Shri Jinendra Stavan Manjari (Gujarati).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 9 of 23

 

Page 143 of 438
PDF/HTML Page 161 of 456
single page version

background image
જિમ એ બિહુંની પ્રીતડી, તુમે કરી આપી થિર ભાવે રે;
તિમ મુજ અનુભવ મિત્તસું, કરી આપો મેળ સ્વભાવે રે..
બલિ૦
તુજ શાસન જાણ્યા પછી, તેહશું મુજ પ્રીત છે ઝાજીરે;
પણ તે કહે મમતા તજો, તેણે નવિ આવે છે બાજીરે...
બલિ૦
કાલ અનાદિ સંબંધિની, મમતા તે કેડ ન મૂકે રે;
રિસાયે અનુભવ તદા, પણ ચિત્તથી હિત નવિ ચૂકે રે...
બલિ૦
એહવા મિત્રશું રૂસણું, એ તો મુજ મન લાગે માઠું રે;
તિમ કીજે મમતા પરી, જિમ છાંડું ચિત્ત કરી કાઠું રે...
બલિ૦
ચરણ ધર્મ નૃપ તુમ વસેં, તસ કન્યા સમતા રૂડી રે;
શ્રેયાંસસુતતેં મેળવો, જિમ મમતા જાયે ઊડી રે...
બલિ૦
સાહિબે માની વીનતી, મિલ્યો અનુભવ મુજ અંતરંગે રે;
ઓચ્છવ રંગ વધામણાં, હુઆ સુજસ મહોદય સંગ રે...
બલિ૦
શ્રી પદ્મપ્રભ જિનસ્તવન
શ્રી પદ્મપ્રભ કૃપાલ, ત્રિભુવન સુખકરો હો લાલ, ત્રિભુવન૦
જગ ઉદ્ધરવા હેત, ઇંહાં તું અવતર્યો હો લાલ; ઇહાં૦

Page 144 of 438
PDF/HTML Page 162 of 456
single page version

background image
કર કરુણા જગનાથ, કહું હું કેટલું હો લાલ, કહું૦
ભવભવનો ભય ટાળ, માગું છું એટલું હો લાલ. મા૦
દેતાં દાન દયાલ કે, કોસર નહીં કિસી હો લાલ; કો૦
જેહવું મુજ શુદ્ધ સ્વરૂપ, તે આપો ઉલ્લસી હો લાલ; તે૦
બેસી પરષદા માંહિ, દેખાડી ગુણ-તટી હો લાલ, દે૦
લેહવા તેહ જ રૂપ, થઈ મન ચટપટી હો લાલ. થ૦
જાણ્યા વિણ ગયો કાલ, અનંતો ભવભમી હો લાલ. અ૦
સુણી નિરંજન દેવ, ન જાયે એક ઘડી હો લાલ; ન૦
ઉતાવળ મનમાંહે, થાયે છે અતિ ઘણી હો લાલ, થા૦
પણ નવિ ચાલે જોર, વડાશ્યું આવી બની હો લાલ. વ૦
કહ્યું તુમે હિત આણી, અમે નવિ જાણતા હો લાલ, અ૦
તો આપો જગબંધુ, રખે તુમ તાણતા હો લાલ; ર૦
જાણું છું મુનિનાથ, ઉપાદાન અમ તણો હો લાલ, ઉ૦
સમરે સીઝે કાજ કે, નિમિત્ત તે તુઝ તણો હો લાલ. નિ૦
ધ્યાતાં નમતાં તુજને, આતમ અમ તણો હો લાલ, આ૦
કર્મ રહિત જે થાય, પસાય તે તમ તણો હો લાલ; પ૦
ભક્તભાવે પ્રભુ પાય, સેવો મનસા કરી હો લાલ, સે૦
પામ્યો પરમાણંદ કે, શિવ લક્ષ્મી વરી હો લાલ. કે૦
શ્રી શ્રેયાંસનાથ જિનેશ્વરસ્તવન
(દીઠો સુવિધી જિણંદ સમાધિ રસ ભર્યોએ દેશી)
શ્રી શ્રેયાંસજિણંદ ઘના-ઘન ગહગહ્યો રે; ઘના૦
વૃક્ષ અશોકની છાંય સભર છાહી રહ્યો રે; સભર૦

Page 145 of 438
PDF/HTML Page 163 of 456
single page version

background image
ભામંડળની ઝલક, ઝબુકે વીજળી રે, ઝબુકે૦
ઉન્નત આઠ ભૂમિ ઇન્દ્ર ધનુષ શોભા મિલી રે. ધનુ૦
દેવદુંદુભિનો નાદ, ગંભીર ગાજે ઘણું રે, ગં૦
ભાવિક જીવનાં નાટક, મોર ક્રીડા ભણું રે; મોર૦
ચામર કેરી હાર, ચલંતી બગતતી રે, ચ૦
દેશના વચન સુધારસ, વરસે જિનપતિ રે. વ૦
સમકીતિ ચાતકવૃંદ, તૃપ્તિ પામે તિહાં રે, તૃ૦
સકળ કષાય દાવાનળ, શાંત હોયે જિહાં રે; શા૦
જિનચિત્તવૃત્તિ સુભૂમિ, ત્રેહાળી થઈ રહી રે, ત્રે૦
તેણે રોમાંચ અંકુર, વતી કાયા લહી રે. વતી૦
શ્રમણકૃષીવલ સજ્જ, હોયે તવ ઉજ્જમી રે, હો૦
ગુણવંત જન મન-ક્ષેત્ર, સમારે સંયમી રે; સમા૦
કરતા બીજાધાન, સુધાન નિપાવતા રે, સુધા૦
જેણે જગના લોક, રહે સહુ જીવતા રે. રહે૦
ગણધરગિરિતટ સંગી, થઈ સૂત્ર ગૂંથના રે, થઈ૦
એહ નદી પ્રવાહે, હોયે સહુ પાવના રે; હોયે૦
એહિ જ મોટો આધાર, વિષમ કાળે લહ્યો રે, વિ૦
શ્રી જિનચરણનો દાસ, કહે મેં સદ્હ્યો રે. ક૦
10

Page 146 of 438
PDF/HTML Page 164 of 456
single page version

background image
શ્રી અજિત જિનસ્તવન
(મ્હારો મુજરો લોને રાજ, સાહેબ શાંતિ સલૂણાએ દેશી)
અજિત જિણેસર ચરણની સેવા, હેવા એ હું હળિયો;
કહિયે અણચાખ્યો પણ અનુભવ, રસનો ટાણો મળિયો,
પ્રભુજી મહેર કરીને આજ, કાજ હમારાં સારો.
મુકાવ્યો પણ હું નહિ મૂકું, ચૂકું એ નવિ ટાણો;
ભક્તિ-ભાવ ઊઠ્યો જે અંતર, તે કિમ રહે શરમાણો.....
પ્રભુજી૦
લોચન શાંત સુધારસ સુભગા, મુખ ઉપશાંત પ્રસન્ન;
યોગ મુદ્રા આતમરામી, અતિશયનો અતિ ઘન્ન.....
પ્રભુજી૦
પિંડ પદસ્થ રૂપસ્થે લીનો, ચરણ-કમળ તુજ ગ્રહીયાં;
ભ્રમર પરે રસ સ્વાદ ચખાવો, વિરસો કાં કરો મહીયાં...
પ્રભુજી૦
બાળ કાળમાં વાર અનંતી, સામગ્રીએ નવિ જાગ્યો;
યૌવન કાળે તે રસ ચાખ્યો, તું સમરથ પ્રભુ માગ્યો....
પ્રભુજી૦
તું અનુભવ-રસ દેવા સમરથ, હું પણ અરથી તેહનો;
ચિત્ત વિત્ત ને પાત્ર સંબંધે અજર રહ્યો હવે કેહનો....
પ્રભુજી૦

Page 147 of 438
PDF/HTML Page 165 of 456
single page version

background image
પ્રભુની મહેરે તે રસ ચાખ્યો, અંતરંગ સુખ પામ્યો;
ભક્તિથી સેવક એમ ભાવે, હુઓ મુજ મન કામો....
પ્રભુ૦
શ્રી જિનેશ્વરસ્તવન
(દેવ તુજ સિદ્ધાંત દીઠેએ દેશી)
સકલ સમતા સરલતાનો, તુંહી અનોપમ કંદ રે,
તુંહી કૃપારસ કનકકુંભો, તુંહી જિણંદ મુણિંદ રે....
પ્રભુ તુંહી, તુંહી, તુંહી, તુંહી, તુંહી ધરતાં ધ્યાન રે;
તુજ સ્વરૂપી જે થયા તેણે, લહ્યું તાહરું તાન રે....પ્રભુ૦
તુંહી અલગો ભવ થકી, પણ ભવિક તાહરે નામ રે;
પાર ભવનો તેહ પામે, એહ અચરીજ ઠામ રે......પ્રભુ૦
જન્મ પાવન આજ માહરો, નીરખીયો તુજ નૂર રે;
ભવોભવ અનુમોદનાજી, હુઆ આપ હજૂર રે....પ્રભુ૦
એહ માહરે અખય આતમ, અસંખ્યાત પ્રદેશ રે;
તાહરા ગુણ છે અનંતા, કિમ કરું તાસ નિવેશ રે....પ્રભુ૦
એક એક પ્રદેશ તાહરે, ગુણ અનંતતાનો વાસ રે;
એમ કહી તુજ સહજ મિલત, હુવે જ્ઞાનપ્રકાશ રે....પ્રભુ૦
ધ્યાન ધ્યાતા ધ્યેય એક-ભાવ હોયે એમ રે;
એમ કરતાં સેવ્યસેવક ભાવ હોયે ક્ષેમ રે...પ્રભુ૦

Page 148 of 438
PDF/HTML Page 166 of 456
single page version

background image
એક સેવા તાહરી જો, હોય અચલ સ્વભાવ રે;
જ્ઞાન નિર્મળ શોભિત પ્રભુતા, હોય આનંદ જમાવ રે..પ્રભુ૦
શ્રી સીમંધર જિનસ્તવન
(અજિત જિન તારજોરાગ)
નિરુપાધિકતા તાહરે રે, પ્રભુ રમણતા તાહરે અનંત;
વ્યાપ્ય-વ્યાપતા શુદ્ધતા રે, સદા શુભ ગુણ વિલસંત.....
સીમંધરજિન તારજ્યો રે, તારજ્યો દીનદયાળ; સીમંધર૦
સેવક કરો નિહાલ સીમંધર, તાહરો છે વિસવાસ. સીમંધર૦
તું મોટો મહારાજ સીમંધર૦ તું જીવજીવન આધાર;
પરમગુરુ તારજ્યો રે; ઉતારો ભવપાર. સીમંધર૦
દ્રવ્ય રહિત ૠદ્ધિવંત છો રે, પ્રભુ વિકસિત વીર્ય અશોભ;
વિગત કષાય વૈરી હણ્યો રે, અભિરામી જ્યોતિ અલોભ,
સીમંધર૦
ગુરુ નહીં ત્રિભુવન ગુરુ રે, તારક દેવાધિદેવ;
કર્તા ભોક્તા નિજતણો રે, સહજ આણંદ નિમેવ.
સીમંધર૦
અનંત અક્ષય અધ્યાતમી રે, પ્રભુ અશરીરી અનાહાર;
સર્વશક્તિ નિરાવર્ણતા રે, અતુલ દ્યુતિ અનાકાર.
સીમંધર૦

Page 149 of 438
PDF/HTML Page 167 of 456
single page version

background image
નિરાગી નિરામયી રે, અસંગી તું દ્રવ્યનય એક;
એક સમયમાં તાહરે રે; ગુણપર્યાય અનેક.
સીમંધર૦
અનંત ચતુષ્ટય સાંભળી રે, રુચિ ઉપજી સુખકંદ;
પુષ્ટ કારણ જિન તું લહી રે, સાધક સાધ્ય અમંદ.
સીમંધર૦
પુષ્ટાલંબન આદરી રે; ચેતન કરો ગુણગ્રામ;
પરમાનંદ સ્વરૂપથી રે; લહશ્યો સમાધિ સુઠામ.
સીમંધર૦
સુખ સાગર સત્તા રસી રે, ત્રિભુવન ગુરુ અધિરાજ;
સેવક નિજ પદ અરથિયો રે, ધ્યાવો એહ મહારાજ.
સીમંધર૦
આરોપતિ સુખ ભ્રમ ટળે રે, પૂજ્ય ને ધ્યાન પ્રભાવ;
અષ્ટ કરમ દળ છોડીને રે, ભોગવે શુદ્ધ સ્વભાવ.
સીમંધર૦
અધ્યાતમ રૂપી ભજ્યો રે, ગણ્યો નહીં કાજ અકાજ;
કૃપા કરી પ્રભુ દીજિયે રે, મોક્ષલક્ષ્મી પદ રાજ.
સીમંધર ૧૦

Page 150 of 438
PDF/HTML Page 168 of 456
single page version

background image
શ્રી વિમલનાથ જિનસ્તવન
(ૠષભજિણંદ શું પ્રીતડીરાગ)
વિમલ વિમલ ગુણ તાહરા, કહવાયે હો કિમ એકણ જીહ કે
જગજંતુ સન્નિપણે, તસુ જીવિત હોં અસંખ્યાતા દિહ....
વિમલ વિ૦
સાયર શ્યાહી સંભવે, સવિ વસુધા હો કાગદ ઉપમાન કે
તરુ ગણ લેખણ કીજિયે, ન લિખાયે હો તુજ ભાસન માન...
વિમલ વિ૦
લિખન કથન અભિલાપ્ય છે, અનંતગુણ હો નભિલાપ્ય પયથ્થ કે
કેવલનાણ અનંતગુણો કહેવાને હો કુણ હોય સમર્થ...
વિમલ વિ૦
રૂપી અરૂપી દ્રવ્યના, ત્રિહું કાળના હો પજ્જવ સમુદાય કે
પરણામિકતાએ પરિણમે, તુમ ગ્યાનમાં હો સમકાળ સમાય...
વિમલ વિ૦
કેવળદંસણ તિમ વળી, ગુણ બીજો હો ગ્રાહક સામાન્ય કે
કરતાં એકપણા થકી, ઉપયોગે હો એક સમયમાં માન્ય...
વિમલ વિ૦
સુરગુણસુખ પિંડિત કરી, કોઈ વર્ગિત હો કરે વાર અનંત કે
તુમ ગુણ અવ્યાબાધને, અનંતમેં હો નવિ ભાગ આવંત....
વિમલ વિ૦

Page 151 of 438
PDF/HTML Page 169 of 456
single page version

background image
દ્રવ્ય સાધર્મે માહરી, સહુ સત્તા હો ભાસન પરતીત કે
ફટક સંયોગે સામળો, નિજ રૂપે હો ઉજ્જ્વળ સુપવિત્ત.....
વિમલ વિ૦
શાંત ભાવે જિન સેવના, નિત કીજે હો જિમ પ્રગટે તેહ કે
સહજાનંદી ચેતના, ગુણી ગુણમાં હો રમે સાદિ અછેહ.
વિમલ વિ૦
✤ ✤ ✤
શ્રી નેમિનાથસ્તવન
(કડખાનીદેશી)
સકળ ગુણગણ નેમજિણંદ તુમ્હ દરિશને,
આતમારામ સુખ સહજ પાવે;
સબળ સંવેગી નિર્વેદી અનુકંપતો,
શુદ્ધ શરધાન શ્રેણી મચાવે.
ચરણ-ગયવર ચઢે મોહરિપુસેં લડે,
ગ્યાન-પરધાન સબ રાહ બતાવે;
ધૈર્ય વર વીર્ય રણથંભ રોપિ પ્રબળ,
પરમ વૈરાગ્ય સન્નાહ બનાવે. સ૦
આણ અરિહંતની ઢાલ આગળ ધરે,
ધ્યાન એક તાન સમસેર લાવે;
હાસ્ય રતિ અરતિ ભય શોગ દુગંછ ખટ,
ઝપટ દે મદન અરિ દૂર હટાવે. સ૦
૧. બખતર.

Page 152 of 438
PDF/HTML Page 170 of 456
single page version

background image
મન વચન કાય નિરમાય બંદુક ભરી,
સુમતિ ઔર ગુપતિ ગોલી ચલાવે;
મારી મોહમલ્લ સુત રાગ ઔર રોષકું,
જગતમાં જીત-વાજાં બજાવે. સ૦
મોહને ક્ષય કરે વિજયલક્ષ્મી વરે,
અજર અચળ અમર નયરે સિધાવે;
શ્રી નેમનાથ પ્રભુ ચરણકજ સેવતા,
નિત્ય આણંદ જિન સેવક પાવે. સ૦
શ્રી શાંતિનાથ જિનસ્તવન
(દીઠાં લોયણ આજરાગ)
શાંતિનાથ સોહામણો રે, સોળમો એ જિનરાય;
શાંતિ કરો ભવચક્રની રે, ચક્રધર કહેવાય.....
મુનીસર તું જગજીવન સાર.
ભવોદધિ મથતાં મેં લહ્યો રે; અમૂલખ રત્ન ઉદાર;
લક્ષ્મી પામી સાયર મથી રે, જિમ હર્ષ મુરાર....
મુનીસર૦
રજની અટતાં થકાં રે, પૂર્ણ માસે પૂર્ણચંદ;
તિમ મેં સાહિબ પામિયો રે, ભવમાં નયણાનંદ....
મુનીસર૦

Page 153 of 438
PDF/HTML Page 171 of 456
single page version

background image
ભોજન કરતાં અનુદિને રે, બટુ લહે ઘૃતપૂર;
તિમ મુજને તુંહિ મિલ્યો રે, આતમ રૂપ સનૂર.....
મુનીસર૦
યોગીસર જોતાં થકાં રે, સમરે યોગ સુજાણ;
તુજ આતમ યોગ દર્શને રે, પ્રગટે સિદ્ધ સ્વરૂપ....
મુનીસર૦
અચિરાનંદન તું જ્યો રે, જય જય તું જગનાથ;
આતમ લક્ષ્મી મુજ ઘણી રે, જો તું ચઢીયો હાથ....
મુનીસર૦
શ્રી પદ્મપ્રભ જિનસ્તવન
(દીઠાં લોયણ આજરાગ)
અંતરજામી પ્રભુ માહરા રે, પદમપ્રભુ વીતરાગ;
નયણ ઠરે મુખ પેખતાં રે, મેં ધર્યો તુજથી રાગ.....
વ્હાલા મારા પદમપ્રભુ જિનરાજ.
ગુણસત્તાધર ઓળખે રે, તે ગુણગણનો જાણ;
અવગુણ છાંડીને ગુણ સ્તવે રે, તે જસ જગત પ્રમાણ..
વ્હાલા૦
ગુણ થકી રંગ ઊપનો રે, જિમ ચાતક મન મેહ;
તેલ બિંદુ જિમ વિસ્તરે રે, તિમ તિમ તુજશું નેહ...
વ્હાલા૦

Page 154 of 438
PDF/HTML Page 172 of 456
single page version

background image
સુર નર ઇંદ્ર મુનિવરા રે, અહનિશ ધરે તુજ ધ્યાન;
સાધક વધતા પુરુષાર્થથી રે, ગાવે જિનગુણગાન.....
વ્હાલા૦
ચરણકમલની ચાકરી રે, અવિહડ ધરું રે નેહ;
પદમપ્રભુ જિન સાહિબા રે, વિવેકથી વધતી રેહ....
વ્હાલા૦
❋ ❋ ❋
શ્રી સીમંધર જિનસ્તવન
(દીઠાં લોયણ આજરાગ)
સીમંધર જિણંદ શુભ ધ્યાનથીજી, સદ્હણા શુચિ ભોગ;
તેહથી નાણ ચરણ ગુણાજી, વિકસેં થિર ત્રિક જોગ......
ગુણવંતા સુમન જન, ધ્યાવો જિન જગદીશ.
ભમતાં ભવકંતારમાંજી, ગિરી શિરોપલ પરં જીય
અનાભોગે લહુકમ્મ કરીજી, ભેદે ગ્રંથિ ભવબીજ....
ગુણ૦
ક્ષિણ ક્ષિણ શુદ્ધ થતો થકોજી, અંતર કરણ પઈઠ,
કર્મ સુભટ અરિ જીતીનેજી, વિઘટેરે મિથ્યા અનીઠ....
ગુણ૦
જ્ઞાનાદિક સમકિત લહીજી, તુજ સુપસાયરે નાથ,
તવ સ્તવના વિષે જોગ્યતાજી, હોયે તે જીવ સનાથ......
ગુણ૦

Page 155 of 438
PDF/HTML Page 173 of 456
single page version

background image
અમલ અખંડ અલિપ્તતાજી, સ્વરૂપ રમણ અવિનાસી,
વાસવ સુર નર મુનિવરજી, આજીવિત સુપ્રયાસી......
ગુણ૦
દ્રવ્ય સ્તવના વચનાદિકેજી, ભાવથી તન્મય સાર;
ગુણ સ્તવના પ્રતિદિન કરેજી, તદપી ન પામેરે પાર.......
ગુણ૦
સાધક સિદ્ધતા હેતુનેજી, અવલંબે રે મતિવંત;
ભેદ મિટે પ્રગટે મહાજી, આતમલક્ષ્મી અનંત......
ગુણ૦
જિનપ્રતિમામાહાત્મ્ય
(દોહા)
જિનપ્રતિમા જિનસરખી, નમૈ બનારસિ તાહિ,
જાકી ભક્તિ પ્રભાવસૌં, કીનૌ ગ્રન્થ નિવાહિ.
(સવૈયા ઇકતીસા)
જાકે મુખ દરસસૌં ભગતકે નૈનનિકૌં,
થિરતાકી બાની બઢૈ ચંચલતા બિનસી;
મુદ્રા દેખિ કેવલીકી મુદ્રા યાદ આવૈ જહાં,
જાકે આગૈ ઇંદ્રકી વિભૂતિ દીસૈ તિનસી.

Page 156 of 438
PDF/HTML Page 174 of 456
single page version

background image
જાકૌ જસ જપત પ્રકાશ જગૈ હિરદૈમેં,
સોઈ સુદ્ધમતિ હોઈ હુતી જુ મલિનસી;
કહત બનારસી સુમહિમા પ્રગટ જાકી,
સોહૈ જિનકી છબિ સુવિદ્યમાન જિનસી.
(જિનમૂર્તિ પૂજકોંકી પ્રશંસા)
જાકે ઉર અંતર સુદ્રિષ્ટિકી લહર લસી,
બિનસી મિથ્યાત મોહ-નિદ્રાકી મમારખી;
સૈલી જિનશાસનકી ફૈલી જાકૈ ઘટ ભયૌ,
ગરબકૌ ત્યાગી ષટ-દરબકૌ પારખી.
આગમકૈ અચ્છર પરે હૈં જાકે શ્રવનમૈં,
હિરદૈ-ભંડારમૈં સમાની વાની આરખી;
કહત બનારસી અલપ ભવ થિતિ જાકી,
સોઈ જિન પ્રતિમા પ્રવાંનૈ જિન સારખી.
શ્રી જિનેન્દ્રસ્તવન
(કડખાની દેશી)
આજ જિનરાજ મુજ કાજ સિદ્ધાં સવે,
વીનતી માહરી ચિત્ત ધારી;
માર્ગ જો મેં લહ્યો તુજ કૃપારસ થકી,
તો હુઈ સમ્પદા પ્રગટ સારી. આજ૦
‘કુમતિ મલિનસી ઐસા ભી પાઠ હૈ।

Page 157 of 438
PDF/HTML Page 175 of 456
single page version

background image
વેગળો મત હુજે દેવ! મુઝ મન થકી,
કમલના વન થકી જિમ પરાગો;
ચમકપાષાણ જિમ લોહને ખેંચશે,
મુક્તિને સહેજ તુઝ ભક્તિરાગો. આજ૦
તું વસે જો પ્રભો! હર્ષભર હીયડલે;
તો સકલ પાપના બન્ધ તૂટે;
ઊગતે ગગન સૂરય તણે મણ્ડલે,
દહ દિશિ જિમ તિમિરપડલ ફૂટે. આજ૦
સીંચજે તૂં સદા વિપુલકરુણારસે,
મુઝ મને શુદ્ધમતિકલ્પવેલી;
નાણદંસણકુસુમ ચરણવરમંજરી,
મુક્તિફલ આપશે તે અકેલી. આજ૦
લોકસન્ના થકી લોક બહુ વાઉલો,
રાઉલો દાસ તે સવિ ઉવેખે;
એક તુઝ આણસું જેહ રાતા રહે,
તેહને એહ નિજ મિત્ર દેખે. આજ૦
આણ જિનભાણ! તુઝ એક હું શિર ધરું,
અવરની વાણી નવિ કાને સુણિએ;
સર્વદર્શન તણું મૂલ તુજ શાસનં,
તેણે તે એક સુવિવેક થુણિએ. આજ૦

Page 158 of 438
PDF/HTML Page 176 of 456
single page version

background image
તુઝ વચનરાગ સુખસાગરે હું ગણું,
સકલસુરમનુજસુખ એક બિંદુ;
સાર કરજો સદા દેવ! સેવક તણી,
તૂં સુમતિકમલિનીવનદિણિંદુ. આજ૦
જ્ઞાનયોગે ધરી તૃપ્તિ નવિ લાજિયે,
ગાજિયે એક તુઝ વચનરાગે;
શક્તિ ઉલ્લાસ અધિકો હુસે તુઝ થકી,
તૂ સદા સકલસુખહેત જાગે. આજ૦
પૂર્ણાનંદઘન પ્રભુ
(રાગધન્યાશ્રી)
પ્રભુ મેરે! તૂં સબ વાતે પૂરા.....પ્રભુ મેરે.....
પરકી આશ કહા કરે પ્રીતમ! એ કિણ વાતે અધૂરા..
પ્રભુ૦
પરવશ વસત લહત પરતક્ષ દુઃખ, સબહી બાસે સનૂરા;
નિજ ઘર આપ સંભાર સંપદા, મત મન હોય સનૂરા....
પ્રભુ૦
પરસંગ ત્યાગ લાગ નિજ રંગે, આનંદવેલી અંકૂરા;
નિજ અનુભવ રસ લાગે મીઠા, જ્યું ઘેવરમેં છૂરા.....
પ્રભુ૦

Page 159 of 438
PDF/HTML Page 177 of 456
single page version

background image
અપને ખ્યાલ પલકમેં ખેલે, કરે શત્રુકા ચૂરા;
સહજાનંદ અચલ સુખ પાવે, ધૂરે જગ જીવ નૂરા.....
પ્રભુ૦
શ્રી જિનસ્તવન
(રાગસામેરી)
મેરે પ્રભુસું પ્રગટ્યો પૂરન રાગ....મેરે પ્રભુસું......
જિન-ગુન-ચંદ-કિરનસું ઉમગ્યો, સહજ સમુદ્ર અથાગ...
મેરે૦
ધ્યાતા ધ્યેય ભયે દોઉ એકહુ, મિટ્યો ભેદકો ભાગ,
ફૂલ બિદારી છલે જબ સરિતા, તબ નહિ રહત તડાગ.
મેરે૦
પૂરન મન સબ પૂરન દીસે, નહિ દુવિધાકો લાગ;
પાઊં ચલત પનહી જો પહિરે, નહિ તસ કંટક લાગ.....
મેરે૦
ભયો પ્રેમ લોકોત્તર, ત્રુટો લોક બંધકો તાગ;
કહો કોઉ કછુ હમકો ન રુચે, છૂટિ એક વીતરાગ....
મેરે૦
વાસત હે જિનગુન મુઝ દિલકું, જૈસો સુરતરુ બાગ;
ઓર વાસના લગેં ન તાતેં, સંત કહે તૂં વડભાગ.....
મેરે૦

Page 160 of 438
PDF/HTML Page 178 of 456
single page version

background image
શ્રી જિનસ્તવન
(પ્રભુ દર્શનથી પરમાનંદ)
આજ આનંદ ભયો, પ્રભુકો દર્શન લહ્યો,
રોમરોમ શીતલ ભયો, પ્રભુ ચિત્ત આયે હૈ. આજ૦
મન હું તે ધાર્યા તોહે, ચલકે આયો મન મોહે;
ચરણકમલ તેરો, મનમેં ઠહરાયો હૈ. આજ૦
અકલ અરૂપી તૂંહી, અકલ અમૂરતિ યોહી;
નિરખ નિરખ તેરો, સુમતિશું મિલાયો હૈ. આજ૦
સુમતિ સ્વરૂપ તેરો; રંગ ભયો એક અનેરો;
વાઈ રંગ આત્મ પ્રદેશે, સેવક રંગાયો હૈ. આજ૦
શ્રી જિનસ્તવન
જ્ઞાનાદિક ગુણ તેરો, અનંત અપાર અનેરો;
વાહી કીરત સુન મેરો, ચિત્તહુ ગુન ગાયો હૈ. જ્ઞાના૦
તેરો ગ્યાન તેરો ધ્યાન, તેરો નામ મેરો પ્રાણ;
કારણ કારજ સિદ્ધો; ધ્યાતા ધ્યેય ઠહરાયો હૈ. જ્ઞાના૦
છૂટ ગયો ભ્રમ મેરો, દર્શન પાયો મેં તેરો;
ચરણ-કમલ તેરો, સેવક રંગાયો હૈ. જ્ઞાના૦

Page 161 of 438
PDF/HTML Page 179 of 456
single page version

background image
શ્રી નેમિનાથ જિનસ્તવન
(તારી અજબ શી જોગની મુદ્રારાગ)
શ્રી નેમિનાથ જિણંદ વખાણું, સિદ્ધ સ્વરૂપી જાણું;
આતમ ઠાણું આત્મ પ્રમાણું, આતમપદ પહિચાણું;
પ્રભુ મારા આતમ શોધી રે, પ્રભુ મારા જોગ નિરોધી રે.
આતમ કર્તા આતમ કરણી, તૂં આતમપદ ધરણી;
આતમ કર્તા આતમ હરણી, તૂં શિવ સાધન વરણી...પ્ર૦
તૂંહી શંકર તૂંહી જગદીશ્વર, તૂંહી આતમરામી;
તૂં નિષ્કામી તૂં ગુણધામી, તૂંહી પરમપદ પામી......પ્ર૦
પરમપુરુષ પરમેશ્વર તૂંહી, પરમાતમ પરમાણુ;
તું પરમારથ પરમ પદારથ પરમદેવ પરધાન...પ્ર૦
નિશ્ચય નેમિ નિરંજન પરખી, નિરંજનતા ગહીયે;
નિર-અંજન નિરંજન પરસી, નિરંજન પદ લહીયે......પ્ર૦
એહવા નેમિ નિરંજન દેવા, સુખકારણ નિતમેવા;
શ્રી જિનરાજ પ્રભુની સેવા, શિવપદ દાનસું હેવા.....પ્ર૦
શ્રી પાર્શ્વનાથ જિનસ્તવન
(સ્વામી સુજાત સુહાયારાગ)
વામાનંદન પાસજિણંદા, મુજ મનકમળ દિણંદા રે...
શમ સુરતરુ કંદા.
11

Page 162 of 438
PDF/HTML Page 180 of 456
single page version

background image
ભીમ ભવોદધિ તરણા તરંડા, જેર કર્યા ત્રિકંદડા રે....
પ્રભુ નહિ વ્રીડા રે.
ક્રોધ માન માયા ને લોભા, કરી ઘાત થયા થીર થોભા રે.....
લહિ જગમાંહિ શોભા.
નિજ ગુણ ભોગી કર્મ વિયોગી, આતમ અનુભવ યોગી રે....
નહિ પુદ્ગલ રોગી.
મન-વચ-તન ત્રિક યોગને રુંધી, સિદ્ધ વિલાસને સાધી રે....
ટાળી સકળ ઉપાધી.
યથાખ્યાત-ચારિત્ર ગુણ લીણો, કેવળ સંપદ પીનો રે....
યોગીશ નગીનો.
સિદ્ધ વધૂ અરિહંત નિરંજન, પરમેશ્વર ગત લંછન રે....
સાહિબ સહુ સજ્જન.
શ્રી સીમંધરનાથસ્તવન
(સવૈયા)
તુંહી એક પ્યારો પ્રાન, તિહારો હી જ્ઞાન ધ્યાન;
સબ ગુનકો નિધાન, તેરો હી શરન હૈ.
તુમ હો અનાથનાથ, મોક્ષકો ચલાવે સાથ;
જિને સુખ કીનો હાથ, સુખકો કરન હૈ. તુંહી૦
૧. બિહામણો ૨. વહાણ. ૩. ત્રણ દંડ. ૪. લાજ.