PDF/HTML Page 421 of 4199
single page version
કરતાં નિમિત્તનું અનુસરણ છૂટી જાય છે. ત્યારે તે ભાવ્ય પણ રહેતું નથી અને કેવળજ્ઞાન પ્રગટ થાય છે. તેવી રીતે મતિ, શ્રુત, અવધિ અને મનઃપર્યય જ્ઞાનમાં પણ લઈ લેવું. આ પ્રકારે જ્ઞાનાવરણીય કર્મ જીતાય છે.
કેવળદર્શનાવરણીય કર્મનો ઉદ્રય આવતાં, તેને અનુસરે તો જરી દર્શનની હીણતારૂપ ભાવ્ય થાય છે. જ્ઞાની અને મુનિને પણ પર્યાયમાં દર્શનની હીણદશારૂપ ભાવ્ય થવાની લાયકાત હોય છે તેથી ભાવ્ય થાય છે, કર્મના કારણે નહિ. જો તે (ઉદય) તરફનું લક્ષ છોડી સ્વભાવમાં આવે (સંપૂર્ણ આશ્રય પામે) તો કેવળદર્શનાવરણીય કર્મ જીતાય છે. તેવી જ રીતે ચક્ષુ, અચક્ષુ અને અવધિ દર્શનાવરણીય કર્મને જીતવા સંબંધમાં પણ સમજવું.
હવે અંતરાય કર્મઃ-દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય એ પાંચ પર્યાય છે. અંતરાય કર્મનો ઉદય આવે છે માટે આ પાંચ પર્યાય હીણી થાય છે એમ નથી. પરંતુ જ્યારે એ હીણીદશા થાય છે ત્યારે કર્મના ઉદ્રયને નિમિત્ત કહે છે. લાભાંતરાય, દાનાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય અને વીર્યાંતરાય કર્મનો ઉદય આવે છે તે જડમાં છે, અને તે સમયે હીણીદશા થવાની પોતાના ઉપાદાનમાં લાયકાત છે; તેથી ઉદયને અનુસરતાં હીણીદશારૂપ ભાવ્ય થાય છે. પરંતુ પરનું લક્ષ છોડીને ત્રિકાળ વીતરાગમૂર્તિ અકષાયસ્વભાવી ભગવાન આત્માનો આશ્રય કરે તો ભાવ્ય-ભાવકની એક્તાનો સંકરદોષ જે થતો હતો તે ટળી જાય છે. આ અંતરાયકર્મનું જીતવું છે.
તેવી રીતે આયુકર્મનો ઉદય છે માટે જીવને શરીરમાં રહેવું પડે છે એમ નથી. ભાવક કર્મનો ઉદય જડ કર્મમાં છે અને તેને અનુસરીને પર્યાયમાં રહેવાની લાયકાત પોતાની છે માટે જીવ રહ્યો છે. આયુકર્મ તો નિમિત્તમાત્ર છે. સાતા-અસાતા વેદનીયકર્મનો ઉદય હોય એ તો જડમાં છે. વળી ખરેખર તો એ સંયોગની પ્રાપ્તિમાં નિમિત્ત છે. તેના ઉદયે જીવની પર્યાયમાં કિંચિત્ નુકશાન થાય છે તે પોતાના કારણે છે, પરંતુ ઉદયના કારણે નહિ. તેવી રીતે નામકર્મનો ઉદય તો જડમાં છે અને તેના નિમિત્તે જીવની સૂક્ષ્મ અરૂપી-નિર્લેપ દશા પ્રગટ હોવી જોઈએ તે થતી નથી તે જીવની પોતાની યોગ્યતાથી છે કેમકે તે કાળે ઉદયનું અનુસરણ હોય છે. ગોત્રકર્મ સંબંધી પણ આમ સમજી લેવું. આમ આઠેય કર્મનો ઉદય તો જડમાં છે અને ભાવક કર્મને અનુસરીને થવા યોગ્ય જે ભાવ્ય તે આત્માની દશા પોતાથી છે, કર્મના કારણે નહિ. જ્ઞાની તે ઉદયને અવગણીને, તેનું લક્ષ છોડીને નિષ્કર્મ નિજ જ્ઞાયકભાવને અનુસરતાં તે તે ભાવ્યદશા પ્રગટ થતી નથી તે કર્મને જીતવું થયું કહેવાય છે.
ઘાતીકર્મને કારણે આત્મામાં ઘાત થાય છે એમ નથી. પરંતુ દ્રવ્યઘાતીકર્મના ઉદયકાળે પર્યાયમાં તે જાતની હીણી દશારૂપે પરિણમવાની એટલે ભાવઘાતીરૂપે થવાની પોતાની લાયકાત છે, પરંતુ કર્મના કારણે તે લાયકાત નથી. કર્મના કારણે કર્મમાં પર્યાય થાય છે,
PDF/HTML Page 422 of 4199
single page version
આત્મામાં નહિ. અહાહા! પરને કારણે બીજામાં કાંઈ થાય એવું જૈનધર્મમાં છે જ નહિ. ગુણોની પર્યાય થાય છે તેમાં પોતે જ કારણ છે, કારણ કે પોતે જ કર્મનું અનુસરણ કરે છે. પોતે જેટલે દરજ્જે (અંશે) નિમિત્તનું અનુસરણ છોડી, સ્વભાવ જે સાક્ષાત્ વીતરાગસ્વરૂપ છે તેને અનુસરી વીતરાગ પર્યાય પ્રગટ કરે છે તેટલે અંશે ભાવ્યભાવક- સંકરદોષ ટળે છે.
અહો! આ તો વીતરાગના અલૌકિક ન્યાય છે. જેમ પેંથીએ પેંથીએ તેલ નાખે તેમ આચાર્યોએ વીતરાગ ભગવાનનો માર્ગ સ્પષ્ટ કર્યો છે. કુંદકુંદાચાર્યનાં શાસ્ત્રો અને અમૃતચંદ્રાચાર્યની ટીકા અગાધ છે. સંતોએ તો હૃદય ખુલ્લાં કર્યાં છે. જેવી રીતે દ્રવ્યકર્મ જીતાય છે તેમ નોકર્મને અનુસરીને જે વિકારી ભાવ થાય છે તેને છોડી સ્વભાવને અનુસરતાં નોકર્મનું જીતવું થાય છે. વળી મનના નિમિત્તે જે કંપન છે તેને અનુસરીને યોગપણે થવાની યોગ્યતા પોતાનીછે. તે ભાવ્ય-ભાવકસંકરદોષ જેટલા અંશે સ્વભાવને અનુસરવામાં આવે તેટલા અંશે ટળી જાય છે. આ શાસ્ત્રમાં આસ્રવ અધિકારમાં ગાથા ૧૭૩ થી ૧૭૬ ના ભાવાર્થમાં પંડિત જયચંદજીએ લખ્યું છે કેઃ- ‘ક્ષાયિક સમ્યગ્દ્રષ્ટિને સત્તામાંથી મિથ્યાત્વનો ક્ષય થતી વખતે જ અનંતાનુબંધી કષાયનો તથા તે સંબંધી અવિરતિ અને યોગભાવનો પણ ક્ષય થઈ ગયો હોય છે તેથી તેને તે પ્રકારનો બંધ થતો નથી.’ તેથી શ્રીમદ્ રાજચંદ્રે ‘સર્વગુણાંશ તે સમ્યક્ત્વ’ અને પંડિત શ્રી ટોડરમલજીએ રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં ‘જ્ઞાનાદિ ગુણો એકદેશ ચતુર્થ ગુણસ્થાન થતાં પ્રગટ થાય છે’ એમ કહ્યું છે.
જેમ ઉપર મન લીધું તેમ વચન, કાય અને પાંચ ઇન્દ્રિયો પણ લેવી. ઇન્દ્રિયોને અનુસરીને જે હીણી દશા થાય છે તે ભાવ્ય છે. તે ભાવ્યને અનિન્દ્રિય સ્વભાવનો આશ્રય લઈને ટાળવું તે જીતેન્દ્રિયપણું છે.
આમ સમય સમયના પરિણામ પોતાથી સ્વતંત્રપણે છે એમ સિદ્ધ કરે છે. પરિણામ ઉગ્રરૂપ પરિણમે કે ઉગ્રરૂપ ન પરિણમે, તે પોતાના કારણે છે, એમાં નિમિત્તની જરાય ડખલ નથી. આત્માવલોકનમાં આવે છે કે-જે દ્રવ્યની પર્યાય જે સમયે જે પ્રકારે થવાની છે તે પોતાના કારણે જ થાય છે અને તે નિશ્ચય છે.
આ રીતે મોહની જગ્યાએ રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, કર્મ, નોકર્મ, મન, વચન, કાયા અને પાંચ ઇન્દ્રિયો-એ સોળ પદ મૂકીને વર્ણન કર્યું. આ સિવાયના અસંખ્ય પ્રકારના શુભાશુભ ભાવો છે તે અને અનંત પ્રકારની અંશોની હીનતા અને ઉગ્રતા થાય છે તે પણ વિચારવી.
ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યઘન છે. દ્રવ્યેન્દ્રિયો, ભાવેન્દ્રિય, અને ઇન્દ્રિય-વિષયો એ ત્રણેય જ્ઞેય છે. એ પોતાની ચીજ નથી એમ જાણવું એને સર્વજ્ઞ પરમાત્મા કેવળીની
PDF/HTML Page 423 of 4199
single page version
સ્તુતિ કહે છે. જે પોતાની ચીજ હોય તે દૂર ન થાય, અને જે દૂર થાય એ પોતાની ચીજ કેમ હોય? જેને કેવળીની સ્તુતિ કરવી હોય તેણે આનંદ અને સર્વજ્ઞસ્વભાવથી પરિપૂર્ણ ભગવાન આત્મા સાથે રાગ અને નિમિત્તથી ભિન્ન પડી, એક્તાની નિર્વિકલ્પ ભાવના કરવી. આવી એક નિશ્ચય સ્તુતિની વાત ૩૧ મી ગાથામાં આવી ગઈ.
હવે આ ગાથામાં એમ કહ્યું કે-રાગ અને નિમિત્તથી ભિન્ન પડીને, ભગવાન આત્મા જે શુદ્ધ ચૈતન્યઘન વસ્તુ છે તેની સન્મુખ થવાથી જેને પર્યાયમાં શુદ્ધતા પ્રગટી છે (જ્ઞેય-જ્ઞાયક સંકરદોષ દૂર થયો છે) તે જ્ઞાનીને હજુ (મોહ) કર્મનું નિમિત્તપણું છે, અને તેના તરફના વલણવાળી વિકારી ભાવ્ય દશા થાય છે. હવે એ જ્ઞાની નિમિત્તનું લક્ષ છોડીને અંદર નિજ જ્ઞાયકભાવનો ઉગ્ર આશ્રય લઈને તે ભાવ્ય મોહ-રાગાદિને જીતે છે અર્થાત્ મોહનો ઉપશમ કરે છે. તેથી તેને ભાવ્યભાવકસંકરદોષ થતો હતો તે ટળે છે, અને આત્માની સ્તુતિ થાય છે અર્થાત્ આત્માના ગુણની વૃદ્ધિ થાય છે.
જડકર્મ જે મોહ તેના અનુસાર પ્રવૃત્તિથી આત્મા ભાવ્યરૂપે થતો હતો તેને ભેદજ્ઞાનના બળથી જુદો અનુભવ્યો તે જિતમોહ જિન થયો. ઉપશમ શ્રેણી ચઢતાં મોહના ઉદયનો અનુભવ ન રહે, પણ પોતાના બળથી ઉપશમાદિ કરી આત્માને અનુભવે તે જિતમોહ છે. ઉપશમાદિ કેમ કહ્યું? ઉપશમશ્રેણીમાં જ્ઞાન, દર્શન અને વીર્યનો ક્ષયોપશમભાવ હોય છે અને જેમ પાણીમાં મેલ હોય તે ઠરીને નીચે બેસી જાય તેમ વિકાર (ચારિત્ર મોહ) ઉપશમશ્રેણીમાં દબાઈ જાય છે, પણ તેનો ક્ષય થતો નથી તેથી તેને ઉપશમ કહે છે.
ઉપશમ એક મોહકર્મનો હોય છે ત્યારે ક્ષયોપશમ, ઉદ્રય, ક્ષય ચારેય ઘાતીકર્મનો હોય છે. ક્ષયોપશમભાવ ૧ થી ૧૨ ગુણસ્થાન સુધી, ક્ષાયિકભાવ ૪ થી ૧૪ ગુણસ્થાન સુધી અને ઉદયભાવ ૧ થી ૧૪ ગુણસ્થાન સુધી હોય છે. પારિણામિકભાવ તો સદાય સર્વ જીવોને હોય છે.
PDF/HTML Page 424 of 4199
single page version
अथ भाव्यभावकभावाभावेन–
जिदमोहस्स दु जइया खीणो मोहो हवेज्ज साहुस्स। तइया हु खीणमोहो भण्णदि सो णिच्छयविदूहिं।। ३३ ।।
तदा खलु क्षीणमोहो भण्यते स निश्चयविद्भिः।। ३३ ।।
હવે, ભાવ્યભાવક ભાવના અભાવથી નિશ્ચયસ્તુતિ કહે છેઃ-
નિશ્ચયવિદોથકી તેહને ક્ષીણમોહ નામ કથાય છે. ૩૩.
ગાથાર્થઃ– [जितमोहस्य तु साधोः] જેણે મોહને જીત્યો છે એવા સાધુને [यदा] જ્યારે [क्षीणः मोहः] મોહ ક્ષીણ થઈ સત્તામાંથી નાશ [भवेत्] થાય [तदा] ત્યારે [निश्चयविद्भिः] નિશ્ચયના જાણનારા [खलु] નિશ્ચયથી [सः] તે સાધુને [क्षीणमोहः] ‘ક્ષીણમોહ’ એવા નામથી [भण्यते] કહે છે.
ટીકાઃ– આ નિશ્ચયસ્તુતિમાં પૂર્વોક્ત વિધાનથી આત્મામાંથી મોહનો તિરસ્કાર કરી, જેવો (પૂર્વે) કહ્યો તેવા જ્ઞાનસ્વભાવ વડે અન્યદ્રવ્યથી અધિક આત્માનો અનુભવ કરવાથી જે જિતમોહ થયો, તેને જ્યારે પોતાના સ્વભાવભાવની ભાવનાનું સારી રીતે અવલંબન કરવાથી મોહની સંતતિનો અત્યંત વિનાશ એવો થાય કે ફરી તેનો ઉદ્રય ન થાય-એમ ભાવકરૂપ મોહ ક્ષીણ થાય, ત્યારે (ભાવક મોહનો ક્ષય થવાથી આત્માના વિભાવરૂપ ભાવ્યભાવનો પણ અભાવ થાય છે અને એ રીતે) ભાવ્યભાવક ભાવનો અભાવ થવાને લીધે એકપણું થવાથી ટંકોત્કીર્ણ (નિશ્ચલ) પરમાત્માને પ્રાપ્ત થયેલો તે ‘ક્ષીણમોહ જિન’ કહેવાય છે. આ ત્રીજી નિશ્ચયસ્તુતિ છે.
અહીં પણ પૂર્વે કહ્યું હતું તેમ ‘મોહ’ પદને બદલી રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, કર્મ, નોકર્મ, મન, વચન, કાય, શ્રોત્ર, ચક્ષુ, ધ્રાણ, રસન, સ્પર્શન-એ પદો મૂકી સોળ સુત્રો (ભણવાં અને) વ્યાખ્યાન કરવાં અને આ પ્રકારના ઉપદેશથી બીજાં પણ વિચારવાં.
PDF/HTML Page 425 of 4199
single page version
न्नुः स्तोक्र व्यवहारतोऽस्ति वपुषः स्तुत्या न तत्तत्त्वतः।
स्तोक्रं निश्चयतश्चितो भवति चित्स्तुत्यैव सैवं भवे–
न्नातस्तीर्थकरस्तवोत्तरबलादेकत्वमात्माङ्गयोः।। २७।।
नयविभजनयुक्त्यात्यन्तमुच्छादितायाम्।
अवतरति न बोधो बोधमेवाद्य कस्य
स्वरसरभसकृष्टः प्रस्फुटन्नेक एव।। २८ ।।
____________________________________________________________
ભાવાર્થઃ– સાધુ પહેલાં પોતાના બળથી ઉપશમ ભાવ વડે મોહને જીતી, પછી જ્યારે પોતાના મહા સામર્થ્યથી મોહનો સત્તામાંથી નાશ કરી જ્ઞાનસ્વરૂપ પરમાત્માને પ્રાપ્ત થાય ત્યાર તે ક્ષીણમોહ જિન કહેવાય છે.
હવે અહીં આ નિશ્ચય-વ્યવહારરૂપ સ્તુતિના અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
શ્લોકાર્થઃ– [कायात्मनोः व्यवहारतः एकत्वं] શરીરને અને આત્માને વ્યવહારનયથી એકપણું છે [तु पुनः] પણ [निश्चयात् न] નિશ્ચયનયથી એકપણું નથી; [वपुषः स्तुत्या नुः स्तोत्रं व्यवहारतः अस्ति] માટે શરીરના સ્તવનથી આત્માપુરુષનું સ્તવન વ્યવહારનયથી થયું કહેવાય છે, અને [तत्त्वतः तत् न] નિશ્ચયનયથી નહિ; [निश्चयतः] નિશ્ચયથી તો [चित्स्तुत्या एव] ચૈતન્યના સ્તવનથી જ [चितः स्तोक्रं भवति] ચૈતન્યનું સ્તવન થાય છે. [सा एवं भवेत्] તે ચૈતન્યનું સ્તવન અહીં જિતેન્દ્રિય, જિતમોહ, ક્ષીણમોહ-એમ (ઉપર) કહ્યું તેમ છે. [अतः तीर्थकरस्तवोत्तरबलात्] અજ્ઞાનીએ તીર્થંકરના સ્તવનનો જે પ્રશ્ન કર્યો હતો તેનો આમ નયવિભાગથી ઉત્તર દીધો; તે ઉત્તરના બળથી એમ સિદ્ધ થયું કે [आत्म–अङ्गयोः एकत्वं न] આત્માને અને શરીરને એકપણું નિશ્ચયથી નથી. ૨૭.
હવે વળી, આ અર્થને જાણવાથી ભેદજ્ઞાનની સિદ્ધિ થાય છે એવા અર્થવાળું કાવ્ય કહે છેઃ-
શ્લોકાર્થઃ– [परिचित–तत्त्वैः] જેમણે વસ્તુના યથાર્થ સ્વરૂપને પરિચયરૂપ કર્યું છે એવા મુનિઓએ [आत्म–काय–एकतायां] જ્યારે આત્મા અને શરીરના એકપણાને [इति नय–विभजन–युक्त्या] આમ નયના વિભાગની યુક્તિ વડે [अत्यन्तम् उच्छादितायाम्] જડમૂળથી ઉખેડી નાખ્યું છે-અત્યંત નિષેધ્યું છે, ત્યારે [कस्य] કયા પુરુષને [बोधः] જ્ઞાન
PDF/HTML Page 426 of 4199
single page version
[अद्य एव] તત્કાળ [बोधं] યથાર્થપણાને [न अवतरति] ન પામે? અવશ્ય પામે જ. કેવું થઈને? [स्व–रस–रभस–कृष्टः प्रस्फुटन् एकः एव] પોતાના નિજરસના વેગથી ખેંચાઈ પ્રગટ થતું એકસ્વરૂપ થઈને.
ભાવાર્થઃ– નિશ્ચય-વ્યવહારનયના વિભાગ વડે આત્માનો અને પરનો અત્યંત ભેદ બતાવ્યો છે; તેને જાણીને, એવો કોણ પુરુષ છે કે જેને ભેદજ્ઞાન ન થાય? થાય જ; કારણ કે જ્યારે જ્ઞાન પોતાના સ્વરસથી પોતે પોતાનું સ્વરૂપ જાણે ત્યારે અવશ્ય તે જ્ઞાન પોતાના આત્માને પરથી ભિન્ન જ જણાવે છે. અહીં કોઈ દીર્ઘસંસારી જ હોય તો તેની કાંઈ વાત નથી. ૨૮.
આ પ્રમાણે, અપ્રતિબુદ્ધે જે એમ કહ્યું હતું કે “અમારો તો એ નિશ્ચય છે કે દેહ છે તે જ આત્મા છે”, તેનું નિરાકરણ કર્યું.
આ રીતે આ અજ્ઞાની જીવ અનાદિ મોહના સંતાનથી નિરૂપણ કરવામાં આવેલું જે આત્મા ને શરીરનું એકપણું તેના સંસ્કારપણાથી અત્યંત અપ્રતિબુદ્ધ હતો તે હવે તત્ત્વજ્ઞાનસ્વરૂપ જ્યોતિનો પ્રગટ ઉદ્રય થવાથી અને નેત્રના વિકારીની માફક (જેમ કોઇ પુરુષનાં નેત્રમાં વિકાર હતો ત્યારે વર્ણાદિક અન્યથા દેખાતાં હતાં અને જ્યારે વિકાર મટયો ત્યારે જેવાં હતાં તેવાં જ દેખવા લાગ્યો તેમ) પડળ સમાન આવરણકર્મ સારી રીતે ઊઘડી જવાથી પ્રતિબુદ્ધ થયો અને સાક્ષાત્ દ્રષ્ટા (દેખનાર) એવા પોતાને પોતાથી જ જાણી, શ્રદ્ધાન કરી, તેનું જ આચરણ કરવાનો ઇચ્છક થયો થકો પૂછે છે કે ‘આ સ્વાત્મારામને અન્ય દ્રવ્યોનું પ્રત્યાખ્યાન (ત્યાગવું) તે શું છે?’
ગાથા ૩૧ માં જ્ઞેયજ્ઞાયકસંકરદોષને જીતવાની વાત હતી, ગાથા ૩૨ માં ભાવ્યભાવક-સંકરદોષ દૂર કરવાની (ઉપશમની) વાત કરી. હવે આ ૩૩ મી ગાથામાં ભાવ્યભાવકસંબંધના અભાવની-ક્ષયની વાત કરે છે. વિકારરૂપ થવાની જે યોગ્યતા છે તે ભાવ્ય છે અને નિમિત્ત કર્મ તે ભાવક છે. તે બન્ને વચ્ચે જે ભાવ્ય-ભાવકસંબંધ છે તેના અભાવથી થતી નિશ્ચય-સ્તુતિને અહીં કહે છે. ગાથા ૩૨ માં ભાવ્યભાવક-સંબંધનો અભાવ નહિ પણ ઉપશમ કર્યો હતો, દાબ્યો હતો એની વાત હતી. એ જ સંબંધનો જે અભાવ એટલે ક્ષય કરે છે એની વાત આ ગાથામાં છે.
નિશ્ચયસ્તુતિ એટલે સ્વભાવના ગુણની શુદ્ધિની વિકાસદશા. પૂર્વે ૩૨ મી ગાથામાં કહ્યું હતું તે પ્રમાણે જેણે જ્ઞાનસ્વભાવ વડે અન્યદ્રવ્યથી અધિક એવા આત્માનો અનુભવ કરી, મોહનો તિરસ્કાર કર્યો છે અર્થાત્ મોહનો ઉપશમ કર્યો છે તે જીવ હવે ક્ષાયિકભાવ દ્વારા મોહનો નાશ-ક્ષય કરે છે. ઉપશમશ્રેણીમાં ૧૧ મા ગુણસ્થાને ક્ષાયિકભાવ થતો નથી તેથી
PDF/HTML Page 427 of 4199
single page version
મુનિ ત્યાંથી પાછા હઠે છે અને પછી ઉગ્ર પુરુષાર્થ કરી મોહાદિનો ક્ષય કરે છે. ઉપશમ- શ્રેણીમાં પુરુષાર્થ મંદ હોય છે, જ્યારે ક્ષપકશ્રેણીમાં તે ઉગ્ર હોય છે.
આ સ્તુતિ છે તે સાધકભાવ છે, અને તે બારમા ગુણસ્થાન સુધી જ હોય છે. ૧૩ મા ગુણસ્થાને સ્તુતિ ન હોય, કારણ કે ૧૩ મું ગુણસ્થાન-કેવળજ્ઞાન તો સ્તુતિનું ફળ છે. પૂર્વે કહ્યું તેમ ઇન્દ્રિયોને જીતીને જેણે અતીન્દ્રિય એવા આત્માનું જ્ઞાન અને ભાન કર્યું છે તે જીવ ત્યાર પછી કર્મના નિમિત્તને અનુસરીને જે ભાવ્ય થાય છે તેનો ઉપશમ કરે છે. ત્યારે તે જિતમોહ થાય છે. તે જ આત્માના હવે પોતાના સ્વભાવભાવનું ઉગ્ર અવલંબન કરે છે. જે ભાવનાથી (એકાગ્રતાથી) કર્મનું ઉપશમપણું થતું હતું તેમાં પુરુષાર્થ મંદ હતો. પરંતુ હવે તે જ્ઞાયક આત્માના અતિ ઉગ્ર આશ્રય વડે પુરુષાર્થને ઉગ્ર બનાવે છે તેથી કર્મનો ક્ષય થાય છે. ઉગ્ર પુરુષાર્થથી મોહની સંતતિનો અત્યંત નાશ થઈ જાય છે. પુરુષાર્થ વડે મોહનો ક્ષય થાય છે એમ કહેવું એ તો નિમિત્તનું કથન છે. કર્મનો જે ક્ષય થાય છે એ તો એની પોતાની યોગ્યતાથી થાય છે. સ્વભાવ તરફના ઉગ્ર પુરુષાર્થના સમયે કર્મમાં ક્ષય થવાની યોગ્યતા હોય છે તે એની પોતાથી છે. સ્વભાવસન્મુખતાના અતિ ઉગ્ર પુરુષાર્થથી જ્યારે કેવળજ્ઞાન પ્રગટે છે ત્યારે ચાર ઘાતીકર્માનો ક્ષય થાય છે એમ (નિમિત્તથી) કહેવાય છે. ખરી રીતે તો તે કર્મો નાશ થવાની યોગ્યતાવાળાં હતાં તેથી ક્ષયપણાને પામે છે. તે કાળે કર્મની પર્યાય અકર્મરૂપે થવા યોગ્ય હોય છે તેથી થાય છે. આમ સ્વભાવના ઉગ્ર પુરુષાર્થથી જે પર્યાયમાં ઉપશમભાવનો મંદ પુરુષાર્થ હતો તેને ટાળી નાખ્યો એ ત્રીજા પ્રકારની સ્તુતિ છે.
પરિપૂર્ણ ભગવાન આત્માનો અનુભવ કરી જે જિતમોહ થયો છે તેણે રાગને દબાવ્યો છે, રાગનો ઉપશમ કર્યો છે પણ અભાવ કર્યો નથી, કેમકે તેને સ્વભાવનું ઉગ્ર અવલંબન નથી. હવે જો તે નિજ જ્ઞાયકભાવનું અતિ ઉગ્ર અવલંબન લે તો મોહની સંતતિના પ્રવાહનો એવો અત્યંત વિનાશ થાય કે ફરીને મોહનો ઉદય ન થાય. આવી રીતે જ્યારે ભાવકરૂપ મોહનો ક્ષય થાય છે ત્યારે વિભાવરૂપ ભાવ્યનો પણ આત્મામાંથી અભાવ થાય છે. જે ભાવક મોહ છે તેના તરફનું વલણ છૂટતાં અને ઉગ્ર પુરુષાર્થ વડે સ્વભાવનું અવલંબન લેતાં ભાવક મોહ અને ભાવ્ય મોહ બન્નેનો અભાવ થાય છે. તેથી ક્ષીણમોહ ગુણસ્થાનમાં પરમાત્મપણાને પ્રાપ્ત થાય છે. આ ત્રીજા પ્રકારની સ્તુતિ છે.
૧૨ મા ગુણસ્થાનમાં ભાવ્યભાવક ભાવનો અભાવ થવાથી એકપણું થવાથી ટંકોત્કીર્ણ પરમાત્મપણાને પ્રાપ્ત થયેલો તે ક્ષીણમોહ જિન થયો છે. ત્રણ પ્રકારે જિન કહ્યા છે. પ્રથમ જિતેન્દ્રિય જિન, બીજો ઉપશમ અપેક્ષાએ જિતમોહ જિન અને ત્રીજો ક્ષાયિકરૂપ ક્ષીણમોહ જિન. સમ્યગ્દર્શન થતાં જિતેન્દ્રિય જિન થાય છે. ઉપશમ શ્રેણી થતાં જિતમોહ જિન થાય છે અને અતિ ઉગ્ર પુરુષાર્થ દ્વારા પૂર્ણ વીતરાગસ્વરૂપ પ્રગટ થતાં ક્ષાયિક જિન-ક્ષીણમોહ જિન થાય છે. બીજા પ્રકારની સ્તુતિમાં ઉપશમ શ્રેણીની વાત છે, ઉપશમ સમક્તિની વાત નથી. તેવી રીતે ત્રીજા પ્રકારની સ્તુતિમાં કેવળજ્ઞાનની વાત નથી, પરંતુ ૧૨ મા ક્ષીણમોહ
PDF/HTML Page 428 of 4199
single page version
ગુણસ્થાનની વાત છે, કેમકે કેવળજ્ઞાન તો સ્તુતિનું ફળ છે. ક્ષીણમોહ જિન થતાં જે પૂર્ણ વીતરાગતા થઈ તે ત્રીજા પ્રકારની ઉત્કૃષ્ટ સ્તુતિ છે. ઉપશમ સ્તુતિમાં (ગાથા ૩૨ માં) જે સોળ બોલ હતા તે અહીયાં પણ લઈ લેવા. ભાઈ! આ તો ભગવાન જિનેન્દ્રદેવનો માર્ગ અતિ સૂક્ષ્મ છે. અનંતકાળમાં જે સમજ્યો નથી એવો આ માર્ગ અહીં બતાવ્યો છે.
સર્વજ્ઞ પરમાત્માની નિશ્ચયસ્તુતિ કોને કહેવાય એ પ્રશ્ન હતો. તેનો ઉત્તર આપ્યો કે-આ ભગવાન આત્મા જ્ઞાન અને આનંદસ્વરૂપી વસ્તુ છે. તેની દ્રષ્ટિ કરી તેની એક્તા કરવી એ કેવળીની પહેલા પ્રકારની સ્તુતિ છે. ભગવાનની ભક્તિ, પૂજા, જાત્રા કરવાનો જે ભાવ છે તે શુભભાવ હોવાથી પુણ્યબંધનું કારણ છે. તેથી તે ભાવ વાસ્તવિક ધર્મ નથી અને તેથી તે ભાવ વાસ્તવિક સ્તુતિ પણ નથી. અને વાસ્તવિક જિન શાસન પણ નથી.
શુદ્ધ જ્ઞાનસ્વરૂપ પૂર્ણ પવિત્ર આનંદધામ ભગવાન આત્મા છે. તેની સન્મુખ થઈને અને નિમિત્ત, રાગ અને એક સમયની પર્યાયથી વિમુખ થઈને અંદર એકાગ્ર થતાં પર્યાયબુદ્ધિ છૂટવાથી પહેલા પ્રકારની સ્તુતિ થાય છે. રાગથી ભિન્ન ચૈતન્યસ્વરૂપ આત્માનો અનુભવ થતાં સમ્યગ્દર્શન થાય છે તે પહેલી સ્તુતિ છે. છતાં એ સમ્યગ્દ્રષ્ટિને કર્મના ઉદય તરફના ઝુકાવથી પોતામાં પોતાને કારણે ભાવક કર્મના નિમિત્તે વિકારી ભાવ્ય થાય છે. આ ભાવ્યભાવકસંકરદોષ છે. હવે કર્મના ઉદ્રયનું લક્ષ છોડી વસ્તુ જે અખંડ એક ચૈતન્યઘન પ્રભુ છે તેની સન્મુખ થઈ તેમાં જોડાણ કરતાં ઉપશમભાવ દ્વારા જ્ઞાની તે મોહને જીતે છે તે બીજા પ્રકારની સ્તુતિ છે.
પ્રથમ સ્તુતિમાં સમ્યગ્દર્શન સહિત આનંદનો અનુભવ છે. બીજી સ્તુતિમાં ભાવક મોહકર્મના ઉદ્રયના નિમિત્તે જે વિકારી ભાવ્ય થતું હતું તે સ્વભાવના આશ્રયે દબાવી દઈ ઉપશમભાવ પ્રગટ કર્યો. આ પ્રકારની સ્તુતિમાં સ્વભાવસન્મુખતાનો પુરુષાર્થ તો છે, પણ તે મંદ છે. હવે ત્રીજી સ્તુતિમાં પ્રબળ પુરુષાર્થથી અંદર એકાગ્ર થતાં રાગનો નાશ થાય છે. બીજી સ્તુતિમાં જે ઉપશમશ્રેણી હતી તેનાથી પાછા હઠીને ક્ષપકશ્રેણીમાં જતાં રાગાદિનો ક્ષય થાય છે. ઉપશમ શ્રેણીમાં રાગાદિનો ક્ષય થતો નથી. તેથી પાછા હઠીને ૭ મા ગુણસ્થાને આવીને પછી ઉગ્ર પુરુષાર્થ વડે ક્ષપકશ્રેણી માંડતાં રાગાદિનો અભાવ થાય છે.
અહાહા! અનાદિથી પોતાનું સ્વરૂપ અખંડ આનંદકંદ પ્રભુ ભગવાનસ્વરૂપ જ છે. આત્મા સ્વયં પરમાત્મસ્વરૂપ, જિનસ્વરૂપ, વીતરાગસ્વરૂપ જ છે. અને જે વિકલ્પ ઊઠે છે એ તો અન્ય સ્વરૂપ કર્મ છે. એકલો અકષાયસ્વભાવી આનંદકંદ આત્મા છે. તેની દ્રષ્ટિ કરી અનુભવ કરવો તે પ્રથમ પ્રકારની આત્માની સ્તુતિ છે. ત્યારપછી રાગના ઉદ્રયમાં પોતાના પુરુષાર્થની કમજોરીથી જોડાણ થતું હતું તે જોડાણ, પોતાના સ્વરૂપ તરફના પુરુષાર્થથી ન
PDF/HTML Page 429 of 4199
single page version
કરતાં રાગને દાબ્યો, રાગનો ઉપશમ કર્યો. આ ઉપશમશ્રેણી છે. એ બીજા પ્રકારની સ્તુતિ છે. આ ઉપશમશ્રેણી ૮ મા ગુણસ્થાને શરૂ થાય છે. પછી ૧૧ મા ગુણસ્થાને ઉપશમભાવ થાય છે, પણ ત્યાં ક્ષાયિકભાવ થતો નથી. તેથી ત્યાંથી પાછા હઠીને સાતમા ગુણસ્થાને આવીને ફરી પુરુષાર્થની અતિ ઉગ્રતાથી રાગનો નાશ કરવામાં આવે છે તે ત્રીજી સ્તુતિ છે. રાગ ઉપશમ પામે કે ક્ષય પામે કામ તો પુરુષાર્થનું જ છે.
મુનિએ પહેલાં પોતાના બળથી બીજી સ્તુતિરૂપ ઉપશમભાવ વડે મોહને જીત્યો હતો, પરંતુ નાશ કર્યો ન હતો. તે ફરીને પોતાના મહા સામર્થ્યથી અર્થાત્ અપ્રતિહતસ્વરૂપ વસ્તુ છે તેના તરફના અપ્રતિહત પુરુષાર્થથી મોહનો નાશ કર્યો. આ પણ ઉપદેશનું કથન છે. બાકી તો ઉગ્ર પુરુષાર્થને કાળે મોહ પોતાના કારણે નાશ પામે છે. પરંતુ ભાષામાં તો એમ જ આવે કે મોહનો પુરુષાર્થથી નાશ કર્યો.
આ આત્મા પરમાત્મા છે. તે એક સમયની પર્યાય વિનાની પરિપૂર્ણ વીતરાગ સર્વજ્ઞસ્વભાવી પરમભાવસ્વરૂપ વસ્તુ છે. તેમાં ઉગ્ર અપ્રતિહત પુરુષાર્થ દ્વારા સ્થિર થઈ મુનિરાજ મોહનો અત્યંત નાશ કરે છે અને ત્યારે જ્ઞાનસ્વરૂપ પરમાત્માને પ્રાપ્ત થાય છે. (તેને ક્ષીણમોહ જિન કહે છે.) બારમા ગુણસ્થાનને પ્રાપ્ત પૂર્ણ વીતરાગ ક્ષીણમોહ જિન છે. તે ત્રીજા પ્રકારની ઉત્કૃષ્ટ સ્તુતિ છે. આ ઉત્કૃષ્ટ સ્તુતિનું ફળ ૧૩ મું ગુણસ્થાન- કેવળજ્ઞાન છે. આમ જે કેવળજ્ઞાનસ્વભાવી પોતાનો આત્મા જ્ઞાતા-દ્રષ્ટાસ્વરૂપ છે તેના તરફના સંપૂર્ણ ઝુકાવ અને સત્કારથી પર્યાયમાં રાગનો અને તેના ભાવક કર્મનો સત્તામાંથી નાશ થાય છે તેને ત્રીજા પ્રકારની કેવળીની ઉત્કૃષ્ટ સ્તુતિ કહે છે. અહાહા! પોતાની પૂર્ણ સત્તાનો જે અનાદર હતો તે છોડીને, તેનો સ્વીકાર અને સંભાળ કરવાથી રાગની અને કર્મની સત્તાનો નાશ થાય છે, અને ત્યારે તે ક્ષીણમોહ જિન થાય છે.
હવે અહીં આ નિશ્ચય-વ્યવહાર સ્તુતિના અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
‘कायात्मनोः व्यवहारतः एकत्वं’ શરીરને અને આત્માને વ્યવહારનયથી એકપણું છે. અહીં શરીર કહેતાં બાહ્ય શરીર, કર્મ અને રાગ એ બધું લઈ લેવું. આત્મા અને શરીર એક ક્ષેત્રે રહેવાથી અને બન્ને વચ્ચે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ હોવાથી તેઓ એક છે એમ વ્યવહારનય કહે છે. ‘न तु पुनः निश्चयात्’ પરંતુ નિશ્ચયનયથી એકપણું નથી. નિશ્ચયથી તેઓ એક નથી. ચૈતન્ય ભગવાન જડ રજકણોનો પિંડ એવા શરીરથી જુદો છે. જેમ પાણીનો કળશ હોય છે તેમાં પાણી કળશથી અને કળશ પાણીથી ભિન્ન છે- તેમ અંદર જ્ઞાનજળરૂપી ભગવાન આત્મા અને એનો આકાર શરીર અને તેના આકારથી ભિન્ન છે. શરીર અને આત્માને વ્યવહારથી એક કહ્યા હતા પણ નિશ્ચયથી એટલે ખરેખર તેઓ એક નથી પણ ભિન્ન છે.
PDF/HTML Page 430 of 4199
single page version
‘वपुषः स्तुत्या नुः स्तोत्रं व्यवहारतः अस्ति, न तत् तत्त्वतः’ શરીરના સ્તવનથી આત્મા-પુરુષનું સ્તવન થયું એમ વ્યવહારનયથી કહેવાય છે, પણ નિશ્ચયનયથી નહિ. અહાહા! જુઓ, ભગવાન ત્રિલોકનાથ અરિહંતદેવ તે પર વસ્તુ છે અને તેમની સ્તુતિનો વિકલ્પ એ રાગ છે. તેથી એ સ્તુતિ આત્માની સ્તુતિ નથી કેમકે વિકલ્પ આત્માથી ભિન્ન ચીજ છે. રાગથી માંડીને બધાય-એટલે કે સિદ્ધ ભગવાન અને તીર્થંકરો પણ આ આત્માના સ્વરૂપથી ભિન્ન હોવાથી અનાત્મા છે. તેથી ‘આ આત્મા (પોતે) નહિ’ એવા અનાત્માની જે સ્તુતિ કરે છે તે ચૈતન્યની સ્તુતિ કરતો નથી પણ ચૈતન્યથી ભિન્ન શરીરની સ્તુતિ કરે છે. જેમ આત્માથી ભિન્ન એવા અનાત્મસ્વરૂપ જડ શરીરની સ્તુતિથી રાગ થાય છે તેમ આત્માથી (પોતાથી) ભિન્ન એવા સમોસરણમાં બિરાજમાન સાક્ષાત્ ત્રિલોકીનાથ તીર્થંકરદેવના શરીર કે ગુણની સ્તુતિ કરવાથી પણ, પરલક્ષ હોવાથી, રાગ ઉત્પન્ન થાય છે. માટે તે આત્માની સ્તુતિ નથી.
જેમ પર પદાર્થ આ જીવ નથી એ અપેક્ષાએ અજીવ છે, તેમ નિજ દ્રવ્યરૂપ ભગવાન આત્માની અપેક્ષાએ બીજાં દ્રવ્યો અદ્રવ્ય છે. બીજાં દ્રવ્યો પોતપોતાની અપેક્ષાએ તો સ્વદ્રવ્યરૂપ છે, પણ આ જીવદ્રવ્યની અપેક્ષાએ તેઓ અદ્રવ્ય છે. તેવી રીતે આ આત્માના ક્ષેત્રની અપેક્ષાએ પરક્ષેત્ર એ અક્ષેત્ર છે, આ આત્માના સ્વકાળની અપેક્ષાએ પરકાળ અકાળ છે અને આ આત્માના સ્વભાવની અપેક્ષાએ પરસ્વભાવ તે અસ્વભાવ છે. સમયસારમાં પાછળ અનેકાન્તના પરિશિષ્ટના ૧૪ બોલમાં આ વાત આવે છે. આત્મા સ્વચતુષ્ટયથી છે અને પરચતુષ્ટયથી નથી. તેમ જ પર પોતાના સ્વચતુષ્ટયથી છે પણ આ આત્માના ચતુષ્ટયથી નથી. જ્ઞાનમાત્ર જીવવસ્તુ સ્વદ્રવ્યપણે, સ્વક્ષેત્રપણે, સ્વકાળપણે અને સ્વસ્વભાવપણે અસ્તિ છે, પરંતુ પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ અને પરભાવપણે નાસ્તિ છે. સ્વદ્રવ્ય અનંત ગુણ અને પર્યાયોનો પિંડ છે, અસંખ્ય પ્રદેશ તેનું ક્ષેત્ર છે, એક સમયની પર્યાય તે પોતાનો સ્વકાળ છે અને પોતાના ગુણ તે સ્વભાવ છે. આવા સ્વદ્રવ્ય-ક્ષેત્ર- કાળ-ભાવની અપેક્ષાએ અરિહંત અને સિદ્ધ ભગવાનનો આત્મા અદ્રવ્ય, અક્ષેત્ર, અકાળ અને અસ્વભાવ છે. આ તો પરથી ભિન્નતાની (ભેદજ્ઞાનની) વાત છે. માટે અર્હંતાદિની સ્તુતિ એ આત્માની સ્તુતિ નથી.
કળશટીકામાં કળશ ૨પ૨ માં ઉપર કહી એથી પણ વિશેષ સૂક્ષ્મ વાત કરી છે. ત્યાં કહે છે કેઃ-સ્વદ્રવ્ય એટલે અખંડ નિર્વિકલ્પ અભેદ એકાકાર વસ્તુ અને પરદ્રવ્ય એટલે સ્વદ્રવ્યમાં ‘આ ગુણ અને આ ગુણી’ એવો ભેદવિકલ્પ કરવો તે. સ્વક્ષેત્ર એટલે અસંખ્ય પ્રદેશી એકરૂપ આકાર અને અસંખ્ય પ્રદેશ એમ તેમાં ભેદ કરવો તે પરક્ષેત્ર છે. પૂર્ણાનંદનો નાથ ત્રિકાળી વસ્તુ તે સ્વકાળ છે અને એક સમયની જે પર્યાય છે તે પરકાળ છે. સ્વભાવ એટલે દ્રવ્યની સહજ શક્તિ અને એકરૂપ વસ્તુમાં આ જ્ઞાન, આ દર્શન એમ ભેદ કરવા તે પરભાવ છે.
PDF/HTML Page 431 of 4199
single page version
અહાહા! વસ્તુ બહુ સૂક્ષ્મ છે, ભાઈ. જ્યાં ‘હું આ દ્રવ્ય અને આ પર્યાય’ તેવો ભેદ પણ પરદ્રવ્ય છે ત્યાં પુણ્ય-પાપના ભાવોનું શું કહેવું? એ તો પરદ્રવ્ય છે જ. અભેદ સ્વભાવમાં ગુણ-ભેદની કલ્પના કરવી એ પરભાવ છે. અહો! દિગંબર સંતોની વીતરાગ- માર્ગની વાત અલૌકિક છે. આવી વસ્તુના સ્વરૂપની વાત બીજે કયાંય નથી.
નિયમસારની પ૦ મી ગાથામાં પણ આવે છે કેઃ-સ્વરૂપના આશ્રયે પ્રગટેલી એક સમયની નિર્મળ વીતરાગી સંવર, નિર્જરા અને કેવળજ્ઞાનની પર્યાય પણ પરદ્રવ્ય, પરભાવ છે અને તેથી હેય છે. પોતાનો ત્રિકાળી સ્વભાવ સ્વદ્રવ્ય છે અને એક સમયની પર્યાય ત્રિકાળીમાં નથી, ત્રિકાળરૂપ નથી માટે પરદ્રવ્ય છે. મૂળ ગાથામાં ‘परदव्वं परसहावमिदि हेयं’ એટલે ‘પૂવોક્ત સર્વ ભાવો પરસ્વભાવો છે, પરદ્રવ્ય છે, તેથી હેય છે’ એમ કહ્યું છે. તથા ટીકામાં એમ લીધું છે કે-‘પરંતુ શુદ્ધ નિશ્ચયનયના બળે (શુદ્ધ નિશ્ચયનયે) તેઓ હેય છે. શા કારણથી? કારણ કે તેઓ પરસ્વભાવો છે, અને તેથી જ પરદ્રવ્ય છે. સર્વ વિભાવગુણપર્યાયોથી રહિત શુદ્ધ-અંતઃતત્ત્વસ્વરૂપ સ્વદ્રવ્ય ઉપાદેય છે.’ અહાહા! તે ચાર-જ્ઞાન-મતિ, શ્રુત, અવધિ અને મનઃપર્યયજ્ઞાન તે પણ વિભાવગુણપર્યાયો છે. ત્રિકાળી જ્ઞાયક-સ્વભાવ તે સ્વદ્રવ્ય છે અને તે એક જ ઉપાદેય છે. અહીં પર્યાયબુદ્ધિ છોડાવીને દ્રવ્યબુદ્ધિ કરાવવાનું પ્રયોજન છે. જેમ પરદ્રવ્યમાંથી નિર્મળ પર્યાય ઉત્પન્ન થતી નથી તેમ એક નિર્મળ પર્યાયમાંથી બીજી નવી નિર્મળ પર્યાય આવતી નથી. ચાહે તો મોક્ષમાર્ગની પર્યાય પ્રગટ હો, તોપણ તેને દ્રષ્ટિમાંથી છોડવા જેવી છે, કેમ કે ત્રિકાળી એક અખંડ આનંદકંદ જ્ઞાયક વસ્તુ તે સ્વદ્રવ્ય ઉપાદેય છે અને એક સમયની નિર્મળ મોક્ષમાર્ગની પર્યાય તે પરદ્રવ્ય છે, તેથી હેય છે.
અહીં એમ કહે છે કે આત્માને અને શરીરને એકક્ષેત્રાવગાહ સંબંધ હોવાથી શરીરની સ્તુતિથી કેવળીની સ્તુતિ થઈ એમ વ્યવહારથી કહેવામાં આવે છે, પરંતુ નિશ્ચયનયથી એ સાચી સ્તુતિ નથી કેમકે નિશ્ચયનયથી આત્મા અને શરીર એક નથી. શરીરનું સ્તવન કહો કે આ નિજ ભગવાન આત્મા સિવાય અન્ય આત્માનું-કેવળીનું સ્તવન કહો; એ વ્યવહારથી સ્તવન છે. નિશ્ચયથી કેવળીના ગુણની સ્તુતિ તે સાચી સ્તુતિ નથી, એ તો રાગ છે.
‘निश्चयतः चित्स्तुत्या एव चितः स्तोत्रं भवति’ નિશ્ચયથી તો ચૈતન્યના સ્તવનથી જ ચૈતન્યનું સ્તવન થાય છે. અહાહા! અખંડ એક ત્રિકાળી ધ્રુવ ચૈતન્યસ્વરૂપ જ્ઞાયકભાવનો સત્કાર કરવો એટલે તેની સન્મુખ થઈ તેમાં એકાગ્ર થવું અને નિર્મળ પર્યાય પ્રગટ કરવી એનું નામ સાચી સ્તુતિ છે. આ જ સ્તુતિ ભવના અભાવનું કારણ છે, બીજી કોઈ સ્તુતિ-ભક્તિ ભવના અભાવનું કારણ નથી. કોઈ એમ કહે કે સમ્મેદશિખરજીનાં જે દર્શન કરે તેને ૪૯ ભવે મુક્તિ થાય. અરે ભાઈ! આ વીતરાગમાર્ગની વાત નથી. સમ્મેદશિખર તો શું? ત્રણલોકના નાથ ભગવાન અરિહંતદેવનાં સાક્ષાત્ દર્શન કરે તોપણ ભવનો અભાવ
PDF/HTML Page 432 of 4199
single page version
ન થાય. અંદર ચિદાનંદ ભગવાન ત્રણલોકનો નાથ ત્રિકાળ બિરાજે છે એનાં દર્શન ભવના અભાવનું કારણ છે. આ આત્મા સિવાય શરીરથી માંડી અન્ય સર્વ પોતાની અપેક્ષાએ અનાત્મા છે. તેની સ્તુતિ કરવી તે નિશ્ચયસ્તુતિ નથી. પૂર્ણ ચૈતન્યસ્વભાવમાં એકાગ્રતારૂપ સ્તવનથી ચૈતન્યનું સાચું સ્તવન થાય છે. આ સિવાય પર ભગવાનની સ્તુતિ કે એક સમયની પર્યાય જે પરદ્રવ્ય છે તેની સ્તુતિ (એકાગ્રતા) તે ચૈતન્યની સ્તુતિ નથી.
અહાહા! ચૈતન્યબિંબ, વીતરાગમૂર્તિ ભગવાન આત્માની સ્તુતિથી કેવળીના ગુણની નિશ્ચયસ્તુતિ વા સ્વચૈતન્યનું સ્તવન થાય છે. ‘सा एवं’ આ ચૈતન્યનું સ્તવન તે જિતેન્દ્રિય જિન, જિતમોહ જિન તથા ક્ષીણમોહ જિન-જે પહેલાં ત્રણ પ્રકારે કહ્યું તે છે. અહાહા! એક સમયની પર્યાય વિનાનું જે પૂર્ણ સ્વરૂપ છે તે તત્ત્વ છે કે નહિ? સત્તા છે કે નહિ? સત્તા છે તો પૂર્ણ છે કે નહિ? જો તે પૂર્ણ છે તો અનાદિ-અનંત છે કે નહિ? વસ્તુ અનાદિ-અનંત પૂર્ણ ત્રિકાળ ધ્રુવસ્વરૂપે છે. તે તરફના ઝુકાવથી નિશ્ચયસ્તુતિ થાય છે. તે સિવાય વિકલ્પ દ્વારા ભગવાનની લાખ સ્તુતિ કરે તોપણ સાચી સ્તુતિ નથી.
પ્રશ્નઃ– મોક્ષશાસ્ત્રની શરુઆતમાં મંગલાચરણમાં આવે છે કેઃ-
ज्ञातारं विश्वतत्त्वानां वंदे तद्गुणलब्धये।।
જેઓ મોક્ષમાર્ગના નેતા છે, કર્મરૂપી પર્વતોને ભેદનારા છે, વિશ્વના તત્ત્વોના જ્ઞાતા છે-એવા પરમાત્માના ગુણોની પ્રાપ્તિ માટે હું તેમને વંદું છું. આમાં ભગવાનના ગુણનું સ્તવન કરવાથી તેમના ગુણનો લાભ (આ) આત્માને થાય છે એમ આવ્યું ને? કહ્યું છે ને કે ‘वंदे तद्गुणलब्धये’?
ઉત્તરઃ– ભાઈ! એ તો નિમિત્તનું, વ્યવહારનું કથન છે. ‘સ્તુતિ કરું છું’ એવો ભાવ તો વિકલ્પ છે. પરંતુ અમૃતચંદ્રાચાર્યદેવે ત્રીજા કળશમાં જેમ કહ્યું છે તેમ, તે વિકલ્પના કાળે દ્રષ્ટિ દ્રવ્ય ઉપર હોવાથી જે શુદ્ધિની પ્રાપ્તિ થાય છે તેને ઉપચારથી ભગવાનની સ્તુતિથી થઈ એમ કહેવાય છે. અમૃતચંદ્રાચાર્યદેવ આ શાસ્ત્રના ત્રીજા કળશમાં કહે છે કે-હું તો શુદ્ધ ચૈતન્યઘન છું. પણ મારી પર્યાયમાં હજુ કાંઈક મલિનતા છે. તે મલિનતાનો ટીકા કરવાથી જ નાશ થાઓ અને પરમ વિશુદ્ધિ પ્રગટ થાઓ. તેનો અર્થ શું? ટીકા કરવાનો ભાવ તો વિકલ્પ છે. શું વિકલ્પથી વિશુદ્ધિ પ્રગટ થઈ જાય? એનાથી શું અશુદ્ધિ નાશ પામે? પાઠ તો એવો છે-‘व्याख्यया एव’ ટીકાથી જ. એનો અર્થ એમ છે કે હું જ્યારે ટીકા કરું છું ત્યારે વિકલ્પ તો છે, પરંતુ મારું જોર તો અખંડાનંદ દ્રવ્ય તરફ છે. ટીકાના કાળે દ્રષ્ટિનું જોર દ્રવ્ય ઉપર છે તેથી તે જોરના કારણે અશુદ્ધિ નાશ થાઓ અને પરમ વિશુદ્ધિ થાઓ એમ કહેવાનો ભાવ છે.
PDF/HTML Page 433 of 4199
single page version
સ્વભાવમાં એકાગ્રતાથી એક્તા થવી તે સાચી-નિશ્ચયસ્તુતિ છે. ‘अतः तीर्थकरस्तवोत्तरबलात्’ આમ અજ્ઞાનીએ જે તીર્થંકરના સ્તવનનો પ્રશ્ન કર્યો હતો તેનો આ પ્રમાણે નયવિભાગથી ઉત્તર આપ્યો. તે ઉત્તરના બળથી એમ સિદ્ધ થયું કે ‘आत्मांगयोः एकत्वं न भवेत्’ આત્મા અને શરીરને નિશ્ચયથી એકપણું નથી. આત્મા અને અનાત્મા એક નથી. તેમ જ એક સમયની પર્યાય અને ત્રિકાળભાવ એકરૂપ નથી. અહાહા! વસ્તુ આવી સૂક્ષ્મ અને ગંભીર છે.
હવે વળી, આ અર્થને જાણવાથી ભેદજ્ઞાનની સિદ્ધિ થાય છે એવા અર્થવાળું કાવ્ય કહે છેઃ-
શિષ્યે ગુરુ સમક્ષ શંકા પ્રગટ કરી કહ્યું કે શરીર અને આત્મા એક છે. કારણ કે જ્યારે આપ તીર્થંકર ભગવાનની સ્તુતિ કરો છો ત્યારે એમ કહો છો કે-અહો! ભગવાનનું શું સુંદર રૂપ છે! ઇન્દ્રોના મનને પણ તે જીતી લે છે. તથા એનું તેજ સૂર્યને પણ ઢાંકી દે છે. ભગવાન! આપની દિવ્યધ્વનિ તો જાણે સાક્ષાત્ અમૃત ઝરતું ન હોય! હે ગુરુદેવ! આપ જ આવી રીતે શરીરથી અને વાણીથી ભગવાનની સ્તુતિ કરો છો. તેથી અમે એમ માનીએ છીએ કે શરીરને જ આપ આત્મા માનો છો. તેનું અહીં સમાધાન કરે છે.
‘इति परिचिततत्त्वैः’ જેમણે વસ્તુના યથાર્થ સ્વરૂપને પરિચયરૂપ કર્યું છે અર્થાત્ જ્ઞાનાનંદસ્વરૂપ જે વસ્તુ એનો પરિચય કરી જેમણે આનંદનો અનુભવ કર્યો છે એવા મુનિઓએ ‘आत्मकायैकतायां’ આત્મા અને શરીરના એકપણાને ‘नयविभजनयुक्त्या अन्यन्तम् उच्छादितायाम्’ નયવિભાગની યુક્તિ વડે જડમૂળથી ઉખેડી નાખ્યું છે-અત્યંત નિષેધ્યું છે. અહાહા! શું કહે છે? વ્યવહારનયથી આત્મા અને શરીરને એકપણું કહેવામાં આવે છે પણ નિશ્ચયથી એકપણું નથી. (અત્યંત નિષેધ્યું છે)
આ શાસ્ત્રની ચોથી ગાથામાં કહ્યું છે કે-ભગવાન! તેં રાગ કેમ કરવો અને રાગને કેમ ભોગવવો એ વાત તો અનંતવાર સાંભળી છે, એ વાત અનંતવાર તારા પરિચયમાં આવી ગઈ છે અને અનુભવમાં પણ આવી ગઈ છે; પરંતુ રાગથી ભિન્ન ભગવાન આત્મા જે નિજસ્વભાવથી એકત્વ છે એની વાત કયારેય સાંભળી નથી, પરિચયમાં આવી નથી અને અનુભવમાં પણ આવી નથી. પરંતુ આ કળશમાં એમ કહે છે કે જેમણે વસ્તુના યથાર્થ સ્વરૂપનો પરિચય કર્યો છે, વારંવાર આનંદસ્વરૂપનો અનુભવ કર્યો છે મુનિઓએ ‘રાગનો વિકલ્પ અને ભગવાન આત્મા ત્રણકાળમાં એક નથી’ એમ ભેદજ્ઞાન કરીને (એમના) એકપણાને જડમૂળથી ઉખાડી નાખ્યું છે. કળશ ટીકામાં ‘परिचिततत्त्वैः’ નો અર્થ ‘પ્રત્યક્ષપણે જાણ્યા છે જીવાદિ સકળ દ્રવ્યોના ગુણપર્યાયોને જેમણે એવા સર્વજ્ઞદેવ’ એવો કર્યો છે. આમ કેવળીઓએ તથા જેમને સમ્યગ્જ્ઞાન થયું છે એવા મુનિઓએ આત્મા અને શરીરાદિના એકપણાને નયવિભાગની યુક્તિ વડે ઉખેડી નાખ્યું છે. એટલે કે આત્મા અને
PDF/HTML Page 434 of 4199
single page version
રાગાદિથી માંડી બધુંય અત્યંત ભિન્ન છે એમ બતાવ્યું છે. અહાહા! ભગવાનનો અને મુનિઓનો આવો ઉપદેશ હોય છે એમ કહે છે.
પંચાસ્તિકાયની ૧૭૨ મી ગાથામાં વ્યવહારને સાધન અને નિશ્ચયને સાધ્ય કહ્યું છે. પરંતુ એ તો સાધનનો આરોપ આપસીને કહ્યું છે. વાસ્તવિક સાધન તો રાગથી ભિન્ન થઈ ચૈતન્યનો અનુભવ કરવો તે છે. તેની સાથે જે રાગ હોય છે તેને ઉપચારથી સાધન કહ્યું છે. પરંતુ તેથી (રાગથી) નિશ્ચય પ્રગટ થાય છે-એમ નથી. વ્યવહારથી જેને સાધન કહ્યું છે તેનો અહીં અત્યંત નિષેધ કરાવે છે.
અહા! ભગવાને અનંત ઋદ્ધિથી ભરેલી પોતાની ચીજ પરિપૂર્ણ છે એને બતાવી છે. છતાં અજ્ઞાનીને અનાદિનું રાગ અને શરીરનું લક્ષ હોવાથી આત્માનું લક્ષ નથી. તેથી જાણે ભગવાન આત્મા છે જ નહિ એમ એને થઈ ગયું છે. એને આત્મા જાણે મરણતુલ્ય થઈ ગયો છે. ભાઈ! દયા, દાન, વ્રતાદિના વિકલ્પથી લાભ માનતાં ચૈતન્યનું મરણ (ઘાત) થઈ જાય છે. રાગની એક્તામાં આત્મા જણાતો નથી, રાગ જ જણાય છે. પૂર્ણાનંદ પ્રભુ ચૈતન્યજ્યોતિ આખી પડી છે તેનો પ્રેમ છોડીને જેને શુભાશુભ રાગનો પ્રેમ છે તેને માટે આત્મા મરણ-તુલ્ય થઈ ગયો છે. રાગ મારો છે, હું રાગમાં છું અને રાગ મારું ર્ક્તવ્ય છે એમ જે માને છે તેને વીતરાગસ્વરૂપ આત્માનો અનાદર છે. તેથી તેને આત્મા જાણે સત્ત્વ જ નથી. એમ ભ્રાંતિ રહે છે.
આ ભ્રાંતિ પરમગુરુ પરમેશ્વર ત્રિલોકીનાથ તીર્થંકરદેવનો ઉપદેશ સાંભળતાં મટે છે. સર્વજ્ઞ પરમેશ્વરનો એ ઉપદેશ છે કેઃ-ભગવાન! તું તો આનંદકંદ છે ને! અમને પર્યાયમાં જે પરમાત્મપદ પ્રગટ થયું છે તેવું જ પરમાત્મપદ તારી સ્વભાવ-શક્તિમાં પડયું છે. તારો આત્મા (શક્તિપણે) અમારા જેવો જ છે. અલ્પજ્ઞ પર્યાયવાળો કે રાગવાળો તે તું નથી. તું તો પૂર્ણાનંદસ્વરૂપ ભગવાન છો આવો તીર્થંકર ભગવાનનો ઉપદેશ છે. અમારી ભક્તિ કરો તો કલ્યાણ થઈ જશે એવો ભગવાનનો ઉપદેશ હોય જ નહિ.
સચ્ચિદાનંદ પ્રભુ આત્મા પૂર્ણ જ્ઞાન અને સુખથી ભરેલો ભગવાન છે. તે અલ્પજ્ઞ, રાગમય કે શરીરરૂપ નથી. છતાં પણ ‘હું અલ્પજ્ઞ, રાગમય છું’ એમ માનતાં આત્મા મરણતુલ્ય થઈ જાય છે. આમ માનનારે આખા ચૈતન્યતત્ત્વને મારી નાખ્યું છે. આવા અજ્ઞાનીને ભગવાનની વાણી સજીવન કરે છે. એટલે કે પોતે પોતાથી સજીવન થાય તો ભગવાનની વાણીએ સજીવન કર્યો એમ કહેવાય છે. એ ભગવાનની વાણીમાં એમ આવ્યું છે કે-પ્રભુ! તું રજકણ અને રાગથી ભિન્ન એવો જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન છો. દયા, દાન, ભક્તિ આદિ તથા કામ, ક્રોધાદિના જે (શુભાશુભ) વિકલ્પો થાય છે તે રાગાદિ સ્વરૂપ હોવાથી તેમાં ચૈતન્યનો અંશ નથી. માટે તું એ બધાથી ભિન્ન છો. વ્યવહારથી ભલે એ
PDF/HTML Page 435 of 4199
single page version
બધા એકરૂપ કહ્યા હોય પણ પરમાર્થે તો તું ભિન્ન જ છે. દિવ્યધ્વનિમાં આમ નયવિભાગ આવે છે અને સંતો-મુનિઓ પણ આ જ રીતે ભિન્નતા બતાવે છે.
વ્યવહારનયને જ જાણનારા એટલે કે રાગથી ધર્મ થાય એમ માનનારા અજ્ઞાનીઓ રાગ અને આત્માને એક કહે છે, માને છે. પરંતુ સર્વજ્ઞ પરમેશ્વર તથા જેમણે રાગ અને વિકલ્પથી ભગવાન આત્માને ભિન્ન જોયો છે, જાણ્યો છે, માન્યો છે અને અનુભવ્યો છે એવા ભાવલિંગી સંતો એમ કહે છે કે-‘ભાઈ! આત્મામાં રાગનો અંશ નથી. આત્મા નિશ્ચયથી રાગથી ભિન્ન છે.’ આમ નિશ્ચયનયના બળથી આત્મા અને રાગના એકપણાને જડમૂળથી ઉખેડી નાખે છે.
આવો ઉપદેશ સાંભળી પોતાના સ્વરૂપને જાણતાં, જે ચૈતન્યજ્યોત મરણતુલ્ય થઈ ગઈ હતી તે જાગ્રત થઈ ગઈ. ત્યારે ભાન થયું કે-અહો! હું તો જ્ઞાયકસ્વરૂપ જ્ઞાન અને આનંદની મૂર્તિ છું. રાગાદિ મારા સ્વરૂપમાં નથી અને તેમનાથી મને લાભ પણ નથી. મારું ટકવું મારા ચિદાનંદસ્વરૂપથી છે, નિમિત્ત કે રાગથી મારું ટકવું નથી. અહાહા! હું તો પૂર્ણ આનંદ, પૂર્ણ જ્ઞાન, પૂર્ણ શ્રદ્ધા, પૂર્ણ શાંતિ ઇત્યાદિ અનંત અનંત પરિપૂર્ણ શક્તિઓથી ભરેલો ભગવાન છું, ઇશ્વર છું. આવી રીતે જે અનાદિનો રાગનો અનુભવ હતો તે છૂટીને ચૈતન્યજ્યોતિસ્વરૂપ ભગવાન જ્ઞાયક આત્માનો અનુભવ થાય ત્યારે સમ્યગ્દર્શન થાય છે. ત્યારે આત્મા સજીવન થાય છે.
પહેલાંના સમયમાં શિયાળામાં જે ઘી આવતું તે ખૂબ ઘન આવતું. એવું ઘન આવતું કે તેમાં આંગળી તો શું, તાવેથોય પ્રવેશી શક્તો નહિ. તેમ ભગવાન આત્મા ચૈતન્ય જ્ઞાનઘન છે. એમાં શરીર, વાણી, મન અને કર્મ તો પ્રવેશી શક્તાં નથી, પણ શુભાશુભ વિકલ્પ પણ તેમાં પ્રવેશી શક્તા નથી. શરીરાદિ અજીવ તત્ત્વ છે અને શુભાશુભભાવ આશ્રવ તત્ત્વ છે. તે બન્ને-આસ્રવ અને અજીવ તત્ત્વથી પૂર્ણાનંદનો નાથ ભિન્ન છે. અહાહા! જીવતી-જાગતી ચૈતન્યજ્યોત અંદર પડી છે તે જ્ઞાન-દર્શનમય ચૈતન્યપ્રાણથી ત્રિકાળી ટકી રહી છે. આવા ત્રિકાળ ટક્તા તત્ત્વને ન માનતાં, દેહની ક્રિયા મારી, જડ કર્મ મારું, દયા, દાન ઇત્યાદિ વિકલ્પ મને લાભદાયક એમ માનીને અરેરે! જીવતી જ્યોતને ઓલવી નાખી છે. માન્યતામાં એના ત્રિકાળ સત્ત્વનો નકાર કર્યો છે.
આવા અજ્ઞાની જીવને સંતોએ બતાવ્યું છે કે-ભાઈ! જે સમ્યગ્દર્શનના અનુભવમાં જણાય છે તે ચૈતન્યસત્તા પરિપૂર્ણ મહાન છે. તે પરિપૂર્ણ સત્તામાં રાગનો કણ કે શરીરનો રજકણ સમાય એમ નથી. અહાહા! તે જ્ઞાયક ચૈતન્યચંદ્ર એકલો શીતળ-શીતળ-શીતળ, શાંત-શાંત-શાંત અકષાય સ્વભાવનું પૂર છે. ભાઈ! તું જ આવડો મહાન છો પોતાની અનંત રિદ્ધિ-ગુણસંપદાની ખબર નથી તેથી જે પોતાની સંપત્તિ નથી એવાં શરીર, મન, વાણી, બાગ, બંગલા ઇત્યાદિને પોતાની સંપત્તિ માની બેઠો છે. અરે પ્રભુ! તું કયાં રાજી થઈ
PDF/HTML Page 436 of 4199
single page version
રહ્યો છો? રાજી થવાનું સ્થાન તો આનંદનું ધામ એવો તારો નાથ અંદર પડયો છે ને! એમાં રાજી થા ને. બહારની ચીજમાં રાજી થવામાં તો તારા આનંદનો નાશ થાય છે.
આ પ્રમાણે મુનિઓએ નિશ્ચય-વ્યવહારનયનો વિભાગ કરી સ્પષ્ટ બતાવ્યું કે વ્યવહારથી એકપણું કહેવામાં આવે છે તોપણ નિશ્ચયથી ભગવાન આત્મા રાગ અને શરીરથી ભિન્ન છે. આવું જ્યારે સાંભળવામાં અને જાણવામાં આવે છે ત્યારે ‘अवतरति न बोधः बोधम् एव अद्य कस्य’ કયા પુરુષને જ્ઞાન તત્કાળ યથાર્થપણાને ન પામે? આવી રીતે જ્યારે ભેદ પાડીને વાત સમજાવી તો કોના આત્મામાં એ સાચું જ્ઞાન ન થાય? અર્થાત્ કોને સમ્યગ્જ્ઞાન ન થાય? આચાર્ય કહે છે કે અમે ભેદ પાડીને જીવ અને રાગનાં ચોસલાં જુદાં બતાવ્યાં તો હવે કયા પુરુષને (જીવને) આત્મા તત્કાળ અનુભવમાં ન આવે? જ્ઞાનજ્યોતિ આત્મા જડથી ભિન્ન છે એમ જેણે જાણી, નિશ્ચયનયથી વ્યવહારનો નિષેધ કર્યો એવા જીવને જ્ઞાનાનંદ પ્રભુનો અનુભવ કેમ ન થાય? તત્કાળ યથાર્થ જ્ઞાન કેમ ન અવતરે? આનંદની ઉત્પત્તિ કેમ ન થાય? અવશ્ય થાય જ. આ તો રોકડિયો માર્ગ છે.
ત્રણલોકના નાથ ભગવાન અરિહંતદેવે ચૈતન્યમૂર્તિ આત્માને શરીર તથા રાગથી ભિન્ન બતાવ્યો છે. તેનો જે અનુભવ કરે છે તે ધર્મી છે. તેનો અવતાર સફળ છે. આ સિવાયની બીજી બધી વ્રત, દાન આદિ કરોડ ક્રિયાઓ કરે તે સર્વ એકડા વિનાનાં મીંડાં છે, આત્મા માટે તે લાભકારી નથી. અગિયાર અંગનું જ્ઞાન કર્યું હોય કે નવપૂર્વની લબ્ધિ પ્રગટી હોય તો તેથી શું? એવો પરસત્તાવલંબી જાણપણાનો ક્ષયોપશમ તો અનંત વાર કર્યો છે. એ કાંઈ આત્મજ્ઞાન નથી. ચૈતન્યમૂર્તિ ભગવાન આનંદનો નાથ પૂર્ણ શક્તિનું આખું સત્ત્વ છે. તેને સ્પર્શીને જે જ્ઞાન થાય તે જ્ઞાન છે અને તેમાં ભવના અભાવના ભણકારા વાગે છે. જેને અંતરસ્પર્શ થતાં અતીન્દ્રિય આનંદ આવ્યો છે તેણે રાગ અને આત્માને ભિન્ન માન્યા છે અને તે ધર્મી છે. અનંત ધર્મ-સ્વભાવનો ધરનાર એવો ધર્મી આત્મા છે. તેની અંદર દ્રષ્ટિ પ્રસારતાં જેને રાગ અને શરીરથી આત્મા ભિન્ન જણાય છે તેને સમ્યગ્દર્શન થાય છે, ભલે પછી તે બહારથી દરિદ્રી હોય કે સાતમી નરકના સંયોગમાં રહેલો નારકી હોય.
નરકમાં આહારનો એક કણ કે પાણીનું એક બિંદુ પણ મળતું નથી. અને જન્મ થતાં જ એને સોળ રોગ હોય છે. છતાં પણ જ્યારે પૂર્વના સંસ્કાર યાદ આવે છે ત્યારે એમ વિચારે છે કે-મને સંતોએ કહેલું કે તું રાગ અને શરીરથી ભિન્ન છે. આ વચન મેં સાંભળેલાં પણ પ્રયોગ કરેલો નહિ. આમ વિચારી રાગનું લક્ષ છોડીને અંતરએકાગ્ર થાય છે એટલે ધર્મી થાય છે. ત્રીજા નરક સુધી પૂર્વના વેરી પરમાધામીઓ, રૂની ગાંસડી વાળે તેમ શરીરને બાંધી, ઉપરથી ધગધગતા લોઢાના સળિયાથી મારે છે. આવી સ્થિતિમાં પણ રાગથી ભિન્ન પડીને સમ્યગ્દર્શન પામી શકાય છે. પૂર્વે સાંભળ્યું હતું તે ખ્યાલમાં લઈ, જેમ વીજળી તાંબાના સળિયામાં એકદમ ઉતરી જાય તેમ, તે અંદર જ્ઞાનાનંદ ભગવાન
PDF/HTML Page 437 of 4199
single page version
બિરાજે છે એમાં પોતાની પર્યાયને ઊંડી ઉતારી દે છે. બહારમાં ગમે તેવા પ્રતિકૂળ સંજોગો હોય પણ તેથી શું? અંદર પૂર્ણસ્વભાવી આત્મા છે ને? જુઓ, શ્રેણીક રાજાનો જીવ પહેલી નરકમાં છે. બહારમાં પીડાકારી સંયોગનો પાર નથી. છતાં તેમને ક્ષાયિક સમ્યગ્દર્શન છે અને સમયે સમયે તીર્થંકર ગોત્રના પરમાણુઓ બંધાય છે. તેમને અંદર એવું ભાન વર્તે છે કે-‘હું તો આનંદનો નાથ સચ્ચિદાનંદ ભગવાન આત્મા છું.’ ભક્તિમાં આવે છે ને કેઃ-
સમકિતીને નરકમાં પીડાના સંયોગનો પાર નથી. છતાં અંદર આત્માના આનંદનું (અંશે) વેદન હોવાથી શાંતિ છે. પ્રતિકૂળ સંયોગ છે તેથી શું? મને તો સંયોગીભાવ પણ અડતો નથી, સ્પર્શતો નથી એવો અનુભવ અંદર વર્તતો હોવાથી જ્ઞાની નરકમાં પણ સુખને જ વેદે છે.
શ્રી કુંદકુંદાચાર્ય, અમૃતચંદ્રાચાર્ય આદિ સંતો કહે છે કે આનંદનો નાથ અંદર બિરાજે છે. આત્મારામ-આત્મા રૂપી બગીચો અંદર છે. તેમાં જરા પ્રવેશ તો કર! શરીર અને રાગથી ભગવાન આત્મા ભિન્ન છે. આવી વાત જેણે રુચિપૂર્વક સાંભળી તેને આત્મા કેમ ન જણાય? જણાય જ. ખરેખર રાગ છે તે પણ શરીર છે. આ શાસ્ત્રની ૬૮ મી ગાથામાં આવે છે કે કારણ જેવાં કાર્ય હોય છે. તેથી જેમ જવમાંથી જવ જ થાય છે તેમ ગુણસ્થાન આદિ ભાવો અચેતન છે, કેમકે તેઓ પુદ્ગલનું કાર્ય છે. પુદ્ગલ જડ કર્મ કારણ છે તેનાથી ગુણસ્થાનના ભેદ પડે છે. તેથી પુદ્ગલનું કાર્ય હોવાથી તેઓ અચેતન પુદ્ગલ છે. આવું (વસ્તુસ્વરૂપ) સાંભળીને કોને આત્મજ્ઞાન ન થાય? અહો! આચાર્યદેવ અતિ પ્રસન્નતાથી કહે છે કે-ભાઈ! આ તારો આત્મજ્ઞાનનો કાળ છે. આદિ પુરાણમાં આવે છે કે ઋષભદેવ ભગવાનને પૂર્વના ભવમાં મુનિરાજ ઉપદેશ આપે છે કે ‘આ તારો સમ્યગ્દર્શન પામવાનો કાળ છે. તારી કાળલબ્ધિ પાકી ગઈ છે, સમ્યગ્દર્શન ગ્રહણ કર. એમ અહીં કહે છે કે તું આનંદસ્વરૂપ આત્મા છે ને! હું રાગ છું, શરીર છું એવું લક્ષ કરીને જ્યાં પડયો છે ત્યાંથી દ્રષ્ટિ હઠાવી લક્ષને ફેરવી નાખ. હું જ્ઞાયક છું એમ લક્ષ કર, આ પુરુષાર્થ છે અને એનું ફળ જ્ઞાન અને આનંદ છે.
હવે કહે છે રાગથી ભિન્ન આત્માની રુચિ થતાં કેવો થઈને ભગવાન આત્મા જણાય છે? ‘स्वरसरभसकृष्टः प्रस्फुटन् एकः एव’ પોતાના નિજરસના વેગથી ખેંચાઈ પ્રગટ થતું એકસ્વરૂપ થઈને. આત્મા આનંદનો રસકંદ અંદર પડયો છે. તેની રુચિ કરતાં તરત જ તે રાગથી ભિન્ન, પોતાના નિજરસથી પ્રગટ થાય છે. અજ્ઞાનમાં જેમ રાગનો વેગ હતો તે હવે જ્ઞાન થતાં આનંદનો વેગ આવે છે. રાગના વેગથી ભિન્ન પડીને જ્યાં દ્રષ્ટિ જ્ઞાયક ઉપર પડી ત્યાં તત્કાળ જ્ઞાનરસનો, આનંદરસનો, શાંતરસનો, વીતરાગ અકષાયરસનો વેગ
PDF/HTML Page 438 of 4199
single page version
ઉછળે છે. અહાહા! પર્યાયમાં આનંદનો ઉભરસો આવે છે. દૂધનો ઉભરો તો ખાલી (પોલો) હોય છે, જ્યારે આ તો નક્કર ઉભરો છે.
પુણ્ય-પાપના ભાવને પોતાના માનીને એકલા જ્ઞાન અને આનંદના રસથી ભરપૂર આત્માને અનેકરૂપ માન્યો હતો. હવે ભગવાન આત્માનો નિજરસ જે આનંદ તેનો ઉગ્રપણે પર્યાયમાં વેગ ખેંચાઈને જોરથી આવતાં એકસ્વરૂપે પ્રગટ થાય છે. અહાહા! જેવો આનંદરસકંદ સ્વભાવે છે અંતર્દ્રષ્ટિ થતાં તેવો તરત જ પર્યાયમાં આનંદ પ્રગટ થાય છે. જ્ઞાતાસ્વભાવ તો ત્રિકાળ એકરૂપ જ છે, એ તો વિકારરૂપે છે જ નહિ. આવા જ્ઞાતાદ્રષ્ટા-સ્વભાવનો અનુભવ થતાં પર્યાયમાં આનંદનો અનુભવ થાય છે. આનું નામ સમ્યગ્દર્શન અને ધર્મ છે. બાકી બધું થોથેથોથાં છે, નકામું છે. આત્મા શું છે એની ખબર ન મળે અને મંડી પડે વ્રત, તપ અને નિયમ આદિ કરવા. પણ એ તો બધું વર વગરની જાન જેવું છે. જેમ વર વિના કોઈ જાન કાઢે તો એ જાન ન કહેવાય, એ તો માણસોનાં ટોળાં કહેવાય. એમ ભગવાન આનંદનો નાથ દ્રષ્ટિમાં લીધો નહિ અને વ્રત, તપ આદિ કરે તો એ બધાં થોથાં છે, રાગનાં ટોળાં છે; એમાં કાંઈ ધર્મ હાથ ન આવે. ભાઈ! હું આવો છું એમ પ્રતીતિમાં તો લે.
દયા, દાન, વ્રતાદિનો રાગ અને આત્મા વચ્ચે અત્યંત અભાવ છે. આગમમાં ચાર અભાવ-૧. પ્રાગભાવ, ર. પ્રધ્વંસાભાવ, ૩. અન્યોન્ય અભાવ અને ૪. અત્યંતાભાવ (ન્યાયશાસ્ત્રમાં) કહેલા છે. જ્યારે આત્મા અને રાગ વચ્ચેનો અત્યંત અભાવ અધ્યાત્મનો છે. અહાહા! શું વીતરાગમાર્ગની ગંભીરતા અને ઊંડપ! નિશ્ચય- વ્યવહારનયના વિભાગ વડે આત્મા અને પરનો, આત્મા અને શરીરનો તથા આત્મા અને રાગનો અત્યંત ભેદ જ્ઞાનીઓએ બતાવ્યો છે. તે જાણીને એવો કોણ આત્મા હોય કે જેને ભેદજ્ઞાન ન થાય? અહીં પુરુષાર્થની ઉગ્રતાનું જોર બતાવ્યું છે. વીર્યનો વેગ સ્વસન્મુખ કરવાની વાત છે.
આત્મામાં વીર્ય નામનો ગુણ છે. સ્વરૂપની રચના કરવી એ એનું કાર્ય છે. રાગને રચવો કે દેહની ક્રિયા કરવી એ એનું સ્વરૂપ ત્રણકાળમાં નથી. આવા પરિપૂર્ણ વીર્યગુણથી-પુરુષાર્થગુણથી ઠસોઠસ ભગવાન આત્મા ભરેલો છે. તે ગુણનું કાર્ય આનંદ આદિ શુદ્ધ નિર્મળ પર્યાયને રચવાનું છે. રાગને રચે એ તો નપુંસક્તા છે, એ આત્માનું વીર્ય નહિ. રાગ એ સ્વરૂપની ચીજ નથી. વીર્યગુણને ધરનાર ભગવાન આત્માનું ગ્રહણ કરતાં તે વીર્ય નિર્મળ પર્યાયને જ રચે છે. વ્યવહારને (રાગને) રચે એવું તેના સ્વરૂપમાં જ નથી. નિમિત્તથી થાય એ વાત તો કયાંય દૂર રહી ગઈ. એ માન્યતા તો અજ્ઞાન છે. ઇષ્ટોપદેશની ૩પ મી ગાથામાં આવે છે કે બધાં નિમિત્તો ધર્માસ્તિકાયવત્ ઉદાસીન છે. નિમિત્ત પ્રેરક હોય કે સ્થિર, પરને માટે તો તે ધર્માસ્તિકાયવત્ ઉદાસીન જ છે. ધજા ફરફર હાલે છે
PDF/HTML Page 439 of 4199
single page version
એમાં પવન પ્રેરક નિમિત્ત છે, છતાં ધર્માસ્તિકાયવત્ ઉદાસીન છે. ધજા પોતે પોતાથી જ આમતેમ ફરફર થાય છે, પવનથી નહિ, પવન તો નિમિત્તમાત્ર છે. આવું સત્ય સમજવામાં પણ વાંધા હોય તે સત્ય આચરે કયારે?
અહીં કહે છે કે એવો કોણ પુરુષ છે જેને ભેદજ્ઞાન ન થાય? થાય જ; કારણ કે જ્યારે જ્ઞાન પોતાના સ્વરસથી પોતે પોતાનું સ્વરૂપ જાણે ત્યારે અવશ્ય પોતાના આત્માને પરથી ભિન્ન જણાવે છે. રાગ અને શરીરથી ભિન્ન પડી જ્યારે દ્રષ્ટિ એક જ્ઞાયકમાત્રમાં પ્રસરે છે તો અવશ્ય ભેદજ્ઞાન પ્રગટ થાય છે. કોઈ દીર્ઘસંસારી હોય તો તેની અહીં વાત નથી.
આ પ્રમાણે, જે અપ્રતિબુદ્ધે એમ કહ્યું હતું કે “અમારો તો એ નિશ્ચય છે કે દેહ છે તે જ આત્મા છે, ” તેનું નિરાકરણ કર્યું. અજ્ઞાની જે ચીજને દેખે છે તે ચીજને પોતાની માને છે. જ્ઞાન શરીર, રાગ, આદિ જ્ઞેયને જાણે છે છતાં તે શરીરાદિ જ્ઞેય જ્ઞાનની ચીજ નથી. જ્ઞાનની ચીજ તો જ્ઞાન જ છે. આવી વાત કઠણ પડે પણ શું થાય? વસ્તુસ્વરૂપ જ આવું છે. વીતરાગ ત્રિલોકીનાથ જિનેશ્વરદેવ ઇન્દ્રો અને ગણધરોની વચ્ચે દિવ્યધ્વનિ દ્વારા આવો જ ઉપદેશ આપતા હતા. અને એ જ વાત સંતોએ પ્રસિદ્ધ કરી છે. અહો! એ સંતોની વાણી અમૃતની વર્ષા કરનારી છે, તેનું કર્ણરૂપી અંજલિ વડે ભવ્ય જીવો પાન કરો!
PDF/HTML Page 440 of 4199
single page version
तम्हा पच्चक्खाणं णाणं णियमा मुणेदव्वं।। ३४ ।।
तस्मात्प्रत्याख्यानं ज्ञानं नियमात् ज्ञातव्यम्।। ३४ ।।
તેથી નિયમથી જાણવું કે જ્ઞાન પ્રત્યાખ્યાન છે. ૩૪.
ગાથાર્થઃ– [यस्मात्] જેથી [सर्वान् भावान्] ‘પોતાના સિવાય સર્વ પદાર્થો [परान्] પર છે’ [इति ज्ञात्वा] એમ જાણીને [प्रत्याख्याति] પ્રત્યાખ્યાન કરે છે-ત્યાગે છે, [तस्मात्] તેથી, [प्रत्याख्यानं] પ્રત્યાખ્યાન [ज्ञानं] જ્ઞાન જ છે [नियमात्] એમ નિયમથી [ज्ञातव्यम्] જાણવું. પોતાના જ્ઞાનમાં ત્યાગરૂપ અવસ્થા તે જ પ્રત્યાખ્યાન છે, બીજું કાંઈ નથી.
ટીકાઃ– આ ભગવાન જ્ઞાતા-દ્રવ્ય (આત્મા) છે તે અન્યદ્રવ્યના સ્વભાવથી થતા અન્ય સમસ્ત પરભાવોને, તેઓ પોતાના સ્વભાવભાવ વડે નહિ વ્યાપ્ત હોવાથી પરપણે જાણીને, ત્યાગે છે; તેથી જે પહેલાં જાણે છે તે જ પછી ત્યાગે છે, બીજો તો કોઈ ત્યાગનાર નથી-એમ આત્મામાં નિશ્ચય કરીને, પ્રત્યાખ્યાનના (ત્યાગના) સમયે પ્રત્યાખ્યાન કરવાયોગ્ય જે પરભાવ તેની ઉપાધિમાત્રથી પ્રવર્તેલું ત્યાગના કર્તાપણાનું નામ (આત્માને) હોવા છતાં પણ, પરમાર્થથી જોવામાં આવે તો પરભાવના ત્યાગકર્તાપણાનું નામ પોતાને નથી, પોતે તો એ નામથી રહિત છે કારણ કે જ્ઞાનસ્વભાવથી પોતે છૂટયો નથી, માટે પ્રત્યાખ્યાન જ્ઞાન જ છે-એમ અનુભવ કરવો.
ભાવાર્થઃ– આત્માને પરભાવના ત્યાગનું કર્તાપણું છે. તે નામમાત્ર છે. પોતે તો જ્ઞાનસ્વભાવ છે. પરદ્રવ્યને પર જાણ્યું, પછી પરભાવનું ગ્રહણ નહિ તે જ ત્યાગ છે. એ રીતે, સ્થિર થયેલું જ્ઞાન તે જ પ્રત્યાખ્યાન છે, જ્ઞાન સિવાય કોઈ બીજો ભાવ નથી. ઉત્થાનિકાઃ–
આ રીતે અજ્ઞાની જીવ અનાદિ મોહના સંતાનથી નિરૂપણ કરવામાં આવેલું જે આત્મા અને શરીરનું એકપણું તેના સંસ્કારપણાથી અત્યંત અપ્રતિબુદ્ધ હતો. શું કહે છે? અનાદિથી અજ્ઞાનીને રાગ અને શરીરમાં સાવધાની હોવાથી તે જ્ઞાનાનંદસ્વભાવી ચૈતન્યને