PDF/HTML Page 761 of 4199
single page version
દુઃખરૂપ છે, તે કાંઈ નિરાકુળ ચૈતન્ય નથી. આ શરીરનાં ચામડાં જુદાં છે, જડ કર્મ જુદાં છે અને પુણ્ય-પાપની છાલ પણ જુદી છે. એથી ભિન્ન ભગવાન આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ-સત્ કહેતાં શાશ્વત, ચિત્ એટલે જ્ઞાન અને આનંદસ્વરૂપ છે. તેનો પ્રત્યક્ષ સ્વાદ-અનુભવ તે મોક્ષનો માર્ગ છે.
અહા! અહીં તો ‘એક ઘા ને બે કટકા’ જેવી વાત છે. કહે છે કે વ્યવહારરત્નત્રયનો જે ભાવ છે તે આકુળતામય હોવાથી ચૈતન્ય નથી, પણ જડ અચેતન છે. તેનું વર્તમાન ફળ દુઃખ છે અને ભવિષ્યમાં પણ તે દુઃખનું જ કારણ છે. ૭૪ મી ગાથામાં પણ આવે છે કે શુભભાવ વર્તમાનમાં દુઃખરૂપ છે અને તેથી જે પુણ્ય બંધાશે તેના કારણે પછી સંયોગો મળશે અને તે સંયોગો ઉપર લક્ષ જશે તો રાગ-દુઃખ જ થશે. અહાહા! વીતરાગની વાત ગજબ છે! વીતરાગ કહે છે કે મારી સામું જોતાં કે મારી વાણી સાંભળતાં, ભલે તને પુણ્યને લઈને આવો યોગ મળ્યો છે તોપણ, તને રાગ જ થશે, દુઃખ જ થશે. માટે તારામાં તું જો, કેમ કે ચૈતન્યનો અનુભવ નિરાકુળ છે.
સ્વાશ્રય છોડીને જેટલો પરાશ્રયનો ભાવ છે તે રાગ છે. અને તે રાગ દુઃખરૂપ છે. જ્યારે ચૈતન્યનો અનુભવ નિરાકુળ છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામ નિરાકુળ આનંદમય છે.
પ્રશ્નઃ– પરંતુ ચારિત્ર ‘મીણના દાંતે લોઢાના ચણા ચાવવા’ જેવું કઠણ છે ને?
ઉત્તરઃ– અરે પ્રભુ! તું એમ ન કહે. ચારિત્રની આવી વ્યાખ્યા ન કર. ભાઈ! ચારિત્ર તો આનંદદાતા છે. અહા! સ્વરૂપનું શ્રદ્ધાન, એનું જ્ઞાન અને એમાં શાંતિરૂપ સ્થિરતા-એ તો અતીન્દ્રિય આનંદનાં દેનાર છે. અહા! શુદ્ધ રત્નત્રયનો અનુભવ તો અતીન્દ્રિય આનંદનો અનુભવ છે. વ્યવહારમાત્ર દુઃખરૂપ છે, જ્યારે ભગવાન આત્માનો અનુભવ આનંદરૂપ છે. ભાઈ! આ થોડું લખ્યું એમાં ઘણું જાણજે. બાર અંગમાં પણ આ જ કહ્યું છે. આનંદનો સાગર પ્રભુ આત્મા જ્યારે રાગથી ખસીને સ્વભાવમાં આવે છે ત્યારે તેને આનંદ જ થાય છે. આવી ચારિત્રની દશા આનંદમય છે તોપણ તેને જે કષ્ટદાયક માને છે તેને ધર્મની શ્રદ્ધા જ નથી. છહઢાલામાં પણ આવે છે કે-
‘આતમહિત હેતુ વિરાગ જ્ઞાન, તે લખૈ આપકો કષ્ટદાન.’
અજ્ઞાની ત્યાગ-વૈરાગ્યને દુઃખરૂપ જાણે છે, સુખનાં કારણને કષ્ટદાયક જાણે છે.
અહીં તો એમ કહે છે કે ચૈતન્યનો અનુભવ નિરાકુળ છે અને તે જ જીવનો સ્વભાવ છે એમ જાણવું.
હવે, ભેદજ્ઞાનની પ્રવૃત્તિ દ્વારા આ જ્ઞાતાદ્રવ્ય પોતે પ્રગટ થાય છે એમ કળશમાં મહિમા કરી અધિકાર પૂર્ણ કરે છેઃ-
PDF/HTML Page 762 of 4199
single page version
‘इत्थं’ આ પ્રમાણે ‘ज्ञान–क्रकच–कलना–पाटनं’ જ્ઞાનરૂપી કરવતનો જે વારંવાર અભ્યાસ તેને ‘नाटयित्वा’ નચાવીને, -એટલે શું? કે જ્ઞાનની એકાગ્રતાનો-અનુભવનો વારંવાર અભ્યાસ કરતાં અર્થાત્ જ્ઞાનસ્વરૂપ પ્રભુ આત્માની એકાગ્રતાનો અભ્યાસ વારંવાર કરતાં રાગ જુદો પડી જાય છે. અભ્યાસ કહો કે અનુભવ કહો, બન્ને એક જ ચીજ છે. આનંદનો નાથ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા છે. એની દ્રષ્ટિ કરી એમાં અંતર-એકાગ્ર થતાં રાગ ભિન્ન પડી જાય છે, દુઃખની દશા ભિન્ન પડી જાય છે અને આનંદની દશા પ્રગટ થાય છે. જ્ઞાન તે આત્મા છે એવો એનો અભ્યાસ-અંતરઅનુભવ કરવો તે જ્ઞાનરૂપી કરવત છે.
જેમ કરવત બે ફાડ પાડે છે તેમ અંતરનો અનુભવ જ્ઞાન અને રાગની બે ફાડ કરી નાખે છે. અહા! આઠ-આઠ વર્ષના બાળકો કેવળજ્ઞાન લેતા હશે તે કેવું હશે? ભલે આઠ વર્ષનો રાજકુમાર હોય પણ અંતરમાં એકાગ્રતા-અનુભવ દ્વારા આત્માના આનંદનો સ્વાદ આવ્યો છે ને? એ સ્વાદનો વારંવાર તે અભ્યાસ કરે છે અને એકાગ્ર-સ્થિત થઈ અંતર્મુહૂર્તમાં પરમાત્મા થાય છે. આત્મા જ્ઞાન અને આનંદની ઉત્કૃષ્ટ લક્ષ્મીનું નિધાન ત્રિકાળ પરમાત્મસ્વરૂપ પદાર્થ છે. એવા આત્માને રાગથી ભિન્ન પાડીને સ્વરૂપમાં એકાગ્ર થવાનો વારંવાર અભ્યાસ કરવો-એમ અહીં કહે છે. રાગને અને આત્માને પૂરા જુદા પાડવા છે ને? એટલે કહે છે કે જ્ઞાનરૂપી કરવતનો વારંવાર અભ્યાસ નચાવવો. વારંવાર અંતર-અનુભવ વડે આનંદના પરિણમનમાં સ્થિત થવું. કયાં સુધી? કે ‘यावत्’ જ્યાં સુધી ‘जीवाजीवौ’ જીવ અને અજીવ બન્ને ‘स्फुट–विघटनं न एव प्रयातः’ પ્રગટપણે જુદા ન થાય. આનો ભાવાર્થમાં બે રીતે અર્થ કરશે.
જેમ ગુલાબની કળી સંકોચરૂપ હોય અને પછી વિકાસરૂપ થાય એમ ભગવાન આત્મા જે જ્ઞાન-દર્શન-આનંદની શક્તિરૂપે છે તે અંદરમાં ખીલે-વિકસે છે. માર્ગ તો આવો છે, ભાઈ! કોઈ કથા-વાર્તા સાંભળીને રાજી થાય છે પણ એ કાંઈ ધર્મ નથી. પ્રભુ! તને તારી મોટપની ખબર નથી. અહાહા! તું અતીન્દ્રિય આનંદનો નાથ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન છે. એમાં અંતર્મુખ થવાનો અભ્યાસ કર. પુણ્ય-પાપ મારાં છે એવો અભ્યાસ તો તેં અનાદિથી કર્યો છે. પણ એ તો દુઃખનો અભ્યાસ છે. હવે આ આનંદના નાથનો અભ્યાસ કર. કહે છે કે-અંદર ચિન્માત્રશક્તિરૂપે ભગવાન આત્મા છે તેનો અનુભવ જ્યાં કર્યો ‘तावत्’ ત્યાં ‘ज्ञातृद्रव्यं’ જ્ઞાતાદ્રવ્ય ‘प्रसभ–विकसत्–व्यक्त–चिन्मात्रशक्तया’ અત્યંત વિકાસ પામતી પોતાની પ્રગટ ચિન્માત્ર-શક્તિ વડે ‘विश्वं व्याप्य’ વિશ્વને વ્યાપીને, ‘स्वयम्’ પોતાની મેળે જ ‘अतिरसात् उच्चैः चकाशे’ અતિવેગથી ઉગ્રપણે ચકાશી નીકળ્યું. શું કહ્યું? જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન આત્મા અનંત શક્તિઓથી પરિપૂર્ણ પ્રભુ છે.
PDF/HTML Page 763 of 4199
single page version
તેનો પૂર્ણ અનુભવ કરતાં કેવળજ્ઞાન થાય છે અને તે આખાય લોકાલોકને એક સમયમાં પ્રત્યક્ષ જાણે છે. અહીં કહે છે કે આવા ભગવાન આત્માનો જ્યાં અનુભવ થયો ત્યાં પર્યાયમાં ચિત્શક્તિની પ્રગટતા થાય છે. તથા પ્રગટ થયેલ એ જ્ઞાનની પર્યાય આખા લોકાલોકને જાણી શકે છે. શ્રુતજ્ઞાનની પર્યાયની પણ વિશ્વને-લોકાલોકને જાણવાની તાકાત છે. ભલે તે પ્રત્યક્ષ ન જાણે પણ તે પર્યાયનું સામર્થ્ય પરોક્ષપણે લોકાલોકને જાણે એવું વિશ્વવ્યાપી છે. અહાહા! સ્વાનુભવ થતાં પ્રગટ થતી જ્ઞાનની પર્યાય લોકાલોકને વ્યાપીને એટલે કે લોકાલોકને જાણતી પોતાની મેળે જ અતિ વેગથી પ્રગટ થાય છે.
સમુદ્રમાં જેમ ભરતી આવે છે તેમ સ્વાનુભવ કરતાં અંતર ચિત્શક્તિમાંથી પર્યાયમાં મોટી ભરતી આવે છે. આવો માર્ગ છે. કોઈને એમ થાય કે આવો ધર્મ!
પ્રશ્નઃ– આ કઈ જાતનો ધર્મ છે? સોનગઢથી નવો ધર્મ કાઢયો છે?
ઉત્તરઃ– ભાઈ! આ નવો ધર્મ નથી. બાપુ! આ તો અનાદિનો ધર્મ છે. તેં સાંભળ્યો ન હોય એટલે તને નવો લાગે છે. અનાદિથી તીર્થંકરો, કેવળીઓ અને દિગંબર સંતો પોકારીને આ જ કહે છે.
પ્રશ્નઃ– આ ધર્મ શું વિદેહક્ષેત્રમાંથી આવ્યો છે?
ઉત્તરઃ– ના, આ તો આત્મામાંથી આવ્યો છે. અહીં કહે છે કે ચિત્શક્તિનો અનુભવ કરતાં તે સ્વયં પોતાની મેળે જ અતિ વેગથી પ્રગટ થાય છે અને તે જગતને જોરથી ઉગ્રપણે અત્યંત પ્રકાશે છે. અર્થાત્ સમ્યગ્દર્શનમાં પ્રકાશે છે અને કેવળજ્ઞાન થતાં પણ તે પ્રકાશે છે-એમ બે અર્થ છે.
પ્રજ્ઞા-બ્રહ્મસ્વરૂપ પ્રભુ આત્મા છે. પ્રજ્ઞા કહેતાં જ્ઞાન અને બ્રહ્મ એટલે આનંદ. આત્મા જ્ઞાનાનંદસ્વરૂપ પોતે જ છે. તેને અજ્ઞાની બહાર ગોતે છે. પરંતુ આવા જ્ઞાનસ્વરૂપ ચૈતન્ય- બ્રહ્મ-આત્માનો વારંવાર અભ્યાસ કરતાં ચૈતન્યસ્વરૂપ છે તે જીવ છે અને રાગાદિ અજીવ છે- એમ જીવ અને અજીવ બન્નેનો ભેદ જણાય છે. અને તે કાળે તરત જ આત્માનો નિર્વિકલ્પ અનુભવ થાય છે. આ સમક્તિ છે.
શું કહ્યું? જ્ઞાનસ્વભાવી આનંદઘન પ્રભુ આત્માનો અભ્યાસ કરતાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે, એટલે કે કોઈ બાહ્ય નિમિત્તથી કે વિકલ્પથી સમ્યદર્શનની પ્રાપ્તિ થાય છે એમ નથી. ભારે વાત, ભાઈ! આ વાતનો અભ્યાસ ન મળે અને આ વાત અત્યારે ચાલતી નથી એટલે લોકોને તે નવી લાગે છે. અરે! લોકો તો વ્રત પાળો, ઉપવાસ કરો, ભક્તિ કરો, દાન કરો, મંદિર બનાવો, રથયાત્રા કાઢો, ગજરથ ચલાવો-ઇત્યાદિમાં જ ધર્મ માને છે. પણ બાપુ! એ કાંઈ ધર્મ નથી. ભાઈ! સાચો ગજરથ તો અંદર આનંદના નાથનું ચક્ર (પરિણતિ) ફેરવે એમાં છે. આ જ્ઞાન અને આનંદથી ભરેલા ભગવાનમાં
PDF/HTML Page 764 of 4199
single page version
એકાગ્ર થતાં જીવ અને અજીવ જુદા પડી જાય છે અને ત્યારે સમ્યગ્દર્શન થાય છે. કોઈ વ્યવહાર કરતાં કરતાં સમ્યગ્દર્શન થાય છે એમ નથી.
કહે છે કે સમકિતીની પર્યાયમાં વિશ્વને જાણવાની તાકાત છે. ચાહે તિર્યંચ હો કે શરીરથી આઠ વર્ષની બાલિકા હો, પરંતુ જેને શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્માના અભ્યાસથી નિર્મળ સમકિત થયું છે તેની શ્રુતજ્ઞાનની પર્યાયમાં વિશ્વને જાણવાની તાકાત છે. અહા! એક સમયની પર્યાય આખાય લોકાલોકના સમસ્ત ભાવોને સંક્ષેપથી અથવા વિસ્તારથી જાણે છે. જેનો સ્વભાવ જ જાણવાનો છે તે શું ન જાણે? નિશ્ચયથી વિશ્વને પ્રત્યક્ષ જાણવાનો જીવનો સ્વભાવ છે. માટે જ્ઞાની વિશ્વને જાણે છે એમ કહ્યું છે. શ્રુતજ્ઞાનની પર્યાયનો પણ, ભલે પરોક્ષ જાણે તોપણ, લોકાલોકને જાણવાનો સ્વભાવ છે.
અરે! અજ્ઞાનીને અંદર આત્મા કેવડો મોટો છે એની ખબર નથી. અને તેથી તે પોતાને એક સમયની પર્યાય જેવેડો રાગાદિવાળો પામર માને છે. આમ માનીને તેણે પૂર્ણાનંદના સ્વભાવનો અનાદર કર્યો છે. અર્થાત્ પૂર્ણાનંદના સ્વભાવની જે હયાતી છે એનો તેણે નકાર કર્યો છે અને રાગ અને પુણ્યની હયાતીનો સ્વીકાર કર્યો છે. અહીં કહે છે કે જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્માનું અંતરમાં વલણ કરી તેનો અભ્યાસ કરતાં રાગથી જ્ઞાન ભિન્ન પડે છે અને ત્યારે સમ્યગ્દર્શન થાય છે. તેની સાથે થતું જ્ઞાન વિશ્વના નાથને (આત્માને) જાણે છે. તથા જેણે પર્યાયમાં વિશ્વના નાથને જાણ્યો છે તેને-તે પર્યાયને લોકાલોકને જાણવામાં શું મુશ્કેલી પડે? જે જ્ઞાનની પર્યાયમાં ‘વિશ્વનાથ’-આત્મા જણાયો તે પર્યાય વિશ્વને જાણે જ એમાં પ્રશ્ન શું? (એમાં નવાઈ શી?) એમ અહીં કહે છે ભાઈ! જિનવાણી અમૂલ્યવાણી છે અને તેનો રસ મીઠો છે. પણ એ તો જેને વાણીનું ભાન થાય એને માટે છે.-આમ એક આશય છે.
બીજો આશય આ પ્રમાણે છેઃ જીવ-અજીવનો અનાદિથી જે સંયોગ છે તે કેવળ જુદા પડયા પહેલાં અર્થાત્ જીવ અને અજીવ તદ્ન જુદા થાય તે પહેલાં-મોક્ષ થયા પહેલાં ભેદજ્ઞાન ભાવતાં વીતરાગતા રહિત જે દશા હતી તે હવે વીતરાગતા સહિત દશા થઈ. એટલે કે અંતરમાં સ્વભાવની એકાગ્રતા થતાં નિર્વિકલ્પ ધારા જામી-વીતરાગતાની ધારા અંદર પરિણમી કે જેમાં કેવળ આત્માનો અનુભવ રહે છે. અને તે અંતર-એકાગ્રતાની ધારા વેગથી આગળ વધતાં વધતાં કેવળજ્ઞાન પ્રગટ થાય છે. પછી અઘાતી કર્મોનો નાશ થતાં જીવદ્રવ્ય અજીવથી તદ્ન ભિન્ન પડી જાય છે. પહેલા આશયમાં સમ્યગ્દર્શન સુધીની વાત કરી હતી, અહીં બીજા આશયમાં સમ્યગ્દર્શન પછી ધારા વેગથી આગળ વધતાં પરિપૂર્ણ આનંદ અને જ્ઞાન થાય છે અને ત્યારે જીવ અને અજીવ તદ્ન જુદા પડી જાય છે એની વાત છે. જીવ અને અજીવને ભિન્ન કરવાની આ રીત-પદ્ધતિ છે. નિર્મળ શુદ્ધ ચૈતન્યસ્વભાવમાં એકાગ્રતાનો અભ્યાસ કરવો તે અજીવથી જુદા પડવાની રીત અને માર્ગ છે. રાગને સાથે
PDF/HTML Page 765 of 4199
single page version
લઈને કે રાગની મદદથી જીવ-અજીવ જુદા ન થાય. ભાઈ! જેને જુદો પાડવો હોય તેની મદદ જુદા પાડવામાં કેમ હોય? રાગ તો અજીવ છે અને તેને તો ચૈતન્યથી જુદો પાડવો છે. તો રાગની સહાયથી રાગ જુદો કેમ પડે? ન પડે. બહુ ઝીણી વાત!
-આ પ્રમાણે જીવ-અજીવ જુદા જુદા થઈને રંગભૂમિમાંથી બહાર નીકળી ગયા. અર્થાત્ જીવ જીવરૂપે થઈ ગયો અને અજીવ અજીવરૂપે થઈ ગયું.
જીવ અને રાગાદિક જે અજીવ છે તે બન્નેની અહીં વાત છે. જેમ નાટકમાં નટ સ્વાંગ લઈને આવે છે તેમ જ્ઞાયકસ્વભાવી ચૈતન્યસ્વરૂપ જીવ અને અજીવ રાગનું રૂપ ધારણ કરીને અખાડામાં પ્રવેશ કરે છે. એ બન્નેએ એકપણાનો સ્વાંગ રચ્યો છે. આત્માએ રાગનો સ્વાંગ રચ્યો છે અને રાગ જાણે કે આત્મા હોય એવો સ્વાંગ રચ્યો છે, પરંતુ ભેદજ્ઞાની સમ્યગ્દ્રષ્ટિ પુરુષ ભેદજ્ઞાન-સમ્યગ્જ્ઞાન વડે તે જીવ અને અજીવને, તેમના લક્ષણભેદથી પરીક્ષા કરીને, બન્નેને જુદા જાણે છે. આત્માનું લક્ષણ ચૈતન્ય છે, જ્યારે રાગ-વ્યવહારરત્નત્રયનો રાગ પણ અચેતન છે. આમ બન્નેના ભિન્ન લક્ષણો વડે તેમને ભિન્ન વસ્તુઓ તરીકે ધર્મી જાણે છે. ધર્મીજીવ બન્નેની લક્ષણભેદથી પરીક્ષા કરે છે કે-આ જાણનાર તે હું આત્મા અને આ અનુભવથી ભિન્ન રહેતો અચેતન રાગ તે હું નહિ. આમ બન્નેને જ્યાં જુદા જાણી લીધા ત્યાં સ્વાંગ પૂરો થાય છે, અને બન્ને જુદા જુદા થઈને રંગભૂમિમાંથી બહાર નીકળી જાય છે. એટલે કે આત્મા આત્મામાં આનંદરૂપે રહે છે અને રાગ, રાગરૂપે રહી નીકળી જાય છે. આ પ્રમાણે અલંકાર કરીને વર્ણન કર્યું છે.
હવે ટૂંકમાં કહે છે કે-આ જીવ અને અજીવનો અનાદિથી સંયોગ છે. પરંતુ જેની દ્રષ્ટિ સંયોગી છે તે અજ્ઞાની, સંયોગીભાવ પોતાના છે એમ માનીને ભિન્ન આત્માના ચૈતન્યસ્વરૂપને પામતો નથી. પણ જ્યારે ભેદજ્ઞાન-સમ્યગ્જ્ઞાન થાય છે ત્યારે જ્ઞાની, જ્ઞાન પોતાનું લક્ષણ છે એમ જાણી રાગને જુદો પાડે છે. નિજ સ્વભાવ તો જ્ઞાનાનંદસ્વરૂપ છે અને તે હું છું, આ રાગાદિભાવ તે હું નહિ-એમ જ્ઞાનલક્ષણથી જ્ઞાયકને પકડતાં રાગ ભિન્ન પડી જાય છે અને આત્માના આનંદનો અનુભવ થાય છે. અહાહા! સદ્ગુરુનો ઉપદેશ સાંભળી સારો દિવસ પામતાં (કાળલબ્ધિ પાક્તાં) અજ્ઞાન દૂર થાય છે અને ત્યારે જગતમાં મહંત-મહાત્મા કહેવાય છે અને મોક્ષ પ્રાપ્ત કરીને સદાય નિજ આનંદરૂપે રહે છે.
અહીં સદ્ગુરુનો ઉપદેશ સાંભળતાં અજ્ઞાન દૂર થાય છે એમ કહ્યું એમાં નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે એમ સમજવું. પણ નિમિત્ત-ઉપદેશથી જ્ઞાન થયું છે એમ ન જાણવું. કોઈ દ્રવ્યની પર્યાય કોઈ અન્યદ્રવ્ય વડે નીપજે છે એમ ત્રણકાળમાં નથી. ગાથા ૩૦૮ થી ૩૧૧ ની ટીકામાં આવે છે કે-‘સર્વ દ્રવ્યોને અન્ય દ્રવ્ય સાથે ઉત્પાદ્ય-ઉત્પાદકભાવનો અભાવ છે.’ વળી ગાથા ૩૭૨ની ટીકામાં લીધું છે કે-‘વળી જીવને પરદ્રવ્ય રાગાદિક ઉપજાવે છે એમ શંકા ન કરવી; કારણ કે અન્યદ્રવ્ય વડે અન્યદ્રવ્યના ગુણનો (પર્યાયનો)
PDF/HTML Page 766 of 4199
single page version
ઉત્પાદ કરવાની અયોગ્યતા છે.’ તથા ત્યાં તો છેલ્લે એમ લીધું છે કે-‘કુંભાર ઘડાનો ઉત્પાદક છે જ નહિ.’
પ્રશ્નઃ– પરંતુ કાર્યમાં બે કારણ હોય છે ને?
ઉત્તરઃ– ભાઈ! આ ગાથામાં કયાં બે કારણ લીધાં છે? બીજું કારણ (નિમિત્ત કારણ) તો ઉપચાર-આરોપ કરીને એનું જ્ઞાન કરાવવા કહ્યું છે.
ખરેખર તો નિશ્ચય અને વ્યવહાર-મોક્ષમાર્ગ પણ ધ્યાનમાં પ્રગટ થાય છે. માટે વ્યવહારથી નિશ્ચયમોક્ષમાર્ગ થાય છે એ વાત જ રહેતી નથી. દ્રવ્યસંગ્રહની ગાથા ૪૭માં કહ્યું છે કે-‘दुविहंपि मोक्खहेउं झाणे पाउणदि जं मुणी णियमा।’ (ધ્યાન કરવાથી મુનિ નિયમથી નિશ્ચય અને વ્યવહારરૂપ મોક્ષમાર્ગ પામે છે.) બે પ્રકારનું મોક્ષનું કારણ (મોક્ષમાર્ગ) ધ્યાનમાં પ્રગટ થાય છે. એટલે કે નિજ ચૈતન્યનો આશ્રય કરતાં જે નિશ્ચય મોક્ષમાર્ગ પ્રગટે છે તે જ કાળે જે રાગ બાકી છે તેને આરોપથી વ્યવહારમોક્ષમાર્ગ કહેવાય છે. તેથી વ્યવહારમોક્ષમાર્ગથી નિશ્ચયમોક્ષમાર્ગ પ્રગટે છે એમ જ નહિ; કેમ કે બન્ને એક સાથે પ્રગટ થાય છે. આનંદનો નાથ ભગવાન આત્મા છે. તેને ધ્યેય બનાવી સ્વાશ્રયે ધ્યાન કરતાં નિશ્ચય-મોક્ષમાર્ગ પ્રગટે છે. તે જ કાળે જે રાગ બાકી રહે છે તેને વ્યવહાર કહેવામાં આવે છે. તેથી વ્યવહાર અને નિશ્ચય આગળ-પાછળ છે એમ નથી. માટે વ્યવહારથી નિશ્ચય થાય છે એમ માનવું યથાર્થ નથી.
પ્રશ્નઃ– પરંતુ અહીં તો દેશનાલબ્ધિ મળતાં અજ્ઞાન દૂર થાય છે એમ લખ્યું છે ને?
ઉત્તરઃ– ભાઈ! એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવાની વાત છે. એ તો ત્યાં એમ સમજાવ્યું છે કે સમ્યગ્દર્શન થવા પહેલાં દેશનાલબ્ધિ હોય છે, બસ એટલું; પરંતુ તેથી કરીને એનાથી (દેશનાલબ્ધિથી) સમ્યગ્દર્શન થાય છે એમ નથી. તથા જ્યારે પરનું લક્ષ છોડીને સ્વમાં જાય છે ત્યારે ગુરુના ઉપદેશને નિમિત્ત કહેવામાં આવે છે.
કહ્યું ને કે-સર્વદ્રવ્યોને અન્ય દ્રવ્ય સાથે ઉત્પાદ્ય-ઉત્પાદકભાવનો અભાવ છે. એટલે બીજી ચીજ જીવની પર્યાયને કરે કે પરની પર્યાય ઉત્પન્ન કરવાને જીવ લાયક થાય-એવા ભાવનો અભાવ છે. નહીંતર તો બે દ્રવ્યો વચ્ચે કારણ-કાર્યભાવ સિદ્ધ થઈ જાય. પણ તેની તો અહીં ના પાડે છે. અને તેથી જીવ અને અજીવનું (પરસ્પર) ર્ક્તાકર્મપણું સિદ્ધ થતું નથી. એટલે કે જીવનું કાર્ય રાગ છે અને રાગથી જીવનું કાર્ય થાય છે એમ સિદ્ધ થતું નથી. જીવ પોતાનાં પરિણામને અન્યનિરપેક્ષપણે પોતે ર્ક્તા થઈને કરે છે. જીવ અજીવનું કાર્ય કરે અને અજીવ જીવનું કાર્ય કરે એ વાત ત્રણકાળમાં છે જ નહિ. ગાથા ૩૭૨માં કહ્યું છે ને કે-‘સર્વદ્રવ્યોને નિમિત્તભૂત અન્યદ્રવ્યો પોતાના
PDF/HTML Page 767 of 4199
single page version
(અર્થાત્ સર્વદ્રવ્યોનાં) પરિણામના ઉત્પાદક છે જ નહિ.’ અહાહા! નિમિત્ત જે પરદ્રવ્ય છે તે સ્વદ્રવ્યના પરિણામનો ઉત્પાદક છે જ નહિ-આ નિર્ણય રાખીને નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે. આવો નિર્ણય જે કાળે થાય છે તે કાળે બાકી રહેલા રાગને વ્યવહાર કહે છે. હવે આમાં વ્યવહારથી નિશ્ચય થાય એ કયાં રહ્યું? બાપુ! નિશ્ચયમોક્ષમાર્ગ અને વ્યવહારમોક્ષમાર્ગ એક જ કાળે સાથે હોય છે ત્યાં તે વ્યવહાર શું કરે? અને એ જ રીતે નિમિત્તથી ઉપાદાનમાં કાર્ય થાય છે એ વાત પણ ત્રણકાળમાં સત્ય નથી.
પ્રશ્નઃ– પરંતુ નિમિત્ત મદદરૂપ-સહાયરૂપ તો થાય ને?
ઉત્તરઃ– ભાઈ! મદદરૂપ થાય એનો અર્થ શું? ટેકો આપે. ટેકો એટલે શું? આત્મા જ્યારે ગતિરૂપ પરિણમે છે ત્યારે ધર્માસ્તિકાય નિમિત્ત છે. ધર્માસ્તિકાય તો એમ ને એમ જ છે, તો તેણે શું કર્યું? પરંતુ નિમિત્તથી એમ કહેવાય છે કે તેને લીધે ગતિ થઈ. પરંતુ તેથી શું ધર્માસ્તિકાય છે માટે જીવ ગતિરૂપે પરિણમે છે એમ છે? જો એમ હોય તો ધર્માસ્તિકાય તો સદાય છે, તેથી જીવમાં સદાય ગતિ થવી જોઈએ. પરંતુ એમ તો બનતું નથી. જીવ જ્યારે ગતિ કરવાના પરિણામને પોતે ઉત્પન્ન કરે ત્યારે ધર્માસ્તિકાયને નિમિત્તનો આરોપ આપવામાં આવે છે. અર્થાત્ કોઈની પર્યાય કોઈ અન્ય દ્રવ્યથી થતી નથી.
કાળલબ્ધિ એટલે શું? દરેક દ્રવ્યની સમયે સમયે જે પર્યાય થાય છે તે સ્વકાળે થાય છે અને તે એની કાળલબ્ધિ છે. ત્યારે નિમિત્ત હો ભલે, પરંતુ નિમિત્તે પર્યાય ઉત્પન્ન કરી છે એમ નથી. તેવી રીતે વ્યવહારથી નિશ્ચય ઉત્પન્ન થાય છે એમ પણ નથી. વ્યવહાર તો નિમિત્ત છે, અને નિમિત્ત જેમ પરમાં કાંઈ ઉત્પન્ન કરતું નથી તેમ વ્યવહાર નિશ્ચયને ઉત્પન્ન કરતો નથી સત્ય તો આ જ છે. તેને મચડતાં કે કચડતાં સત્ય હાથ નહિ આવે, ભાઈ!
અહા! અહીં તો કહે છે કે કુંભાર ઘડાનો ઉત્પાદક છે જ નહિ. તેવી જ રીતે ચોખા જે પાકે છે તેને પાણી પકાવે છે એમ ત્રણકાળમાં નથી. જે દ્રવ્યની જે પર્યાય જે કાળે થાય છે તે પર્યાયનો ર્ક્તા તે દ્રવ્ય છે. દ્રવ્ય પોતે ર્ક્તા થઈને પર્યાયના કાર્યને કરે છે, તેમાં બીજાનો જરાય અધિકાર નથી. બીજાં શાસ્ત્રોમાં જ્યાં બે કારણથી કાર્ય થાય છે એમ કહ્યું છે એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવા કહ્યું છે. નિશ્ચયથી કાર્ય તો ઉપાદાનથી જ થાય છે. આ નિશ્ચયને રાખીને પ્રમાણજ્ઞાન કરાવ્યું છે કે બે કારણથી કાર્ય થાય છે. ઉપાદાનથી કાર્ય થાય છે-એ નિશ્ચયને રાખીને જે બીજી ચીજ-નિમિત્ત છે તેનું જ્ઞાન કરાવ્યું છે. વ્યવહારથી-નિમિત્તથી કાર્ય થાય છે એમ કહ્યું હોય એનો અર્થ જ એ છે કે તેનાથી કાંઈ થતું નથી.
નિશ્ચય મોક્ષમાર્ગ થાય ત્યારે વ્યવહાર સાથે હોય છે. નિશ્ચયની સાથે જે કષાયની
PDF/HTML Page 768 of 4199
single page version
મંદતા, દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ છે તેને વ્યવહાર સમકિત કહેવામાં આવે છે. પરંતુ વ્યવહારથી નિશ્ચય થાય છે એમ ત્રણકાળમાં નથી. તેવી રીતે નિમિત્તથી ઉપાદાનમાં કાર્ય થાય એમ પણ ત્રણકાળમાં બનતું નથી. નિશ્ચય (ઉપાદાન) હોય ત્યારે વ્યવહાર (નિમિત્ત) હોય ભલે, પરંતુ નિમિત્તથી કાર્ય નીપજતું નથી. ગાથા ૩૭૨માં આવે છે કે ‘સર્વ દ્રવ્યો જ નિમિત્તભૂત અન્યદ્રવ્યોના સ્વભાવને નહિ સ્પર્શતાં થકાં....’ શું કહે છે? કોઈ પણ દ્રવ્ય નિમિત્તભૂત અન્યદ્રવ્યોના સ્વભાવને અડતાં નથી. એટલે માટીમાંથી ઘડો થાય છે પણ તે માટી કુંભારને અડતી નથી. અહાહા! જ્યારે ચોખા પાકે છે ત્યારે તેને અગ્નિ અડતી જ નથી. પાણીને અગ્નિ અડતી નથી અને પાણી ગરમ થાય છે. ગજબ વાત છે!
પ્રશ્નઃ– પરંતુ સમ્યગ્દર્શન નિસર્ગજ અને અધિગમજ એમ બે પ્રકારે કહ્યું છે ને?
ઉત્તરઃ– ભાઈ! અધિગમજ સમ્યગ્દર્શન પણ થયું છે તો પોતાથી જ, પરંતુ નિમિત્તની ત્યારે ઉપસ્થિતિ હોય છે તેથી એનાથી સમ્યગ્દર્શન થયું છે એમ કહેવાય છે. નિમિત્તથી સમ્યગ્દર્શનની ઉત્પત્તિ થાય છે એમ ત્રણકાળમાં નથી. નિમિત્ત કાર્યને ઉત્પન્ન કરે કે નિમિત્તમાં કાર્ય ઉત્પન્ન કરાવવાની તાકાત છે કે ઉત્પન્ન થનારી પર્યાય નિમિત્તની અપેક્ષા રાખીને ઉત્પન્ન થાય છે એમ છે જ નહિ. ગાથા ૩૦૮ થી ૩૧૧ અને ગાથા ૩૭૨ માં આ જ વાત કરેલી છે.
‘શ્રીગુરુકે ઉપદેશ સુનૈ રુ ભલે દિન પાય અજ્ઞાન ગમાવૈ’ એમ જે કહ્યું છે એ તો નિમિત્તથી કથન કર્યું છે, બાકી અજ્ઞાન તો પોતે સ્વના આશ્રયે જ ગમાવૈ-નાશ કરે છે. માટે વ્યવહારથી નિશ્ચય ન થાય અને નિમિત્તથી પરમાં ઉત્પાદ ન થાય એમ યથાર્થ નક્કી કરવું. ખરેખર તો દ્રવ્ય પર્યાયને કરે છે એ પણ પર્યાયાર્થિક નયથી કથન છે એમ જાણવું. માટીથી ઘડો થયો છે એમ કહેવામાં એ પરથી થયો નથી એમ બતાવવું છે. બાકી ધ્રુવ માટી ઘડાની પર્યાયને કરે નહીં. અહાહા! ભગવાન ધ્રુવ આત્મા (નિશ્ચયથી) પર્યાયને અડતો નથી, અને પર્યાયને કરતો પણ નથી. લોટમાંથી રોટલી થાય છે ત્યારે વેલણથી ગોરણું લાંબુ થાય છે એમ ત્રણકાળમાં નથી, કારણ કે વલણને લોટ અડતો જ નથી અને વેલણ ગોરણાને અડતું જ નથી. તેવી રીતે જ્યારે નિશ્ચય અને વ્યવહાર એક સાથે પ્રગટે છે ત્યારે વ્યવહારને નિશ્ચય અડયો જ નથી. અહાહા! નિર્મળ પર્યાય રાગને અડતી જ નથી. ભાઈ! ભગવાન સર્વજ્ઞદેવે કહેલું સત્ય તો આવું છે. તેને તે રીતે સમજવું જોઈએ.
વ્યવહાર આવે છે, હોય છે. તેની આવવાની યોગ્યતા હોય ત્યારે તે આવે છે, પરંતુ એનાથી નિશ્ચય પ્રગટે છે એમ નથી.
પ્રશ્નઃ– સાંભળવાથી તો જ્ઞાન થાય ને?
ઉત્તરઃ– ભાઈ! ભાષા તો જડ છે, એનાથી જ્ઞાન કેમ થાય? સાંભળવાથી કાંઈ
PDF/HTML Page 769 of 4199
single page version
જ્ઞાન થતું નથી. વાણીની પર્યાય ઉત્પાદક અને જ્ઞાન ઉત્પાદ્ય એમ છે જ નહિ. એ તો પોતપોતાના કાળે અને પોતપોતાના કારણે જ્ઞાનની તથા વાણીની પર્યાય થઈ છે, એકબીજાના કારણે થઈ છે એમ નથી. ભાઈ! વીતરાગ સર્વજ્ઞનો માર્ગ બહુ ઝીણો અને હિતકારી છે. શ્રીમદ્ રાજચન્દ્રે પણ કહ્યું છે કે-
ભાઈ! વીતરાગની વાણી એમ પોકારે છે કે-અમે સંભળાવીએ છીએ માટે તને જ્ઞાન થાય છે એમ નથી, કારણ કે બીજા દ્રવ્યની પર્યાયથી બીજા દ્રવ્યની પર્યાયનો ઉત્પાદ થાય એમ છે જ નહિ. બે દ્રવ્યો વચ્ચે ઉત્પાદ્ય-ઉપાદક સંબંધ છે જ નહિ. વસ્તુ સ્વતંત્ર છે, તેથી જે સમયે તેનો જે પર્યાય થાય છે તે તેનો જન્મક્ષણ-નિજક્ષણ છે. તે સમયે પર્યાયની ઉત્પત્તિનો કાળ છે તેથી તે પોતાથી જ થાય છે, નિમિત્તથી નહિ. આવી વાત છે. અજ્ઞાની સાથે તો વાતે વાતે ફેર છે. પણ ભાઈ! માર્ગ તો આ જ છે. નિયમસારમાં આવે છે કે-આવા સુંદર માર્ગની જો કોઈ અજ્ઞાની નિંદા કરે તો તેથી તું માર્ગની અભક્તિ ન કરીશ. અજ્ઞાનીઓ નિંદા કરે એથી તારે શું? તું સ્વરૂપની ભક્તિ છોડીને અભક્તિ ન કરીશ.
ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા પોતાના આશ્રયે અંદરમાં જ્યારે સમ્યગ્દર્શન-જ્ઞાનની પર્યાય ઉત્પન્ન કરે છે ત્યારે તે ધર્મની ઉત્પત્તિ થવાની પ્રથમ ક્ષણ છે. હવે તે વખતે રાગ- વ્યવહાર હતો માટે ધર્મની ઉત્પત્તિ થઈ છે એમ નથી. વ્યવહાર-રાગની ઉપસ્થિતિ ભલે હોય, પણ એનાથી ધર્મની પરણિતિ થઈ નથી. બે મોક્ષમાર્ગ ધ્યાનમાં પ્રગટ થાય છે એનો અર્થ શું? કે આનંદના નાથ ભગવાન ચૈતન્યદેવને જેણે અંદરમાં પકડયો છે-અનુભવ્યો છે તે નિર્મળ પરિણતિ નિશ્ચય મોક્ષમાર્ગ છે અને તે વખતે જે રાગ બાકી છે તેનો આરોપ આપીને વ્યવહાર મોક્ષમાર્ગ કહ્યો છે. ખરેખર તો જે રાગ છે તે બંધનું કારણ છે, પણ સ્વાશ્રયે પ્રગટેલી નિશ્ચય શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્રની નિર્મળ પરિણતિ સાથે જે રાગની મંદતાની હાજરી છે તેને ઉપચારથી મોક્ષમાર્ગ કહેલો છે. વ્યવહાર સમક્તિ એ કાંઈ સમક્તિ નથી, કારણ કે તે શ્રદ્ધા-સમ્યક્ત્વ ગુણની પર્યાય નથી. એ તો રાગની પર્યાય છે અને નિશ્ચય સાથે દેખીને તેમાં (વ્યવહાર) સમક્તિનો ઉપચાર કર્યો છે.
પ્રભુ! તારી મોટપ પાર વિનાની અપાર છે. તારી મોટપ પ્રગટ કરવા માટે રાગની હીણી દશાના આલંબનની તને જરૂર નથી. એ (ધર્મની) પર્યાય તો નિમિત્તની અપેક્ષા રાખ્યા વિના પ્રગટ થાય છે. (જુઓ, ગાથા ૩૦૮ થી ૩૧૧). અહાહા! વ્યવહારની અપેક્ષા રાખ્યા વિના જ પોતાના સ્વભાવની ઉત્પત્તિ પોતાને લઈને સ્વકાળે સ્વાશ્રિત પુરુષાર્થ દ્વારા થાય છે. ભાઈ! આ વાતને બરાબર રાખીને પછી જોડે જે નિમિત્ત-રાગ છે તેને
PDF/HTML Page 770 of 4199
single page version
વ્યવહાર કહેવાય છે. રાગને વ્યવહારસમકિત કહ્યું છે તો તે શું સાચું સમકિત છે? ના. તેમ નિમિત્તને વ્યવહારકારણ કહ્યું છે પણ તે સાચું કારણ નથી. આવી વાત ભાઈ! દુનિયા સાથે મેળવવી કઠણ છે કારણ કે અજ્ઞાની ઘણા ભિન્ન મતવાળા-અભિપ્રાયવાળા છે. પરંતુ તેનો અભિપ્રાય જુદો પડે તેથી કરીને કાંઈ સત્ય ફરી જાય? જેને સત્ય મેળવવું હશે તેણે પોતાનો અભિપ્રાય ફેરવવો પડશે. [પ્રવચન નં. ૧૧૦ (શેષ) ૧૧૧ થી ૧૧પ અને ૧૯ મી વારનાં ૧૩૯ થી ૧૪૧ દિનાંક ૨૯-૬- ૭૬ થી ૪-૭-૭૬ તથા ૧૮-૧૧-૭૮ થી ૨૦-૧૧-૭૮]
PDF/HTML Page 771 of 4199
single page version
PDF/HTML Page 772 of 4199
single page version
૪ ગાથા-૭૨
૧૨ ગાથા-૭૭ ૧૩૩-૧૩૪ ૧૨૮
૧૩ ગાથા-૭૮ ૧૩૩-૧૩૪ ૧૩પ
૧૪ ગાથા-૭૯
૧૯ ગાથા-૮પ
PDF/HTML Page 773 of 4199
single page version
इत्यज्ञानां शमयदभितः कर्तृकर्मप्रवृत्तिम्।
ज्ञानज्योतिः स्फुरति परमोदात्तमत्यन्तधीरं
________________________________________________________________________
પ્રથમ ટીકાકાર કહે છે કે ‘હવે જીવ-અજીવ જ એક કર્તાકર્મના વેશે પ્રવેશ કરે છે.’ જેમ બે પુરુષો માંહોમાંહે કોઈ એક સ્વાંગ કરી નૃત્યના અખાડામાં પ્રવેશ કરે તેમ જીવ- અજીવ બન્ને એક કર્તાકર્મનો સ્વાંગ કરી પ્રવેશ કરે છે એમ અહીં ટીકાકારે અલંકાર કર્યો છે.
હવે પ્રથમ, તે સ્વાંગને જ્ઞાન યથાર્થ જાણી લે છે તે જ્ઞાનના મહિમાનું કાવ્ય કહે છેઃ-
શ્લોકાર્થઃ– ‘[इह] આ લોકમાં [अहम् चिद्] હું ચૈતન્યસ્વરૂપ આત્મા તો
PDF/HTML Page 774 of 4199
single page version
अण्णाणी ताव दु सो
जीवस्यैवं बन्धो भणितः खलु सर्वदर्शिभिः।। ७०।।
________________________________________________________________________ [एकः कर्ता] એક કર્તા છું અને [अमी कोपादयः] આ ક્રોધાદિ ભાવો [मे कर्म] મારાં કર્મ છે’ [इति अज्ञानां कर्तृकर्मप्रवृत्तिम्] એવી અજ્ઞાનીઓને જે કર્તાકર્મની પ્રવૃત્તિ છે તેને [अभितः शमयत्] બધી તરફથી શમાવતી (-મટાડતી) [ज्ञानज्योतिः] જ્ઞાનજ્યોતિ [स्फुरति] સ્ફુરાયમાન થાય છે. કેવી છે તે જ્ઞાનજ્યોતિ? [परम–उदात्तम्] જે પરમ ઉદાત્ત છે અર્થાત્ કોઈને આધીન નથી, [अत्यन्तधीरं] જે અત્યંત ધીર છે અર્થાત્ કોઈ પ્રકારે આકુળતારૂપ નથી અને [निरुपधि–पृथग्द्रव्य–निर्भासि] પરની સહાય વિના જુદાં જુદાં દ્રવ્યોને પ્રકાશવાનો જેનો સ્વભાવ હોવાથી [विश्वम् साक्षात् कुर्वत्] જે સમસ્ત લોકાલોકને સાક્ષાત્ કરે છે-પ્રત્યક્ષ જાણે છે.
ભાવાર્થઃ– આવો જ્ઞાનસ્વરૂપ આત્મા છે તે, પરદ્રવ્ય તથા પરભાવોના કર્તાપણારૂપ અજ્ઞાનને દૂર કરીને, પોતે પ્રગટ પ્રકાશમાન થાય છે. ૪૬.
હવે, જ્યાં સુધી આ જીવ આસ્રવના અને આત્માના વિશેષને (તફાવતને) જાણે નહિ ત્યાં સુધી તે અજ્ઞાની રહ્યો થકો, આસ્રવોમાં પોતે લીન થતો, કર્મોનો બંધ કરે છે એમ ગાથામાં કહે છેઃ-
ક્રોધાદિમાં સ્થિતિ ત્યાં લગી અજ્ઞાની એવા જીવની. ૬૯.
સહુ સર્વદર્શી એ રીતે બંધન કહે છે જીવને. ૭૦.
ગાથાર્થઃ– [जीवः] જીવ [यावत्] જયાં સુધી [आत्मास्रवयोः द्वयोः अपि तु] આત્મા અને આસ્રવ-એ બન્નેના [विशेषान्तरं] તફાવત અને ભેદને [न वेत्ति] જાણતો
PDF/HTML Page 775 of 4199
single page version
નથી [तावत्] ત્યાં સુધી [सः] તે [अज्ञानी] અજ્ઞાની રહ્યો થકો [क्रोधादिषु] ક્રોધાદિક આસ્રવોમાં [वर्तते] પ્રવર્તે છે; [क्रोधादिषु] ક્રોધાદિકમાં [वर्तमानस्य तस्य] વર્તતા તેને [कर्मणः] કર્મનો [सञ्चयः] સંચય [भवति] થાય છે. [खलु] ખરેખર [एवं] આ રીતે [जीवस्य] જીવને [बन्धः] કર્મોનો બંધ [सर्वदर्शिभिः] સર્વજ્ઞદેવોએ [भणितः] કહ્યો છે.
ટીકાઃ– જેમ આ આત્મા, જેમને તાદાત્મ્યસિદ્ધ સંબંધ છે એવાં આત્મા અને જ્ઞાનમાં વિશેષ (તફાવત, જુદાં લક્ષણો) નહિ હોવાથી તેમનો ભેદ (જુદાપણું) નહિ દેખતો થકો, નિઃશંક રીતે જ્ઞાનમાં પોતાપણે વર્તે છે, અને ત્યાં (જ્ઞાનમાં પોતાપણે) વર્તતો તે, જ્ઞાનક્રિયા સ્વભાવભૂત હોવાને લીધે નિષેધવામાં આવી નથી માટે, જાણે છે-જાણવારૂપ પરિણમે છે, તેવી રીતે જ્યાં સુધી આ આત્મા, જેમને સંયોગસિદ્ધ સંબંધ છે એવા આત્મા અને ક્રોધાદિ આસ્રવોમાં પણ, પોતાના અજ્ઞાનભાવને લીધે, વિશેષ નહિ જાણતો થકો તેમનો ભેદ દેખતો નથી ત્યાં સુધી નિઃશંક રીતે ક્રોધાદિમાં પોતાપણે વર્તે છે, અને ત્યાં (ક્રોધાદિમાં પોતાપણે) વર્તતો તે, જોકે ક્રોધાદિ ક્રિયા પરભાવભૂત હોવાથી નિષેધવામાં આવી છે તોપણ તે સ્વભાવભૂત હોવાનો તેને અધ્યાસ હોવાથી, ક્રોધરૂપ પરિણમે છે, રાગરૂપ પરિણમે છે, મોહરૂપ પરિણમે છે. હવે અહીં, જે આ આત્મા પોતાના અજ્ઞાનભાવને લીધે, ૧જ્ઞાનભવનમાત્ર જે સહજ ઉદાસીન (જ્ઞાતાદ્રષ્ટામાત્ર) અવસ્થા તેનો ત્યાગ કરીને અજ્ઞાનભવનવ્યાપારરૂપ અર્થાત્ ક્રોધાદિવ્યાપારરૂપ પ્રવર્તતો પ્રતિભાસે છે તે કર્તા છે; અને જ્ઞાનભવનવ્યાપારરૂપ પ્રવર્તનથી જુદાં, જે ૨ક્રિયમાણપણે અંતરંગમાં ઉત્પન્ન થતાં પ્રતિભાસે છે, એવાં ક્રોધાદિક તે, (તે કર્તાનાં) કર્મ છે. આ પ્રમાણે અનાદિ કાળની અજ્ઞાનથી થયેલી આ (આત્માની) કર્તાકર્મની પ્રવૃત્તિ છે. એ રીતે પોતાના અજ્ઞાનને લીધે કર્તાકર્મભાવ વડે ક્રોધાદિમાં વર્તતા આ આત્માને, તે જ ક્રોધાદિની પ્રવૃત્તિરૂપ પરિણામને નિમિત્તમાત્ર કરીને પોતે પોતાના ભાવથી જ પરિણમતું પૌદ્ગલિક કર્મ એકઠું થાય છે. આ રીતે જીવ અને પુદ્ગલનો, પરસ્પર અવગાહ જેનું લક્ષણ છે એવા સંબંધરૂપ બંધ સિદ્ધ થાય છે. અનેકાત્મક હોવા છતાં (અનાદિ) એક પ્રવાહપણે હોવાથી જેમાંથી ઇતરેતરાશ્રય દોષ દૂર થયો છે એવો તે બંધ, કર્તાકર્મની પ્રવૃત્તિનું નિમિત્ત જે અજ્ઞાન તેનું નિમિત્ત છે.
ભાવાર્થઃ– આ આત્મા, જેમ પોતાના જ્ઞાનસ્વભાવરૂપ પરિણમે છે તેમ જ્યાં સુધી ક્રોધાદિરૂપ પણ પરિણમે છે, જ્ઞાનમાં અને ક્રોધાદિમાં ભેદ જાણતો નથી, ત્યાં સુધી તેને કર્તાકર્મની પ્રવૃત્તિ છે; ક્રોધાદિરૂપ પરિણમતો તે પોતે કર્તા છે અને ક્રોધાદિ તેનું ________________________________________________________________________ ૧. ભવન = થવું તે; પરિણમવું તે; પરિણમન. ૨. ક્રિયમાણ = કરાતું હોય તે
PDF/HTML Page 776 of 4199
single page version
કર્મ છે. વળી અનાદિ અજ્ઞાનથી તો કર્તાકર્મની પ્રવૃત્તિ છે, કર્તાકર્મની પ્રવૃત્તિથી બંધ છે અને તે બંધના નિમિત્તથી અજ્ઞાન છે; એ પ્રમાણે અનાદિ સંતાન (પ્રવાહ) છે, માટે તેમાં ઇતરેતર- આશ્રય દોષ પણ આવતો નથી. આ રીતે જ્યાં સુધી આત્મા ક્રોધાદિ કર્મનો કર્તા થઈ પરિણમે છે ત્યાં સુધી કર્તા- કર્મની પ્રવૃત્તિ છે અને ત્યાં સુધી કર્મનો બંધ થાય છે. * * * લ્યો, હવે કર્તા-કર્મનો અધિકાર આવે છે. આ સમયસાર તો ભરતક્ષેત્રનો ભગવાન છે. અહાહા....! શું અદ્ભુત એની રચના છે! અલૌકિક ગાથાઓ અને અલૌકિક ટીકા છે. દેવાધિદેવ અરિહંતદેવની સાક્ષાત્ દિવ્ય-ધ્વનિનો સાર લઈને શ્રી કુંદકુંદાચાર્યદેવે આ સમયસારની રચના કરી છે. અહો સમયસાર! ભાવો બ્રહ્માંડના ભર્યા! (તારામાં).
પહેલા અધિકારમાં આચાર્યદેવશ્રીએ જીવ-અજીવ દ્રવ્યની ભિન્નતાની વાત કરી; જીવ અને અજીવ દ્રવ્યો સૌ સ્વતંત્ર અને ભિન્ન છે એમ સિદ્ધ કર્યું. હવે જીવ અને અજીવ દ્રવ્યોની પર્યાયમાં (કર્તા-કર્મ સંબંધી) જે ભૂલ થાય છે તેની આ અધિકારમાં વાત છે. ભાઈ! પર્યાયમાં જે ભૂલ છે તે સંસાર છે, અને તે ભૂલ મટતાં, ભૂલનો અભાવ થતાં મોક્ષ પ્રાપ્ત થાય છે. આ વાત છે.
હવે પ્રથમ પંડિત શ્રી જયચંદ્રજી માંગળિકનું પદ કહે છેઃ-
કર્તા એટલે થનારો. સ્વતંત્રપણે કરે તે કર્તા અને કર્તાનું ઇષ્ટ તે કર્મ. જ્ઞાનીનું ઇષ્ટ જ્ઞાન છે અને અજ્ઞાનીનું રાગ-દ્વેષ. અહીં કહે છે કે આત્મા કર્તા અને રાગ-દ્વેષાદિ વિકાર એનું કર્મ-એ વિભાવ એટલે સ્વભાવથી વિરુદ્ધ ભાવ છે, અજ્ઞાન છે. અહાહા! હું કર્તા અને પર્યાયમાં જે રાગ-દ્વેષાદિ વિકાર થાય કે તે વેળા જે જ્ઞાનાવરણાદિ કર્મ બંધાય તે મારું કર્મ-એ અજ્ઞાન છે. આવા અજ્ઞાનને દૂર કરીને જે જ્ઞાનભાવે પરિણમે તે રાગ-દ્વેષનો કર્તા મટીને જ્ઞાતા થાય છે. પ્રશ્નઃ– અહીં પર્યાયમાં રાગાદિ ભાવ છે તેથી પરમાણુઓ જ્ઞાનાવરણાદિ કર્મપણે પરિણમે છે ને?
ઉત્તરઃ– એમ નથી, ભાઈ! એ કર્મયોગ્ય પરમાણુઓની કર્મભાવે પરિણમવાની જે તે સમયે યોગ્યતા અને જન્મક્ષણ છે તેથી સ્વયં જ્ઞાનાવરણાદિ કર્મભાવે પરિણમે છે અને ત્યારે રાગાદિ ભાવ છે તે એમાં નિમિત્ત છે. રાગાદિથી જ્ઞાનાવરણાદિ કર્મ
PDF/HTML Page 777 of 4199
single page version
બંધાય છે એમ કહેવું એ તો નિમિત્તનું કથન છે. આ પ્રમાણે વસ્તુસ્વરૂપ જેમ છે તેમ યથાર્થ સમજવું જોઈએ.
આત્મા ત્રિકાળ એકરૂપ ચૈતન્યસ્વભાવમય ભગવાન છે. તે શું કરે? શું તે રાગાદિ વિકાર કરે? શું તે જ્ઞાનાવરણાદિ કર્મ કરે? અહાહા....! જ્ઞાનાનંદસ્વરૂપી સર્વજ્ઞસ્વભાવી ભગવાન આત્મા રાગાદિ વિકાર કરે કે જ્ઞાનાવરણાદિ જડ કર્મ કરે એ વાત જૂઠી છે. માત્ર જાણવું, જાણવું, જાણવું એ જ જેનો સ્વભાવ છે તે રાગાદિ પરને જાણે એ તો ઠીક છે પણ તે રાગાદિ પરને કરે એ માન્યતા વિપરીત છે, અજ્ઞાન છે. ભાઈ! આ દયા, દાન આદિ જે ભાવ થાય તેનો હું કર્તા અને દયા, દાન આદિ ભાવ તે મારું કર્મ તથા તે સમયે જે પુણ્યકર્મ બંધાય તે પણ મારું કર્મ એવી માન્યતા તે અજ્ઞાન છે.
આ કર્તાકર્મવિભાવને-અજ્ઞાનને મેટીને જે જ્ઞાતાભાવે એક જ્ઞાયકના લક્ષે પરિણમે તે કર્મનો નાશ કરીને શિવમાં વસે છે. શિવમાં વસે છે એટલે કલ્યાણપદને-સિદ્ધપદને પ્રાપ્ત થાય છે. લ્યો, એક કોર એમ કહે કે ભાવકર્મનો આત્મા નાશ કરે છે એ કથનમાત્ર છે (સમયસાર ગાથા ૩૪), અને જડ દ્રવ્યકર્મના નાશનો કર્તા તો આત્મા છે જ નહિ કારણ કે દ્રવ્યકર્મનું અકર્મપણે પરિણમન થવું એ તો પરમાણુઓનું કાર્ય છે, આત્માનું નહિ; જ્યારે અહીં કહે છે ‘કર્મ નાશી શિવમાં વસે’-આ કેવું! ભાઈ, આત્મા પરમાર્થે ભાવકર્મ-દ્રવ્યકર્મનો નાશ કરતો નથી. પરંતુ જ્યાં સ્વયં, શુદ્ધ એક ચિદ્રૂપ જ્ઞાયકના લક્ષે પરિણમ્યો અને ઠર્યાે ત્યાં પોતે વીતરાગદશાને પામ્યો તથા રાગાદિ ઉત્પન્ન જ થયા નહિ, અને દ્રવ્યકર્મ પણ અકર્મપણે પરિણમ્યાં તો એટલું દેખીને વ્યવહારથી એમ કહેવામાં આવે છે કે એણે ભાવકર્મ-દ્રવ્યકર્મનો નાશ કર્યો. ‘ણમો અરિહંતાણં’ નથી કહેતા? એટલે કે કર્મરૂપી વૈરીને ભગવાને હણ્યા. પરમાર્થે ભગવાને જડકર્મને તો હણ્યાં નથી પણ રાગાદિ ભાવકર્મને પણ હણ્યાં નથી. ભગવાન તો સ્વરૂપસ્થ થઈ પૂર્ણ વીતરાગતાને અને સર્વજ્ઞતાને પામ્યા છે. ત્યારે રાગાદિ ભાવકર્મ ઉત્પન્ન જ થયાં નહિ અને દ્રવ્યકર્મ અકર્મપણે પરિણમી ગયાં; તેથી ભગવાને ભાવકર્મ- દ્રવ્યકર્મનો નાશ કર્યો એમ વ્યવહારથી કહેવામાં આવે છે. આવો વીતરાગનો માર્ગ બહુ સૂક્ષ્મ છે, ભાઈ! તેને સમજવા તત્ત્વ-દ્રષ્ટિ કેળવવી જોઈએ.
આ પ્રમાણે શિવપદને પ્રાપ્ત પરમ પવિત્ર પરમાત્માને, મદ ખોઈને એટલે કે નિર્માનતા પ્રગટ કરીને અત્યંત પવિત્ર ભાવથી હું નમસ્કાર કરું છું-એમ પંડિત શ્રી જયચંદ્રજીએ માંગળિક કર્યું છે.
પ્રથમ ટીકાકાર કહે છે કે-‘હવે જીવ-અજીવ જ એક કર્તાકર્મના વેશે પ્રવેશ કરે છે.’ જેમ બે પુરુષો માંહોમાંહે કોઈ એક સ્વાંગ કરી નૃત્યના અખાડામાં પ્રવેશ કરે છે તેમ જીવ-અજીવ બન્ને એક કર્તાકર્મનો સ્વાંગ કરી પ્રવેશ કરે છે એમ અહીં ટીકાકારે
PDF/HTML Page 778 of 4199
single page version
અલંકાર કર્યો છે. આ સમયસાર નાટક છે ને? જીવ-અજીવ છે તો બન્નેય ભિન્ન-ભિન્ન, પરંતુ બન્નેય જાણે એક હોય તેમ કર્તાકર્મનો સ્વાંગ રચીને પ્રવેશ કરે છે.
કર્તાકર્મનો સ્વાંગ એટલે હું આત્મા કર્તા અને આ રાગાદિ ભાવ તે મારું કર્મ-એમ સ્વાંગ રચીને પ્રવેશ કરે છે. આ સ્વાંગ જૂઠો છે કેમકે આત્મા ચૈતન્યપ્રકાશનો પુંજ, એકલા જ્ઞાનનો રસકંદ પ્રભુ તે દયા, દાન આદિ વિકારી પરિણામને કેમ કરે? એ તો સર્વને જાણે- બંધને જાણે, ઉદયને જાણે, નિર્જરાને જાણે અને મોક્ષને જાણે-એવો જ્ઞાનસ્વરૂપી ભગવાન છે. (જુઓ સમયસાર ગાથા ૩૨૦) તથાપિ હું કર્તા અને રાગાદિ અચેતન વિકાર તે મારું કર્મ એમ અજ્ઞાનીને ભાસે છે. અહાહા! હું અખંડ એક જ્ઞાયકસ્વભાવી આત્મા છું-એવો જે વિકલ્પ ઊઠે તેનો કર્તા અજ્ઞાની થાય છે, જ્ઞાની નહિ. શુભાશુભ બન્નેય ભાવનો અજ્ઞાની કર્તા થાય છે, જ્ઞાની નહિ.
હવે પ્રથમ, તે સ્વાંગને જ્ઞાન યથાર્થ જાણી લે છે તેથી તે જ્ઞાનના મહિમાનું કાવ્ય કહે છેઃ તે સ્વાંગને જ્ઞાન યથાર્થ જાણી લે છે એટલે જે સમયે અવસ્થામાં રાગ છે તે સમયે જ્ઞાનની પર્યાય સ્વને સ્વપણે અને રાગને પરપણે જાણવારૂપે જ પ્રગટ થાય છે. અહાહા....! રાગનો કર્તા તો જીવ નથી, પણ રાગ છે માટે રાગસંબંધી જ્ઞાન થયું છે એમ પણ નથી. રાગનું જ્ઞાન એ તો કથનમાત્ર છે. જ્ઞાનનું જ્ઞાન છે અને તે જ્ઞાન આત્માનું કર્મ છે, રાગ આત્માનું કર્મ નથી અને જ્ઞાન રાગનું કર્મ નથી. અહાહા! આમ સ્વાંગને યથાર્થ જાણનારું જ્ઞાન તે જ્ઞાનના મહિમાનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
આ કર્તાકર્મ અધિકારનો પહેલો કળશ છે. શું કહે છે એમાં? કે-‘इह, ’ આ લોકમાં ‘अहम् चिद्’ હું ચૈતન્યસ્વરૂપ આત્મા તો ‘एकः कर्ता’ એક કર્તા છું અને ‘अमी कोपादयः’ આ ક્રોધાદિ ભાવો ‘मे कर्म’ મારાં કર્મ છે ‘इति अज्ञानाम् कर्तृकर्म–प्रवृत्तिम्’ એવી અજ્ઞાનીઓની જે કર્તાકર્મની પ્રવૃત્તિ છે તેનેઃ શું કહ્યું? અજ્ઞાની એમ માને છે કે હું કર્તા અને આ ક્રોધાદિ મારાં કર્મ છે. ક્રોધાદિ કહ્યાં એમાં પ્રથમ ક્રોધ કેમ લીધો? કારણ કે મુનિરાજ છે તે (ક્રોધના અભાવપૂર્વક) ઉત્તમક્ષમાના ભંડાર છે. અહાહા....! મુનિરાજ તો ચૈતન્યસ્વભાવમય ભગવાન આત્માની રુચિ અને રમણતાના સ્વામી છે. ભાઈ! આત્મા શુદ્ધ ચિદાનંદમય અખંડ એકરૂપ વસ્તુ છે. તેનો જેને પ્રેમ નથી, રુચિ નથી તેને પોતાના આત્મા પ્રતિ ક્રોધ છે. દ્વેષ અરોચક ભાવ. સ્વભાવની અરુચિ-અણગમો તે અનંતાનુબંધી ક્રોધ છે. પુણ્ય-પાપના ભાવો અને દેવ-શાસ્ત્ર-ગુરુ ઇત્યાદિ પર પદાર્થોની રુચિ અને સ્વસ્વરૂપની અરુચિ તે આત્મા પ્રત્યેનો દ્વેષ છે અને તે અનંતાનુંબંધી ક્રોધ છે. તેવી રીતે પુણ્ય-પાપ આદિ પર પદાર્થોમાં અહંબુદ્ધિ થવી એ અનંતાનુબંધી
PDF/HTML Page 779 of 4199
single page version
માન છે; પુણ્ય-પાપ આદિ પર પદાર્થોના પ્રેમની આડમાં ચૈતન્યસ્વભાવમય નિજ આત્માનો ઈન્કાર કરવો તે અનંતાનુબંધી માયા છે તથા સ્વભાવને ભૂલીને પુણ્ય-પાપ આદિ પર પદાર્થોની અભિલાષા-વાંછા કરવી તે અનંતાનુબંધી લોભ છે.
અહાહા....! નિર્મળાનંદનો નાથ ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યનો દરિયો છે. તેને દ્રષ્ટિમાં ન લેતાં હું એક કર્તા છું અને અંદર જે પુણ્ય-પાપના ક્રોધાદિ વિકાર થાય છે તે મારું એકનું (એક સ્વભાવી આત્માનું) કર્તવ્ય છે એવી જે માન્યતા છે તે અજ્ઞાન છે, મિથ્યાદર્શન છે.
અહીં કહે છે કે આ લોકમાં અનાદિથી અજ્ઞાનીઓને આ અજ્ઞાનમય કર્તાકર્મપ્રવૃત્તિ છે. દયા, દાન, વ્રત, તપ, આદિ શુભ પરિણામ અને હિંસાદિ અશુભ પરિણામ-એમ શુભાશુભ પરિણામોનો હું કર્તા છું અને તે મારાં કાર્ય છે, કર્તવ્ય છે-એવી અજ્ઞાનીઓની કર્તાકર્મની પ્રવૃત્તિ છે.
આ જે અજ્ઞાનમય કર્તાકર્મપ્રવૃત્તિ છે તેને ‘अभितः शमयत्’ બધી તરફથી શમાવતી (મટાડતી) ‘ज्ञानज्योतिः’ જ્ઞાનજ્યોતિ ‘स्फुरति’ સ્ફુરાયમાન થાય છે.
અહાહા....! આ શરીર, મન, વાણી, ઇન્દ્રિય ઇત્યાદિ પર પદાર્થોની અવસ્થા તો મારાં કાર્ય નથી પણ અંદર જે પુણ્ય-પાપના શુભાશુભ ભાવો થાય છે તે પણ મારાં કાર્ય-કર્તવ્ય નથી. એમ સર્વ પરભાવોથી ભિન્ન પડી જ્યાં નિર્દોષ, પવિત્ર ચૈતન્ય-સ્વભાવમાં એકાગ્ર થયો ત્યાં કર્તા-કર્મની પ્રવૃત્તિને મટાડતી જ્ઞાનજ્યોતિ પ્રગટ થાય છે. જે ભાવે સર્વાર્થસિદ્ધનો ભવ મળે કે જે ભાવે તીર્થંકરગોત્ર બંધાય તે ભાવ મારું-આત્માનું કાર્ય નથી. ભાઈ! સ્વભાવની દ્રષ્ટિમાં સર્વ શુભાશુભ વિકલ્પોનું સ્વામિત્વ સહજ છૂટી જાય છે. અહાહા....! ઇન્દ્ર-અહમિંદ્રાદિ પદ કે ચક્રવર્તીપદ ઇત્યાદિ બધું ધૂળ છે, પરમાણુનું કાર્ય છે, આત્માનું નહિ. આમ બધી તરફથી કર્તા-કર્મની પ્રવૃત્તિને મટાડતી જ્ઞાનજ્યોતિ પ્રગટ થાય છે.
હવે કહે છે-કેવી છે તે જ્ઞાનજ્યોતિ? ‘परम–उदात्तम्’ પરમ ઉદાત્ત છે અર્થાત્ કોઈને આધીન નથી. અહાહા....! સહજ જ્ઞાન અને આનંદની લક્ષ્મીવાળો મારો અપરિમિત-બેહદ જ્ઞાનાનંદસ્વભાવ છે તે પરમ ઉદાત્ત છે, સ્વાધીન છે. આમ જ્ઞાની જ્ઞાનમાં પોતાને જાણતો કર્તા-કર્મની પ્રવૃત્તિને મટાડી દે છે. જ્ઞાનાનંદસ્વભાવી આત્માનું જેને ભાન નથી એવો અજ્ઞાની કર્મને આધીન થઈને-વિકારી ભાવને પોતાનો માનીને રાગનો-વિકારનો કર્તા થાય છે. સ્વાધીનપણે વિકારનો નાશક મારો સ્વભાવ છે એનું એને ભાન નથી. અહીં કહે છે કે પરમ ઉદાત્ત જે આત્મા જ્ઞાનાનંદસ્વભાવમય વસ્તુ-તેને લક્ષ કરીને, તેની સન્મુખ ઝુકીને વા તેમાં ઢળીને જે સ્વાધીન જ્ઞાનપરિણતિ પ્રગટ થઈ તે પરમ ઉદાત્ત છે, સ્વાધીન છે, પરાધીન નથી. પરની કે રાગની તેને અપેક્ષા નથી.
PDF/HTML Page 780 of 4199
single page version
આ બધું કરવું, કરવું, કરવું, -એવો જે ભાવ છે તે રાગ છે, અને રાગ મારો એ માન્યતા મિથ્યા દર્શન છે. આ મિથ્યાદર્શનયુક્ત જે કર્તાકર્મની પ્રવૃત્તિ છે તેને જ્ઞાનજ્યોતિ મટાડે છે. કેવી છે તે જ્ઞાનજ્યોતિ? તો કહે છે-ત્રિકાળી જ્ઞાનાનંદરૂપ સ્વરૂપલક્ષ્મી તે આત્મસ્વભાવ છે અને તે પરમ ઉદાત્ત છે. આવા દ્રવ્યસ્વભાવમાં અભેદ થઈ, અર્થાત્ એમાં ઢળીને એકાગ્ર થઈ જે નિર્મળ જ્ઞાનપરિણતિ પ્રગટ થઈ તે એમ જાણે છે કે હું પરમ ઉદાત્ત છું, પૂર્ણાનંદનો નાથ, પરમ ઉત્કૃષ્ટ પદાર્થ છું અહાહા....! જ્ઞાનીને પોતાની વર્તમાન અલ્પજ્ઞ દશામાં હું સર્વજ્ઞસ્વભાવી પરિપૂર્ણ આત્મદ્રવ્ય છું એમ જણાય છે અને એમ તે માને છે.
અરે! લોકોને આવી વાત સાંભળવા મળે નહિ એટલે બિચારા શું કરે? બહારની પ્રવૃત્તિ અને ક્રિયાકાંડના કર્તૃત્વના ફંદમાં ફસાઈ જાય છે. દયા કરો, દાન કરો, તપ કરો ઇત્યાદિ કરો-કરો-કરો એમ કરવાના-કર્તૃત્વના ફંદમાં ફસાઈ જાય છે. પરંતુ બાપુ! કરવું એ તો વસ્તુના (આત્માના) સ્વરૂપમાં જ નથી. (કેમકે આત્મા તો સર્વજ્ઞસ્વભાવી છે). અહાહા....! જેમાં બેહદ જ્ઞાનસ્વભાવ તિરછો (તિર્યક્, સર્વ પ્રદેશે) ભર્યો પડયો છે, એવો આનંદ, એવી શ્રદ્ધા, એવી કર્તા-કર્મ-કરણ ઇત્યાદિ અનંત અપરિમિત્ત શક્તિઓનો જે ભંડાર છે તે પરમાનંદનો નાથ પ્રભુ આત્મા છે. આવા આત્માને અંતર્મુખ થઈ અંદરથી પકડતાં- ગ્રહતાં જે જ્ઞાનજ્યોતિ પ્રગટ થઈ એમાં જ્ઞાનીએ જાણ્યું કે હું પરમ ઉદાત્ત છું, ઉદાર છું, સ્વાધીન છું, કોઈને આધીન નથી. અહાહા....! વસ્તુ (આત્મા) સ્વાધીન અને તેને ગ્રહનારી- જાણનારી જ્ઞાનજ્યોતિ પણ (પરની અપેક્ષા રહિત) સ્વાધીન!
આવું વસ્તુસ્વરૂપ ભૂલીને રાગાદિ ક્રિયાનો જ્યાં સુધી કર્તા થાય ત્યાં સુધી જીવ અજ્ઞાની છે, મિથ્યાદ્રષ્ટિ છે. અજ્ઞાનભાવે તે વિકારનો-દોષનો કર્તા છે. વિકારનો કર્તા કોઈ જડ કર્મ છે એમ નથી. પરંતુ વસ્તુસ્વરૂપના અભાનમાં અજ્ઞાની જીવ વિકારનો કર્તા છે. આ બધી અજ્ઞાનમય કર્તાકર્મની પ્રવૃત્તિને બધી તરફથી શમાવતી જે જ્ઞાનજ્યોતિ પ્રગટ થઈ તે પરમ ઉદાત્ત છે, સ્વાધીન છે એની વાત થઈ.
વળી કેવી છે તે જ્ઞાનજ્યોતિ? તો કહે છે-‘अत्यन्त धीरं’ અત્યંત ધીર છે અર્થાત્ કોઈ પ્રકારે આકુળતારૂપ નથી. અજ્ઞાનીઓ પરનાં કાર્યો કરવામાં અને પરનું પરિણમન બદલવાના વિકલ્પોમાં ઘણી બધી આકુળતા કરે છે. કુટુંબનું આ કરું અને સમાજનું આ કરું-એમ કુટુંબનાં, સમાજનાં, દેશનાં કાર્યો કરવાના વિકલ્પોથી તેઓ ખૂબ આકુળ-વ્યાકુળ થતા હોય છે. પરંતુ ભાઈ! એક રજકણ પણ બદલવાનું તારું-આત્માનું સામર્થ્ય નથી. તારો તો જ્ઞ-સ્વભાવ છે અને તેના આશ્રયે ઉત્પન્ન થયેલી જ્ઞાનજ્યોતિ ધીર છે, અનાકુળસ્વરૂપ છે, અત્યંત આનંદરૂપ છે. ચૈતન્યમય જ્ઞાનજ્યોતિ સાથે અતીન્દ્રિય આનંદ પણ ભેગો જ છે.