Page 352 of 380
PDF/HTML Page 381 of 409
single page version
इह हि सांसारिकविकारनिकायाभावान्निर्वाणं भवतीत्युक्त म् ।
निरुपरागरत्नत्रयात्मकपरमात्मनः सततान्तर्मुखाकारपरमाध्यात्मस्वरूपनिरतस्य तस्य वाऽशुभपरिणतेरभावान्न चाशुभकर्म अशुभकर्माभावान्न दुःखम्, शुभपरिणतेरभावान्न शुभकर्म शुभकर्माभावान्न खलु संसारसुखम्, पीडायोग्ययातनाशरीराभावान्न पीडा, असाता-
જ્યાં દુઃખ નહિ, સુખ જ્યાં નહીં, પીડા નહીં, બાધા નહીં,
જ્યાં મરણ નહિ, જ્યાં જન્મ છે નહિ, ત્યાં જ મુક્તિ જાણવી. ૧૭૯.
અન્વયાર્થઃ — [न अपि दुःखं] જ્યાં દુઃખ નથી, [न अपि सौख्यं] સુખ નથી, [न अपि पीडा] પીડા નથી, [न एव बाधा विद्यते] બાધા નથી, [न अपि मरणं] મરણ નથી, [न अपि जननं] જન્મ નથી, [तत्र एव च निर्वाणम् भवति] ત્યાં જ નિર્વાણ છે (અર્થાત્ દુઃખાદિરહિત પરમતત્ત્વમાં જ નિર્વાણ છે).
ટીકાઃ — અહીં, (પરમતત્ત્વને) ખરેખર સાંસારિક વિકારસમૂહના અભાવને લીધે
૨સતત અંતર્મુખાકાર પરમ-અધ્યાત્મસ્વરૂપમાં લીન એવા તે ૩નિરુપરાગ- રત્નત્રયાત્મક પરમાત્માને અશુભ પરિણતિના અભાવને લીધે અશુભ કર્મ નથી અને અશુભ કર્મના અભાવને લીધે દુઃખ નથી; શુભ પરિણતિના અભાવને લીધે શુભ કર્મ નથી અને શુભ કર્મના અભાવને લીધે ખરેખર સંસારસુખ નથી; પીડાયોગ્ય
૩૫૨ ]
૧નિર્વાણ છે એમ કહ્યું છે.
૧. નિર્વાણ = મોક્ષ; મુક્તિ. [પરમતત્ત્વ વિકારરહિત હોવાથી દ્રવ્ય-અપેક્ષાએ સદા મુક્ત જ છે. માટે મુમુક્ષુએ એમ સમજવું કે વિકારરહિત પરમતત્ત્વના સંપૂર્ણ આશ્રયથી જ (અર્થાત્ તેના જ શ્રદ્ધાન- જ્ઞાન-આચરણથી) તે પરમતત્ત્વ પોતાના સ્વાભાવિક મુક્તપર્યાયે પરિણમે છે.]
૨. સતત અંતર્મુખાકાર = નિરંતર અંતર્મુખ જેનો આકાર અર્થાત્ રૂપ છે એવા
૩. નિરુપરાગ = નિર્વિકાર; નિર્મળ.
Page 353 of 380
PDF/HTML Page 382 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
वेदनीयकर्माभावान्नैव विद्यते बाधा, पंचविधनोकर्माभावान्न मरणम्, पंचविधनोकर्म- हेतुभूतकर्मपुद्गलस्वीकाराभावान्न जननम् । एवंलक्षणलक्षिताक्षुण्णविक्षेपविनिर्मुक्त परमतत्त्वस्य सदा निर्वाणं भवतीति ।
जननमरणपीडा नास्ति यस्येह नित्यम् ।
स्मरसुखविमुखस्सन् मुक्ति सौख्याय नित्यम् ।।२9८।।
નથી; પાંચ પ્રકારનાં નોકર્મના અભાવને લીધે મરણ નથી; પાંચ પ્રકારનાં નોકર્મના હેતુભૂત કર્મપુદ્ગલના સ્વીકારના અભાવને લીધે જન્મ નથી. — આવાં લક્ષણોથી લક્ષિત, અખંડ, વિક્ષેપરહિત પરમતત્ત્વને સદા નિર્વાણ છે.
[હવે આ ૧૭૯ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ — ] આ લોકમાં જેને સદા ભવભવનાં સુખદુઃખ નથી, બાધા નથી, જન્મ, મરણ અને પીડા નથી, તેને ( – તે પરમાત્માને) હું, મુક્તિસુખની પ્રાપ્તિ અર્થે, કામદેવના સુખથી વિમુખ વર્તતો થકો નિત્ય નમું છું, સ્તવું છું, સમ્યક્ પ્રકારે ભાવું છું. ૨૯૮.
[શ્લોકાર્થઃ — ] આત્માની આરાધના રહિત જીવને સાપરાધ ( – અપરાધી) ગણવામાં આવ્યો છે. (તેથી) હું આનંદમંદિર આત્માને (આનંદના ઘરરૂપ નિજાત્માને) નિત્ય નમું છું. ૨૯૯.
*યાતનાશરીરના અભાવને લીધે પીડા નથી; અશાતાવેદનીય કર્મના અભાવને લીધે બાધા
*યાતના = વેદના; પીડા. (શરીર વેદનાની મૂર્તિ છે.)
Page 354 of 380
PDF/HTML Page 383 of 409
single page version
परमनिर्वाणयोग्यपरमतत्त्वस्वरूपाख्यानमेतत् ।
अखंडैकप्रदेशज्ञानस्वरूपत्वात् स्पर्शनरसनघ्राणचक्षुःश्रोत्राभिधानपंचेन्द्रियव्यापाराः देव- मानवतिर्यगचेतनोपसर्गाश्च न भवन्ति, क्षायिकज्ञानयथाख्यातचारित्रमयत्वान्न दर्शनचारित्र- भेदविभिन्नमोहनीयद्वितयमपि, बाह्यप्रपंचविमुखत्वान्न विस्मयः, नित्योन्मीलितशुद्ध- ज्ञानस्वरूपत्वान्न निद्रा, असातावेदनीयकर्मनिर्मूलनान्न क्षुधा तृषा च । तत्र परमब्रह्मणि नित्यं ब्रह्म भवतीति ।
અન્વયાર્થઃ — [न अपि इन्द्रियाः उपसर्गाः] જ્યાં ઇન્દ્રિયો નથી, ઉપસર્ગો નથી, [न अपि मोहः विस्मयः] મોહ નથી, વિસ્મય નથી, [न निद्रा च] નિદ્રા નથી, [न च तृष्णा] તૃષા નથી, [न एव क्षुधा] ક્ષુધા નથી, [तत्र एव च निर्वाणम् भवति] ત્યાં જ નિર્વાણ છે (અર્થાત્ ઇન્દ્રિયાદિરહિત પરમતત્ત્વમાં જ નિર્વાણ છે).
ટીકાઃ — આ, પરમ નિર્વાણને યોગ્ય પરમતત્ત્વના સ્વરૂપનું કથન છે.
(પરમતત્ત્વ) *અખંડ-એકપ્રદેશી-જ્ઞાનસ્વરૂપ હોવાને લીધે (તેને) સ્પર્શન, રસન, ઘ્રાણ, ચક્ષુ ને શ્રોત્ર નામની પાંચ ઇન્દ્રિયોના વ્યાપારો નથી તથા દેવ, માનવ, તિર્યંચ ને અચેતનકૃત ઉપસર્ગો નથી; ક્ષાયિકજ્ઞાનમય અને યથાખ્યાતચારિત્રમય હોવાને લીધે (તેને) દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય એવા ભેદવાળું બે પ્રકારનું મોહનીય નથી; બાહ્ય પ્રપંચથી વિમુખ હોવાને લીધે (તેને) વિસ્મય નથી; નિત્ય-પ્રકટિત શુદ્ધજ્ઞાનસ્વરૂપ હોવાને લીધે (તેને) નિદ્રા નથી; અશાતાવેદનીય કર્મને નિર્મૂળ કર્યું હોવાને લીધે (તેને) ક્ષુધા અને તૃષા નથી. તે પરમ બ્રહ્મમાં ( – પરમાત્મતત્ત્વમાં) સદા બ્રહ્મ ( – નિર્વાણ) છે.
૩૫
*ખંડરહિત અભિન્નપ્રદેશી જ્ઞાન પરમતત્ત્વનું સ્વરૂપ છે તેથી પરમતત્ત્વને ઇન્દ્રિયો અને ઉપસર્ગો નથી.
Page 355 of 380
PDF/HTML Page 384 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
तथा चोक्त ममृताशीतौ —
परिभवति न मृत्युर्नागतिर्नो गतिर्वा ।
गुणगुरुगुरुपादाम्भोजसेवाप्रसादात् ।।’’
तथा हि —
ऽक्षानामुच्चैर्विविधविषमं वर्तनं नैव किंचित् ।
तस्मिन्नित्यं निजसुखमयं भाति निर्वाणमेकम् ।।३००।।
એવી રીતે (શ્રી યોગીંદ્રદેવકૃત) અમૃતાશીતિમાં (૫૮ મા શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ —
‘‘[શ્લોકાર્થઃ — ] જ્યાં (જે તત્ત્વમાં) જ્વર, જન્મ અને જરાની વેદના નથી, મૃત્યુ નથી, ગતિ કે આગતિ નથી, તે તત્ત્વને અતિ નિર્મળ ચિત્તવાળા પુરુષો, શરીરમાં રહ્યા છતાં પણ, ગુણમાં મોટા એવા ગુરુનાં ચરણકમળની સેવાના પ્રસાદથી અનુભવે છે.’’
વળી (આ ૧૮૦ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે)ઃ —
[શ્લોકાર્થઃ — ] અનુપમ ગુણોથી અલંકૃત અને નિર્વિકલ્પ એવા જે બ્રહ્મમાં (આત્મતત્ત્વમાં) ઇન્દ્રિયોનું અતિ વિવિધ અને વિષમ વર્તન જરા પણ નથી જ, તથા સંસારના મૂળભૂત અન્ય (મોહ-વિસ્મયાદિ) *સંસારીગુણસમૂહો નથી જ, તે બ્રહ્મમાં સદા નિજસુખમય એક નિર્વાણ પ્રકાશમાન છે. ૩૦૦.
*મોહ, વિસ્મય વગેરે દોષો સંસારીઓના ગુણો છે — કે જે સંસારના કારણભૂત છે.
Page 356 of 380
PDF/HTML Page 385 of 409
single page version
मेतत् ।
सदा निरंजनत्वान्न द्रव्यकर्माष्टकं, त्रिकालनिरुपाधिस्वरूपत्वान्न नोकर्मपंचकं च, अमनस्कत्वान्न चिंता, औदयिकादिविभावभावानामभावादार्तरौद्रध्याने न स्तः, धर्म- शुक्लध्यानयोग्यचरमशरीराभावात्तद्द्वितयमपि न भवति । तत्रैव च महानंद इति ।
અન્વયાર્થઃ — [न अपि कर्म नोकर्म] જ્યાં કર્મ ને નોકર્મ નથી, [न अपि चिन्ता] ચિંતા નથી, [न एव आर्तरौद्रे] આર્ત ને રૌદ્ર ધ્યાન નથી, [न अपि धर्मशुक्लध्याने] ધર્મ ને શુક્લ ધ્યાન નથી, [तत्र एव च निर्वाणम् भवति] ત્યાં જ નિર્વાણ છે (અર્થાત્ કર્માદિરહિત પરમતત્ત્વમાં જ નિર્વાણ છે).
ટીકાઃ — આ, સર્વ કર્મોથી વિમુક્ત ( – રહિત) તેમ જ શુભ, અશુભ ને શુદ્ધ ધ્યાન તથા ધ્યેયના વિકલ્પોથી વિમુક્ત પરમતત્ત્વના સ્વરૂપનું કથન છે.
(પરમતત્ત્વ) સદા નિરંજન હોવાને લીધે (તેને) આઠ દ્રવ્યકર્મ નથી; ત્રણે કાળે નિરુપાધિસ્વરૂપવાળું હોવાને લીધે (તેને) પાંચ નોકર્મ નથી; મન રહિત હોવાને લીધે ચિંતા નથી; ઔદયિકાદિ વિભાવભાવોનો અભાવ હોવાને લીધે આર્ત ને રૌદ્ર ધ્યાન નથી; ધર્મધ્યાન ને શુક્લધ્યાનને યોગ્ય ચરમ શરીરનો અભાવ હોવાને લીધે તે બે ધ્યાન નથી. ત્યાં જ મહા આનંદ છે.
[હવે આ ૧૮૧ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ]
૩૫
Page 357 of 380
PDF/HTML Page 386 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
कर्माशेषं न च न च पुनर्ध्यानकं तच्चतुष्कम् ।
काचिन्मुक्ति र्भवति वचसां मानसानां च दूरम् ।।३०१।।
भगवतः सिद्धस्य स्वभावगुणस्वरूपाख्यानमेतत् ।
निरवशेषेणान्तर्मुखाकारस्वात्माश्रयनिश्चयपरमशुक्लध्यानबलेन ज्ञानावरणाद्यष्टविध- कर्मविलये जाते ततो भगवतः सिद्धपरमेष्ठिनः केवलज्ञानकेवलदर्शनकेवलवीर्य-
[શ્લોકાર્થઃ — ] જે નિર્વાણમાં સ્થિત છે, જેણે પાપરૂપી અંધકારના સમૂહનો નાશ કર્યો છે અને જે વિશુદ્ધ છે, તેમાં ( – તે પરમબ્રહ્મમાં) અશેષ (સમસ્ત) કર્મ નથી તેમ જ પેલાં ચાર ધ્યાનો નથી. તે સિદ્ધરૂપ ભગવાન જ્ઞાનપુંજ પરમબ્રહ્મમાં કોઈ એવી મુક્તિ છે કે જે વચન ને મનથી દૂર છે. ૩૦૧.
અન્વયાર્થઃ — [केवलज्ञानं] (સિદ્ધભગવાનને) કેવળજ્ઞાન, [केवलद्रष्टिः] કેવળદર્શન, [केवलसौख्यं च] કેવળસુખ, [केवलं वीर्यम्] કેવળવીર્ય, [अमूर्तत्वम्] અમૂર્તત્વ, [अस्तित्वं] અસ્તિત્વ અને [सप्रदेशत्वम्] સપ્રદેશત્વ [विद्यते] હોય છે.
ટીકાઃ — આ, ભગવાન સિદ્ધના સ્વભાવગુણોના સ્વરૂપનું કથન છે.
નિરવશેષપણે અંતર્મુખાકાર ( – સર્વથા અંતર્મુખ જેનું સ્વરૂપ છે એવા), સ્વાત્માશ્રિત નિશ્ચય-પરમશુક્લધ્યાનના બળથી જ્ઞાનાવરણાદિ આઠ પ્રકારનાં કર્મોનો વિલય થતાં, તે કારણે
Page 358 of 380
PDF/HTML Page 387 of 409
single page version
केवलसौख्यामूर्तत्वास्तित्वसप्रदेशत्वादिस्वभावगुणा भवंति इति ।
तस्मिन्सिद्धे भवति नितरां केवलज्ञानमेतत् ।
सिद्धिसिद्धयोरेकत्वप्रतिपादनपरायणमेतत् । ભગવાન સિદ્ધપરમેષ્ઠીને કેવળજ્ઞાન, કેવળદર્શન, કેવળવીર્ય, કેવળસુખ, અમૂર્તત્વ, અસ્તિત્વ, સપ્રદેશત્વ વગેરે સ્વભાવગુણો હોય છે.
[હવે આ ૧૮૨ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ] [શ્લોકાર્થઃ — ] બંધના છેદને લીધે, ભગવાન તેમ જ નિત્યશુદ્ધ એવા તે પ્રસિદ્ધ સિદ્ધમાં ( – સિદ્ધપરમેષ્ઠીમાં) સદા અત્યંતપણે આ કેવળજ્ઞાન હોય છે, સમગ્ર જેનો વિષય છે એવું સાક્ષાત્ દર્શન હોય છે, *આત્યંતિક સૌખ્ય હોય છે તથા શુદ્ધશુદ્ધ એવો વીર્યાદિક અન્ય ગુણરૂપી મણિઓનો સમૂહ હોય છે. ૩૦૨.
અન્વયાર્થઃ — [निर्वाणम् एव सिद्धाः] નિર્વાણ તે જ સિદ્ધો છે અને [सिद्धाः निर्वाणम्] સિદ્ધો તે નિર્વાણ છે [इति समुद्दिष्टाः] એમ (શાસ્ત્રમાં) કહ્યું છે. [कर्मविमुक्त : आत्मा] કર્મથી વિમુક્ત આત્મા [लोकाग्रपर्यन्तम्] લોકાગ્ર પર્યંત [गच्छति] જાય છે.
ટીકાઃ — આ, સિદ્ધિ અને સિદ્ધના એકત્વના પ્રતિપાદન વિષે છે.
૩૫
*આત્યંતિક = સર્વશ્રેષ્ઠ; અનંત.
Page 359 of 380
PDF/HTML Page 388 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
निर्वाणशब्दोऽत्र द्विष्ठो भवति । कथमिति चेत्, निर्वाणमेव सिद्धा इति वचनात् । सिद्धाः सिद्धक्षेत्रे तिष्ठंतीति व्यवहारः, निश्चयतो भगवंतः स्वस्वरूपे तिष्ठंति । ततो हेतोर्निर्वाणमेव सिद्धाः सिद्धा निर्वाणम् इत्यनेन क्रमेण निर्वाणशब्दसिद्धशब्दयो- रेकत्वं सफलं जातम् । अपि च यः कश्चिदासन्नभव्यजीवः परमगुरुप्रसादासादित- परमभावभावनया सकलकर्मकलंकपंकविमुक्त : स परमात्मा भूत्वा लोकाग्रपर्यन्तं गच्छतीति ।
क्वचिदपि न च विद्मो युक्ति तश्चागमाच्च ।
स भवति परमश्रीकामिनीकामरूपः ।।३०३।।
નિર્વાણ શબ્દના અહીં બે અર્થ છે. કઈ રીતે? ‘નિર્વાણ તે જ સિદ્ધો છે’ એવું (શાસ્ત્રનું) વચન હોવાથી. સિદ્ધો સિદ્ધક્ષેત્રે રહે છે એમ વ્યવહાર છે, નિશ્ચયથી તો ભગવંતો નિજ સ્વરૂપે રહે છે; તે કારણથી ‘નિર્વાણ તે જ સિદ્ધો છે અને સિદ્ધો તે નિર્વાણ છે’ એવા આ પ્રકાર વડે નિર્વાણશબ્દનું અને સિદ્ધશબ્દનું એકત્વ સફળ થયું.
વળી, જે કોઈ આસન્નભવ્ય જીવ પરમગુરુના પ્રસાદ વડે પ્રાપ્ત પરમભાવની ભાવના વડે સકળ કર્મકલંકરૂપી કાદવથી વિમુક્ત થાય છે, તે પરમાત્મા થઈને લોકાગ્ર પર્યંત જાય છે.
[હવે આ ૧૮૩ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ — ] જિનસંમત મુક્તિમાં અને મુક્ત જીવમાં અમે ક્યાંય પણ યુક્તિથી કે આગમથી ભેદ જાણતા નથી. વળી, આ લોકમાં જો કોઈ ભવ્ય જીવ સર્વ કર્મને નિર્મૂળ કરે છે, તો તે પરમશ્રીરૂપી (મુક્તિલક્ષ્મીરૂપી) કામિનીનો વલ્લભ થાય છે. ૩૦૩.
Page 360 of 380
PDF/HTML Page 389 of 409
single page version
अत्र सिद्धक्षेत्रादुपरि जीवपुद्गलानां गमनं निषिद्धम् ।
जीवानां स्वभावक्रिया सिद्धिगमनं, विभावक्रिया षटकापक्रमयुक्त त्वम्; पुद्गलानां स्वभावक्रिया परमाणुगतिः, विभावक्रिया व्द्यणुकादिस्कन्धगतिः । अतोऽमीषां त्रिलोक- शिखरादुपरि गतिक्रिया नास्ति, परतो गतिहेतोर्धर्मास्तिकायाभावात्; यथा जलाभावे मत्स्यानां गतिक्रिया नास्ति । अत एव यावद्धर्मास्तिकायस्तिष्ठति तत्क्षेत्रपर्यन्तं स्वभावविभाव- गतिक्रियापरिणतानां जीवपुद्गलानां गतिरिति ।
અન્વયાર્થઃ — [यावत् धर्मास्तिकः] જ્યાં સુધી ધર્માસ્તિકાય છે ત્યાં સુધી [जीवानां पुद्गलानां] જીવોનું અને પુદ્ગલોનું [गमनं] ગમન [जानीहि] જાણ; [धर्मास्ति- कायाभावे] ધર્માસ્તિકાયના અભાવે [तस्मात् परतः] તેથી આગળ [न गच्छंति] તેઓ જતાં નથી.
ટીકાઃ — અહીં, સિદ્ધક્ષેત્રથી ઉપર જીવ-પુદ્ગલોના ગમનનો નિષેધ કર્યો છે.
જીવોની સ્વભાવક્રિયા સિદ્ધિગમન (સિદ્ધક્ષેત્રમાં ગમન) છે અને વિભાવક્રિયા (અન્ય ભવમાં જતાં) છ દિશાઓમાં ગમન છે; પુદ્ગલોની સ્વભાવક્રિયા પરમાણુની ગતિ છે અને વિભાવક્રિયા *દ્વિ-અણુકાદિ સ્કંધોની ગતિ છે. માટે આમની (જીવ-પુદ્ગલોની) ગતિક્રિયા ત્રિલોકના શિખરથી ઉપર નથી, કારણ કે આગળ ગતિહેતુ (ગતિના નિમિત્તભૂત) ધર્માસ્તિકાયનો અભાવ છે; જેમ જળના અભાવે માછલાંની ગતિક્રિયા હોતી નથી તેમ. આથી જ, જ્યાં સુધી ધર્માસ્તિકાય છે તે ક્ષેત્ર સુધી સ્વભાવગતિક્રિયા અને વિભાવગતિક્રિયારૂપે પરિણત જીવ-પુદ્ગલોની ગતિ હોય છે.
૩૬
*દ્વિ-અણુકાદિ સ્કંધો = બે પરમાણુથી માંડીને અનંત પરમાણુના બનેલા સ્કંધો
Page 361 of 380
PDF/HTML Page 390 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
णियमं णियमस्स फलं णिद्दिट्ठं पवयणस्स भत्तीए ।
पुव्वावरविरोधो जदि अवणीय पूरयंतु समयण्हा ।।१८५।।
शास्त्रादौ गृहीतस्य नियमशब्दस्य तत्फलस्य चोपसंहारोऽयम् ।
नियमस्तावच्छुद्धरत्नत्रयव्याख्यानस्वरूपेण प्रतिपादितः । तत्फलं परमनिर्वाणमिति प्रतिपादितम् । न कवित्वदर्पात् प्रवचनभक्त्या प्रतिपादितमेतत् सर्वमिति यावत् । यद्यपि
[હવે આ ૧૮૪ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ — ] ગતિહેતુના અભાવને લીધે, સદા (અર્થાત્ કદાપિ) ત્રિલોકના શિખરથી ઊંચે જીવ અને પુદ્ગલ બન્નેનું ગમન હોતું નથી જ. ૩૦૪.
અન્વયાર્થઃ — [नियमः] નિયમ અને [नियमस्य फलं] નિયમનું ફળ [प्रवचनस्य भक्त्या] પ્રવચનની ભક્તિથી [निर्दिष्टम्] દર્શાવવામાં આવ્યાં. [यदि] જો (તેમાં કાંઈ) [पूर्वापरविरोधः] પૂર્વાપર (આગળપાછળ) વિરોધ હોય તો [समयज्ञाः] સમયજ્ઞો (આગમના જ્ઞાતાઓ) [अपनीय] તેને દૂર કરી [पूरयंतु] પૂર્તિ કરજો.
ટીકાઃ — આ, શાસ્ત્રના આદિમાં લેવામાં આવેલા નિયમશબ્દનો અને તેના ફળનો ઉપસંહાર છે.
પ્રથમ તો, નિયમ શુદ્ધરત્નત્રયના વ્યાખ્યાનસ્વરૂપે પ્રતિપાદિત કરવામાં આવ્યો; તેનું ફળ પરમ નિર્વાણ તરીકે પ્રતિપાદિત કરવામાં આવ્યું. આ બધું કવિપણાના અભિમાનથી નહિ પણ પ્રવચનની ભક્તિથી પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. જો (તેમાં કાંઈ) પૂર્વાપર દોષ હોય
Page 362 of 380
PDF/HTML Page 391 of 409
single page version
पूर्वापरदोषो विद्यते चेत्तद्दोषात्मकं लुप्त्वा परमकवीश्वरास्समयविदश्चोत्तमं पदं कुर्वन्त्विति ।
हृदयसरसिजाते निर्वृतेः कारणत्वात् ।
स खलु निखिलभव्यश्रेणिनिर्वाणमार्गः ।।३०५।।
इह हि भव्यस्य शिक्षणमुक्त म् । તો સમયજ્ઞ પરમ-કવીશ્વરો દોષાત્મક પદનો લોપ કરીને ઉત્તમ પદ કરજો.
[હવે આ ૧૮૫ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ — ] મુક્તિનું કારણ હોવાથી નિયમસાર તેમ જ તેનું ફળ ઉત્તમ પુરુષોનાં હૃદયકમળમાં જયવંત છે. પ્રવચનની ભક્તિથી સૂત્રકારે જે કરેલ છે (અર્થાત્ શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવે જે આ નિયમસાર રચેલ છે), તે ખરેખર સમસ્ત ભવ્યસમૂહને નિર્વાણનો માર્ગ છે. ૩૦૫.
અન્વયાર્થઃ — [पुनः] પરંતુ [ईर्षाभावेन] ઈર્ષાભાવથી [केचित्] કોઈ લોકો [सुन्दरं मार्गम्] સુંદર માર્ગને [निन्दन्ति] નિંદે છે [तेषां वचनं] તેમનાં વચન [श्रुत्वा] સાંભળીને [जिनमार्गे] જિનમાર્ગ પ્રત્યે [अभक्तिं ] અભક્તિ [मा कुरुध्वम्] ન કરજો.
ટીકાઃ — અહીં ભવ્યને શિખામણ દીધી છે.
૩૬૨ ]
Page 363 of 380
PDF/HTML Page 392 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
केचन मंदबुद्धयः त्रिकालनिरावरणनित्यानंदैकलक्षणनिर्विकल्पकनिजकारणपरमात्म- तत्त्वसम्यक्श्रद्धानपरिज्ञानानुष्ठानरूपशुद्धरत्नत्रयप्रतिपक्षमिथ्यात्वकर्मोदयसामर्थ्येन मिथ्या- दर्शनज्ञानचारित्रपरायणाः ईर्ष्याभावेन समत्सरपरिणामेन सुन्दरं मार्गं सर्वज्ञवीतरागस्य मार्गं पापक्रियानिवृत्तिलक्षणं भेदोपचाररत्नत्रयात्मकमभेदोपचाररत्नत्रयात्मकं केचिन्निन्दन्ति, तेषां स्वरूपविकलानां कुहेतु
रत्नत्रयमार्गे हे भव्य मा कुरुष्व, पुनर्भक्ति : कर्तव्येति ।
विश्वाशातिकरालकालदहने शुष्यन्मनीयावने“ ।
કોઈ મંદબુદ્ધિઓ ત્રિકાળ-નિરાવરણ, નિત્ય આનંદ જેનું એક લક્ષણ છે એવા નિર્વિકલ્પ નિજ કારણપરમાત્મતત્ત્વનાં સમ્યક્શ્રદ્ધાન-જ્ઞાન-અનુષ્ઠાનરૂપ શુદ્ધરત્નત્રયથી પ્રતિપક્ષ મિથ્યાત્વકર્મોદયના સામર્થ્ય વડે મિથ્યાદર્શન-જ્ઞાન-ચારિત્રપરાયણ વર્તતા થકા ઈર્ષાભાવથી અર્થાત્ મત્સરયુક્ત પરિણામથી સુંદર માર્ગને — પાપક્રિયાથી નિવૃત્તિ જેનું લક્ષણ છે એવા ભેદોપચાર-રત્નત્રયાત્મક અને અભેદોપચાર-રત્નત્રયાત્મક સર્વજ્ઞવીતરાગના માર્ગને — નિંદે છે, તે સ્વરૂપવિકળ (સ્વરૂપપ્રાપ્તિ રહિત) જીવોનાં કુહેતુકુદ્રષ્ટાંતયુક્ત કુતર્કવચનો સાંભળીને જિનેશ્વરપ્રણીત શુદ્ધરત્નત્રયમાર્ગ પ્રત્યે, હે ભવ્ય! અભક્તિ ન કરજે, પરંતુ ભક્તિ કર્તવ્ય છે.
[હવે આ ૧૮૬મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ — ] દેહસમૂહરૂપી વૃક્ષપંક્તિથી જે ભયંકર છે, જેમાં દુઃખપરંપરારૂપી જંગલી પશુઓ (વસે) છે, અતિ કરાળ કાળરૂપી અગ્નિ જ્યાં સર્વનું ભક્ષણ કરે છે, જેમાં બુદ્ધિરૂપી જળ (?) સુકાય છે અને જે દર્શનમોહયુક્ત જીવોને અનેક કુનયરૂપી
*અહીં કાંઈક અશુદ્ધિ હોય એમ લાગે છે.
Page 364 of 380
PDF/HTML Page 393 of 409
single page version
तथा हि —
स्तं शंखध्वनिकंपिताखिलभुवं श्रीनेमितीर्थेश्वरम् ।
जाने तत्स्तवनैककारणमहं भक्ति र्जिनेऽत्युत्सुका ।।३०७।।
માર્ગોને લીધે અત્યંત +દુર્ગમ છે, તે સંસાર-અટવીરૂપી વિકટ સ્થળમાં જૈન દર્શન એક જ શરણ છે. ૩૦૬.
વળી —
[શ્લોકાર્થઃ — ] જે પ્રભુનું જ્ઞાનશરીર સદા લોકાલોકનું નિકેતન છે (અર્થાત્ જે નેમિનાથપ્રભુના જ્ઞાનમાં લોકાલોક સદા સમાય છે — જણાય છે), તે શ્રી નેમિનાથ તીર્થેશ્વરને — કે જેમણે શંખના ધ્વનિથી આખી પૃથ્વીને ધ્રુજાવી હતી તેમને — સ્તવવાને ત્રણે લોકમાં કોણ મનુષ્યો કે દેવો સમર્થ છે? (તોપણ) તેમને સ્તવવાનું એકમાત્ર કારણ જિન પ્રત્યે અતિ ઉત્સુક ભક્તિ છે એમ હું જાણું છું. ૩૦૭.
અન્વયાર્થઃ — [पूर्वापरदोषनिर्मुक्त म्] પૂર્વાપર દોષ રહિત [जिनोपदेशं] જિનોપદેશને [ज्ञात्वा] જાણીને [मया] મેં [निजभावनानिमित्तं] નિજભાવનાનિમિત્તે [नियमसारनामश्रुतम्] નિયમસાર નામનું શાસ્ત્ર [कृतम्] કર્યું છે.
૩૬
+દુર્ગમ = મુશ્કેલીથી ઓળંગી શકાય એવું; દુસ્તર. (સંસાર-અટવીને વિષે અનેક કુનયરૂપી
માર્ગોમાંથી સત્ય માર્ગ શોધી કાઢવો મિથ્યાદ્રષ્ટિઓને અત્યંત કઠિન છે અને તેથી સંસાર-અટવી
અત્યંત દુસ્તર છે.)
Page 365 of 380
PDF/HTML Page 394 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
शास्त्रनामधेयकथनद्वारेण शास्त्रोपसंहारोपन्यासोऽयम् ।
अत्राचार्याः प्रारब्धस्यान्तगमनत्वात् नितरां कृतार्थतां परिप्राप्य निजभावनानिमित्त- मशुभवंचनार्थं नियमसाराभिधानं श्रुतं परमाध्यात्मशास्त्रशतकुशलेन मया कृतम् । किं कृत्वा ? पूर्वं ज्ञात्वा अवंचकपरमगुरुप्रसादेन बुद्ध्वेति । कम् ? जिनोपदेशं वीतरागसर्वज्ञ- मुखारविन्दविनिर्गतपरमोपदेशम् । तं पुनः किंविशिष्टम् ? पूर्वापरदोषनिर्मुक्तं पूर्वापरदोषहेतुभूत- सकलमोहरागद्वेषाभावादाप्तमुखविनिर्गतत्वान्निर्दोषमिति ।
किञ्च अस्य खलु निखिलागमार्थसार्थप्रतिपादनसमर्थस्य नियमशब्दसंसूचित- विशुद्धमोक्षमार्गस्य अंचितपञ्चास्तिकायपरिसनाथस्य संचितपंचाचारप्रपञ्चस्य षड्द्रव्यविचित्रस्य सप्ततत्त्वनवपदार्थगर्भीकृतस्य पंचभावप्रपंचप्रतिपादनपरायणस्य निश्चयप्रतिक्रमणप्रत्याख्यान-
ટીકાઃ — આ, શાસ્ત્રના નામકથન દ્વારા શાસ્ત્રના ઉપસંહાર સંબંધી કથન છે.
અહીં આચાર્યશ્રી (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવ) પ્રારંભેલા કાર્યના અંતને પહોંચવાથી અત્યંત કૃતાર્થતાને પામીને કહે છે કે સેંકડો પરમ-અધ્યાત્મશાસ્ત્રોમાં કુશળ એવા મેં નિજભાવનાનિમિત્તે — અશુભવંચનાર્થે નિયમસાર નામનું શાસ્ત્ર કર્યું છે. શું કરીને (આ શાસ્ત્ર કર્યું છે)? પહેલાં *અવંચક પરમ ગુરુના પ્રસાદથી જાણીને. શું જાણીને? જિનોપદેશને અર્થાત્ વીતરાગ-સર્વજ્ઞના મુખારવિંદથી નીકળેલા પરમ ઉપદેશને. કેવો છે તે ઉપદેશ? પૂર્વાપર દોષ રહિત છે અર્થાત્ પૂર્વાપર દોષના હેતુભૂત સકળ મોહરાગદ્વેષના અભાવને લીધે જે આપ્ત છે તેમના મુખથી નીકળેલો હોવાથી નિર્દોષ છે.
વળી (આ શાસ્ત્રના તાત્પર્ય સંબંધી એમ સમજવું કે), જે (નિયમસારશાસ્ત્ર) ખરેખર સમસ્ત આગમના અર્થસમૂહનું પ્રતિપાદન કરવામાં સમર્થ છે, જેણે નિયમ-શબ્દથી વિશુદ્ધ મોક્ષમાર્ગ સમ્યક્ પ્રકારે દર્શાવ્યો છે, જે શોભિત પંચાસ્તિકાય સહિત છે (અર્થાત્ જેમાં પાંચ અસ્તિકાયનું વર્ણન કરવામાં આવ્યું છે), જેમાં પંચાચાર-પ્રપંચનો સંચય કરવામાં આવ્યો છે (અર્થાત્ જેમાં જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચારરૂપ પાંચ પ્રકારના આચારનું કથન કરવામાં આવ્યું છે), જે છ દ્રવ્યોથી વિચિત્ર છે (અર્થાત્ જે છ દ્રવ્યોના નિરૂપણથી વિધવિધ પ્રકારનું — સુંદર છે), સાત તત્ત્વો અને નવ પદાર્થો જેની અંદર સમાયેલાં છે, જે પાંચ ભાવરૂપ વિસ્તારના પ્રતિપાદનમાં પરાયણ છે, જે નિશ્ચય-પ્રતિક્રમણ, નિશ્ચય-પ્રત્યાખ્યાન, નિશ્ચય-પ્રાયશ્ચિત્ત, પરમ-આલોચના, નિયમ,
*અવંચક = છેતરે નહિ એવા; નિષ્કપટી; સરળ; ૠજુ.
Page 366 of 380
PDF/HTML Page 395 of 409
single page version
प्रायश्चित्तपरमालोचनानियमव्युत्सर्गप्रभृतिसकलपरमार्थक्रियाकांडाडंबरसमृद्धस्य उपयोग- त्रयविशालस्य परमेश्वरस्य शास्त्रस्य द्विविधं किल तात्पर्यं, सूत्रतात्पर्यं शास्त्रतात्पर्यं चेति । सूत्रतात्पर्यं पद्योपन्यासेन प्रतिसूत्रमेव प्रतिपादितम्, शास्त्रतात्पर्यं त्विदमुपदर्शनेन । भागवतं
शास्त्रमिदं निर्वाणसुंदरीसमुद्भवपरमवीतरागात्मकनिर्व्याबाधनिरन्तरानङ्गपरमानन्दप्रदं निरति- शयनित्यशुद्धनिरंजननिजकारणपरमात्मभावनाकारणं समस्तनयनिचयांचितं पंचमगति- हेतुभूतं पंचेन्द्रियप्रसरवर्जितगात्रमात्रपरिग्रहेण निर्मितमिदं ये खलु निश्चयव्यवहारनययोरविरोधेन जानन्ति ते खलु महान्तः समस्ताध्यात्मशास्त्रहृदयवेदिनः परमानंदवीतरागसुखाभिलाषिणः परित्यक्त बाह्याभ्यन्तरचतुर्विंशतिपरिग्रहप्रपंचाः त्रिकालनिरुपाधिस्वरूपनिरतनिजकारण-
વ્યુત્સર્ગ વગેરે સકળ પરમાર્થ ક્રિયાકાંડના આડંબરથી સમૃદ્ધ છે (અર્થાત્ જેમાં પરમાર્થ ક્રિયાઓનું પુષ્કળ નિરૂપણ છે) અને જે ત્રણ ઉપયોગથી સુસંપન્ન છે (અર્થાત્ જેમાં અશુભ, શુભ ને શુદ્ધ ઉપયોગનું પુષ્કળ કથન છે) — એવા આ પરમેશ્વર શાસ્ત્રનું ખરેખર બે પ્રકારનું તાત્પર્ય છેઃ સૂત્રતાત્પર્ય અને શાસ્ત્રતાત્પર્ય. સૂત્રતાત્પર્ય તો પદ્યકથનથી દરેક સૂત્રને વિષે ( – પદ્ય દ્વારા દરેક ગાથાના અંતે) પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. અને શાસ્ત્રતાત્પર્ય આ નીચે પ્રમાણે ટીકા વડે પ્રતિપાદિત કરવામાં આવે છેઃ આ (નિયમસારશાસ્ત્ર) ૧ભાગવત શાસ્ત્ર છે. જે (શાસ્ત્ર) નિર્વાણસુંદરીથી ઉત્પન્ન થતા, પરમવીતરાગાત્મક, ૨નિરાબાધ, નિરંતર અને ૩અનંગ પરમાનંદનું દેનારું છે, જે નયોના સમૂહથી શોભિત છે, જે પંચમ ગતિના હેતુભૂત છે અને જે પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહિત દેહમાત્ર-પરિગ્રહવાળાથી (નિર્ગ્રંથ મુનિવરથી) રચાયેલું છે — એવા આ ભાગવત શાસ્ત્રને જેઓ નિશ્ચયનય અને વ્યવહારનયના અવિરોધથી જાણે છે, તે મહાપુરુષો — સમસ્ત અધ્યાત્મશાસ્ત્રોના ૫હૃદયને જાણનારાઓ અને પરમાનંદરૂપ વીતરાગ સુખના અભિલાષીઓ — બાહ્ય-અભ્યંતર ચોવીશ પરિગ્રહોના પ્રપંચને પરિત્યાગીને,
૩૬
૪નિરતિશય, નિત્યશુદ્ધ, નિરંજન નિજ કારણપરમાત્માની ભાવનાનું કારણ છે, જે સમસ્ત
૧. ભાગવત = ભગવાનનું; દૈવી; પવિત્ર.
૨. નિરાબાધ = બાધા રહિત; નિર્વિઘ્ન.
૩. અનંગ = અશરીરી; આત્મિક; અતીંદ્રિય.
૪. નિરતિશય = જેનાથી કોઈ ચડિયાતું નથી એવા; અનુત્તમ; શ્રેષ્ઠ; અજોડ.
૫. હૃદય = હાર્દ; રહસ્ય; મર્મ. (આ ભાગવત શાસ્ત્રને જેઓ સમ્યક્ પ્રકારે જાણે છે, તેઓ સમસ્ત
અધ્યાત્મશાસ્ત્રોના હાર્દના જ્ઞાતા છે.)
Page 367 of 380
PDF/HTML Page 396 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
परमात्मस्वरूपश्रद्धानपरिज्ञानाचरणात्मकभेदोपचारकल्पनानिरपेक्षस्वस्थरत्नत्रयपरायणाः सन्तः शब्दब्रह्मफलस्य शाश्वतसुखस्य भोक्तारो भवन्तीति ।
ललितपदनिकायैर्निर्मितं शास्त्रमेतत् ।
स भवति परमश्रीकामिनीकामरूपः ।।३०८।।
ત્રિકાળનિરુપાધિ સ્વરૂપમાં લીન નિજ કારણપરમાત્માના સ્વરૂપનાં શ્રદ્ધાન-જ્ઞાન- આચરણાત્મક ભેદોપચાર-કલ્પનાથી નિરપેક્ષ એવા ૧સ્વસ્થ રત્નત્રયમાં પરાયણ વર્તતા થકા, શબ્દબ્રહ્મના ફળરૂપ શાશ્વત સુખના ભોક્તા થાય છે.
[હવે આ નિયમસાર-પરમાગમની તાત્પર્યવૃત્તિ નામની ટીકાની પૂર્ણાહુતિ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ ચાર શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ — ] સુકવિજનરૂપી કમળોને આનંદ દેનારા ( – વિકસાવનારા) સૂર્યે લલિત પદસમૂહો વડે રચેલા આ ઉત્તમ શાસ્ત્રને જે વિશુદ્ધ આત્માનો આકાંક્ષી જીવ નિજ મનમાં ધારણ કરે છે, તે પરમશ્રીરૂપી કામિનીનો વલ્લભ થાય છે. ૩૦૮.
[શ્લોકાર્થઃ — ] પદ્મપ્રભ નામના ઉત્તમ સમુદ્રથી ઉત્પન્ન થતી જે આ ઊર્મિમાળા — કથની (ટીકા), તે સત્પુરુષોનાં ચિત્તમાં સ્થિત રહો. ૩૦૯.
[શ્લોકાર્થઃ — ] આમાં જો કોઈ પદ લક્ષણશાસ્ત્રથી વિરુદ્ધ હોય તો ભદ્ર કવિઓ તેનો લોપ કરીને ઉત્તમ પદ કરજો. ૩૧૦.
૧. સ્વસ્થ = નિજાત્મસ્થિત. (નિજાત્મસ્થિત શુદ્ધરત્નત્રય ભેદોપચાર-કલ્પનાથી નિરપેક્ષ છે.)
Page 368 of 380
PDF/HTML Page 397 of 409
single page version
तारागणैः परिवृतं सकलेन्दुबिंबम् ।
स्थेयात्सतां विपुलचेतसि तावदेव ।।३११।।
इति सुकविजनपयोजमित्रपंचेन्द्रियप्रसरवर्जितगात्रमात्रपरिग्रहश्रीपद्मप्रभमलधारिदेवविरचितायां नियमसारव्याख्यायां तात्पर्यवृत्तौ शुद्धोपयोगाधिकारो द्वादशमः श्रुतस्कन्धः ।।
[શ્લોકાર્થઃ — ] જ્યાં સુધી તારાગણોથી વિંટળાયેલું પૂર્ણચંદ્રબિંબ ઉજ્જ્વળ ગગનમાં વિરાજે (શોભે), બરાબર ત્યાં સુધી તાત્પર્યવૃત્તિ (નામની આ ટીકા) — કે જેણે હેય વૃત્તિઓને નિરસ્ત કરી છે (અર્થાત્ જેણે છોડવાયોગ્ય સમસ્ત વિભાવવૃત્તિઓને દૂર ફેંકી દીધી છે) તે — સત્પુરુષોના વિશાળ હૃદયમાં સ્થિત રહો. ૩૧૧.
આ રીતે, સુકવિજનરૂપી કમળોને માટે જેઓ સૂર્ય સમાન છે અને પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહિત દેહમાત્ર જેમને પરિગ્રહ હતો એવા શ્રી પદ્મપ્રભમલધારિદેવ વડે રચાયેલી નિયમસારની તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં (અર્થાત્ શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી નિયમસાર પરમાગમની નિર્ગ્રંથ મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવવિરચિત તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં) શુદ્ધોપયોગ અધિકાર નામનો બારમો શ્રુતસ્કંધ સમાપ્ત થયો.
આમ (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી નિયમસાર પરમાગમની નિર્ગ્રંથ મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવવિરચિત) તાત્પર્યવૃત્તિ નામની સંસ્કૃત ટીકાનો શ્રી હિંમતલાલ જેઠાલાલ શાહ કૃત ગુજરાતી અનુવાદ સમાપ્ત થયો.
૩૬૮ ]નિયમસાર
Page 369 of 380
PDF/HTML Page 398 of 409
single page version
Page 370 of 380
PDF/HTML Page 399 of 409
single page version
गमणणिमित्तं धम्म-
गामे वा णयरे वा
घणघाईकम्मरहिया
चउगइभवसंभमणं
चउदहभेदा भणिदा
चक्खु अचक्खू ओही
चत्ता ह्यगुत्तिभावं
चलमलिणमगाढत्त-
छायातवमादीया
छुहतण्हभीरुरोसो
जं किंचि मे दुच्चरित्तं
जदि सक्कदि कादुं जे
जस्स रागो दु दोसो दु
जस्स सण्णिहिदो अप्पा
जाइजरमरणरहियं
जाणंतो पस्संतो
जाणदि पस्सदि सव्वं
जा रायादिणियत्ती
जारिसिया सिद्धप्पा
जिणकहियपरमसुत्ते
जीवाण पुग्गलाणं
जीवादिबहित्तच्चं
૩૭૦ ]
Page 371 of 380
PDF/HTML Page 400 of 409
single page version
णंताणंतभवेण स-
णाणं अप्पपयासं
णाणं जीवसरूवं
णाणं परप्पयासं
णाणं परप्पयासं
णाणं परप्पयासं
णाणाजीवा णाणा-
णाहं कोहो माणो
णाहं णारयभावो
णाहं बालो बुड्ढो
णाहं मग्गणठाणो
णाहं रागो दोसो
णिक्कसायस्स दंतस्स
णिग्गंथो णीरागो
णिद्दंडो णिद्वंद्वो
णियभावणाणिमित्तं
मियभावं णवि मुच्चइ
णियमं णियमस्स फलं
णियमं मोक्खउवायो
णियमेण य जं कज्जं
णिव्वाणमेव सिद्धा
णिस्सेसदोसरहिओ
णोकम्मकम्मरहियं
णो खइयभावठाणा
णो खलु सहावठाणा
णो ठिदिबंधट्ठाणा
तस्स मुहग्गदवयणं