Pravachan Ratnakar (Gujarati). Gatha: 195-197 ; Kalash: 135-136.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 98 of 210

 

PDF/HTML Page 1941 of 4199
single page version

પ્રશ્નઃ– તો આત્માના પ્રદેશો હાલે-ચાલે છે તેથી તો તે (હાથ) ઊંચા-નીચા થાય છે ને?

ઉત્તરઃ– ના, એમ પણ નથી. આત્માના પ્રદેશ જે હાલે-ચાલે છે તે સ્વયં તેના કારણે છે અને શરીરના પ્રદેશ જે હાલે-ચાલે છે તે તેના કારણે છે. કોઈ કોઈનાથી છે એમ છે જ નહિ. (માત્ર પરસ્પર નિમિત્ત-નૈમિત્તિકભાવ છે).

પ્રશ્નઃ– તો મોક્ષમાર્ગ પ્રકાશકમાં કહ્યું છે કે-કોઈવાર ઇચ્છા વિના પણ જડના જોરને કારણે આત્માના પ્રદેશોનું ચાલવું થાય છે? (બીજો અધિકાર).

સમાધાનઃ– આત્માના પ્રદેશો ચાલે છે તો સ્વયં પોતાથી જ, પરંતુ તે વેળા પરદ્રવ્ય (શરીર) નિમિત્ત હોય છે તો તેના જોરથી ચાલે છે એમ નિમિત્તથી ત્યાં કથન કર્યું છે. પરદ્રવ્ય (શરીરાદિ) આત્માના પ્રદેશોને કર્તા થઈને ચલાવે છે એમ ત્યાં અર્થ નથી. જુઓ, કોઈ વેળા શરીર, જીવની ઇચ્છા વિના પણ ચાલે છે અને કોઈ વેળા જીવને ઇચ્છા હોય તોપણ શરીરની ક્રિયા બનતી નથી.

પ્રશ્નઃ– પરંતુ શરીર ખસે ત્યારે જીવના પ્રદેશ પણ ખસે છે ને? ઉત્તરઃ– ભાઈ! શરીર ખસે ત્યારે પણ જીવના પ્રદેશ જે ખસે છે તે પોતાની તત્કાલિન લાયકાત-યોગ્યતાથી જ ખસે છે, શરીરના કારણે નહિ. જીવ અને અજીવ બન્ને ભિન્ન તત્ત્વ છે. શરીર અજીવતત્ત્વ છે જ્યારે આત્મા જીવતત્ત્વ છે. એક તત્ત્વનો જ્યાં બીજામાં અભાવ જ છે ત્યાં તેઓ એક બીજાને (વાસ્તવમાં ભાવપણે) શું કરે? (કાંઈ નહિ).

પ્રશ્નઃ– ત્યારે અહીં ગાથામાં તો એમ કહ્યું કે-જ્ઞાની-અજ્ઞાની પરદ્રવ્યને ભોગવે છે; અને પહેલાં ગાથા ત્રણમાં (ટીકામાં) એમ કહ્યું કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને ચુંબતું-સ્પર્શતું નથી. આમાં શું સમજવું?

સમાધાનઃ– ભાઈ! કયાં કઈ અપેક્ષાએ કથન છે તે બરાબર સમજવું જોઈએ. ગાથા ત્રણમાં તો વસ્તુની સ્થિતિ દર્શાવી છે કે કોઈ કોઈને સ્પર્શે નહિ આવું જ વસ્તુ સ્વરૂપ છે. જ્યારે અહીં જીવને કાંઈક ભોગની ઇચ્છા થઈ અને તે જ કાળે તેના નિમિત્તે શરીરાદિ પરદ્રવ્યોમાં એવી જ ક્રિયા થાય છે તેથી જીવ પરદ્રવ્યને ભોગવે છે એમ આરોપ દઈને નિમિત્તની મુખ્યતાથી કથન કર્યું છે. ખરેખર તો જ્ઞાની કે અજ્ઞાની પરદ્રવ્યને ભોગવતો જ નથી, તે તો રાગના વેદનને ભોગવે છે. વળી શુદ્ધ નિશ્ચયથી તો રાગ પણ પરદ્રવ્ય છે. અહા! આવું સાંભળવાની અને સમજવાની કોને ફુરસદ છે? પણ ભાઈ! જીવન જાય છે જીવન! જો સમજણ ન કરી તો જીવન પૂરું થઈ જશે અને કયાંય ચોરાસીના અવતારમાં-ભવસમુદ્રમાં ગોથાં ખાતો ચાલ્યો જઈશ કે પત્તો જ નહિ લાગે.


PDF/HTML Page 1942 of 4199
single page version

* ગાથા ૧૯૪ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘પરદ્રવ્ય ભોગવતાં, કર્મના ઉદયના નિમિત્તે જીવને સુખરૂપ અથવા દુઃખરૂપ ભાવ નિયમથી ઉત્પન્ન થાય છે.’

સુખરૂપ કે દુઃખરૂપ જે અવસ્થા થાય છે તે તો પોતાની પર્યાય પોતાના (અશુદ્ધ) ઉપાદાનથી થાય છે. કર્મના ઉદયના નિમિત્તે તે થાય છે એમ જે કહ્યું એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવા કહ્યું છે એમ સમજવું. હવે કહે છે-

‘મિથ્યાદ્રષ્ટિને રાગાદિકને લીધે તે ભાવ આગામી બંધ કરીને નિર્જરે છે તેથી તેને નિર્જર્યો કહી શકાતો નથી; માટે મિથ્યાદ્રષ્ટિને પરદ્રવ્ય ભોગવતાં બંધ જ થાય છે.’

શું કહ્યું? કે મિથ્યાદ્રષ્ટિને રાગની રુચિ છે, પ્રેમ છે. તેને રાગ-દ્વેષ-મોહના પરિણામ હયાત છે. તેથી કર્મના ઉદયના નિમિત્તે જે ભોગના ભાવ થાય છે, સુખ-દુઃખના પરિણામ થાય છે તે આગામી બંધ કરીને નિર્જરે છે. અજ્ઞાનીને જે સુખ-દુઃખનું વેદન થાય છે તેમાં તે સ્વામીપણે પ્રવર્તતો હોવાથી તેને રાગ-દ્વેષ થાય છે અને તેથી તેને નવો બંધ થાય છે. તે કારણે નિર્જર્યો હોવા છતાં તે નિર્જર્યો કહી શકાતો નથી એમ અહીં કહ્યું છે. માટે મિથ્યાદ્રષ્ટિને પરદ્રવ્ય ભોગવતાં બંધ જ થાય છે, નિર્જરા નહિ.

હવે કહે છે-‘સમ્યગ્દ્રષ્ટિને રાગાદિક નહિ હોવાથી આગામી બંધ કર્યા વિના જ તે ભાવ નિર્જરી જાય છે તેથી તેને નિર્જર્યો કહી શકાય છે; માટે સમ્યગ્દ્રષ્ટિને પરદ્રવ્ય ભોગવતાં નિર્જરા જ થાય છે. આ રીતે સમ્યગ્દ્રષ્ટિને ભાવનિર્જરા થાય છે.’

શું કીધું આ? કે ધર્મી જીવની દ્રષ્ટિ આનંદના નાથ ભગવાન આત્મા ઉપર છે. તેથી કર્મના ઉદયના નિમિત્તે જરી સુખ-દુઃખનું વેદન એક સમય પૂરતું થાય છે, પણ તેને રાગદ્વેષમોહનો અભાવ છે તેથી તે વેદનનો ભાવ બંધ કર્યા વિના જ નિર્જરી જાય છે તેથી તે ખરેખર નિર્જર્યો છે એમ કહેવામાં આવે છે. અજ્ઞાનીને પણ તે ભાવ નિર્જર્યો તો છે જ, પણ તે નવો બંધ કરીને નિર્જર્યો છે તેથી નિર્જર્યો કહેવાતો નથી જ્યારે જ્ઞાનીને તે જ ભાવ બંધ કર્યા વિના નિર્જરી જાય છે તેથી તેને ખરેખર તે ભાવની નિર્જરા થઈ ગઈ એમ કહેવાય છે. આવી વાત છે.

પ્રશ્નઃ– પોતે બોલે છે એવું પ્રત્યક્ષ દેખાય છે અને કહે છે કે આત્મા બોલે નહિ; આત્મા બોલતો નથી તો શું ભીંત બોલે છે?

ઉત્તરઃ– બાપુ! તને ખબર નથી, ભગવાન! આ જે અવાજ નીકળે છે તે અહીં જે શબ્દવર્ગણાના પરમાણુઓ પડયા છે તેનું પરિણમનરૂપ કાર્ય છે. અરે, આ જે હોઠ હલે છે તેના કારણે અવાજ નીકળે છે એમ પણ નથી તો તે જીવનું કાર્ય તો કેમ હોય? તું સંયોગને જ માત્ર દેખે છે તેથી જીવ બોલે છે એમ પ્રત્યક્ષ દેખાય છે એમ કહે છે પણ એમ છે નહિ. ભાઈ! અહીં વીતરાગશાસનમાં તો વાતે-વાતે દુનિયાથી ફેર


PDF/HTML Page 1943 of 4199
single page version

છે. જીવ અને અજીવ બે તત્ત્વો જ સ્વરૂપથી ભિન્ન ભિન્ન છે તો પછી જીવ અજીવ-તત્ત્વનું શું કરે? જીવ અજીવને કાંઈ કરે છે એમ છે જ નહિ.

પ્રશ્નઃ– પરંતુ જીવતત્ત્વ આસ્રવતત્ત્વ અને બંધતત્ત્વને કરે છે એમ તો છે ને? ઉત્તરઃ– એ જુદી વાત છે. એ તો જીવની પર્યાયની વાત છે. આસ્રવતત્ત્વના પરિણામ જીવની પર્યાયમાં થાય છે ને! તેથી તે જીવ કરે છે એમ કહ્યું. જ્ઞાનીને પણ જે આસ્રવભાવ છે તે જીવનું પરિણમન છે, પરંતુ કર્મના નિમિત્તથી થાય છે માટે તેને પર કહ્યું છે. વળી રાગમાં જીવ પોતે અટકયો છે તેથી બંધતત્ત્વ પણ જીવનું છે એમ કહ્યું છે. બંધથી જુદો પાડી, અબંધતત્ત્વમાં લઈ જવા માટે બંધને જીવતત્ત્વ કહ્યું છે. જેમ મોક્ષતત્ત્વ છે, સંવર-નિર્જરા તત્ત્વ છે તેમ આસ્રવ-બંધ પણ, ભલે છે ક્ષણિક તોપણ, તત્ત્વ છે એમ દર્શાવ્યું છે. તેમાં એક ત્રિકાળી ધ્રુવ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા ઉપાદેય છે, બાકી સાતે તત્ત્વ ક્ષણવિનાશી આશ્રય કરવાયોગ્ય નહિ હોવાથી હેય છે. આવું સમ્યક્ શ્રદ્ધાન જેને થયું છે તે સમ્યગ્દ્રષ્ટિ છે અને રાગાદિકભાવો નહિ હોવાથી આગામી બંધ કર્યા વિના જ વેદનમાં આવતા જે તે સુખ-દુઃખના-ભોગના ભાવ નિર્જરી જાય છે અને તે જ યથાર્થમાં નિર્જરા છે. માટે સમ્યગ્દ્રષ્ટિને પરદ્રવ્ય ભોગવતાં નિર્જરા જ થાય છે. જુઓ, આ પંડિત શ્રી જયચંદજીએ ભાવાર્થ કહ્યો છે. પહેલાંની ગાથામાં જ્ઞાનીને દ્રવ્ય નિર્જરાનું કથન કહ્યું હતું અને આ ગાથામાં ભાવનિર્જરા કહી છે, ઇતિ.

હવે આગળની ગાથાઓની સૂચનારૂપ શ્લોક કહે છેઃ-

* કળશ ૧૩૪ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘किल’ ખરેખર ‘तत् सामर्थ्यं’ તે સામર્થ્ય ‘ज्ञानस्य एव’ જ્ઞાનનું જ છે ‘वा’ અથવા ‘विरागस्य एव’ વિરાગનું જ છે ‘यत्’ કે ‘कः अपि’ કોઈ (સમ્યગ્દ્રષ્ટિ જીવ) ‘कर्म–भुज्जानः अपि’ કર્મને ભોગવતો છતો ‘कर्मभिः न बध्यते’ કર્મોથી બંધાતો નથી!

શું કહે છે? કે સમ્યગ્દ્રષ્ટિ જીવ કર્મને ભોગવતો હોવા છતાં કર્મોથી બંધાતો નથી! ભારે અચરજની વાત! પણ એમ જ છે. અહાહા...! જ્ઞાનીને અંતરમાં જે શુદ્ધ ચૈતન્યસ્વભાવી આત્માના આશ્રયે જ્ઞાન અને વૈરાગ્ય પ્રગટ થયાં છે તેનું કોઈ એવું આશ્ચર્યકારી અદ્ભુત સામર્થ્ય છે કે જ્ઞાની કર્મને ભોગવતો હોવા છતાં તેમાં મોહભાવને પામતો નથી અને તેથી જેને નવાં કર્મ બંધાતાં નથી. અહીં જ્ઞાન એટલે ક્ષયોપશમ જ્ઞાનની વાત નથી, અને વૈરાગ્ય એટલે સ્ત્રી-કુટુંબ પરિવારને છોડીને વૈરાગી થઈ જાય એ વૈરાગ્યની વાત નથી. જ્ઞાન એટલે ત્રિકાળી શુદ્ધ પૂર્ણાનંદનો નાથ પ્રભુ પૂરણસ્વરૂપ જે આત્મા તેનું જ્ઞાન અને વૈરાગ્ય કહેતાં જેમાં અશુદ્ધતાનો- રાગનો અભાવ થયો છે તે વૈરાગ્ય. સમકિતીને આવાં જ્ઞાન-વૈરાગ્યની આશ્ચર્યકારી શક્તિ પ્રગટ થઈ હોય છે જેના કારણે તે કર્મને ભોગવવા છતાં કર્મથી બંધાતો નથી.


PDF/HTML Page 1944 of 4199
single page version

જેમ કમળાના રોગ ઉપર કડવી ઔષધિ આપે છે પણ તે ઔષધિનો રોગીને પ્રેમ નથી તેમ જ્ઞાનીને કમજોરીના કારણે ભોગના પરિણામ આવે છે અને તેનું એને વેદન હોય છે પણ એમાં તેને રસ-રુચિ નથી, તેનો એને સ્વામીપણાનો ભાવ નથી અને તેથી તે કર્મને ભોગવતો છતો પણ નવાં કર્મોથી બંધાતો નથી. એને પ્રગટ થયેલાં જ્ઞાન- વૈરાગ્યનું એવું જ અદ્ભુત સામર્થ્ય છે. અજ્ઞાનીને તે આશ્ચર્ય ઉપજાવે છે, જ્યારે જ્ઞાની તેને યથાર્થ જાણે છે.

[પ્રવચન નં. ૨૬૪ (શેષ), ૨૬પ*દિનાંક ૧૭-૧૨-૭૬ અને ૧૮-૧૨-૭૬]
×

PDF/HTML Page 1945 of 4199
single page version

ગાથા–૧૯પ

अथ ज्ञानसामर्थ्य दर्शयति–

जह विसमुवभुंजंतो वेज्जो पुरिसो ण मरणमुवयादि। पोग्गलकम्मस्सुदयं तह भुंजदि णेव बज्झदे णाणी।। १९५।।

यथा विषमुपभुञ्जानो वैद्यः पुरुषो न मरणमुपयाति।
पुद्गलकर्मण उदयं तथा भुङ्क्ते नैव बध्यते ज्ञानी।। १९५।।

હવે જ્ઞાનનું સામર્થ્ય બતાવે છેઃ-

જ્યમ ઝેરના ઉપભોગથી પણ વૈદ્ય જન મરતો નથી,
ત્યમ કર્મઉદયો ભોગવે પણ જ્ઞાની બંધાતો નથી. ૧૯પ.

ગાથાર્થઃ– [यथा] જેમ [वैद्यः पुरुषः] વૈદ્ય પુરુષ [विषम् उपभुञ्जानः] વિષને ભોગવતો અર્થાત્ ખાતો છતો [मरणम् न उपयाति] મરણ પામતો નથી, [तथा] તેમ [ज्ञानी] જ્ઞાની [पुद्गलकर्मणः] પુદ્ગલકર્મના [उदयं] ઉદયને [भुङ्क्ते] ભોગવે છે તોપણ [न एव बध्यते] બંધાતો નથી.

ટીકાઃ– જેમ કોઇ વિષવૈદ્ય, બીજાઓના મરણનું કારણ જે વિષ તેને ભોગવતો છતો પણ, અમોઘ (રામબાણ) વિદ્યાના સામર્થ્ય વડે વિષની શક્તિ રોકાઇ ગઈ હોવાથી, મરતો નથી, તેમ અજ્ઞાનીઓને રાગાદિભાવોના સદ્ભાવથી બંધનું કારણ જે પુદ્ગલકર્મનો ઉદય તેને જ્ઞાની ભોગવતો છતો પણ, અમોઘ જ્ઞાનના સામર્થ્ય દ્વારા રાગાદિભાવોનોે અભાવ હોતાં (-હોઇને) કર્મોદયની શક્તિ રોકાઇ ગઇ હોવાથી, બંધાતો નથી.

ભાવાર્થઃ– જેમ વૈદ્ય મંત્ર, તંત્ર, ઔષદ્ય આદિ પોતાની વિદ્યાના સામર્થ્યથી વિષના મરણ કરવાની શક્તિનો અભાવ કરે છે તેથી વિષ ખાવા છતાં તેનું મરણ થતું નથી, તેમ જ્ઞાનીને જ્ઞાનનું સામર્થ્ય એવું છે કે કર્મોદયની બંધ કરવાની શક્તિનો અભાવ કરે છે અને તેથી કર્મના ઉદયને ભોગવવા છતાં જ્ઞાનીને આગામી કર્મબંધ થતો નથી. આ પ્રમાણે સમ્યગ્જ્ઞાનનું સામર્થ્ય કહ્યું.

*

PDF/HTML Page 1946 of 4199
single page version

સમયસાર ગાથા ૧૯પઃ મથાળું

હવે જ્ઞાનનું સામર્થ્ય બતાવે છેઃ-

* ગાથા ૧૯પઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘જેમ કોઈ વિષવૈદ્ય, બીજાઓના મરણનું કારણ જે વિષ તેને ભોગવતો છતો પણ, અમોઘ (રામબાણ) વિદ્યાના સામર્થ્ય વડે વિષની શક્તિ રોકાઈ ગઈ હોવાથી, મરતો નથી,...’

જુઓ, શું કહ્યું? કે વિષ છે તે સામાન્યપણે બીજાઓના મરણનું જ કારણ છે અર્થાત્ જે વિષનું સેવન કરે તે અવશ્ય મરણને શરણ થાય. પરંતુ વિષવૈદ્ય છે તે વિષ ખાય છતાં મરતો નથી. કેમ? તો કહે છે કે તેની પાસે અમોઘ વિદ્યાનું સામર્થ્ય છે જે વડે વિષની શક્તિ રોકાઈ-હણાઈ જાય છે. ઝેર ખાય છતાં વિષવૈદ્ય મરે નહિ કેમકે તેની પાસે ઝેરને મારવાની-હણવાની રામબાણ-સફળ વિદ્યાની શક્તિ હોય છે. આ દાખલો કહ્યો; હવે કહે છે-

‘તેમ અજ્ઞાનીઓને રાગાદિભાવોના સદ્ભાવથી બંધનું કારણ જે પુદ્ગલકર્મનો ઉદય તેને જ્ઞાની ભોગવતો છતો પણ, અમોઘ જ્ઞાનના સામર્થ્ય દ્વારા રાગાદિભાવોનો અભાવ હોતાં (-હોઈને) કર્મોની શક્તિ રોકાઈ ગઈ હોવાથી, બંધાતો નથી.’

જુઓ, પુદ્ગલકર્મનો ઉદય અજ્ઞાનીઓને બંધનું જ કારણ છે કેમકે અજ્ઞાનીઓને રાગદ્વેષમોહના ભાવોનો સદ્ભાવ છે. પરંતુ જ્ઞાની કર્મના ઉદયને ભોગવે છતાં તે કર્મથી બંધાતો નથી. કેમ? તો કહે છે કે જેમ વૈદ્યજન પાસે વિષની શક્તિને રોકનારી અમોઘ વિદ્યા હોય છે તેમ જ્ઞાનીને કર્મોદયની શક્તિને રોકનારું અમોઘ જ્ઞાનનું સામર્થ્ય હોય છે. જ્ઞાનીને અંતર્જ્ઞાન-ભેદજ્ઞાન પ્રગટ થયું છે ને? તે ભેદજ્ઞાનના કારણે તેને રાગદ્વેષ-મોહના ભાવોનો સદ્ભાવ નથી. જ્ઞાનીને કર્મોદયને ભોગવવામાં ઉપાદેયબુદ્ધિ કે સુખબુદ્ધિ નથી. તેથી તે કર્મોદયને ભોગવતો છતો કર્મથી બંધાતો નથી.

જેને ભોગનો અભિપ્રાય છે એ તો અજ્ઞાની છે અને તે ભોગ ભોગવતાં નિયમથી બંધાય છે કેમકે તેને રાગદ્વેષમોહનો સદ્ભાવ છે. અહીં તો જેને ભોગનો અભિપ્રાય નથી એવો જ્ઞાની કર્મોદયને ભોગવતાં, તેને રાગદ્વેષમોહનો અભાવ હોવાથી બંધાતો નથી -એમ કહે છે. ભોગ ભોગવે તોય બંધ ન થાય એમ અહીં સિદ્ધ નથી કરવું; અહીં તો જ્ઞાનીના જ્ઞાનનું સામર્થ્યવિશેષ સિદ્ધ કરવું છે. જો ભોગ ભોગવવાથી બંધ ન થાય એમ હોય તો તો ભોગને છોડીને મુનિપણું લેવાની શી જરૂર? (કાંઈ જરૂર ન રહે). ભાઈ! ભોગવવાનો ભાવ તો અશુભભાવ છે અને તે બંધનું જ કારણ છે. જ્યાં શુભભાવ પણ બંધનું કારણ છે ત્યાં અશુભભાવ અબંધનું-નિર્જરાનું કારણ કેમ હોય?


PDF/HTML Page 1947 of 4199
single page version

તો અહીં કહ્યું છે ને? હા, પણ એ તો જ્ઞાનીને ભોગની રુચિ નથી પણ અંદર ભગવાન આત્માના આશ્રયે ઉત્પન્ન નિર્મળ આનંદની રુચિ જામી ગઈ છે તેથી એમ કહ્યું છે. જ્ઞાનીને રાગની રુચિનો અભાવ અને સ્વરૂપની રુચિનો સદ્ભાવ થયો છે અને તે કારણે તેને બંધની શક્તિ રોકાઈ ગઈ છે. તેથી કહ્યું કે જ્ઞાની કર્મોદયને ભોગવતો છતો, રાગાદિનો અભાવ હોવાથી કર્મોથી બંધાતો નથી. સમજાણું કાંઈ...?

* ગાથા ૧૯પઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘જેમ વૈદ્ય મંત્ર, તંત્ર, ઔષધ આદિ પોતાની વિદ્યાના સામર્થ્યથી વિષની મરણ કરવાની શક્તિનો અભાવ કરે છે તેથી વિષ ખાવા છતાં તેનું મરણ થતું નથી, તેમ જ્ઞાનીને જ્ઞાનનું સામર્થ્ય એવું છે કે કર્મોદયની બંધ કરવાની શક્તિનો અભાવ કરે છે અને તેથી કર્મના ઉદયને ભોગવવા છતાં જ્ઞાનીને આગામી કર્મબંધ થતો નથી.’

અહાહા...! જુઓ, આ કેવું દ્રષ્ટાંત આપ્યું છે! કહે છે-વૈદ્ય પોતાના મંત્ર, તંત્ર આદિ સિદ્ધિઓના સામર્થ્ય વડે ઝેરમાં રહેલી મરણ નીપજાવવાની શક્તિનો નાશ કરે છે, અને તેથી ઝેર ખાવા છતાં તેનું મરણ થતું નથી. આથી એમ ન સમજવું કે ઝેર ખાવાથી હરકોઈને મરણ ન થાય, આ તો વૈદ્યને જે શક્તિવિશેષ પ્રગટ થઈ છે એનો પ્રભાવ અહીં દર્શાવ્યો છે. તેમ જ્ઞાનીને અંતર્દ્રષ્ટિ વડે એવી જ્ઞાનની શક્તિ-વિશેષ પ્રગટ થઈ છે કે કર્મોદયની નવીન બંધ કરવાની શક્તિનો તે અભાવ કરી દે છે. જ્ઞાનીને ભોગ પ્રતિ હેયબુદ્ધિ છે જે વડે તે કર્મોદયની બંધ કરવાની શક્તિનો નાશ કરે છે. તેથી કર્મના ઉદયને ભોગવવા છતાં જ્ઞાનીને રાગદ્વેષમોહનો અભાવ હોવાથી નવીન કર્મબંધ થતો નથી.

ત્યારે કોઈ (અજ્ઞાનીઓ) કહે છે-જુઓ! જ્ઞાનીનો ભોગ નિર્જરાનો હેતુ છે! આવી નિરંકુશ ભોગની વાત! ગજબ છે ને?

ભાઈ! આ તો ભગવાન કુંદકુંદાચાર્ય આમ કહે છે. આ કઈ અપેક્ષાથી વાત છે તે યથાર્થ સમજવી જોઈએ. શું ભોગ કરવો એવો એનો અર્થ (અભિપ્રાય) છે? જ્ઞાનીને ભોગમાં નિર્જરા થાય છે એ તો બીજી અપેક્ષાથી વાત છે. જ્ઞાનીને ભોગનો વિકલ્પ આવે છે પણ ભોગમાં તેને ઉપાદેયબુદ્ધિ નથી, ભોગથી મને હિત છે, સુખ છે-એવી બુદ્ધિ એને ચાલી ગઈ છે. ધર્મીને જે રાગની રુચિ નથી, રાગમાં એકત્વ નથી તે એને પ્રગટ થયેલા જ્ઞાનનું-ભેદજ્ઞાનનું સામર્થ્ય છે. અને તે જ્ઞાનના મહા આશ્ચર્યકારી સામર્થ્ય વડે તે કર્મોદયની બંધ કરવાની શક્તિને હણી નાખે છે. મતલબ કે જ્ઞાનીને ભોગમાં ઉપાદેયપણાની બુદ્ધિ નહિ હોવાથી ભોગનો ભાવ નવો બંધ કર્યા


PDF/HTML Page 1948 of 4199
single page version

વિના જ ઝરી જાય છે. જ્યારે અજ્ઞાની ભોગના ભાવને ઉપાદેયબુદ્ધિથી વેદે છે તેથી તે અવશ્ય નવીન કર્મથી બંધાય છે.

ભાઈ! આ તો પકડ-પકડમાં ફેર છે. બિલાડી પોતાના બચ્ચાને પકડે અને ઉંદરને પકડે-એ બન્નેમાં ફેર છે. બચ્ચાને પકડે એમાં રક્ષાનો ભાવ છે તો મોઢું પોચું રાખીને પડી ન જાય તેમ પકડે છે અને ઉંદરને પકડે એમાં હિંસાનો ભાવ છે તો ભીંસ દઈને ત્યાં જ મરી જાય એમ પકડે છે. તેમ અજ્ઞાનીને રાગમાં ઉપાદેયબુદ્ધિ છે રાગમાં રુચિ છે. રાગમાં ઊભેલો તે બંધ કરવાની શક્તિસહિત છે, અને તેથી તે કર્મોદયને ભોગવતાં બંધાય જ છે. જ્યારે અતીન્દ્રિય આનંદનો જેને સ્વાદ આવ્યો છે એવા ધર્મી જીવને રાગના સ્વાદની રુચિ નથી બલ્કે તેને તે ઝેર જેવો લાગે છે. જ્ઞાનીને રાગ હોય છે ખરો પણ તેને તે હેયબુદ્ધિએ હોય છે. જ્ઞાની રાગને આદરણીય કે કર્તવ્ય માનતો નથી પણ જે રાગ છે તેને હેય માને છે. તેથી તે કર્મોદયને ભોગવતાં બંધાતો નથી. ભાઈ! આ બધો દ્રષ્ટિનો ફેર છે. દ્રષ્ટિ ફેરે બંધ ને દ્રષ્ટિ ફેરે અબંધ છે.

જુઓ, બ્રહ્મ નામ નિર્મળાનંદસ્વરૂપ પ્રભુ આત્મા; તેના આનંદનો જેને રંગ લાગ્યો છે તેને બ્રહ્મચારી કહીએ. આવા બ્રહ્મચારીને વિષયના રાગનો સ્વાદ ઝેર જેવો દુઃખમય લાગે છે. કાળો નાગ દેખીને જેમ કોઈ દૂર ભાગે તેમ વિકલ્પ ઊઠતાં જ્ઞાનીને થાય છે. આત્માના આનંદના સ્વાદની આગળ તેને વિષયભોગનો સ્વાદ ફીકો-ફચ લાગે છે. જ્યારે અજ્ઞાનીની દ્રષ્ટિમાં ફેર છે. તે રાગને ઉપાદેય માને છે, ભલો- હિતકારી માને છે. તે કારણે તેને કષાય શક્તિ વિદ્યમાન રહેતી હોવાથી બંધ કરવાની શક્તિ તેવી ને તેવી ઊભી રહે છે. તેથી અજ્ઞાની ભોગ ભોગવતાં બંધાય જ છે. જ્ઞાની, પોતાને જે અંતરઅનુભવના આનંદનો સ્વાદ આવ્યો છે તેની સાથે રાગના સ્વાદને મીંઢવે-મેળવે છે અને તે વિષયના સ્વાદને વિરસ જાણી તત્કાલ ફગાવી દે છે અર્થાત્ તેમાં હેયબુદ્ધિએ પરિણમે છે અને તેથી કષાયશક્તિનો અભાવ થતાં (ભોગના પરિણામમાં) જે બંધ કરવાની શક્તિ હતી તે ઉડી જાય છે. આ કારણે કર્મોદયને ભોગવતાં જ્ઞાની બંધાતો નથી. આવો ધર્મ! અને આવી વાત!

ભાઈ! જેને વ્યવહારની-રાગની રુચિ છે તેને પરમ વીતરાગસ્વરૂપ ભગવાન આત્માની અરુચિ છે, તેને ભગવાન આત્મા પ્રતિ દ્વેષ છે. કહ્યું છે ને કે-‘દ્વેષ અરોચક ભાવ’. અનાકુળ આનંદનો કંદ પ્રભુ આત્મા છે. તે જેને રુચતો નથી ને રાગ રુચે છે તેને આત્મા પ્રતિ અરુચિ-દ્વેષ છે. અજ્ઞાનીને મૂળ આત્માની રુચિ નથી, દર્શનશુદ્ધિ જ નથી અને બહારમાં વ્રત, તપ આદિ લઈને બેસી જાય છે. પરંતુ ભાઈ! સમ્યગ્દર્શન વિના કષાયશક્તિ વિદ્યમાન હોવાથી તે બધાં વ્રત, તપ ફોગટ-નિરર્થક છે અર્થાત્ સંસારમાં રખડવા માટે જ સાર્થક છે.


PDF/HTML Page 1949 of 4199
single page version

સમકિતીને આત્માની રુચિ પ્રગટ થઈ છે; તેને રાગની રુચિ નથી. કોઈ સમકિતી તીર્થંકર કે ચક્રવર્તી હોય અને ગૃહસ્થદશામાં અનેક રાણીઓના વૃંદમાં રહેતો હોય તો પણ તેને ભોગની-રાગની અરુચિ છે; આત્માના આનંદના રસ આગળ તે રાગના રસ તેને વિરસ ઝેરમય લાગે છે. તેથી ભોગના પરિણામ હોવા છતાં તે નવીન બંધ કર્યા વિના જ નિર્જરી જાય છે. માટે જ્ઞાનીના ભોગને નિર્જરાનો હેતુ કહ્યો છે. ભાઈ! ભોગના પરિણામ છે તો પાપના જ પરિણામ; પણ જ્ઞાનીને તેમાંથી રસ-રુચિ ઉડી ગયાં છે તેથી તે નવો બંધ કરવા સમર્થ નથી માટે તેને નિર્જરાનું કારણ કહ્યું છે. વેદન વેદનમાં ફેર છે ને? અજ્ઞાનીને ભોગના-રાગના વેદનમાં તેના એકત્વની ચીકાશ છે અને જ્ઞાનીને તેમાં ભિન્નપણાની અરુચિરૂપ ફીકાશ છે. તેથી અજ્ઞાની તે ભાવના કારણે બંધાય છે જ્યારે જ્ઞાનીને બંધ વિના જ તે ભાવની નિર્જરા જ થાય છે.

ત્યારે કોઈ કહે છે-આના કરતાં તો સામાયિક કરવી, પ્રતિક્રમણ કરવું, પોસા કરવા, ઉપવાસ કરવા ઇત્યાદિ સહેલો-સટ માર્ગ છે; તેમાં વળી વચ્ચે આ કયાં આવ્યું?

ઉત્તરઃ– બાપુ! એ બધી ક્રિયાઓમાં તું ધર્મ માને છે પણ ધર્મ તો બીજી ચીજ છે, ભાઈ! ધર્મ તો વસ્તુનો સ્વભાવ છે. ‘वथ्थुसहावो धम्मो’ વસ્તુનો સ્વભાવ ધર્મ છે. અનંતગુણસ્વરૂપે એકસ્વરૂપ પ્રભુ આત્મા ધર્મી છે. તેના ઉપર જ્યાં દ્રષ્ટિ પડી ત્યાં ધર્મનું પહેલું પગથિયું જે સમ્યગ્દર્શન તે પ્રગટ થાય છે. સમ્યગ્દર્શન થતાં જે અનંતા ગુણ છે તે બધાય એક અંશે સમકિતીને વ્યક્ત-પ્રગટ થઈ જાય છે. ‘સર્વગુણાંશ તે સમ્યક્ત્વ’ એમ શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે. વળી શ્રી ટોડરમલજીએ ‘રહસ્યપૂર્ણ ચિટ્ઠી’માં પણ કહ્યું છે કે સમકિતીને ચોથે ગુણસ્થાને જ્ઞાનાદિ ગુણો એકદેશ વ્યક્ત થયા છે. ભાઈ! રાગની ક્રિયા કાંઈ ધર્મ નથી પણ ગુણોની- સમ્યગ્દર્શનાદિની પ્રગટતા થવી તે ધર્મ છે.

જુઓ! આકાશના પ્રદેશ અનંત-જેનો અંત ન આવે એટલા છે. ભાઈ! તું વિચાર કરે તો ખબર પડે કે સર્વત્રવ્યાપી આકાશનો અંત કયાં? જો અંત આવે તો પછી શું? આકાશ તો સર્વ દિશાઓમાં અનંત અનંત અનંત વિસ્તરેલું જ છે; તેનો કયાંય અંત આવે જ નહિ એવી તે ચીજ છે. હવે આકાશમાં જેટલા અનંત પ્રદેશ છે તેથી અનંત ગુણા એક જીવમાં ગુણ છે. આવો ગુણી ભગવાન આત્મા જેની દ્રષ્ટિ અને રુચિમાં આવ્યો તેને રાગનો-ક્ષણિક વિકૃત દશાનો-રસ ઉડી જાય છે. તેથી તેના ભોગને નિર્જરાનો હેતુ કહ્યો છે. જ્ઞાનીને જેટલો અલ્પ રાગ થયો છે તેટલો અલ્પ રસ અને સ્થિતિ તો બંધાય છે પણ તેને અહીં ગણતરીમાં લીધો નથી. અલ્પ સ્થિતિ ને રસ જે બંધાય છે તેને ગૌણ કરીને જ્ઞાનીને બંધ નથી એમ કહ્યું છે. આ પ્રમાણે


PDF/HTML Page 1950 of 4199
single page version

કર્મના ઉદયને ભોગવવા છતાં જ્ઞાનીને આગામી-નવો કર્મબંધ થતો નથી. જુઓ, આ ભગવાનની, સંતોની વાણી છે.

-આ પ્રમાણે સમ્યગ્જ્ઞાનનું સામર્થ્ય કહ્યું. સમ્યગ્જ્ઞાન કહેતાં ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માનું જ્ઞાન. જે પર્યાયમાં પરિપૂર્ણ આખી ચીજનું જ્ઞાન આવે છે તેને સમ્યગ્જ્ઞાન અર્થાત્ સત્-જ્ઞાન કહે છે અને આ જ્ઞાનનું એવું પરમ અદ્ભુત સામર્થ્ય છે કે રાગને ભોગવતો છતો જ્ઞાની, તેનાં રસ-રુચિ નહિ હોવાથી, બંધાતો નથી.

[પ્રવચન નં. ૨૬પ (શેષ), ૨૬૬ *દિનાંક ૧૮-૧૨-૭૬ અને ૧૯-૧૨-૭૬]

PDF/HTML Page 1951 of 4199
single page version

अथ वैराग्यसामर्थ्य दर्शयति–

जह मज्जं पिबमाणो अरदीभावेण मज्जदि ण पुरिसो।
दव्वुवभोगे अरदो णाणी वि ण बज्झदि तहेव।। १९६।।
यथा मद्यं पिबन् अरतिभावेन माद्यति न पुरुषः।
द्रव्योपभोगेऽरतो ज्ञान्यपि न बध्यते तथैव।। १९६।।
(रथोद्धता)
नाश्नुते विषयसेवनेऽपि यत्
स्वं फलं विषयसेवनस्य ना।
ज्ञानवैभवविरागताबलात्
सेवकोऽपि तदसावसेवकः।। १३५।।

હવે વૈરાગ્યનું સામર્થ્ય બતાવે છેઃ-

જ્યમ અરતિભાવે મદ્ય પીતાં મત્ત જન બનતો નથી,
દ્રવ્યોપભોગ વિષે અરત જ્ઞાનીય બંધાતો નથી. ૧૯૬.

ગાથાર્થઃ– [यथा] જેમ [पुरुषः] કોઈ પુરુષ [मद्यं] મદિરાને [अरतिभावेन] અરતિભાવે (અપ્રીતિથી) [पिबन्] પીતો થકો [न माद्यति] મત્ત થતો નથી, [तथा एव] તેવી જ રીતે [ज्ञानी अपि] જ્ઞાની પણ [द्रव्योपभोगे] દ્રવ્યના ઉપભોગ પ્રત્યે [अरतः] અરત (અર્થાત્ વૈરાગ્યભાવે) વર્તતો થકો [न बध्यते] (કર્મોથી) બંધાતો નથી.

ટીકાઃ–જેમ કોઇ પુરુષ, મદિરા પ્રત્યે જેને તીવ્ર અરતિભાવ પ્રવર્ત્યો છે એવો વર્તતો થકો, મદિરાને પીતાં છતાં પણ, તીવ્ર અરતિભાવના સામર્થ્યને લીધે મત્ત થતો નથી, તેમ જ્ઞાની પણ, રાગાદિભાવોના અભાવથી સર્વ દ્રવ્યોના ઉપભોગ પ્રત્યે જેને તીવ્ર વૈરાગ્યભાવ પ્રવર્ત્યો છે એવો વર્તતો થકો, વિષયોને ભોગવતાં છતાં પણ, તીવ્ર વૈરાગ્યભાવના સામર્થ્યને લીધે (કર્મોથી) બંધાતો નથી.

ભાવાર્થઃ–એ વૈરાગ્યનું સામર્થ્ય છે કે જ્ઞાની વિષયોને સેવતો છતો પણ કર્મોથી બંધાતો નથી.

હવે આ અર્થનું અને આગળની ગાથાના અર્થની સૂચનાનું કાવ્ય કહે છેઃ- શ્લોકાર્થઃ–[यत्] કારણ કે [ना] આ (જ્ઞાની) પુરુષ [विषयसेवने अपि]


PDF/HTML Page 1952 of 4199
single page version

વિષયોને સેવતો છતો પણ [ज्ञानवैभव–विरागता–बलात्] જ્ઞાનવૈભવના અને વિરાગતાના બળથી [विषयसेवनस्य स्वं फलं] વિષયસેવનના નિજફળને (-રંજિત પરિણામને) [न अश्नुते] ભોગવતો નથી-પામતો નથી, [तत्] તેથી [असौ] (પુરુષ) [सेवकः अपि असेवकः] સેવક છતાં અસેવક છે (અર્થાત્ વિષયોને સેવતાં છતાં નથી સેવતો).

ભાવાર્થઃ–જ્ઞાન અને વિરાગતાનું એવું કોઈ અચિંત્ય સામર્થ્ય છે કે જ્ઞાની ઇંદ્રિયોના વિષયોને સેવતો હોવા છતાં તેને સેવનારો કહી શકાતો નથી, કારણ કે વિષયસેવનનું ફળ જે રંજિત પરિણામ તેને જ્ઞાની ભોગવતો નથી-પામતો નથી. ૧૩પ.

*
સમયસાર ગાથા ૧૯૬ઃ મથાળું

હવે વૈરાગ્યનું સામર્થ્ય બતાવે છેઃ- જોયું? શું કહે છે? કે ભગવાન આત્માની અંતર્દ્રષ્ટિ કરતાં જે જ્ઞાન પ્રગટ થયું અને સાથે અતીન્દ્રિય આનંદનું જે વેદન થયું તેના સામર્થ્યને લીધે જ્ઞાનીને કર્મનો ઉદય બંધ કર્યા વિના જ ખરી જાય છે એમ પહેલાં અસ્તિથી કહ્યું. હવે વૈરાગ્યનું સામર્થ્ય કહે છે. વૈરાગ્ય એટલે કોઈ લુગડાં ફેરવી નાખે વા નગ્ન થઈ જાય તે વૈરાગ્ય એમ નહિ; પણ અનાદિથી રાગમાં-પુણ્યના પરિણામમાં રક્ત હતો તે એનાથી નિવર્તતાં વિરક્ત થયો તે વૈરાગ્ય છે. પોતાની પૂર્ણ અસ્તિની રુચિ થતાં જ્ઞાની રાગથી વિરક્ત થઈ જાય તેનું નામ વૈરાગ્ય છે. આવા પુણ્ય-પાપના ભાવથી વિરક્તિરૂપ જે વૈરાગ્ય તેનું સામર્થ્ય બતાવતાં હવે ગાથા કહે છેઃ-

* ગાથા ૧૯૬ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘જેમ કોઈ પુરુષ, મદિરા પ્રત્યે જેને તીવ્ર અરતિભાવ પ્રવર્ત્યો છે એવો વર્તતો થકો, મદિરાને પીતાં છતાં પણ, તીવ્ર અરતિભાવના સામર્થ્યને લીધે મત્ત થતો નથી,...’

શું કહ્યું? કે જો કોઈ પુરુષને મદિરા પ્રતિ તીવ્ર અરતિભાવ થયો છે અર્થાત્ અંશમાત્ર પણ એમાં રતિભાવ વર્તતો નથી તો તે પુરુષ મદિરાને પીતાં છતાં પણ મત્ત થતો નથી. આ તો ન્યાય આપે છે હોં કે મદિરાને પીતાં છતાં પણ મત્ત થતો નથી, બાકી મદિરા ન પીવે તે મત્ત-ઘેલો ન થાય એ જુદી વાત છે. અહીં તો મદિરા પ્રતિ અત્યંત અરતિભાવ છે ને? એ અરતિભાવનું સામર્થ્ય છે કે મદિરા પીવા છતાં મૂર્છાઈ જતો નથી, મત્ત-ગાંડો-પાગલ થતો નથી એમ કહે છે. મદિરામાં જેને રસ વા રતિભાવ છે તે મદિરાને લઈને અવશ્ય ગાંડો થઈ જાય છે. પરંતુ જેને મદિરા પ્રત્યે અત્યંત અરતિભાવ છે તે મદિરા પીવા છતાં તેને મદ ચડતો નથી, આ દ્રષ્ટાંત કહ્યું, હવે કહે છે-


PDF/HTML Page 1953 of 4199
single page version

‘તેમ જ્ઞાની પણ, રાગાદિભાવોના અભાવથી સર્વ દ્રવ્યોના ઉપભોગ પ્રત્યે જેને તીવ્ર વૈરાગ્યભાવ પ્રવર્ત્યો છે એવો વર્તતો થકો, વિષયોને ભોગવતાં છતાં પણ, તીવ્ર વૈરાગ્યભાવના સામર્થ્યને લીધે (કર્મોથી) બંધાતો નથી.’

જુઓ, જેનું વીર્ય શુદ્ધ આત્માના આનંદના અનુભવમાં ઉલ્લસિત થયું છે તે સ્વરૂપનો રસિયો જીવ જ્ઞાની છે. એ જ્ઞાનીને સ્વરૂપના રસની અધિકતા આગળ રાગનો રસ ઊડી ગયો છે. તેને રાગમાં રસ નથી, ઉત્સાહ નથી, હોંશ નથી. તેથી જેમ અરતિભાવે મદિરા પીનારને મદ ચડતો નથી તેમ સર્વ દ્રવ્યોના ઉપભોગ પ્રતિ જેને તીવ્ર વૈરાગ્યભાવ પ્રવર્તે છે તેવો જ્ઞાની વિષયોને ભોગવતાં છતાં પણ બંધાતો નથી. ‘રાગાદિભાવોના અભાવથી’-એમ કહ્યું છે ને? મતલબ કે બીજો કિંચિત્ રાગ ભલે હોય પણ તેને મિથ્યાત્વ અને અનંતાનુબંધી સંબંધી રાગ ને રસ તૂટી ગયો છે. અહાહા...! જ્ઞાનરસ, પરમ અદ્ભુત વૈરાગ્યરસ જે અનંતકાળમાં નહોતો તે જ્ઞાનીને પ્રગટ થયો છે. આત્માના આનંદરસનો રસિયો જ્ઞાની આત્મરસી થયો છે. તેથી તેને રાગાદિભાવોનો અભાવ છે, અર્થાત્ રાગના રસનો અભાવ છે. રસની વ્યાખ્યા આવે છે ને કે-જ્ઞાન કોઈ એક જ્ઞેયમાં તદાકાર-એકાકાર થઈ એમાં લીન થઈ જાય એનું નામ રસ છે. (ગાથા ૩૮ ભાવાર્થ). જ્ઞાની વીતરાગરસનું ઢીમ એવા આત્મામાં એકાકાર થઈ લીન થયો છે તેથી તેને રાગનો રસ નથી અને તેથી તે વિષયોને ભોગવતો છતો બંધાતો નથી.

અહીં કહે છે-ધર્મીને પણ...; અહા! પણ ધર્મી કોને કહીએ? અજ્ઞાની તો તપ કરે, ઉપવાસ કરે, મંદિર બંધાવે અને લોકોને શાસ્ત્ર સંભળાવે એટલે માને કે ધર્મી થઈ ગયો. ના હોં; એમ નથી. પરની સાથે ધર્મને કાંઈ સંબંધ નથી. ધર્મી તો તેને કહીએ જેને સ્વરૂપના આનંદના રસ આગળ રાગનો રસ ઉડી ગયો છે, રાગનો અભાવ થયો છે, અહીં કહે છે-ધર્મીને રાગભાવના અભાવથી ‘સર્વ દ્રવ્યોના’ ઉપભોગ પ્રત્યે તીવ્ર વૈરાગ્ય હોય છે. વજન અહીં આપ્યું છે કે સર્વ દ્રવ્યોના એટલે કોઈ પણ દ્રવ્ય પ્રત્યે ધર્મીને તીવ્ર વૈરાગ્ય હોય છે. અહાહા...! આનંદનો નાથ અમૃતરસનો-શાંતરસનો સાગર પ્રભુ આત્મા જ્યાં ઉછળ્‌યો ત્યાં પર્યાયમાં આનંદરસનો સ્વાદ આવ્યો. એ સ્વાદની આગળ ઇન્દ્રના કે ચક્રવર્તીના ભોગ પણ તુચ્છ ભાસવા લાગ્યા અર્થાત્ એવા કોઈ પણ ભોગ પ્રત્યે તેને તીવ્ર વૈરાગ્ય થયો. જુઓ, પાઠમાં ‘સર્વ દ્રવ્યો’ લીધાં છે ને! મતલબ કે સ્વદ્રવ્યમાં રસ જાગ્રત થતાં સર્વ પરદ્રવ્યોના ઉપભોગનો પ્રેમ ઉડી જાય છે. અહાહા...! એક કોર રામ અને એક કોર ગામ! જેમ માતા આડો ખાટલો રાખીને ન્હાતી હોય અને પુત્ર ત્યાં કદાચ આવી ચઢે તો શું તેની નજર માતા ભણી જાય? અરે, તે માતાના શરીરની સામું પણ ન જુએ. તેમ આત્માના આનંદનો સ્વાદ જેને આવ્યો છે તે જ્ઞાનીને અન્ય સર્વદ્રવ્યોમાંથી રસ ઉડી ગયો છે, એકના રસ આગળ અન્ય સર્વમાંથી રસ ઉડી ગયો છે. ઘણું આકરું કામ ભાઈ! પણ જ્ઞાનીને તે સહજ હોય છે. એ જ કહે છે કે-


PDF/HTML Page 1954 of 4199
single page version

જ્ઞાનીને-સ્વદ્રવ્યના રસિક જીવને રાગાદિભાવનો રસ-સર્વદ્રવ્યોના ઉપભોગનો રસ ઉડી ગયો હોય છે અર્થાત્ સર્વદ્રવ્યો પ્રતિ તેને તીવ્ર વૈરાગ્યભાવ પ્રગટ થયો હોય છે. ધર્મીને રાગ મરી ગયો હોય છે તેથી વિષયોને ભોગવતો છતો તીવ્ર વૈરાગ્યભાવના સામર્થ્યને લીધે તે કર્મોથી બંધાતો નથી.

ભાવાર્થઃ– એ વૈરાગ્યનું સામર્થ્ય છે કે જ્ઞાની વિષયોને સેવતો છતો પણ કર્મોથી બંધાતો નથી.

હવે આ અર્થનું અને આગળની ગાથાના અર્થની સૂચનાનું કાવ્ય કહે છેઃ-

* કળશ ૧૩પઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘यत्’ કારણ કે ‘ना’ આ (જ્ઞાની) પુરુષ ‘विषयसेवने अपि’ વિષયોને સેવતો છતો પણ ‘ज्ञानवैभव–विरागता–बलात्’ જ્ઞાનવૈભવના અને વિરાગતાના બળથી ‘विषयसेवनस्य स्वं फलं’ વિષયસેવનના નિજફળને (-રંજિત પરિણામને) ‘न अश्नुते’ ભોગવતો નથી -પામતો નથી.

શું કહે છે? કે આ જ્ઞાની પુરુષ... , પુરુષ એટલે આત્મા, ભલે પછી તે દેહથી સ્ત્રી હો કે પુરુષ. દેહ કયાં આત્મા છે? આ દેહ કાંઈ આત્મા નથી. આત્મા તો દેહથી ભિન્ન ચૈતન્યમય ચીજ છે. આવા આત્માનું જેને અંતરમાં ભાન થયું છે તે જ્ઞાની પુરુષ છે. કોઈ બહુ શાસ્ત્ર ભણ્યો હોય માટે તે જ્ઞાની છે એમ નહિ, પણ આત્માનું જેને જ્ઞાન થયું છે તે જ્ઞાની છે; અંદર જ્ઞાનાનંદસ્વભાવી પોતાની પૂરણ ચીજ છે તેનો અંતઃસ્પર્શ કરીને જેણે અતીન્દ્રિય આનંદનો અનુભવ કર્યો અને પોતાની પૂરણ ચીજની પ્રતીતિ કરી તે જ્ઞાની છે, સમકિતી છે, ધર્મી છે. અહીં કહે છે-આવો જ્ઞાની પુરુષ વિષયોને સેવતો છતો જ્ઞાનવૈભવના અને વિરાગતાના બળથી વિષયસેવનના નિજફળને ભોગવતો નથી.

અહાહા...! શુદ્ધ ચૈતન્યમૂર્તિ ભગવાન આત્માનું જેને અંદરમાં ભાન થયું તે જ્ઞાનીને જ્ઞાનવૈભવનું બળ હોય છે. તેને અંદર શુદ્ધ ચૈતન્યની પ્રતીતિ અને અતીન્દ્રિય આનંદનું વેદન થયાં છે ને? તે એનો જ્ઞાનવૈભવ છે. વળી તેને સર્વ પરદ્રવ્યો પ્રતિ ઉદાસીનતાના ભાવરૂપ વિરાગતાનું બળ હોય છે. આ પ્રમાણે જ્ઞાનવૈભવના અને વિરાગતાના બળથી જ્ઞાની વિષયોને સેવતો છતો વિષયસેવનના નિજફળને અર્થાત્ રંજિત પરિણામને ભોગવતો નથી-પામતો નથી. નિજફળ એટલે વિષયસેવનનું ફળ શું? તો કહે છે-રાગથી રંજિત પરિણામ તે વિષયસેવનનું ફળ છે. જ્ઞાની તે રાગના પરિણામને ભોગવતો નથી કેમકે તે રાગ-અશુદ્ધતા પ્રતિ ઉદાસીન છે અને પૂર્ણાનંદસ્વરૂપ પ્રભુ આત્માની અસ્તિનું તેને વેદન છે. આવી વ્યાખ્યા! અજ્ઞાનીને કઠણ લાગે એટલે બૂમો પાડે કે-નવો ધર્મ કાઢયો છે, પણ બાપુ! માર્ગ તો અનાદિથી આ જ છે.


PDF/HTML Page 1955 of 4199
single page version

ભાઈ! તું અનાદિથી દુઃખના પંથે પડેલો છું. રાગ અને નિમિત્ત મારી ચીજ છે એમ માનીને તું મિથ્યાત્વભાવના સેવનમાં અનાદિથી પડેલો છું; અને તેથી ૮૪ લાખ યોનિને સ્પર્શ કરીને અનંત અનંતવાર જન્મ-મરણ કરી-કરીને ભવસિંધુમાં ડૂબી રહ્યો છું. તે ભવસિંધુને પાર કરવા ભગવાન! તું નિજ ચૈતન્યસિંધુને જગાડ. અહાહા...! નાથ! તું ચૈતન્યસિંધુ ભગવાન છો. ‘સુદ્ધ ચેતનાસિંધુ હમારૌ રૂપ હૈ’ એમ સમયસાર નાટકમાં આવે છે ને? ત્યાં કહ્યું છે કે-

“કહૈ વિચચ્છન પુરુષ સદા મૈં એક હૌં,
અપને રસસૌં ભર્યો આપની ટેક હૌં;
મોહકર્મ મમ નાંહિ નાંહિ, ભ્રમકૂપ હૈ,
સુદ્ધ ચેતનાસિંધુ હમારો રૂપ હૈ.”

સંસારમાં જેને વિચિક્ષણ કહે છે એ તો બધા મૂર્ખ છે. એની અહીં વાત નથી. અહીં તો જેને આત્માનુભવ પ્રગટ થયો છે તે સમકિતી ધર્મીજીવ વિચિક્ષણ પુરુષ છે એમ વાત છે. એવો ધર્મી વિચિક્ષણ પુરુષ એમ જાણે છે કે-હું સદાય એક છું, જ્ઞાન અને આનંદના રસથી ભરેલો છું. આ રાગાદિભાવ તે હું નહિ, એ તો ભ્રમણાનો કૂવો છે. તે મારા સ્વરૂપમાં કયાં છે? નથી. શુદ્ધ ચૈતન્યનો દરિયો તે મારું રૂપ-સ્વરૂપ છે. આમ ભવસિંધુને પાર કરવા જ્ઞાની પુરુષ પોતાના સ્વરૂપને-શુદ્ધ-ચેતનાસિંધુને અવલંબે છે.

અહીં કહે છે-જ્યાં દ્રષ્ટિમાં અને જ્ઞાનમાં શુદ્ધચેતના માત્ર વસ્તુ જણાઈ ત્યાં તેના અનાકુળ સ્વાદ આગળ, વિષયસેવન કરવા છતાં વિષયસેવનનું ફળ જે રાગરંજિત પરિણામ તેને જ્ઞાની ભોગવતો નથી, વેદતો નથી. કેમ? કારણ કે તેને જ્ઞાનવૈભવ અને વિરાગતાનું બળ પ્રગટ થયું છે. આ બહારની ધૂળની (ધન-સંપત્તિની) ચમક દેખાય તે વૈભવ નહિ; એ તો બધી સ્મશાનના હાડકાંના ફોસ્ફરસની ચમક જેવી ચમક છે. અજ્ઞાનીઓ તેમાં આકર્ષાય છે પરંતુ જ્ઞાની પુરુષો તો એનાથી ઉદાસીન રહે છે. જ્ઞાનીને તો અંદર સ્વસંવેદનમાં આનંદનો નાથ ત્રિકાળી ભગવાન જણાયો તે જ્ઞાન-વૈભવ છે. આવા જ્ઞાનવૈભવ અને વિરાગતાના બળથી જ્ઞાની વિષયને સેવતો છતો તેના ફળને- રંજિત પરિણામને પામતો નથી. સૂક્ષ્મ વાત છે, ભાઈ!

અજ્ઞાનીઓ કહે છે-નિમિત્તથી આત્મામાં કાંઈક (કાર્ય) થાય છે એમ માનો તો સાચું. જુઓ, શાસ્ત્રમાં, પણ આવે છે કે મોહનીય કર્મના નિમિત્તથી જીવને રાગાદિ થાય છે.

સમાધાનઃ– ભાઈ! નિમિત્તથી-કર્મથી આત્મામાં કાંઈ પણ થતું નથી. જીવમાં જે કાર્ય થાય છે તે પોતાથી થાય છે. નિમિત્તથી થાય છે એમ જે શાસ્ત્રમાં આવે છે


PDF/HTML Page 1956 of 4199
single page version

એ તો ઉપચાર કરીને કહેવામાં આવ્યું છે. તને એમ લાગે છે કે જ્ઞાનાવરણીયથી જ્ઞાન રોકાઈ ગયું છે, પરંતુ બાપુ! જ્ઞાનાવરણીય તો જડ છે અને તેનો ઉદય પણ જડ છે. જડ આત્માને અડે નહિ અને આત્મા-જડને અડે નહિ તો પછી જડ આત્માને શું કરે? જ્ઞાનને કેમ રોકે? ભાઈ! ખરી વાત તો એમ છે કે જ્યારે જ્ઞાનની હીણી દશા સ્વયં પોતાના ભાવકર્મથી થાય છે ત્યારે જ્ઞાનાવરણીયને નિમિત્ત કહેવામાં આવે છે.

પ્રશ્નઃ– જો નિમિત્તથી કાંઈ પણ ન થાય તો ભગવાનના દર્શનથી સારા-ઉજ્જ્વળ પરિણામ થાય છે એ વાત ઉડી જાય છે.

ઉત્તરઃ– ભાઈ! ભગવાનના દર્શનથી સારા-ઉજ્જ્વળ પરિણામ થાય છે એમ છે જ નહિ. એ તો જેને શુભ પરિણામ થાય છે તેને નિમિત્તથી-ભગવાનના દર્શનથી થયા એમ (ઉપચારથી) કહેવાય છે. અન્યથા ભગવાનની પ્રતિમા પર તો ઈયળ ખાઈને ચકલી પણ બેસે છે. જો પ્રતિમાજીથી શુભ પરિણામ થતા હોય તો તે ચકલીને પણ થવા જોઈએ; પણ એમ છે નહિ.

અહીં વાત એમ છે કે-આત્માના આનંદના રસનો રસિક જે થયો તે જ્ઞાનીને જ્ઞાનવૈભવનું અને વિરાગતાનું પીઠબળ છે. તેને હવે અન્યત્ર કયાંય રસ ઉપજતો નથી. ઇન્દ્રના કે ચક્રવર્તીના ભોગમાં પણ તે રસવિહીન ઉદાસીન થઈ ગયો છે. ‘तत्’ તેથી ‘असौ’ આ (પુરુષ) ‘सेवकः अपि असेवकः’ સેવક છતાં અસેવક છે. શુદ્ધ ચૈતન્યના રસથી જે ભીંજાયો તે ત્યાંથી ખસતો નથી. તેથી આવો જ્ઞાની પુરુષ સેવતો છતાં નહિ સેવતો અસેવક છે, કેમકે સેવનનું ફળ ન આવ્યું.

ત્યારે કોઈ વળી કહે છે-જ્ઞાની પરનું કરે તો છે પણ તે અનાસક્તિભાવે કરે છે. સમાધાનઃ– ભાઈ! પરનું કરવું એ વાત તો જૈનશાસનમાં છે જ નહિ પછી અનાસકિતથી કરે છે એ વાત કયાં રહી? જ્ઞાની અનાસકિતભાવે રાગ કરે છે એમ કહેવું પણ મિથ્યા છે કેમકે જ્ઞાનીને રાગનો રસ જ નથી, તેને રાગનું સ્વામિત્વ જ નથી. અહીં તો કહે છે કે જ્ઞાની રાગને કરતો જ નથી. પરિણામમાં કંઈક નબળાઈ છે તો રાગ થઈ જાય છે પણ તેનું કર્તૃત્વ તે સ્વીકારતો નથી. એ તો પરિણમનમાં જે રાગ થાય છે તેને (ભિન્ન) માત્ર જાણે છે. ભારે વાતુ! બાપુ! મારગડા વીતરાગના સાવ જુદા છે.

ભાઈ! આ જન્મ-મરણનો અંત કરવાનો અવસર આવ્યો છે. આ અવસરમાં પણ જો આ નહિ સમજે તો કયારે સમજીશ? જો ને, નાના નાના બાળકોને પણ હાર્ટફેલ થઈ જાય છે! એક આઠ વર્ષનો છોકરો નિશાળનાં પગથિયાં ચડતો હતો ત્યાં તેને હાર્ટફેલ થઈ ગયું. દેહ તો આવો છે બાપુ! એ તો જોતજોતામાં છૂટી જશે. પછી તારે કયાં જાવું? ગંભીર પ્રશ્ન છે ભાઈ! જો આની સમજણ ના કરી તો કયાંય ભવસમુદ્રમાં નિગોદાદિમાં ખોવાઈ જઈશ.


PDF/HTML Page 1957 of 4199
single page version

અનાસક્તિથી કરવું એ તો વિપરીત વાત છે. કરવાનો અભિપ્રાય તો મિથ્યાત્વ છે, અને કરવું અને અનાસક્તિ બે સાથે રહી શકતાં નથી, હોઈ શકતાં નથી. સમજાણું કાંઈ...?

અહીં કહે છે-જ્ઞાની પુરુષ સેવક છતાં અસેવક છે. મતલબ કે જે વિષય-સેવનનો ભાવ આવ્યો છે તે આવ્યો છે તેથી જ્ઞાની સેવે છે પણ એમાં એને રસ નથી માટે તે અસેવક છે એમ કહ્યું છે. જેમ કમળાના દર્દીને બહુ દુર્ગંધ મારતી દવા લેવી પડે છે પણ એમાં એને રસ નથી તેમ ધર્મીને રાગમાં રસ નથી. અજ્ઞાનીને રાગમાં રસ છે, રુચિ છે, મીઠાશ છે. જ્યારે જ્ઞાનીને રાગમાં રસ નથી, રુચિ નથી, મીઠાશ નથી. માટે જ્ઞાની સેવક છતાં અસેવક છે.

પ્રશ્નઃ– શું જ્ઞાની વિષયોને સેવવા છતાં નથી સેવતો? આવી વાત કેમ બેસે? આ તો આપ જ્ઞાનીનો બચાવ કરો છો.

ઉત્તરઃ– બાપુ! એમ નથી, ભાઈ! વસ્તુનું સ્વરૂપ જ આવું છે. જેમ કોઈ માતા ૪૦ વર્ષની હોય અને દીકરો ૨૦ વર્ષનો હોય તો શું તે માતાના શરીરના અંગોપાંગને વિકારથી જુએ છે! ના. આંખ તો શરીર પર પડે છે પણ જેમ ભીંતને જુએ તેમ તેને જુએ છે. તેને રસ તો માતાનો-જનેતાનો છે અને તે રસમાં, જોવાના રાગનો-વિકારનો રસ ઉડી ગયો છે. આખી દ્રષ્ટિમાં જ ફેર છે. તેમ જ્ઞાની ધર્માત્મા પરને દેખતાં છતાં જાણે કાંઈ દેખતો જ નથી, સામાન્ય-સામાન્ય દેખે છે. માટે ધર્મીને વિષયને સેવતો છતાં અસેવક કહેવામાં આવ્યો છે. તેને આત્માના આનંદના રસ આગળ રાગનો રસ ઉડી ગયો છે તેથી તેને સેવતો છતાં અસેવક કહ્યો છે.

* કળશ ૧૩પઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘જ્ઞાન અને વિરાગતાનું એવું કોઈ અચિંત્ય સામર્થ્ય છે કે જ્ઞાની ઇન્દ્રિયોના વિષયોને સેવતો હોવા છતાં તેને સેવનારો કહી શકાતો નથી, કારણ કે વિષયસેવનનું ફળ જે રંજિત પરિણામ તેને જ્ઞાની ભોગવતો નથી-પામતો નથી.’

અહીં જ્ઞાન એટલે આત્મજ્ઞાન. વ્યવહારનું જ્ઞાન કે શાસ્ત્રનું જ્ઞાન તે જ્ઞાન એમ અહીં અર્થ નથી. ચિદ્ બ્રહ્મસ્વરૂપ નિજ પરમાત્મદ્રવ્યને લક્ષ કરીને જે જ્ઞાન પ્રગટ થયું તે આત્મજ્ઞાનની અહીં વાત છે. અને વિરાગતા એટલે અશુદ્ધતા તરફથી પાછા ખસી જવું. પોતાના અસ્તિત્વનું જ્ઞાન તે અસ્તિ અને અશુદ્ધતાથી ખસવું તે નાસ્તિ. અહીં કહે છે-આ જ્ઞાન અને વિરાગતાનું કોઈ અચિંત્ય એટલે અકલ્પ્ય સામર્થ્ય છે કે જ્ઞાની વિષયોને સેવતો છતો સેવનારો કહી શકાતો નથી.

‘શ્રી નિહાલચંદ સોગાની’ એ એક વાર પોતાના પુત્રોને કહ્યું હતું કે-ભાઈ! મારું મન હવે બધેથી ઊઠી ગયું છે. હવે મને કશામાં-પરદ્રવ્યમાં રસ રહ્યો નથી.


PDF/HTML Page 1958 of 4199
single page version

હું પંગુ (પાંગળો) થઈ ગયો છું. માત્ર શરીર નભાવવા બે વખત ભોજન આપજો. જગતના કોઈ કાર્ય પ્રતિ મને ઉત્સાહ-રસ નથી. જુઓ, પોતે લાખોપતિ હતા, પણ અંદરથી મન ઊઠી ગયું હતું. તેમને અહીં (સોનગઢમાં) આત્મજ્ઞાન થયું હતું.

તેમણે ઘણાં શાસ્ત્રો વાંચેલાં, ઘણા બાવા-જોગી અને જૈનના સાધુનો સંગ કરેલો. પણ શાંતિ ન મળી. પછી અહીં આવ્યા. તેમને આટલું કહ્યું કે-ભાઈ! રાગ-વિકલ્પ અને આત્મા ભિન્ન ભિન્ન ચીજ છે. રાગની દિશા પર તરફની છે અને આત્મસ્વભાવ અંતર્મુખ છે. અંતર્મુખ વાળતાં આત્મસ્વભાવ પ્રાપ્ત થાય છે. બસ! સાંજથી સવાર સુધી આના જ ઘોલનમાં (રટણમાં) સવાર થતા પહેલાં સમકિત-આત્માનો અનુભવ (વેદન) કરીને ઊઠી ગયા. એક રાતમાં સમ્યગ્દર્શન! પણ એ તો પોતાના અંતર્મુખ પુરુષાર્થથી થાય ને? એ કોઈ કરી આપે એવું થોડું છે? ભાઈ! જેનું ચિત્ત સંસારથી ઉદાસ થઈ અંતર્મુખ થાય તેની દશા કોઈ અદ્ભુત અલૌકિક થઈ જાય છે. એ જ કહે છે કે-

જ્ઞાની સેવતો હોવા છતાં તેને સેવનારો કહી શકાતો નથી કેમકે વિષયસેવનનું ફળ જે રંજિત પરિણામ તેને જ્ઞાની ભોગવતો નથી-પામતો નથી. રાગનું થવું-રાગરૂપે પરિણમવું એ વિષયસેવનનું ફળ છે અને જ્ઞાની તે રાગના રસપણે પરિણમતો નથી. માટે સેવતો છતો તે અસેવક છે. આવી વાત છે.

[પ્રવચન નં. ૨૬૬ (શેષ), ૨૬૭*દિનાંક ૧૯-૧૨-૭૬ અને ૨૦-૧૨-૭૬]

PDF/HTML Page 1959 of 4199
single page version

अथैतदेव दर्शयति–

सेवंतो वि ण सेवदि असेवमाणो वि सेवगो कोई।
पगरणचेट्ठा कस्स वि ण य पायरणो त्ति सो होदि।। १९७।।
सेवमानोऽपि न सेवते असेवमानोऽपि सेवकः कश्चित्।
प्रकरणचेष्टा कस्यापि न च प्राकरण इति स भवति।। १९७।।

હવે આ જ વાતને પ્રગટ દ્રષ્ટાંતથી બતાવે છેઃ-

સેવે છતાં નહિ સેવતો, અણસેવતો સેવક બને,
પ્રકરણ તણી ચેષ્ટા કરે પણ પ્રાકરણ જ્યમ નહિ ઠરે. ૧૯૭.

ગાથાર્થઃ– [कश्चित्] કોઈ તો [सेवमानः अपि] વિષયોને સેવતો છતાં [न सेवते] નથી સેવતો અને [असेवमानः अपि] કોઈ નહિ સેવતો છતાં [सेवकः] સેવનારો છે- [कस्य अपि] જેમ કોઈ પુરુષને [प्रकरणचेष्टा] પ્રકરણની ચેષ્ટા (કોઈ કાર્ય સંબંધી ક્રિયા) વર્તે છે [न च सः प्राकरणः इति भवति] તોપણ તે પ્રાકરણિક નથી.

ટીકાઃ–જેમ કોઈ પુરુષ કોઈ પ્રકરણની ક્રિયામાં પ્રવર્તતો હોવા છતાં પ્રકરણનું સ્વામીપણું નહિ હોવાથી પ્રાકરણિક નથી અને બીજો પુરુષ પ્રકરણની ક્રિયામાં નહિ પ્રવર્તતો હોવા છતાં પ્રકરણનું સ્વામીપણું હોવાથી પ્રાકરણિક છે, તેવી રીતે સમ્યગ્દ્રષ્ટિ પૂર્વસંચિત કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલા વિષયોને સેવતો હોવા છતાં રાગાદિભાવોના અભાવને લીધે વિષયસેવનના ફળનું સ્વામીપણું નહિ હોવાથી અસેવક જ છે (અર્થાત્ સેવનારો નથી) અને મિથ્યાદ્રષ્ટિ વિષયોને નહિ સેવતો હોવા છતાં રાગાદિભાવોના સદ્ભાવને લીધે વિષયસેવનના ફળનું સ્વામીપણું હોવાથી સેવક જ છે.

ભાવાર્થઃ–કોઈ શેઠે પોતાની દુકાન પર કોઈને નોકર રાખ્યો. દુકાનનો બધો વેપારવણજ-ખરીદવું, વેચવું વગેરે સર્વ કામકાજ-નોકર કરે છે તોપણ તે વેપારી નથી કારણ કે તે વેપારનો અને વેપારના લાભ-નુકસાનનો સ્વામી નથી; તે તો માત્ર નોકર છે, શેઠનો કરાવ્યો બધું કામકાજ કરે છે. જે શેઠ છે તે વેપાર સંબંધી કાંઈ કામકાજ કરતો નથી, ઘેર બેસી રહે છે તોપણ તે વેપારનો અને વેપારના લાભ- _________________________________________________________________ ૧. પ્રકરણ = કાર્ય, ૨. પ્રાકરણિક = કાર્ય કરનારો


PDF/HTML Page 1960 of 4199
single page version

(मन्दाक्रान्ता)
सम्यग्द्रष्टेर्भवति नियतं ज्ञानवैराग्यशक्तिः
स्वं वस्तुत्वं कलयितुमयं स्वान्यरूपाप्तिमुक्तया।
यस्माज्ज्ञात्वा व्यतिकरमिदं तत्त्वतः स्वं परं च
स्वस्मिन्नास्ते विरमति परात्सर्वतो रागयोगात्।।
१३६।।

નુકસાનનો ધણી હોવાથી તેજ વેપારી છે. આ દ્રષ્ટાંત સમ્યગ્દ્રષ્ટિ અને મિથ્યાદ્રષ્ટિ પર ઘટાવી લેવું. જેમ નોકર વેપાર કરનારો નથી તેમ સમ્યગ્દ્રષ્ટિ વિષય સેવનારો નથી, અને જેમ શેઠ વેપાર કરનારો છે તેમ મિથ્યાદ્રષ્ટિ વિષય સેવનારો છે.

હવે આગળની ગાથાઓની સૂચનાનું કાવ્ય કહે છેઃ- શ્લોકાર્થઃ– [सम्यग्द्रष्टेः नियतं ज्ञान–वैराग्य–शक्तिः भवति] સમ્યગ્દ્રષ્ટિને નિયમથી જ્ઞાન અને વૈરાગ્યની શક્તિ હોય છે; [यस्मात्] કારણ કે [अयं] તે (સમ્યગ્દ્રષ્ટિ જીવ) [स्व–अन्य–रूप–आप्ति–मुक्तया] સ્વરૂપનું ગ્રહણ અને પરનો ત્યાગ કરવાની વિધિ વડે [स्वं वस्तुत्वं कलयितुम्] પોતાના વસ્તુત્વનો (યથાર્થ સ્વરૂપનો) અભ્યાસ કરવા માટે, [इदं स्वं च परं] ‘આ સ્વ છે (અર્થાત્ આત્મસ્વરૂપ છે) અને આ પર છે’ [व्यतिकरम्] એવો ભેદ [तत्त्वतः] પરમાર્થે [ज्ञात्वा] જાણીને [स्वस्मिन् आस्ते] સ્વમાં રહે છે (-ટકે છે) અને [परात् रागयोगात्] પરથી-રાગના યોગથી- [सर्वतः] સર્વ પ્રકારે [विरमति] વિરમે છે. (આ રીત જ્ઞાનવૈરાગ્યની શક્તિ વિના હોઈ શકે નહિ.) ૧૩૬.

*
સમયસાર ગાથા ૧૯૭ઃ મથાળું

હવે આ જ વાતને પ્રગટ દ્રષ્ટાંતથી બતાવે છેઃ-

* ગાથા ૧૯૭ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘જેમ કોઈ પુરુષ કોઈ પ્રકરણની ક્રિયામાં પ્રવર્તતો હોવા છતાં પ્રકરણનું સ્વામીપણું નહિ હોવાથી પ્રાકરણિક નથી અને બીજો પુરુષ પ્રકરણની ક્રિયામાં નહિ પ્રવર્તતો હોવા છતાં પ્રકરણનું સ્વામીપણું હોવાથી પ્રાકરણિક છે,...’

શું કહ્યું આ? કે જેમ કોઈ છોકરાનાં લગ્ન હોય અને તેના પિતાએ તે સંબંધી કોઈ અન્ય ગૃહસ્થને કામ સોંપ્યું હોય તો તે ગૃહસ્થ તે કામમાં પ્રવર્તે છે, છતાં તે કામમાં તે ગૃહસ્થને સ્વામીપણું નથી તેથી તે કામનો કરનારો નથી, કેમ કે તે ગૃહસ્થ કામ તો છોકરાના પિતા વતી કરે છે. જ્યારે છોકરાનો પિતા તે કામમાં પ્રવર્તતો નથી છતાં તે કામનો પોતે સ્વામી હોવાથી તે કામ તેનું છે, તે કામનો તે કરનારો છે.