Pravachan Ratnakar (Gujarati). Gatha: 173-176.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 88 of 210

 

PDF/HTML Page 1741 of 4199
single page version

તો સમકિતીને આત્મા પૂર્ણ આવી ગયો છે, પણ દેખવા-જાણવામાં અને આચરવામાં જે પૂર્ણ આવવો જોઈએ તે હજુ આવ્યો નથી. ભગવાન આત્માને સર્વોત્કૃષ્ટ ભાવે દેખવો-જાણવો એટલે પરિપૂર્ણ આશ્રય કરીને દેખવો-જાણવો એમ વાત છે. આ પર (અરહંતાદિ) ભગવાનને દેખવા- જાણવાની વાત નથી પણ પોતાનું જે પૂર્ણ સ્વરૂપ છે તેને દેખવા-જાણવાની વાત છે. ભાઈ! આ તો સર્વજ્ઞ ભગવાનની સાક્ષાત્ જે દિવ્યધ્વનિ થઈ તેને સંતો કહે છે.

છહઢાલામાં આવે છે ને કે-

‘‘જ્ઞાન સમાન ન આન જગતમેં સુખકો કારન,
ઇહિ પરમામૃત જન્મજરામૃતિ-રોગ-નિવારન.’’

ભગવાન આત્માનું જ્ઞાન તે સુખનું કારણ છે, કેમકે એ જ્ઞાન થતાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. આવું આત્મજ્ઞાન જન્મ-જરા-મરણરૂપ રોગને ટાળનાર પરમ અમૃત છે. આ સિવાય આ શરીર, સ્ત્રી, કુટુંબ-પરિવાર, બાગ-બંગલા કે ધન-સંપત્તિ ઇત્યાદિ કોઈ સુખનું કારણ નથી. લૌકિક જ્ઞાન કે પુણ્યના પરિણામ એ કોઈ સુખનાં સાધન નથી.

કેટલાક કહે છે કે આમાં શું કરવું તેની સૂઝ પડતી નથી. વ્રત, ઉપવાસ, એકાશન, રસત્યાગ, બ્રહ્મચર્ય આદિ પાળવાનું કહો તો સમજાય તો ખરું.

ભાઈ! જે કરવાનું તને સમજાય છે એ તો બધો રાગ છે. એનાથી તો આત્માને બંધ અને દુઃખ થાય છે. ચિદ્બ્રહ્મસ્વરૂપ ભગવાન આત્માને જઘન્ય ભાવે દેખે-જાણે અને આચરે એટલું જઘન્ય બ્રહ્મચર્ય છે અને સર્વોત્કૃષ્ટ ભાવે દેખે-જાણે-આચરે તો તે સર્વોત્કૃષ્ટ એટલે સંપૂર્ણ બ્રહ્મચર્ય છે. (બ્રહ્મચર્ય પાળવાનો રાગ તો કથનમાત્ર બ્રહ્મચર્ય છે.)

જ્ઞાની જ્યાંસુધી પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપને જઘન્યભાવે દેખે-જાણે અને આચરે છે ત્યાં સુધી જઘન્ય ભાવની અન્યથા અનુપપત્તિ વડે અર્થાત્ જો રાગ ન હોય તો જઘન્યભાવ બનતો (સિદ્ધ થતો) નથી તેથી જેનું અનુમાન થઈ શકે છે એવા અબુદ્ધિપૂર્વક કર્મકલંકના વિપાકનો સદ્ભાવ હોવાથી તેને પુદ્ગલકર્મનો બંધ થાય છે. ત્યાં બુદ્ધિપૂર્વકનો-રુચિપૂર્વકનો રાગ ભલે ન હોય પણ અરુચિપૂર્વક ત્યાં રાગ છે અને તેથી તેટલો બંધ પણ છે. તેથી કહે છે-

‘માટે ત્યાં સુધી જ્ઞાનને દેખવું, જાણવું અને આચરવું કે જ્યાં સુધીમાં જ્ઞાનનો જેવડો પૂર્ણ ભાવ છે તેવડો દેખવામાં, જાણવામાં અને આચરવામાં બરાબર આવી જાય.’ જોયું? જ્યાં સુધી સર્વોત્કૃષ્ટભાવે જાણવું, દેખવું અને આચરવું ન થાય ત્યાં સુધી અંદર દેખવા-જાણવા- આચરવાનો પુરુષાર્થ કરતા રહેવું એમ કહે છે. આમાં


PDF/HTML Page 1742 of 4199
single page version

દર્શન, જ્ઞાન અને ચારિત્ર ત્રણેય લીધાં. અહા! શું ટીકા છે! શું સમયસાર! પરમ અલૌકિક વાત છે.

હવે કહે છે-જ્યારથી જ્ઞાનનો એટલે શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્માનો જેવડો પૂર્ણ ભાવ છે તેવડો દેખવા-જાણવા અને આચરવામાં પૂરેપૂરો આવી જાય ‘ત્યારથી સાક્ષાત્ જ્ઞાની થયો થકો (આત્મા) સર્વથા નિરાસ્રવ જ હોય છે.’ કેવળજ્ઞાનમાં પોતાનો આત્મા પૂર્ણ દેખાય, પૂર્ણ જણાય અને પૂર્ણ આચરણમાં આવે ત્યારે તે જીવ સાક્ષાત્ જ્ઞાની થાય અને ત્યારે તે સર્વથા નિરાસ્રવ થાય છે.

ટીકાની શરૂઆતમાં જે કહ્યું કે ‘જે ખરેખર જ્ઞાની છે’-એમાં તે જ્ઞાની તો છે પણ સાક્ષાત્ જ્ઞાની નથી. સાક્ષાત્ જ્ઞાની તો પોતાને સર્વોત્કૃષ્ટભાવે દેખે, જાણે અને આચરે ત્યારે થાય છે. જ્ઞાનીને બુદ્ધિપૂર્વક રાગ-દ્વેષ-મોહરૂપી આસ્રવભાવનો અભાવ હોવાથી તે દ્રષ્ટિ અપેક્ષાએ નિરાસ્રવ જ છે એમ કહ્યું. અને અહીં તે સાક્ષાત્ જ્ઞાની થયો થકો સર્વથા નિરાસ્રવ જ હોય છે એમ કહ્યું. ઉપરની અને આ નીચેની-એમ બન્ને વાતનો મેળ છે.

પુણ્ય-પાપ અધિકારમાં ગાથા ૧૬૦ માં આવે છે કે-‘જે પોતે જ જ્ઞાન હોવાને લીધે વિશ્વને સામાન્ય-વિશેષપણે જાણવાના સ્વભાવવાળું છે એવું જ્ઞાન અર્થાત્ આત્મદ્રવ્ય, અનાદિકાળથી પોતાના પુરુષાર્થના અપરાધથી પ્રવર્તતા એવા કર્મમળ વડે લેપાયું-વ્યાપ્ત થયું- હોવાથી જ, બંધ-અવસ્થામાં સર્વ પ્રકારે સંપૂર્ણ એવા પોતાને અર્થાત્ સર્વ પ્રકારે સર્વ જ્ઞેયોને જાણનારા એવા પોતાને નહિ જાણતું થકું, આ પ્રમાણે પ્રત્યક્ષ અજ્ઞાનભાવે વર્તે છે.’ જુઓ, સર્વજ્ઞાની, સર્વદર્શી એવો પોતે સર્વને જાણતો નથી એમ નથી લીધું પણ સંપૂર્ણ એવા પોતાને જાણતો નથી એમ વાત લીધી છે. અહીં પણ પોતાને દેખવા-જાણવા અને આચરવાની વાત છે. જ્ઞાની પોતાને જ્યાંસુધી જઘન્યભાવે દેખે-જાણે અને આચરે છે ત્યાંસુધી તેને કિંચિત્ અસ્થિરતાનો રાગ છે અને તેથી બંધ પણ છે. પરંતુ જ્યારે તે સર્વોત્કૃષ્ટ ભાવે પોતાને દેખે- જાણે અને આચરે છે ત્યારે તે સાક્ષાત્ જ્ઞાની થાય છે અને ત્યારે તે સર્વથા નિરાસ્રવ જ હોય છે.

વળી ત્યાં (ગાથા ૧૬૦ માં) કહ્યું છે કે-‘તે અનાદિ કાળથી પોતાના પુરુષાર્થના અપરાધથી પ્રવર્તતા એવા કર્મમળ વડે લેપાયું હોવાથી જ’-જુઓ, આમાં પણ પોતાના પુરુષાર્થનો અપરાધ લીધો છે; વળી કર્મમળ લીધું છે, કર્મરજ નહિ. (મતલબ કે પોતાના વિકારના-અજ્ઞાનના ભાવ જડ દ્રવ્યકર્મને લીધે છે એમ નહિ). પણ કોણ જાણે ત્રણેય સંપ્રદાયને અત્યારે તો કર્મ વળગ્યું છે! જેમ ઇશ્વરકર્તાવાળા ઇશ્વરને માથે નાખે છે તેમ અહીં (જૈનમાં) બધા કર્મને માથે નાખે છે! (બન્ને વિપરીત અભિપ્રાય છે).


PDF/HTML Page 1743 of 4199
single page version

વળી કેટલાક કહે છે કે-તમે નિયતને માનો છો એટલે તમારી શ્રદ્ધામાં મોટી ભૂલ છે; શ્રદ્ધા ખોટી છે.

નિયત એટલે જે સમયે દ્રવ્યની જે પર્યાય થવાની હોય તે તે કાળે જ થાય તે નિશ્ચય છે. આત્માવલોકન, ચિદ્વિલાસ તથા સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષામાં ત્રણેમાં આ વાત આવે છે. જે સમયે દ્રવ્યની જે પર્યાય થવાની હોય તે તે સમયે જ થાય એ નિશ્ચય છે એમાં નિમિત્ત વિના થાય એ વાત આવી ગઈ. (પર્યાય સ્વકાળે જ થાય એમાં નિમિત્ત આવે તો થાય એ વાત રહેતી નથી).

નિમિત્ત વિના તો શું ધ્રુવ ને વ્યવહાર વિના ઉત્પાદ છે એ નિશ્ચય છે. નિમિત્ત તો પરદ્રવ્ય છે, પણ જે સમયે જે ઉત્પાદ થાય તેને ધ્રુવની એટલે કે પોતાના નિયત દ્રવ્યની પણ અપેક્ષા નથી. પરદ્રવ્યને તો બીજું દ્રવ્ય અડે છે જ કયાં?

પ્રશ્નઃ– ઉત્પાદને દ્રવ્યની અપેક્ષા નથી એનો અર્થ શું? (આપ એમ કહીને શું સિદ્ધ કરવા માગો છો?).

ઉત્તરઃ– ઉત્પાદ સત્ છે અને જે સત્ છે તે અહેતુક છે. ઉત્પાદના ઉત્પન્ન થવામાં દ્રવ્ય હોવા છતાં દ્રવ્યની અપેક્ષા નથી. તેવી જ રીતે ઉત્પાદ ને વ્યયની અપેક્ષા નથી. ત્રણે-ઉત્પાદ, વ્યય અને ધ્રુવ સ્વતંત્ર સત્ છે.

(બીજી રીતે લઈએ તો) આત્મામાં એક પ્રભુત્વશક્તિ છે. તે પ્રભુત્વ શક્તિનું રૂપ એક-એક પર્યાયમાં છે. તેથી સમ્યગ્દર્શન આદિ બધી પર્યાયો સ્વતંત્રપણે પોતે પોતાના અખંડ પ્રતાપથી શોભાયમાન છે. એને નિમિત્તની-પરદ્રવ્યની અપેક્ષા તો નથી પણ પોતાના દ્રવ્યની પણ અપેક્ષા નથી.

પ્રશ્નઃ– ઉત્પાદને દ્રવ્યની અપેક્ષા લઈએ તો શું વાંધો આવે?

ઉત્તરઃ– દ્રવ્યની અપેક્ષા આવી ત્યાં વ્યવહાર થઈ ગયો. અહીં તો નિશ્ચય સિદ્ધ કરવું છે. ધર્મને ધર્મીની અને ધર્મીને ધર્મની નિશ્ચયથી અપેક્ષા નથી. બંને ભિન્ન છે એમ નહિ માનવામાં આવે તો બંને પોતાથી છે એમ સિદ્ધ નહિ થાય. (એકવાર નિશ્ચય સિદ્ધ કર્યા પછી) આ પર્યાય દ્રવ્યની છે એમ કહેવું તે વ્યવહાર છે કેમકે તેમાં અપેક્ષા આવી ગઈ.

જે સમયે જે પર્યાય થવાની હોય તે તે પર્યાયની જન્મક્ષણ છે. ભાઈ! આનો સ્વીકાર કરવામાં અનંત પુરુષાર્થ રહેલો છે; કેમકે પ્રત્યેક પર્યાય પોતાની જન્મક્ષણે થાય છે એવો નિર્ણય દ્રવ્યસ્વભાવના (-જ્ઞાયકભાવના) આશ્રયે થાય છે. એક એક પર્યાય નિયત છે એમ જાણવાનું તાત્પર્ય વીતરાગતા છે; કેમકે દ્રવ્યના આશ્રયે તે નિર્ણય થતાં પર્યાયમાં વીતરાગતા પ્રગટ થાય છે. તે સમયે વીતરાગતા થવાનો જ કાળ છે ને થાય છે, કોઈ વ્યવહારને લઈને કે પૂર્વની પર્યાયને લઈને થાય છે એમ નથી.


PDF/HTML Page 1744 of 4199
single page version

ભાઈ! આમાં (આડુ-અવળું કરવાની) તારી પંડિતાઈ કામ નહિ આવે. આ તો ભેદજ્ઞાન કરવાની અંતરની જુદી જ વાત છે.

સર્વજ્ઞે દીઠું એમ જ ક્રમબદ્ધ એટલે જે કાળે જે પર્યાય થવાની હોય તે તે કાળે જ થાય, આઘી-પાછી નહિ-એવો નિર્ણય જેણે કર્યો તેણે એ પોતાના જ્ઞાયકસ્વભાવ તરફ જઈને કર્યો છે, કેમકે જ્ઞાયકસ્વભાવમાં સર્વજ્ઞતા છે. જ્ઞાયકસ્વભાવની પ્રતીતિ પર્યાયના આશ્રયે ન થાય. જ્ઞાયકસ્વભાવની પ્રતીતિમાં સર્વજ્ઞની પ્રતીતિ આવે છે અને તેના જ્ઞાનમાં સર્વજ્ઞસ્વભાવનું જ્ઞાન આવે છે. અહો! જેને આવા સર્વજ્ઞસ્વભાવની પ્રતીતિ થઈ, અનુભવ થયો તેને ક્રમબદ્ધનું યથાર્થ જ્ઞાન થયું છે. સર્વજ્ઞ ભગવાન જગતમાં છે અને એણે જે જોયું તે જેમ છે તેમ જ છે અને તે પ્રમાણે જ થાય; એમાં જે શંકા કરે તે મિથ્યાદ્રષ્ટિ છે. છે તો એમ જ, પણ એનો નિર્ણય કોેને થાય? આત્માના જ્ઞાનસ્વભાવનો (જ્ઞાયકસ્વભાવનો) જેને અંતર્દ્રષ્ટિ વડે નિશ્ચય થાય છે તેને જ ક્રમબદ્ધનો સાચો નિર્ણય થાય છે.

જ્ઞાયકસ્વભાવનો નિર્ણય કરવા જતાં- -તેમાં જ્ઞાયકસ્વભાવની જે સન્મુખતા કરી તે પુરુષાર્થ આવ્યો, -સન્મુખતા જ્ઞાયકભાવ પ્રતિ થઈ તે સ્વભાવ આવ્યો, -સ્વભાવસન્મુખતાની નિયતિનો પર્યાય-કાળ છે તે કાળલબ્ધિ આવી, -જે ભાવ થવા યોગ્ય હતો તે થયો-એમ ભવિતવ્ય આવ્યું, અને -તે સમયે નિમિત્તનો (કર્મનો) જે અભાવ છે તે નિમિત્ત પણ આવ્યું. આમ પાંચે સમવાય એક સાથે આવી જાય છે.

સર્વજ્ઞના માર્ગમાં આવીને પણ કેટલાક લોકો કહે છે કે-સર્વજ્ઞ પુરુષાર્થ કરવાનું કહે નહિ અર્થાત તું પુરુષાર્થકર-એવી આજ્ઞા સર્વજ્ઞ આપે નહિ કારણ કે સર્વજ્ઞ જાણે છે કે-આ સમયે એને પુરુષાર્થ થશે. પુરુષાર્થ કરી શકાય નહિ, પુરુષાર્થના કાળે પુરુષાર્થ થશે, આપણે નવો કરી શકીએ નહિ.

આવા પ્રકારની માન્યતાવાળાને જ્ઞાનીઓ કહે છે-ભાઈ! સર્વજ્ઞની સત્તાનો સ્વીકાર સર્વજ્ઞસ્વભાવની સન્મુખ થઈને જ થાય છે અને એ જ પુરુષાર્થ છે. પ્રવચનસારની ગાથા ૮૦ માં કહ્યું છે કે-

‘‘જે જાણતો અરહંતને ગુણ, દ્રવ્ય ને પર્યયપણે,
તે જીવ જાણે આત્મને, તસુ મોહ પામે લય ખરે.’’

અરિહંતની પર્યાયને જે જાણે તે આત્માને-નિર્મળ શુદ્ધ જ્ઞાયકસ્વભાવને જાણે


PDF/HTML Page 1745 of 4199
single page version

જ, -અરિહંતને યથાર્થ જાણનારની એવી જ યોગ્યતા છે. પોતાના આત્માને જાણે ત્યારે જ અરિહંતને વ્યવહારે સાચા જાણ્યા કહેવાય. આવી વાત છે. અહા! વીતરાગની વાણી નીકળે એ આત્માના સ્વભાવના પુરુષાર્થનો જ આદેશ કરનારી હોય. (તું સ્વભાવનો પુરુષાર્થ કર એવી જ વાણી આવે કેમકે ભગવાને પણ સ્વભાવના પુરુષાર્થ વડે જ વીતરાગતા પ્રગટ કરી છે અને સ્વભાવના પુરુષાર્થ સિવાય જીવે બીજું કરવા યોગ્ય પણ શું છે?).

અહા! જ્ઞાનસ્વભાવી આત્મા કરે શું? બસ જાણે. ત્રણકાળ ત્રણલોકને જાણે ત્યાં પણ સ્વપરપ્રકાશકપણાનું પોતાના સ્વભાવનું સામર્થ્ય છે તે વડે જાણે છે; પરવસ્તુ છે માટે પરને જાણે છે એમ નહિ. (પોતાને જાણે-દેખે અને પોતાને પોતામાં આચરે એ જ સાચો પુરુષાર્થ છે).

ક્રમબદ્ધના યથાર્થ નિર્ણયમાં નિશ્ચય-વ્યવહાર અને ઉપાદાન-નિમિત્તનું પણ યથાર્થ જ્ઞાન આવી જાય છે. વસ્તુની નિર્વિકલ્પ દ્રષ્ટિ અને અનુભવ તે નિશ્ચય અને તે કાળે જે રાગની મંદતા છે તે વ્યવહાર. તેથી વ્યવહારથી નિશ્ચય થાય એ વાત ન રહી; બંને એક કાળમાં સાથે જ છે. વળી જે સમયે જે પર્યાય થવાની હોય તે કાળે જ તે થાય એમ નિર્ણય થતાં નિમિત્ત આવે તો પર્યાય થાય એ વાત પણ ન રહી. કાર્યકાળે નિમિત્તની ઉપસ્થિતિનો કાળ છે તો નિમિત્ત હો, પરંતુ ઉપાદાનની પર્યાય પોતાના કાળે પોતાથી થઈ છે, નિમિત્તથી થઈ નથી.

દ્રવ્યસંગ્રહ, ગાથા ૪૭ માં આવે છે કે-‘નિશ્ચય અને વ્યવહાર બંને મોક્ષમાર્ગ એક સાથે ધ્યાનમાં પ્રગટ થાય છે.’ આ વાત પણ ક્રમબદ્ધના નિર્ણયમાં યથાર્થ સિદ્ધ થાય છે. ક્રમબદ્ધનો જ્યારે નિર્ણય કરે છે ત્યારે દ્રષ્ટિ આત્મસ્વભાવ તરફ જાય છે અને ત્યારે સ્વભાવનું જે નિર્મળ પરિણમન થાય છે તે નિશ્ચય છે અને એ જ કાળે જે રાગ બાકી રહ્યો તે વ્યવહાર છે. આ પ્રમાણે વ્યવહારથી નિશ્ચય થાય એ વાત રહેતી નથી. માર્ગ તો આવો છે, ભાઈ!

સર્વજ્ઞ પરમાત્મા કેવળજ્ઞાનમાં ત્રણકાળ-ત્રણલોકને પ્રત્યક્ષ જાણે અને સર્વજ્ઞનો નિર્ણય કરનારું વર્તમાન મતિ-શ્રુતજ્ઞાન ત્રણકાળ-ત્રણલોકને પરોક્ષપણે જાણે. બસ જાણે જ; બીજાનું કાંઈ કરે કે બીજામાં ફેરફાર કરે એવું કાંઈ છે નહિ. વસ્તુસ્વરૂપ જ આવું છે.

સર્વજ્ઞસ્વભાવ જેને પ્રગટ થયો તેને ગુણના આશ્રયે કહીએ તો સર્વજ્ઞસ્વભાવમાંથી પ્રગટ પર્યાય આવી છે; સર્વજ્ઞસ્વભાવનું લક્ષ છે એ અપેક્ષાએ; બાકી તો સર્વજ્ઞસ્વભાવના લક્ષે થયેલી પર્યાય પોતાના (પર્યાયના) ષટ્કારકના પરિણમનથી થઈ છે. આકરી વાત ભાઈ! પણ વીતરાગનો માર્ગ જેવો સૂક્ષ્મ છે તેવો ફળદાયક


PDF/HTML Page 1746 of 4199
single page version

(સુખદાયક) છે. અરે! લોકોએ વર્તમાનમાં પોતાની મતિ-કલ્પનાથી શાસ્ત્રો લખી વીતરાગના નામે ચઢાવીને વીતરાગ માર્ગને વીંખી નાખ્યો છે!

* ગાથા ૧૭૨ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘જ્ઞાનીને બુદ્ધિપૂર્વક (અજ્ઞાનમય) રાગ-દ્વેષ-મોહનો અભાવ હોવાથી જ્ઞાની નિરાસ્રવ જ છે.’

અહીં એમ કહે છે કે જ્ઞાનીને અજ્ઞાનમય રાગ-દ્વેષ-મોહનો અભાવ છે. હું રાગ કરું અને રાગ મારું કર્તવ્ય છે એવી બુદ્ધિ જ્ઞાનીને નથી. હું તો નિમિત્ત, રાગ અને અલ્પજ્ઞતાથી રહિત પરિપૂર્ણ સર્વજ્ઞસ્વભાવી જ્ઞાનસ્વરૂપ પરમાત્મા છું-એવી જ્ઞાનીને દ્રષ્ટિ હોવાથી તેને અજ્ઞાનપૂર્વકના રાગાદિનો અભાવ છે અને તે અપેક્ષાએ તે નિરાસ્રવ જ છે.

જે કર્તા થઈને દયા, દાન, વ્રત, ભક્તિ આદિ પુણ્યભાવને કરે છે એની તો દ્રષ્ટિ પરની ક્રિયા અને રાગ ઉપર છે. તેથી એ તો મિથ્યાદ્રષ્ટિ જ છે. જેની દ્રષ્ટિ ભગવાન આત્મા પર નથી એ તો મિથ્યાત્વ સહિત રાગ-દ્વેષ-મોહને જ કરે છે.

પ્રશ્નઃ– બુદ્ધિપૂર્વકના (રુચિ પૂર્વકના) રાગ-દ્વેષ-મોહનો નાશ થયા પછી શું કરવું? (વ્રત, તપ કરવાં કે નહિ?)

ઉત્તરઃ– તેણે પછી સ્વરૂપમાં અંદર સ્થિર થવાનો પુરુષાર્થ કરવો. અંદર સ્થિર થવું એ જ કરવું છે. (વ્રતાદિના વિકલ્પ કરવા-એ કરવાની તો વાત છે જ નહિ કેમકે એ તો રાગ છે.) જુઓ, એ જ વાત કરે છે-

‘પરંતુ જ્યાં સુધી ક્ષાયોપશમિક જ્ઞાન છે ત્યાં સુધી તે જ્ઞાની જ્ઞાનને સર્વોત્કૃષ્ટ ભાવે દેખી, જાણી અને આચરી શકતો નથી-જઘન્ય ભાવે દેખી, જાણી અને આચરી શકે છે; તેથી એમ જણાય છે કે તે જ્ઞાનીને હજુ અબુદ્ધિપૂર્વકનો કર્મકલંકનો વિપાક (અર્થાત્ ચારિત્રમોહ સંબંધી રાગ-દ્વેષ) વિદ્યમાન છે અને તેથી તેને બંધ પણ થાય છે. માટે તેને એમ ઉપદેશ છે કે- જ્યાં સુધી કેવળજ્ઞાન ન ઊપજે ત્યાં સુધી જ્ઞાનનું જ નિરંતર ધ્યાન કરવું, જ્ઞાનને જ દેખવું, જ્ઞાનને જ જાણવું અને જ્ઞાનને જ આચરવું.’

જુઓ, પછી શું કરવું એનો ખુલાસો કર્યો. ભાઈ! જીવને પ્રથમ ભૂમિકા (સમ્યગ્દર્શન) પ્રગટ થયા પછી શું કરવું એની શંકા રહેતી જ નથી, કેમકે તેના જ્ઞાનમાં બધો ખુલાસો થઈ જ જાય છે. ક્ષાયિક સમકિતીને પણ જઘન્ય પરિણમન છે ત્યાં સુધી ચારિત્રમોહનો રાગ છે અને એટલો બંધ પણ છે. માટે આ ઉપદેશ છે કે કેવળજ્ઞાન થતાં સુધી જ્ઞાનમાં જ રમણતા કરવી, જ્ઞાનને જ દેખવું, જાણવું અને આચરવું. વ્યવહારરત્નત્રયના રાગનું આચરણ કરવું એમ વાત નથી. આત્માનું જ આચરણ કરવું એમ વાત છે. હવે કહે છે-


PDF/HTML Page 1747 of 4199
single page version

‘આ જ માર્ગે દર્શન-જ્ઞાન-ચારિત્રનું પરિણમન વધતું જાય છે અને એમ કરતાં કરતાં કેવળજ્ઞાન પ્રગટે છે.’

અહીં વ્યવહાર કરતાં કરતાં કેવળજ્ઞાન થાય છે એમ ન કહ્યું, પણ સ્વરૂપની એકાગ્રતા વધારતાં વધારતાં કેવળજ્ઞાન પ્રગટ થાય છે એમ કહ્યું છે. સમજાણું કાંઈ...?

‘કેવળજ્ઞાન પ્રગટે ત્યારથી આત્મા સાક્ષાત્ જ્ઞાની છે અને સર્વ પ્રકારે નિરાસ્રવ છે.’ જોયું? જ્ઞાની તો હતો પણ કેવળજ્ઞાન પ્રગટે સાક્ષાત્ જ્ઞાની થયો અને ત્યારે તે સર્વથા-સર્વ પ્રકારે નિરાસ્રવ છે. સમ્યગ્દ્રષ્ટિ (ચોથે ગુણસ્થાનકે) મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયના અભાવની અપેક્ષાએ નિરાસ્રવ હતો અને કેવળજ્ઞાન પ્રગટતાં પૂર્ણ સાક્ષાત્ જ્ઞાની થયો ત્યારે તે સર્વ પ્રકારે નિરાસ્રવ છે. આવી વાત છે. સમજાણું કાંઈ...?

પ્રશ્નઃ– આપ તો સમજવું-સમજવું-સમજવું-બસ એટલું જ કહો છો, કરવાનું તો કાંઈ કહેતા નથી.

ઉત્તરઃ– ભાઈ! સમજવું એ શું કરવું નથી? ખરેખર એ જ એનું કરવું અને એ જ એનું કાર્ય છે. સ્વજ્ઞેયાકારે જે જ્ઞાન (સમજવું) થાય તે જ્ઞાનને જ અહીં જ્ઞાન કહ્યું છે. અસ્થિરતાથી પછી પર તરફ લક્ષ જાય છે ત્યારે રાગાદિ સહિત પરજ્ઞેયનું જ્ઞેયાકાર પરિણમન થાય છે. પરને જ્ઞેય બનાવીને જે જ્ઞેયનું જ્ઞાન થયું તે પોતાનું જ્ઞાન છે પણ તે રાગાદિ સહિત છે. તેથી અહીં તો સ્વજ્ઞેયમાં એકાગ્ર થઈને તેને જ જાણવું-દેખવું અને આચરવું એમ કહ્યું છે.

‘જ્યાં સુધી ક્ષાયોપશમિક જ્ઞાન છે ત્યાં સુધી અબુદ્ધિપૂર્વક (અર્થાત્ ચારિત્રમોહનો) રાગ હોવા છતાં, બુદ્ધિપૂર્વક રાગના અભાવની અપેક્ષાએ જ્ઞાનીને નિરાસ્રવપણું કહ્યું અને અબુદ્ધિપૂર્વક રાગનો અભાવ થતાં અને કેવળજ્ઞાન પ્રગટતાં સર્વથા નિરાસ્રવપણું કહ્યું. આ, વિવક્ષાનું વિચિત્રપણું છે. અપેક્ષા સમજતાં એ સર્વ કથન યથાર્થ છે.’

ક્ષાયોપશમિક જ્ઞાન છે ત્યાં સુધી જ્ઞાનીને અસ્થિરતાનો રાગ છે તો ખરો, પણ બુદ્ધિપૂર્વકના અજ્ઞાનમય રાગના અભાવની અપેક્ષાએ તેને રાગ નથી અર્થાત્ તે નિરાસ્રવ છે એમ કહ્યું. સર્વથા નિરાસ્રવ તો કેવળજ્ઞાન પ્રગટ થયે જ થાય છે. આમ જે વિવક્ષા છે તે યથાર્થ સમજતાં બંને કથન બરાબર છે.

હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-

* કળશ ૧૧૬ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘आत्मा यदा ज्ञानी स्यात् तदा’ આત્મા જ્યારે જ્ઞાની થાય ત્યારે,.. .

જુઓ, એકાંત રાગને જ્યાંસુધી અનુભવે છે ત્યાંસુધી આત્મા અજ્ઞાની છે. પરંતુ


PDF/HTML Page 1748 of 4199
single page version

જ્યારે તે પોતાના જ્ઞાનસ્વભાવનો અનુભવ કરે છે ત્યારે તે જ્ઞાની થાય છે. એ રીતે જ્યારે આત્મા જ્ઞાની થાય છે ત્યારે-

‘स्वयं’ પોતે ‘निजबुद्धिपूर्वम् समग्रं रागं’ પોતાના સમસ્ત બુદ્ધિપૂર્વક રાગને ‘अनिशं संन्यस्यन्’ નિરંતર છોડતો થકો અર્થાત્ નહિ કરતો થકો,.. .

જુઓ, આત્મા જ્યારે જ્ઞાની થાય છે ત્યારે તેને પહેલાં જે રુચિપૂર્વક રાગ થતો હતો તે સમગ્ર છૂટી જાય છે. વળી ‘अबुद्धिपूर्वम्’ જે અબુદ્ધિપૂર્વક રાગ છે-રુચિ નથી છતાં રાગ થાય છે ‘तं अपि’ તેને પણ ‘जेतुं’ જીતવાને ‘स्वशक्तिम् स्पृशन्’ સ્વશક્તિને સ્પર્શતો થકો એટલે કે જ્ઞાનસ્વભાવી એવા નિજ પરમાત્માને સ્પર્શતો થકો રાગને ટાળે છે. પોતાના ચૈતન્યમહાપ્રભુમાં એકાગ્ર થતો તે અબુદ્ધિપૂર્વક રાગને ટાળે છે. વ્યવહારના ક્રિયાકાંડ કરતાં રાગને ટાળે છે એમ નહિ; વા કર્મ ટળે-હઠી જાય તો રાગ ટળે એમ પણ નહિ. જ્ઞાનીને વ્યવહારનો જે (યથાસંભવ) રાગ આવે છે તેની એને રુચિ નથી. એ રાગને તે ઉગ્ર આત્મ- એકાગ્રતા કરીને ટાળે છે.

ઘણા વખત પહેલાં એકવાર ચર્ચામાં પ્રશ્ન થયેલો કે-રાગ કેમ ટળે? ત્યારે (સામાવાળા) કહે કે-પ્રતિબંધક કારણ એવું કર્મ ટળે તો રાગ ટળે. તો કહ્યું-

અરે ભાઈ! પરદ્રવ્ય (જડ એવાં દ્રવ્યકર્મ) અને આત્માને સંબંધ શો? (પરસ્પર અડવાનોય સંબંધ નથી). ભાઈ! કર્મ ટળે તો રાગ ટળે એવી માન્યતા તો મૂળમાં ભૂલ છે, તદ્ન વિપરીત દ્રષ્ટિ છે, અજ્ઞાન છે. અહીં કહે છે કે સ્વદ્રવ્યને-અનંત અનંત શક્તિવાન ચિદાનંદઘનસ્વરૂપ આત્માને સ્પર્શવાથી રાગ ટળે. આને સિદ્ધાંત કહેવાય. સ્વના આશ્રયે રાગ ટળે એ સિદ્ધાંત છે. સ્વના આશ્રયે વીતરાગતા પ્રગટે અને જેટલી વીતરાગતા પ્રગટે એટલો રાગનો અભાવ થાય. અહો! આ અલૌકિક સિદ્ધાંત છે!

જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન આત્માને સ્પર્શતાં એટલે એમાં એકાગ્ર થતાં પ્રથમ મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાય ટળે છે, ત્યારે જીવ જ્ઞાની થાય છે. પછી જે અબુદ્ધિપૂર્વકનો રાગ બાકી રહે છે તે પણ સ્વનો ઉગ્રપણે આશ્રય કરવાથી ટળે છે; આવી વાત છે.

કેટલાક કહે છે કે-વિકાર બેથી થાય, આત્માથી પણ થાય અને કર્મથી પણ થાય, જેમ દીકરો મા અને બાપ બેથી થાય છે, એકથી નહિ તેમ.

અરે ભાઈ! એ તો (પુદ્ગલ કર્મ) પરમાણુનું જ્ઞાન કરવાની વાત છે. બાકી રાગ નિશ્ચયથી એકથી જ થાય છે. રાગ પોતાના ષટ્કારકરૂપ પરિણમનથી થાય છે અને નિર્વિકારી પરિણામના ષટ્કારકનું પરિણમન થતાં તે (રાગ, ભાવકર્મ) ટળી જાય છે. જડ-દ્રવ્યકર્મ ટાળવાની વાત નથી. કર્મ જડ તો એને કારણે ટળે છે અને એને કારણે રહે છે. અહીં કહ્યું ને કે-‘સ્વશક્તિ સ્પૃશન્’ સ્વશક્તિ કહેતાં પોતાનો જે શુદ્ધ


PDF/HTML Page 1749 of 4199
single page version

ચૈતન્યસ્વભાવ તેને સ્પર્શતો થકો અર્થાત્ તેમાં એકાગ્ર-સ્થિર થતો થકો જ્ઞાની અબુદ્ધિપૂર્વક રાગને ટાળે છે.

વળી કોઈ કહે કે રાગ કેમ ટાળવો એનું શાસ્ત્રમાં લખાણ નથી. અરે ભાઈ! સ્વભાવને સ્પર્શે ત્યારે રાગ ઉત્પન્ન થતો નથી એને રાગ ટાળ્‌યો એમ કહેવામાં આવે છે. ચોકખી વાત તો છે. આ રાગ છે અને એને ટાળું એમ રાગના લક્ષે રાગ ન ટળે, એથી તો રાગ જ થયા કરે. પોતાના શુદ્ધ ચૈતન્યશક્તિવાનના લક્ષે-આશ્રયે રાગ ટળે છે કેમકે ત્યારે રાગ ઉત્પન્ન થતો નથી. કર્મના, રાગના કે પર્યાયના લક્ષે રાગ ટળે એવું વસ્તુસ્વરૂપ નથી.

‘ણમો અરિહંતાણં’ એમ પાઠ છે ને? એનો કેટલાક એવો અર્થ કરે છે કે કર્મરૂપી અરિને હંત કહેતાં જેણે હણ્યા છે તે અરિહંત. પણ તેનો ખરો અર્થ એમ નથી. કર્મ કયાં વેરી છે? જડકર્મને વેરી કહેવું એ તો નિમિત્ત પર આરોપ આપીને કરેલું કથન છે. જડ ઘાતીકર્મ વેરી છે એમ નહિ પણ ભાવઘાતીકર્મ (વિકારી પરિણતિ) આત્માનો વેરી છે, અને ભાવઘાતીને જે હણે તે અરિહંત છે. પોતાની વિકારી પરિણતિ વેરી હતી તેને જેણે હણી તે અરિહંત છે. પ્રવચનસારમાં વિકારને અનિષ્ટ કહ્યો છે. વિકાર અનિષ્ટ છે અને શુદ્ધ સ્વભાવ જે પ્રગટ થાય તે ઇષ્ટ છે. નિશ્ચયથી રાગ-દ્વેષ-મોહ જીવની સ્વભાવગુણની પર્યાયના વેરી છે. બીજો (કર્મ) વેરી કયાં છે? જડ દ્રવ્યકર્મ અને આત્મા ભલે એક પ્રદેશે હો, પણ કોઈ કોઈના કર્તા નથી, કોઈ કોઈની પર્યાયમાં જતા નથી (વ્યાપતા નથી). સૌ પોતપોતામાં જ પરિણમી રહ્યા છે.

અહા! આવું વસ્તુનું સ્વરૂપ પ્રગટ (સુસ્પષ્ટ) હોવા છતાં અત્યારે લુપ્ત થઈ ગયું હોવાથી લોકો તેનો વિરોધ કરે છે! સત્યને યથાર્થ સમજી તેને પ્રાપ્ત કરવાની અરે! લોકોને કયાં દરકાર છે? પણ આવી પરમ સત્ય વાત કદી સાંભળી પણ ન હોય તેને સત્યની રુચિ અને પ્રાપ્તિ કયાંથી થશે ભાઈ!

અહીં કહે છે-વળી જે અબુદ્ધિપૂર્વક રાગ છે તેને પણ જીતવાને વારંવાર જ્ઞાનાનુભવનરૂપ સ્વશક્તિને સ્પર્શતો થકો અને એ રીતે ‘सकलां परवृत्तिम् एव उच्छिन्दन्’ સમસ્ત પરવૃત્તિને-પરપરિણતિને ઉખેડતો ‘ज्ञानस्य पूर्णः भवन्’ જ્ઞાનના પૂર્ણભાવરૂપ થતો થકો, ‘हि’ ખરેખર ‘नित्यनिरास्रवः भवति’ સદા નિરાસ્રવ છે. આત્મા સ્વભાવે જ્ઞાનમય છે અને એની પર્યાયમાં પૂર્ણ જ્ઞાનમય થતાં ખરેખર તે સદા નિરાસ્રવ છે.

સમકિતીને બુદ્ધિપૂર્વક રાગદ્વેષમોહનો અભાવ હોવાથી દ્રષ્ટિની અપેક્ષાએ નિરાસ્રવ કહ્યો, પણ જઘન્ય પરિણમનના કારણે તેને અબુદ્ધિપૂર્વકનો આસ્રવ થતો હોય છે તેને તે આત્માના ઉગ્ર આશ્રય વડે ઉત્કૃષ્ટ પરિણમનને પ્રાપ્ત થઈ-વસ્તુની શક્તિને ઉત્કૃષ્ટપણે સ્પર્શીને ઉખેડી નાખે છે. ઉખેડી નાખે છે એ તો વ્યવહારથી કથન છે, ખરેખર તો


PDF/HTML Page 1750 of 4199
single page version

આત્માનો પૂર્ણ આશ્રય થતાં રાગનો સંપૂર્ણ અભાવ જ રહે છે, રાગની ઉત્પત્તિ જ થતી નથી.

ધર્મી વિકારનો નાશ કરે છે એમ કહેવું એ તો વ્યવહાર-કથન છે. સમયસાર ગાથા ૩૪ માં કહ્યું છે કે-‘‘પ્રત્યાખ્યાનના સમયે પ્રત્યાખ્યાન કરવાયોગ્ય જે પરભાવ તેની ઉપાધિમાત્રથી પ્રવર્તેલું ત્યાગના કર્તાપણાનું નામ હોવા છતાં પણ પરમાર્થથી જોવામાં આવે તો પરભાવના ત્યાગકર્તાપણાનું નામ પોતાને નથી, પોતે તો એ નામથી રહિત છે. કારણ કે જ્ઞાનસ્વભાવથી પોતે છૂટયો નથી, માટે પ્રત્યાખ્યાન જ્ઞાન જ છે.’’ જુઓ, રાગના ત્યાગનો કર્તા કહેવો એ પણ નામમાત્ર છે. આમ જ્યાં વસ્તુનું સ્વરૂપ છે ત્યાં પરના ત્યાગની તો વાત જ શી કરવી?

આત્મામાં ‘ત્યાગ-ઉપાદાન-શૂન્યત્વ’ નામની શક્તિ છે. તે શક્તિના કારણે આત્મામાં પરનાં ગ્રહણ-ત્યાગ છે જ નહિ. લોકો તો આહારનો ત્યાગ કર્યો માટે અમને ઉપવાસ થઈ ગયો ઇત્યાદિ પરના ત્યાગ વડે ધર્મ થયો માને છે. પરંતુ ભાઈ! આત્મા પરને ગ્રહે શી રીતે અને ત્યાગે પણ શી રીતે? આત્માને પરનાં ગ્રહણ-ત્યાગ માનવાં એ તો મિથ્યાદર્શન છે.

* કળશ ૧૧૬ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘જ્ઞાનીએ સમસ્ત રાગને હેય જાણ્યો છે. તે રાગને મટાડવાને ઉદ્યમ કર્યા કરે છે; તેને આસ્રવભાવની ભાવનાનો અભિપ્રાય નથી; તેથી તે સદા નિરાસ્રવ જ કહેવાય છે.’ જુઓ આ દ્રષ્ટિનો મહિમા! જ્ઞાનીને અંતર્દ્રષ્ટિ થઈ હોવાથી તેને પુણ્યપરિણામની ભાવનાનો પણ અભિપ્રાય નથી. તેને તો એક વીતરાગ ભાવની ભાવનાનો અભિપ્રાય છે. તેથી તે સદા નિરાસ્રવ જ કહેવાય છે.

‘પરવૃત્તિ (પરપરિણતિ) બે પ્રકારની છે-અશ્રદ્ધારૂપ અને અસ્થિરતારૂપ. જ્ઞાનીએ અશ્રદ્ધારૂપ પરવૃત્તિ છોડી છે અને અસ્થિરતારૂપ પરવૃત્તિ જીતવા માટે તે નિજશક્તિને વારંવાર સ્પર્શે છે. એ રીતે સકળ પરવૃત્તિને ઉખેડીને કેવળજ્ઞાન પ્રગટાવે છે.’ જ્ઞાની પોતાની પરિણતિને સ્વરૂપ પ્રતિ વારંવાર વાળ્‌યા કરે છે. મુનિદશામાં તો અંતર્મુહૂર્તમાં આવું થયા કરે છે. એ રીતે એ સંપૂર્ણ ઉત્કૃષ્ટ સ્થિરતા કરીને કેવળજ્ઞાન પ્રગટાવે છે.

‘બુદ્ધિપૂર્વક’ અને અબુદ્ધિપૂર્વક’નો અર્થ આ પ્રમાણે છેઃ-જે રાગાદિ પરિણામ ઇચ્છા સહિત થાય તે બુદ્ધિપૂર્વક છે અને જે રાગાદિ પરિણામ ઈચ્છા વિના પર નિમિત્તની બળજોરીથી થાય તે અબુદ્ધિપૂર્વક છે. પરનિમિત્તની બળજોરી એટલે ઇચ્છા રહિતપણે પરનિમિત્તના લક્ષે રાગ થાય છે તેને પરની બળજોરીથી થયા એમ કહેવામાં આવે છે. નિમિત્તની કાંઈ ખરેખર બળજોરી છે એમ નથી. પોતાના (હીન) પુરુષાર્થનો


PDF/HTML Page 1751 of 4199
single page version

ક્રમ (પુરુષાર્થની નબળાઈનો કાળ) એવો છે અને તે સમયે રાગનો પણ એવો જ ક્રમ છે તો નિમિત્તની બળજોરી કહી છે. નિમિત્ત છે ખરું, પરંતુ નિમિત્તથી પરમાં કાંઈ થાય છે વા નિમિત્ત બળથી (બળપૂર્વક) પરનું પરિણમન કરાવે છે એમ નથી.

‘જ્ઞાનીને જે રાગાદિ પરિણામ થાય છે તે બધાય અબુદ્ધિપૂર્વક જ છે; સવિકલ્પ દશામાં થતા રાગાદિ પરિણામો જ્ઞાનીની જાણમાં છે તોપણ અબુદ્ધિપૂર્વક છે કારણ કે ઇચ્છા વિના થાય છે. જ્ઞાનીને રાગની રુચિ નથી, રાગ ઠીક છે એમ નથી છતાં રાગ થાય છે તેને અબુદ્ધિપૂર્વકનો રાગ કહેવામાં આવે છે.

રાજમલ્લજીએ આ કળશની ટીકા કરતાં ‘બુદ્ધિપૂર્વક’ અને અબુદ્ધિપૂર્વક’નો આ પ્રમાણે અર્થ લીધો છેઃ-જે રાગાદિ પરિણામ મનદ્વારા, બાહ્ય વિષયોને અવલંબીને, પ્રવર્તે છે અને જેઓ પ્રવર્તતા થકા જીવને પોતાને જણાય છે તેમ જ બીજાને પણ અનુમાનથી જણાય છે તે પરિણામો બુદ્ધિપૂર્વક છે. દયા, દાન, ભક્તિ, પૂજા ઇત્યાદિ જે રાગ આવે છે તે મનદ્વારા પોતાને ખ્યાલમાં આવે છે. સ્વરૂપના જ્ઞાન સાથે આ રાગનું પણ જ્ઞાન થઈ આવે છે અને બીજાને પણ આ ભક્તિ આદિનો રાગ છે એમ અનુમાનથી જણાય છે તેથી તે પરિણામો બુદ્ધિપૂર્વક છે.

અને જે રાગાદિ પરિણામ ઇન્દ્રિય-મનના વ્યાપાર સિવાય કેવળ મોહના ઉદયના નિમિત્તે થાય છે અને જીવને જણાતા નથી તે અબુદ્ધિપૂર્વક છે. ખરેખર તો જ્યાં અબુદ્ધિપૂર્વકનો રાગ છે ત્યાં પણ મનનું જોડાણ તો છે પરંતુ સ્થૂળપણે જોડાણ નથી એમ અહીં લેવું છે. કર્મના ઉદયમાં જોડાણ છે ત્યાં મન તો છે પણ સૂક્ષ્મ છે તે અપેક્ષાએ મન નથી એમ કહ્યું છે.

જ્ઞાનીને જાણવામાં આવે એવો (બુદ્ધિપૂર્વક) રાગ થાય છે છતાં તેને રાગથી નિરંતર ભેદજ્ઞાન વર્તે છે. મારી ચીજ તો રાગથી ભિન્ન છે અને હું તો શુદ્ધ ચૈતન્યમય આનંદરસકંદ ભગવાન આત્મા છું એવું ભાન તેને નિરંતર વર્તે છે. સમકિતી નારકી હો કે તિર્યંચ હો-દરેકને આવું ભાન નિરંતર હોય છે.

પરવસ્તુ મારી છે, રાગ મારો છે-એવી માન્યતા જેને છે તેને તો રાગનો-ઝેરનો જ સ્વાદ આવે છે. પરંતુ રાગથી ભિન્ન શુદ્ધ ચૈતન્યસ્વરૂપનો જેને અનુભવ છે તેને અનાકુળ આનંદનો-પરમ અમૃતનો સ્વાદ આવે છે. સમયસાર, મોક્ષ અધિકારમાં શુભભાવને પણ વિષકુંભ કહ્યો છે. હવે શુભભાવને પણ ભગવાન જ્યાં ઝેર કહે છે ત્યાં રળવું, કમાવું અને ભોગ ભોગવવા-ઇત્યાદિ અશુભભાવની તો વાત જ શું?

આ અબુદ્ધિપૂર્વક પરિણામને પ્રત્યક્ષ જ્ઞાની જાણે છે અને તેમના અવિનાભાવી ચિન્હ વડે તેઓ અનુમાનથી પણ જણાય છે.


PDF/HTML Page 1752 of 4199
single page version

પહેલાં બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વક-રુચિની અપેક્ષાએ કહ્યા અને અહીં રાજમલ્લજીએ જાણવા ન જાણવાની અપેક્ષાએ કહ્યા છે. વિવક્ષાભેદ જેમ છે તેમ સમજવું.

હવે શિષ્યની આશંકાનો શ્લોક કહે છેઃ-

* કળશ ૧૧૭ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘सर्वस्याम् एव द्रव्यप्रत्ययसंततौ जीवन्त्यां’ જ્ઞાનીને સમસ્ત દ્રવ્યાસ્રવની સંતતિ વિદ્યમાન હોવા છતાં ‘ज्ञानी’ જ્ઞાની ‘नित्यम् एव’ સદાય ‘निरास्रवः’ નિરાસ્રવ છે ‘कुतः’ એમ શા કારણે કહ્યું?

જે રાગથી ભિન્ન પડયો છે અને જેને શુદ્ધ ચૈતન્યસ્વરૂપના નિરાકુળ આનંદનો સ્વાદ આવ્યો છે તેવા ધર્મીને તેના આત્મપ્રદેશે આઠે જડકર્મ સ્થિત છે, તેનો ઉદય પણ છે અને અહીં પર્યાયમાં રાગ-દ્વેષ પણ થાય છે તો તેને નિરાસ્રવ કેમ કહ્યો?

‘इति चेत् मतिः’ એમ જો તારી બુદ્ધિ છે અર્થાત્ એવી જો તને આશંકા છે તો હવે તેનો ઉત્તર કહેવામાં આવે છે.

[પ્રવચન નં. ૨૩પ અને ૨૩૬ * દિનાંક ૧૮-૧૧-૭૬ અને ૧૯-૧૧-૭૬]

PDF/HTML Page 1753 of 4199
single page version

सव्वे पुव्वणिबद्धा दु पच्चया अत्थि सम्मदिट्ठिस्स।
उवओगप्पाओगं बंधंते कम्मभावेण।। १७३।।
होदूण णिरुवभोज्जा तह बंधदि जह हवंति उवभोज्जा।
सत्तट्ठविहा भूदा णाणावरणादिभावेहिं।। १७४।।
संता दु णिरुवभोज्जा बाला इत्थी जहेह पुरिसस्स।
बंधदि ते उवभोज्जे तरुणी इत्थी जह णरस्स।। १७५।।
एदेण कारणेण दु सम्मादिट्ठी अबंधगो भणिद्रो।
आसवभावाभावे ण पच्चया बंधगा भणिदा।। १७६।।

सर्वे पूर्वनिबद्धास्तु प्रत्ययाः सन्ति सम्यग्द्रष्टेः।
उपयोगप्रायोग्यं बध्नन्ति कर्मभावेन।। १७३ ।।
भूत्वा निरुपभोग्यानि तथा बध्नाति यथा भवन्त्युपभोग्यानि।
सप्ताष्टविधानि भूतानि ज्ञानावरणादिभावैः।। १७४।।

હવે પૂર્વોક્ત આશંકાના ઉત્તરની ગાથા કહે છેઃ-

જે સર્વ પૂર્વનિબદ્ધ પ્રત્યય વર્તતા સુદ્રષ્ટિને,
ઉપયોગને પ્રાયોગ્ય બંધન કર્મભાવ વડે કરે. ૧૭૩.
અણભોગ્ય બની ઉપભોગ્ય જે રીત થાય તે રીત બાંધતા,
જ્ઞાનાવરણ ઇત્યાદિ કર્મો સપ્ત–અષ્ટ પ્રકારનાં. ૧૭૪.
સત્તા વિષે તે નિરુપભોગ્ય જ, બાળ સ્ત્રી જ્યમ પુરુષને;
ઉપભોગ્ય બનતાં તેહ બાંધે, યુવતી જેમ પુરુષને. ૧૭પ.
આ કારણે સમ્યક્ત્વસંયુત જીવ અણબંધક કહ્યા,
આસરવભાવઅભાવમાં નહિ પ્રત્યયો બંધક કહ્યા. ૧૭૬.

ગાથાર્થઃ– [सम्यग्द्रष्टेः] સમ્યગ્દ્રષ્ટિને [सर्वे] બધા [पूर्वनिबद्धाः तु] પૂર્વે બંધાયેલા [प्रत्ययाः] પ્રત્યયો (દ્રવ્ય આસ્રવો) [सन्ति] સત્તારૂપે મોજૂદ છે તેઓ


PDF/HTML Page 1754 of 4199
single page version

सन्ति तु निरुपभोग्यानि बाला स्त्री यथेह पुरुषस्य।
बध्नाति तानिं उपभोग्यानि तरुणी स्त्री यथा नरस्य।। १७५।।
एतेन कारणेन तु सम्यग्द्रष्टिरबन्धको भणितः।
आस्रवभावाभावे न प्रत्यया बन्धका भणिताः।। १७६।।

[उपयोगप्रायोग्यं] ઉપયોગના પ્રયોગ અનુસાર, [कर्मभावेन] કર્મભાવ વડે (-રાગાદિક વડે) [बध्नन्ति] નવો બંધ કરે છે. તે પ્રત્યયો, [निरुपभोग्यानि] નિરુપભોગ્ય [भूत्वा] રહીને પછી [यथा] જે રીતે [उपभोग्यानि] ઉપભોગ્ય [भवन्ति] થાય છે[तथा] તે રીતે, [ज्ञानावरणादिभावैः] જ્ઞાનાવરણાદિ ભાવે [सप्ताष्टविधानि भूतानि] સાત-આઠ પ્રકારનાં થયેલાં એવાં કર્મોને [बध्नाति] બાંધે છે. [सन्ति तु] સત્તા-અવસ્થામાં તેઓ [निरुपभोग्यानि] નિરુપભોગ્ય છે અર્થાત્ ભોગવવાયોગ્ય નથી- [यथा] જેમ [इह] જગતમાં [बाला स्त्री] બાળ સ્ત્રી [पुरुषस्य] પુરુષને નિરુપભોગ્ય છે તેમ; [तानि] તેઓ [उपभोग्यानि] ઉપભોગ્ય અર્થાત્ ભોગવવાયોગ્ય થતાં [बध्नाति] બંધન કરે છે- [यथा] જેમ [तरुणी स्त्री] તરુણ સ્ત્રી [नरस्य] પુરુષને બાંધે છે તેમ. [एतेन तु कारणेन] આ કારણથી [सम्यद्रष्टिः] સમ્યગ્દ્રષ્ટિને [अबन्धकः] અબંધક [भणतिः] કહ્યો છે, કારણ કે [आस्रवभावाभावे] આસ્રવભાવના અભાવમાં [प्रत्ययाः] પ્રત્યયોને [बन्धकाः] (કર્મના) બંધક [न भणिताः] કહ્યા નથી.

ટીકાઃ– જેમ પ્રથમ તો તત્કાળની પરણેલી બાળ સ્ત્રી અનુપભોગ્ય છે પરંતુ યૌવનને પામેલી એવી તે પહેલાંની પરણેલી સ્ત્રી યૌવન-અવસ્થામાં ઉપભોગ્ય થાય છે અને જે રીતે ઉપભોગ્ય થાય તે અનુસારે, પુરુષના રાગભાવને લીધે જ, પુરુષને બંધન કરે છે-વશ કરે છે, તેવી રીતે જેઓ પ્રથમ તો સત્તા-અવસ્થામાં અનુપભોગ્ય છે પરંતુ વિપાક-અવસ્થામાં ઉપભોગયોગ્ય થાય છે એવા પુદ્ગલકર્મરૂપ દ્રવ્યપ્રત્યયો હોવા છતાં તેઓ જે રીતે ઉપભોગ્ય થાય તે અનુસારે (અર્થાત્ ઉપયોગના પ્રયોગ અનુસારે), કર્મોદયના કાર્યરૂપ જીવભાવના સદ્ભાવને લીધે જ, બંધન કરે છે. માટે જ્ઞાનીને જો પૂર્વબદ્ધ દ્રવ્યપ્રત્યયો વિધમાન છે, તો ભલે હો; તથાપિ તે (જ્ઞાની) તો નિરાસ્રવ જ છે, કારણ કે કર્મોદયનું કાર્ય જે રાગદ્વેષમોહરૂપ આસ્રવભાવ તેના અભાવમાં દ્રવ્યપ્રત્યયો બંધના કારણ નથી. (જેમ પુરુષને રાગભાવ હોય તો જ જુવાની પામેલી સ્ત્રી તેને વશ કરી શકે છે તેમ જીવને આસ્રવભાવ હોય તો જ ઉદયપ્રાપ્ત દ્રવ્યપ્રત્યયો નવો બંધ કરી શકે છે.)

ભાવાર્થઃ– દ્રવ્યાસ્રવોના ઉદયને અને જીવના રાગદ્વેષમોહભાવોને નિમિત્તનૈમિત્તિકભાવ છે. દ્રવ્યાસ્રવોના ઉદય વિના જીવને આસ્રવભાવ થઇ શકે નહિ અને તેથી બંધ પણ થઈ શકે નહિ. દ્રવ્યાસ્રવોનો ઉદય થતાં જીવ જે પ્રકારે તેમાં જોડાય


PDF/HTML Page 1755 of 4199
single page version

(मालिनी)
विजहति न हि सत्तां प्रत्ययाः पूर्वबद्धाः
समयमनुसरन्तो यद्यपि द्रव्यरूपाः।
तदपि सकलरागद्वेषमोहव्युदासा–
दवतरति न जातु ज्ञानिनः कर्मबन्धः।। ११८।।

અર્થાત્ જે પ્રકારે તેને ભાવાસ્રવ થાય તે પ્રકારે દ્રવ્યાસ્રવો નવીન બંધનાં કારણ થાય છે. જીવ ભાવાસ્રવ ન કરે તો તેને નવો બંધ થતો નથી.

સમ્યગ્દ્રષ્ટિને મિથ્યાત્વનો અને અનંતાનુબંધી કષાયનો ઉદય નહિ હોવાથી તેને તે પ્રકારના ભાવાસ્રવો તો થતા જ નથી અને મિથ્યાત્વ તેમ જ અનંતાનુબંધી કષાય સંબંધી બંધ પણ થતો નથી. (ક્ષાયિક સમ્યગ્દ્રષ્ટિને સત્તામાંથી મિથ્યાત્વનો ક્ષય થતી વખતે જ અનંતાનુબંધી કષાયનો તથા તે સંબંધી અવિરતિ અને યોગભાવનો પણ ક્ષય થઇ ગયો હોય છે તેથી તેને તે પ્રકારનો બંધ થતો નથી; ઔપશમિક સમ્યગ્દ્રષ્ટિને મિથ્યાત્વ તેમ જ અનંતાનુબંધી કષાયો માત્ર ઉપશમમાં-સત્તામાં-જ હોવાથી સત્તામાં રહેલું દ્રવ્ય ઉદયમાં આવ્યા વિના તે પ્રકારના બંધનું કારણ થતું નથી; અને ક્ષાયોપશમિક સમ્યગ્દ્રષ્ટિને પણ સમ્યક્ત્વમોહનીય સિવાયની છ પ્રકૃતિઓ વિપાક-ઉદયમાં આવતી નથી તેથી તે પ્રકારનો બંધ થતો નથી.)

અવિરતસમ્યગ્દ્રષ્ટિ વગેરેને જે ચારિત્રમોહનો ઉદય વર્તે છે તેમાં જે પ્રકારે જીવ જોડાય છે તે પ્રકારે તેને નવો બંધ થાય છે; તેથી ગુણસ્થાનોના વર્ણનમાં અવિરતસમ્યગ્દ્રષ્ટિ આદિ ગુણસ્થાનોએ અમુક અમુક પ્રકૃતિનો બંધ કહ્યો છે, પરંતુ આ બંધ અલ્પ હોવાથી તેને સામાન્ય સંસારની અપેક્ષાએ બંધમાં ગણવામાં આવતો નથી. સમ્યગ્દ્રષ્ટિ ચારિત્રમોહના ઉદયમાં સ્વામિત્વભસાવે તો જોડાતો જ નથી, માત્ર અસ્થિરતારૂપે જોડાય છે; અને અસ્થિરતારૂપ જોડાણ તે નિશ્ચયદ્રષ્ટિમાં જોડાણ જ નથી. માટે સમ્યગ્દ્રષ્ટિને રાગદ્વેષમોહનો અભાવ કહેવામાં આવ્યો છે. જ્યાં સુધી કર્મનું સ્વામીપણું રાખીને કર્મના ઉદયમાં જીવ પરિણમે છે ત્યાં સુધી જ જીવ કર્મનો કર્તા છે; ઉદયનો જ્ઞાતાદ્રષ્ટા થઇને પરના નિમિત્તથી માત્ર અસ્થિરતારૂપે પરિણમે ત્યારે કર્તા નથી, જ્ઞાતા જ છે. આ અપેક્ષાએ, સમ્યગ્દ્રષ્ટિ થયા પછી ચારિત્રમોહના ઉદયરૂપ પરિણમવા છતાં તેને જ્ઞાની અને અબંધક કહેવામાં આવ્યો છે. જ્યાં સુધી મિથ્યાત્વનો ઉદય છે અને તેમાં જોડાઇને જીવ રાગદ્વેષમોહભાવે પરિણમે છે ત્યાં સુધી જ તેને અજ્ઞાની અને બંધક કહેવામાં આવે છે. જ્ઞાની-અજ્ઞાનીનો અને બંધ-અબંધનો આ વિશેષ જાણવો. વળી શુદ્ધ સ્વરૂપમાં લીન રહેવાના અભ્યાસ દ્વારા કેવળજ્ઞાન પ્રગટવાથી જ્યારે જીવ સાક્ષાત્ સંપૂર્ણજ્ઞાની થાય છે ત્યારે તો તે સર્વથા નિરાસ્રવ થઇ જાય છે એમ પહેલાં કહેવાઇ ગયું છે.


PDF/HTML Page 1756 of 4199
single page version

(अनुष्टुभ्)
रागद्वेषविमोहानां ज्ञानिनो यदसम्भवः।
तत एव न बन्धोऽस्य ते हि बन्धस्य कारणम्।। ११९।।

હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-

શ્લોકાર્થઃ– [यद्यपि] જોકે [समयम् अनुसरन्तः] પોતપોતાના સમયને અનુસરતા (અર્થાત્ પોતપોતાના સમયે ઉદ્રયમાં આવતા) એવા [पूर्वबद्धाः] પૂર્વબદ્ધ (પૂર્વે અજ્ઞાન- અવસ્થામાં બંધાયેલા) [द्रव्यरूपाः प्रत्ययाः] દ્રવ્યરૂપ પ્રત્યયો [सत्तां] પોતાની સત્તા [न हि विजहति] છોડતા નથી (અર્થાત્ સત્તામાં છે-હયાત છે), [तदपि] તોપણ [सकलरागद्वेषमोहव्युदासात्] સર્વ રાગદ્વેષમોહનો અભાવ હોવાથી [ज्ञानिनः] જ્ઞાનીને [कर्मबन्धः] કર્મબંધ [जातु] કદાપિ [अवतरति न] અવતાર ધરતો નથી-થતો નથી.

ભાવાર્થઃ– જ્ઞાનીને પણ પૂર્વે અજ્ઞાન-અવસ્થામાં બંધાયેલા દ્રવ્યાસ્રવો સત્તા-અવસ્થામાં હયાત છે અને તેમના ઉદયકાળે ઉદયમાં આવતા જાય છે. પરંતુ તે દ્રવ્યાસ્રવો જ્ઞાનીને કર્મબંધનું કારણ થતા નથી, કેમ કે જ્ઞાનીને સકળ રાગદ્વેષમોહભાવોનો અભાવ છે. અહીં સકળ રાગદ્વેષમોહનો અભાવ બુદ્ધિપૂર્વક રાગદ્વષમોહની અપેક્ષાએ સમજવો. ૧૧૮.

હવે આ જ અર્થ દ્રઢ કરનારી બે ગાથાઓ આવે છે તેની સૂચનિકારૂપ શ્લોક કહે છેઃ-

શ્લોકાર્થઃ– [यत्] કારણ કે [ज्ञानिनः रागद्वेषविमोहानां असम्भवः] જ્ઞાનીને રાગદ્વેષમોહનો અસંભવ છે [ततः एव] તેથી [अस्य बन्धः न] તેને બંધ નથી; [हि] કેમ કે [ते बन्धस्य कारणम्] તે (રાગદ્વેષમોહ) જ બંધનું કારણ છે. ૧૧૯.

* * *

સમયસાર ગાથા ૧૭૩ થી ૧૭૬ઃ મથાળુ

હવે, પૂર્વોક્ત આશંકાના ઉત્તરની ગાથા કહે છેઃ-

* ગાથા ૧૭૩ થી ૧૭૬ઃ ટીકા ઉપરનું પ્રવચન *

પ્રથમ દ્રષ્ટાંત આપે છે-‘જેમ પ્રથમ તો તત્કાળની પરણેલી બાળ સ્ત્રી અનુપભોગ્ય છે પરંતુ યૌવનને પામેલી એવી તે પહેલાંની પરણેલી સ્ત્રી યૌવન-અવસ્થામાં ઉપભોગ્ય થાય છે અને જે રીતે ઉપભોગ્ય થાય તે અનુસારે, પુરુષના રાગભાવને લીધે જ, પુરુષને બંધન કરે છે, વશ કરે છે...’

જુઓ, કોઈ બાળ કન્યા ૧૦-૧૨ વર્ષની પરણેલી હોય તે તેના પતિને ઉપભોગ્ય


PDF/HTML Page 1757 of 4199
single page version

નથી એટલે કે ભોગવવા લાયક નથી. પરંતુ તે જ પરણેલી સ્ત્રી યૌવનને પ્રાપ્ત થાય ત્યારે ઉપભોગ્ય થાય છે. હવે જે રીતે ઉપભોગ્ય થાય તે અનુસારે-જોયું? અહીં વજન છે-કે જે રીતે ઉપભોગ્ય થાય તે અનુસારે, પુરુષ તેના પ્રતિ જેટલો રાગ કરે તેટલા પ્રમાણમાં તે સ્ત્રી બંધન કરે છે, વશ કરે છે.

કોઈને વળી પ્રશ્ન થાય કે આચાર્યદેવે આવું દ્રષ્ટાંત કેમ આપ્યું? ભાઈ? આચાર્યદેવ તો મુનિવર છે. દુનિયાને સમજમાં આવે માટે આવું દ્રષ્ટાંત આપ્યું છે. વીતરાગી સંતો દ્રષ્ટાંત આપવામાં નિઃસંકોચ હોય છે. તેમને શું સંકોચ? હવે કહે છે-

‘તેવી રીતે જેઓ પ્રથમ તો સત્તા-અવસ્થામાં અનુપભોગ્ય છે પરંતુ વિપાક-અવસ્થામાં ઉપભોગ્ય થાય છે એવા પુદ્ગલકર્મરૂપ દ્રવ્યપ્રત્યયો હોવા છતાં તેઓ જે રીતે ઉપભોગ્ય થાય તે અનુસારે (અર્થાત્ ઉપયોગના પ્રયોગના અનુસારે), કર્મોદયના કાર્યરૂપ જીવભાવના સદ્ભાવને લીધે જ, બંધન કરે છે.’

અહીં આ જ્ઞાનીની વાત છે. જ્ઞાનીને આઠ કર્મ જે સત્તામાં પડયાં છે તે બાળ સ્ત્રીની જેમ અનુપભોગ્ય છે. પરંતુ તે જ કર્મો વિપાક-અવસ્થામાં એટલે પાકીને ઉદયમાં આવે છે ત્યારે ઉપભોગ્ય થાય છે, ભોગવવા યોગ્ય થાય છે. હવે તે દ્રવ્યપ્રત્યયો જે રીતે ઉપભોગ્ય થાય તે અનુસારે એટલે કે ઉપયોગ તેમાં જોડાય તે પ્રમાણે, કર્મોદયના કાર્યભૂત જેટલો રાગાદિ ભાવ હોય તેટલા પ્રમાણમાં બંધન કરે છે. કર્મના ઉદયમાં વર્તમાન જેટલો ઉપભોગ કરે એટલું બંધન થાય છે.

હવે જ્ઞાનીને રુચિપૂર્વક રાગ કરવો એ તો છે નહિ. એને પર્યાયમાં કિંચિત્ રાગ દેખાય છે છતાં રુચિપૂર્વક તે પરિણામ તેને થયા નથી. જ્ઞાનીને મિથ્યાત્વ અને અનંતાનુબંધી રાગ- દ્વેષનો તો અભાવ જ છે અને ચારિત્રની અસ્થિરતાનો જે અલ્પ રાગ થાય છે તેનું એને પોસાણ નથી. તેથી કહે છે-

‘માટે જ્ઞાનીને જો પૂર્વબદ્ધ દ્રવ્યપ્રત્યયો વિદ્યમાન છે, તો ભલે હો; તથાપિ તે (જ્ઞાની) તો નિરાસ્રવ જ છે, કારણ કે કર્મોદયનું કાર્ય જે રાગદ્વેષમોહરૂપ આસ્રવભાવ તેના અભાવમાં દ્રવ્યપ્રત્યયો બંધનાં કારણ નથી.’

વેપારીને જે માલનું પોસાણ હોય તે માલ તે ખરીદે છે, બીજો માલ ખરીદતો નથી. તેમ જ્ઞાનીને રાગનું પોસાણ નથી. અસ્થિરતાનો અલ્પ રાગ તેને થાય છે પણ એનું પોસાણ નથી. તેથી તેને ગૌણ ગણીને જ્ઞાની નિરાસ્રવ જ છે એમ કહ્યું કેમકે ઉદયના કાર્યભૂત જે મિથ્યાત્વ અને રાગદ્વેષમોહભાવ તેનો અભાવ હોવાથી દ્રવ્યપ્રત્યયો જ્ઞાનીને બંધનાં કારણ નથી.

કર્મોદયના કાર્યભૂત જે જીવભાવ એટલે કે જીવની પર્યાયમાં થતા રાગદ્વેષમોહના પરિણામ તે જો જીવ કરે તો દ્રવ્ય પ્રત્યયો બંધનાં કારણ થાય. પરંતુ જ્ઞાનીને તો


PDF/HTML Page 1758 of 4199
single page version

રાગ-દ્વેષ-મોહ છે નહિ. માટે તેના અભાવમાં જ્ઞાનીને દ્રવ્યપ્રત્યયો બંધનાં કારણ થતાં નથી. અહીં આ મિથ્યાત્વ અને અનંતાનુબંધી રાગદ્વેષની અપેક્ષાએ વાત છે. પોતાના આત્માના આનંદના સ્વાદના આસ્વાદી જ્ઞાનીને બંધનના કારણભૂત એવા મિથ્યાત્વ સહિત રાગદ્વેષમોહ થતા જ નથી. તેની દ્રષ્ટિ સમ્યક્ આત્મા ઉપર છે અને સ્વરૂપાચરણ પણ છે તેથી જ્ઞાનીને નિરાસ્રવ કહ્યો છે.

અસ્થિરતાનો અલ્પ રાગ જ્ઞાનીને છે અને દ્રવ્યકર્મમાં પણ અલ્પ બંધન, અલ્પ સ્થિતિ પડે છે પણ સંસારમાં દીર્ઘ પરિભ્રમણ કરવું પડે એવું કર્મનું બંધન હોતું નથી.

અહા! રાગનો કર્તા હું છું એવો મિથ્યાત્વભાવ જ (મુખ્યપણે) આસ્રવભાવ છે, અને એ જ દીર્ઘ સંસાર છે, મહાપાપ છે, અનંત ભવનું કારણ છે. એથી વિપરીત જેને મિથ્યાત્વનો નાશ થઈને સમકિત થયું તે માનો ભવરહિત થઈ ગયો. ‘ભરતજી ઘરમાં વૈરાગી’-એમ આવે છે ને? એનો અર્થ જ એ છે કે દ્રષ્ટિ સ્વભાવ ઉપર હોવાથી કર્મના ઉદયમાં પણ તેને મિથ્યાત્વ અને અનંતાનુબંધી રાગ ઉત્પન્ન થાય એટલું જોડાણ તો થતું જ નથી.

શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથ ત્રણે તીર્થંકર ચક્રવર્તી અને કામદેવ હતા. તેઓ સંસારમાં રાગ મારું કર્તવ્ય છે અને રાગથી મને લાભ છે એ બુદ્ધિનો નાશ કરીને રહેતા હતા. રાગ થતો હતો ખરો, પણ એ પોતાને લાભદાયક છે એવી દ્રષ્ટિ ઉડી ગઈ હતી. મિથ્યાત્વ અને અનંતાનુબંધી રાગ-દ્વેષનો તેમને અભાવ હતો. આ અપેક્ષાએ તેમને (ગૃહસ્થદશામાં પણ) નિરાસ્રવ કહ્યા છે; અસ્થિરતાનો અલ્પ રાગ હતો તે અહીં ગૌણ છે.

અહા! મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયનો જેને અભાવ થયો છે એવા સમ્યગ્દ્રષ્ટિને શ્રદ્ધા અપેક્ષાએ જોવામાં આવે તો કર્મની એકસો અડતાલીસે પ્રકૃતિનો બંધ નથી પછી ભલે તે સમ્યગ્દ્રષ્ટિ બહારમાં ચક્રવર્તી હો કે બલદેવ. સમયસાર નાટકમાં આવે છે ને કે-

‘‘કરૈ કરમ સોઈ કરતારા જો જાનૈ સો જાનનહારા,
જો કરતા નહિ જાનૈ સોઈ જાનૈ સો કરતા નહિ હોઈ.’’

જ્ઞાનીને રાગ મારું કર્તવ્ય-કર્મ છે એ વાત છૂટી ગઈ છે. તેને રાગ થાય છે પણ તે એનું કર્મ બનતું નથી, જ્ઞાની એનો કર્તા થતો નથી. જે રાગનો કર્તા બને વા રાગ જેનું કર્મ- કર્તવ્ય બને છે એ જ્ઞાની નહિ પણ મિથ્યાદ્રષ્ટિ છે.


PDF/HTML Page 1759 of 4199
single page version

લોકોને બાહ્ય ત્યાગના મહિમા આગળ સમકિત શું ચીજ છે, અંદરમાં મોહ-મિથ્યાત્વનો ત્યાગ અને વીતરાગતાની પ્રગટતા શું ચીજ છે એની ખબર નથી. ભાઈ! ભવબીજનો નાશ કરનાર સમકિત પરમ મહિમાવંત ચીજ છે. ભવ અને ભવના ભાવરહિત ભગવાન આત્માની રુચિ-પ્રતીતિ જેને થઈ તેને બહારમાં છ ખંડનું રાજ્ય અને છન્નુ હજાર રાણીઓનો સંયોગ હોય તોપણ એને એના ભોગની રુચિ નથી; તેને અભિપ્રાયમાં સર્વ રાગનો ત્યાગ થઈ ગયો છે અને તેથી સમકિતી-જ્ઞાની નિરાસ્રવ જ છે. અહો! સમકિત પરમ અદ્ભુત ચીજ છે!

આવા સમકિતનો વિષય પરિપૂર્ણ ભગવાન આત્મા છે. આત્મશ્રદ્ધાન થયા વિના દેવ- ગુરુ-શાસ્ત્રની કે નવતત્ત્વની ભેદરૂપ શ્રદ્ધા કાંઈ સમકિત નથી, કેમ કે એ તો બધો રાગ છે. આવું તો અનંતવાર જીવે કર્યું છે; એક માત્ર ભવછેદક એવી આત્માની અંતર્દ્રષ્ટિ દુર્લભ રહી છે.

* ગાથા ૧૭૩ થી ૧૭૬ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘દ્રવ્યાસ્રવોના ઉદયને અને જીવના રાગ-દ્વેષ-મોહના ભાવોને નિમિત્ત-નૈમિત્તિક ભાવ છે.’

શું કહ્યું આ? કે ભગવાન આત્મા સ્વભાવથી જુઓ તો શુદ્ધ ચૈતન્યસ્વરૂપ પરમ પવિત્ર સદા વીતરાગસ્વભાવી છે; પણ એની પર્યાયમાં જે વિકાર થાય છે તે ભાવાસ્રવ છે. તેમાં દ્રવ્યાસ્રવ એટલે જડ કર્મનો ઉદય નિમિત્ત હોય છે. જડકર્મનો ઉદય તે નિમિત્ત અને પોતાની અવસ્થામાં જે વિકાર થાય છે તે નૈમિત્તિક છે. પ્રથમ જે કર્મ સત્તામાં હતાં તે પ્રગટ થાય તેને (કર્મનો) ઉદય કહે છે. ત્યાં પોતાની પર્યાયમાં નૈમિત્તિક જે વિકાર તેનું અશુદ્ધ ઉપાદાન તેના પોતાથી જ છે, નિમિત્તથી નહિ. રાગ-દ્વેષ-મોહ આદિ આસ્રવભાવો પોતપોતાના કાળમાં પોતાથી થવાવાળા હોય તે થાય છે. જૂના કર્મનો ઉદય નિમિત્તપણે ભલે હો, પણ નિમિત્તથી તે વિકારી પર્યાય થાય છે એમ નથી. નિમિત્તનો નિમિત્તપણે નિષેધ નથી, પણ નિમિત્ત ઉપાદાનમાં કાંઈ કરે છે એ વાતનો નિષેધ છે.

તો કેટલાક અજ્ઞાનીઓ પોકાર કરે છે કે-કથંચિત્ પોતાથી થાય અને કથંચિત્ નિમિત્તથી થાય એમ અનેકાન્ત કરવું જોઈએ.

અરે ભાઈ! આવું અનેકાન્તનું સ્વરૂપ નથી. એ તો ફુદડીવાદ છે, મિથ્યાવાદ છે. પોતાથી થાય અને નિમિત્તથી ન થાય એ સમ્યક્ અનેકાન્ત છે. આત્મા જેટલા પ્રમાણમાં કર્મના ઉદયમાં જોડાય છે તેટલા પ્રમાણમાં આત્માને મિથ્યાત્વ અને રાગદ્વેષ ઉત્પન્ન થાય છે અને તેનાથી નવા કર્મનો બંધ થાય છે.


PDF/HTML Page 1760 of 4199
single page version

કર્મનો ઉદય આવે એટલે વિકાર કરવો જ પડે અર્થાત્ નિમિત્તના પ્રમાણમાં જોડાણ થાય જ એવી અત્યારે કેટલાકની માન્યતા છે પરંતુ તે માન્યતા યથાર્થ નથી, ખોટી વિપરીત છે. અરે ભાઈ! કર્મનો ઉદય તો જડ છે અને આત્મા ચેતન છે; બન્ને ભિન્ન ભિન્ન છે, કર્મ આત્માને સ્પર્શતુંય નથી; તો પછી જડકર્મ ચેતનને શું કરે? ચેતનની પર્યાયમાં જે મિથ્યાત્વાદિ છે તે એની જન્મક્ષણ છે, તે પોતાના કાળે પોતાથી છે, કર્મને લીધે છે એમ નથી. જ્યારે પર્યાયમાં વિકાર થાય ત્યારે કર્મના ઉદયને નિમિત્ત કહે છે. એવી રીતે પોતાના શુદ્ધ દ્રવ્યના આશ્રયે સમ્યગ્દર્શન થાય છે ત્યાં રાગની મંદતા નિમિત્ત છે, પરંતુ એ નિમિત્ત નૈમિત્તિક એવી સમ્યગ્દર્શનની પર્યાયને ઉત્પન્ન કરે છે એમ નથી. સમ્યગ્દર્શનની પર્યાય નિમિત્તના કારણે કે નિમિત્તના આશ્રયે-અવલંબને ઉત્પન્ન થાય છે એમ નથી. હવે આગળ કહે છે-

‘દ્રવ્યાસ્રવોના ઉદય વિના જીવને આસ્રવભાવ થઈ શકે નહિ અને તેથી બંધ પણ થઈ શકે નહિ. દ્રવ્યાસ્રવોનો ઉદય થતાં જીવ જે પ્રકારે તેમાં જોડાય અર્થાત્ જે પ્રકારે તેને ભાવાસ્રવ થાય તે પ્રકારે દ્રવ્યાસ્રવો નવીન બંધના કારણ થાય છે. જીવ ભાવાસ્રવ ન કરે તો તેને નવો બંધ થતો નથી.’

દ્રવ્યાસ્રવોના ઉદય વિના એટલે દ્રવ્યાસ્રવોના ઉદયમાં જોડાયા વિના જીવને આસ્રવભાવ થઈ શકે નહિ. ઉદયમાં જેટલું જીવ સ્વતંત્રપણે જોડાણ કરે છે તેટલો ભાવાસ્રવ થાય છે. કેટલાક લોકો આશયને સમજતા નથી એટલે કહે છે કે આ તો તમારા ઘરની વાત છે. પરંતુ ભાઈ! એમ નથી, બાપુ! એનો આશય જ આ છે. દ્રવ્યાસ્રવોના ઉદય વિના એટલે ઉદયથી ભાવાસ્રવો થાય એમ નહિ, પણ ઉદયકાળે જીવ ઉદયમાં જોડાય છે, જીવનું લક્ષ નિમિત્ત ઉપર જાય છે ત્યારે વિકાર-ભાવાસ્રવો ઉત્પન્ન થાય છે. નિમિત્ત વિના ન થાય એનો અર્થ નિમિત્તથી થાય એમ નથી. (નિમિત્ત વિના ન થાય-એ તો માત્ર નિમિત્તની ઉપસ્થિતિ સૂચવે છે).

અહા! શું થાય? સર્વજ્ઞ વીતરાગ પરમેશ્વરની આ વાણી હમણાં હમણાં ચાલતી ન હોતી એટલે લોકોને એકાંત લાગે છે. પણ જુઓ, આગળ પંડિતજી સ્વયં ખુલાસો કરે છે કે દ્રવ્યાસ્રવોનો ઉદય થતાં જીવ જે પ્રકારે તેમાં જોડાય અર્થાત્ જે પ્રકારે તેને ભાવાસ્રવ થાય તે પ્રકારે દ્રવ્યાસ્રવો નવીન બંધનાં કારણ થાય છે; ઉદયના પ્રમાણમાં થાય એમ નહિ. બીજી રીતે કહીએ તો જીવ જે પ્રકારે પોતાના ઉપયોગનું ઉદયમાં જોડાણ કરે તે પ્રકારે દ્રવ્યાસ્રવો બંધનું કારણ થાય છે, જીવને ભાવાસ્રવો જે પ્રકારે થાય છે તે પ્રકારે દ્રવ્યાસ્રવો નવીન બંધનાં કારણ થાય છે. જીવ ભાવાસ્રવ ન કરે તો નવો બંધ થતો નથી. જો કર્મનો ઉદય આવે ત્યારે આસ્રવ અને બંધ થાય જ (વિકાર કરવો જ પડે) એવો નિયમ હોય તો-કર્મનો ઉદય તો સદાય છે અને તો પછી બંધ પણ સદાય થયા જ કરે; પણ એમ છે નહિ. પોતે એમાં