Pravachan Ratnakar (Gujarati). Gatha: 190-192.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 95 of 210

 

PDF/HTML Page 1881 of 4199
single page version

પોતાના જ્ઞાન, દર્શન આદિ અનંતગુણોથી પરિપૂર્ણ ભગવાન આત્મા ઇચ્છા-રાગ અને પરદ્રવ્યથી સદા ખાલી છે. એવું જ એનું સ્વરૂપ છે. એવા પોતાના સ્વરૂપમાં દ્રષ્ટિ દઈને એકાગ્ર થતાં આત્માનુભવ પ્રાપ્ત થાય છે. એ આત્માનુભવમાં જ સ્વરૂપની પ્રતીતિરૂપ સમ્યગ્દર્શન પ્રગટે છે. તે કાળે કોઈ વિકલ્પ કે વિચાર ન હોય. વસ્તુ પોતે નિર્વિકલ્પ વીતરાગસ્વરૂપ છે; તેથી વીતરાગી પર્યાય પણ નિર્વિકલ્પ અનુભવમાં -ધ્યાનમાં જ પ્રાપ્ત થાય છે. આવી નિર્વિકલ્પ વીતરાગી સમ્યગ્દર્શન-જ્ઞાનની દશા પ્રગટ થઈ છે તે જીવ શુદ્ધદર્શનજ્ઞાનમય આત્માને પરદ્રવ્યથી ભિન્ન ચેતતો-અનુભવતો સ્થિર થઈને અલ્પકાળમાં પૂર્ણ પરમાત્મપદને પામે છે. અહો! પંચમ આરાના મુનિ પૂર્ણ પરમાત્મપદની પ્રાપ્તિરૂપ મોક્ષની વાત કહે છે; એમ કહેતા નથી કે અત્યારે મોક્ષ નથી પણ આ વિધિ વડે મોક્ષ થાય છે એમ દ્રઢપણે કહે છે.

કેટલાક લોકો કહે છે કે અત્યારે તો શુભ ઉપયોગ જ હોય. તેને કહીએ છીએ કે ભાઈ! શુભ ઉપયોગ છે તે પુણ્યભાવ છે, ધર્મ નથી. જયસેનાચાર્યની ટીકામાં આવે છે કે-જે કોઈ આત્માને છોડીને પુણ્ય કરે છે તેને એના ફળરૂપ ભોગની જ અભિલાષા છે. આગળ બંધ અધિકારમાં લીધું છે કે-અભવ્ય જીવ ભોગના નિમિત્તરૂપ ધર્મને જ શ્રદ્ધે છે, કર્મક્ષયના નિમિત્તરૂપ ધર્મને નહિ. અરે ભાઈ! જેને પુણ્ય વહાલું લાગે છે તેને તેના ફળરૂપ પંચેન્દ્રિયના વિષયોની જ વાંછા છે. પુણ્યનો અભિલાષી ભોગનો જ અભિલાષી છે.

પ્રશ્નઃ– જ્ઞાનીને પણ પુણ્યભાવ તો આવે છે?

ઉત્તરઃ– હા, જ્ઞાનીને પણ પુણ્યભાવ આવે છે, પણ તેની તેને રુચિ કે પ્રેમ નથી. જ્ઞાનીને પુણ્યભાવમાં ધર્મબુદ્ધિ કે સુખબુદ્ધિ નથી; જ્યારે અજ્ઞાની પુણ્યને ભલું અને ધર્મરૂપ માને છે, તેને પુણ્યમાં સુખબુદ્ધિ હોય છે.

હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-

* કળશ ૧૨૮ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘भेदविज्ञानशक्तया निजमहिमरतानां एषां’ જેઓ ભેદવિજ્ઞાનની શક્તિ વડે નિજ મહિમામાં લીન રહે છે તેમને ‘नियतम्’ નિયમથી ‘शुद्धतत्त्वोपलंभः’ શુદ્ધ તત્ત્વની ઉપલબ્ધિ ‘भवति’ થાય છે.

શું કહ્યું? ભગવાન પૂર્ણાનંદનો નાથ પ્રભુ આત્મા ત્રિકાળ અકૃત્રિમ છે અને રાગાદિ સર્વ ચીજો કૃત્રિમ છે. જેઓ રાગથી ભેદ કરીને ભેદજ્ઞાનના બળ વડે પરમ મહિમાવંત સહજ અકૃત્રિમ નિજ ચૈતન્યસ્વરૂપમાં મગ્ન રહે છે તેમને નિયમથી ચિદાનંદમય શુદ્ધ તત્ત્વનો અનુભવ થાય છે. ભેદવિજ્ઞાનની શક્તિ વડે’-એમ કહ્યું એટલે કે


PDF/HTML Page 1882 of 4199
single page version

શુભરાગની સહાય કે મદદથી નહિ પણ રાગમાત્રથી ભેદ કરીને, ભિન્ન પડીને જેઓ શુદ્ધ દર્શનજ્ઞાનમય આત્મદ્રવ્યમાં નિમગ્ન થઈને રહે છે અર્થાત્ એને જ પોતાનું જ્ઞેય બનાવી ધ્યાન કરે છે તેમને અવશ્ય શુદ્ધ આત્મતત્ત્વની પ્રાપ્તિ થાય છે. અહાહા...! વસ્તુ આત્મા જ્ઞાતા- દ્રષ્ટાસ્વરૂપ છે. જેને જ્ઞાતાનું જ્ઞેય જ્ઞાતા અને દ્રષ્ટાનું દ્રશ્ય દ્રષ્ટા એવો ભગવાન આત્મા છે તેને નિયમથી શુદ્ધ આત્મતત્ત્વની - અંતઃતત્ત્વની ઉપલબ્ધિ થાય છે.

‘तस्मिन् सति च’ શુદ્ધ તત્ત્વની ઉપલબ્ધિ થતાં, ‘अचलितम्–अखिल–अन्यद्रव्य–दूरे– स्थितानां’ અચલિતપણે સમસ્ત અન્ય દ્રવ્યોથી દૂર વર્તતા એવા તેમને, ‘अक्षयः कर्ममोक्षः भवति’ અક્ષય કર્મમોક્ષ થાય છે.

અહાહા...! રાગથી ભિન્ન શુદ્ધ ચૈતન્યસ્વરૂપનો અનુભવ થતાં તે સ્વરૂપમાં નિયત થઈ અચલિતપણે સમસ્ત અન્યદ્રવ્યોથી દૂર રહે છે. સમસ્ત અન્યદ્રવ્યોમાં દેવ, ગુરુ, શાસ્ત્ર, મંદિર, પ્રતિમા તથા તે પ્રત્યેની ભક્તિનો રાગ ઇત્યાદિ બધું આવી ગયું.

સમસ્ત અન્યદ્રવ્યોથી દૂર વર્તતા એવા તેમને અક્ષય કર્મ મોક્ષ થાય છે અર્થાત્ ફરીને કદીય કર્મબંધ ન થાય એવો દ્રવ્યકર્મ-ભાવકર્મથી છૂટકારો થાય છે. ભાષા તો જુઓ! પરદ્રવ્યથી અને રાગથી ભિન્ન પડીને આત્માના અનુભવના સામર્થ્ય વડે અંતઃસ્થિરતાની જમાવટ કરીને તેઓ અલ્પકાળમાં મુક્તિ પામે છે, પરમ સુખમય એવા સિદ્ધપદને પામે છે. વચ્ચે પડી જશે એમ વાત જ નથી.

ભાઈ! આ તો ધીરાનાં કામ છે. તેઓને અક્ષય કર્મમોક્ષ થાય છે એટલે કે ફરીને કર્મબંધ થાય નહિ તેવો મોક્ષ થાય છે; અર્થાત્ કર્મ મૂળથી જ વિનાશ પામી જાય છે અને સ્વભાવમાત્ર વસ્તુ રહી જાય છે. લ્યો, આવી વાત છે.

[પ્રવચન નં. ૨પ૮ * દિનાંક ૧૧-૧૨-૭૬]

PDF/HTML Page 1883 of 4199
single page version

केन क्रमेण संवरो भवतीति चेत्–

तेसिं हेदू भणिदा अज्झवसाणाणि सव्वदरिसीहिं।
मिच्छत्तं अण्णाणं अविरयभावो य जोगो य।। १९०।।
हेदुअभावे णियमा जायदि णाणिस्स आसवणिरोहो।
आसवभावेण विणा जायदि कम्मस्स वि णिरोहो।। १९१।।
कम्मस्साभावेण य णोकम्माणं पि जायदि णिरोहो।
णोकम्मणिरोहेण य संसारणिरोहणं होदि।। १९२।।
तेषां हेतवो भणिता अध्यवसानानि सर्वदर्शिभिः।
मिथ्यात्वमज्ञानमविरतभावश्च योगश्च।। १९०।।
हेत्वभावे नियमाज्जायते ज्ञानिन आस्रवनिरोधः।
आस्रवभावेन विना जायते कर्मणोऽपि निरोधः।। १९१।।
कर्मणोऽभावेन च नोकर्मणामपि जायते निरोधः।
नोकर्मनिरोधेन च संसारनिरोधनं भवति।। १९२।।

હવે પૂછે છે કે સંવર કયા ક્રમે થાય છે? તેનો ઉત્તર કહે છેઃ-

રાગાદિના હેતુ કહે સર્વજ્ઞ અધ્યવસાનને,
–મિથ્યાત્વ ને અજ્ઞાન, અવિરતભાવ તેમ જ યોગને. ૧૯૦.
હેતુઅભાવે જરૂર આસ્રવરોધ જ્ઞાનીને બને,
આસ્રવભાવ વિના વળી નિરોધ કર્મતણો બને; ૧૯૧.
કર્મોતણા ય અભાવથી નોકર્મનું રોધન અને
નોકર્મના રોધન થકી સંસારસંરોધન બને. ૧૯૨.

ગાથાર્થઃ– [तेषां] તેમના (પૂર્વે કહેલા રાગદ્વેષમોહરૂપ આસ્રવોના) [हेतवः] હેતુઓ [सर्वदर्शिभिः] સર્વદર્શીઓએ [मिथ्यात्वम्] મિથ્યાત્વ, [अज्ञानम्] અજ્ઞાન,


PDF/HTML Page 1884 of 4199
single page version

[अविरतभावः च] અવિરતભાવ [योगः च] અને યોગ- [अध्यवसानानि] એ (ચાર) અધ્યવસાન [भणिताः] કહ્યા છે. [ज्ञानिनः] જ્ઞાનીને [हेत्वभावे] હેતુઓના અભાવે [नियमात्] નિયમથી [आस्रवनिरोधः] આસ્રવનો નિરોધ [जायते] થાય છે, [आस्रवभावेन विना] આસ્રવભાવ વિના [कर्मणः अपि] કર્મનો પણ [निरोधः] નિરોધ [जायते] થાય છે, [च] વળી [कर्मणः अभावेन] કર્મના અભાવથી [नोकर्मणाम् अपि] નોકર્મોનો પણ [निरोधः] નિરોધ [जायते] થાય છે, [च] અને [नोकर्मनिरोधेन] નોકર્મના નિરોધથી [संसारनिरोधनं] સંસારનો નિરોધ [भवति] થાય છે.

ટીકાઃ– પ્રથમ તો જીવને, આત્મા અને કર્મના એકપણાનો અધ્યાસ (અભિપ્રાય) જેમનું મૂળ છે એવાં મિથ્યાત્વ-અજ્ઞાન-અવિરતિ-યોગસ્વરૂપ અધ્યવસાનો વિદ્યમાન છે, તેઓ રાગદ્વેષમોહસ્વરૂપ આસ્રવભાવનાં કારણ છે; આસ્રવભાવ કર્મનું કારણ છે; કર્મ નોકર્મનું કારણ છે; અને નોકર્મ સંસારનું કારણ છે. માટે-સદાય આ આત્મા, આત્માને કર્મના એકપણાના અધ્યાસથી મિથ્યાત્વ-અજ્ઞાન-અવિરતિ-યોગમય આત્માને માને છે (અર્થાત્ મિથ્યાત્વાદિ અધ્યવસાન કરે છે); તેથી રાગદ્વેષમોહરૂપ આસ્રવભાવને ભાવે છે, તેથી કર્મ આસ્રવે છે; તેથી નોકર્મ થાય છે; અને તેથી સંસાર ઉત્પન્ન થાય છે. પરંતુ જ્યારે (તે આત્મા), આત્માને કર્મના ભેદવિજ્ઞાન વડે શુદ્ધ ચૈતન્યચમત્કારમાત્ર આત્માને ઉપલબ્ધ કરે છે-અનુભવે છે ત્યારે મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ અને યોગસ્વરૂપ અધ્યવસાનો કે જે આસ્રવભાવનાં કારણો છે તેમનો અભાવ થાય છે; અધ્યવસાનોનો અભાવ થતાં રાગદ્વેષમોહરૂપ આસ્રવભાવનો અભાવ થાય છે; આસ્રવભાવનો અભાવ થતાં કર્મનો અભાવ થાય છે; કર્મનો અભાવ થતાં નોકર્મનો અભાવ થાય છે; અને નોકર્મનો અભાવ થતાં સંસારનો અભાવ થાય છે. આ પ્રમાણે આ સંવરનો ક્રમ છે.

ભાવાર્થઃ– જીવને જ્યાં સુધી આત્મા ને કર્મના એકપણાનો આશય છે-ભેદવિજ્ઞાન નથી ત્યાં સુધી મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ અને યોગસ્વરૂપ અધ્યવસાનો વર્તે છે, અધ્યવસાનથી રાગદ્વેષમોહરૂપ આસ્રવભાવ થાય છે, આસ્રવભાવથી કર્મ બંધાય છે, કર્મથી શરીરાદિ નોકર્મ ઉત્પન્ન થાય છે અને નોકર્મથી સંસાર છે. પરંતુ જ્યારે તેને આત્મા ને કર્મનું ભેદવિજ્ઞાન થાય છે ત્યારે શુદ્ધ આત્માની ઉપલબ્ધિ થવાથી મિથ્યાત્વાદિ અધ્યવસાનોનો અભાવ થાય છે, અધ્યવસાનના અભાવથી રાગદ્વેષમોહરૂપ આસ્રવનો અભાવ થાય છે, આસ્રવના અભાવથી કર્મ બંધાતાં નથી, કર્મના અભાવથી શરીરાદિ નોકર્મ ઉત્પન્ન થતાં નથી અને નોકર્મના અભાવથી સંસારનો અભાવ થાય છે.-આ પ્રમાણે સંવરનો અનુક્રમ જાણવો.

સંવર થવાના ક્રમમાં સંવરનું પહેલું જ કારણ ભેદવિજ્ઞાન કહ્યું છે તેની ભાવનાના ઉપદેશનું કાવ્ય કહે છેઃ-


PDF/HTML Page 1885 of 4199
single page version

(उपजाति)
सम्पद्यते संवर एष साक्षा–
च्छुद्धात्मतत्त्वस्य किलोपलम्भात्।
स भेदविज्ञानत एव तस्मात्
तद्भेदविज्ञानमतीव भाव्यम्।। १२९।।
(अनुष्टुभ्)
भावयेद्भेदविज्ञानमिदमच्छिन्नधारया।
तावद्यावत्पराच्च्युत्वा ज्ञानं ज्ञाने प्रतिष्ठते।। १३०।।

શ્લોકાર્થઃ– [एषः साक्षात् संवरः] આ સાક્ષાત્ (સર્વ પ્રકારે) સંવર [किल] ખરેખર [शुद्ध–आत्म–तत्त्वस्य उपलम्भात्] શુદ્ધ આત્મતત્ત્વની ઉપલબ્ધિથી [सम्पद्यते] થાય છે; અને [सः] તે શુદ્ધ આત્મતત્ત્વની ઉપલબ્ધિ [भेदविज्ञानतः एव] ભેદવિજ્ઞાનથી જ થાય છે. [तस्मात्] માટે [तत् भेदविज्ञानम्] તે ભેદવિજ્ઞાન [अतीव] અત્યંત [भाव्यम्] ભાવવાયોગ્ય છે.

ભાવાર્થઃ– જીવને જ્યારે ભેદવિજ્ઞાન થાય છે અર્થાત્ જીવ જ્યારે આત્માને અને કર્મને યથાર્થપણે ભિન્ન જાણે છે ત્યારે તે શુદ્ધ આત્માને અનુભવે છે, શુદ્ધ આત્માના અનુભવથી આસ્રવભાવ રોકાય છે અને અનુક્રમે સર્વ પ્રકારે સંવર થાય છે. માટે ભેદવિજ્ઞાનને અત્યંત ભાવવાનો ઉપદેશ કર્યો છે. ૧૨૯.

હવે ભેદવિજ્ઞાન કયાં સુધી ભાવવું તે કાવ્ય દ્વારા કહે છેઃ-

શ્લોકાર્થઃ– [इदम् भेदविज्ञानम्] આ ભેદવિજ્ઞાન [अच्छिन्न–धारया] અચ્છિન્નધારા થી (અર્થાત્ જેમાં વિચ્છેદ ન પડે એવા અખંડ પ્રવાહરૂપે) [तावत्] ત્યાં સુધી [भावयेत्] ભાવવું [यावत्] કે જ્યાં સુધી [परात् च्युत्वा] પરભાવોથી છૂટી [ज्ञानं] જ્ઞાન [ज्ञाने] જ્ઞાનમાં જ (પોતાના સ્વરૂપમાં જ) [प्रतिष्ठते] ઠરી જાય.

ભાવાર્થઃ– અહીં જ્ઞાનનું જ્ઞાનમાં ઠરવું બે પ્રકારે જાણવું. એક તો મિથ્યાત્વનો અભાવ થઈ સમ્યગ્જ્ઞાન થાય અને ફરી મિથ્યાત્વ ન આવે ત્યારે જ્ઞાન જ્ઞાનમાં ઠર્યું કહેવાય; બીજું, જ્યારે જ્ઞાન શુદ્ધોપયોગરૂપે સ્થિર થઇ જાય અને ફરી અન્યવિકારરૂપે ન પરિણમે ત્યારે તે જ્ઞાનમાં ઠરી ગયું કહેવાય. જ્યાં સુધી બન્ને પ્રકારે જ્ઞાન જ્ઞાનમાં ન ઠરી જાય ત્યાં સુધી ભેદવિજ્ઞાન ભાવ્યા કરવું. ૧૩૦.

ફરીને ભેદવિજ્ઞાનનો મહિમા કહે છેઃ-


PDF/HTML Page 1886 of 4199
single page version

(अनुष्टुभ्)
भेदविज्ञानतः सिद्धाः सिद्धा ये किल केचन।
अस्यैवाभावतो बद्धा बद्धा ये किल केचन।। १३१।।

(मन्दाक्रान्ता)
भेदज्ञानोच्छलनकलनाच्छुद्धतत्त्वोपलम्भा–
द्रागग्रामप्रलयकरणात्कर्मणां संवरेण।
बिभ्रत्तोषं परमममलालोकमम्लानमेकं
ज्ञानं ज्ञाने नियतमुदितं शाश्वतोद्योतमेतत्।। १३२।।

શ્લોકાર્થઃ– [ये केचन किल सिद्धाः] જે કોઈ સિદ્ધ થયા છે [भेदविज्ञानतः सिद्धाः] તે ભેદવિજ્ઞાનથી સિદ્ધ થયા છે; [ये केचन किल बद्धाः] જે કોઈ બંધાયા છે [अस्य एव अभावतः बद्धाः] તે તેના જ (-ભેદવિજ્ઞાનના જ) અભાવથી બંધાયા છે.

ભાવાર્થઃ– અનાદિ કાળથી માંડીને જ્યાં સુધી જીવને ભેદવિજ્ઞાન નથી ત્યાં સુધી તે કર્મથી બંધાયા જ કરે છે-સંસારમાં રઝળ્‌યા જ કરે છે; જે જીવને ભેદવિજ્ઞાન થાય છે તે કર્મથી છૂટે જ છે-મોક્ષ પામે જ છે. માટે કર્મબંધનું-સંસારનું-મૂળ ભેદવિજ્ઞાનનો અભાવ જ છે અને મોક્ષનું પ્રથમ કારણ ભેદવિજ્ઞાન જ છે. ભેદવિજ્ઞાન વિના કોઈ સિદ્ધિ પામી શકતું નથી.

અહીં આમ પણ જાણવું કે-વિજ્ઞાનાદ્વૈતવાદી બોદ્ધો અને વેદાન્તીઓ કે જેઓ વસ્તુને અદ્વૈત કહે છે અને અદ્વૈતના અનુભવથી જ સિદ્ધિ કહે છે તેમનો, ભેદવિજ્ઞાનથી જ સિદ્ધિ કહેવાથી, નિષેધ થયો; કારણ કે સર્વથા અદ્વૈત વસ્તુનું સ્વરૂપ નહિ હોવા છતાં જેઓ સર્વથા અદ્વૈત માને છે તેમને ભેદવિજ્ઞાન કોઈ રીતે કહી શકાતું જ નથી; જ્યાં દ્વૈત જ-બે વસ્તુઓજ - માનતા નથી ત્યાં ભેદવિજ્ઞાન શાનું? જો જીવ અને અજીવ-બે વસ્તુઓ માનવામાં આવે અને તેમનો સંયોગ માનવામાં આવે તો જ ભેદવિજ્ઞાન બની શકે અને સિદ્ધિ થઈ શકે. માટે સ્યાદ્વાદીઓને જ બધુંય નિર્બાધપણે સિદ્ધ થાય છે. ૧૩૧.

હવે, સંવર અધિકાર પૂર્ણ કરતાં, સંવર થવાથી જે જ્ઞાન થયું તે જ્ઞાનના મહિમાનું કાવ્ય કહે છેઃ-

શ્લોકાર્થઃ– [भेदज्ञान–उच्छलन–कलनात्] ભેદજ્ઞાન પ્રગટ કરવાના અભ્યાસથી [शुद्धतत्त्व–उपलम्भात्] શુદ્ધ તત્ત્વની ઉપલબ્ધિ થઈ, શુદ્ધ તત્ત્વની ઉપલબ્ધિથી [राग– ग्रामप्रलयकरणात्] રાગના સમૂહનો વિલય થયો, રાગના સમૂહનો વિલય કરવાથી


PDF/HTML Page 1887 of 4199
single page version

[कर्मणां संवरेण] કર્મનો સંવર થયો અને કર્મનો સંવર થવાથી, [ज्ञाने नियतम् एतत् ज्ञानं उदितं] જ્ઞાનમાં જ નિશ્ચળ થયેલું એવું આ જ્ઞાન ઉદ્રય પામ્યું- [बिभ्रत् परमम् तोषं] કે જે જ્ઞાન પરમ સંતોષને (અર્થાત્ પરમ અતીંદ્રિય આનંદને) ધારણ કરે છે, [अमल–आलोकम्] જેનો પ્રકાશ નિર્મળ છે (અર્થાત્ રાગાદિકને લીધે મલિનતા હતી તે હવે નથી), [अम्लानम्] જે અમ્લાન છે (અર્થાત્ ક્ષાયોપશમિક જ્ઞાનની માફક કરમાયેલું-નિર્બળ નથી, સર્વ લોકાલોકને જાણનારું છે), [एकं] જે એક છે (અર્થાત્ ક્ષયોપશમથી ભેદ હતા તે હવે નથી) અને [शाश्वत–उद्योतम्] જેનો ઉદ્યોત શાશ્વત છે (અર્થાત્ જેનો પ્રકાશ અવિનશ્વર છે). ૧૩૨.

ટીકાઃ– આ રીતે સંવર (રંગભૂમિમાંથી) બહાર નીકળી ગયો.

ભાવાર્થઃ– રંગ ભૂમિમાં સંવરનો સ્વાંગ આવ્યો હતો તેને જ્ઞાને જાણી લીધો તેથી તે નૃત્ય કરી બહાર નીકળી ગયો.

ભેદવિજ્ઞાનકલા પ્રગટૈ તબ શુદ્ધસ્વભાવ લહૈ અપનાહી,
રાગ-દ્વેષ-વિમોહ સબહી ગલિ જાય ઇમૈ દુઠ કર્મ રુકાહી;
ઉજ્જ્વલ જ્ઞાન પ્રકાશ કરૈ બહુ તોષ ધરે પરમાતમમાહી,
યોં મુનિરાજ ભલી વિધિ ધારત કેવલ પાય સુખી શિવ જાહીં.

આમ શ્રી સમયસારની (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવ પ્રણીત શ્રી સમયસાર પરમાગમની) શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત આત્મખ્યાતિ નામની ટીકામાં સંવરનો પ્રરૂપક પાંચમો અંક સમાપ્ત થયો.

* * *
સમયસાર ગાથા ૧૯૦ થી ૧૯૨ મથાળુ

હવે પૂછે છે કે સંવર કયાં ક્રમે થાય છે?

રાગથી ભિન્ન પડીને સ્વરૂપમાં લીનતા કરવી તે સંવર છે. એવા સંવરનો એટલે કે શુદ્ધિની ઉત્પત્તિનો ક્રમ શું છે? તેના ઉત્તરરૂપ ગાથાઓ કહે છેઃ-

*ગાથા ૧૯૦ થી ૧૯૨ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘પ્રથમ તો જીવને, આત્મા અને કર્મના એકપણાનો અધ્યાસ જેમનું મૂળ છે એવાં મિથ્યાત્વ-અજ્ઞાન-અવિરતિ-યોગસ્વરૂપ અધ્યવસાનો વિદ્યમાન છે, તેઓ રાગદ્વેષ-મોહસ્વરૂપ આસ્રવભાવનાં કારણ છે;...’

ભગવાન આત્મા શુદ્ધ જ્ઞાયક તત્ત્વ, પરમ આનંદ તત્ત્વ છે; તે વિકારી ભાવોથી સદાય ભિન્ન છે. તેને (વિકારથી) ભિન્ન ન માનતાં બન્નેને એક માનવાં તે મિથ્યાત્વરૂપ મહાશલ્ય છે. ભાઈ! આ અનંત તીર્થંકરોનો-કેવળી ભગવંતોનો પોકાર છે. અહાહા...! ગણધરો, ઇન્દ્રો, કરોડો મનુષ્યો અને દેવોની સભામાં ભગવાનની જે દિવ્ય-ધ્વનિ થઈ


PDF/HTML Page 1888 of 4199
single page version

તેમાં ભગવાનનો આ ઉપદેશ છે. ભગવાન! તું કોણ છો? અને આ વિકલ્પ ઉત્પન્ન થાય છે તે શું છે? તો કહે છે-ભગવાન! તું ચિદાનંદઘનસ્વરૂપ વસ્તુ આત્મા છો અને આ જે વિકલ્પો ઉત્પન્ન થાય છે તે તારાથી ભિન્ન પરચીજ છે. બન્ને ભિન્ન ભિન્ન છે. તારી શુદ્ધ ચૈતન્યમય સ્વચીજ અને વિકારી કર્મ જે પરચીજ-એ બેની એકતાનો જે અભિપ્રાય છે તે મિથ્યાત્વ- અજ્ઞાન-અવિરતિ-યોગનું મૂળ છે.

અહા! જેમ માતા બાળકને સુવાડવા મીઠાં હાલરડાં ગાય છે તેમ અહીં ત્રણલોકના નાથ આત્માનાં મધુર ગાણાં ગાઈને આત્માને જગાડે છે. જાગ રે ભાઈ જાગ! આવું મનુષ્યપણું મળ્‌યું, સર્વજ્ઞની વાણી મળી; હવે કયાં સુધી તારે સૂવું છે? આગળના જમાનામાં નાટકમાં પણ ઉત્તમ દ્રશ્યો જોવા મળતાં. એમાં માતા બાળકને સુવાડવા હાલરડાં પણ આવાં ગાતી કે-બેટા! તું નિર્વિકલ્પ છો, શુદ્ધ છો, ઉદાસીન છો. લ્યો, નાટકમાં પણ ત્યારે આવું આવતું. અત્યારે તો જેને ધર્માયતનો કહેવાય ત્યાં પણ આવા શબ્દો સાંભળવા મળવા દુર્લભ છે.

આચાર્યદેવ આત્માને ભગવાન કહીને જ બોલાવે છે. આ સમયસાર ગાથા ૭૨ માં આત્માને ત્રણ વાર ભગવાન કહીને બોલાવ્યો છે. ત્યાં એમ આવે છે કે-શુભાશુભ ભાવ જડ છે, અશુચિ છે. પંચમહાવ્રતના પરિણામ રાગ છે, આસ્રવ છે અને તેથી તેઓ મેલપણે અનુભવાય છે. પરના લક્ષે ઉત્પન્ન થતી કોઈ પણ વૃત્તિ રાગ છે. કોઈ એને ધર્મ માને તો તે એની ભૂલ છે. વળી તે જડ છે માટે તેની સાથે એકત્વબુદ્ધિ કરનાર, એનાથી લાભ માનનાર પણ જડ છે. અહીં આચાર્યદેવ કહે છે કે-આત્મા અને વિકારની એકપણાની માન્યતા મિથ્યાત્વ-અજ્ઞાન- અવિરતિ-યોગસ્વરૂપ અધ્યવસાનનું કારણ છે, અને એ અધ્યવસાન રાગદ્વેષમોહસ્વરૂપ આસ્રવભાવનાં કારણ છે.

હવે કહે છે-‘આસ્રવભાવ કર્મનું કારણ છે; કર્મ નોકર્મનું કારણ છે; અને નોકર્મ સંસારનું કારણ છે.’ મતલબ કે રાગાદિ આસ્રવભાવના નિમિત્તે નવાં કર્મનો બંધ થાય છે; કર્મના નિમિત્તે નોકર્મ એટલે શરીરાદિ મળે છે અને નોકર્મ એ સંસારનું કારણ છે.

‘માટે -સદાય આ આત્મા, આત્મા અને કર્મના એકપણાના અધ્યાસથી મિથ્યાત્વ- અજ્ઞાન-અવિરતિ-યોગમય આત્માને માને છે; તેથી રાગદ્વેષમોહરૂપ આસ્રવભાવને ભાવે છે, તેથી કર્મ આસ્રવે છે; તેથી નોકર્મ થાય છે; અને તેથી સંસાર ઉત્પન્ન થાય છે.’

જુઓ, આત્મા તો સદા જ્ઞાન અને આનંદસ્વરૂપ જ છે. પરંતુ અજ્ઞાની જીવ અજ્ઞાનવશ રાગને પોતાનો માનતો હોવાથી રાગની ભાવના કરે છે. તેથી કર્મ આસ્રવે છે અને તેથી નોકર્મ- શરીરાદિનો તેને સંયોગ થાય છે, અને તેથી સંસાર ઉત્પન્ન


PDF/HTML Page 1889 of 4199
single page version

થાય છે. અનાદિથી અજ્ઞાનદશામાં આ પ્રમાણે થાય છે તેની આ વાત કરી. હવે સમ્યગ્દર્શન થતાં શું થાય છે તે કહે છેઃ-

‘પરંતુ જ્યારે (તે આત્મા), આત્મા અને કર્મના ભેદવિજ્ઞાન વડે શુદ્ધ ચૈતન્યચમત્કારમાત્ર આત્માને ઉપલબ્ધ કરે છે-અનુભવે છે ત્યારે મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ અને યોગસ્વરૂપ અધ્યવસાનો કે જે આસ્રવભાવનાં કારણો છે તેમનો અભાવ થાય છે;...’

શું કહ્યું? કે અનાદિથી પર્યાય જે પર તરફ વળેલી હતી તે પરથી-રાગથી ભિન્ન પડીને જ્યાં સ્વ તરફ વળી અર્થાત્ શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં ઢળી ત્યાં તેને સમ્યગ્દર્શન થાય છે અને ત્યારે તેને હું પરથી ભિન્ન છું એવું સાચું ભાન થાય છે અને તે જ ભેદજ્ઞાન છે. ભેદજ્ઞાનમાં આત્માનાં સમ્યક્ પ્રતીતિ અને અનુભવ થાય છે. ત્યાર પછી ભેદજ્ઞાનના બળે જ અનુક્રમે અસ્થિરતાના રાગનો ત્યાગ કરી, સર્વસંગનો પરિત્યાગી થઈ અંદર ઠરે છે; ત્યારે તેને કર્મ બંધાતાં નથી, અને કર્મથી મુક્ત થઈને મોક્ષ પામે છે. લ્યો, આ ધર્મ અને ધર્મની રીત છે.

બાપુ! ધર્મ કોઈ અદ્ભુત અલૌકિક ચીજ છે. ભલે શુભરાગ હો, પણ એનાથી ભેદજ્ઞાન કરીને સ્વભાવમાં એકાગ્રતા કરવી એનું નામ ધર્મ છે. ત્રિલોકનાથ સર્વજ્ઞ વીતરાગદેવ આને ધર્મ કહે છે. આનાથી વિરુદ્ધ આત્માની એકાગ્રતા છોડી રાગમાં એકાગ્રતા કરવી એ તો મિથ્યાત્વરૂપી અધર્મ છે; શુભરાગમાં પણ એકાગ્રતા કરવી તે અધર્મ છે. આવું કઠણ પડે પણ ભાઈ! માર્ગ તો આ એક જ છે. શ્રીમદે કહ્યું છે ને કે-‘‘એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ.’’ ભેદજ્ઞાન એક જ મોક્ષનો માર્ગ છે, બીજો કોઈ માર્ગ છે નહિ.

ભાઈ! આ કોઈ વ્યક્તિનો માર્ગ નથી, વસ્તુનું સ્વરૂપ જ આવું છે. વસ્તુ આત્મા સદા વીતરાગી તત્ત્વ છે અને રાગ આસ્રવ તત્ત્વ છે. તે બન્નેમાં એકપણાની માન્યતા તે મિથ્યાત્વ છે. ભાઈ! કોઈ એમ માને કે શુભરાગ કરતાં કરતાં વીતરાગતા વા ધર્મ પ્રગટશે તો તેનો એ અભિપ્રાય મિથ્યા છે અને તેથી તે મિથ્યાદ્રષ્ટિ છે.

જુઓ, આ કોઈ પક્ષની વાત નથી, તેમ કોઈ પક્ષના વિરોધની પણ વાત નથી. આ તો વસ્તુના સ્વરૂપની વાત છે. અહીં કહે છે-જેને રાગની એકતાબુદ્ધિ છે તેને શરીરની પ્રાપ્તિ થશે અને તે સંસારમાં રઝળશે અને જેણે રાગથી ભિન્નતા કરીને આત્માની એકતા કરી છે તે ભેદજ્ઞાનીને આત્માની પ્રાપ્તિ થશે અને તે સંસારથી મુક્તિ પામશે.

અહાહા...! આત્મા અંદર ચૈતન્યચમત્કારમાત્ર વીતરાગમૂર્તિ પ્રભુ પરમાત્મા છે. આત્મા જો વીતરાગમૂર્તિ ન હોય તો પર્યાયમાં વીતરાગતા આવે કયાંથી? શું બહારથી


PDF/HTML Page 1890 of 4199
single page version

વીતરાગતા આવે છે? (ના; એમ નથી). આત્મા વીતરાગમૂર્તિ સદાય છે. આવા વીતરાગમૂર્તિ આત્મા અને કર્મ-રાગના ભેદજ્ઞાન વડે ચૈતન્યચમત્કારમાત્ર આત્મા ઉપલબ્ધ થાય છે. અહીં આત્માને ચૈતન્યચમત્કારમાત્ર કેમ કહ્યો? કારણ કે એની પૂર્ણ જ્ઞાનની પર્યાયમાં ત્રણકાળ- ત્રણલોકને એક સમયમાં જાણે એવા મહાચમત્કારિક અનુપમ સામર્થ્યયુક્ત ઋદ્ધિવાળો આત્મા છે. માટે એને ચૈતન્યચમત્કાર કહ્યો છે. આવા આત્માની પ્રાપ્તિ ભેદવિજ્ઞાન વડે થાય છે. અહો! ભેદવિજ્ઞાન અનંતા જન્મ-મરણનો નાશ કરી મુક્તિ પમાડે એવી મહા અલૌકિક ચીજ છે! ભાઈ! ભેદવિજ્ઞાન વિના રાગની એકતાબુદ્ધિ તને ભવસમુદ્રમાં કયાંય ઊંડે ડૂબાડશે. ભવસમુદ્ર અપાર છે; એમાં ૮૪ લાખ યોનિ છે. રાગની એકતા કરી-કરીને એક એક યોનિને અનંતવાર સ્પર્શીને તેં અનંત અનંત અવતાર કર્યા છે ભાઈ! શુભરાગને જો તું ધર્મ વા ધર્મનું કારણ માને છે તો તારા ભવના અંત નહિ આવે! માટે ભેદવિજ્ઞાન પ્રગટ કર.

અહીં કહે છે-ભેદવિજ્ઞાન વડે જ્યારે આત્મા શુદ્ધ ચૈતન્યચમત્કારમાત્ર આત્માને અનુભવે છે ત્યારે મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ અને યોગસ્વરૂપ અધ્યવસાનો કે જે આસ્રવભાવનાં કારણો છે તેમનો અભાવ થાય છે; અધ્યવસાનોનો અભાવ થતાં રાગદ્વેષ-મોહરૂપ આસ્રવભાવનો અભાવ થાય છે; આસ્રવભાવનો અભાવ થતાં કર્મનો અભાવ થાય છે; કર્મનો અભાવ થતાં નોકર્મનો અભાવ થાય છે; અને નોકર્મનો અભાવ થતાં સંસારનો અભાવ થાય છે. આ પ્રમાણે આ સંવરનો ક્રમ છે.

લ્યો, રાગની એકતાના અધ્યવસાનનો અભાવ થવો, એનાથી આસ્રવનો અભાવ થવો, એનાથી કર્મનો અભાવ થવો, એનાથી નોકર્મ અને સંસારનો અભાવ થવો-એમ સંવરનો ક્રમ છે.

ભાઈ! અંદર આત્મા સદા અબદ્ધસ્વરૂપ-મુક્તસ્વરૂપ જ છે. ગાથા ૧પ માં આવે છે કે- જે કોઈ આત્માને શુદ્ધોપયોગ વડે અબદ્ધ-સ્પષ્ટ દેખે, અનન્ય એટલે નર-નારકાદિ અનેરી અનેરી અવસ્થા રહિત સામાન્ય દેખે, નિયત અર્થાત્ હાનિ-વૃદ્ધિરહિત એકરૂપ દેખે, અવિશેષ અર્થાત્ ગુણભેદ વિનાનો અભેદ દેખે, અને અસંયુક્ત અર્થાત્ પુણ્ય-પાપના કલેશરૂપ ભાવથી રહિત દેખે તે સકલ જૈનશાસનને દેખે છે. અહો! વીતરાગભાવ એ જૈનશાસન છે. વીતરાગસ્વરૂપ નિજ પરમાત્મદ્રવ્યને દેખવું એ જૈનશાસન છે, એ જ સંવર અને ધર્મ છે.

* ગાથા ૧૯૦ થી ૧૯૨ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘જીવને જ્યાં સુધી આત્મા ને કર્મના એકપણાનો આશય છે-ભેદવિજ્ઞાન નથી ત્યાં સુધી મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ, અને યોગસ્વરૂપ અધ્યવસાનો વર્તે છે, અધ્યવસાનથી રાગદ્વેષમોહરૂપ આસ્રવભાવ થાય છે, આસ્રવભાવથી કર્મ બંધાય છે, કર્મથી


PDF/HTML Page 1891 of 4199
single page version

શરીરાદિ નોકર્મ ઉત્પન્ન થાય છે અને નોકર્મથી સંસાર છે.’ જુઓ, આ રાગની એકતાબુદ્ધિ વડે જીવને અનાદિથી સંસાર કેવી રીતે છે તે કહ્યું.

ચોથે ગુણસ્થાને જ્યારે સમ્યગ્દર્શન અને આત્માનુભવ પ્રગટ થાય ત્યારે અનંત ગુણોની નિર્મળ પર્યાય અંશે પ્રગટે છે, અવ્રત અંશે ટળે છે, નિષ્ક્રિયત્વગુણની પણ અંશે નિર્મળ પર્યાય પ્રગટે છે અર્થાત્ અંશે અકંપભાવ પ્રગટ થાય છે. સર્વથા યોગનો અભાવ ચૌદમે ગુણસ્થાને થાય છે, પણ ચોથે ગુણસ્થાને અંશે યોગનો અભાવ થાય છે.

‘શ્રીમદ્ રાજચંદ્ર’માં આવે છે કે-‘સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ.’ પંડિતપ્રવર શ્રી ટોડરમલજીએ રહસ્યપૂર્ણ ચિટ્ઠીમાં લીધું છે કે-‘ચોથા ગુણસ્થાનવર્તી આત્માને જ્ઞાનાદિ ગુણો એકદેશ પ્રગટ થયા છે’-મતલબ કે જ્ઞાનાદિ સર્વ ગુણોની એકદેશ પ્રગટતા થવી તે સમકિત છે; અને સર્વદેશ પ્રગટતા થવી તે કેવળજ્ઞાન છે. આનો અર્થ જ એ થયો કે સર્વ ગુણો ચોથે ગુણસ્થાનકે અંશે નિર્મળતારૂપે પ્રગટ થાય છે. અનંતગુણનો એકરૂપ પિંડ એવા દ્રવ્યનો જેને અનુભવ થયો, એનું જ્ઞાન થઈને જેને પ્રતીતિ થઈ તેને સર્વ અનંતગુણનો અંશ તો નિર્મળ પ્રગટ થાય જ. જ્ઞાની સમકિતી જીવ ભેદજ્ઞાનના બળે કરીને ક્રમશઃ અંતઃસ્થિરતા કરીને, અંદર ઠરીને સર્વસંગ રહિત થઈ કર્મથી મુક્ત થઈ જાય છે. એ જ કહે છે-

‘જ્યારે તેને આત્મા ને કર્મનું ભેદવિજ્ઞાન થાય છે ત્યારે શુદ્ધ આત્માની ઉપલબ્ધિ થવાથી મિથ્યાત્વાદિ અધ્યવસાનોનો અભાવ થાય છે, અધ્યવસાનના અભાવથી રાગદ્વેષમોહરૂપ આસ્રવનો અભાવ થાય છે, આસ્રવના અભાવથી કર્મ બંધાતાં નથી, કર્મના અભાવથી શરીરાદિ નોકર્મ ઉત્પન્ન થતાં નથી અને નોકર્મના અભાવથી સંસારનો અભાવ થાય છે.-આ પ્રમાણે સંવરનો અનુક્રમ જાણવો.’ લ્યો, આ સંવરનો અર્થાત્ ધર્મ પ્રગટ થવાનો અનુક્રમ કહ્યો.

સંવર થવાના ક્રમમાં સંવરનું પહેલું જ કારણ ભેદવિજ્ઞાન કહ્યું છે તેની ભાવનાના ઉપદેશનું કાવ્ય કહે છેઃ-

* કળશ ૧૨૯ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘एषः साक्षात् संवरः’ આ સાક્ષાત્ (સર્વ પ્રકારે) સંવર ‘किल’ ખરેખર ‘शुद्ध– आत्मतत्त्वस्य उपलम्भात्’ શુદ્ધ આત્મતત્ત્વની ઉપલબ્ધિથી ‘सम्पद्यते’ થાય છે.

શું કહ્યું આ? રાગથી ભિન્ન પડી શુદ્ધ આત્માનો અનુભવ કરવાથી સર્વ પ્રકારે-સર્વથા આ સાક્ષાત્ એટલે પ્રત્યક્ષ સંવર પ્રગટ થાય છે. જુઓ, સ્વરૂપના આશ્રય વિના અને પરથી- રાગથી ભિન્ન પડયા વિના કદીય સંવર અર્થાત્ ધર્મ પ્રગટ થતો નથી. ચૈતન્યસ્વભાવમાં ઢળતાં પુણ્ય-પાપના ભાવ રોકાઈ જઈને સાક્ષાત્ વીતરાગપરિણતિરૂપ સંવર પ્રગટ થાય છે. કળશમાં ‘एषः’-‘આ’ શબ્દ પડયો છે ને? તે પ્રત્યક્ષપણું


PDF/HTML Page 1892 of 4199
single page version

બતાવે છે. ‘પ્રત્યક્ષ’ શબ્દથી શું આશય છે? તો કહે છે કે-રાગરહિત આત્માની જે વીતરાગ દશા પ્રગટ થાય છે તે સંવર પ્રત્યક્ષ છે. હવે કહે છે-

અને ‘सः’ તે શુદ્ધ આત્મતત્ત્વની ઉપલબ્ધિ ‘भेदविज्ञानतः एव’ ભેદવિજ્ઞાનથી જ થાય છે.

ભાઈ! વ્યવહારરત્નત્રયનો વિકલ્પ પણ રાગ-શુભરાગ છે; એનાથી આત્મોપલબ્ધિ- આત્માનો અનુભવ થતો નથી. દેહાદિ પરથી તો ભિન્ન અને રાગાદિ પરભાવથી-દયા, દાન, વ્રતાદિના રાગથી ભિન્ન પડે ત્યારે આત્માને આત્માની ઉપલબ્ધિ-અનુભવ થાય છે. સંવર છે તે રાગથી સર્વથા-સર્વ પ્રકારે ભિન્ન છે. આવો આત્માનુભવરૂપ સંવર-ધર્મ ભેદવિજ્ઞાનથી જ (રાગથી નહિ) પ્રગટ થાય છે.

લોકો દયા, દાન, વ્રત ભક્તિ ઇત્યાદિ શુભાચરણ કરીને માને છે કે એ વડે કલ્યાણ થશે પરંતુ એ તેમનો ભ્રમ છે. અહીં કહે છે-રાગથી ભેદ કરીને અંતઃએકાગ્રતા વડે આત્માનો અનુભવ કરવો એ સંવર અને ધર્મ છે. ‘एषः’ શબ્દ એમ બતાવે છે કે પ્રત્યક્ષ-સાક્ષાત્ સંવર આત્માના અનુભવથી થાય છે, અન્યથા નહિ.

પંચાસ્તિકાય શાસ્ત્ર, ગાથા ૧૭૨ માં ચારે અનુયોગનું તાત્પર્ય વીતરાગતા છે-એમ કહ્યું છે. એ વીતરાગતા કેમ પ્રગટે? તો કહે છે કે-શુભાશુભ રાગથી ભિન્ન પડીને વીતરાગસ્વરૂપ નિજ ભગવાન આત્માનો આશ્રય કરે ત્યારે પર્યાયમાં વીતરાગતા પ્રગટ થાય છે.

અરે! મોટા ભાગના જીવોને તો આખો દિ’ બાળ-બચ્ચાંની આળપંપાળ અને રળવા- કમાવાની મજુરી કરવા આડે આવી ભેદજ્ઞાનની વાત સાંભળવા પણ મળતી નથી. તેઓ બિચારા શું કરે? કાંઈ ખબર મળે નહિ એટલે ભક્તિ કરે, ઉપવાસ કરે અને વર્ષે દહાડે જાત્રા કરે અને માને કે ધર્મ થઈ ગયો. પણ એથી તો ધૂળેય ધર્મ નહિ થાય, સાંભળને! અહીં તો કહે છે-એ બધા ક્રિયાકાંડ તો રાગ છે, ધર્મ નથી, ધર્મના ઉપાય પણ નથી. એ સર્વ ક્રિયાકાંડથી ભિન્ન પડી અંદર સદા અક્રિય ભગવાન ચૈતન્ય-મહાપ્રભુ બિરાજે છે એક તેનો આશ્રય કરવો તે સંવર-ધર્મ પ્રગટ થવાનો ઉપાય છે. સમજાણું કાંઈ...?

ભાઈ! પરથી નિવૃત્તિ લીધી તે સાચી નિવૃત્તિ નથી. રાગ એ પણ પ્રવૃત્તિ છે. એ રાગથી નિવૃત્તિ થઈ અંદર સ્વરૂપમાં પ્રવૃત્તિ કરવી એ સમ્યક્ નિવૃત્તિ છે. રાગની પ્રવૃત્તિમાં તો સ્વની પ્રવૃત્તિનો અભાવ છે. જે રાગમાં પ્રવૃત્ત છે તે સ્વરૂપમાં નિવૃત્ત છે અને જે સ્વરૂપમાં પ્રવૃત્ત છે તે રાગથી નિવૃત્ત જ હોય છે. (સ્વરૂપમાં ચરવું એનું નામ સ્વની પ્રવૃત્તિ છે).

પંચમહાવ્રતાદિના વિકલ્પરૂપ જે બાહ્ય આચરણ તેનાથી ભિન્ન પડતાં સ્વવસ્તુ- ચિદાનંદઘનસ્વરૂપ પરમાત્મા પ્રત્યક્ષ જ્ઞાનમાં-અનુભવમાં આવે છે અને ત્યારે એને


PDF/HTML Page 1893 of 4199
single page version

સાક્ષાત્ સંવર પ્રગટ થાય છે. શુદ્ધ આત્માની ઉપલબ્ધિ અને નિરાકુળ આનંદદશાની પ્રાપ્તિ એક ભેદવિજ્ઞાનથી જ થાય છે. ‘भेद विज्ञानतः एव’–એમ કહ્યું છે ને?

ત્યારે કોઈ કહે કે-આ તો એકાન્ત થઈ ગયું; ભેદજ્ઞાનથી પણ થાય અને શુભાચરણથી પણ થાય એમ અનેકાન્ત કરવું જોઈએ.

તેને કહીએ છીએ કે-ભાઈ! તારું મિથ્યા અનેકાન્ત છે, ફુદડીવાદ છે. ભેદવિજ્ઞાનથી જ સંવર પ્રગટ થાય અને બીજી કોઈ રીતે (શુભાચરણથી) ન થાય એ સમ્યક્ અનેકાન્ત છે. સમજાણું કાંઈ...?

હવે કહે છે–‘तस्मात्’ માટે ‘तत् भेदविज्ञानम्’ તે ભેદવિજ્ઞાન ‘अतीव भाव्यम्’ અત્યંત ભાવવાયોગ્ય છે.

જુઓ આ ઉપદેશ! કહે છે-રાગથી ભિન્નતા અને સ્વભાવની એકતા જેમાં થાય એવું ભેદવિજ્ઞાન અત્યંત ભાવવાયોગ્ય છે અર્થાત્ ભેદવિજ્ઞાન વડે સચ્ચિદાનંદમય ભગવાન આત્માના નિરાકુળ આનંદનો સ્વાદ અત્યંત લેવા યોગ્ય છે; ભેદવિજ્ઞાન દ્વારા અંતરંગમાં નિજાનંદસ્વરૂપ અત્યંત સ્વાદ-ગ્રાહ્ય કરવા યોગ્ય છે.

ભાઈ! તને અનાદિથી રાગનો સ્વાદ છે તે ઝેરનો સ્વાદ છે. સંસારના ભોગ આદિના સ્વાદ કે પંચમહાવ્રતાદિ શુભરાગના સ્વાદ એ બધા બે-સ્વાદ છે, કષાયલા સ્વાદ છે; એમાં સ્વરૂપના આનંદનો સ્વાદ નથી. માટે એક વખત પરથી-રાગથી ભિન્ન પડી ભેદજ્ઞાન વડે અંતઃએકાગ્ર થઈ આત્માના અતીન્દ્રિય આનંદનો સ્વાદ લેવા યોગ્ય છે એમ કહે છે. ભેદવિજ્ઞાનથી જ આત્મોપલબ્ધિ થાય છે માટે તે ભેદવિજ્ઞાન જ અત્યંત ભાવવાયોગ્ય છે; રાગભાવ ભાવવાયોગ્ય નથી.

ભગવાન આત્મા આનંદસ્વરૂપ છે, જ્યારે એથી વિપરીત રાગભાવ કલુષતારૂપ-દુઃખરૂપ છે. છહઢાળામાં આવે છે ને કે-

‘‘મુનિવ્રત ધાર અનંત વાર ગ્રીવક ઉપજાયો,
પૈ નિજ આતમજ્ઞાન વિના સુખ લેસ ન પાયો.’’

ભાઈ! તું હજારો રાણીઓ છોડી, મુનિવ્રત ધારણ કરી, પંચમહાવ્રત પાળી અનંતવાર ગ્રીવકમાં ઉપજ્યો. પણ એથી શું? આત્મજ્ઞાન વિના અર્થાત્ શુદ્ધાત્માની ઉપલબ્ધિ વિના સંવર પ્રગટ થયો નહિ અને સંસાર-પરિભ્રમણનો કલેશ મટયો નહિ. કિંચિત્ સુખ ન થયું એમ કહ્યું; મતલબ કે દુઃખ જ રહ્યું. એનો અર્થ જ એ થયો કે પંચમહાવ્રતના પરિણામ પણ બધા કલેશરૂપ-દુઃખરૂપ જ રહ્યા. ભાઈ! આ વસ્તુનું સ્વરૂપ છે. આગમની વ્યવહારપદ્ધતિ જે રાગરૂપ છે તે બધી દુઃખરૂપ છે. અહા! ગજબ વાત છે. ભેદજ્ઞાનપૂર્વક સંવર પ્રગટ થાય એ જ આનંદરૂપ છે. અહો! ભેદજ્ઞાન! અહો સંવર!


PDF/HTML Page 1894 of 4199
single page version

પરમાર્થ વચનિકામાં આવે છે કે-આગમઅંગ જે બાહ્યક્રિયારૂપ-રાગરૂપ પ્રત્યક્ષ (સ્થૂળ) જણાય છે તેનું સ્વરૂપ સાધવું અજ્ઞાનીઓને સુગમ-સહેલું લાગે છે. તેથી દયા, દાન, પંચમહાવ્રત, તપ આદિ બાહ્ય ક્રિયા તે લોકો કરે છે અને પોતાને મોક્ષમાર્ગી માને છે. પરંતુ અંતગર્ભિત જે અધ્યાત્મરૂપ ક્રિયા તે અંતર્દ્રષ્ટિગ્રાહ્ય છે અને તેને મૂઢ જીવ જાણતો નથી. ત્રિકાળી શુદ્ધ આત્માના આશ્રયે જે નિર્મળ દશાઓ પ્રગટ થાય છે તે અધ્યાત્મનો વ્યવહાર છે અને અજ્ઞાની લોકો અંતર્દ્રષ્ટિ વિના-ભેદવિજ્ઞાન વિના તેને જાણતા નથી. તેથી તેઓ મોક્ષમાર્ગ સાધવા અસમર્થ રહે છે અર્થાત્ બાહ્યક્રિયામાં રાચતા તેઓને સંસાર-પરિભ્રમણ મટતું નથી.

પ્રવચનસાર ગાથા ૧૭૨ ના અલિંગગ્રહણના ૧૭ મા બોલમાં લીધું છે કે-યતિની શુભક્રિયાના વિકલ્પોનો જેમાં અભાવ છે એવો આત્મા અલિંગગ્રહણ છે. ત્યાં અલિંગગ્રહણ એવા શુદ્ધ આત્માની અપેક્ષાએ વાત છે. અહીં સંવરની અપેક્ષાએ વાત છે કે-પરથી -શુભાચરણથી ભિન્ન પડતાં સચ્ચિદાનંદસ્વરૂપ શુદ્ધ આત્મતત્ત્વની પ્રાપ્તિ થવી-પ્રત્યક્ષ અનુભવ થવો તે સંવર છે, યતિની બાહ્યક્રિયા-વ્રતાચરણાદિ સંવર છે વા સંવરનું કારણ છે એમ નથી.

પ્રશ્નઃ– તો શાસ્ત્રમાં પુણ્ય પરિણામરૂપ-શુભાચરણરૂપ વ્યવહારને ધર્મ કહ્યો છે?

ઉત્તરઃ– સમાધાન એ છે કે જેને સ્વભાવના આશ્રયે ધર્મ પ્રગટ થયો છે તે ધર્મી જીવને તે કાળે જે વ્રતાદિ રાગ છે તેને સહચર વા નિમિત્ત જાણી ઉપચારથી ધર્મ કહ્યો છે; ખરેખર એ ધર્મ છે એમ નથી પણ નિશ્ચય ધર્મ પ્રગટ થયો છે તેનો શુભરાગમાં આરોપ કરીને શુભરાગને વ્યવહાર ધર્મ કહેવામાં આવ્યો છે. અજ્ઞાનીને વ્યવહાર ધર્મ નથી કેમકે તેને નિશ્ચય પ્રગટ થયો નથી. એને તો જે છે તે વ્યવહારાભાસ છે.

કોઈ ઘણાં શાસ્ત્ર ભણે પણ શાસ્ત્રનું તાત્પર્ય જે વીતરાગતા તે પ્રગટ કરે નહિ તો તેને ધર્મ કેમ થાય? (ન થાય). દેવ-ગુરુ-શાસ્ત્ર પ્રત્યેના રાગ ભણી ઝુકવાનું છોડી દઈ સ્વદ્રવ્યમાં ઝુકે તો ધર્મ પ્રાપ્ત થાય અને ત્યારે દેવ-ગુરુ-શાસ્ત્ર નિમિત્ત કહેવાય. પરનું લક્ષ છોડી દઈ સ્વનું લક્ષ કરે ત્યારે જ વીતરાગતા-ધર્મ પ્રગટ થાય છે.

અનાદિથી વર્તમાન વર્તતી પર્યાય પર્યાયબુદ્ધિમાં રમી રહી છે. તે (જ્ઞાનની પર્યાય) રાગાદિમાં ઝુકેલી છે તેથી તે અંતરમાં ઝુકી શકતી નથી. પરંતુ રાગના ઝુકાવનો ત્યાગ કરી ભેદજ્ઞાન વડે જ્યારે તે અંદર ધ્રુવમાં-શુદ્ધ ચૈતન્યમાં ઝુકે છે ત્યારે ધર્મ કહો વા સંવર કહો તે પ્રગટ થાય છે. આ પ્રમાણે મહા મહિમાવંત એવું ભેદજ્ઞાન જ ધર્મ પ્રગટવાનું કારણ છે.


PDF/HTML Page 1895 of 4199
single page version

* કળશ ૧૨૯ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘જીવને જ્યારે ભેદવિજ્ઞાન થાય છે અર્થાત્ જીવ જ્યારે આત્માને અને કર્મને યથાર્થપણે ભિન્ન જાણે છે ત્યારે તે શુદ્ધ આત્માને અનુભવે છે.’

જુઓ, જીવ જ્યારે આત્માને અને કર્મને એટલે રાગને યથાર્થપણે ભિન્ન જાણે છે- યથાર્થપણે એટલે હું રાગથી ભિન્ન છું એવી ધારણા માત્ર નહિ પણ અંદર અંતર્દ્રષ્ટિ કરી ભિન્ન જાણે છે ત્યારે તે શુદ્ધ આત્માને અનુભવે છે એટલે કે ત્યારે તે અતીન્દ્રિય આનંદના સ્વાદને પ્રાપ્ત થાય છે.

સ્વાદ તો લાડવા, મૈસૂબ ઇત્યાદિના રસનો જે આવે તેને કહેવાય? આ સ્વાદ વળી કેવો?

અરે ભાઈ! લાડવા, મૈસૂબ, મોસંબી આદિનો રસ તો જડ પુદ્ગલની ચીજ છે. એ પુદ્ગલનો (ધૂળનો) સ્વાદ જીવને હોતો નથી. શું ચેતનને જડનો સ્વાદ આવે? (ન આવે). અજ્ઞાની લાડવા આદિ તરફ લક્ષ કરી એ ઠીક છે એવો રાગ કરે છે, એ રાગનો સ્વાદ એને આવે છે. પણ એ રાગનો સ્વાદ તો કષાયલો દુઃખનો સ્વાદ છે ભાઈ! તેથી ધર્મી જીવ એનાથી ભેદજ્ઞાન કરી અંતર્દ્રષ્ટિ કરી શુદ્ધ આત્મતત્ત્વની પર્યાયમાં પ્રાપ્તિ કરી અતીન્દ્રિય આનંદરસનો સ્વાદ લે છે. આત્માનુભવના કાળમાં જે નિરાકુળ આનંદરસ પ્રગટે છે તેનો ધર્મી જીવને સ્વાદ આવે છે.

આત્મા અનંતગુણની લક્ષ્મીથી ભરેલો ભંડાર છે. અજ્ઞાની જીવ તેને નહિ જાણવાથી બહારની ધનસંપત્તિમાં આસક્ત થઈને દુઃખી-દુઃખી થાય છે. આ કરોડપતિ અને અબજોપતિ બધા દુઃખી છે ભાઈ! અરે આવી સંપત્તિનો સંયોગ તો તને અનંતવાર થયો પણ સુખ થયું નહિ, કેમકે એમાં કયાં સુખ છે? સુખનો ભંડાર તો ભગવાન આત્મા છે એમ જાણી જે ધનાદિ પરથી અને રાગથી ભિન્ન પડી જે સર્વથા પ્રકારે અંદર આત્મામાં ઝુકે છે તેને આત્માનુભવપૂર્વક સુખનો લાભ થાય છે. અહો! ભેદજ્ઞાનથી સુખની પ્રાપ્તિ થાય એવી એ અલૌકિક ચીજ છે.

આગળ કહે છે-‘શુદ્ધ આત્માના અનુભવથી આસ્રવભાવ રોકાય છે અને અનુક્રમે સર્વપ્રકારે સંવર થાય છે. માટે ભેદવિજ્ઞાનને અત્યંત ભાવવાનો ઉપદેશ કર્યો છે.’

શુદ્ધ આત્માનો અનુભવ અર્થાત્ સંવર સાક્ષાત્ ભેદવિજ્ઞાનથી જ થાય છે. માટે ભેદવિજ્ઞાન અત્યંત ભાવવાયોગ્ય છે. રાગથી અત્યંત ભિન્ન પોતાની ચૈતન્યમાત્ર વસ્તુની ભાવના કરવા યોગ્ય છે. લ્યો, આ જ કરવા યોગ્ય છે; રાગમાં એકત્વબુદ્ધિ કરવા યોગ્ય નથી.

શુદ્ધ આત્માના અનુભવથી આસ્રવભાવ રોકાય છે એટલે શુભાશુભભાવ અટકી જાય છે. રોકાય છે એટલે આવતા હતા અને રોકાઈ ગયા એમ નહિ પણ શુદ્ધાત્માનું લક્ષ થતાં તે આસ્રવો ઉત્પન્ન થતા નથી એને રોકાય છે એમ કહ્યું છે. આ પ્રકારે


PDF/HTML Page 1896 of 4199
single page version

અનુક્રમે સર્વ પ્રકારે સંવર થાય છે માટે ભેદવિજ્ઞાન અત્યંત ભાવવાયોગ્ય છે. આ કાગળમાં લખતા નથી કે-‘થોડું લખ્યું ઘણું કરીને માનજો’? તેમ આચાર્યદેવે અહીં ટૂંકમાં કહ્યું કે-શુદ્ધ આત્માનો અનુભવ ભેદવિજ્ઞાનથી જ થાય છે, માટે ભેદવિજ્ઞાન અત્યંત ભાવવાયોગ્ય છે. હે ભાઈ! આ થોડું કહ્યું ઘણું કરીને માનજે.

હવે ભેદવિજ્ઞાન કયાં સુધી ભાવવું તે કાવ્ય દ્વારા કહે છેઃ-

* કળશ ૧૩૦ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘इदम् भेदविज्ञानम्’ આ ભેદવિજ્ઞાન એટલે રાગથી ભિન્ન પોતાના સ્વરૂપનો અનુભવ એવું ભેદજ્ઞાન ‘अच्छिन्न धारया’ અચ્છિન્નધારાથી-તૂટે નહિ-વિક્ષેપ પડે નહિ એ રીતે અખંડ પ્રવાહરૂપે ‘तावत्’ ત્યાંસુધી ‘भावयेत्’ ભાવવું ‘यावत्’ કે જ્યાંસુધી ‘परात्च्युत्वा’ પરભાવોથી છૂટી એટલે રાગથી છૂટી ‘ज्ञानं’ જ્ઞાન ‘ज्ञाने’ જ્ઞાનમાં જ (પોતાના સ્વરૂપમાં જ) ‘प्रतिष्ठते’ ઠરી જાય. જ્ઞાનની નિર્મળ પર્યાય ધ્રુવ આત્મસ્વરૂપમાં જ ઠરી જાય ત્યાંસુધી ભેદજ્ઞાન ભાવવું. જ્ઞાન જ્ઞાનમાં નિશ્ચલતા પામે નહિ ત્યાંસુધી વ્યવહારરત્નત્રય કરવું એમ નથી કહ્યું; સમજાણું કાઈ...?

હવે આવો માર્ગ સાંભળવા મળે નહિ અને કદાચિત્ સાંભળવા મળે તો સમજાય નહિ એટલે ઘણા લોકોને અજ્ઞાનમાં દયા પાળવી, વ્રત કરવાં ઇત્યાદિ બાહ્ય ક્રિયા સહેલી લાગે છે. પરમાર્થ વચનિકામાં બનારસીદાસે કહ્યું છે કે-‘‘જ્ઞાતા તો મોક્ષમાર્ગ સાધી જાણે; મૂઢ મોક્ષમાર્ગ સાધી જાણે નહિ. શા માટે? તે સાંભળોઃ-મૂઢ જીવ આગમપદ્ધતિને વ્યવહાર કહે, અને અધ્યાત્મપદ્ધતિને નિશ્ચય કહે; તેથી તે એકાન્તપણે આગમઅંગને સાધી તેને મોક્ષમાર્ગ દર્શાવે છે, અધ્યાત્મ-અંગના વ્યવહારને જાણતો નથી. એ મૂઢદ્રષ્ટિનો સ્વભાવ છે. તેને એ પ્રમાણે સૂઝે જ કયાંથી? કારણ કે આગમઅંગ બાહ્યક્રિયારૂપ પ્રત્યક્ષ-પ્રમાણ છે તેનું સ્વરૂપ સાધવું સુગમ છે; તે બાહ્યક્રિયા કરતો થકો મૂઢ જીવ પોતાને મોક્ષમાર્ગનો અધિકારી માને છે, પણ અંતર્ગર્ભિત જે અધ્યાત્મરૂપ ક્રિયા તે અંતર્દ્રષ્ટિગ્રાહ્ય છે તે ક્રિયાને મૂઢ જીવ જાણતો નથી. અંતર્દ્રષ્ટિના અભાવથી અંતઃક્રિયા દ્રષ્ટિગોચર થાય નહિ. તેથી મિથ્યાદ્રષ્ટિ જીવ મોક્ષમાર્ગ સાધવાને અસમર્થ છે.’’

જુઓ, અધ્યાત્મમાં નિશ્ચય દ્રવ્ય છે અને નિર્મળ પરિણતિ તે વ્યવહાર છે. અંતર્ગર્ભિત અધ્યાત્મની ક્રિયા એટલે રાગથી ભિન્ન આત્માની સ્વભાવપરિણતિરૂપ નિર્મળ ક્રિયા તે અધ્યાત્મનો વ્યવહાર છે. અંતર્દ્રષ્ટિના અભાવે અર્થાત્ ભેદવિજ્ઞાનના અભાવે મિથ્યાદ્રષ્ટિ જીવ ગમે તેટલી બાહ્યક્રિયા કરે તોપણ મોક્ષમાર્ગ સાધી શકતો નથી. તેથી બાહ્યક્રિયાની દ્રષ્ટિ છોડી જ્ઞાન જ્ઞાનમાં-આત્મામાં જ સ્થિત થઈ જાય ત્યાંસુધી ભેદજ્ઞાન ભાવવું એમ ઉપદેશ છે.


PDF/HTML Page 1897 of 4199
single page version

* કળશ ૧૩૦ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘અહીં જ્ઞાનનું જ્ઞાનમાં ઠરવું બે પ્રકારે જાણવું. એક તો મિથ્યાત્વનો અભાવ થઈ સમ્યગ્જ્ઞાન થાય અને ફરી મિથ્યાત્વ ન આવે ત્યારે જ્ઞાન જ્ઞાનમાં ઠર્યું કહેવાય.’

આત્મા જ્ઞાનાનંદ સહજાનંદસ્વરૂપ છે. એને રાગથી ભિન્ન જાણતાં જે ભેદજ્ઞાન પ્રગટ થાય તે અખંડધારાએ રહે; વચમાં મિથ્યાત્વ ન આવે-ફરીને મિથ્યાત્વ ન આવે ત્યારે જ્ઞાન જ્ઞાનમાં ઠર્યું કહેવાય. આ એક પ્રકાર કહ્યો.

બીજો પ્રકારઃ-‘જ્યારે જ્ઞાન શુદ્ધોપયોગરૂપે સ્થિર થઈ જાય અને ફરી અન્ય વિકારરૂપે ન પરિણમે ત્યારે તે જ્ઞાનમાં ઠરી ગયું કહેવાય.’

જ્યારે ધ્યાન-ધ્યાતા-ધ્યેયના વિકલ્પને છોડી ઉપયોગ એકલા અંદર આત્મસ્વરૂપમાં સ્થિર લાગ્યો રહે અને ફરી અન્યવિકારરૂપે ન પરિણમે-અન્ય અન્ય જ્ઞેયમાં ન ભમે વા વિકલ્પરૂપ ન થાય ત્યારે જ્ઞાન જ્ઞાનમાં ઠરી ગયું કહેવાય.

ભગવાન આત્મા ચિદાનંદ પ્રભુ જ્ઞાનમાત્ર વસ્તુ છે. પોતાની ચૈતન્યમય વસ્તુ શું છે એની ખબર ન કરે અને બહારની બધી માંડે એ તો ‘ઘરનાં છોકરાં ઘંટી ચાટે અને પાડોશીને આટો’ એના જેવી વાત છે. અહા! પોતાનું આત્મકલ્યાણ કેમ થાય એની ખબર ન કરી અને બીજાનું કરવામાં રોકાઈ ગયો! ભાઈ! પરથી-રાગથી ભેદજ્ઞાન કર્યા વિના આત્મકલ્યાણ નહિ થાય.

તેથી કહે છે-‘જ્યાં સુધી બન્ને પ્રકારે જ્ઞાન જ્ઞાનમાં ઠરી ન જાય ત્યાં સુધી ભેદવિજ્ઞાન ભાવ્યા કરવું.’

શ્રીમદ્ (રાજચંદ્ર) ગૃહસ્થાશ્રમમાં હોવા છતાં જ્ઞાની હતા. બહારમાં લાખો રૂપિયાનો ઝવેરાતનો ધંધો હતો પણ અંદરમાં તેઓ જ્ઞાનમાં તેના ભિન્ન જાણનારમાત્ર હતા. જેમ નાળિયેરમાં ગોળો છૂટો પડી જાય તેમ રાગથી ભિન્ન પડી આત્મજ્ઞાન-ભેદજ્ઞાન કરવાથી અંદર ચૈતન્યગોળો છૂટો પડી ગયો હતો. ભગવાન આત્માના અખંડ એકરૂપ ચૈતન્યરસને બતાવતાં શ્રીમદે કહ્યું છે કે-

‘‘શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ;
બીજું કહીએ કેટલું, કર વિચાર તો પામ.’’

ભગવાન આત્મા શુદ્ધ-પવિત્ર ચિદાનંદમય જ્ઞાનનો પિંડ છે, ચૈતન્યઘન કહેતાં અસંખ્યપ્રદેશી છે, સ્વયંજ્યોતિ-ચૈતન્યબિંબ ભગવાન સ્વયંસિદ્ધ વસ્તુ છે અને આનંદનું ધામ- સુખનું ધામ પ્રભુ છે. આવો આત્મા ભેદજ્ઞાન વડે જ ઉપલબ્ધ થાય છે.

અહા! આત્મા પોતે સુખનું ધામ હોવા છતાં લોકો સુખને માટે બહાર ફાંફાં


PDF/HTML Page 1898 of 4199
single page version

મારે છે. જુઓ, એક ડોશીમાની અંધારામાં સોય ખોવાણી. તેને અંધારમાં શોધતાં તે જડી નહિ. એટલે ડોશીમા અજવાળામાં શોધવા લાગ્યાં. ત્યારે કોઈએ પૂછયું- માજી શું કરો છો? તો કહે-હું મારી સોય શોધું છું. તે કયાં ખોવાણી છે? ત્યારે કહે કે-અંધારામાં ખોવાણી છે. પેલા ભાઈએ સમજ પાડી કહ્યું-જ્યાં ખોવાણી છે ત્યાં શોધો તો મળે, બીજેથી નહિ મળે. પણ ડોશીમા સમજ્યાં નહિ; તો સોય કેમ મળે? તેમ અનાદિથી આ આત્મા રાગમાં-વિકલ્પમાં આખો ખોવાઈ ગયો છે, અને તેને તે રાગમાં જ શોધે છે. વિવેકી પુરુષો અહીં કહે છે-ભાઈ! આત્મા જ્યાં છે ત્યાં શોધ તો જડશે, નહિ તો નહિ મળે. પણ તે સમજતો નથી અને પુણ્ય-પાપના વિકલ્પમાં જ એકતા કરી ત્યાં પોતાને માની રહ્યો છે, પણ ભાઈ! રાગમાં કે વિકલ્પમાં તારો ભગવાન છે નહિ તો તે કેમ હાથ આવે? (ન જ આવે). જ્યાં નથી ત્યાંથી ભિન્ન પડી જ્યાં છે ત્યાં ચેતનામાત્ર વસ્તુમાં જા તો તને તારી વસ્તુ હાથ આવે અને આનંદ થાય.

માટે કહ્યું કે-જ્ઞાન જ્ઞાનમાં ઠરી ન જાય ત્યાં સુધી બે પ્રકારે ભેદવિજ્ઞાન ભાવ્યા કરવું. અહાહા...! ઉપયોગ ઉપયોગમાં-સ્વરૂપમાં સંપૂર્ણ ઠરી જાય ત્યાં સુધી અખંડધારાએ ભેદજ્ઞાન ભાવવું. અહો! શું કળશ છે! સરસ, સરસ!!

ફરીને ભેદવિજ્ઞાનનો મહિમા કહે છેઃ-

* કળશ ૧૩૧ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘ये केचन किल सिद्धाः જે કોઈ સિદ્ધ થયા છે ‘भेदविज्ञानतः सिद्धाः’ તે ભેદવિજ્ઞાનથી સિદ્ધ થયા છે.’ ભાઈ! રાગરૂપ જે વ્યવહાર તેનાથી ભિન્ન પડી ભેદવિજ્ઞાન કરવું એ મુક્તિનું પ્રથમ કારણ છે, રાગ નહિ.

કેટલાક લોકો માને છે કે પ્રથમ નિમિત્ત કે વ્યવહાર હોય, પછી નિશ્ચય થાય. પણ આ માન્યતા જૂઠી-અયથાર્થ છે. અહીં ભાવાર્થમાં કહેશે. કે મોક્ષનું પ્રથમ કારણ ભેદવિજ્ઞાન જ છે. પુણ્ય-પાપના ભાવથી ભિન્ન પડી ચેતનસ્વરૂપ ભગવાન આત્મામાં એકતા કરવી એ મુક્તિનું પ્રથમ કારણ છે. લ્યો, આ ટૂંકું ને ટચ કે ભેદજ્ઞાન ભજ. વળી વિશેષ સ્પષ્ટ કરે છે કે-

‘ये केचन किल बद्धाः’ જે કોઈ બંધાયા છે અર્થાત્ જેઓ સંસારમાં ચાર ગતિમાં રઝળે છે તે ‘अस्य एव अभावतः बद्धाः’ તેના જ (ભેદવિજ્ઞાનના જ) અભાવથી બંધાયા છે; આસ્રવના પરિણામની એકપણાની માન્યતાથી જ બંધાયા છે; પણ કર્મના ઉદયથી બંધાયા છે એમ ખરેખર નથી.

પ્રશ્નઃ– તો શાસ્ત્રમાં આસ્રવભાવ વડે જ્ઞાનાવરણીય આદિનો દ્રવ્યબંધ થાય છે અને તેનો ઉદય આવતા જ્ઞાનદર્શનનું હીણપણું થાય છે એમ આવે છે ને?


PDF/HTML Page 1899 of 4199
single page version

ઉત્તરઃ– હા, આવે છે; મોક્ષમાર્ગપ્રકાશકમાં આવે છે કે આસ્રવભાવના કારણે જ્ઞાનાવરણીય આદિનો બંધ થાય છે અને તેનો ઉદય આવતાં જ્ઞાનદર્શનનું હીણપણું થાય છે. વળી એવી જ રીતે મિથ્યાત્વરૂપ પરિણમનના કારણે મોહનીયનો બંધ થાય છે. જો કર્મના નિમિત્તપણાથી વાત લઈએ તો ઇચ્છાનુસાર ન બનવું તે અંતરાય કર્મના કારણે, સુખદુઃખનાં કારણો મળવાં તે વેદનીય કર્મના કારણે, શરીરનો સંબંધ રહેવો તે આયુકર્મના કારણે, ગતિ, જાતિ આદિની પ્રાપ્તિ થવી તે નામકર્મના કારણે ઇત્યાદિ. પણ આ તો બધાં નિમિત્તનું જ્ઞાન કરાવનારાં નિમિત્તની મુખ્યતાથી કરેલાં કથન છે. ખરેખર તો પોતાની હીણી દશાનો કાળ છે તેથી હીણી દશા થાય છે, કર્મથી-નિમિત્તથી હીણી દશા થાય છે એમ નથી.

અહીં કહે છે-જે કોઈ બંધાયા છે તે ભેદજ્ઞાનના અભાવથી અર્થાત્ આસ્રવભાવથી બંધાયા છે. આત્મા સચ્ચિદાનંદ પ્રભુ અતીન્દ્રિય અનાકુળ જ્ઞાન અને આનંદનો ભંડાર છે. આવા આત્માને પુણ્ય-પાપના ભાવ વડે પર્યાયમાં બંધ થાય છે. આ દયા, દાન, ભક્તિ ઇત્યાદિનો ભાવ બધો રાગ છે, આસ્રવ છે, વિકાર છે, વિભાવ છે અને એ જ બંધ છે, એક આત્મજ્ઞાન જ અબંધ છે.

સંસારમાં જીવ રખડે છે કેમ? અને તેની મુક્તિ કેમ થાય?-એની ટૂંકામાં આ કળશમાં વાત કરી છે. કહે છે-ભેદજ્ઞાનના અભાવથી અર્થાત્ રાગની એકતાબુદ્ધિ સહિત પરિણમનથી જીવો અનાદિથી બંધાયા છે અને જે કોઈ સિદ્ધ થયા છે તે બધા ભેદજ્ઞાનથી જ થયા છે. ‘किल’ શબ્દ પડયો છે ને? એટલે નિશ્ચયથી બંધાવામાં અને મુક્ત થવામાં અનુક્રમે ભેદવિજ્ઞાનનો અભાવ અને સદ્ભાવ જ કારણ છે. જે કોઈ નિગોદાદિના જીવો અત્યાર સુધી નિશ્ચયથી બંધાયા છે તે ભેદજ્ઞાનના અભાવથી જ બંધાયા છે, કર્મથી બંધાયા છે એમ નહિ. નિગોદના જીવ પણ કર્મનું જોર છે તેથી રોકાયા છે એમ નથી. ગોમ્મટસારમાં (ગાથા ૧૯૭ માં) આવે છે કે નિગોદના જીવો પ્રચુર ભાવકર્મકલંકને લઈને નિગોદમાં રહ્યાછે. ભાઈ! નિમિત્ત છે ખરું, પણ નિમિત્ત કાંઈ પરમાં કરે છે એ વાત મિથ્યા છે; નિમિત્ત જો કરે તો તે ઉપાદાન થઈ જાય. નિગોદના જીવને વિકારની પ્રવૃત્તિ સ્વયં એના ક્રમમાં છે અને નિમિત્તની ઉપસ્થિતિ સ્વયં એના ક્રમમાં છે. (કોઈ કોઈનાથી છે એમ છે જ નહિ). સમજાણું કાંઈ...?

કેટલાક લોકોને નિમિત્ત-ઉપાદાન, નિશ્ચય-વ્યવહાર અને ક્રમબદ્ધ સંબંધી અહીંની પ્રરૂપણા વિરુદ્ધ વાંધા છે. ભાઈ! જે કાળે દ્રવ્યની જે પર્યાય થવાની હોય તે ક્રમબદ્ધ તેના કાળે જ થાય છે. નિમિત્ત આવ્યું માટે થાય છે એમ નથી. છતાં જો કોઈ એમ માને છે કે નિમિત્ત આવ્યું માટે પરદ્રવ્યની પર્યાય થઈ તો તેના એવા નિર્ણયમાં ભેદજ્ઞાનનો અભાવ છે, કેમકે એ જીવ તો રાગની નિમિત્તની એકતામાં પડયો છે, પણ રાગથી-પરથી ભિન્ન પડયો નથી. તેથી નિમિત્તથી પરમાં કાર્ય થાય છે એમ જેની


PDF/HTML Page 1900 of 4199
single page version

માન્યતા છે તે જીવ ત્યાં રાગમાં જ બંધાણો છે; તેની મુક્તિ થતી નથી. તેવી રીતે વ્યવહારથી નિશ્ચય પ્રગટે એમ માનનાર પણ રાગના એકત્વમાં પડયો છે અને એ ભેદજ્ઞાનના અભાવે બંધાય જ છે.

વળી કેટલાક એમ તો કહે છે કે-‘કાળલબ્ધિ પાકે ત્યારે કાર્ય થાય’ પણ તેમને કાળલબ્ધિનું યથાર્થ જ્ઞાન હોતું નથી. ભાઈ! કાળલબ્ધિનું યથાર્થ જ્ઞાન કોને થાય? જે જીવ આસ્રવથી ભિન્ન પડીને સ્વભાવમાં અંતઃસન્મુખ થઈ સમ્યગ્દર્શન પ્રગટ કરે તેને કાળલબ્ધિનું સાચું જ્ઞાન થાય છે. શાસ્ત્રમાંથી માત્ર બહારથી ધારણા કરી લે એને કાળલબ્ધિનું યથાર્થ જ્ઞાન નથી.

પ્રશ્નઃ– તો કળશટીકામાં રાજમલજીએ લીધું છે કે-‘કાળલબ્ધિ વિના કરોડ ઉપાય જો કરવામાં આવે તોપણ જીવ સમ્યક્ત્વરૂપ પરિણમનને યોગ્ય નથી એવો નિયમ છે’ એ કેવી રીતે છે?

ઉત્તરઃ– ભાઈ! કાર્ય થવામાં તો પાંચે કારણો એક સાથે હોય છે, પણ તેના કથનમાં કોઈ એકની વિવક્ષા બને છે. ત્યાં કળશટીકામાં કાળલબ્ધિની મુખ્યતાથી કથન કર્યું છે; પણ જ્યાં એક હોય ત્યાં પાંચે હોય જ છે એવો સમ્યક્ અભિપ્રાય સમજવો.

મોક્ષમાર્ગ પ્રકાશકમાં (નવમા અધિકારમાં) લીધું છે કે-કાળલબ્ધિ અને ભવિતવ્યતા કોઈ વસ્તુ નથી. જે કાળમાં કાર્ય થયું તે જ એની કાળલબ્ધિ અને જે થવા યોગ્ય હતું તે જ થયું એ ભવિતવ્ય. વળી કર્મના ઉપશમાદિક છે તે તો પુદ્ગલની શક્તિ છે, તેનો કર્તાહર્તા આત્મા નથી, તથા પુરુષાર્થપૂર્વક ઉદ્યમ કરવામાં આવે છેે તે આત્માનું કાર્ય છે, માટે પુરુષાર્થપૂર્વક ઉદ્યમ કરવાનો ઉપદેશ છે. વળી ત્યાં આગળ જતાં કહ્યું છે કે-જે જીવ શ્રી જિનેશ્વરના ઉપદેશ અનુસાર પુરુષાર્થ પૂર્વક મોક્ષનો ઉપાય કરે છે તેને તો કાળલબ્ધિ વા ભવિતવ્ય થઈ ચૂકયાં તથા કર્મનાં ઉપશમાદિ થયાં છે ત્યારે તો તે આવો ઉપાય કરે છે, માટે જે પુરુષાર્થ વડે મોક્ષનો ઉપાય કરે છે તેને તો સર્વ કારણો મળે છે અને અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે-એવો નિશ્ચય કરવો.

અહા! લોકો પોતાનો હઠાગ્રહ રાખીને શાસ્ત્રો વાંચે છે તેથી તેઓ શાસ્ત્રના અભિપ્રાયને યથાર્થ સમજતા નથી. પરંતુ ભાઈ! તે હિતનો માર્ગ નથી. પોતાનો દુરાગ્રહ છોડી શાસ્ત્ર શું કહેવા માગે છે તે સમજવા પોતાની દ્રષ્ટિ કેળવવી જોઈએ. (તત્ત્વજ્ઞાન પામવાની આ જ રીત છે).

જુઓ, આત્મામાં જેમ જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, આનંદ આદિ શક્તિઓ છે તેમ તેમાં એક ‘અકાર્યકારણત્વ’ નામની શક્તિ છે. આ શક્તિનું કાર્ય શું? તો