PDF/HTML Page 741 of 4199
single page version
રાગના પ્રેમમાં અજ્ઞાનીએ ચૈતન્યસ્વભાવી આત્માને મરણતુલ્ય કરી નાખ્યો છે. પરંતુ પોતાની નિર્મળ પરિણતિ દ્વારા જ્યારે તે જાણવામાં આવે ત્યારે તે જીવતી જ્યોત પ્રગટ જ છે-એમ કહે છે, આવી વાત છે જૈનદર્શનની! અહો! જૈનદર્શન અલૌકિક છે! જૈનધર્મ એટલે શું? જૈનધર્મ અનુભૂતિસ્વરૂપ એટલે કે વીતરાગતાસ્વરૂપ છે. અહાહા! જૈન એને કહેવાય કે જેણે રાગને જીત્યો છે અને પર્યાયમાં વીતરાગતા પ્રગટ કરી છે. આવો જૈનધર્મ! પણ આવ્યો વાણિયાને હાથ, વાણિયા વેપારમાં કુશળ એટલે બસ ધંધામાં જ ગરી ગયા. બિચારાઓને સમજવાની ફુરસદ નહિ, એટલે આ કર્યું અને તે કર્યું-એમ બહારની ક્રિયાઓ કરી; પણ ભાઈ! એ બધી અજ્ઞાનની હોળી છે.
રંગ-રાગ અને ભેદના ભાવો તો પુદ્ગલ છે. તો એ સર્વથી ભિન્ન ભગવાન આત્મા કેવો છે? તો કહે છે ‘इदं चैतन्यम्’ આ એટલે આ પ્રગટ ચૈતન્યસ્વભાવમય જ આત્મા છે. અહાહા! ભગવાન આત્મા એકલા ચૈતન્યસ્વભાવથી ભરેલો છે. અર્થાત્ ચૈતન્યસ્વભાવ એ જ આત્મા છે. આ (૬૮ મી) ગાથાની ટીકામાં આવે છે કે ચૈતન્યસ્વભાવથી વ્યાપ્ત આત્મા છે. આત્મામાં ચૈતન્યસ્વભાવ વ્યાપ્ત છે એમ ન કહેતાં ચૈતન્યસ્વભાવથી વ્યાપ્ત આત્મા છે એમ કહી શું સિદ્ધ કરવું છે? એ કે ચૈતન્યસ્વભાવ ત્રિકાળ કાયમ રહેલો છે અને એ વ્યાપક છે અને આત્મા એનું વ્યાપ્ય છે. મોક્ષ અધિકારની ગાથા ર૯૮-ર૯૯ ની ટીકામાં પણ આવે છે કે ચેતનાથી વ્યાપ્ત આત્મા છે, અર્થાત્ ચેતના વ્યાપક અને ચેતન આત્મા એનું વ્યાપ્ય છે, આથી ચૈતન્યસ્વભાવ કાયમી છે એમ સિદ્ધ કર્યું છે.
આત્મા રંગ-રાગ-ભેદથી વ્યાપ્ત નથી, ભિન્ન છે, તો તે શું છે? તો કહે છે કે ચૈતન્યસ્વભાવથી વ્યાપ્ત આત્મા છે. આવો ચૈતન્યસ્વભાવ સદાય પ્રગટ છે, સ્ફુટ છે, પ્રત્યક્ષ છે. અહાહા! શુદ્ધ ચૈતન્યની પરિણતિથી જણાય એવો તે વર્તમાનમાં પ્રત્યક્ષ છે. મતિ-શ્રુતજ્ઞાનની પર્યાયમાં એ જણાય એવો વર્તમાનમાં પ્રત્યક્ષ, પ્રગટપણે બિરાજમાન છે. રાગની અપેક્ષાએ તે ચૈતન્યસ્વરૂપ આત્મા ગુપ્ત છે, ઢંકાયેલો છે, કેમકે રાગમાં તે આવતો નથી, જણાતો નથી. પરંતુ નિર્મળ પરિણતિ દ્વારા તે સ્ફુટ-પ્રગટ જ છે, છૂપાયેલો નથી. શું કહ્યું? કે દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિના વિકલ્પકાળે વસ્તુ પ્રસિદ્ધ નથી, ગુપ્ત છે કેમકે એ વિકલ્પોમાં વસ્તુ આવતી નથી. વસ્તુ તો નિર્વિકલ્પ ચૈતન્યમય શુદ્ધ છે, અને તે શુદ્ધ પરિણતિની અપેક્ષાએ પ્રગટ-પ્રત્યક્ષ જ છે. ચૈતન્યતત્ત્વ નિર્મળ પરિણતિથી પ્રસિદ્ધ-પ્રગટ જ છે. અહા! શૈલી તો જુઓ! કેવી સ્પષ્ટ વાત છે!
જુઓ, આ આત્મા ચૈતન્યની નિર્મળ પરિણતિ દ્વારા જણાય છે અને તે જણાય છે ત્યારે તે પ્રત્યક્ષ છે, પ્રગટ છે એમ જણાય છે. તે પરોક્ષ છે, અપ્રગટ છે-એ તો જે રાગની રમતમાં (પ્રેમમાં) બેઠો છે એને માટે છે. જે વ્યવહારરત્નત્રયની રમતમાં (પ્રેમમાં) પડયો છે તેને તો ભગવાન આત્મા અપ્રત્યક્ષ-ગુપ્ત છે, કેમકે તેને એ જણાતો જ નથી.
PDF/HTML Page 742 of 4199
single page version
છતાં આત્મવસ્તુ તે કાળે રાગરૂપ થઈ જતી નથી. રાગના કાળે આત્મવસ્તુ ગુપ્ત છે, પણ રાગરૂપ થઈ જતી નથી. તથા જ્યારે સ્વસંવેદનજ્ઞાનની નિર્મળ પરિણતિ દ્વારા તે જણાય છે ત્યારે તે પ્રત્યક્ષ જ છે એમ જણાય છે. આવું સ્વરૂપ છે, ભાઈ! તો આવો આત્મા શું જિનદેવનો હશે! ભાઈ, જિનદેવનો એટલે જિનસ્વરૂપી એવા આ ભગવાન આત્માનો. અહાહા! બધાય આત્મા નિશ્ચયે આવા છે. સમયસાર નાટકમાં અંતિમ પ્રશસ્તિમાં ૩૧મા છંદમાં બનારસીદાસે કહ્યું છે ને કે-
ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્માનું આવું સ્વરૂપ છે કે જે પ્રગટ છે, ઢંકાયેલું નથી. અજ્ઞાનદશામાં તે ગુપ્ત હતું પણ હવે તે જ્ઞાનદશામાં પ્રગટ થઈ ગયું છે એમ કહે છે. દયા, દાન, વ્રત, ભક્તિ આદિના રાગની પરિણતિમાં તો તે ચૈતન્યવસ્તુ ગુપ્ત હતી, પણ હવે સ્વ- પરિણતિના વેદનથી તે પ્રત્યક્ષ-પ્રગટ થઈ છે. બહુ ટૂંકા શબ્દોમાં આત્માને પ્રસિદ્ધ કર્યો છે. ટીકાનું નામ પણ આત્મખ્યાતિ છે ને! ભગવાન આત્મા ચૈતન્યસ્વભાવમય વસ્તુ છે. તે સ્વસંવેદ્ય છે. કજાત એવા રાગાદિ વડે તે જણાય એમ નથી, કેમકે રાગાદિ ભાવ ચૈતન્યના- આત્માના નથી, પણ પુદ્ગલના છે. દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ હો તો પણ તેમાં ચૈતન્યનો અંશ નથી તેથી કજાત છે, પુદ્ગલમય છે. તેથી રાગાદિ વડે આત્મા જણાય એવો નથી. છતાં ચૈતન્યસ્વભાવ તો ત્રિકાળ જેવો છે તેવો જ છે. રાગકાળે પણ તેવો જ છે. પરંતુ તેને જાણવાના કાળે-સ્વસંવેદનના કાળે તે જેવો છે તેવો પ્રત્યક્ષ અને પ્રગટ થાય છે એમ કહે છે.
અહાહા! આ તો કળશ ચઢાવ્યો છે કળશ! જેમ મંદિર બનાવીને એના ઉપર કાટ વિનાનો સોનાનો કળશ ચઢાવે છે, તેમ રાગ વિનાનો ચૈતન્ય-ચમત્કારસ્વરૂપ ભગવાન આત્મા નિર્મળ પરિણતિ દ્વારા-શુદ્ધ રત્નત્રય દ્વારા જણાય છે ત્યારે તે પ્રત્યક્ષ-પ્રગટ છે એમ જણાય છે- આમ ટીકા ઉપર કળશ ચઢાવ્યો છે. અરે, ભાઈ! જરા પુરુષાર્થ કરીને મતિ-શ્રુતજ્ઞાનના ઉપયોગને સૂક્ષ્મ કર તો ચૈતન્યતત્ત્વ મળે એવું છે. જ્ઞાનનો ઉપયોગ નિજ ચૈતન્યમાં જોડવો તે સૂક્ષ્મ ઉપયોગ છે. એ સૂક્ષ્મ ઉપયોગ વડે વસ્તુ પ્રગટ છે એમ ભાન થાય છે. સ્થૂળ રાગના ઉપયોગથી ચૈતન્યવસ્તુ નહિ મળે, ભાઈ! કેમકે એ સ્થૂળ ઉપયોગની પર્યાય પુદ્ગલની છે. અહા! આવી વાત લોકોને એકાંત લાગે, પણ ભાઈ! માર્ગ આ જ છે, બાપુ! આ સમ્યક્ એકાંત જ છે.
શ્રીમદ્ રાજચંદ્રે પણ કહ્યું છે કે-‘અનેકાન્ત પણ સમ્યક્ એકાન્ત એવા નિજપદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુએ ઉપકારી નથી.’ સમ્યક્ એકાન્તનું (શુદ્ધ ચૈતન્યમય આત્માનું) ભાન જ્યારે થાય છે ત્યારે પર્યાય અને રાગનું જ્ઞાન થાય છે-હોય છે, અને તેને અનેકાન્તનું
PDF/HTML Page 743 of 4199
single page version
સાચું જ્ઞાન કહે છે. સમ્યક્ એકાન્ત તરફ જ્યારે ઢળે છે ત્યારે તેને જે જ્ઞાન થાય છે તે સ્વનું છે, અને તે જ કાળે જે રાગ બાકી છે તે પર્યાયનું પણ જ્ઞાન થાય છે અને તે સાચું અનેકાન્ત છે. સમ્યક્ એકાન્ત (શુદ્ધ ચૈતન્યમય વસ્તુ)નું જ્ઞાન રાખીને પર્યાયનું જ્ઞાન થાય તે અનેકાન્ત છે.
પ્રમાણજ્ઞાનમાં પણ, ત્રિકાળી શુદ્ધ દ્રવ્યનું-એકાન્ત નિશ્ચયનું જ્ઞાન થાય ત્યારે પર્યાય અને રાગને પણ જાણવાં એ પ્રમાણજ્ઞાન છે. તે પ્રમાણજ્ઞાન પણ ખરેખર તો સદ્ભૂત વ્યવહારનયનો વિષય છે, કારણ કે એમાં બે (દ્રવ્ય અને પર્યાય) આવ્યાં ને? અને તે કારણે પ્રમાણ પૂજ્ય નથી. જેમાં પર્યાયનો નિષેધ આવતો નથી એવું પ્રમાણજ્ઞાન પૂજ્ય નથી, જ્યારે નિશ્ચયનયમાં પર્યાયનો નિષેધ આવે છે માટે તે પૂજ્ય છે એમ કહ્યું છે. પ્રમાણજ્ઞાનમાં, નિશ્ચયથી દ્રવ્ય અભેદ છે એવું જ્ઞાન રાખીને એમાં રાગનું, પર્યાયનું જ્ઞાન ભેળવ્યું છે. નિશ્ચયના જ્ઞાનને ઉડાડીને રાગનું, પર્યાયનું જ્ઞાન ભેળવ્યું છે એમ નથી. જો નિશ્ચયનું જ્ઞાન ઉડાડે તો તે પ્રમાણજ્ઞાન જ નથી, ત્રિકાળી દ્રવ્ય શુદ્ધ છે એવું જ્ઞાન રાખીને, તે ઉપરાંત પર્યાયનું જ્ઞાન કર્યું ત્યારે જ્ઞાન પ્રમાણજ્ઞાન-સમ્યગ્જ્ઞાન થયું છે. ‘દ્રવ્ય શુદ્ધ છે’ એવું નિશ્ચયનું જ્ઞાન તે સમ્યક્ એકાન્ત છે. આ નિશ્ચયના જ્ઞાનને ઉડાડીને, જો રાગનું જ્ઞાન થાય તો તે પ્રમાણજ્ઞાન જ નથી. આવો ઝીણો માર્ગ છે, પણ આ જ માર્ગ છે. સૂક્ષ્મ કહો કે ઝીણો કહો; વસ્તુ આ જ છે.
અહાહા! ‘इदम् चैतन्यम्’–इदम् એટલે આ. આ એટલે આ અનાદિ, અનંત, ચળાચળતા રહિત, સ્વસંવેદ્ય પ્રગટ વસ્તુ છે તે ચૈતન્યસ્વભાવમય છે. આત્મા વીતરાગ સર્વજ્ઞસ્વરૂપ ચૈતન્યસ્વભાવમય છે અને તે ચૈતન્યની નિર્મળ પરિણતિ દ્વારા જણાય એવો પ્રત્યક્ષ છે. વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા ત્રણલોકના નાથ સભામાં ઇન્દ્રોને એમ કહેતા હતા કે પ્રભુ! જેમ અમે વીતરાગ સર્વજ્ઞ છીએ એમ તું પણ વીતરાગ સર્વજ્ઞસ્વરૂપ છે. અમે વીતરાગસ્વભાવમાંથી જ વીતરાગ થયા છીએ. માટે કહીએ છીએ કે વીતરાગ ચૈતન્યસ્વરૂપ આત્મા વીતરાગ પરિણતિ દ્વારા જણાય એવો પ્રત્યક્ષ છે. અહાહા! વીતરાગદેવે વસ્તુ વીતરાગ જ્ઞ-સ્વરૂપ કહી છે અને એને જાણનારી પરિણતિ પણ વીતરાગતામય જ કહી છે. પ્રભુ! જો તું જિનસ્વરૂપ ન હોય તો જિનપણું પર્યાયમાં કયાંથી પ્રગટ થશે? અહા! તું ચૈતન્યસ્વભાવી આત્મા જિનસ્વરૂપ જ છો અને તેને જાણનારી પર્યાય વીતરાગ-પરિણતિ જ છે. આ વીતરાગ પરિણતિ ધર્મ છે. લોકોને આ સમજવાની નવરાશ ન મળે એટલે સામાયિક, પોહા અને પ્રતિક્રમણ ઇત્યાદિ ક્રિયાકાંડ કરે અને માને કે ધર્મ થઈ ગયો. પણ બાપુ! એ તો બધા રાગના પ્રકાર છે અને એનાથી ચૈતન્યસ્વરૂપ આત્મા જણાતો નથી.
હવે આગળ કહે છે કે-આ ચૈતન્ય કેવું છે? કે ‘उच्चैः चकचकायते’ અત્યંતપણે
PDF/HTML Page 744 of 4199
single page version
ચકચકાટ પ્રકાશી રહ્યું છે. જેમ સૂર્ય જાજ્વલ્યમાન પ્રકાશે છે તેમ આ ભગવાન આત્મા ચૈતન્યના પ્રકાશ વડે અતિશયપણે ચકચકાટ પ્રકાશી રહ્યો છે.
પ્રશ્નઃ– તો એ દેખાતો તો નથી?
ઉત્તરઃ– ભાઈ! રાગના અંધારામાં એ તને દેખાતો નથી. રાગનાં અંધારાં તો અચેતન છે. દયા, દાન, વ્રત, ભક્તિ-ઇત્યાદિ જે રાગ છે એ તો અંધારું છે. એ અંધારામાં ચૈતન્ય કેમ દેખાય? અચેતનમાં ચૈતન્ય કેમ જણાય? એ તો ચકચકાટ જ્ઞાનસ્વભાવની વીતરાગી પરિણતિ દ્વારા જણાય છે. અને ત્યારે વ્યવહાર-રાગનું પણ જ્ઞાન થાય છે. આવો વીતરાગનો માર્ગ યથાર્થ સમજ્યા વિના લોકો બિચારા કંઈકનું કંઈક માનીને, કંઈકનું કંઈક કરીને જીવન અફળ કરીને સંસારમાં-અનંતકાળની રખડપટ્ટીમાં ચાલ્યા જાય છે!
ચકચકાટ પ્રકાશી રહ્યું છે એ ચૈતન્ય ‘स्वयं जीवः’ સ્વયં જીવ છે. જેમ રંગ-રાગ અને ભેદને પુદ્ગલ સિદ્ધ કર્યા તેમ અતિશય ચકચકાટ પ્રકાશી રહેલું આ ચૈતન્ય છે તે સ્વયં જીવ છે એમ સિદ્ધ કરે છે. એકલો ચૈતન્યસ્વભાવ અહીં સિદ્ધ નથી કરવો, જીવ સિદ્ધ કરવો છે. એટલે કહે છે કે અનાદિ, અનંત, ચળાચળતારહિત, સ્વસંવેદ્ય, પ્રગટ અને બહુ ઊંચેથી અત્યંતપણે ચકચકાટ પ્રકાશી રહેલી આ ચૈતન્યસ્વભાવમય વસ્તુ છે તે સ્વયં જીવ છે. લોકો તો ચાલે તે ત્રસજીવ અને સ્થિર રહે તે સ્થાવર જીવ એમ માને છે. અરે ભગવાન! જીવની એ વ્યાખ્યા જ ખોટી છે. પ્રભુ! તું ત્રસેય નથી અને સ્થાવરેય નથી. તું રાગીય નથી અને દ્વેષીય નથી. તું પુણ્યવાળો કે પાપવાળો, કર્મવાળો કે શરીરવાળો એ કાંઈ તું નથી. તો તું છો કોણ? પ્રભુ! કે હું તો ચૈતન્યસ્વભાવી જીવ છું આમ જ્યારે અંદર પ્રતીતિમાં આવે અને જ્ઞાનમાં જણાય ત્યારે જીવને યથાર્થ માન્યો અને જાણ્યો કહેવાય. નવતત્ત્વમાં ભિન્નપણે રહેલા આત્માને ત્યારે જાણ્યો કહેવાય.
નવતત્ત્વમાં અજીવ તત્ત્વ તો ભિન્ન છે. પુણ્ય, પાપ, આસ્રવ અને બંધ તત્ત્વ પણ ભિન્ન છે. જ્યારે જીવ બીજા તત્ત્વોથી ભિન્ન છે તો તે કેવો છે? કે એ તો ચૈતન્યસ્વભાવમય સ્વયં જીવ છે. આ (શુદ્ધ જીવ) સમ્યગ્દર્શનનો વિષય છે. આવો ચૈતન્યસ્વભાવી જીવ જ્યારે સ્વસંવેદન જ્ઞાનમાં જણાય ત્યારે રાગાદિ ભાવો વ્યવહારે જાણેલા પ્રયોજનવાન છે-જે વાત બારમી ગાથામાં લીધેલી છે.
આ અતિશયપણે ચકચકાટ પ્રકાશમાન વસ્તુ સ્વયં જીવ છે, જાણે જગતનો સૂર્ય. સ્વયં પ્રકાશે અને બીજી ચીજને પણ ‘છે’ એમ પ્રકાશે છે. ધર્માસ્તિ, અધર્માસ્તિ ઈત્યાદિ ‘છે’,રાગાદિ ‘છે’-એમ સર્વને છેપણે આ ભગવાન ચૈતન્યસ્વભાવ જાણે છે. ભગવાન આત્મા જેને જણાયો છે તે જાણે છે કે આ બીજી ચીજ છે. પરંતુ તે અન્ય સર્વને પરજ્ઞેય તરીકે જાણે છે. રાગાદિને પણ પરજ્ઞેય તરીકે જાણે છે.
PDF/HTML Page 745 of 4199
single page version
આ શાસ્ત્રજ્ઞાન છે ને એ પરજ્ઞેય છે. જે શાસ્ત્રજ્ઞાનમાં જ નિમગ્ન છે તે પરજ્ઞેય-નિમગ્ન છે અને પરજ્ઞેય-નિમગ્ન છે તે સ્વજ્ઞેયનો (ચૈતન્યસ્વભાવમય શુદ્ધ આત્માનો) અનાદર કરે છે. ગજબ વાત! એને તો એમ થાય કે હું આવો પંડિત, આટલાં તો હું શાસ્ત્ર જાણું અને એ કાંઈ નહિ! હા ભાઈ, સાંભળ. શાસ્ત્રજ્ઞાનને તો બંધ અધિકારમાં શબ્દજ્ઞાન કહ્યું છે. શબ્દજ્ઞાન એ કાંઈ આત્મજ્ઞાન છે? શબ્દજ્ઞાન કહો કે પરજ્ઞેય કહો-એક જ ચીજ છે. જ્ઞાની શાસ્ત્રજ્ઞાનને પણ પરજ્ઞેયપણે જાણે છે.
આમ વર્ણાદિ અને રાગાદિ ભાવો જીવ નથી. પરંતુ ઉપર કહ્યો છે તેવો ચૈતન્યભાવ જ જીવ છે. જ્ઞાનની પર્યાયમાં એને જ્ઞેય બનાવતાં જીવ આવો ચૈતન્યસ્વભાવમય પ્રત્યક્ષ-પ્રગટ છે એમ જણાય છે એ સંક્ષેપમાં એનો ભાવાર્થ છે.
હવે, ચેતનપણું જ જીવનું યોગ્ય લક્ષણ છે એમ કળશરૂપ કાવ્ય દ્વારા સમજાવે છેઃ-
કહે છે કે-‘यतः अजीवः अस्ति द्वेधा’ અજીવ બે પ્રકારે છે-‘वर्णाद्यैः सहितः’ વણાદિસહિત ‘तथा विरहितः’ અને વર્ણાદિરહિત. વર્ણ, રસ, ગંધ, સ્પર્શ, રાગાદિ વર્ણાદિસહિત છે અને બીજાં અમૂર્ત દ્રવ્યો વર્ણાદિરહિત છે. ‘ततः’ માટે ‘अमूर्तत्वम् उपास्य’ અમૂર્તપણાનો આશ્રય કરીને પણ અર્થાત્ અમૂર્તપણાને જીવનું લક્ષણ માનીને પણ ‘जीवस्य तत्त्वं’ જીવના યથાર્થ સ્વરૂપને ‘जगत् न पश्यति’ જગત દેખી શક્તું નથી.
અહા! આ ચૈતન્યસ્વભાવમય જીવ તો જ્ઞાનલક્ષણથી લક્ષિત છે. અર્થાત્ જ્ઞાન વડે જણાય એવી એ ચીજ છે. તે રાગથી કે અમૂર્તપણાથી જણાય એવો નથી. કારણ કે અમૂર્ત તો અન્ય દ્રવ્યો પણ છે તેથી અમૂર્તપણાવડે પણ આત્મા જણાતો નથી. એ તો જ્ઞાનના પરિણમન વડે જ જણાય એવો છે. જે જ્ઞાન વડે નિજ આત્માને જાણે છે તેને ધર્મ થાય છે.
હિંસા, જૂઠ આદિ અશુભ ભાવથી તો આત્મા જણાય નહિ, પણ દયા, દાન, વ્રત, ભક્તિ આદિ વિકલ્પોના શુભભાવથી પણ આત્મા જણાતો નથી. શુભાશુભભાવ તો ચૈતન્યના વિકારો છે. તેઓ અચેતન છે કેમકે શુદ્ધ ચૈતન્યમાં તેઓ વ્યાપતા નથી. તેથી અચેતન એવા તે વિકારો વડે ચૈતન્યવસ્તુ આત્મા કેમ જણાય? રાગાદિ ભાવ એ કાંઈ ચૈતન્યના લક્ષણરૂપ નથી કે તે વડે આત્મા જણાય, તથા અમૂર્તપણું બીજા દ્રવ્યોમાં પણ છે. તેથી અમૂર્તપણા વડે પણ જીવને અન્ય દ્રવ્યોથી ભિન્ન જાણી શકાતો નથી, આત્માને અન્ય દ્રવ્યથી ભિન્ન જાણવો હોય તો એક ચૈતન્યલક્ષણ વડે જ જાણી શકાય છે. પરદ્રવ્યથી ભિન્ન નિજસ્વરૂપનો અનુભવ ચૈતન્યલક્ષણથી જ થાય છે.
જગતના જીવો રાગાદિથી આત્માને જાણી શક્તા નથી, તેમ જ અમૂર્તપણાથી પણ આત્માને જુદો પાડી શક્તા નથી-ઓળખી શક્તા નથી. ‘इति आलोच्य’ આમ પરીક્ષા
PDF/HTML Page 746 of 4199
single page version
કરીને ‘विवेचकैः’ ભેદજ્ઞાની પુરુષોએ ‘न अव्यापि अतिव्यापि वा’ અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિ દૂષણોથી રહિત ‘चैतन्यम्’ ચેતનપણાને જીવનું લક્ષણ કહ્યું છે. ભેદજ્ઞાનીઓએ એટલે ધર્મી જીવોએ અનુભવ કરીને રાગ અને અમૂર્તપણાથી ભિન્ન એવા ચેતનપણાને જીવનું લક્ષણ કહ્યું છે. રાગાદિ ભાવો જીવની સર્વ અવસ્થાઓમાં વ્યાપતા નથી. માટે રાગાદિને જીવનું લક્ષણ માનતાં અવ્યાપ્તિનો દોષ આવે છે. જ્યારે અમૂર્તપણું અન્ય દ્રવ્યોમાં પણ છે, તેથી તેને જીવનું લક્ષણ કહેતાં એમાં અતિવ્યાપ્તિનો દોષ આવે છે.
આવું સમજવા મળે નહિ એટલે લોકો તો દયા પાળો, વ્રત કરો અને ઉપવાસ કરો-એમ ક્રિયાઓ કરવાથી આત્મલાભ થશે એમ માને છે. પણ ભાઈ! એ તો બધી રાગની ક્રિયાઓ છે. એ ક્રિયાઓ તો અચેતન જડ છે, એ ક્રિયાઓ વડે ચૈતન્યનો-આત્માનો લાભ કેમ થાય? વળી અમૂર્તપણા વડે પણ આત્મા જાણી શકાતો નથી કેમકે અમૂર્તપણું તો ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ એમ અન્ય દ્રવ્યોમાં પણ છે. તેથી આમ જાણીને ધર્મી જીવોએ ચૈતન્યપણાને જીવનું નિર્દોષ લક્ષણ કહ્યું છે.
જાણવું, જાણવું, જાણવું-એ જાણક એવા ચૈતન્યતત્ત્વનું લક્ષણ છે. અર્થાત્ જ્ઞાનલક્ષણ વડે આત્માને લક્ષ કરીને તેનો અનુભવ થઈ શકે છે, સમ્યગ્દર્શન પામી શકાય છે. અહાહા! જ્ઞાનલક્ષણ વડે લક્ષ્ય એવા આત્માને પકડતાં તેનો અનુભવ થાય છે અને તે ધર્મ છે. પરંતુ દયા, દાન, વ્રત કે ભક્તિથી આત્મા પકડાય એમ નથી કેમકે તે કોઈ આત્માનું લક્ષણ નથી. એ તો સર્વ રાગ છે અને રાગની આત્મામાં અવ્યાપ્તિ છે. આત્માની સર્વ અવસ્થાઓમાં એ રાગ વ્યાપીને રહેતા નથી, કદાચિત્ સંસાર અવસ્થામાં તે હો, પણ મોક્ષ અવસ્થામાં તે સર્વથા નથી. માટે રાગ આત્માનું લક્ષણ નથી. તેથી ગમે તેવો મંદ રાગ હોય તોપણ તે વડે ભગવાન આત્મા જણાતો નથી. તેવી રીતે અમૂર્તપણા વડે પણ ભગવાન આત્મા જાણી શકાતો નથી, કેમકે અમૂર્તપણા વડે આત્માને જાણતાં અતિવ્યાપ્તિનો દોષ આવે છે. આમ વિચારીને ભેદજ્ઞાની જીવોએ ચૈતન્યપણાને જીવનું લક્ષણ કહ્યું છે. અહાહા! જ્ઞાનના પરિણમનની જે દશા છે તે લક્ષણ છે અને તે દ્વારા આત્મા જાણી શકાય છે. ત્રિકાળી ચૈતન્યતત્ત્વને લક્ષ કરી જ્ઞાનનું જે પરિણમન થાય છે તે પરિણમનની દશામાં ભગવાન આત્મા જણાય છે અને એ જ્ઞાનના પરિણમનની ક્રિયા તે ધર્મ છે.
હવે કહે છે કે ‘समुचितम्’ તે યોગ્ય છે. શું? કે ચૈતન્યપણાને જીવનું લક્ષણ કહેવું તે સમુચિત એટલે યોગ્ય છે, બરાબર છે. કેમ? કેમકે તે અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિ દોષથી રહિત છે. અહા! ન્યાયથી-યુક્તિથી વાત કરે છે. કહે છે કે આત્મા જ્ઞાન દ્વારા જણાય એમ છે કેમકે ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાનસ્વરૂપ છે. રાગ એ તારું લક્ષણ નહિ, કેમકે તે સર્વ અવસ્થાઓમાં વ્યાપતો નથી તેથી તેની આત્મામાં અવ્યાપ્તિ છે. પરંતુ જ્ઞાન એ તારું-આત્માનું લક્ષણ છે કેમકે આત્મા ત્રિકાળ જ્ઞાનસ્વરૂપ છે. જીવની સર્વ અવસ્થાઓમાં જ્ઞાન પ્રસરે છે, તેથી જ્ઞાનલક્ષણ અવ્યાપ્તિ-દોષરહિત છે. વળી આત્માને
PDF/HTML Page 747 of 4199
single page version
છોડીને જ્ઞાન કોઈ અન્ય દ્રવ્યમાં છે નહિ. તેથી આત્માનું જ્ઞાનલક્ષણ અતિવ્યાપ્તિ દોષથી રહિત છે. આ પ્રમાણે ચૈતન્યપણાને જીવનું લક્ષણ કહેવું બરાબર છે, વ્યાજબી છે.
અહાહા! ભગવાન આત્મા અંદર ચૈતન્યનું બિંબ પ્રભુ જ્ઞાનનો ગાંઠડો છે. એમાંથી અનંત અનંત કેવળજ્ઞાનાદિ પ્રગટે તોપણ કાંઈ ખૂટે નહિ એવો એ જ્ઞાનનો રસકંદ છે. એ એ તો જ્ઞાનનું મૂળ છે જેમાંથી જ્ઞાન અખૂટપણે નીકળ્યા જ કરે. આવો આત્મા વર્તમાન જ્ઞાનની પર્યાય વડે જણાય છે. એટલે કે વર્તમાન જ્ઞાનની પર્યાય જ્ઞાયકસ્વભાવી આત્માનું લક્ષ કરે ત્યાં ‘આ જ્ઞાયકબિંબ છે’ એમ આત્મા જણાય છે. આનું નામ સમ્યગ્જ્ઞાન છે. આ જ્ઞાનની ક્રિયા એ ધર્મની ક્રિયા છે. આ પ્રમાણે જ્ઞાનલક્ષણ એ આત્માનું સમુચિત એટલે યોગ્ય લક્ષણ છે.
આગળ કહે છે કે-‘व्यक्तम्’ તે ચૈતન્યલક્ષણ પ્રગટ છે. ચૈતન્યને જાણનારી પર્યાય પ્રગટ છે માટે ચૈતન્યલક્ષણ પ્રગટ છે એમ કહે છે. એ પ્રગટ ચૈતન્યલક્ષણ દ્વારા ‘આત્મા જ્ઞાનસ્વરૂપ ત્રિકાળ’ છે એમ જાણી શકાય છે. ગજબ વાત! અહા! આત્મા તો ‘અજાયબઘર’ છે. તે અનંતગુણોરૂપ અજાયબીઓથી ભરપુર છે. વર્તમાન જ્ઞાનપર્યાય તેને જાણે, પણ ત્યાં જે જણાય છે તે જ્ઞાન (આત્મા) તો અહાહા! અનંત અને અમાપ છે. આમાં ‘મોં-માથું હાથ આવે નહિ’ (સમજણ પડે નહિ) એટલે લોકો બિચારા શું કરે? વ્રત, તપ, ઇત્યાદિમાં જોડાઈ જાય. આમ ને આમ તું અનંતકાળથી કરતો આવ્યો છે, પણ ભાઈ! વ્રત, તપના વિકલ્પ એ આત્માનું (એને જાણવાનું) લક્ષણ નથી. કહે છે કે ઇન્દ્રિયોને બંધ કરી, ઇન્દ્રિયોના જે વિષય થાય છે તેનું લક્ષ છોડી દઈને તથા મનના લક્ષે ઉપજતા વિકલ્પોનું પણ લક્ષ છોડી દઈને અંદર ચૈતન્યસ્વભાવી ભગવાન આત્માને ચૈતન્યલક્ષણ વડે અનુભવવો તે સમ્યગ્દર્શન પામવાની રીત છે. આત્મા ચૈતન્યબિંબ છે. ચૈતન્યની જે પ્રગટ જ્ઞાનદશા તે એનું લક્ષણ છે. માટે પ્રભુ! એ લક્ષણ દ્વારા અંદર જા અને જો તો તેનો અનુભવ થશે. અહાહા! જ્ઞાનની પર્યાય અંતર્મુખ થઈ સ્વને જાણે છે ત્યારે અંદર તો અદ્ભુત અનંતગુણનો ચૈતન્યગોળો જણાય છે. તથા જે અનંતગુણો ભર્યા છે એને પણ જ્ઞાન દેખી લે છે.
બાપુ! વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરે આમ જ કહ્યું છે અને સંતો પણ એમ જ કહે છે. ભાઈ! તું તને પોતાને પકડીને કયારે અનુભવી શકે? કે જ્ઞાનની પર્યાયને-લક્ષણને પકડીને સ્વમાં જાય ત્યારે. આ સિવાય ગમે તેવા મંદરાગથી-દાનાદિ ક્રિયાથી આત્મા જણાય એમ નથી.
પ્રશ્નઃ– તો અમારે દાન કરવું કે નહિ?
ઉત્તરઃ– ભાઈ! એ દાન કરવાનો-રાગની મંદતાનો ભાવો આવે એ જુદી વાત છે.
PDF/HTML Page 748 of 4199
single page version
પણ તેથી કાંઈ આત્મા ન જણાય, સમ્યગ્દર્શન ન થાય. આત્મા તો ચૈતન્યલક્ષણ જે પ્રગટ જ્ઞાનની પર્યાય છે તેને અંદર વાળતાં જણાય.
હવે કહે છે કે-ચૈતન્યલક્ષણ વ્યક્ત-પ્રગટ છે અને ‘व्यञ्जित–जीव–तत्त्वम्’ તેણે જીવના યથાર્થ સ્વરૂપને પ્રગટ કર્યું છે, એટલે કે જાણવાની જે દશા છે-જે લક્ષણ છે -તે પ્રગટ છે અને તેણે આખા ચૈતન્યતત્ત્વને પ્રગટ કર્યું છે, અહાહા! જ્ઞાનની પર્યાયને જ્ઞાયકભાવ તરફ વાળતાં- ઢાળતાં, તેણે જ્ઞાયકને પ્રગટ કર્યો છે એમ કહે છે. વર્તમાન જ્ઞાનની પર્યાયને અંતરમાં વાળતાં શુદ્ધ ચૈતન્યસ્વભાવમય જીવનો અનુભવ થાય છે અને તેથી તેણે જીવના યથાર્થ સ્વરૂપને પ્રગટ કર્યું છે એમ કહે છે.
ભગવાન આત્મા જ્ઞાનાનંદનો કંદ પ્રભુ છે, તે અનાદિનો એવો ને એવો છે. તેને વર્તમાન જ્ઞાનલક્ષણ-જ્ઞાનની પર્યાય ‘આ ચીજ આવી છે’ એમ પ્રગટ કરે છે.
પ્રશ્નઃ– પણ આવો આત્મા દેખાતો નથી ને?
ઉત્તરઃ– ભાઈ! એને તું અંદર દેખવા જાય છે જ કયાં? દેખવા જાય તો દેખાય ને? જ્ઞાનનેત્ર ઉઘાડીને અંદર જુએ તો દેખાય ને? ભાઈ! ‘આત્મા નથી દેખાતો,’ ‘મને હું નથી દેખાતો’ એવો નિર્ણય કર્યો કોણે? એવો નિર્ણય કર્યો શામાં? એવો નિર્ણય પોતે જ્ઞાનની પર્યાયમાં કર્યો છે, અને એ જ જ્ઞાન આત્મા છે. એ જ્ઞાનની પર્યાયને પકડીને અંદર જા તો આનંદનો નાથ ભગવાન જરૂર દેખાશે. બાપુ! આ તો જન્મ-મરણના ચક્રાવાનો અંત લાવવાની અપૂર્વ વાત છે. બાકી બીજું બધું (વ્રત, તપ આદિ) તો ઘણું કર્યું છે.
અહીં તો કહે છે કે ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાનસ્વરૂપ છે, અને તેની વર્તમાન પર્યાયમાં પણ જ્ઞાનઅંશ પ્રગટ છે. હવે જે જ્ઞાનઅંશ પ્રગટ છે તે જ્ઞાનલક્ષણ વડે ત્રિકાળી જ્ઞાયકસ્વભાવને પકડ અને તેનો અનુભવ કર. એ જ્ઞાનલક્ષણથી અનુભવ થઈ શકશે કારણ કે તે જ્ઞાયકનું વાસ્તવિક લક્ષણ છે. શું કહે છે? જાણવાની પર્યાય વર્તમાનમાં પ્રગટ છે કે નહિ? ન હોય તો ‘આ શરીર છે, રાગ છે’ એમ જાણે કોણ? માટે જ્ઞાનપર્યાય પ્રગટ છે. પરંતુ એ જ્ઞાનપર્યાય પરને જાણે છે. છતાં તે એનું-પરનું લક્ષણ નથી. જ્ઞાનપર્યાય તો સ્વદ્રવ્યનું લક્ષણ છે. એને અંતરમાં વાળીને જો તો તને આત્મા દેખાશે, સમ્યગ્દર્શન થશે. આવો માર્ગ કદી સાંભળ્યો હોય નહિ એટલે ‘અહિંસા પરમો ધર્મઃ’ -કોઈ જીવને ન મારવો એ ધર્મ છે અને એ બધા સિદ્ધાંતનો સાર છે-એમ પ્રરૂપણા કરે છે. આ મળ્યું જ નથી એટલે બિચારા શું કરે?
પ્રશ્નઃ– તો અમારે પર જીવોની દયા પાળવી કે નહિ?
ઉત્તરઃ– ભાઈ! પર જીવની દયા આત્મા કયાં પાળી શકે છે? પર જીવની દયા હું પાળી શકું છું એ ભાવ તો મિથ્યાત્વ છે. તથા પર જીવની દયા પાળવાનો જે
PDF/HTML Page 749 of 4199
single page version
શુભભાવ છે તે બંધનું કારણ છે. પર જીવની દયાના ભાવથી કાંઈ આત્મા જણાતો નથી એમ અહીં કહે છે. પર જીવની દયા પાળવાનો ભાવ તો રાગ છે. અને રાગ છે એ તો આકુળતામય દુઃખરૂપ દશા છે. જ્યારે ભગવાન આત્મા તો ત્રિકાળ નિરાકુળ આનંદસ્વરૂપ છે, તો આકુળતાના ભાવથી નિરાકુળ તત્ત્વ કેમ પ્રાપ્ત થાય? (ન થાય). પરંતુ એ રાગના કાળે, રાગથી ભિન્ન જે જ્ઞાનની પર્યાય છે એનાથી આત્મા જણાય એવો છે. અહાહા! જ્ઞાનની પર્યાય રાગને પણ જાણે છે છતાં જ્ઞાન એ રાગનું લક્ષણ નથી. જ્ઞાનનું, રાગ લક્ષણ નથી અને રાગનું, જ્ઞાન લક્ષણ નથી. જ્ઞાન તો ભગવાન ચૈતન્યસ્વભાવમય આત્માનું લક્ષણ છે અને તેણે (જ્ઞાન પર્યાયે) જીવ તત્ત્વને પ્રગટ કર્યું છે. અહાહા! કેવી અજબ વાત!
પ્રશ્નઃ– તો ‘ज्ञानक्रियाभ्याम् मोक्षः’ એમ કહ્યું છે ને?
ઉત્તરઃ– પણ ભાઈ! જ્ઞાનક્રિયાભ્યામ્ એટલે શું? આત્મા જે ત્રિકાળ જ્ઞાનસ્વરૂપ છે એનું જ્ઞાન કરવું અને તે જ્ઞાનમાં ઠરવું એનું નામ ‘જ્ઞાનક્રિયાભ્યામ્ મોક્ષઃ’ છે. અહીં તો સંતો એમ જાહેર કરે છે કે-પ્રભો! તું પોતે પોતાને જ્ઞાનની પર્યાયથી જણાય એવું તારું સ્વરૂપ છે. લાખ વાતની વાત કે ક્રોડ વાતની વાત આ જ છે. જે જ્ઞાનની પર્યાય પરને જાણવાનું કામ કરે છે તે કાંઈ પરનું લક્ષણ નથી. માટે જાણનારી વર્તમાન પર્યાયને, તે જેનું લક્ષણ છે એવા જ્ઞાયકસ્વભાવમાં વાળ. તેથી તને જ્ઞાયકનું સ્વરૂપ વ્યંજિત એટલે પ્રગટ થશે-જણાશે. આવી વાત છે.
અહીં બે વાત કરી છે. જીવતત્ત્વને ચૈતન્યલક્ષણે કરીને જાણવું કેમકે ચૈતન્યપણાને જીવનું લક્ષણ કહ્યું છે અને તે યોગ્ય છે-એક વાત; તથા તે લક્ષણ પ્રગટ છે-બીજી વાત. શું કહ્યું? કે જાણવાની જે પર્યાય પ્રગટ છે તે જાણવાના પરિણામથી આત્મા જણાય છે અને એનાથી જે જણાય છે તે આત્મા પણ પ્રગટ છે. વર્તમાન જ્ઞાનની પર્યાય જે પ્રગટ છે તે દ્વારા જાણતાં જ્ઞાયક જે શક્તિરૂપે છે તે ‘આ પ્રગટ છે’ એમ પ્રગટ જણાય છે. અહાહા! કેટલું સમાવ્યું છે! થોડા શબ્દોમાં ‘ગાગરમાં સાગર’ ભરી દીધો છે. દિગંબર સંતોએ-કેવળીના કેડાયતીઓએ શું ગજબ કામ કર્યાં છે! તેઓ જિનેશ્વરપદ અલ્પભવમાં જ પામવાના છે.
અહીં કહે છે કે-પ્રભુ! તું તને રાગથી નહીં જાણી શકે કારણકે રાગ તારું સ્વરૂપ નથી. તેમ જ તું અમૂર્ત છે તોપણ, અન્ય ધર્માસ્તિકાય આદિ દ્રવ્યો અમૂર્ત છે તેથી અમૂર્તપણા વડે આત્માને જાણવા જતાં અન્ય દ્રવ્યો પણ આત્માની સાથે એક થઈ જશે. તે કારણે અમૂર્તપણાથી પણ આત્માને પરથી ભિન્ન જાણી શકાશે નહિ. માત્ર એક ચૈતન્યલક્ષણ વડે આત્માને ભિન્ન પાડી શકાય છે અને એ ચૈતન્યલક્ષણ તને પ્રગટ છે. તે પ્રગટ લક્ષણ જીવના સ્વરૂપને પ્રગટ કરે છે. માટે એ ચૈતન્યલક્ષણ જે પર્યાયમાં પ્રગટ છે તે વડે આત્માને જાણ તો દ્રવ્ય તને વ્યંજિત એટલે પ્રગટ થશે.
PDF/HTML Page 750 of 4199
single page version
પ્રશ્નઃ– પરંતુ હમણાં તે કેમ જણાતો નથી?
ઉત્તરઃ– તેને જાણવા માટે જેટલી ગરજ જોઈએ તેટલી ગરજ કયાં છે? જે ઉપયોગથી તે પકડાય તે ઉપયોગ કયાં પ્રગટ કરે છે? સ્થૂળ ઉપયોગથી આત્મા પકડાતો નથી પણ સૂક્ષ્મ ઉપયોગથી તે પકડાય છે. અજ્ઞાની ઉપયોગને સૂક્ષ્મ કરતો નથી તેને આત્મા જણાતો નથી. ન્યાયથી વાત છે ને! જ્ઞાયક તરફ ઢળેલી મતિ-શ્રુતજ્ઞાનની પર્યાય તે સૂક્ષ્મઉપયોગ છે. એ સૂક્ષ્મ-ઉપયોગ વડે જ જ્ઞાયક આત્મા પકડાય છે. અરે! કેટલાક તો વ્રત-તપ કરવામાં અટકયા છે, તો વળી કેટલાક દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિમાં કલ્યાણ છે એમ માની અટકયા છે. બન્નેય એક જાતના મિથ્યાત્વમાં અટકેલા છે. તેને કહે છે કે ભાઈ! વર્તમાન જ્ઞાનપર્યાય, જે લક્ષણ છે તેને જ્ઞાયક ભણી વાળી દે તો તને આત્મા અવશ્ય જણાશે.
અહાહા! ત્રિલોકીનાથ તીર્થંકરદેવનો આ હુકમ છે કે તારું ચૈતન્યલક્ષણ તો તને પ્રગટ છે. પ્રભુ! જો બિલકુલ લક્ષણ પ્રગટ જ ન હોય તો લક્ષ્યને પકડવું મુશ્કેલ પડે. પરંતુ એમ તો નથી. ચૈતન્યલક્ષણ તો વર્તમાન પ્રગટ જ છે. માટે પ્રગટ જ્ઞાનલક્ષણ વડે લક્ષ્ય એવા જ્ઞાયકને પકડ. તેથી જ્ઞાયકવસ્તુ જે ગુપ્ત છે તે પ્રગટ થશે એટલે જણાશે. અહાહા! શું શ્લોક છે! આવી વાત બીજે કયાંય નથી. અહીં લક્ષણ જે જ્ઞાનની પર્યાય તે દ્વારા લક્ષ્ય-ત્રિકાળી જ્ઞાયકવસ્તુને પકડતાં જ્ઞાયકવસ્તુ પ્રગટ થાય છે એટલે જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક આખો આવી જાય છે એમ અર્થ નથી; પરંતુ જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયકવસ્તુનું સામર્થ્ય કેટલું છે તે ભાસે છે. જ્ઞાયકદ્રવ્ય જો પર્યાયમાં આવી જાય તો પર્યાયના નાશે દ્રવ્યનો પણ નાશ થાય, પરંતુ દ્રવ્ય તો ધ્રુવ છે, અને પર્યાય તો અંશ છે. તેથી પર્યાયમાં આખું દ્રવ્ય કેમ આવે? જ્ઞાયકસ્વભાવ તરફ ઢળેલી જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયકનું સામર્થ્ય ભાસે-જણાય તેને જ્ઞાયક પ્રગટ થાય છે એમ કહે છે. જ્ઞાયકવસ્તુ તો ત્રિકાળ જેવી છે તેવી જ છે. પણ એની દ્રષ્ટિ કરતાં જ્ઞાનપર્યાયમાં એમ ભાસે છે કે વસ્તુ મહાપ્રભુ આનંદનું દળ જ્ઞાયકભાવપણે આવી છે. પ્રગટ પર્યાય જ્યાં જ્ઞાયક તરફ વળી ત્યાં તે પ્રગટ દેખાય છે. આવી વાત છે.
અહા! કુંદકુંદાચાર્ય દિગંબર સંત હતા. સંવત ૪૯ માં થયા હતા. અને તેઓ ત્રિલોકનાથ પરમાત્મા ભગવાન સીમંધર પ્રભુ જ્યાં મહાવિદેહમાં બિરાજે છે ત્યાં ગયા હતા. ત્યાં આઠ દિવસ રહીને સમવસરણમાં સાક્ષાત્ ભગવાનની વાણી સાંભળી હતી તેમ જ શ્રુતકેવળી સાથે ચર્ચા કરી હતી. પછી ત્યાંથી આવીને આ શાસ્ત્રો બનાવ્યાં છે. ત્યાંથી તેઓ શું લાવ્યા? આ લાવ્યા કે ચૈતન્યલક્ષણે જણાય એવો આત્મા છે. આ દેહ, વાણીની જે ક્રિયા છે એ તો જડ છે. માટે એનાથી જીવ જણાય નહિ. પુણ્ય-પાપના ભાવ પણ જડ વિપરીતસ્વભાવવાળા અંધકારમય છે, માટે એનાથી પણ જીવ જણાય એમ નથી, તો
PDF/HTML Page 751 of 4199
single page version
જીવ કેમ કરીને જણાય? તો કહે છે કે જીવ ચૈતન્યલક્ષણે કરીને જણાય છે અને તે ચૈતન્યલક્ષણ પ્રગટ છે.
હવે કહે છે કે તે ‘अचलम्’ અચળ છે. તે ચૈતન્યલક્ષણ ચળાચળતારહિત છે અને સદા મોજૂદ છે. અહાહા! તે ચૈતન્યલક્ષણ સ્વમાંથી ખસીને જડમાં કે રાગમાં જાય એવું નથી, અને તે સદા હયાતી ધરાવે છે, ત્રિકાળી જ્ઞાનલક્ષણ તો ધ્રુવ છે. તેને વર્તમાન જ્ઞાનલક્ષણથી- જ્ઞાનપર્યાયથી જાણતાં જણાય એવો છે, માટે કહે છે. કે-હે જગતના જીવો! ‘आलम्ब्यताम्’ તેનું જ અવલંબન કરો. લક્ષણની પર્યાયને આલંબન દ્રવ્યનું આપો. જેનું તે લક્ષણ છે એવા જ્ઞાયક દ્રવ્યનું એને આલંબન આપો. જગતના જીવો જ્ઞાનલક્ષણનું જ આલંબન કરો, કેમકે તે વડે જ યથાર્થ જીવનું ગ્રહણ થાય છે.
હે જગતના જીવો, ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય ભગવાનનું આલંબન લો અને રાગ અને નિમિત્તનું આલંબન છોડો, કેમકે રાગ અને પરના આલંબનથી કલ્યાણ થતું નથી. જ્ઞાનની પર્યાય દ્વારા અંદર જતાં યથાર્થ જીવનું-જ્ઞાયકતત્ત્વનું ગ્રહણ થાય છે માટે એનું આલંબન લો.
કહે છે કે-વર્ણાદિ ભાવો જીવમાં કદી વ્યાપતા નથી. વર્ણ કહેતાં રંગ અને આદિ એટલે રાગાદિ ભાવો. તેઓ જીવમાં નિશ્ચયથી કદી વ્યાપતા નથી, તેથી તેઓ નિશ્ચયથી જીવનાં લક્ષણ છે જ નહિ. તેઓ એક સમયની પર્યાયમાં છે, પરંતુ અંદર દ્રવ્યમાં કયાં વ્યાપે છે? ભગવાન જ્ઞાનસ્વરૂપી આત્મામાં રંગ અને રાગાદિ કયાં છે? માટે તેઓ નિશ્ચયથી જીવનાં લક્ષણ છે જ નહિ. આ દયા, દાન, વ્રતાદિના ભાવ છે એ તો રાગ છે, અને રાગ જીવનું લક્ષણ નથી, તેથી એ વડે જીવ જણાતો નથી. અર્થાત્ એનાથી સમ્યગ્દર્શન થતું નથી.
વર્ણાદિ ભાવ નિશ્ચયથી જીવમાં વ્યાપતા નથી. જો તેઓ વ્યવહારથી વ્યાપે છે એમ માનવામાં આવે તોપણ દોષ આવે છે. સિદ્ધોમાં તો તે ભાવો વ્યવહારથી પણ નથી માટે અવ્યાપ્તિ દોષ આવે છે. જો વર્ણાદિ ભાવો જીવના હોય તો સદાય જીવમાં રહેવા જોઈએ, પરંતુ તેઓ સિદ્ધ અવસ્થામાં વ્યવહારે પણ હોતા નથી. માટે તેઓ સદાય જીવમાં વ્યાપતા નથી, માટે વર્ણાદિ ભાવોનો આશ્રય કરવાથી જીવનું યથાર્થ સ્વરૂપ ઓળખાતું નથી. અર્થાત્ રંગ, રાગ આદિ ભાવોનો આશ્રય કરવાથી જીવસ્વરૂપનું સમ્યગ્જ્ઞાન થતું નથી.
હવે કહે છે કે અમૂર્તપણું સર્વ જીવોમાં વ્યાપે છે. તેથી ‘આત્મા અમૂર્ત છે’ એમ લઈએ તો? તોપણ દોષ આવે છે, કારણ કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ
PDF/HTML Page 752 of 4199
single page version
અને કાળ એ ચાર દ્રવ્યો પણ અમૂર્ત છે. ભગવાને છ દ્રવ્ય જોયાં છે. તેમાં આત્મા ઉપરાંત ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ એ ચાર દ્રવ્યો પણ અરૂપી-અમૂર્ત જોયાં છે. એટલે અમૂર્તપણું લક્ષણ તરીકે લેવામાં આવે તો, અમૂર્તપણું પોતામાં અને અન્ય દ્રવ્યોમાં પણ છે તે કારણે, એના વડે આત્મા જણાય એવો નથી. અમૂર્તપણું જેમ જીવમાં વ્યાપે છે તેમ અન્ય ચાર દ્રવ્યોમાં પણ વ્યાપે છે. તેથી અમૂર્તપણું જીવનું લક્ષણ માનતાં અતિવ્યાપ્તિ નામનો દોષ આવે છે. માટે અમૂર્તપણાનો આશ્રય કરવાથી પણ જીવનું યથાર્થ સ્વરૂપ ગ્રહણ થતું નથી.
હવે કહે છે કે ચૈતન્યલક્ષણ સર્વ જીવોમાં વ્યાપતું હોવાથી, એટલે કે જાણવું, જાણવું, જાણવું-એવું જે લક્ષણ છે તે સર્વ જીવોમાં વ્યાપતું હોવાથી અવ્યાપ્તિ દોષથી રહિત છે. કોઈ વખતે તે લક્ષણ હોય અને કોઈ વખતે તે ન હોય એમ નથી. એ સર્વ જીવમાં સદા વ્યાપે છે. તથા ચૈતન્યલક્ષણ જીવ સિવાય અન્ય કોઈ દ્રવ્યમાં વ્યાપતું નથી, માટે અતિવ્યાપ્તિ દોષથી પણ તે રહિત છે. તેમજ તે ચૈતન્યલક્ષણ પ્રગટ છે. માટે એનો જ આશ્રય કરવો. વર્ણાદિભાવોનો આશ્રય કરવાથી યથાર્થ સ્વરૂપ ઓળખાતું નથી એમ નકાર કર્યો હતો. હવે અસ્તિથી લીધું કે ચૈતન્યલક્ષણનો જ આશ્રય કરવો કેમકે તે વડે જીવના યથાર્થ સ્વરૂપનું ગ્રહણ થઈ શકે છે.
અહાહા! આત્મા ત્રિકાળ જ્ઞાયકસ્વભાવી પ્રભુ છે. તે જ્ઞાનલક્ષણ વડે એટલે વર્તમાન જ્ઞાનની પર્યાય દ્વારા જણાય છે. જ્ઞાનની પર્યાય જ્ઞાયક તરફ ઢળતાં એમાં જ્ઞાયકના સ્વરૂપનું યથાર્થ ગ્રહણ થાય છે. અહાહા! કેવી વાત કરી છે! બહારનાં વ્રત પાળવાથી, ભક્તિ કરવાથી કે તપ કરવાથી આત્મા ન જણાય. ભાઈ, એ તો બધો રાગ છે, એ કાંઈ જીવનું લક્ષણ નથી કે એનાથી જીવ જણાય.
શંકાઃ– વ્યવહારથી પણ થાય અને નિશ્ચયથી પણ થાય; નહીંતર એકાંત થઈ જશે.
સમાધાનઃ– ભાઈ! એમ નથી. પૂર્ણ વીતરાગ ન હોય ત્યાં સુધી વ્યવહાર હોય છે, પણ એ વ્યવહારથી નિશ્ચય પમાય છે એમ નથી. સમ્યગ્જ્ઞાન અને ચારિત્રમાં અલ્પતા છે. તેથી સાધકને રાગ-વ્યવહાર હોય છે. પણ તે રાગ સાધન છે અને તેથી આત્માને લાભ થાય છે એમ નથી. મંદરાગ પણ રાગ જ છે. મંદરાગથી શું લાભ થાય? પુણ્ય બંધાય પણ તેથી અબંધ સ્વભાવ હાથ આવે નહિ. જ્ઞાયકવસ્તુ તો જ્ઞાનની નિર્મળ પરિણતિ વડે જ જણાય છે અને રાગથી નહિ. આવું જ સ્વરૂપ છે.
ભાઈ! આ તો જીવન ચાલ્યું જાય છે. ઘણા જીવો તો મરીને તિર્યંચ થતા હોય છે. કારણ કે આર્ય મનુષ્યને માંસ-દારૂ ઇત્યાદિ તો હોતાં નથી તેથી નરકમાં તો ન જાય. વળી ધર્મ તો છે નહિ અને જેથી પુણ્ય બંધાય એવાં સત્ શાસ્ત્રોનાં પઠન-પાઠન, શ્રવણ-ચિંતવન-મનન ઇત્યાદિની પણ ફુરસદ મળે નહિ, આખો દિવસ સંસારમાં પાપની પ્રવૃત્તિઓ
PDF/HTML Page 753 of 4199
single page version
કરે અને એમ ને એમ દેહ છૂટી જાય. તેથી ભગવાન તો એમ કહે છે કે ઘણા જીવો અહીંથી મરીને પશુમાં-ઢોરમાં અવતરે છે. તિર્યંચની સંખ્યા પણ મોટી છે. ભાઈ! આવાં ટાણાં મળ્યાં છે તોપણ જો આ ન સમજ્યો અને બહારમાં રોકાયો તો અવસર ચાલ્યો જશે. અરેરે! ધર્મના નામે પણ લોકોને કુધર્મ મળ્યો છે!
પ્રશ્નઃ– પણ અમારે દેશનું ભલું તો કરવું ને?
ઉત્તરઃ– ભાઈ! કોણ દેશનું ભલું કરી શકે છે? ‘હું દેશનું ભલું કરી શકું છું’ એ માન્યતા જ મિથ્યા છે. કોનો દેશ? આ દેશ કયાં તારો છે? એ તો પરક્ષેત્ર છે. તારો દેશ તો અસંખ્યાતપ્રદેશી ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા છે.
ત્યારે તે કહે છે-વ્યવહારથી તો છે?
ભાઈ! વ્યવહાર તો કહેવામાત્ર છે. એનો અર્થ જ એ કે એ તારો નથી. લોકો માત્ર ‘આ મારું ગામ છે’ એમ નથી કહેતા? (હા, કહે છે). તો શું તે ગામ એમનું છે? જરાય નહિ. ગામ તો ગામનું છે. તેમ ભાઈ! કોના દેશ અને કોના પાદર? પ્રભુ! જ્યાં (ભલું કરવાનો) રાગ તારો નથી ત્યાં દેશ તારો કયાંથી આવ્યો? રાગ છે એ તો ઉપાધિ-સંયોગીભાવ છે, તે કાંઈ સ્વભાવભાવ નથી, સ્વભાવભાવ તો ચૈતન્યલક્ષણ છે.
અહીં આનંદને જીવનું લક્ષણ કહ્યું નથી કેમકે તે પ્રગટ નથી. જ્યારે ચૈતન્યની પર્યાય તો પ્રગટ છે તેથી ચૈતન્યને જીવનું લક્ષણ કહ્યું છે.
આમ તો પંચાસ્તિકાયમાં ‘ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય’ લક્ષણ કહ્યું છે. એ તો વસ્તુને સિદ્ધ કરવા કહ્યું છે. ત્યાં રાગ-દ્વેષ, પુણ્ય-પાપને જીવનું લક્ષણ કહ્યું છે કેમકે તે જીવની પર્યાયમાં થાય છે એમ ત્યાં સિદ્ધ કરવું છે. જ્યારે અહીં તો વાસ્તવિક ધર્મ જેનાથી થાય એ લક્ષણ છે એમ લેવું છે.
‘ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્તમ્ સત્’ એમ કહ્યું છે ત્યાં વિકારી ઉત્પાદને જીવનું લક્ષણ કહ્યું છે. પરંતુ એ જુદી ચીજ છે. એ લક્ષણ દ્વારા તો વસ્તુની સ્થિતિ-મોજૂદગી સિદ્ધ કરવી છે. પરંતુ અહીં તો ત્રિકાળી ચૈતન્યસ્વભાવ જ્ઞાનની પર્યાયથી જ જણાય એવો છે, રાગથી નહિ, માટે જ્ઞાનને જ એનું લક્ષણ કહ્યું છે.
હવે આત્માનો જાણક...જાણક...જાણકસ્વભાવ જ્ઞાનલક્ષણ વડે પ્રગટ છે, અર્થાત્ જ્ઞાનલક્ષણથી જીવ જણાય એવો છે, છતાં લોકો અજ્ઞાનમાં આ લક્ષણને કેમ જાણતા નથી? - આમ આચાર્ય આશ્ચર્ય અને ખેદ પ્રગટ કરે છે. હજી વિકલ્પ છે ને? તેથી આચાર્ય આશ્ચર્ય અને ખેદ બતાવે છેઃ-
‘इति लक्षणतः’ આમ પૂર્વોક્ત જુદાં લક્ષણને લીધે ‘जीवात् अजीवम् विभिन्नम्’
PDF/HTML Page 754 of 4199
single page version
જીવથી અજીવ ભિન્ન છે એટલે કે રાગ જે અજીવ છે તેથી જીવ-ભગવાન આત્મા ભિન્ન છે. તથા ‘स्वयं उल्लसन्तम्’ તેને (અજીવને) પોતાની મેળે સ્વતંત્રપણે જીવથી ભિન્ન વિલસતું- પરિણમતું ‘ज्ञानीजनः’ જ્ઞાની પુરુષ ‘अनुभवति’ અનુભવે છે.
શું કહ્યું? કે જ્ઞાની રાગને આત્માના ચૈતન્યસ્વભાવથી ભિન્ન અનુભવે છે. અર્થાત્ ધર્મી જીવ જ્ઞાનસ્વભાવી આત્માને અનુભવે છે ત્યારે, અનુભવમાં રાગ આવતો નથી પણ તે ભિન્ન રહી જાય છે, તે ભિન્ન છે એમ જણાય છે. માટે તે રાગ જીવ નથી, અજીવ છે. રાગ એટલે દેવ-ગુરુ-શાસ્ત્રની ભેદરૂપ શ્રદ્ધા, શાસ્ત્રના ભણતરનો વિકલ્પ, અને પંચમહાવ્રતનો ભાવ ઇત્યાદિ. કહે છે કે ધર્માત્માને જ્ઞાનલક્ષણે લક્ષિત આત્માનો અનુભવ થતાં, તે રાગને જ્ઞાનના અનુભવથી ભિન્ન જાણે છે. ધર્મીપુરુષ અજીવને પોતાની મેળે સ્વતંત્રપણે જીવથી ભિન્નપણે પરિણમતું જાણે છે. અનુભવ વિના રાગ જુદો છે-જુદો છે એમ કોઈ કહે એ વાત નહિ. આ તો સ્વાનુભવની જ્ઞાનપરિણતિમાં તે રાગ-અજીવ આવતો નથી માટે એને જ્ઞાની જુદો જાણે છે એમ કહે છે.
દયા, દાન, વ્રત, આદિના વિકલ્પ અજીવ કેમ છે? કેમકે ચૈતન્યલક્ષણે આત્માને અનુભવતાં, જ્ઞાનના વેદનમાં આનંદનું વેદન જોતાં, રાગનું વેદન આવતું નથી પણ તે ભિન્ન રહી જાય છે. માટે તે દયા, દાન આદિના વિકલ્પ અજીવ છે, જીવથી ભિન્ન છે. હવે કહે છે કે આવું સ્વરૂપ છે ‘तत्’ તોપણ ‘अज्ञानिनः’ અજ્ઞાનીને ‘निरवधि–प्रविजृम्भितः अयं मोहः तु’ અમર્યાદપણે ફેલાયેલો આ મોહ ‘कथम् नानटीति’ કેમ નાચે છે? જ્ઞાન અને રાગ એ બેના એકપણાની ભ્રાંતિ કેમ નાચે છે? તું તો જ્ઞાયકસ્વભાવી ભગવાન છો ને! અને આ રાગ તો અચેતન છે. પ્રભુ! તને એ બેના એકપણાનો ભ્રમરૂપ મોહ કેમ નાચે છે? તને આ શું થયું છે? એમ કહે છે.
અહા! આત્મા શુદ્ધ જ્ઞાનાનંદસ્વભાવી વસ્તુ છે. જ્ઞાનલક્ષણે તેને અનુભવતાં અનુભવથી રાગ ભિન્ન રહી જાય છે. તેથી રાગ છે એ તો મડદું-લાશ છે, એમાં ચૈતન્ય નથી. આમ છે તોપણ અજ્ઞાનીને આવું મડદું કેમ નાચી રહ્યું છે? આ ચૈતન્યની સાથે મડદાને કેમ એકમેક કર્યું છે? અરે ભાઈ! જીવતી જ્યોત્ પ્રભુ ચૈતન્યમય આત્માને ભૂલીને આ રાગ સાથે તને એક્તાબુદ્ધિ કેમ થઈ છે? ‘अहो बत’ આમ આચાર્યશ્રી અમૃતચંદ્રાચાર્યને કરુણાના ભાવપૂર્વક પ્રશસ્ત ખેદ અને આશ્ચર્ય થાય છે. કુંદકુંદાચાર્ય મહારાજ-દિગંબર સંત ૨૦૦૦ વર્ષ પહેલાં થઈ ગયા. અને તેમના પછી તેમની પરંપરામાં અમૃતચંદ્રાચાર્ય ૧૦૦૦ વર્ષે થયા. તેઓ ખેદ દર્શાવતાં આ કળશમાં કહે છે કે-જેમાં ચૈતન્યપણું નથી એવા રાગાદિ ભાવોથી અજ્ઞાનીને એક્તાનો મોહ- ભ્રાન્તિ કેમ થઈ રહ્યાં છે?
ભાઈ! શું શાસ્ત્ર વાંચવાથી જ્ઞાન થાય છે? ના, વાંચવાથી જ્ઞાન થતું નથી. જે જ્ઞાનની પર્યાય થાય છે એ તો એનો જન્મકાળ છે તેથી થાય છે, શબ્દોથી થતી નથી.
PDF/HTML Page 755 of 4199
single page version
તથા એ પરલક્ષી જ્ઞાન કાંઈ સમ્યગ્જ્ઞાન નથી. સમ્યગ્જ્ઞાન તો જ્ઞાનલક્ષણે કરીને જ્ઞાયકને અનુભવતાં જે જ્ઞાન થાય છે તે છે. જેવું સ્વરૂપ જ્ઞાનનું છે તેનો નમૂનો પ્રગટે તે સમ્યગ્જ્ઞાન છે. અહા! આત્મા તો વિજ્ઞાનઘન છે. એમાં કોઈનો પ્રવેશ નથી. આ લોઢાનું ટાંકણું છે ને, એની અંદર પણ અવકાશ છે. લોઢું છે છતાં એમાં થોડો અવકાશ-આકાશના પ્રદેશો છે. તદ્ન લોઢું ઘન-એકમેક નથી. જ્યારે આ ભગવાન આત્મા તો જ્ઞાન અને આનંદથી સંપૂર્ણ એકમેક છે. તેમાં જરાય અવકાશ નથી. હીરા, માણેકમાં પણ અંદર અવકાશ-આકાશના પ્રદેશો હોય છે, પણ આ જ્ઞાનાનંદઘન પ્રભુ આત્મામાં જરાય અવકાશ નથી. આવો હોવા છતાં આચાર્ય કહે છે કે તેને રાગ સહિત માનવારૂપ નિરવધિ ફેલાયેલો મોહ-સ્વપરની ભ્રાન્તિ કેમ નાચે છે? આચાર્ય પોતે ધર્માત્મા સંત છે અને અલ્પકાળમાં મોક્ષ જવાના છે. પણ હજી વિકલ્પ છે ને! તેથી આ આશ્ચર્ય સાથે ખેદ દર્શાવે છે કે-આ ચૈતન્યઘનસ્વરૂપ આત્મામાં રાગનો પ્રવેશ નથી છતાં રાગ સાથે એકપણું માનીને તને આ શું થયું છે?
આશ્ચર્ય-મહ્દ આશ્ચર્ય છે કે શુદ્ધ ચૈતન્યનું બિંબ પ્રભુ આત્મા ત્રિકાળ ધ્રુવ અંદર અસ્તિપણે બિરાજમાન છે અને તે જ્ઞાનલક્ષણે કરીને જણાય એવો છે છતાં એને નહિ જાણતાં, અરેરે! અજ્ઞાની રાગ સાથે એકપણું કરીને મોહથી નાચે છે!
વળી, ફરી મોહનો પ્રતિષેધ કરે છે અને કહે છે કે અજ્ઞાનીની માન્યતામાં સ્વ-પરની એક્તાબુદ્ધિથી જો મોહ નાચે છે તો નાચો, તોપણ ભગવાન જ્ઞાયક તો જ્ઞાયકસ્વરૂપ જ છે. વસ્તુ તો વસ્તુપણે આમ જ છેઃ-
‘अस्मिन् अनादिनि महति अविवेक–नाटये’ આ અનાદિકાળના મોટા અવિવેકના નાટકમાં ‘वर्णादिमान् पुद्गलः एव नटति’ વર્ણાદિમાન પુદ્ગલ જ નાચે છે. શું કહે છે? કે રાગ અને આત્મા એક છે એવી જે માન્યતા છે તે અવિવેકનું મોટું નાટક છે. અવિવેકનું નાટક એટલે સ્વપરની એક્તાનું નાટક. ચૈતન્યબ્રહ્મ પ્રભુ આત્મા આનંદનો નાથ છે. આવા નાથ સાથે રાગના એકપણાનો ભાવ તે અવિવેકનું નાટક છે અને એમાં પુદ્ગલ જ નાચે છે.
વસ્તુ તો ત્રિકાળ જ્ઞાયકસ્વભાવી જ છે. પરંતુ આ રંગ-રાગાદિ ભાવો, નિગોદથી માંડીને પંચેન્દ્રિય સુધીના ભાવો જે છે તે બધાયમાં પુદ્ગલ જ નાચે છે. ભગવાન આત્મા તો એક જ્ઞાયકપણે જ રહે છે. રંગ-રાગાદિ ભાવોમાં એ કયાં પ્રસરે છે? ચૈતન્યદેવ તો સદાય ચૈતન્યપણે જ રહ્યો છે. આ રાગાદિ ભાવો છે એ તો પુદ્ગલનો જ નાચ છે. તેઓ પુદ્ગલપૂર્વક જ થયા છે અને તેથી તેમાં પુદ્ગલ જ નાચે છે એમ કહે છે. અહાહા! અનંતકાળમાં જે શુભભાવ થયો એ પુદ્ગલનું પરિણમન છે. અશુભભાવ થયો તે પુદ્ગલનું પરિણમન છે; તથા શુભભાવનું ફળ જે સ્વર્ગ આવ્યું એ પણ પુદ્ગલમય છે અને અશુભ-
PDF/HTML Page 756 of 4199
single page version
ભાવનું ફળ જે નરક-તિર્યંચ આવ્યું એ પણ પુદ્ગલમય છે. આમ રાગાદિ ભાવોમાં સર્વત્ર પુદ્ગલ જ નાચી રહ્યું છે.
આત્મા તો જેવો છે તેવો સદાય જ્ઞાયકપણે છે. પ્રવચનસારની ગાથા ૨૦૦ની ટીકામાં પણ છે કે અનાદિનો જીવ જ્ઞાયક જ રહ્યો છે. આ રાગાદિ ભાવોમાં એ જ્ઞાયક નાચતો નથી પણ પુદ્ગલ જ નાચે છે. આ પુણ્ય-પાપના ભાવ અને એનાં ચારગતિરૂપ ફળ તથા શરીર, મન, વાણી, ઇન્દ્રિય ઇત્યાદિનો સંયોગ-એ બધામાં ‘पुद्गलः एव नटति’ પુદ્ગલ જ નાચે છે.
પ્રશ્નઃ– રાગની પરિણતિ તો જીવની છે ને?
ઉત્તરઃ– રાગની પરિણતિ જીવની એક સમયની પર્યાયમાં છે તેથી તેને વ્યવહારથી જીવની કહી છે, તોપણ નિશ્ચયથી તે ચૈતન્યસ્વભાવમય નથી. રાગાદિમાં ચૈતન્ય પ્રસરતું નથી માટે તે અચેતન પુદ્ગલમય છે. ભાઈ! જે ભાવથી તીર્થંકરગોત્ર બંધાય તે ભાવ પણ અચેતન- પુદ્ગલ છે કેમકે તે ચૈતન્યની જાતિનો નથી. જુઓને, આમાં શું લખ્યું છે? કે અનાદિકાળના મોટા અવિવેકના નાટકમાં વર્ણાદિમાન પુદ્ગલ જ નાચે છે.
જેમ નાટકમાં પડદા પડે તેમ પુણ્ય-પાપના ફળરૂપે સ્વર્ગમાંથી પશુમાં જવું અને પશુમાંથી નરકમાં જવું-એમ ચારગતિમાં પરિભ્રમણ કરવું એ બધા અનેકરૂપ પડદામાં પુદ્ગલના જ ઠાઠ છે, એમાં શુદ્ધચૈતન્યમય જીવ છે જ નહિ. એ તો શુદ્ધ ચૈતન્યપણે ત્રિકાળ જ્ઞાયકપણે જ રહે છે, કદીય શુભાશુભભાવપણે થતો જ નથી. છઠ્ઠી ગાથાની ટીકામાં પણ આવે છે કે ભગવાન આત્મા શુભાશુભભાવના સ્વભાવે કદીય થયો નથી. જો તે-રૂપે થાય તો જડ થઈ જાય કેમકે શુભાશુભભાવ તો જડસ્વભાવી છે. તેથી કહે છે કે પુણ્ય-પાપના ભાવપણે અને તેના ફળપણે પુદ્ગલ જ નાચી રહ્યું છે. ગજબ વાત છે!
હવે આગળ કહે છે ‘न अन्यः’ અન્ય કોઈ નહિ. અભેદજ્ઞાનમાં પુદ્ગલ જ અનેક પ્રકારનું દેખાય છે, જીવ તો અનેક પ્રકારનો છે નહિ. ભગવાન આત્મા તો શુદ્ધ બુદ્ધ એકસ્વભાવી અભેદસ્વભાવી ચૈતન્યમય છે. અહાહા! સદાય પવિત્ર ચૈતન્યસ્વભાવમય એકરૂપ વસ્તુમાં અનેકપણું નથી. એટલે કે શુભાશુભભાવ અને તેના ફળરૂપ સંયોગનું અનેકપણું આત્મામાં નથી. કહે છે કે રાજા થાય, રંક થાય, નારકી થાય, દેવ થાય, તિર્યંચ થાય, કીડી, કબુતર કે કાગડો થાય-એ અનેકપણામાં પુદ્ગલનો નાચ છે. એમાં સદાય એકરૂપ ચૈતન્ય કયાં પ્રસર્યો છે? સત્ય સમજવું હોય એને આ વાત કહે છે. એમાં વાદવિવાદથી કાંઈ પાર પડે એમ નથી.
પ્રશ્નઃ– અહીં પુણ્ય-પાપ આદિ ભાવો પુદ્ગલથી થયા છે એમ કહ્યું છે; તોપણ નિમિત્તથી થયા નથી એમ આપ કેમ કહો છો?
PDF/HTML Page 757 of 4199
single page version
ઉત્તરઃ– ભાઈ! જ્યાં જે અપેક્ષા હોય તે બરાબર સમજવી જોઈએ. રાગ પુદ્ગલનો આશ્રય કરીને થયો છે તેથી તે પુદ્ગલની જાતનો છે એમ કહ્યું છે. રાગ છે તો જીવની પર્યાય પણ તે નિમિત્તને વશે-વશ થવાથી થયેલી છે, અને નિમિત્ત તો પુદ્ગલ છે. માટે પુદ્ગલના વશે થયેલા ભાવને પુદ્ગલમાં નાખ્યો છે, કેમ કે તે ચૈતન્યસ્વભાવમય નથી. અહીં પ્રયોજન ત્રિકાળી સ્વભાવનો આશ્રય કરાવવાનું છે. તેથી વિકાર થાઓ તો થાઓ, એ તો પુદ્ગલમય છે-એમ સ્વચ્છંદપણે ન પ્રવર્તવું. રાગ પોતાની પર્યાયમાં થાય છે તે અશુદ્ધ ઉપાદાન છે. એ અશુદ્ધ ઉપાદાનને વ્યવહાર ગણીને તથા નિમિત્ત જે કર્મ છે તેને પણ વ્યવહાર ગણીને-બન્નેને એક ગણીને, જીવમાંથી કાઢી નાખ્યા છે.
અહાહા! આ ટીકા જે થઈ છે એ ટીકાના શબ્દો અને તેનો વિકલ્પ-એ બધું પુદ્ગલ છે એમ કહે છે. એ વિકલ્પમાં સદાય એકરૂપ જ્ઞાયકસ્વભાવી ભગવાન કયાં આવ્યો છે? ટીકા લખવાનો વિકલ્પ અને ટીકાના શબ્દો બન્નેને એક ગણીને પુદ્ગલ નાચે છે એમ કહ્યું છે.
આત્મા જ્ઞાતાદ્રષ્ટાસ્વભાવી-જ્ઞાતાદ્રષ્ટાના ભાવથી પરિપૂર્ણ ભાવવાળી એકસ્વભાવી વસ્તુ છે. એ સિવાય જે અનેક પ્રકારે થતા પુણ્ય-પાપના વિકારી ભાવ અને એનાં ફળ-એ બધામાં પુદ્ગલ નાચે છે. જો એમાં શુદ્ધ ચૈતન્ય હોય તો, અર્થાત્ જો તે ચૈતન્યની જાતિના હોય તો કદીય નીકળે નહિ. પણ તેઓ તો નીકળી જાય છે. તેથી તેમને અજીવ ગણીને પુદ્ગલના કહ્યા છે, કેમ કે તેઓ પુદ્ગલના વિપાકપૂર્વક થાય છે. પણ તેથી કરીને એમ ન સમજવું કે પુદ્ગલકર્મનો ઉદય આવ્યો માટે વિકાર થયો છે. કર્મ-નિમિત્તને વશ થવાના વિપરીત પુરુષાર્થથી વિકાર તો થયો છે, પરંતુ તે વિપરીત પુરુષાર્થની દશા સ્વભાવમાં નથી માટે તેને પુદ્ગલ કહ્યો છે.
હવે કહે છે કે ‘अयं जीवः’ આ જીવ તે ‘रागादि–पुद्गल–विकार–विरुद्ध–शुद्ध चैतन्य–धातुमय–मृर्तिः’ રાગાદિક પુદ્ગલ-વિકારોથી વિલક્ષણ, શુદ્ધ ચૈતન્યધાતુમય મૂર્તિ છે. અહાહા! ભગવાન જ્ઞાયકસ્વરૂપ તો એકલું ચૈતન્યનું દળ છે. એમાં વિકલ્પનો પ્રવેશ થાય એવું પોલાણ નથી. દયા, દાન, વ્રત, આદિ પુદ્ગલ-વિકારો પામે નહિ એવી શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપ મૂર્તિ છે. જ્ઞાયક સદા જ્ઞાયક જ છે.
આત્મામાં ચિદ્વિકારને-ચૈતન્યના વિકારોને દેખીને એવો ભ્રમ ન કરવો કે એ પણ ચૈતન્ય જ છે. જીવની પર્યાયમાં દયા, દાન, વ્રત, ભક્તિ, આદિના જે પરિણામ થાય છે તે ચૈતન્યના વિકાર છે. તે ચૈતન્યમય આત્માના છે એમ ભ્રમ ન કરવો. એનો અર્થ એ થયો કે જે વ્યવહાર-રાગને સાધન કહ્યું છે તે ખરેખર સાધન છે એવો ભ્રમ ન કરવો. વ્યવહાર-રાગ સાધન છે જ નહિ. વ્યવહાર કોને કહેવાય? અજ્ઞાનીએ તો રાગને પોતાનો
PDF/HTML Page 758 of 4199
single page version
માન્યો છે, અને રાગ તો બંધનું જ કારણ છે; તેથી તેને એ સાધન કયાંથી થાય? અંતર- સ્વરૂપનું જેને ભાન થયું છે તેને વ્યવહારે વ્યવહાર છે. (અજ્ઞાનીને તો વ્યવહારે પણ વ્યવહાર સાધન નથી).
ભગવાન આત્મા આનંદનો નાથ જ્ઞ-સ્વભાવી-સર્વજ્ઞસ્વભાવી પ્રભુ છે. તેના વિરુદ્ધનો વિકાર દેખીને તે ચૈતન્યનો છે એમ ભ્રમ ન કરવો. તથા તે ચૈતન્યસ્વભાવનું સાધન છે એમ ભ્રમ ન કરવો. ચૈતન્યસ્વભાવનું સાધન તો તેનો નિરાકુળ અનુભવ કરવો તે છે. અહાહા! સ્વાનુભવનું કાર્ય એ ચૈતન્ય પરમાત્માનું સાધન છે.
પ્રશ્નઃ– વ્યવહાર સાધન કહ્યું છે ને?
ઉત્તરઃ– ભાઈ! એની સ્પષ્ટતા તો પંડિતપ્રવર શ્રી ટોડરમલજીએ મોક્ષમાર્ગપ્રકાશકના સાતમા અધિકારમાં કરી છે કે-‘હવે મોક્ષમાર્ગ તો બે નથી પણ મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારથી છે. જ્યાં સાચા મોક્ષમાર્ગને મોક્ષમાર્ગ નિરૂપણ કર્યો છે તે નિશ્ચયમોક્ષમાર્ગ છે તથા જ્યાં જે મોક્ષમાર્ગ તો નથી પરંતુ મોક્ષમાર્ગનું નિમિત્ત છે વા સહચારી છે તેને ઉપચારથી મોક્ષમાર્ગ કહીએ તે વ્યવહાર મોક્ષમાર્ગ છે, કારણ કે નિશ્ચય-વ્યવહારનું સર્વત્ર એવું જ લક્ષણ છે.’
જુઓ, જે વ્યવહાર-મોક્ષમાર્ગ કહ્યો છે તે છે તો બંધમાર્ગ, પણ જ્યાં આત્માના આશ્રયે નિરાકુળ આનંદના અનુભવરૂપ નિશ્ચય-મોક્ષમાર્ગ-સાચો મોક્ષમાર્ગ પ્રગટયો છે ત્યાં, તેને નિમિત્ત દેખીને ઉપચારથી મોક્ષમાર્ગ કહ્યો છે. આટલી તો સ્પષ્ટ વાત કરી છે! વ્યવહારથી-ઉપચારથી જે કહ્યું છે તે નિમિત્ત આદિની અપેક્ષાએ કહ્યું છે એમ જાણવું. નિશ્ચય-વ્યવહારનું સર્વત્ર આવું જ લક્ષણ છે. વ્યવહારને જે સાધન કહ્યું છે એ તો ધર્મી-જ્ઞાની નિજસ્વરૂપનો જ્યારે ઉગ્ર આશ્રય લે છે ત્યારે જે રાગ છે તે ટળી જાય છે તે અપેક્ષાએ વ્યવહારથી આરોપ કરીને વ્યવહારને પરંપરા સાધન કહ્યું છે. અહીં તો એ સિદ્ધ કરવું છે કે એ રાગ આત્માનો સ્વભાવ જ નથી. જુઓ, લખ્યું છે ને કે-‘રાગાદિ ચિદ્વિકારને દેખી એવો ભ્રમ ન કરવો કે એ પણ ચૈતન્ય જ છે.’
રાગાદિ ચૈતન્ય જ છે એમ ન માનવું, કારણ કે ચૈતન્યની બધી અવસ્થાઓમાં વ્યાપે- રહે તેને ચૈતન્યના કહેવાય છે. જ્ઞાનદશા ચૈતન્યની પ્રત્યેક અવસ્થામાં વ્યાપે છે, માટે જ્ઞાનને ચૈતન્યનું સ્વરૂપ અને લક્ષણ કહેવાય છે. પરંતુ રાગ સર્વ અવસ્થાઓમાં વ્યાપતો નથી, માટે રાગ ચૈતન્યનું લક્ષણ નથી. અરે! અજ્ઞાનીને સમક્તિ નથી અને તેથી તે વ્રત, તપ, આદિ ક્રિયાકાંડમાં સાધન માને છે; પરંતુ ભાઈ! વીતરાગ-માર્ગમાં એ (અનીતિ) ન ચાલે. વીતરાગ- માર્ગમાં તો વીતરાગી પરિણતિથી જ ધર્મ થાય છે, રાગથી નહીં.
અહીં કહે છે કે રાગાદિ વિકારો જીવની સર્વ અવસ્થાઓમાં વ્યાપતા નથી કારણ કે
PDF/HTML Page 759 of 4199
single page version
મોક્ષ-અવસ્થામાં તેમનો અભાવ છે. હવે કહે છે-વળી તેમને અનુભવ પણ આકુળતામય દુઃખરૂપ છે. જુઓ, ચૈતન્યમાં રાગ નથી એમ સિદ્ધ કરવા આ ન્યાય આપ્યો છે. ચાહે તો દયા, દાન, વ્રત, ભક્તિ, તપનો વિકલ્પ હો તો પણ તે આકુળતામય દુઃખરૂપ છે. આવી વાત કઠણ પડે પણ આ જ સિદ્ધાંત છે. રાગનો અનુભવ-જે વડે તીર્થંકર-ગોત્ર બંધાય એવા શુભરાગનો અનુભવ પણ આકુળતામય દુઃખરૂપ છે.
જેને તીર્થંકર ગોત્ર બંધાયું છે તેની દશા જ એવી હોય છે કે તે આગળ વધીને કેવળજ્ઞાન પામે છે. તીર્થંકરના જીવનું સમક્તિ અપ્રતિહત જ હોય છે. ભલે તે કદાચ ક્ષયોપશમ ભાવે હોય, તો પણ તે સમક્તિ અપ્રતિહત જ હોય છે. શ્રેણીક રાજાને ક્ષાયિક સમક્તિ છે, પરંતુ જો કોઈ ત્રીજા નરકમાંથી આવે તો તેને ક્ષયોપશમ સમક્તિ હોય છે અને છતાં તે પડતું નથી. હા, ત્રીજા નરકે જાય છે ત્યારે એક ક્ષણ તે પડી જાય છે એ જુદી વાત છે. તો પણ એ ક્ષયોપશમ સમકિત ક્ષાયિકપણાને જ પ્રાપ્ત કરે છે. આવી જ સ્થિતિ તીર્થંકરોની હોય છે. પોતાના સ્વભાવનો ઉગ્ર આશ્રય લઈને તેઓ ક્ષાયિક સમ્યક્ત્વને પામે છે. તીર્થંકરને ક્ષાયિક સમકિત થવામાં શ્રુતકેવળી કે અન્ય તીર્થંકરનું નિમિત્ત હોતું નથી. જ્યારે અન્ય જીવોને ક્ષાયિક સમકિત થાય ત્યારે શ્રુતકેવળી કે તીર્થંકરની હાજરી હોય છે. તોપણ તીર્થંકર કે શ્રુતકેવળીની હાજરી છે માટે ક્ષાયિક સમકિત થાય છે એમ નથી, કારણ કે જો નિમિત્તથી ક્ષાયિક સમકિત થતું હોય તો ક્ષયોપશમ-સમકિતી તો ઘણા બેઠા હોય છે, પણ તે સર્વને ક્ષાયિક સમકિત થતું નથી. જે જીવની આત્માના ઉગ્ર-આશ્રય સહિત તૈયારી હોય તેને ક્ષાયિક સમકિત થાય છે. તેથી નિમિત્ત હો ભલે પણ નિમિત્તથી સમકિત પામે છે એમ નથી. નિમિત્ત-ઉપાદાનના દોહામાં પણ આ વાત લીધી છે.
અહીં એમ કહે છે કે રાગનો અનુભવ દુઃખરૂપ છે. જે વ્યવહારરત્નત્રયનો અનુભવ છે તે દુઃખરૂપ છે. જે દુઃખરૂપ છે તે મોક્ષનું કારણ કેમ થાય? ન થાય. મોક્ષ તો પરમાનંદમય પૂર્ણ દશા છે. માટે તેનું કારણ પણ અનાકુળ આનંદમય અનુભવની દશા છે. રાગાદિનો અનુભવ દુઃખરૂપ છે, માટે તેઓ ચેતન નથી. તો ચૈતન્ય કોણ છે? જે સમ્યગ્દર્શનનું પરિણમન નિરાકુળ આનંદમય છે તે ચૈતન્ય છે. જુઓને! કેટલી સ્પષ્ટતા કરી છે! આમાં પોતાનો આગ્રહ ચાલે નહિ. સર્વજ્ઞ પરમાત્માના માર્ગમાં તેની જે રીત હોય એમ જ જાણવું જોઈએ. અરે! પોતાના સ્વાર્થ માટે પોતે જેમ માન્યું હોય તેમ અર્થ ખોટા કરવા એ ચાલે નહિ. અહાહા! પરમાત્મા મહાવિદેહમાં બિરાજે છે. તેમની વાણી કુંદકુંદાચાર્ય લાવ્યા છે. તેમાંથી આ શાસ્ત્રો બન્યા છે તથા તેના આ અર્થો છે.
અહીં બહુ સરસ વાત લીધી છે. કહે છે કે-રાગનો અનુભવ તો આકુળતામય
PDF/HTML Page 760 of 4199
single page version
દુઃખરૂપ છે માટે તે ચૈતન્ય જ નથી. પંચમહાવ્રતના પરિણામ, દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ રાગ છે અને તે દુઃખના અનુભવની દશા છે. માટે તે ચેતન નથી પણ જડ છે. દુઃખનો અનુભવ છે તે જડ છે. અહાહા! કેવો ન્યાય મૂકયો છે! દેવ-ગુરુ-શાસ્ત્રની ભેદરૂપ શ્રદ્ધાનો કે નવતત્ત્વની ભેદરૂપ શ્રદ્ધાનો રાગ છે તે દુઃખરૂપ છે. માટે તે અચેતન છે કેમકે તે ચૈતન્યની જાતિમાંથી આવતો નથી. વ્યવહારરત્નત્રયના ભાવને પુણ્ય-પાપ-અધિકારમાં પાપભાવ કહ્યો છે, કેમકે અનાકુળ શાંતિનો સાગર જે આનંદનો નાથ ભગવાન આત્મા છે એમાંથી તે આવતો નથી. અનાકુળ આનંદનો જે અનુભવ થાય તે મોક્ષમાર્ગ છે અને તે પૂર્ણ ન થાય ત્યાં સુધી વચ્ચે વ્યવહારરત્નત્રયનો રાગ આવે છે, પણ તે દુઃખરૂપ છે તેથી જડ છે. કેવી સ્પષ્ટતા છે!
પ્રશ્નઃ– પરંતુ સમ્યગ્દ્રષ્ટિને દુઃખનું વેદન હોય જ નહિ એમ આવે છે ને?
ઉત્તરઃ– અરે, વેદન કેમ ન હોય? જ્ઞાનીને દુઃખ જ નથી એમ માનવું એ તો એકાંત છે. હા, સમ્યગ્દર્શન અને સ્વભાવની વાત ચાલે ત્યારે (સ્વભાવની દ્રષ્ટિમાં) એમ કહેવાય કે જ્ઞાનીને દુઃખનું વેદન નથી; પણ ત્યારે સાથે જે જ્ઞાન છે તે જાણે છે કે દુઃખનું વેદન છે. છઠ્ઠે ગુણસ્થાને ગણધર હોય તે પણ જેટલો રાગ છે તે દુઃખ છે એમ જાણે છે. ભાઈ! શુભરાગ પણ દુઃખરૂપ છે, હોં. વિષયની વાસના, રળવા-કમાવાના ભાવ, કે અનુકૂળ ચીજમાં ખુશીપણું અને પ્રતિકૂળતામાં નાખુશીના ભાવ-એ બધા જે પાપભાવ છે એ તો તીવ્ર દુઃખ જ છે. પરંતુ અહીં તો કહે છે કે રાગની જે મંદતાનો ભાવ-દેવ ગુરુ-શાસ્ત્ર પ્રત્યેનો પ્રશસ્ત મંદ રાગ કે ગુણ- ગુણીના ભેદનો વિકલ્પ-સર્વ દુઃખરૂપ છે અને એમાં આકુળતાનો જ અનુભવ છે. ભાઈ! માર્ગ તો આવો છે. તેને જેવો છે તેવો માન. અહા! સત્ને સત્ની રીતે જો; નહીંતર અજ્ઞાનમાં રખડપટ્ટી જ રહેશે.
ચૈતન્યનો અનુભવ નિરાકુળ છે. કહે છે કે પરમાનંદસ્વરૂપ જ્ઞ-સ્વભાવી-સર્વજ્ઞસ્વભાવી ભગવાન આત્માનો આશ્રય લેતાં જે જ્ઞાન-દર્શન-ચારિત્રની પર્યાય પ્રગટ થાય છે તે અનાકુળ દશા છે, શાંતરસના અનુભવની દશા છે, અને તે ધર્મ છે. તથા તે જ જીવનો સ્વભાવ છે. આ સ્વભાવપર્યાયની વાત છે. ભગવાન આત્મા અનાકુળ આનંદની મૂર્તિ છે. તેની સન્મુખ થઈને તેમાં એકાગ્ર થતાં જે નિરાકુળ આનંદની દશા-ઉપશમરસની દશા પ્રગટ થાય છે એ સ્વભાવની દશા છે અને એ ધર્મ છે. ભાઈ! વસ્તુને વસ્તુ તરીકે રાખ. તેને ફેરવવા જઈશ તો સત્ય હાથ નહિ આવે.
જેમ સક્કરકંદમાં તેના ઉપરની લાલ છાલ સિવાયનો આખો સાકરનો કંદ છે તે મીઠાશનો પિંડ છે અને તેની મીઠાશનો સ્વાદ આવે તે સક્કરકંદ છે. તેમ આ આત્મા પુણ્ય- પાપના વિકલ્પની છાલ સિવાયનો આખો અનાકુળ આનંદનો કંદ છે. તેના અતીન્દ્રિય આનંદનો અનુભવ આવે તે આત્મા છે. પુણ્ય-પાપના વિકલ્પ તો છાલ જેવા