PDF/HTML Page 441 of 4199
single page version
રાગ અને શરીર સાથે એકપણું માનતો હતો. તે આ એકપણાના સંસ્કારથી અપ્રતિબુદ્ધ હતો. જુઓ, કોઈ કહે કે આ સમયસાર મુનિ માટે છે તો એમ નથી. અહીં તો જે શરીર અને આત્માને એક માને છે એવા અત્યંત અપ્રતિબુદ્ધને સમજાવવામાં આવ્યું છે.
હજારો રાણીઓ છોડીને દિગંબર જૈન સાધુ થઈ, ર૮ મૂળગુણ પાળી નવમી ગ્રૈવેયકે ગયો. પરંતુ આનંદસ્વરૂપ ચૈતન્ય પ્રભુની ખબર નહિ હોવાથી, શરીરને જ આત્મા માનતો હતો. બહારથી આત્મા રાગથી ભિન્ન છે એમ કહે, પણ અંદર જે શુભ ક્રિયાકાંડનો રાગ અવસ્થામાં પ્રગટ હતો તેમાં જ પોતાપણું માનતો હતો. પોતે શું ચીજ છે અને પોતાનું અસ્તિત્વ-હોવાપણું-મોજૂદગી કેવી રીતે છે એનો ખ્યાલ નહિ હોવાથી ‘હું આત્મા છું’ એમ કહેતો હોવા છતાં રાગાદિને જ આત્મા માનતો હતો. રાગાદિથી પૃથક્ પોતાની જ્ઞાયકવસ્તુની દ્રષ્ટિ થઈ નહિ. તેનો અનુભવ થયો નહિ એટલે કયાંક પરમાં- રાગાદિમાં જ પોતાપણું માનતો હતો. અગિયાર અંગનો પાઠી હોય એટલે બહારથી ‘રાગ અને આત્મા ભિન્ન છે’ એમ ભાષામાં બોલે, પણ અંતરમાં રાગ અને આત્માની એક્તા તોડી નહિ. અહાહા! અગિયાર અંગમાં કેટલું જાણવું આવે? પહેલા આચારાંગમાં ૧૮ હજાર પદ હોય છે અને તે એક એક પદમાં પ૧ કરોડ જાજેરા શ્લોક છે. બીજા અંગમાં તેનાથી બમણા ૩૬ હજાર પદ હોય છે. આમ એક એકથી બમણા એમ અગિયાર અંગ સુધી લઈ લેવું. આ બધુંય કંઠસ્થ કર્યું, પરંતુ અંદરમાં વિકલ્પથી ભિન્ન, નિર્વિકલ્પ ચૈતન્ય આનંદકંદ છે એની દ્રષ્ટિ, એનો અનુભવ અને એનું વેદન કર્યું નહિ તેથી તે અત્યંત અપ્રતિબુદ્ધ હતો. ભાઈ! આ તો અંતરની ચીજ છે. તે અંતરના સ્પર્શ વિના મળે એવી નથી.
આવી રીતે જે અત્યંત અપ્રતિબુદ્ધ હતો તે હવે તત્ત્વજ્ઞાનસ્વરૂપ જ્યોતિનો પ્રગટ ઉદય થવાથી જ્ઞાની થયો. રાગથી ભિન્ન ચૈતન્યજ્યોતિનો ભાસ થતાં ‘પોતે જ્ઞાયકસ્વરૂપ જ હું છું’ એવો અનુભવ થયો તેથી જ્ઞાની થયો. ‘ચૈતન્ય જ્ઞાનજ્યોતિસ્વરૂપ હું છું’ એવો વિકલ્પ નહિ, પણ તેવી પરિણતિનો પ્રગટ ઉદય થતાં, જેમ નેત્રમાં વિકાર હોય તે દૂર થતાં વસ્તુ જેવી હોય તેવી દેખાય છે તેમ, તે પ્રતિબુદ્ધ થયો. જેમ કોઈ પુરુષના નેત્રમાં વિકાર હોય ત્યારે વર્ણાદિક પદાર્થો અન્યથા દેખાય છે. પણ જ્યારે વિકાર મટે છે ત્યારે પદાર્થો જેવા હોય તેવા દેખાય છે. તેવી રીતે પડળ સમાન આવરણકર્મ સારી રીતે ઉઘડી જવાથી પ્રતિબુદ્ધ થયો, સાક્ષાત્ જ્ઞાતા-દ્રષ્ટા થયો. અહીં જે કર્મની વાત કરી છે તે નિમિત્તનું કથન છે. ખરેખર તો સ્વભાવનું ભાન થતાં, મિથ્યા શ્રદ્ધાનને લીધે જે ભાવઘાતીની અવસ્થા થતી હતી અને જેના કારણે આત્મદશા પ્રગટ નહોતી થતી તે દૂર થવાથી પોતે સાક્ષાત્ જ્ઞાતાદ્રષ્ટા થયો.
આત્મા વસ્તુ સ્વભાવથી તો જ્ઞાતા-દ્રષ્ટા છે જ. એવા જ્ઞાતા-દ્રષ્ટા-સ્વભાવનું ભાન થતાં મિથ્યા શ્રદ્ધાનો નાશ થઈ પર્યાયમાં જ્ઞાતાદ્રષ્ટાપણું પ્રગટ થયું તેને સાક્ષાત્ જ્ઞાતા-દ્રષ્ટા થયો
PDF/HTML Page 442 of 4199
single page version
એમ કહ્યું છે. આત્મામાં દયા, દાનનો રાગ કે વ્યવહારરત્નત્રયનો વિકલ્પ નથી. અને તેથી રાગથી કે વ્યવહારરત્નત્રયના વિકલ્પથી જ્ઞાતાદ્રષ્ટાસ્વભાવ પ્રાપ્ત થતો નથી, કેમકે જેનામાં જે ન હોય તેનાથી તે પ્રાપ્ત કેમ થાય?
એકલો દેખનાર અને જાણનાર એવા પોતાને પોતાથી જ જાણી, રાગથી કે વિકલ્પથી નહિ પણ સ્વચૈતન્યમાં ચૈતન્યની પરિણતિ દ્વારા પ્રવેશીને પોતાને જાણી, શ્રદ્ધાન કરી, તેનું જ આચરણ કરવાનો ઇચ્છુક થયો છે. એટલે હવે તે મુનિપણાની ભાવના કરે છે.
પ્રશ્નઃ– ‘પોતાને પોતાથી જ જાણે’ એમાં એકાંત થઈ ગયું, સ્યાદ્વાદપણું તો ન રહ્યું?
ઉત્તરઃ– ‘પોતાને પોતાથી જ જાણે’ એ સમ્યક્ એકાન્ત છે. તે સમ્યક્ એકાન્ત જ અનેકાન્તનું સાચું જ્ઞાન કરે છે. પોતે પોતાથી જ જણાય અને પરથી ન જણાય એ જ અનેકાન્ત છે. અને એ જ સમ્યક્ એકાન્ત છે. ભાઈ! વીતરાગનો સ્યાદ્વાદ માર્ગ આવો છે. પોતાથી પણ જાણે અને રાગથી પણ જાણે એ તો ફુદડીવાદ છે, સ્યાદ્વાદ નહિ.
ચૈતન્યસૂર્યના પ્રકાશનું પૂર પ્રભુ આત્મા પોતાના નિર્મળ પ્રકાશ દ્વારા જ પોતાને પ્રકાશે છે. જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા જ્ઞાનની નિર્મળ પર્યાય દ્વારા જ પોતાને પોતાથી જાણે છે. તેને રાગની કે વ્યવહારની અપેક્ષા નથી. એટલે કે વ્યવહારથી નિશ્ચય જણાય નહિ. પરંતુ વ્યવહારનું લક્ષ છોડી સ્વભાવનું સીધું લક્ષ કરતાં તે પોતાથી પોતાને જાણે છે. જ્ઞાનની નિર્મળ પર્યાય દ્વારા જ્ઞાયકને જાણી પછી શ્રદ્ધાન કરવું. જુઓ અહીં પ્રથમ આત્માને જાણવો, પછી શ્રદ્ધાન કરવું એમ કહ્યું છે, કારણ કે જાણ્યા વિના શ્રદ્ધા કોની? ૧૭-૧૮ ગાથામાં પણ આ વાત આવી ગઈ છે.
હવે જેને જ્ઞાન-શ્રદ્ધાન થયાં છે તે એમાં જ આચરણ કરવા ઇચ્છુક થયો થકો પૂછે છે કે ‘આ સ્વાત્મારામને અન્ય દ્રવ્યોનું પ્રત્યાખ્યાન (ત્યાગવું) તે શું છે?’ નિજપદમાં રમે તે આત્મારામ છે. તેને પ્રત્યાખ્યાન નું શું સ્વરૂપ છે? અન્યદ્રવ્યના ત્યાગનું શું સ્વરૂપ છે? આત્મા જ્ઞાનનો પુંજ પ્રભુ છે. ઉદયભાવરૂપ સંસારનો અંશ કે તેની ગંધ પણ એમાં નથી. આવા આત્માને જાણીને, એને પ્રતીતિમાં લઈને હવે શિષ્ય ગુરુને પૂછે છે કે-મને આત્મામાં આચરણ કેમ થાય? અન્યદ્રવ્યના અર્થાત્ રાગના ત્યાગરૂપ પચ્ચકખાણ કેવી રીતે થાય? જ્ઞાનીને ચારિત્ર કેવું હોય એની ખબર છે, છતાં વિનયપૂર્વક ગુરુને વિશેષ માટે પૂછે છે.
શુદ્ધ ચૈતન્યઘન પૂર્ણ સ્વભાવથી ભરેલો ભગવાન આત્મા અનંત અનંત આનંદનું ગોદ્રામ છે. સંયોગી ચીજમાં આત્મા નથી અને આત્મામાં સંયોગી ચીજ નથી. બન્ને તદ્ન ભિન્ન ભિન્ન છે. હવે અહીં કહે છે કે સંયોગી ચીજ તો દૂર રહી, પણ સંયોગીકર્મના લક્ષે થતા જે સંયોગીભાવ-પુણ્યપાપના ભાવ તેનાથી પણ આત્મા ભિન્ન છે, જુદો છે.
PDF/HTML Page 443 of 4199
single page version
‘હું એક જ્ઞાનાનંદસ્વરૂપ અમૃતનો સાગર પ્રભુ જ્ઞાતા દ્રષ્ટા છું, અને જગત જ્ઞેય-દ્રશ્ય છે. પણ જગત મારામાં નથી કે હું જગતમાં નથી. અહાહા! મારી ચીજમાં પુણ્ય-પાપના ભાવ તો નથી પણ વર્તમાન અલ્પજ્ઞતા પણ મારી પૂર્ણ ચીજમાં નથી.’ આમ જેને અંતરમાં ચિદાત્મસ્વરૂપના ભાનપૂર્વક ભેદજ્ઞાન-આત્મજ્ઞાન પ્રગટ થયું છે અને એની પ્રતીતિ થઈ છે તે સમ્યગ્દ્રષ્ટિ થયો છે. તેને ધર્મની શરુઆત થઈ છે. જેમ આંખમાં પડળ હોય તે નીકળી જતાં નિધાન નજરે પડે છે તેમ રાગની એક્તાબુદ્ધિનાં પડળ દૂર થતાં આત્મા જેવો જ્ઞાનાનંદસ્વરૂપ છે તેવો નજરે પડે છે, અનુભવમાં આવે છે. આવો અનુભવ જેને થયો છે તે હવે પ્રશ્ન કરે છે કે-પચ્ચકખાણ શી રીતે થાય? રાગથી ભિન્ન આત્માનું ભાન તો થયું છે પણ હજુ અસ્થિરતાનો રાગ છે તેનો ત્યાગ શી રીતે થાય? આમ પૂછવામાં આવતાં તેના ઉત્તરરૂપે આ ગાથા કહે છેઃ-
‘આ ભગવાન જ્ઞાતાદ્રવ્ય’-જુઓ ‘ભગવાન’ થી ઉપાડયું. ભગવાનસ્વરૂપ જ આત્મા છે. કયારે? અત્યારે અને ત્રણેકાળ. જો અત્યારે ભગવાનસ્વરૂપ ન હોય તો પર્યાયમાં ભગવાનપણું કયાંથી આવશે? શું તે કયાંય બહારથી આવે છે? (ના). સ્વભાવથી ભગવાન-સ્વરૂપ છે તે પર્યાયમાં ‘એનલાર્જ’ પ્રગટ થાય છે. જો અત્યારે ભગવાનસ્વરૂપ ન હોય તો કયારેય પણ ભગવાન થઈ શકે નહિ. ૩૧-૩૨ ગાથામાં પણ ‘ભગવાન જ્ઞાનસ્વભાવ’ એમ આવી ગયું છે. અહીં સંસ્કૃત ટીકામાં ‘भगवत्’ શબ્દ પડયો છે. ભગ નામ લક્ષ્મી વત્ એટલે વાળો. આત્મા અનંત-અનંત જ્ઞાન અને આનંદની લક્ષ્મીવાળો પરિપૂર્ણ ભગવાન છે. ‘આ ભગવાન જ્ઞાતૃદ્રવ્ય’ એમ કહીને તેનું પ્રત્યક્ષપણું કહ્યું છે, કારણ કે જ્ઞાનીને ભગવાન આત્માનું જ્ઞાનમાં પ્રત્યક્ષ વેદન થઈ ગયું છે, અનુભવ થઈ ગયો છે.
‘આ ભગવાન જ્ઞાતૃદ્રવ્ય’-એમ લીધું છે. કારણ કે જે શિષ્યે પ્રશ્ન પૂછયો છે તેને જ્ઞાનાનંદસ્વરૂપ આત્માનું પ્રત્યક્ષ ભાન થયું છે. સચ્ચિદાનંદ પ્રભુ પૂર્ણ આનંદનો નાથ સિદ્ધ સમાન આ આત્મા બાહ્ય લક્ષ્મીવાળો નથી. બાહ્ય લક્ષ્મી તો જડ છે, અને તેને જે પોતાની માને એ પણ જડ છે. જેમ ભેંસનો પતિ પાડો હોય છે તેમ જડનો પતિ પણ જડ છે. અહીં તો ચૈતન્યલક્ષ્મીના સ્વામીની વાત છે. ચક્રવર્તીને છ ખંડનું રાજ્ય અને ૯૬ હજાર રાણીઓ વગેરે વૈભવ હોય છે. છતાં સમ્યગ્દર્શન હોવાથી એ બાહ્ય વૈભવનો હું સ્વામી છું એમ તે માનતા નથી. ‘હું તો અનંત અનંત જ્ઞાન અને આનંદની સ્વરૂપલક્ષ્મીથી ભરેલો ભગવાન છું’-એમ સ્વરૂપલક્ષ્મીનું સ્વામીપણું માને છે, કેમકે તેમને યથાર્થ શ્રદ્ધાન-જ્ઞાન થયેલાં છે.
ભગવાન આત્મા જ્ઞાતા છે, જાણનાર સૂર્ય છે, જ્ઞાનના પ્રકાશથી ભરપૂર છે. આવું જે જ્ઞાતાદ્રવ્ય (આત્મા) તે અન્યદ્રવ્યના નિમિત્તથી થતા વિકારીભાવપણે થાય એવો એનો
PDF/HTML Page 444 of 4199
single page version
સ્વભાવ નથી, કેમકે જ્ઞાતા-દ્રષ્ટા વસ્તુનો સ્વભાવ તો જાણવું, દેખવું અને આનંદ છે. તેથી તે જ્ઞાતા-દ્રષ્ટા-સ્વભાવ વિકારીભાવમાં કેમ વ્યાપ્ત થાય? જાણન-દેખન સ્વભાવ, અન્યદ્રવ્યના સ્વભાવથી થતા જે અન્ય સમસ્ત ભાવો-ચાહે તે વ્યવહારરત્નત્રયનો રાગ કેમ ન હોય-એમાં વ્યાપવા સમર્થ નથી. તેમાં વ્યાપે એવું આત્માનું સ્વરૂપ જ નથી. ભાઈ! અનંત આનંદને આપનારો આ માર્ગ બહુ સૂક્ષ્મ છે. અનંત અનંત શાંતિ, આહ્લાદ અને સ્વરૂપની રચના કરનાર અનંત વીર્ય જેનાથી પ્રગટ થાય તે ઉપાય કોઈ અલૌકિક અદ્ભુત છે. આવો માર્ગ સમય કાઢી જાણવો જોઈએ. હમણાં નહિ જાણે તો કયારે જાણશે?
અહાહા! અનંત આનંદ, અનંત શાન્તિ આદિ એક એક એમ અનંત ગુણનો સમાજ અંદર છે. અનંતગુણરૂપી સામ્રાજ્યનો સ્વામી આત્મા છે. એ મૂળ વસ્તુ આત્મા પ્રત્યક્ષ છે, પણ પર્યાયબુદ્ધિથી-રાગબુદ્ધિથી તે આખી વસ્તુ આવરણમાં છે. અહીં પહેલેથી જ ઉપાડયું છે કે-‘આ ભગવાન જ્ઞાતાદ્રવ્ય’, એમાં આત્મા પ્રત્યક્ષ પ્રભુ છે એમ બતાવ્યું છે. સમ્યગ્જ્ઞાનરૂપી નેત્રમાં પ્રભુ પ્રત્યક્ષ દેખાય એવો તે આત્મા છે. આવો આત્મા, પોતાના સ્વભાવ વડે, અન્યદ્રવ્યના સ્વભાવથી થતા અર્થાત્ કર્મના-નિમિત્તના સંગે થતા વિભાવ ભાવોમાં વ્યાપ્ત છે જ નહિ. આ જ્ઞાનસ્વભાવી આત્મા રાગના વિકલ્પપણે- વ્યવહાર-રત્નત્રયના વિકલ્પપણે વ્યાપીને રહેવાને-થવાને લાયક જ નથી. વિકારપણે થવું એવો આત્માનો સ્વભાવ જ નથી. આમ રાગને પરપણે જાણી સ્વરૂપમાં ઠરવું તે પ્રત્યાખ્યાન છે.
પ્રશ્નઃ– અમે તો માનીએ છીએ કે ભગવાનનાં દર્શન કરીએ, જાત્રા કરીએ એટલે ધર્મ થાય. તમે તો ના પાડો છો?
ઉત્તરઃ– ભાઈ! ભગવાન પોતે અંદર બિરાજે છે તેને જાણવાથી, દેખવાથી ધર્મ થાય છે. પરંતુ પર ભગવાનને દેખવાથી ધર્મ ન થાય, શુભરાગ થાય. આ ભગવાન આત્મા જ્ઞાતા-દ્રષ્ટા છે. તે અન્યદ્રવ્યના સ્વભાવથી ઉત્પન્ન થતા વિભાવોમાં-દયા, દાન, વ્રત આદિ વિકલ્પોમાં પોતાના સ્વભાવ વડે વ્યાપ્ત થતો નથી. તેથી તેને પરપણે જાણીને જ્ઞાની ત્યાગે છે. એટલે કે અંદર સ્વભાવમાં સ્થિર થાય છે એટલે તેને ત્યાગે છે એમ કહેવામાં આવે છે. વિકારીભાવ આત્માના સ્વભાવ વડે વ્યાપ્ત થવાને લાયક નથી. તેથી તેને પરપણે જાણવા એ જ તેનો ત્યાગ કર્યો એમ કહેવાય છે. આ ધર્મ અને ધર્મની રીત છે.
હું એક જ્ઞાતા-દ્રષ્ટાસ્વભાવવાળો છું. જે અન્યદ્રવ્યના નિમિત્તથી વિભાવપરિણામો થાય છે તે મારા સ્વભાવપણે થવાને લાયક નથી. આમ સ્વભાવ અને રાગને ભિન્ન જાણવા તે રાગનો ત્યાગ છે. આ રાગ છે તે હું નહિ. એ ભિન્ન રાગપણે હું થવાને લાયક નથી અને રાગ મારા સ્વભાવપણે થવાને લાયક નથી. આમ જે પહેલાં જાણે છે તે જ પછી ત્યાગે છે. જે જ્ઞાનમાં જણાયું કે આ રાગ છે તે મારા સ્વભાવ વડે વ્યાપ્ત થતો નથી અને મારો પણ સ્વભાવ નથી કે હું રાગપણે થાઉં એ જાણપણું એ પચ્ચકખાણ છે, સામાયિક છે,
PDF/HTML Page 445 of 4199
single page version
કેમકે એમ જાણનાર રાગથી ખસીને સ્વરૂપમાં ઠરે છે. સામાયિક એટલે સમતા અને સમતા એટલે વીતરાગ પરિણામનો લાભ. વીતરાગ પરિણામનો લાભ કયારે થાય? કે જ્યારે વીતરાગ-સ્વરૂપ ભગવાન પોતે છે તેનો આશ્રય લે ત્યારે વીતરાગ પરિણતિ થાય છે, અને એને સામાયિક કહે છે. (તેવી રીતે, જેમ ચણાને પાણીમાં પલાળી-ડૂબાડી રાખે ત્યારે પોઢો થાય છે તેમ આત્મા આનંદનો નાથ પ્રભુ છે તેને પોષવો-એટલે આનંદના સાગરમાં એકાકાર ડૂબાડવો તેને પ્રૌષધ કહે છે.) આવી વસ્તુ જાણે નહિ અને બહારના અનેક ક્રિયાકાંડ કરે તેથી શું? એ બધાં થોથેથોથાં છે.
‘જે પહેલાં જાણે છે તે જ પછી ત્યાગે છે, બીજો કોઈ ત્યાગનાર નથી.’ એટલે શું? કે જ્ઞાનસ્વભાવમાં વિભાવ-વિકલ્પ વ્યાપવાને લાયક નથી. આમ જે જાણનારે જાણ્યું તે જ જાણનાર વિભાવને છોડે છે અર્થાત્ તે-રૂપે પરિણમતો નથી. તેને રાગનો ત્યાગનાર કહે છે. જાણનાર જુદો અને ત્યાગનાર જુદો એમ નથી. તેથી જે જાણે છે તે જ પછી ત્યાગે છે. મારા જ્ઞાનસ્વભાવમાં રાગ વ્યાપ્ત થાય એવો રાગનો સ્વભાવ નથી અને મારો પણ સ્વભાવ એવો નથી કે રાગ મારામાં વ્યાપે. આમ જ્યાં રાગને ભિન્ન પરપણે જાણ્યો ત્યાં તેના તરફનું લક્ષ રહ્યું નહિ અને સ્વભાવમાં જ દ્રષ્ટિ સ્થિર થઈ. આને પચ્ચકખાણ એટલે જાણનારે રાગનો ત્યાગ કર્યો એમ કહેવામાં આવે છે. બાકી આનો પચ્ચકખાણ અને તેનો પચ્ચકખાણ એમ વિકલ્પો કરે એ બધો સંસાર છે.
અજ્ઞાની દયા-દાન-ભક્તિના ભાવમાં ધર્મ માની અનાદિથી ૮૪ લાખના અવતારમાં રખડી દુઃખી થઈ રહ્યો છે. તેને સન્નિપાત જેવો રોગ લાગ્યો છે. જેમ કોઈને સન્નિપાત થયો હોય તે બીજા ઘણા રોગથી પીડાતો હોય તોપણ ખડખડાટ હસે છે. શું તે ખરેખર સુખી છે કે તે દાંત કાઢી હસે છે? ના. એને દુઃખનું ભાન નથી તેથી હસે છે. તેમ અજ્ઞાની કાંઈક અનુકૂળ સંયોગો મળતાં પોતાને સુખી માને છે. એનું સુખ સન્નિપાતના રોગી જેવું છે. ભાઈ! સુખ તો આત્મામાં છે. ભગવાન આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ છે. સત્ નામ ત્રિકાળ, ચિત્ નામ ચૈતન્ય અને આનંદસ્વરૂપ ભગવાન આત્મા છે. આવા આત્માને જે અંતરંગમાં સ્પર્શીને જાણે છે તેને આનંદ થાય છે, સુખ થાય છે. એ જાણનાર એમ જાણે છે કે હું તો સ્વભાવથી દેખવા-જાણવાવાળો છું. પુણ્ય- પાપના ભાવ મારા સ્વભાવપણે નહિ થતા હોવાથી પરભાવ છે. આમ તેને પરપણે જાણીને ત્યાગે છે, એટલે કે ત્યાંથી ખસીને સ્વરૂપમાં ઠરે છે. તેથી જે પહેલાં જાણે છે તે જ પછી ત્યાગે છે એમ કહ્યું છે. આવું સ્વરૂપ જાણે નહિ અને વ્રત, તપ આદિ બાહ્ય ત્યાગ કરવા મંડી પડે એ કાંઈ પચ્ચકખાણ નથી.
ભાઈ! પ્રત્યાખ્યાન એટલે ચારિત્ર કોને કહેવાય એની વાત ચાલે છે. સમ્યગ્દર્શન અને પછી સમ્યક્ચારિત્ર એ અલૌકિક ચીજ છે. સમ્યગ્દર્શન ધર્મનું મૂળ છે તો સમ્યક્ચારિત્ર
PDF/HTML Page 446 of 4199
single page version
સાક્ષાત્ ધર્મ છે. કહ્યું છે ને કે ‘चारित्तं खलु धम्मो’-ચારિત્ર તે ધર્મ છે. એ જ દુઃખથી છૂટવાનો ઉપાય-મોક્ષમાર્ગ છે. આવું ચારિત્ર કોને કહેવાય? પ્રવચનસાર ગાથા ૭ ની ટીકામાં આવે છે-‘स्वरूपे चरणं चारित्रं’ સ્વરૂપમાં ચરવું તે ચારિત્ર છે. સ્વરૂપમાં આચરણ કરવું-ઠરવું એ ચારિત્ર છે. રાગનું આચરણ તે ચારિત્ર નથી. પંચમહાવ્રતનો વિકલ્પ એ પણ અચારિત્ર છે. જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન આત્મા તે હું છું. અને રાગ- ગમે તેવો મંદ હો, દયા, દાન, વ્રત, તપ, ભક્તિનો હો કે વ્યવહારરત્નત્રયનો હો-તે મારા ચૈતન્યઘનસ્વભાવપણે થાય એવું એનું સ્વરૂપ નથી, અને હું રાગપણે થાઉં એવો મારો ચૈતન્યસ્વભાવ નથી. જ્ઞાનમાં આમ નિશ્ચય કરીને, રાગને પરપણે જાણી, જ્ઞાન જ્ઞાનમાં ઠરે એ પ્રત્યાખ્યાન છે, ચારિત્ર છે, ધર્મ છે.
હવે કહે છે-જે પહેલાં જાણે છે તે જ પછી ત્યાગે છે, બીજો કોઈ ત્યાગનાર નથી એમ આત્મામાં નિશ્ચય કરીને પ્રત્યાખ્યાનના સમયે એટલે પરના ત્યાગના કાળે પ્રત્યાખ્યાન કરવા યોગ્ય જે પરભાવ-રાગાદિ તેની ઉપાધિમાત્રથી પ્રવર્તેલું ત્યાગના ર્ક્તાપણાનું નામમાત્ર કથન છે. શું કહે છે? આત્મા રાગનો ત્યાગ કરે છે એ નામમાત્ર કથન છે. ચાહે તો તીર્થંકરગોત્ર બાંધવાનો ભાવ હોય, પણ તે ભાવ નિજ ચૈતન્યસ્વભાવપણે થવાને લાયક નથી એમ એ ભાવને પરભાવ તરીકે જાણ્યો ત્યારે આત્મા રાગને ત્યાગે છે એમ કહેવું એ કથનમાત્ર છે, કેમકે જ્ઞાન જ્ઞાનમાં ઠરી ગયું ત્યાં રાગ ઉત્પન્ન જ થતો નથી. બાપુ! આ તો જન્મ-મરણના ફેરા મટાડવાની બહુ મોંઘી વાત છે.
જેને ભગવાન જ્ઞાતા-દ્રષ્ટાવસ્તુનો પોતાની નિર્મળ જ્ઞાનપર્યાયમાં પ્રત્યક્ષ અનુભવ થયો કે ‘આ આત્મા છે’ તેને હવે પ્રત્યાખ્યાન કેમ થાય? એનો હવે ઉત્તર આપે છે કે જેણે અંદરમાં જાણ્યું કે રાગ અને ચૈતન્યસ્વભાવ ભિન્ન-ભિન્ન છે, રાગપણે થવું એ મારું સ્વરૂપ નથી અને મારા સ્વભાવપણે થવું એ રાગનું સ્વરૂપ નથી, એ જાણનારો રાગને ભિન્ન જાણી તેને ત્યાગે છે. પરંતુ રાગને ત્યાગે છે એ તો કથનમાત્ર છે, કારણ કે રાગના ત્યાગનું ર્ક્તાપણું પરમાર્થે જીવને નથી. નિર્મળ ભેદજ્ઞાન મળે નહિ અને બહારથી આનો અને તેનો ત્યાગ કરે અને માને અમે ત્યાગી. પણ ભાઈ! જીવને પરનું ત્યાગ- ગ્રહણ માનવું એ તો મિથ્યાત્વ છે, ભ્રાંતિ છે. અહીં કહે છે કે રાગનો ત્યાગ કરનાર જીવ છે એમ કહેવું એ પણ કથનમાત્ર છે, પરમાર્થ નથી. ખરેખર તો એ રાગના ત્યાગનો ર્ક્તા છે જ નહિ. સ્વરૂપમાં ઠરતાં રાગ થતો જ નથી, માટે રાગનો ત્યાગ કરે છે એમ નામમાત્ર કથન છે. અહો! આ તો પરમેશ્વર ત્રણલોકના નાથ સર્વજ્ઞ પરમાત્માની દિવ્યધ્વનિમાં આવેલી વાત સંતોએ આડતિયા થઈને જગતને જાહેર કરી છે. પ્રત્યાખ્યાન સમયે એટલે સ્વરૂપમાં ઠરવાના કાળે, પ્રત્યાખ્યાન કરવા યોગ્ય જે પરભાવ-રાગ તેનો ત્યાગ કર્યો એમ કહેવું એ નામમાત્ર કથન છે. અહાહા! ટીકા તો જુઓ!! આવી ટીકા અત્યારે ભરત-
PDF/HTML Page 447 of 4199
single page version
ક્ષેત્રમાં બીજે કયાં છે? અમૃતના સાગર ઉછાળ્યા છે! અહો! મુનિવરોએ જગતને અમૃતનો સાગર પ્રત્યક્ષ બતાવ્યો છે!!
ભાઈ! પરવસ્તુનું ગ્રહણ-ત્યાગ આત્મામાં છે જ નહિ. આત્મામાં ત્યાગઉપાદાન- શૂન્યત્વ નામની શક્તિ છે. તે વડે પરવસ્તુને ગ્રહે કે છોડે એ આત્મામાં છે જ નહિ. કપડાં, સ્ત્રી, પુત્ર, પરિવાર, ઇત્યાદિ ગ્રહે અને છોડે એવો આત્મામાં ગુણ છે જ નહિ. પરવસ્તુ તો સ્વતંત્ર જગતની ચીજ છે. શરીર, વાણી, પૈસા, ધૂળ, બાયડી, છોકરાં ઇત્યાદિ જીવે ગ્રહ્યાંય નથી અને છોડયાંય નથી. અહીં કહે છે કે સમક્તિીને જે અસ્થિરતાનું રાગરૂપ પરિણમન છે તે રાગરૂપે થઈને રહેવાનું મારું સ્વરૂપ નથી એમ જાણી અંદર સ્વરૂપમાં સ્થિર થયો ત્યારે એ સ્વરૂપસ્થિરતાના કાળે રાગની ઉત્પત્તિ જ થઈ નહિ તેને રાગનો ત્યાગ કર્યો એમ નામમાત્ર કથન કહેવામાં આવે છે. પરમાર્થે રાગના ત્યાગનો ર્ક્તા આત્મા નથી અર્થાત્ પરભાવના ત્યાગર્ક્તાપણાનું નામ પણ આત્માને નથી.
અહાહા! હું શુદ્ધ ચિદ્રૂપ જ્ઞાતા-દ્રષ્ટામાત્ર છું એવું જેને અંતરમાં ભાન થયું તે સ્વમાં સ્વપણે રહીને જ્યારે પરભાવ-રાગાદિને પરપણે જાણે ત્યારે એને સ્વમાં રહેવાનો કાળ છે, રાગના અભાવસ્વભાવે પરિણમવાનો કાળ છે, પ્રત્યાખ્યાનનો કાળ છે. આ સ્વરૂપ-સ્થિરતાના કાળે જ્ઞાને જાણી લીધું કે રાગ પર છે એ રાગનો ત્યાગ છે. આ રાગનો ત્યાગ પણ જો નામમાત્ર કથન છે-તો આહાર-પાણી છોડવાં અને બાયડી, છોકરાં, લુગડાં ઇત્યાદિ છોડવાં એ તો કયાંય દૂર રહી ગયું. એ બાહ્ય વસ્તુનો ત્યાગ માનવો એ તો મિથ્યાત્વ છે.
અંદર પૂર્ણાનંદનો નાથ ભગવાનસ્વરૂપે પોતે વિરાજે છે. પણ પામરને પ્રભુની પ્રતીતિ કેવી રીતે આવે? પામરને ‘હું પોતે ઇશ્વર છું’ એમ પ્રતીતિ કેમ આવે? ભાઈ! તું પર્યાયમાં પામર ભલે હો, પણ વસ્તુપણે તું પામર નથી, ભગવાન પૂર્ણાનંદનો નાથ છે. અહાહા! જૈનના મુનિ તો અંદરમાં વિકલ્પની લાગણી વિનાના અને બહારમાં કપડાં વિનાના નગ્ન હોય છે. કપડાં રાખીને જે મુનિપણું માને, મનાવે છે તે મિથ્યાદ્રષ્ટિ- અજ્ઞાની નિગોદગામી છે. ભગવાન કુંદકુંદાચાર્યદેવે કહ્યું છે કે વસ્ત્રનો એક ધાગો પણ રાખીને જે મુનિપણું માને, મનાવે અને એવી માન્યતાને રૂડી જાણે તે નિગોદગામી છે. મિથ્યા માન્યતાના ફળમાં એક બે ભવે એ નિગોદ જશે. એવી વાત આકરી પડે, પણ બાપુ! આ તો મોટી ભૂલ છે. એમાં નવે તત્ત્વની ભૂલ છે. વસ્ત્રનો વિકલ્પ એ તો તીવ્ર આસ્રવભાવ છે. તેને બદલે ત્યાં મુનિપણું-સંવર, નિર્જરા માનવાં એ બધાં તત્ત્વની ભૂલ છે. મૂળમાં ભૂલ છે, ભાઈ! પ્રવચનસારમાં આવે છે કે મુનિનું જન્મ્યા પ્રમાણે રૂપ ભગવાન ત્રિલોકનાથે ભાળ્યું છે. ત્રણલોકના નાથ દેવાધિદેવ અરિહંતદેવે આવો ધોધ માર્ગ કહ્યો છે. જે શાસ્ત્રમાં વસ્ત્રસહિત મુનિપણું કહ્યું હોય તે શાસ્ત્ર સાચાં નથી અને એ સાધુ પણ સાચા નથી.
અનંત અનંત સામર્થ્યથી પરિપૂર્ણ અનંત શક્તિઓ જેમાં ઉછળી રહી છે એવો
PDF/HTML Page 448 of 4199
single page version
અનંતસ્વભાવનો સાગર સ્વરૂપસાગર ભગવાન આત્મા છે. જે જીવે આવા આત્માનો અંતઃસ્પર્શ કરી અનુભવ કર્યો છે તે સમકિતી ધર્મી છે. આવા ધર્મીને જે પુણ્ય-પાપના વિકલ્પો-અસ્થિરતાનો રાગ આવે છે તેનું પચ્ચકખાણ કેમ થાય એમ પ્રશ્ન છે. તો કહે છે કે જ્ઞાનમાં જણાતો એ રાગ જ્ઞાનમાં વ્યાપતો નથી, એ તો ભગવાન ચૈતન્યની સ્વરૂપસંપદાથી ભિન્ન રહે છે. અસ્થિરતાનો રાગ અને જ્ઞાનને ભિન્નતા છે. તેથી રાગ તો પરપણે છે આમ જેણે જાણ્યું છે તે જાણનારો હવે રાગમાં જોડાતો નથી એ પચ્ચકખાણ છે. રાગમાં જોડાતો નથી એ તો નાસ્તિથી કથન છે. ખરેખર તો જે કાળે જ્ઞાન જ્ઞાનમાં ઠરે છે એ સ્વરૂપ-આચરણના કાળે રાગ ઉત્પન્ન જ થતો નથી એને રાગનો ત્યાગ કર્યો એમ નામમાત્ર કથનથી કહેવામાં આવે છે. જૈન પરમેશ્વર વીતરાગદેવનો આવો માર્ગ છે, ભાઈ. મહાવિદેહક્ષેત્રમાં સીમંધર ભગવાન હાલ સાક્ષાત્ બિરાજે છે. તેઓ પણ ઇન્દ્રો અને ગણધરોની વચ્ચે સભામાં આ જ વાત કરે છે.
આત્માને રાગના ત્યાગના ર્ક્તાપણાનું નામ તે કથનમાત્ર છે. પરમાર્થથી જોવામાં આવે તો એટલે કે વાસ્તવિકપણે જેમ છે તેમ જોવામાં આવે તો પરભાવના ત્યાગર્ક્તાપણાનું નામ પોતાને નથી, કારણ કે રાગ છોડયો એવું આત્માના સ્વરૂપમાં છે જ નહિ. અહાહા! જ્યાં સ્વરૂપમાં ઠર્યો ત્યાં રાગ જ થયો નહીં તો પછી રાગ છોડયો એમ કયાંથી આવે? રાગનો ત્યાગ કર્યો એનો અર્થ શું? શું પ્રત્યાખ્યાનના કાળે, ચારિત્રના કાળે રાગની હયાતી છે? શું જ્ઞાન જ્ઞાનમાં ઠરે છે તે કાળે રાગની હયાતી છે? ના. તે કાળે રાગનો અભાવ છે. પરંતુ પૂર્વે પર્યાયમાં રાગ હતો તે વર્તમાનમાં ન થયો એમ દેખીને નામમાત્રથી કહેવાય છે કે આત્માએ રાગનો ત્યાગ કર્યો. અદ્ભુત વાત છે! આ તો સમયસાર છે, બાપુ! પરમાત્માની દિવ્યધ્વનિ છે! આ ગણધરો અને સંતોની વાણી સમજવા માટે ઘણો પુરુષાર્થ જોઈએ.
હવે કહે છે-‘પોતે તો એ નામથી રહિત છે, કારણ કે જ્ઞાનસ્વભાવથી પોતે છૂટયો નથી.’ આત્મા તો પરભાવના ત્યાગર્ક્તાપણાના નામથી રહિત છે કેમકે પોતે તો જ્ઞાન-સ્વભાવપણે જ રહ્યો છે, જ્ઞાનથી છૂટયો જ નથી. માટે જ્ઞાન જ પ્રત્યાખ્યાન છે. જ્ઞાન જ્ઞાનમાં થંભ્યું-સ્થિર થયું એ જ પ્રત્યાખ્યાન છે એમ અનુભવ કરવો.
આત્માએ પરભાવનો ત્યાગ કર્યો, રાગનો ત્યાગ કર્યો એમ કહેવું એ નામમાત્ર છે. પોતે તો જ્ઞાનસ્વભાવી ચૈતન્યપ્રકાશનો પુંજ એકલા જ્ઞાયકભાવ-સ્વભાવવાળું તત્ત્વ છે, સ્વપરપ્રકાશકસ્વભાવી છે. આવા સ્વતત્ત્વને સ્વ જાણ્યું અને પરભાવને પર તરીકે જાણ્યો ત્યારે પરભાવને ગ્રહણ કર્યો નહિ, રાગને પકડયો નહિ એને એનો ત્યાગ કર્યો એમ કહેવાય છે. રાગમાં જે અસ્થિર થતો હતો તે થયો નહિ તેને ત્યાગ કર્યો એમ કહેવામાં આવે છે.
PDF/HTML Page 449 of 4199
single page version
સત્યને સત્ય તરીકે રાખીને પ્રસિદ્ધ કરવા-પરમ સત્યની પ્રતીતિ કરાવવા કેવી ગજબ શૈલી લીધી છે એ તો જુઓ!
પરદ્રવ્યને પર તરીકે જાણ્યું, પછી પરભાવનું ગ્રહણ ન થયું તે જ એનો ત્યાગ છે. રાગના જોડાણથી જ્ઞાનમાં જે અસ્થિરતા હતી તે જ્ઞાન, જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મામાં ઠરતાં ઉત્પન્ન ન થઈ તેને પ્રત્યાખ્યાન કહે છે. માટે સ્થિર થયેલું જ્ઞાન એ જ પ્રત્યાખ્યાન છે. જ્ઞાન સિવાય બીજો કોઈ ભાવ પ્રત્યાખ્યાનમાં નથી. જાણનાર ચૈતન્યસૂર્યમાં જ્ઞાન થંભી જાય-સ્થિર થઈ જાય એ જ પ્રત્યાખ્યાન છે.
PDF/HTML Page 450 of 4199
single page version
अथ ज्ञातुः प्रत्याख्याने को द्रष्टान्त इत्यत आह–
तह सव्वे परभावे णाऊण विमुंचदे णाणी।। ३५ ।।
तथा सर्वान् परभावान् ज्ञात्वा विमुञ्चति ज्ञानी।। ३५ ।।
હવે પૂછે છે કે જ્ઞાતાનું પ્રત્યાખ્યાન જ્ઞાન જ કહ્યું તેનું દ્રષ્ટાંત શું છે? તેના ઉત્તરરૂપ દ્રષ્ટાંત-દ્રાર્ષ્ટાંતની ગાથા કહે છેઃ-
ત્યમ પારકા સૌ જાણીને પરભાવ જ્ઞાની પરિત્યજે. ૩પ.
ગાથાર્થઃ– [यथा नाम] જેમ લોકમાં [कः अपि पुरुषः] કોઈ પુરુષ [परद्रव्यम् इदम् इति ज्ञात्वा] પરવસ્તુને ‘આ પરવસ્તુ છે’ એમ જાણે ત્યારે એવું જાણીને [त्यजति] પરવસ્તુને ત્યાગે છે, [तथा] તેવી રીતે [ज्ञानी] જ્ઞાની [सर्वान्] સર્વ [परभावान्] પરદ્રવ્યોના ભાવોને [ज्ञात्वा] ‘આ પરભાવ છે’ એમ જાણીને [विमुञ्चति] તેમને છોડે છે.
ટીકાઃ– જેમ-કોઇ પુરુષ ધોબીના ઘરેથી ભ્રમથી બીજાનું વસ્ત્ર લાવી,પોતાનું જાણી ઓઢીને સૂતો છે ને પોતાની મેળે અજ્ઞાની (-આ વસ્ત્ર બીજાનું છે એવા જ્ઞાન વિનાનો) થઈ રહ્યો છે; જ્યારે બીજો તે વસ્ત્રનો ખૂણો પકડી, ખેંચી તેને નગ્ન કરે છે અને કહે છે કે ‘તું શીઘ્ર જાગ, સાવધાન થા, આ મારું વસ્ત્ર બદલામાં આવી ગયું છે તે મારું મને દે’, ત્યારે વારંવાર કહેલું એ વાકય સાંભળતો તે, (એ વસ્ત્રનાં) સર્વ ચિહ્નોથી સારી રીતે પરીક્ષા કરીને, ‘જરૂર આ વસ્ત્ર પારકું જ છે’ એમ જાણીને, જ્ઞાની થયો થકો, તે (પરના) વસ્ત્રને જલદી ત્યાગે છે. તેવી રીતે-જ્ઞાતા પણ ભ્રમથી પરદ્રવ્યોના ભાવોને ગ્રહણ કરી, પોતાના જાણી, પોતામાં એકરૂપ કરીને સૂતો છે ને પોતાની મેળે અજ્ઞાની થઈ રહ્યો છે; જ્યારે શ્રી ગુરુ પરભાવનો વિવેક (ભેદજ્ઞાન) કરી તેને એક આત્મભાવરૂપ કરે અને કહે કે ‘તું શીઘ્ર જાગ, સાવધાન થા, આ તારો આત્મા ખરેખર એક (જ્ઞાનમાત્ર) જ છે, (અન્ય સર્વ પરદ્રવ્યના ભાવો છે), ’ ત્યારે વારંવાર કહેલું એ આગમનું વાકય સાંભળતો તે, સમસ્ત (સ્વ-પરનાં) ચિહ્નોથી સારી રીતે પરીક્ષા કરીને,
PDF/HTML Page 451 of 4199
single page version
दनवमपरभावत्यागद्रष्टान्तद्रष्टिः।
झटिति सकलभावैरन्यदीयैर्विमुक्ता
स्वयमियमनुभूतिस्तावदाविर्बभूव।। २९ ।।
____________________________________________________________ ‘જરૂર આ પરભાવો જ છે’ (હું એક જ્ઞાનમાત્ર જ છું)ૐ એમ જાણીને, જ્ઞાની થયો થકો, સર્વ પરભાવોને તત્કાળ છોડે છે.
ભાવાર્થઃ– જ્યાં સુધી પરવસ્તુને ભૂલથી પોતાની જાણે ત્યાં સુધી જ મમત્વ રહે; અને જ્યારે યથાર્થ જ્ઞાન થવાથી પરવસ્તુ ને પારકી જાણે ત્યારે બીજાની વસ્તુમાં મમત્વ શાનું રહે? અર્થાત્ ન રહે એ પ્રસિદ્ધ છે.
હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
શ્લોકાર્થઃ– [अपर–भाव–त्याग–द्रष्टान्त–द्रष्टिः] આ પરભાવના ત્યાગના દ્રષ્ટાન્તની દ્રષ્ટિ, [अनवम् अत्यन्त–वेगात् यावत् वृत्तिम् न अवतरति] જૂની ન થાય એ રીતે અત્યંત વેગથી જ્યાં સુધી પ્રવૃત્તિને પામે નહિ, [तावत्] તે પહેલાં જ [झटिति] તત્કાળ [सकल–भावैः अन्यदीयैः विमुक्ता] સકલ અન્યભાવોથી રહિત [स्वयम् इयम् अनुभूतिः] પોતે જ આ અનુભૂતિ તો [आविर्बभूव] પ્રગટ થઈ ગઈ.
ભાવાર્થઃ– આ પરભાવના ત્યાગનું દ્રષ્ટાંત કહ્યું તે પર દ્રષ્ટિ પડે તે પહેલાં સમસ્ત અન્યભાવોથી રહિત પોતાના સ્વરૂપનું અનુભવન તો તત્કાળ થઈ ગયું; કારણ કે એ પ્રસિદ્ધ છે કે વસ્તુને પરની જાણ્યા પછી મમત્વ રહેતું નથી. ૨૯. ઉત્થાનિકાઃ–
હવે પૂછે છે કે જ્ઞાતાનું પ્રત્યાખ્યાન જ્ઞાન જ કહ્યું અર્થાત્ જ્ઞાતાસ્વભાવી ભગવાન આત્માનું પ્રત્યાખ્યાન-ચારિત્ર-રાગનો ત્યાગ એ જ્ઞાન જ કહ્યું તો તેનું દ્રષ્ટાંત શું છે? જ્ઞાન જ્ઞાનમાં ઠરે એ જાણનાર આ આત્માનું પ્રત્યાખ્યાન છે. જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્માનું જ્ઞાન, તેની પ્રતીતિ અને તેનો અનુભવ કરી તેમાં સ્થિર થવું એટલે કે રાગથી ભિન્ન પડીને જ્યાં જ્ઞાયકનો અનુભવ કરે ત્યાં જ્ઞાન આત્મામાં સ્થિર થઈ જાય એ વીતરાગ ચારિત્ર-પ્રત્યાખ્યાન છે. આવું પ્રત્યાખ્યાન એ એક જ જીવને ર્ક્તવ્ય છે. બીજું શું કરવું છે, ભાઈ? શું આ કરવા જેવું નથી? વસ્તુનો જેવો જ્ઞાનસ્વભાવ છે તેવી જ્ઞાન- પરિણતિ પ્રગટ કરીને એમાં ઠરવું તે એક જ કરવા લાયક છે.
ચૈતન્યસ્વભાવનું જ્ઞાન (સ્વસંવેદનજ્ઞાન) થવું-આત્મજ્ઞાન થવું એ સમ્યગ્જ્ઞાન છે, તેની પ્રતીતિ થવી કે શુદ્ધ ચૈતન્યઘન વસ્તુ આત્મા આ જ છે તે સમ્યગ્દર્શન છે, તથા
PDF/HTML Page 452 of 4199
single page version
વિકલ્પથી રહિત થઈને શુદ્ધ પરિણમન થવું તે ચારિત્ર છે. શુદ્ધતાનું પરિણમન અશુદ્ધતાના નાશ વિના થાય નહિ અને અશુદ્ધતાનો નાશ શુદ્ધતાના પરિણમન વિના થાય નહિ. વસ્તુ છે એ તો ચૈતન્યસ્વભાવી વીતરાગતાની મૂર્તિ છે. છહઢાલામાં પણ આવે છે કે આત્મા વીતરાગ-વિજ્ઞાનસ્વરૂપ જ છે. એનો અનુભવ કરતાં પર્યાયમાં વીતરાગ-વિજ્ઞાનતા પ્રગટ થાય છે, અને તેમાં વિશેષ વિશેષ સ્થિર થતાં ચારિત્ર થાય છે. જે જ્ઞાન અસ્થિરતાને લીધે રાગમાં જોડાતું હતું તે ત્યાંથી ખસીને અંદર વીતરાગ-વિજ્ઞાનસ્વભાવમાં ઠરે છે તેને ચારિત્ર કહે છે.
વીતરાગ-વિજ્ઞાનસ્વરૂપ ચૈતન્યપિંડની દ્રષ્ટિ થતાં વીતરાગ-વિજ્ઞાનનો અશં પર્યાયમાં આવે છે. અને એ વીતરાગ-વિજ્ઞાનની વધારે પુષ્ટિ-વૃદ્ધિ થતાં પચ્ચકખાણ થાય છે. પરંતુ મૂઢ અજ્ઞાની જીવ આ અંતરના આચરણને જાણતો નથી. લોકોને આગમની- બહારની પદ્ધતિ ખ્યાલમાં આવે છે, પરંતુ અધ્યાત્મનો વ્યવહાર શું છે એની ખબર પડતી નથી. પંડિત શ્રી બનારસીદાસ ‘પરમાર્થવચનિકા’ માં કહે છે કે-‘જ્ઞાતા તો મોક્ષમાર્ગ સાધી જાણે છે, મૂઢ મોક્ષમાર્ગ સાધી જાણે નહિ. શા માટે? તે સાંભળોઃ-મૂઢ જીવ આગમપદ્ધતિને વ્યવહાર કહે છે અને અધ્યાત્મપદ્ધતિને નિશ્ચય કહે છે, તેથી તે આગમ અંગને એકાંતપણે સાધી મોક્ષમાર્ગ દર્શાવે છે; અધ્યાત્મઅંગને વ્યવહારથી પણ જાણે નહિ એ મૂઢદ્રષ્ટિ જીવનો સ્વભાવ છે; તેને એ જ પ્રમાણે સૂઝે છે. શાથી? કારણ કે આગમઅંગ બાહ્યક્રિયારૂપ પ્રત્યક્ષ-પ્રમાણ છે, તેનું સ્વરૂપ સાધવું એને સુગમ છે, બાહ્યક્રિયા કરતો થકો મૂઢ જીવ પોતાને મોક્ષનો અધિકારી માને છે, પણ અંતર્ગર્ભિત અધ્યાત્મક્રિયા જે અંતદ્રષ્ટિગ્રાહ્ય છે તે ક્રિયાને મૂઢ જીવ જાણે નહિ, કારણ અંતર્દ્રષ્ટિના અભાવથી અંતરક્રિયા દ્રષ્ટિગોચર આવે નહિ.’
અજ્ઞાની દયા-દાન, વ્રત-ભક્તિના ભાવને વ્યવહાર કહે છે અને જે આત્માનું ત્રિકાળ સ્વરૂપ છે તેની શ્રદ્ધા-જ્ઞાનની પરિણતિને નિશ્ચય કહે છે. તેથી વ્યવહાર-દયા- દાન, વ્રત-ભક્તિ અને પૂજાના વિકલ્પને સાધી મોક્ષમાર્ગ માને છે. પરંતુ ત્રિકાળી જ્ઞાયકભાવ એ નિશ્ચય અને તેની શુદ્ધ પરિણતિ-રાગ વિનાની સમ્યગ્દર્શન-જ્ઞાન- ચારિત્રની વીતરાગ પરિણતિ થવી તે અધ્યાત્મનો વ્યવહાર છે એનો મૂઢ જીવને ખ્યાલ નથી.
આત્મા શુદ્ધ સચ્ચિદાનંદમૂર્તિ છે. સત્ નામ શાશ્વત જ્ઞાન અને આનંદનો સાગર ભગવાન આત્મા છે. એમાં વીતરાગ-વિજ્ઞાનમય જે રમણતા થાય તેને અધ્યાત્મનો વ્યવહાર કહે છે, પણ અજ્ઞાનીને આની ખબર નથી, તેથી બાહ્ય પ્રત્યક્ષ-પ્રમાણરૂપ વ્રત, તપ, પૂજા, ભક્તિ ઇત્યાદિ ભાવને જોઈને તેને જ અધ્યાત્મનો વ્યવહાર માની બેસે છે. અનાદિથી તે બાહ્ય ક્રિયાકાંડ-વ્રત, નિયમ આદિ પાળે છે તેથી તેનું સ્વરૂપ સાધવું એને સુગમ છે, પરંતુ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્માનો અનુભવ કરીને તેમાં ઠરવું એવી વીતરાગી અધ્યાત્મ વ્યવહારક્રિયાને એ જાણતો નથી.
PDF/HTML Page 453 of 4199
single page version
કે બદલવું એ ક્રિયા એનામાં નથી. પરિણમવું કે બદલવું એ તો અવસ્થા-પર્યાયમાં છે. આવો ત્રિકાળી ધ્રુવ અક્રિયસ્વરૂપ આત્મા તે નિશ્ચય છે અને તેના અવલંબને મોક્ષમાર્ગ સાધવો તે વ્યવહાર છે. રાગથી ભિન્ન અંદર સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન ધ્રુવ પડયો છે એ તો અક્રિય છે. પરિણમવાની ક્રિયા એમાં નથી. આવા ધ્રુવ અક્રિયસ્વરૂપ ભગવાનને અવલંબીને એમાં જ ઠરવું એ મોક્ષમાર્ગ છે. એ નિશ્ચયમોક્ષમાર્ગ તે અધ્યાત્મનો વ્યવહાર છે. શું કહ્યું? શુદ્ધ દ્રવ્યવસ્તુ એ નિશ્ચય અને તેના આશ્રયે મોક્ષમાર્ગ પ્રગટે તે વ્યવહાર. શુભરાગરૂપ વ્યવહાર મોક્ષમાર્ગની આ વાત નથી હોં. અહીં તો કેવળજ્ઞાનસ્વભાવી આનંદનો ગોળો પ્રભુ શુદ્ધ, ધ્રુવ અક્રિય વસ્તુ જેમાં બદલવું-પરિણમવું નથી તે નિશ્ચય અને પર્યાયમાં જે નિશ્ચય મોક્ષમાર્ગ પ્રગટ થાય તે વ્યવહાર છે. આવો માર્ગ છે, ભાઈ! અરે! ૮૪ ના અવતારમાં રખડતાં એને આ વાત મળી જ નથી! અહા! ઘરમાં છે છતાં પોતે કોણ છે એની ખબર નથી!
અહીં કહે છે કે-જેમ સાકર ગળપણસ્વરૂપ, અફીણ કડવાસ્વરૂપ અને મીઠું ખારાસ્વરૂપ છે તેમ ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ છે, જ્ઞાતા-દ્રષ્ટા છે. આવા જ્ઞાનસ્વભાવનું ભાન કરીને, શ્રદ્ધાન કરીને તેમાં ઠરવું તે પ્રત્યાખ્યાન છે. અને એ નિર્મળ વીતરાગ પરિણતિને જ ચારિત્ર અને મોક્ષમાર્ગ કહે છે. અહાહા! ત્રણે કાળ જેમાં જન્મ- મરણ અને જન્મ-મરણના ભાવનો અભાવ છે એવો ભગવાન આત્મા છે. કોઈને એમ થાય કે આ શું કહે છે? પણ ભાઈ! આ તો તારા નિજ ઘરની વાત છે. નિજઘરમાં તો જ્ઞાન અને આનંદનાં નિધાન પડયાં છે ને! આ શરીર તો હાડકાં અને માંસનું પોટલું પરચીજ છે. હિંસા, ચોરી આદિ પાપભાવ છે, અને દયા-દાનના ભાવ પુણ્ય છે. આ બધાયથી તું ભિન્ન છે. આવા આત્માનું ભાન કરી એમાં ઠરવું એ પ્રત્યાખ્યાન છે.
હવે શિષ્ય પૂછે છે કે-પ્રભો! આપે તો જ્ઞાતાનું પ્રત્યાખ્યાન જ્ઞાન જ કહ્યું. બે હાથ જોડે એ તો જડની ક્રિયા થઈ, અને જે વિકલ્પ ઊઠે છે એ રાગની ક્રિયા છે; એ કાંઈ પ્રત્યાખ્યાન નથી. જ્ઞાનસ્વરૂપ ભગવાનની પ્રતીતિ કરી, અનુભવ કરી એમાં જ રમણતા અને સ્થિરતા કરવી એ પ્રત્યાખ્યાન છે એમ આપે કહ્યું. તો તેનું દ્રષ્ટાંત શું છે? તેના ઉત્તરરૂપે દ્રષ્ટાંત અને સિદ્ધાંત ગાથા દ્વારા કહે છેઃ-
અહીં ધોબીનું દ્રષ્ટાંત આપે છે. જેમ-કોઈ પુરુષ ધોબીને ત્યાં પહેલાં આપેલું વસ્ત્ર લેવા ગયો. ધોબીને તે વસ્ત્ર હાથ નહિ આવવાથી તેને બીજું વસ્ત્ર આપ્યું. એટલે તે ભ્રમથી બીજાનું વસ્ત્ર લાવી પોતાનું જાણી-માની નિશ્ચિત થઈને વસ્ત્ર ઓઢીને સૂતો છે, અને પોતાની મેળે અજ્ઞાની થઈ રહ્યો છે અર્થાત્ આ બીજાનું વસ્ત્ર છે એવા જ્ઞાન વિનાનો થઈ રહ્યો છે હવે જેનું આ વસ્ત્ર હતું એ બીજો પુરુષ ધોબીને ત્યાં આવ્યો અને પોતાનું
PDF/HTML Page 454 of 4199
single page version
વસ્ત્ર માગ્યું. પૂછપરછ કરતાં ખબર પડી કે હમણાં જ કોઈ ભાઈ એ વસ્ત્ર ભૂલથી લઈ ગયા છે. ત્યારે તે બીજો પુરુષ સીધો જ પેલા પુરુષના ઘેર જઈ, તેને તે વસ્ત્ર ઓઢીને સૂતેલો જોઈ તે વસ્ત્રનો ખૂણો પકડી, ખેંચી તેને ઉઘાડો કરે છે, કહે છે કે-‘ભાઈ! તું શીઘ્ર જાગ, સાવધાન થા. આ વસ્ત્રનું ચિહ્ન જો. આ વસ્ત્ર મારું છે તે ભૂલથી બદલાઈને તારી પાસે આવ્યું છે. તો એ મારું વસ્ત્ર મને આપી દે.’ આમ એક-બે વાર નહિ પણ વારંવાર કહેલા તે વાકયને સાંભળતો તે પુરુષ સાવધાન થઈને વસ્ત્રનાં સર્વ ચિહ્નોથી સારી રીતે પરીક્ષા કરીને, ‘આ વસ્ત્ર મારું નથી, મારા વસ્ત્રના છેડે તો મેં મારું નામ સીવી રાખ્યું છે તે અહીં નથી તેથી જરૂર આ વસ્ત્ર પારકું જ છે’-એમ જાણીને જ્ઞાની થયો થકો એટલે સંસારનો ડાહ્યો થયો થકો તે વસ્ત્રને જલદી ત્યાગે છે, છોડી દે છે. ભલે વસ્ત્ર હજુ દૂર થયું ન હોય, પણ જ્યાં પર તરીકે જાણ્યું ત્યાં તરત જ પોતાપણાની બુદ્ધિ છૂટી જાય છે, અને જે ભ્રમ હતો કે આ વસ્ત્ર મારું છે એમ ભ્રમ ભાંગી જાય છે.
તેવી રીતે-આ જ્ઞાતા ભગવાન આત્મા ચૈતન્યમૂર્તિ પ્રભુ જ્ઞાનથી ભરેલો દરિયો છે. એ અનંત જ્ઞાનસ્વભાવના સામર્થ્યથી ભરેલો ભગવાન જ્ઞાતા છે. તે જાણનાર- જાણનાર-જાણનાર છે. છતાં તે જેને જાણે છે તે પરચીજોને-આ સ્ત્રી, કુટુંબ વગેરે તો ઠીક પણ અંદરમાં કર્મના સંગે-વશે થતા પુણ્ય-પાપના વિકારી ભાવો જે પરદ્રવ્યના ભાવો છે તેને, બીજાના વસ્ત્રની જેમ, પોતાના માની ગ્રહણ કરે છે. પોતે તો જાણનાર સ્વરૂપે છે, છતાં પણ પરદ્રવ્યના ભાવોને ગ્રહણ કરી પોતાના માને છે. જ્ઞાન અને આનંદ જે સ્વદ્રવ્યનો ભાવ છે તેને કદીય જોયો નથી તેથી દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ વિકારી પરિણામ મારા પોતાના છે એમ માને છે.
જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા ચૈતન્યપ્રકાશના નૂરના તેજનું પૂર છે. તેના અંતરમાં જ્ઞાન અને આનંદ ભરેલા છે. આવો જ્ઞાતા ભગવાન પોતાને ભૂલી ભ્રમથી પરદ્રવ્યના ભાવોને પોતાના માની અનાદિથી જન્મ-મરણની ઘટમાળમાં ફર્યા કરે છે. અનાદિથી અજ્ઞાની સ્વદ્રવ્યના સ્વરૂપને છોડી દઈ પુણ્ય-પાપના વિકલ્પો જે પરદ્રવ્યના ભાવો છે તેમને ભ્રમથી પોતાના માની ગ્રહણ કરે છે. પોતાનો સ્વભાવ તો જાણવું-દેખવું છે. પણ સ્વભાવનું ભાન નહિ હોવાથી ભ્રમથી પરદ્રવ્યના ભાવોને પોતાના જાણી ગ્રહણ કરે છે. જુઓ, અહીં ‘ભ્રમથી’ કહ્યું છે, ‘કર્મથી’ કહ્યું નથી. અહાહા! જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન બ્રહ્મને ભ્રમ થયો છે તેથી પોતાને છોડીને પરદ્રવ્યના ભાવો-દયા, દાન, ભક્તિ આદિ પુણ્યભાવો અને હિંસા, જૂઠ, ચોરી, આદિ પાપભાવોને ગ્રહણ કરે છે અને પોતાના માની અજ્ઞાની થઈ રહ્યો છે. બિચારો શું કરે? તેને ઉપદેશ પણ એવો જ સાંભળવા મળે છે કે- પુણ્ય કરો, પુણ્ય કરવાથી ધર્મ થાય છે. પરંતુ આ યથાર્થ ઉપદેશ નથી.
ભાઈ! પુણ્યભાવ જે દયા, દાન, ભક્તિ, વ્રત, તપ, પૂજા, જાત્રા, વગેરેના ભાવ છે
PDF/HTML Page 455 of 4199
single page version
તે રાગ છે (ધર્મ નથી), અને તે રાગને જે પોતાના માને તે મિથ્યાદ્રષ્ટિ છે. જ્યાં સુધી પૂર્ણ વીતરાગતા પ્રગટ થતી નથી ત્યાંસુધી સમ્યગ્દ્રષ્ટિને પણ શુભરાગ હોય છે ખરો, પરંતુ વ્યવહાર છે અને તે આશ્રય કરવા લાયક નથી. નિશ્ચય અને વ્યવહાર બન્ને ઉપાદેય (આશ્રય કરવા યોગ્ય) નથી. વ્યવહાર હોય છે ખરો, પણ તે આદરણીય નથી. વ્યવહારનયને જો ન માને તો તીર્થનો જ નાશ થાય અને જો નિશ્ચયનયને ન માને તો તત્ત્વનો નાશ થાય. તેથી ગુણસ્થાન આદિ ભેદો જે વ્યવહાર છે તે હોય છે ખરો, પરંતુ તે આદરવા લાયક નથી. તથા એ વ્યવહારથી નિશ્ચય થાય એમ પણ નથી.
અહીં એ જ વાત કહે છે કે-પોતાનું સ્વરૂપ તો જ્ઞાન જ છે. પરંતુ અજ્ઞાની સ્વરૂપને ભૂલીને ભ્રમથી રાગાદિ વિભાગોને ગ્રહણ કરી તેમને પોતાના જાણીને પોતામાં એકરૂપ કરીને સૂતો છે. અનાદિથી અજ્ઞાની જીવ એકલા જ્ઞાનનો પિંડ પ્રભુ આત્મા છે તેને છોડી દઈને પુણ્ય-પાપના ભાવ જે ધર્મથી વિરુદ્ધ એટલે અધર્મ છે તેમને પોતાના જાણીને, તેમને પોતાના સ્વભાવમાં એકરૂપ રીને સૂઈ રહ્યો છે, ઊંઘી ગયો છે; અને પોતાની મેળે અજ્ઞાની થઈ રહ્યો છે. કર્મથી અજ્ઞાની થઈ રહ્યો છે એમ નથી, પોતાની મેળે અજ્ઞાની થઈ રહ્યો છે. કહ્યું છે ને કેઃ-
પોતાની ચીજ સચ્ચિદાનંદ પ્રભુ આનંદકંદ જ્ઞાયક છે. તેને છોડીને અજ્ઞાની દેહાદિ જે પરવસ્તુ જડ અજીવસ્વરૂપ છે તેને અને અંદરમાં જે પુણ્ય-પાપના વિકાર થાય છે તેને પોતાના માની મોહનિંદમાં સૂઈ રહ્યો છે. ભગવાન આત્મા તો અબંધસ્વભાવ છે, અને જે પુણ્ય-પાપના ભાવ છે એ ભાવબંધ છે, આસ્રવરૂપ છે. છતાં તે ભાવોને પોતાના જાણી, પોતાથી એકરૂપ માની પોતે પોતાથી જ અજ્ઞાની થઈ રહ્યો છે; કર્મથી અજ્ઞાની થઈ રહ્યો છે એમ નથી.
આ દેશ, મકાન અને છોકરાં એ તો કયાંય દૂર રહ્યાં. અહીં વર્તમાન દશામાં કર્મના સંગથી જે પુણ્ય-પાપના ભાવો ઉત્પન્ન થાય છે તે પરદ્રવ્યના ભાવો છે એમ કહ્યું છે. કારણ કે પરમાત્મદશા થતાં તે ભાવો છૂટી જાય છે અને જ્ઞાનાનંદસ્વરૂપ ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા રહી જાય છે. ભાઈ! તારો દેશ તો અસંખ્ય પ્રદેશી દ્રવ્ય અંદર છે, અને તેમાં અનંત અનંત ગુણની પ્રજા વસે છે. રાગ કે પુણ્ય-પાપના વિકલ્પો એ પોતાનો સ્વભાવ કે સ્વભાવની જાતના નથી. તેઓ તો ચંડાળની જેમ વિકાર-વિભાવની જાતના છે. એમનો વસ્તુમાં પ્રવેશ છે જ નહિ. છતાં અનાદિથી ચૈતન્ય ભગવાન પોતાની જ્ઞાન- આનંદની સ્વરૂપસંપદાને ભૂલીને પુણ્ય-પાપના વિકલ્પોને પોતાના જાણીને, એમાં જ એકરૂપ થઈને સૂતો છે, અને પોતાની મેળે અજ્ઞાની થઈ રહ્યો છે. જુઓ, દર્શનમોહનો ઉદ્રય આવ્યો તેથી અજ્ઞાની થયો છે એમ નથી લીધું. પરંતુ રાગાદિ પુણ્ય-પાપના મેલને પોતાનો
PDF/HTML Page 456 of 4199
single page version
માનીને પોતાની મેળે અજ્ઞાની થયો છે. તોપણ અજ્ઞાનીને એવી માન્યતા થઈ ગઈ છે કે કર્મને લઈને બધું થાય છે. દોષ કરે છે પોતે, પણ નાખે છે કર્મના માથે. પણ ભાઈ! કર્મનો કાંઈ વાંક નથી. આવે છે ને કેઃ-
એકલી અગ્નિને માથે ઘણ ન પડે. પણ જો તે લોઢાનો સંગ કરે તો ઘણ પડે. તેમ આ આત્મા જો રાગનો સંગ કરે અને એમાં એકાકાર થાય તો ચારગતિનાં દુઃખ ભોગવે.
અહાહા! શું ખૂબીથી વાત કરી છે! કે જેમ કોઈ પુરુષ ધોબીને ત્યાંથી બીજાનું વસ્ત્ર લઈ આવ્યો અને ભ્રમથી પોતાનું જાણી ઓઢીને સૂતો છે તેમ આ ભગવાન આત્મા પોતાની ચૈતન્યની જાતના નહિ એવા પરભાવમય શુભ-અશુભ રાગને ગ્રહણ કરી, ભ્રમથી પોતાના જાણીને, પોતાની સાથે એકરૂપ કરી સૂતો છે. ચૈતન્ય પ્રભુ તો નિર્વિકલ્પઘન છે. પરંતુ પર્યાયમાં રાગની-વિકલ્પની દશા સાથે એકરૂપ થઈ અનાદિથી સૂતો છે. પૈસા, દેશ, શરીર ઇત્યાદિ મારાં છે એવી માન્યતા તો ગાઢ મૂઢતા છે. પરંતુ અહીં તો રાગની વૃત્તિ જે મેલમય છે અને જે આત્મસ્વભાવમાં નથી એને પોતાની માનીને સૂતો છે તે પણ મૂઢ છે એ વાત છે. ચૈતન્યદળ પ્રભુ આત્મામાં એવી તાકાત છે કે તે એક સમયમાં સમગ્ર લોકાલોકને જાણે. પરંતુ રાગને રચવાની તેના સ્વભાવમાં તાકાત નથી. ભગવાન આત્મા અંદર અનંત આનંદ અને વીતરાગી શાંતિનું દળ છે. પણ કોઈ દિવસ સાંભળ્યું હોય ત્યારે ને? બિચારો બહારની ધામધૂમમાંથી નવરો જ થતો નથી. તેથી પોતે પોતાની મેળે અજ્ઞાની થયો થકો ચારગતિમાં રખડપટ્ટી કરે છે.
ભાઈ! વીતરાગી પ્રભુનો માર્ગ, ધર્મનો માર્ગ જગતથી જુદો છે. પરની દયા પાળવાનો ભાવ આવે છે તે શુભરાગ છે. પરંતુ એથી પરની દયા કોઈ પાળી શકે છે એમ નથી. કારણ કે પરવસ્તુ છે તે (પરિણમનમાં) સ્વતંત્ર છે. તેની દશાનો ર્ક્તા તે પોતે છે. તેથી બીજો કોઈ એમ કહે કે હું આને જિવાડું કે મારું તો એ માન્યતા મિથ્યા ભ્રમ છે, અને તે અજ્ઞાની છે, મૂઢ છે. ભાઈ! તું તો જ્ઞાન છે ને! તું જાણવાની ભૂમિકામાં રહે એવું તારું સ્વરૂપતત્ત્વ છે. જાણનાર શું કરે? શું તે રાગ કરે? રાગનો- વિકારનો તો તારા સ્વભાવમાં અભાવ છે. છતાં દયા, દાન આદિ પરદ્રવ્યના ભાવોને એકરૂપ કરી મિથ્યાત્વમાં અનાદિથી સૂતો છે એ મોટું અજ્ઞાન છે.
ભગવાન આત્મા અનાદિથી પોતાની ચીજને ભૂલીને કૃત્રિમ, ક્ષણિક, ઉપાધિમય એવા પુણ્ય-પાપના ભાવોને પોતાના માની પોતાની મેળે અજ્ઞાની થઈ રહ્યો છે. તેને શ્રીગુરુ પરભાવનો ભેદ કરી બતાવે છે કે-ભાઈ! તું ચૈતન્યસ્વરૂપ જ્ઞાનસંપદાથી ભરેલો ભંડાર છે. આ રાગના વિકલ્પોથી તારી ચીજ ભિન્ન છે. તું તારું લક્ષણ જો. તારું લક્ષણ તો જાણવું
PDF/HTML Page 457 of 4199
single page version
છે. રાગ એ તારું લક્ષણ નથી. શ્રીગુરુ પરભાવનો વિવેક કરી બતાવે છે, એનો અર્થ એ થયો કે ગુરુ તેને કહેવાય કે જે રાગથી આત્મા ભિન્ન છે એમ કહી ભેદજ્ઞાન કરાવે. રાગ કરવા જેવો છે કે રાગથી લાભ (ધર્મ) થાય-એવો જે ઉપદેશ આપે તે જૈનના ગુરુ નહિ પણ અજ્ઞાની છે. આત્મજ્ઞાનની અનુભવદશા જેને થઈ છે તે સાચા ગુરુ છે. આવા સાચા ગુરુ પરભાવને હેય કરી બતાવે છે કે-ભાઈ! જ્ઞાન અને આનંદ એ તારું સ્વરૂપસત્ત્વ છે, પુણ્ય-પાપના કૃત્રિમ વિકલ્પો એ તારી ચીજ નથી. ધર્માત્માનો આવો ઉપદેશ, રાગને પોતાથી એક કરી-માનીને બેઠો છે એવા અજ્ઞાનીને ભેદજ્ઞાન કરાવે છે.
જેમને ચૈતન્યસ્વભાવના આશ્રયે વીતરાગી પરિણતિ થઈ છે તે શ્રીગુરુ ધર્માત્મા છે. તે મોક્ષમાર્ગને પામેલા છે. તેઓ પરભાવોને હેય કરીને, અજ્ઞાનીને રાગ અને ત્રિકાળસ્વભાવની ભિન્નતાનો વિવેક કરાવે છે. જેમ ફોતરાં અને કસ બન્ને જુદી ચીજ છે, તેમ ભગવાન આનંદનો નાથ ચિદાનંદ પ્રભુ આત્મા કસ છે અને જે રાગના વિકલ્પો ઊઠે છે તે ફોતરાં છે. એ બન્ને ભિન્નભિન્ન છે. જ્યારે સૂપડામાં કસ અને ફોતરાં જલદી છૂટાં ન પડે ત્યારે જેમ ધબ્બો મારીને છૂટાં પાડે છે તેમ અહીં શ્રીગુરુ ધબ્બો મારીને જે બન્નેને એકાકાર માને છે તેને ભેદજ્ઞાન કરાવે છે, અને એક આત્મભાવરૂપ કરે છે.
ભાઈ! જાણવું-દેખવું એ તારો સ્વભાવ છે. તારું સ્વરૂપ પ્રજ્ઞાબ્રહ્મ છે. રાગ એ તારી ચીજ નથી. રાગ અને પ્રજ્ઞાસ્વભાવ ભિન્નભિન્ન છે. આ શરીર તો જડ માટી-ધૂળ છે. શરીર ચાલે કે વાણી નીકળે એ આત્માથી નથી. તેમ આ પુણ્ય-પાપના ભાવ પણ જડ અચેતન અને અંધકારરૂપ છે, જ્યારે ભગવાન આત્મા પ્રકાશમૂર્તિ પ્રભુ ચૈતન્યસૂર્ય છે. ચૈતન્યનો પ્રકાશ અને રાગ અંધકાર એ બન્ને ભિન્નભિન્ન છે. આ પ્રમાણે યથાર્થ ઉપદેશ કરી શ્રીગુરુ રાગ અને સ્વભાવનો ભેદ બતાવી વિવેક-ભેદજ્ઞાન કરાવે છે. બાપુ! માર્ગ તો આવો છે. કોઈને બેસે કે ન બેસે તેથી સત્ય ફરી જાય નહિ.
જે રીતે દ્રષ્ટાંતમાં અજ્ઞાની પુરુષ બીજાના વસ્ત્રને પોતાનું માની સૂતો છે તેને બીજો પુરુષ કે જેનું વસ્ત્ર છે તે જ્ઞાન કરાવે છે કે-ભાઈ! આ વસ્ત્ર તારું નથી, તું ભ્રમથી એને પોતાનું માની બેઠો છે. તેમ અજ્ઞાની પણ પરભાવરૂપ વિકલ્પોને-રાગને પોતાના માની તેમાં એકાકાર થઈને સૂતો છે. તેને શ્રીગુરુ રાગ અને આત્માનો ભેદ કરી વિવેક કરાવે છે, અને એક આત્મભાવરૂપ કરે છે. શ્રીગુરુ સમજાવે છે કે-ભાઈ! જ્ઞાન અને આનંદથી ભરેલો તું પ્રજ્ઞા બ્રહ્મ સ્વરૂપે છે. રાગ તારી પોતાની ચીજ નથી. જે ચીજ પોતાની હોય તે જુદી પડે નહિ અને જે જુદી પડે તે ચીજ પોતાની નહિ. જો, આત્મા અંદર ધ્યાન કરીને પરમાત્મા થાય છે ત્યારે રાગ રહેતો નથી, રાગ છૂટો પડી જાય છે. માટે જાણનાર-દેખનાર આત્માથી તે ભિન્ન ચીજ છે. રાગ તારામાં નથી અને તું રાગમાં નથી. બન્ને ચીજ તદ્ન ભિન્ન ભિન્ન છે.
PDF/HTML Page 458 of 4199
single page version
જેમ નાળિયેરમાં ઉપરનાં છાલાં તેમ જ કાચલી છે તે નાળિયેર નથી. તથા તે કાચલી તરફની લાલ છાલ છે તે પણ નાળિયેર નથી. અંદર ધોળો અને મીઠો ગોળો છે તે નાળિયેર છે. તેમ આ શરીર છે તે ઉપરનાં છાલાં છે, અંદર જે કર્મ છે તે કાચલી છે તથા જે દયા, દાન, ભક્તિ, કામ, ક્રોધ આદિ પુણ્ય-પાપના જે ભાવ છે તે લાલ છાલ છે. અને અંદર આનંદનો શુદ્ધ ગોળો છે એ ભગવાન આત્મા છે. જેમ ધોળો અને મીઠો ગોળો તે નાળિયેર છે એમ જ્ઞાનાનંદ શુદ્ધ ગોળો એ આત્મા છે. આમ સર્વ ભિન્ન ભિન્ન છે. આવો સંતોનો ઉપદેશ છે. જન્મ-મરણ રહિત થવાની ચીજ તો જગતથી જુદી છે. ભાઈ! તું જન્મ-મરણ કરીને અનાદિથી દુઃખી થઈ રહ્યો છે છતાં તને થાક નથી લાગ્યો? શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું છે કેઃ-
આત્મા જ્ઞાનરસ-ચૈતન્યરસથી પરિપૂર્ણ ભરેલું તત્ત્વ છે. તે સત્ છે, અને જ્ઞાન આનંદ તેનું સત્ત્વ છે. દયા, દાન, વ્રત, ભક્તિ આદિ શુભભાવ કે હિંસા, જૂઠ, ચોરી, વિષયવાસના આદિ અશુભભાવ જે થાય છે તે વિકાર છે. તે આત્માનું સત્ત્વ નથી. આત્મા અને રાગ ભિન્નભિન્ન સત્ત્વ છે. બલ્કે રાગ તો બેડી સમાન છે. અશુભ રાગ લોઢાની બેડી છે તો શુભરાગ સોનાની; પણ છે તો બન્નેય બેડી. શુભરાગ પણ બેડી છે, ભલો નથી. પ્રભુ! તારી પ્રભુતાને તો એકવાર જાણ. જાણવું-દેખવું અને આનંદ એ તારી પ્રભુતા છે. એ તારા તત્ત્વનું સત્ત્વ છે. આત્મા અનાદિ-અનંત વસ્તુ છે. જે વસ્તુ છે તે ઉત્પન્ન થતી નથી તેમ જ એનો નાશ પણ થતો નથી. છતાં અજ્ઞાની અનાદિથી શું કરી રહ્યો છે? પ્રતિસમય નવા નવા થતા પુણ્ય-પાપના ભાવને પોતાના માની સૂતો છે. તેને શ્રીગુરુ કહે છે કે-પ્રભુ! તારી ભૂલ થાય છે. જે ચીજ ક્ષણિક છે અને જે ચીજ તારામાં નથી તેને પોતાની માનીને સૂતો છે એ મોટી ભૂલ છે.
શ્રીમદ્ રાજચંદ્ર એકવાર કહેતા હતા કે આત્માના ગુણોનો જેમ પાર નથી તેમ એના અપલક્ષણોનો પણ પાર નથી. પોતાની જાતને ન જાણવી અને રાગ તથા પુણ્ય- પાપને પોતાના માનવા એ અપલક્ષણ છે. જ્ઞાન નિજ લક્ષણ છે. તેને ઠેકાણે રાગને પોતાનું સ્વરૂપ માનવું તે અપલક્ષણ છે. ભાઈ! માર્ગ તો આવો છે, બાપુ. ભલે તને ન બેસે, પણ તારી ચીજ આવી છે, નાથ! કેટલાક કહે છે કે સંસ્કાર સુધારો. પણ એ તો કોલસાને સુધારવા જેવું છે. કોલસાને સુધારતાં કાળપ નીકળશે. પરંતુ જો ધોળાશ જોઈતી હોય તો તેને બાળવો પડશે. તેમ જો સુધારો કરવો હોય તો પુણ્ય-પાપના ભાવ મારા નથી એમ જાણી બાળી નાખ. નહીં તો સુધારો થશે નહિ. ભગવાન! મોક્ષનો માર્ગ કોઈ અલૌકિક ચીજ છે.
PDF/HTML Page 459 of 4199
single page version
દયા પાળવી, વ્રત કરવાં અને દેશની સેવા કરવી એમાં લોકો ધર્મ માની બેઠા છે. પણ બાપુ! એમાં ધૂળેય ધર્મ થતો નથી. આત્માની તેં કદી સેવા કરી નથી તેથી તને ધર્મ થયો નથી.
ભૂલ કેમ છે અને તે કેમ ટળે? અનાદિથી જીવ પુણ્ય-પાપના ભાવને પોતાથી એકપણે માનીને સૂતો છે અને પોતે પોતાની મેળે અજ્ઞાની થઈ રહ્યો છે. કર્મોએ તેને અજ્ઞાની કરાવ્યો છે એમ નથી. આવા અજ્ઞાનીને શ્રીગુરુ ભેદજ્ઞાન કરાવે છે કે-ભાઈ! તું તો વીતરાગ-વિજ્ઞાનનો ઘન છે. તારી ચીજમાં તો એકલાં જ્ઞાન અને આનંદ ભર્યાં છે. રાગ જ્યાં તારી ચીજ નથી, તો પછી શરીર, બાયડી, છોકરાં ઇત્યાદિ તારાં કયાંથી હોય? તેથી પર જડની તો અહીં વાત જ લીધી નથી. અહીં તો રાગથી ભિન્નતા બતાવનારી ઉથલ-પાથલની વાત છે. કહે છે કે પુણ્ય-પાપના પરિણામને તું પોતાના માને છે તે માન્યતાને ઉથલાવી નાખ. ભાઈ! આ કાંઈ ભાષા બોલવાથી થઈ જાય એમ નથી. નિજ ચૈતન્યસ્વભાવથી એકપણું કરી અંતર પરિણમન કરવું જોઈએ.
ભગવાન! તું આનંદનો નાથ પ્રભુ રાગમાં એકપણું માની સૂતો છે તે તને શોભે છે? તું તો જાણનાર-દેખનાર સ્વરૂપે છે. પુણ્ય-પાપના વિકલ્પો એ તારા નથી. તું એમાં નથી. માટે તું શીઘ્ર જાગ. શ્રીગુરુ કહે છે કે-જાગ રે જાગ, ભાઈ! હવે તું રાગમાં બહુ સૂતો છે, અનાદિથી તું રાગની સોડ તાણી સૂતો છે. હવે શીઘ્ર જાગ. હળવે-હળવે એમ નહિ, પણ શીઘ્ર જાગ. સાવધાન થા. આ તારો આત્મા એક જ્ઞાનમાત્ર જ છે. જાણવું- જાણવું-જાણવું એવા જાણકસ્વભાવના તત્ત્વનું તું સત્ત્વ છે, જ્ઞાનમાત્ર કહેતાં રાગ નહિ પણ તેમાં અનંત આનંદ, શાન્તિ, પ્રભુતા, સ્વચ્છતા ઇત્યાદિ અનંત શક્તિ આવી જાય છે. આમ શ્રીગુરુ પરભાવથી ભેદજ્ઞાન કરાવી (અજ્ઞાનીને) એક આત્મભાવરૂપ કરે છે.
અહાહા! આમાં તો શ્રીગુરુ-જૈનના ગુરુ-દિગંબર સંત-નિર્ગ્રંથ ગુરુ કેવો ઉપદેશ આપે છે એ પણ આવી જાય છે. આનો અર્થ એમ થાય છે કે જૈનના ગુરુ એને કહેવાય કે જે એમ ઉપદેશ આપે કે રાગથી આત્મા ભિન્ન છે, રાગથી આત્માને કિંચિત્ પણ લાભ કે ધર્મ થાય નહીં. પરંતુ જે રાગથી ધર્મ થવાનું કહે તે સાચા જૈનગુરુ નથી પણ અજ્ઞાની કુગુરુ છે. દિગંબર નિર્ગ્રંથ ગુરુ તો અજ્ઞાનીને રાગાદિ પરભાવથી વિવેક કરાવે છે કે- ભગવાન! પુણ્ય-પાપના જે ભાવ ઉત્પન્ન થાય તે આત્માની ચીજ નહિ, એ તો આત્માનો ઘાત કરનારી ચીજ છે. ભગવાને સાત તત્ત્વ કહ્યાં છે કે નહિ? તો તેમાં દયા, દાન, વ્રત, ભક્તિ, ઇત્યાદિ ભાવ પુણ્યતત્ત્વ છે, અને હિંસા, ચોરી આદિના ભાવ તે પાપતત્ત્વ છે. તથા તે બન્નેથી ભિન્ન એકરૂપ જ્ઞાયકભાવ છે તે જીવતત્ત્વ છે. અહાહા! શરીર, વાણી, ઇત્યાદિ અજીવ તત્ત્વ છે એ તો કયાંય દૂર રહ્યાં, પરંતુ અહીં તો જે રાગ થાય છે તે કૃત્રિમ, ક્ષણિક, ઉપાધિમય મલિનભાવથી તારી જ્ઞાયક ચીજ
PDF/HTML Page 460 of 4199
single page version
ભિન્ન છે એમ શ્રીગુરુ ભેદજ્ઞાન કરાવી જીવને એક આત્મભાવરૂપ કરે છે. અહો! જ્ઞાનીઓનો ઉપદેશ પરભાવથી ભેદ કરાવી જીવને આત્મભાવરૂપ કરે છે!
અરેરે! એણે અનંતકાળથી આમ ને આમ પોતાની મૂળ ચીજને સમજ્યા વિના બધું ગુમાવ્યું છે. છહઢાળામાં આવે છે ને કેઃ-
અનંતવાર વ્રત, તપ, ભક્તિ, પૂજા કરીને મરી ગયો, પરંતુ આત્માનું જ્ઞાન કર્યું નહિ તેથી કિંચિત્ સુખની પ્રાપ્તિ ન થઈ. રાગનું જ્ઞાન ન કર્યું એમ નહિ પણ (રાગથી ભિન્ન) આત્માનું જ્ઞાન-ચૈતન્યનું જ્ઞાન ન કર્યું તેથી સુખી ન થયો અને ચારગતિમાં રખડયો. અહાહા! દિગંબર મુનિ થયો, ર૮ મૂળગુણ પાળ્યા, મહાવ્રતાદિ પાળ્યાં; પણ એમાં કયાં ધર્મ હતો? એ તો રાગ, વિકલ્પ અને આસ્રવભાવ હતો. દુઃખ અને આકુળતા હતાં. એનાથી ભિન્ન આત્માના જ્ઞાન વિના સુખ કયાંથી થાય?
તેને હવે શ્રી ગુરુ કહે છે કે-ભાઈ! શીઘ્ર જાગ, ઊઠ. અનંતકાળથી પુણ્ય-પાપને પોતાનાં માની મિથ્યાત્વમાં સૂઈ રહ્યો છે તો હવે જલદી જાગ. આ ટાણાં આવ્યાં છે, માટે સાવધાન થા-સાવધાન થા. રાગ તારી ચીજ નથી તેથી રાગમાં સાવધાની છે તે છોડીને હવે સ્વરૂપમાં સાવધાન થા. જે વ્યવહારમાં સાવધાન છે તે નિશ્ચયમાં ઊંઘે છે અને જે નિશ્ચયમાં સાવધાન છે તે વ્યવહારમાં ઊંઘે છે.
આ તારો આત્મા વાસ્તવમાં એક જ છે. અર્થાત્ તે જ્ઞાનસ્વરૂપે પણ છે અને રાગ-સ્વરૂપે પણ છે એમ નથી. તું તો ભગવાન! એક જ્ઞાનસ્વરૂપે જ છે. રાગ તો અન્યદ્રવ્યનો-પુદ્ગલનો ભાવ છે. રાગમાં ચૈતન્યના પ્રકાશના નૂરનો અભાવ છે. દયા, દાન, વ્રત, ભક્તિ આદિ શુભભાવો ચૈતન્યના પ્રકાશથી રહિત અંધકારમય છે. ચૈતન્યપ્રકાશબિંબ પ્રભુ તું એક જ્ઞાયકભાવમાત્ર છે અને રાગથી માંડીને સઘળા અન્યદ્રવ્યના ભાવો-પરદ્રવ્યના ભાવો પરભાવો છે. માટે તું શીઘ્ર જાગ્રત થઈ સ્વરૂપમાં સાવધાન થા. શ્રીગુરુનો આવો ઉપદેશ છે. આકરું તો લાગે પણ આ જ પરમાર્થ વાત છે. આ સિવાય અન્યથા કોઈ ઉપદેશ કરે કે-વ્યવહારથી ધર્મ થાય કે વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થાય તો તે જૈન ગુરુ નથી પણ મિથ્યાદ્રષ્ટિ-અજ્ઞાની છે.
અજ્ઞાની એકવાર કે બે વારમાં સમજતો નથી. એટલે શ્રીગુરુ તેને વારંવાર સમજાવે છે કે-‘રાગ અને આત્મા ભિન્ન ભિન્ન છે, વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય ન થાય, રાગ કરતાં કરતાં વીતરાગતા ન થાય, ઇત્યાદિ.’ આમ વારંવાર સાંભળે છે તેને વારંવાર કહે છે એમ કહેવાય છે. વારંવાર સાંભળવાની યોગ્યતા હતી તેથી વારંવાર સાંભળવાથી શિષ્યને જિજ્ઞાસા થઈ કે-અહો! આ શું કહે છે? તેને શ્રીગુરુ આગમનું વાકય કહે છે