Atmadharma magazine - Ank 183
(Year 16 - Vir Nirvana Samvat 2485, A.D. 1959). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 25
single page version

background image
Shree Kundkund-Kahan Parmarthik Trust
302, ‘Krishna-Kunj’, Plot No.30, Navyug CHS Ltd., V. L. Mehta Marg, Vile Parle(w), Mumbai–400056
Phone No. : (022) 2613 0820. Website : www.vitragvani.com Email : info@vitragvani.com



Atmadharma is a magazine that has been published from
Songadh, since 1943. We have re-typed and uploaded the
old Atmadharma Magazines to our website
www.vitragvani.com


We have taken utmost care while re-typing, from the
original Atmadharma Magazines. There may be some
typographical errors, for which we request all readers to
kindly inform us about the same, to enable us to correct
and improve. Please send your comments to
info@vitragvani.com



Shree Kundkund-Kahan Parmarthik Trust
(Shree Shantilal Ratilal Shah-Parivar)

PDF/HTML Page 2 of 25
single page version

background image
– સારથી સંતપ્ત જીવોને શાંતિની ઝાંખી કરાવતું અજોડ આધ્યાત્મિક – માસિક
વર્ષ ૧૬ મું
અંક ૩ જો
પોષ
વી. સં. ૨૪૮૫
: સંપાદક :
રામજી માણેકચંદ દોશી
૧૮૩
સર્વજ્ઞની સ્તુતિ
સર્વજ્ઞ ભગવાનની નિશ્ચય સ્તુતિનો સંબંધ
સર્વજ્ઞ સાથે નથી, પણ પોતાના આત્મસ્વભાવની
સાથે જ છે. જ્યાંસુધી સર્વજ્ઞ ઉપર જ લક્ષ રહે ને
પોતાના આત્મસ્વભાવમાં લક્ષ ન કરે ત્યાં સુધી
સર્વજ્ઞ ભગવાનની નિશ્ચય સ્તુતિ થતી નથી. મારો
આત્મા જ સર્વજ્ઞ શક્તિથી પરિપૂર્ણ છે–એમ
પ્રતીતમાં લઈને નિજસ્વભાવ સાથે જેટલી એકતા
કરે તેટલી સર્વજ્ઞ ભગવાનની નિશ્ચય સ્તુતિ છે. અને
સર્વજ્ઞ તરફના બહુમાનનો ભાવ આવે તે વ્યવહાર
સ્તુતિ છે.

PDF/HTML Page 3 of 25
single page version

background image
પૂજ્ય શ્રી કાનજીસ્વામી દિગંબર જૈન તીર્થયાત્રા સંઘના
યાત્રિકોને વિનંતિ
(૧) જેઓએ યાત્રાસંઘમાં યાત્રિક તરીકે નામો નોંધાવ્યાં હોય તેમણે બસનું બાકીનું ટિકિટભાડું પોષ વદ
૮, રવિવાર તા. ૧–૨–૫૯થી મહા સુદ ૫, ગુરુ તા. ૧૨–૨–૫૯ સુધીમાં નીચેના સ્થળે મોકલવું.
() મુંબઈ–મદ્રાસ(અર્ધ–યાત્રા)ના યાત્રિકોએ બાકી રહેલા રૂા. ૮૦) એંશી મોકલવા.
() મુંબઈ–ઈડર(આખી યાત્રા)ના યાત્રિકોએ બાકી રહેલા રૂા. ૧૩૦) એકસો ત્રીસ મોકલવા.
(આખી યાત્રાના માઈલેજ વધવાના કારણે રૂા. ૫) વધુ લેવાનું ઠરાવ્યું છે.)
સ્થળ :–શ્રી દિગંબર જૈન મુમુક્ષુ મંડળ,
૧૭૩–૧૭૫, મુંબા દેવી રોડ, ઝવેરી બજાર, મુંબઈ નં. ૨
(૨) યાત્રિકોએ પોતાની (બસની) બેઠકની માહિતી મેળવવા તા. ૧૪ તથા ૧૫–૨–૫૯ના દિને ઉપરના
સ્થળે પધારવા વિનંતિ છે.
(૩) યાત્રાસંઘ મહા સુદ ૮, સોમ તારીખ ૧૬–૨–૫૯ના દિને સવારે મુંબઈથી પ્રયાણ કરશે.
–શ્રી દિ. જૈન તીર્થયાત્રા સંઘ વ્યવસ્થાપક કમિટી
ધર્મનો સંબંધ કોની સાથે છે?
આત્માના ધર્મનો સંબંધ કોઈ બીજા સાથે નથી, પણ ધર્મી એવા પોતાના આત્મા સાથે જ ધર્મનો સંબંધ છે.
(૧) શું ભગવાનના આત્મા સાથે આ આત્માના ધર્મનો સંબંધ છે?
ના;
(૨) શું મહાવિદેહ વગેરે ક્ષેત્રની સાથે આ આત્માના ધર્મનો સંબંધ છે? ના;
(૩) શું ચોથો કાળ વગેરે કાળની સાથે આ આત્માના ધર્મનો સંબંધ છે? ના;
(૪) શું રાગાદિ ભાવો સાથે આ આત્માના ધર્મનો સંબંધ છે? ના;
–આ રીતે કોઈ પણ પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ કે પરભાવની સાથે આ આત્માના ધર્મનો સંબંધ નથી,
પણ પોતાના સ્વદ્રવ્ય–સ્વક્ષેત્ર–સ્વકાળ ને સ્વભાવની સાથે જ પોતાના ધર્મનો સંબંધ છે; તે આ પ્રમાણે–
(૧) અનંતશક્તિના પિંડરૂપ શુદ્ધચૈતન્ય દ્રવ્યની સાથે જ ધર્મની એકતા છે.
(૨) અસંખ્ય પ્રદેશી પોતાનું ચૈતન્યક્ષેત્ર તે જ ધર્મનું ક્ષેત્ર છે.
(૩) સ્વભાવમાં અભેદ થયેલી સ્વપરિણતિ તે જ ધર્મનો કાળ છે. અને
(૪) જ્ઞાન–દર્શન–આનંદ વગેરે અનંત ગુણો તે જ આત્માના ધર્મના ભાવ છે.
–આવા સ્વદ્રવ્ય–સ્વક્ષેત્ર–સ્વકાળ ને સ્વભાવ સાથે જ આત્માના ધર્મનો સંબંધ છે.
માટે હે જીવ! પરદ્રવ્ય–પરક્ષેત્ર–પરકાળ ને પરભાવોથી અત્યંત ભિન્નતા જાણીને. તારા સ્વભાવમાં અંતર્મુખ થા.
આત્મધર્મના વાચકોને
પૂ. ગુરુદેવ, મુમુક્ષુ મંડળ આદિ દક્ષિણ દેશના તીર્થોની યાત્રાએ પધારેલ હોવાથી સોનગઢ ખાતેનું
“આત્મધર્મનું” વ્યવસ્થાપક મંડળ હાલ બંધ છે, તો ‘આત્મધર્મ’ ની રવાનગી કે અન્ય કોઈ સૂચના કરવાની
હોય તે નીચેના સરનામે કરવી.
હરિલાલ દેવચંદ શેઠ
આનંદ પ્રિ. પ્રેસ–ભાવનગર.

PDF/HTML Page 4 of 25
single page version

background image
વર્ષ સોળમું : અંક ૩ જો સંપાદક : રામજી માણેકચંદ દોશી પોષ : ૨૪૮૫
મારું
શું?
આત્મા પોતાના જ્ઞાન–દર્શન–
આનંદસ્વરૂપ ભાવોનો જ સ્વામી છે, ને તે
જ્ઞાન–દર્શન–આનંદના ભાવો જ આત્માનું સ્વ
છે, એ સિવાય બીજું કાંઈ આત્માનું સ્વ નથી
ને આત્મા તેનો સ્વામી નથી.
આ જગતમાં મારું શું છે ને કોની સાથે
મારે પરમાર્થસંબંધ છે તેના ભાન વગર પરને
પોતાનું માનીને, પર સાથે સંબંધ જોડીને જીવ
સંસારમાં રખડી રહ્યો છે. આચાર્યદેવ કહે છે કે
હે જીવ! તારું ‘સ્વ’ શું છે ને વાસ્તવિક સંબંધ
કોની સાથે છે તે ઓળખ. જ્ઞાન–દર્શન
–ચારિત્રરૂપ જે તારા ભાવો છે તે જ તારું સ્વ
છે, ને તેનો જ તું સ્વામી છો,–એમ જાણીને
તારા સ્વભાવ સાથે સંબંધ જોડ, ને પર
સાથેનો સંબંધ તોડ; એટલે કે સ્વથી એકત્વ
કર, ને પરથી વિભક્ત થા.–આવા એકત્વ–
વિભક્તપણામાં જ તારી શોભા છે.

PDF/HTML Page 5 of 25
single page version

background image
: ૪ : આત્મધર્મ : પોષ : ૨૪૮૫ :
સંતો આત્મપ્રાપ્તિના આશીર્વાદ આપે છે
હે જીવો! ભેદજ્ઞાનવડે સ્વતત્ત્વને પામીને આજે જ
તમે પરમ આનંદરૂપે પરિણમો.
[મુંબઈ નગરીમાં પંચકલ્યાણક પ્રતિષ્ઠામહોત્સવ નિમિત્તે, તેમજ દક્ષિણના
બાહુબલિ ભગવાન વગેરે તીર્થધામોની સસંઘ યાત્રાનિમિત્તે પૂ. ગુરુદેવે સોનગઢથી પોષ
સુદ છઠ્ઠના રોજ પ્રસ્થાન કર્યું તેની પહેલાંંનું (પોષ સુદ પાંચમનું) ભાવભીનું પ્રવચન.]
આત્મા કોણ છે અને તે કઈ રીતે પમાય?–તે બતાવીને, હવે આ પ્રવચનસાર પૂરું કરતાં આચાર્યદેવ કહે
છે કે હે જીવો! આવા જ્ઞાનાનંદસ્વરૂપ આત્માને અંતર્મુખ થઈને આજે જ અનુભવો. હું એક સુવિશુદ્ધ
ચૈતન્યસ્વભાવ આત્મા છું–એમ આજે જ તમે અનુભવો.... ચૈતન્યના અનુભવથી આજે જ પરમ આનંદરૂપે
પરિણમો.
ચૈતન્યરૂપ સ્વતત્ત્વને ચૂકીને, બાહ્ય પદાર્થો સાથેની મૈત્રીથી જીવને અનાદિથી સંસારભ્રમણ થઈ રહ્યું છે.
તે સંસારભ્રમણથી કેમ છૂટવું–તે બતાવતાં આચાર્ય ભગવાન કહે છે કે તમારા ચૈતન્યતત્ત્વને સમસ્ત પરદ્રવ્યોથી
ભિન્ન જાણીને, એકલા સ્વદ્રવ્ય સાથે જ મૈત્રી કરો....ને પરદ્રવ્યની મૈત્રી છોડો....તેની સાથેની એકતાબુદ્ધિ છોડો....
તેનો આશ્રય છોડો....સ્વદ્રવ્યનો આશ્રય કરીને આજે જ પરમાનંદરૂપે પરિણમો....
આહ્લાદપૂર્વક આચાર્યદેવ કહે છે કે : અમે તો ચૈતન્યના પરમ આનંદને પ્રાપ્ત કર્યો છે....ને જગત પણ
આજે જ ચૈતન્યને અનુભવીને પરમાનંદરૂપે પરિણમો....
શાસ્ત્ર પૂરું કરતાં આચાર્યપ્રભુ આશીર્વાદ આપે છે: –કોને? જગતમાં જે કોઈ જીવ આ વાત ઝીલે તેને!
જગતના આત્માર્થી જીવોને આચાર્યદેવના આશીર્વાદ છે કે હે જીવો! તમે તમારા પરમાનંદને પામો. અમે જે
ઉપાય કહ્યો તે ઉપાયથી તમે જરૂર પરમાનંદને પામશો જ.
કલશદ્વારા આચાર્યદેવ કહે છે કે આનંદથી ઉલ્લસતા એવા આ સ્વતત્ત્વને જિનશાસનના વશે
પામો....ચૈતન્યતત્ત્વ કેળવજ્ઞાનરૂપી સરિતામાં ડૂબેલું છે, ને આનંદના પૂરથી તે કેવળજ્ઞાન સરિતા ભરેલી છે;
એટલે કે ચૈતન્યતત્ત્વ પરિપૂર્ણ જ્ઞાન ને આનંદથી ભરેલું છે....તેને અંતર્મુખ થઈને હે જીવો! તમે આજે જ
પામો....ભગવાન સર્વજ્ઞદેવના માર્ગની આરાધના કરવાથી જ્ઞાનાનંદસ્વરૂપ ઉલ્લસતા સ્વતત્ત્વની પ્રાપ્તિ થાય
છે....હે જીવો....આ શાસ્ત્રદ્વારા જ્ઞાનાનંદસ્વરૂપ આત્માને જાણીને, એક આખા શાશ્વત સ્વતત્ત્વને પ્રાપ્ત કરીને
‘આજે’ અવ્યાકુળપણે નાચો. ....આજે જ પરમ આનંદરૂપે પરિણમો. સ્વ–પરની એકતાબુદ્ધિ કરીને મોહથી ન
નાચો.... પરંતુ સ્વ–પરનું ભેદજ્ઞાન કરીને આનંદથી નાચો.... આનંદરૂપે પરિણમો....
હવે છેલ્લા કલશમાં આચાર્યદેવ પ્રમોદથી કહે છે કે.... અહો! ચૈતન્યતત્ત્વનું સ્વરૂપ અને તેની પ્રાપ્તિનો
ઉપાય અમે અમંદપણે–જોરથી–સ્પષ્ટપણે કહ્યું છે.... પરંતુ ચૈતન્યનો કોઈ પરમ અચિંત્ય મહિમા એવો છે કે તેની
પાસે તો આ બધું કથન “સ્વાહા....” થઈ જાય છે....એ ચૈતન્યતત્ત્વ વચન અને વિકલ્પથી અગોચર,
સ્વાનુભવગમ્ય છે. આવા પરમ મહિમાવંત ચૈતન્યતત્ત્વને ચૈતન્યવડે જ (–રાગ–વડે કે વચનવડે નહિ પણ
ચૈતન્યવડે જ) આજે જ અનુભવો....‘પછી કરશુ’ એમ વિલંબ ન કરો, પણ આજે જ અનુભવો. લોકમાં આ
ચૈતન્યતત્ત્વ જ પરમ ઉત્તમ છે, આ લોકમાં બીજું કાંઈ જ ઉત્તમ નથી; માટે આવા સ્વતત્ત્વને ઉગ્રપણે આજે જ
અનુભવો....
સ્વતત્ત્વ પ્રાપ્તિ પંથદર્શક સંતોને નમસ્કાર હો!

PDF/HTML Page 6 of 25
single page version

background image
: પોષ : ૨૪૮૫ : આત્મધર્મ : ૫ :
નિજ સ્વરૂપમાં જોડેલો
અતીન્દ્રિય ઉપયોગ તે સુખ છે
આત્માનો જ્ઞાનસ્વભાવ સ્વાધીન છે, ઈન્દ્રિયોથી પાર છે, ને તેનું સુખ
પણ એવું જ છે. આવો સ્વાધીન જ્ઞાન–સુખસ્વભાવ હોવા છતાં, તેને
ભૂલીને, ઈન્દ્રિયાધીન પોતાનું જ્ઞાન ને સુખ માને છે ત્યારે જીવ પરાધીન
થઈને અજ્ઞાન અને દુઃખરૂપે પરિણમે છે; તેથી પરાધીન એવું તે ઈન્દ્રિયજ્ઞાન
અને ઈન્દ્રિયસુખ હેય છે, નિંદનીય છે. અને જ્ઞાનસ્વભાવમાં અંતર્મુખ થઈને
જ્યારે અતીન્દ્રિયજ્ઞાનરૂપે પરિણમે છે ત્યારે અતીન્દ્રિય–સ્વાધીન આનંદ
પ્રગટે છે, તેથી સ્વાધીન એવું તે અતીન્દ્રિયજ્ઞાન અને અતીન્દ્રિયસુખ
ખરેખર ઉપાદેય છે, પ્રશંસનીય છે.
અરે જીવ! સુખનું સાધન તો તારું અતીન્દ્રિયજ્ઞાન છે, એ સિવાય
તારું ઈન્દ્રિયજ્ઞાન પણ સુખનું સાધન નથી, તો પછી તે ઈન્દ્રિયજ્ઞાનના
વિષયભૂત બાહ્યપદાર્થોમાં તો તારું સુખ ક્યાંંથી હોય? બાહ્ય પદાર્થોમાં
જોડાતું જ્ઞાન તો આકુળ–વ્યાકુળ દુઃખનું જ સાધન છે, માટે બાહ્યવિષયોમાંથી
સુખ મેળવવાના ઝાંવા છોડી દે....ને ઉપયોગને અંતર્મુખ કરીને
નિજસ્વરૂપમાં જોડ, તો તને તારા સ્વભાવના અતીન્દ્રિયસુખનું સંવેદન થશે.
આ રીતે નિજસ્વરૂપમાં જોડેલો અતીન્દ્રિય ઉપયોગ તે જ સુખ છે.
ઈન્દ્રિયાધીન થઈને બાહ્યવિષયોમાં ભટકતો ઉપયોગ તે આકુળતામય
દુઃખનો ઉત્પાદક છે.
આંખને આધીન થયેલું જ્ઞાન બહુ તો મૂર્તિક રૂપને જાણી શકે, પણ
આંખને આધીન થયેલ જ્ઞાનમાં ચૈતન્યના રૂપને દેખવાની તાકાત નથી;
રસનાઈન્દ્રિયને આધીન થયેલ જ્ઞાન જડના સ્થૂળ રસને માંડ માંડ જાણી શકે
છે, પણ ચૈતન્યના આનંદરસનો સ્વાદ કેવો છે તેને જાણવાની તાકાત
તેનામાં નથી; એ જ રીતે સ્પર્શેન્દ્રિયને આધીન થયેલ જ્ઞાન બહુ તો જડ
પદાર્થોના મૂર્તસ્પર્શને જાણે છે પણ અતીન્દ્રિય આત્માને સ્પર્શવાની–
અનુભવવાની તેનામાં તાકાત નથી. આવું બાહ્ય મૂર્તવિષયોમાં જ ભટકતું
પરાધીન ઈન્દ્રિયજ્ઞાન આત્માના અતીન્દ્રિયસુખનું સાધન કેમ બની શકે? ન
જ બની શકે; આ રીતે આત્માના સુખનું સાધન નહિ થતું હોવાથી પરાધીન
એવું ઈન્દ્રિયજ્ઞાન તે ખરેખર જ્ઞાન નથી પણ અજ્ઞાન છે, નિંદનીય છે, હલકી
કોટીનું છે, તેથી તે હેય છે. અને આત્માના અંર્તસ્વભાવમાં વળીને
સ્વાધીનપણે વર્તતું અતીન્દ્રિયજ્ઞાન તે જ પરમ સુખના સાધનભૂત હોવાથી
ખરેખર જ્ઞાન છે, તે જ પ્રશંસનીય છે, ઉત્તમ છે, અને ઉપાદેય છે.

PDF/HTML Page 7 of 25
single page version

background image
: ૬ : આત્મધર્મ : પોષ : ૨૪૮૫ :
પહેલાંં સમજ કે,
હું સ્વયં જ્ઞાન ને સુખ સ્વરૂપી છું.
મૂર્ત ઈન્દ્રિયો જડ છે તે મારાથી ભિન્ન છે;
તે ઈન્દ્રિયોમાં મારું જ્ઞાન કે સુખ નથી.
આમ સમજીને,
ઈન્દ્રિયો અને ઈન્દ્રિયવિષયો તરફની રુચિ છોડ,
ને અતીન્દ્રિય જ્ઞાનસ્વભાવમાં રુચિ જોડ;
આ જ અતીન્દ્રિયસુખનો ઉપાય છે.

ભાઈ! એક વાર આ વાત લક્ષમાં તો લે. તું વિચાર તો કર કે : “મારું સુખ તો
મારા આત્મામાં છે, કાંઈ બહાર નથી; તો, ઉપયોગને અંતર્મુખ કરીને મારા આત્મામાં
જોડવાથી મને સુખ થાય, કે મારા ઉપયોગને બહિર્મુખ કરીને બાહ્યવિષયોમાં જોડવાથી
સુખ થાય? જ્યાં સુખ ન હોય ત્યાં ઉપયોગને જોડવાથી સુખ કેમ થાય? ન જ થાય.
જ્યાં સુખસ્વભાવ છે તેમાં ઉપયોગને જોડવાથી તે સુખનું વેદન થાય; એટલે મારા
સ્વરૂપમાં ઉપયોગને જોડવાથી જ મને મારા અતીન્દ્રિય આનંદનો અનુભવ થાય છે.”–
આમ વિચારીને, બરાબર નિર્ણય કરીને, અંતર્મુખ થાય; અંતર્મુખ ઉપયોગમાં તને
અતીન્દ્રિય આનંદનું વેદન થશે.
આ રીતે–
‘નિજ સ્વરૂપનો ઉપયોગ તે સુખ છે. ’
પૂ. ગુરુદેવ પોતાના હસ્તાક્ષરમાં એ જ સન્દેશ આપે છે–
્રવચનસાર–સુખઅધિકાર ઉપરના પ્રવચનમાંથી.

PDF/HTML Page 8 of 25
single page version

background image
: પોષ : ૨૪૮૫ : આત્મધર્મ : ૭ :
શ્રી જિનબિંબ–પ્રતિષ્ઠા અને મંગલતીર્થયાત્રા નિમિત્તે
પૂ. ગુરુદેવનું મંગલ પ્રસ્થાન
દક્ષિણના તીર્થધામોની મંગલ યાત્રા નિમિત્તે તેમજ મુંબઈનગરીના પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ
નિમિત્તે પરમપ્રભાવી પૂ. ગુરુદેવ શ્રી કાનજીસ્વામીએ સોનગઢથી પોષ સુદ છઠ્ઠના રોજ મંગલ પ્રસ્થાન કર્યું.
સવારમાં પાંચ વાગે પૂ. ગુરુદેવે અતિ ભાવભીના ચિત્તે દેવાધિદેવ શ્રી સીમંધરનાથ વગેરે ભગવંતોના દર્શન
કર્યા....ભક્ત–મંડળે મંગલગીતપૂર્વક સ્વાધ્યાયમંદિરને પ્રદક્ષિણા કરીને ગુરુદેવના દર્શન–સ્તુતિ કર્યા. ભક્તોએ
મંગલ યાત્રાની સફળતાની ભાવના ભાવી ત્યારબાદ ‘“ સહજ આત્મસ્વરૂપ” એવા હસ્તાક્ષર અને સ્મરણપૂર્વક
ગુરુદેવે સ્વાધ્યાયમંદિરેથી મંગલ પ્રસ્થાન કર્યું.... “મંગલવર્દ્ધિની” મોટર પાસે ઊભા રહીને માંગળિક
સંભળાવ્યું.... પોતે મનમાં પંચ પરમેષ્ઠી ભગવંતોનું સ્મરણ કર્યું....અને છેવટે માનસ્તંભ ઉપર બિરાજમાન
સીમંધર પ્રભુને વંદન કરીને ભાવભીના ચિત્તે વિદાય લઈને મોટરમાં બેઠા....ને મંગલનાદ કરતી મંગલવર્દ્ધિની
મંગલકાર્યો માટે મંગલસ્વરૂપ ગુરુદેવને લઈને સોનગઢથી ઉપડી....
‘મંગલવર્દ્ધિની’ની પાછળ પાછળ થોડી જ વારમાં પૂ. બેનશ્રીબેનની મોટર “તીર્થગામિની” પણ
જયજયકારપૂર્વક રવાના થઈ.
પાવાગઢ સિદ્ધક્ષેત્રની યાત્રા
ધંંધુકા, અમદાવાદ અને પાલેજ થઈને પૂ. ગુરુદેવ પોષ સુદ આઠમના રોજ પાવાગઢ પધાર્યા.... ભક્તોએ
ઉમંગથી સ્વાગત કર્યું. બપોરે પ્રવચન તેમજ જિનમંદિરમાં ભક્તિ થઈ, રાત્રે ચર્ચા થઈ હતી.
અહીં પાવાગઢ–સિદ્ધક્ષેત્રથી રામચંદ્રજીના બે પુત્રો (લવ–કુશ) તથા લાટદેશના રાજા, અને પાંચ કરોડ
મુનિવરો સિદ્ધિ પામ્યા છે.... પર્વત ઉપર લગભગ સાત જિનમંદિરો તેમજ લવ–કુશ મુનિવરોના ચરણપાદુકા છે.
તળેટીમાં પણ બે જિનમંદિરો, માનસ્તંભ વગેરે છે.
પોષ સુદ ૯ ને રવિવારના રોજ સવારમાં ૫ાા વાગે લગભગ ૪૦૦ જેટલા યાત્રિકો સહિત પૂ. ગુરુદેવે
પાવાગઢ–સિદ્ધક્ષેત્રની યાત્રા શરૂ કરી....
અનંત સિદ્ધ ભગવંતોકી જય....
પંચ પરમેષ્ઠી ભગવંતોકી જય....
રત્નત્રય આરાધક સંતોકી જય....
રત્નત્રય માર્ગપ્રકાશક ગુરુદેવકી જય....
–ઈત્યાદિ જયજયકારપૂર્વક ગુરુદેવના પગલે પગલે સેંકડો યાત્રિકો સિદ્ધિધામ તરફ ચાલવા લાગ્યા....
રસ્તામાં પૂ. બેનશ્રીબેન વિધવિધ પ્રકારની ભક્તિ ગવડાવીને, ગુરુદેવ સાથેની અપૂર્વ તીર્થયાત્રાનો આનંદ વ્યક્ત
કરતા હતા....ગુરુદેવ સાથે આનંદની તીર્થયાત્રાનો મહિમા કરતાં કરતાં, પર્વત ઉપરના સાત ગઢ ઓળંગીને
સિદ્ધિધામમાં પહોેંંચ્યા....વચ્ચે ત્રણ જિનમંદિરોના દર્શન કરીને શિખર ઉપરના મોટા મંદિરે આવ્યા.... ત્યાંના
જિનમંદિરોના દર્શન કરીને પાર્શ્વનાથ પ્રભુના મંદિરમાં ગુરુદેવે “જંગલ વસાવ્યું રે જોગીએ....” એ ભક્તિ
કરાવી....વૈરાગ્યરસમાં ઝૂલતાં ઝૂલતાં, નવા નવા શબ્દો ફેરવીને ગુરુદેવે ઘણી ભાવભીની ભક્તિ કરાવી.

PDF/HTML Page 9 of 25
single page version

background image
: ૮ : આત્મધર્મ : પોષ : ૨૪૮૫ :
ત્યારબાદ ગુરુદેવ સહિત સર્વે યાત્રિકોએ ઉલ્લાસપૂર્વક નીચેનું પૂજન કર્યું.
पावागढ वंदो, मन आनन्दो,
भवदुःख खंदो, चित्त धारी;
मुनि पांच जु कोडं, भवदुःख छोडं,
शिखमुख जोडं, सुख भारी।।
ભક્તિ–પૂજન બાદ, લવ–કુશ મુનિરાજના ચરણપાદુકા સમીપે ૫. બેનશ્રીબેને થોડીવાર ભક્તિ કરાવી.
ધન્ય લવકુશ મુનિ આતમ હિતમેં છોડ દિયા પરિવાર....
–કિ તુમને છોડા સબ ઘરબાર.
ભક્તિ પછી ગુરુદેવે તીર્થના આસપાસના વાતાવરણનું અવલોકન કર્યું.... આ રીતે ગુરુદેવ સાથે આનંદપૂર્વક
તીર્થયાત્રા કરીને ઉલ્લાસથી ભક્તિગીત ગાતાં ગાતાં સૌ નીચે આવ્યા....અને પહેલવહેલા સિદ્ધક્ષેત્રની મંગલયાત્રા પૂરી થઈ....
પાવાગઢ સિદ્ધક્ષેત્રથી સિદ્ધિ પ્રાપ્ત
સિદ્ધ ભગવંતોને નમસ્કાર.
પાવાગઢ સિદ્ધક્ષેત્રની યાત્રા કરાવનાર
ગુરુદેવને નમસ્કાર.
પાવાગઢમાં પૂ. ગુરુદેવ બે દિવસ રહ્યા, આ બે દિવસો દરમિયાન સંઘજમણ વડોદરાના ભાઈશ્રી તથા
સુરતના ભાઈશ્રી ફાવાભાઈ તરફથી થયું હતું.
પાવાગઢથી પૂ. ગુરુદેવ દાહોદ પધાર્યા. દાહોદના જૈન સમાજે ઉમળકાથી ગુરુદેવનું સ્વાગત કર્યું...લગભગ
બે હજાર લોકો ગુરુદેવના પ્રવચનનો લાભ લેતા, તથા ગુરુદેવને અભિનંદન પત્ર અર્પણ કરવામાં આવ્યું હતું.
દાહોદમાં ચાર દિગંબર જિનમંદિરો છે, જિનમંદિરમાં ભક્તોની અતિશય ભીડ વચ્ચે એક દિવસ ભક્તિ થઈ હતી;
તથા રાત્રે તત્ત્વચર્ચા થતી હતી. આસપાસના ગામેથી પણ અનેક માણસો લાભ લેવા આવ્યા હતા. દાહોદમાં બે
દિવસ રહીને પોષ સુદ ૧૨ ના રોજ પૂ. ગુરુદેવ બડવાનીજી સિદ્ધક્ષેત્ર (બાવનગજા તીર્થ) પધાર્યા.
‘મંગલવર્દ્ધિની’ અને ‘તીર્થગામિની’ બંને મોટરો સાથે સાથે જ હતી; વચ્ચે મછવાદ્વારા નર્મદા પાર કરતાં
ભક્તોને આનંદ થયો. લગભગ ૧૧ વાગતાં પહાડી અને વન–જંગલ વટાવીને પર્વત ઉપરની ધર્મશાળામાં
પધાર્યા.... અને જિનમંદિરોના દર્શન કરીને ભોજન કર્યું. સિદ્ધક્ષેત્રના ઉપશાંત વાતાવરણમાં ગુરુદેવને આહારદાન
કરતાં ભક્તોને ઘણો હર્ષ થયો. ત્યારબાદ લગભગ ૧ વાગે પૂ. ગુરુદેવ થોડાક ભક્તજનો સહિત બાવનગજા–
આદિનાથ પ્રભુની જાત્રાએ પધાર્યા....આનંદપૂર્વક ભગવાનના દર્શન કરીને, પ્રભુચરણ સમીપ સૌ બેઠા ને અર્ઘ
ચડાવીને પૂજન કર્યું. ત્યારબાદ પૂ. બેનશ્રીબેને ભક્તિ કરાવી.... આ રીતે તીર્થના અતિ શાંત વાતાવરણમાં
ગુરુદેવ સાથે ફરીને આ તીર્થની યાત્રા થતાં ભક્તોને ઘણી પ્રસન્નતા થઈ. યાત્રા બાદ માનસ્તંભ ચોકના અનેક
જિનમંદિરોના ભક્તિપૂર્વક દર્શન કર્યા, તેમજ ચૂલગિરિ સિદ્ધક્ષેત્રને અર્ઘ ચડાવ્યો. આ રીતે ગુરુદેવ સાથે બીજા
સિદ્ધક્ષેત્રની યાત્રા આનંદપૂર્વક પૂર્ણ થઈ. સાંજે પાંચ વાગે બડવાનીથી પ્રસ્થાન કરીને શિવપુરી આવ્યા. અને
ત્યાંથી સુદ તેરસની સવારમાં નાશીક તરફ પ્રસ્થાન કર્યું. નાશીક જતાં રસ્તામાં માંગીતુંગી સિદ્ધક્ષેત્રના પણ અતિ
નીકટથી દર્શન થતા હતા....આ રીતે ગુરુદેવ સાથે રોજરોજ નવા નવા સિદ્ધક્ષેત્રના દર્શનથી ઘણો હર્ષ થતો
હતો....નાશીકમાં ગજપંથા સિદ્ધિધામના દર્શન થયા....તેની તળેટીમાં જઈને જિનમંદિરના તેમજ માનસ્તંભાદિના
દર્શન કર્યા.... ગજપંથા સિદ્ધક્ષેત્રને પણ અર્ઘ ચડાવ્યો....આ રીતે સોનગઢથી નીકળ્‌યા પછી સાત દિવસમાં ચાર
સિદ્ધક્ષેત્રનાં દર્શન થયા. નાશીક શહેરમાં એક દિગંબર જિનમંદિર છે, તેના પણ દર્શન કર્યા.
પોષ સુદ ૧૪ ના રોજ નાશીકથી ભીમંડી શહેર પધાર્યા. પોતાના આંગણે પૂ. ગુરુદેવ પધારતાં શેઠ શ્રી
મગનલાલભાઈને ઘણો હર્ષ થયો, અને ઉલ્લાસપૂર્વક સ્વાગત કર્યું.... તથા સંઘજમણ કર્યું.... મંગલ પ્રવચન અને
ભોજનાદિ બાદ ગુરુદેવે ત્યાંથી પ્રસ્થાન કર્યું.... વચ્ચે મુમ્રા (MUMRA) માં પ્રતિષ્ઠિત થનાર બાહુબલી
ભગવાનના લગભગ ૩૦ ફૂટના ભવ્ય પ્રતિમાજીનું અવલોકન કર્યું.... તેમજ શેઠ શ્રી ભાઈચંદ રૂપચંદને ત્યાં
(મીલમાં) થોડીવાર રોકાઈને માંગળિક સંભળાવ્યું.... ત્યારબાદ પૂ. ગુરુદેવ ઘાટકોપર પધાર્યા; વચ્ચે આવતાં
અનેક પરામાં તેમજ ઘાટકોપરમાં ભક્તમંડળે ગુરુદેવનું સ્વાગત કર્યું. પોષ સુદ પૂર્ણિમાએ પૂ. ગુરુદેવ શિવ
(Sion) પધાર્યા.... ભક્તમંડળે ઉલ્લાસપૂર્વક સ્વાગત કર્યું. ભાઈ શ્રી સુમનભાઈ દોશીને ત્યાં ભોજનાદિ

PDF/HTML Page 10 of 25
single page version

background image
: પોષ : ૨૪૮૫ : આત્મધર્મ : ૯ :
બાદ, બપોરે ૨ાા થી ૩ પ્રવચન કરીને પૂ. ગુરુદેવ ‘ખાર’ પધાર્યા.... ત્યાં ભક્તમંડળે સ્વાગત કર્યું.... તથા શેઠશ્રી
જેઠાલાલ સંઘજીને ત્યાં ગુરુદેવનું ભોજન થયું. બીજે દિવસે સવારે ૮ વાગતાં ત્યાંથી પ્રસ્થાન કરીને પૂ. ગુરુદેવે
મુંબઈ નગરીમાં પ્રવેશ કર્યો.
પૂ. ગુરુદેવ મુંબઈ નગરીમાં પધારતાં હજારો ભક્તજનોએ ધામધૂમથી ઉમળકાભર્યું ભવ્ય સ્વાગત કર્યું....
સ્વાગત પ્રસંગે ઠેર ઠેર અવનવા શણગારથી મુંબઈ નગરી શોભતી હતી.... સ્વાગત દરમિયાન વચ્ચે
જિનમંદિરના દર્શન કરીને, મમ્માદેવી પ્લોટમાં “મહાવીર નગર” માં રચેલા ભવ્ય મંડપમાં પધારીને પૂ. ગુરુદેવે
માંગળિક સંભળાવ્યું હતું. મુંબઈ નગરીના, મુમુક્ષુઓ ઘણા જ ઉલ્લાસપૂર્વક પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવની
તૈયારી કરી રહ્યા છે. મહા સુદ એકમથી છઠ્ઠ સુધી પંચકલ્યાણક મહોત્સવ થશે, ત્યાર બાદ મહા સુદ આઠમના
રોજ પૂ. ગુરુદેવ યાત્રિકસંઘ સહિત મુંબઈ નગરીથી મંગલ પ્રસ્થાન કરશે.
પૂ. ગુરુદેવનો મંગલ પ્રભાવના ઉદય જયવંત વર્તો.
* * * * *
આત્મવિદ્યા અને ધર્મની ક્રિયા
[વીર સંવત ૨૪૮૫, પોષ વદ ત્રીજે મુંબઈમાં પ્રવચન]
સમયસાર–કર્તાકર્મઅધિકાર
દેહથી ભિન્ન આ ચૈતન્યતત્ત્વ અનાદિઅનંત છે; અનાદિકાળથી સંસાર પરિભ્રમણ કરતાં તેણે
પોતાના વાસ્તવિક સ્વરૂપની ઓળખાણનો ખરો પ્રયત્ન કદી ક્ષણમાત્ર કર્યો નથી, જે કાંઈ કર્યું તે
બાહ્યલક્ષે કર્યું છે પણ તેનાથી તેને જરાય શાંતિ–સુખ કે ધર્મની પ્રાપ્તિ થઈ નથી. આત્મતત્ત્વને જાણ્યા
વગર અનંત વાર અશુભ તેમ જ શુભ ભાવો કર્યા પણ તેનાથી સંસારભ્રમણનો અંત ન આવ્યો.
સંસારભ્રમણનો અંત કેમ આવે તેની આ વાત છે.
જગતની અનેક પ્રકારની બધી વિદ્યાઓમાં ચૈતન્યતત્ત્વને જાણનારી અધ્યાત્મવિદ્યા તે સર્વોત્કૃષ્ટ
વિદ્યા છે. લક્ષ્મી મેળવવા માટે વિદ્યા ભણવાનો ભાવ તે તો પાપ છે અને કદાચ્તિ સેવા વગેરેનો ભાવ
હોય તો તે પુણ્ય છે, પરંતુ તેના વડે સંસારભ્રમણથી છૂટકારો થતો નથી. ચૈતન્યતત્ત્વને જાણનારી
અધ્યાત્મવિદ્યાવડે જ સંસાર–ભ્રમણનો અંત આવે છે. તે અધ્યાત્મવિદ્યા ભારતની મૂળ વસ્તુ છે, ને તેની
જ આ વાત છે. અત્યારે તો જીવોને અધ્યાત્મવિદ્યા દુર્લભ થઈ પડી છે. એક વાર પણ જો અધ્યાત્મવિદ્યા
શીખે તો જીવના સંસારભ્રમણનો અંત આવી જાય.
જીવતત્ત્વ બહારના સંયોગોથી ભિન્નવસ્તુ છે, બહારના સંયોગો તેને આધીન નથી. જુઓ, કોઈ
જીવ વર્તમાનમાં હિંસા કરતો હોય, જૂઠૂં બોલતો હોય, ચોરી કરતો હોય, છતાં તેને બહારમાં સગવડતા
જોવામાં આવે છે, તો શું હિંસાદિ પાપના ફળમાં તે સગવડતા છે? ના; હિંસાદિ પાપભાવ તે કારણ, ને
બહારની અનુકૂળતા તે કાર્ય,–એવો કારણ–કાર્યનો મેળ નથી; હિંસાદિ ભાવથી તો નવું પાપ બંધાય છે,
અને જે

PDF/HTML Page 11 of 25
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : પોષ : ૨૪૮૫ :
બહારની સગવડતા દેખાય છે તે પૂર્વના પુણ્યનું ફળ છે. એ જ રીતે વર્તમાનમાં કોઈ જીવને દયા–ભક્તિ–
ન્યાયવૃત્તિ વગેરે શુભપરિણામો હોવા છતાં તેને બહારમાં અગવડતા પણ જોવામાં આવે છે. તેનું કારણ?
વર્તમાન જે પુણ્યભાવ છે તે કારણ, ને પ્રતિકૂળતા તેનું કાર્ય–એવો કારણકાર્યનો મેળ નથી. વર્તમાન
શુભપરિણામ હોવા છતાં તેને જે પ્રતિકૂળ સંયોગો દેખાય છે તે તો પૂર્વના કોઈ પાપનું ફળ છે. આ રીતે
બહારનો સંયોગ તો પૂર્વના પુણ્ય–પાપને આધીન છે, જીવની વર્તમાન ઈચ્છાને આધીન તે સંયોગ નથી.
પરંતુ અહીં હવે એમ બતાવવું છે કે બાહ્ય સંયોગને આધીન જીવનો ધર્મ નથી; બહારનો અનુકૂળ સંયોગ
હો કે પ્રતિકૂળ હો, પરંતુ ચૈતન્ય સ્વભાવમાં અંતર્મુખ એકાગ્રતાવડે સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર પ્રગટ
કરવા તે ધર્મની ક્રિયા છે; તે ક્રિયા જીવની સ્વતંત્ર સ્વભાવભૂતક્રિયા છે. ધર્મી જીવ આવી સ્વભાવક્રિયાનો
કર્તા થાય છે. અજ્ઞાની જીવ આત્મવિદ્યાને ભૂલીને વિકારી ક્રિયાનો કર્તા થાય છે, તે અધર્મની ક્રિયા છે,
તેનો અહીં મોક્ષમાર્ગમાં નિષેધ છે.
આ ‘સમયસાર’ તે અધ્યાત્મવિદ્યાનું ઉત્કૃષ્ટ શાસ્ત્ર છે. ચૈતન્યવિદ્યા તે જ ખરી વિદ્યા છે, તેમાં
અનંત અપૂર્વ અચિંત્ય પુરુષાર્થ છે. ચૈતન્યવિદ્યા કહો, આત્મવિદ્યા કહો, અધ્યાત્મવિદ્યા કહો કે ધર્મની
વિદ્યા કહો, તેમાં અતીન્દ્રિય આનંદ છે, ને તે જ મોક્ષના કારણરૂપ ક્રિયા છે. પુણ્યની ક્રિયા તે તો વિકારી
ક્રિયા છે, તેમાં આકુળતા છે, બંધન છે, તેનું ફળ સંસાર છે. પરંતુ અજ્ઞાનીઓ બાહ્ય દ્રષ્ટિથી પુણ્યની
ક્રિયાને જ દેખે છે ને તેને જ તેઓ મોક્ષમાર્ગ માને છે, અંતરની નિર્વિકારી જ્ઞાનક્રિયાને તેઓ જાણતા
નથી. જેમ ખીલે બાંધેલી ભેંસ કૂદાકૂદ કરતી હોવા છતાં ખીલો તો ધરબાયેલો સ્થિર છે; ત્યાં સાધારણ
જનો ભેંસની કૂદાકૂદ દેખીને તેનું જોર દેખે છે, પણ ભેંસ કૂદાકૂદ કરતી હોવા છતાં ખીલો સ્થિર છે, તેનું
જોર ભેંસ કરતાં વિશેષ છે. એમ વિચક્ષણ પુરુષ દેખે છે; તેમ અજ્ઞાનીઓ બહારની કૂદાકૂદ જેવી શરીરની
ક્રિયાને કે શુભપરિણામને જ દેખીને તેને ધર્મની ક્રિયા માને છે; પણ દેહથી પાર ને રાગથી પણ પાર એવી
ચૈતન્યક્રિયાને તેઓ દેખતા નથી. ધર્મી જીવ અંતરમાં દેહથી પાર ને રાગથી પાર એવી સ્થિર
જ્ઞાનક્રિયારૂપે પરિણમે છે તે ધર્મ છે. ધર્મમાં અતીન્દ્રિય આનંદનું વેદન છે, તે આત્મરસ છે. અજ્ઞાની
અનાદિથી બાહ્ય રસમાં સુખ માનીને વિકારરસને વેદી રહ્યો છે, પણ અંતરના અતીન્દ્રિય આનંદરૂપ
આત્મરસનું તેને વેદન નથી. આત્મરસના વેદન વગર અનંતકાળના દુઃખરૂપ ભૂખ ભાંગે નહિ, ને
આત્માની શાંતિ થાય નહીં. જગતમાં અનાદિથી ચૈતન્યવિદ્યા સાધનારા સંતો થતા આવ્યા છે, તેઓ
ચૈતન્ય વિદ્યાવડે પોતાની પૂર્ણાનંદદશાને સાધીને મુક્ત થાય છે. તેઓએ ચૈતન્ય વિદ્યા જેમ છે તેમ
જગતને બતાવી, ને જે પાત્ર જીવો હતા તેઓ પોતાની પાત્રતા અનુસાર સમજ્યા. જેઓ સમજ્યા તેમણે
પોતાનું હિત સાધ્યું, પરંતુ બીજાને સમજાવી દેવાની કોઈની તાકાત નથી. જગતના જીવો સ્વાધીન છે, –
સમજીને તરે કે અજ્ઞાનથી રખડે તે બંનેમાં તે સ્વતંત્ર છે, કોઈ તેને રખડાવે કે બીજો કોઈ તેને તારે–એવી
પરાધીનતા નથી. ભાઈ, આવો મનુષ્ય અવતાર પામીને તારી આત્મવિદ્યા શીખ, કે જે વિદ્યાથી તારું
વહાણ આ ભવસાગરથી પાર ઉતરે. બહારની ક્રિયાઓ તો તારાથી ભિન્ન છે, ને રાગાદિ વિકારી ક્રિયામાં
પણ તારી શાંતિ નથી. તારી શાંતિ તારી ચૈતન્યક્રિયામાં છે. માટે તારા ચિદાનંદ સ્વભાવને તું ઓળખ.
તારા આત્માને સમજવાની તારામાં તાકાત ન હોય–એ કેમ બને? તારા આત્માને સમજવાની તારામાં
તાકાત છે, અને તારી તે તાકાત જાણીને જ સંતો તને તેનો ઉપદેશ આપે છે, માટે હે ભાઈ! આવો દુર્લભ
મનુષ્ય અવતાર પામ્યો તેમાં સત્સમાગમે તારી આત્મશક્તિનો વિશ્વાસ કરીને, આત્માને સમજવાનો
ઉદ્યમ કર....ચૈતન્ય વિદ્યાવડે આત્મસ્વરૂપની સમજણ કરવાથી ભવભ્રમણનો અંત આવશે ને અપૂર્વ
અતીન્દ્રિય સુખની પ્રાપ્તિ થશે. અંતરની આવી આત્મવિદ્યા તે જ ધર્મની ક્રિયા છે, તે જ મોક્ષનું કારણ છે,
મોક્ષને માટે ભગવાને તે ક્રિયા ઉપદેશી છે.

PDF/HTML Page 12 of 25
single page version

background image
: પોષ : ૨૪૮૫ : આત્મધર્મ : ૧૧ :
બંધ–મોક્ષના કારણરૂપ પરિણામ
[પ્રવચનસાર : ગા. ૧૭૯ થી ૧૮૧ ઉપરના પ્રવચનોમાંથી]

(૧) પ્રશ્ન–બંધ–મોક્ષનો સિદ્ધાંત શું છે?
ઉત્તર–રાગાદિથી રક્ત જીવ બંધાય છે, ને વૈરાગ્ય–પરિણત જીવ મુકાય છે, આ બંધ–મોક્ષનો સિદ્ધાંત
સંક્ષેપમાં જાણવો.
(૨) પ્રશ્ન–પરિણામ તે બંધનું કારણ છે કે નહિ?
ઉત્તર–અમુક ખાસ પરિણામ બંધનું કારણ છે, બધા નહિ.
(૩) પ્રશ્ન–કયા પરિણામ બંધનું કારણ છે?
ઉત્તર–જે પરિણામ રાગ–દ્વેષ–મોહથી યુક્ત હોય તે બંધનું કારણ છે?
(૪) પ્રશ્ન–સિદ્ધ ભગવાનને પરિણામ હોય?
ઉત્તર–હા; પરિણામ બધા જીવોને હોય છે.
(૫) પ્રશ્ન–સિદ્ધ ભગવાનને ‘પરિણામ’ હોવા છતાં તેમને બંધન કેમ થતું નથી?
ઉત્તર–કેમકે તેમના પરિણામ રાગદ્વેષ–મોહથી યુક્ત નથી, તેથી તેમને બંધન થતું નથી.–
(૬) પ્રશ્ન–બંધન કોને થાય છે?
ઉત્તર–જે જીવ રાગપરિણત છે તેને જ બંધન થાય છે.
(૭) પ્રશ્ન–ક્યો જીવ મુક્ત થાય છે?
ઉત્તર–વૈરાગ્યપરિણત જીવ મુક્ત થાય છે, તે કર્મોથી બંધાતો નથી.
(૮) પ્રશ્ન–આ ઉપરથી શું સિદ્ધાંત નકકી થાય છે?
ઉત્તર–‘રાગાદિ પરિણત જીવજ બંધાય છે, ને વૈરાગ્યપરિણત જીવ બંધાતા નથી,’–આ ઉપરથી એમ
નકકી થાય છે કે બંધનું મૂળ કારણ રાગાદિ પરિણામ જ છે; તેથી નિશ્ચયથી તો જીવ પોતાના રાગાદિથી જ
બંધાય છે.
(૯) પ્રશ્ન–‘વિશિષ્ટ પરિણામથી’ બંધન થાય છે એમ કેમ કહ્યું? ‘પરિણામથી’ બંધન થાય છે–એમ કેમ
ન કહ્યું?
ઉત્તર–કેમકે બધા પરિણામો બંધનું કારણ નથી, બંધનું કારણ તો અમુક ખાસ–વિશિષ્ટ પરિણામ જ છે.
સમ્યગ્દર્શનાદિ ભાવ તે પણ પરિણામ છે, પરંતુ તે પરિણામ બંધનું કારણ નથી; તેથી બંધના કારણમાંથી તેનો
અપવાદ બતાવવા માટે ‘વિશિષ્ટ પરિણામ’ને જ બંધનું કારણ કહ્યું છે.
(૧૦) પ્રશ્ન–અહીં વિશિષ્ટ પરિણામ એટલે કયા પરિણામ?
ઉત્તર–અહીં વિશિષ્ટ પરિણામ એટલે રાગ–દ્વેષ–મોહથી સંયુક્ત પરિણામ; તે જ બંધનું કારણ છે.
(૧૧) પ્રશ્ન–પરિણામ કેટલા પ્રકારના છે?
ઉત્તર–પરિણામ બે પ્રકારના છે : (૧) સ્વદ્રવ્ય–પ્રવૃત્ત અને (૨) પરદ્રવ્ય–પ્રવૃત્ત.
(૧૨) પ્રશ્ન–પરદ્રવ્યપ્રવૃત્ત પરિણામ કેવા છે?
ઉત્તર–તે પરિણામ પરના આશ્રયે ઉપરક્ત છે, અર્થાત્ રાગદ્વેષમોહથી રંગાયેલા મેલાં છે, અને તે બંધનું
કારણ છે.

PDF/HTML Page 13 of 25
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : પોષ : ૨૪૮૫ :
(૧૩) પ્રશ્ન–સ્વદ્રવ્યપ્રવૃત્ત પરિણામ કેવા છે?
ઉત્તર–તે પરિણામ સ્વભાવને આશ્રિત નિર્મળ છે, રાગ–દ્વેષ–મોહથી રંગાયેલા નથી; અને તે મોક્ષનું કારણ
છે.
(૧૪) પ્રશ્ન–શુભ પરિણામ સ્વદ્રવ્યપ્રવૃત્ત છે કે પરદ્રવ્યપ્રવૃત્ત છે?
ઉત્તર–શુભ પરિણામ પણ પરદ્રવ્યપ્રવૃત્ત છે, પરાશ્રયે થાય છે, ને રાગથી રંગાયેલા મલિન છે, તેથી તે
પણ બંધનું કારણ જ છે.
(૧૫) પ્રશ્ન–કયા પરિણામ ધર્મ છે? ને કયા પરિણામ અધર્મ છે?
ઉત્તર–સ્વદ્રવ્યાશ્રિત એવા નિર્મળ પરિણામ તે ધર્મ છે; અને પરદ્રવ્યાશ્રિત પરિણામ–રાગદ્વેષમોહથી
રંગાયેલા છે તે અધર્મ છે.
(૧૬) પ્રશ્ન–કયા પરિણામ કરવા જેવા છે?
ઉત્તર–સ્વદ્રવ્યાશ્રિત નિર્મળ પરિણામ કરવા જેવા છે, અને પરદ્રવ્યાશ્રિત મલિન પરિણામ છોડવા જેવા
છે. પરંતુ તેની સિદ્ધિને માટે પહેલાંં સ્વદ્રવ્ય શું ને પરદ્રવ્ય શું તેનું ભેદજ્ઞાન કરવું જોઈએ.
જડ ચેતનના
ભિન્નભિન્ન સ્વભાવની જાહેરાત
[પ્રવચનસાર ગા. ૧૮૩ થી ૧૮૫ ઉપરના પ્રવચનોમાંથી]
(૧) પ્રશ્ન–મોક્ષનું કારણ શું છે?
ઉત્તર–સ્વદ્રવ્યમાં પ્રવૃત્તિ તે મોક્ષનું કારણ છે.
(૨) પ્રશ્ન–બંધનું કારણ શું છે?
ઉત્તર–પરદ્રવ્યમાં પ્રવૃત્તિ તે બંધનું કારણ છે.
(૩) પ્રશ્ન–જીવને સ્વદ્રવ્યમાં પ્રવૃત્તિ ક્યારે થાય?
ઉત્તર–જ્યારે સ્વ–પરના વિભાગનું જ્ઞાન કરે ત્યારે જ સ્વદ્રવ્યમાં પ્રવૃત્તિ થાય છે.
(૪) પ્રશ્ન–જીવને પરદ્રવ્યમાં પ્રવૃત્તિનું કારણ શું છે?
ઉત્તર–સ્વ–પરના વિભાગનું અજ્ઞાન તે પરદ્રવ્યમાં પ્રવૃત્તિનું કારણ છે.
(૫) પ્રશ્ન–પરદ્રવ્યપ્રવૃત્તિ એટલે શું?
ઉત્તર–પરદ્રવ્યને પોતાનું માનીને તેમાં પ્રવર્તવું તે પરદ્રવ્યપ્રવૃત્તિ છે.
(૬) પ્રશ્ન–ક્યો જીવ પરદ્રવ્યને પોતાનું માને છે?
ઉત્તર–સ્વ–પરના ભિન્ન ભિન્ન સ્વભાવને જે જીવ નથી જાણતો તે જ મોહથી શરીરાદિ પરદ્રવ્યને પોતાનું
માને છે.
(૭) પ્રશ્ન–સ્વદ્રવ્યનું લક્ષણ શું છે?

PDF/HTML Page 14 of 25
single page version

background image
: પોષ : ૨૪૮૫ : આત્મધર્મ : ૧૩ :
ઉત્તર–પોતાના અનુભવમાં આવતી ચેતના તે સ્વદ્રવ્યનું લક્ષણ છે.
(૮) પ્રશ્ન–સ્વદ્રવ્ય શું ને પરદ્રવ્ય શું?
ઉત્તર–ચેતના લક્ષણવાળો પોતાનો આત્મા તે એક જ આત્માનું સ્વદ્રવ્ય છે, બાકીના બીજા જીવો કે
શરીરાદિ સમસ્ત પદાર્થો તે આ આત્માને માટે પરદ્રવ્ય છે.
(૯) પ્રશ્ન–આત્મા કર્તા છે?
ઉત્તર–હા; આત્મા કર્તા છે.
(૧૦) પ્રશ્ન–આત્મા શેનો કર્તા છે?
ઉત્તર–પોતાના ભાવને કરતો થકો આત્મા ખરેખર પોતાના ભાવનો જ કર્તા છે.
(૧૧) પ્રશ્ન–પુદ્ગલનો કર્તા આત્મા છે કે નહિ?
ઉત્તર–ના; પુદ્ગલમય કોઈપણ ભાવોનો (શરીર–મન–વાણી–કર્મ વગેરેનો) આત્મા કર્તા નથી.
(૧૨) પ્રશ્ન–આત્મા પોતાના ભાવોને જ કેમ કરે છે?
ઉત્તર–કારણ કે તે ભાવ તેનો સ્વ–ધર્મ હોવાથી આત્માને તે–રૂપે થવાની શક્તિનો સંભવ છે; તેથી
સ્વતંત્રપણે પોતાના ભાવોને કરતો થકો આત્મા તેનો કર્તા છે.
(૧૩) પ્રશ્ન–સમ્યગ્દર્શનનો કર્તા કોણ છે?
ઉત્તર–સમ્યગ્દર્શનનો કર્તા જીવ જ છે; કેમકે જીવમાં તે–રૂપે પરિણમવાની શક્તિ છે, તેથી જીવ સ્વતંત્રપણે
તેનો કર્તા છે.
(૧૪) પ્રશ્ન–રાગનો કર્તા કોણ છે?
ઉત્તર–રાગપરિણામનો કર્તા પણ જીવ જ છે, કેમકે જીવમાં તે–રૂપે પરિણમવાની શક્તિનો સંભવ છે.
(૧૫) પ્રશ્ન–આત્મા પુદ્ગલના ભાવોને કેમ કરતો નથી?
ઉત્તર–કારણ કે તેઓ પરના ધર્મો છે, આત્માના ધર્મો નથી; તેથી આત્માને તે–રૂપે થવાની શક્તિનો
અસંભવ છે; માટે આત્મા પુદ્ગલના કોઈ પણ ભાવોને કરતો નથી.
(૧૬) પ્રશ્ન–શરીરની ક્રિયાનો કર્તા આત્મા કેમ નથી?
ઉત્તર–કેમકે શરીરની ક્રિયા તે પુદ્ગલનો ધર્મ છે, આત્મામાં તે–રૂપે થવાની શક્તિનો અભાવ છે, તેથી
તેનો કર્તા આત્મા નથી.
(૧૭) પ્રશ્ન–આત્મા વચનનો કર્તા કેમ નથી?
ઉત્તર–કેમકે વચન તે પુદ્ગલનો ધર્મ છે, આત્મામાં વચનરૂપે થવાની શક્તિનો અસંભવ છે, માટે તેનો
કર્તા આત્મા નથી.
(૧૮) પ્રશ્ન–સંતોએ શેની જાહેરાત કરી છે?
ઉત્તર–સંતોએ જડ ચેતનના ભિન્ન ભિન્ન સ્વભાવની જાહેરાત કરી છે.
(૧૯) પ્રશ્ન–આત્મા પરદ્રવ્યના ગ્રહણ–ત્યાગ કરે છે કે નહીં?
ઉત્તર–ના; આત્મા પરદ્રવ્યના ગ્રહણ–ત્યાગ વિનાનો છે; તેથી જ્ઞાની કે અજ્ઞાની કોઈ પણ આત્મા
પરદ્રવ્યના ગ્રહણ–ત્યાગનો કર્તા નથી.
(૨૦) પ્રશ્ન–આ જાણવામાં ધર્મ ક્યાં આવ્યો?
ઉત્તર–સ્વદ્રવ્ય અને પરદ્રવ્ય બંનેને ભિન્ન ભિન્ન જાણીને, પરદ્રવ્યનું જરા પણ ગ્રહણ કે ત્યાગ મારા
આત્મામાં નથી–એમ બરાબર નિર્ણય કરતાં, પરદ્રવ્યોથી નિરપેક્ષ થઈને જીવ પોતાના સ્વદ્રવ્યમાં પ્રવૃત્ત થાય છે.
આ સ્વદ્રવ્યપ્રવૃત્તિ તે ધર્મ છે.
આનંદી થવું હોય તો....
હે ભાઈ, તારે તારા આત્માનો પત્તો મેળવવો હોય.... તારી
અનંતશક્તિની રિદ્ધિને દેખવી હોય.... આનંદમય બનવું હોય.... તો તારા
જ્ઞાનને રાગથી છૂટું કરીને અંર્તસ્વભાવ તરફ વાળ.

PDF/HTML Page 15 of 25
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : પોષ : ૨૪૮૫ :
આગમની આજ્ઞા
[શ્રી પ્રવચનસાર ગા. ૨૩૨ ઉપરના પ્રવચનમાંથી : : વીર સં. ૨૪૮૫, માગશર સુદ ૫]


આ મોક્ષમાર્ગની વાત છે. મોક્ષમાર્ગ કેમ થાય? કે સ્વરૂપમાં એકાગ્રતાથી; એકાગ્રતા ક્યારે થાય? કે
પદાર્થોના સ્વરૂપનો નિશ્ચય કરે ત્યારે. અને તે નિશ્ચય આગમવડે થાય છે. એ વાત ૨૩૨ મી ગાથામાં કહે છે–
શ્રામણ્ય જ્યાં ઐકાગ્રય્ર ને ઐકાગ્રય્ર વસ્તુનિશ્ચયે,
નિશ્ચય બને આગમવડે, આગમપ્રવર્તન મુખ્ય છે.
આગમનો અભ્યાસ તે પદાર્થોના નિશ્ચયનું કારણ છે. આગમ પદાર્થોના સ્વરૂપનો કેવો નિશ્ચય કરાવે છે?
અર્થાત્ મોક્ષાર્થીએ આગમવડે પદાર્થના સ્વરૂપનો કેવો નિશ્ચય કરવો? – તે કહે છે. સ્વ–પરના ભિન્ન ભિન્ન
સ્વરૂપનો નિશ્ચય કરીને સ્વ તરફ વળવાની આગમની આજ્ઞા છે. આગમવડે ‘આ સ્વ છે ને આ પર છે’ એમ
યથાર્થ નિર્ણય કરતાં પર સાથે એકતાબુદ્ધિરૂપ મોહનો નાશ થાય છે, ને સ્વતત્ત્વમાં એકમાં જ એકતા–બુદ્ધિ થઈને
તેમાં એકાગ્રતા થાય છે. આ રીતે આગમ–વડે પદાર્થોનો નિશ્ચય કરતાં ‘એકાગ્રતા’ થાય છે.
સમ્યગ્દર્શન પણ પદાર્થનાં સ્વરૂપનો નિશ્ચય કરીને એકાગ્રતાવડે થાય છે. હું જ્ઞાયક છું ને સર્વ પદાર્થો
મારા જ્ઞેયો છે, તે સર્વે પદાર્થો મારાથી ભિન્ન છે,–એમ સ્વ–પરની ભિન્નતાનો નિશ્ચય કરીને સ્વમાં એકાગ્ર થવું તે
જ સમ્યગ્દર્શનાદિનો ઉપાય છે, ને તે જ મોક્ષમાર્ગ છે. આ રીતે આગમવડે પદાર્થના સ્વરૂપનો નિશ્ચય કરવો તે જ
મુખ્ય ઉપાય છે, માર્ગની બીજી કોઈ ગતિ નથી. આગમના અભ્યાસવડે સ્વ–પરના ભેદનો જેને નિશ્ચય નથી તે
ઠરશે શેમાં? માટે આગમનો અભ્યાસ મુખ્ય કહ્યો છે.
પ્રશ્ન :–આગમ તો પરદ્રવ્ય છે, તો તેમાં પ્રવર્તવાનું કેમ કહ્યું?
ઉત્તર :–આગમની આજ્ઞા શું છે? આગમની આજ્ઞા તો એવી છે કે સ્વ–પરને ભિન્ન જાણીને તું સ્વ તરફ
વળ. પરાશ્રયમાં અટકવાની આગમની આજ્ઞા નથી, પણ સ્વાશ્રયમાં વળવાની જ આગમની આજ્ઞા છે.
આગમનો આવો આશય સમજીને જે જીવ સ્વાશ્રય તરફ વળે છે તેણે જ આગમનો યથાર્થ અભ્યાસ કર્યો છે,
અને તેને જ સ્વરૂપમાં એકાગ્રતારૂપ મોક્ષમાર્ગ હોય છે; બીજાને હોતો નથી.
પદાર્થના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય થયા વગર સંદેહ ટળે નહિ, અને સંદેહમાં ઝૂલતું વીર્ય સ્વરૂપમાં ઠરી
શકે નહિ; નિઃશંક નિર્ણય વગર સ્વરૂપ તરફ વીર્યનો વેગ વળે નહિ, અને સ્વરૂપ તરફ વળ્‌યા વગર
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર થાય નહીં.
આગમ સર્વ પદાર્થોનો નિશ્ચય કરાવે છે. કેવા છે પદાર્થો? ત્રણે કાળે ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્યસ્વરૂપ છે.
જગતના બધાય પદાર્થો ત્રણે કાળે નિજસ્વરૂપથી જ ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્યરૂપ છે, કોઈ બીજો તેની પર્યાયના
ઉત્પાદ–વ્યય કરતો નથી; એટલે આત્મા પરનું કાંઈ કરે કે પરચીજ આત્માનું કાંઈ કરે–એમ કદી બનતું નથી. આ
રીતે આત્માને પર સાથે જરા પણ કર્તાકર્મપણું નથી; આત્મા જ્ઞાયકસ્વભાવી જ છે–આવા સ્વ–પરના યથાર્થ
જ્ઞાનથી આગમનું અંતરંગ ગંભીર છે, આગમના ઊંડા પેટમાં સમસ્ત સ્વ–પર પદાર્થોનું જ્ઞાન રહેલું છે. તેથી
ખરેખર આગમ વિના પદાર્થોનો નિશ્ચય કરી શકાતો નથી. આગમના જ્ઞાનવડે સ્વ–પરનો યથાર્થ નિશ્ચય થાય
છે. સૌથી પહેલાંં આવો નિશ્ચય કરવો તે મોક્ષમાર્ગનું મૂળ છે,

PDF/HTML Page 16 of 25
single page version

background image
: પોષ : ૨૪૮૫ : આત્મધર્મ : ૧૫ :
કેમ કે આવા નિશ્ચય વિના એકાગ્રતા થતી નથી, ને એકાગ્રતા વિના મોક્ષમાર્ગ હોતો નથી.
સ્વ–પરની ભિન્નતાનો નિશ્ચય કરાવીને આગમ સ્વ–વસ્તુમાં વાસ્તુ કરાવે છે. પોતાનું ઘર શું છે તે
જાણ્યા વગર વાસ્તુ કરશે શેમાં? પરઘરને પોતાનું ઘર માનીને રહેવા જાય તો તો લોકમાં તે ગુન્હેગાર
ગણાય છે, તેમ પરવસ્તુને પોતાની માનીને તેમાં જે રહેવા જાય (–પરવસ્તુનો કર્તા થવા જાય) તે તો
અજ્ઞાની છે, તે સ્વઘરને ભૂલીને અનાદિથી સંસારમાં રખડે છે. આગમ તેને તેનું નિજ–ઘર બતાવીને
સ્વઘરમાં વાસ્તુ કરાવે છે ને સંસારવાસ છોડાવે છે. માટે આચાર્યદેવ કહે છે કે આગમવડે સર્વ પદાર્થના
સ્વરૂપનો યથાર્થ નિશ્ચય કરો.
–આવો નિશ્ચય કરવાથી સંદેહ છૂટી જાય છે, પરમાં કર્તૃત્વબુદ્ધિ છૂટી જાય છે, એટલે પરથી પાછો
વળીને જીવ સ્વ તરફ વળે છે, ને સ્વમાં વળીને તેમાં એકાગ્ર થતાં તેને મોક્ષમાર્ગ હોય છે–આવી
એકાગ્રતા વગર મોક્ષમાર્ગ હોતો નથી, માટે મુમુક્ષુઓએ સર્વજ્ઞભગવાને કહેલા આગમની આજ્ઞાઅનુસાર
સ્વ–પર સમસ્ત પદાર્થોના સ્વરૂપનો નિશ્ચય કરવામાં નિષ્ણાત થવું.–આમ કરવાથી જ સ્વરૂપમાં
એકાગ્રતા થઈને મોક્ષમાર્ગ પ્રગટે છે.
લીંબડી શહેરના–
પંચકલ્યાણક વખતના પ્રવચનો
[વીર સં. ૨૪૮૪, વૈશાખ સુદ ૧૦ થી ૧૩]
પંચ કલ્યાણક : : : કોનાં?
શ્રી તીર્થંકર ભગવાનના પંચકલ્યાણક ચાલે છે; ભગવાન થયા પહેલાંં, ભગવાનના જીવે કેવું
આત્મભાન કર્યું હતું તેની આ વાત છે. આ દેહમાં રહેલો આત્મા ચૈતન્ય જ્યોત છે, તે જડથી ભિન્ન ને
રાગાદિ મલિન ભાવોથી પાર ચૈતન્યસ્વરૂપ છે–એવા નિજસ્વભાવનું ભાન અને શાંતિનું વેદન કરીને
ભગવાન સર્વજ્ઞ પરમાત્મા થયા. આ છેલ્લા અવતારમાં પરમાત્મા થયા તે પહેલાંંના ત્રીજા ભવે
આત્મજ્ઞાનસહિત તીર્થંકરનામકર્મ તે જીવે બાંધ્યું હતું; તેથી અહીં છેલ્લા અવતારમાં ભગવાન માતાની કૂખે
આવ્યા પહેલાંં છ મહિનાથી દેવો રત્નવૃષ્ટિ કરે છે, કુમારિકા દેવીઓ આવીને તીર્થંકરની માતાની સેવા કરે
છે, ઈન્દ્રો આનંદથી ઉત્સવ કરે છે. અહીં પ્રતિષ્ઠા–મહોત્સવમાં આજે ભગવાનના ગર્ભકલ્યાણકનું દ્રશ્ય થયું.
એ પ્રમાણે જન્મ–દીક્ષા–કેવળજ્ઞાન ને મોક્ષ–એમ પાંચે કલ્યાણક થશે. જુઓ, આ કલ્યાણકનાં દ્રશ્યો છે તે
કાંઈ લૌકિક નાટક–સીનેમા નથી પણ ભગવાનના પૂર્વજીવનનું એ દ્રશ્ય છે. એ રીતે ભગવાનની
ઓળખાણપૂર્વક ભગવાનની સ્થાપના થશે.
મૂળ વાત... પરમાત્મદશાનો પ્રથમ ઉપાય
મૂળ વાત તો એ છે કે આત્માના પૂર્ણાનંદ સ્વભાવનું ભાન કરીને તેને સાધતાં સાધતાં આત્મા પોતે
પરમાત્મા થાય છે. તે પરમાત્માનું પ્રતિબિંબ આ પ્રતિમા છે; તે પરમાત્માની વીતરાગ દશાને સૂચવે છે.
અનંતકાળથી સંસારમાં પરિભ્રમણ કરતા જીવે પોતાના જ્ઞાનાનંદસ્વરૂપની ઓળખાણ કદી કરી નથી, અને
પૂર્ણાનંદને

PDF/HTML Page 17 of 25
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : પોષ : ૨૪૮૫ :
પામેલા પરમાત્મા કેવા હોય–તેની વાસ્તવિક ઓળખાણ પણ કદી કરી નથી. પરમાત્માનું જેવું સ્વરૂપ છે તેવું જ
પરમાર્થે આ જીવનું સ્વરૂપ છે (–જિનસ્વરૂપ તે નિજસ્વરૂપ), એટલે ભગવાનના યથાર્થ સ્વરૂપને જે ઓળખે
તેને પોતાના આત્મસ્વરૂપની ઓળખાણ થયા વિના રહે નહિ. ભગવાનનો આત્મા જ્ઞાન–આનંદથી પરિપૂર્ણ છે,
મારો સ્વભાવ પણ તેવો જ છે, ભગવાનને રાગ નથી, મારે રાગ છે તે મારું વાસ્તવિક સ્વરૂપ નથી; ભગવાનને
પહેલાંં સંસારદશામાં રાગ હતો પણ તે ટાળીને તેઓ વીતરાગ થયા, માટે રાગ તે આત્માનું વાસ્તવિક સ્વરૂપ
નથી. આમ ભગવાન જેવા જ પોતાના આત્મસ્વભાવની ઓળખાણ કરવી તે પરમાત્મદશાનો પ્રથમ ઉપાય છે.
શ્રી કુંદકુંદાચાર્યદેવ પ્રવચનસારમાં કહે છે કે:
જે જાણતો અર્હંતને ગુણ દ્રવ્ય ને પર્યયપણે,
તે જીવ જાણે આત્મને, તસુ મોહ પામે લય ખરે. ૮૦
ધર્મને માટે પહેલાંં શું કરવું?
પહેલાંં એવું ભાન કરવું જોઈએ કે મારો આત્મા જ્ઞાનસ્વરૂપી છે; વર્તમાન અવસ્થામાં રાગાદિ
વિકારભાવો વર્તતા હોવા છતાં, તેઓ મારા સ્વભાવથી વિરુદ્ધ છે, મારો સ્વભાવ તેમનાથી ભિન્ન છે. વિકારી
વૃત્તિઓ સાથે મારું જ્ઞાન એકમેક નથી; જો એકમેક હોય તો ટળી કેમ શકે? તે રાગાદિ ટળીને પૂર્ણ વીતરાગતા
અને સર્વજ્ઞતા થઈ શકે છે.–આમ, રાગ હોવા છતાં તેનાથી ભિન્નતાનું ભાન કરવું તે પ્રથમ ધર્મ છે. અંતરની
રુચિ અને લગની વડે આત્મા સમજી શકાય છે. બહારમાં દેહાદિની ક્રિયા કરવાનું તો આત્માના હાથમાં છે જ
નહિ, તે તો આત્માથી ભિન્ન જડનું કાર્ય છે. આત્મા પોતાના અંતરમાં યથાર્થ જ્ઞાન કરી શકે છે, અને કાં તો
અજ્ઞાનભાવે વિકારનો કર્તા થાય છે. જ્ઞાની તો જ્ઞાન અને વિકારને ભિન્નભિન્ન જાણતો થકો, જ્ઞાયકભાવને જ કરે
છે, રાગાદિ વિકારને કરતો નથી, પણ તેને પોતાથી ભિન્ન જાણીને તેનાથી તે પાછો વળે છે.
અજ્ઞાની જ્ઞાનસ્વભાવને ભૂલીને, વિકારમાં તન્મયપણું માનીને તેનો કર્તા થાય છે, પરંતુ જ્ઞાન અને
વિકાર સિવાય જડની ક્રિયામાં કોઈ આત્મા કાંઈ કરી શકતો નથી. અજ્ઞાની એમ માને ભલે કે દેહાદિની ક્રિયા હું
કરી શકું છું,–પરંતુ તે કાંઈ દેહાદિની ક્રિયા કરી શકતો નથી. અહીં તો અંદરની સૂક્ષ્મ વાત છે કે જ્ઞાનાનંદ
સ્વભાવની સન્મુખ થયેલો ધર્મી જીવ રાગાદિ વિકારને જરા પણ કરતો નથી, તે જાણે છે કે આ રાગાદિ વિકારી
ભાવો જીવસ્વભાવ નથી, જીવસ્વભાવથી તેઓ ભિન્ન છે તેથી તેઓ મારું કાર્ય નથી; જ્ઞાનસ્વભાવ સન્મુખ વર્તતો
થકો જ્ઞાનસ્વભાવના કાર્યને જ હું કરું છું. –અંતર્મુખ થઈને આત્માના સ્વભાવનું અને વિકારનું આવું ભેદજ્ઞાન
કરવું તે અપૂર્વ ધર્મ છે.
ભેદજ્ઞાન કરતાં શું થાય છે?
મારો ચૈતન્યસ્વભાવ જ મારે ઉપાદેય છે, રાગાદિ મારે ઉપાદેય નથી,–આમ ચૈતન્યસ્વભાવમાં અંતર્મુખ
થઈને તેને ઉપાદેય કરતાં અપૂર્વ આનંદનું વેદન થયું અને તે ક્ષણે જ વિકારના કર્તૃત્વથી આત્મા છૂટી ગયો.
અનાદિથી અજ્ઞાનભાવે ‘હું કર્તા ને વિકાર મારું કાર્ય’ એમ માનતો હતો, પણ જે ક્ષણે વિકાર અને સ્વભાવનું
ભેદજ્ઞાન થયું તે જ ક્ષણે વિકારના કર્તૃત્વથી આત્મા પાછો વળી ગયો. આ રીતે ભેદજ્ઞાનવડે આસ્રવો અટકી જાય
છે ને સંવરરૂપ ધર્મ થાય છે. ભેદજ્ઞાન થવાનો ને મિથ્યાત્વાદિના આસ્ત્રવો અટકવાનો એક જ કાળ છે.
સ્વભાવનું સામર્થ્ય; વિભાવની વિપરીતતા; જડનું જુદાપણું.
જ્યાં ચૈતન્યસ્વભાવનું બેહદ સામર્થ્ય જાણ્યું, વિભાવને પોતાના સ્વભાવથી વિપરીત જાણ્યો, અને જડને
પોતાથી તદ્ન જુદા જાણ્યા ત્યાં ધર્મીની દ્રષ્ટિ અંર્તસ્વભાવમાં વળી ગઈ, સ્વભાવનું બેહદ સામર્થ્ય જાણતાં તેમાં
જ ઉપાદેયબુદ્ધિ થઈ. વિભાવને વિપરીત જાણતાં તેમાં હેય–બુદ્ધિ થઈ એટલે તેનું કર્તૃત્વ છૂટી ગયું; અને જડને
પોતાથી તદ્ન જુદા જાણતાં દેહાદિની ક્રિયાથી લાભ–નુકસાન થવાની બુદ્ધિ ન રહી, તેમજ તે ક્રિયામાં કર્તૃત્વબુદ્ધિ
ન રહી. –આ બધું એક સાથે જ થાય છે. આવી દશા વગર કદી ધર્મની શરૂઆત થતી નથી.
જિજ્ઞાસુ શિષ્યને પૂછે છે–ભેદજ્ઞાનનું સ્વરૂપ.
ધર્મનો જિજ્ઞાસુ શિષ્ય પૂછે છે કે હે સ્વામી! ભેદજ્ઞાનની ઉત્પત્તિ થવાનો અને આસ્રવોના અટકવાનો
એકજ કાળ છે, કે તેમને ક્ષણભેદ છે? પહેલાંં જ્ઞાન થાય ને પછી આસ્રવો અટકે–એમ છે? કે જ્ઞાન થયું તે ક્ષણે જ
આસ્રવો અટકી જાય છે?
તેના ઉત્તરમાં શ્રી આચાર્યદેવ કહે છે કે–સાંભળ, હે શિષ્ય! ભેદજ્ઞાન થવાનો અને આસ્રવો અટકવાનો

PDF/HTML Page 18 of 25
single page version

background image
: પોષ : ૨૪૮૫ : આત્મધર્મ : ૧૭ :
એક જ કાળ છે. જેમ પ્રકાશ થતાં જ અંધકાર ટળી જાય છે, તેમાં કાળભેદ નથી, તેમ આત્મામાં ભેદજ્ઞાનરૂપ
પ્રકાશની ઉત્પત્તિ થતાં વેંત જ વિકારના કર્તૃત્વરૂપ અજ્ઞાન–અંધકાર ટળી જાય છે, તેમાં કાળભેદ નથી. આત્મા
અને આસ્રવોનું ભેદજ્ઞાન પણ થાય, ને વિકારનું કર્તૃત્વ (–એકત્વબુદ્ધિ) પણ રહે–એમ કદી બને નહિ. જો
વિકારનું કર્તૃત્વ ન છૂટે તો આત્મા અને વિકાર વચ્ચે ભેદજ્ઞાન થયું જ નથી. અને જેને ખરેખર ભેદજ્ઞાન થયું છે
તે અંતમુર્ખ થઈને જ્ઞાયકસ્વભાવમાં જ તન્મયપણે ઊપજતો થકો પોતાના પવિત્ર જ્ઞાનભાવને જ કરે છે, પણ
રાગમાં તન્મયપણે નહિ ઊપજતો થકો તે રાગાદિનો કર્તા થતો નથી. આ રીતે જ્ઞાન થતાંવેંત જ (તે જ ક્ષણે)
આત્મા રાગાદિના કર્તૃત્વરૂપ અજ્ઞાનભાવને છોડી દે છે, એટલે અજ્ઞાનજનિત આસ્રવોથી તે નિવૃત્ત થઈ જાય છે,
ને સમ્યગ્દર્શનાદિ આત્મધર્મમાં તે પ્રવૃત્ત થાય છે; આ ધર્મની વિધિ છે.
ભગવાનનો જન્મકલ્યાણક એ ઈન્દ્રનો ઉત્સાહ
આજે ભગવાનના જન્મ કલ્યાણકનો ઉત્સવ થયો.... આ અવતારમાં ભગવાન ત્રણ લોકના નાથ
સર્વજ્ઞપરમાત્મા થયા, અને તીર્થંકરપણે અનેક જીવોના ઉદ્ધારનું નિમિત્ત થયા. અહીં આદિનાથ પ્રભુના કલ્યાણક
થાય છે. અસંખ્ય વરસથી આ ભરતક્ષેત્રમાં મોક્ષનાં દ્વાર બંધ હતા તે ભગવાન આદિનાથ પ્રભુએ ખુલ્લાં કર્યાં....
અસંખ્ય વરસથી આ ભરતક્ષેત્રમાં મુનિપણું ન હતું તે પણ ભગવાન આદિનાથે પહેલવહેલું શરૂ કર્યું. ભગવાનનો
જ્યારે જન્મ થયો ત્યારે ઈન્દ્રોએ ઐરાવત હાથી ઉપર ભગવાનને મેરુ ઉપર લઈ જઈને ધામધૂમથી જન્માભિષેક
કર્યો... ને પછી ભક્તિથી તાંડવ નૃત્ય કર્યું. ઈન્દ્રો પણ ધર્માત્મા છે, એકાવતારી છે, ભગવાન તો હજી બાળક છે
છતાં ભગવાન પાસે ઈન્દ્રો બાળકની જેમ થનગન નાચી ઊઠે છે; ધર્મીને એવો ભક્તિનો ભાવ આવ્યા વિના
રહેતો નથી. જો કે એ ભક્તિની લાગણી તે પણ શુભ લાગણી છે, તે શુભ લાગણી પુણ્યાસ્ત્રવનું કારણ છે.
આત્માનો ચિદાનંદ સ્વભાવ તો તે શુભ લાગણીથી પણ પાર છે; ઈન્દ્રને પણ આવા પોતાના સ્વભાવનું ભાન છે,
તેમજ જેમનો જન્મ કલ્યાણક ઊજવાય છે એવા ભગવાનને પણ પોતાના તેવા સ્વભાવનું ભાન છે; પરંતુ
ભગવાન આ ભવમાં નિજસ્વરૂપની પૂર્ણ આરાધના કરીને સર્વજ્ઞ પરમાત્મા થવાના છે ને અનેક જીવોને
મોક્ષમાર્ગમાં નિમિત્ત થવાના છે, તેથી મોક્ષમાર્ગ પ્રત્યેના તીવ્ર ઉત્સાહને લીધે તીર્થંકર પાસે ઈન્દ્ર પણ અત્યંત
ભક્તિથી બાળકની જેમ થનગન–થનગન નાચી ઊઠે છે. અહા નાથ! ધન્ય આપનો અવતાર! આ અવતારમાં
આપ મોક્ષ પામશો, તેથી આપનો આ અવતાર ધન્ય છે. આપના નિમિત્તે અનેક જીવો મોક્ષ માર્ગની આરાધના
કરીને આ ભવસમુદ્રથી પાર થશે.–આમ અનેક પ્રકારે ભગવાનની સ્તુતિ કરે છે, ને ભગવાનના જન્મકલ્યાણકનો
ઉત્સવ ઊજવે છે. આ રીતે ભગવાનના જન્મકલ્યાણકમાં પણ ભગવાનની ઓળખાણ તેમજ ચૈતન્યની
આરાધનાનું લક્ષ તો ભેગું ને ભેગું જ છે. અરે, ભગવાનના જન્મકલ્યાણક વખતે તો ત્રણ લોકમાં પ્રકાશ ફેલાય
છે, તે ઉપરથી તીર્થંકરના જન્મની ખબર પડતાં, વિચારદશામાં ઊંડા ઊતરી જતાં નરકમાં પણ કોઈ કોઈ જીવો
સમ્યગ્દર્શન પામી જાય છે.
[દીક્ષાવનમાં વૈરાગ્ય પ્રવચન]
જુઓ, હમણાં અહીં આદિનાથ પ્રભુની દીક્ષાનો પ્રસંગ થયો. જે દિવસે ભગવાનનો જન્મ થયો, બરાબર તે
જ દિવસે (–ફાગણ વદ નોમે) ભગવાને દીક્ષા લીધી. સવારમાં ઈન્દ્ર અનેક દેવ–દેવીઓ સહિત નૃત્ય–પૂર્વક
ભગવાનની સ્તુતિ કરતો હતો, ત્યાં નાચ કરતાં કરતાં જ ‘નીલાંજસા’ દેવીનું આયુષ્ય પૂરું થઈ ગયું, અને સંસારની
આવી ક્ષણભંગુરતા દેખીને ભગવાન વૈરાગ્ય પામ્યા.... લોકાંતિક દેવોએ આવીને ભગવાનની સ્તુતિ કરી....ને
ભગવાન વનમાં પધાર્યા....વનમાં હમણાં જ ભગવાને દીક્ષા લીધી, ચારિત્રદશા પ્રગટ કરીને ભગવાન મુનિ થયા.
જૈનધર્મમાં મુનિદશાનું સ્વરૂપ
જૈનધર્મમાં યથાર્થ મુનિદશા કેવી હોય? આત્માના જ્ઞાન ઉપરાંત ચૈતન્યમાં ઘણી લીનતા થતાં, વારંવાર
ઉપયોગ નિર્વિકલ્પપણે અંદરમાં ઠરી જાય, ચૈતન્યગોળો

PDF/HTML Page 19 of 25
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : પોષ : ૨૪૮૫ :
રાગથી છૂટો અનુભવમાં આવે, ત્રણકષાયનો નાશ થઈ જાય, આવી અંતરની દશાપૂર્વક બાહ્યમાં પણ તદ્ન નિર્ગ્રંથ
દશા થઈ જાય,–આવી જૈનમુનિઓની દશા છે. જૈન શાસનમાં ત્રણે કાળ આવી જ મુનિદશા હોય છે. વસ્ત્રની એક
લંગોટ પણ હોય તો, ત્યાં આત્મજ્ઞાન હોઈ શકે પણ મુનિદશા હોઈ શકે નહીં. આત્મજ્ઞાન પછી પણ જ્યાંસુધી આવી
મુનિદશા પ્રગટ ન કરે ત્યાં સુધી મોક્ષ થતો નથી. અષ્ટપાહુડમાં કહે છે કે તીર્થંકરોને પણ ચારિત્ર વિના મોક્ષ થતો
નથી. તીર્થંકરને તો એ જ ભવે મોક્ષ જવાનું નકકી થઈ ગયેલું છે, છતાં તેઓ પણ જ્યારે ચારિત્રદશા પ્રગટ કરીને
રત્નત્રયની આરાધના પૂરી કરે છે ત્યારે જ મોક્ષ પામે છે. કેમ કે ‘सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः’ સમ્યગ્દર્શન–
જ્ઞાન–ચારિત્ર ત્રણેની એકતા તે મોક્ષમાર્ગ છે, ચારિત્ર વગર મોક્ષમાર્ગ પૂરો થતો નથી.
ચારિત્રમાં ચૈતન્યના ધ્યાનની રમઝટ છે
ધન્ય તે ચારિત્ર! કયું ચારિત્ર! લોકો બહારની ક્રિયામાં ચારિત્ર માને છે તે નહીં, પણ અંતરમાં
ચૈતન્યસ્વભાવના ધ્યાનની રમઝટ વડે ઘણી વીતરાગતા થઈ જાય તે ચારિત્ર છે; આ ચારિત્રમાં તો આનંદના
ઊભરા છે. ત્યાં ચૈતન્યમાં લીનતાની ઉગ્રતાને લીધે દેહ પ્રત્યે પણ એટલી બધી ઉદાસીનવૃત્તિ થઈ ગઈ છે કે
વસ્ત્રાદિ વડે દેહ ઢાંકવાની વૃત્તિ જ ઊઠતી નથી. અંતર્મુખ થઈને જ્યાં ચૈતન્ય સ્વભાવનો પરિગ્રહ કર્યો ત્યાં
બહારનો વસ્ત્રાદિનો પરિગ્રહ એકદમ છૂટી જાય છે ને અંદરથી રાગનો પરિગ્રહ પણ છૂટી જાય છે.–ભગવાને તો
આવી મુનિદશા ધારણ કરી હતી. જૈનશાસનમાં તો મુનિની દશા આવી હોય છે. ‘णमो लोए सव्वसाहूणं’ કહીને
લોકમાં રહેલા જે સર્વ સાધુઓને નમસ્કાર કર્યા છે તે બધાય આવી દશાવાળા સાધુઓની વાત છે; એ સિવાય
આત્માના ભાન વગરના કે પરિગ્રહના પોટલાવાળા કોઈ ‘णमो लोए सव्वसाहूणं’ માં આવતા નથી.
મહાન પુરુષોનો પંથ
આહા, અત્યારે તો મુનિદશાની ઓળખાણ પણ જીવોને દુર્લભ થઈ પડી છે. ધર્મીજીવ એ મુનિદશાની
ભાવના ભાવે છે કે–
અપૂર્વ અવસર એવો ક્યારે આવશે?
ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો....
સર્વ સંબંધનું બંધન તીક્ષણ છેદીને,
વિચરશું કવ મહત્ પુરુષને પંથ જો....
જુઓ, આ તીર્થંકરાદિ મહાન પુરુષોનો પંથ! પહેલાંં આત્મભાન કરીને પછી ચૈતન્યના ધ્યાનવડે
ચારિત્રદશા પ્રગટ કરીને વીતરાગી આનંદના ઝૂલે ઝૂલતાં ઝૂલતાં તે મહાપુરુષો મુક્તિ પામ્યા...મહાપુરુષોના
આવા મુક્તિપંથમાં હું પણ ચારિત્રદશા પ્રગટ કરીને ક્યારે વિચરીશ?–એમ ધર્માત્મા ભાવના ભાવે છે.
કેવી ચારિત્રદશા? કે–
સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી,
માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો;
અન્ય કારણે અન્ય કશું કલ્પે નહિ,
દેહે પણ કિંચિત મૂર્છા નવ હોય જો....
અદેહી–સિદ્ધદશાને સાધવા માટે જ્યાં ચૈતન્યના અનુભવમાં પડ્યો ત્યાં દેહ ઉપર મૂર્ચ્છા કેવી? જેને વસ્ત્રાદિ
ધારણ કરવાની વૃત્તિ ઉઠે છે તેને તો દેહ ઉપર મૂર્ચ્છા છે, એને મુનિદશા હોતી નથી. અહા, મોક્ષની સાક્ષાત્ સાધક એવી
મુનિદશા તો સિંહમાર્ગ છે, એમાં એવી કાયરતા નથી કે દેહની રક્ષા ખાતર કે દેહને ઢાંકવા ખાતર વસ્ત્રાદિ અંગીકાર
કરવાનો ભાવ આવે! મુનિની દશા અંતરમાં તેમજ બહાર બંને રીતે નિર્ગ્રંથ હોય છે–એવો જ અનાદિઅનંત સ્વભાવ છે.
નિષ્પ્રમાદ અને અપ્રતિબદ્ધ મુનિદશા
દિન–રાત અંતરના ધ્યાનવડે ચૈતન્યનો કપાટ ખોલવાનો ઉદ્યમ કરી રહેલા મુનિવરોને પ્રમાદનો અવકાશ
ક્યાંથી હોય? ચૈતન્યમાં પ્રતિબદ્ધ થયેલા મુનિવરો બીજા કોઈ પ્રતિબંધથી બંધાતા નથી; ચૈતન્યના ખીલે બંધાઈ
ગયેલી તેમની સ્થિતિ પરિણતિ બહારમાં જ્યાં ત્યાં ભમતી નથી એટલે કોઈ પ્રતિબંધમાં અટકતી નથી.
અનેક વાર ભોજન કરે, કે આખી રાત ઊંઘ્યા કરે, કે દિવસના ઊંઘે–એ તો પ્રમાદ અને વિષયાસક્તિ છે;
મુનિઓને એવો પ્રમાદ કે વિષયાસક્તિ હોતી નથી, તેઓ માત્ર એક જ વાર (ઊભા ઊભા અને હાથમાં જ)
ભોજન કરે છે, અને નિદ્રા પણ માત્ર પાછલી રાતે અલ્પકાળ જ કરે છે. તેથી કહે છે કે–
પંચ વિષયમાં રાગદ્વેષ વિરહીતતા,
પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ જો;

PDF/HTML Page 20 of 25
single page version

background image
: પોષ : ૨૪૮૫ : આત્મધર્મ : ૧૯ :
દ્રવ્ય–ક્ષેત્ર ને કાળ–ભાવ પ્રતિબંધ વણ,
વિચરવું ઉદયાધીન પણ વીતલોભ જો....
જુઓ, આ મોક્ષના કારણરૂપ મુનિદશા! આવી મુનિદશા થયા પહેલાંં ભગવાન આદિનાથ રાજપાટમાં
હતા, તેમને બે રાણીઓ પણ હતી અને ભરત–બાહુબલી વગેરે એક સો પુત્રો પણ હતા, છતાં તે વખતે આત્માનું
ભાન પણ વર્તતું હતું. ભગવાન જાણતા હતા કે અમારા આ રાગને લીધે અમે સંસારમાં રહ્યા છીએ, કોઈ પરને
કારણે કે પરમાં સ્વપ્નેય સુખ માનીને અમે સંસારમાં નથી રહ્યા. અમે જ્યારે આ રાગ છેદીને ચાલી નીકળશું
ત્યારે અમને કોઈ રોકનાર નથી. આ રાગને લીધે અટક્યા છીએ, જ્યારે આ રાગ છેદીને ચારિત્રદશા અંગીકાર
કરશું ત્યારે જ કેવળજ્ઞાન પામશું.–ભગવાને આજે રાગ છેદીને ચારિત્રદશા અંગીકાર કરી.
અહા, જ્યાં મોહને છેદીને આત્મા ચાલી નીકળ્‌યો ને મુનિ થઈને અંતરના અનુભવમાં લીન થયો, ત્યાં
પાછળ સંસારમાં શું થાય છે એની એને દરકાર હોતી નથી. ઈન્દ્ર કરતાંય અધિક સિદ્ધિરિદ્ધિ ચરણમાં આળોટતી
હોય તોય તેની આકાંક્ષા થતી નથી. કેમકે–
રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની,
સર્વે માન્યાં પુદ્ગલ એક સ્વભાવ જો....
‘કેવળજ્ઞાન પામશું.... પામશું.... પામશું!’
ભગવાનને પૂર્ણ નિઃશંકતા હતી કે મોહને છેદીને અમે મુનિ થયા....હવે ચૈતન્યમાં એકાગ્ર થઈને આ જ
ભવે કેવળજ્ઞાન પામશું....પામશું....ને પામશું....(હજારો શ્રોતાજનોએ અત્યંત ઉત્સાહથી હર્ષપૂર્વક આ વાત ઝીલી
હતી)
અહીં ભાવભીની ભાવનાથી ગુરુદેવ કહે છે કે–
એહ પરમ પદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં
ગજા વગર ને હાલ મનોરથ રૂપ જો;
તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો,
પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો;
લીંબડી શહેરમાં પંચકલ્યાણક વખતે, ભગવાનની દીક્ષા બાદ દીક્ષાવનમાં પૂ. ગુરુદેવનું આ પ્રવચન ચાલી
રહ્યું છે; ગુરુદેવ અદ્ભુત વૈરાગ્યપૂર્વક ચારિત્રદશાના મહિમાનું ઝરણું વહેવડાવી રહ્યા છે:
ભગવાનનો ખરો ભક્ત
ભગવાનની ખરી ભક્તિ કરનાર જીવ, ભગવાને જેમ કર્યું
તેમ પોતે કરવા માંગે છે. હે ભગવાન સર્વજ્ઞદેવ! આપે આપના
આત્માને જ્ઞાયક સ્વભાવી જ જાણીને પરનું મમત્વ છોડી દીધું
ને આપ પરમાત્મા થયા.... મારો આત્મા પણ આપના જેવો
જ્ઞાયક સ્વભાવી જ છે–આમ જે જીવ ભગવાન જેવા પોતાના
આત્માને ઓળખે તે જ ભગવાનનો ખરો ભક્ત છે, તેણે જ
ભગવાનને ઓળખીને ભગવાનની ખરી ભક્તિ કરી છે.