Shri Jinendra Stavan Manjari (Gujarati).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 8 of 23

 

Page 123 of 438
PDF/HTML Page 141 of 456
single page version

background image
પરમપવિત્ર અસંખ્યપ્રદેશી, કરુણાસિંધુ અચિંત્ય અભેષી;
જગતસૂર નિર્મલ ઉપયોગી, ભદ્રરૂપ ભગવન્ત અભોગી. ૫૭
ભાનોપમ ભરતા ભવનાસી, દ્વન્દવિદારણ બોધવિલાસી;
કૌતુકનિધિ કુશલી કલ્યાણી, ગુરુ ગુસાઁઈ ગુણમય જ્ઞાની. ૫૮
નિરાતંક નિરવૈર નિરાસી, મેધાતીત મોક્ષપદવાસી;
મહાવિચિત્ર મહારસભોગી, ભ્રમભંજન ભગવાન અરોગી. ૫૯
કલ્મષભંજન કેવલદાતા ધારાધરન ધરાપતિ ધાતા;
પ્રજ્ઞાધિપતિ પરમ ચારિત્રી, પરમતત્ત્વવિત્ પરમવિચિત્રી. ૬૦
સંગાતીત સંગપરિહારી, એક અનેક અનન્તાચારી;
ઉદ્યમરૂપી ઊરધગામી, વિશ્વરૂપ વિજયી વિશ્રામી. ૬૧
(દોહા)
ધર્મવિનાયક ધર્મધુજ, ધર્મરૂપ ધર્મજ્ઞ;
રત્નગર્ભ રાધારમણ, રસનાતીત રસજ્ઞ. ૬૨
✤ ✤ ✤
(રૂપ ચૌપાઈ)
પરમપ્રદીપ પરમપદદાની, પરમપ્રતીતિ પરમરસજ્ઞાની;
પરમજ્યોતિ અઘહરન અગેહી, અજિત અખંડ અનંત અદેહી. ૬૩
અતુલ અશેષ અરેષ અલેષી, અમન અવાચ અદેખ અભેષી;
અકુલ અગૂઢ અકાય અકર્મી, ગુણધર ગુણદાયક ગુણમર્મ્મી. ૬૪
આરાધનામાં રમનારા.

Page 124 of 438
PDF/HTML Page 142 of 456
single page version

background image
નિસ્સહાય નિર્મ્મમ નીરાગી, સુધારૂપ સુપથગ સૌભાગી;
હતકૈતવી મુક્તસંતાપી, સહજસ્વરૂપી સબવિધિ વ્યાપી. ૬૫
મહાકૌતુકી મહદ વિજ્ઞાની, કપટવિદારન કરુણાદાની,
પરદારન પરમારથકારી, પરમપૌરુષી પાપપ્રહારી. ૬૬
કેવલબ્રહ્મ ધરમધનધારી, હતવિભાવ હતદોષ હઁતારી;
ભવિકદિવાકર મુનિમૃગરાજા, દયાસિંધુ ભવસિંધુ જહાજા. ૬૭
શંભુ સર્વદર્શી શિવપંથી, નિરાબાધ નિઃસંગ નિર્ગ્રન્થી;
યતી યંત્રદાહક હિતકારી, મહામોહબારન બલધારી. ૬૮
ચિત્રી ચિત્રગુપ્ત ચિદવેદી, શ્રીકારી સંસાર ઉછેદી;
ચિતસન્તાની ચેતનવંશી, પરમાચારી ભરમવિધ્વંશી. ૬૯
સદાચરણ સ્વશરણ શિવગામી, બહુદેશી અનંત પરિણામી;
વિતથભૂમિદારન હલપાની, ભ્રમવારિજવનદહન હિમાની. ૭૦
ચારુ ચિદંકિત દ્ધન્દાતીતી, દુર્ગરૂપ દુર્લ્લભ દુર્જીતી;
શુભકારણ શુભકર શુભમંત્રી જગતારન જ્યોતીશ્વર જંત્રી. ૭૧
(દોહા)
જિનપુઙ્ગલ જિનકેહરી, જ્યોતિરૂપ જગદીશ;
મુક્તિ મુકુન્દ મહેશ હર, મહદાનંદ મુનીશ. ૭૩
(મંગલકમલા)
દુરિતદલન સુખકન્દ, હતભીત અતીત અમન્દ;
શીલશરણ હતકોપ, અનભંગ અનંગ અલોપ. ૭૩

Page 125 of 438
PDF/HTML Page 143 of 456
single page version

background image
હંસગરભ હતમોહ, ગુણસંચય ગુણસન્દોહ;
સુખસમાજ સુખગેહ, હતસંકટ વિગત સનેહ. ૭૪
ક્ષોભદલન હતશોક; અગણિત બલ અમલાલોક,
ધૃતસુધર્મ કૃતહોમ, સતસૂર અપૂરવ સોમ. ૭૫
હિમવત હતસંતાપ વ્રજવ્યાપી વિગતાલાપ;
પુણ્યસ્વરૂપી પૂત, સુખસિંધુ સ્વયં સંભૂત. ૭૬
સમયસાર શ્રુતિધાર, અવિકલપ અજલ્પાચાર;
શાંતિકરન ધૃતશાંતિ કલરૂપ મનોહરકાન્તિ. ૭૭
સિંહાસનપર આરૂઢ, અસમંજસહરન અમૂઢ;
લોકજયી હતલોભ, કૃતકર્મવિજય ઘૃતશોભ. ૭૮
મૃત્યુંજય અનજોગ અનુકમ્પ અશંક અસોગ;
સુવિધિરૂપ સુમતીશ, શ્રીમાન મનીષાધીશ. ૭૯
વિદિત વિગત અવગાહ, કૃતકારજ રૂપ અથાહ;
વર્દ્ધમાન ગુણભાન કરુણાધર લીલવિધાન. ૮૦
અક્ષયનિધાન અગાધ, હતકલિલ નિહતઅપરાધ;
સાધ્યરૂપ સાધક ધની, મહિમા ગુણમેરુ મહામની. ૮૧
દૂસરી પુસ્તકોમેં ‘ત્રિગુણાતમ જિનસન્દોહ’ ઐસા પાઠ હૈ.

Page 126 of 438
PDF/HTML Page 144 of 456
single page version

background image
ઉત્પત્તિ-વ્યય-ધ્રુવવાન, ત્રિપદી ત્રિપુંજ ત્રિવિધાન;
જગજીત જગદાધાર, કરુણાગૃહ વિપત્તિવિદાર. ૮૨
જગસાક્ષી વરવીર ગુણગેહ મહાગંભીર;
અભિનંદન અભિરામ, પરમેયી પરમોદ્દામ. ૮૩
(દોહા)
સગુણ વિભૂતી વૈભવી સેમુષીશ સંબુદ્ધ;
સકલ વિશ્વકર્મા અભવ, વિશ્વવિલોચન શુદ્ધ. ૮૪
(મંગલકમલા)
શિવનાયક શિવ એવ, પ્રબલેશ પ્રજાપતિ દેવ;
મુદિત મહોદય મૂલ, અનુકમ્પા સિંધુ અકૂલ. ૮૫
નીરોપમ ગતપંક, નીરીહત નિર્ગતશંક;
નિત્ય નિરામય ભૌન, નીરન્ધ્ર નિરાકુલ ગૌન. ૮૬
પરમ-ધર્મરથસારથી, ધૃત કેવલરૂપ કૃતારથી;
પરમ વિત્ત ભંડાર, સંવરમય સંયમધાર. ૮૭
શુભી સરવગત સંત, શુદ્ધોધન શુદ્ધ સિદ્ધંત,
નૈયાયક નયજાન, અવિગત અનંત અભિધાન. ૮૮
કર્મનિર્જરામૂલ, અઘભંજન સુખદ અમૂલ,
અદ્ભુત રૂપ અશેષ, અવગમનિધિ અવગમભેષ. ૮૯
૧ ગતપંક = પાપરહિત

Page 127 of 438
PDF/HTML Page 145 of 456
single page version

background image
બહુગુણ-રત્નકરંડ, બ્રહ્માંડ-રમણ-બ્રહ્મંડ;
વરદ બંધુ ભરતાર, મહદંગ મહાનેતાર. ૯૦
ગતપ્રમાદ ગતપાસ, નરનાથ નિરાથ નિરાસ;
મહામંત્ર મહાસ્વામી, મહદર્થ મહાગતિ-ગામિ. ૯૧
મહાનાથ મહજાન, મહપાવન મહાનિધાન,
ગુણાગાર ગુણવાસ, ગુણમેરુ ગંભીર વિલાસ. ૯૨
કરુણામૂલ નિરંગ, મહદાસન મહારસંગ;
લોકબન્ધુ હરિકેશ, મહદીશ્વર મહદાદેશ. ૯૩
મહાવિભુ મહધવવંત ધરણીધર ધરણીકંત;
કૃપાવંત કલિગ્રામ, કારણમય કરનવિરામ. ૯૪
માયાવેલિ ગયન્દ, સમ્મોહતિમિરહર-ચન્દ;
કુમતિ નિકન્દન કાજ, દુખગજભંજન-મૃગરાજ. ૯૫
પરમતત્ત્વસત સંપદા, ત્રિગુણી ત્રિકાલદર્શી સદા;
કોપદવાનલ નીર, મદનીરદહરણ સમીર. ૯૬
ભવકાંતાર-કુઠાર સંશયમૃણાલઅસિધાર;
લોભશિખરનિર્ઘાત વિપદાનિશિહરણપ્રભાત. ૯૭

Page 128 of 438
PDF/HTML Page 146 of 456
single page version

background image
(દોહા)
સંવરરૂપી શિવરમણ, શ્રીપતિ શીલનિકાય;
મહાદેવ મનમથમથન, સુખમય સુખસમુદાય. ૯૮
(ઉપસંહાર)
ઇતિ શ્રી સહસ-અઠોતરી, નામમાલિકા મૂલ;
અધિક કસર પુનરુક્તિ કી, કવિપ્રમાદકી ભૂલ. ૯૯
પરમપિંડ બ્રહ્માંડમેં, લોકશિખર નિવસંત;
નિરખિ નૃત્ય નાનારસી, બાનારસી નમંત. ૧૦૦
મહિમા બ્રહ્મવિલાસકી, મોપર કહી ન જાય;
યથાશક્તિ કછુ વરણઈ, નામકથન ગુણગાય. ૧૦૧
સંવત સોલહસો નિવે, શ્રાવણ સુદિ આદિત્ય;
કરનક્ષત્ર તિથિ પંચમી, પ્રગટ્યો નામ કવિત્ત. ૧૦૨
❊ ❊ ❊
પ્રભુ મહિમા
(રાગભુજંગી)
અહો! યોગ મહિમા જગન્નાથ કેરો,
ટલેં પંચ કલ્યાણક જગ અંધેરો;
તદા નારકી જીવ પણ સુખ પાવે,
ચરણ સેવવા ધસમસ્યા દેવ આવે.

Page 129 of 438
PDF/HTML Page 147 of 456
single page version

background image
તજી ભોગ લઈ યોગ ચારિત્ર પાળે,
ધરી ધ્યાન અધ્યાત્મ ઘનઘાતિ ટાળે;
લહે કેવલજ્ઞાન સુર કોડિ આવે,
સમવસરણ મંડાઈ સવિ દોષ જાવે.
ઘટે દ્રવ્ય જગદીશ અવતાર ઐસો;
કહો ભાવ જગદીશ અવતાર કૈસો!
રમે અંશ આરોપ ધરી ઓઘદ્રષ્ટિ;
લહે પૂર્ણ તે તત્ત્વ જે પૂર્ણદ્રષ્ટિ.
ત્રિકાલજ્ઞ અરિહંત જિન પારગામી,
વિગતકર્મ પરમેષ્ઠી ભગવંત સ્વામી;
પ્રભુ બોધિદાયક આપ્ત સ્વયંભૂ,
જ્યો દેવ તીર્થંકરો તૂં જ શંભુ.
ઇસ્યાં સિદ્ધજિનનાં કહ્યાં સહસ્ર નામ,
રહો શબ્દ-ઝગડો લહો શુદ્ધ ધામ;
શ્રી જિનરાજ બુધ ચરણ સેવી,
કહે શુદ્ધપદમાંહિ નિજ દ્રષ્ટિ દેવી.
જિનેન્દ્રસ્તવન
(ભુજંગપ્રયાત વૃત્ત)
જગન્નાથ જગદીશ જગબંધુ નેતા,
ચિદાનંદ ચિત્કંદ ચિન્મૂર્તિ ચેતા;
9

Page 130 of 438
PDF/HTML Page 148 of 456
single page version

background image
મહા મોહ ભેદી, અમાયી અવેદી,
તથાગત તથારૂપ ભવ તરુ-ઉચ્છેદી.
નિરાતંક નિકલંક નિરમલ અબંધો,
પ્રભો દીનબંધો કૃપાનીર સીંધો;
સદાતન સદાશિવ સદા શુદ્ધ સ્વામી,
પુરાતન પુરુષ પુરુષવર વૃષભગામી.
પ્રકૃતિ રહિત હિત વચન માયાતીત,
મહાપ્રાજ્ઞ મુનિયજ્ઞ પુરુષ પ્રતીત;
દલિત કર્મભર કર્મફલ સિદ્ધિદાતા,
હૃદય પૂત અવધૂત નૂતન વિધાતા.
મહાજ્ઞાન યોગી મહાત્મા અયોગી,
મહા ધર્મ સંન્યાસ વર લચ્છી ભોગી;
મહા ધ્યાન લીનો સમુદ્રો અમુદ્રો,
મહા શાંત અતિદાંત માનસ અરુદ્રો.
મહેંદ્રાદિકૃતસેવ દેવાધિદેવ,
નમો તે અનાહત ચરણ નિત્યમેવ;
જગન્નાથ જગદીશ જગબંધુ નેતા,
ચિદાનંદ ચિત્કંદ ચિન્મૂર્તિ ચેતા.
❋ ❋ ❋

Page 131 of 438
PDF/HTML Page 149 of 456
single page version

background image
શ્રી સીમંધર જિનસ્તવન
(રાગશાંતિજિન એક મુજ વિનંતી)
એણી પરે મેં પ્રભુ વિનવ્યો, સીમંધર ભગવંતો રે;
જાણું હું ધ્યાને પ્રગટ હુતો, કેવલ-કમલાનો કંતો રે...
જ્યો જ્યો જગગુરુ જય ધણી.
તું પ્રભુ હું તુજ સેવકો, એ વ્યવહાર વિવેકો રે;
નિશ્ચયનય નહિ આંતરો, શુદ્ધાતમ ગુણ એકો રે.....
જ્યો૦
જિણે આરાધન તુજ કર્યું, તસ સાધન કુણ લેખે રે;
દૂર દેશાંતર કુણ ભમે, જે સુરમણિ ઘર દેખે રે.....
જ્યો૦
અગમ અગોચર નય-કથા, પાર કુણે નવિ લહીએ રે...
તેણે તુજ શાસન એમ કહ્યું, બહુશ્રુત-વયણડે રહીએ રે...
જ્યો૦
તું મુજ એક હૃદયે વસ્યો, તુંહી જ પર ઉપગારી રે;
ભરત-ભવિક-હિત-અવસરે, મુજ મત મેલો વિસારી રે..
જ્યો૦

Page 132 of 438
PDF/HTML Page 150 of 456
single page version

background image
શ્રી સીમંધર જિનસ્તવન
એમ ઢુંઢતાં રે ધર્મ સોહામણો,
મિલિયા સદ્ગુરુ એક;
તેણે સાચો રે મારગ દાખવ્યો;
આણી હૃદય વિવેક......
શ્રી સીમંધર સાહિબ! સાંભળો.......૧
પરઘર જોતાં રે ધર્મ તુમે ફરો,
નિજઘર ન લહો રે ધર્મ;
જિમ નવિ જાણે રે મૃગ કસ્તૂરીયો,
મૃગમદ પરિમલમર્મ.......શ્રી૦ ૨
જિમ તે ભૂલો રે મૃગ દિશિદિશિ ફરે;
લેવા મૃગમદગંધ;
તિમ જગ ઢુંઢે રે બાહિર ધર્મને,
મિથ્યાદ્રષ્ટિ રે અંધ......શ્રી૦ ૩
જાતિઅંધનો રે દોષ ન આકરો,
જે નવિ દેખે રે અર્થ;
મિથ્યાદ્રષ્ટિ રે તેહથી આકરો,
માને અર્થ અનર્થ.......શ્રી૦ ૪
આપ પ્રશંસે રે પરગુણ ઓલવે,
ન ધરે ગુણનો રે લેશ;

Page 133 of 438
PDF/HTML Page 151 of 456
single page version

background image
તે જિનવાણી રે નવિ શ્રવણે સૂણે,
દિએ મિથ્યા ઉપદેશ....શ્રી૦ ૫
જ્ઞાનપ્રકાશેરે મોહતિમિર હરે;
જેહને સદ્ગુરુ-સૂર;
તે નિજ દેખેરે સત્તા ધર્મની,
ચિદાનંદ ભરપૂર.....શ્રી૦ ૬
જિમ નિરમલતા રે રતનસ્ફટિકતણી,
તિમ એ જીવ-સ્વભાવ;
તે જિન વીરે રે ધર્મ પ્રકાશીયો,
પ્રબલકષાયઅભાવ....શ્રી૦ ૭
જિમ તે રાતેરે ફૂલે રાતડું,
શ્યામ ફૂલથીરે શ્યામ;
પાપ-પુણ્યથીરે તિમ જગ-જીવને,
રાગદ્વેષ-પરિણામ........શ્રી૦ ૮
ધર્મ ન કહિયે રે નિશ્ચે તેહને,
જેહ વિભાવ વડવ્યાધિ;
શ્રી સદ્ગુરુએરે એણીપેરે ભાખીયું,
કરમે હોયે ઉપાધિ.....શ્રી૦ ૯
જે જે અંશેરે નિરુપાધિકપણું,
તે તે જાણોરે ધર્મ;

Page 134 of 438
PDF/HTML Page 152 of 456
single page version

background image
સમ્યગ્દ્રષ્ટિ રે ગુણઠાણા થકી,
જાવ લહે શિવશર્મ.....શ્રી૦ ૧૦
એમ જાણીને રે જ્ઞાનદશા ભજી,
રહીએ આપ સ્વરૂપ;
પરપરિણતિથી રે ધર્મ ન છાંડિએ,
નવિ પડિએ ભવકૂપ.....શ્રી૦ ૧૧
શ્રી પાર્શ્વજિનસ્તવન
(હો કુંથુજિન! મનડું કીમહી ન બાજેએ દેશી)
અનુભવ અમૃતવાણી હો પાર્શ્વજિન!
અનુભવ અમૃતવાણી;
સુરપતિ ભયા જે નાગ શ્રીમુખથી,
તે વાણી ચિત્ત આણી હો.....પાર્શ્વજિન૦ ૧
સ્યાદ્વાદમુદ્રા મુદ્રિત શુચિ,
જિમ સુરસરિતા પાણી;
અંતર મિથ્યાભાવ-લતા જે,
છેદણ તાસ કૃપાણી હો.....પાર્શ્વજિન૦ ૨
અહો નિશીનાથ અસંખ્ય મળ્યા તિમ,
તિરછે અચરિજ એહી;
લોકાલોક પ્રકાશ અંશ જસ,
તસ ઉપમા કહો કેહી હો....પાર્શ્વજિન૦ ૩

Page 135 of 438
PDF/HTML Page 153 of 456
single page version

background image
વિરહ વિયોગ હરણી એ દતી,
સંધી એ વેગ મિલાવે;
યાકી અનેક અવંચકતાથી,
આણાભિમુખ, કહાવે હો....પાર્શ્વજિન૦ ૪
અક્ષર એક અનંત અંશ જિહાં,
લેપ રહિત મુખ ભાખો;
તાસ ક્ષયોપશમ ભાવ વધ્યાથી;
શુદ્ધ વચન રસ ચાખો હો....પાર્શ્વજિન૦ ૫
ચાખ્યાથી મન તૃપ્ત થયું નવિ,
શા માટે લોભાવો;
કર કરુણા કરુણારસ-સાગર,
પેટ ભરીને પાવો હો.....પાર્શ્વજિન૦ ૬
એ લવલેશ લહ્યાથી સાહિબ,
અશુભ યુગલ ગતિ વારી;
ચિદાનંદ વામાસુત કેરી,
વાણીની બલિહારી હો....પાર્શ્વજિન૦ ૭
શ્રી અજિતનાથ જિનસ્તવન
(અજિત જિણંદશું પ્રીતડીએ દેશી)
અજિત અજિત જિન ધ્યાઈએ,
ધરી હિરદે હો ભવિ નિર્મળ ધ્યાન.......કે
વાણી

Page 136 of 438
PDF/HTML Page 154 of 456
single page version

background image
હૃદય સરિતા મેં રહ્યો,
સુરભિ સમ હો લહી તાસ વિજ્ઞાન..કે...અ૦ ૧
કીટ ધ્યાન ભૃંગી તણો,
નિત ધરતા હો તે ભૃંગી નિદાન.....કે
લે કલધૌત સ્વરૂપતા,
લોહ ફરસત હો પારસ પાખાન....કે....અ૦ ૨
+પીચુમંદાદિક સહી,
હોય ચંદન હો મલયાચળ સંગ.....કે
સૈંધવ ક્યારીમેં પડ્યા,
જિમ પલટે હો વસ્તુનો રંગ.....કે.....અ૦ ૩
ધ્યેયરૂપની એકતા,
કરે ધ્યાતા હો ધરે ધ્યાન સુજાન....કે...
કરે કતક મળભિન્નતા,
જિમ નાસે હો તમ ઉગતે ભાન.....કે.....અ૦ ૪
પુષ્ટાલંબન યોગથી,
નિરાલંબતા હો સુખ સાધન જેહ.....કે....
ચિદાનંદ અવિચળ કળા,
ક્ષણમાંહે હો ભવિ પાવે તેહ.....કે....અ૦ ૫
સોનું. + લીંબડો વગેરે.

Page 137 of 438
PDF/HTML Page 155 of 456
single page version

background image
શ્રી નેમિનાથ જિનસ્તવન
(અજિત જિણંદશું પ્રીતડીએ રાગ)
પરમાતમ પૂરણ કળા,
પૂરણ ગુણ હો પૂરણ જન-આશ.....કે
પૂરણ દ્રષ્ટિ નિહાળીએ;
ચિત્ત ધરીએ હો અમચી અરદાસ...કે....પ૦ (૧)
સર્વદેશઘાતિ સહુ,
અઘાતિ હો કરી ઘાત દયાળ.....કે
વાસ કીયો શિવમંદિરે,
મોહે વિસરી હો ભમતો જગજાળ...કે...પ૦ (૨)
જગતારક પદવી લહી,
તાર્યા સહી હો અપરાધી અપાર.....કે
તાતેં કહો મોહે તારતાં,
કિમ કીની હો ઇણ અવસર વાર.....કે....પ૦ (૩)
મોહ મહામદ છાકથી,
હું છકિયો હે આવ્યો તુમ પાસ.....કે
ઉચિત સહી ઇણે અવસરે,
સેવકની હો કરવી સંભાળ....કે....પ૦ (૪)
મોહ ગયાં જો તારશો,
તિણવેળા હો કહા તુમ ઉપકાર........કે

Page 138 of 438
PDF/HTML Page 156 of 456
single page version

background image
સુખવેળા સજ્જન ઘણા,
દુઃખવેળા હો વિરલા સંસાર.....કે......પ૦ (૫)
પણ તુમ દરિસન જોગથી,
થયો હૃદયે હો અનુભવ પરકાશ....કે
અનુભવ અભ્યાસી કરે,
દુઃખદાયી હો સહુ કર્મ વિનાશ.....કે.....પ૦ (૬)
કર્મ કલંક નિવારીને,
નિજરૂપે હો રમે રમતા રામ....કે
લહત અપૂરવ ભાવથી,
ઇણ રીતે હો તુમ પદ વિશ્રામ.....કે......પ૦ (૭)
ત્રિકરણ જોગે વિનવું,
સુખદાયી હો શિવાદેવીનંદ......કે
ચિદાનંદ મનમેં સદા,
તુમ આવો હો પ્રભુ નાણદિણંદ....કે.....પ૦ (૮)
શ્રી સીમંધર જિનસ્તવન
(લલના રાગ)
જગતગુરુ જિન માહરો, જગદીપક જિનરાય લાલરે;
શાંતિ સુધારસ ધ્યાનમાં, આતમ અનુભવ આય લાલરે.
જગત૦

Page 139 of 438
PDF/HTML Page 157 of 456
single page version

background image
ચિત્ત પ્રસન્નતા દ્રઢ થઈ, ક્રીડતિ ખેલા ખેલ લાલરે;
તે ટ્ટગ ટ્ટગતે જ્ઞાનથી, વધતી વેલ કલોલ લાલરે.
જગત૦
જ્ઞાન-દર્શન-ચારિત્ર ભલા, દ્રવ્ય તે એકાએક લાલરે;
ષટ દ્રવ્ય દ્રવ્યપણે રહ્યાં, દેખત શોભા દેખ લાલરે;
જગત૦
તે તુજ દરિસણ જાણિયે, આણિયે ચિત્ત આણંદ લાલરે;
વિકસિત વદન કમળ મુદા, જિમ સુરતરુ સુખકંદ લાલરે.
જગત૦
ઇમ ગુણ જિનજી તાહરા, માહરા ચિત્તમાં આય લાલરે;
સીમંધર જિન ધ્યાનથી, આતમ આનંદપદ પાય લાલરે.
જગત૦
શ્રી સીમંધર જિનસ્તવન
(લાલનારાગ)
ત્રિભુવન નાયક લાયકો, સીમંધર જિનરાયો રે;
બલિહારી તુજ નામની, જિણે મારગ શુદ્ધ બતાયો રે,
તે તો આતમને મન ભાયો રે. બ૦ ૧
નિવૃત્તિ નયરીએ છાજતા, રાજતા અક્ષયરાજે રે;
અતિશય નિરમળ વરરુચિ; મારા પરમેશ્વરને દિવાજે રે. બ૦ ૨

Page 140 of 438
PDF/HTML Page 158 of 456
single page version

background image
સ્વ-પર-પ્રકાશક દિનમણિ, શુદ્ધ સ્વરૂપી અપ્રયાસી રે;
સકળ દાનાદિક ગુણ તણી, વ્યક્તતા શક્તિ અનાસી રે. બ૦ ૩
સહજ આનંદ વીતરાગતા, પ્રદેશ પ્રદેશે અનૂપ રે;
સાદિ અનંત ભાંગે કરી, પૂર્ણ નયે તસ ભૂપ રે. બ૦ ૪
અવિસંવાદિ નિમિત્તપણેં, સવિ તુજ શક્તિ માહરે રે;
સત્ય હેતુ બહુ આદરે, હોય ભવ ભેદ પ્રસારે રે. બ૦ ૫
ભવવાસી જે આતમા, તે પ્રભુ પ્રભુતા અવલંબે રે;
ભેદ છેદ કરી જિન હોયે, પણ ન હોયે તે વિલંબે રે. બ૦ ૬
પરમ શિવંકર ગોપને, જે નર ચિત્તમાં ધ્યાવે રે;
દિવ્ય બહુ સુખ શાશ્વતા, આતમલક્ષ્મી પાવે રે. બ૦ ૭
શ્રી સીમંધર જિનસ્તવન
(દીઠાં લોયણ આજરાગ)
સીમંધર જિન ચંદ્રમારે, ઉદયો સહજ સનૂર;
પાપ તાપ દૂરે મીટ્યોરે, પ્રગટ્યો આનંદપૂર,
ભવિકજન પ્રણમો એ જિનચંદ; દરિશણ પરમાનંદ. ભ૦
ચતુર ચકોરા હરખિયારે, પસર્યો પુણ્યપ્રકાશ;
જ્ઞાનજલનિધિયે ઉલ્લસ્યો રે, ઉપશમ-લહરી-વિલાસ. ભ૦
ચારિત્ર-ચંદ્રિકા ચિહું દિશે રે, પ્રસરી નિરમલ નૂર;
કરમ-ભરમ-રાહુ ગયો રે, નાસી જેહથી દૂર. ભ૦

Page 141 of 438
PDF/HTML Page 159 of 456
single page version

background image
સમકિત-કૈરવ-કાનને રે, પ્રગટ્યો પરમ વિકાસ;
મિથ્યામતિ-કમલાકરે રે, પામ્યો મુંદ્રાવાસ. ભ૦
કરુણા ને માધ્યસ્થતા રે, મુદિતા મૈત્રી ચંગ;
ચાર દિશે જસ ઉદયથી રે, વાધ્યો અતિ ઉછરંગ. ભ૦
શુદ્ધ ક્રિયા સવિ ઔષધિ રે, પામી રુચિપીયૂષ;
મુગતી ફલ સફળી ફળે રે, સરગ કુસુમ સજૂષ. ભ૦
અકલંકી ઉદયી જપો રે, અનુપમ એ જિનચંદ;
ઉંચ ભાવે પ્રભુ પ્રણમતાં રે, નિત નિત પરમાનંદ. ભ૦
શ્રી શાંતિ જિનસ્તવન
શાંતિ જિણેસર કેસર, અર્ચિત જગધણી રે....અર્ચિત૦
સેવા કીજે સાહિબ, નિત નિત તુમ તણી રે... નિત૦
તુજ વિણ દૂજો દેવ, ન કોઈ દયાલુઓ રે.....ન કોઈ૦
મન-મોહન ભવિ-બોધન, તૂંહી મયાલુઓ રે.... તૂંહી૦
દુરિત અપાસન શાસન, તૂં જગ પાવનો રે....તૂં જગ૦
સુકૃતઉલ્લાસન, કર્મનિકાસન ભાવનો રે.....નિકાસન૦
સિંહાસન પદ્માસન, બેઠો જે ઠવેરે....બેઠો૦
જગ-ભાસન પર-શાસન, વાસન ખેપવેરે૧.....વાસન૦
વાણી ગંગ તરંગ, સુરંગ તે ઉચ્છલેરે....સુરંગ૦
નયગમભંગપ્રમાણ, પ્રવાહ ઘણા ભલેરે પ્રવાહ૦
૧.પેખવેરે.

Page 142 of 438
PDF/HTML Page 160 of 456
single page version

background image
નિશ્ચય નય વ્યવહાર, તિહાં ભમરી ભમેરે....તિહાં૦
બુદ્ધિ નાવ જસ ચાલે, તેહને સહુ નમેરે.....તેહને૦
નિશ્ચય ને વ્યવહાર, તણી ચર્ચા ઘણીરે....તણી૦
જાણે નવ જન તાણે, દિલરુચિ આપણીરે....દિલ૦
સ્યાદ્વાદ ઘર માંહિ, ઘડ્યા દોય ઘોડલારે.....ઘડ્યા૦
દેખે પક્ષ ઉવેખે, તે જગ થોડલારે......તે જગ૦
માંહો માંહિ તે બિહું જેમ, નય ચરચા કરેરે...નય૦
ભરત ક્ષેત્રના ભાવિક, શ્રાવક મન ધરેરે......શ્રાવક૦
તિમ હું કાંઈક ઢાલ, રસાલ દાખવુંરે......રસાલ૦
પણ તુજ વચન પ્રમાણ, તિહાં મુજ ભાખવુંરે....તિહાં૦
શ્રી સીમંધર જિનસ્તવન
(ગિરુઆરે ગુણ તુમ તણાએ દેશી)
ભાવ ધરીને આવિયા, તુજ સમવસરણ જબ દીઠું રે;
બે નયનો ઝઘડો ટળ્યો, તુજ દર્શન લાગ્યું મીઠું રે;
બલિહારી પ્રભુ તુમ તણી.
સ્યાદ્વાદ આગળ કરી, તુમે બિહુંને મેળ કરાવ્યો રે;
અંતરંગ રંગે મળ્યા, દુર્જનનો દાવ ન ફાવ્યો રે...
બલિ૦
પરઘર ભંજક ખલ ઘણા, તે ચિત્ત માંહિ ખાંચા ઘાલે રે;
પણ તુમ સરિખા પ્રભુ જેહને, તેહશ્યું તેણે કાંઈ ન ચાલે રે..
બલિ૦