PDF/HTML Page 401 of 4199
single page version
जो इंदिये जिणित्ता णाणसहावाधियं मुणदि आदं। तं खलु जिदिंदियं ते भणंति जे णिच्छिदा साहू।। ३१ ।।
तं खलु जितेन्द्रियं ते भणन्ति ये निश्चिताः साधवः।। ३१ ।।
હવે, (તીર્થંકર-કેવળીની) નિશ્ચયસ્તુતિ કહે છે. તેમાં પહેલાં જ્ઞેય-જ્ઞાયકના સંકરદોષનો પરિહાર કરી સ્તુતિ કહે છેઃ-
નિશ્ચય વિષે સ્થિત સાધુઓ ભાખે જિતેન્દ્રિય તેહને. ૩૧.
ગાથાર્થઃ– [यः] જે [इन्द्रियाणि] ઇંદ્રિયોને [जित्वा] જીતીને [ज्ञानस्व– भावाधिकं] જ્ઞાનસ્વભાવ વડે અન્યદ્રવ્યથી અધિક [आत्मानम्] આત્માને [जानाति] જાણે છે [तं] તેને, [ये निश्चिताः साधवः] જે નિશ્ચયનયમાં સ્થિત સાધુઓ છે [ते] તેઓ, [खलु] ખરેખર [जितेन्द्रियं] જિતેંદ્રિવ [भणन्ति] કહે છે.
ટીકાઃ– (જે મુનિ દ્રવ્યેન્દ્રિયો, ભાવેન્દ્રિયો તથા ઇંદ્રિયોના વિષયભૂત પદાર્થો-એ ત્રણેયને પોતાનાથી જુદાં કરીને સર્વ અન્યદ્રવ્યોથી ભિન્ન પોતાના આત્માને અનુભવે છે તે મુનિ નિશ્ચયથી જિતેન્દ્રિય છે.) અનાદિ અમર્યાદરૂપ બંધપર્યાયના વશે જેમાં સમસ્ત સ્વપરનો વિભાગ અસ્ત થઈ ગયો છે (અર્થાત્ જેઓ આત્માની સાથે એવી એક થઈ રહી છે કે ભેદ દેખાતો નથી) એવી શરીરપરિણામને પ્રાપ્ત જે દ્રવ્યેન્દ્રિયો તેમને તો નિર્મળ ભેદ-અભ્યાસની પ્રવીણતાથી પ્રાપ્ત જે અંતરંગમાં પ્રગટ અતિસૂક્ષ્મ ચૈતન્યસ્વભાવ તેના અવલંબનના બળ વડે સર્વથા પોતાથી જુદી કરી; એ, દ્રવ્યેન્દ્રિયોનું જીતવું થયું. જુદા જુદા પોતપોતાના વિષયોમાં વ્યાપારપણાથી જેઓ વિષયોને ખંડખંડ ગ્રહણ કરે છે (અર્થાત્ જ્ઞાનને ખંડખંડરૂપ જણાવે છે) એવી ભાવેન્દ્રિયોને, પ્રતીતિમાં આવતા અખંડ એક ચૈતન્યશક્તિપણા વડે સર્વથા પોતાથી જુદી જાણી; એ, ભાવેન્દ્રિયોનું જીતવું થયું. ગ્રાહ્યગ્રાહકલક્ષણવાળા સંબંધની નિકટતાને લીધે જેઓ પોતાના સંવેદન (અનુભવ) સાથે પરસ્પર એક જેવા થઈ ગયેલા દેખાય છે એવા, ભાવેન્દ્રિયો વડે ગ્રહવામાં આવતા જે ઇંદ્રિયોના વિષયભૂત સ્પર્શાદિ પદાર્થો તેમને, પોતાની ચૈતન્યશકિતનું સ્વયમેવ અનુભવમાં આવતું જે અસંગપણું તે વડે સર્વથા પોતાથી જુદા કર્યા; એ, ઇંદ્રિયોના વિષયભૂત પદાર્થોનું
PDF/HTML Page 402 of 4199
single page version
જીતવું થયું. આમ જે (મુનિ) દ્રવ્યેન્દ્રિયો, ભાવેન્દ્રિયો તથા ઇંદ્રિયોના વિષયભૂત પદાર્થો- એ ત્રણેને જીતીને, જ્ઞેય-જ્ઞાયક-સંકર નામનો દોષ આવતો હતો તે સઘળો દૂર થવાથી એકત્વમાં *ટંકોત્કીર્ણ અને જ્ઞાનસ્વભાવ વડે સર્વ અન્યદ્રવ્યોથી પરમાર્થે જુદા એવા પોતાના આત્માને અનુભવે છે તે નિશ્ચયથી ‘જિતેન્દ્રિય જિન’ છે. (જ્ઞાનસ્વભાવ અન્ય અચેતન દ્રવ્યોમાં નથી તેથી તે વડે આત્મા સર્વથી અધિક, જુદો જ છે.) કેવો છે તે જ્ઞાનસ્વભાવ? આ વિશ્વની (સમસ્ત પદાર્થોની) ઉપર તરતો (અર્થાત્ તેમને જાણતાં છતાં તે-રૂપ નહિ થતો), પ્રત્યક્ષ ઉધોતપણાથી સદાય અંતરંગમાં પ્રકાશમાન, અવિનશ્વર, સ્વતઃસિદ્ધ અને પરમાર્થસત્-એવો ભગવાન જ્ઞાનસ્વભાવ છે.
આ રીતે એક નિશ્ચયસ્તુતિ તો આ થઈ.
(જ્ઞેય તો દ્રવ્યેન્દ્રિયો, ભાવેન્દ્રિયો તથા ઇંદ્રિયોના વિષયભૂત પદાર્થો અને જ્ઞાયક પોતે આત્મા-એ બન્નેનું અનુભવન, વિષયોની આસક્તતાથી, એક જેવું થતું હતું; ભેદજ્ઞાનથી ભિન્નપણું જાણ્યું ત્યારે તે જ્ઞેયજ્ઞાયક-સંકરદોષ દૂર થયો એમ અહીં જાણવું.)
શિષ્યનો પ્રશ્ન છે કે-જેમ નગરના વર્ણનથી રાજાનું વર્ણન યથાર્થપણે થઈ શકે નહિ તેમ શરીરના સ્તવનથી આત્માની સ્તુતિ થઈ શક્તી નથી; તો પછી તીર્થંકર કેવળીની નિશ્ચયસ્તુતિ કોને કહે છે?
તેનું સમાધાનઃ-આત્મા જ્ઞાયકસ્વભાવી વસ્તુ છે. અને આ શરીર-પરિણામને પ્રાપ્ત જે ઇંદ્રિયો છે તે જડ છે. તથા એક એક વિષયને જે ખંડખંડપણે જાણે છે તે ભાવેન્દ્રિયો-ક્ષયોપશમજ્ઞાન પણ ખરેખર ઇંદ્રિય છે. શરીરપરિણામને પ્રાપ્ત જડ ઇંદ્રિયો જેમ જ્ઞાયકનું પરજ્ઞેય છે તેમ શબ્દ, રસ, રૂપ, ગંધ આદિને જાણનાર ભાવેન્દ્રિયો પણ નિશ્ચયથી જ્ઞાયકનું પરજ્ઞેય છે; જ્ઞાયક ભગવાન આત્માનું તે સ્વજ્ઞેય નથી. તેમજ ભાવેન્દ્રિયોથી જણાતા જે શબ્દ, રસ, ગંધ, સ્પર્શાદિ પર પદાર્થો તે પર પરજ્ઞેય છે. સ્વજ્ઞેયપણે જાણવા લાયક જ્ઞાયક અને પર તરીકે જાણવા લાયક પરજ્ઞેય-એ બન્નેની એકત્વબુદ્ધિ તે મિથ્યાત્વ, અજ્ઞાન અને સંસારભાવ છે. એ ત્રણેયને (દ્રવ્યેન્દ્રિયો, ભાવેન્દ્રિયો અને તેમના વિષયભૂત પદાર્થોને) જે જીતે એટલે કે પરજ્ઞેય તરફનું લક્ષ છોડીને સ્વજ્ઞેય જે શુદ્ધ જ્ઞાયકભાવસ્વરૂપ આત્મા છે તેનો અનુભવ કરે, તેને જાણે, વેદે અને માને તે સમ્યગ્દ્રષ્ટિ છે અને તેને કેવળીની સાચી અથવા નિશ્ચય સ્તુતિ હોય છે. આ અધિકારમાં મુનિની પ્રધાનતાથી વાત છે. (સમ્યગ્દ્રષ્ટિ પણ એમાં આવી જાય છે) ધર્મની શરુઆતની આ ગાથા છે. છઠ્ઠી અને અગીયારમી ગાથામાં આ જ વાત છે. અહીં તેનું જુદી રીતે કથન કર્યું છે. ____________________________________________________________ * ટંકોત્કીર્ણ = પથ્થરમાં ટાંકણાથી કોરેલી મૂર્તિની જેમ એકાકાર જેવો ને તેવો સ્થિત.
PDF/HTML Page 403 of 4199
single page version
શરીર એ જડ પરમાણુઓનો સ્કંધ છે. અને પાંચ ઇન્દ્રિયો-સ્પર્શ, જીભ, નાક, આંખ અને કાન તે જડ શરીરના પરિણામ છે. શરીરના પરિણામને પ્રાપ્ત જડ ઇન્દ્રિયોને દ્રવ્યેન્દ્રિયો કહે છે. તે (દ્રવ્યેન્દ્રિયો) આત્માના પરિણામ (પર્યાય) નથી. જડ દ્રવ્યેન્દ્રિયોને જીતવી એટલે તેનાથી ભિન્ન, અધિક-જુદો પરિપૂર્ણ એક જ્ઞાયકને અનુભવવો. તેને (અનુભૂતિને) ભગવાન કેવળીની સ્તુતિ અથવા કેવળીનાં વખાણ કહે છે. જ્યારે પોતાનું જેવું સ્વરૂપ છે તેવું આદર્યું, તેવા સ્વરૂપમાં એકાગ્ર થયો ત્યારે ભગવાનનાં સ્તુતિ-વખાણ કર્યાં એમ કહેવાય છે. અને એ જ સમ્યગ્દર્શન એટલે ધર્મનું પ્રથમ પગથિયું છે.
હવે દ્રવ્યેન્દ્રિયોને કેમ જીતવી એની વિશેષ વાત કરે છે. ટીકામાં ‘निरवधिबंधपर्यायवशेन’ એટલે અનાદિ અમર્યાદિત બંધપર્યાયના વશે-એમ લીધું છે. જુઓ, કર્મના બંધને મર્યાદા નથી, તે અનાદિ છે. જેમ ખાણમાં સોનું અને પત્થર બન્ને અનાદિનાં ભેગાં છે તેમ આનંદસ્વરૂપ આત્માના સંબંધમાં નિમિત્તરૂપે જડ કર્મની બંધ અવસ્થા અનાદિની છે. અજ્ઞાની બંધપર્યાયના કારણે નહિ પણ બંધપર્યાયને વશ થઈને પરને પોતાનાં માને છે. ભગવાન આત્મા ચિદ્ઘન જ્ઞાયકસ્વરૂપ છે. તેના અનુભવથી સમ્યગ્દર્શન વા ધર્મ પ્રગટ થાય છે. પરંતુ અજ્ઞાની જડ કર્મને વશ થઈને અધર્મને સેવે છે. પર્યાયમાં પરને વશ થવાનો ધર્મ (યોગ્યતા) છે. તેથી તે પરને વશ થઈને રાગાદિ કરે છે. પ્રવચનસારમાં ૪૭ નય કહ્યાં છે. તેમાં એક ઈશ્વરનય છે. તેમાં આ વાત કરી છે. કર્મનો ઉદ્રય વિકાર કરાવે છે એમ નથી. અજ્ઞાની કર્મના ઉદ્રયને વશ થઈ જડ ઇન્દ્રિયોને પોતાની માને છે તેથી અજ્ઞાનીને વિકાર થાય છે. ટીકામાં ‘बंधपर्यायवशेन’ એમ શબ્દો છે એનો અર્થ એ છે કે બંધપર્યાયથી વિકાર થતો નથી પણ બંધપર્યાયને વશ થતાં અજ્ઞાની વિકારરૂપે પરિણમે છે.
અહો! દિગંબર સંતોએ તો જ્યાં ત્યાં (સર્વત્ર) સ્વતંત્રતાનું જ વર્ણન કર્યું છે. અજીવ તત્ત્વ અને વિકાર-આસ્રવતત્ત્વની સ્વતંત્રતાની પણ જેને ખબર નથી તેને આનંદ-કંદ ભગવાન જ્ઞાયક્તત્ત્વ સ્વતંત્ર છે તેની દ્રષ્ટિ કયાંથી થાય? નિમિત્તના વશે વિકાર થાય છે એમ ન માનતાં તેને લઈને થાય છે એમ માનવામાં મોટો ઉગમણો- આથમણો ફેર છે. ભાઈ! આ તો ભગવાનનો માલ સંતો તેના આડતિયા થઈને બતાવે છે. સમોસરણમાં ભગવાનની દિવ્યધ્વનિ-ઓમકારધ્વનિ ઇચ્છા વિના છૂટે છે. બનારસીવિલાસમાં આવે છે કે-‘મુખ ઓમકાર ધુનિ સુનિ અર્થ ગણધર વિચારૈ’ આપણે જેમ બોલીએ છીએ તેમ ભગવાન ન બોલે. એમના કંઠ અને હોઠ હાલે-ધ્રૂજે નહિ. ‘ઓમ્’ એવો ધ્વનિ અંદર આખા શરીરમાંથી નીકળે. એમાંથી ગણધરદેવ બારઅંગરૂપ શ્રુતની રચના કરે છે.
PDF/HTML Page 404 of 4199
single page version
અહીં કહે છે કે-ભગવાન! તું તો આનંદઘન અખંડ એક જ્ઞાયકભાવ વસ્તુ છો ને! તેનો આશ્રય છોડી કર્મના ઉદ્રયને વશ થઈ જડ ઇન્દ્રિયોને પોતાની માને છે તે મિથ્યાભાવ છે. તેના કારણે સ્વ-પરનો વિભાગ અસ્ત થઈ ગયો છે. બંધ પર્યાયના કારણે વિકાર-મિથ્યાભાવ થાય છે એમ નહિ, પણ બંધ પર્યાયને વશ થવાથી વિકાર- મિથ્યાભાવ થાય છે એમ વાત છે.
‘સમસ્ત સ્વ-પરનો વિભાગ’ એવા શબ્દો છે. એનો અર્થ એ કે જ્ઞાયકસ્વરૂપ જીવ પોતે તે સ્વ છે અને જડ ઇન્દ્રિયો તે પર છે. તે બન્નેનું ભિન્નપણું પૂરું અસ્ત થઈ ગયું છે. તેથી આ જડ ઇન્દ્રિયો તે જ હું છું એમ અજ્ઞાની માને છે. તે જીવ અને અજીવને એકપણે માને છે. કર્મબંધની પર્યાયને તાબે થઈ અજ્ઞાની ભગવાન આત્મા જ્ઞાયકભાવ અને શરીર પરિણામને પ્રાપ્ત જડ ઇન્દ્રિયો-એ બન્નેની જુદાઈ કરતો નથી, પણ જડની પર્યાયને પોતાની માને છે. અજીવને જીવ માનવો કે જીવને અજીવ માનવો એ મિથ્યાત્વ છે.
અહો! સંતો આત્માને ‘ભગવાન’ કહીને સંબોધે છે. ‘ભગ’ એટલે લક્ષ્મી અને ‘વાન’ એટલે વાળો. આત્મા અનંત જ્ઞાન અને અનંત આનંદની લક્ષ્મીવાળો ભગવાન છે. આ તો જેની પાસે ઈન્દ્રો પણ ગલુડિયાંની જેમ વાણી સાંભળવા બેસે તે વીતરાગ જૈન પરમેશ્વરની વાણીમાં આવેલી વાત છે. પરંતુ પોતે કોણ છે તેનું ભાન નહિ હોવાથી કર્મની બંધપર્યાયને વશ થઈ અજ્ઞાની જડ ઇન્દ્રિયોને પોતાની માને છે. મારી આંખ આવી છે, મારા કાન આવા છે, મારું નાક આવું છે ઇત્યાદિ માને છે. પણ ભાઈ એ ઇન્દ્રિયો કે’ દિ તારી હતી? અગાઉ ગાથા ૧૯ માં આવ્યું છે કે-જ્યાંસુધી આ આત્માને જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ, ભાવકર્મ અને શરીરાદિ નોકર્મમાં ‘આ હું છું’ અને હું માં (આત્મામાં) ‘આ કર્મ-નોકર્મ છે’-એવી બુદ્ધિ છે ત્યાં સુધી આ આત્મા અપ્રતિબુદ્ધ છે. ભાઈ! આ શરીર તો જડ માટી-ધૂળ છે. આ ચાર મણની કાયા હોય તેની સ્મશાનમાં રાખ થાય છે. તે બહુ થોડી રાખ થાય છે અને પવન આવે ઊડી જાય છે. કહ્યું છે ને કેઃ-
સંતો જગતને સર્વજ્ઞની વાણીના પ્રવાહનો ભાવ જાહેર કરે છે. ભાઈ! શરીરની અવસ્થાને પ્રાપ્ત જે જડ દ્રવ્યેન્દ્રિયો છે તેને પોતાથી એકપણે માનવી તે અજ્ઞાન, મિથ્યાત્વ, અધર્મ છે. તે દ્રવ્યેન્દ્રિયોની પોતાથી જુદાઈ કેમ કરવી તેની હવે વાત કરે છે. ધર્મી નિર્મળ ભેદ-અભ્યાસની પ્રવીણતાથી દ્રવ્યેન્દ્રિયોને જુદી કરે છે. ‘હું તો જ્ઞાયક છું,
PDF/HTML Page 405 of 4199
single page version
શરીરની અવસ્થા તે હું નહિ’-આવું (સ્વસંવેદન) જ્ઞાન તે નિર્મળ ભેદજ્ઞાન છે. ઇન્દ્રિયો પર અને હું સ્વ-એમ એકલું વિકલ્પ દ્વારા ધારી રાખવું તે કાંઈ નિર્મળ ભેદજ્ઞાન નથી.
આ જીવ ધર્મ કેમ પામે એની અહીં વાત કરે છે. જોકે વાત ક્રમે સમજાવે છે પણ અંદરમાં ક્રમ નથી. સમજાવવામાં ક્રમ પડે છે, પણ જ્યારે ભિન્ન પડે છે ત્યારે એકીસાથે ભિન્ન થાય છે. નિર્મળ ભેદ-અભ્યાસ એટલે પરથી ભેદ પાડવાનો અભ્યાસ. તે નિર્મળ ભેદ-અભ્યાસની પ્રવીણતાથી એટલે કે જ્ઞાનની પર્યાયને જ્ઞાયક તરફ ઢાળવાથી અંદરમાં પ્રગટ જે અતિસૂક્ષ્મ ચૈતન્યસ્વભાવ તે પ્રાપ્ત થાય છે. અને તેના અવલંબનના બળથી દ્રવ્યેન્દ્રિયોને સર્વથા પોતાથી જુદી કરાય છે. કથંચિત્ જુદી કરાય છે એમ નહિ, સર્વથા જુદી કરાય છે. શરીર પરિણામને પ્રાપ્ત દ્રવ્યેન્દ્રિયો અતિ સ્થૂળ અને જડ છે. અને નિર્મળ ભેદ-અભ્યાસની પ્રવીણતાથી પ્રાપ્ત અંતરંગમાં પ્રગટ જે દ્રવ્યસ્વભાવ તે અતિ સૂક્ષ્મ અને ચૈતન્યસ્વરૂપ છે. આવા અંતરંગમાં પ્રગટ અતિ સૂક્ષ્મ ચૈતન્યસ્વભાવના અવલંબનના બળ વડે દ્રવ્યેન્દ્રિયોને જુદી પાડવામાં આવે છે. આ સમ્યગ્દર્શન પામવાની કળા છે. આવી વાત સાંભળવા મળે નહિ અને બિચારા અહોનિશ વેપાર-ધંધામાં મશગુલ રહે તે ધર્મ કેમ કરી પામે? અરે! આત્માના જ્ઞાન વિના જિંદગી ચાલી જાય છે!
અનાદિથી અજ્ઞાની જડ શરીરને અને આત્માને એકપણે માને છે. તેને શ્રીગુરુ કહે છે કે-પ્રભુ! તું (આત્મા) તેનાથી (ઇન્દ્રિયોથી) ભિન્ન છે. ત્યાં શ્રીગુરુની વાત ધારણામાં લઈ તે અંતરમાં એકાગ્ર થવાનો પ્રયોગ કરે છે. અતિસૂક્ષ્મ ચૈતન્યસ્વભાવ અંદરમાં વસ્તુ તરીકે જે પ્રગટ છે તેને નિર્મળ ભેદ-અભ્યાસથી પ્રાપ્ત કરી તેમાં એકાગ્ર થતાં, તેનો આશ્રય કરતાં દ્રવ્યેન્દ્રિયો સર્વથા જુદી પડે છે. આ સમ્યગ્દર્શન એટલે ધર્મનું પહેલું પગથિયું પ્રાપ્ત કરવાની રીત છે. જુઓ, કેટલી વાત કરી છે? એક તો કર્મના ઉદ્રયને વશ થવાથી વિકાર-મિથ્યાભાવ થાય છે. તે વડે જીવ પોતાને અને દ્રવ્યેન્દ્રિયોને એકપણે માને છે પણ જુદાઈ માનતો નથી. બીજું શરીર પરિણામને પ્રાપ્ત જડ ઇન્દ્રિયોને પોતાથી જુદી પાડવાનો અભ્યાસ તે નિર્મળ ભેદજ્ઞાન છે. આવા નિર્મળ ભેદજ્ઞાન વડે પ્રાપ્ત અંતરંગમાં પ્રગટ અતિસૂક્ષ્મ ચૈતન્યસ્વભાવમાં એકાગ્ર થતાં દ્રવ્યેન્દ્રિયો જુદી પડી જાય છે. આ ધર્મ પામવાની રીત છે.
અતિસૂક્ષ્મ ચૈતન્યસ્વભાવ અંદરમાં વસ્તુ તરીકે પ્રગટ છે. ગાથા ૪૯ માં તેને અવ્યક્ત કહ્યો છે. ત્યાં તો પર્યાય જે વ્યક્ત છે તેની અપેક્ષાએ અવ્યક્ત કહ્યો છે. વસ્તુ તરીકે તો તે પ્રગટ, સત્, મોજૂદ, અસ્તિપણે વિદ્યમાન છે. આવા અંતરંગમાં વિદ્યમાન અતિસૂક્ષ્મ ચૈતન્યસ્વભાવના અવલંબન-આશ્રય વડે દ્રવ્યેન્દ્રિયોને પોતાથી સર્વથા જુદી કરવી તેને દ્રવ્યેન્દ્રિયોનું જીતવું કહેવાય છે. કાનમાં ખીલા નાખવા કે આંખો બંધ કરી દેવી ઇત્યાદિ
PDF/HTML Page 406 of 4199
single page version
કાંઈ જિતેન્દ્રિયપણું નથી. હજી દ્રવ્યેન્દ્રિયો કોને કહેવાય એની પણ ખબર નથી તે ઇન્દ્રિયોને જીતે શી રીતે?
હવે ભાવેન્દ્રિયોને જીતવાની વાત કરે છે. જુદા જુદા પોતપોતાના વિષયોમાં વ્યાપારપણાથી જેઓ વિષયોને ખંડખંડ ગ્રહણ કરે છે તે ભાવેન્દ્રિયો છે. કાનનો ઉઘાડ શબ્દને જાણે, આંખનો ક્ષયોપશમ રૂપને જાણે, સ્પર્શનો ઉઘાડ સ્પર્શને જાણે ઇત્યાદિ પોતપોતાના વિષયોમાં વ્યાપાર કરી જે વિષયોને ખંડખંડ ગ્રહણ કરે છે તે ભાવેન્દ્રિયો છે. આ બાહ્ય ઇન્દ્રિયોની વાત નથી. એક એક ઇન્દ્રિય પોતપોતાનો વ્યાપાર કરે છે તેથી જ્ઞાનને તે ખંડખંડરૂપ જણાવે છે. જેમ દ્રવ્યેન્દ્રિયો અને આત્માને એકપણે માનવાં તે અજ્ઞાન છે તેમ જ્ઞાનને ખંડખંડરૂપે જણાવનાર ભાવેન્દ્રિયો અને જ્ઞાયકને એકપણે માનવાં એ પણ મિથ્યાત્વ છે, અજ્ઞાન છે. જુદા જુદા પોતપોતાના વિષયોને જે ખંડખંડ ગ્રહણ કરે છે અને અખંડ એકરૂપ જ્ઞાયકને જે ખંડખંડરૂપે જણાવે છે તે ભાવેન્દ્રિયોની જ્ઞાયક આત્મા સાથે એક્તા કરવી તે મિથ્યાત્વ છે.
દ્રવ્યેન્દ્રિયો છે તે શરીરપરિણામને પ્રાપ્ત છે, જ્યારે ભાવેન્દ્રિયો જ્ઞાનના ખંડખંડ પરિણામને પ્રાપ્ત છે. જે જ્ઞાન એક એક વિષયને જણાવે, જ્ઞાનને ખંડખંડરૂપે જણાવે, અંશી (જ્ઞાયક) ને પર્યાયમાં ખંડરૂપે જણાવે તે ભાવેન્દ્રિયો છે. જેમ જડ દ્રવ્યેન્દ્રિયો જ્ઞાયકનું પરજ્ઞેય છે તેમ ભાવેન્દ્રિયો પણ જ્ઞાયકનું પરજ્ઞેય છે. અહીં જ્ઞેય-જ્ઞાયકના સંકર-દોષનો પરિહાર કરાવે છે. જેમ શરીર પરિણામને પ્રાપ્ત જડ ઇન્દ્રિયો જ્ઞેય અને આત્મા જ્ઞાયક ભિન્ન છે તેમ ભાવેન્દ્રિયો પણ પરજ્ઞેય છે અને આત્મા જ્ઞાયક ભિન્ન છે. અહાહા! એક એક વિષયને જાણનાર જ્ઞાનનો ક્ષયોપશમ તથા અખંડ જ્ઞાનને ખંડખંડપણે જણાવનાર ભાવેન્દ્રિય તે જ્ઞાયકનું પરજ્ઞેય છે અને જ્ઞાયક પ્રભુ આત્માથી ભિન્ન છે. આમાં અખંડ એક ચૈતન્યશક્તિપણાની પ્રતીતિનું જોર લીધું છે. પહેલાં દ્રવ્યેન્દ્રિયોને ભિન્ન કરવામાં એના (જ્ઞાયકભાવના) અવલંબનનું બળ લીધું છે. જ્ઞાયકભાવ એક અને અખંડ છે, જ્યારે ભાવેન્દ્રિય અનેક અને ખંડખંડરૂપ છે. અખંડ એક જ્ઞાયકભાવરૂપ ચૈતન્યશક્તિની પ્રતીતિ થતાં અનેક અને ખંડખંડરૂપ ભાવેન્દ્રિય જુદી થાય છે-ભિન્ન જણાય છે. આ રીતે અખંડ જ્ઞાયકભાવની પ્રતીતિ વડે જ્ઞાનને ખંડખંડરૂપ જણાવનાર પરજ્ઞેયરૂપ ભાવેન્દ્રિયને સર્વથા જુદી કરવી એ ભાવેન્દ્રિયોનું જીતવું છે એમ કહેવાય છે.
આ ગાથામાં જ્ઞેય-જ્ઞાયકના સંકરદોષના પરિહારની વાત છે. શરીર પરિણામને પ્રાપ્ત જડ ઇન્દ્રિયો પરજ્ઞેય હોવા છતાં તે મારી છે એવી એકત્વબુદ્ધિ તે મિથ્યાત્વભાવ, સંકર-ખીચડો છે. જેની આવી માન્યતા છે તેણે જડની પર્યાય અને ચૈતન્યથી પર્યાયને એક કરી છે. તેવી રીતે એક એક વિષય (શબ્દ, રસ, રૂપ, ઇત્યાદિ) જાણવાની યોગ્યતાવાળો ક્ષયોપશમભાવ તે ભાવેન્દ્રિય છે. તે પણ ખરેખર પરજ્ઞેય છે. પરજ્ઞેય અને
PDF/HTML Page 407 of 4199
single page version
જ્ઞાયકભાવની એક્તાબુદ્ધિ તે સંસાર છે, મિથ્યાત્વ છે. ભાવેન્દ્રિયનો વિષય જે આખી દુનિયા સ્ત્રી, કુટુંબ, દેવ, શાસ્ત્ર, ગુરુ-તે બધાય ઇન્દ્રિયના વિષયો હોવાથી ઇન્દ્રિય કહેવામાં આવે છે. તે પણ પરજ્ઞેય છે. એનાથી મને લાભ થાય એમ માનવું તે મિથ્યા ભ્રાન્તિ છે.
શરીર પરિણામને પ્રાપ્ત જડ ઇન્દ્રિયોથી ભિન્ન ભગવાન આત્મા નિર્મળ ભેદ- અભ્યાસની પ્રવીણતાથી પ્રાપ્ત થાય છે, બીજી કોઈ રીતે પ્રાપ્ત થતો નથી. ખૂબ પૈસા ખર્ચી મંદિરો બંધાવવાથી, ભગવાનના દર્શનથી કે ભગવાનની વાણીથી ભગવાન આત્મા પ્રાપ્ત થાય એમ નથી. જે ભાવે તીર્થંકરગોત્ર બંધાય તે ભાવથી પણ ભગવાન આત્મા ગ્રાહ્ય નથી. જ્ઞાનની પર્યાયને જ્ઞાયકમાં વાળતાં નિર્મળ ભેદ-અભ્યાસની પ્રવીણતાથી અંતરંગમાં પ્રગટ અતિસૂક્ષ્મ ચૈતન્ય-સ્વભાવના અવલંબનના બળ વડે જડ ઇંદ્રિયોને પોતાથી સર્વથા જુદી કરાય છે, જીતાય છે.
મિથ્યાદ્રષ્ટિને નવ પૂર્વની જે લબ્ધિ પ્રગટ થાય છે તે અને સાત દ્વીપ તથા સમુદ્રને જાણે તેવું જે વિભંગજ્ઞાન હોય છે તે ઇંદ્રિયજ્ઞાન છે, ભાવેન્દ્રિય છે. તે નવ પૂર્વનું જ્ઞાન કે વિભંગજ્ઞાન સ્વભાવને પ્રાપ્ત કરવામાં કાંઈ કામ આવતું નથી. ભાવેન્દ્રિયને જીતવી હોય તો પ્રતીતિમાં આવતા અખંડ એક ચૈતન્યશક્તિપણા વડે તેને સર્વથા જુદી જાણ. જ્ઞાનમાં તે પરજ્ઞેય છે પણ સ્વજ્ઞેય નથી એમ જાણ.
પર્યાયને અંતર્મુખ વાળતાં તે સામાન્ય એક અખંડ સ્વભાવમાં જ એકત્વ પામે છે. આ અખંડમાં એકત્વ થાઉં એવું પણ રહેતું નથી. પર્યાય જે બહારની તરફ જતી હતી તેને જ્યાં અંતર્મુખ કરી ત્યાં તે (પર્યાય) સ્વયં સ્વતંત્ર ર્ક્તા થઈને અખંડમાં જ એકત્વ પામે છે. પર્યાયને રાગાદિ પર તરફ વાળતાં મિથ્યાત્વ પ્રગટ થાય છે અને અંતર્મુખ વાળતાં પર્યાયનો વિષય અખંડ જ્ઞાયક થઈ જાય છે (કરવો પડતો નથી). અહાહા! તે વાળવાવાળો કોણ? દિશા ફેરવવાવાળો કોણ? પોતે. પરની દિશાના લક્ષ તરફ દશા છે એ દશા સ્વલક્ષ પ્રતિ વાળતાં શુદ્ધતા વા ધર્મ પ્રગટ થાય છે. અરે! જે પરજ્ઞેય છે એને સ્વજ્ઞેય માની આત્મા મિથ્યાત્વથી જીતાઈ ગયો છે (હણાઈ ગયો છે). હવે તે પરજ્ઞેયથી ભિન્ન પડી, સ્વજ્ઞેય જે એક અખંડ ચૈતન્યસ્વભાવ તેની દ્રષ્ટિ અને પ્રતીતિ જ્યાં કરી ત્યાં ભાવેન્દ્રિય પોતાથી સર્વથા ભિન્ન જણાય છે. તેને ભાવેન્દ્રિય જીતી એમ કહેવાય છે. તેને સમ્યગ્દર્શન એટલે સાચું દર્શન કહેવાય છે.
અહાહા! શું અદ્ભુત ટીકા છે! ભગવાન આત્માને હથેળીમાં બતાવે છે. આખા લોકનું રાજ આપે તોપણ જેની એક પણ નિર્મળ પર્યાય પ્રગટ થાય એવી નથી, એવી અનંતી પર્યાય જેના એક એક ગુણમાં પડી છે એવો મોટો આત્મા ભગવાન છે. જો પરથી ભિન્ન પડી તેની દ્રષ્ટિ કરે તો પુરુષાર્થથી તે પર્યાય અવશ્ય પ્રગટ થાય. અહો! તે પુરુષાર્થ પણ અલૌકિક છે.
PDF/HTML Page 408 of 4199
single page version
દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય, અને તેના વિષયો એ ત્રણે જણાવા લાયક છે અને જ્ઞાયક આત્મા પોતે જાણનાર છે. એ ત્રણેય પરજ્ઞેય તરીકે અને ભગવાન આત્મા સ્વજ્ઞેય તરીકે જાણવા લાયક છે. ચાહે તો ભગવાન ત્રણલોકના નાથ હો, તેમની વાણી હો કે તેમનું સમોસરણ- તે બધુંય અનિન્દ્રિય આત્માની અપેક્ષાએ ઇંદ્રિય છે, પરજ્ઞેય તરીકે જણાવા લાયક છે. અને આત્મા ગ્રાહક-જાણનાર છે. આમ હોવા છતાં ગ્રાહ્ય-ગ્રાહકલક્ષણવાળા સંબંધની નિકટતાને લીધે વાણીથી જ્ઞાન થાય છે એમ અજ્ઞાની (ભ્રમથી) માને છે. જ્ઞેયાકારરૂપે જે જ્ઞાનની પર્યાય થાય છે તે જ્ઞાનનું પરિણમન છે, જ્ઞેયનું નહિ, જ્ઞેયના કારણે પણ નહિ, છતાં જ્ઞેય-જ્ઞાયકના સંબંધીની અતિ નિકટતા છે તેથી જ્ઞેયથી જ્ઞાન આવ્યું, જ્ઞેયના સંબંધથી જ્ઞાન થયું એમ અજ્ઞાની (ભ્રમથી) માને છે.
પહેલાં જ્ઞાન ઓછું હતું, અને શાસ્ત્ર સાંભળતાં નવું (વધારે) જ્ઞાન થયું. તેથી સાંભળવાથી જ્ઞાન થયું એમ અજ્ઞાનીને લાગે છે. જેવું શાસ્ત્ર હોય તેવું જ્ઞાન થાય ત્યારે અજ્ઞાની એમ માને છે કે શાસ્ત્રથી જ્ઞાન થયું. જ્ઞેય-જ્ઞાયકનો અતિ નિકટ સંબંધ હોવાથી પરસ્પર જ્ઞેય જ્ઞાયકરૂપ અને જ્ઞાયક જ્ઞેયરૂપ એમ બન્ને એકરૂપ હોય એવો તેને ભ્રમ થાય છે. ખરેખર એમ નથી, છતાં આવી માન્યતા તે અજ્ઞાન છે. જેવી વાણી હોય તેવા પ્રકારનું જે જ્ઞાન થાય છે તે પોતાના કારણે છે, વાણીના કારણે નહિ. પરસત્તાવલંબી જ્ઞાન પણ પરથી થયું છે એમ માનવું તે અજ્ઞાન છે. જ્ઞેય-જ્ઞાયકસંબંધની નિકટતાને લીધે અજ્ઞાનીને જ્ઞાન અને જ્ઞેય પરસ્પર એક જેવા થઈ ગયેલા દેખાય છે, પરંતુ એક થયા નથી.
પ્રશ્નઃ– વાણી સાંભળી માટે જ્ઞાન થયું, પહેલાં તો તે ન હતું? ઉત્તરઃ– ભાઈ! તે કાળે તે (જ્ઞાનની) પર્યાયની તે પ્રકારના જ્ઞેયને જાણવાની યોગ્યતા હતી. તેથી જ્ઞાન પોતાથી થયું છે, વાણીના કારણે નહિ. પ્રવચનસારમાં આવે છે કે વીતરાગની વાણી પુદ્ગલ છે, તેનાથી જ્ઞાન થાય નહિ. જ્ઞાનસૂર્ય પ્રભુ પોતે જાણનાર છે. તે સ્વને જાણતાં પરને સ્વતઃ જાણે છે. પરથી તો તે જાણે નહિ, પણ પર છે માટે પરને જાણે છે એમ પણ નથી.
વાણી, કુટુંબ આદિ પદાર્થો તો ઠીક, પણ સાક્ષાત્ તીર્થંકર ભગવાન પણ ગ્રાહ્ય એટલે પરજ્ઞેય છે; અને આત્મા પોતાથી જાણનાર છે. અજ્ઞાનીને તે ઇન્દ્રિયના વિષયભૂત પદાર્થો પરજ્ઞેય હોવા છતાં એકમેક જેવા થઈ ગયેલા દેખાય છે. તેમને જુદા કેમ પાડવા તે હવે કહે છે.
જ્ઞાયકનો તો જાણવાનો સ્વતઃ સ્વભાવ છે. ભગવાન કે વાણીને લઈને તે સ્વભાવ-શક્તિ છે એમ નથી. જેને વાણી કે રાગનો પણ સંગ નથી તેવો પોતાનો ચૈતન્યસ્વભાવ છે. તેવા ચૈતન્યસ્વભાવનું સ્વયમેવ અનુભવમાં આવતું જે અસંગપણું તેના વડે પર વિષયો-પરજ્ઞેયો સર્વથા જુદા કરાય છે. જુઓ, દ્રવ્યેન્દ્રિયો સામે અંતરમાં પ્રગટ અતિ-સૂક્ષ્મ ચૈતન્યસ્વભાવ લીધો, ભાવેન્દ્રિય સામે એક અખંડ ચૈતન્યશક્તિ લીધી અને અહીં
PDF/HTML Page 409 of 4199
single page version
ત્રીજા બોલમાં જ્ઞેય-જ્ઞાયકની નિકટતા સામે ચૈતન્યશક્તિનું અસંગપણું લીધું છે. આ તો ત્રણલોકના નાથની વાણીનો સાર છે.
અહાહા! જે પંથે પ્રયાણ કરતાં અનંત આનંદ પ્રગટે તે ભગવાન શ્રી જિનેશ્વરદેવ-કથિત પંથ અપૂર્વ છે. આવા અપૂર્વ માર્ગની વાત જેને સાંભળવા પણ ન મળે તે પ્રયોગ શી રીતે કરે? જેના ફળમાં સાદિ અનંત અનંત સમાધિ-સુખ પ્રગટે તે મોક્ષમાર્ગનો મહિમા કેટલો કરીએ? ભાઈ! પરપદાર્થનો સંયોગ મળવો એ તો પૂર્વનાં પુણ્ય-પાપને આધીન છે. પણ જો અંદરમાં પુરુષાર્થ કરે તો આ મોક્ષમાર્ગ પ્રગટ થયા વિના રહે નહિ. અહો! આચાર્ય અમૃતચંદ્રદેવે ટીકામાં અમૃતની ધારા વહેવડાવી છે.
કેવળીની વાણીમાં પણ જેનું વર્ણન પુરેપુરું આવી શકયું નથી એવી અમૂલ્ય ચીજ આત્મા છે. એવા આત્માને સ્વયમેવ અંતરમાં અનુભવમાં આવતા અસંગપણા વડે ઇંદ્રિયોના વિષયોથી જુદો કર્યો. જેણે પરથી અધિકપણે-ભિન્નપણે પૂર્ણ આત્માને જાણ્યો, સંચેત્યો અને અનુભવ્યો તેણે ઇંદ્રિયોના વિષયોને જીત્યા. જડ ઇંદ્રિયો, ભાવેન્દ્રિય અને તેના વિષયભૂત પદાર્થો એ ત્રણેય જ્ઞાનનું પરજ્ઞેય છે. એ ત્રણેયને જેણે જીત્યા એટલે એ સર્વથી જે ભિન્ન પડયો તે જિન થયો, જૈન થયો. સ્વપરની એક્તાબુદ્ધિ વડે તે અજૈન હતો. હવે પરથી ભિન્ન પડી નિર્મળ પર્યાયને પ્રગટ કરી તે જીતેન્દ્રિય જિન થાય છે.
પ્રશ્નઃ– આ ગાથામાં ‘સર્વથા જુદા કર્યા’ એમ આવે છે. પણ જૈનમાં તો ‘સર્વથા’ ન હોય ને?
ઉત્તરઃ– જેમ નાળિયેરમાં છાલાં, કાચલી અને ઉપરની રાતડ સે સર્વથી અંદર જે સફેદ ગોળો છે તે સર્વથા ભિન્ન છે. તેમ ભગવાન આત્મા-ચૈતન્યગોળો શરીર, કર્મ અને પુણ્ય-પાપના (રાતડ) ભાવથી સર્વથા ભિન્ન છે. અને તે અનુભવમાં આવતાં પરથી સર્વથા ભિન્ન પડે છે, કથંચિત્ ભિન્ન અને કથંચિત્ એક એમ નહીં. સમયસાર કલશટીકામાં શ્લોક ૧૮૧ માં પાંચવાર ‘સર્વથા’ આવે છે. દાખલા તરીકેઃ ‘શુદ્ધત્વપરિણમન સર્વથા સકળ કર્મોના ક્ષય કરવાનું કારણ છે,’ ‘આવું શુદ્ધત્વપરિણમન સર્વથા દ્રવ્યના પરિણમનરૂપ છે, નિર્વિકલ્પરૂપ છે,’ ‘શુદ્ધ સ્વરૂપના અનુભવરૂપ છે જે જ્ઞાન તે, જીવના શુદ્ધત્વપરિણમનથી સર્વથા સહિત છે,’ ઇત્યાદિ. જ્યાં જે અપેક્ષા લાગે ત્યાં ‘સર્વથા’ જ હોય. જેમકે દ્રવ્ય અપેક્ષાએ આત્મા નિત્ય જ છે અને પર્યાય અપેક્ષાએ અનિત્ય જ છે. આવો માર્ગ છે તે જાણે નહિ અને બહારથી વ્રત કરે અને તપ કરે પણ એ તો બાળવ્રત અને બાળતપ છે, ભાઈ!
આ પ્રકારે જે કોઈ મુનિ દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને તેના વિષયભૂત પરપદાર્થોને જીતે છે તેને સઘળો જ્ઞેય-જ્ઞાયકસંકરદોષ દૂર થાય છે. જણાવા યોગ્ય ચીજ જ્ઞાયકની છે અને જાણનાર જ્ઞાયક જણાવાયોગ્ય ચીજનો છે એમ જાણવું એ અજ્ઞાન છે, જ્ઞેયજ્ઞાયકસંકરદોષ
PDF/HTML Page 410 of 4199
single page version
છે. જડ ઇંદ્રિય, ભાવેન્દ્રિય અને ભગવાન તથા ભગવાનની વાણી ઇત્યાદિ ઇંદ્રિયના વિષયો પરજ્ઞેયરૂપ હોવાથી પોતાથી ભિન્ન છે. છતાં અજ્ઞાની તેમને પોતાની માને છે, કારણ કે જેનાથી લાભ થવો માને તેને પોતાની માન્યા વગર રહે નહિ. પરંતુ જો તે પોતાના અતિસૂક્ષ્મ ચૈતન્યસ્વભાવને અવલંબે, અખંડ એક જ્ઞાયકનો આશ્રય લે, અસંગ એવા નિજ ચૈતન્યને અનુભવે તો એ સઘળો દોષ દૂર થાય છે.
સમજાવવા કથન કરે એમાં ક્રમ પડે છે. પણ જ્યારે આશ્રય લેવામાં આવે છે ત્યારે એકસાથે બધી ઇંદ્રિયો (દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને તેના વિષયભૂત પદાર્થો) જીતાય છે. અતિસૂક્ષ્મ ચૈતન્યસ્વભાવના અવલંબનના બળ વડે જ્યારે દ્રવ્યેન્દ્રિયને જીતે છે ત્યારે ભાવેન્દ્રિય અને ઇંદ્રિયોના વિષયોનું લક્ષ છૂટી ગયું હોય છે. ભાવેન્દ્રિયને જીતે ત્યારે પણ અખંડ એક ચૈતન્યશક્તિની પ્રતીતિ થતાં દ્રવ્યેન્દ્રિય અને પરપદાર્થોનું લક્ષ છૂટી જાય છે. તેવી જ રીતે જ્યારે પર વિષયોને જીતે છે ત્યારે દ્રવ્ય ઉપર જ લક્ષ હોવાથી જડ ઇંદ્રિયો અને ભાવેન્દ્રિય જીતાઈ જાય છે. સમજાણું કાંઈ? ભાઈ! આ તો સમજણનો માર્ગ છે. સમજવું, સમજવું એ શું કરવાનું નથી? જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા છે તે જાણવા સિવાય બીજું કરે શું?
જેમ ટાંકણાથી કોતરેલી પત્થરની મૂર્તિ હોય તેમ આ ભગવાન આત્મા એક અખંડ ટંકોત્કીર્ણ જ્ઞાનસ્વભાવરૂપ છે. રાગ અને પરથી ભિન્ન પડતાં તે જેવો છે તેવો દેખાય છે. જ્ઞાની સમાધિકાળમાં જ્ઞાનસ્વભાવ વડે સર્વ ઇન્દ્રિયોથી પરમાર્થે જુદા આત્માને અનુભવે છે. દ્રવ્યસંગ્રહ, ગાથા ૪૭ માં આવે છે કે નિશ્ચયરત્નત્રયસ્વરૂપ નિશ્ચય મોક્ષમાર્ગ અને વ્યવહાર-રત્નત્રયાત્મક વ્યવહાર મોક્ષમાર્ગ એમ બન્ને પ્રકારનો મોક્ષમાર્ગ નિર્વિકાર સ્વસંવેદનસ્વરૂપ પરમ ધ્યાનમાં મુનિને પ્રગટ થાય છે. અંદર ધ્યાનમાં જતાં જ્ઞેય-જ્ઞાયકની ભિન્નતા થતાં ઇન્દ્રિયો જીતાય છે ત્યારે જે અબુદ્ધિપૂર્વકનો રાગ રહે છે તે વ્યવહાર મોક્ષમાર્ગ છે. આ રીતે જે પોતાના આત્માને (સર્વ ઇન્દ્રિયોથી ભિન્ન) અનુભવે છે તે જીતેન્દ્રિય જિન છે.
દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને ઇન્દ્રિયના વિષયો એ ત્રણેયને ઇન્દ્રિય કહે છે. તે સર્વનું લક્ષ છોડીને પોતાના જ્ઞાનસ્વભાવ વડે પરથી અધિક-ભિન્ન એવા નિજ પૂર્ણ શુદ્ધ ચૈતન્યનો જે અનુભવ કરે છે તેને નિશ્ચયનયના જાણનાર ગણધરદેવ જિતેન્દ્રિય જિન અને ધર્મી કહે છે. રાગ હોય છે પણ તે આત્માનો પરમાર્થ સ્વભાવ નથી. તે રાગથી- પુણ્ય-પાપથી પૃથક્ થઈને જ્યારથી જ્ઞાયકસ્વભાવનો અનુભવ થાય છે ત્યારથી જિનપણાની ધર્મની શરૂઆત થાય છે, જ્ઞાનસ્વભાવ-જાણનસ્વભાવ રાગમાં કે પર અચેતન પદાર્થોમાં નથી તેથી જ્ઞાનસ્વભાવ વડે આત્મા તે સર્વથી ભિન્ન-અધિક છે.
PDF/HTML Page 411 of 4199
single page version
જાણે છતાં પરજ્ઞેયરૂપ થતો નથી. રાગ, શરીર, વાણી આદિ પરદ્રવ્યોને જ્ઞાયક જાણે છે, છતાં તે પરદ્રવ્યરૂપ થતો નથી. પુણ્ય-પાપના ભાવો રાગ છે, અચેતન છે. તેમાં જ્ઞાન- સ્વભાવનો અંશ પણ નથી. જ્ઞાનસ્વભાવ ચૈતન્ય ભગવાન છે. અનંત તેનો મહિમા છે. બહુ જ ટૂંકી પણ ઘણી મહત્ત્વની વાત છે.
વિશ્વ એટલે સમસ્ત પદાર્થો-લોકાલોક. તે ઉપર તરતો અર્થાત્ સમસ્ત પદાર્થોને- લોકાલોકને જાણે છતાં પણ તે-રૂપ નહિ થતો એવો ભિન્ન રહે છે. અહાહા! આવો જ્ઞાનસ્વભાવ છે. ભાવશક્તિને કારણે જ્ઞાનગુણનું વિકારરહિત જે નિર્મળ પરિણમન થાય છે તેમાં સમસ્ત વિશ્વ જાણવામાં આવે છે છતાં જ્ઞાનની પર્યાય વિશ્વરૂપ થતી નથી. કેવળ જ્ઞાનની પર્યાય આખા લોકાલોકને જાણે છે. લોકાલોક છે માટે તે પર્યાય જાણે છે એમ નથી. પરંતુ પોતાની પર્યાયની એવી જ શક્તિ અને સામર્થ્ય છે. લોકાલોકને જાણે છતાં જ્ઞાનની પર્યાય જ્ઞેયરૂપ થઈ નથી અને જ્ઞેય છે તે જ્ઞાનની પર્યાયરૂપ થયું નથી. આવો જ વસ્તુનો સહજ સ્વભાવ છે. એના મહિમાની શી વાત! અહો! આચાર્યદેવે ખૂબ ગંભીર વાત કરી છે. તેવી રીતે શ્રુતજ્ઞાનની પર્યાય પણ વિશ્વને જાણે છે, છતાં તે પર્યાય વિશ્વથી ભિન્ન રહે છે. શ્રુતજ્ઞાનની પર્યાય ભલે પરોક્ષપણે જાણે, પણ જાણવામાં કોઈ ચીજ બાકી ન રહે. કેવળજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં પ્રત્યક્ષ-પરોક્ષનો ફેર છે, બીજો કોઈ ફેર નથી. બીજી રીતે કહીએ તો જે રાગની મંદતા છે તેને જ્ઞાન જાણે છે, છતાં જ્ઞાનનું પરિણમન રાગથી ભિન્ન રહે છે એટલે કે વિશ્વ ઉપર તરે છે.
વળી તે જ્ઞાનસ્વભાવ પ્રત્યક્ષ ઉદ્યોતપણાથી સદાય અંતરંગમાં પ્રકાશમાન છે. એટલે કે પર, મન કે રાગની સહાય વિના પોતાના અનુભવમાં તે પ્રત્યક્ષ થાય છે. અંતરંગમાં પ્રકાશમાન વસ્તુ ત્રિકાળ છે. તેથી એવો અનુભવ પર્યાયમાં થતાં તે પર્યાય પણ સદા પ્રકાશમાન રહે છે. શક્તિમાંથી વ્યક્તિ પ્રકાશમાનરૂપ જ હોય છે. જ્ઞાનસ્વભાવ પોતાથી પ્રાપ્ત થાય છે, રાગની મંદતાથી નહિ. આને એકાન્ત કહો તો તે એકાન્ત જ છે. સમ્યક્ એકાન્ત વિના અનેકાન્તનું જ્ઞાન પણ યથાર્થ થતું નથી. સમ્યક્ એકાન્તમાં આવ્યા વિના પર્યાય, રાગ અને નિમિત્તનું અનેકાન્તપણાનું જ્ઞાન યથાર્થ થતું નથી. શ્રીમદ્ રાજચંદ્રે પણ કહ્યું છે કે-‘અનેકાન્ત પણ સમ્યક્ એકાન્ત એવા નિજપદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુએ ઉપકારી નથી’ ભાઈ! આ કરવું સરળ છે કારણ કે (પોતે) જે વસ્તુ છે તેને પ્રાપ્ત કરવી છે. રાગ પોતામાં નથી તેથી તે પ્રાપ્ત કરવો સુલભ નથી.
અહાહા! આ જ્ઞાનસ્વભાવને જેણે જાણ્યો, અનુભવ્યો તેને તે કેવો જણાય છે? કે તે અવિનશ્વર છે. નાશ ન થાય એવો ત્રિકાળ શાશ્વત જ્ઞાનસ્વભાવ છે. તે સ્વતઃસિદ્ધ છે, એટલે તેનું કોઈ ર્ક્તા નથી. વળી તે પરમાર્થરૂપ છે. આવો ભગવાન જ્ઞાનસ્વભાવ અનુભવમાં જણાય છે. જોયું? ‘ભગવાન જ્ઞાનસ્વભાવ’ એમ શબ્દો વાપર્યા છે. જેમ આત્મા ભગવાન
PDF/HTML Page 412 of 4199
single page version
છે તેમ એનો જ્ઞાનસ્વભાવ પણ ભગવાન છે. જેણે આવા આત્માને અનુભવમાં લીધો તેને તે આવો છે. પરંતુ જેને આવા આત્માનો અનુભવ નથી તેને તે નથી, કેમકે આત્મા શું ચીજ છે તેની તેને ખબર નથી.
પ્રભુ! તું આવો જ છે. તારી જાત જ આવી છે. સહજ વસ્તુ આવી છે. જ્ઞાનસ્વભાવ વિશ્વ ઉપર તરતો છે. એટલે કે સમસ્ત વિશ્વને જાણવામાં સમર્થ હોવા છતાં તેનાથી ભિન્ન રહે છે. જ્ઞાન જ્ઞેયમાં ગયા વિના જ્ઞેયને જાણે છે. માટે જ્ઞેય જ્ઞાનથી ભિન્ન છે. આવો અવિનશ્વર, સ્વતઃસિદ્ધ, પરમાર્થરૂપ પરિપૂર્ણ ભગવાન જ્ઞાનસ્વભાવ છે. રાગથી ભિન્ન પડી તેનું ભાન થતાં, તેનો અનુભવ થતાં તે આવો છે એમ ખ્યાલમાં આવે છે. તેનું નામ જિનપણું તથા સમ્યગ્દર્શનાદિ ધર્મ છે. અહો! અજૈનમાંથી જૈન થવાની આ અલૌકિક વિધિ છે. પર્યાયમાં રાગથી ભિન્ન પડીને ભગવાન જ્ઞાનસ્વભાવ અનુભવમાં આવ્યો ત્યારે જાણવામાં આવ્યું કે પોતે પરથી ભિન્ન પરિપૂર્ણ છે અને સ્વવેદનમાં આવવા લાયક છે. આ પ્રકારે પરથી ભિન્ન થઈને ભગવાન પરિપૂર્ણ જ્ઞાનસ્વભાવી વસ્તુમાં અંતર એકાગ્ર થવું એ એક નિશ્ચયસ્તુતિ છે, એ કેવળીના ગુણની સ્તુતિ અને આત્માના ગુણની સ્તુતિ છે.
હવે કૌંસમાં ટીપ વડે ખુલાસો કરે છેઃ-
શરીર પરિણામને પ્રાપ્ત દ્રવ્યેન્દ્રિય, ખંડખંડજ્ઞાનરૂપ ભાવેન્દ્રિય અને ઇંદ્રિયના વિષયભૂત પદાર્થો-કુટુંબ પરિવાર, દેવ, શાસ્ત્ર, ગુરુ ઇત્યાદિ બધાય પરજ્ઞેય છે અને જ્ઞાયક સ્વયં ભગવાન આત્મા સ્વજ્ઞેય છે. વિષયોની આસક્તિથી તે બન્નેનો એક જેવો અનુભવ થતો હતો. નિમિત્તની રુચિથી જ્ઞેય-જ્ઞાયકનો એક જેવો અનુભવ થતો હતો. પણ જ્યારે ભેદજ્ઞાન વડે ભિન્નતાનું જ્ઞાન થયું ત્યારે જ્ઞેય-જ્ઞાયકસંકરદોષ દૂર થયો. ત્યારે ‘હું તો એક અખંડ જ્ઞાયક છું, જ્ઞેયની સાથે મારે કાંઈ સંબંધ નથી’ આવું અંદરમાં (સ્વસંવેદન) જ્ઞાન થયું. આ પહેલા પ્રકારની સ્તુતિ થઈ.
PDF/HTML Page 413 of 4199
single page version
अथ भाव्यभावकसङ्करदोषपरिहारेण–
जो मोहं तु जिणित्ता णाणसहावाधियं मुणदि आदं। तं जिदमोहं साहुं परमट्ठवियाणया बेंति।। ३२ ।।
तं जितमोहं साधुं परमार्थविज्ञायका ब्रुवन्ति।। ३२ ।।
હવે ભાવ્યભાવક-સંકરદોષ દૂર કરી સ્તુતિ કહે છેઃ-
પરમાર્થના વિજ્ઞાયકો તે સાધુ જિતમોહી કહે. ૩૨.
ગાથાર્થઃ– [यः तु] જે મુનિ [मोहं] મોહને [जित्वा] જીતીને [आत्मानम्] પોતાના આત્માને [ज्ञानस्वभावाधिकं] જ્ઞાનસ્વભાવ વડે અન્યદ્રવ્યભાવોથી અધિક [जानाति] જાણે છે [तं साधुं] તે મુનિને [परमार्थविज्ञायकाः] પરમાર્થના જાણનારાઓ [जितमोहं] જિતમોહ [ब्रुवन्ति] કહે છે.
ટીકાઃ– મોહકર્મ ફળ દેવાના સામર્થ્ય વડે પ્રગટ ઉદ્રયરૂપ થઈને ભાવકપણે પ્રગટ થાય છે તોપણ તેના અનુસારે જેની પ્રવૃત્તિ છે એવો જે પોતાનો આત્માભાવ્ય, તેને ભેદજ્ઞાનના બળ વડે દૂરથી જ પાછો વાળવાથી એ રીતે બળપૂર્વક મોહનો તિરસ્કાર કરીને, સમસ્ત ભાવ્યભાવક-સંકરદોષ દૂર થવાથી એકત્વમાં ટંકોત્કીર્ણ (નિશ્ચલ) અને જ્ઞાનસ્વભાવ વડે અન્યદ્રવ્યોના સ્વભાવોથી થતા સર્વ અન્યભાવોથી પરમાર્થે જુદા એવા પોતાના આત્માને જે (મુનિ) અનુભવે છે તે નિશ્ચયથી ‘જિતમોહ જિન’ (જેણે મોહને જીત્યો છે એવા જિન) છે. કેવો છે તે જ્ઞાનસ્વભાવ? આ સમસ્ત લોકના ઉપર તરતો, પ્રત્યક્ષ ઉધોતપણાથી સદાય અંતરંગમાં પ્રકાશમાન, અવિનાશી, પોતાથી જ સિદ્ધ અને પરમાર્થસત્ એવો ભગવાન જ્ઞાનસ્વભાવ છે.
આ રીતે ભાવ્યભાવક ભાવના સંકરદોષને દૂર કરી બીજી નિશ્ચયસ્તુતિ છે.
આ ગાથાસૂત્રમાં એક મોહનું જ નામ લીધું છે; તેમાં ‘મોહ’ પદને બદલીને તેની જગ્યાએ રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, કર્મ, નોકર્મ, મન, વચન, કાય મૂકીને અગિયાર સૂત્રો વ્યાખ્યાનરૂપ કરવાં અને શ્રોત્ર, ચક્ષુ, ઘ્રાણ, રસન, સ્પર્શન-
PDF/HTML Page 414 of 4199
single page version
એ પાંચનાં સૂત્રો ઇંદ્રિયસૂત્રદ્વારા જુદાં વ્યાખ્યાનરૂપ કરવાં; એમ સોળ સૂત્રો જુદાં જુદાં વ્યાખ્યાનરૂપ કરવાં અને આ ઉપદેશથી બીજાં પણ વિચારવાં.
ભાવાર્થઃ– ભાવક જે મોહ તેના અનુસાર પ્રવૃતિથી પોતાનો આત્મા ભાવ્યરૂપ થાય છે તેને ભેદજ્ઞાનના બળથી જુદો અનુભવે તે જિતમોહ જિન છે. અહીં એવો આશય છે કે શ્રેણી ચડતાં મોહનો ઉદ્રય જેને અનુભવમાં ન રહે અને જે પોતાના બળથી ઉપશમાદિ કરી આત્માને અનુભવે છે તેને જિતમોહ કહ્યો છે; અહીં મોહને જીત્યો છે; તેનો નાશ થયો નથી.
શિષ્યનો પ્રશ્ન હતો કે જ્યારે શરીરના વર્ણનથી આત્માનાં વર્ણન અને સ્તુતિ થતાં નથી તો આત્માની-કેવળીની નિશ્ચયસ્તુતિ કોને કહે છે? આ પ્રશ્નના ઉત્તરમાં ગાથા ૩૧, ૩૨ અને ૩૩ માં કેવળીના ગુણોની સ્તુતિ કોને કહેવાય છે એની વાત કરી છે. તેમાં પ્રથમ ૩૧ મી ગાથામાં કહ્યું કે-દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને તેના વિષયો એ ત્રણેયનું લક્ષ છોડીને જ્ઞાનાનંદસ્વભાવ જે પરથી ભિન્ન-અધિક પરિપૂર્ણ છે તેનો અનુભવ કરવો તે પહેલા પ્રકારની કેવળીની સ્તુતિ છે. હવે આ ગાથામાં બીજા પ્રકારની સ્તુતિ કોને કહેવાય તે કહે છે.
કર્મનો ઉદ્રય આવે છે તે ભાવક છે, અને તે ભાવકને અનુસરીને જે વિકાર થાય છે તે ભાવ્ય છે. આ ભાવ્ય-ભાવકની એક્તા છે ત્યાં સુધી તેટલો અસ્થિરતાનો દોષ છે. એક્તા છે એટલે કે સમક્તિીને કર્મના ઉદ્રયના અનુસાર વિકારી પરિણતિ થાય છે એની વાત છે. (એક્તાબુદ્ધિ છે એમ નહિ). સમ્યગ્દ્રષ્ટિને આત્માના આનંદનો અનુભવ હોવા છતાં પર્યાયમાં કર્મના ઉદ્રય તરફનું વલણ છે. એને અહીં ભાવ્યભાવક સંકરદોષ કહે છે. આ દોષ મિથ્યાત્વનો નથી, પણ ચારિત્રનો છે. આ દોષ કર્મના ઉદ્રયના કારણે થાય છે એમ નથી પણ તે કર્મના ઉદ્રયને અનુસરીને થતી પોતાની પરિણતિના કારણે છે. તે પરિણતિને ઉદ્રયથી દૂર હઠાવતાં (ઉદ્રયને હઠાવવાનો નથી) પર તરફનું જોડાણ છૂટી જાય છે. ત્યારે તેને ભાવ્યભાવક-સંકરદોષ દૂર થાય છે. આ બીજા પ્રકારની સ્તુતિ છે.
ભાવક જે કર્મ છે તેને અનુસરીને પર્યાયમાં જે વિકાર થવાની લાયકાત છે તે ભાવકનું ભાવ્ય છે. નિમિત્તના વલણમાં ભાવ્યભાવકપણાની એકપણાની જે વૃત્તિ થાય છે તે ભાવ્ય-ભાવક-સંકરદોષ તે. તેને જે જીતે છે ભાવ્યભાવક દોષ રહિત થાય છે. આ અંદરની પોતાની સ્તુતિ છે. રાગ અને નિમિત્તનું લક્ષ છોડી સ્વભાવનું લક્ષ કરવાથી, નિમિત્તને આધીન જે ભાવ્ય-વિકારી ભાવ થતો હતો તે થયો નહિ તેને અહીં કેવળીની બીજા પ્રકારની સ્તુતિ કહે છે. જેને આ બીજા પ્રકારની સ્તુતિ થઈ હોય તેને પહેલા પ્રકારની સ્તુતિ તો હોય જ છે.
જ્ઞાનીએ-મુનિએ મિથ્યાત્વ તો જીત્યો છે, પરંતુ હજુ કર્મનો જે ઉદ્રય આવે છે તેમાં જોડાણ ન કરતાં જ્ઞાનસ્વભાવ વડે સર્વ પરદ્રવ્યોથી અધિકપણે પોતાના સ્વરૂપમાં
PDF/HTML Page 415 of 4199
single page version
રહીને જે ઉદ્રયને જાણે છે તે મુનિ જિતમોહ કહેવાય છે. ઇન્દ્રિયોની એક્તા તૂટી ગઈ છે અને સ્વભાવની એક્તા થઈ છે. તેથી જ્ઞાનીને જ્ઞેય-જ્ઞાયક-સંકરદોષ નાશ પામ્યો છે. પણ હજુ અસ્થિરતામાં કર્મનો ઉદ્રય જે ભાવક છે તે તરફના ઝુકાવથી વિકારરૂપ ભાવ્ય થાય છે. આ ભાવ્યભાવક-સંકરદોષ છે. નિશ્ચયથી આત્મા ખરેખર વિકારનો ર્ક્તા નથી. તેથી કર્મના ઉદયને ભાવક કહી તે ઉદય વિકારરૂપ ભાવ્ય કરનાર છે તેમ કહ્યું છે. તે ભાવ્ય- ભાવક સંબંધને જ્ઞાનીએ પોતાના સ્વભાવનો આશ્રય લઈને હઠાવી દીધો. એટલે કે ઉદ્રયને અનુસરીને તેને ભાવ્ય જે વિકાર થતો હતો તે સ્વભાવનો આશ્રય થતાં થયો નહિ. ત્યારે તેને ભાવ્યભાવકસંકરદોષ દૂર થયો. તેથી તેને પરમાર્થના જાણનારાઓ જિતમોહ કહે છે.
આ ગાથામાં જે મોહકર્મની વાત છે તે ચારિત્રમોહની વાત છે. ચારિત્રમોહનો ઉદ્રય આવે છે તેમાં જ્ઞાનીને એક્તાબુદ્ધિ થતી નથી. પરંતુ જે અસ્થિરતા થાય છે તે કર્મને વશ થતાં થાય છે. તે વિકારનું-અસ્થિરતાનું જે પરિણમન છે તેનો ર્ક્તા જ્ઞાની આત્મા છે. કારણ કે ભાવ્ય થવાને લાયક જ્ઞાની આત્મા પણ છે. પ્રવચનસારમાં ૪૭ નયમાં એક ર્ક્તૃનય આવે છે. તેમાં કહ્યું છે કે જેમ રંગરેજ રંગને કરે છે તેમ ધર્માત્મા (પણ) રાગરૂપે પરિણમે છે. માટે તે રાગનો ર્ક્તા ધર્માત્મા પોતે છે. કર્મથી રાગ થાય છે કે કર્મ રાગનો ર્ક્તા છે એમ નથી. હવે કહે છે કે જેણે પોતાની પર્યાયને જ્ઞાયક તરફ ઝુકાવીને નિમિત્ત-ભાવકને આશ્રયે જે વિકાર થતો હતો તેને દૂરથી છોડી દીધો-એટલે કે પહેલાં વિકાર કર્યો અને પછી છોડી દીધો એમ નહિ, પણ વિકાર થવા જ ન દીધો તેને જિતમોહ કહે છે.
જડ મોહકર્મ ફળ દેવાના સામર્થ્યથી પ્રગટ ઉદ્રયરૂપ થાય છે. ફળ દેવાના સામર્થ્યથી એટલે અનુભાગથી. અહીં જે કર્મ સત્તામાં પડયાં છે તેની વાત નથી, પણ ઉદ્રયમાં આવ્યાં છે એની વાત છે. ઉદ્રયપણે જે કર્મ પ્રગટ થાય છે તે ભાવક છે, અને વિકારી થવાને લાયક જે જીવ છે તેને એ કર્મનો ઉદ્રય નિમિત્ત કહેવાય છે. કર્મ ભાવક કોને થાય છે? કે જે (જીવ) કર્મને અનુસરીને વિકાર-ભાવ્ય કરે છે તેને જ કર્મનો ઉદય ભાવક કહેવાય છે અને તે જીવને ભાવ્ય કહેવાય છે. ભાવક કર્મનો ઉદય તો જડમાં આવે છે, પરંતુ તેના અનુસારે જ્યાં સુધી પ્રવૃત્તિ છે ત્યાં સુધી અસ્થિરતા થાય છે તથા ભાવ્યરૂપ વિકાર થાય છે. તેથી ભાવ્ય-ભાવક બન્ને એક થાય છે. એક થાય છે એનો અર્થ એમ છે કે બન્નેનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ થાય છે. સમક્તિી છે એ જિતેન્દ્રિય જિન થયો છે, પરંતુ હજુ ભાવ્યભાવક-સંકરદોષ ટાળવાનો બાકી છે. ચારિત્ર-મોહનો ઉદ્રય આવે છે અને તેના અનુસારે પ્રવૃત્તિ થવાથી ભાવ્ય-વિકારીદશા થાય છે. જ્ઞાની તે વિકારી ભાવ્યનો ઉપશમ કરે છે. તે બીજા પ્રકારની સ્તુતિ છે.
PDF/HTML Page 416 of 4199
single page version
ત્યારે જ્ઞાની આત્માની, પોતાની અસ્થિરતાથી તેને અનુસરવાની પ્રવૃત્તિ હોવાથી ભાવકના નિમિત્તે ભાવ્ય એવા વિકારભાવે પરિણમે છે. કર્મનો ઉદ્રય આવે માટે તેને અનુસરવું જ પડે એમ નથી. પરંતુ કર્મનો ઉદ્રય આવે ત્યારે જો તેને અનુસરે તો તે ભાવ્ય થાય છે. ત્યાં સુધી બીજા પ્રકારની સ્તુતિ થતી નથી. આત્માના ગુણની શુદ્ધિ વધે તો તેની સ્તુતિ થાય છે. વિકારી પર્યાય જે નિમિત્તને અનુસરીને થાય છે એમાં ભાવ્યભાવક-સંકરદોષ છે. આ દોષને જે જીતે તેને બીજા પ્રકારની સ્તુતિ-આત્માના ગુણની શુદ્ધિની વૃદ્ધિ હોય છે. અહો! આચાર્યની ટીકા કેવી ગજબ છે! જાણે એકલાં અમૃત અને ન્યાય ભર્યાં છે! ‘जो इंदिये जिणित्ता’ એટલે કે અનિન્દ્રિય એવા ભગવાન આત્માને જે રાગ, નિમિત્ત અને એક સમયની પર્યાયથી પણ ભિન્ન કરીને અનુભવે અર્થાત્ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન દ્વારા જે અતીન્દ્રિય આનંદને અનુભવે-વેદે તેને ગણધરદેવ જિતેન્દ્રિય જિન કહે છે. આ પહેલા પ્રકારની સ્તુતિ ૩૧ મી ગાથામાં આવી ગઈ છે. હવે સમ્યગ્દ્રષ્ટિ જીવ ભેદજ્ઞાનના બળ વડે ભાવ્ય-ભાવકસંકરદોષને જીતે છે તેની અહીં વાત છે.
જે આત્મા ભેદજ્ઞાનના બળ દ્વારા, ઉદય તરફના વલણવાળા ભાવને ન થવા દેતાં, દૂરથી ઉદયથી પાછો વળીને, જ્ઞાયકભાવને અનુસરીને સ્થિરતા કરે છે તેને ભાવ્યભાવક- સંકરદોષ ટળે છે. ‘દૂરથી જ પાછો વળીને’ એટલે શું? ભાવક એવા ઉદયને અનુસરીને આત્માની પર્યાયમાં વિકારી ભાવ્ય થયું અને પછી તેનાથી હઠે, પાછો વળે એમ નહિ. પરંતુ ભેદજ્ઞાનના બળથી ઉદયમાં જોડાયો જ નહિ અર્થાત્ ઉદ્રય તરફનો વિકારી ભાવ્ય થયો જ નહિ તેને દૂરથી પાછો વાળ્યો એમ કહેવાય છે. સ્વભાવ તરફના વલણથી પર તરફનું વલણ છૂટી ગયું તેને ‘દૂરથી જ પાછો વળીને’ એમ કહ્યું છે. અહાહા! ભેદજ્ઞાનના બળ દ્વારા અર્થાત્ જ્ઞાયકભાવ તરફના વિશેષ ઝુકાવથી ‘પરથી ભિન્ન હું એક જ્ઞાયક છું’ એમ અંતરસ્થિરતાની વૃદ્ધિથી જેને ઉદ્રય તરફની દશા જ ઉત્પન્ન ન થઈ તેને ભાવ્યભાવક-સંકરદોષ દૂર થયો અને તેણે મોહને જીત્યો છે. અહો! કેવળી અને શ્રુતકેવળીઓએ કરેલી એ જિતમોહ જિનના સ્વરૂપની કથની કેવી અલૌકિક હશે!
કેટલાક લોકો એમ માને છે કે જેવો કર્મનો ઉદ્રય આવે તેવો ભાવ જીવમાં થાય જ; તથા કર્મ નિમિત્તપણે થઈને આવે છે તેથી જીવને વિકાર કરવો જ પડે છે. પરંતુ એમ નથી. જીવ પોતે કર્મના ઉદયને અનુસરે તો ભાવ્ય-વિકારી થાય. પરંતુ ભેદજ્ઞાનના બળ વડે કર્મથી દૂરથી જ પાછો વળી ઉદ્રયને અનુસરે નહિ તો ભાવ્ય-વિકારી થાય નહિ. ઉદ્રય જડ કર્મની પર્યાય છે અને વિકાર આત્માની પર્યાય છે. જડની પર્યાય અને આત્માની પર્યાય વચ્ચે અત્યંત અભાવ છે. તેથી ઉદ્રય આવે તે પ્રમાણે વિકાર થાય કે કરવો પડે એમ નથી.
મોહકર્મ છે એમ એની અસ્તિ સિદ્ધ કરી. હવે તે ફળ દેવાના સામર્થ્યરૂપે પ્રગટ
PDF/HTML Page 417 of 4199
single page version
થયું-એટલે કે સત્તામાંથી તે પાકમાં-ઉદયમાં આવ્યું. જો જીવ તેને અનુસરીને ભાવ્ય- વિકાર કરે તો ઉદ્રયને ભાવકપણે પ્રગટ થયો એમ કહેવાય, અને મોહરૂપ થનાર જીવને ભાવ્ય કહેવાય છે. ભાવ્ય આત્માને ભેદજ્ઞાનના બળ દ્વારા દૂરથી જ પાછો વાળવાથી ઉદ્રય તરફનું લક્ષ છૂટી જાય છે અને પોતાના સ્વભાવ ઉપર લક્ષ જાય છે. આને મોહનું જીતવું કહે છે. જે સમયે ઉદય આવ્યો તે સમયે જ, સાથે જ રાગનો અભાવ હોય છે, પછી નહિ; કારણ કે ઉદય આવ્યો ત્યારે તેના અનુસારે પરિણમન ન થયું અને તેથી રાગ ઉત્પન્ન જ થયો નહિ.
અહાહા! એક-એક લીટીમાં કેટલું ભર્યું છે? લોકોનાં ભાગ્ય છે કે સમયસાર જેવું શાસ્ત્ર રચાઈ ગયું. આમાં તો મહામુનિઓએ સત્ના ઢંઢેરા પીટયા છે. શું અદ્ભુત ટીકા છે! આવી ટીકા ભરતક્ષેત્રમાં કયાંય નથી. અહા! વીતરાગી મુનિઓને આનંદમાં ઝુલતાં ઝુલતાં વિકલ્પ આવ્યો અને આ શબ્દોની રચના થઈ ગઈ, કરી નથી. તે સમયે શબ્દોની પર્યાય થવાની હતી તેથી થઈ છે. ટીકાના શબ્દોની પર્યાયની જન્મક્ષણ હતી તેથી થઈ છે. વિકલ્પ આવ્યો તેથી ટીકા થઈ છે એમ નથી. ટીકાના શબ્દો આ સ્વરૂપે પરિણમવાના હતા જ, માટે પરિણમ્યા છે. તે કાળે વિકલ્પને નિમિત્ત કહેવાય છે.
ક્ષાયિક સમક્તિી કે મુનિને પણ ભાવક-નિમિત્તના લક્ષે પોતાથી ભાવ્યરૂપ થવાની લાયકાત પર્યાયમાં છે. તેથી ભાવક ઉદયના કાળે તેને અનુસાર જો પ્રવૃત્તિ કરે તો આત્માને ભાવ્ય કહેવાય છે. આ ભાવ્ય-ભાવક સંકરદોષ છે. આવો જે ભાવ્ય આત્મા તેને ભેદજ્ઞાનના બળ વડે અર્થાત્ પોતાના પુરુષાર્થ વડે પર તરફના વલણથી જુદો પાડયો. તેથી પરના લક્ષવાળી વિકારી દશા જ ઉત્પન્ન ન થઈ. ઉદ્રય તો ઉદયમાં રહ્યો અને પોતાના પુરુષાર્થ વડે આત્માને ઉદયથી ભિન્ન કરતાં-પાછો વાળતાં મોહ ઉત્પન્ન જ થયો નહિ અને તેથી ભાવ્ય-ભાવક સંકરદોષ દૂર થઈ ગયો. નિમિત્તનું અનુસરણ છૂટતાં, તેને અનુસારે જે પોતાનો પુરુષાર્થ થતો હતો તે હવે ઉપાદાનને અનુસરીને થાય છે. તેથી ભાવક એવા મોહકર્મના અનુસારે થતી અસ્થિરતારૂપ ભાવ્ય દશા પણ થતી નથી. સમકિતીને ભગવાન આત્માનો આશ્રય તો છે જ. પરંતુ જ્યાં સુધી પોતાનો (અસ્થિરતારૂપી) ઊંધો પુરુષાર્થ છે ત્યાં સુધી ભાવ્ય થવાને તે લાયક છે. તેથી જો કર્મનો વિપાક આવે ત્યારે તેને અનુસરે તો ભાવ્ય-ભાવકની એક્તા થાય છે. પરંતુ જો સવળો પુરુષાર્થ કરે અર્થાત્ નિજ સ્વભાવના વિશેષ આશ્રય દ્વારા દૂરથી જ ઉદયથી પાછો વળે તો ભાવ્ય-ભાવકની એક્તા થતી નથી. જે ભાવ્ય વિકારી થતું હતું તે ન થયું તે એનું જીતવું છે.
જે સત્તામાં મોહકર્મ છે તે હવે ફળ દેવાના સામર્થ્યથી ઉદયમાં આવે છે. તે સમયે જ્ઞાનીની પર્યાયમાં તેને અનુસરીને અસ્થિરતારૂપ ભાવ્ય થવાની યોગ્યતા પણ છે. આ પ્રમાણે બન્નેની અસ્તિ સિદ્ધ કરી. હવે તે જ્ઞાની આત્મા બળપૂર્વક મોહનો તિરસ્કાર કરીને નિમિત્ત
PDF/HTML Page 418 of 4199
single page version
તરફનો આદર છોડી દે છે. કર્મના વિપાકનો અનાદર કરીને તે જ્ઞાની અંદર ભગવાન જ્ઞાયક ત્રિકાળીના આદરમાં-આશ્રયમાં જાય છે. તેને ભાવ્ય-ભાવકસંકરદોષ દૂર થાય છે. આ ભગવાન આત્મા પોતે સર્વજ્ઞસ્વભાવી છે તેની સ્તુતિ છે. ભાઈ! વસ્તુસ્થિતિ જ આવી છે. પોતાના ભાવમાં એનું ભાસન થવું જોઈએ. એમ ને એમ માની લે તે કામ આવે નહિ. અહો! કેવળીના અનુસારે આ અલૌકિક ટીકા છે. ‘પરમાર્થ વચનિકા’ માં શ્રી બનારસીદાસ કહે છે કે- ‘આ ચિઠ્ઠી (વચનિકા) યથાયોગ્ય સુમતિપ્રમાણ કેવળીવચન અનુસાર છે. જે જીવ સાંભળશે, સમજશે અને શ્રદ્ધશે તેને ભાગ્ય અનુસાર કલ્યાણકારી થશે.’ જ્યારે બનારસીદાસ આમ કહે છે તો પછી સંતોની તો શું વાત?
કર્મના ઉદયના કાળે તેને અનુસરીને જે વિકારી દશા થાય તે દોષ છે. જે મુનિ મોહનો તિરસ્કાર કરીને એટલે કે ચારિત્રમોહના ઉદયને અવગણીને, તેનું અનુસરણ છોડી નિજ જ્ઞાયકભાવને અનુભવે છે તે નિશ્ચયથી જિતમોહ જિન છે. આ બીજા પ્રકારની સ્તુતિ પહેલા પ્રકારની સ્તુતિ કરતાં ઊંચી સ્તુતિ છે. ૩૧ મી ગાથામાં જઘન્ય, ૩૨ મી ગાથામાં મધ્યમ અને ૩૩ મી ગાથામાં ઉત્કૃષ્ટ સ્તુતિ કહી છે.
જેટલે અંશે પરથી હઠી સ્વ તરફ આવે છે તેટલા અંશે ભાવ્યભાવકસંકરદોષ દૂર થાય છે, ભાવ્યભાવકની એક્તા થતી હતી તે દૂર થાય છે. આ દોષ દૂર થતાં એકત્વમાં ટંકોત્કીર્ણ (નિશ્ચલ) અને જ્ઞાનસ્વભાવ વડે અન્યદ્રવ્યોના સ્વભાવોથી થતા સર્વ ભાવોથી પરમાર્થે જુદા એવા પોતાના આત્માને તે મુનિ અનુભવે છે. અહાહા! ‘णाणसहावाधियं’ એટલે જ્ઞાનસ્વભાવ વડે અન્યદ્રવ્યોના સ્વભાવોથી થતા સર્વભાવોથી પરમાર્થે ભિન્ન એવા પોતાના આત્માને જે મુનિ અનુભવે છે તે નિશ્ચયથી જિતમોહ છે. તેણે મોહને જીત્યો છે પણ હજુ ટાળ્યો નથી. મોહનો ઉપશમ કર્યો છે પણ ક્ષય કર્યો નથી. એટલો પુરુષાર્થ હજુ મંદ છે.
મુનિને અને સમકિતીને દ્રષ્ટિમાં રાગનો અભાવ છે. તેથી કર્મના ઉદ્રયે રાગ થાય છે એમ નથી. પરંતુ પર્યાયમાં રાગ થવાની લાયકાત છે તેથી ભાવક (કર્મ) તરફનું વલણ થતાં રાગરૂપ ભાવ્ય થાય છે. હવે મુનિ, ભાવક જે મોહકર્મ તેની ઉપેક્ષા કરીને-તેનું લક્ષ છોડીને એક જ્ઞાયકભાવ ત્રિકાળી ધ્રુવ ભગવાનનો આશ્રય કરે છે તેને જિતમોહ જિન કહે છે. ભાઈ! આ એક (જ્ઞાયક) ભાવ જેને યથાર્થ બેસે એને બધા ભાવ યથાર્થ બેસી જાય. પણ જેને એક ભાવનાં ઠેકાણાં ન મળે તે નાખે કર્મ ઉપર. પણ તેથી શું થાય? (સંસાર ન મટે)
હવે કહે છેઃ-કેવો છે જ્ઞાનસ્વભાવ? ૩૧ મી ગાથામાં જે કહ્યું હતું એ જ અહીં છે. આ સમસ્ત લોક ઉપર તરતો છે. જ્ઞાનની પર્યાયમાં સ્વપરપ્રકાશક થવાનો સ્વભાવ છે. તેથી જ્ઞાનસ્વભાવ વડે તે જ્ઞેયને-લોકને જાણે છે છતાં તે જ્ઞેયથી ભિન્ન રહે છે. જ્ઞેયને
PDF/HTML Page 419 of 4199
single page version
બરાબર જાણતો હોવા છતાં જ્ઞેયરૂપ થતો નથી. તરતો રહે છે એટલે જણાવા યોગ્ય જ્ઞેયથી જુદો રહે છે. વળી તે જ્ઞાનસ્વભાવ પ્રત્યક્ષ ઉદ્યોતપણાથી સદાય અંતરંગમાં પ્રકાશમાન છે. તેથી જ્ઞાનની પર્યાય અંતરમાં આત્માને વિષય બનાવતાં તે પ્રત્યક્ષ થાય છે. આવો અવિનાશી ભગવાન જ્ઞાનસ્વભાવ પોતાથી જ સિદ્ધ અને પરમાર્થ સત્ છે. અહાહા! આત્મા તો ભગવાન છે પણ તેનો જ્ઞાનસ્વભાવ પણ ભગવાન છે. આ ભગવાનની સ્તુતિ છે. એટલે પોતે ભગવાન છે તેની સ્તુતિ છે.
શિષ્યે પૂછયું હતું કે તીર્થંકર અને કેવળીની નિશ્ચય સ્તુતિ કેમ થાય? તેનો ઉત્તર એમ આપ્યો કે-આત્મા રાગ અને પરથી ભિન્ન પડીને એક નિજ જ્ઞાયકભાવમાં એકાગ્ર થઈ તેને અનુભવે તે તેની સ્તુતિ છે. ભાવક કર્મનો ઉદ્રય છે અને ભાવ્ય થવાને લાયક પોતાનો આત્મા ભાવ્ય છે. તે બન્નેની એક્તા તે ભાવ્યભાવકસંકરદોષ છે. તે દોષને દૂર કરતાં બીજા પ્રકારની સ્તુતિ થાય છે.
ગાથાસૂત્રમાં એક મોહનું જ નામ લીધું છે. તે ‘મોહ’ પદ બદલીને તેની જગાએ રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, કર્મ, નોકર્મ, મન, વચન, કાય મૂકીને અગિયાર સૂત્રો વ્યાખ્યાનરૂપ કરવાં. ચારિત્રમોહનો ઉદ્રય કર્મમાં આવ્યો. તેને અનુસરીને પર્યાયમાં રાગદ્વેષરૂપ થવાની યોગ્યતાવાળો ધર્મીનો આત્મા પણ છે. તેથી ઉદયને અનુસરતાં પર્યાયમાં ભાવ્ય જે રાગ-દ્વેષ થાય છે તે સંકરદોષ છે. હવે જ્ઞાયક-સ્વભાવના ઉગ્ર આશ્રયથી, ઉદ્રય તરફનું વલણ છોડતાં પરથી ભેદ પડી જાય છે અને તેથી રાગ-દ્વેષ ઉત્પન્ન થતા નથી, પરંતુ અરાગી-અદ્વેષી પરિણામ પ્રગટ થાય છે. તેને રાગ-દ્વેષને જીતવું કહે છે.
રાગ અને દ્વેષમાં ચારેય કષાય આવી જાય છે. ક્રોધ તથા માન દ્વેષરૂપ છે અને માયા તથા લોભ રાગરૂપ છે. ચારિત્રમોહનો ઉદય તો જડમાં આવે છે. છતાં સમકિતી અને મુનિને પણ ચારિત્રમોહના ચારેય પ્રકારના ઉદ્રયને અનુસરીને કષાયરૂપે પરિણમવાની યોગ્યતા છે. પરંતુ હવે તેને છોડી દે છે. કષાય પ્રગટ થયો અને પછી તેને જીતીને છોડી દે છે એમ નહિ. પરંતુ કષાય ઉત્પન્ન જ થવા દીધો નહિ. કષાયના ઉદ્રય તરફનું લક્ષ છોડી અર્થાત્ તેનું અનુસરણ છોડીને સ્વભાવના લક્ષે સ્વભાવનું અનુસરણ કરતાં ભાવક અને ભાવ્યનું ભેદજ્ઞાન થાય છે. તેથી ભાવ્ય-કષાય ઉત્પન્ન થતો જ નથી તેને કષાય જીત્યો એમ કહેવાય છે.
એક બાજુ ૪૭ શક્તિઓના વર્ણનમાં એમ કહ્યું કે કર્મના નિમિત્તે થતા રાગનું ર્ક્તાપણું જીવને નથી. જીવ રાગનો અર્ક્તા છે એવો એનો સ્વભાવ છે. રાગને ન કરે એવો તેનામાં અર્ક્તા ગુણ છે. ‘સમસ્ત, કર્મથી કરવામાં આવેલા, જ્ઞાતૃત્વમાત્રથી જુદા જે પરિણામો તે પરિણામોના કરણના ઉપરમરૂપ અર્ક્તૃત્વશક્તિ.’ કર્મથી કરવામાં આવેલા પરિણામ એટલે કે વિકારી પરિણામ જીવ કરે એવો ખરેખર એમાં કોઈ ગુણ નથી. તેથી
PDF/HTML Page 420 of 4199
single page version
પર્યાયમાં જે વિકાર થાય છે તેને કર્મના નિમિત્તે થયેલો દેખી કર્મથી કરવામાં આવેલો છે એમ કહ્યું છે. જ્યારે અહીં કહે છે કે રાગના ભાવ્યપણે થવાની લાયકાત જીવની છે, માટે તે રાગનો ર્ક્તા છે. પ્રવચનસારમાં ૪૭ નયોમાં એક ર્ક્તૃત્વનય છે. એમાં કહે છે- આત્મદ્રવ્ય ર્ક્તૃનયે, રંગરેજની માફક, રાગાદિ પરિણામનું કરનાર છે,’ જ્યાં ૪૭ શક્તિઓનું વર્ણન કર્યું છે ત્યાં દ્રવ્યદ્રષ્ટિથી આત્મા અર્ક્તા છે એમ કહ્યું છે. શક્તિમાં દ્રષ્ટિનો વિષય અને સ્વભાવની અપેક્ષાએ વર્ણન છે. તેથી જીવ રાગનો ર્ક્તા નથી એવો અર્ક્તાસ્વભાવી કહ્યો છે. જ્યારે અહીં પર્યાયમાં ક્ષણે ક્ષણે કંઈક પરાધીનતા અને સ્વાધીનતા થાય છે તેનું જ્ઞાન કરાવ્યું છે. દ્રષ્ટિ સાથે જે જ્ઞાન પ્રગટ થયું છે તે એમ જાણે છે કે જીવ ર્ક્તૃનયે રાગરૂપે પરિણમનાર છે. કર્મના લઈને જીવ રાગરૂપે થાય છે એમ નથી. તેમ જ રાગ કરવા લાયક છે એમ પણ નથી. પરંતુ રાગરૂપે જીવ (સ્વયં) પરિણમે છે તેથી ર્ક્તા કહેવાય છે. છતાં પણ ર્ક્તૃનય સાથે અર્ક્તૃનય હોવાથી રાગનો જ્ઞાની સાક્ષી જ છે, જાણનાર જ છે. રાગને ન કરે એવો અર્ક્તૃત્વગુણ આત્મામાં છે. છતાં પર્યાયમાં જે રાગ થાય છે તે કર્મના નિમિત્તે, કર્મને અનુસરીને થવાની યોગ્યતા પર્યાયમાં હોવાથી થાય છે. તે પર તરફનું વલણ છોડી સ્વનું વલણ કરવું તે સાચો પુરુષાર્થ છે. શક્તિ અને દ્રવ્યસ્વભાવની અપેક્ષાએ જીવને રાગ-દ્વેષનો ભોગવટો નથી, કેમકે તેનામાં અભોક્તૃત્વ શક્તિ છે. કર્મના નિમિત્તથી થતાં વિકારીભાવના ઉપરમરૂપ આત્માનો અનુભવ તે ખરેખર પોતાનો ભોગવટો છે. આ ગુણ અને દ્રવ્યને અભેદ કરીને વાત છે. પરંતુ જ્યારે પર્યાયમાં શું છે તે સિદ્ધ કરવું હોય ત્યારે ભોક્તૃત્વ નયથી સુખ-દુઃખ, સંકલ્પ-વિકલ્પ, પુણ્ય-પાપ અને રાગ-દ્વેષનો ભોગવનાર છે. આવો એક નય છે, પરંતુ પરને આત્મા ભોગવનાર નથી. ધવલના છટ્ઠા ભાગમાં પણ કહ્યું છે કે અંતરંગ કારણ પ્રધાન છે, નિમિત્ત નહિ.
પ્રશ્નઃ– સ્વામી-કાર્તિકેયાનુપ્રેક્ષામાં આવે છે કેઃ-જુઓ પુદ્ગલની શક્તિ! તે કેવળજ્ઞાનને પણ રોકે છે. કેવળજ્ઞાનને રોકે એવું કેવળજ્ઞાનાવરણીય કર્મ છે ને?
ઉત્તરઃ– એ તો પુદ્ગલમાં નિમિત્ત થવાની ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કેટલી શક્તિ છે તે બતાવ્યું છે. કેવળજ્ઞાનાવરણીય કર્મનો ઉદય આવ્યો માટે કેવળજ્ઞાન રોકાયું છે એમ નથી. ઉદય તો જડમાં છે, અને ઉદ્રયને અનુસરવાની લાયકાત પોતાની છે. માટે જ્ઞાન પોતાથી હીણપણાને પ્રાપ્ત થયું છે. પરિણતિમાં વિષયનો પ્રતિબંધ થતાં થોડો વિષય કરે છે અને ઘણો છોડી દે છે. તે પોતાથી થાય છે, જ્ઞાનાવરણીય કર્મ તો એમાં નિમિત્ત છે. જ્ઞાનાવરણીય કર્મનો ઉદય ભાવકપણે આવે છે તે તેની સત્તામાં છે અને જીવની સત્તામાં પોતાના કારણે તેને અનુસરીને જ્ઞાની હીણી દશા થવાની ભાવ્ય દશા થાય છે. તે ભાવ્ય- ભાવકસંકરદોષ છે. હવે પર્યાયને પૂર્ણ નિર્મળ કરવા, પૂર્ણાનંદસ્વરૂપ ભગવાન કેવળજ્ઞાનનો પિંડ છે તેનો પૂર્ણ આશ્રય