PDF/HTML Page 1321 of 4199
single page version
કરતાં શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે-‘‘હે કુંદકુંદાદિ આચાર્યો! તમારાં વચનો આત્મ-સ્વરૂપના અનુસંધાનમાં હેતુભૂત થયાં છે તેથી તમને ભક્તિભાવે નમસ્કાર હો.’’ એ આ વચનો છે.
જુઓ, ઉદય આવ્યો માટે મિથ્યાત્વાદિરૂપ જીવ પરિણમે છે એમ નથી. મિથ્યાત્વાદિના ભાવ પણ જીવ સ્વતંત્રપણે કરે છે અને ત્યારે નવાં કર્મ પણ સ્વતંત્રપણે બંધાય છે. જૂનાં કર્મનો ઉદય પણ સ્વતંત્ર છે. ઉદયકાળે જો જીવ પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપની દ્રષ્ટિ કરે તો આવેલો ઉદય છૂટી જાય છે, નવા બંધનમાં હેતુ થતો નથી.
આત્મા શુદ્ધ-પવિત્ર જ્ઞાન અને આનંદનો પિંડ પ્રભુ છે. અહાહા...! રાગરહિત વીતરાગસ્વભાવી નિર્વિકલ્પસ્વરૂપ નિજ આત્મા છે. આવા આત્માના અતીન્દ્રિય આનંદના સ્વાદનો જે અનુભવ કરે તે જ્ઞાનીને જૂનાં કર્મનો ઉદય નવાં કર્મના બંધનું કારણ થતો નથી. પરંતુ જૂનાં કર્મના ઉદયમાં જોડાઈને મિથ્યાત્વ અને રાગદ્વેષના ભાવ જે જીવ કરે છે તેને જૂનાં કર્મનો ઉદય, નવા કર્મબંધનનું કારણ થાય છે.
ભાઈ! આ વીતરાગ પરમેશ્વર સર્વજ્ઞ બાદશાહનો અલૌકિક માર્ગ છે! અહા! દિગંબર મુનિવરો પણ જાણે ધર્મના (અચલ) સ્થંભ! કોઈની એમને પરવા નહિ. નાગા બાદશાહથી આઘા! અંતરમાં નગ્ન અને બહાર પણ નગ્ન. મોટા બાદશાહની પણ એમને શું પરવા? સ્તવનમાં આવે છે ને કે-‘જંગલ વસાવ્યું રે જોગીએ.’ અહાહા...! જંગલમાં આત્માના અતીન્દ્રિય આનંદની લહેરમાં પડેલા હોય છે. એવી સ્થિતિમાં જરા વિકલ્પ આવ્યો અને આવાં શાસ્ત્ર રચાઈ ગયાં છે. તેની પણ મુનિવરોને શું પડી છે? જંગલમાં સૂકાં તાડપત્રનાં પીંછાં પડયાં હોય તેના પર કઠણ સળીથી શાસ્ત્રો લખી જંગલમાં મૂકી ચાલ્યા જાય છે. ત્યાં વળી કોઈ ગૃહસ્થ તેને ભેગાં કરી સાચવીને મંદિરમાં રાખી દે છે. આ સમયસાર આ રીતે લખાયેલું શાસ્ત્ર છે.
મુનિવરો પ્રમત્ત-અપ્રમત્તભાવમાં ઝૂલતા હોય છે. શાસ્ત્ર લખતાં લખતાં પણ ક્ષણમાં નિર્વિકલ્પ આનંદની દશા આવી જાય છે. વિહાર વખતે ચાલતાં ચાલતાં નિર્વિકલ્પ સ્વરૂપમાં લીન થઈ જાય છે. પોણી સેકન્ડની અલ્પ નિદ્રા હોય છે; તરત જાગ્રત થઈ જાય છે અને આનંદમાં લીન થઈ જાય છે. અહો! આવી અદ્ભુત અલૌકિક મુનિદશા હોય છે. પરમેશ્વરપદમાં તેમનું સ્થાન છે. સિદ્ધાંતમાં (શાસ્ત્રમાં) તેમને સર્વજ્ઞના પુત્ર કહ્યા છે. ગૌતમ ગણધર સર્વજ્ઞના પુત્ર છે એમ શાસ્ત્રમાં કથન છે. સર્વજ્ઞપદના વારસદાર છે ને! તેથી ભાવલિંગી મુનિવરો ભગવાન સર્વજ્ઞદેવના પુત્રો છે. સર્વજ્ઞપણું લેવાની અંદર તૈયારી થઈ ગઈ છે. અહા! અંતર- આનંદમાં શું જામી ગયા હોય છે! એ અલૌકિક દશા ધન્ય છે. અહીં કહે છે કે જૂનાં કર્મનો ઉદય આ મુનિવરોને નવાં કર્મબંધનનો હેતુ થતો નથી; પરંતુ ઉદયના નિમિત્તે સ્વયં રાગ-દ્વેષ- મોહભાવે પરિણમતા અજ્ઞાનીને જૂનાં કર્મનો ઉદય નવા કર્મબંધનનું કારણ થાય છે.
PDF/HTML Page 1322 of 4199
single page version
પૌદ્ગલિક મિથ્યાત્વાદિ કર્મના ઉદયો નિમિત્તભૂત થતાં, કાર્મણવર્ગણાગત પુદ્ગલદ્રવ્ય કર્મભાવે સ્વયમેવ પરિણમે છે અને જીવમાં નિબદ્ધ થાય છે, ત્યારે જીવ સ્વયમેવ પોતાના અજ્ઞાનમય પરિણામભાવોનો હેતુ થાય છે. કર્મના ઉદયને લઈને જીવને વિકારી ભાવ થાય છે એમ નથી. જીવ સ્વયમેવ અજ્ઞાનથી સ્વપરના એકત્વના અધ્યાસને લીધે મિથ્યાત્વાદિ ભાવોનો હેતુ થાય છે.
આત્મા શુદ્ધ જ્ઞાયક તે સ્વ અને રાગ પર-એ બન્નેના એકપણાનો અજ્ઞાનીને ચિરકાળથી અધ્યાસ છે. અહીં કહે છે જૂનાં કર્મના ઉદયકાળે જ્યારે નવાં કર્મ જીવમાં બંધાય છે ત્યારે સ્વપરના એકત્વના અધ્યાસને કારણે જીવ સ્વયમેવ તત્ત્વ-અશ્રદ્ધાન આદિ પોતાના અજ્ઞાનમય ભાવરૂપે પરિણમે છે અને તે ભાવનો પોતે જ હેતુ થાય છે. નવાં કર્મ બંધાય તેનો જીવ હેતુ નથી.
જૂનાં કર્મનો ઉદય આવ્યો તે નવા કર્મબંધનમાં હેતુ છે. અજ્ઞાનીને રાગ-શુભરાગ ગળે વળગ્યો છે. ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય સાથે ક્ષણિક રાગના ભાવને એક માની પરિણમતાં તેને થતા વિકારના પરિણામ નવા કર્મબંધમાં નિમિત્ત થાય છે; ત્યારે જૂનાં કર્મ નવા કર્મબંધમાં હેતુ થાય છે એમ કહેવામાં આવે છે. વિકારના પરિણામ છે તે જીવનો સ્વભાવ નથી, માટે કહ્યું કે જૂનાં કર્મનો ઉદય નવા કર્મબંધનો હેતુ છે. પણ કોને? જે પોતાના ચૈતન્યસ્વભાવને ભૂલીને વિભાવપણે પરિણમે છે એવા મિથ્યાદ્રષ્ટિને જૂનાં કર્મનો ઉદય નવા બંધનો હેતુ બને છે. આવી વાત છે.
‘અજ્ઞાનભાવના ભેદરૂપ જે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગના ઉદયો તે પુદ્ગલના પરિણામ છે અને તેમનો સ્વાદ અતત્ત્વશ્રદ્ધાનાદિરૂપે જ્ઞાનમાં આવે છે.
તે ઉદયો નિમિત્તભૂત થતાં, કાર્મણવર્ગણારૂપ નવાં પુદ્ગલો સ્વયમેવ જ્ઞાનાવરણાદિ કર્મરૂપે પરિણમે છે અને જીવ સાથે બંધાય છે; અને તે સમયે જીવ પણ સ્વયમેવ પોતાના અજ્ઞાનભાવથી અતત્ત્વશ્રદ્ધાનાદિ ભાવોરૂપે પરિણમે છે અને એ રીતે પોતાના અજ્ઞાનમય ભાવોનું કારણ પોતે જ થાય છે.’
જુઓ, કર્મનો ઉદય આવે માટે જીવને વિકાર કરવો જ પડે એ વાત જૂઠી છે. વળી કર્મ ખસે તો ધર્મ થાય એ વાત પણ બરાબર નથી. વિકારરૂપે જીવ સ્વયં પરિણમે છે અને ધર્મના પરિણામ પણ સ્વયં પોતાથી પ્રગટ થાય છે. કર્મનું નિમિત્ત હો, પણ જીવના પરિણામ સ્વયં પોતાથી થાય છે. જીવ સ્વયમેવ પોતાના અજ્ઞાનભાવથી વિકારીભાવરૂપ મિથ્યાત્વાદિ રાગ-દ્વેષ- મોહરૂપ ભાવે પરિણમે છે, અને એ રીતે પોતાના અજ્ઞાનમય ભાવોનું કારણ પોતે થાય છે.
PDF/HTML Page 1323 of 4199
single page version
‘મિથ્યાત્વાદિનો ઉદય થવો, નવાં પુદ્ગલોનું કર્મરૂપે પરિણમવું તથા બંધાવું, અને જીવનું પોતાના અતત્ત્વશ્રદ્ધાનાદિ ભાવોરૂપે પરિણમવું-એ ત્રણેય એક સમયે જ થાય છે; સૌ સ્વતંત્રપણે પોતાની મેળે જ પરિણમે છે, કોઈ કોઈને પરિણમાવતું નથી.’
જુનાં કર્મનો ઉદય આવે તે સ્વતંત્ર, તે સમયે પુદ્ગલોનું નવા કર્મરૂપે પરિણમવું અને બંધાવું તે પણ સ્વતંત્ર અને જીવમાં મિથ્યાત્વાદિ ભાવોનું પરિણમવું એ પણ સ્વતંત્ર છે. ત્રણે એક જ સમયમાં થાય છે, પણ સૌ પોતપોતાની મેળે જ પરિણમે છે; કોઈ કોઈને પરિણમાવતું નથી.
PDF/HTML Page 1324 of 4199
single page version
जीवात्पृथग्भूत एव पुद्गलद्रव्यस्य परिणामः–
एवं पोग्गलजीवा हु दो वि कम्मत्तमावण्णा।। १३७ ।।
ता जीवभावहेदूहिं विणा कम्मस्स परिणामो।। १३८ ।।
यदि जीवेन सह चैव पुद्गलद्रव्यस्य कर्मपरिणामः।
एवं पुद्गलजीवौ खलु द्वावपि कर्मत्वमापन्नौ।। १३७ ।।
एकस्य तु परिणामः पुद्गलद्रव्यस्य कर्मभावेन।
तज्जीवभावहेतुभिर्विना कर्मणः परिणामः।। १३८ ।।
જીવથી જુદું જ પુદ્ગલદ્રવ્યનું પરિણામ છે એમ હવે પ્રતિપાદન કરે છેઃ-
તો જીવને પુદ્ગલ ઉભય પણ કર્મપણું પામે અરે! ૧૩૭.
જીવભાવહેતુથી અલગ, તેથી, કર્મના પરિણામ છે. ૧૩૮.
ગાથાર્થઃ– [यदि] જો [पुद्गलद्रव्यस्य] પુદ્ગલદ્રવ્યને [जीवेन सह चैव] જીવની સાથે જ [कर्मपरिणामः] કર્મરૂપ પરિણામ થાય છે (અર્થાત્ બન્ને ભેળાં થઈને જ કર્મરૂપે પરિણમે છે) એમ માનવામાં આવે તો [एवं] એ રીતે [पुद्गल–जीवौ द्वौ अपि] પુદ્ગલ અને જીવ બન્ને [खलु] ખરેખર [कर्मत्वम् आपन्नौ] કર્મપણાને પામે. [तु] પરંતુ [कर्मभावेन] કર્મભાવે [परिणामः] પરિણામ તો [पुद्गगलद्रव्यस्य एकस्य] પુદ્ગલદ્રવ્યને એકને જ થાય છે [तत्] તેથી [जीवभावहेतुभिः विना] જીવભાવરૂપ નિમિત્તથી રહિત જ અર્થાત્ જુદું જ [कर्मणः] કર્મનું [परिणामः] પરિણામ છે.
ટીકાઃ– જો પુદ્ગલદ્રવ્યને, કર્મપરિણામના નિમિત્તભૂત એવા રાગાદિ-અજ્ઞાનપરિણામે પરિણમેલા જીવની સાથે જ (અર્થાત્ બન્ને ભેગાં મળીને જ), કર્મરૂપ પરિણામ થાય છે-એમ વિતર્ક કરવામાં આવે તો, જેમ ભેળાં થયેલાં હળદર અને
PDF/HTML Page 1325 of 4199
single page version
ફટકડી બન્નેને લાલ રંગરૂપ પરિણામ થાય છે તેમ, પુદ્ગલદ્રવ્ય અને જીવ બન્નેને કર્મરૂપ પરિણામ આવી પડે. પરંતુ પુદ્ગલદ્રવ્યને એકને જ કર્મપણારૂપ પરિણામ તો થાય છે; તેથી જીવનું રાગાદિ-અજ્ઞાનપરિણામ કે જે કર્મનું નિમિત્ત છે તેનાથી જુદું જ પુદ્ગલકર્મનું પરિણામ છે.
ભાવાર્થઃ– જો પુદ્ગલદ્રવ્ય અને જીવ ભેળાં થઈને કર્મરૂપે પરિણમે છે એમ માનવામાં આવે તો બન્નેને કર્મરૂપ પરિણામ ઠરે. પરંતુ જીવ તો જડ કર્મરૂપે કદી પરિણમી શકતો નથી; તેથી જીવનું અજ્ઞાનપરિણામ કે જે કર્મને નિમિત્ત છે તેનાથી જુદું જ પુદ્ગલદ્રવ્યનું કર્મપરિણામ છે.
જીવથી જુદું જ પુદ્ગલદ્રવ્યનું પરિણામ છે એમ હવે પ્રતિપાદન કરે છેઃ-
‘જો પુદ્ગલદ્રવ્યને, કર્મપરિણામના નિમિત્તભૂત એવા રાગાદિ-અજ્ઞાનપરિણામે પરિણમેલા જીવની સાથે જ (અર્થાત્ બંને ભેગાં મળીને જ), કર્મરૂપ પરિણામ થાય છે-એમ વિતર્ક કરવામાં આવે તો, જેમ ભેળાં થયેલાં હળદર અને ફટકડી બન્નેને લાલરંગરૂપ પરિણામ થાય છે તેમ, પુદ્ગલદ્રવ્ય અને જીવ બન્નેને કર્મરૂપ પરિણામ આવી પડે.’
જુઓ, જીવે રાગદ્વેષ કર્યા માટે કર્મને બંધાવું પડયું એમ નથી એમ કહે છે. જીવે રાગના પરિણામ પોતામાં સ્વતંત્ર કર્યા છે અને તે સમયે જડ કર્મ જે નવું બંધાય તે પણ સ્વતંત્રપણે થાય છે. જીવ અને પુદ્ગલ બંને મળીને પુદ્ગલદ્રવ્યના કર્મરૂપ પરિણામ થાય છે એમ નથી.
પુદ્ગલદ્રવ્ય નવા કર્મરૂપે પરિણમે છે તેમાં જીવના રાગાદિ પરિણામ નિમિત્ત છે. જીવે રાગદ્વેષ કર્યા અને તે કાળે નવાં કર્મનું બંધન થયું ત્યાં જીવના પરિણામ અને પુદ્ગલ કર્મની પર્યાય બંને મળીને તે કર્મનો બંધ થયો છે એમ નથી. અજ્ઞાની રાગદ્વેષના પરિણામ કરે છે તે નવા કર્મબંધમાં નિમિત્ત છે, પરંતુ તે બંને ભેગા મળીને જડ કર્મબંધના પરિણામ થાય છે એમ નથી.
પુદ્ગલદ્રવ્ય અને જીવના રાગાદિ પરિણામ-એ બંને ભેગા મળીને કર્મરૂપ પરિણામ થાય છે એવો વિતર્ક કરવામાં આવે તો તે ખોટો છે. કેમકે જો એમ સ્વીકારવામાં આવે તો જેમ હળદર (પીળી) અને ફટકડી (સફેદ) બંને ભેગા મળીને લાલ રંગ થાય છે તેમ પુદ્ગલદ્રવ્ય અને જીવ બન્નેને કર્મરૂપ પરિણામ આવી પડે. પરંતુ એમ છે નહિ.
PDF/HTML Page 1326 of 4199
single page version
નવું કર્મ જે બંધાય છે તે કર્મપરિણામ પુદ્ગલદ્રવ્યથી પોતાથી સ્વતંત્રપણે થાય છે. જુઓ આ આંગળી હલે છે તે પુદ્ગલની પર્યાય છે અને તત્સંબંધી જે વિકલ્પ થયો તે જીવની પર્યાય છે. તે બંને મળીને આંગળી હલવાની ક્રિયા થઈ છે એમ છે નહિ. પુદ્ગલની પર્યાય પુદ્ગલથી સ્વતંત્રપણે થઈ છે અને જીવની પર્યાય જીવથી સ્વતંત્રપણે થઈ છે. અજ્ઞાનીએ એમ માની લીધું છે કે વિકલ્પ પણ હું કરું છું અને આંગળીની અવસ્થા પણ હું કરું છું. પરંતુ એ તો એનું અજ્ઞાન છે. કોઈ દ્રવ્યના પરિણામ કોઈ અન્ય દ્રવ્ય કરી શકતું નથી. સમયે સમયે દરેક દ્રવ્યના પરિણામ સ્વતંત્રપણે પોતપોતાથી થાય છે.
જો પુદ્ગલદ્રવ્ય અને જીવ ભેળાં થઈને કર્મરૂપે પરિણમે છે એમ માનવામાં આવે તો તે બંનેને કર્મરૂપ પરિણામ ઠરે. ‘પરંતુ પુદ્ગલદ્રવ્યને એકને જ કર્મપણારૂપ પરિણામ તો થાય છે; તેથી જીવનું રાગાદિ-અજ્ઞાનપરિણામ કે જે કર્મનું નિમિત્ત છે તેનાથી જુદું જ પુદ્ગલકર્મનું પરિણામ છે.’
જીવને કર્મપણારૂપ પરિણામ થતું નથી કેમકે જડ કર્મરૂપે જીવ કદીય પરિણમી શકતો નથી. જો પુદ્ગલ અને જીવ બન્ને મળીને કર્મપરિણામરૂપ થાય તો જીવ જડપુદ્ગલ થઈ જાય, જીવની કોઈ અવસ્થા રહે જ નહિ. પણ એમ બનતું નથી. પુદ્ગલ-દ્રવ્ય એકને જ કર્મપણારૂપ પરિણામ થાય છે. તેથી જીવનું અજ્ઞાનપરિણામ કે જે નવા કર્મબંધનું નિમિત્ત છે તેનાથી જુદું જ પુદ્ગલદ્રવ્યનું કર્મપરિણામ છે.
જો પુદ્ગલદ્રવ્ય અને જીવ ભેળાં થઈને કર્મરૂપે પરિણમે છે એમ માનવામાં આવે તો બન્નેને કર્મરૂપ પરિણામ ઠરે. પરંતુ જીવ તો જડકર્મરૂપે કદી પરિણમી શકતો નથી; તેથી જીવનું અજ્ઞાનપરિણામ કે જે કર્મને નિમિત્ત છે તેનાથી જુદું જ પુદ્ગલદ્રવ્યનું કર્મપરિણામ છે.
PDF/HTML Page 1327 of 4199
single page version
पुद्गलद्रव्यात्पृथग्भूत एव जीवस्य परिणामः–
एवं जीवो कम्मं च दो वि रागादिमावण्णा।। १३९ ।।
ता कम्मोदयहेदूहिं विणा जीवस्स परिणामो।। १४० ।।
एवं जीवः कर्म च द्वे अपि रागादित्वमापन्ने।। १३९ ।।
एकस्य तु परिणामो जायते जीवस्य रागादिभिः।
तत्कर्मोदयहेतुभिर्विना जीवस्य परिणामः।। १४० ।।
પુદ્ગલદ્રવ્યથી જુદું જ જીવનું પરિણામ છે એમ હવે પ્રતિપાદન કરે છેઃ-
તો કર્મ ને જીવ ઉભય પણ રાગાદિપણું પામે અરે! ૧૩૯.
તેથી જ કર્મોદયનિમિત્તથી અલગ જીવપરિણામ છે. ૧૪૦.
ગાથાર્થઃ– [जीवस्य तु] જો જીવને [कर्मणा च सह] કર્મની સાથે જ [रागादयः परिणामाः] રાગાદિ પરિણામો [खलु भवन्ति] થાય છે (અર્થાત્ બન્ને ભેળાં થઈને રાગાદિરૂપે પરિણમે છે) એમ માનવામાં આવે [एवं] તો એ રીતે [जीवः कर्म च] જીવ અને કર્મ [द्वे अपि] બન્ને [रागादित्वम् आपन्ने] રાગાદિપણાને પામે. [तु] પરંતુ [रागादिभिः परिणामः] રાગાદિભાવે પરિણામ તો [जीवस्य एकस्य] જીવને એકને જ [जायते] થાય છે [तत्] તેથી [कर्मोदयहेतुभिः विना] કર્મોદયરૂપ નિમિત્તથી રહિત જ અર્થાત્ જુદું જ [जीवस्य] જીવનું [परिणामः] પરિણામ છે.
ટીકાઃ– જો જીવને, રાગાદિ-અજ્ઞાનપરિણામના નિમિત્તભૂત એવું જે ઉદયમાં આવેલું પુદ્ગલકર્મ તેની સાથે જ (અર્થાત્ બન્ને ભેગાં મળીને જ), રાગાદિ-અજ્ઞાનપરિણામ થાય છે- એમ વિતર્ક કરવામાં આવે તો, જેમ ભેળાં થયેલાં ફટકડી અને હળદર બન્નેને લાલ રંગરૂપ પરિણામ થાય છે તેમ, જીવ અને પુદ્ગલકર્મ બન્નેને રાગાદિ-અજ્ઞાનપરિણામ
PDF/HTML Page 1328 of 4199
single page version
આવી પડે. પરંતુ જીવને એકને જ રાગાદિ-અજ્ઞાનપરિણામ તો થાય છે; તેથી પુદ્ગલકર્મનો ઉદય કે જે જીવના રાગાદિ-અજ્ઞાનપરિણામનું નિમિત્ત છે તેનાથી જુદું જ જીવનું પરિણામ છે.
ભાવાર્થઃ– જો જીવ અને પુદ્ગલકર્મ ભેળાં થઈને રાગાદિરૂપે પરિણમે છે એમ માનવામાં આવે તો બન્નેને રાગાદિરૂપ પરિણામ ઠરે. પરંતુ પુદ્ગલકર્મ તો રાગાદિરૂપે (જીવરાગાદિરૂપે) કદી પરિણમી શકતું નથી; તેથી પુદ્ગલકર્મનો ઉદય કે જે રાગાદિપરિણામને નિમિત્ત છે તેનાથી જુદું જ જીવનું પરિણામ છે.
પુદ્ગલદ્રવ્યથી જુદું જ જીવનું પરિણામ છે એમ હવે પ્રતિપાદન કરે છેઃ-
‘જો જીવને, રાગાદિ-અજ્ઞાનપરિણામના નિમિત્તભૂત એવું જે ઉદયમાં આવેલું પુદ્ગલકર્મ તેની સાથે જ (અર્થાત્ બંને ભેગાં મળીને જ), રાગાદિ-અજ્ઞાનપરિણામ થાય છે-એમ વિતર્ક કરવામાં આવે તો, જેમ ભેળાં થયેલાં ફટકડી અને હળદર બન્નેને લાલરંગરૂપ પરિણામ થાય છે તેમ, જીવ અને પુદ્ગલકર્મ બન્નેને રાગાદિ-અજ્ઞાન-પરિણામ આવી પડે.’
જીવને જે રાગાદિ-અજ્ઞાનપરિણામ થાય છે તેમાં પૂર્વનું જૂનું કર્મ નિમિત્ત છે. અહીં એમ કહે છે કે જીવને જે રાગદ્વેષના પરિણામ થાય છે તે જીવ અને પૂર્વનું કર્મ એ બન્ને ભેગાં મળીને થાય છે એમ નથી. છતાં બંને ભેગાં મળીને જીવને રાગાદિ-અજ્ઞાનપરિણામ થાય છે એમ જો કોઈ માને તો, જેમ ભેગાં મળેલાં હળદર અને ફટકડી બન્નેને લાલરંગરૂપ પરિણામ થાય છે તેમ જીવ અને પુદ્ગલ બન્નેને રાગાદિના પરિણામ આવી પડે. એમ થતાં જડ પુદ્ગલને પણ રાગદ્વેષ આવી પડે, અને પુદ્ગલ પોતાની અવસ્થાથી ખાલી જ રહે. એમ તો ત્યારે જ બને જ્યારે પુદ્ગલ જીવરૂપ થઈ જાય વા પુદ્ગલ અને જીવ એક થઈ જાય. પરંતુ એમ તો થતું નથી.
જીવ રાગદ્વેષના પરિણામ સ્વતંત્રપણે કરે છે, અને તે વેળા નવું કર્મ બંધાય તે પણ સ્વતંત્રપણે બંધાય છે. જૂનાં કર્મ જે ઉદયમાં આવે છે તે પુદ્ગલકર્મની પર્યાય પણ સ્વતંત્રપણે થાય છે. જીવ રાગદ્વેષરૂપે સ્વયં પરિણમે ત્યારે સાથે જૂનાં કર્મનો ઉદય નિમિત્ત છે, પણ બન્ને મળીને જીવના રાગદ્વેષના પરિણામ કરે છે એમ નથી. જીવ પણ પોતાના રાગદ્વેષના પરિણામ કરે અને જૂનાં કર્મ પણ જીવના રાગદ્વેષના પરિણામને કરે એમ નથી. અરે ભાઈ! જીવના પરિણામ જુદા અને જડકર્મ જે ઉદયમાં આવ્યું તેના પરિણામ પણ જુદા છે. જીવે રાગદ્વેષ સ્વતંત્રપણે પોતાથી કર્યા છે, કર્મને
PDF/HTML Page 1329 of 4199
single page version
લઈને બિલકુલ નહિ. વિકારના પરિણામ પોતાના ષટ્કારકરૂપ પરિણમનથી સ્વતંત્ર થાય છે, તેમાં કર્મની કોઈ અપેક્ષા નથી.
અજ્ઞાની એમ માને છે કે કર્મનો ઉદય રાગદ્વેષ કરાવે છે. આ પ્રમાણે માનીને તે સ્વચ્છંદપણે વિષય-કષાય સેવે છે. તેને અહીં કહે છે કે-ભાઈ! કર્મનો ઉદય તને રાગદ્વેષ કરાવતું નથી, તું પોતે જ તે-રૂપે પરિણમે છે. પોતાના ઊંધા પુરુષાર્થથી અજ્ઞાન-વડે તું પોતે જ રાગદ્વેષરૂપે પરિણમે છે.
અહીં કહે છે-જીવ અને પુદ્ગલકર્મ બંને મળીને જો જીવને વિકાર થાય છે એમ વિતર્ક કરવામાં આવે તો ભેગાં મળેલાં હળદર અને ફટકડી બન્નેને લાલરંગરૂપ પરિણામ થાય છે તેમ જીવ અને પુદ્ગલ બન્નેને રાગદ્વેષના પરિણામ થાય એમ ઠરે. પરંતુ એમ થતું નથી. જીવ એકલો જ રાગદ્વેષના ભાવરૂપે પરિણમે છે. કર્મ શું કરે? કર્મ તો જડ છે, તે જીવના રાગાદિ પરિણામ કેમ કરે? આવે છે ને કે-
જીવને પોતાની ભૂલથી રાગાદિ અજ્ઞાનમય ભાવ થાય છે અને તે જ સમયે સામે જૂનાં કર્મ સ્વયં પોતાથી ઉદયમાં આવે છે. બસ; બન્ને પોતપોતામાં સ્વતંત્ર, કોઈ કોઈના કર્તા નહિ. અહા! જગતનો પ્રત્યેક પદાર્થ (પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયથી) સ્વતંત્ર છે, તેથી કર્મનો ઉદય આવે તો જીવને વિકાર કરવો પડે એમ છે નહિ; અને જીવને વિકારના પરિણામ છે માટે નવાં કર્મને બંધાવું પડે છે એમ પણ છે નહિ.
ફટકડી સફેદ અને હળદર પીળી-એ બન્ને ભેગાં મળીને લાલરંગ થાય છે. તેમ જીવ અને કર્મ બન્ને ભેગાં મળીને જો જીવના રાગદ્વેષ પરિણામ કરે તો બન્નેને રાગાદિરૂપ પરિણમન થઈ જાય. પણ જીવ એકને જ રાગદ્વેષના પરિણામ થાય છે, કર્મને કાંઈ રાગદ્વેષ થતા નથી. કર્મનો ઉદય છે તે જડ પુદ્ગલની પર્યાય છે અને રાગદ્વેષ છે તે જીવની વિકારી પર્યાય છે. તેથી કર્મના ઉદયથી જીવના રાગદ્વેષપરિણામ થાય છે એ વાત યથાર્થ નથી. પોતાના અજ્ઞાનથી સ્વયમેવ જીવ રાગદ્વેષરૂપે પરિણમે છે અને તેમાં જૂના કર્મનો ઉદય નિમિત્તમાત્ર છે. જૂનાં કર્મ જીવને વિકાર થવામાં નિમિત્ત હો, પણ તેનાથી જુદું જ જીવનું પરિણામ છે.
જીવ પોતાથી જ વિકારી ભાવ કરે છે, કર્મથી નહિ; તથા કર્મ પોતાથી પરિણમે છે, જીવના રાગદ્વેષથી નહિ. પ્રત્યેક પદાર્થ પ્રતિસમય પોતાની પર્યાયને સ્વતંત્રપણે કરે છે તેમાં બીજાની જરૂર કયાં છે?
બે વાત સિદ્ધ કરીછે.
૧. જ્યારે જીવ પોતામાં, પોતાથી સ્વતંત્રપણે રાગદ્વેષ કરે છે તે સમયે નવાં પુદ્ગલ કર્મરૂપે પરિણમે છે. તે કર્મરૂપ પરિણામને જીવના રાગદ્વેષ પરિણમાવે અને
PDF/HTML Page 1330 of 4199
single page version
પુદ્ગલ પણ પરિણમાવે એમ નથી. જીવ અને પુદ્ગલ બંને મળીને પુદ્ગલના કર્મરૂપ પરિણામ થતા નથી પણ એકલું પુદ્ગલ જ પોતે સ્વતંત્રપણે કર્મપર્યાયપણે પરિણમે છે.
૨. જ્યારે જીવ પોતે રાગ-દ્વેષના પરિણામરૂપે પરિણમે છે ત્યારે જૂના પૌદ્ગલિક કર્મનો ઉદય તેમાં નિમિત્ત હોય છે. ત્યાં જીવ અને પુદ્ગલકર્મ બંને મળીને જીવને રાગ-દ્વેષરૂપે પરિણમાવે છે એમ નથી. જીવ એકલો જ પોતે પોતાથી સ્વતંત્રપણે રાગ-દ્વેષરૂપે પરિણમે છે. જૂનાં કર્મનો ઉદય તો ત્યારે નિમિત્તમાત્ર છે.
અહાહા...! કેટલી સ્પષ્ટ વાત છે! જીવ અને કર્મનો ઉદય બંને મળીને જીવના રાગ-દ્વેષ પરિણામ થાય છે એમ નથી. આત્મા સ્વયં પોતાથી વિકાર કરે છે; કર્મના નિમિત્તથી (કરાવેલો) વિકાર થાય છે એમ નથી.
જુઓ, આ લાકડી ઊંચી થાય છે તે ક્રિયા છે. તે લાકડીથી (પરમાણુઓથી) સ્વતંત્ર થઈ છે. તે ક્રિયા લાકડીથી પણ થઈ છે અને આંગળીથી પણ થઈ છે-એમ બંને મળીને થઈ છે એમ નથી. તથા તે ક્રિયા લાકડીથી થઈ છે અને જીવથી થઈ છે એમ પણ નથી. ખૂબ ગંભીર વાત છે, ભાઈ! વસ્તુનું સ્વરૂપ જ આવું છે કે તેની એકેક સમયની પર્યાય સ્વતંત્ર પોતાથી થાય છે, બીજાથી નહિ. બીજાની પર્યાય બીજાથી છે, જીવથી નથી અને જીવની પર્યાય જીવથી છે બીજાથી નથી.
આ શેઠીયાઓને આવી વાતનો નિર્ણય કરવાની ફુરસદ કયાં છે? જેમ મોભને અનેક ખીલા લાગે તેમ બહારની મોટાઈમાં રોકાયેલા તે બિચારાઓને મમતાના અનેક ખીલા લાગ્યા છે. એ તત્ત્વનિર્ણય કયારે કરે? અહીં કહે છે-કર્મ છે તે અજીવતત્ત્વ છે, રાગાદિ ભાવ છે તે આસ્રવતત્ત્વ છે. બંને તત્ત્વો ભિન્ન છે. અજીવ અને આસ્રવ બંને મળીને જીવના આસ્રવપરિણામ થાય એમ છે જ નહિ. આ નવતત્ત્વની ભિન્નતા સમજાવી છે. અરે ભાઈ! એક તત્ત્વનો એક અંશ પણ બીજામાં મેળવવાથી તો નવ તત્ત્વનો નાશ થઈ જશે, નવતત્ત્વ ભિન્ન રહેશે નહિ. (અર્થાત્ મિથ્યાત્વ જ રહેશે) જડનો અંશ જીવને વિકાર કરાવે વા જીવનો અંશ જડનું કાંઈ કરે એમ ત્રણકાળમાં સંભવિત નથી.
જેને હજુ ભિન્ન તત્ત્વોનું જ્ઞાન નથી તેને પોતાના શુદ્ધ જ્ઞાયકભાવની દ્રષ્ટિ કયાંથી થઈ શકે? અહા! પર્યાયની સ્વતંત્રતાનું જેને જ્ઞાન નથી તેને પર્યાયની પાછળ આખું ત્રિકાળી ધ્રુવ દળ ભગવાન આત્મા ચૈતન્યસ્વરૂપે રહેલો છે તેની પ્રતીતિ કયાંથી થાય? ન થાય. નવે તત્ત્વની ભિન્નતા સમજી એક શુદ્ધ જ્ઞાયકની પ્રતીતિ-અનુભવ કરવાં તે સમ્યગ્દર્શન છે.
અહીં નિષ્કર્ષરૂપે એમ કહે છે કે-‘જીવને એકને જ રાગાદિ-અજ્ઞાનપરિણામ તો થાય છે; તેથી પુદ્ગલકર્મનો ઉદય કે જે જીવના રાગાદિ-અજ્ઞાનપરિણામનું નિમિત્ત છે તેનાથી જુદું જ જીવનું પરિણામ છે.’
PDF/HTML Page 1331 of 4199
single page version
‘જો જીવ અને પુદ્ગલકર્મ ભેળાં થઈને રાગાદિરૂપે પરિણમે છે એમ માનવામાં આવે તો બન્નેને રાગાદિરૂપ પરિણામ ઠરે. પરંતુ પુદ્ગલકર્મ તો રાગાદિરૂપે (જીવરાગાદિરૂપે) કદી પરિણમી શકતું નથી; તેથી પુદ્ગલકર્મનો ઉદય કે જે રાગાદિ પરિણામને નિમિત્ત છે તેનાથી જુદું જ જીવનું પરિણામ છે.’
પુદ્ગલકર્મનો ઉદય જોકે જીવના રાગપરિણામનું નિમિત્ત છે તોપણ એનાથી રાગદ્વેષના પરિણામ જીવને થાય છે એમ બિલકુલ નથી. લોકો, ‘નિમિત્ત તો છે, નિમિત્ત તો છે’-એમ કહીને નિમિત્તને કર્તા માને છે તે એમની મોટી ભૂલ છે. નિમિત્ત હો, પણ નિમિત્તથી જીવના રાગદ્વેષના પરિણામ થાય છે એમ બિલકુલ નથી. દરેક સમયની પર્યાય પોતાથી થાય છે એમાં બીજી ચીજ નિમિત્ત હોય છે. ત્યાં નિમિત્ત પોતે પોતાની પર્યાયને કરે છે પણ પરની પર્યાયમાં કાંઈ કરતું નથી. પરની પર્યાયમાં નિમિત્તનો કાંઈ અધિકાર કે હસ્તક્ષેપ ચાલતો નથી.
જગતમાં અનંત આત્મા અને અનંતાનંત પુદ્ગલો છે. તે એકેક દ્રવ્યમાં અનંત ગુણો છે. તે એકેક ગુણની એકેક સમયની એકેક પર્યાય પોતાથી સ્વતંત્રપણે થાય છે. એક ગુણની જે પર્યાય થાય તે બીજા ગુણની પર્યાયને લીધે થાય એમ નથી. આમ છે તો પછી જડ કર્મના ઉદયના કારણે જીવમાં વિકાર થાય એ વાત કયાં રહી? એમ છે જ નહિ.
જૂનાં કર્મનો ઉદય છે તે જડ પુદ્ગલની પર્યાય છે, અને આત્મા જે રાગાદિ વિકાર કરે તે ચૈતન્યની વિકારી પર્યાય છે. હવે જો કર્મનો ઉદય અને જીવ બન્ને મળીને જીવના રાગદ્વેષના પરિણામ થાય છે એમ માનવામાં આવે તો જીવ અને પુદ્ગલકર્મ બંનેને રાગદ્વેષના પરિણામ આવી પડે, પણ એમ તો ત્યારે બને કે પુદ્ગલ પોતે જીવરૂપ થઈ જાય. પરંતુ પુદ્ગલ કદીય જીવભાવને પામી શકતું નથી, તેથી કર્મનો ઉદય જીવને વિકાર કરાવે છે એ માન્યતા યથાર્થ નથી. જીવ પોતે વિકારરૂપે પરિણમે ત્યારે સાથે કર્મનો ઉદય પણ એમાં કાંઈક કરે છે એ માન્યતા ખોટી છે.
કોઈ બે જણ વચ્ચે કલેશ (ઝગડો) થાય તો બન્નેનોય વાંક હશે એમ લોકો કહે છે, તેમ અહીં પણ બંને-જીવ અને પુદ્ગલ મળીને રાગ-દ્વેષના પરિણામ થાય છે એમ કોઈ કહે તો તે તદ્ન જૂઠી વાત છે. કાર્મણવર્ગણાગત પુદ્ગલો સ્વયં નવાં કર્મપણે બંધાય છે અને તેમાં જીવના રાગ-દ્વેષના પરિણામ નિમિત્ત છે; અને જીવ સ્વયં રાગ-દ્વેષરૂપે પરિણમે છે તેમાં જૂના કર્મનો ઉદય નિમિત્ત છે. બસ આટલું જ. કર્મનો ઉદય અને જીવ બંને મળીને જીવને પરિણમાવે છે એમ કોઈ માને તો તે જૂઠી માન્યતા છે.
માટે સિદ્ધ થયું કે પુદ્ગલકર્મથી જુદું જ જીવનું પરિણામ છે. લ્યો, ૧૩૯-૧૪૦ પૂરી થઈ.
PDF/HTML Page 1332 of 4199
single page version
किमात्मनि बद्धस्पृष्टं किमबद्धस्पृष्टं कर्मेति नयविभागेनाह–
सुद्धणयस्स दु जीवे अबद्धपुट्ठं हवदि कम्मं।। १४१ ।।
शुद्धनयस्य तु जीवे अबद्धस्पृष्टं भवति कर्म।। १४१ ।।
‘આત્માનાં કર્મ બદ્ધસ્પૃષ્ટ છે કે અબદ્ધસ્પૃષ્ટ છે’-તે હવે નયવિભાગથી કહે છેઃ-
પણ બદ્ધસ્પૃષ્ટ ન કર્મ જીવમાં–કથન છે નય શુદ્ધનું. ૧૪૧.
ગાથાર્થઃ– [जीवे] જીવમાં [कर्म] કર્મ [बद्धं] (તેના પ્રદેશો સાથે) બંધાયેલું છે [च] તથા [स्पृष्टं] સ્પર્શાયેલું છે [इति] એવું [व्यवहारनयभणितम्] વ્યવહારનયનું કથન છે [तु] અને [जीवे] જીવમાં [कर्म] કર્મ [अबद्धस्पृष्टं] અણબંધાયેલું, અણસ્પર્શાયેલુ [भवति] છે એવું [शुद्धनयस्य] શુદ્ધનયનું કથન છે.
ટીકાઃ– જીવના અને પુદ્ગલકર્મના એકબંધપર્યાયપણાથી જોતાં તેમને તે કાળે ભિન્નતાનો અભાવ હોવાથી જીવમાં કર્મ બદ્ધસ્પૃષ્ટ છે એવો વ્યવહારનયનો પક્ષ છે. જીવના અને પુદ્ગલકર્મના અનેકદ્રવ્યપણાથી જોતાં તેમને અત્યંત ભિન્નતા હોવાથી જીવમાં કર્મ અબદ્ધસ્પૃષ્ટ છે એવો નિશ્ચયનયનો પક્ષ છે.
‘આત્મામાં કર્મ બદ્ધસ્પૃષ્ટ છે કે અબદ્ધસ્પૃષ્ટ છે’-તે હવે નયવિભાગથી કહે છેઃ-
‘જીવના અને પુદ્ગલકર્મના એકબંધપર્યાયપણાથી જોતાં તેમને તે કાળે ભિન્નતાનો અભાવ હોવાથી જીવમાં કર્મ બદ્ધસ્પૃષ્ટ છે એવો વ્યવહારનયનો પક્ષ છે.’
જુઓ, આ વાસ્તવિક તત્ત્વ પામવાની રીત શું છે તે બતાવે છે. જ્ઞાનસ્વરૂપી ચૈતન્યમય પ્રભુ આત્મા અને જડ પુદ્ગલકર્મ-એ બેને એકબંધપર્યાયપણાથી અર્થાત્ બંનેને વર્તમાન પર્યાયની દ્રષ્ટિથી જોતાં અર્થાત્ બંનેને નિમિત્તના સંબંધવાળી બંધપર્યાયથી જોતાં
PDF/HTML Page 1333 of 4199
single page version
તેમને તે કાળે ભિન્નતાનો અભાવ છે. પરસ્પર નિમિત્તરૂપ સંબંધથી જોતાં જીવ અને કર્મને સંબંધ નથી એમ નથી, વર્તમાન બંધપર્યાયથી જોતાં બન્નેને સંબંધ છે. ભગવાન ચૈતન્ય-સૂર્ય અને જડકર્મ-એ બેને નિમિત્તરૂપ બંધ અવસ્થાથી જોતાં વ્યવહારથી તે કાળે ભિન્નતાનો અભાવ છે. તેથી જીવમાં કર્મ બદ્ધસ્પૃષ્ટ છે એવો વ્યવહારનયનો એક પક્ષ છે. હવે કહે છે-
‘જીવના અને પુદ્ગલકર્મના અનેકદ્રવ્યપણાથી જોતાં તેમને અત્યંત ભિન્નતા હોવાથી જીવમાં કર્મ અબદ્ધસ્પૃષ્ટ છે એવો નિશ્ચયનયનો એક પક્ષ છે.’
જીવદ્રવ્ય અને પુદ્ગલકર્મ એ બેને અનેકદ્રવ્યપણું એટલે ભિન્ન દ્રવ્યપણું છે. શુદ્ધ ચૈતન્યસ્વભાવમય આત્મા અને જડસ્વભાવ એવું પુદ્ગલકર્મ એ બન્ને ભિન્ન દ્રવ્યો છે. આત્મા ભિન્ન છે અને પુદ્ગલ ભિન્ન છે-એમ ભિન્ન દ્રવ્યપણાથી જોતાં બેને અત્યંત ભિન્નતા છે; બે એક નથી. બેને અત્યંત ભિન્નતા હોવાથી જીવમાં કર્મ અબદ્ધસ્પૃષ્ટ છે એવો નિશ્ચયનયનો એક પક્ષ છે. ભગવાન આત્મા કર્મના સંબંધથી રહિત છે એવો નિશ્ચયનયનો એક પક્ષ છે.
અહાહા...! શું કહે છે આ? કે આત્મા કર્મથી અબદ્ધસ્પૃષ્ટ છે એવો નિશ્ચયનયનો પક્ષ છે એ વિકલ્પ છે. આગળ કહેશે-વ્યવહારનો નિષેધ તો કરાવતા આવ્યા છીએ પણ હવે નિશ્ચયના પક્ષનો પણ નિષેધ કરાવવામાં આવે છે. જુઓ, નિશ્ચયનયનો જે પક્ષ છે તે વિકલ્પ છે એમ દર્શાવીને તેનો નિષેધ કરવાની વાત અહીં કહે છે.
પ્રશ્નઃ– તો ‘‘નિશ્ચયનયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની’’ એમ કહ્યું છે ને?
ઉત્તરઃ– હા, (ગાથા ૨૭૨ માં) કહ્યું છે; પણ એ બીજી વાત છે. વસ્તુ અખંડ એક જ્ઞાયકસ્વરૂપ છે. તેના આશ્રયે જ મુનિવરો નિર્વાણને પામે છે. ત્યાં નિશ્ચયનય એટલે વિકલ્પની વાત નથી પણ નિર્વિકલ્પની વાત છે. વસ્તુ શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપ જે આત્મા તેનો આશ્રય લેતાં મુક્તિ થાય છે. તેને નિશ્ચયનયના આશ્રયે મુક્તિ થાય છે એમ ત્યાં કહ્યું છે. અહીં જે વાત છે એ તો વ્યવહાર અને નિશ્ચયનયના પક્ષરૂપ વિકલ્પોની વાત છે. સમજાણું કાંઈ?
શરૂઆતમાં વિચાર કરનારને આવા વિકલ્પ આવેછે. ભગવાન આત્મા શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ એકલા જ્ઞાન અને આનંદના દળસ્વરૂપ વસ્તુ છે અને પુદ્ગલકર્મ જડ-અચેતન અજીવ વસ્તુ છે. બન્નેને ભિન્નતા છે, બન્ને એક નથી. તેથી ભગવાન આત્મા કર્મથી અબદ્ધસ્પૃષ્ટ છે- આવા નિશ્ચયનયના પક્ષનો વિચાર આવે છે. પણ એ વિકલ્પ છે, રાગ છે; અને આ વિકલ્પનો જે કર્તા થાય તે મિથ્યાદ્રષ્ટિ છે. સૂક્ષ્મ વાત છે પ્રભુ! આત્મા પૂર્ણાનંદસ્વરૂપ પ્રભુ અબદ્ધસ્પૃષ્ટ છે એવો શુદ્ધનયનો, અભેદનયનો-નિશ્ચયનો જે પક્ષ છે તે પણ એક વિકલ્પ છે. તે વિકલ્પથી શું? આવો નિશ્ચયનયનો પક્ષ છે પણ તેથી શું સાધ્ય છે? ભગવાન! તું આટલે સુધી આવ્યો પણ તેથી શું? એમ કહે છે.
PDF/HTML Page 1334 of 4199
single page version
આત્મા કર્મના સંબંધવાળો છે-એવા વ્યવહારનયનો તો નિષેધ કરતા આવ્યા છીએ. અહીં તો એ ઉપરાંત નિશ્ચયનયના પક્ષના નિષેધની વાત કરવી છે. ભગવાન આત્મા પૂર્ણજ્ઞાનઘનસ્વરૂપ પ્રભુ અમૃતનો સાગર-દરિયો છે. એવા આત્માને દ્રવ્યસ્વભાવથી જોઈએ તો એને કર્મના નિમિત્તના સંબંધનો અભાવ છે. શરૂમાં આવો એક નિશ્ચયનયના પક્ષનો વિકલ્પ ઊઠે છે. અહીં કહે છે કે આવો વિકલ્પ થાય પણ તેથી શું? આવા વિકલ્પની સાથે જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા તન્મય નથી, એકરૂપ નથી. પ્રભુ! ‘હું અબદ્ધસ્પૃષ્ટ છું’-એવી અંદર જે સૂક્ષ્મ વૃત્તિ ઊઠે છે તે રાગનો કણ છે અને તે રાગના કણ સાથે ભગવાન આત્મા તન્મય નથી, તદ્રૂપ નથી. તે પણ એક પક્ષ છે. આચાર્ય કહે છે ‘–ततः किं’-તેથી શું? એવા વિકલ્પથી આત્માને શું લાભ છે? એ વિકલ્પથી આત્મપ્રાપ્તિ નથી.
લોકો રાડ પાડે છે કે વ્યવહાર કરતાં-કરતાં નિશ્ચય થાય. અહીં કહે છે-ભગવાન! એમ નથી. પ્રભુ! તને દુઃખ લાગે, પણ વસ્તુ એમ નથી. ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ કર્મના સંબંધ વિનાનો, નિમિત્તના સંબંધ વિનાનો, એક સમયની પર્યાયના સંબંધ વિનાનો એકલો શુદ્ધ જ્ઞાયકભાવ છે-એમ પ્રથમ અંદર વૃત્તિ ઊઠે છે, વિકલ્પ ઊઠે છે. પણ તેથી શું? એમ અહીં કહે છે. આવા સૂક્ષ્મ વિકલ્પ સુધી તું આવ્યો પણ એમાં (વિકલ્પમાં) સમ્યગ્દર્શન કયાં છે? આ અબદ્ધસ્પૃષ્ટનો જે પક્ષ છે તે તો રાગ છે, કષાયનો કણ છે, દુઃખરૂપ ભાવ છે. અને વળી તે કષાયકણને પોતાનું કર્તવ્ય માને, એનાથી નિશ્ચય થાય એમ માને એ મિથ્યાદર્શન છે. વીતરાગનો માર્ગ ખૂબ ગંભીર છે, ભાઈ!
વ્યવહારના પક્ષની વાત તો કયાંય ઊડી ગઈ. આત્મા પર્યાયથી જોતાં બદ્ધસ્પૃષ્ટ છે એવો વ્યવહારનયનો પક્ષ તો નિષિદ્ધ છે જ. અહીં તો એમ કહે છે કે વિચારધારામાં આત્મા અખંડ આનંદઘન પ્રભુ અબદ્ધસ્પૃષ્ટ વસ્તુ છે-એવા વિચારની જે વૃત્તિ ઊઠે છે તે પણ નિષિદ્ધ છે કેમકે તે નિશ્ચયના પક્ષરૂપ રાગ છે. આચાર્યદેવ કહે છે કે એવા વિકલ્પથી પણ આત્માને શું લાભ છે? એ વિકલ્પ સાથે ચૈતન્યસ્વભાવ તન્મય નથી. જ્યાં સુધી આવા વિકલ્પમાં રોકાઈને તે પોતાનું કર્તવ્ય છે એમ જીવ માને ત્યાં સુધી મિથ્યાદર્શન છે.
સમયસારની ગાથા ૧૪ અને ૧પમાં અબદ્ધસ્પૃષ્ટની વાત કરી છે. ત્યાં વિકલ્પ વિનાની નિર્વિકલ્પ ચીજની વાત છે. જે ભગવાન આત્માને અબદ્ધસ્પૃષ્ટ એટલે રાગ અને કર્મના સંબંધથી રહિત એકલો અબંધસ્વરૂપ અંતરમાં દેખે છે તે જૈનશાસન છે એમ ત્યાં કહ્યું છે. એ નિર્વિકલ્પ પરિણમનની વાત છે અને અહીં તો અબદ્ધસ્પૃષ્ટના વિકલ્પમાં જે ઊભો છે એની વાત છે.
ભાઈ! ત્રિલોકનાથ જિનેશ્વરદેવની દિવ્યધ્વનિમાં આવી તે આ વાત છે. ગણધરો અને ઇન્દ્રોની સભામાં ભગવાને જે વાત કરી તે અહીં ભગવાન કુંદકુંદાચાર્યે કરી છે.
PDF/HTML Page 1335 of 4199
single page version
૮૪ લાખ યોનિમાં ઉત્પન્ન થવું એવો આત્માનો સ્વભાવ નથી. આત્માનો તો જન્મ-મરણ રહિત અબંધસ્વભાવ છે. અહીં કહે છે-આવો હું અબંધસ્વરૂપ આત્મા છું એવો જે વિકલ્પ ઉપજે છે તે રાગ છે, નિશ્ચયનો પક્ષ છે. પણ તેથી શું? એનાથી આત્માને કાંઈ લાભ નથી.
રાજા થયા પહેલાં, રાજા થવું છે, મારે ગાદીએ બેસવું છે એવો વિકલ્પ આવે છે. પરંતુ વિકલ્પ છે ત્યારે તે રાજા કયાં છે? અને રાજા થયો ત્યારે તે વિકલ્પ કયાં છે? તેમ હું કર્મના નિમિત્તના સંબંધરહિત અબદ્ધસ્પૃષ્ટસ્વરૂપ શુદ્ધ ચૈતન્યમય ભગવાન આત્મા છું એવા સૂક્ષ્મ વિકલ્પથી ભાઈ! તું આંગણામાં આવીને ઊભો છે પણ તેથી શું? એ વિકલ્પ છે ત્યાં સુધી અંદર ઘરમાં પ્રવેશ નથી, વસ્તુનો નિર્વિકલ્પ અનુભવ નથી કેમકે વિકલ્પ સાથે ભગવાન આત્મા તન્મય નથી. ભગવાનનો આવો માર્ગ છે, ભાઈ!
પ્રશ્નઃ– આ પ્રમાણે શું આપ બધો વ્યવહાર નથી ઉથાપતા?
ઉત્તરઃ– અરે ભાઈ! વ્યવહાર છે એની કોણ ના કહે છે? અહીં તો વાત એમ છે કે આત્માનું સ્વરૂપ વ્યવહારથી રહિત છે, અને વ્યવહારનું લક્ષ છોડીને, પક્ષના વિકલ્પ છોડીને અંતર-અનુભવ કરતાં સમ્યગ્દર્શન છે એ વાત છે. સમજાય છે કાંઈ?
દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિ વ્યવહારના રાગસહિત હું છું એવો વ્યવહારનયનો-અભૂતાર્થનયનો એક પક્ષ છે. અને રાગના સંબંધરહિત હું અબદ્ધસ્પૃષ્ટ છું એવો એક ભૂતાર્થનયનો પક્ષ છે. શુદ્ધનય કહો, નિશ્ચયનય કહો કે ભૂતાર્થનય કહો-બધી એક જ વાત છે. અહાહા...! હું અબદ્ધસ્પૃષ્ટ છું એ પણ નિશ્ચયનયનો પક્ષ નામ વિકલ્પ છે. આવા વિકલ્પની જે સૂક્ષ્મ વૃત્તિ ઊઠે છે તે બંધનું કારણ છે. આચાર્ય કહે છે કે ભાઈ! તું આટલે સુધી આવ્યો પણ તેથી શું સિદ્ધિ છે? એમાં ભગવાન આત્માનો ભેટો તો થયો નહિ. અહાહા...! જે આત્મા તે બન્ને નયપક્ષોને ઓળંગી ગયો છે તે જ સમયસાર છે. આ એકલું માખણ છે.
આત્મા અંદર અબદ્ધસ્પૃષ્ટ છે એ તો સત્ય છે, એ કાંઈ બીજી ચીજ નથી. પણ તે સંબંધીનો જે પક્ષ-વિકલ્પ છે તે ખોટો છે એમ અહીં કહેવું છે. નિશ્ચયનયનો પક્ષ પણ અહીં છોડાવે છે કેમકે વિકલ્પ મટતાં આત્મલાભ છે. નયપક્ષોને ઓળંગી જાય તે સમયસાર છે.
PDF/HTML Page 1336 of 4199
single page version
ततः किम्–
पक्खादिक्कंतो पुण भण्णदि जो सो समयसारो।। १४२ ।।
पक्षातिक्रान्तः पुनर्भण्यते यः स समयसारः।। १४२ ।।
પણ તેથી શું? જે આત્મા તે બન્ને નયપક્ષોને ઓળંગી ગયો છે તે જ સમયસાર છે, - એમ હવે ગાથામાં કહે છેઃ-
પણ પક્ષથી અતિક્રાંત ભાખ્યો તે ‘સમયનો સાર’ છે. ૧૪૨.
ગાથાર્થઃ– [जीवे] જીવમાં [कर्म] કર્મ [बद्धम्] બદ્ધ છે અથવા [अबद्धं] અબદ્ધ છે- [एवं तु] એ પ્રકારે તો [नयपक्षम्] નયપક્ષ [जानीहि] જાણ; [पुनः] પણ [यः] જે [पक्षातिक्रान्तः] પક્ષાતિક્રાંત (અર્થાત્ પક્ષને ઓળંગી ગયેલો) [भण्यते] કહેવાય છે [सः] તે [समयसारः] સમયસાર (અર્થાત્ નિર્વિકલ્પ શુદ્ધ આત્મતત્ત્વ) છે.
ટીકાઃ– ‘જીવમાં કર્મ બદ્ધ છે’ એવો જે વિકલ્પ તથા ‘જીવમાં કર્મ અબદ્ધ છે’ એવો જે વિકલ્પ તે બન્ને નયપક્ષ છે. જે તે નયપક્ષને અતિક્રમે છે (-ઓળંગી જાય છે, છોડે છે), તે જ સકળ વિકલ્પને અતિક્રમ્યો થકો પોતે નિર્વિકલ્પ, એક વિજ્ઞાનઘનસ્વભાવરૂપ થઈને સાક્ષાત્ સમયસાર થાય છે. ત્યાં (વિશેષ સમજાવવામાં આવે છે કે) -જે ‘જીવમાં કર્મ બદ્ધ છે’ એમ વિકલ્પ કરે છે તે ‘જીવમાં કર્મ અબદ્ધ છે’ એવા એક પક્ષને અતિક્રમતો હોવા છતાં વિકલ્પને અતિક્રમતો નથી, અને જે ‘જીવમાં કર્મ અબદ્ધ છે’ એમ વિકલ્પ કરે છે તે પણ ‘જીવમાં કર્મ બદ્ધ છે’ એવા એક પક્ષને અતિક્રમતો હોવા છતાં વિકલ્પને અતિક્રમતો નથી; વળી જે ‘જીવમાં કર્મ બદ્ધ છે અને અબદ્ધ પણ છે’ એમ વિકલ્પ કરે છે તે, તે બન્ને પક્ષને નહિ અતિક્રમતો થકો, વિકલ્પને અતિક્રમતો નથી. તેથી જે સમસ્ત નયપક્ષને અતિક્રમે છે તે જ સમસ્ત વિકલ્પને અતિક્રમે છે; જે સમસ્ત વિકલ્પને અતિક્રમે છે તે જ સમયસારને પ્રાપ્ત કરે છે -અનુભવે છે.
ભાવાર્થઃ– જીવ કર્મથી ‘બંધાયો છે’ તથા ‘નથી બંધાયો’-એ બન્ને નયપક્ષ
PDF/HTML Page 1337 of 4199
single page version
यद्येवं तर्हि को हि नाम नयपक्षसन्नयासभावनां न नाटयति?
स्वरूपगुप्ता निवसन्ति नित्यम्।
विकल्पजालच्युतशान्तचित्ता–
स्त एव साक्षादमृतं पिबन्ति।। ६९ ।।
चिति द्वयोर्द्वाविति पक्षपातौ।
यस्तत्त्ववेदी च्युतपक्षपात–
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।। ७० ।।
છે. તેમાંથી કોઈએ બંધપક્ષ પકડયો, તેણે વિકલ્પ જ ગ્રહણ કર્યો; કોઈએ અબંધ પક્ષ પકડયો, તેણે પણ વિકલ્પ જ ગ્રહણ કર્યો; અને કોઈએ બન્ને પક્ષ પકડયા, તેણે પણ પક્ષરૂપ વિકલ્પનું જ ગ્રહણ કર્યું. પરંતુ એવા વિકલ્પોને છોડી જે કોઈ પણ પક્ષ ન પકડે તેજ શુદ્ધ પદાર્થનું સ્વરૂપ જાણી તે-રૂપ સમયસારને-શુદ્ધાત્માને-પામે છે. નયપક્ષ પકડવો તે રાગ છે, તેથી સમસ્ત નયપક્ષને છોડવાથી વીતરાગ સમયસાર થવાય છે.
હવે, ‘જો આમ છે તો નયપક્ષના ત્યાગની ભાવનાને ખરેખર કોણ ન નચાવે? એમ કહીને શ્રીમાન્ અમૃતચંદ્ર આચાર્ય નયપક્ષના ત્યાગની ભાવનાનાં ૨૩ કળશરૂપ કાવ્યો કહે છેઃ-
શ્લોકાર્થઃ– [ये एव] જેઓ [नयपक्षपातं मुक्त्वा] નયપક્ષપાતને છોડી [स्वरूपगुप्ताः] (પોતાના) સ્વરૂપમાં ગુપ્ત થઈને [नित्यम्] સદા [निवसन्ति] રહે છે [ते एव] તેઓ જ, [विकल्पजालच्युतशान्तचित्ताः] જેમનું ચિત્ત વિકલ્પજાળથી રહિત શાંત થયું છે એવા થયા થકા, [साक्षात् अमृतं पिबन्ति] સાક્ષાત્ અમૃતને પીએ છે.
ભાવાર્થઃ– જ્યાં સુધી કાંઈ પણ પક્ષપાત રહે છે ત્યાં સુધી ચિત્તનો ક્ષોભ મટતો નથી. જ્યારે નયોનો સર્વ પક્ષપાત મટી જાય ત્યારે વીતરાગ દશા થઈને સ્વરૂપની શ્રદ્ધા નિર્વિકલ્પ થાય છે, સ્વરૂપમાં પ્રવૃત્તિ થાય છે અને અતીન્દ્રિય સુખ અનુભવાય છે. ૬૯.
હવેના ૨૦ કળશમાં નયપક્ષને વિશેષ વર્ણવે છે અને કહે છે કે આવા સમસ્ત નયપક્ષોને જે છોડે છે તે તત્ત્વવેદી (તત્ત્વનો જાણનાર) સ્વરૂપને પામે છેઃ-
શ્લોકાર્થઃ– [बद्धः] જીવ કર્મથી બંધાયેલો છે [एकस्य] એવો એક નયનો પક્ષ છે અને [न तथा] જીવ કર્મથી બંધાયેલો નથી [परस्य] એવો બીજા નયનો પક્ષ છે; [इति] આમ [चिति] ચિત્સ્વરૂપ જીવ વિષે [द्वयोः] બે નયોના [द्वौ
PDF/HTML Page 1338 of 4199
single page version
चिति द्वयोर्द्वाविति पक्षपातौ।
यस्तत्त्ववेदी च्युतपक्षपात–
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।। ७१ ।।
चिति द्वयोर्द्वाविति पक्षपातौ।
यस्तत्त्ववेदी च्युतपक्षपात–
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।। ७२ ।।
पक्षपातो] બે પક્ષપાત છે. [यः तत्त्ववेदी च्युतपक्षपातः] જે તત્ત્વવેદી (વસ્તુસ્વરૂપનો જાણનાર) પક્ષપાતરહિત છે [तस्य] તેને [नित्यं] નિરંતર [चित्] ચિત્સ્વરૂપ જીવ [खलु चित् एव अस्ति] ચિત્સ્વરૂપ જ છે (અર્થાત્ તેને ચિત્સ્વરૂપ જીવ જેવો છે તેવો નિરંતર અનુભવાય છે).
ભાવાર્થઃ– આ ગ્રંથમાં પ્રથમથી જ વ્યવહારનયને ગૌણ કરીને અને શુદ્ધનયને મુખ્ય કરીને કથન કરવામાં આવ્યું છે. ચૈતન્યના પરિણામ પરનિમિત્તથી અનેક થાય છે તે સર્વને પહેલેથી જ આચાર્ય ગૌણ કહેતા આવ્યા છે અને જીવને શુદ્ધ ચૈતન્યમાત્ર કહ્યો છે. એ રીતે જીવ-પદાર્થનેશુદ્ધ, નિત્ય, અભેદ ચૈતન્યમાત્ર સ્થાપીને હવે કહે છે કે-આ શુદ્ધનયનો પણ પક્ષપાત (વિકલ્પ) કરશે તે પણ તે શુદ્ધ સ્વરૂપના સ્વાદને નહિ પામે. અશુદ્ધનયની તો વાત જ શી? પણ જો કોઈ શુદ્ધનયનો પણ પક્ષપાત કરશે તો પક્ષનો રાગ નહિ મટે તેથી વીતરાગતા નહિ થાય. પક્ષપાતને છોડી ચિન્માત્ર સ્વરૂપ વિષે લીન થયે જ સમયસારને પમાય છે. માટે શુદ્ધનયને જાણીને, તેનો પણ પક્ષપાત છોડી શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરી, સ્વરૂપ વિષે પ્રવૃત્તિરૂપ ચારિત્ર પ્રાપ્ત કરી, વીતરાગ દશા પ્રાપ્ત કરવી યોગ્ય છે. ૭૦.
શ્લોકાર્થઃ– [मूढः] જીવ મૂઢ (મોહી) છે [एकस्य] એવો એક નયનો પક્ષ છે અને [न तथा] જીવ મૂઢ (મોહી) નથી [परस्य] એવો બીજા નયનો પક્ષ છે, [इति] આમ [चिति] ચિત્સ્વરૂપ જીવ વિષે [द्वयोः] બે નયોના [द्वौ पक्षपातौ] બે પક્ષપાત છે. [यः तत्त्ववेदी च्युतपक्षपातः] જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે [तस्य] તેને [नित्यं] નિરંતર [चित्] ચિત્સ્વરૂપ જીવ [खलु चित् एव अस्ति] ચિત્સ્વરૂપ જ છે (અર્થાત્ તેને ચિત્સ્વરૂપ જીવ જેવો છે તેવો નિરંતર અનુભવાય છે). ૭૧.
શ્લોકાર્થઃ– [रक्तः] જીવ રાગી છે [एकस्य] એવો એક નયનો પક્ષ છે અને [न तथा] જીવ રાગી નથી [परस्य] એવો બીજા નયનો પક્ષ છે; [इति] આમ
PDF/HTML Page 1339 of 4199
single page version
चिति द्वयोर्द्वाविति पक्षपातौ।
यस्तत्त्ववेदी च्युतपक्षपात–
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।। ७३ ।।
चिति द्वयोर्द्वाविति पक्षपातौ।
यस्तत्त्ववेदी च्युतपक्षपात–
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।। ७४ ।।
चिति द्वयोर्द्वाविति पक्षपातौ।
यस्तत्त्ववेदी च्युतपक्षपात–
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।। ७५ ।।
[चिति] ચિત્સ્વરૂપ જીવ વિષે [द्वयोः] બે નયોના [द्वौ पक्षपातौ] બે પક્ષપાત છે. [यः तत्त्ववेदी च्युतपक्षपातः] જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે [तस्य] તેને [नित्यं] નિરંતર [चित्] ચિત્સ્વરૂપ જીવ [खलु चित् एव अस्ति] ચિત્સ્વરૂપ જ છે. ૭૨.
શ્લોકાર્થઃ– [दुष्टः] જીવ દ્વેષી છે [एकस्य] એવો એક નયનો પક્ષ છે અને [न तथा] જીવ દ્વેષી નથી [परस्य] એવો બીજા નયનો પક્ષ છે; [इति] આમ [चिति] ચિત્સ્વરૂપ જીવ વિષે [द्वयोः] બે નયોના [द्वौ पक्षपातौ] બે પક્ષપાત છે. [यः तत्त्ववेदी च्युतपक्षपातः] જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે [तस्य] તેને [नित्यं] નિરંતર [चित्] ચિત્સ્વરૂપ જીવ [खलु चित् एव अस्ति] ચિત્સ્વરૂપ જ છે. ૭૩.
શ્લોકાર્થઃ– [कर्ता] જીવ કર્તા છે [एकस्य] એવો એક નયનો પક્ષ છે અને [न तथा] જીવ કર્તા નથી [परस्य] એવો બીજા નયનો પક્ષ છે; [इति] આમ [चिति] ચિત્સ્વરૂપ જીવ વિષે [द्वयोः] બે નયોના [द्वौ पक्षपातौ] બે પક્ષપાત છે. [यः तत्ववेदी च्युतपक्षपातः] જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે [तस्य] તેને [नित्यं] નિરંતર [चित्] ચિત્સ્વરૂપ જીવ [खलु चित् एव अस्ति] ચિત્સ્વરૂપ જ છે. ૭૪.
શ્લોકાર્થઃ– [भोक्ता] જીવ ભોક્તા છે [एकस्य] એવો એક નયનો પક્ષ છે અને [न तथा] જીવ ભોક્તા નથી [परस्य] એવો બીજા નયનો પક્ષ છે; [इति] આમ [चिति]
PDF/HTML Page 1340 of 4199
single page version
चिति द्वयोर्द्वाविति पक्षपातौ।
यस्तत्त्ववेदी च्युतपक्षपात–
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।। ७६ ।।
चिति द्वयोर्द्वाविति पक्षपातौ।
यस्तत्त्ववेदी च्युतपक्षपात–
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।। ७७ ।।
चिति द्वयोर्द्वाविति पक्षपातौ।
यस्तत्त्ववेदी च्युतपक्षपात–
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।। ७८।।
ચિત્સ્વરૂપ જીવ વિષે [द्वयोः] બે નયોના [द्वौ पक्षपातौ] બે પક્ષપાત છે. [यः तत्त्ववेदी च्युतपक्षपातः] જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે [तस्य] તેને [नित्यं] નિરંતર [चित्] ચિત્સ્વરૂપ જીવ [खलु चित् एव अस्ति] ચિત્સ્વરૂપ જ છે. ૭પ.
શ્લોકાર્થઃ– [जीवः] જીવ જીવ છે [एकस्य] એવો એક નયનો પક્ષ છે અને [न तथा] જીવ જીવ નથી [परस्य] એવો બીજા નયનો પક્ષ છે; [इति] આમ [चिति] ચિત્સ્વરૂપ જીવ વિષે [द्वयोः] બે નયોના [द्वौ पक्षपातौ] બે પક્ષપાત છે. [यः तत्त्ववेदी च्युतपक्षपातः] જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે [तस्य] તેને [नित्यं] નિરંતર [चित्] ચિત્સ્વરૂપ જીવ [खलु चित् एव अस्ति] ચિત્સ્વરૂપ જ છે. ૭૬.
શ્લોકાર્થઃ– [सूक्ष्मः] જીવ સૂક્ષ્મ છે [एकस्य] એવો એક નયનો પક્ષ છે અને [न तथा] જીવ સૂક્ષ્મ નથી [परस्य] એવો બીજા નયનો પક્ષ છે; [इति] આમ [चिति] ચિત્સ્વરૂપ જીવ વિષે [द्वयोः] બે નયોના [द्वौ पक्षपातौ] બે પક્ષપાત છે. [यः तत्त्ववेदी च्युतपक्षपातः] જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે [तस्य] તેને [नित्यं] નિરંતર [चित्] ચિત્સ્વરૂપ જીવ [खलु चित् एव अस्ति] ચિત્સ્વરૂપ જ છે. ૭૭. શ્લોકાર્થઃ– [हेतुः] જીવ હેતુ (કારણ) છે [एकस्य] એવો એક નયનો પક્ષ છે અને [न तथा] જીવ હેતુ (કારણ) નથી [परस्य] એવો બીજા નયનો પક્ષ છે;