Atmadharma magazine - Ank 340
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 49
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૯
સળંગ અંક ૩૪૦
Version History
Version
Number Date Changes
001 Aug 2005 First electronic version.

PDF/HTML Page 2 of 49
single page version

background image
૩૪૦
એક જિજ્ઞાસુએ પૂછ્યું––આત્માનો જે ધર્મ આપ
બતાવો છો તે ધર્મ દુનિયામાં બીજે ક્યાંય હશે ખરો?
–હા. સ્વર્ગમાં છે, નરકમાં છે, તિર્યંચમાં છે,
મનુષ્યોમાં છે; ઊર્ધ્વલોકમાં છે, મધ્યલોકમાં છે, ને
અધોલોકમાંય છે. સ્વર્ગમાં અસંખ્યાતા જીવોને
આત્માનો આવો ધર્મ પ્રગટ્યો છે, નરકમાંય અસંખ્યાતા
જીવો આવો ધર્મ સમજીને સમ્યગ્દર્શન પામ્યા છે,
તિર્યંચમાંય અસંખ્યાતા જીવો આવો ધર્મ પામ્યા છે, ને
મનુષ્યોમાં અબજો જીવો આવા ધર્મને ઓળખીને
આરાધી રહ્યા છે. ત્રણે કાળે ત્રણેલોકમાં આ આત્માશ્રિત
વીતરાગી ધર્મ જયવંત છે. જે કોઈ જીવો સિદ્ધપદ પામશે
તેઓ આ ધર્મની આરાધનાવડે જ સિદ્ધપદને પામશે.
માટે ભક્તિપૂર્વક આ ધર્મને ઓળખીને આરાધો.

તંત્રી: પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર સંપાદક: બ્ર. હરિલાલ જૈન

PDF/HTML Page 3 of 49
single page version

background image
વાર્ષિક વીર સં. ૨૪૯૮
લવજમ મહ
ચર રૂપય JAN.1972
વર્ષ : ૨૯ અંક ૪
ધન્ય ગુરુ!
સાક્ષાત્ ભેટીને નીકળતી વીતરાગી
સંતોની વાણી પરમાત્માનો ભેટો
કરાવે છે. સ્વાનુભવી ગુરુઓનો
ઉપદેશ ઝીલતાં આત્મામાં આનંદરસનું
ઝરણું ઝરે છે. અહા, ધન્ય ગુરુ! કે
જેમણે આત્માની પૂર્ણ ચૈતન્યસંપદા
બતાવીને આત્માને અનંત સિદ્ધ
ભગવંતોની પંકિતમાં બેસાડી દીધો.
નિર્દોષ ગુરુનો વીતરાગી ઉપદેશ રાગથી ભિન્નતા કરાવીને
મહા આનંદમય ચૈતન્યધામમાં પ્રવેશ કરાવે છે, ને રાગના સ્વાદથી
તદ્ન જુદો એવો ચૈતન્યરસનો સ્વાદ ચખાડે છે.
અહા, ગુરુના ઉપદેશથી આનંદધામ આત્માને જેણે જાણી
લીધો તેણે જિનેન્દ્રદેવના માર્ગને જાણ્યો; આત્મા તો મોટો શાંત
વીતરાગરસનો દરિયો છે, તેની સન્મુખ થતાં જે શાંતિની
અનુભૂતિ થઈ તે જ નિર્વાણનો માર્ગ છે, તે જ ભગવાન
તીર્થંકરોનો માર્ગ છે, તે જ મહા આનંદનો માર્ગ છે. તે માર્ગે
અમે જઈએ છીએ.
ધન્ય ગુરુ...ધન્ય માર્ગ!

PDF/HTML Page 4 of 49
single page version

background image
: માહ : ૨૪૯૮ આત્મધર્મ : ૧ :
શૂરવીર મુનિભગવંતોએ આરાધેલી
• ઉત્તમ આરાધના •
સમાધિમરણની તૈયારીવાળા ક્ષપકમુનિને રત્નત્રયની
અખંડ આરાધનામાં ઉત્સાહિત કરવા, અને ઉપસર્ગ–
પરિષહાદિથી રક્ષા કરવા, બીજા મુનિરાજ–આચાર્ય વીતરાગ
ઉપદેશરૂપી બખ્તર પહેરાવે છે તેનું અદ્ભુત ભાવભીનું વર્ણન
ભગવતી આરાધનાના ‘કવચઅધિકાર’ માં શિવકોટિ–
આચાર્યદેવે કર્યું છે. તે ભાવભીના પ્રસંગનું વર્ણન વાંચતાં જાણે
આરાધક મુનિવરોનો સમૂહ નજર સામે જ બેઠો હોય, ને
મુનિરાજ આરાધનાના ઉપદેશની કોઈ અખંડ ધારા વહેવડાવી
રહ્યા હોય એવી ઉર્મિઓ જાગે છે, ને એ આરાધક
સાધુભગવંતો પ્રત્યે હૃદય નમી પડે છે; આરાધના પ્રત્યે અચિંત્ય
બહુમાન અને મહિમા જાગે છે. પૂ. કાનજીસ્વામી પ્રવચનમાં
અનેકવાર પરમ ભક્તિસહિત આ કવચઅધિકારનો ઉલ્લેખ
કરીને મુનિવરોની શાંતઅનુભૂતિરૂપ અદ્ભુતદશાનું વર્ણન કરે
છે ત્યારે મુમુક્ષુઓનાં તો રામાંચ ઉલ્લસી જાય છે, અને
આરાધના પ્રત્યે તેમજ આરાધક જીવો પ્રત્યે પરમ
ભક્તિસહિત, આત્મામાં પણ આરાધનાની શૂરવીરતા જાગી
ઊઠે છે. એવા કવચઅધિકારમાં ૧૭૪ ગાથાઓ છે, તેના સારનું
સંકલન અહીં આપવામાં આવ્યું છે. મુમુક્ષુ જીવો તેમાંથી
આત્મિક–આરાધનાની ઉત્તમ પ્રેરણા મેળવો, ને
મુનિભગવંતોની પરમ ભક્તિ કરો.
–હરિ.

PDF/HTML Page 5 of 49
single page version

background image
: ૨ : આત્મધર્મ : માહ : ૨૪૯૮
સમાધિમરણ – પ્રસંગે આરાધનામાં શૂરવીર મુનિવરો
હે જીવ! વીરપુરુષોએ જે આરાધનાને આરાધી, તું પણ
ઉત્સાહથી તેને આરાધ.
સમાધિમરણમાં સ્થિત મુનિરાજને આચાર્ય ઉપદેશ આપે છે કે હે
ક્ષપકમુનિ! રત્નત્રયમાં અને ઉત્તમ ક્ષમાદિ ધર્મમાં સાવધાનપણે તમારા ચિત્તને
લીન કરો. કેમકે અત્યારે આરાધનાના ઉત્સવનો મહાન અવસર છે. આચાર્યના
આવા ઉલ્લાસ વચનોથી ક્ષપકમુનિનું ચિત્ત પ્રસન્ન અને ઉજ્વળ થાય છે. જેમ
ઘણા કાળનો તરસ્યો મનુષ્ય અમૃતજળના પાનથી તૃપ્ત થાય તેમ આચાર્યના
ઉપદેશરૂપી અમૃતના પાન વડે મુનિનું ચિત્ત આહલાદિત થાય છે; અને આચાર્ય
પ્રત્યે વિનયથી નમ્રીભૂત થઈને કહે છે કે હે ભગવાન! આપે આપેલું સમ્યગ્જ્ઞાન
મેં શિરોધાર્ય કર્યું છે; હવે જેમ આપની આજ્ઞા હોય તેમ હું પ્રવર્તન કરીશ.
સમાધિમરણમાં હું જરાપણ શિથિલ નહીં થાઉં. આપના તથા સંઘના પ્રસાદથી
મારો આત્મા જે રીતે આ સંસારસમુદ્રથી પાર થાય, અને આપ ગુરુજનોની
ઉજવલ કીર્તિ જગતમાં વિખ્યાત થાય, તથા મારા હિત માટે વૈયાવૃત્યમાં ઉદ્યત
સકલ સંઘનો પરિશ્રમ સફળ થાય––એ રીતે હું ઉજવળ નિર્દોષ આરાધનાને ગ્રહણ
કરીશ.
––આ પ્રમાણે તે મુનિએ સમાધિમરણ માટે આરાધનામાં પોતાના
પરિણામનો ઉત્સાહ અને પરમ શૂરવીરતા ગુરુ પાસે પ્રગટ કર્યાં.
અહો, ગણધર વગેરે વીરપુરુષોએ જે આરાધનાને આદરી અને વિષય–
કષાયોમાં ડુબેલા કાયર પુરુષો મનથી જેનું ચિંતન કરવા પણ સમર્થ નથી, તે
આરાધનાને હું આપના પ્રસાદથી આરાધીશ. હે ભગવાન! આપના ઉપદેશરૂપી
આવા અમૃતનું આસ્વાદન કરીને કોઈ કાયર પુરુષ પણ ક્ષુધા–તૃષા કે
મરણાદિકના ભયને પામતા નથી,–તો હું કેમ ભય પામુ? નહીં પામું–એ મારો
નિશ્ચય છે. હે દેવ! આપના ચરણના અનુગ્રહરૂપ ગુણને લીધે મારી આરાધનામાં
વિઘ્ન કરવા ઈન્દ્રાદિક દેવો પણ સમર્થ નથી; તોપછી આ ક્ષુધા–તૃષા–પરિશ્રમ–
વાતપિત્તાદિ રોગ–ઈન્દ્રિયવિષયો કે કષાયો મારા ધ્યાનમાં શું બાધા કરશે?–કંઈ
જ નહીં કરી શકે.

PDF/HTML Page 6 of 49
single page version

background image
: માહ : ૨૪૯૮ આત્મધર્મ : ૩ :
આરાધનામાં શૂરવીર એવા ક્ષપકમુનિરાજ વીરતાપૂર્વક શ્રીગુરુ પ્રત્યે કહે છે કે
કદાચિત મેરૂગિરિપર્વત પોતાના સ્થાનથી ચલાયમાન થઈ જાય, કે પૃથ્વી ઊંધી થઈ
જાય, તોપણ આપના જેવા ગુરુના ચરણપ્રસાદને લીધે હું કદી વિકૃતિ નહીં પામું,–
આરાધનામાંથી નહીં ડગું.
––એ રીતે સમાધિમરણ માટે જાગૃત એવા તે ક્ષપકમુનિરાજ, પોતાની શક્તિને
છૂપાવ્યા વગર વીરતાપૂર્વક કર્મને ખપાવે છે, તેમજ સમાધિ–મરણ કરાવનારા નિર્યાપક
આચાર્ય પણ આળસ છોડીને ક્ષપકનું જ્ઞાન જાગૃત રહે તેમ નિરંતર પરમધર્મની
આરાધનાનો ઉપદેશ આપે છે.
• •
સમાધિમરણમાં ઉત્સાહિતચિત્તવાળા તે ક્ષપકમુનિ કદાચિત પાપકર્મના ઉદયથી
ક્ષુધા–તૃષા કે વેદના વગેરેની તીવ્ર પીડાવડે વ્યાકુળ થઈ જાય, પરિણામમાં શિથિલ થઈ
જાય, ભોજન–પાણીને યાદ કરે, તો એવા પ્રસંગે કરુણાનિધાન આચાર્ય પોતે જરાપણ
ધૈર્ય છોડયા વગર તે મુનિની ‘સારણા’ કરે એટલે કે તેના રત્નત્રયની રક્ષાનો ઉપાય
કરે; જે રીતે તેના પરિણામ ઉજવળ થાય ને તેની ચેતના જાગૃત થાય તે રીતે તેને
સંબોધન કરે.
ક્ષપકની સાવધાનીની પરીક્ષા કરવા માટે વારંવાર તેને પૂછે કે––‘હે આત્મ
કલ્યાણના અર્થી! તમે કોણ છો? તમારું પદ કયું છે? તમે ક્્યાં વસો છો? અમે કોણ
છીએ?’ એમ પૂછતાં તે ક્ષપકમુનિની ચેતના જાગૃત થઈ જાય છે કે અરે! હું તો મુનિ
છું; મેં પંચમહાવ્રત સહિત સંન્યાસ ધારણ કરેલ છે. હું અચેત થઈને અયોગ્ય આચરણ
કરું તે મને શોભતું નથી. આ શિથિલ પરિણામ છોડીને રત્નત્રયધર્મના પાલનમાં મારે
સાવધાન રહેવું યોગ્ય છે. આ આચાર્ય પરમઉપકાર કરનારા ગુરુ છે––તેઓ મને જાગૃત
કરે છે; માટે હવે મારે સાવધાન થઈને રત્નત્રયના સેવનસહિત સમાધિમરણ કરવું
ઉચિત છે.
એ પ્રમાણે ક્ષપકની ચેતના જાગૃત દેખીને આચાર્યભગવાન અત્યંત
વાત્સલ્યભાવથી તેની આરાધનાની રક્ષા માટે ‘कवच’ કરે છે. कवच એટલે બખ્તર;
જેમ યુદ્ધમાં કવચવડે ગમે તેવા પ્રહારથી પણ રક્ષા થાય છે તેમ તીવ્ર વેદના વગેરે ગમે
તેવા પરિષહોની વચ્ચે પણ ઉલ્લસિત પરિણામ વડે સાધકના રત્નત્રયની રક્ષા થાય–તે
માટે આચાર્ય મહારાજ તેને ઉત્તમ વૈરાગ્યથી ભરેલા આરાધનાના ઉપદેશરૂપી કવચ
પહેરાવે છે.

PDF/HTML Page 7 of 49
single page version

background image
: ૪ : આત્મધર્મ : માહ : ૨૪૯૮
આચાર્યના ઉપદેશ વડે સાવધાન થઈને તે મુનિ વિચારે કે અરે! મહાન
અનર્થ છે કે, ત્રણલોકમાં દુર્લભ એવું સાધુપણું અંગીકાર કરીને પણ હું અત્યારે
અકાળે ભોજન–પાનની ઈચ્છા કરું છું! અત્યારે આ સંન્યાસ સમયે તો મારે
સમસ્ત આહાર–પાણીના ત્યાગનો અવસર છે. સમસ્ત સંઘની સાક્ષીથી મેં ચારે
પ્રકારના આહારનો ત્યાગ કર્યો છે. અનંતાનંત કાળમાં સંલેખનામરણ જીવ કદી
પામ્યો નથી, અત્યારે શ્રીગુરુના પ્રસાદથી તેની પ્રાપ્તિનો અવસર આવ્યો છે;
અહા, સમસ્ત વિષયઅનુરાગ છોડીને પરમ વીતરાગતાનો આ અવસર છે; માટે
અત્યારે મારે પરમસંયમમાં જાગૃતી વડે આત્મકલ્યાણમાં સાવધાન રહેવું.––આ
પ્રમાણે તે સાધુ જાગૃત થઈને આરાધનામાં ઉત્સાહિત થાય છે.
હવે, કોઈ ક્ષપક સાધુ ક્ષુધા–તૃષા–રોગાદિની તીવ્ર વેદનાથી અસાવધાન કે
શિથિલ થઈ જાય, અયોગ્ય વચન બોલે કે રૂદન કરે–તો આચાર્ય સ્નેહભરેલાં
આનંદકારી વચનો વડે તેને સાવધાન કરે; પોતે કંટાળ્‌યા વગર શિથિલતા રહિત
થઈને ક્ષપકની સાવધાની માટે દ્રઢ ઉપાય કરે; તેને કડવાં વચન ન કહે, તેનો
તિરસ્કાર ન કરે, તેને ત્રાસ થાય કે તે નિરુત્સાહ થઈ જાય એવું કાંઈ ન કરે;
પણ તેના પરિષહનું નિવારણ કરવા માટે, તે જાગૃત થઈને આરાધનામાં
ઉત્સાહિત થાય એવો ઉપાય આદરપૂર્વક કરે.
જેમ રણક્ષેત્રમાં અભેદ્ય બખ્તર પહેરીને પ્રવેશ કરનાર સુભટ વેરીઓના
બાણ વડે હણાતો નથી, તેમ આરાધનામાં સુભટ એવા જે સાધુ સંન્યાસના
અવસરમાં કર્મોદય સામેના મહાસંગ્રામમાં ગુરુના ઉપદેશરૂપી અભેદ્ય બખ્તરને
ધારણ કરે છે તે રોગાદિક તીવ્ર પીડારૂપ શસ્ત્રવડે પણ હણાતા નથી.
ક્ષપકને આરાધનામાં ઉત્સાહિત કરવા માટે, મહા બુદ્ધિમાનગુરુ
ઉપદેશવચન કહે;–કેવાં વચન કહે? સ્નેહસહિત, કર્ણપ્રિય અને આનંદકારી વચન
કહે–જે સાંભળતાં જ સર્વદુઃખ ભૂલાઈ જાય ને હૃદયમાં ઊતરી જાય. વળી
ઊતાવળથી ન કહે પણ શાંતિ અને ધૈર્યથી કહે: સુંદર ચારિત્રધારક હે મુનિ!
ચારિત્રમાં વિઘ્ન કરનાર એવા આ અલ્પ કે મહાન વ્યાધિની પ્રબળ વેદનાને તમે
દીનતારહિત થઈને, અને મોહરહિત થઈને, ધૈર્યબળપૂર્વક જીતો. સમસ્ત ઉપસર્ગ–
પરિષહને મન–વચન–કાયાથી જીતીને મરણસમયે ચારે પ્રકારની
સમ્યક્આરાધનાના આરાધક રહો.

PDF/HTML Page 8 of 49
single page version

background image
: માહ : ૨૪૯૮ આત્મધર્મ : ૫ :
રોગાદિક વ્યાધિ અશુભકર્મના ઉદયથી આવે છે; તે વખતે દીન થઈને વર્તશો કે
ધૈર્ય છોડી દેશો–તો તેથી કાંઈ તમારો ઉપદ્રવ દૂર થઈ જવાનો નથી. તમારા પોતાના
પરિણામથી ઉપજાવેલું અશુભકર્મ દૂર કરવા કોઈ દેવ પણ સમર્થ નથી. માટે રોગાદિ
પ્રતિકૂળતા આવતાં કાયરતા છોડી, મહાન ધૈર્યપૂર્વક, કલેશવગર ભોગવવું શ્રેષ્ઠ છે––
જેથી આરાધનામાં ભંગ ન પડે, અને પૂર્વકર્મની નિર્જરા થાય તથા નવું કર્મ ન બંધાય.
હે ચારિત્રધારક! ચાર પ્રકારના સંઘની સમક્ષ તમે ‘હું આરાધના ધારણ કરું છું’
એવી મહાપ્રતિજ્ઞા લીધી હતી–તે શું તમે ભૂલી ગયા? તમારી તે પ્રતિજ્ઞાને તમે યાદ કરો.
યુદ્ધનું આહ્વાન કરીને રણે ચડેલો શૂરવીર શું વેરીને દેખીને ભયથી ભાગતો હશે?–કદી
નહીં. તેમ સર્વસંઘની સન્મુખ જેણે આરાધનાની દ્રઢપ્રતિજ્ઞા કરી છે એવા ઉત્તમ સાધુ
પરિષહરૂપ વેરીને દેખીને મુનિધર્મથી કેમ ચલાયમાન થાય? વિષાદ કેમ કરે? કદી ન
કરે. મરણ આવે તો ભલે આવે, પરંતુ શૂરવીર સાધુઓ આપદાની અત્યંત તીવ્ર વેદનાને
પણ સમભાવપૂર્વક સહન કરે છે, પરિણામને વિકૃત થવા દેતા નથી; કાયરતા કે દીનતા
કરતા નથી.
અહા, જિનેન્દ્રભગવાને આદરેલી આરાધનાને મેં ધારણ કરી છે, અનંતભવમાં
દુર્લભ એવો સંયમ મને વીતરાગીગુરુઓના પ્રસાદથી પ્રાપ્ત થયો છે; તો હવે કંઈક
રોગાદિજનિત ઉપસર્ગ આવ્યો છે તેમાં મરણ થાય તો ભલે થાય પણ આરાધના છોડવી
યોગ્ય નથી. એકવાર મરવાનું તો છે જ–તો પછી ગુરુના પ્રસાદથી વ્રતસહિત મરણ થાય
તેના જેવું બીજું કલ્યાણ કોઈ નથી. અરે! આવા અવસરમાં કાયર થઈ વ્રતાદિમાં
શિથિલ થઈ વિલાપ કરવો કે તૂચ્છકાર્યવડે રોગાદિનો ઈલાજ ઈચ્છવો–તે તો લજ્જા અને
દુર્ગતિનાં દુઃખનું કારણ છે;–તો એવું કોણ કરે? એક જીવનને માટે મુનિધર્મને કે સંઘને
કલંક કોણ લગાડે? ગમે તેવી પ્રતિકૂળતા આવે–પણ શૂરવીર–પુરુષો આરાધનામાં પાછી
પાની કરતા નથી, દીનતા કે કાયરતા કરતા નથી.
જેમ કોઈ પુરુષ ચારે તરફથી અગ્નિવડે દગ્ધ થતો હોવા છતાં, જાણે કે પાણીની
વચ્ચે ઊભો હોય–એમ શાંત–નિરાકુળ રહે છે, તેમ ધીરવીર સાધુજનો અગ્નિ વચ્ચે પણ
નિરાકુળપણે આરાધનામાં સ્થિર રહે છે. અરે, સ્વર્ગાદિ પરલોક સંબંધી ઈન્દ્રિયસુખોમાં
લુબ્ધ અજ્ઞાનીઓ પણ ઈન્દ્રિયસુખની અભિલાષાથી સંસારવર્દ્ધક લેશ્યાપૂર્વક તીવ્રવેદના
સહન કરે છે, તો જેમણે સમસ્ત સંસારને અત્યંત દુઃખરૂપ જાણ્યો છે અને જેઓ
સંસારદુઃખથી છૂટીને મોક્ષસુખને સાધવામાં તત્પર છે એવા જૈનયતિઓ શું નિરાકુળપણે

PDF/HTML Page 9 of 49
single page version

background image
: ૬ : આત્મધર્મ : માહ : ૨૪૯૮
વેદનામાં ધૈર્યધારણ નહીં કરે? કરશે જ. ગમે તેવો રોગ આવે તોપણ ઉત્તમ
પુરુષો અયોગ્ય ઔષધ (કંદમૂળ વગેરેનું ભક્ષણ) કરતાં નથી. નાની–મોટી આપદા
આવતાં જે વિષાદ કરે છે તેને વીરપુરુષો કાયર કહે છે. ઘૈર્યવાન સત્પુરુષોનો તો એવો
સ્વભાવ છે કે મહાન આપદા આવે તોપણ તેમના પરિણામ સમુદ્ર જેવા અક્ષોભ અને
મેરુ જેવા અચલ રહે છે.
સમસ્ત પરિગ્રહ છોડીને જેણે પોતાના આત્માને આત્મસ્વરૂપમાં જ સ્થિર કર્યો છે
અને શ્રુતજ્ઞાન જેમનું સાથીદાર છે–એવા કોઈ ઉત્તમ સાધુ, સિંહ–વાઘની દાઢ વચ્ચે પણ
ઉત્તમાર્થ એવા રત્નત્રયને સાધે છે, કાયર બનીને શિથિલ થતા નથી.
(એવા ધીરવીર મુનિરાજનાં દ્રષ્ટાંત કહે છે–)
• શિયાળીયાં વડે ત્રણ રાત સુધી ભક્ષણ કરવાથી જેના શરીરમાં ઘોર વેદના ઉપજી છે
એવા, તે તત્કાળદીક્ષિત સુકુમારમુનિ ધ્યાનવડે આરાધનાને પામ્યા.
• ભગવાન સુકોશલ નામના મુનિ–કે જેમની માતાએ વાઘણ થઈને તેમનું ભક્ષણ કર્યું,
તોપણ તેઓ ઉત્તમ અર્થને (એટલે કે રત્નત્રયના નિર્વાહને) પામ્યા.
• ચાળણીની જેમ ખીલા વડે દેહ વીંધાવા છતાં ભગવાન ગજકુમાર મુનિ ઉત્તમ અર્થને
પામ્યા.
• હે મુનિ! દેખો, સનત્કુમાર નામના મહામુનિએ સેંકડો વર્ષ સુધી ખાજ–તાવ–તીવ્ર–
ક્ષુધા–તૃષા, વમન, નેત્રપીડા અને ઉદરપીડા વગેરે અનેક રોગજનિત દુઃખોને
ભોગવવા છતાં, સંકલેશ વગર સમ્યક્પણે સહન કરતા થકા ધૈર્યપૂર્વક રત્નત્રયધર્મનું
પાલન કર્યું.
• એણીકપુત્ર નામના સાધુએ ગંગા નદીના પ્રવાહમાં તણાવા છતાં નિર્મોહપણે ચાર
આરાધના પામીને સમાધિમરણ કર્યું, પણ કાયરતા ન કરી. માટે હે કલ્યાણના અર્થી
સાધુ! તમારે પણ દુઃખમાં ધૈર્ય ધારણ કરીને આત્મહિતમાં સાવધાન રહેવું ઉચિત છે.
• ભદ્રબાહુ મુનિરાજ ઘોરતર ક્ષુધાવેદનાથી પીડિત થવા છતાં સંકલેશરહિત બુદ્ધિનું
અવલંબન કરતા થકા, અલ્પાહાર નામના તપને ધારણ કરીને ઉત્તમસ્થાનને પામ્યા;
પણ ભોજનની ઈચ્છા ન કરી.
• કોશાંબીનગરીમાં લલિતઘટાદિ બત્રીસ પ્રસિદ્ધ મહામુનિઓ નદીના પૂરમાં ડુબવા
છતાં નિર્મોહપણે પ્રાયોપગમન સંન્યાસને ધારણ કરીને આરાધનાને પ્રાપ્ત થયા.

PDF/HTML Page 10 of 49
single page version

background image
: માહ : ૨૪૯૮ આત્મધર્મ : ૭ :
• ચંપાનગરીની બહાર ગંગાકિનારે ધર્મઘોષ નામના મહામુનિ એક મહિનાના ઉપવાસ
ધારણ કરીને ઘોર તરસની વેદના છતાં સંકલેશરહિત ઉત્તમ અર્થને પામ્યા,
આરાધનાસહિત સમાધિમરણ કર્યું; તરસની વેદનાથી પાણીની ઈચ્છા ન કરી,
સંયમથી ન ડગ્યા, પણ ધૈર્ય ધારણ કરીને આત્મકલ્યાણ કર્યું.
• પૂર્વજન્મના વેરી દેવે વિક્રિયાવડે ઘોર શીતવેદના કરી તોપણ શ્રીદત્તમુનિ સંકલેશ
વગર ઉત્તમસ્થાનને પામ્યા.
• વૃષભસેન નામના મુનિ ઉષ્ણપવન, ઉષ્ણ શિલાતલ તથા સૂર્યનો અત્યંત ઉષ્ણ
આતાપ સંકલેશરહિત સહન કરીને ઉત્તમ–અર્થને પામ્યા.
• રોહેડગ નગરીમાં અગ્નિપુત્રને ક્રૌચ નામના વેરીએ શક્તિઆયુધ વડે હણી નાંખ્યા
તોપણ તે વેદનાને સહન કરીને તેઓ ઉત્તમ–અર્થને પામ્યા.
• કાકંદીનગરીમાં ચંડવેગ નામના વેરીએ અભયઘોષ મુનિના સર્વઅંગ છેદી નાંખ્યા, તે
ઘોર વેદના પામીને પણ તેઓ ઉત્તમઅર્થ એવા રત્નત્રયને પામ્યા.
• વિદ્યુત્ચર–મુનિ ડાંશ–મચ્છરદ્વારા ભક્ષણની પરમઘોર વેદનાને સંકલેશરહિત સહન
કરીને ઉત્તમઅર્થરૂપ આત્મકલ્યાણને પામ્યા.
• હસ્તિનાપુરના ગુરુદત્તમુનિ દ્રોણિમતિ (દ્રોણગિરિ) પર્વતપર, હાંડલાના અનાજની
માફક દગ્ધ થવા છતાં ઉત્તમઅર્થને પામ્યા.
• ચિલાતપુત્ર નામના મુનિને કોઈ પૂર્વભવના વેરીએ તીક્ષ્ણ આયુધ વડે ઘાત્યા, તે
ઘાવમાં મોટામોટા કીડા ચઢી આવ્યા અને તે કીડાઓ વડે તેમનું આખું શરીર
ચાળણીની જેમ વીંધાઈ ગયું, તોપણ સંકલેશ વગર સમભાવથી વેદના સહન કરીને
તેઓ ઉત્તમાર્થને પામ્યા.
• યમુનાવક્રનાં તીક્ષ્ણ બાણોવડે જેમનું શરીર વીંધાઈ ગયું છે એવા દંડમુનિરાજ ઘોર
વેદનાને પણ સમભાવથી સહન કરીને ઉત્તમાર્થરૂપ આરાધનાને પામ્યા.
• કુંભકારનગરી વિષે ઘાણીયંત્રમાં પીલાવા છતાં અભિનંદનાદિક પાંચસો મુનિઓ
સમભાવપૂર્વક આરાધનાને પામ્યા.
• સુબંધુ નામના વેરીએ ગૌશાળામાં આગ લગાડી તેમાં બળવા છતાં ચાણકયમુનિરાજ
પ્રાયોપગમન સંન્યાસ ધારણ કરીને સંકલેશરહિત ઉત્તમઅર્થને પામ્યા.

PDF/HTML Page 11 of 49
single page version

background image
: ૮ : આત્મધર્મ : માહ : ૨૪૯૮
• કુલાલ ગામના ઉદ્યાનમાં રિષ્ટામચ્ય નામના વેરીએ મુનિઓના રહેઠાણને આગ
લગાડી, તેમાં દગ્ધ થવા છતાં મુનિઓની સભાસહિત વૃષભસેન મુનિરાજે
આરાધના પ્રાપ્ત કરી.
––આ પ્રમાણે ઉપસર્ગાદિ વેદનાપ્રસંગે પણ આરાધનામાં અડગ રહેનારા અનેક
શુરવીર મુનિવરોનું સ્મરણ કરાવીને, આચાર્યમહારાજ તે ક્ષપકમુનિને ઉત્સાહિત કરતાં
કહે છે કે કે મુનિ! આટલા–આટલા મુનિવરોને તીવ્ર વેદનાની પીડા હતી, અસહાય
એકાકી હતા, કોઈ ઈલાજ કરનાર કે વૈયાવૃત્ય કરનાર પણ ન હતું, છતાં કાયરપણું
છોડી, વીરતાપૂર્વક પરમધૈર્ય ધારણ કરી તેઓ ઉત્તમ અર્થને પામ્યા, આરાધનાથી ડગ્યા
નહીં; તોપછી તમને તો આ બધા મુનિઓ સહાયમાં છે, સર્વે સંઘ તમારા ઈલાજમાં અને
વૈયાવૃત્યમાં તત્પર છે, તો તમે આરાધનામાં ઉત્સાહિત કેમ નહીં બનો?–કાયરપણું
છોડો, ને વીરતાપૂર્વક આરાધનામાં ઉદ્યમી બનો. આરાધનાનો આ અવસર છે.
અહા, અનેક ઘોરાતિઘોર ઉપસર્ગ આવવા છતાં તે પ્રસિદ્ધ મુનિઓએ એકાકીપણે
તે સહ્યાં પણ સામ્યભાવને ન છોડ્યો; પ્રાણરહિત થયા પણ આરાધનામાં શિથિલ ન
થયા, ને આત્મકલ્યાણ કર્યું. તો હે મુનિ! તમને તો આચાર્ય વગેરે મહાન જ્ઞાની દયાવાન
ધૈર્યવાન પરમહિતોપદેશ સંભળાવી રહ્યા છે, શરીરની વૈયાવૃત્ત્ય કરવામાં સાવધાન છે,
અને યોગ્ય ઈલાજ કરવામાં તત્પર આખો સંઘ સહાયક છે, વળી એવો કોઈ તીવ્ર
ઉપસર્ગાદિ પણ આવ્યો નથી, તો આવા અવસરમાં ઉત્તમ આરાધનામાં તમે કેમ ઢીલા
થાવ છો? અત્યારે તો આત્માને ઉત્સાહિત કરવો યોગ્ય છે; માટે કાયરતા છોડો ને
ધીરતા અંગીકાર કરો.
હે મુનિ! સમસ્ત સંઘની વચ્ચે જિનેન્દ્રદેવના અમૃતરૂપ મધુર વચનો તમારા કાને
પડ્યા, તે સાંભળીને હવે તમે ઉત્તમ અર્થરૂપ ચાર આરાધનાને આરાધવા સમર્થ છો.
જિનેન્દ્ર ભગવાનના વચનનું શ્રવણ તો અમૃત એટલે કે મોક્ષ, તેના આત્મિકસુખનો
સાક્ષાત્ અનુભવ કરાવે છે અને મોક્ષ આપે છે; તેથી જિનવચન અમૃત જેવાં મીઠાં છે.
આવા જિનવચન જેના કર્ણ દ્વારા હૃદયમાં પ્રવેશ કરે તે પુરુષ ચારે આરાધનારૂપે
પરિણમવામાં અસમર્થ કેમ હોય?
અરે ક્ષપક! અહીં તમને એવું તે શું દુઃખ આવી પડ્યું છે કે જેથી શિથિલ થઈ
જાવ છો? આ સંસારમાં પરિભ્રમણ કરતાં તમે નરકગતિ, તિર્યંચગતિ,

PDF/HTML Page 12 of 49
single page version

background image
: માહ : ૨૪૯૮ આત્મધર્મ : ૯ :
મનુષ્યગતિ તથા દેવગતિ વિષે જે દુઃખો ભોગવ્યાં–એને યાદ કરીને જરા વિચાર
તો કરો? એવું કોઈ દુઃખ બાકી નથી રહ્યું કે જે તમે સંસારમાં ન ભોગવ્યું હોય!
અનંતવાર અગ્નિમાં દગ્ધ થયા, અનંતવાર પાણીમાં ડુબી ગયા, અનંતવાર પર્વત ઉપરથી
પડીને મર્યા, અનંતવાર શસ્ત્રોથી છેદાઈ ગયા, અનંતવાર ઘાણીમાં પીલાણા, અનંતવાર
સિંહ વાઘ વડે ખવાયા, ચક્કીમાં પીસાયા, અગ્નિમાં રંધાયા,–એ બધું શું તમે ભૂલી ગયા?
અનંતવાર ભૂખની તીવ્રવેદનાથી પ્રાણ છોડ્યા, અનંતવાર તરસથી મર્યા; ઠંડીથી,
ગરમીથી, વરસાદથી, પવનથી, વિષભક્ષણથી અને તીવ્ર રોગની વેદનાથી અનંતવાર
મરણ કર્યાં; ભયથી, શોકથી અનંતવાર મર્યા; પોતાની સ્ત્રી, પુત્ર, મિત્ર વગેરે બંધુજનો
વડે પણ અનંતવાર મર્યા; તો હવે સમાધિના આ અવસરમાં મરણથી કે વેદનાથી
ભયભીત થઈને રત્નત્રયને બગાડવા ઉચિત નથી. બહુ દુઃખોમાં અનંત કાળ વીતાવ્યો,
તો અત્યારે આ જરાક વેદના આવતાં પરમ ધર્મમાં શિથિલ થવું ઉચિત નથી. માટે
ઉત્સાહિત થઈને વીતરાગભાવે આરાધનામાં શૂરવીર બનો.
–આ પ્રકારના ઉપદેશરૂપી કવચવડે ક્ષપકમુનિને આરાધનામાં જાગૃત કરે છે.
ક્ષપકમુનિ પણ સાવધાન થઈ, વેદનાને ભૂલીને, ચૈતન્યના વીતરાગી શાંતરસના
વેદનમાં તત્પર થાય છે ને ઉત્તમ આરાધનામાં અચલ રહે છે.
હે મુનિ! નરકમાં પરવશપણે અસહ્ય ઠંડી–ગરમી અસંખ્યવર્ષો સુધી ભોગવી, તો
આ મનુષ્ય–જન્મમાં આવેલી ઠંડી–ગરમી ધર્મના ધારક જીવે શું સ્વવશપણે સમભાવથી
સહન કરવા યોગ્ય નથી? આ તો સમભાવથી પરિષહ સહન કરવાનો અવસર છે, માટે
પરમ ધૈર્ય રાખો. ધૈર્યથી નહીં સહન કરો ને આકુળતા કરશો તોપણ કર્મો કાંઈ છોડવાના
નથી. માટે થોડા કાળની અલ્પવેદનાથી કાયર થઈને ધર્મ ન બગાડો. નરકની વેદનાઓ
પાસે આ વેદના શું હિસાબમાં છે––કે તમે કાયર થાવ છો? અરે, નરકમાં જ્યારે
તાંબાનો ધગધગતો લાલચોળ રસ તમારું મોઢું ફાઢીને અંદર રેડ્યો તે વખતની
વેદનાનો વિચાર તો કરો! તેની પાસે અત્યારની તરસ શું હિસાબમાં છે?–કે તમે
પાણીને યાદ કરો છો? એને બદલે અંતરમાં નિર્વિકલ્પ ચૈતન્યરસને યાદ કરો...ચૈતન્યના
આનંદરસના પાન વડે તમારી તૃષા છીપાવો. અનંતા દરિયા ભરાય એટલા પાણી પીવા
છતાં જે તૃષા ન છીપી, તે તૃષાને ચૈતન્યરસના ઉપશાંત પીણાં વડે તૃપ્ત કરો.
રે જીવ! નરકગતિની માફક ચારેગતિમાં શરીર સંબંધી, મન સંબંધી, માન–
અપમાન તથા ઈષ્ટવિયોગ અનીષ્ટસંયોગ વગેરે સંબંધી જે તીવ્રદુઃખ અનંતવાર
ભોગવ્યાં

PDF/HTML Page 13 of 49
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : માહ : ૨૪૯૮
છે તેનું ચિંતન કરો. અહીં સંન્યાસ–સમાધિમરણના અવસરમાં ઊપજેલી વેદનાનું
તો શું દુઃખ છે? અત્યારે તો સમભાવ વડે સહન કરીને સર્વ દુઃખનો અભાવ કરવાનો
અવસર છે, માટે કાયરતા છોડો, ને પરમ ધૈર્યપૂર્વક પરિષહોને જીતીને સકલ કલ્યાણને
પ્રાપ્ત કરો. આ કર્મનો વિજય કરવાનો અવસર છે, અત્યારે ગાફિલ રહેવું યોગ્ય નથી. હે
મુનિરાજ! પૂર્વે ચારગતિના પરિભ્રમણમાં જે અનંતદુઃખો જીવે ભોગવ્યાં તેના અનંતમાં
ભાગનુંય દુઃખ અત્યારે તમને નથી, તો પછી કાયર થઈ તે તમે ધર્મને મલિન કેમ કરો
છો? પૂર્વે અસંખ્યાતકાળ સુધી નિરંતર દુઃખો સહન કર્યાં તો હવે આ સમાધિમરણ ટાણે
અત્યંત અલ્પકાળનું રોગાદિ જનિત દુઃખ કેમ સહન નથી કરતા? ધૈર્યપૂર્વક વેદના સહન
કરીને આત્માનું કલ્યાણ કરો. પૂર્વે તો પરવશપણે ચારે ગતિની વેદના સહન કરી તો આ
અવસરમાં સમભાવથી વેદના સહન કરવાનો ધર્મ જાણીને આત્મવશપણે તેને સહન
કરવા કેમ સમર્થ ન થઈએ?
હે મુનિ! સર્વે સમુદ્રોનું જળ પણ જેને ઉપશાંત ન કરી શકે એવી તીવ્ર તૃષા
સંસારમાં તમે અનંતવાર વેદી. તો અત્યારે નિર્વિકલ્પ શાંતચૈતન્યરસ પીવાના ટાણે
તે જળને કેમ યાદ કરો છો? આત્માને સ્વાનુભૂતિના આનંદરસમાં તરબોળ કરીને
તૃપ્ત કરો.
વળી, સમસ્ત પુદ્ગલકાયવડે જે ક્ષુધા ન મટે એવી તીવ્ર ક્ષુધાવેદના તમે
સંસારમાં અનંતવાર વેદી, તો આ સમાધિના અવસરે તે પૌદ્ગલિક ખોરાકને કેમ યાદ
કરો છો? તમે તો આનંદભોજી છો... અતીન્દ્રિય આનંદના ભોજનીયા વડે આત્માને તૃપ્ત
કરો. એ રીતે ઘોર તૃષા–ક્ષુધાને સ્વવશપણે સહન કરો... જેથી ફરીને સંસારની એવી
વેદના કદી પ્રાપ્ત નહિ થાય.
––આ પ્રકારે ધર્મકથાના શ્રવણરૂપ અમૃતપાન વડે, ગુરુના ઉપદેશરૂપ ભોજનવડે
તથા ધ્યાનરૂપ ઔષધિવડે જીવ તીવ્રવેદનાને પણ સહન કરવા સમર્થ થાય છે.
હે મુનિ! અસાતાકર્મનો પ્રબળ ઉદય આવતાં તમે ભયસહિત હો કે ભયરહિત
હો, ઈલાજ કરો કે ન કરો, પણ વેદનાથી છૂટી નહીં શકો. પાપકર્મના ઉદય વખતે અત્યંત
શક્તિશાળી ઔષધિ પણ વેદનાનો ઉપશમ કરી શકતી નથી. માટે તેના વેદનમાં એવો
સમભાવ રાખો કે જેથી નવું કર્મ ન બંધાય, ને પૂર્વનું કર્મ નિર્જરી જાય.
મોક્ષાભિલાષી સંયમીજનોને મરણ થાય તો ભલે થાય, પણ વેદનાના ઉપશમન
માટે અયોગ્ય દ્રવ્યનું સેવન કરવું ઈષ્ટ નથી. મરણથી તો એક જન્મનો જ નાશ થાય છે,
ત્યારે અસંયમથી તો અનેકભવ બગડે છે. તેથી એક જન્મના થોડાક દિવસના

PDF/HTML Page 14 of 49
single page version

background image
: માહ : ૨૪૯૮ આત્મધર્મ : ૧૧ :
જીવનને માટે સંયમનો નાશ કરવો ઉચિત નથી. અસાતાનો ઉદય આવ્યો તેને
કોણ રોકી શકે?–એમ જાણીને, હે કલ્યાણઅર્થીજનો! અશુભ કર્મની ઉદીરણા થતાં
મનમાં દુઃખ ન કરો. દુઃખ કરવાથી કાંઈ ઉદય તો નહીંં મટે પણ ફરીને અસાતાકર્મ
બંધાશે. વિષાદ–કલેશ કે વિલાપ કરવાથી તો કાંઈ વેદના ઉપશમતી નથી, ઘટતી પણ
નથી, સંકલેશ કરવાથી વેદનામાં તો કાંઈ ફેર નથી પડતો, તેમજ બીજો પણ કોઈ ફાયદો
નથી થતો, માત્ર આર્તધ્યાન થાય છે ને દુષ્કર્મ બંધાય છે.
જેમ આકાશને મૂઠી મારવી તે નિરર્થક છે, ને તેલ માટે રેતી પીલવી તે નિરર્થક
છે, તેમ અશુભકર્મના ઉદયમાં વિલાપ કે દીનતા કરવી તે પણ નિરર્થક છે, એનાથી દુઃખ
મટતું નથી, પણ ઊલ્ટું દુઃખ વધે છે ને ભવિષ્યમાં દુઃખના કારણરૂપ તીવ્રકર્મ બંધાય છે.
જેમ ન્યાયવાન પુરુષ પોતે કરેલું કરજ ચુકવતાં દુઃખી થતો નથી, પણ કરજથી
છૂટકારાનો હર્ષ માને છે, તેમ પૂર્વે પોતે ઉપાર્જન કરેલું કર્મ ઉદયમાં આવતાં ન્યાયમાર્ગી
જ્ઞાનીજનો દુઃખી થતા નથી; સમભાવપૂર્વક વેદીને કર્મનું ઋણ ચુકવતાં તે આનંદ માને
છે. આ દુઃખવેદના કોઈ બીજાએ આપેલ નથી પણ અમારા જ પૂર્વકર્મનું ફળ છે––એમ
જાણી સમભાવ રાખો, દુઃખી મત થાઓ.
અરે મુનિ! પૂર્વે બીજા કોઈને આવું દુઃખ ન આવ્યું હોય ને એકલા તમને જ
આવું દુઃખ આવ્યું હોય–એમ તો નથી. દુઃખ તો સંસારમાં બધા જીવોને આવે છે, કાંઈ
તમને એકને નથી આવ્યું. પૂર્વકર્મના ઉદયથી દુઃખ આવવા છતાં સમભાવ રાખીને ઘણા
જીવો મોક્ષમાં ચાલ્યા ગયા; માટે દુઃખમાં સમભાવ રાખવો યોગ્ય છે. કર્મથી ભિન્ન
પોતાના સ્વરૂપનું સ્મરણ કરીને ધૈર્ય ધારણ કરતાં તે દુઃખ ટળી જાય છે, અને આરાધના
નિર્વિધ્ન રહે છે.
અરિહંત–સિદ્ધભગવંતો, તથા તે ક્ષેત્રવાસી દેવો અને સમસ્તસંઘની સાક્ષીપૂર્વક
કરેલું જે પચ્ચખાણ, તેનો ભંગ કરવા કરતાં તો મરણ શ્રેષ્ઠ છે; કેમકે વ્રતભંગથી તો
લોકમાં નિંદા થાય, માર્ગ બગડે, ધર્મનો અપવાદ થાય ને પરલોકમાં પણ જીવ ઘણા કાળ
સુધી દુઃખી થાય. માટે, પંચપરમેષ્ટીની સાક્ષીથી લીધેલા સંલ્લેખના વ્રતને હે મુનિ! ભંગ
ન કરો, –ભલે દેહ છૂટી જાય. આવા દુર્લભ રત્નત્રય પામીને હવે તેને ન બગાડો.
આ સમાધિના અવસરે ક્ષુધાથી પીડિત થઈને તમે આહારની વાંછા કરો છો,––
પણ અરે મુનિ! જ્યાં આત્મિક–સુખરસનો સ્વાદ છે ત્યાં આહારાદિથી વિરક્તિ થઈ

PDF/HTML Page 15 of 49
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : માહ : ૨૪૯૮
જાય છે. જીહ્ના ઈન્દ્રિયની લાલસાથી આહારમાં ગૃદ્ધિ થઈને અભક્ષ્ય આહાર
કરતો થકો અનંતકાળથી જીવ નરકાદિચારગતિમાં મહા દુઃખ પામ્યો, અને તમને આ
સમાધિના અવસરમાં હજી આહારની લાલસા નથી છૂટતી,––તો સંસારમાં તમે દુઃખી
થશો. તમે માનો છો કે ‘ખોરાકવડે આહારની તૃષ્ણા મટાડીને હું તૃપ્ત થઈશ’––પણ
અનંતકાળથી આહાર કરવા છતાં જીવને તૃપ્તિ ન થઈ. ચક્રવર્તીના ભોગોપભોગથી,
કલ્પવૃક્ષના દિવ્ય આહારથી કે અસંખ્યાત વર્ષો સુધી દેવલોકના દિવ્યઅમૃતના આહારથી
પણ જેને તૃપ્તિ ન થઈ, તેને આ તૃચ્છ અન્નાદિકના ભોજનથી તૃપ્તિ કેમ થશે? જેમ
અગ્નિ ઇંધનવડે કદી ઉપશાંત થતો નથી તેમ ભોજનની લાલસાથી તૃપ્ત જીવ ખોરાકવડે
કદી તૃપ્ત થતો નથી. માટે ધૈર્ય ધારણ કરી આહારની વાંછા છોડો, ને અંતરમાં ઉપયોગ
જોડીને અતીન્દ્રિય જ્ઞાનઆનંદના સ્વાધીન ભોજન કરો...તેના અનુભવથી જ જીવને
પરમ તૃપ્તિ થશે.
જેની તૃષા સમુદ્રના જળથી પણ ન છીપી તેની તૃષા પાણીના એક ટીપાંથી કેમ
મટશે? અતીતકાળમાં આહારના બહાને સમસ્ત જાતિના પુદ્ગલોનું જીવે ભક્ષણ કર્યું છે
છતાં ક્ષુધા ન મટી, તો હવે જે કંઠગતપ્રાણ છે તે કિચિત્ આહારથી કેમ તૃપ્ત થશે? માટે
એ પૌદ્ગલિક આહારની અભિલાષા છોડીને ચૈતન્યના સંતોષરૂપ પરમ અમૃતનું
આસ્વાદન કરો. જે આહાર અનંતવાર ભોગવાઈ ચુક્્યો છે તેનું હવે શું આશ્ચર્ય છે! પૂર્વે
ન ભોગવેલાની અભિલાષા થાય તે તો ઠીક, પરંતુ એવો તો કોઈ આહાર નથી કે જે પૂર્વે
અનેકવાર ન ભોગવાયો હોય. આહારની અતિ ગૃદ્ધતાવાળો જીવ અનેક પ્રકારે આરંભ
કરે છે ને આકુળતાથી દુઃખી થાય છે. અરે, એવા તે કોણ મુનિ હોય કે આહારના
અલ્પકાલિક સ્વાદ ખાતર ચૈતન્યસ્વાદના દીર્ઘકાલિન મહાનસુખથી ચલિત થાય?
હે મુનિ! સંસારમાં જેટલા કોઈ શરીર સંબંધી કે મનસંબંધી દુઃખો જીવ
અનંતવાર પામ્યો છે તે બધા દુઃખો એક દેહમાં મમત્વરૂપ દોષને લીધે જ પામ્યો છે.
સંસારમાં જેટલાં દુઃખ છે તે બધાય શરીરના મમત્વને લીધે જ જીવ ભોગવે છે. હજી પણ
જો શરીરમાં મમત્વબુદ્ધિ કરશો તો સંસારપરિભ્રમણનું મહા દુઃખ પામશો. સંસારમાં
મરણ–સમાન ભય નથી, ને જન્મ–સમાન દુઃખ નથી, માટે જન્મ–મરણથી ભરેલા
શરીરનું મમત્વ છોડો. સમાધિમરણને માટે દેહનું મમત્વ છોડીને ચૈતન્યના ચિંતનમાં
ચિત્તને જોડો. ‘શરીર અન્ય છે અને જીવ અન્ય છે’ એવા નિશ્ચયરૂપ બુદ્ધિવાળા હે
મુનિ! હવે તમે

PDF/HTML Page 16 of 49
single page version

background image
: માહ : ૨૪૯૮ આત્મધર્મ : ૧૩ :
દુઃખ–ભય–કલેશ કરાવનાર આ શરીરની મમતા ન કરો. શરીર પુદ્ગલમય છે,
આત્મા તો જ્ઞાતા છે, શરીર મૂર્ત છે, આત્મા અમૂર્ત છે, શરીર સંયોગી–વિનાશીક છે,
આત્મા અસંયોગી–અવિનાશી છે, શરીર અચેતન છે, આત્મા ચેતન છે––આમ બંનેને
પ્રગટપણે અત્યંત જુદા જાણીને, દેહથી ભિન્ન આત્માનો અનુભવ કરતા થકા તમે
શરીરનું મમત્વ છોડો. શરીરની મમતા મહાન દુઃખ ઉપજાવનારી છે, માટે
જ્ઞાનભાવના પ્રગટ કરીને શરીરની મમતા કરવા જેવી નથી. હે મુનિરાજ! રોગાદિ
સમસ્ત ઉપસર્ગ–પરિષહને નિઃસંગપણે (–એકત્વસ્વભાવમાં તત્પરપણે) સહતા થકા
તમે સંકલેશ રહિત થઈને મોહને જીતી લ્યો. જેમ રત્નોથી ભરેલું વહાણ આખા
દરિયાને પાર કરીને, કાંઠે આવીને પ્રમાદથી ડુબી જાય, તેમ સંસારસમુદ્રના કિનારે
આવેલી રત્નત્રયથી ભરેલી સાધુપણારૂપી તમારી નૌકાને હે મુનિ! સંકલેશ–
પરિણામવડે ફરી ભવસમુદ્રમાં ડુબવા ન દેશો. ત્રણલોકમાં સારભૂત અને ઉત્તમ
મોક્ષસુખ દેનાર એવા આ દુર્લભ સાધુપણાને આહારના અલ્પસુખ–નિમિત્તે નષ્ટ ન
કરો. અલ્પકાળ જીવન શેષ છે માટે આહારાદિની વાંછા છોડી વીતરાગતાથી પરમ
સંયમની ભાવનામાં દ્રઢ રહો.
અહા, ઉપસર્ગ અને પરિષહો પ્રાપ્ત થવા છતાં જેમનું ધૈર્ય નથી છૂટ્યું એવા
ધીર–વીર પુરુષોવડે ઉપદેશવામાં આવેલ, અને સંતપુરુષોવડે સેવન કરવામાં આવેલ
એવો આ મહાપવિત્ર રત્નત્રયમાર્ગ, તે માર્ગને પામીને ધન્યપુરુષો આહાર–
શરીરાદિની વાંછાથી રહિત થયા થકા સમાધિ પામીને શુદ્ધ થાય છે,–આરાધનાવડે
એને સંસારનો નિસ્તાર થાય છે. માટે હે કલ્યાણઅર્થી મુનિરાજ! આ કલેવરકુટિરને
અત્યંત ત્યાગવા યોગ્ય જાણો, અને દેહકલેવર અમારું નથી–એમ મમતારહિત થઈને
રત્નત્રયમાં સ્થિર રહો. કર્મના ફળમાં ઉદાસીન રહીને વેદનાને દુઃખરહિત સહન કરવી
યોગ્ય છે.
આ પ્રમાણે નિર્યાપકઆચાર્યના વીરતા ભરેલા વીતરાગી ઉપદેશ વડે, જેનું
ભેદવિજ્ઞાન જાગૃત થયું છે, એવા તે ક્ષપકમુનિ સંકલેશથી નિવૃત્ત થાય છે, રત્નત્રયમાં
ઉત્સાહિત થાય છે, અને જેમ બીજા દેહમાં ઊપજેલા દુઃખનું વેદન પોતાને નથી તેમ
આ દેહમાં ઊપજેલા દુઃખને પણ બીજા દેહના દુઃખની માફક જ પોતાથી જુદું દેખે છે;
ભિન્ન ચૈતન્યની ભાવનાથી પોતે પોતાની આરાધનામાં અચલ રહે છે. અને બખ્તર
પહેરેલા યોદ્ધાની જેમ શૂરવીરપણે એમ વિચાર કરે છે કે અહા, મારી ધીરતા દેખવા
અને મને આરાધનાનો ઉત્સાહ જગાડવા આ મહાન ઋદ્ધિવંત વીતરાગ મુનિ મારી
સમીપ આવ્યા છે, તો હવે તેમની સમક્ષ પ્રાણ છૂટે તો ભલે છૂટે, પરંતુ ધૈર્ય

PDF/HTML Page 17 of 49
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : માહ : ૨૪૯૮
છોડી વ્રતભંવગડે હું ધર્મને લજ્જિત નહીં કરું. આ પ્રમાણે ઉત્તમપુરુષોના
સંસર્ગથી કાયર પણ ધૈર્યરૂપ બખ્તર ધારણ કરીને કર્મ સામે યુદ્ધ કરવા તૈયાર થાય છે.
અભેદ્ય બખ્તર જેવા આ વીતરાગી ઉપદેશને હૃદયમાં ધારણ કરનાર પુરુષ કર્મશત્રુને
જીતી લે છે. આ રીતે વીતરાગવચનરૂપી કવચ સહિત થયેલા ક્ષપકમુનિ પરિષહરૂપી
શત્રુથી નહીં ભેદાતા થકા આત્મધ્યાન કરવામાં સમર્થ થાય છે.
• • •
એ રીતે વીતરાગ ગુરુવડે પહેરવવામાં આવેલ જે કવચ–બખ્તર તેના પ્રભાવથી
તે ક્ષપકમુનિ શ્રુધા–તૃષા–રોગ–વેદના વગેરે પરિષહોને સંકલેશ વગર પરમસમતાભાવથી
સહન કરે છે, અને શરીરમાં–ક્ષેત્રમાં–સંકલસંઘમાં–વૈયાવૃત્ય કરનારાઓમાં તેમજ સમસ્ત
ક્ષેત્ર–કાળાદિકમાં રાગ–દ્વેષરહિત વર્તતા થકા, ક્યાંય પણ પરિણામને બાંધ્યા વગર પરમ
સમતાભાવને પ્રાપ્ત કરે છે. સંસારમાં જેટલી વસ્તુ ગ્રહણમાં આવે છે તે બધી મારાથી
અન્ય છે, મારું કાંઈપણ નથી એમ સર્વત્ર નિર્મમત્વ ભાવવડે તે જીવ વીતરાગી
સમભાવને પામે છે. કવચવડે ધીરતા ધારણ કરનારા તે સાધુ કોઈ સંયોગમાં રતિ–
અરતિ કરતા નથી, ઈષ્ટ વસ્તુના સંયોગમાં ઉત્સુકતા કે હર્ષ નથી કરતા, ને અનિષ્ટ
વસ્તુના સંયોગમાં દીનતા કે વિષાદ નથી કરતા. મિત્ર–સ્વજન–શિષ્ય–સાધર્મી બધા પ્રત્યે
રાગ–દ્વેષ છોડે છે. વીતરાગી કવચ વડે જેનું મન આરાધનામાં દ્રઢ થયું છે એવા તે સાધુ
સ્વર્ગાદિના ભોગની પણ વાંછા કરતા નથી. રત્નત્રય માર્ગની વિરાધના વગર દ્રઢપણે
આરાધનામાં તત્પર રહે છે; જીવન–મરણ કે માન–અપમાનમાં તે સમભાવી રહે છે. આ
જગતમાં જેટલા ઈન્દ્રિયવિષયો છે તે તો બધાય પુદ્ગલપર્યાયો છે, અને જ્ઞાનાનંદ સ્વરૂપ
એવા મારાથી તો તે ભિન્ન છે, તોપછી હું કોનામાં રાગ–દ્વેષ કરું? એ રીતે સર્વત્ર રાગ–
દ્વેષરહિત થઈને તે સાધુ ઉત્તમાર્થ એવી આરાધનામાં વર્તે છે. મરણપર્યંત ગમે તેવી
અસાતા થાય તોપણ નિર્મોહપણે તે સમભાવમાં વર્તે છે. એ રીતે આચાર્ય સમક્ષ જેમણે
ઉત્તમ પ્રકારે આત્માને ભાવ્યો છે એવા તે ક્ષપકમુનિ ખેદરહિત શૂરવીરપણે પરમ
રત્નત્રયમાં આરૂઢ થઈને, ચૈતન્યમાં જ ચિત્તની એકાગ્રતાપૂર્વક સમાધિમરણ કરે છે.
જય હો ઉત્તમ રત્નત્રય–આરાધનાનો.
નમસ્કાર હો તે આરાધક મુનિરાજ ભગવંતને.

PDF/HTML Page 18 of 49
single page version

background image
: માહ : ૨૪૯૮ આત્મધર્મ : ૧૫ :
આનંદના પ્યાસી જીવોને માટે સંતોએ માંડી છે––
પરમઆનંદની પરબ
જ મને સુખ થશે; માટે તે પરમ તત્ત્વ મને બતાવો.
(બેસતું વર્ષ તથા ભાઈબીજના પ્રવચનમાંથી : સં. ૨૦૨૧)
શાસ્ત્રના પ્રારંભમાં પંચપરમેષ્ઠી ભગવંતોને નમસ્કાર કરીને. પ્રભાકર
ઉપદેશ આપો. જગતમાં તો ક્યાંય મેં સુખ ન દેખ્યું, મને મારા
પરમતત્ત્વમાંથી જ સુખ મળશે––એવા વિશ્વાસપૂર્વક શિષ્ય કહે છે કે હે પ્રભો!
અનુગ્રહપૂર્વક એવા કોઈ પરમ તત્ત્વનો ઉપદેશ આપો કે જેને જાણવાથી મને
મારા ચૈતન્યનું ઉત્તમ સુખ મળે.
જેમ બેસતાવર્ષે મહાપુરુષ–ધર્માક્ષના આશીર્વાદ લઈએ છીએ, તેમ
અહીં શિષ્ય પોતાના આત્મામાં આનંદનું નવું વર્ષ બેસાડવા માટે શ્રી ગુરુ
પાસે વિનયથી આશીર્વાદ માંગે છે ને વિનવે છે કે હે સ્વામી! પ્રસન્ન થઈને
મને પરમ તત્ત્વ સમજાવો...કે જે પરમ તત્ત્વને સમજતાં મને સુખનો અનુભવ
થાય. અત્યાર સુધી સંસારમાં રખડતાં મેં ઘણાં–ઘણાં દુઃખ ભોગવ્યાં, સુખ તો
મને ક્યાંય ન મળ્‌યું...પરમાત્મ તત્ત્વને ન જાણ્યું તેથી જ હું દુઃખી થયો, તો હે
સ્વામી! હવે કૃપા કરીને આપ તે પરમાત્મતત્ત્વનો એવો ઉપદેશ આપો કે જેને
જાણીને હું સિદ્ધસુખ પામું ને આ સંસારદુઃખથી છૂટું.
દુઃખથી છૂટવા માટે હૃદયની દર્દભરી વિનતિ કરે છે––પ્રભો! મારે બીજું
કાંઈ નથી જોઈતું, એક ચૈતન્યસુખની પ્રાપ્તિ કેમ થાય તે જ બતાવો. જુઓ,
આ પાત્ર શિષ્યનો પોકાર! દરેક જિજ્ઞાસુના અંતરમાં કેવી ભાવના

PDF/HTML Page 19 of 49
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : માહ : ૨૪૯૮
તરસ્યા શિષ્યને શ્રીગુરુ પીવડાવે છે –
પરમ આનંદનાં અમૃત
હોય તેની આ વાત છે. આખા સંસારમાં–પાપમાં કે પુણ્યમાં, નરકમાં કે
સ્વર્ગમાં જેને દુઃખ લાગતું હોય, ચૈતન્યની સમાધિ–અનુભૂતિ સિવાય બીજે
ક્્યાંય, કોઈ પરભાવમાં કે કોઈ સંયોગમાં કિંચિત્ સુખ નથી, સુખ તો
ચૈતન્યની વીતરાગી અનુભૂતિમાં જ છે––એમ જેના અંતરમાં ભાસ્યું હોય,
એવા જીવની આ જિજ્ઞાસા છે કે હે પ્રભો! હું મારા પરમાત્મતત્ત્વને જાણુ––
એવો ઉપદેશ મને આપો.
જેમ પાણીની બહાર પડેલું માછલું પાણી વગર તરફડે, તેને ચેન ક્્યાંય
ન પડે, તેમ હે પ્રભો! ચૈતન્યના નિર્વિકલ્પસુખના દરિયાથી બહાર પરભાવમાં
સર્વત્ર હું દુઃખથી તરફડી રહ્યો છું, ચાર ગતિમાં ક્યાંય મને ચેન નથી,
સ્વર્ગમાંય ચેન નથી; પરમાત્મતત્ત્વમાં જે સુખ ભર્યું છે તેનો મને અનુભવ કેમ
થાય–એ જ મારે સમજવું છે. પ્રભો! સંસારમાં બીજી કોઈ વાંછા નથી, મારા
ચૈતન્ય સુખ સિવાય બીજું કાંઈ હું ચાહતો નથી. આવો અંતરનો પોકાર જેને
જાગ્યો તે શિષ્યને શ્રીગુરુ પરમાત્મતત્ત્વ સમજાવે છે, ને કોરો ઘડો જેમ
પાણીના ટીપાંને ચૂસી લ્યે તેમ, તે શિષ્ય તરત સમજી જાય છે.
શિષ્યને પોતાને એમ ભાસ્યું છે કે અરે, અનંતકાળ મેં દુઃખનો ભોગવટો
કર્યો, મારા આત્માના સુખના ઉપાયને મેં ક્ષણમાત્ર ન સેવ્યો; સુખના ઉપાયના
સેવન વગર અનંતકાળ દુઃખના દરિયામાં જ ડુબી રહ્યો, હવે આ દુઃખના
દરિયાનો કિનારો આવે ને હું સુખ પામું એનો ઉપાય શું છે? તે જાણીને તેનું જ
સેવન કરવાની ધગશ છે. એક જ ધગશ છે, એક જ ધૂન છે, એક જ જિજ્ઞાસા
છે. જે પરમાત્મસ્વભાવના લાભ વગર, એટલે ભાન વગર, હું સંસારમાં ભમ્યો
અને જેની પ્રાપ્તિથી મારું ભ્રમણ મટે એવો પરમાત્મસ્વભાવ મને બતાવો.––આ
રીતે જિજ્ઞાસુ શિષ્ય આત્માનું સ્વરૂપ સાંભળવા માંગે છે.

PDF/HTML Page 20 of 49
single page version

background image
: માહ : ૨૪૯૮ આત્મધર્મ : ૧૭ :
બીજાું કાંઈ મારે નથી જોઈતું – એક આત્મા જ જાણવો છે
કે જેને જાણવાથી સુખનો અનુભવ થાય.
(૧૬મા પાનાંનો લેખ ચાલુ)
આત્મજ્ઞાન સિવાય જગતમાં કાંઈ સાર નથી. ભરત જેવા ચક્રવર્તી કે
સ્વર્ગના ઈન્દ્ર પણ શુદ્ધઆત્માને જ સાર સમજીને, તીર્થંકરભગવાન પાસે
વિનયથી એનું જ સ્વરૂપ પૂછે છે, ને બહુમાનથી સાંભળે છે. પ્રભો! જગતમાં
સૌથી ઉત્તમ ને આદરણીય જે શુદ્ધાત્મા તે કેવો છે? પોતાને તેનું ભાન હોય
તોપણ મુમુક્ષુ જીવો ભગવાન પાસે મુનિરાજ પાસે જઈને ફરીફરીને આદરપૂર્વક
તેનું સ્વરૂપ સાંભળે છે. અહીં (પરમાત્મપ્રકાશમાં) પ્રભાકર ભટ્ટ પણ એ જ
વાત પૂછે છે, અને તેને પરમાત્માનું સ્વરૂપ સમજાવે છે. (દરેક જિજ્ઞાસુશિષ્યે
પોતાને પ્રભાકર ભટ્ટના સ્થાને જ સમજવો.)
જુઓ તો ખરા, શુદ્ધાત્માના જિજ્ઞાસુને માટે ઉત્કૃષ્ટ દાખલો ઠેઠ
ભરતચક્રવર્તીનો આપ્યો. જેમ ઋષભદેવની સભામાં ભરતચક્રવર્તીએ
શુદ્ધાત્માનું સ્વરૂપ પૂછ્યું હતું તેમ અહીં સંસારથી ભયભીત થઈને આત્માના
સુખને માટે પ્રભાકર ભટ્ટ યોગીન્દુદેવને વિનયથી તે જ વાત પૂછે છે.
શુદ્ધાત્માની આરાધનારૂપ રત્નત્રય જેને પ્રિય છે એવા જીવો જ્ઞાની પાસે તેનો
જ પ્રશ્ન પૂછે છે. વાહ! શ્રોતા એવા છે કે જેને પ્રિયમાં પ્રિય આત્મા છે,
આત્માના રત્નત્રય જેને પ્રિય છે, વ્યવહારમાં પંચપરમેષ્ઠીની ભક્તિ પ્રિય છે;
એ સિવાય સંસારમાં બીજું કાંઈ જેને પ્રિય નથી, જેઓ ચૈતન્યના વીતરાગ
નિર્વિકલ્પ આનંદરસના પ્યાસા છે, અને જેમને રાગની કે પુણ્ય–વૈભવની
પિપાસા નથી. પ્રવચનસારમાં કહે છે કે ‘પરમ આનંદના પિપાસુ ભવ્યજીવોને
માટે આ ટીકા રચાય છે. સમાધિશતકમાં કહે છે કે કૈવલ્યસુખની સ્પૃહાવાળા
જીવોને માટે પરથી વિભક્ત આત્માનું સ્વરૂપ કહેવામાં આવે છે. જુઓ તો
ખરા, સંતોએ તો પરમ આનંદનાં પરબ માંડ્યા છે. જેમ ભરઉનાળામાં
તૃષાતૂરને માટે ઠંડા પાણીનાં પરબ મંડાયા હોય ત્યાં તરસ્યા જીવો પ્રેમથી
આવીને પાણી પીએ છે ને તેનું હૃદય ઠરે છે; તેમ સંસાર–ભ્રમણરૂપી
ભરઉનાળામાં રખડી–રખડીને