Page 366 of 655
PDF/HTML Page 421 of 710
single page version
અ. પ ઉપસંહાર ] [ ૩૬પ વચન કે શરીરની ચેષ્ટા ઉપરથી નક્કી કરવામાં આવ્યું છે. તેમાંથી ઇન્દ્રિય દ્વારા શરીર નક્કી કર્યું તે જ્ઞાનને આપણે ઇન્દ્રિયજન્ય કહીએ છીએ અને તે મનુષ્યમાં જ્ઞાન હોવાનું નક્કી કર્યું તે અનુમાનજન્યજ્ઞાન છે એમ આપણે કહીએ છીએ.
૩. આ પ્રમાણે મનુષ્યમાં આપણે બે પ્રકાર જાણ્યા-૧. ઇન્દ્રિયજન્ય જ્ઞાનથી શરીર, ૨. અનુમાનજન્યજ્ઞાનથી જ્ઞાન. પછી ભલે કોઈ મનુષ્યને જ્ઞાન ઓછા ઉઘાડરૂપ હોય કે કોઈને વધારે ઉઘાડરૂપ હોય. તે બે બાબતો જાણતાં તે એક જ પદાર્થના બે ગુણો છે કે જુદા જુદા બે પદાર્થના બે ગુણો છે તે આપણે નક્કી કરવું જોઈએ.
૪. જે મનુષ્યને આપણે જોયો તેના સંબંધે નીચે પ્રમાણે બન્યાનું દાખલા માટે કલ્પીએ.
(૧) તે મનુષ્યના હાથમાં કાંઈ લાગ્યું અને શરીરમાંથી લોહી નીકળવા લાગ્યું.
(૨) તે મનુષ્યે લોહી નીકળતું જાણ્યું અને તે લોહી તરત જ બંધ થઈ જાય તો સારું-એવી તીવ્ર ભાવના ભાવી.
(૩) પણ તે જ વખતે લોહી વધારે નીકળવા માંડયું અને ઘણા ઉપાયો કર્યા, પણ તે બંધ પડતાં ઘણો વખત લાગ્યો.
(૪) લોહી બંધ પડયા પછી પોતાને જલદી આરામ થઈ જાય એવી તે મનુષ્યે ભાવના કરવાનું સતત્ ચાલુ રાખ્યું.
(પ) પણ ભાવના અનુસાર પરિણામ આવવાને બદલે તે ભાગ સડતો ગયો. (૬) તે મનુષ્યને ઘણું દુઃખ થયું અને તે દુઃખનું તેને વેદન થયું. (૭) બીજાં સગાંસંબંધીઓએ તે મનુષ્યને દુઃખ થાય છે એમ જાણ્યું, પણ તે મનુષ્યના દુઃખ-વેદનનો કાંઈ પણ અંશ તેઓ લઈ શક્યા નહિ.
(૮) આખરે તેણે હાથના સડતા ભાગને કપાવ્યો. (૯) તે હાથ કપાવ્યા છતાં તે માણસનું જ્ઞાન તેટલું રહ્યું અને વિશેષ અભ્યાસથી ઘણું વધી ગયું અને બાકી રહેલું શરીર ઘણું નબળું પડતું ગયું તેમ જ વજનમાં ઘટતું ગયું.
(૧૦) શરીર નબળું પડવા છતાં તેને જ્ઞાનાભ્યાસના બળથી ધીરજ રહી અને શાંતિ વધી.
પ. આ દશ બાબતો શું સાબિત કરે છે તે આપણે જોઈએ. મનુષ્યમાં વિચારશક્તિ (Reasoning faculty) છે અને તે તો દરેક મનુષ્યને અનુભવગમ્ય છે. હવે વિચાર કરતાં નીચેના સિદ્ધાંતો પ્રગટે છેઃ-
Page 367 of 655
PDF/HTML Page 422 of 710
single page version
૩૬૬ ] [ મોક્ષશાસ્ત્ર
(૧) શરીર અને જ્ઞાન ધરાવતી વસ્તુ એ બન્ને જુદા જુદા પદાર્થો છે, કેમ કે તે જ્ઞાન ધરાવતી વસ્તુએ ‘લોહી તરત જ બંધ થઈ જાય તો સારું’ તેવી ઇચ્છા કરવા છતાં લોહી બંધ થયું નહિ, એટલું જ નહિ પણ ઇચ્છાથી વિરુદ્ધ શરીરની અને લોહીની અવસ્થા થઈ. જો શરીર અને જ્ઞાન ધરાવતી વસ્તુ તે બન્ને એક જ હોય તો તેમ થાય નહિ.
(૨) જો તે બન્ને એક જ વસ્તુ હોત તો જ્યારે જ્ઞાન કરનારે ઇચ્છા કરી તે જ વખતે લોહી બંધ થઈ જાત.
(૩) જો તે બન્ને એક જ વસ્તુ હોત તો લોહી તરત જ બંધ પડત, એટલું જ નહિ પરંતુ, ઉપર નં. (૪-પ) માં જણાવ્યા મુજબ ભાવના કરેલ હોવાથી શરીરનો તે ભાગ સડત પણ નહિ, ઊલટું જ્યારે ઇચ્છા કરી ત્યારે તરત જ આરામ થઈ જાત. પરંતુ બન્ને જુદાં હોવાથી તેમ બનતું નથી.
(૪) ઉપર નં. (૬-૭) માં જે હકીકત જણાવી છે તે સાબિત કરે છે કે જેનો હાથ સડે છે તે મનુષ્ય અને તેના સગાંસંબંધી બધા સ્વતંત્ર પદાર્થો છે. જો તેઓ એક હોત તો તે મનુષ્યનું દુઃખ તેઓ ભેગાં મળી ભોગવત અને તે મનુષ્ય પોતાના દુઃખનો ભાગ તેમને આપત અથવા ઘણાં સગાંઓ તેનું દુઃખ લઈને પોતે તે ભોગવત, પણ તેમ બની શક્તું નથી. માટે તેઓ પણ આ મનુષ્યથી જુદી સ્વતંત્ર જ્ઞાનરૂપ અને શરીર સહિત વ્યક્તિઓ છે એમ સિદ્ધ થયું.
(પ) ઉપર નં. (૮-૯) માં જે હકીકત જણાવી છે તે સાબિત કરે છે કે શરીર સંયોગી પદાર્થ છે; તેથી હાથ જેટલો ભાગ તેમાંથી છૂટો પડી શક્યો. જો તે એક અખંડ પદાર્થ હોત તો હાથ જેટલો ભાગ કપાઈને છૂટો પડી ન શકત. વળી તે સાબિત કરે છે કે શરીરથી જ્ઞાન સ્વતંત્ર છે કેમ કે શરીરનો અમુક ભાગ કપાયા છતાં તેટલા પ્રમાણમાં જ્ઞાન ઘટતું નથી પણ તેટલું જ રહે છે; અને શરીર નબળું પડતું જાય છતાં જ્ઞાન વધતું જાય છે, એટલે શરીર અને જ્ઞાન એમ સ્વતંત્ર વસ્તુઓ છે એ સાબિત થયું.
(૬) ઉપર નં. (૧૦) થી સાબિત થયું કે જ્ઞાન વધ્યું તોપણ વજન વધ્યું નહિ પરંતુ જ્ઞાન સાથે સંબંધ રાખનાર ધીરજ, શાંતિ વગેરેમાં વધારો થયો; શરીર વજનમાં ઘટયું છતાં જ્ઞાનમાં ઘટાડો ન થયો, માટે જ્ઞાન અને શરીર બે જુદા, સ્વતંત્ર, વિરોધી ગુણવાળા પદાર્થો છે જેમ કેઃ अ. શરીર વજનવાળું અને જ્ઞાન વજનવગરનું ब. શરીર ઘટયું, જ્ઞાન વધ્યું, क. શરીરનો ભાગ ઓછો થયો, જ્ઞાન તેટલું જ રહ્યું અને પછી વધ્યું; ड. શરીર ઇન્દ્રિયગમ્ય; સંયોગી, છૂટું પડી કોઈ બીજી જગ્યાએ તેના ભાગો રહી શકે તેવું છે; જ્ઞાન ઇન્દ્રિયગમ્ય નથી પરંતુ જ્ઞાનગમ્ય છે, તેના કટકા કે ભાગલા થઈ
Page 368 of 655
PDF/HTML Page 423 of 710
single page version
અ. પ ઉપસંહાર ] [ ૩૬૭ શકે નહિ કેમ કે તે અસંયોગી છે અને તેનો કોઈ ભાગ છૂટો પડીને બીજે રહી શકે નહિ તેમ જ કોઈને આપી શકાય નહિ; इ. બજારમાંથી જડ વસ્તુઓ લાવીને તેનો ખોરાક બનાવી, તેને ખાવાથી આ સંયોગી પદાર્થ-શરીર બન્યું છે, તેના કટકા-ભાગ થઈ શકે છે; પરંતુ જ્ઞાન બજારમાંથી મળે નહિ; કોઈ પોતાનું જ્ઞાન બીજાને આપી શકે નહિ પરંતુ પોતાના અભ્યાસથી જ જ્ઞાન વધારી શકાય; અસંયોગી અને પોતામાંથી આવતું હોવાથી જ્ઞાન પોતાને જ-આતમાને જ અવલંબનારું છે.
(૭) ‘જ્ઞાન’ ગુણવાચક નામ છે; તે ગુણી વિના હોય નહિ, માટે જ્ઞાનગુણની ધારક એવી એક વસ્તુ છે. તેને જીવ, આત્મા, સચેતન પદાર્થ, ચૈતન્ય ઇત્યાદિ નામોથી ઓળખી શકાય છે. આ રીતે જીવ પદાર્થ જ્ઞાનસહિત, અસંયોગી, અરૂપી સાબિત થયો અને તેનાથી વિરુદ્ધ શરીર જ્ઞાનરહિત, અજીવ, સંયોગી, રૂપી પદાર્થ સાબિત થયું; તે ‘પુદ્ગલ’ નામથી ઓળખાય છે. શરીર સિવાયના બીજા જે જે પદાર્થો દ્રશ્યમાન થાય છે તે બધા પણ શરીરની જેમ પુદ્ગલ જ છે.
(૮) વળી, જ્ઞાનનું જ્ઞાનપણું કાયમ ટકીને તેમાં વધઘટ થાય છે. તે વધઘટને જ્ઞાનની તારતમ્યતારૂપ અવસ્થા કહેવામાં આવે છે. શાસ્ત્રપરિભાષામાં તેને ‘પર્યાય’ કહે છે. નિત્ય જે જ્ઞાનપણું ટકી રહે છે તે ‘જ્ઞાનગુણ’ છે.
(૯) શરીર સંયોગી સાબિત થયું તેથી તે વિયોગ સહિત જ હોય. વળી શરીરના નાના નાના ભાગ કરીએ તો ઘણા થાય અને બાળતાં રાખ થાય. તેથી એમ સાબિત થયું કે શરીર અનેક રજકણોનો પિંડ છે. જેમ જીવ અને જ્ઞાન ઇન્દ્રિયગમ્ય નથી પણ વિચાર (Reasoning) ગમ્ય છે; તેમ પુદ્ગલરૂપ અવિભાગી રજકણ તે પણ ઇન્દ્રિયગમ્ય નથી, પણ જ્ઞાનગમ્ય છે.
(૧૦) શરીર તે મૂળ વસ્તુ નથી પણ અનેક રજકણોનો પિંડ છે અને રજકણ સ્વતંત્ર વસ્તુ છે એટલે કે અસંયોગી પદાર્થ છે.
(૧૧) જીવ અને રજકણ અસંયોગી છે તેથી અનાદિ અનંત છે એમ સિદ્ધ થયું, કેમ કે જે પદાર્થ કોઈ સંયોગથી ઉત્પન્ન થયો ન હોય તેનો ક્યારેય નાશ પણ હોય નહિ.
(૧૨) શરીર એક સ્વતંત્ર પદાર્થ નથી પણ અનેક પદાર્થોની સંયોગી અવસ્થા છે. અવસ્થા હંમેશાં શરૂઆત સહિત જ હોય તેથી શરીર શરૂઆત સહિત છે. તે સંયોગી હોવાથી વિયોગી છે.
૬. જીવ અનેક અને અનાદિ અનંત છે, તથા રજકણો અનેક અને અનાદિ અનંત છે. એક જીવ બીજા કોઈ જીવ સાથે પિંડરૂપ થઈ શકે નહિ; પરંતુ રજકણો પિંડરૂપ
Page 369 of 655
PDF/HTML Page 424 of 710
single page version
૩૬૮ ] [ મોક્ષશાસ્ત્ર થાય છે. આ પ્રમાણે દ્રવ્યનું લક્ષણ સત્, અનેક દ્રવ્યો, રજકણો, તેના સ્કંધ, ઉત્પાદ- વ્યય-ધ્રૌવ્ય એ આદિ વિષયો આ અધ્યાયમાં કહ્યા છે તે સિદ્ધ થયા.
૭. આ પ્રમાણે જીવ અને પુદ્ગલનું ત્રિકાળ જુદાપણું તથા અનાદિ અનંતપણું સિદ્ધ થતાં નીચેની લૌકિક માન્યતાઓ અસત્ય ઠરે છેઃ-
(૧) અનેક રજકણો ભેગાં થતાં તેમાંથી નવો જીવ ઉત્પન્ન થાય છે તે માન્યતા અસત્ય છે; કેમ કે રજકણો જ્ઞાનરહિત જડ છે તેથી જ્ઞાનરહિત ગમે તેટલા પદાર્થો ભેગા થાય તોપણ જીવ ઉત્પન્ન થાય જ નહિ. જેમ અનેક અંધારાં ભેગાં કરતાં તેમાંથી અજવાળું થાય નહિ, તેમ અજીવમાંથી જીવની ઉત્પત્તિ થાય નહિ.
(૨) જીવનું સ્વરૂપ શું છે તે આપણને ખબર ન પડે, એવી માન્યતા અસત્ય છે, કેમ કે જ્ઞાન શું ન જાણે? જ્ઞાનની રુચિ વધારતાં આત્માનું સ્વરૂપ બરાબર જાણી શકાય છે. માટે તે વિચારગમ્ય (reasoning-દલીલગમ્ય) છે એમ ઉપર સાબિત કર્યું છે.
(૩) જીવ અને શરીર ઈશ્વરે બનાવ્યાં એમ કોઈ માને છે પણ તે માન્યતા અસત્ય છે, કેમ કે બન્ને પદાર્થો અનાદિ-અનંત છે, અનાદિ અનંત પદાર્થોનો કોઈ કર્તા હોઈ શકે જ નહિ.
૮. જીવ શરીરનું કાંઈ કરી શકે અગર તો શરીર જીવનું કાંઈ કરી શકે છે એવી માન્યતા પણ તેટલી જ ભૂલ ભરેલી છે, એમ ઉપર પારા ૪ ના પેટામાં જે દસ બનાવો આપ્યા છે તે ઉપરથી સિદ્ધ થાય છે. આ બાબતનો સિદ્ધાંત આ અધ્યાયના સૂત્ર ૪૧ ની ટીકામાં પણ આપ્યો છે.
જીવ, પુદ્ગલ સિવાયના બીજાં ચાર દ્રવ્યોની, સિદ્ધિ કરતાં પહેલાં આપણે ઉપાદાન-નિમિત્તના સિદ્ધાંતને અને તેની સાબિતીને સમજી લેવાની જરૂર છે. ઉપાદાન એટલે વસ્તુની સહજશક્તિ-નિજશક્તિ અને નિમિત્ત એટલે સંયોગરૂપ પર વસ્તુ. તેનું દ્રષ્ટાંત એક મનુષ્યનું નામ દેવદત્ત છે; તેનો અર્થ એ કે દેવદત્ત પોતે પોતાથી પોતારૂપ છે પણ તે યજ્ઞદત્ત વગેરે બીજા કોઈ પદાર્થરૂપે નથી; આમ સમજતાં બે પદાર્થો જુદાપણે સાબિત થાય છેઃ- ૧. દેવદત્ત પોતે, ૨. યજ્ઞદત્ત વગેરે બીજા પદાર્થો. દેવદત્તનું હોવાપણું સિદ્ધ કરવામાં બે કારણો થયાંઃ- ૧. દેવદત્ત પોતે, ૨. યજ્ઞદત્ત વગેરે બીજા પદાર્થો જગતમાં સદ્ભાવરૂપ છે તેમનો દેવદત્તમાં અભાવ. આ બે કારણોમાં દેવદત્તનું પોતાનું હોવાપણું તે નિજશક્તિ હોવાથી મૂળ કારણ અર્થાત્ ઉપાદાનકારણ છે, અને જગતના
Page 370 of 655
PDF/HTML Page 425 of 710
single page version
અ. પ ઉપસંહાર ] [ ૩૬૯ યજ્ઞદત્ત વગેરે બીજા પદાર્થોનો દરેકનો પોતપોતામાં સદ્ભાવ અને દેવદત્તમાં અભાવ તે દેવદત્તનું હોવાપણું સિદ્ધ કરવામાં નિમિત્તકારણ છે. જો આ પ્રમાણે ન માનવામાં આવે અને યજ્ઞદત્ત વગેરે બીજા કોઈ પણ પદાર્થનો દેવદત્તમાં સદ્ભાવ માનવામાં આવે તો તે પણ દેવદત્ત થઈ જાય. આમ થતાં દેવદત્તની સ્વતંત્ર હયાતી જ સિદ્ધ ન થઈ શકે.
વળી જો યજ્ઞદત્ત વગેરે બીજા પદાર્થોની હયાતી જ-સદ્ભાવ જ ન માનીએ તો દેવદત્તનું હોવાપણું પણ સિદ્ધ થઈ શકે નહિ, કેમકે એક મનુષ્યને બીજાથી જુદો પાડવા માટે તેને દેવદત્ત કહ્યો; તેથી દેવદત્તના સત્તાપણામાં દેવદત્ત મૂળ ઉપાદાનકારણ અને જેમનાથી તેને જુદો પાડયો તેવા અન્ય પદાર્થો તે નિમિત્તકારણ છે.
આ ઉપરથી એવો નિયમ પણ સિદ્ધ થયો કે નિમિત્તકારણ ઉપાદાનને અનુકૂળ હોય પણ પ્રતિકૂળ હોય નહિ. દેવદત્તના દેવદત્તપણામાં પરદ્રવ્યો તેને અનુકૂળ છે, કેમકે તેઓ દેવદત્તરૂપે થતાં નથી. જો દેવદત્તરૂપે તેઓ થાય તો પ્રતિકૂળ થાય અને તેમ થતાં બન્નેનો (દેવદત્ત અને પરનો) નાશ થાય.
આ પ્રમાણે બે સિદ્ધાંતો નક્કી થયાઃ ૧. દરેક દ્રવ્ય-ગુણ-પર્યાયની સ્વથી અસ્તિ છે તે ઉપાદાનકારણ છે અને પરદ્રવ્ય-ગુણ-પર્યાયની તેમાં નાસ્તિ છે તે નિમિત્તકારણ છે; નિમિત્તકારણ તે માત્ર આરોપિતકારણ છે, ખરું કારણ નથી; તેમ જ તે ઉપાદાનકારણને કાંઈ જ કરતું નથી. જીવના ઉપાદાનમાં જે જાતનો ભાવ હોય તે ભાવને અનુકૂળપણાનો નિમિત્તમાં આરોપ આવે છે. સામે સત્ નિમિત્ત હોવા છતાં કોઈ જીવ જો ઊંધા ભાવ કરે તો તે જીવના ઊંધા ભાવમાં પણ સામી ચીજને અનુકૂળ નિમિત્ત બનાવ્યું કહેવાય છે. જેમ કે- કોઈ જીવ તીર્થંકર ભગવાનના સમવસરણમાં ગયો અને દિવ્યધ્વનિમાં વસ્તુનું જે યથાર્થ સ્વરૂપ કહેવાયું તે સાંભળ્યું; પરંતુ તે જીવને વાત બેઠી નહિ તેથી તે ઊંધો પડયો, તો તે જીવે પોતાના ઊંધા ભાવને માટે ભગવાનના દિવ્યધ્વનિને અનુકૂળ નિમિત્ત બનાવ્યું કહેવાય.
દેખવામાં આવતા પદાર્થોમાં ચાર બાબતો જોવામાં આવે છે; ૧. તે પદાર્થ ઉપર, નીચે અહીં, ત્યાં-એમ જોવામાં આવે છે. ૨. તે જ પદાર્થ અત્યારે, પછી, જ્યારે, ત્યારે, ત્યારથી અત્યાર સુધી-એ રીતે જોવામાં આવે છે. ૩. તે જ પદાર્થ સ્થિર, સ્તબ્ધ,
Page 371 of 655
PDF/HTML Page 426 of 710
single page version
૩૭૦ ] [ મોક્ષશાસ્ત્ર નિશ્ચળ એવા પ્રકારે જોવામાં આવે છે; અને ૪. તે જ પદાર્થ હાલતો-ચાલતો, ચંચળ, અસ્થિર જોવામાં આવે છે. આ ચાર બાબતો પદાર્થોને દેખતાં સમજવામાં આવે છે તો પણ એ બાબતો દ્વારા પદાર્થોની કાંઈપણ આકૃતિ બદલતી નથી. તે તે કાર્યોનું ઉપાદાનકારણ તો દરેક દ્રવ્ય છે, પણ તે ચારે પ્રકારની ક્રિયા જુદા જુદા પ્રકારની હોવાથી તે ક્રિયાનાં સૂચક નિમિત્તકારણ જુદાં જ હોય છે.
આ સંબંધે ખ્યાલમાં રાખવું કે, કોઈ પદાર્થમાં પહેલી, બીજી અને ત્રીજી અથવા પહેલી, બીજી અને ચોથી બાબતો એકી સાથે દેખાય છે. તે સિવાય ત્રીજી, ચોથી અને પહેલી અથવા ત્રીજી, ચોથી અને બીજી એ પ્રમાણેની બાબતો કદી હોય નહિ.
હવે આપણે એક એક બાબત ક્રમસર જોઈએ.
જગતની દરેક વસ્તુને પોતાનું ક્ષેત્ર હોય છે અર્થાત્ તેને લંબાઈ-પહોળાઈ હોય છે, એટલે કે તેને પોતાનું અવગાહન હોય છે. તે અવગાહન પોતાનું ઉપાદાનકારણ થયું અને તેમાં નિમિત્તકારણરૂપ બીજી વસ્તુ હોય છે.
નિમિત્તકારણરૂપ બીજી વસ્તુ એવી હોવી જોઈએ કે તેની સાથે ઉપાદાન વસ્તુ અવગાહનમાં એકરૂપ ન થઈ જાય. ઉપાદાન પોતે અવગાહનરૂપ હોવા છતાં અવગાહનમાં જે પરદ્રવ્ય નિમિત્ત છે તેનાથી તે ભિન્નપણે ટકી રહે, એટલે કે પરમાર્થે દરેક દ્રવ્ય પોતપોતાના અવગાહનમાં જ છે.
વળી, તે વસ્તુ જગતના બધા પદાર્થોને એકી સાથે નિમિત્તકારણ જોઈએ, કેમ કે જગતના બધા પદાર્થો અનાદિ છે અને સૌને પોતપોતાનું ક્ષેત્ર છે; તે તેમનું અવગાહન છે. અવગાહનમાં નિમિત્ત થનારી વસ્તુ બધાં અવગાહન લેનાર દ્રવ્યોથી મોટી જોઈએ. જગતમાં આવી એક વસ્તુ અવગાહનમાં નિમિત્તકારણરૂપ છે, તેને ‘આકાશ’ કહેવામાં આવે છે.
વળી, જગતમાં સૂક્ષ્મ, સ્થૂળ એમ બે પ્રકારના તથા રૂપી અને અરૂપી એમ બે પ્રકારના પદાર્થો છે. તે ઉપાદાનરૂપ પદાર્થોને નિમિત્તપણે અનુકૂળ કોઈ પરદ્રવ્ય હોવું જોઈએ અને તેના ઉપાદાનમાં અભાવ જોઈએ; વળી અબાધિત અવગાહન આપનાર પદાર્થ અરૂપી જ હોઈ શકે. આ રીતે આકાશ એક, સર્વવ્યાપક, બધાથી મોટું, અરૂપી અને અનાદિ દ્રવ્યરૂપ સિદ્ધ થાય છે.
Page 372 of 655
PDF/HTML Page 427 of 710
single page version
અ. પ ઉપસંહાર ] [ ૩૭૧
જો આકાશ દ્રવ્યને માનવામાં ન આવે તો દ્રવ્યમાં સ્વક્ષેત્રપણું રહેશે નહિ અને ઉપર-નીચે-અહીં-ત્યાં એમ નિમિત્તનું જ્ઞાન કરાવનારાં સ્થળ રહેશે નહિ. અપૂર્ણ પ્રાણીને નિમિત્ત દ્વારા જ્ઞાન કરાવ્યા વિના ઉપાદાન અને નિમિત્ત બન્નેનું સાચું જ્ઞાન તે કરી શકતો નથી એટલું જ નહિ પણ ઉપાદાનને જે નહિ માને તે નિમિત્તને પણ માની શકશે નહિ અને નિમિત્તને નહિ માને તે ઉપાદાનને માની શકશે નહિ. બન્નેને યથાર્થપણે માન્યા વગર જ્ઞાન સાચું થઈ શકશે નહિ; એ રીતે ઉપાદાન અને નિમિત્ત બન્નેને શૂન્યરૂપે એટલે કે નહિ હોવારૂપે માનવું પડશે અને એ રીતે બધા પદાર્થોને શૂન્યપણું આવશે; પરંતુ તેમ બની શકે જ નહિ.
દ્રવ્ય કાયમ રહીને એક અવસ્થા છોડીને બીજી અવસ્થારૂપે થાય છે, તેને વર્તના-વર્તવું કહેવામાં આવે છે. હવે આ વર્તનામાં તે વસ્તુની નિજશક્તિ ઉપાદાનકારણ છે; કેમ કે પોતામાં તે શક્તિ ન હોય તો પોતે પરિણમે નહિ. હવે કોઈ પણ કાર્ય માટે બે કારણો સ્વતંત્રપણે સ્વયં હોય છે, એમ આગળ સિદ્ધ કર્યું છે; તેથી નિમિત્તકારણ સંયોગરૂપે હોવું જોઈએ. માટે તે વર્તનામાં નિમિત્તકારણ એક વસ્તુ છે. તે વસ્તુને ‘કાળ’ કહેવામાં આવે છે. વળી નિમિત્તઅનુકૂળ હોય છે. નાનામાં નાનું દ્રવ્ય એક રજકણ છે તેથી તેને અનુકૂળ નિમિત્ત પણ એક રજકણ જેવડું જોઈએ. માટે કાલાણું એક પ્રદેશી છે એમ સિદ્ધ થયું.
પ્રશ્નઃ– કાળદ્રવ્યને અણુપ્રમાણ ન માનીએ અને મોટું માનીએ તો શું દોષ આવે?
ઉત્તરઃ– તે અણુને પરિણમન થવામાં નાનામાં નાનો વખત (કાળ) નહિ લાગતાં વધારે વખત લાગશે અને પરિણમનશક્તિને વધારે વખત લાગે તો નિજશક્તિ ન કહેવાય. વળી નાનામાં નાનો કાળ સમય જેવડો નહિ થતાં કાળદ્રવ્ય મોટું હોય તો તેનો પર્યાય મોટો થાય. એ રીતે બે સમય, બે કલાક ક્રમે ક્રમે નહિ થતાં એકીસાથે થશે કે જે બની શકે નહિ. સમય ક્રમે ક્રમે થતાં કાળ ગમે તેટલો લાંબો ગણીએ તે જુદી વાત છે, પણ એકીસાથે લાંબો કાળ હોઈ શકે નહિ. જો એમ હોય તો કોઈ પણ વખતની ગણતરી થઈ શકે નહિ.
પ્રશ્નઃ– કાળદ્રવ્ય એક પ્રદેશ કરતાં મોટું નથી એમ સિદ્ધ થયું, પણ કાલાણુઓ આખા લોકમાં છે એમ શા માટે માનવું?
ઉત્તરઃ– જગતમાં આકાશના એકે એક પ્રદેશ ઉપર એક એક પુદ્ગલ પરમાણુ અને તેટલા જ ક્ષેત્રને રોકતા સૂક્ષ્મ પુદ્ગલ સ્કંધો છે, અને તેમના પરિણમનમાં
Page 373 of 655
PDF/HTML Page 428 of 710
single page version
૩૭૨ ] [ મોક્ષશાસ્ત્ર નિમિત્તકારણ તરીકે દરેક લોકાકાશપ્રદેશે એક એક કાલાણુ હોવાનું સિદ્ધ થાય છે.
પ્રશ્નઃ– એક લોકાકાશપ્રદેશે વધારે કાલાણું સ્કંધરૂપ માનવામાં શું વિરોધ આવે છે? ઉત્તરઃ– જેમાં સ્પર્શ ગુણ હોય તેમાં જ સ્કંધરૂપ બંધ થાય અને તે તો પુદ્ગલ દ્રવ્ય છે. કાલાણું પુદ્ગલ દ્રવ્ય નથી, અરૂપી છે; માટે તેનો સ્કંધ થાય જ નહિ.
જીવ અને પુદ્ગલ એ બે દ્રવ્યોમાં ક્રિયાવતી શક્તિ હોવાથી તેઓને હલનચલન હોય છે. પણ તે હલનચલનરૂપ ક્રિયા કાયમ હોતી નથી. કોઈ વખતે તેઓ સ્થિર હોય અને કોઈ વખતે ગતિરૂપે હોય; કેમ કે સ્થિરતા કે હલનચલનરૂપ ક્રિયા તે ગુણ નથી પરંતુ ક્રિયાવતીશક્તિનો પર્યાય છે. તે ક્રિયાવતીશક્તિના સ્થિરતારૂપ પરિણમનનું મૂળકારણ દ્રવ્ય પોતે છે, તેનું નિમિત્તકારણ તેનાથી પર જોઈએ. જગતમાં નિમિત્તકારણ હોય જ છે એમ આગળ બતાવવામાં આવ્યું છે. તેથી સ્થિરતારૂપ પરિણમનનું જે નિમિત્તકારણ છે તે દ્રવ્યને અધર્મદ્રવ્ય કહે છે. ક્રિયાવતીશક્તિના હલનચલનરૂપ પરિણમનનું મૂળકારણ દ્રવ્ય પોતે છે, અને હલનચલનમાં જે નિમિત્ત છે તેને ધર્મદ્રવ્ય કહે છે. હલનચલનનું નિમિત્તકારણ અધર્મદ્રવ્યથી વિરૂદ્ધ જોઈએ, અને તે ધર્મદ્રવ્ય છે.
(૧૦) આ છ દ્રવ્યો એક જ જગ્યાએ હોવાની સિદ્ધિ
આપણે. આગળ જીવ-પુદ્ગલની સિદ્ધિ કરવામાં મનુષ્યનું દ્રષ્ટાંત લીધું હતું, તે ઉપરથી આ સિદ્ધિ સરળ થશે.
૧. જ્ઞાનગુણધારક પદાર્થ જીવ છે. ર. સંયોગી, જડ, રૂપી પદાર્થ શરીર છે; તે પણ તે જ જગ્યાએ છે; તેનું મૂળ અનાદિ-અનંત પુદ્ગલદ્રવ્ય છે, એમ તે શરીર સિદ્ધ કરે છે.
૩. તે મનુષ્ય આકાશના કોઈ ભાગમાં હંમેશાં હોય છે, તેથી તે જગ્યાએ આકાશ પણ છે.
૪. તે મનુષ્યની એક અવસ્થા ટળીને બીજી અવસ્થા થાય છે, તે હકીકતથી તે જ સ્થળે કાળદ્રવ્યના હોવાપણાની સિદ્ધિ થાય છે.
પ. તે મનુષ્યના જીવના અસંખ્યાત પ્રદેશે એક ક્ષેત્રાવગાહરૂપે સમયે સમયે નવાં નવાં કર્મો બંધાઈને ત્યાં સ્થિર રહે છે, તે હકીક્તથી તે સ્થળે અધર્મદ્રવ્યની સિદ્ધિ થાય છે.
૬. તે મનુષ્યના જીવના અસંખ્યાત પ્રદેશે તે જ વખતે જૂના કર્મ સમયે સમયે
Page 374 of 655
PDF/HTML Page 429 of 710
single page version
અ. પ ઉપસંહાર ] [ ૩૭૩ ઉદય પામીને નિર્જરી જાય છે; તે હકીક્તથી તે જ સ્થળે ધર્મદ્રવ્યની સિદ્ધિ થાય છે.
આ પ્રમાણે છએ દ્રવ્યોનું એક ક્ષેત્રે હોવાપણું સિદ્ધ થયું.
જે સ્થૂળ પદાર્થો નજરે દેખાય છે એવા શરીર, પુસ્તક, પત્થર, લાકડાં વગેરેમાં જ્ઞાન નથી એટલે કે તે અજીવ છે; તે પદાર્થોને તો અજ્ઞાની પણ જુએ છે. તે પદાર્થોમાં વધ-ઘટ થયા કરે છે અર્થાત્ તે ભેગા થાય છે અને છૂટા પડે છે. આવા નજરે દેખાતા પદાર્થોને પુદ્ગલ કહેવાય છે. રંગ, ગંધ, રસ અને સ્પર્શ એ ગુણો પુદ્ગલ દ્રવ્યના છે; તેથી પુદ્ગલ દ્રવ્ય કાળું-ધોળું, સુગંધી-દુર્ગંધી, ખાટું-મીઠું, હલકું- ભારે વગેરે પ્રકારે જણાય છે; એ બધી પુદ્ગલની જ શક્તિ છે. જીવ તો કાળો- ધોળો, સુગંધી-દુર્ગંધી વગેરે રૂપે નથી, જીવ તો જ્ઞાનવાળો છે. શબ્દ અથડાય છે કે બોલાય છે તે પણ પુદ્ગલની જ હાલત છે. તે પુદ્ગલોથી જીવ જુદો છે. લોકોમાં બેભાન માણસને કહેવાય છે કે તારું ચેતન ક્યાં ઊડી ગયું? એટલે કે આ શરીર તો અજીવ છે, તે તો જાણતું નથી, પણ જાણનારું જ્ઞાન ક્યાં ગયું? અર્થાત્ જીવ ક્યાં ગયો? આમાં જીવ અને પુદ્ગલ એ બે દ્રવ્યોની સાબિતી થઈ.
‘આકાશ’ નામનું દ્રવ્ય છે તેને લોકો અવ્યક્તતપણે તો સ્વીકારે છે. “અમુક મકાન વગેરે જગ્યાનો આકાશથી પાતાળ સુધી અમારો હક છે” એમ દસ્તાવેજોમાં લખાવે છે એટલે કે આકાશથી પાતાળરૂપ કાંઈક એક વસ્તુ છે એમ નક્કી થયું. જો આકાશથી પાતાળ સુધી કાંઈ જ વસ્તુ ન હોય તો ‘આકાશથી પાતાળ સુધીનો હક’ એમ કેમ લખાવે? વસ્તુ છે માટે તેનો હક માને છે. આકાશથી પાતાળ સુધી એટલે કે સર્વવ્યાપી રહેલી તે વસ્તુને ‘આકાશદ્રવ્ય’ કહેવાય છે. આ દ્રવ્ય જ્ઞાનરહિત છે અને અરૂપી છે, તેનામાં રંગ, રસ વગેરે નથી.
જીવ, પુદ્ગલ અને આકાશ દ્રવ્યને સિદ્ધ કર્યા; હવે ‘કાળ’ નામની એક વસ્તુ છે તેને સિદ્ધ કરવામાં આવે છે. લોકો દસ્તાવેજ કરાવે તેમાં એમ લખાવે છે કે “यावत् चंद्रदिवाकरौ–જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહે ત્યાંસુધી અમારો હક છે.” આમાં કાળદ્રવ્યનો સ્વીકાર કર્યો. અત્યારે જ હક છે એમ નહિ પણ હજી કાળ લંબાતો જાય છે
Page 375 of 655
PDF/HTML Page 430 of 710
single page version
૩૭૪ ] [ મોક્ષશાસ્ત્ર તે બધા કાળમાં અમારો હક છે, એમ કાળનો સ્વીકાર કરે છે. તેમ જ ‘અમારી લીલી વાડી સદાય રહે’ એમાં પણ ભવિષ્યકાળનો સ્વીકાર કર્યો. વળી ‘અમે તો સાત પેઢીથી સુખી છીએ’ એમ કહે છે ત્યાં પણ ભૂતકાળ સ્વીકારે છે. ભૂતકાળ, વર્તમાનકાળ એ બધા પ્રકાર કાળદ્રવ્યના વ્યવહારપર્યાયના છે. આ કાળદ્રવ્ય પણ અરૂપી છે અને તેનામાં જ્ઞાન નથી.
આ રીતે જીવ, પુદ્ગલ, આકાશ અને કાળદ્રવ્યની સિદ્ધિ થઈ. હવે બાકી ધર્મ અને અધર્મ એ બે દ્રવ્યો રહ્યાં.
આ ધર્મદ્રવ્યને પણ જીવ અવ્યક્તપણે કબૂલે તો છે. છ એ દ્રવ્યોની અસ્તિ કબૂલ્યા વગર કોઈ પણ વ્યવહાર ચાલી શકે નહીં. આવવું, જવું, રહેવું, વગેરે બધામાં છએ દ્રવ્યોની અસ્તિ સિદ્ધ થઈ જાય છે. ચાર દ્રવ્યો તો સિદ્ધ થયાં છે; હવે બાકીનાં બે દ્રવ્યો સિદ્ધ કરવાં છે. ‘એક ગામથી બીજે ગામ આવ્યા’ આમ કહ્યું તેમાં ધર્મદ્રવ્ય સિદ્ધ થઈ જાય છે. એક ગામથી બીજે ગામ આવ્યા એટલે શું? કે જીવ અને શરીરના પરમાણુઓની ગતિ થઈ, એક ક્ષેત્રથી બીજું ક્ષેત્ર બદલ્યું. હવે આ ક્ષેત્ર બદલવાના કાર્યમાં નિમિત્ત દ્રવ્ય કોને કહેશો? કેમ કે એવો નિયમ છે કે દરેક કાર્યમાં ઉપાદાન અને નિમિત્તકારણ હોય જ છે. જીવ અને પુદ્ગલોને એક ગામથી બીજે ગામ આવવામાં કયું દ્રવ્ય નિમિત્ત છે તે વિચારીએ. પ્રથમ તો, જીવ અને પુદ્ગલ એ ઉપાદાન છે, ઉપાદાન પોતે નિમિત્ત ન કહેવાય. નિમિત્ત તો ઉપાદાનથી જુદું જ હોય, માટે જીવ કે પુદ્ગલ તે ક્ષેત્રાંતરનું નિમિત્ત નથી. કાળદ્રવ્ય તે તો પરિણમનમાં નિમિત્ત છે એટલે કે પર્યાય બદલવામાં તે નિમિત્ત છે, પણ ક્ષેત્રાંતરનું નિમિત્ત કાળદ્રવ્ય નથી; આકાશદ્રવ્ય બધાં દ્રવ્યોને રહેવા માટે જગ્યા આપે છે. પહેલા ક્ષેત્રે હતાં ત્યારે પણ જીવ અને પુદ્ગલને આકાશ નિમિત્ત હતું અને બીજા ક્ષેત્રે પણ તે જ નિમિત્ત છે, માટે ક્ષેત્રાંતરનું નિમિત્ત આકાશને પણ કહી શકાતું નથી. તો પછી ક્ષેત્રાંતરરૂપ જે કાર્ય થયું તેનું નિમિત્ત આ ચાર દ્રવ્યો સિવાય કોઈ અન્ય દ્રવ્ય છે એમ નક્કી થાય છે. ગતિ કરવામાં કોઈ એક દ્રવ્ય નિમિત્ત તરીકે છે પણ તે દ્રવ્ય કયું છે તેનો જીવે કદી વિચાર કર્યો નથી, તેથી તેની ખબર નથી. ક્ષેત્રાંતર થવામાં નિમિત્તરૂપ જે દ્રવ્ય છે તે દ્રવ્ય ને ‘ધર્મદ્રવ્ય’ કહેવાય છે. આ દ્રવ્ય પણ અરૂપી છે, અને જ્ઞાનરહિત છે.
જેમ ગતિ કરવામાં ધર્મદ્રવ્ય નિમિત્ત છે તેમ સ્થિત થવામાં તેનાથી વિરુદ્ધ અધર્મ-
Page 376 of 655
PDF/HTML Page 431 of 710
single page version
અ. પ ઉપસંહાર ] [ ૩૭પ દ્રવ્ય નિમિત્તરૂપ છે. “એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રે આવીને સ્થિર રહ્યા,” સ્થિર રહેવામાં નિમિત્ત કોણ? સ્થિર રહેવામાં આકાશનું નિમિત્ત નથી, કેમ કે આકાશનું નિમિત્ત તો રહેવા માટે છે, ગતિ વખતે પણ રહેવામાં આકાશ નિમિત્ત હતું, તેથી સ્થિતિનું નિમિત્ત કોઈ અન્ય દ્રવ્ય જોઈએ. તે દ્રવ્ય અધર્મદ્રવ્ય છે. આ પણ અરૂપી છે અને જ્ઞાનરહિત છે.
આ રીતે જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એ છ દ્રવ્યની સિદ્ધ કરી. આ છ સિવાય સાતમું કોઈ દ્રવ્ય છે જ નહિ, અને આ છમાંથી એક પણ દ્રવ્ય ઓછું નથી. બરાબર છ એ છ દ્રવ્યો છે અને તેમ માનવાથી જ યથાર્થ વસ્તુની સિદ્ધિ થાય છે. જો આ છ સિવાય સાતમું કોઈ દ્રવ્ય હોય તો તેનું કાર્ય બતાવી આપો! એવું કોઈ કાર્ય નથી કે જે આ છ દ્રવ્યોથી બહાર હોય; માટે સાતમું દ્રવ્ય છે જ નહિ. વળી, જો આ છ દ્રવ્યોમાંથી એક પણ ઓછું હોય તો તે દ્રવ્યનું કાર્ય કોણ કરે તે બતાવી આપો! છમાંથી એક પણ દ્રવ્ય એવું નથી કે જેના વગર વિશ્વ નિયમ ચાલી શકે.
૧. જીવ– આ જગતમાં અનંત જીવો છે જાણપણાના ચિહ્ન (વિશેષ ગુણ) વડે જીવ ઓળખાય છે. કેમકે જીવ સિવાયના કોઈ પદાર્થોમાં જાણપણું નથી. અનંત જીવો છે તે બધાય એક બીજાથી તદ્ન જુદા છે.
૨. પુદ્ગલ–આ જગતમાં અનંતાનંત પુદ્ગલો છે; સ્પર્શ, ગંધ, રંગ એ ચિહ્ન વડે પુદ્ગલો ઓળખાય છે, કેમ કે પુદ્ગલો સિવાય અન્ય કોઈ પદાર્થોમાં સ્પર્શ, રસ, ગંધ કે રંગ નથી. ઈન્દ્રિયો દ્વારા જે જે જણાય છે તે બધાય પુદ્ગલ દ્રવ્યના બનેલા સ્કંધો છે.
૩. ધર્મ–અહીં ‘ધર્મ’ કહેતાં આત્માનો ધર્મ ન સમજવો પણ ‘ધર્મ’ નામનું દ્રવ્ય છે તે સમજવું. આ દ્રવ્ય એક અખંડ છે, તે આખા લોકમાં રહેલું છે. જીવ અને પુદ્ગલોને ગતિ કરતી વખતે આ દ્રવ્ય નિમિત્તરૂપ ઓળખાય છે.
૪. અધર્મ–અહીં ‘અધર્મ’ કહેતાં આત્માના દોષ ન સમજવા પરંતુ ‘અધર્મ’ નામનું દ્રવ્ય સમજવું. આ એક અખંડ દ્રવ્ય છે. તે આખા લોકમાં રહેલું છે. જીવ અને પુદ્ગલોને ગતિ કરીને જ્યારે સ્થિર થાય છે ત્યારે આ દ્રવ્ય નિમિત્તરૂપ ઓળખાય છે.
પ. આકાશ–આ એક અખંડ સર્વ વ્યાપક દ્રવ્ય છે. બધા પદાર્થોને જગ્યા આપવાના નિમિત્તરૂપ આ દ્રવ્ય ઓળખાય છે. આ દ્રવ્યના જેટલા ભાગમાં અન્ય પાંચે દ્રવ્યો રહેલાં છે તેટલા ભાગને ‘લોકાકાશ’ કહેવાય છે, અને જેટલો ભાગ અન્ય
Page 377 of 655
PDF/HTML Page 432 of 710
single page version
૩૭૬ ] [ મોક્ષશાસ્ત્ર પાંચ દ્રવ્યયોથી ખાલી છે તેને ‘અલોકાકાશ’ કહેવાય છે. ‘ખાલી જગ્યા’ કહેવાય છે તેનો અર્થ ‘એકલું આકાશ’- એવો થાય છે.
૬. કાળ–અસંખ્ય કાળ દ્રવ્યો છે. આ લોકના અસંખ્ય પ્રદેશો છે; તે દરેક પ્રદેશ ઉપર એક એક કાળ દ્રવ્ય રહેલું છે. અસંખ્ય કાળાણુઓ છે તે બધાય એક બીજાથી છૂટા છે. વસ્તુમાં રૂપાંતર (ફેરફાર) થવામાં નિમિત્તરૂપ આ દ્રવ્ય ઓળખાય છે.
આ છ દ્રવ્યોને સર્વજ્ઞ સિવાય કોઈ પણ પ્રત્યક્ષ જાણી શકે નહિ. સર્વજ્ઞદેવે જ આ છ દ્રવ્યો જાણ્યાં છે અને તેમણે જ તેનું સાચું સ્વરૂપ કહ્યું છે; તેથી સર્વજ્ઞના સત્ય માર્ગ સિવાય અન્ય કોઈ જગ્યાએ છ દ્રવ્યોનું સ્વરૂપ હોઈ શકે જ નહિ; કેમ કે બીજા અપૂર્ણ જીવો તે દ્રવ્યોને જાણી શકે નહિ; માટે છ દ્રવ્યના સ્વરૂપની સાચી સમજણ કરવી જોઈએ.
જુઓ, આ લુગડાની ટોપી છે; તે અનંત પરમાણુઓ ભેગા થઈને બનેલી છે અને તે ફાટી જતાં પરમાણુઓ છૂટા થાય છે. આ રીતે ભેગા થવું અને છૂટા થવું એવો પુદ્ગલનો સ્વભાવ છે; વળી આ ટોપી સફેદ છે, બીજી કોઈ કાળી, રાતી વગેરે રંગની ટોપી પણ હોય છે; રંગ એ પુદ્ગલ દ્રવ્યનું ચિહ્ન છે, તેથી જે નજરે દેખાય છે તે પુદ્ગલ દ્રવ્ય છે ૧. ‘આ ટોપી છે પણ ચોપડી નથી’ એમ જાણનાર જ્ઞાન છે અને જ્ઞાન તે જીવનું ચિહ્ન છે તેથી જીવ પણ સિદ્ધ થયો. ર. હવે વિચારીએ કે ટોપી ક્યાં રહેલી છે? જો કે નિશ્ચયથી તો ટોપી ટોપીમાં જ છે, પરંતુ ટોપી ટોપીમાં જ છે એમ કહેવાથી ટોપીનો બરાબર ખ્યાલ ન આવી શકે, તેથી નિમિત્ત તરીકે “અમુક જગ્યામાં ટોપી રહેલી છે” એમ ઓળખાવાય છે. ‘જગ્યા’ કહેવાય છે તે આકાશદ્રવ્યનો અમુક ભાગ છે. આ રીતે આકાશદ્રવ્ય સિદ્ધ થયું ૩. હવે આ ટોપી બેવડી વળે છે. ટોપી જ્યારે સીધી હતી ત્યારે આકાશમાં હતી અને બેવડી છે ત્યારે પણ આકાશમાં જ છે, તેથી આકાશના નિમિત્ત વડે ટોપીનું બેવડાપણું ઓળખી શકાતું નથી. તો પછી ટોપીની બેવડી થવાની ક્રિયા થઈ એટલે કે પહેલાં તેનું ક્ષેત્ર લાંબુ હતું, હવે તે ટૂંકા ક્ષેત્રમાં રહેલી છે-આ રીતે ટોપી ક્ષેત્રાંતર થઈ છે અને તે ક્ષેત્રાંતર થવામાં જે વસ્તુ નિમિત્ત છે તે ધર્મદ્રવ્ય છે. ૪. હવે ટોપી વળાંકરૂપે સ્થિર પડી છે, તો સ્થિર પડી છે એમાં તેને કોણ નિમિત્ત છે? આકાશ દ્રવ્ય તો માત્ર જગ્યા આપવામાં નિમિત્ત છે ટોપી ચાલે કે સ્થિર રહે તેમાં આકાશનું નિમિત્ત નથી; જ્યારે ટોપીએ સીધી દશામાંથી વાંકી દશારૂપે થવા માટે ગમન કર્યું ત્યારે ધર્મદ્રવ્યનું નિમિત્ત હતું; તો હવે સ્થિર રહેવાની ક્રિયામાં તેના કરતાં વિરુદ્ધ નિમિત્ત જોઈએ. ગતિમાં ધર્મદ્રવ્ય નિમિત્ત હતું; હવે સ્થિર
Page 378 of 655
PDF/HTML Page 433 of 710
single page version
અ. પ ઉપસંહાર ] [ ૩૭૭ રહેવામાં અધર્મદ્રવ્ય નિમિત્તરૂપ છે. પ. ટોપી પહેલાં સીધી હતી, અત્યારે વાંકી છે અને હવે પછી અમુક વખત સુધી તે રહેશે-આમ જાણ્યું ત્યાં ‘કાળ’ સિદ્ધ થઈ ગયો. ભૂત, વર્તમાન, ભવિષ્ય અથવા તો જૂનું-નવું, દિવસ, કલાક વગેરે જે ભેદો પ્રવર્તે છે તે ભેદો કોઈ એક મૂળ વસ્તુ વગર હોઈ શકે નહિ. ઉપર્યુક્ત બધા ભેદો કાળ દ્રવ્યના છે, જો કાળદ્રવ્ય ન હોય તો ‘નવું-જૂનું,’ ‘પહેલાં-પછી’ એવી કોઈ પ્રવૃત્તિ હોઈ શકે નહિ, માટે કાળદ્રવ્ય સિદ્ધ થયું. ૬. આ રીતે ટોપી ઉપરથી છ દ્રવ્યો સિદ્ધ થયાં.
આ છ દ્રવ્યોમાંથી એક પણ દ્રવ્ય ન હોય તો જગતવ્યવહાર ચાલી શકે નહિ. જો પુદ્ગલ ન હોય તો ટોપી જ ન હોય, જો જીવ ન હોય તો ટોપીનું હોવાપણું કોણ નક્કી કરે? જો આકાશ ન હોય તો ટોપી ક્યાં છે તે ઓળખાવી શકાય નહિ, જો ધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્ય ન હોય તો ટોપીમાં થતો ફેરફાર (ક્ષેત્રાંતર અને સ્થિરતા) ઓળખાવી શકાય નહિ, અને જો કાળદ્રવ્ય ન હોય તો ‘પહેલાં’ જે ટોપી સીધી હતી તે જ ‘અત્યારે’ વાંકી છે-એમ પૂર્વે અને પછી ટોપીનું હોવાપણું નક્કી ન થઈ શકે, માટે ટોપીને સિદ્ધ કરવા માટે છએ દ્રવ્યનો સ્વીકાર કરવો પડે છે. જગતની કોઈ પણ એક વસ્તુને કબૂલતાં વ્યક્તપણે કે અવ્યક્તપણે છ એ દ્રવ્યનો સ્વીકાર થઈ જાય છે.
આ શરીર તો નજરે દેખાય છે; તે પુદ્ગલનું બનેલું છે અને શરીરમાં જીવ રહેલો છે. જીવ અને પુદ્ગલ એક આકાશની જગ્યામાં રહ્યા હોવા છતાં બન્ને જુદાં છે. જીવનો સ્વભાવ જાણવાનો છે અને પુદ્ગલનું આ શરીર કાંઈ જાણતું નથી. શરીરનો કોઈ ભાગ કપાઈ જવા છતાં જીવનું જ્ઞાન કપાઈ જતું નથી, જીવ તો આખો જ રહે છે કેમ કે શરીર અને જીવ સદાય જુદાં જ છે. બન્નેનું સ્વરૂપ જુદું છે. અને બન્નેનાં કામ પણ જુદાં જ છે. આ જીવ અને પુદ્ગલ તો સ્પષ્ટ છે. ૧-ર. જીવ અને શરીર ક્યાં રહેલાં છે? અમુક ઠેકાણે પાંચ ફૂટ જગ્યામાં, બે ફૂટ જગ્યામાં વગેરેમાં રહેલાં છે, આ રીતે ‘જગ્યા’ કહેતાં આકાશદ્રવ્ય સિદ્ધ થયું. ૩.
એ ધ્યાન રાખવું કે જીવ અને શરીર આકાશમાં રહ્યાં છે એમ કહેવાય છે ત્યાં ખરેખર જીવ, શરીર અને આકાશ ત્રણે સ્વતંત્ર જુદાં જુદાં જ છે, કોઈ એક બીજાના સ્વરૂપમાં ઘૂસી ગયાં નથી. જીવ તો જાણનાર સ્વરૂપે જ રહ્યો છે; રંગ, ગંધ વગેરે શરીરમાં જ છે પણ આકાશ કે જીવ વગેરે કોઈમાં તે નથી; આકાશમાં રંગ, ગંધ વગેરે નથી તેમ જ જ્ઞાન પણ નથી, તે અરૂપી-અચેતન છે; જીવમાં જ્ઞાન છે પણ રંગ,
Page 379 of 655
PDF/HTML Page 434 of 710
single page version
૩૭૮ ] [ મોક્ષશાસ્ત્ર ગંધ વગેરે નથી એટલે તે અરૂપી-ચેતન છે; પુદ્ગલમાં રંગ, ગંધ વગેરે છે પણ જ્ઞાન નથી એટલે તે રૂપી-અચેતન છે, આ રીતે ત્રણે દ્રવ્યો એક બીજાથી જુદાં-સ્વતંત્ર છે. સ્વતંત્ર વસ્તુઓને કોઈ બીજી વસ્તુ કાંઈ કરી શકે નહિ જો એક વસ્તુમાં બીજી વસ્તુ કાંઈ કરતી હોય તો વસ્તુને સ્વતંત્ર કેમ કહેવાય?
જીવ, પુદ્ગલ અને આકાશ નક્કી કર્યા; હવે કાળ નક્કી કરીએ. “તમારી ઉંમર કેટલી?” એમ પુછવામાં આવે છે, (ત્યાં તમારી’ એટલે શરીરના સંયોગરૂપ ઉંમરની વાત સમજવી.) શરીરની ઉંમર ૪૦-પ૦ વર્ષો વગેરેની કહેવાય છે. અને જીવ અનાદિ અનંત હોવાપણે છે. આ મારા કરતાં પાંચ વર્ષ નાના, આ પાંચ વર્ષ મોટા’ એમ કહેવાય છે, ત્યાં શરીરના કદથી નાના-મોટાપણાની વાત નથી પણ કાળ અપેક્ષાએ નાના-મોટાપણાની વાત છે. જો કાળદ્રવ્યની અપેક્ષા ન લ્યો તો ‘આ નાનો, આ મોટો, આ બાળક, આ યુવાન, આ વૃદ્ધ’ એમ કહી શકાય નહિ. જૂની- નવી દશા બદલાયા કરે છે તે ઉપરથી કાળ દ્રવ્યનું હોવાપણું નક્કી થાય છે. ૪.
ક્યારેક જીવ અને શરીર સ્થિર હોય છે અને ક્યારેક ગમન કરતાં હોય છે. સ્થિર હોવા વખતે તેમ જ ગમન કરતી વખતે-બન્ને વખતે તે આકાશમાં જ છે, એટલે આકાશ ઉપરથી તેમનું ગમન કે સ્થિર રહેવાપણું નક્કી થઈ શક્તું નથી. ગમનરૂપદશા અને સ્થિર રહેવારૂપ દશા, એ બન્નેને જુદી જુદી ઓળખવા માટે તે બન્ને દશામાં જુદાં જુદાં નિમિત્તરૂપ એવાં બે દ્રવ્યોને ઓળખવાં પડશે. ધર્મદ્રવ્યના નિમિત્ત વડે જીવ-પુદ્ગલનું ગમન ઓળખી શકાય છે. અને અધર્મદ્રવ્યના નિમિત્ત વડે જીવ-પુદ્ગલની સ્થિરતા ઓળખી શકાય છે. જો આ ધર્મ અને અધર્મદ્રવ્યો ન હોય તો, ગમન અને સ્થિરતાના ભેદને ઓળખી શકાય નહીં (પ-૬).
જો કે ધર્મ-અધર્મ દ્રવ્યો જીવ-પુદ્ગલને કાંઈ ગતિ કે સ્થિતિ કરવામાં મદદરૂપ નથી, પરંતુ એક એક દ્રવ્યના ભાવને અન્યદ્રવ્યની અપેક્ષા વગર ઓળખાવી શકાતા નથી. જીવના ભાવને ઓળખવા માટે અજીવની અપેક્ષા આવે છે, જાણે તે જીવ-એમ કહેતાં જ “જાણપણા વગરનાં અન્ય દ્રવ્યો છે તે જીવ નથી” એમ અજીવની અપેક્ષા આવી જાય છે. જીવ અમુક જગ્યાએ છે એમ બતાવતાં આકાશની અપેક્ષા આવે છે. આ પ્રમાણે છએ દ્રવ્યોમાં અરસપરસ સમજી લેવું. એક આત્મદ્રવ્યનો નિર્ણય કરતાં છએ દ્રવ્યો જણાય છે; એ જ્ઞાનની વિશાળતા છે અને જ્ઞાનનો સ્વભાવ સર્વ દ્રવ્યોને જાણી લેવાનો છે એમ સિદ્ધ થાય છે. એક દ્રવ્યને સિદ્ધ કરતાં છએ દ્રવ્યો સિદ્ધ થઈ જાય છે; તેમાં દ્રવ્યની પરાધીનતા નથી; પરંતુ જ્ઞાનનો મહિમા છે. તે જે પદાર્થ હોય તે જ્ઞાનમાં જરૂર જણાય. પૂર્ણ જ્ઞાનમાં જેટલું જણાય તે સિવાય અન્ય કાંઈ
Page 380 of 655
PDF/HTML Page 435 of 710
single page version
અ. પ ઉપસંહાર ] [ ૩૭૯ આ જગતમાં નથી. પૂર્ણ જ્ઞાનમાં છ દ્રવ્યો જણાયાં છે, છ દ્રવ્યથી અધિક બીજું કાંઈ નથી.
કર્મો તે પુદ્ગલની અવસ્થા છે; જીવના વિકારી ભાવના નિમિત્તથી તે જીવ સાથે રહેલાં છે; કેટલાંક કર્મો બંધરૂપે સ્થિર થયાં છે તેને અધર્માસ્તિકાયનું નિમિત્ત છે; ક્ષણે ક્ષણે કર્મો ઉદયમાં આવીને ખરી જાય છે; ખરી જવામાં ક્ષેત્રાંતર થાય છે તેમાં તેને ધર્માસ્તિકાયનું નિમિત્ત છે; કર્મની સ્થિતિ કહેવાય છે કે ૭૦ ક્રોડાક્રોડીનું કર્મ અથવા અંતર્મુહૂર્તનું કર્મ, એમાં ‘કાળ’ દ્રવ્યની અપેક્ષા આવે છે; ઘણા કર્મપરમાણુઓ એક ક્ષેત્રે રહેવામાં આકાશદ્રવ્યની અપેક્ષા છે. આ રીતે છ દ્રવ્યો સિદ્ધ થયાં.
આ ઉપરથી એ પણ સિદ્ધ થાય છે કે જીવદ્રવ્ય અને પદ્ગલદ્રવ્ય (-કર્મ) બન્ને તદ્ન જુદી જુદી વસ્તુઓ છે, અને બન્ને પોતપોતામાં સ્વતંત્ર છે, કોઈ એક બીજામાં કાંઈ જ કરતા નથી. જો જીવ અને કર્મો ભેગાં થઈ જાય તો આ જગતમાં છ દ્રવ્યો જ રહી શકે નહિ; જીવ અને કર્મ સદાય જુદાં જ છે. દ્રવ્યોનો સ્વભાવ અનાદિ અનંત ટકીને સમયે સમયે બદલવાનો છે. બધાંય દ્રવ્યો પોતાની તાકાતથી સ્વતંત્રપણે અનાદિ અનંત ટકીને પોતે જ પોતાની હાલત બદલાવે છે. જીવની હાલત જીવ બદલાવે છે, પુદ્ગલની હાલત પુદ્ગલ બદલાવે છે. પુદ્ગલનું કાંઈ જીવ કરે નહિ અને જીવનું કાંઈ પુદ્ગલ કરે નહિ.
દ્રવ્યનો કોઈ કર્તા નથી. જો કોઈ કર્તા હોય તો તેણે દ્રવ્યોને કઈ રીતે બનાવ્યાં? શેમાંથી બનાવ્યાં? તે કર્તા પોતે શેનો બન્યો? જગતમાં છ દ્રવ્યો પોતાના સ્વભાવથી જ છે તેનો કોઈ કર્તા નથી. કોઈ પણ નવા પદાર્થની ઉત્પત્તિ થતી જ નથી. કોઈ પણ પ્રયોગે કરીને નવા જીવની કે નવા પરમાણુની ઉત્પત્તિ થઈ શકે નહિ, પણ જે પદાર્થ હોય તે જ રૂપાંતર થાય; અર્થાત્ જે દ્રવ્ય હોય તે નાશ પામે નહિ, જે દ્રવ્ય ન હોય તે ઉત્પન્ન થાય નહિ અને જે દ્રવ્ય હોય તે પોતાની હાલત ક્ષણે ક્ષણે બદલ્યા જ કરે, આવો નિયમ છે. આ સિદ્ધાંતને ઉત્પાદ-વ્યય-ધ્રુવ અર્થાત્ નિત્ય ટકીને બદલવું (permanency with a change) કહેવાય છે.
Page 381 of 655
PDF/HTML Page 436 of 710
single page version
૩૮૦ ] [ મોક્ષશાસ્ત્ર
દ્રવ્યનો કોઈ બનાવનાર નથી માટે નવું સાતમું કોઈ દ્રવ્ય થઈ શક્તું નથી, અને કોઈ દ્રવ્યનો કોઈ નાશ કરનાર નથી માટે છ દ્રવ્યોમાંથી કદી ઓછાં થતાં નથી. શાશ્વતપણે છ દ્રવ્યો છે. સંપૂર્ણ જ્ઞાન વડે સર્વજ્ઞ ભગવાને છ દ્રવ્યો જાણ્યાં અને તે જ ઉપદેશમાં દિવ્યવાણી દ્વારા કહ્યાં. સર્વજ્ઞ વીતરાગદેવપ્રણીત પરમ સત્યમાર્ગ સિવાય આ છ દ્રવ્યનું સાચું સ્વરૂપ બીજે ક્યાંય છે જ નહિ.
દ્રવ્યની ખાસ શક્તિ (ચિહ્ન, વિશેષ ગુણ) સંબંધી પૂર્વે સંક્ષિપ્તમાં કહેવાઈ ગયું છે; એક દ્રવ્યની ખાસ શક્તિ હોય તે અન્ય દ્રવ્યોમાં હોતી નથી; તેથી ખાસ શક્તિ વડે દ્રવ્યના સ્વરૂપને ઓળખી શકાય છે. જેમ કે-જ્ઞાન તે જીવ દ્રવ્યની ખાસ શક્તિ છે, જીવ સિવાયનાં અન્ય કોઈ દ્રવ્યમાં જ્ઞાન નથી, તેથી જ્ઞાનશક્તિ વડે જીવ ઓળખી શકાય છે.
અહીં હવે દ્રવ્યોની સામાન્યશક્તિ સંબંધી થોડું કહેવામાં આવે છે. જે શક્તિ બધાં દ્રવ્યોમાં હોય તેને સામાન્યશક્તિ (સામાન્યગુણ) કહેવાય છે. અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અગુરુલઘુત્વ અને પ્રદેશત્વ. આ છ સામાન્ય ગુણો મુખ્ય છે, તે બધાય દ્રવ્યોમાં છે.
૧–અસ્તિત્વગુણને લીધે દ્રવ્યના હોવાપણાનો કદી નાશ થતો નથી. દ્રવ્યો અમુક કાળ માટે છે અને પછી નાશ પામે છે-એમ નથી; દ્રવ્યો નિત્ય ટકી રહેનારાં છે. જો અસ્તિત્વગુણ ન હોય તો વસ્તુ જ હોઈ શકે નહિ, અને જો વસ્તુ જ ન હોય તો સમજાવવાનું કોને?
૨–વસ્તુત્વગુણને લીધે દ્રવ્ય પોતાનું પ્રયોજનભૂત કાર્ય કરે છે; જેમ ઘડો પાણીને ધારણ કરે છે તેમ દ્રવ્ય પોતે જ પોતાના ગુણ-પર્યાયોનું પ્રયોજનભૂત કાર્ય કરે છે. એક દ્રવ્ય બીજા કોઈનું કાર્ય કરતું નથી.
૩– દ્રવ્યગુણને લીધે દ્રવ્ય નિરંતર એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં દ્રવ્યા કરે છે-પરિણમ્યા કરે છે. દ્રવ્ય ત્રિકાળ અસ્તિરૂપ હોવા છતાં તે સદા એક સરખું (કૂટસ્થ) નથી; પરંતુ નિરંતર નિત્ય બદલતું-પરિણામી છે. જો દ્રવ્યમાં પરિણમન ન હોય તો જીવને સંસારદશાનો નાશ થઈને મોક્ષદશાની ઉત્પત્તિ કેમ થાય? શરીરની બાલ્યદશામાંથી યુવક દશા કેમ થાય? છ એ દ્રવ્યોમાં દ્રવ્યશક્તિ હોવાથી બધાય સ્વતંત્રપણે પોતપોતાના પર્યાયમાં પરિણમી રહ્યાં છે; કોઈ દ્રવ્ય પોતાનો પર્યાય પરિણમાવવા માટે બીજા દ્રવ્યની મદદ કે અસર રાખતું નથી.
Page 382 of 655
PDF/HTML Page 437 of 710
single page version
અ. પ ઉપસંહાર ] [ ૩૮૧
૪–પ્રમેયત્વગુણને લીધે દ્રવ્યો જ્ઞાનમાં જણાય છે. છ એ દ્રવ્યોમાં આ પ્રમેયશક્તિ હોવાથી જ્ઞાન છએ દ્રવ્યના સ્વરૂપનો નિર્ણય કરી શકે છે. જો વસ્તુમાં પ્રમેયત્વ ગુણ ન હોય તો “આ વસ્તુ છે” એમ તે પોતાને કેવી રીતે જણાવી શકે? જગતનો કોઈ પદાર્થ જ્ઞાનદ્વારા અગમ્ય નથી; આત્મામાં પ્રમેયત્વગુણ હોવાથી આત્મા પોતે પોતાને જાણી શકે છે.
પ–અગુરુલઘુત્વગુણને લીધે દરેક વસ્તુ નિજ નિજ સ્વરૂપે ટકી રહે છે. જીવ બદલીને કદી પરમાણુરૂપે થઈ જતો નથી, પરમાણુ બદલીને કદી જીવરૂપે થઈ જતાં નથી. જડ સદાય જડરૂપે અને ચેતન સદાય ચેતનરૂપે જ રહે છે. જ્ઞાનનો ઉઘાડ વિકારદશામાં ગમે તેટલો ઓછો થાય તોપણ જીવદ્રવ્ય તદ્ન જ્ઞાન વગરનું થઈ જાય- એમ કદી ન બને. આ શક્તિને લીધે દ્રવ્યના ગુણો છૂટા પડી જતા નથી, તેમ જ કોઈ બે વસ્તુ એકરૂપ થઈને ત્રીજી નવી જાતની વસ્તુ ઉત્પન્ન થતી નથી; કેમ કે વસ્તુનું સ્વરૂપ કદાપિ અન્યથા થતું નથી.
૬–પ્રદેશત્વગુણને લીધે દરેક દ્રવ્યને પોતપોતાનો આકાર હોય છે. દરેક દ્રવ્ય પોતપોતાના સ્વ આકારમાં જ રહે છે. સિદ્ધદશા થતાં એક જીવ બીજા જીવમાં ભળી જતો નથી પણ દરેક જીવ પોતાના પ્રદેશાકારમાં સ્વતંત્રપણે ટકી રહે છે.
આ છ સામાન્યગુણો મુખ્ય છે, આ સિવાય બીજા સામાન્યગુણો પણ છે. આ રીતે ગુણોદ્વારા દ્રવ્યનું સ્વરૂપ વધારે સ્પષ્ટતાથી જાણી શકાય છે.
૧ર૬ (૧) કર્તા કોને કહે છે?
જે સ્વતંત્રતાથી (-સ્વાધીનતાથી) પોતાના પરિણામ કરે તે કર્તા છે. (પ્રત્યેક દ્રવ્ય પોતામાં સ્વતંત્ર વ્યાપક હોવાથી પોતાના જ પરિણામોનો કર્તા છે) (ર) કર્મ (-કાર્ય) કોને કહે છે? કર્તા જે પરિણામને પ્રાપ્ત કરે છે તે પરિણામ તેનું કર્મ છે. (૩) કરણ કોને કહે છે? તે પરિણામના સાધકતમ અર્થાત્ ઉત્કૃષ્ટ સાધનને કરણ કહે છે. (૪) સંપ્રદાન કોને કહે છે? કર્મ (-પરિણામ-કાર્ય) જેને દેવામાં આવે અથવા જેને માટે કરવામાં આવે છે તેને સંપ્રદાન કહે છે
Page 383 of 655
PDF/HTML Page 438 of 710
single page version
૩૮૨ ] [ મોક્ષશાસ્ત્ર
(પ) અપાદાન કોને કહે છે? જેમાંથી કર્મ કરવામાં આવે છે તે ધ્રુવ વસ્તુને અપાદાન કહેવામાં આવે છે. (૬) અધિકરણ કોને કહે છે? જેમાં અથવા જેના આધારે કર્મ કરવામાં આવે છે તેને અધિકરણ કહે છે. સર્વ દ્રવ્યોની પ્રત્યેક પર્યાયમાં આ છ એ કારક એક સાથે વર્તે છે તેથી આત્મા અને પુદ્ગલ શુદ્ધદશામાં કે અશુદ્ધદશામાં સ્વયં જ છએ કારકરૂપ પરિણમન કરે છે અને અન્ય કોઈ કારકો (-કારણો) ની અપેક્ષા રાખતા નથી.
૧૨૭ કાર્ય કેવી રીતે થાય છે? ૧૨૭
કારણ જેવા જ કાર્ય હોવાથી કારણ જેવું જ કાર્ય થાય છે. કાર્યને-ક્રિયા, કર્મ, અવસ્થા, પર્યાય, હાલત, દશા, પરિણામ, પરિણમન અને પરિણતિ પણ કહે છે.
[અહીં કારણને ઉપાદાનકારણ સમજવું કારણકે ઉપાદાનકારણ તે જ સાચું
કારણ છે.] ૧૨૮ કારણ કોને કહે છે? ૧૨૮ કાર્યની ઉત્પાદક સામગ્રીને કારણ કહે છે. ૧૨૯ ઉત્પાદક સામગ્રીના કેટલા ભેદ છે? ૧૨૯ બે છે. ઉપાદાન અને નિમિત્ત. ઉપાદાનને નિજ શક્તિ અથવા નિશ્ચય અને
નિમિત્તને પરયોગ અથવા વ્યવહાર કહે છે. ૧૩૦ ઉપાદાનકારણ કોને કહે છે? ૧૩૦ (૧) જે પદાર્થ સ્વયં કાર્યરૂપ પરિણમે તેને ઉપાદાનકારણ કહે છે જેમકે ઘડાની
છે તેમાં અનંતરપૂર્વક્ષણવર્તીપર્યાય ઉપાદાનકારણ છે અને અનંતર ઉત્તરક્ષણવર્તી
પર્યાય કાર્ય છે.
(૩) તે સમયની પર્યાયની યોગ્યતા તે ઉપાદાનકારણ છે અને તે જ પર્યાય કાર્ય છે. ઉપાદાન તે જ સાચું (-વાસ્તવિક) કારણ છે.
Page 384 of 655
PDF/HTML Page 439 of 710
single page version
અ. પ ઉપસંહાર ] [ ૩૮૩
[નં. ૧ ધ્રુવ ઉપાદાન દ્રવ્યાર્થિકનયથી છે. નં. ૨-૩ ક્ષણિક ઉપાદાન પર્યાયાર્થિક નયથી છે.] ૧૩૧ યોગ્યતા કોને કહે છે? ૧૩૧ “योग्यतैव विषयप्रतिनियमकारण मिति” (ન્યાય દિ. પૃ. ૨૭) યોગ્યતા જ
માટે છે. પરંતુ યોગ્યતાનું કારણપણું સર્વમાં સર્વત્ર સમાન છે.) (૨) સામર્થ્ય, શક્તિ, પાત્રતા, લાયકાત, તાકાત તે યોગ્યતા શબ્દના અર્થ છે. * ૧૩૨ નિમિત્ત કારણ કોને કહે છે? ૧૩૨ જે પદાર્થ સ્વયં કાર્યરૂપ ન પરિણમે, પરંતુ કાર્યની ઉત્પત્તિમાં અનુકૂળ હોવાનો
જેના ઉપર આરોપ આવી શકે તે પદાર્થને નિમિત્ત કારણ કહે છે. જેમકે ઘડાની ઉત્પત્તિમાં કુંભાર, દંડ, ચક્ર આદિ. (નિમિત્ત સાચું કારણ નથી- × અહેતુવત્ (અકારણવત્) છે કારણ કે તે ઉપચાર માત્ર અથવા વ્યવહાર માત્ર કારણ છે.) ૧૩૩ ઉપાદાન કારણ અને નિમિત્તની ઉપસ્થિતિનો શું નિયમ છે?
પ્રશ્નઃ– (૧) ગુરુ ઉપદેશ નિમિત્ત બિન, ઉપાદાન બલહીન;
પ્રશ્નઃ– (૨) હૌં જાને થા એક હી, ઉપાદાન સોં કાજ;
અર્થઃ– સમ્યગ્દર્શન-જ્ઞાનરૂપ નેત્ર અને જ્ઞાનમાં ચરણ અર્થાત્ લીનતારૂપ ક્રિયા બન્ને મળીને મોક્ષમાર્ગ જાણો. ઉપાદાનરૂપ નિશ્ચયકારણ જ્યાં હોય ત્યાં નિમિત્તરૂપ વ્યવહારકારણ હોય જ છે. _________________________________________________________________ * ‘યોગ્યતા’ શબ્દનો પ્રયોગ શાસ્ત્રોમાં અનેક ઠેકાણે છે. આધાર માટે જુઓ પરિશિષ્ટ. × પંચાધ્યાયી ભાગ. ૨ ગા. ૩પ૧
Page 385 of 655
PDF/HTML Page 440 of 710
single page version
૩૮૪ ] [ મોક્ષશાસ્ત્ર
ભાવાર્થઃ– (૧) ઉપાદાન તે નિશ્ચય અર્થાત્ સાચું કારણ છે, નિમિત્ત વ્યવહાર અર્થાત્ ઉપચાર કારણ છે સાચું કારણ નથી તેથી તો તેને અહેતુવત્ કહ્યું છે. અને તેને ઉપચાર (-આરોપ) કારણ કેમ કહ્યું કે તે ઉપાદાનનું કાંઈ કાર્ય કરતું કરાવતું નથી તોપણ કાર્યના વખતે તેની ઉપસ્થિતિને કારણે તેને ઉપચારમાત્ર કારણ કહ્યું છે.
(ર) સમ્યક્દર્શન અને જ્ઞાનમાં લીનતાને મોક્ષમાર્ગ જાણો એમ કહ્યું તેમાં શરીરાશ્રિત ઉપદેશ, ઉપવાસાદિક ક્રિયા અને શુભરાગરૂપ વ્યવહારને મોક્ષમાર્ગ ન જાણો તે વાત આવી જાય છે.
પ્રથમ પ્રશ્નનું સમાધાનઃ–
ભેદજ્ઞાન પ્રમાણ વિધિ, વિરલા બૂઝે કોય. ૪
અર્થઃ– જ્યાં નિજશક્તિરૂપ ઉપાદાન તૈયાર હોય ત્યાં નિમિત્ત હોય જ છે એવી ભેદજ્ઞાન પ્રમાણની વિધિ (-વ્યવસ્થા) છે, આ સિદ્ધાંત કોઈ વિરલા જ સમજે છે. ૪.
ભાવાર્થ– જ્યાં ઉપાદાનની યોગ્યતા હોય ત્યાં નિયમથી નિમિત્ત હોય છે, નિમિત્તની વાટ જોવી પડે એમ નથી, અને નિમિત્તને કોઈ મેળવી શકે છે એમ પણ નથી. નિમિત્તની રાહ જોવી પડે છે અથવા તેને હું લાવી શકું છું એવી માન્યતા પર પદાર્થમાં અભેદ-બુદ્ધિ અર્થાત્ અજ્ઞાનસૂચક છે. નિમિત્ત અને ઉપાદાન બન્ને અસહાયરૂપ છે એ તો મર્યાદા છે. ૪.
એક ચક્રસોં રથ ચલૈ, રવિકો યહૈ સ્વભાવ. પ
અર્થઃ– જ્યાં જુઓ ત્યાં સદા ઉપાદાનનું જ બળ છે નિમિત્ત હોય છે પરંતુ નિમિત્તનો કાંઈ પણ દાવ (-બળ) નથી જેમ એક ચક્રથી સૂર્યનો રથ ચાલે છે એવી રીતે પ્રત્યેક કાર્ય ઉપાદાનની યોગ્યતા (-સામર્થ્ય) થી જ થાય છે. પ. ભાવાર્થઃ- કોઈ એમ માને છે કે-નિમિત્ત (-સંયોગરૂપ પરવસ્તુ) ઉપાદાન (-નિજશક્તિ) ઉપર ખરેખર અસર કરે છે, પ્રભાવ પાડે છે, સહાય-મદદ કરે છે, આધાર દે છે તો એ અભિપ્રાય મિથ્યા છે એમ અહીં દોહા નં. ૪-પ-૬-૭ માં સ્પષ્ટપણે કહ્યું છે. પોતાના હિતનો ઉપાય સમજવા માટે આ વાત મહાન પ્રયોજનભૂત છે.
શાસ્ત્રમાં જ્યાં પરદ્રવ્યને (-પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળાદિને) સહાયક, સાધન, કારણ, કારક આદિ કહ્યા હોય તો તે વ્યવહારનયની મુખ્યતાથી કથન છે તેને “એમ નથી” પણ કાર્ય થાય તો તે કાળે નિમિત્તાદિની અપેક્ષાએ (નિમિત્ત બતાવવા માટે) ઉપચાર કર્યો છે એમ જાણવું.