PDF/HTML Page 3241 of 4199
single page version
કર્મ- એ બન્નેનું કાર્ય પણ નથી. કેટલાક કહે છે ને? કે નિમિત્ત અને ઉપાદાનને સરખા માનો; પણ અહીં એની ના પાડે છે. અહા! જીવને જે શુભાશુભ ભાવ થાય છે તે કાર્ય છે અને એનો કોઈ કર્તા ન હોય એમ ન હોય. વળી તે જીવ અને કર્મપ્રકૃતિ બન્ને મળીને કરે છે એમ નથી, કારણ કે જો બંને મળીને કરે તો જડ પ્રકૃતિને પણ પોતાના કાર્યનું ફળ ભોગવવાનો પ્રસંગ આવે, પણ એમ છે નહિ, પ્રકૃતિને કાંઈ (કાર્યનું ફળ) ભોગવવું છે એમ છે નહિ.
ત્યારે એ કહે છે-શું કુંભાર વિના ઘડો થાય છે ખરો? હા, ભાઈ! સર્વજ્ઞ પરમાત્માની વાણીમાં આ આવ્યું છે કે-કુંભાર વિના ઘડો થાય છે; ઘડાનો કર્તા કુંભાર નથી. સમયસાર ગાથા ૩૭૨માં આચાર્ય ભગવાન કહે છે કે-“ માટી પોતાના સ્વભાવને નહિ ઉલ્લંઘતી હોવાને લીધે, કુંભાર ઘડાનો ઉત્પાદક છે જ નહિ; માટી જ, કુંભારના સ્વભાવને નહિ સ્પર્શતી થકી, પોતાના સ્વભાવથી કુંભભાવે ઉપજે છે.” નિમિત્તાધીન દ્રષ્ટિ હોવાથી નિમિત્ત હોય તો કાર્ય થાય એમ અજ્ઞાની માને છે; પરંતુ દિગંબર સંતો-ભગવાન કેવળીના કેડાયતીઓ તો આ કહે છે કે-કુંભાર ઘડો કરે છે એમ અમે દેખતા નથી. માટી જ ઘડાનો કર્તા છે ને ઘડો માટીનું જ કાર્ય છે એ પરમાર્થ છે. કુંભાર કર્તા અને ઘડો એનું કાર્ય એમ છે જ નહિ. અરે! જીવ અને અજીવ બન્ને ભિન્ન ભિન્ન ચીજ છે એની લોકોને ખબર નથી.
અહીં કહે છે-જીવમાં પુણ્ય-પાપ આદિ જે ભાવકર્મ પ્રગટ થાય છે તે કાર્ય છે અને તે જીવ અને પ્રકૃતિ બન્નેનું કાર્ય છે એમ નથી, કારણ કે જો એમ હોય તો જડ પ્રકૃતિને પણ એનું ફળ ભોગવવું પડે, પણ જડ પ્રકૃતિ તો કાંઈ ભોગવતી નથી. માટે ભાવકર્મ, જીવ અને પ્રકૃતિ બન્નેનું કાર્ય નથી.
વળી ‘एकस्य प्रकृतेः न’ તે (ભાવકર્મ) એક પ્રકૃતિની કૃતિ (- એકલી પ્રકૃતિનું કાર્ય-) પણ નથી, ‘अचित्त्वलसनात्’ કારણ કે પ્રકૃતિને તો અચેતનપણું પ્રકાશે છે.
ભાવકર્મ એકલી પ્રકૃતિનું કાર્ય પણ નથી. એકલા કર્મના કારણે વિકાર થાય છે એમ પણ નથી. જીવ અને પ્રકૃતિ બનેનું કાર્ય છે એમેય નહિ અને એકલી પ્રકૃતિનું તે કાર્ય છે એમેય નહિ. અહો! વીતરાગ જૈન પરમેશ્વરની શી આજ્ઞા છે એની લોકોને ખબર નથી. આખો દિ’ ખાવું-પીવું, રળવું-કમાવું ઇત્યાદિ પાપ-પ્રવૃત્તિમાં રોકાઈને જન્મારો વીતાવી દે. કદાચિત્ સાંભળવા જાય તો સમજ્યા વિના જ્યાં ત્યાં ‘જય નારાયણ’ કરી દે; પણ ભાઈ! વીતરાગનો મારગ જગતથી તદ્ન જુદી જાતનો છે બાપુ!
બીજે તો આ વાત છે નહિ પરંતુ વાડાવાળાઓને પણ આ કઠણ પડે છે.
PDF/HTML Page 3242 of 4199
single page version
કર્મથી થાય એમ માન્યું છે ને? તેથી આવી વાત બહુ આકરી પડે છે, પણ અહીં તો આ ચોકખી વાત છે કે તે (-ભાવકર્મ) એક પ્રકૃતિનું કાર્ય પણ નથી કારણ કે પ્રકૃતિ અચેતન છે, અને ભાવકર્મ ચેતન છે. અચેતન ચેતનને કેમ કરે? ન કરે.
‘ततः’ માટે ‘अस्य कर्ता जीवः’ તે ભાવકર્મનો કર્તા જીવ જ છે ‘च’ અને ‘चिद्–अनुगं’ ચેતનને અનુસરનારું અર્થાત્ ચેતન સાથે અન્વયરૂપ (-ચેતનાના પરિણામ રૂપ-) એવું ‘तत्’ તે ભાવકર્મ ‘जीवस्य एव कर्म’ જીવનું જ કર્મ છે ‘यत्’ કારણ કે ‘पुद्गलः ज्ञाता न’ પુદ્ગલ તો જ્ઞાતા નથી (તેથી તે ભાવકર્મ પુદ્ગલનું કર્મ હોઈ શકે નહિ.)
જુઓ, આ નિષ્કર્ષ કાઢયો કે પુણ્ય-પાપ આદિ જે વિકારી ભાવ થાય તેનો કર્તા જીવ જ છે. એટલે કે અજ્ઞાની જીવ તેનો કર્તા છે. અહીં આ અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ જીવની વાત છે. બાકી સ્વભાવના અવલંબને જેને અંતરમાં જૈનપણું પ્રગટયું છે અને મિથ્યાત્વ દૂર થયું છે એવો જ્ઞાની પુણ્ય-પાપ આદિ વિકારી ભાવોનો કર્તા નથી. અહીં આ સિદ્ધ કર્યું કે ભાવકર્મ જીવનું જ કાર્ય છે, પુદ્ગલકર્મનું તે કાર્ય નથી કેમકે પુદ્ગલકર્મ અચેતન છે, જડ છે, જ્યારે ભાવકર્મ છે તે ચેતનને અનુસરનારું ચેતન છે.
અહાહા...! કહે છે - ‘पुद्गलः ज्ञाता न’ પુદ્ગલ જ્ઞાતા નથી. શું કહેવું છે આમાં? કે જાણનાર-જ્ઞાતા (જીવ) હોય તે ભૂલે, જેમાં જાણવું નથી તેને ભૂલવું શું? જડ પુદ્ગલકર્મને ભૂલવું શું? અહા! રાગ છે તે મારું કાર્ય છે એમ અજ્ઞાની પોતાના સ્વરૂપને ભૂલીને માને છે; તેથી અજ્ઞાની પોતાના અજ્ઞાનને લીધે ભાવકર્મનો- રાગાદિનો કર્તા થાય છે. બાકી પુદ્ગલકર્મ તો જડ માટી-ધૂળ અચેતન છે, તે ચેતન એવાં ભાવકર્મને કેમ કરે? ન કરે. માટે ભાવકર્મ જીવનું જ કાર્ય છે, પુદ્ગલકર્મનું નહિ-
અહાહા...! પૂર્ણાનંદનો નાથ પ્રભુ હું એક જ્ઞાયકસ્વભાવી આત્મા છું એમ જેને અંતરમાં ભાન થયું છે એવો સમ્યગ્દ્રષ્ટિ જીવ રાગનો કર્તા નથી, રાગ થાય તેનો એ જ્ઞાતા જ છે. આવી વાત! પણ અહીં રાગનો પરમાર્થે કર્તા કોણ છે એ સિદ્ધ કરવું છે. તો કહે છે- પોતાની શુદ્ધ ચૈતન્યસત્તાનું જેને ભાન નથી એવો અજ્ઞાની જીવ, રાગનો હું કર્તા ને રાગ મારું કર્મ એમ અજ્ઞાનપણે માનતો હોવાથી, રાગાદિનો કર્તા થાય છે. એ તો ઉપર આવી ગયું કે-
અભેદદ્રષ્ટિમાં તો કર્તાકર્મભાવ જ નથી, શુદ્ધચેતનામાત્ર જીવ વસ્તુ છે; પરંતુ પરિણામ -પરિણામીની ભેદદ્રષ્ટિમાં પોતાના અજ્ઞાનભાવરૂપ પરિણામોનો કર્તા જીવ જ છે; જડકર્મ કર્તા નથી.
PDF/HTML Page 3243 of 4199
single page version
પણ જડકર્મ નિમિત્ત તો છે ને? નિમિત્ત છે એટલે શું? શું એ જીવમાં વિકારને કરે છે? શું એને લઈને જીવમાં વિકાર થાય છે? એમ છે જ નહિ. જીવને વિકારના પરિણામ થાય એમાં કર્મની- નિમિત્તની અપેક્ષા છે જ નહિ. પંચાસ્તિકાય ગાથા ૬૨માં આ વાત સ્પષ્ટ આવી છે. શાસ્ત્રમાં નિમિત્ત-બીજી વસ્તુ સિદ્ધ કરવી હોય તો નિમિત્ત વિના ન થાય એમ વાત આવે, બાકી જીવને વિકાર થાય એમાં નિમિત્તાદિ પર કારકોની-જડ- કર્મની અપેક્ષા છે નહિ. ભાઈ! આ કેવળી પરમાત્માનો પોકાર છે. પોતાની વાતને આગમ સાથે મેળવી સત્યનો નિર્ણય કરવો જોઈએ, બાકી એમ ને એમ ધર્મ થઈ જાય એવી આ ચીજ નથી, સમજાણું કાંઈ...?
અરે! આ કાળમાં આયુષ્ય બહુ અલ્પ છે. જોતજોતામાં ચાલીસ-પચાસ-સાઈઠ પૂરાં થાય ત્યાં તો જિંદગી પૂરી થઈ જાય છે. માટે ભાઈ! હમણાં જ આ નહિ સમજે ત્યારે ક્યારે સમજીશ? (એમ કે પછી સમજવાનો દાવ નહિ હોય).
અહીં જિનેશ્વર પરમાત્મા કહે છે- રાગ તારા અજ્ઞાનભાવથી થાય છે, કર્મને લીધે નહિ. કર્મના કારણે રાગ થાય છે એમ છે જ નહિ. રાગ મારો છે એમ માનનાર પર્યાયબુદ્ધિ જીવ રાગને કરે છે; તે રાગ પોતાથી થાય છે; પરથી નહિ.
વળી પોતાના ત્રિકાળી શુદ્ધ ચૈતન્યસ્વભાવ પર જેની દ્રષ્ટિ પડી છે એવો ધર્મી જીવ રાગનો કર્તા નથી. , અકર્તા અર્થાત્ જ્ઞાતાદ્રષ્ટા જ છે. જ્ઞાની, જે રાગ થાય તેનો જ્ઞાતા-દ્રષ્ટા છે, અકર્તા છે.
એક કોર જીવ કર્તા છે એમ કહેવું ને વળી અકર્તા છે એમ કહેવું એ બન્ને જુદી જુદી અપેક્ષાથી વાત છે. અને એનું નામ સ્યાદ્વાદ છે. અજ્ઞાનવશ જીવ કર્તા છે, અને અજ્ઞાન મટતાં જ્ઞાનભાવ થયે અકર્તા જ છે. આવી વાત છે. સત્યને માનનારા થોડા હોય તેથી કાંઈ સત્ય ફરી જતું નથી; સત્યને સંખ્યાથી શું સંબંધ છે; સત્ય તો ત્રિકાળ સત્ય જ રહે છે.
‘ચેતનકર્મ ચેતનને જ હોય; પુદ્ગલ જડ છે, તેને ચેતનકર્મ કેમ હોય?’ રાગ થાય તે ચેતનનું કાર્ય છે, તે કાંઈ જડ કર્મપરમાણુની દશા નથી. માટે જડકર્મ રાગનો કર્તા નથી, પણ અજ્ઞાનભાવે ચેતન જ એનો કર્તા છે અને ભાવકર્મ ચેતનનું જ કાર્ય છે.
PDF/HTML Page 3244 of 4199
single page version
હવેની ગાથાઓમાં જેઓ ભાવકર્મનો કર્તા પણ કર્મને જ માને છે તેમને સમજાવવાને સ્યાદ્વાદ અનુસાર વસ્તુસ્થિતિ કહેશે; તેની સૂચનારૂપ કાવ્ય પ્રથમ કહે છેઃ-
‘कैश्चित् हतकैः’ કોઈ આત્માના ઘાતક (સર્વથા એકાંતવાદીઓ) ‘कर्म एव कर्तृ प्रवितर्क्य’ કર્મને જ કર્તા વિચારીને ‘आत्मनः कर्तृत्वं क्षिप्त्वा’ આત્માના કર્તાપણાને ઉડાડીને ‘एषः आत्मा कथञ्चित् कर्ता’ આ આત્મા કથંચિત્ કર્તા છે ‘इति अचलिता श्रुतिः कोपिता’ એમ કહેનારી અચલિત શ્રુતિને કોપિત કરે છે (-નિર્બાધ જિનવાણીની વિરાધના કરે છે);.......
શું કહે છે? કે કોઈ આત્માના ઘાતક એવા સર્વથા એકાંતવાદીઓ જીવને વિકારનો કર્તા જડકર્મ જ છે એમ વિચારીને આત્માના કર્તાપણાને ઉડાડી દે છે, પણ તેઓ ખોટા છે. વળી કોઈ જીવ અને કર્મ બન્ને ભેગા મળીને વિકાર કરે છે એમ કહે છે, પણ એમ કહેનારાય ખોટા છે કેમકે બે કદી એક થતા જ નથી.
જીવના દ્રવ્ય-ગુણમાં વિકાર થાય એવી કોઈ શક્તિ નથી; પર્યાયમાં વિકાર થાય છે; પર્યાયમાં વિકાર થવાની શક્તિ-યોગ્યતા છે તો થાય છે. હવે એને પર્યાય શું? - એનીય ખબર ન મળે, દ્રવ્ય નામ ત્રિકાળી શક્તિઓનો પિંડ, ગુણ નામ ત્રિકાળી શક્તિ અને પર્યાય એટલે વર્તમાન ક્ષણિક અવસ્થા. અહીં અવસ્થા ઉપર જેની દ્રષ્ટિ છે એવા મૂઢ પર્યાયદ્રષ્ટિ જીવ વિકારનો-ભાવકર્મનો કર્તા છે તોપણ એકાંતવાદીઓ જડકર્મને જ કર્તા માને છે તે અજ્ઞાન છે. ભાઈ! કર્મ વિકાર કરે છે એમેય નહિ અને જીવ અને કર્મ બન્ને થઈને વિકાર કરે છે એમેય નહિ. વિકાર થવાના કાર્યકાળે વિકાર જીવ પોતે જ કરે છે.
ત્યારે તે કહે છે-એક કાર્ય થવામાં બે કારણ છે.
હા, શાસ્ત્રમાં બે કારણની વાત આવે છે. પણ એ બેમાં એક તો યથાર્થ-વાસ્તવિક કારણ છે ને બીજું ઉપચરિત કારણ છે. જે સત્યાર્થ કારણ તો નથી પણ ઉપચાર કરીને કારણ કહેવું તે ઉપચરિત છે. (એને યથાર્થ કારણ માનવું તે મિથ્યાત્વ છે).
અહીં કહે છે-કેટલાક આત્મઘાતી એકાંતવાદીઓ જડકર્મને જ વિકારનો કર્તા વિચારીને આત્માના કર્તાપણાને ઉડાડી દે છે અને એ રીતે આત્મા વિકારી ભાવનો કથંચિત્ કર્તા છે એમ કહેનારી જિનવાણીની વિરાધના કરે છે. કથંચિત્ કર્તા છે એટલે શું? કે જ્યાંસુધી અજ્ઞાન છે ત્યાંસુધી પુણ્ય-પાપ આદિ વિકારી ભાવનો જીવ કર્તા છે; સમ્યગ્દર્શન પ્રગટ થાય ત્યારે આત્મજ્ઞાન થતાં તે રાગનો અકર્તા છે; આ સ્યાદ્વાદ છે.
PDF/HTML Page 3245 of 4199
single page version
કર્મને લઈને આત્માને વિકાર થાય છે એમ માનનારા એકાંતવાદીઓ કહે છે, ભગવાન કેવળીની નિર્બાધ વાણીની વિરાધના કરે છે.
ત્યારે તે કહે છે-શાસ્ત્રમાં વિકારને પુદ્ગલજન્ય કહ્યો છે. કળશ ૩૬ માં ‘भावाः पौद्गलिकाः अमी’ -એમ કહ્યું છે.
હા, કહ્યું છે. ત્યાં તો વિકાર ઔપાધિકભાવ છે, પુદ્ગલકર્મના નિમિત્તના સંગે ઉત્પન્ન થાય છે અને નિજ ચિદાનંદ સ્વભાવના સંગમાં રહેતાં તે નીકળી જાય છે તો સ્વભાવદ્રષ્ટિની અપેક્ષાએ તેને પુદ્ગલજન્ય કહ્યો છે. જીવને રાગ થાય છે તે ખરેખર કાંઈ પુદ્ગલકર્મ ઉત્પન્ન કરે છે એમ નથી, પણ જીવ જ્યારે પુદ્ગલકર્મના નિમિત્તને આધીન થઈ પરિણમે છે ત્યારે રાગ ઉત્પન્ન થાય છે, અને સ્વદ્રવ્યને આધીન રહી પરિણમતાં રાગ નીકળી જાય છે (ઉત્પન્ન થતો નથી) માટે તે રાગાદિ ભાવોને સ્વભાવની મુખ્યતાથી પૌદ્ગલિક કહ્યા છે કેમકે તેઓ સ્વભાવભાવ નથી. ભાઈ! જ્યાં જે અપેક્ષા હોય તે યથાર્થ સમજવી જોઈએ.
અહીં અપેક્ષા બીજી છે, રાગ અજ્ઞાનથી જીવમાં પોતામાં-પોતાની પર્યાયમાં થાય છે માટે તે જીવના-ચેતનના પરિણામ છે, અને જીવ-ચેતન જ તેનો કર્તા છે, જડકર્મ નહિ. જેઓ જડકર્મને ખરેખર રાગનો કર્તા માને છે તેઓ ખરેખર જિનવાણીની વિરાધના કરે છે. સમજાણું કાંઈ...?
કોઈને થાય કે આવું બધું સમજવા ક્યાં રોકાવું? એના કરતાં વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિ કરવાનું બતાવો તો બધું સહેલું થઈ જાય.
અરે ભાઈ! વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિ તારે ક્યાં નવું છે? એ તો બધું તેં અનંતકાળમાં અનંતવાર કર્યુ છે. સાંભળ; મહાવિદેહક્ષેત્રમાં કે જ્યાં તીર્થંકર પરમાત્મા સદાય બિરાજમાન છે ત્યાં તું અનંતવાર જન્મ્યો છે પ્રભુ! અને ત્યાં ભગવાનના સમોસરણમાં અનંતવાર તું ગયો છે, ભગવાનની મણિરત્નના દીવાથી હીરાના થાળમાં કલ્પવૃક્ષના ફૂલથી અનંતવાર પૂજા કરી છે. પણ ભાઈ! એ તો બધો શુભરાગ; એ કાંઈ ધર્મ નહિ અને ધર્મનું કારણેય નહિ. આવી વ્યવહારના પક્ષવાળાને આકરી લાગે એવી વાત! પણ શું થાય? આ તો વસ્તુસ્વરૂપ છે બાપુ!
પણ વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિ ધર્મી પુરુષોને પણ હોય છે! હા, હોય છે. ધર્મી પુરુષોને એ બધું હેયબુદ્ધિએ હોય છે. તેઓ એ શુભરાગના કર્તા થતા નથી, જાણનાર માત્ર જ રહે છે. જે રાગ થયો તેને તેઓ પોતાના ચૈતન્યસ્વરૂપમાં ભેળવતા નથી, પણ તેને પૃથક રાખી માત્ર જાણે જ છે. જ્યારે અજ્ઞાની જીવ રાગને કર્તા થઈને કરે છે. આમ હોવા છતાં કર્મ જ રાગને કરે છે,
PDF/HTML Page 3246 of 4199
single page version
કર્મ વિના રાગ ન થાય એમ જેઓ માનનારા છે તેઓ, અહીં કહે છે, નિર્બાધ જિનવાણીની વિરાધના કરનારા એકાંતવાદી મિથ્યાદ્રષ્ટિ છે.
અહા! અનાદિથી અજ્ઞાનવશ એને જે વિકાર થાય છે તે જીવ પોતે જ કરે છે, કર્મ એનો કર્તા નથી. આવું વસ્તુસ્વરૂપ સિદ્ધ કરીને ભગવાન આચાર્યદેવ એને રાગના કર્તાપણારૂપ જે અનાદિ અજ્ઞાનભાવ છે તેને છોડી દેવાની વાત કરે છે; કેમકે જ્યારે તે આવો અજ્ઞાનભાવ છોડી દે ત્યારે તેને ચૈતન્યના આનંદનો-નિજાનંદસ્વરૂપની પ્રાપ્તિનો લાભ થાય; અને એનું જ નામ ધર્મ છે. ભાઈ! ચારગતિના પરિભ્રમણના દુઃખનો જો તને ડર હોય તો આનો સત્વરે નિર્ણય કરવો પડશે.
પ્રત્યેક દ્રવ્યની સમયે સમયે જે જે પર્યાય થાય તે ક્રમબદ્ધ થાય છે. જે દ્રવ્યની જે સમયે જે ક્ષેત્રે જે પર્યાય થવાની હોય તે દ્રવ્યની તે સમયે ત્યાં તે જ પર્યાય થાય છે આવું પર્યાયનું સ્વરૂપ છે. હવે આનો યથાર્થ નિર્ણય કરવા જાય તો કર્મથી વિકાર થાય, ને નિમિત્તથી ઉપાદાનનું કાર્ય થાય ને ભક્તિ આદિ શુભરાગથી મુક્તિમાર્ગ થાય ઇત્યાદિ બધી મિથ્યા માન્યતાઓ ઉડી જાય છે, પરના કર્તાપણાનું અભિમાન પણ ઉડી જાય છે.
હા, પણ ભગવાનના ગુણનું સ્મરણ કરે તો ગુણનો લાભ થાય. આવે છે ને કે ‘वन्दे तद्गुणलब्धये’ ?
એ તો બધાં નિમિત્તનાં કથન છે ભાઈ! અરે! પોતાનો જે આત્મા છે તેના દ્રવ્ય- ગુણ-પર્યાયના વિચાર કરે તોય ત્યાં વિકલ્પ-રાગ ઉઠે છે તો પછી ભગવાનના ગુણનું સ્મરણ કરે તો ગુણપ્રાપ્તિ ક્યાંથી થાય? એનાથીય શુભરાગ જ ઉઠે. અરે ભાઈ! ધર્માત્માનેય જે વ્યવહારરત્નત્રય છે એય શુભરાગ જ છે, ધર્મ નથી. (એને વ્યવહારથી ધર્મ કહીએ એ બીજી વાત છે).
અહાહા...! ત્રિકાળી ધ્રુવ એક સામાન્ય-સામાન્ય-સામાન્ય ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્મામાં અભેદદ્રષ્ટિ કરતાં એને સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન પ્રગટ થાય છે; અને એ ધર્મ છે. પરંતુ ભગવાનની ભક્તિ અને ભેદ ઉપર દ્રષ્ટિ રાખતાં તો રાગ જ થાય છે, એનાથી ધર્મ થાય એમ તો છે જ નહિ.
તો પછી પ્રવચનસાર ગાથા ૮૦ માં તો આમ કહ્યું છે કે-
ભાઈ! એનો અર્થ એ છે કે પ્રથમ અર્હંત ભગવાનના દ્રવ્ય-ગુણ-પર્યાયને
PDF/HTML Page 3247 of 4199
single page version
જાણીને, પોતાના આત્મામાં અંદર લક્ષ કરે ત્યારે શુદ્ધ ચૈતન્યસ્વરૂપની એકત્વપણે અભેદદ્રષ્ટિ થતાં એને સમ્યગ્દર્શન થાય છે અને મિથ્યાત્વનો નાશ થાય છે. ભગવાનના ગુણો તરફનું લક્ષ રહે ત્યાં સુધી તે રાગ જ છે; જ્યારે અંતર્દ્રષ્ટિ કરે ત્યારે તેને સમ્યગ્દર્શન થાય છે. સમાધિતંત્રમાં પણ આવે છે કે-સિદ્ધનું ધ્યાન કરતાં આત્માનું ધ્યાન થાય છે. એનો પણ આવો જ અર્થ છે કે સિદ્ધ ભગવાનનું ધ્યાન કરતાં હું પોતે સ્વરૂપથી સિદ્ધ છું એમ સ્વરૂપની અંતર્દ્રષ્ટિ થાય ત્યારે આત્મધ્યાન થાય છે. આવી વાત છે.
અરે ભાઈ! હમણાં જ તું આ નહિ સમજે તો ક્યારે સમજીશ? જોતજોતામાં આયુ તો પુરું થઈ જશે; પછી તું ક્યાં જઈશ? જો તો ખરો, આ ભવસિંધુ તો અમાપ દરિયો છે. પુણ્યથી ધર્મ થાય ને નિમિત્તથી કાર્ય થાય ઇત્યાદિ શલ્ય ઊભું રહેશે તો અપાર ભવસમુદ્રમાં ચોરાશી લાખ યોનિમાં તું ક્યાંય આથડી મરીશ ભાઈ!
માટે કહે છે-
‘उद्धत–मोह–मुद्रित–धियां तेषां बोधस्य संशुद्धये’ તીવ્ર મોહથી જેમની બુદ્ધિ બીડાઈ ગઈ છે એવા તે આત્મઘાતકોના જ્ઞાનની સંશુદ્ધિ અર્થે ‘वस्तुस्थितिः स्तूयते’ (નીચેની ગાથાઓમાં) વસ્તુસ્થિતિ કહેવામાં આવે છે- ‘स्याद्वाद–प्रतिबन्ध–लब्ध– विजया’ કે જે વસ્તુસ્થિતિએ સ્યાદ્વાદના પ્રતિબંધ વડે વિજય મેળવ્યો છે (અર્થાત્ જે વસ્તુસ્થિતિ સ્યાદ્વાદરૂપ નિયમથી નિર્બાધપણે સિદ્ધ થાય છે).
અહાહા...! શું કહે છે? પોતે અકર્તા છે એમ સમજી રાગનો કર્તા જેઓ જડકર્મને માને છે તેમની બુદ્ધિ તીવ્ર મોહથી બીડાઈ ગઈ છે એમ કહે છે. તેમના જ્ઞાનની નિર્મળતા માટે નીચેની ગાથાઓમાં વસ્તુસ્થિતિ એટલે વસ્તુના સ્વરૂપની મર્યાદા કહેવામાં આવે છે. તે મર્યાદા આ કે-અજ્ઞાનવશ વિકારભાવનો કર્તા જીવ પોતે જ છે, કર્મ તેને વિકાર કરાવે છે એમ નથી.
અહા! પોતાના સ્વભાવને તરછોડીને જે નિમિત્તના સંગે પરાધીન થઈ પરિણમે છે તેને પર્યાયમાં વિકારી ભાવ ઉત્પન્ન થાય છે અને તે વિકારી ભાવનો કર્તા તે પોતે જ છે, પરદ્રવ્ય-જડકર્મ તેનો કર્તા નથી. પરદ્રવ્ય રાગનું કર્તા નથી પણ અજ્ઞાનદશામાં જીવ પોતે જ રાગનો કર્તા થાય છે-તથા જ્યારે તેને સ્વભાવનું ભાન થઈ આત્મજ્ઞાન થાય છે ત્યારે તે રાગનો કર્તા નથી, જ્ઞાતા જ છે, અકર્તા છે. આવી આ સ્યાદ્વાદ વડે સિદ્ધ થયેલી વસ્તુસ્થિતિ છે જે હવેની ગાથાઓમાં કહેવામાં આવશે.
અહો! કેવળીના કેડાયતી દિગંબર સંતોએ ઢંઢેરો પીટીને સત્યને ખુલ્લું કર્યું
PDF/HTML Page 3248 of 4199
single page version
છે. તે આ કે-પોતાના સ્વભાવના ભાન વિના અનાદિ અજ્ઞાનવશ જીવ રાગનો કર્તા છે અને જ્યારે તે સ્વભાવનું ભાન કરી સમ્યગ્દ્રષ્ટિ થાય છે ત્યારે તે અકર્તા છે, રાગનો માત્ર જ્ઞાતા જ છે. આ સ્યાદ્વાદ છે.
ભાઈ! આ ક્ષણિક દેહનો ભરોસો નથી. રાત્રે સૂતો છે તે સવારે ઉઠશે કે નહિ એની કોને ખબર છે? ક્યારે આયુ પૂરું થઈ જશે એ કોણ જાણે છે? માટે હમણાં જ તત્ત્વનિર્ણય કરી લે; વીજળીના ઝબકારે મોતી પરોવી લે તો પરોવી લે બાપા! (એમ કે આ મનુષ્યભવ વીજળીના ઝબકારા જેવો ક્ષણિક છે, તેમાં તત્ત્વ નિર્ણય કર્યો તો કર્યો, નહિ તો ભવસમુદ્રમાં ક્યાંય ખોવાઈ જઈશ).
જડ શરીરની, વાણીની ઇત્યાદિ જડની ક્રિયાઓનો તો અજ્ઞાની પણ કર્તા નથી. શું કીધું? આ પૂજા વખતે હાથ પ્રસારીને ફૂલ ચઢાવે ને સ્વાહા બોલે એ બધી જડની ક્રિયાઓ છે અને તેનો અજ્ઞાનભાવે પણ જીવ કર્તા નથી. ફક્ત પર તરફ લક્ષ જતાં જે રાગ થાય છે તે રાગ ઉપર જેની દ્રષ્ટિ છે એવો અજ્ઞાની જીવ તે રાગનો કર્તા છે, અને જેની દ્રષ્ટિ રાગથી ખસીને અંદર ચિત્સ્વભાવ ઉપર ગયેલી છે તે જ્ઞાની જીવ રાગનો કર્તા નથી, અકર્તા છે, જ્ઞાતા છે. આવી વાત છે.
‘કોઈ એકાંતવાદીઓ સર્વથા એકાંતથી કર્મનો કર્તા કર્મને જ કહે છે અને આત્માને અકર્તા જ કહે છે; તેઓ આત્માના ઘાતક છે. તેમના પર જિનવાણીનો કોપ છે, કારણ કે સ્યાદ્વાદથી વસ્તુસ્થિતિને નિર્બાધ રીતે સિદ્ધ કરનારી જિનવાણી તો આત્માને કથંચિત્ કર્તા કહે છે.’
જુઓ, અન્યમતવાળા જગત-કર્તા ઈશ્વરને માને છે, જ્યારે કોઈ જૈનમતવાળા (- જૈનાભાસીઓ) રાગનો કર્તા જડકર્મ છે એમ માને છે. તેઓ બન્ને એક જાતની માન્યતાવાળા મિથ્યાદ્રષ્ટિ છે; તેઓ આત્માના ઘાતક છે. એટલે શું? કે વિપરીત માન્યતા વડે તેઓ નિરંતર નિજ આત્મદ્રવ્યની હિંસા જ કરે છે તેથી આત્મઘાતી છે. તેમના પર જિનવાણીનો કોપ છે. જિનવાણી આત્માને કથંચિત્ કર્તા કહે છે, અને આ આત્માને સર્વથા અકર્તા જ માને છે. આ પ્રમાણે તેમના પર જિનવાણીનો કોપ છે, અર્થાત્ તેઓ જિનવાણીના વિરાધક છે.
અજ્ઞાની જીવ પોતાના જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવને જાણતો નથી. તેની દ્રષ્ટિ રાગ અને પર્યાય ઉપર પડી છે, તેથી તે રાગનો કર્તા થાય છે. આમ અનાદિથી આત્મા પોતાના વિકારી ભાવોનો, પરની અપેક્ષા વિના, સ્વતંત્ર કર્તા છે; એવો એનો પર્યાયધર્મ છે.
PDF/HTML Page 3249 of 4199
single page version
પરંતુ આ (-જૈનાભાસી) માને છે કે વિકાર કર્મને લઈને થાય છે, આત્મા એનો કર્તા નથી. તેની આ માન્યતા જૂઠી છે કેમકે પરદ્રવ્યને અને આત્મદ્રવ્યને કાંઈપણ (-કર્તાકર્મ આદિ) સંબંધ નથી. (જુઓ કળશ ૨૦૦)
જગતની રચના ઈશ્વરે કરી છે એ જેમ જૂઠી વાત છે તેમ અજ્ઞાનીની બધી જૂઠી કલ્પનાઓ છે. ચૌદ બ્રહ્માંડ તે અણકરાયેલી-અકૃત્રિમ ચીજ છે; અનાદિ વસ્તુસ્થિતિ છે. તેમ એને જે વિકાર થાય છે તે એની જન્મક્ષણ છે. અલબત વિકાર નિમિત્તાધીન થવાથી ઉત્પન્ન થાય છે, તોપણ નિમિત્ત વિકાર કરી-કરાવી દે છે એમ નથી. પોતે કર્મને વશ થઈને વિકાર કરે છે, પણ કર્મ એને વિકાર કરાવે છે એમ નથી.
પ્રવચનસારમાં ૪૭ નયમાં એક ઈશ્વરનય કહેલ છે. આત્મદ્રવ્ય ઈશ્વરનયે પરતંત્રતા ભોગવનાર છે; એટલે કે આત્મા નિમિત્તને આધીન થઈને પોતે પરતંત્ર થાય છે, કર્મ એને પરતંત્ર કરે છે એમ નહિ. ચંદ્રપ્રભુ ભગવાનની જયમાલામાં પણ આવે છે ને કે-
એકલી અગ્નિ પર ઘણના ઘા પડતા નથી, પણ લોઢાની તે સંગતિ કરે તો માથે ઘણના ઘા પડે છે. તેમ એકલા આત્માને વિકાર નથી, નિર્વિકાર છે. પણ સ્વભાવને છોડી નિમિત્તના-કર્મના સંગે પરિણમે તો વિકાર થાય છે. એમાં કર્મનો તો કાંઈ વાંક નથી, પોતે એના સંગમાં જાય એ પોતાનો જ અપરાધ છે.
એક મોટા પંડિત અહીં આવેલા તે કહેતા -મહારાજ! આ તમે કહો છો એવી તો અમારી પઢાઈ (-ભણતર) નથી; અમારા પંડિતો ને ત્યાગીઓની તો આવી પઢાઈ છે કે-નિમિત્તથી વિકાર થાય, નિમિત્તથી કાર્ય થાય આદિ.
પણ ભાઈ! જો તો ખરો, અહીં આ શું કહે છે? કે જડકર્મથી જ વિકાર થાય છે અને આત્મા એનો સર્વથા કર્તા નથી એમ માનનારા આત્મઘાતી મિથ્યાદ્રષ્ટિ છે. વાસ્તવમાં ભાઈ! પોતાના જ્ઞાનાનંદ સ્વરૂપને ભૂલીને અજ્ઞાની જીવ સ્વતંત્ર રાગનો કર્તા છે, તેને કર્મ રાગ કરાવે છે એ વાત ત્રણકાળમાં સત્યાર્થ નથી. સો એ સો ટકા વિકાર થાય છે તે જીવને પોતાથી થાય છે, તેમાં કર્મનું એક દોકડો પણ કર્તાપણું નથી. અત્યારે તો બધે મોટી ગડબડ ઊભી થઈ છે; મૂળમાં જ મોટો ફેર છે. પણ બાપુ! યથાર્થ નિર્ણય નહિ કરે તો તને મોટું નુકશાન છે. જો, આ શું કહે છે? -
PDF/HTML Page 3250 of 4199
single page version
‘આત્માને અકર્તા જ કહેનારા એકાન્તવાદીઓની બુદ્ધિ ઉત્કટ મિથ્યાત્વથી બીડાઈ ગયેલી છે; તેમના મિથ્યાત્વને દૂર કરવાને આચાર્ય ભગવાન સ્યાદ્વાદ અનુસાર જેવી વસ્તુસ્થિતિ છે તેવી, નીચેની ગાથાઓમાં કહે છે.’
સમયસાર કળશ ૧૭પ માં કહ્યું છે કે-આત્મા પોતાને રાગાદિકનું નિમિત્ત કદીય નથી; તેને જે વિકાર થાય છે તેમાં નિમિત્ત પરદ્રવ્યનો સંગ જ છે– ‘तस्मिन्निमित्तं पर– संग एव’ -આવો વસ્તુસ્વભાવ પ્રકાશમાન છે, કોઈએ કરેલો નથી. અજ્ઞાનીને નિજ દ્રવ્યસ્વભાવનું ભાન નથી, તેથી તે બાહ્ય નિમિત્તના-પરદ્રવ્યના સંગે પરિણમે છે અને તેથી તેને વિકાર જ થાય છે. સમકિતીને જેટલો સ્વભાવનો સંગ-સંબંધ છે તેટલી નિર્મળ-નિર્વિકાર દશા છે, ધર્મ છે અને જેટલો પરદ્રવ્યના-નિમિત્તના પ્રસંગમાં જાય છે તેટલો તેને ત્યાં રાગ થાય છે; પણ તેનો એ જ્ઞાતા છે; કર્તા નથી; અજ્ઞાની વિકારનો કર્તા થાય છે. આ સ્યાદ્વાદ છે.
પંચાસ્તિકાયની ૬૨ મી ગાથામાં આ સ્પષ્ટ વાત છે કે વિકાર થાય છે તે પોતાના ષટ્કારકના પરિણમનથી જીવને સ્વતંત્રપણે થાય છે, તેમાં પરકારકોની કોઈ અપેક્ષા નથી. જીવને વિકાર થાય એમાં નિશ્ચયથી પરની અપેક્ષા બીલકુલ નથી.
ભાઈ! આ કોઈ પક્ષની વાત નથી; આ તો આગમથી, ન્યાયથી, યુક્તિથી વસ્તુસ્થિતિ નિર્બાધ સિદ્ધ થાય છે. છતાં આત્મા સર્વથા અકર્તા જ છે એમ કહેનારા મિથ્યાત્વગ્રસ્ત પુરુષોના મિથ્યાત્વને દૂર કરવાને આચાર્ય ભગવાન, જેવી વસ્તુસ્થિતિ છે તેવી, ગાથાઓમાં હવે કહે છે.
PDF/HTML Page 3251 of 4199
single page version
कम्मेहि सुवाविज्जदि जग्गाविज्जदि तहेव कम्मेहिं।। ३३२।।
कम्मेहि सुहाविज्जदि दुक्खाविज्जदि तहेव कम्मेहिं।
कम्मेहि य मिच्छत्तं णिज्जदि णिज्जदि असंजमं चेव।। ३३३।।
कम्मेहि भमाडिज्जदि उड्ढमहो चावि तिरियलोयं च।
कम्मेहि चेव किज्जदि सुहासुहं जेत्तियं किंचि।। ३३४।।
जम्हा कम्मं कुव्वदि कम्मं देदि हरदि त्ति जं किंचि।
तम्हा उ सव्वजीवा अकारगा होंति आवण्णा।। ३३५।।
पुरिसित्थियाहिलासी इत्थीकम्मं च पुरिसमहिलसदि।
एसा आयरियपरंपरागदा एरिसी दु सुदी।। ३३६।।
છેઃ-
કર્મો કરે સુખી તેમ વળી કર્મો દુખી જીવને કરે,
કર્મો કરે મિથ્યાત્વી તેમ અસંયમી કર્મો કરે; ૩૩૩.
કર્મો ભમાવે ઊર્ધ્વ લોકે, અધઃ ને તિર્યક્ વિષે,
જે કાંઈ પણ શુભ કે અશુભ તે સર્વને કર્મ જ કરે. ૩૩૪.
કર્મ જ કરે છે, કર્મ એ આપે, હરે, –સઘળું કરે,
તેથી ઠરે છે એમ કે આત્મા અકારક સર્વ છે. ૩૩પ.
વળી ‘પુરુષકર્મ સ્ત્રીને અને સ્ત્રીકર્મ ઈચ્છે પુરુષને’
–એવી શ્રુતિ આચાર્ય કેરી પરંપરા ઊતરેલ છે. ૩૩૬.
PDF/HTML Page 3252 of 4199
single page version
जम्हा कम्मं चेव हि कम्मं अहिलसदि इदि भणिदं।। ३३७।।
जम्हा धादेदि परं परेण घादिज्जदे य सा पयडी।
एदेणत्थेणं किर भण्णदि परघादणामेत्ति।। ३३८।।
तम्हा ण को वि जीवो वधादओ अत्थि अम्ह उवदेसे।
जम्हा कम्मं चेव हि कम्मं घादेदि इदि भणिदं।। ३३९।।
एवं संखुवएसं जे दु परूवेंति एरिसं समणा।
तेसिं पयडी कुव्वदि अप्पा य अकारगा सव्वे।। ३४०।।
अहवा मण्णसि मज्झं अप्पा अप्पाणमप्पणो कुणदि।
एसो मिच्छसहावो तुम्हं एयं
ण वि सो सक्कदि तत्तो हीणो अहिओ य कादुं जे।। ३४२।।
તેથી ન કો પણ જીવ અબ્રહ્મચારી અમ ઉપદેશમાં. ૩૩૭.
વળી જે હણે પરને, હણાયે પરથી, તેહ પ્રકૃતિ છે,
–એ અર્થમાં પરઘાત નામનું નામકર્મ કથાય છે. ૩૩૮.
એ રીત ‘કર્મ જ કર્મને હણતું’ –કહ્યું છે શ્રુતમાં,
તેથી ન કો પણ જીવ છે હણનાર અમ ઉપદેશમાં.” ૩૩૯.
એમ સાંખ્યનો ઉપદેશ આવો, જે શ્રમણ પ્રરૂપણ કરે,
તેના મતે પ્રકૃતિ કરે છે, જીવ અકારક સર્વ છે! ૩૪૦.
અથવા તું માને ‘આતમા મારો કરે નિજ આત્મને’,
તો એવું તુજ મંતવ્ય પણ મિથ્યા સ્વભાવ જ તુજ ખરે. ૩૪૧.
જીવ નિત્ય તેમ વળી અસંખ્યપ્રદેશી દર્શિત સમયમાં,
તેનાથી તેને હીન તેમ અધિક કરવો શક્ય ના. ૩૪૨.
PDF/HTML Page 3253 of 4199
single page version
तत्तो सो किं हीणो अहिओ य कहं कुणदि दव्वं।। ३४३।।
अह जाणगो दु भावो णाणसहावेण अच्छदे त्ति मदं।
तम्हा ण वि अप्पा अप्पयं तु सयमप्पणो कुणदि।। ३४४।।
कर्मभिः स्वाप्यते जागर्यते तथैव कर्मभिः।। ३३२।।
कर्मभिः सुखी क्रियते दुःखी क्रियते तथैव कर्मभिः।
कर्मभिश्च मिथ्यात्वं नीयते नीयतेऽसंयमं चैव।। ३३३।।
कर्मभिश्चैव क्रियते शुभाशुभं यावद्यत्किञ्चित्।। ३३४।।
यस्मात्कर्म करोति कर्म ददाति हरतीति यत्किञ्चित्।
तस्मात्तु सर्वजीवा अकारका भवन्त्यापन्नाः।। ३३५।।
ગાથાર્થઃ– “[कर्मभिः तु] કર્મો [अज्ञानी क्रियते] (જીવને) અજ્ઞાની કરે છે [तथा एव] તેમ જ [कर्मभिः ज्ञानी] કર્મો (જીવને) જ્ઞાની કરે છે, [कर्मभिः स्वाप्यते] કર્મો સુવાડે છે [तथा एव] તેમ જ [कर्मभिः जागर्यते] કર્મો જગાડે છે, [कर्मभिः सुखी क्रियते] કર્મો સુખી કરે છે [तथा एव] તેમ જ [कर्मभिः दुःखी क्रियते] કર્મો દુઃખી કરે છે, [कर्मभिः च मिथ्यात्वं नीयते] કર્મો મિથ્યાત્વ પમાડે છે [च एव] તેમ જ [असंयमं नीयते] કર્મો અસંયમ પમાડે છે, [कर्मभिः] કર્મો [उर्ध्वम् अधः च अपि तिर्यग्लोकं च] ઊર્ધ્વલોક, અધોલોક અને તિર્યગ્લોકમાં [भ्राम्यते] ભમાવે છે, [यत्किञ्चित् यावत् शुभाशुभं] જે કાંઈ પણ જેટલું શુભ અશુભ છે તે બધું [कर्मभिः च एव क्रियते] કર્મો જ કરે છે. [यस्मात्] જેથી [कर्म करोति] કર્મ કરે છે, [कर्म ददाति] કર્મ આપે છે, [हरति] કર્મ હરી લે છે- [इति यत्किञ्चित्] એમ જે કાંઈ પણ કરે છે તે કર્મ જ કરે છે, [तस्मात् तु] તેથી [सर्वजीवाः] સર્વ જીવો [अकारकाः आपन्नाः भवन्ति] અકારક (અકર્તા) ઠરે છે.
શું તેથી તે હીન–અધિક બનતો? કેમ કરતો દ્રવ્યને? ૩૪૩.
માને તું– ‘જ્ઞાયક ભાવ તો જ્ઞાનસ્વભાવે સ્થિર રહે’,
તો એમ પણ આત્મા સ્વયં નિજ આતમાને નહિ કરે. ૩૪૪.
PDF/HTML Page 3254 of 4199
single page version
एषाचार्यपरम्परागतेद्रशी तु श्रुतिः।। ३३६।।
यस्मात्कर्म चैव हि कर्माभिलषतीति भणितम्।। ३३७।।
यस्माद्धन्ति परं परेण हन्यते च सा प्रकृतिः।
एतेनार्थेन किल भण्यते परघातनामेति।। ३३८।।
तस्मान्न कोऽपि जीव उपघातकोऽस्त्यस्माकमुपदेशे।
यस्मात्कर्म चैव हि कर्म हन्तीति भणितम्।। ३३९।।
एवं साङ्खयोपदेशं ये तु प्ररूपयन्तीद्रशं श्रमणाः।
तेषां प्रकृतिः करोत्यात्मानश्चाकारकाः सर्वे।। ३४०।।
વળી, [पुरुषः] પુરુષવેદકર્મ [स्क्र्यभिलाषी] સ્ત્રીનું અભિલાષી છે [च] અને [स्त्रीकर्म] સ્ત્રીવેદકર્મ [पुरुषम् अभिलषति] પુરુષની અભિલાષા કરે છે- [एषा आचार्यपरम्परागता ईद्रशी तु श्रुतिः] એવી આ આચાર્યની પરંપરાથી ઊતરી આવેલી શ્રુતિ છે; [तस्मात्] માટે [अस्माकम् उपदेशे तु] અમારા ઉપદેશમાં [कः अपि जीवः] કોઈ પણ જીવ [अब्रह्मचारी न] અબ્રહ્મચારી નથી, [यस्मात्] કારણ કે [कर्म च एव हि] કર્મ જ [कर्म अभिलषति] કર્મની અભિલાષા કરે છે [इति भणितम्] એમ કહ્યું છે.
વળી, [यस्मात् परं हन्ति] જે પરને હણે છે [च] અને [परेण हन्यते] જે પરથી હણાય છે [सा प्रकृतिः] તે પ્રકૃતિ છે- [एतेन अर्थन किल] એ અર્થમાં [परघातनाम इति भण्यते] પરઘાતનામકર્મ કહેવામાં આવે છે, [तस्मात्] તેથી [अस्माकम् उपदेशे] અમારા ઉપદેશમાં [कः अपि जीवः] કોઈ પણ જીવ [उपघातकः न अस्ति] ઉપઘાતક (હણનાર) નથી [यस्मात्] કારણ કે [कर्म च एव हि] કર્મ જ [कर्म हन्ति] કર્મને હણે છે [इति भणितम्] એમ કહ્યું છે.”
(આચાર્યભગવાન કહે છે કેઃ-) [एवं तु] આ પ્રમાણે [ईद्रशं साङ्खयोपदेशं] આવો સાંખ્યમતનો ઉપદેશ [ये श्रमणाः] જે શ્રમણો (જૈન મુનિઓ) [प्ररूपयन्ति] પ્રરૂપે છે [तेषां] તેમના મતમાં [प्रकृतिः करोति] પ્રકૃતિ જ કરે છે [आत्मानः च सर्वे] અને આત્માઓ તો સર્વે [अकारकाः] અકારક છે એમ ઠરે છે!
[अथवा] અથવા (કર્તાપણાનો પક્ષ સાધવાને) [मन्यसे] જો તું એમ માને કે ‘[मम आत्मा] મારો આત્મા [आत्मनः] પોતાના [आत्मानम्] (દ્રવ્યરૂપ)
PDF/HTML Page 3255 of 4199
single page version
एष मिथ्यास्वभावः तवैतज्जानतः।।३४१।।
आत्मा नित्योऽसङ्खयेयप्रदेशो दर्शितस्तु समये।
नापि स शक्यते ततो हीनोऽधिकश्च कर्तु यत्।।३४२।।
जीवस्य जीवरूपं विस्तरतो जानीहि लोकमात्रं खलु।
ततः स किं हीनोऽधिको वा कथं करोति द्रव्यम्।।३४३।।
अथ ज्ञायकस्तु भावो ज्ञानस्वभावेन तिष्ठतीति मतम्।
तस्मान्नाप्यात्मात्मानं तु स्वयमात्मनः करोति।।३४४।।
આત્માને [करोति] કરે છે’ , [एतत जानतः तव] તો એવું જાણનારનો તારો [एषः मिथ्यास्वभावः] એ મિથ્યાસ્વભાવ છે (અર્થાત્ એમ જાણવું તે તારો મિથ્યાસ્વભાવ છે); [यद्] કારણ કે- [समये] સિદ્ધાંતમાં [आत्मा] આત્માને [नित्यः] નિત્ય, [असङ्खयेय–प्रदेशः] અસંખ્યાત-પ્રદેશી [दर्शितः तु] બતાવ્યો છે, [ततः] તેનાથી [सः] તેને [हीनः अधिकः च] હીન-અધિક [कर्तु न अपि शक्यते] કરી શકાતો નથી; [विस्तरतः] વળી વિસ્તારથી પણ [जीवस्य जीवरूपं] જીવનું જીવરૂપ [खलु] નિશ્ચયથી [लोकमात्रं जानीहि] લોકમાત્ર જાણ; [ततः] તેનાથી [किं सः हीनः अधिकः वा] શું તે હીન અથવા અધિક થાય છે? [द्रव्यम् कथं करोति] તો પછી (આત્મા) દ્રવ્યને (અર્થાત્ દ્રવ્યરૂપ આત્માને) કઈ રીતે કરે છે?
[अथ] અથવા જો ‘[ज्ञायकः भावः तु] જ્ઞાયક ભાવ તો [ज्ञानस्वभावेन तिष्ठति] જ્ઞાનસ્વભાવે સ્થિત રહે છે’ [इति मतम्] એમ માનવામાં આવે, [तस्मात् अपि] તો એમ પણ [आत्मा स्वयं] આત્મા પોતે [आत्मनः आत्मानं तु] પોતાના આત્માને [न करोति] કરતો નથી એમ ઠરે છે!
(આ રીતે કર્તાપણું સાધવા માટે વિવક્ષા પલટીને જે પક્ષ કહ્યો તે ઘટતો નથી.) (આ પ્રમાણે, કર્મનો કર્તા કર્મ જ માનવામાં આવે તો સ્યાદ્વાદ સાથે વિરોધ આવે છે; માટે આત્માને અજ્ઞાન-અવસ્થામાં કથંચિત્ પોતાના અજ્ઞાનભાવરૂપ કર્મનો કર્તા માનવો, જેથી સ્યાદ્વાદ સાથે વિરોધ આવતો નથી.)
ટીકાઃ– (અહીં પૂર્વપક્ષ આ પ્રમાણે છેઃ) “કર્મ જ આત્માને અજ્ઞાની કરે છે, કારણ કે જ્ઞાનાવરણ નામના કર્મના ઉદય વિના તેની (-અજ્ઞાનની) અનુપપત્તિ છે; કર્મ જ (આત્માને) જ્ઞાની કરે છે, કારણ કે જ્ઞાનાવરણ નામના કર્મના ક્ષયોપશમ વિના તેની અનુપપત્તિ છે; કર્મ જ સુવાડે છે, કારણ કે નિદ્રા નામના કર્મના ઉદય
PDF/HTML Page 3256 of 4199
single page version
વિના તેની અનુપપત્તિ છે; કર્મ જ જગાડે છે, કારણ કે નિદ્રા નામના કર્મના ક્ષયોપશમ વિના તેની અનુપપત્તિ છે; કર્મ જ સુખી કરે છે, કારણ કે શાતાવેદનીય નામના કર્મના ઉદય વિના તેની અનુપપત્તિ છે; કર્મ જ દુઃખી કરે છે, કારણ કે અશાતાવેદનીય નામના કર્મના ઉદય વિના તેની અનુપપત્તિ છે; કર્મ જ મિથ્યાદ્રષ્ટિ કરે છે, કારણ કે મિથ્યાત્વકર્મના ઉદય વિના તેની અનુપપત્તિ છે; કર્મ જ અસંયમી કરે છે, કારણ કે ચારિત્રમોહ નામના કર્મના ઉદય વિના તેની અનુપપત્તિ છે; કર્મ જ ઊર્ધ્વલોકમાં, અધોલોકમાં અને તિર્યગ્લોકમાં ભમાવે છે, કારણ કે આનુપૂર્વી નામના કર્મના ઉદય વિના તેની અનુપપત્તિ છે; બીજું પણ જે કાંઈ પણ જેટલું શુભ-અશુભ છે તે બધુંય કર્મ જ કરે છે, કારણ કે પ્રશસ્ત-અપ્રશસ્ત રાગ નામના કર્મના ઉદય વિના તેની અનુપપત્તિ છે. એ રીતે બધુંય સ્વતંત્રપણે કર્મ જ કરે છે, કર્મ જ આપે છે, કર્મ જ હરી લે છે, તેથી અમે એમ નિશ્ચય કરીએ છીએ કે-સર્વે જીવો સદાય એકાંતે અકર્તા જ છે. વળી શ્રુતિ (ભગવાનની વાણી, શાસ્ત્ર) પણ એ જ અર્થને કહે છે; કારણ કે, (તે શ્રુતિ) ‘પુરુષવેદ નામનું કર્મ સ્ત્રીની અભિલાષા કરે છે અને સ્ત્રીવેદ નામનું કર્મ પુરુષની અભિલાષા કરે છે’ એ વાક્યથી કર્મને જ કર્મની અભિલાષાના કર્તાપણાના સમર્થન વડે જીવને અબ્રહ્મચર્યના કર્તાપણાનો નિષેધ કરે છે, તથા ‘જે પરને હણે છે અને જે પરથી હણાય છે તે પરઘાતકર્મ છે’ એ વાક્યથી કર્મને જ કર્મના ઘાતનું કર્તાપણું હોવાના સમર્થન વડે જીવને ઘાતના કર્તાપણાનો નિષેધ કરે છે, અને એ રીતે (અબ્રહ્મચર્યના તથા ઘાતના કર્તાપણાના નિષેધ દ્વારા) જીવનું સર્વથા જ અકર્તાપણું જણાવે છે.”
(આચાર્યદેવ કહે છે કેઃ-) આ પ્રમાણે આવા સાંખ્યમતને, પોતાની પ્રજ્ઞાના (બુદ્ધિના) અપરાધથી સૂત્રના અર્થને નહિ જાણનારા કેટલાક *શ્રમણાભાસો પ્રરૂપે છે; તેમની, એકાંતે પ્રકૃતિના કર્તાપણાની માન્યતાથી, સમસ્ત જીવોને એકાંતે અકર્તાપણું આવી પડે છે તેથી ‘જીવ કર્તા છે’ એવી જે શ્રુતિ તેનો કોપ ટાળવો અશક્ય થાય છે (અર્થાત્ ભગવાનની વાણીની વિરાધના થાય છે). વળી, ‘કર્મ આત્માના અજ્ઞાનાદિ સર્વ ભાવોને- કે જેઓ પર્યાયરૂપ છે તેમને-કરે છે, અને આત્મા તો આત્માને જ એકને દ્રવ્યરૂપને કરે છે માટે જીવ કર્તા છે; એ રીતે શ્રુતિનો કોપ થતો નથી’ -એવો જે અભિપ્રાય છે તે મિથ્યા જ છે. (તે સમજાવવામાં આવે છેઃ) જીવ તો દ્રવ્યરૂપે નિત્ય છે, અસંખ્યાત-પ્રદેશી છે અને લોકપરિમાણ છે. તેમાં પ્રથમ, નિત્યનું કાર્યપણું બની શક્તું નથી, કારણ કે કૃતકપણાને અને નિત્યપણાને એકપણાનો વિરોધ છે. (આત્મા નિત્ય છે તેથી તે કૃતક અર્થાત્ કોઈએ કરેલો હોઈ શકે નહિ.) વળી _________________________________________________________________ * શ્રમણાભાસ = મુનિના ગુણો નહિ હોવા છતાં પોતાને મુનિ કહેવરાવનાર.
PDF/HTML Page 3257 of 4199
single page version
અવસ્થિત અસંખ્ય-પ્રદેશી એક એવા તેને (-આત્માને), પુદ્ગલસ્કંધની માફક, પ્રદેશોનાં પ્રક્ષેપણ-આકર્ષણ દ્વારા પણ કાર્યપણું બની શક્તું નથી, કારણ કે પ્રદેશોનું પ્રક્ષેપણ તથા આકર્ષણ થાય તો તેના એકપણાનો વ્યાઘાત થાય. (સ્કંધ અનેક પરમાણુઓનો બનેલો છે, માટે તેમાંથી પરમાણુઓ નીકળી જાય તેમ જ તેમાં પરમાણુઓ આવે; પરંતુ આત્મા નિશ્ચિત અસંખ્ય-પ્રદેશવાળું એક જ દ્રવ્ય હોવાથી તે પોતાના પ્રદેશોને કાઢી નાખી શકે નહિ તેમ જ વધારે પ્રદેશોને લઈ શકે નહિ.) વળી સકળ લોકરૂપી ઘરના વિસ્તારથી પરિમિત જેનો નિશ્ચિત નિજ *વિસ્તાર-સંગ્રહ છે (અર્થાત્ લોક જેટલું જેનું નિશ્ચિત માપ છે) તેને (-આત્માને) પ્રદેશોના સંકોચ-વિકાસ દ્વારા પણ કાર્યપણું બની શક્તું નથી, કારણ કે પ્રદેશોનાં સંકોચ-વિસ્તાર થવાં છતાં પણ, સૂકા-ભીના ચામડાની માફક, નિશ્ચિત નિજ વિસ્તારને લીધે તેને (-આત્માને) હીન-અધિક કરી શકાતો નથી. (આ રીતે આત્માને દ્રવ્યરૂપ આત્માનું કર્તાપણું ઘટી શક્તું નથી.) વળી, “વસ્તુસ્વભાવનું સર્વથા મટવું અશક્ય હોવાથી જ્ઞાયક ભાવ જ્ઞાનસ્વભાવે જ સદાય સ્થિત રહે છે અને એમ સ્થિત રહેતો થકો, જ્ઞાયકપણાને અને કર્તાપણાને અત્યંત વિરુદ્ધતા હોવાથી, મિથ્યાત્વાદિ ભાવોનો કર્તા થતો નથી; અને મિથ્યાત્વાદિ ભાવો તો થાય છે; તેથી તેમનો કર્તા કર્મ જ છે એમ પ્રરૂપણ કરવામાં આવે છે”-આવી જે વાસના (અભિપ્રાય, વલણ) પ્રગટ કરવામાં આવે છે તે પણ ‘આત્મા આત્માને કરે છે’ એવી (પૂર્વોક્ત) માન્યતાને અતિશયપણે હણે જ છે (કારણ કે સદાય જ્ઞાયક માનવાથી આત્મા અકર્તા જ ઠર્યો).
માટે, જ્ઞાયક ભાવ સામાન્ય અપેક્ષાએ જ્ઞાનસ્વભાવે અવસ્થિત હોવા છતાં, કર્મથી ઉત્પન્ન થતા મિથ્યાત્વાદિ ભાવોના જ્ઞાનસમયે, અનાદિકાળથી જ્ઞેય અને જ્ઞાનના ભેદવિજ્ઞાનથી શૂન્ય હોવાને લીધે, પરને આત્મા તરીકે જાણતો એવો તે (જ્ઞાયક ભાવ) વિશેષ અપેક્ષાએ અજ્ઞાનરૂપ જ્ઞાનપરિણામને કરતો હોવાથી (-અજ્ઞાનરૂપ એવું જે જ્ઞાનનું પરિણમન તેને કરતો હોવાથી), તેને કર્તાપણું સંમત કરવું (અર્થાત્ તે કર્તા છે એમ સ્વીકારવું); તે ત્યાં સુધી કે જ્યાં સુધી ભેદવિજ્ઞાનના આદિથી જ્ઞેય અને જ્ઞાનના ભેદવિજ્ઞાનથી પૂર્ણ (અર્થાત્ ભેદવિજ્ઞાન સહિત) થવાને લીધે આત્માને જ આત્મા તરીકે જાણતો એવો તે (જ્ઞાયક ભાવ), વિશેષ અપેક્ષાએ પણ જ્ઞાનરૂપ જ જ્ઞાનપરિણામે પરિણમતો થકો (-જ્ઞાનરૂપ એવું જે જ્ઞાનનું પરિણમન તે-રૂપે જ પરિણમતો થકો), કેવળ જ્ઞાતાપણાને લીધે સાક્ષાત્ અકર્તા થાય.
ભાવાર્થઃ– કેટલાક જૈન મુનિઓ પણ સ્યાદ્વાદ-વાણીને બરાબર નહિ સમજીને સર્વથા એકાંતનો અભિપ્રાય કરે છે અને વિવક્ષા પલટીને એમ કહે છે કે- _________________________________________________________________ * સંગ્રહ = જથ્થો; મોટપ.
PDF/HTML Page 3258 of 4199
single page version
कर्तारं कलयन्तु तं किल सदा भेदावबोधादधः।
ऊर्ध्वम् तूद्धतबोधधामनियतं प्रत्यक्षमेनं स्वयं
पश्यन्तु च्युतकर्तृभावमचलं ज्ञातारमेकं परम्।।२०५।।
“આત્મા તો ભાવકર્મનો અકર્તા જ છે, કર્મપ્રકૃતિનો ઉદય જ ભાવકર્મને કરે છે; અજ્ઞાન, જ્ઞાન, સૂવું, જાગવું, સુખ, દુઃખ, મિથ્યાત્વ, અસંયમ, ચાર ગતિઓમાં ભ્રમણ-એ બધાંને, તથા જે કાંઈ શુભ-અશુભ ભાવો છે તે બધાયને કર્મ જ કરે છે; જીવ તો અકર્તા છે.” વળી તે મુનિઓ શાસ્ત્રનો પણ એવો જ અર્થ કરે છે કે- “વેદના ઉદયથી સ્ત્રી-પુરુષનો વિકાર થાય છે અને ઉપઘાત તથા પરઘાત પ્રકૃતિના ઉદયથી પરસ્પર ઘાત પ્રવર્તે છે.” આ પ્રમાણે, જેમ સાંખ્યમતી બધુંય પ્રકૃતિનું જ કાર્ય માને છે અને પુરુષને અકર્તા માને છે તેમ, પોતાની બુદ્ધિના દોષથી આ મુનિઓનું પણ એવું જ એકાંતિક માનવું થયું. માટે જિનવાણી તો સ્યાદ્વાદ હોવાથી, સર્વથા એકાંત માનનારા તે મુનિઓ પર જિનવાણીનો કોપ અવશ્ય થાય છે. જિનવાણીના કોપના ભયથી જો તેઓ વિવક્ષા પલટીને એમ કહે કે-“ભાવકર્મનો કર્તા કર્મ છે અને પોતાના આત્માનો (અર્થાત્ પોતાનો) કર્તા આત્મા છે; એ રીતે અમે આત્માને કથંચિત્ કર્તા કહીએ છીએ, તેથી વાણીનો કોપ થતો નથી;” તો આ તેમનું કહેવું પણ મિથ્યા જ છે. આત્મા દ્રવ્યે નિત્ય છે, અસંખ્યાત પ્રદેશોવાળો છે, લોકપરિમાણ છે, તેથી તેમાં તો કાંઈ નવીન કરવાનું છે નહિ; અને જે ભાવકર્મરૂપ પર્યાયો છે તેમનો કર્તા તો તે મુનિઓ કર્મને જ કહે છે; માટે આત્મા તો અકર્તા જ રહ્યો! તો પછી વાણીનો કોપ કઈ રીતે મટયો? માટે આત્માના કર્તાપણા અને અકર્તાપણાની વિવક્ષા યથાર્થ માનવી તે જ સ્યાદ્વાદનું સાચું માનવું છે. આત્માના કર્તાપણા-અકર્તાપણા વિષે સત્યાર્થ સ્યાદ્વાદ-પ્રરૂપણ આ પ્રમાણે છેઃ-
આત્મા સામાન્ય અપેક્ષાએ તો જ્ઞાનસ્વભાવે જ સ્થિત છે; પરંતુ મિથ્યાત્વાદિ ભાવોને જાણતી વખતે, અનાદિ કાળથી જ્ઞેય અને જ્ઞાનના ભેદવિજ્ઞાનના અભાવને લીધે, જ્ઞેયરૂપ મિથ્યાત્વાદિ ભાવોને આત્મા તરીકે જાણે છે, તેથી એ રીતે વિશેષ અપેક્ષાએ અજ્ઞાનરૂપ જ્ઞાનપરિણામને કરતો હોવાથી કર્તા છે; અને જ્યારે ભેદવિજ્ઞાન થવાથી આત્માને જ આત્મા તરીકે જાણે છે ત્યારે વિશેષ અપેક્ષાએ પણ જ્ઞાનરૂપ જ્ઞાનપરિણામે જ પરિણમતો થકો કેવળ જ્ઞાતા રહેવાથી સાક્ષાત્ અકર્તા છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ- શ્લોકાર્થઃ– [अमी आर्हताः अपि] આ અર્હત્ના મતના અનુયાયીઓ અર્થાત્
PDF/HTML Page 3259 of 4199
single page version
निजमनसि विधत्ते कर्तृभोक्त्रोर्विभेदम्।
अपहरति विमोहं तस्य नित्यामृतौधैः
स्वयमयमभिषिञ्चंश्चिच्चमत्कार एव।।२०६।।
જૈનો પણ [पुरुषं] આત્માને, [सांख्याः इव] સાંખ્યમતીઓની જેમ, [अकर्तारम् मा स्पृशन्तु] (સર્વથા) અકર્તા ન માનો; [भेद–अवबोधात् अधः] ભેદજ્ઞાન થયા પહેલાં [तं किल] તેને [सदा] નિરન્તર [कर्तारम् कलयन्तु] કર્તા માનો, [तु] અને [ऊर्ध्वम्] ભેદજ્ઞાન થયા પછી [उद्धत–बोध–धाम–नियतं स्वयं प्रत्यक्षम् एनम्] ઉદ્ધત *જ્ઞાનધામમાં નિશ્ચિત એવા આ સ્વયં પ્રત્યક્ષ આત્માને [च्युत–कर्तृभावम् अचलं एकं परम् ज्ञातारम्] કર્તાપણા વિનાનો, અચળ, એક પરમ જ્ઞાતા જ [पश्यन्तु] દેખો.
ભાવાર્થઃ– સાંખ્યમતીઓ પુરુષને સર્વથા એકાંતથી અકર્તા, શુદ્ધ ઉદાસીન ચૈતન્યમાત્ર માને છે. આવું માનવાથી પુરુષને સંસારના અભાવનો પ્રસંગ આવે છે; અને જો પ્રકૃતિને સંસાર માનવામાં આવે તો તે પણ ઘટતું નથી, કારણ કે પ્રકૃતિ તો જડ છે, તેને સુખદુઃખ આદિનું સંવેદન નથી, તેને સંસાર કેવો? આવા અનેક દોષો એકાંત માન્યતામાં આવે છે. સર્વથા એકાંત વસ્તુનું સ્વરૂપ જ નથી. માટે સાંખ્યમતીઓ મિથ્યાદ્રષ્ટિ છે; અને જો જૈનો પણ એવું માને તો તેઓ પણ મિથ્યાદ્રષ્ટિ છે. તેથી આચાર્યદેવ ઉપદેશ કરે છે કે-સાંખ્યમતીઓની માફક જૈનો આત્માને સર્વથા અકર્તા ન માનો; જ્યાં સુધી સ્વપરનું ભેદવિજ્ઞાન ન હોય ત્યાં સુધી તો તેને રાગાદિકનો-પોતાનાં ચેતનરૂપ ભાવકર્મોનો-કર્તા માનો, અને ભેદવિજ્ઞાન થયા પછી શુદ્ધ વિજ્ઞાનઘન, સમસ્ત કર્તાપણાના ભાવથી રહિત, એક જ્ઞાતા જ માનો. આમ એક જ આત્મામાં કર્તાપણું તથા અકર્તાપણું-એ બન્ને ભાવો વિવક્ષાવશ સિદ્ધ થાય છે. આવો સ્યાદ્વાદ મત જૈનોનો છે; અને વસ્તુસ્વભાવ પણ એવો જ છે, કલ્પના નથી. આવું (સ્યાદ્વાદ અનુસાર) માનવાથી પુરુષને સંસાર-મોક્ષ આદિની સિદ્ધિ થાય છે; સર્વથા એકાંત માનવાથી સર્વ નિશ્ચય- વ્યવહારનો લોપ થાય છે. ૨૦પ.
હવેની ગાથાઓમાં, ‘કર્તા અન્ય છે અને ભોક્તા અન્ય છે’ એવું માનનારા ક્ષણિકવાદી બૌદ્ધમતીઓને તેમની સર્વથા એકાંત માન્યતામાં દૂષણ બતાવશે અને સ્યાદ્વાદ અનુસાર જે રીતે વસ્તુસ્વરૂપ અર્થાત્ કર્તાભોક્તાપણું છે તે રીતે કહેશે. તે ગાથાઓની સૂચનાનું કાવ્ય પ્રથમ કહે છેઃ-
શ્લોકાર્થઃ– [इह] આ જગતમાં [एकः] કોઈ એક તો (અર્થાત્ ક્ષણિકવાદી _________________________________________________________________ * જ્ઞાનધામ = જ્ઞાનમંદિર; જ્ઞાનપ્રકાશ.
PDF/HTML Page 3260 of 4199
single page version
બૌદ્ધમતી તો) [इदम् आत्मतत्त्वं क्षणिकम् कल्पयित्वा] આ આત્મતત્ત્વને ક્ષણિક કલ્પીને [निज–मनसि] પોતાના મનમાં [कर्तृ–भोक्त्रोः विभेदं विधत्ते] કર્તા અને ભોક્તાનો ભેદ કરે છે (-અન્ય કર્તા છે અને અન્ય ભોક્તા છે એવું માને છે); [तस्य विमोहं] તેના મોહને (અજ્ઞાનને) [अयम् चित्–चमत्कारः एव स्वयम्] આ ચૈતન્યચમત્કાર જ પોતે [नित्य–अमृत–ओधैः] નિત્યતારૂપ અમૃતના ઓઘ (-સમૂહો) વડે [अभिषिञ्चन्] અભિસિંચન કરતો થકો, [अपहरति] દૂર કરે છે.
ભાવાર્થઃ– ક્ષણિકવાદી કર્તા-ભોક્તામાં ભેદ માને છે, અર્થાત્ પહેલી ક્ષણે જે આત્મા હતો તે બીજી ક્ષણે નથી-એમ માને છે. આચાર્યદેવ કહે છે કે-અમે તેને શું સમજાવીએ? આ ચૈતન્ય જ તેનું અજ્ઞાન દૂર કરશે-કે જે (ચૈતન્ય) અનુભવગોચર નિત્ય છે. પહેલી ક્ષણે જે આત્મા હતો તે જ બીજી ક્ષણે કહે છે કે ‘હું પહેલાં હતો તે જ છું’; આવું સ્મરણપૂર્વક પ્રત્યભિજ્ઞાન આત્માની નિત્યતા બતાવે છે. અહીં બૌદ્ધમતી કહે છે કે- ‘જે પહેલી ક્ષણે હતો તે જ હું બીજી ક્ષણે છું’ એવું માનવું તે તો અનાદિ અવિદ્યાથી ભ્રમ છે; એ ભ્રમ મટે ત્યારે તત્ત્વ સિદ્ધ થાય, સમસ્ત કલેશ મટે. તેનો ઉત્તર આપવામાં આવે છે કે-“હે બૌદ્ધ! તું આ જે દલીલ કરે છે તે આખી દલીલ કરનાર એક જ આત્મા છે કે અનેક આત્માઓ છે? વળી તારી આખી દલીલ એક જ આત્મા સાંભળે છે એમ માનીને તું દલીલ કરે છે કે આખી દલીલ પૂરી થતાં સુધીમાં અનેક આત્માઓ પલટાઈ જાય છે એમ માનીને દલીલ કરે છે? જો અનેક આત્માઓ પલટાઈ જતા હોય તો તારી આખી દલીલ તો કોઈ આત્મા સાંભળતો નથી; તો પછી દલીલ કરવાનું પ્રયોજન શું? * આમ અનેક રીતે વિચારી જોતાં તને જણાશે કે આત્માને ક્ષણિક માનીને પ્રત્યભિજ્ઞાનને ભ્રમ કહી દેવો તે યથાર્થ નથી. માટે એમ સમજવું કે-આત્માને એકાંતે નિત્ય કે એકાંતે અનિત્ય માનવો તે બન્ને ભ્રમ છે, વસ્તુસ્વરૂપ નથી; અમે (જૈનો) કથંચિત્ નિત્યાનિત્યાત્મક વસ્તુસ્વરૂપ કહીએ છીએ તે જ સત્યાર્થ છે.” ૨૦૬.
ફરી, ક્ષણિકવાદને યુક્તિ વડે નિષેધતું, આગળની ગાથાઓની સૂચનારૂપ કાવ્ય કહે છેઃ- _________________________________________________________________ * જો એમ કહેવામાં આવે કે ‘આત્મા તો નાશ પામે છે પણ તે સંસ્કાર મૂક્તો જાય છે’ તો તે પણ
સંસ્કાર મૂક્તો જાય, તોપણ તે આત્માના સંસ્કાર બીજા આત્મામાં પેસી જાય એવો નિયમ
ન્યાયસંગત નથી.