PDF/HTML Page 1901 of 4199
single page version
કહે છે-આત્મા રાગનું કારણ નથી તેમ જ રાગનું કાર્ય નથી-એ આ શક્તિનું કાર્ય છે. મતલબ કે વ્યવહાર જે રાગ છે તે કાર્ય અને આત્મા તેનો કર્તા એમ નથી. તથા વ્યવહાર જે રાગ છે તે કારણ (કર્તા) અને વીતરાગી પરિણામ એનું કાર્ય એમ પણ નથી. આમ હોવાથી વ્યવહાર કારણ અને નિશ્ચય એનું કાર્ય એમ છે નહિ. વ્યવહાર નથી એમ નહિ, વ્યવહાર છે ખરો પણ વ્યવહાર વ્યવહારના સ્થાનમાં છે, તે નિશ્ચયને ઉત્પન્ન કરે છે એમ નથી. સમજાણું કાંઈ...? માર્ગ તો આ છે બાપા!
‘અનાદિ કાળથી માંડીને જ્યાં સુધી જીવને ભેદવિજ્ઞાન નથી ત્યાંસુધી તે કર્મથી બંધાયા જ કરે છે-સંસારમાં રઝળ્યા જ કરે છે.’
જુઓ, અહીં એમ નથી કહ્યું કે વ્યવહારનું આચરણ નથી માટે જીવ અનંતકાળથી સંસારમાં રઝળે છે. અરે ભાઈ! વ્યવહારનું આચરણ કરીને તો તું અનંતવાર દ્રવ્યલિંગી થઈ નવમી ગ્રૈવેયક ગયો; પણ એથી શું? જન્મ-મરણ તો મટયાં નહિ; કેમકે ભેદવિજ્ઞાન નહોતું કર્યું.
હવે કહે છે-‘જે જીવને ભેદવિજ્ઞાન થાય છે તે કર્મથી છૂટે જ છે-મોક્ષ પામે જ છે.’ અહાહા...! રાગથી ભિન્ન સ્વાશ્રયે જેને ચૈતન્યનું ભાન થાય છે તે અવશ્ય કર્મથી છૂટી મોક્ષ પામે છે. એ જ વિશેષ ખુલાસો કરે છે-
‘માટે કર્મબંધનું-સંસારનું મૂળ ભેદવિજ્ઞાનનો અભાવ જ છે અને મોક્ષનું પ્રથમ કારણ ભેદવિજ્ઞાન જ છે. ભેદવિજ્ઞાન વિના કોઈ સિદ્ધિ પામી શકતું નથી.’ બીજી રીતે કહીએ તો સ્વાશ્રય (સ્વરૂપના આશ્રય) વિના મુક્તિ થતી નથી અને મુક્તિ થાય ત્યારે સ્વ-આશ્રયથી જ થાય છે. સ્વ-આશ્રય જ મુક્તિનું પ્રથમ સોપાન છે અને સ્વ-આશ્રયથી જ મુક્તિ છે.
અહા! આસ્રવનું યથાર્થ જ્ઞાન પણ કોને થાય? શુદ્ધ ચૈતન્યઘન એવા નિજ સ્વરૂપના આશ્રયે જે આત્મજ્ઞાન થાય છે તે જ્ઞાનમાં આસ્રવ ભિન્ન છે એમ યથાર્થ જણાય છે. તેથી જેને સમ્યગ્દર્શન-જ્ઞાન થયું છે તેને આસ્રવનું યથાર્થ જ્ઞાન થાય છે. શુદ્ધ જ્ઞાયકના આશ્રયે ભગવાન જ્ઞાયકનું અસ્તિપણે જ્ઞાન થતાં આસ્રવ મારો નથી એમ નાસ્તિપણે આસ્રવનું જ્ઞાન સ્થાપિત થઈ જાય છે, કારણ કે આત્માનો એવો જ સ્વપરપ્રકાશક સ્વભાવ છે.
જે જીવને ભેદવિજ્ઞાન થાય છે તે કર્મથી છૂટે જ છે એમ જે કહ્યું એમાં સમયસાર ગાથા ૧૧ માં વ્યવહાર અભૂતાર્થ છે અને ભૂતાર્થના આશ્રયે સમ્યગ્દર્શન થાય છે-એ વાત આવી ગઈ.
PDF/HTML Page 1902 of 4199
single page version
હવે બીજી વાતઃ કે ભૂતાર્થ ત્રિકાળીના આશ્રયે સમ્યગ્દર્શન થયું એને વ્યવહારનયનો વિષય છે કે નહિ? કે પછી એકલો નિશ્ચયનો વિષય છે?
આનો ગાથા ૧૨ માં ખુલાસો કર્યો કે-તેને અપૂર્ણજ્ઞાન, અશુદ્ધતા, પ્રગટ થયેલી શુદ્ધતા એ બધો વ્યવહારનયનો વિષય છે; પણ તે, તે તે કાળે જાણેલો પ્રયોજનવાન છે (આચરેલો નહિ). પ્રયોજન બસ તે કાળે જાણવાનું છે અર્થાત્ વ્યવહારનું તે તે કાળે તેને જ્ઞાન થાય છે. પહેલા સમય કરતાં બીજા સમયે સ્થિરતા વધી ને અસ્થિરતા ઘટી, શુદ્ધતા વધી ને અશુદ્ધતા ઘટી-તેનું જ્ઞાન તે સમયે થાય છે. હવે તે જ્ઞાન જાણે છે કઈ રીતે? તો કહે છે કે તે કાળે જ્ઞાનની એવા જ પ્રકારે સ્વયં સ્વ-પરને પ્રકાશતી પર્યાય ઉત્પન્ન થાય છે. તેમાં સ્વને જાણતાં પરનું જ્ઞાન સહજ જ થઈ જાય છે. પરને જાણવું એમ કહેવું એ પણ ખરેખર વ્યવહાર છે. પરને જાણનારું જ્ઞાન પોતાની સ્વપરપ્રકાશક શક્તિથી પોતાથી જ થાય છે; રાગ છે માટે તેનું જ્ઞાન થાય છે એમ નથી. સ્વનું જ્ઞાન થતાં વ્યવહારના પડખાનું પણ યથાર્થ જ્ઞાન થઈ જાય છે. તેથી વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે એમ કહ્યું છે. સમજાણું કાંઈ...?
અહીં આ કહે છે કે-જે વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિ રાગના પરિણામથી ભેદજ્ઞાન કરે છે તે કર્મથી અવશ્ય છૂટે જ છે. ભાઈ! ભગવાન આત્મા સદા અબદ્ધસ્વરૂપ-મુક્તસ્વરૂપ છે. એવા અબંધસ્વરૂપના આશ્રયે અબંધ પરિણામ થાય અને બંધભાવના આશ્રયે તો બંધ જ થાય. બાપુ! માર્ગ તો આવો છે; તેને અંતરમાં બેસાડવો જોઈએ. તું ગમે તેમ માની લે અને સાચો પુરુષાર્થ થાય એમ કદીય બને નહિ. સમયસાર ગાથા ૧પ માં કહ્યું ને કે-જે કોઈ આત્માને અબદ્ધસ્પૃષ્ટ, ભેદ આદિ રહિત જાણે છે તે જિનશાસન છે, તે શુદ્ધ ઉપયોગ જિનશાસન છે; શુભ ઉપયોગ કાંઈ જિનશાસન નથી. શુભ ઉપયોગમાં તો પર તરફનું વલણ છે અને એમાં આત્મા જણાતો નથી તો એનાથી આત્માનુભવ કેમ થાય? મુક્તિ કેમ થાય? (ન જ થાય). હવે કહે છે-
‘અહીં આમ પણ જાણવું કે-વિજ્ઞાનાદ્વૈતવાદી બૌદ્ધો અને વેદાંતીઓ કે જેઓ વસ્તુને અદ્વૈત કહે છે અને અદ્વૈતના અનુભવથી જ સિદ્ધિ કહે છે તેમનો, ભેદવિજ્ઞાનથી જ સિદ્ધિ કહેવાથી, નિષેધ થયો.’
જુઓ, વિજ્ઞાન-અદ્વૈતવાદી બૌદ્ધો-જગત બસ વિજ્ઞાન-અદ્વૈત-એકલું વિજ્ઞાનસ્વરૂપ છે અને એના અનુભવને મુક્તિ કહે છે. તથા વેદાન્તીઓ બધું એક જ આત્મા છે એમ માને છે. તેઓને ભેદવિજ્ઞાન થાય જ નહિ કેમકે એકમાં ભેદવિજ્ઞાન કેવું? બે ભિન્ન ચીજમાં તો ભેદવિજ્ઞાન હોય. પરમાંથી ખસી સ્વમાં આવવું એનું નામ ભેદવિજ્ઞાન છે. જેઓ અદ્વૈત કહે છે અને અદ્વૈતના અનુભવથી સિદ્ધિ કહે છે તેમના મતમાં ભેદવિજ્ઞાન નથી અને તેથી સિદ્ધિ પણ નથી.
PDF/HTML Page 1903 of 4199
single page version
‘તું મુક્ત થા’ એમ કહ્યું તો વર્તમાનમાં દુઃખ છે કે નહિ? છે એનાથી મુક્ત થવું છે કે નથી એનાથી મુક્ત થવું છે? એટલે વર્તમાનમાં દુઃખ છે અને આત્મા આનંદસ્વરૂપ છે એમ બે ચીજ સિદ્ધ થઈ ગઈ-સ્વરૂપને સમજ્યો નથી માટે દુઃખ છે; એનો અર્થ જ એ થયો કે બીજી ચીજ છે જેના લક્ષે એને દુઃખ થાય છે.
દોરડી હોય એમાં સર્પનો આભાસ થાય છે. ત્યાં પણ બેપણાનું જ્ઞાન સિદ્ધ થાય છે. સર્પ એના લક્ષમાં છે એનો દોરડીમાં આરોપ થયો. હવે કહે છે-
‘કારણ કે સર્વથા અદ્વૈત વસ્તુનું સ્વરૂપ નહિ હોવા છતાં જેઓ સર્વથા અદ્વૈત માને છે તેમને ભેદવિજ્ઞાન કોઈ રીતે કહી શકાતું જ નથી. જ્યાં દ્વૈત જ-બે વસ્તુઓ જ માનતા નથી ત્યાં ભેદવિજ્ઞાન શાનું? જો જીવ અને અજીવ બે વસ્તુઓ માનવામાં આવે અને તેમનો સંયોગ માનવામાં આવે તો જ ભેદવિજ્ઞાન બની શકે અને સિદ્ધિ થઈ શકે.’
અરે ભાઈ! જો ભૂલ જ ન હોય તો આત્મા રખડે કેમ? ભૂલ ન હોય તો ભૂલ ટાળવાનો ઉપદેશ પણ શા માટે? દુઃખથી મુક્ત થાઓ-એવા ઉપદેશનો અર્થ જ એ થયો કે દુઃખ છે અને તે ટળી સુખ પ્રગટ થાય છે. ભેદ છે એને ટાળવાની વાત કરે છે એમાં જ ભેદરૂપ મલિનતા છે અને સ્વભાવ પવિત્ર છે એમ સિદ્ધ થાય છે. આ પ્રમાણે દ્રવ્ય અને પર્યાય બન્ને સિદ્ધ થઈ જાય છે.
જ્યાં બે ચીજ જ માને નહિ ત્યાં ભેદજ્ઞાન કોનાથી કરે? જીવ-અજીવ એમ બે ચીજ માને ત્યાં ભેદજ્ઞાન થઈ શકે. બીજી ચીજ છે અને તેના લક્ષે થતો ઉપાધિભાવ છે એમ માને તો ઉપાધિભાવરહિત થઈ સંવર પ્રગટ કરી શકે. માટે સ્યાદ્વાદીઓને જ બધુંય નિર્બાધપણે સિદ્ધ થાય છે.
સંસાર અને મોક્ષ એ પણ બે દશાઓ છે. સંસારદશા ન હોય તો મોક્ષદશા કયાંથી આવી? મોક્ષદશા સંસારદશાનો અભાવ થઈને થાય છે. જુઓ, આમાં પણ સંસાર-મોક્ષ એમ બે સિદ્ધ થયાં.
અહા! સંસારમાં આ પૈસાવાળા શેઠિયા પણ બધા દુઃખી જ છે. લોકો દુનિયામાં એમને સુખી અને ડાહ્યા કહે પણ અહીં કહે છે-રાગથી જે ભેદ કરે છે તે ભેદજ્ઞાનીઓ જ માત્ર સુખી અને ડાહ્યા છે. અરે! મોટા ભાગના જીવોનો તો ઘણો કાળ બાયડી-છોકરાંની આળપંપાળમાં અને ધંધા-વેપારની પ્રવૃત્તિના અશુભભાવમાં-પાપભાવમાં જ ચાલ્યો જાય છે. સત્ સાંભળવાનો, સમજવાનો જે ભાવ છે તે બધો શુભભાવ છે. આવા શુભભાવની પ્રવૃત્તિનો જેમને સમય મળતો નથી અને એકાંતે પાપમાં રાચે છે તેમને પુણ્ય-પાપથી રહિત પોતાનું સ્વરૂપ છે એમ સમજવું મહામુશ્કેલ છે. અરે! ભેદજ્ઞાનના અભાવે તેઓ બિચારા કયાં રખડશે? ભેદજ્ઞાન જ મુક્તિનું પહેલું પગથિયું છે.
PDF/HTML Page 1904 of 4199
single page version
હવે, સંવર અધિકાર પૂર્ણ કરતાં, સંવર થવાથી જે જ્ઞાન થયું તે જ્ઞાનના મહિમાનું કાવ્ય કહે છેઃ-
‘भेदज्ञान–उच्छलन–कलनात्’ ભેદજ્ઞાન પ્રગટ કરવાના અભ્યાસથી ‘शुद्ध तत्त्व– उपलम्भात्’ શુદ્ધ તત્ત્વની ઉપલબ્ધિ થઈ, શુદ્ધ તત્ત્વની ઉપલબ્ધિથી...
જુઓ, શું કહ્યું? જેને ધર્મ પ્રગટ કરવો છે, જેને સંવર પ્રગટ કરવો છે વા મોક્ષમાર્ગ પ્રગટ કરવો છે તેને ભેદજ્ઞાન પ્રગટ કરવાનો અભ્યાસ કરવો જ ઇષ્ટ છે કેમકે ભેદજ્ઞાન પ્રગટવાથી જ શુદ્ધ તત્ત્વની પ્રાપ્તિ-અનુભવ થાય છે. રાગથી હું ભિન્ન છું એવા અભ્યાસ વડે પોતાને-આત્માને રાગથી અને નિમિત્તથી ભિન્ન પાડે ત્યારે તેને ભેદજ્ઞાનનું ‘उच्छलन’ પ્રગટવું થાય છે અને ત્યારે તેને આત્માની ઉપલબ્ધિરૂપ-અનુભવરૂપ સંવર થાય છે. શું રાગથી સંવર થાય? રાગથી સંવર ન થાય; દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિ આદિના રાગથી સંવર ન થાય કેમકે રાગ તો આસ્રવ તત્ત્વ છે. જો રાગથી સંવર થાય એમ કોઈ માને તો તે આસ્રવ અને સંવરને એક માને છે; પણ એની માન્યતા તો મિથ્યાત્વ છે.
અહીં તો આ એક જ સિદ્ધાંત છે કે-નિર્મળાનંદનો નાથ સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ આત્મા, ક્ષેત્રથી અસંખ્ય પ્રદેશી અને ભાવથી અનંત અનંત જ્ઞાન, સુખ, વીર્ય, આનંદ આદિથી અભિન્ન એવા તેને નિમિત્ત અને રાગથી ભિન્ન પાડતાં અર્થાત્ નિમિત્ત અને રાગનું લક્ષ છોડી દેતાં ભેદજ્ઞાન પ્રગટવાથી સંવર પ્રગટ થાય છે. નિમિત્ત અને વ્યવહારના રાગનો અંતરમાં ભેદ કરવાથી સંવર પ્રગટ થાય છે.
તો શું નિમિત્ત અને વ્યવહારરત્નત્રય નથી હોતાં?
એમ કોણ કહે છે? નિમિત્ત અને વ્યવહારરત્નત્રય હો, પણ એનાથી જુદા પડવાની પ્રક્રિયાથી-ભેદની પ્રક્રિયાથી સંવર પ્રગટ થાય છે એમ વાત છે. નિમિત્ત અને વ્યવહારરત્નત્રય પોતપોતામાં અસ્તિપણે સત્ય છે પણ એનાથી ધર્મ થાય-સંવર થાય એવી માન્યતા અસત્ય છે. સમજાણું કાંઈ...? ભાઈ! અહીં તો આ કહે છે કે-વ્યવહારના રાગથી પણ ભેદ પાડવાનો અભ્યાસ કરીને ભેદવિજ્ઞાન પ્રગટ કરવું એ ધર્મની પહેલામાં પહેલી દશા છે. મિથ્યાદ્રષ્ટિને અનાદિથી રાગ પ્રાપ્ત થતો હતો તે હવે ભેદજ્ઞાનના અભ્યાસ વડે શુદ્ધ આત્માને પ્રાપ્ત થયો એમ કહે છે.
આ સંવર અધિકારનો છેલ્લો કળશ છે ને? એટલે એમાં સાર-સાર વાત કહે છે; કહે છે કે-શરીર, મન, વાણી, દેવ, ગુરુ, શાસ્ત્ર ઇત્યાદિ તો બધું પરદ્રવ્ય છે. એ હો ભલે, પણ આત્મા- ચૈતન્યમહાપ્રભુ એ સર્વથી ભિન્ન છે. વળી દયા, દાન, ભક્તિ આદિના જે ભાવ છે તે રાગ છે. એ હો ભલે, પણ એનાથી પણ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મા ભિન્ન છે. આ પ્રમાણે જેમ છે તેમ પરથી-નિમિત્તથી અને રાગથી
PDF/HTML Page 1905 of 4199
single page version
ભેદ કરીને અંદર સ્વમાં એકાગ્ર થવું તે ભેદજ્ઞાન છે અને એ ભેદજ્ઞાનની પ્રગટતા વડે સંવર- ધર્મ પ્રગટ થાય છે; આવી વાત છે. લ્યો, આમાં નિમિત્તથી અને વ્યવહારથી (ધર્મ) થાય છે એ વાત સાવ ઉડી ગઈ.
લોકો જ્યાં-ત્યાંથી વ્યવહારને ગોતે છે. હમણાં જ એક સામાયિકમાં આવ્યું હતું કે અકાળે મૃત્યુ થાય એમ ન માને તે જૂઠા છે ભાઈ! ‘અકાળ મૃત્યુ’ એ તો નિમિત્તનું કથન છે. એ તો અકસ્માત આદિથી મરનાર જીવને કર્મનાં રજકણો જ એવા બંધાયાં છે જેની યોગ્યતા એક જ સમયમાં ખરવાની હોય છે. ખરેખર તો (નિશ્ચયથી તો) દેહ જ્યારે છૂટવાનો હોય તે સમયે જ છૂટે છે, અકાળે એટલે બીજા કાળે છૂટે છે એમ નહિ. ‘અકાળ મૃત્યુ’ કહ્યું એમાં તો કાળની મુખ્યતા ન કરતાં અકસ્માત્ આદિ (અકાળ-કાળ નહિ એવા) અન્ય નિમિત્તની મુખ્યતા કરીને કથન કર્યું છે. ભાઈ! આ તો વ્યવહારનું (ઉપચારનું) કથન છે તેમ યથાર્થ સમજવું જોઈએ.
વળી બીજા કોઈ એમ કહે છે કે-ઉપાદાનનું કાર્ય ઉપાદાનમાં જ થાય પણ નિમિત્ત વિના ન થાય. તેમની આ વાત યથાર્થ નથી. કાર્ય ઉપાદાનથી થાય અને નિમિત્તથી ન થાય એમ વાત યથાર્થ છે. નિમિત્તની અપેક્ષાએ નિમિત્ત સત્ય છે પણ ઉપાદાનમાં એ કાંઈ (વિલક્ષણતા) કરે છે એમ માનવું અસત્ય છે. નિમિત્તના કારણે ઉપાદાનમાં કાંઈ પણ થાય વા ઉપાદાનમાં કાર્ય થવામાં નિમિત્તની અપેક્ષા રહે છે એવી માન્યતા વસ્તુસ્વરૂપથી વિપરીત હોવાથી અયથાર્થ છે.
હવે કહે છે-શુદ્ધતત્ત્વની ઉપલબ્ધિથી ‘रागग्राम–प्रलयकरणात्’ રાગના સમૂહનો વિલય થયો; મતલબ કે આત્મા પ્રતિ ઢળતાં વિકલ્પની ઉત્પત્તિ ન થઈ તો રાગનો વિલય-નાશ થયો એમ કહેવામાં આવ્યું છે. રાગના સમૂહનો વિલય કરવાથી ‘कर्मणां संवरेण’ કર્મનો સંવર થયો અને કર્મનો સંવર થવાથી ‘ज्ञाने नियतम् एतद् ज्ञानं उदितं’ જ્ઞાનમાં જ નિશ્ચળ થયેલું એવું આ જ્ઞાન ઉદય પામ્યું.
શું કહ્યું આ? જ્ઞાનસ્વભાવી જે આત્મવસ્તુ છે એમાં વર્તમાન જ્ઞાનપરિણતિ વડે સ્થિર થતાં જ્ઞાનમાં જ નિશ્ચળ થયેલું જ્ઞાન ઉદય પામ્યું એટલે કે શુદ્ધતા પ્રગટ થઈ. રાગમાં એકાગ્ર હતો ત્યારે અશુદ્ધતા પ્રગટ થતી હતી તે હવે રાગથી ભિન્ન પડી જ્ઞાન જ્ઞાનમાં સ્થિર થતાં શુદ્ધતા પ્રગટ થઈ. લ્યો, આ સંવર અને ધર્મ છે.
હવે, આત્મામાં નિશ્ચળ થઈ ઉદય પામેલું તે જ્ઞાન કેવું છે? તો કહે છે-‘बिभ्रत् परमम् तोषम्’ તે જ્ઞાન પરમ સંતોષને અર્થાત્ પરમ અતીન્દ્રિય આનંદને ધારણ કરે છે. જ્ઞાનની લક્ષ્મી પ્રગટ થતાં સાથે અતીન્દ્રિય આનંદ પ્રગટ થયો એમ કહે છે. અહાહા...! જ્ઞાનાનંદસ્વરૂપ આત્મામાં એકાગ્ર થતાં પ્રગટ થયેલું જ્ઞાન અતીન્દ્રિય આનંદને ધારણ કરે છે. રાગથી ભિન્ન થયો એટલે દુઃખથી ભિન્ન થયો અને ત્યારે પર્યાયમાં આનંદ-સુખ ઉછળે છે.
PDF/HTML Page 1906 of 4199
single page version
હવે આવી વાત કદી સાંભળી ન હોય એટલે લોકો આ તો એકલી નિશ્ચયની વાતો છે એમ કહી એની ઉપેક્ષા કરે છે. પણ ભાઈ! નિશ્ચય એટલે જ સત્ય. ત્રિકાળ સત્યસ્વરૂપ એવા નિશ્ચય ધ્રુવ આત્માનું જ શરણ લેવા જેવું છે. વ્યવહાર હો ભલે, વ્યવહાર પોતાના સ્થાને સત્યાર્થ છે, પરંતુ તે શરણ લેવા જેવો નથી. તેવી જ રીતે નિમિત્ત પણ છે, પરંતુ એનું શરણ નથી વા તે શરણભૂત નથી.
વળી કેવું છે તે જ્ઞાન? ‘अमल–आलोकम्’ કે જેનો પ્રકાશ નિર્મળ છે, જેમાં રાગના મેલનો ભાગ નથી, જેમાં રાગની ભેળ નથી. રાગથી ભિન્ન પડેલા જ્ઞાનનો પ્રકાશ રાગરહિત નિર્મળ છે.
ભાઈ! જ્ઞાન જ્ઞાનમાં-આત્મામાં સ્થિત થાય એ જ કરવા જેવું છે. કેવી રીતે? તો કહે છે કે-‘‘પરથી ખસ, સ્વમાં વસ, ટુંકું ટચ, એટલું બસ.’’ છહઢાલામાં પણ એમ જ કહ્યું છે કે-
જન્મ-મરણથી રહિત થવાનો આ જ ઉપાય છે, બાકી તો બધાં થોથેથોથાં છે. પરમાત્મપ્રકાશમાં આવે છે કે-જે રાગને ઉપાદેય માને છે તે પોતાના શુદ્ધાત્માને હેય માનનારો મિથ્યાદ્રષ્ટિ છે અને જે શુદ્ધ આત્મસ્વભાવને ઉપાદેય માને છે તેને રાગ હેય છે.
અરે જીવ! કોઈ પુણ્યના યોગે આવું મનુષ્યપણું મળ્યું, તેમાં વળી ધર્મ સમજવાનાં ટાણાં મળ્યાં; હવે આવા ટાણે પણ આ નહિ સમજે તો ચોરાસીના અવતારમાં ઝોલાં ખાઈને કયાંય નિગોદમાં ચાલ્યો જઈશ. દુનિયા ભલે આ ચીજ માને કે ન માને, માનીને પ્રશંસા કરે વા ન માનીને નિંદા કરે; તારે એની સાથે શું કામ છે?
કોઈ તો વળી મને ઘણા શિષ્યો અને ઘણા માનનારા છે તથા મેં ઘણાં પુસ્તકો છપાવી ધર્મ પ્રચાર કર્યો-ઇત્યાદિ માની બહુ સંતુષ્ટ થાય છે, હરખાય છે. તેને કહીએ છીએ-ભાઈ! એ શિષ્યો અને પુસ્તકો કયાં તારાં છે? એ તો બધાં ભિન્ન પરદ્રવ્ય છે. શિષ્યો અને પુસ્તકો આદિ પરથી ગૌરવ કરે પણ પરથી ગૌરવ કરવું એ તો ચૈતન્યને લજ્જાસ્પદ છે, કલંક છે. જો પરથી ભિન્ન પડી સ્વનો આશ્રય કરી આનંદમાં ન આવ્યો તો એ બધી ઉપાધિ તને દુઃખનું જ કારણ છે. આત્મામાં ઠરેલું જ્ઞાન જ સુખનું-આનંદનું કારણ છે.
હવે આગળ કહે છે-વળી તે જ્ઞાન ‘अम्लानम्’ અમ્લાન છે, ક્ષાયોપશમિક જ્ઞાનની માફક કરમાયેલું-નિર્બળ નથી. છેલ્લી વાત લીધી છે ને? કેવળજ્ઞાન નિર્બળ નથી પણ સર્વ લોકાલોકને જાણનારું છે.
વળી તે ‘एकम्’ એક છે એટલે કે ક્ષયોપશમમાં જે ભેદ હતા તે ક્ષાયિક
PDF/HTML Page 1907 of 4199
single page version
જ્ઞાનમાં ભેદ નથી. તથા તે ‘शाश्वत–उद्योतम्’ જેનો ઉદ્યોત શાશ્વત છે તેવું છે. કેવળજ્ઞાન જે પ્રગટયું તેનો ઉદ્યોત શાશ્વત-અવિનશ્વર છે.
જુઓ, આ સંવરનો ક્રમ! પરના ભેદ-અભ્યાસથી આત્માની પ્રાપ્તિ થઈ તે પ્રથમ સંવર થયો અને આત્મલીનતા ક્રમે વધારી પરિપૂર્ણ લીનતા થતાં પૂર્ણ શુદ્ધતા સહિત કેવળજ્ઞાન પ્રગટ થયું, ચૈતન્યજ્યોતિનો શાશ્વત એકરૂપ ઉદ્યોત રહે તેવું જ્ઞાન પ્રગટ થયું.
આ રીતે સંવર બહાર નીકળી ગયો.
‘રંગભૂમિમાં સંવરનો સ્વાંગ આવ્યો હતો તેને જ્ઞાને જાણી લીધો તેથી તે નૃત્ય કરી બહાર નીકળી ગયો. લ્યો, સંવરનો ભેખ આવ્યો તે મોક્ષ થતાં બહાર નીકળી ગયો.
ઉજ્જ્વલ જ્ઞાન પ્રકાશ કરૈ બહુ તોષ ધરૈ પરમાતમમાંહી,
યોં મુનિરાજ ભલી વિધિ ધારત કેવલ પાય સુખી શિવ જાહીં.’’
આ કાવ્યમાં પંડિત શ્રી જયચંદજીએ આખો સંવર અધિકાર સંક્ષેપમાં કહી દીધો. ચોથે ગુણસ્થાને સમકિતીને ભેદજ્ઞાનકલા પ્રગટે છે. પરથી ભિન્ન પડતાં પવિત્ર સ્વભાવની પ્રાપ્તિ થાય છે, રાગ-દ્વેષ અને મિથ્યાત્વ નાશ પામી જાય છે અને તેથી દુષ્ટ કર્મ રોકાઈ જાય છે. ત્યાં ઉજ્જ્વલ જ્ઞાનપ્રકાશ થતાં પરમાત્મામાં (આત્મામાં) પ્રચુર અતીન્દ્રિય આનંદ પ્રગટે છે. મુનિરાજ આ રીતે ભેદવિજ્ઞાનની ભાવના વડે અતીન્દ્રિય આનંદને ધારણ કરી ક્રમે કેવલજ્ઞાન ઉપજાવી પરમ સુખમય મોક્ષને પામે છે.
આ પ્રમાણે શ્રી કુંદકુંદાચાર્યદેવ રચિત સમયસાર શાસ્ત્ર ઉપર પરમ કૃપાળુ સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીના પ્રવચનનો પાંચમો સંવર અધિકાર સમાપ્ત થયો.
[પ્રવચન નં. ૨પ૯ થી ૨૬૩ * દિનાંક ૧૨-૧૨-૭૬ થી ૧૬-૧૨-૭૬]
PDF/HTML Page 1908 of 4199
single page version
PDF/HTML Page 1909 of 4199
single page version
PDF/HTML Page 1910 of 4199
single page version
PDF/HTML Page 1911 of 4199
single page version
સંસારસાગર તારવા જિનવાણી છે નૌકા ભલી, જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં; આ કાળમાં શુદ્ધાત્મજ્ઞાની સુકાની બહુ બહુ દોહ્યલો, મુજ પુણ્યરાશિ ફળ્યો અહો! ગુરુ ક્હાન તું નાવિક મળ્યો.
બાહ્યાંતર વિભવો તારા, તારે નાવ મુમુક્ષુનાં.
સદા દ્રષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નીરખે, અને જ્ઞપ્તિમાંહી દરવ-ગુણ-પર્યાય વિલસે; નિજાલંબીભાવે પરિણતિ સ્વરૂપે જઈ ભળે, નિમિત્તો વહેવારો ચિદઘન વિષે કાંઈ ન મળે.
હૈયું ‘સત સત, જ્ઞાન જ્ઞાન’ ધબકે ને વજ્રવાણી છૂટે, જે વજ્રે સુમુમુક્ષુ સત્ત્વ ઝળકે; પરદ્રવ્ય નાતો તૂટે; -રાગદ્વેષ રુચે ન, જંપ ન વળે ભાવેંદ્રિમાં-અંશમાં, ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા.
કરુણા અકારણ સમુદ્ર! તને નમું હું;
હે જ્ઞાનપોષક સુમેઘ! તને નમું હું,
આ દાસના જીવનશિલ્પી! તને નમું હું.
વાણી ચિન્મૂર્તિ! તારી ઉર-અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી;
ભાવો ઊંડા વિચારી, અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી,
ખોયેલું રત્ન પામું, -મનરથ મનનો; પૂરજો શક્તિશાળી!
PDF/HTML Page 1912 of 4199
single page version
આવી આવી રે, મહાસુદી અગીયારસ,
ભાવી જિનેશ્વર જેતપુરને આંગણે પધાર્યા.
દૂર દૂર દેશથી ગુરુદેવ પધાર્યા,
વાટું જોતા તા નાથ તમાહરી,
કંઈ વિધીએ વંદુ નાથ આપને,
કઈ વિધીએ પુજુ નાથ આપને,
મોતીચંદભાઈના તો ચંદ છો,
અનંત સંસાર મા રે આથડયા,
અગીયાર બાર ગાથા સમજાવતા,
શુભ અશુભમાં રે રમતાં,
સત્યને માર્ગે ચડાવીયા,
હવે સાથ ન છોડીયે રે આપનો,
શાસન નો સીર તાજ છો,
PDF/HTML Page 1913 of 4199
single page version
સંસારી જીવનાં ભાવમરણો ટાળવા કરુણા કરી, સરિતા વહાવી સુધા તણી પ્રભુ વીર! તેં સંજીવની; શોષાતી દેખી સરિતને કરુણાભીના હૃદયે કરી, મુનિકુંદ સંજીવની સમયપ્રાભૃત તણે ભાજન ભરી.
કુંદકુંદ રચ્યું શાસ્ત્ર, સાથિયા અમૃતે પૂર્યા, ગ્રંથાધિરાજ! તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા.
અહો! વાણી તારી પ્રશમરસ-ભાવે નીતરતી,
મુમુક્ષુને પાતી અમૃતરસ અંજલિ ભરી ભરી; અનાદિની મૂર્છા વિષ તણી ત્વરાથી ઊતરતી, વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ.
તું છે નિશ્ચયગ્રંથ ભંગ સઘળા વ્યવહારના ભેદવા, તું પ્રજ્ઞાછીણી જ્ઞાન ને ઉદયની સંધિ સહુ છેદવા; સાથી સાધકનો, તું ભાનુ જગનો, સંદેશ મહાવીરનો, વિસામો ભવક્લાંતના હૃદયનો, તું પંથ મુક્તિ તણો.
જાણ્યે તને હૃદય જ્ઞાની તણાં જણાય;
તું રુચતાં જગતની રુચિ આળસે સૌ,
તું રીઝતાં સકલજ્ઞાયકદેવ રીઝે.
તથાપિ કુંદસૂત્રોનાં અંકાયે મૂલ્ય ના કદી.
PDF/HTML Page 1914 of 4199
single page version
પરમ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીનાં પ્રવચનો
कर्मागामि समस्तमेव भरतो दूरान्निरुन्धन् स्थितः।
प्राग्बद्धं तु तदेव दग्धुमधुना व्याजृम्भते निर्जरा
ज्ञानज्योतिरपावृतं न हि यतो रागादिभिर्मूर्छति।। १३३।।
પૂર્વ ઉદયમાં સમ રહે, નમું નિર્જરાવંત.
પ્રથમ ટીકાકાર આચાર્યમહારાજ કહે છે કે “હવે નિર્જરા પ્રવેશ કરે છે”. અહીં
કરે છે તેમ અહીં રંગભૂમિમાં નિર્જરાનો સ્વાંગ પ્રવેશ કરે છે.
PDF/HTML Page 1915 of 4199
single page version
जं
હવે, સર્વ સ્વાંગને યથાર્થ જાણનારું જે સમ્યગ્જ્ઞાન છે તેને મંગળરૂપ જાણીને આચાર્યદેવ મંગળ અર્થે પ્રથમ તેને જ-નિર્મળ જ્ઞાનજ્યોતિને જ-પ્રગટ કરે છેઃ-
શ્લોકાર્થઃ– [परः संवरः] પરમ સંવર, [रागादि–आस्रव–रोधतः] રાગાદિ આસ્રવોને રોકવાથી [निज–धुरां धृत्वा] પોતાની કાર્ય-ધુરાને ધારણ કરીને (-પોતાના કાર્યને બરાબર સંભાળીને), [समस्तम् आगामि कर्म] સમસ્ત આગામી કર્મને [भरतः दूरात् एव] અત્યંતપણે દૂરથી જ [निरुन्धन् स्थितः] રોકતો ઊભો છે; [तु] અને [प्राग्बद्धं] જે પૂર્વે (સંવર થયા પહેલાં) બંધાયેલું કર્મ છે [तत् एव दग्धुम्] તેને બાળવાને [अधुना] હવે [निर्जरा व्याजृम्भते] નિર્જરા (-નિર્જરારૂપી અગ્નિ-) ફેલાય છે [यतः] કે જેથી [ज्ञानज्योतिः] જ્ઞાનજ્યોતિ [अपावृतं] નિરાવરણ થઈ થકી (ફરીને) [रागादिभिः न हि मूर्छति] રાગાદિભાવો વડે મૂર્છિત થતી નથી-સદા અમૂર્છિત રહે છે.
ભાવાર્થઃ–સંવર થયા પછી નવાં કર્મ તો બંધાતા નથી. જે પૂર્વે બંધાયાં હતાં તે કર્મો જ્યારે નિર્જરે છે ત્યારે જ્ઞાનનું આવરણ દૂર થવાથી જ્ઞાન એવું થાય છે કે ફરીને રાગાદિરૂપે પરિણમતું નથી-સદા પ્રકાશરૂપ જ રહે છે. ૧૩૩.
હવે દ્રવ્યનિર્જરાનું સ્વરૂપ કહે છેઃ-
જે જે કરે સુદ્રષ્ટિ તે સૌ નિર્જરાકારણ બને. ૧૯૩.
ગાથાર્થઃ– [सम्यग्द्रष्टिः] સમ્યગ્દ્રષ્ટિ જીવ [यत्] જે [इन्द्रियैः] ઇંદ્રિયો વડે [अचेतनानाम्] અચેતન તથા [इतरेषाम्] ચેતન [द्रव्याणाम्] દ્રવ્યોનો [उपभोगम्] ઉપભોગ [करोति] કરે છે [तत् सर्व] તે સર્વ [निर्जरानिमित्तम्] નિર્જરાનું નિમિત્ત છે.
ટીકાઃ– વિરાગીનો ઉપભોગ નિર્જરા માટે જ છે (અર્થાત્ નિર્જરાનું કારણ થાય છે). રાગાદિભાવોના સદ્ભાવથી મિથ્યાદ્રષ્ટિને અચેતન તથા ચેતન દ્રવ્યોનો ઉપભોગ બંધનું નિમિત્ત જ થાય છે; તે જ (ઉપભોગ), રાગાદિભાવોના અભાવથી સમ્યગ્દ્રષ્ટિને નિર્જરાનું નિમિત્ત જ થાય છે; આથી (આ કથનથી) દ્રવ્યનિર્જરાનું સ્વરૂપ કહ્યું.
ભાવાર્થઃ– સમ્યગ્દ્રષ્ટિને જ્ઞાની કહ્યો છે અને જ્ઞાનીને રાગદ્વેષમોહનો અભાવ કહ્યો છે; માટે સમ્યગ્દ્રષ્ટિ વિરાગી છે. તેને ઇંદ્રિયો વડે ભોગ હોય તોપણ તેને ભોગની
PDF/HTML Page 1916 of 4199
single page version
સામગ્રી પ્રત્યે રાગ નથી. તે જાણે છે કે “આ (ભોગની સામગ્રી) પરદ્રવ્ય છે, મારે અને તેને કાંઇ નાતો નથી; કર્મના ઉદયના નિમિત્તથી તેનો અને મારો સંયોગ-વિયોગ છે”. જ્યાં સુધી તેને ચારિત્રમોહનો ઉદય આવીને પીડા કરે છે અને પોતે બળહીન હોવાથી પીડા સહી શકતો નથી ત્યાં સુધી-જેમ રોગી રોગની પીડા સહી શકે નહિ ત્યારે તેનો ઔષધિ આદિ વડે ઇલાજ કરે છે તેમ-ભોગોપભોગસામગ્રી વડે વિષયરૂપ ઇલાજ કરે છે; પરંતુ જેમ રોગી રોગને કે ઔષધિને ભલી જાણતો નથી તેમ સમ્યગ્દ્રષ્ટિ ચારિત્રમોહના ઉદયને કે ભોગોપભોગસામગ્રીને ભલી જાણતો નથી. વળી નિશ્ચયથી તો, જ્ઞાતાપણાને લીધે સમ્યગ્દ્રષ્ટિ વિરાગી ઉદયમાં આવેલા કર્મને માત્ર જાણી જ લે છે, તેના પ્રત્યે તેને રાગદ્વેષમોહ નથી. આ રીતે રાગદ્વેષમોહ વિના જ તેના ફળને ભોગવતો હોવાથી તેને કર્મ આસ્રવતું નથી, આસ્રવ વિના આગામી બંધ થતો નથી અને ઉદયમાં આવેલું કર્મ તો પોતાનો રસ દઇને ખરી જ જાય છે કારણ કે ઉદયમાં આવ્યા પછી કર્મની સત્તા રહી શકે જ નહિ. આ રીતે તેને નવો બંધ થતો નથી અને ઉદયમાં આવેલું કર્મ નિર્જરી ગયું તેથી તેને કેવળ નિર્જરા જ થઇ. માટે સમ્યગ્દ્રષ્ટિ વિરાગીના ભોગોપભોગને નિર્જરાનું જ નિમિત્ત કહેવામાં આવ્યો છે. પૂર્વ કર્મ ઉદયમાં આવીને તેનું દ્રવ્ય ખરી ગયું તે દ્રવ્યનિર્જરા છે.
હવે નિર્જરા અધિકાર કહે છે. ત્યાં સંવરપૂર્વક અશુદ્ધતાનો નાશ થવો, શુદ્ધતાની વૃદ્ધિ થવી તથા તે કાળે દ્રવ્યકર્મનું સ્વયં ખરી જવું-નિર્જરી જવું તેને નિર્જરા કહે છે. નિર્જરાના ત્રણ પ્રકારઃ-
૧. આત્મજ્ઞાન થતાં સ્વરૂપમાં રમણતા થવા વડે જે દ્રવ્યકર્મનો નાશ થાય છે તે દ્રવ્યનિર્જરા છે.
૨. ત્યારે જે અશુદ્ધતાનો નાશ થાય છે તે ભાવનિર્જરા છે; આ નાસ્તિથી નિર્જરાનું સ્વરૂપ છે. તથા ત્યાં
૩. જે શુદ્ધતાની વૃદ્ધિ થાય છે તે અસ્તિ સ્વરૂપથી ભાવનિર્જરા છે. શુદ્ધોપયોગ તે ભાવનિર્જરા છે.
જે કર્મનો નાશ થાય છે તે સ્વયં તેના કારણે થાય છે; તે કાંઈ વાસ્તવિક નિર્જરા નથી; પર્યાયમાં અશુદ્ધતાનો નાશ થઈ શુદ્ધિની વૃદ્ધિ થવી તે વાસ્તવિક નિર્જરા છે. સંવર એટલે આત્મામાં શુદ્ધિની ઉત્પત્તિ થવી અને નિર્જરા એટલે શુદ્ધિની વૃદ્ધિ થવી. આત્મામાં શુદ્ધિની ઉત્પત્તિ થાય તે સંવર, શુદ્ધિની વૃદ્ધિ થાય તે નિર્જરા અને શુદ્ધિની પૂર્ણતા થવી તે મોક્ષ છે.
PDF/HTML Page 1917 of 4199
single page version
હવે અહીં પંડિત શ્રી જયચંદજી મંગલાચરણ કહે છે-
પુણ્ય-પાપના ભાવમાં રોકાવાથી નવો બંધ થાય છે. સંત કહેતાં સાધુ પુરુષો શુભાશુભભાવનો નિરોધ કરીને નવા બંધને હણી દે છે, અટકાવે છે; અને પૂર્વના ઉદયમાં સમ એટલે સમતાભાવપણે રહે છે. આનું નામ નિર્જરા છે. પંડિત શ્રી જયચંદજી કહે છે- આવા નિર્જરાવંત સંત પુરુષોને હું નમસ્કાર કરું છું.
હવે, ‘પ્રથમ ટીકાકાર આચાર્ય મહારાજ કહે છે કે-“હવે નિર્જરા પ્રવેશ કરે છે”. અહીં તત્ત્વોનું નૃત્ય બતાવવું છે ને? આત્મા શુદ્ધપણે પરિણમે તે સંવર તત્ત્વનું નૃત્ય છે અને શુદ્ધિની વૃદ્ધિપણે પરિણમે તે નિર્જરા તત્ત્વનું નૃત્ય છે. તેથી કહે છે-‘જેમ નૃત્યના અખાડામાં નૃત્ય કરનાર સ્વાંગ ધારણ કરીને પ્રવેશ કરે છે તેમ અહીં રંગભૂમિમાં નિર્જરાનો સ્વાંગ પ્રવેશ કરે છે.’ ભાઈ! આ જેટલી પર્યાય છે તે બધીય જુદા જુદા સ્વાંગ છે; પર્યાય છે તે દ્રવ્યનો સ્વાંગ છે.
હવે, સર્વ સ્વાંગને યથાર્થ જાણનારું જે સમ્યગ્જ્ઞાન છે તેને મંગળરૂપ જાણીને આચાર્યદેવ મંગળ અર્થે પ્રથમ તેને જ-નિર્મળ જ્ઞાનજ્યોતિને જ-પ્રગટ કરે છેઃ-
‘परः संवरः’ પરમ સંવર, ‘रागादि–आस्रव–रोधतः’ રાગાદિ આસ્રવોને રોકવાથી ‘निजधुरां धृत्वा’ પોતાની કાર્યધુરાને ધારણ કરીને ‘समस्तम् आगामि कर्म’ સમસ્ત આગામી કર્મને ‘भरतः दूरात् एव’ અત્યંતપણે દૂરથી જ ‘निरुन्धन् स्थितः’ રોકતો ઊભો છે.
શું કહ્યું? આત્મામાં રાગનો અભાવ થઈને વીતરાગી પરિણતિનું થવું તે પરમ સંવર છે. ભાઈ! આ વીતરાગી માર્ગ છે અને તેથી એમાં આત્માના આશ્રય જેટલી વીતરાગ પરિણતિ પ્રગટ થાય છે તેને સંવર નામ ધર્મ કહે છે. આસ્રવને રોકતાં સંવર થાય છે. કોઈ પંચમહાવ્રતના પરિણામને ધર્મ-સંવર કહે તો તે બરાબર નથી કેમકે એ તો આસ્રવભાવ છે. પુણ્યના સઘળા પરિણામ આસ્રવ છે અને બધાય રાગાદિ આસ્રવોને રોકવાથી સંવર થાય છે-એમ કહે છે.
આવો સંવર પોતાની કાર્યધુરાને ધારણ કરે છે અર્થાત્ પોતાના કાર્યને (-ફરજને) બરાબર સંભાળે છે. જેમ પગારદાર માણસને તેની ડયુટી (-ફરજ) હોય છે ને? તેમ સંવરની આ ડયુટી (-ફરજ) છે કે-શુદ્ધ ચૈતન્યસ્વભાવની દ્રષ્ટિપૂર્વક પુણ્ય-પાપના ભાવને રોકીને નિર્મળ વીતરાગ પરિણતિ પ્રગટ કરવી. સંવરની આ કાર્યધુરા છે અને
PDF/HTML Page 1918 of 4199
single page version
સંવર પોતાની કાર્યધુરાને બરાબર સંભાળે છે. કહે છે કે-સમસ્ત આગામી-ભવિષ્યનાં કર્મને અત્યંતપણે-અતિશયપણે દૂરથી જ રોકતો સંવર ઊભો છે. આ સંવરની મોટપ છે કે તે મિથ્યાત્વના પરિણામને અને નવાં કર્મને સમીપ આવવા દેતો નથી. અહાહા...! જેમાં સમ્યગ્દર્શન-જ્ઞાનની નિર્મળ વીતરાગ પરિણતિ પ્રગટ થઈ તે સંવર મહાન્ છે, મહિમાવંત છે. કળશટીકામાં એને સંવરની મોટપ કહી છે. આવી પોતાની મોટપને યથાવત્ જાળવીને નવાં સમસ્ત કર્મને રોકતો સંવર ઊભો છે.
અહાહા...! શુદ્ધ ચૈતન્યમય ભગવાન આત્માની દ્રષ્ટિ થતાં અર્થાત્ રાગથી ભેદ કરીને શુદ્ધ ચૈતન્યની જાગૃતદશારૂપ અનુભવ કરતાં જે સંવર પ્રગટ થયો તે પોતાની કાર્યધુરાને સાવધાના રહી સંભાળતો ઊભો છે; અને તેથી હવે નવાં કર્મ આવતાં નથી. ‘भरतः दूरात् एव निरुन्धन्’ નવાં કર્મને અતિશયપણે દૂરથી જ રોકતો સંવર ઊભો છે. અહાહા...! સંવર પ્રગટ થતાં કર્મ-આસ્રવ અત્યંતપણે રોકાઈ જાય છે. આ સંવરની મોટપ કહેતાં મહિમા છે. લોકમાં ‘આ શેઠ છે’ એમ મહિમા કહે છે ને? તેમ આ નવાં કર્મને દૂરથી જ અતિશયપણે રોકનાર સંવર છે એમ કહીને સંવરનો મહિમા કરે છે. આસ્રવને (મિથ્યાત્વને) ન થવા દે એનું નામ સંવર છે અને તે સંવર પોતાની કાર્યધુરાને બરાબર સંભાળતો ઊભો છે, પ્રગટ વિદ્યમાન છે. હવે આવી વાત ને આવી ભાષા! બાપા! માર્ગ જ આ છે. રાગથી ભિન્ન પોતાના સ્વરૂપનું ભાન નથી તેને સંવર ને ધર્મ ધર્મ કયાંથી થાય? રાગથી ભિન્ન પડીને જેણે અંતરમાં ભેદજ્ઞાન પ્રગટ કર્યું, શુદ્ધ સ્વરૂપનો આશ્રય કર્યો તેને રાગનો આસ્રવ થતો નથી. રાગ આસ્રવે નહિ (મિથ્યાત્વ આવે નહિ) એ સંવરનું મુખ્ય કાર્ય છે.
અરે! લોકો તો રાગ કર્મને લઈને થાય છે એમ માને છે. પણ ભાઈ! રાગભાવનું થવું તે આત્માના ઊંધા પુરુષાર્થથી છે અને તેનું ન થવું તે આત્માના સવળા પુરુષાર્થથી છે; અને તે સવળો પુરુષાર્થ કર્મથી ને રાગથી ભિન્ન પડે ત્યારે થાય છે. અરે ભાઈ! જો રાગ કર્મને લઈને થતો હોય તો કર્મ ખસે ત્યારે જ સંવર થાય અને તો જીવ રાગને ટાળે ત્યારે સંવર થાય એમ વાત રહે જ નહિ. પરંતુ એમ નથી; રાગથી ભિન્ન પડી અંતઃપુરુષાર્થ કરે ત્યારે સંવર પ્રગટ થાય છે. આ પ્રમાણે આ સંવરની વાત કરી, હવે નિર્જરાની વાત લે છે.
સંવરપૂર્વક નિર્જરા હોય છે, અર્થાત્ જેને સંવર હોય તેને જ નિર્જરા હોય છે. માટે અજ્ઞાનીને નિર્જરા હોતી નથી. જેને રાગના વિકલ્પથી ભિન્ન પડતાં શુદ્ધતાની પ્રાપ્તિ થઈ છે તેને સંવર હોય છે અને તેને નિર્જરા હોય છે. અહીં કહે છે-
‘तु’ અને ‘प्राग्बद्धं’ જે પૂર્વે બંધાયેલું કર્મ છે ‘तत् एव दग्धुम्’ તેને બાળવાને ‘अधुना’ હવે ‘निर्जरा व्याजृम्भते’ નિર્જરા ફેલાય છે.
પૂર્વે બંધાયેલાં જે કર્મ છે તેને બાળતી નિર્જરા ફેલાય છે. અહીં બાળવાનો
PDF/HTML Page 1919 of 4199
single page version
અર્થ એ છે કે-પુદ્ગલની જે કર્મરૂપ પર્યાય હતી તે હવે નિર્જરીને અકર્મરૂપે થઈ જાય છે. કર્મનું અકર્મરૂપે થવું તે કર્મ-પુદ્ગલનું કાર્ય પુદ્ગલમાં છે અને કેવળજ્ઞાનાદિ શુદ્ધતા થવી તે ચૈતન્યનું કાર્ય છે. તેથી ઘાતીકર્મ નાશ થયાં માટે કેવળજ્ઞાન થયું વા કેવળજ્ઞાન કર્મનું કાર્ય છે એમ નથી.
જુઓ, અહીં નિર્જરાની વ્યાખ્યા કરી છે કે પૂર્વે (સંવર થયા પહેલાં) બંધાયેલાં કર્મોનો નાશ કરીને નિર્જરા એટલે આત્માનું શુદ્ધતારૂપ પરિણમન ફેલાય છે એટલે વૃદ્ધિ પામે છે. અહાહા...! ચૈતન્યપ્રકાશનો પુંજ-અનંત ચૈતન્યપ્રકાશનો સાગર પ્રભુ આત્મા છે. તેને, પૂર્વના કર્મોનો નાશ કરીને અર્થાત્ પર્યાયમાં રહેલી અશુદ્ધતાનો નાશ કરીને પૂર્ણ શુદ્ધતાનો પ્રકાશ-જ્ઞાનજ્યોતિ પ્રગટ થાય છે. એ જ કહે છે-
જે પૂર્વે બંધાયેલું કર્મ છે તેને બાળવાને હવે નિર્જરા ફેલાય છે ‘यतः’ કે જેથી ‘ज्ञानज्योतिः’ જ્ઞાનજ્યોતિ ‘अपावृत्तं’ નિરાવરણ થઈ થકી ‘रागादिभिः न हि मूर्छति’ રાગાદિભાવો વડે મૂર્છિત થતી નથી-સદા અમૂર્છિત રહે છે.
પહેલાં (મિથ્યાત્વદશામાં) રાગમાં તે મૂર્છિત થઈ હતી તે હવે (સંવર-નિર્જરા પ્રગટતાં) મૂર્છિત થતી નથી; અરે અસ્થિર પણ થતી નથી, અર્થાત્ રાગ-વિકલ્પ થતો નથી એમ કહે છે. રાગ કોને કહેવો? કે આત્મામાં પર તરફના વલણવાળી વૃત્તિનું ઉત્થાન થવું તે રાગ છે. હવે પર તરફના વલણવાળી વૃત્તિ નાશ પામી જતાં જે જ્ઞાન છે તે નિશ્ચલ થઈ અંદર સ્વભાવમાં ઠર્યું છે-સ્થિત થયું છે. જુઓ, આનું નામ ભેદવિજ્ઞાન છે, સંવર છે અને સંવરપૂર્વક નિર્જરા છે.
પુણ્ય ને પાપના ભાવથી ભિન્ન ભગવાન આત્માનું અવલંબન લેતાં જે શુદ્ધિ પ્રગટ થઈ અને જે વડે નવાં કર્મ આવતાં રોકાયાં તે સંવર છે. આવો સંવર થયા પછી નવાં કર્મ બંધાતાં નથી અને જે પૂર્વે બંધાયાં હતાં તે કર્મો નિર્જરી જાય છે, ખરી જાય છે. અને જ્યારે કર્મ ખરી જાય છે ત્યારે જ્ઞાનજ્યોતિ નિરાવરણ થાય છે અર્થાત્ જ્ઞાનનું આવરણ દૂર થાય છે. ભાષા તો વ્યવહારથી એમ છે કે-જ્ઞાનસ્વરૂપી ચૈતન્ય-ભગવાન આત્માનું આવરણ દૂર થાય છે. વાસ્તવમાં તો જ્ઞાન, જ્ઞેયપણે (રાગાદિપણે) પરિણમે તે જ એનું ખરું આવરણ છે. જ્ઞાનનું વિપરીતપણે પરિણમવું એ તેનું ભાવ-આવરણ છે, અને દ્રવ્યઆવરણ (જડકર્મ) તો એમાં નિમિત્તમાત્ર છે. જ્યારે જ્ઞાન જ્ઞાનમાં સ્થિત થઈ જ્ઞાનભાવે પરિણમે છે ત્યારે ભાવઆવરણ દૂર થઈ જાય છે અને ત્યારે સ્વયં દ્રવ્ય-આવરણ (જડકર્મ) પણ દૂર થઈ જાય છે.
‘જ્ઞાનજ્યોતિ નિરાવરણ થઈ થકી’ અર્થાત્ જ્ઞાનનું આવરણ દૂર થવાથી-એમ પાઠમાં વાંચીને-સાંભળીને અજ્ઞાની દલીલ કરે છે કે-જુઓ! આ શું કહ્યું છે અહીં?
PDF/HTML Page 1920 of 4199
single page version
કે પૂર્વે બંધાયેલાં કર્મો જે હતાં તે જ્યારે નિર્જરે છે ત્યારે જ્ઞાનનું આવરણ દૂર થાય છે. આવું સ્પષ્ટ લખેલું તો છે?
અરે ભાઈ! એ તો નિમિત્તની પ્રધાનતાથી કરેલું કથન છે. ભાષા ટૂંકી કરવા અને નિમિત્તનું જ્ઞાન કરાવવા આમ બોલાય છે. ખરેખર તો પરિણમનની અશુદ્ધતા (ભાવ- આવરણ) નાશ થઈને શુદ્ધતા પ્રગટ થઈ છે અને ત્યારે નિમિત્તની મુખ્યતાથી ‘આવરણ દૂર થયું’ એમ કહેવાય છે.
અહાહા...! કહે છે કે-જ્ઞાનજ્યોતિ નિરાવરણ થવાથી આત્મા એવો પ્રગટ થયો કે ફરીને હવે રાગાદિભાવે પરિણમતો નથી. પરિણમન નિર્મળ થયું તે થયું, હવે ફરીને રાગમય (અજ્ઞાનમય) પરિણમન થતું નથી. આ તો પૂર્ણતાની વાત છે, પરંતુ અહીં શૈલી તો એવી છે કે અધૂરા પરિણમનના કાળે પણ એમ જ છે અર્થાત્ આત્માને જે શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિરૂપ નિર્મળ પરિણમન થયું તે હવે ફરીને રાગમય પરિણમન થવાનું નથી. અહો! આ કળશમાં અદ્ભુત વાત છે. આવા નિકૃષ્ટ કાળમાં પણ જેને સમ્યગ્દર્શન-જ્ઞાન થયું તેને તે હવે પડી જઈને ફરીને મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન થશે નહિ એવા અપ્રતિહત પુરુષાર્થની શૈલીથી અહીં વાત છે. કહે છે કે-જ્ઞાનાનંદના સ્વભાવે જે આત્મા પ્રગટ થયો તે હવે સદાય એવો ને એવો જ રહે છે, સદા ચૈતન્યના નિર્મળ પ્રકાશરૂપ જ રહે છે, હવે તે રાગાદિભાવ સાથે મૂર્છિત થતો નથી અર્થાત્ રાગના અંધકારરૂપ પરિણમતો નથી.
આમ છે છતાં રાગથી લાભ થાય, ધર્મ થાય એમ માનનારા અજ્ઞાનીઓ કહે છે કે-વ્યવહારને હેય ન કહેવાય.
તેને કહીએ છીએ કે-ભાઈ! પંડિત શ્રી ટોડરમલજી સાહેબે ઠેકઠેકાણે લખ્યું છે કે રાગનું-રાગથી લાભ થવાનું જે તને શ્રદ્ધાન છે તે વિપરીત હોવાથી મિથ્યા શ્રદ્ધાન છે. રાગ હો ભલે, પરંતુ ભાઈ! તું શ્રદ્ધાન તો એવું જ કર કે-આ પણ બંધનું-દુઃખનું જ કારણ છે અને તેથી હેય જ છે. જ્યાંસુધી રાગ છે ત્યાંસુધી તે હેય ને હેય જ છે અને એક ભગવાન આત્મા જ ઉપાદેય છે. પરમાત્મપ્રકાશમાં પણ રાગને હેય અને એક આત્માને જ ઉપાદેય કહ્યો છે.
ભાવાર્થઃ– સંવર થયા પછી નવાં કર્મ તો બંધાતાં નથી. જે પૂર્વે બંધાયાં હતાં તે કર્મો જ્યારે નિર્જરે છે ત્યારે જ્ઞાનનું આવરણ દૂર થવાથી અર્થાત્ અશુદ્ધતાનો નાશ થવાથી જ્ઞાન એવું થાય છે કે ફરીને રાગાદિરૂપે પરિણમતું નથી-સદા પ્રકાશરૂપ જ રહે છે.
હવે દ્રવ્યનિર્જરાનું સ્વરૂપ કહે છેઃ-