Shri Jinendra Stavan Mala (Gujarati).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 8 of 14

 

Page 129 of 253
PDF/HTML Page 141 of 265
single page version

background image
તામૈં જિનબિંબ બિરાજમાન,
સિંહાસન છત્ર ચમર સુજાન;
તોરણ દ્વારન મંગલ સુદર્વ,
કંચન રતનન સોં ખિચે સર્વ. ૬.
તાકે ચહું દિસ વાપિકા ચાર,
માનિન કો માન ગલત નિહાર;
તાકે આગે શાલિકા સાર,
પુષ્પનિ કી વાડી દોઉ પાર. ૭.
ફિર દુતિય કોટ કંચન સુવર્ણ,
ગોપુર દ્વારન તોરણ સુ ધર્મ;
અષ્ટોત્તર સત મંગલ સુ દર્વ,
દ્વારન દ્વારન નિધિ પરી સર્વ. ૮.
તમેં નટશાલા ચહું ઓર,
તહાં નટૈ અપછરા વિવિધ જોર;
તહાં વન ચારોં દિશિ શોભકાર,
ચંપક અશોક આમ્રાદિ ચાર. ૯.
ઇક ઇક દિશ વૃક્ષ સુ ચૈત્ય એક,
જિન બિંબાંકિત પૂજત અનેક;
ફુનિ તૃતિય કોટ તાએ સુ હેમ,
ધ્વજ પંકતિ તૂપ સુ રત્ન જેમ. ૧૦.
ચૌથો જુ ફટિકમણિ કોસ કોટ,
તાકે મધ દ્વાદશ સભા ગોટ;

Page 130 of 253
PDF/HTML Page 142 of 265
single page version

background image
ચવ કોટ મધ્ય વેદિકા પાંચ,
અંતર મેં નાના વિવિધ રાંચ. ૧૧.
કહું મંદિર પંકતિ શિલા જોગ,
સામાનિક ગંધકુટી સંજોગ;
તાકે મધ કટની તીન રાજા,
તાપૈ ઓ ગંધકુટી જુ છાજ. ૧૨.
તામેં સિંહાસન કમલસાર,
જિન અંતરીક્ષ શોભેં અપાર;
ઇત્યાદિક વર્ણન કો સમર્થ,
અબ કહોં છિયાલિસ ગુણ સુ અર્થ. ૧૩.
જય જન્મત હી દશ ભયે એહ,
બલનંત અતુલ સુંદર સુ દેહ;
જય રુધિર શ્વેત અરુ વચન મિષ્ટ,
શુભ લક્ષણ ગંધ શરીર સિષ્ટ. ૧૪.
જય આદિ સંહનન સંસથાન,
મલ રહિત પસેવહુ રહિત માન;
પુન કેવલ ઊપજે દશ જુ એમ,
વિદ્યેશ્વર સબ ચતુરાન નેમ. ૧૫.
આકાશ ગમન અદયા અભાવ,
દુરભિક્ષ જુ શત જોજન ન પાવ;
અબ ઇન પાંચનસોં રહિત દેવ,
ઉપસર્ગ કેશ નખ વૃદ્ધ સેવ. ૧૬.

Page 131 of 253
PDF/HTML Page 143 of 265
single page version

background image
ટમકાર નેત્ર કવલા-અહાર,
અબ સુર કૃત દસ સુ ચાર;
સબ જીવ મૈત્રિ આનંદ લહાહીં,
અર્દ્ધમાગધિ ભાષા સબ ફલાહિં. ૧૭.
દર્પન સમ ભૂ નિરકંટ સૃષ્ટિ,
સૌગંધ પવન ગંધોદ વૃષ્ટિ;
નભ નિર્મલ અરુ દશા દિશહુ જન,
પદ કમલ રચત જય જય સુગાન. ૧૮.
વસુ મંગલ દર્વ રુ ધર્મચક્ર,
અગવાણી સુર લે ચલત શક્ર;
અબ પ્રાતિહાર્ય વસુ ભેવ માન,
સિંહાસન છત્ર ચમર સુ જાન. ૧૯.
ભામંડલ દુંદુભિ પહુપ વૃષ્ટિ,
દિવ્ય ધ્વનિ વૃક્ષ અશોક સૃષ્ટિ;
દરશન સુખ વીરજ જ્ઞાન નંત,
તુમહી મેં ઔરન ના લહંત. ૨૦.
અરુ દોષ જુ અષ્ટાદશ કહેય,
ઔરન મેં હૈ તુમ મૈં ન તેહ;
સો જન્મ મરણ નિદ્રા રુ રોગ,
ભય મોહ જગ મદ ખેદ સોગ. ૨૧.
વિસ્મય ચિન્ત પરસ્વેદ નેહ,
મલ વૈર વિષે રતિ ક્ષુધ ત્રિષેહ;

Page 132 of 253
PDF/HTML Page 144 of 265
single page version

background image
સર્વજ્ઞ વીતરાગત જેહ,
સો તુમ મેં ઔર ન બનૈ કેહ. ૨૨.
તુમરો શાસન અવિરુદ્ધ દેવ,
બાકી સંશય એકાન્ત ભેવ;
તુમ કહ્યો અનેકાન્ત સુ અનેક,
યહ સ્યાદ્વાદ હત પક્ષ એક. ૨૩.
સો નય પ્રમાણ જુત સધૈ અર્થ,
સાપેક્ષ સત્ય નિરપેક્ષ વ્યર્થ;
યુકત્યાગમ પરમાગમ દિનેશ,
બાકી નિશિ ચોર ઇવાકુ ભેષ. ૨૪.
ભવિ તારણ તરણ તુહીં સમર્થ,
ઇહ જન ગહી તુમ શરણ અર્થ;
મો પતિત દોષ પર ચિત ન દેહુ,
અપની બિરદાવલિ મન ધરેહુ. ૨૫.
હે કૃપાસિન્ધુ યહ અર્જ ધાર,
મૈં રોગ તિમિર મિથ્યા નિવાર;
મૈં નમોં પાય જુગ લાય શીશ,
અબ વેગ ઉબારો હે જગીશ. ૨૬.
( છંદ )
જય જય ભવિતરક, દુર્ગતિવારક, શિવસુખ કારક વિશ્વપતે.
હે મમ ઉદ્ધારક ભવદધિ પારક, અખિલ સુધારક દ્રિષ્ટ ઇતે.

Page 133 of 253
PDF/HTML Page 145 of 265
single page version

background image
નિર્વાણકલ્યાણક વર્ણન
( દોહા )
સમવશરણ મેં વિશ્વપતિ, કિયૌ વિશ્વ વ્યાખ્યાન.
મિટ્યો જગત મિથ્યાત સબ, પુનિ પહુંચે નિરવાન. ૧.
( પદ્ધરી છંદ )
જય ઘાતિ પ્રકૃતિ ત્રેસઠ સંજોગિ,
દો સમય પિચ્યાસી ક્ષય અયોગિ;
પરમૌદારિક તૈ ગયે મુક્ત,
જિમિં મૂસ માંહિ આકાશ શુક્ત. ૨.
ઇક સમય માઁહિ ઉરધસ્વભાવ,
જિમિ અગ્નિશિખા તનુ અંત ચાવ;
જલમછ ઇવ સહકારીન ધર્મ,
આગૈં કેવલ આકાશ પર્મ. ૩.
સાકાર નિરાકારો વ ભાસ,
સહજાનંદ મગ્ન સુ ચિદ્દવિલાસ;
ગુણ આઠ આદિ રાજૈ અનંત,
ગણધરસે કહત ન લહત અંત. ૪.
ચેતન પરદેશી અસ્ત વ્યસ્ત,
પરમેય અગુરુલઘુ દર્વસસ્ત;
અરુ અમૂરતીક સુ આઠ યેવ,
યે વસ્તુ સ્વભાવ સદૈવ તેવ. ૫.

Page 134 of 253
PDF/HTML Page 146 of 265
single page version

background image
અબ ગુણ પર્યયકે ભેદ દોય,
એક વ્યંજન દૂસરો અર્થ હોય;
સો પ્રથમ અયોગા દેહકાર,
પરદેશ ચિદાનંદ કો નિહાર. ૬.
અબ અર્થ અગુરુલઘુ ગુણ સુ દ્વાર,
ષટ્ ગુણી હાનિ વૃધ નિજ સુ સાર;
સો સમય સમય પ્રતિ યહી ભાંત,
જિમિ જલકિલોલ જલમેં સમાત. ૭.
ઇહ ભાંત સુ તવ ગુણ પર્જ્જ દર્વ,
હો ધ્રૌવ્યોત્પાદ-વ્યયાત્મ સર્વ;
યહ લોક ભરો ષટ્ દર્વસે જુ,
તિનકી ગુણપર્જય સમય કે જુ. ૮.
સો હોત અનંતાનંત જાન,
સ્વભાવ વિભાવ સુ ભેદ માન;
જે તે ત્રૈકાલ ત્રિલોકકે જુ,
ઇક સમય માંહિ જુગપત લખે જુ. ૯.
હસ્તામલ ઇવ દર્પણ સુ ભાવ,
અક્ષય સુ ઉદાસીનતા ભાવ;
તબ ઇન્દ્ર જ્ઞાન તૈં મુક્તિ જાન,
આયો પંચમ કલ્યાણ સ્થાન. ૧૦.
ચારોં વિધ દેવ સુ સપરિવાર,
નિજ વાહન જુવતિ ઉછાહ ધાર;
તબ અગ્નિકુમારકે ઇન્દ્ર ઠાઢ,
નિજ મુકુટ માંહિં તૈં અનલ કાઢ. ૧૧.

Page 135 of 253
PDF/HTML Page 147 of 265
single page version

background image
કીનોં જિન તન સંસ્કાર સાર,
સૌધર્મ ઇન્દ્ર અતિ હર્ષ ધાર;
પુનિ પૂજ ભસ્મ મસ્તક ચઢાય,
સબ દેવ હુ નિજ નિજ શીશ નાય. ૧૨.
કરિ ચિહ્ન થાન નિજ ગએ થાન,
પુનિ પૂજે મુનિ જગ ખગ સુ આન;
તુમ ભએ સુ આદિ અનંત દેવ,
અનુપમ અબાધ અજ અમર સેવ. ૧૩.
મૈં પર્યો ચતુર્ગતિ વન સુ માઁહિ,
દુઃખ સહે સો તુમ સે છિપે નાઁહિ;
તુમ કરુણાનિધિ નિજ વાન ધાર,
સંસાર ખાર તૈં તાર તાર. ૧૪.
( ધત્તાનંદ છંદ )
જય જય જગસારં, વિગત વિકારં, કરુણાગારં શિવકારં;
મમ કરુ નિરવારં, હે પ્રણધારં, ચિદ્વ્યાપારં દાતારં.
શ્રી જિનસ્તવન
(લાખ લાખ દીવડાનીરાગ)
લાખ લાખ વાર જિનરાજનાં વધામણાં,
અંતરીયું હર્ષે ઉભરાય, આજ મારે મંગળ વધામણાં,
આજ મારે દૈવી વધામણાં,
આજ મારે ઉત્તમ વધામણાં.

Page 136 of 253
PDF/HTML Page 148 of 265
single page version

background image
મોતીનો થાળ ભરી માનથંભને વધાવીયે,
કેશર ચંદનની પૂજા રચાવીયે
આનંદથી લઈએ વધાઈ,
આજ મારે મંગળ વધામણાં.
ગુરુજી પ્રતાપથી માનથંભ નીહાળીયો,
દર્શનથી દિલડાં અમ હરખાઈયાં;
આનંદ ઉરમાં ન માય...આજ.
માનથંભ દેખતાં ગર્વ ગળે છે,
ભવ્ય જીવોનાં હૃદય ખીલે છે,
મહિમા એ જિનની અદ્ભુત....આજ.
સુવર્ણપુરે સુવર્ણ માનથંભ પધારીયા,
અવનવાં ભૂમિના રંગો રંગાઈયા;
નવ નવાં દ્રશ્યો દેખાય...આજ.
ધર્મસ્તંભ એ ગગને અડે છે,
જગના જીવોને આમંત્રણ કરે છે;
આવો આવો અહીં ધર્મકાળ....આજ.
ૠદ્ધિ છે જિનરાજ તણી એ,
શોભા છે સમોસરણ તણી એ;
દર્શને હૃદયો પલટાય...આજ.
પુનિત પગલે જિનરાજ પધાર્યા,
ઉન્નત પવિત્ર માનસ્તંભ પધાર્યા;
ગુરુદેવને હરખ ન માય...આજ.

Page 137 of 253
PDF/HTML Page 149 of 265
single page version

background image
મુક્તિના દ્વાર ગુરુરાજે ઉઘાડીયા,
ધર્મસ્તંભનાં સ્થાપન કરાવીયા;
જયકાર જગતે ગવાય.....આજ.
શ્રી ગુરુરાજના પગલે પગલે,
નવી નવી મંગળ પ્રભા પ્રકાશે;
નિત નિત વૃદ્ધિ થાય....આજ. ૧૦
શ્રી સુપ્રભાતસ્તવન
(વિદેહે વસ્યા ભગવાનરાગ)
આજ ઊગ્યો સોનેરી પ્રભાત,
ધન્ય સુપ્રભાત અહો!
શ્રી સીમંધરનાથ સુપ્રભાત અહો!
શ્રી ગુરુદેવસૂર્ય સુપ્રભાત અહો!
શ્રી દેવગુરુ સુપ્રભાત......ધન્ય.
જિનશાસનમાંહી સુપ્રભાત......ધન્ય.
જગતારણહાર જિનનાથ અહો!
પરમ પ્રદીપ પરમ દાની અહો!
મહા કૌતુકી ભગવાન......ધન્ય.
જગતદીવાકર દેવ અહો!
સુરનર પૂજિત પાદ અહો!
અહો! કરુણાનિધિ ભગવાન.....ધન્ય.
આજ સોનેરી પ્રભાત ગુરુ આતમમાંહી
ઊગી છે અનોખી ગુરુ ચૈતન્યમહીં,
મારા ગુરુવરસૂર્ય સુપ્રભાત......ધન્ય.

Page 138 of 253
PDF/HTML Page 150 of 265
single page version

background image
આજ ગગને રવિ અનેરો દીસે,
જેના મંગળ કિરણો સોહી રહે;
જાણે આત્મભાનુની ઝાંય.....ધન્ય.
જાણે સાધકનો સુલભકાળ.....ધન્ય.
સુપ્રભાત વડે સુવર્ષ પ્રગટો,
સેવકને રત્નત્રય ભાનુ પ્રગટો;
ગુરુ ચરણોમાં વારી વારી જાઉં......ધન્ય્ા.
શ્રી જિનસ્તવન
(ધર્મધ્વજ ફરકે છે મોરે મંદિરીયેરાગ)
જિનરાજ વધાઈ મોરે મંદિરીયે,
જિનસ્તંભ સ્થપાયા મારે આંગણીયે;
દેવ ને દેવેન્દ્ર સહુ જિનવરતણી સ્તવના કરે,
જિનરાજ સ્વામી વિદેહમાં બેઠાં અમીદ્રષ્ટિ કરે.
આજે ગંધર્વોનાં ગીત ગાજે છે,
દૈવી દુંદુભી ડંકા વાગે છે. જિનરાજ. ૧.
ઇન્દ્ર ઉતર્યા મંદીરે ને નવનવા નાટક કરે,
ભાવભીની ભક્તિથી શ્રી જિન ચરણોમાં નમે;
મારે આંગણે કલ્પતરૂ ફળીયો છે,
ત્રણ ભુવનના નાથ પધાર્યા છે. જિનરાજ.
સુવર્ણની શોભા બની વિદેહ સરખી આજ તો,
હૈડું તો હેજે વહે ને રોમ રોમ ઉલ્લાસી રહે;

Page 139 of 253
PDF/HTML Page 151 of 265
single page version

background image
શ્રી તીર્થંકર દેવની આ વિભૂતિ છે.
જેનો મહિમા અગમ્ય ને અચિંત્ય છે. જિનરાજ. ૩.
ગુણમંદિર ગુણમાલ છે ને સુખસમુદ્ર જિનસાથ છે,
આત્મના આધાર છે ને ભદ્રરૂપ ભગવંત છે;
જેના દર્શનથી જન્મ-મરણ જાયે છે,
જેની મહિમાથી આતમશુદ્ધિ થાયે છે....જિનરાજ. ૪.
નંદન સીમંધરનાથના ને સેવકના શણગાર છો,
ગુણરસી ગુરુદેવ છો ને ભવિકના આધાર છો;
તુજ પ્રભાવ ભરતે ગાજે છે;
તારા સેવક વારણાં ઉતારે છે....મારા.
શ્રી માનસ્તંભસ્તવન
ધન્ય ભાગ્ય અમારે આંગણે પધાર્યા માનસ્તંભ ભગવાન,
વધાવું આજ હીરલે થાળ, ભરી ભગવાન.
સુવર્ણપુરીમાં આજ પધારી ન્યાલ કર્યા ભગવાન,
તુમ ચરણે પ્રભુ નિશદિન રહીને, કરીએ આત્મકલ્યાણ,
વધાવું
મહિમા શાશ્વત જિનની ગાજે, ત્રણ ભુવનની માંહી;
સેવકને હો જિનની સેવા, ધન્ય દિવસ ધન્ય કાળ.વધાવું.
શ્રી માનથંભે રત્ન પટારા, ઝૂલે સ્વર્ગની માંહી;
જિનેન્દ્રદેવના વસ્ત્રાભૂષણ, શાશ્વત થંભની માંહી.વધાવું.

Page 140 of 253
PDF/HTML Page 152 of 265
single page version

background image
વસ્ત્રાભૂષણ ઇન્દ્રો લાવે, મધ્ય લોક મોઝાર;
જન્મકલ્યાણકે જિનને પહેરાવે, ઇન્દ્ર પૂજે ભગવાન.વધાવું.
બાગ બગીચા વાવડી સોહે, અભિષેક ઘંટા નાદ;
મુક્તિની રમણિકતા આવી, માનસ્તંભને દ્વાર.વધાવું.
જ્ઞાયક છો પ્રભુ વિશ્વતણા એ, અનંત ગુણના નાથ;
આતમપદ દાતાર છો પ્રભુ, ચિદ્સ્વરૂપ શણગાર.વધાવું.
કલ્પવૃક્ષ મુજ આંગણે ફળીયો, મનચિંતિત દાતાર,
ત્રણ ભુવનના નાથ પધાર્યા, ગુરુજીને હરખ ન માય.વધાવું.
કહાન ગુરુના પરમ પ્રતાપે, ભેટ્યા શ્રી માનથંભ;
જિનવર ૠદ્ધિ નજરે નિહાળી, હૈડું હરખી જાય.વધાવું.
પંચમકાળે વિરહ ભૂલાવ્યા, ભેટાડ્યા ભગવંત;
જિનેન્દ્રદેવના રહસ્ય ખોલ્યાં, એ કહાનપ્રભુ જયવંત.વધાવું.
શ્રી જિનસ્તવન
(હલમલતો હાથીરાગ)
રત્નનું પારણું ને મણિરત્ને જડીયું,
રેશમની દોરીએ ઝૂલાવે માતાજી લાલ;
ત્રિલોકીનાથ આજે ઝૂલે પારણીયે.
સુરેન્દ્રો સહુ મળી જિનને ઝૂલાવે,
પોઢે પારણીયે, માતાજી નંદન લાલ;
ત્રિલોકીનાથ આજે ઝૂલે પારણીયે.

Page 141 of 253
PDF/HTML Page 153 of 265
single page version

background image
પિતાજી આંગણે કલ્પતરુ સોહે,
તીર્થંકર બાળ ખેલે, પિતાજી દ્વાર લાલ;
ત્રિલોકીનાથ આજે ઝૂલે પારણીયે.
માતાજી નંદન છે ને જગતનો નાથ છે,
પ્રથમ રસ નયણે સોહે, વારણા ઉતારું લાલ;
ત્રિલોકીનાથ આજે ઝૂલે પારણીયે.
ગુણનિધિ ગુણસાગર પ્રભુજી જનમ્યા,
ધન્ય ધન્ય દિવસ સોહે, ઘનનન ઘંટા વાગે,
ત્રિલોકીનાથ આજે ઝૂલે પારણીયે.
પરમ દયાળુ કરુણાધાર કૃપાળુ છો,
જગતનો નાથ એ, સેવક આધાર લાલ,
ત્રિલોકીનાથ આજે ઝૂલે પારણીયે.
શ્રી જિનસ્તવન
મારા નાથની વધાઈ આજે છે,
મારા સ્વામીની વધાઈ આજે છે,
એના શબ્દ ગગનમાં ગાજે છે....મારા.
ત્રણ જ્ઞાન વિરાજીત જન્મ્યા છે,
ત્રણ લોકના દ્રવ્ય પ્રકાશ્યા છે,
સુરલોકમાં ઘંટા વાજે છે....મારા.
આજ સ્વર્ગેથી ગજરાજ આવ્યા છે,
ઘન ઘંટ ચંવર ધજા ફરક્યા છે,
સુર અપછર નૃત્ય બજાવે છે...મારા.

Page 142 of 253
PDF/HTML Page 154 of 265
single page version

background image
ઇન્દ્ર ઐરાવત હાથી લઈ આવ્યા છે,
માનસ્તંભેથી આભૂષણ આવ્યા છે,
મારા નાથને મેરૂએ લઈ ચાલ્યા છે...મારા.
સહસ્ર લોચન ઇન્દ્ર બનાવે છે,
જિનરૂપ લળી લળી નીરખે છે,
નયનો તૃપ્તિ નહિ પાવે છે....મારા.
ક્ષીરસાગરથી જલ લાવે છે,
જિનરાજને અભિષેક કરાવે છે,
શક્રરાજનાં દિલડાં ઉલ્લસે છે....મારા.
આજ તાંડવ નૃત્યો સોહે છે,
ગંધોદક વરસા વરસે છે,
જિનમહિમા જગતે ગાજે છે....મારા.
લોકાલોક વિકાસી જિનરાયા છે,
જગસાક્ષી મહા ગંભીરા છે,
ભવભયહારી ભગવંતા છે....મારા.
ગુણરત્ન નાથ પધાર્યા છે,
મુજ આંગણ કલ્પતરુ ફળીયા છે,
ગુરુરાજ પ્રતાપે જિન મળીયા છે....મારા
સેવકનાં હૈડાં હરખ્યાં છે....મારા.

Page 143 of 253
PDF/HTML Page 155 of 265
single page version

background image
શ્રી માનસ્તંભસ્તવન
(લાખ લાખ દીવડાનીરાગ)
ઊંચા ઊંચા રૂડા માનસ્તંભ સોહે,
રૂડા તે રૂડા મારા જિનવર સોહે,
દ્રશ્યો એ અદ્ભુત દેખાય
સુંદર એ માનસ્તંભ જિણંદના....૧.
લાખ લાખ હિરલાના કળશ ચડાવીએ,
લાખ લાખ મોતીના તોરણ બંધાવીએ,
લાખોના માનસ્તંભ સોહાયસુંદર...૨.
વિદેહીનાથ મારે આંગણે પધારીયા,
આવીને સેવકના અંતર ઉછાળીયા,
આવો આવો રે ભગવાનસુંદર...૩.
વિદેહીનાથે વૃદ્ધિ કરાવી,
સુવર્ણતીર્થની શોભા વધારી,
ઝળકે જિણંદજીના તેજસુંદર...૪.
શાશ્વત માનસ્તંભ સ્વર્ગે જિણંદના,
ઊર્ધ્વ મધ્ય ને આદિ ત્રિલોકમાં,
રમણિક છે જિનધામસુંદર....૫.
શાશ્વત જિનબિંબ ત્રણ લોકે બિરાજે,
જિનરચના એ કુદરત રચાયે,
મહિમા શાશ્વત જગમાંયસુંદર....૬.

Page 144 of 253
PDF/HTML Page 156 of 265
single page version

background image
પગલે પગલે ગુણ ગાવો જિણંદના,
હૈડામાં વેણલા વહાવો જિણંદના,
જન્મોનાં દુખડાં એ જાયસુંદર....૭.
ધન્ય ઉજમબા માતાના નંદન,
એ મંગળમૂર્તિને મારા કોટિ કોટિ વંદન,
તુજ પગલે પગલે પ્રભાવસુંદર....૮.
જિનેન્દ્રમહિમા ગુરુ ભરતે વહાવી,
સત્ય સ્વરૂપની ધૂન મચાવી,
તુજ ગુણો પર વારી વારી જાઉંસુંદર....૯.
શ્રી ગુરુદેવસ્તવન
(મહાવીરા તેરી ધૂનમેંરાગ)
શ્રી સદ્ગુરુ કરકમળેથી, મહામંગળ વિધિ થાય છે,
મહા મંગળ વિધિ થાય છે, મહામંગળ વિધિ થાય છે.
મહા મંગળ વિધિ થાય છે. ૧.
આ ભરતક્ષેત્રમાંહી, પ્રતિષ્ઠા સ્વર્ણે ગાજે (૨)
શ્રી માનસ્તંભ બન્યા છે, સુવર્ણના મંદિરીયેશ્રી. ૨.
શ્રી જિનવરનાં મુખડાં નીરખી, ગુરુવરનાં દિલડાં હરખે (૨)
એ પુનિત હૃદયોમાંહી, શ્રી જિનવરજી બિરાજેશ્રી. ૩.
સુવર્ણ સલાકા સોહે, શ્રી ગુરુવર કરકમલોમાં (૨)
પુનિત અંતર આતમથી, અંકન્યાસ વિધિ થાય છેશ્રી. ૪.

Page 145 of 253
PDF/HTML Page 157 of 265
single page version

background image
શ્રી વિદેહક્ષેત્રમાંહી, સીમંધરનાથ બિરાજે (૨)
અમીદ્રષ્ટિ વરસાવે, શ્રી મંગળ વિધિમાંહી. શ્રી.
આ પંચકલ્યાણકમાંહીશ્રી. ૫.
વીતરાગ સ્વરૂપ બતાવ્યું; શ્રી કહાનગુરુદેવે (૨)
જિનવર વૈભવ બતાવ્યા, જિનસ્તંભને થંભાવીયાશ્રી. ૬.
શ્રી જિનવર લોચન સોહે, ગુરુદેવનાં મનડાં મોહે (૨)
જિનેન્દ્ર પધાર્યા દ્વારે, તુજ મહિમા અદ્ભુત આજેશ્રી. ૭.
શ્રી દેવગુરુ મહિમાનો, જયકાર ગગને ગાજે (૨)
અંતર સેવકનાં નમતાં, શ્રી ગુરુવરના ચરણોંમાંશ્રી. ૮.
શ્રીસ્તવન
(રાગભેટે ઝૂલે છે તલવાર)
આજ ઊગ્યો સુમંગળ પ્રભાત.
સ્વર્ણે પ્રભાત પ્રકાશ્યા,
વિદેહે વસ્યા ભગવાન,
ભરતે ભાનુ પ્રકાશ્યા.
પરસંગ ત્યાગી, પરમ વૈરાગી,
જગનાયક જિનનાથ....સ્વર્ણે ૧.
સુરતરૂ ચિંતામણી કામધેનુ,
મહિમા તણા નિધાન....સ્વર્ણે ૨.
ઊર્ધ્વ મધ્ય ને અધો લોકમાં,
સુરનર મહિમા ગાય....સ્વર્ણે ૩.

Page 146 of 253
PDF/HTML Page 158 of 265
single page version

background image
ધન્ય દિવસને ધન્ય ઘડી આજ,
ઊગ્યો સુવર્ણ પ્રભાત....સ્વર્ણે ૪.
શ્રી ગુરુદેવના આતમમાંહી,
પ્રગટી સુમંગળ પ્રભાત....સ્વર્ણે ૫.
રત્નત્રયસૂર્ય આજે પ્રકાશ્યો,
સાધકનો એ સાથ....સ્વર્ણે ૬.
અજ્ઞાન અંધારાં ગુરુજી ટાળ્યાં,
પ્રકાશ્યા સમ્યક્ પંથ....સ્વર્ણે ૭.
દેવગુરુ સુપ્રભાત પ્રકાશ્યા,
સાધકનો શણગાર....સ્વર્ણે ૮.
જિનશાસનમાં સુમાર્ગ પ્રકાશ્યા,
સ્પષ્ટ થયા એ પંથ....સ્વર્ણે ૯.
સેવક ઇચ્છે તુજ ચરણ સેવા,
નિશદિન મંગળ પ્રભાત....સ્વર્ણે ૧૦.
શ્રી જિનસ્તવન
(મહાવીરા તેરી ધૂનમેંરાગ)
આજ મારે રે આંગણીએ શ્રી જિનવરજી પધાર્યા,
શ્રી જિનવરજી પધાર્યા શ્રી જિનવરજી પધાર્યા;
શ્રી જિનવરજી પધાર્યાઆજે મારે. ૧.
સીમંધરનાથ આવો, તીર્થંકરદેવ પધારો, (૨)
જયનાદ ગગનમાં ગાજે, હૈડાં સેવકનાં હરખેઆજ. ૨.

Page 147 of 253
PDF/HTML Page 159 of 265
single page version

background image
હૈડાના હાર આવો, આતમ શણગાર પધારો, (૨)
પાવન સેવકને કરીને, સેવક સામું નિહાળોઆજ. ૩.
કઈ વિધ વંદુ સ્વામી, કઈ વિધ પૂજું સ્વામી, (૨)
ત્રિલોકીનાથ પધાર્યા, અમ સેવકના આંગણીયેઆજ. ૪.
શ્રી માનસ્તંભ સોહે, સીમંધરનાથ બિરાજે, (૨)
વિભૂતિ જગની આવે, શ્રી જિનવરના ચરણોમાંઆજ. ૫.
ધ્યાન ધુરંધર સ્વામી, વીતરાગ વિલાસી સ્વામી, (૨)
સુખમંદિર જિનવરદેવા, હમ રહીએ તુજ ચરણોમાંઆજ. ૬.
ત્રિલોકીનાથ ચરણે, મુક્તિનું સુખ નિહાળું, (૨)
દિનરાત જિનને ધ્યાવું, અંતરમાં નાથ વસાવુંઆજ. ૭.
ગુરુ કહાને જિનને નિરખે, હૈડામાં હરખી જાયે, (૨)
તુજ વારણા ઉતારે, સુવર્ણ મંગલ થાયેઆજ. ૮.
ગુરુ કહાનના પ્રતાપે, જિનરાજ ભેટ્યા આજે, (૨)
આ પંચમકાળ ભૂલાયે, નિત નિત મંગળ થાયેઆજ. ૯.
શ્રી જિનસ્તવન
(સુંદર સુવર્ણપુરીમાંરાગ)
મારી સુવર્ણપુરીમાં માનસ્તંભ પધારીયા રે;
શ્રી જિનેન્દ્રદેવના વૈભવની શી વાત,
મારે આંગણ આજે કલ્પવૃક્ષ ઊગીયો રે,
મારું હૈડું હરખે હલમલ હલમલ થાય,
મારા ઉરમાં આજે સોના સૂરજ ઊગીયો રેમારી. ૧.

Page 148 of 253
PDF/HTML Page 160 of 265
single page version

background image
(સાખી)
મહાવિદેહે બિરાજતા, સીમંધર ભગવાન;
સમોસરણ ત્યાં સોહતા, કંઈક નમૂનો આંહી....
તુજ કૃપાથી દાસે તારો વૈભવ દેખીયો રે,
જેને દેખીને ગણધરને આશ્ચર્ય થાય;
જેને માન ને મરતબા સહુ ગળી ગયા રેમારી. ૨.
(સાખી)
શ્રી જિનેન્દ્ર વીતરાગદેવ, વિદેહી ભગવાન;
વીતરાગતા છાઈ રહી, સ્વપર પ્રકાશક જ્ઞાન.
પ્રભુજી તારે પગલે પગલે મારે આવવું રે,
હું તો જ્યાં જોઊં ત્યાં દેખું મારો નાથ,
એવા નાથ મારા હૈડામાં નિત્યે વસો રેમારી.
પ્રભુજી બીજું મારે જોવાનું નહિ કામ,
મારા હૃદયે એક વીતરાગતા વસી રહો રેમારી. ૩.
(સાખી)
અનંત ચતુષ્ટયયુક્ત હો, ત્રણ ભુવનના નાથ;
આતમપદ દાતાર હો, ધરતા નિજગુણ રાશ.
આવો આવો એવા જિનવર મારે મંદિરે રે,
હું તો કઈ વિધ વંદુ કઈ વિધ પૂજું નાથ;
મારે આંગણ આજે ત્રિલોકીનાથ પધારીયા રેમારી. ૪.