Pravachan Ratnakar (Gujarati). Gatha: 88-89 ; End; Part 5; Introduction; Samaysaar Stuti; Gurudev Stuti; Contents List.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 53 of 210

 

PDF/HTML Page 1041 of 4199
single page version

પોતે પરિણમ્યોછે તે અરીસાની સ્વચ્છતાનો વિકાર છે. ત્યાં મોર પરિણમ્યો છે એમ નથી. તથા એ દર્પણની વિકૃતિ મોરને લઈને થઈ છે એમ નથી. મોર તો નિમિત્તમાત્ર છે. તેમ આત્મામાં જે વિકાર થાય છે તે આત્માની પર્યાય છે. કર્મ ત્યાં વિકારપણે પરિણમ્યું નથી. કર્મને લઈને વિકાર થયો છે એમ નથી. કર્મ તો નિમિત્તમાત્ર છે. જીવમાં વિકાર તેની પોતાની યોગ્યતાથી થયો છે. અજ્ઞાનદશામાં વિકારની ક્રિયા કરવાવાળો જીવ છે અને ભેદજ્ઞાનપૂર્વક સમ્યગ્દર્શન થતાં જ્ઞાની દ્રવ્યદ્રષ્ટિએ વિકારને પરનો જાણે છે કારણ કે તે ચૈતન્યનો સ્વભાવ નથી. આવી વાત છે.

પ્રશ્નઃ– કર્મનું જોર છે તો જીવ ધર્મ કરી શકતો નથી ને?

ઉત્તરઃ– ના, એમ નથી. કર્મનું જોર કર્મમાં છે. કર્મની જીવમાં નાસ્તિ છે. પણ પોતે ઊંધો પુરુષાર્થ કરીને પરવલણના ભાવો કરે તો ધર્મ થતો નથી અને તેમાં કર્મ તો નિમિત્તમાત્ર છે. પોતે પુરુષાર્થને સુલટાવીને સ્વવલણ કરે તો ધર્મ અવશ્ય થાય છે. ધર્મ કરવામાં કર્મ નડતું નથી અને વિકારપણે પરિણમે ત્યાં પણ કર્મ કાંઈ કરતું નથી.

એક ભાઈ કહેતા હતા કે ભવિષ્યનું આયુષ્ય બંધાઈ ગયું છે માટે પરિણામ સુધરતા નથી. જુઓ, શ્રેણીક રાજાને નરકનું આયુષ્ય બંધાઈ ગયું તો ચારિત્ર લઈ શકયા નહિ. આ માન્યતા બરાબર નથી. નરકનું આયુષ્ય બંધાઈ ગયું હોય તોપણ જીવ સમ્યગ્દર્શન પામે છે. શ્રેણીક રાજાએ સાતમી નરકનું આયુષ્ય બાંધ્યું હતું. પછી સમ્યગ્દર્શન પામ્યા; અને આયુષ્યની સ્થિતિ તૂટી ગઈ. ગતિ ન ફરી, પણ આયુષ્યની સ્થિતિ તૂટી ગઈ. શ્રેણીક રાજા ક્ષાયિક સમકિત પામ્યા છે અને ત્યાં નરકમાં ક્ષણે ક્ષણે તીર્થંકરગોત્ર બાંધે છે. નરકગતિનો બંધ પડયો માટે ચારિત્ર ન લઈ શકયા એ વાત બરાબર નથી. પોતાના એવા જ પુરુષાર્થના કારણે ચારિત્ર લઈ શકયા ન હોતા. શ્રેણીક રાજાને નરકમાં જવાની ભાવના ન હતી પણ કર્મ લઈ ગયાં એમ કોઈ કહે તો તે વાત પણ યથાર્થ નથી. નરકમાં જવાની પોતાની વર્તમાન પર્યાયની યોગ્યતાથી તે નરકમાં ગયા છે. નરકનું આયુષ્ય બાંધ્યું માટે નરકમાં જવું પડયું એમ નથી. પોતાની પર્યાયની યોગ્યતાથી ક્ષેત્રાંતર થઈને નરકમાં ગયા છે; કર્મના કારણે બીલકુલ નહિ એમ અહીં કહ્યું છે.

* ગાથા ૮૭ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘પુદ્ગલના પરમાણુઓ પૌદ્ગલિક મિથ્યાત્વાદિ કર્મરૂપે પરિણમે છે. તે કર્મનો વિપાક (ઉદય) થતાં તેમાં જે મિથ્યાત્વાદિ સ્વાદ ઉત્પન્ન થાય છે તે મિથ્યાત્વાદિ અજીવ છે; અને કર્મના નિમિત્તથી જીવ વિભાવરૂપ પરિણમે છે તે વિભાવ પરિણામો ચેતનના વિકાર છે તેથી તેઓ જીવ છે.’

મરચામાં તીખાશનું જીવને જ્ઞાન થતાં તીખાશનો મને સ્વાદ આવ્યો એવો


PDF/HTML Page 1042 of 4199
single page version

અજ્ઞાનીને ભ્રમ થાય છે. સાકરમાં મીઠાશ છે. તે જડની અવસ્થા છે. તે મીઠાશનું જીવને જ્ઞાન થતાં મને મીઠાશનો સ્વાદ આવ્યો એમ અજ્ઞાની ભ્રમથી માને છે. તેમ કર્મનો ઉદય આવતાં તેમાં મિથ્યાત્વાદિ સ્વાદ ઉત્પન્ન થાય છે. અહીં સ્વાદનો અર્થ એમ છે કે કર્મના ઉદયનો જે રસ છે તે જ્ઞાનમાં ખ્યાલમાં આવે છે. કર્મના ઉદયનો રસ તો જડની પર્યાય છે. તે જડનો સ્વાદ આત્મામાં કેમ આવે? કર્મનો વિપાક થતાં તેમાં મિથ્યાત્વાદિ સ્વાદ ઉત્પન્ન થાય છે એટલે ઉદયના રસનું જીવને જ્ઞાન થાય છે ત્યાં અજ્ઞાનીને એમ ભ્રમ થાય છે કે જડના સ્વાદનું મને વેદન થાય છે.

પોતાના ઉપયોગમાં મિથ્યાત્વાદિનો રસ ખ્યાલમાં આવે છે પણ જ્ઞાનમાં એનો રસ આવતો નથી. જેમ તીખાશ, મીઠાસ, ખટાશ જ્ઞાનમાં ખ્યાલમાં આવે છે પણ તે તીખાશ, મીઠાશ, ખટાશ જ્ઞાનમાં આવતી નથી. તેમ કર્મના ઉદયનો રસ જ્ઞાનમાં ખ્યાલમાં આવે છે પણ તે સ્વાદ પોતાનો નથી; તે સ્વાદ પરનો છે. તે મિથ્યાત્વાદિ અજીવ છે, જડ છે. જેમ તીખાશ, મીઠાશ વગેરે જડ છે તેમ મિથ્યાત્વાદિ કર્મનો ઉદય પણ જડ છે.

જીવને પોતાના મિથ્યાત્વભાવનું વેદન થાય છે, પણ જડ મિથ્યાત્વનું (કર્મનું) વેદન જીવને થતું નથી. જ્ઞાનમાં જડના રસનો ખ્યાલ આવે છે ત્યાં જડનો હું સ્વાદ લઉં છું એમ અજ્ઞાની માને છે. જડની પર્યાય રૂપી છે તે અરૂપી જીવમાં આવતી નથી. જ્ઞાન જડના રસને- સ્વાદને જાણે છે પણ તે જડનો સ્વાદ કાંઈ જ્ઞાનમાં આવી જતો નથી. સૂક્ષ્મ વાત છે, ભાઈ! પણ આ પ્રમાણે ન માનતાં જડનો સ્વાદ મને આવ્યો એવું માનીને અજ્ઞાની જીવ મિથ્યાત્વભાવનું સેવન કરે છે. જુઓ, લાડુ ખાય ત્યાં લાડુના સ્વાદનું જ્ઞાન થાય છે, પણ લાડુનો સ્વાદ જ્ઞાનમાં પેસતો નથી. લાડુનો સ્વાદ તો જડ છે, રૂપી છે અને ભગવાન આત્મા તો ચૈતન્યસ્વરૂપ અરૂપી છે. એ અરૂપીને રૂપીનો સ્વાદ કેમ આવે? ન જ આવે. તેમ કર્મનો ઉદય છે તે જડ છે. એ જડનો સ્વાદ જ્ઞાન જાણે છે. પણ અજ્ઞાનીને ભેદજ્ઞાન નથી તેથી જડના સ્વાદનો જ્ઞાનમાં ખ્યાલ આવતાં મને જડકર્મનો સ્વાદ આવ્યો એમ માની મિથ્યાત્વનું સેવન કરે છે.

કર્મનો વિપાક થતાં જે મિથ્યાત્વાદિ સ્વાદ ઉત્પન્ન થાય છે તે મિથ્યાત્વાદિ અજીવ છે. અહીં તો જડકર્મ અને આત્મા વચ્ચે ભેદજ્ઞાન કરવાની, પરથી હું ભિન્ન છું એમ પ્રતીતિ કરવાની વાત ચાલે છે. પછી મિથ્યાત્વ અને રાગદ્વેષના વિકારી ભાવોથી સ્વના આશ્રયે ભેદજ્ઞાન થાય છે. કર્મના ઉદયથી વિકાર થયો અને વિકારના કારણે કર્મબંધન થયું એમ માને એને તો વ્યવહારશ્રદ્ધાનાં પણ ઠેકાણાં નથી. હજી વ્યવહારશ્રદ્ધાનાં પણ ઠેકાણાં ન હોય એને રાગથી ભિન્ન નિજ ચૈતન્યસ્વરૂપનો અનુભવ કેમ થાય? અહો! જૈન તત્ત્વજ્ઞાન બહુ ગંભીર અને સૂક્ષ્મ છે!


PDF/HTML Page 1043 of 4199
single page version

ભાઈ! આ તો અંતરની પરમ સત્યની વાતો છે; આ કોઈ કલ્પના નથી. કર્મના નિમિત્તથી જીવ વિભાવરૂપ પરિણમે છે. તે વિભાવ પરિણામો ચેતનના વિકાર છે તેથી તેઓ જીવ છે. જીવના પરિણામો મિથ્યાત્વાદિ થાય છે તે પોતાથી થાય છે. અને કર્મનો ઉદય જે નિમિત્ત છે તે જડના ભાવ છે તેથી જડ છે, અજીવ છે. જડના ઉદયના પરિણામ જડમાં છે. બે વચ્ચે નિમિત્તનૈમિત્તિક સંબંધ છે. પણ નિમિત્ત (કર્મ) કર્તા છે અને વિકાર એનું કાર્ય છે એમ ત્રણકાળમાં નથી. તેમ જીવનો વિકાર કર્તા અને જડ કર્મનો બંધ એનું કાર્ય છે એમ પણ નથી. ભૈયા ભગવતીદાસના નિમિત્ત-ઉપાદાનના ૪૭ દોહા છે એમાં બધું ઘણું સ્પષ્ટ કર્યું છે.

વિકારની પર્યાય પોતાના ષટ્કારક-કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ-થી થાય છે; કેમકે કર્તા, કર્મ આદિ શક્તિ દ્રવ્યરૂપ અને ગુણરૂપ છે તો પર્યાયમાં પણ ષટ્કારક પરિણમન છે. એક સમયની મિથ્યાત્વની પર્યાયનો કર્તા મિથ્યાત્વ, એનું કર્મ મિથ્યાત્વ, એનું કરણ મિથ્યાત્વ, એનું સંપ્રદાન મિથ્યાત્વ અને એનાં અપાદાન અને અધિકરણ મિથ્યાત્વ છે. મિથ્યાત્વનું કર્તા આદિ જડ કર્મ નથી અને જીવના દ્રવ્ય-ગુણ પણ નથી; કેમકે જડ કર્મ પર છે અને દ્રવ્ય-ગુણ ત્રિકાળ શુદ્ધ છે. આમાં નિમિત્તનો અને નિશ્ચય-વ્યવહારનો ખુલાસો આવી જાય છે.

તેવી રીતે પોતાના દ્રવ્યનો આશ્રય લઈને જે સમ્યગ્દર્શન જ્ઞાન-ચારિત્રરૂપ ધર્મની પર્યાય પ્રગટ થઈ તે પણ નિરપેક્ષ છે. તેમાં વ્યવહાર અને નિમિત્તની અપેક્ષા નથી. નિયમસારની બીજી ગાથામાં આ વાત આવે છે. અહા! પરમ વીતરાગદેવ સર્વજ્ઞના શાસનમાં આચાર્યોએ ગજબ સ્પષ્ટ કર્યું છે. ત્યાં કહ્યું છે-“નિજ પરમાત્મતત્ત્વનાં સમ્યક્ શ્રદ્ધાન-જ્ઞાન- અનુષ્ઠાનરૂપ શુદ્ધરત્નત્રયાત્મક માર્ગ પરમ નિરપેક્ષ હોવાથી મોક્ષનો ઉપાય છે અને તે શુદ્ધ રત્નત્રયનું ફળ સ્વાત્મોપલબ્ધિ છે.” અહાહા...! શુદ્ધ રત્નત્રયાત્મક મોક્ષનો માર્ગ પરમ નિરપેક્ષ છે એટલે કે નિમિત્તની અને વ્યવહારની અપેક્ષા રાખ્યા વિના મોક્ષમાર્ગની પર્યાય પોતાના ષટ્કારકથી પ્રગટ થાય છે. સમ્યગ્દર્શન-જ્ઞાનની એક સમયની જે પરિણતિ પ્રગટી તે પોતાના ષટ્કારક પરિણમનથી પ્રગટી છે; દ્રવ્ય-ગુણથી પણ નહિ. પર્યાય દ્રવ્યની સન્મુખ થઈ છે બસ એટલી વાત છે; પણ દ્રવ્ય-ગુણથી પર્યાય પ્રગટી છે એમ નથી.

મોટા મહંત નામ ધરાવનારા પણ અત્યારે આ વિષયમાં ગોટા ઊભા કરે છે. અરેરે! ભગવાનનો વિરહ પડયો! કેવળજ્ઞાન રહ્યું નહિ અને સાથે ચાર જ્ઞાનને ધારણ કરનારા ગણધરના પણ વિરહ પડયા! આવી સ્થિતિમાં શાસ્ત્રના ઊંધા અર્થ કરે ત્યાં કોને કહીએ? અરે! ભગવાનની હાજરી નહિ અને પોતાની મતિ-કલ્પનાથી ફાવે તેમ અર્થ કરીને ભારે ગડબડ ઊભી કરી છે. જેમ પિતાના મરણ પછી મિલ્કતની વહેંચણીમાં છોકરાઓ અંદર-


PDF/HTML Page 1044 of 4199
single page version

અંદર ઝઘડા કરે છે તેમ ભગવાનનો વિરહ થયા પછી માર્ગમાં અજ્ઞાનીઓ મોટી ગડબડ ઊભી કરી રહ્યા છે. પણ ભાઈ! માર્ગ તું કહે છે એવો નથી. આ જ માર્ગ છે. વ્યવહાર છે તો સમ્યગ્દર્શન થયું છે એમ નથી. સમ્યગ્દર્શનની પર્યાય ત્રિકાળી શુદ્ધ દ્રવ્યના આશ્રયે ઉત્પન્ન થઈ છે. શુદ્ધના આશ્રયે એટલે દ્રવ્યની સન્મુખ થઈને તે પર્યાય પ્રગટી છે; પણ દ્રવ્યના કારણે તે પર્યાય પ્રગટી છે એમ નથી. તે પર્યાય પોતાથી થઈ છે એમ ભગવાન પોકાર કરીને યથાર્થ તત્ત્વ કહે છે. દ્રવ્ય ખરેખર તો નિર્મળ પર્યાયનું પણ કર્તા નથી. દ્રવ્યસ્વભાવ છે તે પર્યાયનું કર્તા નથી. અરે ભાઈ! મોક્ષમાર્ગની પર્યાયનું દ્રવ્ય કર્તા નથી. પરમાત્મપ્રકાશ દોહા ૬૮માં અને સમયસારની ગાથા ૩૨૦ની જયસેનાચાર્યની ટીકામાં આ વાત સ્પષ્ટપણે આવે છે. ત્યારે પ્રવચનસાર ગાથા ૧૮૯માં (ટીકામાં) એમ કહ્યું છે કે-“રાગપરિણામ જ આત્માનું કર્મ છે, તે જ પુણ્યપાપરૂપ દ્વૈત છે, રાગપરિણામનો જ આત્મા કર્તા છે, તેનો જ ગ્રહનાર અને છોડનાર છે;-આ, શુદ્ધ દ્રવ્યના નિરૂપણ સ્વરૂપ નિશ્ચયનય છે.” પર્યાય પોતાથી થઈ છે તેથી તેને નિશ્ચયનય કહ્યો છે. આત્મા વિકાર કરે અને વિકાર છોડે એ શુદ્ધનયનું કથન છે. એટલે કે વિકાર પોતાથી થાય છે માટે તેને શુદ્ધ દ્રવ્યના નિરૂપણ સ્વરૂપ નિશ્ચયનય કહ્યો છે. નિમિત્તની અપેક્ષા વિના વિકાર પોતામાં થાય છે માટે તેને શુદ્ધનય કહ્યો છે. નિશ્ચયનય કેવળ સ્વદ્રવ્યના પરિણામને દર્શાવતો હોવાથી તેને શુદ્ધ દ્રવ્યનું કથન કરનાર કહ્યો છે. અને વ્યવહારનય પરદ્રવ્યના પરિણામને આત્મપરિણામ દર્શાવતો હોવાથી તેને અશુદ્ધ દ્રવ્યનું કથન કરનાર કહ્યો છે. વિકારી પરિણામ દ્રવ્યકર્મના નિમિત્તથી થયા છે એ અશુદ્ધનયનું કથન છે અને વિકારી પરિણામ પોતાથી થયા છે એ શુદ્ધનયનું કથન છે. “શુદ્ધપણે તથા અશુદ્ધપણે બન્ને પ્રકારે દ્રવ્ય પ્રતીત કરાય છે. પરંતુ અહીં નિશ્ચયનય સાધકતમ હોવાથી ગ્રહણ કરવામાં આવ્યો છે; (કારણ કે) સાધ્ય શુદ્ધ છે તેથી દ્રવ્યના શુદ્ધત્વનો દ્યોતક હોવાને લીધે નિશ્ચયનય જ સાધકતમ છે, પણ અશુદ્ધત્વનો દ્યોતક વ્યવહારનય સાધકતમ નથી.” આ જ્ઞેય અધિકાર છે માટે રાગ, દ્વેષ, પુણ્ય, પાપ, દયા, દાન અને મિથ્યાત્વભાવ પોતાની પર્યાયમાં પોતાથી થાય છે તે શુદ્ધનયનું કથન છે એમ કહ્યું છે. શુદ્ધનય સાધકતમ છે માટે અશુદ્ધનયનું લક્ષ છોડી દે-એમ કહે છે પ્રશ્નઃ– દ્રવ્યસામાન્યનું આલંબન જ ઉપાદેય છે, છતાં અહીં રાગપરિણામના ગ્રહણ- ત્યાગરૂપ પર્યાયોનો સ્વીકાર કરનાર નિશ્ચયનયને ઉપાદેય કેમ કહ્યો છે? ઉત્તરઃ– ‘રાગપરિણામનો કરનાર પણ આત્મા જ છે અને વીતરાગપરિણામનો કરનાર પણ આત્મા જ છે; અજ્ઞાનદશા પણ આત્મા સ્વતંત્રપણે કરે છે અને જ્ઞાનદશા પણ આત્મા સ્વતંત્રપણે કરે છે’-આવા યથાર્થ જ્ઞાનની અંદર દ્રવ્યસામાન્યનું જ્ઞાન ગર્ભિતપણે સમાઈ જ જાય છે.


PDF/HTML Page 1045 of 4199
single page version

જેને પર્યાયની સ્વતંત્રતાનું ભાન નથી તેને દ્રવ્યની સ્વતંત્રતા કેમ બેસે? કર્મથી વિકાર થાય એમ માનનારને હું જ્ઞાતા-દ્રષ્ટા છું એમ કેમ બેસે? કર્મથી વિકાર માનનારે પોતાની પર્યાયને પરાધીન માની છે. તેને દ્રવ્યની સ્વતંત્રતાની વાત કેમ સમજાય?

હવે કહે છે-‘અહી એમ જાણવું કેઃ- મિથ્યાત્વાદિ કર્મની પ્રકૃતિઓ છે તે પુદ્ગલદ્રવ્યના પરમાણુ છે. જીવ ઉપયોગસ્વરૂપ છે. તેના ઉપયોગની એવી સ્વચ્છતા છે કે પૌદ્ગલિક કર્મનો ઉદય થતાં તેના ઉદયનો જે સ્વાદ આવે તેના આકારે ઉપયોગ થઈ જાય છે. અજ્ઞાનીને અજ્ઞાનને લીધે તે સ્વાદનું અને ઉપયોગનું ભેદજ્ઞાન નથી તેથી તે સ્વાદને જ પોતાનો ભાવ જાણે છે. જ્યારે તેમનું ભેદજ્ઞાન થાય અર્થાત્ જીવભાવને જીવ જાણે અને અજીવભાવને અજીવ જાણે ત્યારે મિથ્યાત્વનો અભાવ થઈને સમ્યગ્જ્ઞાન થાય છે.’

જ્ઞાનમાં જડના સ્વાદનો ખ્યાલ આવે છે, પણ જડનો સ્વાદ જ્ઞાનમાં આવતો નથી. કર્મના ઉદયનો સ્વાદ આવે એટલે કે તેના આકારે ઉપયોગ થાય છે. જ્ઞાનની પર્યાયમાં જડની પર્યાયનો ખ્યાલ આવે છે. ખરેખર તો વિકારને જ્ઞાન જાણતું નથી, કર્મના ઉદયને પણ જ્ઞાન જાણતું નથી; પરંતુ તે વિકાર સંબંધીનું જે જ્ઞાન પોતામાં થયું તેને જ્ઞાન જાણે છે.

દરેક પર્યાય પોતાથી થાય છે અને તે પણ ક્રમબદ્ધ થાય છે. જે સમયે જે થવાની હોય તે જ પર્યાય તે સમયે જ થાય છે, આગળ પાછળ થતી નથી. સામાન્યનું તે પર્યાય વિશેષ છે. આવું ન માને તે વૈશેષિક મતને માનનાર મિથ્યાદ્રષ્ટિ છે. પર્યાયની સ્થિતિ એકરૂપ રહેતી નથી. એટલે અજ્ઞાનીને ભ્રમ થઈ જાય છે કે નિમિત્ત આવ્યું તો પર્યાય બદલી ગઈ. પાણી ઠંડી અવસ્થા બદલીને ઉષ્ણ થયું ત્યાં અજ્ઞાનીને ભ્રમ થાય છે કે અગ્નિ આવી તો પાણી ઉનું થયું પરંતુ એમ છે નહિ. પાણી પોતાથી ઉષ્ણ થયું છે, અગ્નિથી નહિ.

સમયસાર કળશ ૨૧૧માં કહ્યું છે કે-“વસ્તુની એકરૂપ સ્થિતિ હોતી નથી; માટે વસ્તુ પોતે જ પોતાના પરિણામરૂપ કર્મની કર્તા છે”-એ નિશ્ચય સિદ્ધાંત છે. પ્રત્યેક પદાર્થની એક અવસ્થા બદલીને બીજી થાય છે તે પોતાથી થાય છે, નિમિત્તથી નહિ-એવો વસ્તુનો સ્વભાવ છે.

વસ્તુ દ્રવ્યપર્યાયસ્વરૂપ હોવાથી સર્વથા નિત્યપણું બાધા સહિત છે. માટે વસ્તુ પોતે જ પોતાના પરિણામસ્વરૂપ કર્મની કર્તા છે. જ્ઞાનનો સ્વભાવ સ્વપરપ્રકાશક છે. એટલે રાગનું જ્ઞાન થાય છે ત્યાં રાગ છે તો રાગનું જ્ઞાન થાય છે એમ નથી. જ્ઞાન સ્વને જાણે અને રાગને પણ જાણે-એવો જ્ઞાનની પર્યાયનો સ્વપરપ્રકાશક સ્વભાવ છે. રાગને જ્ઞાન


PDF/HTML Page 1046 of 4199
single page version

જાણે છે એમ કહેવું તે વ્યવહાર છે. ખરેખર તો આત્મા પોતાના જ્ઞાનને જાણે છે. આ વાત ગાથા ૭પમાં આવી ગઈ છે.

અજ્ઞાનીને અજ્ઞાનને લીધે તે સ્વાદનું અને ઉપયોગનું ભેદજ્ઞાન નથી. તેથી તે સ્વાદને જ પોતાનો ભાવ જાણે છે. અજ્ઞાનીને ખબર નથી કે આ સ્વાદ જાણવામાં આવે છે તે પરચીજ છે અને પોતાની પર્યાયમાં જે મિથ્યાત્વાદિ ભાવ થાય છે તે મારી ચીજ છે. આવું અજ્ઞાનીને ભેદજ્ઞાન નથી.

જ્યારે તેમનું ભેદજ્ઞાન થાય અર્થાત્ જીવભાવને જીવ જાણે અને અજીવના ભાવને અજીવ જાણે ત્યારે મિથ્યાત્વનો અભાવ થઈને સમ્યગ્જ્ઞાન થાય છે. અને ત્યારે જ્ઞાનની પર્યાય સ્વને જાણે છે અને રાગને પણ (ભિન્નપણે) જાણે છે. ભેદજ્ઞાન થતાં જ્ઞાનનો સ્વપરપ્રકાશકસ્વભાવ હોવાથી જ્ઞાન પોતામાં રહીને સ્વપરને જાણે છે અને તે સમ્યગ્જ્ઞાન છે.

[પ્રવચન નં. ૧પ૨ શેષ, ૧પ૩, ૧પ૪ * દિનાંક ૧૦-૮-૭૬ થી ૧૨-૮-૭૬]


PDF/HTML Page 1047 of 4199
single page version


ગાથા–૮૮

काविह जीवाजीवाविति चेत्–

पोग्गलकम्मं मिच्छं जोगो अविरदि अणाणमज्जीवं।
उवओगो अण्णाणं अविरदि मिच्छं च
जीवो दु।। ८८।।

पुद्गलकर्म मिथ्यात्वं योगोऽविरतिरज्ञानमजीवः।
उपयोगोऽज्ञानमविरतिर्मिथ्यात्वं च जीवस्तु।। ८८।।

હવે પૂછે છે કે મિથ્યાત્વાદિકને જીવ અને અજીવ કહ્યા તે જીવ મિથ્યાત્વાદિ અને અજીવ મિથ્યાત્વાદિ કોણ છે? તેનો ઉત્તર કહે છેઃ-

મિથ્યાત્વ ને અજ્ઞાન આદિ અજીવ, પુદ્ગલકર્મ છે;
અજ્ઞાન ને અવિરમણ વળી મિથ્યાત્વ જીવ, ઉપયોગ છે. ૮૮.

ગાથાર્થઃ– [मिथ्यात्वं] જે મિથ્યાત્વ, [योगः] યોગ, [अविरतिः] અવિરતિ અને [अज्ञानम्] અજ્ઞાન [अजीवः] અજીવ છે તે તો [पुद्गलकर्म] પુદ્ગલકર્મ છે; [च] અને જે [अज्ञानम्] અજ્ઞાન, [अविरतिः] અવિરતિ અને [मिथ्यात्वं] મિથ્યાત્વ [जीवः] જીવ છે [तु] તે તો [उपयोगः] ઉપયોગ છે.

ટીકાઃ– નિશ્ચયથી જે મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ અજીવ છે તે તો, અમૂર્તિક ચૈતન્યપરિણામથી અન્ય એવું મૂર્તિક પુદ્ગલકર્મ છે; અને જે મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ જીવ છે તે, મૂર્તિક પુદ્ગલકર્મથી અન્ય એવો ચૈતન્યપરિણામનો વિકાર છે.

* * *

સમયસાર ગાથા ૮૮ઃ મથાળું

હવે પૂછે છે કે મિથ્યાત્વાદિને જીવ અને અજીવ કહ્યા તે જીવ મિથ્યાત્વાદિ અને અજીવ મિથ્યાત્વાદિ કોણ છે? તેનો ઉત્તર કહે છેઃ-

* ગાથા ૮૮ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘નિશ્ચયથી જે મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ અજીવ છે તે તો, અમૂર્તિક ચૈતન્યપરિણામથી અન્ય એવું મૂર્તિક પુદ્ગલકર્મ છે, અને જે મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ જીવ છે તે, મૂર્તિક પુદ્ગલકર્મથી અન્ય એવો ચૈતન્યપરિણામનો વિકાર છે.’


PDF/HTML Page 1048 of 4199
single page version

મિથ્યા શ્રદ્ધા, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર-એ જીવની પર્યાય છે. તે અમૂર્તિક ચૈતન્યના (વિકારી) પરિણામ છે. અને જે દર્શનમોહનીય, જ્ઞાનાવરણીય અને ચારિત્ર- મોહનીયની પર્યાય છે તે પૌદ્ગલિક કર્મ છે, જડ છે, મૂર્તિક છે. બન્ને ચીજ પરસ્પર ભિન્ન છે. મતલબ કે મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિ જે જીવની પર્યાય છે તે જીવનો પોતાનો દોષ છે અને તે પોતાથી થયો છે, કર્મથી થયો છે એમ નથી.

પુદ્ગલની અવસ્થાથી ભિન્ન, રાગદ્વેષ રહિત એવો આત્મા ત્રિકાળી શુદ્ધ ચૈતન્યતત્ત્વ છે. તથાપિ હું રાગી-દ્વેષી છું એવી માન્યતા તે ચૈતન્યનો વિકાર છે અને તે મિથ્યાત્વ છે. જે જ્ઞાન પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વદ્રવ્યને ન જાણે અને એકલા પરદ્રવ્યને જાણે તે અજ્ઞાન છે. અને રાગદ્વેષરૂપે જે પરિણમન છે તે અવિરતિરૂપ દોષ છે. આ મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિ તે ચૈતન્યના વિકારી પરિણામ છે અને તે પોતાથી થયા છે, પુદ્ગલકર્મથી થયા છે એમ નથી; કેમકે તે બન્ને ભિન્ન ભિન્ન છે.

સમ્યગ્દ્રષ્ટિને સ્વભાવસન્મુખતાનું જોર છે. તેથી તેને જે રાગ આવે છે તેનો તેને ખેદ હોય છે. ધર્મી રાગનો સ્વામી નથી. જુઓ, પ્રથમ સ્વર્ગનો ઇન્દ્ર એકભવતારી છે. તે અષ્ટાહ્નિકા મહોત્સવમાં નંદીશ્વરદ્વીપમાં જાય છે. નંદીશ્વરદ્વીપમાં ભગવાનની મનોહર શાશ્વત પ્રતિમાઓ છે. ત્યાં જઈને તે ભગવાનની પૂજા-ભક્તિ કરે છે અને ખૂબ ઉલ્લાસથી નાચે છે. એ બધા શુભભાવ છે અને તે દુઃખરૂપ છે એમ તે જાણે છે. છતાં અશુભથી બચવા એવા શુભભાવ ધર્મીને આવે જ છે. અહાહા...! કેવી વિચિત્રતા! બહારથી હરખ દેખાય છતાં અંદરથી તેનો ખેદ હોય છે. ધર્મીને જેને અતીન્દ્રિય આનંદના નાથનો સ્વાદ આવ્યો છે તેને જે કોઈ રાગાદિ દોષ આવી જાય છે તેનું અલ્પ બંધન તેને પણ થાય છે, પણ તે દ્રવ્યદ્રષ્ટિની પ્રધાનતામાં મુખ્ય નથી.

પ્રશ્નઃ– તો જ્ઞાનીને ભોગ નિર્જરાનો હેતુ કહ્યો છે ને?

ઉત્તરઃ– હા, પણ કઈ અપેક્ષાએ? જ્ઞાનીની દ્રષ્ટિ નિર્મળાનંદના નાથ ભગવાન શુદ્ધ ચૈતન્યમય આત્મા ઉપર સ્થિર થઈ છે અને તેને અનંતાનુબંધી આદિ કષાયનો અભાવ વર્તે છે તેથી વ્રતાદિ ક્રિયામાં વા કિંચિત્ ભોગાભિલાષની ક્રિયાના પ્રસંગમાં પણ તેને જ્ઞાનભાવ જ છે. માટે તેને નિરંતર નિર્જરા થતી હોવાથી જ્ઞાનીને ભોગ નિર્જરાનો હેતુ છે એમ આરોપથી કહ્યું છે. શું ભોગ તે નિર્જરાનો હેતુ હોય? શું જ્ઞાની નિરંકુશ ભોગમાં રહે અને નિર્જરા થાય? એમ નથી, ભાઈ! જ્ઞાનીને દ્રષ્ટિની પ્રધાનતા છે. તેને ભોગની ઇચ્છા નથી. એ તો ભોગ પ્રતિ ઉદાસીન જ હોય છે. ભોગના સ્વામીપણે નહિ પરિણમતા જ્ઞાનીને ભોગ નિર્જરા હેતુ છે એમ ઉપચારથી કહ્યું છે. ભાઈ! જ્યાં જે અપેક્ષા હોય તે યથાર્થ સમજવી જોઈએ.

જ્ઞાનીને પણ જે કિંચિત્ રાગ આવે છે તે દોષ છે અને તે દુઃખરૂપ છે એમ તે


PDF/HTML Page 1049 of 4199
single page version

જાણે છે, કેમકે રાગ બંધનનું કારણ છે. મુનિને મહાવ્રતનો જે વિકલ્પ આવે છે તે રાગ છે, તે જગપંથ છે કેમકે તે ઉદયભાવ છે. અહા! મુનિના પંચમહાવ્રતના ભાવ પણ જો દુઃખરૂપ જગપંથ છે તો અશુભભાવનું તો કહેવું જ શું? એ તો નુકશાન જ નુકશાન છે. મિથ્યાદ્રષ્ટિને જે વિષયવાસના અને પરસ્ત્રીસેવન આદિના તીવ્ર અશુભભાવ થાય છે તે દુર્ગતિનું જ કારણ છે.

અહીં કહે છે-મિથ્યાદર્શન આદિ ભાવ કે જે અજીવ છે તે તો મૂર્તિક પુદ્ગલકર્મ છે અને તે અમૂર્તિક ચૈતન્યપરિણામથી અન્ય છે; અને જે મિથ્યાદર્શન આદિ ભાવ જીવ છે તે ચૈતન્યપરિણામનો વિકાર છે અને તે મૂર્તિક પુદ્ગલકર્મથી અન્ય છે. અહાહા...! કેટલું સ્પષ્ટ કર્યું છે! ભેદજ્ઞાન કરવાની વાત છે!

ભાઈ! ભેદજ્ઞાન અને સમ્યગ્દર્શન કોઈ અલૌકિક ચીજ છે. ઉપરથી માની લે તેવી ચીજ નથી. પોતાનો ચૈતન્ય ભગવાન અનાકુળ શાંતરસનો ધ્રુવકંદ છે. તેની દ્રષ્ટિ કરતાં રાગની દ્રષ્ટિ છૂટી જાય છે અને તે સમ્યગ્દર્શન છે. ધર્મીને વ્યવહારરત્નત્રયનો રાગ આવે છે પણ એની રુચિ એને છૂટી જાય છે. જે ભાવથી તીર્થંકરનામકર્મ બંધાય તે ભાવની રુચિ ધર્મીને છૂટી ગઈ હોય છે. આવી વાત છે. ૮૮ પૂરી થઈ.

[પ્રવચન નં. ૧પપ ચાલુ * દિનાંક ૧૩-૮-૭૬]

PDF/HTML Page 1050 of 4199
single page version


ગાથા–૮૯

मिथ्यादर्शनादिश्चैतन्यपरिणामस्य विकारः कुत इति चेत्–

उवओगस्स अणाई परिणामा तिण्णि मोहजुत्तस्स।
मिच्छत्तं अण्णाणं अविरदिभावो य
णादव्वो।। ८९।।

उपयोगस्यानादयः परिणामास्त्रयो मोहयुक्तस्य।
मिथ्यात्वमज्ञानमविरतिभावश्च
ज्ञातव्यः।। ८९।।

હવે ફરી પૂછે છે કે મિથ્યાદર્શનાદિ ચૈતન્યપરિણામનો વિકાર કયાંથી થયો? તેનો ઉત્તર કહે છેઃ-

છે મોહયુત ઉપયોગના પરિણામ ત્રણ અનાદિના,
–મિથ્યાત્વ ને અજ્ઞાન, અવિરતભાવ એ ત્રણ જાણવા. ૮૯

ગાથાર્થઃ– [मोहयुक्तस्य] અનાદિથી મોહયુક્ત હોવાથી [उपयोगस्य] ઉપયોગના [अनादयः] અનાદિથી માંડીને [त्रयः परिणामाः] ત્રણ પરિણામ છે; તે [मिथ्यात्वम्] મિથ્યાત્વ, [अज्ञानम्] અજ્ઞાન [च अविरतिभावः] અને અવિરતિભાવ એ ત્રણ) [ज्ञातव्यः] જાણવા.

ટીકાઃ– જોકે નિશ્ચયથી પોતાના નિજરસથી જ સર્વ વસ્તુઓનું પોતાના સ્વભાવભૂત એવા સ્વરૂપ-પરિણમનમાં સમર્થપણું છે, તોપણ (આત્માને) અનાદિથી અન્ય-વસ્તુભૂત મોહ સાથે સંયુક્તપણું હોવાથી, આત્માના ઉપયોગનો, મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિ એમ ત્રણ પ્રકારનો પરિણામવિકાર છે. ઉપયોગનો તે પરિણામવિકાર, સ્ફટિકની સ્વચ્છતાના પરિણામવિકારની જેમ, પરને લીધે (-પરની ઉપાધિને લીધે) ઉત્પન્ન થતો દેખાય છે. તે સ્પષ્ટપણે સમજાવવામાં આવે છેઃ- જેમ સ્ફટિકની સ્વચ્છતાનું સ્વરૂપ-પરિણમનમાં (અર્થાત્ પોતાના ઉજ્જ્વળતારૂપ સ્વરૂપે પરિણમવામાં) સમર્થપણું હોવા છતાં, કદાચિત્ (સ્ફટિકને) કાળા, લીલા અને પીળા એવા તમાલ, કેળ અને કાંચનના પાત્રરૂપી આધારનો સંયોગ હોવાથી, સ્ફટિકની સ્વચ્છતાનો, કાળો, લીલો અને પીળો એમ ત્રણ પ્રકારનો પરિણામવિકાર દેખાય છે, તેવી રીતે (આત્માને) અનાદિથી મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિ જેનો સ્વભાવ છે એવા અન્ય-વસ્તુભૂત મોહનો સંયોગ હોવાથી, આત્માના ઉપયોગનો, મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિ એમ ત્રણ પ્રકારનો પરિણામવિકાર દેખવો.


PDF/HTML Page 1051 of 4199
single page version

ભાવાર્થઃ– આત્માના ઉપયોગમાં આ ત્રણ પ્રકારનો પરિણામવિકાર અનાદિ કર્મના નિમિત્તથી છે. એમ નથી કે પહેલાં એ શુદ્ધ જ હતો અને હવે તેમાં નવો પરિણામવિકાર થયો છે. જો એમ હોય તો સિદ્ધોને પણ નવો પરિણામવિકાર થવો જોઇએ. પણ એમ તો થતું નથી. માટે તે અનાદિથી છે એમ જાણવું.

* * *

સમયસાર ગાથા ૮૯ઃ મથાળું

હવે ફરી પૂછે છે કે મિથ્યાદર્શનાદિ ચૈતન્યપરિણામનો વિકાર કયાંથી થયો? તેનો ઉત્તર કહે છેઃ-

* ગાથા ૮૯ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘જોકે નિશ્ચયથી પોતાના નિજરસથી જ સર્વ વસ્તુઓનું પોતાના સ્વભાવભૂત એવા સ્વરૂપ-પરિણમનમાં સમર્થપણું છે-’ શું કહે છે? આત્મા અને પરમાણુ આદિ પ્રત્યેક પદાર્થમાં પોતાના સ્વભાવના રસથી સ્વભાવભૂત એવા સ્વરૂપપરિણમનમાં સમર્થપણું છે. ભગવાન આત્મામાં નિશ્ચયથી પોતાના નિજરસથી-જ્ઞાનરસથી, આનંદરસથી, શાંતરસથી નિર્વિકારરસથી પોતાના સ્વભાવભૂત એવા સ્વરૂપપરિણમનમાં સમર્થપણું છે. પુણ્ય-પાપના જે ભાવ થાય એ તો સ્વભાવભૂત સ્વરૂપપરિણમન નથી. અહીં કહે છે કે ભગવાન આત્મા પોતાના અનાકુળ આનંદ, અતીન્દ્રિય જ્ઞાન અને અતીન્દ્રિય સ્વચ્છતાના પોતાના શુદ્ધ સ્વભાવે પરિણમે એવું એમાં સામર્થ્ય છે. તો વિકાર કેમ છે? તો કહે છે-

‘તોપણ અનાદિથી અન્યવસ્તુભૂત મોહ સાથે સંયુક્તપણું હોવાથી, આત્માના ઉપયોગનો, મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ એમ ત્રણ પ્રકારનો પરિણામવિકાર છે.’ અન્યવસ્તુભૂત મોહ સાથે સંયુક્તપણું હોવાથી એટલે એના સંયોગના આશ્રયથી વિકાર ઉત્પન્ન થાય છે. સંયોગથી વિકાર ઉત્પન્ન થાય છે એમ નહિ, પણ જડ મોહના સંયોગના આશ્રયથી, પરનો સંબંધ કરવાથી આત્માના ઉપયોગનો મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિ એમ ત્રણ પ્રકારનો પરિણામવિકાર છે.

અહાહા...! આત્મામાં નિજરસથી ચૈતન્યમયસ્વભાવનો અનુભવ થઈને પરિણમન થાય એવું એનું સામર્થ્ય છે. આત્માના દ્રવ્ય-ગુણ અને તેનો વર્તમાન વર્તતો અંશ કારણશુદ્ધપર્યાય તો શાંતરસ, ચૈતન્યરસ, અકષાયરસ વડે શુદ્ધ, પવિત્ર છે. અને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની નિર્મળ પરિણતિરૂપે પરિણમન કરે એવું એનું સામર્થ્ય છે. અહાહા...! ભગવાન આત્મા તો અતીન્દ્રિય આનંદરસ અને અતીન્દ્રિય જ્ઞાનરસનો સ્વામી થઈને અતીન્દ્રિય આનંદરૂપે પરિણમે એવું એનું સામર્થ્ય છે. તથાપિ અનાદિ કાળથી અન્ય વસ્તુ જે જડ મોહ તેની સાથે સંબંધ કર્યો છે તે કારણે તેના ઉપયોગમાં વિકારપરિણામ


PDF/HTML Page 1052 of 4199
single page version

ઉત્પન્ન થાય છે. ભગવાન આત્માનો જાણવા-દેખવાનો ઉપયોગ તો સદા નિર્મળ, શુદ્ધ છે. તેમાં અનાદિ મોહકર્મના સંયોગના વશે મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિ-એમ ત્રણ પ્રકારે વિકારપરિણામની પોતાથી ઉત્પત્તિ છે.

સમયસાર કળશ ૧૭પમાં કહ્યું છે કે-સૂર્યકાંતમણિ પોતાથી જ અગ્નિરૂપે પરિણમતો નથી, તેના અગ્નિરૂપ પરિણમનમાં સૂર્યનું બિંબ નિમિત્ત છે. તેમ આત્મા પોતાને રાગાદિકનું નિમિત્ત કદી પણ થતો નથી, તેમાં નિમિત્ત પરસંગ જ-પરદ્રવ્યનો સંગ જ છે. આવો વસ્તુસ્વભાવ પ્રકાશમાન છે. વિકાર પરસંગથી નહિ પણ પરદ્રવ્યનો સંગ પોતે કરે છે તો થાય છે. મિથ્યાત્વાદિ પરિણામ પોતાના ષટ્કારકના પરિણમનથી થાય છે એમ શ્રી પંચાસ્તિકાયની ગાથા ૬૨માં કહ્યું છે. શુદ્ધ ચૈતન્યસ્વભાવમય સ્વનો સંગ છોડી જીવ કર્મનો સંગ કરે છે તો પોતામાં વિકારભાવ પોતાથી ઉત્પન્ન થાય છે. આ મહા સિદ્ધાંત છે.

ભગવાન વીતરાગદેવનો આ અલૌકિક માર્ગ છે. ગણધરદેવો અને એકાવતારી ઇન્દ્રોએ જેનો સ્વીકાર કર્યો છે તે આ માર્ગ છે. મધ્યલોકમાં અસંખ્ય દ્વીપ-સમુદ્ર છે, તેમાં છેલ્લો સ્વયંભૂરમણ નામનો સમુદ્ર છે. તેમાં હજાર જોજન લાંબા શરીરવાળા મગરમચ્છ છે. તેમાં પંચમ ગુણસ્થાનવાળા જીવો પણ છે. આત્મા છે ને! અંતર્દ્રષ્ટિ કરતાં આત્માનું ભાન પ્રગટ થઈ ગયું હોય છે. અહીં કહે છે-આત્મા તો ચૈતન્યની ઝળહળ જ્યોતિસ્વરૂપ શાંતિનો સાગર છે. તેમાં આ રાગ કયાંથી આવ્યો? તો કહે છે-પર્યાયમાં પોતે પરનો સંગ કર્યો તો રાગ ઉત્પન્ન થયેલો છે. પોતાનો સંગ કરે તો રાગ ઉત્પન્ન ન થાય. પોતાનો સ્વભાવ સદા શુદ્ધ છે. તેનો સંગ કરે, તેનું લક્ષ કરે તો શુદ્ધતા જ ઉત્પન્ન થાય.

ભાઈ! આ સાંભળીને વસ્તુતત્ત્વનો અંદર નિર્ણય કરવો. કોઈ તો એવા હોય છે કે અહીં સાંભળે એટલે આ વાતની હા પાડે અને વળી બીજે બીજી વાત સાંભળે તો તેની પણ હા પાડે. એમ કે સૌનાં મન રાજી રાખવાં પડે. ભાઈ! ગંગા કિનારે ગંગાદાસ અને જમના કિનારે જમનાદાસની રીતથી સૌ રાજી થશે પણ આત્મા રાજી નહિ થાય. સાંભળવાનું તાત્પર્ય તો અંદર રાગથી ભિન્ન શુદ્ધ ચૈતન્યસ્વભાવમય પરિપૂર્ણ પ્રભુ આત્મા બિરાજે છે તેનો નિર્ણય કરી તેની પ્રતીતિ કરવી, તેનો અનુભવ કરવો એ છે. આ કાંઈ લોકરંજનની વાત નથી; આ તો આત્માના હિતની વાત છે, અને આત્માના હિત માટે કહેવાય છે.

અહીં કહે છે કે સર્વ પદાર્થો પોતાના નિજરસથી પોતાના સ્વભાવભૂત સ્વરૂપ- પરિણમનમાં સમર્થ છે. પરમાણુમાં તે છૂટો હોય ત્યારે શુદ્ધ પરિણમન થાય એવું એનું સામર્થ્ય છે. પરંતુ તે (પરમાણુ) બીજા સ્કંધના સંગમાં જાય તો વિભાવપર્યાયે થાય છે. બે પરમાણુથી માંડી અનંત પરમાણુઓના સ્કંધમાં વિભાવપર્યાય ઉત્પન્ન થાય છે. તે વિભાવ પરસંગથી


PDF/HTML Page 1053 of 4199
single page version

પોતાના કારણે થાય છે. ધર્માસ્તિકાય આદિ ચાર દ્રવ્યમાં તો દ્રવ્ય, ગુણ અને પર્યાય ત્રણે શુદ્ધ છે. તેમાં વિભાવ પરિણામ થતા નથી. પરમાણુ અને આત્મા-આ બે દ્રવ્યમાં વિભાવ પરિણામ થાય છે.

આત્માના ઉપયોગનું પર ઉપર લક્ષ હોવાથી મિથ્યાશ્રદ્ધા, અજ્ઞાન અને અવિરતિ એમ ત્રણ પ્રકારના વિકાર ઉત્પન્ન થાય છે. પરના કારણે નહિ પણ પરનો સંગ કરવાથી ત્રણ પ્રકારના વિકારી પરિણામ પોતામાં પોતાથી ઉત્પન્ન થાય છે. અરે! આટલી સ્વતંત્રતા ન બેસે તો તે અંદરમાં કેમ જઈ શકે?

‘ઉપયોગનો તે પરિણામવિકાર, સ્ફટિકની સ્વચ્છતાના પરિણામવિકારની જેમ, પરને લીધે (પરની ઉપાધિને લીધે) ઉત્પન્ન થતો દેખાય છે. તે સ્પષ્ટપણે સમજાવવામાં આવે છેઃ- ’

સ્ફટિકમણિમાં કાળી, પીળી, લીલી આદિ ઝાંય દેખાય છે તે પરના સંયોગના સંગથી પોતામાં પોતાના કારણે ઉત્પન્ન થાય છે. લોખંડનો ચાર હાથનો લાંબો સળિયો એક છેડે ગરમ થતાં બીજે છેડે ગરમ થઈ જાય છે; તે પોતાની યોગ્યતાથી થાય છે, અગ્નિના કારણે નહિ. લાકડુ ચાર હાથ લાંબુ હોય તેનો એક છેડો ગરમ થતાં બીજો છેડો ગરમ થતો નથી, કેમકે લાકડાની પર્યાયની એવી યોગ્યતા નથી.

અહો! સંતોની કેવી કરુણા છે! કેટલું સ્પષ્ટ કર્યું છે! પરંતુ અરે! જીવોને સમજવાની દરકાર નથી! દુનિયા સમજે તો મને લાભ છે એમ સંતોને નથી તથાપિ વિકલ્પ આવ્યો છે તો જગત સમક્ષ સત્ય વાત જાહેર કરી છે. કહે છે-

‘જેમ સ્ફટિકની સ્વચ્છતાનું સ્વરૂપ-પરિણમનમાં (અર્થાત્ પોતાના ઉજ્જ્વળતારૂપ સ્વરૂપે પરિણમવામાં) સમર્થપણું હોવા છતાં, કદાચિત્ સ્ફટિકને કાળા, લીલા અને પીળા એવા તમાલ, કેળ અને કાંચનના પાત્રરૂપી આધારનો સંયોગ હોવાથી, સ્ફટિકની સ્વચ્છતાનો, કાળો, લીલો, અને પીળો એમ ત્રણ પ્રકારનો પરિણામવિકાર દેખાય છે.’ જુઓ, સ્ફટિક તો સ્વચ્છતાના સ્વરૂપપરિણમનમાં સમર્થ છે. છતાં પરના સંગથી કાળા, લીલા, પીળા રંગરૂપે પર્યાયમાં પરિણમન થાય છે. સ્ફટિકમાં જે કાળી ઝાંય દેખાય છે તે ખરેખર તો પોતાના ષટ્કારકના પરિણમનથી થઈ છે; પરના કારણે નહિ અને પોતાના દ્રવ્ય-ગુણના કારણે પણ નહિ. માર્ગ સૂક્ષ્મ છે પ્રભુ! સંતો પોકાર કરે છે કે તારા અપરાધથી તારામાં રાગ પરિણામ થાય છે, પરના કારણે નહિ.

કોઈ કહે કે બીજાએ ગાળ આપી તો મને ક્રોધ થયો તો એ વાત ખોટી છે. ગાળ તો પરચીજ છે. તને ક્રોધ થયો તે તારા કારણે થયો છે, ગાળના કારણે નહિ. પ્રવચનસાર ગાથા ૬૭માં કહ્યું છે કે-રાગદ્વેષ ઉત્પન્ન થવામાં વિષયો અકિંચિત્કર છે. વિષયો તો જડ છે; તેઓ જીવને રાગ ઉત્પન્ન કેમ કરે? રાગ પોતાથી ઉત્પન્ન થાય છે.


PDF/HTML Page 1054 of 4199
single page version

પરપદાર્થો જીવને રાગ થવામાં અકિંચિત્કર છે. પાંચ ઇન્દ્રિયના વિષયો જીવને રાગ ઉત્પન્ન કરાવતા નથી. ગાળના શબ્દો કાને પડયા માટે દ્વેષ ઉત્પન્ન થયો અને કોઈએ પ્રશંસા કરી માટે હરખ થયો એ વાત બીલકુલ નથી. મૈસૂબ અને રસગુલ્લાં ખાવાનો રાગ થયો તેમાં મૈસૂબ તથા રસગુલ્લાં રાગ થવામાં અકિંચિત્કર છે. રાગ થવામાં વિષયો બીલકુલ કારણ નથી.

ત્યાં પ્રવચનસાર ગાથા ૬૭ના ભાવાર્થમાં કહ્યું છે કે-“સંસારમાં કે મોક્ષમાં આત્મા પોતાની મેળે જ સુખરૂપ પરિણમે છે; તેમાં વિષયો અકિંચિત્કર છે અર્થાત્ કાંઈ કરતા નથી. અજ્ઞાનીઓ વિષયોને સુખનાં કારણ માનીને નકામા તેમને અવલંબે છે!” સ્ત્રી રાગનો વિષય છે; તે વિષય તેના પ્રત્યે રાગ થવામાં અકિંચિત્કર છે. સ્ત્રીનું કોમળ શરીર દેખીને રાગ થયો એમાં સ્ત્રીનું શરીર અકિંચિત્કર છે. નિમિત્તને અકિંચિત્કર કહેવામાં આવ્યું છે.

સમયસાર કળશ ૨૨૧માં એમ કહ્યું છે કે-“જેઓ રાગની ઉત્પત્તિમાં પરદ્રવ્યનું જ નિમિત્તપણું (કારણપણું) માને છે, (પોતાનું કાંઈ કારણપણું માનતા નથી) તેઓ-જેમની બુદ્ધિ શુદ્ધજ્ઞાનરહિત અંધ છે એવા (અર્થાત્ જેમની બુદ્ધિ શુદ્ધનયના વિષયભૂત શુદ્ધ આત્મસ્વરૂપના જ્ઞાનથી રહિત અંધ છે એવા)-મોહનદીને પાર ઊતરી શકતા નથી.” જીવને રાગ પોતાના કારણે થાય છે. એમાં પરવસ્તુ અકિંચિત્કર છે. શેરડીનો રસ દેખીને તે સંબંધી જે રાગ થયો તે પોતાથી સ્વતંત્રપણે થયો છે, રસના કારણે નહિ. સ્ફટિકની સ્વચ્છતાનો, કાળો, લીલો અને પીળો એમ ત્રણ પ્રકારનો પરિણામવિકાર દેખાય છે ત્યાં તમાલ, કેળ, અને કાંચનના પાત્રરૂપી આધારનો જે સંયોગ છે તે નિમિત્ત છે; પણ તે નિમિત્તકર્તા નથી. કાળી ઝાંય દેખાય છે તે તમાલના કારણે નથી. આ દ્રષ્ટાંત પ્રમાણે હવે સિદ્ધ કહે છે-

‘તેવી રીતે (આત્માને) અનાદિથી મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિ જેનો સ્વભાવ છે એવા અન્યવસ્તુભૂત મોહનો સંયોગ હોવાથી, આત્માના ઉપયોગનો, મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિ એમ ત્રણ પ્રકારનો પરિણામવિકાર દેખવો.’

જુઓ, મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ છે તે અન્યવસ્તુભૂત મોહનો સ્વભાવ છે; તે મોહનો સંયોગ એટલે નિમિત્ત હોવાથી આત્મામાં મિથ્યાદર્શન આદિ પરિણામ થાય છે. સંયોગ નિમિત્ત છે પણ સંયોગના કારણે મિથ્યાત્વાદિ વિકારપરિણામ થાય છે એમ નથી. જેમ સ્ફટિકમાં કાળી, લીલી, પીળી ઝાંય દેખાય છે તે વાસણના કારણે નથી; વાસણ તો નિમિત્ત છે, નિમિત્તકર્તા નથી. સ્ફટિકમાં જે કાળી, લીલી, પીળી ઝાંય દેખાય છે તે સ્ફટિકની પર્યાયની યોગ્યતાથી થઈ છે, વાસણે કરી છે એમ નથી. તેમ જીવમાં થતા મિથ્યાત્વાદિ ભાવો જીવની પર્યાયની યોગ્યતાથી થયા છે, જડ મોહકર્મે કર્યા છે એમ નથી. જડમોહ તો નિમિત્ત છે બસ.


PDF/HTML Page 1055 of 4199
single page version

લોઢાના સળિયાની ઉષ્ણ અવસ્થા થાય છે તેનો કર્તા લોઢાની પર્યાય છે (અભેદથી કહેતાં તે દ્રવ્ય છે), પણ અગ્નિ એનો કર્તા નથી. આ વિષયો-રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દ-તે સુખદુઃખ થવામાં નિમિત્ત છે પણ તે કાંઈ સુખદુઃખ ઊપજાવતાં નથી. પ્રવચનસાર ગાથા ૬૬માં કહ્યું છે કે-“એકાંતે અર્થાત્ નિયમથી સ્વર્ગમાં પણ દેહ દેહીને (આત્માને) સુખ કરતો નથી; પરંતુ વિષયોના વશે સુખ અથવા દુઃખરૂપ સ્વયં આત્મા થાય છે.” સ્વર્ગમાં જે સુખ થાય છે તે સુખનો કર્તા દેહ નથી. દેહ સુખમાં નિમિત્ત છે. એનો અર્થ શું? કે સુખની જે કલ્પના થઈ તે સુંદર વૈક્રિયક દેહના કારણે થઈ નથી. તે સુખની કલ્પનાનો કર્તા તે તે પરિણતિ છે. અહો! દિગંબર મુનિઓ દ્વારા રચાયેલાં શાસ્ત્રોમાં પરમ સત્યનું નિરૂપણ થયેલું છે. ભાઈ! આ સર્વજ્ઞની વાણી છે. વાણીની પર્યાય નિશ્ચયથી વાણીની કર્તા છે, વાણીના કર્તા સર્વજ્ઞ નથી; નિમિત્ત હો; પણ નિમિત્ત ઉપાદાનના કાર્યમાં અકિંચિત્કર છે.

અન્યવસ્તુભૂત મોહના સંયોગથી જીવમાં વિકારપરિણામ થાય છે. જડકર્મ મિથ્યાદર્શન એટલે દર્શનમોહ, અજ્ઞાન એટલે જ્ઞાનાવરણીય કર્મ અને અવિરતિ નામ ચારિત્રમોહનીય કર્મ- તે જેનો સ્વભાવ છે એવા અન્યવસ્તુભૂત મોહના સંયોગથી-નિમિત્તથી આત્માના ઉપયોગમાં મિથ્યાદ્રર્શન, અજ્ઞાન અને અવિરતિ એવા ત્રણ પ્રકારના વિકારપરિણામ થાય છે. ૯૦મી ગાથામાં વિશેષ ખુલાસો કરશે.

કેવળજ્ઞાનમાં લોકાલોક નિમિત્ત છે; એટલે શું લોકાલોક કેવળજ્ઞાનનું કર્તા છે? બીલકુલ નહિ. વળી કેવળજ્ઞાન લોકાલોકને નિમિત્ત છે; તો શું કેવળજ્ઞાન લોકાલોકનું કર્તા છે? નહિ; બીલકુલ નહિ.

સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ શુદ્ધરત્નત્રયના પરિણામ તે નિશ્ચય મોક્ષમાર્ગ છે અને તે જ યથાર્થ મોક્ષમાર્ગ છે. પણ સાથે વ્યવહારરત્નત્રયનો જે રાગ છે તેને સહચર વા નિમિત્ત દેખીને ઉપચારથી મોક્ષમાર્ગ કહેવામાં આવ્યો. આ વાત મોક્ષમાર્ગપ્રકાશકના સાતમા અધિકારમાં કહી છે. વ્યવહારરત્નત્રયને નિમિત્ત દેખીને આરોપથી મોક્ષમાર્ગ કહ્યો છે. પણ તે નિમિત્ત છે તે નિશ્ચય મોક્ષમાર્ગનું કર્તા છે એમ નથી. વ્યવહારરત્નત્રય છે તે શુદ્ધરત્નત્રયનું કર્તા નથી.

આ લાકડી ઊંચી થાય તેમાં આંગળી નિમિત્ત છે, પણ લાકડી જે ઊંચી થઈ તે ક્રિયાનો આંગળી કર્તા નથી. આ ભાષા જે બોલાય છે તેમાં જીવનાં રાગ અને જ્ઞાન નિમિત્ત છે; પણ તે રાગ અને જ્ઞાન ભાષાની પર્યાયના કર્તા નથી. ત્રણેકાળ નિમિત્ત અને ઉપાદાનની સ્વતંત્રતા છે એવો આ સ્પષ્ટ ખુલાસા ભર્યો ઢંઢેરો છે.

* ગાથા ૮૯ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘આત્માના ઉપયોગમાં આ ત્રણ પ્રકારનો પરિણામવિકાર અનાદિ કર્મના નિમિત્તથી છે.’ આત્મવસ્તુ સ્વભાવથી તો ત્રિકાળ શુદ્ધ છે. પણ તેની અવસ્થામાં અનાદિથી વિકાર


PDF/HTML Page 1056 of 4199
single page version

છે અને તેમાં મોહકર્મ નિમિત્ત છે. નિમિત્ત છે એટલે કર્મે વિકાર કરાવ્યો છે એમ નથી. કર્મ જીવના વિકારનું કર્તા નથી. પણ જીવમાં વિકાર પોતાથી છે એમાં મોહકર્મ નિમિત્ત છે. આત્મામાં અનાદિ મિથ્યાત્વદશા છે તેમાં દર્શનમોહકર્મ નિમિત્ત છે; પણ દર્શનમોહકર્મ મિથ્યાત્વદશાનું કર્તા નથી.

‘એમ નથી કે પહેલાં એ શુદ્ધ જ હતો અને હવે તેમાં નવો પરિણામવિકાર થયો છે.’ પર્યાયમાં વિકાર અનાદિનો છે અને કર્મનું નિમિત્ત પણ અનાદિનું છે. સમય સમય થઈને અનંતકાળથી પ્રવાહરૂપે આત્માની પર્યાયમાં વિકાર છે. શરીર મારું, ઇન્દ્રિયો મારી, રાગ મારો એવી માન્યતા સહિત જીવને અનાદિ પરંપરાથી વિકાર છે. આ પરિણામવિકાર કાંઈ નવો નથી. જો એમ હોય તો સિદ્ધોને પણ નવો પરિણામવિકાર થવો જોઈએ, પણ એમ તો થતું નથી. માટે તે અનાદિથી છે એમ જાણવું.

પ્રશ્નઃ– સ્ફટિકમાં જે લાલ ઝાંય દેખાય છે તે પ્રત્યક્ષ લાલ વાસણને લીધે દેખાય છે ને?

ઉત્તરઃ– નહિ. સ્ફટિકમાં જે લાલ ઝાંય દેખાય છે તે લાલ વાસણને લીધે નથી. સ્ફટિક પોતે પોતાની ઉજ્જ્વળ અવસ્થા પલટીને લાલ ઝાંયની અવસ્થાપણે પરિણમ્યો છે. લાલ વાસણનો સંયોગ છે એ તો નિમિત્ત છે અને તે સ્ફટિકની લાલ ઝાંયની અવસ્થાનો કર્તા નથી. પોતાની લાલ ઝાંયની અવસ્થાનો કર્તા સ્ફટિક પોતે છે. તેવી જ રીતે જીવના વિકારનો કર્તા દર્શનમોહકર્મ નથી. દર્શનમોહકર્મ તો નિમિત્તમાત્ર છે. જીવના વિકારનો કર્તા નિશ્ચયથી વિકાર પોતે છે. (અને અભેદથી કહીએ તો જીવ પોતે છે).

[પ્રવચન નં. ૧પપ શેષ, ૧પ૬ ચાલુ * દિનાંક ૧૩-૮-૭૬ અને ૧૪-૮-૭૬]
સમાપ્ત

PDF/HTML Page 1057 of 4199
single page version


પ્રવચન રત્નાકર
[ભાગ-પ]
પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામીનાં
શ્રી સમયસાર પરમાગમ ઉપર અઢારમી વખત થયેલાં પ્રવચનો
ઃ પ્રકાશકઃ
શ્રી કુંદકુંદ કહાન પરમાગમ પ્રવચન ટ્રસ્ટ
મુંબઈ


PDF/HTML Page 1058 of 4199
single page version

background image
(હરિગીત)
સંસારી જીવનાં ભાવમરણો ટાળવા કરુણા કરી,
સરિતા વહાવી સુધા તણી પ્રભુ વીર! તેં સંજીવની;
શોષાતી દેખી સરિતને કરુણાભીના હૃદયે કરી,
મુનિકુંદ સંજીવની સમયપ્રાભૃત તણે ભાજન ભરી.
(અનુષ્ટુપ)
કુંદકુંદ રચ્યું શાસ્ત્ર, સાથિયા અમૃતે પૂર્યા,
ગ્રંથાધિરાજ! તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા.
(શિખરિણી)
અહો! વાણી તારી પ્રશમરસ-ભાવે નીતરતી,
મુમુક્ષુને પાતી અમૃતરસ અંજલિ ભરી ભરી;
અનાદિની મૂર્છા વિષ તણી ત્વરાથી ઊતરતી,
વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ.
(શાર્દૂલવિક્રિડિત)
તું છે નિશ્ચયગ્રંથ ભંગ સઘળા વ્યવહારના ભેદવા,
તું પ્રજ્ઞાછીણી જ્ઞાન ને ઉદયની સંધિ સહુ છેદવા;
સાથી સાધકનો, તું ભાનુ જગનો, સંદેશ મહાવીરનો,
વિસામો ભવક્લાંતના હૃદયનો, તું પંથ મુક્તિ તણો.
(વસંતતિલકા)
સુણ્યે તને રસનિબંધ શિથિલ થાય,
જાણ્યે તને હૃદય જ્ઞાની તણાં જણાય;
તું રુચતાં જગતની રુચિ આળસે સૌ,
તું રીઝતાં સકલજ્ઞાયકદેવ રીઝે.
(અનુષ્ટુપ)
બનાવું પત્ર કુંદનનાં, રત્નોના અક્ષરો લખી;
તથાપિ કુંદસૂત્રોનાં અંકાયે મૂલ્ય ના કદી.

PDF/HTML Page 1059 of 4199
single page version

background image
(હરિગીત)
સંસારસાગર તારવા જિનવાણી છે નૌકા ભલી,
જ્ઞાની સુકાની મળ્‌યા વિના એ નાવ પણ તારે નહીં;
આ કાળમાં શુદ્ધાત્મજ્ઞાની સુકાની બહુ બહુ દોહ્યલો,
મુજ પુણ્યરાશિ ફળ્‌યો અહો! ગુરુ ક્હાન તું નાવિક મળ્‌યો.
(અનુષ્ટુપ)
અહો! ભક્ત ચિદાત્માના, સીમંધર-વીર-કુંદના!
બાહ્યાંતર વિભવો તારા, તારે નાવ મુમુક્ષુનાં.
(શિખરિણી)
સદા દ્રષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નીરખે,
અને જ્ઞપ્તિમાંહી દરવ-ગુણ-પર્યાય વિલસે;
નિજાલંબીભાવે પરિણતિ સ્વરૂપે જઈ ભળે,
નિમિત્તો વહેવારો ચિદઘન વિષે કાંઈ ન મળે.
(શાર્દૂલવિક્રીડિત)
હૈયું ‘સત સત, જ્ઞાન જ્ઞાન’ ધબકે ને વજ્રવાણી છૂટે,
જે વજ્રે સુમુમુક્ષુ સત્ત્વ ઝળકે; પરદ્રવ્ય નાતો તૂટે;
-રાગદ્વેષ રુચે ન, જંપ ન વળે ભાવેંદ્રિમાં-અંશમાં,
ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા.
(વસંતતિલકા)
નિત્યે સુધાઝરણ ચંદ્ર! તને નમું હું,
કરુણા અકારણ સમુદ્ર! તને નમું હું;
હે જ્ઞાનપોષક સુમેઘ! તને નમું હું,
આ દાસના જીવનશિલ્પી! તને નમું હું.
(સ્રગ્ધરા)
ઊંડી ઊંડી, ઊંડેથી સુખનિધિ સતના વાયુ નિત્યે વહંતી,
વાણી ચિન્મૂર્તિ! તારી ઉર-અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી;
ભાવો ઊંડા વિચારી, અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી,
ખોયેલું રત્ન પામું, -મનરથ મનનો; પૂરજો શક્તિશાળી!

PDF/HTML Page 1060 of 4199
single page version

background image
ક્રમ ગાથા/કળશ પ્રવચન નંબર પૃષ્ઠાંક
૧ ગાથા-૯૦ ૧પ૬
૨ ગાથા-૯૧ ૧પ૬-૧પ૭ ૭
૩ ગાથા-૯૨ ૧પ૭-૧પ૮ ૧પ
૪ ગાથા-૯૩ ૧પ૯ થી ૧૬૧ ૨૪
પ ગાથા-૯૪ ૧૬૧ ૩૯
૬ ગાથા-૯પ ૧૬૧-૧૬૨ ૪પ
૭ ગાથા-૯૬ ૧૬૨-૧૬૩ પ૧
૮ ગાથા-૯૭ ૧૬૩ થી ૧૭૧ ૬પ
૯ કળશ-પ૭ ’’ ૬૬
૧૦ કળશ પ૮-પ૯ ’’ ૬૭
૧૧ કળશ ૬૦-૬૧ ’’ ૬૮
૧૨ કળશ-૬૨ ’’ ૬૯
૧૩ ગાથા-૯૮ ૧૬૮ ૧૦૧
૧૪ ગાથા-૯૯ ૧૬૮ ૧૦૪
૧પ ગાથા-૧૦૦ ૧૬૮ થી ૧૭૧ ૧૦૭
૧૬ ગાથા-૧૦૧ ૧૭૧ થી ૧૭પ ૧૧૮
૧૭ ગાથા-૧૦૨ ૧૭પ-૧૭૬ ૧૩૪
૧૮ ગાથા-૧૦૩ ૧૭૬ ૧૪૧
૧૯ ગાથા-૧૦૪ ૧૭૭ ૧૪૯
૨૦ ગાથા-૧૦પ ૧૭૮ ૧પ૮
૨૧ ગાથા-૧૦૬ ૧૭૯ ૧૬પ
૨૨ ગાથા-૧૦૭ ૨૦૮ (૧૯ મી વાર) ૧૭૦
૨૩ ગાથા-૧૦૮ ૨૦૮ ’’ ૧૭૬
૨૪ કળશ-૬૩ - ૧૭૯
૨પ ગાથા ૧૦૯ થી ૧૧૨ ૨૦૯-૨૧૦ (૧૯ મી વાર) ૧૭૯
૨૬ ગાથા ૧૧૩ થી ૧૧પ ૧૭૯ ૧૯૪
૨૭ ગાથા ૧૧૬ થી ૧૨૦ - ૨૦૧
૨૮ કળશ-૬૪ - ૨૦૩
૨૯ ગાથા ૧૨૧ થી ૧૨પ - ૨૧૩
૩૦ કળશ-૬પ - ૨૧પ
૩૧ ગાથા-૧૨૬ - ૨૨૩