PDF/HTML Page 1961 of 4199
single page version
‘તેવી રીતે સમ્યગ્દ્રષ્ટિ પૂર્વસંચિત કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલા વિષયોને સેવતો હોવા છતાં રાગાદિભાવોના અભાવને લીધે વિષયસેવનના ફળનું સ્વામીપણું નહિ હોવાથી અસેવક જ છે.’
આ વાત અજ્ઞાનીને આકરી પડે છે. પણ થાય શું? અહીં કહે છે-જેને અંદરમાં નિજ આનંદરસનો સ્વાદ આવી ગયો છે એવા સમ્યગ્દ્રષ્ટિને વિષયનું સેવન છે, છતાં તેને તેમાં રસ નથી, રુચિ નથી. પોતાને થયેલા આનંદરસના સ્વાદ આગળ વિષયોનો સ્વાદ તેને ઝેર જેવો લાગે છે. જેમ વેશ્યા રાજા સાથે રમે છે, પણ એ તો રાજા પૈસા આપે છે તેટલો જ કાળ. શું રાજા તેનો સ્વામી-પતિ છે? (ના). વિષયના કાળે તો સ્વામીની જેમ પ્રવર્તતી હોય છે પણ ખરેખર સ્વામી નથી. તેમ શુદ્ધ ચૈતન્યના આનંદના રસમાં સ્વામીપણે પ્રવર્તતા ધર્મી જીવને વિષયના રસમાં સ્વામીપણું આવતું નથી. ભારે ગંભીર વાત!
જુઓ, પાઠમાં શું લીધું છે? કે ‘પૂર્વસંચિત કર્મના ઉદયથી’... શું કહ્યું? કે પૂર્વે બાંધેલા કર્મના ઉદયથી જ્ઞાનીને સંયોગો મળ્યા છે. અને તેના સેવનનો રાગ હોવા છતાં તેમાં રસ-રુચિ નથી. આનંદના અનુભવનું જ્યાં અંદરમાં જોરદાર પરિણમન છે ત્યાં વિષયરાગ જોરદાર નથી-એમ કહે છે. જેમ એકવાર જેણે મીઠા દૂધપાકનો સ્વાદ ચાખ્યો હોય તેને રાતી જુવારના રોટલા ફીકા લાગે છે તેમ આનંદના રસ આગળ જ્ઞાનીને વિષયનો રસ વિરસ લાગે છે.
કહે છે-‘સમ્યગ્દ્રષ્ટિ પૂર્વસંચિત કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલા વિષયોને...’ મતલબ કે શાતાનો ઉદય હોય તો અનુકૂળ સામગ્રી મળે છે. ભાઈ! સામગ્રી તો સામગ્રીના ઉપાદાનના કારણે આવે છે અને કર્મનો ઉદય તેમાં નિમિત્ત છે. જડકર્મના કારણે સામગ્રી મળે છે એમ નથી. જડકર્મના રજકણ જુદી ચીજ છે અને સામગ્રીના રજકણ જુદી ચીજ છે. (તેઓ તો એકબીજાને અડતાય નથી).
તો શબ્દો તો આવા ચોકખા છે કે-‘કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલા વિષયોને...’? હા, પણ તેનો અર્થ શું છે? શું જેવું લખ્યું છે તેવો જ એનો અર્થ છે? એમ અર્થ નથી હોં; ભાઈ! લખનારે જે અભિપ્રાયથી લખ્યું છે તે અનુસાર અર્થ કરવો જોઈએ. પુણ્યના ઉદયથી લક્ષ્મી મળે છે એમ કહેવું એ તો વ્યવહારની વાત છે, કેમકે પુણ્યના અને લક્ષ્મીના રજકણ તો ભિન્ન-ભિન્ન છે. લક્ષ્મી આવે છે તે પોતાના કારણે આવે છે, પણ પુણ્યના ઉદયથી પ્રાપ્ત થાય છે એમ કહેવાનો વ્યવહાર છે. તેવી રીતે પૈસા જાય કે ન હોય તો તે પાપના ઉદયથી છે એમ કહેવાનો વ્યવહાર છે. પાપકર્મનો ઉદય છે માટે પૈસા આવ્યા નથી એમ ખરેખર નથી, પણ પૈસા તે કાળે સ્વયં આવવાના ન હતા તેથી ન આવ્યા, પરમાણુનું તેવું પરિણમન થવાનું ન હતું તેથી ન થયું એ યથાર્થ છે. હવે આવી વાત લોકો ન સમજે, પણ શું થાય?
PDF/HTML Page 1962 of 4199
single page version
‘પૂર્વસંચિત કર્મના ઉદયથી પ્રાપ્ત વિષયોને’-એમ કહ્યું ને? ત્યાં વિષયો અર્થાત્ સામગ્રી તો પોતાના ઉપાદાનના કારણે પ્રાપ્ત થઈ આવી છે, પણ તેમાં નિમિત્ત કોણ છે? તો કહે છે પૂર્વસંચિત કર્મ. બસ, આ નિમિત્તનું જ્ઞાન કરાવવા વ્યવહારથી કહ્યું કે પૂર્વસંચિત કર્મના ઉદયથી વિષયો પ્રાપ્ત થયા છે. ખરેખર તો સામગ્રીના પરમાણુ તે કાળે સ્વતંત્ર રીતે પરિણમન-ગતિ કરીને સંયોગપણે આવ્યા છે. સમજાણું કાંઈ...?
ત્યારે અજ્ઞાનીને વાંધા ઊઠે છે કે કર્મના નિમિત્તથી કાર્ય થાય છે એમ ન માનો તો ભગવાનના નિમિત્તથી શુભભાવ થાય છે ઇત્યાદિ વાત ઉડી જાય છે.
અરે ભાઈ! ભગવાનના નિમિત્તથી શુભભાવ થાય છે એમ કહેવું એ તો વ્યવહારનયનું કથન છે. જેને પોતાના અશુદ્ધ ઉપાદાનના કારણે શુભભાવ થાય છે તેને ભગવાન નિમિત્ત છે બસ એટલું જ. શું ભગવાન શુભભાવ કરાવી દે છે? ના; એમ નથી. ભગવાન કર્તા અને તને શુભભાવ થાય તે કાર્ય એમ છે જ નહિ. અરે ભગવાન! શું થયું છે તને? માંડ સમજવાનાં ટાણાં આવ્યાં છે ત્યાં પીઠ ફેરવીને કેમ ઊભો છે?
સમ્યગ્દ્રષ્ટિ પૂર્વકર્મના ઉદયથી પ્રાપ્ત વિષયોને સેવે છે અને છતાં અસેવક છે. ભાષા જોઈ? વિષયો તો પોતપોતાના કારણે આવ્યા છે પણ તેમાં પૂર્વકર્મનો ઉદય નિમિત્ત છે તો પૂર્વકર્મના ઉદયથી વિષયો પ્રાપ્ત થયા છે એમ વ્યવહારથી કહ્યું. વળી તે વિષયોને સમ્યગ્દ્રષ્ટિ સેવે છે એમ કહ્યું; તો શું પરને સેવી શકાય છે? કદીય નહિ. તો કહ્યું છે ને? ભાઈ! એ પર વિષયો પ્રતિ થતા રાગને તે ખરેખર સેવે છે તો વિષયોને તે સેવે છે એમ વ્યવહારથી કહેવામાં આવ્યું છે. ખરેખર તો જ્ઞાની વિષયો તરફનો એને જે રાગાંશ થાય છે તેને સેવે છે, વિષયોને નહિ. (પર વિષયોને તો એ અડતોય નથી).
પણ અહીં બીજી વાત છે. અહીં તો કહે છે-જ્ઞાની વિષયોને સેવતો થકો અસેવક છે. ઝીણી વાત, ભાઈ! જ્ઞાનીને રાગાદિભાવોનો અભાવ છે. જેણે ચિદાનંદરસસ્વરૂપ સચ્ચિદાનંદમય ભગવાન આત્માના આનંદના રસનો સ્વાદ ચાખ્યો છે એવા ધર્મી જીવને રાગના રસની રુચિ નથી તેથી તેને વિષયોનો સ્વાદ લુખ્ખો અને બેસ્વાદ-કડવો ઝેર જેવો લાગે છે. તેથી કહ્યું કે જ્ઞાની વિષયોને સેવે છે છતાં અસેવક છે. અજ્ઞાની જીવ અભિપ્રાયને સમજે નહિ, કયા નયનું કથન છે તે સમજે નહિ એટલે એને વાતે વાતે વાંધા ઊઠે છે. પરંતુ ભાઈ! દરેક વાતમાં શબ્દાર્થ, આગમાર્થ, નયાર્થ ઇત્યાદિ પ્રકારે અર્થ કરી તેનું રહસ્ય અને તાત્પર્ય કાઢવું જોઈએ. ભાઈ! ‘ઘીનો ઘડો’-એની માફક વ્યવહારથી સંક્ષેપમાં જે કથન કરેલાં હોય તેનો યથાસ્થિત અર્થ સમજવો જોઈએ.
PDF/HTML Page 1963 of 4199
single page version
ભગવાન આત્મા ત્રણલોકનો નાથ સચ્ચિદાનંદસ્વરૂપ છે. અજ્ઞાનીને તે રાગની રુચિની આડમાં જણાતો નથી. અહાહા...! જળની અપાર રાશિથી ભરેલો મોટો સમુદ્ર જેમ એક કપડાની આડમાં દેખાય નહિ તેમ અજ્ઞાની જીવને રાગની રુચિની આડમાં પોતાનો સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન દેખાતો નથી. જુઓ, આ શેઠિયા બધા બહારના વૈભવના રાગમાં ચકચૂર છે ને? તેમને ભગવાન આત્મા ભળાતો નથી. અહા! કોઈ મોટો શેઠ હોય, રાજા હોય કે દેવ હોય, જો તેને પોતાના ચિદાનંદમય સ્વરૂપને છોડીને, પૂર્વના કર્મના ઉદયના નિમિત્તે પ્રાપ્ત વૈભવની દ્રષ્ટિ છે તો તે મરીને તિર્યંચાદિમાં જ જવાનો.
(પરમાત્મપ્રકાશમાં) આવે છે ને કે-‘पुण्येण होइ विहवो...’ ઇત્યાદિ-પુણ્યના ઉદયે વૈભવ મળે, વૈભવથી મદ ચડે, અને મદથી મતિ ભ્રષ્ટ થઈ જાય. અમે આવા વૈભવવાળા-એમ પરમાં અહંબુદ્ધિ-મદ થતાં મતિ ભ્રષ્ટ થઈ જાય છે અને તેથી તે મરીને નરક-તિર્યંચાદિ દુર્ગતિને જ પ્રાપ્ત થાય છે, અને ચારગતિમાં રખડી મરે છે.
પ્રશ્નઃ– આપ કહો છો કે એક પદાર્થ બીજા પદાર્થનું કાંઈ ન કરે તો પછી વૈભવથી મદ કેમ ચડે?
ઉત્તરઃ– એક પદાર્થ બીજા પદાર્થનું કાંઈ ન કરે એ તો સત્યાર્થ એમ જ છે. પોતે મદ કરે, બહારમાં અહંભાવ કરે ત્યારે બાહ્ય વૈભવને લક્ષ કરીને કરે છે તો વૈભવથી મદ ચડે છે એમ વ્યવહારથી કહેવાય છે. વૈભવ મદ કરાવે છે એમ વાત નથી. વૈભવથી મદ ચડે એ તો નિમિત્તે બતાવનારું કથન છે. જો વૈભવથી મદ થઈ જાય તો તો સમકિતી ચક્રવર્તીને પણ મદ થઈ જવો જોઈએ. ભરત ચક્રવર્તી છ ખંડના વૈભવનો સ્વામી હતો, ૯૬ હજાર તો તેને રાણીઓ હતી, પણ એને એમાં કયાંય આત્મબુદ્ધિ-અહંપણાની બુદ્ધિ ન હતી. સમ્યગ્દ્રષ્ટિ તો એમ જાણે છે કે જ્યાં હું છું ત્યાં રાગ, શરીર કે બહારના વિષયોનો અભાવ છે અને જ્યાં રાગ, શરીર કે બહારના વિષયો છે ત્યાં મારો અભાવ છે. વિષયોને સેવતો હોય તે કાળે પણ તેને આવાં જ્ઞાન-શ્રદ્ધાન હોય છે.
અહીં કહ્યું ને કે-સમ્યગ્દ્રષ્ટિ વિષયોને સેવતો હોવા છતાં રાગાદિભાવોના અભાવને લીધે વિષયસેવનના ફળનું સ્વામીપણું નહિ હોવાથી અસેવક જ છે. જુઓ, જ્ઞાનીને કિંચિત્ રાગ થાય છે પણ તેનું એને સ્વામીપણું નથી, માટે તે સેવતો છતાં અસેવક જ છે. અહા! જ્ઞાનાનંદસ્વભાવી પોતાની વસ્તુનો અનુભવ થતાં જે અતીન્દ્રિય આનંદનો-શાંતિનો વૈભવ પ્રગટ થયો તેની આગળ ધર્મીને બાહ્ય વિષયો ફિક્કા-રસહીન લાગે છે. સમકિતી ઇન્દ્રને ઇન્દ્રાસનમાં કે કરોડો અપ્સરાઓમાં કયાંય રસ નથી. આત્માના અનાકુળ આનંદના રસના આસ્વાદ આગળ તેને બીજું બધુંય બેસ્વાદ-ઝેર જેવું લાગે છે. કદાચિત રાગની વૃત્તિ થઈ આવે તોપણ તે વિષયોને કાળા નાગ સમાન જાણે છે. શું કાળા નાગના મોંમાં કોઈને આંગળી મૂકવાનો ભાવ થાય ખરો? ન થાય. તેમ જ્ઞાનીને
PDF/HTML Page 1964 of 4199
single page version
રાગમાં અને વિષયોમાં મીઠાશ ન હોય. માટે વિષયોને સેવતો છતાં તે અસેવક જ છે. હવે કહે છેઃ-
‘અને મિથ્યાદ્રષ્ટિ વિષયોને નહિ સેવતો હોવા છતાં રાગાદિભાવોના સદ્ભાવને લીધે વિષયસેવનના ફળનું સ્વામીપણું હોવાથી સેવક જ છે.’
શું કહ્યું? કે અજ્ઞાની ભલે સામગ્રીને સેવે નહિ, પણ અંતરમાં તેને રાગનાં રસ- રુચિ પડયાં છે. તેને વિષયસેવનનો અભિપ્રાય મટયો નથી. તેને સવિશેષ રાગશક્તિ અસ્તિપણે રહેલી છે જે વડે તે રાગનો સ્વામી થાય છે. આ કારણે અજ્ઞાની અણસેવતો થકો પણ સેવક છે. જ્ઞાની સેવતો થકો અસેવક અને અજ્ઞાની અણસેવતો થકો સેવક! પાઠ તો આવો છે ભાઈ!
પ્રશ્નઃ– તમો પાઠના બીજા અર્થ કરો છો. ભલે કર્મને લઈને નહિ તોપણ જ્ઞાનીને રાગનો ભાવ તો કંઈક આવી જાય છે. આગળ (ગાથા ૧૯૪માં) આવી ગયું છે કે જ્ઞાની પણ કર્મના ઉદયને-શાતા-અશાતાને-ઓળંગતો નથી અને તેને પર્યાયમાં સુખ-દુઃખ વેદાય છે. તોપછી તેને અસેવક કેમ કહ્યો? સેવે છે છતાં અસેવક છે એમ કહેવું શું જૂઠું નથી?
ઉત્તરઃ– બાપુ! એમ નથી, ભાઈ! ધર્મી જીવ એને કહીએ જેને અંતરમાં - આત્મસંવેદનમાં અતીન્દ્રિય આનંદના સ્વાદનું વેદન થયું છે. આ વ્રત કરે ને તપ કરે ને ભક્તિ કરે માટે તે ધર્મી છે એમ નથી કેમકે એ તો બધો રાગ છે. આ તો સર્વ રાગના વિકલ્પથી ભિન્ન પડીને નિર્વિકલ્પ આનંદરસના સ્વાદને જેણે ચાખ્યો છે તે ધર્માત્મા છે. આવા ધર્મી જીવને રાગનાં રસ-રુચિ નથી, રાગનું ધણીપણું નથી. આખુંય વિશ્વ તેને પર પદાર્થ તરીકે ભાસે છે. તેથી તેમાં તેને રસ નથી. વિશ્વ છે, કિંચિત્ રાગ છે પણ એમાં એને રસ નથી, રુચિ નથી, સ્વામિત્વ નથી. તેથી કહ્યું કે -સેવક છતાં અસેવક; ભોક્તા છતાં અભોક્તા! ગજબ વાત છે ભાઈ!
અહો! વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરનો ધર્મ અદ્ભુત અલૌકિક છે! આવી વાત બીજે કયાંય નથી. અરે! એના સંપ્રદાયવાળાને પણ ખબર નથી તો બીજાનું તો શું કહેવું? પણ આ શ્રી કુંદકુંદાચાર્યની ગાથાઓ છે અને તેના અર્થ (ટીકા) મહાન્ સમર્થ આચાર્ય શ્રી અમૃતચંદ્રદેવે કર્યા છે. તેઓ પાંચમી ગાથામાં કહે છે ને કે-અતીન્દ્રિય આનંદ અને જ્ઞાનના વૈભવનો અમને પર્યાયમાં જન્મ થયો છે. આ પાંચ-પચાસ લાખ રૂપિયા અને રૂપાળું શરીર ઇત્યાદિ તો જડનો-ધૂળનો વૈભવ છે, એ કાંઈ નિજવૈભવ નથી. મુનિરાજ કહે છે- જેમ ડુંગરમાંથી પાણી ઝરે છે તેમ અતીન્દ્રિય આનંદ-રસથી ભરેલા ત્રણલોકના નાથ ભગવાન આત્મામાંથી અમને પર્યાયમાં પ્રચુર આનંદનો રસ ઝરે છે અને તે અમારો નિજવૈભવ છે. અમારો નિજવૈભવ અતીન્દ્રિય આનંદની મહોર-મુદ્રાવાળો છે. અહાહા...! શું વૈરાગ્ય! શું ઉદાસીનતા!
PDF/HTML Page 1965 of 4199
single page version
અન્યમતમાં પણ વૈરાગ્યની વાત આવે છે ને? ત્યાં અંતર્દ્રષ્ટિ નથી પણ બહારમાં વૈરાગ્ય લાગે એવું હોય છે. ભર્તૃહરિની વાત આવે છે કે-૯૨ લાખ માળવાનો અધિપતિ ભર્તૃહરિ બાવો થઈ જાય છે અને ત્યારે કહે છે-
અરે! આ સંસાર! માળવાધિપતિની રાણી એક અશ્વપાલથી યારી કરે! અરર! આ શું? શું આ સંસાર? આમ બહારથી વૈરાગ્યનું ચિંતવન હોય, પણ એ તો માત્ર મંદરાગની અવસ્થા છે અને તે ક્ષણિક છે. જેમાં ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્માના જ્ઞાન- શ્રદ્ધાન હોય અને જેમાં અતીન્દ્રિય આનંદનો અનુભવ થાય તે દશા સાચી અંતર- વૈરાગ્યની દશા છે અને તેના બળથી અહીં જ્ઞાનીને સેવતો છતાં અસેવક કહ્યો છે. સમજાણું કાંઈ...?
જેમ નાટકમાં પુરુષ સ્ત્રીનો વેશ પહેરીને આવે તો જોનારા લોકો એમ કહે કે આ સ્ત્રી છે, પણ તે પુરુષ તો પોતે એમ જ માને કે-હું પુરુષ છું અને સ્ત્રીનો તો મારો ભેખ છે. તેમ ધર્મી જીવને શરીરાદિનો ભેખ ગમે તે જાતનો હોય પણ હું-આત્મા છું અને આ શરીરાદિ જૂઠા ખેલ છે-એમ માને છે. અરે! સેવકપણાનો ખેલ (ભેખ) હોય ત્યારે પણ, એ ખોટો ખેલ છે, હું એમાં રમતો નથી-એમ જ તે માને છે અહાહા...! અમે જ્યાં રમીએ છીએ ત્યાં (-શુદ્ધાત્મામાં) આ પર વિષયો છે નહિ અને એમાં અમે છીએ જ નહિ-આમ ધર્માત્મા માને છે. આમ વિષયસેવનના ફળના સ્વામિત્વથી રહિત જ્ઞાની સેવતો છતાં અસેવક છે. લ્યો, આવો ધર્મ! બાપુ! ધર્મ કોઈ અસાધારણ અલૌકિક ચીજ છે. દયા, દાન, ભક્તિ આદિ કરે અને માને કે ધર્મ થઈ ગયો પણ એમાં તો ધૂળેય ધર્મ નથી, સાંભળને. એ તો બધો રાગ પુણ્યબંધનું કારણ છે અને એમાં ધર્મ માને તો મિથ્યાત્વ છે.
અહીં કહે છે-ભગવાન આત્માના આનંદનું જ્યાં ભાન થયું ત્યાં આખી દુનિયા પ્રત્યેની અશુદ્ધતાનો (અભિપ્રાયમાં સમસ્ત શુભ અશુભ ભાવોનો) ત્યાગ થઈ જાય છે અને તે સાચો વૈરાગ્ય છે. આવો વૈરાગ્ય જેને પ્રગટ થયો છે તે સેવક છતાં અસેવક છે. જ્યારે મિથ્યાદ્રષ્ટિ બહારનું બધું ત્યાગે છે, સ્ત્રી, કુટુંબ આદિ છોડી બાવો થઈ જાય છે, પણ અંતર-અનુભવ વિના દ્રષ્ટિ મિથ્યા છે, રાગની રુચિ છે તો તે અસેવક-બહારથી સેવતો નથી છતાં પણ તે સેવક જ છે.
દ્રષ્ટાંત આપે છે-‘કોઈ શેઠે પોતાની દુકાન પર કોઈને નોકર રાખ્યો. દુકાનનો બધો વેપારવણજ-ખરીદવું, વેચવું વગેરે સર્વ કામકાજ-નોકર કરે છે તોપણ તે
PDF/HTML Page 1966 of 4199
single page version
વેપારી નથી કારણ કે તે વેપારનો અને વેપારના લાભ-નુકશાનનો સ્વામી નથી; તે તો માત્ર નોકર છે, શેઠનો કરાવ્યો બધું કામકાજ કરે છે.’ જુઓ, દુકાનનું બધું જ કામકાજ નોકર કરે તોપણ તે વેપારી નથી કારણ કે તે નફા-નુકશાનનો સ્વામી નથી. તેથી ખરેખર તે વેપારના કાર્યનો માલિક-કરનારો નથી.
જ્યારે, ‘જે શેઠ છે તે વેપાર સંબંધી કાંઈ કામકાજ કરતો નથી, ઘેર બેસી રહે છે તોપણ તે વેપારનો અને વેપારના લાભ-નુકશાનનો ધણી હોવાથી તે જ વેપારી છે.’ અહાહા...! દાખલો તો જુઓ! વેપારનું કાંઈ પણ કામ ન કરે તોપણ શેઠ વેપારનો કરનારો છે. હવે કહે છે-‘આ દ્રષ્ટાંત સમ્યગ્દ્રષ્ટિ અને મિથ્યાદ્રષ્ટિ પર ઘટાવી લેવું.’
અહાહા...! શુદ્ધ ચિદાનંદઘનસ્વરૂપ ભગવાન આત્મા છે. તેમાં અંતર્મુખ થઈ અનુભવ કરતાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવવો અને આવો હું આનંદસ્વરૂપ પૂર્ણ પરમાત્મા છું એવી પ્રતીતિ થવી તે સમ્યગ્દર્શન છે. આવા સમ્યગ્દર્શન વિના જૈનધર્મ શું ચીજ છે એ લોકોને ખબર નથી. બાપુ! સમ્યગ્દર્શન એ જ ધર્મનું પહેલું પગથિયું છે અને આત્માનુભવની સ્થિરતા-દ્રઢતા થવી તે જૈનધર્મ છે. આ સિવાય વ્રત, તપ, દયા, દાન આદિ કાંઈ ધર્મ છે એમ નથી.
ભાવપાહુડની ગાથા ૮૩ માં આવે છે કે-પૂજા, વંદન, વૈયાવૃત્ય અને વ્રત એ જૈનધર્મ નથી; એ તો પુણ્ય છે. જુઓ ગાથા-ત્યાં શિષ્યે પ્રશ્ન કર્યો કે-“ધર્મકા કયા સ્વરૂપ હૈ? ઉસકા સ્વરૂપ કહતે હૈં કિ ‘ધર્મ’ ઇસ પ્રકાર હૈ”ઃ-
ગાથાર્થઃ– “જિનશાસનમેં જિનેન્દ્રદેવને ઇસ પ્રકાર કહા હૈ કિ પૂજા આદિકમેં ઔર વ્રતસહિત હોના હૈ વહ તો ‘પુણ્ય’ હી હૈ તથા મોહ ક્ષોભસે રહિત જો આત્માકા પરિણામ વહ ‘ધર્મ’ હૈ.”
ગાથાના ભાવાર્થમાં કહ્યું છે કે-“લૌકિકજન તથા અન્યમતી કઈ કહતે હૈં કિ પૂજા આદિક શુભ ક્રિયાઓમેં ઔર વ્રતક્રિયાસહિત હૈ વહ જિનધર્મ હૈ, પરંતુ ઐસા નહિ હૈ. જિનમતમેં જિનભગવાનને ઇસ પ્રકાર કહા હૈ કિ-પૂજાદિકમેં ઔર વ્રતસહિત હોના હૈ વહ તો પુણ્ય હૈ. ઇસકા ફલ સ્વર્ગાદિક ભોગોંકી પ્રાપ્તિ હૈ.” આ વાત અજ્ઞાનીને આકરી લાગે છે, પણ શું થાય? અનાદિનો માર્ગ જ આ છે. છેલ્લે ત્યાં ભાવાર્થમાં ખુલાસો કર્યો છે કે- “જો કેવલ શુભપરિણામહીકો ધર્મ માનકર સંતુષ્ટ હૈ ઉનકો ધર્મકી પ્રાપ્તિ નહીં હૈ, યહ જિનમતકા ઉપદેશ હૈ.”
જ્ઞાનીને અશુભથી બચવા શુભભાવ હોય છે, અશુભવંચનાર્થ શુભ હો; પણ છે તે પુણ્ય, ધર્મ નહીં. આ સાંભળી અજ્ઞાની રાડ પાડી ઊઠે છે કે-તમે અમારાં વ્રત ને તપનો લોપ કરી દો છો. પણ ભાઈ! તારે વ્રત ને તપ હતાં જ કે દિ’? અજ્ઞાનીને વળી
PDF/HTML Page 1967 of 4199
single page version
વ્રત ને તપ કેવાં? કદાચિત્ રાગની મંદતા હોય તોપણ તે મિથ્યાત્વસહિત જ છે. એવાં વ્રત ને તપને ભગવાને બાળવ્રત ને બાળતપ એટલે કે મૂર્ખાઈભર્યાં વ્રત ને મૂર્ખાઈભર્યાં તપ કહ્યાં છે. અહીં કહે છે-અતીન્દ્રિય આનંદસ્વરૂપ ચૈતન્યમહાપ્રભુ ભગવાન આત્માના અનાકુળ આનંદનો જેને સ્વાદ આવ્યો છે તે સમકિતીને કોઈ પણ પ્રકારના રાગમાં મીઠાશ નથી. તેને સર્વ રાગમાંથી રસ ઊડી ગયો છે.
અહાહા...! જેમ નોકર વેપાર કરનારો નથી તેમ સમ્યગ્દ્રષ્ટિ વિષય સેવનારો નથી, અને જેમ શેઠ વેપાર કરનારો છે તેમ મિથ્યાદ્રષ્ટિ વિષય સેવનારો છે.’ ઝીણી વાત છે પ્રભુ! આત્માનો સ્વભાવ જ વીતરાગસ્વરૂપ છે અને જૈનધર્મ પણ વીતરાગસ્વરૂપ છે. જેટલાં (આજ્ઞાનાં) કર્તવ્ય કહ્યાં છે તે બધાંય વીતરાગતાની જ પુષ્ટિરૂપે કહ્યાં છે, રાગના પોષણ માટે નહિ. રાગની વાત કહી છે પણ એ તો જ્ઞાનીને ક્રમશઃ પ્રગટ થતી અને વૃદ્ધિ પામતી વીતરાગતાની સાથે સહકારી કેવો રાગ હોય છે તેનું કથન કર્યું છે, રાગની પુષ્ટિ માટે તેનું કથન કર્યું નથી. વ્રતાદિની વાત જ્યાં કરી છે ત્યાં રાગનું પોષણ કરાવવું નથી, પરંતુ ક્રમશઃ થતા રાગના અભાવનું જ પોષણ કરાવવું છે. તેથી અહીં કહ્યું કે-સમ્યગ્દ્રષ્ટિ વિષય સેવનારો નથી કેમકે તેને વિષયમાં રસ નથી, રાગમાં આત્મબુદ્ધિ નથી.
‘પરમાત્મપ્રકાશ’માં કહ્યું છે કે-જે રાગને પોતાનો માનીને સેવે છે તેને આત્મા હેય તરીકે વર્તે છે અને જેને આત્મા ઉપાદેય તરીકે વર્તે છે તેને રાગ હેયપણે હોય છે. ‘પ્રવચનસાર’ની ગાથા ૨૩૬ માં આવે છે કે-કાયા તેમ જ કષાયને જે પોતાના માને છે તે, બાહ્યથી છકાયની હિંસા ન કરતો હોય તોપણ છકાયની હિંસાનો કરનારો જ છે. તેવી રીતે અજ્ઞાની બહારથી વિષય ન સેવતો હોય તોપણ કાયાને અને કષાયને પોતાના માનતો હોવાથી કષાયનું ફળ જે વિષયવાસનાથી યુક્ત વિષયનો સેવનારો જ છે એમ અહીં કહે છે. અહાહા...! માર્ગ બહુ જુદી જાતનો છે, બાપા!
હવે આગળની ગાથાઓની સૂચનાનું કાવ્ય કહે છેઃ-
‘सम्यग्द्रष्टेः नियतं ज्ञान–वैराग्य–शक्तिः भवति’ સમ્યગ્દ્રષ્ટિને નિયમથી જ્ઞાનવૈરાગ્યની શક્તિ હોય છે.
શું કહ્યું? સમ્યક્ નામ સત્ એની દ્રષ્ટિ જેને થઈ છે તે સમ્યગ્દ્રષ્ટિ છે; અર્થાત્ જે અતીન્દ્રિય જ્ઞાન અને આનંદથી ભરેલો ત્રિકાળી ધ્રુવ જ્ઞાયકસ્વભાવી ભગવાન આત્મા તેનાં દ્રષ્ટિ અને અનુભવ જેને થયાં છે તે સમ્યગ્દ્રષ્ટિ છે. અહાહા...! પોતાના ત્રિકાળી સત્ ભગવાન આત્માનો જેને સત્કાર અને સ્વીકાર થયો છે, જેને નિજ સ્વરૂપનો
PDF/HTML Page 1968 of 4199
single page version
અંતરમાં મહિમા થવાથી સ્વરૂપ પ્રતિ ઢલણ-વલણ થયું છે એવા સમ્યગ્દ્રષ્ટિને જ્ઞાન અને વૈરાગ્ય બન્ને શક્તિ હોય છે. હવે તેનું કારણ કહે છે કે-
‘यस्मात्’ કારણ કે ‘अयं’ તે (સમ્યગ્દ્રષ્ટિ જીવ) ‘स्व–अन्य–रूप–आप्ति– मुक्तया’ સ્વરૂપનું ગ્રહણ અને પરનો ત્યાગ કરવાની વિધિ વડે ‘स्वं वस्तुत्वं कलयितुम्’ પોતાના વસ્તુત્વનો અભ્યાસ કરવા માટે, ‘इदं स्वं च परं’ ‘આ સ્વ છે અને આ પર છે’ ‘व्यतिकरम्’ એવો ભેદ ‘तत्त्वतः’ પરમાર્થે ‘ज्ञात्वा’ જાણીને ‘स्वस्मिन् आस्ते’ સ્વમાં રહે છે અને ‘परात् रागयोगात्’ પરથી-રાગના યોગથી ‘सर्वतः’ સર્વ પ્રકારે ‘विरमति’ વિરમે છે.
પ્રથમ કરવાનું હોય તો આ છે કે સ્વરૂપનું ગ્રહણ અને રાગનો ત્યાગ; અને તે બન્ને સાથે જ હોય છે. શ્રીમદ્ રાજચંદ્રે ટૂંકામાં કહ્યું છે કે-‘તારે દોષે તને બંધન છે, એ સંતની પહેલી શિક્ષા છે. તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું, પોતે પોતાને ભૂલી જવું.’ પોતાના સ્વરૂપને ભૂલીને પરને પોતાનું માનવું એ મહા અપરાધ છે અને તે પોતાનો અપરાધ છે, કોઈ કર્મને લઈને છે એમ નથી. સંવર અધિકારમાં આવે છે કે-
अस्यैवाभावतो बद्धा बद्धा ये किल केचन।।
જેઓ મુક્તિપદને પામ્યા છે તે રાગથી ભિન્ન પડીને ભેદવિજ્ઞાનથી (મુક્તિ) પામ્યા છે અને જેઓ બંધાયેલા છે તેઓ ભેદવિજ્ઞાનના અભાવને લીધે જ બંધાયેલા છે. (કર્મને કારણે બંધાયેલા છે એમ નહિ).
ભેદવિજ્ઞાનથી મુક્તિ પામ્યા છે એનો અર્થ એ આવ્યો કે વ્યવહારના રાગથી ભિન્ન પડીને મુક્તિ પામ્યા છે, પણ વ્યવહારના રાગથી મુક્તિ પામ્યા છે એમ નહિ. ભાઈ! રાગ છે; અને તેને જાણનાર વ્યવહારનય પણ છે. વ્યવહારનયનો વિષય જ નથી એમ કોઈ કહે તો તે યથાર્થ નથી; પરંતુ તે આશ્રય કરવા લાયક નથી એમ વાત છે, તેને હેય તરીકે જાણવાલાયક છે. પૂર્ણાનંદનો નાથ પ્રભુ આત્મા જ એક આશ્રય કરવા લાયક ઉપાદેય છે.
ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદથી ઠસોઠસ ભરેલો સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ છે; તે સદાય વીતરાગસ્વભાવી અકિંચનસ્વરૂપ છે. દશ ધર્મમાં આકિંચન્ય ધર્મ આવે છે ને? એ તો પ્રગટ અવસ્થાની વાત છે. જ્યારે આ તો આત્માનું સ્વરૂપ જ અકિંચન છે એમ વાત છે. આવા નિજસ્વરૂપનું ગ્રહણ અને પરના ત્યાગ કરવાની વિધિ વડે સમ્યગ્દ્રષ્ટિ સ્વમાં ટકે છે અને પરથી-રાગથી વિરમે છે. જુઓ! આ વિધિ! પૂર્ણાનંદસ્વરૂપનું ગ્રહણ અને દુઃખરૂપ રાગનો-અશુદ્ધતાનો ત્યાગ એ વિધિ છે. એકલી બહારની ચીજ ત્યાગી
PDF/HTML Page 1969 of 4199
single page version
એટલે થઈ ગયો ત્યાગી-એવું સ્વરૂપ (ત્યાગનું) નથી. પરંતુ રાગથી ખસીને શુદ્ધનો આદર કરતાં પર્યાયમાં શુદ્ધતા પ્રગટે છે અને અશુદ્ધતાનો અભાવ થઈ જાય છે. આ વિધિ, આ માર્ગ અને આ ધર્મ છે. હિતનો માર્ગ તો આવો છે બાપુ!
કોઈ અજ્ઞાનીઓ એમ કહે છે કે કર્મથી વિકાર થાય છે. એનો અર્થ એ થયો કે જે શુભભાવ થાય છે તે પણ કર્મને લઈને થાય છે. વળી તે કહે છે શુભભાવથી શુદ્ધતા થાય છે. એટલે (એના મત પ્રમાણે) છેવટે એમ આવ્યું કે કર્મને લઈને શુદ્ધતા-ધર્મ થાય છે. અરે! એણે સત્યને કદી સાંભળ્યું જ નથી.
પણ જૈનધર્મમાં તો બધું કર્મને લઈને જ થાય ને? બીલકુલ નહિ. બધું કર્મને લઈને થાય એ માન્યતા જૈનધર્મ નથી. હા, કર્મ એટલે કાર્ય-શુદ્ધોપયોગરૂપ કાર્ય-તે વડે બધું (-ધર્મ) થાય છે એ વાત તો છે, પરંતુ જડકર્મથી એટલે કે પરથી આત્મામાં કાંઈ (શુભભાવ કે ધર્મ) થાય છે એ વાત યથાર્થ નથી, કેમકે આત્મામાં અનાદિથી અકારણ-કાર્યત્વ નામનો ગુણ પડયો છે અને તેથી આત્મા રાગનું કાર્ય પણ નથી અને રાગનું કારણ પણ નથી. સ્વાશ્રયે શુદ્ધોપયોગરૂપ પરિણમન થાય તે આત્માનું કાર્ય છે અને તે જૈનધર્મ છે. આ ચોથા ગુણસ્થાનની વાત છે. સાતમે ગુણસ્થાને તો શુદ્ધોપયોગની સ્થિરતાની-ચારિત્રના શુદ્ધોપયોગની વાત છે.
જેમ શીરો કરવાની વિધિ એ છે કે-પહેલાં લોટને ઘીમાં શેકે અને પછી તેમાં સાકરનું પાણી નાખે તો શીરો થાય. તેમ સ્વરૂપના ગ્રહણ અને પરના ત્યાગની વિધિ વડે ધર્મ થાય છે. માર્ગ આ છે ભાઈ!
ત્યારે કોઈ (અજ્ઞાની) એમ કહે છે કે જ્યાં જ્યાં યોગ્ય નિમિત્ત આવે છે ત્યાં ત્યાં નિમિત્તથી થાય છે એમ માનવું જોઈએ. નિમિત્તથી થાય જ નહિ એમ માનવું બરાબર નથી.
અરે ભગવાન! તું શું કહે છે આ? ભાઈ! નિમિત્ત (કર્મ) તો પર જડ તત્ત્વ છે અને જે પુણ્યના પરિણામ છે તે ચૈતન્યના વિકારરૂપ પરિણામ છે. ખરેખર તો તે વિકારના પરિણામ પોતાના ષટ્કારરૂપ પરિણમનથી થયા છે, તે તે કાળે પોતાનો જન્મકાળ છે તેથી થયા છે. ભાઈ! ષટ્કારકરૂપ થઈને પરિણમવું તે, તે વિકારની પર્યાયનો તે કાળે ધર્મ એટલે સ્વભાવ છે. તે કાંઈ નિમિત્તને-કર્મને લઈને થાય છે એમ નથી. કર્મ છે એ તો અજીવદ્રવ્ય છે. આખી વસ્તુ જ બીજી છે, તો પછી બીજી ચીજને લઈને શું બીજી ચીજ થાય? (ન થાય).
અહીં કહે છે-‘સ્વરૂપનું ગ્રહણ અને પરનો ત્યાગ કરવાની વિધિ વડે પોતાના વસ્તુત્વનો અભ્યાસ કરવા માટે...’ જોયું? વસ્તુ ભગવાન આત્મા છે અને તેનું વસ્તુત્વ કહેતાં સ્વરૂપ અતીન્દ્રિય આનંદ અને જ્ઞાન છે. તેનો અભ્યાસ એટલે વારંવાર
PDF/HTML Page 1970 of 4199
single page version
અનુભવ કરવા માટે જ્ઞાની આ સ્વ છે અને આ પર છે એવો ભેદ પરમાર્થે જાણીને સ્વમાં રહે છે અને પરથી વિરમે છે, અર્થાત્ જ્ઞાની રાગથી ખસે છે અને સ્વભાવમાં વસે છે.
એક તો આવું સાંભળવા મળે નહિ અને કદાચિત્ સાંભળવા મળે તો અજ્ઞાની વિરોધ કરે છે. પણ ભાઈ! કોનો વિરોધ કરે છે ભગવાન! તું? તને ખબર નથી ભાઈ! પણ વીતરાગ માર્ગ જ આવો છે; વસ્તુનું સ્વરૂપ જ આવું છે કે જ્યાં સ્વનું ગ્રહણ હોય છે ત્યાં જ રાગનો-પરનો ત્યાગ હોય છે. તું વ્રતાદિને વ્યવહાર કહે છે પણ અજ્ઞાનીને કયાં વ્યવહાર હોય છે? એ તો સ્વરૂપના અનુભવનારા જ્ઞાનીને જે કિંચિત્ સહકારી વ્રતાદિનો રાગ હોય છે તેને વ્યવહાર કહીએ છીએ. વસ્તુ તો આ રીતે છે, પણ અજ્ઞાનીને તેની પકડમાં મોટો દ્રષ્ટિ ફેર થઈ ગયો હોય છે. (તે વ્રતાદિને જ ધર્મ માને છે).
અહાહા...! ‘સ્વરૂપનું ગ્રહણ અને પરનો ત્યાગ કરવાની વિધિ વડે...’ કેવું ટૂંકું અને ઊંચું પરમાર્થ સત્ય! જેમ સક્કરકંદ એકલી સાકરનો કંદ છે તેમ ભગવાન આત્મા પૂર્ણાનંદસ્વરૂપ પ્રભુ એકલા અતીન્દ્રિય આનંદનો કંદ છે. તેનું ગ્રહણ કરતાં તેમાંથી આનંદની અને શાંતિની પરિણતિ ઉત્પન્ન થાય છે; તે કાંઈ વ્યવહારરત્નત્રયના રાગને લઈને થાય છે એમ નથી; રાગનો તો એમાં (યથાસંભવ) ત્યાગ થઈ જાય છે. આવું સ્વરૂપ છે. ભાગ્ય હોય એના કાને પડે એવી વાત છે અને અંતરમાં જાગ્રત થઈ પુરુષાર્થ કરે એ તો ન્યાલ થઈ જાય એવી આ ચીજ છે. જ્યાં રાગથી ખસીને અંદર વળે કે તરત જ ધર્મ થાય છે. અહો! સ્વરૂપ ગ્રહણનો આ અદ્ભુત અલૌકિક માર્ગ છે! પણ શું થાય? વર્તમાનમાં અજ્ઞાનીઓએ માર્ગને પીંખી નાખ્યો છે! અરે! જે માર્ગ નથી તેને તેઓ માર્ગ કહે છે!
પ્રશ્નઃ– તો મોક્ષમાર્ગ પ્રકાશકમાં એમ આવે છે કે-ઉદય તીવ્ર હોય ત્યારે જીવ ધર્મ ન કરી શકે ને ઉદય મંદ હોય ત્યારે તેને અવકાશ છે?
ઉત્તરઃ– હા, પણ એનો અર્થ શું? એનો અર્થ એ થયો કે જ્યારે જીવને તીવ્ર કષાયના પરિણામ થાય છે ત્યારે તો તેને ધર્મોપદેશ સાંભળવાની પણ લાયકાત હોતી નથી, પછી ધર્મ પામવાની તો વાત જ કયાં રહી? અને જ્યારે મંદકષાય હોય ત્યારે પુરુષાર્થ કરે તો અવકાશ છે. પણ તેથી શું તે કર્મને (ઉદયને) લઈને છે? ના; એમ નથી. (એમ કહેવું એ તો નિમિત્તનું કથન છે).
ગાથા ૧૩ માં બે બોલ આવે છે ને? કે આસ્રવ થવા યોગ્ય અને આસ્રવ કરનાર- એ બન્ને આસ્રવ છે. ત્યાં પુણ્ય-પાપના ભાવપણે થવા યોગ્ય એ પોતાની પર્યાય છે અને તેમાં આસ્રવ કરનાર એટલે દ્રવ્યાસ્રવનું-કર્મનું નિમિત્ત છે. આસ્રવ થવા યોગ્ય
PDF/HTML Page 1971 of 4199
single page version
પોતાની પર્યાય તો પોતાના (અશુદ્ધ) ઉપાદાનથી થઈ છે, અને એમાં દ્રવ્યાસ્રવ-કર્મ નિમિત્ત માત્ર છે; ત્યાં એમ નથી કે કર્મનો ઉદય થયો માટે પર્યાયમાં આસ્રવભાવ થયો છે, સમજાણું કાંઈ...? (દ્રવ્યાસ્રવ જીવના ભાવાસ્રવમાં નિમિત્ત છે, પણ તે જીવને ભાવાસ્રવ કરાવી દે છે એમ નથી).
પ્રશ્નઃ– પરંતુ કર્મના ઉદયના કારણે શુભભાવ આદિ આસ્રવભાવ થાય છે એમ શાસ્ત્રમાં આવે છે ને?
ઉત્તરઃ– હા, પણ એ તો નિમિત્તની વિવક્ષાથી કથન છે. એ શુભભાવ તો જીવની પોતાની ભાવમંદ થવાની લાયકાત હતી તેથી થયો છે. તે તે કાળે એવી જ પર્યાયની પોતાની લાયકાત છે; તે તે કાળે શુભભાવના ષટ્કારકપણે થવું તે પર્યાયનો સ્વકાળ છે. અહીં કહે છે-જ્ઞાનીને તે હેયપણે વર્તે છે.
અહીં કહ્યું ને કે-સ્વરૂપનું ગ્રહણ અને પરનો ત્યાગ કરવાની વિધિ વડે જ્ઞાની સ્વ- પરને ભિન્ન જાણીને સ્વમાં રમે છે અને પરથી વિરમે છે. અહા! અસ્તિમાં સ્વને પકડવો અને રાગની નાસ્તિ-અભાવ કરવો, રાગની ઉપેક્ષા કરી તેના અભાવપણે વર્તવું -એ વિધિ છે. અજ્ઞાનીની વિધિ કરતાં આ તદ્ન જુદી જાતની વિધિ છે. ભગવાન! હજુ તને માર્ગની ખબર નથી! દીપચંદજી ‘ભાવદીપિકા’માં લખી ગયા છે કે-અત્યારે આગમ પ્રમાણે શ્રદ્ધાવાન કોઈને હું જોતો નથી અને સત્યને કહેનારો કોઈ વક્તા પણ દેખાતો નથી. વળી મોઢે કહીએ છીએ તે કોઈ માનતું નથી તેથી આ લખી જાઉં છું. જુઓ વર્તમાન મૂઢતા! મોક્ષમાર્ગ પ્રકાશકમાં શ્રી ટોડરમલજી સાહેબે લખ્યું છે કે-જેમ વર્તમાનમાં હંસ દેખાતા નથી તેથી શું કાગડા આદિ અન્ય પક્ષીઓને હંસ મનાય? ન મનાય. તેમ વર્તમાન ક્ષેત્રમાં કોઈ સાધુ દેખાતા નથી તેથી શું વેશધારીઓમાં મુનિપણું માની લેવાય? ન માની લેવાય. જેમ હંસને સર્વકાળે લક્ષણ વડે જ માનીએ તેમ સાધુને પણ સર્વત્ર લક્ષણ વડે જ માનવા યોગ્ય છે. સાધુના જે લક્ષણ છે તેના વડે જોશો તો સાધુપણું યથાર્થ જણાશે.
પ્રશ્નઃ– રાગનો ત્યાગ જ્ઞાનીને છે, પરંતુ કર્મમાં ઉદય મંદ થયો છે માટે રાગનો ત્યાગ તેને થાય છે ને?
ઉત્તરઃ– એમ નથી, ભાઈ! કર્મમાં તો ઉદય ગમે તેવો હો, પણ સ્વરૂપનું ગ્રહણ થતાં રાગનો ત્યાગ થાય છે. ભાઈ! આ તો અધ્યાત્મના શબ્દો છે. ત્રણલોકના નાથને હલાવી નાખ્યો છે! કહે છે-જાગ રે જાગ નાથ! અનંતકાળ ઘણા ઘેનમાં ગાળ્યો છે, હવે નિંદર પાલવે નહિ, હવે ભગવાનને-નિજસ્વરૂપને ગ્રહણ કર. સ્વરૂપને ગ્રહણ કર એટલે કે પોતે શુદ્ધ ચિદાનંદઘનસ્વરૂપ પરમાત્મસ્વરૂપ છે તેનો આશ્રય કર અને રાગનો આશ્રય છોડી દે, રાગનો અભાવ કર. આ પ્રમાણે રાગનો ત્યાગ તે ત્યાગ
PDF/HTML Page 1972 of 4199
single page version
છે, બાકી બહારના ત્યાગ તો પ્રભુ! દ્રવ્યલિંગ ધારી-ધારીને અનંતવાર કર્યા છે. પણ તેથી શું? ભાવલિંગ વિના બધું ફોગટ છે.
ભાવપાહુડમાં આવે છે કે-‘ભાવહિ જિનભાવના જીવ’ હે જીવ! જિનભાવના ભાવ. જિનભાવના કહો કે સમ્યગ્દ્રષ્ટિની ભાવના કહો કે વીતરાગપણાની ભાવના કહો-એ બધું એક જ છે. એના વિના દ્રવ્યલિંગ અનંતવાર ધારણ કર્યાં છે. તે એટલી વાર ધારણ કર્યાં છે કે દ્રવ્યલિંગ ધારીને પછી મરીને અનંતાં જન્મ-મરણ એક એક ક્ષેત્રે કર્યાં છે. દ્રવ્યલિંગ ધારીને જે લોંચ કર્યા તેના એક એક વાળને એકઠો કરીએ તો અનંતા મેરુ પર્વત ઊભા થઈ જાય એટલી વાર દ્રવ્યલિંગ ધારણ કર્યાં છે. પણ ભાઈ! ભાવલિંગ વિના દ્રવ્યલિંગ સાચું હોઈ શકતું નથી-એમ ત્યાં કહેવું છે. જેને ભાવલિંગ અર્થાત્ સમ્યગ્દર્શન- જ્ઞાન-ચારિત્ર પ્રગટયું છે તેને દ્રવ્યલિંગ-પંચમહાવ્રતનો વિકલ્પ અને નગ્નતા આદિ જ હોય છે. પરંતુ ભાવલિંગ વિના બહારથી દ્રવ્યલિંગ ધારણ કર્યું હોય તેને વાસ્તવિક દ્રવ્યલિંગ વ્યવહારે પણ કહી શકાતું નથી.
ભગવાન આત્મા સદાય શુદ્ધ ચિદાનંદઘનસ્વરૂપ છે. તે સ્વરૂપની ઉપાદેયબુદ્ધિ અને રાગમાં ત્યાગબુદ્ધિ વડે, કહે છે, પોતાના વસ્તુત્વનો અભ્યાસ કરવો. શું કહ્યું એ? કે આનંદસ્વરૂપ, જ્ઞાનસ્વરૂપ પોતે અખંડ એકરૂપ વસ્તુ છે અને તેનું ‘પણું’ એટલે જ્ઞાન, આનંદ, શાંતિ, વીતરાગતા તેનો ભાવ છે. તેનો અભ્યાસ કરવો એટલે વારંવાર તેનો અનુભવ કરવો. આવો અનુભવ કરવા માટે આ એક જ્ઞાનાનંદસ્વરૂપ તે હું સ્વ છું અને રાગાદિભાવ સર્વ પર છે એવો ભેદ પરમાર્થે જાણીને જ્ઞાની સ્વમાં રહે છે અને પરથી - રાગથી વિરમે છે. ‘પરમાર્થે જાણીને’ એમ કહ્યું છે ને? મતલબ કે રાગાદિ પરથી ભિન્ન પડીને અંતરમાં જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન જ્ઞાયકનો, જેમાં આનંદનું વેદન પ્રગટ થયું છે તેવો અનુભવ કરીને જ્ઞાની સ્વમાં રમે છે અને પરથી સર્વ પ્રકારે વિરમે છે; વ્યવહારના રાગથી પણ તે સર્વ પ્રકારે વિરમે છે.
જ્ઞાની પરથી ભેદ પાડીને સ્વમાં સ્થિર થાય છે તે રાગને કારણે થાય છે એમ નથી, પણ રાગનો ભેદ કરવાથી સ્વમાં સ્થિર થાય છે, તેથી તો કહ્યું કે પરથી-રાગના યોગથી સર્વ પ્રકારે વિરમે છે. અહાહા...! શ્લોક તો જુઓ! શું એની ગંભીરતા છે! જ્ઞાની સ્વમાં રહે છે અને પરથી-રાગના યોગથી સર્વ પ્રકારે વિરમે છે-આ જ્ઞાન-વૈરાગ્યની શક્તિ વિના હોઈ શકે નહિ. જ્ઞાન-વૈરાગ્યની કોઈ અચિંત્ય શક્તિ છે જે વડે જ્ઞાની સ્વમાં રહે છે અને રાગથી નિવર્તે છે-ખસે છે. સ્વમાં વસવું અને પરથી-રાગથી ખસવું-એ જ્ઞાન-વૈરાગ્યની શક્તિ વિના હોઈ શકે નહિ. અહાહા...! બહુ ટૂંકી પણ આ મૂળ મુદની રકમની વાત છે.
PDF/HTML Page 1973 of 4199
single page version
सम्यग्द्रष्टिः सामान्येन स्वपरावेवं तावज्जानाति–
ण दु ते मज्झ सहावा जाणगभावो दु अहमेक्को।। १९८।।
न तु ते मम स्वभावाः ज्ञायकभावस्त्वहमेकः।। १९८।।
હવે પ્રથમ, સમ્યગ્દ્રષ્ટિ સામાન્યપણે સ્વને અને પરને આ પ્રમાણે જાણે છે-એમ ગાથામાં કહે છેઃ-
તે મુજ સ્વભાવો છે નહિ, હું એક જ્ઞાયકભાવ છું. ૧૯૮.
ગાથાર્થઃ– [कर्मणां] કર્મોના [उदयविपाकः] ઉદયનો વિપાક (ફળ) [जिनवरैः] જિનવરોએ [विविधः] અનેક પ્રકારનો [वर्णितः] વર્ણવ્યો છે [ते] તે [मम स्वभावाः] મારા સ્વભાવો [न तु] નથી; [अहम् तु] હું તો [एकः] એક [ज्ञायकभावः] જ્ઞાયકભાવ છું.
ટીકાઃ–જે કર્મના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલા અનેક પ્રકારના ભાવો છે તે મારા સ્વભાવો નથી; હું તો આ (પ્રત્યક્ષ અનુભવગોચર) ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ છું.
ભાવાર્થઃ–આ પ્રમાણે સામાન્યપણે સમસ્ત કર્મજન્ય ભાવોને સમ્યગ્દ્રષ્ટિ પર જાણે છે અને પોતાને એક જ્ઞાયકસ્વભાવ જ જાણે છે.
હવે પ્રથમ, સમ્યગ્દ્રષ્ટિ સામાન્યપણે સ્વને અને પરને આ પ્રમાણે જાણે છે-એમ ગાથામાં કહે છેઃ-
‘જે કર્મના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલા અનેક પ્રકારના ભાવો છે તે મારા સ્વભાવો નથી;...’
PDF/HTML Page 1974 of 4199
single page version
જુઓ! સ્વભાવથી ઉત્પન્ન થયેલા નથી એટલે તે ભાવો દ્રવ્યકર્મના વિપાકથી થયા છે એમ કહ્યું છે, બાકી તો તે ભાવો પોતામાં પોતાના કારણે ઉત્પન્ન થયેલા છે.
ગાથામાં તો કર્મના ઉદયના વિપાકથી થયા લખ્યું છે; તો શું એનો અર્થ આવો છે? હા, ભાઈ! તેનો અર્થ આવો છે. કર્મનો ઉદય થયો કયારે કહેવાય? કે જ્યારે જીવ વિકારપણે થાય ત્યારે તેને કર્મનો ઉદય થયો એમ કહેવામાં આવે છે. એ તો પહેલાં આવી ગયું છે કે-કર્મનો ઉદય આવ્યો હોય છતાં વિકારપણે ન પરિણમે તો તે ઉદય ખરી જાય છે. જ્ઞાનીને જેવી રીતે ઉદય ખરી જાય છે તેવી રીતે અજ્ઞાનીને પણ જે ઉદય હોય છે તે ખરી જાય છે, પણ અજ્ઞાની ઉદયકાળે રાગનો સ્વામી થઈને રાગને કરે છે માટે તેને નવો બંધ કરીને ઉદય ખરી જાય છે. આવી વાત ખાસ નિવૃત્તિ લઈને સમજવી જોઈએ.
કહે છે-કર્મના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલા અનેક પ્રકારના ભાવો છે તે મારા સ્વભાવો નથી. જુઓ, કર્મનો ઉદય તો નિમિત્ત માત્ર છે, પણ નિમિત્ત વખતે જીવ પોતે તે ભાવોરૂપે પરિણમ્યો છે માટે ઉદયના વિપાકથી ભાવો ઉત્પન્ન થયા છે એમ કહ્યું છે. અર્થાત્ રાગ આત્માના આનંદનો વિપાક-આનંદનું ફળ નથી તેથી જે રાગ છે તે કર્મના વિપાકનું ફળ છે એમ કહ્યું છે.
પ્રશ્નઃ– તમે તો આમાં જે લખ્યું છે એનાથી બીજો અર્થ કરો છો. સમાધાનઃ– ભાઈ! તેનો અર્થ જ આ છે. અહા! ધર્મી એમ જાણે છે કે કર્મના નિમિત્તથી થયેલા ભાવો મારા સ્વભાવો નથી. ‘નિમિત્તથી થયેલા’-એનો અર્થ એ છે કે તેના ઉપર લક્ષ કરવાથી, તેને આધીન થઈને પરિણમવાથી જે પર્યાયની પરિણતિ થાય છે તેને નિમિત્તથી થઈ-એમ કહેવાય છે. બાકી તો તે પર્યાય પોતાનામાં પોતાથી થઈ છે. છતાં તે નિજ સ્વભાવ નથી.
અહાહા...! પોતાની ચીજ એક આનંદના સ્વભાવનું નિધાન પ્રભુ છે. તેને જાણનાર-અનુભવનાર ધર્મી જીવને જરા કર્મના નિમિત્તમાં જોડાતાં-તેને વશ થતાં-જે વિકાર થાય છે તે કર્મનો પાક છે, પરંતુ આત્માનો પાક નથી. અનેક પ્રકારના ભાવો એટલે કે દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિ જે ભાવો છે તે મારા સ્વભાવો નથી કેમકે ‘હું તો આ (પ્રત્યક્ષ અનુભવગોચર) ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ છું’-આમ જ્ઞાની જાણે છે. હું તો પ્રત્યક્ષ અનુભવગમ્ય છું, અર્થાત્ મારી વર્તમાન જ્ઞાનપર્યાય પરની અપેક્ષા વિના પોતાને પ્રત્યક્ષ અનુભવે તે હું છું. અહાહા...! મારા પ્રત્યક્ષ અનુભવમાં જે આવે તે હું છું. (પ્રવચનસારમાં) અલિંગગ્રહણના છઠ્ઠા બોલમાં આવે છે કે-પોતાના સ્વભાવ વડે જાણવામાં આવે એવો પ્રત્યક્ષ જ્ઞાતા હું છું.
PDF/HTML Page 1975 of 4199
single page version
અહાહા...! આત્મા પોતાના સ્વભાવથી જણાય એવો પ્રત્યક્ષ જ્ઞાતા છે. અહીં ‘આ’ શબ્દ પડયો છે ને? હું તો ‘આ’... આટલામાંથી ‘પ્રત્યક્ષ અનુભવગોચર’ છું-એમ કાઢયું છે. હું તો આ-આનંદસ્વરૂપ ભગવાન આત્મા-પ્રત્યક્ષ અનુભવગમ્ય અર્થાત્ સ્વસંવેદનમાં પ્રત્યક્ષ જણાય એવો છું.
અહાહા...! ધર્માત્મા એમ જાણે છે કે-હું તો આ-પ્રત્યક્ષ અનુભવગોચર ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ છું. અનાદિથી અકૃત્રિમ અણઘડેલો ઘાટ એવો શાશ્વત ધ્રુવ એક ચૈતન્યબિંબમાત્ર ભગવાન છું એમ ધર્મી જાણે છે. પોતે કોણ છે એની-પોતાના ઘરની- ખબર ન મળે અને માંડે આખી દુનિયાની! ભાઈ! એ તો જીવન હારી જવાનું છે. અહીં તો કહે છે-હું ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ છું-એમ જ્ઞાની જાણે-અનુભવે છે. છઠ્ઠી ગાથામાં આવ્યું ને કે-
અહાહા...! જાણનારને જાણ્યો ત્યાં જણાયું કે-હું એક શુદ્ધ જ્ઞાયકભાવમાત્ર વસ્તુ છું.
‘આ પ્રમાણે સામાન્યપણે સમસ્ત કર્મજન્ય ભાવોને સમ્યગ્દ્રષ્ટિ પર જાણે છે અને પોતાને એક જ્ઞાયકસ્વભાવ જ જાણે છે.’
ભાષા જોઈ! ‘સમસ્ત કર્મજન્ય ભાવોને’-એમ લીધું છે. કર્મજન્ય ભાવ એટલે પુણ્ય ને પાપના ભાવ; તે ભાવો સ્વભાવ નથી તેથી તે ભાવોને કર્મજન્ય કહ્યા છે; પરંતુ તેથી તે કર્મથી થયા છે એમ નથી. વિકાર થયો છે તો પોતાના ષટ્કારકના પરિણમનથી. પરંતુ તે વિકાર આત્મજન્ય નથી તેથી તેને કર્મજન્ય કહેવામાં આવ્યો છે.
ત્યાં પંચાસ્તિકાયમાં (ગાથા ૬૨માં) અસ્તિકાય સિદ્ધ કરવું છે. તેથી ત્યાં કહ્યું કે- વિકાર-મિથ્યાત્વ, રાગ-દ્વેષ, વિષયવાસનાનો ભાવ ઇત્યાદિ-જે છે તે પર્યાયના ષટ્કારકનું સ્વતંત્ર પરિણમન છે, તેને પરકારકોની અપેક્ષા નથી, તેમ જ તેને સ્વદ્રવ્યગુણની પણ અપેક્ષા નથી. પર્યાયમાં એટલું વિકારનું અસ્તિત્વ છે એમ ત્યાં અસ્તિકાય સિદ્ધ કર્યું છે. પણ જ્યારે સ્વભાવ સિદ્ધ કરવો હોય અને સ્વભાવનું આલંબન કરાવવું હોય ત્યારે તેનો નિષેધ કરીને કહ્યું કે-તે ભાવો મારા સ્વભાવો નથી, તેઓ પરના નિમિત્તે ઉત્પન્ન થયેલા છે તેથી પરના છે, કર્મજન્ય છે. સમજાણું કાંઈ...!
પણ આવું બધું (અનેક અપેક્ષા) યાદ શી રીતે રહે?
PDF/HTML Page 1976 of 4199
single page version
યાદ કેમ ન રહે? ભગવાન! તું જ્ઞાનસ્વરૂપ આત્મા છો કે નહિ? આ તો બહુ ટૂંકુ છે કે-સમ્યગ્દ્રષ્ટિ ધર્મી જીવ સામાન્યપણે સમસ્ત કર્મજન્ય ભાવોને પર જાણે છે ને પોતાને એક જ્ઞાયકભાવ જ જાણે છે. અહાહા...! જ્ઞાનીને જે વ્રત, તપ, દયા, દાન, ભક્તિ ઇત્યાદિનો રાગ આવે છે તેને તે પોતાના સ્વરૂપથી બહાર પર જાણે છે; પોતે તો એક જ્ઞાયકસ્વરૂપ જ છે-બસ એમ જ અનુભવે છે. વ્રતાદિના ભાવ તે ધર્મનું કે ધર્મીનું સ્વરૂપ જ નથી.
PDF/HTML Page 1977 of 4199
single page version
सम्यग्द्रष्टिर्विशेषेण तु स्वपरावेवं जानाति–
ण दु एस मज्झ भावो जाणगभावो हु अहमेक्को।। १९९।।
न त्वेष मम भावो ज्ञायकभावः खल्वहमेकः।। १९९।।
હવે સમ્યગ્દ્રષ્ટિ વિશેષપણે સ્વને અને પરને આ પ્રમાણે જાણે છે-એમ કહે છેઃ-
આ છે નહિ મુજ ભાવ, નિશ્ચય એક જ્ઞાયકભાવ છું. ૧૯૯.
ગાથાર્થઃ– [रागः] રાગ [पुद्गलकर्म] પુદ્ગલકર્મ છે, [तस्य] તેનો [विपाकोदयः] વિપાકરૂપ ઉદય [एषः भवति] આ છે, [एषः] આ [मम भावः] મારો ભાવ [न तु] નથી; [अहम्] હું તો [खलु] નિશ્ચયથી [एकः] એક [ज्ञायकभावः] જ્ઞાયકભાવ છું.
ટીકાઃ–ખરેખર રાગ નામનું પુદ્ગલકર્મ છે તેના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલો આ રાગરૂપ ભાવ છે, મારો સ્વભાવ નથી; હું તો આ (પ્રત્યક્ષ અનુભવગોચર) ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ છું. (આ રીતે સમ્યગ્દ્રષ્ટિ વિશેષપણે સ્વને અને પરને જાણે છે).
વળી આ જ પ્રમાણે ‘રાગ’ પદ બદલીને તેની જગ્યાએ દ્વેષ, મોહ, ક્રોધ, માન, માયા, લોભ, કર્મ, નોકર્મ, મન, વચન, કાયા, શ્રોત્ર, ચક્ષુ, ધ્રાણ, રસન અને સ્પર્શન-એ શબ્દો મૂકી સોળ સૂત્રો વ્યાખ્યાનરૂપ કરવાં (-કહેવાં) અને આ ઉપદેશથી બીજાં પણ વિચારવાં.
હવે સમ્યગ્દ્રષ્ટિ વિશેષપણે સ્વને અને પરને આ પ્રમાણે જાણે છે-એમ કહે છેઃ-
‘ખરેખર રાગ નામનું પુદ્ગલકર્મ છે તેના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલો આ રાગરૂપ ભાવ છે, મારો સ્વભાવ નથી...’
PDF/HTML Page 1978 of 4199
single page version
હવે આટલાં આટલાં લખાણ આવે છતાં ‘કર્મથી રાગ ન થાય’ એમ કહીએ એટલે લોકોને આકરું જ લાગે ને? પણ ભાઈ! કઈ અપેક્ષાએ આ કહ્યું છે? વિકાર થયો છે તો પોતાના ઊંધા પુરુષાર્થથી; પણ તે સ્વભાવના આશ્રયે થતો નથી અને સ્વભાવ બંધસ્વરૂપ નથી તેથી નિમિત્તને આશ્રયે થયેલો વિકાર નિમિત્તનો છે એમ કહ્યું છે. ‘ખરેખર’ શબ્દ છે ને? પાઠ છે, જુઓ-‘पोग्गलकम्मं रागो’-ખરેખર રાગ નામનું પુદ્ગલકર્મ છે અને તે કર્મનો વિપાક તે રાગ છે, પણ આત્માનો વિપાક તે રાગ છે એમ નથી.
અહાહા...! રાગ થયો છે તો પોતાની નબળાઈને લીધે પોતાની પર્યાયમાં પોતાના ષટ્કારકના પરિણમનથી. પરંતુ આ નિર્જરા અધિકાર છે ને? દ્રષ્ટિ અને દ્રષ્ટિના વિષયમાં રાગ નથી અને રાગથી આત્મા જણાતો નથી. તે કારણે રાગને પર તરીકે કર્મજન્ય કહીને કાઢી નાખવા માગે છે. તેથી કહ્યું કે રાગ મારો સ્વભાવ નથી, શુદ્ધ ચૈતન્યનો ભાવ નથી.
‘હું તો આ ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ છું’-એમ જ્ઞાની જાણે છે. ‘આ’-એટલે પ્રત્યક્ષ અનુભવગોચર સ્વસંવેદનમાં જણાય એવો હું ત્રિકાળ શાશ્વત ચૈતન્યમાત્ર આત્મા છું, આ રાગાદિભાવ તે હું નથી એમ સમ્યગ્દ્રષ્ટિ વિશેષપણે સ્વને તથા પરને (ભિન્ન) જાણે છે.
જુઓ, કોઈ સ્વચ્છંદીને એમ થાય કે-રાગ કર્મજન્ય-પુદ્ગલજન્ય છે; માટે રાગ હો તો હો, તેથી મને શું નુકશાન છે? તો એના માટે પહેલેથી એ વાત સિદ્ધ કરી છે કે- ભાઈ! રાગ-દ્વેષ વિષયવાસના આદિ તારી પર્યાયમાં તારાથી થાય છે અને તે તારો જ અપરાધ છે. (એમાં કર્મનો કાંઈ દોષ નથી). તથા કોઈ રાગાદિને પોતાનો સ્વભાવ માની રાગમાં જ સંતુષ્ટ રહે છે, સ્વરૂપમાં જતો નથી તેને કહ્યું કે-ભાઈ! રાગ તારો સ્વભાવ નથી, પણ તે પરનિમિત્તે થતો પરભાવ હોવાથી પુદ્ગલજન્ય ભાવ છે; સ્વરૂપમાં ઉદ્યમી થયો છે એવો જ્ઞાની તેને કર્મજન્ય-પુદ્ગલજન્ય ભાવ જાણે છે કેમકે તે સ્વભાવ નથી. ગાથા ૭પ-૭૬માં એ જ કહ્યું છે કે-પુદ્ગલદ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી પુદ્ગલપરિણામનો એટલે કે રાગાદિભાવનો કર્તા છે અને પુદ્ગલપરિણામ અર્થાત્ રાગાદિભાવ તે વ્યાપક વડે સ્વયં વ્યપાતુ હોવાથી વ્યાપ્યરૂપ કર્મ છે. આ પ્રમાણે રાગને કર્મજન્ય કહીને તેનો સ્વભાવ અને સ્વભાવની દ્રષ્ટિમાં નિષેધ કર્યો છે અને સ્વરૂપનું આલંબન કરાવ્યું છે. સમજાણું કાંઈ...? ‘શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક’માં પંડિતપ્રવર શ્રી ટોડરમલજીએ બહુ સુંદર સ્પષ્ટીકરણ કર્યું છે કે-
“શ્રીગુરુ રાગાદિક છોડાવવા ઇચ્છે છે. હવે જે રાગાદિકને પરના માની સ્વચ્છંદી બની નિરુદ્યમી થાય, તેને તો ઉપાદાનકારણની મુખ્યતાથી ‘રાગાદિક આત્માના છે’ એવું શ્રદ્ધાન કરાવ્યું; તથા જે રાગાદિકને પોતાનો સ્વભાવ માની તેના નાશનો ઉદ્યમ કરતો નથી, તેને નિમિત્તકારણની મુખ્યતાથી ‘રાગાદિક પરભાવ છે’ એવું શ્રદ્ધાન કરાવ્યું.
PDF/HTML Page 1979 of 4199
single page version
અહીં કહ્યું કે-ખરેખર રાગ નામનું પુદ્ગલકર્મ છે તેના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલો આ રાગરૂપ ભાવ છે. ગાથા ૭પ માં પણ એ જ કહ્યું છે કે-રાગ-દ્વેષ, પુણ્ય- પાપના અંતરંગમાં જે ભાવ થાય છે તે પુદ્ગલપરિણામ-પુદ્ગલનું કાર્ય છે. આ કઈ અપેક્ષાએ વાત છે? કે રાગાદિ જીવનો સ્વભાવ નથી, સ્વભાવથી તે ચીજ ભિન્ન છે એમ બતાવવા તેને પુદ્ગલનું કર્મજન્ય પરિણામ છે એમ કહ્યું છે. જ્યારે વાસ્તવિક પર્યાયની સ્થિતિનું સ્વરૂપ કહે ત્યારે રાગદ્વેષ આદિ જેટલો વિકાર થાય છે તે, ષટ્કારકરૂપ પરિણમન જીવથી જીવનું જીવમાં છે. આમ બેય રીતે શાસ્ત્રમાં કથન આવે છે તેને જે તે અપેક્ષાથી યથાર્થ સમજવું જોઈએ.
આ નિર્જરા અધિકાર છે. ધર્મી જીવની દ્રષ્ટિ ત્રિકાળી ચૈતન્યસ્વભાવમાત્ર નિજવસ્તુ ઉપર હોય છે. તેથી તે સ્વભાવદ્રષ્ટિવંતને, જે રાગાદિ ભાવ થાય છે તેનું તેને સ્વામીપણું નહિ હોવાથી, તે ભાવ ખરી જાય છે, નિર્જરી જાય છે. જ્ઞાનીને તો નિર્જરા જ છે ને? કારણ કે તે રાગાદિ ભાવનો સ્વામી નહિ હોતો થકો તેને પુદ્ગલના કાર્યપણે જાણે છે, અને સ્વભાવના આશ્રયે રાગાદિથી નિવર્તે છે.
પ્રશ્નઃ– આમાં કેટકેટલી અપેક્ષાઓ બધી યાદ રાખવી? આપ સવારે પ્રવચનમાં કહો કે રાગ-વિકાર તારાથી થાય છે, તારો છે; વળી બપોરના પ્રવચનમાં કહો કે રાગાદિ પુદ્ગલનું કાર્ય છે, તારું નહિ. તો આમાં અમારે સમજવું શું?
સમાધાનઃ– ભાઈ! જ્યાં જે અપેક્ષા હોય તે યથાર્થ સમજવી જોઈએ. જુઓ, રાગ ખરેખર તો એક સમયની જીવની પર્યાયમાં પોતાથી સ્વતંત્ર થાય છે. પોતાનો તે દોષ છે. પણ તે દોષ છે, સ્વભાવ નથી-એમ બતાવવા સ્વભાવની દ્રષ્ટિ કરાવવા તે પુદ્ગલનો છે એમ કહ્યું છે. જેને સ્વભાવની દ્રષ્ટિ થઈ છે તે ધર્માત્મા રાગને પોતાનાથી ભિન્ન પુદ્ગલનું કાર્ય માનીને સ્વભાવના અવલંબને છોડી દે છે.
પ્રશ્નઃ– નિમિત્તથી (વિકાર) થાય એટલે શું? સમાધાનઃ– નિમિત્તથી થાય એટલે નિમિત્તના લક્ષે પોતાથી પોતાનામાં થાય. પંચાસ્તિકાયની ૬૨ મી ગાથામાં તો ચોખ્ખું કહ્યું છે કે જે રાગ-દ્વેષ-મોહના વિકારી ભાવ થાય છે તે એક સમયની પર્યાયમાં ષટ્કારકનું સ્વતંત્ર પરિણમન છે. તે તે પર્યાય તે રાગને કરે છે, તે તે પર્યાયનું રાગ કર્મ છે, તે પર્યાય રાગનું સાધન છે, તે પર્યાય રાગરૂપ થઈને રાગને લે છે અર્થાત્ રાખે છે, તે પર્યાયથી રાગ થાય છે અને તે પર્યાયના આધારે રાગ થાય છે. ત્યાં પંચાસ્તિકાયમાં રાગ-વિકારની અવસ્થા જીવની (પર્યાયની) સત્તામાં જીવને લઈને થાય છે તેમ સિદ્ધ કરવું છે. રાગ પોતાની પર્યાયમાં થયેલો પોતાનો છે એમ ત્યાં કહેવું છે. વળી જેમ રાગની પર્યાય નિરપેક્ષ છે તેમ વીતરાગી
PDF/HTML Page 1980 of 4199
single page version
પર્યાય પણ નિરપેક્ષ છે. નિર્મળ સમ્યગ્દર્શનની પર્યાય પણ પોતાના ષટ્કારકથી પોતાથી પરિણમી છે. તે કર્મના અભાવને લઈને થઈ છે એમ નથી તથા દ્રવ્ય-ગુણના કારણે થઈ છે એમ પણ નથી. પર્યાય રાગની હો કે વીતરાગી હો-બન્ને નિરપેક્ષ છે. પરંતુ રાગ સ્વભાવમાં નથી અને સ્વભાવનું કાર્ય પણ નથી; તેથી પુદ્ગલના લક્ષે થતો રાગ પુદ્ગલનું કાર્ય છે એમ કહી તેનો ત્યાગ કરાવે છે. સમજાણું કાંઈ...?
આપ આવો અર્થ કેમ કરો છો? ભાઈ! તેનો અર્થ જ આવો છે ત્યાં બીજું શું કરીએ? જુઓ, અહીં અને ૭પ મી ગાથામાં રાગને પુદ્ગલપરિણામ કહ્યા છે. તેથી કરીને રાગ કર્મને લઈને થાય છે એમ જો કોઈ માને તો તે મૂઢ મિથ્યાદ્રષ્ટિ છે. ભાઈ! પુદ્ગલકર્મ તો જડ પરદ્રવ્ય છે. તેનાથી જીવમાં વિકાર કેમ થાય? ન જ થાય. પણ જડના નિમિત્તે થતો રાગ સ્વભાવમાં નથી માટે સ્વભાવદ્રષ્ટિવંત પુરુષ તેને પુદ્ગલનું કાર્ય જાણી કાઢી નાખે છે, છોડી દે છે. ધર્મીની દ્રષ્ટિ નિરંતર સ્વભાવ ઉપર છે. સ્વભાવમાં અને સ્વભાવની દ્રષ્ટિમાં રાગ-વિકાર નથી. તેથી દ્રષ્ટિવંત પુરુષ રાગને પોતાથી પૃથક્ જાણી તેને પુદ્ગલનું કાર્ય ગણી છોડી દે છે. બિચારાને બાયડી-છોકરાં પંપાળવાની અને રળવા- કમાવાની પાપની પ્રવૃત્તિ આડે વિચારવાની કયાં ફુરસદ છે? અને કદાચિત્ ફુરસદ મળે તોય આવી અનેક અપેક્ષાઓમાં મુંઝાઈ જાય પણ યથાર્થ સમજણ કરે નહિ. શું થાય? માર્ગ તો જેમ છે તેમ સમજવો જ પડશે.
અહીં કહે છે-કર્મના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલો આ રાગરૂપ ભાવ છે. જોયું? કર્મના ઉદયથી રાગરૂપ ભાવ થયો છે એમ કહે છે. એમ કેમ કહ્યું? તો આ નિર્જરા અધિકારમાં સમકિતીની વાત છે ને? સમકિતીની દ્રષ્ટિ શુદ્ધ જ્ઞાયકસ્વભાવ પર છે; અને સ્વભાવમાં કયાં રાગ છે? રાગ તો કૃત્રિમ પર્યાય છે, જ્યારે સ્વભાવ ત્રિકાળ શુદ્ધ આનંદસ્વરૂપ છે. માટે દ્રષ્ટિમાં રાગને કર્મનું સ્વરૂપ ઠરાવીને જીવને તેનાથી છોડાવ્યો છે. ગાથા ૭૬માં પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય- એમ લીધું છે. ત્યાં પ્રાપ્ય જે વિકારી ભાવ પ્રાપ્ત થવા યોગ્ય છે તેને પુદ્ગલ પહોંચી વળે છે એમ લીધું છે. ત્યાં પણ આ જ અપેક્ષા સમજવી.
પ્રશ્નઃ– તો રાગ કોનો છે? જીવનો કે પુદ્ગલનો? અહીંયા અને ૭પમી ગાથામાં રાગ પુદ્ગલકર્મનો કહ્યો અને પંચાસ્તિકાયમાં રાગ પોતાની પર્યાયમાં પોતાથી થયેલો પોતાનો જીવનો કહ્યો છે, નિમિત્તથી થયેલો નહિ.
સમાધાનઃ–પંચાસ્તિકાયમાં રાગને પોતાનો કહ્યો છે કેમકે રાગ જીવની પર્યાયમાં થાય છે અને તે પર્યાયના અસ્તિપણે એક સમયનું સત્ છે. તેને પર નિમિત્ત કેવી રીતે કરી શકે? ન કરી શકે? ભાઈ! પર્યાયમાં જે વિકાર થાય છે એ તો