Pravachansar (Gujarati). Gatha: 88-94 ; Gney attva Pragyapan; Dravya Samanya Adhikar.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 10 of 28

 

Page 150 of 513
PDF/HTML Page 181 of 544
single page version

पीततादयो गुणाः, यथा च सुवर्णं क्रमपरिणामेनेय्रति तेन क्रमपरिणामेनार्यमाणा वा अर्थाः
कुण्डलादयः पर्यायाः
एवमन्यत्रापि यथा चैतेषु सुवर्णपीततादिगुणकुण्डलादिपर्यायेषु
पीततादिगुणकुण्डलादिपर्यायाणां सुवर्णादपृथग्भावात्सुवर्णमेवात्मा तथा च तेषु द्रव्यगुणपर्यायेषु
गुणपर्यायाणां द्रव्यादपृथग्भावाद्द्रव्यमेवात्मा
।।८७।।
પહોંચાય છે તેથી પીળાશ વગેરે ગુણો ‘અર્થો’ છે, અને જેમ કુંડળ વગેરે પર્યાયો સુવર્ણને
ક્રમપરિણામથી પામેપ્રાપ્ત કરેપહોંચે છે અથવા (તેઓ) સુવર્ણ વડે ક્રમપરિણામથી
પમાયપ્રાપ્ત કરાયપહોંચાય છે તેથી કુંડળ વગેરે પર્યાયો ‘અર્થો’ છે, તેમ અન્યત્ર પણ
છે (અર્થાત્ આ દ્રષ્ટાંતની માફક સર્વ દ્રવ્ય -ગુણ -પર્યાયોમાં પણ સમજવું).
વળી જેમ આ સુવર્ણ, પીળાશ વગેરે ગુણો અને કુંડળ વગેરે પર્યાયોમાં (
ત્રણમાં), પીળાશ વગેરે ગુણોનું અને કુંડળ વગેરે પર્યાયોનું સુવર્ણથી અપૃથક્પણું હોવાથી
તેમનો (
પીળાશ વગેરે ગુણોનો અને કુંડળ વગેરે પર્યાયોનો) સુવર્ણ જ આત્મા છે, તેમ
તે દ્રવ્ય -ગુણ -પર્યાયોમાં ગુણ -પર્યાયોનું દ્રવ્યથી અપૃથક્પણું હોવાથી તેમનો દ્રવ્ય જ આત્મા છે
(અર્થાત
્ દ્રવ્ય જ ગુણો અને પર્યાયોનો આત્માસ્વરૂપસર્વસ્વસત્ત્વ છે).
ભાવાર્થઃ૮૬મી ગાથામાં કહ્યું હતું કે જિનશાસ્ત્રોનો સમ્યક્ અભ્યાસ મોહક્ષયનો
ઉપાય છે. અહીં તે જિનશાસ્ત્રોમાં પદાર્થોની શી રીતે વ્યવસ્થા કહી છે તે સંક્ષેપમાં દર્શાવ્યું
છે. જિનેન્દ્રદેવે કહ્યું છે કે
અર્થો (પદાર્થો) એટલે દ્રવ્યો, ગુણો અને પર્યાયો. એ સિવાય
વિશ્વમાં બીજું કાંઈ નથી. વળી એ ત્રણમાં, ગુણો અને પર્યાયોનો આત્મા (તેમનું સર્વસ્વ)
દ્રવ્ય જ છે. આમ હોવાથી કોઈ દ્રવ્યના ગુણો અને પર્યાયો અન્ય દ્રવ્યના ગુણો અને પર્યાયોરૂપે
અંશે પણ થતા નથી, સર્વ દ્રવ્યો પોતપોતાના ગુણ -પર્યાયોમાં રહે છે.
આવી પદાર્થોની સ્થિતિ
મોહક્ષયના નિમિત્તભૂત પવિત્ર જિનશાસ્ત્રોમાં કહી છે. ૮૭.
एव स्वभाव इति अथ विस्तरःअनन्तज्ञानसुखादिगुणान् तथैवामूर्तत्वातीन्द्रियत्वसिद्धत्वादिपर्यायांश्च
इयर्ति गच्छति परिणमत्याश्रयति येन कारणेन तस्मादर्थो भण्यते किम् शुद्धात्मद्रव्यम्
तच्छुद्धात्मद्रव्यमाधारभूतमिय्रति गच्छन्ति परिणमन्त्याश्रयन्ति येन कारणेन ततोऽर्था भण्यन्ते के ते
ज्ञानत्वसिद्धत्वादिगुणपर्यायाः ज्ञानत्वसिद्धत्वादिगुणपर्यायाणामात्मा स्वभावः क इति पृष्टे शुद्धात्म-
૧. જેમ સુવર્ણ પીળાશ વગેરેને અને કુંડળ વગેરેને પામે છે અથવા પીળાશ વગેરે અને કુંડળ વગેરે
વડે પમાય છે (અર્થાત્ પીળાશ વગેરે અને કુંડળ વગેરે સુવર્ણને પામે છે) તેથી સુવર્ણ ‘અર્થ’
છે, તેમ દ્રવ્ય ‘અર્થ’ છે; જેમ પીળાશ વગેરે આધારભૂત સુવર્ણને પામે છે અથવા આધારભૂત
સુવર્ણ વડે પમાય છે (અર્થાત
્ આધારભૂત સુવર્ણ પીળાશ વગેરેને પામે છે) તેથી પીળાશ વગેરે
‘અર્થો’ છે, તેમ ગુણો ‘અર્થો’ છે; જેમ કુંડળ વગેરે સુવર્ણને ક્રમપરિણામથી પામે છે અથવા સુવર્ણ
વડે ક્રમપરિણામથી પમાય છે (અર્થાત
્ સુવર્ણ કુંડળ વગેરેને ક્રમપરિણામથી પામે છે) તેથી કુંડળ
વગેરે ‘અર્થો’ છે, તેમ પર્યાયો ‘અર્થો’ છે.

Page 151 of 513
PDF/HTML Page 182 of 544
single page version

अथैवं मोहक्षपणोपायभूतजिनेश्वरोपदेशलाभेऽपि पुरुषकारोऽर्थक्रियाकारीति पौरुषं
व्यापारयति
जो मोहरागदोसे णिहणदि उवलब्भ जोण्हमुवदेसं
सो सव्वदुक्खमोक्खं पावदि अचिरेण कालेण ।।८८।।
यो मोहरागद्वेषान्निहन्ति उपलभ्य जैनमुपदेशम्
स सर्वदुःखमोक्षं प्राप्नोत्यचिरेण कालेन ।।८८।।
इह हि द्राघीयसि सदाजवंजवपथे कथमप्यमुं समुपलभ्यापि जैनेश्वरं निशिततर-
वारिधारापथस्थानीयमुपदेशं य एव मोहरागद्वेषाणामुपरि दृढतरं निपातयति स एव निखिल-
હવે, એ રીતે મોહક્ષયના ઉપાયભૂત જિનેશ્વરના ઉપદેશની પ્રાપ્તિ થવા છતાં પણ
પુરુષાર્થ અર્થક્રિયાકારી છે તેથી પુરુષાર્થ કરે છેઃ
જે પામી જિન -ઉપદેશ હણતો રાગ -દ્વેષ -વિમોહને,
તે જીવ પામે અલ્પ કાળે સર્વદુઃખવિમોક્ષને. ૮૮.
અન્વયાર્થઃ[यः] જે [जैनम् उपदेशम्] જિનના ઉપદેશને [उपलभ्य] પામીને
[मोहरागद्वेषान्] મોહ -રાગ -દ્વેષને [निहन्ति] હણે છે, [सः] તે [अचिरेण कालेन] અલ્પ કાળમાં
[सर्वदुःखमोक्षं प्राप्नोति] સર્વ દુઃખથી મુક્ત થાય છે.
ટીકાઃઆ અતિ દીર્ઘ, સદા ઉત્પાતમય સંસારમાર્ગમાં કોઈ પણ પ્રકારે
જિનેશ્વરદેવના આ તીક્ષ્ણ અસિધારા સમાન ઉપદેશને પામીને પણ જે મોહ -રાગ -દ્વેષ ઉપર
અતિ દ્રઢપણે તેનો પ્રહાર કરે છે તે જ
ક્ષિપ્રમેવ સમસ્ત દુઃખથી પરિમુક્ત થાય છે, અન્ય
द्रव्यमेव स्वभावः, अथवा शुद्धात्मद्रव्यस्य कः स्वभाव इति पृष्टे पूर्वोक्तगुणपर्याया एव एवं
शेषद्रव्यगुणपर्यायाणामप्यर्थसंज्ञा बोद्धव्येत्यर्थः ।।८७।। अथ दुर्लभजैनोपदेशं लब्ध्वापि य एव मोहराग-
द्वेषान्निहन्ति स एवाशेषदुःखक्षयं प्राप्नोतीत्यावेदयतिजो मोहरागदोसे णिहणदि य एव मोहराग-
द्वेषान्निहन्ति किं कृत्वा उपलब्भ उपलभ्य प्राप्य कम् जोण्हमुवदेसं जैनोपदेशम् सो सव्वदुक्खमोक्खं
पावदि स सर्वदुःखमोक्षं प्राप्नोति केन अचिरेण कालेण स्तोक कालेनेति तद्यथाएकेन्द्रियविकलेन्द्रिय-
पञ्चेन्द्रियादिदुर्लभपरंपरया जैनोपदेशं प्राप्य मोहरागद्वेषविलक्षणं निजशुद्धात्मनिश्चलानुभूतिलक्षणं
૧. અર્થક્રિયાકારી = પ્રયોજનભૂત ક્રિયાનો (સર્વદુઃખપરિમોક્ષનો) કરનાર
૨. ક્ષિપ્રમેવ = જલદી જ; તરત જ; શીઘ્રમેવ.

Page 152 of 513
PDF/HTML Page 183 of 544
single page version

दुःखपरिमोक्षं क्षिप्रमेवाप्नोति, नापरो व्यापारः करवालपाणिरिव अत एव सर्वारम्भेण मोह-
क्षपणाय पुरुषकारे निषीदामि ।।८८।।
अथ स्वपरविवेकसिद्धेरेव मोहक्षपणं भवतीति स्वपरविभागसिद्धये प्रयतते
णाणप्पगमप्पाणं परं च दव्वत्तणाहिसंबद्धं
जाणदि जदि णिच्छयदो जो सो मोहक्खयं कुणदि ।।८९।।
ज्ञानात्मकमात्मानं परं च द्रव्यत्वेनाभिसंबद्धम्
जानाति यदि निश्चयतो यः स मोहक्षयं करोति ।।८९।।
(કોઈ) વ્યાપાર સમસ્ત દુઃખથી પરિમુક્ત કરતો નથી;હાથમાં તરવારવાળા મનુષ્યની
માફક. (જેમ મનુષ્યના હાથમાં તીક્ષ્ણ તરવાર હોવા છતાં પણ જો તે મનુષ્ય શત્રુઓ પર
અતિ જોરથી તેનો પ્રહાર કરે છે તો જ તે શત્રુસંબંધી દુઃખથી મુક્ત થાય છે, અન્યથા
નહિ, તેમ આ અનાદિ સંસારમાં મહાભાગ્યથી જિનેશ્વરદેવના ઉપદેશરૂપ તીક્ષ્ણ તરવાર
પામવા છતાં પણ જો જીવ મોહ -રાગ -દ્વેષરૂપ શત્રુઓ પર અતિ દ્રઢતાથી તેનો પ્રહાર કરે
છે તો જ તે સર્વ દુઃખથી મુક્ત થાય છે, અન્યથા નહિ.) માટે જ સર્વ આરંભથી (
યત્નથી)
મોહનો ક્ષય કરવા માટે હું પુરુષાર્થનો આશ્રય કરું છું. ૮૮.
હવે, સ્વ -પરના વિવેકની (ભેદજ્ઞાનની) સિદ્ધિથી જ મોહનો ક્ષય થઈ શકે છે તેથી
સ્વ -પરના વિભાગની સિદ્ધિ માટે પ્રયત્ન કરે છેઃ
જે જ્ઞાનરૂપ નિજ આત્મને, પરને વળી નિશ્ચય વડે
દ્રવ્યત્વથી સંબદ્ધ જાણે, મોહનો ક્ષય તે કરે. ૮૯.
અન્વયાર્થઃ[यः] જે [निश्चयतः] નિશ્ચયથી [ज्ञानात्मकम् आत्मानं] જ્ઞાનાત્મક એવા
પોતાને [च] અને [परं] પરને [द्रव्यत्वेन अभिसंबद्धम्] નિજ નિજ દ્રવ્યત્વથી સંબદ્ધ (સંયુક્ત)
[यदि जानाति] જાણે છે, [सः] તે [मोहक्षयं करोति] મોહનો ક્ષય કરે છે.
निश्चयसम्यक्त्वज्ञानद्वयाविनाभूतं वीतरागचारित्रसंज्ञं निशितखङ्गं य एव मोहरागद्वेषशत्रूणामुपरि दृढतरं
पातयति स एव पारमार्थिकानाकुलत्वलक्षणसुखविलक्षणानां दुःखानां क्षयं करोतीत्यर्थः
।।८८।। एवं
द्रव्यगुणपर्यायविषये मूढत्वनिराकरणार्थं गाथाषट्केन तृतीयज्ञानकण्डिका गता अथ स्वपरात्मनोर्भेद-
ज्ञानात् मोहक्षयो भवतीति प्रज्ञापयतिणाणप्पगमप्पाणं परं च दव्वत्तणाहिसंबद्धं जाणदि जदि ज्ञानात्मक-
૧. વ્યાપાર = ઉદ્યોગ; ક્રિયા.

Page 153 of 513
PDF/HTML Page 184 of 544
single page version

य एव स्वकीयेन चैतन्यात्मकेन द्रव्यत्वेनाभिसंबद्धमात्मानं परं च परकीयेन यथोचितेन
द्रव्यत्वेनाभिसंबद्धमेव निश्चयतः परिच्छिनत्ति, स एव सम्यगवाप्तस्वपरविवेकः सकलं मोहं
क्षपयति
अतः स्वपरविवेकाय प्रयतोऽस्मि ।।८९।।
अथ सर्वथा स्वपरविवेकसिद्धिरागमतो विधातव्येत्युपसंहरति
तम्हा जिणमग्गादो गुणेहिं आदं परं च दव्वेसु
अभिगच्छदु णिम्मोहं इच्छदि जदि अप्पणो अप्पा ।।९०।।
तस्माज्जिनमार्गाद्गुणैरात्मानं परं च द्रव्येषु
अभिगच्छतु निर्मोहमिच्छति यद्यात्मन आत्मा ।।९०।।
मात्मानं जानाति यदि कथंभूतम् स्वकीयशुद्धचैतन्यद्रव्यत्वेनाभिसंबद्धं, न केवलमात्मानम्, परं च
यथोचितचेतनाचेतनपरकीयद्रव्यत्वेनाभिसंबद्धम् कस्मात् णिच्छयदो निश्चयतः निश्चयनयानुकूलं
ટીકાઃજે નિશ્ચયથી પોતાને સ્વકીય ચૈતન્યાત્મક દ્રવ્યત્વથી સંબદ્ધ (-સંયુક્ત)
અને પરને પરકીય યથોચિત દ્રવ્યત્વથી સંબદ્ધ જ જાણે છે, તે જ (જીવ), સમ્યક્પણે
સ્વ -પરના વિવેકને જેણે પ્રાપ્ત કર્યો છે એવો, સકળ મોહનો ક્ષય કરે છે. માટે સ્વ -પરના
વિવેકને માટે હું પ્રયત્નશીલ છું. ૮૯.
હવે, સર્વ પ્રકારે સ્વ -પરના વિવેકની સિદ્ધિ આગમથી કરવાયોગ્ય છે એમ ઉપસંહાર
કરે છેઃ
તેથી યદિ જીવ ઇચ્છતો નિર્મોહતા નિજ આત્મને,
જિનમાર્ગથી દ્રવ્યો મહીં જાણો સ્વ -પરને ગુણ વડે. ૯૦.
અન્વયાર્થઃ[तस्मात्] માટે (સ્વ -પરના વિવેકથી મોહનો ક્ષય કરી શકાતો
હોવાથી) [यदि] જો [आत्मा] આત્મા [आत्मनः] પોતાને [निर्मोहं] નિર્મોહપણું [इच्छति]
ઇચ્છતો હોય, તો [जिनमार्गात्] જિનમાર્ગ દ્વારા [गुणैः] ગુણો વડે [द्रव्येषु] દ્રવ્યોમાં [आत्मानं
परं च] સ્વ અને પરને [अभिगच्छतु] જાણો (અર્થાત્ જિનાગમ દ્વારા વિશેષ ગુણો વડે અનંત
દ્રવ્યોમાંથી ‘આ સ્વ છે ને આ પર છે’ એમ વિવેક કરો).
૧. સ્વકીય = પોતાનું ૨.પરકીય = પારકું
૩. યથોચિત = યથાયોગ્યચેતન કે અચેતન. (પુદ્ગલાદિ દ્રવ્યો પરકીય અચેતન દ્રવ્યત્વથી સંયુક્ત
છે અને અન્ય આત્માઓ પરકીય ચેતન દ્રવ્યત્વથી સંયુક્ત છે.)
પ્ર. ૨૦

Page 154 of 513
PDF/HTML Page 185 of 544
single page version

इह खल्वागमनिगदितेष्वनन्तेषु गुणेषु कैश्चिद्गुणैरन्ययोगव्यवच्छेदकतयासाधारण-
तामुपादाय विशेषणतामुपगतैरनन्तायां द्रव्यसंततौ स्वपरविवेकमुपगच्छन्तु मोहप्रहाणप्रवणबुद्धयो
लब्धवर्णाः
तथाहियदिदं सदकारणतया स्वतःसिद्धमन्तर्बहिर्मुखप्रकाशशालितया स्वपर-
परिच्छेदकं मदीयं मम नाम चैतन्यमहमनेन तेन समानजातीयमसमानजातीयं वा द्रव्यमन्यद-
पहाय ममात्मन्येव वर्तमानेनात्मीयमात्मानं सकलत्रिकालकलितध्रौव्यं द्रव्यं जानामि
एवं
भेदज्ञानमाश्रित्य जो यः कर्ता सोमोहक्खयं कुणदि निर्मोहपरमानन्दैकस्वभावशुद्धात्मनो
विपरीतस्य मोहस्य क्षयं करोतीति सूत्रार्थः ।।८९।। अथ पूर्वसूत्रे यदुक्तं स्वपरभेदविज्ञानं तदागमतः
सिद्धयतीति प्रतिपादयतितम्हा जिणमग्गादो यस्मादेवं भणितं पूर्वं स्वपरभेदविज्ञानाद् मोहक्षयो
भवति, तस्मात्कारणाज्जिनमार्गाज्जिनागमात् गुणेहिं गुणैः आदं आत्मानं, न केवलमात्मानं परं च
परद्रव्यं च केषु मध्ये दव्वेसु शुद्धात्मादिषड्द्रव्येषु अभिगच्छदु अभिगच्छतु जानातु यदि
किम् णिम्मोहं इच्छदि जदि निर्मोहभावमिच्छति यदि चेत् स कः अप्पा आत्मा कस्य संबन्धित्वेन
ટીકાઃમોહનો ક્ષય કરવા પ્રત્યે પ્રવણ બુદ્ધિવાળા બુધજનો આ જગતમાં
આગમને વિષે કહેલા અનંત ગુણોમાંથી કોઈક ગુણો વડેકે જે ગુણો અન્ય સાથે યોગ
રહિત હોવાથી અસાધારણપણું ધારણ કરીને વિશેષણપણાને પામ્યા છે તેમના વડેઅનંત
દ્રવ્યસંતતિમાં સ્વ -પરના વિવેકને પામો (અર્થાત્ મોહનો ક્ષય કરવા ઇચ્છતા પંડિત જનો
આગમમાં કહેલા અનંત ગુણોમાંથી અસાધારણ અને ભિન્નલક્ષણભૂત ગુણો વડે અનંત
દ્રવ્યપરંપરામાં ‘આ સ્વદ્રવ્ય છે અને આ પરદ્રવ્યો છે’ એવો વિવેક કરો). તે આ પ્રમાણેઃ
સત્ અને અકારણ હોવાથી સ્વતઃસિદ્ધ, અંતર્મુખ અને બહિર્મુખ પ્રકાશવાળું
હોવાથી સ્વપરનું જ્ઞાયકએવું જે આ, મારી સાથે સંબંધવાળું, મારું ચૈતન્ય તેના વડેકે
જે (ચૈતન્ય) સમાનજાતીય અથવા અસમાનજાતીય અન્યદ્રવ્યને છોડીને મારા આત્મામાં જ
વર્તે છે તેના વડે
હું પોતાના આત્માને સકળ ત્રિકાળે ધ્રુવત્વ ધરતું દ્રવ્ય જાણું છું. એ
૧. પ્રવણ = ઢળતી; અભિમુખ; રત.
૨. કેટલાક ગુણો અન્ય દ્રવ્યો સાથે સંબંધ રહિત હોવાને લીધે અર્થાત
્ અન્ય દ્રવ્યોમાં નહિ હોવાને
લીધે અસાધારણ છે અને તેથી વિશેષણભૂતભિન્નલક્ષણભૂત છે; તેમના વડે દ્રવ્યોનું ભિન્નપણું
નક્કી કરી શકાય છે.
૩. દ્રવ્યસંતતિ = દ્રવ્યપરંપરા; દ્રવ્યસમૂહ.
૪. સત
્ = હયાતીવાળું; સત્તાવાળું; અસ્તિત્વવાળું; સત્રૂપ.
૫. અકારણ = જેનું કોઇ કારણ ન હોય એવું; અહેતુક. (ચૈતન્ય સત્ અને અહેતુક હોવાને લીધે
પોતાથી જ સિદ્ધ છે.)
૬. સકળ = આખું; સમસ્ત; નિરવશેષ. (આત્મા કોઈ કાળને બાકી રાખ્યા વિના આખાય ત્રણે કાળે
ધ્રુવ રહેતું એવું દ્રવ્ય છે.)

Page 155 of 513
PDF/HTML Page 186 of 544
single page version

पृथक्त्ववृत्तस्वलक्षणैर्द्रव्यमन्यदपहाय तस्मिन्नेव च वर्तमानैः सकलत्रिकालकलितध्रौव्यं
द्रव्यमाकाशं धर्ममधर्मं कालं पुद्गलमात्मान्तरं च निश्चिनोमि
ततो नाहमाकाशं न धर्मो
नाधर्मो न च कालो न पुद्गलो नात्मान्तरं च भवामि; यतोऽमीष्वेकापवरकप्रबोधितानेक-
दीपप्रकाशेष्विव संभूयावस्थितेष्वपि मच्चैतन्यं स्वरूपादप्रच्युतमेव मां पृथगवगमयति
एवमस्य
निश्चितस्वपरविवेकस्यात्मनो न खलु विकारकारिणो मोहाङ्कु रस्य प्रादुर्भूतिः स्यात् ।।९०।।
अप्पणो आत्मन इति तथाहियदिदं मम चैतन्यं स्वपरप्रकाशकं तेनाहं कर्ता विशुद्धज्ञानदर्शन-
स्वभावं स्वकीयमात्मानं जानामि, परं च पुद्गलादिपञ्चद्रव्यरूपं शेषजीवान्तरं च पररूपेण जानामि,
ततः कारणादेकापवरक प्रबोधितानेकप्रदीपप्रकाशेष्विव संभूयावस्थितेष्वपि सर्वद्रव्येषु मम सहजशुद्ध-

चिदानन्दैकस्वभावस्य केनापि सह मोहो नास्तीत्यभिप्रायः
।।९०।। एवं स्वपरपरिज्ञानविषये मूढत्व-
निरासार्थं गाथाद्वयेन चतुर्थज्ञानकण्डिका गता इति पञ्चविंशतिगाथाभिर्ज्ञानकण्डिकाचतुष्टयाभिधानो
द्वितीयोऽधिकारः समाप्तः अथ निर्दोषिपरमात्मप्रणीतपदार्थश्रद्धानमन्तरेण श्रमणो न भवति,
રીતે પૃથક્પણે વર્તતાં સ્વલક્ષણો વડેકે જે (સ્વલક્ષણો) અન્ય દ્રવ્યને છોડીને તે જ દ્રવ્યમાં
વર્તે છે તેમના વડેઆકાશને, ધર્મને, અધર્મને, કાળને, પુદ્ગલને અને આત્માંતરને
(અન્ય આત્માને) સકળ ત્રિકાળે ધ્રુવત્વ ધરતાં દ્રવ્યો તરીકે નક્કી કરું છું (અર્થાત્ જેમ
ચૈતન્યલક્ષણ વડે આત્માને ધ્રુવ દ્રવ્ય તરીકે જાણ્યો, તેમ અવગાહહેતુત્વ, ગતિહેતુત્વ વગેરે
લક્ષણો કે જેઓ સ્વલક્ષ્યભૂત દ્રવ્ય સિવાય અન્ય દ્રવ્યોમાં વર્તતાં નથી તેમના વડે આકાશ,
ધર્માસ્તિકાય વગેરેને ભિન્ન ભિન્ન ધ્રુવ દ્રવ્યો તરીકે જાણું છું). માટે હું આકાશ નથી, ધર્મ
નથી, અધર્મ નથી, કાળ નથી, પુદ્ગલ નથી અને આત્માંતર નથી; કારણ કે
એક ઓરડામાં
પ્રગટાવેલા અનેક દીવાના પ્રકાશોની માફક આ દ્રવ્યો એકઠાં થઈને રહેલાં હોવા છતાં મારું
ચૈતન્ય (નિજ) સ્વરૂપથી અચ્યુત જ રહ્યું થકું મને પૃથક્ જણાવે છે.
આ પ્રમાણે જેણે સ્વ -પરનો વિવેક નિશ્ચિત (નક્કી) કર્યો છે એવા આ આત્માને
વિકારકારી મોહાંકુરનો પ્રાદુર્ભાવ થતો નથી (વિકાર કરનારો મોહાંકુર પ્રગટ થતો નથી).
ભાવાર્થઃસ્વ -પરના વિવેકથી મોહનો નાશ કરી શકાય છે. તે સ્વ -પરનો વિવેક,
જિનાગમ દ્વારા સ્વ -પરનાં લક્ષણો યથાર્થપણે ઓળખવાથી કરી શકાય છે. ૯૦.
૧. જેમ ઘણા દીવાના પ્રકાશો એક જ ઓરડામાં ભેગા રહ્યા હોય તો સ્થૂલ દ્રષ્ટિથી જોતાં તેઓ
એક -બીજામાં મળી ગયેલા ભાસે છે, તોપણ સૂક્ષ્મ દ્રષ્ટિથી વિચારપૂર્વક જોતાં તો તે પ્રકાશો ભિન્ન
ભિન્ન જ છે (કારણ કે એક દીવો બુઝાઈ જતાં તે જ દીવાનો પ્રકાશ નષ્ટ થાય છે, અન્ય
દીવાના પ્રકાશો નષ્ટ થતા નથી); તેમ જીવાદિ અનેક દ્રવ્યો એક જ ક્ષેત્રમાં રહ્યાં છે તોપણ સૂક્ષ્મ
દ્રષ્ટિથી જોતાં તેઓ ભિન્ન ભિન્ન જ છે, એકમેક થયાં નથી.

Page 156 of 513
PDF/HTML Page 187 of 544
single page version

अथ जिनोदितार्थश्रद्धानमन्तरेण धर्मलाभो न भवतीति प्रतर्कयति
सत्तासंबद्धेदे सविसेसे जो हि णेव सामण्णे
सद्दहदि ण सो समणो तत्तो धम्मो ण संभवदि ।।९१।।
सत्तासंबद्धानेतान् सविशेषान् यो हि नैव श्रामण्ये
श्रद्दधाति न स श्रमणः ततो धर्मो न संभवति ।।९१।।
यो हि नामैतानि सादृश्यास्तित्वेन सामान्यमनुव्रजन्त्यपि स्वरूपास्तित्वेनाश्लिष्ट-
विशेषाणि द्रव्याणि स्वपरावच्छेदेनापरिच्छिन्दन्नश्रद्दधानो वा एवमेव श्रामण्येनात्मानं दमयति
तस्माच्छुद्धोपयोगलक्षणधर्मोऽपि न संभवतीति निश्चिनोतिसत्तासंबद्धे महासत्तासंबन्धेन सहितान् एदे
एतान् पूर्वोक्तशुद्धजीवादिपदार्थान् पुनरपि किंविशिष्टान् सविसेसे विशेषसत्तावान्तरसत्ता स्वकीय-
स्वकीयस्वरूपसत्ता तया सहितान् जो हि णेव सामण्णे सद्दहदि यः कर्ता द्रव्यश्रामण्ये स्थितोऽपि न श्रद्धत्ते
હવે, જિનોદિત અર્થોના શ્રદ્ધાન વિના ધર્મલાભ થતો નથી (અર્થાત્ જિનદેવે કહેલા
પદાર્થોની શ્રદ્ધા કર્યા વિના શુદ્ધાત્મ -અનુભવરૂપ ધર્મપ્રાપ્તિ થતી નથી) એમ ન્યાયપૂર્વક
વિચારે છેઃ
શ્રામણ્યમાં સત્તામયી સવિશેષ આ દ્રવ્યો તણી
શ્રદ્ધા નહિ, તે શ્રમણ ના; તેમાંથી ધર્મોદ્ભવ નહીં. ૯૧.
અન્વયાર્થઃ[यः हि] જે (જીવ) [श्रामण्ये] શ્રમણપણામાં [एतान् सत्तासंबद्धान्
सविशेषान्]સત્તાસંયુક્ત સવિશેષ પદાર્થોને [न एव श्रद्दधाति] શ્રદ્ધતો નથી, [सः] તે
[श्रमणः न] શ્રમણ નથી; [ततः धर्मः न संभवति] તેનામાંથી ધર્મ ઉદ્ભવતો નથી (અર્થાત
તે શ્રમણાભાસને ધર્મ થતો નથી).
ટીકાઃજે (જીવ) આ દ્રવ્યોનેકે જે (દ્રવ્યો) સાદ્રશ્ય -અસ્તિત્વ વડે સમાનપણું
ધરતાં છતાં સ્વરૂપ -અસ્તિત્વ વડે વિશેષ સહિત છે તેમનેસ્વ -પરના અવચ્છેદપૂર્વક નહિ
જાણતો અને નહિ શ્રદ્ધતો થકો, એમ ને એમ જ (જ્ઞાન -શ્રદ્ધા વિના) શ્રામણ્ય વડે
૧. સત્તાસંયુક્ત = અસ્તિત્વવાળા
૨. સવિશેષ = વિશેષ સહિત; તફાવતવાળા; ભેદવાળા; ભિન્નભિન્ન.
૩. અસ્તિત્વ બે પ્રકારે છેઃ સાદ્રશ્ય -અસ્તિત્વ અને સ્વરૂપ -અસ્તિત્વ. સાદ્રશ્ય -અસ્તિત્વની અપેક્ષાએ સર્વ
દ્રવ્યોમાં સમાનપણું છે અને સ્વરૂપ -અસ્તિત્વની અપેક્ષાએ સર્વ દ્રવ્યોમાં વિશેષપણું છે.
૪. સ્વ -પરના અવચ્છેદપૂર્વક = સ્વ -પરના વિભાગપૂર્વકવિવેકપૂર્વક; સ્વ -પરને જુદાં પાડીને.

Page 157 of 513
PDF/HTML Page 188 of 544
single page version

स खलु न नाम श्रमणः यतस्ततोऽपरिच्छिन्नरेणुकनककणिकाविशेषाद्धूलिधावकात्कनकलाभ
इव निरुपरागात्मतत्त्वोपलम्भलक्षणो धर्मोपलम्भो न संभूतिमनुभवति ।।९१।।
अथ ‘उवसंपयामि सम्मं जत्तो णिव्वाणसंपत्ती’ इति प्रतिज्ञाय ‘चारित्तं खलु धम्मो
धम्मो जो सो समो त्ति णिद्दिट्ठो’ इति साम्यस्य धर्मत्वं निश्चित्य ‘परिणमदि जेण दव्वं
तक्कालं तम्मयं ति पण्णत्तं तम्हा धम्मपरिणदो आदा धम्मो मुणेयव्वो’ इति यदात्मनो
हि स्फु टं ण सो समणो निजशुद्धात्मरुचिरूपनिश्चयसम्यक्त्वपूर्वकपरमसामायिकसंयमलक्षणश्रामण्या-
भावात्स श्रमणो न भवति इत्थंभूतभावश्रामण्याभावात् तत्तो धम्मो ण संभवदि तस्मात्पूर्वोक्तद्रव्य-
श्रमणात्सकाशान्निरुपरागशुद्धात्मानुभूतिलक्षणधर्मोऽपि न संभवतीति सूत्रार्थः ।।९१।। अथ ‘उव-
संपयामि सम्मं’ इत्यादि नमस्कारगाथायां यत्प्रतिज्ञातं, तदनन्तरं ‘चारित्तं खलु धम्मो’ इत्यादिसूत्रेण
चारित्रस्य धर्मत्वं व्यवस्थापितम्
अथ ‘परिणमदि जेण दव्वं’ इत्यादिसूत्रेणात्मनो धर्मत्वं भणित-
(દ્રવ્યમુનિપણા વડે) આત્માને દમે છે, તે ખરેખર શ્રમણ નથી; જેથી, જેમ ધૂળ અને
સુવર્ણકણિકાનો તફાવત જેણે જાણ્યો નથી એવા ધૂળધોયામાંથી સુવર્ણલાભ ઉદ્ભવતો નથી
તેમ તેનામાંથી (
શ્રમણાભાસમાંથી), નિરુપરાગ આત્મતત્ત્વની ઉપલબ્ધિ જેનું લક્ષણ છે
એવો ધર્મલાભ ઉદ્ભવતો નથી.
ભાવાર્થઃજે જીવ દ્રવ્યમુનિપણું પાળતો હોવા છતાં સ્વ -પરના ભેદ સહિત
પદાર્થોને શ્રદ્ધતો નથી, તે જીવ નિશ્ચય -સમ્યક્ત્વપૂર્વક પરમસામાયિકસંયમરૂપ મુનિપણાના
અભાવને લીધે મુનિ નથી; તેથી, જેમ જેને ધૂળ અને સુવર્ણના કણનો વિવેક નથી એવા
ધૂળધોયાને, ગમે તેટલી મહેનત કરવા છતાં, સુવર્ણની પ્રાપ્તિ થતી નથી, તેમ જેને સ્વ અને
પરનો વિવેક નથી એવા તે દ્રવ્યમુનિને, ગમે તેટલું દ્રવ્યમુનિત્વની ક્રિયાઓનું કષ્ટ ઉઠાવવા
છતાં, ધર્મની પ્રાપ્તિ થતી નથી. ૯૧.
‘उवसंपयामि सम्मं जत्तो णिव्वाणसंपत्ती’ એમ (પાંચમી ગાથામાં) પ્રતિજ્ઞા કરીને,
‘चारित्तं खलु धम्मो धम्मो जो सो समो त्ति णिद्दिठ्ठो’ એમ (૭મી ગાથામાં) સામ્યનું ધર્મપણું
નક્કી કરીને, ‘परिणमदि जेण दव्वं तक्कालं तम्मयं ति पण्णत्तं तम्हा धम्मपरिणदो आदा धम्मो
૧. નિરુપરાગ = ઉપરાગ (મલિનતા, વિકાર) રહિત
૨. ઉપલબ્ધિ = અનુભવ; પ્રાપ્તિ.
૩. અર્થઃ
હું સામ્યને પ્રાપ્ત કરું છું કે જેનાથી નિર્વાણની પ્રાપ્તિ થાય છે.
૪. અર્થઃચારિત્ર ખરેખર ધર્મ છે. જે ધર્મ છે તે સામ્ય છે એમ (શાસ્ત્રમાં) કહ્યું છે.
૫. સામ્યનું ધર્મપણું નક્કી કરીને = સામ્ય એ ધર્મ છે એમ નક્કી કરીને
૬. અર્થઃ
દ્રવ્ય જે કાળે જે ભાવરૂપે પરિણમે છે તે કાળે તે -મય છે એમ (જિનેન્દ્રદેવે) કહ્યું છે;
તેથી ધર્મપરિણત આત્મા ધર્મ જાણવો.

Page 158 of 513
PDF/HTML Page 189 of 544
single page version

धर्मत्वमासूत्रयितुमुपक्रान्तं, यत्प्रसिद्धये च ‘धम्मेण परिणदप्पा अप्पा जदि सुद्धसंपओगजुदो
पावदि णिव्वाणसुहं’ इति निर्वाणसुखसाधनशुद्धोपयोगोऽधिकर्तुमारब्धः, शुभाशुभोपयोगौ च
विरोधिनौ निर्ध्वस्तौ, शुद्धोपयोगस्वरूपं चोपवर्णितं, तत्प्रसादजौ चात्मनो ज्ञानानन्दौ सहजौ
समुद्योतयता संवेदनस्वरूपं सुखस्वरूपं च प्रपञ्चितम्
तदधुना कथं कथमपि शुद्धो-
पयोगप्रसादेन प्रसाध्य परमनिस्पृहामात्मतृप्तां पारमेश्वरीप्रवृत्तिमभ्युपगतः कृतकृत्यतामवाप्य
नितान्तमनाकुलो भूत्वा प्रलीनभेदवासनोन्मेषः स्वयं साक्षाद्धर्म एवास्मीत्यवतिष्ठते
मित्यादि तत्सर्वं शुद्धोपयोगप्रसादात्प्रसाध्येदानीं निश्चयरत्नत्रयपरिणत आत्मैव धर्म इत्यवतिष्ठते
अथवा द्वितीयपातनिकासम्यक्त्वाभावे श्रमणो न भवति, तस्मात् श्रमणाद्धर्मोऽपि न भवति तर्हि
कथं श्रमणो भवति, इति पृष्टे प्रत्युत्तरं प्रयच्छन् ज्ञानाधिकारमुपसंहरतिजो णिहदमोहदिट्ठी तत्त्वार्थ-
श्रद्धानलक्षणव्यवहारसम्यक्त्वोत्पन्नेन निजशुद्धात्मरुचिरूपेण निश्चयसम्यक्त्वेन परिणतत्वान्निहतमोह-
दृष्टिर्विध्वंसितदर्शनमोहो यः
पुनश्च किंरूपः आगमकुसलो निर्दोषिपरमात्मप्रणीतपरमागमाभ्यासेन
निरुपाधिस्वसंवेदनज्ञानकुशलत्वादागमकुशल आगमप्रवीणः पुनश्च किंरूपः विरागचरियम्हि
अब्भुट्ठिदो व्रतसमितिगु प्त्यादिबहिरङ्गचारित्रानुष्ठानवशेन स्वशुद्धात्मनिश्चलपरिणतिरूपवीतरागचारित्र-
मुणेयव्वो’ એમ (૮મી ગાથામાં) જે આત્માનું ધર્મપણું કહેવાનું શરૂ કર્યું, અને જેની સિદ્ધિ
માટે ‘धम्मेण परिणदप्पा अप्पा जदि सुद्धसंपओगजुदो पावदि णिव्वाणसुहं’ એમ (૧૧મી ગાથામાં)
નિર્વાણસુખના સાધનભૂત શુદ્ધોપયોગનો અધિકાર આરંભ્યો, વિરોધી શુભાશુભ ઉપયોગને
નષ્ટ કર્યા (
હેય બતાવ્યા), શુદ્ધોપયોગનું સ્વરૂપ વર્ણવ્યું, શુદ્ધોપયોગના પ્રસાદથી ઊપજતાં
એવાં આત્માનાં સહજ જ્ઞાન ને આનંદને સમજાવતાં જ્ઞાનના સ્વરૂપનો ને સુખના સ્વરૂપનો
વિસ્તાર કર્યો, તે (
આત્માનું ધર્મત્વ) હવે ગમે તેમ કરીને પણ શુદ્ધોપયોગના પ્રસાદ વડે
સિદ્ધ કરીને, પરમ નિસ્પૃહ, આત્મતૃપ્ત (એવી)પારમેશ્વરી પ્રવૃત્તિને પામ્યા થકા,
કૃતકૃત્યતાને પામી અત્યંત અનાકુળ થઈને, જેમને ભેદવાસનાની પ્રગટતાનો પ્રલય થયો છે
એવા થયા થકા, (આચાર્યભગવાન) ‘હું સ્વયં સાક્ષાત્ ધર્મ જ છું’ એમ રહે છે (એવા
ભાવમાં નિશ્ચળ ટકે છે)ઃ
૧. જેની સિદ્ધિ માટે = આત્માને ધર્મરૂપ બનાવવાનું જે કાર્ય તે સાધવા માટે
૨. અર્થઃ
ધર્મે પરિણમેલા સ્વરૂપવાળો આત્મા જો શુદ્ધ ઉપયોગમાં જોડાયેલો હોય તો મોક્ષના સુખને
પામે છે.
૩. સિદ્ધ કરીને = સાધીને. (આત્માને ધર્મરૂપ બનાવવાનું જે કાર્ય સાધવાનું હતું તે કાર્યને, મહા પુરુષાર્થ
કરીને શુદ્ધોપયોગ વડે આચાર્યભગવાને સાધ્યું.)
૪. પરની સ્પૃહા રહિત અને આત્મામાં જ તૃપ્ત એવી નિશ્ચયરત્નત્રયમાં લીનતારૂપ પ્રવૃત્તિ.
૫. ભેદવાસના = ભેદરૂપ વલણ; વિકલ્પ -પરિણામ.

Page 159 of 513
PDF/HTML Page 190 of 544
single page version

जो णिहदमोहदिट्ठी आगमकुसलो विरागचरियम्हि
अब्भुट्ठिदो महप्पा धम्मो त्ति विसेसिदो समणो ।।९२।।
यो निहतमोहदृष्टिरागमकुशलो विरागचरिते
अभ्युत्थितो महात्मा धर्म इति विशेषितः श्रमणः ।।९२।।
यदयं स्वयमात्मा धर्मो भवति स खलु मनोरथ एव तस्य त्वेका बहिर्मोहद्रष्टिरेव
विहन्त्री सा चागमकौशलेनात्मज्ञानेन च निहता, नात्र मम पुनर्भावमापत्स्यते ततो
वीतरागचारित्रसूत्रितावतारो ममायमात्मा स्वयं धर्मो भूत्वा निरस्तसमस्तप्रत्यूहतया नित्यमेव
परिणतत्वात् परमवीतरागचारित्रे सम्यगभ्युत्थितः उद्यतः पुनरपि कथंभूतः महप्पा मोक्षलक्षण-
महार्थसाधकत्वेन महात्मा धम्मो त्ति विसेसिदो समणो जीवितमरणलाभालाभादिसमताभावनापरिणतात्मा
स श्रमण एवाभेदनयेन धर्म इति विशेषितो मोहक्षोभविहीनात्मपरिणामरूपो निश्चयधर्मो भणित
इत्यर्थः
।।९२।। अथैवंभूतनिश्चयरत्नत्रयपरिणतमहातपोधनस्य योऽसौ भक्तिं करोति तस्य
फलं दर्शयति
जो तं दिट्ठा तुट्ठो अब्भुट्ठित्ता करेदि सक्कारं
वंदणणमंसणादिहिं तत्तो सो धम्ममादियदि ।।“८।।
जो तं दिट्ठा तुट्ठो यो भव्यवरपुण्डरीको निरुपरागशुद्धात्मोपलम्भलक्षणनिश्चयधर्मपरिणतं
આગમ વિષે કૌશલ્ય છે ને મોહદ્રષ્ટિ વિનષ્ટ છે,
વીતરાગ -ચરિતારૂઢ છે, તે મુનિ -મહાત્મા ‘ધર્મ’ છે. ૯૨.
અન્વયાર્થઃ[यः आगमकुशलः] જે આગમમાં કુશળ છે, [निहतमोहदृष्टिः] જેની
મોહદ્રષ્ટિ હણાઈ ગઈ છે અને [विरागचरिते अभ्युत्थितः] જે વીતરાગચારિત્રમાં આરૂઢ છે,
[महात्मा श्रमणः] તે મહાત્મા શ્રમણને [धर्मः इति विशेषितः] (શાસ્ત્રમાં) ‘ધર્મ’ કહેલ છે.
ટીકાઃઆ આત્મા સ્વયં (પોતે) ધર્મ થાય તે ખરેખર મનોરથ છે. તેને વિઘ્ન
કરનારી તો એક બહિર્મોહદ્રષ્ટિ જ છે. અને તે (બહિર્મોહદ્રષ્ટિ) તો આગમકૌશલ્ય તથા
આત્મજ્ઞાન વડે હણાઈ ગઈ હોવાથી હવે મને ફરીને ઉત્પન્ન થવાની નથી. માટે વીતરાગ-
ચારિત્રરૂપે પ્રગટતા પામેલો (
વીતરાગચારિત્રરૂપ પર્યાયે પરિણમેલો) મારો આ આત્મા
૧. બહિર્મોહદ્રષ્ટિ = બહિર્મુખ એવી મોહદ્રષ્ટિ. (આત્માને ધર્મપણે થવામાં વિઘ્ન કરનારી એક
બહિર્મોહદ્રષ્ટિ જ છે.)
૨. આગમકૌશલ્ય = આગમમાં કુશળતાપ્રવીણતા.

Page 160 of 513
PDF/HTML Page 191 of 544
single page version

निष्कम्प एवावतिष्ठते अलमतिविस्तरेण स्वस्ति स्याद्वादमुद्रिताय जैनेन्द्राय शब्दब्रह्मणे
स्वस्ति तन्मूलायात्मतत्त्वोपलम्भाय च, यत्प्रसादादुद्ग्रन्थितो झगित्येवासंसारबद्धो मोहग्रन्थिः
स्वस्ति च परमवीतरागचारित्रात्मने शुद्धोपयोगाय, यत्प्रसादादयमात्मा स्वयमेव धर्मो भूतः ।।९२।।
(मन्दाक्रान्ता)
आत्मा धर्मः स्वयमिति भवन् प्राप्य शुद्धोपयोगं
नित्यानन्दप्रसरसरसे ज्ञानतत्त्वे निलीय
प्राप्स्यत्युच्चैरविचलतया निःप्रकम्पप्रकाशां
स्फू र्जज्ज्योतिःसहजविलसद्रत्नदीपस्य लक्ष्मीम्
।।।।
पूर्वसूत्रोक्तं मुनीश्वरं दृष्ट्वा तुष्टो निर्भरगुणानुरागेण संतुष्टः सन् किं करोति अब्भुट्ठित्ता करेदि सक्कारं
अभ्युत्थानं कृत्वा मोक्षसाधकसम्यक्त्वादिगुणानां सत्कारं प्रशंसां करोति वंदणणमंसणादिहिं तत्तो सो
धम्ममादियदि
‘तवसिद्धे णयसिद्धे’ इत्यादि वन्दना भण्यते, नमोऽस्त्विति नमस्कारो भण्यते,
तत्प्रभृतिभक्तिविशेषैः तस्माद्यतिवरात्स भव्यः पुण्यमादत्ते पुण्यं गृह्णाति इत्यर्थः ।।



।। अथ तेन पुण्येन
भवान्तरे किं फलं भवतीति प्रतिपादयति
तेण णरा व तिरिच्छा देविं वा माणुसिं गदिं पप्पा
विहविस्सरियेहिं सया संपुण्णमणोरहा होंति ।।।।
સ્વયં ધર્મ થઈને, સમસ્ત વિઘ્નનો નાશ થયો હોવાથી સદાય નિષ્કંપ જ રહે છે. અતિ
વિસ્તારથી બસ થાઓ. જયવંત વર્તો
સ્યાદ્વાદમુદ્રિત જૈનેંદ્ર શબ્દબ્રહ્મ; જયવંત વર્તો તે
શબ્દબ્રહ્મમૂલક આત્મતત્ત્વ-ઉપલબ્ધિકે જેના પ્રસાદને લીધે, અનાદિ સંસારથી બંધાયેલી
મોહગ્રંથિ તુરત જ છૂટી ગઈ; અને જયવંત વર્તો પરમ વીતરાગચારિત્રસ્વરૂપ શુદ્ધોપયોગ
કે જેના પ્રસાદથી આ આત્મા સ્વયમેવ (-પોતે જ) ધર્મ થયો. ૯૨.
[હવે શ્લોક દ્વારા જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન અધિકારની પૂર્ણાહુતિ કરવામાં આવે છેઃ]
[અર્થઃ] એ રીતે શુદ્ધોપયોગને પ્રાપ્ત કરીને આત્મા સ્વયં ધર્મ થતો અર્થાત
પોતે ધર્મપણે પરિણમતો થકો નિત્ય આનંદના ફેલાવથી સરસ (અર્થાત્ જે શાશ્વત આનંદના
ફેલાવથી રસયુક્ત છે) એવા જ્ઞાનતત્ત્વમાં લીન થઈને, અત્યંત અવિચળપણાને લીધે,
દેદીપ્યમાન જ્યોતિવાળા અને સહજપણે વિલસતા (
સ્વભાવથી જ પ્રકાશતા) રત્નદીપકની
નિષ્કંપ -પ્રકાશવાળી શોભાને પામે છે (અર્થાત્ રત્નદીપકની માફક સ્વભાવથી જ નિષ્કંપપણે
અત્યંત પ્રકાશ્યાજાણ્યા કરે છે).
૧. સ્યાદ્વાદમુદ્રિત જૈનેંદ્ર શબ્દબ્રહ્મ = સ્યાદ્વાદની છાપવાળું જિનેંદ્રનું દ્રવ્યશ્રુત
૨. શબ્દબ્રહ્મમૂલક = શબ્દબ્રહ્મ જેનું મૂળ છે એવી

Page 161 of 513
PDF/HTML Page 192 of 544
single page version

(मन्दाक्रान्ता)
निश्चित्यात्मन्यधिकृतमिति ज्ञानतत्त्वं यथावत
तत्सिद्धयर्थं प्रशमविषयं ज्ञेयतत्त्वं बुभुत्सुः
सर्वानर्थान् कलयति गुणद्रव्यपर्याययुक्त्या
प्रादुर्भूतिर्न भवति यथा जातु मोहाङ्कु रस्य
।।।।
इति प्रवचनसारवृत्तौ तत्त्वदीपिकायां श्रीमदमृतचन्द्रसूरिविरचितायां ज्ञानतत्त्वप्रज्ञापनो नाम प्रथमः
श्रुतस्कंधः समाप्तः ।।
तेण णरा व तिरिच्छा तेन पूर्वोक्तपुण्येनात्र वर्तमानभवे नरा वा तिर्यञ्चो वा देविं वा माणुसिं
गदिं पप्पा भवान्तरे दैवीं वा मानुषीं वा गतिं प्राप्य विहविस्सरियेहिं सया संपुण्णमणोरहा होंति
राजाधिराजरूपलावण्यसौभाग्यपुत्रकलत्रादिपरिपूर्णविभूतिर्विभवो भण्यते, आज्ञाफलमैश्वर्यं भण्यते,
ताभ्यां विभवैश्वर्याभ्यां संपूर्णमनोरथा भवन्तीति
तदेव पुण्यं भोगादिनिदानरहितत्वेन यदि
सम्यक्त्वपूर्वकं भवति तर्हि तेन परंपरया मोक्षं च लभन्ते इति भावार्थः ।।।।
इति श्रीजयसेनाचार्यकृतायां तात्पर्यवृत्तौ पूर्वोक्तप्रकारेण ‘एस सुरासुरमणुसिंदवंदिदं’ इतीमां
गाथामादिं कृत्वा द्वासप्ततिगाथाभिः शुद्धोपयोगाधिकारः, तदनन्तरं ‘देवदजदिगुरुपूजासु’ इत्यादि
पञ्चविंशतिगाथाभिर्ज्ञानकण्डिकाचतुष्टयाभिधानो द्वितीयोऽधिकारः, ततश्च ‘सत्तासंबद्धेदे’ इत्यादि

सम्यकत्वकथनरूपेण प्रथमा गाथा, रत्नत्रयाधारपुरुषस्य धर्मः संभवतीति ‘जो णिहदमोदिट्ठी’ इत्यादि

द्वितीया चेति स्वतन्त्रगाथाद्वयम्, तस्य निश्चयधर्मसंज्ञतपोधनस्य योऽसौ भक्तिं करोति तत्फलकथनेन

‘जो तं दिट्ठा’ इत्यादि गाथाद्वयम्
इत्यधिकारद्वयेन पृथग्भूतगाथाचतुष्टयसहितेनैकोत्तरशतगाथाभिः
ज्ञानतत्त्वप्रतिपादकनामा प्रथमो महाधिकारः समाप्तः ।।।।
[હવે શ્લોક દ્વારા જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન નામના પ્રથમ અધિકારની અને જ્ઞેયતત્ત્વ -
પ્રજ્ઞાપન નામના દ્વિતીય અધિકારની સંધિ દર્શાવવામાં આવે છેઃ]
[અર્થઃ] આત્મારૂપી અધિકરણમાં રહેલા (અર્થાત્ આત્માના આશ્રયે રહેલા)
જ્ઞાનતત્ત્વનો એ રીતે યથાર્થપણે નિશ્ચય કરીને, તેની સિદ્ધિને અર્થે (કેવળજ્ઞાન પ્રગટાવવા
અર્થે) પ્રશમના લક્ષે (ઉપશમ પ્રાપ્ત કરવાના હેતુથી) જ્ઞેયતત્ત્વ જાણવાનો ઇચ્છક (જીવ)
સર્વ પદાર્થોને દ્રવ્ય -ગુણ -પર્યાય સહિત જાણે છે કે જેથી મોહાંકુરની બિલકુલ ઉત્પત્તિ ન થાય.
આમ (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત) શ્રી પ્રવચનસાર શાસ્ત્રની શ્રીમદ્
અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત તત્ત્વદીપિકા નામની ટીકામાં જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન નામનો પ્રથમ
શ્રુતસ્કંધ સમાપ્ત થયો.
પ્ર. ૨૧

Page 162 of 513
PDF/HTML Page 193 of 544
single page version

જ્ઞેયતત્ત્વ-પ્રજ્ઞાપન
अथ ज्ञेयतत्त्वप्रज्ञापनम् तत्र पदार्थस्य सम्यग्द्रव्यगुणपर्यायस्वरूपमुपवर्णयति
अत्थो खलु दव्वमओ दव्वाणि गुणप्पगाणि भणिदाणि
तेहिं पुणो पज्जाया पज्जयमूढा हि परसमया ।।९३।।
अर्थः खलु द्रव्यमयो द्रव्याणि गुणात्मकानि भणितानि
तैस्तु पुनः पर्यायाः पर्ययमूढा हि परसमयाः ।।९३।।
इह किल यः कश्चन परिच्छिद्यमानः पदार्थः स सर्व एव विस्तारायतसामान्य-
इतः ऊर्द्ध्वं ‘सत्तासंबद्धेदे’ इत्यादिगाथासूत्रेण पूर्वं संक्षेपेण यद्वयाख्यातं सम्यग्दर्शनं
तस्येदानीं विषयभूतपदार्थव्याख्यानद्वारेण त्रयोदशाधिकशतप्रमितगाथापर्यन्तं विस्तरव्याख्यानं करोति
अथवा द्वितीयपातनिकापूर्वं यद्वयाख्यातं ज्ञानं तस्य ज्ञेयभूतपदार्थान् कथयति तत्र त्रयोदशाधिक -
शतगाथासु मध्ये प्रथमतस्तावत् ‘तम्हा तस्स णमाइं’ इमां गाथामादिं कृत्वा पाठक्रमेण पञ्चत्रिंशद्-
गाथापर्यन्तं सामान्यज्ञेयव्याख्यानं, तदनन्तरं ‘दव्वं जीवमजीवं’ इत्याद्येकोनविंशतिगाथापर्यन्तं

विशेषज्ञेयव्याख्यानं, अथानन्तरं ‘सपदेसेहिं समग्गो लोगो’ इत्यादिगाथाष्टकपर्यन्तं सामान्यभेदभावना,
હવે જ્ઞેયતત્ત્વનું પ્રજ્ઞાપન કરે છે અર્થાતજ્ઞેયતત્ત્વ જણાવે છે. તેમાં (પ્રથમ) પદાર્થનું
સમ્યક્ (સાચું) દ્રવ્યગુણપર્યાયસ્વરૂપ વર્ણવે છેઃ
છે અર્થ દ્રવ્યસ્વરૂપ, ગુણ -આત્મક કહ્યાં છે દ્રવ્યને,
વળી દ્રવ્ય -ગુણથી પર્યયો; પર્યાયમૂઢ પરસમય છે. ૯૩.
અન્વયાર્થઃ[अर्थः खलु] પદાર્થ [द्रव्यमयः] દ્રવ્યસ્વરૂપ છે; [द्रव्याणि] દ્રવ્યો
[गुणात्मकानि] ગુણાત્મક [भणितानि] કહેવામાં આવ્યાં છે; [तैः तु पुनः] અને વળી દ્રવ્ય તથા
ગુણોથી [पर्यायाः] પર્યાયો થાય છે. [पर्ययमूढाः हि] પર્યાયમૂઢ જીવો [परसमयाः] પરસમય
(અર્થાત્ મિથ્યાદ્રષ્ટિ) છે.
ટીકાઃઆ વિશ્વમાં જે કોઈ જાણવામાં આવતો પદાર્થ છે તે આખોય

Page 163 of 513
PDF/HTML Page 194 of 544
single page version

समुदायात्मना द्रव्येणाभिनिर्वृत्तत्वाद्द्रव्यमयः द्रव्याणि तु पुनरेकाश्रयविस्तारविशेषात्मकै-
र्गुणैरभिनिर्वृत्तत्वाद्गुणात्मकानि पर्यायास्तु पुनरायतविशेषात्मका उक्तलक्षणैर्द्रव्यैरपि गुणैरप्य-
भिनिर्वृत्तत्वाद्द्रव्यात्मका अपि गुणात्मका अपि तत्रानेकद्रव्यात्मकैक्यप्रतिपत्तिनिबन्धनो
द्रव्यपर्यायः स द्विविधः, समानजातीयोऽसमानजातीयश्च तत्र समानजातीयो नाम यथा
अनेकपुद्गलात्मको द्वयणुकस्त्र्यणुक इत्यादि; असमानजातीयो नाम यथा जीवपुद्गलात्मको
ततश्च ‘अत्थित्तणिच्छिदस्स हि’ इत्याद्येकपञ्चाशद्गाथापर्यन्तं विशेषभेदभावना चेति द्वितीयमहाधिकारे
समुदायपातनिका
अथेदानीं सामान्यज्ञेयव्याख्यानमध्ये प्रथमा नमस्कारगाथा, द्वितीया द्रव्यगुण-
पर्यायव्याख्यानगाथा, तृतीया स्वसमयपरसमयनिरूपणगाथा, चतुर्थी द्रव्यस्य सत्तादिलक्षणत्रय-
सूचनगाथा चेति पीठिकाभिधाने प्रथमस्थले स्वतन्त्रगाथाचतुष्टयम्
तदनन्तरं ‘सब्भावो हि सहावो’
इत्यादिगाथाचतुष्टयपर्यन्तं सत्तालक्षणव्याख्यानमुख्यत्वं, तदनन्तरं ‘ण भवो भंगविहीणो’ इत्यादि-
गाथात्रयपर्यन्तमुत्पादव्ययध्रौव्यलक्षणकथनमुख्यता, ततश्च ‘पाडुब्भवदि य अण्णो’ इत्यादिगाथाद्वयेन
વિસ્તારસામાન્યસમુદાયાત્મક અને આયતસામાન્યસમુદાયાત્મક દ્રવ્યથી રચાયેલો હોવાથી
દ્રવ્યમય (દ્રવ્યસ્વરૂપ) છે. વળી દ્રવ્યો એક જેમનો આશ્રય છે એવા વિસ્તારવિશેષોસ્વરૂપ
ગુણોથી રચાયેલાં (ગુણોનાં બનેલાં) હોવાથી ગુણાત્મક છે. વળી પર્યાયોકે જેઓ
આયતવિશેષોસ્વરૂપ છે તેઓજેમનાં લક્ષણ (ઉપર) કહેવામાં આવ્યાં એવાં દ્રવ્યોથી તેમ
જ ગુણોથી રચાયેલ હોવાથી દ્રવ્યાત્મક પણ છે, ગુણાત્મક પણ છે. તેમાં, અનેકદ્રવ્યાત્મક
એકતાની
પ્રતિપત્તિના કારણભૂત દ્રવ્યપર્યાય છે. તે દ્વિવિધ છેઃ (૧) સમાનજાતીય અને
(૨) અસમાનજાતીય. ત્યાં, (૧) સમાનજાતીય તેજેવા કે અનેકપુદ્ગલાત્મક દ્વિ -અણુક,
૧. વિસ્તારસામાન્યસમુદાય = વિસ્તારસામાન્યરૂપ સમુદાય. વિસ્તાર એટલે પહોળાઈ. દ્રવ્યના પહોળાઈ-
અપેક્ષાના (એક સાથે રહેનારા, સહભાવી) ભેદોને (વિસ્તારવિશેષોને) ગુણો કહેવામાં આવે છે;
જેમ કે જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે જીવદ્રવ્યના વિસ્તાર -વિશેષો અર્થાત્ ગુણો છે. તે વિસ્તાર-
વિશેષોમાં રહેલા વિશેષપણાને ગૌણ કરીએ તો એ બધામાં એક આત્માપણારૂપ સામાન્યપણું ભાસે
છે. આ વિસ્તારસામાન્ય (અથવા વિસ્તારસામાન્યસમુદાય) તે દ્રવ્ય છે.
૨. આયતસામાન્યસમુદાય = આયતસામાન્યરૂપ સમુદાય. આયત એટલે લંબાઈ અર્થાત્ કાળ -અપેક્ષિત
પ્રવાહ. દ્રવ્યના લંબાઈ -અપેક્ષાના (એક પછી એક પ્રવર્તતા, ક્રમભાવી, કાળ -અપેક્ષિત) ભેદોને
(આયતવિશેષોને) પર્યાયો કહેવામાં આવે છે. તે ક્રમભાવી પર્યાયોમાં પ્રવર્તતા વિશેષપણાને ગૌણ
કરીએ તો એક દ્રવ્યપણારૂપ સામાન્યપણું જ ભાસે છે. આ આયતસામાન્ય (અથવા
આયતસામાન્યસમુદાય) તે દ્રવ્ય છે.
૩. અનંત ગુણોનો આશ્રય એક દ્રવ્ય છે.
૪. પ્રતિપત્તિ = પ્રાપ્તિ; જ્ઞાન; સ્વીકાર.
૫. દ્વિ -અણુક = બે અણુનો બનેલો સ્કંધ

Page 164 of 513
PDF/HTML Page 195 of 544
single page version

देवो मनुष्य इत्यादि गुणद्वारेणायतानैक्यप्रतिपत्तिनिबन्धनो गुणपर्यायः सोऽपि द्विविधः,
स्वभावपर्यायो विभावपर्यायश्च तत्र स्वभावपर्यायो नाम समस्तद्रव्याणामात्मीयात्मीयागुरुलघु-
गुणद्वारेण प्रतिसमयसमुदीयमानषट्स्थानपतितवृद्धिहानिनानात्वानुभूतिः, विभावपर्यायो नाम
रूपादीनां ज्ञानादीनां वा स्वपरप्रत्ययप्रवर्तमानपूर्वोत्तरावस्थावतीर्णतारतम्योपदर्शितस्वभाव-
विशेषानेकत्वापत्तिः
अथेदं दृष्टान्तेन द्रढयतियथैव हि सर्व एव पटोऽवस्थायिना विस्तार-
सामान्यसमुदायेनाभिधावताऽऽयतसामान्यसमुदायेन चाभिनिर्वर्त्यमानस्तन्मय एव, तथैव हि
सर्व एव पदार्थोऽवस्थायिना विस्तारसामान्यसमुदायेनाभिधावताऽऽयतसामान्यसमुदायेन च
ત્રિ -અણુક વગેરે; (૨) અસમાનજાતીય તેજેવા કે જીવપુદ્ગલાત્મક દેવ, મનુષ્ય વગેરે.
ગુણ દ્વારા આયતની અનેકતાની પ્રતિપત્તિના કારણભૂત ગુણપર્યાય છે. તે પણ દ્વિવિધ છેઃ
(૧) સ્વભાવપર્યાય અને (૨) વિભાવપર્યાય. તેમાં, સમસ્ત દ્રવ્યોને પોતપોતાના
અગુરુલઘુગુણ દ્વારા પ્રતિસમય પ્રગટતી ષટ્સ્થાનપતિત હાનિવૃદ્ધિરૂપ અનેકપણાની અનુભૂતિ
તે સ્વભાવપર્યાય; (૨) રૂપાદિકને કે જ્ઞાનાદિકને
સ્વ -પરના કારણે પ્રવર્તતી પૂર્વોત્તર
અવસ્થામાં થતું જે તારતમ્ય તેને લીધે જોવામાં આવતા સ્વભાવવિશેષોરૂપ અનેકપણાની
આપત્તિ તે વિભાવપર્યાય.
હવે આ (પૂર્વોક્ત કથન) દ્રષ્ટાંતથી દ્રઢ કરવામાં આવે છેઃ
જેમ આખુંય પટ અવસ્થાયી (સ્થિર રહેતા) એવા વિસ્તારસામાન્યસમુદાય વડે
અને દોડતા (વહેતા, પ્રવાહરૂપ) એવા આયતસામાન્યસમુદાય વડે રચાતું થકું તે -મય જ
છે, તેમ આખોય પદાર્થ ‘દ્રવ્ય’નામના અવસ્થાયી વિસ્તારસામાન્યસમુદાય વડે અને દોડતા
द्रव्यपर्यायगुणपर्यायनिरूपणमुख्यता अथानन्तरं ‘ण हवदि जदि सद्दव्वं’ इत्यादिगाथाचतुष्टयेन सत्ता-
द्रव्ययोरभेदविषये युक्तिं कथयति, तदनन्तरं ‘जो खलु दव्वसहावो’ इत्यादि सत्ताद्रव्ययोर्गुणगुणिकथनेन
प्रथमगाथा, द्रव्येण सह गुणपर्याययोरभेदमुख्यत्वेन ‘णत्थि गुणो त्ति व कोई’ इत्यादि द्वितीया चेति

स्वतन्त्रगाथाद्वयं, तदनन्तरं द्रव्यस्य द्रव्यार्थिकनयेन सदुत्पादो भवति, पर्यायार्थिकनयेनासदित्यादि-

कथनरूपेण ‘एवंविहं’ इतिप्रभृति गाथाचतुष्टयं, ततश्च ‘अत्थि त्ति य’ इत्याद्येकसूत्रेण

नयसप्तभङ्गीव्याख्यानमिति समुदायेन चतुर्विंशतिगाथाभिरष्टभिः स्थलैर्द्रव्यनिर्णयं करोति
तद्यथाअथ
सम्यक्त्वं कथयति
૧. સ્વ તે ઉપાદાન અને પર તે નિમિત્ત.
૨. પૂર્વોત્તર = પહેલાંની અને પછીની
૩. આપત્તિ = આવી પડવું તે
૪. પટ = વસ્ત્ર

Page 165 of 513
PDF/HTML Page 196 of 544
single page version

द्रव्यनाम्नाभिनिर्वर्त्यमानो द्रव्यमय एव यथैव च पटेऽवस्थायी विस्तारसामान्य-
समुदायोऽभिधावन्नायतसामान्यसमुदायो वा गुणैरभिनिर्वर्त्यमानो गुणेभ्यः पृथगनुपलम्भाद्-
गुणात्मक एव, तथैव च पदार्थेष्ववस्थायी विस्तारसामान्यसमुदायोऽभिधावन्नायत-
सामान्यसमुदायो वा द्रव्यनामा गुणैरभिनिर्वर्त्यमानो गुणेभ्यः पृथगनुपलम्भाद्गुणात्मक एव
यथैव चानेकपटात्मको द्विपटिका त्रिपटिकेति समानजातीयो द्रव्यपर्यायः, तथैव
चानेकपुद्गलात्मको द्वयणुकस्त्र्यणुक इति समानजातीयो द्रव्यपर्यायः
यथैव
चानेककौशेयककार्पासमयपटात्मको द्विपटिका त्रिपटिकेत्यसमानजातीयो द्रव्यपर्यायः, तथैव
चानेकजीवपुद्गलात्मको देवो मनुष्य इत्यसमानजातीयो द्रव्यपर्यायः
यथैव च क्वचित्पटे
स्थूलात्मीयागुरुलघुगुणद्वारेण कालक्रमप्रवृत्तेन नानाविधेन परिणमनान्नानात्व-
प्रतिपत्तिर्गुणात्मकः स्वभावपर्यायः, तथैव च समस्तेष्वपि द्रव्येषु सूक्ष्मात्मीयात्मीयागुरु-
આયતસામાન્યસમુદાય વડે રચાતો થકો દ્રવ્યમય જ છે. વળી જેમ પટમાં, અવસ્થાયી
વિસ્તારસામાન્યસમુદાય કે દોડતો આયતસામાન્યસમુદાય ગુણોથી રચાતો થકો ગુણોથી જુદો
અપ્રાપ્ત હોવાથી ગુણાત્મક જ છે, તેમ પદાર્થોમાં, અવસ્થાયી વિસ્તારસામાન્યસમુદાય કે
દોડતો આયતસામાન્યસમુદાય
જેનું નામ ‘દ્રવ્ય’ છે તેગુણોથી રચાતો થકો ગુણોથી જુદો
અપ્રાપ્ત હોવાથી ગુણાત્મક જ છે. વળી જેમ અનેકપટાત્મક (એકથી વધારે વસ્ત્રોના બનેલા)
દ્વિપટિક, ત્રિપટિક એવા સમાનજાતીય દ્રવ્યપર્યાય છે, તેમ અનેકપુદ્ગલાત્મક દ્વિ -અણુક,
ત્રિ -અણુક એવા સમાનજાતીય દ્રવ્યપર્યાય છે; અને જેમ અનેક રેશમી અને સુતરાઉ પટોના
બનેલા
દ્વિપટિક, ત્રિપટિક એવા અસમાનજાતીય દ્રવ્યપર્યાય છે, તેમ અનેકજીવપુદ્ગલાત્મક
દેવ, મનુષ્ય એવા અસમાનજાતીય દ્રવ્યપર્યાય છે. વળી જેમ ક્યારેક પટમાં પોતાના સ્થૂલ
અગુરુલઘુગુણ દ્વારા કાળક્રમે પ્રવર્તતા અનેક પ્રકારોરૂપે પરિણમવાને લીધે અનેકપણાની
પ્રતિપત્તિ તે ગુણાત્મક સ્વભાવપર્યાય છે, તેમ સમસ્ત દ્રવ્યોમાં પોતપોતાના સૂક્ષ્મ અગુરુ-
तम्हा तस्स णमाइं किच्चा णिच्चं पि तम्मणो होज्ज
वोच्छामि संगहादो परमट्ठविणिच्छयाधिगमं ।।१०।।
तम्हा तस्स णमाइं किच्चा यस्मात्सम्यक्त्वं विना श्रमणो न भवति तस्मात्कारणात्तस्य
सम्यक्चारित्रयुक्तस्य पूर्वोक्ततपोधनस्य नमस्यां नमस्क्रियां नमस्कारं कृत्वा णिच्चं पि तम्मणो होज्ज
नित्यमपि तद्गतमना भूत्वा
वोच्छामि वक्ष्याम्यहं कर्ता संगहादो संग्रहात्संक्षेपात् सकाशात् किम् परमट्ठ-
૧. દ્વિપટિક = બે તાકા સાંધીને બનાવેલું એક વસ્ત્ર. [બન્ને તાકા એક જ જાતના હોય તો સમાનજાતીય
દ્રવ્યપર્યાય કહેવાય અને જો બે તાકા ભિન્ન જાતિના (જેમ કે એક રેશમી ને બીજો સુતરાઉ)
હોય તો અસમાનજાતીય દ્રવ્યપર્યાય કહેવાય.]

Page 166 of 513
PDF/HTML Page 197 of 544
single page version

लघुगुणद्वारेण प्रतिसमयसमुदीयमानषट्स्थानपतितवृद्धिहानिनानात्वानुभूतिः गुणात्मकः
स्वभावपर्यायः
यथैव च पटे रूपादीनां स्वपरप्रत्ययप्रवर्तमानपूर्वोत्तरावस्थावतीर्णतारतम्यो-
पदर्शितस्वभावविशेषानेकत्वापत्तिर्गुणात्मको विभावपर्यायः, तथैव च समस्तेष्वपि द्रव्येषु
रूपादीनां ज्ञानादीनां वा स्वपरप्रत्ययप्रवर्तमानपूर्वोत्तरावस्थावतीर्णतारतम्योपदर्शितस्वभाव-
विशेषानेकत्वापत्तिर्गुणात्मको विभावपर्यायः
इयं हि सर्वपदार्थानां द्रव्यगुणपर्यायस्वभाव-
प्रकाशिका पारमेश्वरी व्यवस्था साधीयसी, न पुनरितरा यतो हि बहवोऽपि पर्याय-
લઘુગુણ દ્વારા પ્રતિસમય પ્રગટતી ષટ્સ્થાનપતિત હાનિવૃદ્ધિરૂપ અનેકપણાની અનુભૂતિ તે
ગુણાત્મક સ્વભાવપર્યાય છે; અને જેમ પટમાં, રૂપાદિકને સ્વ -પરના કારણે પ્રવર્તતી પૂર્વોત્તર
અવસ્થામાં થતા તારતમ્યને લીધે જોવામાં આવતા સ્વભાવવિશેષોરૂપ અનેકપણાની આપત્તિ
તે ગુણાત્મક વિભાવપર્યાય છે, તેમ સમસ્ત દ્રવ્યોમાં, રૂપાદિકને કે જ્ઞાનાદિકને સ્વ -પરના
કારણે પ્રવર્તતી પૂર્વોત્તર અવસ્થામાં થતા તારતમ્યને લીધે જોવામાં આવતા સ્વભાવવિશેષોરૂપ
અનેકપણાની આપત્તિ તે ગુણાત્મક વિભાવપર્યાય છે.
ખરેખર આ, સર્વ પદાર્થોના દ્રવ્યગુણપર્યાયસ્વભાવની પ્રકાશક પારમેશ્વરી
(પરમેશ્વરે કહેલી) વ્યવસ્થા ભલી -ઉત્તમ -પૂર્ણ -યોગ્ય છે, બીજી કોઈ નહિ; કારણ કે ઘણાય
विणिच्छयाधिगमं परमार्थविनिश्चयाधिगमं सम्यक्त्वमिति परमार्थविनिश्चयाधिगमशब्देन सम्यक्त्वं कथं
भण्यत इति चेत्परमोऽर्थः परमार्थः शुद्धबुद्धैकस्वभावः परमात्मा, परमार्थस्य विशेषेण
संशयादिरहितत्वेन निश्चयः परमार्थविनिश्चयरूपोऽधिगमः शङ्काद्यष्टदोषरहितश्च यः परमार्थतोऽर्थावबोधो
यस्मात्सम्यक्त्वात्तत् परमार्थविनिश्चयाधिगमम्
अथवा परमार्थविनिश्चयोऽनेकान्तात्मकपदार्थसमूह-
स्तस्याधिगमो यस्मादिति ।।१०।। अथ पदार्थस्य द्रव्यगुणपर्यायस्वरूपं निरूपयतिअत्थो खलु
दव्वमओ अर्थो ज्ञानविषयभूतः पदार्थः खलु स्फु टं द्रव्यमयो भवति कस्मात् तिर्यक्-
सामान्योद्ध्र्वतासामान्यलक्षणेन द्रव्येण निष्पन्नत्वात् तिर्यक्सामान्योर्द्ध्वतासामान्यलक्षणं कथ्यते
एककाले नानाव्यक्तिगतोऽन्वयस्तिर्यक्सामान्यं भण्यते तत्र दृष्टान्तो यथानानासिद्धजीवेषु सिद्धोऽयं
सिद्धोऽयमित्यनुगताकारः सिद्धजातिप्रत्ययः नानाकालेष्वेकव्यक्तिगतोन्वय ऊर्ध्वतासामान्यं भण्यते
तत्र दृष्टांतः यथाय एव केवलज्ञानोत्पत्तिक्षणे मुक्तात्मा द्वितीयादिक्षणेष्वपि स एवेति प्रतीतिः अथवा
नानागोशरीरेषु गौरयं गौरयमिति गोजातिप्रतीतिस्तिर्यक्सामान्यम् यथैव चैकस्मिन् पुरुषे
बालकुमाराद्यवस्थासु स एवायं देवदत्त इति प्रत्यय ऊर्ध्वतासामान्यम् दव्वाणि गुणप्पगाणि भणिदाणि
द्रव्याणि गुणात्मकानि भणितानि अन्वयिनो गुणा अथवा सहभुवो गुणा इति गुणलक्षणम्
यथा अनन्तज्ञानसुखादिविशेषगुणेभ्यस्तथैवागुरुलघुकादिसामान्यगुणेभ्यश्चाभिन्नत्वाद्गुणात्मकं भवति
सिद्धजीवद्रव्यं, तथैव स्वकीयस्वकीयविशेषसामान्यगुणेभ्यः सकाशादभिन्नत्वात् सर्वद्रव्याणि

गुणात्मकानि भवन्ति
तेहिं पुणो पज्जाया तैः पूर्वोक्तलक्षणैर्द्रव्यैर्गुणैश्च पर्याया भवन्ति व्यतिरेकिणः
पर्याया अथवा क्रमभुवः पर्याया इति पर्यायलक्षणम् यथैकस्मिन् मुक्तात्मद्रव्ये किंचिदूनचरम-

Page 167 of 513
PDF/HTML Page 198 of 544
single page version

मात्रमेवावलम्ब्य तत्त्वाप्रतिपत्तिलक्षणं मोहमुपगच्छन्तः परसमया भवन्ति ।।९३।।
अथानुषङ्गिकीमिमामेव स्वसमयपरसमयव्यवस्थां प्रतिष्ठाप्योपसंहरति
जे पज्जएसु णिरदा जीवा परसमइग त्ति णिद्दिट्ठा
आदसहावम्हि ठिदा ते सगसमया मुणेदव्वा ।।९४।।
ये पर्यायेषु निरता जीवाः परसमयिका इति निर्दिष्टाः
आत्मस्वभावे स्थितास्ते स्वकसमया ज्ञातव्याः ।।९४।।
शरीराकारगतिमार्गणाविलक्षणः सिद्धगतिपर्यायः तथाऽगुरुलघुकगुणषड्वृद्धिहानिरूपाः साधारणस्वभाव-
गुणपर्यायाश्च, तथा सर्वद्रव्येषु स्वभावद्रव्यपर्यायाः स्वजातीयविजातीयविभावद्रव्यपर्यायाश्च, तथैव

स्वभावविभावगुणपर्यायाश्च ‘जेसिं अत्थि सहाओ’ इत्यादिगाथायां, तथैव ‘भावा जीवादीया’ इत्यादि-

गाथायां च
पञ्चास्तिकाये पूर्वं कथितक्रमेण यथासंभवं ज्ञातव्याः पज्जयमूढा हि परसमया यस्मादित्थंभूत-
(જીવો) પર્યાયમાત્રને જ અવલંબીને તત્ત્વની અપ્રતિપત્તિ જેનું લક્ષણ છે એવા મોહને પામતા
થકા પરસમય થાય છે.
ભાવાર્થઃપદાર્થ દ્રવ્યસ્વરૂપ છે. દ્રવ્ય અનંતગુણમય છે. દ્રવ્યો અને ગુણોથી પર્યાયો
થાય છે. પર્યાયો બે પ્રકારના છેઃ (૧) દ્રવ્યપર્યાય; (૨) ગુણપર્યાય. તેમાં દ્રવ્યપર્યાયો બે
પ્રકારના છેઃ (૧) સમાનજાતીય
જેમ કે દ્વિ -અણુક, ત્રિ -અણુક વગેરે સ્કંધ; (૨) અસમાન-
જાતીયજેમ કે મનુષ્ય, દેવ વગેરે. ગુણપર્યાયો પણ બે પ્રકારના છેઃ (૧) સ્વભાવપર્યાય
જેમ કે સિદ્ધના ગુણપર્યાયો; (૨) વિભાવપર્યાયજેમ કે સ્વપરહેતુક મતિજ્ઞાનપર્યાય.
આવું જિનેંદ્રભગવાનની વાણીએ દર્શાવેલું સર્વ પદાર્થોનું દ્રવ્ય -ગુણ -પર્યાયસ્વરૂપ જ
યથાર્થ છે. જે જીવો દ્રવ્ય -ગુણને નહિ જાણતા થકા કેવળ પર્યાયને જ અવલંબે છે તેઓ
નિજ સ્વભાવને નહિ જાણતા થકા પરસમય છે. ૯૩.
હવે *આનુષંગિક એવી આ જ સ્વસમય -પરસમયની વ્યવસ્થા (અર્થાત્ સ્વસમય
અને પરસમયનો ભેદ) નક્કી કરીને (તે વાતનો) ઉપસંહાર કરે છેઃ
પર્યાયમાં રત જીવ જે તે ‘પરસમય’ નિર્દિષ્ટ છે;
આત્મસ્વભાવે સ્થિત જે તે ‘સ્વકસમય’ જ્ઞાતવ્ય છે. ૯૪.
અન્વયાર્થઃ[ये जीवाः] જે જીવો [पर्यायेषु निरताः] પર્યાયોમાં લીન છે
[परसमयिकाः इति निर्दिष्टाः] તેમને પરસમય કહેવામાં આવ્યા છે; [आत्मस्वभावे स्थिताः] જે
જીવો આત્મસ્વભાવમાં સ્થિત છે [ते] તે [स्वकसमयाः ज्ञातव्याः] સ્વસમય જાણવા.
*આનુષંગિક = પૂર્વ ગાથાના કથન સાથે સંબંધવાળી

Page 168 of 513
PDF/HTML Page 199 of 544
single page version

ये खलु जीवपुद्गलात्मकमसमानजातीयद्रव्यपर्यायं सकलाविद्यानामेकमूलमुपगता
यथोदितात्मस्वभावसंभावनक्लीबास्तस्मिन्नेवाशक्तिमुपव्रजन्ति, ते खलूच्छलितनिरर्गलैकान्त-
दृष्टयो मनुष्य एवाहमेष ममैवैतन्मनुष्यशरीरमित्यहङ्कारममकाराभ्यां विप्रलभ्यमाना अविचलित-
चेतनाविलासमात्रादात्मव्यवहारात
् प्रच्युत्य क्रोडीकृतसमस्तक्रियाकुटुम्बकं मनुष्यव्यवहारमाश्रित्य
रज्यन्तो द्विषन्तश्च परद्रव्येण कर्मणा संगतत्वात्परसमया जायन्ते ये तु पुनरसंकीर्ण-
द्रव्यगुणपर्यायसुस्थितं भगवन्तमात्मनः स्वभावं सकलविद्यानामेकमूलमुपगम्य यथोदितात्म-
द्रव्यगुणपर्यायपरिज्ञानमूढा अथवा नारकादिपर्यायरूपो न भवाम्यहमिति भेदविज्ञानमूढाश्च परसमया
मिथ्यादृष्टयो भवन्तीति
तस्मादियं पारमेश्वरी द्रव्यगुणपर्यायव्याख्या समीचीना भद्रा भवतीत्यभि-
प्रायः ।।९३।। अथ प्रसंगायातां परसमयस्वसमयव्यवस्थां कथयतिजे पज्जएसु णिरदा जीवा ये पर्यायेषु
ટીકાઃજેઓ જીવપુદ્ગલાત્મક અસમાનજાતીય દ્રવ્યપર્યાયનોકે જે સકળ
અવિદ્યાઓનું એક મૂળ છે તેનોઆશ્રય કરતા થકા યથોક્ત આત્મસ્વભાવની સંભાવના
કરવાને નપુંસક હોવાથી તેમાં જ બળ ધારણ કરે છે (અર્થાત્ તે અસમાનજાતીય દ્રવ્યપર્યાય
પ્રત્યે જ જોરવાળા છે), તેઓજેમને નિરર્ગળ એકાંતદ્રષ્ટિ ઊછળે છે એવા‘આ હું
મનુષ્ય જ છું, મારું જ આ મનુષ્યશરીર છે’ એમ અહંકાર -મમકાર વડે ઠગાતા થકા,
અવિચલિતચેતનાવિલાસમાત્ર આત્મવ્યવહારથી ચ્યુત થઈને, જેમાં સમસ્ત ક્રિયાકલાપને
છાતી -સરસો ભેટવામાં આવે છે એવા મનુષ્યવ્યવહારનો આશ્રય કરીને રાગી અને દ્વેષી
થતા થકા પરદ્રવ્યરૂપ કર્મ સાથે સંગતપણાને લીધે (પરદ્રવ્યરૂપ કર્મ સાથે જોડાતા હોવાને
લીધે) ખરેખર પરસમય થાય છે અર્થાત્ પરસમયરૂપે પરિણમે છે.
અને જેઓ, અસંકીર્ણ દ્રવ્ય -ગુણ -પર્યાયો વડે સુસ્થિત એવા ભગવાન આત્માના
સ્વભાવનોકે જે સકળ વિદ્યાઓનું એક મૂળ છે તેનોઆશ્રય કરીને યથોક્ત
આત્મસ્વભાવની સંભાવનામાં સમર્થ હોવાને લીધે પર્યાયમાત્ર પ્રત્યેનું બળ (જોર) દૂર કરીને
૧.યથોક્ત = (પૂર્વ ગાથામાં) જેવો કહ્યો તેવો
૨. સંભાવના = સંચેતન; અનુભવ; માન્યતા; આદર.
૩. નિરર્ગળ = અંકુશ વિનાની; બેહદ. (જેઓ મનુષ્યાદિ પર્યાયમાં લીન છે, તેમને બેહદ એકાંતદ્રષ્ટિ
ઊછળે છે.)
૪. અહંકાર = ‘હું’પણું
૫. મમકાર = ‘મારા’પણું
૬. આત્મવ્યવહાર = આત્મારૂપ વર્તન; આત્મારૂપ કાર્ય; આત્મારૂપ વ્યાપાર.
૭. મનુષ્યવ્યવહાર = મનુષ્યરૂપ વર્તન (અર્થાત
્ ‘હું મનુષ્ય જ છું’ એવી માન્યતાપૂર્વકનું વર્તન)
૮. જે જીવ પર સાથે એકપણાની માન્યતાપૂર્વક જોડાય તેને પરસમય કહેવામાં આવે છે.
૯. અસંકીર્ણ = ભેળસેળ નહિ એવા; સ્પષ્ટપણે ભિન્ન. [ભગવાન આત્મસ્વભાવ સ્પષ્ટ -ભિન્ન (
પર
સાથે ભેળસેળ નહિ એવાં) દ્રવ્ય -ગુણ -પર્યાયો વડે સુસ્થિત છે.]

Page 169 of 513
PDF/HTML Page 200 of 544
single page version

स्वभावसंभावनसमर्थतया पर्यायमात्राशक्तिमत्यस्यात्मनः स्वभाव एव स्थितिमासूत्रयन्ति, ते
खलु सहजविजृम्भितानेकान्तदृष्टिप्रक्षपितसमस्तैकान्तदृष्टिपरिग्रहग्रहा मनुष्यादिगतिषु तद्विग्रहेषु
चाविहिताहङ्कारममकारा अनेकापवरकसंचारितरत्नप्रदीपमिवैकरूपमेवात्मानमुपलभमाना
अविचलितचेतनाविलासमात्रमात्मव्यवहारमुररीकृत्य क्रोडीकृतसमस्तक्रियाकुटुम्बकं मनुष्य-
व्यवहारमनाश्रयन्तो विश्रान्तरागद्वेषोन्मेषतया परममौदासीन्यमवलंबमाना निरस्तसमस्त-
परद्रव्यसंगतितया स्वद्रव्येणैव केवलेन संगतत्वात्स्वसमया जायन्ते
अतः स्वसमय एवात्मन-
स्तत्त्वम् ।।९४।।
આત્માના સ્વભાવમાં જ સ્થિતિ કરે છે (લીન થાય છે), તેઓજેમણે સહજ -ખીલેલી
અનેકાન્તદ્રષ્ટિ વડે સમસ્ત એકાંતદ્રષ્ટિના પરિગ્રહના આગ્રહો (પકડો) પ્રક્ષીણ કર્યા છે
એવામનુષ્યાદિ ગતિઓમાં અને તે ગતિઓનાં શરીરોમાં અહંકાર -મમકાર નહિ કરતાં
અનેક ઓરડાઓમાં સંચારિત રત્નદીપકની માફક એકરૂપ જ આત્માને ઉપલબ્ધ કરતા થકા
(અનુભવતા થકા), અવિચલિતચેતનાવિલાસમાત્ર આત્મવ્યવહારને અંગીકાર કરીને, જેમાં
સમસ્ત ક્રિયાકલાપને ભેટવામાં આવે છે એવા મનુષ્યવ્યવહારનો આશ્રય નહિ કરતા થકા,
રાગદ્વેષના
ઉન્મેષ અટકી ગયા હોવાને લીધે પરમ ઉદાસીનતાને અવલંબતા થકા, સમસ્ત
પરદ્રવ્યની સંગતિ દૂર કરી હોવાને લીધે કેવળ સ્વદ્રવ્ય સાથે સંગતપણું હોવાથી ખરેખર
સ્વસમય થાય છે અર્થાત્ સ્વસમયરૂપે પરિણમે છે.
માટે સ્વસમય જ આત્માનું તત્ત્વ છે.
निरताः जीवाः परसमइग त्ति णिद्दिट्ठा ते परसमया इति निर्दिष्टाः क थिताः तथाहितथाहि
मनुष्यादिपर्यायरूपोऽहमित्यहङ्कारो भण्यते, मनुष्यादिशरीरं तच्छरीराधारोत्पन्नपञ्चेन्द्रियविषयसुखस्वरूपं
च ममेति ममकारो भण्यते, ताभ्यां परिणताः ममकाराहङ्काररहितपरमचैतन्यचमत्कारपरिणतेश्च्युता ये ते

क र्मोदयजनितपरपर्यायनिरतत्वात्परसमया मिथ्यादृष्टयो भण्यन्ते
आदसहावम्हि ठिदा ये पुनरात्मस्वरूपे
स्थितास्ते सगसमया मुणेदव्वा स्वसमया मन्तव्या ज्ञातव्या इति तद्यथातद्यथाअनेकापवरक संचारितैक -
रत्नप्रदीप इवानेक शरीरेष्वप्येकोऽहमिति दृढसंस्कारेण निजशुद्धात्मनि स्थिता ये ते क र्मोदयजनित-
पर्यायपरिणतिरहितत्वात्स्वसमया भवन्तीत्यर्थः
।।९४।। अथ द्रव्यस्य सत्तादिलक्षणत्रयं सूचयति
૧. પરિગ્રહ = સ્વીકાર; અંગીકાર.
૨. સંચારિત = લઈ જવામાં આવતા. (જેમ જુદા જુદા ઓરડામાં લઈ જવામાં આવતો રત્નદીપક એકરૂપ
જ છે, તે બિલકુલ ઓરડારૂપ થતો નથી અને ઓરડાની ક્રિયા કરતો નથી, તેમ જુદાં જુદાં શરીરોમાં
પ્રવેશતો આત્મા એકરૂપ જ છે, તે બિલકુલ શરીરરૂપ નથી અને શરીરની ક્રિયા કરતો નથી
આમ જ્ઞાની જાણે છે.)
૩. ઉન્મેષ = પ્રગટ થવું તે; પ્રાકટ્ય; સ્ફુરણ.
૪. જે જીવ સ્વ સાથે એકપણાની માન્યતાપૂર્વક (સ્વ સાથે) જોડાય તેને સ્વસમય કહેવામાં આવે છે.
પ્ર. ૨૨