Shri Jinendra Stavan Manjari (Gujarati).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 11 of 23

 

Page 183 of 438
PDF/HTML Page 201 of 456
single page version

background image
એહવો ભાસ્યો કે આતમ આપણો,
નમિજિનનાં સુણી વાચ....જિણંદજી.
કીર્તિ વાધી રે દેશ દેશાંતરે,
સેવક કહે જિન સાચ..જિણંદજી...નમિ૦
શ્રી અનંત જિનસ્તવન
(દીઠાં લોયણ આજરાગ)
ગુણ અનંત અરિહંતના રે, જિનપતિ તેજ અનંત;
સુખ અનંત સહજે દીયે રે, સેવંતાં ભગવંત,
અનંતજી આવો અધિક ઉછાહ; મુજ મનમંદિરમાંહિ...અ૦
મુખ અનંત જો મુજ હોયે રે, મુખે મુખે જીભ અનંત;
ગુણ અનંતના બોલતાં રે, તોહે ન આવે અંત....અનંત૦
જ્ઞાન અનંત મુજ દીઓ રે, દરિશણ રિદ્ધિ અનંત;
ભક્ત ભણે તુમ્હથી હજો રે, મુજને શક્તિ અનંત.....અ૦
શ્રી સીમંધર જિનસ્તવન
(રામચંદ્રને બાગ ચંપો મોરી રહ્યોરીરાગ)
સ્વામી સીમંધરજિણંદ, શમરસ કુંભ ભર્યોરી;
તામેથી લવ એક, દીજે કાજ સરેરી.
નવિ ચાહું ઘૃતપૂર, સાકરપાક ભલોરી;
ચિંતામણિ કામધેનુ, સુધારસ સાખિ ફળોરી.

Page 184 of 438
PDF/HTML Page 202 of 456
single page version

background image
રાજ્ય સમા સ્વર્ગભોગ, તે સવિ છાર ગણુંરી;
ઇંદ્ર ચંદ્ર નાગેંદ્ર, દુઃખિયા તેહ ભણુંરી.
સુખિયા તે મુનિરાય, ઉપશમ સાર ભજેરી;
પર-પરિણત-પરિણામ, કારણ જેહ તજેરી.
ઉપશમ રસ તવિ હોય, નિજ શુદ્ધ ધ્યાન ધરેરી;
મિથ્યાત વિષયનો ત્યાગ, જિનવચ અમીય સિંચેરી.
ભક્તવત્સલ ભગવંત, સેવક દુઃખ ટળેરી;
શ્રી જિનરાજ પ્રભુ પાય, સેવા સાચ ફળેરી.
શ્રી શાંતિનાથ જિનસ્તવન
(ભવિયાં અજીતવીર્ય જિન વંદોરાગ)
શાંતિજિણંદ શાંતિકર સ્વામી, પામી ગુણ મહિધામી;
નિઃકામી કેવલ આરામી, શિવપરિણતિ પરિણામી રે....
પ્રાણી શાંતિ નમો ગુણખાણી.
અંતરથી પ્રભુ નમન કરીને, શુદ્ધાતમ મન ભાવે,
અમલ આનંદી સુમતિ મનાવે, કલુષિત કુમતિ રિસાવે રે..
પ્રાણી૦
આતમ જે પરમાતમ પરખે, તે પરમાતમ પરસે;
તેહિ જ પરમાતમતા પામે, પરમાતમને દરસે રે......
પ્રાણી૦

Page 185 of 438
PDF/HTML Page 203 of 456
single page version

background image
મુજ આતમ પરમાતમ પરસ્યો, પરમાતમતા વરસે;
લોહ લોહતા મૂકી કંચન, થાયે પારસ ફરસે રે...
પ્રાણી૦
પરમાતમ થઈ પોતે રમસ્યું નિજપદ જિનપદ રાગે;
શ્રી જિનદાસ શાંતિ જિન આગૈ, પરમાતમતા માગે...
પ્રાણી૦
શ્રી શીતળ જિનસ્તવન
(ધર્મ જિનેશ્વરરાગ)
સહેજે શીતળ શીતળજિન તણી,
શીતળ વાણી રસાળ જિણંદજી;
વદન ચંદ્ર બરાસ અધિક સુણી,
સમજે બાળગોપાળ જિણંદજી....સહેજે૦
સ્વરૂપ પ્રકાશે રે સંશય નવિ રાખે,
દાખે ભવજળ દોષ જિણંદજી;
રાગાદિક મોષક દૂરે હરે,
કરે સંયમનો રે પોષ જિણંદજી.....સહેજે૦
સુર-નર-તિરિગણ એકાગ્રથી,
નિસુણે હર્ષ અપાર જિણંદજી;
વૈર વિરોધ ન ભૂખ તૃષા નહીં,
વળી નહીં નિદ્રા લગાર જિણંદજી..સહેજે૦

Page 186 of 438
PDF/HTML Page 204 of 456
single page version

background image
સહુને સુણતા રે હર્ષ વધે ઘણો,
ઉત્તમ અધિક ઉચ્છાહ જિણંદજી;
તૃપતિ ન પામે રે સ્વાદુપણા થકી,
જિહાં લગી ભાખેરે નાહ જિણંદજી..સહેજે૦
તાપ મિટે સવિ વિષયકષાયનો,
શીતળ હુવે ભવિ મન્ન જિણંદજી;
અમૃત પાન તૃપતિ જિમ સુખ લહે,
વહે જનમ ધન્ય ધન્ય જિણંદજી.....સહેજે૦
ભવદવ તાપ નિવારો નાથજી,
દ્યો શીતળતા રે સાર જિણંદજી;
શ્રી જિનરાજ તણો દાસ કહે,
જિમ લહુ સુખ અપાર જિણંદજી.....સહેજે૦
શ્રી સીમંધર જિનસ્તવન
(મ્હારો મુઝરો લ્યોનેરાગ)
શ્રી સીમંધર જિન નયણે નિરખી, આતમથી ઉલસિયો;
નયણે નિરખ્યાં આતમ ઉલસ્યૈ, અચરિજ મન વસિયો...
પ્રભુજી સીમંધર જિન મહારાજ, આજ મૈં નયણે દેખ્યા.
શ્રી સીમંધર જિન નયણે દીઠા, સંશય ન રહે લેશ;
અંધકાર તિંહા મૂલ નહીં જિહાં, સૂરજ કિરણ પ્રવેશ...પ્ર૦
લૌકિક દ્રષ્ટે નયણે નિરખ્યાં, વસ્તુ ગ્રહણ નવિ થાયૈ;
લોકોત્તર આગમ દ્રષ્ટેં કરી, પ્રભુતા પ્રગટ જણાયૈ......પ્ર૦

Page 187 of 438
PDF/HTML Page 205 of 456
single page version

background image
પ્રભુ નિરખ્યાં જે આતમ પરખૈ, તે ઉત્તમ અવિનાશી;
આતમ પરખે પ્રભુ પરખાયે, તે જાણો નિજવાસી......પ્ર૦
આગમ દ્રષ્ટૈ નયણૈ નિરખૈ, તે પ્રભુ પ્રભુતા નિરખી;
શ્રી ગુરુરાજ કૃપાએ જિન દેખ્યાં, વિકાસિત હિયમૈં હરખી...
પ્રભુજી૦
શ્રી સીમંધર જિનસ્તવન
(નિરખી શાંતિજિણંદ ભવિકજન હરખો રેરાગ)
તાહરી અજબ શી જોગની મુદ્રારે, લાગે મુને મીઠી રે;
એ તો ટાળે મોહની નિદ્રા રે, પ્રત્યક્ષ દીઠી રે.
લોકોત્તરથી જોગની મુદ્રા,
વાલ્હા મારા, નિરુપમ આસન સોહે;
સરસ રચિત શુક્લધ્યાનની ધારે,
સુરનરનાં મન મોહે રે.....લાગે૦
અષ્ટભૂમિ રતનસિંહાસન બેસી,
વાલ્હા મારા, ચિહું દિશે ચામર ઢોળે;
અરિહંત પદ પ્રભુતાનો ભોગી,
તો પણ જોગી કહાવે રે....લાગે૦
અમૃત ઝરણી મીઠી તુજ વાણી,
વાલ્હા મારા, જેમ અષાઢો ગાજે;

Page 188 of 438
PDF/HTML Page 206 of 456
single page version

background image
કાન મારગ થઈ હિયડે પેસી,
સંદેહ મનના ભાજે રે.....લાગે૦
કોડી ગમે ઊભા દરબારે,
વાલ્હા મારા, જય મંગળ સુર બોલે;
ત્રણ ભુવનની રિદ્ધિ તુજ આગે;
દીસે ઇમ તરણા તોલે રે......લાગે૦
ભેદ લહું નહિં જોગ જુગતિનો,
વાલ્હા મારા, સીમંધરજિનજી બતાવો;
પ્રેમ શું સેવક કહે કરુણા,
મુજ મન મંદિર આવો રે....લાગે૦
શ્રી જિનરાજસ્તવન
(ચંદ્રબાહુ જિન સેવનારાગ)
સુવિહિતકારી રે સાહિબા, સુંદર રૂપ નિધાન;
તુજ મુજ રીઝની રીઝમાં, ઉપજે આતમજ્ઞાન....સુ૦
આકર્ષી સ્વરૂપ તાહરું, લક્ષણ લક્ષિત દેહ;
પ્રેમ પ્રગટતા રે આત્મની, વધતી વેલની જેમ....સુ૦
કિહાં ઉપનો કિહાં નીપનો, રૂપાતીત સભાવ;
અચરિજ એ મુજ વાતનો, કહોને શ્રી જિનરાય....સુ૦
પૂરવગતિ રે પ્રયોગથી, જોગ મિલ્યો છે રે આય;
તો ભેદભાવ ન રાખીએ રાખી ન આવે હો દાય.....સુ૦

Page 189 of 438
PDF/HTML Page 207 of 456
single page version

background image
કામિત પૂરણ સુરતરૂ, મૂરત મોહનવેલ;
સાચો જાણી મેં સેવિયો, જિમ ઘન ચાતક મેહ. સુ૦
કરકમલે જિન કેતકી, ભ્રમર પરે રસ લીન;
ભેદ્યો ચતુર તે આતમા, થઈ રહ્યો તુજ આધીન. સુ૦
શ્રી શાંતિનાથસ્તવન
(અજિત જિણંદશું પ્રીતડીએ રાગ)
શાંતિજિણેસર વંદના, પૂર્ણાંનંદી હો શાશ્વત સુખસ્થાન.....કે
અપ્રતિહત શાસનધારા, શિરે ધરતા હો તિહુંયણ જન આણ....કે
શાંતિ૦
નિજ્જશક્તિ પ્રગટી કરી, પરસત્તા હો નિજથી કરી દૂર.....કે
સાદિ અનંત અક્ષયસ્થિતિ, શુદ્ધ લક્ષ્મી હો ભોગી ભરપૂર....કે
શાંતિ૦
કર્મ્મ તણી એ વર્ગ્ગણા, નાસંતાં હો નિર્મ્મલ નિર્વ્વાણ.....કે
કેવલનાણ દિવાયરૂ, આતમજ્યોતે હો પ્રગટ્યા ગુણખાણ....કે
શાંતિ૦
મનમંદિર મેળાપથી, મુજ શક્તિ હો તુજ સરખી થાય......કે
સેવક કરે સેવના, સાધ્ય સિદ્ધિ હો સાધક પરખાય......કે
શાંતિ૦

Page 190 of 438
PDF/HTML Page 208 of 456
single page version

background image
શ્રી સુપાર્શ્વનાથ જિનસ્તવન
(શાંતિ સુરત તમારી જોતાંરાગ)
આજ હો પરમારથ પાયો,
ગ્યાની ગુરુ અરિહંત બતાયો;
રાગ ને દ્વેષ તણે વસ ના’યો,
પરુમપુરુષ મેં સોહિજ ધ્યાયો. આજ૦
કરજોડી જો કો ગુણ ગાવે,
કડુએ વચને કોઈ મલ્હાવે;
તું અધિકો ઓછો ન જણાવે,
સમતાસાગર નામ કહાવે. આજ૦
સાચો સેવક જાણી ન મિળીઓ,
દુરિજન દેખી અલગો ન ટળિઓ;
અકલ પુરુષ જિણ વિધિ ઓળખીઓ,
સહજ સરૂપી તિણવિધ ફળીઓ. આજ૦
ઝાલી હાથ ન કો તું તારે,
ફેરે કોઈ ન તું સંસારે;
તું કિમ ભાવ કુભાવ વિચારે,
ફળ ઇમ સંગતિ સારાસારે. આજ૦
એક નજર સહુ કો પર રાખે,
બીજો કુણ પરમેશ્વર પાખે;

Page 191 of 438
PDF/HTML Page 209 of 456
single page version

background image
શ્રી જિનરાજ જિનાગમ સાખે,
સેવક સુપાસ તણો એમ ભાખે. આજ૦
શ્રી મહાવીર જિનસ્તવન
(પ્રભુજી મહેર કરીને આજ કાજ હમારા સારોરાગ)
આજ મ્હારા પ્રભુજી મહેર કરીને, સેવક સાહમું નિહાળો;
કરુણાસાગર મહેર કરીને, અતિશય સુખ ભૂપાળો;
પ્રભુજી મ્હેર કરો હો રાજ, સેવક કહીને બોલાવો.
ભગતવછલ શરણાગત પંજર, ત્રિભુવનનાથ દયાળો;
મૈત્રીભાવ અનંત વહે અહનિશ, જીવ સયલ પ્રતિપાળો;
પ્રભુજી૦
ત્રિભુવન દીપક જિપક અરિગણ, અવિઘટ જ્યોતિ પ્રકાશી;
મહાસારથી નિર્યામક કહિયે, અનુભવ રસ સુવિલાસી;
પ્રભુજી૦
વાદી તમ હર તરણી સરીખા, અનેક બિરૂદના ધારી;
જીત્યા પ્રતિવાદી નિજ મતથી, સકલજ્ઞાયક યશકારી;
પ્રભુજી૦
યજ્ઞકારક ચઉ વેદના ધારક, જીવાદિ સત્તા ન ધારે,
તે તુજ મુખ દિનકર નિરખણથી, મિથ્યાતિમિર પરજાલે;
પ્રભુજી૦

Page 192 of 438
PDF/HTML Page 210 of 456
single page version

background image
ઇલીકા ભમરી ન્યાયે જિનેસર, આપ સમાન તેં કીધા;
ઇમ અનેક યશ ત્રિશલાનંદન, ત્રિભુવન માંહે પ્રસિધા;
પ્રભુજી૦
મુજ મન ગિરિકંદરમાં વસીઓ, વીર ચરમ જિનસિંહ;
હવે કુમત માતંગના ગણથી, ત્રિવિધ યોગે મિટિ બીહ;
પ્રભુજી૦
અતિ મન રાગે શુભ ઉપયોગે, ગાતાં જિન જગદીશ;
શ્રી જિનરાજ ચરણ સેવી લહે, પ્રતિદિન સયલ જગીશ;
પ્રભુજી૦
શ્રી પાર્શ્વ જિનસ્તવન
(શાંતિ જિન એક મુજ વિનતિરાગ)
પાસ પ્રભુ વંછિત પૂરિયૈ; ચૂરિયૈ કર્મની રાશ રે;
દાસને ફલ સુખ દીજિયૈ, એહવી દાસની આશ રે.
પાસ૦
અમિત સુખ મોક્ષની પ્રાપ્ત જે, તે સફલી મુઝ આશ રે;
તેહ વિણ આશ સફલી નહીં, એમ કરજોડ કહે દાસ રે.
પાસ૦
એહવા મોક્ષ સુખ પામવા, હુવે જેહ ઉપાય રે;
તેહ હવે સહજ સુભાવથી, કહો પાસ જિનરાય રે.
પાસ૦

Page 193 of 438
PDF/HTML Page 211 of 456
single page version

background image
જ્ઞાન સ્થિરતા થકી મોક્ષની, પ્રાપ્તિની, સિદ્ધિ તૂં જાણ રે;
સ્વમુખ શ્રી જિનવર ઉપદિશી, ઇસી આગમ વાણ રે.
પાસ૦
એહવું આગમ અનુસરી, ધરે સુમતિ મતિમંત રે;
તે શિવ સુખ પદવી વરે, કરે કર્મનો અંત રે.
પાસ૦
શ્રી જિનરાજ પ્રભુ આગળે, કરી પ્રશ્ન અરદાસ રે;
ભવ્ય ભણી સુખ આલિવા, કર્યો વચન પ્રકાશ રે.
પાસ૦
❑ ❖ ❑
શ્રી સીમંધરદેવ જિનસ્તવન
(દીઠો સુવિધિજીણંદ સમાધિ રસે ભર્યો હો લાલરાગ)
શ્રી સીમંધર જિનરાજ કે આશ સફળ કરો રે, કે આશ૦
દાસ તણી અરદાસ સદા દિલમેં ધરો રે, કે સદા૦
બપઈઓ જિમ જલધર વિણ જાચે નહિ રે, કે વિણ૦
તિમ તુમ વિણ હું ઓર ન જાચું એ સહિ રે, કે જાચું૦
તુમ ઉપર એકતારી કરીને હું રહ્યો રે, કે કરી૦
સાહિબ તું મુજ એક મેં અવર ન સંગ્રહ્યો રે, કે અવ૦
સેવાની પણ ચૂક કદા પડતી નથી રે, કે કદા૦
રિદ્ધિ અનંત ખજાને ખોટ પણ કો નથી રે, કે ખોટ૦
નીકટ ભવ્યતા અછે પ્રભુ માહરી રે, કે અછે૦
તે જાણું નિરધાર કૃપા લહી તાહરી રે, કે કૃપા૦
13

Page 194 of 438
PDF/HTML Page 212 of 456
single page version

background image
જિનવર તુજ વિરહ વિલંબ વિચે કરે રે, કે વિચે૦
સંઘયણાદિક દોષ તણો અંતર ધરે રે, તણો૦
પણ તે ભાવે કામ એ વાતની વાત છે રે; કે વાત૦
સેવક કિમ હોયે દૂર જે ખાના જાતિ છે રે, કે ખાના૦
ભોળવીયા નવિ જાય કે, જે તુમ્હે શિખવ્યા રે, કે જે૦
પહિલા હીત દેખાડી જેહને હેળવ્યા રે, કે જેહ૦
તે અલગા કિમ જાય કરુણા કરો નાથજી રે, કે કરુ૦
વંછિત આપી આશ સફળ કરો તેહની રે, કે સ૦
જ્ઞાનાનંદી પ્રભુ ચરણ સેવા નિત દીજીયે રે; કે સેવા૦
સહજે પ્રગટ સ્વભાવ, અધિક હવે કીજીયે રે, કે અ૦
❋ ❀ ❋
શ્રી અભિનંદન જિનસ્તવન
(રામચંદ્રને બાગ ચંપો મોરી રયોરીરાગ)
અભિનંદન જિનરાજ આણી ભાવ સુણોરી,
પ્રણમું તુમચા પાય સેવક કરી આપણોરી;
ભવ ભય સાગર તાર સાહેબ સોહામણોરી,
સુરતરુ જાસ પ્રસન્ન કેમ હોય તે દુમણોરી.
ભક્તવચ્છલ જિનરાજ શ્રમણે જેહ સુણ્યોરી,
તેહશું ધર્મસ્નેહ સહજ સ્વભાવ બન્યોરી;
ઉપશમવંત અથાહ તોહી મોહ હણ્યોરી,
રતિપતિ દુર્ધર જેહ દુશ્મન તેં ન ગણ્યોરી.

Page 195 of 438
PDF/HTML Page 213 of 456
single page version

background image
અક્ષય લહે ફલ તેહ જેહશું હેજ વહેરી,
દોહગ દુરગતિ દુઃખ દુશ્મન ભીતિ દહેરી;
ભવ ભવ સંચિત પાપ ક્ષણમાં તેહ હરેરી,
એમ મહિમા મહીમાંહિ સર્વથી કેમ કહેરી.
સાયર ભળીઉં બિંદુ હોવે અક્ષય પણેરી,
તેમ વિનતિ સુપ્રમાણ સાહિબ જેહ સુણેરી,
અનુભવ ભવનનિવાસ આપો હેજ ઘણેરી,
જ્ઞાનવિમલ સુપ્રકાશ પ્રભુ ગુણ રાસ થુણેરી.
શ્રી જિનરાજસ્તવન
(પંથડો નીહાળું રે બીજા જિનતણો રેરાગ)
આણા વહીયે રે શ્રી જિનવર તણી રે, જિમ ન પડો સંસાર;
આણા વિણ રે કરણી શત કરે રે, નવિ પામે ભવ પાર.
આ૦
જીવ રખોપૂ રે સંયમ તપ કરે રે, ઉર્દ્ધતુંડ આકાશ;
શીતલ પાણી રે હેમ અતિ સહે રે, સાધે યોગ અભ્યાસ.
આ૦
દેવની પૂજા ભગતિ અતિ ઘણી રે, કરતા દીસે વિશેષ;
આણા લોપી નિજ મત સ્થાપના રે, ન લહે આતમ લેશ.
આ૦

Page 196 of 438
PDF/HTML Page 214 of 456
single page version

background image
આણા તાહરી રે ઉભય સ્વરૂપની રે, ઉત્સર્ગ ને અપવાદ;
વ્યવહાર શોભે રે નિશ્ચયનય થકી રે, સ્થિરતા જ્ઞાન સુવાદ.
આ૦
સુંદર જાણી રે નિજ મતિ આચરે રે, નહિ સુંદર નિરધાર;
ઉત્તમ પાસે રે મનીષિ પાધરી રે, જો જો ગ્રંથ વિચાર.
આ૦
ધન તે કહીએ રે નર નારી સદા રે, આસન્નસિદ્ધક જાણ;
જ્ઞાતા શ્રોતા રે અનુભવી સંવરી રે, માને જે તુજ આણ.
આ૦
દોય કર જોડી માંગુ એટલું રે, આણા ભવ ભવ ભેટ;
મુજને દીજે રે આતમ ઉજ્વળતા રે, આણા ભવ લચ્છિ બેટ.
આ૦
શ્રી અજિતનાથ જિનસ્તવન
(શાંતિ જિન એક મુજ વિનતીરાગ)
અજિત જિન તુજ મુજ અંતરો, જોતાં દીસે ન કોય રે;
તુજ મુજ આતમ સારીખો, સત્તા ધર્મથી હોય રે.
અજિત૦
જ્ઞાન દર્શન ચરણ આદિ દેઈ, ગુણ અછે જેહ અનંત રે;
અસંખ્ય પ્રદેશ વળી સારીખા, એ છે ઇણિ પરે તંત રે.
અજિત૦

Page 197 of 438
PDF/HTML Page 215 of 456
single page version

background image
એટલો અંતર પણ થયો, આવિરભાવ તિરોભાવ રે,
આવિરભાવે ગુણ નીપના, તિણે તુજ રમણ સ્વભાવ રે.
અજિત૦
રાગદ્વેષાદિ વિભાવની, પરણતી પરભાવે રે;
ગ્રહણ કરતો કરે પર ગુણ તણો, પ્રાણી એહ તિરોભાવે રે.
અજિત૦
એહ અંતર પડ્યો તુજ થકી, તેને મન ઘણું દુઃખ રે;
ભીખ માંગે કુણ ધન છતે, છતે આહાર કુણ ભૂખ રે.
અજિત૦
તુજ અવલંબને આંતરો, ટળે માહરે સ્વામ રે;
અચલ અખંડ અગુરુલહુ, લહે નિરવદ્ય ઠામ રે.
અજિત૦
જે અવેદી અખેદી પણે, અલેશી ને અજોગી રે;
ઉત્તમ પદ વર પામીને થાયે ચેતન ભોગી રે.
અજિત૦
શ્રી સિદ્ધસ્તુતિ
(રાગમનમોહન જિનરાયા)
સિદ્ધિએ નમો સિદ્ધ અનંતા, અને હો મારા વ્હાલા રે
સિદ્ધિએ નમો૦

Page 198 of 438
PDF/HTML Page 216 of 456
single page version

background image
વરણાદિક ચઉ અળગા કીધા, ષટ સંઠાણ નહીં પરસિદ્ધા;
એતો સાદિ-અનંત સ્થિતિ સિદ્ધા રે..........સિદ્ધિ૦
ચિદ્ અવગાહનમાં જે ઠાયા, દેહાતીત તે સિદ્ધ કહાયા;
એતો ચિદાનંદ લય પાયા રે..........સિદ્ધિ૦
અનંત જ્ઞાન દરશન સોહાયા, અવ્યાબાધ સુખે વળી ઠાયા;
એતો ક્ષાયિક સમકિત પાયા રે..........સિદ્ધિ૦
એક સમય સગ રાજ સધાયા, લોક શિખર ફરસીને ઠાયા;
એતો અજ અવિનાશી કહાયા રે.........સિદ્ધિ૦
અરૂપી અક્ષયસ્થિતિ જાસ વખાણી, અગુરુલઘુ અવગાહના જાણી;
એતો અનંત વીરજની ખાણી રે..........સિદ્ધિ૦
આપ સ્વરૂપે જેહ સરૂપી, પુદ્ગલ ત્યાગે વરતે અરૂપી;
એતો નહિ નહિ રૂપારૂપી રે............સિદ્ધિ૦
સકલ સુરાસુર સુખ સમુદાયા, તેહથી ભિન્ન અનંતું સુખ જે પાયા;
એતો વચનાતીત કહાયા રે..........સિદ્ધિ૦
સિદ્ધ નિરંજનના ગુણ ગાવો, પરમાનંદ મહોદય પાવો;
થિર તન મન કરીને ધ્યાવો રે..........સિદ્ધિ૦
સંતજનો કહે સિદ્ધનું ધ્યાન, ધ્યાઈએ તત્પર થઈ એકતાન;
તે હોયે સિદ્ધ ભગવાન રે..........સિદ્ધિ૦

Page 199 of 438
PDF/HTML Page 217 of 456
single page version

background image
શ્રી જિનેંદ્રસ્તવન
(હરિગીતછંદ)
સર્વ સુરેન્દ્રોના નમેલા મુકુટ ત્હેંના જે મણિ,
ત્હેનાં પ્રકાશે ઝળહળે પદપીઠ જે ત્હેના ધણી;
આ વિશ્વનાં દુઃખો બધાંયે છેદનારા હે પ્રભુ!
જય જય થજો જગબન્ધુ તુમ એમ સર્વદા ઇચ્છું વિભુ.
વીતરાગ હે કૃતકૃત્ય ભગવન્! આપને શું વિનવું!
હું દાસ છું મહારાજ જેથી શક્તિહીન છતાં સ્તવું;
શું અર્થીવર્ગ યથાર્થ સ્વામીનું સ્વરૂપ કહી શકે?
પણ પ્રભો! પૂરી ભક્તિ પાસે યુક્તિઓ એ ના ઘટે.
હે નાથ! નિર્મલ થઈ વસ્યા છો આપ દૂરે મુક્તિમાં,
તોયે રહ્યા ગુણ ઓપતા મુજ ચિત્તરૂપી શક્તિમાં;
અતિદૂર એવો સૂર્ય પણ શું આરસીના સંગથી,
પ્રતિબિંબરૂપે આવી અહીં ઉદ્યોતને કરતો નથી!
ક્યારે પ્રભો સંસારકારણ સર્વ મમતા છોડીને,
આજ્ઞા પ્રમાણે આપની મન તત્ત્વજ્ઞાને જોડીને;
રમીશ આત્મ વિષે પ્રભો નિરપેક્ષવૃત્તિ થઈ સદા,
તજીશ ઇચ્છા મુક્તિની પણ સન્ત થઈને હું કદા?
નિઃસીમ કરુણાધાર છો, છો શરણ આપ પવિત્ર છો,
સર્વજ્ઞ છો નિર્દોષ છો ને સર્વ જગના નાથ છો;

Page 200 of 438
PDF/HTML Page 218 of 456
single page version

background image
હું દીન છું ને ઝંખતો પ્રભુ શરણ આવ્યો આપને,
આ અવિરતિના ભિલ્લથી રક્ષો મને રક્ષો મને.
પ્રભુ દેવના પણ દેવ છો વળી સત્ય શંકર છો તમે,
છો બુદ્ધ ને આ વિશ્વત્રયને છો તમે નાયકપણે;
અધર્મનાં કાર્યો બધાં દૂરે કરીને ચિત્તને,
જોડું સમાધિમાં જિનેશ્વર શાંત થઈ હું જે સમે.
આજ્ઞારૂપી અમૃતરસોના પાનમાં પ્રીતિ કરી,
પામીશ પરબ્રહ્મે રતિ ક્યારે વિભાવો વિસરી?
સમ શત્રુ મિત્ર વિષે બની ન્યારો થઈ પરભાવથી,
રમીશ સુખકર સંયમે ક્યારે પ્રભો આનંદથી?
શ્રી જિનેંદ્રસ્તવન
(હરિગીતછંદ)
ગતદોષ ગુણભંડાર જિનજી દેવ મ્હારે તું જ છે,
સુરનર સભામાં વર્ણવ્યો જે ધર્મ મ્હારે તે જ છે;
એમ જાણીને પણ દાસની મત આપ અવગણના કરો,
આ નમ્ર મ્હારી પ્રાર્થના સ્વામી તમે ચિત્તે ધરો.
તુમ પાદપદ્મ રમે પ્રભો નિત જે જનોનાં ચિત્તમાં,
સુરઇન્દ્ર કે નરઇન્દ્રની પણ એ જનોને શી તમા?
ત્રણ લોકની પણ લક્ષ્મી એને સહચરી પેઠે ચહે,
શુભ સદ્ગુણોનો ગંધ એના આત્મમાંહે મહમહે.

Page 201 of 438
PDF/HTML Page 219 of 456
single page version

background image
મુજ નેત્રરૂપ ચકોરને તું ચન્દ્રરૂપે સાંપડ્યો,
તેથી જિનેશ્વર આજ હું આનંદઉદધિમાં પડ્યો;
જે ભાગ્યશાળી હાથમાં ચિંતામણિ આવી ચડે,
કઈ વસ્તુ એવી વિશ્વમાં જે તેહને નવ સાંપડે?
હે નાથ! આ પરભાવની વ્યાધી સહિત એવા મને,
મુક્તિપુરીમાં લઈ જવાને જહાજરૂપે છો તમે;
શિવરમણીના શુભ સંગથી અભિરામ એવા હે પ્રભો!
મુજ સર્વ સુખનું મુખ્ય કારણ છો તમે નિત્યે વિભો.
તે ધન્ય છે કૃતપુણ્ય છે ચિંતામણિ તેને કરે,
વાવ્યો પ્રભુ! નિજકૃત્યથી સુરવૃક્ષને એણે ગૃહે;
હે નાથ! નિઃસંગી થઈ ચળચિત્તની સ્થિરતા કરી,
એકાન્તમાં બેસી કરીને ધ્યાનમુદ્રાને ધરી.
(શાર્દૂલવિક્રીડિત)
પામ્યો છું બહુ પુણ્યથી પ્રભુ! તને ત્રૈલોક્યના નાથને,
સદ્ગુરુજી સમાન સાક્ષી શિવના નેતા મળ્યા છે મને;
એથી ઉત્તમ વસ્તુ કોઈ ન ગણું જ્હેની કરું માગણી,
માગું આદરવૃદ્ધિ તોય તુજમાં એ હાર્દની લાગણી. ૬
આત્મકલ્યાણકારી વિચારણા
(શાર્દૂલવિક્રીડિત છંદ)
સાક્ષાત્ શ્રી જિનદેવને નિરખશું ક્યારે અહો નેત્રથી,
ને વાણી મનોહારી ચિત્ત ધરશું, ક્યારે કહો પ્રેમથી. ૧

Page 202 of 438
PDF/HTML Page 220 of 456
single page version

background image
સદ્વૈરાગ્ય રસે રસિક થઈને, દીક્ષેચ્છુ ક્યારે થશું,
ને દીક્ષા ગ્રહવા મુનીશ્વર કને ક્યારે સુભાગ્યે જશું. ૨
સેવા શ્રી ગુરુદેવની કરી કદા નિજ સંપદા પામશું,
ને સુધ્યાનારૂઢ બનીને વનવાસી ક્યારે થશું. ૩
સર્પે કે મણિમાળમાં કુસુમની શય્યા તથા ધૂળમાં,
ક્યારે તુલ્ય થશું પ્રફુલ્લિત મને શત્રુ અને મિત્રમાં. ૪
ધ્યાનાભ્યાસ રસાયણે હૃદયને રંગી અસંગી બની,
ક્યારે અસ્થિરતા તજી શરીરને વાણી તથા ચિત્તની. ૫
આત્માનન્દ અપૂર્વ અમૃતરસે, ન્હાઈ થશું નિર્મળા,
ને સંસાર સમુદ્રના વમળથી ક્યારે થશું વેગળા. ૬
ક્યારે ગિરિગુફા પવિત્ર શિખરે જઈ શાન્તવૃત્તિ સજી,
સિદ્ધોના ગુણનો વિચાર કરશું મિથ્યા વિકલ્પો તજી. ૭
વાસી ચંદન કલ્પ થઈ પરિસહો સર્વે સહીશું મુદા,
આવી શાંત થશે અહો મુજ કને શત્રુ સમૂહો કદા. ૮
શ્રેણી ક્ષીણ કષાયની ગ્રહી અને ઘાતી હણીશું કદા,
પામી કેવલજ્ઞાન નિજસ્વરૂપનો સ્વાદ લઈશું સદા. ૯
ધારી યોગ નિરોધ કોણ સમયે સિદ્ધ સ્વરૂપે થશું,
એવી નિર્મલ ભાવના પ્રણયથી ભાવું સદા ચિત્તમાં. ૧૦