Moksha Shastra (Gujarati). Sixth Chapter Pg 389 to 437; Sutra: 1-8 (Chapter 6).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 23 of 36

 

Page 386 of 655
PDF/HTML Page 441 of 710
single page version

અ. પ ઉપસંહાર ] [ ૩૮પ

બીજા પ્રશ્નનું સમાધાનઃ–
સઘૈ વસ્તુ અસહાય જહાઁ, તહાઁ નિમિત્ત હૈ કોન;
જ્યોં
જહાજ પર વાહમેં, તિરે સહજ વિન પૌન. ૬

અર્થઃ– પ્રત્યેક વસ્તુ વસ્તંત્રતાથી પોતાની અવસ્થાને (-કાર્યને) પ્રાપ્ત કરે છે ત્યાં નિમિત્ત કોણ? જેમ વહાણ પ્રવાહમાં સહેજે જ પવન વિના જ તરે છે.

ભાવાર્થઃ– જીવ અને પુદ્ગલ દ્રવ્ય શુદ્ધ કે અશુદ્ધ અવસ્થામાં સ્વતંત્રપણે જ પોતાના પરિણામો કરે છે. અજ્ઞાની જીવ પણ સ્વતંત્રપણે નિમિત્તાધીન પરિણમન કરે છે. કોઈ નિમિત્ત તેને આધીન બનાવી શક્તું નથી. ૬.

ઉપાદાન વિધિ નિર્વચન, હૈ નિમિત્ત ઉપદેશ;
વસે જુ જૈસે દેશમેં; કરે સુ તૈસે ભેષ. ૭

ભાવાર્થઃ– ઉપાદાનનું કથન એક ‘યોગ્યતા’ શબ્દ દ્વારા જ થાય છે. ઉપાદાન પોતાની યોગ્યતાથી અનેક પ્રકારે પરિણમન કરે છે ત્યારે ઉપસ્થિત નિમિત્ત પર ભિન્ન ભિન્ન કારણપણાનો આરોપ (-ભેષ) આવે છે. ઉપાદાનની વિઘિ નિર્વચન હોવાથી નિમિત્ત દ્વારા આ કાર્ય થયું એમ વ્યવહારથી કહેવાય છે.

વિશેષાર્થઃ– ઉપાદાન જ્યારે જેવું કાર્ય કરે છે ત્યારે તેવા કારણપણાનો આરોપ (-ભેષ) નિમિત્ત ઉપર આવે છે. જેમ કોઈ વજ્રકાયવાળો પુરુષ સાતમા નરકને યોગ્ય મલિન ભાવ કરે તો વજ્રકાયશરીર ઉપર નરકના કારણપણાનો આરોપ આવે છે અને જો જીવ મોક્ષને યોગ્ય નિર્મળભાવ કરે તો તે જ નિમિત્ત પર મોક્ષના કારણપણાનો આરોપ આવે છે. આ રીતે ઉપાદાનના કાર્યાનુસાર નિમિત્તનાં કારણપણાનો ભિન્ન ભિન્ન આરોપ કરવામાં આવે છે. એથી એમ સિદ્ધ થાય છે કે નિમિત્તથી કાર્ય થતું નથી પરંતુ કથન થાય છે. માટે ઉપાદાન સાચું કારણ છે અને નિમિત્ત આરોપિત્ત કારણ છે. ૧૩૪ પુદ્ગલ કર્મ, યોગ ઇન્દ્રિયોના ભોગ, ધન, ઘરના માણસો, મકાન ઇત્યાદિ આ

જીવને રાગ-દ્વેષ પરિણામનાં પે્રરક છે? ૧૩૪ નહીં, છએ દ્રવ્ય સર્વ પોતાના સ્વરૂપથી સદા અસહાય (-સ્વતંત્ર) પરિણમન

કરે છે, કોઈ દ્રવ્ય કોઈનું પે્રરક કદી નથી તેથી કોઈ પણ પરદ્રવ્ય રાગદ્વેષનું પે્રરક નથી પરંતુ મિથ્યાત્વ મોહરૂપ મદિરાપાન છે તે જ (અનંતાનુબંધી) રાગદ્વેષનું કારણ છે. ૧૩પ પુદ્ગલ કર્મની જોરાવરીથી જીવને રાગદ્વેષ કરવા પડે છે, પુદ્ગલદ્રવ્ય કર્મોનો


Page 387 of 655
PDF/HTML Page 442 of 710
single page version

૩૮૬ ] [ મોક્ષશાસ્ત્ર

વેશ ધારણ કરીને જેમ જેમ બળ કરે છે તેમ તેમ જીવને રાગદ્વેષ અધિક થાય છે એ વાત સાચી છે? ૧૩પ ના; કેમકે જગતમાં પુદ્ગલનો સંગ તો હમેશાં રહે છે, જો એની બળજોરીથી

જીવને રાગાદિ વિકાર થાય તો શુદ્ધભાવરૂપ થવાનો કદી અવસર આવી શકે
નહિ તેથી એમ સમજવું જોઈએ કે શુદ્ધ કે અશુદ્ધ પરિણમન કરવામાં ચેતન
સ્વયં સમર્થ છે. (સ. સાર નાટક સર્વવિશુદ્ધદ્વાર કાવ્ય ૬૧ થી ૬૬)

[નિમિત્તના કોઈ જગ્યાએ પે્રરક અને ઉદાસીન એવા બે ભેદ કહ્યા હોય ત્યાં તે ગમન ક્રિયાવાળા અથવા ઇચ્છાવાળા છે કે નહિ એમ સમજાવવાને માટે છે પરંતુ ઉપાદાનને માટે તો સર્વ પ્રકારના નિમિત્ત ધર્માસ્તિકાયવત્ ઉદાસીન જ કહ્યા છે. જુઓ શ્રી પૂજ્યપાદાચાર્યકૃત ઈષ્ટોપદેશ ગા. ૩પ] ૧૩૬ નિમિત્ત નૈમિત્તિક સંબંધ કોને કહે છે? ૧૩૬ ઉપાદાન સ્વતઃ કાર્યરૂપે પરિણમે છે તે વખતે ભાવરૂપ કે અભાવરૂપ કયા ઉચિત

(-યોગ્ય) નિમિત્ત કારણનો તેની સાથે સંબંધ છે એ બતાવવાને માટે તે
કાર્યને નૈમિત્તિક કહે છે. આ રીતે ભિન્ન પદાર્થોના સ્વતંત્ર સંબંધને નિમિત્ત-
નૈમિત્તિક સંબંધ કહે છે.

[નિમિત્ત-નૈમિત્તિક સંબંધ પરતંત્રતાનો સૂચક નથી પરંતુ નૈમિત્તિકની સાથે ક્યો નિમિત્તરૂપ પદાર્થ છે તેનું જ્ઞાન કરાવે છે. જે કાર્યને નૈમિત્તિક કહ્યું છે તેને જ ઉપાદાનની અપેક્ષાએ ઉપાદેય પણ કહે છે.]

નિમિત્ત નૈમિત્તિક સંબંધના દ્રષ્ટાંત- (૧) કેવળજ્ઞાન નૈમિત્તિક છે અને લોકાલોકરૂપ સર્વ જ્ઞેયો નિમિત્ત છે. (પ્રવચનસાર ગા. ર૬ ની ટીકા).

(ર) સમ્યગ્દર્શન નૈમિત્તિક છે અને સમ્યક્જ્ઞાનીના ઉપદેશાદિ નિમિત્ત છે. (આત્માનુશાસન ગા. ૧૦ ની ટીકા)

(૩) સિદ્ધદશા નૈમિત્તિક છે અને પુદ્ગલ કર્મનો અભાવ નિમિત્ત છે. (સમયસાર ગા. ૮૩ ની ટીકા)

(૪) “જેવી રીતે અધઃકર્મથી ઉત્પન્ન અને ઉદે્શથી ઉત્પન્ન થયેલ નિમિત્તભૂત (આહારાદિ) પુદ્ગલ દ્રવ્યનો ત્યાગ ન કરતો આત્મા (-મુનિ) નૈમિત્તિકભૂત બંધસાધક


Page 388 of 655
PDF/HTML Page 443 of 710
single page version

અ. પ ઉપસંહાર ] [ ૩૮૭ ભાવનું પ્રત્યાખ્યાન (ત્યાગ) કરતો નથી તેવી જ રીતે સમસ્ત પરદ્રવ્યનું પ્રત્યાખ્યાન ન કરતો આત્મા તેના નિમિત્તથી થવાવાળા ભાવને ત્યાગતો નથી.” આમાં જીવનો બંધસાધકભાવ નૈમિત્તિક છે અને તે પરદ્રવ્ય નિમિત્ત છે.

(સમયસાર ગાથા ર૮૬-૮૭ ની ટીકા)
નિમિત્ત કર્તાનું વજન કેટલું?

ગ્રંથાધિરાજ પંચાધ્યાયી શાસ્ત્રમાં નયાભાસોનું વર્ણન છે તેમાં ‘જીવ શરીરનું કાંઈ પણ કરી શકતો નથી-પરસ્પર બંધ્ય-બંધકભાવ નથી’ એમ કહીને શરીર અને આત્માને નિમિત્ત-નૈમિત્તિકભાવનું પ્રયોજન શું છે? તેના ઉત્તરમાં પ્રત્યેક દ્રવ્ય સ્વયં અને સ્વતઃ નિજશક્તિથી પરિણમન કરે છે ત્યાં નિમિત્તપણાનું કાંઈ પ્રયોજન જ નથી એવું સમાધાન શ્લોક નં. પ૭૧ માં કહ્યું છે.

अथचेदवश्यमेतन्निमित्त नैमित्तिकत्वमास्तिमिथः। न यतः स्वयं स्वतो वा परिणममानस्य किं निमित्ततया।। ५७१।।

અન્વયાર્થઃ– [अर्थचेत्] જો કદાપિ એમ કહેવામાં આવે કે ‘[मिथः] પરસ્પર

[एतन्निमित्तनैमित्तिकत्वं] એ બન્નેમાં નિમિત્તનૈમિત્તિકપણું [अवश्यंअस्ति] અવશ્ય છે’ તો આ પ્રકારનું કથન પણ [ना] બરાબર નથી; [यतः] કારણ કે [स्वयं वा स्वतः] સ્વયં અથવા સ્વતઃ [परिणममानस्य] પરિણમનારી વસ્તુને [निमित्ततया] નિમિત્તપણાથી [किम्?] શું ફાયદો છે? અર્થાત્ સ્વતઃ પરિણમનશીલ વસ્તુને નિમિત્તકારણથી કાંઈ જ પ્રયોજન નથી. આ વિષયમાં સ્પષ્ટતા માટે પંચાધ્યાયી ભા. ૧ શ્લોક પ૬પ થી પ૮પ સુધી દેખવું જોઈએ.

પ્રયોજનભૂત

આ રીતે છ દ્રવ્યનું સ્વરૂપ અનેક પ્રકારે વર્ણવ્યું. આ છ દ્રવ્યોમાં સમયે સમયે પરિણમન થાય છે, તેને ‘પર્યાય’ (હાલત, અવસ્થા, Condition) કહેવાય છે. ધર્મ-અધર્મ-આકાશ અને કાળ એ ચાર દ્રવ્યોના પર્યાય તો સદાય શુદ્ધ જ છે; બાકીના જીવ અને પુદ્ગલ એ બે દ્રવ્યોમાં શુદ્ધ પર્યાય હોય છે અથવા અશુદ્ધ પર્યાય પણ હોઈ શકે છે.

જીવ અને પુદ્ગલ એ બે દ્રવ્યોમાંથી પણ પુદ્ગલ દ્રવ્યમાં જ્ઞાન નથી, તેનામાં જાણપણું નથી અને તેથી તેનામાં જ્ઞાનની ઊંધાઈરૂપ ભૂલ નથી; માટે પદ્ગલને સુખ કે દુઃખ હોતાં નથી. સાચા જ્ઞાન વડે સુખ અને ઊંધા જ્ઞાન વડે દુઃખ થાય છે, પરંતુ પુદ્ગલ દ્રવ્યમાં જ્ઞાનગુણ જ નથી, તેથી તેને સુખદુખ નથી; તેનામાં સુખગુણ જ નથી.


Page 389 of 655
PDF/HTML Page 444 of 710
single page version

૩૮૮ ] [ મોક્ષશાસ્ત્ર આમ હોવાથી પુદ્ગલ દ્રવ્યને તો અશુદ્ધદશા હો કે શુદ્ધદશા હો, બન્ને સમાન છે; શરીર પુદ્ગલદ્રવ્યની અવસ્થા છે માટે શરીરમાં સુખ-દુઃખ થતાં નથી. શરીર નીરોગ હો કે રોગી હો, તે સાથે સુખ-દુઃખનો સંબંધ નથી.

હવે બાકી રહ્યો જાણનારો જીવ

છએ દ્રવ્યોમાં આ એક જ દ્રવ્ય જ્ઞાનસામર્થ્યવાન છે. જીવમાં જ્ઞાનગુણ છે અને જ્ઞાનનું ફળ સુખ છે, તેથી જીવમાં સુખગુણ છે. જો સાચું જ્ઞાન કરે તો સુખ હોય, પરંતુ જીવ પોતાના જ્ઞાનસ્વભાવને ઓળખતો નથી અને જ્ઞાનથી જુદી અન્ય વસ્તુઓમાં સુખની કલ્પના કરે છે. આ તેના જ્ઞાનની ભૂલ છે અને તે ભૂલને લીધે જ જીવને દુઃખ છે. અજ્ઞાન તે જીવનો અશુદ્ધ પર્યાય છે. જીવનો અશુદ્ધ પર્યાય તે દુઃખ હોવાથી તે દશા ટાળીને સાચા જ્ઞાન વડે શુદ્ધ દશા કરવાનો ઉપાય સમજાવવામાં આવે છે; કેમ કે બધાય જીવો સુખ ઇચ્છે છે અને સુખ તો જીવની શુદ્ધદશામાં જ છે; માટે જે છ દ્રવ્યો જાણ્યાં તેમાંના જીવ સિવાયનાં પાંચ દ્રવ્યોના ગુણ-પર્યાય સાથે તો જીવને પ્રયોજન નથી; પણ પોતાના ગુણ-પર્યાય સાથે જ જીવને પ્રયોજન છે.

એ પ્રમાણે શ્રી ઉમાસ્વામી વિરચિત મોક્ષશાસ્ત્રના
પાંચમા અધ્યાયની ગુજરાતી ટીકા પૂરી થઈ.

Page 390 of 655
PDF/HTML Page 445 of 710
single page version

મોક્ષશાસ્ત્ર ગુજરાતી ટીકા
અધ્યાય છઠ્ઠો

ભૂમિકા

૧. પહેલા અધ્યાયના ચોથા સૂત્રમાં સાત તત્ત્વો કહ્યાં છે અને તે તત્ત્વોની યથાર્થ શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે-એમ પહેલા અધ્યાયના બીજા સૂત્રમાં કહ્યું છે. બીજાથી પાંચમા અધ્યાય સુધીમાં જીવ અને અજીવ તત્ત્વનું વર્ણન કર્યું. આ અધ્યાયમાં તથા સાતમાં અધ્યાયમાં આસ્રવ તત્ત્વનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે. આસ્રવની વ્યાખ્યા પૂર્વે ૧૪ મા પાને આપી છે તે અહીં લાગુ પડે છે.

ર. સાત તત્ત્વોની સિદ્ધિ
(બૃહત્ દ્રવ્યસંગ્રહ પા. ૭૧-૭ર ના આધારે)

આ જગતમાં જીવ અને અજીવ દ્રવ્યો છે અને તેમના પરિણમનથી આસ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ તત્ત્વો થાય છે. એ રીતે જીવ, અજીવ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ સાત તત્ત્વો છે.

હવે અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે-હે ગુરુદેવ? (૧) જો જીવ તથા અજીવ એ બન્ને દ્રવ્યો એકાંતે (-સર્વથા) પરિણામી જ હોય તો તેમના સંયોગપર્યાયરૂપ એક જ પદાર્થ સિદ્ધ થાય છે, અને (ર) જો તેઓ સર્વથા અપરિણામી હોય તો જીવ અને અજીવ દ્રવ્ય એવા બે જ પદાર્થો સિદ્ધ થાય છે. જો આમ છે તો આસ્રવાદિ તત્ત્વો કઈ રીતે સિદ્ધ થાય છે.

શ્રીગુરુ તેનો ઉત્તર કહે છે કે-જીવ અને અજીવ દ્રવ્યો ‘કથંચિત્ પરિણામી’ હોવાથી બાકીનાં પાંચ તત્ત્વોનું કથન ન્યાયયુક્ત સિદ્ધ થાય છે.

(૧) ‘કથંચિત્-પરિણામીપણું’ તેનો શું અર્થ છે તે કહેવાય છેઃ જેમ સ્ફટિકમણિ છે તે જો કે સ્વભાવથી નિર્મળ છે તોપણ જાસુદ પુષ્પ વગેરેની સમીપે પોતાની લાયકાતના કારણે પર્યાયાંતર પરિણતિ ગ્રહણ કરે છે; પર્યાયમાં સ્ફટિકમણિ જો કે ઉપાધિનું ગ્રહણ કરે છે તોપણ નિશ્ચયથી પોતાનો જે નિર્મળસ્વભાવ છે તેને તે છોડતો નથી. તેમ જીવનો સ્વભાવ પણ શુદ્ધદ્રવ્યાર્થિક નયથી તો સહજ શુદ્ધ ચિદાનંદ એકરૂપ છે,


Page 391 of 655
PDF/HTML Page 446 of 710
single page version

૩૯૦ ] [ મોક્ષશાસ્ત્ર પરંતુ અનાદિ કર્મબંધરૂપ પર્યાયને પોતે વશ થવાથી તે રાગાદિ પરદ્રવ્ય ઉપાધિ- પર્યાયને ગ્રહણ કરે છે. પર્યાયમાં જીવ જોકે પર પર્યાયપણે (પરદ્રવ્યના લક્ષે થતા અશુદ્ધ પર્યાયપણે) પરિણમે છે તો પણ નિશ્ચયનયથી શુદ્ધસ્વરૂપને છોડતો નથી. પદ્ગલદ્રવ્યનું પણ તેમ જ થાય છે. આ કારણે જીવ-અજીવનું પરસ્પર અપેક્ષાસહિત પરિણમન હોવું તે જ ‘કથંચિત્-પરિણામીપણું,’ શબ્દનો અર્થ છે.

(ર) આ પ્રમાણે ‘કથંચિત્-પરિણામીપણું’ સિદ્ધ થતા જીવ અને પુદ્ગલના સંયોગની પરિણતિ (-પરિણામ) થી રચાયેલાં બાકીનાં આસ્રવાદિ પાંચ તત્ત્વો સિદ્ધ થાય છે. જીવમાં આસ્રવાદિ પાંચ તત્ત્વોના પરિણમન વખતે પુદ્ગલકર્મરૂપ નિમિત્તનો સદ્ભાવ કે અભાવ હોય છે અને પુદ્ગલમાં આસ્રવાદિ પાંચ તત્ત્વોના પરિણમનમાં જીવના ભાવરૂપ નિમિત્તનો સદ્ભાવ કે અભાવ હોય છે. આથી જ સાત તત્ત્વોને ‘જીવ અને પુદ્ગલના સંયોગની પરિણતિથી રચાયેલાં’ કહેવાય છે; પરંતુ જીવ અને પુદ્ગલની ભેગી પરિણતિ થઈને બાકીનાં પાંચ તત્ત્વો થાય છે એમ ન સમજવું.

પૂર્વોક્ત જીવ અને અજીવ એ બે દ્રવ્યોને આ પાંચ તત્ત્વોમાં મેળવતાં કુલ સાત તત્ત્વો થાય છે. અને તેમાં પુણ્ય-પાપને જુદાં ગણવામાં આવે તો નવ પદાર્થો થાય છે. પુણ્ય અને પાપ નામના બે પદાર્થોનો અંતર્ભાવ (સમાવેશ) અભેદનયે આસ્રવ-બંધ પદાર્થમાં કરવામાં આવે ત્યારે સાત તત્ત્વો કહેવામાં આવે છે.

૩. સાત તત્ત્વોનું પ્રયોજન
(બૃહત્ દ્રવ્યસંગ્રહ પા. ૭૨-૭૩ ના આધારે)

શિષ્ય ફરી પ્રશ્ન કરે છે કે-હે ભગવન્! જો કે જીવ-અજીવનું કથંચિત્- પરિણામીપણું માનતાં ભેદપ્રધાન પર્યાયાર્થિકનયની અપેક્ષાએ સાત તત્ત્વો સિદ્ધ થઈ ગયાં, તોપણ તેનાથી જીવનું શું પ્રયોજન સિદ્ધ થયું? - કારણ કે, જેમ અભેદનયથી પુણ્ય-પાપ એ બે પદાર્થોનો સાત તત્ત્વોમાં અંતર્ભાવ પ્રથમ કર્યો છે તે જ પ્રમાણે વિશેષ અભેદનયની વિવક્ષામાં આસ્રવાદિ પદાર્થોનો પણ જીવ અને અજીવ એ બે જ પદાર્થોમાં અંતર્ભાવ કરી લેવાથી એ બે જ પદાર્થો સિદ્ધ થઈ જશે.

શ્રીગુરુ તે પ્રશ્નનું સમાધાન કરે છે-કયા તત્ત્વો હોય છે અને કયા તત્ત્વો ઉપાદેય છે તેનું પરિજ્ઞાન થાય એ પ્રયોજનથી આસ્રવાદિ તત્ત્વોનું નિરુપણ કરવામાં આવે છે.

હેય, ઉપાદેય તત્ત્વો કયા છે તે હવે કહે છેઃ અક્ષય અનંત સુખ તે ઉપાદેય છે; તેનું કારણ મોક્ષ છે; મોક્ષનું કારણ સંવર અને નિર્જરા છે; તેનું કારણ વિશુદ્ધ


Page 392 of 655
PDF/HTML Page 447 of 710
single page version

અ. ૬ ભૂમિકા ] [ ૩૯૧ જ્ઞાનદર્શનસ્વભાવી નિજ આત્મતત્ત્વસ્વરૂપના સમ્યક્શ્રદ્ધાન-જ્ઞાન તથા આચરણલક્ષણ સ્વરૂપ તે નિશ્ચયરત્નત્રય; તે નિશ્ચયરત્નત્રયને સાધવા માગનાર જીવે વ્યવહારરત્નત્રય શું છે તે સમજીને પરદ્રવ્યો તેમ જ રાગ ઉપરથી પોતાનું લક્ષ વાળવું જોઈએ; એ પ્રમાણે કરતાં નિશ્ચયસમ્યગ્દર્શન પ્રગટે છે, અને તેના જોરે સંવર, નિર્જરા તથા મોક્ષ પ્રગટે છે, માટે એ ત્રણ તત્ત્વો ઉપાદેય છે.

હવે હેયતત્ત્વો કયા છે તે કહે છેઃ આકુળતાને ઉત્પન્ન કરનારાં એવા નિગોદનરકાદિ ગતિનાં દુઃખ તેમ જ ઇન્દ્રિયો દ્વારા ઉત્પન્ન થયેલ કલ્પિત સુખ તે હેય (-છોડવા યોગ્ય) છે; તેનું કારણ સંસાર છે; તે સંસારનું કારણ આસ્રવ તથા બંધ એ બે તત્ત્વો છે, પુણ્ય-પાપ બન્ને બંધતત્ત્વ છે; તે આસ્રવ તથા બંધનાં કારણ, પૂર્વે કહેલા નિશ્ચય તેમ જ વ્યવહારરત્નત્રયથી વિપરીત લક્ષણનાં ધારક એવાં મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર એ ત્રણ છે. તેથી આસ્રવ અને બંધ એ બે તત્ત્વો હેય છે.

આ પ્રમાણે હેય ઉપાદેય તત્ત્વોનું જ્ઞાન થવા માટે સાત તત્ત્વોનું સ્વરૂપ જ્ઞાનીઓ નિરૂપણ કરે છે.

૪. તત્ત્વની શ્રદ્ધા ક્યારે થઈ કહેવાય?

(૧) જૈનશાસ્ત્રોમાં કહેલા જીવના ત્રસ-સ્થાવર વગેરે ભેદોને, ગુણસ્થાન- માર્ગણા વગેરે ભેદોને, જીવ-પુદ્ગલ વગેરેના ભેદોને તથા વર્ણાદિ ભેદોને તો જીવ જાણે છે, પણ અધ્યાત્મશાસ્ત્રોમાં ભેદવિજ્ઞાનના કારણભૂત અને વીતરાગદશા થવાના કારણભૂત વસ્તુનું જેવું નિરૂપણ કર્યું છે તેવું જે જાણતો નથી, તેને જીવ અને અજીવતત્ત્વની યથાર્થ શ્રદ્ધા નથી.

(ર) વળી કોઈ પ્રસંગથી ભેદવિજ્ઞાનના કારણભૂત અને વીતરાગદશાના કારણભૂત વસ્તુના નિરૂપણનું જાણવું માત્ર શાસ્ત્રાનુસાર હોય પરંતુ પોતાને પોતારૂપ જાણીને તેમાં પરનો અંશ પણ (માન્યતામાં) ન મેળવવો તથા પોતાનો અંશ પણ (માન્યતામાં) પરમાં ન મેળવવો-એવું શ્રદ્ધાન જ્યાં સુધી જીવ ન કરે ત્યાં સુધી તેને જીવ અને અજીવતત્ત્વની યથાર્થ શ્રદ્ધા નથી.

(૩) જેમ અન્ય મિથ્યાદ્રષ્ટિ નિર્ધાર વિના (-નિર્ણય વગર) પર્યાયબુદ્ધિથી (-દેહ દ્રષ્ટિથી) જાણપણામાં તથા વર્ણાદિમાં અહંબુદ્ધિ ધારે છે, તેમ જે જીવ આત્માશ્રિત જ્ઞાનાદિમાં તથા શરિરાશ્રિત થતી ઉપદેશ, ઉપવાસાદિ ક્રિયામાં પોતાપણું માને છે, તેને જીવ-અજીવતત્ત્વની યથાર્થ શ્રદ્ધા નથી. એવો જીવ કોઈ વખત શાસ્ત્રાનુસાર સાચી વાત પણ બોલે પરંતુ ત્યાં તેને અંતરંગ નિર્ધારરૂપ શ્રદ્ધા નથી, તેથી, જેમ કેફી મનુષ્ય માતાને માતા કહે તો પણ તે શાણો નથી તેમ, આ જીવ પણ સમ્યગ્દ્રષ્ટિ નથી.


Page 393 of 655
PDF/HTML Page 448 of 710
single page version

૩૯૨ ] [ મોક્ષશાસ્ત્ર

(૪) વળી તે જીવ, કોઈ બીજાની જ વાત કરતો હોય તેમ આત્માનું કથન કરે છે, પરંતુ ‘એ આત્મા હું જ છું’ એવો ભાવ તેને ભાસતો નથી. વળી જેમ કોઈ બીજાને બીજાથી ભિન્ન બતાવતો હોય તેમ આ આત્મા અને શરીરની ભિન્નતા પ્રરૂપે છે; પરંતુ ‘હું એ શરીરાદિકથી ભિન્ન છું’ એવો ભાવ તેને ભાસતો નથી; તેથી તેને જીવ-અજીવની યથાર્થ શ્રદ્ધા નથી.

(પ) પર્યાયમાં (-વર્તમાન દશામાં) જીવ-પુદ્ગલના પરસ્પર નિમિત્તથી અનેક ક્રિયા થાય છે; તે સર્વને બે દ્રવ્યોના મેળાપથી બનેલી માને છે, પણ ‘આ જીવની ક્રિયા છે અને આ પુદ્ગલની ક્રિયા છે’ એમ ભિન્ન ભિન્ન ભાવ તેને ભાસતો નથી. આવો ભિન્ન ભાવ ભાસ્યા વિના તેને જીવ-અજીવનો સાચો શ્રદ્ધાની કહી શકાય નહિ, કારણ કે જીવ-અજીવને જાણવાનું પ્રયોજન તો એ જ હતું; તે આને થયું નહી.

(જુઓ, મોક્ષમાર્ગ-પ્રકાશક પા. રર૯)

(૬) જ્યાં સુધી આવી યથાર્થ શ્રદ્ધા ન થાય ત્યાં સુધી જીવ સમ્યગ્દ્રષ્ટિ થતો નથી-એમ પહેલા અધ્યાયના બત્રીસમાં સૂત્રમાં* કહ્યું છે. તેમાં ‘સત્’ શબ્દથી જીવ પોતે ત્રિકાળી શુદ્ધ ચૈતન્યસ્વરૂપ શું છે તે સમજવા કહ્યું છે અને ‘અસત્’ શબ્દથી એ બતાવ્યું છે કે-જીવમાં થતો વિકાર જીવમાંથી ટાળી શકાય છે માટે તે પર છે. પરવસ્તુઓ અને આત્મા ભિન્ન હોવાથી કોઈ પરનું કાંઈ કરી શકે નહિ; આત્માની અપેક્ષાએ પરવસ્તુઓ અસત્ છે-નાસ્તિપણે છે આમ યથાર્થ સમજે ત્યારે જ સત્- અસત્ના વિશેષનું યથાર્થ જ્ઞાન જીવને થાય છે. જ્યાં સુધી એવું જ્ઞાન ન થાય ત્યાં સુધી જીવને આસ્રવ ટળે નહિ; જ્યાં સુધી જીવ પોતાનો અને આસ્રવનો ભેદ જાણે નહિ ત્યાં સુધી તેને વિકાર ટળે નહિ. તેથી એ ભેદ સમજાવવા આસ્રવનું સ્વરૂપ છઠ્ઠા અને સાતમા અધ્યાયોમાં કહ્યું છે.

આ આસ્રવ–અધિકાર છે; તેમાં પ્રથમ યોગના ભેદ અને તેનું
સ્વરૂપ કહે છે–
कायवाङ़्मनःकर्म योगः।। १।।

અર્થઃ– [कायवाङ़्मनःकर्म] કાય, વચન અને મનના અવલંબને (-નિમિત્તે) આત્માના પ્રદેશોનું સકંપ થવું તે [योगः] યોગ છે. _________________________________________________________________ *सदसतोरविशेषाद्यद्रच्छोपलब्धेरुन्मत्तवत्।। ३२।।


Page 394 of 655
PDF/HTML Page 449 of 710
single page version

અ. ૬ સૂત્ર ૧-૨ ] [ ૩૯૩

ટીકા

૧. અધ્યાય પ, સૂત્ર રર માં ‘ક્રિયા’ શબ્દ કહ્યો છે અને અહીં ‘કર્મ’ શબ્દ કહ્યો છે તે બન્નેનો અર્થ એક જ છે.

ર. યોગઃ– આત્માના પ્રદેશોનું સકંપ થવું તે; સૂત્રમાં યોગના જે ત્રણ પ્રકાર કહ્યા છે તે નિમિત્ત અપેક્ષાએ છે. ઉપાદાનરૂપ યોગમાં ત્રણ પ્રકાર નથી પણ એક જ પ્રકાર છે. બીજી રીતે યોગના બે પ્રકાર પાડી શકાય છે-૧. ભાવયોગ અને ર. દ્રવ્યયોગ. કર્મ-નોકર્મને ગ્રહણ કરવાની આત્માની શક્તિવિશેષ તે ભાવયોગ છે, અને તે શક્તિના કારણે આત્મપ્રદેશોનું પરિસ્પંદન (ચંચળ થવું) તે દ્રવ્યયોગ છે- (અહીં ‘દ્રવ્ય’ નો અર્થ ‘આત્મદ્રવ્યના પ્રદેશો’ થાય છે).

૩. આ આસ્રવ અધિકાર છે. યોગ તે આસ્રવ છે-એમ બીજા સૂત્રમાં કહેશે. આ યોગના બે પ્રકાર છે-૧. સકષાય યોગ અને ર. અકષાય યોગ. (જુઓ, સૂત્ર ૪.)

૪. ભાવયોગ જો કે એક જ પ્રકારનો છે તોપણ નિમિત્ત અપેક્ષાએ તેના પંદર ભેદ પડે છે; જ્યારે તે યોગ મન તરફ વળે છે ત્યારે તેમાં મન નિમિત્ત હોવાથી, યોગ અને મનનો નિમિત્ત-નૈમિત્તિકસંબંધ બતાવવા માટે, તે યોગને ‘મનોયોગ’ કહેવામાં આવે છે. આ જ પ્રમાણે જ્યારે વચન તથા કાય તરફ વળે છે ત્યારે વચન અને કાયયોગ કહેવાય છે. તેમાં મનોયોગના ચાર પ્રકાર, વચનયોગના ચાર પ્રકાર અને કાયયોગના સાત પ્રકાર છે; એ રીતે નિમિત્તની અપેક્ષાએ ભાવયોગના કુલ પંદર ભેદો પડે છે. (જૈન સિદ્ધાંત પ્રવેશિકા-પ્ર. રર૦, ૪૩ર, ૪૩૩)

પ. આત્માના અનંત ગુણોમાનો એક ‘યોગ’ ગુણ છે; તે અનુજીવી ગુણ છે. તે ગુણના પર્યાયમાં બે પ્રકાર પડે છે-૧. પરિસ્પંદનરૂપ એટલે કે આત્મપ્રદેશોનાં કંપનરૂપ અને ર. આત્મપ્રદેશોની નિશ્ચલતારૂપ-નિષ્કંપરૂપ. પહેલો પ્રકાર તે યોગગુણનો અશુદ્ધ પર્યાય છે અને બીજો પ્રકાર તે યોગગુણનો શુદ્ધ પર્યાય છે.

આ સૂત્રમાં યોગગુણના કંપનરૂપ અશુદ્ધ પર્યાયને ‘યોગ’ કહેલ છે.

આસ્રવનું સ્વરૂપ
स आस्रवः।। २।।

અર્થઃ– [सः] તે યોગ [आस्रवः] આસ્રવ છે.


Page 395 of 655
PDF/HTML Page 450 of 710
single page version

૩૯૪ ] [ મોક્ષશાસ્ત્ર

ટીકા

૧. સકષાય યોગ અને અકષાય યોગ આસ્રવ અર્થાત્ આત્માના વિકારભાવ છે, એમ આગળ સૂત્ર ૪માં કહેશે.

ર. કેટલાક જીવો કષાયનો અર્થ ક્રોધ-માન-માયા-લોભ કરે છે, પણ તે અર્થ પૂરતો નથી. મોહના ઉદયમાં જોડાતાં જીવને મિથ્યાત્વ ક્રોધાદિભાવ થાય છે તે સર્વનું નામ સામાન્યપણે ‘કષાય’ છે (જુઓ, મોક્ષમાર્ગ-પ્રકાશક પા. ૩૧.) સમ્યગ્દ્રષ્ટિને મિથ્યાત્વભાવ નથી એટલે તેને ક્રોધાદિભાવ થાય તે કષાય છે.

૩. યોગની ક્રિયા નવાં કર્મના આસ્રવનું નિમિત્તકારણ છે. આ સૂત્રમાં કહેલાં ‘આસ્રવ’ શબ્દમાં દ્રવ્યઆસ્રવનો સમાવેશ થાય છે. યોગની ક્રિયા તો નિમિત્તકારણ છે; તેમાં પરદ્રવ્યના દ્રવ્યાસ્રવરૂપ કાર્યનો ઉપચાર કરીને આ સૂત્રમાં યોગની ક્રિયાને જ આસ્રવ કહેલ છે.

એક દ્રવ્યના કારણને બીજા દ્રવ્યના કાર્યમાં મેળવીને વ્યવહારનયથી કથન કરવામાં આવે છે. તે પદ્ધતિ અહીં ગ્રહણ કરીને જીવના ભાવયોગની ક્રિયા કારણને દ્રવ્યકર્મના કાર્યમાં મેળવીને આ સૂત્રમાં કથન કર્યું છે; આવા વ્યવહારનયને આ શાસ્ત્રમાં નૈગમનયે કથન કર્યું કહેવાય છે; કેમ કે યોગની ક્રિયામાં દ્રવ્યકર્મરૂપ કાર્યનો સંકલ્પ કરવામાં આવ્યો છે.

૪. પ્રશ્નઃ– આસ્રવને જાણવાની શું જરૂર છે? ઉત્તરઃ– દુઃખનું કારણ શું છે તે જાણ્યા સિવાય દુઃખ ટાળી શકાય નહિ; મિથ્યાત્વાદિક ભાવ પોતે જ દુઃખમય છે, તેને જેમ છે તેમ ન જાણે તો તેનો અભાવ પણ જીવ ન કરે અને તેથી જીવને દુઃખ જ રહે; માટે આસ્રવને જાણવો આવશ્યક છે.

(જુઓ, મોક્ષમાર્ગ-પ્રકાશક પા. ૮ર)

પ. પ્રશ્નઃ– અનાદિથી જીવની આસ્રવતત્ત્વની વિપરીત શ્રદ્ધા શું છે? ઉત્તરઃ– મિથ્યાત્વ-રાગાદિક પ્રગટ દુઃખદાયક છે છતાં તેનું સેવન કરવાથી સુખ થશે એમ માનવું તે આસ્રવતત્ત્વની વિપરીત શ્રદ્ધા છે.

૬. પ્રશ્નઃ– સૂત્ર ૧-ર માં યોગને આસ્રવ કહ્યો છે અને અન્યત્ર તો મિથ્યાત્વાદિને આસ્રવ કહ્યાં-તેનો શું ખુલાસો છે?

ઉત્તરઃ– સકષાય યોગ અને અકષાય યોગ એવા બે પ્રકારનો યોગ છે એમ ચોથા સૂત્રમાં સ્પષ્ટ કહ્યું છે; માટે સકષાય યોગમાં મિથ્યાત્વાદિનો સમાવેશ થઈ જાય છે એમ સમજવું.


Page 396 of 655
PDF/HTML Page 451 of 710
single page version

અ. ૬ સૂત્ર ૨-૩ ] [ ૩૯પ

૭. આ બન્ને પ્રકારના યોગોમાંથી જે પદે જે યોગ હોય તે જીવનો વિકારી પર્યાય છે; તેનું નિમિત્ત પામીને નવાં દ્રવ્યકર્મો આત્મપ્રદેશે આવે છે, તેથી તે યોગ દ્રવ્યાસ્રવનું નિમિત્તકારણ કહેવાય છે.

૮. પ્રશ્નઃ– પહેલાં યોગ ટળે છે કે મિથ્યાત્વાદિ ટળે છે? ઉત્તરઃ– સૌથી પહેલાં મિથ્યાત્વભાવ ટળે છે. યોગ તો ચૌદમા અયોગકેવળી ગુણસ્થાને ટળે છે. તેરમા ગુણસ્થાને જ્ઞાન વીર્યાદિ સંપૂર્ણ પ્રગટે છે તોપણ યોગ હોય છે; માટે પ્રથમ મિથ્યાત્વ ટાળવું જોઈએ. અને મિથ્યાત્વ ટળતાં તે પૂરતો યોગ સહજ ટળે છે.

૯. સમ્યગ્દ્રષ્ટિને મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાય નહિ હોવાથી તેને તે પ્રકારના ભાવ-આસ્રવો થતા જ નથી. સમ્યગ્દ્રષ્ટિને મિથ્યાત્વ ટળી જવાથી અનંતાનુબંધી કષાયનો તેમ જ અનંતાનુબંધી કષાયની સાથે સંબંધ રાખતા અવિરતિ અને યોગભાવનો અભાવ થઈ જાય છે (જુઓ, શ્રી સમયસાર પા. રરપ). વળી મિથ્યાત્વ ટળી જવાથી તેની સાથે રહેનારી પ્રકૃતિઓનો બંધ થતો નથી અને અન્ય પ્રકૃતિઓ સામાન્યસંસારનું કારણ નથી. મૂળથી કપાયેલા વૃક્ષનાં લીલાં પાંદડાં જેવી તે પ્રકૃતિઓ શીઘ્ર સુકાવા યોગ્ય છે. સંસારનું મૂળ અર્થાત્ સંસારનું કારણ મિથ્યાત્વ જ છે. (શ્રી સમયસાર પા. ર૧૭-ર૧૮).।। २।।

યોગના નિમિત્તથી આસ્રવના ભેદ
शुभः पुण्यस्याशुभः पापस्य।। ३।।

અર્થઃ– [शुभः] શુભયોગ [पुण्यस्य] પુણ્યકર્મના આસ્રવમાં કારણ છે અને [अशुभः] અશુભયોગ [पापस्य] પાપકર્મના આસ્રવમાં કારણ છે.

ટીકા

૧. યોગમાં શુભ કે અશુભ એવા ભેદ નથી, પણ આચરણરૂપ ઉપયોગમાં શુભોપયોગ અને અશુભોપયોગ એવા ભેદ હોય છે; તેથી શુભોપયોગ સાથેના યોગને ઉપચારથી શુભયોગ કહેવાય છે અને અશુભોપયોગ સાથેના યોગને ઉપચારથી અશુભયોગ કહેવાય છે.

૨. પુણ્ય આસ્રવ અને પાપ આસ્રવ સંબંધમાં થતી વિપરીતતા

પ્રશ્નઃ– આસ્રવસંબંધી મિથ્યાદ્રષ્ટિ જીવની શું વિપરીતતા છે? ઉત્તરઃ– આસ્રવતત્ત્વમાં જે હિંસાદિક પાપાસ્રવ છે તેને તો જીવ હેય જાણે છે,


Page 397 of 655
PDF/HTML Page 452 of 710
single page version

૩૯૬ ] [ મોક્ષશાસ્ત્ર પણ અહિંસાદિરૂપ પુણ્યાસ્રવ છે તેને ઉપાદેય માને છે; હવે એ બન્ને આસ્રવો હોવાથી કર્મબંધનાં કારણો છે, તેમાં ઉપાદેયપણું માનવું એ જ મિથ્યાદર્શન છે. સર્વ જીવોને જીવન-મરણ, સુખ-દુઃખ પોતપોતાના કર્મોદયના નિમિત્તથી થાય છે છતાં જ્યાં અન્ય જીવ અન્ય જીવનાં કાર્યોનો કર્તા થાય એમ માનવું એ જ મિથ્યા અધ્યવસાય બંધનું કારણ છે. અન્ય જીવને જીવાડવાનો કે સુખી કરવાનો અધ્યવસાય થાય તે તો પુણ્યબંધના કારણરૂપ છે, અને મારવાનો તથા દુઃખી કરવાનો અધ્યવસાય થાય તે પાપબંધના કારણરૂપ છે. એ સર્વ મિથ્યા-અધ્યવસાય છે, તે ત્યાજ્ય છે; માટે હિંસાદિકની માફક અહિંસાદિકને પણ બંધનાં કારણરૂપ જાણીને હેય માનવાં. હિંસામાં સામા જીવને મારવાની બુદ્ધિ થાય પણ તેનું આયુ પૂર્ણ થયા વિના તે મરે નહિ અને પોતાની દ્વેષપરિણતિથી પોતે જ પાપ બાંધે છે; તથા અહિંસામાં પરની રક્ષા કરવાની બુદ્ધિ થાય પણ તેના આયુઅવશેષ વિના તે જીવે નહિ, માત્ર પોતાની શુભરાગ પરિણતિથી પોતે જ પુણ્ય બાંધે છે. એ પ્રમાણે એ બન્ને હેય છે. પણ જ્યાં જીવ વીતરાગ થઈ દ્રષ્ટા-જ્ઞાતારૂપ પ્રવર્તે ત્યાં જ નિર્બંધતા છે માટે તે ઉપાદેય છે.

એવી નિર્બંધદશા ન થાય ત્યાંસુધી જીવને શુભરાગ થાય; પરંતુ શ્રદ્ધાન તો એવું રાખવું કે આ પણ બંધનું કારણ છે-હેય છે-અધર્મ છે. જો શ્રદ્ધાનમાં જીવ તેને મોક્ષમાર્ગ જાણે તો તે મિથ્યાદ્રષ્ટિ જ છે. (મોક્ષમાર્ગ પ્રકાશક પા. રર૯-ર૩૦).

૩. શુભયોગ તથા અનુભયોગના અર્થો

શુભયોગઃ– પંચ પરમેષ્ઠીની ભક્તિ, પ્રાણીઓ પ્રત્યે ઉપકારભાવ, રક્ષાભાવ, સત્ય બોલવાનો ભાવ, પરધન હરણ ન કરવાનો ભાવ-ઇત્યાદિ શુભ પરિણામથી રચાયેલા યોગને શુભયોગ કહે છે.

અશુભયોગઃ– જીવોની હિંસા કરવી; અસત્ય બોલવું, પરધન હરણ કરવું, ઈર્ષા કરવી-ઇત્યાદિ ભાવોરૂપ અશુભપરિણામથી રચાયેલા યોગને અશુભયોગ કહે છે.

૪ આસ્રવમાં શુભ અને અશુભ એવા ભેદ શા માટે?

પ્રશ્નઃ– આત્માને પરાધીન કરવામાં પુણ્ય અને પાપ બન્ને સમાન કારણ છે- સુવર્ણની સાંકળ અને લોઢાની સાંકળની જેમ પુણ્ય અને પાપ તે બન્ને આત્માની સ્વતંત્રતાનો અભાવ કરવામાં સરખાં છે- તો પછી તેમાં શુભ અને અશુભ એવા ભેદ કેમ કહ્યા?

ઉત્તરઃ– તેમના કારણે મળતી ઇષ્ટ-અનિષ્ટ ગતિ, જાતિ વગેરેની રચનાના ભેદનું


Page 398 of 655
PDF/HTML Page 453 of 710
single page version

અ. ૬ સૂત્ર ૩ ] [ ૩૯૭ જ્ઞાન કરાવવા માટે તેમાં ભેદ કહ્યો છે, -એટલે કે સંસાર અપેક્ષાએ ભેદ છે, ધર્મ અપેક્ષાએ ભેદ નથી અર્થાત્ બન્ને પ્રકારના ભાવ ‘અધર્મ’ છે.

પ. શુભ તેમ જ અશુભ બન્ને ભાવોથી સાત કે આઠ કર્મો
બંધાય છે છતાં અહીં તેમ કેમ કહ્યું નથી?

પ્રશ્નઃ– આયુ સિવાયના સાતે કર્મનો આસ્રવ રાગી જીવને નિરંતર થાય છે છતાં શુભપરિણામને પુણ્યઆસ્રવનું જ કારણ અને અશુભ પરિણામને પાપઆસ્રવનું જ કારણ આ સૂત્રમાં કેમ કહ્યું છે?

ઉત્તરઃ– જોકે સંસારી રાગી જીવને સાતે કર્મનો આસ્રવ નિરંતર થાય છે, તોપણ સંકલેશ (અશુભ) પરિણામથી દેવ, મનુષ્ય અને તિર્યંચ આયુષ્ય સિવાય એકસો પીસ્તાલીસ પ્રકૃતિઓની સ્થિતિ વધી જાય છે અને મંદ (શુભ) પરિણામથી તે સમસ્ત કર્મની સ્થિતિ ઘટી જાય છે અને ઉપર્યુક્ત ત્રણ આયુની સ્થિતિ વધી જાય છે.

વળી તીવ્ર કષાયથી શુભપ્રકૃતિનો રસ તો ઘટી જાય છે અને અસાતાવેદનીયાદિક અશુભપ્રકૃતિનો રસ વધી જાય છે. મંદ કષાયથી પુણ્યપ્રકૃતિમાં રસ વધે છે અને પાપપ્રકૃતિમાં રસ ઘટે છે; માટે સ્થિતિ તથા રસ (અનુભાગ) ની અપેક્ષાએ શુભ પરિણામને પુણ્યાસ્રવ કહ્યા અને અશુભ પરિણામને પાપાસ્રવ કહ્યા છે.

૬. શુભ–અશુભ કર્મો બંધાવાના કારણે શુભ–અશુભયોગ એવો ભેદ નથી

પ્રશ્નઃ– શુભ પરિણામના કારણે શુભયોગ અને અશુભ પરિણામના કારણે અશુભ યોગ છે- એમ માનવાને બદલે શુભ-અશુભ કર્મો બંધાવાના નિમિત્તે આ યોગના શુભ-અશુભ ભેદ પડે છે એમ માનવામાં શું વાંધો છે?

ઉત્તરઃ– જો કર્મના બંધ અનુસાર યોગ માનવામાં આવશે તો શુભયોગ જ રહેશે નહિ, કેમ કે શુભયોગના નિમિત્તે જ્ઞાનાવરણાદિ અશુભકર્મો પણ બંધાય છે; તેથી શુભ-અશુભકર્મો બંધાવાના કારણે શુભ-અશુભયોગ એવા ભેદ નથી. પરંતુ મંદકષાયના કારણે શુભ યોગ અને તીવ્ર કષાયના કારણે અશુભ યોગ છે-એમ માનવું તે ન્યાયસર છે.

૭. શુભભાવથી પાપની નિર્જરા થતી નથી.

પ્રશ્નઃ– શુભભાવથી પુણ્યનો બંધ થાય એ ખરુ; પણ તેનાથી પાપની નિર્જરા થાય એમ માનવામાં શું દોષ છે?


Page 399 of 655
PDF/HTML Page 454 of 710
single page version

૩૯૮ ] [ મોક્ષશાસ્ત્ર

ઉત્તરઃ– આ સૂત્રમાં કહેલી તત્ત્વદ્રષ્ટિથી જોતાં એ માન્યતા ભૂલ ભરેલી છે; શુભભાવથી પુણ્યનો બંધ થાય છે, બંધ તે સંસાર છે, અને સંવરપૂર્વક નિર્જરા તે ધર્મ છે. જો શુભભાવથી પાપની નિર્જરા મ માનીએ તો તે (શુભભાવ) ધર્મ થયો; ધર્મથી બંધ કેમ થાય? માટે શુભભાવથી જૂનાં પાપકર્મની નિર્જરા થાય (આત્મપ્રદેશેથી પાપકર્મ ખરી જાય) -એ માન્યતા સાચી નથી. નિર્જરા શુદ્ધભાવથી જ થાય છે એટલે કે તત્ત્વદ્રષ્ટિ વગર સંવર પૂર્વક નિર્જરા થાય નહિ.

૮. ત્રીજા સૂત્રનો સિદ્ધાંત

શુભભાવ અને અશુભભાવ બન્ને કષાય છે, તેથી તે સંસારનું કારણ છે. શુભભાવ વધતાં વધતાં તેનાથી શુદ્ધભાવ થાય જ નહિ. જ્યારે શુદ્ધના લક્ષે શુભ ટાળે ત્યારે શુદ્ધતા થાય. જેટલા અંશે શુદ્ધતા પ્રગટે તેટલા અંશે ધર્મ છે. શુભ કે અશુભમાં ધર્મનો અંશ પણ નથી એમ માનવું તે યથાર્થ છે; તે માન્યતા કર્યા વિના સમ્યગ્દર્શન કદી થાય નહિ. શુભયોગ તે સંવર છે એમ કેટલાક માને છે-તે અસત્ય છે એમ બતાવવા આ સૂત્રમાં બન્ને યોગને સ્પષ્ટપણે આસ્રવ કહ્યા છે. ।। ।।

આસ્રવ સર્વે સંસારીઓને સમાન ફળનો હેતુ થાય છે કે તેમાં
વિશેષતા છે તેનો ખુલાસો

सकषायाकषाययोः साम्परायिकेर्यांपथयोः।। ४।।

અર્થઃ– [सकषायस्य साम्परायिकस्य] કષાયસહિત જીવને સંસારના કારણરૂપ

કર્મનો આસ્રવ થાય છે અને [अकषायस्य ईर्यापथस्य] કષાયરહિત જીવને સ્થિતિરહિત કર્મનો આસ્રવ થાય છે.

ટીકા

૧. કષાયનો અર્થ મિથ્યાદર્શનરૂપ-ક્રોધાદિ થાય છે. સમ્યગ્દ્રષ્ટિ જીવોને મિથ્યાદર્શનરૂપ કષાય હોતો નથી એટલે સમ્યગ્દ્રષ્ટિ જીવોને લાગુ પડતો કષાયનો અર્થ ‘પોતાની નબળાઈથી થતા ક્રોધ-માન-માયા-લોભ વગેરે’ એવો સમજવો. મિથ્યાદર્શન એટલે આત્માના સ્વરૂપની મિથ્યામાન્યતા-ઊંધી માન્યતા.

ર. સામ્પરાયિક આસ્રવ– આ આસ્રવ સંસારનું જ કારણ છે. મિથ્યાત્વભાવરૂપ આસ્રવ અનંત સંસારનું કારણ છે; મિથ્યાત્વનો અભાવ થયા પછી થતો ભાવાસ્રવ અલ્પ સંસારનું કારણ છે.


Page 400 of 655
PDF/HTML Page 455 of 710
single page version

અ. ૬. સૂત્ર પ ] [ ૩૯૯

૩. ઈર્યાપથ આસ્રવ– આ આસ્રવ સ્થિતિ અને અનુભાગ રહિત છે, અને તે અકષાયી જીવોને ૧૧, ૧૨ અને ૧૩મા ગુણસ્થાને હોય છે. ચૌદમે ગુણસ્થાને વર્તના જીવ અકષાયી અને અયોગી બન્ને છે, તેથી ત્યાં આસ્રવ છે જ નહિં.

૪. કર્મબંધના ચાર પ્રકાર

કર્મબંધના ચાર ભેદ છેઃ પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાગ. તેમાં પહેલા બે પ્રકારના ભેદનું કારણ યોગ છે અને છેલ્લા બે ભેદનું કારણ કષાય છે. કષાય તે સંસારનું કારણ છે અને તેથી કષાય હોય ત્યાં સુધીના આસ્રવને સામ્પરાયિક આસ્રવ કહે છે; અને કષાય ટળ્‌યા પછી એકલો યોગ રહે છે; કષાયરહિત યોગથી થતા આસ્રવને ઇર્યાપથ આસ્રવ કહે છે; આત્માનો તે વખતનો પ્રગટતો ભાવ તે ભાવ- ઇર્યાપથ છે અને દ્રવ્યકર્મનો આસ્રવ તે દ્રવ્ય-ઇર્યાપથ છે. આ પ્રમાણે ભાવ અને દ્રવ્ય એવા બે ભેદ સામ્પરાયિક આસ્રવમાં પણ સમજી લેવા. ૧૧ થી ૧૩ માં ગુણસ્થાન સુધી ઇર્યાપથ આસ્રવ હોય છે. તે પહેલાનાં ગુણસ્થાનોએ સામ્પરાયિક આસ્રવ હોય છે.

જેમ વડનું ફળ વગેરે વસ્ત્રને કષાયેલા રંગનું નિમિત્ત થાય છે તેમ મિથ્યાત્વ-ક્રોધાદિક આત્માને કર્મ-રંગ લાગવાનું નિમિત્ત છે, તેથી તે ભાવોને કષાય કહેવામાં આવે છે. જેમ કોરા ઘડાને રજ અડીને ચાલી જાય તેમ કષાયરહિત આત્માને કર્મ-રજ અડીને તે જ વખતે ચાલી જાય છે-આને ઇર્યાપથ આસ્રવ કહેવામાં આવે છે.

સામ્પરાયિક આસ્રવના ૩૯ ભેદ
इन्द्रियकषायाव्रतक्रियाः पंचचतुःपंचपंचविंशतिसंख्याः
पूर्वस्य भेदाः।। ५।।

અર્થઃ– [इन्द्रियाणि पंच] સ્પર્શ વગેરે પાંચ ઇન્દ્રિયો, [कषायाः चतुः] ક્રોધ વગેરે ચાર કષાય, [अव्रतानि पंच] હિંસા વગેરે પાંચ અવ્રત અને [क्रियाःपंचविंशति] સમ્યક્ત્વ વગેરે પચીસ પ્રકારની ક્રિયાઓ [संख्या भेदाः] પ્રમાણે કુલ ૩૯ ભેદ [पूर्वस्य] પહેલા (સામ્પરાયિક) આસ્રવના છે, અર્થાત્ એ સર્વ ભેદો દ્વારા સામ્પરાયિક કર્મનો આસ્રવ થાય છે.

ટીકા

૧. ઇન્દ્રિય– બીજા અધ્યાયના ૧પ થી ૧૯ સૂત્રમાં ઇન્દ્રિયનો વિષય આવી ગયો છે. પુદ્ગલ-ઇન્દ્રિયો પરદ્ધવ્ય છે, તેનાથી આત્માને લાભ કે નુકશાન થાય નહિ; માત્ર


Page 401 of 655
PDF/HTML Page 456 of 710
single page version

૪૦૦ ] [ મોક્ષશાસ્ત્ર ભાવેન્દ્રિયના ઉપયોગમાં તે નિમિત્ત થાય. ‘ઇન્દ્રિય’ નો અર્થ ભાવેન્દ્રિય દ્રવ્ય-ઇન્દ્રિય અને ઇન્દ્રિયના વિષયો-એમ થાય છે, એ ત્રણે જ્ઞેયો છે; જ્ઞાયક આત્મા સાથે તેઓના એકત્વની માન્યતા તે (મિથ્યાત્વભાવ) જ્ઞેયજ્ઞાયકસંકરદોષ છે.

(જુઓ, શ્રી સમયસાર ગાથા ૩૧. ટીકા પા. પ૭-પ૮)

કષાય–રાગ-દ્વેષરૂપ આત્માની પ્રવૃત્તિ તે કષાય છે. તે પ્રવૃત્તિ તીવ્ર અને મંદ એમ બે પ્રકારની હોય છે.

અવ્રત– હિંસા, જૂ ઠું, ચોરી, મૈથુન અને પરિગ્રહ-એમ પાંચ પ્રકારનાં અવ્રત છે. ર. ક્રિયાઃ– આત્માના પ્રદેશોના પરિસ્પંદનરૂપ યોગ તે ક્રિયા છે; તેમાં મન, વચન અને કાયા નિમિત્ત હોય છે. આ ક્રિયા સકષાય યોગમાં દશમા ગુણસ્થાન સુધી હોય છે. પૌદ્ગલિક મન, વચન કે કાયાની કોઈ પણ ક્રિયા આત્માની નથી અને તે આત્માને લાભકારક કે નુકશાનકારક નથી. આત્મા જ્યારે સકષાય યોગરૂપે પરિણમે અને નવાં કર્મોનો આસ્રવ થાય ત્યારે આત્માનો સકષાય યોગ તે પુદ્ગલ-આસ્રવમાં નિમિત્ત છે અને પુદ્ગલ પોતે તે આસ્રવનું ઉપાદાનકારણ છે, ભાવાસ્રવનું ઉપાદાનકારણ આત્માની તે તે અવસ્થાની લાયકાત છે અને નિમિત્ત જૂનાં કર્મોનો ઉદય છે.

૩. પચીસ પ્રકારની ક્રિયાનાં નામ તથા તેના અર્થ

[નોંધઃ– પચીસ પ્રકારની ક્રિયાના વર્ણનમાં ‘ક્રિયા’ નો અર્થ ઉપર નં. ર માં કહ્યો તે પ્રમાણે કરવો - અર્થાત્ આત્માના પ્રદેશોની પરિસ્પંદનરૂપ ક્રિયા- એમ કરવો.]

(૧) સમ્યક્ત્વ ક્રિયાઃ– ચૈત્ય, ગુરુ, પ્રવચનની પૂજા વગેરે કાર્યોથી સમ્યક્ત્વની વૃદ્ધિ થાય છે તેથી તે સમ્યક્ત્વક્રિયા છે. અહીં મન, વચન, કાયાની જે ક્રિયા થાય છે તે સમ્યક્ત્વી જીવને શુભભાવમાં નિમિત્ત છે; તેઓ શુભભાવને ધર્મ માનતા નથી, તેથી તે માન્યતાની દ્રઢતા વડે તેમને સમ્યક્ત્વની વૃદ્ધિ થાય છે; માટે તે માન્યતા આસ્રવ નથી, પણ જે સકષાય (શુભભાવસહિત) યોગ છે તે ભાવ- આસ્રવ છે; દ્રવ્યકર્મના આસ્રવમાં તે સકષાયયોગ માત્ર નિમિત્તકારણ છે.

(૨) મિથ્યાત્વ ક્રિયાઃ– કુદેવ, કુગુરુ અને કુશાસ્ત્રનાં સ્તવનાદિરૂપ મિથ્યાત્વના કારણવાળી ક્રિયામાં અભિરુચિ તે મિથ્યાત્વ ક્રિયા છે.

(૩) પ્રયોગ ક્રિયાઃ– હાથ, પગ વગેરે ચલાવવાના ભાવરૂપ ક્રિયા તે પ્રયોગ ક્રિયા છે.

(૪) સમાદાન ક્રિયાઃ– સંયમી પુરુષનું અસંયમ સન્મુખ થવું તે સમાદાન ક્રિયા છે.


Page 402 of 655
PDF/HTML Page 457 of 710
single page version

અ. ૬ સૂત્ર પ ] [ ૪૦૧

(પ) ઇર્યાપથ ક્રિયા– સમાદાન ક્રિયાથી ઊલટી ક્રિયા એટલે કે સંયમ વધારવા માટે સાધુ જે ક્રિયા કરે તે ઇર્યાપથ ક્રિયા છે. ઇર્યાપથ પાંચ સમિતિરૂપ છે; તેમાં જે શુભભાવ છે તે ઇર્યાપથ ક્રિયા છે. [સમિતિનું સ્વરૂપ નવમા અધ્યાયના પાંચમા સૂત્રમાં કહેવાશે.]

હવે બીજી પાંચ ક્રિયાઓ કહેવામાં આવે છે; તેમાં પરહિંસાના
ભાવની મુખ્યતા છે.

(૬) પ્રાદોષિક ક્રિયા–ક્રોધના આવેશથી દ્વેષાદિકરૂપ બુદ્ધિ કરવી તે પ્રાદોષિક ક્રિયા છે.

(૭) કાયિકી ક્રિયા–ઉપર્યુક્ત પ્રદોષ ઉત્પન્ન થતાં હાથથી મારવું, મુખથી ગાળો દેવી-ઇત્યાદિ પ્રવૃત્તિનો ભાવ તે કાયિકિ ક્રિયા છે.

(૮) અધિકરણિકી ક્રિયા–હિંસાના સાધનભૂત બંદૂક, છરી વગેરેનું લેવું, રાખવું તે સર્વે અધિકરણિકી ક્રિયા છે.

(૯) પરિતાપ ક્રિયાઃ– બીજાને દુઃખ દેવામાં લાગવું તે પરિતાપ ક્રિયા છે. (૧૦) પ્રાણાતિપાત ક્રિયા–બીજાનાં શરીર, ઇન્દ્રિય કે શ્વાસોશ્વાસને નષ્ટ કરવા તે પ્રાણાતિપાત ક્રિયા છે.

નોંધઃ– વ્યવહાર-કથન છે, તેનો અર્થ એમ સમજવો કે જીવ પોતામાં આ પ્રકારના અશુભભાવ કરે છે, ત્યારે આ ક્રિયામાં બતાવેલી પરવસ્તુઓ બ્રાહ્ય નિમિત્તરૂપે સ્વયં હોય છે. જીવ પરપદાર્થોનું કાંઈ કરી શકે કે પરપદાર્થો જીવનું કાંઈ કરી શકે એમ માનવું નહિ.

હવે ૧૧ થી ૧પ સુધીની પાંચ ક્રિયાઓ કહે છે; તેનો સંબંધ
ઇન્દ્રિયના ભોગો સાથે છે.

(૧૧) દર્શન ક્રિયા– સૌદંર્ય જોવાની ઇચ્છા તે દર્શન ક્રિયા છે. (૧૨) સ્પર્શન ક્રિયા–કોઈ ચીજને સ્પર્શ કરવાની ઈન્છા તે સ્પર્શન ક્રિયા છે (આમાં બીજી ઇન્દ્રિયો સંબંધી વાંછાનો સમાવેશ સમજી લેવો).

(૧૩) પ્રાત્યયિકી ક્રિયા– ઇન્દ્રિયના ભોગોની વૃદ્ધિ માટે નવી નવી સામગ્રી એકઠી કરવી કે ઉત્પન્ન કરવી તે પ્રાત્યયિકી ક્રિયા છે.


Page 403 of 655
PDF/HTML Page 458 of 710
single page version

૪૦૨ ] [ મોક્ષશાસ્ત્ર

(૧૪) સમન્તાનુપાન ક્રિયા–સ્ત્રી, પુરુષ તથા પશુઓને બેસવા-ઉઠવાના સ્થાનો મળ-મૂત્રથી ખરાબ કરવાં તે સમન્તાનુપાત ક્રિયા છે.

(૧પ) અનાભોગ ક્રિયા–ભૂમિ જોયા વગર કે યત્નથી શોધ્યા વગર બેસવું, ઊઠવું, સૂવું કે કાંઈ નાંખવું તે અનાભોગ ક્રિયા છે.

હવે ૧૬ થી ૨૦ સુધીની પાંચ ક્રિયાઓ કહે છે, તે ઊંચા
ધર્માચરણમાં ધકકો પહોંચાડનારી છે

(૧૬) સ્વહસ્ત ક્રિયા–જે કામ બીજાને લાયક હોય તે પોતે કરવું તે સ્વહસ્ત ક્રિયા છે.

(૧૭) નિસર્ગ ક્રિયા– પાપનાં સાધનો લેવા-દેવામાં સંમતિ આપવી તે નિસર્ગ ક્રિયા છે.

(૧૮) વિદારણ ક્રિયા–આળસને વશ થઈ સારાં કામો ન કરવાં અને બીજાના દોષો જાહેર કરવા તે વિદારણ ક્રિયા છે.

(૧૯) આજ્ઞા વ્યાપાદિની ક્રિયા–શાસ્ત્રની આજ્ઞાનું પોતે પાલન ન કરવું અને તેના વિપરીત અર્થ કરવા તથા વિપરીત ઉપદેશ આપવો તે આજ્ઞા વ્યાપાદિની ક્રિયા છે.

(૨૦) અનાકાંક્ષા ક્રિયા–ઉન્મત્તપણું કે આળસને વશ થઈ પ્રવચનમાં (-શાસ્ત્રોમાં) કહેલી આજ્ઞાઓ પ્રત્યે આદર કે પે્રમ ન રાખવો તે અનાકાંક્ષા ક્રિયા છે.

હવે છેલ્લી પાંચ ક્રિયાઓ કહે છે; તેના હોવાથી ધર્મ
ધારવામાં વિમુખતા રહે છે.

(૨૧) આરંભ ક્રિયા– નુકસાનકારી કાર્યોમાં રોકાવું, છેદવું, તોડવું, ભેદવું કે બીજા કોઈ તેમ કરે તો હર્ષિત થવું તે આરંભ ક્રિયા છે.

(૨૨) પરિગ્રહ ક્રિયા–પરિગ્રહનો કાંઈ પણ ધ્વંસ ન થાય એવા ઉપાયોમાં લાગ્યા રહેવું તે પરિગ્રહ ક્રિયા છે.

(૨૩) માયા ક્રિયા–જ્ઞાનાદિ ગુણોને માયાચારથી છુપાવવા તે માયા ક્રિયા છે. (૨૪) મિથ્યાદર્શન ક્રિયા–મિથ્યાદ્રષ્ટિઓની તેમ જ મિથ્યાત્વથી ભરેલાં કામોની પ્રશંસા કરવી તે મિથ્યાદર્શન ક્રિયા છે.

(૨પ) અપ્રત્યાખ્યાન ક્રિયા–જે ત્યાગ કરવા લાયક હોય તેનો ત્યાગ ન કરવો


Page 404 of 655
PDF/HTML Page 459 of 710
single page version

અ. ૬ સૂત્ર ૬-૭ ] [ ૪૦૩ તે અપ્રત્યાખ્યાન ક્રિયા છે. (પ્રત્યાખ્યાનનો અર્થ ત્યાગ છે, વિષયો પ્રત્યેની આસક્તિનો ત્યાગ કરવાને બદલે તેમાં આસક્તિ કરવી તે અપ્રત્યાખ્યાન છે.)

નોંધ– નં. ૧૦ ની ક્રિયા નીચે જે નોંધ છે તે નં. ૧૧ થી ૨પ સુધીની ક્રિયાને પણ લાગુ પડે છે.

નં. ૬ થી ૨પ સુધીની ક્રિયાઓમાં આત્માનો અશુભભાવ છે; અશુભભાવરૂપ કષાય યોગ તે ભાવ-આસ્રવ છે, પરંતુ જડ મન, વચન કે શરીરની ક્રિયા તે કાંઈ ભાવ આસ્રવનું કારણ નથી. ભાવાસ્રવનું નિમિત્ત પામીને જડ રજકણરૂપ કર્મો જીવ સાથે એકક્ષેત્રાવગાહરૂપે આવે છે. ઇન્દ્રિય, કષાય તથા અવ્રત કારણ છે અને ક્રિયા તેનું કાર્ય છે.।। ।।

આસ્રવમાં વિશેષતા (–હીનાધિકતા) નું કારણ
ताव्रमन्दज्ञाताज्ञातभावाधिकरणवीर्यविशेषेभ्यस्तद्विशेषः।। ६।।

અર્થઃ– [तीव्र मन्द ज्ञात अज्ञातभाव] તીવ્રભાવ, મંદભાવ, જ્ઞાતભાવ, અજ્ઞાતભાવ, [अधिकरणछीर्यविशेषेभ्यः] અધિકરણ વિશેષ અને વીર્ય વિશેષથી [तत् विशेषः] આસ્રવમાં વિશેષતા-હીનાધિકતા થાય છે.

ટીકા

તીવ્રભાવ–અત્યંત વધેલા ક્રોધાદિ દ્વારા જે તીવ્રરૂપ ભાવ થાય છે તે તીવ્રભાવ છે. મંદભાવ– કષાયોની મંદતાથી જે ભાવ થાય છે તે મંદભાવ છે. જ્ઞાતભાવ–જાણીને ઈરાદાપૂર્વક કરવામાં આવતી પ્રવૃત્તિ તે જ્ઞાતભાવ છે. અજ્ઞાતભાવ–જાણ્યા વિના અસાવધાનતાથી પ્રવર્તવું તે અજ્ઞાતભાવ છે. અધિકરણ–જે દ્રવ્યનો આશ્રય લેવામાં આવે તે અધિકરણ છે. વીર્ય– દ્રવ્યની શક્તિ વિશેષ તે વીર્ય-બળ છે. ।। ।।

અધિકરણના ભેદ
अधिकरणं जीवाऽजीवाः।। ७।।

અર્થઃ– [अधिकरणं] અધિકરણ [जीवाऽजीवाः] જીવદ્રવ્ય અને અજીવદ્રવ્ય એમ બે ભેદરૂપ છે; તેનો સ્પષ્ટ અર્થ એ છે કે આત્મામાં જે કર્માસ્રવ થાય છે તેમાં બે પ્રકારનાં નિમિત્તો છેઃ એક જીવનિમિત્ત અને બીજું અજીવનિમિત્ત.


Page 405 of 655
PDF/HTML Page 460 of 710
single page version

૪૦૪ ] [ મોક્ષશાસ્ત્ર

ટીકા

૧. અહીં અધિકરણનો અર્થ નિમિત્ત થાય છે. છઠ્ઠા સૂત્રમાં આસ્રવની તારતમ્યતાના કારણમાં એક કારણ ‘અધિકરણ’ કહ્યું છે. તે અધિકરણના પ્રકાર બતાવવા માટે આ સૂત્રમાં જીવ અને અજીવ કર્માસ્રવમાં નિમિત્ત છે એમ જણાવ્યું છે.

ર. જીવ અને અજીવના પર્યાયો અધિકરણ છે એમ બતાવવા માટે સૂત્રમાં દ્વિવચન નહિ વાપરતાં બહુવચન વાપરેલ છે. જીવ-અજીવ સામાન્ય અધિકરણ નથી પણ જીવ-અજીવના વિશેષ પર્યાયો અધિકરણ થાય છે. જો જીવ-અજીવ ના સામાન્યને અધિકરણ કહેવામાં આવે તો સર્વે જીવ અને સર્વે અજીવ અધિકરણ થાય. પણ તેમ થતું નથી, કેમ કે જીવ-અજીવના વિશેષ-વિશેષ પર્યાય જ અધિકરણ સ્વરૂપ થાય છે. ।। ।।

જીવ–અધિકરણના ભેદ
आद्यं संरंभसमारंभारंभयोगकृतकारितानुमतकषाय–
विशेषैस्त्रिस्त्रिस्त्रिश्चतुश्चैकशः।। ८।।

અર્થઃ– [आद्यं] પહેલો અર્થાત્ જીવ અધિકરણ-આસ્રવ [संरम्भ समारम्भ आरंभ] સંરંભ-સમારંભ-આરંભ [योग] મન-વચન-કાયરૂપ ત્રણ યોગ [कृत कारित अनुमत] કૃત-કારિત-અનુમોદના તથા [कषायविशेषैःच] ક્રોધાદિ ચાર કષાયોની વિશેષતાથી [त्रिः त्रिः त्रिः चतुः] × ૩ × ૩ × ૩ × ૪ [एकशः] ૧૦૮ ભેદરૂપ છે.

ટીકા

સરંમ્ભાદિ ત્રણ પ્રકાર છે; તે દરેકમાં મન-વચન-કાય એ ત્રણ બોલ લગાડવાથી નવ ભેદ થયા; તે દરેક ભેદમાં કૃત-કારિત-અનુમોદના એ ત્રણ બોલ લગાડવાથી સત્તાવીસ ભેદ થયા અને તે દરેકમાં ક્રોધ-માન-માયા-લોભ એ ચાર બોલ લગાડવાથી કુલ એકસો આઠ ભેદ થાય છે. આ બધા ભેદ જીવ-અધિકરણ આસ્રવના છે.

સૂત્રમાં શબ્દ અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજ્વલન કષાયના ચાર પ્રકાર સૂચવે છે.

અનંતાનુબંધી કષાય–જે કષાયથી જીવ પોતાના સ્વરૂપાચરણ ચારિત્રનું ગ્રહણ ન કરી શકે તેને અનંતાનુબંધી કષાય કહેવાય છે અર્થાત્ આત્માના સ્વરૂપાચરણ ચારિત્રને જે ઘાતે તેને અનંતાનુબંધી કષાય કહેવાય છે.

અનંત સંસારનું કારણ હોવાથી મિથ્યાત્વને ‘અનંત’ કહેવામાં આવે છે; તેની સાથે જે કષાયનો બંધ થાય છે તેને અનંતાનુબંધી કષાય કહેવાય છે.