જ અપરાધ છે; પોતાના અપરાધના કારણે જ તેને એવો અસંયમનો ભાવ આવે છે. અહા! સમ્યગ્દર્શન તો પછીની વાત, પહેલાં સાચો નિર્ણય તો કર બાપુ! પર્યાયમાં રાગાદિ થાય તે પોતાનો દોષ છે, કર્મનો નહિ-એવો સાચો નિર્ણય કર્યા વિના રાગ મટાડી સમકિત કરવાનો ઉદ્યમ કેમ થશે? અહો! આચાર્ય ભગવાને કરુણાનો ધોધ વહેવડાવ્યો છે; ભગવાનના આડતિયા થઈને માર્ગને જાહેર કર્યો છે. સમકિતીને અસંયમનો ભાવ છે તે તેની પોતાની કમજોરી છે; ત્યાં ચારિત્રમોહના ઉદયનું જોર છે એમ કહેવું એ તો નિમિત્તથી કથન છે અને તે પોતાની કમજોરીનું જ્ઞાન કરવા માટે છે. બાકી કર્મના ઉદયને લઈને જીવને અસંયમ છે એમ માને એ તો અજ્ઞાનભાવ છે, મિથ્યાત્વભાવ છે. હવે કહે છે-

‘કર્મ જ ઊર્ધ્વલોકમાં, અધોલોકમાં અને તિર્યગ્લોકમાં ભમાવે છે, કારણ કે આનુપૂર્વી નામના કર્મના ઉદય વિના તેની અનુપપત્તિ છે;...’

આનુપૂર્વી નામનું એક કર્મ છે. બળદને નાકમાં નાથ નાખે છે ને? નાથ, નાથ. એ ખેંચીને જેમ બળદને લઈ જાય છે તેમ આનુપૂર્વી નામની પ્રકૃતિ આને નરકાદિમાં લઈ જાય છે એમ અજ્ઞાનીની દલીલ છે. જુઓ, શ્રેણિક રાજા ક્ષાયિક સમકિતી હતા, તીર્થંકરગોત્ર બાંધ્યું છે. પણ નરકગતિ-નામકર્મ બાંધ્યું હતું તો આનુપૂર્વી કર્મ તેમને નરકમાં લઈ ગયું. જુઓ! આ અજ્ઞાનીની માન્યતા! ભાઈ! શ્રેણીક રાજા પ્રથમ નરકક્ષેત્રમાં ગયા છે એ એવી જ પોતાની પર્યાયની યોગ્યતાથી ગયા છે. પોતાના ઊંધા પુરુષાર્થથી નરકગતિનું આયુ બંધાયેલું. તેના ઉદયકાળે તેમની પર્યાયની એવી જ યોગ્યતા હતી જે વડે તેઓ નરકમાં ગયા છે; કર્મને લઈને તેઓ નરકમાં ગયા છે અથવા કર્મ એમને નરકમાં ખેંચીને લઈ ગયું છે એમ છે જ નહિ. ભાઈ! કર્મ તો જડ છે, એ તારી ચીજમાં છે જ નહિ પછી એ તને શું કરે? કાંઈ ન કરે. બધું કર્મ કરે, કર્મ કરે એમ બધું કર્મથી થવાનું તેં માન્યું છે પણ ભાઈ! જેનો તારી ચીજમાં અભાવ છે એ કર્મ તને શું નુકશાન કરે?


PDF/HTML Page 3266 of 4199
single page version

વળી અજ્ઞાની કહે છે- ‘બીજું પણ જે કાંઈપણ જેટલું શુભ-અશુભ છે તે બધુંય કર્મ જ કરે છે, કારણ કે પ્રશસ્ત-અપ્રશસ્ત રાગ નામના કર્મના ઉદય વિના તેની અનુપપત્તિ છે......’

જે કાંઈ શુભ-અશુભ ભાવ થાય છે તે કર્મ જ કરે છે એમ અજ્ઞાની જીવ માને છે. પણ એમ છે નહિ. વાસ્તવમાં શુભ-અશુભ ભાવ જે એને થાય છે તે પોતાના અવળા પુરુષાર્થથી થાય છે. શું કીધું? જેમ શુદ્ધભાવ થાય તે પોતાના સવળા (સમ્યક્) પુરુષાર્થથી થાય છે તેમ શુભ-અશુભ ભાવ થાય તે પોતાના અવળા (મિથ્યા) પુરુષાર્થથી થાય છે; કર્મના ઉદયના કારણે શુભ-અશુભ ભાવ થાય છે એમ છે જ નહિ.

અજ્ઞાની કહે છે-શું કરીએ? કર્મ માર્ગ આપે તો ધર્મ કરીએ ને?

અરે ભાઈ! કર્મ તો બિચારાં જડ છે; કર્મ બિચારે કૌન? એ તને ક્યાં નડે છે? કર્મને આધીન તારી જે દ્રષ્ટિ છે એ જ મિથ્યા છે. જેટલું શુભ-અશુભ થાય તે જડ કર્મના લઈને થાય છે એ તારી દ્રષ્ટિ જ, આચાર્ય કહે છે, મિથ્યા છે. કર્મ-બીજી ચીજ નિમિત્ત હો, પણ તને શુભ-અશુભભાવ જે થાય છે તે તો તારા પોતાના કારણે થાય છે, કર્મના કારણે નહિ.

ઝીણી વાત છે ભાઈ! જે શુભભાવરૂપ પરિણામ છે તે પરિણામીના (-જીવના) છે. તે પરિણામ કર્મની મંદતા છે માટે અહીં (-જીવમાં) થાય છે એમ નથી. પ્રશસ્તરાગ નામના કર્મનો ઉદય કર્તા અને શુભભાવ થાય તે એનું કાર્ય એમ છે નહિ. વળી શુભભાવ થાય તે કર્તા અને તે કાળમાં પરજીવોની દયા પળે તે એનું કાર્ય એમ પણ છે નહિ. પર્યાયમાં જે શુભભાવ થાય તેનો કર્તા તે પર્યાય અને કર્મ પણ તે પર્યાય છે. શુભરાગ કાર્ય અને દ્રવ્ય તેનું કર્તા એમ કહેવાય પણ ખરેખર તો પર્યાય જ પર્યાયનું કર્તા અને કર્મ છે.

અજ્ઞાની કહે છે-પ્રશસ્તરાગ નામના કર્મના ઉદય વિના આને શુભભાવ હોય નહિ. પણ એનો એ અભિપ્રાય સત્યાર્થ નથી. પ્રશસ્તરાગ કર્મનો ઉદય નિમિત્ત હો, પણ તેને લઈને શુભભાવ થાય છે એમ નથી. ભાઈ! યથાર્થ તત્ત્વની દ્રષ્ટિ વિના કોઈ વ્રત કરે, તપ આચરે, ઉપવાસ કરી કરીને મરી જાય તોય શું? મિથ્યાદર્શનને લીધે તે સંસારમાં રખડતાં રખડતાં પરંપરા નરક-નિગોદાદિમાં જ જાય. બહુ આકરી વાત ભગવાન! પણ શું કરીએ? કુંદકુંદાચાર્ય કહે છે- “नग्गे मोक्खो भणियं” નાગાને મોક્ષ કહ્યો છે. અહા! જેને અંતરમાં તત્ત્વદ્રષ્ટિ-વીતરાગદ્રષ્ટિ પ્રગટી છે અને બહારમાં સહજ નગ્નદશા છે તેને મોક્ષનો માર્ગ ને મોક્ષ કહ્યો છે. વસ્ત્રસહિત મુનિપણું માનવું


PDF/HTML Page 3267 of 4199
single page version

એ તો માર્ગ જ નથી, ઉન્માર્ગ છે. આચાર્ય કહે છે-વસ્ત્રસહિત જે મુનિપણું માને-મનાવે તે નિગોદમાં ચાલ્યા જશે, લસણ-ડુંગળીમાં જઈને જન્મશે અને અનંતકાળ ત્યાં રહેશે.

શ્રીમદ્ રાજચંદ્રજીએ એક વાર કરુણાર્દ્ર થઈ કહેલું કે-અરેરે! આ અમારો સત્યનો નાદ કોણ સાંભળશે? ભગવાનની વાણીનો આ પોકાર કે વસ્ત્રનો એક ધાગો પણ રાખીને મુનિપણું માને-મનાવે કે માનનારાને ભલો જાણે તે ત્રણેય નિગોદગામી છે; એકેન્દ્રિયમાં ઉપજી અનંતકાળ ત્યાં અનંત દુઃખમાં પડયા રહેશે.

અહીં કહે છે-દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિનો જે શુભભાવ થાય છે તે જડકર્મનું-પ્રશસ્તરાગકર્મનું કાર્ય છે એમ છે નહિ. જડ કર્મ કર્તા થઈને જીવમાં શુભભાવ કરે છે એમ અજ્ઞાની માને છે એ એની મહાન ભૂલ છે, વિપરીતતા છે. શુભભાવ જે થાય છે એનો કર્તા જીવ પોતે છે અને એ જીવનું કર્મ છે, જડકર્મનું નહિ.

દ્રષ્ટિની અપેક્ષાએ જીવ શુભભાવનો કર્તા નથી એ બીજી વાત છે. પરંતુ શુભભાવનું પરિણમન પોતાની પર્યાયમાં છે અને એ અપેક્ષાએ એનું કર્તૃત્વ પોતાને છે એમ જ્ઞાન યથાર્થ જાણે છે. બાકી ખરેખર તો વિકારીભાવનું પરિણમન તે કર્તા, અને વિકારીભાવ થયો તે એનું કર્મ છે, દ્રવ્ય-ગુણને એમાં કાંઈ (કર્તાપણું) નથી. હવે આવી વાત બીજે (શ્વેતાંબરાદિમાં) ક્યાં છે બાપુ?

ભાઈ! આવો મનુષ્યભવ માંડ કોઈ પુણ્યયોગે મળ્‌યો છે તેમાં જો દ્રવ્યદ્રષ્ટિ પ્રગટ ન કરી તો પ્રભુ! તારા ઉતારા ક્યાં થશે? અરેરે! તત્ત્વદ્રષ્ટિ પામ્યા વિના ચોરાસીના ભવસિંધુમાં તું ક્યાંય ગોથાં ખાતો ડૂબીને મરી જઈશ! આવો માર્ગ સાંભળવા મળવોય આ કાળે દુર્લભ છે, માટે સાવધાન થા અને અંતર્દ્રષ્ટિ કર.

અહીં કહે છે-રાગ નામનું જડ કર્મ છે તેના મંદ ઉદય વિના જીવને શુભભાવ ન થાય એમ અજ્ઞાની માને છે. તેને આચાર્યદેવ કહે છે કે એમ નથી. શુભરાગનો કર્તા (અજ્ઞાનપણે) જીવ છે અને તે રાગ જીવનું કર્મ છે. જ્ઞાનભાવ પ્રગટતાં જ્ઞાની પર્યાયમાં જે રાગ થાય તેને પોતાનું કર્મ માનતા નથી, પર્યાયમાં રાગનું પરિણમન છે બસ એમ જ્ઞાનમાં જાણે છે. જૈન તત્ત્વ આવું બહું સૂક્ષ્મ ને ગંભીર છે ભાઈ!

સત્ય બોલવાનો શુભભાવ થાય તે કર્મના ઉદયથી થાય છે એમ નથી. તેમ જ શુભભાવ છે માટે સત્ય બોલાય છે એમેય નથી. જડકર્મ કર્તા ને શુભભાવ એનું કાર્ય એમ નહિ, તથા શુભભાવ કર્તા ને ભાષા બોલાય તે એનું કાર્ય-એમ પણ નહિ.


PDF/HTML Page 3268 of 4199
single page version

અહાહા....! જુઓ આ તત્ત્વદ્રષ્ટિ! બ્રહ્મચર્ય પાળવાનો શુભભાવ છે તે ધર્મ નહિ, વળી એ શુભભાવ જડકર્મના મંદ ઉદયને કારણે થયો છે એમ નહિ. તથા બ્રહ્મચર્યનો શુભભાવ છે માટે શરીરથી વિષયની ક્રિયા વિરામ પામી છે એમ પણ નહિ. અહો! કેવળીના કેડાયતીઓ-દિગંબર સંતોએ અલૌકિક વાતો કરી છે. ભાઈ! આ કોઈ પક્ષની વાત નથી; આ તો જૈનદર્શન અર્થાત્ વસ્તુદર્શનની જાહેરાત છે.

એકવાર ઈસરીમાં ચર્ચા થયેલી. ત્યારે ત્યાગીગણ અને મોટા પંડિતોની રૂબરૂ પોકાર કરીને કહ્યું હતું કે-જીવની પર્યાયમાં જે પુણ્ય-પાપના ભાવ થાય છે તે પોતાથી થાય છે; તે ભાવનો કર્તા પોતે, કર્મ પોતે અને કરણ પણ પોતે છે. તે ભાવ કર્મથી બીલકુલ થયો નથી. જીવની પર્યાયમાં વિકાર થાય છે તે પોતાના ષટ્કારકથી થાય છે, તેનો કર્તા જડકર્મ તો નથી, પણ દ્રવ્ય-ગુણ પણ એના કર્તા નથી.

ત્યારે કોઈ કોઈ તો આ વાત સાંભળીને ભડકી ઉઠયા અને કહેવા લાગ્યા- શું કર્મ વિના જીવને વિકાર થાય? કર્મ વિના જો વિકાર થાય તો તે સ્વભાવ થઈ જાય.

ત્યારે કહ્યું-જીવને પર્યાયમાં વિકાર થાય છે તે પર્યાયનો સ્વભાવ છે અને તે સ્વતંત્ર પોતાના ષટ્કારકથી થાય છે, તેમાં કર્મની બીલકુલ અપેક્ષા નથી. કર્મ વિના ન થાય અર્થાત્ કર્મથી થાય છે એ તો અજ્ઞાનીની માન્યતા છે. વળી,

જે કાંઈ અશુભ છે તે બધુંય કર્મ કરે છે, કારણ કે અપ્રશસ્ત રાગ નામના કર્મના ઉદય વિના તેની અનુપપત્તિ છે-આ અજ્ઞાનીની દલીલ છે, પણ આ વાત બરાબર નથી, કેમકે હિંસા, જૂઠ, ચોરી, કુશીલ ઇત્યાદિ જે અશુભભાવ છે તે કાર્ય અને કર્મનો તીવ્ર ઉદય તે એનો કર્તા-એમ છે નહિ. કર્મથી વિકાર થાય છે એમ માનવું એ તો સાંખ્યમત છે, કોઈ જૈનો (જૈનાભાસો) આવું માને તો તે પણ મિથ્યાદ્રષ્ટિ જ છે.

અરે ભગવાન! તું અનંત બળનો સ્વામી મહા-બળિયો-બળવંત છો ને પ્રભુ! અહાહા...! અનંત અનંત પુરુષાર્થનો પિંડ પ્રભુ તું છો ને! જે ઘડીએ અંદર જાગીને જુએ તે ઘડીએ ખબર પડે કે જે રાગ થાય છે તે પર્યાયધર્મ છે, પર્યાયનું કર્તવ્ય છે, તે મારું (- દ્રવ્યનું) કર્તવ્ય નહિ અને જડ કર્મનું પણ નહિ.

હિંસાનો અશુભભાવ થાય તે કર્તા અને સામે પરજીવનો ઘાત થાય તે એનું કાર્ય એમ છે નહિ. જાડી બુદ્ધિવાળાને આ ઝીણું પડે પણ માર્ગ જ આવો છે ત્યાં બીજું શું થાય? ભાઈ! આ સમજ્યા વિના જ તું અનંતકાળથી ચારગતિમાં રખડી મર્યો છે. આ તો જૈન પરમેશ્વરનો પોકાર છે કે કર્મના તીવ્ર ઉદયના કારણે તને


PDF/HTML Page 3269 of 4199
single page version

હિંસાદિનો અશુભભાવ થાય છે એવી તારી માન્યતા મિથ્યા છે. ભાઈ! પરદ્રવ્ય કારણ અને શુભાશુભ ભાવ એનું કાર્ય એ માન્યતા મિથ્યા છે.

બોટાદમાં એક શ્રીમદ્ના અનુયાયી હતા. તે રાગ તાણી-તાણીને ભગવાનની સ્તુતિ-ભક્તિ કરે. તે પૂછતા-મહારાજ! દેવ-ગુરુને શું પર કહેવાય?

તેમને પૂછયું-હા, દેવ-ગુરુ-શાસ્ત્ર એ બધા પર છે, લાખવાર પર છે. પહેલાં તો એમને બેસે નહિ, પણ પછીથી નરમ થઈને કબુલ્યું કે મહારાજની વાત સાચી છે. ભાઈ! આ ક્યાં મહારાજની (કાનજીસ્વામીની) કલ્પિત વાત છે, આ તો વીતરાગ જૈન પરમેશ્વરનો પોકાર છે.

જીવને ચોરી કરવાનો અશુભભાવ થયો તે કર્મના ઉદયનું કાર્ય નથી. કર્મનો ઉદય હો, એ તે કાળે નિમિત્ત છે, પણ કર્મના ઉદયનું તે (અશુભભાવ) કાર્ય નથી; અને ચોરીની-પૈસા વગેરે ઉપાડી જવાની-જે ક્રિયા થઈ તે અશુભભાવનું કાર્ય નથી. આવી વાત છે.

ભાઈ! આમાં તો ઘણું બધું સમાવી દીધું છે. સૂક્ષ્મપણે વિચારીએ તો આ દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ વ્યવહારરત્નત્રયના ભાવ-શુભભાવ તે કર્તા અને સમકિત આદિ નિર્મળરત્નત્રય પ્રગટ થાય તે એનું કાર્ય એમ નથી; કેમકે પરભાવ પરભાવનું કર્તા નથી. શુભભાવ જે પરભાવ છે તે કર્તા ને જીવની નિર્મળ ધર્મરૂપ પર્યાય પ્રગટી તે એનું કર્મ એમ છે નહિ. વ્યવહારથી નિશ્ચય પ્રગટે એ માન્યતા જ મિથ્યા છે.

અરે! પણ એને આ વિચારવાની ફુરસદ ક્યાં છે? આંધળે-બહેરું કૂટે રાખે છે. બિચારાને પાપના ધંધા આડે નવરાશ ન મળે; બાવીસ-બાવીસ કલાક તો રોજ બાયડી- છોકરાં સાચવવા પાછળ, રળવા-કમાવા પાછળ અને ખાન-પાન આદિ ભોગની પાછળ ચાલ્યા જાય. માંડ બે કલાક મળે તો કુગુરુ એને લૂંટી લે. અરે! એમ ને એમ એની જિંદગી પૂરી થઈ જાય ને ક્યાંય સંસારમાં અટવાઈ જાય, ખોવાઈ જાય! અહીં તો એમ કહેવું છે કે વ્યવહાર રત્નત્રયનો શુભરાગ કર્તા ને સમ્યગ્દર્શનની પર્યાય એનું કાર્ય એમ છે નહિ. અજ્ઞાની હોય તે જ એમ માને. બાપુ! મારગ તો આવો છે. હવે કહે છે-

‘એ રીતે બધુંય સ્વતંત્રપણે કર્મ જ કરે છે, કર્મ જ આપે છે, કર્મ જ હરી લે છે, તેથી અમે એમ નિશ્ચય કરીએ છીએ કે- સર્વે જીવો સદાય એકાંતે અકર્તા જ છે.’

લ્યો, અજ્ઞાની કહે છે-બધુંય સ્વતંત્ર કર્મ જ કરે છે. અહીં ‘સ્વતંત્ર’ કેમ કહ્યું? કેમકે કર્તા સિદ્ધ કરવો છે ને? કર્મ કર્તા છે એમ નક્કી કરવું છે એટલે ત્યાં


PDF/HTML Page 3270 of 4199
single page version

બધુંય કર્મ સ્વતંત્ર કરે છે એમ લીધું. આ સ્ત્રી, કુંટુંબ-પરિવાર, ધન-ધાન્ય, બાગ-બંગલા ઇત્યાદિ અનેક સામગ્રી કર્મ જ આપે છે એમ અજ્ઞાનીનું માનવું છે. પણ અરે ભાઈ! સંયોગમાં જે આ સામગ્રી આવે છે એ તો પોતાના કારણે પોતાથી-પોતાના ઉપાદાનથી આવે છે. સાતાવેદનીય આદિ કર્મનો ઉદય તો ત્યાં નિમિત્તમાત્ર છે. નિમિત્ત કાંઈ સામગ્રી બલાત્ ખેંચી લાવે છે એમ તો નથી, એ સામગ્રી તો પોતાના કાળમાં પોતાથી આવે છે ને પોતાથી જાય છે. છે તો આમ; પણ અજ્ઞાની કહે છે-કર્મ જ આપે છે, કર્મ જ હરી લે છે.

એમ કે કર્મનો (અસાતાનો) ઉદય આવે તો આદમી એકદમ રાંક-ગરીબ થઈ જાય. જયપુરમાં એકવાર એક ૮૦ વરસનો વૃદ્ધ પુરુષ ભીખ માગતાં જોયેલો. જોયો ત્યારે એમ લાગેલું કે આ કોઈ અસલ ભિખારી નથી. પછી પૂછયું કે આ કોણ છે? તો ખબર પડી કે એ તો એક મોટા ઝવેરીનો પુત્ર છે. બધું ખલાસ થઈ ગયું એટલે ભીખ માગે છે. હવે એ ભિખારી થઈ ગયો એ કર્મને લઈને થયો છે એમ અજ્ઞાની માને છે. વાસ્તવમાં તો જે સ્થિતિ થઈ છે તે એની પોતાની યોગ્યતાથી થઈ છે, કર્મથી થઈ છે એમ નથી; કર્મ તો નિમિત્તમાત્ર છે.

તો એમ આવે છે ને કે-

કર્મે રાજા, કર્મે રંક, કર્મે વાળ્‌યો આડો અંક.

ભાઈ! એ તો બધાં નિમિત્તનાં કથન બાપુ! તે તે સ્થિતિના કાળે કર્મનો ઉદય નિમિત્ત છે તો નિમિત્તની મુખ્યતાથી કહેવાય કે ‘કર્મે રાજા, કર્મે રંક;’ બાકી કર્મ કાંઈ આપે છે કે હરી લે છે એમ વાસ્તવિક સ્વરૂપ નથી.

તોપણ અજ્ઞાની એમ જ કહે છે કે-કર્મ જ આપે છે, કર્મ જ હરી લે છે, તેથી અમે નિશ્ચય કરીએ છીએ કે-સર્વે જીવો સદાય એકાંતે અકર્તા જ છે. જીવ રાગનો કર્તા છે જ નહિ, રાગનો કર્તા કર્મ જ છે. નિગોદથી માંડીને સર્વ જીવો સદા એકાંતે અકર્તા જ છે, કર્મ જ કર્તા છે. વળી તે આ માન્યતાને આ પ્રમાણે દ્રઢ કરે છે કે-

‘વળી શ્રુતિ (ભગવાનની વાણી, શાસ્ત્ર) પણ એ જ અર્થને કહે છે; કારણ કે, (તે શ્રુતિ) “પુરુષવેદ નામનું કર્મ સ્ત્રીની અભિલાષા કરે છે અને સ્ત્રીવેદ નામનું કર્મ પુરુષની અભિલાષા કરે છે.” એ વાક્યથી કર્મને જ કર્મની અભિલાષાના કર્તાપણાના સમર્થન વડે જીવને અબ્રહ્મચર્યના કર્તાપણાનો નિષેધ કરે છે, તથા “જે પરને હણે છે અને જે પરથી હણાય છે તે પરઘાતકર્મ છે”- એ વાક્યથી કર્મને જ કર્મના ઘાતનું કર્તાપણું હોવાના સમર્થન વડે જીવને ઘાતના કર્તાપણાનો નિષેધ કરે છે, અને એ રીતે (અબ્રહ્મચર્યના તથા ઘાતના કર્તાપણાના નિષેધ દ્વારા) જીવનું સર્વથા જ અકર્તાપણું જણાવે છે.’


PDF/HTML Page 3271 of 4199
single page version

જુઓ, આ અજ્ઞાનીની દલીલ! એમ કે શાસ્ત્રમાં એમ કહ્યું છે કે પુરુષવેદ નામનું કર્મ સ્ત્રીની અભિલાષા કરે છે ને સ્ત્રીવેદ નામનું કર્મ પુરુષની અભિલાષા કરે છે. ‘કર્મ અભિલાષા કરે છે’ -શબ્દ તો છે એમ, પણ એનો અર્થ શું? આ તો નિમિત્તપ્રધાન કથન છે બાપુ! વાસ્તવિક તો અર્થ આ છે કે પુરુષવેદનો ઉદય હોય તે કાળે સ્ત્રી સાથે રમવાનો ભાવ તે પુરુષને થાય છે અને તે ભાવ તે પુરુષ પોતે કરે છે. કર્મના ઉદયના કારણે તે ભાવ થાય છે એમ છે જ નહિ. તેવી રીતે સ્ત્રીવેદનો ઉદય હોય ત્યારે સ્ત્રી પોતે જ પુરુષ સાથે રમવાનો અભિલાષ કરે છે, કાંઈ કર્મના કારણે તેને અભિલાષ થાય છે એમ નથી. શાસ્ત્રમાં કયી પદ્ધતિથી કથન છે તે અજ્ઞાની સમજતો જ નથી. વાસ્તવમાં એક દ્રવ્યનું કાર્ય બીજું દ્રવ્ય કરે એમ કદી હોય જ નહિ. પણ કર્મ જ બધું કરે છે એમ તે માને છે ને? છેથી શાસ્ત્રનો આધાર લઈ જીવ અબ્રહ્મચર્યનો અકર્તા છે એમ જીવને અબ્રહ્મચર્યના કર્તાપણાનો તે નિષેધ કરે છે. વળી,

આઠ કર્મમાં એક નામકર્મ છે. તેની પ્રકૃતિના ૯૩ ભેદ છે. તેમાં એક પરઘાતનામકર્મની પ્રકૃતિ છે, પરનો ઘાત થવામાં નિમિત્ત એવી પરઘાતનામકર્મની પ્રકૃતિ છે. અજ્ઞાની કહે છે-પરનો ઘાત કરે એવી પરઘાતનામકર્મ પ્રકૃતિ છે, અર્થાત્ પરઘાતનામકર્મને લઈને પરનો ઘાત થાય છે; પરંતુ એમ વસ્તુસ્વરૂપ નથી. પરઘાતનો- હિંસાનો ભાવ જીવ પોતે કરે છે, અને પરઘાતનામકર્મ તેમાં નિમિત્તમાત્ર છે. પરનો ઘાત થાય એ તો એનું-પરનું કાર્ય છે, તે કાર્યનો કર્તા જીવ નથી, કર્મ પણ નથી.

પરઘાતનો-હિંસાનો જીવને જે ભાવ થયો તેમાં પરઘાતનામકર્મ નિમિત્ત છે, પણ કર્મને લઈને તે ભાવ થયો છે એમ નથી તથા તે પરઘાતના-હિંસાના ભાવને લઈને પરમાં ઘાત થયો છે એમેય નથી. આ વસ્તુ સ્વરૂપ છે. પણ “જે પરને હણે છે અને જે પરથી હણાય છે તે પરઘાતકર્મ છે”-એવા નિમિત્તપ્રધાન વચનનો આશ્રય લઈ અજ્ઞાની જીવને ઘાતના-હિંસાના કર્તાપણાનો નિષેધ કરે છે. આ રીતે અબ્રહ્મચર્યના તથા ઘાતના કર્તાપણાનો નિષેધ કરી તે જીવને સર્વથા જ અકર્તાપણું જણાવે છે.

તેને આચાર્યદેવ કહે છે કે- ‘આ પ્રમાણે આવા સાંખ્યમતને, પોતાની પ્રજ્ઞાના (બુદ્ધિના) અપરાધથી સૂત્રના અર્થને નહિ જાણનારા કેટલાક શ્રમણાભાસો પ્રરૂપે છે; તેમની એકાંતે પ્રકૃતિના કર્તાપણાની માન્યતાથી, સમસ્ત જીવોને એકાંતે અકર્તાપણું આવી પડે છે તેથી “જીવકર્તા છે”-એવી જે શ્રુતિ તેનો કોપ ટાળવો અશક્ય થાય છે (અર્થાત્ ભગવાનની વાણીની વિરાધના થાય છે).’

અંદર મુનિના ગુણો નહિ હોવા છતાં પોતાને મુનિ કહેવડાવે તે શ્રમણાભાસ


PDF/HTML Page 3272 of 4199
single page version

છે. મુનિ નહિ, પણ બાહ્યમાં મુનિ જેવો વેશ-લેબાસ હોય તે શ્રમણાભાસ છે. આ નગ્નદશાવાળાની વાત છે હોં; વસ્ત્રસહિત મુનિપણું માને-મનાવે તે તો કુલિંગ છે. અહીં તો જે બાહ્યમાં જેનું નગ્ન-દિગંબર લિંગ છે અને જે આવી સાંખ્યમતની પ્રરૂપણા કરે છે તે શ્રમણાભાસ છે એમ વાત છે. તેઓ પોતાની પ્રજ્ઞાના દોષથી શાસ્ત્રના ઊંધા અર્થ કરે છે.

કર્મને લઈને શુભભાવ થાય, કર્મને લઈને અશુભભાવ થાય, કર્મને લઈને પરઘાત થાય ને કર્મને લઈને અબ્રહ્મચર્ય થાય-આવી એકાંત પ્રરૂપણા કરનારા બધા અજ્ઞાનીઓ, સૂત્રના અર્થને નહિ જાણનારા એવા શ્રમણાભાસ છે. ભાઈ! કર્મ જ વિકારને કરે એમ માને તે સાંખ્યમત છે. જૈનમત નથી, જૈન નામધારી પણ જો આવી પ્રરૂપણા કરે તો તેઓ જૈનાભાસી છે, સાંખ્યમતી જેવા મિથ્યાદ્રષ્ટિ જ છે. જડ કર્મ નિમિત્ત હો, પણ નિમિત્તને લઈને અહીં જીવમાં વિકારનું કાર્ય થાય છે એમ છે જ નહિ.

અહા! આચાર્ય કહે છે-એકાંતે પ્રકૃતિના કર્તાપણાની માન્યતાથી, સમસ્ત જીવોને એકાંતે અકર્તાપણું આવી પડે છે તેથી “જીવ કર્તા છે-” એવી જે શ્રુતિ તેનો કોપ ટાળવો અશક્ય થાય છે, અર્થાત્ એ વડે ભગવાનની વાણીની અવશ્ય વિરાધના થાય છે. જીવને કર્મ જ રખડાવે છે, કર્મ જ હેરાન કરે છે, કર્મ જ વિકાર કરાવે છે, જીવ તો સર્વથા જ અકર્તા છે-આવું માનનારા જિનવાણીના વિરાધક છે.

અહાહા...! ભગવાનની શ્રુતિ તો “જીવ કર્તા છે”-એમ કહે છે. ભગવાનની વાણી તો આમ ફરમાવે છે કે પુણ્ય અને પાપના જે ભાવ જીવને થાય છે તેનો કર્તા કથંચિત્ જીવ પોતે છે, જડ કર્મ તેનો કર્તા નથી. અહા! તને જ્ઞાનની જે હીણી-દશા થાય તેનો કર્તા તું પોતે છો, જ્ઞાનાવરણીય કર્મ નહિ. કર્મ તો નિમિત્તમાત્ર છે. આમ હોવા છતાં જ્ઞાનાવરણીય કર્મ જ જ્ઞાનને હીણું કરે છે એમ માને તેના પર જિનવાણીનો કોપ છે, અર્થાત્ તેને ભગવાનની વાણીની વિરાધના થાય છે. આવી વાતુ!

‘વળી કર્મ આત્માના અજ્ઞાનાદિ સર્વ ભાવોને-કે જેઓ પર્યાયરૂપ છે તેમને કરે છે, અને આત્મા તો આત્માને જ એકને દ્રવ્યરૂપને કરે છે માટે જીવ કર્તા છે; એ રીતે શ્રુતિનો કોપ થતો નથી- એવો જે અભિપ્રાય છે તે મિથ્યા જ છે.’

જુઓ, પોતાની વાતને સિદ્ધ કરવા અજ્ઞાની દલીલ કરીને કહે છે કે-મિથ્યાત્વ, રાગદ્વેષ, અજ્ઞાનાદિ જેટલા પર્યાયરૂપ વિકારી ભાવ છે તેમને જડ કર્મ કરે છે અને


PDF/HTML Page 3273 of 4199
single page version

આત્મા તો આત્માને એકને દ્રવ્યરૂપને કરે છે. આ રીતે આત્મા કર્તા છે એમ આવી જાય છે. કર્તાપણું ને અકર્તાપણું બન્ને સિદ્ધ થઈ જાય છે માટે શ્રુતિનો કોપ થતો નથી અર્થાત્ જિનવાણીની વિરાધના થતી નથી.

તેને આચાર્ય કહે છે-ભાઈ! તારો આ અભિપ્રાય મિથ્યા જ છે; કેમકે દ્રવ્ય- ત્રિકાળી આત્મા તો નિત્ય ધ્રુવ એકરૂપ છે. એમાં શું કરવાનું છે! આત્મા એને શું કરે? આ તો વીતરાગનો મારગ ભાઈ! બધું ન્યાયથી-લોજીકથી સિદ્ધ થવું જોઈએ ને? ભાઈ! આ સમજ્યા વિના વ્રત, તપ આદિ ક્રિયાકાંડ તું કરે પણ એ બધાં એકડા વિનાનાં મીંડા છે હોં; થોથેથોથાં છે. એ બધું તારું રણમાં પોક મૂકવા જેવું છે.

અજ્ઞાનીનો ઉપરોક્ત અભિપ્રાય કેમ મિથ્યા છે તે હવે સમજાવવામાં આવે છેઃ-

‘જીવ તો દ્રવ્યરૂપે નિત્ય છે. અસંખ્યાત-પ્રદેશી છે અને લોકપરિમાણ છે. તેમાં પ્રથમ નિત્યનું કાર્યપણું બની શકતું નથી. કારણ કે કૃતકપણાને અને નિત્યપણાને એકપણાનો વિરોધ છે.’

આત્મા પર્યાયે અનિત્ય છે પણ દ્રવ્યરૂપે અનાદિ અનંત નિત્ય છે. હવે અનિત્ય પર્યાયને જડ કર્મ કરે છે ને આત્મા આત્માને દ્રવ્યરૂપે કરે છે એમ અજ્ઞાનીની દલીલ છે. પણ ભાઈ! તારી આ વાત મિથ્યા છે; કેમકે જે ત્રિકાળ નિત્ય છે એને કરવાનું શું હોય? નિત્યનો કોઈ કર્તા નથી. જેમાં પલટના હોય તેમાં કાર્ય હોય, પણ જે નિત્ય ધ્રુવ છે તેમાં શું કરવાપણું હોય? નિત્યનું કાર્યપણું બની શકતું નથી, કેમકે કૃતકપણાને અને એકપણાને વિરોધ છે. કરવાપણું અને નિત્યપણું એ બન્નેને વિરોધ છે, અર્થાત્ કરવાપણું હોય ત્યાં નિત્યપણું ન હોય ને નિત્યપણું હોય ત્યાં કરવાપણું ન હોય. આત્મા દ્રવ્યરૂપે નિત્ય છે તેથી તે કૃતક કોઈથી કરેલો ન હોય. અહાહા..! અનાદિ-અનંત ધ્રુવ એકરૂપ વસ્તુ પોતે દ્રવ્યપણે નિત્ય છે. ત્યાં આત્મા આત્માને, પોતે પોતાને કરે એ ક્યાંથી આવ્યું? એમ છે નહિ. એમ તું આત્માને કર્તા માન એ મિથ્યા છે.

હવે ક્ષેત્રથી વાત કરે છેઃ

‘વળી અવસ્થિત અસંખ્યપ્રદેશી એક એવા તેને (-આત્માને), પુદ્ગલસ્કંધની માફક, પ્રદેશોનાં પ્રક્ષેપણ-આકર્ષણ દ્વારા પણ કાર્યપણું બની શકતું નથી, કારણ કે પ્રદેશોનું પ્રક્ષેપણ તથા આકર્ષણ થાય તો તેના એકપણાનો વ્યાઘાત થાય.’

જુઓ, પુદ્ગલસ્કંધ છે તે અનેક પરમાણુઓનો બનેલો છે. આ શરીર છે તે અનેક પરમાણુનો બનેલો સ્કંધ છે. તેમાં સમયે સમયે કેટલાક નવા પરમાણુ આવે


PDF/HTML Page 3274 of 4199
single page version

અને કેટલાક તેમાંથી નીકળી જાય. પરમાણુના સ્કંધનો આવો જ સ્વભાવ છે. બાળકનું નાનું શરીર હોય તે જુવાન થાય ત્યારે મોટું અને પુષ્ટ લટ્ઠ જેવું બળવાન થાય અને વળી વૃદ્ધ અવસ્થા આવતાં તે શિથિલ થઈ જાય, ચામડીમાં કરચલીઓ પડી જાય. કેમ? કેમકે તેમાં કોઈ નવા પરમાણુ આવે અને કોઈ વિખરાઈ જાય; સ્કંધમાં આવું નિરંતર થયા જ કરે; પરંતુ આત્મા અસંખ્યપ્રદેશી અખંડ એક દ્રવ્ય છે, તેમાં કોઈ નવા પ્રદેશો આવે ને કોઈ પ્રદેશો તેમાંથી બહાર નીકળી જાય એમ બની શકતું નથી. માટે અસંખ્યપ્રદેશી ક્ષેત્રમાં પણ કાંઈ કરવાપણું સિદ્ધ થતું નથી. આ રીતે દ્રવ્યમાં ને ક્ષેત્રમાં કર્તાપણું સિદ્ધ થતું નથી; અને પર્યાયનું કર્તાપણું તો તું જડ કર્મમાં નાખે છે; તો પછી “આત્મા કર્તા છે” એમ ક્યાં સિદ્ધ થયું? શ્રુતિનો કોપ ક્યાં મટયો? આ તો ન્યાયથી વાત છે ભાઈ!

જુઓ, શું કહે છે? કે જીવને પ્રદેશોમાં પ્રક્ષેપણ-આકર્ષણ દ્વારા પણ કાર્યપણું બની શકતું નથી, કારણ કે પ્રદેશોનું પ્રક્ષેપણ તથા આકર્ષણ થાય તો તેના એકપણાનો વ્યાઘાત થાય. એટલે શું? કે શરીરમાં જેમ પરમાણુઓ કોઈ નવા આવે ને કોઈ નીકળી જાય તેમ જીવદ્રવ્યમાં કોઈ નવા પ્રદેશો આવે ને કોઈ તેમાંથી નીકળી જાય તો જીવ અસંખ્યપ્રદેશી એક દ્રવ્ય જ ન રહે. પણ એમ બનતું જ નથી; કેમકે આત્મા નિશ્ચિત અસંખ્યપ્રદેશવાળું અખંડ એક દ્રવ્ય છે. આત્મા જેમ દ્રવ્યરૂપે ત્રિકાળ એક છે તેમ ક્ષેત્રરૂપે પણ ત્રિકાળ અખંડ એક છે. નિશ્ચિત અસંખ્યપ્રદેશ એ આત્માનો સ્વદેશ છે. આત્મા પોતાના પ્રદેશોને કાઢી નાખી શકે નહિ તેમ નવા પ્રદેશોને લઈ શકે પણ નહિ. આ પ્રમાણે ત્રિકાળી દ્રવ્ય અને તેનું અસંખ્યપ્રદેશી ક્ષેત્ર-તેમાં કાંઈ પલટવાપણું-પ્રક્ષેપણ-આકર્ષણ-આવવું જવું-નહિ બનતું હોવાથી તેને કર્તાપણું સિદ્ધ થતું નથી. માટે જીવને જે વિકાર થાય તેનું કર્તા કર્મ જ છે અને આત્મા આત્માને એકને દ્રવ્યરૂપે કરે એવી તારી (-અજ્ઞાનીની) માન્યતા મિથ્યા- જૂઠી જ છે, સમજાણું કાંઈ.....?

અહો! આ સમયસાર તો કોઈ દિવ્ય અલૌકિક શાસ્ત્ર છે. પણ અરે! એને વાંચવા-વિચારવાની એને ફુરસદ ક્યાં છે? સ્વાધ્યાયની (સમ્યક્) પરંપરા રહી નહિ અને ઓઘેઓઘે વ્રત, તપ, દયા, દાન, ભક્તિ, જાત્રા ઇત્યાદિના શુભરાગમાં બિચારો ધર્મ માનીને રોકાઈ ગયો છે. પણ બાપુ! સત્યની સમજણ વિના, અંતરમાં સમ્યક્શ્રદ્ધાન નામ સમકિત પ્રગટ કર્યા વિના તારા એ ક્રિયાકાંડ કાંઈ કામ નહિ આવે. આ ક્રિયા કાંઈ તું નવી (પહેલી જ વાર) કરે છે એમ નથી. બાપુ! અનંતકાળમાં અનંતવાર તું નગ્ન દિગંબર સાધુ થયો છે, ને અનંતવાર મહાવ્રતાદિ પાળ્‌યાં છે. પણ એથી શું? હું ત્રિકાળી નિત્ય અસંખ્યપ્રદેશી અખંડ એક ચિદ્ઘનસ્વરૂપ


PDF/HTML Page 3275 of 4199
single page version

આત્મા છું, -એવા અંતર-અનુભવ વિના એ બધી ક્રિયા ફોગટ છે, સંસારની રખડપટ્ટી ખાતે છે.

હવે કહે છે- ‘વળી સકલ લોકરૂપી ઘરના વિસ્તારથી પરિમિત જેનો નિશ્ચિત નિજ વિસ્તાર-સંગ્રહ છે (અર્થાત્ લોક જેટલું જેનું નિશ્ચિત માપ છે) તેને (-આત્માને) પ્રદેશોના સંકોચ-વિકાસ દ્વારા પણ કાર્ય બની શકતું નથી, કારણ કે પ્રદેશોના સંકોચ- વિસ્તાર થવા છતાં પણ, સૂકા-ભીના ચામડાની માફક, નિશ્ચિત નિજ વિસ્તારને લીધે તેને (-આત્માને) હીન-અધિક કરી શકાતો નથી. (આ રીતે આત્માને દ્રવ્યરૂપ આત્માનું કર્તાપણું ઘટી શકતું નથી.)’

ત્રણકાળ-ત્રણલોક જેમના જ્ઞાનમાં યુગપદ જણાયા તે ભગવાન સર્વજ્ઞદેવે આ લોકનો વિસ્તાર દીઠો છે. તેના નિશ્ચિત અસંખ્ય પ્રદેશ છે અને એટલા જ એક જીવદ્રવ્યના નિશ્ચિત અસંખ્ય પ્રદેશો છે. લોકપ્રમાણ અસંખ્યાત પ્રદેશી જીવવસ્તુ છે. આચાર્ય કહે છે- એ પ્રદેશોના સંકોચ-વિકાસ દ્વારા પણ જીવને કાર્યપણું બની શકતું નથી, કેમકે અસંખ્ય પ્રદેશોમાં સંકોચ-વિકાસ થાય પણ પ્રદેશોની સંખ્યા તો તેની તે જ અસંખ્ય રહે, તેમાં કોઈ હીના-અધિકતા કે વધ-ઘટ થતી નથી.

ભાઈ! સર્વજ્ઞ પરમાત્મા શું ફરમાવે છે તે એક વાર ભગવાન! તું સાંભળ. કહે છે-આત્માના લોકપ્રમાણ અસંખ્ય પ્રદેશો છે તેમાં સંકોચ-વિકાસ થાય, પણ પ્રદેશોની સંખ્યામાં વધઘટ થતી નથી. કોઈ મનુષ્યદેહથી છૂટીને કીડીમાં જાય તો તેના અસંખ્ય પ્રદેશો સંકોચાઈ જાય, પણ પ્રદેશોની સંખ્યા ઓછી ન થાય. વળી તે જ જીવ હજારો જોજનના શરીરવાળો મચ્છ થાય તો પ્રદેશોનો વિકાસ થાય, પણ પ્રદેશોની સંખ્યા વધે નહિ. પ્રદેશની સંખ્યા તો એની એ જ અસંખ્ય રહે છે.

અહા! જીવ અનાદિકાલીન નિગોદની અવસ્થામાં રહ્યો છે. આ બટાટા ને ડુંગળી નથી આવતાં? અહાહા...! તેની એક રાઈ જેટલી કટકીમાં અસંખ્ય શરીર છે, ને એક એક શરીરમાં અનંત નિગોદિયા જીવ છે. તે પ્રત્યેક જીવના પ્રદેશો લોકપ્રમાણ અસંખ્યાત છે. સૂક્ષ્મ વાત છે પ્રભુ! એ પ્રદેશો ત્યાં સંકોચાઈ ગયા છે, પણ કાંઈ ઓછા થઈ ગયા છે એમ નથી. તે જ જીવ એક હજાર જોજનના શરીરવાળો મચ્છ થાય ત્યારે તેના પ્રદેશો તો એટલા ને એટલા જ છે, માત્ર ત્યાં પ્રદેશોનો વિકાસ (વિસ્તાર) થાય છે. સૂકું-ભીનું ચામડું સંકોચ-વિકાસ પામે છે, પણ તેથી સૂકું થતાં ઘટી ગયું ને ભીનું થતાં વધી ગયું-એમ નથી. તેમ અહીં કોઈ મોટો અબજોપતિ શેઠિયો હોય ને સ્વરૂપના ભાન વિના મિથ્યાશ્રદ્ધાનવશ પાપ ઉપજાવીને ગલુડિયામાં જન્મે ત્યાં તેના પ્રદેશોમાં સંકોચ થાય પણ તેની સંખ્યામાં કાંઈ ઘટે નહિ. અરે! દુઃખથી ભરેલી આ જન્મપરંપરામાં એને નાની-મોટી દેહની અનેક અવગાહના પ્રાપ્ત


PDF/HTML Page 3276 of 4199
single page version

થાય ત્યાં તેના પ્રદેશોમાં સંકોચ વિસ્તાર થાય છે પણ તેની પ્રદેશ-સંખ્યામાં કોઈ વધઘટ થતી નથી. આ રીતે આત્માને દ્રવ્યરૂપ આત્માનું કર્તાપણું ઘટી શકતું નથી.

‘વળી, “વસ્તુસ્વભાવનું સર્વથા મટવું અશક્ય હોવાથી જ્ઞાયકભાવ જ્ઞાનસ્વભાવે જ સદાય સ્થિત રહે છે અને એમ સ્થિત રહેતો થકો, જ્ઞાયકપણાને અને કર્તાપણાને અત્યંત વિરુદ્ધતા હોવાથી, મિથ્યાત્વાદિ ભાવોનો કર્તા થતો નથી; અને મિથ્યાત્વાદિ ભાવો તો થાય છે; તેથી તેમનો કર્તા કર્મ જ છે એમ પ્રરૂપણ કરવામાં આવે છે” -આવી જે વાસના (અભિપ્રાય, વલણ) પ્રગટ કરવામાં આવે છે તે પણ “આત્મા આત્માને કરે છે” એવી (પૂર્વોક્ત) માન્યતાને અતિશયપણે હણે જ છે (કારણ કે સદાય જ્ઞાયક માનવાથી આત્મા અકર્તા જ ઠર્યો).

જુઓ, આત્મા દ્રવ્યે નિત્ય છે; તેથી આત્મા આત્માને કરે છે એમ અજ્ઞાની કહે છે એ સિદ્ધ થતું નથી.

વળી, આત્મા ક્ષેત્રપણે ત્રિકાળ નિયત છે; તેથી આત્મા આત્માને કરે છે એ ક્ષેત્રપણે પણ સિદ્ધ થતું નથી.

હવે આત્મા ત્રિકાળ જ્ઞાનસ્વભાવે જ સ્થિત છે, તેથી આત્મા આત્માને કરે છે એ ભાવથી પણ સિદ્ધ થતું નથી એમ કહે છે. ત્યાં,

અજ્ઞાનીની દલીલ છે કે જ્ઞાયકભાવ ત્રિકાળ જ્ઞાનસ્વભાવે જ સ્થિત છે; અને જ્ઞાયકભાવને અને કર્તાપણાને અત્યંત વિરુદ્ધતા છે. માટે જ્ઞાયકભાવ છે તે મિથ્યાત્વાદિ વિકારને કરે એમ બને નહિ, તથા મિથ્યાત્વાદિ વિકાર થાય તો છે, તેથી તેનો કર્તા કર્મ જ છે. તેને આચાર્ય ભગવાન કહે છે-ભાઈ! તારી આ જે વાસના છે તે, “ આત્મા આત્માને કરે છે” એવો જે તારો અભિપ્રાય છે તેને અત્યંતપણે હણે જ છે; કેમકે જ્ઞાયકભાવને ત્રિકાળ જ્ઞાનસ્વભાવે સ્થિત માનતાં આત્મા અકર્તા જ ઠર્યો, કોઈ રીતે કર્તા ન ઠર્યો.

આ પ્રમાણે આત્મા દ્રવ્યથી શું, કે ક્ષેત્રથી શું કે ભાવથી શું-ત્રણેમાંથી કોઈ રીતે કર્તા સિદ્ધ થતો નથી અને કાળથી-પર્યાયથી તું કર્તા બતાવતો નથી; પર્યાયનો કર્તા તો તું કર્મને ઠરાવે છે. માટે શ્રુતિના કોપથી બચવા આત્મા (કથંચિત્) કર્તા છે એમ તું દલીલ કરે છે તે મિથ્યા છે. વાસ્તવમાં પર્યાયદ્રષ્ટિ જીવ તેને પર્યાયમાં જે વિકાર થાય છે તેનો તે પોતે જ કર્તા છે અને નિજ જ્ઞાયકભાવની દ્રષ્ટિ થતાં જ્ઞાનભાવ પ્રગટ થવાથી તે રાગનો કર્તા નથી પણ જ્ઞાતા છે. આ વસ્તુસ્થિતિ છે. સમજાય છે કાંઈ....?


PDF/HTML Page 3277 of 4199
single page version

આચાર્ય કહે છે- ‘માટે જ્ઞાયક ભાવ સામાન્ય અપેક્ષાએ જ્ઞાનસ્વભાવે અવસ્થિત હોવા છતાં, કર્મથી ઉત્પન્ન થતા મિથ્યાત્વાદિ ભાવોના જ્ઞાનસમયે, અનાદિકાળથી જ્ઞેય અને જ્ઞાનના ભેદવિજ્ઞાનથી શૂન્ય હોવાને લીધે, પરને આત્મા તરીકે જાણતો એવો તે (જ્ઞાયકભાવ) વિશેષ અપેક્ષાએ અજ્ઞાનરૂપ જ્ઞાનપરિણામને કરતો હોવાથી, તેને કર્તાપણું સંમત કરવું (અર્થાત્ તે કર્તા છે એમ સ્વીકારવું);....’

અહાહા....! જાણગ... જાણગ..... જાણગ એવો જે એક જ્ઞાયકભાવ ધ્રુવસ્વભાવ સામાન્ય... સામાન્ય એવા જ્ઞાનસ્વભાવે સ્થિત છે. એમાં કાંઈ પલટવું નથી. અહાહા...! ભગવાન આત્મા ત્રિકાળી દ્રવ્ય પ્રભુ દ્રવ્યે નિત્ય છે, ક્ષેત્રે અસંખ્યપ્રદેશી નિત્ય છે અને ભાવથી સામાન્ય એક જ્ઞાયકભાવપણે નિત્ય છે. આવો એકરૂપ નિત્ય રહેનારો જ્ઞાયકભાવ હોવાથી તેમાં કાંઈ કર્તાપણું આવતું નથી.

આમ હોવા છતાં ‘કર્મથી ઉત્પન્ન થતા મિથ્યાત્વાદિ ભાવોના જ્ઞાનસમયે....’ ‘કર્મથી ઉત્પન્ન થતા મિથ્યાત્વાદિ ભાવો...’ એક કીધું ત્યાં તે ભાવોને કર્મ ઉપજાવે છે એમ અર્થ નથી. એ ભાવો ત્રિકાળી સ્વભાવના લક્ષે થયા નથી પણ પર-કર્મના નિમિત્તના સંબંધે થયા છે બસ એમ કહેવું છે. સમજાય છે કાંઈ....? તે ભાવો ઉપજે છે તેમાં કર્મનું નિમિત્ત છે બસ.

શું કહે છે? કે સામાન્ય એક જ્ઞાયકભાવ નિત્ય જ્ઞાનસ્વભાવે અવસ્થિત છે. આમ હોવા છતાં, ‘કર્મથી ઉત્પન્ન થતા મિથ્યાત્વાદિ ભાવોના જ્ઞાનસમયે, અનાદિ કાળથી જ્ઞેય અને જ્ઞાનના ભેદજ્ઞાનથી શૂન્ય હોવાને લીધે...’ અહાહા....! કહે છે-હવે એ જ્ઞાયકભાવના વર્તમાનમાં (-એની વર્તમાન પર્યાયમાં) જ્યારે કર્મના સંબંધથી વિકાર થાય ત્યારે, તે કાળે એટલે તેના જ્ઞાનના કાળે, આ વિકારના પરિણામ તે જ્ઞેય અને હું તો તેને જાણનાર ભિન્ન જ્ઞાતા દ્રવ્ય છું. -એવા ભેદવિજ્ઞાનથી તે શૂન્ય છે. અનાદિથી તેને એવું ભેદવિજ્ઞાન નથી. સૂક્ષ્મ વાત છે પ્રભુ! રાગાદિ વિકારના પરિણામ થયા તેના જાણવાના કાળે તેનું (ભિન્નપણાનું) જ્ઞાન થવું જોઈએ. રાગાદિ વિકારના પરિણામ ભિન્ન અને તેને હું જાણનારો ભિન્ન-એવું ભેદજ્ઞાન થવું જોઈએ. પણ, કહે છે, આને એવા ભેદજ્ઞાનનો અનાદિ કાળથી જ અભાવ છે અને તેથી તે જ્ઞેય એવા રાગાદિ વિકારને પોતાના માને છે. લ્યો, આવી ભૂલ!

આત્મા જ્ઞાયકસ્વભાવી વસ્તુ નિત્ય ધ્રુવ ત્રિકાળ છે. તેમાં બદલવું નથી. પણ તેની પર્યાયમાં કર્મના નિમિત્તના સંબંધે રાગાદિ વિકાર થાય છે. તે વિકાર થવાના કાળે જ્ઞાન એને જાણે છે. અહા! આ દયા, દાન આદિ રાગના પરિણામ થયા તે જ્ઞેય ને હું તો તેને સ્પર્શ કર્યા વિના જ તેને જાણવાના સ્વભાવવાળો જ્ઞાયક છું- એમ ભિન્નપણું જાણવાને બદલે અનાદિથી એ આવા ભેદવિજ્ઞાનથી શૂન્ય હોવાને


PDF/HTML Page 3278 of 4199
single page version

લીધે પોતાસ્વરૂપે જાણે તે રાગના પરિણામને પોતાસ્વરૂપ જાણે છે. રાગની જે ક્રિયા થઈ તે પોતાની છે એમ અજ્ઞાની જાણે છે. આ પ્રમાણે રાગને-પરને આત્મા તરીકે જાણતો એવો તે (-જ્ઞાયકભાવ) વિશેષઅપેક્ષાએ જ્ઞાનના પરિણામને અજ્ઞાનરૂપ કરતો, પર્યાયમાં મિથ્યાજ્ઞાનરૂપ કરતો આચાર્ય કહે છે, તે રાગનો કર્તા છે એમ સ્વીકારવું. આવી વાત!

કોઈને થાય કે હવે આ બધું ક્યાં સમજવા બેસવું? એને બદલે આપ દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ કરવાનું કહો તો સહેલું સટ થઈ જાય. પણ બાપુ! જેને તું કરવાનું સહેલું સટ માને છે એ તો બધો રાગ છે અને એ તો પૃથક્ રહીને પરજ્ઞેય તરીકે જાણવાયોગ્ય છે. પણ એને બદલે તું એને કરવાયોગ્ય માને છે તે તારી કર્તાબુદ્ધિનું અજ્ઞાન જ છે. અજ્ઞાની જ તેને જાણવાકાળે પોતાને કરવાયોગ્ય જાણે છે અને એમ જાણતો તે તેનો કર્તા થાય છે. સમજાય છે કાંઈ...? બાપુ! સમજ્યે જ છૂટકો છે. બાકી ચારગતિની જેલ ઊભી જ છે.

અહા! એને ક્યાં સુધી કર્તાપણું છે? તો કહે છે- ‘તે ત્યાં સુધી કે જ્યાં સુધી ભેદવિજ્ઞાનના આદિથી જ્ઞેય અને જ્ઞાનના ભેદવિજ્ઞાનથી પૂર્ણ (અર્થાત્ ભેદવિજ્ઞાન સહિત) થવાને લીધે આત્માને જ આત્મા તરીકે જાણતો એવો તે (જ્ઞાયક ભાવ) વિશેષ અપેક્ષાએ પણ જ્ઞાનરૂપ જ જ્ઞાનપરિણામે પરિણમતો થકો (-જ્ઞાનરૂપ એવું જે જ્ઞાનનું પરિણમન તે-રૂપે જ પરિણમતો થકો), કેવળ જ્ઞાતાપણાને લીધે સાક્ષાત્ અકર્તા થાય.’

જુઓ, પહેલાં કહ્યું કે- આ દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ જે રાગનો વિકલ્પ ઉઠે છે તે પોતાની ચીજથી ભિન્ન પરજ્ઞેય છે, ને હું તો શુદ્ધ જ્ઞાનસ્વરૂપી ચૈતન્યમહાપ્રભુ છું એવું જ્યાંસુધી ભેદજ્ઞાન ન થાય ત્યાંસુધી અજ્ઞાનપણે જીવ રાગનો કર્તા છે-એમ માનવું. રાગને પોતાનો જાણે, વા પોતાનું કર્તવ્ય જાણે ત્યાં સુધી ભેદજ્ઞાનના અભાવને લીધે જીવ રાગનો કર્તા છે; રાગને કર્મ (-પ્રકૃતિ) કરે છે એમ નહિ, પણ અજ્ઞાની જીવ પોતે રાગનો કર્તા છે. હવે આવો મારગ ને આવી વસ્તુસ્થિતિ છે.

અરેરે! ભાઈ! તેં મારગને યથાર્થ જાણ્યા વિના ચોરાસીના અનંત અનંત અવતાર કર્યા છે; કાગડાના, કુતરાના, કંથવાના અને નરકાદિના અનંત અનંત અવતાર કર્યા છે. આ પહેલી નરક છે ને? એની ઓછામાં ઓછી સ્થિતિ દશહજાર વર્ષની છે. એવી દશહજાર વર્ષની આયુસ્થિતિ લઈને ભગવાન! તું ત્યાં અનંતવાર જન્મ્યો-મર્યો છે. ત્યાંના દુઃખનું શું કહીએ? કોઈ મોટા વૈભવશીલ રાજાનો રાજકુમાર હોય, મહા કોમળ શરીર ને જુવાન-જોધ દશા હોય અને એ રાજકુમારને ધગધગતી-


PDF/HTML Page 3279 of 4199
single page version

ભડભડતી જમશેદપુરની ભટ્ઠીમાં જીવતો નાખે તો જે દુઃખ થાય એથી અનંતગણું દુઃખ પહેલી નરકમાં છે. અહા! ત્યાં તું ભગવાન! દશહજાર વર્ષની સ્થિતિએ અને તેમાં એક એક સમય વધતાં વધતાં ઉત્કૃષ્ટ એક સાગરોપમની સ્થિતિએ-પ્રત્યેક આયુસ્થિતિમાં અનંત અનંત વાર જન્મ્યો છે. શું કીધું? દશહજાર વર્ષ, દશહજાર વર્ષ ને એક સમય, દશહજાર વર્ષ ને બે સમય, દશહજાર વર્ષ ને ત્રણ સમય.... એમ ઉત્કૃષ્ટ એક સાગરોપમની સ્થિતિએ પહોંચીને પ્રત્યેક આયુસ્થિતિમાં અનંતવાર ભગવાન! તેં જન્મ-મરણ કર્યાં છે. વળી પહેલી નરકની ઉત્કૃષ્ટ એક સાગરની સ્થિતિ માંડીને એક એક સમયની સ્થિતિ વધતાં સાતમી નરકની ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરની સ્થિતિએ પહોંચી દરેકમાં અનંતવાર જન્મ્યો-મર્યો છે. અહા! આવા અનંત અનંત ભવ અને અનંત અનંત દુઃખ! તું ભૂલી ગયો છે પ્રભુ! પણ મિથ્યાત્વને વશ તારી અનંતકાળના પરિભ્રમણમાં આવી ઘોર દુઃખની દશા થઈ છે.

આ કરોડોની સાહ્યબી, અનેક કારખાનાં, સ્ત્રી-કુંટુંબ-પરિવાર ઇત્યાદિ બહારની ચમક-દમકમાં તું રાજી-રાજી થઈ ગયો છું પણ આ દેહ છૂટવાના કાળે એ બધું છૂટી જશે ભાઈ! ત્યારે સગી પત્ની પણ તારી નહિ હોય એ તો કહ્યું છે ને કે-

એક રે દિવસ એવો આવશે, જાણે જન્મ્યો જ નહોતો;
કાઢો રે કાઢો રે એને સૌ કહે, જાણે કોઈ સગો જ નહોતો.

અહાહાહા....! જ્યાં દેહ પડયો ત્યાં કાઢો જ કાઢો- લ્યો, એમ સૌ મંડી પડે છે! અહાહાહા......!

સગી નારી રે તારી કામની, ઊભી ટગટગ જુએ;
આ રે કાયામાં હવે કાંઈ નથી, એમ ટગરટગર રૂવે.

બાપુ! આવા આવા પણ અનંત ભવ થયા; શું કામના? પોર-ગયે વર્ષે મુંબઈ ગયેલા; ત્યાં એક કરોડપતિ શેઠને ઘેર ગયા હતા. એની કરોડોની મિલ્કત. બંગલે ગયા તેમાંય બધે મખમલ પાથરેલું ને પાંચ-પચાસ લાખનું ફર્નીચર. મારા મનને થયું અરેરે! શેઠને અહીંથી (આના મોહપાશમાંથી) નીકળવું કઠણ પડશે! ત્યારે શેઠને કહ્યું-શેઠ! આ બધામાં (આ વૈભવમાં) ભગવાન આત્મા તું નહિ હોં; પ્રભુ! તું ક્યાં છો ને તારી ચીજ શું છે એની ખબર વિના તારા ભવનો અંત નહિ આવે, તું રઝળી મરીશ!

અહીં કહે છે-એ બહારનો વૈભવ તો દૂર રહો, આ દયા, દાન, વ્રત આદિના શુભભાવ પણ ત્યાં સુધી કરવાયોગ્ય ભાસે છે જ્યાં સુધી એને ભેદવિજ્ઞાનનો અભાવ


PDF/HTML Page 3280 of 4199
single page version

છે અને ત્યાં સુધી અજ્ઞાની જીવ કર્તા છે. પણ જ્યાં સૂક્ષ્મ વિકલ્પથી પણ ભિન્ન હું એક જ્ઞાયકસ્વભાવી ચિદાનંદઘન પ્રભુ આત્મા છું એમ અંતર્દ્રષ્ટિ વડે તે ભેદવિજ્ઞાન સહિત થાય છે ત્યારે આત્માને જ આત્મા તરીકે જાણતો એવો તે (જ્ઞાયકભાવ) વિશેષઅપેક્ષાએ પણ જ્ઞાનરૂપ જ જ્ઞાનપરિણામે પરિણમતો થકો કેવળ જ્ઞાતાપણાને લીધે સાક્ષાત્ અકર્તા થાય છે.

વિશેષ અપેક્ષાએ એટલે -ત્રિકાળી દ્રવ્ય-ગુણ-ક્ષેત્ર તો અકર્તા છે, તેમાં તો કરવાપણું નથી, વર્તમાન પર્યાયમાં પણ જ્યાં તે અંતર્મુખ થઈ જ્ઞાનસ્વભાવે પરિણમે છે, રાગરૂપે પરિણમતો નથી ત્યારે સાક્ષાત્ અકર્તા થાય છે -એમ કહેવું છે. રાગથી ખસીને જ્યાં જ્ઞાનસ્વભાવમાં વસ્યો ત્યાં સાક્ષાત્ અકર્તા થાય છે. એક ક્ષુલ્લકજી હતા, બહુ ભદ્રિક, અહીંનું સાંભળવા વારે ઘડીએ આવતા; તે બહુ પ્રમોદથી કહેતા- પરથી ખસ, સ્વમાં વસ; ટૂંકુ ને ટચ, આટલું કરે તો બસ. લ્યો, આનું નામ સાક્ષાત્ અકર્તાપણું; એને સમ્યગ્દર્શન- જ્ઞાન-ચારિત્ર કહો કે ધર્મ કહો -એ બધું આ છે. શું? કે પરને પર અને સ્વને સ્વપણે જાણી, પરથી ખસી સ્વમાં વસવું, જ્ઞાનસ્વભાવમાં વસવું ને તેમાં જ ઠરવું તે સાક્ષાત્ અકર્તાપણું છે. ધર્મી જીવને કમજોરીનો રાગ થતો હોય છે, પણ તે રાગનો જરાય કર્તા થતો નથી, અકર્તા-જ્ઞાતા જ રહે છે.

પ્રવચનસારમાં આવે છે કે ધર્મીને કિંચિત્ રાગનું પરિણમન છે, અને પરિણમનની અપેક્ષાએ એટલું એને કર્તાપણું છે. રાગ કરવાલાયક છે એમ જ્ઞાનીને નથી તેથી દ્રષ્ટિ અપેક્ષાએ તેને અકર્તા કહ્યો; તથાપિ જ્ઞાનની અપેક્ષા ધર્મી જાણે છે કે જેટલું રાગનું પરિણમન છે તેટલો દોષ છે અને તેટલું કર્તાપણું પરિણમનમાં છે. રાગ ઠીક છે, ભલો છે એમ ધર્મી પુરુષ માનતા નથી, હેય જ માને છે; તોપણ જેટલું પરિણમન છે તેટલું કર્તાપણું છે એમ યથાર્થ જાણે છે. આવી વાત છે.

કોઈને થાય કે ઘડીકમાં કર્તા કહે ને ઘડીકમાં અકર્તા કહે-આ તે કેવી વાત! ભાઈ! જ્યાં જે અપેક્ષાથી વાત હોય તેને તે રીતે યથાર્થ સમજવી જોઈએ. રાગથી ભિન્ન પડીને ચૈતન્યસ્વરૂપ નિજ શુદ્ધ આત્માને જાણ્યો-અનુભવ્યો અને ત્યારે રાગ પરજ્ઞેયપણે જણાયો ત્યારે તે સાક્ષાત્ અકર્તા થાય છે અને એનું નામ ધર્મ છે.

જ્યાં સુધી ભેદજ્ઞાનનો અભાવ છે ત્યાં સુધી જીવ રાગનો પોતે કર્તા છે એમ જાણવું અને ભેદજ્ઞાન થયે સાક્ષાત્ અકર્તા થાય છે.

* ગાથા ૩૩૨ થી ૩૪૪ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘કેટલાક જૈન મુનિઓ પણ સ્યાદ્વાદ-વાણીને બરાબર નહિ સમજીને સર્વથા એકાંતનો અભિપ્રાય કરે છે અને વિવક્ષા પલટીને એમ કહે છે કે -“આત્મા તો