Hoon Parmatma (Gujarati). Pravachan: 16-19.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 6 of 13

 

Page 90 of 238
PDF/HTML Page 101 of 249
single page version

background image
૯૦] [હું
હવે કહે છે નિજ શરીર જ નિશ્ચયથી તિર્થ અને મંદિર છે.
तित्थहि देवलि देउ णवि इम सुइकेवलि–वुत्तु ।
देहा–देवलि देउ जिणु एहउ जाणि णिरुत्तु ।। ४२।।
તીર્થ-મંદિરે દેવ નહિ-એ શ્રુતકેવળી વાણ;
તન-મંદિરમાં દેવ જિન, તે નિશ્ચયથી જાણ. ૪૨.
શ્રુતકેવળી અને ભગવાન કહે છે કે નિશ્ચયથી દેવાલયમાં પરમાત્મા નથી પણ
શરીરરૂપી તારા દેહદેવળમાં પરમાત્મા-તારો આત્મા બિરાજમાન છે-તેમ જાણ ને! તેની
પૂજા કર, તે દેવની પૂજા છે. મંદિરમાં તો ભગવાનની સ્થાપના છે પણ ત્યાં ખરા
ભગવાન નથી કેમ કે ખરા ભગવાન તો સમવસરણમાં છે અને ત્યાં જઈશ તોપણ તને
ભગવાનનું શરીર જ દેખાશે. ભગવાનનો આત્મા નહિ દેખાય. ભગવાનનો આત્મા
ક્યારે દેખાશે? કે જ્યારે તું તારા આત્માને દેખીશ ત્યારે. રાગની આંખ બંધ કરી પરને
જોવાનું બંધ કરીશ ને સ્વને જાણીશ-દેખીશ ત્યારે તારો આત્મા જણાશે અને ત્યારે
ખરેખર ભગવાન તને જણાશે-કે પરમાત્મા આવા હોય. ભગવાનની ભક્તિ કરે છે ને!
તે પણ પોતાના આત્માને જેણે જાણ્યો છે તે ભક્તિ કરે છે, અને તેની ભક્તિ જ
વ્યવહારથી સાચી છે.
મારે (નિશ્ચયથી) અર્હંત આદિનું શરણ લેવાનું
નથી, પરંતુ આત્માનું શરણ લેતાં તેમાં ઈ બધા
આવી જાય છે. માટે આત્મા જ શરણરૂપ છે. અર્હંત
એટલે વીતરાગી પર્યાય, સિદ્ધ એટલે વીતરાગી પર્યાય,
આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એટલે વીતરાગી પર્યાય
-એ બધી વીતરાગી પર્યાયો મારા આત્મામાં જ
પડેલી છે. તેથી મારે બીજે ક્યાંય નજર કરવાની
નથી. મારે ઊંચે આંખ કરીને બીજે ક્યાંય જોવાનું
નથી. મારો આત્મા જ મને શરણરૂપ છે.
-પૂજ્ય ગુરુદેવ

Page 91 of 238
PDF/HTML Page 102 of 249
single page version

background image
પરમાત્મા] [૯૧
[પ્રવચન નં. ૧૬]
દેહદેવાલયમાં બિરાજમાન નિજ પરમાત્માને દેખ
[શ્રી યોગસાર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, તા. ૨૩-૬-૬૬]
तित्थहिं देवलि देउ णवि इम सुइकेवलि–वुत्तु ।
देहा–देवलि देउ जिणु एहउ जाणि णिरुत्तु ।। ४२।।
તીર્થ-મંદિરે દેવ નહિ-એ શ્રુતકેવણી વાણ;
તન-મંદિરમાં દેવ જિન, તે નિશ્ચયથી જાણ. ૪૨.
ખરેખર શરીર જ તીર્થ અને મંદિર છે, કેમકે આત્મા તેમાં વસે છે. બાહ્ય
મંદિરમાં આત્મા વસતો નથી. પ્રતિમામાં આત્મા નથી. તેમ સાક્ષાત્ ભગવાનમાં પણ
આ આત્મા નથી. આ આત્માને જોવો અને જાણવો હોય તો એ આ શરીરરૂપી તીર્થ
અને મંદિરમાં જ દેખાશે. આ આત્મા કાંઈ ભગવાન પાસે નથી. પ્રશ્નઃ-ભગવાન પાસે
આત્માનો નમૂનો તો છે ને?-કે આ આત્મા ત્યાં છે કે અહીં? આ આત્મા અહીં છે, તો
તેનો નમૂનો પણ અહીં જ છે.
જુઓ, આ વાસ્તવિક તત્ત્વ! ભગવાનની પ્રતિમા છે ત્યાં ઇ કાંઈ ભાવનિક્ષેપ
નથી. ઈ તો સ્થાપનાનિક્ષેપ છે. શરીરરૂપી તીર્થમાં જ ભગવાન બિરાજે છે. અમારું
મંદિર...અમારું મંદિર. પણ એલા, મંદિરમાં તારો ભગવાન ક્યાં છે? તારો ભગવાન તો
તારામાં છે. શ્રુતકેવળી આમ કહે છે કે આ દેહદેવાલયમાં ભગવાન બિરાજે છે. આમ
કહીને સિદ્ધ કરે છે કે તારામાં જોવાથી તને આત્મા મળશે. મંદિરના ભગવાન સામે
જોવાથી તારો આત્મા નહિ મળે. મંદિરમાં તો ભગવાન કેવા હોય, કેવા હતા તેનું
પ્રતિબિંબ છે. તેનાથી પર પરમેશ્વરનું સ્મરણ થાય પણ પોતાનો આત્મા ન દેખાય.
સાક્ષાત્ ભગવાન સામે જોવાથી પણ આ ભગવાન ન દેખાય.
શાસ્ત્રોના વાક્યથી જ્ઞાન થાય? અરે! ધૂળમાંય ન થાય. પર સંબંધી જ્ઞાન થાય
તે પણ તારા પોતાથી થાય છે, પોતાના ઉપાદાનથી થાય, નિમિત્તથી નહિ. ભગવાન
આવા હતા એમ સ્મરણ થાય એમાં પણ ઉપાદાન તો પોતાનું જ છે. આટલી વાત
અહીં સિદ્ધ કરવી છે.
ભગવાન નથી ગૂફામાં, નથી પર્વત-નદીમાં, નથી મંદિરમાં ક્યાંય બહારમાં
ભગવાન નથી તો મંદિરને વાસ્તવિક મંદિર કેવી રીતે કહેવાય? વાસ્તવિક મંદિર તો
દેહમંદિર છે જેમાં ખરેખર પોતાનો ભગવાન બિરાજે છે. જિનપ્રતિમા તો શુભમાં-
નિમિત્ત તરીકે ભગવાન કેવા હતા તેમ તેનાથી સ્મરણ થાય પણ ત્યાં ભગવાન ક્યાં
હતા? સમ્યગ્દર્શન-જ્ઞાન તો અંતર દ્રષ્ટિ કરશે ત્યારે થશે, એ વાત પછી લેશે. અહીં તો
એટલી વાત છે કે અનંતકાળમાં

Page 92 of 238
PDF/HTML Page 103 of 249
single page version

background image
૯૨] [હું
જેટલા આત્મા મોક્ષ પામ્યા કે સમ્યગ્દર્શન પામ્યા તે અને વર્તમાનમાં પણ જેટલા પામે
છે અને ભવિષ્યમાં પણ જેટલા પામશે તે બધા અંતરદ્રષ્ટિથી જ થયા છે, થાય છે ને
થશે. આત્માનું સ્મરણ તો ત્યારે થાય કે પહેલાં તેનો અવગ્રહ, ઈહા, અવાય ને ધારણા
થાય. પહેલા વિચાર તો આવે. સમ્મેદશિખર ને શત્રુંજય બધાં તિર્થક્ષેત્ર અને સિદ્ધક્ષેત્ર
તો ભગવાન કેવા હતાં તેના સ્મરણમાં નિમિત્ત થાય છે, આત્માના સ્મરણમાં નહિ. તો
પછી મંદિર શું કામ કરાવે છે?-કે ઈ તો ભગવાનના સ્મરણ માટે છે.
આ આત્મા અનંત જ્ઞાન-દર્શન સંપન્ન છે. જેટલા મોક્ષ પામ્યા છે તે અંતરથી
પામ્યા છે. વર્તમાનમાં પામે છે તે પણ અંદર જોવાથી અને હવે પામશે એ પણ અંતરમાં
જોવાથી પામશે. પહેલાં બહાર જોવાથી મોક્ષ પામ્યા અને હવે પામશે એ અંતર જોવાથી
પામશે એમ નથી. આત્માની વિચારધારા-અવગ્રહ ક્યારે પ્રગટે? અંતરમાં જુએ ત્યારે
પ્રગટે ને? આત્માની પ્રાપ્તિ તો આત્મા સામે જોવાથી થાય કે પર સામે જોવાથી થાય?
ભાઈ! ઈ તો અંતરમાં દેખવાથી જ જણાય એવો છે. માટે જ આ દેહ જ દેવાલય છે,
જ્યાં જોવાથી આત્મા પ્રગટ થાય. બીજા દેવળમાં જોવાથી આત્મા ન પ્રગટ થાય.
ભગવાન કેવા હતા તેના સ્મરણનું માત્ર નિમિત્ત મંદિરો છે અથવા તો જ્યાંથી
ભગવાન નિર્વાણ પામે ત્યાં મંદિર હોય પણ તેનાથી કાંઈ આત્મા પ્રગટ થઈ જાય!? એ
તો એક શુભભાવ હોય ત્યારે સ્મૃતિમાં આવે પણ એ સ્મૃતિને પાછી વાળવી છે
અંતરમાં. બહાર જોયે આત્મપ્રાપ્તિ થઈ હોય એવું ભૂતકાળમાં બન્યું નથી, વર્તમાનમાં
બનતું નથી અને ભવિષ્યમાં બનવાનું નથી.
હવે કહે છે કે દેવાલયમાં સાક્ષાત્ દેવ નથી, પરોક્ષ વ્યવહાર દેવ છે. ભગવાનની
પ્રતિમા છે જ નહિ એમ માને તોપણ મૂઢ છે અને તેનાથી આત્માની પ્રાપ્તિ થાય એમ
માનનાર પણ મૂઢ છે, જ્યારે અંતરમાં ટકી ન શકે ત્યારે ભગવાનની પૂજા-ભક્તિના
શુભભાવરૂપ વ્યવહાર હોય જ.
देहा–देवलि देउ जिणु जणु देवलिहि णिणइ ।
हाउस महु पडिहाइ इहु सिद्धे भिक्ख भमेइ ।। ४३।।
તન મંદિરમાં દેવ જિન, જન દેરે દેખંત;
હાસ્ય મને દેખાય આ, પ્રભુ ભિક્ષાર્થે ભમંત. ૪૩.
કેવળ જ્ઞાનની સ્તુતિ કેમ થાય? એમ કુંદકુંદાચાર્ય પાસે પ્રશ્ન થયો ત્યારે
આચાર્યદેવે કહ્યું અંતરમાં બેઠેલાં ભગવાનને અતીન્દ્રિય જ્ઞાન વડે જાણે અને અનુભવે
ત્યારે કેવળજ્ઞાનની સાચી સ્તુતિ થાય.
અજ્ઞાની મંદિરમાં દેવ પાસે જઈને ભગવાન પાસે શિવપદ માગે છે પણ એલા
તારું શિવપદ ત્યાં છે કે તારી પાસે છે? જ્ઞાની તો જાણે છે કે મારું શિવપદ મારી પાસે
છે પણ

Page 93 of 238
PDF/HTML Page 104 of 249
single page version

background image
પરમાત્મા] [૯૩
તેને વ્યવહારમાં એવા ભક્તિના ભાવ આવે છે. વ્યવહાર નથી એમ નથી; વ્યવહાર છે
પણ તે વ્યવહારથી નિશ્ચય થશે એમ નથી.
અરે! મને હાંસી આવે છે કે મોટો રાજા થઈને ઘેર ઘેર ભીખ માગે તેમ પોતે
ચૈતન્યરાજા અને મંદિરમાં ભગવાન પાસે આત્માની ભીખ માગે છે! આ તો યોગસાર
છે ને! યોગ નામ જોડાણ. પોતામાં એકાકાર થઈ જોડાય તેનું નામ યોગસાર.
શુભભાવમાં જ્ઞાની હોય ત્યારે એમ પણ કહે કે-શ્રીમદ્નું વાક્ય છે ને કે-
‘ભજીને ભગવંત ભવંત લહો!’ ભગવાનનું ભજન કર્યે ભવનો અંત આવશે. પણ
ભગવાનનું સાચું ભજન ક્યારે કહેવાય? કે જ્યારે પોતાનું ભજન કરે અને પોતાનું
ભજન કરે તો ભવનો અંત આવે જ. પોતાના ભગવાનને ઓળખે ત્યારે જ ભગવાનને
ઓળખે અને ભજે છે. ‘સિદ્ધ સમાન સદા પર મેરો’ એમાં ઠરી જા!
ઘરમાં લક્ષ્મી છે અને બહારમાં ભીખ માંગવા જાય, તેમ ચૈતન્યલક્ષ્મી પોતાની
પાસે છે અને ભગવાન પાસે માગે છે. તો ભગવાન કહે છે કે તારી લક્ષ્મી તારી પાસે
છે. તારી લક્ષ્મી મારી પાસે નથી.
અંતરના ચારિત્ર વિના બાહ્ય ચારિત્ર રેતીમાંથી તેલ કાઢવા બરાબર છે. પોતાના
સ્વરૂપના ભાન અને રમણતા વગર બહારનું ચારિત્ર મિથ્યા છે, જૂઠું છે. જેણે ખરેખર
તો આત્મદેવને અંતરમાં જોઈ લીધો તેને બહારની ક્રિયામાં મોહ રહેતો નથી. પરમાર્થથી
બાહ્ય જીવો મોક્ષમાર્ગને સમજતા જ નથી અને પુણ્યને જ નિર્વાણનો માર્ગ માની લે છે.
પર તરફના લક્ષથી-દયા-દાન-વ્રત-ભક્તિથી કદી પણ મોક્ષ થતો નથી. વ્યવહારથી
નિશ્ચય પમાતો નથી એમ સિદ્ધ કરવું છે.
હવે સમભાવરૂપ ચિત્તથી પોતાના જિનદેવને દેખો એમ કહે છેઃ-
मूढा देवलि देउ णवि णवि सिलि लिप्पइ चित्ति ।
देहा–देवलि देउ जिणु सो बुज्झहि समचित्ति ।। ४४।।
નથી દેવ મંદિર વિશે, દેવ ન મૂર્તિ, ચિત્ર;
તન-મંદિરમાં દેવ જિન, સમજ થઈ સમચિત્ત. ૪૪.
પરદેવાલયમાં દેખવાથી તો શુભરાગ થાય છે પણ સ્વદેવાલયમાં દેખવાથી
સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન થાય છે. શુભરાગથી ચૈતન્યમૂર્તિ દેખાતી નથી.
ચૈતન્યમૂર્તિનું અવલોકન તો અરાગી નિર્વિકારી ભાવથી થાય છે. કારણ કે એ
ચૈતન્યમૂર્તિમાં રાગનો અભાવ છે. નિજ આત્મપ્રભુને જોવામાં સમભાવ જોઈએ.
હે મૂર્ખ! દેવ કોઈ બીજા મંદિરમાં નથી કે નથી પાષાણમાં કે નથી શિલ્પમાં,
જિનદેવ તો શરીરરૂપી દેવાલયમાં બિરાજે છે. આત્મા જ પોતાના વીતરાગી સ્વભાવનો
ઈશ્વર હોવાથી જિનેન્દ્ર છે. બેહદ શાંતસ્વરૂપ નિરાકુળ છે. સ્વભાવમાં જિનેન્દ્રપણું ન
હોય તો પર્યાયમાં

Page 94 of 238
PDF/HTML Page 105 of 249
single page version

background image
૯૪] [હું
જિનેન્દ્રપણું ક્યાંથી આવશે? માટે નક્કી થાય છે કે પોતાનો આત્મા જ સ્વભાવથી
જિનેન્દ્ર છે. જિન અને જિનેન્દ્રમાં કાંઈ ફેર નથી. સમભાવથી એટલે કે પર તરફના
રાગના વલણને રોકી સ્વ તરફનું વલણ કરવાથી સ્વાત્મા શ્રદ્ધાય છે, દેખાય છે.
યોગીન્દ્રદેવ જંગલમાં વસતા હતા, તેણે આ રહસ્ય કહ્યું છે. એ રહસ્યનો ધરનાર તું છો,
પણ જીવ ઓશીયાળો-પામર એવો થઈ ગયો છે કે મને ઘર, બાર, બૈરા, છોકરાં આદિ
પર વગર ન ચાલે!
तित्थइ देउलि देउ जिणु सव्वु वि कोइ भणेइ ।
देहा–देउलि जो मुणइ सो वुहु को वि हवेइ ।। ४५।।
તીર્થ-મંદિરે દેવ જિન, લોક કથે સહુ એમ;
વિરલા જ્ઞાની જાણતા, તન-મંદિરમાં દેવ.
૪પ.
જ્ઞાની શરીરમંદિરમાં આત્માને દેખે છે. પહેલાં નહોતો દેખતો તેની વાત હતી,
હવે દેખે છે તેની વાત કહે છે.
અજ્ઞાની જીવ તો ભગવાનના સ્થાપનાનિક્ષેપમાં જ આત્મા માની લે છે.
સ્થાપના નિક્ષેપમાં ભાવ ભગવાન માની લે તો ભ્રમ છે જ, તેમાં આત્મા માનવો એ
મોટી ભૂલ છે. અજ્ઞાની ત્યાં આત્માને જોવા જાય છે પણ આત્મા મળતો નથી
જ્યાં સુધી પોતાના સ્વરૂપમાં પૂર્ણ ન ઠરે ત્યાં સુધી ભગવાનના દર્શનનો ભાવ
આવે જ. ન આવે એમ નહિ, પણ ત્યાં આત્માના દર્શન ન થાય. જે કોઈ દેહદેવાલયમાં
ભગવાન આત્માને દેખે છે, દર્શન કરે છે તે જ્ઞાની છે. દેવળમાં બિરાજતાં ભગવાન
મારા ઉપકારી છે. માટે પૂજવા લાયક છે એમ માને એમાં દોષ નથી. જ્ઞાની એમ
માનીને જ ભગવાનને ભજે છે.
એક વાત એવી છે ને કે એક જણે બીજાને રૂા. ૧૦૦ આપ્યા હશે. તેના
છોકરાએ પેલાના છોકરાને કહ્યું કે મારા બાપે તારા બાપને ૧૦,૦૦૦ રૂપિયા આપ્યા છે
તે લાવ. સામાએ કહ્યું કે હું ચોપડામાં જોઈશ. ચોપડામાં જોયું તો રૂા. ૧૦૦ નીકળતા
હતા પણ રૂા ૧૦૦ કબૂલવા જઈશ તો વધારે ચોંટશે એટલે બે મીંડા જ ઉડાવી દીધાં કે
મારા બાપે લીધાં જ નથી. આણે બે મીંડા કાઢી નાખ્યા અને પેલાએ બે મીંડા
ચડાવ્યા’તા. એમ મૂર્તિ હોય પણ સાદી હોય, આંગી ન હોય. તોય શ્વેતાંબરોએ ચડાવી
દીધી ત્યારે સ્થાનકવાસીએ મૂર્તિ જ ઉડાડી દીધી. બેય ખોટા છે.
દેવળમાં જ દેવ છે, દેહદેવળમાં નહિ એમ બધા માને છે, પણ દેવળમાં તો
ભગવાનની મૂર્તિ છે પણ સાક્ષાત્ દેવ તો દેહદેવળમાં બિરાજે એમ કોઈ જોતું નથી ને
માનતું નથી.
સમ્યગ્દ્રષ્ટિ સદાય જાણે છે અને માને છે કે જ્યારે હું અંતરદ્રષ્ટિ કરું છું ત્યારે
મને મારો આત્મા જ જણાય છે અને ઈ આત્મદર્શન જ નિર્વાણનું કારણ છે.
દાખલો દે છે કે જેમ સિંહની મૂર્તિને જોઈને મને ખાઈ જશે એમ માને તે મૂઢ છે.

Page 95 of 238
PDF/HTML Page 106 of 249
single page version

background image
પરમાત્મા] [૯પ
તેમ ભગવાનની મૂર્તિ મને સંસારસમુદ્રથી તારી દેશે એમ માને તે મૂઢ છે. જ્ઞાની જાણે
છે કે સિંહનો આકાર, ભય દેખાડવા માત્ર આ મૂર્તિ છે, તે સિંહનું જ્ઞાન કરવામાં
નિમિત્તમાત્ર છે, સાક્ષાત્ સિંહ નથી. તેમ ભગવાનની પ્રતિમા ભગવાન કેવા હતા તેનું
સ્વરૂપ દેખાડવામાં નિમિત્ત છે. ભગવાનનું સ્મરણ કરાવે છે માટે મૂર્તિને મૂર્તિ માનવી,
પરમાત્મા ન માનવા તે યથાર્થ જ્ઞાન છે. અંદર બિરાજે છે તે પરમાત્મા છે. આ
યોગસાર કોઈ દી વંચાણું નથી. પહેલીવાર વંચાય છે. વ્યવહાર ખરેખર અસત્યાર્થ છે. તે
વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ બતાવતો નથી. દાખલા તરીકે નારકી, મનુષ્ય, પશુ, દેવ
આદિ છે તે આત્મા છે એમ વ્યવહારથી કહેવાય પણ ખરેખર નિશ્ચયથી તે આત્મા નથી.
તે શરીરમાં રહેલો જ્ઞાનમય છે તે આત્મા છે. માટે જ્ઞાની પોતાને માનવ નથી માનતા;
પોતે સાક્ષાત્ ભગવાન છે તેમ માને છે.
સવર્જ્ઞ પરમાત્મા વ્યવહારને અસત્યાર્થ અને નિશ્ચયને સત્યાર્થ કહે છે. સર્વ
સંસારી જીવ ભૂતાર્થ-નિશ્ચય જ્ઞાનથી બહુ દૂર છે. મોટો ભાગ તો વ્યવહાર અને
નિમિત્તને વળગ્યો છે. વ્યવહારથી નિશ્ચય પમાશે એટલે કે અસત્યથી સત્ય પમાશે એમ
માનીને વળગ્યો છે. ભૂતાર્થ ભગવાન આત્મા અખંડાનંદ પ્રભુને જોનારા બહુ થોડા છે.
નિશ્ચય સમજ્યા વિના વ્યવહારને માનનારા ક્યારેય સત્ય પામી શક્તા નથી.
પરદ્રવ્યને અને આત્માને અત્યંત અભાવ છે
તો વ્યવહારની નીતિના વચનથી આવે છે. પરંતુ
અધ્યાત્મદ્રષ્ટિથી તો વિકારને અને આત્માને અત્યંત
અભાવ છે. ચૈતન્યગોળો વિકારથી ભિન્ન એકલો છૂટો
જ પડયો છે એને દેખ! જેમ તેલ પાણીના પ્રવાહમાં
ઉપર ને ઉપર તરે છે, પાણીના દળમાં પેસતું નથી
તેમ વિકાર ચૈતન્યના પ્રવાહમાં ઉપર ને ઉપર તરે છે,
ચૈતન્યદળમાં પેસતો નથી.
– પૂજ્ય ગુરુદેવ

Page 96 of 238
PDF/HTML Page 107 of 249
single page version

background image
૯૬] [હું
[પ્રવચન નં. ૧૭]
રાગ–દ્વેષ ત્યાગીને, નિજ પરમાત્મામાં કરો નિવાસ
[શ્રી યોગસાર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી, તા. ૨૪-૬-૬૬]
શ્રી યોગીન્દ્રદેવ દિગંબર મુનિ થઈ ગયા. તેમણે આ યોગસાર બનાવ્યું છે. આ
આત્માનો સ્વભાવ શુદ્ધ ને આનંદ છે અને તેમાં એકાગ્રતા થવી તેનું નામ યોગ કહેવાય
છે. અને તેનો સાર એટલે નિશ્ચય સ્વભાવની સ્થિરતા. તેમાં અહીંયા ગાથા ૪૬ માં કહે
છે કે ધર્મરૂપી અમૃત પીવાથી અમર થવાય છેઃ-
जइ जर–मरण–करालियउ तो जिय धम्म करेहि ।
धम्म–रसायणु पियहि तुहुं जिम अजरामर होहि ।। ४६।।
જરા-મરણ ભયભીત જો, ધર્મ તું કર ગુણવાન;
અજરામર પદ પામવા, કર ધર્મોષધિ પાન. ૪૬.
હે જીવ! તું જરા-મરણથી ભયભીત હો અને દુનિયાના સંયોગના દુઃખ ને
ચોરાશીના અવતારથી જો તું ભયભીત હો તો ધર્મ કર. ધર્મ એટલે શું? ભગવાન
આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે તેની અંતર શ્રદ્ધા જ્ઞાન ને રમણતા તેને અહીંયા ધર્મ
કહેવામાં આવે છે. તું તે ધર્મરૂપી રસાયણ અર્થાત્ ઉત્તમ ઔષધિનું સેવન કર, જેથી તું
અજર-અમર થઈ શકે. પણ પહેલાં જીવને આ જન્મ-મરણના દુઃખ ભાસવા જોઈએ.
ઘડપણ આવતાં શરીરની શક્તિ ક્ષીણ થઈ જાય છે. ઈન્દ્રિયોમાં શક્તિ રહેતી
નથી. બહારના રોગ મટાડવાને જેમ ઔષધ હોય છે, તેમ જન્મ-જરા-મરણના રોગને
મટાડવા માટે આત્મામાં ઔષધ છે. આત્માના આનંદ સ્વરૂપને અનુસરીને અંતરમાં
તેની શ્રદ્ધા જ્ઞાન ને રમણતારૂપ અનુભવ કરવો તે જન્મ-જરા-મરણને નાશ કરવાનો
ઉપાય-ઔષધિ છે-એમ સર્વજ્ઞ પરમાત્મા વીતરાગદેવ ત્રણ કાળ, ત્રણ લોકના જાણનાર
કહે છે. માટે ધર્મ રસાયણ છે. અને આ ધર્મ રત્નત્રયસ્વરૂપ છે. દેહની ક્રિયા તે ધર્મ
નથી, તેમજ દયા, દાન, ભક્તિ આદિના ભાવ થાય તે પણ ધર્મ નથી. પરંતુ શુદ્ધ
આનંદકંદ આત્માનો અનુભવ કરવો તે ધર્મ છે. આહાહા!! આત્મા અનંતગુણનું
પવિત્રધામ છે. જેટલો જે કાંઈ આ વિકાર દેખાય છે તે કાંઈ આત્મા નથી. માટે
આત્માનો અનુભવ કરવો તે જ જન્મ-જરા-મરણને મટાડવાનું ઔષધ છે. તે ધર્મ-
ઔષધ શુદ્ધિભાવરૂપ છે, આત્મતલ્લીનતારૂપ છે. જ્યારે અનાદિ પુણ્ય-પાપના
વિકારીભાવની તલ્લીનતા તે જન્મ-મરણના રોગોને ઉત્પન્ન કરવાનું કારણ છે.
આહાહા! આ દેહ તો માટી જડ છે. કર્મ પણ જડ છે ને જે પુણ્ય-પાપના ભાવ થાય છે
તે પણ વિકાર ને દુઃખ છે, દોષ છે તેથી તેનાથી રહિત આત્માના

Page 97 of 238
PDF/HTML Page 108 of 249
single page version

background image
પરમાત્મા] [૯૭
સ્વભાવનું સ્વસંવેદન અર્થાત્ આત્માને જાણે-વેદે ને ઠરે તે એક જ જન્મ-મરણ
ટાળવાનો ઉપાય છે. એટલે કે પુણ્ય-પાપના વિકારીભાવનો અનુભવ તો રોગને ઉત્પન્ન
કરવાનું કારણ છે. જ્યારે આત્માનો અનુભવ તે જ મોક્ષનો ઉપાય છે.
આત્મસિદ્ધિમાં કહ્યું છે કે-
“આત્મભ્રાન્તિ સમ રોગ નહીં, સદ્ગુરુવૈદ્ય સુજાણ,
ગુરુ–આજ્ઞા સમ પથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન.”
રાગમાં, પુણ્યમાં, શરીરમાં આત્મા છે-એવી માન્યતા મોટો ભ્રમ છે. અહીંયા કહે
છે કે ભાઈ! તારો પુરુષાર્થ કાં તો વિકારમાં ચાલે છે ને કાં તો સ્વભાવમાં ચાલે, તે
સિવાય પરમાં જરીયે તારો પુરુષાર્થ કામ કરે નહીં. આહાહા! પોતાની સત્તામાં રહીને
કાં તો વિકાર કરે ને કાં તો આત્માનો અનુભવ કરીને મુક્તિ કરે. બાકી બહારનું ફોતરું
પણ તે ફેરવી શકે નહીં. તેનો રોગ શું છે તે બતાવનાર જ્ઞાની છે. અને તેની આજ્ઞા છે
કે વિચાર ને ધ્યાન તે રોગનું ઔષધ છે. ભગવાન આત્માની પર સન્મુખની
ઉપયોગદશાને ફેરવી પોતાના અંર્તસ્વભાવમાં ઉપયોગને જોડવો તે યોગસાર છે ને તેને
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર કહે છે. અને એ જ ધર્મ-રસાયણ છે કે જે પીવાથી
પરમાનંદનો લાભ થાય છે. આત્મામાં થતાં શુભ-અશુભભાવ તે ધર્મ નથી. પરંતુ
આત્માના શુભ-અશુભભાવથી ખસીને અંતર આત્મામાં શુદ્ધ ભાવ પ્રગટ કરવો તેને
ભગવાન ધર્મ કહે છે, અને આત્માનો અનુભવ જ મોક્ષનો ઉપાય છે.
જેમ વિદ્વાન લોકો ટાણાને ઓળખીને શત્રુને હણી નાખે છે. તેમ હે આત્મા! તને
અવસર મળ્‌યો છે તો અત્યારે મનુષ્યદેહમાં આત્માનું ભાન કરીને વિકારરૂપી શત્રુનો
નાશ કરવાનો તારો કાળ છે. તારે ટાણા આવ્યા છે.
હવે આગળની ગાથામાં બાહ્યક્રિયામાં ધર્મ નથી તેમ કહે છેઃ-
धम्मु ण पढियई होइ धम्मु ण पोत्था–पिच्छियई ।
धम्मु ण मढिय–पणसि धम्मु ण मत्था–लुंचियई ।। ४७।।
શાસ્ત્ર ભણે મઠમાં રહે, શિરના લુંચે કેશ;
રાખે વેશ મુનિ તણો, ધર્મ ન થાયે લેશ. ૪૭.
અરે! મોટા મોટા શાસ્ત્ર ભણીને પંડિત થઈ જાય તેથી ધર્મ થઈ ગયો છે તેમ
નથી. તેમ જ નગ્નપણું, મોરપીંછી ને કમંડળ તે કાંઈ ધર્મ નથી. યોગીન્દુદેવ પોતે મુનિ
છે, નગ્ન દિગમ્બર, જંગલવાસી આચાર્ય છે ને આત્મધ્યાનમાં મસ્ત છે. તેઓ આમ કહે
છે કે કોઈ એકાંત વનમાં કે મઠમાં રહે તેમાં શું થયું? વનમાં તો ઘણા ચકલા પણ રહે
છે. જ્યાં ધર્મનું ભાન નથી ત્યાં મઠ ને વન એક જ છે. જ્ઞાનાનંદ શુદ્ધ આત્માનું ભાન
કરીને તે ભલે વનમાં રહે કે ભલે ઘરમાં રહે પણ તે આત્મામાં જ છે. કેશલોચનથી
પણ ધર્મ નથી.

Page 98 of 238
PDF/HTML Page 109 of 249
single page version

background image
૯૮ ] [ હું
આહાહા! લોકોને એમ થઈ જાય છે કે આ શું? પણ ભાઈ તે તો જડની બહારની
ક્રિયા છે. આત્માની કાંઈ ક્રિયા નથી. જો તેમાં પણ મંદરાગ કરીને સહનશીલતા કરે તો
પુણ્યભાવ છે. પણ આત્માના ભાન વિના માથા મુંડાવે તેમાં કાંઈ ધર્મ છે નહીં.
જેનાથી જન્મ-જરા-મરણનું દુઃખ મટે, કર્મોનો નાશ થાય ને સ્વાભાવિક દશા
પ્રગટ થાય તે આત્માનો નિત્ય સ્વભાવ છે ને તે ધર્મ છે. માટે કહે છે કે જો પોતાની
શ્રદ્ધા કરશે, પોતાનું જ્ઞાન કરશે, ને તેમાં એકાગ્રતા કરશે, તો તેને સાચા શુદ્ધ
ઉપયોગની પ્રાપ્તિ થશે. આહાહા! ભગવાન આત્મા જ્ઞાતાદ્રષ્ટા છે. જગતનો સાક્ષી
જગતના દ્રશ્યનો દેખનાર જ્ઞેયનો જાણનાર છે. તો તેવા ભગવાન આત્માને અનુભવમાં
ન લઈને તે સિવાય બહારની ક્રિયાને-માત્ર વ્યવહારને જે કરે છે ને માને છે કે હું
ધર્મનું સાધન કરું છું તો તે ધર્મનું સાધન છે નહીં.
જેમ ખેતર સાફ કરે પણ બીજ વાવ્યા વિના ઉગે ક્યાંથી? શું બીજ વિના
ઢેફામાંથી છોડ ફાટે? તેમ ભગવાન આત્માનો અનુભવ કર્યા વિના મોક્ષના કણસલા
ક્યાંય પાકે નહીં. ભલે પછી બહારની ક્રિયા કરી કરી ને મરી જાય; દયા દાન ભક્તિ
કરે, લાખો ક્રોડોના દાન કરે કે લાખો ક્રોડો મંદિર બનાવે તોપણ તેમાં ધર્મ થાય તો
હરામ છે. ફકત શુભભાવથી પુણ્ય બંધાય. તેવી રીતે પરમાનંદમૂર્તિ શુદ્ધાત્માનો અનુભવ
ન હોય ને કેવળ શાસ્ત્રનો પાઠી-એકલા શાસ્ત્ર ભણે, મહા વિદ્વાન મહા વક્તા હોય ને
ધર્માત્માનું અભિમાન કરતો હોય તો તે પણ મિથ્યા છે. તે ખરેખર ધર્માત્મા નથી. ધર્મ
તો આત્માનો નિર્વિકલ્પ અનુભવ કરવો તે છે. અહીંયા કહે છે કે શ્રદ્ધામાં દ્રઢ રાખવું
જોઈએ કે અંતર આત્મામાં પુણ્ય-પાપના ભાવ રહિત શુદ્ધ આત્માની ભાવના થવી અને
ભાવ થવો તે જ મુનિ અને શ્રાવક ધર્મ છે. અશુભભાવથી બચવા શુભ ભાવ આવે
પણ તે નિશ્ચયધર્મ વિના, એકડા વિનાના મીંડા છે. શુદ્ધજ્ઞાન ને આનંદનો અનુભવ તે
ધર્મની ઓળખાણ છે. પણ દયા-દાનના વિકલ્પ જે વિકાર છે, તે ધર્મની ઓળખાણ છે
નહીં. જેમ ચોખા વિનાના એકલા ફોતરા હોય, તેમ આત્માના શુદ્ધ શ્રદ્ધા જ્ઞાનના
અનુભવ વિના બાહ્યની ક્રિયા મહાવ્રતના પરિણામ આદિ બધા થોથા થોથા છે. તે તો
પુણ્યબંધ કરાવીને સંસારને વધારનાર છે. જેટલી વીતરાગતા છે, તેટલો જ ધર્મ છે.
તેથી હે આત્મા! તું અહંકાર કર નહીં કે હું મોટો પૈસાવાળો છું, ગુણવાન છું, હું સમર્થ
છું ને હું મુનિરાજ છું-એવો અંહકાર છોડી દે અને ભગવાન આત્મા શુદ્ધ
ચૈતન્યસ્વભાવી વસ્તુ છે, તેનો નિરંતર અનુભવ કર. ભગવાન આત્મા નિરાળો
જ્ઞાનાનંદ છે. તેને આવા બહારના અભિમાન શાના? ભારે આકરું! વ્યવહાર છે ખરો
પણ વ્યવહારથી લાભ થાય નહીં.
હવે રાગ-દ્વેષ છોડીને આત્મસ્થ થવું તે ધર્મ છે એમ કહે છેઃ-
राय–रोस वे परिहरिवि जो अप्पाणि वसेइ ।
सो धम्मु वि जिण–उत्तियउ जो पंचम–गइ णेइ ।। ४८।।
રાગદ્વેષ બે ત્યાગીને, નિજમાં કરે નિવાસ;
જિનવરભાષિત ધર્મ તે, પંચમ ગતિ લઈ જાય. ૪૮.

Page 99 of 238
PDF/HTML Page 110 of 249
single page version

background image
પરમાત્મા] [૯૯
બહુ જ ટૂંકા શબ્દોમાં ટૂંકું કહે છે કે શુભાશુભભાવ રાગદ્વેષમય હોવાથી બંધના
કારણ છે, તેને છોડીને ત્રિકાળી આત્મામાં વિશ્રામ કર. એટલે કે શુભાશુભ ભાવમાં
વસવું તે આત્મામાં વસવું નથી તેમ કહે છે. આહાહા! ભગવાન ચૈતન્યધામ બિરાજે છે.
અંદર પૂર્ણાનંદનો નાથ ભગવાન આત્મા શાશ્વત બિરાજે છે, તેમાં વસ, વિશ્રામ કર ને
ઠર અને તે યોગસાર છે. અંદર વસે તે યોગસાર છે, કે જે મુક્તિનો ઉપાય છે ને તેને
વીતરાગ પરમેશ્વરે ધર્મ કહ્યો છે. આહાહા! સર્વજ્ઞદેવ ત્રિલોકનાથ વીતરાગ પરમાત્માની
વાણીમાં એમ આવ્યું કે ભગવાન આત્મા કે જે શુદ્ધભાવે છે તેમાં જેટલો વસે તેટલો
ધર્મ છે ને જેટલો પુણ્ય ને પાપના ભાવમાં જાય તેટલો અધર્મ કહેવાય છે. આવી વાત
છે, ભારે આકરી ભાઈ! કર્મ, શરીર, વાણીથી રહિત ભગવાન આત્મા છે. કેમ કે કર્મ,
શરીર, વાણી અજીવ છે ને? તેમજ પુણ્ય-પાપના ભાવ તે આસ્રવ-બંધના કારણ છે
માટે તે પણ આત્મા નથી. આત્મા તો શુદ્ધ વીતરાગી વિજ્ઞાનઘનથી ભરેલું તત્ત્વ છે
તેમાં તેને શુદ્ધભાવ પ્રગટ થાય છે ને જેટલો પુણ્ય-પાપના વિકલ્પમાં આવે તેટલો
અશુદ્ધભાવ છે, બંધભાવ છે. રાગદ્વેષના વિકલ્પો ચાહે તો શુભ હો કે અશુભ હો તેને
છોડી દઈને ભગવાન આત્મા કે જે શાંત અને સચ્ચિદાનંદ મૂર્તિ છે તેમાં જેટલો વસે,
રહે, ઠરે, એકાગ્ર થાય તેટલો શુદ્ધભાવ પ્રગટ થાય છે, ને તેટલો ધર્મ છે એમ ભગવાને
કહ્યું છે, અને તે ધર્મ પંચમગતિનું કારણ છે. વચ્ચે જે દયા, દાન, વ્રત, ભક્તિના ભાવ-
વિકલ્પ આવે છે તેની મોક્ષમાં પહોંચાડવાની તાકાત નથી તેમ કહે છે. કારણ કે તે
બંધનું કારણ છે. જેમ પાપનો ભાવ બંધનું કારણ છે તેમ પુણ્યનો ભાવ પણ બંધનું
કારણ છે, માટે મોક્ષગતિમાં લઈ જાય તેવી તેનામાં તાકાત નથી. અશુભથી બચવા
શુભભાવ હોય છે, પણ તેનાથી સંવર નિર્જરા થાય તેમ છે નહીં. તો કરવા શું કરવા?-
કે એ ભાવ વચ્ચે આવશે ભાઈ! જ્યારે તેને પાપભાવ ન હોય ને શુદ્ધ સ્વરૂપમાં
સ્થિરતા ન હોય ત્યારે શુભભાવ આવે છે. જ્યાંસુધી આત્મા પૂર્ણ વીતરાગપણાને ન
પામે, ત્યાંસુધી વચમાં શુભભાવ આવે છે પણ તે આવે છે માટે મોક્ષનું કારણ છે કે
આત્માને શાંતિનું કારણ છે તેમ નથી. કારણ કે શુભભાવ પોતે અશાંતિ છે. અશુભભાવ
તીવ્ર અશાંતિ છે ને શુભભાવ મંદ અશાંતિ છે પણ છે અશાંતિ, તેમાં જરીયે શાંતિ
નથી. ભગવાન આત્મા અનાદિ અનંત ચૈતન્યજ્યોત છે, અકૃત્રિમ અણકરાયેલ
અવિનાશી પ્રભુ છે. તેવા ચૈતન્ય પ્રભુના સ્વભાવમાં તો પરમાનંદ ને શુદ્ધતા ભરી છે,
માટે પુણ્ય-પાપના વિકલ્પથી ખસીને સ્વરૂપમાં વસવું કે જે સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર
છે, અને તે સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર આત્માની નિર્વિકલ્પ શુદ્ધ પર્યાય છે, તથા જે
આત્મામાં વસે છે તેને આત્માની પૂર્ણ દશા પ્રગટ થાય છે.
આશા-તુષ્ણા તે સંસાર-ભ્રમણનું કારણ છે તેમ હવે કહે છેઃ-
आउ गलइ णवि मणु गलइ णवि आसा हु गलेइ ।
मोहु फुरइ णवि अप्प–हिउ इम संसार भमेइ ।। ४९।।
મન ન ઘટે, આયુ ઘટે, ઘટે ન ઈચ્છામોહ;
આત્મહિત સ્ફૂરે નહિ, એમ ભમે સંસાર.
૪૯.

Page 100 of 238
PDF/HTML Page 111 of 249
single page version

background image
૧૦૦] [હું
કહે છે કે અરે આત્મા! આયુષ્ય તો ચાલ્યું જાય છે ભાઈ! જે કાંઈ ૮પ કે ૧૦૦
વર્ષ લાવ્યો હતો તે ગળી જાય છે પણ આયુષ્ય ગળવા છતાં તારી તૃષ્ણા ગળતી નથી.
આહાહા! કેમકે જ્યાં પરની ભાવના છે ત્યાં મન ગળે શી રીતે? આત્માના આનંદના
શ્રદ્ધા જ્ઞાન વિના તુષ્ણા ઘટે નહીં. અજ્ઞાની મોટો થાય તેમ તેને ઊંડે ઊંડે આશા વધ્યે
જ જાય છે. આશાના છોડ લાંબા થતાં જ જાય છે. આહાહા! આશાના બીજડા વાવ્યા
હોય એટલે પછી મોટું વૃક્ષ થાય ને આશા પ્રમાણે થઈ શકે નહીં તેથી ઝાંવા મારે છે.
ભગવાન આત્માના સ્વરૂપની શ્રદ્ધા ને ભાન વિના પર તરફનું આ કરવું, આ કરવું
તેવી ભાવનામાં તૃષ્ણા વધી જાય છે.
આનંદઘનજી કહે છે કે-
આહાહા! કૂતરાની જેમ અજ્ઞાની જ્યાં ત્યાં બહારમાં ભટકે છે. કૂતરો ઘરના
દરવાજાની જાળીમાં માથું મારે છે કે ટુકડો આપજો, રોટલીનું બટકું આપજો, તેમ આ
મૂર્ખ જ્યાં ત્યાં મને માન આપજો. મને મોટો કહેજો, સારો ઊંચો છું તેમ કહેજો. એમ
આશા તુષ્ણાના ટુકડા માંગવામાં ભીખારીની જેમ ભમ્યા કરે છે. દુનિયાની પાસે માન
લેવા માગે છે તે ભીખારી છે, રાંકા છે. આ રાજા મહારાજા પણ ભીખારી છે. ભલે ને
ક્રોડ ક્રોડના તાલુકા હોય તોપણ રાંકાના રાંકા છે. ભીખારીમાં ભીખારી છે કહે છે કે એ
આયુષ્ય ગળે છે તોપણ તૃષ્ણા ગળતી નથી. ઉલટાની વધી જાય છે. મોહ ભાવ ફેલાતો
જાય છે પણ આત્માના હિતની ભાવના સ્ફુરતી નથી. અહા! આ માન સન્માન ને
મોટપમાં બધો વખત ચાલ્યો જાય છે ને આત્માના હિત કરવાના ટાણા હાલ્યા જાય છે.
છોકરા સારા થાય ને પેદાશ વધી એટલે મૂઢ એમ માને છે કે અમે વધ્યા, મોટા
થયા, પણ શાના વધ્યા! શ્રીમદે કહ્યું છે કે--
લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો? શ્રીમદ્ રાજચંદ્ર ૧૬ મે વર્ષે
આમ કહે છે. સાતમે વર્ષે જાતિસ્મરણજ્ઞાન થયું હતું ને ૩૩ મે વર્ષે દેહ છૂટી ગયો હતો
૧૬ મે વર્ષે મોક્ષવાળા બનાવી છે તેમાં આમ કહે છે કે-
‘લક્ષ્મી અને અધિકાર વધતાં શું વધ્યું તે તો કહો,
શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નય ગ્રહો;
વધવાપણું
સંસારનું, નરદેહને હારી જવો;
એનો વિચાર નહીં અહોહો, એક પળ પણ તમને હવો.’
અહીંયા તો કહે છે કે બહારના સાધનથી વધ્યો તેવું માનવું તે મિથ્યા છે. તે
પરિભ્રમણના કારણમાં વધ્યો છે. આહાહા! આવો મનુષ્ય દેહ માંડ મળ્‌યો છે તેમાં
જન્મ-જરા-મરણને ટાળવાનો ઉપાય આ છે, તેમ બતાવે છે. અહો! ભવને ભાંગવાના
ભવમાં ભવને વધારવાના સાધન વધાર્યા, પણ આત્માનું હિત સૂઝતું નથી. અહા!
અજ્ઞાની સદા શરીરને પોષે છે, વિષય ભોગોને ભોગવતો રહે છે, પણ આનંદકંદ
ભગવાનના અમૃતમાં ડૂબતો નથી, અંદરમાં આવતો નથી અને ઝેર પીને જીવન ઈચ્છે
છે. તેથી કહે છે કે બધી તૃષ્ણા છોડ ને ભગવાન આત્માના શ્રદ્ધા જ્ઞાન ને અનુભવ
કર. તેમાં તારા કલ્યાણનો પંથ છે બાકી બીજે ક્યાંય કલ્યાણ નથી.

Page 101 of 238
PDF/HTML Page 112 of 249
single page version

background image
પરમાત્મા] [૧૦૧
[પ્રવચન નં. ૧૮]
[વિષયોમાં રમતાં મનને નિજ પરમાત્મામાં રમાડ]
[શ્રી યોગસાર ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી, તા. ર૬-૬-૬૬]
શ્રી યોગીન્દ્રદેવે ૪૯ મી ગાથામાં કહ્યું કે આયુષ્ય ઘટતું જાય છે ને તૃષ્ણા વધતી
જાય છે. કેમ કે એને આત્માના સ્વભાવનો પે્રમ નથી. એક કોર રામ ને એક કોર
ગામ. એમ એક કોર સત્ ચિદાનંદ અનાકુળ આનંદકંદ પદાર્થ છે અને એક કોર પુણ્ય-
પાપના વિકાર, શરીર, કર્મ આદિ પરપદાર્થ છે. બેમાંથી જેને બાહ્યસામગ્રી પ્રત્યે પે્રમ
વધી જાય છે તેને તૃષ્ણા વધતી જાય છે અને આતમરામ પ્રત્યે જેને પે્રમ વધી જાય છે
તેને તૃષ્ણા ઘટતી જાય છે.
જેમ ઝાંઝવામાં પાણી નથી પણ સરોવરમાં પાણી છે. તેમ જગતના કોઈ
પદાર્થમાં સુખ નથી પણ આત્મામાં સુખ છે પણ અનાદિથી પરમાં પ્રેમ કરીને દુઃખી
થયો છે. ભગવાન આત્માને છોડીને પર પદાર્થમાં પ્રેમ એ તુષ્ણાવર્ધક જ છે. એમ ૪૯
મી ગાથામાં કહ્યું. હવે પ૦મી ગાથામાં કહે છે કે હે યોગી! ખરેખર આત્મા જ પ્રેમને
પાત્ર છે. આત્મામાં રમણ કરનાર નિર્વાણને પામે છેઃ-
जेहउ मणु विसयहं रमइ तिमु जइ अप्प मुणेइ ।
जोइउ भणइ हो जोइयहु लहु णिव्वाणु लहेइ ।। ५०।।
જેમ રમતું મન વિષયમાં, તેમ જો આત્મે લીન,
શીઘ્ર લહે નિર્વાણપદ, ધરે ન દેહ નવીન.
પ૦.
કહે છે કે હે જીવ! તારું મન જેમ પાંચ ઇન્દ્રિયના વિષયોમાં રમે છે, એની જ
રુચિ, રતિ અને પ્રેમ કરે છે, પુણ્ય-પાપના ફળમાં જેવો પ્રેમ કરે છે તેવો પ્રેમ જો
આત્મામાં કર તો શીઘ્ર મુક્તિ થાય.
‘વિષયમાં મન રમે છે’ એમ કહ્યું, એમાં વિષય શબ્દે એકલાં ભોગાદિ એમ
નહિ. આત્મા સિવાય બધાં સ્પર્શ-રસ-ગંધાદિનો એમાં સમાવેશ થઈ જાય છે. શાસ્ત્ર
સાંભળવાનો પ્રેમ પણ રાગ છે.
દેહ, સ્ત્રી, કુટુંબ કે દેવ-શાસ્ત્ર-ગુરુ કોઈ પણ પરપદાર્થ પ્રત્યે તારો પે્રમ છે, તે
પ્રેમ કર્મ તને કરાવતું નથી. તારા ઉલટાં પુરુષાર્થથી તું પોતે જ એ પ્રેમ કરે છે. માટે
હવે સવળા પુરુષાર્થથી, તું પોતે જ ગુલાંટ ખાઈને તારા આત્માનો પ્રેમ કર! તો શીઘ્ર
મુક્તિ પામીશ.
તુલસીદાસ પણ કહે છે કે “જૈસી પ્રીતિ હરામસે, તૈસી હરિસે હોય, ચલા જાય
વૈકુંઠમેં પલા ન પકડે કોય.”

Page 102 of 238
PDF/HTML Page 113 of 249
single page version

background image
૧૦ર] [હું
ભાઈ! તારા શાંતરસમાં તને પે્રમ નથી. શ્રી સમયસારની ર૦૬ ગાથામાં આવે
છે ને કે હે આત્મા! આત્મામાં રતિ કર! તારો પ્રેમ અત્યારે પરે લૂંટી લીધો છે. આખી
જિંદગી આત્માને ખોઈને પણ પરનો પ્રેમ છોડતો નથી. મૂઢ બહારની પ્રીતિમાં ભગવાન
આત્માની પ્રીતિ ખોઈ બેઠો છે, ભલે ત્યાગી હોય પણ જ્યાં સુધી એને બહારમાં દયા-
દાનાદિમાં પ્રેમ છે ત્યાં સુધી એ જોગી નથી પણ ભોગી છે.
ભગવાન આત્મા જ્ઞાનની નૂરનો પૂર પ્રભુ! એક ક્ષણ તેનો પે્રમ કર તો તારા
સંસારનો-જન્મ-મરણનો નાશ થાય. એમ તત્ત્વને જોતાં પર્યાયમાં અન્ય વિવિધ તત્ત્વો
જણાશે પણ રાગ વગર જણાશે. આખી દુનિયા દેખાશે પણ એમાં તને પ્રેમ નહિ થાય,
આત્મસ્વભાવના પ્રેમમાં પછી આ સાધન મને અનુકૂળ અને આ પ્રતિકૂળ એવું રહેતું નથી.
યોગી એટલે જેનું વલણ બાહ્યથી છૂટયું છે અને આત્મા તરફ જેનું વલણ-દિશા
થઈ છે એવા ધર્મી-સમ્યગ્દ્રષ્ટિથી માંડીને સર્વ સંતો જીવોને કહે છે કે અરે જીવ! મનને
ગાઢ પ્રેમભાવથી પોતાના આત્મામાં રમતું કરવું જોઈએ. એમ થાય તો વીતરાગતાના
પ્રકાશથી શીઘ્ર નિર્વાણ લાભ થાય.
હરણની ડુટીમાં કસ્તૂરી ભરી છે પણ એને કસ્તૂરીની ખબર નથી, બહાર ફાંફા
મારે છે. તેમ આ આત્મા અતીન્દ્રિય આનંદનું સરોવર-મોટો દરિયો છે પણ પોતાને તેનું
ભાન નથી તેથી બહાર આનંદ લેવા જાય છે. તેથી કહે છે કે એકવાર ગુલાંટ ખા!
પરનો પ્રેમ છોડી સ્વનો પ્રેમ કર.
પાંચ ઇન્દ્રિયના વિષયના દાખલા આપ્યા છે કે-હાથી સ્પર્શેન્દ્રિયમાં લીન છે,
માછલાં રસેન્દ્રિયમાં લીન છે, ભમરાં કમળની સુગંધમાં મુગ્ધ છે, પતંગિયા દીવાની
જ્યોતના પ્રેમમાં ભસ્મ થઈ જાય છે તોપણ એને ખબર રહેતી નથી. કર્ણેન્દ્રિયના
વિષયભૂત-સાંભળવાના શોખીન હરણીયા જંગલમાં શિકારમાં પકડાઈ જાય છે. દાખલાં
આપીને એમ કહ્યું કે એક એક ઇન્દ્રિયમાં જેમ એ જીવો લીન છે તેમ તું આત્મામાં
લીન થા. એકમાત્ર આત્માની લગની લગાવ! તો સમકિત થાય ને ભવભ્રમણ ટળે.
વળી કહે છે કે આત્માના રસમાં એવું રસિક થઈ જવું જોઈએ કે માન-અપમાન,
જીવન-મરણ, કંચન-કાચ બધામાં સમભાવ થઈ જાય. જેમ ધતૂરા પીવાવાળાને બધી
ચીજ પીળી દેખાય છે તેમ ધર્મીને એક નિત્યાનંદ ભગવાન આત્મા દ્રષ્ટિમાં આવતાં
તેના સિવાય બધી વસ્તુ ક્ષણિક-નાશવાન જ દેખાય છે. હું અવિનાશી છું અને બાકી
બધું વિનાશિક છે એમ જ્ઞાનીને દેખાય છે.
વળી જ્ઞાની જેને પુણ્ય-પાપના બંધન રહિત પોતાના આત્મામાં યોગ અર્થાત્
જોડાણ થયું છે તેને બીજા આત્માઓ પણ પુણ્ય-પાપના બંધન રહિત નિર્મળ જ દેખાય
છે. તે બીજા આત્માને પણ બંધનવાળા દેખતો નથી. પોતાના આત્માને જેમ નિર્વિકારી
દેખે છે તેમ અન્યના આત્માને પણ ધર્મી નિર્વિકારી દેખે છે. તેના પુણ્ય-પાપને વિકારી
ભાવરૂપ દેખે છે, દેહને જડ પુદ્ગલ જાણે છે અને બધાનાં આત્માને આનંદમય દેખે છે.
ત્રણલોકની સંપદા પણ તેને ઝીર્ણ તૃણ સમાન દેખાય છે.

Page 103 of 238
PDF/HTML Page 114 of 249
single page version

background image
પરમાત્મા] [૧૦૩
મોક્ષના અર્થીને ઉચિત છે કે એ આત્મજ્યોતિના સંબંધમાં જ પ્રશ્ન કરે. આત્મા
કેવો છે? આત્મા કેમ પ્રાપ્ત થાય? આત્મામાં શું છે? આત્મા પ્રાપ્ત થયા પછી કેવી દશા
થાય? આત્માર્થીએ આવા જ પ્રશ્નો કરવા જોઈએ. સહજ તેને પ્રશ્નો એવા જ ઊઠે.
અનુભવપ્રકાશમાં સમજાવવા માટે દાખલો આપ્યો છે કે આત્માર્થીને ગુરુએ માછલી
પાસે જ્ઞાન લેવો મોકલ્યો તો માછલી કહે છે કે મને પહેલાં પાણી લાવી આપો, મને તરસ
બહુ લાગી છે. પણ અરે! આ પાણી તો તારી પાસે જ ભર્યું છે. પાણીમાં જ તું છો. તો
માછલી કહે છે કે તમે પણ જ્ઞાનથી જ ભર્યા છો. તમે પોતે જ જ્ઞાનસ્વરૂપ છો.
અનાદિથી આત્મા પુણ્ય-પાપ, રાગ-દ્વેષ, દેહાદિની ક્રિયાને દેખે છે પણ ચિદાનંદ
જળથી ભરેલો દરિયો છે તેને અજ્ઞાની જીવ દેખતો નથી. આત્મામાં નજર કરવાનો તેને
વખત મળતો નથી. માટે કહે છે મોક્ષેચ્છુએ આત્માની ચાહ કરવી, આત્માની લગની
લગાડવી, બીજાની લગની છોડવી એ જ આત્માર્થીનું કર્તવ્ય છે.
હવે પ૧મી ગાથામાં શરીરની જીર્ણતા બતાવે છેઃ-
जेहउ जज्जरु णरय–धरु तेहउ बुज्झि सरीरु ।
अप्पा भावहि णिम्मलउ लहु पावहि भवतीरु ।। ५१।।
નર્કવાસ સમ જર્જરિત, જાણો મલિન શરીર,
કરી શુદ્ધાતમ ભાવના, શીઘ્ર લહો ભવતીર. પ૧.
ભગવાન અમૃતાનંદના પ્રેમમાં કહે છે કે આ શરીર તને નરકના ઘર જેવું
દેખાશે. નવદ્વારથી પેશાબ, પરસેવો, વિષ્ટા આદિ મલિનતા ઝરે એવું આ શરીર
મલિનતાનું ઘર છે. હાડકાં, ચામડાં, માંસ, લોહી, પરુનું ઘર છે. એમ જરાક શરીર
ઉપરથી ચામડી ઉતરડે તો ખબર પડી જાય. તે જોવા પણ ઊભો ન રહે.
માંસ ને દારૂ ખાનારા રાજાઓ-લંપટીઓ તે બધાં નરકમાં જાય છે. અહીં ખમ્મા
ખમ્મા થતાં હોય તેના તે નરકમાં માર ખાવા માટે મહેમાન થાય છે. નર્કવાસમાં
ક્ષણમાત્ર પણ શાતા નથી. નરક અત્યંત ગ્લાનિકારક છે, ખરાબ છે, દુઃખકારી છે પણ
તને ખબર નથી ભાઈ! આ શરીર પણ નરકના ઘર જેવું છે, એમાં બધું ગ્લાનિકારક જ
ભર્યુ છે. જે શરીર ઉપર જીવને અતિશય પ્રેમ છે એ જ શરીરના લોહી, પરુ, હાડકાં,
માંસ આદિ જુદાં જુદાં ભાગ કરીને બતાવે તો તે જોવા પણ ઊભો ન રહે.
બાળપણ પરાધીનતામાં ખૂબ કષ્ટથી વીતે છે, યુવાનીમાં ઘોર તૃષ્ણાને મટાડવા
ધર્મને નેવે મૂકે છે, ધર્મની પરવા ન કરતાં રળવામાં પડી જાય છે અને વૃદ્ધાવસ્થામાં
માનસિક અને શારીરિક વેદનાનો પાર નથી. આમ આખી જિંદગી વીતાવે છે. એમાં જો
આત્મા પોતાનું સાધન કરે તો ફરી આવો દુઃખમય દેહ જ ન મળે પણ તેને આત્માનો
મહિમા આવતો નથી. જીવને પરનો જ મહિમા આવે છે તેથી એનો પ્રેમ પરમાં જ
લૂંટાઈ જાય છે.

Page 104 of 238
PDF/HTML Page 115 of 249
single page version

background image
૧૦૪] [હું
સ્વભાવથી વિરુદ્ધભાવનો પ્રેમ-રુચિ તે મિથ્યાત્વ છે. શુભભાવ હોય પણ એ
મિથ્યાત્વ નથી પણ એનો પ્રેમ છે-તેમાં લાભબુદ્ધિ છે તે મિથ્યાત્વ છે. વ્રત, ભક્તિ
આદિ શુભભાવથી પણ ધર્મ ન થાય તો શરીરની ક્રિયાથી તો ધર્મ ક્યાંથી થાય?
હે મૂર્ખ! આ તારું શરીરરૂપી ઘર દુષ્કર્મરૂપી શત્રુએ બનાવેલું કેદખાનું છે. કર્મોએ
ઈન્દ્રિયના મોટા પીંજરામાં તને પૂરી દીધો છે. લોહી-માંસથી તું લેપાઈ ગયો છો અને
ચામડીથી ઢંકાયેલો છો અને આયુકર્મથી તું જકડાયેલો છો. આવા શરીરને હે જીવ! તું
કારાગ્રહ જાણ! તેની વૃથા પ્રીતિ કરીને તું દુઃખી ન થાય! તેમાંથી છૂટવાનો પ્રયત્ન કર!
આત્માનું કલ્યાણ કરવું હોય તો નિર્વિકલ્પ ચૈતન્યનો પ્રેમ કરીને શરીરાદિનો પ્રેમ
છોડ! અને તેમાં ઉપજવાનું બંધ કર! ‘૬૦ વર્ષ થયા પણ કોઈ દિવસ શરીરે અમે સૂંઠ
પણ ચોપડી નથી’ એવા શરીરના જેને અભિમાન છે તેને આત્માનો પ્રેમ નથી તેના
આત્માનું કલ્યાણ ન થાય. શરીરનો પ્રેમ છોડાવવા માટે શરીરને નરકની ઉપમા આપી છે.
હવે કહે છે કે વ્યવહારમાં ડૂબેલા જીવો આત્માને ઓળખી શકતા નથી.
धंधइ पडियउ सयल जगि णवि अप्पा हु मुणंति ।
तहिं कारणि ए जीव फुडु ण हु णिव्वाणु लहंति ।। ५२।।
વ્યવહારિક ધંધે ફસ્યાં, કરે ન આત્મજ્ઞાન;
તે કારણ જગજીવ તે, પામે નહિ નિર્વાણ.
પર.
કોઈ ધંધામાં, કોઈ ખાવામાં, પીવામાં, માન મેળવવામાં, આબરૂ સાચવવામાં
એવા અનેક ધંધામાં જીવો પડયા છે. અરે! ત્યાગી નામ ધરાવનારા પણ પુણ્ય, દયા,
દાન, વ્રત મંદિર બંધાવવાના એવા ધંધામાં પડયાં છે. આમ કોઈ અશુભરાગના ધંધામાં
ને કોઈ શુભરાગના ધંધામાં ફસાઈ ગયા છે. ર૪ કલાકમાં આત્મા કોણ છે, કેવો છે એ
જોવા પણ નવરો થતો નથી. શુભાશુભરાગના ધંધામાં ભગવાનને ખોઈ બેઠો છે.
આત્મસ્વભાવમાં જોડાવું તે ‘યોગ’ છે બાકી બધું ‘અયોગ’ છે.
જે પુણ્ય-પાપના રાગના પ્રેમમાં ફસાણાં છે તેને આત્મા શું ચીજ છે? એનું પણ
ભાન નથી. બધા સલવાઈ ગયેલાં છે. જેલમાં પડેલો શેઠ જેલમાં ઊંટ ઉપર બેઠાં-બેઠાં
કહે છે કે હું ઊંટ ઉપર બેઠો છું. અરે! ઊંટ ઉપર પણ છો તો જેલમાં ને! એમ ત્યાગી
કહે અમે ધર્મ કરીએ છીએ પણ જડ શરીરની ક્રિયામાં જ તે ધર્મ માને છે. પરંતુ તે
ત્યાગી હોય તોપણ સંસારમાં જ પડયા છે. આત્માને ઓળખતો નથી.
નિર્વિકલ્પ તત્ત્વમાં સાંભળવા-સંભળાવવાના વિકલ્પનો અવકાશ નથી. વ્યવહાર,
રાગ એ બધો સંસાર જ છે. શુભ, અશુભ બન્નેનો પ્રેમ તે વ્યવસાય છે, ધર્મ નથી
એટલે તો કહ્યું કે “સકલ જગ ધંધે ફસ્યા છે”.
જ્ઞાનસ્વરૂપમાં એકાગ્ર થવું તે પ્રભાવના છે પણ આ જીવ શુભરાગમાં પ્રભાવના
માની બેઠો

Page 105 of 238
PDF/HTML Page 116 of 249
single page version

background image
પરમાત્મા] [૧૦પ
છે એટલે રાગના કાર્યો પોતે કરે, બીજા પાસે કરાવે, એને કરતાં હોય તેને અનુમોદે
એટલે માને કે મને ધર્મ થઈ ગયો. પણ ભાઈ! મંદિર આદિ રાગના કાર્ય કર્યે ધર્મ નહિ
થાય. પોતાના આત્માના શ્રદ્ધા-જ્ઞાન કરવાથી જ ધર્મ થાય.
ટોડરમલજી કહે છે કે આ જીવને ખરેખર ધર્મ કરવાનું ટાણું આવે ત્યાં
વ્યવહારધર્મ કરીને ત્યાં અટકી જાય છે, સંતોષાઈ જાય છે, આગળ વધતો નથી.
હવે અહીં કહે છે કે શાસ્ત્રપઠન આત્મજ્ઞાન વિના નિષ્ફળ છેઃ- -
सत्थ पढंतह ते वि जड अप्पा जे मुणंति ।
तहिं कारणि ए जीव फुडु ण हु णिव्वाणु लहंति ।। ५३।।
શાસ્ત્રપાઠી પણ મૂર્ખ છે, જે નિજતત્ત્વ અજાણ;
તે કારણ એ જીવ ખરે, પામે નહિ નિર્વાણ. પ૩.
શાસ્ત્ર ભણતર એ પર તરફનું જ્ઞાન છે, રાગ છે, વિકલ્પ છે. શાસ્ત્રમાં પણ
ભગવાને એમ જ કહ્યું છે કે ચોથા ગુણસ્થાને સ્વરૂપાચરણ ચારિત્ર છે, અતીન્દ્રિય
આનંદ છે. શાસ્ત્રવાંચન તે ધર્મ નથી, છતાં શાસ્ત્રપાઠી વ્યાકરણ, ન્યાય, જ્યોતિષ, વૈદક
આદિ અનેક વિષયોને જાણે છે પણ શુદ્ધ નિશ્ચય ઉપર લક્ષ આપતાં નથી, સ્વભાવનો
પુરુષાર્થ કરતાં નથી તેથી શાસ્ત્ર વાંચે છે છતાં અધ્યાત્મજ્ઞાનથી શૂન્ય રહે છે.
ચૈતન્યધાતુને જાણતાં નથી માટે તેનું શાસ્ત્ર ભણતર નિષ્ફળ કહ્યું છે.
અરે ભાઈ! આત્મભાન વિનાના ભણતર શા કામના? બીજાને ભણાવવાના
શુભ રાગથી પોતાને લાભ ન થાય. શુભરાગ અને પરના જ્ઞાનથી ચૈતન્યને લાભ ન
થાય. માટે આત્માના લક્ષ વગર શાસ્ત્રના ભણનારા પણ જડ છે. ભગવાન આત્માની
અંતર્મુખ થઈને આત્માનું જ્ઞાન કરે તે ચૈતન્ય છે.
જિનવાણી વાંચવાનું ફળ નિશ્ચય સમ્યગ્દર્શન આદિ પ્રાપ્ત કરવા તે છે. માટે ચાર
અનુયોગ વાંચીને શાસ્ત્રીય વિષય જાણીને, છ દ્રવ્યરૂપ જગતથી મારું તત્ત્વ જુદું છે એ
સાર કાઢવાનો છે. નિશ્ચયથી આત્માને ન જાણ્યો તેણે કાંઈ જાણ્યું નથી.
અભેદ આત્માનું જ્ઞાન કરી આત્મામાં એકાગ્ર થવું તે શાસ્ત્રભણતરનો સાર છે.
આત્માની અંતર નિર્વિકલ્પ શ્રદ્ધા કરવી એ સાચી આવડત છે. બહારની આવડત એ
આવડત નથી. આત્માની પ્રતીત અને આત્માનું જ્ઞાન કર્યું તેણે બધું કર્યું. જેણે
આત્મજ્ઞાન નથી કર્યું, અતીન્દ્રિય આનંદસ્વરૂપને સમ્યગ્દર્શન દ્વારા અનુભવ્યું નથી તેની
આખી જિંદગી અફળ છે-નિષ્ફળ છે. આત્માના અનુભવ વિનાનું માત્ર શાસ્ત્રજ્ઞાન
ભવવર્ધક બને છે, નિર્વાણના માર્ગથી દૂર લઈ જાય છે. માટે ભાઈ! શાસ્ત્ર વાંચતા પણ
લક્ષ તો આત્માનું જ રાખજે.

Page 106 of 238
PDF/HTML Page 117 of 249
single page version

background image
૧૦૬] [હું
[પ્રવચન નં. ૧૯]
નિજ પરમાત્માના લક્ષ વગરના શાસ્ત્ર–અભ્યાસ વ્યર્થ છે
[શ્રી યોગસાર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન તા. ર૭-૬-૬૬]
सत्थ पढंतह ते वि जड अप्पा जे ण मुणति ।
तहिं कारणि ए जीव फुडु णिव्वाणु लहंति ।। ५३।।
શાસ્ત્રપાઠી પણ મૂર્ખ છે, જે નિજ તત્ત્વ અજાણ,
તે કારણ તે જીવ ખરે, પામે નહિ નિર્વાણ. પ૩.
ભગવાન આત્મા એક સમયમાં અભેદ પરિપૂર્ણ વસ્તુ છે. તેનું જ્ઞાન કરી તેનો
અનુભવ કરવો તેમાં એકાગ્ર થવું તે શાસ્ત્રનો સાર છે. એ સાર ગ્રહણ ન કરે અને
માત્ર શાસ્ત્ર વાંચ્યા કરે તેનું શાસ્ત્ર-ભણતર વ્યર્થ છે. જિનવાણી સાંભળીને, વાંચીને,
ધારીને અભેદ આત્માનો અનુભવ કરવો એ તેનું ફળ છે. અંતર-અનુભવની દ્રષ્ટિ વગર
ચારેય અનુયોગનું ભણતર કરનારાને જડ કહ્યાં છે.
શાસ્ત્ર કહે છે કે તારો આત્મા કર્મ અને રાગથી ભિન્ન છે અને અતીન્દ્રિય આનંદ
આદિ અનંત ગુણોથી અભિન્ન છે. એક સમયમાં શાશ્વત જ્ઞાન ને આનંદનો ભંડાર સત્
ચિદાનંદ પ્રભુનો અનુભવ કરવો તે જ શાસ્ત્રભણતરનું ફળ છે. સર્વ શાસ્ત્ર ભણવા
પાછળ હેતુ સમકિતનો લાભ પ્રાપ્ત કરવાનો છે. એ હેતુ ન સરે તો શાસ્ત્ર ભણવા પણ
કાર્યકારી નથી.
અનેક જીવો શાસ્ત્રો વાંચી. વિદ્યા મેળવી, અભિમાન કરે છે પણ ભાઈ! એ
તારી વિદ્યા હજારો માણસોને સમજાવવાની શક્તિ તે તારા આત્માને કાંઈ કાર્યકારી
નથી. ખ્યાતિ-પૂજા મેળવવા માટે જે શાસ્ત્રો ભણે છે અને આત્માનુભૂતિ કરવાનો
પ્રયત્ન કરતો નથી તેનું જીવન અફળ છે. ઉલટું તેને માટે તો પ્રયોજન અન્યથા
સાધવાથી શાસ્ત્રજ્ઞાન સંસારવૃદ્ધિનું કારણ બની જાય છે અને પોતે નિર્વાણમાર્ગથી દૂર
જાય છે. આવડતના અભિમાનમાં અટકી સમકિતનો લાભ ચૂકી જાય છે.
मणु–इंदिहि वि छोडियइ [?] बुहु पुच्छियइ ण कोइ ।
रायहं पसरु णिवारियइ सहज उपज्जइ सोइं ।। ५४।।
મન-ઇન્દ્રિયથી દૂર થા, શી બહુ પૂછે વાત?
રાગ-પ્રસાર નિવારતાં, સહજ સ્વરૂપ ઉત્પાદ. પ૪.
ટૂંકામાં ટૂંકી વાત-અખંડાનંદ ભગવાન આત્માનો, મન અને ઇન્દ્રિયથી દૂર કરી,
અંતર અનુભવ કરવાનો છે. બહુ પ્રશ્ન પૂછવાથી કાંઈ ન થાય. પહેલાં જે અનુભવનું કામ

Page 107 of 238
PDF/HTML Page 118 of 249
single page version

background image
પરમાત્મા] [૧૦૭
કરવાનું છે તે કરી લેવું જોઈએ. મન ને ઇન્દ્રિયથી લક્ષ હટાવી અંતરમાં જવું અને રાગ
હટાવી વીતરાગ દ્રષ્ટિ કરવી તે જ કર્તવ્ય છે. ભક્તિ-પૂજા-યાત્રા આદિના ભાવ આવે
પણ તેનાથી શુભરાગ થશે, ધર્મ નહિ થાય. માટે અહીં તો કહે કે મોટી યાત્રા આત્માની
કર! મન ને ઇન્દ્રિયના વિકલ્પ હટાવી નિર્વિકલ્પ થવું તે સાચી યાત્રા છે. શુભરાગની
અને ધર્મની દશા અને દિશામાં મોટો ફેર છે.
સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથે જેવો આત્મા કહ્યો છે ને જોયો છે એવા તારા
આત્માને જોવો ને એમાં ઠરવું તે કરવા જેવું કાર્ય છે. આત્મસ્વભાવમાં એકાગ્ર થતાં
રાગનો વિસ્તાર ઘટે અને અરાગ-વીતરાગ સ્વભાવનો વિસ્તાર થાય, આનંદનો ફેલાવો
થાય એ કર્તવ્ય છે.
અનુભવ કરનાર-ધર્મ પ્રગટ કરનાર આત્મા પોતે જ છે. પોતે જ અનુભવ ને
પોતાનો જ અનુભવ કરીને આનંદ લેનાર પણ પોતે જ છે. તેમાં પરમાંથી કાંઈ લેવાનું
નથી. અનાકુળ શાંતિનો ડુંગર આત્મા પોતે છે, તેની ગાઢ શ્રદ્ધા અને પ્રીતિ થતાં પરને
કાંઈ પૂછવાનું રહેતું નથી. પોતે પોતામાં ઠરી જવાનું જ રહે છે. પોતાની શ્રદ્ધા થતાં
પરમાં સુખ કે આનંદ છે એવી માન્યતાનો નાશ થઈ જાય છે. કુટુંબ, પૈસા આદિમાં
સુખબુદ્ધિ રહેતી નથી. પોતામાં પ્રીતિ થતાં પરની પ્રીતિ આપોઆપ છૂટી જાય છે.
पुग्गलु अण्णु जि अण्णु जिउ अण्णु वि सहु ववहारु ।
चयहि वि पुग्गलु गहहि जिउ लहु पावहि भवपारु ।। ५५।।
જીવ પુદ્ગલ બે ભિન્ન છે, ભિન્ન સકળ વ્યવહાર;
તજ પુદ્ગલ ગ્રહ જીવ તો, શીઘ્ર લહે ભવપાર. પપ.
સંસારથી પાર થવાનો એક માત્ર ઉપાય આત્માનું ધ્યાન છે. અસદ્ભૂત
વ્યવહારનયનો વિષય જે કર્મ, શરીર આદિ પુદ્ગલ બધાં આત્માથી અન્ય છે. અશુદ્ધ
નિશ્ચયથી ઉત્પન્ન થતાં પુણ્ય-પાપના રાગાદિ ભાવ તે પણ વ્યવહાર છે, આત્માથી ન્યારા
છે. પુણ્ય-પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ એ બધાં તત્ત્વથી પણ આત્મતત્ત્વ
કથંચિત્ જુદુ છે. વિકારી પર્યાયથી તો આત્મા જુદો, પણ અવિકારી પર્યાયથી પણ
કથંચિત્ જુદો છે. ગુણ-ગુણીના ભેદ તે પણ વ્યવહાર છે. ભગવાન આત્મા જ્ઞાન-આનંદ
આદિ અનંત ગુણનો પિંડ છે એવો ગુણ-ભેદ પાડીને વિચાર કરવો તે પણ વ્યવહાર છે.
સંકલ્પ-વિકલ્પની બધી ક્રિયાઓ આત્મવસ્તુથી ભિન્ન છે. જગતનો બધો વ્યવહાર મન-
વચન-કાયાના ત્રણ યોગ અને શુભ-અશુભ ઉપયોગથી ચાલે છે. મારા શુદ્ધ ઉપયોગમાં
તે વ્યવહારનો અભાવ છે એટલે કે મારા શુદ્ધ ભાવમાં એ મન-વચન-કાયાનો વેપાર
અને શુભાશુભ ભાવનો અભાવ છે.
સત્ચિદાનંદ ગોળો મન-વચન-કાયાથી જુદો જ છે. તેને જુદો અનુભવવો તે
સમ્યગ્દર્શન છે. શુભભાવની દિશા તો પર તરફ છે અને શુદ્ધભાવની દિશા સ્વ-સ્વભાવ
તરફ છે.
હું તો સર્વ વ્યવહારની રચનાથી નિરાળો પરમ શુદ્ધ આત્મા છું. આવા પોતાના
આત્માનું ધ્યાન કરવું તે મોક્ષમાર્ગ છે એમ તું જાણ! એમ સંતો કહે છે. શુભભાવ આવે,

Page 108 of 238
PDF/HTML Page 119 of 249
single page version

background image
૧૦૮] [હું
ન આવે એમ નહીં, અશુભભાવથી બચવા દયા-દાન-વ્રત-ભક્તિ-પૂજા-યાત્રાના ભાવ
હોય છે. ન હોય એમ કરીને ઉડાડી દે તો એ જીવતત્ત્વને જ સમજતો નથી. શુભભાવ
છે તો ખરા, પણ એની મર્યાદા છે કે એ ભાવોથી નિર્મળ આત્માનો ધર્મ પ્રગટ ન થાય.
શુદ્ધભાવ ન થાય.
‘હું સર્વ વ્યવહારથી રહિત શુદ્ધ એક પ્રકાશમાન ચૈતન્યજ્યોતિ છું. જ્ઞાયક એક
પ્રકાશમાન પરમ નિરાકુળ, પરમ વીતરાગી અખંડ દ્રવ્ય છું’ એવી રીતે મનન કરીને જે
પોતાના આત્મારૂપી ચૈતન્યરતનમાં એકાગ્ર થઈને સ્વરૂપનું ગ્રહણ કરે છે તેને પોતાના
સ્વામીપણાથી સંતોષ થઈ જાય છે. શરીર-વાણી-મનનો તો આત્મા સ્વામી નથી પણ
દયા-દાન આદિ શુભભાવનો પણ આત્મા સ્વામી નથી. આત્મા તો એક સહજાત્મ શુદ્ધ
ચૈતન્યપિંડનો સ્વામી છે, માલિક છે. એ માલિકીમાં જ ધર્મીને સંતોષ થાય છે. પરના
સ્વામીપણામાં સંતોષ નથી, અસંતોષ છે. અનંતગુણરૂપી આત્માની પૂંજીનો સ્વામી થતાં
ધર્મીને સંતોષ થઈ જાય છે. પરનું સ્વામીપણું માનવું એ તો મૂઢતા છે.
પાઠશાળાનો હું સ્વામી, આટલાં પુસ્તક રચ્યાં તેનો હું સ્વામી, લક્ષ્મીનો હું
સ્વામી-લક્ષ્મીપતિ એમ પરના સ્વામીપણાથી મૂઢ જીવ સંતોષાય છે પણ એ તો
દુઃખદાયક ભ્રમણા છે, વાસ્તવિક સંતોષ નથી. પોતાના સ્વરૂપના સ્વામીપણામાં જ ખરો
સંતોષ થાય છે.
હવે પ૬મી ગાથામાં કહે છે કે આત્માનુભવી જ સંસારથી મુક્ત થાય છે.
जे णवि मण्णहिं जीव फुडु जे णवि जीउ मुणंति ।
ते जिण–णाहहं उत्तिया णउ संसार मुचंति ।। ५६।।
સ્પષ્ટ ન માને જીવને, જે નહિ જાણે જીવ;
છૂટે નહિ સંસારથી, ભાખે છે પ્રભુ જિન. પ૬.
જે ભગવાન આત્મા સ્પષ્ટરૂપથી પોતાનું સ્વરૂપ જાણતો નથી. પરોક્ષપણે
આત્માનું સ્વરૂપ આમ છે-એમ જાણે છે તેને સંતો કહે છે કે અમે જ્ઞાન કહેતાં નથી.
વિકલ્પથી આત્માને જાણે તે સાચું જાણપણું જ નથી. ગાથાએ ગાથાએ વાત ફેરવે છે.
એકની એક વાત નથી. જ્ઞાનની લહેરે જાગતો ભગવાન પોતે પોતાને પ્રત્યક્ષ ન જાણે
તેને અમે જ્ઞાન કહેતા જ નથી. પ્રત્યક્ષ આત્માને પ્રત્યક્ષ જાણે તે જ જ્ઞાન છે.
ભાઈ! આ તો મૂળ મારગ છે. જ્ઞાનથી જ્ઞાનનું પ્રત્યક્ષ સ્વસંવેદન થવું તે
આત્માનું જ્ઞાન છે. આ તો યોગસાર છે ને! આત્માને આત્મામાં જોડવાની-એકાગ્ર
થવાની વિધિ કહે છે. શાસ્ત્રથી અને વિકલ્પથી આત્માનું જ્ઞાન કરવું તે ખરેખર પ્રત્યક્ષ
જ્ઞાન નથી. પરમાત્મસ્વરૂપમાં સ્થિત આત્માનું સ્વરૂપ રાગથી-શાસ્ત્રથી ન જણાય.
સંતોની કથની આહાહા....! મારગને સહેલો કરીને સમજાવે છે. ભગવાન!
જ્ઞાનાનંદની

Page 109 of 238
PDF/HTML Page 120 of 249
single page version

background image
પરમાત્મા] [૧૦૯
જ્યોત! અતીન્દ્રિય આનંદની મૂર્તિ પ્રગટ....પ્રગટ....પ્રગટ છો ને! હોવાપણે પ્રગટ છે તેને
‘ન હોવાપણે’ કેમ કહેવું? તું પૂર્ણ સત્તા ‘સતતં સુલભં’ ભગવાન! તું તને સુલભ ન
હો તો બીજી કઈ ચીજ સુલભ હોય? તું તારી હથેળીમાં છો એટલે કે તું તને અત્યંત
સુલભ છો.
બધા વ્યવહારથી આત્મા મુક્ત છે જેમ પરદ્રવ્ય છે તેમ વ્યવહાર પણ હો ભલે,
પણ ભગવાન આત્મા અભેદ ચૈતન્યના અનુભવમાં ધર્મી વ્યવહારથી મુક્ત છે. વ્યવહાર
કરવો પડે ને હોવો જ જોઈએ હોય તો મને ઠીક એમ સમ્યગ્દ્રષ્ટિ માનતો નથી.
વ્યવહારનું પૂછડું નિશ્ચયને લાગુ પડતું નથી.
જેમ ઝાંઝવામાં જળ નથી પણ સરોવરમાં છે, તેમ ગુરુવચનમાં બોધ નથી પણ
હૃદયસરોવરમાં બોધ ભર્યો છે. અહીં તો ત્રણલોકના નાથ જિનેશ્વરદેવ એમ કહે છે કે
જેણે આત્માને પ્રત્યક્ષ જાણ્યો નથી તે સંસારથી નહિ છૂટે. સમજાણું કાંઈ? જ્ઞાનથી
જ્ઞાનને વેદે તે પ્રત્યક્ષજ્ઞાન છે. શાસ્ત્રથી, મનથી, ગુરુવચનથી કે વિકલ્પથી આત્માનું
જાણપણું તે પરોક્ષ છે, પ્રત્યક્ષજ્ઞાન નથી.
જુઓ તો ખરા આ યોગસાર! નિર્વિકલ્પ સ્વરૂપને નિર્વિકલ્પ વેદનથી ન જાણે
અને માત્ર શાસ્ત્ર આદિથી જાણે તેને સંસાર ન છૂટે. ઈચ્છા વિના છૂટતી દિવ્યધ્વનિમાં
આવેલી આ વાત છે. મિથ્યાત્વ એ જ સંસાર છે. મિથ્યાત્વ જાય પછી સંસાર ન રહે.
ભગવાન આત્માનું અતીન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાન કરી તેમાં સ્થિર થા! વારંવાર અતીન્દ્રિય
જ્ઞાનનો સ્પર્શ કર! તને જરૂર સુખ થશે.
લોકોને લાગે કે આ ધર્મ તો બહુ મોંઘો. બહારમાં તો ગમે તેટલી મોંધવારી હોય
તોપણ વધુ પૈસા ખર્ચતા વસ્તુ મળી રહે પણ અહીં તો કહે છે કે અનુભવ વિના
સંવર-નિર્જરા ન થાય. લાખ ઉપવાસ કરે પણ અનુભવ ન હોય તેને સંવર-નિર્જરા ન
થાય. આ ધરમ તો બહુ મોંઘો!! તેને જ્ઞાની કહે છે કે ભાઈ! ધર્મ તો બહુ સોંઘો છે.
બહારની વસ્તુમાં તો પૈસા જોઈએ બજારમાં લેવા જવું પડે ને આ ધર્મ પ્રગટ કરવામાં
તો ક્યાંય જવું પણ ન પડે ને કોઈ બીજાની જરૂર પણ ન પડે. અરે! પણ માણસને
પોતાની જાતને જાણવી મોંઘી લાગે છે! તારું પરમાત્મસ્વરૂપ તો તારી પાસે જ બિરાજી
રહ્યું છે તેને જાણવું તે મોંઘુ નથી.
જિનેન્દ્ર ભગવાને દિવ્યવાણીમાં આ ઉપદેશ આપ્યો છે કે પોતાના આત્માનું
શ્રદ્ધાન-જ્ઞાન ને ધ્યાન એટલે નિશ્ચયરત્નત્રયરૂપ મસાલાના પ્રયોગથી વીતરાગતાની
આગ ભભૂકી ઊઠે છે જે કર્મરૂપી ઇંધનને જલાવીને ભસ્મ કરી નાખે છે. આત્માના
ધ્યાન વિના કર્મથી મુક્ત કોઈ થઈ શકતું નથી. માટે વાસ્તવમાં આત્માનુભવ જ
મોક્ષમાર્ગ છે. સમકિત બાહ્ય ચારિત્રને મોક્ષમાર્ગ માનતા નથી.
અરે! આ જીવે પોતાના ગાણાં પણ કોઈ દિવસ પ્રીતિ કરીને સાંભળ્‌યા નહિ. જો