PDF/HTML Page 1921 of 4199
single page version
‘વિરાગીનો ઉપભોગ નિર્જરા માટે જ છે.’ પોતાના સિવાય પર-રાગાદિક પદાર્થો પ્રત્યે જ્ઞાનીને ઉદાસીનતા-વૈરાગ્ય હોય છે અને તે વૈરાગ્ય નિર્જરાનો હેતુ છે. આ ગાથામાં દ્રવ્યનિર્જરાની વાત છે. જ્ઞાનીને દ્રવ્ય-કર્મ ખરી જાય છે ને? તેની અહીં વાત છે. અતીન્દ્રિય આનંદસ્વરૂપ ભગવાન આત્માની રુચિનું જેને પરિણમન થયું છે એવા જ્ઞાનીને ઇન્દ્રિયોના ભોગોમાં રુચિ નથી; જ્ઞાનીને વિષયોની અને વિષયોના રાગની રુચિ નથી.
તો જ્ઞાનીને ઉપભોગ-જીવાદિ વિષયોનો ઉપભોગ-નિર્જરાનો હેતુ કેવી રીતે છે? જ્ઞાનીને રાગની રુચિ નથી; એટલે શું? અહાહા...! જેને નિર્મળ નિજ જ્ઞાયકભાવમાં સુખબુદ્ધિ પ્રગટ થઈ છે એવા જ્ઞાનીને રાગમાં સુખબુદ્ધિ નથી. ઝીણી વાત છે ભાઈ! સમકિતીને શુભાશુભ રાગ હોય છે પણ એ રાગનો આદર નથી, એ રાગમાં પ્રેમ-રુચિ નથી; અંતરમાં શુદ્ધ જ્ઞાયકમાં દ્રષ્ટિ ભળવાથી તેને રાગનું પોસાણ નથી. તથાપિ નબળાઈને લીધે કિંચિત્ રાગ તેને થાય છે, દ્રષ્ટિની પ્રધાનતામાં તેને (મિથ્યાત્વ સંબંધી) રાગદ્વેષ નહિ થતા હોવાથી ઉપભોગ નવા બંધનું નિમિત્ત થતા નથી અને દ્રવ્યકર્મ તે કાળમાં નિર્જરી જાય છે તેથી જ્ઞાનીને ઉપભોગ નિર્જરાનો હેતુ કહ્યો છે. શાસ્ત્રમાં જે અપેક્ષાથી કથન હોય તેને યથાર્થ ગ્રહણ કરવું જોઈએ.
હવે કહે છે-‘રાગાદિભાવોના સદ્ભાવથી મિથ્યાદ્રષ્ટિને અચેતન તથા ચેતન દ્રવ્યોનો ઉપભોગ બંધનું નિમિત્ત જ થાય છે;...
જુઓ, શું કહે છે? કે મિથ્યાદ્રષ્ટિને રાગાદિભાવોનો સદ્ભાવ હોય છે. તેને પર પદાર્થ પ્રત્યે રાગ છે. એટલું જ નહિ પણ તેને રાગનો રાગ-પ્રેમ છે તેથી તેને રાગ- દ્વેષાદિ-ભાવો હયાત છે. જેની દ્રષ્ટિ શુદ્ધ ચૈતન્ય પર નથી એવા પર્યાયબુદ્ધિ મિથ્યાદ્રષ્ટિની દ્રષ્ટિ રાગ પર છે, પર્યાય પર છે અને તેથી તેને રાગાદિભાવોનો સદ્ભાવ હોય છે. રાગાદિભાવોનો સદ્ભાવ હોવાથી મિથ્યાદ્રષ્ટિને ચેતન અને અચેતન દ્રવ્યોનો ઉપભોગ બંધનું નિમિત્ત જ થાય છે. અચેતન એટલે શરીરાદિ અને ચેતન એટલે સ્ત્રીનો આત્મા ઇત્યાદિ દ્રવ્યોનો ઉપભોગ રાગાદિની હયાતીમાં બંધનું જ નિમિત્ત થાય છે. પાઠમાં ‘चेदणाणमिदराणं’ ચેતન, અચેતન એમ બેય પ્રકાર લીધા છે.
અહાહા...! ચૈતન્યમૂર્તિ, અતીન્દ્રિય આનંદનો રસકંદ સચ્ચિદાનંદ પ્રભુ આત્મા અનાકુળ આનંદનું સત્વ છે. હવે આવા નિજ સ્વરૂપની જેને રુચિ નથી, તેના પ્રતિ જેનું વલણ-ઝુકાવ નથી તે મિથ્યાદ્રષ્ટિ છે. તેને પુણ્ય-પાપના ભાવ અને વર્તમાન પર્યાયની રુચિ હોવાથી રાગાદિભાવોની હયાતી છે. રાગાદિભાવો હયાત હોતાં અજ્ઞાનીને ચેતન- અચેતન પરદ્રવ્યોનો ઉપભોગ-ભોગવવાના પરિણામ નવા બંધનું નિમિત્ત થાય છે. જ્યારે
PDF/HTML Page 1922 of 4199
single page version
જ્ઞાનીને રાગનો રસ નથી પણ ચૈતન્યરસની પ્રધાનતા છે. તેથી રાગની રુચિના પરિણમનના અભાવે રાગદ્વેષ નહિ થતા હોવાથી પર પદાર્થને ભોગવતાં પણ કર્મ નિર્જરી જાય છે, બંધનું નિમિત્ત થતું નથી. આવી વાત છે.
જુઓ, પરનો ઉપભોગ તો કોઈ ખરેખર કરી શકતું જ નથી. અહીં જે ‘ચેતન- અચેતન પરનો ઉપભોગ’ એમ કહ્યું છે એ તો બાહ્ય નિમિત્તનું જ્ઞાન કરાવવા કહ્યું છે. બાકી પરદ્રવ્યનો ઉપભોગ શું આત્મા કરે? (ન કરે). પરદ્રવ્યનો ઉપભોગ-એમ કહ્યું એનો અર્થ એ છે કે પરદ્રવ્ય તરફના લક્ષથી જે રાગ-દ્વેષના ભાવ થાય છે તેનો ઉપભોગ, આવા રાગ-દ્વેષના ભાવનો ઉપભોગ અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ કરે છે. અજ્ઞાનીને પરદ્રવ્યોમાં ઇષ્ટ-અનિષ્ટપણાની બુદ્ધિ છે. તેથી તેને અનુકૂળ પદાર્થોમાં રાગ અને પ્રતિકૂળ પદાર્થોમાં દ્વેષ થયા કરે છે. આવા રાગદ્વેષની હયાતીને લીધે તેને ચેતન-અચેતન દ્રવ્યોનો ઉપભોગ નવા બંધનું નિમિત્ત છે એમ કહ્યું છે.
હવે કહે છે-‘તે જ (ઉપભોગ), રાગાદિભાવોના અભાવથી સમ્યગ્દ્રષ્ટિને નિર્જરાનું નિમિત્ત જ થાય છે.’
જોયું? જે ચેતન-અચેતનનો ઉપભોગ અજ્ઞાનીને બંધનું નિમિત્ત થાય છે તે જ ચેતન-અચેતન દ્રવ્યોનો ઉપભોગ જ્ઞાનીને નિર્જરાનું નિમિત્ત જ થાય છે. કેમ? તો કહે છે કે જ્ઞાનીને રાગાદિભાવોનો અભાવ છે. જ્ઞાનીને મિથ્યાત્વસંબંધી રાગદ્વેષનો અભાવ છે. તેને રાગની રુચિ નથી અને રાગની રુચિનું પરિણમન નથી તેથી રાગાદિભાવોનો તેને અભાવ છે. તે કારણથી સમ્યગ્દ્રષ્ટિને ચેતન-અચેતન દ્રવ્યોનો ઉપભોગ નિર્જરાનું નિમિત્ત જ થાય છે, અર્થાત્ જૂનાં કર્મ ઉપભોગકાળે ખરી જાય છે. અહા! ગજબ વાત છે! અજ્ઞાનીને ઉપભોગમાં નવાં કર્મ બંધાય છે જ્યારે જ્ઞાનીને ઉપભોગમાં જૂનાં કર્મ ઝરી જાય છે. અહો! સમ્યગ્દર્શનનો કોઈ અચિંત્ય અલૌકિક મહિમા છે! લોકોને તેના પરમ અદ્ભુત મહિમાની ખબર નથી. શુદ્ધ દ્રષ્ટિના જોરમાં-હું શુદ્ધ ચિદાનંદઘન વસ્તુ છું-એવા એના આશ્રયમાં જ્ઞાનીને પરદ્રવ્યના ઉપભોગમાં રાગદ્વેષ થતા નથી એવો અલૌકિક મહિમા સમ્યગ્દર્શનનો છે.
અહીં કહ્યું ને કે-‘તે જ ઉપભોગ’ એટલે કે જે ઉપભોગ મિથ્યાદ્રષ્ટિને છે તે જ ઉપભોગ રાગાદિભાવોના અભાવથી સમ્યગ્દ્રષ્ટિને નિર્જરાનું નિમિત્ત જ છે. સમકિતીને ઉપભોગ નિર્જરાનું નિમિત્ત કહ્યું એમાં દ્રષ્ટિનું જોર છે. અહાહા...! જ્ઞાનીને ચૈતન્યસ્વભાવમાં સ્વામિત્વ વર્તે છે તેથી તેનો દ્રવ્યેન્દ્રિયો વડે ચેતન-અચેતનનો ઉપભોગ નિર્જરાનું નિમિત્ત છે. ‘उवभोगमिंदियेहिं’ એમ પાઠમાં છે ને? મતલબ કે દ્રવ્યેન્દ્રિયો વડે જ્ઞાનીને જે ઉપભોગ છે તે નિર્જરાનું નિમિત્ત છે.
PDF/HTML Page 1923 of 4199
single page version
પરંતુ દ્રવ્યેન્દ્રિયો વડે (જીવ) ઉપભોગ તો કરી શકાતો નથી ને? સમાધાનઃ– હા, છે તો એમ જ; અહીં તો ઉપભોગમાં ઇન્દ્રિયો બાહ્ય નિમિત્ત છે એમ નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે. સમજાણું કાંઈ...? અજ્ઞાનીને રાગદ્વેષ જીવતા છે તેથી તેને ઇન્દ્રિયો વડે જે ઉપભોગ છે તે બંધનું નિમિત્ત છે અને તે જ ઉપભોગ જ્ઞાનીને નિર્જરાનું નિમિત્ત છે કેમકે તેને રાગદ્વેષનો અભાવ છે. આવી વાત છે.
જ્ઞાનીને રાગાદિભાવ નહિ હોવાથી ઉપભોગ નિર્જરાનું નિમિત્ત જ છે. નિમિત્ત જ છે એમ કહ્યું એનો અર્થ એ છે કે દ્રવ્યકર્મ જે ખરી જાય છે તે સ્વયં પોતાના કારણે ખરી જાય છે. જ્ઞાનીને રાગાદિનો અભાવ વા વિરાગતા છે અને તે વિરાગતા નિર્જરાનું નિમિત્તમાત્ર છે એમ વાત છે. હવે કહે છે-
‘આથી (આ કથનથી) દ્રવ્યનિર્જરાનું સ્વરૂપ કહ્યું.’ આ કથન વડે જ્ઞાનીને જે કર્મ રજકણો સ્વયં ખરી જાય છે તેની વાત કરી.
અરે! સમ્યગ્દર્શન શું ચીજ છે એની લોકોને ખબર નથી. લોકો તો દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિ ક્રિયા કરીએ એટલે ધર્મ થઈ જાય એમ સમજે છે. પણ એ વડે તો ધૂળેય ધર્મ નહિ થાય, સાંભળને; એ (દયા, દાન આદિ) તો રાગ છે અને રાગનો આશ્રય અને રુચિ તો મિથ્યાદર્શન છે. ભાઈ! મિથ્યાદ્રષ્ટિનાં બધાંય વ્રત અને તપ ભગવાનને બાળવ્રત અને બાળતપ કહ્યાં છે અને તે બંધનાં નિમિત્ત છે. અહીં કહે છે-જે અજ્ઞાનીનો ઉપભોગ છે તે જ ઉપભોગ જ્ઞાનીને નિર્જરાનું નિમિત્ત છે કેમકે જ્ઞાનીને રાગની રુચિનો અભાવ છે. કાંઈક રાગ છે તેથી જરા ઉપભોગમાં જોડાઈ જાય છે પણ તે અહીં ગૌણ છે. જ્ઞાની જોડાવા છતાં જોડાતો નથી એમ અહીં કહે છે. ઝીણી વાત છે ભાઈ! જ્ઞાનીને આત્માની દ્રષ્ટિ છે, રાગની દ્રષ્ટિ નથી; અજ્ઞાનીને રાગની દ્રષ્ટિ છે, આત્માની દ્રષ્ટિ નથી. આત્માની દ્રષ્ટિ અને રાગની દ્રષ્ટિ-એ બન્નેમાં આસમાન-જમીનનો ફરક છે. અહા! જેની દ્રષ્ટિ નિજ જ્ઞાયકસ્વભાવી શુદ્ધ આત્મદ્રવ્ય પર પડી છે તેને દ્રવ્યેન્દ્રિયો વડે ચેતન-અચેતનના ઉપભોગમાં રાગદ્વેષની હયાતી નથી એમ કહે છે અને તેથી તેનો ઉપભોગ દ્રવ્યનિર્જરાનું નિમિત્ત છે એમ કહ્યું છે.
‘સમ્યગ્દ્રષ્ટિને જ્ઞાની કહ્યો છે અને જ્ઞાનીને રાગદ્વેષમોહનો અભાવ કહ્યો છે; માટે સમ્યગ્દ્રષ્ટિ વિરાગી છે.’
સમ્યગ્દ્રષ્ટિ ચોથે ગુણસ્થાને પણ જ્ઞાની છે. તેને બીજું જ્ઞાન ભલે થોડું-ઓછું હોય વા ન હોય પણ તેને આત્મજ્ઞાન છે ને? અહાહા...! આત્માનું જ્ઞાન થયું છે માટે તે જ્ઞાની છે. જ્ઞાનીને રાગદ્વેષમોહનો અભાવ કહ્યો છે કેમકે તેને મિથ્યાત્વ અને અનંતાનુબંધીના
PDF/HTML Page 1924 of 4199
single page version
રાગદ્વેષમોહ છે જ નહિ. માટે સમ્યગ્દ્રષ્ટિ વિરાગી છે. તેને રાગનું એકત્વ નથી માટે તે વિરાગી છે.
સ્તવનમાં નથી આવતું કે-‘ભરતજી ઘરમેં વિરાગી?’ ભરત ચક્રવર્તી છ ખંડના અધિપતિ હતા. તેમને ૯૬૦૦૦ રાણીઓ, ૯૬ કરોડ પાયદળ, ૯૬ કરોડ ગામ હતાં. અપાર વૈભવ છતાં તેઓ વિરાગી હતા, કેમકે કોઈ પરવસ્તુમાં તેમને એકત્વ-મમત્વ ન હતું. આ બધી બહારની ચીજ મારી છે એમ અંતરમાં માનતા ન હતા. હું તો ચિદાનંદઘન-જ્ઞાન અને આનંદનું ઢીમ પ્રભુ આત્મા છું-એવું અનુભવમંડિત દ્રઢ શ્રદ્ધાન હતું. જ્યારે અજ્ઞાની હું જ્ઞાનમય છું એમ નહિ પણ હું રાગમય છું, પુણ્યમય છું, પાપમય છું, શરીરમય છું એમ મિથ્યા પ્રતીતિ કરે છે. આ બધી બહારની ચીજો-સ્ત્રી, દીકરા- દીકરી, ધન-સંપત્તિ આદિ-મારી છે એમ માને છે. તેથી તે રાગી છે. સમ્યગ્દ્રષ્ટિને પરમાં અને રાગમાં એકત્વ નથી તેથી તે વિરાગી છે.
‘તેને ભોગની સામગ્રી પ્રત્યે રાગ નથી. તે જાણે છે કે-“આ (ભોગની સામગ્રી) પરદ્રવ્ય છે, મારે અને તેને કાંઈ નાતો નથી; કર્મના ઉદયના નિમિત્તથી તેનો અને મારો સંયોગ-વિયોગ છે.”...’
જુઓ, શરીર, ઇન્દ્રિયો અને ભોગના વિષયરૂપ પદાર્થો એ સર્વ પ્રત્યે સમકિતીને રાગ નથી. એ તો એ સર્વને પરદ્રવ્ય જાણે છે. એ સર્વ મારાં નહિ અને હું એમનો નહિ એમ સર્વને પોતાથી ભિન્ન જાણતો તે એમ માને છે કે મારે અને તે સર્વને કાંઈ પણ નાતો-સંબંધ નથી. અહાહા...! આ ઇન્દ્રિયોને તથા શરીરને મારી સાથે કાંઈ સંબંધ નથી એમ તે જાણે છે. અરે, આ ખંડખંડરૂપ જે ભાવેન્દ્રિય છે તે પણ મારો સ્વભાવ નથી અને તેથી ભાવેન્દ્રિય સાથે પણ મને કાંઈ સંબંધ નથી એમ જ્ઞાની માને છે. આવો ધર્મનો માર્ગ બહુ સૂક્ષ્મ છે ભાઈ! જેનાથી જન્મ-મરણ રહિત થવાય તે ધર્મ છે અને તે બહુ સૂક્ષ્મ છે. બીજે તો અત્યારે વ્રત કરો ને તપ કરો ઇત્યાદિ રાગ કરવા સિવાયની ધર્મની વાત ચાલતી જ નથી!
ધર્મી જીવ તો એમ જાણે છે કે આ શરીર, ઇન્દ્રિયો અને અન્ય પદાર્થો એ સર્વ કર્મના ઉદયના નિમિત્તે મળ્યા છે અને કર્મનું નિમિત્ત ન હોતાં તેનો વિયોગ થાય છે. સામગ્રીના સંયોગ-વિયોગમાં કર્મનું નિમિત્ત છે પણ એમાં હું નિમિત્ત નથી અને એ સંયોગ-વિયોગમાં હું છું એમ પણ નથી.
હવે કહે છે-‘જ્યાં સુધી તેને ચારિત્રમોહનો ઉદય આવીને પીડા કરે છે અને પોતે બળહીન હોવાથી પીડા સહી શકતો નથી ત્યાં સુધી-જેમ રોગી રોગની પીડા સહી શકે નહિ ત્યારે તેનો ઔષધિ આદિ વડે ઈલાજ કરે છે તેમ-ભોગોપભોગ સામગ્રી વડે વિષયરૂપ ઈલાજ કરે છે;...’
PDF/HTML Page 1925 of 4199
single page version
જ્ઞાનીને ચારિત્રમોહનો ઉદય આવીને પીડા કરે છે. આનો અર્થ શું? એનો અર્થ એ કે જ્ઞાનીને ચારિત્રની અસ્થિરતાનો રાગ ઉત્પન્ન થાય છે તે વડે તેને પીડા છે. ચારિત્રમોહ તો જડ છે, તે શું પીડા કરે? પરંતુ પોતાને જે અસ્થિરતાનો રાગ છે તે પીડા કરે છે એમ અર્થ છે.
તો કર્મનો ઉદય આવીને પીડા કરે છે એમ ચોખ્ખું લખ્યું છે ને? હા, પણ ભાઈ! એ તો નિમિત્ત-પરક ભાષા છે. કર્મના ઉદયના લક્ષે જ્ઞાનીને જે રાગ થાય છે તે રાગ પીડા કરે છે તો ચારિત્રમોહનો ઉદય આવીને પીડા કરે છે એમ નિમિત્તની મુખ્યતાથી કથન કર્યું છે. કર્મનો ઉદય અને જીવને થતા વિકારના-પીડાના પરિણામ-એ બન્નેને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે પણ કર્તાકર્મ-સંબંધ નથી; સમજાણું કાંઈ? કર્મનો ઉદય કર્તા થઈને જીવને રાગ-પીડા કરે છે એમ નથી, પણ નિમિત્તના લક્ષે થયેલા રાગને કર્મના ઉદયથી થયો છે એમ કહેવામાં આવે છે.
આવો અર્થ કરવામાં શબ્દોનો અર્થ બદલાઈ જતો નથી શું? ભાઈ! શબ્દોનો અર્થ આ જ રીતે યથાર્થ થાય છે. જ્યાં હોય ત્યાં અજ્ઞાની કર્મથી રાગ થાય, કર્મથી રાગ થાય એમ માને છે; શાસ્ત્રમાંથી પણ એવાં વ્યવહારનયનાં કથનો બતાવે છે. પરંતુ ભાઈ! કઈ અપેક્ષાએ વાત છે તે યથાર્થ જાણવું જોઈએ. જુઓ, ૪૭ નય નથી કહ્યા? તેમાં ઈશ્વરનય અને અનીશ્વરનય આવે છે. ‘આત્મદ્રવ્ય ઈશ્વરનયે પરતંત્રતા ભોગવનાર છે.’ એનો અર્થ એ છે કે નિમિત્તને આધીન થવાની પોતાની પર્યાયની યોગ્યતા છે અને તેને લઈને રાગ થાય છે પણ નિમિત્તને લઈને નહિ. જ્ઞાનીને પણ જે રાગ થાય છે તે રાગ, પોતે નિમિત્તને આધીન થાય છે માટે થાય છે, પરંતુ તે રાગ નિમિત્તથી થાય છે વા નિમિત્ત રાગ કરાવે છે એમ નથી.
કહે છે-જ્ઞાનીને ચારિત્રમોહનો ઉદય પીડા કરે છે અર્થાત્ તેને જે રાગ થાય છે તે વડે તેને પીડા છે, દુઃખ છે અને પોતે બળહીન એટલે પુરુષાર્થહીન હોવાથી રાગજનિત પીડા સહી શકતો નથી. પોતે બળહીન છે એટલે કે વિશેષ વિશેષ ઉગ્ર પુરુષાર્થ કરી શકતો નથી એટલે રાગમાં જોડાઈ જાય છે અને તે રાગની પીડાને તે સહી શકતો નથી. અહા! જ્ઞાનીને અંદર રાગ આવી જાય છે અને પુરુષાર્થની વિશેષતા નહિ હોવાથી તેનું સમાધાન થતું નથી અને તેથી તેની પીડા સહન કરી શકતો નથી. માટે જેમ રોગી રોગની પીડા સહી શકતો નથી ત્યારે તેનો ઔષધાદિ વડે ઈલાજ કરે છે તેમ જ્ઞાની ભોગ- ઉપભોગસામગ્રી વડે વિષયરૂપ ઈલાજ કરે છે. જુઓ, પરદ્રવ્ય વડે આત્માનો ઈલાજ થાય છે એમ અહીં સિદ્ધ નથી કરવું, એમ છે પણ નહિ. પણ અહીં તો જ્ઞાનીને પરવશપણે રાગ થાય છે, તેની એને પીડા છે અને કમજોર હોવાથી તે સહી જતી નથી ત્યારે તે પરદ્રવ્યના-ભોગસામગ્રીના સંયોગમાં જાય છે તેથી અહીં કહ્યું
PDF/HTML Page 1926 of 4199
single page version
છે કે જ્ઞાની ભોગોપભોગસામગ્રી વડે-સ્ત્રીનું શરીર, ધન, ભોજન, મકાન ઇત્યાદિ વડે- વિષયરૂપ ઈલાજ કરે છે.
જ્ઞાનીની દ્રષ્ટિ તો શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં ઠરેલી છે, તેને શુદ્ધનું પરિણમન પણ છે; તોપણ પોતાની બળહીનતાને લીધે તેને રાગ થઈ આવે છે, અને તે રાગની પીડા સહી ન જાય ત્યારે તે તેનો વિષયરૂપ ઈલાજ કરે છે. જુઓ, ક્ષાયિક સમકિતી હોય, અરે તે જ ભવે મોક્ષ જનાર તીર્થંકર જ્યારે ગૃહસ્થદશામાં હોય ત્યારે તેમને ભોગોપભોગસંબંધી રાગ થાય છે અને તેની પીડા સહન થતી નથી ત્યારે ભોગોપભોગ સામગ્રી વડે તેનો તેઓ ઈલાજ પણ કરે છે.
પ્રશ્નઃ– પરદ્રવ્યથી આત્માને કાંઈ પણ લાભ-હાનિ ન થાય એમ જ્ઞાની માને અને વળી પરદ્રવ્ય વડે રાગનો-પીડાનો ઈલાજ કરે એ તે વળી કેવી વાત?
સમાધાનઃ– જુઓ દ્રષ્ટાંત; રોગી રોગનો ઈલાજ કરે છે તેથી શું તે રોગને ભલો જાણે છે? (ના). વળી તે જે ઔષધિ વડે ઈલાજ કરે છે તે ઔષધિને ભલી માને છે? ના. જેમ રોગી રોગને કે તેના ઈલાજરૂપ ઔષધિને ભલાં જાણતો કે માનતો નથી તેમ જેને અંતર્દ્રષ્ટિ-આત્મદ્રષ્ટિ થઈ છે એવો જ્ઞાની ચારિત્રમોહના ઉદયને-કે જે રોગ છે તેને- અને તેના ઈલાજરૂપ ભોગોપભોગ-સામગ્રીને ભલાં જાણતો કે માનતો નથી. જ્ઞાનીને રાગની કે રાગના બાહ્ય ઈલાજની હોંશ નથી. જ્ઞાનીને ભોગોપભોગમાં અને તેની સામગ્રીમાં હરખ કે હોંશ નથી; પરંતુ નિરુપાયે અવશપણે તે એમાં જોડાય છે.
‘સમ્યગ્જ્ઞાન દીપિકા’માં પણ આના જેવી ભાષા-વાત આવે છે. ત્યાં ક્ષુલ્લક શ્રી ધર્મદાસજી એમ કહેવા માગે છે કે-કોઈ સ્ત્રીને માથે પતિ હોય અને કદાચિત્ અવશે કોઈ ભૂલ થઈ ગઈ હોય તો તેનો દોષ બહાર આવતો નથી; આ તો દાખલો છે. તેથી કરીને ભોગના પરિણામથી પાપ થતું નથી એમ ત્યાં કહેવું નથી. આ દ્રષ્ટાંતની જેમ જેના માથે શુદ્ધ ચૈતન્યમૂર્તિ આનંદરસકંદ પરમાત્મસ્વરૂપ ભગવાન આત્મા સ્વામીપણે વિરાજમાન છે તેને કદાચિત્ અવશે રાગાદિ આવી જાય તો તેનો દોષ બહાર આવતો નથી. ગજબ વાત ભાઈ!
અહીં ગાથામાં તો દ્રષ્ટિનું જોર આપીને એમ કહ્યું કે-જ્ઞાની ભોગને ભોગવવા છતાં તેને નિર્જરા જ થાય છે. જ્ઞાનીને રાગ છે અને તેના ઈલાજરૂપ ભોગોપભોગ છે છતાં તેને નિર્જરાનો હેતુ કહ્યો છે. ઝીણી વાત છે, પ્રભુ! તેથી કરીને ભોગ કરવા (ભોગવવા) ઇષ્ટ છે શું એમ છે? અરે, ભોગોમાં જેને ઇષ્ટપણાની બુદ્ધિ છે એ તો મિથ્યાદ્રષ્ટિ છે, અજ્ઞાની છે. અહીં તો જેની દ્રષ્ટિ ભોગ પર નથી પણ જ્ઞાનસ્વભાવ પર છે એવા સમકિતીને ઉપભોગના કાળે મોહનો ભાવ (નિર્વંશ) ઝરી જાય છે એમ
PDF/HTML Page 1927 of 4199
single page version
વાત છે. આકરી વાત બાપા! અજ્ઞાની દયા પાળે તોપણ તેને મિથ્યાત્વનું બંધન થાય છે કેમકે તે ‘હું પરની દયા પાળું છું’ એમ માને છે, જ્યારે જ્ઞાની ભોગમાં જોડાય છે છતાં તેને તે ભોગ નિર્જરાનું નિમિત્ત થાય છે. બાપા! દ્રષ્ટિના ફેરે બધો ફેર છે. (આત્મદ્રષ્ટિવંતનું વીર્ય ભોગમાં ઉલ્લસિત નથી જ્યારે મિથ્યાદ્રષ્ટિનું વીર્ય ભોગમાં જ રચ્યું-પચેલું છે.) આવી વાત છે.
ગાથામાં પાઠમાં તો ‘उवभोगमिंदियेहिं जं कुणदि सम्मदिट्ठी’–એમ છે ને? મતલબ કે સમ્યગ્દ્રષ્ટિ દ્રવ્યેન્દ્રિયો વડે ચેતન-અચેતન દ્રવ્યોનો ઉપભોગ કરે છે એમ કહ્યું છે ને? પરંતુ ભાઈ! પરનો કર્તા તો આત્મા છે જ નહિ. દ્રવ્યેન્દ્રિયોને ચલાવી શકે એવી કોઈ શક્તિ આત્મામાં નથી. ઇન્દ્રિયોનું પરિણમન એ તો જડ પરમાણુઓનું પરિણમન છે, એ કાંઈ આત્માની ક્રિયા નથી અને આત્મા તે કરી શકે છે એમ પણ નથી. પરંતુ અજ્ઞાની તે જડની ક્રિયા પોતાને લઈને થઈ છે એમ માને છે. જ્યારે જ્ઞાની જડની ક્રિયા જડને લઈને જડમાં થઈ છે એમ માને છે. જુઓ, આ દ્રષ્ટિનો ફેર! અરે, જ્ઞાની તો દ્રવ્યેન્દ્રિયોની ક્રિયાના કાળે તેના નિમિત્તમાત્રપણે તેને જે વિકલ્પ-રાગ થયો તેનું કર્તાપણું અને સ્વામિત્વ પણ સ્વીકારતો નથી. બહુ સૂક્ષ્મ માર્ગ, બાપુ! વીતરાગ માર્ગનાં રહસ્યો સમજવા બુદ્ધિ સૂક્ષ્મ-તેજ કરવી જોઈશે.
ભગવાન! અજ્ઞાનપણે અનંતકાળ તેં દુઃખમાં ગાળ્યો છે. હજારો સ્ત્રીઓનો સંગ છોડીને નગ્ન દિગંબર સાધુ થયો અને આકરાં બ્રહ્મચર્યાદિ પાળ્યાં. પણ તેથી શું? છહઢાલામાં આવે છે ને કે-
મતલબ કે રાગથી ભિન્ન આત્માના જ્ઞાન અને ભાન વિના તને આનંદના અંશનું પણ વેદન આવ્યું નહિ. તેનો અર્થ એ થયો કે પંચમહાવ્રતના પરિણામ તને લેશ પણ સુખ આપી શકયા નહિ. કયાંથી આપે? જે સ્વયં રાગરૂપ છે, દુઃખરૂપ છે તે સુખ કયાંથી આપે? ભાઈ! ર૮ મૂલગુણ પાળવા તે રાગ છે અને તે રાગ હોવાથી દુઃખરૂપ છે. જ્ઞાનીને એવો રાગ આવે છે પણ તેને તે કર્તવ્યરૂપ માનતા નથી.
અહીં કહે છે-જેને સ્વરૂપની આશ્રયરૂપ પરિણતિમાં-હું ચિદાનંદમય વીતરાગસ્વભાવી પરમાત્મદ્રવ્ય છું, સ્વયં ભગવાનસ્વરૂપ છું-એમ દ્રવ્યદ્રષ્ટિ થઈ છે તે જ્ઞાની છે. તેને ચારિત્ર મોહના ઉદયના નિમિત્તે જરા રાગ તો થાય છે-જુઓ, ‘ચારિત્રમોહના ઉદયના નિમિત્તથી’ -એમ કહ્યું છે હોં; તેમાં ઉપાદાન તો પોતાનું છે. કહે છે-જ્ઞાનીને રાગ તો થાય છે પરંતુ રાગને તે રોગ સમાન જાણે છે તથા તે ભોગસામગ્રીમાં જાય છે (જોડાય છે), પણ તેને તે ઔષધિ સમાન જાણે છે. જ્ઞાની રાગને કે ભોગપભોગસામગ્રીને-કોઈને
PDF/HTML Page 1928 of 4199
single page version
ઇષ્ટ વા ભલાં જાણતો કે માનતો નથી. તે રાગ કે રાગના ઈલાજમાં તન્મય નથી. આવી અંતરની સૂક્ષ્મ વાત!
આગળ કહે છે-‘વળી નિશ્ચયથી તો, જ્ઞાતાપણાને લીધે સમ્યગ્દ્રષ્ટિ વિરાગી ઉદયમાં આવેલા કર્મને માત્ર જાણી જ લે છે, તેના પ્રત્યે તેને રાગદ્વેષમોહ નથી.’
અહાહા...! રાગ આવે છે તેને જ્ઞાની જ્ઞાનમાં જાણે જ છે (કર્તા થઈને કરે છે એમ નહિ). ૧૨ મી ગાથામાં કહ્યું ને કે ભૂતાર્થસ્વભાવના આશ્રયે જેને સમકિત પ્રગટ થયું છે એવો જ્ઞાની પર્યાયમાં જે અસ્થિરતાનો રાગ આવે છે તેને તે તે કાળે જાણે છે અને તે જાણેલો પ્રયોજનવાન છે, આદરેલો નહિ.
જ્ઞાતાપણાને લીધે નિશ્ચયથી સમ્યગ્દ્રષ્ટિ વિરાગી ઉદયમાં આવેલાં કર્મને માત્ર જાણી જ લે છે. જુઓ, માત્ર જાણી જ લે છે એમ શબ્દ છે. ભોગોપભોગમાં હોવા છતાં જ્ઞાની રાગની અને શરીરાદિની ક્રિયા બધી પર છે એમ જાણે છે. પોતે જ્ઞાતાપણે પરિણમી રહ્યો છે ને? ભાઈ! જ્ઞાનનો સ્વભાવ જ એવો છે કે તે કાળે પોતાને જાણતું જ્ઞાન, તે તે પ્રકારની રાગની અને શરીરાદિની ક્રિયાને (તેને અડયા વિના) જાણતું થકું પ્રગટ થાય છે. ભાઈ! આ બધી અંતરની વાત સમજવી પડશે હોં; તેને સમજવા હમણાં જ નિવૃત્તિ લેવી જોઈએ, નહિ તો ૮૪ ના અવતારમાં કયાંય ગુમ થઈ જઈશ (પછી તક નહિ હોય).
કહે છે-ઉદયમાં આવેલા કર્મ પ્રત્યે જ્ઞાનીને રાગદ્વેષમોહ નથી અર્થાત્ જ્ઞાનીને રાગનો રાગ નથી. જ્ઞાનીને કિંચિત્ રાગ આવે છે પણ તેને રાગનો રાગ નથી અર્થાત્ રાગની રુચિનું પરિણમન નથી. તેને રાગનું કર્તાપણું કે સ્વામિત્વ નથી. રાગ મારી ચીજ અને તે મારું કર્તવ્ય એમ જ્ઞાની માનતો નથી. કહ્યું છે ને કે-
કાગવિટ્ સમ ગિનત હૈ સમ્યગ્દ્રષ્ટિ લોગ.
અહાહા...! પુણ્યના ફળરૂપ ચક્રવર્તીપદ અને ઇન્દ્રપદના વૈભવને સમકિતી જીવ કાગડાની વિષ્ટા સમાન તુચ્છ ગણે છે. જેને આત્મા રુચ્યો છે તે જ્ઞાનીને સંસારના કોઈ પદમાં-સ્થાનમાં રુચિ નથી.
ત્યારે કોઈ કહે છે-અમારે તો આ સમજવું કે પછી સ્ત્રી-બાળબચ્ચાંને સંભાળવામાં અને કમાવામાં રોકાવું?
અરે ભાઈ! સ્ત્રી-બાળબચ્ચાં સંભાળવામાં અને ધન કમાવામાં રોકાઈ રહેવું એ તો નર્યા પાપના ભાવ છે. ભગવાન! તને ખબર નથી કે એ સ્ત્રી-પુત્રપરિવાર અને ધન બધાં પડયાં રહેશે અને તું ચાલ્યો જઈશ. નિરંકુશ પાપ કરીને તું કયાં જઈશ ભગવાન! તીવ્ર પાપનું ફળ તો નરક-નિગોદાદિ કહ્યું છે.
PDF/HTML Page 1929 of 4199
single page version
જુઓ, એક ગૃહસ્થને દીકરો હતો. તે દીકરો બિમાર પડયો તો બાપે તેનો ઈલાજ કરતાં ખાનગી રીતે દવામાં ઇંડાં વગેરે આપ્યાં. આ રીતે મહાપાપ ઉપજાવીને બાપ મરીને નરકે ગયો. જ્યારે જેના માટે પાપ ઉપજાવ્યાં તે દીકરો મરીને પરમાધામી થયો, કેમકે દીકરાના પરિણામ અત્યંત આકરા ન હતા. પછી તે પરમાધામી (દીકરો) બાપના જીવને મારવા લાગ્યો. તો એ બાપ કહે છે-ભાઈ! મેં તો તારા માટે પાપ કર્યું હતું. તું મને કેમ મારે છે? ત્યારે પરમાધામી (દીકરો) કહે હું તે કાંઈ જાણતો નથી; તેં મારી મમતા કરીને તે મમતાને પુષ્ટ કરવા પાપ કર્યાં છે અને તેનું ફળ તારે ભોગવવું જ જોઈએ. જુઓ આ બાપ-દીકરાનો સંબંધ! ભાઈ! સંસારનું સ્વરૂપ મહાવિચિત્ર છે.
કોઈને ૨પ વર્ષનો જુવાન-જોધ દીકરો મરી જાય ત્યારે બાપ પોક મૂકીને રોતો નથી? રોવે છે; તે જે રોવે છે તે શું દીકરા માટે રોવે છે? ના; એ તો પોતાના સ્વાર્થ- સગવડ માટે રોવે છે. એમ કે દીકરો દુકાન સંભાળતો હતો ને સારું કમાતો હતો પણ હવે એ સગવડ છીનવાઈ ગઈ તેથી રોવે છે. બાકી દીકરો મરીને ભલે ને ઢોરમાં કે નરકમાં ગયો હોય; એનું અહીં કોને સ્નાન-સૂતક છે? એ તો દીકરો દીકરાનું વેઠશે. શું એ કોઈ વિચારે છે કે-અરે! તત્ત્વાભ્યાસ વિના દીકરો મરીને કયાં જશે-તિર્યંચમાં કે નરકમાં-કયાં જશે? અહા! આ સંસાર આવો છે! તેમાં બધાય મોહના દાવાનળમાં બળી-ઝળી રહ્યા છે. માત્ર સમકિતી જીવો જ શાંતિને અનુભવે છે કેમકે તેમને કર્મના ઉદય પ્રતિ રાગદ્વેષમોહ નથી, તેઓ તો તેને માત્ર જાણે જ છે.
એ જ કહે છે કે-શુદ્ધ ચૈતન્યસ્વભાવને અનુભવનારો-જ્ઞાતાપણે પરિણમનારો જ્ઞાની કર્મના ઉદયને માત્ર જાણી જ લે છે. તેને જે રાગ આવે તેને માત્ર જાણે જ છે, અને તે રાગનો જે ઈલાજ કરે તેને પણ તે માત્ર જાણે જ છે. તે કાળે શરીરાદિની જે ક્રિયા થાય તેને પણ, પોતે પોતાના જ્ઞાનમાં રહીને, તેને સ્પર્શ્યા વિના અર્થાત્ એમાં તન્મય થયા વિના માત્ર જાણે જ છે. તેને કર્મમાં કે રાગમાં કે શરીરાદિની ક્રિયામાં રાગદ્વેષમોહ થતા નથી. અહા! અંતરની પરિણતિની ખૂબ ગંભીર વાત!
હવે કહે છે-‘આ રીતે રાગદ્વેષમોહ વિના જ તેના ફળને ભોગવતો હોવાથી તેને કર્મ આસ્રવતું નથી, આસ્રવ વિના આગામી બંધ થતો નથી અને ઉદયમાં આવેલું કર્મ તો પોતાનો રસ દઈને ખરી જ જાય છે કારણ કે ઉદયમાં આવ્યા પછી કર્મની સત્તા રહી શકે જ નહિ.’
જુઓ, જે કર્મ ઉદયમાં આવે છે તે તો ખરી જ જાય છે; રાગ કરે તોપણ ખરી જાય છે અને રાગ ન કરે તોય ખરી જાય છે. જ્ઞાનીને રાગદ્વેષમોહનો અભાવ છે તેથી તેને ઉદયકાળે (ભોગકાળે) નવું કર્મ આસ્રવતું નથી અને આસ્રવના અભાવે નવો
PDF/HTML Page 1930 of 4199
single page version
બંધ થતો નથી. તેથી ઉદયમાં આવેલું કર્મ નિઃસંતાન ખરી જ જાય છે. હવે આવી (ચમત્કારી) વાત! પણ અભ્યાસ કરે તો સમજાયને? લોકો લૌકિક અભ્યાસમાં- M. A. ને L. L. B નાં પૂંછડાં પાછળ વર્ષોનાં વર્ષો કાઢે છે અને તત્ત્વાભ્યાસની વાત આવે એટલે કહે કે-‘નવરાશ નથી, મરવાનોય વખત નથી.’ ભાઈ! અનાદિકાળથી આમ ને આમ તું રખડપટ્ટી કરી રહ્યો છે. એ લૌકિક અભ્યાસ તો એકલો પાપનો અભ્યાસ છે ભગવાન! એ તો તને જન્મ-મરણના સમુદ્રમાં ડૂબાડીને જ રહેશે. (આ તત્ત્વાભ્યાસમાં જ તારું હિત છે).
કહે છે-જ્ઞાનીને જે જડકર્મ ઉદયમાં આવે છે તે નવો બંધ કર્યા વિના ખરી જાય છે કારણ કે ઉદયમાં આવ્યા પછી કર્મની સત્તા રહી શકે જ નહિ. ‘આ રીતે તેને નવો બંધ થતો નથી અને ઉદયમાં આવેલું કર્મ નિર્જરી ગયું તેથી તેને કેવળ નિર્જરા જ થઈ.’
ધર્મીની દ્રષ્ટિનું જોર શુદ્ધ જ્ઞાયક ઉપર છે. અહાહા...! અનાકુળ શાંતિનો રસકંદ ચિદાનંદ ચૈતન્યમૂર્તિ પરમાનંદમય પ્રભુ હું પરમાત્મદ્રવ્ય છું-એવી દ્રષ્ટિના જોરને લીધે, તેને રાગ આવે છે છતાં તેમાં કેવળ નિર્જરા જ થઈ જાય છે; જ્યારે અજ્ઞાની પંચમહાવ્રત પાળે તોપણ તેને મિથ્યાત્વનું જોર હોવાથી, આ મહાવ્રતના પરિણામ હું કરું અને તેથી મને લાભ છે એવી મિથ્યા માન્યતાનું જોર હોવાથી અનંતો સંસાર ફળતો જાય છે. જ્ઞાનીને આત્માની રુચિનું જોર છે અને અજ્ઞાનીને રાગની રુચિનું જોર છે; બેમાં ફરક છે ને? તો જ્ઞાનીને કેવળ નિર્જરા થાય છે અને અજ્ઞાનીને કેવળ બંધ.
એક તો જીવ બહારની ડંફાસમાંથી નવરો ન પડે અને એમાંય વળી જો સંજોગો અનુકૂળ હોય તો જોઈ લ્યો પછી-જાણે ‘હું પહોળો ને શેરી સાંકડી.’ પણ બાપુ! એ બધા સંજોગો કયાં તારા છે? તું મારા મારા કરે છે પણ એ બધા મારા એટલે તને મારનારા જ છે. ભાઈ! તારી અસંયોગી ચીજને તેં જાણી નથી. તું ચૈતન્યસ્વરૂપી નિર્મળાનંદનો નાથ છો ને પ્રભુ! એમાં અહંપણું, એમાં સ્વામીપણું ધારણ કર; તેથી તને સમકિત થશે. જો સમકિતી જ્ઞાની પુરુષ પરમાં અને રાગમાં સ્વામિત્વ ધારતો નથી તેથી રાગ આવે છે છતાં કર્મથી છૂટી જાય છે, તેને કેવળ નિર્જરા જ થાય છે. તેથી કહ્યું કે-
‘માટે સમ્યગ્દ્રષ્ટિ વિરાગીના ભોગોપભોગને નિર્જરાનું જ નિમિત્ત કહેવામાં આવ્યું છે. પૂર્વ કર્મ ઉદયમાં આવીને તેનું દ્રવ્ય ખરી ગયું તે દ્રવ્યનિર્જરા છે.’
PDF/HTML Page 1931 of 4199
single page version
સમકિતીનો ભોગોપભોગ નિર્જરાનું નિમિત્ત જ કહ્યો છે હોં, કારણ કે જે દ્રવ્ય- નિર્જરા થાય છે તે તો તેના કારણે-કર્મના પરમાણુઓના કારણે-જ થાય છે. જ્ઞાની, રાગભાવને પોતાનો માનતો નથી માટે તેનો વિરાગભાવ નિર્જરાનું નિમિત્ત થાય છે અને પૂર્વનું જે કર્મ ઉદયમાં આવ્યું તે ખરી ગયું તે દ્રવ્યનિર્જરા છે.
PDF/HTML Page 1932 of 4199
single page version
अथ भावनिर्जरास्वरूपमावेदयति–
तं सुहदुक्खमुदिण्णं वेददि अध णिज्जरं जादि।। १९४।।
હવે ભાવનિર્જરાનું સ્વરૂપ કહે છેઃ-
એ ઉદિત સુખદુખ ભોગવે પછી નિર્જરા થઇ જાય છે. ૧૯૪.
ગાથાર્થઃ– [द्रव्ये उपभुज्यमाने] વસ્તુ ભોગવવામાં આવતાં, [सुखं वा दुःखं वा] સુખ અથવા દુઃખ [नियमात्] નિયમથી [जायते] ઉત્પન્ન થાય છે; [उदीर्ण] ઉદય થયેલા અર્થાત્ ઉત્પન્ન થયેલા [तत् सुखदुःखम्] તે સુખદુઃખને [वेदयते] વેદે છે- અનુભવે છે, [अथ] પછી [निर्जरां याति] તે (સુખદુઃખરૂપ ભાવ) નિર્જરી જાય છે.
ટીકાઃ– પરદ્રવ્ય ભોગવવામાં આવતાં, તેના નિમિત્તે સુખરૂપ અથવા દુઃખરૂપ જીવનો ભાવ નિયમથી જ ઉદય થાય છે અર્થાત્ ઉત્પન્ન થાય છે, કારણ કે વેદન શાતા અને અશાતા-એ બે પ્રકારોને અતિક્રમતું નથી (અર્થાત્ વેદન બે પ્રકારનું જ છે-શાતારૂપ અને અશાતારૂપ). જ્યારે તે (સુખરૂપ અથવા દુઃખરૂપ) ભાવ વેદાય છે ત્યારે મિથ્યાદ્રષ્ટિને, રાગાદિભાવોના સદ્ભાવથી બંધનું નિમિત્ત થઇને (તે ભાવ) નિર્જરતાં છતાં (ખરેખર) નહિ નિર્જર્યો થકો, બંધ જ થાય છે; પરંતુ સમ્યગ્દ્રષ્ટિને, રાગાદિભાવોના અભાવથી બંધનું નિમિત્ત થયા વિના કેવળ જ નિર્જરતો હોવાથી (ખરેખર) નિર્જર્યો થકો, નિર્જરા જ થાય છે.
ભાવાર્થઃ– પરદ્રવ્ય ભોગવતાં, કર્મના ઉદયના નિમિત્તે જીવને સુખરૂપ અથવા દુઃખરૂપ ભાવ નિયમથી ઉત્પન્ન થાય છે. મિથ્યાદ્રષ્ટિને રાગાદિકને લીધે તે ભાવ આગામી બંધ કરીને નિર્જરે છે તેથી તેને નિર્જર્યો કહી શકાતો નથી; માટે મિથ્યાદ્રષ્ટિને પરદ્રવ્ય ભોગવતાં બંધ જ થાય છે. સમ્યગ્દ્રષ્ટિને રાગાદિક નહિ હોવાથી આગામી
PDF/HTML Page 1933 of 4199
single page version
यत्कोऽपि कर्मभिः कर्म भुञ्जानोऽपि न बध्यते।।
બંધ કર્યા વિના જ તે ભાવ નિર્જરી જાય છે તેથી તેને નિર્જર્યો કહી શકાય છે; માટે સમ્યગ્દ્રષ્ટિને પરદ્રવ્ય ભોગવતાં નિર્જરા જ થાય છે. આ રીતે સમ્યગ્દ્રષ્ટિને ભાવનિર્જરા થાય છે.
હવે આગળની ગાથાઓની સૂચનારૂપ શ્લોક કહે છેઃ- શ્લોકાર્થઃ–
[ज्ञानस्य एव] જ્ઞાનનું જ છે [वा] અથવા [विरागस्य एव] વિરાગનું જ છે [यत्] કે [कः अपि] કોઈ (સમ્યગ્દ્રષ્ટિ જીવ) [कर्म भुञ्जानः अपि] કર્મને ભોગવતો છતો [कर्मभिः न बध्यते] કર્મોથી બંધાતો નથી! (અજ્ઞાનીને તે આશ્ચર્ય ઉપજાવે છે અને જ્ઞાની તેને યથાર્થ જાણે છે.) ૧૩૪.
હવે ભાવનિર્જરાનું સ્વરૂપ કહે છેઃ- જુઓ, નિર્જરા ત્રણ પ્રકારે છે. કર્મનું ખરી જવું તે (જડની નિર્જરા) દ્રવ્યનિર્જરા છે. અશુદ્ધતાનું ટળવું તે (પોતાની) ભાવનિર્જરા (નાસ્તિથી) છે અને શુદ્ધતાની વૃદ્ધિ થવી તે ભાવનિર્જરા (અસ્તિથી) છે. તેમાં દ્રવ્યનિર્જરાની વાત ગાથા ૧૯૩માં આવી ગઈ. અહીં જે અશુદ્ધતાનું ટળવું તે ભાવનિર્જરાની વાત આ ગાથામાં હવે કહે છે.
‘પરદ્રવ્ય ભોગવવામાં આવતાં, તેના નિમિત્તે સુખરૂપ અથવા દુઃખરૂપ જીવનો ભાવ નિયમથી જ ઉદય થાય છે અર્થાત્ ઉત્પન્ન થાય છે, કારણ કે વેદન શાતા અને અશાતા -એ બે પ્રકારોને અતિક્રમતું નથી. (અર્થાત્ વેદન બે પ્રકારનું જ છે-શાતારૂપ અને અશાતારૂપ).’
અહાહા...! ગાથામાં બહુ જ ભર્યું છે. કહે છે-‘પરદ્રવ્ય ભોગવવામાં આવતાં...’ જુઓ, પરદ્રવ્ય કાંઈ ભોગવી શકાય છે એમ નથી, પણ આ તો નિમિત્તનું કથન છે. આ શરીર, દાળ, ભાત, શાક કે સ્ત્રીનું શરીર જે જડ રૂપી છે તેને આત્મા ભોગવી
PDF/HTML Page 1934 of 4199
single page version
શકતો નથી, કેમકે આત્મા ચૈતન્યસ્વરૂપ અરૂપી છે. અરે, જડને તો આત્મા અડતોય નથી પછી ભોગવે કયાંથી? ગાથા ૩ ની ટીકામાં કહ્યું ને કે-દ્રવ્ય પોતાના અનંત ધર્મોના ચક્રને ચુંબે છે પણ પરદ્રવ્યને ચુંબતું-સ્પર્શતું નથી. ભાઈ! આવું જ દ્રવ્યનું સ્વરૂપ છે. દરેક દ્રવ્ય પોતાના ગુણ-પર્યાયને સ્પર્શે છે પણ પરદ્રવ્યના દ્રવ્ય-ગુણ-પર્યાયને સ્પર્શતું જ નથી. ભોગકાળે જીવ સ્ત્રીના શરીરને અડયો જ નથી અને સ્ત્રીનું શરીર જીવને અડયું જ નથી કેમકે શરીર તો જડ પરદ્રવ્ય છે. પરદ્રવ્યને આત્મા અડે શી રીતે કે તેને ભોગવે?
પ્રશ્નઃ– તો આ (-જીવ) શરીરને ભોગવે છે, મોસંબીનો રસ પીવે છે, મૈસૂબ ખાય છે ઇત્યાદિ ભોગવતો પ્રત્યક્ષ દેખાય છે ને?
ઉત્તરઃ– ધૂળેય ભોગવતો નથી, સાંભળને; મોસંબી, મૈસૂબ આદિ તો જડ, રૂપી છે; સ્પર્શ-રસ-ગંધ-વર્ણવાળી ચીજ છે તથા સ્ત્રીનું શરીર છે તે પણ સ્પર્શ-રસ-ગંધ- વર્ણવાળી જડ રૂપી ચીજ છે. જ્યારે તું અરૂપી ભગવાન ચૈતન્યસ્વરૂપ એનાથી-એ સર્વથી ભિન્ન છો. તું કદીય એ કોઈને અડયોય નથી અને અડી શકતોય નથી. પણ સંયોગ દેખીને અજ્ઞાની જીવ એમ માને છે કે મેં ખાધું-પીધું-ભોગ લીધો. ખરેખર તો તે પદાર્થોમાં ઠીકપણાનો જે રાગ થયો તે રાગને અજ્ઞાની ભોગવે છે. પરદ્રવ્યને ભોગવે છે એમ કહેવું એ તો નિમિત્તનું કથન છે.
આ કઈ જાતનો ઉપદેશ? દયા પાળો, વ્રત કરો, તપ કરો, ઉપવાસ કરો -એવો ઉપદેશ હોય તો કાંઈક સમજાય, પણ આવા ઉપદેશમાં હવે સમજવું શું?
ભાઈ! દયા પાળવી, વ્રત કરવાં, તપ કરવું અને ઉપવાસ કરવા ઇત્યાદિ તો બધી રાગની ક્રિયા છે. એમાં આત્મા કયાં આવ્યો? એ રાગની અજ્ઞાનમય ક્રિયાઓમાં શું સમજવું છે? નિશ્ચયથી તો ચૈતન્યસ્વરૂપી પરમાત્મદ્રવ્ય પ્રભુ આત્મા રાગને અડતોય નથી કેમકે રાગ છે એ તો દુઃખ છે. જ્ઞાનસ્વભાવી અનાકુળ આનંદનું ઢીમ પ્રભુ આત્મા દુઃખ એવા રાગને કેમ અડે? ચાહે અશુભ રાગ હો કે શુભરાગ-બન્ને દુઃખ છે. માટે સુખધામ આનંદસ્વરૂપી આત્મા તે દુઃખને કેમ અડે? આવું ભેદજ્ઞાન કરવું તે યથાર્થ સમજવું છે. સમજાણું કાંઈ...?
અહીં આચાર્યદેવ એમ કહે છે કે-પરદ્રવ્યને ભોગવવામાં આવતાં તેના નિમિત્તે સુખરૂપ અથવા દુઃખરૂપ જીવનો ભાવ નિયમથી ઉદય થાય છે. એટલે શું કહે છે? કે આ શરીર, મન, વાણી, ધન, ભોજન, સ્ત્રી ઇત્યાદિ ઉપર લક્ષ જતાં, તે વસ્તુને જીવ ભોગવે છે એમ કહેવામાં આવ્યું છે અને તેના નિમિત્તે જીવને સુખ કે દુઃખની કલ્પના થાય જ છે, થયા વિના રહેતી નથી. જ્ઞાનીને પણ સુખરૂપ કે દુઃખરૂપ ભાવ થાય છે, અર્થાત્ તે સમયે તેને સુખ કે દુઃખની પર્યાય થઈ જાય છે.
જુઓ, ૧૯૩ ગાથામાં ઉપભોગમાં જ્ઞાનીને દ્રવ્યકર્મ ખરી જાય છે એની વાત
PDF/HTML Page 1935 of 4199
single page version
હતી. અહીં આ ગાથામાં તેને જે અશુદ્ધતા થઈ તે ખરી જાય છે એની વાત છે.
પ્રશ્નઃ– અમે તો ઉપવાસ કરીએ એટલે તપ થાય અને ‘तपसा निर्जरा’ તપથી નિર્જરા થાય છે એમ માનીએ છીએ.
ઉત્તરઃ– ભાઈ! તું જેને ઉપવાસ કહે છે એનાથી તો ધૂળેય નિર્જરા નથી, સાંભળને; ઉપવાસ કરવાનો ભાવ તો રાગ છે અને રાગથી તો નિર્જરા નહિ, બંધન થાય છે. ઉપવાસ તો સત્યાર્થ એને કહીએ કે-ઉપ નામ સમીપ અને વાસ એટલે વસવું; અહાહા...! આનંદસ્વરૂપ નિજ આત્મામાં વસવું-ઠરવું એને ઉપવાસ કહે છે. બાકી તો બધા અપવાસ- અપ એટલે માઠા વાસ છે. રોટલા-પાણી છોડવાં એને અજ્ઞાની ઉપવાસ કહે છે પણ એ તો રાગમાં વસેલો (વાસ) અપવાસ છે, માઠો વાસ છે.
અહા! અહીં ભાષા એવી લીધી છે કે-‘પરદ્રવ્ય ભોગવવામાં આવતાં’... , જો કે પરદ્રવ્યને આત્મા ભોગવી શકતો નથી, પણ તેને એવો રાગ-સુખદુઃખની કલ્પના થાય છે અને તે કાળે પરદ્રવ્યમાં જે ચેષ્ટા-ક્રિયા થવા યોગ્ય હોય તે થાય છે. તેને ‘પરદ્રવ્યને ભોગવે છે’ એમ વ્યવહારથી કહેવામાં આવે છે. ધર્મી જીવ જેને જ્ઞાનાનંદસ્વભાવી નિજ ચૈતન્યમય વસ્તુની ઓળખ-પ્રતીતિ થઈ છે તેને કંઈક રાગ આવે છે છતાં દ્રષ્ટિની અપેક્ષાએ તેને તે ભોગવતો નથી. દ્રષ્ટિનો વિષય પરિપૂર્ણ શુદ્ધ ચૈતન્ય પરમાત્મા છે અને એવા આત્મદ્રવ્યનો જેને આશ્રય થયો છે તે જ્ઞાની તો આત્માના આનંદને જ ભોગવે છે. દ્રષ્ટિ નિર્વિકલ્પ છે અને તેનો વિષય પણ ધ્રુવ નિર્વિકલ્પ ચૈતન્ય જ છે. તેથી દ્રષ્ટિની અપેક્ષાએ જ્ઞાની આત્મા રાગને-સુખદુઃખની કલ્પનાને કરતોય નથી અને ભોગવતોય નથી, અર્થાત્ જ્ઞાનીને રાગદ્વેષ થતા જ નથી, અસ્થિરતાય થતી નથી. (આ દ્રષ્ટિ અપેક્ષાએ વાત છે).
પરંતુ અહીં એમ સિદ્ધાંત કહે છે કે-પરદ્રવ્યને ભોગવવામાં આવતાં તેના નિમિત્તે સુખરૂપ-દુઃખરૂપ જીવનો ભાવ નિયમથી ઉદય થાય છે, અર્થાત્ પર્યાયમાં જરી સુખ દુઃખની કલ્પના-અશુદ્ધતા ઉત્પન્ન થાય છે કારણ કે વેદન શાતા અને અશાતાના બે પ્રકારોને અતિક્રમતું નથી. જોકે વેદન ખરેખર શાતા કે અશાતાના ઉદયને લઈને થાય છે એમ નથી પણ વેદનમાં શાતા કે અશાતાનો ઉદય નિમિત્ત છે એમ અહીં નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે. અહા! શાતાના ઉદયમાં સુખરૂપ કલ્પના અને અશાતાના ઉદયમાં દુઃખરૂપ કલ્પના જ્ઞાનીને પણ પર્યાયમાં થાય છે એમ કહે છે. અહા! જન્મ-મરણથી રહિત થવાનો માર્ગ બહુ ઝીણો છે, ભાઈ!
હવે કહે છે-‘જ્યારે તે (સુખરૂપ અથવા દુઃખરૂપ) ભાવ વેદાય છે ત્યારે મિથ્યાદ્રષ્ટિને, રાગાદિભાવોના સદ્ભાવથી બંધનું નિમિત્ત થઈને (તે ભાવ) નિર્જરતાં છતાં (ખરેખર) નહિ નિર્જર્યો થકો, બંધ જ થાય છે;...’
PDF/HTML Page 1936 of 4199
single page version
અહીં ‘વેદાય છે’ એમ કહ્યું એનો અર્થ ભોગવાય છે એમ થાય છે. ‘વેદાય છે’ એટલે જાણવામાં આવે છે એવો અર્થ પણ થાય છે પણ અહીં એ અર્થ નથી, અહીં તો ભોગવવામાં આવે છે એમ અર્થ છે. પરદ્રવ્ય ભોગવવામાં આવતાં પર્યાયમાં જરી સુખદુઃખની ક્ષણિક અશુદ્ધ પરિણતિ થાય છે અને તેથી સુખ-દુઃખરૂપ ભાવ વેદાય છે એમ કહ્યું છે. હવે જ્યારે તે ભાવ વેદાય છે ત્યારે જેની દ્રષ્ટિ રાગ ઉપર જ પડી છે એવા મિથ્યાદ્રષ્ટિને રાગાદિભાવોના સદ્ભાવને લીધે બંધ જ થાય છે.
ઝીણી વાત છે, પ્રભુ! જેને શુભાશુભ રાગમાં ઇષ્ટ-અનિષ્ટબુદ્ધિ છે, તથા શુભ- રાગમાં મીઠાશ અને સુખબુદ્ધિ છે તે અજ્ઞાની છે. આવો અજ્ઞાની જીવ, પદાર્થોને ભોગવતો થકો સુખ-દુઃખની કલ્પનાના કાળે, તેમાંથી મીઠાશ-મઝા આવે છે એમ માનતો થકો, રાગાદિભાવોનો સદ્ભાવ હોવાથી, બંધાય છે. મિથ્યાદ્રષ્ટિને (સ્વરૂપમાં) આત્મભાવ પ્રગટયો નથી તેથી તેને રાગદ્વેષમોહની હયાતી છે. આથી તેને ઉપભોગમાં થતા સુખ- દુઃખની કલ્પનાના ભાવ નવા કર્મબંધનું નિમિત્ત થાય છે અર્થાત્ તેને સુખ-દુઃખની કલ્પના કાળે જે રાગ-દ્વેષ થાય છે તે નવા કર્મબંધનમાં નિમિત્ત થાય છે. આથી મિથ્યાદ્રષ્ટિને, તે સુખ-દુઃખનો ભાવ નિર્જરવા છતાં નહિ નિર્જર્યો થકો, બંધ જ થાય છે. સત્તામાંથી જે કર્મનો ઉદય આવ્યો છે તે તો ખરી જ જાય છે, જ્ઞાની કે અજ્ઞાની-કોઈને પણ ખરી જ જાય છે; પરંતુ અજ્ઞાનીને મિથ્યાત્વ અને રાગદ્વેષ હયાત-જીવતા હોવાથી તે પરિણામ નવા કર્મબંધનનું નિમિત્ત થાય છે.
શું કહે છે? કે જે કોઈ કર્મનો-શાતા કે અશાતાનો-ઉદય જે સમયે આવે છે તે સમયે જીવને સુખદુઃખની અવસ્થા થાય છે અને તેનું તેને વેદન પણ હોય છે. પરંતુ તે વેદનના કાળે, અજ્ઞાનીને તેમાં મીઠાશ ને સુખબુદ્ધિ છે. આ કારણે તેને રાગ-દ્વેષ હયાત હોવાથી તે પરિણામ તેને નવાં દર્શનમોહનીય આદિ કર્મબંધનું નિમિત્ત થાય છે.
અરે! એણે પોતાની અંદર કદી ભાળ્યું નથી! જો અંદર જુએ તો આખો વીતરાગતાનો પિંડ પ્રભુ આત્મા જણાય અને તો રાગરહિત વીતરાગ પરિણતિ પ્રગટ થાય. લ્યો, આ સર્વ કથનનું તાત્પર્ય કહ્યું. પંચાસ્તિકાયમાં આવે છે કે ચારે અનુયોગનું તાત્પર્ય વીતરાગતા છે. (ગાથા ૧૭૨ ટીકા). પંડિત શ્રી ટોડરમલજીએ મોક્ષમાર્ગપ્રકાશકમાં પણ વીતરાગતાનું પ્રયોજન પ્રગટ કરે તે જૈનશાસ્ત્ર છે એમ કહ્યું છે. ચારે અનુયોગ વીતરાગતાને જ પુષ્ટ કરે છે. ચરણાનુયોગમાં ભલે વ્રતાદિ રાગની વાત આવે, તેમાં પણ રાગના પોષણની વાત નથી પણ ક્રમશઃ રાગના અભાવની જ ત્યાં વાત છે. (અજ્ઞાની- રાગી શાસ્ત્રમાંથી પણ રાગ ગોતી કાઢે એવી એની આદત છે).
અહીં કહે છે-અજ્ઞાનીને જે વખતે સુખ-દુઃખની કલ્પના થાય છે તે વખતે તેને તેમાં ઇષ્ટ-અનિષ્ટબુદ્ધિ થવાથી મિથ્યાત્વસહિત અનંતાનુબંધી રાગ-દ્વેષના પરિણામ
PDF/HTML Page 1937 of 4199
single page version
થાય છે અને તે પરિણામ નવા દર્શનમોહનીય આદિ કર્મના બંધનું નિમિત્ત થાય છે. જે કર્મનો ઉદય આવ્યો હતો એ તો તે વખતે ખરી ગયો છે, છતાં પણ તેને તે નવા બંધનું નિમિત્ત થાય છે તે કારણે તેને નિર્જરા કહેવાતી નથી. આવો માર્ગ છે, ભાઈ!
પ્રશ્નઃ– પણ આવું બધું કયારે સમજવું? ઉત્તરઃ– હમણાં જ; ભાઈ! આ તો વિશેષ ફુરસદ લઈને સમજવા જેવું છે. લૌકિકમાં પાપના ભણતર પાછળ, M. A. , L. L. B નાં પુછડાં વળગાડવા પાછળ કેવાં વર્ષોનાં વર્ષો કાઢી નાખે છે? તો પછી આ તો જન્મ-મરણરહિત થવાની વાત! તેને ક્ય ારે સમજવી એવો તને કેમ પ્રશ્ન થાય છે? અરે ભાઈ! આ તો અંતર્મુહૂર્તમાં સમજાઈ જાય એવો તારો ભગવાન આત્મા છે. પણ રાગની રુચિથી ખસી અંતરમાં રુચિ પ્રગટ કરે તો ને! અહીં કહે છે-રાગની રુચિનું પરિણમન વિદ્યમાન હોવાથી અજ્ઞાની જીવને ઉદયમાં આવેલાં કર્મ ખરી જવા છતાં નહિ ખર્યાં થકાં નવા બંધમાં નિમિત્ત થાય છે, અને તેથી અજ્ઞાનીને નિર્જરા થતી નથી પણ બંધ જ થાય છે, હવે કહે છે-
‘પરંતુ સમ્યગ્દ્રષ્ટિને, રાગાદિભાવોના અભાવથી બંધનું નિમિત્ત થયા વિના કેવળ જ નિર્જરતો હોવાથી (ખરેખર) નિર્જયો થકો, નિર્જરા જ થાય છે.’
શું કહ્યું? જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન આત્મામાં જેને સુખબુદ્ધિ છે તેવા ધર્મી સમકિતીને રાગાદિભાવોનો અભાવ હોય છે. રાગની રુચિ નથી ને? તેથી તેને રાગાદિભાવોનો અભાવ છે. ‘ભરતેશ વૈભવ’ માં આવે છે ને કે-ભરતને અસ્થિરતાને લીધે ભોગનો જરી રાગ આવ્યો અને ભોગમાં જોડાયા, ત્યાં બાહ્ય ક્રિયા તો તે કાળે જે થવાની હતી તે તેના કારણે થઈ; પરંતુ ત્યાંથી ખસીને જેવા અંદર ગયા, ધ્યાનમાં બેઠા કે તરત જ નિરાકુળ આનંદનો અનુભવ કરવા લાગ્યા. કારણ? કારણ કે છન્નુ હજાર સ્ત્રીના ભોગકાળે પણ ભોગમાં સુખબુદ્ધિ-મીઠાશ ન હતી. આ મારગડા બહુ જુદા છે બાપા!
આત્મા તો એકલા અમૃતનો દરિયો સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન છે. તેના આનંદની અનુભૂતિ જેને થઈ તેને શાતા-અશાતાના ઉદયકાળે જરી અસ્થિરતાનું પરિણમન એક સમય પૂરતું થાય છે. પરંતુ તે કાળે તેને જે શાતા-અશાતાનું વેદન છે તેનો તે જાણનારો જ છે. જ્ઞાનનો સ્વભાવ સ્વ-પરપ્રકાશક છે ને? તેથી વેદનકાળે જે વેદન છે તેને તે જાણે જ છે. માટે જ્ઞાનીને થોડું શાતા-અશાતારૂપ વેદન છે તોપણ, તેમાં સુખબુદ્ધિ-મીઠાશ નહિ હોવાથી, તે બંધનું નિમિત્ત થયા વિના નિર્જરી જાય છે. અહો! આવી અલૌકિક વાત સાંભળવા મળવી પણ મુશ્કેલ છે.
કહે છે-સમ્યગ્દ્રષ્ટિને પોતાના સ્વભાવમાં જે આનંદ છે તેનો અનુભવ છે. વળી સાથે તેને જરીક દુઃખનો અનુભવ-સુખદુઃખની કલ્પના જે વાસ્તવિક દુઃખરૂપ છે તેનું વેદન-એક સમય પૂરતું હોય છે. પરંતુ એ બાહ્ય વેદનમાં જ્ઞાનીને સ્વામીપણું નથી,
PDF/HTML Page 1938 of 4199
single page version
તેથી તે સુખદુઃખની કલ્પનારૂપ દુઃખની પરિણતિ-એક સમયની અશુદ્ધ પર્યાય-નવા બંધનું નિમિત્ત થયા વિના જ ખરી જાય છે, નિર્જરી જાય છે.
પ્રશ્નઃ– પોતે રાગને ભોગવે છે છતાં તેને (જ્ઞાનીને) રાગનો સદ્ભાવ નથી-એ કેવી વાત?
ઉત્તરઃ– ભાઈ! જ્ઞાનીને રાગનો સદ્ભાવ નથી કેમકે પોતાના શુદ્ધ ચૈતન્ય સાથે એકપણે પરિણમતા તેને રાગમાં એકત્વ નથી, રાગનું સ્વામિત્વ નથી, રાગની રુચિ નથી. જુઓ, નોઆખલીમાં નહોતું બન્યું? કે ૨૦ વર્ષનો ભાઈ અને ૨૨ વર્ષની બહેન-એ ભાઈ બહેનને સામસામે નગ્ન કરીને ઊભા રાખ્યા હતા. અરરર! આ શું કહેવાય? જમીન ફાટે તો અંદર સમાઈ જઈએ એવું તેમને થતું હતું. બન્નેની આંખમાંથી આંસુની ધારા વહેતી હતી. તેવી રીતે સમકિતીને રાગાદિનું જે જરી વેદન આવે છે તેનું એને દુઃખ લાગે છે, તેમાં એને સુખબુદ્ધિ નથી. જે પરિણમનની અશુદ્ધતા છે તે સ્વભાવની દ્રષ્ટિના જોરને લઈને, વિરાગતાના બળે ફરીને નવો બંધ કર્યા વિના નિર્જરી જાય છે; તેને રાગનું વેદન ખરેખર નિર્જરી જાય છે.
તો વળી કોઈ કહે છે-આ સોનગઢથી નવો માર્ગ કાઢયો છે. ભાઈ! આ તો દિગંબર સંત ધર્મના સ્થંભ એવા આચાર્ય કુંદકુંદની ગાથા છે અને આચાર્ય અમૃતચંદ્રની ટીકા છે. આ કયાં સોનગઢનું છે? આચાર્ય ભગવંતોએ જ આવું ભાવનિર્જરાનું સ્વરૂપ કહ્યું છે.
ભાઈ! આ તો વીતરાગશાસન છે. રાગથી ધર્મ થાય ને વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય પ્રગટે એ બધો વીતરાગ માર્ગ નથી. વીતરાગસ્વરૂપી ભગવાન આત્મા છે, ને તેના આશ્રયે જે વીતરાગી દશા થાય એ જ ધર્મ છે. રાગ છે એ તો પરના આશ્રયે થાય છે; શુભરાગ હો કે અશુભ-બન્ને પરના આશ્રયે થાય છે અને સ્વયં અપવિત્ર અને દુઃખરૂપ છે માટે તે ધર્મ નથી. રાગથી તો ભિન્ન પડતાં અંદર આત્મામાં જવાય છે. તો પછી એનાથી લાભ થાય એ કેમ બને? બાપુ! માર્ગ આકરો છે; વ્યવહારથી નિશ્ચય કદીય ન થાય અને નિમિત્તથી ઉપાદાનમાં કદીય કાર્ય ન થાય. આવું જ વસ્તુ સ્વરૂપ છે.
પ્રશ્નઃ– પરંતુ કોઈ કોઈમાં નિમિત્ત પ્રત્યક્ષ કરતું દેખાય છે ને? જુઓ, અગ્નિથી પાણી ગરમ થાય છે ને?
ઉત્તરઃ– ભાઈ! તારી નજર સંયોગ ઉપર છે તેથી તેને નિમિત્ત પ્રત્યક્ષ કરતું દેખાય છે; પણ એમ છે નહિ. વસ્તુના સ્વભાવને જુએ તો તને જણાય કે અગ્નિ પાણીને અડીય નથી. અડયા વિના તે પાણીને શું કરે? વળી પાણીના રજકણો સ્વયં શીત
PDF/HTML Page 1939 of 4199
single page version
અવસ્થાનો ત્યાગ કરીને ઉષ્ણ થયા છે અને અગ્નિ તો એમાં ત્યારે નિમિત્તમાત્ર જ છે. નિમિત્ત પરમાં કાંઈ કરે છે એમ છે જ નહિ. સમજાણું કાંઈ...?
અહીં કહે છે-જેને પરમ વીતરાગીતત્ત્વ (શુદ્ધ આત્મદ્રવ્ય) દ્રષ્ટિમાં આવ્યું છે એવા ધર્મીને તેની પરિણતિમાં-પર્યાયમાં વિરાગતા છે. તેને કર્મના ઉદયના નિમિત્તે જરી પર્યાયમાં સુખદુઃખની અશુદ્ધતા વેદાય છે; છતાં તેનો તે સ્વામી થતો નથી. આ અનુકૂળતા ઠીક છે અને આ પ્રતિકૂળતા અઠીક છે એવા રાગદ્વેષના ભાવનો તેને અભાવ છે. તેને મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાય નથી ને? તેથી તેને રાગાદિભાવોનો અભાવ છે. કિંચિત્ રાગ તેને હોય છે પણ તેને તે શ્રદ્ધાનમાં હેય માને છે, આદરણીય નહિ. ભોગના ભાવમાં એને સુખબુદ્ધિ કે આશ્રયબુદ્ધિ કયાં છે? (નથી). તેથી તેને, તે ભોગનો ભાવ નવા બંધનું નિમિત્ત થયા વિના કેવળ જ નિર્જરી જતો હોવાથી નિર્જરા જ થાય છે. જુઓ, ‘केवलमेव’ કેવળ જ એમ ટીકામાં પાઠ છે, મતલબ કે એકલી નિર્જરા થાય છે, જરા પણ બંધ નહિ. આથી જ્ઞાનીનો ભોગ નિર્જરાનો હેતુ છે એમ કહ્યું છે.
તો શું ભોગ નિર્જરાનો હેતુ છે એમ માનવું? સમાધાનઃ– ભાઈ! ભોગ તો રાગ છે અને રાગ છે એ તો બંધનું જ કારણ છે. અહીં તો જ્ઞાનીને જે અંતર્દ્રષ્ટિનું જોર છે એનો મહિમા દર્શાવ્યો છે, (ભોગનો નહિ). અહાહા...! સુખધામ નિરાકુળ આનંદનું નિધાન એવું પોતાનું સ્વરૂપ જ્યાં અનુભવમાં આવ્યું ત્યાં જ્ઞાનીને પરમાં ને રાગમાંથી સુખબુદ્ધિ તદ્ન ખલાસ થઈ જાય છે. તેને કિંચિત્ રાગનું વેદન હોય તોપણ તેમાં તે નિર્મમ જ છે. એક દાખલો છે ને? કે એક ગૃહસ્થને હંમેશાં એકલા ચુરમાનો જ ખોરાક, તે રોજ ચુરમું જ ખાય, બીજું એને માફક આવે નહીં. હવે બન્યું એવું કે એમનો એકનો એક દીકરો ગુજરી ગયો. તેનો દાહ દઈને બધા સંબંધી ઘરે પાછા આવ્યા. ત્યારે સંબંધીઓએ તે ગૃહસ્થને કહ્યું કે-ભાઈ! તમને ચુરમા સિવાય કાંઈ માફક નથી, તેથી તમારે ચુરમું જ ખાવું જોઈએ; રોટલા અને ચુરમુ તમારે માટે એક જ છે. હવે આ પ્રમાણે તે ગૃહસ્થને સંબંધીઓએ ચુરમુ જ ભોજનમાં આપ્યું. પણ શું તે ખાવું ભાવે? શું તે ખાવામાં તેને રુચિ હોય? (ન હોય). તેવી જ રીતે જ્ઞાનીને રાગના વેદનમાં અરુચિ છે, જરાય રુચિ નથી. કમજોરીને લીધે વેદનના કાળે તે રાગાદિ વેદાય છે તોપણ તેનો સ્વાદ તેને રુચિકર નથી. તેથી સમકિતીને, રાગાદિભાવ-ભોગનો પરિણામ બંધનું નિમિત્ત થયા વિના કેવળ જ નિર્જરતો હોવાથી, નિર્જર્યો થકો, નિર્જરા જ થાય છે.
ભાઈ! આમાં કાંઈ ભોગનું સ્થાપન કર્યું છે એમ નથી. ભોગને સ્થાપે કે ભલો જાણે એ તો મિથ્યાદ્રષ્ટિ છે. અહીં તો એમ કહે છે કે-જ્ઞાનીને ભોગના ભાવનું-રાગનું વેદન તો છે પણ તેને ભોગની-રાગની રુચિ નથી, દ્રષ્ટિ નથી તો તે એક સમયનું
PDF/HTML Page 1940 of 4199
single page version
વેદન નવો બંધ કર્યા વિના કેવળ ખરી જાય છે. આ વાત છે. આ પહેલાંની ગાથામાં દ્રવ્યનિર્જરાની વાત હતી અને આ ગાથામાં અશુદ્ધતા (ભાવકર્મ) ખરી જાય છે એની વાત છે. આમાં તો સમકિતીનાં શ્રદ્ધાન-જ્ઞાન અને વિરાગતાનો મહિમા પ્રસિદ્ધ કર્યો છે.
ત્યારે કોઈ કહે છે-આ તે કેવો ધર્મ! દયા પાળવી, ભૂખ્યાંને અન્ન દેવું, તરસ્યાને પાણી પાવું, રોગીને ઔષધ દેવું ઇત્યાદિ કહો તો સમજાય.
અરે ભાઈ! દયા પાળવી ઇત્યાદિ રાગની ક્રિયાઓમાં તો ધૂળેય ધર્મ નથી; સાંભળને; શું અનાજ-પાણી-ઔષધ તું આપી શકે છે? એક રજકણ પણ કોણ ફેરવી શકે ને કોણ દઈ શકે? એ રજકણોનું પરિણમન તો તેના કાળે જેમ થવું હોય તેમ તેના કારણે જ થાય છે. ધન, ધાન્ય આદિ રજકણો તો જડ છે, અજીવ છે. તું જીવ શું એ અજીવનો સ્વામી છો? (ના). જો દાન કરનાર પણ એ સર્વ અજીવને (ધનાદિને) પોતાના માનીને આપે છે તો તે મિથ્યાત્વને જ સેવે છે. વળી દયા, દાન આદિ રાગભાવને પણ જે ભલો માને છે તે પણ મિથ્યાત્વને જ સેવે છે.
અહીં તો એમ કહે છે કે-જેમ જીવ અજીવનો સ્વામી નથી તેમ જ્ઞાની રાગનો પણ સ્વામી થતો નથી. દયા, દાન આદિના ભાવ જ્ઞાનીને હોય ખરા, પણ તેમાં તેને અહંબુદ્ધિ કે સ્વામીપણાની બુદ્ધિ નથી. એને તો જેમ પરમાંથી અહંબુદ્ધિ ઉડી ગઈ છે તેમ રાગના વેદનના કાળમાં, રાગના વેદનની બુદ્ધિ પણ અંતરમાંથી ઉડી ગઈ છે. આ અંતરની સૂક્ષ્મ વાત છે, ભાઈ!
સવારમાં આવ્યું હતું ને કે-મિથ્યાત્વ તે પરિગ્રહ છે. ચાહે દયા, દાન, વ્રતાદિના ભાવ હો, પણ તે રાગ છે એ રાગ મારો છે અને મને એ લાભદાયક છે એમ માનવું તે મિથ્યાત્વ છે. આવું મિથ્યાત્વ તે પરિગ્રહ છે. અજ્ઞાની જીવ આ પરિગ્રહના સેવનથી બંધાય છે. જ્યારે જ્ઞાનીને પોતાના વીતરાગ-સ્વભાવી આનંદસ્વરૂપી આત્માનો પરિગ્રહ છે, વીતરાગ પરિણતિનો તેને પરિગ્રહ છે. અહાહા...! અંદર આત્મા નિત્ય ચિદાનંદમય ભગવાન છે. તેની આનંદમય પરિણતિ થવી તે જ્ઞાનીનો પરિગ્રહ છે; તેને પૈસા રાગ, કે પુણ્યનો પરિગ્રહ નથી. છ ખંડના રાજ્યના વૈભવમાં જ્ઞાની ચક્રવર્તી રહ્યો હોય તો પણ તે એ બધાથી ઉદાસ-ઉદાસ છે. જ્ઞાનીને આવી અંતરમાં કોઈ અલૌકિક જ્ઞાન-વૈરાગ્યમય દશા હોય છે. બાપુ! લૌકિકથી આ અંતરનો માર્ગ બહુ જ જુદો છે.
લોકમાં અજ્ઞાનીઓ એમ માને છે કે અમે ધનાદિનું દાન વગેરે કરી શકીએ છીએ. પણ ભાઈ! ધનાદિની આવવા-જવાની ક્રિયા તો જડની જડમાં છે. તેમાં તું શું કરે? અરે, આ જે શરીરની ક્રિયા થાય છે તે પણ તારી નથી ને પ્રભુ! આ હાથ ઊંચો-નીચો થાય છે તે ક્રિયા જડ રજકણોની તેના કારણે થાય છે, જીવની ઇચ્છાના-વિકલ્પના કારણે થાય છે એમ નથી, ખૂબ ગંભીર વાત છે, ભાઈ!