PDF/HTML Page 461 of 4199
single page version
કે-શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપ ભગવાન આત્માને રાગથી ભિન્ન પડી અંતર-દ્રષ્ટિ-જ્ઞાન- રમણતામાં લેવો તે આત્મવ્યવહાર છે, અને શુભરાગ છે એ તો મનુષ્ય એટલે સંસારનો વ્યવહાર છે. રાગનો ભાવ-દયા, દાન, વ્રત, ભક્તિ, જાત્રા ઇત્યાદિનો ગમે તેવો મંદ હો પણ તે આત્માની ચીજ નથી. જુઓ, ભગવાન સર્વજ્ઞ પરમેશ્વરની દિવ્યધ્વનિ અને આગમનો આ સિદ્ધાંત છે. આ આગમનું વાકય છે. શ્રીગુરુ આ આગમના વાકયને કહે છે.
અહીં ત્રણ સિદ્ધાંત સિદ્ધ કર્યાછે. (૧) ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ હોવા છતાં પોતાના ભ્રમથી શુભવિકલ્પને પોતાનો માને છે.
(૨) ચૈતન્યમૂર્તિ ભગવાન આત્માને અને રાગને પોતાના અજ્ઞાનથી-ભ્રમથી એક માનીને અજ્ઞાની સૂતો છે. પરદ્રવ્યથી, કર્મથી કે કુગુરુ મળ્યા તેથી એકત્વ માનીને સૂતો છે એમ નથી. પોતાના અજ્ઞાનના કારણે સૂતો છે.
(૩) શ્રીગુરુ તેને વારંવાર વીતરાગભાવનો (ભેદજ્ઞાન કરવાનો) આગમ-વાકય દ્વારા ઉપદેશ આપે છે અને જિજ્ઞાસુ શિષ્ય તે વારંવાર સાંભળે છે, એકવાર સાંભળીને ચાલ્યો જતો નથી. દેશસેવાથી, જનસેવાથી, ગુરુસેવાથી, કે પ્રભુસેવાથી ધર્મ થાય એવો ઉપદેશ એ કાંઈ વીતરાગભાવનો ઉપદેશ નથી, એ તો લૌકિક વાતો છે.
આત્માનું સ્વરૂપ વીતરાગભાવરૂપ છે. તેથી રાગ-વિકલ્પ એ આત્માની ચીજ નથી. આત્મા એનાથી ભિન્ન છે. રાગમાં ધર્મ નથી અને ધર્મમાં રાગ નથી. શ્રીગુરુ વારંવાર આવો ઉપદેશ આપે છે. એટલે કે આગમનું વાકય આવું હોય છે અને શ્રીગુરુ એવા જ વાકયને કહે છે; સાંભળનાર શિષ્ય પણ આમ જ (એ જ ભાવથી) સાંભળે છે. શિષ્ય જિજ્ઞાસાથી વારંવાર ઉપદેશ સાંભળે છે તેથી શ્રીગુરુ વારંવાર કહે છે એમ કહ્યું છે. આ વાત વારંવાર સાંભળવાથી તેને રુચિ-પ્રમોદ જાગે છે કે-અહો! આ તો કયારેય નહિ સાંભળેલી કોઈ અલૌકિક જુદી જ વાત છે. જીવનું સ્વરૂપ વીતરાગ-વિજ્ઞાનતા છે એમ જે વારંવાર કહે તે જ ગુરુની પદવીને શોભાવે છે. રાગથી આત્મામાં લાભ (ધર્મ) થાય એવું વચન આગમનું વાકય નથી. અને એવું વચન (વાકય) કહેનાર ગુરુ નહિ પણ અજ્ઞાની કુગુરુ છે. અહાહા! ટીકામાં કેટલું બધું સિદ્ધ કર્યું છે?
આ સમયસાર શાસ્ત્રની ૩૮ મી ગાથામાં આવે છે કે-‘જે, અનાદિ મોહરૂપ અજ્ઞાનથી ઉન્મત્તપણાને લીધે અત્યંત અપ્રતિબુદ્ધ હતો અને વિરક્ત ગુરુથી નિરંતર સમજાવવામાં આવતાં...’ તો શું ગુરુ નિરંતર સમજાવવા નવરા થોડા હોય છે? એનો અર્થ એમ છે કે ગુરુએ જે સમજાવ્યું તેનું શિષ્ય વારંવાર ચિંતન કરે છે. ઉપદેશ તો છઠ્ઠા ગુણસ્થાને મુનિને વિકલ્પ હોય તો આપે, નહીં તો તરત જ સાતમા ગુણસ્થાનમાં આવી જાય છે. અહીં ‘નિરંતર સમજાવવામાં આવતાં’ એમ કહ્યું છે તેનો અર્થ એ થયો કે સાંભળવાવાળો
PDF/HTML Page 462 of 4199
single page version
શિષ્ય સાંભળેલી વાતને વારંવાર વિચારે છે, વારંવાર એનું જ ઘોલન કરે છે. (આમાં શિષ્યની જિજ્ઞાસા અને રુચિ સિદ્ધ થાય છે.)
પૂર્ણ વીતરાગતા અને સર્વજ્ઞતાને પ્રાપ્ત તે જૈન પરમેશ્વર છે. તેમની દિવ્યધ્વનિ તે આગમ છે. એ દિવ્યધ્વનિમાં એમ આવ્યું છે કે-ભગવાન! તું વીતરાગ-વિજ્ઞાનઘન સ્વરૂપે છે. તારામાં આનંદ અને જ્ઞાનની લક્ષ્મી પરિપૂર્ણ ભરી પડી છે. તેમાં તું રાગને એકરૂપ કરી ભેળવે છે એ તારો ભ્રમ છે. રાગ તો ભગવાન આત્માથી ભિન્ન ચીજ છે. માટે શીઘ્ર જાગ અને રાગથી ભિન્ન પડી સ્વરૂપમાં સાવધાન થા, આત્મદ્રષ્ટિ કર. ભગવાનની વાણીમાં આમ આવ્યું છે અને ગણધરદેવોએ પણ જે શ્રુત રચ્યાં એમાં એ જ કહ્યું છે. અહાહા! આમાં દેવ સિદ્ધ કર્યા, ગુરુ ય સિદ્ધ કર્યા, આગમનું વાકય સિદ્ધ કર્યું અને રાગથી ભિન્ન એકરૂપ આત્મામાં દ્રષ્ટિ કરતાં સમ્યગ્દર્શન આદિ ધર્મ થાય છે-એમ ધર્મ પણ સિદ્ધ કર્યો. અહો! દેવ, ગુરુ, શાસ્ત્ર અને ધર્મ સઘળુંય સિદ્ધ કરનારી આચાર્ય ભગવાનની શું ગજબ શૈલી છે! દિગંબર સંતોની બલિહારી છે કે એમણે જગતમાં પરમ સત્ય ટકાવી રાખ્યું છે.
જુઓ, શ્રીગુરુ કહે છે-શીઘ્ર જાગ, સાવધાન થા. એટલે કે અંદર ઝળહળજ્યોતિ ચૈતન્યમૂર્તિ ભગવાન છે એમાં સાવધાન થા. જે રાગમાં સાવધાની છે તે છોડી દે, કારણ કે તે પરદ્રવ્યનો ભાવ હોવાથી તારી ચીજ નથી, પરચીજ છે. ભગવાન આત્મામાં એવો કોઈ ગુણશક્તિ નથી કે વિકારરૂપે પરિણમે છતાં તું રાગથી એક્તા માને છે તે ભૂલ છે. આ ભૂલ તારા ઉપાદાનથી થઈ છે, કોઈ કર્મે કરાવી છે એમ નથી. ભાઈ! તું એક (જ્ઞાનમાત્ર) આત્મા રાગની સાથે (ભળીને) એકરૂપ થાય એવો છે જ નહિ. એક આત્મા અને બીજો રાગ એમ બે (દ્વૈત) થતાં બગાડ થાય છે. (એકડે એક અને બગડે બે). પ્રભુ! જ્યાં તું છે ત્યાં તે (રાગ) નથી અને જ્યાં તે (રાગ) છે ત્યાં તું નથી. આવા સિદ્ધાંતના આગમ-વાકયને ગુરુ વારંવાર કહે છે અને અજ્ઞાની શિષ્ય વારંવાર સાંભળે છે. અહાહા! આગમ કથન બહુ ટૂંકું અને સરળ છતાં ગંભીર અને મહાન છે. આ સમયસાર તો ભગવાનની વાણી છે. તેમાં થોડું લખ્યું છે પણ ઘણું કરીને જાણવું. જેમ લગ્ન વખતે લખે છે ને કે થોડું લખ્યું ઘણું કરીને જાણજો.
હવે શિષ્ય તે સાંભળીને સમસ્ત (સ્વપરનાં) ચિહ્નોથી ભલી-ભાંતિ પરીક્ષા કરે છે. મારું લક્ષણ જ્ઞાન-આનંદ છે અને રાગનું લક્ષણ જડતા અને આકુળતા છે. રાગનું અને મારું લક્ષણ ભિન્ન ભિન્ન છે. હું જ્ઞાન લક્ષણે લક્ષિત છું અને રાગ દુઃખ લક્ષણે લક્ષિત છે. મોક્ષ અધિકારની ૨૯૪ મી ગાથામાં આવે છે કે આત્માનું લક્ષણ જ્ઞાન અને બંધનું લક્ષણ રાગ છે. માટે બન્ને ભિન્ન ભિન્ન છે. ગુરુની વાત સાંભળીને અજ્ઞાની પોતે સારી પેઠે પરીક્ષા કરે છે. (પ્રમાદ સેવતો નથી). ગુરુ કાંઈ પરીક્ષા કરાવતા નથી. પોતે પરીક્ષા કરે છે કે-ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ, આનંદસ્વરૂપ, શાન્તિસ્વરૂપ, ધીરજસ્વરૂપ છે અને
PDF/HTML Page 463 of 4199
single page version
રાગ અચેતનસ્વરૂપ, દુઃખસ્વરૂપ અને આકુળતાસ્વરૂપ છે. સારી રીતે પરીક્ષા કરીને’ એમ કહ્યું છે. એટલે ઉપર ટપકે પરીક્ષા કરીને એમ નહીં. અહો! સંતોએ જગતને શું ન્યાલ કરી દીધું છે! દેવ કેવા, ગુરુ કેવા, શાસ્ત્ર કેવાં અને ધર્મ કેવો હોય એ સઘળું સિદ્ધ કરી બતાવ્યું છે.
‘સમસ્ત ચિહ્નોથી’ એમ કેમ લીધું? કે એકલા સ્વના જ ચિહ્નોથી પરીક્ષા કરી એમ નહિ, પણ સ્વ અને પર બન્નેનાં ચિહ્નોથી ભલી ભાંતિ પરીક્ષા કરી. માટે ‘સમસ્ત ચિહ્નોથી સારી રીતે પરીક્ષા કરીને’ એમ લીધું છે. પોતે એક આત્મા અને બીજો રાગ એમ બન્નેનાં લક્ષણો-એંધાણથી પરીક્ષા કરી. પરીક્ષા શું કરી? કે હું આત્મા જ્ઞાનલક્ષણથી લક્ષિત ત્રિકાળી ધ્રુવ કાયમ રહેવાવાળી ચીજ અનાકુળ આનંદસ્વરૂપ છું અને આ રાગ તો અચેતન, કૃત્રિમ, ક્ષણિક અને આકુળતામય દુઃખસ્વરૂપ છે. બન્નેનાં લક્ષણો ભિન્ન છે માટે રાગ મારો નથી. ‘જરૂર આ પરભાવો જ છે’-એમ પરીક્ષા કરીને જાણે છે. રાગ પરભાવ જ છે એટલે કથંચિત્ રાગ આત્માનો છે અને કથંચિત્ પરનો છે એમ નહીં. શરીર, મન, વાણી, પૈસા-ધૂળ, બાયડી, છોકરાં એ તો બધાં કયાંક દૂર રહી ગયાં, પણ સ્વભાવની દ્રષ્ટિમાં તો રાગ પણ પરભાવ જ છે એમ જણાય છે.
આ રાગ પરભાવ જ છે અને હું પરભાવથી ભિન્ન છું એમ કયારે જાણવામાં આવ્યું? કે જ્યારે હું એક જ્ઞાનમાત્ર જ ચૈતન્યપ્રકાશનો પુંજ છું એમ જાણવામાં આવ્યું ત્યારે. મારી સત્તા એક ચૈતન્યબિંબમય છે એવું અસ્તિથી ભાન થયું તો રાગ-પરભાવ મારામાં નથી એવું નાસ્તિનું જ્ઞાન થઈ જાય છે. એક જ્ઞાનસ્વરૂપને જાણતાં, જ્ઞાનમાં જ્ઞાન જ છે પણ એમાં રાગ નથી એમ જણાઈ જાય છે. જ્ઞાયકસ્વભાવની જ્યાં દ્રષ્ટિ થઈ ત્યાં એમાં રાગ નથી એમ રાગની ભિન્નતાનું જ્ઞાન થઈ જાય છે. આમ હું એક જ્ઞાનમાત્ર જ છું એમ જાણતાં પરભાવથી ભિન્ન પડી જવાય છે. પણ આ સમજવાની કોને પડી છે? આ તો જેને અંતરથી ગરજ થાય અને રખડવાનો થાક લાગે એના માટે વાત છે. જે પરિભ્રમણથી દુઃખી છે એનાં દુઃખ મટાડવાની ચીજ આ છે. આ ભગવાન આત્મા આનંદ છે અને રાગ દુઃખ જ છે, આત્મા જ્ઞાન છે અને રાગ અજ્ઞાન છે, આત્મા જીવ છે અને રાગ અજીવ છે, આત્મા ચેતનમય છે અને રાગ અચેતન પુદ્ગલમય છે-એમ લક્ષણો વડે બન્નેને ભિન્ન જાણી જ્ઞાનસ્વભાવમાં એક્તા કરી હું જ્ઞાનમાત્ર છું એમ જાણે ત્યાં જરૂર રાગાદિ પરભાવ છે એનું જ્ઞાન થઈ જાય છે.
હવે કહે છે-‘એમ જાણીને જ્ઞાની થયો થકો સર્વ પરભાવોને તત્કાળ છોડે છે.’ એટલે કે રાગને પરભાવ જાણી, સ્વભાવમાં આવતાં પરભાવને તે તત્કાળ છોડી દે છે અર્થાત્ તેનો આશ્રય કરતો નથી. પ્રત્યાખ્યાનની વાત છે ને? સ્વભાવનો સ્વીકાર કરતાં રાગ છૂટી જાય છે એને રાગ છોડયો એમ કહેવામાં આવે છે. અહાહા! વીતરાગ સર્વજ્ઞ
PDF/HTML Page 464 of 4199
single page version
પરમેશ્વરની વાણી અને તેના આગમનું શું કહેવું? એકલું માખણ ભર્યું છે. સર્વજ્ઞદેવે શું કહ્યું, તેમણે શું કર્યું, આગમ શું કહે છે, ગુરુ શું ઉપદેશ આપે છે તથા સાંભળનારને કયારે ભેદજ્ઞાન થાય છે તે બધુંય બતાવ્યું છે. બીજી રીતે કહીએ તો પરમાગમની વાણીમાં જે ઉપદેશ છે એ જ નિમિત્ત થાય છે, અજ્ઞાનીનો ઉપદેશ (ભેદજ્ઞાન થવામાં) નિમિત્ત થતો નથી.
શું જાણીને જ્ઞાની થયો? કે હું તો જ્ઞાનમાત્ર જ છું એવી સ્વદ્રષ્ટિ કરતાં આ રાગાદિ પરભાવો જ છે એમ જાણીને જ્ઞાની સમકિતી થયો થકો સર્વ પરભાવોને તત્કાળ છોડે છે. સ્વરૂપમાં એકાગ્ર થતાં પરભાવનો આશ્રય મટી ગયો તો પરભાવ છૂટી ગયો એનું નામ પચ્ચકખાણ એટલે ચારિત્ર છે. એક સેકન્ડનું પચ્ચકખાણ અનંતા જન્મ- મરણને મટાડે એવું છે. વીતરાગ પરમેશ્વરના માર્ગની આ રીત છે અને તે રીત દિગંબર ધર્મમાં જ છે, બીજે કયાંય નથી. આ જ જૈનધર્મ છે, બીજો કોઈ જૈનધર્મ નથી. પરંતુ જ્યાંસુધી આ સમજમાં ન આવે ત્યાંસુધી પોતાની માન્યતા ખોટી છે એમ કેમ માને? ‘જ્ઞાની થયો થકો સર્વ પરભાવોને તત્કાળ છોડી દે છે.’ ‘સર્વ પરભાવો’-એમ ભાષા છે, સૂક્ષ્મમાં સૂક્ષ્મ ગુણ-ગુણીના ભેદરૂપ વિકલ્પો જે પરભાવ છે તેને પણ તત્કાળ છોડી દે છે, અર્થાત્ તે (સ્થિરતાના કાળે) છૂટી જાય છે. એનું નામ ભગવાન રાગનો ત્યાગ કહે છે. જ્ઞાયકસ્વરૂપ ભગવાન આત્મા છે એવો બોધ થયો અને પોતે એમાં સ્થિર થયો તો રાગ છૂટી ગયો એનું નામ ભગવાન પચ્ચકખાણ કહે છે.
જ્યાંસુધી પરવસ્તુને ભૂલથી પોતાની જાણે ત્યાંસુધી જ મમત્વ રહે; અને જ્યારે યથાર્થ જ્ઞાન થવાથી પરવસ્તુને પારકી જાણે ત્યારે બીજાની વસ્તુમાં મમત્વ શાનું રહે? અર્થાત્ ન રહે એ પ્રસિદ્ધ છે. જેમ લગ્ન પ્રસંગ હોય અને પોતાની સ્થિતિ સાધારણ હોય તો કોઈ અન્ય ગૃહસ્થને ત્યાંથી દાગીનો લઈ આવીને પહેરે છે. પણ તે સમયે પોતે શું સમજે છે? કે આ મારો દાગીનો નથી. બે દિવસમાં પાછો આપવાનો છે, કેમકે મમત્વ નથી. તેમ રાગાદિને પરપણે જાણ્યા એટલે પોતાની ચીજ નથી એમ જાણી તેને છોડી દે છે.
હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
‘अपरभावत्यागद्रष्टांतद्रष्टिः’ આ પરભાવના ત્યાગના દ્રષ્ટાંતની દ્રષ્ટિ ‘अनवम्’ જૂની ન થાય એ રીતે ‘अत्यन्तवेगात् यावत् न अवतरति’ અત્યંત વેગથી જ્યાંસુધી પ્રવૃત્તિને પામે નહિ-શું કહ્યું એ? જેમ વસ્ત્ર પર છે અને તેને ભૂલથી ઓઢીને સૂતો છે, પણ જ્યાં ખ્યાલમાં આવ્યું કે આ વસ્ત્ર પર છે ત્યાં વસ્ત્ર છૂટી ગયું, અભિપ્રાયમાંથી વસ્ત્ર જુદું પડી
PDF/HTML Page 465 of 4199
single page version
ગયું. વસ્ત્રમાં મમત્વ-મારાપણું રહ્યું નહિ. એમ આ આત્મા અને રાગ જે અપરભાવ એટલે પરભાવ છે-એ બન્નેનાં લક્ષણો જુદાં છે અર્થાત્ આત્મા જ્ઞાન લક્ષણથી લક્ષિત છે અને રાગ બંધ લક્ષણથી લક્ષિત છે એટલી વાત જ્યાં સાંભળી ત્યાં કહે છે કે શિષ્યને એ વાત ખ્યાલમાં આવી ગઈ કે આત્મા તો રાગરહિત છે અને જ્યાં રાગમાં જોડાયો નહિ અને અંદરમાં ગયો ત્યાં ‘अन्यदीयैः सकलभावैः विमुक्ता’ અન્ય સકળ ભાવોથી રહિત ‘स्वयम् इयम् अनुभूतिः’ પોતે જ આ અનુભૂતિ ‘झटिति आविर्बभूव’ તત્કાળ પ્રગટ થઈ ગઈ. સિદ્ધાંત સમજવા દ્રષ્ટાંત વેગથી પ્રવૃત્તિને પામે નહિ એટલે કે ઉપયોગ દ્રષ્ટાંતને સમજવામાં જોડાય તે પહેલાં જ તત્કાળ સકલ પરભાવોથી રહિત પોતે જ અનુભૂતિ પ્રગટ થઈ ગઈ. અર્થાત્ બીજી રીતે કહીએ તો, “આ પરભાવના ત્યાગનાં દ્રષ્ટાંતની દ્રષ્ટિ જૂની ન થાય એ રીતે એટલે કે સમયાંતર આંતરો પડયા વિના, અત્યંત વેગથી આ અનુભૂતિ તો પ્રગટ થઈ ગઈ. પ્રથમ મિથ્યાત્વનો વ્યય થયો અને પછી સમ્યગ્દર્શનની ઉત્પત્તિ થઈ એમ નથી, પણ સ્વભાવ તરફ વળ્યો ત્યાં તો અન્યભાવોથી રહિત અનુભૂતિ થઈ ગઈ. જેમ કોઈ માણસ આવે તે જ વખતે કામ પુરું થાય. ત્યાં એમ કહેવાય કે, ‘તમે ન આવ્યા ત્યાર પહેલાં તો આ કામ થઈ ગયું.’ ખરેખર તો આવ્યો છે ને કામ થયું છે. બન્ને સાથે છે. પહેલાં પછી નથી. તેમ અહીં પણ પહેલાં-પછી નથી. પણ પહેલાં પછીની વાત કરી સમજાવેલ છે. પણ પરભાવનાં ત્યાગની દ્રષ્ટિ પહેલાં પરભાવથી રહિત અનુભૂતિ થઈ એમ નથી. પરભાવોનાં ત્યાગની દ્રષ્ટિ એટલે જ્ઞાયકસ્વભાવની જ્યાં દ્રષ્ટિ થઈ ત્યાં જ પરભાવરહિત આત્માની અનુભૂતિ થઈ ગઈ છે. બન્ને સાથે જ છે, કાળભેદ નથી. દ્રષ્ટાંતમાં પહેલાં પછી કહેવાય. પણ ત્યાં તે પ્રમાણે કાળભેદ ન સમજવો.”
દયા, દાન, વ્રત, ભક્તિ આદિ લાખ ક્રિયાઓ કરે પણ એ બધો વિકલ્પ છે, એ બંધનું લક્ષણ છે. ભગવાન આત્મા જ્ઞાનલક્ષણથી લક્ષિત છે. રાગનો વિકલ્પ આકુળતામય છે અને બંધનું લક્ષણ છે. નિરાકુળ જ્ઞાનસ્વભાવી આત્માનો એ ભાવ નથી આટલું સાંભળતાં આ રાગ પરભાવ છે એવો પર (રાગ) તરફનો વિકલ્પ ઊઠે તે પહેલાં જ્ઞાન જ્ઞાનમાં સ્થિર થઈ ગયું અને નિર્વિકલ્પ અનુભૂતિ પ્રગટ થઈ ગઈ. હું અનાકુળ ચિદ્ઘન જ્ઞાનાનંદસ્વરૂપ છું એવું જ્યાં દ્રષ્ટિમાં જોર આવ્યું ત્યાં તત્કાળ અનુભૂતિ પ્રગટ થઈ ગઈ, ભગવાન આત્માના આનંદનો પ્રત્યક્ષ સ્વાદ આવ્યો.
આચાર્ય ભગવાન, પારકા વસ્ત્રની જેમ આ રાગાદિ પરભાવ છે એટલું જ્યાં સમજાવે ત્યાં આત્માનો નિર્ણય થઈ ગયો. અન્યભાવોથી રહિત સાક્ષાત્ અનુભૂતિ પોતે જ પ્રગટ થઈ ગઈ; દ્રષ્ટાંત સમજવાની પણ પછી એને જરૂર ન રહી.
લોકો કહે છે કે વ્યવહારથી લાભ થાય એમ કહો, કેમ કે ભગવાન જિનેન્દ્રદેવે બે નયથી વસ્તુની પ્રરૂપણા કરી છે. બે નયોના આશ્રયે સર્વસ્વ કહેવાની તેમની પદ્ધતિ છે.
PDF/HTML Page 466 of 4199
single page version
નિયમસારમાં આવે છે કે-હું તે વાણીને વંદું છું કે જે બે નયોથી વસ્તુને કહે છે. (બે નયોને ગ્રહણ કરવાનું કહે છે.)
બે નયો છે, બે નયોના બે વિષયો પણ છે અને શાસ્ત્રોમાં કથન પણ બે નયથી આવે છે. પરંતુ તેમાંથી એક નય (આશ્રયની અપેક્ષા) હેય છે અને એક નય (આશ્રયની અપેક્ષા) ઉપાદેય છે. બન્ને નય પરસ્પર વિરુદ્ધ છે. દ્રવ્યનયથી પર્યાયનય અને પર્યાયનયથી દ્રવ્યનય વિરુદ્ધ છે. નિશ્ચયનયથી વ્યવહારનય અને વ્યવહારનયથી નિશ્ચયનય પરસ્પર વિરુદ્ધ છે. બેમાંથી નિશ્ચયનય એક આશ્રય કરવા યોગ્ય છે, જ્યારે વ્યવહારનય હેયપણે જાણવા લાયક છે. આ રીતે બે નય પરસ્પર વિરુદ્ધ છે છતાં વ્યવહારથી નિશ્ચય માને તો બે નય કયાં માન્યા? ભાઈ! વાદવિવાદથી પાર આવે એવું નથી. વસ્તુસ્વરૂપ જ આવું છે.
અહીં કહે છે કે વ્યવહારનયનો વિષય રાગ છે-પર્યાય છે અને અભેદ નિર્વિકલ્પ ધ્રુવ વસ્તુ છે તે નિશ્ચયનયનો વિષય છે. એમ બે નયોના બે વિષયો છે એવા વિચારમાં વિકલ્પની પ્રવૃત્તિમાં જોડાયો નહિ ત્યાં તો આ બાજુ નિશ્ચયસ્વરૂપમાં ઢળતાં જ આત્માનો સાક્ષાત્કાર થઈ ગયો.
બીજી વાત કળશટીકામાં આવે છે કે-જે કાળે જીવના મોહરાગદ્વેષરૂપ અશુદ્ધ પરિણમનરૂપ સંસ્કાર છૂટી જાય છે તે જ કાળે તેને અનુભવ છે. શુદ્ધ ચેતનામાત્રનો આસ્વાદ આવ્યા વિના અશુદ્ધ ભાવરૂપ પરિણામ છૂટતા નથી અને અશુદ્ધ સંસ્કાર છૂટયા વિના શુદ્ધ સ્વરૂપનો અનુભવ થતો નથી. એટલે કે અશુદ્ધતા છૂટે અને પછી શુદ્ધતા થાય કે શુદ્ધતા થાય અને પછી અશુદ્ધતા છૂટે એમ નથી. જે કાંઈ છે તે એક જ કાળ, એક જ વસ્તુ, એક જ જ્ઞાન અને એક જ સ્વાદ છે.
અહાહા! આ અશુદ્ધપણું છે અને આ વસ્તુ ત્રિકાળ શુદ્ધ છે એવો જે વિકલ્પ તે ઊઠે નહિ ત્યાં તો આ બાજુ અંદર શુદ્ધમાં ઢળી જાય છે અને શુદ્ધ આનંદનો અનુભવ થાય છે; એ જ કાળે અશુદ્ધ પરિણામનો વ્યય થાય છે. અશુદ્ધ પરિણામનો વ્યય અને શુદ્ધ આનંદનો અનુભવ એક જ કાળે-સમકાળે છે. આ તો ઠેઠ મૂળની વાત છે. આત્મા આનંદના સ્વાદને તત્કાળ પામ્યો એટલે કે આ રાગ પર છે અને આ (આત્મા) સ્વ છે એવી પ્રવૃત્તિ થવા પહેલાં તત્કાળ આનંદના સ્વાદને પામ્યો. અહાહા! રાગથી-વિકલ્પથી ખસીને અંદર ઢળી જવું એ જ સત્ય પુરુષાર્થ છે.
(એક પ્રકાર એવો પણ હોય છે કે) પર્યાય તરફના વિકલ્પ આદિ હોય છે. બેના ભેદનો વિકલ્પ પણ ઊઠે છે. કળશટીકામાં આ પણ કહ્યું છે કે આવું પ્રથમ વિકલ્પરૂપ ભેદજ્ઞાન આવે છે. ‘રાગ જુદો અને હું જુદો’ એ વિકલ્પ ત્યાં હોય છે. પણ અહીં તો
PDF/HTML Page 467 of 4199
single page version
કહે છે કે-‘આ હું નહીં અને આ હું’ એવો વિકલ્પ ઊઠે તે પહેલાં તો અંતરમાં ઢળી ગયો અને અનુભૂતિ પ્રગટ કરી લીધી. વસ્તુ તો વસ્તુ છે, પણ વસ્તુનો આશ્રય લઈ અનુભૂતિ પ્રગટ કરી લીધી. રાગ પર છે માટે ભિન્ન છે એવું લક્ષ પણ ન રહ્યું અને અનુભૂતિ પ્રગટ થઈ એને પ્રત્યાખ્યાન કહે છે. અહીં તો પ્રત્યાખ્યાનનું સ્વરૂપ સમજાવવું છે ને? વાત શરૂથી અનુભૂતિથી ઉપાડી છે. જ્યારે જ્યારે આચાર્યોએ પ્રત્યાખ્યાન કે ચારિત્રની વાત કરી છે ત્યારે પહેલેથી અનુભૂતિથી જ વાત કરી છે. સમયસારમાં પાછળ ૪૯ ભંગ આવે છે તેમાં પણ અનુભવથી જ ઉપાડયું છે.
વિકલ્પથી-રાગથી કયારે શૂન્ય થવાય? કે જ્યારે અસ્તિ મહાપ્રભુ છે તેના ઉપર દ્રષ્ટિ પડે ત્યારે. નિર્વિકલ્પસ્વરૂપ અસ્તિત્વ ઉપર દ્રષ્ટિ પડવાથી વિકલ્પથી શૂન્ય થવાય છે. પોતાનું અસ્તિત્વ કેટલું, કેવું એ વાતની ખબર ન હોય તો વિકલ્પથી શૂન્ય કેમ થવાય? ઉપરના પગથિયા ઉપર પગ મૂકે તો નીચેના પગથિયા ઉપરથી પગ ઉપાડી શકાય. પણ જો ઉપર પગ મૂકયા વિના નીચેનો પગ ઉપાડે તો નીચે પડે. તેમ ભગવાન આત્મા જે મહાઅસ્તિરૂપ છે તેની ઉપર દ્રષ્ટિ પડતાં ‘આ રાગ નથી’ તેવા નાસ્તિના પણ વિકલ્પની જરૂર નથી (ત્યારે પોતે વિકલ્પથી શૂન્ય-વિકલ્પરહિત થઈ જાય છે), કેમકે સ્વયં નિર્વિકલ્પ અનુભૂતિ પ્રગટ થઈ જાય છે.
વસ્તુ આવી છે, ભાઈ! ગાથા ૩૮ માં આવે છે કે-પોતાના પરમેશ્વરને, મૂઠીમાં રાખેલું સુવર્ણ કોઈ ભૂલી ગયો હોય તે ફરીને યાદ કરીને સુવર્ણને દેખે એ ન્યાયે તેને જાણીને, તેનું શ્રદ્ધાન કરીને તથા તેનું આચરણ કરીને તે સમ્યક્ પ્રકારે એક આત્મારામ થયો. રાગ પરનો છે એ લક્ષ ત્યાં રહેતું નથી. બેપણું જ્યાં ન થાય ત્યાં એકપણામાં આવી ગયો છે. અહાહા! આ શુભભાવ છે એ મારામાં નથી એવા વિકલ્પને પણ ત્યાં અવકાશ નથી. પ્રભુ! તારી પરમેશ્વરતા એટલી મોટી છે કે એના અનુભવ માટે પરનું લક્ષ કરીને અનુભવ થાય એવો તું નથી. આ રાગ ભિન્ન છે એવું લક્ષ કરીને ભિન્ન પડે એવું નથી એમ કહે છે.
‘स्वयम् इयम्’ એમ શબ્દ પડયો છે ને? એટલે કે આ અનુભૂતિ પરના ત્યાગની અપેક્ષા વિના પોતે જ પ્રગટ થઈ ગઈ. તેને પરના ત્યાગની અપેક્ષા નથી. ગાથા ૩૪ માં એ વાત આવી ગઈ છે કે પોતાને રાગના ત્યાગનું ર્ક્તાપણું એ નામમાત્ર કથન છે, પરમાર્થ નથી. રાગના કરવાપણાની વાત તો દૂર રહી, રાગનો નાશનો ર્ક્તા પણ નામમાત્ર છે, વ્યવહારમાત્ર છે, વસ્તુમાં નથી. અહો! વસ્તુને રજુ કરનારી આચાર્યની કોઈ ગજબ શૈલી છે!
આ પરભાવના ત્યાગનું જે દ્રષ્ટાંત કહ્યું એના પર દ્રષ્ટિ પડે તે પહેલાં સમસ્ત અન્યભાવોથી રહિત પોતાના સ્વરૂપનું અનુભવન તત્કાળ થઈ ગયું. ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ
PDF/HTML Page 468 of 4199
single page version
છે. એના તરફનો જ્યાં ઝુકાવ થયો ત્યાં તો તરત જ અનુભૂતિ પ્રગટ થઈ ગઈ. આનું નામ પચ્ચકખાણ છે.
ભાઈ! જિનેન્દ્રનો માર્ગ અલૌકિક છે. એની પ્રાપ્તિ સ્વભાવથી થાય છે. એટલે કે તે સ્વભાવથી જણાય તેવો છે.
પ્રશ્નઃ– વ્રત, દયા, દાન આદિ શુભરાગ તેનું સાધન ખરું કે નહિ?
ઉત્તરઃ– ના. રાગથી ભિન્ન પડી અંદરમાં પ્રજ્ઞાછીણી મારવી એ જ એનું સાધન છે. પ્રજ્ઞા વડે અંદરમાં જવું એ તેનું સાધન છે. રાગ આદિ કોઈ અન્ય સાધન નથી. એ જ વાત અહીં કહી છે કે ‘स्वयम् इयम् अनुभूतिः आविर्बभूव’ આત્મામાં, કરણ કહો કે સાધન કહો-એ નામની શક્તિ ત્રિકાળ રહેલી છે. ગુણી એવા આત્માનો આશ્રય કરતાં એ પોતે જ (નિર્મળ) પર્યાયનું સાધન થઈ જાય છે.
સંસારમાં પણ કહે છે ને કે તમે આવ્યા તે પહેલાં જ આ કામ થઈ ગયું. એમ અહીં કહે છે કે-ભગવાન આત્માને પરભાવના ત્યાગનું જે દ્રષ્ટાંત તે પર દ્રષ્ટિ પડે તે પહેલાં જ એટલે કે દ્રષ્ટાંત પર લક્ષ જાય તે પહેલાં જ અંદરમાં ઉતરી ગયો. જ્યાં જવું હતું ત્યાં જોર વધી ગયું. એમાં પરના-રાગના ત્યાગની પણ અપેક્ષા રહી નહિ. આ જ્યાં જવું હતું ત્યાં જોર વધી ગયું. એમાં પરના-રાગના ત્યાગની પણ અપેક્ષા રહી નહિ. આ રાગ પર છે એમ સમજવા માટે ત્યાં દ્રષ્ટાંતનું પણ કામ રહ્યું નહિ. ‘झटिति’ એમ કહ્યું છે ને? પરભાવના જે દ્રષ્ટાંત કહ્યું એ ઉપર દ્રષ્ટિ પડે તે પહેલાં સમસ્ત અન્યભાવોથી રહિત પોતાના સ્વરૂપનું તત્કાળ અનુભવન થઈ ગયું. કારણ કે એ પ્રસિદ્ધ છે કે વસ્તુને પરની જાણ્યા પછી તેમાં લક્ષ રહેતું નથી. જે ચીજ પર જાણી એના પર મમત્વ નહિ રહેવાથી એનું લક્ષ રહેતું નથી. ભાઈ! વસ્તુ આવી છે. આ સિવાય બીજી કોઈ રીતે સોંઘું કરવા જશે તો મોઘું (દુષ્પ્રાપ્ય) પડશે. દુનિયા વ્રત, નિયમ, દયા, દાન, ઉપવાસાદિ ક્રિયાકાંડ વડે ધર્મ માને છે, મનાવે છે. પણ એમ સોંઘું કરવા જઈશ તો છેતરાઈ જઈશ. જિંદગી ચાલી જશે. (પરિભ્રમણ ઊભું રહેશે).
PDF/HTML Page 469 of 4199
single page version
अथ कथमनुभूतेः परभावविवेको भूत इत्याशङ्कय भावकभावविवेकप्रकारमाह–
तं मोहणिम्ममत्तं समयस्स वियाणया बेंति।। ३६ ।।
तं मोहनिर्ममत्वं समयस्य विज्ञायका ब्रुवन्ति।। ३६ ।।
હવે, ‘આ અનુભૂતિથી પરભાવનું ભેદજ્ઞાન કેવા પ્રકારે થયું?’ એવી આશંકા કરીને, પ્રથમ તો જે ભાવકભાવ-મોહકર્મના ઉદયરૂપ, ભાવ, તેના ભેદજ્ઞાનનો પ્રકાર કહે છેઃ-
–એ જ્ઞાનને, જ્ઞાયક સમયના મોહનિર્મમતા કહે. ૩૬.
*ગાથાર્થઃ– [बुध्यते] એમ જાણે કે [मोहः मम कः अपि नास्ति] ‘મોહ મારો કાંઈ પણ સંબંધી નથી, [एकः उपयोगः एव अहम्] એક ઉપયોગ છે તે જ હું છું’- [तं] એવું જે જાણવું તેને [समयस्य] સિદ્ધાંતના અથવા સ્વપરના સ્વરૂપના [विज्ञायकाः] જાણનારા [मोहनिर्ममत्वं] મોહથી નિર્મમત્વ [ब्रुवन्ति] કહે છે.
ટીકાઃ– નિશ્ચયથી, (આ મારા અનુભવમાં) ફળ દેવાના સામર્થ્યથી પ્રગટ થઈને ભાવકરૂપ થતું જે પુદ્ગલદ્રવ્ય તેના વડે રચાયેલો જે મોહ તે મારો કાંઇ પણ લાગતોવળગતો નથી, કારણ કે ટંકોત્કીર્ણ એક જ્ઞાયકસ્વભાવભાવનું પરમાર્થે પરના ભાવ વડે *ભાવવું અશકય છે. વળી અહીં સ્વયમેવ, વિશ્વને (સમસ્ત વસ્તુઓને) પ્રકાશવામાં ચતુર અને વિકાસરૂપ એવી જેની નિરંતર શાશ્વતી પ્રતાપસંપદા છે એવા ચૈતન્યશકિતમાત્ર સ્વભાવભાવ વડે, ભગવાન આત્મા જ જાણે છે કે-પરમાર્થે હું એક છું તેથી, જોકે સમસ્ત દ્રવ્યોના પરસ્પર સાધારણ અવગાહનું (-એકક્ષેત્રાવગાહનું) નિવારણ કરવું અશકય હોવાથી મારો ____________________________________________________________ * આ ગાથાનો અર્થ આમ પણ થાય છેઃ-‘જરાય મોહ મારો નથી હું એક છું’ એવું
પ્રત્યે નિર્મમ (મમતા વિનાનો) કહે છે
× ભાવવું = બનાવવું; ભાવ્યરૂપ કરવું.
PDF/HTML Page 470 of 4199
single page version
चेतये स्वयमहं स्वमिहैकम्।
नास्ति नास्ति मम कश्चन मोहः
शुद्धचिद्धनमहोनिधिरस्मि।। ३० ।।
____________________________________________________________
આત્મા ને જડ, શિખંડની જેમ, એકમેક થઈ રહ્યાં છે તોપણ, શિખંડની માફક, સ્પષ્ટ અનુભવમાં આવતા સ્વાદના ભેદને લીધે, હું મોહ પ્રતિ નિર્મમ જ છું; કારણ કે સદાય પોતાના એકપણામાં પ્રાપ્ત હોવાથી સમય (આત્મપદાર્થ અથવા દરેક પદાર્થ) એવો ને એવો જ સ્થિત રહે છે. (દહીં ને ખાંડ મેળવવાથી શિખંડ થાય છે તેમાં દહીં ને ખાંડ એક જેવાં માલૂમ પડે છે તોપણ પ્રગટરૂપ ખાટા-મીઠા સ્વાદના ભેદથી જુદાં જુદાં જણાય છે; તેવી રીતે દ્રવ્યોના લક્ષણભેદથી જડ-ચેતનના જુદા જુદા સ્વાદને લીધે જણાય છે કે મોહકર્મના ઉદ્રયનો સ્વાદ રાગાદિક છે તે ચૈતન્યના નિજસ્વભાવના સ્વાદથી જુદો જ છે.) આ રીતે ભાવકભાવ જે મોહનો ઉદ્રય તેનાથી ભેદજ્ઞાન થયું.
ભાવાર્થઃ– આ મોહકર્મ છે તે જડ પુદ્ગલદ્રવ્ય છે; તેનો ઉદ્રય કલુષ (મલિન) ભાવરૂપ છે; તે ભાવ પણ, મોહકર્મનો ભાવ હોવાથી, પુદ્ગલનો જ વિકાર છે. આ ભાવકનો ભાવ છે તે જ્યારે આ ચૈતન્યના ઉપયોગના અનુભવમાં આવે છે ત્યારે ઉપયોગ પણ વિકારી થઈ રાગાદિરૂપ મલિન દેખાય છે. જ્યારે તેનું ભેદજ્ઞાન થાય કે ‘ચૈતન્યની શક્તિની વ્યક્તિ તો જ્ઞાનદર્શનોપયોગમાત્ર છે અને આ કલુષતા રાગ- દ્વેષમોહરૂપ છે તે દ્રવ્યકર્મરૂપ જડ પુદ્ગલદ્રવ્યની છે’, ત્યારે ભાવકભાવ જે દ્રવ્યકર્મરૂપ મોહનો ભાવ તેનાથી અવશ્ય ભેદજ્ઞાન થાય છે અને આત્મા અવશ્ય પોતાના ચૈતન્યના અનુભવરૂપ સ્થિત થાય છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
શ્લોકાર્થઃ– [इह] આ લોકમાં [अहं] હું [स्वयं] પોતાની જ [एकं स्वं] પોતાના એક આત્મસ્વરૂપને [चेतये] અનુભવું છું [सर्वतः स्व–रस–निर्भर–भावं] કે જે સ્વરૂપ સર્વતઃ પોતાના નિજરસરૂપ ચૈતન્યના પરિણમનથી પૂર્ણ ભરેલા ભાવવાળું છે; માટે [मोहः] આ મોહ [मम] મારો [कश्चन नास्ति नास्ति] કાંઈ પણ લાગતોવળગતો નથી અર્થાત્ એને અને મારે કાંઈ પણ નાતો નથી. [शुद्ध–चिद्–घन–महः–निधिः अस्मि] હું તો શુદ્ધ ચૈતન્યના સમૂહરૂપ તેજઃપુંજનો નિધિ છું. (ભાવકભાવના ભેદ વડે આવું અનુભવ કરે.) ૩૦.
એવી જ રીતે, ગાથામાં ‘મોહ’ પદ છે તેને બદલી, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, કર્મ, નોકર્મ, મન, વચન, કાય, શ્રોત્ર, ચક્ષુ, ઘ્રાણ, રસન, સ્પર્શન-એ
PDF/HTML Page 471 of 4199
single page version
સોળ પદનાં જુદાં જુદાં સોળ ગાથાસૂત્રો વ્યાખ્યાનરૂપ કરવાં અને આ ઉપદેશથી બીજાં પણ વિચારવાં.
હવે શિષ્ય આશંકા કરીને પૂછે છે-આશંકા એટલે આપની વાત યથાર્થ નથી એમ શંકાશીલ થઈને નહિ પણ આપ શું કહો છો એ પોતાની સમજમાં બેઠું નથી તેથી સમજવા માટેના પ્રશ્નને આશંકા કહે છે. એમ આશંકા કરીને પૂછે છે કે-આ અનુભૂતિથી પરભાવનું ભેદજ્ઞાન કેવા પ્રકારે થયું? તેવી આશંકાના ઉત્તરરૂપે પ્રથમ, જે ભાવકભાવ- મોહકર્મના ઉદ્રયરૂપ ભાવ, તેના ભેદ્રજ્ઞાનનો પ્રકાર કહે છે.
નિશ્ચયથી એટલે ખરેખર ફળ દેવાના સામર્થ્યથી પ્રગટ થઈને ભાવકરૂપ થતો જે કર્મનો ઉદય, તેના વડે રચાયેલો જે ભાવ્યરૂપ મોહ તે મારો કાંઈ પણ લાગતો-વળગતો નથી. કર્મના નિમિત્તથી રચાતા મોહભાવને અને મારે કાંઈ પણ સંબંધ નથી, કેમ કે હું જ્ઞાયકભાવ છું અને રાગભાવ વડે મારું થવું એ અશકય છે. મારામાં મોહ છે જ નહિ. હું તો નિર્મોહી ભગવાન આત્મા છું. ૧૪ પ્રકારના અભ્યંતર પરિગ્રહ-મિથ્યાત્વ, ૪ કષાય અને ૯ નોકષાય તથા ૧૦ પ્રકારના બાહ્ય પરિગ્રહ-ક્ષેત્ર, વાસ્તુ, સોનું, ચાંદી, ધન, ધાન્ય, દાસ, દાસી, વસ્ત્ર અને વાસણ-એ સર્વ મારામાં છે જ નહિ. તેમ જ બાહ્ય પરિગ્રહ પ્રત્યેનો રાગ પણ મારામાં નથી. પરિગ્રહ પ્રત્યેની વૃત્તિ ઊઠે છે તે મારા સ્વરૂપમાં છે જ નહિ. જેને અભ્યંતર પરિગ્રહનો ત્યાગ છે તેને બાહ્ય પરિગ્રહનો ત્યાગ અસદ્ભૂત વ્યવહારનયે કહેવાય છે. જુઓ, વસ્ત્ર અને વાસણ એ બાહ્ય પરિગ્રહમાં કહ્યાં છે. એટલે વસ્ત્ર અને પાત્ર સર્વ પરિગ્રહત્યાગી નિર્ગ્રંથ મુનિને હોય જ નહિ.
અહીં કહે છે કે પુદ્ગલદ્રવ્ય ભાવકરૂપે થઈને મોહને રચે છે. અહીં જે મોહની વાત છે તે ચારિત્રમોહની વાત છે. સમક્તિ પછીની વાત છે, મિથ્યાત્વની વાત નથી. પર તરફના વલણવાળો જે ભાવ-રાગદ્વેષ છે તે મોહ છે. તે મોહ મારો કાંઈ પણ સંબંધી નથી. પર તરફની સાવધાનીનો જે ભાવ છે તે મારો નથી. મારા સ્વભાવ તરફની સાવધાનીનો જે ભાવ છે તે મારો છે. જ્ઞાનાનંદ સહજાનંદ પ્રભુ આત્માને અને પર તરફના સાવધાનીના ભાવને કાંઈ લાગતું-વળગતું નથી. ભાવક મોહકર્મ અને તેની તરફના વલણવાળો જે ભાવ છે તેની સાથે મારે કાંઈ પણ સંબંધ નથી, કારણ કે એક ચૈતન્યધાતુ જ્ઞાયકસ્વભાવભાવનું પરમાર્થે પરના ભાવ વડે થવું-ભાવ્યરૂપ થવું અશકય છે.
ધર્મી જીવ આગળ વધીને પચ્ચકખાણ કરે છે એની આ વાત છે. જડ મોહકર્મ તે ભાવક છે અને આત્માનો ઉપયોગ જે પર તરફના વલણવાળો થઈને રાગદ્વેષભાવયુક્ત પરિણમે છે એ તેનું ભાવ્ય છે. પુદ્ગલદ્રવ્ય, ફળ દેવાના સામર્થ્યથી પ્રગટ થઈને ભાવકરૂપે થાય છે ત્યારે તેના નિમિત્તે પર તરફનો વિકારીભાવ-મોહ રચાય છે. અહીં કહે છે કે આ મોહ મારો કાંઈપણ સંબંધી નથી કારણ કે હું તો જ્ઞાનદર્શનશક્તિની વ્યક્તતા રૂપ
PDF/HTML Page 472 of 4199
single page version
જ્ઞાનદર્શનઉપયોગસ્વરૂપ છું. જેમ કર્મ ભાવકરૂપે થાય છે તો મોહ રચાય છે તેમ હું જ્ઞાનદર્શનઉપયોગસ્વભાવી તત્ત્વ છું, જેથી મારી પર્યાયમાં જ્ઞાનદર્શનશક્તિની વ્યક્તતા થાય; એ વ્યક્તતારૂપ ઉપયોગ તે મારી ચીજ છે પરંતુ મોહ એ મારી ચીજ નથી. કર્મના નિમિત્તે થતા રાગદ્વેષના પરિણામ જે ઉપયોગમાં ઝળકે છે તે હું નથી, કારણ કે ટંકોત્કીર્ણ એક જ્ઞાયકસ્વભાવભાવ શુદ્ધચૈતન્યઉપયોગસ્વભાવી વસ્તુનું વિકારરૂપ ભાવ્યપણે થવું અશકય છે.
હું તો ચૈતન્યશક્તિસ્વભાવવાળું તત્ત્વ છું. તેથી મારો જે વિકાસ થાય એ પણ જાણવા-દેખવાના પરિણામરૂપે જ થાય છે. ભાવકકર્મના નિમિત્તે જે વિકાર થાય એ મારો વિકાસ નહિ. પર્યાયમાં પણ વિકાર ન થાય એવું મારું સ્વરૂપ છે. શક્તિરૂપે તો આત્મા જ્ઞાયક છે જ. પરંતુ તેથી વ્યક્તતા અને પ્રગટતા થાય તે પણ જ્ઞાનદર્શનઉપયોગસ્વરૂપે જ થાય. રાગ-દ્વેષના વિકારરૂપે થવું એવી શક્તિ તો નથી પણ તેવી પર્યાયની વ્યક્તતા- પ્રગટતા થાય એ પણ નથી. અહાહા! જીવ અધિકારની છેલ્લી ગાથાઓ છે ને? તેથી જીવથી અજીવને તદ્ન જુદો પાડે છે. ચૈતન્યશક્તિની પ્રગટતાનું વિકારરૂપ થવું અશકય છે.
ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય ઉપયોગસ્વરૂપ છે, અને તેની વ્યક્તતા-પ્રગટતા જાણવા-દેખવારૂપે જ હોય છે. એની શક્તિમાંથી વિકારના પરિણામ પ્રગટે એ અશકય છે. આવો ભગવાન આત્મા જેની નિરંતર શાશ્વતી સંપદા છે તે, ચૈતન્યશક્તિમાત્ર સ્વભાવભાવ વડે અર્થાત્ જાણવા-દેખવાના સ્વભાવભાવ વડે જાણે છે કે-હું એક છું. જાણવા-દેખવાના સ્વભાવે હું એક છું. જુઓ, આમાં પ્રભુત્વશક્તિ લીધી છે. આત્મામાં એક પ્રભુત્વશક્તિ છે જે વડે તે અખંડ પ્રતાપ વડે સ્વતંત્રપણે શોભાયમાન છે. આવા આત્માની વિશ્વને પ્રકાશવામાં ચતુર, વિકાસરૂપ, નિરંતર શાશ્વતી સંપદા છે. આ બાહ્ય મકાન-કુટુંબ આદિ સંપદા આત્માની નથી, એ તો જડ છે. અહીં કહે છે કે ભગવાન આત્મા ચૈતન્યશક્તિના સ્વભાવ-સામાર્થ્ય વડે એમ જાણે છે કે પરમાર્થે હું એક છું. રાગ અને હું એમ બે થઈને એક છું એમ નહિ, પણ રાગથી ભિન્ન હું તો ચૈતન્યશક્તિમાત્ર એક છું.
તેથી જો કે મારો ચૈતન્યસ્વભાવ અને જગતનાં બીજાં દ્રવ્યો એક ક્ષેત્રે રહે છે તોપણ ભિન્નભિન્ન છે. પરસ્પર સાધારણ અવગાહનું નિવારણ કરવું અશકય હોવાથી એક જ ક્ષેત્રે હોવા છતાં આત્મા અને જડ, શિખંડની જેમ, ભિન્ન છે. શિખંડમાં જેમ ખટાશ અને મીઠાશ એક ક્ષેત્રમાં રહેલી છે છતાં ખટાશ અને મીઠાશનો સ્વાદ તદ્ન ભિન્ન છે તેમ આત્મા અને જડ એકમેક (જેવા) થઈ રહ્યા છે તોપણ સ્પષ્ટ અનુભવમાં આવતા સ્વાદભેદને લીધે ભિન્ન છે. ભગવાન આત્માનો સ્વાદ અનાકુળ આનંદરૂપ અને કર્મના ફળનો-રાગનો સ્વાદ દુઃખરૂપ છે. એમ બન્ને ભિન્નભિન્ન છે.
ભગવાન આત્મા અનાકુળ આનંદના સ્વભાવથી ભરેલો પ્રભુ છે. તેની અનાકુળ આનંદના વેદનવાળી જે પર્યાય પ્રગટ થાય છે તેનો સ્વાદ રાગના સ્વાદથી તદ્ન જુદો છે.
PDF/HTML Page 473 of 4199
single page version
કોઈ લોકો એમ માને છે કે સાકરનો અને અફીણનો સ્વાદ આવે છે. પરંતુ એ તો જડ ચીજ છે. તેનો સ્વાદ કોઈને આવતો નથી. પરંતુ તે તરફનું લક્ષ કરીને આ ઠીક અને આ અઠીક એમ જે રાગદ્વેષ કરે છે એ રાગદ્વેષનો સ્વાદ આવે છે, તેનું વેદન થાય છે. અહીં કહે છે કે એ સ્વાદ પણ, જ્ઞાનસ્વભાવી અનાકુળ આનંદના સ્વભાવનો સાગર પ્રભુ આત્મા છે તેની વ્યક્ત દશાના સ્વાદથી ભિન્ન છે. આત્મા અને જડ, શિખંડની જેમ એકમેક થઈ રહ્યા છે તોપણ સ્વાદભેદને લીધે ભિન્ન છે. જેમ શિખંડમાં મીઠો અને ખાટો સ્વાદ ભિન્નભિન્ન છે તેમ જડ અને આત્માનો સ્વાદ અનુભવમાં સ્પષ્ટ ભિન્ન જણાય છે. જ્ઞાનીની વસ્તુના સ્વભાવ ઉપર દ્રષ્ટિ હોવાથી, વસ્તુશક્તિની વ્યક્તતા જે આનંદ પ્રગટે છે તે સ્વાદમાં જણાય છે. તેથી કહે છે કે-આમ સ્વાદ ભેદને લીધે હું મોહ પ્રતિ નિર્મમ છું.
અહીં મોહની વાત કરી છે તેમાં પર તરફના રાગાદિ બધાય ભાવો આવી જાય છે. તેનો સ્વાદ કલુષિત છે, જ્યારે ભગવાન આત્માનો સ્વાદ આનંદ છે, જે કલુષિતતાથી ભિન્ન છે. તેથી મોહ પ્રત્યે હું નિર્મમ જ છું. કારણ કે સદાય પોતાના એકપણામાં પ્રાપ્ત હોવાથી હું તો એકરૂપ જ્ઞાયક છું. જ્ઞાયકપણાના લીધે જ્ઞાનપણાના પરિણમન સહિત એવો ને એવો સદાય સ્થિત છું. અહાહા! કર્મના નિમિત્તથી-ભાવકથી જે રાગાદિ ભાવ્ય થાય છે તેનો સ્વાદ અને જ્ઞાયકસ્વભાવની પરિણતિમાં જે આનંદ આવે છે તેનો સ્વાદ ભિન્ન છે એમ ભેદજ્ઞાન થવાથી હું તો એકરૂપ-જ્ઞાયકરૂપે જ છું. આ બીજો સ્વાદ છે એ બીજાનો છે, મારો નથી એમ જણાય છે.
દહીં અને ખાંડ મેળવવાથી શિખંડ થાય છે. એમાં દહીં અને ખાંડ એકમેક જેવાં માલુમ પડે છે તોપણ પ્રગટ ખાટા-મીઠા સ્વાદના ભેદથી બન્ને જુદાં જુદાં જણાય છે. તેવી રીતે દ્રવ્યકર્મના ઉદયનો સ્વાદ જે રાગાદિ છે તે, ભગવાન જ્ઞાયકસ્વભાવની જે પરિણતિ પ્રગટ થાય છે તેનાથી સ્વાદભેદને લીધે ભિન્ન છે. દ્રવ્યકર્મ જે જડ છે તે ભાવક છે અને તેના તરફનો ભાવ્યરૂપ જે રાગ છે તેના સ્વાદની જાત આત્માથી ભિન્ન છે. રાગનો સ્વાદ કલુષિત આકુળતામય છે અને ભગવાન આત્માનો સ્વાદ અનાકુળ આનંદ છે. આમ સ્વાદભેદથી-લક્ષણભેદથી ભેદજ્ઞાન કરવું એ ધર્મધારા છે, ધર્મ છે. કર્મના સંબંધે જેટલી અસ્થિરતા-વ્યાકુળતા થાય છે તે મારી ચીજ નથી, કેમ કે હું તો જ્ઞાયકસ્વભાવી ચૈતન્યમાત્ર છું. મોહ-રાગાદિ અને જ્ઞાયકભાવ એમ બેપણે હું નથી. હું તો એક જ્ઞાયકમાત્ર જ છું, એકરૂપ જ છું એમ જે આત્માના ઉપયોગથી જાણે છે તેને સમયના જાણનારાઓ મોહનિર્મમ કહે છે. અંતઃસ્વભાવની સાવધાનીના ઉપયોગમાં રાગનો સ્વાદ આવતો નથી તેથી તેના પ્રત્યે નિર્મમત્વ થાય છે, તે જ્ઞાની રાગમાં જોડાતો નથી. અહીં પરિપૂર્ણ સ્થિરતા થઈ તદ્ન જુદો પડી પૂર્ણ વીતરાગ ન થાય ત્યાંસુધીની વાત લીધી છે.
ચૈતન્યદળ જે વસ્તુ આખી છે, જે જીવતર શક્તિ, ચૈતન્યશક્તિ, સુખશક્તિ,
PDF/HTML Page 474 of 4199
single page version
વીર્યશક્તિ ઇત્યાદિ અનંત શક્તિઓના સામર્થ્યવાળું તત્ત્વ છે તેનો જ્યાં અંતર-સન્મુખ થઈ સ્વીકાર કર્યો ત્યાં આનંદની ધારા પર્યાયમાં વ્યક્ત થઈ. હું તો ઉપયોગમય છું, જે રાગાદિ જણાય છે, ભાવકનું ભાવ્ય થાય છે તે હું નથી. જેમ ધૂળધોયો ધૂળને, બંગડીના કટકાને, પિત્તળની કણીને અને સોનાની કણીને હળવા અને ભારે વજનના લક્ષણભેદથી ભિન્ન કરે છે તેમ આ ભગવાન આત્મા, રાગ અને સ્વભાવને સ્વાદભેદથી ભિન્ન જાણી, જ્ઞાયકસ્વભાવનો આશ્રય કરી રાગને ભિન્ન પાડે છે. પૂર્ણ આનંદનું ધામ એવા સ્વભાવની સત્તાનો સ્વીકાર હોવાથી જ્ઞાની, આનંદના સ્વાદને અને રાગના સ્વાદને વ્યક્ત પર્યાયમાં ભિન્ન જાણે છે. ભાઈ! ધર્મ બહુ સૂક્ષ્મ છે, અપૂર્વ છે. અનંતકાળમાં અનેક ક્રિયાકાંડ-ભક્તિ, વ્રત, તપ, પૂજા ઇત્યાદિ કર્યાં., પણ આ કર્યું નથી. આનો ઉપદેશ પણ વિરલ છે.
આમ રાગ તરફના વલણને છોડીને ચૈતન્યસ્વભાવના સામર્થ્ય પ્રતિ વલણ કરતાં શક્તિમાંથી આનંદની ધારા સ્વાદમાં આવે છે. તે રાગથી જુદી-ભિન્ન છે. રાગ તો જડ અચેતન છે. તેમાં ચૈતન્યના-જ્ઞાનના કિરણનો અંશ નથી. રાગનો જે સ્વાદ છે તે કલુષિત છે અને ભગવાન ચૈતન્યનો સ્વાદ આનંદ છે. આમ સ્વાદભેદના કારણે બન્ને જુદા પડે છે. જીવને તથા અજીવને તદ્ન જુદા પાડવા છે ને? મોહકર્મના ઉદયનો સ્વાદ રાગાદિ છે. તે ચૈતન્યના સ્વાદથી તદ્ન જુદો જણાય છે. આ રીતે ભાવકનો ભાવ જે મોહનો ઉદ્રય છે તેનાથી ભેદજ્ઞાન થયું. એટલે કે કર્મના નિમિત્તે જે રાગભાવ થતો હતો તેને લક્ષણભેદથી ભિન્ન જાણી ભેદજ્ઞાનપૂર્વક આત્માના સ્વભાવથી જુદો પાડયો.
આ મોહકર્મ છે તે જડ પુદ્ગલદ્રવ્ય છે; અને તેનો જે ઉદ્રય આવે છે તે કલુષિત મલિન ભાવરૂપ છે. એટલે કે કર્મ જડ અજીવ છે અને તેના નિમિત્તે થતો રાગાદિભાવ તે કલુષિત અને મલિન છે. રાગાદિ વિકારભાવ મોહકર્મનો ભાવ હોવાથી પુદ્ગલનો જ વિકાર છે, એ જ્ઞાયકની અવસ્થા નથી. હવે કહે છે કે ભાવક જે કર્મ છે તેનાથી થયેલો વિકાર જ્યારે ચૈતન્યના ઉપયોગના અનુભવમાં આવે છે ત્યારે ઉપયોગ પણ વિકારી થઈ રાગાદિરૂપ મલિન દેખાય છે. પરંતુ ચૈતન્યની શક્તિની વ્યક્તિ તો જ્ઞાનદર્શન-ઉપયોગમાત્ર છે. એટલે કે ચૈતન્યના સામર્થ્યની વ્યક્તિ જ્ઞાન-દર્શનના પરિણામરૂપ છે પણ રાગદ્વેષના પરિણામરૂપ નથી. ચૈતન્યમાં તો અનંત શક્તિઓનું સામર્થ્ય ભર્યું છે. જ્ઞાનસ્વભાવનું સામર્થ્ય, દર્શનસ્વભાવનું સામર્થ્ય, સુખનું, આનંદનું, સત્તાનું, જીવતરનું એમ અનંત- શક્તિઓનું સામર્થ્ય ભગવાન આત્મામાં ભર્યું છે. આવા અનંત સામર્થ્યમંડિત ચૈતન્યની દશા તો જ્ઞાન-દર્શન-ઉપયોગમય શુદ્ધ જ હોય છે. ઉપયોગમાં બધું જણાય છે તેથી અહીં ઉપયોગની મુખ્યતાથી વાત લીધી છે.
PDF/HTML Page 475 of 4199
single page version
આત્માની જ્ઞાન-દર્શન શક્તિની વ્યક્તતા જાણવા-દેખવાની થાય છે. આત્માનું વ્યક્તિત્વ જે જાણવા-દેખવાની વ્યક્ત દશા થાય તે છે. પરંતુ રાગનું પરિણમન થાય એવું તેનું સ્વરૂપ નથી. રાગની રચના કરે એવો કોઈ ગુણ કે શક્તિ ચૈતન્યસ્વરૂપ આત્મામાં નથી. ચૈતન્યદ્રવ્ય છે, તેની ચૈતન્યશક્તિ છે અને તેની પર્યાય-વ્યક્તિ જાણવા-દેખવાની થાય છે. ભાઈ! વીતરાગમાર્ગ જગતથી જુદો છે. લોકોએ તેને ક્રિયાકાંડમાં મનાવી દીધો છે. અહીં કહે છે કે વ્રતાદિનો જે વિકલ્પ છે તે અચેતન છે, જડ છે. એ કાંઈ ચૈતન્યશક્તિની વ્યક્તતા-પ્રગટતા નથી. અહાહા! વસ્તુ આખું ચૈતન્યદળ છે અને ચૈતન્યપણું એ તેની શક્તિ-ગુણ છે. તો તેની વ્યક્તતા ચૈતન્યના એટલે જ્ઞાન-દર્શનના ઉપયોગમય જ હોય ને? તેની પ્રગટતામાં રાગદ્વેષ કેવી રીતે હોય?
ભેદજ્ઞાન થતાં જે રાગદ્વેષમોહરૂપ કલુષતા અથવા મલિનતાનો ભાવ છે તે દ્રવ્યકર્મરૂપ જડ પુદ્ગલદ્રવ્યની વ્યક્તતા છે એમ જણાય છે. નિશ્ચયથી રાગ પુદ્ગલનો છે; કેમકે વિકાર-રાગ એ કોઈ ચૈતન્યશક્તિની વ્યક્તતા નથી. વ્યવહારરત્નત્રયનો વિકલ્પ પણ નિશ્ચયથી જ્ઞાનસ્વભાવની જાણકશક્તિના સામર્થ્યમાંથી આવેલો નથી. તેથી તે જડ છે. જાણકશક્તિના સામર્થ્યમાંથી તો માત્ર જાણવા-દેખવાના પરિણામ થાય છે. તે પરિણામ રાગાદિને જાણે છે પરંતુ તે રાગાદિ મારા છે એમ જાણે નહિ.
ભાવક એટલે કર્મનો ઉદય અને તે ભાવકથી થયેલા રાગ-દ્વેષ તે ભાવકના ભાવ છે. પરંતુ રાગ-દ્વેષ જ્ઞાયકના ભાવ નથી. અહાહા! આ સમજવા કેટલી ધીરજ જોઈએ! સ્વભાવના અવલંબને ભેદજ્ઞાન પ્રગટે છે ત્યારે રાગની કલુષિતતા ઉપયોગથી ભિન્ન, જડ પુદ્ગલદ્રવ્યની છે એમ ભાસે છે. અને ત્યારે ભાવકભાવ જે દ્રવ્યકર્મરૂપ મોહનો ભાવ છે તેનાથી અવશ્ય ભેદભાવ થાય છે. મોહકર્મના નિમિત્તે જે જે રાગ થાય છે તે ભાવકનો ભાવ છે પરંતુ જ્ઞાયકનો નથી. આવું ઝીણું પડે, પરંતુ ભાઈ! તારામાં એ સમજવાની તાકાત છે. અરે! તારામાં તો અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન લેવાની તાકાત છે. પ્રભુ! તારી પ્રભુતાની શી વાત?
ભગવાન પૂર્ણાનંદનો નાથ શુદ્ધ ચૈતન્યસ્વરૂપે અચળપણે અંદર બિરાજમાન છે. તે અનંત અનંત શાંતિ, સુખ, જ્ઞાન અને આનંદનો સાગર છે. તે ઉછળે ત્યારે તેમાંથી જ્ઞાન અને આનંદની પરિણતિ આવે છે. ફુવારામાં જેમ મશીન ચાલુ કરતાં પાણી આવે છે-ઊડે છે તેમ ચૈતન્યસ્વરૂપ ઉપર દ્રષ્ટિનું જોર જતાં અર્થાત્ ભગવાન આત્મા અનંત શક્તિઓથી ભરેલું એક સત્ત્વ છે એમ વિશ્વાસ આવતાં, જેટલું અંદર સ્વભાવમાં એકાગ્રતાનું દબાણ- જોર થાય એટલી આનંદની ધારા વહે છે. ભેદજ્ઞાન થતાં, ભાવકભાવ જે દ્રવ્યકર્મરૂપ મોહભાવ છે તેનાથી જરૂર જ્ઞાયકભાવનો ભાવ જુદો થાય છે અને આત્મા જરૂર પોતાના ચૈતન્યના અનુભવરૂપ સ્થિત થાય છે, જેને જ્ઞાયકભાવનો સત્કાર થયો છે અર્થાત્ આ
PDF/HTML Page 476 of 4199
single page version
પૂર્ણાનંદનો નાથ સ્વભાવનો સાગર છે, ગુણનું ગોદામ છે એમ જેની દ્રષ્ટિ- પ્રતીતિના જોરમાં આવ્યું છે તે આત્મા અંતરમાં વિશેષ વિશેષ સ્થિર થઈને શક્તિની જ્ઞાન અને આનંદની વ્યક્તતાઓ પ્રગટ કરી રાગથી-ભાવકના ભાવથી-ભિન્ન પડી જાય છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
આ કળશનો ‘કહૈ વિચચ્છન....’ એમ સમયસાર નાટકમાં શ્રી બનારસીદાસે છંદ લખ્યો છે. છંદ આ પ્રમાણે છેઃ-
ધર્માત્મા જ્ઞાનીને વિચક્ષણ પુરુષ કહેવાય છે. દુનિયાના ડાહ્યા તો ખરેખર પાગલ છે. અહીં સમ્યગ્દ્રષ્ટિ-વિચક્ષણ પુરુષ એમ કહે છે અર્થાત્ એમ વિચારે છે કે-હું તો સદા એક છું. રાગના સંબંધવાળો હું નથી. હું તો જ્ઞાયકની પરિણતિ જે નિર્મળ પ્રત્યક્ષ આસ્વાદરૂપ છે તેના સ્વભાવથી એકરૂપ છું. મારા એકસ્વરૂપમાં બગડે બે એમ બીજા ભાવ-રાગના ભાવનો બગાડ નથી. હું તો નિજ ચૈતન્યરસથી ભરપૂર ભરેલો મારા પોતાના આશ્રયે છું. એટલે કે મારી પર્યાયનો દોર ચૈતન્યના ત્રિકાળી ધ્રુવ (સ્વરૂપ) ઉપર લાગ્યો છે. પર્યાયની ધારા દ્રવ્યથી તન્મયપણે છે તેથી કહ્યું કે સદાય હું એક છું, મારા જ્ઞાનરસથી ભરપૂર, મારા આશ્રયે જ છું. રાગનો આશ્રય મને નથી. અહાહા! હું અતીન્દ્રિય આનંદરસ અને જ્ઞાનરસથી અનાદિથી ભરપૂર ભરેલો છું. એ જ્ઞાનદર્શનસ્વભાવની મને રુચિ થઈ એટલે કે સ્વભાવનો રસ પ્રગટ થયો તેથી રાગના રસની જે રુચિ હતી તે નીકળી ગઈ. રસ એટલે કે તદાકાર-એકાકાર થવું. એક જ્ઞાયકમાં એકાકાર લીન થવું અને બીજે એકાકાર ન થવું તે જ્ઞાન-દર્શનનો રસ છે.
રાગાદિ છે એ તો ભ્રમણાનો કૂવો છે, એ મારું સ્વરૂપ નથી. આ રાગ-દ્વેષ, અને પુણ્ય-પાપનો વિકાર એ ભ્રમકૂપ છે. ભાવકના ભાવથી ઉત્પન્ન થયેલી વિકારી દશા, પર તરફની સાવધાનીની દશા એ મારી નથી. કારણ કે હું તો એકલો શુદ્ધ ચેતનાનો સિંધુ- દરિયો છું. શુદ્ધ ચૈતન્યસિંધુ એ મારું સ્વરૂપ છે. અરે! પોતે આત્મા કોણ છે અને તે કેવો છે એની વાત કદી સાંભળી નહિ અને બહારની કડાકૂટમાં અનાદિથી એમ ને એમ મરી ગયો છે.
જીવ અધિકારની આ બધી આખરની ગાથાઓ છે. તેથી કહે છે કે-‘चेतये स्वयम् अहम् स्वम् इह एकम्’ આ લોકમાં હું પોતાથી જ પોતાના એક આત્મસ્વરૂપને અનુભવું છું.
PDF/HTML Page 477 of 4199
single page version
મારું જ્ઞાયકસ્વરૂપ છે તેને હું વેદનમાં લઉં છું. એક જ્ઞાયકને અનુભવું છું, વેદું છું. મારા વેદનમાં રાગનું વેદન નથી. આવી વાત સમજવામાં પણ કઠણ પડે તો પ્રયોગ તો કયારે કરે? વીતરાગ જિનેશ્વરદેવનો આ માર્ગ અપૂર્વ છે. જેણે ત્રણકાળ ત્રણલોકને કેવળજ્ઞાનમાં પ્રત્યક્ષ જાણ્યા તેની દિવ્યધ્વનિમાં આવેલો આ માર્ગ છે અને સંતોએ તે સર્વજ્ઞની વાણી અનુસાર કહ્યો છે.
ધર્મી કહે છે કે હું તે સ્વરૂપને અનુભવું છું જે ‘सर्वतः स्वरसनिर्भरभावं’ સર્વતઃ નિજરસરૂપ ચૈતન્યના પરિણમનથી પૂર્ણ ભરેલા ભાવવાળું છે. પરિણમન એટલે નિર્મળ સ્વભાવવાળું. આ ત્રિકાળી દ્રવ્યની વાત છે. ચૈતન્યનું પરિણમન ચૈતન્યના સ્વભાવથી પરિપૂર્ણ ભરેલા ભાવવાળું છે. માટે ‘नास्ति नास्ति मम कश्चन मोहः’ આ મોહ મારો કાંઈ પણ લાગતો-વળગતો નથી. તેને અને મારે કાંઈ પણ નાતો-સંબંધ નથી. કારણ કે ‘शुद्धचिद्घनमहोनिधिः अस्मि’ હું તો શુદ્ધ ચૈતન્યના સમૂહરૂપ તેજઃપુંજનો નિધિ છું- આમ જ્ઞાની પરિણમનમાં વેદે છે.
શુદ્ધ ચૈતન્ય-આનંદનો સાગર ભગવાન આત્મા છે. જીવત્વ, ચિતિ, દ્રશિ, જ્ઞાન, સુખ, વીર્ય પ્રભુત્વ ઇત્યાદિ અનંત અનંત શક્તિઓનું અનંત અનંત સામર્થ્ય તે આત્મા છે. જે અનંત શક્તિઓ છે તે એક એક શક્તિનું પણ અનંત સામર્થ્ય છે. આવા અનંત શક્તિના સામર્થ્યવાળું મારું તત્ત્વ છે. આવા સ્વરૂપને હું પ્રત્યક્ષ આનંદના આસ્વાદરૂપ અનુભવું છું. હું શુદ્ધ ચૈતન્યના સમૂહરૂપ તેજઃપુંજનો નિધિ છું એમ પરિણતિ વેદે છે, જાણે છે. આ પરિણતિ તે ધર્મ છે. કેટલાક કહે છે કે આ સોનગઢથી નવો ધર્મ કાઢયો. પણ આ કયાં સોનગઢનું છે? આ શુદ્ધચિદ્ઘનમહોનિધિ અનાદિ છે ને? ધર્મી જીવ એમ જાણે છે કે-હું શુદ્ધ ચિદ્ઘન અર્થાત્ શુદ્ધ જ્ઞાનસમૂહનું નિધાન, શુદ્ધઆનંદઘનનું નિધાન, શુદ્ધ વીર્યઘનનું નિધાન, શુદ્ધ ર્ક્તાશક્તિનું નિધાન, શુદ્ધ કર્મશક્તિનું પૂર્ણ નિધાન-ભંડાર છું.
કર્મના ચાર પ્રકાર છે. (૧) કોઈ પણ જડની અવસ્થા થાય તે કર્મ છે. આ શરીરાદિની અવસ્થા છે તે તેના ર્ક્તાનું કર્મ છે. જડ પરમાણુ ર્ક્તા છે. તેનું એ કાર્ય છે એટલે કર્મ છે, પર્યાય છે. જે જડ દ્રવ્યકર્મ છે તે પણ જડ ર્ક્તાનું પરિણમન છે-કર્મ છે.
(૨) પુણ્ય-પાપનો વિકાર, મિથ્યાત્વનો ભાવ તે ભાવકર્મ-વિકારી કર્મ છે. રાગ- દ્વેષ-મોહના પરિણામ એ વિકારી કર્મ છે.
(૩) નિર્મળ પરિણતિ તે પણ કર્મ છે. આત્માના આનંદના વેદનની ક્રિયા- શુદ્ધતાનો અનુભવ તે પણ નિર્મળ પરિણમનરૂપ કર્મ છે.
(૪) ત્રિકાળ રહેનાર શક્તિ-સામર્થ્ય અંદર પડયું છે તે પણ કર્મ છે. કાર્ય થવાનું સામર્થ્ય છે તે કર્મશક્તિ છે. કાર્ય થવાનું સામર્થ્ય પોતાનામાં હોવાથી તેના કાર્ય માટે નિમિત્ત કે પરની અપેક્ષા નથી. કાર્યરૂપ થવાની કર્મશક્તિ વસ્તુમાં ત્રણેકાળ પડી છે.
PDF/HTML Page 478 of 4199
single page version
આવો ચિદ્ઘનપરિપૂર્ણ શક્તિઓથી ભરેલો ભંડાર-તે હું છું એમ જેના અનુભવમાં આવે છે તે અનુભવ એક નિર્વિકારી કર્મ-કાર્ય છે, અને તેને મોક્ષમાર્ગ કહે છે.
કર્મ અર્થાત્ કાર્ય-પર્યાય. આત્મામાં કર્મ નામનો ત્રિકાળ ગુણ છે. તેથી કાર્ય- પર્યાય તે કર્મ ગુણમાંથી આવે છે. એ કર્મ ગુણનું રૂપ બીજા અનંત ગુણોમાં છે. એક ગુણમાં બીજો ગુણ નથી, પણ એક ગુણમાં બીજા ગુણનું રૂપ છે. ર્ક્તા ગુણનું રૂપ, કર્મ ગુણનું રૂપ વગેરેનું રૂપ બીજા અનંત ગુણમાં છે. એક ગુણમાં કે એક ગુણના આશ્રયે બીજો ગુણ છે એમ નહિ. ગુણો તો સર્વ દ્રવ્યના આશ્રયે છે. પણ એક ગુણમાં બીજા ગુણના રૂપનું સામર્થ્ય છે. કર્તા ગુણ છે તે જ્ઞાનગુણથી ભિન્ન છે. પણ જ્ઞાનગુણમાં કર્તા ગુણનું રૂપ છે. તેવી રીતે કર્મગુણનું પણ રૂપ છે. આવો શુદ્ધ ચૈતન્યઘનનો નિધિ હું છું એમ જ્ઞાની અનુભવે છે. અહાહા! તેના સ્વભાવના સામર્થ્યની શું શક્તિ છે! રાગરૂપે થવું એ કોઈ શક્તિ કે ગુણ નથી. વસ્તુ તો શુદ્ધ ચિદ્ઘન એટલે શુદ્ધ આનંદઘન, શુદ્ધ જ્ઞાનઘન, શુદ્ધ વીર્યઘન-એમ અનંતા ગુણનું ઘન-સમૂહ છે. ભાઈ! તેને પ્રાપ્ત કરવા કેટલો પુરુષાર્થ જોઈએ?
વીર્યનો વેગ જ્યાં અંતરમાં વળે છે ત્યાં જ્ઞાની એમ અનુભવે છે કે હું તો પૂર્ણસ્વરૂપ નિધિ છું. હું શરીર નથી, રાગ નથી, પુણ્ય-પાપ નથી અને અલ્પજ્ઞ પણ નથી, તેમ જ એકગુણરૂપ પણ નથી; હું તો અનંતા ગુણનું એક નિધાન-ખાણ છું.
આવી જ રીતે ગાથામાં જે ‘મોહ’ પદ છે તેને બદલીને રાગ લેવો. રાગના ભાવકપણે હું નથી. કર્મ ભાવક છે અને તેનું ભાવ્ય રાગ છે. તે હું નથી. હું તો જ્ઞાયક છું. તેથી તે મારા જ્ઞાનમાં જણાવા યોગ્ય છે. પરંતુ તે રાગ મારા જ્ઞાનની પર્યાયમાં (તદ્રૂપ) આવી જાય એવું મારું સ્વરૂપ નથી. એવી જ રીતે દ્વેષ પણ જે કર્મ ભાવક છે તેનું ભાવ્ય છે. પણ તે જ્ઞાયકનું ભાવ્ય નથી. જ્ઞાયકનું ભાવ્ય તો દ્વેષને લક્ષમાં લીધા વિના જાણવું તે છે. તે જ પ્રમાણે ક્રોધ એ કર્મ-ભાવકનો ભાવ છે પણ જ્ઞાયકનો ભાવ નથી. હા, જ્ઞાયકનું ભાવ્ય જે જ્ઞાન તે જ્ઞાનમાં ક્રોધ જણાય છે ખરો, પણ તે ક્રોધ તે હું નહિ. જ્ઞાનમાં ક્રોધ જણાય છે એમ કહેવું તે વ્યવહાર છે. ખરેખર તો જ્ઞાનની પર્યાયનું સ્વપરપ્રકાશકરૂપ વ્યક્ત થાય છે, અને તે હું છું પણ ક્રોધ હું નથી. આ તો પ્રવીણ એટલે વિચક્ષણ પુરુષના અનુભવની વાત છે.
અહાહા! ભગવાનના મુખેથી છૂટતી દિવ્યધ્વનિ કેવી હશે! આખા લોકના સ્વામી ઇન્દ્રો અને ગણધરો સભામાં સાંભળતા હોય અને ભગવાનના શ્રીમુખેથી અમૃતનો ધોધ વહેતો હોય એ વાણીમાં કેટકેટલું સ્પષ્ટીકરણ આવે? આચાર્ય ભગવંતો જો આટલી ચમત્કારિક વાતો કરે છે તો ભગવાનની દિવ્યધ્વનિની શી વાત! અહાહા! પંચમ આરાના છદ્મસ્થ મુનિઓ એમ કહે છે કે-અમે તો પૂર્ણ નિધિ છીએ. એમાંથી અનંત આનંદ
PDF/HTML Page 479 of 4199
single page version
અને અનંત જ્ઞાન (પ્રતિસમય) વહ્યા કરે તોપણ કદીય ખૂટે નહિ એવી (અવ્યય) શાશ્વત નિધિ છીએ. અરે! આવડો અને આવો આત્મા છે એમ એને પ્રતીતિમાં આવતું નથી. કારણ કે હું પૈસાવાળો, બંગલાવાળો, કુટુંબવાળો, રાગવાળો, પુણ્યવાળો છું એમ આત્માને પામર તરીકે માન્યો છે. પરંતુ હું તો જગતમાં એક અનંત અનંત ગુણોના સામર્થ્યથી ભરેલું મહાનિધાન આત્મા છું એમ ધર્મીને પરિણતિ પોકાર કરે છે. વસ્તુ તો વસ્તુ જ છે. પણ એને જાણે કોણ? જ્ઞાનીની પરિણતિ જાણે છે કે હું આવો મહાનિધિ છું.
‘મોહ’ પદ બદલીને માન, માયા, લોભ લેવાં. તે બધાં ભાવક કર્મનાં ભાવ્ય છે. એ બધાં જ્ઞાયકનાં સ્વરૂપ નથી. એ મારાં-જ્ઞાયકનાં નથી. શરીર, વાણી, મન અને પાંચ ઇન્દ્રિયો મારાં નથી. આમ સોળ પદ જુદાં જુદાં વ્યાખ્યાનરૂપ કરવાં, અને બીજાં પણ વિચારવાં. અસંખ્ય પ્રકારના શુભાશુભ ભાવ છે તે બધાય લેવા. એ બધાય જે વિભાવભાવ છે તે હું નથી, કેમકે એ બધા ભાવક-કર્મના ભાવ છે, જ્ઞાયકના ભાવ નથી અને હું તો એક જ્ઞાયકમાત્ર જ છું.
PDF/HTML Page 480 of 4199
single page version
अथ ज्ञेयभावविवेकप्रकारमाह–
णत्थि मम धम्मआदी बुज्झदि उवओग एव अहमेक्को। तं धम्मणिम्ममत्तं समयस्स वियाणया बेंति।। ३७ ।।
तं धर्मनिर्ममत्वं समयस्य विज्ञायका ब्रुवन्ति।। ३७ ।।
હવે જ્ઞેયભાવના ભેદજ્ઞાનનો પ્રકાર કહે છેઃ-
–એ જ્ઞાનને, જ્ઞાયક સમયના ધર્મનિર્મમતા કહે. ૩૭.
*ગાથાર્થઃ– [बुध्यते] એમ જાણે કે [धर्मादिः] ‘આ ધર્મ આદિ દ્રવ્યો [मम नास्ति] મારાં કાંઈ પણ લાગતાંવળગતાં નથી, [एकः उपयोगः एव] એક ઉપયોગ છે તે જ [अहम्] હું છું’- [तं] એવું જે જાણવું તેને [समयस्य विज्ञायकाः] સિદ્ધાંતના અથવા સ્વપરના સ્વરૂપરૂપ સમયના જાણનારા [धर्मनिर्ममत्वं] ધર્મદ્રવ્ય પ્રત્યે નિર્મમત્વ [ब्रुवन्ति] કહે છે.
ટીકાઃ– પોતાના નિજરસથી જે પ્રગટ થયેલ છે, નિવારણ ન કરી શકાય એવો જેનો ફેલાવ છે તથા સમસ્ત પદાર્થોને ગ્રસવાનો (ગળી જવાનો) જેનો સ્વભાવ છે એવી પ્રચંડ ચિન્માત્રશકિત વડે ગ્રાસીભૂત કરવામાં આવ્યાં હોવાથી, જાણે અત્યંત અંતર્મગ્ન થઇ રહ્યાં હોય-જ્ઞાનમાં તદ્રાકાર થઇ ડૂબી રહ્યાં હોય એવી રીતે આત્મામાં પ્રકાશમાન છે એવાં આ ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદ્ગલ, અન્ય જીવ-એ સર્વ પરદ્રવ્યો મારાં સંબંધી નથી; કારણ કે ટંકોત્કીર્ણ એક જ્ઞાયકસ્વભાવપણાથી પરમાર્થે અંતરંગતત્ત્વ તો હું છું અને તે પરદ્રવ્યો મારા સ્વભાવથી ભિન્ન સ્વભાવવાળાં હોવાથી પરમાર્થે બાહ્યતત્ત્વપણાને છોડવા અસમર્થ છે (કેમ કે પોતાના સ્વભાવનો અભાવ કરી જ્ઞાનમાં પેસતાં નથી.) વળી અહીં સ્વયમેવ, (ચૈતન્યમાં) નિત્ય ઉપયુક્ત એવો અને પરમાર્થે એક, અનાકુળ આત્માને ____________________________________________________________ * આ ગાથાનો અર્થ આમ પણ થાય છેઃ-‘ધર્મ આદિ દ્રવ્યો મારાં નથી. હું એક છું’