PDF/HTML Page 2501 of 4199
single page version
અહાહા...! આવા અબદ્ધસ્પૃષ્ટ પ્રભુ આત્માને જેણે દ્રષ્ટિમાં લીધો છે તેને બંધન છે નહિ. ભગવાન આત્મા અંદર અબંધસ્વરૂપ છે અને તેને દ્રષ્ટિમાં લેનારા પરિણામ પણ રાગને પરના સંબંધ રહિત અબંધ જ છે.
અહાહા...! જેણે રાગથી ભિન્ન પડીને અંદર અબંધસ્વરૂપ ભગવાન આત્માને ભાળ્યો છે તેને બંધનરહિત જ અમે કહીએ છીએ એમ કહે છે. જ્ઞાનની પર્યાયમાં પૂર્ણસ્વરૂપ પોતાના ભગવાનના ભેટા થયા ને! ભલે પર્યાયમાં ભગવાન આવ્યા નથી પણ પર્યાયમાં ભગવાનનાં જ્ઞાન-શ્રદ્ધાન આવી ગયાં છે. પહેલાં પર્યાયમાં રાગની એકતા આવતી હતી અને હવે પર્યાયમાં રાગ વિનાનો આખો ચૈતન્યનો પુંજ પ્રભુ આવ્યો છે. અહાહા...! રાગનો અભાવ થઈને પર્યાયમાં પૂરણ દ્રવ્યસ્વભાવ જણાયો છે. એવા સ્વભાવદ્રષ્ટિવંતને, અહીં કહે છે, બંધ નથી, નિર્બંધતા છે. આવી વાત છે બાપુ! દુનિયા સાથે મેળવવા જઈશ તો મેળ નહિ ખાય. પણ કાંઈ વાદવિવાદે પાર પડે એમ છે નહિ.
વળી કોઈ કહે છે-અમારી સાથે વાદ કરો. પણ ભાઈ! વાદથી વસ્તુ મળે એમ નથી. કોની વાદ કરીએ? નિયમસારમાં ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવે વાદ પરિહર્તવ્ય છે એમ કહ્યું છે; સ્વસમય ને પરસમય સાથે વાદ ન કરીશ એમ કહ્યું છે. બનારસીદાસે પણ કહ્યું છે કે-
ભાઈ! તને એમ લાગે કે વાદ કરતા નથી માટે આવડતું નથી તો ભલે; તું એમ માને એમાં મને શું વાંધો છે? એમાં મને કાંઈ નુકશાન નથી,
અહા! ખૂબી તો જુઓ! કહે છે-ચોથે પાંચમે ગુણસ્થાને અંતરંગમાં નિર્બંધ જ જાણવા. એમ કેમ કહ્યું? કારણ કે રાગની એકતાવાળો બંધમાં છે અને રાગથી ભિન્ન પડયો એને બંધ છે નહિ-એમ અહીં સિદ્ધ કરવું છે, ઓલો મુનિનો દાખલો આપ્યો એમાં મુનિરાજ પ્રમાદરહિત સમિતિપૂર્વક યત્નથી ચાલે છે ત્યાં મુનિરાજને અહિંસા છે, (સર્વથા) બંધ નથી. માટે ત્યાં એવા જીવને મુખ્યપણે (દ્રષ્ટાંતમાં) લીધો છે. પણ અહીં તો રાગની એકતા જેને તૂટી છે એવો ધર્મી પુરુષ પણ ચોથે ગુણસ્થાને (પર્યાયમાં) નિર્બંધ છે એમ કહે છે. સમજાણું કાંઈ...?
‘बन्धकृत’ કર્મબંધ કરનારું કારણ, ‘न कर्मबहुलं जगत्’ નથી બહુ કર્મયોગ્ય
PDF/HTML Page 2502 of 4199
single page version
પુદ્ગલોથી ભરેલો લોક, ‘न चलनात्मकं कर्म वा’ નથી ચલનસ્વરૂપ કર્મ (અર્થાત્ કાય- વચન-મનની ક્રિયારૂપ યોગ), ‘न नैककरणानि’ નથી અનેક પ્રકારનાં કરણો, ‘वा न चिद्–अचिद्–वधः’ કે નથી ચેતન-અચેતનનો ઘાત.
તો કર્મબંધનું કારણ શું છે? તો કહે છેઃ-
‘उपयोगभूः रागादिभिः यद् एकयम् समुपयाति’ ‘ઉપયોગભૂ’ અર્થાત્ આત્મા રાગાદિક સાથે જે ઐકય પામે છે ‘स एव केवलं’ તે જ એક (-માત્ર રાગાદિક સાથે એકપણું પામવું તે જ) ‘किल’ ખરેખર ‘नृणाम बन्धहेतुः भवति’ પુરુષોને બંધનું કારણ છે.
શું કહ્યું? ‘ઉપયોગભૂ’ -એટલે ભગવાન આત્માની ભૂમિકા તો ચૈતન્યના ઉપયોગરૂપ છે. અર્થાત્ આત્મા જાણવા-દેખવાના ઉપયોગસ્વભાવથી ત્રિકાળ ભરેલો છે; અને તેનું વર્તમાન પણ ચૈતન્યમય ઉપયોગ છે.
અહાહા...! આવા ચૈતન્યમય ઉપયોગની ભૂમિકામાં જે રાગને કરતો નથી, ભેળવતો નથી તે જ્ઞાની નિર્બંધ છે, અને એની સાથે જે રાગાદિકને એક કરે છે તે જ ખરેખર પુરુષોને (-આત્માને) બંધનું કારણ છે. લ્યો, આ ચોકખું લીધું કે ‘ઉપયોગભૂ’ - ત્રિકાળ જ્ઞાનદર્શનના ઉપયોગસ્વરૂપ જે આત્મા, એમાં રાગની એકતા કરવી તે જ એને બંધનું કારણ છે. આમાં સમકિતીના અસ્થિરતાના બંધને કાઢી નાખ્યો છે, અર્થાત્ ગણતરીમાં લીધો નથી. મુખ્ય બંધ મિથ્યાત્વ છે, મુખ્ય સંસાર મિથ્યાત્વ છે, મુખ્ય આસ્રવ મિથ્યાત્વ છે.
જેમ ૧૧ મી ગાથામાં ત્રિકાળીને મુખ્ય કરી સત્યાર્થ નિશ્ચય કહ્યો તેમ અહીં ત્રિકાળી અબંધસ્વરૂપમાં જ્ઞાન સાથે રાગની એકતા કરવી એને મુખ્ય કરીને સંસાર કહ્યો, એને જ બંધનું કારણ કહ્યું.
ભાવાર્થઃ– ‘અહીં નિશ્ચયનયથી એક રાગાદિકને જ બંધનું કારણ કહ્યું છે.’ અહીં રાગાદિક એટલે ઉપયોગમાં રાગાદિકનું એકત્વ કરવું-એમ લેવું. હવે (હવેની ગાથાઓમાં) સવળેથી વાત લેશે. આ ભાવાર્થ પૂરો થયો.
PDF/HTML Page 2503 of 4199
single page version
जह पुण सो चेव णरो णेहे सव्वम्हि अवणिदे संते। रेणुबहुलम्मि ठाणे करेदि सत्थेहिं वायामं।। २४२।। छिंददि भिंददि य तहा तालीतलकयलिवंसपिंडीओ। सच्चित्ताचित्ताणं करेदि दव्वाणमुवघादं।। २४३।। उवघादं कुव्वंतस्स तस्स णाणाविहेहिं करणेहिं। णिच्छयदो चिंतेज्ज हु किंपच्चयगो ण रयबंधो।। २४४।। जो सो दु णेहभावो तम्हि णरे तेण तस्स रयबंधो। णिच्छयदो विण्णेयं ण कायचेट्ठाहिं सेसाहिं।। २४५।। एवं सम्मादिट्ठी वट्टंतो बहुविहेसु जोगेसु। अकरंतो उवओगे रागादी ण लिप्पदि रएण।। २४६।।
સમ્યગ્દ્રષ્ટિ ઉપયોગમાં રાગાદિક કરતો નથી, ઉપયોગનો અને રાગાદિકનો ભેદ જાણી રાગાદિકનો સ્વામી થતો નથી, તેથી તેને પૂર્વોકત ચેષ્ટાથી બંધ થતો નથી-એમ હવે કહે છેઃ-
વ્યાયામ કરતો શસ્ત્રથી બહુ રજભર્યા સ્થાને રહી; ૨૪૨.
વળી તાડ, કદળી, વાંસ આદિ છિન્નભિન્ન કરે અને
ઉપઘાત તેહ સચિત્ત તેમ અચિત્ત દ્રવ્ય તણો કરે. ૨૪૩.
બહુ જાતનાં કરણો વડે ઉપઘાત કરતા તેહને,
નિશ્ચય થકી ચિંતન કરો, રજબંધ નહિ શું કારણે? ૨૪૪.
એમ જાણવું નિશ્ચય થકી–ચીકણાઈ જે તે નર વિષે
રજબંધકારણ તે જ છે, નહિ કાયચેષ્ટા શેષ જે. ૨૪પ.
યોગો વિવિધમાં વર્તતો એ રીત સમ્યગ્દ્રષ્ટિ જે,
રાગાદિ ઉપયોગે ન કરતો રજથી નવ લેપાય તે. ૨૪૬.
PDF/HTML Page 2504 of 4199
single page version
रेणुबहुले स्थाने करोति शस्त्रैर्व्यायामम्।। २४२।।
छिनत्ति भिनत्ति च तथा तालीतलकदलीवंशपिण्डीः।
सचित्ताचित्तानां करोति द्रव्याणामुपघातम्।। २४३।।
उपघातं
यः स तु स्नेहभावस्तस्मिन्नरे तेन तस्य रजोबन्धः।
निश्चयतो विज्ञेयं न कायचेष्टाभिः शेषाभिः।। २४५।।
एवं सम्यग्द्रष्टिर्वर्तमानो बहुविधेषु योगेषु।
अकुर्वन्नुपयोगे रागादीन् न लिप्यते रजसा।।
ગાથાર્થઃ– [यथा पुनः] વળી જેવી રીતે- [सः च एव नरः] તે જ પુરુષ, [सर्वस्मिन् स्नेहे] સમસ્ત તેલ આદિ સ્નિગ્ધ પદાર્થને [अपनीते सति] દૂર કરવામાં આવતાં, [रेणबहुले] બહુ રજવાળી [स्थाने] જગ્યામાં [शस्त्रैः] શસ્ત્રો વડે [व्यायामम् करोति] વ્યાયામ કરે છે, [तथा] અને [तालीतलकदलीवंशपिण्डीः] તાડ, તમાલ, કેળ, વાંસ, અશોક વગેરે વૃક્ષોને [छिनत्ति] છેદે છે, [भिनत्ति च] ભેદે છે, [सचित्ताचित्तानां] સચિત્ત તથા અચિત્ત [द्रव्याणाम्] દ્રવ્યોનો [उपघातम्] ઉપઘાત [करोति] કરે છે; [नानाविधैः करणैः] એ રીતે નાના પ્રકારનાં કરણો વડે [उपघातं कुर्वतः] ઉપઘાત કરતા [तस्य] તે પુરુષને [रजोबन्धः] રજનો બંધ [खलु] ખેરખર [किम्प्रत्ययिकः] કયા કારણે [न] નથી થતો [निश्चयतः] તે નિશ્ચયથી [चिन्त्यताम्] વિચારો. [तस्मिन् नरे] તે પુરુષમાં [यः सः स्नेहभावः तु] જે તેલ આદિનો ચીકાશભાવ હોય [तेन] તેનાથી [तस्य] તેને [रजोबन्धः] રજનો બંધ થાય છે [निश्चयतः विज्ञेयं] એમ નિશ્ચયથી જાણવું, [शेषाभिः कायचेष्टाभिः] શેષ કાયાની ચેષ્ટાઓથી [न] નથી થતો. (માટે તે પુરુષમાં ચીકાશના અભાવના કારણે જ તેને રજ ચોંટતી નથી.) [एवं] એવી રીતે- [बहुविधेषु योगेषु] બહુ પ્રકારના યોગોમાં [वर्तमानः] વર્તતો [सम्यग्द्रष्टिः] સમ્યગ્દ્રષ્ટિ [उपयोगे] ઉપયોગમાં [रागादीन् अकुर्वन्] રાગાદિકને નહિ કરતો થકો [रजसा] કર્મરજથી [न लिप्यते] લેપાતો નથી.
ટીકાઃ– જેવી રીતે તે જ પુરુષ, સમસ્ત સ્નેહને (અર્થાત્ સર્વ ચીકાશને-તેલ આદિને) દૂર કરવામાં આવતાં, તે જ સ્વભાવથી જ બહુ રજથી ભરેલી ભૂમિમાં (અર્થાત્ સ્વભાવથી જ બહુ રજથી ભરેલી તે જ ભૂમિમાં) તે જ શસ્ત્રવ્યાયામરૂપી કર્મ (ક્રિયા) કરતો, તે જ અનેક પ્રકારનાં કરણો વડે તે જ સચિત્ત-અચિત્ત વસ્તુઓનો
PDF/HTML Page 2505 of 4199
single page version
तान्यस्मिन्करणानि सन्तु चिदचिद्व्यापादनं चास्तु तत्।
रागादीनुपयोगभूमिमनयन् ज्ञानं भवन्केवलं
बन्धं नैव कुतोऽप्युपैत्ययमहो सम्यग्द्रगात्मा ध्रुवम्।। १६५।।
ઘાત કરતો, રજથી બંધાતો-લેપાતો નથી, કારણ કે તેને રજબંધનું કારણ જે તેલ આદિનું મર્દન તેનો અભાવ છે; તેવી રીતે સમ્યગ્દ્રષ્ટિ, પોતામાં રાગાદિકને નહિ કરતો થકો, તે જ સ્વભાવથી જ બહુ કર્મયોગ્ય પુદ્ગલોથી ભરેલા લોકમાં તે જ કાય-વચન-મનનું કર્મ (અર્થાત્ કાય-વચન-મનની ક્રિયા) કરતો, તે જ અનેક પ્રકારનાં કરણો વડે તે જ સચિત્ત-અચિત્ત વસ્તુઓનો ઘાત કરતો, કર્મરૂપી રજથી બંધાતો નથી, કારણ કે તેને બંધનું કારણ જે રાગનો યોગ (-રાગમાં જોડાણ) તેનો અભાવ છે.
ભાવાર્થઃ– સમ્યગ્દ્રષ્ટિને પૂર્વોકત સર્વ સંબંધો હોવા છતાં પણ રાગના સંબંધનો અભાવ હોવાથી કર્મબંધ થતો નથી. આના સમર્થનમાં પૂર્વે કહેવાઈ ગયું છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
શ્લોકાર્થઃ– [कर्मततः लोकः सः अस्तु] માટે તે (પૂર્વોક્ત) બહુ કર્મથી (કર્મયોગ્ય પુદ્ગલોથી) ભરેલો લોક છે તે ભલે હો, [परिस्पन्दात्मकं कर्म तत् च अस्तु] તે મન- વચન-કાયાના ચલનસ્વરૂપ કર્મ (અર્થાત્ યોગ) છે તે પણ ભલે હો, [तानि करणानि अस्मिन् सन्तु] તે (પૂર્વોક્ત) કરણો પણ તેને ભલે હો [च] અને [तत् चिद्–अचिद्– व्यापादनं अस्तु] તે ચેતન-અચેતનનો ઘાત પણ ભલે હો, પરંતુ [अहो] અહો! [अयम् सम्यग्द्रग्–आत्मा] આ સમ્યગ્દ્રષ્ટિ આત્મા, [रागादीन् उपयोगभूमिम् अनयन्] રાગાદિકને ઉપયોગભૂમિમાં નહિ લાવતો થકો, [केवलं ज्ञानं भवन्] કેવળ (એક) જ્ઞાનરૂપે થતો- પરિણમતો થકો, [कुतः अपि बन्धम् ध्रुवम् न एव उपैति] કોઈ પણ કારણથી બંધને ચોક્કસ નથી જ પામતો. (અહો! દેખો! આ સમ્યગ્દર્શનનો અદ્ભુત મહિમા છે.)
ભાવાર્થઃ– અહીં સમ્યગ્દ્રષ્ટિનું અદ્ભુત માહાત્મ્ય કહ્યું છે અને લોક, યોગ, કરણ, ચૈતન્ય-અચૈતન્યનો ઘાત-એ બંધના કારણ નથી એમ કહ્યું છે. આથી એમ ન સમજવું કે પરજીવની હિંસાથી બંધ કહ્યો નથી માટે સ્વચ્છંદી થઈ હિંસા કરવી. અહીં તો એમ આશય છે કે અબુદ્ધિપૂર્વક કદાચિત્ પરજીવનો ઘાત પણ થઈ જાય
PDF/HTML Page 2506 of 4199
single page version
तदायतनमेव सा किल निरर्गला व्यापृतिः।
अकामकृतकर्म तन्मतमकारणं ज्ञानिनां
द्वयं न हि विरुध्यते किमु करोति जानाति च।। १६६।।
તો તેનાથી બંધ થતો નથી. પરંતુ જ્યાં બુદ્ધિપૂર્વક જીવ મારવાના ભાવ થશે ત્યાં તો પોતાના ઉપયોગમાં રાગાદિકનો સદ્ભાવ આવશે અને તેથી ત્યાં હિંસાથી બંધ થશે જ. જ્યાં જીવને જિવાડવાનો અભિપ્રાય હોય ત્યાં પણ અર્થાત્ તે અભિપ્રાયને પણ નિશ્ચયનયમાં મિથ્યાત્વ કહ્યું છે તો મારવાનો અભિપ્રાય મિથ્યાત્વ કેમ ન હોય? હોય જ. માટે કથનને નયવિભાગથી યથાર્થ સમજી શ્રદ્ધાન કરવું. સર્વથા એકાંત માનવું તે તો મિથ્યાત્વ છે. ૧૬પ.
હવે ઉપરના ભાવાર્થમાં કહેલો આશય પ્રગટ કરવાને, કાવ્ય કહે છેઃ-
શ્લોકાર્થઃ– [तथापि] તથાપિ (અર્થાત્ લોક આદિ કારણોથી બંધ કહ્યો નથી અને રાગાદિકથી જ બંધ કહ્યો છે તોપણ) [ज्ञानिनां निरर्गलं चरितुम् न इष्यते] જ્ઞાનીઓને નિરર્ગલ (-મર્યાદારહિત, સ્વછંદપણે) પ્રવર્તવું યોગ્ય નથી કહ્યું, [सा निरर्गला व्यापृतिः किल तद्–आयतनम् एव] કારણ કે તે નિરર્ગલ પ્રવર્તન ખરેખર બંધનું જ ઠેકાણું છે. [ज्ञानिनां अकाम–कृत–कर्म तत् अकारणम् मतम्] જ્ઞાનીઓને વાંછા વિના કર્મ (કાર્ય) હોય છે તે બંધનું કારણ કહ્યું નથી, કેમ કે [जानाति च करोति] જાણે પણ છે અને (કર્મને) કરે પણ છે- [द्वयं किमु न हि विरुध्यते] એ બન્ને ક્રિયા શું વિરોધરૂપ નથી? (કરવું અને જાણવું નિશ્ચયથી વિરોધરૂપ જ છે.)
ભાવાર્થઃ– પહેલા કાવ્યમાં લોક આદિને બંધનાં કારણ ન કહ્યાં ત્યાં એમ ન સમજવું કે બાહ્યવ્યવહારપ્રવૃત્તિને બંધના કારણોમાં સર્વથા જ નિષેધી છે; બાહ્યવ્યવહારપ્રવૃત્તિ રાગાદિ પરિણામને-બંધના કારણને-નિમિત્તભૂત છે, તે નિમિત્તપણાનો અહીં નિષેધ ન સમજવો. જ્ઞાનીઓને અબુદ્ધિપૂર્વક-વાંછા વિના-પ્રવૃત્તિ થાય છે તેથી બંધ કહ્યો નથી, તેમને કાંઈ સ્વછંદે પ્રવર્તવાનું કહ્યું નથી; કારણ કે મર્યાદા રહિત (અંકુશ વિના) પ્રવર્તવું તે તો બંધનું જ ઠેકાણું છે. જાણવામાં અને કરવામાં તો પરસ્પર વિરોધ છે; જ્ઞાતા રહેશે તો બંધ નહિ થાય, કર્તા થશે તો અવશ્ય બંધ થશે. ૧૬૬.
“જે જાણે છે તે કરતો નથી અને જે કરે છે તે જાણતો નથી; કરવું તે તો
PDF/HTML Page 2507 of 4199
single page version
जानात्ययं न खलु तत्किल कर्मरागः।
रागं त्वबोधमयमध्यवसायमाहु–
र्मिथ्याद्रशः स नियतं स च बन्धहेतुः।। १६७।।
કર્મનો રાગ છે, રાગ છે તે અજ્ઞાન છે અને અજ્ઞાન છે તે બંધનું કારણ છે”. આવા અર્થનું કાવ્ય હવે કહે છેઃ-
શ્લોકાર્થઃ– [यः जानाति सः न करोति] જે જાણે છે તે કરતો નથી [तु] અને [यः करोति अयं खलु जानाति न] જે કરે છે તે જાણતો નથી. [तत् किल कर्मरागः] જે કરવું તે તો ખરેખર કર્મરાગ છે [तु] અને [रागं अबोधमयम् अध्यवसायम् आहुः] રાગને (મુનિઓએ) અજ્ઞાનમય અધ્યવસાય કહ્યો છે; [सः नियतं मिथ्याद्रशः] તે (અજ્ઞાનમય અધ્યવસાય) નિયમથી મિથ્યાદ્રષ્ટિને હોય છે [च] અને [स बन्धहेतुः] તે બંધનું કારણ છે. ૧૬૭.
‘સમ્યગ્દ્રષ્ટિ ઉપયોગમાં રાગાદિક કરતો નથી, ઉપયોગનો અને રાગાદિકનો ભેદ જાણી રાગાદિકનો સ્વામી થતો નથી.’
શું કહે છે? અહાહા...! ત્રિકાળી શુદ્ધ એક જ્ઞાયકભાવ પરિપૂર્ણ ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્માનાં જેને જ્ઞાન-પ્રતીતિ અને અનુભવ થયાં તે સમ્યગ્દ્રષ્ટિ છે. એવા સમ્યગ્દ્રષ્ટિને શુદ્ધ ચૈતન્યની દ્રષ્ટિ નિરંતર હોવાથી તે પોતાના નિર્મળ જ્ઞાનસ્વભાવમાં રાગને એકપણે કરતો નથી. અહો! સમ્યગ્દર્શનનો કોઈ અચિંત્ય મહિમા છે કે દ્રષ્ટિવંત પુરુષ પોતાના ઉપયોગમાં રાગનો સંબંધ-જોડાણ જ કરતો નથી. એટલે શું? કે તે ઉપયોગને રાગથી અધિક જાણી રાગનો સ્વામી થતો નથી. અહાહા...! શુદ્ધ ઉપયોગની દશામાં જેને અતીન્દ્રિય આનંદસ્વભાવનું ભાન થયું તે હવે રાગાદિક જે દુઃખમય છે તેનો સ્વામી કેમ થાય? (ન જ થાય).
‘તેથી તેને પૂર્વોક્ત ચેષ્ટાથી બંધ થતો નથી-એ હવે કહે છેઃ-’
પાઠમાં (ગાથામાં) ‘करेदि’ શબ્દ પડયો છે. એટલે કોઈ એમ કહે કે પરની ક્રિયા આત્મા કરે છે તો એમ નથી. એ તો લોકો એમ (સંયોગથી) જુએ છે ને કે-આ કરે છે એટલે ‘करेदि’ શબ્દ વાપર્યો છે બાકી પરનું કોઈ કરે છે એમ છે
PDF/HTML Page 2508 of 4199
single page version
નહિ. ભારે વાત ભાઈ! ખરેખર તો એ રીતે જે તે સમયે થાય છે એને લોકોની (- વ્યવહારની) ભાષામાં ‘करेदि’ -કરે છે એમ કહેવાય છે.
વળી જ્ઞાની રાગમાં વર્તતો નથી. ત્યારે કોઈ કહે–‘वट्टंतो’ એમ પાઠમાં છે ને? ભાઈ! એ તો બહારથી જોનાર દુનિયા એમ જાણે કે આ યોગાદિમાં વર્તે છે એટલે ‘वट्टंतो’ શબ્દ વાપર્યો છે. આ તો લોકવ્યવહારની ભાષા છે બાપુ! બાકી જેને પોતાના અપરિમિત ચૈતન્યસ્વભાવમાં સુખ ભાસ્યું છે તે, જ્યાં સુખ નથી ત્યાં (-રાગમાં) કેમ રહે? અહાહા...! જેણે પૂર્ણ એક જ્ઞાયકસ્વભાવી સુખધામ નિત્યાનંદ પ્રભુ આત્માનો આશ્રય લીધો તે હવે રાગના આશ્રયમાં કેમ રહે? અહો! ધર્માત્મા પુરુષ પોતાના ઉપયોગમાં રાગ સાથે સંબંધ જ કરતો નથી. અહાહા...! સમ્યગ્દર્શનનો આવો કોઈ અદ્ભૂત મહિમા છે! સમજાણું કાંઈ...?
‘જેવી રીતે તે જ પુરુષ...’ શું કહ્યું? પુરુષ તો એના એ જ છે; પહેલાં જે તેલના મર્દનયુક્ત હતો તે જ પુરુષની વાત છે તો કહે છે-
‘જેવી રીતે તે જ પુરુષ, સમસ્ત સ્નેહને (અર્થાત્ સર્વ ચીકાશને-તેલ આદિને) દૂર કરવામાં આવતાં, તે જ સ્વભાવથી જ બહુ રજથી ભરેલી ભૂમિમાં (અર્થાત્ સ્વભાવથી જ બહુ રજથી ભરેલી તે જ ભૂમિમાં) તે જ શસ્ત્ર વ્યાયામરૂપી કર્મ (ક્રિયા) કરતો, તે જ અનેક પ્રકારનાં કરણો વડે તે જ સચિત્ત-અચિત્ત વસ્તુઓનો ઘાત કરતો, રજથી બંધાતો-લેપાતો નથી, કારણ કે તેને રજબંધનું કારણ જે તેલ આદિનું મર્દન તેનો અભાવ છે.’
જુઓ, આ દ્રષ્ટાંત છે. એમાં આ કરતો ને તે કરતો-એમ કરતો, કરતો આવે છે. તો કોઈ કહે-જુઓ આમાં લખ્યું છે; તો કરે છે કે નહિ?
એમ ન હોય ભાઈ! આત્મા પરનું કરે એ તો મિથ્યાત્વભાવ છે. આ તો અહીં દ્રષ્ટાંતમાં તેનો એક અંશ લઈને સિદ્ધાંત સમજાવવો છે.
હવે દ્રષ્ટાંતને સિદ્ધાંતમાં ઉતારે છેઃ ‘તેવી રીતે સમ્યગ્દ્રષ્ટિ, પોતામાં રાગાદિકને નહિ કરતો થકો, તે જ સ્વભાવથી જ બહુ કર્મયોગ્ય પુદ્ગલોથી ભરેલા લોકમાં તે જ કાય- વચન-મનનું કર્મ (અર્થાત્ કાય-વચન-મનની ક્રિયા) કરતો, તે જ અનેક પ્રકારનાં કરણો વડે તે જ સચિત્ત-અચિત્ત વસ્તુઓનો ઘાત કરતો, કર્મરૂપી રજથી બંધાતો નથી, કારણ કે તેને બંધનું કારણ જે રાગનો યોગ (-રાગમાં જોડાણ) તેનો અભાવ છે.’
જુઓ, આ સમકિતનો મહિમા! જે સ્વભાવની દ્રષ્ટિમાં પૂર્ણાનંદનો નાથ પ્રભુ આત્મા ભાળ્યો તે દ્રષ્ટિ નામ દર્શન-સમ્યગ્દર્શન શું ચીજ છે તે બતાવે છે.
PDF/HTML Page 2509 of 4199
single page version
અહાહા...! કહે છે-સમ્યગ્દ્રષ્ટિ પોતામાં રાગાદિકને કરતો નથી. શું કીધું? કે અજ્ઞાની પોતાના જ્ઞાનસ્વભાવમાં રાગાદિકને એકમેક કરે છે, પણ જ્ઞાની સમ્યગ્દ્રષ્ટિ પોતાના જ્ઞાનસ્વભાવમાં રાગાદિકને એકમેક કરતો નથી. બન્નેમાં આવો (-આવડો મોટો) ફેર છે! સમજાણું કાંઈ...? અહા! લોકોને સમકિતના મહિમાની ખબર નથી. આ તો બહારમાં ત્યાગ કરે એટલે બધું થઈ ગયું એમ માને! એ વ્રત ને નિયમ લીધાં એટલે સમકિત તો હોય જ એમ લોકોએ માની લીધું છે. પણ બાપુ! સમ્યગ્દર્શન કોઈ અલૌકિક ચીજ છે ભાઈ! સમકિતી તો એવો છે કે જે વ્રત, નિયમ આદિને પોતાનામાં (ઉપયોગમાં) કરતો નથી, ભેળવતો નથી. લ્યો, આવી વાત છે!
જુઓ, અહીં શું કહે છે? કે સમ્યગ્દ્રષ્ટિને બહારના સંયોગો, પહેલાં મિથ્યાદ્રષ્ટિ હતો ત્યારે જે હતા તેવા જ હોવા છતાં તે બંધાતો નથી. સ્વભાવથી જ બહુ કર્મયોગ્ય પુદ્ગલોથી ભરેલા લોકમાં સમ્યગ્દ્રષ્ટિ છે, કાય-વચન-મનની ક્રિયા પણ તે જ પ્રમાણે કરતો હોય છે, તે જ અનેક પ્રકારના કરણો નામ ઇન્દ્રિયો વડે સચિત્ત-અચિત્ત વસ્તુઓનો ઘાત કરતો હોય છે તોપણ તે કર્મરજથી બંધાતો નથી. ગજબ વાત! કેમ બંધાતો નથી? કારણ કે બંધનું કારણ જે મિથ્યાત્વ વા જ્ઞાનમાં રાગનું એક કરવું-તેનો તેને અભાવ છે. ભાઈ! મિથ્યાત્વ એ જ સંસાર, એ જ આસ્રવ અને એ જ બંધનું મૂળ કારણ છે. બીજી વાતને (-અસ્થિરતાને) ગૌણ કરીને સમ્યગ્દ્રષ્ટિને રાગના યોગનો જે અભાવ છે તેની મુખ્યતાથી તે નિર્બંધ જ છે, બંધાતો નથી એમ કહ્યું છે.
ગૌણપણે બીજો બંધ નથી એમ નહિ, પણ એની અહીં મુખ્યતા કરવી નથી. સમ્યગ્દ્રષ્ટિ પુરુષ બંધનું મૂળ કારણ જે રાગનો યોગ (રાગમાં જોડાણ) તે કરતો નથી એ મુખ્ય છે. અહાહા...! જ્ઞાનીને રાગનો સંબંધ જ નથી કેમકે તેને જ્ઞાનમાં-જ્ઞાનસ્વભાવમાં જોડાણ છે એટલે રાગમાં જોડાણ નથી. જુઓ, સમકિતી ચક્રવર્તી હોય તે ૯૬ હજાર રાણીઓના વૃંદમાં હોય, લડાઈમાં ઊભેલો પણ દેખાતો હોય તોપણ તેને બંધ નથી. રાગાદિનો તેને સંબંધ નથી ને! જે રાગ છે તે અસ્થિરતાનો છે અને તેની અહીં ગણતરી નથી. પણ એ (ચક્રવર્તી) રાગાદિથી એકપણાનો સંબંધ કરે, રાગનું સ્વામિત્વ કરે તો તે મિથ્યાદ્રષ્ટિ થઈને બંધ કરે છે. અહા! આવી ઝીણી વાત છે પ્રભુ!
સમ્યગ્દ્રષ્ટિ આટઆટલા સંયોગોમાં હોય એટલે ‘કરે છે’-એમ કહેવાય; લોકો પણ સંયોગથી જુએ છે ને? એટલે ‘કરે છે’ -એમ કહેવાય; બાકી એ તો એકલો પડી ગયો છે ત્યાં (-રાગથી છૂટો-ભિન્ન પડી ગયો છે ત્યાં) પરને-રાગાદિને કરે ક્યાંથી? ન જ કરે. નિર્જરા અધિકારમાં (ગાથા ૧૯૩ માં) આવી ગયું ને? કે-
PDF/HTML Page 2510 of 4199
single page version
એકકોર એમ કહે કે આત્મા પરનો ઉપભોગ કરી શકતો નથી અને વળી અહીં (ઉપરની ગાથામાં) કહે છે કે ચેતન-અચેતનનો ઉપભોગ સમ્યગ્દ્રષ્ટિ કરે છે તો આ કેવી રીતે છે?
ભાઈ! એ તો બહારથી દુનિયા દેખે છે એ અપેક્ષાએ વાત કરી છે. બાકી સમકિતીને તો રાગના યોગનો અભાવ છે. અહાહા...! ધર્મીને તો પોતાના શુદ્ધ ચૈતન્યસ્વભાવમાં સંબંધ થયો છે અને રાગનો સંબંધ છૂટી ગયો છે; વ્યવહારરત્નત્રયના રાગનો પણ સંબંધ છૂટી ગયો છે. એટલે શું? એટલે કે વ્યવહારરત્નત્રયનું પણ એને સ્વામિત્વ નથી.
પ્રશ્નઃ– તો પછી એનો કોના ખાતામાં નાખવું? ઉત્તરઃ– એને જડના ખાતામાં નાખવું. ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્માના ઉપયોગમાં તે સમાઈ શકે જ નહિ, સમજાણું કાંઈ...? બાપુ! સમ્યગ્દર્શન મૂળ મહિમાવંત ચીજ છે, એ વિના વ્રત, તપ આદિનો કાંઈ મહિમા નથી; એ બધો રાગ તો થોથાં છે.
અજ્ઞાની ભલે મુનિ હોય, પંચમહાવ્રત પાળતો હોય, અઠ્ઠાવીસ મૂળગુણ પાળતો હોય પણ એને રાગની સાથે સંબંધ-જોડાણ છે તેથી તે મિથ્યાદ્રષ્ટિ છે, વ્યભિચારી છે. આકરી વાત પ્રભુ! રાગની સાથે જેને સંબંધ છે તે વ્યભિચારી છે અને જેને રાગ સાથે સંબંધ નથી તે અવ્યભિચારી-નિર્દોષ પવિત્ર છે. (ખરેખર તો રાગને અને આત્માને વ્યવહારે જ્ઞેય-જ્ઞાયકસંબંધ છે, પણ રાગની સાથે બીજો આડો સંબંધ (-એકપણાનો સંબંધ) કરવો તે વ્યભિચાર છે.)
અહા! સમ્યગ્દર્શન શું છે? એની પ્રાપ્તિ કેમ થાય? ને એ પ્રાપ્ત થતાં જીવની શું સ્થિતિ હોય?-હવે એ વાત લોકોને સાંભળવાય મળે નહિ એ બિચારા કે દિ’ અંદર જાય? એ તો બહારમાં વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિના રાગમાં-દુઃખમાં રોકાઈ રહે, જ્યાં (-સુખનિધિ આત્મદ્રવ્યમાં) સુખ છે ત્યાં ન આવે, ભાઈ! આમ ને આમ અનંતકાળ વીતી ગયો છે બાપુ!
અહીં કહે છે-ધર્મીને વ્યવહારરત્નત્રયનો વિકલ્પ હોય છે પણ એમાં તે રોકાણો નથી, અર્થાત્ એની સાથે તે સંબંધ-જોડાણ કરતો નથી. ધર્મીએ તો જેમાં અનંતજ્ઞાન, અનંતસુખ, અનંત આનંદ આદિ અનંત અનંતગુણ સમૃદ્ધિ ભરેલી છે એવા નિજ આત્મા સાથે સંબંધ કર્યો છે તે હવે રાગથી સંબંધ કેમ કરે? કદીય ના કરે-એમ કહે છે.
ભાઈ! સમ્યગ્દર્શન એટલે શું? કે જેણે સંસારરૂપી વૃક્ષની જડ તોડી નાખી છે એનું નામ સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન થયા પછી અસ્થિરતાના રાગ-દ્વેષરૂપી ડાળાં-પાંદડાં રહ્યાં એની શું વિસાત? એ તો અલ્પકાળમાં સૂકાઈ જ જવાનાં. મતલબ
PDF/HTML Page 2511 of 4199
single page version
કે બે-પાંચ ભવમાં એ અસ્થિરતાના રાગ-દ્વેષ સંપૂર્ણ ટળી જઇને વીતરાગ થઇ એનો મોક્ષ થશે. માટે અસ્થિરતાના રાગાદિના કારણે થતા અલ્પબંધને અહીં બંધમાં ગણ્યો જ નથી.
પહેલાં(કળશ ૧૬૪માં) ‘ઉપયોગભૂ’ શબ્દ કીધો ને? એટલે કે જેમાં જાણવા- દેેખવાનો સ્વભાવ છે, જ્ઞાનદર્શનનો સ્વભાવ છે એવી ઉપયોગની ભૂમિકામાં ધર્મી જીવ દયા, દાન, વ્રત આદિના રાગને ભેળવતો નથી. અહા! શુદ્ધ ઉપયોગસ્વરૂપનું સ્વામિત્વ છોડી તે વ્રતાદિમાં સ્વામિત્વ કરતો નથી. શું કહ્યું? આ સ્ત્રી-પુત્ર-પરિવાર, તન-મન- વચન ઇત્યાદિ તો કયાંય બાજુએ રહ્યાં, અહીં તો કહે છે-સમકિતી પુરુષ, તેને જે વ્યવહારરત્નત્રય હોય છે તેનો સંબંધ-સ્વામીપણું કરતો નથી અરે! આવો ભગવાનનો મારગ તો કયાંય એક કોર રહી ગયો અને લોકોએ બીજું માન્યું! ભાઈ! પણ આના વિના સિદ્ધિ નથી હોં.
આ વસ્તુસ્વરૂપ છે અને સ્વરૂપનો જાણનાર સમકિતી સ્વચ્છંદે પરિણમતો નથી. એમ કે મારે રાગ સાથે જોડાણ નથી તેથી મને બીલકુલ બંધ જ થતો નથી એમ માનીને શુભાશુભ ભાવમાં ધર્મી સ્વચ્છંદપણે (કર્તાબુદ્ધિએ) નિરંકુશ પ્રવર્તતો નથી. સ્વચ્છંદે (કર્તા થઇને) પ્રવર્તે એ તો સમ્યગ્દ્રષ્ટિ જ નથી. સમ્યગ્દ્રષ્ટિને એની પર્યાયમાં નબળાઇને લઇને અસ્થિરતાના રાગાદિ થાય છે એ બીજી વાત છે અને કોઈ (-અજ્ઞાની) કર્તા થઇને સ્વચ્છંદે પ્રવર્તે એ બીજી વાત છે. અહા! ધર્મીને તો દ્રવ્યસ્વભાવની સાથે સંબંધ થયો હોવાથી તે રાગાદિનો સંબંધ જ કરતો નથી. આવી વાત! હવે આવી વાત અત્યારે કયાંય ચાલતી નથી ને લોકોને બિચારાને આ નિશ્ચય છે, એકાન્ત છે એમ ભડકાવીને મૂળ વાતને ટાળી દે છે. પણ ભાઈ! એ હિતનો માર્ગ નથી હોં. અહીં કહે છે-આત્મા ત્રણ લોકનો નાથ આનંદકંદ પ્રભુ છે. તેની પ્રભુતા ભાવ્યા પછી રાગને દુઃખ સાથે સંબંધ કોણ કરે?
જોકે વ્યવહારનો અધિકાર હોય એમાં એવું આવે કે જ્ઞાની વ્રત પાળે, તપ આચરે, અતિચાર ટાળે ઇત્યાદિ. પણ પરમાર્થે જોઇએ તો તે એનો સ્વામી થતો નથી. અહા! જેનો એ સ્વામી નથી તેને એ પાળે ને આચરે કયાં રહ્યું? સમયસાર પરિશિષ્ટમાં ૪૭ શક્તિઓના અધિકારમાં છેલ્લી ‘સ્વસ્વામીસંબંધ શક્તિ’ કહી છે. આત્મામાં ‘સ્વસ્વામીસંબંધ’ નામનો ગુણ છે. એટલે શું? કે પોતાનો ભાવ પોતાનું સ્વ અને પોતે તેનો સ્વામી-એવા સંબંધમયી ‘સ્વસ્વામીસંબંધ શક્તિ’ છે. અહા! પોતે શુદ્ધ ચૈતન્યઘન દ્રવ્ય, પોતાના અનંત ગુણ ને એની નિર્મળ પર્યાયએ પોતાનું સ્વ અને પોતે એનો સ્વામી આવો પોતામાં ‘સ્વસ્વામીસંબંધ’ ગુણ છે. પણ વ્યવહારરત્નત્રયનો રાગ એ એનું સ્વ કયાં છે? તેથી આત્મા એનો
PDF/HTML Page 2512 of 4199
single page version
સ્વામી નથી. અહાહા....! આવો સ્વસ્વામી સંબંધ જેને નિર્મળ પરિણમ્યો છે તે સમકિતી પુરુષ વ્યવહારરત્નત્રયના રાગનો સ્વામી નથી.
શાસ્ત્રમાં ભિન્ન સાધન-સાધ્યનું કથન આવે છે. ત્યાં કહ્યું છે કે વ્યવહારરત્નત્રયથી નિશ્ચયરત્નત્રય થાય, અર્થાત્ વ્યવહારરત્નત્રય સાધન ને નિશ્ચયરત્નત્રય સાધ્ય છે. ભાઈ! એ તો ત્યાં વ્યવહારરત્નત્રયથી ભિન્ન સાધન-સાધ્ય હોય છે એટલું જ બતાવવું છે. એટલે કે શુદ્ધ સમ્યગ્દર્શન નિશ્ચય છે તે તો સ્વના આશ્રયે પ્રગટ થયેલી દ્રષ્ટિ છે, અને ત્યારે બહારમાં સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર પ્રતિ શ્રદ્ધાનો રાગ હોય છે. હવે ત્યાં નિશ્ચય સમકિત તો સ્વરૂપના આશ્રયે જ પ્રગટયું છે, રાગના કારણે નહિ. તો પણ તેને સહચર જાણી વ્યવહારથી આરોપ કરીને સાધન કહેવામાં આવે છે. દેવ-ગુરુ- શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ છે તો ચારિત્રનો દોષ, છતાં તેમાં શ્રદ્ધા ગુણની પર્યાયનો આરોપ કરીને તેને વ્યવહારથી સમ્યગ્દર્શન કહેવામાં આવે છે.
પંડિત શ્રી ટોડરમલજીએ મોક્ષમાર્ગપ્રકાશકમાં ઘણી બધી સ્પષ્ટતા કરી છે. જ્યાં નિશ્ચયરત્નત્રય પ્રગટે છે ત્યાં દેવ-શાસ્ત્ર-ગુરુની શ્રદ્ધાના રાગને દર્શન, શાસ્ત્રાદિના શ્રવણ-મનનને જ્ઞાન અને પંચમહાવ્રતાદિના રાગને ચારિત્ર-એમ રાગને શુદ્ધ દર્શન-જ્ઞાન- ચારિત્રનો આરોપ આપીને વ્યવહારરત્નત્રય કહ્યાં છે. પણ તેથી એ રાગ (- વ્યવહારરત્નત્રય) શુદ્ધ રત્નત્રય બની જતાં નથી, મતલબ કે પરમાર્થે તેમાં સાધન- સાધ્યભાવ નથી. વળી ત્યાં કહ્યું છે કે નિશ્ચય-વ્યવહારનું સર્વત્ર આવું જ સ્વરૂપ જાણવું. મતલબ કે જ્યાં વ્યવહારનું કથન હોય ત્યાં તે ઉપચારમાત્ર આરોપિત કથન છે એમ યથાર્થ જાણવું.
અહીં કહે છે-સમ્યગ્દ્રષ્ટિને બંધનું કારણ જે રાગનો યોગ તેનો અભાવ છે. એટલે કે તેને પોતાના સચ્ચિદાનંદસ્વરૂપમાં જોડાણ થયું હોવાથી તેના મહિમા આગળ રાગનો મહિમા તેને ભાસતો નથી અને તે રાગમાં જોડાણ-સંબંધ કરતો નથી. જેમ બીજાં પરદ્રવ્ય છે તેમ રાગને પણ પર તરીકે જાણે છે. તેથી તેને બંધ થતો નથી.
‘સમ્યગ્દ્રષ્ટિને પૂર્વોક્ત સર્વ સંબંધો હોવા છતાં પણ રાગના સંબંધનો અભાવ હોવાથી કર્મબંધ થતો નથી. આના સમર્થનમાં પૂર્વે કહેવાય ગયું છે.’
સમ્યગ્દ્રષ્ટિને પૂર્વોક્ત સર્વ સંબંધો એટલે કર્મયોગ્ય પુદ્ગલોથી ભરેલો લોક, મન- વચન-કાયની ક્રિયા, પાંચે ઇન્દ્રિયોની પ્રવૃત્તિ અને સચિત્ત-અચિત્તનો ઘાત-એમ સર્વ સંબંધો હોવા છતાં રાગનો સંબંધ-રાગનું એકત્વ કરવું-નથી માટે તેને કર્મબંધ નથી.
PDF/HTML Page 2513 of 4199
single page version
સમ્યગ્દ્રષ્ટિને અંદરમાં રાગની એકતાબુદ્ધિ તૂટી ગઇ છે. શુદ્ધ ચૈતન્યસ્વભાવ ને રાગ બન્ને ભિન્નપણે ભાસતા હોવાથી એને રાગનો સંબંધ નથી. તેથી બહારથી દેખાય છે એવા બીજા સર્વ સંબંધો હોવા છતાં તેને રાગનો સંબંધ નહિ હોવાથી કર્મબંધ થતો નથી. પૂર્ણ મુક્તસ્વરૂપ ભગવાન આત્માનો સંબંધ થતાં તેને રાગનો સંબંધ તૂટી ગયો છે; અને રાગના સંબંધના અભાવમાં તેને કર્મબંધ થતો નથી. આવી વાત છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
‘कर्मततः लोकः सः अस्तु’ માટે તે (પૂર્વોક્ત) બહુ કર્મથી (કર્મયોગ્ય પુદ્ગલોથી) ભરેલો લોક છે તે ભલે હો, ‘परिस्पन्दात्मक कर्म तत् च अस्तु’ તે મન- વચન-કાયાના ચલનસ્વરૂપ કર્મ (અર્થાત્ યોગ) છે તે પણ ભલે હો, ‘तानि करणानि अस्मिन् सन्तु’ તે (પૂર્વોક્ત) કરણો પણ તેને ભલે હો, ‘च’ અને ‘तत् चिद–अचिद्– व्यापादनं अस्तु’ તે ચેતન-અચેતનનો ઘાત પણ ભલે હો,...
અહાહા...! મુનિરાજ કહે છે-ચેતન-અચેતનના ઘાત આદિ સર્વ સંબંધો ભલે હો. ભાઈ! આથી એમ ન સમજવું કે સમકિતીને જીવનો ઘાત ઇષ્ટ છે. આ તો સર્વ બહારના સંબંધો પ્રતિ સમકિતીને ઉપેક્ષા છે એમ વાત છે. અહા! અમે એમાં જોડાતા નથી એમ મુનિરાજ કહે છે. અમને અમારા સ્વદ્રવ્યની અપેક્ષા થઇ છે એમાં સર્વ પરની ઉપેક્ષા છે એમ વાત છે. જેમ સ્વવસ્તુની અપેક્ષા એ બીજી ચીજ અવસ્તુ છે તેમ ભગવાન જ્ઞાયકની દ્રષ્ટિમાં રાગ અવસ્તુ છે. રાગ રાગમાં ભલે હો, પણ શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં એ નથી, એ મારામાં નથી એમ કહે છે. ભાઈ! વીતરાગનો મારગ ખૂબ ગંભીર છે!
બહુ કર્મથી ભરેલો લોક છે તો ભલે હો. મતલબ કે અનંત બીજા આત્માને અનંતા પરમાણુ ભલે હો. તેઓ પોતપોતાની અસ્તિમાં છે, તેઓ મારામાં કયાં છે? મને એનાથી કાંઇ (સંબંધ) નથી. મન-વચન-કાયાની ક્રિયા છે તો ભલે હો; તે એનામાં છે; એ પરનું અસ્તિપણું છે તે કાંઇ થોડું ચાલ્યું જાય છે? પણ તે મારામાં-શુદ્ધ ચૈતન્યમાં નથી. એનું અસ્તિત્વ એનામાં ભલે હો, મને કાંઇ નથી.
અહાહા...! કહે છે-તે પંચેન્દ્રિયોનો વેપાર ભલે હો, ને તે ચેતન-અચેતનનો ઘાત ભલે હો. ગજબ વાત! કોઈ ને એમ થાય કે પંચેન્દ્રિયોનો વિજય કરનારા અને છકાયની રક્ષા કરનારા મુનિરાજ શું આવું કરે? ચેતનમાં તો પંચેન્દ્રિયનો ઘાત
PDF/HTML Page 2514 of 4199
single page version
પણ આવી ગયો. સમકિતી લડાઇમાં ઊભો હોય ત્યારે હાથી, ઘોડા આદિ પંચેન્દ્રિયનો પણ ઘાત થાય છે આમ છતાં પણ પાપ નહિ?
ભાઈ! અહીં કઇ અપેક્ષાથી કહે છે તે જરા ધીરો થઇને સાંભળ. ત્યાં જે ઘાત વગેરે હોય છે તે તો એના કારણે એનામાં હોય છે; એમાં મને શું છે? હું કયાં એના જોડાણમાં-સંબંધમાં ઊભો છું? હું એમાં હોઉં તો ને ? (તો બંધ થાય ને?) મને એનાથી કાંઇ નથી એમ કહે છે. આનંદઘનજી એક પદ્યમાં કહે છે-
અહાહા...! લોકો તો બહારથી દેખે છે, પણ સમયસાર-સર્વ સિદ્ધાંતનો સાર-એવા ભગવાન આત્માનો જેને સંબંધ થયો છે એને રાગનો સંબંધ તૂટી ગયો છે; એને બહારના સર્વ સંબંધો પ્રતિ ઉપેક્ષા જ છે એમ અહીં વાત છે. સમજાણું કાંઈ...?
હવે કહે છે-આ બધા સંબંધો ભલે હો, પરંતુ ‘अहो’ અહો! ‘अयम् सम्यग्द्रग्आत्मा’ આ સમ્યગ્દ્રષ્ટિ આત્મા, ‘रागादीन् उपयोगभू मम् अनयन’ રાગાદિને ઉપયોગમાં નહિ લાવતો થકો, ‘केवलं ज्ञानं भवन्’ કેવળ (એક) જ્ઞાનરૂપે થતો- પરિણમતો થકો, ‘कुतः अपि बन्धम् ध्रुवम् न एव उपैति’ કોઈ પણ કારણથી બંધને ચોક્કસ નથી જ પામતો.
શું કહ્યું? કે સમ્યગ્દ્રષ્ટિ પુરુષ રાગાદિને એટલે કે પુણ્ય-પાપના ભાવને ઉપયોગભૂમિમાં લાવતો નથી. ઉપયોગભૂમિ એટલે શું? કે જાણવા-દેખવાના સ્વભાવમય જે ચૈતન્યનો ઉપયોગ તેની ભૂમિ નામ આધાર જે આત્મા તેમાં ધર્માત્મા રાગનો સંબંધ કરતો નથી. ગજબ વાત છે ભાઈ! ધર્મી પુરુષની અંતરદશા અદ્ભુત અલૌકિક છે. અહો! શુદ્ધ રત્નત્રયનો ધરનાર ધર્માત્મા વ્યવહારરત્નત્રયના રાગને આત્મામાં લાવતો નથી. આવી વાત છે!
ત્યારે કોઈ બીજા કહે છે કે વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થાય.
અરે પ્રભુ તું શું કહે છે આ! જૈનદર્શનથી એ બહુ વિપરીત વાત છે ભાઈ! આ તારા તિરસ્કાર માટેની વાત નથી પણ તારા સત્ના હિતની વાત છે. ભગવાન! તું પૂર્ણાનંદનો નાથ ચૈતન્યમૂર્તિ પ્રભુ અંદર પરમાત્મસ્વરૂપ ભગવાન છો ને? અહા! તારા ચૈતન્ય ભગવાનની અંદરમાં રાગથી લાભ થાય એમ રાગને લાવવો એ મોટું નુકશાન છે. પ્રભુ! ભાઈ! તેં રાગના રસ વડે સચ્ચિદાનંદ ભગવાનને બહુ રાંકો કરી નાખ્યો! મહા મહિમાવંત ચૈતન્યમહાપ્રભુ એવો તું, અને તેને શું રાગ જેવા વિપરીત, પામર ને દુઃખરૂપ ભાવથી લાભ થાય? ન થાય હોં. તેથી તો કહે છે કે
PDF/HTML Page 2515 of 4199
single page version
જ્ઞાની, નિશ્ચય-વ્યવહાર બન્ને સાથે હોવા છતાં, કોઈ પણ રાગને ચૈતન્યની ભૂમિમાં- આત્મામાં લાવતો નથી.
દ્રવ્યસંગ્રહમાં (ગાથા ૪૭ માં) આવે છે કે-
અહા! ધર્માત્મા સ્વરૂપના આશ્રયમાં ગયો ત્યારે તેને ધ્યાનમાં નિશ્ચય (રત્નત્રય) પ્રગટ થાય છે. અને તે કાળે જે રાગ બાકી છે તેને વ્યવહાર (રત્નત્રય) કહે છે. આ પ્રમાણે મુનિને નિશ્ચય-વ્યવહાર-બંને રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ ધ્યાનમાં પ્રાપ્ત થાય છે. અહીં કહે છે-જ્ઞાની એ વ્યવહારને નિશ્ચયમાં લાવતો નથી. એનામાં (-નિશ્ચયમાં) એ (- વ્યવહાર) છે જ નહિ પછી વ્યવહારથી નિશ્ચય થાય એ પ્રશ્ન જ કયાં છે? એને ને વ્યવહારને સંબંધ જ નથી અને જો વ્યવહારનો સંબંધ કરે તો મિથ્યાદ્રષ્ટિ થઇ જાય. સમજાણું કાંઈ...?
અહો! ત્રણ લોકના નાથની અમૃત ઝરતી વાણીમાં એમ આવ્યું કે-ભગવાન! તું નિર્મળાનંદનો નાથ પ્રભુ અમૃતનો સાગર છો. અહા! આવો અમૃતનો સાગર જેને પર્યાયમાં ઉછળ્યો-પ્રગટ થયો તે હવે તેમાં રાગના ઝેરને કેમ ભેળવે? અંદરમાં પ્રભુત્વશક્તિ જેને પ્રગટ થઇ છે તે અખંડિત પ્રતાપ વડે સ્વતંત્ર શોભાયમાન પોતાના પ્રભુમાં પામર રાગને કેમ ભેળવે? અહો! દિગંબર સંતોએ અમૃત રેડયાં છે.
અહા! કહે છે-સચેતનો ઘાત હો તો હો; હવે સચિત્તમાં એકલા એકેન્દ્રિય છે કાંઈ? એમાં તો એકેન્દ્રિયથી પંચેન્દ્રિય બધાય આવી ગયા. બધા હો તો હો; એમાં તને શું છે? હવે આનો અર્થ ન બેસે એટલે લોકો ટીકા કરે છે કે-લ્યો, સમકિતીને પંચેન્દ્રિયની હિંસા હોય છે; આવો કંઇ સમ્યગ્દ્રષ્ટિ હોય? અરે ભાઈ! આ તો સમ્યગ્દ્રષ્ટિને ઉપયોગમાં રાગના સંબંધનો અભાવ છેે તેથી કદાચિત્ તેના નિમિત્તે બહારમાં સચિત્તનો ઘાત થાય તોપણ તે વડે તેને હિંસા નથી, બંધ નથી એમ કહે છે. ભાઈ! આ તો અજર-અમર પ્યાલા છે પ્રભુ! એ જીરવાય તો સંસાર છૂટી જાય એવી વાત છે. એને પચાવતાં આવડવું જોઇએ.
‘રાગાદિકને ઉપયોગમાં નહિ લાવતો થકો’-એમ ‘રાગાદિક’ શબ્દ લીધો છે ને? એમાં શુભાશુભ બધાય વિભાવ આવી ગયા. તે હિંસા જૂઠ, ચોરી, વિષયવાસના આદિના રાગને ઉપયોગમાં લાવતો નથી એ તો ઠીક, પણ તે અહિંસાદિના તથા દયા, દાન, ભક્તિ, પૂજા ઇત્યાદિના રાગનેય ઉપયોગમાં લાવતો નથી. અહાહા...! પોતાની પવિત્ર ઉપયોગભૂમિમાં તે કોઈ પણ અપવિત્રતાને લાવતો નથી. સ્ત્રી-પુત્ર-પરિવાર તથા વેપાર- ધંધો આદિના અશુભ રાગને ઉપયોગભૂમિમાં લાવતો નથી એટલું જ નહિ તે દેવ-ગુરુ- શાસ્ત્ર પ્રત્યેની શ્રદ્ધાના શુભરાગને પણ ઉપયોગભૂમિમાં લાવતો નથી.
PDF/HTML Page 2516 of 4199
single page version
અહાહા...! પોતાના અમૃતસ્વરૂપ સત્માં તે અસત્ એવા રાગાદિના ઝેરને તે કેમ ભેળવે? અહો! આચાર્યદેવેે કોઈ ગજબની અદ્ભુત ટીકા કરી છે!
અહા! ટીકાકાર આચાર્ય છેલ્લે કળશમાં એમ કહે છે કે- જુઓ! આ ટીકા શબ્દોની બની છે, અમારાથી નહિ; અમે તો જ્ઞાનમાં છીએ. ટીકા કરવાના વિકલ્પમાંય નથી તો પછી ભાષામાં તો કયાંથી આવીએ? અહા! સંતોને ટીકાકાર હોવાનો વ્યવહારે આરોપ આવે તેય ગોઠતું નથી. ત્યાં કળશટીકામાં શ્રી રાજમલજીએ ખુલાસો કર્યો છે કે- ‘ગ્રંથની ટીકાના કર્તા અમૃતચંદ્ર નામના આચાર્ય પ્રગટ છે. (નિમિત્તપણે) તોપણ મહાન છે, મોટા છે, સંસારથી વિરક્ત છે, તેથી ગ્રંથ કરવાનું અભિમાન કરતા નથી.’ એનો અર્થ જ એ થયો કે તેમને ગ્રંથનું કરવાપણું નથી એમ જ તે યથાર્થ જાણે છે.
કોઈને થાય કે-અધ્યાત્મગ્રંથની આવી સરસ મહાન ટીકા પ્રભુ! આપે કરી ને આપ-હું કર્તા નથી-એમ કહો છો એ કેવી વાત!
સાંભળ ભાઈ! મુનિરાજ એમ કહે છે-એ ભાષાને તો ભાષા કરે; એ ભાષામાં હું ગયો નથી, એ ભાષા મારામાં આવી નથી; તો હું એને કેમ કરું? અરે તે ભાષાના કાળે જે વિકલ્પ ઉઠયો છે તે વિકલ્પનેય મારા ઉપયોગમાં લાવતો નથી; એ વિકલ્પ મારું કર્તવ્ય નથી. લ્યો, આવી વાત છે!
ત્યાં (ત્રીજા) કળશમાં આચાર્યદેવે ના કહ્યું કે ટીકા કરતાં મારી પરમ શુદ્ધિ થજો? ત્યાં એમાં પણ આ જ ન્યાય છે કે ટીકાના કાળમાં મારું જે અંતર્દ્રષ્ટિનું જોર છે તે વૃદ્ધિ પામો, કેમકે ટીકાના વિકલ્પને હું મારા ઉપયોગસ્વભાવમાં ભેળવતો નથી. લ્યો, આવું છે ત્યાં વિકલ્પથી-રાગથી લાભ થાય એ વાત કયાં રહી?
જો રાગાદિને ઉપયોગભૂમિમાં ભેળવતો નથી તો શેમાં છો પ્રભુ? તો કહે છે- ‘ज्ञानीभवन् केवलं’–કેવળ જ્ઞાનરૂપે પરિણમતો થકો જ્ઞાનની એકતામાં છું. અહો! દિગંબર સંતોએ જગતને ન્યાલ કરી દીધું છે. એકલું અમૃત પીરસીેને એની ભૂખ ભાંગી નાખી છે. કહે છે-હું તો જ્ઞાન સાથે એકમેક પરિણમું છું, બીજાની સાથે મને કાંઇ સંબંધ નથી. તેથી કોઈ પણ કારણથી બંધને ચોક્કસ નથી જ પામતો. લ્યો, ‘નથી જ પામતો’-એમ ‘જ’ કહ્યું છે.
કથંચિત્ અબંધ ને કથંચિત્ બંધ-એમ કહો ને.
હવે સાંભળને બાપુ! એમ નથી. અહો! દેખો! આ સમ્યગ્દર્શનનો અદ્ભુત મહિમા છે.
PDF/HTML Page 2517 of 4199
single page version
‘અહીં સમ્યગ્દ્રષ્ટિનું અદ્ભુત માહાત્મ્ય કહ્યું છે અને લોક, યોગ, કરણ, ચૈતન્ય- અચૈતન્યનો ઘાત-એ બંધના કારણ નથી એમ કહ્યું છે.’
અહા! જેને પર નિમિત્ત, રાગ ને એક સમયની પર્યાયની રુચિ છૂટી ગઇ છે, કર્મના ઉદયથી મળેલી સામગ્રી પ્રતિ જે નિરભિલાષ છે, ઉદાસીન છે અને જેને જ્ઞાનાનંદસ્વભાવી નિજ આત્માની રુચિ થઇ છે તે સમ્યગ્દ્રષ્ટિ છે. સમકિતીને જ્ઞાનાનંદસ્વરૂપની જ નિરંતર રુચિ હોવાથી એના જ્ઞાન ઉપયોગમાં રાગ એકપણું પામતો નથી અને તેથી તેને બંધ થતો નથી. પોતાના અબદ્ધસ્પૃષ્ટ ભગવાનનું ભાન થતાં સમકિતીને કોઈ કારણથી બંધ થતો નથી. અહો! આવું આશ્ચર્યકારી સમ્યગ્દ્રષ્ટિનું માહાત્મ્ય છે! સમ્યગ્દર્શનના મહિમાની શી વાત!
સમ્યગ્દ્રષ્ટિને, કર્મ થવાને લાયક રજકણોથી ભરેલો લોક હોય એનાથી બંધન નથી. ભગવાન આનંદનો નાથ પ્રભુ પોતે છે તેને તે આલોકે છે, પોતાનો લોક છે તેને તે આલોકે છે તેથી તેને બંધન નથી. વળી મન-વચન-કાયની ક્રિયા જે છે એ પણ એને બંધનનું કારણ નથી, કેમકે એ સર્વ એના જ્ઞાનમાં પરજ્ઞેય તરીકે છે; મન-વચન-કાયની ક્રિયામાં એને રુચિ નથી. અહો! સમ્યગ્દર્શન એટલે શું એની લોકોને ખબર નથી. આ બાહ્ય ત્યાગ કંઇક કરે એટલે માને કે ત્યાગી થઇ ગયો. પણ બાપુ! સર્વ સંસારનો (- રાગનો) ત્યાગ જ્યાં સુધી દ્રષ્ટિમાં ન આવે અને પૂર્ણાનંદના નાથ પ્રભુ આત્માનાં દ્રષ્ટિ ને અનુભવ ન થાય ત્યાં સુધી તે મિથ્યાદ્રષ્ટિ જ છે; બહારથી ભલે ત્યાગી હોય પણ ખરેખર તે ત્યાગી છે જ નહિ.
સમ્યગ્દ્રષ્ટિને યોગની ક્રિયા હોય તોપણ તે બંધનું કારણ નથી, કેમકે તેમાં એની રુચિ નથી, તેમાંથી એની રુચિ ઉડી ગઇ છે. ચેતન-અચેતનનો ઘાત પણ એને બંધનું કારણ નથી. ભારે ગજબ વાત છે! પંચેન્દ્રિય જીવોનો ઘાત થાય, હાથી-ઘોડા-મનુષ્ય મરે તોપણ ત્યાં એને રુચિ નથી ને! અંતરમાં તે પ્રતિ અત્યંત ઉદાસીન પરિણામ છે તેથી એ ઘાત તેને બંધનું કારણ નથી. વાસ્તવમાં એ બધી ક્રિયાઓ તેને જ્ઞાનમાં પરજ્ઞેય તરીકે ભાસે છે, તે એનો કરનારો થતો નથી.
અજ્ઞાની કાયા ને કષાયને પોતાનાં માને છે. તે ભલે છકાયની હિંસામાં વર્તમાન પ્રવૃત્ત ન દેખાતો હોય તોપણ ભગવાન કહે છે કે તે છકાયની હિંસા કરનારો છે. અહા! જેણે પોતાના અશરીરી ભગવાનને શરીરી માન્યો છે અને અકષાયીને કષાયયુક્ત માન્યો છે, તે ભલે બહારથી મુનિ થઇ ગયો હોય, હજારો રાણીઓ છોડી હોય અને જંગલમાં રહેતો હોય તોપણ તે હિંસાનો કરનારો જ છે કેમકે તેને નિરંતર પોતાના ચૈતન્યનો ઘાત-હિંસા થયા જ કરે છે. અહા! જેણે કષાયની મંદતાના દયાના ભાવ પણ પોતાના માન્યા તેણે અકષાયી ચૈતન્યસ્વરૂપને રાગયુક્ત માન્યું;
PDF/HTML Page 2518 of 4199
single page version
તેણે સ્વરૂપની સ્થિતિનો ઇન્કાર કરીને સ્વરૂપની જ હિંસા કરી છે. માટે તે બહારમાં હિંસા ન કરતો હોય તોપણ તે હિંસાનો કરનારો હિંસક જ છે. અને જેની દ્રષ્ટિ શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપી ભગવાન આત્મા ઉપર પડી છે તેને ભલે બહારમાં સર્વ સંબંધો હોય તોપણ તે નિર્બંધ છે, કોઈ કારણો તેને બંધન કરતાં નથી.
હવે કહે છે-‘આથી એમ ન સમજવું કે પરજીવની હિંસાથી બંધ કહ્યો નથી માટે સ્વચ્છંદી થઇ હિંસા કરવી. અહીં તો એમ આશય છે કે અબુદ્ધિપૂર્વક કદાચિત્ પરજીવનો ઘાત પણ થઇ જાય તો તેનાથી બંધ થતો નથી.’
જુઓ આ સ્વચ્છંદી થવાનો નિષેધ કર્યો. પોતે રુચિપૂર્વક-બુદ્ધિપૂર્વક હિંસા કરે ને એમ કહે કે અમે હિંસા કરી નથી તો કહે છે કે એમ ન ચાલે. ઉપયોગમાં રાગાદિકનું એકત્વ કરે અને પરજીવના ઘાત પ્રતિ પ્રવૃત્ત થાય અને કહે કે અમને તેનાથી બંધ નથી તો કહે છે-એમ નહિ ચાલે; એને તો બંધ અવશ્ય થશે જ. આ તો જેને રાગરહિત નિર્વિકાર નિત્યાનંદસ્વરૂપ પ્રભુ આત્મા દ્રષ્ટિમાં આવ્યો છે તેને, બુદ્ધિપૂર્વક-રુચિપૂર્વક પરઘાતના પરિણામ નથી તેથી કદાચિત્ અવશપણે પરજીવનો ઘાત થઇ જાય તો તે બંધનું કારણ નથી એમ વાત છે. પરંતુ રાગની રુચિપૂર્વક જે પરઘાતની પ્રવૃત્તિ છે તે તો હિંસા જ છે, અને એ બંધનું કારણ છે. માટે સ્વચ્છંદી થઇ હિંસા ન કરવી એમ કહે છે.
પંચેન્દ્રિયનો ઘાત થાય તોપણ જ્ઞાનીને હિંસા કહી નથી-એમ માનીને, એ કથનને છળપણે ગ્રહીને કોઈ અજ્ઞાની પરઘાતમાં રોકાય તો તેને તો અવશ્ય હિંસા થશે કેમકે તેને રાગની રુચિ છે જ. એ જ વિશેષ કહે છે-
‘પરંતુ જ્યાં બુદ્ધિપૂર્વક જીવ મારવાના ભાવ થશે ત્યાં તો પોતાના ઉપયોગમાં રાગાદિકનો સદ્ભાવ આવશે અને તેથી ત્યાં હિંસાનો બંધ થશે જ.’
શું કીધું? બુદ્ધિપૂર્વક એટલે ઉપયોગમાં રાગનું એકત્વ કરીને, હું આને મારું એમ રુચિપૂર્વક જીવ મારવાના ભાવ થશે ત્યાં તો રાગાદિકનો સદ્ભાવ થશે અને તેથી ત્યાં હિંસા થશે જ. બંધ થશે જ. અહા વીતરાગમાર્ગ કોઈ અલૌકિક છે ભાઈ! જ્ઞાનીને તો રાગની એકત્વબુદ્ધિ નથી તેથી રાગનો સદ્ભાવ નથી. કિંચિત્ (અસ્થિરતાનો) રાગ છે તે પરમાં જાય છે. તેને બધી ક્રિયાઓ પરમાં જાય છે. એ પરને પરપણે જાણતા જ્ઞાનીને રાગનો સદ્ભાવ નહિ હોવાથી બંધ થતો નથી. આવી વાત છે ભાઈ! આ કાંઈ વાદ- વિવાદે પાર પડે એવું નથી.
કહે છે-‘પોતાના ઉપયોગમાં રાગાદિકનો સદ્ભાવ આવશે’-ભાષા જોઇ? આને હું મારું ને આને જીવાડું ને આની સાથે ભોગ લઉં-એમ સ્વચ્છંદે પ્રવર્તે અને માને કે મેં કયાં હિંસા કરી છે તો કહે છે-એમ નહિ હાલે ભાઈ! જેને પરપ્રવૃત્તિનો-
PDF/HTML Page 2519 of 4199
single page version
મારવા-જીવાડવાનો કે ભોગનો-ભાવ થયો એને જ્ઞાનમાં રાગની-કષાયની હયાતી થઇ ગઈ. અહાહા...! ભગવાન આત્મા અકષાયસ્વભાવી પ્રભુ ત્રિકાળ પવિત્ર શુદ્ધ છે. એની રુચિ છોડી પરપ્રવૃત્તિની રુચિ કરે એને તો ઉપયોગમાં રાગાદિની હયાતી થઈ જશે અને તેથી ત્યાં હિંસાથી બંધ જ થશે એમ કહે છે.
જ્ઞાનીને રાગની રુચિ છૂટી ગઇ છે. તેને જે ચારિત્રમોહસંબંધી રાગ હોય છે તે પૃથક જ રહે છે; તેમાં તે એકત્વપણે વર્તતો નથી પણ એનાથી પૃથક્પણે વર્તે છે. ખરેખર તો જ્ઞાનીના જ્ઞાનમાં રાગ જણાય છે તે પરજ્ઞેયપણે જ જણાય છે. જ્યારે અજ્ઞાનીના જ્ઞાનમાં રાગાદિ જણાય છે તે એકમેકપણે જણાય છે, જાણે રાગાદિ સ્વરૂપભૂત હોય તેમ તે રાગાદિને આત્મામાં સ્થાપે છે. તેથી રાગની રુચિવાળો અજ્ઞાની પરને હણશે ત્યાં તેને હિંસા થશે જ. બંધ થશે જ. અહા! આવી વાત બીજે કયાંય છે નહિ.
હવે અહીં સિદ્ધાંત કહે છે-‘જ્યાં જીવને જિવાડવાનો અભિપ્રાય હોય ત્યાં પણ અર્થાત્ તે અભિપ્રાયને પણ નિશ્ચયનયમાં મિથ્યાત્વ કહ્યું છે તો મારવાનો અભિપ્રાય મિથ્યાત્વ કેમ ન હોય? હોય જ.’
શું કહ્યું? હું પરદ્રવ્યની પર્યાયને કરું, પરને જીવાડું, સમાજનું ભલું કરું, કુટુંબનો નિર્વાહ કરું, લોકોને કારખાનાં ચલાવીને રોજી-રોટી દઉં વગેરે બધા જે અભિપ્રાય છે તે મિથ્યાત્વ છે એમ કહે છે. કેટલાય લોકો પાસે કરોડો-અબજોની સંપત્તિ હોય અને કારખાનાં વગેરે ઉદ્યોગ-વેપાર ચલાવે અને નિવૃત્તિ ન લે. વળી કહે કે-અમે કાંઈ પૈસા કમાવા ઉદ્યોગ-વેપાર કરતા નથી પણ બિચારા હજારો માણસો પોષાય છે તેથી કરીએ છીએ તેને કહીએ છીએ કે ભાઈ! તારો એ અભિપ્રાય મિથ્યાત્વ છે. બીજા લોકો નભે છે તે શું પોતાના પુણ્યથી નભે છે કે તારા કારણે નભે છે?
આગળ આવશે કે પરને હું સુખી કરું, આહાર, ઔષધ, વસ્ત્ર આદિ સગવડતા બીજાને દઉં-દઈ શકું ઇત્યાદિ અભિપ્રાય મિથ્યાદ્રષ્ટિનો છે અને તે જ બંધનું કારણ છે, કોણ દે બાપુ? એક રજકણ પણ તારાથી બીજે દેવાય એવું તારું સામર્થ્ય નથી. એ તો જગતનું તત્ત્વ છે અને તે પોતાની ક્રિયાવતી શક્તિના કારણે પોતાની યોગ્યતાથી આવે છે ને જાય છે. હવે એને ઠેકાણે એમ માને કે મેં આહાર-ઔષધ આદિ આપ્યાં, પૈસા આદિ આપ્યા તો એ તો મિથ્યાત્વ છે. એ પૈસા આદિ કે દિ’ એનામાં (-આત્મામાં) છે? એ તો જડના છે બાપુ! ને જડનો સ્વામી જડ હોય. જડનો સ્વામી પોતે (-આત્મા) થાય એ તો મૂઢ મિથ્યાદ્રષ્ટિ છે સમજાણું કાંઈ...?
અહીં તો રાગનો સ્વામી થાય એ મિથ્યાદ્રષ્ટિ છે તો પછી મેં આ દીધું ને તે દીધું એમ અભિપ્રાય રાખી પરનો કે જડનો સ્વામી થાય એની તો શી વાત?
PDF/HTML Page 2520 of 4199
single page version
એ તો મહામૂઢ પ્રગટ મિથ્યાદ્રષ્ટિ છે. અહા! ત્રણ લોકના નાથની વાણીમાં તો આ આવ્યું છે ભાઈ!
જો પરને જિવાડવાનો અભિપ્રાય મિથ્યાત્વ છે તો પરને જિવાડવું તે દયા છે ને દયા છે તે ધર્મ છે એમ શાસ્ત્રમાં આવે છે ને?
સમાધાનઃ– દયા છે તે ધર્મ છે એ તો સત્ય છે; પણ કોની દયા? સ્વદયા અર્થાત્ અંતરંગમાં રાગરહિત વીતરાગ નિર્વિકાર પરિણામની ઉત્પત્તિ તે ધર્મ છે. પુરુષાર્થસિદ્ધયુપાયમાં (શ્લોક ૪૪ માં) એ જ કહ્યું છે કે-નિશ્ચયથી રાગાદિની ઉત્પત્તિ ન થવી તે અહિંસા નામ સ્વદયા છે. ધવલમાં પણ આવે છે કે દયા એ જીવનો સ્વભાવ છે; પણ એ કઇ દયા? એ સ્વદયાની વાત છે, પરદયાની નહિ. નિશ્ચય સ્વદયારૂપ ધર્મ જેને પ્રગટયો છે તે ધર્માત્માને બહારમાં પર જીવોની રક્ષાના ભાવ આવે છે, તેને નિશ્ચયના સહચર જાણી વ્યવહારથી ધર્મ કહેવામાં આવે છે; પરંતુ તે પરદયાના ભાવ વાસ્તવમાં તો પુણ્યભાવ છે, પુણ્યબંધનું કારણ છે, ધર્મ નથી. તથાપિ તેને ધર્મ જાણી કોઈ પરને જિવાડવાનો અભિપ્રાય રાખે છે તો તે મિથ્યાદ્રષ્ટિ જ છે. સમજાણું કાંઈ...!
ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ વિજ્ઞાનઘનસ્વરૂપ પ્રભુ સદા વીતરાગસ્વરૂપ જ છે. તેને જેવો ને જેવડો છે તેવો ને તેવડો ટકતો માનવો-સ્વીકારવો તેનું નામ અહિંસા છે. પરંતુ એનાથી વિપરીત તેને અલ્પજ્ઞ, અધુરો ને રાગવાળો માનવો તે મિથ્યાત્વ છે, સ્વરૂપની હિંસા છે. શું કહ્યું? પોતે જીવતત્ત્વ પૂરણ જ્ઞાતા-દ્રષ્ટા છે. તેને તેવો ન સ્વીકારતાં હું પરને મારવાવાળો ને જિવાડવાવાળો એમ માનવું તે સ્વરૂપને નકારવારૂપ નિશ્ચય હિંસા છે; અને તે કાળે પરઘાત થવો તે વ્યવહારે હિંસા છે.
અરેરે! અનંતકાળથી ૮૪ના અવતારમાં રખડતો એ જીવ મિથ્યાત્વને લઇને રખડે છે હોં. અહા! મિથ્યાત્વને લઇને પ્રભુ! તેં એટલાં અનંત-અનંત જન્મ-મરણ કર્યાં કે તારા મરણ પછી જે અનંતી માતાઓએ આંસુ સાર્યાં એનાથી સમુદ્રોના સમુદ્રો ભરાઈ જાય. ભગવાન! તું એ બધું ભૂલી ગયો છે કેમકે તને અનાદિ-અનંત તત્ત્વનો વિચાર નથી. પણ એ બધા અનંત ભવ મિથ્યાત્વને લઇને છે ભાઈ! મિથ્યાત્વ એ જ સંસાર, મિથ્યાત્વ એ જ પાપ, મિથ્યાત્વ એ જ આસ્રવ ને મિથ્યાત્વ એ જ ભાવબંધ છે. મિથ્યાત્વ ગયા પછી જે ચારિત્રમોહસંબંધી રાગ છે તેને અહીં ગણતરીમાં નથી લેવો કેમકે એ તો નિર્જરી જવા ખાતે છે અને પરજ્ઞેયપણે છે. જેને રાગમાં એકત્વબુદ્ધિ છે તેને જ રાગનો સદ્ભાવ છે એમ કીધું છે. માટે મિથ્યા અભિપ્રાયને છોડી ભગવાન પૂર્ણાનંદનો નાથ પ્રભુ પોતે જ્ઞાતા-દ્રષ્ટા છે તેની રુચિ કરવી.