Page 326 of 655
PDF/HTML Page 381 of 710
single page version
અ. પ સૂત્ર ૧૪-૧પ ] [ ૩૨પ સ્થૂળ સ્કંધમાં બીજા તેવા કોઈના પ્રદેશો રહેવામાં વિરોધ છે અને ધર્માદિક દ્રવ્યોને તો આદિમાન સંબંધ નથી, પણ પારિણામિક અનાદિ સંબંધ છે, તેથી પરસ્પર વિરોધ હોઈ શકે નહિ. જળ, ભસ્મ, ખાંડ વગેરે મૂર્તિક સંયોગી દ્રવ્યો પણ એક ક્ષેત્રમાં વિરોધ રહિત રહે છે તો પછી અમૂર્તિક એવા ધર્મ, અધર્મ અને આકાશને સાથે રહેવામાં વિરોધ ક્યાંથી હોય? ન જ હોય. ।। ૧૩।।
એક પ્રદેશથી લઈ સંખ્યાત અને અસંખ્યાત પ્રદેશો સુધી [भाज्यः] વિભાગ કરવા યોગ્ય છે-જાણવા યોગ્ય છે.
આખો લોક સર્વ તરફ સૂક્ષ્મ અને બાદર અનેક પ્રકારના અનંતાનંત પુદ્ગલોથી ગાઢોગાઢ, ઠસોઠસ અથવા ખીચોખીચ ભર્યો છે. એ રીતે સમગ્ર પુદ્ગલોનું અવગાહન આખા લોકમાં છે. અનંતાનંત પુદ્ગલો લોકાકાશમાં શી રીતે રહી શકે છે તેનો ખુલાસો આ અધ્યાયના ૧૦ મા સૂત્રની ટીકામાં આપ્યો છે, તે સમજવો. ।। ૧૪।।
અર્થઃ– [जीवानाम्] જીવોનો અવગાહ [असंख्येयभागादिषु] લોકાકાશના અસંખ્યાત ભાગથી લઈ સંપૂર્ણ લોકક્ષેત્રમાં છે.
જીવ તેની નાનામાં નાની અવસ્થામાં પણ અસંખ્યાત પ્રદેશો રોકે છે. જીવોને સૂક્ષ્મ અથવા બાદર શરીરો હોય છે. સૂક્ષ્મ શરીરો બાદર શરીરોમાંથી પસાર થઈ શકે છે. એક બાદરશરીરી જીવ જે સ્થાન રોકે તે અનંતાનંત સૂક્ષ્મશરીરી જીવોને જગ્યા આપી શકે છે. નાના (-સૂક્ષ્મ) જીવો તો સમસ્ત લોકમાં છે. લોકાકાશનો કોઈ પ્રદેશ જીવ વિના નથી. ।। ૧પ।।
Page 327 of 655
PDF/HTML Page 382 of 710
single page version
૩૨૬ ] [ મોક્ષશાસ્ત્ર
અર્થઃ– [प्रदीपवत्] દીપકના પ્રકાશની માફક [प्रदेशसंहारविसर्पाभ्याम्] પ્રદેશના સંકોચ અને વિસ્તાર દ્વારા જીવ લોકાકાશના અસંખ્યાતાદિક ભાગોમાં રહે છે.
(૧) જેમ એક મોટા મકાનમાં દીપક રાખવાથી તેનો પ્રકાશ સમસ્ત મકાનમાં ફેલાઈ જાય છે અને તે જ દીપકને એક નાના ઘડામાં રાખવાથી તેનો પ્રકાશ તેમાં સંકુચિત થાય છે; તેમ જીવ પણ મોટું કે નાનું જે શરીર પામે છે તેમાં તેટલો જ વિસ્તૃત કે સંકુચિત થઈ રહી જાય છે; પરંતુ કેવળીના પ્રદેશો સમુદ્ઘાત અવસ્થામાં સંપૂર્ણ લોકાકાશમાં વ્યાપ્ત થઈ જાય છે અને સિદ્ધ અવસ્થામાં અંતિમ શરીરથી કંઈક ન્યૂન રહે છે.
(૨) મોટામાં મોટું શરીર સ્વયંભૂરમણ સમુદ્રના મહામચ્છનું છે કે જે ૧૦૦૦ યોજન લાંબું છે. નાનામાં નાનું શરીર (-અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ) લબ્ધપર્યાપ્તક સૂક્ષ્મ નિગોદનું છે કે જે એક શ્વાસમાં અઢાર વખત જન્મે છે તથા મરે છે.
(૩) જીવ સ્વભાવથી અમૂર્તિક છે પણ અનાદિથી કર્મ સાથે એકક્ષેત્રાવગાહ સંબંધ છે અને એ રીતે નાનાં-મોટાં શરીર સાથે જીવને સંબંધ રહે છે. શરીરને અનુસાર જીવના પ્રદેશોનો સંકોચ-વિસ્તાર થાય છે, એવો નિમિત્ત-નૈમિત્તિકસંબંધ છે.
(૪) પ્રશ્નઃ– ધર્માદિક છયે દ્રવ્યોને પરસ્પર પ્રદેશોનું અનુપ્રવેશન હોવાથી એકતા પ્રાપ્ત થાય છે કે કેમ?
ઉત્તરઃ– તેમને એકતા પ્રાપ્ત થતી નથી. પરસ્પર અત્યંત મિલાપ થવા છતાં પણ દ્રવ્યો પોતપોતાના સ્વભાવને છોડતાં નથી. કહ્યું છે કેઃ- “છયે દ્રવ્યો પરસ્પર પ્રવેશ કરે છે, એકબીજાને અવકાશ આપે છે અને નિત્ય મેળાપ હોવા છતાં પોતપોતાના સ્વભાવને છોડતાં નથી” [પંચાસ્તિકાય ગાથા ૭]. દ્રવ્યો પલટી પરસ્પર એક થાય નહિ, કેમ કે તેઓમાં પ્રદેશે ભેદ છે, સ્વભાવે ભેદ છે અને લક્ષણે ભેદ છે.
(પ) ૧૨ થી ૧૬ સુધીનાં સૂત્રો-દ્રવ્યોના અવગાહ સંબંધમાં સામાન્ય- વિશેષાત્મક એટલે કે અનેકાંતસ્વરૂપને કહે છે. ।। ૧૬।।
Page 328 of 655
PDF/HTML Page 383 of 710
single page version
અ. પ સૂત્ર ૧૭ ] [ ૩૨૭
गतिस्थित्युपग्रहो धर्माधर्मयोरुपकारः।। १७।।
જીવ અને પુદ્ગલોને ગતિ તથા સ્થિતિમાં સહાયકતા તે [ધર્માધર્મયોઃ ઉપકારઃ] ક્રમથી ધર્મ અને અધર્મદ્રવ્યનો ઉપકાર છે.
(૧) ઉપકાર, સહાયકતા, ઉપગ્રહનો વિષય ૧૭ થી ૨૨ સુધીનાં સૂત્રોમાં લીધો છે; તે જુદાં જુદાં દ્રવ્યોનું જુદાં જુદાં પ્રકારનું નિમિત્તપણું બતાવે છે. ઉપકાર, સહાયકતા કે ઉપગ્રહનો અર્થ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું ‘ભલું’ કરે એવો થતો નથી; કેમકે સૂત્ર ૨૦ માં જીવને દુઃખ અને મરણ થવામાં પુદ્ગલદ્રવ્યનો ઉપકાર છે-એમ જણાવ્યું છે; ત્યાં એમ સમજવું કે લૌકિકમાં કોઈને કોઈએ સગવડતા આપ્યાનું કલ્પવામાં આવે છે ત્યારે વ્યવહારભાષામાં એક જીવે બીજાનો ઉપકાર કર્યો-ભલું કર્યુ એમ કહેવામાં આવે છે, પણ તે માત્ર નિમિત્તસૂચક ભાષા છે. એક દ્રવ્ય પોતાના ગુણ-પર્યાય છોડી શકતું નથી ને બીજા દ્રવ્યને આપી શકતું નથી. દરેકના પ્રદેશો બીજાં દ્રવ્યોના પ્રદેશોથી અત્યંત ભિન્ન છે, એકબીજાના ક્ષેત્રમાં પરમાર્થે પ્રવેશ કરી શકતાં નથી; એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં ત્રિકાળ અભાવ છે, તેથી કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યને ખરેખર લાભ-નુકસાન કરી શકતું નથી. એક દ્રવ્યને પોતાને પોતાના કારણે લાભ-નુકસાન થયું ત્યારે બીજું ક્યું દ્રવ્ય તે વખતે નિમિત્તરૂપ હાજર હતું-તે સૂચવવા માટે ‘ઉપકાર’ શબ્દ સૂત્ર ૧૭ થી ૨૨ સુધીમાં વાપર્યો છે. (આ બાબતમાં અધ્યાય ૧ સૂત્ર ૧૪ની નીચે જે ટીકા આપી છે તે તથા આ અધ્યાયના સૂત્ર ૨૨ની ટીકા છે તે અહીં વાંચવી.)
(૨) આ સૂત્ર ધર્મ અને અધર્મદ્રવ્યનું લક્ષણ કહે છે. (૩) ઉપગ્રહ, નિમિત્ત, અપેક્ષા, કારણ, હેતુ-એ બધાં ‘નિમિત્ત’ બતાવવા માટે પણ વપરાય છે. ઉપકારનો અર્થ નિમિત્તકારણ થાય છે. “કોઈ કાર્યમાં જે નિમિત્ત હોય તેને ઉપકાર કહે છે.”
(જુઓ, પંડિત જયચંદ્રકૃત ‘સર્વાર્થસિદ્ધિ વચનિકા’ પા. ૪૩૪. ‘અર્થપ્રકાશિકા’ સૂત્ર ૧૯ની નીચે ટીકા-આવૃત્તિ પહેલી પા. ૩૦૬. આવૃત્તિ બીજી સૂરતથી પ્રકાશિત પા. ૨૦૨).
(૪) પ્રશ્નઃ– ધર્મ અને અધર્મદ્રવ્ય કોઈના દેખવામાં આવતાં નથી માટે છે જ નહિ?
ઉત્તરઃ– સર્વજ્ઞ વીતરાગે પ્રત્યક્ષ દેખી કહ્યું છે માટે કોઈના દેખવામાં આવતાં નથી એ ખરું નથી. સર્વજ્ઞને પ્રત્યક્ષ હોવાથી ધર્માદિ દ્રવ્યો પ્રત્યક્ષ પણ છે. નેત્રથી જે
Page 329 of 655
PDF/HTML Page 384 of 710
single page version
૩૨૮ ] [ મોક્ષશાસ્ત્ર દેખાય નહિ તેનો અભાવ કહેવો તે વ્યાજબી નથી. ઇન્દ્રિયના ગ્રહણમાં ન આવે તેનો અભાવ માનશો તો ઘણી વસ્તુઓનો અભાવ માનવો પડશે. જેમ કે અમુક પેઢીઓના વડીલો, દૂર આવેલા દેશો, ભૂતકાળમાં થયેલા પુરુષો, ભવિષ્યમાં થનારા પુરુષો એ કોઈ આંખથી દેખાતા નથી તેથી તેનો પણ અભાવ માનવો પડશે; માટે તે દલીલ બરાબર નથી. અમૂર્તિક પદાર્થોને છદ્મસ્થ અનુમાનપ્રમાણથી નક્કી કરી શકે છે. અને તેથી અહીં તેનું લક્ષણ કહ્યું છે. (આ અધિકારને છેડે છયે દ્રવ્યોની સાબિતી આપી છે તે વાંચો.)।। ૧૭।।
અર્થઃ– [अवगाहः] સમસ્ત દ્રવ્યોને અવકાશ દેવો તે [आकाशस्य] આકાશનો ઉપકાર છે.
(૧) જે બધાં દ્રવ્યોને રહેવાને સ્થાન આપે છે તેને આકાશ કહે છે. ‘ઉપકાર’ શબ્દનું અનુસંધાન આગળના સૂત્રથી આવે છે.
(ર) અવગાહગુણ સમસ્ત દ્રવ્યોમાં છે તોપણ આકાશમાં તે ગુણ સર્વથી મોટો છે, કેમ કે તે સર્વ પદાર્થને સાધારણ યુગપદ્ અવકાશ આપે છે. અલોકાકાશમાં અવગાહ હેતુ છે પણ ત્યાં અવગાહ લેનારાં કોઈ દ્રવ્ય નથી તો આકાશનો તેમાં શું દોષ? આકાશનો અવગાહ દેવાનો ગુણ તેથી બગડી જાય નહિ કેમ કે દ્રવ્ય પોતાના સ્વભાવને છોડે નહિ.
(૩) પ્રશ્નઃ– જીવ-પુદ્ગલ ક્રિયાવાળાં છે અને ક્રિયાપૂર્વક અવગાહને કરવાવાળાને અવકાશદાન દેવું એ તો ઠીક છે, પણ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને કાલાણુ તો ક્ષેત્રાંતરની ક્રિયારહિત છે અને આકાશની સાથે નિત્ય સંબંધરૂપ છે તેને આકાશ અવકાશદાન આપે છે, એમ કેમ કહો છો?
ઉત્તરઃ– ઉપચારથી અવકાશદાન આપે છે એમ કહેવાય છે. જેમ આકાશ ગતિરહિત છે તોપણ તેને સર્વગત કહેવામાં આવે છે, તેવી રીતે ઉપર જણાવેલાં દ્રવ્યો ગતિરહિત છે તોપણ લોકાકાશમાં તેની વ્યાપ્તિ છે તેથી ‘આકાશ તેને અવકાશ આપે છે’ એમ ઉપચાર કરવામાં આવે છે.
(૪) પ્રશ્નઃ– આકાશમાં અવગાહનહેતુપણું છે છતાં વજ્ર વગેરેથી ગોળા વગેરેનું તથા ભીંતથી ગાય વગેરેનું રોકાવું કેમ થાય છે?
Page 330 of 655
PDF/HTML Page 385 of 710
single page version
અ. પ સૂત્ર ૧૯-૨૦ ] [ ૩૨૯
ઉત્તરઃ– સ્થૂળ પદાર્થોને અરસપરસ વ્યાઘાત થાય એવો નિમિત્ત-નૈમિત્તિકસંબંધ છે; તેથી આકાશના ગુણને કાંઈ દૂષણ આવતું નથી. ।। ૧૮।।
शरीरवाङ्मनःप्राणापानाः पुद्गलानाम्।। १९।।
[प्राणापानाः] શ્વાસોચ્છ્વાસ એ પુદ્ગલદ્રવ્યનો ઉપકાર છે અર્થાત્ શરીરાદિની રચના પુદ્ગલથી જ થાય છે.
(૧) ઉપકાર શબ્દનો અર્થ ભલું કરવું એવો ન લેવો પણ કોઈ કાર્યમાં નિમિત્ત હોય એટલો લેવો. (જુઓ, સૂત્ર ૧૭ ની ટીકા)
(૨) શરીરમાં કાર્મણશરીરનો સમાસ થાય છે. વચન તથા મન પુદ્ગલો છે, એ પાંચમા સૂત્રની ટીકામાં બતાવવામાં આવ્યું છે. પ્રાણાપાન પુદ્ગલ છે.
(૩) આ સૂત્રમાં જણાવેલ શરીરાદિનું ઉપાદાનકારણ પુદ્ગલદ્રવ્ય છે અને નિમિત્તકારણ જીવ છે. હવેના સૂત્રમાં જીવ ઉપાદાનકારણ અને પુદ્ગલ નિમિત્તકારણ એ પ્રકાર લેવામાં આવશે.
(૪) ભાવમન લબ્ધિરૂપ તથા ઉપયોગરૂપ છે. તે અશુદ્ધદ્રવ્યાર્થિકનયે જીવની અવસ્થા છે. તે ભાવમન પૌદ્ગલિકમન તરફ જ્યારે વલણ કરે ત્યારે કાર્ય કરે છે તેથી નિશ્ચય (પરમાર્થ, શુદ્ધ) નયે તે જીવનું સ્વરૂપ નથી; નિશ્ચયનયે તે પૌદ્ગલિક છે.
(પ) ભાવવચન પણ જીવની અવસ્થા છે. તે અશુદ્ધદ્રવ્યાર્થિકનયે જીવની છે. તેના કાર્યમાં પુદ્ગલનું નિમિત્ત હોય છે તેથી નિશ્ચયનયે જીવની તે અવસ્થા નથી. તે નિશ્ચયનયે જીવનું સ્વરૂપ નથી તેથી પૌદ્ગલિક છે. જો તે જીવનો ત્રિકાળી સ્વભાવ હોય તો ટળે નહિ, પણ તે ભાવવચનરૂપ અવસ્થા જીવમાંથી ટળી શકે છે-એ અપેક્ષા લક્ષમાં રાખી તેને પૌદ્ગલિક ગણવામાં આવે છે.
(૬) ભાવમન સંબંધી અધ્યાય ૨, સૂત્ર ૧૧ ની ટીકા વાંચવી. ત્યાં જીવની વિશુદ્ધિને ભાવમન કહ્યું છે. તે અશુદ્ધદ્રવ્યાર્થિકનયે કહ્યું છે એમ સમજવું. ।। ૧૯।।
અર્થઃ– [सुखःदुख] ઇન્દ્રિયજન્ય સુખ-દુઃખ, [जीवितमरण] જીવન, મરણ [उपग्रहाः च] એ પણ પુદ્ગલનો ઉપકાર છે.
Page 331 of 655
PDF/HTML Page 386 of 710
single page version
૩૩૦ ] [ મોક્ષશાસ્ત્ર
(૧) આ સૂત્રમાં ‘उपग्रह’ શબ્દ વાપર્યો છે તેથી સૂચિત થાય છે કે પુદ્ગલ પરસ્પર ઉપકાર કરે છે. જેમ કે રાખ કાંસાના વાસણને, પાણી લોખંડને, સાબુ કપડાંને.
(૨) ‘ઉપકાર’ શબ્દનો અર્થ નિમિત્તમાત્ર જ સમજવો જોઈએ, નહિ તો ‘દુઃખ, મરણાદિનો ઉપકાર’ એમ નહિ કહી શકાય.
(૩) સૂત્રમાં च શબ્દ વાપર્યો છે તે એમ સૂચવે છે કે શરીરાદિક જેમ નિમિત્ત છે તેમ પુદ્ગલકૃત ઇન્દ્રિયો પણ જીવને અન્ય ઉપકાર (નિમિત્ત) પણે છે.
(૪) સુખદુઃખનું સંવેદન જીવને છે, પુદ્ગલ અચેતન-જડ છે. તેને સુખ-દુઃખનું સંવેદન હોઈ શકે નહિ.
(પ) આ સૂત્રમાં જીવ ઉપાદાનકારણ છે અને પુદ્ગલ નિમિત્તકારણ છે, આગલા સૂત્રમાં શરીરાદિનું પુદ્ગલ ઉપાદાનકારણ અને જીવ નિમિત્તકારણ છે એમ બતાવવામાં આવ્યું હતું.
(૬) નિમિત્ત ઉપાદાનને કંઈ કરી શકતું નથી. નિમિત્ત પોતામાં પૂરેપૂરું કાર્ય કરે છે અને ઉપાદાન પોતામાં પૂરેપૂરું કાર્ય કરે છે. નિમિત્ત પરદ્રવ્યને ખરેખર કંઈ અસર કરે છે એમ માનવું તે બે દ્રવ્યોને એક માનવારૂપ ખોટો નિર્ણય છે. ।। ૨૦।।
અર્થઃ– [जीवानाम्] જીવોને [परस्पर उपग्रहो] અરસપરસ ઉપકાર છે.
(૧) એક જીવ બીજાને સુખનું નિમિત્ત, દુઃખનું નિમિત્ત, જીવનનું નિમિત્ત, મરણનું નિમિત્ત, સેવા, શુશ્રૂષા આદિનું નિમિત્ત હોય છે.
(૨) અહીં ‘उपग्रह’ શબ્દ છે, દુઃખ અને મરણ સાથે પણ તેનો સંબંધ છે તેથી ‘ભલું કરવું’ એવો તેનો અર્થ નથી થતો, પણ નિમિત્તમાત્ર છે એમ સમજવું.
(૩) ૨૦ માં સૂત્રમાં જણાવેલ સુખ, દુઃખ, જીવન, મરણ સાથેનો સંબંધ બતાવવા માટે ‘उपग्रह’ શબ્દ આ સૂત્રમાં વાપર્યો છે.
(૪) ‘સહાયક’ શબ્દ વાપર્યો હોય ત્યાં પણ નિમિત્તમાત્ર અર્થ કરવો. પ્રેરક કે અપ્રેરક ગમે તેવું નિમિત્ત હોય પણ તે પરમાં કંઈ કરતું નથી-એમ જ સમજવું;
Page 332 of 655
PDF/HTML Page 387 of 710
single page version
અ. પ સૂત્ર ૨૨ ] [ ૩૩૧ તથા તે ભેદો નિમિત્તના પ્રકારો બતાવે છે. આ સૂત્રમાં એક જીવ બીજા જીવને પ્રેરકનિમિત્ત હોય છે એમ સૂચવે છે. સૂત્ર ૧૭-૧૮ માં અપ્રેરકનિમિત્ત કહ્યું છે. સૂત્ર ૧૯-૨૦ માં પુદ્ગલનાં નિમિત્તો જણાવ્યાં છે તે પણ અપ્રેરક છે. ।। ૨૧।।
અર્થઃ– [वर्तना परिणाम क्रियाः परत्व अपरत्वे च] વર્તના, પરિણામ, ક્રિયા, પરત્વ અને અપરત્વ [कालस्य] એ કાળદ્રવ્યનો ઉપકાર છે.
(૧) સત્ અવશ્ય ઉપકાર સહિત હોવા યોગ્ય છે, અને કાળ સત્તાસ્વરૂપ છે, માટે તેનો શું ઉપકાર (નિમિત્તપણું) છે તે આ સૂત્રમાં જણાવે છે. (અહીં પણ ઉપકારનો અર્થ નિમિત્તમાત્ર થાય છે.)
(૨) વર્તનાઃ- સર્વ દ્રવ્યો પોતે પોતાના ઉપાદાનકારણથી પોતાના પર્યાયના ઉત્પાદરૂપ વર્તે તેમાં બાહ્ય નિમિત્તકારણ કાળદ્રવ્ય છે તેથી વર્તના કાળનું લક્ષણ કે ઉપકાર કહેવાય છે.
પરિણામઃ- દ્રવ્ય પોતાના સ્વભાવને છોડયા વગર પર્યાયરૂપે પલટે (બદલે) તે પરિણામ છે. ધર્માદિ સર્વ દ્રવ્યોને અગુરુલઘુત્વગુણના અવિભાગપ્રતિચ્છેદરૂપ અનંત પરિણામ (ષટ્ગુણ હાનિવૃદ્ધિસહિત) છે; તે અતિ સૂક્ષ્મસ્વરૂપ છે. જીવને ઉપશમાદિ પાંચ ભાવરૂપ પરિણામ છે અને પુદ્ગલને વર્ણાદિક પરિણામ છે તથા ઘટાદિક અનેકરૂપ પરિણામ છે. દ્રવ્યના પર્યાય-પરિણતિને પરિણામ કહે છે.
ક્રિયાઃ- એક ક્ષેત્રથી અન્ય ક્ષેત્રે ગમન કરવું તે ક્રિયા છે. તે ક્રિયા જીવ તથા પુદ્ગલ બન્નેને હોય છે; બીજાં ચાર દ્રવ્યોને ક્રિયા હોતી નથી.
પરત્વઃ- જેને ઘણો કાળ લાગે તેને પરત્વ કહે છે. અપરત્વઃ- જેને અલ્પકાળ લાગે તેને અપરત્વ કહે છે. આ બધાં કાર્યોનું નિમિત્તકારણ કાળદ્રવ્ય છે. તે કાર્યો કાળને બતાવે છે માટે વર્તના-પરત્વાદિ કાળનાં લક્ષણ કહેવાય છે.
(૩) પ્રશ્નઃ– પરિણામ આદિ ચાર ભેદ વર્તનાના જ છે માટે એક ‘વર્તના’ કહેવું જોઈએ?
Page 333 of 655
PDF/HTML Page 388 of 710
single page version
૩૩૨ ] [ મોક્ષશાસ્ત્ર
ઉત્તરઃ– કાળ બે પ્રકારના છેઃ નિશ્ચયકાળ અને વ્યવહારકાળ. તેમાં વર્તના તે નિશ્ચયકાળનું લક્ષણ છે અને પરિણામ આદિ ચાર ભેદ છે તે વ્યવહારકાળનાં લક્ષણો છે. એ બન્ને પ્રકારના કાળ આ સૂત્રમાં બતાવ્યા છે.
(૪) વ્યવહારકાળ જીવ-પુદ્ગલનાં પરિણામથી પ્રગટ થાય છે. તે વ્યવહારકાળના ત્રણ પ્રકાર છે-ભૂત, વર્તમાન અને ભવિષ્ય. લોકાકાશના એકેક પ્રદેશે એકેક ભિન્ન ભિન્ન અસંખ્યાત કાલાણુ દ્રવ્ય છે. તે પરમાર્થકાળ-નિશ્ચયકાળ છે. તે કાલાણુ પરિણતિરૂપ વર્તે છે.
પરદ્રવ્યની પરિણતિરૂપ કોઈ દ્રવ્ય વર્તતું નથી, પોતે પોતાની પરિણતિરૂપ જ દરેક દ્રવ્ય વર્તે છે. પરદ્રવ્ય તો બાહ્ય નિમિત્ત હોય છે; કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યના ક્ષેત્રમાં પ્રવેશતું નથી. (એટલે કે નિમિત્ત પરને કંઈ કરી શકતું નથી) આ સૂત્રો નિમિત્ત- નૈમિત્તિકસંબંધ બતાવે છે. ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ, જીવ અને કાળનાં પર સાથેનો નિમિત્તસંબંધ બતાવનારાં લક્ષણો તેમાં કહ્યાં છે.
(૬) પ્રશ્નઃ– “કાળ વર્તાવનારો છે,” એમ કહેતાં તેમાં ક્રિયાવાનપણું પ્રાપ્ત થાય છે? (અર્થાત્ કાળ પરદ્રવ્યને પરિણમાવે છે એમ તેનો અર્થ થઈ જાય છે?)
ઉત્તરઃ– તે દૂષણ આવતું નથી. નિમિત્તમાત્રમાં હેતુનું કથન (વ્યપદેશ) કરવામાં આવે છે, (ઉપાદાનકારણમાં નહિ). જેમ ‘શિયાળામાં અડાયાંની અગ્નિ શિષ્યને ભણાવે છે’-એમ કથન કરવામાં આવે છે; ત્યાં શિષ્ય પોતાથી ભણે છે, પણ અગ્નિ (તાપ) હાજર છે તેથી ‘તે ભણાવે છે’ એમ ઉપચારથી કથન કરવામાં આવે છે. આ પ્રમાણે પદાર્થોને વર્તાવવામાં કાળનું હેતુપણું છે; તે હાજર હોવાથી ઉપચારથી કહેવાય છે. બીજાં પાંચ દ્રવ્યો હાજર છે પણ તેમને વર્તનામાં નિમિત્ત પણ કહી શકાય નહિ કેમકે તેમાં તે પ્રકારનું હેતુપણું નથી. ।। ૨૨।।
અર્થઃ– [स्पर्श रस गन्ध वर्णवन्तः] સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ (રંગ) વાળાં [पुद्गलाः] પુદ્ગલદ્રવ્યો છે.
(૧) સૂત્રમાં ‘पुद्गलाः’ શબ્દ બહુવચનમાં છે તેથી પુદ્ગલો ઘણાં છે-એમ કહ્યું
Page 334 of 655
PDF/HTML Page 389 of 710
single page version
અ. પ સૂત્ર ૨૩ ] [ ૩૩૩ અને તે દરેકમાં ચાર લક્ષણો છે; કોઈમાં પણ ચારથી ઓછાં નથી એમ સમજાવ્યું.
(ર) સૂત્ર ૧૯-૨૦ માં પુદ્ગલોનું જીવ સાથેનું નિમિત્તપણું બતાવ્યું હતું અને અહીં પુદ્ગલનું તદ્ભૂત (ઉપાદાન) લક્ષણ બતાવે છે. જીવનું તદ્ભૂતલક્ષણ ઉપયોગ અધ્યાય ૨ સૂત્ર ૮ માં બતાવવામાં આવ્યું હતું, અને અહીં પુદ્ગલનાં તદ્ભૂતલક્ષણો કહ્યાં છે.
(૩) એ ચાર ગુણોના પર્યાયના ભેદો નીચે પ્રમાણે છેઃ- સ્પર્શગુણના આઠ પર્યાયો– (૧) સ્નિગ્ધ, (૨) રુક્ષ, (૩) શીત, (૪) ઉષ્ણ, (પ) હળવો, (૬) ભારે, (૭) સુંવાળો અને (૮) કર્કશ.
રસગુણના પાંચ પર્યાયો– (૧) ખાટો, (૨) મીઠો, (૩) કડવો, (૪) કષાયેલો અને (પ) તીખો. એ પાંચમાંથી એક કાળમાં એક રસપર્યાય પરમાણુમાં પ્રગટ હોય છે.
ગંધગુણના બે પર્યાયો– (૧) સુગંધ અને (૨) દુર્ગંધ. એ બેમાંથી એક કાળમાં એક ગંધપર્યાય પ્રગટ હોય છે.
વર્ણગુણના પાંચ પર્યાયો– (૧) કાળો, (૨) લીલો, (૩) પીળો, (૪) લાલ અને (પ) સફેદ. એ પાંચમાંથી એક કાળમાં એક વર્ણપર્યાય પરમાણુને પ્રગટ હોય છે.
એ પ્રમાણે ચાર ગુણના કુલ વીશ પર્યાયો છે. દરેક પર્યાયના બે, ત્રણ, ચારથી માંડીને સંખ્યાત, અસંખ્યાત અને અનંત ભેદ પડે છે.
(૪) કોઈ કહે છે કે ‘પૃથ્વી, જળ, અગ્નિ તથા વાયુના પરમાણુઓમાં જાતિભેદ છે.’ પણ એ કથન યથાર્થ નથી. પુદ્ગલ બધાય એક જાતિના છે. ચારેય ગુણ દરેકમાં હોય છે અને પૃથ્વી આદિ અનેકરૂપે તેના પરિણામ છે. પાષાણ અને લાકડારૂપ જે પૃથ્વી છે તે અગ્નિરૂપે પરિણમે છે. અગ્નિ, કાજળ, રાખાદિ પૃથ્વીરૂપે પરિણમે છે. ચંદ્રકાંતમણિ પૃથ્વી છે તેને ચંદ્ર સામે રાખતાં તે પાણીરૂપે પરિણમે છે. સૂર્યકાંતમણિ પૃથ્વી છે તેને સૂર્ય સામે રાખતાં તે અગ્નિરૂપે પરિણમે છે. જળ, મોતી, નમક આદિ પૃથ્વીરૂપે ઊપજે છે. જવ નામનું અનાજ (કે જે પૃથ્વીની જાત છે) તેના ભક્ષણથી વાયુ ઊપજે છે, કેમકે પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુ પુદ્ગલદ્રવ્યના જ વિકાર (-પર્યાય) છે.
(પ) પ્રશ્નઃ– આ અધ્યાયના પાંચમા સૂત્રમાં પુદ્ગલનું લક્ષણ રૂપીપણું કહ્યું છે છતાં આ સૂત્રમાં પુદ્ગલનાં લક્ષણો ફરીને શા માટે કહ્યાં?
ઉત્તરઃ– આ અધ્યાયના ચોથા સૂત્રમાં દ્રવ્યોની વિશેષતા બતાવવા નિત્ય, અવસ્થિત અને અરૂપી એમ કહ્યું હતું અને તેથી પુદ્ગલોને અમૂર્તિકપણું આવી પડે;
Page 335 of 655
PDF/HTML Page 390 of 710
single page version
૩૩૪ ] [ મોક્ષશાસ્ત્ર તેના નિરાકરણ માટે પાંચમું સૂત્ર કહ્યું હતું અને આ સૂત્ર તો પુદ્ગલોનું સ્વરૂપ બતાવવા માટે કહ્યું છે.
(૬) આ અધ્યાયના પાંચમા સૂત્રની ટીકા અહીં વાંચવી. (૭) વિદારણાદિ કારણે જે તૂટે-ફૂટે છે તથા સંયોગના કારણે જે વધે છે- ઉપચિત થાય છે તેને પુદ્ગલના સ્વભાવના જ્ઞાતા જિનેન્દ્ર પુદ્ગલ કહે છે.
(૮) પ્રશ્નઃ– લીલો રંગ કેટલાક રંગોના મેળાપથી થાય છે માટે રંગના જે પાંચ ભેદ બતાવ્યા છે તે મૂળ ભેદ કેમ ઠરે?
ઉત્તરઃ– મૂળ સત્તાની અપેક્ષાએ આ ભેદો કહેવામાં આવ્યા નથી પણ પરસ્પર સ્થૂળ અંતરની અપેક્ષાએ કહ્યા છે. રસાદિ સંબંધમાં એમ જ સમજવું. રંગ વગેરેની નિયત સંખ્યા નથી. (તત્ત્વાર્થસાર પા. ૧પ૮.)।। ૨૩।।
शब्दबन्धसौक्ष्म्यस्थौल्यसंस्थानभेदतमश्छायातपाद्योतवन्तश्च।। २४।।
અર્થઃ– ઉક્ત લક્ષણવાળા પુદ્ગલ [शब्द] શબ્દ, [बन्ध] બંધ, [सौक्ष्म्य] સૂક્ષ્મતા, [स्थौल्य] સ્થૂળતા, [संस्थान] સંસ્થાન (આકાર), [भेद] ભેદ, [तमस्] અંધકાર, [छाया] છાયા, [आतप] આતપ અને [उद्योतवन्तः च] ઉદ્યોતાદિવાળાં પણ હોય છે અર્થાત્ તે પણ પુદ્ગલના પર્યાયો છે.
(૧) આ અવસ્થાઓમાંથી કેટલીક પરમાણુ અને સ્કંધ બન્નેમાં હોય છે, કેટલીક સ્કંધમાં હોય છે.
(૨) શબ્દ બે પ્રકારે છે-ભાષાત્મક અને અભાષાત્મક. તેમાંથી ભાષાત્મક બે પ્રકારે છે-અક્ષરરૂપ અને અનક્ષરરૂપ. તેમાં અક્ષરરૂપ ભાષા સંસ્કૃત અને દેશભાષારૂપ છે. તે બન્ને શાસ્ત્રને પ્રગટ કરનારી તથા મનુષ્યને વ્યવહારનું કારણ છે. અનક્ષરરૂપ ભાષા બે ઇન્દ્રિયથી ચાર ઇન્દ્રિયવાળા તથા કેટલાક પંચેન્દ્રિય જીવોને હોય છે તે અને અતિશયરૂપ જ્ઞાનને પ્રકાશવાનું કારણ કેવળી ભગવાનનો દિવ્યધ્વનિ-એ સમસ્ત અનક્ષરાત્મક ભાષા છે; પુરુષ નિમિત્ત છે તેથી તે પ્રાયોગિક છે.
અભાષાત્મક શબ્દ પણ બે પ્રકારે છે-એક પ્રાયોગિક, બીજો વૈસ્રસિક. જે શબ્દ ઊપજવામાં પુરુષ નિમિત્ત હોય તે પ્રાયોગિક છે; પુરુષની અપેક્ષા રહિત સ્વાભાવિકપણે
Page 336 of 655
PDF/HTML Page 391 of 710
single page version
અ. પ સૂત્ર ૨૪ ] [ ૩૩પ ઊપજે તે વૈસ્રસિક છે; જેમકે મેઘગર્જનાદિ. પ્રાયોગિક ભાષા ચાર પ્રકારે છે-તત, વિતત, ઘન અને સુષિર. ચામડાના ઢોલ, નગારાદિકથી ઊપજે તે તત છે. તારવાળી વીણા, સિતાર, તંબુરાદિકથી ઊપજે તે વિતત છે. ઘંટ વગેરે વગાડવાથી ઊપજે તે ઘન છે. વાંસળી, શંખાદિથી ઊપજે તે સુષિર છે.
જે કાનથી સંભળાય તેને શબ્દ કહે છે. મુખથી ઉત્પન્ન થાય તે ભાષાત્મક શબ્દ છે. બે વસ્તુના આઘાતથી ઉત્પન્ન થાય તે અભાષાત્મક શબ્દ છે. અભાષાત્મક શબ્દ ઉત્પન્ન થવામાં પ્રાણી તથા જડપદાર્થ બન્ને નિમિત્ત છે. જે કેવળ જડપદાર્થોના આઘાતથી ઉત્પન્ન થાય તે વૈસ્રસિક છે. પ્રાણીઓનું જેને નિમિત્ત હોય છે તેને પ્રાયોગિક કહે છે.
મુખથી નીકળતા શબ્દ, અક્ષર, પદ, વાક્યરૂપ છે, તેને સાક્ષર ભાષાત્મક કહે છે-તેને વર્ણાત્મક પણ કહે છે.
ભગવાન તીર્થંકરને સર્વ પ્રદેશોથી જે નિરક્ષર ધ્વનિ નીકળે છે તેને અનક્ષર ભાષાત્મક કહેવાય છે; તેને ધ્વનિ-આત્મક પણ કહેવાય છે.
બંધઃ– બે પ્રકારે છે-વૈસ્રસિક અને પ્રાયોગિક. પુરુષના યત્નની અપેક્ષારહિત જે બંધ થાય તે વૈસ્રસિક છે. તે વૈસ્રસિક બે પ્રકારે છે-(૧) આદિમાન, (૨) અનાદિમાન. તેમાં સ્નિગ્ધ-રુક્ષાદિના કારણે વીજળી, ઉલ્કાપાત, વાદળાં, આગ, ઇંદ્રધનુષાદિ થાય તે આદિમાન વૈસ્રસિક બંધ છે. પુદ્ગલનો અનાદિમાન બંધ મહાસ્કંધ વગેરે છે. (અમૂર્તિક પદાર્થમાં પણ વૈસ્રસિક અનાદિમાન બંધ ઉપચારથી કહેવામાં આવે છે. તે ધર્મ, અધર્મ તથા આકાશનો છે અને અમૂર્તિક અને મૂર્તિક પદાર્થનો અનાદિમાન બંધ-ધર્મ, અધર્મ, આકાશ અને જગદ્વ્યાપી મહાસ્કંધનો છે.)
પુરુષની અપેક્ષાસહિત થાય તે પ્રાયોગિક બંધ છે. તેના બે પ્રકાર છે. -(૧) અજીવવિષય, (૨) જીવાજીવવિષય; લાખનો-લાકડાનો બંધ તે અજીવવિષય પ્રાયોગિક બંધ છે. જીવનો કર્મ અને નોકર્મ બંધ તે જીવાજીવવિષય પ્રાયોગિક છે.
સૂક્ષ્મ–બે પ્રકારે છેઃ- (૧) અંત્ય, (૨) આપેક્ષિક. પરમાણુ અંત્ય સૂક્ષ્મ છે. આમળાથી બોર સૂક્ષ્મ, તે આપેક્ષિક સૂક્ષ્મ છે.
સ્થૂળ–બે પ્રકારે છેઃ- (૧) અંત્ય (૨) આપેક્ષિક. જગદ્વ્યાપી મહાસ્કંધ તે અંત્ય સ્થૂળ છે; તેનાથી બીજો કોઈ સ્કંધ મોટો નથી. બોર, આમળું વગેરે આપેક્ષિક છે.
સંસ્થાનઃ– આકૃતિને સંસ્થાન કહે છે. તેના બે પ્રકાર છેઃ- (૧) ઇત્થંલક્ષણ સંસ્થાન, (૨) અનિત્થંલક્ષણ સંસ્થાન. તેમાં ગોળ, ત્રિકોણ, ચોરસ, લાંબું, પહોળું,
Page 337 of 655
PDF/HTML Page 392 of 710
single page version
૩૩૬ ] [ મોક્ષશાસ્ત્ર પરિમંડલરૂપ એ ઇત્થંલક્ષણ સંસ્થાન છે; વાદળાં વગેરે જેની કોઈ ખાસ આકૃતિ નથી, તે અનિત્થંલક્ષણ સંસ્થાન છે.
ભેદ–છ પ્રકારે છે; (૧) ઉત્કર, (૨) ચૂર્ણ, (૩) ખંડ, (૪) ચૂર્ણિકા, (પ) પ્રતર, (૬) અનુચટન. કરવતાદિ વડે કાષ્ઠાદિનું વિદારણ તે ઉત્કર છે. જવ, ઘઉં, બાજરાનો લોટ, કણક આદિ તે ચૂર્ણ છે. ઘડા વગેરેના કટકા તે ખંડ છે. અડદ, મગ, ચણા, ચોળા આદિની દાળ તે ચૂર્ણિકા છે. અબરખ વગેરેના પડ ઊખડે તે પ્રતર છે. તપાયમાન લોઢાને ઘણ વગેરેથી ઘાત કરતાં જે તણખા (ફુલીંગ) ઊડે તે અનુચટન છે.
અંધકાર–પ્રકાશનો વિરોધી તે અંધકાર (-તમ) છે. છાયા–પ્રકાશ-અજવાળાને ઢાંકનાર તે છાયા છે. તે બે પ્રકારે છેઃ- (૧) તદ્વર્ણ પરિણિત, (૨) પ્રતિબિંબસ્વરૂપ. રંગીન કાચમાંથી જોતાં જેવો કાચનો રંગ હોય તેવું દેખાય તે તદ્વર્ણ પરિણતિ તથા દર્પણ, ફોટા આદિમાં પ્રતિબિંબ દેખાય તે પ્રતિબિંબ સ્વરૂપ છે.
આતપ–સૂર્યવિમાનના કારણે ઉત્તમ પ્રકાશ થાય તે આતપ છે. ઉદ્યોત–ચંદ્રમા, ચંદ્રકાન્તમણિ, દીવા આદિનો પ્રકાશ તે ઉદ્યોત છે. ‘
પુદ્ગલ વિકારો છે તેનો સમાવેશ કર્યો છે.
ઉપરના ભેદોમાં ‘સૂક્ષ્મ’ તથા ‘સંસ્થાન’ એ બે પ્રકારો પરમાણુ અને સ્કંધ બન્નેમાં આવે છે, બીજા બધાં સ્કંધના પ્રકારો છે.
(૩) બીજી રીતે પુદ્ગલના છ પ્રકાર છે-૧. સૂક્ષ્મ-સૂક્ષ્મ, ૨. સૂક્ષ્મ, ૩. સૂક્ષ્મસ્થૂળ, ૪. સ્થૂળસૂક્ષ્મ, પ. સ્થૂળ, ૬. સ્થૂળસ્થૂળ.
૧. સૂક્ષ્મસૂક્ષ્મ–પરમાણુ સૂક્ષ્મસૂક્ષ્મ છે. ૨. સૂક્ષ્મ– કાર્માણવર્ગણા સૂક્ષ્મ છે. ૩. સૂક્ષ્મસ્થૂળ– સ્પર્શ, રસ, ગંધ અને શબ્દ તે સૂક્ષ્મસ્થૂળ છે કેમ કે આંખથી દેખાતાં નથી માટે સૂક્ષ્મ છે અને ચાર ઇન્દ્રિયોથી જણાય છે માટે સ્થૂળ છે.
૪. સ્થૂળસૂક્ષ્મ– છાયા, પડછાયો વગેરે સ્થૂળસૂક્ષ્મ છે. કેમ કે આંખથી દેખાય છે માટે સ્થૂળ છે, હાથથી પકડાતાં નથી માટે સૂક્ષ્મ છે.
પ. સ્થૂળ– જળ, તેલ આદિ સ્થૂળ છે કેમકે છેદન, ભેદન કરવાથી છૂટાં પડે છે અને ભેગાં કરવાથી મળી જાય છે.
Page 338 of 655
PDF/HTML Page 393 of 710
single page version
અ. પ સૂત્ર ૨પ ] [ ૩૩૭
૬. સ્થૂળસ્થૂળ-પૃથ્વી, પર્વત, કાષ્ઠ વગેરે સ્થૂળસ્થૂળ છે; તેઓ છૂટા કરવાથી છૂટાં પડે છે પણ મળી શકતાં નથી.
પરમાણુ ઇન્દ્રિયગ્રાહ્ય નથી તોપણ ઇન્દ્રિયગ્રાહ્ય થવાની તેમાં લાયકાત છે. સૂક્ષ્મ સ્કંધનું પણ તેમ જ સમજવું.
(૪) શબ્દને આકાશનો ગુણ માનવો તે ભૂલ છે, કારણ કે આકાશ અમૂર્તિક છે અને શબ્દ મૂર્તિક છે; માટે શબ્દ આકાશનો ગુણ હોઈ શકે નહિ. શબ્દનું મૂર્તિકપણું સાક્ષાત છે કેમ કે શબ્દ કર્ણેન્દ્રિયથી ગ્રહણ થાય છે, હસ્તાદિથી તથા ભીંત આદિથી રોકાય છે અને પવનાદિક મૂર્તિક વસ્તુથી તેનો તિરસ્કાર થાય છે, દૂર જાય છે. શબ્દ પુદ્ગલદ્રવ્યનો પર્યાય છે તેથી મૂર્તિક છે. એ પ્રમાણસિદ્ધ છે. પુદ્ગલસ્કંધનું પરસ્પર ભીડન થવાથી શબ્દપર્યાય પ્રગટ થાય છે. ।। ૨૪।।
અર્થઃ– પુદ્ગલદ્રવ્ય [अणवः स्कन्धाः च] અણુ અને સ્કંધ એ બે પ્રકારે છે.
(૧) અણુ-જેનો બીજો વિભાગ ન થઈ શકે એવા પદ્ગલને અણુ કહે છે. પુદ્ગલ મૂળ (Simple) દ્રવ્ય છે.
સ્કંધ-બે, ત્રણથી માંડીને સંખ્યાત, અસંખ્યાત કે અનંત પરમાણુઓના પિંડને સ્કંધ કહે છે.
(૨) સ્કંધ તે પુદ્ગલદ્રવ્યની વિશેષતા છે. તેમાં સ્પર્શ ગુણ હોવાના કારણે તેઓ સ્કંધરૂપે પરિણમે છે. સ્કંધરૂપ ક્યારે થાય છે તે અધ્યાયના સૂત્ર ૨૬-૩૩-૩૬- ૩૭માં કહ્યું છે અને ક્યારે સ્કંધરૂપ નથી થતા તે સૂત્ર ૩૪-૩પ માં કહ્યું છે.
(૩) આવી વિશેષતા બીજાં કોઈ દ્રવ્યમાં નથી કેમ કે બીજાં દ્રવ્યો અમૂર્તિક છે. આ સૂત્ર મિલાપ બાબતમાં દ્રવ્યોનું અનેકાંતપણું બતાવે છે.
(૪) પરમાણુ પોતે જ મધ્ય અને પોતે જ અંત છે કેમ કે તે એકપ્રદેશી અને અવિભાગી છે. ।। ૨પ।।
Page 339 of 655
PDF/HTML Page 394 of 710
single page version
૩૩૮ ] [ મોક્ષશાસ્ત્ર
અર્થઃ– પરમાણુઓના [भेदसंधातेभ्यः] ભેદ (છૂટા પડવાથી), સંઘાત (મળવાથી) અથવા ભેદસંઘાત બન્નેથી [उत्पद्यन्ते] પુદ્ગલસ્કંધોની ઉત્પત્તિ થાય છે.
(૧) પુદ્ગલદ્રવ્યની વિશિષ્ટતા આગલા સૂત્રો બતાવતાં અણુ અને સ્કંધ બે પ્રકાર બતાવ્યા; ત્યારે સ્કંધોની ઉત્પત્તિ શી રીતે થાય છે તે પ્રશ્ન ઊઠે છે; તેના ખુલાસારૂપે ઉત્પત્તિનાં ત્રણ કારણો જણાવ્યાં. સૂત્રમાં દ્વિવચન નહિ વાપરતાં બહુવચન (संघातेभ्यः) વાપર્યું છે, તેથી ભેદ-સંઘાતનો ત્રીજો પ્રકાર વ્યક્ત થાય છે.
(૨) દ્રષ્ટાંતઃ- એકસો પરમાણુનો સ્કંધ છે તેમાંથી દશ પરમાણુ છૂટાં પડી જવાથી નેવું પરમાણુનો સ્કંધ બન્યો; એ ભેદનું દ્રષ્ટાંત છે. તેમાં (એકસો પરમાણુના સ્કંધમાં) દશ પરમાણું મળવાથી એકસો ને દશ પરમાણુનો સ્કંધ થયો; એ સંઘાતનું દ્રષ્ટાંત છે. તેમાં જ એકીસાથે દશ પરમાણુ છૂટા પડવાથી અને પંદર પરમાણુ મળી જવાથી એકસો ને પાંચ પરમાણુનો સ્કંધ થયો તે ભેદ-સંઘાતનું દ્રષ્ટાંત છે. ।। ૨૬।।
અર્થઃ– [अणुः] અણુની ઉત્પત્તિ [भेदात्ः] ભેદથી થાય છે. ।। ૨૭।।
અર્થઃ– [चाक्षुषः] ચક્ષુઇન્દ્રિયથી દેખાવાયોગ્ય સ્કંધ [भेदसंघाताभ्यां] ભેદ અને સંઘાત બન્નેના એકત્રપણાથી ઉત્પન્ન થાય છે, એકલા ભેદથી નહિ.
(૧) પ્રશ્નઃ- ચક્ષુઇન્દ્રિયગોચર ન હોય એવા સ્કંધ ચક્ષુગોચર શી રીતે થાય? ઉત્તરઃ- સૂક્ષ્મ સ્કંધનો ભેદ થાય અને તે જ વખતે ચક્ષુઇન્દ્રિયગોચર સ્કંધમાં તે સંઘાતરૂપ થાય એટલે તે ચક્ષુગોચર થઈ જાય છે. સૂત્રમાં ‘चाक्षुषः’ શબ્દ વાપર્યો છે તેનો અર્થ ચક્ષુઇન્દ્રિયગોચર થાય છે. સ્કંધ નેત્રઇન્દ્રિયગોચર એકલા ભેદથી કે એકલા સંઘાતથી થતો નથી (જુઓ, રાજવાર્તિક સૂત્ર ૨૮ ની ટીકા, પાન ૩૯૧ઃ અર્થપ્રકાશિકા. પા. ૨૧૦).
Page 340 of 655
PDF/HTML Page 395 of 710
single page version
અ. પ સૂત્ર ૨૯ ] [ ૩૩૯
(૨) Marsh-gas treated with chlorine gives Methyl Chloride and Hydrochloric acid. The formula is:-CH4 + Cl2 = CH3Cl + HCl.
અર્થઃ– સડતા પાણીમાં થતા ગેસને ‘માર્શ-ગેસ’ કહે છે. તેની ગંધ આવતી નથી, તેમ રંગ પણ જણાતો નથી પણ તે બળી શકે છે. તેને એક કલોરીન નામનો ગેસ કે જે લીલાશવાળા પીળા રંગનો છે તેની સાથે ભેળવતાં એક ત્રીજો નેત્રઇન્દ્રિયથી દેખાય તેવો એસિડ પદાર્થ થાય છે તેને મેથીલ-કલોરાઇડ અને હાઇડ્રોકલોરીક એસિડ કહે છે. (ઇંગ્લિશ તત્ત્વાર્થસૂત્રની આ સૂત્ર નીચેની ટીકા).
(૩) ઓકિસજન અને હાઇડ્રોજન બે વાયુ છે, બન્ને નેત્રઇન્દ્રિયથી અગોચર સ્કન્ધો છે. બન્નેનો મિલાપ થતાં નેત્રઇન્દ્રિયગોચર જળ (પાણી) થાય છે. માટે નેત્રઇન્દ્રિયગોચર સ્કન્ધ થવા માટે જેમાં મિલાપ થાય તે નેત્રઇન્દ્રિયગોચર થવો જ જોઈએ એવો નિયમ નથી. અને સૂત્રમાં પણ નેત્રઇન્દ્રિયગોચર સ્કન્ધ જોઈએ જ એવું કથન નથી. સૂત્રમાં સામાન્ય કથન છે. ।। ૨૮।।
અર્થઃ– [द्रव्यलक्षणम्] દ્રવ્યનું લક્ષણ [सत्] સત્ (અસ્તિત્વ) છે.
(૧) વસ્તુસ્વરૂપ બતાવનારાં પાંચ મહાસૂત્રો આ અધ્યાયમાં આપવામાં આવ્યાં છે. તે સૂત્રો ૨૯-૩૦-૩૨-૩૮ અને ૪૨ છે. તેમાં પણ આ સૂત્ર મૂળ પાયારૂપ છે; કેમકે કોઈ પણ વસ્તુ માટે વિચાર કરતાં સૌ પહેલાં તે છે કે નહિ તે નક્કી થવું જોઈએ. માટે જગતમાં જે જે વસ્તુ હોય તે ‘છે’ રૂપે (સત્રૂપે) હોવી જ જોઈએ. જે વસ્તુ હોય તેનો જ વિશેષ વિચાર કરવાનો રહે છે.
(૨) આ સૂત્રમાં ‘દ્રવ્ય’ શબ્દ વાપર્યો છે તે એમ સૂચવે છે કે તેમાં ‘દ્રવ્યત્વ’ નામનો ગુણ છે, કે જે શક્તિના કારણે દ્રવ્ય સદા એકરૂપ ન રહેતાં તેની હાલતો (પર્યાયો) નિત્ય બદલતી રહે છે.
(૩) હવે જ્યારે દ્રવ્ય નિત્ય પોતપોતાનો પર્યાય બદલે છે ત્યારે પ્રશ્ન એ ઊઠે કે દ્રવ્ય બદલાઈને બીજા દ્રવ્યરૂપ થઈ જાય કે કેમ? તેનો ઉત્તર આ સૂત્રમાં વાપરવામાં આવેલો ‘સત્’ શબ્દ આપે છે. ‘સત્’ શબ્દ સૂચવે છે કે દ્રવ્યમાં અસ્તિત્વગુણ છે અને તે શક્તિના કારણે દ્રવ્યનો કદી નાશ થતો નથી.
Page 341 of 655
PDF/HTML Page 396 of 710
single page version
૩૪૦ ] [ મોક્ષશાસ્ત્ર
(૪) તેથી એમ સિદ્ધ થયું કે દ્રવ્યના પર્યાય સમયે સમયે બદલે છે તોપણ દ્રવ્ય ત્રિકાળ ટકી રહે છે. આ સિદ્ધાંત સૂત્ર ૩૦ તથા ૩૮ માં આપ્યો છે.
(પ) ‘છે’ પણું (અસ્તિત્વ) જેને હોય તે દ્રવ્ય છે. એ રીતે ‘અસ્તિત્વ’ ગુણ દ્વારા ‘દ્રવ્ય’ ને ઓળખી શકાય છે. માટે ‘सत्’ ને દ્રવ્યનું લક્ષણ આ સૂત્રમાં કહ્યું છે. જેને જેને અસ્તિત્વ હોય તે દ્રવ્ય છે, એમ આ સૂત્ર પ્રતિપાદન કરે છે.
(૬) ‘સત્’ લક્ષણ વડે દ્રવ્ય ઓળખી શકાય છે, એમ નક્કી થયું. તે ઉપરથી બે સિદ્ધાંતો નીકળ્યા કે દ્રવ્યમાં ‘પ્રમેયત્વ’ (જ્ઞાનમાં જણાવા લાયક-Knowable) એવો ગુણ છે અને તે દ્રવ્ય પોતે પોતાને જાણનારું હોય અથવા બીજું દ્રવ્ય તેને જાણનારું હોય. જો એમ ન હોય તો ‘દ્રવ્ય છે’ એમ નક્કી થાય જ નહિ; માટે દ્રવ્યમાં ‘પ્રમેયત્વ’ નામનો ગુણ છે; અને દ્રવ્ય કાં તો જાણનારું (ચેતન) હોય અથવા નહિ જાણનારું (અચેતન) હોય. જાણનારું દ્રવ્ય તે ‘જીવ’ છે અને નહિ જાણનારું તે ‘અજીવ’ છે, એમ પણ સિદ્ધ થાય છે.
(૭) દરેક દ્રવ્ય પોતાની પ્રયોજનભૂત અર્થક્રિયા (functionality) કરે જ. જો દ્રવ્ય અર્થક્રિયા ન કરે તો તે કાર્ય વગરનું થાય એટલે કે તે ફોગટનું થાય, પણ ફોગટનું (પોતાનું કાર્ય વગરનું) કોઈ દ્રવ્ય હોય જ નહિ. તેથી દરેક દ્રવ્યમાં ‘વસ્તુત્વ’ નામનો ગુણ છે, એમ સિદ્ધ થયું.
(૮) વળી પોતપોતાની ક્રિયા કરે તો જ વસ્તુ કહેવાય. તેથી એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકે નહિ એમ સિદ્ધ થયું.
(૯) વળી, જે દ્રવ્ય હોય તેનું દ્રવ્યપણું-ગુણપણું જે પ્રકારે હોય તે પ્રકારે કાયમ રહીને પરિણમે, પણ બીજામાં પ્રવેશ કરી શકે નહિ; એવા ગુણને ‘અગુરુલધુત્વ’ ગુણ કહે છે. એ શક્તિના કારણે દ્રવ્યની દ્રવ્યતા કાયમ રહે અર્થાત્ એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપે ન પરિણમે, અને એક ગુણ બીજા ગુણરૂપે ન પરિણમે તથા એક દ્રવ્યના અનેક (-અનંત) ગુણ વિખરાઈને જુદા જુદા ન થઈ જાય.
(૧૦) એ રીતે દરેક દ્રવ્યમાં સામાન્ય ગુણો ઘણા હોય છે પણ મુખ્યપણે છ સામાન્ય ગુણો છે; તેમનાં નામ-૧. અસ્તિત્વ (જે આ સૂત્રમાં ‘सत्’ શબ્દ દ્વારા સ્પષ્ટપણે જણાવેલ છે), ૨. વસ્તુત્વ, ૩. દ્રવ્યત્વ, ૪. પ્રમેયત્વ, પ. અગુરુલધુત્વ અને ૬. પ્રદેશત્વ.
(૧૧) પ્રદેશત્વ ગુણની એવી વ્યાખ્યા છે કે જે શક્તિના કારણે દ્રવ્યનો કોઈ ને કોઈ આકાર અવશ્ય હોય જ.
(૧૨) આ દરેક સામાન્ય ગુણોમાં ‘सत्’ (-અસ્તિત્વ) મુખ્ય છે કારણ કે તેના
Page 342 of 655
PDF/HTML Page 397 of 710
single page version
અ. પ સૂત્ર ૨૯ ] [ ૩૪૧ વડે દ્રવ્યનું હોવાપણું નક્કી થાય છે. જો દ્રવ્ય હોય તો જ બીજા ગુણો હોઈ શકે, માટે ‘सत्’ ને અહીં દ્રવ્યનું લક્ષણ કહ્યું છે.
(૧૩) દરેક દ્રવ્યનાં વિશેષ લક્ષણો પૂર્વે કહેવામાં આવ્યા છે. તે નીચે મુજબ છે-(૧) જીવ-અધ્યાય ૨, સૂ. ૧ તથા ૮. (૨) અજીવના પાંચ પ્રકારમાંથી પુદ્ગલ- અધ્યાય પ, સૂત્ર ૨૩. ધર્મ અને અધર્મ-અધ્યાય પ, સૂત્ર ૧૭. આકાશ-અધ્યાય પ, સૂત્ર ૧૮. અને કાળ-અધ્યાય પ, સૂત્ર ૨૨.
જીવ તથા પુદ્ગલની વિકારી અવસ્થાનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ આ અધ્યાયના સૂત્ર ૧૯-૨૦-૨૧-૨૪-૨પ-ર૬-૨૭-૨૮-૩૩-૩પ-૩૬-૩૭-૩૮ માં આપ્યો છે; તેમાં જીવનો એકબીજા વચ્ચેનો સંબંધ ગાથા ૨૦ માં બતાવ્યો. જીવનો પુદ્ગલ સાથેનો સંબંધ સૂત્ર ૧૯-૨૦ માં બતાવ્યો. પુદ્ગલનો પરસ્પર સંબંધ બાકીનાં સૂત્રોમાં જણાવ્યો.
(૧૪) ‘દ્રવ્ય સત્ છે’ માટે પોતાથી છે, એમ ‘सत्’ લક્ષણ કહેવાથી સિદ્ધ થયું; તેનો અર્થ એ થયો કે તે સ્વપણે છે અને પરપણે નથી. ‘અસ્તિ’ પણું પ્રગટપણે અને ‘નાસ્તિ’ પણું ગર્ભિતપણે આ સૂત્રમાં કહી એમ જણાવ્યું કે દ્રવ્ય પોતે પોતાથી અને પર પરપણે હોવાથી એક દ્રવ્ય પોતે પોતાનું બધું કરી શકે પણ બીજા દ્રવ્યનું કદી કાંઈ કરી શકે નહિ. આ સિદ્ધાંતનું નામ ‘અનેકાંત’ છે અને તે આ અધ્યાયના સૂત્ર ૩૨ માં જણાવ્યો છે.
(૧પ) દરેક દ્રવ્ય ‘सत्’ લક્ષણવાળું છે એટલે કે સ્વતઃસિદ્ધ તથા કોઈની અપેક્ષા નહિ રાખતું હોવાથી તે સ્વતંત્ર છે. ।। ૨૯।।
અર્થઃ– [उत्पादव्ययध्रौव्ययुक्तं] જે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યસહિત હોય [सत्] તે સત્ છે.
(૧) ‘सत्’ સંબંધે જગતમાં ઘણી ખોટી માન્યતા ચાલે છે. કેટલાક ‘સત્’ ને સર્વથા કૂટસ્થ-કદી ન બદલે તેવું માને છે; કેટલાક ‘સત્’ ને જ્ઞાનગોચર નથી એમ કહે છે; તેથી ‘સત્’ નું ખરું ત્રિકાળી અબાધિત સ્વરૂપ આ સૂત્રમાં કહ્યું છે.
(૨) દરેક વસ્તુનું સ્વરૂપ ‘ટકીને બદલવું’ એવું છે, તેને ઈંગ્લિશમાં Permanancy With a Change (બદલવા સાથે કાયમપણું) કહે છે. તેને બીજી રીતે એમ પણ કહે છે કે No substance is destroyed, every substance changes its form
Page 343 of 655
PDF/HTML Page 398 of 710
single page version
૩૪૨ ] [ મોક્ષશાસ્ત્ર (કોઈ વસ્તુ નાશ પામતી નથી, દરેક વસ્તુ પોતાની અવસ્થા બદલે છે.)
(૩) ઉત્પાદ-ચેતન અથવા અચેતન દ્રવ્યમાં કોઈ અવસ્થાનું પ્રગટ થવું તે ઉત્પાદ છે. પ્રત્યેક ઉત્પાદ થતાં પૂર્વ કાળથી ચાલ્યો આવતો જે સ્વભાવ કે સ્વજાતિ છે તે કદી છૂટી શકતા નથી.
વ્યય-સ્વજાતિ યાને મૂળ સ્વભાવ તે નષ્ટ થયા વગર જે ચેતન તથા અચેતન દ્રવ્યમાં પૂર્વ અવસ્થાનો વિનાશ (ઉત્પાદના સમયે જ) થવો તે વ્યય છે.
ધ્રૌવ્ય-અનાદિ-અનંતકાળ કાયમ ટકી રહેવાનો મૂળ સ્વભાવ કે જેનો વ્યય કે ઉત્પાદ થતો નથી તેને ધ્રૌવ્ય કહે છે. (જુઓ, તત્ત્વાર્થસાર-અધ્યાય ૩ ગાથા ૬ થી ૮.)
(૪) ધ્રૌવ્યની વ્યાખ્યા સર્વાર્થસિદ્ધિમાં આ સૂત્રની ટીકામાં પા. ૧૦પ માં સંસ્કૃતમાં નીચે આપી છેઃ-
“अनादिपारिणामिकस्वभावेन व्ययोदयाभावात् ध्रुवति–स्थिरीभवतीति ध्रुवः”।।
અર્થઃ– અનાદિ પારિણામિકસ્વભાવ વડે વ્યય તથા ઉત્પાદના અભાવથી ધ્રુવ રહે છે-સ્થિર રહે છે તે ધ્રુવ છે.
(પ) આ સૂત્રમાં સત્નું અનેકાંતપણું બતાવ્યું છે. જોકે ત્રિકાળ અપેક્ષાએ સત્ ‘ધ્રુવ’ છે તોપણ સમયે સમયે નવો પર્યાય ઉત્પન્ન થાય છે અને જૂનો પર્યાય વ્યય પામે છે એટલે કે દ્રવ્યમાં સમાઈ જાય છે, વર્તમાન કાળની અપેક્ષાએ અભાવરૂપ થાય છે-આ રીતે કથંચિત્ નિત્યપણું અને કથંચિત્ અનિત્યપણું તે દ્રવ્યનું અનેકાંતપણું છે.
(૬) આ સૂત્રમાં પર્યાયનું પણ અનેકાંતપણું બતાવ્યું છે. ઉત્પાદ તે અસ્તિરૂપ પર્યાય છે અને વ્યય તે નાસ્તિરૂપ પર્યાય છે. પોતાનો પર્યાય પોતાથી થાય અને પરથી થાય નહિ એમ ‘ઉત્પાદ’ થી બતાવ્યું. પોતાના પર્યાયની નાસ્તિ-અભાવ પણ પોતાથી જ થાય છે, પરથી થાય નહિ. “દરેક દ્રવ્યનો ઉત્પાદ અને વ્યય સ્વતંત્ર તે તે દ્રવ્યથી છે” એમ જણાવી દ્રવ્ય, ગુણ તથા પર્યાયની સ્વતંત્રતા જાહેર કરી-પરનું અસહાયકપણું જણાવ્યું.
(૭) ધર્મ (-શુદ્ધતા) આત્મામાં દ્રવ્યરૂપે ત્રિકાળ ભરપૂર છે, અનાદિથી જીવને પર્યાયરૂપે ધર્મ પ્રગટ થયો નથી, પણ જીવ જ્યારે પર્યાયમાં ધર્મ વ્યક્ત કરે ત્યારે તે વ્યક્ત થાય છે એમ ‘ઉત્પાદ’ શબ્દ વાપરી બતાવ્યું અને તે જ વખતે વિકારનો વ્યય થાય છે, એમ ‘વ્યય’ શબ્દ વાપરી બતાવ્યું. તે અવિકારી ભાવ પ્રગટ થવાનો અને
Page 344 of 655
PDF/HTML Page 399 of 710
single page version
અ. પ સૂત્ર ૩૦ ] [ ૩૪૩ વિકારી ભાવ જવાનો લાભ ત્રિકાળ ટકનાર એવા ધ્રુવ દ્રવ્યને પ્રાપ્ત થાય છે એમ ‘ધ્રૌવ્ય’ શબ્દ છેલ્લો મૂકી બતાવ્યું.
(૮) પ્રશ્નઃ– ‘युक्तं’ શબ્દ એક પદાર્થથી બીજા પદાર્થનું ભિન્નપણું બતાવે છે- જેમ કે દંડયુક્ત દંડી. આમ હોવાથી ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય દ્રવ્યથી ભિન્ન હોવાનું સમજાય છે, એટલે કે દ્રવ્યનાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યનો દ્રવ્યમાં અભાવ આવે છે તેનો શું ખુલાસો છે?
ઉત્તરઃ– ‘युक्तं’ શબ્દ અભેદથી અપેક્ષા હોય ત્યાં પણ વપરાય છે, જેમકે- સારયુક્ત સ્તંભ. અહીં ‘युक्तं’ શબ્દ અભેદનયથી કહ્યો છે. ‘युक्तं’ શબ્દ અહીં એકમેકતારૂપ અર્થમાં એમ સમજવું.
(૯) સત્ સ્વતંત્ર અને સ્વસહાયક હોવાથી ઉત્પાદ અને વ્યય પણ દરેક દ્રવ્યમાં સ્વતંત્રપણે થાય છે.
પ્રશ્નઃ– જીવમાં થતો વિકારી પર્યાય પરાધીન કહેવામાં આવે છે તેનું શું કારણ?
ઉત્તરઃ– વિકારી પર્યાય જીવ પોતે સ્વતંત્રપણે પોતાના પુરુષાર્થ વડે કરે ત્યારે થાય છે. જો તેમ માનવામાં ન આવે તો દ્રવ્યનું લક્ષણ ‘સત્’ સાબિત થાય નહિ અને તેથી દ્રવ્યનો નાશ થાય. જીવ પોતે સ્વતંત્રપણે પોતાના ભાવમાં પરને આધીન થાય છે, તેથી વિકારી પર્યાયને પરાધીન કહેવામાં આવે છે. ‘પરદ્રવ્ય જીવને આધીન કરે છે તેથી વિકારી પર્યાય થાય છે’ એમ માનવું તે ન્યાયસર નથી.
પ્રશ્નઃ– “પરતું દ્રવ્યકર્મનું જોર હોય ત્યારે તો કર્મો જીવને આધીન કરી લે છે કેમ કે કર્મમાં મહાન શક્તિ છે.” શું તે માન્યતા સાચી છે?
ઉત્તરઃ– ના, તેમ નથી. દરેક દ્રવ્યનું જોર અને શક્તિ તેના સ્વક્ષેત્રમાં રહે છે. કર્મની શક્તિ જીવમાં જઈ શકે નહિ તેથી કર્મો જીવને કદી પણ આધીન કરી શકે નહિ. આ નિયમ શ્રી સમયસારનાટકમાં આપવામાં આવ્યો છે. તે ઉપયોગી હોઈ અહીં આપવામાં આવે છે-
Page 345 of 655
PDF/HTML Page 400 of 710
single page version
૩૪૪ ] [ મોક્ષશાસ્ત્ર
અર્થઃ– કોઈ કોઈ મૂર્ખ એમ કહે છે કે આત્મામાં રાગ-દ્વેષ ભાવ પુદ્ગલની જબરજસ્તીથી થાય છે. ૬૨. વળી તે કહે છે કે પુદ્ગલકર્મરૂપ પરિણમનના ઉદયમાં જેટલું જેટલું જોર કરે છે તેટલી તેટલી બાહુલ્યતાથી રાગ-દ્વેષપરિણામ થાય છે. ૬૩.
અર્થઃ– ઉપર જે રીત કહી તે તો વિપરીત (ઊંધો) પક્ષ છે. જે કોઈ તેને ગ્રહે કે શ્રદ્ધે તે જીવને રાગ, દ્વેષ અને મોહ કદી ભિન્ન થાય જ નહિ. શ્રીગુરુ કહે છે કે જીવને પુદ્ગલનો સંગ સદા (અનાદિનો) રહે, તો પછી સહજ શુદ્ધ પરિણમનનો અવસર જ કદી જીવને મળે જ નહિ. માટે ચૈતન્યના ભાવ કરવામાં ચેતન રાજા જ સમર્થ છે; તે પોતાથી મિથ્યાત્વદશામાં રાગ-દ્વેષરૂપ થાય છે અને સમ્યક્ત્વદશામાં શિવભાવ એટલે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ થાય છે.
૨. કર્મનો ઉદય જીવને કાંઈ અસર કરી શકતો નથી એટલે કે નિમિત્ત ઉપાદાનને કાંઈ કરી શક્તું નથી. ઇન્દ્રિયોના ભોગો, લક્ષ્મી, સગા-સંબંધી કે મકાનાદિ સંબંધે પણ તે જ નિયમ છે. આ નિયમ શ્રી સમયસાર-નાટકના સર્વવિશુદ્ધદ્વારમાં નીચે પ્રમાણે આપ્યો છે-
તાકૌ મૂલ પ્રેરક કહહું તુમ કૌન હૈ।
કિધૌં ધન કિધૌં પરિજન કિધૌં ભૌન હૈ।।
સબનિકૌ સદા અસહાઈ પરિનૌન હૈ।