Pravachan Ratnakar (Gujarati). Gatha: 44.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 27 of 210

 

PDF/HTML Page 521 of 4199
single page version

कम्मस्सुदयं जीवं अवरे कम्माणुभागमिच्छंति।
तिव्वत्तणमंदत्तणगुणेहिं जो सो हवदि जीवो।। ४१ ।।
जीवो कम्मं उहयं दोण्णि वि खलु केइ जीवमिच्छंति।
अवरे संजोगेण दु कम्माणं जीवमिच्छंति।। ४२ ।।
एवंविहा बहुविहा परमप्पाणं वदंति दुम्मेहा।
ते ण परमट्ठवादी णिच्छयवादीहिं णिद्दिट्ठा।। ४३ ।।

आत्मानमजानन्तो मूढास्तु परात्मवादिनः केचित्।
जीवमध्यवसानं कर्म च तथा प्ररूपयन्ति।। ३९ ।।
अपरेऽध्यवसानेषु तीव्रमन्दानुभागगं जीवम्।
मन्यन्ते तथाऽपरे नोकर्म चापि जीव इति।। ४० ।।
कर्मण उदयं जीवमपरे कर्मानुभागमिच्छन्ति।
तीव्रत्वमन्दत्वगुणाभ्यां यः स भवति जीवः।। ४१ ।।

_________________________________________________________________

કો અન્ય માને આતમા કર્મોતણા વળી ઉદ્રયને,
કો તીવ્રમંદ–ગુણોસહિત કર્મોતણા અનુભાગને! ૪૧.
કો કર્મ ને જીવ ઉભયમિલને જીવની આશા ધરે,
કર્મોતણા સંયોગથી અભિલાષ કો જીવની કરે! ૪૨.
દુર્બુદ્ધિઓ બહુવિધ આવા, આતમા પરને કહે,
તે સર્વને પરમાર્થવાદી કહ્યા ન નિશ્ચયવાદીએ. ૪૩.

ગાથાર્થઃ– [आत्मानम् अजानन्तः] આત્માને નહિ જાણતા થકા [परात्मवादिनः] પરને આત્મા કહેનારા [केचित् मूढाः तु] કોઈ મૂઢ, મોહી, અજ્ઞાનીઓ તો [अध्यवसानं] અધ્યવસાનને [तथा च] અને કોઈ [कर्म] કર્મને [जीवम् प्ररूपयन्ति] જીવ કહે છે. [अपरे] બીજા કોઈ [अध्यवसानेषु] અધ્યવસાનોમાં [तीव्रमन्दानुभागगं] તીવ્રમંદ અનુભાગગતને [जीवं मन्यन्ते] જીવ માને છે [तथा] અને [अपरे] બીજા કોઈ [नोकर्म अपि च] નોકર્મને [जीवः इति] જીવ માને છે. [अपरे] અન્ય કોઈ [कर्मणः उदयं] કર્મના ઉદ્રયને [जीवम्] જીવ માને છે, કોઈ [यः] જે [तीव्रत्वमन्दत्वगुणाभ्यां]


PDF/HTML Page 522 of 4199
single page version

जीवकर्मोभयं द्वे अपि खलु केचिज्जीवमिच्छन्ति।
अपरे संयोगेन तु कर्मणां जीवमिच्छन्ति।। ४२ ।।

एवंविधा बहुविधाः परमात्मानं वदन्ति दुर्मेधसः।
ते न परमार्थवादिनः निश्चयवादिभिर्निर्दिष्टाः।। ४३ ।।

_________________________________________________________________ તીવ્રમંદપણારૂપ ગુણોથી ભેદને પ્રાપ્ત થાય છે [सः] તે [जीवः भवति] જીવ છે’ એમ [कर्मानुभागम्] કર્મના અનુભાગને [इच्छन्ति] જીવ ઇચ્છે છે (-માને છે). [केचित्] કોઈ [जीवकर्मोभयं] જીવ અને કર્મ [द्वे अपि खलु] બન્ને મળેલાંને જ [जीवम् इच्छन्ति] જીવ માને છે [तु] અને [अपरे] અન્ય કોઈ [कर्मणां संयोगेन] કર્મના સંયોગથી જ [जीवम् इच्छन्ति] જીવ માને છે. [एवंविधाः] આ પ્રકારના તથા [बहुविधाः] અન્ય પણ ઘણા પ્રકારના [दुर्मेधसः] દુર્બુદ્ધિઓ-મિથ્યા-દ્રષ્ટિઓ [परम्] પરને [आत्मानं] આત્મા [वदन्ति] કહે છે. [ते] તેમને [निश्चयवि्रदभिः] નિશ્ચયવાદીઓએ (-સત્યાર્થવાદીઓએ) [परमार्थवादिनः] પરમાર્થવાદી (-સત્યાર્થ કહેનારા) [न निर्दिष्टाः] કહ્યા નથી.

ટીકાઃ– આ જગતમાં આત્માનું અસાધારણ લક્ષણ નહિ જાણવાને લીધે નપુંસકપણે અત્યંત વિમૂઢ થયા થકા, તાત્ત્વિક (પરમાર્થ ભૂત) આત્માને નહિ જાણતા એવા ઘણા અજ્ઞાની જનો બહુ પ્રકારે પરને પણ આત્મા કહે છે, બકે છે. કોઈ તો એમ કહે છે કે સ્વાભાવિક અર્થાત્ સ્વયમેવ ઉત્પન્ન થયેલા રાગદ્વેષ વડે મેલું જે અધ્યવસાન (અર્થાત્ મિથ્યા અભિપ્રાય સહિત વિભાવપરિણામ) તે જ જીવ છે કારણ કે જેમ કાળાપણાથી અન્ય જુદો કોઈ કોલસો જોવામાં આવતો નથી તેમ એવા અધ્યવસાનથી જુદો અન્ય કોઈ આત્મા જોવામાં આવતો નથી. ૧. કોઈ કહે છે કે અનાદિ જેનો પૂર્વ અવયવ છે અને અનંત જેનો ભવિષ્યનો અવયવ છે એવી જે એક સંસરણરૂપ (ભ્રમણરૂપ) ક્રિયા તે-રૂપે ક્રીડા કરતું જે કર્મ તે જ જીવ છે કારણ કે કર્મથી અન્ય જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી. ૨. કોઇ કહે છે કે તીવ્ર-મંદ અનુભવથી ભેદરૂપ થતાં, દુરંત (જેનો અંત દૂર છે એવા) રાગરૂપ રસથી ભરેલાં અધ્યવસાનોની જે સંતતિ (પરિપાટી) તે જ જીવ છે કારણ કે તેનાથી અન્ય જુદો કોઈ જીવ દેખવામાં આવતો નથી. ૩. કોઇ કહે છે કે નવી ને પુરાણી અવસ્થા ઇત્યાદિ ભાવે પ્રવર્તતું જે નોકર્મ તે જ જીવ છે કારણ કે શરીરથી અન્ય જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી. ૪. કોઈ એમ કહે છે કે સમસ્ત લોકને પુણ્યપાપરૂપે વ્યાપતો જે કર્મનો વિપાક તે જ જીવ છે કારણ કે શુભાશુભ ભાવથી અન્ય જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી. પ. કોઈ કહે છે કે શાતા-અશાતારૂપે વ્યાપ્ત જે સમસ્ત તીવ્રમંદત્વગુણો તે વડે ભેદરૂપ થતો જે કર્મનો અનુભવ તે જ જીવ છે કારણ કે સુખ-દુઃખથી અન્ય જુદો કોઈ જીવ દેખવામાં આવતો નથી. ૬. કોઈ કહે છે કે શિખંડની


PDF/HTML Page 523 of 4199
single page version

જેમ ઉભયરૂપ મળેલાં જે આત્મા અને કર્મ, તે બન્ને મળેલાં જ જીવ છે કારણ કે સમસ્તપણે (સંપૂર્ણપણે) કર્મથી અન્ય જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી. ૭. કોઈ કહે છે કે અર્થક્રિયામાં (પ્રયોજનભૂત ક્રિયામાં) સમર્થ એવો જે કર્મનો સંયોગ તે જ જીવ છે કારણ કે જેમ આઠ લાકડાંના સંયોગથી અન્ય જુદો કોઈ ખાટલો જોવામાં આવતો નથી તેમ કર્મના સંયોગથી અન્ય જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી. (આઠ લાકડાં મળી ખાટલો થયો ત્યારે અર્થક્રિયામાં સમર્થ થયો; તે રીતે અહીં પણ જાણવું.) ૮. આ પ્રમાણે આઠ પ્રકાર તો આ કહ્યા અને એવા એવા અન્ય પણ અનેક પ્રકારના દુર્બુદ્ધિઓ (અનેક પ્રકારે) પરને આત્મા કહે છે; પરંતુ તેમને પરમાર્થના જાણનારાઓ સત્યાર્થવાદી કહેતા નથી.

ભાવાર્થઃ– જીવ-અજીવ બન્ને અનાદિથી એકક્ષેત્રાવગાહસંયોગરૂપ મળી રહ્યાં છે અને અનાદિથી જ જીવની પુદ્ગલના સંયોગથી અનેક વિકારસહિત અવસ્થાઓ થઈ રહી છે. પરમાર્થદ્રષ્ટિએ જોતાં, જીવ તો પોતાના ચૈતન્યત્વ આદિ ભાવોને છોડતો નથી અને પુદ્ગલ પોતાના મૂર્તિક જડત્વ આદિને છોડતું નથી. પરંતુ જે પરમાર્થને જાણતા નથી તેઓ સંયોગથી થયેલા ભાવોને જ જીવ કહે છે; કારણ કે પરમાર્થે જીવનું સ્વરૂપ પુદ્ગલથી ભિન્ન સર્વજ્ઞને દેખાય છે તેમ જ સર્વજ્ઞની પરંપરાનાં આગમથી જાણી શકાય છે, તેથી જેમના મતમાં સર્વજ્ઞ નથી તેઓ પોતાની બુદ્ધિથી અનેક કલ્પના કરી કહે છે. તેમાંથી વેદાંતી, મીમાંસક, સાંખ્ય, યોગ, બૌદ્ધ, નૈયાયિક, વૈશેષિક, ચાર્વાક આદિ મતોના આશય લઈ આઠ પ્રકાર તો પ્રગટ કહ્યા; અને અન્ય પણ પોતપોતાની બુદ્ધિથી અનેક કલ્પના કરી અનેક પ્રકારે કહે છે તે કયાં સુધી કહેવા?

* * *

હવે જીવદ્રવ્ય અને અજીવદ્રવ્ય-એ બન્ને એક થઈને રંગભૂમિમાં પ્રવેશ કરે છે. ત્યાં શરૂઆતમાં મંગળના આશયથી (કાવ્ય દ્વારા) આચાર્ય જ્ઞાનનો મહિમા કરે છે કે સર્વ વસ્તુઓને જાણનારું આ જ્ઞાન છે તે જીવ-અજીવના સર્વ સ્વાંગોને સારી રીતે પિછાણે છે. એવું (સર્વ સ્વાંગોને પિછાણનારું) સમ્યગ્જ્ઞાન પ્રગટ થાય છે-એ અર્થરૂપ કાવ્ય કહે છેઃ-

* સમયસાર કળશ ૩૩ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

જ્ઞાન કેવું પ્રગટ થાય છે? તો કહે છે કે ‘ज्ञानं मनो ह्लादयत् विलसति’ જ્ઞાન છે તે મનને આનંદરૂપ કરતું પ્રગટ થાય છે. અહીં જ્ઞાન અને આનંદ એમ મુખ્ય બેની વાત કરી છે. જ્ઞાન કહેતાં જે જીવ-શુદ્ધજીવ તેની (સમ્યગ્જ્ઞાનરૂપ) અવસ્થા મનને એટલે આત્માને આનંદરૂપ કરતી પ્રગટ થાય છે. જ્ઞાન પ્રગટ થતાં સાથે (અતીન્દ્રિય) આનંદ હોય તો તેને જ્ઞાન કહીએ. જ્ઞાન પ્રગટ થયાની આ મુખ્ય નિશાની છે. (અતીન્દ્રિય આનંદનો અનુભવ ન હોય તો જ્ઞાનનું પ્રગટવું પણ હોતું નથી.)


PDF/HTML Page 524 of 4199
single page version

હવે કહે છે-કેવું છે તે જ્ઞાન? ‘पार्षदान् जीव–अजीव–विवेक–पुष्कल–द्रशा प्रत्याययत्’ જીવ-અજીવના સ્વાંગને જોનારા મહાપુરુષોને જીવ-અજીવનો ભેદ દેખનારી અતિ ઉજ્જ્વળ નિર્દોષ દ્રષ્ટિ વડે ભિન્ન દ્રવ્યની પ્રતીતિ ઉપજાવી રહ્યું છે. ભગવાન આત્મા ત્રિકાળ એકરૂપ અખંડ જ્ઞાન અને આનંદનું નિધાન છે. એ ચૈતન્યસ્વભાવની જે દ્રષ્ટિ પ્રગટ થઈ અર્થાત્ નિજ નિધાનને જોનારી જે દ્રષ્ટિ થઈ તે અતિ ઉજ્જ્વળ અને નિર્મળ દ્રષ્ટિ છે. એ દ્રષ્ટિ જીવ-અજીવને ભિન્ન ભિન્ન કરી દેખે છે. આવી નિર્મળ દ્રષ્ટિ વડે પ્રાપ્ત થયેલું જ્ઞાન ગણધરાદિ સંત-મહંતોને જીવ અને અજીવ ભિન્ન દ્રવ્યો છે એવી યથાર્થ પ્રતીતિ ઉપજાવી રહ્યું છે. અચેતન શરીર અને રાગાદિથી ચૈતન્યધામ પ્રભુ આત્મા ભિન્ન છે એમ તે જ્ઞાન સુસ્પષ્ટ બતાવી રહ્યું છે.

વળી, ‘आसंसार–निबद्ध–बन्धन–विधि–ध्वंसात् विशुद्धं स्फुटत्’ અનાદિ સંસારથી જેમનું બંધન દ્રઢ બંધાયું છે એવાં જ્ઞાનાવરણાદિ કર્મોના નાશથી જે વિશુદ્ધ થયું છે, સ્ફુટ થયું છે-જેમ ફૂલની કળી ખીલે તેમ જે વિકાસરૂપ છે. આવું આઠેય કર્મથી અને આઠે કર્મના નિમિત્તથી થતા ભાવોથી રહિત, ભગવાન આત્માના શુદ્ધ ચૈતન્ય-સ્વભાવને પ્રગટ કરતું, આનંદ સહિત જ્ઞાન પ્રગટ થાય છે.

સંસારદશા વખતે પણ આઠ કર્મ અને તેમના નિમિત્તથી થતા ભાવથી ભગવાન આત્મા ભિન્ન જ છે. સિદ્ધદશા વખતે આઠ કર્મથી રહિત થાય છે એ તો પર્યાય અપેક્ષાથી વાત છે. પણ જીવદ્રવ્યના સ્વભાવમાં તો આઠેય અજીવ કર્મોનો ત્રિકાળ અભાવ છે. દ્રવ્યકર્મ, ભાવકર્મથી ભગવાન આત્મા નિશ્ચયથી ભિન્ન જ છે. એવા (ભિન્ન) આત્માનું ભાન કરીને કર્મોને નાશ કરતું જ્ઞાન પ્રગટ થાય છે. જ્યાં પોતે સ્વભાવસન્મુખ થાય છે ત્યાં વિકાર અને કર્મ બન્ને છૂટા પડી જાય છે. એને કર્મનો નાશ કર્યો એમ કહેવામાં આવે છે.

જેમ ફૂલની કળી અનેક પાંખડીથી વિકસિત થઈ ખીલી નીકળે તેમ જ્ઞાન પ્રગટ થતાં ભગવાન આત્મા અનંત ગુણોની પાંખડીથી પર્યાયમાં ખીલી નીકળે છે. સમ્યગ્દર્શન થતાં પણ અનંત ગુણોનો વિકાસ પર્યાયમાં થઈ જાય છે. કહ્યું છે ને કે-‘સર્વગુણાંશ તે સમક્તિ.’ જ્ઞાન અને આનંદ આદિ અનંતગુણો જે શક્તિરૂપે વિદ્યમાન હતા તે પર્યાયમાં પ્રગટ થાય છે.

વળી તે જ્ઞાન કેવું છે’ ‘आत्म–आरामम्’ જેનું રમવાનું ક્રીડાવન આત્મા જ છે અર્થાત્ જેમાં અનંત જ્ઞેયોના આકાર આવીને ઝળકે છે તોપણ પોતે પોતાના સ્વરૂપમાં જ રમે છે. જુઓ, અનંત જ્ઞેયોને જાણનારું જ્ઞાન પોતાના સામર્થ્યથી જ થાય છે, જ્ઞેયોથી નહિ. તે જ્ઞાન કાંઈ જ્ઞેયોમાં જતું નથી. પોતાના ભાવમાં અને પોતાના ક્ષેત્રમાં જ એ રમે છે, આરામ પામે છે. અનંત જ્ઞેયોને જાણવા છતાં પોતે પોતાના જ્ઞાનમાં જ રમે છે. અહાહા!


PDF/HTML Page 525 of 4199
single page version

જ્ઞાનસ્વરૂપ ભગવાન પરથી ભિન્ન પડીને જ્યાં સ્વસ્વરૂપે ખીલી નીકળ્‌યો ત્યાં જ્ઞેયોને જે પોતાના માનતો હતો તે માન્યતા છૂટી ગઈ. હવે જ્ઞેયો જે છે તેમને જાણનારું માત્ર જ્ઞાન છે અને તે પોતે પોતાના સામર્થ્યથી ખીલી ઉઠયું છે. અહો એક એક કળશમાં અમૃતચંદ્રાચાર્યદેવે ગજબની વાત કરી છે. શું તેમના વચનમાં ગંભીરતા છે! અનંત જ્ઞેયોને જાણતું થકું જ્ઞાન જ્ઞાનમાં જ રમે છે (અન્યત્ર નહિ).

વળી, કેવું છે તે જ્ઞાન? ‘अनन्तधाम’ જેનો પ્રકાશ અનંત છે. અનંત, અનંત, અનંત પ્રકાશવાળું તે જ્ઞાન છે. અને ‘अध्यक्षेण महसा नित्यउदितम्’ પ્રત્યક્ષ તેજથી તે નિત્ય ઉદ્રયરૂપ છે. ભગવાન જ્ઞાનસ્વરૂપ જ્યાં પ્રગટ થયો તે નિત્ય પ્રગટરૂપ જ રહે છે. કેવળજ્ઞાન થયું કે સમ્યગ્જ્ઞાન થયું તે પ્રગટ જ રહે છે.

વળી કેવું છે? તો ‘धीरोदात्तम्’ ધીર છે, ઉદ્રાત્ત છે. તે જ્ઞાન ધીર છે, એટલે કે ચંચળ નથી પણ નિશ્ચલ છે, અચંચળ છે તથા પ્રત્યેક સમયે નવી નવી પર્યાયે પ્રગટે છે એવું ઉદ્રાત્ત છે. વળી ‘अनाकुलम्’ અનાકુળ છે. ઇચ્છાઓથી રહિત નિરાકુળ અતીન્દ્રિય સુખપણે છે. ધીર, ઉદ્રાત્ત અને અનાકુળ એ ત્રણ વિશેષણો આત્માના પરિણમનની ત્રણ શોભા જાણવી. આવો ભગવાન આત્મા જે જ્ઞાનના વિલાસની રમતમાં રમે છે એને આત્મા કહીએ.

* કળશ ૩૩ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

આ જ્ઞાનનો મહિમા કહ્યો. વર્તમાન પ્રગટ જ્ઞાનનો આ મહિમા બતાવ્યો છે. જીવ અજીવ એક થઈ રંગભૂમિમાં પ્રવેશ કરે છે, તેમને આ જ્ઞાન જ ભિન્ન જાણે છે. જેમ નૃત્યમાં કોઈ સ્વાંગ આવે તેને જે યથાર્થ જાણે તેને સ્વાંગ કરનારો નમસ્કાર કરી પોતાનું રૂપ જેવું હોય તેવું જ કરી લે છે. તેવી રીતે અહીં પણ આ જ્ઞાન રાગને રાગરૂપે અને જ્ઞાનને જ્ઞાનરૂપે યથાર્થ જાણી લે છે. ત્યારે જે જે સ્વરૂપ જેનું છે તે તે સ્વરૂપે તે ભિન્ન પડીને રહે છે. જ્ઞાન જ્ઞાનરૂપે રહે છે અને રાગ રાગરૂપે રહે છે. પોતપોતાના સ્વરૂપમાં બન્ને ભિન્નપણે રહે છે.

આવું જ્ઞાન સમ્યગ્દ્રષ્ટિ પુરુષોને હોય છે. જેવી વસ્તુ પૂર્ણ સત્ય છે તેવી દ્રષ્ટિ તેનું નામ સત્દ્રષ્ટિ એટલે સમ્યગ્દ્રષ્ટિ છે. ભગવાન આત્મા પૂર્ણ પ્રભુ સચ્ચિદાનંદસ્વરૂપ છે. સત્ એટલે શાશ્વત જ્ઞાન અને આનંદસ્વરૂપ પરિપૂર્ણ વસ્તુ. આવા સત્ની જેને દ્રષ્ટિ થઈ તે સમ્યગ્દ્રષ્ટિ જીવ છે. સમ્યગ્દ્રષ્ટિને જ આવું (રાગ અને જ્ઞાનના ભિન્નપણાનું) યથાર્થ જ્ઞાન હોય છે. મિથ્યાદ્રષ્ટિ આ ભેદને જાણતા નથી. દયા, દાન, વ્રત આદિ જે રાગ આવે તેને અજ્ઞાની પોતાનો માને છે અને તેનો ર્ક્તા થઈને કરે છે. મિથ્યાદ્રષ્ટિ જીવ સાધુ પણ અનંતવાર થયો અને અનંતવાર પંચ મહાવ્રત પાળ્‌યાં. પણ એ તો બધા વિકલ્પ


PDF/HTML Page 526 of 4199
single page version

છે. એ વિકલ્પોને અજ્ઞાની ર્ક્તા થઈને કરે છે કેમકે રાગ અને જ્ઞાનના ભેદને તે જાણતો નથી. રાગ અને સ્વભાવને અજ્ઞાની તો એકપણે માને છે. સમ્યગ્દ્રષ્ટિને જ રાગ અને સ્વભાવની ભિન્નતાનું યથાર્થ જ્ઞાન અને શ્રદ્ધા હોય છે.

હવે જીવ-અજીવનું એકરૂપ વર્ણન કરે છેઃ-

* સમયસાર ગાથા ૩૯ થી ૪૩ઃ ટીકા ઉપરનું પ્રવચન *

આ જગતમાં આત્માનું અસાધારણ લક્ષણ નહિ જાણવાને લીધે નપુંસકપણે અત્યંત વિમૂઢ થયા થકા, તાત્ત્વિક (પરમાર્થભૂત) આત્માને નહિ જાણતા એવા ઘણા અજ્ઞાની જનો બહુ પ્રકારે પરને પણ આત્મા કહે છે, બકે છે.

જ્ઞાન આત્માનું અસાધારણ લક્ષણ છે. જ્ઞાન દ્વારા જ એ જણાય એવો છે. જ્ઞાન દ્વારા જ આત્માની અનુભૂતિ અને પ્રાપ્તિ (ઉપલબ્ધિ) થઈ શકે છે. જ્ઞાન એટલે સ્વસંવેદનજ્ઞાન, સમ્યગ્જ્ઞાન. એ સમ્યગ્જ્ઞાન વડે આત્મલાભ થઈ શકે છે. પરંતુ ભગવાન આત્મા જ્ઞાનસ્વભાવી છે એમ નહિ જાણવાને લીધે અજ્ઞાનીઓ નપુંસકપણે વિમૂઢ થયા છે. દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિ શુભરાગ જે પુણ્યભાવ છે એનાથી ધર્મ થાય, એનાથી આત્મલાભ થાય એમ માનનારાઓને અહીં નપુંસક કહ્યા છે. જેમ નપુંસકને પ્રજા ન હોય તેમ શુભભાવથી ધર્મ માનનારને ધર્મની (રત્નત્રયરૂપ ધર્મની) પ્રજા ન હોય. શુભભાવથી ધર્મ થવાનું માનનારને, ભગવાન આત્મા એનાથી ભિન્ન છે એવું ભાન નથી. તેથી તે શુભભાવમાંથી ખસીને શુદ્ધમાં આવતો નથી. આ કારણે તે નામર્દ્ર. નપુંસક, પુરુષાર્થહીન જીવ છે. શુભાશુભ ભાવોથી ભિન્ન પડી પોતાના જ્ઞાનસ્વભાવથી જે પોતાને જાણે, અનુભવે એને મર્દ અને પુરુષ કહ્યો છે, પછી ભલે એ સ્ત્રીનો આત્મા હોય. સ્ત્રી તો દેહ છે, આત્મા કયાં સ્ત્રી છે? (આત્મા તો શુભાશુભભાવોનો ઉચ્છેદક અનંતવીર્યનો સ્વામી છે).

એ શુભભાવ ચાહે તો ભગવાનની ભક્તિનો હોય કે બાર વ્રત અને પંચમહાવ્રતના પાલનનો હોય, એ રાગ વડે આત્મા કદીય જણાય એમ નથી. ભાઈ! રાગ તો આત્માના ચૈતન્યસ્વભાવને ઘાયલ કરે છે. જે ઘાયલ કરે એનાથી આત્માને લાભ કેમ થાય? શ્રી સમયસારજી ગાથા ૧પ૪માં કહ્યું છે કે-મોક્ષના કારણભૂત સામાયિકની પ્રતિજ્ઞા લઈને જે અત્યંત સ્થૂળ સંકલેશપરિણામોને તો (અશુભને તો) છોડે છે, પણ અત્યંત સ્થૂળ વિશુદ્ધ પરિણામોમાં (શુભભાવમાં) સંતુષ્ટ ચિત્તવાળા થઈ તે વિશુદ્ધ પરિણામોને છોડતા નથી તે સમ્યગ્દ્રષ્ટિ નથી. તેથી તેમને સામાયિક હોતું નથી. રાગની મંદતા હોય તો તે પુણ્ય જરૂર છે, પણ એ પુણ્ય પવિત્રતાને રોકનારું છે, આત્માની પવિત્રતાને ઘાયલ કરનારું છે.

ભલે ને બહારથી મુનિ થયો હોય, નગ્ન થઈને પંચમહાવ્રત ધારણ કર્યા હોય, બાળબ્રહ્મચારી પણ હોય, પરંતુ પંચમહાવ્રતના મંદ રાગમાં રોકાઈને જો એમ માને કે


PDF/HTML Page 527 of 4199
single page version

આ ધર્મ છે વા ધર્મનું સાધન છે તો તે જીવ નપુંસક છે, કેમકે તે શુદ્ધભાવમાં આવી શક્તો નથી. આવી ધર્મની વાત કોઈ અલૌકિક અને સૂક્ષ્મ છે, ભાઈ! ધર્મની પ્રજા (પર્યાય) જે છે એ તો શુદ્ધ છે, કેમકે ભગવાન આત્મા પોતે પરમ પવિત્ર શુદ્ધ સ્વરૂપ છે. એ પવિત્રના આશ્રયે પવિત્રતા જ પ્રગટે છે. અને પવિત્રતા પ્રગટે એ જ ધર્મ છે.

શ્રી સમયસારજી પરિશિષ્ટમાં ૪૭ શક્તિઓનું વર્ણન કરેલું છે. ત્યાં એમ લીધું છે કે આત્મામાં એક વીર્ય નામની શક્તિ છે. તે સ્વરૂપની રચનાના સામર્થ્યરૂપ છે. પોતાના સ્વરૂપની રચના કરે તે વીર્યશક્તિનું કાર્ય છે. પરંતુ સ્વરૂપની રચના કરવાના બદલે જે દયા, દાન, વ્રત, કરુણા ઇત્યાદિ શુભભાવને-રાગને રચે એને અહીં નપુંસક કહ્યો છે. જે રાગભાવને રચે એ આત્માનું બળ નહિ, એ આત્માનું વીર્ય નહિ.

ભગવાન આત્મા અનંતબળસ્વરૂપ વસ્તુ છે. એનો બળગુણ પરિણમીને નિર્મળતા પ્રગટાવે, સમ્યગ્દર્શનાદિ નિર્મળ નિશ્ચયરત્નત્રય પ્રગટાવે એવું એનું સ્વરૂપ છે. પરંતુ કોઈ એમ કહે કે ભગવાનની સ્તુતિ, વંદના, સેવા-પૂજા કરો, વ્રતાદિ પાળો; તેથી આત્મ-લાભ થશે. તો એમ કહેનારા અને માનનારા બધા વીર્યગુણને જાણતા નથી અને તેથી આત્માને પણ જાણતા નથી. ભાઈ! જ્ઞાન અને શુદ્ધતા જેનો સ્વભાવ છે એવા નિર્મળાનંદ પ્રભુ આત્માના લક્ષે, જે નિર્વિકાર સ્વસંવેદનરૂપ નિર્મળ શુદ્ધ જ્ઞાનના પરિણામ થાય તે વડે જણાય એવી આત્મા વસ્તુ છે. પરંતુ અન્ય કોઈ સાધન-વ્રત, તપ, પૂજા, ભક્તિ કે વ્યવહારરત્નત્રયના સાધન વડે આત્મા જણાય એવી એ ચીજ નથી. નિશ્ચયરત્નત્રય જે પ્રગટ થાય છે તે સ્વભાવના બળના પુરુષાર્થે પ્રગટ થાય છે, વ્યવહારરત્નત્રય છે માટે પ્રગટ થાય છે એમ નથી.

પ્રશ્નઃ– પરમાત્મપ્રકાશ દ્રવ્યસંગ્રહ, ઇત્યાદિ શાસ્ત્રોમાં આવે છે ને કે વ્યવહાર સાધન છે?

સમાધાનઃ– ભાઈ! એ તો નિશ્ચય પ્રગટ થાય ત્યારે બાહ્ય નિમિત્ત શું હોય છે એનું ત્યાં જ્ઞાન કરાવ્યું છે. કરણ (સાધન) નામનો આત્મામાં એક ગુણ છે. આ ગુણ વડે આત્મા પોતે જ પોતાના નિર્મળ ભાવનું સાધકતમ સાધન છે. તેથી અંતર્મુખ થઈ નિજ સ્વભાવને સાધનપણે ગ્રહણ કરી પરિણમતાં જે નિર્મળ (નિશ્ચયરત્નત્રયની) પર્યાય પ્રગટ થાય એ સાધન ગુણનું કાર્ય છે. (વ્યવહારરત્નત્રયનું કાર્ય નથી, વ્યવહારરત્નત્રય તો ઉપચારથી સાધન કહેવામાત્ર છે).

પુણ્યભાવથી (ધર્મનો) લાભ છે, એ આત્માનું ર્ક્તવ્ય છે એમ માનનારા અત્યંત વિમૂઢ છે. ‘અત્યંત વિમૂઢ’ એવા કડક શબ્દો આચાર્યદેવે વાપર્યા છે. પણ એમાં આચાર્ય દેવની ભારોભાર કરુણા છે.


PDF/HTML Page 528 of 4199
single page version

પરમાર્થરૂપ ભગવાન આત્મા તો શુભાશુભભાવથી પાર શુદ્ધ, શુદ્ધ, શુદ્ધ એવી એક શુદ્ધતાનો-પવિત્રતાનો પિંડ છે. આવો જે પરમાત્મા શુદ્ધ છે તેને એવો શુદ્ધ નહિ જાણતાં ઘણા અજ્ઞાનીજનો, શ્રાવક અને સાધુ નામ ધરાવીને પણ, પર એવા રાગને, અધ્યવસાનને, વિભાવને આત્મા કહે છે. એ બધા નપુંસકપણે વર્તતા અત્યંત વિમૂઢ છે.

તે અજ્ઞાનીઓ એમ કહે છે કે શુભભાવ શુદ્ધમાં જવાની નિસરણી છે. પહેલાં અશુભથી છૂટી શુભમાં આવે, પછી તે વડે શુદ્ધમાં જવાય-એમ તેઓ કહે છે. પણ ભાઈ, એ પરમાર્થે નિસરણી નથી. શું રાગથી કદી વીતરાગપણામાં જવાય? રાગ દશાની દિશા પર તરફ છે, અને વીતરાગદશાની દિશા સ્વ તરફ છે. બન્નેની દિશા પરસ્પર વિરુદ્ધ છે. જેની દિશા વિરુદ્ધ છે એને શુદ્ધભાવની નિસરણી કેમ કહેવાય? પર તરફ ડગ માંડતાં માંડતાં સ્વમાં કેમ જવાય? શાસ્ત્રોમાં જે વ્યવહારને નિશ્ચયનું સાધન કહ્યું છે એ તો નિશ્ચય સાથે જે વ્યવહાર નિમિત્તરૂપ હોય છે તેનું જ્ઞાન કરાવવા ઉપચારથી રહ્યું છે.

શુભભાવથી ધર્મ મનાવે એ શાસ્ત્ર યથાર્થ નથી. કુંદકુંદાચાર્યદેવે બહુ મોટેથી પોકારીને કહ્યું છે કે મુનિ તો નગ્ન દિગંબર જ હોય. વસ્ત્રસહિત હોય તે મુનિ ન હોય. તેમ છતાં જે વસ્ત્રસહિત મુનિ મનાવે, સ્ત્રીનો મોક્ષ થવો મનાવે, પંચમહાવ્રતના પરિણામથી નિર્જરા થવી મનાવે, એવી અનેક અન્યથા વિપરીત વાતો કહે તે શાસ્ત્ર જૈનશાસ્ત્ર નથી, તે વીતરાગ શાસન નથી. (આવા મિથ્યા અભિપ્રાયો સઘળા મિથ્યાદર્શન છે).

વળી, કોઈ તો એમ કહે છે કે સ્વાભાવિક અર્થાત્ સ્વયમેવ ઉત્પન્ન થયેલા રાગદ્વેષ વડે મેલું જે અધ્યવસાન તે જ જીવ છે, કારણ કે જેમ કાળાપણાથી અન્ય જુદો કોઈ કોલસો જોવામાં આવતો નથી તેમ એવા અધ્યવસાનથી જુદો અન્ય કોઈ આત્મા જોવામાં આવતો નથી. રાગથી લાભ થાય એવો મિથ્યા અભિપ્રાય તે અધ્યવસાન છે. તે અધ્યવસાનથી જુદો કોઈ આત્મા નથી એમ કોઈ કહે છે.

આ અજીવ અધિકાર છે. રાગાદિ વિભાવ પરિણામ એ અજીવ છે. જીવ તો નિત્ય સચ્ચિદાનંદસ્વરૂપ છે. એ કાંઈ વિભાવમાં આવતો નથી.

વળી, કોઈ કહે છે કે અનાદિ જેનો પૂર્વ અવયવ છે અને અનંત જેનો ભવિષ્યનો અવયવ છે એવી જે એક સંસરણરૂપ ક્રિયા તે-રૂપે ક્રીડા કરતું જે કર્મ તે જ જીવ છે, કારણ કે કર્મથી અન્ય જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી. (અથવા બીજી રીતે લઈએ તો, વળી કોઈ કહે છે કે અનાદિ અનંત જેનો પરિપાટીરૂપ રાગદ્વેષરૂપ ક્રિયાનો વ્યાપાર છે, તે અવયવને ધારણ કરનાર અવયવી આત્મા રાગદ્વેષમય જ દેખાય છે. અને ચાલ્યા આવતા દ્રવ્યકર્મનો પ્રવાહ તથા તેમાં જોડાણરૂપ રાગાદિ ભાવકર્મ તે અનાદિ સંતાનરૂપ જેનું સ્વરૂપ છે, તે આત્મા છે, તેનાથી જુદું સ્વરૂપ અમને ભાસતું નથી. જડ કર્મનો ઉદ્રય અને તેના સંગે રાગરૂપ ક્રિયા એ જ જેનું અનાદિ અનંત કર્મ છે, તે જ આત્મા છે,


PDF/HTML Page 529 of 4199
single page version

તેનાથી કોઈ જુદો આત્મા અમને જણાતો નથી. દ્રવ્ય કર્મનાં ઉદ્રયને અને ભાવકર્મને એકમેક માનનારાઓનો આવો અભિપ્રાય છે.) આત્મા ત્રિકાળ શુદ્ધ ચિદ્રૂપ વસ્તુ છે. તેને નહીં જાણવાથી સ્વરૂપથી ખસીને રાગાદિ કર્મરૂપી જે ક્રિયા તેમાં જે રહ્યો હતો, છે અને રહેશે તે આત્મા છે એમ કોઈ માને છે. સંસરણક્રિયારૂપે ક્રીડા કરતું જે કર્મ છે તે જ આત્મા છે. અર્થાત્ કર્મને લઈને જીવ રખડે છે અને કર્મની ક્રિયા આત્માની ક્રિયા છે એમ જેઓ માને છે તેમને અહીં મૂઢ, નપુંસક કહ્યા છે.

વળી, કોઈ કહે છે કે તીવ્ર-મંદ અનુભવથી ભેદરૂપ થતાં, દુરંત રાગરૂપ રસથી ભરેલાં અધ્યવસાનોની જે સંતતિ તે જ જીવ છે, કારણ કે તેનાથી અન્ય જુદો કોઈ જીવ દેખવામાં આવતો નથી. એટલે કેટલાક અજ્ઞાનીઓ એમ કહે છે કે-બહુ તો રાગ તીવ્રમાંથી મંદ થાય અને મંદમાંથી તીવ્ર થાય, પણ રાગનો અભાવ થાય એવું સ્વરૂપ છે નહિ. આત્મા રાગથી રહિત થઈ શકે એવું એનું સ્વરૂપ નથી. રાગ દુરંત છે એટલે કે તેનો અંત આવી શકે નહિ. રાગની સંતતિ જે અનાદિ છે એ જ આત્મા છે. રાગની સંતતિથી રહિત આત્માનું કોઈ સ્વરૂપ નથી.

ઘણા એમ કહે છે કે જીવનો મોક્ષ થાય પછી પણ તે પાછો ભવ (જન્મ) ધારણ કરે. અરે ભાઈ, એ વાત તદ્ન ખોટી છે. શું ચણો શેકાઈ ગયા પછી તે ફરીને ઉગતો હશે? જેને અંદર દ્રષ્ટિમાં શુભભાવનો નિષેધ થયો તે ફરીને કદી શુભભાવને કરતો નથી (તેનો ર્ક્તા થતો નથી) તો પછી મુક્ત થઈ ગયા પછી રાગ કરે અને સંસારમાં આવે એ તો અજ્ઞાનીઓની મિથ્યા કલ્પના છે.

અજ્ઞાનીએ રાગના રસ વિનાનો આત્મા અનાદિકાળમાં (ભૂતકાળમાં) જોયો નથી અને ભવિષ્યમાં પણ અનંતકાળ એવો જ (રાગરસ યુક્ત જ) રહેશે એમ તે માને છે; તે રાગની સંતતિને જ આત્મા કહે છે.

વળી, કોઈ કહે છે કે નવી અને પુરાણી અવસ્થા ઇત્યાદિ ભાવે પ્રવર્તતું જે નોકર્મ-શરીર તે જ જીવ છે કારણ કે શરીરથી અન્ય જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી. આત્મા દેખવામાં આવતો નથી એમ તેઓ કહે છે; પણ ભાઈ! દેખવામાં આવતો નથી એવો નિર્ણય કોની ભૂમિકામાં થાય છે? જે ભૂમિકામાં એવો નિર્ણય થાય છે એ જ આત્મા છે. એટલે એ રીતે એમાં આત્માનું અસ્તિત્વ જ સિદ્ધ થઈ જાય છે.

વળી અજ્ઞાનીઓ આત્માના ભિન્ન અસ્તિત્વને સ્વીકારતા નથી. ભગવાન આત્મા તો શુદ્ધ જ્ઞાયકસ્વભાવી વસ્તુ છે. પરંતુ જ્ઞાયક તરફનું જેમને લક્ષ નથી એવા અજ્ઞાનીઓ પર્યાયબુદ્ધિ વડે જે શરીર દેખાય છે તેને જ જીવ માને છે. તેઓ કહે છે કે શરીરની ઉત્પત્તિએ (જીવની) ઉત્પત્તિ અને શરીરના નાશે નાશ. શરીરનો સદ્ભાવ જ્યાં સુધી રહે ત્યાં સુધી જીવ છે, શરીર છૂટતાં જીવ રહેતો નથી-આવો તેમને ભ્રમ છે. વળી પોતાની


PDF/HTML Page 530 of 4199
single page version

ઇચ્છાનુસાર શરીરમાં ક્રિયા થાય છેણ. માટે શરીર એ જ આત્મા છે આવો તે અજ્ઞાનીઓનો મત છે. આ ચાર્વાક મત છે.

ચાર બોલ પુરા થયા. હવે પાંચમો બોલ કહે છે. કોઈ એમ કહે છે કે સમસ્ત લોકને પુણ્યપાપરૂપે વ્યાપતો જે કર્મનો વિપાક તે જ જીવ છે કારણ કે શુભાશુભ ભાવથી અન્ય જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી. અજ્ઞાનીને આખા લોકમાં પુણ્ય-પાપનું કરવું-એટલું જ માત્ર દેખાય છે. પરંતુ શુભ અને અશુભ ભાવો એનાથી ભિન્ન આત્મા એને જણાતો નથી. પણ એ ભિન્ન જણાતો નથી એવો નિર્ણય તો જ્ઞાને કર્યો ને? પરંતુ એ જ્ઞાન ઉપર અજ્ઞાનીની દ્રષ્ટિ જતી નથી. અહીં પુણ્ય-પાપના ર્ક્તાની વાત લીધી છે. શુભાશુભ ભાવના ર્ક્તા થઈને પરિણમવું-એનાથી ભિન્ન આત્મા અજ્ઞાનીને દેખાતો નથી.

હવે છઠ્ઠો બોલ ભોક્તાનો કહે છે. કોઈ કહે છે કે શાતા-અશાતારૂપે વ્યાપ્ત જે સમસ્ત તીવ્ર-મંદત્વગુણો તે વડે ભેદરૂપ થતો જે કર્મનો અનુભવ તે જ જીવ છે. કારણ કે સુખ-દુઃખથી અન્ય જુદો કોઈ જીવ દેખવામાં આવતો નથી. ભગવાન આત્મા અનંત અનંત સુખનું ધામ છે. પરંતુ અજ્ઞાનીને એની તરફ નજર નથી. એ તો શાતામાં મંદ અને અશાતામાં તીવ્ર એવો જે ભેદરૂપ કર્મનો અનુભવ તેને જ જાણે છે અને તેથી એ જ જીવ છે એમ માને છે. શાતાના અનુભવમાં સુખનું (અલ્પ દુઃખનું) વેદન અને અશાતાના અનુભવમાં (તીવ્ર) દુઃખનું વેદન દેખાય છે. તેથી તે અજ્ઞાનવશ જે સુખ-દુઃખનો અનુભવ થાય છે તેને જ જીવ માને છે.

અજ્ઞાનીની દ્રષ્ટિ નિરંતર પર્યાય ઉપર જ રહેતી હોય છે. વસ્તુતત્ત્વ જે ચૈતન્યમૂર્તિ ત્રિકાળી શુદ્ધ આત્મા તેની એને દ્રષ્ટિ જ નથી. તેથી શાતા-અશાતાના ઉદ્રયમાં જે મોહ-જનિત સુખ-દુઃખનું વેદન તેનાથી ભિન્ન શુદ્ધ આત્મજનિત વેદન હોઈ શકે છે એવું એને ભાસતું જ નથી. આમ પર્યાયબુદ્ધિ જીવો, અનંતશક્તિમંડિત જે ત્રિકાળી શુદ્ધ આત્મદ્રવ્ય તેની દ્રષ્ટિનો અભાવ હોવાથી, સુખ-દુઃખની કલ્પનાસ્વરૂપ જે શાતા-અશાતાનું વેદન હોય છે તેને જ ભ્રમવશ આત્મા માને છે.

હવે સાતમો બોલઃ-કોઈ કહે છે કે શિખંડની જેમ ઉભયરૂપ મળેલાં જે આત્મા અને કર્મ, તે બન્ને મળેલાં જ જીવ છે કારણ કે સમસ્તપણે કર્મથી અન્ય જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી. અજ્ઞાની કહે છે કે કર્મરહિત આત્મા થાય એવું તો કાંઈ જણાતું નથી. અહાહા....! નિશ્ચયથી વસ્તુ તો ત્રિકાળ કર્મરહિત જ છે. પરંતુ એ વસ્તુના સ્વભાવ ઉપર દ્રષ્ટિ કરે તો ને? એ તો અવસ્થામાં આત્મા અને કર્મ ઉભયરૂપ મળેલાં જુએ છે અને તેથી તેને જ આત્મા માને છે. ખરેખર તો કર્મથી ભિન્ન જીવ નથી, નથી-એવું જે એનું જ્ઞાન તે જ જીવનું ભિન્ન અસ્તિત્વ સિદ્ધ કરે છે. (જીવ નથી એવું જાણનાર પોતે જ જીવ છે).


PDF/HTML Page 531 of 4199
single page version

એક સમયની પર્યાય છે તે વ્યક્ત છે, પ્રગટ છે અને વસ્તુ (આત્મા) છે તે અવ્યક્ત છે. અવ્યક્ત એટલે કે પર્યાય જે પ્રગટ-વ્યક્ત છે તેમાં વસ્તુ આવતી નથી માટે તે અવ્યક્ત છે. વસ્તુ છે તે પર્યાયમાં આવતી નથી, પણ એનું જ્ઞાન પર્યાયમાં આવે છે. ખરેખર તો જ્ઞાનની પર્યાય છે એમાં જ્ઞાયક ચૈતન્ય જ જણાઈ રહ્યો છે. જ્ઞાનનો નિશ્ચયથી સ્વપ્રકાશક સ્વભાવ હોવાથી, જ્ઞાયક એમાં જણાઈ જ રહ્યો છે, પરંતુ અજ્ઞાનીની દ્રષ્ટિ જ્ઞાયક ઉપર નથી. પર્યાયબુદ્ધિ વડે પુણ્ય-પાપનું કરવું અને શાતા-અશાતાપણે સુખ-દુઃખનું ભોગવવું એ જ જીવ છે એમ અજ્ઞાની માને છે.

જે શુદ્ધભાવનો ર્ક્તા અને અતીન્દ્રિય આનંદનો ભોક્તા છે તે જીવ છે એ વાત અજ્ઞાનીને બેસતી નથી. એનો નિર્ણય કરવાનો પણ એને કયાં સમય છે? પરંતુ ભાઈ! આત્મા નથી, નથી એવો નિર્ણય તું જ્ઞાનમાં કરે છે કે પુણ્ય-પાપના ભાવમાં કે સુખ-દુઃખની કલ્પનામાં? સુખ-દુઃખની કલ્પના તો અચેતન છે. તથા શુભ-અશુભ ભાવ પણ અચેતન જડ છે. અચેતન એવાં તેઓ ચૈતન્યસ્વરૂપ જીવ નથી એવો નિર્ણય કેમ કરે? જો એ નિર્ણય ચેતન કરે છે એમ કહો તો એનાથી (કર્મથી) જુદો જીવ છે એમ સાબિત થઈ જાય છે. પરંતુ પર્યાય જેનું સર્વસ્વ છે એવા અજ્ઞાની જીવને કર્મ જુદાં પડે અને આત્મા એકલો રહે એવું કાંઈ દેખાતું નથી. તેથી આત્મા અને કર્મ બેઉ ભેગાં થઈને જીવ છે એમ તે માને છે.

આમ તો નવમી ગ્રૈવેયક ગયો ત્યારે શાસ્ત્રમાંથી ધારણારૂપે આ વાત તો જાણી હતી કે શુભાશુભ ભાવ અને સુખ-દુઃખની કલ્પનાથી આત્મા જુદો છે. પણ એ વાત ધારણારૂપે હતી, વસ્તુતત્ત્વની દ્રષ્ટિ કરી નહોતી. અગિયાર અંગ ભણ્યો એમાં આ વાત તો આવી હતી. ત્યારે એ ઉપદેશ પણ એમ જ આપતો હતો કે શુભાશુભ ભાવથી ભિન્ન અખંડ એક આત્મવસ્તુ છે. પણ અરે! એણે શુભાશુભ ભાવથી ભિન્ન પડી આત્મા અનુભવ્યો નહિ. ભગવાન આત્મા આનંદસ્વરૂપ છે એમાં એની દ્રષ્ટિ ગઈ નહિ.

અહીં (આ ગાથામાં) તો સ્થૂળપણે જે એમ માને છે કે કર્મથી જુદો જીવ જોવામાં આવતો નથી એની વાત લીધી છે. પણ ખરેખર અગિયાર અંગના પાઠી અજ્ઞાનીની પણ અંદર તો આ જ માન્યતા છે. શુભાશુભ ભાવનું કરવાપણું વસ્તુમાં નથી, વસ્તુ તો જ્ઞાયક છે એમ તેણે ધારણ તો કરી હતી. પરંતુ પર્યાયબુદ્ધિ ટળી નહોતી. કર્મ અને આત્મા જુદા છે એમ નવતત્ત્વને તો એ જાણતો હતો. પણ જુદા છે એને જુદા કરી શકયો નહોતો. આ જ્ઞાનદર્શનરૂપ ચૈતન્યશક્તિ એવું જે સ્વતત્ત્વ, તે પુણ્ય-પાપ અને સુખ-દુઃખના વેદનથી ભિન્ન છે એમ એણે ધાર્યું તો હતું; પણ ભેદજ્ઞાન પ્રગટ કરી ભિન્નતા કરી નહિ, દિશાને ફેરવી નહિ. પર અને પર્યાય ઉપર જે લક્ષ હતું એ ત્યાં જ અકબંધ રહ્યું. સ્વદ્રવ્યની સન્મુખતા કર્યા વિના વિમુખપણે માત્ર બહારથી ધારણા કરી. પણ તેથી શું? આત્મા કાંઈ પરલક્ષી શાસ્ત્રજ્ઞાનથી જણાય એવી ચીજ નથી.


PDF/HTML Page 532 of 4199
single page version

શુભભાવથી રહિત આત્મા ચૈતન્યસ્વરૂપ છે એમ વ્યવહારશ્રદ્ધામાં એણે માન્યું હતું, વ્યવહારશ્રદ્ધામાં એટલે અચેતન શ્રદ્ધામાં (રાગમાં) માન્યું હતું. પણ વસ્તુ જે ત્રિકાળ આનંદનો નાથ પ્રભુ એકલો જ્ઞાયકસત્ત્વપણે બિરાજમાન છે તેનું અંતરમાં માહાત્મ્ય કર્યું નહિ. માહાત્મ્ય એને પુણ્ય અને પાપમાં રહી ગયું. એણે એમ તો સાંભળ્‌યું હતું કે શુદ્ધ આત્માનું વેદન કરે તે આત્મા છે, પણ એ પુણ્ય-પાપ સહિતના વેદનની ધારણા હતી. જે જ્ઞાયક અખંડ ચૈતન્યશક્તિ નિત્યાનંદરૂપ ધ્રુવ-ધ્રુવ-ધ્રુવ એકાકાર એ જ ખરેખર આત્મા છે. પર્યાયમાં એનો સ્વીકાર કરીને આ ચૈતન્યતત્ત્વ એ જ હું છું એમ વેદન કર્યા વિના આ હું છું એમ વિકલ્પમાં ધારણા કરી હતી. પરંતુ પ્રત્યક્ષ વેદન કરીને એમાં અહંપણું એણે ન કર્યું. સ્વભાવની અંતરમાં જઈને ‘આ હું છું’ એવી પ્રતીતિ કરી નહિ. અંતરમાં જઈને એટલે કાંઈ વર્તમાન પર્યાય ધ્રુવમાં એક થઈને એવો તેનો અર્થ નથી. અંતરમાં જઈને એટલે સ્વસન્મુખ થઈને. પર્યાય જ્યારે ધ્રુવની સન્મુખ થાય છે ત્યારે પરિપૂર્ણ તત્ત્વનો પ્રતિભાસ થાય છે.

૧૪૪ મી ગાથાની ટીકામાં એ વાત લીધી છે કે-‘શ્રુતજ્ઞાનતત્ત્વને પણ આત્મસન્મુખ કરતો, અત્યંત વિકલ્પરહિત થઈને, તત્કાળ નિજરસથી જ પ્રગટ થતા, આદિ-મધ્ય-અંત રહિત, અનાકુળ કેવળ એક આખા વિશ્વની ઉપર જાણે તરતો હોય તેમ, અખંડ પ્રતિભાસમય....’ એટલે પર્યાયમાં અખંડનો પ્રતિભાસ થાય છે. અખંડ વસ્તુ છે તે પર્યાયમાં આવતી નથી પણ અખંડ પ્રતિભાસમય જે આત્મા તેનું જ્ઞાન પર્યાયમાં આવે છે. પર્યાયમાં પરમાત્મસ્વરૂપનું જ્ઞાન થઈ જાય છે અને એવું જણાય ત્યારે પર્યાયમાં પરમાત્મપણું કાર્યપણે પરિણમે છે. પર્યાય છે તે ખંડ છે, અંશ છે. તે જ્યારે વસ્તુ તરફ ઢળે છે ત્યારે તેમાં અખંડ પ્રતિભાસમય વસ્તુ આખી જણાય છે.

ખરેખર તો દ્રવ્ય, ગુણ. પર્યાયમાં (ત્રણેમાં) પ્રમેયત્વગુણ વ્યાપેલો છે. તેથી પર્યાયમાં (જ્ઞાનમાં) દ્રવ્ય, ગુણ, પર્યાય જણાય છે. પરંતુ અજ્ઞાનીને, ત્રિકાળી પોતાનામાં જણાય છે એવું લક્ષ નથી કેમકે એની દ્રષ્ટિ અંતર્મુખ નથી. અંતર્મુખ જ્ઞાનની વાત એણે પર્યાયમાં ધારી હતી, પરંતુ જ્ઞાનની વર્તમાન પ્રગટ અવસ્થાને સ્વજ્ઞેયમાં ઢાળી ન હતી. તેથી ધારણામાં આવ્યું છતાં રહી ગયો અજ્ઞાની. જ્ઞાનની પર્યાય જે પ્રગટ છે એ, ત્રિકાળી વસ્તુ અને પોતાને (પર્યાયને) પણ જાણે છે એવું એણે ધારણામાં લીધું હતું, પણ વસ્તુનો જે સ્વભાવ છે તેને એ અડયો નહોતો. જ્ઞાન, જ્ઞાનને જાણે તો છે, પણ હું જ્ઞાનને જાણું છું એવી એને ખબર નથી. જ્ઞાન જ્ઞાનને જાણે છે એમ નક્કી થાય તો આખું જ્ઞેય એમાં જણાય છે એ પણ નક્કી થઈ જાય.

શ્રી નિયમસારની ૩૮ મી ગાથામાં એમ આવે છે કે પર્યાય છે એ તો વ્યવહાર આત્મા છે. મોક્ષમાર્ગની પર્યાય એ પણ વ્યવહાર છે. નિશ્ચય આત્મા તો ત્રિકાળી શુદ્ધ


PDF/HTML Page 533 of 4199
single page version

ધ્રુવ-ધ્રુવ-ધ્રુવ, પર્યાયની સક્રિયતારહિત નિષ્ક્રિય વસ્તુ છે. શ્રી સમયસારની ૩૨૦ ગાથાની શ્રી જયસેનાચાર્યની ટીકામાં પણ કહ્યું છે કે આત્મા નિષ્ક્રિય છે. પરંતુ એ નિષ્ક્રિય (આત્મા) જણાય છે સક્રિયમાં (પર્યાયમાં). સર્વજ્ઞનો આવો અદ્ભુત માર્ગ છે. જેના પંથમાં સર્વજ્ઞ નથી એના પંથમાં સત્ય વાત હોતી જ નથી.

પહેલાં દર્શનઉપયોગ અને પછી જ્ઞાનઉપયોગ એવો ક્રમ જે કેવળીને માને છે તથા કેવળીને ક્ષુધાની પીડા અને આહાર માને છે તેને સર્વજ્ઞના સાચા સ્વરૂપની ખબર નથી. પૂર્ણજ્ઞાનની દશા એટલે શું એ, તે જાણતો નથી. આત્મા અંદર સર્વજ્ઞશક્તિથી પરિપૂર્ણ ભરેલો છે. એની સન્મુખ થઈ એમાં પૂર્ણ એકાગ્ર થતાં સર્વજ્ઞપણું પર્યાયમાં પ્રગટે છે. સર્વજ્ઞપણું પ્રગટ થતાં અતીન્દ્રિય આનંદની પૂર્ણ ભરતી આવે છે એવા સ્વરૂપની અજ્ઞાનીને ખબર નથી. ભગવાન કેવળી સર્વદર્શી અને સર્વજ્ઞ એકી સાથે છે.

અહીં આ ગાથામાં અજ્ઞાની કહે છે કે કર્મ અને આત્મા બન્ને એક છે. કારણ કે કર્મની ક્રિયાનો જે અનુભવ એનાથી આત્મા જુદો છે એવું કાંઈ અમને દેખાતું નથી. પણ કયાંથી દેખાય, પ્રભુ? જ્યાં પ્રભુ પડયો છે ત્યાં તું જોતો નથી. ભાઈ! કર્મ અને આત્મા બન્ને થઈને જીવ છે, જુદો જીવ નથી એવી તારી માન્યતા પૂર્ણ શુદ્ધ આનંદઘન પ્રભુ આત્માની હિંસા કરનારી છે. એ માન્યતા વડે તું પોતાની હિંસા કરે છે. જીવતું જીવન (ત્રિકાળી જીવદ્રવ્ય) તેનો તું નકાર કરે છે એ જ હિંસા છે. ભાઈ! વીતરાગનો અહિંસાનો માર્ગ આવો સૂક્ષ્મ અને ઝીણો છે. લોકો બિચારા વ્રત કરો, પોસા કરો ઇત્યાદિ શુભભાવરૂપ ક્રિયાકાંડમાં ગૂંચવાઈ ગયા છે. પણ નિશ્ચયથી શુભભાવ અને અશુભભાવ બન્ને એક જાત છે. (બન્નેમાં ચૈતન્યસ્વરૂપની નાસ્તિ છે).

આઠમો બોલઃ કોઈ કહે છે કે અર્થક્રિયામાં સમર્થ એવો જે કર્મનો સંયોગ તે જ જીવ છે. કારણ કે જેમ આઠ લાકડાના સંયોગથી અન્ય જુદો કોઈ ખાટલો જોવામાં આવતો નથી તેમ કર્મના સંયોગથી અન્ય જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી. અહીં ખાટલાનું દ્રષ્ટાંત આપ્યું છે. ખાટલો હોય છે ને? તે આઠ લાકડાના સંયોગથી બનેલો છે. ચાર પાયા, બે ઈસ અને બે ઉપડાં-એમ આઠ લાકડાનો બનેલો છે. એ રીતે અજ્ઞાની એમ માને છે કે આઠ કર્મનો સંયોગ એ જ જીવ છે. આઠ કર્મના સંયોગરહિત જીવ હોઈ જ ન શકે એમ તે માને છે.

આત્મા ત્રિકાળ સંયોગથી રહિત અસંયોગી શુદ્ધ વસ્તુ છે. અજ્ઞાનીની ત્યાં દ્રષ્ટિ નથી. તેથી તેને આઠ કર્મ ભેગાં થાય એ જ જીવ છે એમ વિપરીત ભાસે છે.

આમ મિથ્યા માન્યતાના કેટલાક પ્રકાર અહીં આપ્યા છે, બાકી અસંખ્ય પ્રકારની મિથ્યા માન્યતા હોય છે. દુર્બુદ્ધિઓ અનેક પ્રકારે પરને આત્મા કહે છે. પરંતુ પરમાર્થના


PDF/HTML Page 534 of 4199
single page version

જાણનારાઓ તેમને સત્યાર્થવાદી કહેતા નથી. વસ્તુના સ્વરૂપને યથાર્થ જાણનારા ગણધરાદિ મહંતો તેમને સાચા કહેતા નથી.

* ગાથા ૩૯ થી ૪૩ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

જીવ-અજીવ બન્ને અનાદિથી એકક્ષેત્રાવગાહસંયોગરૂપ મળી રહ્યાં છે. બન્ને આકાશના એક ક્ષેત્રે રહેલાં છે. અનાદિથી જ જીવની પુદ્ગલના સંયોગથી અનેક વિકાર-સહિત અવસ્થા થઈ રહી છે. પરમાર્થદ્રષ્ટિએ જોતાં જીવ તો પોતાના ચૈતન્યત્વ આદિ ભાવોને છોડતો નથી અને પુદ્ગલ પોતાના મૂર્તિક, જડત્વ આદિને છોડતું નથી. આત્મા પોતાના જ્ઞાન-દર્શનસ્વરૂપ, આનંદસ્વરૂપ, શાંતસ્વરૂપ, સ્વચ્છતાસ્વરૂપ ઇત્યાદિ નિજ સ્વભાવને કદીય છોડતો નથી. પર્યાયમાં અનેક પ્રકારના વિકારી ભાવ થવા છતાં, વસ્તુ પોતાની અનંત શક્તિથી ભરેલો જે એક ચૈતન્યસ્વભાવ છે તેને કેમ છોડે? જીવ મટીને અજીવ કેમ થાય? (કદીય ન થાય). તેવી જ રીતે પુદ્ગલ પણ પોતાનું જડત્વ છોડી જીવરૂપ કેમ થાય? (ન જ થાય).

જીવ-અજીવ સર્વ દ્રવ્યો પોતપોતાના સ્વભાવમાં જ સ્થિત રહે એવી વસ્તુના સ્વરૂપની મર્યાદા છે. પરંતુ જેઓ પરમાર્થને જાણતા નથી તેઓ સંયોગથી થયેલા ભાવોને જ જીવ કહે છે. પરમાર્થે જીવનું સ્વરૂપ, પુદ્ગલથી ભિન્ન સર્વજ્ઞને દેખાય છે તેમ જ સર્વજ્ઞની પરંપરાનાં આગમથી જાણી શકાય છે. તેથી જેમના મતમાં સર્વજ્ઞ નથી તેઓ પોતાની બુદ્ધિથી અનેક કલ્પના કરી કહે છે. વેદાંતી, મીમાંસક, સાંખ્ય યોગ, બૌદ્ધ, નૈયાયિક, વૈશેષિક, ચાર્વાક આદિ મતોના આશય લઈ આઠ પ્રકાર તો પ્રગટ કહ્યા; અને અન્ય પણ પોતપોતાની બુદ્ધિથી અનેક કલ્પના કરી અનેક પ્રકારે કહે છે તે કયાં સુધી કહેવા?

એવું કહેનારા સત્યાર્થવાદી કેમ નથી તે હવે આગળની ગાથામાં કહે છેઃ-

[પ્રવચન નં. ૮૭, ૮૮ * દિનાંક ૬-૬-૭૬ થી ૭-૬-૭૬]

PDF/HTML Page 535 of 4199
single page version

कुतः–

एदे सव्वे भावा पोग्गलदव्वपरिणामणिप्पण्णा।
केवलिजिणेहिं भणिया कह ते जीवो त्ति वृच्चंति।। ४४ ।।
एते सर्वे भावाः पुद्गलद्रव्यपरिणामनिष्पन्नाः।
केवलिजिनैर्भणिताः कथं ते जीव इत्युच्यन्ते।। ४४ ।

_________________________________________________________________

એવું કહેનારા સત્યાર્થવાદી કેમ નથી તે કહે છેઃ-

પુદ્ગલ તણા પરિણામથી નીપજેલ સર્વે ભાવ આ
સહુ કેવળીજિન ભાખિયા, તે જીવ કેમ કહો ભલા? ૪૪.

ગાથાર્થઃ– [एते] આ પૂર્વે કહેલાં અધ્યવસાન આદિ [सर्वे भावाः] ભાવો છે તે બધાય [पुद्गगलद्रव्यपरिणामनिष्षन्नाः] પુદ્ગલદ્રવ્યના પરિણામથી નીપજ્યા છે એમ [केवलिजिनैः] કેવળી સર્વજ્ઞ જિનદેવોએ [भणिताः] કહ્યું છે [ते] તેમને [जीवः इति] જીવ એમ [कथं उच्यन्ते] કેમ કહી શકાય?

ટીકાઃ– આ અધ્યવસાનાદિ ભાવો છે તે બધાય, વિશ્વને (સમસ્ત પદાર્થોને) સાક્ષાત્ દેખનારા ભગવાન (વીતરાગ સર્વજ્ઞ) અર્હંતદેવો વડે, પુદ્ગલદ્રવ્યના પરિણામમય કહેવામાં આવ્યા હોવાથી, તેઓ ચૈતન્યસ્વભાવમય જીવદ્રવ્ય થવા સમર્થ નથી કે જે જીવદ્રવ્ય ચૈતન્યભાવથી શૂન્ય એવા પુદ્ગલદ્રવ્યથી અતિરિક્ત (ભિન્ન) કહેવામાં આવ્યું છે; માટે જેઓ આ અધ્યવસાનાદિકને જીવ કહે છે તેઓ ખરેખર પરમાર્થવાદી નથી કેમ કે આગમ, યુકિત અને સ્વાનુભવથી તેમનો પક્ષ બાધિત છે. તેમાં, ‘તેઓ જીવ નથી’ એવું આ સર્વજ્ઞનું વચન છે તે તો આગમ છે અને આ (નીચે પ્રમાણે) સ્વાનુભવગર્ભિત યુક્તિ છેઃ-સ્વયમેવ ઉત્પન્ન થયેલા એવા રાગ-દ્વેષ વડે મલિન અધ્યવસાન છે તે જીવ નથી કારણ કે, કાલિમા (કાળપ) થી જુદા સુવર્ણની જેમ, એવા અધ્યવસાનથી જુદો અન્ય ચિત્સ્વભાવરૂપ જીવ ભેદજ્ઞાનીઓ વડે સ્વયં ઉપલભ્યમાન છે અર્થાત્ તેઓ પ્રત્યક્ષ ચૈતન્યભાવને જુદો અનુભવે છે. ૧. અનાદિ જેનો પૂર્વ અવયવ છે અને અનંત જેનો ભવિષ્યનો અવયવ છે એવી જે એક સંસરણરૂપ ક્રિયા તે-રૂપે ક્રીડા કરતું કર્મ છે તે પણ જીવ નથી કારણ કે કર્મથી જુદો અન્ય ચૈતન્યસ્વભાવરૂપ જીવ ભેદજ્ઞાનીઓ વડે સ્વયં ઉપલભ્યમાન છે અર્થાત્ તેઓ તેને પ્રત્યક્ષ અનુભવે છે. ૨. તીવ્ર-મંદ અનુભવથી ભેદરૂપ થતાં, દુરંત


PDF/HTML Page 536 of 4199
single page version

इह खलु पुद्गलभिन्नात्मोपलबि्ंधं प्रति विप्रतिपन्नः साम्नैवैवमनुशास्यः।

(मालिनी)
विरम किमपरेणाकार्यकोलाहलेन
स्वयमपि निभृतः सन् पश्य षण्मासमेकम्।

_________________________________________________________________ રાગરસથી ભરેલાં અધ્યવસાનોની સંતતિ પણ જીવ નથી કારણ કે તે સંતતિથી અન્ય જુદો ચૈતન્યસ્વભાવરૂપ જીવ ભેદજ્ઞાનીઓ વડે સ્વયં ઉપલભ્યમાન છે અર્થાત્ તેઓ તેને પ્રત્યક્ષ અનુભવે છે. ૩. નવી પુરાણી અવસ્થાદિકના ભેદથી પ્રવર્તતું જે નોકર્મ તે પણ જીવ નથી કારણ કે શરીરથી અન્ય જુદો ચૈતન્યસ્વભાવરૂપ જીવ ભેદજ્ઞાનીઓ વડે સ્વયં ઉપલભ્યમાન છે અર્થાત્ તેઓ તેને પ્રત્યક્ષ અનુભવે છે. ૪. સમસ્ત જગતને પુણ્યપાપરૂપે વ્યાપતો કર્મનો વિપાક છે તે પણ જીવ નથી કારણ કે શુભાશુભ ભાવથી અન્ય જુદો ચૈતન્યસ્વભાવરૂપ જીવ ભેદજ્ઞાનીઓ વડે સ્વયં ઉપલભ્યમાન છે અર્થાત્ તેઓ પોતે તેને પ્રત્યક્ષ અનુભવે છે. પ. શાતા-અશાતારૂપે વ્યાપ્ત જે સમસ્ત તીવ્રમંદપણારૂપ ગુણો તે વડે ભેદરૂપ થતો જે કર્મનો અનુભવ તે પણ જીવ નથી કારણ કે સુખ-દુઃખથી જુદો અન્ય ચૈતન્યસ્વભાવરૂપ જીવ ભેદજ્ઞાનીઓ વડે સ્વયં ઉપલભ્યમાન છે અર્થાત્ તેઓ પોતે તેને પ્રત્યક્ષ અનુભવે છે. ૬. શિખંડની જેમ ઉભયાત્મકપણે મળેલાં જે આત્મા અને કર્મ તે બન્ને મળેલાં પણ જીવ નથી કારણ કે સમસ્તપણે (સંપૂર્ણપણે) કર્મથી જુદો અન્ય ચૈતન્યસ્વભાવરૂપ જીવ ભેદજ્ઞાનીઓ વડે સ્વયં ઉપલભ્યમાન છે અર્થાત્ તેઓ પોતે તેને પ્રત્યક્ષ અનુભવે છે. ૭. અર્થક્રિયામાં સમર્થ એવો જે કર્મનો સંયોગ તે પણ જીવ નથી કારણ કે, આઠ કાષ્ટના સંયોગથી (-ખાટલાથી) જુદો જે ખાટલામાં સૂનારો પુરુષ તેની જેમ, કર્મસંયોગથી જુદો અન્ય ચૈતન્યસ્વભાવરૂપ જીવ ભેદજ્ઞાનીઓ વડે સ્વયં ઉપલભ્યમાન છે અર્થાત્ તેઓ પોતે તેને પ્રત્યક્ષ અનુભવે છે. ૮. (આ જ રીતે અન્ય કોઈ બીજા પ્રકારે કહે ત્યાં પણ આ જ યુક્તિ જાણવી.)

[ભાવાર્થઃ– ચૈતન્યસ્વભાવરૂપ જીવ, સર્વ પરભાવોથી જુદો, ભેદજ્ઞાનીઓને અનુભવગોચર છે; તેથી જેમ અજ્ઞાની માને છે તેમ નથી.]

અહીં પુદ્ગલથી ભિન્ન આત્માની ઉપલબ્ધિ પ્રત્યે વિરોધ કરનાર (-પુદ્ગલને જ આત્મા જાણનાર) પુરુષને (તેના હિતરૂપ આત્મપ્રાપ્તિની વાત કહી) મીઠાશથી (અને સમભાવથી) જ આ પ્રમાણે ઉપદેશ કરવો એમ કાવ્યમાં કહે છેઃ-

શ્લોકાર્થઃ– હે ભવ્ય! તને [अपरेण] બીજો [अकार्य–कोलाहलेन] નકામો


PDF/HTML Page 537 of 4199
single page version

हृदयसरसि पुंसः पुद्गलाद्भिन्नधाम्नो
ननु किमनुपलब्धिर्भाति किंचोपलब्धिः।। ३४ ।।

_________________________________________________________________

કોલાહલ કરવાથી [किम्] શો લાભ છે? [विरम्] એ કોલાહલથી તું વિરક્ત થા અને [एकम्] એક ચૈતન્યમાત્ર વસ્તુને [स्वयम् अपि] પોતે [निभृतः सन्] નિશ્ચળ લીન થઈ [पश्य षण्मासम्] દેખ; એવો છ મહિના અભ્યાસ કર અને જો (-તપાસ) કે એમ કરવાથી [हृदय–सरसि] પોતાના હૃદયસરોવરમાં [पुद्गगलात् भिन्नधाम्नः] જેનું તેજ-પ્રતાપ-પ્રકાશ પુદ્ગલથી ભિન્ન છે એવા [पुंसः] આત્માની [ननु किम् अनुपलब्धिः भाति] પ્રાપ્તિ નથી થતી [किं च उपलब्धिः] કે થાય છે.

ભાવાર્થઃ– જો પોતાના સ્વરૂપનો અભ્યાસ કરે તો તેની પ્રાપ્તિ અવશ્ય થાય; જો પરવસ્તુ હોય તો તેની તો પ્રાપ્તિ ન થાય. પોતાનું સ્વરૂપ તો મોજૂદ છે, પણ ભૂલી રહ્યો છે; જો ચેતીને દેખે તો પાસે જ છે. અહીં છ મહિનાનો અભ્યાસ કહ્યો તેથી એમ ન સમજવું કે એટલો જ વખત લાગે. તેનું થવું તો અંતર્મૂહૂર્તમાત્રમાં જ છે, પરંતુ શિષ્યને બહુ કઠિન લાગતું હોય તો તેનો નિષેધ કર્યો છે. જો સમજવામાં બહુ કાળ લાગે તો છ મહિનાથી અધિક નહિ લાગે; તેથી અન્ય નિષ્પ્રયોજન કોલાહલ છોડી આમાં લાગવાથી જલદી સ્વરૂપની પ્રાપ્તિ થશે એવો ઉપદેશ છે. ૩૪.

* * *

આગળની ગાથામાં અનેક પ્રકારની મિથ્યા માન્યતા બતાવી. તેનો હવે ઉત્તર આપે છેઃ-

* સમયસાર ગાથા ૪૪ઃ ટીકા ઉપરનું પ્રવચન *

આ અધ્યવસાન આદિ ભાવોની હયાતી કહેતાં અસ્તિત્વ તો છે. અશુદ્ધતા છે જ નહિ એમ કોઈ કહે તો તે વાત ખોટી છે. જો અશુદ્ધતા હોય જ નહિ તો પછી દુઃખથી મુક્ત થવાનો ઉપદેશ પણ કેમ હોય? દુઃખ ન હોય તો દુઃખથી મુક્ત થવાની વાત રહેતી નથી. પરંતુ દુઃખથી આત્યંતિક મુક્ત થવાનો જે જિનોપદેશ છે એનો અર્થ જ એ થયો કે એક (શુદ્ધ) આત્મા સિવાય (સંસારીને) પર્યાયમાં દુઃખ પણ છે.

વળી કોઈ જો એમ કહે કે આત્મામાં ગુણ નથી તો એ વાત પણ ખોટી છે. હા, પ્રકૃતિના જે રજોગુણ, તમોગુણ ઇત્યાદિ છે તે આત્મામાં નથી એ બરાબર છે. પરંતુ વસ્તુના ગુણો એટલે શક્તિઓ તો વસ્તુમાં છે જ. તો શ્રી પ્રવચનસારમાં અલિંગગ્રહણના ૧૮મા બોલમાં એમ આવે છે ને કે-‘આત્મા ગુણવિશેષથી નહિ આલિંગિત એવું શુદ્ધ દ્રવ્ય છે’? ભાઈ! ત્યાં બીજું કહેવું છે. ત્યાં એમ કહેવું છે કે સામાન્ય જે વસ્તુ ધ્રુવ-ધ્રુવ-


PDF/HTML Page 538 of 4199
single page version

ધ્રુવ અખંડ એકાકાર છે તે ગુણવિશેષરૂપે થતી નથી. સામાન્ય ચિદ્રૂપ ચીજ જે ધ્રુવ છે તેમાં ગુણો છે તો ખરા, પણ ગુણ અને ગુણીનો ભેદ જ્યાં લક્ષમાં લેવા જાય ત્યાં વિકલ્પ-રાગ ઊઠે છે. તેથી સામાન્ય જે છે તે ગુણવિશેષને નહિ આલિંગન કરતું શુદ્ધ દ્રવ્ય છે એમ ત્યાં કહ્યું છે. સૂક્ષ્મ વાત છે, ભાઈ! સમ્યગ્દર્શનનો વિષય અભેદ એકાકાર છે, ગુણ-ગુણીભેદ એ સમ્યક્ત્વનો વિષય નથી. ભેદના લક્ષે નહિ, પણ પૂર્ણ સત્ વસ્તુ જે અભેદ એકરૂપ સામાન્ય ચૈતન્યસ્વરૂપ છે તેના લક્ષે સમ્યગ્દર્શન થાય છે.

આ સમજવું પડશે, હોં. જેમ વંટોળિયાનું તરણું કયાં જઈને પડે એનો કોઈ મેળ નથી તેમ આની સમજણ વિના મિથ્યા ભ્રમમાં પડેલો જીવ ચોરાશીના અવતારમાં કયાં જઈને પડે એનો કાંઈ મેળ નથી. વસ્તુ જે ત્રિકાળ અભેદ છે તેમાં ભેદની નજરથી જોતાં ભેદ છે તોપણ વસ્તુ કદીય ભેદપણે થતી નથી. વસ્તુનું સ્વરૂપ જ સહજ આવું છે.

આ અધ્યવસાનાદિ ભાવો છે તે બધાય, વિશ્વને સાક્ષાત્ દેખનારા ભગવાન અર્હંતદેવો વડે, પુદ્ગલદ્રવ્યના પરિણામમય કહેવામાં આવ્યા છે. જુઓ, શ્રી અરિહંતદેવ વિશ્વને એટલે કે સમસ્ત પદાર્થોને સાક્ષાત્ જાણે-દેખે છે. ભગવાનને કેવળજ્ઞાન-કેવળદર્શનમાં સ્વપરપ્રકાશકપણાનું સંપૂર્ણ સામર્થ્ય પ્રગટયું છે. તેથી તેઓ આખા વિશ્વને દેખે છે, જાણે છે.

ખરેખર તો સર્વજ્ઞપણું એ આત્મજ્ઞપણું છે. કેવળજ્ઞાનની પર્યાયનો સ્વભાવ જ એટલો અને એવડો છે કે તે સ્વ અને પરને સંપૂર્ણ પ્રકાશે. લોકાલોક છે તો પર્યાયમાં તેનું જ્ઞાન થાય છે એમ નથી. પર્યાયનો એ સહજ જ સ્વભાવ છે કે એ સમસ્ત વિશ્વને જાણે. સ્વપરપ્રકાશકપણાનું સામર્થ્ય પોતાથી જ પ્રગટયું છે. અરિહંતદેવ વિશ્વને સાક્ષાત્ દેખે છે એટલે કે પોતાની પર્યાયમાં પૂર્ણતાને દેખે છે. જેમ રાત્રિના સમયે કોઈ સરોવરના પાણીમાં તારા, ચંદ્ર વગેરે દેખાય છે તે ખરેખર તો પાણીની જ અવસ્થા દેખાય છે તેમ જ્ઞાન ખરેખર તો જ્ઞાનને જ સંપૂર્ણ જાણી રહ્યું છે.

શ્રી અરિહંતદેવને કેવળજ્ઞાનની દશા એવી સ્વચ્છ અને નિર્મળ પ્રગટ થઈ છે કે એને દેખતાં આખું લોકાલોક જણાઈ જાય છે. અહીં સિદ્ધ ભગવંતોની વાત લીધી નથી કેમકે સિદ્ધોને અરિહંતની જેમ વાણી (દિવ્યધ્વનિ) હોતી નથી. એવા વીતરાગ, સર્વજ્ઞ અરિહંતદેવો વડે આ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા, શીલ, સંયમ આદિ જે વિકલ્પો-શુભભાવો છે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય કહેવામાં આવ્યા છે. અહાહા! જે ભાવે તીર્થંકર-નામકર્મ બંધાય તે ભાવને પુદ્ગલદ્રવ્યના પરિણામમય કહ્યા છે.

પ્રશ્નઃ– શુભભાવોને અચેતન એવા પુદ્ગલદ્રવ્યના પરિણામમય કેમ કહ્યા?

સમાધાનઃ– વસ્તુ આત્મા છે એ તો ચૈતન્યઘનસ્વરૂપ છે. અને આ શુભભાવો છે તે ચૈતન્યના સ્વભાવમય નથી. શ્રી સમયસાર ગાથા ૬૮ ની ટીકામાં લીધું છે કે-‘કારણના


PDF/HTML Page 539 of 4199
single page version

જેવાં જ કાર્યો હોય છે,’ ‘જવપૂર્વક જે જવ થાય છે તે જવ જ હોય છે.’ જેમ જવમાંથી જવ થાય તેમ ચૈતન્યમાંથી ચૈતન્ય પરિણામ જ થાય છે. આત્મા જ્ઞાનાનંદસ્વભાવી છે. તેમાંથી જ્ઞાન અને આનંદની જ દશા થાય. તેમાંથી આ જડ, અચેતન શુભાશુભભાવો કેમ થાય? તેથી પાંચ મહાવ્રત અને બાર અણુવ્રતના જે શુભ વિકલ્પો છે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય છે, ચૈતન્યના પરિણામમય નથી.

અશુદ્ધનિશ્ચયનયથી તેમને જીવના કહેવાય છે. પરંતુ અશુદ્ધનિશ્ચયનય એટલે જ વ્યવહાર. ખરેખર તો તેઓ પરના આશ્રયે (કર્મોદ્રય નિમિત્તે) થતા હોવાથી એ ભાવો પરના જ છે. અહીં તેમને પુદ્ગલદ્રવ્યના પરિણામ એમ ન કહેતાં અભેદપણે પુદ્ગલદ્રવ્યના પરિણામમય એટલે કે પુદ્ગલદ્રવ્યના પરિણામોથી એકમેક કહ્યા છે.

ભાઈ, ભગવાન જિનેશ્વરનો માર્ગ કોઈ અલૌકિક અને અદ્ભુત છે. મંદ કષાયનો ગમે તે ભાવ હોય, ભગવાન કેવળીએ એને પુદ્ગલદ્રવ્યના પરિણામમય કહ્યો છે કેમકે તેમાં ચૈતન્યના નૂરનો અંશ નથી. કોઈ એને મોક્ષનો માર્ગ કહે તો એ મહા વિપરીતતા છે. ભલે એ રાગના પરિણામમાં સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ નથી પણ એ પરિણામમાં ચૈતન્યપણાનો અભાવ છે અને તેથી એ પુદ્ગલના પરિણામમય છે. આગળ ગાથા ૬૮ ની ટીકામાં અતિ સ્પષ્ટપણે કહ્યું છે કે-આ મિથ્યાદ્રષ્ટિ આદિ ગુણસ્થાનો પૌદ્ગલિક મોહકર્મની પ્રકૃતિના ઉદ્રયપૂર્વક થતાં હોઈને, સદાય અચેતન હોવાથી, પુદ્ગલ જ છે-જીવ નથી, કેમકે કારણના જેવાં જ કાર્યો હોય છે.

હવે કહે છે કે-તેઓ (તે અધ્યવસાનો) ચૈતન્યસ્વભાવમય જીવદ્રવ્ય થવા સમર્થ નથી કે જે જીવદ્રવ્ય, ચૈતન્યભાવથી શૂન્ય એવા પુદ્ગલદ્રવ્યથી અતિરિક્ત કહેવામાં આવ્યું છે. જુઓ, સ્વરૂપથી જીવદ્રવ્ય કેવું છે તે અહીં કહ્યું છે. સ્વરૂપથી જીવદ્રવ્ય શુદ્ધ ચૈતન્ય-સ્વભાવમય છે. ભગવાન આત્મા ચૈતન્યસ્વભાવમય એક જ્ઞાયકમાત્ર છે. અહાહા! એ ત્રિકાળી સત્નું સત્ત્વ, ભાવવાનનો ભાવ અભિન્ન એક ચૈતન્યમાત્ર છે એને ચૈતન્યભાવથી શૂન્ય એવા પુદ્ગલદ્રવ્યથી, ભિન્ન કહેવામાં આવેલ છે.

તથા જે આ રાગાદિ પરિણામ, દયા, દાન, વ્રત, ભક્તિ આદિ શુભભાવના પરિણામ છે તેમને અર્હંતદેવોએ પુદ્ગલદ્રવ્યના પરિણામમય કહ્યા છે તેથી તેઓ ચૈતન્યસ્વભાવમય જીવદ્રવ્ય થવા સમર્થ નથી. અહા! ગજબની વાત કરી છે. સઘળાય પુણ્યભાવો-ચાહે તો ભગવાનની સ્તુતિ હો, વંદના હો, ભક્તિ હો, કે વ્રત-તપના વિકલ્પ હો કે છકાયના જીવોની રક્ષાના પરિણામ હો-એ બધા જીવદ્રવ્ય થવા સમર્થ નથી કેમકે તે પુદ્ગલપરિણામમય છે, અધર્મના પરિણામ છે.

શ્રી સમયસાર-કલશટીકાના ૧૦૮મા કળશમાં કહ્યું છે કે-‘અહીં કોઈ જાણશે કે


PDF/HTML Page 540 of 4199
single page version

શુભ-અશુભક્રિયારૂપ જે આચરણરૂપ ચારિત્ર છે તે કરવા યોગ્ય નથી તેમ વર્જવાયોગ્ય પણ નથી.’

સમાધાનઃ– ‘ઉત્તર આમ છે કે-વર્જવાયોગ્ય છે, કારણ કે વ્યવહારચારિત્ર હોતું થકું દુષ્ટ છે, અનિષ્ટ છે, ઘાતક છે; તેથી વિષય-કષાયની માફક ક્રિયારૂપ ચારિત્ર નિષિદ્ધ છે.’ આવા શુભભાવોની પ્રતિજ્ઞા લઈને કોઈ એમ માને કે બધું થઈ ગયું (ધર્મ થઈ ગયો) તો તે અજ્ઞાન પોષે છે. શુભભાવ પણ વિષય-કષાયની જેમ જ અનિષ્ટ અને આત્મઘાતક છે. તેથી જેમ વિષય-કષાયનો નિષેધ છે તેમ પુણ્યપરિણામરૂપ બાહ્ય ચારિત્રનો પણ નિષેધ છે. આવું લોકોને કઠણ પડે પણ શું થાય? વ્યવહાર ચારિત્રના પરિણામ ચૈતન્યભાવથી શૂન્ય છે તેથી તે જીવદ્રવ્ય થવા સમર્થ નથી. તથા જેઓ જીવ થવા સમર્થ નથી તેવા એ અચેતન ભાવો જીવનો મોક્ષમાર્ગ કેમ થાય? જે બંધભાવ છે તેમાંથી મોક્ષનો ભાવ કેમ થાય?

આ પંચમ આરાના સાધુ-પરમેષ્ઠી-ભગવાન કુંદકુંદાચાર્ય અને અમૃતચન્દ્રાચાર્ય ભગવાનની દિવ્યધ્વનિનો સંદેશ પહોંચાડે છે કે-જ્ઞાયકસ્વભાવમય, ચૈતન્યસ્વભાવમય એવું જે જીવદ્રવ્ય, ચૈતન્યભાવથી શૂન્ય એવું જે પુદ્ગલદ્રવ્ય તેનાથી ભિન્ન છે. માટે જેઓ અધ્યવસાનાદિકને જીવ કહે છે તેઓ ખરેખર પરમાર્થવાદી નથી. તેઓ સાચું માનનારા અને સાચું કહેનારા નથી. વ્યવહારથી નિશ્ચય થાય એમ કહેનારા પરમાર્થવાદી નથી. શુભ-ભાવરૂપ જે વ્યવહાર એ તો અજીવ છે. એ અજીવ મોક્ષમાર્ગનું સાધન કેવી રીતે થાય? જે બંધસ્વરૂપ છે તે મોક્ષનું સાધન કેમ થાય?

પ્રશ્નઃ– શ્રીમદે કહ્યું છે ને કે-‘લોપે સદ્વ્યવહારને સાધનરહિત થાય.’

ઉત્તરઃ– શ્રીમદે તો ત્યાં જે નિશ્ચયાભાસી છે તેની વાત કરી છે. જે કોઈ જીવ નિશ્ચયનયના અભિપ્રાયને યથાર્થ જાણતો નથી અને સદ્વ્યવહાર કહેતાં આત્મવ્યવહારને લોપે છે અર્થાત્ નિશ્ચયરત્નત્રય પ્રગટ કરતો નથી તે સાધનરહિત થયો થકો નિશ્ચયભાસી મિથ્યાદ્રષ્ટિ છે. શ્રીમદે કહેલી પૂરી પંક્તિઓ આ પ્રમાણે છેઃ-(આત્મસિદ્ધિમાં)

‘અથવા નિશ્ચયનય ગ્રહે, માત્ર શબ્દની માંય;
લોપે સદ્વ્યવહારને, સાધન રહિત થાય.’

‘સાધનરહિત થાય’ એમ કહ્યું ત્યાં કયું સાધન? આ શુભભાવ જે અજીવ ભાવ છે એ સાધન? એ તો સાધન છે જ નહિ. અંતરંગ સાધન નિજ શુદ્ધાત્મા છે અને તેના લક્ષે પ્રગટ થતાં જે નિશ્ચયરત્નત્રય તે બાહ્ય સાધન છે. આ સિવાય અન્ય કાંઈ સાધન નથી.

શ્રી પ્રવચનસારમાં આવે છે કે-મોક્ષમાર્ગનો ભાવ એ જીવનો વ્યવહારભાવ છે, આત્મવ્યવહાર છે. નિશ્ચય સમકિત, નિશ્ચયજ્ઞાન અને નિશ્ચયચારિત્ર એવી જે નિશ્ચયરત્નત્રય-