Shri Jinendra Stavan Manjari (Gujarati).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 10 of 23

 

Page 163 of 438
PDF/HTML Page 181 of 456
single page version

background image
તું મેરો આતમરામ, નામ તેરો આઠો જામ;
કરું હું તો ગુનગ્રામ, દુઃખકો હરન હૈ. તુંહી૦
સીમંધર જિણંદ તેરે, દરસ પરસ કેરે;
કહેત અમૃત મેરે; જીઉકો ઠરન હૈ. તુંહી૦
શ્રી સીમંધરનાથસ્તવન
(સવૈયા)
તેરી ગતિ તુંહી જાને, મેરે મન તુંહી હૈ;
ઔર સર્વ ભર્મ ભાવ, મોહજાલ યુંહી હૈ....૧
ગ્યાનમેં બિચાર ઠાનિ, શુદ્ધિ બુદ્ધિ ગહી હૈ;
આપકી પ્રસાદ પાઈ, સુષ્ટ દ્રષ્ટિ લહી હૈ....તેરી૦
ચંદ જ્યોં ચકોર પ્રીતિ, ઐસી રીતિ સહી હૈ;
આદિ અંત એક રૂપ, તોસોં હોઈ રહી હૈ....તેરી૦
ઐ દયાલ બહુત બાત, કહી જાત નહીં હૈ;
તારિ હો સીમંધરનાથ, ગુનવિલાસ વહી હૈ....તેરી૦
✧ ✧ ✧
શ્રી સીમંધર જિનસ્તવન
(શાંતિ જિન એક મુજ વિનતીરાગ)
સીમંધર જિન વંદીએ, સમતારસ ભંડાર રે;
દોષ સઘળા ક્ષય થયા, ઉપન્યા ગુણ સુખકાર રે.....
સીમં૦

Page 164 of 438
PDF/HTML Page 182 of 456
single page version

background image
સુરઘટ સુરતરુ ઉપમા, પ્રભુને કહો કેમ છાજેરે;
આત્મિક સુખની આગળે, ચિંતામણિ પણ લાજેરે...
સીમં૦
લોકાલોકપ્રકાશતા, મહિમા અપરંપારરે;
તારક વારક ચઉગતિ, સત્યસ્વરૂપાધારરે....
સીમં૦
શુદ્ધ બુદ્ધ અવિનાશી તું, અવિચલ નયનાનંદરે;
પામી સુરતરુ પુણ્યથી, સેવે બાઉલ કોણ મંદરે.....
સીમં૦
અનુપમ પ્રભુગુણધ્યાનથી, નિશદિન મનમાં રાચું રે;
તુજ સેવક જિન ધ્યાવતાં, લાગ્યું સ્વરૂપ શુદ્ધ સાચું રે..
સીમં૦
સ્તવન
(રાગશ્રી શ્રેયાંસજિન અંતરજામી)
ઐસા સ્વરૂપ વિચારો હંસા, ગુરુગમ શૈલી ધારીરે,
પુદ્ગલ રૂપાદિકથી ન્યારો, નિર્મળ સ્ફટિક સમાનોરે;
નિજ સત્તા ત્રિહું કાલે અખણ્ડિત, કબહુ રહે નહિ છાનોરે.
ઐસા૦
ભેદજ્ઞાન સૂર ઉદયે જાગી, આતમધંધે લાગોરે;
સ્થિરદ્રષ્ટિ સત્તા નિજ ધ્યાયી, પરપરિણમતા ત્યાગોરે.
ઐસા૦

Page 165 of 438
PDF/HTML Page 183 of 456
single page version

background image
કર્મબંધ રાગાદિક વારી, શક્તિ શુદ્ધ સમારીરે;
ઝીલો સમતાગંગાજલમેં, પામી ધ્રુવકી તારીરે.
ઐસા૦
નિજગુણ રમતો રામ ભયો જબ, આતમરામ કહાયોરે,
શ્રી સદ્ગુરુ કહે શોધો ઘટમાં, નિજમાં નિજ પરખાયોરે.
ઐસા૦
શ્રી જિનેન્દ્રસ્તવન
જાગો જોગી અલખ સ્વરૂપી, પૂર્ણાનન્દવિલાસી;
નિજપદમાંહિ વાસ તુમારા, જ્ઞાતાજ્ઞેય પ્રકાશી....
ખેલો આતમરે, અવસર આવ્યો સારો,
જિનજી તું મને પ્યારો. ખેલો૦
ચિદ્ઘન શુદ્ધ સ્વરૂપે સોહે, મુનિજનનાં મન મોહે;
દિનમણિ ત્રણભુવનમાં તું છે, પોતે પોતાને બોહે....
ખેલો આતમ રે.....૨
અંતર ધન પરખી લે તારું, સારામાં જે સારું;
તન્મયવિશ્વાસી થા તેનો, પ્યારામાં જે પ્યારું;
ખેલો આતમ રે.....૩
ભૂલી દુનિયાના ડહાપણને, વળજે આતમવાટે;
ઊંઘીશ નહિ તું અગમપન્થમાં, માલ છે માથા સાટે...
ખેલો આતમ રે.....૪

Page 166 of 438
PDF/HTML Page 184 of 456
single page version

background image
હાથે નહીં તે સાથે કરવું, અદ્ભુત એહ તમાસા;
પામ્યા અનંતા પામે તેને, તે પદના તું પ્યાસા.......
ખેલો આતમ રે.....૫
ચિંતામણિ નિર્ધનના હાથે, તે તો કબહુ ન ચડશે;
માનો મનમાં જે તે આવ્યું, પરભવ માલૂમ પડશે.....
ખેલો આતમ રે.....૬
ચઉટામાં મિસરી વેરાણી, કીડી કળાથી ખાવે;
કુંજર તેને ગ્રહી શકે નહિ, યોગ્યતાએ સહુ પાવે.......
ખેલો આતમ રે.....૭
જેના માથે સદ્ગુરુ છે, તે જગમેં ઉજિયારો,
નિજ સ્વરૂપે આત્મ ઉજાગર, સદ્ગુરુ તરે ને તારે......
ખેલો આતમ રે....૮
શ્રી નેમિનાથસ્તવન
(શ્રી શ્રેયાંસ જિન અંતરજામીરાગ)
નેમિ જિનેશ્વર દર્શન કિયા, આતમશક્તિ જય પાયા;
અવઘટ ઘાટ ઓળંગી હમને, બ્રહ્મગુફામેં વાસ કિયા;
માયા મમતા સબ પરહરકે, દેશ હમારા જીત લિયા.
નેમિ૦
દર્શનજ્ઞાનચારિત્રે ન્હાઈ, પાપપંક સબ ડાર દિયા,
કુનયોંકા મારગ ભેદી, ધર્મ રત્ન ઉપાય લિયા.
નેમિ૦

Page 167 of 438
PDF/HTML Page 185 of 456
single page version

background image
મેરા મારગ ન્યારા સબસેં, પણ શિવમારગ સે નહિ ન્યારા;
વીતરાગકા વચન પ્રમાણે, સમજે તો જગકું પ્યારા.
નેમિ૦
સચ્ચા કહે જિનવાણી ખુલ્લા, સમજે જ્ઞાની મસ્તાના;
મસ્તાનાકા મારગ મુક્તિ, શું જાણે તે દીવાના.
નેમિ૦
તીર્થંકરકી વાણી દોરી, પકડ ચઢો મુક્તિમહેલે;
મારગ સચ્ચા, સાહિબ સચ્ચા, વિશ્વાસા તું ધર દીલે.
નેમિ૦
સત્ય સુનાયા જે હમ પાયા, ગુરુગમતા લેજો જ્ઞાની;
સમકિતી સદ્ગુરુ પ્રતાપે, બાત રહે નહિ કો છાની.
નેમિ૦
ધન ધન જગમાં એવા સંતો, સંગત તેની બહુ સારી;
સંતજનો સહુ ચઢતે ભાવે, હું જાઉં તસ બલિહારી.
નેમિ૦
ભાવપૂજાનું સ્તવન
(આશાવરી)
પરમ પ્રભુ ઘટ અંતરમાં ભાવો; ગાવો ધ્યાવો વધાવો...પરમ૦
પિંડે પરમાતમ વસિયા તસૂ, પૂજા શુદ્ધ રચાવો;
સમતાજલથી પ્રક્ષાલો વિભુ, તન્મય ત્યાં થઈ જાવો....પરમ

Page 168 of 438
PDF/HTML Page 186 of 456
single page version

background image
ભાવદયાચંદનથી અર્ચો, સદ્ગુણપુષ્પ ચઢાવો;
ક્ષાયિકસમકિત ધૂપ કરો વળી, જ્ઞાનદીપક પ્રગટાવો...પરમ૦
ક્ષાયિકચરણનો સ્વસ્તિક કરીએ, અનુભવનૈવેદ્ય ધરીએ;
આવિર્ભાવે આત્મિકગુણફળ, ધરતાં મંગળ વરીયે...પરમ૦
સામગ્રી પૂજનની પામી, પૂજો અંતરયામી;
પૂજકપૂજ્યપણું પ્રગટાવી, થાવો ચિદ્ઘનસ્વામી.....પરમ૦
ગુણસ્થાનક ઊંચું પામીને, લ્યો પૂજનનો લ્હાવો;
પરમાતમના પૂજન અર્થે, મળે ન અવસર આવો......પરમ૦
શ્રી અધ્યાત્મસ્તવન
સુગુણ સનેહા સ્વામી મહેલે પધારો,
વિનતડી અવધારો, કૃપાળુ સ્વામી મહેલે પધારો;
શેરીએ શેરીએ સ્વામી ફૂલડાં બિછાવું,
તોરણ નવીન રચાવું. કૃપાળુ૦
સમતાના સંગે એમ સ્વામીજી આવ્યા,
તત્ત્વ-રમણતામાં ફાવ્યા....કૃપાળુ૦
ગુણઠાણે ચોથે સ્વામીજી ચડિયા,
ભ્રાંતીના હાથ હેઠે પડિયા..કૃપાળુ૦
ભેદદ્રષ્ટિ થઈ ભિન્નતા બોધી,
લીધું સત્ય જ ઘટ શોધી.....કૃપાળુ૦

Page 169 of 438
PDF/HTML Page 187 of 456
single page version

background image
ક્ષાયિકભાવે નિજ ઘરને તપાસી,
જ્ઞાનથી કીધું પ્રકાશી......કૃપાળુ૦
ક્ષપકશ્રેણિએ મહેલે ચડંતા,
ક્ષાયિકલબ્ધિ વરંતા.....કૃપાળુ૦
શક્તિ વ્યક્તિ ઘટ અન્તર જાગી,
સુખ વિલસે મહાભાગી....કૃપાળુ૦
પુદ્ગલ સંગ નિવારી સ્વઠામે,
તન્મય રૂપ શુદ્ધ પામે.....કૃપાળુ૦
આતમ-નર નારી-સમતા સંયોગ,
ભોગવે શાશ્વત ભોગ.....કૃપાળુ૦
મળિયો સમય લેખે એમ જ આવે,
જિનસેવક શિવદાવે.....કૃપાળુ૦ ૧૦
શ્રી શીતલ જિનસ્તવન
(સ્નેહી સંત એ ગિરિ સેવોએ દેશી)
શ્રી શીતલજિન સહજાનંદી, થયો મોહની કર્મ નિકંદી;
પરજાયી બુદ્ધિ નિવારી, પારિણામિક ભાવ સમારી,
મનોહર મિત્ર એ પ્રભુ સેવો, દુનિયામાં દેવ ન એવો.
મનો૦

Page 170 of 438
PDF/HTML Page 188 of 456
single page version

background image
વર કેવલનાણ વિભાસી, અજ્ઞાન-તિમિર-ભર નાસી;
જ્યો લોકાલોક પ્રકાશી, ગુણપજ્જવ વસ્તુ વિલાસી.
મનો૦
અક્ષયસ્થિતિ અવ્યાબાધ, દાનાદિક લબ્ધિ અગાધ;
જેહ શાશ્વત સુખનો સ્વામી, જડ ઇંદ્રિય ભોગ વિરામી.
મનો૦
જેહ દેવનો દેવ કહાવે, યોગીશ્વર જેહને ધ્યાવે;
જસ આણા સુરતરુવેલી, મુનિ-હૃદય આરામે ફેલી.
મનો૦
જેહની શીતલતા સંગે, સુખ પ્રગટે અંગોઅંગે;
ક્રોધાદિક તાપ શમાવે, આત્મ-આનંદ સ્વભાવે.
મનો૦
શ્રી વિમલ જિનસ્તવન
(સકલ સમતા સરલતાનોરાગ)
વિમલ જિનવર વિમલ જિનવર, વિમલ તાહરું નામ રે;
વિમલ જિનવર ધ્યાન ધરતાં, વિમલ લહીયે ઠામ રે.....
પ્રભુ વિ૦
વિમલજ્ઞાને તુમ્હ શોભે, વિમલમતિ વિસ્તાર રે;
વિમલમૂર્તિ નિરખતાં પ્રભુ, પામે ભવનો પાર રે......
પ્રભુ વિ૦

Page 171 of 438
PDF/HTML Page 189 of 456
single page version

background image
વિમલ લેશ્યા તુજ પાસે, વિમલ શુક્લધ્યાન રે,
વિમલ ચારિત્રનો ધણી તું, વિમલ પ્રભુ નિર્વાણ રે....
પ્રભુ વિ૦
વિમલ તેજે તુમ્હ શોભે, વિમલ દરશન તુજ રે;
વિમલ સૂરત તાહરી પ્રભુ, વિમલ કરો હો મુજ રે.....
પ્રભુ વિ૦
ગુણ અનંતા તાહરા પ્રભુ, કિમ કહું હું મતિમંદ રે;
ૠદ્ધિ શક્તિ અનંતી છે જિહાં, તે આપો શિવસુખ-કંદ રે...
પ્રભુ વિ૦
શ્રી જિનેન્દ્રસ્તવન
(નિજ સુખકે સધૈયારાગ)
સહજ સ્વરૂપી મારો અંતરજામી, પરમાતમ ઘટરામી,
પ્રભુ ચિન્મય ગુણધારી,
નિશ્ચયનયથી શુદ્ધસ્વરૂપી, જાણો એ રૂપારૂપી;
પ્રભુ ચિન્મય૦
પર્યાય સમયે સમયે અનંતા, પ્રતિપ્રદેશે ફરંતા; પ્રભુ૦
ઉત્પાદ-વ્યય-સ્થિતિ ત્રણ સ્વરૂપે, સમયે દ્રવ્ય પ્રરૂપે; પ્રભુ૦
આનંદ આપે ભવદુઃખ કાપે, આપોઆપ પ્રતાપે; પ્રભુ૦
આત્મિક શુદ્ધસ્વભાવનો ભોગી; યોગીનો પણ યોગી પ્રભુ૦

Page 172 of 438
PDF/HTML Page 190 of 456
single page version

background image
શક્તિ અનંતી સદાનો જે સ્વામી, નામી પણ તે અનામી; પ્રભુ૦
સુજન સ્નેહી વ્હાલો ધ્યાનેરે આવે, જ્ઞાનાનંદ સુખ પાવે. પ્રભુ૦
પ્રભુભજન
(સકલ સમતા સરલતાનોરાગ)
પ્રભુને ભજ તું પ્રભુને ભજ તું, સફલ કર નરદેહરે;
મોંના માગ્યા વરસિયા છે, માનવ ભવના મેહરે તું...પ્રભુ૦
આ દેહવ્યાપી આતમાની ઝળકે રૂડી જ્યોતરે;
જ્ઞાનગુણ તે હંસનો છે, કરે સ્વ-પર ઉદ્યોતરે તું...પ્રભુ૦
બાહિર ભટકે જીવડા શું? કરી લે ઘટમાં ખોજરે;
રત્ન અમુલખ માંહિ ભરિયાં, દેખંતા સુખ મોજરે તું...પ્રભુ૦
આતમ તે પરમાતમા છે, પ્રભુ વિભુ જગદીશરે;
ભિન્નપણું ત્યાં કર્મથી છે, કહ્યું છે વિશ્વાવીશરે તું....પ્રભુ૦
અનંત આતમ વ્યક્તિથી છે, સિદ્ધ સરખા ભાઈરે;
જ્ઞાનાનંદી આતમધ્યાને, ભજન સ્ફુરણા આઈરે તું...પ્રભુ૦
શ્રી મહાવીર જિનસ્તવન
(વિમલાચલના વાસી મારા વ્હાલાએ રાગ)
મહાવીર પ્રભુ સુખકારી સદા, તુજ પાય નમું પાય નમું;
પ્રભુ આણ ધરું શીર ધ્યાન ધરું, નિજભાવે રમું ભાવે રમું.
મ૦

Page 173 of 438
PDF/HTML Page 191 of 456
single page version

background image
ઘાતિકર્મનો નાશ કરીને, પામ્યા કેવલજ્ઞાન,
આતમસો પરમાતમ જાણી, ધ્યાયું શુક્લધ્યાન. સદા૦ મ૦
રત્નત્રયીની સ્થિરતા પામ્યા, વામ્યા ભવ જંજાળ;
પરમાતમ પરમેશ્વર પરગટ, કરતા મંગલમાળ. સદા૦ મ૦
જ્ઞાનાદિક ચારે તુજ મળિયાં; ગળિયાં કર્મો આઠ;
કારણ ચાર વિના નહિ કારજ, શ્રી સિદ્ધાંતે પાઠ. સદા૦ મ૦
સંપ્રતિ શાસન તારું પામી, પુરુષાર્થ કરું આજ;
કરતાં કારણ ચારે પામી, પરમાતમ પદ થાય. સદા૦ મ૦
આતમ તે પરમાતમ સાચો, નિર્મલ સિદ્ધ સમાન;
અંતર-આતમ ઘટમાં શોધો, ત્રણ્ય ભુવનનો ભાણ. સદા૦ મ૦
અધ્યાત્મભજન
(વ્હાલા વીરજિનેશ્વર વીનતડી અવધારશો રેરાગ)
સાચો અર્ન્ત સ્વામી આતમ દિલમાં ધ્યાવજેરે,
અંતર અલખ જગાવી, નિર્ભયપદ ઝટ પાવજેરે. સાચો૦
સુખનો દરિયો ગુણથી ભરિયો; યોગી આતમધ્યાને વરીયો;
પ્રભુને અન્તર દિલમાં પ્રેમ થકી પધરાવજે રે. સાચો૦
ભક્તિ કરજે પ્રભુની ભાવે, નિજગુણ કર્તા આપ સ્વભાવે;
પોતાને તું ક્ષાયિકભાવે સમાવજેરે. સાચો૦

Page 174 of 438
PDF/HTML Page 192 of 456
single page version

background image
ઝટપટ જંજાળોને ત્યાગી, સત્યજ્ઞાનથી થા તું રાગી;
વીર વીતરાગી આતમ પ્રભુને તું પાવજે રે. સાચો૦
અધ્યાત્મ ભજન
(વ્હાલા વીરજિનેશ્વર વિનતડી અવધારજો રેરાગ)
ચેતન ચતુરાઈથી શિવપુર-મારગ ચાલજે રે;
છોડી વિષય વિકારો, મનડું નિજઘર વાળજે રે.
દુનિયાદારી દૂર વિસારી, ઉપયોગે આતમગુણધારી;
ક્ષાયિક ભાવે તું કર્મ વિદારજે રે. ચેતન૦
ઘનઘાતી ચઉકર્મ ખપાવે, આત્મિક શુદ્ધસ્વભાવે ભાવે;
પોતાને તું પર પર-પરિણતિથી વારજે રે. ચેતન૦
સ્થિરતા આપસ્વરૂપે આવે, પરમાનંદ પ્રેમે ત્યાં પાવે;
ચિદાનંદે ધ્યાન ધરીને આતમ તારજે રે. ચેતન૦
શ્રી જિનવાણીસ્તવન
તુમ્હે જોજ્યો જોજ્યો રે, વાણીને પ્રકાશે તુમ્હે૦
ઊઠે છે અખંડ ધ્વનિ જોજને સંભળાય;
નર તિરિય દેવ આપણી, સહુ ભાષા સમજી જાય. તુમ્હે૦
દ્રવ્યાદિક દેખી કરીને, જાય નિક્ષેપેજુત્ત;
ભંગ તણી રચના ઘણી, કાંઈ જાણે સહુ અદ્ભુત. તુમ્હે૦

Page 175 of 438
PDF/HTML Page 193 of 456
single page version

background image
પણ સુધા ને ઇક્ષુવારિ, હારી જાયે સર્વ;
પાખંડી જન સાંભળીને, મૂકી દિયે ગર્વ. તુમ્હે૦
અનંત રહસ્યે અલંકરી, સીમંધર જિન વાણી;
સંશય છેદે મન તણા, પ્રભુ કેવલજ્ઞાને જાણી. તુમ્હે૦
વાણી જે નર સાંભળે તે, જાણે દ્રવ્ય ને ભાવ;
નિશ્ચય ને વિવહાર જાણે, જાણે નિજ પર ભાવ. તુમ્હે૦
સાધ્ય સાધન ભેદ જાણે, જ્ઞાન ને રમણભાવ;
હેય જ્ઞેય ઉપાદેય જાણે, તત્ત્વાતત્ત્વ વિચાર. તુમ્હે૦
નરક સ્વર્ગ અપવર્ગ જાણે, થિર વ્યય ને ઉત્પાદ;
રાગ દ્વેષ અનુબંધ જાણે, ઉત્સર્ગ ને અપવાદ. તુમ્હે૦
નિજ સ્વરૂપને ઓળખીને, અવલંબે સ્વરૂપ;
ચિદાનંદઘન આતમ તે, થાય જિન ગુણ ભૂપ. તુમ્હે૦
વાણીથી જિન ઉત્તમ કેરા, અવલંબે પદ જેહ;
નિયમા તે પરભાવ તજીને પામે શિવપુર તેહ. તુમ્હે૦
❑ ❑ ❑
શ્રી સીમંધર જિનસ્તવન
(રામચંદ્રને બાગ ચંપો મોરી શ્યોરીરાગ)
સીમંધરદેવ દયાળ, ભવોદધિ પાર કરોજી;
તું પ્રભુ દીનદયાલ, તારક બિરુદ ધરોજી.
તુમ સમ વૈદ્ય ન કોય, જાનો મરમ ખરોરી;
જાવે જસ વિધ રોગ, તૈસોહી ગ્યાન ધરોરી.

Page 176 of 438
PDF/HTML Page 194 of 456
single page version

background image
ભ્રંતિ ને ચાર કષાય, રોગ અસાધ્ય કહ્યોરી;
મદન મહા દુઃખ દેન, સબ જગ વ્યાપ રહ્યોરી.
તૂં પ્રભુ પૂરણ વૈદ, ત્રિભુવન જાચ લહ્યોરી;
કિરપા કરો જગનાથ, સબ અવકાશ થયોરી.
વચન પીયૂષ અનુપ, મુજ મનમાંહે ધરોરી;
દીજો પથ્ય પ્રદાન, આતમ દાહ હરોરી.
સમ્યક્ દરસણ ગ્યાન, ક્ષમા મૃદુ સરલ ભલોરી;
તોષ અવેદ અભંગ, તો સહુ રોગ દલ્યોરી.
પથ્યોદન જિનભક્તિ, આતમરામ રમ્યોરી;
તૂઠો સીમંધર જિનેશ, અરિદલ ક્રૂર દમ્યોરી.
❉ ❉ ❉
શ્રી સીમંધર જિનસ્તવન
(સ્વામી સુજાત સુહાયારાગ)
સીમંધરનાથ નિરાગી નિઃકામી નિઃસનેહી શિવગામી રે....
સ્વામી સ્વારથકારી.
રોષે કરીને નવિ રિસાઈ, તું નિઃસનેહી ગુણ ગાઈ રે.....
સ્વામી૦
બંધ ઉદિત તીર્થ નામ ભોગવતો,
આતમરસ જોગવતો રે; સ્વામી૦

Page 177 of 438
PDF/HTML Page 195 of 456
single page version

background image
નિઃકર્મા થાવાને કાજે;
બેસી સમોસરણે ગાજે રે. સ્વામી૦
તો હું શું કરી તુજ રિઝાવું,
એક ઉપાય ચિત્ત લાવું રે; સ્વામી૦
ધ્યાન તમારું નિત્યે ધરશું,
અમે પણ સ્વારથ કરશું રે. સ્વામી૦
યાવત સ્વારથ પૂરો પાવું,
તાવત તુજને ધ્યાઉં રે; સ્વામી૦
ભૂપ સરખી પ્રજા જાણો,
લોક વાત મન આણો રે. સ્વામી૦
ન્યાય-મારગમાં સીમંધરનાથે,
નિરુપાધિક ગુણ છાજે રે; સ્વામી૦
આતમરામ પ્રભુ સેવા પામી,
લહો લક્ષ્મી શિવ કામી રે. સ્વામી૦
શ્રી શાંતિજિનસ્તવન
(દયાલરાયરાગ)
સોળમા શાંતિ જિનશ્વર હો રાજ,
ચક્રી પંચમ એહ હો, મનમોહન સ્વામી.
12

Page 178 of 438
PDF/HTML Page 196 of 456
single page version

background image
વિનવું હું શિરનામીને હો રાજ,
તું મુજ અંતરજામી હો....મન૦
ઉપકારી ત્રિહું લોકના હો રાજ,
જિમ જગ રવિ શશિ મેહ હો....મન૦
માહરે તુમ શું પ્રીતડી હો રાજ,
તું તો સદા વીતરાગ હો.....મન૦
ભિન્ન સ્વભાવ તે કિમ મિલે હો રાજ,
ઇમ નહિ પ્રીતિનો લાગ હો.....મન૦
હું મોહે મુંઝ્યો ઘણું હો રાજ,
તું નિરમોહી ભંદત હો...મન૦
તું સમતા સુખ સાગરુ હો રાજ,
હું પ્રભુ મમતાવંત હો......મન૦
હું પરભાવે રાચિયો હો રાજ,
તું ચિદાનંદ સ્વરૂપ હો....મન૦
અસ્થિરતા મુજને ઘણી હો રાજ,
તું શીતળ જગભૂપ હો....મન૦
ઇમ બિહુ ભિન્નપણા થકી હો રાજ,
કિમ એક તાન મિલાય હો.....મન૦
સ્વામી સેવક અંતરે હો રાજ,
કિમ લહું સ્વામી પસાય હો.....મન૦

Page 179 of 438
PDF/HTML Page 197 of 456
single page version

background image
પણ ભક્તિ નિર્મળ કરી હો રાજ,
અહનિશિ કરું તુમ સેવ હો. મન૦
આશ્રિત જાણી સંગ્રહો હો રાજ,
પાર ઉતારો દેવ હો....મન૦
તુમ નાથે હું સનાથ છું હો રાજ,
ધન્ય ગણું અવતાર હો....મન૦
પુરુષોત્તમ પ્રભુના દાસને હો રાજ,
આપો શિવસુખ સાર હો....મન૦
શ્રી સીમંધર જિનસ્તવન
સાહિબા સીમંધરજિનજી નાથ, અનાથ તણો ધણી રે લો,
સાહિબા વસ્તુસ્વભાવ પ્રકાશક, ભાસક દિનમણી રે લો;
સાહિબા ધર્મ અનંતા સુખ દેતાં પરગટ થયો રે લો,
સાહિબા વસ્તુ સરવ પર્યવસ ભાખે જિનપ્રભુ રે લો.
સાહિબા યુગપદભાવી ને ક્રમભાવી પર્યવ કહ્યા રે લો,
સાહિબા જ્ઞાનાદિક યુગપદભાવીપણે સંગ્રહ્યા રે લો;
સાહિબા નવ-જીર્ણાદિક થાય તે ક્રમભાવી સુણો રે લો,
સાહિબા શબ્દ-અરથથી તે પણ દ્વિવિધ પરે મુણો રે લો.
સાહિબા સર્વ અતીત અનાગત સાંપ્રત કાળથી રે લો,
સાહિબા ઇત્યાદિક નિજ બુદ્ધે કરો સંભાળથી રે લો;

Page 180 of 438
PDF/HTML Page 198 of 456
single page version

background image
સાહિબા સમકાળે ઇમ ધર્મ અનંતા પામિયે રે લો,
સાહિબા તે સવિ પરગટ ભાવથી તુમ્હ શિર નામિયે રે લો.
સાહિબા ષટ દ્રવ્યના જે ધર્મ અનંતા તે સવે રે લો,
સાહિબા નહિ પરછન્ન સ્વભાવ અભાવ મુજ સંભવે રે લો;
સાહિબા પુષ્ટાલંબન તુંહિ પ્રગટપણે પામિયો રે લો,
સાહિબા હું પણ હવે તુજ રીતે થવાને કામિયો રે લો.
સાહિબા સીમંધરનાથ પરે હસ્તીમલ્લ થઈ ઝૂઝશું રે લો,
સાહિબા જેમ ભવિ જીવને બુઝવ્યા તિમ અમે બૂઝશું રે લો;
સાહિબા તસ પરે ઉત્તમ શિષ્યને મહેરથી નિરખિયે રે લો,
સાહિબા તુમ સેવક કહે તો અમ્હે ચિત્તમાં હરખિયે રે લો.
શ્રી સીમંધર જિનસ્તવન
(મુજરો મારો લ્યોને રાજરાગ)
તું પારંગત તું પરમેસર, વાલા મારા તું પરમારથવેદી;
તું પરમાતમ તું પુરુષોત્તમ, તું અછેદી અવેદી.
તાહરી દ્રષ્ટિ ઉપશમ ધારી રે...જગના સોહનીયા.
યોગી અયોગી ભોગી અભોગી, વાલા મારા
તુંહી જ કામી અકામી;
તુંહી અનાથ નાથ સહુ જગનો,
આતમ-સંપદ-રામી....તાહરી.

Page 181 of 438
PDF/HTML Page 199 of 456
single page version

background image
એક અસંખ્ય અનંત અનૂચર વાલા મારા
અકળ સકળ અવિનાશી;
અરસ અવર્ણ અગંધ અફરસી,
તુંહિ અપાસિ અનાશી...તાહરી.
મુખ પંકજ ભમરી પરે અમરી, વાલા મારા
તુંહી સદા બ્રહ્મચારી;
સમવસરણ લીલા અધિકારી,
તુંહી જ સંયમધારી...તાહરી.
સત્યકી નંદન અચરિજ એહી, વાલા મારા
કરણીમાંહિ ન આવે;
સીમંધરજિનજી વયણ-સુધારસ,
પીવે તેહિ જ પામે...તાહરી.
શ્રી નમિજિનસ્તવન
(ધર્મ જિનેશ્વરરાગ)
શ્રી નમિસ્વામી રે જાગી શુભ ચેતના,
રાગ ધર્યો તુમ સાથ.....જિણંદજી.
સમકિત પામી રે સાર દશા ધરી,
દીઠો શિવપુર સાથ....જિણંદજી,
નમિજિન ભાસ પોતા સરીખો.

Page 182 of 438
PDF/HTML Page 200 of 456
single page version

background image
આતમ જાણું રે નિરુપાધિકપણું,
સ્વભાવિક ગુણ ખાણ....જિણંદજી.
છે અસંખ્યા રે પ્રદેશ નિરાવરણા,
લોકાકાશ પ્રમાણ....જિણંદજી.....નમિ૦
નિજ પ્રદેશે રે એકેક છે,
ગુણ અનંત નિવાસ......જિણંદજી.
પરમાનંદી રે શિવસુખ સંપન્ન,
નિરામય સુવિલાસ..જિણંદજી.....નમિ૦
નિર્વિકારી રે નિરાધારી એ,
દ્રવ્યકર્મ વિનિર્મુક્ત......જિણંદજી.
ભાવકર્મથી રે ત્યક્ત નિરંજન,
નોકર્મ હીણો ઉક્ત..જિણંદજી.....નમિ૦
દર્શન નાણી રે કેવળ ભાવથી,
અરૂપી અવિનાશ.....જિણંદજી.
નિર્વરણી રે નિર્ગ્રંથી નિર્માય,
નિર્લેશ નહિ ફરસ..જિણંદજી.....નમિ૦
સંયોગી રે ઉપાધિક સવે,
કનક-ઉપલને ન્યાય.....જિણંદજી.
ધ્યાનાનળની રે જ્વાળાએ કરી,
પૃથક્ કર્યે સુખ થાય...જિણંદજી.....નમિ૦