Page 306 of 655
PDF/HTML Page 361 of 710
single page version
અ. ૪ ઉપસંહાર ] [ ૩૦પ
૪. અનેકાન્ત વસ્તુને એક-અનેકસ્વરૂપ બતાવે છે. ‘એક’ કહેતાં જ‘અનેક’ની અપેક્ષા આવી જાય છે. તું તારામાં એક છો અને તારામાં જ અનેક છો. તારા ગુણ-પર્યાયથી અનેક છો, વસ્તુથી એક છો.
પ. અનેકાન્ત વસ્તુને નિત્ય-અનિત્યસ્વરૂપ બતાવે છે. પોતે નિત્ય છે અને પોતે જ પર્યાયે અનિત્ય છે; તેમાં જે તરફની રુચિ તે તરફનો પલટો (પરિણામ) થાય. નિત્યવસ્તુની રુચિ કરે તો નિત્ય ટકનારી એવી વીતરાગતા થાય અને અનિત્ય એવા પર્યાયની રુચિ થાય તો ક્ષણિક એવા રાગ-દ્વેષ થાય.
૬. અનેકાંત દરેક વસ્તુની સ્વતંત્રતા જાહેર કરે છે. વસ્તુ પરથી નથી અને સ્વથી છે એમ કહ્યું તેમાં ‘સ્વ અપેક્ષાએ દરેક વસ્તુ પરિપૂર્ણ જ છે’ એ આવી જાય છે. વસ્તુને પરની જરૂર નથી, પોતાથી જ પોતે સ્વાધીન-પરિપૂર્ણ છે.
૭. અનેકાન્ત એકેક વસ્તુમાં અસ્તિ-નાસ્તિ આદિ બે વિરુદ્ધ શક્તિઓ બતાવે છે. એક વસ્તુમાં વસ્તુપણાની નિપજાવનારી બે વિરુદ્ધ શક્તિઓ થઈને જ તત્ત્વની પૂર્ણતા છે, એવી બે વિરુદ્ધ શક્તિઓનું હોવું તે વસ્તુનો સ્વભાવ છે.
વ્યવહારનય સ્વદ્રવ્ય-પરદ્રવ્યને વા તેના ભાવોને વા કારણ-કાર્યાદિકને કોઈના કોઈમાં મેળવી નિરૂપણ કરે છે માટે એવા જ શ્રદ્ધાનથી મિથ્યાત્વ છે તેથી તેનો ત્યાગ કરવો. વળી નિશ્ચયનય તેને જ યથાવત્ નિરૂપણ કરે છે તથા કોઈને કોઈમાં મેળવતો નથી તેથી એવા જ શ્રદ્ધાનથી સમ્યક્ત્વ થાય છે માટે તેનું શ્રદ્ધાન કરવું.
પ્રશ્નઃ– જો એમ છે તો જિનમાર્ગ માં બન્ને નયોનું ગ્રહણ કરવું કહ્યું છે, તેનું શું કારણ?
ઉત્તરઃ– જિનમાર્ગમાં કોઈ ઠેકાણે તો નિશ્ચયનયની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે તેને તો ‘સત્યાર્થ એમ જ છે’ એમ જાણવું, તથા કોઈ ઠેકાણે વ્યવહારનયની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે તેને “ એમ નથી પણ નિમિત્તાદિની, અપેક્ષાએ આ ઉપચાર કર્યો છે” એમ જાણવું; અને એ પ્રમાણે જાણવાનું નામ જ બન્ને નયોનું ગ્રહણ છે. પણ બન્ને નયોના વ્યાખ્યાનને સમાન સત્યાર્થ જાણી “ આ પ્રમાણે પણ છે તથા આ પ્રમાણે પણ છે” એવા ભ્રમરૂપ પ્રવર્તવાથી તો બન્ને નયો ગ્રહણ કરવા કહ્યા નથી.
પ્રશ્નઃ– જો વ્યવહારનય અસત્યાર્થ છે તો જિનમાર્ગમાં તેનો ઉપદેશ શા માટે આપ્યો? એક નિશ્ચયનયનું જ નિરૂપણ કરવું હતું?
Page 307 of 655
PDF/HTML Page 362 of 710
single page version
૩૦૬ ] [ મોક્ષશાસ્ત્ર
ઉત્તરઃ– એવો જ તર્ક શ્રી સમયસારમાં કર્યો છે ત્યાં આ ઉત્તર આપ્યો છે કે- જેમ કોઈ અનાર્ય-મલેચ્છને મલેચ્છભાષા વિના અર્થ ગ્રહણ કરાવવા કોઈ સમર્થ, નથી, તેમ વ્યવહાર વિના પરમાર્થનો ઉપદેશ અશક્ય છે તેથી વ્યવહારનો ઉપદેશ છે. વળી એ જ સૂત્રની વ્યાખ્યામાં એમ કહ્યું છે કે-એ પ્રમાણે નિશ્ચયને અંગીકાર કરાવવા માટે વ્યવહાર વડે ઉપદેશ આપીએ છીએ પણ વ્યવહારનય છે તે અંગીકાર કરવા યોગ્ય નથી. [–શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક]
અત્યારે આ પંચમકાળમાં આ કથનીને સમજનાર સમ્યગ્જ્ઞાની ગુરુનું નિમિત્ત સુલભ નથી, પણ જ્યાં મળી શકે ત્યાં તેમની પાસેથી મુમુક્ષુઓએ આ સ્વરૂપ સમજવું; અને જ્યાં ન મળી શકે ત્યાં શાસ્ત્ર સમજવાનો નિરંતર ઉદ્યમ રાખીને આ સમજવું. આના આશ્રયે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે માટે આ યથાર્થ સમજવું સત્શાસ્ત્રનું શ્રવણ કરવું, પઠન કરવું, ચિંતન કરવું-ભાવના કરવી, ધારવું, હેતુ- યુક્તિ વડે નયવિવક્ષા સમજવી, ઉપાદાન-નિમિત્તનું સ્વરૂપ સમજવું અને વસ્તુના અનેકાન્ત સ્વરૂપનો નિશ્ચય કરવો. તે સમ્યગ્દર્શન પ્રાપ્તિનું મુખ્ય કારણ છે તેથી મુમુક્ષુ જીવોએ તેનો ઉપાય નિરંતર કરવાયોગ્ય છે.
આ પ્રમાણે જીવનો અધિકાર પૂરો થયો; હવે પરજ્ઞેયનું એટલે કે અજીવ તત્ત્વનું સ્વરૂપ પાંચમા અધ્યાયમાં વર્ણવશે, તેમાં બધાં દ્રવ્યોને લાગુ પડતા નિયમો તથા તેમાંથી જીવને લાગુ પડતી બાબતો આચાર્ય ભગવાન બતાવશે.
Page 308 of 655
PDF/HTML Page 363 of 710
single page version
અ. ૪ ] [ ૩૦૭
ભાગ”૨પ ધનુષ૧ સાગરદસ હજાર
Page 309 of 655
PDF/HTML Page 364 of 710
single page version
૩૦૮ ] [ મોક્ષશાસ્ત્ર
જઘન્ય પીત
Page 310 of 655
PDF/HTML Page 365 of 710
single page version
અ. ૪] [ ૩૦૯
મિંદ્રશુક્લ૨।। હાથ૨૩ સાગર૨૨ સાગર૧૬ સ્વર્ગથી
Page 311 of 655
PDF/HTML Page 366 of 710
single page version
૩૧૦] [मोक्षशास्त्र
મિંદ્રપરમ શુક્લ ૧।। હાથ૩૨ સાગર ૩૧ સાગર
આયુષ્ય
નોંધઃ– ૧. વેમાનિક દેવોનાં સ્વર્ગ ૧૬ છે, પરંતુ તેમના ઇંદ્ર છે. અહીં ઇંદ્રોની અપેક્ષાએ ૧૨ ભેદ
કહ્યા છે. પહેલાં ચાર તથા છેલ્લાં ચાર સ્વર્ગ માં દરેકનો એક ઈંદ્ર છે અને વચલાં આઠ સ્વર્ગોમાં બબ્બે સ્વર્ગનો એક ઇંદ્ર છે.
Page 312 of 655
PDF/HTML Page 367 of 710
single page version
ભૂમિકા
આ શાસ્ત્ર શરૂ કરતાં આચાર્ય ભગવાને પહેલા અધ્યાયના પહેલા જ સૂત્રમાં જણાવ્યું કે, સાચા સુખનો એક જ માર્ગ છે, અને તે માર્ગ સમ્યગ્દર્શન-જ્ઞાન- ચારિત્રની એકતા છે. ત્યાર પછી તત્ત્વાર્થશ્રદ્ધાન તે સમ્યગ્દર્શન છે એમ જણાવ્યું; પછી સાત તત્ત્વો જણાવ્યાં; તે તત્ત્વોમાં પહેલું જીવતત્ત્વ છે તેની સમજણ બીજા ત્રીજા અને ચોથા અધ્યાયોમાં આપી.
બીજું અજીવતત્ત્વ છે, તેનું જ્ઞાન આ પાંચમા અધ્યાયમાં કરાવવામાં આવ્યું છે. પુદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ એ પાંચ ‘અજીવ’ દ્રવ્યો’ છે એમ જણાવ્યા પછી તેને ઓળખવા માટે તેમનાં ખાસ લક્ષણો તથા તેમનાં ક્ષેત્રો બતાવ્યાં છે. જીવ સહિત છ દ્રવ્યો છે એમ જણાવીને દ્રવ્ય, ગુણ, પર્યાય, નિત્ય, અવસ્થિત તથા અનેકાંત વગેરેનું સ્વરૂપ બતાવ્યું છે.
ઈશ્વર આ જગતનો કર્તા છે એવી માન્યતા ભ્રમ ભરેલી છે; જગતનાં બધાં દ્રવ્યો પોતાથી સત્ છે, કોઈએ તેમને બનાવ્યાં નથી; આમ બતાવવા માટે ‘सत् द्रव्य लक्षणं’ ‘દ્રવ્યનું લક્ષણ સત્ છે’ એમ ૨૯ મા સૂત્રમાં કહ્યું. જગતના બધા પદાર્થો ટકીને ક્ષણે ક્ષણે પોતામાં જ પોતાની અવસ્થા પોતે પોતાથી બદલ્યા કરે છે; આમ સત્નું સ્વરૂપ બતાવવા માટે ૩૦ મું સૂત્ર કહ્યું. દરેક વસ્તુ દ્રવ્યપણે નિત્ય અને પર્યાયપણે અનિત્ય છે; એમ બતાવવા માટે, ‘ગુણ-પર્યાયવાળું દ્રવ્ય છે’ એવું દ્રવ્યનું બીજું લક્ષણ ૩૮ મા સૂત્રમાં કહ્યું છે. દરેક દ્રવ્ય પોતે પોતાથી પરિણમે છે, તેથી એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહિ; આમ બતાવવા માટે ૪૨ મું સૂત્ર કહ્યું છે. વસ્તુનું સ્વરૂપ અનેકાંતમય છે, પણ તે એક સાથે કહી શકાતું નથી તેથી કથનમાં મુખ્ય-ગૌણપણું આવે છે; આમ ૩૨ મા સૂત્ર માં બતાવ્યું. આ રીતે ઘણા ઉપયોગી સિદ્ધાંતો આ અધ્યાયમાં લેવામાં આવ્યા છે.
આ અધ્યાય માં सद्द्रव्यलक्षणम्; उत्पादव्ययध्रव्ययुक्तं सत्ः गुणपर्यायवत् द्रव्यंः अर्पितानर्पित सिद्धेः અને तद्भावः परिणामः એ પાંચ (૨૯, ૩૦, ૩૮, ૩૨, અને ૪૨) સૂત્રો વસ્તુસ્વરૂપના પાયારૂપ છે-વિશ્વધર્મના પાયારૂપ છે. આ અધ્યાય સિદ્ધ કરે છે કે, સર્વજ્ઞ સિવાય બીજું કોઈ જીવ અને અજીવનું સત્યસ્વરૂપ કહી શકે નહી. જીવ
Page 313 of 655
PDF/HTML Page 368 of 710
single page version
૩૧૨ ] [ મોક્ષશાસ્ત્ર અને બીજા પાંચ અજીવ (-પુદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ તથા કાળ) દ્રવ્યોનું સ્વરૂપ જે આ શાસ્ત્રમાં તેમજ બીજાં જૈનશાસ્ત્રોમાં આપ્યું છે તે અદ્વિતીય છે, તેનાથી વિરુદ્ધ માન્યતા જગતના કોઈ પણ જીવોની હોય તો તે અસત્ય છે. માટે જિજ્ઞાસુઓએ સાચું સમજીને સત્યસ્વરૂપ ગ્રહણ કરવું અને અસત્ય માન્યતા તથા અજ્ઞાન છોડવાં.
ધર્મના નામે જગતમાં જૈન સિવાયની બીજી પણ અનેક માન્યતાઓ ચાલે છે, પણ તેમનામાં વસ્તુસ્વરૂપનું યથાર્થ કથન મળી આવતું નથી; જીવ, અજીવ વગેરે તત્ત્વોનું સ્વરૂપ તેઓ અન્યથા કહે છે; આકાશ અને કાળનું જે સ્વરૂપ તેઓ કહે છે તે સ્થૂળ અને અન્યથા છે; અને ધર્માસ્તિકાય તથા અધર્માસ્તિકાયના સ્વરૂપથી તો તેઓ તદ્દન અજ્ઞાત છે. આ ઉપરથી સિદ્ધ થાય છે કે, વસ્તુના સાચા સ્વરૂપથી વિરુદ્ધ ચાલતી તે બધી માન્યતાઓ અસત્ય છે, તત્ત્વથી વિરુદ્ધ છે.
અર્થઃ– [धर्माधर्माकाशपुद्गलाः] ધર્મ(દ્રવ્ય), અધર્મ (દ્રવ્ય), આકાશ અને પુદ્ગલ એ ચાર [अजीव] અજીવ તથા [कायाः] બહુપ્રદેશી છે.
(૧) સમ્યગ્દર્શનની વ્યાખ્યા કરતાં તત્ત્વાર્થશ્રદ્ધાન સમ્યક્ત્વ છે એમ પહેલા અધ્યાયના બીજા સૂત્રમાં કહ્યું છે; પછી ત્રીજા સૂત્રમાં તત્ત્વોનાં નામ જણાવ્યાં છે, તેમાંથી જીવનો અધિકાર પૂરા થતાં અજીવતત્ત્વ કહેવું જોઈએ, તેથી આ અધ્યાયમાં મુખ્યપણે અજીવનું સ્વરૂપ કહ્યું છે.
(ર) જીવ અનાદિથી પોતાનું સ્વરૂપ જાણતો નથી અને તેથી સાત તત્ત્વો સંબંધી તેને અજ્ઞાન વર્તે છે. શરીર જે પુદ્ગલપિંડ છે તેને તે પોતાનું ગણે છે; તેથી અહીં તે પુદ્ગલતત્ત્વ જીવથી તદ્દન ભિન્ન છે અને જીવ વગરનું છે, એટલે કે અજીવ છે એમ જણાવ્યું છે.
(૩) શરીર જન્મતાં હું જન્મ્યો અને શરીરનો વિયોગ થતાં મારો નાશ થયો- એમ અનાદિથી જીવ માને છે, એ તેની ‘અજીવતત્ત્વ’ સંબંધી મુખ્યપણે વિપરીત શ્રદ્ધા છે. આકાશના સ્વરૂપની પણ તેને ભ્રમણા છે અને પોતે તેનો માલિક છે એમ પણ જીવ માને છે, એ ઊંધી શ્રદ્ધા ટાળવા આ સૂત્રમાં ‘તે દ્રવ્યો અજીવ છે’ એમ કહ્યું છે. ધર્મ અને અધર્મને પણ જાણતો નથી તેથી છતી વસ્તુનો નકાર છે તે દોષ પણ આ
Page 314 of 655
PDF/HTML Page 369 of 710
single page version
અ. પ સૂત્ર ૪-પ ] [ ૩૧૩ સૂત્ર ટાળે છે. આકાશનું સ્વરૂપ સૂત્ર ૪-૬-૭-૯-૧૮ માં આપ્યું છે, ધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્યનું સ્વરૂપ સૂત્ર ૪-૬-૭-૮-૧૨ અને ૧૭ માં આપ્યું છે. દિશા તે આકાશનો ભાગ છે.
(૪) પ્રશ્નઃ– ‘કાર્ય’નો અર્થ તો શરીર થાય છે છતાં અહીં ધર્માદિ દ્રવ્યને કાય કેમ કહ્યાં?
ઉત્તરઃ– અહીં ઉપચારથી તેમને કાય કહ્યાં છે. જેમ શરીર પુદ્ગલદ્રવ્યના સમૂહરૂપ છે તેમ ધર્માદિ દ્રવ્યોને પણ પ્રદેશોના સમૂહરૂપ કાય સરીખો વ્યવહાર છે. અહીં કાયનો અર્થ બહુપ્રદેશ કરવો.
(પ) પ્રશ્નઃ– પુદ્ગલદ્રવ્ય તો એકપ્રદેશી છે તેને ‘કાય’ શબ્દ કેમ લાગુ પડે છે? ઉત્તરઃ– તેમાં બીજાં પુદ્ગલો સાથે ભળવાની અને તેથી બહુપ્રદેશી થવાની શક્તિ છે તે અપેક્ષાએ તેને ‘કાય’ કહેવામાં આવે છે.
(૬) ધર્મ અને અધર્મ એ બે દ્રવ્યો સર્વજ્ઞપ્રણીત શાસ્ત્રોમાં છે. એ નામ શાસ્ત્રરૂઢિથી આપવામાં આવ્યાં છે. ।। ૧।।
અર્થઃ– એ ચાર પદાર્થ [द्रव्याणि] દ્રવ્ય છે. (દ્રવ્યનું લક્ષણ સૂત્રો ૨૯-૩૦-૩૮ માં આવશે.)
(૧) ત્રિકાળ પોતાના ગુણ-પર્યાયને દ્રવે-પ્રાપ્ત થાય છે તેને દ્રવ્ય કહેવામાં આવે છે.
(૨) પોતાના ગુણ-પર્યાયને દ્રવ્ય પ્રાપ્ત થાય છે એટલે કે પરના ગુણ- પર્યાયને કોઈ પ્રાપ્ત ન થાય એમ (અસ્તિ-નાસ્તિરૂપ) અનેકાંતદ્રષ્ટિએ અર્થ થાય છે. પુદ્ગલ પોતાના પર્યાયરૂપ શરીરને પ્રાપ્ત થાય પણ જીવ કે બીજું કોઈ દ્રવ્ય શરીરને પ્રાપ્ત ન થાય. જો જીવ શરીરને પ્રાપ્ત થાય તો શરીર જીવનો પર્યાય થઈ જાય; તેથી એ સિદ્ધ થયું કે જીવ અને શરીર અત્યંત ભિન્ન પદાર્થ છે અને તેથી જીવ શરીરને પ્રાપ્ત થતો નહિ હોવાથી શરીરનું કાંઈ પણ ત્રણે કાળમાં કરી શકે નહિ. ।। ૨।।
અર્થઃ– [जीवाः] જીવો [च] પણ દ્રવ્ય છે.
Page 315 of 655
PDF/HTML Page 370 of 710
single page version
૩૧૪ ] [ મોક્ષશાસ્ત્ર
(૧) અહીં ‘जीवाः’ શબ્દ બહુવચનમાં છે; તે એમ સૂચવે છે કે જીવો ઘણા છે. જીવનું વ્યાખ્યાન પૂર્વે (પહેલી ચાર અધ્યાયોમાં) થઈ ગયું છે; એ સિવાય ૩૯ મા સૂત્રમાં ‘કાળ’ દ્રવ્ય બતાવ્યું છે; તેથી બધાં મળી છ દ્રવ્યો થયાં.
(ર) જીવો ઘણા છે અને દરેક જીવ ‘દ્રવ્ય’ છે એમ આ સૂત્રમાં પ્રતિપાદન કર્યું; તેનો અર્થ શું છે તેની વિચારણા કરીએ. જીવ પોતાના જ ગુણ-પર્યાયને પ્રાપ્ત થાય છે તેથી તેને પણ દ્રવ્ય કહેવામાં આવે છે. શરીર તો જીવદ્રવ્યનો પર્યાય નથી, પણ તે પુદ્ગલદ્રવ્યનો પર્યાય છે, કેમ કે તેમાં સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ છે અને ચેતન નથી. કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યના ગુણ-પર્યાયને પ્રાપ્ત થાય જ નહિ, તેથી પુદ્ગલદ્રવ્ય કે તેના શરીરાદિ પર્યાય ચેતનપણાને-જીવપણાને કે જીવના કોઈ ગુણ- પર્યાયને પ્રાપ્ત કદી પણ થાય નહિ. એ નિયમ પ્રમાણે જીવ શરીરને ખરેખર પ્રાપ્ત થાય એમ બને જ નહિ. જીવ દરેક સમયે પોતાના પર્યાયને પ્રાપ્ત થાય અને શરીરને પ્રાપ્ત થાય નહિ; તેથી જીવ શરીરનું કાંઈ કરી શકે નહિ. એ ત્રિકાળી અબાધિત સિદ્ધાંત છે. આ સિદ્ધાંત સમજ્યા વિના જીવ-અજીવ તત્ત્વની અનાદિની ચાલી આવતી ભૂલ કદી ટળે નહિ.
(૩) શરીર સાથે જીવનો જે સંબંધ અધ્યાય ૨, ૩ અને ૪ માં બતાવ્યો છે તે એકક્ષેત્રાવગાહસંબંધ માત્ર બતાવ્યો છે, તાદાત્મ્ય સંબંધ બતાવ્યો નથી; તેથી એ વ્યવહારકથન છે. વ્યવહારનાં વચનોને ખરેખરાં (-નિશ્ચયનાં) વચનો જેઓ માને છે તેઓ ‘ઘીનો ઘડો’ એમ કહેતાં ઘડાને ખરેખર ઘીનો બનેલો માને છે, માટી કે ધાતુનો બનેલો માનતા નથી માટે તેઓ મિથ્યાદ્રષ્ટિ છે. શાસ્ત્રમાં તેવા જીવોને ‘વ્યવહારવિમૂઢતા’ કહ્યા છે. જિજ્ઞાસુ સિવાયના જીવો આ વ્યવહારવિમૂઢ છોડશે નહિ અને વ્યવહાર વિમૂઢ જીવોની મહામોટી સંખ્યા (majority) ત્રણે કાળ રહેશે. માટે ધર્મપ્રેમી જીવોએ (-દુઃખને ટાળવાના સાચા ઉમેદવારોએ) આ અધ્યાયના સૂત્ર ૧- ર-૩ ની ટીકામાં જે સ્વરૂપ બતાવ્યું છે તે લક્ષમાં લઈ, આ સ્વરૂપ બરાબર સમજીને જીવ અને અજીવતત્ત્વ સ્વરૂપની અનાદિથી ચાલી આવતી ભ્રમણા ટાળવી. ।। ૩।।
અર્થઃ– ઉપર કહેલામાંથી ચાર દ્રવ્યો [अरूपाणि] રૂપ રહિત, [नित्य] નિત્ય અને [अवस्थितानि] અવસ્થિત છે.
Page 316 of 655
PDF/HTML Page 371 of 710
single page version
અ. પ સૂત્ર ૪ ] [ ૩૧પ
(૧) નિત્ય-કદી નષ્ટ ન થાય તે નિત્ય (જુઓ, સૂત્ર ૩૧ તથા તેની ટીકા.) અવસ્થિત–પોતાની સંખ્યાને ઉલ્લંઘન ન કરે તે અવસ્થિત. અરૂપી–સ્પર્શ-રસ-ગંધ-વર્ણ રહિત તે અરૂપી. (ર) પહેલા બે સ્વભાવ બધાં દ્રવ્યોમાં હોય છે. ઊંચે આસમાની રંગ દેખાય છે તેને લોકો આકાશ કહે છે પણ તે તો પુદ્ગલનો રંગ છે; આકાશ તો સર્વવ્યાપક અરૂપી, અજીવ એક દ્રવ્ય છે.
(૩) ‘અવસ્થિત’ શબ્દ એમ સૂચવે છે કે-દરેક દ્રવ્ય પોતપોતાના પરિણામને કરે છે. પરિણામ અને પરિણામીપણું બીજી કોઈ રીતે બની શકતું નથી. જો એક દ્રવ્ય, તેના ગુણ કે પર્યાય બીજા દ્રવ્યનું કાંઈ પણ કરે કે કરાવે તો તે તન્મય (પરદ્રવ્યમય) થઈ જાય. પરંતુ કોઈ દ્રવ્ય પરદ્રવ્યમય તો થતું નથી. જો કોઈ દ્રવ્ય અન્ય દ્રવ્યમય થઈ જાય તો તે દ્રવ્યના નાશની આપત્તિ આવે અને દ્રવ્યનું ‘અવસ્થિતપણું’ રહે નહિ. વળી દ્રવ્યોનો નાશ થતાં તેનું ‘નિત્યપણું’ પણ રહે નહિ.
(૪) દરેક દ્રવ્ય અનંત ગુણોનો પિંડ છે. દ્રવ્ય નિત્ય હોવાથી તેનો દરેક ગુણ નિત્ય રહે છે. વળી એક ગુણ તે જ ગુણરૂપ રહે છે, બીજા ગુણરૂપ થઈ જતો નથી. આ રીતે દરેક ગુણનું અવસ્થિતપણું છે; જો તેમ ન હોય તો ગુણનો નાશ થાય, અને ગુણનો નાશ થતાં આખા દ્રવ્યનો નાશ થાય અને તેમ થતાં દ્રવ્યનું ‘નિત્યપણું’ રહે નહિ.
(પ) જે દ્રવ્યો અનેકપ્રદેશી છે તેનો દરેક પ્રદેશ પણ નિત્ય અને અવસ્થિત રહે છે. તેમાંથી એક પણ પ્રદેશ બીજા પ્રદેશરૂપ થતો નથી. જો એક પ્રદેશનું સ્થાન બીજા પ્રદેશરૂપ થાય તો પ્રદેશોનું અવસ્થિતપણું રહે નહિ. એક પણ પ્રદેશનો નાશ થાય તો આખા દ્રવ્યનો નાશ થાય અને તેમ થાય તો તેનું નિત્યપણું રહે નહિ.
(૬) દરેક દ્રવ્યનો પર્યાય પોતપોતાના અવસરે પ્રગટે છે અને પછી પછીના અવસરોએ પછી પછીનો પર્યાય પ્રગટે છે અને પહેલાં પહેલાંનો પર્યાય પ્રગટતો નથી -એ રીતે પર્યાયોનું અવસ્થિતપણું સિદ્ધ થાય છે. જો પર્યાય પોતપોતાના અવસરે પ્રગટ ન થાય અને બીજા પર્યાયના અવસરે પ્રગટ થાય તો પર્યાયનો પ્રવાહ અવસ્થિત રહે નહિ અને તેમ થતાં દ્રવ્યનું અવસ્થિતપણું પણ રહે નહિ. ।। ૪।।
Page 317 of 655
PDF/HTML Page 372 of 710
single page version
૩૧૬ ] [ મોક્ષશાસ્ત્ર
અર્થઃ– [पुद्गलाः] પુદ્ગલ દ્રવ્ય [रूपिणः] રૂપી અર્થાત્ મૂર્તિક છે.
(૧) ‘રૂપી’નો અર્થ સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ સહિત એમ થાય છે (જુઓ સૂત્ર ૨૩). પુદ્ + ગલ એ બે પદ વડે પુદ્ગલ શબ્દ બન્યો છે. પુદ્ એટલે ભેગું થવું-મળી જવું, અને ગલ એટલે છૂટા પડી જવું. સ્પર્શગુણના પર્યાયની વિચિત્રતાના કારણે મળી જવું અને છૂટા પડવું પુદ્ગલમાં જ બને છે. એ કારણે જ્યારે તેમાં સ્થૂળતા આવે છે ત્યારે પુદ્ગલદ્રવ્ય ઇન્દ્રિયોનો વિષય બને છે. રૂપ-રસ- ગંધ-સ્પર્શનું ગોળ, ત્રિકોણ, ચોરસ, લાંબો વગેરે આકારે પરિણમન તે મૂર્તિ છે.
(૨) પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને દ્રવ્યમન તે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળાં છે, તેથી તે પાંચેય પુદ્ગલદ્રવ્ય છે. દ્રવ્યમન સૂક્ષ્મ પુદ્ગલના પ્રચયરૂપ આઠ પાંખડીના ખીલેલા કમળના આકારે હૃદયસ્થાનમાં રહેલું છે. તે રૂપી એટલે કે સ્પર્શ, રસ, ગંધ અને વર્ણવાળું હોવાથી પુદ્ગલદ્રવ્ય છે. (જુઓ, આ અધ્યાયના સૂત્ર ૧૯ ની ટીકા)
(૩) નેત્રાદિ ઇન્દ્રિય સમાન મન સ્પર્શ, રસ, ગંધ અને વર્ણવાળું હોવાથી રૂપી છે, મૂર્તિક છે; જ્ઞાનોપયોગમાં તે નિમિત્ત છે.
શંકાઃ– શબ્દ મૂર્તિકશૂન્ય હોવા છતાં જ્ઞાનોપયોગ વખતે નિમિત્ત છે માટે જે જ્ઞાનોપયોગને નિમિત્ત હોય તે પુદ્ગલ હોય તેમ કહેવામાં વ્યભિચારી હેતુ આવે છે. (અર્થાત્ શબ્દ અમૂર્તિક હોવા છતાં જ્ઞાનોપયોગને નિમિત્ત જોવામાં આવે છે માટે તે હેતુ પક્ષ, સપક્ષ, અને વિપક્ષમાં રહેતો હોવાથી વ્યભિચારી થયો) તો મન મૂર્તિક છે એમ ક્યા કારણે માનવું?
સમાધાનઃ– શબ્દ અમૂર્તિક નથી. શબ્દ પુદ્ગલજન્ય હોવાથી તેમાં મૂર્તિકપણું છે, માટે ઉપર આપેલ હેતુ વ્યભિચારી નથી, પણ સપક્ષમાં જ રહેનારો છે તેથી દ્રવ્યમન પુદ્ગલ છે એમ સિદ્ધ થયું.
(૪) આ ઉપરથી એમ સમજવાનું નથી કે ઇન્દ્રિયોથી જ્ઞાન થાય છે. ઇન્દ્રિયો તો પુદ્ગલ છે તેથી જ્ઞાન રહિત છે; જો તેનાથી જ્ઞાન થાય તો જીવ ચેતન મટી જડ-પુદ્ગલ થઈ જાય; પણ તેમ બને નહિ. જીવના જ્ઞાનોપયોગની જે પ્રકારની લાયકાત હોય તે પ્રમાણે પુદ્ગલ-ઇન્દ્રિયોનો સંયોગ હોય, એવો તેમનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે; પણ
Page 318 of 655
PDF/HTML Page 373 of 710
single page version
અ. પ સૂત્ર ૬-૭ ] [ ૩૧૭ તેથી નિમિત્ત-કે જે પર છે અને આત્મામાં નથી તે-આત્મામાં કાંઈ કરી શકે કે મદદ-સહાય કરી શકે એમ માનવું તે વિપરીતતા છે.
(પ) સૂત્રમાં “पुद्गलाः” એમ બહુવચન છે, તે એમ જણાવે છે કે પુદ્ગલોની સંખ્યા ઘણી છે તથા પુદ્ગલના અણુ, સ્કંધાદિ ભેદના કારણે પ્રકારો ઘણા છે.
(૬) મન તથા સૂક્ષ્મ પુદ્ગલો તો ઇન્દ્રિયો દ્વારા જાણી શકાતાં નથી. પણ તે સૂક્ષ્મતા છોડીને જ્યારે સ્થૂળતા ધારણ કરે ત્યારે ઇંદ્રિયો દ્વારા જાણી શકાય છે, અને ત્યારે તેમાં સ્પર્શ, રસ, ગંધ અને વર્ણની અવસ્થા પ્રત્યક્ષ દેખાય છે; માટે સૂક્ષ્મ અવસ્થામાં પણ તે સ્પર્શ, રસ, ગંધ અને વર્ણવાળાં છે એમ નક્કી થાય છે.
(૭) પુદ્ગલ પરમાણુઓનું એક દશામાંથી બીજી દશામાં પલટવું થયા કરે છે. જેમ માટીના પરમાણુઓમાંથી જળ થાય છે, જળમાંથી પૃથ્વી થાય છે. પૃથ્વી- કાષ્ઠાદિથી અગ્નિ થાય છે, પાણીમાંથી વીજળી-અગ્નિ થાય છે, વાયુના સંમેલનથી જળ થાય છે. માટે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, મન વગેરેના પરમાણુઓ જુદી જુદી જાતના હોય છે એ માન્યતા યથાર્થ નથી, કેમ કે પૃથ્વી આદિ સમસ્ત પુદ્ગલના જ વિકાર છે. ।। પ।।
અર્થઃ– [आ आकाशात्] આકાશપર્યંત [एक] એક એક [द्रव्याणि] દ્રવ્ય છે અર્થાત્ ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય અને આકાશદ્રવ્ય એક એક છે.
જીવદ્રવ્ય અનંત છે, પુદ્ગલદ્રવ્ય અનંતાનંત છે; અને કાલદ્રવ્ય અસંખ્યાત અણુરૂપ છે. પુદ્ગલદ્રવ્ય એક નથી એમ બતાવવા ‘आ’ શબ્દ આ સૂત્રમાં પહેલા સૂત્રની સંધિ કરીને વાપર્યો છે. ।। ૬।।
અર્થઃ– [च] વળી એ ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય અને આકાશદ્રવ્ય [निष्क्रियाणि] ક્રિયારહિત છે, અર્થાત્ તેઓ એક સ્થાનથી બીજા સ્થાનને પ્રાપ્ત થતાં નથી.
(૧) ક્રિયા શબ્દના ઘણા અર્થ થાય છે. જેમ કે-ગુણની પરિણતિ, પર્યાય, એક
Page 319 of 655
PDF/HTML Page 374 of 710
single page version
૩૧૮ ] [ મોક્ષશાસ્ત્ર ક્ષેત્રથી બીજા ક્ષેત્રે ગમન. આ અર્થમાંથી છેલ્લો અર્થ અહીં લાગુ પડે છે. કાલદ્રવ્ય પણ ક્ષેત્રગમનાગમનરહિત છે, પણ અહીં તે જણાવેલ નથી કેમ કે પહેલા સૂત્રમાં કહેલાં ચાર દ્રવ્યો પૂરતો વિષય ચાલે છે, જીવ અને કાળનો વિષય ચાલતો નથી. અણુ અને સ્કંધ બન્ને દશાઓ વખતે પુદ્ગલદ્રવ્ય ગમન કરે છે અર્થાત્ એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રે ગમન કરે છે તેથી તેને અહીં બાતલ કરેલ છે. આ સૂત્રમાં ત્રણ દ્રવ્યોમાં ક્રિયાની નાસ્તિ જણાવી અને બાકી રહેલ પુદ્ગલદ્રવ્યમાં ક્રિયા-હલનચલનની અસ્તિ જણાવીને અનેકાંત સિદ્ધાંત પ્રમાણે ક્રિયાનું સ્વરૂપ સિદ્ધ કર્યું.
(ર) ઉત્પાદ-વ્યયરૂપ ક્રિયા દરેક દ્રવ્યમાં સમયે સમયે હોય છે, તે આ દ્રવ્યોમાં પણ છે એમ સમજવું.
(૩) દ્રવ્યોમાં ભાવવતી તથા ક્રિયાવતી એમ બે પ્રકારની શક્તિઓ છે; તેમાં ભાવવતી શક્તિ બધાં દ્રવ્યોમાં છે અને તેથી તે શક્તિનું પરિણમન-ઉત્પાદ-વ્યય દરેક દ્રવ્યમાં દ્રવ્યપણું ટકીને થાય છે. ક્રિયાવતી શક્તિ જીવ અને પુદ્ગલ એ બે જ દ્રવ્યોમાં છે; તે બન્ને એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રે જાય છે; પણ તેમાં વિશિષ્ટતા એટલી છે કે જીવ વિકારી હોય ત્યારે અને સિદ્ધગતિમાં જતી વખતે ક્રિયાવાન બને છે અને સિદ્ધગતિમાં તે સ્થિરપણે રહે છે. (સિદ્ધગતિમાં જતી વખતે જીવ એક સમયમાં સાત રાજુ જાય છે). સૂક્ષ્મ પુદ્ગલો પણ શીઘ્ર ગતિએ એક સમયમાં ચૌદ રાજલોક જાય છે એટલે પુદ્ગલમાં મુખ્યપણે હલન-ચલનરૂપ ક્રિયા છે, જ્યારે જીવદ્રવ્યમાં સંસારી અવસ્થામાં કોઈ કોઈ વખતે હલન-ચલનરૂપ ક્રિયા થાય છે.
असंख्येयाः प्रदेशाः धर्माधर्मैकजीवानाम्।। ८।।
[असंख्येया] અસંખ્યાત [प्रदेशाः] પ્રદેશો છે.
(૧) પ્રદેશ-એક પુદ્ગલ પરમાણુ જેટલા આકાશના ક્ષેત્રને રોકે તેટલા ક્ષેત્રને એક પ્રદેશ કહે છે.
(૨) આ દરેક દ્રવ્યો દ્રવ્યાર્થિકનયે અખંડ, એક, નિરંશ છે. પર્યાયાર્થિકદ્રષ્ટિએ અસંખ્યાતપ્રદેશી છે. તેને અસંખ્યાત પ્રદેશો છે, તેથી કાંઈ તેના અસંખ્ય ખંડ કે ટુકડા પડી જતા નથી તેમ જ જુદા જુદા એકેક પ્રદેશ જેવડા ટુકડાના મિલનથી થયેલું તે દ્રવ્ય નથી.
Page 320 of 655
PDF/HTML Page 375 of 710
single page version
અ. પ સૂત્ર ૯-૧૦ ] [ ૩૧૯
(૩) આકાશ પણ દ્રવ્યઅપેક્ષાએ (દ્રવ્યાર્થિકનયે) અખંડ, નિરંશ, સર્વગત, એક અને ભિન્નતા રહિત છે. પર્યાયાર્થિકનયની અપેક્ષાએ પરમાણુ રોકે તેટલા વિભાગને પ્રદેશ કહે છે; આકાશમાં કાંઈ ટુકડા નથી કે તેના ખંડ થઈ જતા નથી. ટુકડા તો સંયોગી પદાર્થના થાય; પુદ્ગલનો સ્કંધ સંયોગી છે, તેથી ટુકડા લાયક થાય ત્યારે ટુકડારૂપે તે પરિણમે છે.
(૪) આકાશને આ સૂત્રમાં લીધું નથી કેમકે તેના પ્રદેશો અનંત છે તેથી તે નવમાં સૂત્રમાં કહેશે.
(પ) ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને જીવના પ્રદેશો અસંખ્યાત છે અને તે સંખ્યાએ લોકપ્રમાણ અસંખ્યાત છે, છતાં તે પ્રદેશોની વ્યાપક અવસ્થામાં ફેર છે. ધર્મ અને અધર્મ દ્રવ્યો આખા લોકમાં વ્યાપેલ છે (તે બારમા અને તેરમા સૂત્રમાં કહ્યું છે), અને જીવના પ્રદેશો તે તે વખતના જીવના શરીર પ્રમાણે પહોળા-ટૂંકા થાય છે (એ સોળમા સૂત્રમાં કહ્યું છે.) જીવ કેવળસમુદ્ઘાત અવસ્થા ધારણ કરે ત્યારે સંપૂર્ણ લોકાકાશમાં તેના પ્રદેશો વ્યાપ્ત થાય છે, તથા બીજા સમુદ્ઘાતો વખતે તે તે શરીરમાં પ્રદેશો રહી કેટલાક પ્રદેશો બહાર નીકળે છે.
(૬) સમુદ્ઘાતનું સ્વરૂપ પૂર્વે અ. ૧ સૂ. ૧૬ ની ટીકામાં કહેવાઈ ગયું છે. ।। ૮।।
અર્થઃ– [आकाशस्य] આકાશના [अनंताः] અનંત પ્રદેશો છે.
(૧) આકાશના બે વિભાગ છે-અલોકાકાશ અને લોકાકાશ. તેમાં લોકાકાશના પ્રદેશો અસંખ્યાત છે. જેટલા ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના પ્રદેશો છે તેટલા જ લોકાકાશના છે. વળી તેઓનો વિસ્તાર એક સરખો છે. લોકાકાશ છએ દ્રવ્યોનું સ્થાન છે. આ બાબત બારમા સૂત્રમાં કહી છે.
(૨) દિશા, ખૂણા, ઉપર, નીચે એ બધા આકાશના વિભાગ છે. ।। ૯।।
અર્થઃ– [पुद्गलानाम्] પુદ્ગલોના [संख्येयाऽसंख्येयाः च] સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રદેશ છે.
Page 321 of 655
PDF/HTML Page 376 of 710
single page version
૩૨૦ ] [ મોક્ષશાસ્ત્ર
(૧) આમાં પુદ્ગલના સંયોગી પર્યાય (સ્કંધ) ના પ્રદેશો જણાવ્યા છે. એક એક અણુ સ્વતંત્ર પુદ્ગલદ્રવ્ય છે. તેને એક જ પ્રદેશ હોય છે, એમ સૂત્ર ૧૧માં કહ્યું છે.
(૨) સ્કંધ બે પરમાણુઓથી શરૂ કરી અનંત પરમાણુઓના થાય છે, તેનું કારણ સૂત્ર ૩૩ માં આપ્યું છે.
(૩) શંકાઃ– જ્યારે લોકાકાશના અસંખ્યાત જ પ્રદેશો છે તો તેમાં અનંત પ્રદેશવાળા પુદ્ગલદ્રવ્ય તથા બીજાં દ્રવ્યો પણ શી રીતે રહી શકે?
સમાધાનઃ– પુદ્ગલદ્રવ્યમાં બે પ્રકારનું પરિણમન થાય છે; એક સૂક્ષ્મ, બીજું સ્થૂળ. જ્યારે તેનું સૂક્ષ્મ પરિણમન થાય છે ત્યારે લોકાકાશના એક પ્રદેશમાં પણ અનંત પ્રદેશવાળો પુદ્ગલસ્કંધ રહી શકે છે. વળી બધાં દ્રવ્યોમાં એકબીજાને અવગાહન દેવાનું સામર્થ્ય છે, તેથી અલ્પ ક્ષેત્રમાં જ સમસ્ત દ્રવ્યોને રહેવામાં કાંઈ બાધા થતી નથી. આકાશમાં બધાં દ્રવ્યોને એકી સાથે સ્થાન દેવાનું સામર્થ્ય છે, તેથી એક પ્રદેશમાં અનંતાનંત પરમાણુ રહી શકે છે; જેમ ઓરડામાં એક દીવાનો પ્રકાશ રહી શકે છે અને તે જ ઓરડામાં તેટલા જ વિસ્તારમાં પચાસ દીવાનો પ્રકાશ રહી શકે છે તેમ. ।। ૧૦।।
અર્થઃ– [अणोः] પુદ્ગલના પરમાણુને [न] બે વગેરે પ્રદેશ નથી અર્થાત્ તે એકપ્રદેશી છે.
(૧) અણુ એક દ્રવ્ય છે, તેને એક જ પ્રદેશ છે, કેમ કે પરમાણુઓમાં ખંડનો અભાવ છે.
(ર) દ્રવ્યોનું અનેકાંત સ્વરૂપ
૧. દ્રવ્યો મૂર્ત અને અમૂર્ત એમ બે પ્રકારે છે. ૨. અમૂર્ત દ્રવ્યો ચેતન અને જડ એમ બે પ્રકારે છે. ૩. મૂર્ત દ્રવ્યો અણુ અને સ્કંધ એમ બે પ્રકારે છે. ૪. મૂર્ત દ્રવ્યો સૂક્ષ્મ અને બાદર એમ બે પ્રકારે છે.
Page 322 of 655
PDF/HTML Page 377 of 710
single page version
અ. પ સૂત્ર ૧૧ ] [ ૩૨૧
પ. સૂક્ષ્મ મૂર્ત દ્રવ્ય સૂક્ષ્મસૂક્ષ્મ અને સૂક્ષ્મ એમ બે પ્રકારે છે. ૬. સ્કંધ સૂક્ષ્મ અને બાદર એમ બે પ્રકારે છે. ૭. સૂક્ષ્મ અણુ બે પ્રકારે છે-પુદ્ગલઅણુ અને કાલાણુ. ૮. દ્રવ્યો બે પ્રકારે છે-અક્રિય (ગમનાગમન રહિત-ચાર દ્રવ્યો). અને સક્રિય (ગમનાગમન સહિત-જીવ અને પુદ્ગલ).
૯. દ્રવ્યો એકપ્રદેશી અને બહુપ્રદેશી એમ બે પ્રકારે છે. ૧૦. બહુપ્રદેશી દ્રવ્યો બે પ્રકારે છે-સંખ્યાત પ્રદેશવાળા અને સંખ્યાથી પર પ્રદેશવાળા.
૧૧. સંખ્યાથી પર બહુપ્રદેશી દ્રવ્યો બે પ્રકારે છે-અસંખ્યાતપ્રદેશી અને અનંતપ્રદેશી.
૧૨. અનંતપ્રદેશી દ્રવ્યો બે પ્રકારે છે-અખંડ આકાશ અને અનંતપ્રદેશી પુદ્ગલસ્કંધ.
૧૩. અસંખ્યાત લોકપ્રદેશ રોકતાં દ્રવ્યો બે પ્રકારે છે-અખંડ દ્રવ્યો (ધર્મ, અધર્મ તથા કેવળસમુદ્ઘાત કરતો જીવ) અને પુદ્ગલ મહાસ્કંધ તે સંયોગી દ્રવ્ય છે.
૧૪. અખંડ લોકપ્રમાણ અસંખ્યાતપ્રદેશી દ્રવ્યો બે પ્રકારે છેઃ ૧. ધર્મ તથા અધર્મ (લોકવ્યાપક), અને ર. જીવ (લોકપ્રમાણ), સંખ્યાએ અસંખ્યાત પ્રદેશી, અને વિસ્તારમાં શરીર પ્રમાણે વ્યાપક.
૧પ. અમૂર્ત બહુપ્રદેશી દ્રવ્યો બે પ્રકારે છે-સંકોચ-વિસ્તાર રહિત (આકાશ, ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય તથા સિદ્ધજીવ) અને સંકોચ-વિસ્તાર સહિત (સંસારી જીવના પ્રદેશો સંકોચ-વિસ્તાર સહિત છે). [સિદ્ધજીવ ચરમશરીરથી કિંચિત્ ન્યૂન હોય છે].
૧૬. દ્રવ્યો બે પ્રકારે છે-સર્વગત (આકાશ) અને દેશગત (બાકીનાં પાંચ દ્રવ્યો).
૧૭. સર્વગત બે પ્રકારે છે-ક્ષેત્રે સર્વગત (આકાશ) અને ભાવે સર્વગત (જ્ઞાનશક્તિ).
૧૮. દેશગત બે પ્રકારે છે-એકપ્રદેશગત (પરમાણુ, કાલાણુ તથા એકપ્રદેશસ્થિત સૂક્ષ્મ પુદ્ગલસ્કંધ), અને અનેકદેશગત (ધર્મ, અધર્મ, જીવ અને પુદ્ગલસ્કંધ).
૧૯. દ્રવ્યોમાં અસ્તિ બે પ્રકારે છે-અસ્તિકાય (આકાશ, ધર્મ, અધર્મ, જીવ તથા પુદ્ગલ), અને કાયરહિત અસ્તિ (કાલાણુ).
Page 323 of 655
PDF/HTML Page 378 of 710
single page version
૩૨૨ ] [ મોક્ષશાસ્ત્ર
૨૦. અતિકાય બે પ્રકારે છે-અખંડ અસ્તિકાય (આકાશ, ધર્મ, અધર્મ તથા જીવ), અને ઉપચરિત અસ્તિકાય (સંયોગી પુદ્ગલસ્કંધો, પુદ્ગલમાં સમૂહરૂપ થવાની શક્તિ).
૨૧. દરેક દ્રવ્યનું ગુણ તથા પર્યાયમાં અસ્તિપણું બે પ્રકારે છે-પોતાથી અસ્તિપણું, અને પરથી નાસ્તિપણાનું અસ્તિપણું.
૨૨. દરેક દ્રવ્યમાં અસ્તિપણું બે પ્રકારે છે-ધ્રુવ અને ઉત્પાદ-વ્યય. ૨૩. દ્રવ્યોમાં શક્તિ ભાવવતી તથા ક્રિયાવતી એમ બે પ્રકારે છે. ૨૪. દ્રવ્યોમાં વિભાવ સંબંધી બે પ્રકાર છે-વિભાગ સહિત (જીવ, પુદ્ગલ; તેમને અશુદ્ધ દશામાં વિભાવ હોય છે), અને વિભાવ રહિત (બીજાં દ્રવ્યો ત્રિકાળ વિભાવરહિત છે).
૨પ. દ્રવ્યોમાં વિભાવ બે પ્રકારે છે-(૧) જીવને વિજાતીય પુદ્ગલ સાથે, (૨) પુદ્ગલને સજાતીય એકબીજા સાથે તથા સજાતીય પુદ્ગલ અને વિજાતીય જીવ, બન્ને સાથે.
નોંધઃ– સ્યાદ્વાદ સમસ્ત વસ્તુઓના સ્વરૂપને સાધનારું, અર્હંત સર્વજ્ઞનું એક અસ્ખલિત શાસન છે. તે ‘બધું અનેકાંતાત્મક છે’ એમ ઉપદેશે છે. તે વસ્તુના સ્વરૂપનો યથાર્થ નિર્ણય કરાવે છે. તે સંશયવાદ નથી. કેટલાક કહે છે કે સ્યાદ્વાદ વસ્તુને નિત્ય અને અનિત્ય વગેરે બે પ્રકારે બન્ને પક્ષથી કહે છે, માટે સંશયનું કારણ છે; પણ તે ખોટું છે. અનેકાંતમાં તો બન્ને પક્ષ નિશ્ચિત છે તેથી તે સંશયનું કારણ નથી. (૩) દ્રવ્યપરમાણુ તથા ભાવપરમાણુનો બીજો અર્થ–જે અહીં લાગુ નથી.
પ્રશ્નઃ– ‘ચારિત્રસાર’ વગેરે શાસ્ત્રોમાં કહ્યું છે કે જે દ્રવ્યપરમાણુ અને ભાવપરમાણુનું ધ્યાન કરે તેને કેવળજ્ઞાન થાય. તેનો શું અર્થ છે?
ઉત્તરઃ– ત્યાં દ્રવ્યપરમાણુથી આત્મદ્રવ્યની સૂક્ષ્મતા અને ભાવપરમાણુથી ભાવની સૂક્ષ્મતા કહી છે. ત્યાં પુદ્ગલપરમાણુનું કથન નથી. રાગાદિ વિકલ્પની ઉપાધિરહિત આત્મદ્રવ્યને સૂક્ષ્મ કહેવામાં આવે છે, કારણ કે નિર્વિકલ્પ સમાધિનો વિષય આત્મદ્રવ્ય, મન અને ઇન્દ્રિયોથી અગોચર છે. ભાવ શબ્દનો અર્થ સ્વસંવેદન પરિણામ થાય છે. પરમાણુ શબ્દથી ભાવની સૂક્ષ્મ અવસ્થા સમજવી, કેમ કે વીતરાગ, નિર્વિકલ્પ, સમરસીભાવ પાંચ ઇન્દ્રિયો અને મનનાં વિષયથી અતીત છે.
(જુઓ, પરમાત્મ-પ્રકાશક અધ્યાય ૨ ગાથા ૩૩ ની ટીકા, પાનું ૧૬૮-૧૬૯)
આ અર્થો અહીં લાગુ પડતા નથી.
Page 324 of 655
PDF/HTML Page 379 of 710
single page version
અ. પ સૂત્ર ૧૨ ] [ ૩૨૩
પ્રશ્નઃ– દ્રવ્યપરમાણુનો આ અર્થ અહીં કેમ લાગુ નથી? ઉત્તરઃ– આ સૂત્રમાં જે પરમાણુ લીધો છે તે પુદ્ગલપરમાણુ છે તેથી દ્રવ્યપરમાણુનો ઉપરનો અર્થ અહીં લાગુ પડતો નથી. ।। ૧૧।।
અર્થઃ– [अवगाहः] ઉપર કહેલાં સમસ્ત દ્રવ્યોનો અવગાહ (સ્થાન) [लोकाकाशे] લોકાકાશમાં છે.
(૧) આકાશના જેટલા ભાગમાં જીવ વગેરે છએ દ્રવ્યો છે તે ભાગને લોકાકાશ કહે છે. બાકીના આકાશને અલોકાકાશ કહે છે.
(ર) આકાશ એક અખંડ દ્રવ્ય છે. તેમાં કંઈ ભાગલા પડતા નથી, પણ પરદ્રવ્યના અવગાહની અપેક્ષાએ આ ભેદ પડે છે; એટલે કે નિશ્ચયે આકાશ એક અખંડ દ્રવ્ય છે, વ્યવહારે-પરદ્રવ્યના નિમિત્તની અપેક્ષાએ તેના બે ભાગ જ્ઞાનમાં પડે છે. (લોકાકાશ, અલોકાકાશ).
(૩) દરેક દ્રવ્ય ખરેખર પોતપોતાના ક્ષેત્રમાં રહે છે; લોકાકાશમાં રહે છે તે પરદ્રવ્યઅપેક્ષાએ નિમિત્તનું કથન છે; તેમાં પરક્ષેત્રની અપેક્ષા આવે છે તેથી તે વ્યવહાર છે. આકાશ પહેલું થયું, તથા બીજાં દ્રવ્યો તેમાં પછી ઉત્પન્ન થયાં એમ નથી, કેમ કે બધાં દ્રવ્યો અનાદિ-અનંત છે.
(૪) આકાશ પોતે પોતાને અવગાહે છે, તે પોતાને નિશ્ચયઅવગાહરૂપ છે. આકાશથી બીજું દ્રવ્ય મોટું છે નહિ અને હોઈ પણ ન શકે. તેથી તેમાં વ્યવહાર- અવગાહની કલ્પના આવી શકે નહિ.
(પ) બધાં દ્રવ્યોને અનાદિ પારિણામિક યુગપદતા છે, પહેલા-પછીનો ભેદ નથી. જેમ યુતસિદ્ધને વ્યવહારથી આધાર-આધેયપણું હોય છે તેમ અયુતસિદ્ધને પણ વ્યવહારથી આધાર-આધેયપણું હોય છે.
યુતસિદ્ધ=પાછળથી જોડાયેલાં; અયુતસિદ્ધ=મૂળથી ભેગાં. દ્રષ્ટાંત-૧. કુંડામાં બોર એ પાછળથી જોડાયેલાનું દ્રષ્ટાંત છે. ૨. થાંભલામાં સાર તે મૂળથી ભેગાનું દ્રષ્ટાંત છે.
(૬) એવંભૂતનયની અપેક્ષાએ અર્થાત્ જે સ્વરૂપે પદાર્થ છે તે સ્વરૂપ વડે નિશ્ચય કરનારા નયની અપેક્ષાએ બધાં દ્રવ્યને પોતપોતાનો આધાર છે. દ્રષ્ટાંતઃ- કોઈને
Page 325 of 655
PDF/HTML Page 380 of 710
single page version
૩૨૪ ] [ મોક્ષશાસ્ત્ર એવો પ્રશ્ન પૂછીએ કે તમે ક્યાં છો? તો તે કહે છે કે હું મારામાં છું. એ રીતે દરેક દ્રવ્યને નિશ્ચયનયે પોતપોતાનો આધાર છે. આકાશથી બીજું કોઈ દ્રવ્ય મોટું નથી. આકાશ બધી બાજુ અનંત છે તેથી તે ધર્માદિનો આધાર છે એમ વ્યવહારનયે કહી શકાય છે. ધર્માદિક લોકાકાશની બહાર નથી એટલું સિદ્ધ કરવા માટે આ આધાર- આધેયસંબંધ માનવામાં આવે છે.
(૭) ધર્માદિક દ્રવ્યો જ્યાં દેખાય તે આકાશનો ભાગ લોક છે અને જ્યાં ન દેખાય તે ભાગ અલોક છે. આ ભેદ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવ, પુદ્ગલ અને કાળના કારણે પડે છે, કેમ કે ધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્ય આખા લોકાકાશવ્યાપી છે. આખા લોકાકાશમાં એવો એક પણ પ્રદેશ નથી કે જ્યાં જીવ ન હોય. વળી, જીવ જ્યારે કેવળસમુદ્ઘાત કરે છે ત્યારે આખા લોકાકાશમાં વ્યાપે છે. પુદ્ગલનો અનાદિઅનંત એક મહાસ્કંધ છે, જે લોકાકાશવ્યાપી છે અને આખો લોક જુદાં જુદાં પુદ્ગલોથી પણ વ્યાપેલ છે. વળી, કાલાણુ એક એક છૂટાં હીરાના ઢગલાની માફક આખા લોકાકાશમાં વ્યાપેલ છે. ।। ૧૨।।
અર્થઃ– [धर्माधर्मयाः] ધર્મ અને અધર્મદ્રવ્યનો અવગાહ [कृत्स्ने] તલમાં તેલની માફક સમસ્ત લોકાકાશમાં છે.
(૧) લોકાકાશમાં દ્રવ્યના અવગાહના પ્રકાર જુદાજુદા છે એમ આ સૂત્ર બતાવે છે. ધર્મ અને અધર્મના અવગાહનો પ્રકાર આ સૂત્રમાં જણાવ્યો છે. પુદ્ગલના અવગાહનો પ્રકાર ૧૪મા સૂત્રમાં અને જીવના અવગાહનો પ્રકાર ૧પ મા તથા ૧૬ મા સૂત્રમાં આપેલ છે. કાળદ્રવ્ય અસંખ્યાત છૂટાં છૂટાં છે તેથી તેનો પ્રકાર સ્પષ્ટ છે, એટલે કહેવામાં આવ્યો નથી, પણ આ સૂત્રો ઉપરથી તેનું ગર્ભિત કથન સમજી લેવું.
(ર) આ સૂત્ર એમ પણ સૂચવે છે કે ધર્મદ્રવ્યના એકેક પ્રદેશને અધર્મદ્રવ્યના એકેક પ્રદેશમાં વ્યાઘાત રહિત પ્રવેશ છે, અને અધર્મદ્રવ્યના એકેક પ્રદેશનો ધર્મદ્રવ્યના એકેક પ્રદેશમાં વ્યાઘાત રહિત પ્રવેશ છે. આ પરસ્પર પ્રવેશપણું ધર્મ-અધર્મની અવગાહનશક્તિના નિમિત્તે છે.
(૩) ભેદ-સંઘાતપૂર્વક આદિ (શરૂઆત) સહિત જેને સંબંધ હોય એવા અતિ