PDF/HTML Page 721 of 4199
single page version
ज्ञानी जनोऽनुभवति स्वयमुल्लसन्तम्।
अज्ञानिनो निरवधिप्रविजृम्भितोऽयं
मोहस्तु तत्कथमहो बत नानटीति।। ४३ ।।
वर्णादिमान्नटति पुद्गल एव नान्यः।
रागादिपुद्गलविकारविरुद्धशुद्ध–
चैतन्यधातुमयमूर्तिरयं च जीवः।। ४४ ।।
_________________________________________________________________
શ્લોકાર્થઃ– [इति लक्षणतः] આમ પૂર્વોક્ત જુદાં લક્ષણને લીધે [जीवात् अजीवम् विभिन्नं] જીવથી અજીવ ભિન્ન છે [स्वयम् उल्लसन्तम्] તેને (અજીવને) તેની મેળે જ (-સ્વતંત્રપણે, જીવથી ભિન્નપણે) વિલસતું-પરિણમતું [ज्ञानी जनः] જ્ઞાની પુરુષ [अनुभवति] અનુભવે છે, [तत्] તોપણ [अज्ञानिनः] અજ્ઞાનીને [निरवधि–प्रविजृम्भितः अयं मोहः तु] અમર્યાદપણે ફેલાયેલો આ મોહ (અર્થાત્ સ્વપરના એકપણાની ભ્રાન્તિ) [कथम् नानटीति] કેમ નાચે છે- [अहो बत] એ અમને મહા આશ્ચર્ય અને ખેદ છે! ૪૩.
વળી ફરી મોહનો પ્રતિષેધ કરે છે અને કહે છે કે ‘જો મોહ નાચે છે તો નાચો! તોપણ આમ જ છે’ઃ-
શ્લોકાર્થઃ– [अस्मिन् अनादिनि महति अविवेक–नाटये] આ અનાદિ કાળના મોટા અવિવેકના નાટકમાં અથવા નાચમાં [वर्णादिमान् पुद्गलः एव नटति] વર્ણાદિમાન પુદ્ગલ જ નાચે છે, [न अन्यः] અન્ય કોઈ નહિ; (અભેદ જ્ઞાનમાં પુદ્ગલ જ અનેક પ્રકારનું દેખાય છે, જીવ તો અનેક પ્રકારનો છે નહિ; [च] અને [अयं जीवः] આ જીવ તો [रागादि–पुद्गल– विकार–विरुद्ध–शुद्ध–चैतन्यधातुमय–मूर्तिः] રાગાદિક પુદ્ગલ-વિકારોથી વિલક્ષણ, શુદ્ધ ચૈતન્યધાતુમય મૂર્તિ છે.
ભાવાર્થઃ– રાગાદિ ચિદ્દવિકારને (-ચૈતન્યવિકારોને) દેખી એવો ભ્રમ ન કરવો કે એ પણ ચૈતન્ય જ છે, કારણ કે ચૈતન્યની સર્વ અવસ્થાઓમાં વ્યાપે તો ચૈતન્યના કહેવાય. રાગાદિ વિકારો તો સર્વ અવસ્થાઓમાં વ્યાપતા નથી-મોક્ષ- અવસ્થામાં તેમનો અભાવ છે. વળી તેમનો અનુભવ પણ આકુળતામય દુઃખરૂપ છે. માટે તેઓ ચેતન નથી, જડ છે. ચૈતન્યનો અનુભવ નિરાકુળ છે, તે જ જીવનો સ્વભાવ છે એમ જાણવું. ૪૪.
PDF/HTML Page 722 of 4199
single page version
जीवाजीवौ स्फुटविघटनं नैव यावत्प्रयातः।
विश्वं व्याप्य प्रसभविकसद्वयक्तचिन्मात्रशक्त्या
ज्ञातृद्रव्यं स्वयमतिरसात्तावदुच्चैश्चकाशे।। ४५ ।।
_________________________________________________________________
હવે, ભેદજ્ઞાનની પ્રવૃત્તિ દ્વારા આ જ્ઞાતાદ્રવ્ય પોતે પ્રગટ થાય છે એમ કળશમાં મહિમા કરી અધિકાર પૂર્ણ કરે છેઃ-
શ્લોકાર્થઃ– [इत्थं] આ પ્રમાણે [ज्ञान–क्रकच–कलना–पाटनं] જ્ઞાનરૂપી કરવતનો જે વારંવાર અભ્યાસ તેને [नाटयित्वा] નચાવીને [यावत्] જ્યાં [जीवाजीवौ] જીવ અને અજીવ બન્ને [स्फुट–विघटनं त एव प्रयातः] પ્રગટપણે જુદા ન થયા, [तावत्] ત્યાં તો [ज्ञातृद्रव्यं] જ્ઞાતાદ્રવ્ય, [प्रसभ–विकसत्–व्यक्त–चिन्मात्रशक्तया] અત્યંત વિકાસરૂપ થતી પોતાની પ્રગટ ચિન્માત્રશક્તિ વડે [विश्वं व्याप्य] વિશ્વને વ્યાપીને, [स्वयम्] પોતાની મેળે જ [अतिरसात्] અતિ વેગથી [उच्चैः] ઉગ્રપણે અર્થાત્ અત્યંતપણે [चकाशे] પ્રકાશી નીકળ્યું.
ભાવાર્થઃ– આ કળશનો આશય બે રીતે છેઃ-
ઉપર કહેલા જ્ઞાનનો અભ્યાસ કરતાં કરતાં જ્યાં જીવ અને અજીવ બન્ને સ્પષ્ટ ભિન્ન સમજાયા કે તુરત જ આત્માનો નિર્વિકલ્પ અનુભવ થયો-સમ્યગ્દર્શન થયું. (સમ્યગ્દ્રષ્ટિ આત્મા શ્રુતજ્ઞાન વડે વિશ્વના સમસ્ત ભાવોને સંક્ષેપથી અથવા વિસ્તારથી જાણે છે અને નિશ્ચયથી વિશ્વને પ્રત્યક્ષ જાણવાનો તેનો સ્વભાવ છે; માટે તે વિશ્વને જાણે છે એમ કહ્યું.) એક આશય તો એ પ્રમાણે છે.
બીજો આશય આ પ્રમાણે છેઃ જીવ-અજીવનો અનાદિ જે સંયોગ તે કેવળ જુદો પડયા પહેલાં અર્થાત્ જીવનો મોક્ષ થયા પહેલાં, ભેદજ્ઞાન ભાવતાં ભાવતાં અમુક દશા થતાં નિર્વિકલ્પ ધારા જામી-જેમાં કેવળ આત્માનો અનુભવ રહ્યો; અને તે શ્રેણિ અત્યંત વેગથી આગળ વધતાં વધતાં કેવળજ્ઞાન પ્રગટ થયું. પછી અઘાતીકર્મનો નાશ થતાં જીવદ્રવ્ય અજીવથી કેવળ ભિન્ન થયું. જીવ-અજીવના ભિન્ન થવાની આ રીત છે. ૪પ.
ટીકાઃ– આ પ્રમાણે જીવ અને અજીવ જુદા જુદા થઈને (રંગભૂમિમાંથી) બહાર નીકળી ગયા.
ભાવાર્થઃ– જીવ-અજીવ અધિકારમાં પહેલાં રંગભૂમિસ્થળ કહીને ત્યાર પછી ટીકાકાર આચાર્યે એમ કહ્યું હતું કે નૃત્યના અખાડામાં જીવ-અજીવ બન્ને એક થઈને પ્રવેશ કરે
PDF/HTML Page 723 of 4199
single page version
છે અને બન્નેએ એકપણાનો સ્વાંગ રચ્યો છે. ત્યાં, ભેદજ્ઞાની સમ્યગ્દ્રષ્ટિ પુરુષે સમ્યગ્જ્ઞાન વડે તે જીવ-અજીવ બન્નેની તેમના લક્ષણભેદથી પરીક્ષા કરીને બન્નેને જુદા જાણ્યા તેથી સ્વાંગ પૂરો થયો અને બન્ને જુદા જુદા થઈને અખાડાની બહાર નીકળી ગયા. આમ અલંકાર કરીને વર્ણન કર્યું.
સમ્યક્ ભેદવિજ્ઞાન ભયે બુધ ભિન્ન ગહે નિજભાવ સુદાવૈં;
શ્રી ગુરુકે ઉપદેશ સુનૈ રુ ભલે દિન પાય અજ્ઞાન ગમાવૈં.
તે જગમાંહિ મહંત કહાય વસૈં શિવ જાય સુખી નિત થાવૈં.
આમ શ્રી સમયસારની (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી સમયસાર પરમાગમની) શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત આત્મખ્યાતિ નામની ટીકામાં જીવ-અજીવનો પ્રરૂપક પહેલો અંક સમાપ્ત થયો.
હવે એમ કહે છે કે જેમ વર્ણાદિ ભાવો જીવ નથી તેમ એ પણ સિદ્ધ થયું કે રાગાદિ ભાવો પણ જીવ નથીઃ-
અહા! આ ચૌદ ગુણસ્થાનો પણ અજીવ છે. એમાં શુદ્ધ ચૈતન્યનું રૂપ કયાં છે? તેઓ આત્માની જાત કયાં છે? જો તે આત્માની જાતનાં હોય તો સિદ્ધમાં પણ રહેવાં જોઈએ. અહાહા! એક ચિદાકાર વિજ્ઞાનઘનસ્વરૂપ આત્મા છે. તેની અપેક્ષાએ ચૌદેય ગુણસ્થાનોને પુદ્ગલના પરિણામ કહ્યા છે. કેમકે મોહકર્મના ઉદયથી જે આ ગુણસ્થાનો કહ્યાં છે તે જીવ કેમ બને? તેઓને તો નિરંતર અચેતન જ ભાખ્યાં છે. તેથી તેઓ જીવ નથી એમ કહે છેઃ-
આ મિથ્યાત્વાદિ ગુણસ્થાનો પૌદ્ગલિક મોહકર્મની પ્રકૃતિના ઉદયપૂર્વક થાય છે એમ કહે છે. જુઓ, મોહકર્મનો ઉદય આવે એટલે વિકાર કરવો પડે ને? ભાઈ! અહીં એમ કહેવું નથી. અહીં તો જે ઉદય છે તે કારણ છે અને તેના તરફ વળેલી પોતાની જે વિકારી દશા છે તે કાર્ય છે અને તે બન્ને એક છે એમ કહે છે.
પ્રશ્નઃ– કર્મનો ઉદય આવે તે નિમિત્ત થઈને જ આવે છે અને તેથી જીવને ડીગ્રી ટુ ડીગ્રી વિકાર કરવો જ પડે છે એમ છે કે નહિ?
ઉત્તરઃ– પ્રભુ! એમ ન હોય, ભાઈ! જે કર્મનો ઉદય છે એ તો જડની પર્યાય છે અને જીવની પર્યાયમાં જે વિકારી ભાવ થાય છે એ તો એને અડતોય નથી કારણ કે એકબીજામાં તેમને અન્યોન્ય અભાવ છે. પરંતુ અહીં તો બીજી વાત એ કહેવી છે કે
PDF/HTML Page 724 of 4199
single page version
એ વિકારી ભાવ નિમિત્તને લક્ષે થયેલો છે અને જીવદ્રવ્યના સ્વભાવમાં નથી તેથી તેને પુદ્ગલનું કાર્ય ગણીને જીવમાંથી કાઢી નાખવો છે.
પ્રવચનસારની ગાથા ૧૮૯માં એમ આવે છે કે શુદ્ધનયથી આત્મા વિકારનો ર્ક્તા સ્વતઃ છે. પરને લઈને કે કર્મના ઉદયને લઈને વિકાર થતો નથી એમ ત્યાં કહ્યું છે. પંચાસ્તિકાયની ગાથા ૬૨માં પણ કહ્યું છે કે આત્માની વિકારી પર્યાયનું પરિણમન પોતાના ષટ્કારકથી સ્વતઃ છે અને તે અન્ય કારકોથી નિરપેક્ષ છે. એટલે કે જીવની પર્યાયમાં જે વિકારનું પરિણમન થાય છે એને કર્મના ઉદયની અપેક્ષા નથી એમ ત્યાં સિદ્ધ કર્યું છે. પરંતુ અહીં અપેક્ષા જુદી છે. અહીં તો કહે છે કે પર્યાયમાં જે વિકાર થાય છે તે દ્રવ્યસ્વભાવમાં નથી. વિકાર દ્રવ્યની ચીજ નથી. એટલા માટે પર્યાયના વિકારને અને કર્મને બન્નેને એક ગણીને વિકાર કર્મપ્રકૃતિના ઉદયપૂર્વક થાય છે એમ કહ્યું છે. પ્રકૃતિ જડ અચેતન છે તેથી વિકાર પણ સદાય અચેતન છે એમ કહ્યું છે.
કર્મનો ઉદય આવે તેમ ડીગ્રી ટુ ડીગ્રી વિકાર કરવો પડે એ તો બે દ્રવ્યોની એક્તાની વાત છે તેથી તદ્ન મિથ્યા છે. શ્રી જયસેનાચાર્યની પ્રવચનસાર ગાથા ૪પની ટીકામાં તો આવે છે કે દ્રવ્યમોહકર્મનો ઉદય હોવા છતાં, જીવ જો પોતે શુદ્ધપણે પરિણમે તો, ઉદય ખરી જાય છે. કર્મનો ઉદય આવે છે માટે જીવને વિકાર કરવો પડે છે એમ બિલકુલ નથી. પોતાના વર્તમાન પુરુષાર્થની જેટલી યોગ્યતા હોય તેટલો વિકારપણે પરિણમે છે. કર્મનો ઉદય હોય છતાં ઉદયપણે ન પરિણમે એ પોતાની-જીવની પરિણતિની સ્વતંત્રતા છે. અહીં બીજી અપેક્ષાએ વાત છે. કે પોતાની પરિણતિમાં જે વિકાર-અશુદ્ધતા થાય છે તે કર્મને આધીન-વશ થઈને થાય છે તેથી કર્મને કારણે થાય છે એમ કહ્યું છે.
ગાથા ૬પ-૬૬માં પર્યાપ્ત, અપર્યાપ્ત, બાદર, સૂક્ષ્મ આદિ ભેદો નામપ્રકૃતિથી થયા છે એમ લીધું હતું. અહીં મિથ્યાત્વાદિ ચૌદેય ગુણસ્થાનો મોહકર્મની પ્રકૃતિના ઉદયથી થયા છે એમ કહે છે. જયસેનાચાર્યની ટીકામાં ‘मोहजोग भवा’ એવું શ્રી ગોમ્મટસારનું વચન ઉદ્ધત કરી દર્શાવ્યું છે કે મોહ અને યોગના નિમિત્તથી આ બધા ગુણસ્થાનના ભેદ પડે છે.
કહે છે કે આ મિથ્યાત્વાદિ ગુણસ્થાનો-પહેલાથી માંડીને ચૌદમા ગુણસ્થાન સુધીના- બધાય પૌદ્ગલિક મોહકર્મની પ્રકૃતિના ઉદયપૂર્વક થાય છે અને તેથી તેઓ સદાય અચેતન છે. સંસ્કૃત ટીકામાં ‘વિપાક’ શબ્દ લીધો છે, જ્યારે ગુજરાતીમાં ‘ઉદય’ શબ્દ છે. જે જડ મોહકર્મ છે એના ઉદય નામ વિપાકકાળે વિપાકપૂર્વક આ ચૌદ ગુણસ્થાન થાય છે. તેવી રીતે વિશુદ્ધિનાં સ્થાન-રાગની મંદતાનાં સ્થાન અર્થાત્ અસંખ્ય પ્રકારના પ્રશસ્ત શુભરાગના ભાવ પણ મોહકર્મની પ્રકૃતિના વિપાકપૂર્વક થાય છે અને તેથી તે અચેતન
PDF/HTML Page 725 of 4199
single page version
પુદ્ગલ છે. આ જે દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિ જે શુભભાવ-વિશુદ્ધભાવ છે તે સર્વ પુદ્ગલ-કર્મના વિપાકપૂર્વક થયેલા છે અને તેથી અચેતન પુદ્ગલ છે એમ કહે છે.
પ્રશ્નઃ– રાગને આત્માની પર્યાય કહી છે ને? રાગનું પરિણમન પર્યાયમાં છે અને તેમાં આત્મા તન્મય છે એમ કહ્યું છે ને?
ઉત્તરઃ– ભાઈ! એ તો પર્યાય અપેક્ષાએ વાત છે. પર્યાયમાં રાગ છે એ બરાબર છે, પણ અહીં તો વસ્તુનો સ્વભાવ સિદ્ધ કરવો છે. અહીં તો ત્રિકાળી સ્વભાવની દ્રષ્ટિ કરાવવી છે, અને વસ્તુના સ્વભાવમાં તો રાગાદિભાવ છે જ નહિ. આત્મા અનંત શક્તિનો અભેદ પિંડ છે. એમાં કોઈ શક્તિ (ગુણ) એવી નથી કે વિકારને કરે. તેથી વસ્તુના સ્વભાવની દ્રષ્ટિથી જોતાં તે બધા રાગાદિ ભાવો પુદ્ગલકર્મના વિપાકનું જ કાર્ય જણાય છે. અહાહા! આ વ્યવહારમોક્ષમાર્ગનો જે શુભરાગ છે તે પુદ્ગલના વિપાકપૂર્વક થતો હોવાથી પુદ્ગલ છે અને સદાય અચેતન છે.
હવે કહે છે કે કારણનાં જેવાં જ કાર્યો હોય છે. પુદ્ગલ મોહકર્મ કારણ છે તો કાર્ય- ગુણસ્થાન આદિ પુદ્ગલ જ હોય છે.
પ્રશ્નઃ– શાસ્ત્રોમાં તો એમ આવે છે ને કે ઉપાદાનસદ્રશ (ઉપાદાન જેવાં) કાર્ય હોય છે?
ઉત્તરઃ– એ તો પર્યાય સિદ્ધ કરવી હોય એની વાત છે. એ અહીં હમણાં નથી લેવું. અહીં તો કર્મના વિપાકના કારણપૂર્વક થયાં હોવાથી શુભપરિણામને અને ગુણસ્થાનોને પુદ્ગલનાં કહ્યાં છે, અચેતન કહ્યાં છે.
હવે દાખલો આપે છે કે જવપૂર્વક જે જવ થાય છે તે જવ જ હોય છે. આ ન્યાયે પુદ્ગલના પાકથી થયેલા શુભરાગ અને ગુણસ્થાન પુદ્ગલ જ છે, જીવ નથી.
પ્રશ્નઃ– તત્ત્વાર્થસૂત્રમાં તો એમ આવે છે કે રાગ, ગુણસ્થાન આદિ જે ઉદયભાવ છે તે જીવતત્ત્વ છે?
ઉત્તરઃ– ત્યાં તો જીવની પર્યાય સિદ્ધ કરવી છે. તેથી પર્યાય અપેક્ષાએ એ બરાબર છે. પરંતુ અહીં તો સ્વભાવ સિદ્ધ કરવો છે ને? તથા હવે પછી ર્ક્તા-કર્મ અધિકાર શરૂ કરવાનો છે. તેનો આ ઉપોદ્ઘાત છે. છે તો આ જીવ-અજીવ અધિકાર, પણ આ છેલ્લી ગાથા પછી ર્ક્તા-કર્મ અધિકાર લેવો છે, તેથી અહીંથી જ ઉપાડયું છે કે પુદ્ગલ કારણ છે એટલે એનું કાર્ય પુદ્ગલ જ છે. અહીં ચૌદેય ગુણસ્થાન પુદ્ગલ મોહકર્મના કારણપૂર્વક થતા હોવાથી પુદ્ગલ જ છે એમ કહ્યું છે, આગળ ૧૦૯ થી ૧૧૨ ગાથામાં તેર ગુણસ્થાન પુદ્ગલ છે એમ કહેશે. તેઓ ર્ક્તા એવા પુદ્ગલનું કાર્ય-કર્મ છે. નવાં કર્મ જે બંધાય છે તેમાં તેર ગુણસ્થાન જેઓ પુદ્ગલ છે તે કારણ છે. ત્યાં એમ લીધું
PDF/HTML Page 726 of 4199
single page version
છે કે જૂનાં કર્મ વ્યાપક થઈને તે તેર ગુણસ્થાનને-વ્યાપ્યને કરે છે. જૂનાં કર્મ વ્યાપક છે અને તેર ગુણસ્થાન તેનું વ્યાપ્ય છે. તથા તેર ગુણસ્થાન વ્યાપક થઈને નવાં કર્મને-વ્યાપ્યને કરે છે. તેર ગુણસ્થાન વ્યાપક છે અને નવાં કર્મ જે બંધાય તે એનું વ્યાપ્ય છે.
પ્રશ્નઃ– સ્વદ્રવ્ય વ્યાપક અને તેની પર્યાય તે વ્યાપ્ય એમ વ્યાપ્ય-વ્યાપકપણું સ્વદ્રવ્યમાં જ હોય છે ને?
ઉત્તરઃ– ભાઈ! ત્યાં (૧૦૯ થી ૧૧૨ ગાથામાં) તો ર્ક્તા-કર્મપણું બતાવવું છે. તેથી જે ગુણસ્થાન છે એ જ ર્ક્તા છે અને નવા કર્મનું બંધન થયું તે એનું કર્મ છે; ગુણસ્થાન છે તે વ્યાપક છે અને જે કર્મ બંધાય છે તે એનું વ્યાપ્ય-અવસ્થા છે એમ કહ્યું છે. તેર ગુણસ્થાન પુદ્ગલ છે તે કોના ર્ક્તા છે? નવાં કર્મ બંધાય છે તેના. તેર ગુણસ્થાન પુદ્ગલ છે તે વ્યાપક થઈને નવાં કર્મની અવસ્થા-વ્યાપ્ય કરે છે. અહાહા! તેર ગુણસ્થાનને જડની સાથે વ્યાપ્ય- વ્યાપક સંબંધ બતાવ્યો છે! વ્યાપ્ય-વ્યાપકપણું તો સ્વદ્રવ્યમાં જ હોય છે, પરની સાથે વ્યાપ્ય- વ્યાપક સંબંધ હોય જ નહિ. પણ ત્યાં વસ્તુના સ્વભાવની દ્રષ્ટિ કરાવવા એ પ્રમાણે કહ્યું છે. સ્વભાવની દ્રષ્ટિ કરાવવાના પ્રયોજનથી ત્યાં કહ્યું કે વિકારભાવ-શુભભાવ તે ર્ક્તા-વ્યાપક અને જે નવું કર્મ બંધાય તે એનું કર્મ-વ્યાપ્ય છે. અહાહા! આવા કેટલા ભંગ પડે છે! જો સાચી સમજણ ન કરે તો ઊંધું પડે એમ છે.
કહે છે કે પુદ્ગલના વિપાકપૂર્વક થાય છે તેથી ગુણસ્થાન આદિ પુદ્ગલ જ છે. અને તે પુદ્ગલભાવ (ગુણસ્થાન આદિ) વ્યાપક થઈને નવાં કર્મને બાંધે છે જે એનું વ્યાપ્ય છે. અહાહા! સ્વભાવ તો શુદ્ધ ચૈતન્યમય છે, તેથી તે ર્ક્તા અને વિકાર એનું કાર્ય એમ કેમ બને? (ન જ બને). માટે વિકારી કાર્યને કર્મનું કાર્ય ગણ્યું છે અને તેને નવાં કર્મની પર્યાયનું કારણ ગણ્યું છે. શું કહ્યું? સમજાણું કાંઈ? જૂનાં કર્મ કારણ-વ્યાપક છે અને વિકાર, ગુણસ્થાન આદિ ભેદ જે થાય છે તે તેનું કાર્ય-વ્યાપ્ય છે. તથા તે વિકાર, ગુણસ્થાન આદિ ભેદ કારણ છે અને નવા કર્મની અવસ્થા થાય છે તે એનું કાર્ય-વ્યાપ્ય છે. આમ વ્યાપ્ય-વ્યાપકપણું ગુણસ્થાન આદિ ભેદો અને કર્મ વચ્ચે સ્થાપ્યું છે કારણ કે ર્ક્તા-કર્મ સંબંધ બતાવવો છે.
અહા! ગુણસ્થાન પુદ્ગલ જ છે, ભાષા તો જુઓ! પ્રવચનસારની ૧૮૯ ગાથામાં શુદ્ધનયથી રાગ જીવનો છે એમ કહ્યું છે. શુદ્ધનયથી એટલે કે સ્વદ્રવ્યની પર્યાય-રાગ પોતાથી પોતાના આશ્રયે (કારણે) થાય છે, કર્મથી નહિ. તેથી સ્વાશ્રિત રાગની પર્યાયને નિશ્ચયથી જીવની છે એમ કહ્યું છે. આત્મા વ્યાપક થઈને તે શુભભાવના રાગનો ર્ક્તા થાય છે માટે શુભરાગ તે આત્માનું વ્યાપ્ય છે એમ ત્યાં (પ્રવચનસારમાં) કહ્યું છે કેમકે ત્યાં પર્યાય સ્વતઃ સિદ્ધ કરવી છે. જ્યારે અહીં દ્રવ્યસ્વભાવ સિદ્ધ કરવો છે. તેથી કહ્યું ને કે
PDF/HTML Page 727 of 4199
single page version
ગુણસ્થાનાદિ કર્મના વિપાકપૂર્વક થાય છે તેથી પુદ્ગલ જ છે, સદાય અચેતન છે, જીવ નથી.
અહાહા! ગુણસ્થાનોનું પુદ્ગલ સાથે ર્ક્તાકર્મપણું ત્રણ પ્રકારે સિદ્ધ કર્યું છે. ૧. યુક્તિ, ૨. આગમ, ૩. અનુભવથી.
(૧) એક તો એ કે ગુણસ્થાનો પુદ્ગલના વિપાકપૂર્વક થાય છે માટે પુદ્ગલ જ છે, જીવ નથી. તેમાં યુક્તિ બતાવી કે જવપૂર્વક જે જવ થાય છે તે જવ જ છે. તેમ પુદ્ગલપૂર્વક થતા ગુણસ્થાનો પુદ્ગલ જ છે.
(૨) હવે આગમથી સિદ્ધ કરે છે કે ગુણસ્થાનોનું સદાય અચેતનપણું આગમથી સિદ્ધ છે. નિશ્ચયના આગમનો-પરમાગમનો એ સિદ્ધાંત છે કે ગુણસ્થાન અચેતન છે, પુદ્ગલ છે, કેમકે તે મોહ અને યોગથી થયેલાં છે.
પ્રશ્નઃ– આગમમાં તો ગુણસ્થાન આદિ ભાવો જીવના છે એમ છે ને?
ઉત્તરઃ– ભાઈ! એ પર્યાયની સિદ્ધિ કરનાર આગમ છે. જ્યારે અહીં તો વસ્તુના સ્વભાવની સિદ્ધિ કરનાર આગમની વાત છે. આ વાત પહેલાં આવી ગઈ છે. અધ્યવસાન આદિ ભાવોને તમે પુદ્ગલના કહો છો પણ સર્વજ્ઞના આગમમાં તો તેમને જીવપણે કહ્યા છે? તેનો ઉત્તર ગાથા ૪૬માં આપ્યો છે કે તે ભાવોને વ્યવહારથી જીવના કહ્યા છે પણ નિશ્ચયથી તેઓ જીવના નથી. આ વ્યવહાર અને નિશ્ચય-જેમ છે તેમ યથાર્થ સમજવા જોઈએ. બે પ્રકાર થયા, હવે ત્રીજો.
(૩) ભેદજ્ઞાનીઓ વડે ચૈતન્યસ્વભાવી આત્માથી ગુણસ્થાનોનું ભિન્નપણું સ્વયં ઉપલભ્યમાન છે. ૪૪મી ગાથામાં પણ આ વાત આવી ગઈ છે. ભગવાન આત્મા ચૈતન્યસ્વભાવથી વ્યાપ્ત ચિદાનંદઘન પ્રભુ છે. એનો ભેદજ્ઞાનીઓ ગુણસ્થાન આદિથી ભિન્નપણે અનુભવ કરે છે. એટલે કે ચૈતન્યના અનુભવમાં એ ગુણસ્થાન આદિ ભેદો આવતા નથી, ભિન્ન રહી જાય છે.
અહાહા! ચૈતન્યસ્વભાવથી વ્યાપ્ત-પ્રસરેલો પ્રભુ આત્મા છે. તેનો અનુભવ કરનાર ભેદજ્ઞાનીઓ વડે ગુણસ્થાનો આત્માથી ભિન્નપણે સ્વયં ઉપલભ્યમાન છે. અહાહા! જ્ઞાનની જે વર્તમાન પર્યાય અંતરમાં વળે છે તે પર્યાય દ્વારા, આ ગુણસ્થાનો આત્માથી ભિન્ન છે એમ સ્વયં ઉપલભ્યમાન થાય છે. શું કહ્યું? જ્ઞાનીને જે સ્વાનુભૂતિની પરિણતિ થાય છે એનાથી ગુણસ્થાનો (ભેદો) ભિન્ન રહી જાય છે, એમાં ગુણસ્થાનના ભેદ આવતા નથી. આવી વાત છે, પ્રભુ! આ પ્રમાણે ગુણસ્થાન આદિ પુદ્ગલપૂર્વક થવાથી પુદ્ગલ જ છે, એક વાત. આગમ પણ તેને પુદ્ગલ જ કહે છે, બીજી વાત. અને ચૈતન્યસ્વભાવી આત્માનો અનુભવ કરનાર ભેદજ્ઞાનીઓને પણ તે ગુણસ્થાનો સ્વયં પોતાથી ભિન્ન દેખાય
PDF/HTML Page 728 of 4199
single page version
છે, તેઓ અનુભવમાં આવતા નથી, એ ત્રીજી વાત. માટે તેઓ સદાય અચેતન પુદ્ગલ જ છે એમ સિદ્ધ થાય છે. ગંભીર તત્ત્વ છે, ભાઈ! ધીરેથી, શાંતિથી એને સમજવું જોઈએ.
અહા! વિશુદ્ધિસ્થાન એટલે કે અસંખ્ય પ્રકારના જે પ્રશસ્ત શુભભાવ છે તે પુદ્ગલના વિપાકપૂર્વક થયા હોવાથી, જવના કારણથી જેમ જવ જ થાય છે તેમ, પુદ્ગલ જ છે. આગમ પણ શુભભાવને પુદ્ગલ જ કહે છે. અને ચૈતન્યસ્વભાવથી વ્યાપ્ત ભગવાન આત્માનો અનુભવ કરનારને શુભભાવ પોતાથી ભિન્ન જ ભાસે છે અર્થાત્ અનુભૂતિમાં એ શુભભાવ આવતા નથી, ભિન્ન જ રહી જાય છે. માટે શુભભાવ પુદ્ગલ જ છે એમ સિદ્ધ થાય છે. થોડામાં પણ ઘણું કહ્યું છે. અહો! શ્રી કુંદકુંદાચાર્યે અને શ્રી અમૃતચંદ્રાચાર્યે જૈનધર્મનો ધોધ વહેવડાવ્યો છે! કહે છે કે શુભભાવનો રાગ એ કાંઈ જૈનધર્મ નથી, જૈનધર્મ તો એક વીતરાગભાવ જ છે. વીતરાગી પરિણતિ એ જૈનધર્મ છે, પરંતુ વીતરાગી પરિણતિની સાથે ધર્મીને જે શુભભાવનો રાગ છે એ પુદ્ગલ છે કેમકે એ પુદ્ગલના વિપાકપૂર્વક થાય છે. વસ્તુ આત્મા તો સ્વભાવથી શુદ્ધ ચૈતન્યમય છે. એમાં રાગ નથી તો એનું કાર્ય કેમ હોય? (ન જ હોય). તેથી તે રાગનું કાર્ય પુદ્ગલના વિપાકપૂર્વક થયું હોવાથી પુદ્ગલનું જ છે એમ કહ્યું છે.
પ્રશ્નઃ– રાગ તો આત્માની વ્યાપ્ય અવસ્થા છે ને? વ્યાપક આત્માની રાગ વ્યાપ્ય અવસ્થા છે ને?
ઉત્તરઃ– ભાઈ! અહીં ચૈતન્યસ્વભાવી આત્માની દ્રષ્ટિ કરાવવી છે, તેથી પુદ્ગલકર્મના વિપાકપૂર્વક થતો હોવાથી રાગને પુદ્ગલ જ કહ્યો છે, કેમકે પુદ્ગલ કારણ થઈને જે થાય તે પુદ્ગલ હોય છે. આગમ-સિદ્ધાંત પણ એને પુદ્ગલ કહે છે. તથા ચૈતન્યસ્વભાવી આત્માનો અનુભવ કરનાર જ્ઞાનીને રાગ સ્વયં ભિન્નપણે જણાય છે. જ્ઞાનની પર્યાય અંતરમાં વળતાં એટલે કે ચૈતન્યસ્વભાવી આત્માનો અનુભવ થતાં, એમાં રાગનો અનુભવ આવતો નથી પણ તે ભિન્નપણે સ્વયં ઉપલભ્યમાન છે. એટલે શું કહ્યું? કે અનુભવ થતાં, રાગ કે જે પુદ્ગલ છે તે જ્ઞાનમાં સ્વતઃ ભિન્નપણે જણાઈ જાય છે. બહુ સૂક્ષ્મ વાત, ભાઈ! વસ્તુની સ્થિતિ જ આવી સૂક્ષ્મ છે.
આ રીતે તેમનું-ગુણસ્થાન આદિનું સદાય અચેતનપણું સિદ્ધ થાય છે. એટલે કે ચૈતન્યસ્વભાવથી વ્યાપ્ત ભગવાન આત્માનો અનુભવ કરતાં તેઓ ભિન્ન રહી જાય છે, અનુભૂતિમાં આવતા નથી માટે તેઓ સદાય અચેતન જ છે એમ સિદ્ધ થાય છે. અનુભવ છે એ શુદ્ધ જ્ઞાન-દર્શનના પરિણામ છે. એ અનુભવમાં, આ ભગવાનની સ્તુતિ, વંદના, ભક્તિ અને પ્રભાવનાનો રાગ ઇત્યાદિ બધી હા-હો આવતાં નથી પણ ભિન્ન રહી જાય છે તેથી તે પુદ્ગલના જ પરિણામ છે. આવી વાત છે, ભાઈ!
પ્રશ્નઃ– તો બહારમાં ધર્મનો પ્રચાર કરવો કે નહિ?
PDF/HTML Page 729 of 4199
single page version
ઉત્તરઃ– બાપુ! ધર્મ કયાં બહારમાં રહ્યો છે? ધર્મની પર્યાય તો ચૈતન્યસ્વભાવથી વ્યાપ્ત ચિદાનંદ ભગવાનની તરફ ઢળતાં પ્રગટ થાય છે, અને ત્યારે શુભરાગ તો ભિન્ન રહી જાય છે. ભાઈ! જેને ધર્મની પર્યાય-અનુભૂતિ પ્રગટ થાય છે તે ધર્મીને તો એ રાગની પર્યાય પોતાથી ભિન્ન ભાસે છે. અનુભવમાં રાગ આવતો નથી એમ કહે છે. અહાહા! શુભરાગ હોય છે ખરો, પણ એ તો સ્વથી ભિન્ન છે એમ ધર્મી જીવ જ્ઞાન કરે છે. ગજબ વાત છે! યુક્તિ, આગમ અને અનુભવ એમ ત્રણ પ્રકારે રાગાદિ પુદ્ગલ જ છે એમ સિદ્ધ કર્યું છે.
અહીં રાગને પર તરીકે સિદ્ધ કરવો છે. ચૈતન્યસ્વભાવમાં રાગ નથી એમ સિદ્ધ કરવું છે. આત્મા વ્યાપક અને રાગ તેનું વ્યાપ્ય એમ જે આવે છે ત્યાં અપેક્ષા જુદી છે. ત્યાં તો રાગની પર્યાય દ્રવ્યની છે, રાગ દ્રવ્યની પર્યાયના અસ્તિત્વપણે છે, પરને કારણે રાગની ઉત્પત્તિ થઈ છે એમ નથી-એમ સિદ્ધ કરવું છે. જ્યારે અહીં ચૈતન્યસ્વભાવથી વ્યાપ્ત ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્માના અનુભવમાં રાગ ભિન્ન રહી જાય છે માટે તે ચૈતન્યથી ભિન્ન અચેતન છે એમ સિદ્ધ કરે છેઃ-
પ્રશ્નઃ– તો બન્નેમાંથી સાચું કયું?
ઉત્તરઃ– (અપેક્ષાથી) બન્ને વાત સાચી છે. પર્યાયનું જ્ઞાન પણ લક્ષમાં હોવું જોઈએ. એને પણ જ્ઞાની યથાર્થ જાણે છે. ૧૪ મી ગાથાના ભાવાર્થમાં કહ્યું છે કે-‘સર્વ નયોના કથંચિત્ રીતે સત્યાર્થપણાનું શ્રદ્ધાન કરવાથી જ સમ્યગ્દ્રષ્ટિ થઈ શકાય છે.’ એનો અર્થ એ થયો કે પર્યાયમાં રાગ છે તે ખરી વાત છે. પર્યાય અપેક્ષાએ વિકાર ક્ષણિક સત્ છે. પરંતુ ચૈતન્યસ્વભાવથી વ્યાપ્ત ત્રિકાળી શુદ્ધ ભગવાન આત્મામાં એક સમયનો તે વિકાર વ્યાપ્ત નથી. પુદ્ગલના સંગે થયેલ એક સમયનું કાર્ય, વ્યાપક એવા ચૈતન્યસ્વભાવમાં વ્યાપ્યું નથી.
પ્રશ્નઃ– આ બન્નેમાંથી નક્કી શું કરવું?
ઉત્તરઃ– ભાઈ! રાગ પર્યાયમાં છે અને તે પોતાથી છે એમ જાણમાં લઈને, દ્રવ્ય- સ્વભાવમાં-ચૈતન્યસ્વભાવથી વ્યાપ્ત પ્રભુ આત્મામાં રાગ નથી અર્થાત્ દ્રવ્યસ્વભાવ નિર્વિકાર શુદ્ધ ચૈતન્યમય છે એમ શ્રદ્ધાન કરવું.
ર્ક્તા-કર્મ અધિકારની શરૂઆત કરવી છે તેથી આ વાત અહીં લીધી છે. પહેલી ગાથામાં આવ્યું ને કે-‘પરિભાષણ શરૂ કરીએ છીએ,’ પરિભાષા સૂત્ર એટલે જ્યાં જ્યાં જે જે જોઈએ તે તે ગાથા યથાસ્થાને ત્યાં આવે. સમયસારની આવી જ શૈલી છે. અમૃતચંદ્રાચાર્ય પણ જે ભવિષ્યમાં-આગળ આવવાનું હોય છે તેની વાત પહેલાં કહે છે. જેમકેઃ બંધ અધિકારમાં આવે છે કે પર જીવને જીવાડું કે મારું-એ અધ્યવસાન મિથ્યાત્વ છે, જૂઠું છે. ભગવાને એનો ત્યાગ કરાવ્યો છે તેથી હું માનું છું કે પર જેનો
PDF/HTML Page 730 of 4199
single page version
આશ્રય છે એવો વ્યવહાર જ સઘળોય છોડાવ્યો છે. (કલશ ૧૭૩). ગાથા ૨૭૨ માં જે વાત આવવાની છે તે વાત આગળના કળશમાં (કળશ ૧૭૩ માં) કહી દીધી છે. આવી શૈલી સમયસારમાં લીધી છે.
અહાહા! પરથી નથી થયું તે કાર્ય પરનું છે, સ્વનું નથી! કેવી વાત! ભાઈ! ‘પરથી નથી થયું’ એ તો રાગનું કાર્ય સ્વથી પર્યાયમાં થયું છે એમ સિદ્ધ કરવા કહ્યું છે. એ પર્યાય અપેક્ષાએ પર્યાયની વાત કરી છે. પણ વસ્તુના સ્વભાવને જ્યાં જોઈએ તો ‘તે કાર્ય પરનું છે’ એમ ભાસે છે. કેમકે ત્રિકાળી શુદ્ધ ચૈતન્યમય વસ્તુનો અનુભવ કરતાં એટલે કે નિર્મળ સમ્યક્દર્શન-જ્ઞાનના પરિણામથી દ્રવ્યનો અનુભવ કરતાં, એ પરિણામમાં રાગનું વેદન આવતું નથી. માટે રાગ છે તે પરનું કાર્ય છે, સ્વનું નથી. ભાઈ! આ સમયસાર છે તે એમ ને એમ વાંચી જવાથી સમજાય એમ નથી. તેનાં એક એક પદ અને પંક્તિમાં ભાવ ઘણા ગંભીર-ઊંડા છે.
અહા! શું વસ્તુસ્થિતિ બતાવી છે! ભગવાન આત્મા ચૈતન્યસ્વભાવથી વ્યાપ્ત શુદ્ધ ચિદાનંદમય વસ્તુ છે. તે અનંત શક્તિ-ગુણ-સ્વભાવથી મંડિત અભેદ એકાકાર વસ્તુ છે. શું એમાં કોઈ શક્તિ-ગુણ-સ્વભાવ છે જે વિકાર ઉત્પન્ન કરે? (ના). છતાં પર્યાયમાં જે વિકાર થાય છે તે વિકારનું સ્વતઃ પરિણમન છે. અહાહા! સ્વતઃ ષટ્કારકથી વિકાર પરિણમે છે. તેને દ્રવ્ય-ગુણ અર્થાત્ સ્વભાવવાનની અપેક્ષા નથી તથા નિમિત્તના કારકોની પણ અપેક્ષા નથી. હવે કહે છે કે ચૈતન્યસ્વભાવથી વ્યાપ્ત શુદ્ધ આત્માને અનુભવતાં, એની નિર્મળ અનુભૂતિમાં વિકાર- રાગ આવતો નથી, ભિન્ન રહી જાય છે. જો એ રાગ ચૈતન્યસ્વરૂપમય હોય તો ચૈતન્યની અનુભૂતિમાં આવવો જોઈએ. પરંતુ એમ તો બનતું નથી. માટે રાગ અચેતન જ છે.
અહાહા! આત્મા શુદ્ધ ચૈતન્યમય વસ્તુ છે. જ્યાં જ્ઞાનના પરિણામ અંદર શુદ્ધ ચૈતન્યમય વસ્તુમાં નિમગ્ન થયા ત્યાં રાગ સ્વયં સ્વથી ભિન્નપણે જણાય છે. માટે રાગ એ જીવના પરિણામ નથી. અહાહા! ચૈતન્યસ્વભાવી વસ્તુ આત્મામાં ઢળેલા જે શ્રદ્ધા-જ્ઞાનના નિર્મળ પરિણામ છે તે જીવના છે. પણ એ નિર્મળ પરિણામ સાથે રાગ આવતો નથી. અહાહા! જ્ઞાનના પરિણામથી રાગ ભિન્ન જ રહે છે. એ રાગનું જ્ઞાન જ્ઞાનના પરિણામમય છે, રાગમય નથી. રાગ પોતાથી ભિન્ન છે એવું જ્ઞાન થાય છે પણ તે રાગ અભિન્ન છે એવું જ્ઞાન જ્ઞાનના પરિણામમાં થતું નથી. ગજબ વાત! અહો! આ વીતરાગની વાણી વહેવડાવનારા દિગમ્બર સંતો જાણે વીતરાગતાનાં પુતળાં! મુનિ એટલે વીતરાગતાનું બિંબ! ધન્ય એ મુનિદશા! આવા મુનિનાં દર્શન થવા માટે પણ ભાગ્ય જોઈએ! એમની વાણીની શી વાત!
કહે છે કે ભગવાન! તું ચૈતન્યસ્વભાવથી વ્યાપ્ત આત્મા છો ને! શું તું રાગથી
PDF/HTML Page 731 of 4199
single page version
વ્યાપ્ત આત્મા છો? (ના). ભાઈ! જ્યાં આત્મા વ્યાપક અને રાગ એનું વ્યાપ્ય એમ કહ્યું છે ત્યાં તો આત્માને પરથી ભિન્ન સિદ્ધ કરવો છે. કલશ-ટીકામાં પણ આવે છે કે રાગનું વ્યાપ્ય- વ્યાપકપણું આત્માની સાથે છે, પરની સાથે નહિ. ભાઈ! ત્યાં તો પરથી ભિન્ન પોતાની પર્યાય સિદ્ધ કરી છે. પણ અહીં તો શુદ્ધ ચૈતન્યમય આત્માની અંદર ઢળતાં જે નિર્મળ જ્ઞાન-દર્શનના- જાણવા-દેખવાના પરિણામ થાય છે તેમાં રાગ આવતો નથી પણ પોતાથી ભિન્નપણે જણાય છે એમ કહે છે. માટે રાગ અચેતન પુદ્ગલનો છે એમ કહે છે.
આવી વાત લુખી લાગે એટલે અજ્ઞાની ભગવાનની સ્તુતિ, ભક્તિ, સેવા કરવામાં અને દાન કરવામાં સંતોષ માની લે છે. અરે પ્રભુ! એથી તને શું લાભ થયો? વ્યવહારથી નિશ્ચય થાય કે વ્યવહાર સાધક છે અને નિશ્ચય સાધ્ય-એમ જે ખરેખર માને છે તેનું તો હજી શાસ્ત્રજ્ઞાન પણ સાચું નથી. આગમની વાસ્તવિક શૈલી શું છે એની પણ એને ખબર નથી. વ્યવહારને સાધક કહ્યો છે એ તો આરોપિત કથન છે. સાધકનું કથન બે પ્રકારે છે, સાધક બે પ્રકારે નથી. જેમ મોક્ષમાર્ગનું કથન બે પ્રકારે છે, કાંઈ મોક્ષમાર્ગ બે પ્રકારે નથી. જો મોક્ષમાર્ગ બે પ્રકારે હોય તો વ્યવહાર મોક્ષમાર્ગથી વ્યવહાર મોક્ષ અને નિશ્ચય મોક્ષમાર્ગથી નિશ્ચય મોક્ષ થાય-શું એમ છે? (ના). ભાઈ, વ્યવહાર મોક્ષમાર્ગ તો બંધનું કારણ છે. પણ તેને આરોપથી મોક્ષમાર્ગ કહ્યો છે. આમાં તો ઘણું બધું ભર્યું છે.
હવે કહે છે કે જેમ ગુણસ્થાન માટે કહ્યું તેમ રાગ, દ્વેષ, આદિ બીજા બધા બોલ માટે પણ લેવું. જેમકે રાગ-રાગ છે તે પુદ્ગલના વિપાકપૂર્વક થવાથી પુદ્ગલ છે, કેમકે કારણના જેવું કાર્ય હોય છે. આગમ પણ રાગને પુદ્ગલ જ કહે છે અને ભેદ જ્ઞાનીઓ વડે રાગ પોતાથી ભિન્નપણે ઉપલભ્યમાન છે. માટે રાગ પુદ્ગલ જ છે એમ સિદ્ધ થયું. આ પ્રમાણે દરેક બોલમાં ઉતારવું.
દ્વેષ-દ્વેષના પરિણામ પુદ્ગલના વિપાકથી થયેલા હોવાથી પુદ્ગલ છે. આગમ પણ તેને પુદ્ગલ કહે છે અને ભેદજ્ઞાનીઓ વડે અનુભવમાં પણ તે ભિન્નપણે ઉપલભ્યમાન છે. માટે દ્વેષ પુદ્ગલ જ છે. અહીં આગમ એટલે નિશ્ચયનું-અધ્યાત્મનું આગમ લેવું. આનો ખુલાસો અગાઉ ગાથા ૪૬ ના સંદર્ભથી આવી ગયો છે. અધ્યવસાન આદિ ભાવોને વ્યવહારથી જીવના કહ્યા છે, પણ પરમાર્થની દ્રષ્ટિમાં તેઓ જીવના છે જ નહિ. ભાઈ! ‘જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું તેહ.’ પોતાની દ્રષ્ટિને સિદ્ધાંત કહે છે તેમ વાળવી જોઈએ પણ દ્રષ્ટિ પ્રમાણે સિદ્ધાંતને વાળવો જોઈએ નહિ.
તેવી રીતે મોહ અને પ્રત્યય-પ્રત્યય એટલે આસ્રવ. તેમાં મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ-એ પાંચેય લેવા. એ પાંચેય આસ્રવ પુદ્ગલપૂર્વક થયા હોવાથી પુદ્ગલ છે. આગમ પણ એને પુદ્ગલ જ કહે છે. તથા આત્માના અનુભવમાં આસ્રવ
PDF/HTML Page 732 of 4199
single page version
સ્વથી ભિન્નપણે જ જણાય છે. અર્થાત્ શુદ્ધ ચૈતન્યસ્વભાવી આત્માનો અનુભવ કરતાં અનુભવમાં આસ્રવો આવતા નથી, પણ ભિન્ન જ રહે છે. માટે તેઓ પુદ્ગલ જ છે.
તેવી રીતે કર્મ જે જડ (દ્રવ્યકર્મ) છે તે, નોકર્મ-શરીર, મન, વાણી, આદિ, વર્ગ, વર્ગણા અને સ્પર્ધક-આ બધા તો સીધા જડ પુદ્ગલ જ છે.
હવે કહે છે કે અધ્યવસાનસ્થાન પુદ્ગલપૂર્વક થયા હોવાથી પુદ્ગલ છે. આગમ પણ એને પુદ્ગલ કહે છે. અને તે અધ્યવસાનસ્થાન ચૈતન્યસ્વભાવથી વ્યાપ્ત ભગવાન આત્માનો અનુભવ કરતાં ભિન્ન રહી જાય છે, અનુભવમાં આવતા નથી. માટે તેઓ પુદ્ગલ જ છે.
તેવી રીતે અનુભાગસ્થાન-પર્યાયમાં જેટલા અનુભાગરસના ભાવ આવે તે, યોગસ્થાન એટલે કંપનનાં સ્થાન, બંધસ્થાન-વિકારી પર્યાયના બંધના પ્રકાર, ઉદયસ્થાન તથા માર્ગણાસ્થાન-ચૌદ માર્ગણાના ભેદ-સર્વ પુદ્ગલપૂર્વક હોવાથી પુદ્ગલ છે. આગમ તેઓને પુદ્ગલ કહે છે અને ચૈતન્યસ્વભાવથી વ્યાપ્ત આત્માનો અનુભવ કરતાં તેઓ ભિન્ન રહી જાય છે, માટે તેઓ પુદ્ગલ જ છે.
તેવી રીતે સ્થિતિબંધસ્થાન-કર્મની સ્થિતિના જે પ્રકાર છે તેટલી જીવમાં જે યોગ્યતા છે તે પુદ્ગલ છે. તથા સંકલેશસ્થાન એટલે અશુભભાવના પ્રકાર-હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ આદિ-જે અશુભભાવ છે તે પુદ્ગલપૂર્વક હોવાથી પુદ્ગલ છે, આગમ પણ તેઓને પુદ્ગલ કહે છે અને ચૈતન્યમૂર્તિ ભગવાન આત્માનો અનુભવ કરતાં તે અશુભભાવો અનુભૂતિથી ભિન્ન રહી જાય છે. માટે તેઓ પુદ્ગલ જ છે.
વિશુદ્ધિસ્થાન-જે અસંખ્યાત પ્રકારે પ્રશસ્ત શુભભાવ છે તે પુદ્ગલપૂર્વક હોવાથી પુદ્ગલ છે, આગમ પણ તેઓને પુદ્ગલ કહે છે અને શુદ્ધ આત્માના અનુભવમાં પણ તેઓ આવતા નથી, ભિન્ન રહી જાય છે, માટે તેઓ પુદ્ગલ જ છે. લોકોને આ ભારે કઠણ પડે છે. પણ ભાઈ! ગમે તે શુભભાવ હો, ચાહે તો તીર્થંકર ગોત્ર બંધાય એવો સોલહકારણ ભાવનાનો શુભભાવ હો, પરંતુ સર્વ શુભભાવ પુદ્ગલની કર્મપ્રકૃતિના વિપાક-પૂર્વક જ હોવાથી પુદ્ગલ છે. તેઓ કાંઈ ચૈતન્યના વિપાક-ભાવ નથી. ભગવાન ચૈતન્યદેવનું કાર્ય તો આનંદ અને વીતરાગી શાન્તિના અંકુર ફૂટે એવું ચૈતન્યમય જ હોય. એમાં વિશુદ્ધિસ્થાન આવતાં નથી. માટે તેઓ પુદ્ગલ જ છે.
હવે સંયમલબ્ધિસ્થાન-અભેદ ચૈતન્યઘન-વિજ્ઞાનઘનસ્વભાવી આત્મામાં નિર્મળ ચારિત્રના જે ભેદ પડે છે તે સંયમલબ્ધિસ્થાન છે. તેઓ પણ પુદ્ગલકર્મપૂર્વક થતા હોઈને સદાય અચેતન પુદ્ગલ છે. આગમ પણ તેઓને પુદ્ગલ કહે છે અને આત્માનુભૂતિમાં પણ એ ભેદો સમાતા નથી, તેથી તેઓ પુદ્ગલ જ છે, જીવ નથી-એમ આપોઆપ સિદ્ધ થાય છે.
PDF/HTML Page 733 of 4199
single page version
અહીં મૂળ તો ત્રિકાળી શુદ્ધ ચૈતન્યસ્વભાવથી વ્યાપ્ત ધ્રુવ ભગવાન આત્મા સિદ્ધ કરવો છે. શું કીધું? કે જે ચૈતન્યસ્વભાવથી વ્યાપ્ત છે તે જીવ છે. તેથી ચૈતન્યથી ભિન્ન એવા રાગ અને ભેદ આદિ સર્વ ભાવો ચૈતન્યમય નથી માટે અચેતન છે એમ કહ્યું છે. તથા આ સર્વ ભાવો પુદ્ગલના વિપાકપૂર્વક થતા હોવાથી પુદ્ગલ જ છે, જીવ નથી એમ સિદ્ધ કર્યું છે. જેમ પહેલાં ગુણસ્થાન જીવ નથી એમ સિદ્ધ કર્યું હતું તેમ આ રાગાદિ બધાય ભાવો પણ જીવ નથી એમ આપોઆપ સિદ્ધ થઈ ગયું.
શુદ્ધદ્રવ્યાર્થિકનયની દ્રષ્ટિમાં એટલે કે જેમાં શુદ્ધ ત્રિકાળી દ્રવ્યનું પ્રયોજન છે એવા નયની દ્રષ્ટિમાં ચૈતન્ય અભેદ છે. શુદ્ધદ્રવ્યાર્થિકનય એટલે શુદ્ધ + દ્રવ્ય + આર્થિક + નય. અહાહા! આત્મા ત્રિકાળ ધ્રુવ દ્રવ્ય છે. એવા ત્રિકાળી શુદ્ધ ભગવાન આત્માનું જ જેમાં પ્રયોજન છે એ નયથી જોતાં ચૈતન્ય અભેદ છે, એમાં દયા, દાન આદિ રાગ કે સંયમલબ્ધિસ્થાન આદિના ભેદ નથી. ભાઈ! પરમાત્મા ત્રિલોકીનાથ જિનેશ્વરદેવે કહેલો માર્ગ સંતો જગતને જાહેર કરે છે. કહે છે કે-પ્રભુ! તું શુદ્ધ દ્રવ્યની દ્રષ્ટિથી અભેદ છો; અને ત્યાં જ દ્રષ્ટિ દેવા લાયક છે, માટે ત્યાં દ્રષ્ટિ દે.
અહાહા! શુદ્ધદ્રવ્યાર્થિકનયથી ચૈતન્ય અભેદ છે અને એના પરિણામ પણ સ્વાભાવિક શુદ્ધ જ્ઞાન-દર્શન છે. જુઓ, વસ્તુ અભેદ છે અને તેના પરિણામ નિર્મળ જ્ઞાન-દર્શન છે. અહાહા! જ્ઞાતા-દ્રષ્ટાના આનંદના જે પરિણામ થાય તે શુદ્ધ ચૈતન્યના પરિણામ છે. પરંતુ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિના જે પરિણામ થાય તે જીવના પરિણામ નથી; અહા! ચૈતન્યસ્વભાવનું એ પરિણમન નથી. આવી વાત લોકોને સાંભળવા નવરાશ મળે નહિ અને આખો દિવસ રળવા-કમાવવાના ધંધામાં અને બાયડી-છોકરાં સાચવવામાં-એકલા પાપના કામમાં ગાળે! કદાચિત્ સાંભળવા જાય તો ભક્તિ કરો, ઉપવાસ કરો આદિ કરો-એમ સાંભળવા મળે. પણ ભાઈ! એ તો બધો રાગ છે, અને રાગને તો અહીં પુદ્ગલના પરિણામ કહ્યા છે. અરે, તે પુદ્ગલ જ છે. અરેરે! લોકો તો એમાં જ ધર્મ માને છે!
ભગવાન આત્મા ચૈતન્યસ્વભાવી જાગૃતજ્યોતસ્વરૂપ અભેદ એકરૂપ શુદ્ધ વસ્તુ છે. તેના પરિણામ હોય તો તે જાણવા-દેખવાના અને અતીન્દ્રિય આનંદના નિર્મળ પરિણામ છે, સંયમલબ્ધિસ્થાન આદિ તો ભેદરૂપ છે, અને આત્મા અભેદ છે. એ અભેદના આશ્રયે જે નિર્મળ જ્ઞાન-દર્શનના પરિણામ થાય તે જીવના પરિણામ છે. આત્માની પર્યાયમાં જે દયા, દાન અને કામ-ક્રોધ આદિ રાગ-દ્વેષના વિકલ્પો થાય છે તે ચૈતન્યના વિકારો છે, ચૈતન્યના સ્વભાવભાવ નથી. અહાહા! વિકારના પરિણામ ચૈતન્યના સ્વરૂપમય નથી એમ કહે છે. વિકાર ઉત્પન્ન કરે એવી ચૈતન્યમાં કોઈ શક્તિ-ગુણ નથી. જે વિકૃત પર્યાય આત્મામાં
PDF/HTML Page 734 of 4199
single page version
થાય છે તે પર નિમિત્તથી થાય છે. નિમિત્તથી થાય છે એટલે કે થાય છે તો પોતાથી પોતામાં, પણ નિમિત્તના લક્ષે થાય છે એમ અર્થ છે.
શું કહ્યું? શુભાશુભભાવ-દયા, દાન, વ્રત, ભક્તિ વગેરેના શુભભાવ અને હિંસા, જૂઠ, ચોરી, વિષયવાસના આદિ અશુભભાવ-તે સર્વ પર્યાયમાં થતા ચૈતન્યના સ્વભાવ કે સ્વભાવના પરિણામ નથી. તેઓ કર્મના નિમિત્તથી ઉત્પન્ન થયેલા છે અને ચૈતન્ય જેવા દેખાય છે. ચૈતન્યમય તો નથી, પણ જાણે ચૈતન્ય કેમ ન હોય એવા દેખાય છે. તોપણ તે ચિદ્વિકારો ચૈતન્યની સર્વ અવસ્થાઓમાં વ્યાપક નહિ હોવાથી ચૈતન્યશૂન્ય છે, જડ છે. શું કહ્યું? ભગવાન આત્મા અનાદિ-અનંત ત્રિકાળ છે, તેની અનાદિ-અનંત સર્વ અવસ્થાઓમાં એ વિકારો રહેતા નથી. અનાદિ-અનંત જે સ્વભાવ છે એની પર્યાયમાં અનાદિ-અનંત વિકાર રહેતો નથી. આ પુણ્ય-પાપ, શુભાશુભભાવ અને ગુણસ્થાન આદિ ભેદના ભાવ ચૈતન્યની પ્રત્યેક અવસ્થામાં વ્યાપક નથી, માટે એ વિકારો ચૈતન્યથી શૂન્ય છે એટલે કે જડ છે. તેથી તેઓ કર્મપૂર્વક થતા હોવાથી તેઓને પુદ્ગલમાં નાખ્યા છે. ભાઈ! સૌ પ્રથમ સમ્યગ્દર્શન અને તેનો વિષય શું છે તે સમજવાની જરૂર છે, બાકી બધું તો થોથેથોથાં છે.
સમ્યગ્દર્શન એ ધર્મનું પ્રથમ સોપાન છે. અને એનો વિષય ત્રિકાળી શુદ્ધ અભેદ ચૈતન્યસ્વભાવી વસ્તુ છે. શુદ્ધદ્રવ્યાર્થિકનયનો વિષય કહો કે સમ્યગ્દર્શનનો, બન્નેનો વિષય ત્રિકાળી શુદ્ધ ચૈતન્યમય ભગવાન આત્મા છે. અને સમ્યગ્દર્શન-જ્ઞાન આદિ છે તે એના પરિણામ હોવાથી જીવ છે. જ્યારે રાગાદિ અને ગુણસ્થાન આદિ ભેદના ભાવો સ્વભાવપૂર્વક નહિ હોવાથી તથા નિમિત્ત પુદ્ગલકર્મના વિપાકપૂર્વક હોવાથી સદાય અચેતનપણે પુદ્ગલ જ છે. આવી વાત છે. જે કોઈ દયા, દાન, વ્રત, ભક્તિ આદિના ભાવથી ધર્મ થવો માને છે તે મૂઢ મિથ્યાદ્રષ્ટિ છે. તેને જૈનધર્મની ખબર નથી. તેને ખબર નથી એટલે કાંઈ બંધભાવથી અબંધ થઈ જાય? અસત્ય, સત્ય થઈ જાય? ન થાય, ભાઈ! એ સંસારમાં રખડવાની માન્યતા છે. જુઓને! પંડિત જયચંદજીએ કેવો ખુલાસો કર્યો છે! ભાઈ! જડ પુદ્ગલમય ભાવોથી જીવને- ચૈતન્યને કેમ લાભ થાય? (કદીય ન થાય.)
દયા, દાન, વ્રત, ભક્તિ આદિના ભાવ પુણ્યભાવ છે, અને વેપાર-ધંધાના, સ્ત્રી-પુત્ર- પરિવાર સાચવવાના તથા હિંસાદિના ભાવ છે તે એકલા પાપભાવ છે. આ પુણ્ય-પાપના ભાવ છે તો જીવની અવસ્થામાં થયેલા વિકારી પરિણામ, પણ તેઓ ચૈતન્યસ્વભાવથી શૂન્ય છે માટે જડ-અચેતન છે અને પુદ્ગલકર્મપૂર્વક થતા હોવાથી પુદ્ગલ જ છે એમ કહ્યું છે. આ યુક્તિ થઈ. હવે કહે છે આગમમાં પણ તેમને અચેતન કહ્યા છે. શુદ્ધ દ્રવ્યાર્થિકનયની દ્રષ્ટિથી આગમમાં પણ તેમને અચેતન કહ્યા છે. તેમ જ ભેદજ્ઞાનીઓ પણ તેમને ચૈતન્યથી ભિન્નપણે અનુભવે છે. આમ ત્રણ વાત થઈ.
PDF/HTML Page 735 of 4199
single page version
પહેલાં ન્યાયથી સિદ્ધ કર્યું કે-ભગવાન આત્મા તો શુદ્ધ ચૈતન્યસ્વભાવી નિર્મળાનંદ પ્રભુ છે. તે અભેદ છે. તેની પર્યાયમાં જે વિકાર થાય છે તે ચૈતન્યસ્વભાવપૂર્વક નથી કારણ કે ચૈતન્યમાં કયાં વિકાર છે કે તે-પૂર્વક વિકાર થાય? પરંતુ પુણ્ય-પાપ આદિ ભાવોના વિકાર પુદ્ગલકર્મપૂર્વક જ થાય છે. માટે તેઓ ચૈતન્યથી રહિત જડ પુદ્ગલ જ છે. આ યુક્તિ કહી. ભગવાનના આગમમાં પણ તેમને નિશ્ચયથી પુદ્ગલ જ કહ્યા છે. તથા શુદ્ધ અભેદ ચૈતન્યમય આત્માનો અનુભવ કરનાર ભેદજ્ઞાનીઓને પણ તેઓ અનુભૂતિથી ભિન્ન જણાય છે. આમ યુક્તિ, આગમ અને અનુભવ એમ ત્રણ પ્રકારે તેઓ પુદ્ગલ જ છે એમ સિદ્ધ થાય છે. લોકોને એકાંત, લાગે, પણ ભાઈ! આ તો ન્યાયથી, ભગવાનના આગમથી અને ભેદજ્ઞાનીઓના અનુભવથી સિદ્ધ થયેલી વાત છે. ભાઈ! રાગથી અને ભેદથી ભિન્ન ભગવાન અભેદનો અનુભવ કરતાં, એમાં રાગ કે ભેદ આવતા નથી. તેથી તેઓ અચેતન-પુદ્ગલ છે, જીવ નથી.
લોકો તો પર જીવની દયા પાળવી-તેમને ન મારવા તેને અહિંસા કહે છે અને તે પરમ ધર્મ છે, સર્વ સિદ્ધાંતનો સાર છે એમ માને છે. તેને કહે છે કે ભાઈ! તને વસ્તુની ખબર નથી. તેં સત્ સાંભળ્યું જ નથી, ભગવાન! એકવાર સાંભળ તો ખરો પ્રભુ! કે તારો સ્વભાવ શું છે? તું તો ચૈતન્યસ્વભાવી ધ્રુવ અભેદ વસ્તુ છો ને, નાથ! એમાં વિકાર કયાં છે તે થાય? તું પરની દયા તો પાળી શક્તો નથી, પરંતુ દયાનો જે શુભરાગ તને થાય છે તે ચૈતન્યમય નથી પણ પુદ્ગલકર્મપૂર્વક થતો હોવાથી પુદ્ગલ જ છે એમ અહીં કહે છે. અહાહા! શું ન્યાય છે! ન્યાયથી તો સમજવું પડશે ને? ભાઈ! આ જિંદગી ચાલી જાય છે, હોં. આવો મનુષ્યભવ મળ્યો એમાં દેવાધિદેવ જિનેશ્વરદેવ આત્મા કોને કહે છે એ સમજણમાં ન આવ્યું તો મનુષ્યભવ નિષ્ફળ જશે. પશુને મનુષ્યપણું મળ્યું નથી અને આ જીવને મનુષ્યપણું મળ્યું છે. પણ જો આત્માની સમજણ ન કરી તો મનુષ્યપણું નિષ્ફળ જશે.
અહાહા! જ્ઞાનાનંદનો દરિયો ભગવાન આત્મા ધ્રુવ ચૈતન્યમય વસ્તુ છે. તે અભેદ એકરૂપ નિર્મળ છે. એમાં વિકાર કયાં છે તે વિકાર થાય? એમાં તો જ્ઞાન, આનંદના નિર્મળ પરિણામ થાય. એ ચૈતન્યના પરિણામ છે.
પ્રશ્નઃ– પર્યાયમાં વિકાર થાય છે ને? એ શું છે?
ઉત્તરઃ– ભાઈ! પર્યાયમાં વિકાર થાય છે એ ચૈતન્યના પરિણામ નથી કેમકે તે ચૈતન્યમય નથી, સ્વભાવપૂર્વક નથી. એ વિકાર પુદ્ગલકર્મપૂર્વક થતા હોવાથી અચેતન-પુદ્ગલ છે. જો તે જીવના ભાવ હોય તો તે નીકળે નહિ અને સદાય ચૈતન્યની સર્વ અવસ્થાઓમાં રહે, પણ તેઓ તો નીકળી જાય છે. સિદ્ધમાં તેઓ સર્વથા નથી. વળી
PDF/HTML Page 736 of 4199
single page version
ભેદજ્ઞાનીઓની નિર્મળ અનુભૂતિમાં પણ તેઓ આવતા નથી, ભિન્ન રહી જાય છે. જો રાગ અને ભેદ જીવના હોય તો સ્વ-અનુભવમાં તેઓ આવવા જોઈએ. પણ એમ પણ બનતું નથી. તેથી તેઓ અચેતન જ છે. પરમાગમ પણ એમ જ કહે છે. તેથી રાગાદિ ભાવો જીવના નથી, પુદ્ગલના જ છે એમ સિદ્ધ થાય છે.
અહા! અજ્ઞાનીને એમ લાગે છે કે આ શું કહેવાય? આ તે વળી કેવો ધર્મ! આ બધું- વ્રત કરવાં, તપ કરવાં, ઉપવાસ કરવા, ભગવાનની ભક્તિ-સ્તુતિ-સેવા-પૂજા કરવી, જાત્રા કરવી, મંદિર બાંધવાં, રથયાત્રાઓ કાઢવી, વગેરે કયાં ગયું? શું એ બધું ધર્મ નથી? ધીરજથી સાંભળ, ભાઈ! જેને તું ધર્મ માને છે એ બધી ક્રિયા છે અને તું તો ચૈતન્યસ્વરૂપ છો, ભગવાન! રાગ છે એ તો અચેતન છે અને પુદ્ગલકર્મના વિપાકપૂર્વક થાય છે માટે એને તો ભગવાન નિશ્ચયથી પુદ્ગલનું કાર્ય કહે છે. ગજબ વાત છે! વિકાર અને ભેદથી રહિત અભેદ એકરૂપ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા છે. રાગની આડમાં જો એની દ્રષ્ટિ ન કરી તો કયાં જઈશ પ્રભુ? ભવ બદલીને કયાંક જઈશ તો ખરો જ ને? સ્વરૂપની સમજણ વિના રખડી મરીશ, નરક-નિગોદના ચક્રાવામાં રખડી મરીશ, ભાઈ! બાપુ! અહીં વિચારવાની અને સમજવાની તક છે.
ગાથા ૪૯ ની ટીકામાં આવ્યું છે કે-‘જેણે પોતાનું સર્વસ્વ ભેદજ્ઞાની જીવોને સોંપી દીધું છે’-એનો અર્થ શું છે? કે જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન આત્માનો જેઓ અનુભવ કરે છે તે ભેદજ્ઞાની જીવોને અનુભવમાં અતીન્દ્રિય જ્ઞાન, આનંદ અને શાંતિનો સ્વાદ આવે છે પણ રાગ અને ભેદ અનુભવમાં આવતા નથી. મતલબ કે ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્માથી રાગ અને ભેદ ભિન્ન છે. રાગ અને ભેદના ભાવો ચૈતન્યમય નથી અને તેથી અચેતન જ છે. લોકોને આકરું પડે પણ એ એમ જ છે.
પ્રશ્નઃ– જો તેઓ ચેતન નથી તો તેઓ કોણ છે?
ઉત્તરઃ– જીવની પર્યાયમાં તેઓ છે તેથી વ્યવહારથી તેઓ જીવના છે એમ કહેવામાં આવે છે; પરંતુ નિશ્ચયથી તેઓ જીવના નથી. તેઓ પુદ્ગલકર્મપૂર્વક થાય છે તેથી નિશ્ચયથી તેઓ પુદ્ગલ જ છે. દ્રવ્ય-ગુણમાં તો વિકાર છે જ નહિ, પર્યાયમાં જે વિકાર છે તે અનાદિ-અનંત પર્યાયમાં કાયમ રહેતો નથી. તેથી વિકાર જીવનો નથી, પુદ્ગલ જ છે, કેમકે કારણ જેવું કાર્ય હોય છે. પુદ્ગલકર્મ કારણ છે અને રાગાદિ તેનું કાર્ય છે. તેથી રાગાદિ પુદ્ગલ જ છે.
પરંતુ આ ઉપરથી કોઈ એમ માની લે કે-જુઓ, કર્મને લઈને રાગ થાય છે ને? તો એમ નથી. તું યથાર્થ વાત સમજ્યો નથી, ભાઈ! કર્મને લઈને વિકાર થાય છે એમ નથી, કર્મ છે માટે રાગ થાય છે એમ છે જ નહિ. જીવદ્રવ્યની પર્યાયમાં વિકાર-અપરાધ જે થાય છે તે પોતાથી જ થાય છે. તે અપરાધ પોતાનો જ છે પરંતુ તે સ્વભાવનું કાર્ય
PDF/HTML Page 737 of 4199
single page version
નથી એમ અહીં કહે છે. ભગવાન આત્મા તો ત્રિકાળ નિરપરાધસ્વરૂપ નિરાકુળ આનંદમય નિર્મળાનંદ પ્રભુ ચૈતન્યસ્વભાવી વસ્તુ છે. એનું કાર્ય અપરાધ-વિકાર કેમ હોય? નિરપરાધ સ્વભાવમાંથી અપરાધ-વિકાર કેમ જન્મે? તો વિકાર થાય તો છે? પર્યાયમાં એ વિકાર થાય છે તો પોતાથી, પોતાની જન્મક્ષણ છે તેથી થાય છે, પરંતુ પુદ્ગલકર્મના-નિમિત્તના લક્ષે થાય છે માટે તેઓ પુદ્ગલના છે એમ કહ્યું છે. વીતરાગનો માર્ગ બહુ ઝીણો, ભાઈ! તેને ધીરજથી, ન્યાયથી સમજવો જોઈએ.
દ્રષ્ટિનો વિષય ત્રિકાળ અભેદ આત્મા છે. અભેદની દ્રષ્ટિમાં અભેદ ચૈતન્યસ્વભાવ જ જણાય છે. પર્યાયમાં રાગાદિ જે છે તે અભેદની દ્રષ્ટિમાં આવતા નથી માટે તેઓ અચેતન જ છે. તથા તે રાગાદિ પુદ્ગલકર્મપૂર્વક જ થાય છે માટે તેઓ પુદ્ગલ જ છે, જીવ નથી. જવમાંથી જવ જ થાય, પણ શું બાજરો થાય? જવ કારણ અને બાજરો કાર્ય એમ શું બને? જવને કારણે શું બાજરો ઉગે? (ન જ ઉગે). જેમ જવ કારણ છે તો તેનું કાર્ય પણ જવ જ છે, તેમ પુદ્ગલકર્મપૂર્વક થયેલું વિકારનું કાર્ય પણ પુદ્ગલ જ છે. માટે રાગાદિ પુદ્ગલ જ છે, જીવ નથી એમ સિદ્ધ થયું-આ પ્રમાણે સ્વભાવથી વિભાવનું ભેદજ્ઞાન કરાવ્યું.
અંતઃતત્ત્વ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા પરમાત્મસ્વરૂપ છે. અત્યારે જ પરમાત્મસ્વરૂપે બિરાજમાન છે, હોં. એ પરમાત્મસ્વરૂપનું કાર્ય શું રાગ (શુભભાવ) હોય? ના. રાગ છે તો જીવની પર્યાયમાં અને તે પોતાનો જ અપરાધ છે, પણ તે કાંઈ ચૈતન્યસ્વભાવથી નીપજેલું કાર્ય છે? ના. તે કારણે, દ્રવ્ય-ગુણના આશ્રય વિના પર્યાયમાં સ્વયં અદ્ધરથી ઉત્પન્ન થયેલા રાગને પુદ્ગલનું કાર્ય કહ્યું છે. પુદ્ગલકર્મ રાગ કરાવે છે માટે પુદ્ગલનું કાર્ય કહ્યું છે એમ નથી, પણ કર્મ-નિમિત્તના લક્ષે રાગ થાય છે માટે પુદ્ગલનું કાર્ય કહ્યું છે. એ રાગાદિ ભાવ સ્વભાવની ઉપર-ઉપર જ રહે છે અને પુદ્ગલકર્મના નિમિત્તના સંબંધે ઉત્પન્ન થાય છે માટે તેઓ નિશ્ચયથી પુદ્ગલના જ છે એમ નિશ્ચિત થાય છે. અરેરે! આવી વાત સાંભળવાય ફુરસદ લે નહિ તો અનુભવ તો કયારે કરે?
આ પ્રકારે એમ સિદ્ધ કર્યું કે પુદ્ગલકર્મના ઉદયના નિમિત્તથી થતા ચૈતન્યના વિકારો પણ જીવ નથી, પુદ્ગલ છે. જુઓ, વિકાર નિમિત્તથી થાય છે એમ લખ્યું છે કે નહિ? ભાઈ! તું અપેક્ષા સમજ્યો નથી. નિમિત્ત જે પુદ્ગલકર્મ છે તેના લક્ષે-આશ્રયે વિકાર થાય છે એમ કહ્યું છે. વિકાર થાય છે તો પોતાની પર્યાયમાં પોતાને કારણે, પરંતુ સ્વભાવનું એ કાર્ય નથી અને નિમિત્તના આશ્રયે તે થાય છે માટે નિમિત્તનું કાર્ય છે એમ કહ્યું છે. ભાઈ! કર્મ, શરીર, મન, વાણી ઇત્યાદિ જડ પદાર્થો તો જડ છે જ. અહીં તો વિકારભાવ જે છે તે સ્વભાવના આશ્રયે તો થતો નથી તેથી એ સ્વભાવનું કાર્ય નથી; પરંતુ એ વિકારભાવ પુદ્ગલકર્મના આશ્રયે-લક્ષે જ થાય છે, માટે એ વિકાર
PDF/HTML Page 738 of 4199
single page version
જડ-પુદ્ગલનું જ કાર્ય છે એમ અપેક્ષાથી કહ્યું છે. આ પ્રમાણે પુદ્ગલના નિમિત્તથી થતો વિકાર પણ જડ-પુદ્ગલ જ છે, જીવ નથી એમ નક્કી થાય છે. ભાઈ! શાસ્ત્ર જે કહે છે તે પ્રમાણે પોતાની દ્રષ્ટિ કરવી જોઈએ, પણ પોતાની દ્રષ્ટિથી શાસ્ત્રનો વિચાર કરવો જોઈએ નહિ; અન્યથા સત્ય હાથ નહીં આવે.
પર કારકોથી નિરપેક્ષ વિકાર પોતાની પર્યાયમાં પોતાના ષટ્કારકોથી ઉત્પન્ન થાય છે. જુઓ, પંચાસ્તિકાયની ૬૨મી ગાથા. આત્માના દ્રવ્ય-ગુણમાં તો વિકાર નથી, છતાં પર્યાયમાં જે વિકાર થાય છે પોતાના ષટ્કારકથી ઉત્પન્ન થાય છે. દ્રવ્ય-ગુણ વિકારનું કારણ નથી કેમકે દ્રવ્ય-ગુણમાં વિકાર નથી. પર નિમિત્ત પણ વિકારનું કારણ નથી કેમકે પરને એ વિકારની પર્યાય અડતીય નથી, અર્થાત્ વિકારની પર્યાયનો પરમાં અભાવ છે, અને પર નિમિત્તનો વિકારમાં અભાવ છે. અહા! એ પંચાસ્તિકાયમાં જીવાસ્તિકાય સિદ્ધ કરવો છે. તેથી જીવની પર્યાયમાં વિકાર પોતાથી છે એમ કહ્યું છે. પણ અહીં એ વિકાર ચૈતન્યસ્વભાવનું કાર્ય નથી તથા પુદ્ગલ-કર્મના નિમિત્તના સંબંધે જેમ જ્યાં જે અપેક્ષા છે તે યથાર્થ સમજવી જોઈએ.
શુભ આચરણથી જીવને ધર્મ થાય એ વાત અજ્ઞાનીને એવી અતિશયપણે દ્રઢ થઈ છે કે ત્યાંથી ખસવું એને કઠણ પડે છે. એને મન પ્રશ્ન થાય છે કે શુભભાવને તમે ધર્મ નથી કહેતા તો શું ખાવું-પીવું અને મોજ-મઝા કરવી એ ધર્મ છે? અરે, પ્રભુ! તું શું કહે છે? એ વાત જ અહીં કયાં છે? ખાવા-પીવામાં જે શરીરાદિની ક્રિયા છે એ તો જડની છે. એને તો તું કરી શક્તો નથી, તથા ખાવા-પીવાનો જે રાગ છે એ તો અશુભ જ છે. એનાથી તો ધર્મ કેમ હોય? પરંતુ જે વ્રત-તપ-ઉપવાસાદિનો ભાવ છે તે પણ શુભરાગ જ છે. એ શુભાશુભ બન્ને પ્રકારના રાગ સ્વયં થયેલા ચૈતન્યના વિકાર છે, ચૈતન્યસ્વરૂપ નથી. સ્વભાવની દ્રષ્ટિથી જોતાં તેઓ ચૈતન્યથી ભિન્ન જણાય છે.
અહાહા! ત્રિકાળી ધ્રુવ ભગવાન જ્ઞાયકસ્વરૂપ આત્મામાં દ્રષ્ટિ દેતાં એ બન્ને શુભાશુભ રાગ અનુભૂતિથી ભિન્ન રહી જાય છે. માટે તેઓ અચેતન છે. તથા એ શુભાશુભ રાગ, ચૈતન્યપૂર્વક નહિ પણ કર્મના ઉદયપૂર્વક થાય છે તેથી તે નિશ્ચયથી કર્મ-પુદ્ગલના જ છે એમ સિદ્ધ થાય છે, કારણકે કારણ જેવું કાર્ય હોય છે. ભાઈ! સ્વભાવ-વિભાવનું આ પ્રમાણે ભેદજ્ઞાન કરી ત્રિકાળી સ્વભાવની દ્રષ્ટિ કરી વિભાવને કાઢી નાખવાની આ જ રીત છે; અને આ પ્રમાણે અનુસરણ કરતાં ધર્મ થાય છે. આવી વાત છે.
હવે પૂછે છે કે-વર્ણાદિક અને રાગાદિક જીવ નથી તો જીવ કોણ છે? રંગ, ગંધ, સ્પર્શ, રસ, શરીર, સંસ્થાન, સંહનન, વર્ગ, વર્ગણા અને કર્મ-બધા રંગમાં જાય છે, અધ્યવસાન, રાગ, દ્વેષ, સંકલેશ-વિશુદ્ધિનાં સ્થાનો એ બધાં રાગમાં જાય છે અને સંયમલબ્ધિસ્થાન, માર્ગણાસ્થાન, જીવસ્થાન, ગુણસ્થાન-એ બધાં ભેદમાં જાય છે. રંગ-રાગ
PDF/HTML Page 739 of 4199
single page version
અને ભેદમાં એ બધાં ર૯ બોલ સમાઈ જાય છે. હવે પૂછે છે કે આ રંગ-રાગ અને ભેદના ભાવો જીવ નથી તો જીવ કોણ છે? રંગ-રાગ અને ભેદના ભાવ જીવ નથી એમ જેને લક્ષમાં આવ્યું છે તે પૂછે છે કે-તો જીવ કોણ છે? તેના ઉત્તરરૂપ શ્લોક-કળશ કહે છેઃ-
આ ભગવાન આત્મા કોણ છે? રંગ-રાગ અને ભેદના ભાવો તો અજીવ-પુદ્ગલ છે. તો આ જીવ કેવો છે? તો કહે છે કે એ ચૈતન્યસ્વભાવી વસ્તુ ‘अनादि’ અનાદિ છે, અર્થાત્ કોઈ કાળે ઉત્પન્ન થઈ નથી; તથા તે ‘अनन्तम्’ અનંત છે, અર્થાત્ એનો કોઈ કાળે વિનાશ નથી; તેમ જ તે ‘अचलम्’ અચળ છે અર્થાત્ તે કદીય ચૈતન્યપણાથી અન્યરૂપ-ચળાચળ થતો નથી. શું કહ્યું? કે આ ચૈતન્યસ્વભાવી જીવને આદિ નથી, અંત નથી અને તે અચળ એટલે ચળાચળતા વિનાનો કંપ રહિત ધ્રુવપણે પડયો છે. અહાહા! ચૈતન્યસ્વભાવી ભગવાન આત્મા અચળ કહેતાં ચૈતન્યપણાથી છૂટી કદીય અન્યરૂપ થતો નથી. ભગવાન આત્માનો ચૈતન્યસ્વભાવ કદીય રાગરૂપ થતો નથી. અહાહા! એ ચૈતન્યસ્વરૂપ રંગરૂપે તો ન થાય, રાગરૂપે તો ન થાય અને ભેદરૂપે પણ કદીય ન થાય એવી વસ્તુ છે. આવી વાત છે, ભાઈ!
વળી તે ‘स्वसंवेद्यम्’ સ્વસંવેદ્ય છે. એટલે કે તે પોતે પોતાથી જ જણાય એવો છે. એટલે શું? કે રંગ-રાગ-ભેદથી તે જણાય નહિ, પણ ચૈતન્યસ્વભાવની નિર્મળ પરિણતિથી જ જણાય છે. અહાહા! ચૈતન્યપ્રકાશની મૂર્તિ ભગવાન આત્મા ચૈતન્યસ્વભાવથી જ પર્યાયમાં જણાય એવો છે. એટલે કે ત્રિકાળી ચૈતન્યસ્વભાવી આત્મા વર્તમાન ચૈતન્યપરિણતિથી જ જણાય છે.
ચૈતન્યસ્વભાવી ભગવાન આત્મા અનાદિ છે, અનંતકાળ રહેશે અને કદીય અન્યપણે ન થાય એવો ચળાચળતા રહિત અચળ છે. પણ તે જણાય શી રીતે? તો કહે છે કે તે સ્વસંવેદ્ય છે. એટલે કે એ જ્ઞાન અને આનંદની નિર્મળ પર્યાય દ્વારા જ જાણી શકાય છે. જો કોઈ એમ કહે કે એ વ્યવહારરત્નત્રયથી જણાય છે તો તે બરાબર નથી. વ્યવહારરત્નત્રય તો રાગ છે, અને રાગ છે એ તો પુદ્ગલ જ છે. પુદ્ગલ એવા વ્યવહારરત્નત્રયથી ચૈતન્યમય જીવ કેમ જણાય? એ તો ચૈતન્યનાં નિર્મળ પ્રતીતિ-જ્ઞાન-રમણતા વડે જ જણાય એમ છે. આ સિવાય બીજા લાખ-ક્રોડ ક્રિયાકાંડ કરે તો એનાથી એ જણાય એમ નથી એમ કહે છે.
વ્યવહારરત્નત્રયનો રાગ, દેવ-શાસ્ત્ર-ગુરુની શ્રદ્ધાનો રાગ અને પંચમહાવ્રતના પરિણામ ઇત્યાદિ બધુંય તો રાગમાં-પુદ્ગલમાં જાય છે. ‘મૈં જ્ઞાનાનંદ સ્વભાવી હૂઁ’-આવે છે ને હુકમચંદજીનું? એમાં રંગ-રાગ અને ભેદથી ભિન્ન-એમ ત્રણ બોલ લીધા છે. એટલે કે
PDF/HTML Page 740 of 4199
single page version
ભગવાન આત્મા રંગ, રાગ અને ભેદથી ભિન્ન જ્ઞાનાનંદસ્વભાવી ચૈતન્યથી સ્વયં પરિપૂર્ણ વસ્તુ છે. એ રંગ, રાગ અને ભેદના ભાવોથી કેમ જણાય? ન જણાય.
પ્રશ્નઃ– દીપચંદજીએ આત્માવલોકનમાં શુભભાવ પરંપરા સાધક છે એમ કહ્યું છે ને?
ઉત્તરઃ– ભાઈ! શુદ્ધ ચૈતન્ય જણાય છે તો પોતાની નિર્મળ પરિણતિથી જ કેમકે એ સ્વસંવેદ્ય છે, પરંતુ જે શુભભાવને ટાળીને નિર્મળ પરિણતિ થાય છે એ શુભભાવને આરોપથી પરંપરા સાધક કહ્યો છે.
અહાહા! એક શ્લોકમાં કેટલું ભર્યું છે! કહે છે કે ચૈતન્યસ્વભાવમય આત્મા અનાદિનો છે, અનંતકાળ રહેનારો છે, ચળાચળ વિનાનો અકંપ ધ્રુવ ભગવાન છે. તે વર્તમાનમાં જણાય કેવી રીતે? તો પોતે પોતાથી જ જણાય છે એમ કહે છે. નિર્મળ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પરિણતિથી જ જણાય છે. જાણવામાં ત્રણેય સાથે જ હોય છે. કલશટીકામાં પ્રશ્ન ઉઠાવ્યો છે કે- તમે જ્યારે એમ કહો છો કે આત્મા તો દર્શન-જ્ઞાનથી જણાય છે, તથા મોક્ષમાર્ગ તો દર્શન- જ્ઞાન-ચારિત્રમય છે, તો ત્યાં મોક્ષમાર્ગ કેવી રીતે બને છે? મિથ્યાત્વ જતાં સમ્યગ્દર્શન-જ્ઞાન થયું છે, ચારિત્ર તો થયું નથી, તો તેને મોક્ષમાર્ગ કેવી રીતે કહેવાય? તેનો ખુલાસો કર્યો છે કે- ભાઈ! દર્શન-જ્ઞાન થતાં એમાં ચારિત્ર આવી જાય છે. ચૈતન્યસ્વભાવી આત્માનું શ્રદ્ધાન-જ્ઞાન થતાં એના સન્મુખની પ્રતીતિ, એના સન્મુખનું જ્ઞાન અને એના સન્મુખમાં સ્થિરતા એ ત્રણેય ભેગાં છે. અહાહા! ભગવાન આત્મા સ્વસંવેદ્ય છે એમાં એ ત્રણેય ભેગાં છે. એટલે કે નિર્વિકલ્પ સમ્યક્ પ્રતીતિથી, રાગ વિનાના જ્ઞાનથી અને અસ્થિરતારહિત સ્થિરતાના અંશથી-એમ એક સાથે ત્રણેયથી ભગવાન આત્મા જણાય છે. આવી વાત છે.
હવે કહે છે કે તે ‘स्फुटम्’ પ્રગટ છે અર્થાત્ છૂપો નથી. ગાથા ૪૯માં તેને અવ્યક્ત કહ્યો છે. જ્યારે અહીં સ્ફુટ પ્રગટ એટલે વ્યક્ત કહ્યો છે. ચૈતન્યજ્યોત ચકચકાટ મારતી પ્રગટ છે એમ અહીં કહે છે. પર્યાયની અપેક્ષાએ તે ગુપ્ત-અવ્યક્ત છે, પણ સ્વભાવની અપેક્ષાએ તો એ વ્યક્ત-પ્રગટ જ છે. પર્યાયને જ્યારે વ્યક્ત કહેવાય છે ત્યારે વસ્તુ-દ્રવ્યને અવ્યક્ત કહેવાય છે, કેમકે પર્યાયમાં ત્રિકાળી દ્રવ્ય આવતું નથી. પણ જ્યારે દ્રવ્યને જ કહેવું હોય ત્યારે ચૈતન્યસ્વભાવમય વસ્તુ-દ્રવ્ય ચકચકાટમય વર્તમાનમાં પોતાની સત્તાથી મોજુદ પ્રગટ જ છે એમ આવશે. પણ તે કોને પ્રગટ છે? અહાહા! ભગવાન આત્મા ચૈતન્યસ્વભાવસ્વરૂપ શાશ્વત જાજ્વલ્યમાન જ્યોત્ પ્રગટ છે, પણ કોને? કે જેણે એને જાણ્યો-અનુભવ્યો છે એને. ભાઈ! આ તો ત્રણલોકના નાથ વીતરાગ પરમેશ્વરની વાણી છે! સંતો એને જગત સામે જાહેર કરે છે.
કહે છે કે આત્મા તો વસ્તુ તરીકે પ્રગટ, પ્રસિદ્ધ, મોજુદ છે, પરંતુ પર્યાયબુદ્ધિમાં તે અપ્રસિદ્ધ, ઢંકાયેલો છે. અને તેથી અજ્ઞાનીને તે છે જ નહિ. વર્તમાન અંશ અને