Pravachan Ratnakar (Gujarati). Gatha: 200 ; Kalash: 137.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 100 of 210

 

PDF/HTML Page 1981 of 4199
single page version

પોતાનો અપરાધ છે. વિકારની પર્યાય જ વિકારને કરે છે, તે નથી કર્મથી થયો કે નથી દ્રવ્ય-ગુણથી થયો. માટે વિકાર થાય છે એમાં કર્મનું તો કાંઈ કાર્ય નથી.

પણ એ તો અભિન્નની (અભિન્ન કારકોની) વાત છે? હા, પણ અભિન્ન એટલે શું? પોતાથી વિકાર થયો છે એનું જ નામ અભિન્ન છે; તે કાંઈ ભિન્ન વસ્તુથી (કર્મથી) થયો છે એમ છે નહિ. જ્યારે અહીં અપેક્ષા બીજી છે. અહીં તો પર્યાયમાં જે વિકાર થાય છે તે ચિદાનંદઘનસ્વરૂપ ભગવાન આત્માનો સ્વભાવ નથી. ત્રિકાળી ચીજ જે સચ્ચિદાનંદમય અનાકુળ આનંદસ્વરૂપ, અકષાયસ્વરૂપ પ્રભુ આત્મા છે તેમાં રાગ નથી. તેની દ્રષ્ટિમાં રાગ પૃથક્ રહી જાય છે તેથી તેને પુદ્ગલનું કાર્ય ગણી તેના ઉપરની દ્રષ્ટિ છોડાવી છે અને સ્વભાવની દ્રષ્ટિ કરાવી છે.

અહાહા...! ભાષા તો જુઓ! ‘તેના ઉદયના વિપાકથી’... કોના વિપાકથી? કે પુદ્ગલકર્મ જે જડ છે તેના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલો આ રાગરૂપ ભાવ છે. તે (- રાગ) સ્વભાવ નથી તે બતાવવા આમ કહ્યું છે. એક સમયની વિકૃત અવસ્થા સ્વભાવ કેમ હોય? જોકે પર્યાયબુદ્ધિવાળાને રાગ પોતાનો સ્વભાવ ભાસે છે. પરંતુ અહીં તો પર્યાયબુદ્ધિને ઉડાવી દીધી છે ને? (કેમકે આ તો નિર્જરાવાળાની વાત છે). તેથી પર્યાયબુદ્ધિ ઉડાવીને કહ્યું છે કે-રાગ દ્રવ્યમાં નથી. અહાહા...! જ્યાં દ્રષ્ટિ થંભી છે ત્યાં- વસ્તુ અને વસ્તુની શક્તિ-ગુણોમાં રાગ છે જ નહિ. તેથી રાગને પુદ્ગલનો કહ્યો છે. ભાઈ! આ કોઈને ન બેસે વા વિપરીત બેસે તોપણ તેની સાથે કોઈ વિરોધ ન હોય. અમને તો ‘સત્ત્વેષુ મૈત્રી’ છે. અહાહા...! બધા જ ભગવાન આત્મા છે. માટે કોઈના પ્રતિ વિરોધ કરવાનો ન હોય.

જે પુણ્યભાવ-શુભભાવ છે તે પણ રાગ છે. પાપભાવ તો રાગ છે જ, એમાં નવું શું છે? પણ જે પુણ્યભાવ છે તે પણ રાગ છે. તેને જ્ઞાની પુરુષો હેય જાણીને છોડી દે છે. જુઓ, માણસ જે વિષ્ટા કરે છે તેને ભૂંડ રુચિપૂર્વક ખાય છે. અરે! જેની સામું પણ માણસ તાકે નહિ તેને ભૂંડ ખાય છે! તેમ જ્ઞાનીઓ જે રાગને હેય જાણી છોડી દે છે તેને અજ્ઞાનીઓ પોતાના માની તેના કર્તા થાય છે. ભારે વિચિત્ર વાત! આવો જ્ઞાની અને અજ્ઞાનીના અંતરમાં આસમાન જમીનનો ફેર છે. જુઓને! અહીં કહે છે-કર્મના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલો આ રાગરૂપ ભાવ છે, (તે) મારો સ્વભાવ નથી-એમ જ્ઞાની જાણે છે. અહાહા...! ચિદાનંદ, નિત્યાનંદ પ્રભુ આત્માનો રાગ સ્વભાવ કેવો? માટે આ અપેક્ષાએ જ્ઞાની રાગને કર્મનું કાર્ય જાણે છે.

પરંતુ કોઈ સ્વયં કર્તા થઈને રાગ કરે અને નાખી દે કર્મને માથે તો તેને કહે છે કે-ઊભો રહે, વિકાર તારાથી તું કરો છો તો ઊભો થાય છે. તે તારો જ દોષ છે;


PDF/HTML Page 1982 of 4199
single page version

કર્મ કાંઈ વિકારને કરતું નથી, કર્મ તો તેને અડતુંય નથી. ત્રીજી ગાથામાં ન આવ્યું? કે દરેક દ્રવ્ય પોતાના ગુણ-પર્યાયને ચુંબે છે તોપણ પરદ્રવ્યને ચુંબતું નથી. આ શું કહ્યું? કે કર્મનો ઉદય રાગને કે જીવને ચુંબતો નથી, અને રાગ કર્મના ઉદયને ચુંબતો નથી.

તો રાગને પરનો (કર્મનો) કેમ કહ્યો? કારણ કે રાગ જીવનો સ્વભાવ નથી. આનંદનો નાથ પ્રભુ આત્માનો ત્રિકાળ જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવ છે. તેની અનંતી નિર્મળ શક્તિઓમાં રાગને કરે એવી કોઈ શક્તિ - સ્વભાવ નથી. તેથી પર્યાયમાં જે રાગ થાય છે તે પર નિમિત્તના સંગે થાય છે તો પરનો છે એમ જાણી જ્ઞાની તેનાથી વિમુખ થાય છે. ભાઈ! આવું મનુષ્યપણું મળ્‌યું ને એમાં આવી સત્ય તત્ત્વની વાત ન સમજાય તો અરેરે! હવે અવતાર કયાં થશે? બાપુ! ભવસમુદ્ર અનંત છે. આ સમજ્યા વિના તું એમાં ડૂબીશ, અને તો પછી અનંતકાળે પણ અવસર નહિ મળે, સમજાણું કાંઈ...?

જ્ઞાની કહે છે કે હું તો એક જ્ઞાયકસ્વભાવી છું. મારા સ્વભાવમાં રાગ નથી. અને રાગને કરે એવો કોઈ ગુણ-સ્વભાવ મારામાં નથી. જો વિકારને કરે એવો કોઈ ગુણ મારામાં હોય તો સદાય વિકાર થયા જ કરે, કર્યા જ કરે, અને તો વિકાર કદીય ટળે નહિ; ઝીણી વાત છે પ્રભુ! રાગ જો સ્વભાવ હોય તો રાગ ટળીને વીતરાગ કદાપિ ન થાય. પણ એમ છે નહિ. જુઓને! કેટલું સ્પષ્ટ કર્યું છે? કે પુણ્ય, પાપ, દયા, દાન, ભક્તિ ઇત્યાદિનો રાગ મારો સ્વભાવ નથી; હું તો આ-પ્રત્યક્ષ અનુભવગોચર-ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ છું એમ સમકિતી જાણે છે, માને છે, અને રાગને કર્મકૃત જાણી તેનાથી વિમુખ થઈ જાય છે, તેને તજી દે છે.

પ્રશ્નઃ– વિકાર કર્મજન્ય છે અને વળી જીવનો પણ છે-એમ બેય વાત કુંદકુંદાચાર્યે કહી છે એમ આપ કહો છો, તો બન્નેમાંથી કઈ વાત બરાબર છે?

ઉત્તરઃ– ભાઈ! (અપેક્ષાથી) બન્ને વાત બરાબર છે. શ્રીમદે કહ્યું છે કે-

“જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું તેહ.”

ભાઈ! આ વાત પહેલાં હતી જ નહિ અને તું અપેક્ષા સમજતો નથી તેથી સમજવી કઠણ લાગે છે. આ વાત ચાલતી ન હતી તેથી તે બહાર આવતાં લોકોને આશ્ચર્ય થવા લાગ્યું છે.

ભાઈ! પર્યાયમાં જે વિકાર છે તે કર્મથી થયો છે એમ બીલકુલ નથી. પોતાના ઊંધા પુરુષાર્થથી જીવ વિકાર કરે છે અને સવળા પુરુષાર્થ વડે તેને ટાળે છે. જીવ જે વિકાર કરે છે તે પોતાથી સ્વતંત્ર કરે છે. તેને કોઈ કર્મ કે પરને કારણે વિકાર થાય છે એમ છે જ નહિ.


PDF/HTML Page 1983 of 4199
single page version

આપે આવું નવું કયાંથી કાઢયું? અમે તો કર્મથી જ વિકાર થાય છે એમ સાંભળ્‌યું છે. તો કર્મથી વિકાર ન થાય એવું નવું આપે કયાંથી કાઢયું?

ભાઈ! વિકાર પોતાનો સ્વભાવ નથી, છતાં તેને પર્યાયમાં જીવ સ્વતંત્રપણે કરે છે, તેમાં એકેય દોકડો પરનો નથી. (જુઓ પંચાસ્તિકાય ગાથા ૬૨).

વિકાર થવામાં પ૦ દોકડા ઉપાદાનના ને પ૦ દોકડા નિમિત્તના રાખો તો કેમ? ભાઈ! એમ નથી. વિકાર થવામાં એકેય દોકડો નિમિત્તનો-પરનો નથી. ૧૦૦% પોતાના પોતાનામાં છે, ને નિમિત્તના સો યે સો ટકા નિમિત્તમાં છે. અરે ભગવાન! વિકાર તેના સ્વકાળે પોતાને કારણે પોતામાં (પર્યાયમાં) થયો છે. જુઓ, તે જીવનો સ્વભાવ નથી-એમ કહીને જો કોઈ વિકારને પર્યાયમાં પરથી થયેલો માનતો હોય ને સ્વચ્છંદ પ્રવર્તતો હોય તો તેને વિકાર જીવનો છે એમ સંતો કહે છે; અને જો કોઈ જીવનો જ વિકાર છે એમ વિકારને સ્વભાવ માની તેને છોડતો જ નથી તેને સંતો કહે છે-ભાઈ! વિકાર તારો સ્વભાવ નથી, એ તો પરના નિમિત્તે થયેલો પરનો છે, કર્મજન્ય છે.

અહીં કહે છે-રાગ મારો સ્વભાવ નથી. ભાષા તો જુઓ! કહે છે-‘હું તો આ- પ્રત્યક્ષ અનુભવગોચર-ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ છું.’ અહાહા...! આ સ્વસંવેદનમાં પ્રત્યક્ષ જણાય છે એવો હું તો એક શાશ્વત ધ્રુવ ચૈતન્યબિંબ છું એમ જ્ઞાની જાણે છે. બાપુ! સમજવા જેવી તો આ વાત છે. ભાઈ! આ વસ્તુસ્થિતિ છે. અરે! આવાં ટાણાં મળ્‌યાં ને તને નવરાશ નહિ! આ ભવ પછી તારે કયાં જવું છે, બાપા? અનંત-અનંતકાળ હજુ રહેવું તો છે. અહીં (મનુષ્યમાં) કેટલો કાળ રહેવાનો? પાંચ-પચાસ વર્ષ; પણ આત્મા તો અનંતકાળ રહેવાનો છે. જો દ્રષ્ટિ વિપરીત રહી તો અનંતકાળ વિપરીત દ્રષ્ટિમાં-ચાર ગતિમાં-રહેશે, અનંતકાળ અનંત દુઃખમાં રહેશે.

અહાહા...! રાગાદિ મારા સ્વભાવો નથી, હું તો એક ચિન્માત્ર જ્ઞાયકભાવમાત્ર વસ્તુ છું એમ વિશેષપણે સમ્યગ્દ્રષ્ટિ સ્વને અને પરને જાણે છે.

હવે કહે છે-‘આ પ્રમાણે “રાગ” પદ બદલીને તેની જગ્યાએ “દ્વેષ” લેવો.’ જેમ ‘पोग्गलकम्मं रागो’ મૂળ પાઠમાં છે તેમ ‘पोग्गलकम्मं द्वेषो’–એમ લેવું. ભાઈ! આ તો સત્યનાં ઉદ્ઘાટન છે. ધર્મીની દ્રષ્ટિ શુદ્ધ સ્વભાવ ઉપર છે તેથી તે એમ કહે છે કે દ્વેષ મારો સ્વભાવ નથી, તે કર્મનું કાર્ય છે, અર્થાત્ પુદ્ગલકર્મનો દ્વેષ છે. બહુ ઝીણી વાત બાપુ! દ્વેષ છે તો નિરપેક્ષ, કેમકે કર્મના નિમિત્તપણાની અપેક્ષા વિના તે થાય છે; તોપણ અહીં તેને સાપેક્ષ કહીને તે સ્વભાવ નથી એવી દ્રષ્ટિ કરાવી છે. અહાહા...! દ્રષ્ટિવંત પુરુષો-ધર્મી જીવો દ્વેષ કર્મનું કાર્ય છે એમ જાણીને તેની નિર્જરા કરી નાખે છે.

જીવનો સ્વભાવ તો ત્રિકાળ આનંદ અને વીતરાગતા છે. તેથી તેનો જે પાક


PDF/HTML Page 1984 of 4199
single page version

આવે તે આનંદ અને વીતરાગતાનો આવે છે. જીવનું ત્રિકાળી ક્ષેત્ર જ એવું છે કે તેમાંથી આનંદ અને વીતરાગતાનો પાક આવે. દ્વેષનું (વર્તમાન) ક્ષેત્ર એનાથી ભિન્ન છે. દ્વેષના ક્ષેત્રનો જે અંશ છે તે કર્મનું કાર્ય છે એમ જાણી જ્ઞાની તેને કાઢી નાખે છે. બિચારા અજ્ઞાની સામાયિક, પ્રતિક્રમણાદિ ક્રિયાકાંડ કરે અને માને કે થઈ ગયો ધર્મ, પણ રાગ શું? દ્વેષ શું? સ્વભાવ શું? નિમિત્ત શું? ઇત્યાદિ તત્ત્વ સમજે નહિ તેને ધર્મ કયાંથી થાય?

પ્રશ્નઃ– નિમિત્તથી થાય છે એમ શાસ્ત્રમાં કથન આવે છે. છતાંય નિમિત્તથી ન થાય એમ આપ કેમ કહો છો?

સમાધાનઃ– ભાઈ! નિમિત્તથી થાય છે એમ કથન તો આવે છે પણ એનો અર્થ શું? નિમિત્તથી થયું છે એટલે કે નિમિત્તના લક્ષે થયું છે બસ એટલું જ. બાકી કાંઈ એક દ્રવ્યથી અન્ય દ્રવ્યમાં કાર્ય થાય છે? (ના.) પરદ્રવ્ય તો સ્વદ્રવ્યને અડતુંય નથી તો પછી એનાથી શું થાય? (કાંઈ જ નહિ). અહીં તો એમ કહેવું છે કે-આત્મસ્વભાવને (સ્વભાવના ક્ષેત્રને) દ્વેષ અડતોય નથી માટે દ્વેષ કર્મનું કાર્ય છે એમ જાણીને સ્વભાવની દ્રષ્ટિ વડે જ્ઞાની તેની નિર્જરા કરી દે છે. વીતરાગનો માર્ગ બહુ ઝીણો બાપા!

હવે ‘રાગ’ પદ બદલીને ‘મોહ’ લેવું એમ કહે છે. અહીં સમકિતીની વાત છે. સમકિતીને મિથ્યાત્વાદિ નથી પણ તેને પરમાં સાવધાનીનો કિંચિત્ મોહનો ભાવ આવે છે. પરંતુ તે, મોહ કર્મનું કાર્ય છે, મારો સ્વભાવ નથી, હું તો શુદ્ધ ચૈતન્યમાત્ર છું એમ જાણતો થકો મોહથી હઠે છે.

તેવી રીતે ‘ક્રોધ’ ‘पोग्गलकम्मं कोहो’–એમ લેવું. મતલબ કે ક્રોધ પુદ્ગલકર્મનું કાર્ય છે કેમકે તે આત્માનો સ્વભાવ નથી. આત્મા તો સદાય વીતરાગમૂર્તિ આનંદકંદ પ્રભુ છે; તેમાંથી ક્રોધ-વિકાર કેમ આવે? જુઓ, ક્રોધ થાય છે તો પોતાથી પોતાની પર્યાયમાં, પરંતુ જેની પર્યાયબુદ્ધિ નષ્ટ થઈને ત્રિકાળી જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિ પ્રગટ થઈ છે તે સમકિતી ધર્મી જીવ એમ જાણે છે કે ક્રોધ પુદ્ગલકર્મના ઉદયનો વિપાક છે. ધર્માત્મા જરા ક્રોધ થાય તેનો સ્વામી નથી. તો ક્રોધનો સ્વામી કોણ છે? તો કહે છે પુદ્ગલ ક્રોધનો સ્વામી છે. ૭૩ મી ગાથામાં આવી ગયું છે કે વિકારનો સ્વામી પુદ્ગલ છે. અહાહા...! શુદ્ધ ચૈતન્યસ્વભાવના સ્વામીપણે જ્યાં પ્રવર્ત્યો ત્યાં એમ ભાસ્યું કે ક્રોધાદિ વિકારનો સ્વામી પુદ્ગલ છે. આમ જાણીને કોઈ વિકાર થવાનો ભય ન રાખે અને સ્વચ્છંદે પ્રવર્તે તેને કહે છે કે વિકાર તારાથી તારામાં થતો અપરાધ છે. આ વાત રાખીને કહ્યું કે ક્રોધ પુદ્ગલનું કાર્ય છે. સમજાણું કાંઈ...?

પણ આ બેમાંથી કઈ વાત સાચી માનવી?


PDF/HTML Page 1985 of 4199
single page version

ભાઈ! બન્ને વાત સાચી છે. પર્યાયદ્રષ્ટિવાળાને ક્રોધાદિ વિકાર પર્યાયદ્રષ્ટિએ પોતાથી થાય છે તે સાચું છે અને દ્રવ્યદ્રષ્ટિવંતને પોતાથી શુદ્ધ દ્રવ્યથી થતો નથી તેથી પરથી થાય છે એ વાત પણ સાચી છે. જોર અહીં આ ત્રીજા પદ પર છે કે-‘ण दु एस मज्झ भावो’-તે મારો સ્વભાવ નથી; ‘जाणगभावो हु अहमेक्को’ હું તો એક જ્ઞાયકભાવ છું. શુદ્ધ જ્ઞાયકમાં વિકાર નથી માટે વિકાર કર્મનો છે. અહાહા...! શું સરસ વાત કરી છે!

હવે ‘માન’ ‘पोग्गलकम्मं मानो’ એમ લેવું એમ કહે છે. મતલબ કે જરીક માન આવે તો જ્ઞાની કહે છે તેનો હું જાણનાર છું, પણ તે મારો સ્વભાવ નથી માટે એ પુદ્ગલનું કાર્ય છે. ભાઈ! આ તો તત્ત્વની ગંભીર વાત! માન પુદ્ગલકર્મરૂપ છે એમ જ્ઞાની જાણે છે.

હવે ‘માયા’-‘पोग्गलकम्मं माया’ એમ લેવું. મતલબ કે સહેજ માયા આવે તો જ્ઞાની કહે છે તેનો હું જાણનાર છું, પણ તે મારો સ્વભાવ નથી માટે તે પુદ્ગલનું કાર્ય છે. આ નિર્જરા અધિકાર છે ને? એટલે સુખધામ-આનંદધામ સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ આત્માની દ્રષ્ટિના જોરમાં ધર્માત્મા પોતાને કિંચિત્ માયા થાય તેને પુદ્ગલનું કાર્ય જાણીને કાઢી નાખે છે. ગજબ વાત છે ભાઈ!

એવી રીતે ‘पोग्गलकम्मं लोभो’ એમ ‘લોભ’ લેવું. અહાહા...! વસ્તુ આત્મા અનંતગુણમય છે અને એક એક ગુણની શક્તિ અનંતી છે. પરંતુ એમાં શું કોઈ ગુણ એવો છે કે લોભને કરે? ના, કોઈ જ નથી. આત્મામાં એક વૈભાવિક શક્તિ છે, પણ એ તો જીવનો ત્રિકાળી નિર્મળ સ્વભાવ છે. એમ નથી કે વૈભાવિક શક્તિના કારણે જીવ વિકાર કરે છે. એ તો ચાર દ્રવ્યમાં એવી શક્તિ નથી અને જીવ અને પુદ્ગલમાં જ છે માટે તેને વૈભાવિક એટલે વિશેષ શક્તિ કહી છે. પરંતુ તેથી વિકારરૂપે થવું તે વૈભાવિક શક્તિ એમ નથી. સિદ્ધમાં પણ વૈભાવિક શક્તિ છે. વૈભાવિક શક્તિ તો જીવનો અનાદિ- અનંત ગુણ છે. અન્ય દ્રવ્યોમાં તે નથી તેથી તેને વૈભાવિક એટલે વિશેષ ગુણ કહ્યો છે, પણ વિકારપણે પરિણમે તે વૈભાવિક ગુણ એમ છે જ નહિ. વિકાર તો પરને આધીન થઈ પરિણમતાં થાય છે, નિર્મળ ગુણને આધીન નહિ.

અહીં કહે છે કે જ્ઞાનીને તેની દશામાં કિંચિત્ લોભ થઈ આવે છે તેને તે કર્મનું કાર્ય છે એમ જાણી તેનો સ્વામી થતો નથી તેથી તે લોભ નિર્જરી જાય છે. ઝીણી વાત છે પ્રભુ! કહે છે-જીવ ઉપયોગસ્વભાવી છે અને કર્મો આઠેય પુદ્ગલમય છે; તે કર્મોના લક્ષે- નિમિત્તે જે ભાવ થાય છે તે પણ પુદ્ગલમય છે કેમકે તે ચૈતન્યમય નથી. અરે! આવું દુર્લભ મનુષ્યપણું મળ્‌યું ને સાચું તત્ત્વ ન જાણ્યું તો મરીને કયાં જઈશ ભાઈ! તારે રહેવું તો અનંત-અનંત કાળ છે. તો કયાં રહીશ પ્રભુ! તું? જો આત્મતત્ત્વની ઓળખ ન કરી તો ઢોર ને નરક-નિગોદાદિમાં જ રહેવાનું થશે. શું થાય? તત્ત્વના અશ્રદ્ધાનનું -અજ્ઞાનનું ફળ જ એવું છે.


PDF/HTML Page 1986 of 4199
single page version

હવે ‘કર્મ’-જડકર્મ પુદ્ગલરૂપ છે, તે જીવનું સ્વરૂપ નથી. પણ આઠ કર્મ તો જીવના છે ને? તે જીવને સુખ-દુઃખ આપે છે ને? ભાઈ! કર્મ તારાં નથી, બાપુ! કર્મ તો જડ કર્મનાં પુદ્ગલનાં છે. એ તો તને અડતાંય નથી તો પછી તને સુખ-દુઃખ કેવી રીતે આપે?

તેવી રીતે ‘નોકર્મ’-શરીરાદિ. આ શરીર તે કર્મનું કાર્ય છે, જીવનું નહિ. પણ આ જિનબિંબના દર્શનથી જીવને લાભ થાય છે તો જિનબિંબ તો જીવનું ખરું કે નહિ?

ભાઈ! જિનબિંબના દર્શનથી શુભભાવ કે સમકિત થાય છે એમ છે જ નહિ. એ તો જીવ સ્વયં શુભભાવ કરે વા સમકિત પ્રગટ કરે તો જિનબિંબને નિમિત્ત કહેવાય પરંતુ શુભભાવ આદિ તો પોતાને પોતાથી જ થાય છે, જિનબિંબથી નહિ. બોલાય એમ કે જિનબિંબના દર્શનથી આ થયું; પણ જો જિનબિંબથી શુભભાવ થાય તો તો ઈયળ ખાઈને જિનબિંબ પર બેસનારી ચકલીને પણ શુભભાવ થઈ જવો જોઈએ. પણ એમ છે જ નહિ. ધર્મી જ્ઞાની જીવ તો સમસ્ત નોકર્મને પોતાથી અન્યસ્વભાવ અર્થાત્ પુદ્ગલસ્વભાવ જ જાણે છે. બાપુ! સત્યને સત્ય નહિ સમજે અને અસત્યને સત્યમાં ખતવી દઈશ તો સંસારના આરા કોઈ દિ’ નહિ આવે.

નોકર્મ પછી હવે ‘મન’. અહીંયાં (છાતીમાં) મન છે ને! અનંત પરમાણુઓનો પિંડ તે મન છે અને તે કર્મમય છે અર્થાત્ કર્મનું કાર્ય છે, જીવસ્વભાવ નથી એમ જ્ઞાની જાણે છે. મનનો તો હું જાણનાર-દેખનાર છું, પણ હું મન નથી કે મન મારું સ્વરૂપ નથી.

પણ મન વડે જીવ જાણે છે ને? એમ નથી ભાઈ! જાણવું એ તો જીવનો સ્વભાવ જ છે. અંદર જે જ્ઞાનના પરિણમનરૂપ પર્યાય થાય છે તે વડે જીવ જાણે છે, મન વડે નહિ.

હવે ‘વચન’. આ વચન-ભાષા જે નીકળે છે તે જીવસ્વભાવ નથી પણ પુદ્ગલનું -કર્મનું કાર્ય છે. આ વાણી બોલાય છે તે પુદ્ગલનું કાર્ય છે. જીવ બોલે છે એમ નહિ.

તો પછી ભીંત કેમ બોલતી નથી? ભાઈ! ભીંત બોલતી નથી, જીભ પણ બોલતી નથી, હોઠ પણ નહિ અને જીવ પણ બોલતો નથી. બોલાતી ભાષા-વચન એ તો ભાષાવર્ગણાનું પરિણમન છે. ભાષાવર્ગણા પરિણમીને વચનરૂપ થાય છે પણ હોઠ, જીભ, ગળું કે જીવ વચનરૂપ પરિણમે છે એમ


PDF/HTML Page 1987 of 4199
single page version

નથી. ગંભીર સૂક્ષ્મ વાત ભાઈ! વળી વચનના કાળે જીવને વચનસંબંધી જે વિકલ્પ ઊઠે છે તે તેની પર્યાય છે પણ જ્ઞાની તો તે વિકલ્પને પણ કર્મનું કાર્ય જાણે છે, અને તેને કાઢી નાખે છે. સૂક્ષ્મ વાત.

હવે ‘કાયા’. આ કાયા નોકર્મ છે. નોકર્મમાં ઘણાં આવે છે હોં. જેટલું નોકર્મ છે એ બધુંય પુદ્ગલનું કાર્ય છે, જીવનું-મારું નહિ એમ જ્ઞાની યથાર્થ જાણે છે.

તેવી રીતે ‘શ્રોત્ર’ એટલે આ કાન. જે આ કાન છે તે પુદ્ગલકર્મનું કાર્ય છે, એ મારું-જીવનું કાર્ય નથી. આ તો બાપુ! સ્વાધ્યાય કરવો જોઈએ. આખો દિવસ પાપના ચોપડા ફેરવે એને બદલે રોજ બે-ચાર કલાક તત્ત્વાભ્યાસ અને તત્ત્વનું ચિંતન કરવું જોઈએ. મધ્યસ્થ થઈને ‘રાગાદિ પુદ્ગલ ભિન્ન અને આત્મા ભિન્ન’ એવો તત્ત્વવિચાર અને તત્ત્વનિર્ણય કરે તો અંદરથી શાંતિ પ્રગટે.

અહીં જ્ઞાની કહે છે-શ્રોત્રેન્દ્રિય ભિન્ન છે, કર્મમય છે. હું તો અતીન્દ્રિય ભગવાન જ્ઞાયક છું, મારામાં ઇન્દ્રિય કેવી? શ્રોત્રેન્દ્રિય તો જડ પુદ્ગલમય કર્મનું કાર્ય છે.

હા, પણ જીવ શ્રોત્રેન્દ્રિય વડે સાંભળે અને જાણે છે ને? તે ભિન્ન કેમ હોય? બાપુ! એમ નથી ભાઈ! શ્રોત્રેન્દ્રિયથી જીવ સાંભળે છે અને એનાથી જ્ઞાન થાય છે એમ નથી. અંદર જ્ઞાનનું પરિણમન થાય છે તે વડે જ્ઞાન થાય છે અને સ્વના લક્ષે- આશ્રયે પરિણમતું-પરિણમેલું જ્ઞાન જ સમ્યગ્જ્ઞાન હોય છે. શ્રોત્ર તો સ્વયં જડ છે, એનાથી જ્ઞાન કેમ થાય? જ્ઞાન જીવનો સ્વભાવ છે, શ્રોત્રનો નહિ. માટે શ્રોત્ર ભિન્ન જ છે. માટે શ્રોત્ર વડે સાંભળવું એ આત્માનું કાર્ય જ નથી.

હવે ‘ચક્ષુ’. ચક્ષુ એટલે આંખ જડ પુદ્ગલકર્મનું કાર્ય છે અને હું તો જાણવા- દેખવાના સ્વભાવવાળો જ્ઞાતા-દ્રષ્ટા પ્રભુ જ્ઞાયકસ્વભાવી છું. મારામાં આંખ કેવી? આંખ તો ભિન્ન પુદ્ગલમય-કર્મમય વસ્તુ છે.

પણ ભગવાનનાં દર્શન તો આંખ વડે થાય છે ને? ના, આંખ વડે દર્શન કરવાં તે આત્માનું કાર્ય નથી. ઝીણી વાત ભાઈ! પણ આવું ઝીણું કહેવાને બદલે આપ સામાયિક, પ્રતિક્રમણ, ભક્તિ, પૂજા અને મંદિર બંધાવવાં ઇત્યાદિ સહેલી વાત કરો તો?

એ બધી રાગની અને જડની ક્રિયાઓમાં કયાં આત્મા છે? અને મંદિર કોણ બનાવે? શું આત્મા બનાવે? જડનું કાર્ય શું આત્મા કરે? કદીય નહિ, તથા એ મંદિર બનાવવાનો ભાવ છે તે રાગ છે, અને તે તરફનું જે જ્ઞાન છે તે ઇન્દ્રિયજ્ઞાન છે. અહીં કહે છે-તે રાગ અને ઇન્દ્રિયજ્ઞાન પુદ્ગલનું કાર્ય છે, જીવનું નહિ. અહાહા...! ધર્મી એમ જાણે છે કે-મંદિરનું કાર્ય તો મારું નહિ પણ એના લક્ષે


PDF/HTML Page 1988 of 4199
single page version

થયેલાં જે શુભરાગ અને ઇન્દ્રિયજ્ઞાન તે પણ મારાં કાર્ય નહિ; કેમકે હું તો શુદ્ધ જ્ઞાયકમાત્ર છું. ભાઈ! આવું સમજવા માટે પણ પાત્રતા જોઈએ, કેમકે એને આખો સંસાર ઉથલાવી નાખવો છે!

પ્રશ્નઃ– અહીં એમ કહેવું છે કે ઉદયભાવ આત્માનો નથી, કર્મપુદ્ગલનો છે; જ્યારે તત્ત્વાર્થસૂત્રમાં ઉદયભાવ ‘जीवस्य स्वतत्त्वम्’–જીવનો છે એમ કહ્યું છે. તો આ કેવી રીતે છે?

ઉત્તરઃ– ઉદયભાવ જીવની પર્યાયમાં છે તે અપેક્ષાએ તે જીવનો છે, પણ તે જીવસ્વભાવમાં નથી એ અપેક્ષાએ તે કર્મનો છે એમ કહ્યું છે. બીજે એમ પણ આવે છે કે ઉદયભાવ પારિણામિકભાવે છે. ત્રિકાળી વસ્તુ પરમ પારિણામિકભાવે છે જ્યારે જે વિકાર છે તે પારિણામિકભાવે છે. ત્યાં સ્વની (પર્યાયની) અપેક્ષા તેને પારિણામિકભાવ કહ્યો છે, પરંતુ પરની અપેક્ષા લેતાં તેને ઉદયભાવ કહેવાય છે. જ્ઞાની કહે છે-વિકારને ચાહે પારિણામિક ભાવ કહો, ચાહે ઉદયભાવ કહો-તે મારો સ્વભાવ નથી, તે મારી ચીજ નથી, તે પુદ્ગલનું કાર્ય છે.

તો આ પરમ પારિણામિકભાવ શું છે? ભાઈ! સહજ અકૃત્રિમ સદાય એકરૂપ અનાદિ-અનંત પોતાની એક ચૈતન્યમય ચીજ છે તે પરમ પારિણામિકભાવ છે. અને બદલતા વિકારના પરિણામને નિમિત્તની અપેક્ષાએ ઉદયભાવ કહે છે અને સ્વની અપેક્ષા પારિણામિકભાવની પર્યાય કહે છે. જ્ઞાની તેને, તે પોતાનો સ્વભાવ નથી તેથી પુદ્ગલકર્મનો જાણી કાઢી નાખે છે. આ પ્રમાણે જે તે અપેક્ષા જાણવી જોઈએ.

હવે ચક્ષુ પછી ‘ઘ્રાણ-’ ઘ્રાણ એટલે નાક. આ નાક છે તે જડ કર્મનું કાર્ય છે. આત્માનું નહિ. નાક મારું નથી કેમકે એ તો માટી જડ ધૂળ છે માટે તે જડનું કાર્ય છે.

પણ સૂંઘવાનું જ્ઞાન તો નાકથી થાય છે? ભાઈ! જ્ઞાન તો પોતાથી થાય છે. મૂઢ અજ્ઞાની જીવ માને છે કે જ્ઞાન ઇન્દ્રિયો વડે થાય છે, પણ એમ છે નહિ. જ્ઞાન તો અંદર જ્ઞાનની પર્યાય છે એનાથી થાય છે. નાકથી જ્ઞાન થાય છે એમ છે જ નહિ. ભાઈ! ધર્મ ચીજ બહુ સૂક્ષ્મ છે. લોકોને તેની વાત કાને પડી નથી, પછી તેની પ્રાપ્તિ તો કયાંથી થાય?

હવે ‘રસન’. રસન કહેતાં જીભ. આ જીભ છે તે જડ પુદ્ગલ છે. ધર્મી જીવ તેને જડ કર્મનું કાર્ય જાણે છે કેમકે તે જીવસ્વભાવ નથી. અહાહા...! હું શુદ્ધ જ્ઞાયકમાત્ર છું એમ અનુભવનાર જ્ઞાની જીભને ભિન્ન પુદ્ગલમય જાણે છે.


PDF/HTML Page 1989 of 4199
single page version

તેવી રીતે ‘સ્પર્શન’. જે આ સ્પર્શ-ઇન્દ્રિય છે તે જડની પર્યાય છે, આત્માની નહિ. તે મારો સ્વભાવ નથી એમ ધર્મી જીવ જાણે છે. અજ્ઞાની પાંચે ઇન્દ્રિયો મારી છે અને તે વડે હું જાણું છું-એમ માને છે. પણ એ તો વિપરીતતા છે. જ્ઞાન-જાણવું એ આત્માનો સ્વભાવ છે અને ઇન્દ્રિયો જડ સ્વભાવ છે. માટે ઇન્દ્રિયો મારી છે અને તે વડે હું જાણું છું એ માન્યતા મિથ્યા છે.

આ રીતે જુદાજુદા શબ્દો મૂકીને સોળ સૂત્રો વ્યાખ્યાન રૂપ કરવાં અને આ ઉપદેશથી બીજાં પણ વિચારવાં. અહાહા...! વિકારના, રાગના, દ્વેષના, વિકલ્પના, હાસ્યના અને તેના નિમિત્તરૂપ વસ્તુના જેટલા અસંખ્ય પ્રકાર પડે છે તે બધાય પર પુદ્ગલના કાર્યરૂપ છે, મારો સ્વભાવ નથી. હું તો શુદ્ધ જ્ઞાયકમાત્ર ભગવાન આત્મા છું, ચિદાનંદમય પરમાત્મા છું-એવી દ્રષ્ટિ થવી એનું નામ સમ્યગ્દર્શન અને ધર્મ છે અને એના વિના બધાં થોથેથોથાં છે. આવી વાત છે.

[પ્રવચન નં. ૨૬૮ (શેષ), ૨૬૯*દિનાંક ૨૧-૧૨-૭૬ અને ૨૨-૧૨-૭૬]

PDF/HTML Page 1990 of 4199
single page version

ગાથા–૨૦૦
एवं सम्मद्दिट्ठी अप्पाणं मुणदि जाणगसहावं।
उदयं कम्मविवागं च मुयदि तच्चं वियाणंतो।। २००।।
एवं सम्यग्द्रष्टिः आत्मानं जानाति ज्ञायकस्वभावम्।
उदयं कर्मविपाकं च मुञ्चति तत्त्वं विजानन्।।
२००।।

આ રીતે સમ્યગ્દ્રષ્ટિ પોતાને જાણતો અને રાગને છોડતો થકો નિયમથી જ્ઞાનવૈરાગ્યસંપન્ન હોય છે-એમ હવેની ગાથામાં કહે છેઃ-

સુદ્રષ્ટિ એ રીત આત્મને જ્ઞાયકસ્વભાવ જ જાણતો,
ને ઉદય કર્મવિપાકરૂપ તે તત્ત્વજ્ઞાયક છોડતો. ૨૦૦.

ગાથાર્થઃ– [एवं] આ રીતે [सम्यग्द्रष्टिः] સમ્યગ્દ્રષ્ટિ [आत्मानं] આત્માને (પોતાને) [ज्ञायकस्वभावम्] જ્ઞાયકસ્વભાવ [जानाति] જાણે છે [च] અને [तत्त्वं] તત્ત્વને અર્થાત્ યથાર્થ સ્વરૂપને [विजानन्] જાણતો થકો [कर्मविपाकं] કર્મના વિપાકરૂપ [उदयं] ઉદયને [मुञ्चति] છોડે છે.

ટીકાઃ–આ રીતે સમ્યગ્દ્રષ્ટિ સામાન્યપણે અને વિશેષપણે પરભાવસ્વરૂપ સર્વ ભાવોથી વિવેક (ભેદજ્ઞાન, ભિન્નતા) કરીને, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ જેનો સ્વભાવ છે એવું જે આત્માનું તત્ત્વ તેને (સારી રીતે) જાણે છે; અને એ રીતે તત્ત્વને જાણતો, સ્વભાવના ગ્રહણ અને પરભાવના ત્યાગથી નીપજવાયોગ્ય પોતાના વસ્તુત્વને વિસ્તારતો (-પ્રસિદ્ધ કરતો), કર્મના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલા સમસ્ત ભાવોને છોડે છે. તેથી તે (સમ્યગ્દ્રષ્ટિ) નિયમથી જ્ઞાનવૈરાગ્યસંપન્ન હોય છે (એમ સિદ્ધ થયું).

ભાવાર્થઃ–જ્યારે પોતાને તો જ્ઞાયકભાવરૂપ સુખમય જાણે અને કર્મના ઉદયથી થયેલા ભાવોને આકુળતારૂપ દુઃખમય જાણે ત્યારે જ્ઞાનરૂપ રહેવું અને પરભાવોથી વિરાગતા-એ બન્ને અવશ્ય હોય જ છે. આ વાત પ્રગટ અનુભવગોચર છે. એ (જ્ઞાનવૈરાગ્ય) જ સમ્યગ્દ્રષ્ટિનું ચિહ્ન છે.

“જે જીવ પરદ્રવ્યમાં આસક્ત-રાગી છે અને સમ્યગ્દ્રષ્ટિપણાનું અભિમાન કરે છે તે સમ્યગ્દ્રષ્ટિ છે જ નહિ, વૃથા અભિમાન કરે છે” એવા અર્થનું કળશરૂપ કાવ્ય હવે કહે છેઃ-


PDF/HTML Page 1991 of 4199
single page version

(मन्दाक्रान्ता)
सम्यग्द्रष्टिः स्वयमयमहं जातु बन्धो न मे स्या–
दित्युत्तानोत्पुलकवदना रागिणोऽप्याचरन्तु।
आलम्बन्तां समितिपरतां ते यतोऽद्यापि पापा
आत्मानात्मावगमविरहात्सन्ति सम्यक्तवरिक्ताः।। १३७।।

શ્લોકાર્થઃ–[अयम् अहं स्वयम् सम्यग्द्रष्टिः, मे जातु बन्धः न स्यात्] આ હું પોતે સમ્યગ્દ્રષ્ટિ છું, મને કદી બંધ થતો નથી (કારણ કે શાસ્ત્રમાં સમ્યગ્દ્રષ્ટિને બંધ કહ્યો નથી) ” [इति] એમ માનીને [उत्तान–उत्पुलक–वदनाः] જેમનું મુખ ગર્વથી ઊંચું તથા પુલકિત (રોમાંચિત) થયું છે એવા [रागिणः] રાગી જીવો (-પરદ્રવ્ય પ્રત્યે રાગદ્વેષમોહભાવવાળા જીવો-) [अपि] ભલે [आचरन्तु] મહાવ્રતાદિનું આચરણ કરો તથા [समितिपरतां आलम्बन्तां] *સમિતિની ઉત્કૃષ્ટતાનું આલંબન કરો [अद्य अपि] તોપણ [ते पापाः] તેઓ પાપી (મિથ્યાદ્રષ્ટિ) જ છે, [यतः] કારણ કે [आत्म–अनात्म– अवगम–विरहात्] આત્મા અને અનાત્માના જ્ઞાનથી રહિત હોવાથી [सम्यक्तव–रिक्ताः सन्ति] તેઓ સમ્યક્ત્વથી રહિત છે.

ભાવાર્થઃ–પરદ્રવ્ય પ્રત્યે રાગ હોવા છતાં જે જીવ ‘હું સમ્યગ્દ્રષ્ટિ છું, મને બંધ થતો નથી’ એમ માને છે તેને સમ્યક્ત્વ કેવું? તે વ્રત-સમિતિ પાળે તોપણ સ્વપરનું જ્ઞાન નહિ હોવાથી તે પાપી જ છે. પોતાને બંધ નથી થતો એમ માનીને સ્વચ્છંદે પ્રવર્તે તે વળી સમ્યગ્દ્રષ્ટિ કેવો? કારણ કે જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર ન થાય ત્યાં સુધી ચારિત્રમોહના રાગથી બંધ તો થાય જ છે અને જ્યાં સુધી રાગ રહે ત્યાં સુધી સમ્યગ્દ્રષ્ટિ પોતાની નિંદા-ગર્હા કરતો જ રહે છે. જ્ઞાન થવામાત્રથી બંધથી છુટાતું નથી, જ્ઞાન થયા પછી તેમાં જ લીનતારૂપ-શુદ્ધોપયોગરૂપ-ચારિત્રથી બંધ કપાય છે. માટે રાગ હોવા છતાં, ‘બંધ થતો નથી’ એમ માનીને સ્વચ્છંદે પ્રવર્તનાર જીવ મિથ્યાદ્રષ્ટિ જ છે.

અહીં કોઈ પૂછે કે “વ્રત-સમિતિ તો શુભ કાર્ય છે, તો પછી વ્રત-સમિતિ પાળતાં છતાં તે જીવને પાપી કેમ કહ્યો?” તેનું સમાધાનઃ–સિદ્ધાંતમાં પાપ મિથ્યાત્વને જ કહ્યું છે; જ્યાં સુધી મિથ્યાત્વ રહે ત્યાં સુધી શુભ-અશુભ સર્વ ક્રિયાને અધ્યાત્મમાં પરમાર્થે પાપ જ કહેવાય છે. વળી વ્યવહારનયની પ્રધાનતામાં, વ્યવહારી જીવોને અશુભ છોડાવી શુભમાં લગાડવા શુભ ક્રિયાને કથંચિત્ પુણ્ય પણ કહેવાય છે. આમ કહેવાથી સ્યાદ્વાદમતમાં કાંઈ વિરોધ નથી. _________________________________________________________________ * સમિતિ = વિહાર, વચન, આહાર વગેરેની ક્રિયામાં જતનાથી પ્રવર્તવું તે



વળી કોઈ પૂછે છે કે-“પરદ્રવ્યમાં રાગ રહે ત્યાં સુધી જીવને મિથ્યાદ્રષ્ટિ કહ્યો તે વાતમાં અમે સમજ્યા નહિ. અવિરતસમ્યગ્દ્રષ્ટિ વગેરેને ચારિત્રમોહના ઉદયથી રાગાદિભાવ તો હોય છે, તેમને સમ્યક્ત્વ કેમ છે?” તેનું સમાધાનઃ–અહીં મિથ્યાત્વ સહિત અનંતાનુબંધી રાગ પ્રધાનપણે કહ્યો છે. જેને એવો રાગ હોય છે અર્થાત્ જેને પરદ્રવ્યમાં તથા પરદ્રવ્યથી થતા ભાવોમાં આત્મબુદ્ધિપૂર્વક પ્રીતિ-અપ્રીતિ થાય છે, તેને સ્વપરનું જ્ઞાનશ્રદ્ધાન નથી-ભેદજ્ઞાન નથી એમ સમજવું. જીવ મુનિપદ લઈ વ્રત-સમિતિ પાળે તોપણ જ્યાં સુધી (વ્રત-સમિતિ પાળતાં) પર જીવોની રક્ષા, શરીર સંબંધી જતનાથી પ્રવર્તવું ઇત્યાદિ પરદ્રવ્યની ક્રિયાથી તથા પરદ્રવ્યના નિમિત્તે થતા પોતાના શુભ ભાવોથી પોતાનો મોક્ષ માને છે અને પર જીવોનો ઘાત થવો, અયત્નાચારરૂપે પ્રવર્તવું ઇત્યાદિ પરદ્રવ્યની ક્રિયાથી તથા પરદ્રવ્યના નિમિત્તે થતા પોતાના અશુભ ભાવોથી જ પોતાને બંધ થતો માને છે ત્યાં સુધી તેને સ્વપરનું જ્ઞાન થયું નથી એમ જાણવું; કારણ કે બંધ-મોક્ષ તો પોતાના અશુદ્ધ તથા શુદ્ધ ભાવોથી જ થતા હતા, શુભાશુભ ભાવો તો બંધનાં જ કારણ હતા અને પરદ્રવ્ય તો નિમિત્તમાત્ર જ હતું, તેમાં તેણે વિપર્યયરૂપ માન્યું. આ રીતે જ્યાં સુધી જીવ પરદ્રવ્યથી જ ભલુંબૂરું માની રાગદ્વેષ કરે છે ત્યાં સુધી તે સમ્યગ્દ્રષ્ટિ નથી. સમ્યગ્દ્રષ્ટિ જીવ તો જ્યાં સુધી પોતાને ચારિત્રમોહસંબંધી રાગાદિક રહે છે ત્યાં સુધી તે રાગાદિક વિષે તથા રાગાદિકની પ્રેરણાથી જે પરદ્રવ્યસંબંધી શુભાશુભ ક્રિયામાં તે પ્રવર્તે છે તે પ્રવૃત્તિઓ વિષે એમ માને છે કે-આ કર્મનું જોર છે; તેનાથી નિવૃત્ત થયે જ મારું ભલું છે. તે તેમને રોગવત્ જાણે છે. પીડા સહી શકાતી નથી તેથી તેમનો ઇલાજ કરવારૂપે પ્રવર્તે છે તોપણ તેને તેમના પ્રત્યે રાગ કહી શકાતો નથી; કારણ કે જેને રોગ માને તેના પ્રત્યે રાગ કેવો? તે તેને મટાડવાનો જ ઉપાય કરે છે અને તે મટવું પણ પોતાના જ જ્ઞાનપરિણામરૂપ પરિણમનથી માને છે. આ રીતે સમ્યગ્દ્રષ્ટિને રાગ નથી. આ પ્રમાણે પરમાર્થ અધ્યાત્મદ્રષ્ટિથી અહીં વ્યાખ્યાન જાણવું. અહીં મિથ્યાત્વ સહિત રાગને જ રાગ કહ્યો છે, મિથ્યાત્વ વિના ચારિત્રમોહસંબંધી ઉદયના પરિણામને રાગ કહ્યો નથી; માટે સમ્યગ્દ્રષ્ટિને જ્ઞાનવૈરાગ્યશક્તિ અવશ્ય હોય જ છે. મિથ્યાત્વ સહિત રાગ સમ્યગ્દ્રષ્ટિને હોતો નથી અને મિથ્યાત્વ સહિત રાગ હોય તે સમ્યગ્દ્રષ્ટિ નથી. આવા (મિથ્યાદ્રષ્ટિના અને સમ્યગ્દ્રષ્ટિના ભાવોના) તફાવતને સમ્યગ્દ્રષ્ટિ જ જાણે છે. મિથ્યાદ્રષ્ટિનો અધ્યાત્મશાસ્ત્રમાં પ્રથમ તો પ્રવેશ નથી અને જો પ્રવેશ કરે તો વિપરીત સમજે છે-વ્યવહારને સર્વથા છોડી ભ્રષ્ટ થાય છે અથવા તો નિશ્ચયને સારી રીતે જાણ્યા વિના વ્યવહારથી જ મોક્ષ માને છે, પરમાર્થ તત્ત્વમાં મૂઢ રહે છે. જો કોઈ વિરલ જીવ યથાર્થ સ્યાદ્વાદન્યાયથી સત્યાર્થ સમજી જાય તો તેને અવશ્ય સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય જ છે-તે અવશ્ય સમ્યગ્દ્રષ્ટિ બની જાય છે. ૧૩૭.

PDF/HTML Page 1993 of 4199
single page version

સમયસાર ગાથા ૨૦૦ઃ મથાળું

આ રીતે સમ્યગ્દ્રષ્ટિ પોતાને જાણતો અને રાગને છોડતો થકો નિયમથી જ્ઞાન- વૈરાગ્યસંપન્ન હોય છે-એમ હવેની ગાથામાં કહે છેઃ-

જોયું? ‘સ્વને જાણતો અને રાગને છોડતો’-એમ કહ્યું છે. વિકાર થાય છે તો પોતાની પર્યાયમાં પોતાથી જ, પણ તે પોતાનો સ્વભાવ નથી એમ જાણી જ્ઞાની તેને છોડે છે. આ રાગ તે હું નહિ, હું તો શુદ્ધ જ્ઞાતા-દ્રષ્ટા આત્મા છું-આવી અંતર્દ્રષ્ટિના બળે રાગને છોડતો તે જ્ઞાની નિયમથી જ્ઞાન-વૈરાગ્યસંપન્ન હોય છે એમ હવે કહે છેઃ-

* ગાથા ૨૦૦ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘આ રીતે સમ્યગ્દ્રષ્ટિ સામાન્યપણે અને વિશેષપણે પરભાવસ્વરૂપ સર્વ ભાવોથી વિવેક કરીને, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ જેનો સ્વભાવ છે એવું જે આત્માનું તત્ત્વ તેને (સારી રીતે) જાણે છે.’

જુઓ, અહીં સમ્યગ્દ્રષ્ટિની વાત છે. સમ્યગ્દ્રષ્ટિ કોને કહીએ? કે જેણે પુણ્ય- પાપના ભાવથી ભેદ કરીને પોતાના શુદ્ધ ચૈતન્યસ્વભાવનું ભાન કર્યું છે તે સમ્યગ્દ્રષ્ટિ છે. તે સામાન્યપણે એટલે સમગ્ર વિકારને અને વિશેષપણે એટલે વિકારના-રાગદ્વેષાદિના એક-એક ભેદને કે જે પરભાવસ્વરૂપ છે તેને છોડે છે. ચાહે પુણ્યભાવ હો કે પાપભાવ હો-બેય વિકાર-વિભાવ પરભાવ છે. તે પરભાવસ્વરૂપ સર્વભાવોને ભેદ કરીને છોડતો થકો ધર્મી જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન આત્માને ઉપાદેયપણે ગ્રહણ કરે છે. લ્યો, આ ધર્મ, વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિ ધર્મ નહિ. એ તો બધો રાગ છે. એનાથી તો ભેદ કરવાની વાત છે.

શું કહ્યું? વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર એમ ફરમાવે છે કે-પુણ્યના વિકલ્પથી પણ ભિન્ન પડીને ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ જેનો સ્વભાવ છે એવું આત્મતત્ત્વ હું છું એમ જ્ઞાની અનુભવે છે. આત્માનું તત્ત્વ, નિજસત્ત્વ જાણકસ્વભાવ એક જ્ઞાયકભાવ છે. દયા, દાન આદિ રાગના-પુણ્યના પરિણામ કાંઈ આત્માનું સત્ત્વ નથી, એ તો પરભાવ છે. જ્ઞાની સર્વ પરભાવથી ભિન્ન પડીને એક જ્ઞાયકસ્વભાવી નિજ ચૈતન્યતત્ત્વને અનુભવે છે, સારી રીતે જાણે છે.

પણ આમાં કરવાનું શું આવ્યું? ઉત્તરઃ– આવ્યું ને કે-પુણ્ય-પાપના સર્વ ભાવથી ભેદ કરવો અને શુદ્ધ ચૈતન્યસ્વરૂપ જાણગસ્વભાવી આનંદસ્વરૂપ ભગવાન આત્માનો અનુભવ કરવો, તેમાં જ


PDF/HTML Page 1994 of 4199
single page version

લીન થવું. ભાઈ! આને જ જૈન પરમેશ્વર અરિહંત પરમાત્માએ ધર્મ કહ્યો છે અને શ્રી કુંદકુંદાચાર્ય આદિ દિગંબર સંતોએ ભગવાનના આડતિયા તરીકે તે જગત સામે જાહેર કર્યો છે. જન્મ-મરણથી છૂટવાનો આવો આ અલૌકિક માર્ગ છે.

જે કોઈ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, જાત્રા ઇત્યાદિના ભાવ છે તે બધો શુભરાગ છે. શુભરાગ ગમે તે હો, એનાથી પુણ્ય છે, ધર્મ નહિ; ધર્મ તો એક માત્ર વીતરાગભાવ છે અને તે જ્ઞાયકસ્વભાવના આશ્રયે પ્રગટ થાય છે. એ જ કહે છે કે-

‘અને એ રીતે તત્ત્વને જાણતો, સ્વભાવના ગ્રહણ અને પરભાવના ત્યાગથી નીપજવાયોગ્ય પોતાના વસ્તુત્વને વિસ્તારતો કર્મના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલા સમસ્ત ભાવોને છોડે છે.’

બાપુ! વીતરાગ માર્ગ-જન્મ-મરણના દુઃખથી રહિત થવાનો માર્ગ-કોઈ અદ્ભુત અલૌકિક છે. લોકો તો બહારથી-આ જાત્રા કરીએ, ભક્તિ કરીએ, પૂજા કરીએ, ઉપવાસ કરીએ એટલે થઈ ગયો ધર્મ એમ માને છે. પણ એમાં તો ધૂળેય ધર્મ નથી, સાંભળને! એ તો બધો રાગ આસ્રવભાવ-દુઃખદાયક ભાવ છે. પુણ્ય ને પાપ આસ્રવતત્ત્વ છે, જ્યારે ભગવાન આત્મા જ્ઞાયક તત્ત્વ છે. બન્ને ભિન્ન છે એમ તત્ત્વને જ્ઞાની અંતર્દ્રષ્ટિ વડે જાણે છે. આ પ્રમાણે તત્ત્વને જાણતો જ્ઞાની જ્ઞાયકસ્વભાવી નિજ આત્માને ગ્રહતો-આશ્રય કરતો થકો રાગને છોડી દે છે. આ પ્રમાણે જ્ઞાની સ્વભાવનું ગ્રહણ અને પરભાવનો ત્યાગ કરે છે. હવે આવો માર્ગ લોકોને આકરો લાગે છે, પણ શું થાય? આ સિવાય બીજો કોઈ માર્ગ નથી.

‘સ્વભાવનું ગ્રહણ અને પરભાવનો ત્યાગ’-આ બેમાં આખો સિદ્ધાંત છે. જ્ઞાની સ્વને-જ્ઞાનાનંદસ્વભાવી શુદ્ધ જ્ઞાયકભાવને-સ્વ જાણે છે, ઉપાદેય જાણે છે અને અજીવને ભિન્ન અજીવ (ઉપેક્ષાયોગ્ય) જાણે છે. પુણ્ય, પાપ, આસ્રવ અને બંધને બુરાં-અહિતકારી જાણે છે, હેય જાણે છે અને સંવર, નિર્જરા અને મોક્ષને ભલાં- સુખદાયક પ્રગટ કરવા યોગ્ય જાણે છે. અહા! અજ્ઞાની બિચારો બહારમાં ને બહારમાં પૈસા રળવા-કમાવામાં ગુંચાઈ ગયો છે, આવું તત્ત્વ જાણવાની એને નવરાશ પણ કયાં છે?

પણ પૈસા હોય તો મજા આવે ને? ધૂળેય મજા નથી એમાં, સાંભળને. પૈસા ને પૈસાનો પ્રેમ એ મોટો પરિગ્રહ છે. પૈસાથી મજા છે એમ માનવું એ મિથ્યાત્વનું મહાપાપ છે.

અહીં એમ કહેવું છે કે-પુણ્ય, પાપ, આસ્રવ અને બંધના ભાવ ખરેખર અજીવ તત્ત્વ છે, જ્યારે અંદર એક ચિદાનંદમય જ્ઞાયકસ્વરૂપી ભગવાન આત્મા જીવતત્ત્વ છે.


PDF/HTML Page 1995 of 4199
single page version

આ પ્રમાણે આત્માને રાગ તથા આસ્રવથી ભિન્ન પાડીને જ્ઞાયકસ્વભાવને ગ્રહવો- અનુભવવો તે ધર્મ છે, અને આનું નામ સ્વભાવનું ગ્રહણ ને પરભાવનો ત્યાગ છે.

જ્ઞાની સ્વભાવના ગ્રહણ અને પરભાવના ત્યાગ વડે પોતાનું વસ્તુત્વ વિસ્તારે છે. વસ્તુત્વ એટલે શું? વસ્તુ પ્રભુ આત્મા છે અને તેનો ચિદાનંદસ્વભાવ, જ્ઞાયકસ્વભાવ તે એનું વસ્તુત્વ છે. જ્ઞાની પોતાનું વસ્તુત્વ વિસ્તારે છે એટલે પર્યાયમાં વિજ્ઞાનઘનસ્વભાવને પ્રસારે છે, દ્રઢ કરે છે, સ્થિર કરે છે; અર્થાત્ વીતરાગતાને વિસ્તારે છે, વૃદ્ધિગત કરે છે. લ્યો, આ ધર્મ!

ત્યારે કોઈ કહે-અમે માંડ દુકાન-વેપાર છોડીને પૂજા, ભક્તિ, ઉપવાસ કરતા હોઈએ ત્યાં આવી વાત આપ કરો કે તે ધર્મ નહિ તો અમારે કયાં જવું? શું કરવું?

ભાઈ! સ્વભાવનું ગ્રહણ અને પરભાવનો ત્યાગ તે ધર્મ છે. ત્રિકાળી જ્ઞાયકસ્વભાવનું ગ્રહણ-ઉપાદેયપણું અને રાગાદિ પરભાવનો ત્યાગ-બસ આ જ કરવાનું છે. બાકી બાહ્ય ચીજનો ત્યાગ તો અનાદિથી છે જ. બહારની ચીજ તો આત્મામાં કયારેય છે જ નહિ. માટે એના ગ્રહણ-ત્યાગની અહીં કોઈ વાત નથી. પરંતુ અંદર જે વિકલ્પ ઉઠે છે, વૃત્તિ જે શુભ-અશુભ ઉઠે છે-કે જે સ્વભાવથી વિશુદ્ધ હોવાથી પરભાવરૂપ છે-તેનો ત્યાગ અને સ્વભાવનું ગ્રહણ કરવાની આ વાત છે.

કહે છે-જ્ઞાની સ્વભાવના ગ્રહણ અને પરભાવના ત્યાગ વડે પોતાના વસ્તુત્વને વિસ્તારે છે. એટલે શું? કે જ્ઞાની પોતાના જ્ઞાનાનંદસ્વભાવી આત્માના આશ્રયે જ્ઞાન અને આનંદની પરિણતિને વિશેષ-વિશેષ પુષ્ટ કરે છે. કોઈને એમ થાય કે આના કરતાં તો ભક્તિ, ઉપવાસ અને જાત્રા-એ બધું ખૂબ સહેલું સટ પડે. શું ધૂળ સહેલું પડે? એ તો બધો રાગ છે; એ ધર્મ કયાં છે? ભાઈ! સમ્મેદશિખરની કે ભગવાનની લાખ જાત્રા કરે તોપણ એ બધો રાગ છે, પુણ્ય છે, ધર્મ નહિ. અને એને ધર્મ માને તો મિથ્યાત્વ છે. અહીં તો આ કહે છે કે ધર્માત્મા પોતાના ચૈતન્યબિંબસ્વરૂપ આત્માને ગ્રહે છે, ઉપાદેય કરે છે અને રાગનો ત્યાગ કરે છે અને એ વિધિ વડે પોતાના વસ્તુત્વનો-જ્ઞાનાનંદસ્વભાવનો વિસ્તાર કરે છે. અજ્ઞાની તો પુણ્યથી ધર્મ થશે એમ માની વિકારને-બંધને જ વિસ્તારે છે. આવડો મોટો જ્ઞાની ને અજ્ઞાનીમાં ફેર છે.

શું કહ્યું? કે સમકિતી પુણ્ય-પાપના ભાવથી ભગવાન આત્મા જુદો છે એમ વિવેક કરીને પોતાના સ્વભાવને ગ્રહે છે અને રાગનો ત્યાગ કરે છે. આનાથી વસ્તુત્વની વીતરાગી પરિણતિ નીપજે છે, અર્થાત્ વસ્તુત્વનો વિસ્તાર થાય છે. પુણ્યભાવોનો વિસ્તાર તો વિકારનો-દોષનો વિસ્તાર છે અને વીતરાગી પરિણતિ પ્રગટ કરવી તે વસ્તુત્વનો- જ્ઞાયકભાવનો વિસ્તાર છે. ત્યારે કોઈને થાય કે આ તો એકાન્ત જેવું છે. તેને કહીએ છીએ-સાંભળ, ભાઈ! પરનો ત્યાગ અને સ્વનું ગ્રહણ તે શું એકાન્ત છે? એ તો સમ્યક્


PDF/HTML Page 1996 of 4199
single page version

અનેકાન્ત છે. (એકલો બાહ્ય ત્યાગ એ મિથ્યા એકાંત છે). રાગના ત્યાગથી અને વસ્તુત્વના ગ્રહણથી વસ્તુત્વના નિર્મળ પરિણામ અર્થાત્ વીતરાગી પરિણતિ નીપજે છે અને તેને વિસ્તારતાં નિર્જરા થાય છે અર્થાત્ અશુદ્ધતા ટળે છે ને કર્મ ખરે છે. બાકી અજ્ઞાનીનાં વ્રત ને તપ તો બધાં થોથેથોથાં છે કેમકે તેને સંસાર પરિભ્રમણનું કારણ મિથ્યાત્વ ઊભું જ છે.

અહીં કહે છે-જ્ઞાની સ્વભાવના ગ્રહણ અને પરભાવના ત્યાગ વડે નીપજવા યોગ્ય પોતાના વસ્તુત્વને વિસ્તારતો કર્મના વિપાકથી ઉત્પન્ન થયેલા સમસ્ત ભાવોને છોડે છે. લ્યો, આ આવ્યું કે કર્મના વિપાકથી વિકાર થાય છે! ભાઈ! કર્મનું તો નિમિત્તપણું છે, બાકી પોતાના (અશુદ્ધ) ઉપાદાનથી વિકાર-અશુદ્ધતા પોતાનામાં પોતાથી થાય છે, અને જ્ઞાની તેને હેય જાણે છે. જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય તે ભાવને પણ જ્ઞાની હેય- છોડવાલાયક જાણે છે. આકરી વાત, બાપા! પણ જુઓને! અંદર છે કે નહિ? કે ‘કર્મના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલા સમસ્ત ભાવોને (જ્ઞાની) છોડે છે.’ અર્થાત્ ધર્મી બધાય શુભાશુભ વિકલ્પને છોડે છે. અરે! લોકોને નવરાશ કયાં છે? આખો દિ’ બિચારા સંસારની હોળીમાં સળગતા હોય, વેપાર-ધંધો અને બાયડી-છોકરાં સાચવવામાંથી જ ઊંચા ન આવતા હોય ત્યાં આ કયાં જુએ? કોઈવાર ભક્તિ ને ઉપવાસ કરે ને જાત્રાએ જાય, પણ એનાથી તો મંદરાગ હોય તો પુણ્ય થાય પણ ધર્મ નહિ; અને એ વડે ધર્મ થાય એમ માને એટલે મિથ્યાત્વ જ પુષ્ટ થાય. સમજાણું કાંઈ...?

આવો માર્ગ કયાંથી કાઢયો એમ કોઈને થાય, પણ ભાઈ! આ તો ત્રણલોકના નાથ અરિહંત પરમાત્માની દિવ્યધ્વનિમાં આવેલી વાત કુંદકુંદાચાર્યે કહી છે. મહાવિદેહમાં દેવાધિદેવ સર્વજ્ઞ પરમેશ્વર સીમંધર ભગવાન વર્તમાનમાં અરિહંતપદે વિરાજે છે. ત્યાં આચાર્ય કુંદકુંદ સંવત્ ૪૯ માં સદેહે ગયા હતા અને આઠ દિવસ ત્યાં રહ્યા હતા. ત્યાંથી પાછા ભરતમાં આવીને આ સમયસાર આદિ શાસ્ત્રોની રચના કરી છે. ભાઈ! આ શાસ્ત્રો તો ભગવાનની વાણીનો સાર છે. આચાર્ય કુંદકુંદ મહા પવિત્ર દિગંબર સંત હતા. જેમના અંતરમાં અતીન્દ્રિય આનંદનો સાગર હિલોળે ચઢયો હતો. અહાહા...! જેમ દરિયામાં ભરતી આવે તેમ આચાર્યની પરિણતિમાં આનંદની ભરતી આવેલી છે. અહીં ટીકામાં ‘વસ્તુત્વને વિસ્તારતો’ એમ શબ્દ છે ને? તે આવી અલૌકિક મુનિદશાની સ્થિતિ સૂચવે છે.

જુઓ, જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય તે ભાવ પણ કર્મના ઉદયનો વિપાક છે એમ જ્ઞાની જાણે છે અને એમ જાણતો તે સમસ્ત પરભાવોને છોડે છે. ‘તેથી તે (સમ્યગ્દ્રષ્ટિ) નિયમથી જ્ઞાનવૈરાગ્યસંપન્ન હોય છે.’ પહેલાં જ્ઞાન-વૈરાગ્યની બે ગાથાઓ (૧૯પ, ૧૯૬) આવી ગઈ છે એનો આ સરવાળો લીધો છે. શુદ્ધ ચૈતન્યબિંબ


PDF/HTML Page 1997 of 4199
single page version

પૂર્ણાનંદસ્વરૂપ પ્રભુ આત્માને જાણવો-અનુભવવો તે જ્ઞાન અને રાગનો ત્યાગ કરવો તે વૈરાગ્ય છે. ત્રિકાળ અસ્તિનું જ્ઞાન અને રાગ પ્રતિ વૈરાગ્ય-ઉદાસીનતા-ત્યાગ-આ રીતે જ્ઞાન ને વૈરાગ્ય બેય શક્તિ ધર્મીને હોય છે-એમ સિદ્ધ થયું. શું કહ્યું? કે પોતાનો જે ધ્રુવ જ્ઞાયકસ્વભાવી, વીતરાગસ્વભાવી આત્મા તેને ધર્મી ગ્રહે છે અને પોતાના વસ્તુત્વને-જ્ઞાનાનંદસ્વભાવને વિસ્તારે છે અને રાગનો અભાવ કરે છે. આ રીતે જ્ઞાની જ્ઞાનવૈરાગ્યશક્તિથી સંપન્ન હોય છે. ૧૦૦ મી ગાથામાં રાગનો કર્તા નથી, નિમિત્તેય નથી એમ આવ્યું હતું અને આ ૨૦૦ મી ગાથામાં જ્ઞાની જ્ઞાનવૈરાગ્યશક્તિ સંપન્ન હોય છે એમ આવ્યું.

* ગાથા ૨૦૦ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘જ્યારે પોતાને તો જ્ઞાયકભાવસ્વરૂપ સુખમય જાણે અને કર્મના ઉદયથી થયેલા ભાવોને આકુળતારૂપ દુઃખમય જાણે ત્યારે જ્ઞાનરૂપ રહેવું અને પરભાવોથી વિરાગતા -એ બન્ને અવશ્ય હોય જ છે.’

જોયું? બે ગુણ લીધા છે. ભગવાન આત્મા જ્ઞાયકસ્વભાવરૂપ અને અતીન્દ્રિય આનંદમય-સુખમય છે. જ્ઞાની પોતાને આવો જાણે છે, અનુભવે છે, અને કર્મના ઉદયથી થયેલા ભાવોને આકુળતારૂપ દુઃખમય જાણે છે. પંડિત શ્રી જયચંદજીએ આ ટૂંકું કરીને કહ્યું. આ પંચમહાવ્રત આદિ જે વિકલ્પો થાય તેને જ્ઞાની દુઃખમય-ધગધગતી ભટ્ઠી જેવા આતાપકારી જાણે છે, ગજબ વાત છે પ્રભુ! છહઢાલામાં કહ્યું છે ને કે-

“મુનિવ્રત ધાર અનંત વાર ગ્રીવક ઉપજાયો,
પૈ નિજ આતમજ્ઞાન વિના સુખ લેસ ન પાયો.”

આ જીવે મુનિવ્રત અનંતવાર ધાર્યાં અને પાળ્‌યાં. પણ એ તો રાગ-આસ્રવ હતો, દુઃખમય ભાવ હતો. એમાં સુખ કયાં હતું તે પ્રાપ્ત થાય? કહ્યું ને કે-‘સુખ લેસ ન પાયો’-અર્થાત્ દુઃખ જ પાયો. ભાઈ! કર્મના ઉદયજનિત ભાવો દુઃખમય જ હોય છે અને જ્ઞાની તેને દુઃખમય જ જાણે છે.

તેથી કહે છે કે-જ્ઞાનીને, જ્ઞાનરૂપ રહેવું ને પરભાવોથી વિરાગતા-એ બન્ને સાથે અવશ્ય હોય જ છે. બાપુ! આ તો ધીરાનાં કામ, અજબ-ગજબનાં ભાઈ! નિજતત્ત્વ - આત્મતત્ત્વ સદા જ્ઞાનમય અને સુખમય સ્વભાવરૂપ છે. તેને જાણતો-અનુભવતો જ્ઞાની રાગના અભાવ વડે વીતરાગતાને વિસ્તારે છે. લ્યો, આ ધર્મ અને આવો ધર્મી! પરંતુ રાગને (વ્યવહારને) કરે અને રાગને વિસ્તારે તે ધર્મી નથી. ગજબ વાત છે ભાઈ! લોકોને તો બહારમાં-પુણ્યભાવરૂપ ક્રિયાકાંડમાં ધર્મ મનાવવો છે. પણ બાપુ! આમ ને આમ જિંદગી એળે જશે, કાંઈક દયા, દાનના-પુણ્યના ભાવ કર્યા હશે તો


PDF/HTML Page 1998 of 4199
single page version

પાંચ-પચાસ લાખ-કરોડની ધૂળ (સંપત્તિ) મળશે; પણ બાપુ! એ તો ધૂળની ધૂળ ધૂળમાં છે. એમાં કયાં આત્મા છે? વા આત્મામાં એ કયાં છે? આ રૂપાળો દેહ છે તેની પણ રાખ થશે, અને ધૂળ (સંપત્તિ) ધૂળમાં રહેશે. અહીં કહે છે-જ્ઞાની કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલા ભાવોને દુઃખમય-ઝેર જેવા હેય જાણે છે અને તેને નિજ સુખમય સ્વભાવના આશ્રયે છોડી દે છે.

અહાહા...! જ્ઞાનમય રહેવું એટલે જ્ઞાનસ્વભાવી નિત્યાનંદસ્વરૂપ ભગવાન આત્મામાં રહેવું-ટકવું અને વિરાગતા એટલે રાગથી ખસવું-એમ બન્નેય જ્ઞાનીને એકસાથે હોય જ છે. ‘આ વાત પ્રગટ અનુભવગોચર છે. એ (જ્ઞાન-વૈરાગ્ય) જ સમ્યગ્દ્રષ્ટિનું ચિહ્ન છે.’ વ્યવહારના રાગને કરવું એ સમ્યગ્દ્રષ્ટિનું ચિહ્ન વા લક્ષણ નથી પણ અંતર્દ્રષ્ટિ વડે સ્વરૂપમાં સાવધાન રહેવું અને રાગથી ખસવું તે સમ્યગ્દ્રષ્ટિનું લક્ષણ છે. આવો માર્ગ છે ભાઈ!

ત્યારે કોઈ કહે છે-જરા સહેલું કરો, વંદના, જાત્રા ઇત્યાદિ પણ કરવું. એમ કહો. જુઓ, પૂજામાં પણ આવે છે કે-

“એક વાર વંદે જો કોઈ તાકો નરક-પશુ ગતિ નહિ હોઈ.”

અરે ભાઈ! અજ્ઞાની એકાદ ભવ નરક-પશુમાં ન જાય તોય તેથી એને શું લાભ છે? અજ્ઞાન અને મિથ્યાત્વ રહે તો પછીય પણ તે તિર્યંચાદિમાં જશે જ. સમ્મેદશિખરની વંદનાનો ભાવ પણ શુભરાગ જ છે જેને જ્ઞાની દુઃખમય જાણે છે. સમ્મેદશિખરની લાખ વંદના કરે તોય તે શુભરાગ જ છે, ધર્મ નથી, અને તેને ઉપાદેયગ્રહણ કરવાયોગ્ય માને ત્યાંસુધી તે મિથ્યાદ્રષ્ટિ જ છે, જૈન નહિ.

*

હવે ‘જે જીવ પરદ્રવ્યમાં આસક્ત-રાગી છે અને સમ્યગ્દ્રષ્ટિપણાનું અભિમાન કરે છે તે સમ્યગ્દ્રષ્ટિ છે જ નહિ; વૃથા અભિમાન કરે છે’-એવા અર્થનું કળશરૂપ કાવ્ય હવે કહે છેઃ-

* કળશ ૧૭ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

અહાહા...! મુનિવરને કયાં કોઈનીય પડી છે? તેઓ તો કહે છે-ભાઈ! સત્ય તો આ છે; એમ કે તું માને ગમે તેમ પણ સત્ય તો આ છે. શું? તો કહે છે-

‘अयं अहं स्वयम् सम्यग्द्रष्टिः, मे जातु बन्धः न स्यात्’ આ હું પોતે સમ્યગ્દ્રષ્ટિ છું, મને કદી બંધ થતો નથી ‘इति’ એમ માનીને ‘उत्तान–उत्पुलक–वदनाः’ જેમનું મુખ ગર્વથી ઊંચું તથા પુલકિત થયું છે એવા ‘रागिणः’ રાગી જીવો....

શું કહે છે? અજ્ઞાની જીવ બહારની ક્રિયાથી ગર્વિષ્ઠ થઈ માનવા લાગે છે કે-હું સમ્યગ્દ્રષ્ટિ છું, ધર્મી છું; મને કદી બંધ થતો નથી કેમકે સમ્યગ્દ્રષ્ટિને ભોગની


PDF/HTML Page 1999 of 4199
single page version

નિર્જરા થઈ જાય છે. માટે હું નિર્જરાવંત છું. આ રાગ આવે છે એ તો ચારિત્રનો દોષ છે, અમને તો અરાગ પરિણામ હોવાથી જે રાગ આવે છે તે ઝરી જાય છે. અહા! પોતાને રાગની અંદર રુચિ પડેલી છે છતાં શાસ્ત્રોમાં આમ કહ્યું છે એમ માની જે ગર્વ કરે છે તેને કહે છે-ભાઈ! તું રાગને પોતાનો માને છે તે મિથ્યાત્વનો દોષ છે. ભગવાન કેવળી સર્વજ્ઞ પરમેશ્વરને શું કહેવું છે તે સમજવાની દરકાર કરતા નથી તેનો મનુષ્યભવ ઢોર સમાન છે. આકરી વાત છે પ્રભુ! પણ સત્ય વાત છે.

પોતાને રાગ છે, રાગનો પ્રેમ છે, છતાં હું ધર્મી છું એમ અજ્ઞાની માને છે, તેને કહે છે-ભાઈ! જેને શુભભાવની રુચિ-પ્રેમ છે, જે શુભભાવને ભલો ને કર્તવ્ય માને છે એ તો મિથ્યાદ્રષ્ટિ છે. તેને સમ્યગ્દર્શન કેવું? આ, ‘જ્ઞાનીનો ભોગ નિર્જરાનો હેતુ છે’-એમ ગાથાઓ આવીને? તેના ઉપરનો આ કળશ છે. અરે ભાઈ! ભોગ નિર્જરાનો હેતુ કેમ હોય? એ તો જ્ઞાનીએ જ્ઞાનસ્વભાવને આદર્યો છે, તેને નિજ આનંદસ્વરૂપનો આશ્રય વર્તે છે તેથી તેને જે ભોગનો રાગ આવે છે તેનો તે સ્વામી નહિ થતો હોવાથી નવો બંધ કર્યા વિના તે ઝરી જાય છે-એમ ત્યાં વાત છે. શું ભોગ કાંઈ નિર્જરાનો હેતુ હોય? ન હોય. પણ શાસ્ત્રમાં કહ્યું છે એમ જાણી કોઈ ભોગનો અભિપ્રાય રાખે છે તો તે મિથ્યાદ્રષ્ટિ છે. આવી વાત બાપા! બહુ ઝીણી.

ભાઈ! આ મનુષ્યભવ મળ્‌યો છે પણ ભગવાન કેવળી શું કહે છે તે જો સમજવામાં ન આવ્યું તો તે નિષ્ફળ છે. મોટો સાધુ થયો તોય શું? એ જ કહે છે-જેમનું મુખ ગર્વથી ઊંચું તથા પુલકિત થયું છે એવા રાગી જીવો-પરદ્રવ્ય પ્રત્યે રાગદ્વેષમોહભાવવાળા જીવો-‘अपि’ ભલે ‘आचरन्तु’ મહાવ્રતાદિનું આચરણ કરો તથા ‘समितिपरतां आलंबन्तां’ સમિતિની ઉત્કૃષ્ટતાનું આલંબન કરો ‘अद्य अपि’ તોપણ ‘ते पापाः’ તેઓ પાપી જ છે.

શું કહ્યું? પાઠમાં છે, જુઓ-કે ‘रागिणोऽप्याचरन्तु’–રાગી જીવો અહિંસા-પરની દયા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ-એમ પાંચ મહાવ્રતનું આચરણ કરો તો કરો અને જોઈને ચાલવું, નિર્દોષ આહાર લેવો, હિત-મિત બોલવું ઇત્યાદિ ઉત્કૃષ્ટપણે સમિતિનું ભલે આલંબન કરો, તોપણ તેઓ પાપી જ છે, મિથ્યાદ્રષ્ટિ જ છે. કેમ? કેમકે તેમને રાગમાં સુખબુદ્ધિ-ઉપાદેયબુદ્ધિ છે અને તેમણે ચૈતન્યમૂર્તિ-વીતરાગમૂર્તિ પ્રભુ આત્માનો આશ્રય લીધો નથી. તેમને રાગમાં હેયબુદ્ધિ અને નિજ ચૈતન્યસ્વભાવમાં ઉપાદેયબુદ્ધિ થઈ નથી તેથી તેઓ પાપી જ છે. આકરી વાત બાપા! પણ ત્રણેકાળ વીતરાગનો માર્ગ આ જ છે.

ભગવાન આત્મા સદાય રાગરહિત શુદ્ધ ચૈતન્યસ્વરૂપ વીતરાગસ્વરૂપ જ છે. આવો ચિદાનંદઘન પ્રભુ આત્મા જેણે ઉપાદેય-આદરણીય કર્યો છે તેની પરિણતિમાં નિરાકુળ


PDF/HTML Page 2000 of 4199
single page version

આનંદમય વીતરાગતા આવે જ છે. પરંતુ આત્માનો આશ્રય છોડીને રાગને આદરણીય માનીને કોઈ મહાવ્રતાદિ પાળે તોપણ તે મિથ્યાદ્રષ્ટિ જ છે. રાગમાં સુખબુદ્ધિ છે તેવા જીવો, ભલે અમે સમકિતી છીએ એમ નામ ધરાવે અને બહારમાં સાધુપણાનું આચરણ કરે, આહાર-વિહાર આદિ ક્રિયાઓમાં જતનાથી પ્રવર્તે, પ્રાણ જાય તોપણ ઉદ્દેશિક આહાર ગ્રહણ ન કરે તોપણ તેઓ પાપી જ છે, મિથ્યાદ્રષ્ટિ જ છે-એમ અહીં કહે છે. જુઓ, છે કે નહિ કલશમાં? ‘आलंबन्तां समितिपरतां ते यतोऽद्यापि पापाः’ છે સ્પષ્ટ? અહા! જેને શુભરાગનો આદર છે, શુભરાગ કર્તવ્ય છે એમ જેણે માન્યું છે તે મહાવ્રતાદિ ગમે તે આચરણ કરે તોપણ તે પાપી જ છે. કલશમાં ‘पापाः’ એમ શબ્દ છે. છે કે નહિ? ભાઈ! મિથ્યાત્વનું પાપ મહાપાપ છે. લોકોને ખબર નથી, પણ વ્યવહારનો રાગ કર્તવ્ય છે, ધર્મ છે એમ જેણે માન્યું છે તે મિથ્યાદ્રષ્ટિ-પાપી જ છે.

પ્રશ્નઃ– પરંતુ તે પાપ (-અશુભભાવ) તો કાંઈ કરતો નથી? ઉત્તરઃ– ભલે તે પાપ-અશુભભાવનો-હિંસાદિનો કરનારો નથી તોપણ તેને આચાર્ય શ્રી અમૃતચંદ્રદેવે પાપી કહ્યો છે. બહુ ગંભીર વાત છે ભાઈ! પ્રચુર નિરાકુળ આનંદ અને અકષાયી શાંતિની પરિણતિમાં રહેનારા ધર્મના સ્થંભ એવા આચાર્યદેવનું આ કથન છે. મૂળ ગાથા આચાર્ય કુંદકુંદની છે અને ૧૦૦૦ વર્ષ પછી તેની આ ટીકા આચાર્ય અમૃતચંદ્રની છે. અહો! વીતરાગી મુનિવરો-જંગલમાં વસનારા મુનિવરોનો આ પોકાર છે; કે રાગને કર્તવ્ય ને ધર્મ જાણી કોઈ અહિંસાદિ મહાવ્રતનું આચરણ કરે તો કરો, પણ તે પાપી જ છે, કેમકે તેને મિથ્યાદર્શનના અભાવરૂપ સમ્યગ્દર્શન નથી વા આત્માનુભવ નથી. મિથ્યાદર્શન એ જ મૂળ પાપ છે.

પ્રશ્નઃ– પણ ચરણાનુયોગમાં મહાવ્રતાદિનું વિધાન તો છે? ઉત્તરઃ– હા છે; પણ ચારે અનુયોગનો સાર વીતરાગતા જ છે, રાગ નહિ. પંચાસ્તિકાયની ગાથા ૧૭૨ માં છે કે ચારે અનુયોગનું તાત્પર્ય વીતરાગતા છે. વીતરાગના માર્ગમાં સર્વત્ર વીતરાગતાનું જ પોષણ છે. ચરણાનુયોગમાં પણ રાગનું પોષણ કર્યું નથી. તેમાં રાગને જણાવ્યો છે, પણ પોષણ તો વીતરાગતાનું જ કર્યું છે. ચરણાનુયોગમાં સાધકને વીતરાગપરિણતિ સાથે યથાસંભવ કેવો રાગ હોય છે તેનું જ્ઞાન કરાવ્યું છે, તેનું પોષણ નહિ; પુષ્ટિ તો એક વીતરાગતાની જ કરેલી છે અને એ જ વીતરાગનો માર્ગ છે. સમજાણું કાંઈ? શુભભાવના પ્રેમવાળાને કળશ બહુ આકરો પડે પણ શું થાય? વસ્તુસ્થિતિ જ આવી છે.

‘णमो लोह सव्व आइरियाणं’-એમ પાઠ આવે છે ને? પાઠમાં જેમને નમસ્કાર કર્યા છે એવા અમૃતચંદ્રસ્વામી એક આચાર્ય ભગવંત છે કે જેમને રાગની રુચિ છૂટી ગઈ છે અને આનંદના નાથની રુચિમાં અંતરરમણતા અતિ પુષ્ટપણે જામી ગઈ છે.