PDF/HTML Page 1361 of 4199
single page version
‘रक्तः’ જીવ રાગી છે ‘एकस्य’ એવો એક નયનો પક્ષ છે. એક જીવ એમ કહે છે કે જીવ રાગી છે, રાગવાળો છે, રાગ એનો સ્વભાવ છે. આ એક વ્યવહારનયનો પક્ષ છે.
‘न तथा’ જીવ રાગી નથી ‘परस्य’ એવો બીજા નયનો પક્ષ છે. બીજો જીવ કહે છે કે જીવ રાગી નથી, એના સ્વરૂપમાં રાગ નથી, એ તો વીતરાગ ચૈતન્યમૂર્તિ છે. આ નિશ્ચયનયનો પક્ષ છે.
‘इति’ આમ ‘चिति’ ચિત્સ્વરૂપ જીવ વિષે ‘द्वयोः’ બે નયોના ‘द्वौ पक्षपातौ’ બે પક્ષપાત છે. આવા જે બે પ્રકારે વિકલ્પ ઊઠે છે તે રાગ છે, બંધનું કારણ છે. હવે કહે છે-
‘यः तत्त्ववेदी च्युतपक्षपातः’ જે તત્ત્વવેદી છે તે પક્ષપાત રહિત છે. ‘तस्य’ તેને ‘नित्यं’ નિરંતર ‘चित्’ ચિત્સ્વરૂપ જીવ ‘खलु चित् एव अस्ति’ ચિત્સ્વરૂપ જ છે.
હું અરાગી છું એવો જે વિકલ્પ તેનાથી રહિત થઈને તત્ત્વવેદી પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપને વેદે છે. હું અરાગી છું એવો જે વિકલ્પ છે એ તો દુઃખરૂપ છે. એવા વિકલ્પથી હઠી જે ત્રિકાળ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્માને વેદે છે, અનુભવે છે તે સમકિતી ધર્મી છે.
સમ્યગ્જ્ઞાનદીપિકામાં બહુ સરસ વાત કરી છે. વિશ્વમાં છ દ્રવ્ય છે. તેનાથી ભિન્ન ભગવાન આત્મા ‘સપ્તમ્ દ્રવ્ય’ છે. એમ કે જગતમાં છ દ્રવ્યો છે એનાથી ભિન્ન હું સપ્તમ્ દ્રવ્ય છું-આવા વિકલ્પના પક્ષને છોડીને પોતાના નિર્મળ આનંદસ્વરૂપનો અનુભવ કરવો એનું નામ સમ્યગ્દર્શન છે.
સમયસાર ગાથા ૪૯ ની ટીકામાં ‘અવ્યક્ત’ના છ બોલ છે. સમ્યગ્જ્ઞાનદીપિકામાં તેના પ્રથમ બોલનો આમ અર્થ કર્યો છે-છ દ્રવ્યસ્વરૂપ લોક જ્ઞેય છે તે વ્યક્ત છે, તેનાથી ભિન્ન આત્મા સપ્તમ્ દ્રવ્ય છે તે અવ્યક્ત છે. એમ કે એકકોર રાજા અને એકકોર આખું ગામ; એકકોર ચૈતન્ય મહાપ્રભુ આતમરામ સપ્તમ્ દ્રવ્ય અને એક કોર પોતાથી ભિન્ન વિશ્વના છ દ્રવ્યો. આવો માર્ગ છે, પ્રભુ!
વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થશે, એનાથી ધર્મ થશે એ તો જીવને અનાદિનું મિથ્યાશલ્ય છે. જીવ અરાગી છે એ વાત તો સાચી છે, સત્યાર્થ છે, પણ એવો અંદર વિકલ્પ ઉઠાવવો એ રાગ છે. ધર્મી જીવ આવા બંને પક્ષપાતથી રહિત છે. તેને ચિત્સ્વરૂપ જીવ નિરંતર ચિત્સ્વરૂપ જ અનુભવાય છે.
સમયસાર ગાથા-૧૪૨ ] [ ૩૦૧
PDF/HTML Page 1362 of 4199
single page version
‘दुष्टः’ જીવ દ્વેષી છે ‘एकस्य’ એવો એક નયનો પક્ષ છે. અજ્ઞાની કહે છે કે જીવ દ્વેષવાળો છે, પર્યાયથી જીવ દ્વેષી છે. આવો વ્યવહારનયનો એક પક્ષ છે.
‘न तथा’ જીવ દ્વેષી નથી ‘परस्य’ એવો બીજા નયનો પક્ષ છે. જીવ અદ્વેષી છે એવો જે વિકલ્પ તે નિશ્ચયનયનો પક્ષ છે. હું અદ્વેષી છું એવો જે વિકલ્પ-વૃત્તિ ઊઠે તે રાગ છે, દુઃખરૂપ છે, બંધનું કારણ છે.
‘इति’ આમ ‘चिति’ ચિત્સ્વરૂપ જીવ વિષે ‘द्वयोः’ બે નયોના ‘द्वौ पक्षपातौ’ બે પક્ષપાત છે. આ બન્ને પક્ષને છોડી દઈને જે પક્ષપાતરહિત થાય તે જ્ઞાની છે.
‘यः तत्त्ववेदी च्युतपक्षपातः’ જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે ‘तस्य’ તેને ‘नित्यं’ નિરંતર ‘चित्’ ચિત્સ્વરૂપ જીવ ‘खलु चित् एव अस्ति’ ચિત્સ્વરૂપ જ છે.
જે સમકિતી છે તેને હું દ્વેષી છું કે દ્વેષી નથી એવા નયપક્ષના વિકલ્પ છૂટી જાય છે; એ તો નિરંતર પોતાના શુદ્ધ ચિત્સ્વરૂપ દ્રવ્યને ચિત્સ્વરૂપ જ અનુભવે છે. ભાઈ! આ જ અનાદિનો માર્ગ છે. અનંત તીર્થંકરો થયા એમણે આ જ વાત કહી છે. વર્તમાનમાં ધર્મપિતા શ્રી સીમંધર ભગવાન મહાવિદેહ ક્ષેત્રમાં વિરાજે છે. ગણધરો અને ઇન્દ્રોની સભામાં ૐધ્વનિ દ્વારા તેઓ આ જ વાત કહે છે. ભગવાન કુંદકુંદાચાર્ય વિદેહમાં ગયા હતા. ત્યાંથી જે વાત તે લાવ્યા તે આ વાત છે. આ પરમ સત્ય વાત છે.
‘कर्ता’ જીવ કર્તા છે ‘एकस्य’ એવો એક નયનો પક્ષ છે. જીવ રાગનો-વ્યવહારનો કર્તા છે એવો વ્યવહારનયનો પક્ષ છે. શુભરાગનો જે વિકલ્પ ઊઠે છે તેનો હુ કર્તા છું એમ વ્યવહારનયના પક્ષવાળો કહે છે.
‘न तथा’ જીવ કર્તા નથી ‘परस्य’ એવો બીજા નયનો પક્ષ છે. નિશ્ચયના પક્ષમાં ઊભો છે તે કહે છે કે જીવ કર્તા નથી. જીવ રાગનો કર્તા નથી એ વાત તો યથાર્થ છે પણ આવો જે વિકલ્પ છે તે નયપક્ષ છે, રાગ છે, બંધનું કારણ છે.
ભગવાન આત્મા પર દ્રવ્યનો તો કર્તા છે જ નહિ. પણ દયા, દાનના જે વિકલ્પો થાય તેનો જીવ કર્તા છે એમ માને તેને વ્યવહારનો પક્ષ છે, અજ્ઞાનભાવ છે. ત્યારે વળી બીજો એમ પક્ષ છે કે આત્મા જ્ઞાનસ્વરૂપ સ્વભાવભાવરૂપ વસ્તુ છે, તે રાગનો કર્તા નથી, તો એ પણ વિકલ્પ છે, રાગ છે. જીવ અકર્તા છે એ તો સત્ય છે, પણ એવો વિકલ્પ છે એ રાગ છે.
PDF/HTML Page 1363 of 4199
single page version
‘इति’ આમ ‘चिति’ ચિત્સ્વરૂપ જીવ વિષે ‘द्वयोः’ બે નયોના ‘द्वौ पक्षपातौ’ બે પક્ષપાત છે. ભગવાન આત્મા તો ત્રિકાળ એકસ્વરૂપ જ્ઞાનસ્વરૂપ, જ્ઞાયકસ્વરૂપ, ચિત્સ્વરૂપ છે. એમાં કર્તા અને અકર્તાના વિકલ્પોનો સદંતર અભાવ છે. આવા ચિત્સ્વરૂપ નિજ તત્ત્વને જાણવું અને વેદવું તેનું નામ ધર્મ છે, સુખ છે. આ સિવાય કોઈ બાહ્ય ક્રિયાના લક્ષે શુભભાવ કરે અને એના ફળમાં સ્વર્ગાદિ મળે તોપણ બધો કલેશ છે.
આ બધા કરોડપતિ અને અબજોપતિ છે તે દુઃખી છે. પૈસા તરફ જે લક્ષ છે તે રાગ છે અને તે કલેશ છે, દુઃખ છે. પુણ્યના ફળમાં કદાચિત્ જીવ સ્વર્ગમાં દેવ થાય તો ત્યાં પણ કલેશનું વેદન છે. ભગવાન આત્મા ચૈતન્યદેવ છે, એનો અનુભવ કર્યા વિના સ્વર્ગના દેવો પણ રાગના કલેશને જ ભોગવે છે. આ વસ્તુસ્વરૂપ છે.
ભાઈ! બહારની વાતોમાં કાંઈ સાર નથી, બાપુ! લોકો ભલે બહારની ક્રિયાથી, વ્યવહારના વિકલ્પોથી રાજી થાય, પરંતુ એથી ભવનો અંત નહિ આવે ભાઈ! સમકિતીમાં જ ભવનો અંત કરવાની તાકાત પ્રગટે છે.
‘यः तत्त्ववेदी च्युतपक्षपातः’ જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે ‘तस्य’ તેને ‘नित्यं’ નિરંતર ‘चित्’ ચિત્સ્વરૂપ જીવ ‘खलु चित् एव अस्ति’ ચિત્સ્વરૂપ જ છે.
અહાહા...! કર્તા છું એ પણ નહિ અને અકર્તા છું એ પણ નહિ-એમ બંને નયોના પક્ષપાતથી રહિત થઈને તત્ત્વવેદી ધર્મી જીવ નિરંતર પોતાના ચૈતન્યસ્વરૂપને અનુભવે છે. લ્યો, એકલું માખણ છે. લોક ખુશી થાય એવી વાત નથી પણ પોતાનો આત્મા આનંદિત થાય એવી વાત છે.
આવી વાત બેસે નહિ એટલે વિરોધ કરે, પણ શું થાય? અમારે તો બધા આત્મા આત્મા તરીકે સાધર્મી છે. પર્યાયમાં કોઈની કોઈ ભૂલ હોય પણ તેથી કોઈ પ્રત્યે દ્વેષ કરવો તે માર્ગ નથી. કોઈ પ્રાણી પ્રત્યે વેર-વિરોધ ન હોય. બધા આત્મા પ્રતિ મૈત્રીભાવ હોય. ‘सत्त्वेषु मैत्री’ની જ ભાવના હોય. આત્મા દ્રવ્યસ્વભાવે ત્રિકાળ શુદ્ધ છે. નિજ સ્વભાવના આશ્રયે જેણે પોતાની ભૂલને કાઢી નાખી તે બીજાની ભૂલને શું કામ જુએ? અહીં તો બધા આત્માને પ્રભુ કહીએ છીએ.
વ્યવહારનો પક્ષ હો કે નિશ્ચયનો પક્ષ હો; બન્ને વિકલ્પ છે, ઉદયભાવ છે, સંસારભાવ છે. આત્મા એનાથી ભિન્ન ચીજ છે. તત્ત્વવેદી ધર્મી જીવ પક્ષપાતરહિત થઈને નિરંતર પોતાના ચૈતન્યસ્વરૂપને ચૈતન્યરૂપે જ અનુભવે છે. અહા! આવો સરસ અધિકાર આવ્યો છે!
‘भोक्ता’ જીવ ભોક્તા છે ‘एकस्य’ એવો એક નયનો પક્ષ છે. જે વિકલ્પ ઊઠે
PDF/HTML Page 1364 of 4199
single page version
તેનો જીવ ભોક્તા છે એવો વ્યવહારનયનો પક્ષ છે. વર્તમાન પર્યાયને જોનારનો આ વિકલ્પ છે કે જીવ ભોક્તા છે. આ વ્યવહારનો નિષેધ તો પહેલેથી જ કરાવતા આવ્યા છીએ. હવે કહે છે-
‘न तथा’ જીવ ભોક્તા નથી ‘परस्य’ એવો બીજા નયનો પક્ષ છે. ભગવાન આત્મા રાગનો ભોક્તા નથી, આનંદનો ભોક્તા છે-આવો જે વિકલ્પ છે તે નિશ્ચયનયનો પક્ષ છે. એ વિકલ્પ દુઃખરૂપ છે. ભગવાન આત્મા આનંદકંદ પ્રભુ અભોક્તા છે એ તો સત્ય છે, પણ એવો જે વિકલ્પ છે તે રાગ છે, દુઃખરૂપ છે. એ વિકલ્પ એક સમયની પર્યાયમાં ભૂલ છે.
‘इति’ આમ ‘चिति’ ચિત્સ્વરૂપ જીવ વિષે ‘द्वयोः’ બે નયોના ‘द्वौ पक्षपातौ’ બે પક્ષપાત છે. હું રાગનો ભોક્તા છું અને ભોક્તા નથી એ બંને પક્ષ વિકલ્પ છે, દુઃખ છે.
નિર્મળાનંદનો નાથ, નિત્યાનંદ, સહજાનંદસ્વરૂપ અખંડ અભેદ એકરૂપ ધ્રુવ વસ્તુ ભગવાન આત્મા છે. તેમાં હું ભોક્તા છું અને ભોક્તા નથી એવા વિકલ્પોનો અભાવ છે. હું રાગનો ભોક્તા નથી એવો વિકલ્પ પણ વસ્તુના સ્વરૂપમાં નથી. આવો ભગવાન આત્મા છે.
આવી સત્ય વાત સાંભળીને કોઈને તે ન બેસે તો તેને દુઃખ થાય; પણ શું કરીએ? તને દુઃખ થાય તો પ્રભુ! માફ કરજે. ભાઈ! તું ભગવાન છો. કોઈ વાતનું સત્ય વાતનું નિરૂપણ કરતાં તને દુઃખ લાગે ત્યાં તને દુઃખ થાય એવો અમારો ભાવ નથી. અહીં તો વસ્તુના સ્વરૂપનું સત્ય નિરૂપણ જ કરીએ છીએ. ભગવાન! આ તો હિતની જ વાત છે.
આત્મા રાગનો કર્તા છે એવો વિકલ્પ તને શોભતો નથી એ તો ઠીક. અહીં કહે છે કે આત્મા રાગનો ભોક્તા છે અને ભોક્તા નથી એવા વિકલ્પ પણ તને શોભતા નથી. એ વિકલ્પ તારો શણગાર નથી. તું તો નિર્વિકલ્પ છો ને પ્રભુ! વિકલ્પની દશા એ તારી દશા નહિ. શ્રીમદે કહ્યું છે ને કે-
‘કર વિચાર તો પામ’ એમ કહ્યું છે. વિચારનો અર્થ જ્ઞાન થાય છે. મતલબ કે જ્ઞાન કરે તો પામીશ. રાગ કરે તો પામીશ એમ ત્યાં કહ્યું નથી. આત્મસિદ્ધિમાં બહુ ઊંચી તત્ત્વની વાત છે. સંપ્રદાયવાળાને બેસવું કઠણ પડે છે કેમકે સંપ્રદાયમાં જન્મે ત્યાં સાચું માનીને અટકી જાય છે. પરંતુ ભાઈ! સત્યને તું ન માને તો દુઃખી થઈશ. વિપરીત માન્યતા વડે જીવ વર્તમાનમાં દુઃખી છે અને ભવિષ્યમાં પણ દુઃખી થશે. આ કોઈના અનાદરની-તિરસ્કારની વાત નથી; એકલી કરુણાનો ભાવ છે. શ્રીમદે કહ્યું છે ને કે-
PDF/HTML Page 1365 of 4199
single page version
જ્ઞાનીઓને, અજ્ઞાનપણે વર્તતા જીવોને જોઈ કરુણા આવે છે, તિરસ્કાર નહિ. હવે કહે છે- ‘यः तत्त्ववेदी च्युतपक्षपातः’ જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે ‘तस्य’ તેને ‘नित्यं’ નિરંતર ‘चित्’ ચિત્સ્વરૂપ જીવ ‘खलु चित् एव अस्ति’ ચિત્સ્વરૂપ જ છે. જે સમકિતી ધર્મી જીવ છે તેને નિરંતર ચિત્સ્વરૂપ જીવ જેવો છે તેવો ચિત્સ્વરૂપે જ અનુભવાય છે.
‘जीवः’ જીવ જીવ છે ‘एकस्य’ એવો એક નયનો પક્ષ છે. જીવ સચ્ચિદાનંદ-સ્વરૂપ ભગવાન ત્રિકાળ સ્વરૂપથી છે એવો નિશ્ચયનયનો એક પક્ષ છે. આવો જે પક્ષ છે તે વિકલ્પ છે. શુદ્ધ જીવવસ્તુ ચૈતન્યમૂર્તિ ભગવાન સ્વરૂપથી છે એ તો સત્યાર્થ છે, પણ એવો વિકલ્પ જે ઊઠે છે તે નિશ્ચયનો પક્ષ છે અને તે રાગ છે, દુઃખ છે.
‘न तथा’ જીવ જીવ નથી ‘परस्य’ એવો બીજા નયનો પક્ષ છે. પરની અપેક્ષાએ જીવ નથી, સ્વની અપેક્ષાએ છે, પણ પરની અપેક્ષાએ જીવ નથી એવો વ્યવહારનયનો પક્ષ છે. એ પણ વિકલ્પ છે, રાગ છે.
‘इति’ આમ ‘चिति’ ચિત્સ્વભાવરૂપ જીવ વિષે ‘द्वयोः’ બે નયોના ‘द्वौ पक्षपातौ’ બે પક્ષપાત છે. બંને વિકલ્પ છે તે પર્યાયમાં ભૂલ છે કેમકે સ્વરૂપ તો નિર્વિકલ્પ છે. હવે કહે છે-
‘यः तत्त्ववेदी च्युतपक्षपातः’ જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે ‘तस्य’ તેને ‘नित्यं’ નિરંતર ‘चित्’ ચિત્સ્વરૂપ જીવ ‘खलु चित् एव अस्ति’ ચિત્સ્વરૂપ જ છે.
હું જીવ છું, જીવ છું, એમ વિકલ્પ કરવાથી કાંઈ નિજરસ વેદાતો નથી, પણ પક્ષપાત રહિત થઈને અંતર્લીનતાના બળે જે તત્ત્વવેદી છે તે નિરંતર ચૈતન્યરસને અનુભવે છે. ધર્મી જીવને ચિત્સ્વરૂપ જીવ જેવો છે તેવો નિરંતર વેદનમાં આવે છે.
આવી વાત કઠણ પડે એટલે મંડી પડે વ્રત, તપ આદિ બાહ્ય વ્યવહારમાં અને માને કે વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય પ્રગટશે, પુણ્યના બળે ભવિષ્યમાં કર્મક્ષય થશે; પણ એ તારી માન્યતા મિથ્યા છે, ભાઈ! પરમાત્મપ્રકાશમાં ‘पुण्णेण होइ विहवो...’ ઇત્યાદિ ગાથા ૬૦ માં કહ્યું છે કે-પુણ્યથી વૈભવ મળે છે, વૈભવથી અભિમાન-ગર્વ થાય છે, જ્ઞાન આદિ આઠ પ્રકારના મદથી બુદ્ધિભ્રમ-વિવેકમૂઢતા થાય છે. તેથી અમને આવું પુણ્ય ન હો. કયાં આચાર્ય યોગીન્દ્રદેવનું કથન અને કયાં તારી માન્યતા?
PDF/HTML Page 1366 of 4199
single page version
આ તારા આત્માની સ્વદયાની વાત છે. જીવ જેવો (ચિત્સ્વરૂપ) છે તેવો વિકલ્પ રહિત થઈને અનુભવવો તે સ્વદયા છે. જીવને દયા, દાનના રાગવાળો માનવો, વા નયપક્ષના વિકલ્પોમાં ગુંચવી દેવો તે જીવતી જ્યોત્-ચૈતન્યજ્યોતિસ્વરૂપ ભગવાન આત્માનો અનાદર છે, ઘાત છે. રાગથી લાભ માનનાર પોતાની હિંસાનો કરનારો છે. નિજ ચૈતન્યસ્વરૂપનો અનાદર કરવો તે સ્વહિંસા છે, અદયા છે.
પ્રભુ! તેં અનંત ભવમાં અનંત જન્મમરણ કર્યાં. તારું મરણ થતાં તારી માતાના આંખમાંથી જે આંસુ ટપકયાં તે બધાં આંસુ ભેગા કરીએ તો દરિયાના દરિયા ભરાય. આટલાં જન્મ-મરણ કર્યાં છે તેં! એના અતિ ઘોર દુઃખની શી વાત! (ચાર ગતિનાં) આવાં તીવ્ર દુઃખથી છૂટવાનો ઉપાય આ જ છે. નયપક્ષના વિકલ્પને છોડીને અંતર્લીન થઈ ચિત્સ્વરૂપ જીવને (પોતાને) ચિત્સ્વરૂપે અનુભવવો તે જન્મ-મરણના અંતનો ઉપાય છે. જે તત્ત્વવેદી છે તે પણ નિરંતર પોતાને ચિત્સ્વરૂપ જ અનુભવે છે.
‘सूक्ष्मः’ જીવ સૂક્ષ્મ છે ‘एकस्य’ એવો એક નયનો પક્ષ છે. જીવ રાગાદિથી ભિન્ન ચૈતન્યપિંડ પ્રભુ સૂક્ષ્મ છે એવો નિશ્ચયનયનો પક્ષ છે. નિશ્ચયથી દયા, દાન, વ્રતના જે વિકલ્પ ઊઠે તેની સાથે જીવ એકરૂપ નથી. આવો જીવ સૂક્ષ્મ છે. જીવ સૂક્ષ્મ છે એ તો સાચું જ છે પરંતુ એવો જે વિકલ્પ છે તે રાગ છે અને તે છોડવા યોગ્ય છે.
શરીર સાથે આત્મા એકપિંડરૂપ નથી. નિમિત્તના સંબંધથી શરીર સાથે એકરૂપ છે એમ વ્યવહારથી ભલે કહેવાય, પણ વસ્તુ તરીકે શરીર સાથે આત્મા એક નથી. જો શરીર સાથે આત્મા એક થઈ જાય તો જેમ આત્મા વસ્તુ નિત્ય છે તેમ શરીર પણ નિત્ય થઈ જાય, શરીરનો પણ નાશ ન થાય. પણ એમ છે નહિ. તેવી રીતે આત્મા લોકાલોક સાથે એકમેક હોય તો જેમ લોકાલોક દેખાય છે તેમ આત્મા પણ દેખાવો જોઈએ. પણ એમ છે નહિ. તેથી આત્મા શરીરથી, રાગથી, લોકાલોકથી ભિન્ન એવો ચૈતન્યમૂર્તિ ભગવાન સૂક્ષ્મ છે એવો નિશ્ચયનયનો એક પક્ષ છે. આ પક્ષ છે તે રાગ છે તેથી તેને છોડવાની અહીં વાત છે.
ચૈતન્યરત્ન પ્રભુ આત્મા, શરીર, મન, વાણી, ઇન્દ્રિય કે રાગ સાથે તન્મય નથી એવો સૂક્ષ્મ છે એવો નિશ્ચયનયનો પક્ષ છે. હવે કહે છે-
‘न तथा’ જીવ સૂક્ષ્મ નથી ‘परस्य’ એવો બીજા નયનો પક્ષ છે. જીવ રાગવાળો, કર્મવાળો છે માટે સ્થૂળ છે, સૂક્ષ્મ નથી એવો વ્યવહારનયનો પક્ષ છે. આનો તો પ્રથમથી જ આચાર્યદેવ નિષેધ કરતા આવ્યા છે.
PDF/HTML Page 1367 of 4199
single page version
અહીં બન્ને પક્ષની વાત સાથે લીધી છે. એમાં રાગથી ભિન્ન હું સૂક્ષ્મ છું એવો નિશ્ચયનયના પક્ષનો જે વિકલ્પ ઉઠે છે તેનો પણ નિષેધ કરવામાં આવે છે કેમકે તે રાગ છે. આ પ્રથમ ભૂમિકાની-સમ્યગ્દર્શનની વાત ચાલે છે. અહીં કહે છે કે દયા, દાન, વ્રત આદિ રાગના સ્થૂળ વિકલ્પો સાથે જે તન્મય-એકમેક નથી એવો ચૈતન્યજ્યોતિ-સ્વરૂપ ભગવાન આત્મા સૂક્ષ્મ છે. પણ હું સૂક્ષ્મ છું એવા નયપક્ષના વિકલ્પમાં રોકાવું તે રાગ છે. એ નયપક્ષના સૂક્ષ્મ વિકલ્પ સાથે આત્મા તદ્રૂપ નથી. ભાઈ! હું સૂક્ષ્મ છું એવા નિશ્ચયના પક્ષરૂપ સૂક્ષ્મ વિકલ્પથી પણ આત્મા જણાય એમ નથી તો પછી વ્યવહારનો સ્થૂળ રાગ કરતાં કરતાં નિશ્ચય થાય એ વાત કયાં રહી? એ તો બહુ સ્થૂળ, વિપરીત વાત છે, (અને શરીર, મન, વાણી, ઇન્દ્રિય અને કર્મ તો કયાંય દૂર રહી ગયાં.)
જગતને આકરો લાગે પણ અનંત તીર્થંકરો, અનંત સર્વજ્ઞો અને અનંત સંતોએ જાહેર કરેલો આ માર્ગ છે. કોઈને લાગે કે અમારો માનેલો અને અમને ગોઠેલો માર્ગ ઉથાપે છે તો તેને કહીએ છીએ કે-પ્રભુ! ક્ષમા કરજે; પણ માર્ગ તો આ જ છે, ભાઈ! હું સૂક્ષ્મ છું એવા નિશ્ચયના પક્ષરૂપ વિકલ્પમાં રોકાવાથી પણ નુકશાન છે કેમકે એવા વિકલ્પથી આત્મા વેદનમાં આવી શકતો નથી. તો પછી દયા, દાન, વ્રત, ભક્તિના સ્થૂળ વિકલ્પથી આત્મા જણાય એ કેમ બની શકે? વિકલ્પ છે એ તો કલંક છે અને વસ્તુ છે તે નિરંજન નિષ્કલંક છે. કલંકથી નિષ્કલંક વસ્તુ પમાય એવી માન્યતા તો મહાવિપરીતતા છે. ભાઈ! બીજી રીતે માન્યું હોય એટલે દુઃખ થાય, પણ શું થાય? વસ્તુનું સ્વરૂપ જ આવું છે. (માન્યતા બદલે તો સુખ થાય એમ છે).
આ તો હજુ પ્રથમ ભૂમિકાની સમ્યગ્દર્શનની વાત ચાલે છે. ચારિત્ર તો મહા અલૌકિક વસ્તુ છે. આત્મા સ્વપરપ્રકાશકસ્વભાવના સામર્થ્યરૂપ ચૈતન્યતત્ત્વ છે. પરને પોતાના માને એવો તેનો સ્વભાવ નથી. અહાહા...! એકલી ચિત્સ્વરૂપ વસ્તુમાં સૂક્ષ્મ છું અને સૂક્ષ્મ નથી એવા નયપક્ષના વિકલ્પોને અવકાશ જ કયાં છે? આવા ચિત્સ્વરૂપ આત્માને વિકલ્પરહિત થઈને અનુભવવો તે સમ્યગ્દર્શન છે. અહીં કહે છે-
‘इति’ આમ ‘चिति’ ચિત્સ્વરૂપ જીવ વિષે ‘द्वयोः’ બે નયોના ‘द्वौ पक्षपातौ’ બે પક્ષપાત છે. આવા નયપક્ષ છે તે વિકલ્પ છે અને બન્ને પ્રકારના વિકલ્પ નિષેધવા યોગ્ય છે કેમકે વિકલ્પમાં રોકાતાં આત્માનુભવ થતો નથી.
શરીર, મન, વાણી, વિકલ્પ એ બધું જાણનારમાં જણાય છે, પણ જાણનાર બીજી ચીજ સાથે એકમેક નથી. અહીં કહે છે કે જે જાણનાર છે તે ચિત્સ્વરૂપ ભગવાન આત્માને જો. રાગના વિકલ્પને તું જુએ છે પણ રાગ તો અંધકાર છે. રાગને જોતાં આત્મા નહિ જણાય. માટે જાણનારને જાણ. જે તત્ત્વવેદી છે તે વિકલ્પરહિત થઈને પોતાના સ્વરૂપને-જ્ઞાયકને જ અનુભવે છે. એ જ કહે છે-
PDF/HTML Page 1368 of 4199
single page version
‘यः तत्त्ववेदी च्युतपक्षपातः’ જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે ‘तस्य’ તેને ‘नित्यं’ નિરંતર ‘चित्’ ચિત્સ્વરૂપ જીવ ‘खलु चित् एव अस्ति’ ચિત્સ્વરૂપ જ છે. ધર્મી જીવોને ચિત્સ્વરૂપ જીવ જેવો છે તેવો અનુભવાય છે. અહા! દિગંબર સંતો-કેવળીના કેડાયતો જગત્ સમક્ષ જાહેર કરે છે કે ચિત્સ્વરૂપ તો ચિત્સ્વરૂપ જ છે. તેમાં નયના પક્ષપાતને અવકાશ નથી. વ્યવહારના પક્ષનો તો અવકાશ નથી, પણ હું સૂક્ષ્મ છું એવા સૂક્ષ્મ વિકલ્પનો પણ અવકાશ નથી. આવી વસ્તુનો અનુભવ સમ્યગ્દર્શન છે.
‘हेतुः’ જીવ હેતુ (કારણ) છે ‘एकस्य’ એવો એક નયનો પક્ષ છે. જીવને જે રાગાદિ થાય છે તેનું જીવ કારણ છે એવો વ્યવહારનયનો પક્ષ છે. જીવ છે તો દયા, દાન, વ્રતાદિનો રાગ થાય છે; માટે રાગભાવનું જીવ કારણ છે એવો વ્યવહારનયનો પક્ષ છે. આનો તો આચાર્યદેવ પહેલેથી નિષેધ કરતા આવ્યા છે. અહીં નિશ્ચયના પક્ષનો પણ નિષેધ કરે છે. કહે છે-
‘न तथा’ જીવ હેતુ (કારણ) નથી ‘परस्य’ એવો બીજા નયનો પક્ષ છે. રાગ અને પરનું કારણ આત્મા છે જ નહિ એવો નિશ્ચયનયનો પક્ષ છે. આ પક્ષ છે તે વિકલ્પ છે, રાગ છે. તેને અહીં છોડાવે છે. ભાઈ! આ અલૌકિક વાત છે. એને લોકના અભિપ્રાય સાથે જરાય મેળ ખાય એમ નથી.
ભગવાન આત્મા અનાદિ અનંત જ્ઞાનનો ધ્રુવ-ધ્રુવ પ્રવાહ છે. નાળિયેરમાં છૂટા પડેલા ગોળાની જેમ આત્મા રાગ અને પરથી ભિન્ન ચૈતન્યગોળો છે. તે રાગ અને પરનું કારણ નથી. વ્યવહારરત્નત્રયના રાગનું આત્મા કારણ નથી. છે તો એમ જ, પણ એવો જે નયપક્ષ છે તે વિકલ્પ છે, રાગ છે. ભાઈ! આ તો અંતરની વાતુ છે. બધું જાણ્યું પણ જાણનારને જાણ્યો નથી. જે પદાર્થો જણાય છે તેના અસ્તિત્વને માને છે પણ જાણનાર એવા પોતાના અસ્તિત્વને જાણતો નથી. અહા! કેવું વિચિત્ર! જે નયપક્ષના વિકલ્પ છે તેને જાણે છે પણ વિકલ્પથી ભિન્ન પોતાને જાણતો નથી. અહીં કહે છે-હું કોઈનું કારણ નથી એવો વિકલ્પ પણ નુકશાનકર્તા છે કેમકે તે વિકલ્પમાં રોકાઈ રહેવાથી આત્મા જણાતો નથી. એ જ કહે છે-
‘इति’ આમ ‘चिति’ ચિત્સ્વરૂપ જીવ વિષે ‘द्वयोः’ બે નયોના ‘द्वौ पक्षपातौ’ બે પક્ષપાત છે. જીવ કારણ છે અને જીવ કારણ નથી એ તો બે નયોના બે પક્ષપાત છે, વિકલ્પ છે. તે વિકલ્પ સાથે ભગવાન આત્મા તન્મય નથી. વિકલ્પ સાથે વસ્તુ તન્મય નથી તો વિકલ્પથી વસ્તુ કેમ જણાય? અહાહા...! જીવ પરનું અને રાગનું કારણ નથી એવો વિકલ્પ પણ છોડીને આત્મસન્મુખતા કરી આત્માનુભવ કરવાનું આચાર્ય
PDF/HTML Page 1369 of 4199
single page version
કહે છે. હું કોઈનું કારણ નથી એવા વિકલ્પરૂપ આંગણાને છોડીને ચિત્સ્વરૂપ ઘરમાં પ્રવેશી જા, એને વેદ એમ આચાર્યદેવ કહે છે કેમકે આનું જ નામ સમ્યગ્દર્શન અને ધર્મ છે.
કુંભારથી ઘડો થાય છે એ વાતનો તો પહેલેથી નિષેધ કરતા આવ્યા છીએ પણ અહીં તો માટીથી ઘડો થાય છે એવો જે પક્ષ-વિકલ્પ છે એનો પણ નિષેધ કરીએ છીએ. ભાઈ! આ તારા હિતની વાત છે. તેનો તું યથાર્થ-સમ્યક્ નિર્ણય કર. જો-
૧. જીવ પરનું કારણ છે એ વાતનો તો પ્રથમથી જ નિષેધ કરવામાં આવ્યો છે, ૨. જીવ કારણ નથી એવો જે વિકલ્પ છે તેનો પણ અહીં નિષેધ કરવામાં આવે છે. માટે,
૩. નયોના પક્ષપાતને છોડી, વિકલ્પનું લક્ષ છોડી એક ચિત્સ્વરૂપ આત્મા છે તેનું લક્ષ કરી આત્માનુભવ પ્રગટ કર. એ જ સમ્યગ્દર્શન અને ધર્મ છે. તત્ત્વવેદી જીવો પણ શુદ્ધ આત્માનો જ નિરંતર અનુભવ કરે છે. એ જ કહ્યું છે-
‘यः तत्त्ववेदी च्युतपक्षपातः’ જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે ‘तस्य’ તેને ‘नित्यं’ નિરંતર ‘चित्’ ચિત્સ્વરૂપ જીવ ‘खलु चित् एव अस्ति’ ચિત્સ્વરૂપ જ છે. ધર્મી જીવો નયોના પક્ષપાતથી હઠીને ચૈતન્યસ્વરૂપ પોતાને જેવો છે તેવો જ અનુભવે છે. આ તો સર્વજ્ઞનો માલ સંતો આડતિયા થઈને જાહેર કરે છે. તેનાં રુચિ અને પોષાણ કર.
‘कार्यं’ જીવ કાર્ય છે ‘एकस्य’ એવો એક નયનો પક્ષ છે. વ્યવહાર રત્નત્રયનો જે રાગ છે એનાથી આત્મા પ્રાપ્ત થાય એવો વ્યવહારનયનો એક પક્ષ છે. જીવ રાગનું કાર્ય છે એવો જે વ્યવહારનયનો પક્ષ છે એનો તો પ્રથમથી જ નિષેધ કરતા આવ્યા છીએ. અહીં હવે એનાથી આગળ વાત લઈ જાય છે.
‘न तथा’ જીવ કાર્ય નથી ‘परस्य’ એવો બીજા નયનો પક્ષ છે. જીવ ત્રિકાળ ચૈતન્યસ્વભાવમય સ્વયંસિદ્ધ અકૃત્રિમ વસ્તુ છે; રાગનું તે કાર્ય નથી એવો નિશ્ચયનયનો પક્ષ છે. અહાહા...! નિર્મળાનંદનો નાથ ભગવાન આત્મા રાગનું કાર્ય નથી એવો જે નિશ્ચયનો પક્ષ છે તે વિકલ્પ છે, રાગ છે, તેનાથી આત્મા પ્રાપ્ત થતો નથી.
૧. જીવ રાગનું કાર્ય છે એવો જે વ્યવહારનયનો પક્ષ છે તેનો તો પહેલેથી જ નિષેધ કરતા આવ્યા છે, અને
૨. જીવ રાગનું કાર્ય નથી એવો જે વિકલ્પ છે તે નિશ્ચયનયનો પક્ષ છે તે પણ નિષિદ્ધ છે.
PDF/HTML Page 1370 of 4199
single page version
બન્ને નયપક્ષ છે ને! એ જ કહે છે-
‘इति’ આમ ‘चिति’ ચિત્સ્વરૂપ જીવ વિષે ‘द्वयोः’ બે નયોના ‘द्वौ पक्षपातौ’ બે પક્ષપાત છે. ભગવાન આત્મા તો ચિત્સ્વરૂપ, જ્ઞાનસ્વરૂપ વસ્તુ છે. તેમાં હું આવો છું અને આવો નથી એવા વિકલ્પોનો અવકાશ કયાં છે? જ્ઞાનસ્વરૂપ આત્મા તો વિકલ્પના કાળે પણ વિકલ્પનો જાણનાર છે. વિકલ્પ સાથે આત્મા એકમેક-તદ્રૂપ નથી. વિકલ્પને છોડી વિકલ્પનો જાણનાર છે તેને તું જો ને! પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ આનંદનું ધામ પ્રભુ આત્મા છે તેમાં તું જો, ત્યાં નજર કર; તને પરમ નિધાન પ્રાપ્ત થશે.
ભાઈ! પ્રતિક્ષણ તું દેહ છૂટવાની નજીક જતો જાય છે કેમકે દેહ તો એના નિયત કાળે અવશ્ય છૂટશે જ. આ રાગ છોડવાનો કાળ (અવસર) છે. પ્રભુ! તેમાં જો આત્માની સન્મુખ થઈ રાગ ન છોડયો તો કયાં જઈશ ભાઈ? દેહ તો એના કાળે તત્ક્ષણ છૂટી જશે, પછી કયાં ઉતરીશ, બાપા? (કયાંય કાગડે, કૂતરે અને કંથવે ચાલ્યો જઈશ).
કેટલાક કહે છે-આવો ધર્મ! ભક્તિ કરો, પુજા કરો, દાન કરો, મંદિર બનાવો, ગજરથ કાઢો, શાસ્ત્રનો પ્રચાર કરો-ઇત્યાદિ તો ધર્મની પ્રવૃત્તિ છે. અરે ભાઈ! એ તો બધી વિકલ્પોની ધાંધલ છે. એ તો ક્ષોભ અને આકુળતા ઉત્પન્ન કરનારી છે. અહીં તો કહે છે હું સ્વયંસિદ્ધ છું, કોઈનું કાર્ય નથી એવો જે સૂક્ષ્મ વિકલ્પ છે તે પણ આકુળતારૂપ છે. માટે નયપક્ષના વિકલ્પનો ત્યાગ કરી શુદ્ધ ચિત્સ્વરૂપ વસ્તુનો અનુભવ કર. જ્ઞાની પુરુષો પણ પક્ષપાતરહિત થઈને એક ચૈતન્યસ્વરૂપ આત્માને જ નિરંતર અનુભવે છે. એ જ કહે છે-
‘यः तत्त्ववेदी च्युतपक्षपातः’ જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે ‘तस्य’ તેને ‘नित्यं’ નિરંતર ‘चित्’ ચિત્સ્વરૂપ જીવ ‘खलु चित् एव अस्ति’ ચિત્સ્વરૂપ જ છે. ધર્મી જીવ પોતાને જેવો ચિત્સ્વરૂપ જીવ છે તેવો જ નિરંતર અનુભવે છે. એનું નામ આત્મ-ખ્યાતિ છે ટીકાનું નામ આત્મખ્યાતિ છે ને! વિકલ્પરહિત આત્મા જેવો છે તેવો અનુભવવો તે આત્મખ્યાતિ એટલે આત્મપ્રસિદ્ધિ છે.
‘भावः’ જીવ ભાવ છે (અર્થાત્ ભાવરૂપ છે) ‘एकस्य’ એવો એક નયનો પક્ષ છે. જીવ ભાવ છે, અસ્તિરૂપ સ્વભાવ છે એવો નિશ્ચયનયનો પક્ષ છે. જીવ સ્વભાવભાવ છે એવી જે વૃત્તિ ઊઠે છે તે વિકલ્પ છે અને તેને અહીં છોડવાની વાત છે.
જુઓ, હાર ખરીદતી વખતે હાર કેવો છે, કેવડો છે, એની કિંમત કેટલી ઇત્યાદિ બધું પૂછે પણ તેને પહેરતાં તે વિકલ્પોને યાદ કરતો નથી. પહેરતી વેળા તો તે વિકલ્પોને
PDF/HTML Page 1371 of 4199
single page version
લક્ષમાંથી છોડી દે છે. પહેરતી વખતે તો તેની શોભા ઉપર જ લક્ષ છે તેમ અહીં કહે છે-જીવ ભાવસ્વરૂપ છે એ તો સત્ય જ છે. પણ તેવો જે વિકલ્પ ઊઠે છે તે જીવની શોભા નથી. વિકલ્પ છોડીને જે ભાવસ્વરૂપ આત્મા છે તેને વેદવું-જાણવું એ શોભા છે, એ સમ્યગ્દર્શન-સમ્યગ્જ્ઞાન છે.
લોકોને સાંભળવા મળ્યું નથી એટલે નવું લાગે છે, પણ ભાઈ! આ તો અનાદિથી ચાલ્યો આવતો મૂળ માર્ગ છે. અનંત કેવળીઓએ અને અનંત સંતોએ કહેલો આ માર્ગ છે.
જીવ ચૈતન્યસ્વભાવભાવ, આનંદસ્વભાવભાવ, શાંતિસ્વભાવભાવ, ઇશ્વરસ્વભાવભાવ- એવો આત્મા ભાવ છે એ તો સત્યાર્થ જ છે. પણ હું આવો છું એવો વિકલ્પ નિશ્ચયનો પક્ષ છે. આવું ઊંડે ઊંડે ચિંતન કરવું તે વિકલ્પ એટલે રાગ છે, અને તે છોડવા યોગ્ય છે. હવે કહે છે-
‘न तथा’ જીવ ભાવ નથી (અર્થાત્ અભાવરૂપ છે) ‘परस्य’ એવો બીજા નયનો પક્ષ છે. જીવ ભાવ નથી એટલે કે પરથી અભાવરૂપ છે એવો વ્યવહારનયનો પક્ષ છે. દયા, દાન, પૂજા આદિના વિકલ્પથી જીવ અભાવરૂપ છે એવો વ્યવહારનયનો પક્ષ છે તે વિકલ્પ છે, રાગ છે. આનો તો આચાર્ય ભગવાન પહેલેથી જ નિષેધ કરતા આવ્યા છે. અહા! શ્રદ્ધામાં તો નક્કી કર કે વિકલ્પ છોડવા યોગ્ય છે, એનાથી લાભ નથી.
‘इति’ આમ ‘चिति’ ચિત્સ્વરૂપ જીવમાં ‘द्वयोः’ બે નયોના ‘द्वौ पक्षपातौ’ બે પક્ષપાત છે. બન્ને નયપક્ષ વિકલ્પ છે. અહો! ચિત્સ્વરૂપ આત્માની શી વાત કરવી? વાણીમાં તો એનું સ્વરૂપ ન આવે પણ વિકલ્પથી પણ એ જણાય એવી ચીજ નથી. પરમાર્થ વચનિકામાં કહ્યું છે કે લોકોને આગમપદ્ધતિનો વ્યવહાર સુગમ છે અને અધ્યાત્મપદ્ધતિના વ્યવહારની ખબર નથી. આત્મા શુદ્ધ ચૈતન્યઘનસ્વભાવભાવરૂપ છે. તેનાં શ્રદ્ધા, જ્ઞાન અને રમણતા તે અધ્યાત્મપદ્ધતિનો વ્યવહાર છે. હું ભાવસ્વરૂપ છું એવો જે વિકલ્પ ઊઠે તે અધ્યાત્મ-વ્યવહાર નથી; વિકલ્પ છૂટીને નિર્વિકલ્પદશાને પ્રાપ્ત થવું તે અધ્યાત્મ-વ્યવહાર છે. જ્ઞાનીઓને આવો આત્મવ્યવહાર હોય છે. એ જ કહે છે-
‘यः तत्त्ववेदी च्युतपक्षपातः’ જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે ‘तस्य’ તેને ‘नित्यं’ નિરંતર ‘चित्’ ચિત્સ્વરૂપ જીવ ‘खलु चित् एव अस्ति’ ચિત્સ્વરૂપ જ છે. અહાહા...! નયપક્ષના વિકલ્પથી રહિત જ્ઞાનીને ચિત્સ્વરૂપ જીવ ચિત્સ્વરૂપે જ અનુભવાય છે, અને તે ધર્મ છે.
PDF/HTML Page 1372 of 4199
single page version
‘एकः’ જીવ એક છે ‘एकस्य’ એવો એક નયનો પક્ષ છે. હું એક છું એવો નિશ્ચયનયનો પક્ષ છે તે વિકલ્પ છે. હવે કહે છે-
‘न तथा’ જીવ એક નથી (-અનેક છે) ‘परस्य’ એવો બીજા નયનો પક્ષ છે. જીવને અનંત ગુણ છે, પર્યાય છે એ અપેક્ષા જીવ અનેક છે એવો વ્યવહારનયનો પક્ષ છે. અહીં આ વિકલ્પની વાત છે. ૪૭ શક્તિના અધિકારમાં ‘એક’ એવો આત્માનો ગુણ છે અને ‘અનેક’ એવો પણ આત્માનો ગુણ છે એની વાત કરી છે. એ તો આત્માના એક-અનેક સ્વભાવની વાત છે. અહીં તો હું એક છું, અનેક છું એવા નયપક્ષની વાત ચાલે છે.
‘इति’-આમ ‘चिति’ ચિત્સ્વરૂપ જીવ વિષે ‘द्वयोः’ બે નયોના ‘द्वौ पक्षपातौ’ બે પક્ષપાત છે. જીવ અનેકસ્વરૂપ છે એ વ્યવહારનયનો પક્ષ છે. તેને તો પહેલેથી છોડાવતા આવ્યા છીએ. પણ જીવ એક છે એવો નિશ્ચયનો પક્ષ પણ છોડવા યોગ્ય છે. વસ્તુ ત્રિકાળ એકરૂપ ચિદ્રૂપ છે એવું જીવનું સ્વરૂપ છે ખરું, પણ એવો વિકલ્પ ઊઠે તે રાગ છે માટે નિષેધવા યોગ્ય છે-એમ કહે છે.
આત્મા અનંતગુણનું ધામ એક વસ્તુ છે એવી જે વૃત્તિ ઊઠે તે દુઃખરૂપ છે, બંધનું કારણ છે. જીવ ચૈતન્યપ્રકાશનો પુંજ છે. એકલું જ્ઞાન, જ્ઞાન જ્ઞાન એનું સ્વરૂપ છે. શાસ્ત્રનું જ્ઞાન તે જ્ઞાન નહિ. જેમ સાકરનો મીઠો સ્વભાવ, અફીણનો કડવો સ્વભાવ છે તેમ ભગવાન આત્માનો જ્ઞાનસ્વભાવ છે. તેમાં એક-અનેકના વિકલ્પ કયાં સમાય છે? હું એક છું એવો વિકલ્પ પણ ચિત્સ્વરૂપમાં નથી.
દયા, દાન, ભક્તિના પરિણામથી નિશ્ચય થાય એ વાત તો તદ્ન વિરુદ્ધ છે. કોઈને ન બેસે તોય માર્ગ તો આવો જ છે. દેવાધિદેવ સર્વજ્ઞ પરમાત્માની વાણીમાં આ વાત આવી છે.
સમોસરણસ્તુતિમાં આવે છે ને કે-
ભગવાનના ભરતક્ષેત્રમાં વર્તમાનમાં વિરહ પડયા છે. વિદેહક્ષેત્રમાં સીમંધર પ્રભુ સાક્ષાત્ બિરાજે છે. ત્યાં દરરોજ ત્રણ વખત છ છ ઘડીૐધ્વનિ છૂટે છે. અહા! ભરતમાં ભગવાનનો વિરહ પડયો! આ તો પરદ્રવ્યની અપેક્ષાએ વાત થઈ. અહીં કહે છે કે-નયપક્ષની જાળમાં ગુંચાઈ જવાથી, પોતે આત્મા અનંતગુણનો નાથ, પોતાના અનંત ગુણોની મર્યાદાને ધરનાર સીમંધરનાથ છે તેનો પોતાને વિરહ પડયો છે. બહારની વાત તો કયાંય રહી ગઈ.
આ લોકાલોક છે એમાં જીવ કયાં છે? અહાહા...! લોકાલોકને જાણનારો જીવ લોકાલોકથી તદ્ન જુદો છે. દેહથી પણ આત્મા જુદો છે. દેહ સાથે જો આત્મા એકમેક
PDF/HTML Page 1373 of 4199
single page version
હોય તો આત્મા જેમ નિત્ય છે તેમ દેહ પણ નિત્ય થઈ જાય, દેહાવસાન ન થાય, મરણ ન થાય. પણ એમ છે નહિ, કેમકે દેહ આત્માથી ભિન્ન છે, આત્મા દેહથી ભિન્ન છે. આવો આત્મા છે તેમાં નયપક્ષનો વિકલ્પ ઊઠાવે તો ભગવાનના વિરહ પડી જાય છે, આત્મા દૂર રહી જાય છે, અર્થાત્ અનુભવમાં આવતો નથી. પરંતુ નયપક્ષનો ત્યાગ કરીને જે આત્મસન્મુખ થાય છે તે નિજાનંદરસને અનુભવે છે. એ જ કહે છે-
‘यः तत्त्ववेदी च्युतपक्षपतः’ જે તત્ત્વવેદી પક્ષપાતથી રહિત છે ‘तस्य’ તેને ‘नित्यं’ નિરંતર ‘चित्’ ચિત્સ્વરૂપ જીવ ‘खलु चित् एव अस्ति’ ચિત્સ્વરૂપ જ છે. જેણે નય-પક્ષના વિકલ્પોને છોડી દીધા છે તે ધર્મી જીવ પક્ષપાતરહિત થઈને પોતાના ચૈતન્ય-સ્વરૂપને જેવું છે તેવું સદાય અનુભવે છે, ધર્મી જીવ પોતાના ચૈતન્યતત્ત્વને વેદે છે, પણ વિકલ્પને વેદતો નથી.
‘सान्तः’ જીવ સાંત (-અંતસહિત) છે ‘एकस्य’ એવો એક નયનો પક્ષ છે. જીવ એક સમયની દશા જેટલો સાંત એટલે અંતસહિત છે એવો વ્યવહારનયનો પક્ષ છે. એક સમયની અવસ્થા જેટલો જ જીવ છે, જીવ ક્ષણિક છે એવો બૌદ્ધ આદિનો એકાંત મત છે. એ તો મિથ્યાત્વ છે. તેઓ ત્રિકાળી ચીજને માનતા જ નથી. અહીં તો એક સમયની દશાને દેખીને જીવ સાંત છે એમ માનવું તે વ્યવહારનયનો પક્ષ છે. એનો નિષેધ તો પહેલેથી કરતા આવ્યા છીએ. હવે કહે છે-
‘न तथा’ જીવ સાંત નથી ‘परस्य’ એવો બીજા નયનો પક્ષ છે. જીવ અનાદિ-અનંત ત્રિકાળ ધ્રુવ છે એવો નિશ્ચયનયનો પક્ષ છે. જીવ શુદ્ધ ચૈતન્યમય ધ્રુવ-ધ્રુવ-ધ્રુવ એમ ત્રિકાળ ધ્રુવ છે એ વાત તો સાચી છે પણ એવો વિકલ્પ ઉઠાવવો તે નયપક્ષ છે અને તે વસ્તુની અંદર પ્રવેશ કરવામાં વિઘ્ન કરનાર છે.
‘इति’ આમ ‘चिति’ ચિત્સ્વરૂપ જીવ વિષે ‘द्वयोः’ બે નયોના ‘द्वौ पक्षपातौ’ બે પક્ષપાત છે. હું સાંત છું, પર્યાય જેવડો છું એવો વ્યવહારનયનો જે પક્ષ છે તેનો તો નિષેધ પહેલેથી કરાવ્યો છે. અહીં હું અનાદિ અનંત ધ્રુવ ચૈતન્યધામ છું એવો નિશ્ચયના પક્ષનો જે વિકલ્પ છે તેનો પણ નિષેધ કરવામાં આવે છે.
ભગવાન આત્મા ધ્રુવ, ધ્રુવ, ધ્રુવ ત્રિકાળ સત્ મોજુદગીવાળી સચ્ચિદાનંદસ્વરૂપ ચીજ છે. આવી ચીજ સાંત નથી, ત્રિકાળ છે એ સત્યાર્થ છે. પરંતુ એવો જે વિકલ્પ છે તે રાગ છે, વસ્તુનો અનુભવ થવામાં બાધારૂપ છે. પક્ષ છે ને! તે અનુભવ થવામાં વિઘ્ન-કર્તા છે માટે તેનો અહીં નિષેધ કરવામાં આવ્યો છે. ચિત્સ્વરૂપ જીવ વિકલ્પ સાથે
PDF/HTML Page 1374 of 4199
single page version
તન્મય-એકમેક નથી. અજ્ઞાની માને કે જીવ રાગસ્વરૂપ છે, પણ જીવ તો ચિત્સ્વરૂપ જ છે અને જ્ઞાની પોતાને ચિત્સ્વરૂપ જ અનુભવે છે. એ જ કહે છે-
‘यः तत्त्ववेदी च्युतपक्षपातः’ જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે ‘तस्य’ તેને ‘नित्यं’ નિરંતર ‘चित्’ ચિત્સ્વરૂપ જીવ ‘खलु चित् एव अस्ति’ ચિત્સ્વરૂપ જ છે. નયપક્ષનો જેણે ત્યાગ કર્યો છે એવો ધર્મી જીવ ચૈતન્યમય જીવને જેવો છે તેવો જ અનુભવે છે અને તેનું જ નામ ધર્મ છે. વિકલ્પ વખતે પણ જ્ઞાની તેનું જ્ઞાન કરનારો જ્ઞાનસ્વરૂપે જ રહે છે.
ભીંત ઉપર જે ખડી લગાવે છે તે ખડીથી દિવાલ ભિન્ન જ છે. તેમ જગતના પદાર્થોને જાણનાર જ્ઞાની જગતથી તદ્ન ભિન્ન છે. જગત અને રાગના વિકલ્પોમાં તે એકમેક થતો નથી, પણ ભિન્ન જ્ઞાનસ્વરૂપે જ રહે છે. આવી વાત છે.
‘नित्यः’ જીવ નિત્ય છે ‘एकस्य’ એવો એક નયનો પક્ષ છે. જીવ ત્રિકાળ નિત્ય છે એવો નિશ્ચયનયનો પક્ષ છે. જીવ અવિનાશી નિત્ય છે એ વાત તો બરાબર છે પણ એવો જે વિકલ્પ છે તે રાગ છે. નિશ્ચયના પક્ષરૂપ વિકલ્પને પણ તોડી નાખે તો ચિત્સ્વરૂપ જીવની પ્રાપ્તિ થાય છે. હવે કહે છે-
‘न तथा’ જીવ નિત્ય નથી ‘परस्य’ એવો બીજા નયનો પક્ષ છે. જીવ અનિત્ય છે, ક્ષણ વિનાશી છે એવો વ્યવહારનયનો પક્ષ છે. વ્યવહારનો વિકલ્પ તો પહેલેથી છોડાવતા આવ્યા છીએ, પણ જીવ નિત્ય છે એવો ચિંતનરૂપ વિકલ્પ પણ અહીં છોડવાની વાત છે, કેમકે એવો વિકલ્પ પણ રાગ છે, દુઃખદાયક છે.
‘इति’ આમ ‘चिति’ ચિત્સ્વરૂપ જીવ વિષે ‘द्वयोः’ બે નયોના ‘द्वौ पक्षपातौ’ બે પક્ષપાત છે. બંને પક્ષરૂપ વિકલ્પો છે તે દુઃખદાયક છે. વિકલ્પ વસ્તુના સ્વરૂપમાં નથી. માટે નિત્યનો પણ વિકલ્પ છોડી નિત્ય જે વસ્તુ છે તેનું વેદન કર. પર્યાયમાં નિર્વિકલ્પ વેદન થાય તે ધર્મ છે. ‘નિત્ય’નું વેદન છોડીને ‘નિત્ય’ના વિકલ્પમાં ઊભા રહેવું તે અધર્મ છે.
અમૃતનો સાગર ભગવાન આત્મા છે. તેમાં નયનો વિકલ્પ ઉઠાવવો તે અમૃત-સાગરથી વિરુદ્ધ ભાવ છે. ભાઈ! શુકલ લેશ્યાના શુભ પરિણામ થાય તે વિરુદ્ધ ભાવ છે. આ જીવ એવા શુકલ લેશ્યાના શુભ પરિણામ અનંતવાર કરી ચૂકયો છે. પણ એ બધું બંધનું જ કારણ બન્યું છે. જે સર્વ નયપક્ષના વિકલ્પને છોડી સ્વરૂપસન્મુખ થાય તેને ચિત્સ્વરૂપ જીવ ચિત્સ્વરૂપ અનુભવાય છે. એ જ કહે છે-
‘यः तत्त्ववेदी च्युतपक्षपातः’ જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે ‘तस्य’ તેને ‘नित्यं’ નિરંતર ‘चित्’ ચિત્સ્વરૂપ જીવ ‘खलु चित् एव अस्ति’ ચિત્સ્વરૂપ જ છે. વિકલ્પ તો
PDF/HTML Page 1375 of 4199
single page version
અજ્ઞાન છે કેમકે તેમાં જ્ઞાનનો અંશ નથી. તત્ત્વને જાણનારો-અનુભવનારો વિકલ્પરહિત છે. તે વિકલ્પનો જાણનારમાત્ર છે. તેને નિરંતર ચિત્સ્વરૂપ જીવ ચિત્સ્વરૂપ જ અનુભવાય છે. આવી વાત છે.
‘वाच्यः’ જીવ વાચ્ય (અર્થાત્ વચનથી કહી શકાય એવો) છે ‘एकस्य’ એવો એક નયનો પક્ષ છે. જીવ વાચ્ય છે એવો વ્યવહારનયનો પક્ષ છે. ૪૭ નયમાં નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ-એમ ચાર નયનું કથન આવે છે. તેમાં વચનથી કહી શકાય એવો એક જીવમાં ધર્મ છે તેને નામનય કહેલ છે. જીવ વક્તવ્ય છે એટલે કે વચનથી કહી શકાય છે. અહા! કયાં ભગવાન આત્મા અને કયાં વાણી? વાણી જડની પર્યાય છે અને આત્મા એનાથી ભિન્ન ચૈતન્યમય વસ્તુ છે. અહીં કહે છે-જીવ વાચ્ય એટલે વચનગોચર છે અર્થાત્ વચનથી કહી શકાય છે. આવો એક વ્યવહારનયનો પક્ષ છે. જેમ ભગવાન આત્મામાં સ્વપરને જાણવાનું સામર્થ્ય છે તેમ વાણીમાં સ્વપરને કહેવાનું સામર્થ્ય છે. હવે કહે છે-
‘न तथा’ જીવ વાચ્ય (-વચનગોચર) નથી ‘परस्य’ એવો બીજા નયનો પક્ષ છે. જીવ વચનગોચર નથી એવો જે વિકલ્પ થાય તે નિશ્ચયનયનો પક્ષ છે. શ્રીમદ્માં આવે છે ને કે-
કહી શકયા નહિ તે પણ શ્રી ભગવાન જો.’’
જીવ વચનગોચર નથી, અનુભવગોચર છે એ તો સત્ય જ છે, પણ એવો જે વિકલ્પ ઊઠે છે તે વિકલ્પગોચર પણ જીવ નથી. તેથી આવો નિશ્ચયનયના પક્ષનો વિકલ્પ પણ અહીં નિષેધ્યો છે.
‘इति’ આમ ‘चिति’ ચિત્સ્વરૂપ જીવ વિષે ‘द्वयोः’ બે નયોના ‘द्वौ पक्षपातौ’ બે પક્ષપાત છે. આ બંને પક્ષ વિકલ્પ છે અને વસ્તુ નિર્વિકલ્પ છે. બંને નયોના પક્ષપાત રહિત તત્ત્વ ચિત્સ્વરૂપ છે. તેને તેવું જ અનુભવવું તે ધર્મ છે. એ જ કહે છે-
‘यः तत्त्ववेदी च्युतपक्षपातः’ જે તત્ત્વવેદી પક્ષપાત રહિત છે ‘तस्य’ તેને ‘नित्यं’ નિરતંર ‘चित्’ ચિત્સ્વરૂપ જીવ ‘खलु चित् एव अस्ति’ ચિત્સ્વરૂપ જ છે.
PDF/HTML Page 1376 of 4199
single page version
‘नाना’ જીવ નાનારૂપ છે ‘एकस्य’ એવો એક નયનો પક્ષ છે. જીવ અનેક ગુણ- પર્યાયની અપેક્ષાએ નાનારૂપ એટલે અનેકરૂપ છે એવો વ્યવહારનયનો પક્ષ છે.
‘न तथा’ જીવ નાનારૂપ નથી ‘परस्य’ એવો બીજા નયનો પક્ષ છે. એકવસ્તુપણાની દ્રષ્ટિએ જીવ અનેકરૂપ નથી અર્થાત્ એક છે એવો નિશ્ચયનયનો પક્ષ છે.
‘इति’ આમ ‘चिति’ ચિત્સ્વરૂપ જીવ વિષે ‘द्वयोः’ બે નયોના ‘द्वौ पक्षपातौ’ બે પક્ષપાત છે. બંને પક્ષ છે તે વિકલ્પ છે. હું અનેક છું, અનેક નથી, એક છું-એવા વિકલ્પમાં રોકવું તે સહજ અવસ્થાને વિઘ્નકર્તા છે. અહો! દિગંબર સંતોએ જંગલમાં રહીને અમૃતના સાગર ઊછાળ્યા છે!
જ્ઞાનસ્વરૂપ આત્મા ચૈતન્યચમત્કારરૂપ વસ્તુ છે. તેમાં નયપક્ષના વિકલ્પ નથી. બંને નયોના પક્ષપાતને છોડી જે તત્ત્વવેદી છે તે પોતાના ચૈતન્યચમત્કારરૂપ ઘરમાં પ્રવેશી જાય છે. વિકલ્પરૂપી આંગણાને છોડી દઈને ધર્મી જીવ શુદ્ધ ચૈતન્મય ઘરમાં જ નિરતંર રહે છે. એ જ કહે છે-
‘यः तत्त्ववेदी च्युतपक्षपातः’ જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે ‘तस्य’ તેને ‘नित्यं’ નિરંતર ‘चित्’ ચિત્સ્વરૂપ જીવ ‘खलु चित् एव अस्ति’ ચિત્સ્વરૂપ જ છે. ધર્મી જીવ નિરંતર ચૈતન્યના સ્વાદને જ વેદે છે.
‘चेत्यः’ જીવ ચેત્ય (-ચેતાવા યોગ્ય) છે ‘एकस्य’ એવો એક નયનો પક્ષ છે. આત્મા ચેતાવા અર્થાત્ જણાવા યોગ્ય છે એવો નિશ્ચય નયનો પક્ષ છે. આત્મા ચેતાવા યોગ્ય છે એ વાત તો બરાબર છે, કેમકે જગતની ચીજોથી તે ભિન્ન છે. વિકલ્પ સહિત આખું જે જગત્ તેનાથી ભગવાન જગદીશ્વર ભિન્ન છે માટે તે ચેતાવા યોગ્ય છે. પરંતુ હું ચેત્ય કહેતાં ચેતાવા યોગ્ય છું એવો જે વિકલ્પ છે તે નયપક્ષ છે. હું ચેત્ય છું એવા વિકલ્પથી ભગવાન ‘ચેત્ય’ ભિન્ન છે, તે વિકલ્પ સાથે એકમેક નથી. ભાઈ! પરનો કર્તા અને ભોક્તા છે એ વાત તો કય ાંય રહી, અહીં કહે છે હું ચેત્ય છું એવા વિકલ્પથી પણ ચેત્ય જે વસ્તુ છે તે ભિન્ન છે ભગવાન! તે ‘ચેત્ય’ ના વિકલ્પને છોડી જે ‘ચેત્ય’ છે તેને ચેત, તેને વેદ. આવી વાત છે. અહાહા...! ચૈતન્યસૂર્ય પ્રભુ આત્મા ચેત્ય એટલે ચેતાવા યોગ્ય છે એવો જે વિકલ્પ છે તે નયપક્ષ છે, દુઃખદાયક છે.
‘न तथा’ જીવ ચેત્ય નથી ‘परस्य’ એવો બીજો નયનો પક્ષ છે. જીવ ચેતાવા યોગ્ય નથી એવો વ્યવહારનયનો પક્ષ છે. આવો એક વ્યવહારનયનો પક્ષ છે. મન અને ઇન્દ્રિયોથી જીવ જણાવા યોગ્ય નથી એનો તો નિષેધ પ્રથમથી કરતા આવ્યા છીએ. હવે કહે છે-
PDF/HTML Page 1377 of 4199
single page version
‘इति’ આમ ‘चिति’ ચિત્સ્વરૂપ જીવ વિષે ‘द्वयोः’ બે નયોના ‘द्वौ पक्षपातौ’ બે પક્ષપાત છે. અહાહા...! વિશ્વથી વિશ્વેશ્વર પ્રભુ આત્મા જુદો છે. એક બાજુ આખું લોકાલોક છે અને એક બાજુ ‘ચેત્ય’ ભગવાન આત્મા છે. પરંતુ આત્મા ચેત્ય છે, હું ચેત્ય છું એવો જે વિકલ્પ તેને અહીં છોડાવવા માગે છે, કેમકે એવો સૂક્ષ્મ વિકલ્પ પણ આત્માનુભવમાં બાધક છે. જે તત્ત્વવેદી છે તે બન્ને પક્ષથી રહિત થઈને નિજાનંદ-સ્વરૂપ ભગવાન આત્માના અતીન્દ્રિય આનંદને અનુભવે છે. એ જ કહે છે-
‘यः तत्त्ववेदी च्युतपक्षपातः’ જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે ‘तस्य’ તેને ‘नित्यं’ નિરંતર ‘चित्’ ચિત્સ્વરૂપ જીવ ‘खलु चित् एव अस्ति’ ચિત્સ્વરૂપ જ છે.
‘द्रश्यः’ જીવ દ્રશ્ય (-દેખાવા યોગ્ય) છે ‘एकस्य’ એવો એક નયનો પક્ષ છે. ચેતનાના બે ભાગ-જાણવું અને દેખવું. જીવ ચેતાવા યોગ્ય છે-એમાં જાણવું અને દેખવું એ બન્નેની ભેગી વાત કરી છે. તેને અહીં જુદી પાડીને કહે છે. ભગવાન આત્મા દ્રશિ શક્તિથી દેખાવા યોગ્ય છે. ૪૭ શક્તિઓમાં જેમ ચિતિ એક શક્તિ છે તેમ દ્રશિ એક શક્તિ કહી છે. શક્તિ એટલે સામર્થ્યની વાત છે. જીવ દેખાવા યોગ્ય છે એવો નિશ્ચયનયનો પક્ષ છે. જીવ દેખાવા યોગ્ય છે એ તો સત્ય જ છે, પણ એવો જે વિકલ્પ છે તે છોડવા યોગ્ય છે કેમકે તે વિકલ્પ દર્શનમાં બાધારૂપ છે. પ્રથમ આંગણામાં ઊભો રહીને આવો સમ્યક્ નિર્ણય કરે તેટલું જ પૂરતું નથી, અહીં તો આંગણું છોડી અંદર ઘરમાં પ્રવેશી અનુભવ કરવાની વાત છે. જીવ દેખાવા યોગ્ય છે એવો વિચાર નયપક્ષ છે. હવે કહે છે-
‘न तथा’ જીવ દેખાવા યોગ્ય નથી ‘परस्य’ -એવો બીજા નયનો પક્ષ છે. ભગવાન આત્મા અરૂપી છે. તે કેમ દેખાય? તે દેખાવા યોગ્ય નથી એવો વ્યવહારનયનો એક પક્ષ છે. એનો તો આચાર્યદેવ પ્રથમથી નિષેધ કરતા આવ્યા છે.
‘इति’ આમ ‘चिति’ ચિત્સ્વરૂપ જીવ વિષે ‘द्वयोः’ બે નયોના ‘द्वौ पक्षपातौ’ બે પક્ષપાત છે. આ નયોના પક્ષપાત છે તે સ્વરૂપના અનુભવમાં વિઘ્ન કરનારા છે. હું દ્રશ્ય છું એવા વિકલ્પને પણ છોડી અંતર્લક્ષ કરતાં દ્રશ્ય પ્રભુ આત્માનો અનુભવ થાય છે. જે તત્ત્વવેદી એટલે તત્ત્વનો જાણનાર છે તે પક્ષપાત છોડીને પોતાને એક ચિત્સ્વરૂપ જ અનુભવે છે. એ જ કહે છે-
‘यः तत्त्ववेदी च्युतपक्षपातः’ જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે ‘तस्य’ તેને ‘नित्यं’ નિરંતર ‘चित्’ ચિત્સ્વરૂપ જીવ ‘खलु चित् एव अस्ति’ ચિત્સ્વરૂપ જ છે.
PDF/HTML Page 1378 of 4199
single page version
ભગવાનની ભક્તિના રાગથી કે વ્રત, તપ આદિના વિકલ્પથી જ્ઞાયક પ્રભુ આત્મા દેખાય એમ નથી. હું દ્રશ્ય છું એવા વિકલ્પથી પણ તે દૂર છે. સર્વ પક્ષપાત મટાડતાં ચૈતન્ય ભગવાન જણાય છે, દેખાય છે અને તે સમ્યગ્દર્શન-જ્ઞાન છે. જેણે વિકલ્પથી પાર થઈને નિજ ચૈતન્યસ્વરૂપ ભગવાન જ્ઞાયકને જાણ્યો અને દેખ્યો, તે સંસારથી મુક્ત જ થઈ ગયો.
ભગવાન ચૈતન્યસ્વરૂપ જ્ઞાનસૂર્ય છે. તેનું ચૈતન્યસ્વરૂપ જ છે. તે દેખાવા યોગ્ય છે અને દેખાવા યોગ્ય નથી એવો વિકલ્પોનો તેમાં અવકાશ નથી. જે તત્ત્વવેદી છે તે પક્ષથી રહિત થઈને જેવો આત્મા છે તેવો નિરંતર અનુભવે છે.
‘वेद्यः’ જીવ વેદ્ય (-વેદાવા યોગ્ય, જણાવા યોગ્ય) છે ‘एकस्य’ એવો એક નયનો પક્ષ છે. નિશ્ચયનયનો આ પક્ષ છે કે આત્મા વેદાવા યોગ્ય છે. આત્મા વેદ્ય છે એ તો સત્ય છે પણ એવો જે નયપક્ષનો વિકલ્પ છે તેને અહીં છોડાવવા માગે છે, કેમકે વસ્તુમાં આવો પક્ષ કય ાં છે? આવો પક્ષ કરતાં વસ્તુ કયાં વેદાય એમ છે? હવે કહે છે-
‘न तथा’ જીવ વેદ્ય નથી ‘परस्य’ એવો બીજા નયનો પક્ષ છે. વ્યવહારનયનો પક્ષ છે કે જીવ વેદાવા યોગ્ય નથી. આ પક્ષનો તો પહેલેથી જ નિષેધ કરવામાં આવ્યો છે. અહીં તો વેદાવા યોગ્ય છે એવા નિશ્ચયના પક્ષને પણ છોડવાની વાત છે.
‘इति’ આમ ‘चिति’ ચિત્સ્વરૂપ જીવ વિષે ‘द्वयोः’ બે નયોના ‘द्वौ पक्षपातौ’ બે પક્ષપાત છે. હું વેદ્ય છું એવો પક્ષ છે તે રાગ છે, છોડવા યોગ્ય છે.
ભગવાન આત્મા ચૈતન્યપ્રકાશમય મૂર્તિ છે. તેમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ નથી એવો અરૂપી છે. આઠ વર્ષની બાલિકા પણ અંતર્દ્રષ્ટિ કરીને સમ્યગ્દર્શન પામે છે ત્યારે તે નિર્વિકલ્પ ચૈતન્યસ્વરૂપના આનંદને અનુભવે છે. શરીર ભલે સ્ત્રીનું હોય, એ શરીર આત્મામાં કયાં છે? સ્ત્રીવેદનું કર્મ ભલે અંદર પડયું હોય, તે કર્મ કયાં આત્મામાં છે? અને સ્ત્રી વેદની જે વૃત્તિ ઉઠે તે વૃત્તિ પણ કયાં આત્મામાં છે? અહીં કહે છે કે હું વેદ્ય છું એવો વિકલ્પ પણ આત્મામાં સમાતો નથી. આવા સૂક્ષ્મ વિકલ્પ વડે આત્મા જણાય એવો નથી. ભાઈ! આત્મા જણાવા યોગ્ય છે એ તો સાચું છે, પણ એવો વિકલ્પ છે તેને છોડીને જે વેદ્ય છે તેનું વેદન કર; અન્યથા વેદ્યનું વેદન નહિ થાય. ગંભીર વાત છે, ભાઈ!
લોકો દયા પાળે, વ્રત પાળે, તપ કરે, ઉપવાસ કરે ઇત્યાદિ બધું કરે પણ એ તો બધો શુભરાગ છે. એનાથી રાગરહિત ભગવાન કેમ જણાય? ભાઈ! રાગ ગમે તેટલો સૂક્ષ્મ હો, પણ તેનાથી આત્મઅનુભવ કદીય ન થાય. તેથી તો સર્વ પક્ષપાત
PDF/HTML Page 1379 of 4199
single page version
રહિત થઈને તત્ત્વજ્ઞાનીઓ અંતર્લક્ષ કરીને પોતાના ચૈતન્યસ્વરૂપને તેવો જ અનુભવે છે. એ જ કહે છે-
‘यः तत्त्ववेदी च्युतपक्षपातः’ જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે ‘तस्य’ તેને ‘नित्यं’ નિરંતર ‘चित्’ ચિત્સ્વરૂપ જીવ ‘खलु चित् एव अस्ति’ ચિત્સ્વરૂપ જ છે. જ્ઞાતા તો જ્ઞાતા જ છે, બસ! એવો જ અનુભવ થાય એનું નામ સમ્યગ્દર્શન અને ધર્મ છે. બાકી દેવ-ગુરુ-શાસ્ત્રની ભેદરૂપ શ્રદ્ધા કે નવતત્ત્વની ભેદરૂપ શ્રદ્ધા એ કાંઈ સમ્યગ્દર્શન નથી.
‘भातः’ જીવ ‘ભાત’ (પ્રકાશમાન અર્થાત્ વર્તમાન પ્રત્યક્ષ) છે ‘एकस्य’ એવો એક નયનો પક્ષ છે. જીવ વર્તમાન પ્રત્યક્ષ છે એવો નિશ્ચયનયનો પક્ષ છે. જીવ વર્તમાન પ્રત્યક્ષ છે એ વાત તો સત્ય જ છે. જીવ સ્વભાવથી પ્રત્યક્ષ જ્ઞાતા છે એવો તેનો ગુણ છે. પ્રવચનસાર ગાથા ૧૭૨ની ટીકામાં અલિંગગ્રહણના છઠ્ઠા બોલમાં આવે છે કે-આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે. આત્મા દ્રવ્યસ્વરૂપથી જ સ્વરૂપપ્રત્યક્ષ છે; પરોક્ષ રહેવાનો તેનો સ્વભાવ નથી. રાગ અને મનની ઉપેક્ષા કરી ભગવાન આત્મા પોતાના જ્ઞાનની પર્યાયમાં પ્રત્યક્ષ જણાય એવો એનો સ્વભાવ છે. પરંતુ આત્મા વર્તમાન પ્રત્યક્ષ છે એવો જે વિકલ્પ ઉઠે છે તે નયપક્ષ છે. હું વર્તમાન પ્રત્યક્ષ છું એવા વિકલ્પથી વસ્તુનો પ્રત્યક્ષ અનુભવ થતો નથી, પણ ખેદ જ થાય છે. તેથી અહીં આ સૂક્ષ્મ વિકલ્પને છોડવાની વાત છે.
જીવ વર્તમાન પ્રત્યક્ષ છે એવા પક્ષને છોડ એમ કહ્યું એટલે એમ સમજવું કે અંદર (વર્તમાન પ્રત્યક્ષ સિવાયની) કોઈ બીજી ચીજ છે વસ્તુ શુદ્ધ ચૈતન્યસ્વભાવમય ચીજ તો સ્વરૂપપ્રત્યક્ષ જ છે. ભગવાને પણ એવો જ આત્મા જોયો અને કહ્યો છે, અને એની દ્રષ્ટિ કરતાં તે પર્યાયમાં પ્રત્યક્ષ સ્વાદમાં આવે છે. પણ હું પ્રત્યક્ષ છું એવો જે વિકલ્પ છે તે નયપક્ષ છે. તે વિકલ્પ સ્વરૂપના પ્રત્યક્ષ અનુભવમાં બાધક છે. તેથી અહીં નયપક્ષના વિકલ્પને નિષેધવામાં આવ્યો છે.
અજ્ઞાની જીવોએ વરરાજાને છોડીને જાન જોડી છે. શુદ્ધ ચૈતન્યના ભાન વિના વ્રત, તપ, ભક્તિના વિકલ્પ બધા વર વિનાથી જાન જેવા વા એકડા વિનાનાં મીડાં છે. ભાઈ! વિકલ્પ કરતાં કરતાં ધર્મ થશે એ તારી માન્યતા ચિરકાળનું મિથ્યા શલ્ય છે. ક્રિયાકાંડના રાગથી આત્મા જણાય એવો એનો સ્વભાવ જ નથી. આત્મા પ્રત્યક્ષ છે એવો જે વિકલ્પ છે તે પણ રાગાંશ છે અને તે પણ છોડવા યોગ્ય છે. હવે કહે છે-
‘न तथा’ જીવ ‘ભાત’ નથી ‘परस्य’ એવો બીજા નયનો પક્ષ છે. જીવ વર્તમાન પ્રત્યક્ષ નથી એવો વ્યવહારનયનો જે પક્ષ છે તેનો તો પહેલેથી જ નિષેધ કરવામાં આવ્યો છે.
PDF/HTML Page 1380 of 4199
single page version
‘इति’ આમ ‘चिति’ ચિત્સ્વરૂપ જીવ વિષે ‘द्वयोः’ બે નયોના ‘द्वौ पक्षपातौ’ બે પક્ષપાત છે. બંને નયપક્ષ છે તે વિકલ્પ છે અને પક્ષ છે ત્યાંસુધી આત્માનો અનુભવ થઈ શકતો નથી તેથી નિશ્ચયનો પક્ષ પણ અહીં છોડાવવામાં આવ્યો છે. નિશ્ચયના આશ્રયને છોડવાની વાત નથી, નિશ્ચયના પક્ષને છોડવાની વાત છે. નિશ્ચયના પક્ષને પણ છોડી નિશ્ચય સ્વરૂપનો જે આશ્રય કરે છે તે તત્ત્વવેદી નિરંતર પોતાના શુદ્ધ ચૈતન્ય-સ્વરૂપને અનુભવે છે. એ જ કહે છે-
‘यः तत्त्ववेदी च्युतपक्षपातः’ જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે ‘तस्य’ તેને ‘नित्यं’ નિરંતર ‘चित्’ ચિત્સ્વરૂપ જીવ ‘खलु चित् एव अस्ति’ ચિત્સ્વરૂપ જ છે. આત્મા જ્ઞાનના પ્રકાશસ્વરૂપ સ્વપરના પ્રકાશના સામર્થ્યવાળું શુદ્ધ ચૈતન્ય તત્ત્વ છે. તેનું અંતરમાં લક્ષ કરીને ધર્મી જીવો તેને જેવો છે તેવો સદાય ચિત્સ્વરૂપે અનુભવે છે.
‘બદ્ધ અબદ્ધ, મૂઢ અમૂઢ, રાગી અરાગી, દ્વેષી અદ્વેષી, કર્તા અકર્તા, ભોક્તા અભોક્તા, જીવ અજીવ, સૂક્ષ્મ સ્થૂલ, કારણ અકારણ, કાર્ય અકાર્ય, ભાવ અભાવ, એક અનેક, સાન્ત અનન્ત, નિત્ય અનિત્ય, વાચ્ય અવાચ્ય, નાના અનાના, ચેત્ય અચેત્ય, દ્રશ્ય અદ્રશ્ય, વેદ્ય અવેદ્ય, ભાત અભાત ઇત્યાદિ નયોના પક્ષપાત છે.’
આશય એમ છે કે વસ્તુ જે આત્મદ્રવ્ય છે તે બદ્ધ અબદ્ધ આદિ વિકલ્પથી ભિન્ન છે. ચૈતન્યપ્રકાશમય પ્રભુ આત્મા વીતરાગી શીતળસ્વરૂપનો પિંડ જિનચંદ્ર છે. તેમાં બદ્ધ અબદ્ધ વગેરે વિકલ્પ નથી. હું અબદ્ધ છું એવો વિકલ્પ પણ તેના સ્વરૂપમાં નથી. ચૈતન્યઘન પ્રભુ આત્મા વિકલ્પથી તન્મય નથી તો તે વિકલ્પ વડે કેમ પ્રાપ્ત થાય? ન થાય. તેથી જ આચાર્ય કહે છે કે ભાઈ! વ્યવહારનો પક્ષ તો અમે પહેલેથી છોડાવ્યો છે, પણ નિશ્ચયના પક્ષથી પણ તું વિરમી જા, કેમકે નયોના પક્ષથી વિરામ પામી અંતર્દ્રષ્ટિ કરતાં આત્મા પ્રાપ્ત થાય એવો છે.
અહીં બધા વીસ બોલ કહ્યા છે. તેમાં કારણ અકારણનો એક બોલ છે. તે વિશે થોડી વધુ સ્પષ્ટતા કરવામાં આવે છે. આત્મામાં અકારણકાર્ય નામનો એક ગુણ છે. અકારણકાર્યત્વ આત્માનો સ્વભાવ છે. તેથી આત્મા રાગનું કારણ પણ નથી અને રાગનું કાર્ય પણ નથી.
ભગવાન આત્મા એકલા ચૈતન્યપ્રકાશનું પુર છે. તેમાં રાગ કયાં છે? નથી. તો તે રાગનું કારણ કેમ હોય? ન હોય. તે રાગનું કાર્ય પણ કેમ હોય? ન જ હોય. જો તે રાગનું કાર્ય હોય તો સ્વયં રાગમય જ હોય (ચૈતન્યમય ન હોય); અને જો તે રાગનું કારણ બને તો રાગ મટી કદીય વીતરાગ ન થાય. પણ એમ નથી કારણ કે