Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 68 of 210

 

PDF/HTML Page 1341 of 4199
single page version

(उपजाति)
एकस्य कार्यं न तथा परस्य
चिति द्वयोर्द्वाविति पक्षपातौ।
यस्तत्त्ववेदी च्युतपक्षपात–
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।। ७९ ।।

(उपजाति)
एकस्य भावो न तथा परस्य
चिति द्वयोर्द्वाविति पक्षपातौ।
यस्तत्त्ववेदी च्युतपक्षपात–
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।। ८० ।।
(उपजाति)
एकस्य चैको न तथा परस्य
चिति द्वयोर्द्वाविति पक्षपातौ।
यस्तत्त्ववेदी च्युतपक्षपात–
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।। ८१ ।।

[इति] આમ [चिति] ચિત્સ્વરૂપ જીવ વિષે [द्वयोः] બે નયોના [द्वौ पक्षपातौ] બે પક્ષપાત છે. [यः तत्त्ववेदी च्युतपक्षपातः] જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે [तस्य] તેને [नित्यं] નિરંતર [चित्] ચિત્સ્વરૂપ જીવ [खलु चित् एव अस्ति] ચિત્સ્વરૂપ જ છે. ૭૮.

શ્લોકાર્થઃ– [कार्य] જીવ કાર્ય છે [एकस्य] એવો એક નયનો પક્ષ છે અને [न तथा] જીવ કાર્ય નથી [परस्य] એવો બીજા નયનો પક્ષ છે; [इति] આમ [चिति] ચિત્સ્વરૂપ જીવ વિષે [द्वयोः] બે નયોના [द्वौ पक्षपातौ] બે પક્ષપાત છે. [यः तत्त्ववेदी च्युतपक्षपातः] જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે [तस्य] તેને [नित्यं] નિરંતર [चित्] ચિત્સ્વરૂપ જીવ [खलु चित् एव अस्ति] ચિત્સ્વરૂપ જ છે. ૭૯.

શ્લોકાર્થઃ– [भावः] જીવ ભાવ છે (અર્થાત્ ભાવરૂપ છે) [एकस्य] એવો એક નયનો પક્ષ છે અને [न तथा] જીવ ભાવ નથી (અર્થાત્ અભાવરૂપ છે) [परस्य] એવો બીજા નયનો પક્ષ છે; [इति] આમ [चिति] ચિત્સ્વરૂપ જીવ વિષે [द्वयोः] બે નયોના [द्वौ पक्षपातौ] બે પક્ષપાત છે. [यः तत्त्ववेदी च्युतपक्षपातः] જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે [तस्य] તેને [नित्यं] નિરંતર [चित्] ચિત્સ્વરૂપ જીવ [खलु चित् एव अस्ति] ચિત્સ્વરૂપ જ છે. ૮૦.

શ્લોકાર્થઃ– [एकः] જીવ એક છે [एकस्य] એવો એક નયનો પક્ષ છે [च] અને [न तथा] જીવ એક નથી (-અનેક છે) [परस्य] એવો બીજા નયનો પક્ષ છે;


PDF/HTML Page 1342 of 4199
single page version

(उपजाति)
एकस्य सान्तो न तथा परस्य
चिति द्वयोर्द्वाविति पक्षपातौ।
यस्तत्त्ववेदी च्युतपक्षपात–
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।। ८२ ।।
(उपजाति)
एकस्य नित्यो न तथा परस्य
चिति द्वयोर्द्वाविति पक्षपातौ।
यस्तत्त्ववेदी च्युतपक्षपात–
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।। ८३ ।।

(उपजाति)
एकस्य वाच्यो न तथा परस्य
चिति द्वयोर्द्वाविति पक्षपातौ।
यस्तत्त्ववेदी च्युतपक्षपात–
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।। ८४ ।।

[इति] આમ [चिति] ચિત્સ્વરૂપ જીવ વિષે [द्वयोः] બે નયોના [द्वौ पक्षपातौ] બે પક્ષપાત છે. [यः तत्त्ववेदी च्युतपक्षपातः] જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે [तस्य] તેને [नित्यं] નિરંતર [चित्] ચિત્સ્વરૂપ જીવ [खलु चित् एव अस्ति] ચિત્સ્વરૂપ જ છે. ૮૧.

શ્લોકાર્થઃ– [सान्तः] જીવ સાંત (-અંત સહિત) છે [एकस्य] એવો એક નયનો પક્ષ છે અને [न तथा] જીવ સાંત નથી [परस्य] એવો બીજા નયનો પક્ષ છે; [इति] આમ [चिति] ચિત્સ્વરૂપ જીવ વિષે [द्वयोः] બે નયોના [द्वौ पक्षपातौ] બે પક્ષપાત છે. [यः तत्त्ववेदी च्युतपक्षपातः] જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે [तस्य] તેને [नित्यं] નિરંતર [चित्] ચિત્સ્વરૂપ જીવ [खलु चित् एव अस्ति] ચિત્સ્વરૂપ જ છે. ૮૨.

શ્લોકાર્થઃ– [नित्यः] જીવ નિત્ય છે [एकस्य] એવો એક નયનો પક્ષ છે અને [न तथा] જીવ નિત્ય નથી [परस्य] એવો બીજા નયનો પક્ષ છે; [इति] આમ [चिति] ચિત્સ્વરૂપ જીવ વિષે [द्वयोः] બે નયોના [द्वौ पक्षपातौ] બે પક્ષપાત છે. [यः तत्त्ववेदी च्युतपक्षपातः] જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે [तस्य] તેને [नित्यं] નિરંતર [चित्] ચિત્સ્વરૂપ જીવ [खलु चित् एव अस्ति] ચિત્સ્વરૂપ જ છે. ૮૩.

શ્લોકાર્થઃ– [वाच्यः] જીવ વાચ્ય (અર્થાત્ વચનથી કહી શકાય એવો) છે


PDF/HTML Page 1343 of 4199
single page version

(उपजाति)
एकस्य नाना न तथा परस्य
चिति द्वयोर्द्वाविति पक्षपातौ।
यस्तत्त्ववेदी च्युतपक्षपात–
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।। ८५ ।।
(उपजाति)
एकस्य चेत्यो न तथा परस्य
चिति द्वयोर्द्वाविति पक्षपातौ।
यस्तत्त्ववेदी च्युतपक्षपात–
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।। ८६ ।।

(उपजाति)
एकस्य द्रश्यो न तथा परस्य
चिति द्वयोर्द्वाविति पक्षपातौ।
यस्तत्त्ववेदी च्युतपक्षपात–
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।। ८७ ।।

[एकस्य] એવો એક નયનો પક્ષ છે અને [न तथा] જીવ વાચ્ય (-વચનગોચર) નથી [परस्य] એવો બીજા નયનો પક્ષ છે; [इति] આમ [चिति] ચિત્સ્વરૂપ જીવ વિષે [द्वयोः] બે નયોના [द्वौ पक्षपातौ] બે પક્ષપાત છે. [यः तत्त्ववेदी च्युतपक्षपातः] જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે [तस्य] તેને [नित्यं] નિરંતર [चित्] ચિત્સ્વરૂપ જીવ [खलु चित् एव अस्ति] ચિત્સ્વરૂપ જ છે. ૮૪.

શ્લોકાર્થઃ– [नाना] જીવ નાનારૂપ છે [एकस्य] એવો એક નયનો પક્ષ છે અને [न तथा] જીવ નાનારૂપ નથી [परस्य] એવો બીજા નયનો પક્ષ છે; [इति] આમ [चिति] ચિત્સ્વરૂપ જીવ વિષે [द्वयोः] બે નયોના [द्वौ पक्षपातौ] બે પક્ષપાત છે. [यः तत्त्ववेदी च्युतपक्षपातः] જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે [तस्य] તેને [नित्यं] નિરંતર [चित्] ચિત્સ્વરૂપ જીવ [खलु चित् एव अस्ति] ચિત્સ્વરૂપ જ છે. ૮પ.

શ્લોકાર્થઃ– [चेत्यः] જીવ ચેત્ય (-ચેતાવાયોગ્ય) છે [एकस्य] એવો એક નયનો પક્ષ છે અને [न तथा] જીવ ચેત્ય નથી [परस्य] એવો બીજા નયનો પક્ષ છે; [इति] આમ [चिति] ચિત્સ્વરૂપ જીવ વિષે [द्वयोः] બે નયોના [द्वौ पक्षपातौ] બે પક્ષપાત છે. [यः तत्त्ववेदी च्युतपक्षपातः] જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે [तस्य] તેને [नित्यं] નિરંતર [चित्] ચિત્સ્વરૂપ જીવ [खलु चित् एव अस्ति] ચિત્સ્વરૂપ જ છે. ૮૬.

શ્લોકાર્થઃ– [द्रश्यः] જીવ દ્રશ્ય (-દેખાવાયોગ્ય) છે [एकस्य] એવો એક નયનો


PDF/HTML Page 1344 of 4199
single page version

(उपजाति)
एकस्य वेद्यो न तथा परस्य
चिति द्वयोर्द्वाविति पक्षपातौ।
यस्तत्त्ववेदी च्युतपक्षपात–
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।। ८८ ।।
(उपजाति)
एकस्य भातो न तथा परस्य
चिति द्वयोर्द्वाविति पक्षपातौ।
यस्तत्त्ववेदी च्युतपक्षपात–
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।। ८९।।

પક્ષ છે અને [न तथा] જીવ ચેત્ય નથી [परस्य] એવો બીજા નયનો પક્ષ છે; [इति] આમ [चिति] ચિત્સ્વરૂપ જીવ વિષે [द्वयोः] બે નયોના [द्वौ पक्षपातौ] બે પક્ષપાત છે. [यः तत्त्ववेदी च्युतपक्षपातः] જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે [तस्य] તેને [नित्यं] નિરંતર [चित्] ચિત્સ્વરૂપ જીવ [खलु चित् एव अस्ति] ચિત્સ્વરૂપ જ છે. ૮૭. શ્લોકાર્થઃ– [वेद्यः] જીવ વેદ્ય (-વેદાવાયોગ્ય, જણાવાયોગ્ય) છે [एकस्य] એવો એક નયનો પક્ષ છે અને [न तथा] જીવ વેદ્ય નથી [परस्य] એવો બીજા નયનો પક્ષ છે; [इति] આમ [चिति] ચિત્સ્વરૂપ જીવ વિષે [द्वयोः] બે નયોના [द्वौ पक्षपातौ] બે પક્ષપાત છે. [यः तत्त्ववेदी च्युतपक्षपातः] જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે [तस्य] તેને [नित्यं] નિરંતર [चित्] ચિત્સ્વરૂપ જીવ [खलु चित् एव अस्ति] ચિત્સ્વરૂપ જ છે. ૮૮.

શ્લોકાર્થઃ– [भातः] જીવ ‘ભાત’ (પ્રકાશમાન અર્થાત્ વર્તમાન પ્રત્યક્ષ) છે [एकस्य] એવો એક નયનો પક્ષ છે અને [न तथा] જીવ ‘ભાત’ નથી [परस्य] એવો બીજા નયનો પક્ષ છે; [इति] આમ [चिति] ચિત્સ્વરૂપ જીવ વિષે [द्वयोः] બે નયોના [द्वौ पक्षपातौ] બે પક્ષપાત છે. [यः तत्त्ववेदी च्युतपक्षपातः] જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે [तस्य] તેને [नित्यं] નિરંતર [चित्] ચિત્સ્વરૂપ જીવ [खलु चित् एव अस्ति] ચિત્સ્વરૂપ જ છે (અર્થાત્ તેને ચિત્સ્વરૂપ જીવ જેવો છે તેવો નિરંતર અનુભવાય છે).

ભાવાર્થઃ– બદ્ધ અબદ્ધ, મૂઢ અમૂઢ, રાગી અરાગી, દ્વેષી અદ્વેષી, કર્તા અકર્તા, ભોકતા અભોકતા, જીવ અજીવ, સૂક્ષ્મ સ્થૂલ, કારણ અકારણ, કાર્ય અકાર્ય, ભાવ અભાવ, એક અનેક, સાન્ત અનન્ત, નિત્ય અનિત્ય, વાચ્ય અવાચ્ય, નાના અનાના, ચેત્ય અચેત્ય, દ્રશ્ય અદ્રશ્ય, વેદ્ય અવેદ્ય, ભાત અભાત ઇત્યાદિ નયોના પક્ષપાત છે. જે પુરુષ નયોના


PDF/HTML Page 1345 of 4199
single page version

(वसंततिलका)
स्वेच्छासमुच्छलदनल्पविकल्पजाला–
मेवं व्यतीत्य महतीं नयपक्षकक्षाम्।
अन्तर्बहिः समरसैकरसस्वभावं
स्वं भावमेकमुपयात्यनुभूतिमात्रम्।। ९०।।
(रथोद्धता)
इन्द्रजालमिदमेवमुच्छलत्
पुष्कलोच्चलविकल्पवीचिभिः।
यस्य विस्फुरणमेव तत्क्षणं
कृत्स्नमस्यति तदस्मि चिन्महः।। ९१।।

કથન અનુસાર યથાયોગ્ય વિવક્ષાપૂર્વક તત્ત્વનો-વસ્તુસ્વરૂપનો નિર્ણય કરીને નયોના પક્ષપાતને છોડે છે તે પુરુષને ચિત્સ્વરૂપ જીવનો ચિત્સ્વરૂપે અનુભવ થાય છે.

જીવમાં અનેક સાધારણ ધર્મો છે પરંતુ ચિત્સ્વભાવ તેનો પ્રગટ અનુભવગોચર અસાધારણ ધર્મ છે તેથી તેને મુખ્ય કરીને અહીં જીવને ચિત્સ્વરૂપ કહ્યો છે. ૮૯.

ઉપરના ૨૦ કળશના કથનને હવે સમેટે છેઃ-

શ્લોકાર્થઃ– [एवं] એ પ્રમાણે [स्वेच्छा–समुच्छलद्–अनल्प–विकल्प–जालाम्] જેમાં બહુ વિકલ્પોની જાળો આપોઆપ ઊઠે છે એવી [महतीं] મોટી [नयपक्षकक्षाम्] નયપક્ષકક્ષાને (નપપક્ષની ભૂમિને) [व्यतीत्य] ઓળંગી જઈ (તત્ત્વવેદી) [अन्तः बहिः] અંદર અને બહાર [समरसैकरसस्वभावं] સમતા-રસરૂપી એક રસ જ જેનો સ્વભાવ છે એવા [अनुभूतिमात्रम् एकम् स्वं भावम्] અનુભૂતિમાત્ર એક પોતાના ભાવને (-સ્વરૂપને) [उपयाति] પામે છે. ૯૦.

હવે નયપક્ષના ત્યાગની ભાવનાનું છેલ્લું કાવ્ય કહે છેઃ-

શ્લોકાર્થઃ– [पुष्कल–उत्–चल–विकल्प–वीचिभिः उच्छलत्] પુષ્કળ, મોટા, ચંચળ વિકલ્પરૂપ તરંગો વડે ઊઠતી [इदम् एवम् कृत्स्नम् इन्द्रजालम्] આ સમસ્ત ઇંદ્રજાળને [यस्य विस्फुरणम् एव] જેનું *સ્ફુરણ માત્ર જ [तत्क्षणं] તત્ક્ષણ [अस्यति] ભગાડી મૂકે છે [तत् चिन्महः अस्मि] તે ચિન્માત્ર તેજઃપુંજ હું છું.

ભાવાર્થઃ– ચૈતન્યનો અનુભવ થતાં સમસ્ત નયોના વિકલ્પરૂપી ઇંદ્રજાળ તે ક્ષણે જ વિલય પામે છે; એવો ચિત્પ્રકાશ હું છું. ૯૧.

* * *

_________________________________________________________________ * સ્કુરણ = ફરકવું તે; ધનુષ્ય-ટંકાર કરવો તે.


PDF/HTML Page 1346 of 4199
single page version

સમયસાર ગાથા ૧૪૨ઃ મથાળું

નયપક્ષના વિકલ્પ આવે છે તેથી શું? જે આત્મા તે બન્ને નયપક્ષોને ઓળંગી ગયો છે તે જ સમયસાર છે, -એમ હવે ગાથામાં કહે છેઃ-

* ગાથા ૧૪૨ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘જીવમાં કર્મ બદ્ધ છે’ એવો જે વિકલ્પ તથા ‘જીવમાં કર્મ અબદ્ધ છે’ એવો જે વિકલ્પ તે બન્ને નયપક્ષ છે.

શું કહે છે? જીવ કર્મથી બંધાયો છે અને જીવ કર્મથી બંધાયો નથી એવા જે વિકલ્પ તે બન્ને નયપક્ષ છે. મતલબ કે સ્વરૂપ તો પક્ષાતિક્રાન્ત છે; એટલે જે આ નયપક્ષમાં ઊભો છે તે સ્વરૂપમાં ગયો નથી, તેને સ્વરૂપનો અનુભવ નથી.

‘જે તે નયપક્ષને અતિક્રમે છે (-ઓળંગી જાય છે, છોડે છે), તે જ સકળ વિકલ્પને અતિક્રમ્યો થકો પોતે નિર્વિકલ્પ, એક વિજ્ઞાનઘનસ્વભાવરૂપ થઈને સાક્ષાત્ સમયસાર થાય છે.’

જે નયપક્ષને અતિક્રમે છે એટલે કે નયપક્ષના સર્વ વિકલ્પોનો-રાગનો ત્યાગ કરે છે તે સર્વ વિકલ્પોને છોડતો થકો પોતે નિર્વિકલ્પ એક વિજ્ઞાનઘનસ્વભાવરૂપ થઈને સાક્ષાત્ સમયસાર થાય છે. ભગવાન આત્મા પોતે નિર્વિકલ્પ વિજ્ઞાનઘનસ્વભાવમય વસ્તુ છે. જે નયપક્ષના વિકલ્પથી હઠી અંતરસન્મુખ થાય છે તેઓને સાક્ષાત્ ભગવાન સમયસાર પ્રાપ્ત થાય છે.

પહેલાંના વખતમાં શિયાળામાં ઘી એવાં આવતાં કે તેમાં આંગળી તો ખૂંચે નહિ પણ તાવેથો નાખો તો તે પણ વળી જાય. આવાં કઠણ ઘી પહેલાં જામી જતાં. તેમ આ ભગવાન આત્મા વિજ્ઞાનઘનસ્વરૂપ છે. તેમાં દયા, દાન આદિ સ્થૂળ રાગનો તો શું ‘હું અબદ્ધસ્વરૂપ આત્મા છું’ એવા સૂક્ષ્મ વિકલ્પનો પણ પ્રવેશ થતો નથી. આત્મા વિજ્ઞાનઘન છે એટલે પર્યાયના પણ પ્રવેશથી રહિત એકરૂપ ત્રિકાળી દ્રવ્ય છે. અહીં કહે છે-જે નયપક્ષને છોડીને ત્રિકાળી દ્રવ્યમાં દ્રષ્ટિ કરે છે તે એક વિજ્ઞાનઘનસ્વભાવરૂપ થઈને જ્ઞાન જ્ઞાનરૂપે ઘટ્ટ જામીને સાક્ષાત્ સમયસાર થાય છે, અર્થાત્ સાક્ષાત્ આત્મા જેવો છે તેવો ઉપલબ્ધ કરે છે.

દયા પાળવી, વ્રત પાળવાં, દાન કરવું, ભક્તિ કરવી-ઇત્યાદિ વ્યવહારની ક્રિયા કરતાં કરતાં ધર્મ થશે એ વાત તો કયાંય રહી ગઈ. અહીં તો કહે છે કે ‘હું અબદ્ધ-સ્પૃષ્ટ છું, નિશ્ચયથી શુદ્ધ છું, મુક્ત છું’-એવા સૂક્ષ્મ રાગના પક્ષથી પણ આત્મા સમકિત પામતો નથી. અહો! આવી અંતરની વાત દિગંબરનાં શાસ્ત્રો સિવાય બીજે કયાંય નથી. જૈન પરમેશ્વરનો અનાદિ સનાતન માર્ગ તે આ છે. કહ્યું છે ને કે-નાગા બાદશાહથી


PDF/HTML Page 1347 of 4199
single page version

આઘા! સમાજ સમતોલ રહેશે કે નહિ વા સમાજ આ વાત માનશે કે નહિ એવી જેણે દરકાર કરી નથી એવા મહાન સંતોની આ વાણી છે.

અંદર ભગવાન આનંદનો નાથ પ્રભુ આત્મા છે. હું અબદ્ધસ્પૃષ્ટ છું એવો જે વિકલ્પ તે એને સ્પર્શતો નથી; કેમકે વિકલ્પ છે તે ઔદયિક ભાવ છે, જ્યારે ભગવાન આત્મા પરમપારિણામિકભાવરૂપ છે. તો આવો આત્મા સકળ વિકલ્પને છોડતો થકો સાક્ષાત્ સમયસાર થાય છે એટલે શું? ‘સકળ વિકલ્પને છોડતો થકો’-એમ કહ્યું એ તો ઉપદેશની શૈલિ છે. એનો અર્થ એમ છે કે દ્રષ્ટિ અંતરમાં વાળતાં વિકલ્પ બધા છૂટી જાય છે અને ત્યારે આત્માનો સાક્ષાત્ અનુભવ થઈ જાય છે. આ વિકલ્પ છે તેને છોડું છું એમ (વિકલ્પ) છે નહિ. (અંતર્દ્રષ્ટિ પૂર્વક માત્ર અનુભવ છે.)

શ્રી કુંદકુંદાચાર્યદેવ ભાવપાહુડમાં કહે છે કે જીવે બહારથી દ્રવ્યમુનિપણાં અનંતવાર ધારણ કર્યાં છે. પંચ મહાવ્રત, પાંચ સમિતિ ઇત્યાદિ અઠ્ઠાવીસ મૂલગુણનું પાલન એણે અનંતવાર કર્યું છે. પરંતુ એ તો બધો રાગ છે. તે રાગ શુદ્ધ વસ્તુમાં-આત્મામાં કયાં છે? જે આત્મામાં નથી એનાથી આત્મા કેમ પમાય? અહીં કહે છે કે રાગનો સૂક્ષ્મ પક્ષ રહી જાય તે પણ અંદર જવામાં બાધાકારક છે. હું અખંડ, અભેદ પરમાત્મદ્રવ્ય છું, એવો જે વિકલ્પ તે પણ નુકશાનકર્તા છે. અહીં કહ્યું ને કે-સકળ વિકલ્પને છોડતો નિર્વિકલ્પ એક વિજ્ઞાનઘનસ્વભાવરૂપ થઈને જીવ સાક્ષાત્ સમયસાર થાય છે. મતલબ કે અંતર્મુખાકાર થતાં આત્મા જેવો પરમાત્મસ્વરૂપે છે તેવો અનુભવમાં આવે છે. હવે કહે છે-

‘‘ત્યાં (વિશેષ સમજાવવામાં આવે છે)-જે ‘જીવમાં કર્મ બદ્ધ છે’ એમ વિકલ્પ કરે છે તે ‘જીવમાં કર્મ અબદ્ધ છે’ એવા એક પક્ષને અતિક્રમતો હોવા છતાં વિકલ્પને અતિક્રમતો નથી.’’

શું કહે છે? ભગવાન આત્માને કર્મનો સંબંધ છે એવા વિકલ્પના પક્ષમાં જે ઊભો છે તે ‘જીવમાં કર્મ અબદ્ધ છે’ એવા વિકલ્પને છોડે છે; કેમકે એક સમયે બે વિકલ્પ કેમ હોઈ શકે? ‘અબદ્ધ’ના વિકલ્પને તે છોડે છે તોપણ તે વિકલ્પને અતિક્રમતો નથી; કેમકે એક પક્ષનો વિકલ્પ તો છે જ. હવે કહે છે-

‘‘અને જે ‘જીવમાં કર્મ અબદ્ધ છે’ એમ વિકલ્પ કરે છે તે પણ ‘જીવમાં કર્મ બદ્ધ છે’ એવા એક પક્ષને અતિક્રમતો હોવા છતાં વિકલ્પને અતિક્રમતો નથી.’’ પરદ્રવ્ય સાથે મારે સંબંધ નથી, હું અબદ્ધ છું એવા વિકલ્પમાં જે ઊભો છે તે ‘જીવમાં કર્મ બદ્ધ છે’ એવા એક પક્ષને છોડે છે તોપણ વિકલ્પને અતિક્રમતો નથી, કેમકે હું અબદ્ધ છું એવા પક્ષને તે ગ્રહણ કરે છે.

વાણિયા વેપાર-ધંધાની ધમાલમાં આખો દિવસ રોકાઈ રહે એટલે આવી વાતો


PDF/HTML Page 1348 of 4199
single page version

ઝીણી પડે, પણ શું થાય? (ફુરસદ લેવી જોઈએ). ભાઈ! જગતથી તદ્ન જુદી એવી આ પરમ સત્ય વાત બહાર આવી છે. કહે છે-તું અંદર પ્રભુ છો ને! તારું સ્વરૂપ જ પરમાત્મસ્વરૂપ છે. અરે! હું પરમાત્મસ્વરૂપ છું એવો વિકલ્પ પણ કયાં એને સ્પર્શે છે? અહાહા...! વસ્તુ છે ત્રિકાળ જે દ્રવ્યસ્વભાવ તેમાં કર્મનો સંબંધ છે જ નહિ. અહીં કહે છે કે હું કર્મના સંબંધરહિત અબદ્ધ છું એવો જેને વિકલ્પ છે તે ‘જીવમાં કર્મ બદ્ધ છે’ એવા વિકલ્પને છોડે છે, પણ ‘અબદ્ધ’ના વિકલ્પને છોડતો નથી. આવો આ માર્ગ બહુ સૂક્ષ્મ ભાઈ! ભગવાન પૂર્ણાનંદનો નાથ ચૈતન્યહીરલો-તેને ‘હું આવો છું’ એવો વિકલ્પ વિઘ્નકર્તા છે.

હવે ત્રીજો બોલ કહે છે-પાઠમાં બે બોલ છે. ટીકાકાર આચાર્ય ત્રણ બોલથી વર્ણન કરે છે.

‘‘વળી જે ‘જીવમાં કર્મ બદ્ધ છે અને અબદ્ધ પણ છે’ એમ વિકલ્પ કરે છે તે, તે બન્ને પક્ષને નહિ અતિક્રમતો થકો વિકલ્પને અતિક્રમતો નથી.’’ જુઓ, -

૧ જીવમાં કર્મ બદ્ધ છે એવો વિકલ્પ કરનાર અબદ્ધના વિકલ્પને છોડે છે પણ વિકલ્પને છોડતો નથી.

૨ જીવમાં કર્મ અબદ્ધ છે એવો વિકલ્પ કરનાર બદ્ધના વિકલ્પને છોડે છે પણ વિકલ્પને છોડતો નથી, અને

૩ જીવમાં કર્મ બદ્ધ પણ છે અને અબદ્ધ પણ છે એવો વિકલ્પ કરનાર તે બંને પક્ષને નહિ અતિક્રમતો થકો વિકલ્પને છોડતો નથી. બન્નેના પક્ષમાં ઊભો છે તે વિકલ્પને અતિક્રમતો નથી.

આ પ્રમાણે નયપક્ષ છે ત્યાં સુધી વિકલ્પ છે અને વિકલ્પ છે તે સંસાર છે. વિકલ્પ છે તે શુદ્ધ આત્માની પ્રાપ્તિમાં વિઘ્નકર્તા છે.

૧ બદ્ધસ્પૃષ્ટ છું એવો વિકલ્પ અથવા ૨ અબદ્ધસ્પૃષ્ટ છું એવો વિકલ્પ અથવા ૩ બદ્ધ છું અને અબદ્ધ પણ છું એવો વિકલ્પ-એ સઘળા વિકલ્પ સંસાર છે, કેમકે શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં આ બધા વિકલ્પોનો અભાવ છે. અહાહા...! વ્રત કરવાં, દયા પાળવી, ભક્તિ- પૂજા કરવાં ઇત્યાદિ શુભના સ્થૂળ વિકલ્પો તો કયાંય (સંસાર ખાતે) રહી ગયા; અહીં તો જેવી વસ્તુ છે તેવો વિકલ્પ ઊઠે તે પણ જીવને નુકશાનકર્તા છે. સમજાય છે કાંઈ....? આ તો સર્વજ્ઞનો માર્ગ બાપુ! ધર્મ બહુ સૂક્ષ્મ ચીજ છે ભાઈ! શ્રીમદ્ રાજચંદ્ર કહે છે ને કે-

સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી;
અનાથ એકાન્ત સનાથ થાશે, એના વિના કોઈ ન બાહ્ય સ્હાશે.

PDF/HTML Page 1349 of 4199
single page version

બદ્ધસ્પૃષ્ટ અને અબદ્ધસ્પૃષ્ટના નયપક્ષને છોડ, પ્રભુ! અને અંતર્દ્રષ્ટિ કર. તે સર્વજ્ઞનો ધર્મ છે અને તે જ શરણ છે, આરાધ્ય છે. એ જ હવે કહે છે-

‘તેથી જે સમસ્ત નયપક્ષને અતિક્રમે છે તે જ સમસ્ત વિકલ્પને અતિક્રમે છે; જે સમસ્ત વિકલ્પને અતિક્રમે છે તે જ સમયસારને પ્રાપ્ત કરે છે-અનુભવે છે.’

અહીં સમસ્ત નયપક્ષને છોડવાની વાત છે. ‘भूदत्थमस्सिदो खलु सम्मादिट्ठी हवदि जीवो’-ભૂતાર્થને આશ્રયે જીવ સમ્યગ્દ્રષ્ટિ થાય છે-એમ જે ગાથા ૧૧ માં કહ્યું છે ત્યાં નયપક્ષના વિકલ્પની વાત નથી. ત્યાં તો ભૂતાર્થ એટલે છતી શાશ્વત ચીજ શુદ્ધ ચૈતન્યસ્વભાવમય વસ્તુ ભગવાન આત્માને શુદ્ધનય કહેલ છે અને તેના આશ્રયે જે સ્વાનુભવ પ્રગટ થાય તેને સમ્યગ્દર્શન કહ્યું છે. જ્યારે અહીં તો હું આવો છું એવા નયપક્ષને છોડવાની વાત છે. આત્મા અબદ્ધસ્પૃષ્ટ છે એ તો સત્ય છે. અહીં અબદ્ધસ્પૃષ્ટ આત્માને છોડવાની વાત નથી પણ ‘હું અબદ્ધસ્પૃષ્ટ છું’ એવો જે નયપક્ષનો વિકલ્પ છે તેને અહીં છોડવાનું કહે છે કેમકે જે સમસ્ત વિકલ્પને છોડે છે તે જ સમયસારને પ્રાપ્ત કરે છે-અનુભવે છે.

પ્રશ્નઃ– અબદ્ધસ્પૃષ્ટનો પક્ષ છોડ એમ કહ્યું તો શું અંદર (અબદ્ધસ્પૃષ્ટ સિવાયની) કોઈ બીજી ચીજ છે?

ઉત્તરઃ– ના, એમ નથી. અંદર વસ્તુ ત્રિકાળી ભગવાન આત્મા અબદ્ધસ્પૃષ્ટ જ છે. ભગવાને પણ આત્મા અબદ્ધસ્પૃષ્ટ જ જોયો છે. ભલે (વાણીમાં) તેનો વિસ્તાર વિશેષ ન થઈ શકે પણ વસ્તુ સામાન્ય જે છે તે એવી જ છે; અને તેના જ આશ્રયે સમ્યગ્દર્શન આદિ ધર્મ થાય છે. પણ ‘હું અબદ્ધસ્પૃષ્ટ છું’ એવો જે વિચાર છે તે નયપક્ષ છે. એ નયપક્ષને જે ઓળંગે છે તે સમસ્ત વિકલ્પને અતિક્રમે છે, અને જે સમસ્ત વિકલ્પને અતિક્રમે છે તે ભગવાન સમયસારને પ્રાપ્ત કરે છે-અનુભવે છે. નયપક્ષને જે અતિક્રમતો નથી તેને નિજ સ્વરૂપનો અનુભવ થતો નથી. અરે ભાઈ! નયપક્ષના વિકલ્પને જે પોતાનું કર્તવ્ય માને છે તે મિથ્યાદ્રષ્ટિ છે અને તેને આત્મા પ્રાપ્ત થતો નથી.

સર્વ વિકલ્પનું લક્ષ છોડી, અંદર શુદ્ધ અભેદ એકાકાર ચૈતન્યસ્વભાવી ભૂતાર્થ વસ્તુ છે તેની દ્રષ્ટિ કરતાં આત્મા જેવો છે તેવો પ્રાપ્ત થાય છે. આ સિવાય બીજી કોઈ રીત કે બીજો કોઈ ઉપાય નથી. વ્યવહારથી થાય કે પરથી થાય એવું વસ્તુના સ્વરૂપમાં જ નથી. નિર્વિકલ્પ અનુભવથી આત્મા પ્રાપ્ત થાય એવો છે પણ વ્યવહારથી કે વિકલ્પથી પ્રાપ્ત થાય એવું એનું સ્વરૂપ નથી.

પ્રશ્નઃ– તો શું વ્રત, તપ આદિ વ્યવહારની ક્રિયા કરીએ તે કાંઈ નહિ?

ઉત્તરઃ– હા, તે કાંઈ નહિ. સમ્યગ્દર્શન વિના એ બધાં થોથેથોથાં છે. જે


PDF/HTML Page 1350 of 4199
single page version

વ્યવહારની ક્રિયા છે એ તો રાગ છે. ભલે શુભરાગ હો, પણ એનાથી ભગવાન આત્મા કયાં તન્મય છે? જેનાથી જે તન્મય નથી એનાથી તે પ્રાપ્ત કેમ થાય? શુભરાગથી આત્મા તન્મય નથી તો એનાથી તે કેમ પ્રાપ્ત થાય? ન જ થાય.

વ્યવહારના પક્ષવાળાને આ આકરું લાગે હો; તેને દુઃખ થાય. દુઃખ થાય તો ભાઈ! ક્ષમા કરજે, પણ માર્ગ તો આવો જ છે પ્રભુ! બાપુ! તું ભગવાનસ્વરૂપ છો ને! તને દુઃખ થાય એવી વાત કોઈ ન કરે. પણ વસ્તુની સ્થિતિ જ આવી છે ત્યાં શું થાય? આ તો વસ્તુના સ્વરૂપની તારા હિતની વાત છે ભાઈ!

હું મુક્તસ્વરૂપ છું, પરમાત્મસ્વરૂપ છું, પરમબ્રહ્મ પરમેશ્વર છું-ઇત્યાદિ વૃત્તિનું જે ઉત્થાન થાય તે પણ નુકશાનકારક છે તો પછી વ્યવહારરત્નત્રયના વિકલ્પની શું કથા? અહા! આ તો શાસ્ત્ર આમ કહે છે. આ વીતરાગની વાણી છે ભાઈ! કે જે સમસ્ત નયપક્ષને છોડે છે તે જ સમસ્ત વિકલ્પને છોડે છે અને તે જ સમયસારને પ્રાપ્ત કરે છે. એ વળી કયો સમયસાર છે? દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મથી રહિત પૂર્ણાનંદનો નાથ સચ્ચિદાનંદસ્વરૂપ એવા સમયસારને પ્રાપ્ત થાય છે. પ્રાપ્તની પ્રાપ્તિ થાય છે. (શક્તિરૂપે) જે પ્રાપ્ત હતો તેની પ્રાપ્તિ થાય છે. બાપુ! આ તો તારા હિતની વાત છે. બધા આત્મા ભગવાન છે ને નાથ!

શ્રીમદે કહ્યું છે ને કે-


‘‘બહુ પુણ્યકેરા પુંજથી, શુભ દેહ માનવનો મળ્‌યો
તોયે અરે ભવચક્રનો, આંટો નહિ એકે ટળ્‌યો.’’

મહાપુણ્યને લઈને આવો આ મનુષ્યભવ મળ્‌યો છતાં ભવચક્રનો એકેય આંટો ટળ્‌યો નહિ. ખૂબ ગંભીર વાત પ્રભુ! નિગોદના જીવને ત્રસપણું મળવું મહાદુર્લભ છે. એવા સ્થાનમાંથી પણ નીકળીને તું મનુષ્યપર્યાયમાં આવ્યો, સંજ્ઞી પંચેન્દ્રિય થયો, ત્રણલોકના નાથ વીતરાગ સર્વજ્ઞદેવની વાણી તને કાને પડી. હવે આ બહારનો સંબંધ તોડી, સમસ્ત વિકલ્પને મટાડી, વિજ્ઞાનઘનસ્વભાવી આત્માનો અનુભવ પ્રગટ કર. તેથી ચાર-ગતિના અતિ દુઃખમય ભવભ્રમણનો અંત આવશે.

આત્મા નિર્વિકલ્પ આનંદસ્વરૂપ ચૈતન્ય મહાપ્રભુ છે. તે ભગવાન આત્મા ચોરાસીના અવતાર કરવા યોગ્ય નથી. આત્મા તો પરમાત્મપદની પ્રાપ્તિને યોગ્ય છે. અહા! સર્વાર્થ-સિદ્ધિ દેવલોકમાં ઉપજવું એવી પણ આત્માની યોગ્યતા નથી. ભવ અને ભવનો ભાવ આત્માના સ્વભાવમાં નથી. તું ભવ અને ભવના ભાવથી રહિત છો પ્રભુ! માટે સમસ્ત વિકલ્પને છોડી તને તું પ્રાપ્ત કર. (આ અવસર છે).

આ બહારના પૈસા, મકાન, રૂપાળું શરીર ઇત્યાદિ બધાં અજીવ તત્ત્વ છે. જેમ

PDF/HTML Page 1351 of 4199
single page version

મસાણમાં હાડકાંનો ફોસ્ફરસ ચમકે છે તેમ આ શરીરની સુંદરતા એ હાડ-ચામની ચમક છે. એ બધી બહારની ચીજના આકર્ષણમાં જે જીવ રોકાઈ ગયો છે તે મિથ્યાદ્રષ્ટિ છે. અને આ નયપક્ષના વિકલ્પમાં રોકાઈને એમાં જે અટકી ગયો છે તે પણ મિથ્યાદ્રષ્ટિ છે. નયપક્ષને જે અતિક્રમતો નથી તેને સમયસારની-ભગવાન આત્માની પ્રાપ્તિ થતી નથી.

ભાઈ! એકવાર શ્રદ્ધામાં હા તો પાડ કે આ આત્મા વિકલ્પરહિત વિજ્ઞાનઘન-સ્વભાવરૂપ વસ્તુ છે. તેની પ્રાપ્તિ થાય એનું નામ સમ્યગ્દર્શન અને ધર્મ છે. કહ્યું ને કે-

‘य एव समस्तं विकल्पमतिक्रामति स एव समयसारं विन्दति’ જે સમસ્ત વિકલ્પને અતિક્રમે છે તે જ સમયસારને પ્રાપ્ત કરે છે. આ આત્મા શુદ્ધ જ્ઞાયકસ્વભાવી પરમાત્મ-સ્વરૂપ છે. એને જે અંતરસન્મુખ થઈ જાણે અને અનુભવે તે આત્મજ્ઞાન અને આત્મદર્શન છે અને ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે.

* ગાથા ૧૪૨ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘‘જીવ કર્મથી ‘બંધાયો છે’ તથા ‘નથી બંધાયો’-એ બન્ને નયપક્ષ છે. તેમાંથી કોઈએ બંધપક્ષ પકડયો, તેણે વિકલ્પ જ ગ્રહણ કર્યો; કોઈએ અબંધપક્ષ પકડયો, તેણે પણ વિકલ્પ જ ગ્રહણ કર્યો; અને કોઈએ બન્ને પક્ષ પકડયા, તેણે પણ પક્ષરૂપ વિકલ્પનું જ ગ્રહણ કર્યું.’’

જુઓ, જેને નયપક્ષ છે તે જ્ઞાનના અંશમાં રાગને ભેળવે છે. જ્ઞાનને જુદું પાડતો નથી. બંધ અને અબંધના પક્ષવાળો વિકલ્પનું જ ગ્રહણ કરે છે, તે આત્માને ગ્રહતો નથી. તેવી રીતે બંધ પણ છે અને અબંધ પણ છે-એમ બન્ને પક્ષને પકડે છે તે પણ વિકલ્પને જ ગ્રહણ કરે છે, પણ આત્માને ગ્રહતો નથી. આ પ્રમાણે નયપક્ષમાં જે રોકાયો છે તે આત્માના અનુભવને પ્રાપ્ત થતો નથી. હવે કહે છે-

‘‘પરંતુ એવા વિકલ્પોને છોડી જે કોઈ પણ પક્ષ ન પકડે તે જ શુદ્ધ પદાર્થનું સ્વરૂપ જાણી તે-રૂપ સમયસારને-શુદ્ધાત્માને-પામે છે. નયપક્ષ પકડવો તે રાગ છે, તેથી સમસ્ત નયપક્ષને છોડવાથી વીતરાગ સમયસાર થવાય છે.’’

જુઓ, બ્રહ્મચારી ક્ષુલ્લક ધર્મદાસજી આત્મજ્ઞાની હતા. તેમણે ‘સમ્યગ્જ્ઞાન દીપિકા’ નામનું શાસ્ત્ર લખ્યું છે. તેમાં દ્રષ્ટાંત આપ્યું છે કે-પૂર્વવાળો કહે કે પશ્ચિમમાં છે, પશ્ચિમવાળો કહે કે પૂર્વમાં છે, ઉત્તરવાળો કહે કે દક્ષિણમાં છે, દક્ષિણવાળો કહે કે ઉત્તરમાં છે. પરંતુ એ તો જ્યાં છે ત્યાં જ છે. વળી ત્યાં જ (સમ્યગ્જ્ઞાન દીપિકામાં) કહ્યું છે કે-સૂર્યના પ્રકાશમાં કોઈ પાપ કરે, પુણ્ય કરે, કુશીલ સેવે-તેમાં સૂર્યને શું? તેમ ભગવાન આત્મા જ્ઞાનનો સૂર્ય છે. તેના પ્રકાશમાં કોઈ રાગાદિ વિકલ્પ આવી જાય તો જ્ઞાનને શું? જ્ઞાન તો રાગને જાણનારું છે. આત્મા જ્ઞાનસ્વરૂપી પ્રભુ છે. તે સ્વરૂપમાં રાગનું તો અડવું (સ્પર્શ) ય નથી. આશય એમ છે કે ભગવાન જ્ઞાયકસ્વભાવી ચૈતન્ય-


PDF/HTML Page 1352 of 4199
single page version

જ્યોતિસ્વરૂપ આત્મા જેને દ્રષ્ટિમાં આવ્યો છે તેને પર્યાયમાં જે રાગાદિ દોષ હોય તેનો તે જાણનાર છે, કર્તા નથી.

જ્ઞાનીનો ભોગ નિર્જરાનું કારણ છે એમ નિર્જરા અધિકારમાં આવે છે. તેનો અર્થ એમ છે કે જ્ઞાનસ્વરૂપી આત્માનો જેને અનુભવ થયો છે તેને રાગાદિભાવ જે આવે તે ખરવા માટે છે. જ્ઞાનીના બધા ભાવો જ્ઞાનમય જ છે એમ કહ્યું છે ત્યાં આશય એમ છે કે જ્ઞાની જે વિકલ્પ આવે તેનું જ્ઞાન કરે છે. જે વિકલ્પ છે તેનું જ્ઞાન પોતાથી ઉત્પન્ન થાય છે અને જ્ઞાની તે જ્ઞાનના કર્તા છે, પણ વિકલ્પના કર્તા નથી. જે પ્રકારનો વિકલ્પ હોય તે જ પ્રકારની જ્ઞાનમાં સ્વપરપ્રકાશક પર્યાય પોતાથી ઉત્પન્ન થાય છે.

પરમાર્થ વચનિકામાં કહ્યું છે કે-આગમપદ્ધતિનો વ્યવહાર સુગમ છે, અધ્યાત્મ-પદ્ધતિનો વ્યવહાર કઠણ છે. શુદ્ધ પરિણતિ પ્રગટ કરવી તે અધ્યાત્મપદ્ધતિનો વ્યવહાર છે. વિકલ્પોને છોડી જે કોઈ પણ પક્ષને ન પકડે તે જ શુદ્ધ પદાર્થનું સ્વરૂપ જાણી તે-રૂપ સમયસારને પામે છે. નયપક્ષ પકડવો તે રાગ છે, તેથી સમસ્ત નયપક્ષને છોડવાથી વીતરાગ સમયસાર થવાય છે. હું અબદ્ધસ્પૃષ્ટ છું-એવો નયપક્ષ પણ રાગ છે. તેથી સમસ્ત નયપક્ષ છોડવાથી વીતરાગ સમયસાર થવાય છે.

* * *

હવે ‘જો આમ છે તો નયપક્ષના ત્યાગની ભાવનાને ખરેખર કોણ ન નચાવે?’ એમ કહીને શ્રીમાન્ અમૃતચંદ્રાચાર્ય નયપક્ષના ત્યાગની ભાવનાનાં ૨૩ કળશરૂપ કાવ્યો કહે છેઃ-

નયપક્ષના ત્યાગની ભાવનાને ખરેખર કોણ ન નચાવે? મતલબ કે આત્મા વસ્તુ- દ્રષ્ટિથી અબદ્ધ છે અને પર્યાયની અપેક્ષાએ બદ્ધ છે. આ બંને નયપક્ષ છે; તેથી બંને પક્ષોને છોડી દઈ, પોતાના સ્વભાવની નિર્વિકલ્પ દ્રષ્ટિ કરીને અનુભવ કરવો તે નયપક્ષના ત્યાગની ભાવના છે.

આ આત્મા ત્રિકાળ જ્ઞાનસ્વરૂપ ચૈતન્યસૂર્ય છે. તે પર્યાયમાં જે રાગ છે તેની સાથે તન્મય નથી. નિશ્ચયથી જ્ઞાનસ્વભાવ આત્મદ્રવ્ય સાથે તન્મય છે. સ્વભાવ સ્વભાવવાન સાથે તન્મય છે. આત્મા ચૈતન્યસૂર્ય છે. જેમ સૂર્યના પ્રકાશમાં કોઈ પ્રાણી ગમે તે ક્રિયાકાંડ કરતો હોય તેમાં સૂર્યના પ્રકાશને શું? એનાથી તેને લાભેય નથી અને એનાથી તેને ડાઘેય નથી. (કાંઈ સંબંધ નથી). તેમ એક સમયની પર્યાયને ગૌણ કરીને જોતાં આત્મા અનાદિઅનંત નિત્યાનંદ- સ્વરૂપ પ્રભુ ચૈતન્યજ્યોતિમય છે. તેને દયા, દાન, વ્રતાદિના રાગપરિણામ સાથે તો સંબંધ નથી, પણ હું આવો છું, આવો નથી-ઇત્યાદિ નયપક્ષના વિકલ્પ (-રાગ) સાથે પણ કાંઈ સંબંધ નથી. તેથી વિકલ્પરહિત થઈને જે આત્માને અનુભવે છે તે સમકિતી છે. તેને નયપક્ષના ત્યાગની ભાવના છે.


PDF/HTML Page 1353 of 4199
single page version

આચાર્ય કહે છે કે નયપક્ષના ત્યાગની ભાવનાને કોણ ન નચાવે? આમ કહીને હવે તે સંબંધી ૨૩ કળશરૂપ કાવ્ય કહે છેઃ-

* કળશ ૬૯ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘ये एव’ જેઓ ‘नयपक्षपातं मुक्त्वा’ નયપક્ષપાતને છોડી-એટલે કે હું એક છું, શુદ્ધ છું, અભેદ છું, અબદ્ધ છું-ઇત્યાદિ જે વૃત્તિ ઊઠે છે તેનો ત્યાગ કરી ‘स्वरूपगुप्ताः’ સ્વરૂપમાં ગુપ્ત થઈ ‘नित्यम’ સદા ‘निवसन्ति’ રહે છે ‘ते एव’ તેઓ જ ‘विकल्पजालच्युतशान्तचित्ताः’ જેમનું ચિત્ત વિકલ્પજાળથી રહિત શાંત થયું છે એવા થયા થકા, ‘साक्षात् अमृतं पिबन्ति’ સાક્ષાત્ અમૃતને પીએ છે.

જુઓ, હું એક છું, અબદ્ધ છું ઇત્યાદિ જે વૃત્તિ ઊઠે છે તે નયપક્ષનો વિકલ્પ છે. તેનો જે ત્યાગ કરે છે તે સ્વરૂપમાં સદા ગુપ્ત થઈને રહે છે. જુઓ, આ ત્યાગ. બાહ્ય ચીજનાં ગ્રહણ- ત્યાગ તો સ્વરૂપમાં છે નહિ. અહીં તો એક સમયની અવસ્થામાં જે નયપક્ષના વિકલ્પ ઊઠે છે તેના ત્યાગની ભાવનાની વાત છે.

બાપુ! જેના ફળરૂપે સ્વરૂપનો સ્વાદ-એકલા અમૃતનો અનુભવ થાય તે ચીજ કોઈ અલૌકિક છે! તે બાહ્ય ત્યાગથી પ્રાપ્ત થાય એવી ચીજ નથી. નિમિત્તાધીનદ્રષ્ટિવાળાને વાત આકરી લાગે પણ માર્ગ તો આ જ પરમ સત્ય છે. નિમિત્ત નિમિત્ત તરીકે છે. (નિમિત્તની કોણ ના પાડે છે?) પણ ઉપાદાનની અપેક્ષાએ, સ્વની અપેક્ષાએ તે અસત્ છે. પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપના ભાન વિના દયા, દાન, વ્રત, તપના રાગ વડે ધર્મ માને પણ એ બધું સંસાર ખાતે છે, ભાઈ! અહીં કહે છે-હું બદ્ધ છું, હું અબદ્ધ છું-એવા નયપક્ષોને જે સમસ્ત ત્યાગે છે તે સ્વરૂપમાં સદા ગુપ્ત રહે છે. અહા! ભગવાન આત્મા બદ્ધ-અબદ્ધના વિકલ્પથી પ્રાપ્ત થાય એવી ચીજ નથી તો દયા, દાન ઇત્યાદિના વિકલ્પથી તે કેમ પ્રાપ્ત થાય? માર્ગ સૂક્ષ્મ છે, ભાઈ! પણ પ્રથમ સાચો નિર્ણય તો કરવો પડશે ને?

જુઓ, કંદમૂળની એક કટકીમાં અસંખ્ય ઔદારિક શરીર છે અને એકેક શરીરમાં અનંતા નિગોદના જીવ છે. પ્રત્યેક જીવ એક શ્વાસમાં ૧૮ ભવ કરે છે. એક શ્વાસમાં ૧૮ વખત જન્મ- મરણ કરનાર નિગોદના જીવના દુઃખની શી વાત! એ તો અકથ્ય છે. એવા અકથ્ય દુઃખથી છૂટવાના ઉપાયની આ વાત છે. પર્યાયમાં દુઃખ છે અને સ્વરૂપ દુઃખ-મુક્ત છે-એ બન્ને નયપક્ષ છે, વિકલ્પ છે અને એ બન્ને વિકલ્પનો જાણનાર આત્મા છે. સ્વદ્રવ્યની દ્રષ્ટિમાં જતાં બંને વિકલ્પ છૂટી જાયછે. ચૈતન્યસ્વરૂપની દ્રષ્ટિ થતાં વિકલ્પ છૂટી જાય છે તો તેને છોડે છે, ત્યાગે છે એમ કહેવામાં આવે છે.

આનંદનો નાથ પ્રભુ આત્મા છે. તેને, જેમ ઘાણીમાં તલ પીલાય તેમ, રાગથી પીલી નાખ્યો છે. જડકર્મે તેને પીલ્યો છે એમ નથી. આ વસ્તુ પોતે ભગવાન સ્વરૂપ છે તેને તેં વિકલ્પના પક્ષમાં રગદોળી નાખ્યો છે.


PDF/HTML Page 1354 of 4199
single page version

પં. શ્રી ટોડરમલજીનો હાથીના પગ નીચે ચગદાઈને દેહ-વિલય થયો. હાથી પગ ઉપાડતાં અચકાયો. ત્યારે પં. ટોડરમલજીએ હાથીને સંબોધન કરી કહ્યું-અરે હાથી! રાજાનો હુકમ છે, તું શા માટે ડરે છે? તારા સ્વામીના હુકમનું પાલન કર. અહા! હાથીએ પગ ઉપાડયો ત્યાં ક્ષણમાં દેહ છૂટી ગયો. બસો વર્ષ અગાઉ કેવો કરુણ બનાવ બની ગયો! અરે કોઈ જૈન તે રોકવા હાજર નહીં! સમકિતી ઇન્દ્ર પણ હાજર ન થયો! અરે ભાઈ! ક્રમબદ્ધમાં દેહની જે સ્થિતિ થવાની હોય તે ત્યાં થાય. તેને ફેરવવા કોણ સમર્થ છે? કોઈ નહિ. સ્વરૂપના ભાન સહિત સમભાવપૂર્વક ક્ષણમાં દેહ છૂટી ગયો. અહીં કહે છે-ભગવાન તેં નયપક્ષના વિકલ્પો હેઠળ નિર્મળાનંદના નાથ ભગવાન આત્માને ચગદી નાખ્યો છે. ભાઈ! હું એક છું, અબંધ છું, પવિત્રતાનો પિંડ છું-એવો નયપક્ષનો જે વિકલ્પ છે તે રાગ છે અને તે આત્માની શાંતિને દઝાડનારો છે; તો પછી અન્ય સ્થૂળ વિકલ્પોનું તો શું કહેવું?

જેમણે નયપક્ષને છોડી દીધા છે તેઓ સ્વરૂપમાં ગુપ્ત થઈને સદા રહે છે. નયપક્ષના વિકલ્પને જે પોતાનો માને છે તે બહિરાત્મા છે, અને નયપક્ષને છોડીને જે સ્વરૂપમાં ગુપ્ત થાય છે તે અંતરાત્મા છે. વસ્તુ સહજાનંદસ્વરૂપ જ્ઞાનસ્વરૂપ છે. તેની સન્મુખ થતાં સ્વરૂપમાં ગુપ્ત થવાય છે. જેઓ સ્વરૂપમાં ગુપ્ત થઈને રહે છે તેમનું ચિત્ત વિકલ્પજાળથી રહિત શાંત થાય છે. વિકલ્પ છે એ તો અશાંતિ છે. હું શુદ્ધ છું, ચૈતન્યસ્વરૂપ છું -એવો જે વિકલ્પ છે તે અશાંતિ છે. વિકલ્પ મટતાં શાંતિ છે.

ભગવાન આત્મા શાંતરસનો સાગર છે. તેમાં નિમગ્ન થઈને, ડૂબકી મારીને જ્ઞાનીનું ચિત્ત શાંત-શાંત થયું છે. આ સમકિતીની ક્રિયા છે. ધર્મીને અશાંતિ છૂટીને શાંતિ પ્રગટ થઈ છે અને એવા થયા થકા તે સાક્ષાત્ અમૃતને પીએ છે. છે ને-‘ते एव साक्षात् अमृतं पिंबन्ति’ - તેઓ જ-જેઓ નયપક્ષરહિત થયા છે તેઓ જ વિકલ્પરહિત થઈને સાક્ષાત્ અમૃતને પીએ છે. અહાહા...! ભગવાન આત્મા નિત્ય અમૃતસ્વરૂપ છે તેમાં એકાગ્ર થઈને તેઓ સાક્ષાત્ અમૃતને અનુભવે છે, પર્યાયમાં નિરાકુળ આનંદને અનુભવે છે. આ જ સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને ધર્મ છે.

ભાઈ! આ ભવનો અભાવ કરવાનો અવસર છે. ભગવાન ફરમાવે છે કે આ ભવ અનંતભવના અભાવ માટે છે. તો તારું સ્વરૂપ છે ત્યાં તું જા ને! તારામાં પરવસ્તુ નથી. દયા, દાન આદિનો રાગ પણ નથી અને નયપક્ષના વિકલ્પ પણ તારા સ્વરૂપમાં નથી. હું આવો છું- એવો વિકલ્પ પણ તારી ચીજમાં કયાં છે? પ્રભુ! તું તો નિર્વિકલ્પ સહજાનંદસ્વરૂપ-એકલા આનંદનો સમુદ્ર છો. સર્વ વિકલ્પ છોડીને તેમાં ડૂબકી લગાવ, તેમાં જ મગ્ન થઈ જા. એ જ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ધર્મની ક્રિયા છે. ધર્મી જીવો આ રીતે જ સાક્ષાત્ અમૃત પીએ છે, પ્રત્યક્ષ અમૃતનું પાન કરે છે.


PDF/HTML Page 1355 of 4199
single page version

આવી વાત સાંભળીને લોકો કહે છે-આ તો નિશ્ચયાભાસ છે, આગમવિરુદ્ધ છે. અરે ભાઈ! તને આગમની ખબર નથી. આગમમાં તો વીતરાગતા પ્રગટ કરવાનો ઉપદેશ છે. પરંતુ વીતરાગતા કયારે થાય? તો કહે છે-નયપક્ષના વિકલ્પો મટાડીને પોતાના જ્ઞાતાદ્રષ્ટા-સ્વરૂપમાં સમાઈ જાય ત્યારે વીતરાગરસરૂપ અમૃતનો પર્યાયમાં અનુભવ થાય છે, અને એનું નામ સમ્યગ્દર્શન અને ધર્મ છે. આ સિવાય વ્રત, તપ ઇત્યાદિ બાહ્ય ક્રિયા રણમાં પોક મૂકવા જેવી છે. બહારની ક્રિયાના વિકલ્પો એ તો રાગની ક્રિયા છે. રાગની ક્રિયા છે તે સંસારસમુદ્ર છે અને ભગવાન આત્મા ચૈતન્યનો-આનંદનો સમુદ્ર છે. અહો! સંતોએ સુગમ શૈલીથી કથન કરીને મોક્ષનો પંથ બતાવ્યો છે.

નયપક્ષનું જે એકત્વ છે તે દર્શનમોહ છે. શ્રીમદે નથી લખ્યું? કે-

‘દર્શનમોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધ જે,’

ત્યાં દર્શનમોહ એટલે નયપક્ષના વિકલ્પજાળના એકત્વનો વ્યય થઈને જ્ઞાન ઉત્પન્ન થયાની વાત છે અને એ જ સમ્યગ્જ્ઞાન છે, ધર્મ છે. જૈન પરમેશ્વરે જે કહી છે તે જ વસ્તુ છે. તે સિવાય વસ્તુનું બીજું કોઈ સ્વરૂપ નથી. જેઓ નયપક્ષને ઓળંગીને સાક્ષાત્ વસ્તુમાં- આત્મામાં નિમગ્ન થાય છે તેઓ જ વીતરાગરસરૂપ અમૃતનું પાન કરે છે.

* કળશ ૬૯ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘જ્યાંસુધી કાંઈ પણ પક્ષપાત રહે છે ત્યાંસુધી ચિત્તનો ક્ષોભ મટતો નથી.’

જુઓ વ્રત, તપ ઇત્યાદિના વિકલ્પ છે તે શુભરાગ છે. એનો પક્ષપાત રહે ત્યાંસુધી ચિત્તમાં ક્ષોભ રહે છે એ તો ઠીક. અહીં કહે છે-હું શુદ્ધ છું, અભેદ એકરૂપ ચિદ્રૂપ છું-એવો નિજસ્વરૂપ સંબંધી નયપક્ષનો વિકલ્પ જ્યાંસુધી ઉઠે ત્યાંસુધી ચિત્તનો ક્ષોભ મટતો નથી. એ નયપક્ષનો વિકલ્પ પણ ક્ષોભ છે, આકુળતા છે. હવે કહે છે-

‘જ્યારે નયોનો સર્વ પક્ષપાત મટી જાય ત્યારે વીતરાગ દશા થઈને સ્વરૂપની શ્રદ્ધા નિર્વિકલ્પ થાય છે, સ્વરૂપમાં પ્રવૃત્તિ થાય છે અને અતીન્દ્રિય સુખ અનુભવાય છે.’

શું કહ્યું આ? જ્યારે નયોનો સર્વ પક્ષપાત મટી જાય છે ત્યારે વીતરાગ દશા થાય છે, સ્વરૂપની શ્રદ્ધા નિર્વિકલ્પ થાય છે. જુઓ ચોથે ગુણસ્થાને જે સમ્યગ્દર્શન થાય છે તે નિર્વિકલ્પ એટલે રાગરહિત વીતરાગી પરિણામ છે. એમ નથી કે જીવ ૧૧ મા અને ૧૨ મા ગુણસ્થાને જ વીતરાગ દશા પામે છે. સમ્યગ્દર્શન છે એ વીતરાગી દશા છે, ભાઈ!

હું એક છું, શુદ્ધ ચિદ્રૂપ છું, અબદ્ધ છું-એવા જે નય-વિકલ્પો અર્થાત્ રાગની લાગણીઓ છે તે છૂટી જાય છે ત્યારે વીતરાગ દશા થઈને સ્વરૂપનું શ્રદ્ધાન નિર્વિકલ્પ થાય છે. ભાઈ! આ તારી સ્વદયાની વાત છે. તારું જીવન જ્ઞાન-દર્શન-ચારિત્ર સ્વરૂપ છે. રાગ કે વિકલ્પ તારું જીવન નથી. તારામાં એક જીવત્વશક્તિ અનાદિથી રહેલી


PDF/HTML Page 1356 of 4199
single page version

છે. આ જીવત્વના કારણે દર્શન, જ્ઞાન આદિ ચૈતન્યસ્વરૂપ ભાવપ્રાણથી તું જીવી રહ્યો છે. આવા શક્તિવાન દ્રવ્યને તું પકડ. અનંત શક્તિઓનો પિંડ પ્રભુ આત્મા છે; તેને પકડતાં નિર્વિકલ્પ વીતરાગદશા થાય છે અને એ જ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ તારું જીવન છે.

વ્યવહાર સાધન છે અને તે કરતાં કરતાં આગળ વધાશે, આત્મસ્વરૂપની પ્રાપ્તિ થશે એવી તારી માન્યતા મિથ્યા શલ્ય છે. ભાઈ! તું અનાદિથી આ મિથ્યા શલ્યમાં રોકાઈને સંસારમાં (ચાર ગતિમાં) રઝળતો થકો દુઃખી થયો છે. માટે ગુલાંટ માર અને સાવધાન થા. વીતરાગ સર્વજ્ઞદેવની વાણીમાં એમ કહ્યું છે કે-

જ્યારે નયોનો સર્વ પક્ષપાત મટી જાય છે ત્યારે- ૧. વીતરાગદશા થાય છે, નિર્વિકલ્પદશા થાય છે ૨. સ્વરૂપની શ્રદ્ધા નિર્વિકલ્પ થાય છે. ૩. સ્વરૂપમાં પ્રવૃત્તિ થાય છે. રાગમાં પ્રવૃત્તિ હતી તે છૂટીને સ્વરૂપમાં પ્રવૃત્તિ થાય છે. અને

૪. અતીન્દ્રિય સુખ અનુભવાય છે.

અહાહા...! આવી વાત આકરી લાગે એટલે જીવો આગમપદ્ધતિનો વ્યવહાર અનાદિથી કરે છે અને અધ્યાત્મપદ્ધતિના વ્યવહારની ઉપેક્ષા કરે છે. શુદ્ધ પરિણતિ, વીતરાગ પરિણતિ પ્રગટ થાય તે અધ્યાત્મપદ્ધતિનો વ્યવહાર છે અને તે પ્રગટ થાય ત્યારે જ જીવને અતીન્દ્રિય સુખનો અનુભવ થાય છે. આ જ માર્ગ છે.

* * *

હવેના ૨

કળશમાં નયપક્ષને વિશેષ વર્ણવે છે અને કહે છે કે આવા સમસ્ત નયપક્ષોને

જે છોડે છે તે તત્ત્વવેદી (તત્ત્વનો જાણનાર) સ્વરૂપને પામે છે.

કળશ ૭૦ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન

‘बद्ध’ જીવ કર્મથી બંધાયેલો છે ‘एकस्य’ એવો એક નયનો પક્ષ છે અને ‘न तथा’ જીવ કર્મથી બંધાયેલો નથી ‘परस्य’ એવો બીજા નયનો પક્ષ છે; ‘इति’ આમ ‘चिति’– ચિત્સ્વરૂપ જીવ વિષે ‘द्वयोः’ બે નયોના ‘द्वौ पक्षपातौ’ બે પક્ષપાત છે. ‘यः तत्त्ववेदी च्युतपक्षपातः’ જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે ‘तस्य’ તેને ‘नित्यं’ નિરંતર ‘चित्’ ચિત્સ્વરૂપ જીવ ‘खलु चिंत् एव अस्ति’ ચિત્સ્વરૂપ જ છે (અર્થાત્ તેને ચિત્સ્વરૂપ જીવ જેવો છે તેવો નિરંતર અનુભવાય છે)

બહુ ઝીણી અને ઊંચી વાત છે પ્રભુ! પ્રથમ જ્ઞાનમાં એવો પક્ષપાત આવે છે કે વસ્તુ આ જ છે; પછી તે પક્ષપાતરૂપ વિકલ્પને મટાડીને જે અનુભવ થાય તે ધર્મ છે. આ આત્મધર્મની વાત છે. સ્તવનમાં આવે છે કે-‘હોંશીલા હોંશ ન કીજીએ’-મતલબ


PDF/HTML Page 1357 of 4199
single page version

કે આ બાહ્ય વૈભવ અને શરીરની સુંદરતા દેખીને તેમાં હોંશ ન કર, ભાઈ! અને રાગની- વ્યવહારની બાહ્ય ક્રિયામાં પણ હોંશ ન કર. અહા! અંદર સુંદર નાથ-ભગવાન ચિત્સ્વરૂપ બિરાજે છે; તો હોંશ કરીને ત્યાં જા ને! લોકોને એકાન્ત જેવું લાગે, પણ એમ નથી. નિશ્ચયથી જ પ્રાપ્ત થાય અને વ્યવહારથી ન થાય-એનું નામ અનેકાન્ત છે. તત્ત્વવેદી ચિત્સ્વરૂપ પોતાને નિરંતર ચિત્સ્વરૂપે જ વેદે છે.

આઠ વર્ષની બાલિકા સમ્યગ્દર્શન પામે છે તો આત્માને (પોતાને) ચિત્સ્વરૂપે જ વેદે છે, અનુભવે છે. અરે! દેડકો-મેઢક પણ અંદર પોતાના સ્વરૂપમાં જાય ત્યારે એને શુદ્ધ ચૈતન્યના આનંદનું વેદન આવે છે. દેડકાનું શરીર તો માટી-ધૂળ અજીવ તત્ત્વ છે. પણ તે બહારનું લક્ષ છોડીને અંતર-સ્વરૂપમાં જાય ત્યારે તેને અતીન્દ્રિય આનંદનો અનુભવ થાય છે. અહાહા...! તત્ત્વવેદી ધર્મીજીવ ચિત્સ્વરૂપને (પોતાને) ચિત્સ્વરૂપે જ નિરંતર અનુભવે છે. એક સમયનો પણ આંતરો પડયા વિના ધર્મીને નિરંતર ચૈતન્ય-મૂર્તિ ઝળહળજ્યોતિસ્વરૂપ ભગવાન આનંદસ્વરૂપે જ અનુભવાય છે.

આ તો ચોથા ગુણસ્થાનની વાત છે. પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનની તો શી વાત! ઉપરના ગુણસ્થાને તો જે પ્રચુર આનંદનો અનુભવ છે એ તો કોઈ અદ્ભુત અલૌકિક ચીજ છે! વ્યવહારના આગ્રહવાળાને એમ લાગે કે અમારી તુચ્છતા બતાવીને નિંદા કરે છે. બાપુ! આ નિંદા નથી. ભગવાન! તારી નિંદા ન હોય. તું ભગવાન છે ને! પણ પર્યાયમાં જે ભૂલ છે તેનું અહીં જ્ઞાન કરાવે છે. આ તો તારા પરમ હિતની વાત છે. તને એમાં દુઃખ લાગે, પણ હે મિત્ર! હે સજ્જન! ધર્મનું સ્વરૂપ જ આવું છે. તારું ચૈતન્યસ્વરૂપ એકલા આનંદથી ભરેલું છે; ત્યાં તું જા ને! તને અવશ્ય આનંદ થશે. પ્રભુ! જાણનારને જાણ અને દેખનારને દેખ. તારી ચીજને અંતરમાં દેખતાં તે ચિત્સ્વરૂપ જ દેખાય છે, આનંદસ્વરૂપ જ અનુભવાય છે. બસ આ જ માર્ગ છે. લોકોને લાગે કે આ તો નિશ્ચયનો માર્ગ! હા, માર્ગ તો નિશ્ચયનો જ છે, અને નિશ્ચયનો છે એટલે સત્યનો માર્ગ છે.

અહીં આ શ્લોકમાં ત્રણ વાત કરી છે. ૧. જીવ કર્મથી બંધાયેલો છે એવો એક વ્યવહારનયનો પક્ષ છે, ૨. જીવ કર્મથી બંધાયેલો નથી એવો બીજો નિશ્ચયનયનો પક્ષ છે, અને ૩. જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે તેને નિરંતર ચિત્સ્વરૂપ જીવ જેવો છે તેવો અનુભવાય છે.


PDF/HTML Page 1358 of 4199
single page version

* કળશ ૭૦ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘આ શાસ્ત્રમાં પ્રથમથી જ વ્યવહારનયને ગૌણ કરીને અને શુદ્ધનયને મુખ્ય કરીને કથન કરવામાં આવ્યું છે. ચૈતન્યના પરિણામ પરનિમિત્તથી અનેક થાય છે તે સર્વને પહેલેથી જ આચાર્ય ગૌણ કહેતા આવ્યા છે અને જીવને શુદ્ધ ચૈતન્યમાત્ર કહ્યો છે.’

છઠ્ઠી અને અગિયારમી ગાથામાં પહેલેથી જ પર્યાયને ગૌણ કરીને આચાર્ય કથન કરતા આવ્યા છે. ભગવાન આત્મા પ્રમત્ત પણ નથી, અપ્રમત્ત પણ નથી, એકમાત્ર જ્ઞાયક પ્રભુ છે; તે શુભાશુભભાવના સ્વભાવે કદીય થતો નથી એવો ચૈતન્યસ્વરૂપ જ્ઞાયક ત્રિકાળ છે-એમ પર્યાયને ગૌણ કરીને પ્રથમથી આ શાસ્ત્રમાં કથન કરતા આવ્યા છે. પર્યાયને ગૌણ કરીને એટલે કે પેટામાં રાખીને, અભાવ કરીને નહિ, આ શાસ્ત્રમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. પર્યાય છે નહિ એમ અભાવ કરીને નહિ પણ ગૌણ કરીને એટલે કે પેટામાં રાખીને કથન કરવામાં આવ્યું છે.

પર્યાયમાં રાગ-દ્વેષના જે ભાવો થાય છે તેને પહેલેથી જ ગૌણ કરતા આવ્યા છે. તે ભાવો શુદ્ધ આત્મદ્રવ્યમાં નથી તેથી તે ભાવો અભૂતાર્થ છે, ભગવાન આત્મા એક ભૂતાર્થ છે. ચૈતન્યના પરિણામ પરનિમિત્તથી (રાગાદિરૂપ) અનેક પ્રકારના થાય છે એનો અર્થ એ કે સામે બીજી ચીજ નિમિત્ત છે જેના લક્ષે અનેક પ્રકારના રાગાદિ પરિણામ થાય છે. બસ આટલું જ; એનો અર્થ એમ નથી કે પરનિમિત્ત અનેક પ્રકારના પરિણામ કરાવે છે. નિમિત્તના લક્ષે થાય છે તેને નિમિત્તથી થાય છે એમ કહેવામાં આવે છે.

આ દેહ તો મૃતક કલેવર છે. અત્યારે હોં, અત્યારેય એ મડદું છે. તેમાં અમૃત-સાગર પ્રભુ આત્મા મૂર્છાઈ ગયો છે. શરીરનાં ચળકાટ, નમણાઈ, ઉજળાશ વગેરે દેખીને અમૃતનો નાથ મૂર્છા પામ્યો છે. પણ દેહ તો એના કાળે છૂટવાનો જ છે. અહીં કહે છે કે દેહ પ્રત્યેનો રાગ તો શું, વ્રતાદિ સંબંધી થતા વિકલ્પનો રાગ પણ મૃતક છે, મડદું છે; કેમકે ચૈતન્યનો તેમાં અભાવ છે. આવી રાગની પર્યાયને પહેલેથી જ આચાર્ય ગૌણ કહેતા આવ્યા છે, અને જીવને શુદ્ધ ચૈતન્યમાત્ર કહ્યો છે. હવે કહે છે-

‘એ રીતે જીવ પદાર્થને શુદ્ધ, નિત્ય, અભેદ, ચૈતન્યમાત્ર સ્થાપીને હવે કહે છે કે-આ શુદ્ધ નયનો પણ પક્ષપાત (વિકલ્પ) કરશે તે પણ તે શુદ્ધ સ્વરૂપના સ્વાદને નહિ પામે. અશુદ્ધનયની તો વાત જ શી? પણ જો કોઈ શુદ્ધનયનો પણ પક્ષપાત કરશે તો પક્ષનો રાગ નહિ મટે તેથી વીતરાગતા નહિ થાય.’

અહો! આ સમયસાર તો પરમ દૈવી ભાગવત શાસ્ત્ર છે! કહે છે-‘શુદ્ધ’નો આશ્રય છોડી ‘શુદ્ધ’ નો પક્ષપાત-વિકલ્પ કરશે તેને શુદ્ધ સ્વરૂપનો સ્વાદ નહિ આવે. અરે ભાઈ! આ શરીર કંચનવર્ણ હોય તોપણ કાળ પાકતાં તત્ક્ષણ છૂટી જશે. જુઓ,


PDF/HTML Page 1359 of 4199
single page version

એક ભાઈને લગ્ન પ્રસંગે બરફી, જલેબી વગેરે મીઠાઈ ખાતાં ખાતાં શરીરની સ્થિતિ બગડી; ડબલ ન્યુમોનિયા થઈ ગયો. અંદર પીડાનો પાર નહિ, દેહ છૂટવાની તૈયારી. તે વખતે તેની પત્ની ઘરના દરદાગીના, તેની ચાવીઓ વગેરેની પૂછપરછ કરવા લાગી. આ બાજુ દર્દીને અસહ્ય વેદનાને કારણે આંખમાંથી ચોધાર આંસુ વહી જતાં હતાં તેવા પ્રસંગે ધર્મના બે શબ્દ સંભળાવવાને બદલે પત્ની ઘરની પૂછપરછ કરતી હતી. કેવી વિચિત્રતા! જુઓ, આ સંસાર! નિયમસારમાં કહ્યું છે કે-તને જે કુટુંબીજનો મળ્‌યાં છે તે ધૂતારાની ટોળી છે. ‘स्वाजीवनाय मिलितं विटपेटकं ते’ પોતાની આજીવિકા અર્થે ધૂતારાની ટોળી મળી છે. સંસારમાં બધાં સ્વાર્થનાં જ સગાં છે. અરે ભાઈ! ક્ષણમાં દેહ છૂટી જશે. જગતમાં કોઈ શરણ નથી. શુદ્ધ ચૈતન્યમાત્ર વસ્તુ એક જ શરણ છે એમ સમજી આ મનુષ્યભવમાં પોતાનું હિત કરી લેવા જેવું છે.

આચાર્યદેવ વ્યવહારને તો ગૌણ કરાવતા આવ્યા છે અને હવે કહે છે કે-જે કોઈ શુદ્ધનયનો પક્ષપાત કરશે તે પણ શુદ્ધસ્વરૂપના સ્વાદને નહિ પામે. અશુદ્ધનયની તો વાત જ શી? હું રાગવાળો છું, પુણ્યવાળો છું, વ્યવહારનું પાલન કરનારો છું-એમ જેની દ્રષ્ટિ છે એની તો વાત જ શી? એ તો આત્માનુભવથી દૂર છે જ. અહીં તો એમ કહે છે કે જે શુદ્ધનયનો પણ પક્ષપાત કરશે તેને આત્માનુભવ પ્રગટ નહિ થાય, વીતરાગતા નહિ થાય. ઝીણી વાત છે, ભાઈ! પહેલાં વ્યવહારને તો ગૌણ કરી તેનો નિષેધ કરાવ્યો છે. હવે શુદ્ધનયના પક્ષપાતને- વિકલ્પને પણ છોડવાની વાત કરે છે.

ભાઈ! તું તારી દયા કર! તું જેવડો છે તેવડો તને માન; ઓછો કે અધિક માનીશ તો તારી દયાને બદલે તારી હિંસા થશે. ભાઈ! આ જુવાની ઝોલાં ખાય છે; કયારે દેહ છૂટી જશે એનો શું ભરોસો? આ દેહ તારી ચીજ નથી. દેહમાં તું નથી અને તારામાં દેહ નથી. દેહ તને અડતોય નથી. અને દેહ સંબંધી મમતાના જે વિકલ્પ થાય છે તેય તને અડતા નથી. ખરેખર તો વિકલ્પરહિત નિર્વિકલ્પ તારું સ્વરૂપ છે. અહીં કહે છે-હું નિર્વિકલ્પ છું એવા શુદ્ધનયનો પણ પક્ષપાત કરીશ તો તને પક્ષનો રાગ નહિ મટે તેથી વીતરાગતા નહિ થાય. હવે કહે છે-

‘પક્ષપાતને છોડી ચિન્માત્રસ્વરૂપ વિષે લીન થયે જ સમયસારને પમાય છે. માટે શુદ્ધનયને જાણીને, તેનો પણ પક્ષપાત છોડી શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરી, સ્વરૂપ વિષે પ્રવૃત્તિરૂપ ચારિત્ર પ્રાપ્ત કરી, વીતરાગદશા પ્રાપ્ત કરવી યોગ્ય છે.’

* * *
* કળશ ૭૧ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘मूढः’ જીવ મૂઢ (મોહી) છે ‘एकस्य’ એવો એક નયનો પક્ષ છે. આ કર્તા-કર્મનો અધિકાર સૂક્ષ્મ છે. કહે છે-જીવ મૂઢ છે, મોહી છે એવો વ્યવહારનયનો એક


PDF/HTML Page 1360 of 4199
single page version

પક્ષ છે. ભગવાન આત્મા પરમ પવિત્રસ્વરૂપ પ્રભુ પર્યાયમાં રાગ-દ્વેષ-મોહ સહિત છે એવો વ્યવહારનયનો પક્ષ છે. હવે કહે છે-

‘न तथा’ જીવ મૂઢ (મોહી) નથી ‘परस्य’ એવો બીજા નયનો પક્ષ છે. ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છે, તેમાં મોહ નથી એવો નિશ્ચયનયનો પક્ષ છે.

જીવમાં મોહ છે એ વ્યવહારનયનો પક્ષ છે. એનો તો પહેલેથી જ નિષેધ કરવામાં આવ્યો છે. અહીં હવે શુદ્ધ પરમાત્મદ્રવ્યમાં મોહ નથી એવા નિશ્ચયનયના પક્ષનો પણ નિષેધ કરવામાં આવે છે. આત્મા શુદ્ધ સચ્ચિદાનંદમય પ્રભુ પવિત્રતાનું ધામ છે, તેમાં મોહ નથી એવો જે નિશ્ચયનયનો પક્ષ છે તે પણ એક વિકલ્પ છે, રાગ છે અને તે બંધનું કારણ છે. હું મોહી નથી એવો જે વિકલ્પ થાય તે શુભરાગ છે અને તે મારું કર્તવ્ય છે એમ જે માને છે તે મિથ્યાદ્રષ્ટિ છે. આકરી વાત પ્રભુ!

ભાઈ! જન્મ-મરણના અંતનો માર્ગ કોઈ જુદી જાતનો છે. દયા, દાનના વિકલ્પથી પુણ્યનો બંધ થાય છે; પણ એનાથી ભવિષ્યમાં કર્મનો ક્ષય થશે એમ કોઈ માને તો તે મિથ્યા અભિપ્રાય છે. આત્મા મોહરહિત ચૈતન્યમૂર્તિ ભગવાન છે-એવા નિશ્ચયનયના પક્ષમાં જે ઊભો છે તે વિકલ્પમાં ઊભો છે. એ વિકલ્પ બંધનું કારણ છે, મુક્તિનું નહિ.

‘इति’ આમ ‘चिति’ ચિત્સ્વરૂપ જીવ વિષે ‘द्वयोः’ બે નયોના ‘द्वौ पक्षपातौ’ બે પક્ષપાત છે.

જુઓ, કોઈ મહાવ્રતાદિ અંગીકાર કરે અને તેની બાહ્ય ક્રિયાના વિકલ્પ-રાગ મારા છે અને એનાથી મારું કલ્યાણ થશે એમ માને તે મિથ્યાદ્રષ્ટિ છે. આ સ્થૂળ વાત થઈ.

અહીં સૂક્ષ્મ રાગ છે તે છોડવાની વાત છે. હું એક અભેદ આત્મા છું, મોહ રહિત છું એવો જે વિકલ્પ થાય તે રાગ છે, તે નયપક્ષ છે, અને તે બંધનું કારણ છે, જન્મ-મરણની સંતતિને વધારનાર છે. જ્ઞાની આ બન્ને નયપક્ષને છોડી દઈ ચૈતન્યસ્વરૂપ આત્માને તેવો જ અનુભવે છે.

‘यः तत्त्ववेदी च्युतपक्षपातः’ જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે. ‘तस्य’ તેને ‘नित्यं’ નિરંતર ‘चित्’ ચિત્સ્વરૂપ જીવ ‘खलु चित् एव अस्ति’ ચિત્સ્વરૂપ જ છે.

જે તત્ત્વવેદી એટલે શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્માને અનુભવનારો-સ્પર્શનારો છે તે બંને નયોના પક્ષપાત રહિત થયો છે. અહાહા...! બન્ને નયોના પક્ષપાતનો જેણે ત્યાગ કર્યો છે તે ચિત્સ્વરૂપ આત્માને તે જેવો છે તેવો ચિત્સ્વરૂપ જ અનુભવે છે, અને તેનું નામ સમ્યગ્દર્શન અને ધર્મ છે. બાકી મંદિરો બનાવે, ઉત્સવો ઉજવે, વરઘોડા કાઢે, વાજાં વગડાવે ઇત્યાદિ બહારની ધમાલ તો રાગ છે, ધર્મ નથી. એ બધી ઉપર-ઉપરની ક્રિયાઓ છે અને એમાં કદાચ શુભભાવ હોય તો તે પુણ્યબંધનું કારણ છે પણ ધર્મ નથી. આવી વાત છે.