Page -25 of 181
PDF/HTML Page 2 of 208
single page version
Page -24 of 181
PDF/HTML Page 3 of 208
single page version
હસ્તે શ્રી રસિકલાલ જગજીવનદાસ શાહ-પરિવાર
Page -22 of 181
PDF/HTML Page 5 of 208
single page version
ને હૈયું આ ફરી ફરી પ્રભુ! ધ્યાન તેનું ધરે છે;
આત્મા મારો પ્રભુ! તુજ કને આવવા ઉલ્લસે છે,
આપો એવું બળ હૃદયમાં માહરી આશ એ છે.
અજ્ઞાન-અંશ બળી ભસ્મરૂપે થયો જ્યાં;
આનંદ, જ્ઞાન, નિજ વીર્ય અનંત છે જ્યાં,
ત્યાં સ્થાન માગું — જિનનાં ચરણાંબુજોમાં.
ભલે ઇન્દ્રાણીના રતનમય સ્વસ્તિક બનતા;
નથી એ જ્ઞેયોમાં તુજ પરિણતિ સન્મુખ જરા,
સ્વરૂપે ડૂબેલા, નમન તુજને, ઓ જિનવરા!
પ્રણમન કરું હું ધર્મકર્તા તીર્થ શ્રી મહાવીરને.
Page -21 of 181
PDF/HTML Page 6 of 208
single page version
Page -20 of 181
PDF/HTML Page 7 of 208
single page version
‘ગુરુદેવશ્રીનાં વચનામૃત’ નામનું આ લઘુ સંકલન અધ્યાત્મ- યુગસ્રષ્ટા, વીર-કુંદ-અમૃતપ્રણીત શુદ્ધાત્મમાર્ગપ્રકાશક, સ્વાનુભવ- વિભૂષિત, પરમોપકારી પરમપૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીનાં, શ્રી સમયસાર વગેરે અનેક દિગંબર જૈન શાસ્ત્રો પર આપેલાં અધ્યાત્મરસ-ભરપૂર પ્રવચનોમાંથી, પૂજ્ય ગુરુદેવશ્રીની પવિત્ર સાધનાભૂમિ સુવર્ણપુરી મધ્યે ‘પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામી સ્મારક-યોજના’ અંતર્ગત નવનિર્મિત ‘શ્રી દિગંબર જૈન પંચમેરુ- નંદીશ્વર-જિનાલય * ગુરુદેવશ્રી કાનજીસ્વામી વચનામૃતભવન * બહેનશ્રી ચંપાબેન વચનામૃતભવન’ — એ ત્રિપટા અભિધાનયુક્ત અતિ ભવ્ય જિનમંદિરની દિવાલોના આરસશિલાપટ પર ઉત્કીર્ણ કરાવવા માટે ચૂંટેલા ૨૮૭ બોલનો સંગ્રહ છે.
ભારતવર્ષની ધન્ય ધરા પર વિક્રમની વીસમી-એકવીસમી શતાબ્દીમાં સમયસારના મહિમાનો જે આ અદ્ભુત ઉદય થયો છે તે, ખરેખર અધ્યાત્મયુગપ્રવર્તક પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામીનો કોઈ અસાધારણ પરમ પ્રતાપ છે.
સમયસાર એટલે દ્રવ્યકર્મ, ભાવકર્મ ને નોકર્મ રહિત ત્રિકાળી શુદ્ધ આત્મા. શુદ્ધ આત્માના સ્વરૂપનું સુંદર ને સચોટ પ્રતિપાદન
Page -19 of 181
PDF/HTML Page 8 of 208
single page version
કરનાર, શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત પરમાગમ શ્રી સમયસાર નામનો મહાન ગ્રંથ વિ. સં. ૧૯૭૮માં, વિધિની કોઈ ધન્ય પળે, પૂજ્ય ગુરુદેવશ્રીનાં કરકમળમાં આવ્યો. તે વાંચતાં જ તેમના હર્ષોલ્લાસનો પાર ન રહ્યો, કેમ કે જે દુઃખમુક્તિના યથાર્થ માર્ગની શોધમાં તેઓ હતા તે તેમને સમયસારમાંથી મળી ગયો. સમયસારનું ઊંડાણથી અધ્યયન કરતાં તેમણે તેમાં અમૃતનાં સરોવર છલકાતાં જોયાં; એક પછી એક ગાથા વાંચતાં તેમણે ખોબા ભરી ભરીને તે અમૃત પીધું. ગ્રંથાધિરાજ સમયસારે પૂજ્ય ગુરુદેવશ્રી પર અપૂર્વ, અલૌકિક, અનુપમ ઉપકાર કર્યો અને તેમના આત્માનંદનો પાર ન રહ્યો. સમયસારના તલસ્પર્શી અધ્યયનથી તેમના અન્તર્જીવનમાં પરમ પવિત્ર પરિવર્તન થયું. ભૂલી પડેલી પરિણતિ નિજ ઘર તરફ વળી — પરિણતિનો પ્રવાહ સુખસિંધુ જ્ઞાયકદેવ તરફ વળ્યો. તેમની જ્ઞાનકળા અપૂર્વ રીતે ને અસાધારણરૂપે ખીલી ઊઠી.
ગ્રંથધિરાજ સમયસાર જેમના શુદ્ધાત્મસાધનામય જીવનનો જનક થયો ને આજીવન સાથી રહ્યો તે પરમકૃપાળુ પૂજ્ય ગુરુદેવની પાવન પરિણતિમાં સમયસારના ગહન અવગાહનથી સમુત્પન્ન જે સ્વાનુભૂતિજનિત અતીન્દ્રિય આનંદના ઊભરા તે, વિકલ્પકાળે ભવ્યજનભાગ્યયોગે શબ્દદેહ ધારણ કરીને પ્રવચનરૂપે વહેવા લાગ્યા. ગુરુદેવે પોતાની સાધનાપૂત ઉજ્જ્વળ જ્ઞાનધારામાંથી પોતાના જીવનકાળ દરમિયાન સમયસાર ઉપર ઓગણીસ વાર શુદ્ધાત્મતત્ત્વ - પ્રતિપાદનપ્રધાન, અનેકાન્તસુસંગત ને નિશ્ચય-વ્યવહારના સુમેળ યુક્ત અધ્યાત્મરસઝરતાં અનુપમ પ્રવચનો આપ્યાં. તદુપરાંત પ્રવચનસાર, પંચાસ્તિકાયસંગ્રહ, નિયમસાર વગેરે કુંદકુંદભારતી પર તેમ જ અન્ય દિગંબર જૈન આચાર્યોના પરમાત્મપ્રકાશ, પુરુષાર્થસિદ્ધ્યુપાય, સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા વગેરે અનેક ગ્રંથો ઉપર પણ અનેક વાર તળસ્પર્શી વ્યાખ્યાનો આપ્યાં. એ રીતે વ્યાખ્યાનો દ્વારા
Page -18 of 181
PDF/HTML Page 9 of 208
single page version
વીતરાગસર્વજ્ઞદેવપ્રણીત શુદ્ધાત્માનુભૂતિસ્વરૂપ સાચો મોક્ષમાર્ગ મુમુક્ષુજગતને બતાવીને કૃપાળુ કહાનગુરુદેવે ખરેખર વચનાતીત અસાધારણ મહાન ઉપકાર કર્યો છે. આ શતાબ્દીમાં સ્વાનુભૂતિપ્રધાન મોક્ષમાર્ગનો જે મહિમા પ્રવર્તે છે તેનું પૂરું શ્રેય પૂજ્ય ગુરુદેવને છે.
પૂજ્ય ગુરુદેવની અધ્યાત્મરસઝરતી, સ્વાનુભવમાર્ગપ્રકાશિની આ કલ્યાણી પ્રવચનગંગા જગતના જીવોને પાવન કરતી જે વહી જાય છે તેને જો લેખનબદ્ધ કરીને સ્થાયી કરવામાં આવે તો મુમુક્ષુજગતને મહાન લાભનું કારણ થાય — એ પુનિત ભાવનાના બળે શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ (સોનગઢ) દ્વારા, સમયસાર વગેરે અનેક શાસ્ત્રો ઉપર પૂજ્ય ગુરુદેવે આપેલાં પ્રવચનો લિપિબદ્ધ કરાવી, તે મિથ્યાત્વતમોભેદિની સમન્તભદ્રા અનુપમ વાણી ‘આત્મધર્મ’ માસિક પત્ર તેમ જ અનેક પ્રવચનગ્રંથોમાં પ્રકાશિત કરવામાં આવી. એ રીતે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનસાહિત્ય દ્વારા નિજહિતાર્થી મુમુક્ષુજગત ઉપર મહાન ઉપકાર થયો.
અહો! આવા અસાધારણ પરમોપકારી પૂજ્ય ગુરુદેવશ્રીનો તેમ જ તેમની લોકોત્તર અનુભવવાણીનો મહિમા શો થાય! તે વિષે પોતાની ગુરુભક્તિભીની હૃદયોર્મિઓ વ્યક્ત કરતાં પ્રશમમૂર્તિ ભગવતીમાતા પૂજ્ય બહેનશ્રી ચંપાબેન કહે છે કે —
‘‘ગુરુદેવનું દ્રવ્ય જ અલૌકિક હતું. તેમની વાણી પણ એવી અલૌકિક હતી કે અંદર આત્માની રુચિ જગાડે. તેમની વાણીનાં ઊંડાણ ને રણકાર કંઈક જુદાં જ હતાં. સાંભળતાં અપૂર્વતા લાગે ને ‘જડ – ચૈતન્ય જુદાં છે’ તેવો ભાસ થઈ જાય — એવી વાણી હતી. ‘અરે જીવો! તમે દેહમાં બિરાજમાન ભગવાન આત્મા છો કે જે અનંત ગુણોનો મહાસાગર છે. તે પ્રત્યક્ષ અનુભવગોચર ભગવાનને તમે અનુભવો; તમને પરમાનંદ થશે.’ — આવી ગુરુદેવની
Page -17 of 181
PDF/HTML Page 10 of 208
single page version
અનુભવયુક્ત જોરદાર વાણી શ્રોતાઓને આશ્ચર્યચકિત કરતી. ઘણી પ્રબળ વાણી! શુદ્ધ પરિણતિની ને શુદ્ધ જ્ઞાયક આત્માની લગની લગાડે — એવી મંગળમય વાણી ગુરુદેવની હતી.
અહો! દેવ-શાસ્ત્ર-ગુરુ મંગળ છે, ઉપકારી છે. આપણને તો દેવ-શાસ્ત્ર-ગુરુનું દાસત્વ જોઈએ છે.
પૂજ્ય કહાનગુરુદેવથી તો મુક્તિનો માર્ગ મળ્યો છે. તેઓશ્રીએ ચારે બાજુથી મુક્તિનો માર્ગ પ્રકાશ્યો છે. ગુરુદેવનો અપાર ઉપકાર છે. તે ઉપકાર કેમ ભુલાય! પૂજ્ય ગુરુદેવનાં ચરણકમળની ભક્તિ અને તેમનું દાસત્વ નિરંતર હો.’’
પૂજ્ય ગુરુદેવશ્રીના તે વિશાળ પ્રવચનસાહિત્યમાંથી ચૂંટીને આ ‘ગુરુદેવશ્રીનાં વચનામૃત’ પુસ્તકનો ઉદ્ભવ કઈ રીતે થયો તે આપણે જોઈએઃ —
પૂજ્ય ગુરુદેવની સાધનાભૂમિમાં — સુવર્ણપુરીમાં — પ્રશમમૂર્તિ ધન્યાવતાર પૂજ્ય બહેનશ્રી ચંપાબેનની — રાત્રે મહિલાશાસ્ત્રસભામાં ઉચ્ચારેલી — સ્વાનુભવરસઝરતી ને દેવગુરુભક્તિભીની અધ્યાત્મ- વાણી પૂજ્ય ગુરુદેવશ્રીની મંગલ ઉપસ્થિતિમાં ‘બહેનશ્રીનાં વચનામૃત’રૂપે વિ. સં. ૨૦૩૩ માં પ્રકાશિત થઈ. તેમાં સમાયેલ અધ્યાત્મનાં તલસ્પર્શી ઊંડાં રહસ્યોથી પૂજ્ય ગુરુદેવ ખૂબ જ પ્રસન્ન તેમ જ પ્રભાવિત થયા. તેમણે પોતાની પ્રસન્ન ભાવના વ્યક્ત કરતાં ટ્રસ્ટના પ્રમુખ શ્રી રામજીભાઈ દોશીને કહ્યુંઃ ‘‘ભાઈ! આ ‘વચનામૃત’ પુસ્તક એવું સરસ છે કે તેની એક લાખ પ્રત છપાવવી જોઈએ.’’ ‘બહેનશ્રીનાં વચનામૃત’ પુસ્તક વિષે પૂજ્ય ગુરુદેવની આવી અસાધારણ પ્રસન્નતા તેમ જ અહોભાવ જોઈને – સાંભળીને કેટલાક મુમુક્ષુઓને તેને સંગેમરમરના શિલાપટ પર ઉત્કીર્ણ કરાવવાની ભાવના જાગી. એ વાત પ્રસ્તુત થતાં પૂજ્ય ગુરુદેવે એવી
Page -16 of 181
PDF/HTML Page 11 of 208
single page version
ભાવના વ્યક્ત કરી કે ‘વચનામૃત કોતરાવીને બહેનના (પૂજ્ય બહેનશ્રી ચંપાબેનના) નામનું એક નવું સ્વતંત્ર મકાન થવું જોઈએ.’ મુરબ્બી શ્રી રામજીભાઈએ પૂજ્ય ગુરુદેવશ્રીની ભાવના શિરોધાર્ય કરીને નક્કી કર્યું કે — ‘બહેનશ્રી ચંપાબેન વચનામૃતભવન’નું નિર્માણ કરવું; જેની શિલાન્યાસવિધિ વિ. સં. ૨૦૩૭ના કારતક સુદ પાંચમના શુભ દિને પૂજ્ય ગુરુદેવની મંગળ ઉપસ્થિતિમાં થઈ હતી.
શિલાન્યાસવિધિ સંપન્ન થયા પછી થોડા દિવસોમાં (ગુરુદેવશ્રીની અનુપસ્થિતિમાં) ટ્રસ્ટીઓએ ને મુખ્ય કાર્યકર્તાઓએ, ‘વચનામૃતભવન’નું વિસ્તૃતીકરણ કરીને તેમાં પંચમેરુ-નંદીશ્વરની પ્રતિષ્ઠિત રચના કરવી અને ‘ગુરુદેવશ્રીનાં વચનામૃત’ પણ કોતરાવવાં, — એવો નિર્ણય કર્યો. તદનુસાર પૂજ્ય ગુરુદેવશ્રીના સાહિત્યસમુદ્રમાંથી વીતરાગ માર્ગને સ્પષ્ટ કરનારા કેટલાક બોલ વીણીને ‘ગુરુદેવશ્રીનાં વચનામૃત’નું આ સંકલન શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટે તૈયાર કરાવ્યું, અને તેનું આરસશિલાપટ પર કોતરકામ પણ થયું; તથા પૂજ્ય બહેનશ્રીની મંગલ ઉપસ્થિતિમાં વિ. સં. ૨૦૪૧ના ફાગણ સુદ સાતમના શુભ દિને પંચમેરુ – નંદીશ્વરજિનાલયની પંચકલ્યાણકપુરસ્સર ભવ્ય પ્રતિષ્ઠા પણ થઈ.
શ્રી પંચમેરુ-નંદીશ્વરજિનાલયમાં ઉત્કીર્ણ ‘ગુરુદેવશ્રીનાં વચનામૃત’ પુસ્તકાકારે પ્રકાશિત થાય તો સૌ કોઈને તેના અધ્યયનનો લાભ મળે — એ હેતુથી તે છપાવવાનું ‘ટ્રસ્ટ’ની યોજનાતળે હતું, અને પૂજ્ય બહેનશ્રી પણ, આ પુસ્તક શીઘ્ર બહાર પડે તો સારું — એવી અંતરમાં ગુરુવાણી પ્રત્યે તેમને ભક્તિભીની તીવ્ર ભાવના હોવાથી, અવારનવાર પૂછતાં કે — ‘‘ ‘ગુરુદેવશ્રીનાં વચનામૃત’ પુસ્તક ક્યારે બહાર પડશે?’’ પરંતુ તે કાર્ય વગર – પ્રયોજને ઢીલમાં પડયું હતું. તેવામાં, જેમણે પોતાની દેવ-ગુરુ પ્રત્યેની અપાર ભક્તિ વડે પંચમેરુ –
Page -15 of 181
PDF/HTML Page 12 of 208
single page version
નંદીશ્વરજિનાલય વગેરે સુવર્ણપુરી – તીર્થધામનાં બધાં જિનાયતનોનાં તથા બહારગામનાં અનેક જિનાયતનોનાં નિર્માણકાર્યમાં તેમ જ સંસ્થાની ગતિવિધિમાં વિવિધ પ્રકારે અનુપમ સેવા આપી છે તે, (પૂજ્ય બહેનશ્રી અને પં. શ્રી હિંમતલાલભાઈના મોટા ભાઈ) આત્માર્થી મુમુક્ષુ ભાઈશ્રી વ્રજલાલભાઈ જેઠાલાલ શાહ (ઇજનેર)નો સ્વર્ગવાસ થતાં આદરણીય પંડિતજી શ્રી હિંમતભાઈએ તથા મુરબ્બી શ્રી વ્રજલાલભાઈના પરિવારે, જો ટ્રસ્ટ ‘ગુરુદેવશ્રીનાં વચનામૃત’ પુસ્તક પ્રકાશિત કરવાની યોજના શીઘ્ર કાર્યાન્વિત કરે તો, પોતાના પૂજ્ય મુરબ્બી શ્રી વ્રજલાલભાઈએ સ્વયં દર્શાવેલી ભાવના અનુસાર ધર્માદામાં જાહેર કરેલી એક લાખ રૂપિયાની રકમમાંથી રૂપિયા દસ હજાર તેના પ્રકાશન ખાતે ફાળવવાની પોતાની ભાવના વ્યક્ત કરી. ટ્રસ્ટે તેમની ભાવનાને સંમતિ આપી. એ રીતે ટ્રસ્ટને ઢીલમાં પડેલા આ પુસ્તકના પ્રકાશનકાર્યમાં વેગ મળ્યો અને આ ‘ગુરુદેવશ્રીનાં વચનામૃત’ પુસ્તકાકારે સાકાર થયાં, જે મુમુક્ષુજગતના હાથમાં પ્રસ્તુત કરતાં અમે અતિ હર્ષાનંદ અનુભવીએ છીએ.
આ પુસ્તકની પડતર કિંમત રૂા. ૮=૦૦ થાય છે. જિજ્ઞાસુઓવધુ લાભ લઈ શકે તે માટે તેની વેચાણકિંમત રૂા. ૪=૦૦ રાખવામાં આવી છે.
અંતમાં, અમને આશા છે કે તત્ત્વરસિક જિજ્ઞાસુ જીવો ગુરુદેવશ્રીની સ્વાનુભવરસભીની જ્ઞાનધારામાંથી પ્રવહેલાં આ શુદ્ધાત્મતત્ત્વસ્પર્શી ‘વચનામૃત’ દ્વારા આત્માર્થને પુષ્ટ કરી, સાધનાની સાચી દિશા પ્રાપ્ત કરી, પોતાના સાધનામાર્ગને ઉજ્જ્વળ તેમ જ સુધાસ્યંદી બનાવશે.
ફાગણ વદ ૧૦, વિ. સં. ૨૦૪૪ (પૂ૦ બહેનશ્રી ચંપાબેનની
૫૬મી સમ્યક્ત્વજયંતી)
Page -14 of 181
PDF/HTML Page 13 of 208
single page version
આ ગુજરાતી ‘ગુરુદેવશ્રીનાં વચનામૃત’ ગ્રંથની બીજી આવૃત્તિ ખપી જવાથી તેની ત્રીજી આવૃત્તિ ફરી છપાવવામાં આવેલ છે. આગળની આવૃત્તિમાં જે મુદ્રણ-અશુદ્ધિઓ હતી તે સુધારીને આ આવૃત્તિ મુદ્રિત કરવામાં આવી છે.
મુદ્રણકાર્ય ‘કહાન મુદ્રણાલય’ના માલિક શ્રી જ્ઞાનચંદજી જૈને કાળજીપૂર્વક સારું કરી આપ્યું છે, તે બદલ તેમનો ટ્રસ્ટ આભાર માને છે.
આ ગ્રંથના પઠન-પાઠનથી મુમુક્ષુ જીવ આત્મલક્ષી તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરી આત્માર્થને વિશેષ પુષ્ટ કરે એ જ ભાવના.
વિ. સં. ૨૦૫૮, કારતક સુદી-૧૫, તા. ૩૦-૧૧-૨૦૦૧
Page -13 of 181
PDF/HTML Page 14 of 208
single page version
આ ભારતવર્ષની પુણ્ય ભૂમિમાં અવતાર લઈને જે મહાપુરુષે પ્રવર્તમાન ચોવીસીના ચરમ તીર્થંકર દેવાધિદેવ પરમપૂજ્ય ૧૦૦૮ શ્રી મહાવીરસ્વામી દ્વારા પ્રરૂપિત તથા તદામ્નાયાનુવર્તી આચાર્યશિરોમણિ શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવ દ્વારા સમયસાર આદિ પરમાગમોમાં સુસંચિત શુદ્ધાત્મદ્રવ્યપ્રધાન અધ્યાત્મતત્ત્વામૃતનું પોતે પાન કરીને વિક્રમની આ વીસ-એકવીસમી શતાબ્દીમાં આત્મસાધનાના પાવન પંથનો પુનઃ સમુદ્યોત કર્યો છે, રૂઢિગ્રસ્ત સાંપ્રદાયિકતામાં ફસાયેલા જૈનજગત ઉપર જેમણે, જિનાગમ, સમ્યક્ પ્રબળ યુક્તિ અને સ્વાનુભવથી દ્રવ્યદ્રષ્ટિપ્રધાન સ્વાત્માનુભૂતિમૂલક વીતરાગ જૈનધર્મને પ્રકાશમાં લાવીને, અનુપમ, અદ્ભુત અને અનંત-અનંત ઉપકારો કર્યા છે, પિસ્તાળીસ- પિસ્તાળીસ વર્ષના સુદીર્ઘ કાળ સુધી જેમનો નિવાસ, દિવ્ય દેશના તેમ જ પુનિત પ્રભાવનાયોગે સોનગઢ (સૌરાષ્ટ્ર)ને એક અનુપમ
Page -12 of 181
PDF/HTML Page 15 of 208
single page version
‘અધ્યાત્મતીર્થ’ બનાવી દીધું છે અને જેમની અનેકાન્તમુદ્રિત નિશ્ચય-વ્યવહાર-સુમેળસમન્વિત શુદ્ધાત્મતત્ત્વપ્રધાન અધ્યાત્મરસ- નિર્ભર ચમત્કારી વાણીમાંથી ‘ગુરુદેવશ્રીનાં વચનામૃત’ સંકલિત કરવામાં આવ્યાં છે — એવા સૌરાષ્ટ્રના આધ્યાત્મિક યુગપુરુષ પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામીનો પવિત્ર જન્મ સૌરાષ્ટ્રના (ભાવનગર જિલ્લાના) ઉમરાળા ગામમાં વિ. સં. ૧૯૪૬, વૈશાખ સુદ બીજ, રવિવારના શુભ દિને થયો હતો. પિતા શ્રી મોતીચંદભાઈ અને માતા શ્રી ઉજમબા જાતિએ દશા-શ્રીમાળી વણિક તથા ધર્મે સ્થાનકવાસી જૈન હતાં.
શિશુવયથી જ બાળક ‘કાનજી’ના મુખ પર વૈરાગ્યની સૌમ્યતા અને આંખોમાં બુદ્ધિ ને વીર્યની અસાધારણ પ્રતિભા તરી આવતી હતી. તે નિશાળમાં તેમ જ જૈનશાળામાં પ્રાયઃ પહેલો નંબર રાખતા હતા. નિશાળના લૌકિક જ્ઞાનથી તેમના ચિત્તને સંતોષ થતો નહિ; તેમને ઊંડે ઊંડે રહ્યા કરતું કે ‘જેની શોધમાં હું છું તે આ નથી’. કોઈ કોઈ વાર આ દુઃખ તીવ્રતા ધારણ કરતું; અને એક વાર તો, માતાથી વિખૂટા પડેલા બાળકની જેમ, તે બાળમહાત્મા સત્ના વિયોગે ખૂબ રડ્યા હતા.
યુવાવયમાં દુકાન ઉપર પણ તેઓ વૈરાગ્યપ્રેરક અને તત્ત્વબોધક ધાર્મિક પુસ્તકો વાંચતા હતા. તેમનું મન વેપારમય કે સંસારમય થયું નહોતું. તેમના અંતરનો ઝોક સદા ધર્મ ને સત્યની શોધ પ્રતિ જ રહેતો. તેમનો ધાર્મિક અભ્યાસ, ઉદાસીન જીવન અને સરળ અંતઃકરણ જોઈને સગાંસંબંધીઓ તેમને ‘ભગત’ કહેતાં. તેમણે બાવીસ વર્ષની કુમારાવસ્થામાં આજીવન બ્રહ્મચર્ય- પાલનની પ્રતિજ્ઞા લઈ લીધી હતી. વિ. સં. ૧૯૭૦ના માગશર સુદ ૯ ને રવિવારના દિવસે ઉમરાળામાં ગૃહસ્થજીવનનો ત્યાગ
Page -11 of 181
PDF/HTML Page 16 of 208
single page version
કરી મોટા ઉત્સવપૂર્વક સ્થાનકવાસી જૈન સંપ્રદાયનું દીક્ષાજીવન અંગીકૃત કર્યું હતું.
દીક્ષા લઈને તુરત જ ગુરુદેવશ્રીએ શ્વેતાંબર આગમોનો સખત અભ્યાસ કરવા માંડ્યો. તેઓ સંપ્રદાયની શૈલીનું ચારિત્ર પણ ઘણું કડક પાળતા. થોડા જ વખતમાં તેમની આત્માર્થિતાની, જ્ઞાનપિપાસાની ને ઉગ્ર ચારિત્રની સુવાસ સ્થાનકવાસી સંપ્રદાયમાં એટલી બધી ફેલાઈ ગઈ કે સમાજ તેમને ‘કાઠિયાવાડના કોહિનૂર’ — એ નામથી બિરદાવતો થયો.
ગુરુદેવશ્રી પ્રથમથી જ તીવ્ર પુરુષાર્થી હતા. ‘ગમે તેવું આકરું ચારિત્ર પાળીએ તોપણ કેવળી ભગવાને જો અનંત ભવ દીઠા હશે તો તેમાંથી એક પણ ભવ ઘટવાનો નથી’ — એવી કાળલબ્ધિ ને ભવિતવ્યતાની પુરુષાર્થહીનતાભરી વાતો કોઈ કરે તો તેઓ તે સાંખી શકતા નહિ અને દ્રઢપણે કહેતા કે ‘જે પુરુષાર્થી છે તેને અનંત ભવ હોય જ નહિ, કેવળી ભગવાને પણ તેના અનંત ભવ દીઠા જ નથી, પુરુષાર્થીને ભવસ્થિતિ આદિ કાંઈ નડતું નથી’. ‘પુરુષાર્થ, પુરુષાર્થ ને પુરુષાર્થ’ એ ગુરુદેવનો જીવનમંત્ર હતો.
દીક્ષાપર્યાય દરમ્યાન તેમણે શ્વેતાંબર શાસ્ત્રોનો ઊંડા મનનપૂર્વક ઘણો અભ્યાસ કર્યો. છતાં જેની શોધમાં તેઓ હતા તે તેમને હજુ મળ્યું નહોતું.
વિ. સં. ૧૯૭૮માં વિધિની કોઈ ધન્ય પળે દિગંબર જૈનાચાર્ય શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી સમયસાર નામનો મહાન ગ્રંથ પૂર્વભવના પ્રબળ સંસ્કારી એવા આ મહાપુરુષના કરકમળમાં આવ્યો. તે વાંચતાં જ તેમના હર્ષનો પાર ન રહ્યો. જેની શોધમાં તેઓ હતા તે તેમને મળી ગયું. ગુરુદેવશ્રીના
Page -10 of 181
PDF/HTML Page 17 of 208
single page version
અંતરનયને સમયસારમાં અમૃતનાં સરોવર છલકાતાં જોયા; એક પછી એક ગાથા વાંચતાં તેમણે ઘૂંટડા ભરી ભરીને તે અમૃત પીધું. ગુરુદેવે ગ્રંથાધિરાજ સમયસારમાં કહેલા ભાવોનું ઊંડું મંથન કર્યું અને ક્રમે સમયસાર દ્વારા ગુરુદેવ પર અપૂર્વ, અલૌકિક, અનુપમ ઉપકાર થયો. ગુરુદેવના આત્માનંદનો પાર ન રહ્યો. તેમના અંતર્જીવનમાં પરમ પવિત્ર પરિવર્તન થયું. ભૂલી પડેલી પરિણતિએ નિજ ઘર દેખ્યું. ઉપયોગનો પ્રવાહ સુધાસિંધુ જ્ઞાયકદેવ તરફ વળ્યો. તેમની જ્ઞાનકળા અપૂર્વ રીતે ખીલવા લાગી.
વિ. સં. ૧૯૯૧ સુધી સ્થાનકવાસી સંપ્રદાયમાં રહી પૂજ્ય ગુરુદેવે સૌરાષ્ટ્રનાં અનેક પ્રમુખ શહેરોમાં ચાતુર્માસ તેમ જ શેષ કાળમાં સેંકડો નાનાંમોટાં ગામોમાં વિહાર કરી લુપ્તપ્રાય અધ્યાત્મધર્મનો ઘણો ઉદ્યોત કર્યો. તેમનાં પ્રવચનોમાં એવા અલૌકિક આધ્યાત્મિક ન્યાયો આવતા કે જે બીજે ક્યાંય સાંભળવા ન મળ્યા હોય. પ્રત્યેક પ્રવચનમાં તેઓ ભવાન્તકારી કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શન પર અત્યંત અત્યંત ભાર મૂકતા. તેઓશ્રી કહેતાઃ ‘‘શરીરનાં ચામડાં ઊતરડીને ખાર છાંટનાર ઉપર પણ ક્રોધ ન કર્યો — એવાં વ્યવહારચારિત્રો આ જીવે અનંત વાર પાળ્યાં છે, પણ સમ્યગ્દર્શન એક વાર પણ પ્રાપ્ત કર્યું નથી. ...લાખો જીવોની હિંસાનાં પાપ કરતાં મિથ્યાદર્શનનું પાપ અનંતગણું છે. ...સમકિત સહેલું નથી, લાખો કરોડોમાં કોઈક વિરલ જીવને જ તે હોય છે. સમકિતી જીવ પોતાના સમ્યક્ત્વનો નિર્ણય પોતે જ કરી શકે છે. સમકિતી આખા બ્રહ્માંડના ભાવોને પી ગયો હોય છે. સમકિત એ કોઈ જુદી જ વસ્તુ છે. સમકિત વિનાની ક્રિયાઓ એકડા વિનાનાં મીંડાં છે. ...જાણપણું તે જ્ઞાન નથી; સમકિત સહિત જાણપણું તે જ જ્ઞાન છે. અગિયાર અંગ કંઠાગ્રે હોય પણ સમકિત ન હોય તો તે અજ્ઞાન છે. ...સમકિતીને
Page -9 of 181
PDF/HTML Page 18 of 208
single page version
તો મોક્ષના અનંત અતીન્દ્રિય સુખની વાનગી પ્રાપ્ત થઈ હોય છે. તે વાનગી મોક્ષના સુખના અનંતમા ભાગે હોવા છતાં અનંત છે.’’ આ રીતે સમ્યગ્દર્શનનું અદ્ભુત માહાત્મ્ય અનેક સમ્યક્ યુક્તિઓથી, અનેક પ્રમાણોથી અને અનેક સચોટ દ્રષ્ટાંતોથી તેઓશ્રી લોકોને ઠસાવતા. તેમનો પ્રિય અને મુખ્ય વિષય સમ્યગ્દર્શન હતો.
ગુરુદેવને સમયસારપ્રરૂપિત વાસ્તવિક વસ્તુસ્વભાવ અને સ્વાનુભૂતિપ્રધાન વાસ્તવિક દિગંબર નિર્ગ્રંથમાર્ગ ઘણા વખતથી અંદરમાં સત્ય લાગતો હતો, અને બહારમાં વેષ તથા આચાર જુદા હતા, — એ વિષમ સ્થિતિ તેમને ખટકતી હતી; તેથી તેઓશ્રીએ સોનગઢમાં યોગ્ય સમયે — વિ. સં. ૧૯૯૧ની ચૈત્ર સુદ ૧૩ (મહાવીરજયંતી)ના દિને — ‘પરિવર્તન’ કર્યું, સ્થાનકવાસી સંપ્રદાયનો ત્યાગ કર્યો, ‘હવેથી હું આત્મસાધક દિગંબર જૈનમાર્ગાનુયાયી બ્રહ્મચારી છું’ એમ ઘોષિત કર્યું. ‘પરિવર્તન’ના કારણે પ્રચંડ વિરોધ થયો, તોપણ આ નીડર ને નિસ્પૃહ મહાત્માએ તેની કાંઈ પરવા કરી નહિ. હજારોની માનવમેદનીમાં ગર્જતો આ અધ્યાત્મકેસરી સત્ને ખાતર જગતથી તદ્ન નિરપેક્ષપણે સોનગઢના એકાંત સ્થળમાં જઈને બેઠો. શરૂઆતમાં ખળભળાટ તો થયો; પરંતુ ગુરુદેવશ્રી કાઠિયાવાડના સ્થાનકવાસી જૈનોનાં હૃદયમાં પેસી ગયા હતા, ગુરુદેવશ્રી પ્રત્યે તેઓ મુગ્ધ બન્યા હતા, તેથી ‘ગુરુદેવે જે કર્યું હશે તે સમજીને જ કર્યું હશે’ એમ વિચારીને ધીમે ધીમે લોકોનો પ્રવાહ સોનગઢ તરફ વહેવા લાગ્યો. સોનગઢ તરફ વહેતાં સત્સંગાર્થી જનોનાં પૂર દિનપ્રતિદિન વેગપૂર્વક વધતાં જ ગયાં.
સમયસાર, પ્રવચનસાર, નિયમસાર વગેરે શાસ્ત્રો પર પ્રવચન
Page -8 of 181
PDF/HTML Page 19 of 208
single page version
આપતાં ગુરુદેવના શબ્દે શબ્દે ઘણી ગહનતા, સૂક્ષ્મતા અને નવીનતા નીકળતી. જે અનંત જ્ઞાન ને આનંદમય પૂર્ણ દશા પ્રાપ્ત કરીને તીર્થંકરદેવે દિવ્યધ્વનિ દ્વારા વસ્તુસ્વરૂપ નિરૂપ્યું, તે પરમ પવિત્ર દશાનો સુધાસ્યંદી સ્વાનુભૂતિસ્વરૂપ પવિત્ર અંશ પોતાના આત્મામાં પ્રગટ કરીને સદ્ગુરુદેવે પોતાની વિકસિત જ્ઞાનપર્યાય દ્વારા શાસ્ત્રમાં રહેલાં ગૂઢ રહસ્યો સમજાવીને મુમુક્ષુઓ પર મહાન મહાન ઉપકાર કર્યો.
ગુરુદેવની વાણી સાંભળી સેંકડો શાસ્ત્રોના અભ્યાસી વિદ્વાનો પણ આશ્ચર્યચકિત થઈ જતા અને ઉલ્લાસમાં આવીને કહેતાઃ ‘ગુરુદેવ! આપનાં પ્રવચનો અપૂર્વ છે; તેમનું શ્રવણ કરતાં અમને તૃપ્તિ જ થતી નથી. આપ ગમે તે વાત સમજાવો તેમાંથી અમને નવું નવું જ જાણવાનું મળે છે. નવ તત્ત્વનું સ્વરૂપ કે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યનું સ્વરૂપ, સ્યાદ્વાદનું સ્વરૂપ કે સમ્યક્ત્વનું સ્વરૂપ, નિશ્ચય-વ્યવહારનું સ્વરૂપ કે વ્રત-તપ-નિયમનું સ્વરૂપ, ઉપાદાન-નિમિત્તનું સ્વરૂપ કે સાધ્ય-સાધનનું સ્વરૂપ, દ્રવ્યાનુયોગનું સ્વરૂપ કે ચરણાનુયોગનું સ્વરૂપ, ગુણસ્થાનનું સ્વરૂપ કે બાધક- સાધકભાવનું સ્વરૂપ, મુનિદશાનું સ્વરૂપ કે કેવળજ્ઞાનનું સ્વરૂપ — જે જે વિષયનું સ્પષ્ટીકરણ આપના શ્રીમુખે અમે સાંભળીએ છીએ તેમાં અમને અપૂર્વ ભાવો દ્રષ્ટિગોચર થાય છે. આપના શબ્દે શબ્દે વીતરાગદેવનું હૃદય પ્રગટ થાય છે.’
ગુરુદેવ વારંવાર કહેતાઃ ‘સમયસાર સર્વોત્તમ શાસ્ત્ર છે.’ સમયસારની વાત કરતાં પણ તેમને અતિ ઉલ્લાસ આવી જતો. સમયસારની પ્રત્યેક ગાથા મોક્ષ આપે એવી છે એમ તેઓશ્રી કહેતા. ભગવાન કુંદકુંદાચાર્યદેવનાં બધાં શાસ્ત્રો પર તેમને અપાર પ્રેમ હતો. ‘ભગવાન કુંદકુંદાચાર્યદેવનો અમારા પર ઘણો ઉપકાર
Page -7 of 181
PDF/HTML Page 20 of 208
single page version
છે, અમે તેમના દાસાનુદાસ છીએ’ – એમ તેઓશ્રી ઘણા વાર ભક્તિભીના અંતરથી કહેતા. ભગવાન કુંદકુંદાચાર્યદેવ મહા- વિદેહક્ષેત્રમાં સર્વજ્ઞવીતરાગ શ્રી સીમંધરભગવાનના સમવસરણમાં ગયા હતા અને ત્યાં આઠ દિવસ રહ્યા હતા, તે વિષે પૂજ્ય ગુરુદેવને અણુમાત્ર પણ શંકા નહોતી. શ્રી કુંદકુંદાચાર્યદેવના વિદેહગમન વિષે તેઓ અત્યંત દ્રઢતાપૂર્વક ઘણી વાર ભક્તિભીના હૃદયથી પોકાર કરીને કહેતા કે — ‘કલ્પના કરશો નહિ, ના કહેશો નહિ, એ વાત એમ જ છે; માનો તોપણ એમ જ છે, ન માનો તોપણ એમ જ છે; યથાતથ છે, અક્ષરશઃ સત્ય છે, પ્રમાણસિદ્ધ છે.’ શ્રી સીમંધરપ્રભુ પ્રત્યે ગુરુદેવને અતિશય ભક્તિભાવ હતો. કોઈ કોઈ વખત સીમંધરનાથના વિરહે પરમ ભક્તિવંત ગુરુદેવનાં નેત્રોમાંથી અશ્રુની ધારા વહી જતી.
પૂજ્ય ગુરુદેવે અંતરથી શોધેલો સ્વાનુભવપ્રધાન અધ્યાત્મમાર્ગ — દિગંબર જૈનધર્મ જેમ જેમ પ્રસિદ્ધ થતો ગયો તેમ તેમ વધુ ને વધુ જિજ્ઞાસુઓ આકર્ષાયા. ગામોગામ ‘દિગંબર જૈન મુમુક્ષુમંડળ’ સ્થપાયાં. સંપ્રદાયત્યાગથી જાગેલો વિરોધવંટોળ શમી ગયો. હજારો સ્થાનકવાસી શ્વેતાંબર જૈનો અને સેંકડો જૈનોતરો સ્વાનુભૂતિપ્રધાન વીતરાગ દિગંબર જૈનધર્મના શ્રદ્ધાળુ થયા. હજારો દિગંબર જૈનો રૂઢિગત બહિર્લક્ષી પ્રથા છોડીને પૂજ્ય ગુરુદેવ દ્વારા પ્રવાહિત શુદ્ધાત્મતત્ત્વપ્રધાન અનેકાંતસુસંગત અધ્યાત્મપ્રવાહમાં શ્રદ્ધાભક્તિ સહ જોડાયા. પૂજ્ય ગુરુદેવનો પ્રભાવના-ઉદય દિન-પ્રતિદિન વધુ ને વધુ ખીલતો ગયો.
ગુરુદેવના મંગળ પ્રતાપે સોનગઢ ધીમે ધીમે અધ્યાત્મવિદ્યાનું એક અનુપમ કેન્દ્ર — તીર્થધામ બની ગયું. બહારથી હજારો મુમુક્ષુઓ તેમ જ અનેક દિગંબર જૈનો, પંડિતો, ત્યાગીઓ,