Moksha Shastra (Gujarati). Sutra: 22-42 (Chapter 4); Upsanhar; Saptbhangi; Anekant.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 18 of 36

 

text version



Page 288 of 655
PDF/HTML Page 343 of 710
single page version

અ. ૪ સૂત્ર ૨૧ ] [ ૨૮૭ દેવ-ગુરુ-શાસ્ત્રનો વ્યવહારથી (રાગમિશ્રિત વિચારથી) સાચો નિર્ણય કર્યો છે પરંતુ નિશ્ચયથી એટલે કે રાગથી પર થઈને સાચો નિર્ણય કર્યો નથી, તેમજ ‘શુભભાવથી ધર્મ થાય’ એવી સૂક્ષ્મ મિથ્યામાન્યતા તેને રહી જાય છે તેથી તે મિથ્યાદ્રષ્ટિ રહે છે.

૩. સાચાં દેવ-ગુરુ-શાસ્ત્રની વ્યવહારશ્રદ્ધા વગર ઊંચા શુભભાવ પણ થઈ શકતા નથી, માટે જે જીવોને સાચાં દેવ-ગુરુ-શાસ્ત્રનો સંયોગ મળ્‌યો હોવા છતાં જો તે તેનો રાગમિશ્રિત વ્યવહારનો સાચો નિર્ણય ન કરે તો ગૃહિતમિથ્યાત્વ રહે છે, અને જેને કુદેવ-કુગુરુ-કુશાસ્ત્રની માન્યતા હોય તેને પણ ગૃહીતમિથ્યાત્વ હોય જ છે, અને જ્યાં ગૃહીતમિથ્યાત્વ હોય ત્યાં અગૃહીતમિથ્યાત્વ પણ હોય જ; તેથી એવા જીવને સમ્યગ્દર્શનાદિ ધર્મ તો ન જ થાય પરંતુ મિથ્યાદ્રષ્ટિને થતો ઉત્કૃષ્ટ શુભભાવ પણ તેને ન થાય તેવા જીવોને જૈનધર્મની શ્રદ્ધા વ્યવહારે પણ ગણી શકાય નહિ.

૪. આ જ કારણે અન્ય ધર્મની માન્યતાવાળાઓને સાચા ધર્મની શરૂઆત અર્થાત્ સમ્યગ્દર્શન તો થાય જ નહી, અને મિથ્યાદ્રષ્ટિને લાયકનો ઉત્કૃષ્ટ શુભભાવ પણ તેઓ કરી શકે નહિ; તેઓ વધારેમાં વધારે બારમા દેવલોકની પ્રાપ્તિનો શુભભાવ કરી શકે.

પ. ‘દેવગતિમાં સુખ છે’ એમ ઘણા અજ્ઞાની લોકોની માન્યતા રહે છે, પણ તે ભૂલ છે. ઘણા દેવો તો મિથ્યાત્વ વડે અતત્ત્વશ્રદ્ધાન યુક્ત જ થઈ રહ્યા છે. ભવનવાસી વ્યંતર અને જયોતિષી દેવોને કષાય ઘણો મંદ નથી, ઉપયોગ બહુ ચંચળ છે તથા કંઈક શક્તિ છે તેથી કુતૂહલ તથા વિષયાદિ કાર્યોમાં જ તેઓ લાગી રહ્યા છે અને તેથી તેની વ્યાકુળતાથી તેઓ દુઃખી જ છે. ત્યાં માયા-લોભ-કષાયનાં કારણો હોવાથી તેવાં કાર્યોની મુખ્યતા છે; છળ કરવો, વિષયસામગ્રીની ઈચ્છા કરવી ઈત્યાદિ કાર્ય ત્યાં વિશેષ હોય છે; પણ વૈમાનિક દેવોમાં ઉપર ઉપરના દેવોને તે કાર્યો થોડાં હોય છે. ત્યાં હાસ્ય અને રતિકષાયનાં કારણો હોવાથી તેવાં કાર્યોની મુખ્યતા હોય છે. એ પ્રમાણે દેવોને કષાયભાવ હોય છે અને કષાયભાવ એ દુઃખ જ છે. ઊંચા દેવોને ઉત્કૃષ્ટ પુણ્યનો ઉદય છે અને કષાય ઘણા મંદ છે તથાપિ તેમને પણ ઇચ્છાનો અભાવ નથી તેથી વસ્તુતાએ તેઓ દુઃખી જ છે. જે દેવો સમ્યગ્દર્શનરૂપી મોક્ષમાર્ગ પામ્યા હોય તેઓ જ, જેટલે દરજ્જે વીતરાગતા વધારે તેટલે દરજ્જે સાચા સુખી છે. સમ્યગ્દર્શન વગર ક્યાંય પણ સુખના અંશની શરૂઆત થતી નથી, અને તેથી જ આ શાસ્ત્રના પહેલાજ સૂત્રમાં મોક્ષનો ઉપાય દર્શાવતાં તેમાં સમ્યગ્દર્શન પહેલું જણાવ્યું છે; માટે જીવોએ પ્રથમ જ સમ્યગ્દર્શનની પ્રાપ્તિનો ઉપાય કરવો જરૂરી છે.


Page 289 of 655
PDF/HTML Page 344 of 710
single page version

૨૮૮ ] [ મોક્ષશાસ્ત્ર

૬. ઉત્કૃષ્ટ દેવપણાને લાયકના સર્વોત્કૃષ્ટ શુભભાવ સમ્યગ્દ્રષ્ટિને જ થાય છે એટલે કે શુભભાવના સ્વામિત્વના નકારની ભૂમિકામાં જ તેવા ઉત્કૃષ્ટ શુભભાવ થાય છે, મિથ્યાદ્રષ્ટિને તેવા ઊંચા શુભભાવ થતા નથી. ।। ર૧।।

વૈમાનિક દેવોમાં લેશ્યાનું વર્ણન
पीतपद्मशुक्ललेश्या द्वित्रिशेषेषु।। २२।।

અર્થઃ– બે યુગલોમાં પીત; ત્રણ યુગલોમાં પદ્મ અને બાકીના સમસ્ત વિમાનોમાં શુક્લલેશ્યા હોય છે.

ટીકા

(૧) પહેલા અને બીજા સ્વર્ગમાં પીત્ત લેશ્યા, ત્રીજા અને ચોથામાં પીત તથા પદ્મલેશ્યા, પાંચમાથી આઠમા સુધીમાં પદ્મલેશ્યા, નવમાથી બારમા સુધીમાં પદ્મ અને શુક્લલેશ્યા અને બાકીના સમસ્ત વૈમાનિક દેવોને શુક્લલેશ્યા હોય છે, નવ અનુદિશ અને પાંચ અનુત્તર એ ચૌદ વિમાનોના દેવોને પરમશુક્લલેશ્યા હોય છે. ભવનત્રિક દેવોની લેશ્યાનું વર્ણન આ અધ્યાયના બીજા સૂત્રમાં આવી ગયું છે. અહીં ભાવલેશ્યા સમજવી.

પ્રશ્નઃ– સૂત્રમાં મિશ્રલેશ્યાનું વર્ણન કેમ નથી? ઉત્તરઃ– જે મુખ્ય લેશ્યા છે તે સૂત્રમાં જણાવી છે, જે ગૌણ લેશ્યા છે તે કહી નથી; ગૌણ લેશ્યાનું કથન તેમાં ગર્ભિત રાખ્યું છે, તેથી તેમાં અવિવક્ષિતપણે છે. આ શાસ્ત્રમાં ટુંકા સૂત્રોરૂપે મુખ્ય કથન કર્યું છે, બીજું તેમાં ગર્ભિત રાખ્યું છે; માટે એ ગર્ભિત કથન પરંપરા અનુસાર સમજી લેવું. [જુઓ અ. ૧ સૂ. ૧૧ ટીકા]. ।। ૨૨।।

કલ્પસંજ્ઞા ક્યાં સુધી છે?
प्राग्ग्रैवेयकेभ्यः कल्पाः।। २३।।

અર્થઃ– ગ્રૈવેયકોની પહેલાનાં સોળ સ્વર્ગોને કલ્પ કહેવાય છે, તેની આગળનાં વિમાનો કલ્પાતીત છે.

ટીકા

સોળ સ્વર્ગ પછી નવ ગ્રૈવેયક વગેરેના દેવો એક સરખા વૈભવના ધારક હોય છે તેથી તેઓ અહમિન્દ્ર કહેવાય છે, ત્યાં ઇંદ્ર વગેરે ભેદ નથી, બધા સમાન છે. ।। ર૩।।


Page 290 of 655
PDF/HTML Page 345 of 710
single page version

અ. ૪ સૂત્ર ૨૪-૨પ-૨૬ ] [ ૨૮૯

લૌકાંતિક દેવો
बह्मलोकालया लौकान्तिकाः।। २४।।
અર્થઃ– જેમનું નિવાસસ્થાન પાંચમું સ્વર્ગ (બ્રહ્મલોક) છે તે લૌકાંતિક દેવો છે.
ટીકા

આ દેવો બ્રહ્મલોકના અંતમાં રહે છે, તથા એક ભાવાવતારી (એકાવતારી) છે તેથી લોકનો અંત(-સંસારનો નાશ) કરવાવાળા છે તેથી તેમને લૌકાંતિક કહેવાય છે; તેઓ દ્વાદશાંગના પાઠી હોય છે. ચૌદપૂર્વના ધારક હોય છે, બ્રહ્મચારી રહે છે અને તીર્થંકરપ્રભુના તપકલ્યાણકમાં આવે છે; તેમને દેવર્ષિ પણ કહેવામાં આવે છે. ।। ર૪।।

લૌકાંતિક દેવોનાં નામો
सारस्वतादित्यवह्न्यरुणगर्दतोयतुषिताव्याबाघारिष्टाश्च।। २५।।

અર્થઃ– લૌકાંતિક દેવોના આઠ પ્રકાર છે-૧. સારસ્વત, ર. આદિત્ય, ૩. વહ્નિ; ૪, અરુણ, પ. ગર્દતોય, ૬. તુષિત, ૭. અવ્યાબાધ અને ૮. અરિષ્ટ. આ દેવો બ્રહ્મલોકની ઐશાન વગેરે આઠ દિશાઓમાં રહે છે.

ટીકા

આ દેવોના આ આઠ મૂળ ભેદો છે અને તે આઠના રહેવાનાં સ્થાનની વચ્ચેના ભાગમાં રહેનારા દેવોનાં બીજા સોળ પ્રકાર છે; આ રીતે કુલ ચોવીસ ભેદો છે. આ દેવોનાં સ્વર્ગના નામ તેમનાં નામ અનુસાર જ છે, તેઓ બધા સરખા છે, તેમનામાં કોઈ નાનું-મોટું નથી, સૌ સ્વતંત્ર છે, તેમની કુલ સંખ્યા ૪૦૭૮ર૦ છે. સૂત્રમાં આઠ નામો આપીને છેડે ‘च’ શબ્દ મૂક્યો છે તે એમ સૂચવે છે કે આ આઠ સિવાયના બીજા ભેદો પણ છે. ।। રપ।।

અનુદિશ અને અનુત્તરવાસી દેવોના અવતારનો નિયમ
विजयादिषु द्विचरमाः।। २६।।

અર્થઃ– વિજય, વૈજયન્ત, જયન્ત, અપરાજિત અને અનુદિશ વિમાનોના અહમિન્દ્રો દ્વિચરમી હોય છે અર્થાત્ મનુષ્યના બે જન્મ (ભવ) કરી અવશ્ય મોક્ષ જાય છે. (આ બધા જીવો સમ્યગ્દ્રષ્ટિ જ હોય છે.)


Page 291 of 655
PDF/HTML Page 346 of 710
single page version

૨૯૦ ] [ મોક્ષશાસ્ત્ર

ટીકા

(૧) સર્વાર્થસિદ્ધિના દેવો તેમનાં નામ અનુસાર એકાવતારી જ હોય છે. વિજયાદિકમાં આવેલા જીવ એક મનુષ્યભવ કરે અથવા બે ભવ પણ કરે.

(ર) સર્વાર્થસિદ્ધિના દેવો. દક્ષિણ ઇંદ્રો. સૌધર્મના લોકપાળ, સૌધર્મની ‘શચિ’ નામની ઇન્દ્રાણી અને લૌકાંતિક દેવો-એ બધા એક મનુષ્યજન્મ કરી નિર્વાણ પામે છે. ।। ર૬।।

[ત્રીજા અધ્યાયમાં નારકી અને મનુષ્યો સંબંધી વર્ણન કર્યું હતું અને આ

ચોથા અધ્યાયમાં અહીં સુધી દેવોનું વર્ણન કર્યું. હવે એક સૂત્ર દ્વારા તિર્યંચોની વ્યાખ્યા બતાવીને પછી દેવોનું ઉત્કૃષ્ટ તેમ જ જઘન્ય આયુષ્ય કેટલું છે તે બતાવશે. તેમ જ નારકીઓનું જઘન્ય આયુષ્ય કેટલું છે તે બતાવશે. મનુષ્યો તથા તિર્યંચોનાં આયુષ્યની સ્થિતિનું વર્ણન ત્રીજા અધ્યાયના સૂત્ર ૩૮-૩૯ માં કહેવાઈ ગયું છે.

આ રીતે, બીજા અધ્યાયના દસમા સૂત્રમાં જીવોના સંસારી અને મુક્ત એવા જે બે ભેદ કહ્યા હતા તેમાંથી સંસારી જીવોનું વર્ણન ચોથા અધ્યાય સુધીમાં પુરું થાય છે. ત્યાર પછી પાંચમા અધ્યાયમાં અજીવ તત્ત્વોનું વર્ણન કરશે. છઠ્ઠા તથા સાતમા અધ્યાયમાં આસ્રવ તથા આઠમા અધ્યાયમાં બંધ તત્ત્વનું વર્ણન કરશે, તથા નવમા અધ્યાયમાં સંવર તથા નિર્જરા તત્ત્વનું વર્ણન કરશે અને મુક્તજીવોનું(મોક્ષતત્ત્વનું) વર્ણન દશમા અધ્યાયમાં જણાવીને ગ્રંથ પૂર્ણ કરશે.]

તિર્યંચ કોણ છે?

औपपादिकमनुष्येभ्यः शेषास्तिर्यग्योनयः।। २७।।

અર્થઃ– ઉપપાદ જન્મવાળા(-દેવ તથા નારકી) અને મનુષ્યો સિવાયના બાકી રહેલા જીવો તિર્યંચ યોનિવાળા જ છે.

ટીકા

દેવ, નારકી અને મનુષ્ય સિવાયના જીવો તિર્યંચ છે. તેમાં સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો તો સમસ્ત લોકમાં વ્યાપ્ત છે. લોકનો એક પણ પ્રદેશ સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો વિના નથી. બાદર એકેન્દ્રિય જીવોને પૃથ્વિ વગેરેનો આધાર હોય છે. ત્રણ જીવો અર્થાત્ વિકલત્રય (બે, ત્રણ અને ચાર ઈન્દ્રિય) અને સંજ્ઞી-અસંજ્ઞી પંચેન્દ્રિય જીવો ત્રસ નાડીમાં ક્યાંક ક્યાંક હોય છે. ત્રસનાડીની બહાર ત્રસ જીવો હોતા નથી. તિર્યંચ જીવો સર્વ લોકમાં હોવાથી તેનો ક્ષેત્ર વિભાગ નથી. ।। ર૭।।


Page 292 of 655
PDF/HTML Page 347 of 710
single page version

અ. ૪ સૂત્ર ૨૮-૨૯ ] [ ૨૯૧

ભવનવાસી દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય

स्थितिरसुरनागसुपर्णद्वीपशेषाणां सागरोपमत्रिपल्यो–

पमार्द्धहीनमिताः।। २८।।

અર્થઃ– ભવનવાસી દેવોમાં અસુરકુમાર, નાગકુમાર, સુપર્ણકુમાર, દ્વીપકુમાર અને બાકીના છ કુમારોનું આયુષ્ય ક્રમથી એક સાગર. ત્રણ પલ્ય, અઢી પલ્ય, અને દોઢ પલ્ય છે. ।। ર૮।।

વૈમાનિક દેવોનૃું ઉત્કૃષ્ટ આયુષ્ય
सौघर्मैशानयोः सागरोपमे अघिके।। २९।।
અર્થઃ– સૌધર્મ અને ઐશાન સ્વર્ગના દેવોનું આયુષ્ય બે સાગરથી કંઇક અધિક છે.
ટીકા

(૧) ભવનવાસી દેવો પછી વ્યંતર અને જ્યોતિષી દેવોનું આયુષ્ય બતાવવાને બદલે વૈમાનિકનું આયુષ્ય બતાવવાનું કારણ એ છે કે તેમ કરવાથી પછીનાં સૂત્રોમાં લધુતા (-ટૂંકાપણું) આવી શકે છે.

(ર) ‘सागरोपमे’ આ શબ્દ દ્વિવચનરૂપ છે, તેનો અર્થ ‘બે સાગર’ થાય છે.
(૩) ‘अधिके’ આ શબ્દ ઘાતાયુષ્ક જીવોની અપેક્ષાએ છે; તેનો ખુલાસો એ છે

કે-કોઈ સમ્યગ્દ્રષ્ટિ મનુષ્યે શુભ પરિણામથી દસ સાગર પ્રમાણ બ્રહ્મ-બ્રહ્મોતર સ્વર્ગનું આયુષ્ય બાંધ્યું, પછી તે જ મનુષ્યભવમાં સંકલેશ પરિણામ વડે તે આયુની સ્થિતિનો ઘાત કર્યો અને સૌધર્મ-ઐશાનમાં ઊપજ્યો, તે જીવ ઘાતાયુષ્ક કહેવાય છે; સૌધર્મ- ઐશાનના બીજા દેવો કરતાં તેને અર્ધાસાગરમાં એક અંતર્મૂહૂર્ત ન્યૂન એટલું આયુષ્ય વધારે હોય છે. આવું ઘાતાયુષ્કપણું પૂર્વના મનુષ્ય તથા તિર્યંચ ભવમાં થાય છે.

(૪) આયુષ્યનો ઘાત બે પ્રકારે છે-એક અપવર્તનઘાત અને બીજો કદલીઘાત. બધ્યમાન આયુષ્યનું ઘટવું તે અપવર્તનઘાત છે અને ભૂજ્યમાન [ભોગવવામાં આવતાં] આયુષ્યનું ઘટવું તે કદલીઘાત છે. દેવોમાં કદલીઘાત આયુષ્ય હોતું નથી.

(પ) ઘાતાયુષ્ક જીવનો ઉત્પાદ બારમા દેવલોક પર્યંત જ હોય છે. ।। ર૯।।

Page 293 of 655
PDF/HTML Page 348 of 710
single page version

૨૯૨ ] [ મોક્ષશાસ્ત્ર

सानत्कुमारमाहेंद्रयोः सप्त।। ३०।।

અર્થઃ– સાનત્કુમાર અને માહેન્દ્ર સ્વર્ગના દેવોનું આયુષ્ય સાત સાગરથી કંઈક અધિક છે.

નોંધઃ– આ સૂત્રમાં ‘અધિક’ શબ્દનું અવતરણ પૂર્વ સૂત્રથી થાય છે. ।। ૩૦।।
त्रिसप्तनवैकादशत्रयोदशपंचदशभिरघिकानि तु।। ३१।।

અર્થઃ– પૂર્વ સૂત્રમાં કહેલ યુગલોનાં આયુષ્ય (સાતસાગર) થી ક્રમપૂર્વક ત્રણ, સાત, નવ, અગિયાર, તેર અને પંદર સાગર અધિક આયુષ્ય (ત્યાર પછીનાં સ્વર્ગોમાં) છે.

ટીકા

(૧) બ્રહ્મ અને બ્રહ્મોત્તર સ્વર્ગમાં દસ સાગરથી કંઈક અધિક લાન્તવ અને કાપિષ્ટ સ્વર્ગમાં ચૌદ સાગરથી કંઈક અધિક, શુક્ર અને મહાશુક્ર સ્વર્ગમાં સોળ સાગરથી કંઇક અધિક, સતાર અને સહસ્ત્રાર સ્વર્ગમાં અઢાર સાગરથી કંઈક અધિક, આનત અને પ્રાણત સ્વર્ગમાં વીસ સાગર તથા આરણ અને અચ્યુત સ્વર્ગમાં બાવીસ સાગર ઉત્કૃષ્ટ આયુષ્ય છે.

(ર) ‘तु’ શબ્દ હોવાને કારણે ‘અધિક’ શબ્દનો સંબંધ બારમા સ્વર્ગ સુધી

જ થાય છે કેમકે ઘાતાયુષ્ક જીવોની ઉત્પત્તિ ત્યાં સુધી જ હોય છે.।। ૩૧।।

કલ્પોપપન્ન દેવોનું આયુષ્ય કહેવાયું, હવે કલ્પાતીત દેવોનું આયુષ્ય કહે છે.
કલ્પાતીત દેવોનું આયુષ્ય
आरणाच्युतादूर्घ्वमेकैकेन नवसु ग्रैवेयकेषु विजयादिषु
सर्वार्थसिद्धौ च।। ३२।।

અર્થઃ– આરણ અને અચ્યુત સ્વર્ગથી ઉપર નવ ગ્રૈવેયકોમાં, નવ અનુદ્રિશમાં, વિજય વગેરે વિમાનોમાં અને સર્વાર્થસિદ્ધિ વિમાનમાં દેવોનું આયુષ્ય એકેક સાગર વધારે છે.

ટીકા

(૧) પહેલી ગ્રૈવેયકમાં ર૩, બીજીમાં ર૪, ત્રીજીમાં રપ, ચોથીમાં ર૬, પાંચમીમાં ર૭, છઠ્ઠીમાં ર૮, સાતમીમાં ર૯, આઠમીમાં ૩૦, નવમીમાં ૩૧, નવ અનુદિશમાં


Page 294 of 655
PDF/HTML Page 349 of 710
single page version

અ. ૪ સૂત્ર ૩૩-૩૪-૩પ ] [ ૨૯૩ ૩ર, વિજય આદિમાં ૩૩ સાગરોપમનું ઉત્કૃષ્ટ આયુષ્ય છે. સર્વાર્થસિદ્ધિના બધા દેવોને ૩૩ સાગરની જ સ્થિતિ હોય છે, તેથી ઓછી કોઈને હોતી નથી.

(ર) મૂળ સૂત્રમાં ‘અનુદિશ’ શબ્દ નથી પણ ‘आदि’ શબ્દથી અનુદિશનું

પણ ગ્રહણ થાય છે. ।। ૩ર।।

સ્વર્ગોનું જઘન્ય આયુષ્ય
अपरा पल्योपमघिकम्।। ३३।।

અર્થઃ– સૌધર્મ અને ઐશાન સ્વર્ગમાં જઘન્ય આયુષ્ય એક પલ્યથી કંઈક અધિક છે.

ટીકા

સાગર અને પલ્યનું માપ ત્રીજા અધ્યાયના છઠ્ઠા સૂત્રની ટીકામાં આપ્યું છે, ત્યાં અદ્ધાપલ્ય લખ્યું છે તે જ પલ્ય સમજવું. ।। ૩૩।।

परतः परतः पूर्वा पूर्वाऽनंतरा।। ३४।।

અર્થઃ– જે પહેલાં પહેલાંના યુગલોનું ઉત્કૃષ્ટ આયુષ્ય છે તે પછી પછીનાં યુગલોનું જઘન્ય આયુષ્ય છે.

ટીકા

સૌધર્મ અને ઐશાન સ્વર્ગનું ઉત્કૃષ્ટ આયુષ્ય બે સાગરથી કંઈક અધિક છે; તેટલું જ સાનત્કુમાર અને માહેન્દ્રનું જઘન્ય આયુષ્ય છે. આ ક્રમ મુજબ આગળના દેવોનું જઘન્ય આયુષ્ય જાણી લેવું. સર્વાર્થસિદ્ધિમાં જઘન્ય આયુષ્ય હોતું નથી. ।। ૩૪।।

નારકીઓનું જઘન્ય આયુષ્ય
नारकाणां च द्वितियादिषु।। ३५।।

અર્થઃ– બીજી વગેરે નરકના નારકીઓનું જઘન્ય આયુષ્ય પણ દેવોના જઘન્ય આયુષ્યની જેમ છે-અર્થાત્ જે પહેલી નરકનું ઉત્કૃષ્ટ આયુષ્ય છે તે જ બીજી નરકનું જઘન્ય આયુષ્ય છે. આ પ્રમાણે આગળની નરકોમાં પણ જઘન્ય આયુષ્ય જાણી લેવું.।। ૩પ।।


Page 295 of 655
PDF/HTML Page 350 of 710
single page version

૨૯૪ ] [ મોક્ષશાસ્ત્ર

પહેલી નરકનું જઘન્ય આયુષ્ય
दशवर्षसहस्त्राणि प्रथमायाम्।। ३६।।

અર્થઃ– પહેલી નરકના નારકીઓનું જઘન્ય આયુષ્ય દસ હજાર વર્ષનું છે. (નારકીઓના ઉત્કૃષ્ટ આયુષ્યનું વર્ણન ત્રીજા અધ્યાયના છઠ્ઠા સૂત્રમાં કર્યું છે.)।। ૩૬।।

ભવનવાસી દેવોનું જઘન્ય આયુષ્ય
भवनेषु च।। ३७।।
અર્થઃ– ભવનવાસી દેવોનું પણ જઘન્ય આયુષ્ય દસ હજાર વર્ષનું છે. ।। ૩૭।।
વ્યંતર દેવોનું જઘન્ય આયુષ્ય
व्यंतराणां च।। ३८।।
અર્થઃ– વ્યંતરદેવોનું પણ જઘન્ય આયુષ્ય દસ હજાર વર્ષનું છે.।। ૩૮।।
વ્યંતર દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય
परा पल्योपममघिकम्।। ३९।।
અર્થઃ– વ્યંતર દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક પલ્યોપમથી કંઈક અધિક છે. ।। ૩૯।।
જ્યોતિષી દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય
ज्योतिष्काणां च।। ४०।।

અર્થઃ– જ્યોતિષી દેવોનું પણ ઉત્કૃષ્ટ આયુષ્ય એક પલ્યોપમથી કંઈક અધિક છે.।। ૪૦।।

જયોતિષી દેવોનું જઘન્ય આયુષ્ય
तदष्टभागोऽपरा।। ४१।।

અર્થઃ– જ્યોતિષી દેવોનું જઘન્ય આયુષ્ય એક પલ્યોપમના આઠમા ભાગનું છે.।। ૪૧।।

લૌકાંતિક દેવોનું આયુષ્ય

लौकांतिकानामष्टौ सागरोपमाणी सर्वेषाम्।। ४२।।

અર્થઃ– સમસ્ત લૌકાંતિક દેવોનું જઘન્ય તેમ જ ઉત્કૃષ્ટ આયુષ્ય આઠ સાગર પ્રમાણ છે. ।। ૪ર।।


Page 296 of 655
PDF/HTML Page 351 of 710
single page version

અ. ૪ ઉપસંહાર ] [ ૨૯પ ઉપસંહાર

આ ચોથા અધ્યાય સુધીમાં સાત તત્ત્વોમાંથી જીવતત્ત્વનો અધિકાર પૂરો થાય છે.

પહેલા અધ્યાયના પહેલા સૂત્રમાં મોક્ષમાર્ગની વ્યાખ્યા કરતાં સમ્યગ્દર્શનથી જ ધર્મની શરૂઆત થાય છે એમ જણાવ્યું. બીજા જ સૂત્રમાં સમ્યગ્દર્શનની વ્યાખ્યા કરી, તેમાં જણાવ્યું કે તત્ત્વાર્થશ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે. પછી ચોથા સૂત્રમાં તત્ત્વોનાં નામ આપ્યાં અને સાત તત્ત્વો છે તે જણાવ્યું. સાત નામો હોવા છતાં બહુવચન નહિ વાપરતાં ‘तत्त्वं’ એવું એકવચન વાપર્યું છે-તે એમ બતાવે છે કે તે સાતે તત્ત્વોનું રાગમિશ્રિત વિચાર વડે જ્ઞાન કર્યા પછી તે જ્ઞાન રાગરહિત કરવું જોઈએ, ત્યારે સમ્યગ્દર્શન પ્રગટે છે.

સૂત્ર પ તથા ૬ માં એ તત્ત્વોને નિક્ષેપ, પ્રમાણ તથા નયો વડે જાણવાનું બતાવ્યું છે; તેમાં સપ્તભંગી પણ સમાઈ જાય છે. એ બધાને ટૂંકામાં સામાન્યપણે કહેવું હોય તો તત્ત્વોનું સ્વરૂપ જે અનેકાંતરૂપ છે તેનો ધોતક (કથનપદ્ધતિ) સ્યાદ્વાદ છે. તેનું સ્વરૂપ બરાબર જાણવું જોઈએ.

જીવનું યથાર્થ જ્ઞાન થવા માટે, સ્યાદ્વાદ પદ્ધતિથી એટલે કે નિક્ષેપ, પ્રમાણ, નય અને સપ્તભંગીથી જીવનું સ્વરૂપ ટૂંકામાં કહેવામાં આવે છે; તેમાં પ્રથમ સપ્તભંગી વડે જીવનું સ્વરૂપ કહેવામાં આવે છે-સપ્તભંગીનું સ્વરૂપ જીવમાં લાગુ પાડવામાં આવે છેઃ-

સપ્તભંગી
[સ્યાત્ અસ્તિ સ્યાત્ નાસ્તિ]
જીવ છે’ એમ કહેતાં જ જીવ જીવસ્વરૂપે છે અને જીવ

જડસ્વરૂપે(અજીવસ્વરૂપે) નથી-એમ જો સમજી શકાય તો જ જીવને જાણ્યો કહેવાય; એટલે કે ‘જીવ છે’ એમ કહેતાં જ ‘જીવ જીવસ્વરૂપે છે’ એમ નક્કી થયું અને તેમાં ‘જીવ પરસ્વરૂપે નથી’ એમ ગર્ભિત રહ્યું. વસ્તુના આ ધર્મને ‘સ્યાત્ અસ્તિ’ કહેવામાં આવે છે; તેમાં ‘સ્યાત્’ નો અર્થ ‘એક અપેક્ષાએ’ એવો છે, અને ‘અસ્તિ’ નો અર્થ ‘છે’ એમ થાય છે; આ રીતે સ્યાત્ અસ્તિનો અર્થ ‘પોતાની અપેક્ષાએ છે’ એમ થાય છે, તેમાં ‘સ્યાત્ નાસ્તિ’ એટલે કે ‘પરની અપેક્ષાએ નથી’ એમ ગર્ભિતપણે આવ્યું છે; આમ જે જાણે તેણે જ જીવનો ‘સ્યાત્ અસ્તિ’ ભંગ એટલે કે ‘જીવ છે’ એમ સાચું જાણ્યું છે, પણ જો ‘પરની અપેક્ષાએ નથી’ એવું તેના લક્ષમાં ગર્ભિતપણે ન આવે તો જીવનું


Page 297 of 655
PDF/HTML Page 352 of 710
single page version

૨૯૬ ] [ મોક્ષશાસ્ત્ર ‘સ્યાત અસ્તિ’ સ્વરૂપ પણ તે જીવ બરાબર સમજ્યો નથી અને તેથી બીજા છ ભંગ પણ તે સમજ્યો નથી; તેણે જીવનું સાચું સ્વરૂપ જાણ્યું નથી. એ ધ્યાન રાખવું કે દરેક વખતે બોલવામાં ‘સ્યાત્’ શબ્દ બોલવો જ જોઈએ’- એવી જરૂર નથી; પરંતુ ‘જીવ છે’ એમ બોલનારને ‘સ્યાત્’પદના ભાવનો યથાર્થ ખ્યાલ હોવો જોઈએ; જો તે ખ્યાલ ન હોય તો ‘જીવ છે’ એ પદનું યથાર્થ જ્ઞાન તે જીવને છે જ નહિ.

‘જીવનું હોવાપણું પર સ્વરૂપે નથી’એમ પહેલા સ્યાત્ અસ્તિ ભંગમાં ગર્ભિત હતું; તે બીજા ‘સ્યાત્ નાસ્તિ’ ભંગમાં પ્રગટપણે જણાવવામાં આવે છે. ‘સ્યાત્ નાસ્તિ’ નો અર્થ એવો થાય છે કે પરઅપેક્ષાએ જીવ નથી. ‘સ્યાત્’ એટલે કોઈ અપેક્ષાએ અને ‘નાસ્તિ’ એટલે ‘ન હોવું તે.’ જીવનું પરઅપેક્ષાએ નહિ હોવાપણું છે અર્થાત્ જીવ પરના સ્વરૂપે નથી તેથી પરઅપેક્ષાએ જીવનું નાસ્તિપણું છે એટલે કે જીવ અને પર એકબીજા પ્રત્યે અવસ્તુ છે-એમ‘સ્યાત્ નાસ્તિ’ પદનો અર્થ સમજવો.

આથી એમ સમજવું કે-જેમ ‘જીવ’ શબ્દ બોલતાં જીવનું જે અસ્તિપણું (જીવની સત્તા) ભાસે છે તે જીવનું સ્વરૂપ છે તેમ તે જ વખતે તે જીવ સિવાય બીજાનો નિષેધ ભાસે છે તે પણ જીવનું સ્વરૂપ છે. આ ઉપરથી સિદ્ધ થયું કે સ્વપણે જીવનું સ્વરૂપ છે અને પરપણે ન હોવું તે પણ જીવનું સ્વરૂપ છે. આ જીવમાં સ્યાત્ અસ્તિ તથા સ્યાત્ નાસ્તિનું સ્વરૂપ બતાવ્યું. તે પ્રમાણે પરવસ્તુઓનું સ્વરૂપ તે વસ્તુઓપણે છે અને પરવસ્તુઓનું સ્વરૂપ જીવપણે નથી-એમ બધી જ વસ્તુઓમાં અસ્તિ-નાસ્તિ સ્વરૂપ સમજવું.

આ રીતે સપ્તભંગીના પહેલા બે ભંગ-સ્યાત્ અસ્તિ તથા સ્યાત્ નાસ્તિનું સ્વરૂપ કહ્યું. બાકીના પાંચ ભંગો આ બન્ને ભંગોનો જ વિસ્તાર છે. તેનું સ્વરૂપ ર૯૭ મા પાને કહેવાશે.

“આપ્તમીમાંસાની ૧૧૧મી કારિકાના વ્યાખ્યાનમાં અકલંકદેવ કહે છે કે- વચનનો એવો સ્વભાવ છે કે સ્વવિષયનું અસ્તિત્વ દેખાડતાં તે તેનાથી ઈતરનું (પરવસ્તુનું) નિરાકરણ કરે છે; તેથી અસ્તિત્વ અને નાસ્તિત્વ એ બે મૂળ ધર્મોના આશ્રયથી સપ્તભંગીરૂપ સ્યાદ્વાદની સિદ્ધિ થાય છે.”[તત્ત્વાર્થસાર પા. ૧રપ ની ફુટનોટ]

સાધક જીવને અસ્તિ–નાસ્તિના જ્ઞાનથી થતું ફળ

જીવ અનાદિ અવિદ્યાના કારણે શરીરને પોતાનું માને છે અને તેથી શરીર ઊપજતાં પોતે ઊપજ્યો તથા શરીરનો નાશ થતાં પોતાનો નાશ થાય છે એમ માને છે; પહેલી


Page 298 of 655
PDF/HTML Page 353 of 710
single page version

અ. ૪ ઉપસંહાર ] [ ૨૯૭ ભૂલ તે ‘જીવતત્ત્વ’ ની વિપરીત શ્રદ્ધા છે અને બીજી ભૂલ તે ‘અજીવતત્ત્વ’ની વિપરીત શ્રદ્ધા છે. (જ્યાં એક તત્ત્વની ઊંધી શ્રદ્ધા હોય ત્યાં બીજાં તત્ત્વોની પણ ઊંધી શ્રદ્ધા હોય જ]

આ વિપરીત શ્રદ્ધાને કારણે જીવ શરીરનું કરી શકે-હલાવી-ચલાવી ઉઠાડી- બેસાડી-સુવડાવી શકે, શરીરની સંભાળ કરી શકે એમ માન્યા કરે છે; જીવતત્ત્વ સંબંધી આ ઊંધી શ્રદ્ધા અસ્તિ-નાસ્તિ ભંગના યથાર્થ જ્ઞાન વડે ટળે છે.

શરીર સારું હોય તો જીવને લાભ થાય, ખરાબ હોય તો નુકસાન થાય; શરીર સારું હોય તો જીવ ધર્મ કરી શકે, ખરાબ હોય તો ધર્મ ન કરી શકે એ વગેરે પ્રકારે અજીવતત્ત્વસંબંધી ઊંધી શ્રદ્ધા કર્યા કરે છે, તે ભૂલ પણ અસ્તિ-નાસ્તિ ભંગના યથાર્થ જ્ઞાન વડે ટળે છે.

જીવ જીવથી અસ્તિરૂપે અને પરથી અસ્તિરૂપે નથી-પણ નાસ્તિરૂપે છે એમ જ્યારે યથાર્થપણે જ્ઞાનમાં નક્કી કરે છે ત્યારે દરેક તત્ત્વ યથાર્થપણે ભાસે છે; તેમજ જીવ પરદ્રવ્યોને સંપૂર્ણપણે અકિંચિત્કર છે તથા પરદ્રવ્યો જીવને સંપૂર્ણપણે અકિંચિત્કર છે કેમ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપે નાસ્તિ છે, આમ ખાતરી થાય છે અને તેથી જીવ પરાશ્રયી- પરાવલંબીપણું મટાડી સ્વાશ્રયી-સ્વાવલંબી થાય છે, તે જ ધર્મની શરૂઆત છે.

જીવનો પર સાથે નિમિત્ત-નૈમિત્તિકસંબંધ કેવો છે તેનું જ્ઞાન આ બે ભંગો વડે કરી શકાય છે. નિમિત્ત પરદ્રવ્ય હોવાથી નૈમિત્તિક-જીવને તે કાંઈ કરી શકે નહિ, માત્ર આકાશપ્રદેશે એક ક્ષેત્રાવગાહરૂપે કે સંયોગ-અવસ્થારૂપે હાજર હોય; પણ નૈમિત્તિક તે નિમિત્તથી પર છે અને નિમિત્ત તે નૈમિત્તિકથી પર છે તેથી એકબીજાને કાંઈ કરી શકે નહિ. નૈમિત્તિકના જ્ઞાનમાં નિમિત્ત પરજ્ઞેયરૂપે જણાય છે.

બીજાથી ચોથા અધ્યાય સુધીમાં આ અસ્તિ–નાસ્તિ સ્વરૂપ
ક્યાં ક્યાં બતાવ્યું છે તેનું વર્ણન

અ. ર. સૂ. ૧ થી ૭. જીવના પાંચ ભાવો પોતાથી અસ્તિરૂપે છે અને પરથી નાસ્તિરૂપે છે એમ જણાવે છે.

અધ્યાય ર. સૂત્ર ૮–૯. જીવનું લક્ષણ અસ્તિરૂપે શું છે તે જણાવે છે; ઉપયોગ જીવનું લક્ષણ છે એમ કહેતાં બીજું કોઈ લક્ષણ જીવનું નથી એમ પ્રતિપાદન થયું. જીવ પોતાના લક્ષણથી અસ્તિરૂપે છે અને તેથી જ પરની તેમાં નાસ્તિ આવી -એમ જણાવે છે.

અ. ર. સૂત્ર. ૧૦. જીવના વિકારી તેમજ શુદ્ધ પર્યાય જીવથી અસ્તિરૂપે છે અને પરથી નાસ્તિરૂપે અર્થાત્ પરથી થતા નથી એમ જણાવે છે.


Page 299 of 655
PDF/HTML Page 354 of 710
single page version

૨૯૮ ] [ મોક્ષશાસ્ત્ર

અ. ર. સૂત્ર ૧૪ થી ૧૭. જીવના વિકારી ભાવોને પર સાથે-કર્મ, મન, શરીર, ઇંદ્રિયો, પરક્ષેત્ર વગેરે સાથે-કેવો નિમિત્ત-નૈમિત્તિકભાવ છે તે જણાવી એમ બતાવ્યું કે જીવના વિકારી ભાવ પરલક્ષે જીવ કરે છે પણ પરનિમિત્તથી વિકારીભાવ થતા નથી અર્થાત્ પરનિમિત્ત વિકારીભાવ કરાવતું નથી; એમ અસ્તિ -નાસ્તિપણું જણાવે છે.

અ. ર. સૂ. ૧૮. જીવનો ક્ષયોપશમરૂપ પર્યાય પોતાથી અસ્તિરૂપે છે, પરથી નથી (-નાસ્તિરૂપે છે) એટલે કે પરથી -કર્મથી જીવનો પર્યાય થતો નથી એમ બતાવે છે.

અ. ર. સૂ. ૨૭. જીવને સિદ્ધક્ષેત્ર સાથે કેવો નિમિત્ત-નૈમિત્તિકસંબંધ છે તે બતાવે છે.

અ. ર. સૂ. પ૦ થી પર. જીવનો વેદરૂપ (ભાવવેદરૂપ) વિકારી પર્યાય પોતાની લાયકાતથી અસ્તિરૂપે છે, પરથી નથી એમ બતાવે છે.

અ. ર. સૂ પ૩ જીવનો આયુષ્યકર્મ સાથેનો નિમિત્ત-નૈમિત્તિકભાવ બતાવ્યો; તેમાં જીવનો નૈમિત્તિકભાવ જીવની પોતાની લાયકાતથી છે અને આયુષ્યકર્મથી કે પરથી તે નથી એમ બતાવ્યું; તેમજ નિમિત્ત આયુષ્યકર્મનો સંબંધ જીવ કે બીજા કોઈ પર સાથે નથી એમ અસ્તિ-નાસ્તિ ભંગો બતાવે છે.

અ. ૩. સૂ. ૧ થી ૬. નારકીભાવને ભોગવવાલાયક થતા જીવને કેવા પ્રકારનાં ક્ષેત્રોનો સંબંધ નિમિત્તપણે હોય છે તથા ઉત્કૃષ્ટ આયુષ્યનું નિમિત્તપણું કેવા પ્રકારે હોય છે તે બતાવીને, નિમિત્તરૂપ ક્ષેત્ર કે આયુષ્ય તે જીવ નથી પણ જીવથી પર છે એમ બતાવે છે.

અ. ૩. સૂ. ૭ થી ૩૯. મનુષ્યભાવ કે તિર્યંચભાવ ભોગવવા લાયક થતા જીવને કેવા પ્રકારનાં ક્ષેત્રોનો તથા આયુષ્યનો સંબંધ નિમિત્તરૂપે હોય છે એ બતાવીને જીવ સ્વ છે અને નિમિત્ત પર છે એમ અસ્તિ-નાસ્તિ સ્વરૂપ બતાવે છે.

અધ્યાય ૪. સૂ. ૧ થી ૪ર. દેવભાવ અને તિર્યંચભાવ થતાં તેમ જ સમ્યગ્દ્રષ્ટિ અને મિથ્યાદ્રષ્ટિપણાની અવસ્થામાં જીવને કેવાં પરક્ષેત્રનો તથા આયુષ્યનો નિમિત્તનૈમિત્તિકસંબંધ હોય તે બતાવીને અસ્તિ-નાસ્તિ સ્વરૂપ બતાવે છે.

સપ્તભંગીના બાકીના પાંચ ભંગોની સમજણ

૧-ર. અસ્તિ અને નાસ્તિ એ બે, જીવના સ્વભાવ થઈ ગયા છે. ૩. જીવના અસ્તિ અને નાસ્તિ એ બન્ને સ્વભાવને ક્રમથી કહેવા હોય તો ‘જીવ અસ્તિ-નાસ્તિ બન્ને ધર્મમય છે’ એમ બોલાય છે તેથી જીવ ‘સ્યાત્ અસ્તિ- નાસ્તિ’ છે; એ ત્રીજો ભંગ થયો.


Page 300 of 655
PDF/HTML Page 355 of 710
single page version

અ. ૪ ઉપસંહાર ] [ ૨૯૯

૪. અસ્તિ અને નાસ્તિ એ બન્ને, જીવના સ્વભાવ છે તોપણ તે બન્ને એક સાથે કહેવા અશક્ય છે, એ અપેક્ષાએ જીવ ‘સ્યાત્ અવક્તવ્ય’ છે; એ ચોથો ભંગ થયો.

પ. જીવનું સ્વરૂપ જે વખતે અસ્તિથી કહી શકાય છે તે વખતે નાસ્તિ તથા બીજા ગુણો વગેરે કહી શકતા નથી-અવક્તવ્ય છે; તેથી જીવ ‘સ્યાત્ અસ્તિ- અવક્તવ્ય’ છે; એ પાંચમો ભંગ થયો.

૬. જીવનું સ્વરૂપ જે વખતે નાસ્તિથી કહી શકાય છે તે વખતે અસ્તિ તથા બીજા ગુણો વગેરે કહી શકતા નથી- અવક્તવ્ય છે; તેથી જીવ ‘સ્યાત્ નાસ્તિ- અવક્તવ્ય’ છે; એ છઠ્ઠો ભંગ થયો.

૭. સ્યાત્ અસ્તિ અને સ્યાત્ નાસ્તિ એ બન્ને ભંગ ક્રમથી વક્તવ્ય છે પણ યુગપત્ વક્તવ્ય નથી, તેથી જીવ ‘સ્યાત્ અસ્તિ-નાસ્તિવક્તવ્ય’ છે; એ સાતમો ભંગ થયો.

જીવમાં ઊતરતી સપ્તભંગી

જીવ સ્યાત્ અસ્તિ છે. ૧. જીવ સ્યાત્ નાસ્તિ છે. ર. જીવ સ્યાત્ અસ્તિ - નાસ્તિ છે. ૩. જીવ સ્યાત્ અવક્તવ્ય છે. ૪. જીવ સ્યાત્ અસ્તિ-અવક્તવ્ય છે. પ. જીવ સ્યાત્ નાસ્તિ-અવક્તવ્ય છે. ૬. જીવ સ્યાત્ અસ્તિ-નાસ્તિ-અવક્તવ્ય છે. ૭.

‘સ્યાત્’નો અર્થ કેટલાક ‘સંશય કરે છે, પરંતુ તે તદ્ન ભૂલ છે; ‘કથંચિત્ કોઈ અપેક્ષાએ’ એવો તેનો અર્થ થાય છે, સ્યાત્ કથનથી (સ્યાદ્વાદથી) વસ્તુસ્વરૂપના જ્ઞાનની વિશેષ દ્રઢતા થાય છે.

સપ્તભંગને લાગુ પડતા નયો

‘અસ્તિ’ તે સ્વાશ્રય છે, તેથી નિશ્ચયનયે અસ્તિ છે, અને નાસ્તિ તે પરાશ્રય છે માટે વ્યવહારનયે નાસ્તિ છે. બાકીના પાંચે ભંગો વ્યવહારનયે છે કેમકે તેઓ ઓછે કે વધારે અંશે પરની અપેક્ષા રાખે છે.

‘અસ્તિ’માં લાગુ પડતા નયો

‘અસ્તિ’ના નિશ્ચય અસ્તિ અને વ્યવહાર અસ્તિ એમ બે ભેદ પડી શકે છે. જીવનો શુદ્ધ પર્યાય તે નિશ્ચયનયે અસ્તિ છે કેમ કે તે જીવનું સ્વરૂપ છે. અને વિકારી પર્યાય તે વ્યવહારનયે અસ્તિરૂપ છે કેમ કે તે જીવનું સ્વરૂપ નથી. વિકારી પર્યાય અસ્તિરૂપ છે ખરો, પરંતુ તે ટાળવાયોગ્ય છે; વ્યવહારનયે તે જીવનો છે અને નિશ્ચયનયે જીવનો નથી.


Page 301 of 655
PDF/HTML Page 356 of 710
single page version

૩૦૦ ] [ મોક્ષશાસ્ત્ર

‘અસ્તિ’મા બીજી રીતે ઊતરતા નયો

‘અસ્તિ’નો અર્થ ‘સત્’ થાય છે, સત્ ઉત્પાદવ્યયધ્રૌવ્યયુક્ત હોય છે; તેમાં ધ્રૌવ્ય તે નિશ્ચયનયે અસ્તિ છે અને ઉત્પાદ-વ્યય તે વ્યવહારનયે અસ્તિ છે. જીવનું ધ્રૌવ્ય સ્વરૂપ ત્રિકાળી અખંડ શુદ્ધ ચૈતન્યચમત્કાર માત્ર છે, તે કદી વિકાર પામતું નથી; માત્ર ઉત્પાદરૂપ પર્યાયમાં પરલક્ષે ક્ષણિક વિકાર થાય છે. જીવ પોતાનું સ્વરૂપ સમજીને જ્યારે પોતાના ધ્રૌવ્યસ્વરૂપ તરફ વળે છે ત્યારે શુદ્ધ પર્યાય પ્રગટે છે.

પ્રમાણ

શ્રુતપ્રમાણનો એક અંશ તે નય છે. જ્યાં શ્રુતપ્રમાણ ન હોય ત્યાં નય હોય નહિ; જ્યાં નય હોય ત્યાં શ્રુતપ્રમાણ હોય જ. પ્રમાણ તે બન્ને નયોના વિષયનું યથાર્થ જ્ઞાન કરે છે; તેથી અસ્તિ-નાસ્તિનું એક સાથે જ્ઞાન તે પ્રમાણજ્ઞાન છે.

નિક્ષેપ

અહીં જીવ જ્ઞેય છે; જ્ઞેયનો અંશ તે નિક્ષેપ છે. અસ્તિ, નાસ્તિ વગેરે ભંગો તે જીવના અંશો છે. જીવ સ્વજ્ઞેય છે અને અસ્તિ, નાસ્તિ વગેરે સ્વજ્ઞેયના અંશરૂપ નિક્ષેપ છે; આ ભાવનિક્ષેપ છે. તેનું યથાર્થ જ્ઞાન તે નય છે. નિક્ષેપ તે વિષય છે અને નય તે તેનો વિષય કરનાર (વિષયી) છે.

સ્વજ્ઞેય

જીવ સ્વજ્ઞેય છે તેમ જ પોતે જ્ઞાનસ્વરૂપ છે. દ્રવ્ય-ગુણ-પર્યાય જ્ઞેય છે અને તેનો ત્રિકાળી જાણવાનો સ્વભાવ તે ગુણ છે; તથા જ્ઞાનનો વર્તમાન પર્યાય તે સ્વજ્ઞેયને જાણે છે. સ્વજ્ઞેયને જાણવામાં જો સ્વપરનું ભેદવિજ્ઞાન હોય તો જ જ્ઞાનનો સાચો પર્યાય છે.

અનેકાંત
[સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા ગાથા ૩૧૧-૩૧૨, પા. ૧૧૮ થી ૧૨૦ ના આધારે]

૧. વસ્તુનું સ્વરૂપ અનેકાન્ત છે. જેમાં અનેક અંત એટલે કે ધર્મ હોય તે અનેકાંત કહેવાય છે. તે ધર્મોમાં અસ્તિત્વ, નાસ્તિત્વ, એકત્વ, અનેકત્વ, નિત્યત્વ, અનિત્યત્વ, ભેદત્વ, અભેદત્વ, અપેક્ષાત્વ, અનપેક્ષાત્વ, દૈવસાધ્યત્વ, પૌરુષસાધ્યત્વ, હેતુસાધ્યત્વ, આગમસાધ્યત્વ, અંતરંગત્વ, બહિરંગત્વ, દ્રવ્યત્વ, પર્યાયત્વ, ઇત્યાદિ ધર્મો તો સામાન્ય છે; અને જીવત્વ, અજીવત્વ, સ્પર્શત્વ-રસત્વ-ગંધત્વ-વર્ણત્વ, શબ્દત્વ, શુદ્ધત્વ, અશુદ્ધત્વ, મૂર્તત્વ, અમૂર્તત્વ, સંસારિત્વ, સિદ્ધત્વ, અવગાહહેતુત્વ, ગતિહેતુત્વ, સ્થિતિહેતુત્વ, વર્તનાહેતુત્વ


Page 302 of 655
PDF/HTML Page 357 of 710
single page version

અ. ૪ ઉપસંહાર ] [ ૩૦૧ ઇત્યાદિ વિશેષ ધર્મો છે. વસ્તુ સમજવાને માટે પ્રશ્ન ઊઠતાં પ્રશ્ન વશથી તે ધર્મોના સંબંધમાં વિધિ-નિષેધરૂપ વચનના સાત ભંગ થાય છે. તે સાત ભંગોમાં ‘સ્યાત્’ એવું પદ લગાડવું. ‘કથંચિત્’-‘કોઈ પ્રકારે’ એવા અર્થમાં ‘સ્યાત્’ શબ્દ છે; તેના વડે વસ્તુને અનેકાન્ત સ્વરૂપે સાધવી.

૨. સપ્તભંગી અને અનેકાંત

(૧) વસ્તુ સ્યાત્ અસ્તિત્વરૂપ છે એમ કોઈ પ્રકારે-પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ- ભાવપણે અસ્તિત્વરૂપ કહેવાય છે. ૧. વસ્તુ સ્યાત્ નાસ્તિત્વરૂપ છે- એમ પરવસ્તુનાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવપણે નાસ્તિત્વરૂપ કહેવાય છે. ૨. વળી વસ્તુ સ્યાત્ અસ્તિત્વનાસ્તિત્વરૂપ છે-એમ વસ્તુમાં અસ્તિ-નાસ્તિ બન્ને ધર્મો રહેલા છે; તે વચન વડે ક્રમથી કહી શકાય છે. ૩. વળી વસ્તુ સ્યાત્ અવક્તવ્ય છે; જોકે વસ્તુમાં અસ્તિ, નાસ્તિ બન્ને ધર્મો એક જ વખતે રહેલા છે તોપણ વચન વડે એક સાથે બન્ને ધર્મો કહી શકાતા નથી; તેથી કોઈ પ્રકારે વસ્તુ અવક્તવ્ય છે. ૪. અસ્તિત્વપણે વસ્તુસ્વરૂપ કહી શકાય છે, પણ અસ્તિ-નાસ્તિ બન્ને ધર્મો વસ્તુમાં એક સાથે રહેલા છે, તેથી વસ્તુ કહી શકાતી નથી. આ રીતે વસ્તુ વક્તવ્ય પણ છે અને અવક્તવ્ય પણ છે; તેથી સ્યાત્ અસ્તિત્વ અવક્તવ્ય છે. પ. એજ પ્રમાણે (-અસ્તિત્વની જેમ) વસ્તુને સ્યાત્ નાસ્તિત્વ અવક્તવ્ય કહેવી. ૬. વળી બન્ને ધર્મ ક્રમે કહી શકાય પણ એક સાથે કહી શકાય નહિ તેથી વસ્તુને સ્યાત્ અસ્તિત્વ -નાસ્તિત્વ અવક્તવ્ય કહેવી. ૭. ઉપર પ્રમાણે સાત ભંગ વસ્તુમાં સંભવે છે.

(૨) એ પ્રમાણે એકત્વ, અનેકત્વ વગેરે સામાન્ય ધર્મો પર તે સાત ભંગ વિધિનિષેધથી લગાડવા. જ્યાં જે અપેક્ષા સંભવે તે લગાડવી. વળી તે જ પ્રમાણે જીવત્વ, અજીવત્વ આદિ વિશેષધર્મોમાં તે ભંગો લગાડવા. જેમ કે-જીવ નામની વસ્તુ છે તે સ્યાત્ જીવત્વ છે, સ્યાત્ અજીવત્વ છે, ઇત્યાદિ પ્રકારે લગાડવા. ત્યાં આ પ્રમાણે અપેક્ષા સમજવી કે-જીવનો પોતાનો જીવત્વ ધર્મ જીવમાં છે તેથી જીવત્વ છે, પર-અજીવનો અજીવત્વધર્મ જીવમાં નથી તોપણ જીવના બીજા (-જ્ઞાન સિવાયના) ધર્મોને મુખ્ય કરીને કહીએ ત્યારે તે ધર્મોની અપેક્ષાએ અજીવત્વ છે; ઇત્યાદિ સાત ભંગ લગાડવા. તથા અનંત જીવો છે તેની અપેક્ષાએ એટલે કે પોતાનું જીવત્વ પોતામાં છે અને પરનું જીવત્વ પોતામાં નથી તેથી પર જીવોની અપેક્ષાએ અજીવત્વ છે; એ પ્રમાણે પણ અજીવત્વ ધર્મ સાધી શકાય છે-કહી શકાય છે. આ પ્રમાણે અનાદિનિધન અનંત જીવ, અજીવ વસ્તુઓ છે. તે દરેકમાં પોતપોતાના દ્રવ્યત્વ, પર્યાયત્વ વગેરે અનંત ધર્મો છે. તે ધર્મો સહિત સાત ભંગથી વસ્તુને સાધવી-સિદ્ધ કરવી.


Page 303 of 655
PDF/HTML Page 358 of 710
single page version

૩૦૨ ] [ મોક્ષશાસ્ત્ર

(૩) વસ્તુના સ્થૂળ પર્યાયો છે તે પણ ચિરકાલસ્થાયી અનેક ધર્મરૂપ હોય છે. જેમ કે-જીવમાં સંસારીપર્યાય અને સિદ્ધપર્યાય. વળી સંસારીમાં ત્રસ, સ્થાવર; તેમાં મનુષ્ય, તિર્યંચ ઇત્યાદિ. પુદ્ગલમાં અણુ, સ્કન્ધ તથા ઘટ, પટ વગેરે. તે પર્યાયોને પણ કથંચિત્ વસ્તુપણું સંભવે છે. તે પણ ઉપર પ્રમાણે જ સાત ભંગથી સાધવું; તેમજ જીવ અને પુદ્ગલના સંયોગથી થયેલા આસ્રવ, બંધ, સંવર, નિર્જરા પુણ્ય, પાપ, મોક્ષ વગેરે ભાવોમાં પણ, ઘણા ધર્મપણાની અપેક્ષાએ તથા પરસ્પર વિધિ-નિષેધ વડે, અનેક-ધર્મરૂપ કથંચિત્ વસ્તુપણું સંભવે છે; તે સપ્તભંગ વડે સાધવું.

(૪) એ નિયમપૂર્વક જાણવું કે દરેક વસ્તુ અનેક ધર્મસ્વરૂપ છે, તે સર્વને અનેકાન્તસ્વરૂપ જાણીને જે શ્રદ્ધા કરે અને તે પ્રમાણે જ લોકને વિષે વ્યવહાર પ્રવર્તાવે તે સમ્યગ્દ્રષ્ટિ છે. જીવ, અજીવ, આસ્રવ, બંધ, પુણ્ય, પાપ, સંવર, નિર્જરા અને મોક્ષ એ નવ પદાર્થો છે તેમને તે જ પ્રમાણે સપ્તભંગ વડે સાધવા. તેનું સાધન શ્રુતજ્ઞાનપ્રમાણ છે.

૩ નય

(૧) શ્રુતજ્ઞાનના બે ભેદ છે- દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક; વળી તેના (દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકના) નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂતનય એ સાત ભેદ છે; તેમાંના પહેલા ત્રણ ભેદ દ્રવ્યાર્થિકના છે અને બાકીના ચાર ભેદ પર્યાયાર્થિકના છે. અને તેના પણ ઉતરોત્તર ભેદ, જેટલા વચનના પ્રકાર છે તેટલા છે. તેને પ્રમાણસપ્તભંગી અને નયસપ્તભંગીના વિધાન વડે સાધવામાં આવે છે. આ પ્રમાણે પ્રમાણ અને નયદ્વારા જીવાદિ પદાર્થોને જાણીને શ્રદ્ધાન કરે તે શુદ્ધ સમ્યગ્દ્રષ્ટિ હોય છે.

(ર) વળી અહીં એટલું વિશેષ જાણવું કે, નય છે તે વસ્તુના એક એક ધર્મનો ગ્રાહક છે. તે દરેક નય પોતપોતાના વિષયરૂપ ધર્મને ગ્રહણ કરવામાં સમાન છે, તોપણ વક્તા પોતાના પ્રયોજનવશ તેમને મુખ્ય-ગૌણ કરીને કહે છેઃ જેમ કે જીવ નામની વસ્તુ છે, તેમાં અનેક ધર્મો છે તોપણ ચેતનપણું, પ્રાણધારણપણું વગેરે ધર્મો અજીવથી અસાધારણ દેખીને, જીવને અજીવથી જુદો દર્શાવવાના પ્રયોજનવશ, તે ધર્મોને મુખ્ય કરીને વસ્તુનું નામ ‘જીવ’ રાખ્યું. એજ પ્રમાણે વસ્તુના સર્વ ધર્મોમાં પ્રયોજનવશ મુખ્ય-ગૌણ કરવાનું જાણવું.

૪. અધ્યાત્મ નય
(૧) આ જ આશયથી અધ્યાત્મકથનીમાં મુખ્યને તો નિશ્ચય કહ્યો

Page 304 of 655
PDF/HTML Page 359 of 710
single page version

અ. ૪ ઉપસંહાર ] [ ૩૦૩ છે અને ગૌણને વ્યવહાર કહ્યો છે. તેમાં અભેદધર્મને તો મુખ્ય કરીને તેને નિશ્ચયનો વિષય કહ્યો અને ભેદનયને ગૌણ કરીને તેને વ્યવહાર કહ્યો. દ્રવ્ય તો અભેદ છે, તેથી નિશ્ચયનો આશ્રય દ્રવ્ય છે; અને પર્યાય ભેદરૂપ છે, તેથી વ્યવહારનો આશ્રય પર્યાય છે. તેમાં પ્રયોજન આ પ્રમાણે છે કે, ભેદરૂપ વસ્તુને સર્વ લોક જાણે છે, તેમને ભેદરૂપ વસ્તુ જ પ્રસિદ્ધ છે, તેથી કરીને લોક પર્યાયબુદ્ધિ છે. જીવના નર, નારકાદિ પર્યાયો છે, તથા રાગ-દ્વેષ, ક્રોધ-માન-માયા-લોભ આદિ પર્યાયો છે તેમ જ જ્ઞાનના ભેદરૂપ મતિજ્ઞાનાદિક પર્યાયો છે. તે પર્યાયોને જ લોકો જીવ સમજે છે; તેથી (- અર્થાત્ તે પર્યાયબુદ્ધિ છોડાવવાના પ્રયોજનથી) તે પર્યાયમાં અભેદરૂપ અનાદિ-અનંત એક ભાવ જે ચેતનાધર્મ છે તેને ગ્રહણ કરી નિશ્ચયનયનો વિષય કહીને જીવદ્રવ્યનું જ્ઞાન કરાવ્યું, અને પર્યાયાશ્રિત જે ભેદનય તેને ગૌણ કર્યો; તથા અભેદદ્રષ્ટિમાં તે ભેદ દેખાતા નથી તેથી અભેદનયની દ્રઢ શ્રદ્ધા કરાવવા માટે કહ્યું કે-જે પર્યાયનય છે તે વ્યવહાર છે, અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. ભેદબુદ્ધિતા એકાંતનું નિરાકરણ કરવા માટે આ કથન જાણવું.

(ર) અહીં એમ ન સમજવું કે જે ભેદ છે તેને અસત્યાર્થ કહ્યા છે. તેથી ભેદ તે વસ્તુનું સ્વરૂપ જ નથી. ‘ભેદ નથી’ એમ જો સર્વથા માને તો તે અનેકાન્તને સમજ્યા નથી, સર્વથા એકાંત શ્રદ્ધાથી તે મિથ્યાદ્રષ્ટિ છે. અધ્યાત્મશાસ્ત્રો વિષે જ્યાં નિશ્ચય-વ્યવહારનય કહ્યા છે ત્યાં પણ તે બન્ને ના પરસ્પર વિધિ-નિધેષ વડે સપ્તભંગીથી વસ્તુ સાધવી. એક નયને સર્વથા સત્યાર્થ માને અને એકને સર્વથા અસત્યાર્થ માને તો મિથ્યા શ્રદ્ધા થાય છે, માટે ત્યાં પણ ‘કથંચિત્’ જાણવું.

પ. ઉપચાર નય

(૧) એક વસ્તુનું બીજી વસ્તુમાં આરોપણ કરીને પ્રયોજન સાધવામાં આવે ત્યાં ઉપચાર નય કહેવાય છે; તે પણ વ્યવહારમાં જ ગર્ભિત છે એ કહ્યું છે. જ્યાં પ્રયોજન કે નિમિત્ત હોય ત્યાં તે ઉપચાર પ્રવર્તે છે. ધીનો ઘડો એમ કહીએ ત્યારે, માટીના ઘડાના આશ્રયે ધી ભરેલું છે તેમાં વ્યવહારીજનોને આધાર-આધેય ભાવ ભાસે છે; તેને પ્રધાન કરીને (ધીનો ઘડો) કહેવામાં આવે છે. જો ‘ધીનો ઘડો છે’ એમ જ કહીએ તો લોક સમજે અને ‘ધીનો ઘડો’ મંગાવે ત્યારે લઈ આવે; માટે ઉપચાર વિષે પણ પ્રયોજન સંભવે છે. તથા જ્યાં અભેદનયને મુખ્ય કરવામાં આવે ત્યાં અભેદદ્રષ્ટિમાં ભેદ દેખાતા નથી, છતાં તે વખતે તેમાં (અભેદનયની મુખ્યતામાં) જ ભેદ કહે છે તે અસત્યાર્થ છે. ત્યાં પણ ઉપચારની સિદ્ધિ ગૌણપણે હોય છે.


Page 305 of 655
PDF/HTML Page 360 of 710
single page version

૩૦૪ ] [ મોક્ષશાસ્ત્ર

૬. સમ્યગ્દ્રષ્ટિનું અને મિથ્યાદ્રષ્ટિનું જ્ઞાન

(૧) આ મુખ્ય-ગૌણના ભેદને સમ્યગ્દ્રષ્ટિ જાણે છે; મિથ્યાદ્રષ્ટિ અનેકાન્ત વસ્તુને જાણતો નથી અને સર્વથા એક ધર્મ ઉપર દ્રષ્ટિ પડે ત્યારે તે એક ધર્મને જ સર્વથા વસ્તુ માનીને વસ્તુના અન્ય ધર્મોને તો સર્વથા ગૌણ કરીને અસત્યાર્થ માને અથવા તો અન્ય ધર્મોનો સર્વથા અભાવ જ માને છે. એમ માનવાથી મિથ્યાત્વ દ્રઢ થાય છે. જ્યાં સુધી જીવ યથાર્થ વસ્તુસ્વરૂપ જાણવાનો પુરુષાર્થ કરતો નથી ત્યાં સુધી યથાર્થ શ્રદ્ધા થતી નથી. આ અનેકાન્ત વસ્તુને પ્રમાણ-નય વડે સાતભંગથી સાધવી તે સમ્યક્ત્વનું કાર્ય છે, તેથી તેને પણ સમ્યક્ત્વ જ કહીએ છીએ-એમ જાણવું. જિનમતની કથની અનેક પ્રકારે છે તે અનેકાન્તરૂપે સમજવી.

(ર) આ સપ્તભંગીના અસ્તિ અને નાસ્તિ એ બે પ્રથમ ભેદો ખાસલક્ષમાં લેવા જેવા છે; તે બે ભેદો એમ બતાવે છે કે જીવ પોતામાં સવળા કે અવળા ભાવ કરી શકે પણ પરનું કાંઈ કરી શકે નહિ, તેમજ પરદ્રવ્યરૂપ અન્ય જીવો કે જડ કર્મ વગેરે સૌ પોતપોતામાં કાર્ય કરી શકે પણ તે કોઈ આ જીવનું ભલું, બૂરું કાંઈ કરી શકે નહિ; માટે પરવસ્તુઓ તરફથી લક્ષ ઉઠાવી અને પોતામાં પડતા ભેદોને ગૌણ કરવા માટે તે ભેદો ઉપરથી પણ લક્ષ ઉઠાવી લઈને પોતાના ત્રિકાળી અભેદ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ઉપર દ્રષ્ટિ આપવી; તેને આશ્રયે નિશ્ચયસમ્યગ્દર્શન પ્રગટે છે. તેનું ફળ અજ્ઞાનનો નાશ થઈને ઉપાદેયની બુદ્ધિ અને વીતરાગતાની પ્રાપ્તિ છે.

૭. અનેકાન્ત શું બતાવે છે?

૧. અનેકાન્ત વસ્તુને પરથી અસંગ બતાવે છે. અસંગપણાની સ્વતંત્ર શ્રદ્ધા તે અસંગપણાની ખીલવટનો ઉપાય છે; પરથી જુદાપણું તે વસ્તુનો સ્વભાવ છે.

ર. અનેકાંત વસ્તુને ‘સ્વપણે છે અને પરપણે નથી’ એમ બતાવે છે. પરપણે આત્મા નથી તેથી પરવસ્તુનું કાંઈ પણ કરવા આત્મા સમર્થ નથી; અને પરવસ્તુ ન હોય તેથી આત્મા દુઃખી પણ નથી.

‘તું તારાપણે છો’ તો પરપણે નથી અને પરવસ્તુ અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય તેને ફેરવવા તું સમર્થ નથી. બસ! આટલું નક્કી કર તો શ્રદ્ધા, જ્ઞાન અને શાંતિ તારી પાસે જ છે.

૩. અનેકાન્ત વસ્તુને સ્વપણે સત્ બતાવે છે. સત્ને સામગ્રીની જરૂર નથી, સંયોગની જરૂર નથી; પણ સત્ને સત્ના નિર્ણયની જરૂર છે કે ‘સત્પણે છું, પરપણે નથી.’