Gurudevshreena Vachanamrut (Gujarati). Bol: 1-25.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 11

 

Page -6 of 181
PDF/HTML Page 21 of 208
single page version

બ્રહ્મચારીઓ પૂજ્ય ગુરુદેવશ્રીના ઉપદેશનો લાભ લેવા માટે આવવા લાગ્યા. તદુપરાંત, સોનગઢમાં બહુમુખી ધર્મપ્રભાવનાનાં અનેકવિધ સાધનો યથાવસર અસ્તિત્વમાં આવતાં ગયાંઃ વિ. સં ૧૯૯૪માં શ્રી જૈન સ્વાધ્યાયમંદિર, ૧૯૯૭માં શ્રી સીમંધરસ્વામીનું દિગંબર જિનમંદિર, ૧૯૯૮માં શ્રી સમવસરણ- મંદિર, ૨૦૦૩માં શ્રી કુંદકુંદપ્રવચનમંડપ, ૨૦૦૯માં શ્રી માનસ્તંભ, ૨૦૩૦માં શ્રી મહાવીર-કુંદકુંદ દિગંબર જૈન પરમાગમમંદિર વગેરે ભવ્ય ધર્માયતનો નિર્મિત થયાં. દેશ- વિદેશમાં વસનારા જિજ્ઞાસુઓ પૂજ્ય ગુરુદેવશ્રીના અધ્યાત્મ- તત્ત્વોપદેશથી નિયમિત લાભાન્વિત થાય તે માટે ગુજરાતી તેમ જ હિન્દી ‘આત્મધર્મ’ માસિક પત્રનું પ્રકાશન શરૂ થયું. વચ્ચે થોડાં વર્ષો સુધી ‘સદ્ગુરુપ્રવચનપ્રસાદ’ નામનું દૈનિક પ્રવચનપત્ર પણ પ્રકાશિત થતું હતું. તદુપરાંત સમયસાર, પ્રવચનસાર વગેરે અનેક મૂળ શાસ્ત્રો તથા વિવિધ પ્રવચનગ્રંથો ઇત્યાદિ અધ્યાત્મસાહિત્યનું વિપુલ પ્રમાણમાં

લાખોની સંખ્યામાંપ્રકાશન

થયું. હજારો પ્રવચનો ટેઇપ-રેકોર્ડ કરવામાં આવ્યાં. આમ પૂજ્ય ગુરુદેવનો અધ્યાત્મ-ઉપદેશ મુમુક્ષુઓના ઘરે ઘરે ગુંજતો થયો. દર વર્ષે ઉનાળાની રજાઓમાં વિદ્યાર્થીઓ માટે અને શ્રાવણમાસમાં પ્રૌઢ ગૃહસ્થો માટે ધાર્મિક શિક્ષણવર્ગ ચલાવવામાં આવતો હતો અને હજુ પણ ચલાવવામાં આવે છે. આ રીતે સોનગઢ પૂજ્ય ગુરુદેવના પરમ પ્રતાપે બહુમુખી ધર્મપ્રભાવનાનું પવિત્ર કેન્દ્ર બની ગયું.

પૂજ્ય ગુરુદેવના પુનિત પ્રભાવથી સૌરાષ્ટ્રગુજરાત તેમ જ ભારતવર્ષના અન્ય પ્રાન્તોમાં સ્વાનુભૂતિપ્રધાન વીતરાગ દિગંબર જૈનધર્મના પ્રચારનું એક અદ્ભુત અમિટ આંદોલન પ્રસરી ગયું. જે મંગળ કાર્ય ભગવાન કુંદકુંદાચાર્યદેવે ગિરનાર પર વાદ પ્રસંગે


Page -5 of 181
PDF/HTML Page 22 of 208
single page version

કર્યું હતું તે પ્રકારનું, સ્વાનુભવપ્રધાન દિગંબર જૈનધર્મની સનાતન સત્યતાની પ્રસિદ્ધિનું ગૌરવપૂર્ણ મહાન કાર્ય અહા! પૂજ્ય ગુરુદેવે શ્વેતાંબરબહુલ પ્રદેશમાં રહી, પોતાના સ્વાનુભવમુદ્રિત સમ્યક્ત્વપ્રધાન સદુપદેશ દ્વારા હજારો સ્થાનકવાસી શ્વેતાંબરોમાં શ્રદ્ધાનું પરિવર્તન લાવીને, સહજપણે છતાં ચમત્કારિક રીતે કર્યું. સૌરાષ્ટ્રમાં નામશેષ થઈ ગયેલા આત્માનુભૂતિમૂલક દિગંબર જૈન ધર્મનાપૂજ્ય ગુરુદેવના પ્રભાવનાયોગે ઠેરઠેર થયેલાં દિગંબર જૈન મંદિરો, તેમની મંગલ પ્રતિષ્ઠાઓ તથા આધ્યાત્મિક પ્રવચનો દ્વારા થયેલાપુનરુદ્ધારનો યુગ આચાર્યવર શ્રી નેમિચંદ્ર સિદ્ધાન્ત- ચક્રવર્તીના મંદિરનિર્માણ-યુગની યાદ આપે છે. અહા! કેવો અદ્ભુત આચાર્યતુલ્ય ઉત્તમ પ્રભાવનાયોગ! ખરેખર, પૂજ્ય ગુરુદેવ દ્વારા આ યુગમાં એક સમર્થ પ્રભાવક આચાર્ય જેવાં જિનશાસનોન્નતિકર અદ્ભુત અનુપમ કાર્યો થયાં છે.

પૂજ્ય ગુરુદેવે બબ્બે વાર સહસ્રાધિક વિશાળ મુમુક્ષુસંઘ સહિત પૂર્વ, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ભારતનાં જૈન તીર્થોની પાવન યાત્રા કરી, ભારતનાં અનેક નાનાંમોટાં નગરોમાં પ્રવચનો આપ્યાં અને નાઇરોબી (આફ્રિકા)નો, નવનિર્મિત દિગંબર જિનમંદિરની પ્રતિષ્ઠા નિમિત્તે, પ્રવાસ કર્યોજે દ્વારા સમગ્ર ભારતમાં તેમ જ વિદેશોમાં શુદ્ધાત્મદ્રષ્ટિપ્રધાન અધ્યાત્મવિદ્યાનો ખૂબ પ્રચાર થયો.

આ અસાધારણ ધર્મોદ્યોત સ્વયમેવ વિના-પ્રયત્ને સાહજિક રીતે થયો. ગુરુદેવે ધર્મપ્રભાવના માટે કદી કોઈ યોજના વિચારી નહોતી. તે તેમની પ્રકૃતિમાં જ નહોતું. તેમનું સમગ્ર જીવન નિજકલ્યાણસાધનાને સમર્પિત હતું. તેઓશ્રીએ જે સુધાઝરતી આત્માનુભૂતિ પ્રાપ્ત કરી હતી, જે કલ્યાણકારી તથ્યોને આત્મસાત


Page -4 of 181
PDF/HTML Page 23 of 208
single page version

કર્યાં હતાં, તેની અભિવ્યક્તિ ‘વાહ! આવી વસ્તુસ્થિતિ!’ એમ વિવિધ પ્રકારે સહજભાવે ઉલ્લાસપૂર્વક તેમનાથી થઈ જતી, જેની ઊંડી આત્માર્થપ્રેરક અસર શ્રોતાઓનાં હૃદય પર પડતી. મુખ્યત્વે આવા પ્રકારે તેમના દ્વારા સહજપણે ધર્મોદ્યોત થઈ ગયો હતો. આવી પ્રબળ બાહ્ય પ્રભાવના થવા છતાં, પૂજ્ય ગુરુદેવને બહારનો જરા પણ રસ નહોતો; તેમનું જીવન તો આત્માભિમુખ હતું.

પૂજ્ય ગુરુદેવનું અંતર સદા ‘જ્ઞાયક...જ્ઞાયક...જ્ઞાયક, ભગવાન આત્મા, ધ્રુવ...ધ્રુવ...ધ્રુવ, શુદ્ધ...શુદ્ધ...શુદ્ધ, પરમ પારિણામિકભાવ’ એમ ત્રિકાળિક જ્ઞાયકના આલંબનભાવે નિરંતરજાગ્રતિમાં કે નિદ્રામાંપરિણમી રહ્યું હતું. પ્રવચનોમાં ને તત્ત્વચર્ચામાં તેઓ જ્ઞાયકના સ્વરૂપનું અને તેના અનુપમ મહિમાનું મધુરું સંગીત ગાયા જ કરતા હતા. અહો! એ સ્વતંત્રતાના ને જ્ઞાયકના ઉપાસક ગુરુદેવ! તેમણે મોક્ષાર્થીઓને મુક્તિનો સાચો માર્ગ બતાવ્યો!

અહા! ગુરુદેવનો મહિમા શું કથી શકાય! ગુરુદેવનું દ્રવ્ય જ અલૌકિક હતું. આ પંચમ કાળમાં આ મહાપુરુષનો આશ્ચર્યકારી અદ્ભુત આત્માનોઅહીં અવતાર થયો તે કોઈ મહાભાગ્યની વાત છે. તેઓશ્રીએ સ્વાનુભૂતિની અપૂર્વ વાત પ્રગટ કરીને આખા ભારતના જીવોને જગાડ્યા છે. ગુરુદેવનું દ્રવ્ય ‘તીર્થંકરનું દ્રવ્ય’ હતું. આ ભરતક્ષેત્રમાં પધારીને તેમણે મહાન મહાન ઉપકાર કર્યો છે.

આજે પણ પૂજ્ય ગુરુદેવના સાતિશય પ્રતાપે સોનગઢનું સૌમ્ય શીતળ વાતાવરણ આત્માર્થીઓની આત્મસાધનાલક્ષી આધ્યાત્મિક પ્રવૃત્તિઓની મધુર સુગંધથી મઘમઘી રહ્યું છે. આવું,


Page -3 of 181
PDF/HTML Page 24 of 208
single page version

પૂજ્ય ગુરુદેવનાં ચરણકમળના સ્પર્શથી અનેક વર્ષો સુધી પાવન થયેલું આ અધ્યાત્મતીર્થધામ સોનગઢઆત્મસાધનાનું તથા બહુમુખી ધર્મપ્રભાવનાનું પવિત્ર નિકેતનસદૈવ આત્માર્થીઓના જીવનપંથને ઉજાળતું રહેશે.

હે પરમપૂજ્ય પરમોપકારી કહાનગુરુદેવ! આપશ્રીનાં પુનિત ચરણોમાંઆપની માંગલિક પવિત્રતાને, પુરુષાર્થપ્રેરક ધ્યેયનિષ્ઠ જીવનને, સ્વાનુભૂતિમૂલક સન્માર્ગદર્શક ઉપદેશોને અને તથાવિધ અનેકાનેક ઉપકારોને હૃદયમાં રાખીનેઅત્યંત ભક્તિપૂર્વક ભાવભીનાં વંદન હો. આપના દ્વારા પ્રકાશિત વીર-કુંદપ્રરૂપિત સ્વાનુભૂતિનો પાવન પંથ જગતમાં સદા જયવંત વર્તો! જયવંત વર્તો!!

અહો! ઉપકાર જિનવરનો, કુંદનો, ધ્વનિ દિવ્યનો;
જિન-કુંદ-ધ્વનિ આપ્યા, અહો! તે ગુરુક્હાનનો.

ફાગણ સુદ ૭ વિ. સં ૨૦૪૧ તા. ૨૭૧૯૮૫

શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ,
સોનગઢ (સૌરાષ્ટ્ર)


Page -2 of 181
PDF/HTML Page 25 of 208
single page version

કહાનગુરુ-મહિમા
દ્રવ્ય સકળની સ્વતંત્રતા જગ માંહિ ગજાવનહારા,
વીરકથિત સ્વાત્માનુભૂતિનો પંથ પ્રકાશનહારા;
ગુરુજી જન્મ તમારો રે,
જગતને આનંદ કરનારો.
પાવન-મધુર-અદ્ભુત અહો! ગુરુવદનથી અમૃત ઝર્યાં,
શ્રવણો મળ્યાં સદ્ભાગ્યથી, નિત્યે અહો! ચિદ્રસભર્યાં;
ગુરુદેવ તારણહારથી આત્માર્થી ભવસાગર તર્યા,
ગુણમૂર્તિના ગુણગણ તણાં સ્મરણો હૃદયમાં રમી રહ્યાં.
સ્વર્ણપુરે ધર્માયતનો સૌ ગુરુગુણકીર્તન ગાતાં,
સ્થળ-સ્થળમાં ‘ભગવાન આત્મ’ના ભણકારા સંભળાતા;
કણ કણ પુરુષારથ પ્રેરે,
ગુરુજી આતમ અજવાળે.
(બહેનશ્રી ચંપાબેન)


Page -1 of 181
PDF/HTML Page 26 of 208
single page version

नमः श्री सद्गुरवे

અહો! દેવ-શાસ્ત્ર-ગુરુ મંગળ છે, ઉપકારી છે.

આપણને તો દેવ-શાસ્ત્ર-ગુરુનું દાસત્વ જોઈએ છે.

પૂજ્ય કહાનગુરુદેવથી તો મુક્તિનો માર્ગ મળ્યો

છે. તેઓશ્રીએ ચારે બાજુથી મુક્તિનો માર્ગ પ્રકાશ્યો
છે. ગુરુદેવનો અપાર ઉપકાર છે. તે ઉપકાર કેમ
ભુલાય?

ગુરુદેવનું દ્રવ્ય તો અલૌકિક છે. તેમનું શ્રુતજ્ઞાન

અને વાણી આશ્ચર્યકારી છે.

પરમ-ઉપકારી ગુરુદેવનું દ્રવ્ય મંગળ છે, તેમની

અમૃતમય વાણી મંગળ છે. તેઓશ્રી મંગળમૂર્તિ છે,
ભવોદધિતારણહાર છે, મહિમાવંત ગુણોથી ભરેલા છે.

પૂજ્ય ગુરુદેવનાં ચરણકમળની ભક્તિ અને તેમનું

દાસત્વ નિરંતર હો.
બહેનશ્રી ચંપાબેન



Page 1 of 181
PDF/HTML Page 28 of 208
single page version

नमः परमात्मने।
ગુરુદેવશ્રીનાં વચનામૃત
[પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીનાં પ્રવચનોમાંથી વીણેલાં]
(નંદીશ્વર-જિનાલયમાં કોતરાયેલાં)
ૐ સહજ ચિદાનંદ. ૧.

નિશ્ચયદ્રષ્ટિથી દરેક જીવ પરમાત્મસ્વરૂપ જ છે. જિનવર ને જીવમાં ફેર નથી. ભલે તે એકેન્દ્રિયનો જીવ હોય કે સ્વર્ગનો જીવ હોય. એ બધું તો પર્યાયમાં છે. આત્મવસ્તુ સ્વરૂપે તો પરમાત્મા જ છે. પર્યાય ઉપરથી જેની દ્રષ્ટિ ખસીને સ્વરૂપ ઉપર દ્રષ્ટિ થઈ છે તે તો પોતાને પણ પરમાત્મસ્વરૂપ દેખે છે ને દરેક જીવને પણ પરમાત્મસ્વરૂપ દેખે છે. સમ્યગ્દ્રષ્ટિ બધા જીવોને જિનવર


Page 2 of 181
PDF/HTML Page 29 of 208
single page version

જાણે છે અને જિનવરને જીવ જાણે છે. અહા! કેટલી વિશાળ દ્રષ્ટિ! અરે, આ વાત બેસે તો કલ્યાણ થઈ જાય; પણ આવી કબૂલાતને રોકનારા ખોટી માન્યતારૂપી ગઢના પાર ન મળે! અહીં તો કહે છે કે બાર અંગનો સાર એ છે કે આત્માને જિનવર સમાન દ્રષ્ટિમાં લેવો, કેમ કે આત્માનું સ્વરૂપ પરમાત્મા જેવું જ છે. ૨.

હું એક અખંડ જ્ઞાયકમૂર્તિ છું, વિકલ્પનો એક અંશ પણ મારો નથીએવો સ્વાશ્રયભાવ રહે તે મુક્તિનું કારણ છે; અને વિકલ્પનો એક અંશ પણ મને આશ્રયરૂપ છેએવો પરાશ્રયભાવ રહે તે બંધનું કારણ છે. ૩.

દર્શનશુદ્ધિથી જ આત્મસિદ્ધિ. ૪.

ભવભ્રમણનો અંત લાવવાનો સાચો ઉપાય શો? દ્રવ્યસંયમસે ગ્રીવેક પાયો, ફિર પીછો પટક્યો,’ ત્યાં શું કરવું બાકી રહ્યું?માર્ગ કોઈ જુદો જ છે; હાલમાં તો ઊંધેથી જ શરૂઆત કરવામાં આવે છે. આ ક્રિયાકાંડ મોક્ષમાર્ગ નથી, પરંતુ પારમાર્થિક આત્મા તથા સમ્યગ્દર્શન વગેરેનું સ્વરૂપ નક્કી કરી સ્વાનુભવ કરવો તે માર્ગ છે; અનુભવમાં વિશેષ


Page 3 of 181
PDF/HTML Page 30 of 208
single page version

લીનતા તે શ્રાવકમાર્ગ છે અને તેનાથી પણ વિશેષ સ્વરૂપ- રમણતા તે મુનિમાર્ગ છે. સાથે વર્તતાં બાહ્ય વ્રત-નિયમો તો અધૂરાશનીકચાશની પ્રગટતા છે. અરેરે! મોક્ષમાર્ગની મૂળ વાતમાં આટલો બધો ફેર પડી ગયો છે. ૫.

પૂર્ણતાને લક્ષે શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત છે. ૬.

આખા સિદ્ધાંતનો સારમાં સાર તો બહિર્મુખતા છોડી અંતર્મુખ થવું તે છે. શ્રીમદે કહ્યું છે ને!ઊપજે મોહવિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતાં વિલય થતાં નહિ વાર.’ જ્ઞાનીના એક વચનમાં અનંતી ગંભીરતા ભરી છે. અહો! ભાગ્યશાળી હશે તેને આ તત્ત્વનો રસ આવશે અને તત્ત્વના સંસ્કાર ઊંડા ઊતરશે. ૭.

નિમિત્તની અપેક્ષા લેવામાં આવે તો બંધ-મોક્ષ બે પડખાં પડે છે અને તેની અપેક્ષા ન લેતાં એકલું નિરપેક્ષ તત્ત્વ જ લક્ષમાં લેવામાં આવે તો સ્વપર્યાય પ્રગટે છે. ૮.


Page 4 of 181
PDF/HTML Page 31 of 208
single page version

ચામડાં ઉતારીને જોડા કરીએ તોપણ ઉપકાર ન વાળી શકાય એવો ઉપકાર ગુરુ આદિનો હોય છે. એને બદલે તેમના ઉપકારને ઓળવે તે તો અનંત સંસારી છે. કોની પાસે સાંભળવું એનો પણ જેને વિવેક નથી તે આત્માને સમજવા માટે લાયક નથીપાત્ર નથી. જેને લૌકિક ન્યાય-નીતિનાં પણ ઠેકાણાં નથી એવા જીવો શાસ્ત્રોનું વાંચન કરે અને એને જે સાંભળવા જાય તે સાંભળનાર પણ પાત્ર નથી. ૯.

ભગવાન આત્મા કેવળજ્ઞાનની મૂર્તિ છે અને આ દેહ છે તે તો જડ ધૂળમાટી છે; તેને આત્માનો સ્પર્શ જ ક્યાં છે?કેમ કે સર્વ પદાર્થો પોતાના દ્રવ્યમાં અંતર્મગ્ન રહેલ પોતાના અનંત ધર્મોના ચક્રને ચુંબે છે સ્પર્શે છે તોપણ તેઓ પરસ્પર એકબીજાને સ્પર્શ કરતા નથી. અહા! ભગવાન આત્મા પોતાની શક્તિઓને તથા પર્યાયોને સ્પર્શે છે પણ પરમાણુ આદિને કે તેની પર્યાયોને સ્પર્શતો નથી. જ્ઞાયક આત્મા પોતાના અનંત ગુણસ્વભાવને અને તેમની નિર્મળ પર્યાયોને ચુંબે છે, સ્પર્શે છે, પણ તે સિવાય શરીર, મન, વાણી, કર્મ કે સ્ત્રી-પુત્ર-પરિવાર ઇત્યાદિ બહારના કોઈ પદાર્થોને કોઈ દી સ્પર્શ્યો નથી, સ્પર્શતોય નથી. પરથી તદ્દન ભિન્ન એવા


Page 5 of 181
PDF/HTML Page 32 of 208
single page version

આ ભગવાન આત્મામાં જેણે પોતાની દ્રષ્ટિ સ્થાપી છે તે ધર્માત્મા પુરુષ નિરંતર નિઃશંક વર્તતો થકો એક જ્ઞાન- સ્વરૂપ નિજ આત્માને જ અનુભવે છે. ૧૦.

અખંડ દ્રવ્ય અને અવસ્થા બંનેનું જ્ઞાન હોવા છતાં અખંડસ્વભાવ તરફ લક્ષ રાખવું, ઉપયોગનો દોર અખંડ દ્રવ્ય તરફ લઈ જવો, તે અંતરમાં સમભાવને પ્રગટ કરે છે. સ્વાશ્રય વડે બંધનો નાશ કરતો જે નિર્મળ પર્યાય પ્રગટ્યો તેને ભગવાન મોક્ષમાર્ગ અર્થાત્ ધર્મ કહે છે. ૧૧.

ભક્તિ એટલે ભજવું. કોને ભજવું? પોતાના સ્વરૂપને ભજવું. મારું સ્વરૂપ નિર્મળ અને નિર્વિકારી સિદ્ધ જેવુંછે તેનું યથાર્થ ભાન કરીને તેને ભજવું તે જ નિશ્ચય ભક્તિ છે, ને તે જ પરમાર્થ સ્તુતિ છે. નીચલી ભૂમિકામાં દેવ-શાસ્ત્ર-ગુરુની ભક્તિનો ભાવ આવે તે વ્યવહાર છે, શુભ રાગ છે. કોઈ કહેશે કે આ વાત અઘરી પડે છે. પણ ભાઈ! અનંતા ધર્માત્મા ક્ષણમાં ભિન્ન તત્ત્વોનું ભાન કરી, સ્વરૂપમાં ઠરીસ્વરૂપની નિશ્ચય ભક્તિ કરીમોક્ષ ગયા છે, વર્તમાનમાં કેટલાક જાય છે અને ભવિષ્યમાં અનંતા જીવો તેવી જ રીતે જશે. ૧૨.


Page 6 of 181
PDF/HTML Page 33 of 208
single page version

જેના ધ્યેયમાં, રુચિમાં ને પ્રેમમાં જ્ઞાયકભાવ જ પડ્યો છે તેને શુભ વિકલ્પમાં કે બીજે ક્યાંય અટકવું ગોઠતું નથી. અહા! અંતર જ્ઞાયકસ્વભાવમાં જવા માટેની તાલાવેલી છે. બહારનોઆત્મસ્વભાવમાં નથી એવા જે પુણ્ય-પાપના ભાવ અને તેનાં ફળનોજેને રસ ને પ્રેમ છે તેને જ્ઞાયકસ્વભાવનો પ્રેમ નથી, અને જેને આત્માના જ્ઞાયકભાવનો પ્રેમ લાગ્યો તેને પુણ્યના પરિણામથી માંડીને આખું જગત પ્રેમનો વિષય નથી. અહા! એવા જ્ઞાયકભાવનો જેને રસ છે તેને તેની પ્રાપ્તિ માટે નિરંતર રુચિ ને ભાવના રહે. જેને બહારનો પ્રેમ છે કે દુનિયા મને કેમ માને, દુનિયામાં મારી કેમ પ્રસિદ્ધિ થાય, મને આવડે તો દુનિયા મને મોટો માને, તેને જ્ઞાયકસ્વભાવ પ્રત્યે રુચિ અને પ્રેમ નથી. ૧૩.

બે દ્રવ્યોની ક્રિયા ભિન્ન જ છે. જડની ક્રિયા ચેતન કરતું નથી, ચેતનની ક્રિયા જડ કરતું નથી. જે પુરુષ એક દ્રવ્યને બે ક્રિયા કરતું માને તે મિથ્યાદ્રષ્ટિ છે, કારણ કે બે દ્રવ્યની ક્રિયા એક દ્રવ્ય કરે છે એમ માનવું તે જિનનો મત નથી. આ જગતમાં વસ્તુ છે તે પોતાના સ્વભાવમાત્ર જ છે. દરેક વસ્તુ દ્રવ્યે, ગુણે ને પર્યાયે પરિપૂર્ણ સ્વતંત્ર છે. આમ હોવાથી આત્મા જ્ઞાનસ્વરૂપ છે તેથી તે સ્વભાવદશામાં જ્ઞાનનો


Page 7 of 181
PDF/HTML Page 34 of 208
single page version

જ કર્તા છે ને વિભાવદશામાં અજ્ઞાન, રાગદ્વેષનો કર્તા છે; પણ પરનો તો કર્તા ક્યારેય પણ થતો નથી. પરભાવ (રાગાદિ વિકારી ભાવ) પણ કોઈ અન્ય દ્રવ્ય કરાવતું નથી, કારણ કે એક દ્રવ્યની બીજા દ્રવ્યમાં નાસ્તિ છે; છતાં પર્યાયમાં વિકાર થાય છે તે પુરુષાર્થની વિપરીતતા અથવા નબળાઈથી થાય છે, પણ સ્વભાવમાં તે નથી એવું જ્ઞાન થતાં (ક્રમે) વિકારનો નાશ થાય છે. ૧૪.

ભગવાને કહ્યું છે કે પર્યાયદ્રષ્ટિનું ફળ સંસાર છે અને દ્રવ્યદ્રષ્ટિનું ફળ વીતરાગતામોક્ષ છે. ૧૫.

* સાધક જીવની દ્રષ્ટિ *

અધ્યાત્મમાં હંમેશાં નિશ્ચયનય જ મુખ્ય છે; તેના જ આશ્રયે ધર્મ થાય છે. શાસ્ત્રોમાં જ્યાં વિકારી પર્યાયોનું વ્યવહારનયથી કથન કરવામાં આવે ત્યાં પણ નિશ્ચયનયને જ મુખ્ય અને વ્યવહારનયને ગૌણ કરવાનો આશય છેએમ સમજવું; કારણ કે પુરુષાર્થ વડે પોતામાં શુદ્ધપર્યાય પ્રગટ કરવા અર્થાત્ વિકારી પર્યાય ટાળવા માટે હંમેશાં નિશ્ચયનય જ આદરણીય છે; તે વખતે બન્ને નયોનું જ્ઞાન હોય છે પણ ધર્મ પ્રગટાવવા માટે બન્ને


Page 8 of 181
PDF/HTML Page 35 of 208
single page version

નયો કદી આદરણીય નથી. વ્યવહારનયના આશ્રયે કદી ધર્મ અંશે પણ થતો નથી, પરંતુ તેના આશ્રયે તો રાગદ્વેષના વિકલ્પો જ ઊઠે છે.

છયે દ્રવ્યો, તેના ગુણો અને તેના પર્યાયોના સ્વરૂપનું જ્ઞાન કરાવવા માટે કોઈ વખતે નિશ્ચયનયની મુખ્યતા અને વ્યવહારનયની ગૌણતા રાખીને કથન કરવામાં આવે, અને કોઈ વખતે વ્યવહારનયને મુખ્ય કરીને તથા નિશ્ચયનયને ગૌણ રાખીને કથન કરવામાં આવે; પોતે વિચાર કરે તેમાં પણ કોઈ વખતે નિશ્ચયનયની મુખ્યતા અને કોઈ વખતે વ્યવહારનયની મુખ્યતા કરવામાં આવે; અધ્યાત્મશાસ્ત્રમાં પણ જીવનો વિકારી પર્યાય જીવ સ્વયં કરે છે તેથી થાય છે અને તે જીવનો અનન્ય પરિણામ છેએમ વ્યવહારનયે કહેવામાંસમજાવવામાં આવે; પણ તે દરેક વખતે નિશ્ચયનય એક જ મુખ્ય અને આદરણીય છે એમ જ્ઞાનીઓનું કથન છે. શુદ્ધતા પ્રગટ કરવા માટે કોઈ વખતે નિશ્ચયનય આદરણીય છે અને કોઈ વખતે વ્યવહારનય આદરણીય છેએમ માનવું તે ભૂલ છે. ત્રણે કાળે એકલા નિશ્ચયનયના આશ્રયે જ ધર્મ પ્રગટે છે એમ સમજવું.

સાધક જીવો શરૂઆતથી અંત સુધી નિશ્ચયની જ મુખ્યતા રાખીને વ્યવહારને ગૌણ જ કરતા જાય છે,


Page 9 of 181
PDF/HTML Page 36 of 208
single page version

તેથી સાધકદશામાં નિશ્ચયની મુખ્યતાના જોરે સાધકને શુદ્ધતાની વૃદ્ધિ જ થતી જાય છે અને અશુદ્ધતા ટળતી જ જાય છે. એ રીતે નિશ્ચયની મુખ્યતાના જોરે પૂર્ણ કેવળજ્ઞાન થતાં ત્યાં મુખ્યગૌણપણું હોતું નથી અને નય પણ હોતા નથી. ૧૬.

અનંત ગુણસ્વરૂપ આત્મા, તેના એકરૂપ સ્વરૂપને દ્રષ્ટિમાં લઈ, તેને (આત્માને) એકને ધ્યેય બનાવી તેમાં એકાગ્રતાનો પ્રયત્ન કરવો એ જ પહેલામાં પહેલો શાન્તિ સુખનો ઉપાય છે. ૧૭.

સમયસારમાં શ્રી કુંદકુંદાચાર્યદેવે એકલો અધ્યાત્મરસ ભર્યો છે. તેમની જ પરંપરાથી આ યોગસાર ને પરમાત્મપ્રકાશ વગેરે અધ્યાત્મશાસ્ત્રો રચાયાં છે. સમયસાર વગેરેની ટીકા દ્વારા અધ્યાત્મનાં રહસ્યો ખોલીને અમૃતના ધોધ વહેવડાવનાર શ્રી અમૃતચંદ્રસૂરિ પુરુષાર્થસિદ્ધ્યુપાયમાં કહે છે કે આત્માનો નિશ્ચય તે સમ્યગ્દર્શન, આત્માનું જ્ઞાન તે સમ્યગ્જ્ઞાન અને આત્મામાં નિશ્ચલસ્થિતિ તે સમ્યક્ચારિત્ર;

આવાં રત્નત્રય તે

મોક્ષમાર્ગ છે અને તે આત્માનો સ્વભાવ જ છે, તેનાથી બંધન થતું નથી. બંધન તો રાગથી થાય; રત્નત્રય તો


Page 10 of 181
PDF/HTML Page 37 of 208
single page version

રાગ રહિત છે, તેનાથી કર્મ બંધાતાં નથી, તે તો મોક્ષનાં જ કારણ છે. માટે મુમુક્ષુઓ અંતર્મુખ થઈને આવા મોક્ષમાર્ગને સેવો ને પરમાનંદરૂપ પરિણમો. આજે જ આત્મા અનંતગુણધામ એવા પોતાનો અનુભવ કરો. ૧૮.

સમ્યગ્દર્શન પ્રગટ કરવા માટેઆત્માનો અનુભવ કરવા માટે પ્રથમ શું કરવું? પ્રથમ શ્રુતજ્ઞાનના અવલંબનથી જ્ઞાનસ્વભાવ નિજ આત્માનો નિર્ણય કરવો.

દરેક જીવ સુખને ઇચ્છે છે, તો પૂર્ણ સુખ કોણે પ્રગટ કર્યું છે, તેવા પુરુષ કોણ છે, તેની ઓળખાણ કરવી અને તે પૂર્ણ પુરુષે સુખનું સ્વરૂપ શું કહ્યું છે તેને જાણવું. તે સર્વજ્ઞપુરુષે કહેલી વાણી તે આગમ છે. માટે પ્રથમ આગમમાં આત્માના સુખનું સ્વરૂપ શું કહ્યું છે તે ગુરુગમે બરાબર જાણીને, તેનું અવલંબન કરી, જ્ઞાનસ્વભાવ આત્માનો નિર્ણય કરવો. નિર્ણય તે પાત્રતા છે અને આત્માનો અનુભવ તે તેનું ફળ છે. આવો નિર્ણય કરવાની જ્યાં રુચિ થઈ ત્યાં અંતરમાં કષાયનો રસ મંદ પડી જ જાય. કષાયનો રસ મંદ પડ્યા વિના આ નિર્ણયમાં પહોંચી શકાય નહિ.

પ્રથમ શ્રુતજ્ઞાનનું અવલંબન કરવુંએમાં સાચાં


Page 11 of 181
PDF/HTML Page 38 of 208
single page version

આગમ કયાં છે? તેના કહેનાર પુરુષ કોણ છે? વગેરે બધો નિર્ણય કરવાનું આવી જાય છે. જ્ઞાનસ્વરૂપ આત્માનો નિર્ણય કરવામાં સાચાં દેવ-શાસ્ત્ર-ગુરુનો નિર્ણય કરવાનું વગેરે બધું ભેગું આવી જાય છે. ૧૯.

ભરત ચક્રવર્તી જેવા ધર્માત્મા પણ ભોજનસમયે રસ્તા ઉપર આવી કોઈ મુનિરાજના આગમનની પ્રતીક્ષા કરતા, ને મુનિરાજ પધારતાં પરમ ભક્તિથી આહારદાન દેતા. અહા! જાણે આંગણે કલ્પવૃક્ષ ફળ્યું હોય, એથી પણ વિશેષ આનંદ ધર્માત્માને મોક્ષમાર્ગસાધક મુનિરાજને પોતાના આંગણે દેખીને થાય છે. પોતાને રાગ રહિત ચૈતન્યસ્વભાવની દ્રષ્ટિ છે ને સર્વસંગત્યાગની ભાવના છે ત્યાં સાધક ગૃહસ્થને આવા શુભભાવ આવે છે. તે શુભરાગની જેટલી મર્યાદા છે તેટલી તે જાણે છે. અંતરનો મોક્ષમાર્ગ તો રાગથી પાર ચૈતન્યસ્વભાવના આશ્રયે પરિણમે છે. શ્રાવકનાં વ્રતમાં એકલા શુભરાગની વાત નથી. જે શુભરાગ છે તેને તો જૈનશાસનમાં પુણ્ય કહ્યું છે ને તે વખતે શ્રાવકને સ્વભાવના આશ્રયે જેટલી શુદ્ધતા વર્તે છે તેટલો ધર્મ છે; તે પરમાર્થવ્રત છે ને તે મોક્ષનું સાધન છેએમ જાણવું. ૨૦.


Page 12 of 181
PDF/HTML Page 39 of 208
single page version

વસ્તુસ્થિતિની અચલિત મર્યાદાને તોડવી અશક્ય હોવાથી વસ્તુ દ્રવ્યાન્તર કે ગુણાન્તરરૂપે સંક્રમણ પામતી નથી; ગુણાન્તરમાં પર્યાય પણ આવી ગયો. વસ્તુ એની મેળાએ સ્વતંત્ર ફરે, એની તાકાતે ફરે ત્યારે સ્વતંત્રપણે એનો પર્યાય ઊઘડે. કોઈ પરાણે ફેરવી શકતું નથી કે કોઈ પરાણે સમજાવીને એનો પર્યાય ઉઘાડી શકતું નથી. જો કોઈને પરાણે સમજાવી શકાતું હોય તો ત્રિલોકનાથ તીર્થંકરદેવ બધાને મોક્ષમાં લઈ જાય ને! પણ તીર્થંકરદેવ કોઈને મોક્ષમાં લઈ જતા નથી. પોતે સમજે ત્યારે પોતાનો મોક્ષપર્યાય ઊઘડે છે. ૨૧.

સ્વરૂપમાં લીનતા વખતે પર્યાયમાં પણ શાન્તિ અને વસ્તુમાં પણ શાન્તિ, આત્માના આનંદરસમાં શાન્તિ, શાન્તિ ને શાન્તિ; વસ્તુ અને પર્યાયમાં ઓતપ્રોત શાન્તિ. રાગમિશ્રિત વિચાર હતો તે ખેદ છૂટીને પર્યાયમાં અને વસ્તુમાં સમતા, સમતા અને સમતા; વર્તમાન અવસ્થામાં પણ સમતા અને ત્રિકાળી વસ્તુમાં પણ સમતા. આત્માનો આનંદરસ બહાર અને અંદર બધી રીતે ફાટી નીકળે છે; આત્મા વિકલ્પની જાળને ઓળંગીને આનંદરસરૂપ એવા પોતાના સ્વરૂપને પામે છે. ૨૨.


Page 13 of 181
PDF/HTML Page 40 of 208
single page version

પૈસો રહેવો કે ટળવો તે પોતાના હાથની વાત નથી. જ્યારે પુણ્ય ફરે ત્યારે દુકાન બળે, વિમાવાળો ભાંગે, દીકરી રાંડે, દાટેલા પૈસા કોયલા થાય વગેરે એકીસાથે બધી સરખાઈની ફરી વળે. કોઈ કહે કે એવું તો કોઈક વાર થાય ને? અરે! પુણ્ય ફરે તો બધા પ્રસંગો ફરતાં વાર લાગે નહિ. પરદ્રવ્યને કેમ રહેવું તે તારા હાથની વાત જ નથી ને. માટે સદાઅફર સુખનિધાન નિજ આત્માની ઓળખાણ કરીને તેમાં ઠરી જા. ૨૩.

અહા! આત્માનું સુંદર એકત્વ-વિભક્ત સ્વરૂપ સંતો બતાવે છે. અપૂર્વ પ્રીતિ લાવીને તે શ્રવણ કરવા જેવું છે. જગતનો પરિચય છોડી, પ્રેમથી આત્માનો પરિચય કરી અંદર તેનો અનુભવ કરવા જેવો છે. આવા અનુભવમાં પરમ શાન્તિ પ્રગટે છે, ને અનાદિની અશાન્તિ મટે છે. આત્માના આવા સ્વભાવનું શ્રવણ-પરિચય-અનુભવ દુર્લભ છે, પણ અત્યારે તેની પ્રાપ્તિનો સુલભ અવસર આવ્યો છે. માટે હે જીવ! બીજું બધું ભૂલીને તું તારા શુદ્ધસ્વરૂપને લક્ષમાં લે, ને તેમાં વસ. એ જ કરવા જેવું છે. ૨૪.

શ્રી કુંદકુંદાચાર્યદેવ જેવા વીતરાગી સંતના સ્વાનુભવની