Shri Jinendra Stavan Manjari (Gujarati).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 12 of 23

 

Page 203 of 438
PDF/HTML Page 221 of 456
single page version

background image
શ્રી દીક્ષાકલ્યાણકસ્તવન
વંદો વંદો પરમ વિરાગી ત્યાગી જિનને રે,
થાયે જિન દિગંબર મુદ્રાધારી દેવ,
શ્રી સીમંધર પ્રભુજી તપોવનમાં સંચર્યા રે.
(વસંતતિલકા)
દીક્ષા ગ્રહી મનઃપર્યયજ્ઞાન સાધ્યું,
વિશ્વ બધું સુરપતિ નાદેથી ગાજ્યું,
એવા પ્રભુ પ્રણમીએ પ્રણયે તમોને,
મેવા પ્રભુ શિવતણા અર્પો અમોને.
રૂડો તપ કલ્યાણિક આજે પ્રભુનો દીપતો રે,
મંગલ હય ગય રથ નર ધ્વજ ને સ્વસ્તિક;
શોભિત ચંદ્રપ્રભા શિબિકામાં રત્ન સિંહાસને રે વંદો.
પ્રચંડ વાયુ અન્ય શિખરોને ચળાવે,
મેરુ સમો શિખર અચલિત જે સદાએ;
દેવાધિદેવ તુજ સમો જગમાં ન દીઠો,
રત્નત્રયી શિખરથી પ્રભુ આપ શોભો.
જગત પ્રકાશક શાંતિ ધારી અહો તુજ દિવ્યતારે,
સાધ્યું ધ્યાન ધ્યેય ને ધ્યાતા એકાકાર,
એવા વનવિહારી પ્રભુજી વીતરાગી થયા રે. વંદો૦

Page 204 of 438
PDF/HTML Page 222 of 456
single page version

background image
શ્રી મહાવીર જિનસ્તવન
(રાગભુજંગી)
શ્રીમાન્ મહાવીર પ્રભો મુનીન્દો,
દેવાધિદેવેશ્વર જ્ઞાનસિન્ધો,
સ્વામિન્ તુમ્હારે પદ પદ્મકા હો,
પ્રેમી સદાહી યહ ચિત્ત મેરા.
તત્ત્વાર્થશ્રદ્ધાન સદૈવ ધારું,
દો શક્તિ હો ઉત્તમ શીલ મેરા;
સન્માર્ગપૈ મૈં ચલતે ન હારું,
હો જ્ઞાન ચારિત્ર વિશુદ્ધ મેરા.
સ્વામિન્ તુમ્હારી યહ શાંત મુદ્રા,
કિસકે લગાતી હિયમેં ન મુદ્રા;
કહે ઇસે ક્યા યહ બુદ્ધિ ક્ષુદ્રા,
સ્વીકારિયે નાથ પ્રણામ મેરા.
પ્રભો તુમ્હીં હો નિકટોપકારી,
પ્રભો તુમ્હીં હો ભવદુઃખહારી;
પ્રભો તુમ્હીં હો શુચિ પંથચારી,
હો નાથ સાષ્ટાંગ પ્રણામ મેરા.
જો ભવ્ય પૂજા કરતે તુમ્હારી,
હોતી ઉન્હી કી ગતિ ઉચ્ચ પ્યારી;

Page 205 of 438
PDF/HTML Page 223 of 456
single page version

background image
પ્રસિદ્ધ હૈ ‘દાદુર ફૂલ’ વારી,
સમ્પૂર્ણ હૈ નિશ્ચય નાથ મેરા.
મેરી પ્રભો દર્શન શુદ્ધિ હોવે,
સદ્ભાવનાપૂર્ણ સમૃદ્ધિ હોવે;
રત્નત્રયીકી શુદ્ધ સિદ્ધિ હોવે,
સદ્બુદ્ધિપૈ હો અધિકાર મેરા.
આયા નહીં ગૌતમ વિજ્ઞ જૌંલોં
ખિરી ન વાણી તવ દિવ્ય તૌલૌં;
પીયૂષ સે પાત્ર ભરા સતૌલોં;
મૈં પાત્ર હોઉં અભિલાષ મેરા.
પ્રભો તુમ્હેં હી દિનરાત ધ્યાઊં,
સદા તુમ્હારે ગુણગાન ગાઊં;
પ્રભાવના ખુબ વિશિષ્ટ હોઓ,
કલ્યાણ હોવે સબ ભાંતિ મેરા.
શ્રી વીરકે મારગ પૈ ચલેં જો,
શ્રી વીર પૂજા મનસે કરેં જો;
સદ્ભવ્ય વીરસ્તવન કો પઢેં જો,
વે લબ્ધિયાં પા સૂખપૂર્ણ હોવે.

Page 206 of 438
PDF/HTML Page 224 of 456
single page version

background image
શ્રી અરહંતસ્તુતિ
(સવૈયા ઇકતીસા)
જો અડોલ પરજંક મુદ્રાધારી સરવથા,
અથવા સુ કાઉસગ્ગ મુદ્રા થિરપાલ હૈ;
ખેત સપરસ કર્મ પ્રકૃતિકૈ ઉદૈ આયૈ,
બિના ડગ ભરૈ અંતરીચ્છ જાકી ચાલ હૈ.
જાકી થિતિ પૂરવ કરોડો આઠ વર્ષ ઘાટિ,
અંતરમુહૂરત જઘન્ય જગ-જાલ હૈ;
સો હૈ દેવ અઠારહ દૂષન રહિત તાકૌં,
બનારસિ કહૈ મેરી બંદના ત્રિકાલ હૈ.
કેવળજ્ઞાનસ્તુતિ
(સવૈયા ઇકતીસા)
પંચ પરકાર ગ્યાનાવરનકૌ નાસ કરિ,
પ્રગટી પ્રસિદ્ધ જગમાંહિ જગમગી હૈ;
જ્ઞાયક પ્રભામેં નાના જ્ઞેયકી અવસ્થા ધરિ,
અનેક ભઈ પૈ એકતાકે રસ પગી હૈ.

Page 207 of 438
PDF/HTML Page 225 of 456
single page version

background image
યાહી ભાંતિ રહેગી અનંત કાલ પરજંત,
અનંત સકતિ ફૌરિ અનંતસૌં લગી હૈ;
નરદેહ દેવલમૈં કેવલ સરૂપ સુદ્ધ,
ઐસી ગ્યાન જ્યોતિકી સિખા સમાધિ જગી હૈ.
ત્રિવિધ અમૃતચન્દ્રકલા
(સવૈયા ઇકતીસા)
અચ્છર અરથમૈં મગન રહૈ સદા કાલ,
મહાસુખ દૈવા જૈસી સેવા કામગવિકી;
અમલ અબાધિત અલખ ગુન ગાવના હૈ,
પાવના પરમ સુદ્ધ ભાવના હૈ ભવિકી.
મિથ્યાત તિમિર અપહારા વર્ધમાન ધારા,
જૈસી ઉભૈ જામલૌં કિરણ દીપૈં રવિકી;
ઐસી હૈ અમૃતચન્દ્રકલા ત્રિધારૂપ ધરૈ,
અનુભૌ દસા, ગરંથ ટીકા, બુદ્ધિ કવિકી.
ગુરુગમ જ્ઞાન વિચાર
(રાગશાન્તિ જિનેશ્વર સાચો સાહિબ)
કર લે ગુરુગમ જ્ઞાન વિચારાકર લે૦
નામ અધ્યાતમ ઠવણ દ્રવ્યથી,
ભાવ અધ્યાતમ ન્યારા....કર લે૦ ૧

Page 208 of 438
PDF/HTML Page 226 of 456
single page version

background image
એક બુંદજળથી એ પ્રગટ્યા;
શ્રુતસાગર વિસ્તારા;
ધન્ય જિનોને ઉલટ ઉદધિકું,
એક બુંદમેં ડારા.....કર લે૦ ૨
બીજરુચિ ધર મમતા પરિહર,
લહી આગમ અનુસારા;
પરપખથી લખ ઇણવિધ અપ્પા,
અહિ કચુંક જિમ ન્યારા...કર લે૦ ૩
ભાસ પરત ભ્રમ નાસહુ તાસહું,
મિથ્યા જગત પસારા;
ચિદાનંદ ચિત્ત હોત અચળ ઇમ,
જિમ નભ ધ્રુકા તારા.....કર લે૦ ૪
શ્રી જિનેન્દ્રસ્તવન
(રાગગઝલ)
રસીલા ધમીર્નાં હૈડાં,
સંયમમાં અહર્નિશ રમતાં;
સલુણાં જિનનાં સ્વપ્નાં,
નજરથી ના જરી ખસતાં. રસીલા૦ ૧

Page 209 of 438
PDF/HTML Page 227 of 456
single page version

background image
આગમ જો હોય હૈડે તો,
બધીયે ૠદ્ધિ પાસે છે;
ખસે દૂર જો હૃદયથી એ,
જીવન આ શૂન્ય ભાસે છે. રસીલા૦ ૨
અસાર સંસારને માની,
જે વીતરાગને ધ્યાવે;
સકલ દૂરિત કરી હાનિ,
એ સિદ્ધિમાં સિધાવે છે. રસીલા૦ ૩
સમતા રસભરી મુદ્રા,
અહો જિન તુલ્ય ભાસે છે;
ધરીને ભાવથી વંદે,
જનમ નિસ્તાર તેને છે. રસીલા૦ ૪
પૂર્ણ આનંદને ધ્યેયે,
જે જિનરાજને ગાવે;
અમર આત્મ સુખનો ભોગી,
થઈ અમૃત સુહાવે છે. રસીલા૦ ૫
શ્રી શાંતિનાથ જિનસ્તવન
(વસંતતિલકારાગ)
હે શાંતિનાથ! જગપૂજ્ય પ્રભો દયાલો;
દેવેન્દ્ર વિશ્વસુત શુદ્ધ સુવર્ણ દેહ;
14

Page 210 of 438
PDF/HTML Page 228 of 456
single page version

background image
તેરે મનોરમ પદદ્વયમેં રચો યે,
સદ્ભાવ ભક્તિ પરિપૂરિત ચિત્ત મેરા.
કૈસી મનોજ્ઞ રમણીય સુશાન્ત તેરી,
ધ્યાનસ્થ મૂર્તિ ભગવન્ યહ સોચતી હૈ;
સંસારતાપહરણાર્થ મનો સ્વયં હી,
શ્રી શાંતિકી સકલ આકર હી ખડી હો.
તેરે પ્રભો વચનકી વિમલ પ્રભા સે,
અજ્ઞાનઅન્ધ-તમ હૈ કિસકા ન જાતા?
વિદ્યુચ્છટા અનુપમ સ્થિર શક્તિવાલી,
જો છા રહે તમ કહાં ફિર હૈ દિખાતા?
હે નાથ દર્શન કિયે તવ શાન્તિ આવે,
આવે ન પાસ દુઃખ દારિદ્ર ક્લેશ જાવે,
છાવે મહા અતુલ આતમ-રત્ન પાવે;
ધાવે સુમાર્ગ પર ઠોકર ભી ન ખાવે.
આકાશ ચુમ્બન કરે ભગવાન તેરા,
પ્રાસાદ સુન્દર ધ્વજા ઉડતી વહાં, સો
‘જો આત્મસિદ્ધિ કરકે જગ જીતતે હૈં,
ઉનકા પ્રભાવ યહ હૈ’ બતલા રહી હૈ.
આનન્દ-મંગલ સદા ઉસ ઠૌર હોવે,
અપવર્ગ-સૌખ્ય-ગુણ અનંત સમૃદ્ધિ હોવે,

Page 211 of 438
PDF/HTML Page 229 of 456
single page version

background image
વિદ્વેષભાવ સબકા સબ દૂર હોવે,
હોવે જહાં ભજન-પૂજન નિત્ય તેરા.
હે શાન્તિનાથ ભગવાન તુઝે નમૂં મૈં;
દેવાધિદેવ જગદીશ તુઝે નમૂં મૈં;
ત્રૈલોક્ય-શાન્તિકર દેવ તુઝે નમૂં મૈં,
સ્વામિન્ નમૂં, જિન નમૂં, ભગવન્ નમૂં મૈં.
તૂં બુદ્ધ તૂં જિન મુનીન્દ્ર વિભૂ સ્વયંભૂ,
તૂં રામ કૃષ્ણ જગદીશ દયાલુ દાતા;
સંસારકા તરણ તારણ તૂં કહાયા,
તેરા કિયે સ્મરણ હર્ષ ન કૌન પાયા.
હૈ જ્ઞાનદર્પણ મહોજ્જ્વલ નાથ તેરા,
આશ્ચર્યકારક મહા જિસમેં પડા હૈ
ત્રૈલોક્યકે સકલ ભાવ ત્રિકાલ કે ભી,
હોવે ભવિષ્યમેં ઉસમેં અતિ ઉચ્ચ મેરા.
જો શુદ્ધ બુદ્ધ કર નિર્મલ વૃત્તિયોંકો,
શ્રી શાંતિનાથ પ્રભુકે સ્તવકો પઢેંગે,
હોંગે સભી વિમલ જ્ઞાની મહાસુખી વે,
આત્મજકો અતુલ શાન્તિભરા કરેંગે. ૧૦
શ્રી સીમંધર જિનસ્તવન
(રાગભારતકા ડંકા.....આલમમેં)
સીમંધર આતમ-આરામી, ભાગ્યે મળિયા જગવિશરામી;
અંતર આનંદ અતિ પામી, ત્હારું નામ રટું પલપલ સ્વામી.

Page 212 of 438
PDF/HTML Page 230 of 456
single page version

background image
અનંતકાળે પ્રભુ આવી મળ્યો, મ્હારા મનનો મનોરથ સકળ ફળ્યો,
પ્રભુ શિવરમણીના છો કામી; ત્હારું નામ રટુ પલપલ સ્વામી.
પ્રભુ મહાવિદેહનો તું વાસી, ત્હારા દર્શને પાપ જાવે નાસી,
અક્ષય ગુણગણ રત્નધામી, ત્હારું નામ રટું પલપલ સ્વામી.
એહ જિનવરનો મહિમા મોટો, જેનો જગમાં જડે ન કદી જોટો,
જેના ધ્યાને કોટી શિવગામી, ત્હારું નામ રટું પલપલ સ્વામી.
મ્હારા મનઘરમાં પ્રભુ આવી રહો, પછી ખામી શાની
વિભુ મ્હારે કહો,
લહે હર્ષ સેવક અંતરજામી, ત્હારું નામ રટું પલપલ સ્વામી.
શ્રી સીમંધર જિનસ્તવન
મહાવિદેહના વાસી પ્રભુને પ્રાતઃ પ્રણામ......પ્રભુને૦
શ્રેયાંસનંદન રૂડો દીઠો, લાગે અમીરસથી પણ મીઠો;
અવર અનિઠ તમામ.....પ્રભુને......૧
તુજ મુખડાની માયા લાગી, અંતર આતમની જ્યોત જાગી;
સમરૂં સદા તુજ નામ....પ્રભુને......૨
ઝળહળ જ્યોતિ દીપે તમારી, ભવિ તમતિમિરની હરનારી;
અભિનય ભાનુ સ્વામ.....પ્રભુને......૩

Page 213 of 438
PDF/HTML Page 231 of 456
single page version

background image
સીમંધર અલબેલા સ્વામી, જગ પરમેશ્વર જગહિતકામી;
જ્ઞાન-દર્શન ગુણધામ....પ્રભુને......૪
તુજ દર્શન અમૃતરસ પીધું, ભવોભવનું અમ કારજ સીધું;
અવરશું મુજ ન કામ.....પ્રભુને.......૫
શ્રી જિનેન્દ્રસ્તવન
જિણંદ શાસન રુચિ ગયું તો,
સમકિત સુખડી મળી ગઈ;
મુણીંદ ધ્યાને દિલ થયું તો,
ભવની ભુખડી ગળી ગઈ.
કેવલનાણી ગુણમણી ખાણી,
ભવિપ્રાણી સુખકારી વાણી;
સાંભળી ભવભીતિ ટળી ગઈ......ને ભવની૦
આતમરામી અંતરજામી,
છબી તમારી ભવિ હિતકામી,
દીનતા દેખી ચળી ગઈ......ને ભવની૦
દેવ દુજા મેં સઘળા જોયા,
પણ તુજસુ મેરા મન મોહ્યા;
આતમ મેધા હળી ગઈ.....ને ભવની૦

Page 214 of 438
PDF/HTML Page 232 of 456
single page version

background image
શ્રી સીમંધર જિનસ્તવન
ભક્તિ તો કર રહા હૂં, તારો જરૂર તારો.
પ્રભુ જગસ્વામી તુમ હો, નિજ તીર્થનાથ તુમ હો;
તુમ પાસે આ રહા હૂં, તારો જરૂર તારો....૧
પ્રભુ સેવ્યા નામ તુમરા, સેવક નામ હમરા;
સેવા તો કર રહા હૂં, તારો જરૂર તારો....૨
પ્રભુ કલ્પવૃક્ષ તુમ હો, પ્રભુ કામધેનુ તુમ હો;
આશા તો રખ રહા હૂં, તારો જરૂર તારો....૩
પ્રભુ માત તાત તુમ હો, પ્રભુ ભ્રાત ત્રાત તુમ હો;
શરણું તો લે રહા હૂં, તારો જરૂર તારો....૪
જિણંદ તુમ હો અચ્છા, તુમ ગુણ રત્ન સ્વચ્છા;
જિન ગુન ગા રહા હૂં, તારો જરૂર તારો....૫
સીમંધર નામે દુઃખ જાવે, અમૃત સુખ પાવે;
હરરોજ રટ રહા હૂં, તારો જરૂર તારો....૬
શ્રી જિનેન્દ્રસ્તવન
અનુપમ છબિ અવિકારી નાથકી, અનુપમ છબિ અવિકારી,
પદ્માસન દ્રઢ મુદ્રા જિનકી દ્રષ્ટિ નાસિકા ધારી.
વીતરાગતા ભાવ વિરાજૈ, ભવિજનકો હિતકારી;
નાથકી૦

Page 215 of 438
PDF/HTML Page 233 of 456
single page version

background image
વસ્ત્રાભરન બિના તન સોહૈ, બાલકવત અવિકારી,
વિષય અનંત મહાવિષનાશન મંત્રસિખાવનહારી;
નાથકી૦
યદપિ જ્ઞાન બિન દિખિત જ્ઞાનકો કારન હૈ અનિવારી,
બચન બિના પુનિ જગજીવનકો, દે શિક્ષા હિતકારી;
નાથકી૦
આગમ અરુ અનુમાન સિદ્ધ યોં, જિનપ્રતિમા ભવતારી,
કૃતકૃત્ય જિનેશ્વરકી છવિ, પૂજો શિવમગચારી....
નાથકી૦
શ્રી સીમંધર જિનસ્તવન
દીઠી સીમંધર તણી મૂરતિ અલબેલડી, મૂરતિ અલબેલડી
ઉજ્જ્વલ ભર્યો અવતાર રે......મોક્ષગામી ભવથી ઉગારજો...
શિવગામી ભવથી ઉગારજો.
પગલે પગલે પ્રભુના ગુણો સંભારતાં, ગુણો સંભારતાં
અંતરના વિસરે ઉચાટ રેમોક્ષગામી૦
આપના દર્શનથી મેં આતમા જગાડિયો આતમા જગાડિયો
જ્ઞાન દીપક પ્રગટાવ રેમોક્ષગામી૦

Page 216 of 438
PDF/HTML Page 234 of 456
single page version

background image
આતમા અનંત પ્રભુ આપે ઉગારિયા, આપે ઉગારિયા;
તારો સેવકને ભવપાર રેમોક્ષગામી૦
પદ
(રાગઆશાવરી)
અબધૂ ક્યા માંગુ ગુણ હીના, વે ગુન ગનિ ન પ્રવિના;
અબધૂ૦
ગાય ન જાનું, બજાય ન જાનું, ન જાનું સુરભેવા,
રીઝ ન જાનું, રીઝાય ન જાનું, ન જાનું પદ સેવા;
અબધૂ૦
વેદ ન જાનું, કિતાબ ન જાનું, જાનું ન લચ્છન છંદા,
તરક વાદ વિવાદ ન જાનું, ન જાનું કવિ ફંદા;
અબધૂ૦
જાપ ન જાનું, જુવાબ ન જાનું, ન જાનું કવિ બાતા,
ભાવ ન જાનું, ભગતિ ન જાનું, જાનું સીરા તાતા;
અબધૂ૦
ગ્યાન ન જાનું, વિગ્યાન ન જાનું, ન જાનું ભજ નામા,
આનંદઘન પ્રભુકે દ્વારે, રટન કરું ગુણધામા;
અબધૂ૦
૧. પાઠાંતરન જાનું પદ નામા.

Page 217 of 438
PDF/HTML Page 235 of 456
single page version

background image
શ્રી મહાવીરસ્તવન
(રાગસોરઠા)
કંચન વરણો નાહ રે, મુને કોઈ મિલાવો....કં૦
અંજન રેખ ન આંખ ન ભાવે, મંજન શિર પડો દાહ રે;
મુને કોઈ૦
કૌન સેન જાને પર મનકી, વેદન વિરહ અથાહ રે, મુને૦
થર થર ધ્રૂજે દેહડી મારી, જિમ વાનર ભરમાહ રે,
મુનિ૦
દેહ ન ગેહ ન નેહ ન રેહ ન, ભાવે ન દૂહા ગાહા રે, મુને૦
આનંદઘન વાલો બાંહડી ઝાલે, નિશ દિન ધરું ઉમાહા રે;
મુને૦
શ્રી વીરસ્તવન
જય જય વીર જિનંદા તુમકો લાખોં પ્રણામ,
તુમકો ક્રોડો પ્રણામ.
જય જય ત્રિશલાનન્દા તુમકો લાખોં પ્રણામ....તુમકો૦
છબિ પરમ દિગમ્બર પ્યારી, મનમોહની મૂરત એ ન્યારી;
તુમ દેખે હોય આનંદા, તુમકો લાખોં પ્રણામ.....તુમકો૦
તુમ વીતરાગ પ્રભુ હિતકારી, પ્રભુજી લોકાલોક નિહારી,
જય કેવલ જ્યોતિ અમંદા, તુમકો લાખોં પ્રણામ....તુમકો૦

Page 218 of 438
PDF/HTML Page 236 of 456
single page version

background image
મિથ્યાત મહા તમહારી, જિનબચન કિરણ વિસ્તારી,
તુમ તીન ભુવન કે ચંદા, તુમકો લાખોં પ્રણામ....તુમકો૦
તુમ પતિત ઉધારન હારે, ગુણ ગાતે હૈં સુરનર સારે,
સબ પાતક પાપ નિકંદા, તુમકો લાખોં પ્રણામ....તુમકો૦
‘‘શિવરામ’’ શરણ મેં આયા, પ્રભુ ચરણન શીશ નવાયા,
અબ કાટ કર્મ કા ફંદા, તુમકો લાખોં પ્રણામ.....તુમકો૦
❖❖❖
શ્રી જિનવાણીસ્તુતિ
હે જિનવાણી માતા તુમકો લાખોં પ્રણામ,
તુમકો ક્રોડો પ્રણામ;
શિવસુખદાની માતા તુમકો લાખોં પ્રણામ...તુમકો૦
તૂ વસ્તુ સ્વરૂપ બતાવે, અરુ સકલ વિરોધ મિટાવે,
સ્યાદ્વાદ વિખ્યાતા તુમકો લાખોં પ્રણામ....તુમકો૦
તૂ કરે જ્ઞાતાકા મણ્ડન, મિથ્યાત કુમારગ ખણ્ડન,
હે તીન જગતકી ત્રાતા, તુમકો લાખોં પ્રણામ...તુમકો૦
તૂ લોકાલોક પ્રકાશે, ચર અચર પદાર્થ વિકાશે,
હે વિશ્વ તત્ત્વકી જ્ઞાતા તુમકો, લાખોં પ્રણામ.....તુમકો૦
તૂ સ્વપર સ્વરૂપ સુઝાવે, સિદ્ધાન્તકા મર્મ સમઝાવે,
તૂ મેટે સર્વ અસાતા, તુમકો લાખોં પ્રણામ....તુમકો૦

Page 219 of 438
PDF/HTML Page 237 of 456
single page version

background image
હે માતા કૃપા અબ કીજે, અબ પરભાવ સકલ હર લીજે,
‘‘શિવરામ’’ સદા ગુણ ગાતા, તુમકો લાખોં પ્રણામ...તુમકો૦
શ્રી જિનેન્દ્રસ્તવન
(ધર્મધ્વજ ફરકે છે મોરે મંદિરિયેરાગ)
મુઝે તુમ વિણ નહિ સ્વામી ચેન પડે,
મુઝે તુમ વિણ નહિ બીજે ક્યાંય ગમે.
(શેર)
તુમહી હો જિનરાજ તારક તુમહી હો કૃપાળજી,
તીન ભુવન કે નાથ સ્વામી અનોપમ તુમ દેદાર હૈ;
મોહે તારો તાતજી ભક્તિ વડે,
મેરા ભાગ્ય હે પ્રભુજી બહુત બડે. મુઝે૦
સુર અસુર નરનાથ કેરે સ્વામી સેવા તુજ કરે,
પ્રભાવ તેરા અજબ સ્વામી ભાવ રોગ સહુ ટળે;
મુઝને નિરંતર પ્રભુજી શરણે રાખો,
મુજને કેવળરત્ન પ્રભુજી આપો. મુઝે૦
સુરતરુ ચિંતામણિ પ્રભુ કામધેનુ તું મલ્યો,
અતુલ ભાગ્યે પાદ પામી મુજ મનોરથ સબ ફલ્યો;

Page 220 of 438
PDF/HTML Page 238 of 456
single page version

background image
મુઝે મોહ રોગ પ્રભુ જલદી ટળે,
ચાહું આતમ રાજ પ્રભુ તુજ વડે. મુઝે૦
શ્રી સીમંધર જિનસ્તવન
સીમંધર જિણંદા.....સીમંધર જિણંદા,
તુમ દરિશણ હુયે પરમાણંદા;
અહનિશિ ધ્યાઉં તુમ દીદારા....
મહિર કરીને કરજ્યો પ્યારા....સીમંધર૦
આપણને કેડે જે વળગા,
કિમ સરે તેહને કરતાં અળગા,
અળગા કીધા પણ રહે વળગા,
મોર પીંછ પરે ન હુએ ઊભગા...સીમંધર૦
તુમ્હ પણ અળગે થયે કિમ સરશે,
ભગતી ભલી આકરષી લેશે;
ગગને ઊડે દૂરે પડાઈ,
દોરી બળે હાથે રહે આઈ......સીમંધર૦
મુજ મનડું છે ચપળ સ્વભાવે,
તોહે અંતર્મુહૂર્ત પ્રસ્તાવે;
તું તો સમય સમય બદલાયે,
ઇમ કિમ બેહુ તણો મેળ થાયે.....સીમંધર૦
ઊભગા = જુદા

Page 221 of 438
PDF/HTML Page 239 of 456
single page version

background image
તે માટે તું સાહિબ માહરો,
હું છું સેવક ભવોભવ તાહરો,
એહ સંબંધમાં મેં હશો ખામી,
સેવક ભાવના ભાવે શિરનામી.....સીમંધર૦
તીર્થરાજ શ્રી સમ્મેદશિખરમાહાત્મ્ય
જય બોલો જય બોલો સમ્મેદશિખર કી જય બોલો.....
ઊંચા નીચા પર્વત સોહે, શીતલનાલા મન કો મોહે;
અજબ નિરાલી શાન, શિખર કી જય બોલો૦.....૧
અનંત જિનેશ્વર મુક્તિ ગયે હૈં, મુનિ અનન્તે સિદ્ધ ભયે હૈં,
તીરથરાજ મહાન, શિખર કી જય બોલો૦.........૨
ચૌબીસ ટોંક બની હૈં ગિર પર, પાર્શ્વનાથ કી સબસે ઉપર;
ભક્ત માનતે આન, શિખર કી જય બોલો૦.....૩
પ્રભુ મહિમા પરખો જો કોઈ, તાકો ચઉગતિ ભ્રમણ ન હોઈ;
અંત મિલે ‘શિવ’ થાન, શિખર કી જય બોલો૦.....
શાશ્વત તીરથધામ શિખર કી જય બોલો૦......૪
શ્રી નેમિનાથ જિનસ્તવન
(ચાલસાંવરિયા પારસનાથ શિખર પર ભલે વિરાજેજી)
સાંવરિયા નેમિનાથ તુમ તો ભલે વિરાજોજી.....

Page 222 of 438
PDF/HTML Page 240 of 456
single page version

background image
સોરઠ દેશ સુહાવના જી જુનાગઢ મનહાર,
ઊંચા નીચા પર્વત સોહે તીર્થ ગઢ ગિરનાર....સાંવ૦
સૌરીપુર સે બ્યાહન આયે સ્વામી નેમકુમાર,
તોરન સે રથ ફેર સુધારા સુન પશુવન લલકાર....સાંવ૦
ધર વૈરાગ્ય પરિગ્રહ ત્યાગે જાના જગત અસાર,
મોડ તોડ કર દીક્ષા ધારી જાય ચઢે ગિરનાર......સાંવ૦
ધ્યાનારૂઢ ભયે નેમીશ્વર કરી તપસ્યા સાર,
અષ્ટ કર્મ સબ નષ્ટ કિયે પ્રભુ જાય વરી શિવનાર..સાંવ૦
શ્રી સીમંધર જિનસ્તવન
સીમંધર જિન રાજિઆ રે,
પુંડરગિરિ શણગાર રે...પ્રભુ સુખ દરિઆ;
વાલેસર! સુણો વિનતી રે,
તું મુજ પ્રાણ આધાર રે...પ્રભુ ગુણ ભરિઆ.
તુજ વિણ હું ન રહી શકું રે,
જિમ બાલક વિણ માત રે..પ્રભુ સુખ દરિઆ;
ગાઈ દિન અતિવાહીએ રે,
તાહરા ગુણ અવદાત રે....પ્રભુ ગુણ ભરિઆ.
હવે મુજ મંદિર આવીયે રે,
મેં કરો દેવ! વિલંબ રે....પ્રભુ સુખ દરિઆ;