PDF/HTML Page 1061 of 4199
single page version
PDF/HTML Page 1062 of 4199
single page version
अथात्मनस्त्रिविधपरिणामविकारस्य कर्तृत्वं दर्शयति–
जं सो करेदि भावं उवओगो तस्स सो कत्ता।। ९० ।।
यं स करोति भावमुपयोगस्तस्य स कर्ता।। ९० ।।
હવે આત્માને ત્રણ પ્રકારના પરિણામવિકારનું કર્તાપણું દર્શાવે છેઃ-
જે ભાવ કંઈ પણ તે કરે, તે ભાવનો કર્તા બને. ૯૦.
ગાથાર્થઃ– [एतेषु च] અનાદિથી આ ત્રણ પ્રકારના પરિણામવિકારો હોવાથી, [उपयोगः] આત્માનો ઉપયોગ- [शुद्धः] જોકે (શુદ્ધનયથી) તે શુદ્ધ, [निरञ्जनः]
PDF/HTML Page 1063 of 4199
single page version
નિરંજન [भावः] (એક) ભાવ છે તોપણ- [त्रिविधः] ત્રણ પ્રકારનો થયો થકો [सः उपयोगः] તે ઉપયોગ [यं] જે [भावम्] (વિકારી) ભાવને [करोति] પોતે કરે છે [तस्य] તે ભાવનો [सः] તે [कर्ता] કર્તા [भवति] થાય છે.
ટીકાઃ– એ પ્રમાણે અનાદિથી અન્યવસ્તુભૂત મોહ સાથે સંયુક્તપણાને લીધે પોતાનામાં ઉત્પન્ન થતા જે આ ત્રણ મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિભાવરૂપ પરિણામવિકારો તેમના નિમિત્તે (-કારણથી) -જોકે પરમાર્થથી તો ઉપયોગ શુદ્ધ, નિરંજન, અનાદિનિધન વસ્તુના સર્વસ્વભૂત ચૈતન્યમાત્રભાવપણે એક પ્રકારનો છે તોપણ-અશુદ્ધ, સાંજન અનેકભાવપણાને પામતો થકો ત્રણ પ્રકારનો થઈને, પોતે અજ્ઞાની થયો થકો કર્તાપણાને પામતો, વિકારરૂપ પરિણમીને જે જે ભાવને પોતાનો કરે છે તે તે ભાવનો તે ઉપયોગ કર્તા થાય છે.
ભાવાર્થઃ– પહેલાં કહ્યું હતું કે જે પરિણમે તે કર્તા છે. અહીં અજ્ઞાનરૂપ થઈને ઉપયોગ પરિણમ્યો તેથી જે ભાવરૂપ તે પરિણમ્યો તે ભાવનો તેને કર્તા કહ્યો. આ રીતે ઉપયોગને કર્તા જાણવો. જોકે શુદ્ધદ્રવ્યાર્થિકનયથી આત્મા કર્તા છે નહિ, તોપણ ઉપયોગ અને આત્મા એક વસ્તુ હોવાથી અશુદ્ધદ્રવ્યાર્થિકનયે આત્માને પણ કર્તા કહેવામાં આવે છે.
હવે આત્માને ત્રણ પ્રકારના પરિણામવિકારનું કર્તાપણું દર્શાવે છેઃ-
‘એ પ્રમાણે અનાદિથી અન્યવસ્તુભૂત મોહ સાથે સંયુક્તપણાને લીધે પોતાનામાં ઉત્પન્ન થતા જે આ ત્રણ મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિભાવરૂપ પરિણામવિકારો તેમના નિમિત્તે (કારણથી)-જોકે પરમાર્થથી તો ઉપયોગ શુદ્ધ, નિરંજન, અનાદિનિધન વસ્તુના સર્વસ્વભૂત ચૈતન્યમાત્રભાવપણે એક પ્રકારનો છે તોપણ-અશુદ્ધ, સાંજન અનેક ભાવપણાને પામતો થકો ત્રણ પ્રકારનો થઈને, પોતે અજ્ઞાની થયો થકો કર્તાપણાને પામતો, વિકારરૂપ પરિણમીને જે જે ભાવને પોતાનો કરે છે તે તે ભાવનો તે ઉપયોગ કર્તા થાય છે.
જુઓ! આચાર્યદેવે શું અદ્ભુત વાત કરી છે! કહે છે કે પરમાર્થથી ઉપયોગ શુદ્ધ છે, નિરંજન છે, અનાદિનિધન વસ્તુના સર્વસ્વભૂત ચૈતન્યમાત્રભાવપણે એક પ્રકારનો છે. અહાહા.....! આત્માનો ત્રિકાળી જ્ઞાનદર્શનનો જે ઉપયોગ છે તે શુદ્ધ છે. વસ્તુ-દ્રવ્ય શુદ્ધ, તેના ગુણ શુદ્ધ અને તેનો વર્તમાન વર્તતો ત્રિકાળી કારણપર્યાયરૂપ અંશ પણ શુદ્ધ છે, નિરંજન એટલે અંજન રહિત-મલિનતા રહિત છે અને અનાદિ-નિધન એટલે અનાદિ અનંત છે. જ્ઞાનદર્શનનો આ ઉપયોગ વસ્તુના સર્વસ્વભૂત છે, સંપૂર્ણ છે. તે ઉપયોગ ચૈતન્યમાત્રભાવપણે એક પ્રકારનો છે. આમ પરમાર્થથી આત્મા પરિપૂર્ણ શુદ્ધ છે.
PDF/HTML Page 1064 of 4199
single page version
તોપણ અશુદ્ધ, સાંજન, અનેકભાવપણાને પામતો થકો ત્રણ પ્રકારનો થઈને પોતે અજ્ઞાની થયો થકો કર્તાપણાને પામતો, વિકારરૂપ પરિણમીને જે જે ભાવને પોતાનો કરે છે તે તે ભાવનો તે ઉપયોગ કર્તા થાય છે. મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિરૂપ પરિણામનો કર્તા અજ્ઞાનીનો આત્મા છે, જડકર્મ તે ભાવનો કર્તા નથી.
પ્રશ્નઃ– શું વિકાર કર્મના નિમિત્ત વિના થાય છે?
ઉત્તરઃ– હા, વિકાર થાય છે તે પર અને નિમિત્તની અપેક્ષા વિના પોતાથી સ્વતંત્ર થાય છે. વિકાર નિશ્ચયથી પોતાથી થાય છે; તેમાં પર વસ્તુ નિમિત્ત હો, પણ તે નિમિત્ત વિકારનું કર્તા છે એમ નથી.
પ્રશ્નઃ– વિકાર પરના નિમિત્ત વિના થાય તો વિકાર સ્વભાવ થઈ જશે.
ઉત્તરઃ– વિકાર પોતાથી સ્વતંત્ર થાય છે. એમ સમયની પર્યાયની તે યોગ્યતા-સ્વભાવ છે. કર્મનું નિમિત્ત હો, પણ વિકાર થવામાં જડકર્મ અકિંચિત્કર છે. જ્ઞાનમાં જે હીણી અવસ્થા થાય છે તે પોતાની યોગ્યતાથી થાય છે; તેમાં જ્ઞાનાવરણીય કર્મ કાંઈ કરતું નથી. જ્ઞાનાવરણીય કર્મ જ્ઞાનની હીણી દશામાં નિમિત્ત હો, પણ તે કર્તા નથી.
લૌકિક જનો જગતકર્તા ઈશ્વરને માને છે અને કોઈ જૈનો (જૈનાભાસીઓ) જડકર્મને કર્તા માને છે; પણ વસ્તુસ્વરૂપ એમ નથી. શાસ્ત્રમાં કથન આવે કે જ્ઞાનાવરણીય કર્મ જ્ઞાન પ્રગટ થવામાં આવરણ કરે, પણ એ તો નિમિત્તનું કથન છે. ખરેખર જડકર્મ આત્માના જ્ઞાનને આવરણ કરતું નથી.
જીવમાં વિકારની પર્યાય ઉત્પન્ન થાય છે તે એની જન્મક્ષણ છે. પ્રવચનસાર ગાથા ૧૦૨માં પાઠ છે કે સર્વદ્રવ્યોમાં જે સમયે જે પર્યાય ઉત્પન્ન થાય છે તે એનો સ્વકાળ-જન્મક્ષણ છે. તે પર્યાય પરથી ઉત્પન્ન થાય છે એમ છે નહિ. ઉચિત બાહ્ય નિમિત્ત હો, પણ નિમિત્ત દ્રવ્યના પરિણામનું કર્તા નથી.
તત્ત્વાર્થરાજવાર્તિકમાં જે બે કારણની વાત આવે છે એ ત્યાં પ્રમાણનું જ્ઞાન કરાવ્યું છે. દરેક કાર્ય પોતાથી સ્વતંત્રણે થાય છે એ વાત રાખીને એમાં નિમિત્ત કોણ છે એનું સાથે જ્ઞાન કરાવ્યું છે. કાર્ય પોતાથી થાય છે એ નિશ્ચયની વાતને નિષેધીને શું કાર્યનો કર્તા નિમિત્ત છે એમ ત્યાં કહ્યું છે? તો તો પ્રમાણજ્ઞાન જ રહેશે નહિ. નિશ્ચયથી પરિણતિ પોતે પોતાથી સ્વતંત્રપણે ઉત્પન્ન થાય છે એ વાતને સિદ્ધ રાખીને જોડે નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે તે પ્રમાણનો વિષય છે.
કોઈ માને કે કર્મનું જોર છે તો વિકાર કરવો પડે તો તે માન્યતા બરાબર નથી. જીવને વિકાર થાય છે એમાં નિમિત્તનું બીલકુલ કર્તાપણું નથી. કહે છે ને કે-અનાદિથી અન્યવસ્તુભૂત મોહ સાથે સંયુક્તપણાને લીધે પોતાનામાં ઉત્પન્ન થતા જે આ ત્રણ મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિભાવરૂપ પરિણામવિકારો તેના નિમિત્તે ઉપયોગ ત્રણ
PDF/HTML Page 1065 of 4199
single page version
પ્રકારે થઈને, પોતે અજ્ઞાની થયો થકો કર્તાપણાને પામે છે. વિકારરૂપ પરિણમીને જે જે ભાવને પોતાનો કરે છે તે તે ભાવનો તે ઉપયોગ કર્તા થાય છે.
અહાહા...! પરમાર્થથી તો ત્રિકાળી ઉપયોગ શુદ્ધ, નિરંજન, અનાદિનિધન છે, તે વસ્તુના સર્વસ્વભૂત છે અને ચૈતન્યમાત્રભાવપણે એક પ્રકારનો છે. તોપણ અશુદ્ધ, સાંજન, અનેકભાવપણાને પામતો થકો ત્રણ પ્રકારનો થઈને પોતે અજ્ઞાની થયો થકો કર્તાપણાને પામે છે. જુઓ, કર્મ-નિમિત્ત વિકાર કરાવે છે એમ નથી. વિકારનો કર્તા જડ કર્મ છે એમ નથી. વિકારરૂપ પરિણમીને જે જે ભાવને પોતાના કરે છે તે તે ભાવનો તે ઉપયોગ કર્તા થાય છે. મિથ્યાદ્રષ્ટિ કર્તાપણાને પામીને જે જે ભાવને પોતાના કરે છે તે તે ભાવનો તે (ઉપયોગ) કર્તા થાય છે; જડકર્મ કર્તા થાય છે એમ નથી. કર્મ નિમિત્ત હો. નિમિત્તની કોણે ના પાડી છે? પણ નિમિત્તના કારણે જીવને પર્યાયમાં વિકાર થયો છે એમ નથી. સ્વયં અજ્ઞાની થઈને ઉપયોગ વિકારી ભાવનો કર્તા થાય છે. ઉપયોગ સ્વયં પોતાના કારણે અજ્ઞાની થઈને વિકારરૂપ પરિણમીને તે તે ભાવનો કર્તા થાય છે. આવી વાત છે. કોઈ ઠેકાણે વ્યવહારનું કથન આવે પણ ત્યાં વ્યવહારનું જ્ઞાન કરાવ્યું છે એમ સમજવું. વ્યવહાર નિશ્ચયનું કર્તા છે એમ ન સમજવું.
કર્મથી વિકાર થાય છે એ મોટી ગડબડ અત્યારે ચાલે છે. પણ એ વાત તદ્ન ખોટી છે-એમ અહીં સિદ્ધ કરે છે. મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિભાવરૂપ વિકારી પરિણામનો સ્વયં અજ્ઞાની થઈને ઉપયોગ કર્તા થાય છે. અન્યમતવાળા કહે છે કે જગતના કાર્યનો ઈશ્વર કર્તા છે અને કોઈ અજ્ઞાની એમ કહે છે કે મારા સંસાર અને વિકારનો કર્તા જડ કર્મ છે-તો આ બન્નેની માન્યતા એક સરખી જૂઠી છે. અહીં આ દિગંબર સંતોની જે વાણી છે તે પરમ સત્ય છે. નિયમસારમાં ટીકાકાર મુનિરાજ પદ્મપ્રભમલધારિદેવ કહે છે કે-‘‘મારા મુખમાંથી પરમાગમ ઝરે છે.’’ અહા! આવી સત્ય વાત કોઈને ન રુચે તો શું થાય? પણ સત્ય તો આ જ છે.
નિશ્ચય, વ્યવહાર, નિમિત્ત, ઉપાદાન અને ક્રમબદ્ધપર્યાય આ પાંચ વાત ખાસ સમજવા જેવી છે. જે સમયે જે પર્યાય થવાની હોય તે પર્યાય તે જ કાળે ક્રમસર થાય છે. મોતીની માળામાં પ્રત્યેક મોતી પોતપોતાના સ્થાનમાં છે. તેમ દ્રવ્યની પર્યાયમાળામાં પ્રત્યેક પર્યાય પોતપોતાના કાળ-સ્થાનમાં છે. જે પર્યાયનો જે કાળ હોય ત્યારે તે જ પર્યાય ત્યાં પ્રગટ થાય છે. આગળ-પાછળ નહિ. આવો નિર્ણય કરવામાં પાંચે સમવાય આવી જાય છે.
-જે સમયે જે પર્યાય થવાની હોય તે જ સમયે તે પર્યાય પ્રગટ થઈ ત્યાં કાળ આવ્યો. -જે પર્યાય થવાની છે તે જ થઈ-એમાં ભવિતવ્ય આવ્યું. -સ્વભાવના લક્ષે આવો નિર્ણય કર્યો છે-એમાં સ્વભાવ આવ્યો.
PDF/HTML Page 1066 of 4199
single page version
-અને સ્વભાવસન્મુખ પર્યાય થઈ એમાં પુરુષાર્થ આવ્યો. -અને ત્યારે કર્મનો અભાવ થયો-એમાં નિમિત્ત આવ્યું.
આમ ક્રમબદ્ધનો નિર્ણય કરનારની દ્રષ્ટિ જ્ઞાયક ઉપર હોય છે. ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય ઉપર જેની દ્રષ્ટિ હોય છે તે જ ક્રમબદ્ધનો યથાર્થ નિર્ણય કરી શકે છે. ક્રમબદ્ધ જે છે એ તો પર્યાય છે. પર્યાયના આશ્રયે પર્યાયનો નિર્ણય થતો નથી. દ્રવ્યના આશ્રયે સમ્યગ્જ્ઞાન થાય છે. દ્રવ્યના આશ્રયે જે સમ્યગ્જ્ઞાન થયું તે ક્રમબદ્ધપર્યાયનું જ્ઞાન કરે છે. પર્યાયના આશ્રયે ક્રમબદ્ધનું જ્ઞાન થતું નથી.
અહીં કહે છે કે મિથ્યાદર્શન આદિ વિકારી પરિણામનો, ઉપયોગ, સ્વયં અજ્ઞાની થઈને, કર્તા થાય છે. જે જે ભાવને પોતાના કરે તે તે ભાવનો ઉપયોગ કર્તા થાય છે. આ પર્યાયરૂપ ઉપયોગની વાત છે. ત્રિકાળી દ્રવ્યસ્થિત ઉપયોગ તો એનાથી ભિન્ન છે અને એ તો શુદ્ધ નિરંજન છે. પરંતુ પર્યાયનો જે ઉપયોગ છે તે તે કાળે વિકારનો કર્તા થાય છે. જડ કર્મ એમાં નિમિત્ત છે, પણ તે વિકારનું કર્તા નથી. મિથ્યાદર્શન, અજ્ઞાન અને રાગાદિ પુણ્યપાપના ભાવરૂપ જે જે વિકાર થાય છે તે વિકારનો, પોતે વિકારરૂપ પરિણમીને, ઉપયોગ કર્તા થાય છે. કેટલી સ્પષ્ટ વાત છે! ભાઈ! વખત લઈને, નિવૃત્તિ લઈને આ વાતની સમજણ કરવી જોઈએ. અહીં તો કહે છે કે આત્મા કર્મના નિમિત્તથી નિવૃત્ત છે, કેમકે કર્મના નિમિત્તથી વિકારી પરિણામ ઉત્પન્ન થાય છે એમ છે નહિ.
અહાહા.....! ત્રિકાળી ઉપયોગ શુદ્ધ, નિરંજન, ચૈતન્યમાત્રભાવપણે એક પ્રકારનો છે; તોપણ વર્તમાન પર્યાયરૂપ ઉપયોગ અશુદ્ધ, સાંજન અને અનેકપણાને પામતો થકો મિથ્યાત્વાદિ ત્રણ પ્રકારનો થાય છે. અજ્ઞાની જીવ અનેક પ્રકારના મિથ્યાત્વાદિ ભાવને પ્રાપ્ત થાય છે. વર્તમાન ઉપયોગ છે તે અજ્ઞાની થયો થકો ત્રણ પ્રકારે થઈને કર્તાપણાને પામે છે. જડ કર્મ વિકારના કર્તાપણાને પામે છે એમ નથી. પુણ્ય-પાપ, દયા, દાન, વિષયવાસના ઇત્યાદિ જે ભાવ થાય છે તેમાં જડ કર્મ નિમિત્ત છે, પણ તે નિમિત્તના કારણે એ ભાવ થાય છે એમ નથી. અજ્ઞાનીનો ઉપયોગ ત્રણ પ્રકારે થઈને કર્તાપણાને પામે છે. અજ્ઞાની પોતે રાગનો કર્તા થાય છે. આમાં ગર્ભિતપણે એમ પણ આવ્યું કે જ્ઞાની રાગનો કર્તા નથી. જ્ઞાની તો રાગનો જ્ઞાતા છે. જ્ઞાનીને જે રાગ છે તે રાગનો આત્મા કર્તા નથી.
ભાઈ! આ તો વીતરાગનો માર્ગ છે. સમયસાર, પ્રવચનસાર આદિ શાસ્ત્રો ભગવાનની દિવ્યધ્વનિનો સાર છે. સર્વજ્ઞ પરમાત્માએ જે કહ્યું તે અનુસાર ચાર જ્ઞાનના ધણી, ચૌદ પૂર્વની અંતઃમુહૂર્તમાં રચના કરનારા ગણધરોએ કહ્યું છે. તેનો સાર આ શાસ્ત્રોમાં ભર્યો છે. અરે! અજ્ઞાની અલ્પજ્ઞ જીવો એમાં પોતાની મતિ-કલ્પનાથી અર્થ કરે તે કેમ ચાલે? તેમાં જરાય ફેરફાર કરે તો એથી મિથ્યાત્વનો મહા દોષ ઊપજે.
PDF/HTML Page 1067 of 4199
single page version
પાણી ઉષ્ણ થાય તે પોતાની યોગ્યતાથી થાય છે, અગ્નિથી નહિ. અગ્નિ તેમાં નિમિત્ત છે પણ નિમિત્ત કર્તા નથી. સુંદર સ્ત્રીનું રૂપ દેખીને જે વાસનાના પરિણામ થાય તે વાસનાના પરિણામનો કર્તા અજ્ઞાની જીવ પોતે છે. સ્ત્રીનું સુંદર રૂપ તેમાં નિમિત્ત છે, પણ નિમિત્તને લઈને વાસનાના પરિણામ થયા નથી. જ્ઞાનાવરણીય કર્મને લઈને જ્ઞાનની હીણી દશા છે એમ નથી. જ્ઞાનની હીણી દશા સ્વયં પોતાથી છે અને તેમાં જ્ઞાનાવરણીય કર્મ નિમિત્ત છે. જીવની જ્ઞાન-દર્શનની હીણી પર્યાય થાય છે તે ભાવઘાતિના કારણે થાય છે, દ્રવ્યઘાતિ કર્મ એમાં નિમિત્ત છે. ‘ઘાતિકર્મના નિમિત્તથી’ એમ કથન આવે છે પણ એ તો નિમિત્તનું કથન છે. જડ ઘાતીકર્મ આત્માની પર્યાયનો ઘાત કરે છે એમ નથી. ભાવઘાતીકર્મથી પોતાની હીણી પર્યાય થાય છે તો દ્રવ્યઘાતીકર્મને નિમિત્ત કહેવામાં આવે છે. દ્રવ્યકર્મ નિમિત્ત છે, પણ તે ભાવઘાતીકર્મનું કર્તા નથી.
‘પહેલાં કહ્યું હતું કે જે પરિણમે તે કર્તા છે. અહીં અજ્ઞાનરૂપ થઈને ઉપયોગ પરિણમ્યો તેથી જે ભાવરૂપ તે પરિણમ્યો તે ભાવનો તેને કર્તા કહ્યો. આ રીતે ઉપયોગને કર્તા જાણવો.
જે પરિણમે તે કર્તા છે. વિકારરૂપે ઉપયોગ પરિણમે છે. તેથી તે ઉપયોગને વિકારનો કર્તા કહ્યો; નિમિત્ત કર્તા નથી. જ્ઞાનાવરણીય આદિ કર્મ પરદ્રવ્ય છે. તે આત્માની પર્યાયને અડતુંય નથી, કેમકે આત્માની વિકારી પર્યાય અને કર્મની પર્યાય એ બન્ને વચ્ચે અત્યંતાભાવ છે.
આ શરીરમાં પીડા થાય તે અશાતાવેદનીયના નિમિત્તથી થાય છે. એનો અર્થ શું? શરીરની અવસ્થા તો જે કાળે જે થવાની હોય તે એનાથી થાય છે, તેમાં અશાતાનો ઉદય નિમિત્ત છે, પણ અશાતાનો ઉદય શરીરની અવસ્થાનો કર્તા નથી. તથા તે વખતે જીવમાં પીડાનો જે અનુભવ થાય છે તે તેની યોગ્યતાથી સ્વતંત્ર થાય છે, એમાં શરીરનું કે કર્મનું કાંઈ કર્તવ્ય નથી. આ પૈસા આદિ સામગ્રી મળે છે તે શાતાવેદનીયના ઉદયના નિમિત્તે મળે છે. ત્યાં ઉદય તો નિમિત્તમાત્ર છે. પૈસા પૈસાના કારણે આવે છે. પૈસાની આવવાની ક્રિયા થઈ તેનો શાતાવેદનીય કર્મનો ઉદય કર્તા નથી, કેમકે જે પરિણમે તે કર્તા છે.
મિથ્યાત્વ અને રાગદ્વેષ આદિ વિકારરૂપે ઉપયોગ પરિણમે છે માટે તે વિકારપરિણામનો ઉપયોગ કર્તા છે. અજ્ઞાનરૂપે થઈને જે ભાવરૂપ ઉપયોગ પરિણમે તે ભાવનો ઉપયોગ કર્તા છે.
‘શુદ્ધ દ્રવ્યાર્થિક નયથી આત્મા કર્તા છે નહિ, તોપણ ઉપયોગ અને આત્મા એક
PDF/HTML Page 1068 of 4199
single page version
વસ્તુ હોવાથી અશુદ્ધદ્રવ્યાર્થિકનયે આત્માને પણ કર્તા કહેવામાં આવે છે.’ દ્રવ્યદ્રષ્ટિથી આત્મા રાગાદિ વિકારનો કર્તા નથી. દ્રવ્યસ્વભાવ વિકારનો કર્તા નથી. તેવી રીતે દ્રવ્યદ્રષ્ટિ જેને થઈ છે એવા દ્રવ્યસ્વભાવને અનુભવનારા જ્ઞાની રાગના કર્તા નથી. શુદ્ધ દ્રવ્યાર્થિકનયે આત્મા કર્તા નથી; પણ ઉપયોગ અને આત્મા એક હોવાથી અશુદ્ધદ્રવ્યાર્થિક નયથી આત્માને પણ કર્તા કહેવામાં આવે છે.
અશુદ્ધદ્રવ્યાર્થિક નય કહો કે અશુદ્ધ નિશ્ચયનય કહો કે વ્યવહારનય કહો-એ અપેક્ષાએ આત્માને કર્તા કહેવામાં આવે છે.
PDF/HTML Page 1069 of 4199
single page version
अथात्मनस्त्रिविधपरिणामविकारकर्तृत्वे सति पुद्गलद्रव्यं स्वत एव कर्मत्वेन परिणमतीत्याह–
कम्मत्तं परिणमदे तम्हि सयं पोग्गलं दव्वं।। ९१ ।।
कर्मत्वं परिणमते तस्मिन् स्वयं पुद्गलं द्रव्यम्।। ९१ ।।
હવે, આત્માને ત્રણ પ્રકારના પરિણામવિકારનું કર્તાપણું હોય ત્યારે પુદ્ગલદ્રવ્ય પોતાની મેળે જ કર્મપણે પરિણમે છે એમ કહે છેઃ-
કર્તા થતાં, પુદ્ગલ સ્વયં ત્યાં કર્મરૂપે પરિણમે. ૯૧.
ગાથાર્થઃ– [आत्मा] આત્મા [यं भावम्] જે ભાવને [करोति] કરે છે [तस्य भावस्य] તે ભાવનો [सः] તે [कर्ता] કર્તા [भवति] થાય છે; [तस्मिन्] તે કર્તા થતાં [पुद्गलं द्रव्यम्] પુદ્ગલદ્રવ્ય [स्वयं] પોતાની મેળે [कर्मत्वं] કર્મપણે [परिणमते] પરિણમે છે.
ટીકાઃ– આત્મા પોતે જ તે પ્રકારે (તે-રૂપે) પરિણમવાથી જે ભાવને ખરેખર કરે છે તેનો તે કર્તા થાય છે-સાધકની (અર્થાત્ મંત્ર સાધનારની) જેમ; તે (આત્માનો ભાવ) નિમિત્તભૂત થતાં, પુદ્ગલદ્રવ્ય કર્મપણે સ્વયમેવ (પોતાની મેળે જ) પરિણમે છે. આ વાત સ્પષ્ટપણે સમજાવવામાં આવે છેઃ-જેમ સાધક તે પ્રકારના ધ્યાનભાવે પોતે જ પરિણમતો થકો ધ્યાનનો કર્તા થાય છે અને તે ધ્યાનભાવ સર્વ સાધ્યભાવોને (અર્થાત્ સાધકને સાધવાયોગ્ય ભાવોને) અનુકૂળ હોવાથી નિમિત્તમાત્ર થતાં, સાધક કર્તા થયા સિવાય (સર્પાદિકનું) વ્યાપેલું ઝેર સ્વયમેવ ઊતરી જાય છે, સ્ત્રીઓ સ્વયમેવ વિડંબના પામે છે અને બંધનો સ્વયમેવ તૂટી જાય છે; તેવી રીતે આ આત્મા અજ્ઞાનને લીધે મિથ્યાદર્શનાદિભાવે પોતે જ પરિણમતો થકો મિથ્યાદર્શનાદિભાવનો કર્તા થાય છે અને તે મિથ્યાદર્શનાદિભાવ પુદ્ગલદ્રવ્યને (કર્મરૂપે પરિણમવામાં) અનુકૂળ હોવાથી નિમિત્તમાત્ર થતાં, આત્મા કર્તા થયા સિવાય પુદ્ગલદ્રવ્ય મોહનીયાદિ કર્મપણે સ્વયમેવ પરિણમે છે.
ભાવાર્થઃ– આત્મા તો અજ્ઞાનરૂપ પરિણમે છે, કોઈ સાથે મમત્વ કરે છે, કોઈ
PDF/HTML Page 1070 of 4199
single page version
સાથે રાગ કરે છે, કોઈ સાથે દ્વેષ કરે છે; તે ભાવોનો પોતે કર્તા થાય છે. તે ભાવો નિમિત્તમાત્ર થતાં, પુદ્ગલદ્રવ્ય પોતે પોતાના ભાવથી જ કર્મરૂપે પરિણમે છે. પરસ્પર નિમિત્તનૈમિત્તિકભાવ માત્ર છે. કર્તા તો બન્ને પોત પોતાના ભાવના છે એ નિશ્ચય છે.
હવે, આત્માને ત્રણ પ્રકારના વિકારનું કર્તાપણું હોય ત્યારે પુદ્ગલદ્રવ્ય પોતાની મેળે જ કર્મપણે પરિણમે છે એમ કહે છેઃ-
‘આત્મા પોતે જ તે પ્રકારે પરિણમવાથી જે ભાવને ખરેખર કરે છે તેનો તે કર્તા થાય છે-સાધકની (અર્થાત્ મંત્ર સાધનારની) જેમ; તે (આત્માનો ભાવ) નિમિત્તભૂત થતાં, પુદ્ગલદ્રવ્ય કર્મપણે સ્વયમેવ (પોતાની મેળે જ) પરિણમે છે.’
આત્મા પોતે જ મિથ્યાશ્રદ્ધા, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્રરૂપ પરિણમવાથી જે ભાવને કરે છે તેનો તે કર્તા થાય છે. કર્મનો ઉદય છે તો રાગાદિરૂપે પરિણમે છે એમ નથી. પુણ્યથી ધર્મ થાય, વ્યવહારથી નિશ્ચય થાય, નિમિત્ત છે તે કર્તા છે-ઇત્યાદિ મિથ્યાશ્રદ્ધારૂપ આત્મા સ્વયં પરિણમે છે; કર્મ તેને પરિણમાવે છે એમ નથી. ભગવાન આત્મા પોતાની ચીજને ભૂલીને પોતે જ-‘आत्मा हि’ છે ને-મિથ્યાત્વ, રાગદ્વેષ આદિ જે ભાવને કરે છે તે ભાવનો તે કર્તા થાય છે. મંત્ર સાધનાર સાધકની જેમ અજ્ઞાની પોતાના ભાવનો કર્તા છે. કેટલું સ્પષ્ટ છે! આત્માનો તે ભાવ નિમિત્તભૂત થતાં પુદ્ગલ-દ્રવ્ય સ્વયમેવ કર્મપણે પરિણમે છે.
આત્મા મિથ્યાત્વાદિ વિકારરૂપે પોતાથી થાય છે. વિકારભાવનો પોતે કર્તા અને વિકારભાવ તે એનું કર્મ છે. વિકારનો કર્તા, નિમિત્ત-કર્મ (નિમિત્તપણે રહેલું કર્મ) છે એમ ત્રણકાળમાં છે નહિ. જીવ ચારગતિમાં રખડે છે તે પોતાના કારણે રખડે છે, કર્મના કારણે નહિ. કર્મ તો જડ છે, પરદ્રવ્ય છે. કર્મ જીવને હેરાન કરે છે એ વાત યથાર્થ નથી.
સ્વભાવનું ભાન નથી ત્યાંસુધી મિથ્યાદ્રષ્ટિ મિથ્યાત્વભાવનો કર્તા છે. આત્માનો તે ભાવ નિમિત્તભૂત થતાં પુદ્ગલદ્રવ્ય સ્વયમેવ કર્મપણે પરિણમે છે. ‘સ્વયમેવ’ પરિણમે છે-છે સ્પષ્ટ. આત્માના પરિણામ નિમિત્તભૂત થતાં જે જડકર્મ બંધાય તે પોતાથી બંધાય છે. તે જડની પર્યાય જડથી થાય છે; આત્મા કર્મની અવસ્થાનો કર્તા નથી. કર્મ બંધાય તેમાં જીવનો વિકારી ભાવ નિમિત્ત હોવા છતાં પુદ્ગલદ્રવ્ય સ્વયમેવ કર્મપણે પરિણમે છે. જીવ એને કર્મપણે પરિણમાવે છે એમ નથી. જીવે રાગદ્વેષ કર્યા માટે કર્મને બંધાવું પડયું એમ નથી.
PDF/HTML Page 1071 of 4199
single page version
ભગવાન આત્માનો સ્વભાવ તો જ્ઞાતાદ્રષ્ટા છે. શુદ્ધ નિરંજન સદા પરમાનંદસ્વરૂપ ભગવાન આત્મા અંતર્દ્રષ્ટિનો વિષય છે. પરંતુ તેની દ્રષ્ટિ છોડીને જે પર્યાય ઉપર દ્રષ્ટિ માંડે છે તે જીવ મિથ્યાત્વ અને પુણ્યપાપના ભાવનો કર્તા થાય છે. અને ત્યારે આત્માના તે મિથ્યાત્વાદિ ભાવ નિમિત્તભૂત થતાં પુદ્ગલદ્રવ્ય કર્મપણે સ્વયમેવ પરિણમે છે. જીવે મિથ્યાત્વના પરિણામ કર્યા માટે ત્યાં કર્મની પર્યાય દર્શનમોહપણે થઈ એમ નથી. અરે ભાઈ! નિમિત્ત- નૈમિત્તિકસંબંધનો અર્થ કર્તાકર્મ નથી. અજ્ઞાની જીવ વિકારનો કર્તા થાય છે ત્યાં પુદ્ગલકર્મ પોતાની મેળે કર્મરૂપે પરિણમે છે. આવી સ્વતંત્રતાની વાત છે. આ વાત સ્પષ્ટપણે સમજાવવામાં આવે છે-
‘જેમ સાધક તે પ્રકારના ધ્યાનભાવે પોતે જ પરિણમતો થકો ધ્યાનનો કર્તા થાય છે અને તે ધ્યાનભાવ સર્વ સાધ્યભાવોને (સાધકને સાધવાયોગ્ય ભાવોને) અનુકૂળ હોવાથી નિમિત્તભૂત થતાં, સાધક કર્તા થયા સિવાય (સર્પાદિકનું) વ્યાપેલું ઝેર સ્વયમેવ ઉતરી જાય છે, સ્ત્રીઓ સ્વયમેવ વિડંબના પામે છે અને બંધનો સ્વયમેવ તૂટી જાય છે.’
જુઓ, મંત્રસાધક પોતાની મંત્રસાધનાની-ધ્યાનની પર્યાયનો કર્તા છે, પણ જે બીજાને ઝેર ઉતરી જાય તે ક્રિયાનો એ કર્તા નથી. કહ્યું ને કે-તેમાં સાધકનું ધ્યાન અનુકૂળ હોવાથી નિમિત્તભૂત થતાં, સાધક કર્તા થયા સિવાય સર્પાદિકનું ઝેર સ્વયમેવ ઉતરી જાય છે. અહાહા...! પરમાં જે પરિણતિ થઈ તે મંત્રસાધકથી થઈ નથી. મંત્રસાધકનું ધ્યાન નિમિત્તભૂત થતાં, તે કર્તા થયા સિવાય સ્ત્રીઓ સ્વયમેવ વિડંબના પામે છે. આ સ્ત્રીઓ જે ધૂણે છે એ ધૂણવાની અવસ્થા પોતાની પોતાથી છે, એમાં મંત્રસાધકનું કાંઈ કાર્ય નથી. એ પરની ધૂણવાની ક્રિયાનો કર્તા મંત્રસાધક નથી. છે ને કે સ્ત્રીઓ સ્વયમેવ વિડંબના પામે છે. તેવી જ રીતે સાધકનું ધ્યાન નિમિત્તભૂત થતાં બંધનો, સાધક કર્તા થયા સિવાય, સ્વયમેવ તૂટી જાય છે.
મંત્રનો સાધક પોતાની સાધનાની પર્યાયનો કર્તા છે, પણ તે પરની (નૈમિત્તિક) પરિણતિનો કર્તા નથી. અરે! બહુ ગડબડ ચાલે છે, અત્યારે તો એમ માને છે કે જ્ઞાનાવરણીય કર્મ જીવનું જ્ઞાન રોકે છે અને ચારિત્રમોહના ઉદયથી જીવને રાગ થાય છે અને વ્યવહારથી નિશ્ચય થાય છે ઇત્યાદિ. પણ એમ છે નહિ. અહીં તો કહે છે કે જ્ઞાનાવરણીય કર્મ કર્તા થયા સિવાય જીવની જ્ઞાનની હીણી દશા સ્વયમેવ થાય છે. બહુ ઝીણી વાત છે, ભાઈ!
વ્યવહાર છે તે નિશ્ચયનો કર્તા નથી. ચૈતન્યસ્વભાવ ઉપર દ્રષ્ટિ દેતાં સહજાનંદ-સ્વરૂપ ભગવાન આત્માનો અનુભવ થઈને જે સમ્યગ્દર્શનની પર્યાય પ્રગટ થાય છે તેનો કર્તા આત્મા છે. ખરેખર તો તે નિર્મળ પર્યાયનો કર્તા પર્યાય પોતે છે, પણ પર્યાયનો આત્મા સાથે (અભેદપણાનો) સંબંધ ગણીને સમ્યગ્દર્શનની પર્યાયનો આત્મા કર્તા કહેવામાં આવે છે. પરંતુ તે સમ્યગ્દર્શનની પર્યાયનો કર્તા વ્યવહાર સમકિત નથી. નિશ્ચયરત્નત્રયમાં વ્યવહાર-
PDF/HTML Page 1072 of 4199
single page version
રત્નત્રય નિમિત્ત છે, પણ વ્યવહારરત્નત્રય નિશ્ચયરત્નત્રયનું કર્તા નથી. અહીં કહ્યું ને કે વ્યવહારરત્નત્રય કર્તા થયા સિવાય જીવ સ્વયં નિશ્ચયરત્નત્રયપણે સ્વભાવના લક્ષે પરિણમે છે. જ્યાં વ્યવહારરત્નત્રયને મોક્ષનું પરંપરાકારણ કહ્યું હોય ત્યાં તે ઉપચારથી કથન કર્યું છે એમ સમજવું અને તે પણ જ્ઞાનીના સંદર્ભમાં વાત છે. અજ્ઞાનીના શુભરાગમાં તો પરંપરા-કારણનો અરોપ પણ આવતો નથી.
અજ્ઞાનીને વ્યવહાર હોતો નથી. અજ્ઞાનીને તો વ્યવહારમૂઢ કહ્યો છે. સમયસાર ગાથા ૪૧૩માં ત્રણ શબ્દ કહ્યા છે-અનાદિરૂઢ, વ્યવહારમાં મૂઢ, નિશ્ચય પર અનારૂઢ વર્તતા થકા પરમાર્થસત્ય ભગવાન સમયસારને દેખતા-અનુભવતા નથી. ‘‘હું શ્રમણ છું, હું શ્રમણોપાસક છું એમ દ્રવ્યલિંગમાં મમકાર વડે મિથ્યા અહંકાર કરે છે, તેઓ અનાદિરૂઢ, વ્યવહારમાં મૂઢ, પ્રૌઢ વિવેકવાળા નિશ્ચય પર અનારૂઢ વર્તતા થકા પરમાર્થ-સત્ય ભગવાન સમયસારને દેખતા- અનુભવતા નથી.’’ અરે ભાઈ! રાગની મંદતા તો જીવ અનાદિથી કરતો આવ્યો છે, એમાં કાંઈ નવું નથી. સમ્યગ્દર્શન વિના કથનમાત્ર વ્યવહારરત્નત્રયનું જીવે અનંતવાર પાલન કર્યું છે. નિયમસાર કળશ ૧૨૧માં કહ્યું છે કે-જે કથનમાત્ર વ્યવહારરત્નત્રય છે તેને ભવમાં ડૂબેલા જીવે અનંતવાર આચર્યું છે, પરંતુ અરેરે! જ્ઞાનસ્વરૂપ જે એક પરમાત્મતત્ત્વ છે એનું આચરણ કર્યું નથી. સમ્યગ્દર્શન વિના ભેદજ્ઞાનરહિત વ્યવહારમાં જે લીન છે તે વ્યવહારમૂઢ છે. સમ્યગ્દર્શન પ્રગટ થતાં જ્ઞાનીને જે વ્યવહાર આવે છે તેનો તે જ્ઞાતા થાય છે, કર્તા થતો નથી.
ત્યાં ગાથા ૪૧૩ના ભાવાર્થમાં સ્પષ્ટ કર્યું છે કે-‘‘અનાદિ કાળનો પરદ્રવ્યના સંયોગથી થયેલો જે વ્યવહાર તેમાં જ જે પુરુષો મૂઢ અર્થાત્ મોહિત છે, તેઓ એમ માને છે કે-‘આ બાહ્ય મહાવ્રતાદિરૂપ ભેખ છે તે જ અમને મોક્ષ પ્રાપ્ત કરાવશે,’ પરંતુ જેનાથી ભેદજ્ઞાન થાય છે એવા નિશ્ચયને તેઓ જાણતા નથી. આવા પુરુષો સત્યાર્થ, પરમાત્મરૂપ, શુદ્ધજ્ઞાનમય સમયસારને દેખતા નથી.’’ આ પ્રમાણે અજ્ઞાનીનો વ્યવહાર નિષ્ફળ છે, નિરર્થક છે. જ્યારે જ્ઞાની નિશ્ચય પર આરૂઢ છે; તે વ્યવહારમાં મૂઢ નથી પણ વ્યવહારના જ્ઞાતાદ્રષ્ટા છે. જેને આત્મજ્ઞાનની દશા પ્રગટ અનુભવમાં આવી છે તેવા પંચમગુણસ્થાનવાળા અને છઠ્ઠા ગુણસ્થાનવાળા જ્ઞાનીને શુભભાવના કાળમાં અશુભ ટળે છે તેથી તેના શુભરાગને વ્યવહાર કહેલો છે. પણ તે વ્યવહાર તે કાંઈ નિશ્ચયનું વાસ્તવિક સાધન નથી. બાહ્ય નિમિત્ત હો, પણ તે નિશ્ચયનો કર્તા નથી. જ્યાં એને સાધન કહ્યું છે તે ઉપચારથી કહ્યું છે-એમ સમજવું.
જડ અને ચેતનની પર્યાય થાય તે વખતે જ્ઞાનીની ત્યાં ઉપસ્થિતિ (બાહ્ય વ્યાપ્તિ) હોય તો જ્ઞાની તેમાં નિમિત્ત કહેવામાં આવે છે, નિમિત્તકર્તા નહિ. નિમિત્ત અને નિમિત્ત-કર્તામાં ફેર છે. અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ જીવ જે રાગદ્વેષનો કર્તા થાય છે તેનો રાગ, ભોગ આદિ જે ક્રિયા થાય તેનો નિમિત્તકર્તા કહેવામાં આવે છે. મિથ્યાદ્રષ્ટિને નિમિત્તકર્તા
PDF/HTML Page 1073 of 4199
single page version
કહેવામાં આવે છે. જ્ઞાનીને પોતાના જ્ઞાતા-દ્રષ્ટાસ્વભાવનું ભાન થયું છે. તેને જે રાગ છે તે જ્ઞાનની પર્યાયમાં નિમિત્ત છે. જ્ઞાનની જાણવાની પર્યાયનું ઉપાદાન તે પર્યાય પોતે છે, તેમાં રાગ નિમિત્ત છે. જ્ઞાનીને જ્ઞાનની સ્વપરપ્રકાશક પર્યાય પોતાથી થાય છે. તે પર્યાયમાં રાગ નિમિત્ત છે, પણ રાગ નિમિત્ત છે માટે ત્યાં જ્ઞાનની પર્યાય થઈ છે એમ નથી. રાગ કર્તા થયા સિવાય, જ્ઞાન સ્વયં જ્ઞાનરૂપે પરિણમે છે.
જેને શુદ્ધ ચિદાનંદ ચૈતન્યમય પ્રભુ આત્માની દ્રષ્ટિ કરતાં સમ્યગ્દર્શન પ્રગટ થયું છે, આનંદનો સ્વાદ આવ્યો છે એ જ્ઞાનીને રાગ આવે છે. પણ તે રાગનો જ્ઞાની કર્તા નથી. રાગ એ જ્ઞાનીનું કર્તવ્ય નથી કેમકે રાગ કરવા લાયક છે એમ તે માનતો નથી. તથાપિ પરિણમન છે એ અપેક્ષાએ તેને કર્તા કહેવામાં આવે છે. પ્રવચનસારમાં ૪૭ નયના અધિકારમાં આવે છે કે-જેમ રંગરેજ રંગનો કર્તા છે તેમ જ્ઞાની પરિણમનની અપેક્ષાએ રાગનો કર્તા છે. કરવા લાયક છે એમ નહિ, પણ પરિણમન છે એ અપેક્ષાએ કર્તા કહેવાય છે.
પોતાની કમજોરીથી જ્ઞાનીને રાગ આવે છે. તે રાગના કાળે જ્ઞાનની સ્વપરપ્રકાશક પર્યાય પોતાથી પ્રગટ થાય છે. દ્રવ્યનું જ્ઞાન પર્યાયમાં આવે તે સ્વપ્રકાશક અને પર-રાગ સંબંધી પોતાનું જ્ઞાન પોતાથી પર્યાયમાં થાય તે પરપ્રકાશક. ત્યાં રાગથી જ્ઞાનની સ્વપર-પ્રકાશક પર્યાય થઈ છે એમ નથી. સ્વપરપ્રકાશક જ્ઞાનની પર્યાય તો પોતાથી થઈ છે, તેમાં રાગ નિમિત્ત છે. જ્ઞાનની જે પરિણતિ પ્રગટ થઈ તેનો કર્તા પોતાનો આત્મા છે, તેમાં રાગ નિમિત્ત છે, નિમિત્તકર્તા નહિ. આવો વીતરાગનો માર્ગ અતિ સૂક્ષ્મ છે.
અહીં કહે છે-જેમ મંત્રસાધક પોતાના ધ્યાનનો કર્તા થાય છે અને તે ધ્યાનભાવ સર્વ સાધ્યભાવોને અનુકૂળ હોવાથી નિમિત્તભૂત થતાં, સાધક કર્તા થયા સિવાય સર્પાદિકનું વ્યાપેલું ઝેર સ્વયમેવ ઉતરી જાય છે; ‘તેવી રીતે આ આત્મા અજ્ઞાનને લીધે મિથ્યા-દર્શનાદિભાવે પોતે જ પરિણમતો થકો મિથ્યાદર્શનાદિભાવનો કર્તા થાય છે અને તે મિથ્યાદર્શનાદિભાવ પુદ્ગલદ્રવ્યને (કર્મરૂપે પરિણમવામાં) અનુકૂળ હોવાથી નિમિત્તમાત્ર થતાં, આત્મા કર્તા થયા સિવાય પુદ્ગલદ્રવ્ય મોહનીયાદિ કર્મપણે સ્વયમેવ પરિણમે છે.’
આત્મા પોતામાં જે રાગ થાય છે તેનો કર્તા છે. તે સમયે સમીપમાં જે કાર્મણ-વર્ગણા છે તે સ્વયં જડ કર્મપણે પરિણમે છે. તે કર્મપરિણામનો રાગ કર્તા નથી. નજીકમાં એકક્ષેત્રાવગાહ રહેલી પુદ્ગલકર્મવર્ગણા જડ કર્મપણે પરિણમે તેનો જો આત્મા કર્તા નથી તો આત્મા પરનો- મકાનાદિનો કર્તા થાય એ વાત પ્રભુ! કયાં રહી?
કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ-એમ છ શક્તિઓ પરમાણુ આદિ છએ દ્રવ્યોમાં છે. ભગવાન કહે છે કે પ્રત્યેક દ્રવ્યમાં ષટ્કારકરૂપ શક્તિઓ પડી છે. એ શક્તિઓ પોતાથી પોતાનું કાર્ય કરે છે, પરને લઈને કોઈનું કાર્ય થતું નથી.
PDF/HTML Page 1074 of 4199
single page version
કોઈ કહે છે કે આ તો એકાન્ત છે. તેને કહે છે-સાંભળ, ભાઈ! આ સમ્યક્ એકાન્ત છે. જડની પર્યાય જડથી સ્વતંત્રપણે થાય છે, તેનો કર્તા આત્મા નથી. જેટલા પ્રમાણમાં જીવ રાગદ્વેષ કરે છે તેટલા પ્રમાણમાં ત્યાં ચારિત્રમોહકર્મ બંધાય છે. છતાં રાગદ્વેષના જે પરિણામ થાય છે તે ચારિત્રમોહકર્મના બંધના કર્તા નથી. અહીં કહ્યું છે ને કે જીવના મિથ્યાદર્શનાદિ ભાવ પુદ્ગલદ્રવ્યને કર્મરૂપે પરિણમવામાં અનુકૂળ હોવાથી નિમિત્તમાત્ર થતાં, આત્મા તેનો કર્તા થયા સિવાય પુદ્ગલદ્રવ્ય સ્વયમેવ મોહનીયાદિ કર્મપણે પરિણમે છે. મોહનીયરૂપે કર્મની પર્યાય થાય તેનો આત્મા કર્તા નથી. આત્મા જડ કર્મનો કર્તા નથી. કર્મની પર્યાય પોતાના કર્તા ગુણથી પોતાની કર્મપરિણતિનો કર્તા થાય છે.
‘આત્મા તો અજ્ઞાનરૂપ પરિણમે છે, કોઈ સાથે મમત્વ કરે છે, કોઈ સાથે રાગ કરે છે, કોઈ સાથે દ્વેષ કરે છે; તે ભાવોનો પોતે કર્તા થાય છે.’ અહીં અજ્ઞાનીની વાત છે. સમ્યગ્દ્રષ્ટિ રાગનો કર્તા નથી. નાટક સમયસારમાં આવે છે ને કે-
દયા, દાન, વ્રત આદિ શુભભાવનો જે કર્તા થાય તે મિથ્યાદ્રષ્ટિ છે. જ્ઞાની તો શુભભાવનો જાણનહારો છે. આત્મા સ્વભાવે જ્ઞાનનો કંદ પ્રભુ છે. માટે આત્મા જાણવાનું કામ કરે. રાગનું કામ થાય તેનો જ્ઞાની કર્તા નથી. સમકિતીને ચોથે ગુણસ્થાને જે રાગ થાય તેનો તે જાણનાર છે, કર્તા નથી. આત્માની શક્તિઓ સર્વ શુદ્ધ છે. ધર્મીની દ્રષ્ટિ શુદ્ધ શક્તિવાન ચૈતન્યઘન પ્રભુ આત્મા ઉપર છે. તેથી જે આ રાગાદિ વિકાર થાય તેનો એ જાણનાર છે, કર્તા નથી. તેને રાગનું પરિણમન છે એ અપેક્ષાથી કર્તા કહેવામાં આવે છે. પરંતુ શુદ્ધ દ્રષ્ટિની અપેક્ષાએ જ્ઞાની રાગનો કર્તા નથી.
અહો! આવું સત્ય નિરૂપણ એક દિગંબરમાં જ છે, બીજે કયાંય નથી. વેદાંત આદિ આત્માને સર્વવ્યાપક કહે છે અને ભૂલને માયાજાળ માને છે. પણ એમ નથી. માયાજાળ પણ વસ્તુ છે અને તેને પોતાની માને તે મૂઢ છે.
આત્મા રાગના કર્તાપણે પરિણમે તે અજ્ઞાનભાવ છે. તે અજ્ઞાનવશ કોઈ સાથે મમત્વ- મિથ્યાત્વનો ભાવ કરે છે, કોઈ સાથે રાગ કરે છે, કોઈ સાથે દ્વેષ કરે છે. તે તે ભાવોનો તે સ્વયં કર્તા થાય છે. મારી લક્ષ્મી, મારું મકાન, મારું સોનું-ઝવેરાત, મારો પુત્ર, મારી આબરૂ ઇત્યાદિ માને તે મમતા-મિથ્યાત્વ છે. અને તે બાહ્ય પદાર્થો ને દેખી તેમને અનુકૂળ-પ્રતિકૂળ જાણી તેમાં પ્રીતિ-અપ્રીતિ કરે તે રાગદ્વેષ છે. ત્યાં એ બાહ્ય ચીજ
PDF/HTML Page 1075 of 4199
single page version
રાગદ્વેષનું કારણ નથી, કેમકે પરચીજ તો જ્ઞેય છે. તેમને અનુકૂળ-પ્રતિકૂળ જાણી સ્વયં રાગદ્વેષપણે પરિણમે છે. વીતરાગનો માર્ગ સૂક્ષ્મ છે, ભાઈ!
આ આત્મા આનંદનો નાથ નિત્યાનંદ પ્રભુ સહજાનંદ પરમાનંદ સદાનંદસ્વરૂપ છે. એવી પોતાની ચીજની અંતરમાં દ્રષ્ટિ થતાં અનુભવમાં જે અતીન્દ્રિય નિરાકુળ આનંદ આવ્યો તે આનંદ સમ્યક્દ્રષ્ટિના અનુભવની મહોર-છાપ છે. અતીન્દ્રિય આનંદ એ સ્વાનુભવનો ટ્રેડમાર્ક છે. સમ્યક્દ્રષ્ટિ આનંદની દશાનું વેદન કરે છે. તેને જે રાગ આવે તેને તે જાણે છે પણ દ્રષ્ટિના સામર્થ્યથી તેનો એ કર્તા અને ભોક્તા થતો નથી. અહો! સમ્યગ્દર્શન અલૌકિક છે!
ધર્મીને શુભરાગ આવે છે, પણ ધર્મી રાગને દુઃખરૂપ હેય જાણે છે. અજ્ઞાની રાગને પોતાનું કર્તવ્ય અને એનાથી પોતાને સુખ થવાનું માને છે. બેની માન્યતામાં આસમાન- જમીનનો ફેર છે. તેથી અજ્ઞાની વિકારના કર્તાપણે પરિણમે છે, તો જ્ઞાની વિકારના કર્તાપણે પરિણમતા નથી. અહો! શું દ્રષ્ટિનું માહાત્મ્ય!
અહીં કહ્યું કે-સાધક મંત્રનો કર્તા છે, પણ જે સ્ત્રીઓ સ્વયમેવ વિડંબના પામે છે કે જે સર્પનું ઝેર ઉતરી જાય છે-ઇત્યાદિ તે બધી પરદ્રવ્યની ક્રિયાનો સાધક કર્તા નથી. એમ દેવ-ગુરુ- શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ, પંચમહાવ્રતના પરિણામ, શાસ્ત્રનું જ્ઞાન એ બધાં નિમિત્ત હો, પણ એ નિમિત્ત આત્માને જે સમ્યગ્દર્શન થાય એના કર્તા નથી. જેમ નિમિત્ત પરનો કર્તા નથી તેમ વ્યવહારરત્નત્રય નિશ્ચયરત્નત્રયના કર્તા નથી.
અહા! જગતના જીવોમાં મિથ્યાશ્રદ્ધાનાં શલ્ય પડયાં છે ને માને છે કે અમે ધર્મ કરીએ છીએ!
અહીં કહે છે-‘જીવના ભાવો નિમિત્તમાત્ર થતાં, પુદ્ગલદ્રવ્ય પોતે પોતાના ભાવથી જ કર્મરૂપે પરિણમે છે. પરસ્પર નિમિત્ત-નૈમિત્તિકભાવ માત્ર છે. કર્તા તો બન્ને પોતપોતાના ભાવના છે. એ નિશ્ચય છે.’
PDF/HTML Page 1076 of 4199
single page version
अज्ञानादेव कर्म प्रभवतीति तात्पर्यमाह–
अण्णाणमओ जीवो कम्माणं कारगो होदि।। ९२ ।।
अज्ञानमयो जीवः कर्मणां कारको भवति।। ९२ ।।
હવે, અજ્ઞાનથી જ કર્મ ઉત્પન્ન થાય છે એમ તાત્પર્ય કહે છેઃ-
અજ્ઞાનમય એ જીવ એવો કર્મનો કારક બને. ૯૨.
ગાથાર્થઃ– [परम्] જે પરને [आत्मानं] પોતારૂપ [कुर्वन्] કરે છે [च] અને [आत्मानम् अपि] પોતાને પણ [परं] પર [कुर्वन्] કરે છે [सः] તે [अज्ञानमयः जीवः] અજ્ઞાનમય જીવ [कर्मणां] કર્મોનો [कारकः] કર્તા [भवति] થાય છે.
ટીકાઃ– અજ્ઞાનથી આ આત્મા પરનો અને પોતાનો પરસ્પર વિશેષ (તફાવત) ન જાણતો હોય ત્યારે પરને પોતારૂપ કરતો અને પોતાને પર કરતો, પોતે અજ્ઞાનમય થયો થકો, કર્મોનો કર્તા પ્રતિભાસે છે. તે સ્પષ્ટતાથી સમજાવવામાં આવે છેઃ-જેમ શીત-ઉષ્ણનો અનુભવ કરાવવામાં સમર્થ એવી શીત-ઉષ્ણ પુદ્ગલપરિણામની અવસ્થા પુદ્ગલથી અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ આત્માથી અભિન્નપણાને લીધે પુદ્ગલથી સદાય અત્યંત ભિન્ન છે, તેવી રીતે તે પ્રકારનો અનુભવ કરાવવામાં સમર્થ એવી રાગ-દ્વેષ-સુખ-દુઃખાદિરૂપ પુદ્ગલપરિણામની અવસ્થા પુદ્ગલથી અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ આત્માથી અભિન્નપણાને લીધે પુદ્ગલથી સદાય અત્યંત ભિન્ન છે. જ્યારે અજ્ઞાનને લીધે આત્મા તે રાગ-દ્વેષ-સુખ-દુઃખાદિનો અને તેના અનુભવનો પરસ્પર વિશેષ ન જાણતો હોય ત્યારે એકપણાના અધ્યાસને લીધે, શીત-ઉષ્ણની માફક (અર્થાત્ જેમ શીત-ઉષ્ણરૂપે આત્મા વડે પરિણમવું અશકય છે તેમ), જેમના રૂપે આત્મા વડે પરિણમવું અશકય છે એવાં રાગદ્વેષસુખદુઃખાદિરૂપે અજ્ઞાનાત્મા વડે પરિણમતો થકો (અર્થાત્ પરિણમ્યો હોવાનું માનતો થકો), જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરતો, પોતે અજ્ઞાનમય થયો થકો, ‘આ હું રાગી છું (અર્થાત્ આ હું રાગ કરું છું)’ ઇત્યાદિ વિધિથી રાગાદિ કર્મનો કર્તા પ્રતિભાસે છે.
PDF/HTML Page 1077 of 4199
single page version
ભાવાર્થઃ– રાગદ્વેષસુખદુઃખાદિ અવસ્થા પુદ્ગલકર્મના ઉદયનો સ્વાદ છે; તેથી તે, શીત- ઉષ્ણપણાની માફક, પુદ્ગલકર્મથી અભિન્ન છે અને આત્માથી અત્યંત ભિન્ન છે. અજ્ઞાનને લીધે આત્માને તેનું ભેદજ્ઞાન નહિ હોવાથી તે એમ જાણે છે કે આ સ્વાદ મારો જ છે; કારણ કે જ્ઞાનની સ્વચ્છતાને લીધે રાગદ્વેષાદિનો સ્વાદ, શીતઉષ્ણપણાની માફક, જ્ઞાનમાં પ્રતિબિંબિત થતાં, જાણે કે જ્ઞાન જ રાગદ્વેષ થઈ ગયું હોય એવું અજ્ઞાની ને ભાસે છે. તેથી તે એમ માને છે કે ‘હું રાગી છું, હું દ્વેષી છું, હું ક્રોધી છું, હું માની છું’ ઇત્યાદિ. આ રીતે અજ્ઞાની જીવ રાગદ્વેષાદિનો કર્તા થાય છે.
હવે, અજ્ઞાનથી જ કર્મ ઉત્પન્ન થાય છે એમ તાત્પર્ય કહે છેઃ-
‘અજ્ઞાનથી આ આત્મા પરનો અને પોતાનો પરસ્પર વિશેષ (તફાવત) ન જાણતો હોય ત્યારે પરને પોતારૂપ કરતો અને પોતાને પર કરતો, પોતે અજ્ઞાનમય થયો થકો, કર્મોનો કર્તા પ્રતિભાસે છે.’
અજ્ઞાનથી આત્મા પર એટલે રાગ-વ્યવહારરત્નત્રયનો વિકલ્પ અને પોતાની જુદાઈ જાણતો નથી. એટલે તે પરને-રાગને પોતારૂપ કરતો અને પોતાને પરરૂપ એટલે રાગરૂપ કરતો, અજ્ઞાનમય થયો થકો, કર્મોનો એટલે વિકારી પરિણામોનો કર્તા પ્રતિભાસે છે. અહીં જડકર્મોની વાત નથી. તે સ્પષ્ટતાથી સમજાવવામાં આવે છેઃ-
‘જેમ શીત-ઉષ્ણનો અનુભવ કરાવવામાં સમર્થ એવી શીત-ઉષ્ણ પુદ્ગલપરિણામની અવસ્થા પુદ્ગલથી અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ આત્માથી અભિન્નપણાને લીધે પુદ્ગલથી સદાય અત્યંત ભિન્ન છે.’
શું કહે છે? ઠંડી અને ગરમ એ પુદ્ગલની જડની અવસ્થા છે. તે અવસ્થા પુદ્ગલથી અભિન્ન છે અને આત્માથી સદાય અત્યંત ભિન્ન છે. ઠંડી અને ગરમ અવસ્થા ભગવાન આત્માથી અત્યંત ભિન્ન છે. આત્મા કદીય ઠંડો કે ગરમ થતો નથી. આ મરચુ ખાય ત્યારે તીખાશરૂપે આત્મા થતો નથી. તીખો સ્વાદ એ તો જડની પર્યાય છે. અજ્ઞાની માને છે કે હું તીખાશરૂપે થઈ ગયો, પણ આત્મા તીખા રસપણે થતો નથી. ઠંડી અને ગરમ અવસ્થા પુદ્ગલથી અભિન્નપણાને લીધે આત્માથી ભિન્ન છે. પરંતુ ઠંડી અને ગરમ અવસ્થાનું જ્ઞાન પોતામાં-આત્મામાં થાય છે. એ જ્ઞાનથી અભિન્ન છે. ઠંડી અને ગરમ અવસ્થાનું જે જ્ઞાન થાય એનાથી આત્મા અભિન્ન છે અને તે જ્ઞાન પુદ્ગલથી સદાય ભિન્ન છે.
PDF/HTML Page 1078 of 4199
single page version
આ દ્રષ્ટાંત કહ્યું. હવે સિદ્ધાંત કહે છે-‘તેવી રીતે તે પ્રકારનો અનુભવ કરાવવામાં સમર્થ એવી રાગ-દ્વેષ-સુખ-દુઃખાદિરૂપ પુદ્ગલપરિણામની અવસ્થા પુદ્ગલથી અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ આત્માથી અભિન્નપણાને લીધે પુદ્ગલથી સદાય અત્યંત ભિન્ન છે.’
દયા, દાન, વ્રત, ભક્તિ આદિના પરિણામ તે પુદ્ગલપરિણામ છે. જેમ શીત-ઉષ્ણ પુદ્ગલના પરિણામ છે તેમ પુણ્ય અને પાપ, દયા અને દાન, વ્રત અને ભક્તિ, કામ અને ક્રોધ ઇત્યાદિ ભાવ બધા પુદ્ગલના પરિણામ છે. પહેલાં ગાથા ૯૧માં રાગદ્વેષાદિ ભાવનો કર્તા અજ્ઞાનભાવે આત્મા છે એમ કહ્યું અને અહીં એ પરિણામ જડમાં નાખી દીધા. અહીં તો વિભાવને સ્વભાવથી ભિન્ન કરવો છે ને! રાગાદિભાવ જીવના સ્વભાવમાં તો નથી અને પરસંગે પુદ્ગલના નિમિત્તે ઉત્પન્ન થયેલા છે તેથી તે પુદ્ગલના પરિણામ છે એમ કહ્યું છે. પરના સંગમાં ઊભા રહીને ઉત્પન્ન થયેલા પરિણામ પરના જ-પુદ્ગલના જ છે એમ અહીં વાત છે. તે રાગ-દ્વેષ-સુખ-દુઃખ આદિ પરિણામ જીવને જ્ઞાન કરાવવામાં સમર્થ એટલે નિમિત્ત છે. જ્ઞાન તો આત્મા પોતે પોતાથી કરે છે. જ્ઞાનમાં સ્વ-પરને પ્રકાશવાનું સહજ સામર્થ્ય છે. તેથી સ્વ-પરનું જ્ઞાન કરનારો જીવ પોતે છે અને તે જ્ઞાનમાં રાગદ્વેષાદિ પર પદાર્થ નિમિત્ત છે. એટલે રાગાદિને જાણનારી જ્ઞાનની અવસ્થા પોતાથી થઈ છે, રાગાદિથી થઈ છે એમ નથી.
ભાઈ! ખૂબ શાંતિ અને ધીરજ કેળવી સાંભળવા જેવી આ સૂક્ષ્મ વાત છે. શીત-ઉષ્ણ અવસ્થા પુદ્ગલથી અભિન્ન છે. તે શીત-ઉષ્ણ અવસ્થા જ્ઞાનમાં નિમિત્ત છે. શીત-ઉષ્ણ અવસ્થા જ્ઞાનની પર્યાયની કર્તા નથી, અને જ્ઞાનની પર્યાય શીત-ઉષ્ણ અવસ્થાની કર્તા નથી. તેમ ભગવાન આત્મામાં દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ તથા હિંસા, જૂઠ, ચોરી આદિના પરિણામ અને સુખ-દુઃખની જે કલ્પના થાય તે સઘળા પુદ્ગલના પરિણામ છે; કેમકે તે શુદ્ધ ચૈતન્યની-આત્માથી જાત નથી. પુણ્ય-પાપના પુદ્ગલપરિણામ તે પુદ્ગલથી અભિન્ન છે અને આત્માથી તે પરિણામ સદાય ભિન્ન છે. અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ એટલે જ્ઞાન આત્માથી અભિન્નપણાને લીધે પુદ્ગલથી સદાય અત્યંત ભિન્ન છે.
ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યમય પ્રભુ આનંદનો નાથ છે. તેના દ્રવ્ય-ગુણમાં તો રાગ નથી. પર્યાયમાં જે રાગ થાય છે તેને અહીં પુદ્ગલના પરિણામમાં નાખ્યા છે. નિમિત્તને આધીન થતાં જે દયા, દાન, કામ, ક્રોધાદિ શુભાશુભ ભાવ થાય તે પુદ્ગલના પરિણામ છે. તે પુદ્ગલથી અભિન્ન-એકમેક છે. આત્માથી તે પરિણામ અત્યંત ભિન્ન છે. અજ્ઞાની પુણ્ય-પાપ આદિ ભાવોનો અજ્ઞાનભાવે કર્તા છે, પણ જ્ઞાન થતાં જ્ઞાની તે પુદ્ગલપરિણામનો કર્તા નથી એમ અહીં સિદ્ધ કરવું છે. રાગ અને જ્ઞાનનું ભેદજ્ઞાન
PDF/HTML Page 1079 of 4199
single page version
અહીં કરાવવું છે. રાગ-દ્વેષના પરિણામ જ્ઞાન થવામાં નિમિત્ત છે પણ રાગદ્વેષના પરિણામ તે જીવનું કાર્ય નથી. આત્મા રાગદ્વેષનો કર્તા થાય એવી કોઈ શક્તિ આત્મામાં નથી.
રાગદ્વેષાદિ પરિણામ જીવની-ચૈતન્યની જાતિના નથી માટે તેને પુદ્ગલના પરિણામ કહ્યા છે. ૭૨મી ગાથામાં તેને અચેતન જડ કહ્યા છે. ત્યાં ગાથા ૭૨માં કહ્યું છે કે-શુભાશુભ પરિણામ અશુચિ છે, ભગવાન આત્મા અત્યંત શુચિ છે; પુણ્ય-પાપના ભાવ જડ છે, ભગવાન આત્મા શુદ્ધ વિજ્ઞાનઘન છે; પુણ્ય-પાપના ભાવ દુઃખરૂપ છે, ભગવાન આત્મા સદા આનંદરૂપ છે. અરેરે! એને ખબર નથી કે આત્માને વિજ્ઞાનઘન ભગવાન કહીને બોલાવ્યો છે. માતા બાળકને પારણામાં સુવાડે ત્યારે તેનાં વખાણ કરીને સુવાડે છે. ‘‘મારો દીકરો ડાહ્યો ને પાટલે બેસી નાહ્યો’’ એમ પ્રશંસા કરીને સુવાડે છે. જો ઠપકાવે તો બાળક ઘોડિયામાં ન સૂવે. તેમ અહીં ત્રિલોકનાથ તીર્થંકરદેવ અને વીતરાગી સંતો જગતના જીવોને જગાડવા ‘ભગવાન’ કહીને બોલાવે છે. કહે છે-
અરે ભગવાન! તું ત્રણલોકનો નાથ છું! આ રાગદ્વેષાદિ પરિણામ છે એ તો પુદ્ગલના પરિણામ છે, તારી ચૈતન્યજાતિની એ ચીજ નથી. આ વ્યવહારરત્નત્રયના પરિણામ જડ, અચેતન પુદ્ગલના પરિણામ છે. જેમ શીત-ઉષ્ણ અવસ્થા જડની સાથે અભેદ છે તેમ વ્યવહારરત્નત્રયના પરિણામ જડ પુદ્ગલની સાથે અભેદ છે. સાંભળીને લોકો રાડ નાખી જાય છે! પણ ભાઈ! જે વ્યવહારરત્નત્રયને તું સાધન માને છે તેને તો અહીં પુદ્ગલના પરિણામ એટલે જડ-અચેતન કહ્યા છે. તે મોક્ષમાર્ગનું સાધન કેમ હોય?
અહો! શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે શું ગજબ કામ કર્યું છે! આત્મા તો આત્મારામ છે. ‘નિજપદ રમે સો રામ કહીએ.’ અતીન્દ્રિય આનંદમાં રમે તે આત્મારામ છે. અને જે રાગમાં રમે તે અનાત્મા હરામ છે. રાગમાં રમે તે આત્મા-રામ નથી, હરામ છે. ૭૨મી ગાથામાં રાગને અનાત્મા જડ કહ્યો છે અને જીવ-અજીવ અધિકારમાં દયા, દાન, વ્રત આદિ પરિણામને અજીવ કહ્યા છે.
અહીં પણ એ જ કહે છે કે-રાગ-દ્વેષ-સુખ-દુઃખાદિ પુદ્ગલપરિણામની અવસ્થા પુદ્ગલ સાથે અભિન્નતાના કારણે આત્માથી અત્યંત ભિન્ન છે. અહાહા! દયા, દાન અને વ્યવહારરત્નત્રયના પરિણામ પુદ્ગલથી અભિન્ન છે અને આત્માથી અત્યંત ભિન્ન છે. બહુ સૂક્ષ્મ વાત, ભાઈ.
અરે! રળવા-કમાવામાં આ જિંદગી (વ્યર્થ) ચાલી જાય છે ભાઈ! કદાચ પાંચ-પચાસ લાખ મળી જશે, પણ મૂળ વસ્તુ (આત્મા) હાથ નહિ આવે, ભાઈ! આમ ને આમ તું રખડીને મરી ગયો (દુઃખી થયો) છું! આવી સૂક્ષ્મ વાત સાંભળવા માંડ મળી છે તો ધીરજથી સાંભળીને નિર્ણય કર. અહીં કહે છે કે દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો
PDF/HTML Page 1080 of 4199
single page version
રાગ અને વ્યવહારરત્નત્રયનો રાગ પુદ્ગલથી અભિન્ન છે અને તારાથી ભિન્ન છે. શુદ્ધ ચૈતન્યના લક્ષે જે આત્માના આનંદનો અનુભવ થાય તેમાં તે નિમિત્ત હો, પણ એનાથી અનુભવની દશા થઈ નથી. શું પુદ્ગલપરિણામથી ચૈતન્યની દશા થાય? ન થાય.
ભગવાને નવ તત્ત્વ કહ્યાં છે. તે બધાં ભિન્ન ભિન્ન છે. આસ્રવ તત્ત્વ જીવ તત્ત્વથી ભિન્ન છે. જો એમ ન હોય તો નવ તત્ત્વ સિદ્ધ નહિ થાય. પુણ્ય તત્ત્વ જો જીવનું થઈ જાય તો બન્ને એક થઈ જાય. તો નવ તત્ત્વ રહે નહિ. ભગવાન આત્મા જ્ઞાયક તત્ત્વ છે. તે પુણ્ય તત્ત્વરૂપ કેમ થાય?
પુણ્ય-પાપ-સુખ-દુઃખાદિનું જે જ્ઞાન થાય તે જ્ઞાન આત્માથી અભિન્ન છે અને પુણ્ય- પાપ આદિ ભાવ આત્માથી ભિન્ન છે. આત્મા સ્વપરપ્રકાશક જ્ઞાનરૂપે પોતાથી પરિણમે છે. તેમાં દયા, દાન આદિ પુણ્ય-પાપના ભાવ નિમિત્તમાત્ર છે. નિમિત્તનો અર્થ ઉપસ્થિતિ છે. જ્ઞાન તો પોતાથી થયું છે, નિમિત્તથી નહિ.
હવે કહે છે-‘જ્યારે અજ્ઞાનને લીધે આત્મા તે રાગ-દ્વેષ સુખ-દુઃખાદિનો અને તેના અનુભવનો પરસ્પર વિશેષ ન જાણતો હોય ત્યારે એકપણાના અધ્યાસને લીધે, શીત-ઉષ્ણની માફક (અર્થાત્ જેમ શીત-ઉષ્ણરૂપે આત્મા વડે પરિણમવું અશકય છે તેમ), જેમના રૂપે આત્મા વડે પરિણમવું અશકય છે એવાં રાગ-દ્વેષ-સુખ-દુઃખાદિરૂપે અજ્ઞાનાત્મા વડે પરિણમતો થકો (અર્થાત્ પરિણમ્યો હોવાનું માનતો થકો), જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરતો, પોતે અજ્ઞાનમય થયો થકો, ‘‘આ હું રાગી છું (અર્થાત્ આ હું રાગ કરું છું)’’ -ઇત્યાદિ વિધિથી રાગાદિ કર્મનો કર્તા પ્રતિભાસે છે.’
અજ્ઞાનીને દયા, દાનના પરિણામ અને આત્માની એક્તાનો અધ્યાસ છે. તેથી એ બે વચ્ચેની ભિન્નતાનું એને ભાન નથી. પુણ્ય-પાપના પરિણામ મારાથી ભિન્ન છે અને તે સંબંધીનું જ્ઞાન મારાથી અભિન્ન છે એવું અજ્ઞાનીને ભાન નથી. જેમ શીત-ઉષ્ણ અવસ્થા આત્મા દ્વારા કરાવી અશકય છે તેમ રાગ-દ્વેષાદિ અવસ્થા આત્મા દ્વારા કરાવી અશકય છે. દયા, દાન આદિ પરિણામરૂપે આત્માનું પરિણમવું અશકય છે. અહાહા...! હું જાણનાર-જાણનાર એક જ્ઞાયક છું એવું ભાન નહિ રાખતાં દયા-દાન-પુણ્ય-પાપરૂપે અજ્ઞાનાત્મા વડે પરિણમતો થકો એટલે તે-રૂપે પોતે પરિણમ્યો હોવાનું માનતો, અજ્ઞાની થયો થકો આ હું દયા-દાન આદિ કરું છું ઇત્યાદિ ભાવ વડે રાગાદિ કર્મનો અજ્ઞાની કર્તા પ્રતિભાસે છે.
ભગવાન આતમા જ્ઞાયકસ્વભાવી ચૈતન્યબિંબ પ્રભુ છે. અને પુણ્ય-પાપના ભાવ, મિથ્યાત્વના ભાવ અચેતન જડ છે. શુભાશુભભાવ છે તે મલિન આસ્રવભાવ છે. તે વિપરીતસ્વભાવવાળા અચેતન જડ છે. તે શુભાશુભભાવપણે આત્માનું પરિણમવું અશકય છે. છઠ્ઠી ગાથામાં આવે છે કે-જ્ઞાયક આત્મા શુભાશુભભાવોના સ્વભાવે પરિણમતો નથી.