Samaysar Kalash Tika (Gujarati). Shlok: 35-56 ; Karta-Karm Adhikar.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 4 of 15

 

Page 39 of 269
PDF/HTML Page 61 of 291
single page version

કરે છે એવા (कोलाहलेन किम्) જે જૂઠા વિકલ્પો તેમનાથી શું? તેનું વિવરણકોઈ મિથ્યાદ્રષ્ટિ જીવ શરીરને જીવ કહે છે, કોઈ મિથ્યાદ્રષ્ટિ જીવ આઠ કર્મોને જીવ કહે છે, કોઈ મિથ્યાદ્રષ્ટિ જીવ રાગાદિ સૂક્ષ્મ અધ્યવસાયને જીવ કહે છે ઇત્યાદિરૂપે અનેક પ્રકારના બહુ વિકલ્પો કરે છે. હે જીવ! તે બધાય વિકલ્પો છોડ, કેમ કે તે જૂઠા છે. ‘‘निभृतः सन् स्वयं एकम् पश्य’’ (निभृतः) એકાગ્રરૂપ (सन्) થતો થકો (एकम्) શુદ્ધ ચિદ્રૂપમાત્રનો (स्वयम्) સ્વસંવેદનપ્રત્યક્ષપણે (पश्य) અનુભવ કર. ‘‘षण्मासम्’’ વિપરીતપણું જે રીતે છૂટે તે રીતે છોડીને. ‘‘अपि’’ વારંવાર બહુ શું કહેવું? આવો અનુભવ કરતાં સ્વરૂપપ્રાપ્તિ છે, તે જ કહે છે‘‘ननु हृदयसरसि पुंसः अनुपलब्धिः किम् भाति’’ (ननु) હે જીવ! (हृदयसरसि) મનરૂપી સરોવરમાં છે (पुंसः) જે જીવદ્રવ્ય તેની (अनुपलब्धिः) અપ્રાપ્તિ (किं भाति) શોભે છે શું? ભાવાર્થ આમ છે કે શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરતાં સ્વરૂપની પ્રાપ્તિ ન થાય એમ તો નથી; ‘‘च उपलब्धिः’’ (च) છે તો એમ જ છે કે (उपलब्धिः) અવશ્ય પ્રાપ્તિ થાય છે. કેવું છે જીવદ્રવ્ય? ‘‘पुद्गलात् भिन्नधाम्नः’’ (पुद्गलात्) દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મથી (भिन्नधाम्नः) ભિન્ન છેચેતનરૂપ છેતેજઃપુંજ જેનો, એવું છે. ૨૩૪.

(અનુષ્ટુપ)
चिच्छक्तिव्याप्तसर्वस्वसारो जीव इयानयम्
अतोऽतिरिक्ताः सर्वेऽपि भावाः पौद्गलिका अमी ।।३-३५।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘अयम् जीवः इयान्’’ (अयम्) વિદ્યમાન છે એવું (जीवः) ચેતનદ્રવ્ય (इयान्) આટલું જ છે. કેવું છે? ‘‘चिच्छक्तिव्याप्तसर्वस्वसारः’’ (चित्-शक्ति) ચેતનામાત્ર સાથે (व्याप्त) મળેલા છે (सर्वस्वसारः) દર્શન, જ્ઞાન, ચારિત્ર, સુખ, વીર્ય ઇત્યાદિ અનંત ગુણો જેના એવું છે. ‘‘अमी सर्वे अपि पौद्गलिकाः भावाः अतः अतिरिक्ताः’’ (अमी) વિદ્યમાન છે એવા, (सर्वे अपि) દ્રવ્યકર્મ-ભાવકર્મ- નોકર્મરૂપ જેટલા છે તે બધા, (पौद्गलिकाः) અચેતન પુદ્ગલદ્રવ્યથી ઊપજ્યા છે એવા (भावाः) અશુદ્ધ રાગાદિરૂપ સમસ્ત વિભાવપરિણામો (अतः) શુદ્ધચેતનામાત્ર જીવવસ્તુથી (अतिरिक्ताः) અત્યંત ભિન્ન છે. આવા જ્ઞાનનું નામ અનુભવ કહેવાય છે. ૩૩૫.


Page 40 of 269
PDF/HTML Page 62 of 291
single page version

(માલિની)
सकलमपि विहायाह्नाय चिच्छक्तिरिक्तं
स्फु टतरमवगाह्य स्वं च चिच्छक्तिमात्रम्
इममुपरि चरन्तं चारु विश्वस्य साक्षात्
कलयतु परमात्मात्मानमात्मन्यनन्तम्
।।४-३६।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘आत्मा आत्मनि इमम् आत्मानम् कलयतु’’ (आत्मा) આત્મા અર્થાત્ જીવદ્રવ્ય (आत्मनि) પોતામાં (इमम् आत्मानम्) પોતાને (कलयतु) નિરંતર અનુભવો. કેવો છે અનુભવયોગ્ય આત્મા? ‘‘विश्वस्य साक्षात् उपरि चरन्तं’’ (विश्वस्य) સમસ્ત ત્રૈલોક્યમાં (उपरि चरन्तं) સર્વોત્કૃષ્ટ છે, ઉપાદેય છે(साक्षात्) એવો જ છે, વધારીને નથી કહેતા. વળી કેવો છે? ‘‘चारु’’ સુખસ્વરૂપ છે. વળી કેવો છે? ‘‘परम्’’ શુદ્ધસ્વરૂપ છે. વળી કેવો છે? ‘‘अनन्तम्’’ શાશ્વત છે. હવે જે રીતે અનુભવ થાય છે તે જ કહે છે‘‘चिच्छक्तिरिक्तं सकलम् अपि अह्नाय विहाय’’ (चित्-शक्तिरिक्तं) જ્ઞાનગુણથી શૂન્ય એવાં (सकलम् अपि) સમસ્ત દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મોને (अह्नाय) મૂળથી (विहाय) છોડીને. ભાવાર્થ આમ છે કે જેટલી કોઈ કર્મજાતિ છે તે સમસ્ત હેય છે, તેમાં કોઈ કર્મ ઉપાદેય નથી. વળી અનુભવ જે રીતે થાય છે તે કહે છે ‘‘चिच्छक्तिमात्रम् स्वं च स्फु टतरम् अवगाह्य’’ (चित्-शक्तिमात्रम्) જ્ઞાનગુણ તે જ છે સ્વરૂપ જેનું એવા (स्वं च) પોતાને (स्फु टतरम्) પ્રત્યક્ષપણે (अवगाह्य) આસ્વાદીને. ભાવાર્થ આમ છે કે જેટલા વિભાવપરિણામો છે તે બધાય જીવના નથી, શુદ્ધ ચૈતન્યમાત્ર જીવ છે એવો અનુભવ કર્તવ્ય છે. ૪૩૬.

(શાલિની)
वर्णाद्या वा रागमोहादयो वा
भिन्ना भावाः सर्व एवास्य पुंसः
तेनैवान्तस्तत्त्वतः पश्यतोऽमी
नो
द्रष्टाः स्युद्रर्ष्टमेकं परं स्यात् ।।५-३७।।

મુદ્રિત ‘‘આત્મખ્યાતિ’’ ટીકામાં શ્લોક નં. ૩૫ અને ૩૬ આગળ પાછળ આવ્યા છે.


Page 41 of 269
PDF/HTML Page 63 of 291
single page version

ખંડાન્વય સહિત અર્થઃ‘‘अस्य पुंसः सर्वे एव भावाः भिन्नाः’’ (अस्य) વિદ્યમાન છે એવા (पुंसः) શુદ્ધ ચૈતન્યદ્રવ્યથી (सर्वे) જેટલા છે તે બધા (भावाः) ભાવ અર્થાત્ અશુદ્ધ વિભાવપરિણામ (एव) નિશ્ચયથી (भिन्नाः) ભિન્ન છેજીવસ્વરૂપથી નિરાળા છે. તે ક્યા ભાવ? ‘‘वर्णाद्याः वा रागमोहादयः वा’’ (वर्णाद्याः) એક કર્મ અચેતન શુદ્ધ પુદ્ગલપિંડરૂપ છે તે તો જીવસ્વરૂપથી નિરાળા જ છે; (वा) એક તો એવા છે કે (रागमोहादयः) વિભાવરૂપ-અશુદ્ધરૂપ છે, દેખતાં ચેતન જેવા દેખાય છે, એવા જે રાગ-દ્વેેષ-મોહરૂપ જીવસંબંધી પરિણામો તેઓ પણ, શુદ્ધ જીવસ્વરૂપને અનુભવતાં, જીવસ્વરૂપથી ભિન્ન છે. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે વિભાવપરિણામોને જીવસ્વરૂપથી ‘ભિન્ન’ કહ્યા, ત્યાં ‘ભિન્ન’નો ભાવાર્થ તો હું સમજ્યો નહિ; ‘ભિન્ન’ કહેતાં, ‘ભિન્ન’ છે તે વસ્તુરૂપ છે કે ‘ભિન્ન’ છે તે અવસ્તુરૂપ છે? ઉત્તર આમ છે કે અવસ્તુરૂપ છે.

‘‘तेन एव अन्तस्तत्त्वतः पश्यतः अमी द्रष्टाः नो स्युः’’ (तेन एव)

તે કારણે જ (अन्तःतत्त्वतः पश्यतः) શુદ્ધ સ્વરૂપનો અનુભવશીલ છે જે જીવ તેને (अमी) વિભાવપરિણામો (द्रष्टाः) દ્રષ્ટિગોચર (नो स्युः) નથી થતા; ‘‘परं एकं द्रष्टम् स्यात्’’ (परं) ઉત્કૃષ્ટ છે એવું (एकं) શુદ્ધ ચૈતન્યદ્રવ્ય (द्रष्टम्) દ્રષ્ટિગોચર (स्यात्) થાય છે. ભાવાર્થ આમ છે કે વર્ણાદિક અને રાગાદિક વિદ્યમાન દેખાય છે તોપણ સ્વરૂપ અનુભવતાં સ્વરૂપમાત્ર છે, તેથી વિભાવપરિણતિરૂપ વસ્તુ તો કાંઈ નથી. ૫-૩૭.

(ઉપજાતિ)
निर्वर्त्यते येन यदत्र किञ्चित्
तदेव तत्स्यान्न कथंचनान्यत्
रुक्मेण निर्वृत्तमिहासिकोशं
पश्यन्ति रुक्मं न कथंचनासिम्
।।६-३८।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘अत्र येन यत् किञ्चित् निर्वर्त्यते तत् तत् एव स्यात्, कथञ्चन न अन्यत्’’ (अत्र) વસ્તુનું સ્વરૂપ વિચારતાં (येन) મૂળકારણરૂપ વસ્તુથી (यत् किञ्चित्) જે કાંઈ કાર્યનિષ્પત્તિરૂપ વસ્તુનો પરિણામ (निर्वर्त्यते) પર્યાયરૂપ નીપજે છે, (तत्) જે નીપજ્યો છે તે પર્યાય (तत् एव स्यात्) નીપજ્યો થકો જે


Page 42 of 269
PDF/HTML Page 64 of 291
single page version

દ્રવ્યથી નીપજ્યો છે તે જ દ્રવ્ય છે, (कथञ्चन न अन्यत्) નિશ્ચયથી અન્ય દ્રવ્યરૂપ નથી થયો. તે જ દ્રષ્ટાંત દ્વારા કહે છે‘‘इह रुक्मेण असिकोशं निर्वृत्तम्’’ (इह) પ્રત્યક્ષ છે કે (रुक्मेण) ચાંદીધાતુથી (असिकोशं) તલવારનું મ્યાન (निर्वृत्तम्) ઘડીને મોજૂદ કર્યું ત્યાં ‘‘रुक्मं पश्यन्ति, कथञ्चन न असिम्’’ (रुक्मं) જે મ્યાન મોજૂદ થયું તે વસ્તુ તો ચાંદી જ છે (पश्यन्ति) એમ પ્રત્યક્ષપણે સર્વ લોક દેખે છે અને માને છે; (कथञ्चन) ‘ચાંદીની તલવાર’ એમ કથનમાં તો કહેવાય છે તથાપિ (न असिम्) ચાંદીની તલવાર નથી. ભાવાર્થ આમ છે કે ચાંદીના મ્યાનમાં તલવાર રહે છે તે કારણે ‘ચાંદીની તલવાર’ એમ કહેવામાં આવે છે તોપણ ચાંદીનું મ્યાન છે, તલવાર લોઢાની છે, ચાંદીની તલવાર નથી. ૬-૩૮.

(ઉપજાતિ)
वर्णादिसामग्य्रामिदं विदन्तु
निर्माणमेकस्य हि पुद्गलस्य
ततोऽस्त्विदं पुद्गल एव नात्मा
यतः स विज्ञानघनस्ततोऽन्यः
।।७-३९।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘हि इदं वर्णादिसामग्य्राम् एकस्य पुद्गलस्य निर्माणम् विदन्तु’’ (हि) નિશ્ચયથી (इदं) વિદ્યમાન (वर्णादिसामग्य्राम्) ગુણસ્થાન, માર્ગણાસ્થાન, દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ ઇત્યાદિ જેટલા અશુદ્ધ પર્યાયો છે તે બધાય (एकस्य पुद्गलस्य) એકલા પુદ્ગલદ્રવ્યનું (निर्माणम्) કાર્ય છે અર્થાત્ પુદ્ગલદ્રવ્યના ચિતરામણ જેવા છે એમ (विदन्तु) હે જીવો! નિઃસંદેહપણે જાણો. ‘‘तत्ः इदं पुद्गलः एव अस्तु, न आत्मा’’ (ततः) તે કારણથી (इदं) શરીરાદિ સામગ્રી (पुद्गलः) જે પુદ્ગલદ્રવ્યથી થઈ છે તે જ પુદ્ગલદ્રવ્ય છે, (एव) નિશ્ચયથી (अस्तु) તે જ છે; (न आत्मा) આત્મા અજીવદ્રવ્યરૂપ થયો નથી. ‘‘यतः सः विज्ञानघनः’’ (यतः) જેથી (सः) જીવદ્રવ્ય (विज्ञानघनः) જ્ઞાનગુણનો સમૂહ છે, ‘‘ततः अन्यः’’ (ततः) તેથી (अन्यः) જીવદ્રવ્ય ભિન્ન છે, શરીરાદિ પરદ્રવ્ય ભિન્ન છે. ભાવાર્થ આમ છે કે લક્ષણભેદે વસ્તુનો ભેદ હોય છે, તેથી ચૈતન્યલક્ષણે જીવવસ્તુ ભિન્ન છે,


Page 43 of 269
PDF/HTML Page 65 of 291
single page version

અચેતનલક્ષણે શરીરાદિ ભિન્ન છે. અહીં કોઈ આશંકા કરે છે કે કહેવામાં તો એમ જ કહેવાય છે કે ‘એકેન્દ્રિય જીવ, બે-ઇન્દ્રિય જીવ’ ઇત્યાદિ; દેવ જીવ, મનુષ્ય જીવ’ ઇત્યાદિ; ‘રાગી જીવ, દ્વેષી જીવ’ ઇત્યાદિ. ઉત્તર આમ છે કે કહેવામાં તો વ્યવહારથી એમ જ કહેવાય છે, નિશ્ચયથી એવું કહેવું જૂઠું છે. તે (હવે) કહે છે. ૭-૩૯.

(અનુષ્ટુપ)
घृतकुम्भाभिधानेऽपि कुम्भो घृतमयो न चेत्
जीवो वर्णादिमज्जीवो जल्पनेऽपि न तन्मयः ।।८-४०।।

ખંડાન્વય સહિત અર્થઃદ્રષ્ટાંત કહે છે‘‘चेत् कुम्भः घृतमयः न’’ (चेत्) જો એમ છે કે (कुम्भः) ઘડો (घृतमयः न) ઘીનો તો નથી, માટીનો છે, ‘‘घृतकुम्भामिधाने अपि’’ (घृतकुम्भ) ‘ઘીનો ઘડો’ (अभिधाने अपि) એમ કહેવાય છે તથાપિ ઘડો માટીનો છે, [ભાવાર્થ આમ છેજે ઘડામાં ઘી રાખવામાં આવે છે તે ઘડાને જોકે ‘ઘીનો ઘડો’ એમ કહેવાય છે તોપણ ઘડો માટીનો છે, ઘી ભિન્ન છે,] તો તેવી રીતે ‘‘वर्णादिमज्जीवः जल्पने अपि जीवः तन्मयः न’’ (वर्णादिमज्जीवः जल्पने अपि) જોકે ‘શરીર-સુખ-દુઃખ-રાગ- દ્વેષસંયુક્ત જીવ’ એમ કહેવાય છે તોપણ (जीवः तन्मयः न) ચેતનદ્રવ્ય એવો જીવ તો શરીર નથી, જીવ તો મનુષ્ય નથી; જીવ ચેતનસ્વરૂપ ભિન્ન છે. ભાવાર્થ આમ છે કે આગમમાં ગુણસ્થાનોનું સ્વરૂપ કહ્યું છે ત્યાં ‘દેવ જીવ, મનુષ્ય જીવ, રાગી જીવ, દ્વેષી જીવ’ ઇત્યાદિ ઘણા પ્રકારે કહ્યું છે, પણ તે સઘળુંય કહેવું વ્યવહારમાત્રથી છે; દ્રવ્યસ્વરૂપ જોતાં એવું કહેવું જૂઠું છે. કોઈ પ્રશ્ન કરે છે કે જીવ કેવો છે? ઉત્તર જેવો છે તેવો હવે કહે છે. ૮૪૦.

(અનુષ્ટુપ)
अनाद्यनन्तमचलं स्वसंवेद्यमबाधितम्
जीवः स्वयं तु चैतन्यमुच्चैश्चकचकायते ।।९-४१।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘तु जीवः चैतन्यम् स्वयं उच्चैः चकचकायते’’ (तु) દ્રવ્યનું સ્વરૂપ વિચારતાં (जीवः) આત્મા (चैतन्यम्) ચૈતન્યસ્વરૂપ છે, (स्वयं) પોતાના


Page 44 of 269
PDF/HTML Page 66 of 291
single page version

સામર્થ્યથી (उच्चैः) અતિશયપણે (चकचकायते) ઘણો જ પ્રકાશે છે. કેવું છે ચૈતન્ય? ‘‘अनाद्यनन्तम्’’ (अनादि) જેનો આદિ નથી, (अनन्तम्) જેનો અંતવિનાશ નથી, એવું છે. વળી કેવું છે ચૈતન્ય? ‘‘अचलं’’ જેને ચળતાપ્રદેશકંપ નથી એવું છે. વળી કેવું છે? ‘‘स्वसंवेद्यं’’ પોતાથી જ પોતે જણાય છે. વળી કેવું છે? ‘‘अबाधितम्’’ અમીટ (મટે નહિ એવું) છે. જીવનું સ્વરૂપ આવું છે. ૯૪૧.

(શાર્દૂલવિક્રીડિત)
वर्णाद्यैः सहितस्तथा विरहितो द्वेधास्त्यजीवो यतो
नामूर्तत्वमुपास्य पश्यति जगज्जीवस्य तत्त्वं ततः
इत्यालोच्य विवेचकैः समुचितं नाव्याप्यतिव्यापि वा
व्यक्तं व्यञ्जितजीवतत्त्वमचलं चैतन्यमालम्ब्यताम्
।।१०-४२।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘विवेचकैः इति आलोच्य चैतन्यम् आलम्ब्यताम्’’ (विवेचकैः) જેમને ભેદજ્ઞાન છે એવા પુરુષો (इति) જે પ્રકારે કહેવાશે તે પ્રકારે (आलोच्य) વિચારીને (चैतन्यम्) ચૈતન્યનોચેતનમાત્રનો (आलम्ब्यताम्) અનુભવ કરો. કેવું છે ચૈતન્ય? ‘‘समुचितं’’ અનુભવ કરવાયોગ્ય છે. વળી કેવું છે? ‘‘अव्यापि न’’ જીવદ્રવ્યથી ક્યારેય ભિન્ન હોતું નથી, (अतिव्यापि वा) જીવથી અન્ય છે જે પાંચ દ્રવ્યો તેમનાથી અન્ય છે. વળી કેવું છે? ‘‘व्यक्तं’’ પ્રગટ છે. વળી કેવું છે? ‘‘व्यज्जितजीवतत्त्वम्’’ (व्यज्जित) પ્રગટ કર્યું છે (जीवतत्त्वम्) જીવનું સ્વરૂપ જેણે, એવું છે. વળી કેવું છે? ‘‘अचलं’’ પ્રદેશકંપથી રહિત છે. ‘‘ततः जगत् जीवस्य तत्त्वं अमूर्तत्वं उपास्य न पश्यति’’ (ततः) તે કારણથી (जगत्) સર્વ જીવરાશિ (जीवस्य तत्त्वं) જીવના નિજ સ્વરૂપને (अमूर्तत्वम्) સ્પર્શ, રસ, ગંધ, વર્ણગુણથી રહિતપણું (उपास्य) માનીને (न पश्यति) અનુભવતો નથી; [ભાવાર્થ આમ છેકોઈ જાણશે કે ‘જીવ અમૂર્ત’ એમ જાણીને અનુભવ કરવામાં આવે છે પણ એ રીતે તો અનુભવ નથી. જીવ અમૂર્ત તો છે પરંતુ અનુભવકાળમાં એમ અનુભવે છે કે ‘જીવ ચૈતન્યલક્ષણ;’] ‘‘यतः अजीवः द्वेधा अस्ति’’ (यतः) કારણ કે (अजीवः) અચેતનદ્રવ્ય (द्वेधा अस्ति) બે પ્રકારનાં છે. તે બે પ્રકાર કયા છે? ‘‘वर्णाद्यैः सहितः तथा विरहितः’’ (वर्णाद्यैः) વર્ણ,


Page 45 of 269
PDF/HTML Page 67 of 291
single page version

રસ, ગંધ અને સ્પર્શથી (सहितः) સંયુક્ત છે, કેમ કે એક પુદ્ગલદ્રવ્ય એવું પણ છે; (तथा विरहितः) તથા વર્ણ, રસ, ગંધ અને સ્પર્શથી રહિત પણ છે, કેમ કે ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, કાળદ્રવ્ય અને આકાશદ્રવ્ય એ ચાર દ્રવ્યો બીજાં પણ છે, તે અમૂર્તદ્રવ્યો કહેવાય છે. તે અમૂર્તપણું અચેતનદ્રવ્યોને પણ છે; તેથી અમૂર્તપણું જાણીને જીવનો અનુભવ નથી કરાતો, ચેતન જાણીને જીવનો અનુભવ કરાય છે. ૧૦૪૨.

(વસંતતિલકા)
जीवादजीवमिति लक्षणतो विभिन्नं
ज्ञानी जनोऽनुभवति स्वयमुल्लसन्तम्
अज्ञानिनो निरवधिप्रविजृम्भितोऽयं
मोहस्तु तत्कथमहो बत नानटीति
।।११-४३।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘ज्ञानी जनः लक्षणतः जीवात् अजीवम् विभिन्नं इति स्वयं अनुभवति’’ (ज्ञानी जनः) સમ્યગ્દ્રષ્ટિ જીવ, (लक्षणतः) જીવનું લક્ષણ ચેતના તથા અજીવનું લક્ષણ જડ એવો મોટો ભેદ છે તેથી (जीवात्) જીવદ્રવ્યથી (अजीवम्) અજીવદ્રવ્યપુદ્ગલ આદિ (विभिन्नं) સહજ જ ભિન્ન છે, (इति) આ પ્રકારે (स्वयं) સ્વાનુભવપ્રત્યક્ષપણે (अनुभवति) આસ્વાદ કરે છે. કેવું છે અજીવદ્રવ્ય? ‘‘उल्लसन्तम्’’ પોતાના ગુણ-પર્યાયથી પ્રકાશમાન છે. ‘‘तत् तु अज्ञानिनः अयं मोहः कथम् अहो नानटीति बत’’ (तत् तु) આમ છે તો પછી (अज्ञानिनः) મિથ્યાદ્રષ્ટિ જીવને (अयं) જે પ્રગટ છે એવો (मोहः) જીવ-કર્મના એકત્વરૂપ વિપરીત સંસ્કાર (कथम् नानटीति) કેમ પ્રવર્તી રહ્યો છે (बत अहो) એ આશ્ચર્ય છે! ભાવાર્થ આમ છે કે સહજ જ જીવ- અજીવ ભિન્ન છે એવું અનુભવતાં તો બરાબર છે, સત્ય છે; મિથ્યાદ્રષ્ટિ જે એક કરીને અનુભવે છે તે આવો અનુભવ કઈ રીતે આવે છે એ મોટો અચંબો છે. કેવો છે મોહ? ‘‘निरवधिप्रविजृम्भितः’’ (निरवधि) અનાદિ કાળથી (प्रविजृम्भितः) સંતાનરૂપે પ્રસરી રહ્યો છે. ૧૧૪૩.


Page 46 of 269
PDF/HTML Page 68 of 291
single page version

(વસંતતિલકા)
अस्मिन्ननादिनि महत्यविवेकनाटये
वर्णादिमान्नटति पुद्गल एव नान्यः
रागादिपुद्गलविकारविरुद्धशुद्ध-
चैतन्यधातुमयमूर्तिरयं च जीवः
।।१२-४४।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘अस्मिन् अविवेकनाटये पुद्गलः एव नटति’’ (अस्मिन्) અનંત કાળથી વિદ્યમાન છે એવો જે (अविवेक) જીવ-અજીવની એકત્વબુદ્ધિરૂપ મિથ્યા સંસ્કાર તે-રૂપ છે (नाटये) ધારાસંતાનરૂપ વારંવાર વિભાવપરિણામ, તેમાં (पुद्गलः) પુદ્ગલ અર્થાત્ અચેતન મૂર્તિમાન દ્રવ્ય (एव) નિશ્ચયથી (नटति) અનાદિ કાળથી નાચે છે, ‘‘न अन्यः’’ ચેતનદ્રવ્ય નાચતું નથી. ભાવાર્થ આમ છે કેચેતનદ્રવ્ય અને અચેતનદ્રવ્ય અનાદિ છે, પોતપોતાના સ્વરૂપે છે, પરસ્પર ભિન્ન છે. આવો અનુભવ પ્રગટપણે સુગમ છે; જેને એકત્વસંસ્કારરૂપ અનુભવ છે તે અચંબો છે. એવું કેમ અનુભવે છે? કેમ કે એક ચેતનદ્રવ્ય, એક અચેતનદ્રવ્યએ રીતે અંતર તો ઘણું. અથવા અચંબો પણ નથી, કેમ કે અશુદ્ધપણાના કારણે બુદ્ધિને ભ્રમ થાય છે. જેવી રીતે ધતૂરો પીતાં દ્રષ્ટિ વિચલિત થાય છે, શ્વેત શંખને પીળો દેખે છે, પણ વસ્તુ વિચારતાં આવી દ્રષ્ટિ સહજની તો નથી, દ્રષ્ટિદોષ છે, દ્રષ્ટિદોષને ધતૂરો ઉપાધિ પણ છે; તેવી રીતે જીવદ્રવ્ય અનાદિથી કર્મસંયોગરૂપે મળેલું જ ચાલ્યું આવે છે, મળેલું હોવાથી વિભાવરૂપ અશુદ્ધપણે પરિણમી રહ્યું છે, અશુદ્ધપણાના કારણે જ્ઞાનદ્રષ્ટિ અશુદ્ધ છે, તે અશુદ્ધ દ્રષ્ટિ વડે ચેતનદ્રવ્યને પુદ્ગલકર્મની સાથે એકત્વસંસ્કારરૂપ અનુભવે છેઆવો સંસ્કાર તો વિદ્યમાન છે, પણ વસ્તુસ્વરૂપ વિચારતાં આવી અશુદ્ધ દ્રષ્ટિ સહજની તો નથી, અશુદ્ધ છે, દ્રષ્ટિદોષ છે અને દ્રષ્ટિદોષને પુદ્ગલપિંડરૂપ મિથ્યાત્વકર્મનો ઉદય ઉપાધિ પણ છે. હવે જેવી રીતે દ્રષ્ટિદોષથી શ્વેત શંખને પીળો અનુભવે છે તો પછી દ્રષ્ટિમાં દોષ છે, શંખ તો શ્વેત જ છે, પીળો દેખતાં શંખ તો પીળો થયો નથી; તેવી રીતે મિથ્યા દ્રષ્ટિથી ચેતનવસ્તુ અને અચેતનવસ્તુને એક કરીને


Page 47 of 269
PDF/HTML Page 69 of 291
single page version

અનુભવે છે તો પછી દ્રષ્ટિનો દોષ છે, વસ્તુ જેવી ભિન્ન છે. તેવી જ છે, એક કરીને અનુભવતાં એક થતી નથી, કેમ કે ઘણું અંતર છે. કેવું છે અવિવેકનાટ્ય (અર્થાત્ જીવ-અજીવની એકત્વબુદ્ધિરૂપ વિભાવપરિણામ)? ‘‘अनादिनि’’ અનાદિથી એકત્વ-સંસ્કારબુદ્ધિ ચાલી આવી છેએવું છે. વળી કેવું છે અવિવેકનાટ્ય? ‘‘महति’’ જેમાં થોડુંક વિપરીતપણું નથી, ઘણું વિપરીતપણું છે. કેવું છે પુદ્ગલ? ‘‘वर्णादिमान्’’ સ્પર્શ, રસ, ગંધ, વર્ણગુણથી સંયુક્ત છે. ‘‘च अयं जीवः रागादि- पुद्गलविकारविरुद्धशुद्धचैतन्यधातुमयमूर्तिः’’ (च अयं जीवः) અને આ જીવવસ્તુ આવી છેઃ (रागादि) રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ એવા અસંખ્યાત લોકમાત્ર અશુદ્ધરૂપ જીવના પરિણામ(पुद्गलविकार) અનાદિ બંધપર્યાયથી વિભાવપરિણામતેમનાથી (विरुद्ध) રહિત છે એવી, (शुद्ध) નિર્વિકાર છે એવી (चैतन्यधातु) શુદ્ધ ચિદ્રૂપ વસ્તુ (मय) તે-રૂપ છે (मूर्तिः) સર્વસ્વ જેનું એવી છે. ભાવાર્થ આ પ્રમાણે છે કે જેમ પાણી કાદવ મળતાં મેલું છે, ત્યાં તે મેલાપણું રંગ છે, તે રંગને અંગીકાર નહિ કરતાં બાકી જે કાંઈ છે તે પાણી જ છે; તેમ જીવને કર્મબંધપર્યાયરૂપ અવસ્થામાં રાગાદિ ભાવ રંગ છે, તે રંગને અંગીકાર નહિ કરતાં બાકી જે કાંઈ છે તે ચેતનધાતુમાત્ર વસ્તુ છે. આનું નામ શુદ્ધસ્વરૂપ-અનુભવ જાણવું, કે જે સમ્યગ્દ્રષ્ટિને હોય છે. ૧૨૪૪.

(મંદાક્રાન્તા)
इत्थं ज्ञानक्रकचकलनापाटनं नाटयित्वा
जीवाजीवौ स्फु टविघटनं नैव यावत्प्रयातः
विश्वं व्याप्य प्रसभविकसद्वयक्तचिन्मात्रशक्त्या
ज्ञातृद्रव्यं स्वयमतिरसात्तावदुच्चैश्चकाशे
।।१३-४५।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘ज्ञातृद्रव्यं तावत् स्वयं अतिरसात् उच्चैः चकाशे’’ (ज्ञातृद्रव्यं) ચેતનવસ્તુ (तावत्) વર્તમાન કાળે (स्वयं) પોતાની મેળે (अतिरसात्) અત્યંત પોતાના સ્વાદ સહિત (उच्चैः) સર્વ પ્રકારે (चकाशे) પ્રગટ થઇ. શું કરીને? ‘‘विश्वं व्याप्य’’ (विश्वं) સમસ્તજ્ઞેયોને (व्याप्य) પ્રત્યક્ષપણે પ્રતિબિંબિત કરીને અર્થાત્ જાણીને.


Page 48 of 269
PDF/HTML Page 70 of 291
single page version

ત્રણ લોકને કોના વડે જાણે છે? ‘‘प्रसभविकसद्व्यक्तचिन्मात्रशक्त्या’’ (प्रसभ) બલાત્કારથી (विकसत्) પ્રકાશમાન છે (व्यक्त) પ્રગટપણે એવો છે જે (चिन्मात्रशक्त्या) જ્ઞાનગુણસ્વભાવ તેના વડે જાણ્યા છે ત્રણ લોક જેણે એવી છે. વળી શું કરીને? ‘‘इत्थं ज्ञानक्रकचकलनात् पाटनं नाटयित्वा’’ (इत्थं) પૂર્વોક્ત વિધિથી (ज्ञान) ભેદ- બુદ્ધિરૂપી (क्रकच) કરવતના (कलनात्) વારંવાર અભ્યાસથી (पाटनं) જીવ-અજીવની ભિન્નરૂપ બે ફાડ (વિભાગ) (नाटयित्वा) કરીને. કોઈ પ્રશ્ન કરે છે કે જીવ-અજીવની બે ફાડ તો જ્ઞાનરૂપી કરવત વડે કરી, તે પહેલાં તેઓ કેવા રૂપે હતાં? ઉત્તર ‘‘यावत् जीवाजीवौ स्फु टविघटनं न एव प्रयातः’’ (यावत्) અનંત કાળથી માંડીને (जीवाजीवौ) જીવ અને કર્મનો એકપિંડરૂપ પર્યાય (स्फु टविघटनं) પ્રગટપણે ભિન્નભિન્ન (न एव प्रयातः) થયો નહોતો. ભાવાર્થ આમ છે કે જેવી રીતે સુવર્ણ અને પાષાણ મળેલાં ચાલ્યાં આવે છે, અને ભિન્નભિન્નરૂપ છે તોપણ અગ્નિના સંયોગ વિના પ્રગટપણે ભિન્ન થતાં નથી, અગ્નિનો સંયોગ જ્યારે પામે ત્યારે જ તત્કાળ ભિન્નભિન્ન થાય છે; તેવી રીતે જીવ અને કર્મનો સંયોગ અનાદિથી ચાલ્યો આવે છે, અને જીવ-કર્મ ભિન્નભિન્ન છે તોપણ શુદ્ધસ્વરૂપ-અનુભવ વિના પ્રગટપણે ભિન્નભિન્ન થતાં નથી; જે કાળે શુદ્ધસ્વરૂપ-અનુભવ થાય છે તે કાળે ભિન્નભિન્ન થાય છે. ૧૩૪૫.


Page 49 of 269
PDF/HTML Page 71 of 291
single page version

કર્તાકર્મ અધિકાર
(મંદાક્રાન્તા)
एकः कर्ता चिदहमिह मे कर्म कोपादयोऽमी
इत्यज्ञानां शमयदभितः कर्तृकर्मप्रवृत्तिम्
ज्ञानज्योतिः स्फु रति परमोदात्तमत्यन्तधीरं
साक्षात्कुर्वन्निरुपधि पृथग्द्रव्यनिर्भासि विश्वम्
।।१-४६।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘ज्ञानज्योतिः स्फु रति’’ (ज्ञानज्योतिः) શુદ્ધ જ્ઞાનપ્રકાશ (स्फु रति) પ્રગટ થાય છે. કેવો છે? ‘‘परमोदात्तम्’’ સર્વોત્કૃષ્ટ છે. વળી કેવો છે? ‘‘अत्यन्तधीरं’’ ત્રિકાળ શાશ્વત છે. વળી કેવો છે? ‘‘विश्वं साक्षात् कुर्वत्’’ (विश्वं) સકળ જ્ઞેયવસ્તુને (साक्षात् कुर्वत्) એક સમયમાં પ્રત્યક્ષપણે જાણે છે. વળી કેવો છે? ‘‘निरुपधि’’ સમસ્ત ઉપાધિથી રહિત છે. વળી કેવો છે? ‘‘पृथग्द्रव्यनिर्भासि’’ (पृथक्) ભિન્ન-ભિન્નપણે (द्रव्यनिर्भासि) સકળ દ્રવ્ય-ગુણ-પર્યાયનો જાણનશીલ છે. શું કરતો થકો પ્રગટ થાય છે? ‘‘इति अज्ञानां कर्तृकर्मप्रवृत्तिं अभितः शमयत्’’ (इति) ઉક્ત પ્રકારે (अज्ञानां) જે મિથ્યાદ્રષ્ટિ જીવો છે તેમની (कर्तृकर्मप्रवृत्तिं) કર્તૃકર્મપ્રવૃત્તિને અર્થાત્ ‘જીવવસ્તુ પુદ્ગલકર્મની કર્તા છે’ એવી પ્રતીતિને (अभितः) સંપૂર્ણપણે (शमयत्) દૂર કરતો થકો. તે કર્તૃકર્મ-પ્રવૃત્તિ કેવી છે? ‘‘एकः अहम् चित् कर्ता इह अमी कोपादयः मे कर्म’’ (एकः) એકલો (अहम्) હું જીવદ્રવ્ય (चित्) ચેતનસ્વરૂપ (कर्ता) પુદ્ગલકર્મને કરું છું, (इह) એમ હોતાં (अमी कोपादयः) વિદ્યમાનરૂપ છે જે જ્ઞાનાવરણાદિક પિંડ તે (मे) મારું (कर्म) કૃત્ય છે;આવું છે મિથ્યાદ્રષ્ટિનું


Page 50 of 269
PDF/HTML Page 72 of 291
single page version

વિપરીતપણું, તેને દૂર કરતું થકું જ્ઞાન પ્રગટ થાય છે. ભાવાર્થ આમ છે કે અહીંથી કર્તૃકર્મ-અધિકારનો પ્રારંભ થાય છે. ૧૪૬.

(માલિની)
परपरिणतिमुज्झत् खण्डयद्भेदवादा-
निदमुदितमखण्डं ज्ञानमुच्चण्डमुच्चैः
ननु कथमवकाशः कर्तृकर्मप्रवृत्ते-
रिह भवति कथं वा पौद्गलः कर्मबन्धः
।।२-४७।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘इदम् ज्ञानम् उदितम्’’ (इदम्) વિદ્યમાન છે એવી (ज्ञानम्) ચિદ્રૂપશક્તિ (उदितम्) પ્રગટ થઈ. ભાવાર્થ આમ છે કે જીવદ્રવ્ય જ્ઞાનશક્તિરૂપે તો વિદ્યમાન જ છે, પરંતુ કાળલબ્ધિ પામીને પોતાના સ્વરૂપનું અનુભવશીલ થયું. કેવું થતું થકું જ્ઞાન (ચિદ્રૂપશક્તિ) પ્રગટ થયું? ‘‘परपरिणतिम् उज्झत्’’ (परपरिणतिम्) જીવ-કર્મની એકત્વબુદ્ધિને (उज्झत्) છોડતું થકું. વળી શું કરતું થકું? ‘‘भेदवादान् खण्डयत्’’ (भेदवादान्) ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય અથવા દ્રવ્ય-ગુણ-પર્યાય અથવા ‘આત્માને જ્ઞાનગુણ વડે અનુભવે છે,’ઇત્યાદિ અનેક વિકલ્પોને (खण्डयत्) મૂળથી ઉખાડતું થકું. વળી કેવું છે? ‘‘अखण्डं’’ પૂર્ણ છે. વળી કેવું છે? ‘‘उच्चैः उच्चण्डम्’’ (उच्चैः) અતિશયરૂપ (उच्चण्डम्) પ્રચંડ છે અર્થાત્ કોઈ વર્જનશીલ નથી. ‘‘ननु इह कर्तृकर्मप्रवृत्तेः कथम् अवकाशः’’ (ननु) અહો શિષ્ય! (इह) અહીં શુદ્ધજ્ઞાન પ્રગટ થતાં (कर्तृकर्मप्रवृत्तेः) ‘જીવ કર્તા અને જ્ઞાનાવરણાદિ પુદ્ગલપિંડ કર્મ’ એવો વિપરીતપણે બુદ્ધિનો વ્યવહાર તેનો (कथम् अवकाशः) અવસર કેવો? ભાવાર્થ આમ છે કે જેમ સૂર્યનો પ્રકાશ થતાં અંધકારનો અવસર નથી તેમ શુદ્ધસ્વરૂપ-અનુભવ થતાં વિપરીતરૂપ મિથ્યાત્વબુદ્ધિનો પ્રવેશ નથી. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે શુદ્ધજ્ઞાનનો અનુભવ થતાં માત્ર વિપરીત બુદ્ધિ મટે છે કે કર્મબંધ મટે છે? ઉત્તર આમ છે કે વિપરીત બુદ્ધિ મટે છે, કર્મબંધ પણ મટે છે.

‘‘इह पौद्गलः कर्मबन्धः वा कथं भवति’’ (इह) વિપરીત બુદ્ધિ મટતાં

(पौद्गलः) પુદ્ગલસંબંધી છે જે દ્રવ્યપિંડરૂપ (कर्मबन्धः) જ્ઞાનાવરણાદિ કર્મોનું


Page 51 of 269
PDF/HTML Page 73 of 291
single page version

આગમન (वा कथं भवति) તે પણ કેમ થઈ શકે? ૨-૪૭.

(શાર્દૂલવિક્રીડિત)
इत्येवं विरचय्य सम्प्रति परद्रव्यान्निवृत्तिं परां
स्वं विज्ञानघनस्वभावमभयादास्तिघ्नुवानः परम्
अज्ञानोत्थितकर्तृकर्मकलनात् क्लेशान्निवृत्तः स्वयं
ज्ञानीभूत इतश्चकास्ति जगतः साक्षी पुराणः पुमान्
।।३-४८।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘पुमान् स्वयं ज्ञानीभूतः इतः जगतः साक्षी चकास्ति’’ (पुमान्) જીવદ્રવ્ય (स्वयं ज्ञानीभूतः) પોતાની મેળે પોતાના શુદ્ધ સ્વરૂપના અનુભવનમાં સમર્થ થયું થકું, (इतः) અહીંથી શરૂ કરીને, (जगतः साक्षी) સકળ દ્રવ્યસ્વરૂપનું જાણનશીલ થઈને (चकास्ति) શોભે છે. ભાવાર્થ આમ છે કે જ્યારે જીવને શુદ્ધ સ્વરૂપનો અનુભવ થાય છે ત્યારે સકળ પરદ્રવ્યરૂપ દ્રવ્યકર્મ-ભાવકર્મ- નોકર્મ વિષે ઉદાસીનપણું થાય છે. કેવું છે જીવદ્રવ્ય? ‘‘पुराणः’’ દ્રવ્યની અપેક્ષાએ અનાદિનિધન છે. વળી કેવું છે? ‘‘क्लेशात् निवृत्तः’’ (क्लेशात्) ક્લેશથી અર્થાત્ દુઃખથી (निवृत्तः) રહિત છે. કેવો છે ક્લેશ? ‘‘अज्ञानोत्थितकर्तृकर्मकलनात्’’ (अज्ञान) જીવ-કર્મના એકસંસ્કારરૂપ જૂઠા અનુભવથી (उत्थित) નીપજી છે (कर्तृकर्मकलनात्) ‘જીવ કર્તા અને જીવનું કૃત્ય જ્ઞાનાવરણાદિ દ્રવ્યપિંડ’ એવી વિપરીત પ્રતીતિ જેને, એવો છે. વળી કેવી છે જીવવસ્તુ? ‘‘इति एवं सम्प्रति परद्रव्यात् परां निवृत्तिं विरचय्य स्वं आस्तिघ्नुवानः’’ (इति) આટલા (एवं) પૂર્વોક્ત પ્રકારે (सम्प्रति) વિદ્યમાન (परद्रव्यात्) પરવસ્તુ જે દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મ તેનાથી (निवृत्तिं) સર્વથા ત્યાગબુદ્ધિ (परां) મૂળથી (विरचय्य) કરીને (स्वं) ‘સ્વ’ને અર્થાત્ શુદ્ધ ચિદ્રૂપને (आस्तिघ्नुवानः) આસ્વાદતી થકી. કેવો છે ‘સ્વ’? ‘‘विज्ञानघनस्वभावम्’’ (विज्ञानघन) શુદ્ધ જ્ઞાનનો સમૂહ છે (स्वभावम्) સર્વસ્વ જેનું એવો છે. વળી કેવો છે ‘સ્વ’? ‘‘परम्’’ સદા શુદ્ધસ્વરૂપ છે. ‘‘अभयात्’’ (જીવવસ્તુ શુદ્ધ ચિદ્રૂપને) સાત ભયથી રહિતપણે આસ્વાદે છે. ૩૪૮.


Page 52 of 269
PDF/HTML Page 74 of 291
single page version

(શાર્દૂલવિક્રીડિત)
व्याप्यव्यापकता तदात्मनि भवेन्नैवातदात्मन्यपि
व्याप्यव्यापकभावसम्भवमृते का कर्तृकर्मस्थितिः
इत्युद्दामविवेकघस्मरमहोभारेण भिन्दँस्तमो
ज्ञानीभूय तदा स एष लसितः कर्तृत्वशून्यः पुमान्
।।४-४९।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘तदा स एष पुमान् कर्तृत्वशून्यः लसितः’’ (तदा) તે કાળે (स एष पुमान्) જે જીવ અનાદિ કાળથી મિથ્યાત્વરૂપ પરિણમ્યો હતો તે જ જીવ (कर्तृत्वशून्यः लसितः) કર્મ કરવાથી રહિત થયો. કેવો છે જીવ? ‘‘ज्ञानीभूय तमः भिन्दन्’’ (ज्ञानीभूय) અનાદિથી મિથ્યાત્વરૂપ પરિણમતાં જીવ-કર્મના એકપર્યાયસ્વરૂપ પરિણમતો હતો તે છૂટ્યું, શુદ્ધચેતન-અનુભવ થયો, એમ થતાં (तमः) મિથ્યાત્વરૂપ અંધકાર (भिन्दन्) છેદતો થકો. કોના વડે મિથ્યાત્વ-અંધકાર છૂટ્યો? ‘‘इति उद्दामविवेकघस्मरमहोभारेण’’ (इति) જે કહ્યો છે, (उद्दाम) બળવાન છે એવા (विवेक) ભેદજ્ઞાનરૂપી (घस्मरमहःभारेण) સૂર્યના તેજના સમૂહ વડે. હવે જે વિચારતાં ભેદજ્ઞાન થાય છે તે જ કહે છે‘‘व्याप्यव्यापकता तदात्मनि भवेत्’’ (व्याप्य) સમસ્ત ગુણરૂપ અને પર્યાયરૂપ ભેદ-વિકલ્પો તથા (व्यापकता) એક દ્રવ્યરૂપ વસ્તુ (तदात्मनि) એક સત્ત્વરૂપ વસ્તુમાં (भवेत्) હોય છે. ભાવાર્થ આમ છે કે જેમ સુવર્ણ પીળું, ભારે, ચીકણું એમ કહેવા માટે છે, પરંતુ એક સત્ત્વ છે તેમ જીવદ્રવ્ય જ્ઞાતા, દ્રષ્ટા એમ કહેવા માટે છે, પરંતુ એક સત્ત્વ છે. એ પ્રમાણે એક સત્ત્વમાં વ્યાપ્ય-વ્યાપકતા હોય છે અર્થાત્ ભેદબુદ્ધિ કરવામાં આવે તો વ્યાપ્ય- વ્યાપકતા હોય છે. વિવરણઃવ્યાપક અર્થાત્ દ્રવ્ય-પરિણામી પોતાના પરિણામનો કર્તા હોય છે; વ્યાપ્ય અર્થાત્ તે પરિણામ દ્રવ્યે કર્યા. જેમાં (એક સત્ત્વમાં) આવો ભેદ કરવામાં આવે તો થાય છે, ન કરવામાં આવે તો નથી થતો. ‘‘अतदात्मनि अपि न एव’’ (अतदात्मनि) જીવસત્ત્વથી પુદ્ગલદ્રવ્યનું સત્ત્વ ભિન્ન છે, (अपि) નિશ્ચયથી (न एव) વ્યાપ્ય-વ્યાપકતા નથી. ભાવાર્થ આમ છે કે જેમ ઉપચારમાત્રથી દ્રવ્ય પોતાના પરિણામનો કર્તા છે, તે જ પરિણામ દ્રવ્યથી કરાયેલો છે તેમ અન્ય


Page 53 of 269
PDF/HTML Page 75 of 291
single page version

દ્રવ્યનો કર્તા અન્ય દ્રવ્ય ઉપચારમાત્રથી પણ નથી, કારણ કે એક સત્ત્વ નથી, ભિન્ન સત્ત્વ છે. ‘‘व्याप्यव्यापकभावसम्भवम् ऋते कर्तृकर्मस्थितिः का’’ (व्याप्यव्यापकभाव) પરિણામ-પરિણામીમાત્ર ભેદની (सम्भवं) ઉત્પત્તિ (ऋते) વિના (कर्तृकर्मस्थितिः का) ‘જ્ઞાનાવરણાદિ પુદ્ગલકર્મનો કર્તા જીવદ્રવ્ય’ એવો અનુભવ ઘટતો નથી, કારણ કે જીવદ્રવ્ય પુદ્ગલદ્રવ્ય એક સત્તા નથી, ભિન્ન સત્તા છે. આવા જ્ઞાનસૂર્ય વડે મિથ્યાત્વરૂપ અંધકાર મટે છે અને જીવ સમ્યગ્દ્રષ્ટિ થાય છે. ૪૪૯.

(સ્રગ્ધરા)
ज्ञानी जानन्नपीमां स्वपरपरिणतिं पुद्गलश्चाप्यजानन्
व्याप्तृव्याप्यत्वमन्तः कलयितुमसहौ नित्यमत्यन्तभेदात्
अज्ञानात्कर्तृकर्मभ्रममतिरनयोर्भाति तावन्न यावत्
विज्ञानार्चिश्चकास्ति क्रकचवददयं भेदमुत्पाद्य सद्यः
।।५-५०।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘यावत् विज्ञानार्चिः न चकास्ति तावत् अनयोः कर्तृकर्मभ्रममतिः अज्ञानात् भाति’’ (यावत्) જેટલો કાળ (विज्ञानार्चिः) ભેદજ્ઞાનરૂપ અનુભવ (न चकास्ति) પ્રગટ થતો નથી (तावत्) તેટલો કાળ (अनयोः) જીવ-પુદ્ગલ વિષે (कर्तृ-कर्म-भ्रममतिः) ‘જ્ઞાનાવરણાદિનો કર્તા જીવદ્રવ્ય’ એવી છે જે મિથ્યા પ્રતીતિ તે (अज्ञानात् भाति) અજ્ઞાનપણાથી છે; વસ્તુનું સ્વરૂપ એવું તો નથી. કોઈ પ્રશ્ન કરે છે કે ‘જ્ઞાનાવરણાદિકર્મનો કર્તા જીવ’ તે અજ્ઞાનપણું છે, તે કઈ રીતે છે? ‘‘ज्ञानी पुद्गलः च व्याप्तृव्याप्यत्वम् अन्तः कलयितुम् असहौ’’ (ज्ञानी) જ્ઞાની અર્થાત્ જીવવસ્તુ (च) અને (पुद्गलः) જ્ઞાનાવરણાદિ કર્મપિંડ (व्याप्तृ-व्याप्यत्वम्) પરિણામી-પરિણામભાવે (अन्तः कलयितुम्) એક સંક્રમણરૂપ થવાને (असहौ) અસમર્થ છે, કેમ કે ‘‘नित्यम् अत्यन्तभेदात्’’ (नित्यम्) દ્રવ્યસ્વભાવથી (अत्यन्तभेदात्) અત્યન્ત ભેદ છે. વિવરણ જીવદ્રવ્યના ભિન્ન પ્રદેશ ચૈતન્યસ્વભાવ, પુદ્ગલ-દ્રવ્યના ભિન્ન પ્રદેશ અચેતનસ્વભાવ,એ રીતે ભેદ ઘણો છે. કેવો છે જ્ઞાની? ‘‘इमां स्वपरपरिणतिं जानन् अपि’’ (इमां) પ્રસિદ્ધ છે એવાં (स्व) પોતાનાં અને (पर) સમસ્ત જ્ઞેયવસ્તુઓનાં (परिणतिं) દ્રવ્ય-ગુણ-પર્યાયનો અથવા ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યનો (जानन्) જ્ઞાતા છે. (अपि)


Page 54 of 269
PDF/HTML Page 76 of 291
single page version

(જીવ તો) એવો છે. તો પછી કેવું છે પુદ્ગલ? તે જ કહે છે‘‘(इमां स्वपरपरिणतिं) अजानन्’’ (इमां) પ્રગટ છે એવાં (स्व) પોતાનાં અને (पर) અન્ય સમસ્ત પરદ્રવ્યોનાં (परिणतिं) દ્રવ્ય-ગુણ-પર્યાય આદિને (अजानन्) નથી જાણતુંએવું છે પુદ્ગલદ્રવ્ય. ભાવાર્થ આમ છે કે જીવદ્રવ્ય જ્ઞાતા છે, પુદ્ગલકર્મ જ્ઞેય છે એવો જીવને અને કર્મને જ્ઞેયજ્ઞાયકસંબંધ છે તોપણ વ્યાપ્યવ્યાપકસંબંધ નથી; દ્રવ્યોનું અત્યન્ત ભિન્નપણું છે, એકપણું નથી. કેવો છે ભેદજ્ઞાનરૂપ અનુભવ? ‘‘क्रकचवत् अदयं सद्यः भेदं उत्पाद्य’’ જેણે કરવતની માફક નિર્દય રીતે (ઉગ્ર રીતે) શીઘ્ર જ જીવ અને પુદ્ગલનો ભેદ ઉત્પન્ન કર્યો છે. ૫-૫૦.

(આર્યા)
यः परिणमति स कर्ता यः परिणामो भवेत्तु तत्कर्म
या परिणतिः क्रिया सा त्रयमपि भिन्नं न वस्तुतया ।।६-५१।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘यः परिणमति स कर्ता भवेत्’’ (यः) જે કોઈ સત્તામાત્ર વસ્તુ તે (परिणमति) જે કોઈ અવસ્થા છે તે-રૂપ પોતે જ છે તેથી (स कर्ता भवेत्) તે અવસ્થાની તે સત્તામાત્ર વસ્તુ ‘કર્તા’ પણ હોય છે; અને આમ કહેવું વિરુદ્ધ પણ નથી, કારણ કે અવસ્થા પણ છે. ‘‘यः परिणामः तत् कर्म’’ (यः परिणामः) તે દ્રવ્યનો જે કોઈ સ્વભાવપરિણામ છે (तत् कर्म) તેદ્રવ્યનો પરિણામ‘કર્મ’ એ નામથી કહેવાય છે. ‘‘या परिणतिः सा क्रिया’’ (या परिणतिः) દ્રવ્યનું જે કંઈ પૂર્વ અવસ્થાથી ઉત્તર અવસ્થારૂપ થવું (सा क्रिया) તેનું નામ ‘ક્રિયા’ કહેવાય છે. જેવી રીતે માટી ઘટરૂપ થાય છે તેથી માટી ‘કર્તા’ કહેવાય છે, નીપજેલો ઘડો ‘કર્મ’ કહેવાય છે તથા માટીપિંડથી ઘડારૂપ થવું ‘ક્રિયા’ કહેવાય છે; તેવી જ રીતે સત્ત્વરૂપ વસ્તુ ‘કર્તા’ કહેવાય છે, તે દ્રવ્યનો નીપજેલો પરિણામ ‘કર્મ’ કહેવાય છે અને તે ક્રિયારૂપ થવું ‘ક્રિયા’ કહેવાય છે.

‘‘वस्तुतया त्रयं अपि

न भिन्नं’’ (वस्तुतया) સત્તામાત્ર વસ્તુના સ્વરૂપનો અનુભવ કરતાં (त्रयम्) કર્તા-કર્મ- ક્રિયા એવા ત્રણ ભેદ (अपि) નિશ્ચયથી (न भिन्नं) ત્રણ સત્ત્વ તો નથી, એક જ સત્ત્વ છે. ભાવાર્થ આમ છે કે કર્તા-કર્મ-ક્રિયાનું સ્વરૂપ તો આ પ્રકારે છે, તેથી જ્ઞાનાવરણાદિ દ્રવ્યપિંડરૂપ કર્મનો કર્તા જીવદ્રવ્ય છે એમ જાણવું જૂઠું છે; કેમ કે


Page 55 of 269
PDF/HTML Page 77 of 291
single page version

જીવદ્રવ્યનું અને પુદ્ગલદ્રવ્યનું એક સત્ત્વ નથી (ત્યાં) કર્તા-કર્મ-ક્રિયાની ઘટના કેવી? ૬૫૧.

(આર્યા)
एकः परिणमति सदा परिणामो जायते सदैकस्य
एकस्य परिणतिः स्यादनेकमप्येकमेव यतः ।।७-५२।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘सदा एकः परिणमति’’ (सदा) ત્રણે કાળે (एकः) સત્તામાત્ર વસ્તુ (परिणमति) પોતાનામાં અવસ્થાન્તરરૂપ થાય છે; ‘‘सदा एकस्य परिणामः जायते’’ (सदा) ત્રિકાળગોચર (एकस्य) સત્તામાત્ર છે વસ્તુ તેની (परिणामः जायते) અવસ્થા વસ્તુરૂપ છે; [ભાવાર્થ આમ છે કે જેમ સત્તામાત્ર વસ્તુ અવસ્થારૂપ છે તેમ અવસ્થા પણ વસ્તુરૂપ છે;] ‘‘परिणतिः एकस्य स्यात्’’ (परिणतिः) ક્રિયા (एकस्य स्यात्) તે પણ સત્તામાત્ર વસ્તુની છે; [ભાવાર્થ આમ છે કે ક્રિયા પણ વસ્તુમાત્ર છે, વસ્તુથી ભિન્ન સત્ત્વ નથી;] ‘‘यतः अनेकम् अपि एकम् एव’’ (यतः) કારણ કે (अनेकम्) એક સત્ત્વના કર્તા-કર્મ-ક્રિયારૂપ ત્રણ ભેદ (अपि)એવું પણ જોકે છે તોપણ (एकम् एव) સત્તામાત્ર વસ્તુ છે, ત્રણેય વિકલ્પો જૂઠા છે. ભાવાર્થ આમ છે કે જ્ઞાનાવરણાદિ દ્રવ્યરૂપ પુદ્ગલપિંડ-કર્મનો કર્તા જીવવસ્તુ છે એવું જાણપણું મિથ્યાજ્ઞાન છે, કેમ કે એક સત્ત્વમાં કર્તા-કર્મ-ક્રિયા ઉપચારથી કહેવાય છે; ભિન્ન સત્ત્વરૂપ છે જે જીવદ્રવ્ય અને પુદ્ગલદ્રવ્ય તેમને કર્તા-કર્મ-ક્રિયા ક્યાંથી ઘટશે? ૭૫૨.

(આર્યા)
नोभौ परिणमतः खलु परिणामो नोभयोः प्रजायेत
उभयोर्न परिणतिः स्याद्यदनेकमनेकमेव स्यात् ।।८-५३।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘खलु उभौ न परिणमतः’’ (खलु) એવો નિશ્ચય છે કે (उभौ) એક ચેતનાલક્ષણ જીવદ્રવ્ય અને એક અચેતન કર્મ-પિંડરૂપ પુદ્ગલદ્રવ્ય (न परिणमतः) મળીને એક પરિણામરૂપે પરિણમતાં નથી; [ભાવાર્થ આમ છે કે જીવદ્રવ્ય પોતાની શુદ્ધ ચેતનારૂપે અથવા અશુદ્ધ ચેતનારૂપે વ્યાપ્ય-વ્યાપકપણે પરિણમે


Page 56 of 269
PDF/HTML Page 78 of 291
single page version

છે, પુદ્ગલદ્રવ્ય પણ પોતાના અચેતન લક્ષણરૂપેશુદ્ધ પરમાણુરૂપે અથવા જ્ઞાનાવરણાદિ કર્મપિંડરૂપે પોતાનામાં વ્યાપ્ય-વ્યાપકપણે પરિણમે છે, વસ્તુનું સ્વરૂપ એવું તો છે પરંતુ જીવદ્રવ્ય અને પુદ્ગલદ્રવ્ય બંને મળીને, અશુદ્ધ ચેતનારૂપ છે જે રાગ-દ્વેષરૂપ પરિણામ તે-રૂપે પરિણમે છે એમ તો નથી; અથવા જીવ અને પુદ્ગલ મળીને જ્ઞાનાવરણાદિ પુદ્ગલકર્મપિંડરૂપે પરિણમે છે એમ તો નથી;]

‘‘उभयोः

परिणामः न प्रजायेत’’ (उभयोः) જીવદ્રવ્ય અને પુદ્ગલદ્રવ્ય તેમના (परिणामः) બંને મળીને એકપર્યાયરૂપ પરિણામ (न प्रजायेत) થતા નથી; ‘‘उभयोः परिणतिः न स्यात्’’ (उभयोः) જીવ અને પુદ્ગલની (परिणतिः) મળીને એક ક્રિયા (न स्यात्) થતી નથી; વસ્તુનું સ્વરૂપ આવું જ છે; ‘‘यतः अनेकम् अनेकम् एव सदा’’ (यतः) કારણ કે (अनेकम्) ભિન્ન સત્તારૂપ છે જીવ-પુદ્ગલ (अनेकम् एव सदा) તે તો જીવ-પુદ્ગલ સદાય ભિન્નરૂપ છે, એકરૂપ કેમ થઈ શકે? ભાવાર્થ આમ છે કે જીવદ્રવ્ય-પુદ્ગલદ્રવ્ય ભિન્ન સત્તારૂપ છે તે જો પહેલાં ભિન્ન સત્તાપણું છોડી એક સત્તારૂપ થાય તો પછી કર્તા-કર્મ-ક્રિયાપણું ઘટે. તે તો એકરૂપ થતાં નથી તેથી જીવ-પુદ્ગલનું પરસ્પર કર્તા- કર્મ-ક્રિયાપણું ઘટતું નથી. ૮૫૩.

(આર્યા)
नैकस्य हि कर्तारौ द्वौ स्तो द्वे कर्मणी न चैकस्य
नैकस्य च क्रिये द्वे एकमनेकं यतो न स्यात् ।।९-५४।।

ખંડાન્વય સહિત અર્થઃઅહીં કોઈ મતાન્તર નિરૂપશે કે દ્રવ્યની અનન્ત શક્તિઓ છે, તો એક શક્તિ એવી પણ હશે કે એક દ્રવ્ય બે દ્રવ્યોના પરિણામને કરે; જેવી રીતે જીવદ્રવ્ય પોતાના અશુદ્ધ ચેતનારૂપ રાગ-દ્વેષ- મોહપરિણામને વ્યાપ્ય-વ્યાપકપણે કરે તેવી જ રીતે જ્ઞાનાવરણાદિ કર્મપિંડને વ્યાપ્ય- વ્યાપકપણે કરે. ઉત્તર આમ છે કે દ્રવ્યને અનન્ત શક્તિઓ તો છે પરંતુ એવી શક્તિ તો કોઈ નથી કે જેનાથી, જેવી રીતે પોતાના ગુણ સાથે વ્યાપ્ય-વ્યાપકપણે છે તેવી જ રીતે પરદ્રવ્યના ગુણ સાથે પણ વ્યાપ્ય-વ્યાપકપણે થાય. ‘‘हि एकस्य द्वौ कर्तारौ न’’ (हि) નિશ્ચયથી (एकस्य) એક પરિણામના (द्वौ कर्तारौ न) બે દ્રવ્ય કર્તા નથી; [ભાવાર્થ આમ છે કે અશુદ્ધ ચેતનારૂપ રાગ-દ્વેષ-મોહપરિણામનું જેવી રીતે


Page 57 of 269
PDF/HTML Page 79 of 291
single page version

વ્યાપ્ય-વ્યાપકપણે જીવદ્રવ્ય કર્તા છે તેવી જ રીતે પુદ્ગલદ્રવ્ય પણ અશુદ્ધ ચેતનારૂપ રાગ-દ્વેષ-મોહપરિણામનું કર્તા છે એમ તો નથી; જીવદ્રવ્ય પોતાના રાગ- દ્વેષ-મોહપરિણામનું કર્તા છે, પુદ્ગલદ્રવ્ય કર્તા નથી;] ‘‘एकस्य द्वे कर्मणी न स्तः’’ (एकस्य) એક દ્રવ્યના (द्वे कर्मणी न स्तः) બે પરિણામ હોતા નથી; [ભાવાર્થ આમ છે કે જેવી રીતે જીવદ્રવ્ય રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ ચેતનાપરિણામનું વ્યાપ્ય- વ્યાપકપણે કર્તા છે તેવી રીતે જ્ઞાનાવરણાદિ અચેતન કર્મનો કર્તા જીવ છે એમ તો નથી; પોતાના પરિણામનો કર્તા છે, અચેતનપરિણામરૂપ કર્મનો કર્તા નથી;] ‘‘च एकस्य द्वे क्रिये न’’ (च) વળી (एकस्य) એક દ્રવ્યની (द्वे क्रिये न) બે ક્રિયા હોતી નથી; [ભાવાર્થ આમ છે કે જીવદ્રવ્ય જેવી રીતે ચેતનપરિણતિરૂપ પરિણમે છે તેવી જ રીતે અચેતનપરિણતિરૂપ પરિણમતું હોય એમ તો નથી;] ‘‘यतः एकम् अनेकं न स्यात्’’ (यतः) કારણ કે (एकम्) એક દ્રવ્ય (अनेकं न स्यात्) બે દ્રવ્યરૂપ કેમ થાય? ભાવાર્થ આમ છે કે જીવદ્રવ્ય એક ચેતનદ્રવ્યરૂપ છે તે જો પહેલાં અનેક દ્રવ્યરૂપ થાય તો જ્ઞાનાવરણાદિ કર્મનું કર્તા પણ થાય, પોતાના રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ ચેતનપરિણામનું પણ કર્તા થાય; પણ એમ તો છે નહિ. અનાદિનિધન જીવદ્રવ્ય એકરૂપ જ છે, તેથી પોતાના અશુદ્ધ ચેતનપરિણામનું કર્તા છે, અચેતનકર્મનું કર્તા નથી. આવું વસ્તુસ્વરૂપ છે. ૯૫૪.

(શાર્દૂલવિક્રીડિત)
आसंसारत एव धावति परं कुर्वेऽहमित्युच्चकै-
र्दुर्वारं ननु मोहिनामिह महाहङ्काररूपं तमः
तद्भूतार्थपरिग्रहेण विलयं यद्येकवारं व्रजेत्
तत्किं ज्ञानघनस्य बन्धनमहो भूयो भवेदात्मनः
।।१०-५५।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘ननु मोहिनाम् अहम् कुर्वे इति तमः आसंसारतः एव धावति’’ (ननु) અહો જીવ! (मोहिनाम्) મિથ્યાદ્રષ્ટિ જીવોનો (अहम् कुर्वे इति तमः) ‘જ્ઞાનાવરણાદિ કર્મનો કર્તા જીવ છે’ એવો છે જે મિથ્યાત્વરૂપ અંધકાર તે (आसंसारतः एव धावति) અનાદિ કાળથી એક-સંતાનરૂપ ચાલ્યો આવ્યો છે. કેવો છે


Page 58 of 269
PDF/HTML Page 80 of 291
single page version

મિથ્યાત્વરૂપી અંધકાર? ‘‘परं’’ પરદ્રવ્યસ્વરૂપ છે. વળી કેવો છે? ‘‘उच्चकैः दुर्वारं’’ અતિશય ધીઠ છે. વળી કેવો છે? ‘‘महाहंकाररूपं’’ (महाहंकार) ‘હું દેવ, હું મનુષ્ય, હું તિર્યંચ, હું નારક’ એવી જે કર્મના પર્યાયમાં આત્મબુદ્ધિ (रूपं) તે જ છે સ્વરૂપ જેનું એવો છે. ‘‘यदि तद् भूतार्थपरिग्रहेण एकवारं विलयं व्रजेत्’’ (यदि) જો કદી, (तत्) એવો છે જે મિથ્યાત્વ-અંધકાર તે (भूतार्थपरिग्रहेण) શુદ્ધસ્વરૂપ-અનુભવ વડે (एकवारं) અન્તર્મુહૂર્તમાત્ર (विलयं व्रजेत्) વિનાશને પામે તો, [ભાવાર્થ આમ છે કે જીવને યદ્યપિ મિથ્યાત્વ-અંધકાર અનન્ત કાળથી ચાલ્યો આવ્યો છે તથાપિ જો સમ્યક્ત્વ થાય તો મિથ્યાત્વ છૂટે, જો એક વાર છૂટે તો,] ‘‘अहो तत् आत्मनः भूयः बन्धनं किं भवेत्’’ (अहो) હે જીવ! (तत्) તે કારણથી (आत्मनः) આત્માને અર્થાત્ જીવને (भूयः) ફરીને (बन्धनं किं भवेत्) એકત્વબુદ્ધિ શું થાય? અર્થાત્ ન થાય. કેવો છે આત્મા? ‘‘ज्ञानघनस्य’’ જ્ઞાનનો સમૂહ છે. ભાવાર્થશુદ્ધસ્વરૂપનો અનુભવ થતાં સંસારમાં પરિભ્રમણ થતું નથી. ૧૦૫૫.

(અનુષ્ટુપ)
आत्मभावान् करोत्यात्मा परभावान् सदा परः
आत्मैव ह्यात्मनो भावाः परस्य पर एव ते ।।११-५६।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘आत्मा आत्मभावान् करोति’’ (आत्मा) જીવદ્રવ્ય (आत्मभावान्) પોતાના શુદ્ધચેતનારૂપ અથવા અશુદ્ધચેતનારૂપ રાગ-દ્વેષ-મોહભાવ, (करोति) તે-રૂપે પરિણમે છે. ‘‘परः परभावान् सदा करोति’’ (परः) પુદ્ગલદ્રવ્ય (परभावान्) પુદ્ગલદ્રવ્યના જ્ઞાનાવરણાદિરૂપ પર્યાયને (सदा) ત્રણે કાળે (करोति) કરે છે. ‘‘हि आत्मनः भावाः आत्मा एव’’ (हि) નિશ્ચયથી (आत्मनः भावाः) જીવના પરિણામ (आत्मा एव) જીવ જ છે. ભાવાર્થ આમ છે કે ચેતનાપરિણામને જીવ કરે છે, તે ચેતનપરિણામ પણ જીવ જ છે, દ્રવ્યાન્તર થયું નથી. ‘‘परस्य ते परः एव’’ (परस्य) પુદ્ગલદ્રવ્યના (ते) પરિણામ (परः एव) પુદ્ગલદ્રવ્ય છે, જીવદ્રવ્ય થયું નથી. ભાવાર્થ આમ છે કે જ્ઞાનાવરણાદિ કર્મનું કર્તા પુદ્ગલ છે અને વસ્તુ પણ પુદ્ગલ છે, દ્રવ્યાન્તર નથી. ૧૧૫૬.