PDF/HTML Page 481 of 4199
single page version
स्वयमयमुपयोगो बिभ्रदात्मानमेकम्।
प्रकटितपरमार्थैर्दर्शनज्ञानवृत्तैः
कृतपरिणतिरात्माराम एव प्रवृत्तः।। ३१ ।।
____________________________________________________________ અનુભવતો એવો ભગવાન આત્મા જ જાણે છે કે-હું પ્રગટ નિશ્ચયથી એક જ છું માટે, જ્ઞેયજ્ઞાયકભાવમાત્રથી ઊપજેલું પરદ્રવ્યો સાથે પરસ્પર મળવું (મિલન) હોવા છતાં પણ, પ્રગટ સ્વાદમાં આવતા સ્વભાવના ભેદને લીધે ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદ્ગલ અને અન્ય જીવો પ્રત્યે હું નિર્મમ છું; કારણ કે સદાય પોતાના એકપણામાં પ્રાપ્ત હોવાથી સમય (આત્મપદાર્થ અથવા દરેક પદાર્થ) એવો ને એવો જ સ્થિત રહે છે; (પોતાના સ્વભાવને કોઈ છોડતું નથી). આ પ્રકારે જ્ઞેયભાવોથી ભેદજ્ઞાન થયું.
અહીં આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
શ્લોકાર્થઃ– [इति] આમ પૂર્વોક્ત પ્રકારે ભાવકભાવ અને જ્ઞેયભાવોથી ભેદજ્ઞાન થતાં [सर्वैः अन्यभावैः सह विवेके सति] સર્વ અન્યભાવોથી જ્યારે ભિન્નતા થઈ ત્યારે [अयं उपयोगः] આ ઉપયોગ છે તે [स्वयं] પોતે જ [एकं आत्मानम्] પોતાના એક આત્માને જ [बिभ्रत्] ધારતો, [प्रकटितपरमार्थेः दर्शनज्ञानवृत्तैः कृतपरिणतिः] જેમનો પરમાર્થ પ્રગટ થયો છે એવાં દર્શનજ્ઞાનચારિત્રથી જેણે પરિણતિ કરી છે એવો, [आत्म–आरामे एव प्रवृत्तः] પોતાના આત્મારૂપી બાગ (ક્રીડાવન) માં જ પ્રવૃત્તિ કરે છે, અન્ય જગ્યાએ જતો નથી.
ભાવાર્થઃ– સર્વ પરદ્રવ્યોથી તથા તેમનાથી ઉત્પન્ન થયેલા ભાવોથી જ્યારે ભેદ જાણ્યો ત્યારે ઉપયોગને રમવાને માટે પોતાનો આત્મા જ રહ્યો, અન્ય ઠેકાણું ન રહ્યું. આ રીતે દર્શનજ્ઞાનચારિત્ર સાથે એકરૂપ થયેલો તે આત્મામાં જ રમણ કરે છે એમ જાણવું. ૩૧.
હવે જ્ઞેયભાવના ભેદજ્ઞાનનો પ્રકાર કહે છે. આ આત્મા સિવાય સર્વજ્ઞ પરમેશ્વર, સિદ્ધ અને નિગોદથી માંડી બીજા બધાય અનંત આત્માઓ અને છયે દ્રવ્યો જે જ્ઞેય છે તે જ્ઞેયોથી ભેદજ્ઞાનની હવે વ્યાખ્યા કરે છે.
જ્ઞાયક એવો જીવનો પોતાનો સ્વભાવ છે. તેથી તે જ્ઞેયોને જાણે છે. જે જાણવાનું થાય છે એ કાંઈ જ્ઞેયની પરિણતિ નથી, પરંતુ જ્ઞાનની પરિણતિ છે. છતાં એ જ્ઞાનની પરિણતિ પોતાની છે એમ ન માનતાં જ્ઞેયને પોતાના માને છે એ મિથ્યાદર્શન છે. દેવ,
PDF/HTML Page 482 of 4199
single page version
ગુરુ, શાસ્ત્ર અને ધર્માદિ છ દ્રવ્યો એ બધા પરજ્ઞેયો છે અને એ જ્ઞેયોથી મને લાભ છે એવી માન્યતા મિથ્યાદર્શન છે. એ મિથ્યાદર્શનને મટાડનાર જ્ઞેયભાવથી ભેદજ્ઞાનની વાત હવે ગાથામાં કહે છેઃ-
પોતાના નિજરસથી જે પ્રગટ થયો છે-કોણ? કે જ્ઞાનની પરિણતિ. જ્ઞાનના પ્રકાશની પરિણતિ-દશા પોતાના નિજરસથી પ્રગટ થયેલ છે. જ્ઞાનની પરિણતિ જ્ઞેયોને જાણે છે તેથી જ્ઞેયોને કારણે થઈ છે એમ નથી. એ તો જ્ઞાનના સ્વરસથી જ પ્રગટ થયેલી છે, પોતાના પ્રકાશથી જ પરિણમેલી છે. વળી તેનો નિવારણ ન કરી શકાય તેવો ફેલાવ છે. ચૈતન્યની પરિણતિ એવી પ્રકાશમય છે કે એનો ફેલાવ નિવારી શકાય એમ નથી. તથા તેનો સમસ્ત પદાર્થોને ગ્રસવાનો સ્વભાવ છે. એટલે કે બધાય જ્ઞેયોને-ચાહે તે શરીર હો, ભગવાન હો, મૂર્તિ હો, દેવ હો, ગુરુ હો કે શાસ્ત્ર હો-એ બધાય જ્ઞેયોને પોતાના સ્વભાવથી, જ્ઞેયોના કારણે નહિ, જાણવાનો તેનો સ્વભાવ છે. ગ્રસવાનો એટલે ગળી જવાનો, જ્ઞાનમાં જાણી લેવાનો. જ્ઞાનનો સ્વભાવ સમસ્ત પદાર્થોને ગ્રસવાનો છે છતાં તે જ્ઞાનનું પરિણમન જ્ઞેયને લઈને થતું નથી. જેમ અરીસામાં જે પરચીજનું પ્રતિબિંબ જણાય છે તે પરચીજ નથી, તેમ જ અરીસામાં એ પરચીજ આવી નથી. વળી અરીસામાં પરિણતિ થઈ છે (પ્રતિબિંબ પડયું છે) તે પરચીજને કારણે નથી. પરંતુ અરીસાની સ્વચ્છતાને લઈને પરચીજનો એમાં ભાસ થયો છે. પરચીજ જાણે અરીસામાં આવી હોય તેમ જણાય છે છતાં તે અરીસાની સ્વચ્છતાની દશા છે, તે કાંઈ પરચીજ નથી. તથા સામે પરચીજ છે તેને લઈને અરીસાની સ્વચ્છતાની પરિણતિ થઈ છે એમ પણ નથી. તેમ આ જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્માનો પોતાની દશામાં પરચીજને જાણવાનો-ગ્રહવાનો-ગ્રસવાનો-કોળિયો કરી જવાનો સ્વભાવ છે. સમસ્ત પદાર્થોને ગ્રસવાનો-જાણવાનો તેનો સ્વભાવ છે. ચાહે તો સર્વજ્ઞ પરમેશ્વર હો, સમોસરણ હો કે મંદિર હો-એ બધાયને પોતાના ચૈતન્યના પ્રકાશના સામર્થ્યથી તેનો જાણવાનો સ્વભાવ છે.
આવી પ્રચંડ ચિન્માત્રશક્તિ વડે ગ્રાસીભૂત કરવામાં આવ્યા હોવાથી, જાણે અત્યંત અંતર્મગ્ન થઈ રહ્યા હોય એવી રીતે પદાર્થો આત્મામાં પ્રકાશમાન છે. એટલે કે પ્રચંડ જ્ઞાનના સામર્થ્ય વડે જ્ઞાનમાં બધા પદાર્થો જાણવામાં આવ્યા હોવાથી, જાણે જ્ઞાનમાં બધા જ્ઞેયો પેસી ગયા હોય અર્થાત્ જ્ઞાનમાં તદ્રાકાર થઈ ડૂબી રહ્યા હોય એવી રીતે તેઓ આત્મામાં પ્રકાશમાન છે.
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય પદાર્થ છે, જગતની ચીજ છે. તે કેવળી ભગવાને જોયેલા છે. સર્વજ્ઞ પરમેશ્વર સિવાય તે પદાર્થો કોઈએ જોયા નથી. ધર્માસ્તિકાય તેમ જ
PDF/HTML Page 483 of 4199
single page version
અધર્માસ્તિકાય લોકપ્રમાણ છે. ગતિ કરનાર (જીવ-પુદ્ગલો) પોતાથી ગતિ કરે છે ત્યારે ધર્માસ્તિકાય તેમાં નિમિત્ત થાય છે. અને તે તે પદાર્થ ગતિ કરીને પોતાથી સ્થિર થાય છે ત્યારે અધર્માસ્તિકાય સ્થિર થવામાં નિમિત્ત છે. પદાર્થો પોતાના કારણે ગતિ કરે છે અને પોતાના કારણે સ્થિતિ કરે છે ત્યારે બીજી ચીજને નિમિત્ત કહે છે. ધર્માસ્તિકાય ગતિ કરાવે છે કે અધર્માસ્તિકાય સ્થિતિ કરાવે છે એમ નથી. તેવી રીતે આકાશ લોક- અલોકમાં વ્યાપક પદાર્થ છે. અને કાળદ્રવ્ય જે અસંખ્ય છે તે લોકમાં રહેલા છે. કાળદ્રવ્ય પણ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત સત્ પદાર્થ છે. પુદ્ગલદ્રવ્ય અનંત છે. કર્મ, શરીર, વાણી ઇત્યાદિ બધા પુદ્ગલો પરજ્ઞેય તરીકે જગતમાં અસ્તિ ધરાવે છે. તેમ જ અન્ય જીવો- નિગોદના, સિદ્ધના જીવો, દેવ, ગુરુ, સ્ત્રી, કુટુંબ ઇત્યાદિ જીવો તે બધા અન્ય જીવ છે. જ્ઞાની કહે છે કે આ સર્વ પરદ્રવ્યો મારા સંબંધી નથી. આ બધાંય છયે દ્રવ્યો જ્ઞાનનું જ્ઞેય છે. એટલે કે જ્ઞાન તેમને જાણી લે છે. જ્ઞાન તેમને જાણી લે છે એમ કહેવું એ પણ વ્યવહાર છે. ખરેખર તો તે સંબંધી જે પોતાની જ્ઞાનદશા છે તે-રૂપે પરિણમતો તે પોતાને જ જાણે છે. જ્ઞાનમાં જ્ઞેયને જાણવાનો સ્વભાવ છે. પરંતુ એ જ્ઞેય છે માટે તેને જાણવાનો સ્વભાવ છે એમ નથી. ચૈતન્ય પોતે જ તે કાળે, ચૈતન્યની શક્તિના વિકાસના સામર્થ્યથી જે અનંત જ્ઞેયો છે તેમને જાણી-જાણવાના ભાવે પરિણમી તેમને ગળી જાય છે. પરજ્ઞેય તરીકે જગતમાં જે અનંત પદાર્થો છે તેમને જ્ઞાન પોતાના જાણવાના સામર્થ્યથી જાણે છે. આત્મા પોતાના જ્ઞાનમાં રહીને, જ્ઞેયના આશ્રય-અવલંબન લીધા વિના, પોતાનો જે સ્વપરને પ્રકાશવાનો સ્વભાવ છે તેના સામર્થ્યથી તે જ્ઞેયોને પ્રકાશે છે.
જે પરજ્ઞેયો છે તે જીવના નથી. દીકરો જીવનો નથી કે પૈસા જીવના નથી. જીવને ગુરુય નથી કે શિષ્ય પણ નથી. એ તો બધા પરજ્ઞેયો છે. જીવને તો જે જ્ઞેયો છે તેમને સ્વભાવના સામર્થ્યથી જાણે તેવો સ્વભાવ છે તે પોતાનો છે. તેથી ધર્મી જીવ એમ જાણે છે કે તે સઘળાં પરદ્રવ્યો મારાં સંબંધી નથી. વીતરાગ અરિહંતદેવ અને નિર્ગ્રંથ ગુરુ એ મારા સંબંધી નથી. એ તો પર પદાર્થો છે.
પ્રશ્નઃ– દેવ-ગુરુને તો આત્માના રાખો. દેવ-ગુરુ તો શુદ્ધ છે ને? તે શુદ્ધ છે તેથી પોતાના માનીએ તો?
ઉત્તરઃ– અરિહંતદેવ અને અનંત સિદ્ધો પોતપોતામાં પરમ શુદ્ધ પવિત્ર પરમાત્મપદે બિરાજમાન હોવા છતાં આ જીવને પોતાના માટે તેઓ પર છે. તથા આ અરિહંત છે, આ સિદ્ધ છે, એમ માનવા એ વિકલ્પ છે. (અને એમને પોતાના માનવા એ મિથ્યાત્વ છે.) આત્માનો તો પોતાનામાં રહીને પોતાના સામર્થ્યથી તે જ્ઞેયોને ગળી જવાનો સ્વભાવ છે. તેનો તો જ્ઞાનના પરિણમનમાં રમણતા કરવાનો સ્વભાવ છે. તેથી એ સઘળાં પરદ્રવ્યો દેવ, ગુરુ, શરીર અને કર્મ એ મારાં સંબંધી નથી. જે આઠ કર્મ છે તે મારાં સંબંધી નથી. એ તો જડ પુદ્ગલ છે અને હું તો ચૈતન્ય-જ્ઞાનપ્રકાશની મૂર્તિ છું.
PDF/HTML Page 484 of 4199
single page version
પ્રશ્નઃ– કર્મ તો જીવને હોય છે ને?
ઉત્તરઃ– ભાઈ! કર્મ તો જીવનાં ન હોય કેમકે એ તો જડ પુદ્ગલમય છે. જીવને તો જ્ઞાન પોતાનું હોય છે. (જીવને કર્મ છે એ તો સંયોગ બતાવનારું વ્યવહારનું કથન છે.) ભગવાન! એકવાર તારા ચૈતન્યનું સામર્થ્ય કેટલું છે એ જો તો ખરો. તારા જ્ઞાનનો સ્વભાવ તો પરને, પરના આશ્રય વિના જાણે તેવો છે. પરની હયાતી છે માટે પરને જાણે છે એમ નથી. (પરથી નિરપેક્ષ સહજ તારો જાણવાનો સ્વભાવ છે.)
આ ધર્મની વાત ચાલે છે. પર પદાર્થોનું જ્ઞાન કરવાનો મારો સહજ સ્વભાવ છે એમ જાણવું એનું નામ ધર્મ છે. ધર્મ એટલે શું? કે પરપદાર્થ અને મારે કાંઈપણ સંબંધ નથી. પરંતુ પરપદાર્થ સંબંધી જ્ઞાન કરવાનું મારામાં સ્વપરપ્રકાશક સામર્થ્ય છે. એ સ્વપરપ્રકાશક સામર્થ્યમાં સ્વનું પરિણમન કરવું એ ધર્મ છે. સર્વ પરદ્રવ્યો મારા સંબંધી નથી તેથી જ્ઞેયજ્ઞાયક સંબંધ કહેવો એ પણ વ્યવહાર છે. ભગવાન! આ લોકાલોકની હયાતી છે માટે કેવળજ્ઞાનીની પરિણતિ કેવળજ્ઞાનરૂપ થાય છે એમ નથી. પરંતુ જ્ઞાનનું પરિણમન પોતાના સ્વભાવના સામર્થ્યથી જ કેવળજ્ઞાનરૂપ થાય છે. જ્ઞાનના સ્વભાવનું સામર્થ્ય જ એટલું છે કે તે સ્વને જાણે અને પરને જાણે. પરની હયાતી હોવા છતાં જ્ઞાન, પરની હયાતીને કારણે નહિ, પણ પોતાની જ્ઞાનની સત્તાના સામર્થ્યને લઈને તે સ્વપરને જાણે છે.
પ્રશ્નઃ– તો શું ભગવાનથી પણ કાંઈ લાભ ન થાય? ભગવાનની વાણીથી પણ લાભ ન થાય?
ઉત્તરઃ– ના, કેમકે ભગવાન અને ભગવાનની વાણી પરજ્ઞેય છે, પર પદાર્થ છે- આત્માનો સ્વભાવ તો પર પદાર્થને પરપદાર્થની હયાતીમાં જાણવાનો છે. છતાં જ્ઞાન, પરની હયાતીના કારણે નહિ, પણ પોતાના સ્વપરપ્રકાશક જ્ઞાનના સામર્થ્યની પરિણતિને કારણે જાણે છે. આ સમયસારજીની ગાથા ૩૨૦ માં ત્યાંસુધી આવે છે કે-ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ છે તે બંધને જાણે, મોક્ષને જાણે, ઉદ્રયને જાણે અને નિર્જરાને જાણે; માત્ર જાણે. લ્યો, હવે શું બાકી રહ્યું? પોતે જ્ઞાનસ્વભાવી પ્રભુ છે ને? ઉદ્રય પર તરીકે જ્ઞેય, બંધ પર તરીકે જ્ઞેય, નિર્જરા પર તરીકે જ્ઞેય અને કર્મનું છૂટવું તે પણ પર તરીકે જ્ઞેય છે. માટે આત્મા ઉદ્રય, બંધ, નિર્જરા અને મોક્ષને જાણે જ છે, કરતો નથી. જેમ દ્રષ્ટિ માત્ર પરને જાણવાનું કામ કરે પણ પરને ટકાવવાનું, બદલાવવાનું પરિણમન કરાવવાનું કે પરિણમન ફેરવવાનું કામ ન કરે. તેમ ભગવાન આત્મા લોકની આંખ છે. એ ચૈતન્યની દ્રષ્ટિનું પરિણમન તો જ્ઞાનરૂપે છે. પોતાના સામર્થ્યથી પોતામાં રહીને, પરને સ્પર્શ કર્યા વિના બધાં દ્રવ્યોને જ્ઞેય તરીકે જાણવાનો તેનો સ્વભાવ છે. તો હવે આમાં પરની દયા હું પાળી શકું એ કયાં રહ્યું? અહાહા! તત્ત્વ કેટલું સ્પષ્ટ છે! આવું બીજે કયાંય નથી. આ તો સનાતન માર્ગ છે.
PDF/HTML Page 485 of 4199
single page version
અનાદિથી આત્માનો સ્વભાવ સ્વપરપ્રકાશકના સામર્થ્યવાળો છે. તેથી સ્વતત્ત્વ પરને પ્રકાશે છે તે પરની હયાતીના કારણે પ્રકાશે છે એમ નથી. ખરેખર તો પર સંબંધી પોતાનું જે જ્ઞાન છે તેને તે પ્રકાશે છે. આવી વાત છે ત્યાં મારા પૈસા, મારો દેહ, મારી પત્ની, મારાં સંતાન ઇત્યાદિ કયાં રહ્યું? કોનાં છોરું અને કોનાં વાછરું? કોનાં મા અને બાપ? ભગવાન! કોના દેશ અને પરદેશ? બાપુ! તારો દેશ તો પ્રભુ અસંખ્ય પ્રદેશી અંદર છે, તેમાં અનંત ગુણની પ્રજા વસે છે. અને સ્વરૂપમાં રહીને એકલું જાણવું એ જ તારો સ્વભાવ છે. અહીં મુખ્યપણે જ્ઞેયજ્ઞાયકની વાત કરવી છે, કેમકે બીજા ગુણો કરતાં તે જ્ઞાનસ્વભાવ અસાધારણ શક્તિ ધરાવે છે. જ્ઞાન સિવાય બીજી શક્તિઓ તો નિર્વિકલ્પ પણે સત્તા ધરાવે છે. જ્ઞાનશિક્ત સવિકલ્પ છે. અર્થાત્ સ્વ અને પરને જાણવાના સામર્થ્યવાળી તે એક જ શક્તિ છે. આવી જ્ઞાનસ્વભાવી વસ્તુમાં પરને મારી શકું કે પરની દયા પાળી શકું કે પર પાસેથી કાંઈ લઈ શકું-એવું કયાં છે? અરે! શાસ્ત્રને જાણતાં, શાસ્ત્રમાંથી જાણવાની પર્યાય આવે છે એમ નથી, કેમકે શાસ્ત્ર તો પર છે, પુદ્ગલમય છે જયારે જ્ઞાનપર્યાય તો જ્ઞાયક ભગવાન જે સ્વપરને પ્રકાશવાના સામર્થ્યરૂપ તત્ત્વ છે તેનાથી થાય છે. અહાહા? તેથી ધર્મી એમ માને છે કે-મારે પરદ્રવ્યો સાથે કાંઈ સંબંધ નથી. તેઓ મારા કાંઈ સંબંધી નથી. દેવ મારા સંબંધી નથી, ગુરુ મારા સંબંધી નથી અને મંદિર પણ મારું નથી. હું તો એક ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા છું, પરમાં ગયા વિના અને પર વસ્તુ મારામાં આવ્યા વિના તેને જાણવાના સ્વભાવવાળો છું.
સર્વ પરદ્રવ્યો મારાં સંબંધી નથી કારણ કે ટંકોત્કીર્ણ એક જ્ઞાયકસ્વભાવપણાથી પરમાર્થે અંતરંગ તત્ત્વ તો હું છું. હું તો જ્ઞાયકસ્વભાવના-સ્વરસના સત્નું સત્ત્વ છું. હું આત્મા સત્ અને જ્ઞાયકપણું એ મારું સત્ત્વ છે. તેથી જ્ઞાયકસ્વભાવપણાથી હું અંતરંગ તત્ત્વ છું અને તે પરદ્રવ્યો, મારા સ્વભાવથી ભિન્ન સ્વભાવવાળાં હોવાથી પરમાર્થે બાહ્યતત્ત્વપણાને છોડવા અસમર્થ છે. અહાહા! સિદ્ધ ભગવાન અને સર્વજ્ઞ પરમેશ્વર અરિહંત પરમેષ્ઠી પણ મારા સ્વભાવથી ભિન્ન સ્વભાવવાળા છે. તેથી તેઓ પરમાર્થે બાહ્યતત્ત્વપણાને છોડવા અસમર્થ છે. બાહ્ય પદાર્થો મારા સ્વભાવથી ભિન્ન છે અને પોતાના સ્વભાવને છોડવા અસમર્થ છે. અર્થાત્ તેઓ પોતાના સ્વભાવમાં જ ટકી રહેતા હોવાથી પોતાના સ્વભાવનો અભાવ કરી જ્ઞાનમાં પેસતાં નથી. બાહ્ય અનંત તત્ત્વો - પરજ્ઞેયો પોતાની હયાતી-પોતાના સ્વભાવનું સત્ત્વ છોડવા અસમર્થ છે અને હું મારું અંતરંગતત્ત્વ જે જ્ઞાયકપણું છે તે છોડવા અસમર્થ છું. જ્ઞાન સ્વ અને પરને પોતાની અસ્તિમાં રહીને જાણતું હોવાથી જ્ઞેય જ્ઞાનમાં પેસતું નથી તથા જ્ઞાન જ્ઞેયમાં જતું નથી. આમ બે વિભાગ તદ્ન જુદા છે-(૧) અંતરંગતત્ત્વ જ્ઞાયક પોતે અને (૨) બાહ્યતત્ત્વ સર્વ પરજ્ઞેયો. જુઓ, આ જ્ઞેયભાવના ભેદજ્ઞાનનો પ્રકાર કહે છે.
જ્ઞેયભાવથી તારું તત્ત્વ જુદું છે એમ તું અનુભવ. તારી દ્રષ્ટિને ત્રિકાળીતત્ત્વ જ્ઞાયક
PDF/HTML Page 486 of 4199
single page version
ઉપર જોડી દે કે જે તું જ છે. જે તું નથી એ પરજ્ઞેયોથી દ્રષ્ટિ હઠાવી લે-એમ અહીં કહે છે. હવે કહે છે-વળી હું સ્વયમેવ નિત્ય ઉપયુક્ત એવો અને પરમાર્થે એક, અનાકુળ આત્માને અનુભવતો એવો ભગવાન આત્મા છું. નિત્ય ઉપયુક્ત એટલે નિત્ય જાણવા- દેખવાના ઉપયોગવાળો, નિત્ય જ્ઞાનના ઉપયોગના વેપારવાળો છું. પરમાર્થે એક છું એટલે જ્ઞાનમાં એકરૂપ છું, જેમાં ભેદ નથી એવો એક અનાકુળ શાંતરસનો કંદ પ્રભુ અતીન્દ્રિય આનંદનું ઢીમ હું છું. મારા આનંદ માટે નિમિત્તની અપેક્ષા મને નથી, કેમ કે નિમિત્તમાં મારો આનંદ નથી. તેવી જ રીતે મારા જ્ઞાનપ્રકાશને માટે નિમિત્તની જરૂર નથી, કેમ કે મારો જ્ઞાનપ્રકાશ એમાં નથી. ભગવાન સમોસરણમાં સાક્ષાત્ બિરાજતા હોય અને તેમની વાણી છૂટે એનું જ્ઞાન મને થાય તે મારા વડે મારાથી થાય છે અને તેનાથી હું અનાકુળ આનંદને વેદું છું. પરંતુ એ પરને લઈને મને જ્ઞાન થાય અને પરના કારણે મને આનંદ થાય એમ નથી; કારણ કે મારું જ્ઞાન અને મારો આનંદ ત્યાં પરમાં છે જ નહિ.
ભાઈ! ચૈતન્યની સ્વપરપ્રકાશક જ્ઞાનની સત્તાના સામર્થ્યને જેણે જાણ્યું નથી, જેણે અનુભવમાં તેની સત્તાનો સ્વીકાર કર્યો નથી તેને ધર્મ કયાંથી થાય? અહીં કહે છે કે પોતાથી જ નિત્યઉપયોગમય અને પરમાર્થે એક અનાકુળ એવા આત્માને પોતાની જ્ઞાન-પરિણતિમાં અનુભવતો, અનાકુળ આનંદને વેદતો ભગવાન આત્મા જ જાણે છે કે હું પ્રગટ નિશ્ચયથી એક જ છું. ખરેખર એક જ્ઞાયકભાવસ્વરૂપે અનાકુળ આનંદને વેદતો હું એક છું. નિશ્ચયથી એક હોવાથી પર્યાયના ભેદો પણ મારામાં નથી.
જિનેશ્વરદેવનો માર્ગ ભાઈ! બહુ સૂક્ષ્મ અને અપૂર્વ છે. સર્પને પકડવા મોટા સાણસા હોય પણ મોતીને પકડવા એ સાણસા શું કામ આવે? (ના). તેમ ભગવાન આત્માને પકડવામાં સ્થૂળ વિકલ્પ કામ ન આવે. એ તો નિર્વિકલ્પ જ્ઞાન અને આનંદથી પકડાય એમ છે. આવાં નિર્વિકલ્પ જ્ઞાન અને આનંદ જેને પ્રગટ છે તે સમ્યગ્દ્રષ્ટિ જ્ઞાની આત્માને એમ અનુભવે છે કે-હું તો એક છું. હું એક જ્ઞાયક ચૈતન્યસ્વરૂપ છું અને આ શરીર, વાણી, મન, દેવ, ગુરુ, શાસ્ત્ર એ બધાં પરજ્ઞેય છે. તે મારી ચીજ નથી કે મારામાં નથી. તે મારા કારણે નથી અને હું તેના કારણે નથી. હું જ્ઞાયક છું અને તે જ્ઞેય છે એવો માત્ર જ્ઞેયજ્ઞાયકભાવ છે.
તે જ્ઞેયજ્ઞાયકભાવમાત્રથી પરદ્રવ્યો સાથે પરસ્પર મળવું (મિલન) થયું હોવા છતાં પણ, પ્રગટ સ્વાદમાં આવતા સ્વભાવના ભેદને લીધે ભિન્નતા છે. શિખંડમાં જેમ મીઠો અને ખાટો સ્વાદ બે ભેગા હોવા છતાં પણ, મીઠો સ્વાદ ખાટાથી જુદો જણાય છે તેમ સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્માને ભગવાન આત્માનો સ્વાદ પરના સ્વાદથી જુદો જણાય છે. આવું જાણે અને શ્રદ્ધે ત્યારે આત્માને જાણ્યો-માન્યો-અનુભવ્યો એમ કહેવાય છે. આ સમ્યગ્દર્શન અને ધર્મની રીત છે. આ મૂળ વાતને મૂકીને મહાવ્રત લીધાં, બ્રહ્મચર્ય પાળ્યાં, કેશલોચ
PDF/HTML Page 487 of 4199
single page version
કર્યા ઇત્યાદિ બાહ્ય ક્રિયાકાંડમાં ધર્મ માની મૂર્છાઈ ગયો પણ એ તો બધાં થોથેથોથાં છે. એ તો શુભવિકલ્પ છે. પણ ભગવાન આત્મા નિર્વિકલ્પ છે. એમાં તે વિકલ્પ કયાં છે? હું શુભ વિકલ્પવાળો એમ વિચારવાને બદલે હું ચૈતન્યઘનસ્વરૂપ અનાદિ અનંત તત્ત્વ છું એમ વિચારને? જ્ઞાની તો કહે છે કે હું તો અનાદિ અનાકુળ આત્માને અનુભવતો ભગવાન છું.
અજ્ઞાનીને પણ જડનો સ્વાદ આવતો નથી. ફક્ત તેના ઉપર લક્ષ કરીને ‘આ ઠીક છે’ એમ રાગનો સ્વાદ તેને આવે છે. પરંતુ ધર્મી તો કહે છે કે રાગનો ભાવ પણ પર છે. તે મારા જ્ઞાનમાં પરજ્ઞેય તરીકે હયાતી રાખનાર તત્ત્વ છે-એમ જણાય છે. એ રાગ છે માટે એને જાણું છું એમ નથી. તથા રાગને, એનામાં પ્રવેશ કરીને જાણું છું એમ પણ નથી. ભાઈ! તને તારા સ્વભાવના સામર્થ્યની ખબર નથી, શ્રદ્ધા નથી. એક સમયમાં લોકાલોકને જાણે એવો તારો સ્વભાવ છે. ભલે શ્રુતજ્ઞાન હો. શ્રુતજ્ઞાન પરોક્ષ છે અને કેવળજ્ઞાન પ્રત્યક્ષ છે એટલો જ ફેર છે. શ્રુતજ્ઞાનમાં પણ પોતે પોતાને જાણતાં પોતાની હયાતીમાં, લોકાલોક જણાઈ જાય છે. ખરેખર તો લોકાલોક જણાય છે એમ કહેવું તે વ્યવહાર છે. અહાહા! વીતરાગનો માર્ગ બહુ ઝીણો છે, ભાઈ!
ભગવાન આત્મા જાણે છે કે હું તો પ્રગટ નિશ્ચયથી એક જ છું. પર અનેક જ્ઞેયોને જાણતાં હું અનેકરૂપ થતો નથી. અનેક પરજ્ઞેયોને જાણતાં છતાં હું અનેકમાં જતો નથી, અને તે અનેક જ્ઞેયો મારા જ્ઞાનમાં આવતા નથી. હું તો જ્ઞાયકમાત્ર અનાકુળ આનંદને અનુભવતો આત્મા છું. અહીં એકલું જાણવાનું લીધું નથી, કારણ કે જ્ઞાનમાં સાથે આનંદ પણ છે. જેમ આત્મામાં જ્ઞાન છે તેમ અતીન્દ્રિય આનંદ પણ છે. માટે જેવું આત્માનું સ્વપરપ્રકાશક સામર્થ્ય છે એવું જાણ્યું તો જ્ઞાનની સાથે આનંદ પણ આવે જ છે. આનંદ આવ્યા વિનાનું એકલું જ્ઞાન તે જ્ઞાન જ કહેવાતું નથી. સર્વજ્ઞ ત્રિલોકનાથની દિવ્યધ્વનિમાં આવેલી આ વાત છે. ભાઈ! તું આત્મા છે ને પ્રભુ! અને તું પ્રભુ છે, પામર નથી. પ્રભુને પામર માનવો તે મિથ્યાત્વ છે. અહાહા! અનંતા જ્ઞેયોને, જ્ઞેયમાં પ્રવેશ કર્યા વિના અને જ્ઞેય જ્ઞાનમાં આવ્યા વિના જાણવાની તાકાતવાળો તું આત્મા છે. આવી તારી પ્રભુતા છે, અને એ જ ઇશ્વરતા છે. ૩૬ મી ગાથામાં આવી ગયું કે-‘જેની નિરંતર શાશ્વતી પ્રતાપસંપદા છે’-તેમાં આત્માની પ્રભુતા બતાવી છે. જેમ જ્ઞાનસ્વભાવ છે તેમ પ્રભુતા પણ સ્વભાવ છે. જેણે પોતાના જ્ઞાન અને પ્રભુતા સ્વભાવનું ભાન કર્યું તેને પર્યાયમાં પ્રભુતા પ્રગટે છે. તેને પોતાની પર્યાય પોતાના સામર્થ્યથી, અખંડ પ્રતાપથી શોભિત સ્વતંત્ર શોભે એવી પ્રગટ થાય છે.
પણ અમારે કરવું શું? ભાઈ, આ કરવું કે-હું અંદર જ્ઞાનસ્વરૂપી ભગવાન અનંત અનંત ગુણનું ગોદ્રામ, અનંત સ્વભાવનો સાગર પ્રભુ અને અનંત શક્તિઓનું સંગ્રહાલય-ધામ છું-એમ જાણવું. પણ અજ્ઞાનીને તેની કયાં ખબર છે? તેને છોડીને તે પરમાં (શરીરાદિ
PDF/HTML Page 488 of 4199
single page version
સંયોગમાં) રાજી થઈ જાય છે. ભગવાન! તને આ શું થયું? તારું ભિખારીપણું (રાંકાઈ) તો જો. આ તારું ગાંડપણ છે, પાગલપણું છે. અહા! તું ત્રણલોકનો નાથ અને આટલા સુખમાં (સંયોગમાં) રાજી થઈ જાય!! ભગવાન! તું તો આનંદનો નાથ પ્રભુ છે. આ પરચીજ (સંયોગ) તારી નથી અને તું તેનો નથી, તે તારાથી નથી અને તું તેનાથી નથી. આ તારું જ્ઞાન પરચીજથી છે એમ નથી. પરચીજની હયાતી છે માટે જ્ઞાન જાણે છે એમ પણ નથી. તું તારી સત્તાથી સ્વપરને જાણે છે. સ્વપરને જાણવાના સામર્થ્યવાળો તું ભગવાન છે. તેને જાણ તો અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવશે.
અહીં ‘જ્ઞેયજ્ઞાયકભાવ માત્રથી’ એમ કહ્યું છે એટલે શું? કે હું જ્ઞાયક અને આ પર જ્ઞેય છે એ તો કહેવા માત્ર સંબંધ છે. આવા જ્ઞેયજ્ઞાયક સંબંધથી પરદ્રવ્યો સાથે જાણે મેળ હોય તેમ જણાય છે. પરંતુ પ્રગટ સ્વાદમાં આવતા સ્વભાવના ભેદને લીધે તેઓ મારાથી ભિન્ન છે. મારો-આત્માનો સ્વાદ અતીન્દ્રિય આનંદ છે, જ્યારે ધર્માસ્તિકાય આદિ પર જ્ઞેયો મારાથી ભિન્ન છે. અહાહા! ભગવાને જોયેલા ધર્માસ્તિ, અધર્માસ્તિ, આકાશ, કાળ, અન્ય જીવ અને કર્મ આદિ પુદ્ગલો એ બધા પરજ્ઞેય છે અને હું તો જ્ઞાનમાં સ્થિત રહીને જાણવાવાળો અતીન્દ્રિય આનંદથી ભરેલો ભગવાન છું.
જડ કર્મ એ પરજ્ઞેય છે. તે મને નડે કે કર્મ મારાં છે એવું વસ્તુમાં નથી. ‘કર્મે રાજા, કર્મે રંક, કર્મે વાળ્યો આડો અંક’-એવું આવે છે ને? ભાઈ! એ બધી નિમિત્તની વાતો છે. પોતાની પર્યાય વિકારરૂપે પરિણમે ત્યારે ઘાતીકર્મને નિમિત્ત કહેવાય છે. જ્યારે અઘાતીકર્મ તો સંયોગમાં નિમિત્ત છે. તે આઠેય કર્મ, તેનો પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાગ બંધ-એ બધુંય જ્ઞાનમાં પરજ્ઞેય છે. તીર્થંકર પ્રકૃતિ બંધાય એ પણ જ્ઞાનમાં પરજ્ઞેય છે. જેમ શિખંડમાં મીઠો સ્વાદ, ખાટા સ્વાદથી ભિન્નપણે સ્વાદમાં આવે છે તેમ મારો આત્માનો સ્વાદ, ધર્માસ્તિકાય આદિ પરજ્ઞેયો તેનાથી ભિન્ન છે. મારો અતીન્દ્રિય આનંદનો સ્વાદ પરજ્ઞેયોથી ભિન્ન છે. માટે હું તેનાથી જુદો છું. આવો જિનેશ્વરનો માર્ગ કોઈ અપૂર્વ છે! પણ લોકોએ દયા પાળવી અને બહારથી વ્રત પાળવાં ઇત્યાદિમાં ધર્મ માન્યો છે. પણ એવું તો અનંતવાર કર્યું છે. એ તો રાગની ક્રિયા છે. એમાં કયાં આત્મા છે? આત્મા તો જાણનાર સ્વભાવે છે. તે શું રાગમાં આવે છે? (ના). પરંતુ અજ્ઞાનીને તેની (પોતાની) મોટપ સુઝતી નથી. પરને લઈને મને ઠીક પડે, પરને લઈને મને જ્ઞાન થાય એમ માની અજ્ઞાની પોતાની મોટપ બીજાને આપે છે. અરે ભગવાન! આ તને શું થયું છે? તું તો અનાદિ બ્રહ્મસ્વરૂપ ભગવાન છે ને!
ભગવાન આત્મા જ્ઞાનાનંદસ્વરૂપી બ્રહ્માનંદનો નાથ છે. તેનો પ્રગટ સ્વાદ અતીન્દ્રિય આનંદ છે. જ્યારે ધર્માદિ પરજ્ઞેયોના સ્વભાવો મારાથી ભિન્ન છે. આમ પ્રગટ સ્વાદમાં આવતા સ્વભાવભેદને લીધે હું, ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદ્ગલ અને અન્ય જીવો
PDF/HTML Page 489 of 4199
single page version
પ્રત્યે નિર્મમ છું. આ ત્રણલોકના નાથ તીર્થંકરદેવ પ્રતિ નિર્મમ છું. તીર્થંકર મારા નથી, દેવ મારા નથી, ગુરુ અને શાસ્ત્ર મારાં નથી. એ તો શુભભાવ હોય છે ત્યારે તેમના પ્રતિ લક્ષ જાય છે. પણ શુભભાવ કાંઈ તે પરને લઈને થાય છે તથા એ શુભભાવ થયો માટે ધર્મ છે એમ નથી. એ શુભભાવ અને બધી પરવસ્તુ પરજ્ઞેયમાં જાય છે. તે પરજ્ઞેયને હું મારા જ્ઞાનમાં રહીને, મારા અતીન્દ્રિય આનંદના સ્વાદને વેદતો થકો, મારાથી જુદા જાણું છું. આનું નામ સમ્યગ્દર્શન અને ધર્મ છે. સમ્યગ્દ્રષ્ટિને જેવું સ્વરૂપ છે તેવી તેની પ્રતીતિ થઈ છે. જ્ઞાનસ્વરૂપ ચૈતન્યસૂર્ય ભગવાન આત્મા સિવાયના પરજ્ઞેયો તેમના બાહ્યતત્ત્વપણાને છોડવા અસમર્થ છે. અને હું અંતરંગતત્ત્વ છું જે મારા અનુભવમાં આનંદને જાણતો થકો પરને ભિન્ન જાણું છું. માટે હું એ સર્વ પરજ્ઞેયો પ્રતિ નિર્મમ છું- આવું જ્ઞાની જાણે છે.
જ્યારે અજ્ઞાની મારી પત્ની, મારા દીકરા, મારું મકાન-એમ માને છે. પણ ભાઈ! આ દેહ તારો નથી તો વળી મકાન આદિ તારાં કયાંથી આવ્યાં? અરે! અંદર જે રાગ છે તે પણ તારો નથી તો પછી પરચીજ તારી કયાંથી આવી? જ્ઞાની એમ જાણે છે કે હું તો જ્ઞાન-આનંદનો અનુભવનારો છું. રાગનો અનુભવનારો તે હું નહિ. અહો! શું અદ્ભુત ટીકા છે! એકલાં અમૃત રેડયાં છે! અહીં એમ કહે છે કે-ધર્મી એને કહીએ જે પોતાના જ્ઞાન-આનંદરૂપે પોતાથી જ (સ્વયમેવ) પરિણમે. એમાં પર સંબંધી જ્ઞાન આવે પણ એ પર સંબંધી જ્ઞાન કહેવું એ વ્યવહાર છે. ખરેખર તો એ પોતાનું જ્ઞાન છે. ૪૭ શક્તિઓમાં એક સર્વજ્ઞત્વશક્તિ છે. એનું વર્ણન કરતાં ‘આત્મજ્ઞાનમયી સર્વજ્ઞત્વશક્તિ’ એમ કહ્યું છે. સર્વજ્ઞ એટલે સર્વને જાણે એમ નહિ. પણ સર્વનું જ્ઞાન એ આત્માનું જ્ઞાન છે. સર્વજ્ઞતાનો સ્વભાવ પોતાનો છે અને તે આત્મજ્ઞપણું છે. તેથી જ્ઞાની કહે છે કે-હું જે અત્યારે જાણું છું એ જાણવું મારાથી મારામાં થયેલું છે, પરજ્ઞેયને લઈને થયું નથી. અને તેથી અતીન્દ્રિય આનંદને વેદતો એકલો હું પરથી ભિન્ન છું, નિર્મમ છું. કારણ કે સદાય પોતાના એકપણામાં પ્રાપ્ત હોવાથી આત્મપદાર્થ એવો ને એવો જ સ્થિત રહે છે. એટલે જાણવાના સ્વભાવમાં જ સ્થિત રહે છે. પોતાના સ્વભાવને કોઈ પદાર્થ છોડતું નથી.
આ પ્રકારે જ્ઞેયભાવોથી ભેદજ્ઞાન થયું. આત્મા પરજ્ઞેયોથી ભિન્ન થયો.
અહીં આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
‘इति सर्वैः अन्यभावैः सह विविके सति’-આમ પૂર્વોક્ત પ્રકારે ભાવકભાવ અને જ્ઞેયભાવોથી ભેદજ્ઞાન થતાં-એટલે શું કહ્યું? કે આ આત્મા જે છે તે આનંદ અને જ્ઞાનસ્વરૂપ છે. તે પુણ્ય-પાપ તથા રાગ-દ્વેષના વિકારી ભાવથી ભિન્ન છે. હવે અનાદિથી જીવ રખડવાનું તો કરી
PDF/HTML Page 490 of 4199
single page version
રહ્યો છે. દયા, દાન, ભક્તિ અને ખાવું, પીવું, રળવું, કમાવું ઇત્યાદિ પુણ્ય-પાપના ભાવ એ ચાર ગતિમાં રખડવાના ભાવ છે. તે વડે જીવ દુઃખી છે. હવે જેને જન્મ-મરણ મટાડવાં હોય અને ધર્મ પ્રગટ કરવો હોય તેણે શું કરવું એની આ વાત છે. પ્રથમ તો તેણે આ ભગવાન આત્માને, ભાવકનો ભાવ જે પુણ્ય, પાપ, રાગ, દ્વેષ, દયા, દાન, ભક્તિના આદિના વિકારી ભાવ છે તેનાથી જુદો અનુભવવો-જાણવો. તથા પરજ્ઞેયના ભાવો જે શરીર, મન, વાણી, કર્મ, સ્ત્રી, કુટુંબ, લક્ષ્મી, દેવ, ગુરુ અને શાસ્ત્ર છે તેનાથી પણ સ્વજ્ઞેય આત્માને ભિન્ન જાણવો. અહીં કહે છે કે અનાદિથી વિકારને તથા પરજ્ઞેયને પોતાના માનતો હતો તે મિથ્યાત્વ, ભ્રમ અને અજ્ઞાન હતાં. પરંતુ હવે જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન આત્માને ભેદજ્ઞાન વડે રાગાદિ વિકારથી અને પરજ્ઞેયોથી ભિન્ન પાડીને તેને ‘આત્મારામ’ કર્યો.
સર્વ અન્યભાવોથી એટલે કે રાગ, દયા, દાન, વ્રત, ભક્તિ, હિંસા, જૂઠ, ચોરી, ક્રોધ, માન આદિ વિકારી ભાવોથી અને શરીર, વાણી, મન, કર્મ, દેવ, ગુરુ, શાસ્ત્ર આદિ પરજ્ઞેયોથી જ્યારે ભિન્નતા થઈ ત્યારે ઉપયોગ આત્મરૂપ થઈ જાય છે. ભિન્ન તો છે જ પણ જ્યારે પરભાવ અને પરજ્ઞેય બન્ને ભિન્ન છે એવી ભિન્નતા જ્ઞાનમાં કરી ત્યારે ઉપયોગ આત્મરૂપ થઈ જાય છે. વસ્તુ ધર્મ અલૌકિક છે, ભાઈ! પણ જેમને સાંભળવા ય મળ્યું ન હોય તે બિચારા ઘણા એમ ને એમ દુઃખી થઈ ચાર ગતિમાં રખડે છે. આ કરોડપતિ અને અબજોપતિ એ બધા બિચારા છે. કેમ કે તેમને આત્માની અંતરંગ જ્ઞાનાનંદ લક્ષ્મી શું છે એની ખબર નથી. જે પોતાનામાં નથી તેને પોતાના માની રહ્યો છે તે મૂર્ખ છે, મિથ્યાત્વના ભ્રમમાં પડયો છે.
આત્મા જ્ઞાન અને આનંદસ્વરૂપ પ્રભુ છે. તેમાં જે રાગ, પુણ્ય અને પાપના શુભાશુભ ભાવ છે તે ભાવક કર્મના નિમિત્તે થયેલા ઔપાધિક ભાવ છે. તે આત્માનો સ્વભાવ નથી-એમ એનાથી ભિન્ન પાડયો, અને પરજ્ઞેય-ચાહે દેવ, ગુરુ, શાસ્ત્ર, કે સમ્મેદશિખરનું તીર્થ હો-એનાથી સ્વજ્ઞેયને ભિન્ન પાડયો, ત્યારે ‘स्वयम् अयम् उपयोगो आत्मानम् एकम् बिभ्रत्’ આ ઉપયોગ છે તે પોતે જ પોતાના એક આત્માને જ ધારતો- એટલે જાણવાનો ઉપયોગ જે અનાદિથી રાગને અને પરજ્ઞેયને પોતાના જાણતો હતો તે હવે રાગ અને જ્ઞેયથી ભિન્ન પડી જતાં આત્મારૂપ થઈ ગયો અર્થાત્ પોતાને પરરૂપે માનતો હતો તે ઉપયોગ સ્વભાવરૂપ થઈ ગયો. અહીં ભેદ પાડીને વ્યવહારથી વાત કરી છે કે-ઉપયોગ છે તે પોતે જ પોતાના એક આત્માને ધારે છે. ખરેખર તો જે ઉપયોગ છે તે સ્વયં સ્વરૂપમાં એકાકાર થઈ જાય છે.
‘આ ઉપયોગ છે તે પોતે જ પોતાના આત્માને ધારતો’-એનો અર્થ એ છે કે ઉપયોગ આત્મારૂપ થઈ ગયો, અભેદ થયો. જાણવા-દેખવાનો વ્યાપાર આત્મારૂપ થઈ ગયો. દયા, ભક્તિ, પૂજા, જાત્રા આદિ ભાવ તો વિકાર છે, રાગ છે અને દેવ, ગુરુ, શાસ્ત્ર પરજ્ઞેય
PDF/HTML Page 491 of 4199
single page version
છે, પર છે. એ રાગાદિ ભાવથી અને પરજ્ઞેયોથી ભેદ કરીને નિર્વિકાર ઉપયોગ અંદર સ્વજ્ઞેય એક જ્ઞાયકમાત્રમાં જામી જાય છે ત્યારે ઉપયોગ આત્મારૂપ થયો એમ કહેવાય છે. ત્યારે આત્માનો ધર્મ પ્રગટ થાય છે.
હવે કહે છેઃ-‘प्रकटितपरमार्थैः दर्शनज्ञानवृतैः कृत्तपरिणतिः’ જેમનો પરમાર્થ પ્રગટ થયો છે એવાં દર્શનજ્ઞાનચારિત્રથી જેણે પરિણતિ કરી છે-શું કહે છે? કે ભગવાન આત્મા આનંદસ્વરૂપ અને જ્ઞાનસ્વરૂપ છે. જ્યારે ઉપયોગ અંદર જ્ઞાયકમાં લીન કર્યો ત્યારે શક્તિમાંથી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પરિણતિ પ્રગટ થઈ ગઈ. રાગાદિ વિકાર અને પરજ્ઞેયોથી ભેદ કરીને, ઉપયોગ જ્ઞાન, દર્શન, આનંદ આદિ જે વસ્તુમાં સામર્થ્યપણે છે એમાં જામ્યો ત્યાં શક્તિમાંથી દર્શન-જ્ઞાન-ચારિત્રનું પરિણમન પર્યાયમાં થઈ ગયું. આવો વીતરાગનો માર્ગ છે, ભાઈ! એણે કોઈ દિવસ સાંભળ્યો નથી. કહે છે કે-ભગવાન આત્મા અંદર સચ્ચિદાનંદ પ્રભુ શુદ્ધ છે. તેને જિનેશ્વરદેવ કેવળજ્ઞાની પરમેશ્વરે આત્મા તરીકે જોયો છે. તે આત્મા રાગ અને પરજ્ઞેયોથી ભિન્ન છે. તે રાગથી ભિન્ન નિર્વિકારી છે અને પરજ્ઞેયથી ભિન્ન સ્વજ્ઞેયરૂપ છે. આ આખરની ગાથા છે ને? પર્યાયમાં થતો રાગ મારો અને પરજ્ઞેયો મારા એવી જે મિથ્યાદર્શન-જ્ઞાન-ચારિત્રની પરિણતિ હતી તે હવે ગુલાંટ ખાય છે એમ કહે છે. શુદ્ધચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા પરમાનંદનો નાથ પ્રભુ તે હું છું એમ ઉપયોગ અંતર્લીન થઈ અંદર જામતાં શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્રની નિર્મળ પરિણતિ-પર્યાય પ્રગટ થાય છે.
આ પ્રમાણે શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્રની નિર્મળ પરિણતિ પ્રગટ કરી છે એવો ‘आत्माराम एव प्रवृत्तः’ જ્ઞાની પોતાનો આત્મારૂપી જે બાગ છે તેમાં જ પ્રવૃત્તિ કરે છે. આ ભેદથી વાત કરી છે. ખરેખર તો તે ઉપયોગ આત્મારૂપ થઈ જાય છે. રાગ, દયા, દાનના તથા હિંસાદિના પરિણામ મારા એમ જે માનતો હતો અને પરજ્ઞેયોમાં હું છું અને તે મને લાભકારી છે એવું જે માનતો હતો તે માન્યતાથી અને રાગાદિથી ભિન્ન પડી હવે ઉપયોગ આત્મામાં જાય છે, ક્રીડા કરે છે અને આત્મારૂપ થઈ જાય છે. અહાહા! આ તો એક સમયમાં ત્રણકાળ ત્રણલોકને જેણે જાણ્યાં છે એ વીતરાગ પરમાત્મા અરિહંતદેવની વાણી છે. ભાઈ! જેનાં ભાગ્ય હોય તેને સાંભળવા મળે. કહે છે કે તું આત્મા પરમાનંદની મૂર્તિ પ્રભુ છે. તેનો ઉપયોગ-વ્યાપાર રાગ અને પરજ્ઞેયમાં જાય તે વ્યભિચાર છે. અને તે ઉપયોગ પરથી ખસીને સ્વમાં જામે એ અવ્યભિચારી પરિણામ છે. આવી ઝીણી વાત છે. તે સમજે નહિ અને જાત્રા કરે, પૂજા કરે, દાન કરે અને માને ધર્મ થઈ ગયો, પણ એમાં તો ધૂળેય ધર્મ નથી. સાંભળ ને, એ તો ઝેરનું પગથિયું છે. અમૃતનું પગથિયું તો રાગ અને પરજ્ઞેયથી ભિન્ન પડી સ્વમાં એકાકાર થવું તે છે.
અરેરે! વીતરાગના માર્ગને સમજવાની દરકાર પણ કરી નહિ અને એમ ને એમ ઢોરની જેમ મજુરી કરીને, મરીને ચાલ્યો જાય છે. અહીં કહે છે કે ભગવાન આત્માનો ઉપયોગ અર્થાત્ જાણવા દેખવાનો ભાવ વિકારભાવથી ભિન્ન છે અને જેને પોતાના માનતો
PDF/HTML Page 492 of 4199
single page version
હતો તે પરજ્ઞેયથી પણ ભિન્ન છે. હવે તે આવો વિવેક-ભેદજ્ઞાન કરીને ગુલાંટ ખાય છે કે વિકાર અને પરજ્ઞેય તે હું નહિ, હું તો નિર્વિકારી સ્વજ્ઞેય છું. આમ ભેદજ્ઞાન કરી જ્ઞાની પોતાના આત્મારૂપી ક્રીડાવનમાં પ્રવૃત્તિ કરે છે. આ તો વ્યવહારથી ભેદ પાડીને સમજાવ્યું છે. ખરેખર તો ઉપયોગ આત્મરૂપ જ થઈ જાય છે. ઉપયોગ આત્મામાં જ ક્રીડા કરે છે, અન્ય જગ્યાએ જતો નથી. એટલે કે જાણવા-દેખવાના સ્વરૂપમાં એકાકાર થયો તેથી હવે રાગ અને પરમાં જતો નથી. અર્થાત્ ‘રાગ અને પર મારાં છે’ એમ માન્યતા સહિત ઉપયોગ મલિન થતો નથી. આનું નામ આત્મા જાણ્યો એમ કહેવામાં આવે છે.
પોતાને જે રાગરૂપ અને પરજ્ઞેયરૂપ માને છે તથા આ સ્ત્રી, પુત્ર, પરિવાર, ધન- દોલત, મહેલ, હજીરા ઇત્યાદિ પોતાના માને છે તેનું આખું જીવન જ મરી ગયું છે. અંદરમાં જેણે વિકારને અને પરને પોતાનાં માન્યાં છે તે આત્માના ભાન વિના મરી ગયેલો જ છે. ભગવાન આનંદનો નાથ જીવતી ચૈતન્યજ્યોતિ છે. તેના જીવને જીવિત ન રાખતાં રાગ અને પર મારાં છે એમ માનીને તેણે પોતાના જીવનની હિંસા કરી છે. આવો જિનેશ્વરદેવનો વીતરાગ માર્ગ સાંભળવા મળવો ય મુશ્કેલ છે. પછી તેની સમજણ કરી સ્વરૂપનાં શ્રદ્ધા-જ્ઞાન-રમણતા કરવાં એ તો અતિ અતિ મહામુશ્કેલ છે. આ તો જન્મ-મરણ મટાડવાનો માર્ગ છે. સો ઇન્દ્રોથી પૂજિત ભગવાન જિનેશ્વરદેવની દિવ્યધ્વનિમાં આવેલી આ વાત છે. તેને છોડીને જે બીજે જ્યાં-ત્યાં આથડે છે તે પાખંડમાં રમે છે.
સર્વ પરદ્રવ્યોથી તથા તેમનાથી ઉત્પન્ન થયેલા ભાવોથી અર્થાત્ જ્ઞેય એવા પરદ્રવ્યોથી અને ભાવકના ભાવથી જ્યારે ભેદ જાણ્યો ત્યારે ઉપયોગને રમવાને માટે પોતાનો આત્મા જ રહ્યો. અહાહા! હું તો ચૈતન્યસૂર્ય ભગવાન ચૈતન્યના તેજના નૂરનું પૂર છું અને આ રાગાદિ ભાવો અને પરજ્ઞેયો મારાથી ભિન્ન છે, મારામાં નથી આવું જ્યારે ભેદજ્ઞાન કર્યું ત્યારે ઉપયોગ એક આત્મામાં જ લીન થયો અને જામી ગયો. કેમકે તેને રમવાને આત્મા સિવાય કોઈ અન્ય સ્થાન રહ્યું નહિ. આ રીતે દર્શન-જ્ઞાન-ચારિત્ર સાથે એકરૂપ થયેલો તે આત્મા આત્મામાં જ રમણતા કરે છે. અહાહા! ટૂંકામાં પણ કેટલું ભર્યું છે?
PDF/HTML Page 493 of 4199
single page version
भवतीत्यावेद–यन्नुपसंहरति–
ण वि अत्थि मज्झ किंचि वि अण्णं परमाणुमेत्तं पि।। ३८ ।।
अहमेकः खलु शुद्धो दर्शनज्ञानमयः सदाऽरूपी।
नाप्यस्ति मम किञ्चिदप्यन्यत्परमाणुमाक्रमपि।। ३८ ।।
હવે, એ રીતે દર્શનજ્ઞાનચારિત્રસ્વરૂપ પરિણત થયેલાસ આ આત્માને સ્વરૂપનું સંચેતન કેવું હોય છે એમ કહેતાં આચાર્ય આ કથનને સંકોચે છે, સમેટે છેઃ-
કંઇ અન્ય તે મારું જરી પરમાણુમાત્ર નથી અરે! ૩૮.
ગાથાર્થઃ– દર્શનજ્ઞાનચારિત્રરૂપ પરિણમેલો આત્મા એમ જાણે છે કેઃ [खलु] નિશ્ચયથી [अहम्] હું [एकः] એક છું, [शुद्धः] શુદ્ધ છું, [दर्शनज्ञानमयः] દર્શનજ્ઞાનમય છું, [सदा अरूपी] સદા અરૂપી છું; [किञ्चित् अपि अन्यत्] કાંઈ પણ અન્ય પરદ્રવ્ય [परमाणुमाक्रम् अपि] પરમાણુમાત્ર પણ [मम न अपि अस्ति] મારું નથી એ નિશ્ચય છે.
ટીકાઃ– જે, અનાદિ મોહરૂપ અજ્ઞાનથી ઉન્મત્તપણાને લીધે અત્યંત અપ્રતિબુદ્ધ હતો અને વિરક્ત ગુરુથી નિરંતર સમજાવવામાં આવતાં જે કોઈ પ્રકારે (મહા ભાગ્યથી) સમજી, સાવધાન થઈ, જેમ કોઈ મૂઠીમાં રાખેલું સુવર્ણ ભૂલી ગયો હોય તે ફરી યાદ કરીને તે સુવર્ણને દેખે તે ન્યાયે, પોતાના પરમેશ્વર (સર્વ સામર્થ્યના ધરનાર) આત્માને ભૂલી ગયો હતો તેને જાણીને, તેનું શ્રદ્ધાન કરીને તથા તેનું આચરણ કરીને (-તેમાં તન્મય થઈને) જે સમ્યક્ પ્રકારે એક આત્મારામ થયો, તે હું એવો અનુભવ કરું છું કેઃ હું ચૈતન્યમાત્ર જ્યોતિરૂપ આત્મા છું કે જે મારા જ અનુભવથી પ્રત્યક્ષ જણાય છે; ચિન્માત્ર આકારને લીધે હું સમસ્ત ક્રમરૂપ તથા અક્રમરૂપ પ્રવર્તતા વ્યાવહારિક ભાવોથી ભેદરૂપ થતો નથી માટે હું એક છું; નર, નારક આદિ જીવના વિશેષો, અજીવ, પુણ્ય, પાપ, આસ્ત્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષસ્વરૂપ જે વ્યાવહારિક નવ તત્ત્વો તેમનાથી,
PDF/HTML Page 494 of 4199
single page version
आलोकमुच्छलति शान्तरसे समस्ताः।
____________________________________________________________ ટંકોત્કીર્ણ એક જ્ઞાયકસ્વભાવરૂપ ભાવ વડે, અત્યંત જુદો છું માટે હું શુદ્ધ છું; ચિન્માત્ર હોવાથી સામાન્ય-વિશેષ ઉપયોગાત્મકપણાને ઉલ્લંઘતો નથી માટે હું દર્શનજ્ઞાનમય છું; સ્પર્શ, રસ, ગંધ, વર્ણ જેનું નિમિત્ત છે એવા સંવેદનરૂપે પરિણમ્યો હોવા છતાં પણ સ્પર્શાદિરૂપે પોતે પરિણમ્યો નથી માટે પરમાર્થે હું સદાય અરૂપી છું. આમ સર્વથી જુદા એવા સ્વરૂપને અનુભવતો આ હું પ્રતાપવંત રહ્યો. એમ પ્રતાપવંત વર્તતા એવા મને, જોકે (મારી) બહાર અનેક પ્રકારની સ્વરૂપની સંપદા વડે સમસ્ત પરદ્રવ્યો સ્ફુરાયમાન છે તોપણ, કોઈ પણ પરદ્રવ્ય પરમાણુમાત્ર પણ મારાપણે ભાસતું નથી કે જે મને ભાવકપણે તથા જ્ઞેયપણે મારી સાથે એક થઈને ફરી મોહ ઉત્પન્ન કરે; કારણ કે નિજરસથી જ મોહને મૂળથી ઉખાડીને-ફરી અંકુર ન ઊપજે એવો નાશ કરીને, મહાન જ્ઞાનપ્રકાશ મને પ્રગટ થયો છે.
ભાવાર્થઃ– આત્મા અનાદિ કાળથી મોહના ઉદ્રયથી અજ્ઞાની હતો, તે શ્રી ગુરુઓના ઉપદેશથી અને પોતાની કાળલબ્ધિથી જ્ઞાની થયો અને પોતાના સ્વરૂપને પરમાર્થથી જાણ્યું કે હું એક છું, શુદ્ધ છું, અરૂપી છું, દર્શનજ્ઞાનમય છું. આવું જાણવાથી મોહનો સમૂળ નાશ થયો, ભાવકભાવ ને જ્ઞેયભાવથી ભેદજ્ઞાન થયું, પોતાની સ્વરૂપસંપદા અનુભવમાં આવી; હવે ફરી મોહ કેમ ઉત્પન્ન થાય? ન થાય.
હવે, એવો આત્માનો અનુભવ થયો તેનો મહિમા કહી પ્રેરણારૂપ કાવ્ય આચાર્ય કહે છે કે આવા જ્ઞાનસ્વરૂપ આત્મામાં સમસ્ત લોક નિમગ્ન થાઓઃ-
શ્લોકાર્થઃ– [एषः भगवान् अवबोधसिन्धुः] આ જ્ઞાનસમુદ્ર ભગવાન આત્મા [विभ्रम–तिरस्करिणीं भरेण आप्लाव्य] વિભ્રમરૂપ આડી ચાદરને સમૂળગી ડુબાડી દઈને (દૂર કરીને) [प्रोन्मग्नः] પોતે સર્વાંગ પ્રગટ થયો છે; [अमी समस्ताः लोकाः] તેથી હવે આ સમસ્ત લોક [शान्तरसे] તેના શાંત રસમાં [समम् एव] એકીસાથે જ [निर्भरम्] અત્યન્ત [मज्जन्तु] મગ્ન થાઓ. કેવો છે શાંત રસ? [आलोकम् उच्छलति] સમસ્ત લોક પર્યંત ઊછળી રહ્યો છે.
ભાવાર્થઃ– જેમ સમુદ્રની આડું કાંઈ આવી જાય ત્યારે જળ નથી દેખાતું અને જ્યારે આડ દૂર થાય ત્યારે જળ પ્રગટ થાય; પ્રગટ થતાં, લોકને પ્રેરણાયોગ્ય થાય કે ‘આ જળમાં સર્વ લોક સ્નાન કરો’; તેવી રીતે આ આત્મા વિભ્રમથી આચ્છાદિત હતો ત્યારે તેનું સ્વરૂપ નહોતું દેખાતું; હવે વિભ્રમ દૂર થયો ત્યારે યથાસ્વરૂપ (જેવું છે
PDF/HTML Page 495 of 4199
single page version
प्रोन्मग्न एष भगवानवबोधसिन्धुः।। ३२ ।।
____________________________________________________________ તેવું સ્વરૂપ) પ્રગટ થયું; તેથી ‘હવે તેના વીતરાગ વિજ્ઞાનરૂપ શાંતરસમાં એકીવખતે સર્વ લોક મગ્ન થાઓ’ એમ આચાર્યે પ્રેરણા કરી છે. અથવા એવો પણ અર્થ છે કે જ્યારે આત્માનું અજ્ઞાન દૂર થાય ત્યારે કેવળજ્ઞાન પ્રગટ થાય અને કેવળજ્ઞાન પ્રગટ થતાં સમસ્ત લોકમાં રહેલા પદાર્થો એકીવખતે જ જ્ઞાનમાં આવી ઝળકે છે તેને સર્વ લોક દેખો. ૩૨.
આ રીતે આ સમયપ્રાભૃતગ્રંથની આત્મખ્યાતિ નામની ટીકામાં ટીકાકારે પૂર્વરંગસ્થળ કહ્યું.
અહીં ટીકાકારનો એવો આશય છે કે આ ગ્રંથને અલંકારથી નાટકરૂપે વર્ણવ્યો છે. નાટકમાં પહેલાં રંગભૂમિ રચવામાં આવે છે. ત્યાં જોનારા નાયક તથા સભા હોય છે અને નૃત્ય (નાટય, નાટક) કરનારા હોય છે કે જેઓ અનેક સ્વાંગ ધારે છે તથા શૃંગારાદિક આઠ રસનું રૂપ બતાવે છે. ત્યાં શૃંગાર, હાસ્ય, રૌદ્ર, કરુણા, વીર, ભયાનક, બીભત્સ અને અદ્ભુત-એ આઠ રસ છે તે લૌકિક રસ છે; નાટકમાં તેમનો જ અધિકાર છે. નવમો શાંતરસ છે તે અલૌકિક છે; નૃત્યમાં તેનો અધિકાર નથી. આ રસોના સ્થાયી ભાવ, સાત્ત્વિક ભાવ, અનુભાવી ભાવ, વ્યભિચારી ભાવ અને તેમની દ્રષ્ટિ આદિનું વર્ણન રસગ્રંથોમાં છે ત્યાંથી જાણવું. અને સામાન્યપણે રસનું એ સ્વરૂપ છે કે જ્ઞાનમાં જે જ્ઞેય આવ્યું તેમાં જ્ઞાન તદાકાર થયું, તેમાં પુરુષનો ભાવ લીન થઈ જાય અને અન્ય જ્ઞેયની ઇચ્છા ન રહે તે રસ છે. તે આઠ રસનું રૂપ નૃત્યમાં નૃત્ય કરનારા બતાવે છે; અને તેમનું વર્ણન કરતાં કવીશ્વર જ્યારે અન્ય રસને અન્ય રસની સમાન કરીને પણ વર્ણન કરે છે ત્યારે અન્ય રસનો અન્ય રસ અંગભૂત થવાથી તથા અન્યભાવ રસોનું અંગ હોવાથી, રસવત્ આદિ અલંકારથી તેને નૃત્યના રૂપે વર્ણવવામાં આવે છે.
અહીં પ્રથમ રંગભૂમિસ્થળ કહ્યું. ત્યાં જોનારા તો સમ્યગ્દ્રષ્ટિ પુરુષ છે તેમ જ બીજા મિથ્યાદ્રષ્ટિ પુરુષોની સભા છે, તેમને બતાવે છે. નૃત્ય કરનારા જીવ-અજીવ પદાર્થ છે અને બન્નેનું એકપણું, કર્તાકર્મપણું આદિ તેમના સ્વાંગ છે. તેમાં તેઓ પરસ્પર અનેકરૂપ થાય છે, -આઠ રસરૂપ થઈ પરિણમે છે, તે નૃત્ય છે. ત્યાં સમ્યગ્દ્રષ્ટિ જોનાર જીવ-અજીવના ભિન્ન સ્વરૂપને જાણે છે; તે તો આ સર્વ સ્વાંગોને કર્મકૃત જાણી શાંત રસમાં જ મગ્ન છે અને મિથ્યાદ્રષ્ટિ જીવ-અજીવનો ભેદ નથી જાણતા તેથી આ સ્વાંગોને જ સાચા જાણી એમાં લીન થઈ જાય છે. તેમને સમ્યગ્દ્રષ્ટિ યથાર્થ સ્વરૂપ બતાવી, તેમનો ભ્રમ મટાડી, શાંત રસમાં તેમને લીન કરી સમ્યગ્દ્રષ્ટિ બનાવે છે. તેની સૂચનારૂપે રંગભૂમિના અંતમાં આચાર્યે ‘मज्जन्तु’ ઇત્યાદિ આ શ્લોક રચ્યો છે. તે, હવે જીવ- અજીવનો સ્વાંગ વર્ણવશે તેની સૂચનારૂપે છે એવો આશય સૂચિત થાય છે. આ રીતે અહીં સુધી તો રંગભૂમિનું વર્ણન કર્યું.
PDF/HTML Page 496 of 4199
single page version
इतिश्रीसमयसारव्याख्यायामात्मख्यातौ पूर्वरङ्गः समाप्तः। ____________________________________________________________
નિજાનંદ રસમેં છકો, આન સબૈ છિટકાય.
આ પ્રમાણે (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત) શ્રી સમયસાર શાસ્ત્રની (શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત) આત્મખ્યાતિ નામની ટીકામાં પૂર્વરંગ સમાપ્ત થયો.
ભગવાન આત્મા વિકારના ભાવોથી અને જ્ઞેયભાવોથી ભેદજ્ઞાન કરી ભિન્ન પડતાં પોતાના સ્વરૂપની પ્રતીતિ-જ્ઞાન રમણતારૂપે પરિણમ્યો. ત્યાં દર્શન-જ્ઞાન- ચારિત્રસ્વરૂપ પરિણત થયેલા આત્માને સ્વરૂપનું સંચેતન-વેદન કેવું હોય છે એનું કથન કરતાં આચાર્યદેવ હવે (૩૮ મી ગાથામાં) સંકોચે છેઃ-
‘જે, અનાદિ મોહરૂપ અજ્ઞાનથી ઉન્મત્તપણાને લીધે અત્યંત અપ્રતિબુદ્ધ હતો’- શું કહ્યું? કે અનાદિ મોહરૂપ અજ્ઞાનને લઈને જીવ ચારગતિમાં રખડે છે. જુઓ, અહીં એમ નથી કહ્યું કે અનાદિ કર્મને લઈને રખડે છે. કર્મ બિચારાં શું કરે? મોહરૂપ અજ્ઞાનના કારણે તેને ઉન્મત્તપણું છે. પોતે આનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ ભગવાન છે તેને ભૂલીને પુણ્ય-પાપના પરિણામ અને તેના ફળને પોતાનાં માને તેને ઉન્મત્ત એટલે પાગલ કહ્યો છે. આ શેઠિયા બધા જે એમ માને કે અમે કરોડપતિ અને અજબપતિ અને ગૌરવ કરે તે બધા મોહથી ઉન્મત્ત-પાગલ છે એમ અહીં કહે છે. પોતાના સ્વરૂપની સાવધાની છોડીને જીવ વિકાર અને સંયોગી ચીજમાં સાવધાન થઈ રહ્યો છે એ મિથ્યાત્વ-મોહ છે.
‘અનાદિ મોહરૂપ અજ્ઞાનથી....’ એ શબ્દોથી પહેલાં શરુ કર્યું છે. આ ગાથામાં જીવ અધિકાર પૂરો કરવો છે ને? એટલે જીવનું પૂર્ણસ્વરૂપ પ્રાપ્ત થાય ત્યારે કેવો હોય અને એ પહેલાંની એની ભૂલ કેવી હોય એ બતાવે છે. પૈસા, ધન-દોલત, આબરૂમાં મજા-આનંદ માનતો તે મોહ વડે પાગલ હતો, અત્યંત અપ્રતિબુદ્ધ હતો. અહાહા! આત્મા એક સમયમાં જ્ઞાન, આનંદ ઇત્યાદિ અનંત અનંત શક્તિઓનો પિંડ છે. પણ એના ઉપર એની અનંતકાળમાં નજર ગઈ નથી, કેમકે વર્તમાન પર્યાય જે વ્યક્ત-પ્રગટ છે તેના ઉપર એની નજર છે. જૈનનો સાધુ થયો, દિગંબર મુનિ થયો, જંગલમાં રહ્યો, પણ એની દ્રષ્ટિનું જોર વર્તમાન પર્યાય ઉપર જ રહ્યું; કેમકે પર્યાયનો જે અંશ છે એ પ્રગટ છે, તેને ખ્યાલમાં આવે છે તેથી તેમાં જ રોકાઈ ગયેલો છે. પ્રગટ પર્યાય ઉપર દ્રષ્ટિ છે તે લંબાય તો રાગ અને પર ઉપર જાય છે. તેથી પર્યાયનો, રાગનો અને પરનો જ તેને (આત્માપણે) સ્વીકાર છે. આ અનાદિ ભ્રમણા અને અજ્ઞાન છે અને તે વડે તે અપ્રતિબુદ્ધ છે.
PDF/HTML Page 497 of 4199
single page version
વળી કોઈ કહે કે જૈનમાં તો બધું કર્મને લઈને થાય છે એમ આવે છે એટલે જીવ કર્મને લઈને અપ્રતિબુદ્ધ છે એમ કહો તો? ભાઈ! એ બરાબર નથી. કર્મ તો જડ અચેતન છે. એ જડને લઈને તારામાં શું થાય? ‘કર્મથી થયું’ એમ આવે એ તો નિમિત્ત બતાવનારું કથન છે, કર્મથી જીવમાં કાંઈ થાય છે એમ છે જ નહિ. જીવ અનાદિ મોહરૂપ અજ્ઞાન વડે જ અપ્રતિબુદ્ધ છે. હવે એવો જીવ પોતે સુલટો પરિણમે ત્યારે એને સમજાવનાર કેવા ગુરુનું નિમિત્ત હોય છે તે કહે છે.
અનાદિથી જે મોહરૂપ અજ્ઞાનથી અપ્રતિબુદ્ધ હતો તે ‘વિરક્ત ગુરુ વડે સમજાવવામાં આવતાં’-જુઓ અહીં સમજાવનાર ગુરુ વિરક્ત લીધા છે. જે સમ્યગ્દ્રષ્ટિ હોય અને ચારિત્ર સહિત હોય તે નિર્ગ્રંથ મુનિરાજ સાચા ગુરુ છે. જે અંતરમાં રાગથી છૂટા પડી ગયા છે અને બહારમાં વસ્ત્ર-પાત્રથી રહિત છે તેને સાચા નિર્ગ્રંથ ગુરુ કહે છે. એવા વિરક્ત ગુરુ વડે ‘નિરંતર સમજાવવામાં આવતાં’-નિરંતર સમજાવવામાં આવતાં એટલે ગુરુ કાંઈ ચોવીસે કલાક સમજાવવા નવરા હોતા નથી, પરંતુ ગુરુએ એને જે સમજાવ્યું એ વાતની સાંભળનાર શિષ્યને એવી ધૂન લાગી ગઈ કે નિરંતર એ એના ચિન્તનમાં રહે છે. તેથી અહીં ‘નિરંતર સમજાવવામાં આવતાં’ એમ કહ્યું છે.
શ્રી ગુરુએ તેને કહ્યું કે-પ્રભુ! તારી ચીજ વિકાર અને કર્મથી ભિન્ન છે. તું અનંત અનંત જ્ઞાન અને આનંદનો સાગર છે. જુઓ, આવી દેશના દેનાર દિગંબર ભાવલિંગી સંત હોય છે એમ અહીં કહ્યું છે. અજ્ઞાનીની દેશના ધર્મ પામવામાં નિમિત્ત હોઈ શક્તી નથી. જૈન દર્શનમાં સાધુ દિગંબર હોય છે અને તે વનવાસી હોય છે. તે રાગથી વિરક્ત અને સ્વરૂપમાં વિશેષ રક્ત હોય છે. આવા નિર્ગ્રંથ ગુરુની દેશના ધર્મ પામવામાં નિમિત્ત થાય છે. એવા ગુરુ પાસેથી જે દેશના મળે તેને સાંભળીને શિષ્ય નિરંતર ઓગાળે છે, વિચારે છે. તેથી ‘નિરંતર સમજાવવામાં આવતાં’ એમ અહીં લીધું છે.
શ્રીગુરુએ દેશનામાં કહ્યું કે-ભગવાન! તું ચૈતન્યસ્વરૂપ છે. તારામાં અનંત ગુણો ભર્યા છે. અહાહા! પ્રભુ, તું અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત શાન્તિ, અનંત સ્વચ્છતા, અનંત પ્રભુતા એવા એવા પૂર્ણ સ્વભાવની અનંત શક્તિઓનું સંગ્રહાલય-સ્થાન છે; તું વિકાર અને દેહનું સ્થાન નથી. આ સાંભળનાર શિષ્યને એવી સ્વભાવની ધૂન ચડી કે તેને ચોટ લાગી અને તે કોઈ પ્રકારે મહાભાગ્યથી આત્મા સમજી ગયો. મહાભાગ્યથી એટલે મહાપુરુષાર્થ વડે તેણે સ્વસંવેદન પ્રગટ કરી લીધું. આત્મા અતીન્દ્રિય આનંદ, અતીન્દ્રિય શાન્તિ અને અનંત ઈશ્વરશક્તિનો સમુદાય છે એવું સમ્યગ્દર્શનમાં તેને ભાન થયું. આવું સમજીને-ભાન કરીને શિષ્ય સાવધાન થયો, સ્વરૂપ પ્રતિ સાવધાન થયો. અનંતકાળમાં જે નહોતું કર્યું અને જે કરવા યોગ્ય હતું તે
PDF/HTML Page 498 of 4199
single page version
(સમ્યગ્દર્શન) તેણે કર્યું. ગુરુએ જે ભાવથી કહ્યું હતું તે ભાવ તે બરાબર સમજી ગયો. પહેલાં રાગ અને સંયોગમાં સાવધાન હતો તે હવે અસંયોગી અને અરાગી આત્મામાં સાવધાન થયો.
હું તો જ્ઞાયકસ્વરૂપ ચૈતન્યસ્વભાવના ભાવથી ભરેલો ચૈતન્ય-તેજના નૂરનું પૂર છું એમ સાવધાન થઈ, જેવી રીતે કોઈ મૂઠીમાં રાખેલું સુવર્ણ ભૂલી ગયો હોય તે યાદ કરીને તે સુવર્ણને દેખે તે ન્યાયે, પોતાના પરમેશ્વર આત્માને ભૂલી ગયો હતો તેને જાણે છે. જુઓ, સોનું કયાંય પેટી-પટારામાં છે ને ભૂલી ગયો એમ લીધું નથી. પણ પોતાની મૂઠીમાં પોતાની પાસે જ છે તે ભૂલી ગયો હોય તેને કાંઈ યાદ કરીને દેખે તેમ અહીં પણ પુણ્ય-પાપની રુચિમાં પોતાની અંદર રહેલો ભગવાન આત્મા ભૂલી ગયો હતો તે યાદ કરીને દેખી લીધો. જેમ લાપસી રંધાતી હોય અને કાચાં લાકડાંનો ધૂમાડો થતો હોય તો વાસણ અને લાપસી દેખાતાં નથી, તેમ પુણ્ય-પાપના ધુમાડાની આડમાં અંદર ભગવાન આત્મા છે તે દેખાતો નથી. આ શુભાશુભ વિકલ્પો છે એ ધુમાડો-મેલ છે. અને તેની રુચિમાં આત્મા જણાતો નથી. પરંતુ વિરક્ત ગુરુના ઉપદેશનું નિમિત્ત બનતાં સાવધાન થઈ શિષ્યે જાણ્યું કે-અહો! હું તો અતીન્દ્રિય આનંદ અને શાંતિનો સાગર છું. આનંદ, જ્ઞાન અને વીતરાગતાના રસથી છલોછલ ભરેલો પરમેશ્વર છું. પાઠમાં છે ને કે-‘પોતાના પરમેશ્વર આત્માને ભૂલી ગયો હતો તેને જાણીને’-કોઈને આ વાત સાંભળીને એમ થાય કે આત્મા અત્યારે કયાં પરમેશ્વર છે? ભાઈ! અત્યારે જો પરમેશ્વરસ્વરૂપ ન હોય તો પર્યાયમાં થશે કયાંથી? આત્મા શક્તિએ વીતરાગમૂર્તિ છે તેથી તેની પર્યાયમાં વીતરાગતા પ્રગટે છે, પ્રવહે છે. અહીં કહે છે-ભગવાન! તું તારા પરમેશ્વરને ભૂલી ગયો. “અપને કો ભૂલ આપ હેરાન હો ગયા.”
અહાહા! ભગવાન આત્માની સત્તા-હોવાપણું પરમેશ્વરપણાના સ્વભાવથી ભરેલું છે. અનંત સામર્થ્યમંડિત એક એક શક્તિ એમ અનંત શક્તિ-ગુણ-સ્વભાવથી ભરેલો પરમેશ્વર પોતે છે. તે સર્વ સામર્થ્યનો ધરનાર અનંતબળથી ભરેલો ભગવાન છે. એવા પોતાના પરમેશ્વર આત્માને પોતે ભૂલી ગયો હતો તેને યાદ કરીને જાણી લે છે. એનામાં નજર કરતાં ક્ષણમાં નારાયણ થાય એવી તાકાતવાળો એ જણાય છે. ભાઈ! શક્તિમાં જો પરમેશ્વરપણું ન હોય તો પર્યાયમાં કયાંથી આવે? કૂવામાં ન હોય તો અવેડામાં કયાંથી આવે?
આત્મામાં જ્ઞાનનું સામર્થ્ય પૂર્ણ છે, દર્શનનું સામર્થ્ય પૂર્ણ છે. એવા અનંતગુણોના પૂર્ણ સામર્થ્યવાળો પ્રભુ આત્મા છે. આત્મામાં પ્રભુતાનો ગુણ છે. તેના નિમિત્તે અનંત- ગુણોમાં પ્રભુતાનું રૂપ છે. પ્રભુત્વ ગુણ બીજા ગુણોમાં નથી પણ પ્રભુતાનું રૂપ અનંતગુણોમાં
PDF/HTML Page 499 of 4199
single page version
રહેલું છે. જેવી રીતે જ્ઞાનગુણ છે તેમાં અસ્તિત્વગુણનું રૂપ છે. જુઓ, જ્ઞાન છે એ પણે પોતાથી છે. જ્ઞાન છે એમ કહેતાં જ્ઞાનનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. જ્ઞાનગુણ અને અસ્તિત્વ ગુણ ભિન્ન છે, પણ જ્ઞાનમાં અસ્તિત્વ ગુણનું રૂપ છે. એવી રીતે એક એક ગુણમાં અનંતગુણનું રૂપ છે. આવો ‘સિદ્ધ સમાન સદા પદ મેરો’-જેનું સદાય સિદ્ધ સમાન પદ છે એવા પોતાના સચ્ચિદાનંદ પરમેશ્વરને ભૂલી ગયો હતો તે જ્યાં આત્માનું ભાન થયું ત્યાં વિકાર અને પરને ભુલી ગયો. પહેલાં આત્મા ભૂલી ગયો હતો, હવે આત્મામાં નજર કરતાં જે પુણ્ય-પાપને અને પરને પોતાના માન્યા હતા તેને ભૂલી ગયો. હવે તેણે જાણી લીધું કે પોતાની શાંતિ અને આનંદનો લાભ રાગ અને પરમાંથી નહિ પણ પોતાના પરમેશ્વર આત્મામાંથી મળે છે.
‘પોતાના પરમેશ્વર આત્માને ભૂલી ગયો હતો તેને જાણીને, તેનું શ્રદ્ધાન કરીને તથા તેનું આચરણ કરીને જે સમ્યક્ પ્રકારે એક આત્મારામ થયો’-અહો! અમૃતચંદ્રાચાર્યદેવે અમૃત રેડયાં છે. તેઓશ્રી એક હજાર વર્ષ પહેલાં ભરતક્ષેત્રમાં બિરાજમાન હતા. તેઓ ટીકામાં કહે છે કે પોતાના પરમેશ્વરને ભૂલી ગયો હતો તેને જાણીને તેનું શ્રદ્ધાન કર્યું. પોતાની વર્તમાન જ્ઞાનની પર્યાયમાં સ્વને-પૂર્ણાનંદના નાથ પ્રભુ આત્માને જ્ઞેય બનાવીને એને જાણ્યો. અહાહા! પોતાના પરમેશ્વરને સ્વસંવેદનમાં જાણીને એમ શ્રદ્ધાન કર્યું કે હું એક જ્ઞાયકભાવસ્વરૂપ આત્મા પૂર્ણાનંદનો નાથ છું. જાણ્યા વિના શ્રદ્ધાન કોનું કરે? તેથી જાણીને, શ્રદ્ધાન કરીને તેનું આચરણ કર્યું અર્થાત્ તેમાં રમણતા કરી.
ભગવાન આત્મા અનંત જ્ઞાન અને આનંદના સામર્થ્યવાળો પરમેશ્વર છે. તેને જાણીને, તેનું શ્રદ્ધાન કરીને તેમાં રમણતા કરવી તે તેનું આચરણ-ચારિત્ર છે. બહારમાં વસ્ત્રનો ત્યાગ કરે, નગ્નપણું ધારણ કરે અને પંચમહાવ્રત લે તેથી કાંઈ ચારિત્ર પ્રાપ્ત થઈ જતું નથી. અંદર ભગવાન આનંદનો નાથ જ્ઞાતા-દ્રષ્ટા સ્વરૂપે બિરાજે છે તેમાં ઉગ્રપણે લીનતા કરી ઠરવું એનું નામ ચારિત્ર છે અને ત્યાં વસ્ત્રનો ત્યાગ અને નગ્નપણું સહજપણે હોય જ છે. વસ્ત્ર રાખીને સાધુપણું માને એ તો મિથ્યાત્વ છે. જૈનદર્શનમાં વસ્ત્ર સહિત સાધુપણું ત્રણકાળમાં કદીય હોતું નથી. તથા વસ્ત્ર છોડીને નગ્ન થાય પરંતુ આત્માના શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્ર રહિત હોય તો એ પણ મિથ્યાદ્રષ્ટિ છે. ભલે પંચમહાવ્રતને પાળે, પણ એ મહાવ્રતના વિકલ્પને ધર્મ માને તો એ મિથ્યાદ્રષ્ટિ છે. પંચમહાવ્રતનો વિકલ્પ એ તો રાગ છે. રાગમાં રમે એ ચારિત્ર કેમ કહેવાય? આત્માના આનંદમાં રમણતા કરે એ ચારિત્ર છે, ધર્મ છે.
ભગવાન આત્મામાં રમે તેને આત્મારામ કહીએ. પહેલાં રાગ મારો અને પરજ્ઞેય મારા એમ પરભાવોમાં અનેકરૂપ થઈ રમતો હતો તે હવે પોતાના પરમેશ્વર આત્માને
PDF/HTML Page 500 of 4199
single page version
જાણીને, તેનું શ્રદ્ધાન અને તેનું આચરણ કરીને સમ્યક્ પ્રકારે એક આત્મારામ થયો. તે હવે પોતે પોતાને કેવો અનુભવે છે તે કહે છેઃ-
‘હું એવો અનુભવ કરું છું કે-હું ચૈતન્યમાત્ર જ્યોતિરૂપ આત્મા છું કે જે મારા જ અનુભવથી પ્રત્યક્ષ જણાય છે.’ અગ્નિની જ્યોતિ, દીવાની જ્યોતિ હોય છે એ તો જડ છે. આ તો ચૈતન્યમાત્ર જ્યોતિ એટલે દેખવા-જાણવાના સ્વભાવરૂપ જ્યોતિ હું આત્મા છું. તે મારા પોતાના જ અનુભવથી પ્રત્યક્ષ જણાય છે. વજન અહીં છે કે મારા અનુભવથી એટલે આનંદના વેદનથી હું મારા આત્માને જાણું છું. પરથી, વિકલ્પથી કે નિમિત્તથી નહિ પણ મારા જ અનુભવથી હું આત્માને પ્રત્યક્ષ જાણું છું. સમયસાર નાટકમાં બનારસીદાસે કહ્યું છે ને કેઃ-
જેમાં આત્માના આનંદના રસનો સ્વાદ આવે તેવા વેદનથી હું મારા આત્માને પ્રત્યક્ષ જાણું છું. આ જૈન પરમેશ્વરનો માર્ગ છે. કોઈને એમ લાગે કે શું માર્ગ આવો હશે? પણ ભાઈ! ભગવાન જિનેશ્વરદેવની દિવ્યધ્વનિમાં કહેલો આ માર્ગ છે. વર્તમાનમાં વિદેહક્ષેત્રમાં શ્રી સીમંધર ભગવાન સાક્ષાત્ અરિહંતપદે બિરાજે છે. સો ઇન્દ્રો અને ગણધરો નતમસ્તક થઈ બહુ વિનયપૂર્વક તેમની દિવ્યધ્વનિ સાંભળે છે. એ દિવ્યધ્વનિમાં ભગવાને કહેલો માર્ગ આ છે. બાકી દયા પાળો, વ્રત કરો, દાન કરો, જાત્રા કરો ઇત્યાદિ કાંઈ જૈનમાર્ગ નથી. એવો માર્ગ શું ભગવાન કહેતા હશે? એવું તો કુંભારેય કહે છે. ભાઈ! આ જૈનમાર્ગની-મોક્ષમાર્ગની વાત મહાભાગ્યશાળી હોય એને સાંભળવા મળે છે.
અહીં છદ્મસ્થદશામાં સમકિતી ધર્માત્મા આત્માને કેવો અનુભવે છે તે બતાવતાં કહે છે કે-ચૈતન્યમાત્ર જ્યોતિરૂપ હું આત્મા છું. અહાહા! ત્રિકાળી જ્ઞાનસત્ત્વ, સર્વજ્ઞ- સ્વભાવ, ‘જ્ઞ’ભાવ, એક જ્ઞાયકભાવસ્વરૂપ ચૈતન્યમાત્ર ઝળહળ જ્યોતિ હું છું. રાગ અને પર હું નથી. એક સમયની પ્રગટ પર્યાય જેટલો પણ હું નથી. અને આ જ્ઞાયકસ્વભાવી આત્મા મારા જ અનુભવથી પ્રત્યક્ષ જણાય છે. અહાહા! આ જ્ઞાયકભાવસ્વરૂપ આત્મા મારા સ્વસંવેદનજ્ઞાનમાં પ્રત્યક્ષ જણાય છે. એનો અનુભવ કરવામાં કોઈ પરના- નિમિત્તના કે વિકલ્પના સહારાની જરૂર નથી. સીધું જ્ઞાન પોતાને અને પરને જાણે છે એવો હું છું.
અરે! જન્મ-મરણના ચોર્યાશી લાખ યોનિના આંટા ખાઈને અજ્ઞાની મરી ગયો છે. જીવતી જ્યોતને એણે મારી નાખી છે. આ ચૈતન્યમાત્ર જ્યોતિરૂપ આત્મા તે હું એમ નહિ સ્વીકારતાં એક સમયની રાગાદિ પર્યાય અને વિકાર તે હું એમ જેણે માન્યું તેણે ચૈતન્યજીવનને હણી નાખ્યું છે, કેમ કે જીવતા સત્ના સત્ત્વનો તેણે નકાર કર્યો છે. વસ્તુ તો વસ્તુ છે, વસ્તુનો નાશ થતો નથી પણ પર્યાયમાં ચૈતન્યજીવનનો ઘાત થાય છે.