Pravachan Ratnakar (Gujarati). Pravachan Ratnakar Part-8 ; Bandh Adhikar; Kalash: 163-164 ; Gatha: 237-241.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 125 of 210

 

PDF/HTML Page 2481 of 4199
single page version

परमात्मने नमः।
શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત
શ્રી
સમયસાર
ઉપર
પરમ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીનાં પ્રવચનો
श्रीमदमृतचन्द्रसूरिकृता आत्मख्यातिः।
બંધ અધિકાર
अथ प्रविशति बन्धः।
(शार्दूलविक्रीडित)
रागोद्गारमहारसेन सकलं कृत्वा प्रमत्तं जगत्
क्रीडन्तं रसभावनिर्भरमहानाटयेन बन्धं धुनत्।
आनन्दामृतनित्यभोजि सहजावस्थां स्फुटं नाटयद्
धीरोदारमनाकुलं निरुपधि ज्ञानं समुन्मज्जति।। १६३।।
રાગાદિકથી કર્મનો, બંધ
જાણી મુનિરાય,
તજે તેહ સમભાવથી, નમું સદા તસુ પાય.

પ્રથમ ટીકાકાર કહે છે કે ‘હવે બંધ પ્રવેશ કરે છે’. જેમ નૃત્યના અખાડામાં સ્વાંગ પ્રવેશ કરે તેમ રંગભૂમિમાં બંધતત્ત્વનો સ્વાંગ પ્રવેશ કરે છે.

ત્યાં પ્રથમ જ, સર્વ તત્ત્વોને યથાર્થ જાણનારું જે સમ્યગ્જ્ઞાન છે તે બંધને દૂર કરતું પ્રગટ થાય છે એવા અર્થનું મંગળરૂપ કાવ્ય કહે છેઃ-

શ્લોકાર્થઃ– [राग–उद्गार–महारसेन सकलं जगत् प्रमत्तं कृत्वा] જે (બંધ)


PDF/HTML Page 2482 of 4199
single page version

जह णाम को वि पुरिसो णेहब्भत्तो दु रेणुबहुलम्मि। ठाणम्मि ठाइदूण य करेदि सत्थेहिं वायामं।। २३७।। छिंददि भिंददि य तदा तालीतलकयलिवंसपिंडीओ। सच्चित्ताचित्ताणं करेदि दव्वाणमुवघादं।। २३८।। उवघादं कुव्वंतस्स तस्स णाणाविहेहिं करणेहिं। णिच्छयदो चिंतेज्ज हु किंपच्चयगो दु रयबंधो।। २३९।।


રાગના ઉદયરૂપી મહા રસ (દારૂ) વડે સમસ્ત જગતને પ્રમત્ત (-મતવાલું, ગાફેલ) કરીને, [रस–भाव–निर्भर–महा–नाटयेन क्रीडन्तं बन्धं] રસના ભાવથી (અર્થાત્ રાગરૂપી ઘેલછાથી) ભરેલા મોટા નૃત્ય વડે ખેલી (નાચી) રહ્યો છે એવા બંધને [धुनत्] ઉડાડી દેતું-દૂર કરતું, [ज्ञानं] જ્ઞાન [समुन्मज्जति] ઉદય પામે છે. કેવું છે જ્ઞાન? [आनन्द–अमृत–नित्य–भोजि] આનંદરૂપી અમૃતનું નિત્ય ભોજન કરનારું છે, [सहज–अवस्थां स्फुटं नाटयत्] પોતાની જાણનક્રિયારૂપ સહજ અવસ્થાને પ્રગટ નચાવી રહ્યું છે, [धीर–उदारम्] ધીર છે, ઉદાર (અર્થાત્ મોટા વિસ્તારવાળું, નિશ્ચળ) છે, [अनाकुलं] અનાકુળ (અર્થાત્ જેમાં કાંઈ આકુળતાનું કારણ નથી એવું) છે, [निरुपधि] નિરુપધિ (અર્થાત્ પરિગ્રહ રહિત, જેમાં કાંઈ પરદ્રવ્ય સંબંધી ગ્રહણત્યાગ નથી એવું) છે.

ભાવાર્થઃ– બંધતત્ત્વે રંગભૂમિમાં પ્રવેશ કર્યો છે, તેને ઉડાવી દઈને જે જ્ઞાન પોતે પ્રગટ થઈ નૃત્ય કરશે તે જ્ઞાનનો મહિમા આ કાવ્યમાં પ્રગટ કર્યો છે. એવા અનંત જ્ઞાનસ્વરૂપ જે આત્મા તે સદા પ્રગટ રહો. ૧૬૩.

હવે બંધતત્ત્વનું સ્વરૂપ વિચારે છે; તેમાં પ્રથમ, બંધના કારણને સ્પષ્ટ રીતે કહે છેઃ-

જેવી રીતે કો પુરુષ પોતે તેલનું મર્દન કરી,
વ્યાયામ કરતો શસ્ત્રથી બહુ રજભર્યા સ્થાને રહી; ૨૩૭.
વળી તાડ, કદળી, વાંસ આદિ છિન્નભિન્ન કરે અને
ઉપઘાત તેહ સચિત્ત તેમ અચિત્ત દ્રવ્ય તણો કરે. ૨૩૮.
બહુ જાતનાં કરણો વડે ઉપઘાત કરતા તેહને,
નિશ્ચય થકી ચિંતન કરો; રજબંધ થાય શું કારણે? ૨૩૯.

PDF/HTML Page 2483 of 4199
single page version

जो सो दु णेहभावो तम्हि णरे तेण तस्स रयबंधो। णिच्छयदो विण्णेयं ण कायचेट्ठाहिं सेसाहिं।। २४०।। एवं मिच्छादिट्ठी वट्टंतो बहुविहासु चिट्ठासु। रागादी उवओगे कुव्वंतो लिप्पदि रएण।। २४१।।

यथा नाम कोऽपि पुरुषः स्नेहाभ्यक्तस्तु रेणुबहुले।
स्थाने स्थित्वा च करोति शस्त्रैर्व्यायामम्।। २३७।।
छिनत्ति भिनत्ति च तथा तालीतलकदलीवंशपिण्डीः।
सचित्ताचित्तानां करोति द्रव्याणामुपघातम्।। २३८।।
उपघातं
कुर्वतस्तस्य नानाविधैः करणैः।
निश्चयतश्चिन्त्यतां खलु किम्प्रत्ययिकस्तु रजोबन्धः।। २३९।।
यः स तु स्नेहभावस्तस्मिन्नरे तेन तस्य रजोबन्धः।
निश्चयतो विज्ञेयं न कायचेष्टाभिः शेषाभिः।। २४०।।
एवं मिथ्याद्रष्टिर्वर्तमानो बहुविधासु
चेष्टासु।
रागादीनुपयोगे कुर्वाणो लिप्यते रजसा।। २४१।।

ગાથાર્થઃ– [यथा नाम] જેવી રીતે- [कः अपि पुरुषः] કોઈ પુરુષ [स्नेहाभ्यक्तः तु] (પોતાના પર અર્થાત્ પોતાના શરીર પર) તેલ આદિ સ્નિગ્ધ પદાર્થ લગાવીને [च] અને [रेणुबहुले] બહુ રજવાળી (ધૂળવાળી) [स्थाने] જગ્યામાં [स्थित्वा] રહીને [शस्त्रैः] શસ્ત્રો વડે [व्यायामम् करोति] વ્યાયામ કરે છે, [तथा] અને [तालीतलकदलीवंशपिण्डीः] તાડ, તમાલ, કેળ, વાંસ, અશોક વગેરે વૃક્ષોને [छिनत्ति] છેદે છે, [भिनत्ति च] ભેદે છે, [सचित्ताचित्तानां] સચિત્ત તથા અચિત્ત [द्रव्याणाम्] દ્રવ્યોનો [उपघातम्] ઉપઘાત (નાશ) [करोति] કરે છે; [नानाविधैः करणैः] એ રીતે નાના પ્રકારનાં કરણો વડે [उपघातं कुर्वतः] ઉપઘાત કરતા [तस्य] તે પુરુષને [रजोबन्धः तु] રજનો બંધ (ધૂળનું ચોંટવું) [खलु] ખરેખર [किम्प्रत्ययिकः] કયા કારણે થાય છે [निश्चयतः]

એમ જાણવું નિશ્ચય થકી–ચીકણાઈ જે તે નર વિષે
રજબંધકારણ તે જ છે, નહિ કાયચેષ્ટા શેષ જે. ૨૪૦.
ચેષ્ટા વિવિધમાં વર્તતો એ રીત મિથ્યાદ્રષ્ટિ જે,
ઉપયોગમાં રાગાદિ કરતો રજ થકી લેપાય તે. ૨૪૧.

PDF/HTML Page 2484 of 4199
single page version

તે નિશ્ચયથી [चिन्त्यताम्] વિચારો. [तस्मिन् नरे] તે પુરુષમાં [यः सः स्नेहभावः तु] જે તેલ આદિનો ચીકાશભાવ છે [तेन] તેનાથી [तस्य] તેને [रजोबन्धः] રજનો બંધ થાય છે [निश्चयतः विज्ञेयं] એમ નિશ્ચયથી જાણવું, [शेषाभिः कायचेष्टाभिः] શેષ કાયાની ચેષ્ટાઓથી [न] નથી થતો. [एवं] એવી રીતે- [बहुविधासु चेष्टासु] બહુ પ્રકારની ચેષ્ટાઓમાં [वर्तमानः] વર્તતો [मिथ्याद्रष्टिः] મિથ્યાદ્રષ્ટિ [उपयोगे] (પોતાના) ઉપયોગમાં [रागादीन् कुर्वाणः] રાગાદિ ભાવોને કરતો થકો [रजसा] કર્મરૂપી રજથી [लिप्यते] લેપાય છે-બંધાય છે.

ટીકાઃ– જેવી રીતે-આ જગતમાં ખરેખર કોઈ પુરુષ સ્નેહના (અર્થાત્ તેલ આદિ ચીકણા પદાર્થના) મર્દનયુક્ત થયેલો, સ્વભાવથી જ જે બહુ રજથી ભરેલી છે (અર્થાત્ બહુ રજવાળી છે) એવી ભૂમિમાં રહેલો, શસ્ત્રોના વ્યાયામરૂપી કર્મ (અર્થાત્ શસ્ત્રોના અભ્યાસરૂપી ક્રિયા) કરતો, અનેક પ્રકારનાં કરણો વડે સચિત્ત તથા અચિત્ત વસ્તુઓનો ઘાત કરતો, (તે ભૂમિની) રજથી બંધાય છે-લેપાય છે. (ત્યાં વિચારો કે) તેમાંથી તે પુરુષને બંધનું કારણ કયું છે? પ્રથમ, સ્વભાવથી જ જે બહુ રજથી ભરેલી છે એવી ભૂમિ રજબંધનું કારણ નથી; કારણ કે જો એમ હોય તો જેમણે તેલ આદિનું મર્દન નથી કર્યું એવા પુરુષો કે જેઓ તે ભૂમિમાં રહેલા હોય તેમને પણ રજબંધનો પ્રસંગ આવે. શસ્ત્રોના વ્યાયામરૂપી કર્મ પણ રજબંધનું કારણ નથી; કારણ કે જો એમ હોય તો જેમણે તેલ આદિનું મર્દન નથી કર્યું તેમને પણ શસ્ત્રવ્યાયામરૂપી ક્રિયા કરવાથી રજબંધનો પ્રસંગ આવે. અનેક પ્રકારનાં કરણો પણ રજબંધનું કારણ નથી; કારણ કે જો એમ હોય તો જેમણે તેલ આદિનું મર્દન નથી કર્યું તેમને પણ અનેક પ્રકારનાં કરણોથી રજબંધનો પ્રસંગ આવે. સચિત્ત તથા અચિત્ત વસ્તુઓનો ઘાત પણ રજબંધનું કારણ નથી; કારણ કે જો એમ હોય તો જેમણે તેલ આદિનું મર્દન નથી કર્યું તેમને પણ સચિત્ત તથા અચિત્ત વસ્તુઓનો ઘાત કરવાથી રજબંધનો પ્રસંગ આવે. માટે ન્યાયના બળથી જ આ ફલિત થયું (-સિદ્ધ થયું) કે, જે તે પુરુષમાં સ્નેહમર્દનકરણ (અર્થાત્ તે પુરુષમાં જે તેલ આદિના મર્દનનું કરવું), તે બંધનું કારણ છે. તેવી રીતે-મિથ્યાદ્રષ્ટિ પોતામાં રાગાદિક (-રાગાદિભાવો-) કરતો, સ્વભાવથી જ જે બહુ કર્મયોગ્ય પુદ્ગલોથી ભરેલો છે એવા લોકમાં કાય-વચન-મનનું કર્મ (અર્થાત્ કાય-વચન-મનની ક્રિયા) કરતો, અનેક પ્રકારનાં કરણો વડે સચિત્ત તથા અચિત્ત વસ્તુઓનો ઘાત કરતો, કર્મરૂપી રજથી બંધાય છે. (ત્યાં વિચારો કે) તેમાંથી તે પુરુષને બંધનું કારણ કયું છે? પ્રથમ, સ્વભાવથી જ જે બહુ કર્મયોગ્ય પુદ્ગલોથી ભરેલો છે એવો લોક બંધનું કારણ નથી; કારણ કે જો એમ હોય તો સિદ્ધો કે જેઓ લોકમાં રહેલા છે તેમને પણ બંધનો પ્રસંગ આવે. કાય-વચન-મનનું કર્મ (અર્થાત્ કાય-વચન-મનની ક્રિયાસ્વરૂપ


PDF/HTML Page 2485 of 4199
single page version

(पृथ्वी)
न कर्मबहुलं जगन्न चलनात्मकं कर्म वा
न नैककरणानि वा न चिदचिद्वधो बन्धकृत्।
यदैक्यमुपयोगभूः समुपयाति रागादिभिः
स एव किल केवलं भवति बन्धहेतुर्नृणाम्।। १६४।।

યોગ) પણ બંધનું કારણ નથી; કારણ કે જો એમ હોય તો યથાખ્યાત-સંયમીઓને પણ (કાય-વચન-મનની ક્રિયા હોવાથી) બંધનો પ્રસંગ આવે. અનેક પ્રકારનાં કરણો પણ બંધનું કારણ નથી; કારણ કે જો એમ હોય તો કેવળજ્ઞાનીઓને પણ (તે કરણોથી) બંધનો પ્રસંગ આવે. સચિત્ત તથા અચિત્ત વસ્તુઓનો ઘાત પણ બંધનું કારણ નથી; કારણ કે જો એમ હોય તો જેઓ સમિતિમાં તત્પર છે તેમને (અર્થાત્ જેઓ યત્નપૂર્વક પ્રવર્તે છે એવા સાધુઓને) પણ (સચિત્ત તથા અચિત્ત વસ્તુઓના ઘાતથી) બંધનો પ્રસંગ આવે. માટે ન્યાયબળથી જ આ ફલિત થયું કે, જે ઉપયોગમાં રાગાદિકરણ (અર્થાત્ ઉપયોગમાં જે રાગાદિકનું કરવું), તે બંધનું કારણ છે.

ભાવાર્થઃ– અહીં નિશ્ચયનય પ્રધાન કરીને કથન છે. જ્યાં નિર્બાધ હેતુથી સિદ્ધિ થાય તે જ નિશ્ચય છે. બંધનું કારણ વિચારતાં નિર્બાધપણે એ જ સિદ્ધ થયું કે-મિથ્યાદ્રષ્ટિ પુરુષ જે રાગદ્વેષમોહભાવોને પોતાના ઉપયોગમાં કરે છે તે રાગાદિક જ બંધનું કારણ છે. તે સિવાય બીજાં-બહુ કર્મયોગ્ય પુદ્ગલોથી ભરેલો લોક, મન-વચન-કાયના યોગ, અનેક કરણો તથા ચેતન-અચેતનનો ઘાત-બંધનાં કારણ નથી; જો તેમનાથી બંધ થતો હોય તો સિદ્ધોને, યથાખ્યાત ચારિત્રવાળાઓને, કેવળજ્ઞાનીઓને અને સમિતિરૂપે પ્રવર્તનારા મુનિઓને બંધનો પ્રસંગ આવે છે. પરંતુ તેમને તો બંધ થતો નથી. તેથી આ હેતુઓમાં (-કારણોમાં) વ્યભિચાર આવ્યો. માટે બંધનું કારણ રાગાદિક જ છે એ નિશ્ચય છે.

અહીં સમિતિરૂપે પ્રવર્તનારા મુનિઓનું નામ લીધું અને અવિરત, દેશવિરતનું નામ ન લીધું તેનું કારણ એ છે કે-અવિરત તથા દેશવિરતને બાહ્યસમિતિરૂપ પ્રવૃત્તિ નથી તેથી ચારિત્રમોહ સંબંધી રાગથી કિંચિત્ બંધ થાય છે; માટે સર્વથા બંધના અભાવની અપેક્ષામાં તેમનું નામ ન લીધું. બાકી અંતરંગની અપેક્ષાએ તો તેઓ પણ નિર્બંધ જ જાણવા.

હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-

શ્લોકાર્થઃ– [बन्धकृत्] કર્મબંધ કરનારું કારણ, [न कर्मबहुलं जगत्] નથી બહુ કર્મયોગ્ય પુદ્ગલોથી ભરેલો લોક, [न चलनात्मकं कर्म वा] નથી ચલનસ્વરૂપ


PDF/HTML Page 2486 of 4199
single page version

કર્મ (અર્થાત્ કાય-વચન-મનની ક્રિયારૂપ યોગ), [न नैककरणानि] નથી અનેક પ્રકારનાં કરણો [वा न चिद्–अचिद्–वधः] કે નથી ચેતન-અચેતનનો ઘાત. [उपयोगभूः रागादिभिः यद्–ऐक्यम् समुपयाति] ‘ઉપયોગભૂ’ અર્થાત્ આત્મા રાગાદિક સાથે જે ઐકય પામે છે [सः एव केवलं] તે જ એક (-માત્ર રાગાદિક સાથે એકપણું પામવું તે જ-) [किल] ખરેખર [नृणाम् बन्धहेतुः भवति] પુરુષોને બંધનું કારણ છે.

ભાવાર્થઃ– અહીં નિશ્ચયનયથી એક રાગાદિકને જ બંધનું કારણ કહ્યું છે. ૧૬૪.

*
સમયસાર બંધ અધિકાર

પ્રથમ અર્થકાર પંડિત શ્રી જયચંદજી મંગલાચરણ કહે છેઃ-

“રાગાદિકથી કર્મનો બંધ જાણી મુનિરાય,
તજે તેહ સમભાવથી, નમું સદા તસુ પાય.”

શું કહે છે? કે રાગ ને દ્વેષ, ને પુણ્ય ને પાપ ઈત્યાદિ જે વિકારી ભાવ પર્યાયમાં થાય છે તે વડે કર્મબંધ થાય છે; આ દયા, દાન, વ્રત, ભક્તિ આદિના જે શુભભાવ થાય છે તે બંધનના ભાવ છે એમ કહે છે. અહાહા..! વ્રતાદિના જે વ્યવહાર પરિણામ થાય છે તે બંધનરૂપ છે એમ મુનિરાજ જાણે છે. સમજાણું કાંઈ...?

જુઓ, જે વ્યવહારના રાગને-બંધનને મુનિરાજ જાણે છે તે વ્યવહારનય છે. (નિશ્ચયે તો તે સ્વરૂપવિશ્રાંત છે)

તો શું રાગને-બંધને વ્યવહારે જાણે છે એટલાથી મુનિરાજને મુક્તિ થાય છે? તો કહે છે-ના; તો કેવી રીતે છે? તો કહે છે-

‘તજે તેહ સમભાવથી’,-શું કહ્યું? કે રાગને-બંધને જાણીને અંતર-એકાગ્રતા વડે સમભાવની-વીતરાગભાવની પ્રગટતા કરીને તે રાગને-બંધને છોડી દે છે ને મુક્તિને પામે છે. અહાહા...! આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ પૂર્ણાનંદનો નાથ પ્રભુ અભેદ એક જ્ઞાયકભાવમય વસ્તુ છે. મુનિરાજ આવા પોતાના નિજ આત્મદ્રવ્યમાં અંતરએકાગ્રતા વડે સ્થિર થઈ શાંત-શાંત પરમ શાંત વીતરાગભાવને-સમભાવને પ્રગટ કરે છે ને તે વડે રાગને-બંધને દૂર કરે છે ને મુક્તિ પામે છે. લ્યો, આવા (સ્વરૂપમાં વિશ્રાંત એવા) મુનિરાજ હોય છે અને તેમને, અર્થકાર કહે છે-હું સદા નમસ્કાર કરું છું. અહા! શુદ્ધ આત્મદ્રવ્યના આશ્રયે જેમને અત્યંત નિર્વિકાર પરિણમન થયું ને કર્મબંધન ટળી ગયું તે મુનિરાજના ચરણકમળમાં હું નિત્ય ઢળું છું-નમું છું એમ કહે છે. હવે-

‘પ્રથમ ટીકાકાર કહે છે કે-હવે બંધ પ્રવેશ કરે છે. જેમ નૃત્યના અખાડામાં


PDF/HTML Page 2487 of 4199
single page version

સ્વાંગ પ્રવેશ કરે તેમ રંગભૂમિમાં બંધતત્ત્વનો સ્વાંગ પ્રવેશ કરે છે.

ત્યાં પ્રથમ જ, સર્વ તત્ત્વોને યથાર્થ જાણનારું જે સમ્યગ્જ્ઞાન છે તે બંધને દૂર કરતું પ્રગટ થાય છે એવા અર્થનું મંગળરૂપ કાવ્ય કહે છે’ઃ-

બંધનો નાશ કરવા માટે માંગળિક કહે છેઃ-

* કળશ ૧૬૩ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘राग–उद्गार–महारसेन सकलं जगत प्रमतं कृत्वा’ -જે (બંધ) રાગના ઉદયરૂપી મહારસ (દારૂ) વડે સમસ્ત જગતને પ્રમત (-મતવાલું, ગાફેલ) કરીને. ‘रस– भाव–निर्भर–महा–नाटयेन–क्रीडन्तं बन्धं’ રસના ભાવથી (અર્થાત્ રાગરૂપી ઘેલછાથી) ભરેલા મોટા નૃત્ય વડે ખેલી (નાચી) રહ્યો છે એવા બંધને...

શું કહ્યું? કે બંધ-રાગની એકતાબુદ્ધિરૂપ દારૂએ જગતના જીવોને પ્રમત્ત નામ ગાંડા-પાગલ કરી દીધા છે. ભાઈ! ચાહે અશુભરાગ હો કે શુભરાગ હો, -એ કાંઈ આત્માનું સ્વરૂપ નથી. જુઓ, આ જે ભગવાન (અરહંતાદિ) રાગરહિત વીતરાગ થઈ ગયા છે એમની વાત નથી; આ તો શુદ્ધ ચૈતન્યસ્વભાવમય સદા વીતરાગસ્વભાવી પોતે અંદર આત્મા ભગવાનસ્વરૂપે છે તેના સ્વરૂપમાં શુભાશુભ રાગ નથી એમ વાત છે. બહુ ઝીણી વાત ભાઈ! આવું સ્વ સ્વરૂપ છે તોપણ, કહે છે, રાગના એકત્વરૂપ મહારસ નામ દારૂ વડે જગત આખું ગાફેલ-મતવાલું થઈ રહ્યું છે. સમજાણું કાંઈ...?

અહા! અંદર પોતે ત્રણલોકનો નાથ સદા ભગવાનસ્વરૂપે-પરમાત્મસ્વરૂપે વિરાજી રહ્યો છે પણ એની એને ખબર નથી. રાગનો ભાવ મારો છે, શુભરાગ ભલો છે એમ રાગ સાથે એકપણાના મોહનો મહારસ એણે પીધેલો છે ને! (તેથી કાંઈ સુધબુધ નથી). આગળ કહેશે કે મોટા માંધાતા પંચમહાવ્રતધારીઓ (દ્રવ્યલિંગીઓ) હજારો રાણીઓ છોડીને જંગલમાં વસનારાઓ પણ, આ પંચમહાવ્રતાદિનો રાગ મારો છે એમ રાગ સાથે એકત્વ કરીને બધા ઉન્મત્ત-પાગલ થઈ ગયા છે. અહા! આવી (ગજબ) વાતુ!! દુનિયા આખીથી વીતરાગનો મારગ સાવ જુદો છે બાપા! આમાં કાંઈ વાદવિવાદે સમજાય એવું નથી.

ભગવાન આત્મા સહજાનંદસ્વરૂપ પ્રભુ એક જ્ઞાયકભાવપણે સદા અંદર વિરાજમાન છે. અહા! તેને ભૂલીને સંસારી જીવોને જે રાગની રુચિ-પ્રેમ છે તે મિથ્યાત્વભાવ છે, બંધભાવ છે. અહા! તે મિથ્યાત્વનો-બંધનો રસ જગત આખાને ઉન્મત્ત કરીને રાગરૂપી ઘેલછાથી ભરેલા મોટા નૃત્ય વડે નાચી રહ્યો છે, શું કહ્યું? કે અબંધસ્વરૂપી ભગવાન આત્મામાં જેની નજરું નથી અને જેની નજરું રાગરૂપ બંધ પર છે (રાગએ ભાવબંધ છે) એવા જગતને મિથ્યાત્વરૂપી બંધનો રસ વિકારથી ભરેલા


PDF/HTML Page 2488 of 4199
single page version

મહા નૃત્ય વડે નાચી રહ્યો છે. હવે કહે છે-એવા બંધને ઉડાડી દેતું સમ્યગ્જ્ઞાન હવે પ્રગટ થાય છે-

એવા બંધને ‘धुनत्’ ઉડાડી દેતું-દૂર કરતું, ‘ज्ञानं’ જ્ઞાન ‘समुन्मज्जति’ ઉદય પામે છે.

શું કહે છે! કે જે બંધે આખા જગતને રાગ મારો છે એવી ઘેલછાથી ગાંડુ બનાવ્યું હતું તે બંધને ઉડાડી દેતું જ્ઞાન નામ આત્મા-નિત્યાનંદસ્વરૂપ ભગવાન ઉદય પામે છે. અહાહાહા...! સમ્યગ્દ્રષ્ટિ ધર્મી પુરુષ કે જે રાગરહિત-બંધરહિત સદા અબંધસ્વરૂપ ભગવાન આત્માને જુએ છે-અનુભવે છે તેને બંધને ઉડાડી દેતું જ્ઞાન ઉદય પામે છે એમ કહે છે. જેને જ્ઞાનમાં સચ્ચિદાનંદસ્વરૂપ નિત્ય અબંધ ભગવાન આત્મા જણાયો તેને જ્ઞાન નામ આત્મા ઉદય પામે છે. શું કરતો થકો? તો કહે છે કે જગત આખાને જેણે ઉન્મત્ત બનાવ્યું છે તેવા બંધને ઉડાડી દેતો-દૂર કરતો થકો. લ્યો, આવી વાતો ભારે; લોકોને લાગે કે આ તો એકલી નિશ્ચયની વાતો છે. તું એમ કહે પ્રભુ! -પણ શું થાય? મારગ તો આ છે બાપા!

અરે! રાગના રસની રુચિમાં એણે ચોર્યાશીના અવતારમાં-કાગડા, કૂતરા, કીડા ને એકેન્દ્રિયાદિ નિગોદના અવતારોમાં અનંત-અનંત ભવ કર્યા છે. અહા! આ બંધે એને ગાફેલ કરી ચારગતિરૂપ સંસારમાં રાગના નાચથી નચાવ્યો છે, રખડાવ્યો છે. અહીં કહે છે-હવે અંતરમાં ઉદય પામેલું જ્ઞાન-સમ્યગ્જ્ઞાન તે બંધને ઉડાડી દે છે. અહાહા...! હું તો રાગના સંબંધથી રહિત અબંધસ્વરૂપ શુદ્ધ ચૈતન્યમય ત્રિકાળી ભગવાન છું એવું જેમાં ભાન થયું તે સમ્યગ્જ્ઞાન બંધને ઉડાડી દે છે. આવી વાત છે!

આમાં હવે ઓલું સામાયિક કરવું ને પ્રતિક્રમણ કરવું ને પોસા કરવા ઇત્યાદિ તો આવતું નથી?

ભાઈ! સામાયિક કોને કહેવી એની તને ખબર નથી. તું જેને સામાયિક આદિ કહે છે એ તો રાગ છે. વાસ્તવમાં અંદર જ્ઞાનાનંદની મૂર્તિ પ્રભુ આત્મા નિત્ય બિરાજી રહ્યો છે, તેનું જ્ઞાન-શ્રદ્ધાન પ્રગટ થવું અને તેમાં જ ઠરી જવું તેને ભગવાન સામાયિક કહે છે. અહાહા...! જેમાં અતીન્દ્રિય આનંદનો પરમ અદ્ભુત આલ્હાદકારી સમરસ પ્રગટ થાય તેને સામાયિક કહે છે.

આત્મા આનંદરસકંદ પ્રભુ છે. તેમાં એકાગ્ર થઈ ઠરતાં આનંદનો-અમૃતનો સ્વાદ પ્રગટ થાય છે; જ્યારે આ પુણ્ય-પાપના રસનો સ્વાદ છે એ તો ઝેરનો સ્વાદ છે. શું કહ્યું? આ પુણ્યભાવનો (પ્રશસ્તરાગનો) જે સ્વાદ છે એ ઝેરનો સ્વાદ છે. એના સ્વાદમાં જગત આખું ગાંડુ થઈ રહ્યું છે. પરંતુ કોઈ પુણ્ય-પાપના રસથી ભિન્ન પડી જ્યાં પોતાના શુદ્ધ ચૈતન્યરસકંદ પરમાનંદમૂર્તિ પ્રભુ આત્મામાં દ્રષ્ટિ કરે છે ત્યાં


PDF/HTML Page 2489 of 4199
single page version

રાગને-બંધને ઉડાડી દેતું જ્ઞાન-આત્મજ્ઞાન ઉદય પામે છે. અહા! અંર્તદ્રષ્ટિ કરતાં અબંધસ્વભાવી એક જ્ઞાયકભાવમાત્ર આત્માની પ્રતીતિ ને જ્ઞાન પ્રગટ થાય છે અને એનું જ નામ ધર્મ છે. સમજાણું કાંઈ...?

અહાહા...! કેવું છે જ્ઞાન? અર્થાત્ કેવો છે ભગવાન આત્મા? જ્ઞાન કહેતાં આત્મા; તો કહે છે-

‘आनन्द–अमृत–नित्य–भोजि’ આનંદરૂપી અમૃતનું નિત્ય ભોજન કરનારું છે, શું કહ્યું? કે વર્તમાન પ્રગટેલું સમ્યગ્જ્ઞાન આનંદામૃતનું નિત્ય ભોજન કરનારું છે. પહેલાં (અનાદિથી) જે રાગની એકતારૂપ દશા હતી તે દુઃખરૂપ દશા હતી. પરંતુ રાગથી-પુણ્ય- પાપના વિકલ્પથી ભિન્ન પડીને જ્યારે આત્માને-ચિદાનંદરસકંદ પોતાના ભગવાનને- જાણ્યો ત્યારે, કહે છે કે જે જ્ઞાન-સમ્યગ્જ્ઞાન પ્રગટ થયું તે આનંદરૂપી અમૃતનું નિત્ય ભોજન કરનારું છે. અહાહા...! રાગના-ઝેરના સ્વાદના વેદનથી છૂટી જે જ્ઞાન શુદ્ધ ચૈતન્યરસના સ્વાદના વેદનમાં પડયું તે, કહે છે, આનંદરૂપી અમૃતનું નિત્ય ભોજન કરનારું છે. અહા! ભાષા તો જુઓ! આનંદરૂપી અમૃતનું ‘નિત્ય’ ભોજન કરનારું છે એમ કહે છે.

‘नित्य–भोजि’ -એમ પાઠ છે ને? અહાહા...! ભગવાન આત્મા

સહજાનંદસ્વરૂપ પ્રભુ નિત્ય આનંદસ્વરૂપ છે અને તેના સ્વાનુભવ વડે પ્રગટ થયેલું જ્ઞાન પર્યાયમાં નિત્ય આનંદનું ભોજન કરનારું છે. (મતલબ કે હવે પછી એને રાગનો-ઝેરનો સ્વાદ નથી). ગજબ વાત છે.

આ મૈસૂબ, પતરવેલિયાં, સ્ત્રીનું શરીર ઇત્યાદિનો સ્વાદ તો એને છે નહિ, પણ તે ઠીક છે એવો જે રાગ તે ઝેરના પ્યાલા છે પ્રભુ! અને આત્મા આનંદરસકંદ પ્રભુ જેવો છે તેવો સ્વાનુભવમાં આવવો તે અમૃતના પ્યાલા છે. આ અમૃતના પ્યાલા જેને પ્રગટયા તેને નિત્ય પ્રગટયા છે એમ કહે છે. અત્યારે લોકોના અંતરમાં જ્યાં સંસારની-રાગની હોળી સળગે છે ત્યાં તો આ વાત છે નહિ પણ ધર્મના બહાને જ્યાં રાગની-શુભરાગની પ્રરૂપણા ચાલે છે ત્યાં પણ આ વાત છે નહિ. શું થાય? અરેરે! જ્યાં સત્ય સાંભળવાય મળે નહિ ત્યાં સત્યનો વિચાર ક્યાંથી ઉગે? ત્યાં સત્યનો (શુદ્ધ આત્મતત્ત્વનો) વિચાર કરવાનો પ્રસંગ ક્યાંથી મળે? અને સત્ય ભણી ઝુકાવ તો થાય જ ક્યાંથી? અહા! એમ ને એમ અવસર (મનુષ્યભવ) વેડફાઈ જાય!

ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદનો કંદ પ્રભુ છે. તેના સ્વાનુભવમાં પ્રગટેલું જ્ઞાન બંધનો છેદ કરીને નિત્ય આનંદામૃતનું ભોજન કરનારું છે. આવી વાત! હવે જેને ઇન્દ્રિયના વિષયોમાં સુખ ભાસે છે તે વિષયોના ભિખારીને અતીન્દ્રિય આનંદરસનો સ્વાદ ક્યાંથી આવે? અહા! કોઈને સ્ત્રી રૂપાળી, સુંદર, નમણી હોય અને


PDF/HTML Page 2490 of 4199
single page version

તેની સાથે રમવામાં આનંદ ભાસે તેને અનુપમ આનંદરસનું નિત્યભોજન ક્યાંથી હોય? અહા! સ્ત્રી આદિ વિષયોમાં રમવામાં જે આનંદ ભાસે છે તે તો મિથ્યાત્વનો ભ્રમણાનો- સંસારનો રસ છે અને તે ચતુર્ગતિપરિભ્રમણ કરાવનારો છે. સમજાણું કાંઈ...?

પ્રશ્નઃ– તો સમ્યગ્દ્રષ્ટિને પણ રાગ તો હોય છે? (એમ કે તેને ‘આનંદામૃત- નિત્યભોજિ’ કેમ કહ્યો?)

સમાધાનઃ– સમ્યગ્દ્રષ્ટિ અર્થાત્ જેને આનંદનો નાથ પ્રભુ આત્મા અનુભવમાં દ્રષ્ટિમાં ને પ્રતીતિમાં આવ્યો છે એને મુખ્યપણે નિત્ય આનંદનું ભોજન છે. એને કિંચિત્ રાગ છે તે અહીં ગૌણ છે. કોઈ અહીં એમ કાઢે (સમજે) કે સમકિતી નિત્ય આનંદને ભોગવે, તેને દુઃખ હોય જ નહિ તો એમ નથી. એને ‘આનંદામૃતનિત્યભોજિ’ કહ્યો એ તો એને જે વીતરાગતાનો-સુખનો અંશ પ્રગટયો એની મુખ્યતાથી વાત કરી. પણ ભાઈ! એને જેટલો કિંચિત્ રાગ છે તેટલું દુઃખ છે. જ્યાં સુધી પૂર્ણ વીતરાગતા થઈ નથી ત્યાં સુધી દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિના વિકલ્પ તેને હોય છે અને તે રાગ છે અને તેટલું તેને દુઃખનું વેદન છે. પણ અહીં તેને મુખ્ય ન ગણતાં (ગૌણ ગણીને) એને નિત્ય આનંદનું વેદન છે એમ કહ્યું છે. સમજાણું કાંઈ...? અહા! દ્રષ્ટિ (દર્શન) નિર્વિકલ્પ છે અને તેનો વિષય નિત્યાનંદ પ્રભુ અભેદ એક નિર્વિકલ્પ છે. તો દ્રષ્ટિની અપેક્ષાએ સમ્યગ્દ્રષ્ટિને નિત્ય આનંદનો જ અનુભવ છે એમ કહ્યું છે. બાકી દ્રષ્ટિ સાથે જે જ્ઞાન પ્રગટ છે તે તો એમ યથાર્થ જાણે છે કે જેટલો રાગ અવશેષ છે તેટલું દુઃખનું વેદન છે અને તેટલો બંધ પણ છે જે દ્રવ્યબંધનું કારણ થાય છે. આવી વાત છે.

અહાહા...! જેમ હજાર પાંખડીનું ફૂલ ખીલી ઊઠે તેમ અંતર્દ્રષ્ટિ કરતાં ભગવાન આત્મા સર્વ અસંખ્યાત પ્રદેશે આનંદથી ખીલી ઊઠે છે. ઓહો! જે આનંદ અંદર સંકોચપણે-શક્તિપણે પડયો હતો તે, એના તરફનો આશ્રય થતાં જ, ધર્મીને પર્યાયમાં ઉછળીને ઉલ્લસિત થાય છે. આનું નામ ધર્મ ને આનું નામ નિર્જરા કહેવામાં આવે છે. સમકિતીને નિર્જરા છે એમ આવે છે ને? આનું નામ તે નિર્જરા છે.

આ તો એક બે બહારથી ઉપવાસ કરે ને માને કે થઈ ગઈ તપસ્યા ને થઈ ગઈ નિર્જરા તો તેને કહીએ છીએ કે ધૂળેય નથી તપસ્યા સાંભળને. બાપુ! મરી જાય ને તું (ઉપવાસાદિ રાગ) કરી કરીને; તોપણ જ્યાં સુધી નિર્મળાનંદનો નાથ પ્રભુ આત્માના અંદર ભેટા ન થાય ત્યાં સુધી તપેય નથી ને નિર્જરાય નથી.

આ તો એને નિર્જરા છે જેને આનંદરૂપી અમૃતનું નિત્ય ભોજન છે. આ લૌકિકમાં ‘અમૃત’ કહે છે એ નહિ હોં. લોકમાં તો અનેક પ્રકારે અમૃત કહે છે-એ વાત નથી આ તો અતીન્દ્રિય આનંદરૂપી અમૃતનું નિત્ય ભોજન એમ વાત છે. નિત્ય નામ સદા. નિર્જરા અધિકારમાં છેલ્લે આવ્યું ને? કે-


PDF/HTML Page 2491 of 4199
single page version

‘સમ્યકવંત મહંત સદા સમભાવ રહૈ...’

એ ‘સદા’ની વ્યાખ્યા છે તે અહીં પાછી આવી. વળી કેવું છે જ્ઞાન? તો કહે છે-

‘सहज–अवस्थां स्फुटं नाटयत’ પોતાની જાણનક્રિયારૂપ સહજ અવસ્થાને પ્રગટ નચાવી રહ્યું છે.

પહેલાં એ નાચતું તો હતું; એ તો આવ્યું ને? કે –‘रस–भाव–निर्भर–महा– नाटयेन क्रीडन्तं बन्धं’ પહેલાં એ નાચતું હતું રાગની ઘેલછાભર્યા નૃત્યથી. હવે સ્વભાવદ્રષ્ટિ થતાં તેને છોડીને પોતાની જાણનક્રિયારૂપ સહજ અવસ્થાને પ્રગટ નચાવી રહ્યું છે. જુઓ, આમાં બંધની સામે જ્ઞાન લીધું. કોનું? સમ્યગ્દ્રષ્ટિનું અહા! નિત્ય આનંદામૃતનું ભોજન કરે છે તે સમકિતીનું જ્ઞાન જાણનક્રિયારૂપ સહજ અવસ્થાથી નાચી રહ્યું છે. અર્થાત્ સમકિતીને જાણનક્રિયામાત્ર પોતાની સહજ નિર્મળ અવસ્થા વર્તમાન પ્રગટ થઈ છે. પહેલાં રાગ પ્રગટ થતો હતો તેને બદલે હવે જ્ઞાન પ્રગટ થયું છે.

વળી કેવું છે જ્ઞાન? ‘धीर–उदारम्’ ધીર છે, ઉદાર છે.

અહા! સમ્યગ્જ્ઞાનીનું જ્ઞાન ધીર છે એટલે શું? કે તે ધીરું થઈને સ્વરૂપમાં સમાઈને રહેલું છે. આ કરું ને તે કરું-એવી બહારની હો-હા ને ધંધાલમાં તે પરોવાતું નથી. અહાહા...! અજ્ઞાની જ્યાં ખૂબ હરખાઈ જાય વા મુંઝાઈ જાય એવા અનુકૂળ કે પ્રતિકૂળ સંજોગમાં જ્ઞાની તેને (-સંજોગને) જાણવામાત્રપણે-સાક્ષીભાવપણે જ રહે છે, પણ તેમાં હરખ-ખેદ પામતો નથી. શું કહ્યું? પ્રતિકુળતાના ગંજ ખડકાયા હોય તોપણ જ્ઞાની સ્વરૂપમાં નિશ્ચળ રહેતો થકો તેને જાણવામાત્રપણે રહે છે પણ ખેદખિન્ન થતો નથી. આવું જ્ઞાનીનું જ્ઞાન મહા ધીર છે. જે વડે તે અંતઃઆરાધનામાં નિરંતર લાગેલો જ રહે છે.

વળી તે ઉદાર છે. સાધકને અનાકુળ આનંદની ધારા અવિરતપણે વૃદ્ધિગત થઈ પરમ (પૂર્ણ) આનંદ ભણી ગતિ કરે એવા અનંત અનંત પુરુષાર્થને જાગ્રત કરે તેવું ઉદાર છે. ભીંસના પ્રસંગમાં પણ અંદરથી ધારાવાહી શાન્તિની ધારા નીકળ્‌યા જ કરે એવું મહા ઉદાર છે. જ્યાં અજ્ઞાની અકળાઈ જાય, મુંઝાઈ જાય એવા આકરા ઉદયના કાળમાં પણ જ્ઞાનીનું જ્ઞાન ધારાવાહી શાંતિ-આનંદની ધારાને તેમાં ભંગ ન પડે તેમ ટકાવી રાખે તેવું ઉદાર છે. અહાહા..! આવું જ્ઞાનીનું જ્ઞાન ઉદાર છે.

વળી ‘अनाकुलं’ અનાકુળ છે. જેમાં જરાય આકુળતા નથી તેવું આનંદરૂપ છે. જ્ઞાનીને ક્યાંય હરખ કે ખેદ નથી. તેને કિંચિત્ અસ્થિરતા હોય છે તે અહીં ગૌણ છે. વાસ્તવમાં તે નિરાકુળ આનંદામૃતનું નિરંતર ભોજન કરનારો છે. અહા! જાણવું, જાણવું માત્ર જેનું સ્વરૂપ છે તેમાં આકુળતા શું?


PDF/HTML Page 2492 of 4199
single page version

વળી જ્ઞાન ‘निरुपधि’ નિરુપધિ છે. એટલે કે એને રાગની ઉપધિ નથી, અર્થાત્ તે રાગના સંબંધથી રહિત છે. સમ્યગ્જ્ઞાન પરિગ્રહથી રહિત છે. તેમાં કાંઈ પરદ્રવ્ય સંબંધી ગ્રહણ-ત્યાગ નથી એવું નિરુપધિ છે. આ પ્રમાણે રાગથી ભિન્ન પડીને ભગવાન આત્મામાં અંતરએકાગ્ર થતાં પ્રગટ થયેલું જ્ઞાન બંધને ઉડાડી દેતું, આનંદામૃતનું નિત્ય ભોજન કરનારું, જાણનક્રિયારૂપ સહજ અવસ્થાને નચાવતું, ધીર, ઉદાર, અનાકુળ અને નિરુપધિ છે. આવું સમ્યગ્જ્ઞાન મહા મંગળ છે.

કળશ ૧૬૩ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન

બંધતત્ત્વે રંગભૂમિમાં પ્રવેશ કર્યો છે,...’ રાગનું ઉપયોગમાં એકત્વ થવું એનું નામ બંધતત્ત્વ છે. ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છે. તેના ઉપયોગમાં-જ્ઞાનમાં વિકારનું-રાગનું એકત્વ થવું તે બંધતત્ત્વ છે જડ કર્મનો બંધ એ તો બાહ્ય નિમિત્ત છે. અહીં કહે છે-એ બંધતત્ત્વે રંગભૂમિમાં પ્રવેશ કર્યો છે. નાટકની ઉપમા આપી છે ને? હવે કહે છે-

‘તેને ઉડાવી દઈને જે જ્ઞાન પોતે પ્રગટ થઈ નૃત્ય કરશે તે જ્ઞાનનો મહિમા આ કાવ્યમાં પ્રગટ કર્યો છે.’

અહીં કહે છે તે જ્ઞાન મહા મહિમાવંત છે, માંગલિક છે જેણે ઉપયોગ સાથે રાગની એકતાને તોડી નાખી છે અને જે નિત્યાનંદસ્વરૂપ પ્રભુ આત્મામાં આશ્રય પામીને સ્વરૂપમાં એકત્વપણે પરિણમ્યું છે. ઉપયોગમાં રાગનું એકત્વ તે મુખ્યપણે બંધ છે. એવા બંધને ઉડાવી દઈને પ્રગટ થયેલું જ્ઞાન નિરાકુળ આનંદનો નાચ નાચે છે. અહાહા...! પહેલાં રાગના એકત્વમાં જે નાચતું હતું તે જ્ઞાન હવે રાગથી જુદું પડીને નિજ જ્ઞાનાનંદસ્વભાવમાં એકત્વ પામીને આનંદનો નાચ નાચે છે. અહા! આનું નામ સમ્યગ્જ્ઞાન છે અને તે આનંદનું દેનારું અત્યંત ધીર અને ઉદાર હોવાથી મહામંગળરૂપ છે. હવે કહે છે-

‘એવો અનંત જ્ઞાનસ્વરૂપ જે આત્મા તે સદા પ્રગટ રહો.’ અહાહા...! આત્મા અનંત અનંત સામર્થ્યમંડિત અનંત જ્ઞાનસ્વરૂપ દ્રવ્ય છે. એનો જ્ઞાનસ્વભાવ બેહદ, અપરિમિત છે. અહાહા...! જેનો જે સ્વભાવ છે એની હદ શી? ક્ષેત્રથી ભલે શરીર પ્રમાણ હોય પણ એનો સ્વભાવ બેહદ અનંત જ્ઞાનસ્વરૂપ છે. અહીં કહે છે-એવું જ્ઞાનસ્વરૂપ, આત્માને સદા પ્રગટ રહો શું કીધું? આ જેવો પ્રગટ થયો એવો ને એવો સાદિ-અનંત કાળ રહો. એમ કહે છે. સમજાણું કાંઈ...? આ મહા માંગલિક છે.

ઝીણી વાત છે ભાઈ! આ બધી બહારની ક્રિયા કરે તે ક્રિયા વડે બંધ તૂટે એમ છે નહિ. આ તો પર્યાયબુદ્ધિમાં જે વિકારના એકત્વરૂપ પરિણમન હતું તેનો


PDF/HTML Page 2493 of 4199
single page version

દ્રવ્યદ્રષ્ટિ વડે નાશ કર્યો છે અને ત્યારે પ્રગટ થયેલું જે જ્ઞાન તેમાં અનંતજ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા જણાયો અને તેનું પરિણમન શુદ્ધ નિર્મળ નિરાકુળ આનંદનું પ્રગટ થયું. હવે કહે છે-તે અનંત જ્ઞાનસ્વરૂપ આત્મા સદાય પ્રગટ રહો. લ્યો, આવી વાત છે!

સમયસાર ગાથા ૨૩૭ થી ૨૪૧ઃ મથાળું

હવે બંધતત્ત્વનું સ્વરૂપ વિચારે છે; તેમાં પ્રથમ, બંધના કારણને સ્પષ્ટ રીતે કહે છેઃ-

ગાથા ૨૩૭ થી ૨૪૧ઃ ટીકા ઉપરનું પ્રવચન

‘જેવી રીતે-આ જગતમાં ખરેખર કોઈ પુરુષ સ્નેહના (અર્થાત્ તેલ આદિ ચીકણા પદાર્થના) મર્દનયુક્ત થયેલો,...’

‘આ જગતમાં’ -એમ કહીને જગત સિદ્ધ કર્યું. ‘સ્નેહના મર્દનયુક્ત થયેલો’ એટલે એકલું સ્નેહ નામ તેલ ચોપડેલું એમ નહિ પણ શરીર ઉપર ખૂબ મર્દન કરેલું એમ કહેવું છે. જુઓ, અહીં કોઈ તેલનું મર્દન કરે છે-કરી શકે છે એમ સિદ્ધ નથી કરવું. આ તો દ્રષ્ટાંતમાં તેલના મર્દન વડે ચિકાશવાળો કોઈ પુરુષ છે બસ એટલું જ કહેવું છે. સમજાણું કાંઈ...? શું કીધું? કે-

‘જેવી રીતે-આ જગતમાં ખરેખર કોઈ પુરુષ સ્નેહના મર્દનયુક્ત થયેલો, સ્વભાવથી જ જે બહુ રજથી ભરેલી છે (અર્થાત્ બહુ રજવાળી છે) એવી ભૂમિમાં રહેલો, શસ્ત્રોના વ્યાયામરૂપી કર્મ (અર્થાત્ શસ્ત્રોના અભ્યાસરૂપી ક્રિયા) કરતો, અનેક પ્રકારનાં કરણો વડે સચિત્ત તથા અચિત્ત વસ્તુઓનો ઘાત કરતો, (તે ભૂમિની) રજથી બંધાય છે- લેપાય છે.’

આ તો દાખલો છે. હવે એમાંથી કોઈ કુતર્ક કરીને એમ કાઢે કે-જુઓ, ભૂમિમાં રહ્યો છે કે નહિ? વ્યાયામરૂપી ક્રિયા કરે છે કે નહિ? વ્યવહારે ક્રિયા કરે છે કે નહિ? બાપુ! અહીં એ પ્રશ્ન નથી. અહીં તો એનું દ્રષ્ટાંત લઈને સિદ્ધાંતમાં ઉતારવું છે. હવે દ્રષ્ટાંતમાં પણ ખોટા તર્ક કરીને વાતને ઉડાડી દે એ કેમ હાલે?

અહાહા...! ‘અનેક પ્રકારના કરણો વડે સચિત્ત તથા અચિત્ત વસ્તુઓનો ઘાત કરતો’ -મતલબ કે સચિત્ત નામ એકેન્દ્રિયાદિ પ્રાણીઓ અને અચિત્ત નામ પથ્થર આદિ પદાર્થોનો ઘાત કરતો-એમ કહ્યું તો કોઈ પરનો ઘાત કરી શકે છે એમ અહીં સિદ્ધ નથી કરવું. આ તો દ્રષ્ટાંતમાંથી એક અંશ સિદ્ધાંતનો કાઢી લેવો છે. દ્રષ્ટાંત કાંઈ સર્વ પ્રકાર સિદ્ધાંત સાથે મળતું આવે એમ ન હોય. ‘કરણો વડે સચિત્ત-અચિત્ત વસ્તુઓનો ઘાત કરતો’ -એ તો દ્રષ્ટાંત પૂરતું છે; બાકી આગળ કહેશે કે-‘પરવસ્તુનો જીવ ઘાત કરી શકે નહિ.’ તો એમાં જીવનું શું કાર્ય છે?


PDF/HTML Page 2494 of 4199
single page version

જીવ પરવસ્તુનો ઘાત કરવાનો ભાવ કરે તે એનું કાર્ય છે, તે એનું કર્મ છે, પરિણામ છે; પણ પરવસ્તુનો ઘાત થાય એ ખરેખર જીવનું કાર્ય નથી. કોઈનો ઘાત થાય તે સમયે કદાચિત્ બીજા કોઈ જીવનો ઘાત કરવાનો ભાવ નિમિત્ત હોય છે તો આણે આનો ઘાત કર્યો એમ ઉપચારથી કહેવાય છે.

અહીં કહે છે-સ્નેહના મર્દનયુક્ત થયેલો પુરુષ બહુ રજભરેલી ભૂમિમાં શસ્ત્રો વડે વ્યાયામ કરતો, અનેક કરણો વડે સચિત્ત-અચિત્ત વસ્તુઓનો ઘાત કરતો તે રજથી બંધાય છે-લેપાય છે. ‘(ત્યાં વિચારો કે) તેમાંથી તે પુરુષને બંધનું કારણ કયું છે?’ લ્યો, આ સિદ્ધાંત સિદ્ધ કરવો છે. તો હવે આગળ કહે છેઃ-

‘પ્રથમ, સ્વભાવથી જ જે બહુ રજથી ભરેલી છે એવી ભૂમિ રજબંધનું કારણ નથી; કારણ કે જો એમ હોય તો જેમણે તેલ આદિનું મર્દન નથી કર્યું એવા પુરુષો કે જેઓ તે ભૂમિમાં રહેલા હોય તેમને પણ રજબંધનો પ્રસંગ આવે.’

શું કીધું? કે જે ભૂમિમાં ઘણી રજ છે તેમાં બીજા ઘણા પુરુષો તેલ ચોપડયા વિનાના પણ હોય છે. ત્યાં રજબંધ તો તેલથી મર્દનયુક્ત પુરુષને એકને જ થાય છે, બીજાઓને નહિ. તેથી એમ સિદ્ધ થયું કે તેલ આદિની ચિકાશ જે લાગેલી છે એ જ રજબંધનું કારણ છે, પણ બહુ રજથી ભરેલી ભૂમિ રજબંધનું કારણ નથી. કેમકે જો બહુ રજથી ભરેલી ભૂમિ રજબંધનું કારણ હોય તો ભૂમિમાં રહેલા અન્ય તેલની ચિકાશથી રહિત જે પુરુષો છે તેમને પણ રજબંધ થવો જોઈએ.

હવે કહે છે-‘શસ્ત્રોના વ્યાયામરૂપી કર્મ પણ રજબંધનું કારણ નથી; કારણ કે જો એમ હોય તો જેમણે તેલ આદિનું મર્દન નથી કર્યું તેમને પણ શસ્ત્ર વ્યાયામરૂપી ક્રિયા કરવાથી રજબંધનો પ્રસંગ આવે.’ પણ એમ બનતું નથી. માત્ર જેના શરીરે તેલ આદિની ચીકાશ છે તેને જ રજબંધ થાય છે, અન્યને નહિ. તેથી એમ નક્કી થાય છે કે તેલની ચીકાશ જ રજબંધનું કારણ છે, પરંતુ શસ્ત્રોના વ્યાયામરૂપી ક્રિયા રજબંધનું કારણ નથી.

ત્રીજું, ‘અનેક પ્રકારનાં કરણો પણ રજબંધનું કારણ નથી; કારણ કે જો એમ હોય તો જેમણે તેલ આદિનું મર્દન નથી કર્યું તેમને પણ અનેક પ્રકારનાં કરણોથી રજબંધનો પ્રસંગ આવે.’ પણ એમ બનતું નથી. અર્થાત્ માત્ર જેના શરીર પર તેલ આદિની ચીકાશ છે તેને જ રજબંધ થાય છે, અન્ય પુરુષોને નહિ. તેથી એમ સિદ્ધ થયું કે તેલ આદિની ચીકાશ જ રજબંધનું કારણ છે, પરંતુ અનેક પ્રકારનાં કરણો રજબંધનું કારણ નથી.

ચોથું, ‘સચિત્ત તથા અચિત્ત વસ્તુઓનો ઘાત પણ રજબંધનું કારણ નથી; કારણ કે જો એમ હોય તો જેમણે તેલ આદિનું મર્દન નથી કર્યું તેમને પણ સચિત્ત


PDF/HTML Page 2495 of 4199
single page version

તથા અચિત્ત વસ્તુઓનો ઘાત કરવાથી રજબંધનો પ્રસંગ આવે.’ પણ એમ બનતું નથી. અર્થાત્ જેના શરીરે તેલ આદિની ચીકાશ છે તેને જ એકને રજબંધ થાય છે, અન્ય કોઈને નહિ. તેથી એમ સિદ્ધ થયું કે તેલ આદિની ચીકાશ જ રજબંધનું કારણ છે, પરંતુ સચિત્ત તથા અચિત્ત વસ્તુઓનો ઘાત રજબંધનું કારણ નથી.

હવે સરવાળો કહે છે. ‘માટે ન્યાયના બળથી જ આ ફલિત થયું (-સિદ્ધ થયું) કે, જે તે પુરુષમાં સ્નેહમર્દનકરણ (અર્થાત્ તે પુરુષમાં જે તેલ આદિના મર્દનનું કરવું), તે બંધનું કારણ છે.’

જુઓ, આ ન્યાયના બળથી જ સિદ્ધ થયું કે તે પુરુષમાં જે તેલ આદિનું મર્દન કરવું છે તે જ રજબંધનું કારણ છે. અહીં તેલનું એકલું ચોપડવું એમ ન લેતાં તેલનું મર્દન કરવું એમ લીધું છે કેમકે એમાંથી સિદ્ધાંત બતાવવો છે. શું? કે એકલો રાગ બંધનું કારણ નથી પણ રાગનું મર્દન અર્થાત્ રાગનું ઉપયોગ સાથે એકત્વ કરવું એ બંધનું મુખ્ય કારણ છે. આ દ્રષ્ટાંત થયું.

હવે સિદ્ધાંત કહે છેઃ- ‘તેવી રીતે-મિથ્યાદ્રષ્ટિ પોતામાં રાગાદિક (-રાગાદિભાવો) કરતો, સ્વભાવથી જ જે બહુ કર્મયોગ્ય પુદ્ગલોથી ભરેલો છે એવા લોકમાં કાય-વચન- મનનું કર્મ (અર્થાત્ કાય-વચન-મનની ક્રિયા) કરતો, અનેક પ્રકારનાં કરણો વડે સચિત્ત તથા અચિત્ત વસ્તુઓનો ઘાત કરતો કર્મરૂપી રજથી બંધાય છે. (ત્યાં વિચારો કે) તેમાંથી તે પુરુષને બંધનું કારણ કયું છે?’

શું કીધું? કે આત્મા ચૈતન્યમૂર્તિ પ્રભુ અખંડ એક જ્ઞાનાનંદસ્વરૂપ છે. તેને ન ઓળખતાં વર્તમાન અવસ્થામાં જે શુભાશુભ રાગાદિ થાય છે તેને પોતાનું સ્વરૂપ માને તે મિથ્યાદ્રષ્ટિ છે. મિથ્યાદ્રષ્ટિ પર નિમિત્તાદિ સંયોગ અને સંયોગીભાવમાં રોકાણો છે. અહા! ચૈતન્યસ્વભાવથી જડ દ્રવ્ય તો બાહ્ય જ છે. તથા શુભાશુભ રાગના પરિણામ પણ શુદ્ધ ચૈતન્યથી બહાર છે. તે બાહ્ય ભાવોને જે પોતાના જાણે છે, માને છે તે બહિરાત્મા મિથ્યાદ્રષ્ટિ છે, અને તે રજથી બંધાય છે. અહીં પૂછે છે કે-રાગથી સંયુક્ત તે બહુ કર્મયોગ્ય રજકણોથી ઠસાઠસ ભરેલા લોકમાં, મન-વચન-કાયની ક્રિયા કરતો અને અનેક કરણો (-હસ્તાદિ) વડે સચિત્ત-અચિત્ત વસ્તુઓનો ઘાત કરતો કર્મરજથી બંધાય છે તો ત્યાં તે પુરુષને બંધનું કારણ કયું છે? એનો નિર્ણય કરાવે છે.

‘પ્રથમ, સ્વભાવથી જ જે બહુ કર્મયોગ્ય પુદ્ગલોથી ભરેલો છે એવો લોક બંધનું કારણ નથી; કારણ કે જો એમ હોય તો સિદ્ધો કે જેઓ લોકમાં રહેલા છે તેમને પણ બંધનો પ્રસંગ આવે.’ પણ એમ છે નહિ; કેમકે લોકાગ્રે બિરાજમાન સિદ્ધ ભગવાનને ત્યાં કર્મયોગ્ય પુદ્ગલો હોવા છતાં કર્મબંધ નથી. કર્મબંધ તો એક રાગથી સંયુક્ત પુરુષને જ થાય છે. માટે ઉપયોગમાં રાગનું સંયુક્તપણું એ જ બંધનું


PDF/HTML Page 2496 of 4199
single page version

કારણ છે પણ સ્વભાવથી જ બહુ કર્મયોગ્ય પુદ્ગલોથી ભરેલો લોક બંધનું કારણ નથી.

શુભભાવ ભલો ને અશુભ બુરો એવા બે ભાગ શુદ્ધ ચૈતન્યના એકાકાર (ચિદાકાર) સ્વભાવમાં નથી. અજ્ઞાનને લઈને મિથ્યાદ્રષ્ટિએ એવા બે ભાગ પાડયા છે. પણ એ વિષમતા છે અને તે બંધનું કારણ છે. ભગવાન સિદ્ધ તો પૂરણ સમભાવે- વીતરાગભાવે પરિણમ્યા છે તેથી ત્યાં કર્મયોગ્ય પુદ્ગલો હોવા છતાં પણ સિદ્ધ ભગવાનને બંધ નથી. માટે કર્મયોગ્ય પુદ્ગલોથી ભરેલો લોક બંધનું કારણ નથી.

બીજું, ‘કાય-વચન-મનનું કર્મ (અર્થાત્ કાય-વચન-મનની ક્રિયાસ્વરૂપ યોગ) પણ બંધનું કારણ નથી; કારણ કે જો એમ હોય તો યથાખ્યાત-સંયમીઓને પણ (કાય- વચન-મનની ક્રિયા હોવાથી) બંધનો પ્રસંગ આવે.’

જુઓ, મન-વચન-કાયની ક્રિયાસ્વરૂપ યોગ બંધનું કારણ નથી. જો યોગની ક્રિયા બંધનું કારણ હોય તો યથાખ્યાત સંયમીઓને પણ બંધ થવો જોઈએ; અકષાયી વીતરાગી મુનિવરને યોગની ક્રિયા હોય છે, તો તેને પણ બંધ થવો જોઈએ. અગિયારમે-બારમે ગુણસ્થાને શુક્લધ્યાનમાં પણ મનનું નિમિત્ત છે, મનની ક્રિયા છે, છતાં ત્યાં કષાય નથી તેથી બંધ થતો નથી, કેમકે યોગની ક્રિયા બંધનું કારણ નથી. તેરમે ગુણસ્થાને કેવળીને પણ વચનયોગ છે, કાયયોગ છે, પરંતુ ત્યાં કષાય નથી તેથી બંધ થતો નથી. આ પ્રમાણે સિદ્ધ થયું કે યોગ તે બંધનું કારણ નથી.

ત્રીજું, ‘અનેક પ્રકારનાં કરણો પણ બંધનું કારણ નથી; કારણ કે જો એમ હોય તો કેવળજ્ઞાનીઓને પણ (તે કરણોથી) બંધનો પ્રસંગ આવે.’

શું કહ્યું? કે જો કરણો બંધનું કારણ હોય તો પૂર્ણ વીતરાગપણે પરિણમેલા કેવળી અરિહંતોને પણ બંધ થવો જોઈએ, કેમકે તેમને કરણો નામ ઇન્દ્રિયો તો છે. પણ એમ બનતું નથી. તેથી સિદ્ધ થયું કે અનેક પ્રકારનાં કરણો બંધનું કારણ નથી. મિથ્યાદ્રષ્ટિને બંધ છે કેમકે રાગથી સંયુક્તપણું જ બંધનું કારણ છે.

ચોથું, ‘સચિત્ત તથા અચિત્ત વસ્તુઓનો ઘાત પણ બંધનું કારણ નથી; કારણ કે જો એમ હોય તો જેઓ સમિતિમાં તત્પર છે તેમને (અર્થાત્ જેઓ યત્નપૂર્વક પ્રવર્તે છે એવા સાધુઓને) પણ (સચિત્ત તથા અચિત્ત વસ્તુઓના ઘાતથી) બંધનો પ્રસંગ આવે.’

જુઓ, સચિત્ત તથા અચિત્ત વસ્તુઓના ઘાતથી બંધ થતો હોય તો ઈર્યાસમિતિપૂર્વક પ્રમાદરહિત યત્નાચાર વડે વિચરતા મુનિવરોને પણ બંધ થવો જોઈએ કેમકે તેમને પણ સમિતિપૂર્વક વિચરતાં શરીરના નિમિત્તથી સચિત્ત તથા અચિત્ત વસ્તુઓનો ઘાત થાય છે. પરંતુ તે મુનિવરોને બંધ થતો નથી તેથી સિદ્ધ થયું કે સચિત્ત તથા અચિત્ત વસ્તુઓનો ઘાત બંધનું કારણ નથી.


PDF/HTML Page 2497 of 4199
single page version

હવે બધાનો સરવાળો કરી સિદ્ધાંત કહે છે-‘માટે ન્યાયબળથી જ આ ફલિત થયું કે, જે ઉપયોગમાં રાગાદિકરણ (અર્થાત્ ઉપયોગમાં જે રાગાદિકનું કરવું), તે બંધનું કારણ છે.’

અહાહા..! ભગવાન આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ સદા ચૈતન્ય ઉપયોગસ્વરૂપ છે. તેનો પરિણમનરૂપ ઉપયોગ જે જ્ઞાન તેમાં રાગની એકતા કરવી તે બંધનું કારણ છે એમ કહે છે. રાગ હો; પણ એ બંધનું (મુખ્ય) કારણ નથી, પરંતુ રાગમાં એકતાબુદ્ધિ હોય તે બંધનું કારણ છે. અહા! અહીં દર્શનશુદ્ધિથી એકદમ વાત ઉપાડી છે. મિથ્યાદ્રષ્ટિને રાગમાં એકતાબુદ્ધિ છે તે જ બંધનું કારણ છે એમ સિદ્ધ કરવું છે ને? એટલે સમ્યગ્દ્રષ્ટિને જે અલ્પ રાગ છે અને તેનાથી મિથ્યાત્વ ને અનંતાનુબંધી સિવાયનો જે અલ્પ બંધ છે તેને અહીં ગૌણ ગણી તે બંધનું કારણ નથી એમ કહ્યું છે. અહા! સમકિતીને અસ્થિરતાના રાગને કારણે જે અલ્પબંધ છે તેને મુખ્ય ન ગણતાં મિથ્યાદ્રષ્ટિને રાગની એકતાબુદ્ધિથી જે મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો બંધ થાય છે તે જ મુખ્યપણે બંધ છે એમ અહીં સિદ્ધ કરવું છે.

‘ववहारोऽभूदत्थो’ -વ્યવહાર અભૂતાર્થ નામ અસત્યાર્થ છે એમ ગાથા ૧૧ માં કહ્યું છે. ત્યાં અસત્યાર્થ કહીને પછી ૧૨ મી ગાથામાં કહ્યું કે વ્યવહાર છે, તે સત્ છે, જાણેલો પ્રયોજનવાન છે. કોઈ ને એમ થાય કે ૧૧ મી ગાથામાં વ્યવહાર અસત્ય છે અર્થાત્ છે નહિ, અવિદ્યમાન છે એમ કહ્યું તો પછી ૧૨ મી ગાથામાં વ્યવહાર છે એમ ક્યાંથી આવ્યું?

ભાઈ! એનો અર્થ એમ છે કે ૧૧ મી ગાથામાં સમકિતીને શુદ્ધનયનો આશ્રય (શુદ્ધનયના આશ્રયે જ સમકિત છે એમ) સિદ્ધ કરવો છે તેથી ત્યાં વ્યવહારને ગૌણ કરીને નથી, અભૂત-અવિદ્યમાન છે એમ કહ્યું છે અને ૧૨ મી ગાથામાં સમકિતીને અસ્થિરતાનો અલ્પ રાગ છે તે સિદ્ધ કરવો છે તેથી વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે એમ ત્યાં કહ્યું છે. તેથી તો પંડિત શ્રી જયચંદજીએ ખુલાસો કર્યો કે વ્યવહારને જે અસત્ય કીધો છે તે ગૌણ કરીને કીધો છે પણ અભાવ કરીને અસત્ય કીધો નથી. બંધના કારણમાં પણ અહીં એમ જ સમજવું.

અહા! આશ્રય કરવાના સંબંધમાં ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય જ મુખ્ય છે. તેથી ત્યાં (૧૧ મી ગાથામાં) મુખ્ય જે દ્રવ્યસ્વભાવ છે તેને નિશ્ચય કહીને તે સત્યાર્થ છે એમ કહ્યું છે અને પર્યાયને વ્યવહાર કહીને અસત્ કીધી. આશય એમ છે કે મુખ્ય જે દ્રવ્યસ્વભાવ તેની દ્રષ્ટિ કરતાં સમકિત થાય છે માટે તે સત્યાર્થ છે એમ કહીને પર્યાયને ગૌણ કરી અસત્યાર્થ કહીને નથી એમ કહેવામાં આવ્યું છે.

ભાઈ! આ તો વીતરાગનો માર્ગ છે. એમાં વીતરાગતા કેમ થાય એનું રહસ્ય


PDF/HTML Page 2498 of 4199
single page version

પ્રગટ કર્યું છે. પંચાસ્તિકાય ગાથા ૧૭૨ માં આવે છે કે શાસ્ત્રનું તાત્પર્ય વીતરાગતા છે. અહા! ચારે અનુયોગનો સાર વીતરાગતા છે. એ વીતરાગતા પ્રગટ કેમ થાય? તો કહે છે કે ત્રિકાળી સત્યાર્થ સદા વીતરાગસ્વભાવ-ચૈતન્યસ્વભાવી એક ભગવાન આત્માનો આશ્રય કરતાં વીતરાગતા પ્રગટ થાય છે. એટલે ત્રિકાળી ધ્રુવ નિજ પરમાત્મદ્રવ્યમાં જ દ્રષ્ટિ કરવી એ ચારેય અનુયોગનો સાર છે એમ સિદ્ધ થયું.

આ તારા હિતની વાત છે ભાઈ! અહાહા...! હિત કેમ થાય? તો કહે છે-પરમ સત્રૂપ સાહ્યબો સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ અંદર નિત્ય પરમાત્મસ્વરૂપે સાક્ષાત્ બિરાજમાન છે. આવા નિજ પરમાત્મસ્વભાવના આશ્રયે પર્યાયમાં નિરાકુલ આનંદરૂપ પરમાત્મપદ પ્રગટ થાય છે અને તે એનું હિત છે એને સુખનું પ્રયોજન છે ને? તો સુખધામ પ્રભુ આત્મા ત્રિકાળ છે એનો આશ્રય કરવાથી સુખની દશા પ્રગટ થાય છે. આ સિવાય બીજું આડું-અવળું કરે એ માર્ગ નથી, ઉપાય નથી, સમજાણું કાંઈ...?

હવે અહીં સિદ્ધાંત શું નક્કી થયો? કે ‘ઉપયોગમાં રાગાદિકરણ તે બંધનું કારણ છે.’ ઉપયોગમાં રાગનું કરવું અર્થાત્ રાગની સાથે એકત્વબુદ્ધિ કરવી તે બંધનું કારણ છે, જ્યારે ઉપયોગમાં વીતરાગસ્વરૂપનું પ્રગટ કરવું તે અબંધનું કારણ છે, આનંદનું કારણ છે, સુખનું અને શાંતિનું કારણ છે. લ્યો, આવી વાત! અરે! સત્ય જ આ છે. બહારની ચીજ જે રાગ કે જે એના (નિર્મળ) ઉપયોગમાં નથી તે બહારની ચીજને ઉપયોગમાં એકાકાર કરવી એ બંધનું કારણ છે, દુઃખનું કારણ છે. સમજાણું કાંઈ...? છહઢાળામાં આવે છે ને કે-

“લાખ બાતકી બાત યહૈં, નિશ્ચય ઉર લાવો;
તોરિ સકલ જગ દંદ-ફંદ, નિત આતમ ધ્યાવો.”

ભાઈ! તારો ભગવાન અંદર પૂરણ સુખધામ પ્રભુ બિરાજે છે ત્યાં જાને! એની ઓથ (આશ્રય) લેને! એના પડખે ચઢને! તું રાગાદિ પર્યાયને પડખે ચઢયો છો એ તો દુઃખ છે. અહીં સિદ્ધાંતમાં તો આ કહે છે કે-ઉપયોગમાં રાગનું કરવું, જ્ઞાન સાથે રાગનું મેળવવું એ બંધનું કારણ છે, દુઃખનું કારણ છે.

પ્રશ્નઃ– જ્ઞાનીને મિથ્યાત્વ ગયા પછી રાગ તો રહે છે? તે એને બંધનું કારણ છે કે નહિ?

સમાધાનઃ– સમાધાન એમ છે કે જ્ઞાનીના એ રાગનું બંધન મિથ્યાત્વના બંધની અપેક્ષાએ અત્યંત અલ્પ છે તેથી એને ગૌણ કરીને તેને બંધ નથી એમ કહ્યું છે; કેમકે મુખ્યપણે તો જ્ઞાનમાં રાગના એકત્વરૂપ મિથ્યાત્વ જ બંધનું કારણ છે.

બીજી રીતે કહીએ તો વ્યવહારરત્નત્રયનો જે રાગ છે એ બંધનું કારણ છે એ અહીં સિદ્ધ નથી કરવું પણ વ્યવહારરત્નત્રયનો જે શુભરાગ-શુભોપયોગ છે તેને આત્મા


PDF/HTML Page 2499 of 4199
single page version

સાથે એકત્વ કરવું, ભેળવી દેવું તે બંધનું કારણ છે એમ અહીં સિદ્ધ કરવું છે. વળી બીજી જગ્યાએ જયાં મોક્ષનું કારણ સિદ્ધ કરવું હોય ત્યાં એમ આવે કે-નિશ્ચયરત્નત્રયરૂપ મોક્ષમાર્ગ એ મોક્ષનું કારણ છે અને વ્યવહારરત્નત્રયનો જે રાગ છે તે બંધનું કારણ છે. પણ એ તો (સમકિતીને) મોક્ષના કારણની ને બંધના કારણની ભિન્નતા ત્યાં સ્પષ્ટ કરવી છે. અહીં તો મિથ્યાદ્રષ્ટિને કેમ બંધ છે એ સિદ્ધ કરવું છે. તેથી એને તો રાગનું ઉપયોગમાં એકત્વ કરવું એ બંધનું કારણ છે એમ સિદ્ધ કર્યું છે. આવી વાત છે.

હવે આમાં કોઈ કહે છે સંગઠન (સંપ) કરવું હોય તો વીતરાગભાવથી પણ લાભ થાય અને રાગથી પણ લાભ થાય એમ અનેકાન્ત કરો. મતલબ કે વીતરાગભાવ પણ મોક્ષનું કારણ છે અને શુભરાગ-પુણ્યભાવ પણ મોક્ષનું કારણ છે એમ માનો તો સંગઠન થઈ જાય.

તો કહીએ છીએ કે-પ્રભુ! આ તારા હિતની વાત છે. શું? કે રાગને-પુણ્યને- ભાવને ઉપયોગમાં એકત્વ કરવું એ બંધનું કારણ છે અને રાગને ઉપયોગથી ભિન્ન પાડીને એકલો (નિર્ભેળ) ઉપયોગ કરવો એ અબંધ-મોક્ષનું કારણ છે. આ મહાસિદ્ધાંત છે. આમાં જરાય બાંધછોડ કે ઢીલાપણું ચાલી શકે નહિ. રાગથી લાભ થાય એમ માને એ તો રાગથી પોતાનું એકત્વ કરનારો છે; તે મિથ્યાદ્રષ્ટિ છે અને તેને બંધ જ થાય, મોક્ષ ન થાય આવી વાત છે!

અહાહા...! અહીં કહેવું છે કે આત્માના ચૈતન્યના વેપારમાં રાગનું એકત્વ કરવું છોડી દે કેમકે ઉપયોગમાં-ચૈતન્યની પરિણતિમાં રાગનું એકત્વ કરવું એ બંધનું કારણ છે. ભાઈ! ચાહે તો દેવ-શાસ્ત્ર-ગુરુની ભક્તિનો રાગ હો, ચાહે મહાવ્રતાદિનો વિકલ્પ હો, વા ચાહે ગુણ-ગુણીના ભેદનો વિકલ્પ હો-એને ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્મા સાથે એકત્વ કરે એ મિથ્યાત્વ છે અને એ જ સંસાર અને ચાર ગતિમાં રખડવાનું મૂળિયું છે. શું કહ્યું? ભક્તિ કે વ્રતાદિના વિકલ્પ તે મિથ્યાત્વ છે એમ નહિ, પણ તે વિકલ્પને-રાગને ઉપયોગમાં એકમેક કરવો તે મિથ્યાત્વ છે અને તે બંધનું સંસારનું મૂળ કારણ છે.

ગાથા ૨૩૭ થી ૨૪૧ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન

‘અહીં નિશ્ચયનય પ્રધાન કરીને કથન છે.’ એટલે કે વ્યવહારનો રાગ છે એને અહીં ગૌણ કરી નાખ્યો છે. જ્ઞાનીને અસ્થિરતાનો રાગ છે પણ એ વાત અહીં લેવી નથી. અહીં તો નિશ્ચય વસ્તુ જે શુદ્ધ ચૈતન્ય છે તેના ઉપયોગમાં રાગનું કરવું એ બંધનું કારણ છે એમ વાત છે. સમ્યગ્દર્શન થયા બાદ જે અલ્પ રાગ થાય અને તે વડે તેને જે અલ્પ બંધ થાય


PDF/HTML Page 2500 of 4199
single page version

એ અહીં ગૌણ કરીને નિશ્ચયનય પ્રધાન કથન કર્યું છે.

હવે અહીં નિશ્ચયની વ્યાખ્યા કરે છે-‘જ્યાં નિર્બાધ હેતુથી સિદ્ધિ થાય તે જ નિશ્ચય છે. બંધનું કારણ વિચારતાં નિર્બાધપણે એ જ સિદ્ધ થયું કે-મિથ્યાદ્રષ્ટિ પુરુષ જે રાગદ્વેષમોહભાવોને પોતાના ઉપયોગમાં કરે છે તે રાગાદિક જ બંધનું કારણ છે.’ સમ્યગ્દર્શન પછી જે રાગાદિક એકલા (અસ્થિરતાના) થાય છે તે બંધનું (મુખ્ય) કારણ નથી એમ કહેવું છે. હવે કહે છે-

‘તે સિવાય બીજાં-બહુ કર્મયોગ્ય પુદ્ગલોથી ભરેલો લોક, મન-વચન-કાયના યોગ, અનેક કરણો તથા ચેતન-અચેતનનો ઘાત-બંધનાં કારણ નથી; જો તેમનાથી બંધ થતો હોય તો સિદ્ધોને, યથાખ્યાત ચારિત્રવાળાઓને, કેવળજ્ઞાનીઓને અને સમિતિરૂપે પ્રવર્તનારા મુનિઓને બંધનો પ્રસંગ આવે છે. પરંતુ તેમને તો બંધ થતો નથી.’

શું કહ્યું? કે સિદ્ધો કર્મયોગ્ય પુદ્ગલોથી ભરેલા લોકમાં હોવાથી તેમને બંધ થવો જોઈએ; યથાખ્યાત ચારિત્રવાળાઓને મન-વચન-કાયના યોગની ક્રિયા થાય છે તેથી તેમને પણ બંધ થવો જોઈએ, કેવળજ્ઞાનીઓને પણ કરણો નામ ઇન્દ્રિયો છે તેથી તેમને પણ બંધ થવો જોઈએ અને સમિતિરૂપે પ્રવર્તતા મુનિઓને ચેતન-અચેતનનો ઘાત થાય છે તેથી તેમને પણ બંધ થવો જોઈએ. પરંતુ, અહીં કહે છે તેમને તો બંધ થતો નથી. હવે કહે છે-

‘તેથી આ હેતુઓમાં (-કારણોમાં) વ્યભિચાર આવ્યો.’ એટલે કે આ ચારે પ્રકાર બંધના હેતુ તરીકે નિર્બાધપણે સિદ્ધ થતા નથી.

‘માટે બંધનું કારણ રાગાદિક જ છે એ નિશ્ચય છે.’ ઉપયોગમાં રાગાદિકરણ એ એક જ બંધનું કારણ નિશ્ચયથી નિર્બાધપણે સિદ્ધ થાય છે. અહા! ઉપયોગમાં રાગની એકતા-ચિકાશ એ જ નિશ્ચયથી બંધનું કારણ છે.

‘અહીં સમિતિરૂપે પ્રવર્તનારા મુનિઓનું નામ લીધું અને અવિરત, દેશવિરતનું નામ ન લીધું તેનું કારણ એ છે કે-અવિરત તથા દેશવિરતને બાહ્ય સમિતિરૂપ પ્રવૃત્તિ નથી તેથી ચારિત્રમોહસંબંધી રાગથી કિંચિત્ બંધ થાય છે; માટે સર્વથા બંધના અભાવની અપેક્ષામાં તેમનું નામ ન લીધું. બાકી અંતરંગની અપેક્ષાએ તો તેઓ પણ નિર્બંધ જ જાણવા.’

ચોથા અને પાંચમા ગુણસ્થાનવાળાને, જેવી મુનિને હોય છે તેવી વ્યવહારની સમિતિનો અભાવ છે. તેથી તેમને સર્વથા બંધનો અભાવ નથી પણ કથંચિત્ બંધ છે તેથી તેમનું નામ અહીં ન લીધું. બાકી એને અંતરંગમાં સ્વભાવદ્રષ્ટિ થઇ છે અને રાગની એકતાબુદ્ધિ તૂટી ગઈ છે એ અપેક્ષાએ તો તે બંધરહિત જ જાણવા સમયસાર ગાથા ૧૪- ૧પ માં આવે છે ને કે-