Shri Jinendra Stavan Manjari (Gujarati).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 13 of 23

 

Page 223 of 438
PDF/HTML Page 241 of 456
single page version

background image
ભાણા ખડખડ કુણ ખમે રે,
પૂરો આશ્યાલંબ રે.....પ્રભુ ગુણ ભરિઆ.
મન મંદિર છે માહરું રે,
પ્રભુ! તુઝ વસવા લાગ રે..પ્રભુ સુખ દરિઆ;
માયા કંટક કાઢીઆ રે,
કીધો ક્રોધ-રજ ત્યાગ રે....પ્રભુ ગુણ ભરિઆ.
પ્રગટી સુરુચિ સુવાસના રે,
મૃગમદ મિશ્ર કપૂર રે...પ્રભુ સુખ દરિઆ;
ધૂપ ઘટી ઇંહાં મહમહે રે,
શાસન શ્રદ્ધા પૂર રે....પ્રભુ ગુણ ભરિઆ.
ચારિત્ર શુદ્ધ બિછાવણાં રે,
તકિઆ પંચ-આચાર રે....પ્રભુ સુખ દરિઆ;
ચિંહુ દિશિ દીવા ઝગમગે રે,
જ્ઞાન રતન વિસ્તાર રે....પ્રભુ ગુણ ભરિઆ.
અધ્યાતમ ધજ લહલહે રે,
મણિ તોરણ સુવિવેક રે....પ્રભુ સુખ દરિઆ;
જ્ઞાનપ્રમાણ ઇંહાં ઓરડા રે,
મણિ પેટી નય ટેક રે.....પ્રભુ ગુણ ભરિઆ.
ધ્યાન કુસુમ ઇંહાં પાથરી રે,
સાચી સમતા સેજ રે....પ્રભુ સુખ દરિઆ;

Page 224 of 438
PDF/HTML Page 242 of 456
single page version

background image
ઇહાં આવી પ્રભુ બેસીએ રે,
કીજે નિજ ગુણ હેજ રે.....પ્રભુ ગુણ ભરિઆ.
સીમંધર જિન રાજિયારે,
સુવર્ણપુરે શણગાર રે...પ્રભુ ગુણ ભરિઆ;
મન મંદિર જો આવશ્યો રે,
એક વાર ધરી પ્રેમ રે....પ્રભુ સુખ દરિઆ;
ભગતિભાવ દેખી ભલો રે,
જઈ શકશ્યો તો કેમ રે...પ્રભુ સુખ ભરિઆ.
અરજ સુણી મન આવિઆ રે,
સીમંધર જિણંદ દયાલ રે...પ્રભુ સુખ દરિઆ;
ઓચ્છવ રંગ વધામણા રે,
પ્રગટ્યો પ્રેમ વિશાલ રે...પ્રભુ ગુણ ભરિઆ. ૧૦
અર્ઘપાદ્ય કરુણા ક્ષમા રે,
સત્ય વચન તંબોલ રે....પ્રભુ સુખ દરિઆ;
ધરશું તુમ્હ સેવા ભણી રે,
અંતરંગ રંગરોલ રે.....પ્રભુ ગુણ ભરિઆ. ૧૧
હવે ભગતિ રસ રીઝિયો રે,
મત છોડો મન ગેહરે....પ્રભુ સુખ દરિઆ;
નિરવહજો રૂડી પરે રે,
સાહિબ ! સુગુણ સનેહ રે..પ્રભુ ગુણ ભરિઆ. ૧૨

Page 225 of 438
PDF/HTML Page 243 of 456
single page version

background image
ભ્રમર સહજ ગુણ કુસુમનો રે,
અમર-મહિત જગનાથ રે....પ્રભુ સુખ દરિઆ;
જો તું મનવાસી થયો રે,
તો હું હુઓ સનાથ રે......પ્રભુ ગુણ ભરિઆ. ૧૩
શ્રી જિનરાજ પ્રભુ તણો રે,
અરજ કરે એમ શિષ્ય રે...પ્રભુ સુખ દરિઆ;
રમજો મુજ મન મંદિરે રે,
પ્રભુ ! માગું હું નિશદિન રે...પ્રભુ ગુણ ભરિઆ. ૧૪
શ્રી જિનેન્દ્રસ્તવન
(રાગભારતના ડંકા આલમમેં........)
પ્રભુ નિર્માયી નિષ્કામી છો,
દીન દુઃખી તણા વિશરામી છો;
પ્રભુ અજરામર પદ ગામી છો;
તમે જિનપતિ અંતરજામી છો.....તમે૦
તમે જ્ઞાનાનંદના દરિયા છો,
અનંત અનંત ગુણ ભરિઆ છો;
તમે શિવરમણીના કામી છો, તમે.....૧
તમે જીવ જીવનના રસિયા છો,
સવિ કર્મ કલંકથી ખસિયા છો;
તમે જગપતિ આતમ રામી છો, તમે.....૨
15

Page 226 of 438
PDF/HTML Page 244 of 456
single page version

background image
તમે બોધિબીજના દાયક છો,
પ્રભુ જૈન ધર્મના નાયક છો;
તમે ક્ષમા રાણીના સ્વામી છો, તમે......૩
તમે જ્ઞાનદીપક ધરનારા છો,
પ્રભુ મોહ-તિમિર હરનારા છો;
તમે ભોગ રોગના વામી છો, તમે......૪
તમે મુનિપતિ ભવિજન ભ્રાતા છો,
વલી ત્રણ જગતના ત્રાતા છો;
તમે આતમ તેજના ધામી છો, તમે.......૫
એવા પ્રભુ નાથજી મળિયા છો,
મુજ આંગણે સુરતરુ ફલિયા છો;
પદ આતમ દાતા નામી છો, તમે....૬
શ્રી વીર જિનસ્તવન
(રાગનાગરવેલીયો રોપાવ તારા રાજ મહેલોમાં)
જ્યોતિ ભક્તિની જગાવ,
મારા મનમંદિરે;
વ્હાલા વીરજી તું આવ,
મારા મનોમંદિરે.....જ્યોતિ૦
ભવ તારક જિનજી પ્યારા,
દિવ્ય જ્ઞાન દર્શન ધારા;

Page 227 of 438
PDF/HTML Page 245 of 456
single page version

background image
દિવ્ય જ્ઞાન પ્રગટાવ,
મારા મનોમંદિરે....જ્યોતિ.
ત્રિશલાનંદન જગ સારા,
તુજ સમ કો છે આધારા;
તારા સુગુણો વસાવ,
મારા મનોમંદિરે.....જ્યોતિ.
સિદ્ધારથ કુળે દીવો,
તુહિ જગ ચિરંજીવો;
જડ જીવન ઉડાવ,
મારા મનોમંદિરે......જ્યોતિ.
નિર્યામક તુહિ સાચો,
પણ ઉતારૂં હું છું કાચો,
જીવન નાવ તરાવ,
મારા મનોમંદિરે.....જ્યોતિ.
તુંહિ શિવ સુંદરીનો ભોગી,
વળી નિજ ગુણ ગણનો યોગી;
આતમ સુખ ચખાવ,
મારા મનોમંદિરે.....જ્યોતિ.

Page 228 of 438
PDF/HTML Page 246 of 456
single page version

background image
શ્રી નેમિનાથ જિનસ્તવન
(રાગધન્ય ધન્ય દેવદેવી નરનાર)
નમિયે નેમિનાથ મહારાજ, નમિયે નેમિનાથ.....
રાગદ્વેષ મોહ રિપુ જીતીને, કીધું આતમ કાજ.
બાલ પણે પશુડાં ઉગારી, ત્યાગી રાજુલનાર;
જઈ ગિરનારે શિવ સુખ લેવા, લીધો સંજમસાર....
નમિયે.
શુક્લ ધ્યાનનું ધ્યાન ધરીને, લીધું કેવલજ્ઞાન;
સમવસરણમાં દેઈ દેશના, કરાવ્યું આત્મભાન.....
નમિયે.
અનંત ગુણે અરિહંત બિરાજે, જયજય મંગલકાર;
સુરનર કિન્નર પ્રભુ ગુણ ગાવે, ઊતરવા ભવપાર...
નમિયે.
ચાર ગતિ સંસારે ભમતાં, દીઠો દેવ દયાળ;
અજરામર પદ લેવા કાજે, ભજિયે થઈ ઉજમાળ...
નમિયે.
ધનધન તે નરનારી જાણો, ધ્યાન ધરે જિનરાજ;
ભક્તિથી સેવક એમ ભાખે, તે લહે શાશ્વત રાજ....
નમિયે.

Page 229 of 438
PDF/HTML Page 247 of 456
single page version

background image
શ્રી મહાવીરસ્વામીસ્તવન
(ભારતકા ડંકા આલમમેંએ રાગ)
ભવપાર કરી ભવિ ભાવ ધરી,
ભજિયે નિત્ય મહાવીરસ્વામીકો;
જસ ગુણ ગણકા કછુ પાર નહીં,
દેખા નહીં ઐસે નામીકો...ભવ૦
ત્રિશલા સુત મહાવીર નામ બડા,
જપતા જો નહીં ભવકૂપ પડા;
ઇસ પ્રભુજીકી મોહે ધૂન લગી,
પામરતા મોરી જાય ભગી......ભવ૦
સિદ્ધારથ નંદન ફંદ હરો,
નિજ દાસકો ભવજલ પાર કરો;
તુમ નામ રટન દિન રાત કરું,
નિજ દિલમેં ખૂબ આનંદ ધરું......ભવ૦
શ્રી વીર પ્રભુ ઉપસર્ગ સહી,
મનમેં નહીં જિન જરી ભેદ ધરી;
શુદ્ધ દ્વાદશાંગીકા જ્ઞાન દિયા,
દ્રવ્ય ગુણ પર્યાય વિકાશ કિયા.....ભવ૦
ભંગ સાત સ્યાદ્વાદ સાર દિયા,
ભટકે નહીં હૃદયે સ્થાપ લિયા;

Page 230 of 438
PDF/HTML Page 248 of 456
single page version

background image
નવતત્ત્વ જ્ઞાન પ્રકાશ કિયા,
તસ દ્વારા સમકિત દાન દિયા......ભવ૦
ચરણાનુયોગ તસ ભાવ ભરા,
પાયા સો શિવ વધુકોટી વરા;
લેતે શિવ આનંદ નિત્ય નરા,
એ સ્વરૂપ સારમેં સાર ખરા.......ભવ૦
તુજ સેવક યહ આનંદ ચહે,
મુજ આત્મ કમલ શુભ રેહ લહે;
તત્ત્વ સાર દિયો મુજકો,
એ દેતાં વાર નહીં તુજકો....ભવ૦
શ્રી શાંતિનાથ જિનસ્તવન
(દેશીઅબોલડાં શાને લીધાં છે)
એક વાર બોલો શાન્તિનાથ,
અબોલડાં શાને લીધાં છે.
એક વાર બોલો સીમંધરનાથ,
અબોલડાં શાને લીધાં છે.
શાન્તિકરણ શ્રી શાન્તિ જિણંદા,
મનમોહન જગસારા.......અબોલડાં૦

Page 231 of 438
PDF/HTML Page 249 of 456
single page version

background image
જસ નામે ભય સઘળા ભાગે,
ઘેર ઘેર મંગળમાળા.....અબોલડાં૦
જેહને દિગ્કુમારી હુલરાવે,
ઇન્દ્રો પણ ગુણ ગાય તારા....અબોલડાં૦
છએ ખંડના ભોગ તજીને,
દીક્ષા સુંદરી વરનારા.......અબોલડાં૦
કેવલ કમલા તુમે વરીને,
શિવવધુ સાથે રમનારા.....અબોલડાં૦
એહને ભજતાં સુખિયા થઈએ,
દુઃખડાં નાવે લગારા.......અબોલડાં૦
તુજને ભજે તેનો ધન જન્મારો,
અમૃત પદ પામનારા.......અબોલડાં૦
શ્રી સીમંધર જિનસ્તવન
(અબોલડાં શાને લીધાં છેરાગ)
એક વાર બોલો સીમંધરનાથ,
અબોલડાં શાને લીધાં છે.
એક વાર દિવ્યધ્વનિ છોડો,
અબોલડાં શાને લીધાં છે.

Page 232 of 438
PDF/HTML Page 250 of 456
single page version

background image
એક વાર બોલો વિદેહીનાથ,
અબોલડાં શાને લીધાં છે......અબોલડાં૦
જિન પ્રતિમા જિન સરિખા લાગે,
વિરહનાં દુઃખ નાશે......અબોલડાં૦
સમવસરણ પ્રભુ રૂડું રચાણું,
દેવ દેવી હરખાય......અબોલડાં૦
શુક્લ ધ્યાન યુક્ત મુદ્રા સોહે છે,
કેવળથી ભરપૂર......અબોલડાં૦
એક વાર પ્રભુ દિવ્યધ્વની છૂટે જો,
આનંદનો નહિ પાર......અબોલડાં૦
પંચમ કાળ નહિ ચોથો છે કાળ,
વાણી છૂટે તો રસાળ......અબોલડાં૦
સેવકના દીલ ખૂશ કરોને,
આનંદ મંગળ વરતાય......અબોલડાં૦
સદ્ગુરુદેવ મારા વિનતી કરે છે,
વાણી છોડો વીતરાગ......અબોલડાં૦
હવે પ્રભુજી ઢીલ ન કરો,
પાત્ર બેઠા છે તુજ પાસ......અબોલડાં૦

Page 233 of 438
PDF/HTML Page 251 of 456
single page version

background image
હવે પ્રભુજી શું વાટ જુઓ છો,
વાણી છોડો આજ કાલ અબોલડાં૦
બોલો બોલોને વીતરાગ અબોલડાં૦ ૧૦
અનંત રહસ્ય પ્રભુ વાણીએ નિકળે,
સમાધાન સર્વના થાય....અબોલડાં૦ ૧૧
અતિશય વંદન હોજો અમારું,
સીમંધર ભગવાન....અબોલડાં૦ ૧૨
બોલો બોલોને વીતરાગ....અબોલડાં છોડો પ્રભુજી.....
એક વાર બોલો સીમંધરનાથ અબોલડાં છોડો પ્રભુજી૦ ૧૩
શ્રી સીમંધર જિનસ્તવન
હાંરે આજ મલિઓ મુજને તીન ભુવનનો નાથ જો,
ઉદયો સુખ-સુરતરુ મુજ ઘટ ઘર આંગણે રે જો;
હાંરે આજ અષ્ટ મહા સિદ્ધિ આવી મહારે હાથ જો,
નાઠા માઠા દહાડા દરિસણ પ્રભુ તણે રે જો.
હાંરે મ્હારે હિયડે ઉલસી ઉલ્લસિત રસની રાશિ જો,
નેહ સલુણી નજર નિહાળી તાહરી રે જો;
હાંરે હું તો જાણું નિશદિન બેસી રહું તુજ પાસ જો,
તારે નેહે ભેદી મીજી માહરી રે જો.
હાંરે મ્હારી પૂગી પૂરણ રીતે મનની હોંશ જો,
દુરજનિયા તે દુઃખ ભરી આવટસ્યે પડ્યા રે જો;

Page 234 of 438
PDF/HTML Page 252 of 456
single page version

background image
હાંરે પ્રભુ તું તો સુરતરુ બીજા જાણ્યા તૂસ જો,
તુજ ગુણ હીરો મુજ હિયડા ઘાટે જડ્યો રે જો.
હાંરે પ્રભુ તુજસ્યું મ્હારે ચોળ મજીઠો રંગ જો,
લાગ્યો એહવો તે છે કુણ ટાળી શકે રે જો;
હાંરે પ્રભુ પલટે તે તો કાચો રંગ પતંગ જો,
લાગ ન લાગેરે દુરજનનો કો મુજ થકે રે જો.
હાંરે પ્રભુ તાહરી મુદ્રા સાચી મોહન વેલજો,
મોહ્યા તીન ભુવનજન દાસ થઈ રહ્યા રે જો;
હાંરે પ્રભુ જે નવિ રંજ્યા તે સુરતરુને ઠેલી જો,
દુઃખ વિષ વેલિ આદર કરવા ઉમહ્યારે જો.
હાંરે પ્રભુ તાહરી ભક્તિ ભીનું માહરું ચિત્ત જો,
તલ જિમ તેલે તેલે જેમ સુવાસના રે જો;
હાંરે પ્રભુ તાહરી દીઠી જગમેં મોટી રીત જો,
સુફલ ફલ્યાં અરદાસ વચન મુજ દાસનાં રે જો.
હાંરે મ્હારે પ્રથમ પ્રભુજી પૂરણ ગુણનો ઈસ જો,
ગાતાં સીમંધર જિનજી હું સે મનતણી રે જો.
શ્રી નેમિ જિનેશ્વરસ્તવન
(ઓધવજી સંદેશો કહેજો શ્યામનેએ દેશી)
પ્રીતલડી બંધાણી રે નેમ જિણંદશું,
પ્રભુ પાખે ક્ષણ એક મને ન સુહાય જો;

Page 235 of 438
PDF/HTML Page 253 of 456
single page version

background image
ધ્યાનની તાલી રે લાગી નેહશું,
જલદ-ઘટા જિમ +શિવસુતવાહન દાય જો. પ્રીત૦
નેહ ઘેલું મન મારું રે પ્રભુ અલજે રહે,
તન મન ધન એ કારણથી પ્રભુ મુઝ જો;
મ્હારે તો આધાર રે સાહિબ રાવલો,
અંતરગતની પ્રભુ આગળ કહું ગુજ્ઝ જો. પ્રીત૦
સાહેબ તે સાચો રે જગમાં જાણીએ,
સેવકનાં જે સહેજે સુધારે કાજ જો;
એહવે રે આચરણે કેમ કરી રહું,
બિરૂદ તુમારું તારણ તરણ જહાજ જો. પ્રીત૦
તારકતા તુજ માંહે રે શ્રવણે સાંભળી,
તે ભણી હું આવ્યો છું દીનદયાળ જો;
તુજ કરુણાની લ્હેરે રે મુજ કારજ સરે,
શું ઘણું કહીએ જાણ આગળ કૃપાળ જો. પ્રીત૦
કરુણાધિક કીધી રે સેવક ઉપરે,
ભવ-ભય-ભાવઠ ભાંગી ભક્તિ પ્રસંગ જો;
મન વંછિત ફળીયાં રે જિન આલંબને,
કર જોડીને ભક્ત કહે મન રંગ જો. પ્રીત૦
જલદ = મેઘ; + શિવસુતવાહન = મયૂર

Page 236 of 438
PDF/HTML Page 254 of 456
single page version

background image
શ્રી સીમંધર જિનસ્તવન
(આવેલ આશા ભર્યારાગ)
પ્રભુની વાણી જોર રસાળ, મનડું સાંભળવા તલસે,
સજલ જલદ જિમ ગાજતો, જાણું વરસે અમૃતધાર; મન૦
સાંભળતાં લાગે નહિ, ખીણ ભૂખને તરસ લગાર. મન૦
તિર્યંચ મનુષ ને દેવતા સહુ, સમજે નિજ નિજ વાણ;
જોજન ખેત્રે વિસ્તરે, નય ઉપનય રતનની ખાણ. મન૦
બેસે હરિ મૃગ એકઠાં, ઉંદર માંજારનાં બાળ; મન૦
મોહ્યા પ્રભુની વાણીયે, કો ન કરે એહની આળ. મન૦
સહસ વરસ જો નીગમે, તોહે તૃપ્તિ ન પામે મન્ન; મન૦
સાતાયે સહુ જીવનાં, રોમાંચિત હુવે તન્ન. મન૦
વાણી સીમંધરજિણંદની, શિવરમણીની દાતાર; મન૦
વીતરાગી જિણંદજીનો, પ્રભુ હોજો જય જયકાર. મન૦
શ્રી સીમંધર જિનસ્તવન
હાંરે મુજ પ્રાણાધાર તું સીમંધર જિનરાય જો,
મળિયો ભાગ્યે હું હળિયો પ્રીત પ્રસંગથી રે લો;
હાંરે મુજ સુંદર લાગી માયા તાહરી જોર જો,
અલગો રે ન રહું હું પ્રભુ તુજ સંગથી રે લો.

Page 237 of 438
PDF/HTML Page 255 of 456
single page version

background image
હાંરે માનું અમીય કચોળાં ઉપશમ રસ તુજ નેન જો,
મનોહર રે પ્રસન્ન વદન પ્રભુ તાહરું રે લો;
હાંરે પ્રભુ કોઈની નહિ તીન ભુવને તુજ સમ મૂરતિ જો,
એહવી સુરતિ દેખી ઉલસ્યું મન માહરું રે લો.
હાંરે પ્રભુ અંતર પડદો ખોલી કીજે વાત જો,
કરુણ નજરથી તુજ સેવકને બોલાવીએ રે લો;
હાંરે પ્રભુ અમીરસ છાંટા છાંટીને એકવાર જો,
સેવકના ચિત્તમાંહિ આણંદ ઉપજાવીએ રે લો.
હાંરે પ્રભુ કરુણાસાગર દીનદયાળ કૃપાળ જો,
મહેર ધરી મુજ અંતરમાં આવી વસો રે લો;
હાંરે પ્રભુ નિજ બાલક પરે મુજ લેખવજો જિણંદ જો,
ચરણની સેવા દેજો સેવક જાણીને રે લો.
હાંરે પ્રભુ સમતા રસ ભરપૂર દીસે દેદાર જો,
જ્ઞાન પ્રબળતાથી દીસે મુખ ચંદ્રમા રે લો;
હાંરે પ્રભુ જિનપ્રતિમા તે જિનવર સરીખા જોય જો,
ઉપશમ જિન મૂરતિ રે મુજ દિલમાં વસી રે લો.
શ્રી સીમંધર જિનસ્તવન
(આવેલ આશા ભર્યારાગ)
અનુપમ સીમંધર શ્યામનો રે, પાયો મેં દીદાર;
સાહિબ મનમાં વસ્યો.

Page 238 of 438
PDF/HTML Page 256 of 456
single page version

background image
ચંદ્ર જિસ્યો મુખ ઊજળો રે, ઉજ્વળ ગુણ નહિ પાર;
સાહિબ૦
જગજનનાં દિલ રીઝવે રે, તારે આણી હેત; સાહિબ૦
કો કહેશે વીતરાગને રે, રાગ તણાં એ હેત; સાહિબ૦
તે તો તત્ત્વમતિ નહિ રે, ફોગટ પાવે ખેદ; સાહિબ૦
ગિરૂઆ સહજે ગુણ કરે રે, તે નવી જાણે ભેદ; સાહિબ૦
તાપ હરે જિમ ચંદ્રમા રે, સીત હરે જિમ સૂર; સાહિબ૦
ચિંતામણી દારિદ્ર હરે રે, આપે વાસ કપૂર; સાહિબ૦
તિમ પ્રભુનો ગુણ સહજનો રે, જાણે જે ગુણ ગેહ; સાહિબ૦
જિન પ્રભુ આદિ જ્ઞાનીનો રે, સેવક ભાવે ધરે નેહ, સાહિબ૦
શ્રી શાંતિ જિનસ્તવન
(ધર્મ જિનેશ્વર ગાઉં રંગશું...)
શાંતિ જિણેસર મુજને તુમ્યે મિલ્યા,
જેહમાંહિં સુખકંદ વાલ્હેસર;
તે કળિયુગ અમ્હે ગિરૂઓ લેખવું,
નવિ બીજા યુગ વૃંદ...વાલ્હેસર૦ શાંતિ૦
આરો સારો રે મુજ પાંચમો,
જિહાં તુમ દરિશણ દીઠ; વાલ્હેસર૦
મરુભૂમિ પણ થિતિ સુરતરુ તણી,
મેરુ થકી હુઈ ઇષ્ટ, વાલ્હેસર૦ શાંતિ૦

Page 239 of 438
PDF/HTML Page 257 of 456
single page version

background image
પંચમ આરે રે તુમ્હ મેલાવડે,
રૂડો રાખ્યો રે રંગ; વાલ્હેસર૦
ચોથા આરો રે ફિરિ આવ્યો ગણું,
તુજ સેવક કહે ચંગ. વાલ્હેસર૦ શાંતિ૦
શ્રી સીમંધર જિનસ્તવન
હાંરે પ્રભુ સીમંધરસ્વામી દીઠા શ્રી જગનાથજો;
લાગી રે તુજથી દ્રઢ ધર્મની પ્રીતડી રે લો;
હાંરે પ્રભુ સરસ સુકોમળ સુરતરુ દીધી બાથજો,
જાણ્યું રે મેં ભૂખે લીધી સુખડી રે લો.....હાંરે૦
હાંરે પ્રભુ સકલ ગુણે કરી ગિરૂઓ તુંહી જ એકજો,
દીઠોરે મન મીઠો ઈઠો રાજીઓ રે લો;
હાંરે પ્રભુ તુજશું મિલતાં સાચો મુજશું વિવેકજો,
હું તો રે ધણીઆતો થઈને ગાજીઓ રે લો....હાંરે૦
હાંરે પ્રભુ નહિ છે માહરે હવે કેહની પરવાહજો,
જોતાંરે સાહી મુજ હેજે બાંહડીરે લો;
હાંરે પ્રભુ તુજ પાસેથી અળગો ન રહું નાથજો,
દોડેરે કુણ તાવડ છાંડિ છાંહડિ રે લો.....હાંરે૦
હાંરે પ્રભુ ભાગ્યે લહીયેં તુજ સરીખાનો સંગજો,
આણેરે જમવારે ફિરિફિરિ દોહિલોરે લો;
૧ કોઈની. ૨ પકડી. ૩ હેતે. ૪ હાથ. ૫ તડકો. ૬ છાંયડો.

Page 240 of 438
PDF/HTML Page 258 of 456
single page version

background image
હાંરે પ્રભુ જોતાં મનોહર ચિંતામણીનો નંગજો,
જોતાં રે કિમ નહી જગમાં સોહિલોરે લો....હાંરે૦
હાંરે પ્રભુ ઉતારો મત ચિતડાથી નિજ દાસજો,
ચિંતારે ચૂરંતાં પ્રભુ ન કરો ગઈ રે લો;
હાંરે પ્રભુ પ્રેમ વધારણ સેવક તણી અરદાસજો,
ગણતાંરે પોતાનો સવિ લેખે થઈ રે લો....હારે૦
શ્રી સીમંધર જિનસ્તવન
(પ્રભુજી મહેર કરીને આજ કાજ હમારા સારોરાગ)
સીમંધર જિનજી ધર્મ ધુરંધર, પૂરવ પુણ્યે મિલિઓ;
મન મરૂથલમેં સુરતરૂ ફળિઓ, આજ થકી દિન વળીઓ....
પ્રભુજી મહેર કરી મહારાજ, કાજ હવે મુજ સારો;
સાહિબ ગુણનિધિ ગરીબનિવાજ, ભવ દવ પાર ઉતારો.
બહુ ગુણવંતા જેહ તેં તાર્યા, તે નહિ પાડ તુમારો,
મુજ સરીખો પામર જો તારો, તો તુમચિ બલિહારો. પ્ર૦
હું નિર્ગુણ પણ તાહરી સંગતિ, ગુણ લહું તેહ ઘટ માન;
નિંબાદિક પણ ચંદન સંગે, ચંદન સમ લહે તાન. પ્ર૦
નિર્ગુણ જાણી છેહ મા દેશો, જોવો આપ વિચારી,
ચંદ્ર કલંકિત પણ નિજ શિરથી, ન તજે ગંગાધારી. પ્ર૦
૧. વિલંબ

Page 241 of 438
PDF/HTML Page 259 of 456
single page version

background image
સત્યવતી નંદન સત્યદાયક, નાયક જિનપદવીનો;
પાયક જાસ સુરાસુર કિંનર, ઘાયક મોહ રિપુનો. પ્ર૦
તારક તુમ્હ સમ અવર ન દીઠો, લાયક નાથ હમારો;
શ્રી જિનરાજ ચરણને સેવી, હુવે ભવ જલ તારો. પ્ર૦
શ્રી સીમંધર જિનસ્તવન
(આવેલ આશા ભર્યારાગ)
તારક બિરૂદ સુણી કરી, હું આવી ઊભો દરબાર.....
શ્રી સીમંધર સાહિબા.
પ્રભુ ઘણી તાણ ન કીજીએ, મુજ ઉતારો ભવ પાર...
શ્રી સીમંધર
કાળાદિક દૂષણ દાખતાં, દાતારપણું કિમ થાય; શ્રી૦
જો વિણ અવલંબન તારીએ, તો જગ સઘળો જશ ગાય..
શ્રી સીમંધર
બાળકને સમજાવવા પ્રભુ કહેશો ભોળામણી વાત; શ્રી૦
પણ હઠ કીધી મૂકીશ નહિ, વિણ તારે ત્રિભુવન તાત...
શ્રી સીમંધર૦
જો મન તારણનું અછે, તો ઢીલ તણું શું કામ, શ્રી૦
ચાતક નિરમુખ દૂખણે, થઈ મેઘ ઘટા જગ શ્યામ.....
શ્રી સીમંધર૦
16

Page 242 of 438
PDF/HTML Page 260 of 456
single page version

background image
તુજ દરશણથી તાહરો, હું કહેવાણો જગ માંહે; શ્રી૦
હવે મુજ કુણ લોપી શકે, બળિયાની ઝાલી બાંહે...
શ્રી સીમંધર
પાંચશે ધનુષ તનુ શોભતું, વૃષભ લંછન જગદીશ; શ્રી૦
હરખ ધરીને વિનવું, પ્રભુ તુમ ચરણનો શીષ...
શ્રી સીમંધર
શ્રી સીમંધર જિનસ્તવન
(ૠષભજિણંદ શું પ્રીતડીરાગ)
સીમંધર જિન સાહિબા,
વિનતડી હો મારી અવધાર કે,
સાર કરો હવે માહરી,
ચિત્ત ચોખે હે કરુણ હૃદયે નિહાલ રે.....સીમંધર૦
સહુ સ્વારથીઓ જગ અછે,
વિણ સ્વારથ હે દુઃખનો કોણ જાણ કે;
તું વિણ બીજો કો નહીં,
પરમારથ હે પદનો અહિઠાણ કે.....સીમંધર૦
તું ગાજે શીર ગાજતે,
આશા પરની હે કરવી શું કામ કે;
છાંયડી બાવલ કો લીએ,
સુખદાયક હે છાંહ સુરતરૂ પામી કે.....સીમંધર૦